Atmadharma magazine - Ank 208
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૮
સળંગ અંક ૨૦૮
Version History
Version
Number Date Changes
001 Apr 2004 First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image
વર્ષ અઢારમું : અંંક ૪ થો સંપાદક : રામજી માણેકચંદ દોશી મહા : ૨૪૮૭
નિજઆત્માનો આરાધક પરમાત્મા થાય છે
(પદ્મનંદી–એકત્વસપ્તતિ)
જન્મરહિત, એકરૂપ, પરમ–ઉત્કૃષ્ટ, શાંત અને સર્વે ઉપાધિથી રહિત એવા
પોતાના આત્માને આત્માવડે જ જાણીને, તે આત્મસ્વરૂપમાં જ નિશ્ચલપણે જે સ્થિર રહે
છે તે જ પુરુષ પોતે અમૃતમાર્ગમાં સ્થિત છે– મોક્ષમાર્ગમાં સ્થિર છે, તે જ મોક્ષને પામે
છે, તે જ અર્હંત્ (પૂજ્ય) છે, તે જ જગતનો નાથ છે. તે જ પ્રભુ છે અને તે જ પોતે
ઈશ્વર છે.
માટે ભવ્ય જીવોએ પોતાના આત્માને જાણીને તેમાં નિશ્ચલપણે સ્થિર રહેવાનો
ઉદ્યમ કરવો જોઈએ.
[૨૦૮]

PDF/HTML Page 3 of 21
single page version

background image
: : આત્મધર્મ : ૨૦૮
પ્રેક્ષકોની અવરજવર
મહાસભાનું અધિવેશનનું કામકાજ ભાવનગર મુકામે તા. ૩ જાનેવારીથી શરૂ
થએલું તે પ્રસંગનો લાભ લઈ ઘણા ભાઈ બહેનો સોનગઢ સવારે બપોરે સાંજે તેમની
અનુકુળતા મુજબ આપણી સંસ્થા જોવાને તથા પ. પૂ. સદ્ગુરુદેવના દર્શન તથા વાણીનો
લાભ લેવા મોટી સંખ્યામાં આવ્યા હતા. ભગવાન શ્રી સીમંધર ભગવાનનું ભવ્ય મંદિર,
શ્રી સમોસરણ, શ્રી માનસ્તંભ, શ્રી સ્વાધ્યાયમંદીર તથા શ્રી કુંદકુંદ પ્રવચન મંડપ વિગેરે
જોઈ તેમની પ્રસન્નતા બતાવતા હતા. કેટલાક ભાઈબહેનો–પૂ. ગુરુદેવના વ્યાખ્યાનોનો
લાભ લેવા માટે ખાસ આવતા હતા. તા. ૮–૧–૬૧ શ્રી ઢેબરભાઈ રાત્રે ૭।। થી ૮।।
ચર્ચાના ટાઈમે આવીને ખાસ જિજ્ઞાસાથી યથાર્થપણે આત્માનુભવના વિષયમાં પ્રશ્નો
કર્યા હતા, અને પૂ. ગુરુદેવ પ્રત્યે બહુમાન વ્યક્ત કરતા હતા. આફ્રિકાથી આવેલા
ભાઈઓ વગેરે આજની ચર્ચા સાંભળી બહુ ખુશી થયા હતાં.
ગીરનારજી યાત્રા
દિવસે દિવસે મોંઘવારી વધતી જાય છે અને તેથી મજુરીના ભાવ પણ વધતા
જાય છે. આ વખતે પાલીતાણા શ્રી મલુકચંદભાઈ જાતે બે વખત ગયા હતા અને ઘણી
મહેનતે ડોલીઓનો બંદોબસ્ત કરી આવ્યા છે તેના ભાવ વધારે બેસવા સંભવ છે.
મહા સુદ ૧૦ થી ૧૩ (તા. ર૬ થી ર૯) પૂ. ગુરુદેવ ગીરનાર યાત્રા નિમિત્તે
પધારવાના છે. ગુરુદેવ સાથેની તીર્થયાત્રાના આ પ્રસંગે પોતાના તરફથી હર્ષ વ્યક્ત
કરતાં પોરબંદરવાળા શેઠશ્રી ભૂરાભાઈના ધર્મપત્નિ શ્રી કસુંબાબેન તથા તેમના સુપુત્રો
શ્રી મનસુખભાઈ વગેરે–એમણે મહા સુદી ૧ર ના દિવસનું જમણ પોતાના તરફથી
આપવા માટે રૂા. ૧રપ૧ (એક હજાર બસો એકાવન) ગીરનાર યાત્રા ખાતામાં
આપવાનું જાહેર કર્યું છે– તે બદલ તેમને ધન્યવાદ!
મંગળ વિહાર
જામનગર પૂ. ગુરુદેવનો વિહાર તા. ૧ર–૧–૬૧ ના રોજ થયો છે.
જાહર ખબર
જોઈએ છે–એક લેખક પ. પૂ. કાનજીસ્વામીનાં વ્યાખ્યાનો ઝીલી તેનાં ભાવ
ઉતારી સારૂં લખાણ કરી શકે તેવો.–પગાર લાયકાત મુજબ.
લખો : દિગંબર જૈન સ્વાધ્યાય મંદીર ટ્રસ્ટ.
સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 4 of 21
single page version

background image
મહા : ર૪૮૭ : :
ય ધર્માત્માના હૃદયમાં સ્ફુરતી સહજ આત્મસંપદા ય
ધર્માત્મા જ્યારે પોતાના ચિદાનંદસ્વરૂપમાં એકાગ્ર થાય છે ત્યારે તે ઉત્તમ
આત્માના હૃદયમાં સમતાની સાથે સાથે આત્મસંપદા સ્ફુરાયમાન્ થાય છે...અતીન્દ્રિય
આનંદના ઝરણાં વહે છે. જુઓ, આનું નામ સમાધિ છે. પહેલાં ચોથા ગુણસ્થાને પણ
આ જાતની સમ્યકત્ત્વસમાધિ થાય છે. સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન ને સમ્યક્ચારિત્ર એ
ત્રણેય સમાધિ છે, ત્રણેયમાં આત્મસંપદાનું સ્ફુરણ થાય છે. સમ્યક્ત્વની સ્ફુરણા થતાં
ધર્માત્માના હૃદયમાં જાણે સિદ્ધ ભગવાન પધાર્યા! એમ તે પોતાની આત્મસંપદાને
અનુભવે છે. અહીં મુનિરાજ કહે છે કે અહા! અતીન્દ્રિય આનંદથી ભરેલી આ સહજ
આત્મસંપદા તે અમારા જેવાઓનો વિષય છે,–છતાં અમે પણ જ્યાંસુધી અંર્તમુખ
થઈને સમાધિરૂપ પરિણમતા નથી ત્યાંસુધી અમે તે આત્મસંપદાને અનુભવતા નથી.
શુભવૃત્તિનું ઉત્થાન પણ અમારી ચૈતન્ય સંપદામાં સંપદાના અનુભવને રોકનાર છે.
સ્વાશ્રયવડે જ્ઞાયક સ્વરૂપમાં લીનતા તે સમાધિ છે, આ વીતરાગી સમાધિમાંથી
આનંદના ઝરણાં ઝરે છે, ને તે સમસ્ત કર્મકલંકને ધોઈ નાંખે છે. જુઓ, આ સમાધિ!
ચૈતન્યને ભૂલેલા અજ્ઞાની જીવો બાહ્ય વિષયોમાં લીનતાથી મૂઢ થઈને અનંતકાળથી
અસમાધિપણે મરે છે, જીવતાં પણ તેને અસમાધિ છે, ને મરતાં પણ તે અસમાધિપણે
મરે છે;–ભલે કદાચ ભગવાનનું નામ બોલતાં બોલતાં પ્રાણ છોડે તો પણ ચૈતન્યના લક્ષ
વગર તેને અસમાધિ જ છે. ચિદાનંદ તત્ત્વનું ભાન થતાં તેના આશ્રયે ધર્માત્માને
વીતરાગી સમાધિમાં અવર્ણનીય આનંદ સ્ફુરે છે. સમ્યગ્દર્શન થતાં પણ અંતરમાં એવો
આનંદ ધર્માત્માને સ્ફૂરે છે કે અજ્ઞાનીને કલ્પનામાંય ન આવે. તો ચૈતન્યમાં લીન
મુનિવરોના આનંદની શી વાત!! આવા પરમ આનંદની સ્ફૂરણા તે સમતાની સખી છે,
એટલે કે ઉત્તમપુરુષોને સમાધિવખતે હૃદયમાં સમતાની સાથે આવા આનંદની સ્ફૂરણા
થાય છે. સંત–ધર્માત્માઓ સિવાય બીજાનો આ વિષય નથી.
समाधि वरं उत्तमं दिंतु” એમ ભગવાન પાસે પ્રાર્થના કરે છે તેમાં આ
સમાધિની માગણી છે. સમાધિ શું તેની ઓળખાણ પણ જેને નથી, તે તો, ભગવાન
પાસે શું માંગે છે તેની પણ ખબર નથી, તેને સમાધિ ક્યાંથી હોય? સમાધિ તો
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રમાં છે, ને તે ચૈતન્યના આશ્રયે જ થાય છે. તે સમાધિમાં
ધર્માત્માને સમતાની સાથે સાથે સહજ આનંદના વેદનરૂપ આત્મસંપદા સ્ફૂરે છે.
જુઓ, આ ધર્માત્માની સંપદા! ધર્માત્મા ઉત્તમ આત્મા ચૈતન્યની આનંદ સંપદાને
જ પોતાની સંપદા માને છે, ચૈતન્યના આનંદની સંપદા પાસે આખા જગતની સંપદાને
તે તૂચ્છ સમજે છે. ચૈતન્યના આનંદને ચૂકીને બાહ્યવિષયોમાં જે સુખ માને છે તે તૂચ્છ
બુદ્ધિવાળો છે. સહજ આત્મસંપદા તેનો વિષય નથી અર્થાત્ તે તૂચ્છ બુદ્ધિવાળા જીવને
ચૈતન્યસંપદાનો અનુભવ થતો નથી. ધર્માત્માઓ જ ચિદાનંદસ્વભાવની સંપદાને ઉત્તમ
જાણતા થકા સમાધિ વડે અંતરમાં તેને અનુભવે છે.
સમ્યગ્દર્શન તે પણ આવા અનુભવથી જ પ્રગટે છે. સમ્યગ્દર્શન થતાં ધર્માત્માના
હૃદયમાં સહજ આનંદની સ્ફૂરણા થાય છે...ને મોક્ષનો માર્ગ ખુલી જાય છે.
આસો વદ ચોથ; નિયમસાર કલશ ૨૦૦ ઉપરના પ્રવચનમાંથી

