Atmadharma magazine - Ank 207
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૮
સળંગ અંક ૨૦૭
Version History
Version
Number Date Changes
001 Apr 2004 First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image
વર્ષ અઢારમું : અંંક ૩ જો સંપાદક : રામજી માણેકચંદ દોશી પોષ : ૨૪૮૭
સ્વ સ ન્મ ખ થ
ભાઈ, તારે તારું હિત કરવું છે ને?
હા, મારે મારું હિત કરવું છે.
તારું હિત કરવું છે તે તારામાં થાય કે બીજામાં?
મારું હિત તો મારામાં જ થાય, મારું હિત બીજામાં કેમ થાય?
તો પોતામાં જે હિત કરવાનું છે તે પોતાની સામે જોવાથી થાય
કે બીજાની સામે જોવાથી?
પોતામાં જે હિતકાર્ય કરવાનું છે તે તો પોતાની સામે જોવાથી જ થાય,
પરની સામે જોવાથી ન થાય. પરની સામે જોવાથી તો પોતાનું
હિતકાર્ય ચૂકી જવાય.
બસ! તો પછી તારું હિત સાધવા માટે તું તારામાં જ જો...પરથી
તારું ભિન્નપણું જાણીને સ્વસન્મુખ થા...આ હિતનો ઉપાય છે.
–રાત્રિચર્ચામાંથી.
[૨૦૭]

PDF/HTML Page 3 of 21
single page version

background image
: : આત્મધર્મ : ૨૦૭
મંગલ વિહારનો કાર્યક્રમ
પૂ. ગુરુદેવના પ્રતાપે જામનગર શહેરમાં ભવ્ય દિ. જિનમંદિરનું નિર્માણ થયું છે અને
તેમાં જિનેન્દ્ર ભગવાનની પ્રતિષ્ઠાનું મુહૂર્ત માહ સુદ સાતમનું છે ને ત્યાં પંચકલ્યાણક પ્રતિષ્ઠા
મહોત્સવ થવાનો છે. એ રીતે સાવરકુંડલામાં પણ નુતન દિ. જિનમંદિરનું નિર્માણ થયું છે ને
તેમાં જિનેન્દ્રભગવાનની વેદીપ્રતિષ્ઠાનું મુહૂર્ત ફાગણ સુદ ૧ર નું છે. આ ઉપરાંત ગીરનાર
સિદ્ધિધામની યાત્રા કરવાની પણ ગુરુદેવની ભાવના છે. આ રીતે જામનગર શહેરમાં
પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ, ગીરનારજી તીર્થધામની યાત્રા અને સાવરકુંડલામાં
વેદીપ્રતિષ્ઠા મહોત્સવ,–એવા મંગલ પ્રસંગો નિમિત્ત પૂ. ગુરુદેવનો જે મંગલવિહાર થવાનો છે
તેનો કાર્યક્રમ હાલ નીચે મુજબ નક્કી થયેલ છે :–
સોનગઢથી રાજકોટ થઈને જામનગર તરફ: (પોષ વદ ૧૦ ગુરુવાર તા. ૧૨–૧–૬૧)
જામનગર: (પોષ વદ ૧૧ થી માહ સુદ ૮ સુધી; તા. ૧૩ થી ર૪ સુધી)
ગોંડલ: (માહ સુદ ૯, જામનગરથી જુનાગઢ જતાં વચ્ચે વિશ્રામ)
જુનાગઢ–ગીરનારયાત્રા: (માહ સુદ ૧૦ થી ૧૩; તા. ર૬ થી ર૯.
યાત્રાના દિવસો મહા સુદ ૧૧ તથા ૧ર તા. ર૭–ર૮ શુક્ર–શનિ
પોરબંદર: (માહ સુદ ૧૪ થી માહ વદ ૬; તા. ૩૦–૧–૬૦ થી તા. ૬–ર–૬૧)
જેતપુર: (માહ વદ ૭ તા. ૭ મંગળવાર; પોરબંદરથી રાજકોટ જતાં વચ્ચે વિશ્રામ)
રાજકોટ: (માહ વદ ૮ થી ફાગણ સુદ પાંચમ; તા. ૮ થી ૧૯ ફેબ્રુઆરી)
લાઠી: (ફાગણ સુદ ૬ સોમવાર; રાજકોટથી સાવરકુંડલા જતાં વચ્ચે વિશ્રામ)
સાવરકુંડલા: (ફાગણ સુદ ૭ થી ફા. વદ ૧; તા. ર૧–ર–૬૧ થી તા. ૩–૩–૬૧)
દામનગર: (ફાગણ વદ બીજ)
સોનગઢ–પ્રવેશ: (ફાગણ વદ ત્રીજ ને રવિવાર તા. પ–૩–૬૧)
ગી.ર.ના.ર યા.ત્રા.
માહ સુદ ૧૦ થી ૧૩ પૂ. ગુરુદેવ જુનાગઢ ગીરનારયાત્રા નિમિત્તે પધારવાના છે.
ગુરુદેવ સાથેની તીર્થયાત્રાના આ પ્રસંગે પોતાના તરફથી હર્ષ વ્યક્ત કરતાં નાગનેશવાળા શેઠ
શાંતિલાલ કસ્તુરચંદ ઝોબાળિયાએ માહ સુદ ૧૧ ના દિવસનું જમણ પોતાના તરફથી આપવા
માટે રૂા. ૧રપ૧ (એક હજાર બસો એકાવન) ગીરનારયાત્રા ખાતામાં આપવાનું જાહેર કર્યું
છે–તે બદલ તેમને ધન્યવાદ!

PDF/HTML Page 4 of 21
single page version

background image
પોષ : ૨૪૮૭ : :
આત્માને સાધવા માટે
પરની ચિન્તા છોડ!’

હે જીવ! તારો આત્મા જગતથી જુદો છે, જગતના પદાર્થોનો બોજો તારા ઉપર નથી.
પરંતુ અત્યારસુધી નિજસ્વરૂપને ભૂલીને તેં માત્ર પરની જ ચિંન્તા કરી છે. પરની ચિન્તામાં
રોકાયેલો જીવ પોતાના આત્માને ક્્યાંથી સાધી શકે? પરની ચિંતા છોડીને નિજસ્વરૂપમાં
વળનાર નિશ્ચિંત પુરુષો જ આત્માને સાધે છે. માટે પરની વ્યર્થ ચિંતા છોડ...ને નિજસ્વરૂપને
સંભાળ.
અનાદિથી આજસુધીમાં કોઈ જીવે કદી પરનું કાંઈ કર્યું જ નથી, માત્ર સ્વનું લક્ષ ચૂકીને
પરની ચિન્તા જ કરી છે. હે ભાઈ, પરના કાર્યનો બોજો તારા ઉપર નથી. જેટલી તું તારા
તત્ત્વની ભાવના ચૂકીને પર તત્ત્વની ચિન્તા કર તેટલી ચિન્તાનો બોજો તારા ઉપર છે, ને તે
ચિંતાનું તને દુઃખ છે. પણ, તારી તે ચિંતાને લીધે પરનાં કોઈ કાર્ય થતાં નથી ને તારું સ્વકાર્ય
બગડે છે. હે ભાઈ! અનાદિથી તેં કરેલી પર સંબંધી સર્વે ચિંતાઓ નિષ્ફળ ગઈ, માટે હવે
પ્રજ્ઞાવડે તે ચિંતાથી ભિન્ન તારા ચૈતન્યસ્વરૂપને જાણીને તેમાં એકાગ્ર થા. પરની ચિન્તા કરવી
તે તારું સ્વરૂપ નથી; માટે નિશ્ચિંત થઈ નિજસ્વરૂપના ચિંતન વડે તારા સ્વ–કાર્યને સાધ.
તું પરવસ્તુને તારી માનીને તેની ગમે તેટલી ચિન્તા કર તોપણ પરવસ્તુનું તો જે
પરિણમન થવાનું છે તે જ થશે, તારી ચિંતાને લીધે તેનામાં કાંઈ ફેરફાર નહિ થાય; અને તું
પરવસ્તુને ભિન્ન જાણીને તેની ચિંતા (લક્ષ) છોડી દે તોપણ તે તો સ્વયં પરિણમ્યા જ કરશે,
તું ચિંતા છોડી દઈશ તેથી કાંઈ તેનું પરિણમન અટકી નહિ જાય. –આ રીતે, તારી ચિંતા હો કે
ન હો–તેની અપેક્ષા પરદ્રવ્યને નથી. માટે હે જીવ! તું પરની વ્યર્થ ચિંતા છોડીને સ્વહિતમાં
તત્પર થા.
હે ભાઈ, પરવસ્તુની અત્યાર સુધી તેં જેટલી ચિંતા કરી તે બધીયે શરૂઆતથી છેડા
સુધી નિષ્ફળ ગઈ... માટે હવે તો તે છોડ.. આત્માને સાધવા માટે પરની ચિંતા છોડ અને
નિશ્ચિંત થઈને નિજસ્વરૂપને સંભાળ!– એના ફળમાં તને પરમશાંતિ અનુભવાશે.
– પૂ. ગુરુદેવના પ્રવચનમાંથી.

PDF/HTML Page 5 of 21
single page version

background image
: : આત્મધર્મ : ૨૦૭
આત્મા અને બંધને જાુદા કરીને મોક્ષને સાધનારી
ભ ગ વ તી પ્ર જ્ઞા
જેનાં અંતરમાં ભેદજ્ઞાનની તાલાવેલી થઈ છે–એવા મોક્ષાર્થી
શિષ્યે પૂછ્યું હતું કે પ્રભો! પ્રજ્ઞા જ મોક્ષનું સાધન છે એમ આપે
સમજાવ્યું, તો તે પ્રજ્ઞાવડે ખરેખર કઈ રીતે આત્મા અને બંધને
જુદા પાડી શકાય? તેના ઉત્તરમાં આચાર્યદેવે ભેદજ્ઞાનની
અલૌકિક વાત (ગાથા ૨૯૪માં) સમજાવી; આત્માનું લક્ષણ જ્ઞાન,
અને બંધનું લક્ષણ રાગ, એ બંનેને સ્પષ્ટપણે જુદા ઓળખાવ્યા.
(તેનું પ્રવચન ગતાંકમાં આવી ગયું છે.) આ રીતે, આત્મા અને
બંધ બંનેને સ્પષ્ટપણે અત્યંત જુદા પાડનારી ભગવતી પ્રજ્ઞા જ
મોક્ષનું સાધન છે. એ રીતે ભગવતી પ્રજ્ઞાને જ મોક્ષના સાધન
તરીકે વર્ણવીને હવે આચાર્યદેવ તેના ઉપર અલૌકિક કળશ ચડાવે
છે, તેમાં તીક્ષ્ણ પ્રજ્ઞાછીણી કઈ રીતે આત્મા અને બંધને અત્યંત
જુદા કરી નાંખે છે તેના પુરુષાર્થનું અદ્ભુત વર્ણન કર્યું છે.–
(સ્રગ્ધરા)
प्रज्ञाछेत्री शितेयं कथमपि निपुणैः पातिता सावधानेः
सूक्ष्मेऽन्तःसंधिबंधे निपतति रभसात् आत्मकर्मोभयस्य ।
आत्मानं मग्नमंतःस्थिरविशदलसत् धाग्नि चैतन्यपूरे
बंधं चाज्ञानभावे नियमितमभितः कुर्वती भिन्नभिन्नौ ।। १८१।।