PDF/HTML Page 5 of 21
single page version

background image
: : આત્મધર્મ : ૨૦૮
વીતરાગી વસ્તુસ્વભાવનું અદ્ભુત વર્ણન
આ જ્ઞેયઅધિકારમાં વીતરાગી વસ્તુભાવનું અદ્ભુત વર્ણન આચાર્યદેવે કર્યું છે. દ્રવ્ય સ્વભાવથી જ
સત્ છે સત્તાગુણ અને દ્રવ્ય એ બે કાંઈ જુદી જુદી વસ્તુ નથી; સત્તાના અંશ જુદા ને દ્રવ્યના અંશ જુદા–એમ
નથી, સત્તાના પ્રદેશો જુદા ને દ્રવ્યના પ્રદેશો જુદા–એવો પ્રદેશભેદ પણ નથી. દ્રવ્ય પોતે જ સત્રૂપ છે, એક
દ્રવ્ય ને બીજી સત્તા,–એમ બે વસ્તુ ભેગી થઈને દ્રવ્ય સત્રૂપ છે–એમ નથી, એટલે કે તેમને યુતસિદ્ધપણું નથી,
ભિન્નવસ્તુપણું નથી.
પ્રશ્ન:– દ્રવ્યમાં સત્તા છે, ગુણીમાં ગુણ છે–એવો ભેદ તો પાડવામાં આવે છે ને?–તેના ઉત્તરમાં
આચાર્યદેવ કહે છે કે, જે ગુણી છે તે ગુણ નથી–એવું શાસ્ત્રનું વચન હોવાથી દ્રવ્યને અને ગુણને અતદ્ભાવરૂપ
ભેદ ભલે હો, પણ તેથી કાંઈ તે બંને જુદી જુદી વસ્તુ થઈ જતી નથી, પ્રદેશભેદ થતો નથી. આ એક વાત છે.
વળી, બીજી વાત એ છે કે દ્રવ્ય તે ગુણ નથી–એવો જે અતદ્ભાવરૂપ ભેદ છે તે પણ સર્વથા ભેદ નથી;
પરંતુ જ્યારે પર્યાયદ્રષ્ટિ (ભેદદ્રષ્ટિથી) જોવામાં આવે ત્યારે જ તે ભેદ ઉન્મગ્ન થાય છે,–અર્થાત્ લક્ષમાં આવે
છે; પરંતુ જ્યારે ‘સત્ તે દ્રવ્ય જ છે’ એમ દ્રવ્યાર્થિકદ્રષ્ટિથી જોવામાં આવે ત્યારે ગુણ–ગુણીભેદ અસ્ત થઈ
જાય છે– નિમગ્ન થાય છે. અભેદદ્રષ્ટિમાં આખું દ્રવ્ય જ એક દેખાય છે, તેમાં ભેદ દેખાતા નથી. અને
પર્યાયદ્રષ્ટિથી જ્યારે ભેદ દેખાય છે ત્યારે પણ તે ‘અંશીના અંશપણે જ’ દેખાય છે, અંશીથી જુદાપણે દેખાતા
નથી. ભેદદ્રષ્ટિમાં પણ કાંઈ સત્તા તે દ્રવ્યથી સર્વથા જુદી દેખાતી નથી, દ્રવ્યના જ ગુણપણે તે દેખાય છે.
(અહીં જેમ સત્તા અને દ્રવ્યની વાત કરી તેમ જ્ઞાન અને આત્માનું પણ સમજવું)
જેમ જ્ઞાન જુદું ને આત્મા જુદો એમ નથી, આત્મા પોતે જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાન તે આત્મા જ છે,
આત્માથી કોઈ જુદી ચીજ નથી. તેમ સત્તા જુદી ને દ્રવ્ય જુદું–એમ નથી, દ્રવ્ય પોતે જ સત્સ્વરૂપ છે, સત્તા તે
દ્રવ્ય જ છે, દ્રવ્યથી જુદી કોઈ સત્તા નથી. એટલે દ્રવ્યને ન જોતાં એકલી સત્તાને જોવા જાય અથવા તો ગુણીને
ન જોતાં એકલા ગુણને જ જોવા જાય તો તેને વાસ્તવિક સત્તા કે દ્રવ્ય, અથવા ગુણ કે ગુણી કાંઈ દેખાશે નહિ.
આત્માને ન જોતાં એકલા જ્ઞાનને જોવા જાય તો તેને જ્ઞાન દેખાશે નહિ, કેમ કે દ્રવ્યથી તદ્ન જુદી સત્તા કે
આત્માથી તદ્ન જુદું જ્ઞાન હોતું જ નથી. ગુણ હંમેશા ગુણી (દ્રવ્ય) ના આશ્રયે જ હોય છે, એટલે દ્રવ્યનો
આશ્રય કરીને જ ગુણનું વાસ્તવિક અવલોકન થાય છે.
જુઓ, આ વીતરાગી વસ્તુસ્વભાવનું વર્ણન છે. જગતના બધા દ્રવ્યોનું આવું સ્વરૂપ છે, તેને જ્ઞેયપણે
જાણવાની જ્ઞાનની તાકાત છે. આવું વસ્તુસ્વરૂપ જાણતાં જ્ઞાનમાં સ્વ–પરના ભેદજ્ઞાનપૂર્વકનો ‘પ્રશમ’
(વીતરાગભાવ) થાય છે,–તે જ્ઞાનનું ફળ છે, ને તે જ મોક્ષનું મૂળ છે.
(પ્રવચનસાર ગા. ૯૮ ના પ્રવચનમાંથી)

PDF/HTML Page 6 of 21
single page version

background image
મહા : ર૪૮૭ : :
મોક્ષમાર્ગ એક જ છે
બે કે ત્રણ નથી
૧. આ સંબંધમાં ભગવાન શ્રીકુંદકુંદ આચાર્યદેવશ્રી પ્રવચનસાર ગા. ૮ર જ્ઞાનતત્ત્વ પ્રજ્ઞાપન
અધિકારમાં કહે છે કે :–
सव्वे वि य अरहंता तेण विधाणेण खविद कम्मंसा
किश्चा तथोवदेसं णिव्वादा ते णमोतेसिं ।। ८२।।
તેનો શબ્દાર્થ નીચે પ્રમાણે છે–
“બધાય અરહંત ભગવંતો તે જ વિધિથી કર્માંશોનો (જ્ઞાનાવરણીયાદિ કર્મ ભેદોનો) ક્ષય કરીને તથા
(અન્યને પણ) એ જ પ્રકારે ઉપદેશ કરીને મોક્ષ પામ્યા છે. તેમને નમસ્કાર હો.”
૨. આ ગાથામાં રહેલું રહસ્ય ખોલતાં ટીકાકાર ભગવાન અમૃતચંદ્ર આચાર્ય ફરમાવે છે કે:–
“અતીત કાળમાં ક્રમશ: થઈ ગયેલા સમસ્ત તીર્થંકર ભગવંતો, પ્રકારાંતરનો (અન્ય પ્રકારનો)
અસંભવ હોવાને લીધે જેમાં દ્વૈત સંભવતું નથી એવા આ જ એક પ્રકારથી કર્માંશોનો ક્ષય પોતે અનુભવીને,
(તથા) પરમાત્મપણાને લીધે ભવિષ્ય કાળે કે આ (વર્તમાન) કાળે અન્ય મુમુક્ષુઓને પણ એ જ પ્રકારે
તેનો (કર્મક્ષયનો) ઉપદેશ કરીને, નિઃશ્રેયસને પ્રાપ્ત થયા છે; માટે નિર્વાણનો અન્ય (કોઈ) માર્ગ નથી એમ
નક્કી થાય છે. અથવા, પ્રલાપથી બસ થાઓ: મારી મતિ વ્યવસ્થિત થઈ છે. ભગવંતોને નમસ્કાર હો.”
૩. આગળ જતાં તે જ શાસ્ત્રના ‘જ્ઞેય તત્ત્વ પ્રજ્ઞાપન’ નામના દ્વિતીય શ્રુતસ્કંધની ગાથા ૧૯૯માં
ભગવાનશ્રી કુંદકુંદ આચાર્યદેવ ફરમાવે છે:–
एवं जिणा जिणिंदा सिद्धा मग्गं समुट्ठिदा समणा ।।
जादा णमोत्थु तेसिं तस्स व णिव्वाण मगस्स ।। १९९।।
તેનો શબ્દાર્થ નીચે પ્રમાણે છે :–
“જિનો, જિનેંદ્રો અને શ્રમણો (અર્થાત્ સામાન્ય કેવળીઓ, તીર્થંકરો અને મુનિઓ) આ રીતે (પૂર્વે
કહેલી રીતે જ) માર્ગમાં આરૂઢ થયા થકા સિદ્ધ થયા. નમસ્કાર હો તેમને અને તે નિર્વાણમાર્ગને.”
૪. આ ગાથાની ટીકામાં આચા્ર્ય શ્રી અમૃતચંદ્રજી નીચે પ્રમાણે કહે છે.
૧. ત્રણેકાળે મોક્ષમાર્ગ–અર્થાત્ ધર્મનો માર્ગ એક જ છે. આ પંચમ કાળે ધર્મ બીજા પ્રકારે થાય એવી માન્યતા ભૂલ
ભરેલી છે.
ર. બે મોક્ષમાર્ગ ખરેખર છે એમ માનવું–તે પ્રલાપ છે એમ આચાર્યદેવ કહે છે. માટે એક જ મોક્ષમાર્ગ માનવો તે જ
વ્યાજબી છે.
૩. જેઓ મોક્ષમાર્ગ એકથી વધારે માને છે તેમની મતિ અવ્યવસ્થિત અર્થાત્ ઊંધી છે એમ સમજવું. એકથી વધારે મોક્ષમાર્ગ
માનવા–તે ‘સંવર, નિર્જરા અને મોક્ષ’ એ ત્રણ તત્ત્વોની ઊંધી માન્યતા છે, ઊંધી શ્રદ્ધા છે. માટે તે શ્રદ્ધા છોડવી.