PDF/HTML Page 6 of 21
single page version

background image
પોષ : ૨૪૮૭ : :
ભેદજ્ઞાનના વર્ણનનો આ શ્લોક ઘણો સરસ છે, તે સૌએ મોઢે કરવા જેવો છે.
જુઓ, આ ભેદજ્ઞાનની રીત! પ્રવીણ પુરુષો એટલે કે વિચિક્ષણ બુદ્ધિવાળા આત્માર્થી જીવો અત્યંત
સાવધાનીથી પ્રજ્ઞાછીણીવડે આત્મા અને બંધને ભિન્નભિન્ન કરી નાંખે છે. પોતાના સર્વ પ્રયત્નવડે, એટલે કે
આખા જગત તરફથી પાછો વળીને ચૈતન્ય તરફ વળવાના ઉદ્યમવડે, અત્યંત જાગૃતીપૂર્વક, આત્મા અને
બંધની સંધિની વચ્ચે પ્રજ્ઞાછીણી પટકીને મુમુક્ષુ જીવ તેમને જુદા પાડી નાંખે છે.–બંનેને જુદા પાડવા માટે
બેનો આશ્રય નથી, આશ્રય તો એક આત્માનો જ છે; ‘પ્રજ્ઞા’ જ્યાં આત્મા તરફ વળીને એકાગ્ર થઈ ત્યાં
બંધથી તે જુદી પડી જ ગઈ; જ્ઞાન–પરિણતિ અને આત્માની એકતા થઈ તેમાં રાગ ન આવ્યો,–તેમાં બંધભાવ
ન આવ્યો, એ રીતે બંધ જુદો જ રહી ગયો, ને આત્મા બંધનથી છૂટી ગયો. આ રીતે ભગવતી પ્રજ્ઞા બંધને
છેદીને આત્માને મુક્તિ પમાડે છે.
ધીમી શાંત હલકવાળા આ શ્લોકમાં આચાર્યદેવ કહે છે કે હે જીવ! બંધથી રહિત એવા તારા ચિદાનંદ
આત્માને અંતરમાં અવલોકવા માટે તું ધીરો થા...ધીરો થઈને એટલે કે રાગની આકુળતાથી જરાક જુદો
પડીને અંતરમાં વળ. રાગથી જુદો પડીને જે અંતરમાં વળ્‌યો તેણે આત્મા અને બંધ વચ્ચે પ્રજ્ઞાછીણીને પટકી.
પ્રવીણ પુરુષો વડે સાવધાનીથી પટકવામાં આવેલી આ પ્રજ્ઞાછીણી કેવી રીતે પડે છે?–શીઘ્ર પડે છે,–તત્ક્ષણ જ
આત્મા અને બંધનું ભેદજ્ઞાન કરતી પડે છે; જેવું જ્ઞાન અંતરમાં વળ્‌યું કે તરત જ બંધને છેદીને આત્માથી જુદો
પાડી નાંખે છે. જુઓ, આ બંધને છેદવાની છીણી! આ પ્રજ્ઞાછીણી જ મોક્ષનું સાધન છે.
(૧) એક તો, (प्रज्ञाछेत्री शितेयं) પ્રજ્ઞાછીણી તીક્ષ્ણ છે,
(ર) બીજું, (कथमपि) કોઈ પણ રીતે, એટલે કે સર્વ ઉદ્યમને તેમાં જ રોકીને તે પટકવામાં આવે છે.
(૩) ત્રીજું (निपुणैः) નિપુણ પુરુષો વડે–એટલે કે મોક્ષના ઉદ્યમી મોક્ષાર્થી પુરુષોવડે તે પટકવામાં આવે છે.
(૪) ચોથું (पातिता सावधाने) સાવધાન થઈને એટલે કે મોહને દૂર કરીને, આત્મસ્વરૂપની સન્મુખ થઈને
તે પ્રજ્ઞાછીણી પટકવામાં આવે છે.
(પ) અને પાંચમું (निपतति रभसात्) તે પ્રજ્ઞાછીણી શીઘ્રપણે પડે છે.
આમ પાંચ વિશેષણોથી આચાર્યદેવે ભેદજ્ઞાનનો અપૂર્વ પુરુષાર્થ દર્શાવ્યો છે, આવા પુરુષાર્થથી
પટકવામાં આવેલી પ્રજ્ઞાછીણી આત્મા અને બંધને સર્વ તરફથી અત્યંત જુદા કરી નાંખે છે, બંધના એક
અંશને પણ આત્મામાં ભેળવતી નથી. આ રીતે બંધને સર્વ પ્રકારે છેદીને આત્માને મોક્ષ પમાડનારી આ
‘પ્રજ્ઞા’ ને આચાર્યદેવે ‘ભગવતી’ કહીને તેનો મહિમા કર્યો છે.
પૂર્વે ર૩માં કલશમાં કહ્યું હતું કે હે ભવ્ય! તું કોઈપણ રીતે–મરીને પણ તત્ત્વનો કૌતૂહલી થા ને દેહથી
ભિન્ન આત્માનો અનુભવ કર. તેમ અહીં પણ કહે છે કે હે મોક્ષાર્થી! તું કોઈપણ રીતે, આખા જગતની દરકાર
છોડી દઈને પણ, આ ભગવતી પ્રજ્ઞાને અંતરમાં પટકીને બંધને છેદી નાંખ! ‘કોઈપણ રીતે’–એમ કહીને કર્મ
વગેરે નડશે–એ વાત ઉડાડી દીધી. કોઈ કહે–કર્મ નડે તો?–તો આચાર્યદેવ કહે છે કે અરે જીવ! તું એકવાર
પ્રજ્ઞાછીણીને હાથમાં તો લે...પ્રજ્ઞાછીણી હાથમાં લેતાં જ (–એટલે કે જ્ઞાનને અંતર્મુખ કરતાં જ) કર્મ તો ક્્યાંય
બહાર રહી જશે ને છેદાઈ જશે. અહીં તો કહે છે કે ‘કર્મ નડશે...’ એમ યાદ કરે તે ખરો મોક્ષાર્થી નહિ, ખરો
મોક્ષાર્થી તો ઉદ્યમપૂર્વક પ્રજ્ઞાછીણી વડે ભેદજ્ઞાન કરીને આત્મા અને બંધને અત્યંત જુદા કરી નાંખે છે.

PDF/HTML Page 7 of 21
single page version

background image
: : આત્મધર્મ : ૨૦૭
અહા, આત્માને બંધનથી મુક્ત કરવો એ જ મારું કર્તવ્ય છે, શુદ્ધઆત્માને પ્રાપ્ત કરવો એ જ એક મારું
કર્તવ્ય છે–એમ જેને તીવ્ર ઝંખના જાગી હોય, ને સંતો પાસેથી ભેદજ્ઞાનનો આવો ઉપદેશ મળે, તે જીવ
ભેદજ્ઞાનનો પુરુષાર્થ કર્યા વગર કેમ રહે?–ને આવો મોક્ષાર્થીજીવ બંધના એક કણિયાને પણ પોતાના
સ્વરૂપમાં કેમ રાખે?–ન જ રાખે. ને ભેદજ્ઞાનના કાર્યમાં તે પ્રમાદ પણ કેમ કરે?–ન જ કરે. જેમ વીજળીના
ઝબકારે સોય પરોવવી હોય ત્યાં પ્રમાદ કેમ પાલવે? તેમ અનંતકાળના સંસારભ્રમણમાં વીજળીના ઝબકારા
જેવો આ સંસારભ્રમણમાં વીજળીના ઝબકારા જેવો આ મનુષ્યઅવતાર, તેમાં ચૈતન્યમાં ભેદજ્ઞાનરૂપી દોરો
પરોવવા માટે આત્માની ઘણી જાગૃતી જોઈએ. ભાઈ! અનંતકાળે આ ચૈતન્ય ભગવાનને ઓળખવાના ને
મોક્ષને સાધવાના ટાણાં આવ્યા છે, ક્ષણ ક્ષણ લાખેણી જાય છે, આત્મભાન વગર ઉગરવાનો કોઈ આરો
નથી; માટે સર્વ ઉદ્યમથી તારા આત્માને ભેદજ્ઞાનમાં જોડ...શૂરવીરતાથી પ્રજ્ઞાછીણીવડે તારા આત્માના
બંધભાવને છેદી નાંખ. પ્રજ્ઞાછીણી તે બંધને છેદવાનું અમોઘશસ્ત્ર છે. પ્રજ્ઞાછીણીને સાવધાન થઈને પટકતાં,
એટલે કે જગતની અનુકૂળતામાં અટક્યા વગર ને જગતની પ્રતિકૂળતાથી ડર્યા વગર જ્ઞાનને અંતરમાં સ્વ
તરફ વાળતાં બંધન બહાર રહી જાય છે એટલે આત્મા બંધનથી છૂટી જાય છે. આ રીતે બંધનને છેદીને મોક્ષ
પામવાનું સાધન ભગવતી પ્રજ્ઞા જ છે.
(સમયસાર કલશ ૧૮૧ ના પ્રવચનમાંથી)
આ.રા.ધ.ના
“સત્સંગનું એટલે સત્પુરુષનું ઓળખાણ થયે પણ તે યોગ નિરંતર રહેતો ન હોય તો,
સત્સંગથી પ્રાપ્ત થયો છે એવો જે ઉપદેશ તે પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય જાણી વિચારવો તથા
આરાધવો, કે જે આરાધનાથી જીવને અપૂર્વ એવું સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે.” (‘જ્ઞાનીના
માર્ગના આશયને ઉપદેશનારાં વાક્્યો’ માંથી)
– શ્રીમદ્ રાજચંદ્ર: વર્ષ ર૮ મું.
આત્મકલ્યાણનો નિશ્ચય
‘જ્ઞાનીના માર્ગના આશયને ઉપદેશનારાં વાક્્યો’ માં આત્મકલ્યાણની તીવ્ર પ્રેરણા
આપતાં શ્રીમદ્ રાજચંદ્રજી કેટલું સરસ લખે છે! –
“જીવે મુખ્યમાં મુખ્ય અને અવશ્યમાં અવશ્ય એવો નિશ્ચય રાખવો કે જે કાંઈ
મારે કરવું છે તે આત્માને કલ્યાણ રૂપ થાય તે જ કરવું છે.” (વર્ષ ર૮ મું)

PDF/HTML Page 8 of 21
single page version

background image
પોષ : ર૪૮૭ : :

– પરમ શાંતિ દાતારી –
અધ્યત્મ ભવન
ભગવાન શ્રી પૂજ્યપાદસ્વામીરચિત ‘સમાધિ શતક’ ઉપર પૂ. ગુરુદેવના
અધ્યાત્મ ભાવના ભરપૂર વૈરાગ્યપ્રેરક પ્રવચનોનો સાર
વીર સં. ર૪૮ર અષાડ સુદ પાંચમ ગા. ૪૭ ચાલુ
આ સમાધિઅધિકાર છે એટલે કે આત્માને સમાધિ કેમ થાય, શાંતિ કેમ થાય તેની વાત ચાલે છે.
તેમાં કેવા ગ્રહણ–ત્યાગથી સમાધિ થાય તે કહે છે.
* જેઓ ચૈતન્યસ્વભાવને જાણીને પરિપૂર્ણ જ્ઞાન ને આનંદસ્વરૂપ પરમાત્મા થઈ ગયા તેમણે તો
ગ્રહવા યોગ્ય એવું પોતાનું શુદ્ધસ્વરૂપ ગ્રહી લીધું ને ત્યાગવા યોગ્ય એવા મોહ–રાગ–દ્વેષ છોડી દીધા, એટલે
તેમને હવે કાંઈ ગ્રહવાનું કે છોડવાનું રહ્યું નથી, તેમને તો પૂર્ણ સમાધિ જ છે.
* જે અંતરાત્મા છે તેણે શરીરાદિ સમસ્ત પદાર્થોથી પોતાના ચૈતન્યસ્વરૂપ આત્માને ભિન્ન જાણ્યો છે
એટલે પરમાં તો કોઈનું ગ્રહણ કે ત્યાગ કરવાનું તે માનતા નથી; પોતાના જ્ઞાનાનંદસ્વરૂપને જ ઉપાદેય જાણ્યું
છે ને પરભાવોને હેય જાણ્યા છે, તેથી ચૈતન્યસ્વભાવનું જ ગ્રહણ કરીને (–તેમાં લીનતા કરીને) પરભાવોને
તે છોડતા જાય છે; અને તેમને સમાધિ થતી જાય છે.
* અને મિથ્યાદ્રષ્ટિ બહિરાત્મા તો બાહ્ય પદાર્થો સાથે પોતાને એકમેક માને છે, પરપદાર્થોને ઈષ્ટ–
અનીષ્ટ માને છે, એટલે તે અનુકૂળ પરપદાર્થો ઉપર રાગ કરીને તેને ગ્રહવા માંગે છે, ને પ્રતિકૂળ પરપદાર્થો
ઉપર દ્વેષ કરીને તેને છોડવા માંગે છે. આ રીતે મિથ્યાદ્રષ્ટિજીવ રાગ–દ્વેષથી પરને ગ્રહવા–છોડવાનું માને છે.
આ રીતે મિથ્યાઅભિપ્રાયને લીધે તેનો ત્યાગ પણ દ્વેષગર્ભિત છે; તેને સમાધિ થતી નથી પણ અસમાધિજ
રહે છે.
ઘર કે ગૂફા, મહેલ કે જંગલ તે બધાય આત્માથી ભિન્ન પરદ્રવ્ય છે; છતાં અજ્ઞાની બાહ્યદ્રષ્ટિથી એમ
માને છે કે ઘર છોડું અને ગૂફામાં જાઉં–તો શાંતિ થાય; પણ અરે ભાઈ! ગૂફામાં શાંતિ છે કે આત્મામાં છે?
મકાન તને અનીષ્ટ છે, કે તારો મોહ અનીષ્ટ છે? મોહને તો છોડતો નથી ને મકાનને અનીષ્ટ માનીને