PDF/HTML Page 7 of 21
single page version

background image
: ૬ : આત્મધર્મ : ૨૦૮
“બધાય સામાન્ય ચરમ શરીરીઓ, તીર્થંકરો અને અચરમ શરીરી મુમુક્ષુઓ આ જ યથોક્ત શુદ્ધાત્મતત્ત્વ
પ્રવૃત્તિ લક્ષણ (શુદ્ધાત્મતત્ત્વમાં પ્રવૃત્તિ જેનું લક્ષણ છે એવી) વિધિવડે પ્રવર્તતા મોક્ષના માર્ગને પ્રાપ્ત કરીને સિદ્ધ
થયા.
“પરંતુ એમ નથી કે બીજી રીતે પણ થયા હોય; તેથી નક્કી થાય છે કે કેવળ આ એક જ મોક્ષનો
માર્ગ છે, બીજો
નથી.–વિસ્તારથી બસ થાઓ.
“તે શુદ્ધાત્મતત્ત્વમાં પ્રવર્તેલા સિદ્ધોને તથા તે શુદ્ધાત્મતત્ત્વપ્રવૃત્તિરૂપ મોક્ષમાર્ગને, જેમાંથી ભાવ્ય
ભાવકનો વિકલ્પ અસ્ત થઈ ગયો છે એવો નોઆગમભાવ નમસ્કાર હો.
“મોક્ષમાર્ગ અવધારિત કર્યો છે, કૃત્ય કરાય છે. (અર્થાત્ મોક્ષમાર્ગ નક્કી કર્યો છે અને તે
મોક્ષમાર્ગમાં પ્રવર્તન કરી રહ્યા છીએ.)”
પ. એ જ શાસ્ત્રમાં ચરણાનુયોગ સૂચક ચૂલિકા નામનો ત્રીજો અને છેલ્લો શ્રુતસ્કંધ છે. આ
અધિકારમાં શું કહ્યું છે તે હવે આપણે જોઈએ.
૬. પ્રથમ ગા. ૨૩૬ની ટીકાના છેલ્લા ભાગમાં નિયમ કહ્યો છે, ત્યાં જણાવ્યું છે કે:–
“આથી આગમજ્ઞાન–તત્ત્વાર્થશ્રદ્ધાનસંયતત્ત્વના યુગપત્પણાને જ મોક્ષમાર્ગપણું હોવાનો નિયમ થાય છે.”
૭. ત્યાર પછી તે જ અધિકારમાં મોક્ષમાર્ગ પ્રજ્ઞાપનનો ઉપસંહાર કરતાં ગા. ૨૪૪ની ટીકામાં શ્રી
અમૃતચંદ્ર આચાર્ય ફરમાવે છે કે:–
“ટીકા–જે જ્ઞાનાત્મક આત્મારૂપ એક અગ્રને (વિષયને) ભાવે છે, તે જ્ઞેયભૂત અન્ય દ્રવ્યનો આશ્રય
કરતો નથી, અને તેનો આશ્રય નહિ કરીને જ્ઞાનાત્મક આત્મજ્ઞાનથી અભ્રષ્ટ એવો તે સ્વયમેવ જ્ઞાની
રહેતો થકો, મોહ કરતો નથી, રાગ કરતો નથી, દ્વેષ કરતો નથી; અને એવો (–અમોહી, અરાગી, અદ્વેષી)
વર્તતો થકો મુકાય જ છે, પરંતુ બંધાતો નથી.
“આથી એકાગ્રતાને જ મોક્ષમાર્ગપણું સિદ્ધ થાય છે.”
૮. આ રીતે શ્રી પ્રવચનસારના ત્રણે શ્રુતસ્કંધોમાં
મોક્ષમાર્ગ એક જ છે એમ દાંડી પીટીને જાહેર કર્યું છે.
૯. શ્રી નિયમસાર શાસ્ત્રમાં પણ મોક્ષમાર્ગ એક જ હોવાનું ભારપૂર્વક જણાવ્યું છે.
૧૦. પ્રથમ જીવઅધિકાર–ગા. ૨ની ટીકામાં કહે છે કે:–
નિજ પરમાત્મતત્ત્વનાં સમ્યક્શ્રદ્ધાન–જ્ઞાન–અનુષ્ઠાનરૂપ શુદ્ધ રત્નત્રયાત્મક માર્ગ
પરમનિરપેક્ષ
હોવાથી મોક્ષનો ઉપાય છે અને તે શુદ્ધ રત્નત્રયનું ફળ સ્વાત્મોપલબ્ધિ (નિજ શુદ્ધ આત્માની પ્રાપ્તિ) છે.”
૧૧. નિયમસાર ગા. ૧૪–૧પમાં સ્વભાવ પર્યાયને નિરપેક્ષ ભગવાન કુંદકુંદાચાર્યદેવે કહી છે. એ રીતે
મોક્ષમાર્ગ એક જ હોવાથી તે પરમ નિરપેક્ષ હોય છે.
૪. એ વાત ખાસ લક્ષમાં રાખવા યોગ્ય છે કે સર્વે ભાવલિંગી મુનિઓને–ભગવાન કુંદકુંદ આચાર્ય આદિ સર્વેને છઠ્ઠે ગુણસ્થાને તે
ભૂમિકાને અનુસાર ચારિત્રની આશિંક શુદ્ધિ ઉપરાંત વ્યવહાર મોક્ષમાર્ગ હતો પણ તે તો ચારિત્રનો દોષ હોવાથી તેઓ તેને મોક્ષમાર્ગ
જરા પણ માનતા નહોતા. જુઓ–સમયસાર કલશ ટીકા પુણ્ય–પાપ અધિકાર પાનું ૧૧૨–૧૧૩.
પ. ભાવ્ય અને ભાવકનો અર્થ શ્રી પ્રવચનસાર ગા. ૭ ની ટીકામાં નીચે મુજબ આપ્યો છે તેથી ત્યાંથી વાંચી લેવો.
૬. પોતે મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરી રહેલ છે એમ છદ્મસ્થ નક્કી કરી શકે છે. તે સમ્યક્ શ્રુતજ્ઞાનવડે નક્કી થઈ શકે છે અને આચાર્યદેવે
પોતે પોતાના શ્રુતજ્ઞાન વડે નક્કી કર્યું છે એમ તેઓ જણાવે છે. અવધિજ્ઞાની, મનઃપર્યયજ્ઞાની અને કેવળજ્ઞાની જ તે નક્કી કરી શકે
એ માન્યતા અયથાર્થ છે.
૭. વ્યવહારમોક્ષમાર્ગમાં પરદ્રવ્યનો આશ્રય હોય છે તેથી તે ખરેખર મોક્ષમાર્ગ નથી એમ સમજવું.
૮. વ્યવહાર મોક્ષમાર્ગની અપેક્ષા ખરા મોક્ષમાર્ગમાં હોતી નથી. વ્યવહાર મોક્ષમાર્ગ તો પરની અપેક્ષા રાખે છે માટે તે મોક્ષમાર્ગ જ નથી.