PDF/HTML Page 9 of 21
single page version

background image
: ૮ : આત્મધર્મ : ર૦૭
છોડવા માંગે છે તે અભિપ્રાય જ જૂઠો છે, ને મિથ્યા અભિપ્રાય સહિતનો ત્યાગ તે તો દ્વેષથી ભરેલો છે.
ચૈતન્યગૂફામાં પ્રવેશીને શાંતિના વેદનમાં લીન થતાં બાહ્યપદાર્થો પ્રત્યે રાગ–દ્વેષ–મોહની વૃત્તિ જ ન
થાય તેનું નામ ત્યાગ છે; ને જ્યાં રાગ–દ્વેષ–મોહ છૂટ્યા ત્યાં તેના નિમિત્તો (વસ્ત્રાદિ) પણ સહેજે છૂટી જાય
છે, તેથી તેનો ત્યાગ કર્યો એમ નિમિત્તથી કહેવાય છે. ખરેખર બાહ્યપદાર્થોને ગ્રહવા–છોડવાનું જ્ઞાની માનતા
નથી, તેને ગ્રહણ ને ત્યાગ તો અંતરમાં પોતાના ભાવનું જ છે. તે અંતરમાં સ્વભાવને ગ્રહીને (શ્રદ્ધા–જ્ઞાન–
અનુભવમાં લઈને) રાગાદિને છોડે છે. જેણે રાગથી પાર ચિદાનંદ સ્વભાવને જાણ્યો જ નથી તે રાગાદિને
છોડશે કઈ રીતે? અજ્ઞાનીને આત્માનું તો ભાન નથી ને બાહ્યપદાર્થોને જ દેખે છે, એટલે બાહ્ય સન્મુખ જ
વર્તતો થકો રાગ–દ્વેષથી પરપદાર્થોને ગ્રહવા–છોડવાનું તે માને છે; તે ઊંધી માન્યતામાં તો તેને સ્વભાવનો
ત્યાગ થઈ જાય છે ને રાગાદિ વિભાવનું ગ્રહણ થઈ જાય છે.–પરનું ગ્રહણ ત્યાગ તો તેને પણ થતું નથી.
આ ગાથમાં ત્રણ વાત બતાવી છે.
(૧) પરમાત્માને કાંઈ ગ્રહણ–ત્યાગ કરવાનું કહ્યું નથી.
(ર) અંતરાત્માને પોતાના અંર્તભાવોમાં જ ગ્રહણ–ત્યાગ છે.
(૩) બહિરાત્મા બહારમાં ગ્રહણ–ત્યાગ કરવાનું માને છે.
(૧) પરમાત્મા તો ચિદાનંદતત્ત્વને સમસ્ત પરદ્રવ્યોને પરભાવોથી ભિન્ન જાણીને, ચૈતન્યસ્વરૂપમાં
જ સ્થિર થઈ ગયા છે, એટલે તેમણે ગ્રહવાયોગ્ય એવા પોતાના જ્ઞાન–આનંદને ગ્રહી લીધા છે ને છોડવાયોગ્ય
પરભાવોને સર્વથા છોડી દીધા છે, તેથી તેઓ કૃતકૃત્ય છે, હવે કાંઈ ગ્રહવાનું કે છોડવાનું તેમને બાકી રહ્યું
નથી. આ રીતે પરમાત્મા તો ગ્રહણ–ત્યાગથી રહિત છે.
(ર) અંતરાત્માએ પોતાના ચિદાનંદ સ્વરૂપને સમસ્ત પરદ્રવ્યો અને પરભાવોથી ભિન્ન જાણ્યું છે;
પણ હજી તેમાં પૂરી લીનતા થઈ નથી ને રાગાદિ સર્વથા છૂટ્યા નથી, એટલે તે અંર્તપ્રયત્નવડે શુદ્ધ જ્ઞાન
આનંદને ગ્રહવા માંગે છે તથા રાગાદિને છોડવા માંગે છે. બાહ્યપદાર્થોથી તો પોતે જુદો જ છે–એમ જાણ્યું છે
એટલે બહારમાં તો કાંઈ ગ્રહવા–છોડવાનું તે માનતા જ નથી. અંતર્મુખ થઈને ગ્રહવાયોગ્ય એવા શુદ્ધ
આત્માને ગ્રહણ કરીને (–તેમાં એકાગ્ર થઈને) રાગાદિ પરભાવોને ત્યાગે છે. આ રીતે અંતરાત્માને પોતાના
ભાવમાં જ ગ્રહણ–ત્યાગ છે.
(૩) બહિરાત્મા અંતરના ચૈતન્યતત્ત્વને જાણતો નથી ને બાહ્યપદાર્થોને જ દેખે છે, એટલે
બાહ્યપદાર્થોમાં જ તે ઈષ્ટ–અનીષ્ટપણું માનીને તેને ગ્રહવા–છોડવા માંગે છે. તે જેને ઈષ્ટ માને છે તેના ઉપર
રાગનો અભિપ્રાય છે, અને જેને અનીષ્ટ માને છે તેના ઉપર દ્વેષનો અભિપ્રાય છે. આ રીતે, વીતરાગી
અભિપ્રાયના અભાવમાં તેને પરભાવોનો ત્યાગ તો નથી, પણ રાગદ્વેષના અભિપ્રાયથી તે બાહ્યપદાર્થોના
ગ્રહણ–ત્યાગ કરવાનું માને છે.–એટલે કદાચ બાહ્યમાં ત્યાગી દિગંબર સાધુ થઈને વનમાં રહે તોપણ તેને
અસમાધિ જ છે. ચૈતન્યમાં અંતર્મુખ થઈને મિથ્યાત્વાદિ પરભાવોને છોડ્યા વગર કદી સમાધિ થાય જ નહિ.
ધર્માત્મા કદાચ ગૃહસ્થપણામાં હોય તોપણ ચૈતન્યમાં અંતર્મુખ થવાથી મિથ્યાત્વાદિ પરભાવો જેટલે અંશે છૂટી
ગયા છે તેટલે અંશે તેમને સમાધિ જ વર્તે છે, ખાતાં–પીતાં, બોલતાં–ચાલતાં, જાગતાં–સૂતાં, સર્વ પ્રસંગે
તેટલી વીતરાગી સમાધિ–શાંતિ તેને વર્ત્યા જ કરે છે.
બહારના ગ્રહણ–ત્યાગ ઉપરથી અંતરના માપ થાય તેમ નથી. અંર્તદ્રષ્ટિને નહિ જાણનારા બાહ્યદ્રષ્ટિ–
મૂઢ લોકો બાહ્ય ત્યાગ દેખીને છેતરાય છે, ધર્માત્માની અંર્તદશાને તેઓ ઓળખતા નથી. બાહ્યમાં કાંઈ ત્યાગ
ન હોય, રાજપાટ ને ભોગોપભોગના સંયોગ વચ્ચે રહ્યા હોય છતાં, ધર્માત્મા ક્ષાયિક સમકિતી હોય ને
એકભવતારી હોય; અને મિથ્યાદ્રષ્ટિજીવ મોટા રાજપાટ ને હજારો રાણીઓ છોડીને, દિગંબર ત્યાગી સાધુ
થઈને વનમાં રહેતો હોય...છતાં અનંત સંસારી હોય! બહારથી જોનારા મૂઢ જીવો કઈ આંખે આનું માપ
કાઢશે? કઈ રીતે તેને ઓળખશે? તે તો બાહ્યદ્રષ્ટિની મૂઢતાને લીધે, બાહ્યત્યાગ દેખીને અનંતસંસારીને પણ
મોટો ધર્માત્મા માની લેશે, ને એકાવતારી ધર્માત્માને તે ઓળખશે નહિ. અંતરનો અભિપ્રાય ઓળખ્યા વગર
ધર્મી–અધર્મીની સાચી ઓળખાણ થાય નહિ. ।। ૪૭।।

PDF/HTML Page 10 of 21
single page version

background image
પોષ : ર૪૮૭ : :
[ર૪૮ર અસાડ સુદ છઠ્ઠ: સમાધિશતક ગા. ૪૮]
અંતરાત્મા પોતાના જ્ઞાનને આત્મામાં જ જોડીને મન–વચન–કાયા સાથેનું જોડાણ છોડે છે, એ રીતે
ધર્મીને આત્મા સિવાય ક્યાંય ગ્રહણબુદ્ધિ હોતી નથી; ને અસ્થિરતાથી જે મન–વચન–કાયા તરફ જોડાણ થાય
તેને પણ છોડીને ચૈતન્યમાં જ એકાગ્રતા કરવા માંગે છે, તે વાત બતાવે છે–
युञ्जीत मनसाऽऽत्मानं वाकायाभ्यां वियोजयेत् ।
मनसा व्यवहारं तु त्यजेद्वाक्काययोजितम् ।। ४८।।
ધર્મી અંતરાત્મા પોતાના મનને એટલે કે જ્ઞાનના ઉપયોગને આત્મા સાથે જોડે છે, ને વચન–કાયથી
ભિન્ન કરે છે. વચન–કાયાની ક્રિયાઓ સાથેના મનના જોડાણને તે છોડે છે, ને ચિદાનંદસ્વભાવમાં જ જ્ઞાનને
એકાગ્ર કરીને તેનું ગ્રહણ કરે છે. આમાં પરદ્રવ્યને છોડવાની વાત નથી પણ પરદ્રવ્ય તરફનો ઉપયોગ છોડે છે
ને આત્મામાં ઉપયોગ જોડે છે. પરથી ભિન્નતા જાણ્યા વગર પરથી ઉપયોગ છૂટે નહિ, પર દ્રવ્યથી ભિન્ન
સ્વદ્રવ્યને જાણ્યા વગર ઉપયોગ તેમાં જોડાય શી રીતે? અને સ્વરૂપમાં ઉપયોગ જોડાયા વગર સમાધિ થાય
શી રીતે? આ રીતે સ્વ–પરના ભેદજ્ઞાન વગર કદી સમાધિ થતી નથી. જ્યાં શરીર–વાણી વગેરેનું કર્તૃત્વ માને
ત્યાં તે તરફ જ ઉપયોગ જોડાય, પણ ત્યાંથી જુદો પડીને ઉપયોગ સ્વમાં આવે નહિ, ને સ્વમાં ઉપયોગ
આવ્યા વગર શાંતિ પણ થાય નહીં.
ધર્મીએ પોતાના આત્માને દેહાદિથી અત્યંત ભિન્ન જાણ્યો છે, તેથી સમાધિની સિદ્ધિ માટે એટલે કે
આત્માની પરમ શાંતિના અનુભવને માટે, પોતાના ઉપયોગને દેહાદિ તરફથી પાછો વાળીને સ્વરૂપમાં જોડે છે.
ઉપયોગને સ્વરૂપમાં જોડવો તે જ પરમ શાંતિદાતાર અધ્યાત્મભાવના છે. આ શાસ્ત્રમાં ફરીફરીને તેનો જ
ઉપદેશ કર્યો છે, ને તેની જ ભાવના કરી છે.
જેટલું બહિર્મુખ વલણ જાય તેટલું દુઃખ છે, ને અંતર્મુખ ચૈતન્યવેદનમાં જ આનંદ છે, એમ સ્વ–
સંવેદનથી જાણી લીધું હોવાથી ધર્મી પોતાના ઉપયોગમાં આત્માને જ ગ્રહવા માંગે છે. જગતના કોઈ પણ
બાહ્યપદાર્થ પ્રત્યે ઉપયોગ જાય તો તેમાં તેને પોતાનું સુખ ભાસતું નથી, એક નિજસ્વરૂપમાં જ સુખ ભાસ્યું છે;
આથી પર તરફના વ્યાપારને છોડીને સ્વ–તરફ ઉપયોગને જોડે છે,–એટલે કે સ્વદ્રવ્યને જ જ્ઞાનમાં ગ્રહણ કરે
છે.–આ ધર્મી જીવના ગ્રહણત્યાગની વિધિ છે. આ સિવાય બહારમાં કાંઈ ગ્રહવા–છોડવાનું નથી. ઉપયોગમાં
જ્યાં સ્વદ્રવ્યનું ગ્રહણ થયું ત્યાં સમસ્ત પરદ્રવ્યો અને પરભાવો ઉપયોગથી બહાર જુદા જ રહી જાય છે, એટલે
સ્વ તરફ વળેલો ઉપયોગ તેમના ત્યાગસ્વરૂપ જ છે. આ રીતે ઉપયોગની નિજસ્વરૂપમાં સાવધાની તે જ
સમાધિ છે, તે જ મોક્ષમાર્ગ છે, તેમાં ગ્રહવાયોગ્યનું ગ્રહણ અને છોડવા યોગ્યનો ત્યાગ થઈ જાય છે.
આ રીતે અંતરાત્માની ગ્રહણત્યાગની વિધિ સમજાવી. ।। ૪૮।।
અંતર્મુખ થઈને ધર્માત્માએ નિજસ્વરૂપમાં જ સુખ છે એમ અનુભવ્યું છે, તેથી તે તેનો જ વિશ્વાસ
કરીને તેમાં રમે છે, નિજસ્વરૂપથી બાહ્ય કોઈપણ પદાર્થને તેઓ વિશ્વાસ્ય કે રમ્ય (સુખરૂપ) માનતા નથી.
જેને સુખસ્વરૂપ આત્માનું ભાન નથી ને દેહને જ આત્મા માની રહ્યા છે એવા મૂઢજીવો જ પર પદાર્થમાં
સુખની કલ્પના કરીને તેને રમ્ય માને છે અને તેનો વિશ્વાસ કરે છે.–એ વાત હવેની ગાથામાં કહે છે:–
जगत्देहात्मद्रष्टिनां विश्वास्यं रम्यमेव च
स्वात्मन्येवात्मद्रष्टिनां क्व विश्वासः क्व वा रतिः ।। ४९।।
જ્યાં સુધી દેહમાં આત્મબુદ્ધિ છે ત્યાં સુધી જ જગતના પદાર્થો વિશ્વાસનીય અને રમ્ય લાગે છે, એટલે કે
બહિરાત્માને જ જગતના પદાર્થોમાં સુખ ભાસે છે; પરંતુ જ્યાં પોતાના આત્મામાં જ આત્મબુદ્ધિ થઈ ત્યાં બીજા
શેમાં વિશ્વાસ હોય? કે બીજે ક્્યાં રતિ હોય? અંતરાત્માને પોતાથી બાહ્ય જગતના કોઈપણ પદાર્થમાં સુખ
ભાસતું નથી એટલે તેમાં વિશ્વાસ કે રતિ નથી થતી...ચૈતન્યસ્વરૂપનો જ વિશ્વાસ કરીને તેમાં જ તે રમે છે.
જુઓ, આ ધર્માત્માનું રમ્યસ્થાન! શાંતિનું લીલુંછમ સ્થાન છોડીને ધગધગતા વેરાન પ્રદેશમાં કોણ
રમે? –તેમ બાહ્યપદાર્થો તો આ આત્માના સુખને માટે વેરાનપ્રદેશ જેવા છે, તેમાં ક્્યાંય સુખ કે શાંતિનો
છાંટોય નથી, ઉલટું તે તરફની વૃત્તિથી તો ધગધગતા તાપની જેમ આકુળતા થાય છે. ને ચૈતન્યપ્રદેશમાં

PDF/HTML Page 11 of 21
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : ૨૦૭
રમતાં પરમ શાંતિ વેદાય છે. તો પછી આવા શાંત રમ્ય ચૈતન્યપ્રદેશને છોડીને ઉજ્જડ વેરાન એવા પરદ્રવ્યમાં
કોણ રમે?–તેને રમ્ય કોણ માને? ધર્મી તો ન જ માને. જેણે શાંતિધામ એવો રમ્ય આત્મપ્રદેશ જોયો નથી
એવા મૂઢ જીવો જ પરદ્રવ્યમાં સુખ કલ્પીને તેને રમ્ય સમજે છે.
‘જગતમાં જે પદાર્થો દુઃખદાયક છે તે ભલે રમ્ય ન હો, પરંતુ જે સુખદાયક છે એવા સ્ત્રી–પુત્ર–લક્ષ્મી
વગેરેને તો રમ્ય કહો?–એમ કોઈ અજ્ઞાનીને પ્રશ્ન ઊઠે તો તેનું આ ગાથામાં સમાધાન કર્યું છે. અરે મૂઢ!
બાહ્ય પદાર્થો તને સુખરૂપ રમ્ય લાગે છે તે તારી બાહ્યદ્રષ્ટિ અને દેહદ્રષ્ટિને લીધે જ લાગે છે, ખરેખર પોતાના
આત્મા સિવાય બીજું કોઈ સુખરૂપ કે રમ્ય નથી.
જેને દેહમાં આત્મબુદ્ધિ છે તેને સંયોગમાં સુખબુદ્ધિ છે, ને તેને આખું જગત વિશ્વાસયોગ્ય તથા રમ્ય
લાગે છે. જ્ઞાની તો પોતાના આત્માને જગતથી જુદો જાણીને આત્માને જ વિશ્વાસયોગ્ય તથા રમ્ય જાણે છે.
પોતાના ચૈતન્યતત્ત્વમાં જ જેની દ્રષ્ટિ છે તેને બહારમાં કોનો વિશ્વાસ? ને કોનો પ્રેમ? બહારના કોઈ
પદાર્થોમાં મારું સુખ છે એવો વિશ્વાસ જ્ઞાની કરતા નથી. અજ્ઞાની પરચીજને પોતાના સુખનું કારણ માનીને
તેનો વિશ્વાસ અને પ્રીતિ કરે છે, પણ આત્મામાં સુખ છે તેનો વિશ્વાસ કે પ્રીતિ તે કરતો નથી. જ્ઞાનીને
ચૈતન્યના અતીન્દ્રિય સુખનું વેદન થયું છે, એટલે તેનો જ વિશ્વાસ અને તેની જ પ્રીતિ છે. જગતમાં ક્યાંય
પરમાં મારું સુખ છે જ નહિ એવું ભાન છે તેથી પરમાં ક્યાંય સુખબુદ્ધિથી આસક્તિ થતી નથી. આ રીતે
આત્માની જ રતિ હોવાથી જ્ઞાની પોતાના આત્મજ્ઞાન સિવાય બીજું કાર્ય અધિકકાળ ધારણ કરતા નથી–એ
વાત હવેની ગાથામાં કહેશે.
વિશ્વાસયોગ્ય એટલે શ્રદ્ધા કરવાયોગ્ય, અને રમ્ય એટલે રમવાયોગ્ય–લીન થવા યોગ્ય; જ્ઞાની તો આત્મામાં
જ સુખ જાણીને તેની જ શ્રદ્ધા અને લીનતા કરે છે; અજ્ઞાની પરમાં સુખ માનીને તેની જ શ્રદ્ધા ને લીનતા કરે છે,
એટલે તેને જગતના બાહ્ય વિષયો સુખકર અને પ્રિય લાગે છે, આત્મા તેને પ્રિય લાગતો નથી. જ્ઞાનીને આત્મા જ
પ્રિય લાગે છે, આત્મા સિવાય બીજું કાંઈ તેને પ્રિય લાગતું નથી.–‘જગત ઈષ્ટ નહિ આત્મથી.’
આત્માના સ્વભાવ સિવાય બહાર લક્ષ જઈને જે શુભ વૃત્તિ ઊઠે, તે શુભવૃત્તિનો જેને પ્રેમ છે તેને
પણ જગતના બાહ્ય વિષયોનો પ્રેમ છે, આત્માના સ્વભાવનો પ્રેમ નથી. દ્રવ્યલિંગી મુનિ થઈને જે એમ
માનતો હોય કે અઠ્ઠાવીસ મૂળગુણ વગેરે શુભ વિકલ્પો મને મોક્ષનું કારણ થશે,–તો તેને રાગનો જ વિશ્વાસ
છે, પણ મુક્તિદાતાર એવો જે પોતાનો વીતરાગી આત્મા તેનો વિશ્વાસ તેને નથી. બાહ્યપદાર્થોના વિશ્વાસે તે
ઠગાઈ જશે; કેમકે જે બાહ્ય પદાર્થોના આધારે તે સુખ માને છે તે બાહ્યપદાર્થો તો ક્ષણમાં ખસી જશે. માટે
બાહ્ય વિષયોમાં જે સુખ માને છે તે જરૂર ઠગાય છે–છેતરાય છે. અને જ્ઞાની તો ચિદાનંદ સ્વભાવમાં જ સુખ
માનીને તેની જ શ્રદ્ધા અને તેમાં રમણતા કરે છે, તે કદી છેતરાતા નથી, કેમકે પોતાનો આત્મા કદી દગો દેતો
નથી–તેનો કદી વિયોગ થતો નથી. સંયોગ તો દગો દઈને ક્ષણમાં છૂટા પડી જાય છે. તેથી સંયોગના વિશ્વાસે
જે સુખી થવા માંગે છે તે જરૂર છેતરાય છે. આ શરીર ને આ અનુકૂળ સંયોગો જાણે સદાય આવા ને આવા
રહ્યા કરશે એમ તેનો વિશ્વાસ કરીને અજ્ઞાની તેમાં સુખ માને છે, પણ જ્યાં સંયોગો પલટી જાય ને
પ્રતિકૂળતા થઈ જાય ત્યાં જાણે કે મારું સુખ ચાલ્યું ગયું! એમ તે છેતરાય છે. પણ અરે ભાઈ! અનુકૂળ
સંયોગ વખતે પણ તેમાં કાંઈ મારું સુખ ન હતું, તું તેમાં સુખ માનીને છેતરાયો. જ્ઞાની તો જાણે છે કે
સંયોગનો શો વિશ્વાસ? તેમાં ક્્યાંય સુખ દેખાતું જ નથી. જ્ઞાનીની નજર એક આત્મા ઉપર જ ઠરે છે. બીજે
ક્્યાંય જગતમાં તેની નજર ઠરતી નથી. રાગ ઉપર પણ તેની દ્રષ્ટિ ઠરતી નથી. એક આતમરામમાંજ તેની
નજર ઠરે છે. અહો! મારો આત્મા એક જ મારા સુખનું ધામ છે, તે સિવાય જગતનું કોઈ તત્ત્વ મારા સુખનું
ધામ નથી, તો તે પર દ્રવ્યોનો શો વિશ્વાસ? ને તેમાં કેવી રતિ? મારો આત્મા જ મારું આનંદનું ધામ છે–એમ
જ્ઞાનીની શ્રદ્ધાનો વિષય પોતાનો આત્મા જ છે.
જ્ઞાની પોતાના આત્માનો વિશ્વાસ કરે છે.
અજ્ઞાની બાહ્ય સંયોગનો વિશ્વાસ કરે છે.