PDF/HTML Page 8 of 21
single page version

background image
મહા : ૨૪૮૭ : :
૧૨. તે જ શાસ્ત્રમાં કલશ ૨૩ છે તેનો અર્થ નીચે પ્રમાણે છે :–
દ્રશિ–જ્ઞપ્તિ–વૃત્તિ સ્વરૂપ (દર્શન જ્ઞાન ચારિત્રરૂપે પરિણમતું) એવું એક જ ચૈતન્ય સામાન્યરૂપ નિજ
આત્મતત્વ તે મોક્ષેચ્છુઓને (મોક્ષનો) પ્રસિદ્ધ માર્ગ છે; આ માર્ગ વિના મોક્ષ નથી.
૧૩. પંડિત પ્રવર શ્રી ટોડરમલજી ‘મોક્ષમાર્ગ પ્રકાશક’ નામના તેમના શાસ્ત્રમાં લખે છે કે–
“હવે મોક્ષમાર્ગ તો કાંઈ બે નથી. પણ મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારથી છે. જ્યાં સાચા મોક્ષમાર્ગને
મોક્ષમાર્ગ નિરૂપણ કર્યો છે તે નિશ્ચયમોક્ષમાર્ગ છે; તથા જ્યાં જે મોક્ષમાર્ગ તો નથી પરંતુ મોક્ષમાર્ગનું નિમિત્ત
છે–વા સહચારી છે. તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહીએ તે વ્યવહાર મોક્ષમાર્ગ છે કારણકે નિશ્ચય વ્યવહારનું સર્વત્ર
(ચારે અનુયોગોમાં) એવું જ લક્ષણ છે; અર્થાત્
સાચું નિરૂપણ તે નિશ્ચય તથા ઉપચાર નિરૂપણ તે વ્યવહાર.
૧૪. માટે નિરૂપણની અપેક્ષાએ બે પ્રકારે મોક્ષમાર્ગ જાણવો પણ એક નિશ્ચયમોક્ષમાર્ગ છે તથા એક
વ્યવહાર મોક્ષમાર્ગ છે એમ બે મોક્ષમાર્ગ માનવા મિથ્યા છે.
૧પ. વળી તે નિશ્ચય–વ્યવહાર બંનેને ઉપાદેય માને છે તે પણ ભ્રમ છે, કારણકે નિશ્ચય–વ્યવહારનું
સ્વરૂપ તો પરસ્પર વિરોધતા સહિત છે. શ્રી સમયસાર (ગા.૧૧) માં પણ કહ્યું છે કે–
‘ववहारोऽंभूयत्थो भूयत्था देसिदोदु सुद्धनओ’
અર્થ–વ્યવહાર અભૂતાર્થ છે. સત્ય સ્વરૂપને નિરૂપતો નથી. પણ *કોઈ અપેક્ષાએ ઉપચારથી અન્યથા
નિરૂપે છે, તથા નિશ્ચય શુદ્ધનય છે–ભૂતાર્થ છે “કારણ કે તે જેવું વસ્તુનું સ્વરૂપ છે તેવું નિરૂપે છે; એ પ્રમાણે
એ બંનેનું સ્વરૂપ તો વિરૂદ્ધતા **સહિત છે.”
૧૬. પ. પૂ. સદ્ગુરુદેવ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક કિરણો ભાગ ૨ પાનું–૩૨૬ વિગેરેમાં કહે છે કે–
“મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારે કરેલ છે. એમાં વીતરાગી નિર્વિકલ્પ દશા તે નિશ્ચય મોક્ષમાર્ગ અને
રાગ–વ્રતાદિની દશા તે વ્યવહાર મોક્ષમાર્ગ છે. એક સાચો મોક્ષમાર્ગ અને બીજો નિમિત્ત, ઉપચાર, સહકારી કે
ખોટો મોક્ષમાર્ગ–એમ બે પ્રકારે મોક્ષમાર્ગનું નિરૂપણ છે. અખંડ આત્મસ્વભાવના અવલંબને સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્રરૂપ મોક્ષમાર્ગ પ્રગટયો તે સાચો મોક્ષમાર્ગ છે. તે વખતે રાગ–વિકલ્પ છે તે મોક્ષમાર્ગ નથી પણ તેને
ઉપચારથી મોક્ષમાર્ગ કહેલ છે; એટલે કે તે નિમિત્ત, સહચર, ઉપચાર અને વ્યવહાર એમ ચાર પ્રકારે (વ્યવહાર)
મોક્ષમાર્ગનું નિરૂપણ કરેલ છે.
નિશ્ચય મોક્ષમાર્ગ એક જ છે–એમ જ્ઞાની માને છે. મિથ્યાદ્રષ્ટિ બે નયનું સાધન રાખે છે; બે મોક્ષમાર્ગ
માને છે, અને બંને નયને ઉપાદેય માને છે એમ ત્રણ પ્રકારથી ભૂલ કરે છે. શુભરાગ મોક્ષમાર્ગ નથી, પણ
મોક્ષમાર્ગમાં નિમિત્ત છે–સહચારી છે. તેથી જેને નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટયો છે તેના મંદ કષાયને ઉપચારથી
મોક્ષમાર્ગ કહેલ છે. આવું નિશ્ચય–વ્યવહારનું સ્વરૂપ છે. માટે મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારે જાણવું, પણ એક
નિશ્ચયમોક્ષમાર્ગ છે તથા એક વ્યવહારમોક્ષમાર્ગ છે
એમ બે મોક્ષમાર્ગ માનવા મિથ્યા છે. વ્યવહારનય
અન્યથા કહે છે એટલે બંધમાર્ગને મોક્ષમાર્ગ કહે છે અને નિશ્ચયનય જેવું સ્વરૂપ છે તેવું કહે છે.
* વ્યવહારનય અન્યથા અર્થાત્ સત્યથી બીજી રીતે નિરૂપે છે. તથા કોઈ અપેક્ષાએ ઉપચારથી કથન કરે છે માટે દરેક
અભ્યાસીએ–એ કથન કઈ અપેક્ષાએ કર્યું છે તે નક્કી કરવું જ જોઈએ. વળી એ ઉપચારનું પ્રયોજન શું છે તેનો પણ નિર્ણય કરવો જોઈએ.
જો તેમ ન કરો તો તેનો જ્ઞાનઅભ્યાસ વિફળ જાય છે.
** વ્યવહાર મોક્ષમાર્ગ નિશ્ચયમોક્ષમાર્ગથી વિરુદ્ધ છે તેથી તે સંવર–નિર્જરારૂપ નથી પણ આસ/વ બંધરૂપ છે.

PDF/HTML Page 9 of 21
single page version

background image
: : આત્મધર્મ : ૨૦૮
૧૭ નિશ્ચય મોક્ષમાર્ગ તો આત્માનાં શ્રદ્ધા–જ્ઞાન અને રમણતા છે, અને તે વખતે શુભ રાગ હોય છે
તેને મોક્ષમાર્ગ માનવો તે વ્યવહાર છે. દયા, દાન, ભક્તિનો રાગ તો મોક્ષમાર્ગથી વિરુદ્ધ બંધમાર્ગ છે, પણ તે
નિમિત્ત છે. માટે ઉપચારથી એને મોક્ષમાર્ગ માનવો તે વ્યવહાર છે એમ કહેલ છે. પણ અજ્ઞાની બહારની
પ્રવૃત્તિને વ્યવહાર કહે છે માટે તેને વ્યવહારની પણ ખબર નથી.”
૧૮ આવા બે પ્રકારનું પ્રરૂપણ (નિરૂપણ) મોક્ષમાર્ગ સંબંધી હોય છે એમ ભગવાન શ્રી કુંદકુંદ
આચાર્ય દેવ શ્રી સમયસારની ગાથા ૪૧૪ માં કહે છે. આ ગાથાના અર્થને સ્પષ્ટ કરતાં શ્રી અમૃતચંદ્ર આચાર્ય
તે ગાથાની ટીકામાં ફરમાવે છે કે :–
“શ્રમણ અને શ્રમણોપાસકના ભેદે બે પ્રકારનાં દ્રવ્યલિંગો મોક્ષમાર્ગ છે–એવો જે પ્રરૂપણ પ્રકાર
(અર્થાત્ એવા પ્રકારની જે પ્રરૂપણા) તે કેવળ વ્યવહાર જ છે, પરમાર્થ નથી, કારણ કે તે પ્રરૂપણા પોતે
અશુદ્ધદ્રવ્યના અનુભવનસ્વરૂપ હોવાથી તેને પરમાર્થપણાનો અભાવ છે.
શ્રમણ અને શ્રમણોપાસકના ભેદોથી અતિક્રાંત, દર્શનજ્ઞાનમાં પ્રવૃત્ત પરિણતિ માત્ર (માત્ર દર્શન–
જ્ઞાનમાં પ્રવર્તેલી પરિણતિરૂપ) શુદ્ધજ્ઞાન જ એક છે–એવું નિસ્તુષ (નિર્મળ) અનુભવન તે પરમાર્થ છે,
કારણ કે તે (અનુભવન) પોતે શુદ્ધ દ્રવ્યના અનુભવન સ્વરૂપ હોવાથી તેને જ પરમાર્થપણું છે. માટે જેઓ
વ્યવહારને જ પરમાર્થ બુદ્ધિથી (–પરમાર્થ માનીને) અનુભવે છે, તેઓ સમયસારને જ નથી અનુભવતા;
જેઓ પરમાર્થને પરમાર્થ બુદ્ધિથી અનુભવે છે, તેઓ જ સમયસારને અનુભવે છે”
(અતિક્રાંત=દૂર ઓળંગી ગયેલું)
૧૯. શ્રી પ્રવચનસારની ગાથા ૧–પ ની ટીકામાં શ્રી અમૃતચંદ્ર આચાર્ય–આ વિષયને સ્પષ્ટ કરતાં કહે
છે કે :–
–જેમાં કષાયકણ વિદ્યમાન હોવાથી જીવને જે પુણ્યબંધની પ્રાપ્તિનું કારણ છે એવા સરાગ ચારિત્રને–
તે (સરાગ ચારિત્ર) ક્રમે આવી પડ્યું હોવા છતાં (ગુણસ્થાન–આરોહણના ક્રમમાં જબરજસ્તીથી અર્થાત્
ચારિત્રમોહના મંદ ઉદયથી આવી પડેલું હોવા છતાં) દૂર ઓળંગી જઈને, જે સમસ્ત કષાય કલેશરૂપ કલંકથી
ભિન્ન હોવાથી નિર્વાણની પ્રાપ્તિનું કારણ છે એવા વીતરાગ ચારિત્ર નામના સામ્યને પ્રાપ્ત કરું છું.
૨૦. અહિં જે કહ્યું છે તેનો સાર નીચે પ્રમાણે છે :–
(૧) વ્યવહાર મોક્ષમાર્ગ કષાયકણ છે, તે બંધની પ્રાપ્તિનું કારણ છે.
(ર) તે દરેક સાધક જીવને ક્રમે આવી પડ્યા વિના રહેતો નથી પણ તે મોક્ષનું કારણ કે માર્ગ નથી.
(૩) તેને ઓળંગી જવું અર્થાત્ તેનાથી અતિક્રાંત થવું તે મોક્ષ (નિર્વાણ) ની પ્રાપ્તિનું કારણ છે.
(૪) વ્યવહારમોક્ષમાર્ગ
કષાય કલેશરૂપ કલંક છે.
(પ) નિશ્ચયમોક્ષમાર્ગ સમસ્ત કષાય કલેશથી ભિન્ન છે.
ર૧ શ્રી જયસેનાચાર્ય આ ગાથાની ટીકામાં કહે છે કે :–
“તે ક્રમમાં આવી પડેલું સરાગ ચારિત્ર પુણ્ય બંધનું કારણ છે એમ જાણી,
તેનો પરિહાર કરીને
નિશ્ચય શુદ્ધાત્માનુભૂતિરૂપ વીતરાગચારિત્ર ગ્રહણ કરવું એ ભાવાર્થ છે.”
(પરિહાર કરવો, દૂરથી ઓળંગી જવું–તેનાથી અતિક્રાંત થવું–એ બધું (એક જ છે.)
રર પંડિત પ્રવર શ્રી ટોડરમલજી મોક્ષમાર્ગ પ્રકાશક અધિકાર ૯ પા. ૩૧પ માં કહે છે કે:–
* વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય એમ માનનાર વ્યવહારને અતિક્રાંત (ઓળંગી) શકતા નથી
તેથી તેને કદી પરમાર્થ બુદ્ધિ થતી નથી.