PDF/HTML Page 12 of 21
single page version

background image
પોષ : ૨૪૮૬ : ૧૧ :
અજ્ઞાની બાહ્યસંયોગોને સુખના દાતાર માનીને, તે સંયોગમાંથી સુખ લેવા માંગે છે, પણ સંયોગો તો
સુખ કદી આપતા નથી, તેથી અજ્ઞાની છેતરાય છે.
જ્ઞાની બાહ્યસંયોગોમાં સ્વપ્નેય સુખ માનતા નથી, તે તો પોતાના સ્વભાવને જ સુખનો સાગર
જાણીને તેનો વિશ્વાસ અને તેમાં એકાગ્રતા કરે છે, ને એ રીતે પોતાના અતીન્દ્રિયસુખને ભોગવે છે; તે
છેતરાતા નથી.
માટે હે ભવ્ય! તારા આત્માને જ સુખનું સ્થાન જાણીને તેનો જ વિશ્વાસ કર ને તેમાં જ રમણતા કર.
બાહ્ય પદાર્થોમાં સુખની માન્યતા છોડ.–એમ શ્રી પૂજ્યપાદસ્વામીનો ઉપદેશ છે.
‘જગત ઈષ્ટ નહિ આત્મથી’–સમકિતીને પોતાનો આત્મા જ ઈષ્ટ છે, આત્મા જ વહાલો છે, આત્મા
સિવાય બીજું કાંઈ જગતમાં ઈષ્ટ નથી, સુખરૂપ લાગતું નથી. સમકિતી ચક્રવર્તી હોય ને છખંડનું રાજ–હજારો
રાણીઓ વગેરે હોય છતાં તેમાં ક્યાંય મારું સુખ છે એમ સ્વપ્નેય વિશ્વાસ કરતા નથી; તે બધા સંયોગો તો
મારાથી તદ્ન જુદા જ છે અને તે સંયોગો તરફની લાગણીથી પણ મને દુઃખ છે, તેમાં ક્યાંય મારું સુખ નથી
સુખ તો મારા ચિદાનંદસ્વભાવમાં જ છે; આમ સ્વભાવનો વિશ્વાસ કરીને ધર્મી વારંવાર તેને જ સ્પર્શે છે,–
તેમાં વારંવાર ડુબકી મારીને શાંતરસને વેદે છે. ચૈતન્યના વિશ્વાસે જ્ઞાનીના વહાણ ભવસાગરથી તરી જાય
છે–ને મોક્ષમાં પહોંચી જાય છે.
।। ૪૯।।
વૈરાગ્ય સમાચાર
મોરબીના ભાઈશ્રી જગજીવન કાસીદાસ મહેતા માગસર સુદ ૧૩ ના રોજ
મોરબી મુકામે સ્વર્ગવાસ પામ્યા છે. પૂ. ગુરુદેવ પ્રત્યે તેમને ઘણો ભક્તિભાવ હતો.
વૃદ્ધાવસ્થા અને આંખોની પૂરી તકલીફ હોવા છતાં તેઓ અવારનવાર સોનગઢ આવીને
ગુરુદેવના પ્રવચનોનો લાભ લેતા; અને તેમના મનન માટે પૂ. ગુરુદેવે પોતાના પાવન
હસ્તે મંત્ર લખી આપેલ હતો કે “સહજ ચિદાનંદ સ્વરૂપ આત્માનું સ્મરણ કરવું.” તેઓ
પ્રસન્નતાપૂર્વક તેનું રટણ કરતા. આધ્યાત્મિક શાસ્ત્રોના સ્વાધ્યાય–શ્રવણનો તેમને ઘણો
પ્રેમ હતો. તેઓ મોરબી મુમુક્ષુ મંડળના એક વડીલ તેમજ કાર્યવાહક કમિટિના સભ્ય
હતા. આ આત્મધર્મના લેખક બ્ર. હરિભાઈને પરમકૃપાળુ ગુરુદેવનું ચરણસાન્નિધ્ય પ્રાપ્ત
થવામાં પ્રાપ્ત થવામાં તેમની પ્રેરણા હતી. સ્વર્ગવાસના આગલા દિવસે મોડી રાત સુધી
ઉત્સાહપૂર્વક તેમણે તત્ત્વશ્રવણ કર્યું હતું. તત્ત્વ સમજવાની જિજ્ઞાસામાં આગળ વધીને
તેઓ પોતાનું કલ્યાણ સાધે, અને તેમના કુટુંબીજનો પણ તેમના તત્ત્વપ્રેમનું અનુકરણ
કરીને આત્મહિતના પંથે વળે... એ જ ભાવના.

PDF/HTML Page 13 of 21
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : ૨૦૭
મોક્ષને સાધવાની કળા
અલૌકિક મોક્ષમાર્ગની પ્રસિદ્ધિ કરીને સંતોએ
મુમુક્ષુ જીવો ઉપર અલૌકિક ઉપકાર કર્યો છે
* સ્વાશ્રિત મોક્ષમાર્ગ *
આ સમયસારની ર૭રમી ગાથામાં મોક્ષમાર્ગનો અબાધિત નિયમ બતાવીને આચાર્યદેવે સ્વાશ્રયરૂપ
મોક્ષમાર્ગની પ્રસિદ્ધિ કરી છે: હે જીવો! મોક્ષનો માર્ગ એક શુદ્ધ ચૈતન્યસ્વભાવના આશ્રયે જ છે; માટે
મોક્ષાર્થીએ એવા સ્વાશ્રયરૂપ નિશ્ચય વડે બધોય પરાશ્રિત વ્યવહાર નિષેધવા યોગ્ય છે. અહા! ચિદાનંદ
સ્વભાવ પણ અલૌકિક...અને તેના આશ્રયે થતો મોક્ષમાર્ગ પણ અલૌકિક...તે અલૌકિક મોક્ષમાર્ગને પ્રસિદ્ધ
કરીને સંતોએ મુમુક્ષુ જીવો ઉપર મહાન ઉપકાર કર્યો છે.
* સમ્યગ્દ્રષ્ટિની કળા *
મોક્ષને સાધવા માટેની સમ્યગ્દ્રષ્ટિની કળા આચાર્યદેવે આ સમયસારમાં બતાવી છે. સમ્યગ્દ્રષ્ટિને
સ્વાશ્રય ભાવમાં મોક્ષમાર્ગની ધારા નિર્મળપણે ચાલી જાય છે. જેટલો પરાશ્રિતભાવ છે તે બધોય
સમ્યગ્દ્રષ્ટિના વિષયથી બહાર છે. પરાશ્રયે થતો ભાવ તો બંધનું કારણ હોવાથી બાધક છે; તે બાધકભાવમાં
જે એકપણે વર્તે તે જીવ મોક્ષનો સાધક કેમ હોય? અને જે મોક્ષનો સાધક હોય તે જીવ બાધકભાવમાં
એકપણે કેમ વર્તે?–માટે મોક્ષના સાધક જ્ઞાનીધર્માત્મા પરાશ્રિત ભાવોથી મુક્ત જ છે, ભિન્ન જ છે, એટલે શુદ્ધ
સ્વભાવના આશ્રયે તે પરાશ્રિત એવા સઘળાય વ્યવહારને છોડીને મુક્તિ પામે છે.–આ જ મોક્ષને સાધવા
માટેની સમ્યગ્દ્રષ્ટિની કળા છે. આવી કળાનું નામ જ અપૂર્વ વિદ્યા છે, તે જ વીતરાગી વિજ્ઞાન છે.
* મોક્ષને સાધવા માટેનો મહા સિદ્ધાંત *
* એક તરફ અબંધ–જ્ઞાતાસ્વભાવ, તથા તેના આશ્રયે થતાં સમ્યગ્દર્શનાદિ નિર્મળ–અબંધ પરિણામ;
તે બંને અભેદપણે શુદ્ધનિશ્ચયમાં આવ્યા.

PDF/HTML Page 14 of 21
single page version

background image
પોષ : ર૪૮૭ : ૧૩ :
* બીજી તરફ સમસ્ત પરદ્રવ્યો, તથા તેમના આશ્રયે થતા રાગાદિ બંધ પરિણામ; તે પરાશ્રિત
વ્યવહારમાં ગયા.
–આ પ્રકારે બંનેનું ભેદજ્ઞાન કરીને ધર્માત્મા પોતાના સ્વભાવના આશ્રયે નિર્મળ પરિણામનો જ કર્તા
થાય છે; પરાશ્રિત ભાવરૂપ વ્યવહારને તે પોતાના સ્વભાવથી જુદો જ રાખે છે. આ રીતે સમ્યગ્દ્રષ્ટિ મુમુક્ષુ
વ્યવહારનો નિષેધ કરીને શુદ્ધ સ્વભાવના આશ્રયે મોક્ષમાર્ગને સાધે છે. અહા, આચાર્યદેવે મોક્ષને સાધવા
માટે મહા સિદ્ધાંત બતાવ્યો છે કે, મોક્ષાર્થીએ જેમ પરમાં એકત્વબુદ્ધિથી થતું મિથ્યાત્વ છોડવા યોગ્ય છે તેમ પરના
આશ્રયથી થતો રાગ પણ છોડવા યોગ્ય જ છે. મોક્ષને માટે શુદ્ધઆત્માનો એકનો જ આશ્રય કરવા યોગ્્ય છે.
જ્ઞાનસ્વભાવી આત્મા અબંધસ્વરૂપ છે, તે પોતાના જ્ઞાન–દર્શન–આનંદ સાથે ત્રિકાળ તદ્રૂપ છે;
આવા આત્માની દ્રષ્ટિ કરવી તે સમ્યગ્દર્શન છે, તે સમ્યગ્દર્શન પણ અબંધ–પરિણામ છે. આવા અબંધસ્વરૂપ
આત્માને ભૂલીને, પરમાં એકત્વબુદ્ધિથી થતો જે મિથ્યા અધ્યવસાય તે બંધનું કારણ છે, એટલે મોક્ષાર્થીએ
તે છોડવા જેવો છે–એમ ભગવાનનો ઉપદેશ છે. આચાર્યદેવ કહે છે કે, પર સાથે એકતારૂપ અધ્યવસાય
ભગવાને છોડાવ્યો છે તે ઉપદેશમાંથી અમે એવું તાત્પર્ય કાઢીએ છીએ કે પરના આશ્રયે થતો સઘળોય
વ્યવહારજ ભગવાને છોડાવ્યો છે, કેમ કે તે બંધનું જ કારણ છે. મોક્ષનું કારણ તો અબંધ સ્વભાવનો
આશ્રય કરવો તે જ છે.
* સમકિતી ક્્યાં છે? *
* તેની ઓળખાણ કેમ થાય? *
સમકિતી ક્્યાં છે? સમકિતી પરદ્રવ્યમાં છે?–ના; સમકિતી પરાશ્રિતભાવમાં છે?–ના, તો સમકિતી
ક્્યાં છે?–સમકિતી તો પોતાના સમ્યક્ત્વાદિ ભાવોમાં જ છે. સમકિતી પરદ્રવ્યોમાં નથી, એ જ રીતે પર
દ્રવ્યના આશ્રયે થતાં પરાશ્રિતભાવોમાં પણ સમકિત નથી. સમકિતી તો શુદ્ધ આત્માના આશ્રયે થતા
સમ્યક્ત્વાદિ નિર્મળભાવોમાં છે. પર દ્રવ્યને અને પરભાવો તો તેણે પોતાના સ્વભાવથી જુદા જાણ્યા છે તો
તેમાં સમકિતી કેમ હોય? રાગના કે પરના સ્વામીપણે સમકિતીને ઓળખે તો તેણે ખરેખર સમકિતીને
ઓળખ્યા જ નથી.
જેમ, પરદ્રવ્ય છે તો સ્વદ્રવ્ય છે–એમ નથી તેમ, વ્યવહાર છે તો નિશ્ચય છે–એમ પણ નથી. વ્યવહાર
તો પરના આશ્રયે વર્તે છે ને નિશ્ચય તો સ્વના આશ્રયે વર્તે છે.–શું જીવને પરદ્રવ્યનો આશ્રય છે માટે તેને
સ્વદ્રવ્યનો આશ્રય છે?–ના; જેમ પરને કારણે સ્વ નથી તેમ પરાશ્રયને કારણે સ્વાશ્રય નથી, એટલે
વ્યવહારને કારણે નિશ્ચય નથી. સમકિતી જાણે છે કે–જેમ પરદ્રવ્યથી મારો આત્મા જુદો છે તેમ પરાશ્રિત એવા
રાગાદિ ભાવોથી પણ મારો આત્મા જુદો જ છે.–આ રીતે સમકિતી–ધર્માત્મા વ્યવહારથી મુક્ત છે, છૂટો છે.
સ્વાશ્રયે જે સાધકભાવ થયો છે–નિર્મળભાવ થયો છે તે તો વ્યવહારના પરાશ્રયભાવથી (–બાધકભાવથી)
જુદો જ વર્તે છે. સ્વાશ્રયભાવની ધારા નિર્મળપણે મોક્ષમાર્ગે ચાલી જાય છે, ને જેટલો પરાશ્રિત ભાવ છે તે
બધોય સમ્યગ્દ્રષ્ટિના વિષયથી બહાર છે. પરાશ્રયે થતો ભાવ તો બંધનું કારણ હોવાથી બાધક છે. તે
બાધકભાવમાં જે એકપણે વર્તે તે જીવ મોક્ષનો સાધક કેમ હોય? અને જે મોક્ષનો સાધક હોય તે તેમાં (–
બાધકભાવમાં) એકપણે કેમ વર્તે?– માટે મોક્ષના સાધક જ્ઞાનીધર્માત્મા પરાશ્રિત વ્યવહારથી મુક્ત જ છે,
એટલે શુદ્ધ સ્વભાવના આશ્રય વડે તે વ્યવહારને છોડીને મુક્તિ પામે છે. આ જ મોક્ષને સાધવાની
સમકિતીની કળા છે. આવી કળા દ્વારા જ સમકિતીની ખરી ઓળખાણ થાય છે.

PDF/HTML Page 15 of 21
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : ૨૦૭
જુઓ, આ મોક્ષમાર્ગની રીત! અહા, મોક્ષને સાધતા સાધતા સંતોએ આ મોક્ષને સાધવાની કળા
બતાવીને જગતના જિજ્ઞાસુઓ ઉપર પરમ ઉપકાર કર્યો છે.
* મોક્ષને સાધવાનો એક જ કાયદો...એક જ નિયમ *
મોક્ષને સાધવાનો એક જ કાયદો છે કે જે નિશ્ચયનો આશ્રય કરે છે તે જ મોક્ષને સાધે છે. માટે
મોક્ષાર્થીએ નિશ્ચયનો આશ્રય કરવો ને વ્યવહારનો આશ્રય છોડવો. સમ્યગ્દ્રષ્ટિ ભેદવિજ્ઞાનની આવી કળા વડે
સ્વાશ્રયે મોક્ષને સાધે છે. આવી ભેદજ્ઞાન કળા વગર જીવ બીજી ગમે તેટલી કળા ભણ્યો હોય તોપણ તે
મોક્ષને સાધી શકતો નથી. નિશ્ચય અને વ્યવહારની વહેંચણી (પૃથક્કરણ) કરવાની કળા અજ્ઞાનીને આવડતી
નથી. અહીં તો નિશ્ચય વ્યવહારનું સ્પષ્ટ પૃથક્કરણ કરીને આચાર્યદેવે મોક્ષ માટેનો અફર નિયમ બતાવ્યો છે
કે સ્વાશ્રિત એવા નિશ્ચયનું અવલંબન તે જ મોક્ષને સાધવાની રીત છે, ને પરાશ્રિત એવા વ્યવહારના
અવલંબને કદી પણ મોક્ષને સાધી શકાતો નથી.
અભવ્ય જીવ કદીપણ સમ્યગ્દર્શનાદિ કેમ પામતો નથી?–કારણકે તે કદી પણ શુદ્ધાત્માનો આશ્રય
કરતો નથી અને વ્યવહારના આશ્રયનો અભિપ્રાય છોડતો નથી; રાગાદિરૂપ વ્યવહારનો જ આશ્રય કરીને
તેને તે મોક્ષનું (ધર્મનું) સાધન માને છે, પણ મોક્ષનું (ધર્મનું) ખરું સાધન જે સ્વાશ્રય છે તેને તે અંગીકાર
કરતો નથી તેથી તે સમ્યગ્દર્શનાદિ પામતો નથી. આ વાત કોને માટે કરી? શું એકલા અભવ્ય જીવોને માટે જ
આ વાત છે? –ના; અહીં અભવ્યનું તો દ્રષ્ટાંત છે, તે દ્રષ્ટાંત ઉપરથી જગતના બધાય જીવોને માટે આચાર્યદેવ
એમ નિયમ સમજાવે છે કે જે કોઈ જીવો શુદ્ધાત્માનો આશ્રય કરે છે તેઓ જ મુક્તિને પામે છે; અને જેઓ
વ્યવહારનો આશ્રય કરે છે તેઓ બંધાય છે. માટે જે ખરેખર મુમુક્ષુ હોય...જેણે મોક્ષને સાધવો હોય તેણે
નિશ્ચયનય વડે શુદ્ધાત્માનો આશ્રય કરવો ને પરાશ્રયરૂપ વ્યવહારનો આશ્રય છોડવો.–આ જ મોક્ષનો પંથ
છે...આજ મોક્ષને સાધવાની રીત અને કળા છે.
* સ્વઘરમાં વસવું તેનું નામ વાસ્તુ *
જેમ અભવ્ય જીવ મોક્ષપરિણામ માટે અલાયક છે, તેમ પરના આશ્રયે થતા રાગાદિ વ્યવહારભાવો
પણ મોક્ષપરિણામ માટે અલાયક છે,–મોક્ષનું સાધન થાય એવી લાયકાત તેમનામાં નથી, એટલે તેમના વડે
મોક્ષ પમાતો નથી. જેમ જગતના પરદ્રવ્યો આ આત્માના સ્વભાવથી જુદા છે તેમ પરાશ્રિતભાવો પણ આ
આત્માના સ્વભાવથી જુદા જ છે, આત્માના સ્વભાવમાં તેમનો પ્રવેશ નથી. આત્માનો જ્ઞાનસ્વભાવ તો
અબંધ છે ને રાગાદિ પરાશ્રિત ભાવો તો બંધરૂપ છે,–તેમને એકતા નથી, પણ ભિન્નતા છે. મોક્ષપંથ એકલા
ચિદાનંદસ્વભાવના આશ્રયે જ વર્તે છે.–આવા ચિદાનંદસ્વભાવને જાણીને તેના આશ્રયમાં વસવું તે જ
સ્વઘરમાં સાચું વાસ્તુ છે.
* સંતોનો ઉપકાર *
અહો, ચિદાનંદસ્વભાવ અલૌકિક...અને તેના આશ્રયે થતો મોક્ષનો માર્ગ પણ અલૌકિક...તે અલૌકિક
મોક્ષમાર્ગ પ્રસિદ્ધ કરીને સંતોએ મુમુક્ષુઓ ઉપર અલૌકિક ઉપકાર કર્યો છે.
(આસો વદ ૧૧ ના પ્રવચનમાંથી)
ङ्क

PDF/HTML Page 16 of 21
single page version

background image
પોષ : ર૪૮૭ : ૧પ :
આત્માનું અકર્તાપણું ક્યારે અને કઈ રીતે?
અર્હંતદેવનો ઉપાસક અને મોક્ષનો સાધક કેવો હોય?
[સમયસાર ગાથા ર૩ર થી ર૪૪ ના પ્રવચનમાંથી: માગસર પૂર્ણિમા]
આત્મા ચૈતન્યપ્રકાશસ્વરૂપ છે.
તે ચૈતન્યપ્રકાશી–આત્મા પદાર્થોને જાણે છે પણ કરતો નથી.
જેની દ્રષ્ટિમાં આવો ચૈતન્યપ્રકાશી આત્મા આવ્યો તે જીવ ચૈતન્યથી બાહ્ય એવા રાગાદિ પરભાવોનો
કર્તા કે ભોક્તા થતો નથી, પણ ચૈતન્યના આનંદને જ અનુભવે છે.
આ રીતે, ચૈતન્યપ્રકાશી આત્મા સ્વભાવથી વિકારનો કર્તા–ભોક્તા ન હોવા છતાં, તે કાંઈ સર્વથા
અકર્તા જ નથી, કથંચિત્ કર્તા પણ છે;
કથંચિત્ કર્તાપણું એ રીતે છે કે–
–જ્ઞાનભાવે તે પોતાની જ્ઞાન–આનંદ દશાનો જ કર્તાભોક્તા છે, અને
–અજ્ઞાનદશામાં તે પોતાના રાગ કે હર્ષાદિનો કર્તાભોક્તા પોતે જ છે.
કોઈ અજ્ઞાની જીવ પોતાના જ્ઞાનસ્વભાવની સન્મુખ થઈને નિર્મળજ્ઞાનભાવરૂપે તો પરિણમતો નથી,
રાગથી જુદો તો પડતો નથી, રાગમાં તન્મયપણે જ પરિણમે છે, અને છતાં એમ કહે છે કે મારો આત્મા
રાગનો અકર્તા જ છે, ને કર્મ જ રાગ કરાવે છે.–તો એવા જીવને આચાર્યદેવ યુક્તિથી વસ્તુસ્થિતિ સમજાવે છે
કે :–
હે ભાઈ, તું નિર્મળ જ્ઞાનભાવને પણ કરતો નથી, અને રાગ થાય તેનું કર્તૃત્વ પણ તું સ્વીકારતો નથી,
તો તારા આત્મામાં કોઈ પ્રકારે કર્તાપણું રહ્યું જ નહીં! સર્વથા અકર્તાપણાની તારી માન્યતા થઈ,–તો તો
અનેકાન્તમયશ્રુતિનો (–જિનવાણીનો) તારા ઉપર કોપ થયો, અર્થાત્ તારી માન્યતા જિનવાણીથી વિરુદ્ધ
થઈ, –એટલે શ્રુતિની તારા ઉપર પ્રસન્નતા ન થઈ, તારું શ્રુતજ્ઞાન સમ્યક્ ન થયું પણ કુશ્રુત થયું.
ભાઈ, તું એમ સમજ કે આત્મા કોઈ પર્યાયને તો જરૂર કરે. હવે જે જીવ જ્ઞાનપર્યાયને ન કરે તે
અજ્ઞાનભાવે રાગાદિને કરે.
જે જીવ જ્ઞાનપર્યાયને કરે તે રાગાદિનો અકર્તા થાય. અમે જે અકર્તાપણું ઉપદેશ્યું તે તો જ્ઞાન
સ્વભાવની સન્મુખ થઈ, રાગથી ભેદજ્ઞાન કરી, વીતરાગી–વિશુદ્ધ જ્ઞાનભાવ પ્રગટ કરવા માટે જ ઉપદેશ્યું હતું.
આત્મા રાગનો અકર્તા, જ્ઞાન–