PDF/HTML Page 10 of 21
single page version

background image
મહા : ર૪૮૭ : :
“યથા–સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રાણિ મોક્ષમાર્ગ એવું જે એકવચન કહ્યું છે તેનો અર્થ આ છે કે ત્રણે
મળીને એક મોક્ષમાર્ગ છે પણ જુદા જુદા ત્રણ માર્ગ નથી.
૧૦
ર૩. વ્યવહાર ભાવો અર્થાત્ વ્યવહાર શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રરૂપ વ્યવહાર મોક્ષમાર્ગ તે મારાથી પર છે
એમ જાણવું–એમ ભગવાન કુંદકુંદાચાર્યદેવ શ્રી સમયસારની ગા. ર૯૭ માં કહે છે. તે ગાથા નીચે પ્રમાણે છે:–
પ્રજ્ઞાથી ગ્રહવો–નિશ્ચયે જે ચેતનારો તે જ હું
બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી પર જાણવું. ।। ર૯૭।।
અર્થ:– પ્રજ્ઞાવડે (આત્માને) એમ ગ્રહણ કરવો કે–જે ચેતનારો છે તે નિશ્ચયથી હું છું, બાકીના જે
ભાવો છે તે મારાથી પર છે એમ જાણવું.
ર૪. આ ગાથાની ટીકા કરતાં શ્રી અમૃતચંદ્ર આચાર્ય લખે છે કે:–
નિયત સ્વલક્ષણને અવલંબનારો પ્રજ્ઞાવડે જુદો કરવામાં આવેલો જે ચેતક (ચેતનારો), તે આ હું છું;
અને અન્ય સ્વલક્ષણોથી લક્ષ્ય (અર્થાત્ ચૈતન્ય લક્ષણ સિવાય બીજાં લક્ષણોથી ઓળખાવા યોગ્ય) જે આ
બાકીના વ્યવહારરૂપ ભાવો છે, તે બધાય, ચેતકપણા રૂપી વ્યાપકના વ્યાપ્ય નહિ થતાં હોવાથી, મારાથી
અત્યંત ભિન્ન છે.”
રપ. શ્રી જયસેનાચાર્ય આ ગાથાની ટીકામાં પણ વ્યવહાર ભાવો આત્માથી અત્યંતભિન્ન છે એમ કહે
છે–
ર૬. આ ઉપરથી સિદ્ધ થાય છે કે સાધક જીવોને ૪–પ–૬ ગુણસ્થાને તે તે ગુણસ્થાન અનુસારની શુદ્ધિ
ઉપરાંત વ્યવહાર ભાવો હોય છે ખરા, તે બળજોરીથી આવ્યા વિના રહેતા નથી, પણ ધર્મી જીવો તેને આત્મિક
શુદ્ધ ભાવ માનતા નથી અને તેને ઓળંગી જવાનો તેઓ પુરુષાર્થ કર્યા કરે છે. તેથી તે ભાવો ખરેખર
મોક્ષમાર્ગ નથી, પણ બંધ ભાવ છે. તે ભૂમિકામાં હેય બુદ્ધિએ સાધક જીવોને એ ભાવો હોવાથી અને તે પર
હોવાથી તેને નિમિત્ત, ભિન્ન સાધન, બહિરંગ કારણ વગેરે કહેવામાં આવે છે પણ તેથી તે ભાવનું
અનાત્મિકપણું, બંધભાવપણું મટી જતું નથી. તે નિમિત્ત હોવાથી તેને અભૂતાર્થ મોક્ષમાર્ગ કહેવામાં આવે છે.
૧૧
ર૭. જે જીવો વ્યવહારથી લાભ માને છે–તેનાથી (વ્યવહારથી) થોડો ધર્મ થાય અને નિશ્ચયથી વધારે
ધર્મ થાય એમ માને છે તેઓ પ્રસંગે પ્રસંગે સમયસારની ગા. ૧ર તથા તેની ટીકાનો આધાર આપે છે. પણ
તેમનું એ માનવું તે ભ્રમ છે કેમકે તેમ માનવાથી નિશ્ચય અને વ્યવહાર નયો બન્ને* ઉપાદેય ઠર્યા. અર્થાત્ બન્ને
ભૂતાર્થ ઠર્યા–આશ્રય કરવા યોગ્ય ઠર્યા. તેમની આ માન્યતા સમયસાર ગાથા. ૧૧ માં કહેલા સિદ્ધાંતથી
પરિપૂર્ણ રીતે વિરુદ્ધ છે.
ર૮. આ વિષય ઉપર શ્રી જૈનતત્ત્વમીમાંસામાં સુંદર રીતે અકાટય યુક્તિથી સ્પષ્ટતા કરવામાં આવી
છે. તે શાસ્ત્રમાં પ્રસિદ્ધ વિદ્વાન પંડિતશ્રી ફૂલચંદ્રજી સિદ્ધાંત શાસ્ત્રીજી કહે છે કે:– (પા. ર૪૭ થી)
“અહિં એમ સમજવું જોઈએ કે જેણે અભેદદ્રષ્ટિનો આશ્રય કરી પર્યાયદ્રષ્ટિ અને ઉપચારદ્રષ્ટિને હેય
સમજી લીધી છે તે પોતાની શ્રદ્ધામાં તો એમ જ માને છે કે એક દ્રવ્ય બીજાં દ્રવ્યોનું કર્તા આદિ ત્રિકાળમાં થઈ
શકતું નથી. મારી જે સંસાર પર્યાય થઈ રહી છે તેનો કર્તા એક માત્ર હું છું અને મોક્ષપર્યાયને હું જ મારા
પુરુષાર્થથી પ્રગટ કરીશ. તેમાં અન્ય પદાર્થ અકિંચિત્કર છે.
તોપણ જ્યાં સુધી તેને વિકલ્પજ્ઞાનની (બુદ્ધિ પૂર્વકના રાગ સહિત જ્ઞાનની) પ્રવૃત્તિ થતી રહે છે ત્યાં
સુધી તેને તે ભૂમિકામાં સ્થિત રહેવાને માટે અન્ય સુદેવ, સુગુરુ અને આપ્તના ઉપદેશેલાં આગમ આદિ
હસ્તાવલંબ (નિમિત્ત) થતાં રહે છે. તેથી તો તેના મુખમાંથી એવી વાણી પ્રગટ થાય છે કે :–
* જુઓ ઉપર પારા ૧પ.
* વ્યવહાર મોક્ષમાર્ગ જીવથી અન્ય છે એમ સમયસાર ગા. ર૯૭ માં કહ્યું છે તેથી તે ધર્મ માટે
અકિંચિત્કર છે.

PDF/HTML Page 11 of 21
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : ૨૦૮
મુજ કારજ કે કારણ સુ આપ
શિવ કરહુ હરહુ મમ મોહતાપ ।।
આચાર્ય કુંદકુંદે પણ આ ભાવને પ્રગટ કરતાં સમય પ્રાભૃતમાં કહ્યું છે કે–
सुद्धो सुद्धादेसोणायव्वो परमभाव दरिसीहिं ।
ववहारदेसिदा पुण जे हु अपरमे ट्ठिदा भावें।। १२।।
અર્થ :– જે શુદ્ધનય સુધી પહોંચીને શ્રદ્ધાની સાથે પૂર્ણ જ્ઞાન અને ચારિત્રવાન થઈ ગયા છે તેને તો
શુદ્ધ (આત્મા) નો ઉપદેશ કરવાવાળો શુદ્ધ નય જાણવા યોગ્ય અને જે અપરમ ભાવમાં અર્થાત્ શ્રદ્ધા, જ્ઞાન
અને ચારિત્રના પૂર્ણ ભાવને ન પહોંચીને સાધક અવસ્થામાં જ સ્થિત છે, તેઓ વ્યવહાર દ્વારા ઉપદેશ કરવા
યોગ્ય છે. ।। ૧૨।।
આશય એ છે કે જે અભેદ રત્નત્રયરૂપ અવસ્થાને પ્રાપ્ત થઈ ગયા છે તેમને પુદ્ગલ સંયોગના
નિમિત્તથી થવાવાળી અનેક રૂપતાને કહેવાવાળો વ્યવહારનય કાંઈ મતલબનો નથી; પરંતુ એટલું અવશ્ય છે
કે અશુદ્ધનયનું કથન યથાપદવી વિકલ્પ દશામાં જ્ઞાન કરાવવાને માટે પ્રયોજનવાન છે.
તાત્પર્ય એ છે કે અનુત્કૃષ્ટ (મધ્યમ) ભાવનો જે અનુભવ કરે છે તે સાધક જીવને પરિપૂર્ણ શુદ્ધનય
(કેવળજ્ઞાન) ની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી શ્રદ્ધામાં સ્વભાવદ્રષ્ટિની જ મુખ્યતા રહે છે. તે ભૂલથી પણ
વ્યવહાર દ્રષ્ટિને ઉપાદેય નથી માનતો.
વ્યવહાર ધર્મરૂપ પ્રવૃત્તિ થવી તે એક વાત છે. અને વ્યવહાર ધર્મને આત્મકાર્ય કે મોક્ષમાર્ગ
માનવો તે અન્ય વાત છે.
સમ્યગ્દ્રષ્ટિ મોક્ષમાર્ગ તો સ્વભાવદ્રષ્ટિની પ્રાપ્તિ અને તેમાં સ્થિતિને જ સમજે છે. જો તેની તે
દ્રષ્ટિ ન રહે તો તે સમ્યગ્દ્રષ્ટિ જ નથી હોઈ શકતો. મોક્ષમાર્ગમાં વ્યવહાર દ્રષ્ટિ આશ્રય કરવા યોગ્ય
નથી એમ જે કહેવામાં આવ્યું છે તેનું એજ કારણ છે.
આ વાત થોડી વિચિત્ર તો લાગે છે કે સ્વભાવદ્રષ્ટિના સદ્ભાવમાં સમ્યગ્દ્રષ્ટિની પ્રવૃત્તિ પ્રાથમિક
અવસ્થામાં રાગરૂપ થતી રહે છે પરંતુ તેમાં વિચિત્રતાની કોઈ વાત નથી કેમકે જેમ કોઈ વિદ્યાર્થીને ભણવાનું
લક્ષ્ય હોવા છતાં પણ તે સુવે છે, ખાય છે, હરે–ફરે છે અને મનોવિનોદનાં અન્ય કાર્ય પણ કરે છે; તો પણ તે
પોતાના લક્ષ્યથી ચ્યુત થતો નથી. તેમ સમ્યગ્દ્રષ્ટિ જીવ પણ મોક્ષના ઉપાયભૂત સ્વભાવદ્રષ્ટિને જ પોતાનું
લક્ષ્ય બનાવે છે. કદાચિત્ તેને રાગના આશ્રયે સાચાદેવ, ગુરુ અને શાસ્ત્રની ઉપાસનાનો ભાવ થાય છે,
કદાચિત્ ધર્મોપદેશ દેવાનો અને સાંભળવાનો ભાવ થાય છે, કદાચિત્ આજીવિકાનાં સાધન મેળવવાનો ભાવ
થાય છે અને કદાચિત્ તેની અન્ય ભોજનાદિ કાર્યોમાં પણ રુચિ થાય છે, તો પણ તે પોતાના લક્ષ્યથી ચ્યુત
થઈ અન્ય કાર્યોને જ ઉપાદેય માનવા લાગે તો જેવી રીતે લક્ષ્યથી ચ્યુત થયેલો વિદ્યાર્થી કદી પણ વિદ્યાની
પ્રાપ્તિ કરવામાં સફળ નથી થતો તેવી રીતે મોક્ષપ્રાપ્તિના ઉપાયભૂત સ્વભાવદ્રષ્ટિથી ચ્યુત થયેલો સમ્યગ્દ્રષ્ટિ
કદી પણ મોક્ષરૂપ આત્મકાર્યને સાધવામાં સફળ થતો નથી.
ત્યારે તો જેવી રીતે વિદ્યા પ્રાપ્તિરૂપ લક્ષ્યથી ભ્રષ્ટ થયેલો વિદ્યાર્થી, વિદ્યાર્થી નથી રહેતો તેવી રીતે મોક્ષ
પ્રાપ્તિના ઉપાયભૂત સ્વભાવદ્રષ્ટિથી ભ્રષ્ટ થયેલો સમ્યગ્દ્રષ્ટિ, સમ્યગ્દ્રષ્ટિ જ નથી રહેતો.
તેથી આ વિષયમાં એમ સમજવું જોઈએ કે સમ્યગ્દ્રષ્ટિને વ્યવહારનય જ્ઞાન કરવા માટે યથાપદવી
પ્રયોજનવાન હોવા છતાં પણ તે મોક્ષમાર્ગની સિદ્ધિમાં રંચમાત્ર પણ આશ્રય કરવા યોગ્ય નથી.
આચાર્યોએ જ્યાં જ્યાં વ્યવહાર દ્રષ્ટિને બંધમાર્ગ અને સ્વભાવદ્રષ્ટિને મોક્ષમાર્ગ કહ્યો છે ત્યાં ત્યાં તે
આ અભિપ્રાયથી કહેલ છે.
આનો કોઈ એવો અર્થ કરે કે આ પ્રકારે તો વ્યવહારદ્રષ્ટિ બંધમાર્ગ સિદ્ધ થઈ જવાથી, સમ્યગ્દ્રષ્ટિને
દેવપૂજા, ગુરુપાસ્તિ, દાન અને ઉપદેશ આદિ દેવાનો