PDF/HTML Page 17 of 21
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : ૨૦૭
સ્વરૂપ છે એમ સમજનાર જીવ જ્ઞાનસન્મુખ થઈ, રાગથી જુદો પડી પર્યાયમાં પણ રાગનો અકર્તા થાય છે.
પણ જે જીવ જ્ઞાનસન્મુખ થતો નથી, રાગમાં જ તન્મય રહે છે. તે કાંઈ રાગનો અકર્તા નથી, તે તો
અજ્ઞાનભાવથી રાગનો કર્તા જ છે. રાગમાં તન્મય પણ રહે, અને કહે કે રાગનો કર્તા મારો આત્મા નથી પણ
કર્મ તેનો કર્તા છે–તો તે જીવ શ્રુતિને સમજ્યો જ નથી, જિનવાણીની તેને ખબર નથી. જિનવાણી તો કહે છે
કે આત્મા કથંચિત્ કર્તા છે.
અહીં શિષ્ય દલીલ કરે છે કે પ્રભો! જિનવાણી આત્માને કથંચિત્ કર્તા કહે છે તે અમને માન્ય છે, કઈ
રીતે? કે આત્મા પોતે પોતાને કરે છે. ને રાગને કરતો નથી; રાગ તો પુદ્ગલનું કાર્ય છે.
તો આચાર્યદેવ તેને કહે છે કે અરે મૂઢ! તારો આત્મા કયા આત્માને કરે છે? શું ત્રિકાળી આત્માને
કરે છે? ત્રિકાળી નિત્ય આત્મા તો કાંઈ નવો થતો નથી, કે જેનો કોઈ કર્તા હોય! વળી આત્માના
અસંખ્યપ્રદેશો પણ ત્રિકાળ એવા ને એવા શાશ્વત છે, તે પ્રદેશોમાં પણ કાંઈ કરવાપણું નથી. હવે ત્રિકાળી
જ્ઞાનાદિ ગુણોરૂપ જે ભાવ છે તેમાં પણ કાંઈ કરવાપણું નથી; હવે બાકી રહી વર્તમાનપર્યાય. સામાન્યમાં
કરવાપણું હોય નહિ, કરવાપણું વિશેષમાં (–પર્યાયમાં) હોય; હવે પર્યાયમાં મિથ્યાત્વાદિ ભાવો હોવા
છતાં તું તેનું કર્તાપણું તો માનતો નથી, ને કર્મ જ તેનું કર્તા છે–એમ તું કહે છે, તો તારા આત્મામાં કોઈ
પ્રકારનું કર્તાપણું રહ્યું જ નહીં; કર્તાપણા વગર આત્મા જ ન રહ્યો; એટલે હે મૂઢ! કર્મ મને મિથ્યાત્વાદિ
કરાવે છે’ એવી તારી માન્યતામાં તો તું આત્મઘાતી થયો, તારા આત્માનો જ તેં ઘાત કર્યો, આત્મહિંસા
એ જ જીવહિંસાનું મોટું પાપ છે.
–તો શું કરવું? કે હે ભાઈ! અજ્ઞાનદશામાં જે મિથ્યાત્વાદિભાવો છે તેનો કર્તા અજ્ઞાનભાવે તારો
આત્મા જ છે, એમ તું સમજ; પણ વિશુદ્ધજ્ઞાનસ્વભાવમાં તેનું કર્તૃત્વ નથી એમ સમજીને તે સ્વભાવની
સન્મુખ થા, એટલે પર્યાયમાં પણ મિથ્યાત્વાદિનું અકર્તાપણું થઈ જશે–મિથ્યાત્વ રહેશે જ નહી સમ્યગ્દર્શનાદિ
નિર્મળભાવો પ્રગટ થતાં તેમાં રાગનું પણ અકર્તાપણું થશે.
ભાઈ! રાગમાં તન્મય રહીને રાગનું અકર્તાપણું કેમ થાય?–ન જ થાય. રાગથી જુદો પડીને
જ્ઞાનધામમાં આવ...તો રાગનો અકર્તા થા.
જે જીવ આ રીતે જ્ઞાનધામમાં આવ્યો ને રાગનો અકર્તા થયો, તે વીતરાગ અર્હત્દેવનો ખરો
અનુયાયી થયો અને તે જીવ પોતે રાગનો અકર્તા રહીને બીજા અજ્ઞાની જીવોમાં રાગનું કર્તૃત્વ છે તેને જાણે
છે, પણ જડકર્મ રાગાદિ કરાવે છે એમ માનતા નથી.
આ રીતે
* જ્ઞાનદશામાં શુદ્ધજ્ઞાનભાવનો કર્તા,
વિકારનો અકર્તા;
* અજ્ઞાનદશામાં વિકારનો કર્તા
ને પરનો તો અકર્તા
* જ્ઞાનભાવે કે અજ્ઞાનભાવે પણ આત્મા પરનો તો અકર્તા જ છે અને પર–જડકર્મ પણ
જીવના ભાવનું અકર્તા જ છે.
– આવો અર્હંતદેવનો મત જે જીવ જાણે છે તે જીવ પરથી પૃથકપણું જાણી, વિભાવથી પણ વિમુખ
થઈ, જ્ઞાનસ્વધામમાં આવીને સમ્યગ્દર્શનાદિ નિર્મળપર્યાયને જ કરતો થકો, મિથ્યાત્વાદિનો અકર્તા જ રહે છે.–
તે જ ખરો અર્હંતનો ઉપાસક અને મોક્ષનો સાધક છે.
*

PDF/HTML Page 18 of 21
single page version

background image
પોષ : ર૪૮૭ : ૧૭ :
ક્્યો જીવ મોક્ષને સાધે છે?
પ્રશ્ન :– અજ્ઞાની જીવને ધર્મની શ્રદ્ધા છે કે નહીં?
ઉત્તર :– રાગથી ધર્મ માનનારો અજ્ઞાની જીવ મોક્ષના હેતુરૂપ ધર્મને શ્રદ્ધતો નથી; કેમકે શુદ્ધજ્ઞાન–
ચેતનામય આત્માને તે શ્રદ્ધતો નથી; અને મોક્ષના હેતુરૂપ ધર્મ તો શુદ્ધજ્ઞાનચેતનામય આત્માના જ
આશ્રયે છે; તેથી શુદ્ધજ્ઞાનમય આત્માના આશ્રય વગર મોક્ષના કારણરૂપ ધર્મની ખરી શ્રદ્ધા થતી નથી.
પ્રશ્ન :– તો અજ્ઞાની જીવની શ્રદ્ધા કેવી છે?
ઉત્તર :– અજ્ઞાનીજીવ ભોગના હેતુરૂપ રાગને જ ધર્મ માને છે એટલે તે ભોગના હેતુરૂપ ધર્મને જ શ્રદ્ધે
છે. ઉપયોગને રાગમાં એકાકાર કરીને, જાણે કે આ જ મને મોક્ષનું કારણ થશે–એમ અજ્ઞાની માને છે,
એટલે જ્ઞાનમાત્ર ભૂતાર્થધર્મ (–કે જે કર્મથી છૂટવાનું નિમિત્ત છે) તેને તે અજ્ઞાની શ્રદ્ધતો નથી, પણ
જે કર્મબંધનું–અને સંસારના ભોગની પ્રાપ્તિનું કારણ છે એવા અભૂતાર્થધર્મને (–રાગને) જ તે શ્રદ્ધે
છે.–આ રીતે મોક્ષના કારણરૂપ ભૂતાર્થધર્મની શ્રદ્ધાના અભાવને લીધે અજ્ઞાનીને સાચી શ્રદ્ધાનો
અભાવ છે, એટલે કે તેની શ્રદ્ધા ખોટી છે. જેમ શુદ્ધજ્ઞાનમય આત્માના જ્ઞાનના અભાવને લીધે તેને
સમ્યગ્જ્ઞાનનો અભાવ છે, તેમ શુદ્ધજ્ઞાનમય ભૂતાર્થધર્મની શ્રદ્ધાના અભાવને લીધે તેને સમ્યક્શ્રદ્ધાનો
પણ અભાવ છે. અને જ્યાં સમ્યક્ જ્ઞાન–શ્રદ્ધાન ન હોય ત્યાં સમ્યક્ ચારિત્ર તો ક્્યાંથી હોય?–ન જ
હોય, એટલે તે અજ્ઞાનીને સમ્યક્ ચારિત્રનો પણ અભાવ છે.–આ રીતે, જેઓ શુદ્ધજ્ઞાનમય નિશ્ચયનો
આશ્રય નથી કરતા ને વ્યવહારનો જ આશ્રય કરે છે તેઓને સમ્યગ્દર્શન–જ્ઞાન– ચારિત્રરૂપ
મોક્ષમાર્ગનો અભાવ છે, વ્યવહારના આશ્રયે વર્તનાર તે અજ્ઞાનીઓ બંધમાર્ગમાં જ પ્રવર્તે છે. જેઓ
નિશ્ચયનો આશ્રય કરે છે તેઓ જ મોક્ષમાર્ગને પામે છે.
આ રીતે નિશ્ચયનો આશ્રય તે જ મોક્ષમાર્ગ હોવાનો નિયમ બતાવીને આચાર્યદેવ કહે છે કે–
આમ હોવાથી મોક્ષાર્થી જીવોએ નિશ્ચયનયવડે વ્યવહારનો નિષેધ કરવો–તે યોગ્ય જ છે.
પ્રશ્ન :– મોક્ષમાર્ગી–સમ્યગ્દ્રષ્ટિ કેવો છે?
ઉત્તર :– સમ્યગ્દ્રષ્ટિ રાગથી છૂટો છે, પોતાના ઉપયોગને તે રાગથી છૂટો જ રાખે છે, રાગમાં એકમેક કરતો નથી.
રાગ અને શુદ્ધાત્મા–એ બંનેનું ભેદજ્ઞાન કરીને, શુદ્ધાત્માના આશ્રયે તે સમ્યગ્દ્રષ્ટિ જીવ મોક્ષમાર્ગરૂપે પરિણમે છે.
પ્રશ્ન :– બંધમાર્ગી–મિથ્યાદ્રષ્ટિ કેવો છે?
ઉત્તર :– જે બંધમાર્ગમાં પ્રવર્તી રહ્યો છે એવા મિથ્યાદ્રષ્ટિનું ચિત્ત રાગથી રંગાયેલું છે, તે પોતાના
ઉપયોગને રાગ સાથે એકમેક માનીને અનુભવે છે; રાગની અને ઉપયોગસ્વરૂપ આત્માની ભિન્નતાને
તે ઓળખતો નથી; તેથી ભેદજ્ઞાનના અભાવને લીધે, શુદ્ધાત્માનો આશ્રય નહિ કરતો થકો અને
રાગનો જ આશ્રય કરીને પરિણમતો થકો તે અજ્ઞાની જીવ કર્મોથી બંધાય છે ને સંસારમાં રખડે છે.
પ્રશ્ન :– અજ્ઞાનીજીવ મોક્ષહેતુધર્મને નથી શ્રદ્ધતો ને ભોગહેતુધર્મને શ્રદ્ધે જ છે–એમ કયા હેતુથી
આચાર્યદેવે કહ્યું છે?
ઉત્તર :– આ અધ્યાત્મગ્રંથમાં અનુભવપ્રધાન હેતુ આપીને આચાર્યદેવ કહે છે કે, તે અજ્ઞાનીને
શુદ્ધાત્માના અનુભવનો અસદ્ભાવ હોવાથી એમ નક્કી થાય છે કે તે જીવ રાગના જ અનુભવમાં
અટકેલો છે એટલે તેને ભોગહેતુધર્મનું જ (–રાગનું જ) સેવન છે, મોક્ષહેતુધર્મનું (–શુદ્ધાત્માના
આશ્રયનું) સેવન નથી. જીવને કાં તો શુદ્ધાત્માનું સેવન હોય, અને કાં તો રાગનું સેવન હોય. તેમાં
એકનો અભાવ તે બીજાનો સદ્ભાવ સૂચવે છે. જેને શુદ્ધાત્માનું સેવન (શ્રદ્ધા–જ્ઞાન–અનુભવન) નથી
તેને રાગનું સેવન જરૂર છે. એકસાથે રાગમાં તેમજ શુદ્ધાત્મામાં એ બંનેમાં એકત્વબુદ્ધિ રહી શકે નહિ.
પ્રશ્ન :– ક્્યો જીવ મોક્ષને સાધે છે?
ઉત્તર :– શુદ્ધાત્મામાં એકત્વબુદ્ધિ કરીને તેનો જ જે આશ્રય કરે છે તે તો મોક્ષને સાધે છે, તેને રાગમાં
એકત્વબુદ્ધિ રહેતી નથી. અને જેને રાગમાં એકત્વબુદ્ધિ છે તે રાગના આશ્રયે બંધાય જ છે, તેને ચૈતન્યનો
આશ્રય નહિ હોવાથી તે સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગ પામતો નથી. આ રીતે વ્યવહારના પક્ષનો આશય જીવને
સંસાર પરિભ્રમણ કરાવે છે...માટે આચાર્યદેવ કરુણાથી કહે છે કે હે મોક્ષાર્થીજીવો! સંસારપરિભ્રમણથી
છૂટવા માટે તમે વ્યવહારના પક્ષની બુદ્ધિ છોડો ને મોક્ષને માટે શુદ્ધનયનું અવલંબન કરો.
(સમયસાર ગા. ર૭પ ઉપરના પ્રવચનમાંથી.)

PDF/HTML Page 19 of 21
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : ૨૦૭
બા...લ...વિ...ભા...ગ
ગયા અંકના ત્રણ પ્રશ્નોના જવાબ
(૧) ‘આત્મસિદ્ધિ’ ની ૧૦૮મી ગાથાને ઘણી મળતી આવે એવી ૩૮ મી ગાથા છે; તે બંને ગાથાઓ નીચે
મુજબ છે–
કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ, કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ,
ભવે ખેદ અંતર દયા, તે કહિયે જિજ્ઞાસ. (૧૦૮) ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. (૩૮)
(ર) મનઃપર્યયજ્ઞાન, સમ્યગ્દર્શન ભેદજ્ઞાન અને મુનિદશા–આ ચાર વસ્તુઓમાંથી મનઃપર્યયજ્ઞાનમાં બાકીની
ત્રણે વસ્તુઓ ચોક્કસ આવી જાય છે. કેમકે મનઃપર્યયજ્ઞાન મુનિદશામાં જ થાય છે, ને મુનિદશા
સમ્યગ્દર્શન અને ભેદજ્ઞાનવાળા જીવને જ હોય છે. આ રીતે જ્યાં મનઃપર્યયજ્ઞાન હોય ત્યાં મુનિદશા,
સમ્યગ્દર્શન અને ભેદજ્ઞાન એ ત્રણે વસ્તુઓ જરૂર હોય જ છે. મનઃપર્યયજ્ઞાન મુનિદશા વગર હોતું
નથી, ને મુનિદશા સમ્યગ્દર્શન કે ભેદજ્ઞાન વગર હોતી નથી. ઘણા બાળકોએ આ પ્રશ્નના જવાબમાં
“મુનિદશા” લખેલ છે, પરંતુ તે જવાબ બરાબર નથી કેમકે ઘણીવાર મુનિદશા હોવા છતાં
મનઃપર્યયજ્ઞાન નથી હોતું. મનઃપર્યયજ્ઞાન કોઈક જ મુનિઓને હોય છે. કાંઈ બધાય મુનિઓને નથી હોતું.
(૩) ત્રીજા પ્રશ્નનો જવાબ છે–“અકલંક”:: શ્રી અકલંકસ્વામી મહાવીર ભગવાન પછી લગભગ ૧૨૦૦ વર્ષ
બાદ થઈ ગયા. તેમના નામનો બીજો અને ચોથો અક્ષર સરખા છે, પહેલો અને ત્રીજો અક્ષર સરખા
નથી; છેલ્લા ત્રણ અક્ષર ‘ક લં ક’ છે, સિદ્ધભગવાનમાં કલંક નથી અને છેલ્લા બે અક્ષર ‘લંક’ છે તે
લંકામાં છે. બાળકો, આ અકલંકસ્વામીની જીવનકથા તમને બહુજ ગમે તેવી છે. કોઈવાર આપણે
બાલવિભાગમાં તે આપશું.
ત્ર...ણ...પ્ર...શ્નો
(૧) બે ભાઈ એવા..
કે સાથે સાથે રમતા,
સામ સામે લડ્યા
ને અંતે મોક્ષ પામ્યા...
–એ બે ભાઈ કોણ?
(ર) નીચેની વસ્તુઓમાંથી જીવમાં કઈ કઈ વસ્તુ
હોય,ને અજીવમાં કઈ કઈ વસ્તુ હોય તે
જુદી પાડો–
રાગ, સુખ, ધર્મ, વીતરાગતા,
દુઃખ, જ્ઞાન, અજ્ઞાન, સંસાર.
(૩) કોઈ જીવ પાસે સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન ને
સમ્યક્ ચારિત્ર એવા ત્રણ મહાન રત્નો છે;
હવે ધારો કે તેની પાસેથી પહેલું રત્ન
ખોવાઈ જાય તો બાકી કયાકયા રત્નો તેની
પાસે રહેશે?
(બાળકો, આ વખતે તમારા જવાબો વેલાસર
મોકલી આપશો, પુનમ સુધીમાં મોકલી દેશો.)
સરનામું: આત્મધર્મ–“બાલ વિભાગ”
સ્વાધ્યાયમંદિર–સોનગઢ (સૌરાષ્ટ્ર)
એનું જીવન ધન્ય છે... એનાં ચરણ વંદ્ય છે.
આકાશ જેનું છત્ર છે...ધરતી એનું સિંહાસન છે.
ગૂફા જેનો મહેલ છે...વાયુ એનાં વસ્ત્ર છે.
સમકિત જેનો મુગટ છે...ચારિત્ર એનો હાર છે.
જ્ઞાન જેનો રથ છે...અનુભવ એનો ધ્વજ છે.
આનંદ જેનો આહાર છે...શાંતરસ એનું પીણું છે.
ધ્યાન જેનું શસ્ત્ર છે...વૈરાગ્ય એનું બખ્તર છે.
રત્નત્રય જેનું ધન છે...વન એનું ઘર છે.
અનંતગુણ જેનું કુટુંબ છે...કર્મના એ ઘાતક છે.
ધર્મ જેનું જીવન છે...ચૈતન્ય એનું ધ્યેય છે.
ભવથી જે ભયભીત છે...મોક્ષના એ સાધક છે.
એનું જીવન ધન્ય છે એનાં ચરણ વંદ્ય છે.

PDF/HTML Page 20 of 21
single page version

background image
પોષ : ર૪૮૭ : ૧૯ :
ધર્મપ્રેમી બાલ બંધુઓ! જેમ તમને અમારો “બાલવિભાગ” ગમ્યો તેમ અમને તમારા જવાબો ગમ્યા.
તમે સૌ હોંસપૂર્વક બાલવિભાગમાં ભાગ લઈ રહ્યા છો–તે બદલ સૌને ધન્યવાદ! તમારા જવાબ સાચા પડે કે
ભૂલ પડે તો પણ ઉત્સાહથી ભાગ લેજો,–કેમકે ‘આત્મધર્મ’ વાંચીને જવાબો શોધવાનો તમે પ્રયત્ન કરો છો તે જ
તમારે માટે પ્રશંસનીય છે. જવાબો સાથે ઘણા બાળકોના ઉત્સાહભર્યા પત્રો આવ્યા છે, કોઈકે વાર્તા મોકલી છે,
તો કોઈકે નવા કોયડા કે કાવ્યો લખી મોકલ્યા છે, કોઈકે ચિત્રો ચીતરીને મોકલ્યા છે, તેમના ઉમંગ બદલ
ધન્યવાદ! પરંતુ બાળકો! આપણો બાળવિભાગ હજી નાનકડો છે...એટલે તમારું બધાયનું લખાણ તેમાં ક્યાંથી
લઈ શકાય? જવાબો લખતી વખતે તમારા નામની સાથે “જૈન” લખશો તો મને ગમશે. આવતા અંકના પ્રશ્નો
“જૈન બાળપોથી” માંથી પૂછાશે માટે અત્યારથી તેનો અભ્યાસ કરજો. આ વખતે ૧૩૪ બાળકોએ જવાબ લખી
મોકલ્યા છે, તેમાંથી ૯૦ બાળકોના જવાબો સંપૂર્ણ સાચા છે, જગ્યા ઓછી હોવાથી તમારા નામો ટૂંકામાં જ
આપ્યા છે (જેનામાં નામ કૌંસમાં લખેલ છે તેમના જવાબમાં જરા જરા ભૂલ છે.) –जय जिनेन्द्र
મુંબઈ : રોહિતકુમાર મ.જૈન,દિપક જૈન,નિરંજન જૈન.,
મંજુલાબેન, રમીલાબેન, (દિપક એચ.) શાંતાક્રુઝ:
હંસાબેન નિરજકુમાર,
રાજકોટ: કિરીટકુમાર, દિલિપકુમાર, અતૂલ જૈન,
જતીન જૈન, પ્રજ્ઞાબેન, પ્રવીણકુમાર, મહેન્દ્ર, હરિશ,
નયનાબેન,(નીલાબેન, દિલીપકુમાર કે., સુરેખાબેન,
દીપક જૈન, ધનરાજ, રોહિતકુમાર)
જામનગર: વાસંતીબેન, રવિન્દ્રકુમાર, (ચંદના જૈન,
મંજુલાબેન.)
કલકત્તા: જસવંતકુમાર જૈન,
વઢવાણ શહેર: પાઠશાળાની બાળાઓ, રંજનબેન,
રમેશચન્દ્ર જૈન, બિપિનચન્દ્ર જૈન, ચુનીલાલ,
જિતેન્દ્ર જૈન, નલિનીબેન, ત્રંબકલાલ રમીલાબેન,
નલિનીબેન એન. હસમુખલાલ, ચમનલાલ.
(ભરતકુમાર, મંજુલાબેન, કાન્તાબેન)
ઘોડ નદી: रीखवदास जैन, फूलचंद जैन,
[गीरधरलाल]
વીંછીયા:વસુમતીબેન,રમેશજૈન,કિશોર જૈન, નયનાબેન,
જયેન્દ્રકુમાર, મહેન્દ્રકુમાર, શશિકાન્ત, કરણકુમાર જૈન,
મીનાક્ષીબેન, વીરાગબેન, મીનાક્ષીબેન એચ. કિરણ જૈન,
કાંતિલાલ જૈન, જયંતબાળા, કોકિલાબેન, પ્રમોદ,
રમીલાબેન, મહેશ જૈન, ચન્દ્રકાન્ત, (રમેશચંદ્ર)
મોરબી: સુધાબેન, ભરતકુમાર જૈન, ભાનુબેન,
ગિજેન્દ્રબાળા, જયશ્રીબાળા, મહેશચન્દ્ર જૈન, મધુકર
જૈન.(અરવિંદ કુમાર જૈન,ભૂપેન્દ્ર જૈન,નરેન્દ્ર જૈન.)
લીંબડી: નરેશકુમાર જૈન, સુરેશ જૈન, હસમુખ જૈન,
નલિનકુમાર, અમૃતલાલ જૈન, લીલાધરકુમાર,
રસિલાબેન, સુધાબેન, નરેન્દ્રકુમાર, ફૂલચંદ જૈન.
સુરેન્દ્રનગર: અરૂણાબેન, (નીલાબેન),
વાંકાનેર: વર્ષાબેન, સુધાબેન, જિતેન્દ્ર જૈન,
સુભાષચંદ્ર જૈન, (પારૂલ, વ્યોમેશચંદ્ર, રજનીકાન્ત,
જ્યોતિબાળા, મનહરલાલ)
ગોંડલ:વનમાળીદાસ,(દેવરાજકુમાર,લીલાવતીબેન)
ભાવનગર: નીરૂપમા જૈન.
સુરત: (પ્રફૂલ્લકુમાર, નિરંજનાબેન,)
અમદાવાદ: ભરતકુમાર જૈન, રજનીકાન્ત જૈન,
નવનીતકુમાર જૈન, સુલોચનાબેન, વિનોદકુમાર
જૈન, (કિરિટકુમાર, નીલાબેન,
પોરબંદર: ક્રિષ્નાબેન,
મહેસાણા: (હસિતકુમાર, નીલાબેન, પ્રિયવદન)
પાલેજ: (અરૂણાબેન)
બોટાદ: (મીરાંબેન જૈન)
ધ્રાંગધ્રા: ધીમંતકુમાર જૈન
ગઢડા:(સતીશ,પ્રફુલ,સુશીલાબેન,હર્ષદકુમાર,મહેન્દ્ર,
સુરેશકુમાર, જિતેન્દ્ર, ચીમનલાલ, સરોજબાળા)
નવા: જયંતિલાલ જૈન
દહેગામ: (મુકેશ જૈન, અનિતા,)
હાટમ: નરેશ જૈન
સોનગઢ: પ્રદીપ જૈન, જ્યોતિબાળા, જિનમતિ,
જિનબાળ, જિતેન્દ્ર, પ્રવીણસિંહ, પવનકુમાર, અરૂણ,
રેણુકાબેન, જ્યોતિન્દ્ર સી, દીનેશ જૈન, કિરીટ બી.
શૈલેશ, હેમંત, કિરિટ સી. ભરતકુમાર એચ.,
નિરંજન એચ, ભરતકુમાર કે., નટવર જૈન,
પૂર્ણાબેન, સુરેશ એ. સોભાગચંદ્ર, ધરમચંદ,
વિણાબેન, હર્ષદ જૈન, પ્રવીણ જૈન, આશિષ જૈન.
લાઠી: પ્રફૂલ્લાબેન, લત્તાબેન, શાંતિલાલ જૈન,
ગીરીશચંદ્ર જૈન.
મલકાપુર: (चंदनकुमारी)
બડી સાદડી (રાજસ્થાન) : (सुजानमल जैन)
અલીગંજ: दिनेशचंद्र जैन
ખંડવા: शीलाबेन जैन, वीणाबेन जैन
દિલ્હી: अतरसेन जैन [हरिशचन्द्र जैन]
ગામના નામ વગરના: લલિતકુમાર સુરેન્દ્ર જૈન,
(सज्जनलाल बन्डी;)