PDF/HTML Page 12 of 21
single page version

background image
મહા : ૨૪૮૭ : ૧૧ :
ભાવ જ ન હોવા જોઈએ તથા તેને વ્યવહાર ધર્મરૂપ પ્રવૃત્તિ જ ન હોવી જોઈએ. તો તેનો તેવો અર્થ કરવો
વ્યાજબી નથી, કેમકે સમ્યગ્દ્રષ્ટિને સ્વભાવ દ્રષ્ટિ હોવા છતાં પણ રાગરૂપ પ્રવૃત્તિ હોતી જ નથી એમ તો કહી
શકાતું નથી; કારણ કે જ્યાં સુધી તેને રાગાંશ વિદ્યમાન છે ત્યાં સુધી તેને રાગરૂપ પ્રવૃત્તિ પણ થતી રહે છે
અને જ્યાં સુધી તેને રાગરૂપ પ્રવૃત્તિ થતી રહે છે ત્યાં સુધી તેના ફળ સ્વરૂપે દેવપૂજાદિ વ્યવહાર ધર્મનો
ઉપદેશ દેવાનો ભાવ પણ થતો રહે છે; અને તે રૂપે આચરણ કરવાનો ભાવ પણ થતો રહે છે: તો પણ તે
પોતાની શ્રદ્ધામાં તેને મોક્ષમાર્ગ માનતો નથી. તેથી તેનો કર્તા થતો નથી. આગમમાં સમ્યગ્દ્રષ્ટિને અબંધક
કહ્યો છે. તે આ સ્વભાવ દ્રષ્ટિની અપેક્ષાએ જ કહ્યો છે, રાગરૂપ વ્યવહાર ધર્મની અપેક્ષાએ નહીં.
સમ્યગ્દ્રષ્ટિ એક જ કાળમાં બંધક પણ છે અબંધક પણ છે, એ વિષયને સ્વયં આગમમાં સ્પષ્ટ કરવામાં
આવ્યો છે”
૩૦. ઉપરના અવતરણનો સૂક્ષ્મ અભ્યાસ કરવાથી દરેક જિજ્ઞાસુને સમયસારની ૧ર મી ગાથાનો
સાચો અર્થ શું છે તે બરાબર ખ્યાલમાં આવી જાય તેમ છે.
૧૨
૩૧. વળી આ સમયસારની ગાથાની ટીકામાં એક ઉદ્ધૃત શ્લોક આપવામાં આવ્યો છે. તેનો પણ
ઘણા જીવો પોતાની પ્રજ્ઞાના દોષથી વારંવાર ખોટો અર્થ કરે છે. પંડિત શ્રી ફુલચંદ્રજી સાહેબે તે સંબંધી જે
સ્પષ્ટ અને નિસ્તુષ યુક્તિથી જે યથાર્થ અર્થ કર્યો છે તે ઉપયોગી હોઈ અહીં આપવામાં આવે છે.
૩ર. તેઓએ તે જ શાસ્ત્રના પા. ૨૧૬ થી ૨૧૭ સુધીમાં જે લખ્યું છે તે નીચે મુજબ છે–
અહીં કોઈ પ્રશ્ન કરે છે કે મોક્ષમાર્ગમાં નિશ્ચયનય દ્વારા જો વ્યવહારનય સર્વથા પ્રતિષિદ્ધ છે તો
સાધકને વ્યવહાર ધર્મની પ્રવૃત્તિ કેવી રીતે બની શકશે અને તેને વ્યવહાર ધર્મની પ્રવૃત્તિ થતી જ નથી એમ
કહેવું ઉચિત નથી, કેમકે ગુણસ્થાનોની ભૂમિકા અનુસાર તેને વ્યવહાર ધર્મ હોય જ છે. બન્ને નયોની
ઉપયોગિતાને ધ્યાનમાં રાખીને એક ગાથા ઉદ્ધૃત કરી (આધાર તરીકે લઈને) આચાર્ય અમૃતચંદ્ર પણ
સમયસારની ટીકામાં (ગા. ૧ર ની ટીકામાં) કહે છે કે–
जइ जिणमयं पवज्जह ता मा ववहार–णिच्छए मुयह ।
एगेण विणा छिज्जइ तित्थं अण्णेण उण तच्चं ।।
જો તમે જૈનધર્મનું પ્રવર્તન કરવા ચાહતા હો વ્યવહાર અને નિશ્ચય એ બન્ને નયોને ન છોડો, કેમકે એક
(વ્યવહાર નય) વિના તો તીર્થનો નાશ થઈ જશે અને બીજા (નિશ્ચય નય) વિના તત્ત્વનો નાશ થઈ જશે.
[પ્રશ્ન–પૂરો થયો.]
સમાધાન એ છે કે–સાધકને પોત પોતાના ગુણસ્થાન અનુસાર વ્યવહાર ધર્મ હોય છે તેમાં સંદેહ નથી
પણ એક તો તે બંધપર્યાય રૂપ હોવાને કારણે સાધકની તેમાં સદાકાળ હેય બુદ્ધિ રહ્યા કરે છે. બીજું તે
રાગનો કર્તા ન હોવાથી શ્રદ્ધામાં તેને આશ્રય કરવા યોગ્ય માનતો નથી. સાધક શ્રદ્ધામાં તો નિશ્ચયનયને જ
આશ્રય કરવા યોગ્ય માને છે, પરંતુ તે જે ભૂમિકામાં સ્થિત (રહેલો) છે તેને અનુસાર વર્તન કરતો થકો તે
કાળમાં વ્યવહાર ધર્મને જાણવું પણ વ્યવહારનયથી પ્રયોજનવાન ગણે છે. આ આશયને ધ્યાનમાં રાખીને
આચાર્ય અમૃતચંદ્રે આ વચન કહ્યાં છે:–
व्यवहरणनयः स्याद्यद्यपि प्राक्पदव्या–
मिह निहितपदानां हंत हस्तावलम्बः ।
तदपि परममर्थं चिच्चमत्कारमात्रं
परविरहितमन्तः पश्यतां नैष किंचित् ।।
અર્થ: જેઓએ સાધકદશાની આ પહેલી પદવીમાં (શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિ હોવાની પહેલી અવસ્થામાં)
પોતાનો પગ રાખ્યો છે તેને જો કે વ્યવહારનય ભલે જ હસ્તાવલંબન હોય તો પણ જે પુરુષ પરદ્રવ્યભાવોથી
રહિત ચૈતન્ય ચમત્કાર માત્ર પરમ અર્થનું અંતરંગમાં અવલોકન કરે છે (તેની શ્રદ્ધા કરે છે તે રૂપ લીન
થઈને ચારિત્રભાવને પ્રાપ્ત થાય છે) તેને તે વ્યવહારનય કાંઈપણ પ્રયોજનવાન નથી.” (જવાબ પૂરો થયો)

PDF/HTML Page 13 of 21
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : ૨૦૮
શ્રી સમયસાર આસ્રવ અધિકારને છેડે–કલસ ૧૨૨ આપ્યો છે તેમાં લખે છે કે:–
“અહીં આ જ તાત્પર્ય છે કે શુદ્ધનય ત્યાગવા યોગ્ય નથી કારણ કે તેમાં અત્યાગથી (કર્મનો) બંધ
થતો નથી અને તેના ત્યાગથી બંધ જ થાય છે. ૧૨૨ પા. ર૮૯
આ બધાનો ટુંક સાર નીચે પ્રમાણે છે.
(૧) નિશ્ચય નય અને વ્યવહાર નય એવા બે નયો છે ખરા અને તેના વિષયો પણ છે ખરા તેથી તે
બન્નેનું જ્ઞાન હેય ઉપાદેય બુદ્ધિપૂર્વક કરવું પ્રયોજનવાન છે.
(ર) એ બન્નેમાં નિશ્ચય નયનો વિષય જે ત્રિકાળ નિજ ધ્રુવ ચૈતન્ય સ્વભાવ તે એક જ સદા કાળ
આશ્રય કરવા યોગ્ય છે.
(૩) નિશ્ચય મોક્ષમાર્ગ પોતે શુદ્ધ પર્યાયરૂપ છે તેથી તે પોતે વર્તમાન અંશ હોવાથી આશ્રય કરવા
યોગ્ય નથી પણ જાણવા યોગ્ય છે.
(૪) પ્રવચનસારની ગાથા ૯૪ ની ટીકામાં તેને અચલિત ચેતના વિલાસ માત્ર આત્મવ્યવહાર
કહ્યો છે.
(પ) પંડિત પ્રવર શ્રી બનારસીદાસજી તેમની પરમાર્થ વચનિકામાં કહે છે કે:–
સમ્યગ્જ્ઞાન (સ્વસંવેદન) અને સ્વરૂપાચરણની કણિકા જાગ્યે
મોક્ષમાર્ગ સાચો મોક્ષમાર્ગ સાધવો એ
વ્યવહાર એને શુદ્ધ દ્રવ્ય અક્રિયારૂપ, તે નિશ્ચય છે. એ પ્રમાણે નિશ્ચય વ્યવહારનું સ્વરૂપ સમ્યગ્દ્રષ્ટિ જાણે છે,
પણ મૂઢ જીવ જાણે નહિ અને માને પણ નહિ.
(૬) વ્યવહાર મોક્ષમાર્ગ તો ખરેખર બંધ માર્ગ છે તેથી ખરો મોક્ષમાર્ગ એક જ છે એમ શ્રદ્ધા કરવી.
– સંપાદક
પરમ હર્ષનું કારણ
‘મોક્ષ સિદ્ધાંત’ નામના પ્રકરણમાં પરમહર્ષ વ્યક્ત
કરતાં શ્રીમદ્ રાજચંદ્ર લખે છે કે–
“શ્રુત અલ્પ રહ્યા છતાં, મતમતાંતર ઘણાં છતાં,
સમાધાનના કેટલાંક સાધનો પરોક્ષ છતાં, મહાત્મા પુરુષોનું
કવચિતત્ત્વ છતાં, હે આર્યજનો! સમ્યગ્દર્શન, શ્રુતનું રહસ્ય
એવો પરમપદનો પંથ, આત્માનુભવના હેતુ સમ્યક્ચારિત્ર અને
વિશુદ્ધઆત્મધ્યાન આજે પણ વિદ્યમાન છે, એ પરમહર્ષનું
કારણ છે.”

PDF/HTML Page 14 of 21
single page version

background image
મહા : ૨૪૮૭ : ૧૩ :
શાસ્ત્ર ભણવાનું ફળ :
: શુદ્ધાત્માનો આશ્રય
શાસ્ત્રો ભણવાનું તાત્પર્ય–શુદ્ધજ્ઞાનમય આત્માનો આશ્રય કરવો–તે જ છે; એ જ વાત સંતો
ફરમાવે છે. જેને શાસ્ત્રના તાત્પર્યરૂપ શુદ્ધજ્ઞાનમય આત્માના આશ્રયનો અભાવ છે તે જીવ
ખરેખર શાસ્ત્રોને ભણ્યો જ નથી.
પ્રશ્ન :– અગીયાર અંગ ભણવા છતાં અભવ્ય જીવને સમ્યગ્જ્ઞાન કેમ નથી?
ઉત્તર :– કેમકે જ્ઞાનની શ્રદ્ધાનો તેને અભાવ છે તેથી અજ્ઞાની જ છે.
પ્રશ્ન :– તે અજ્ઞાની જીવ મોક્ષનો શ્રદ્ધે છે કે નહીં?
ઉત્તર :– મોક્ષને પણ તે શ્રદ્ધતો નથી, કેમકે શુદ્ધજ્ઞાનમય એવા આત્માને તે જાણતો નથી;
શુદ્ધજ્ઞાનમય આત્માનું જ્ઞાન જેને ન હોય તેને મોક્ષની પણ શ્રદ્ધા હોતી નથી. અને મોક્ષની શ્રદ્ધા વગર ગમે
તેટલા શાસ્ત્રો પઢી જાય તોપણ આત્માનો લાભ ક્યાંથી થાય?–સમ્યગ્જ્ઞાન ક્યાંથી થાય? શાસ્ત્રોનો હેતુ તો
શુદ્ધજ્ઞાનમય આત્મા દર્શાવીને મોક્ષના ઉપાયમાં લગાડવાનો હતો, પરંતુ જેને મોક્ષની જ શ્રદ્ધા નથી તેને
શાસ્ત્રનું ભણતર ક્યાંથી ગુણકારી થાય? માટે, અભવ્ય જીવ ૧૧ અંગ ભણવા છતાં અજ્ઞાની જ રહે છે.
અભવ્યના દ્રષ્ટાંત મુજબ બીજા ભવ્ય જીવોનું પણ એ જ પ્રમાણે સમજી લેવું. અંતર્મુખ થઈને, રાગથી જુદો
થઈને, શુદ્ધજ્ઞાનમય આત્માને જે જાણે છે તે જ સમ્યગ્જ્ઞાની થાય છે.
પ્રશ્ન :– શાસ્ત્રો ભણવાનું તાત્પર્ય શું છે?
ઉત્તર :– શાસ્ત્રોનું તાત્પર્ય તો ભિન્ન વસ્તુભૂત જ્ઞાનમય આત્મા બતાવવાનું છે, એવા આત્માનું
જ્ઞાન તે જ શાસ્ત્ર ભણવાનું તાત્પર્ય છે. જે જીવ એવા આત્માને નથી જાણતો તે ખરેખર શાસ્ત્રો ભણ્યો જ
નથી. જ્ઞાનસ્વભાવી આત્મા રાગથી પણ જુદો છે–એમ બતાવીને શાસ્ત્રો જ્ઞાનસ્વભાવનું જ અવલંબન કરાવે
છે ને રાગાદિનું અવલંબન છોડાવે છે.–આ જ શાસ્ત્ર તાત્પર્ય છે, આ જ શાસ્ત્ર ભણવાનો ગુણ છે. તેનો
(એટલે કે ભિન્નવસ્તુભૂત શુદ્ધજ્ઞાનસ્વભાવી આત્માના જ્ઞાનનો) જેને અભાવ છે તેને શાસ્ત્ર ભણવાના
ફળનો અભાવ છે, એટલે તે અજ્ઞાની જ છે.
મોક્ષની શ્રદ્ધા કહો, શુદ્ધજ્ઞાનની શ્રદ્ધા કહો, આત્માની શ્રદ્ધા કહો, કે સર્વજ્ઞની શ્રદ્ધા કહો,–તેનો
અજ્ઞાનીને અભાવ છે. શાસ્ત્રોનું ફળ પણ એ છે કે રાગથી પાર શુદ્ધજ્ઞાનમય આત્માનું સ્વરૂપ જાણીને તેનો જ
આશ્રય કરવો.–એમ કરવાથી જ મોક્ષની શ્રદ્ધા થાય છે, એમ કરવાથી જ શુદ્ધજ્ઞાનની શ્રદ્ધા થાય છે, એમ
કરવાથી જ આત્માની અને સર્વજ્ઞની શ્રદ્ધા થાય છે. પરંતુ શાસ્ત્રોમાં જ્યાં વ્યવહારનું કથન આવે ત્યાં તે
વ્યવહારની રુચિમાં જ જે અટકી જાય છે તેને શાસ્ત્ર ભણતરના ફળનો અભાવ છે, એટલે આત્મા વગેરેનું
જ્ઞાન નહિ હોવાથી તે અજ્ઞાની જ રહે છે. આ રીતે, જેને વ્યવહારની રુચિ છે તે શાસ્ત્ર ભણે તો પણ અજ્ઞાની
જ છે; અને જેણે શુદ્ધાત્માની રુચિ કરીને તેનો આશ્રય કર્યો છે તેને બીજું શાસ્ત્રભણતર કદાચ ઓછું હોય તો
પણ તે સમ્યગ્જ્ઞાની જ છે.
(સમયસાર ગા. ર૭૪ ઉપરના પ્રવચનમાંથી
સં. ર૦૧૬ આસોવદ ૧૨)

PDF/HTML Page 15 of 21
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : ૨૦૮
. જી િદ્ધસ્ત્ર ત્ત્
પુસ્તક ઉપર ખાસ મહાનુભાવોદ્વારા પ્રસિદ્ધ થયેલો અભિમત
વાચકોની જાણ ખાતર અહીં પ્રગટ કરવામાં આવે છે.
તા. ૬–૧૦–૧૯૬૦ના જૈનમિત્રમાં “જૈન તત્ત્વ મીમાંસા” પુસ્તક ઉપર પ્રમુખ પ્રમુખ વિદ્વાનોની
સમ્મતિયો છપાઈ ગઈ છે. ત્યાર પછી જે અન્ય સમ્મતિઓ “જૈનમિત્ર” પત્ર ઉપર આવેલી તેમાંથી બે પ્રમુખ
સમ્મતિ નીચે મુજબ તેમાં છપાઈ છે.
૧. શ્રીમાન્ બાબૂ ઠાકુરદાસજી બી. એ. શાસ્ત્રી (ટીકમગઢ) વિચારક વિદ્વાન છે. દિલ્લીથી પ્રકાશિત
સમયસારના સમ્પાદન સંશોધનમાં તેમનો મુખ્ય હાથ છે. તેઓ લખે છે કે “એક કલાક પહેલા આપની નહિં
સાંભળેલી અને નહિ દેખેલી “જૈન તત્ત્વમીમાંસા” નામે પુસ્તકને જોઈ રહ્યો છું. પુસ્તક અગાધ વિદ્વતાવાળું
અને અનુભવથી ભરેલ છે. હું તેની રચના પર પરમ પ્રમોદીત થઈ રહ્યો છું આપ સમયસારનું રહસ્ય પણ
પામ્યા છો. એ ઉપર હું આપને વધાઈ–ધન્યવાદ દઉં છું. આપની વિષય નિયોજન શૈલી; ભાષા પર અધિકાર
આદિ મને પ્રફુલ્લિત કરી રહ્યા છે. આપે મૂલ્યને પડતર કીંમતથી પણ અતિ અલ્પ રાખીને જૈન સમાજ સામે
મહાન આદર્શ ઉપસ્થિત કરી દીધો છે. ગીતાપ્રેસની ઉદારતામય નીતિને જૈન સમાજ સંસારમાં ઉતારવાનું
પ્રથમ શ્રેય આપને જ દેવું જોઈએ.”
(જૈન મિત્રમાં છપાઈ ગયું છે તે ઉપરથી લીધું છે)
ર સવાઈસિંધઈ શ્રી ધન્યકુમારજી (કટની) ની સાહિત્ય સંબંધી રુચિ વિખ્યાત છે. એ ત્રણે ભાઈઓ
હંમેશા દર્શન પૂજન બાદ નિયમિતરૂપથી સ્વાધ્યાય કરે છે. સંસ્કૃત અને પ્રાકૃત ભાષા ઉપર એમણે અધિકાર
પ્રાપ્ત કરી લીધો છે. તેઓ પોતાની સમ્મતિમાં લખે છે કે:–
જૈન તત્ત્વમીમાંસા’ પુસ્તક વાંચી પ્રસન્નતા થઈ ‘પરમાર્થ તત્ત્વ’ જે અનાદિકાળ સંસાર વ્યવહારથી
ધુડમય થઈ રહ્યો હતો તેને ઊંચે ઉપાડવાનો વર્તમાનમાં આ એક પ્રશંસાયોગ્ય પ્રયત્ન છે. જૈનધર્મનું હાર્દ શું
છે? તેના તાત્ત્વિક સિદ્ધાન્ત કેટલા યથાર્થ અને સ્પષ્ટ છે એ વાત પુસ્તકમાં વિવેચિત વિષયોથી સ્પષ્ટ થઈ
વિચારનું ક્ષેત્ર વિસ્તાર પામે એ ભાવના છે.
– ધન્યકુમાર જૈન
કોટા (રાજસ્થાન) નિવાસી. શ્રીમાન બાબૂ જ્ઞાનચંદ્રજીદ્વારા પંડિતજીની ઉત્તમ રચના માટે સમ્મતિ
પત્ર જૈનમિત્ર ઉપર આવેલ હોવાથી પ્રકાશીત કરવામાં આવે છે.
આજના જૈન જગતમાં વસ્તુસ્વભાવની અજાણતાને કારણે નિશ્ચય–વ્યવહાર નિમિત્ત ઉપાદાન, કર્તા–
કર્મ ક્રમ નિયમિત તથા કેવલજ્ઞાન આદિ ચર્ચાનો વિષય બની ગયા છે.
કરણાનુયોગના અદ્વિતીય વિદ્વાન શ્રી ફુલચંદજીની સિદ્ધાંતશાસ્ત્રીએ તે જ વિષયોને સન્મુખ રાખીને
અસાધારણ પ્રશસ્ત પ્રયત્નદ્વારા પોતાની આન્તરીક રુચીથી જૈનતત્ત્વમીમાંસા પુસ્તક લખેલ છે. કોટા
(રાજસ્થાન) માં શાસ્ત્રસભામાં સારી રીતે વાંચવામાં આવ્યું છે. જેમાં ચારે અનુયોગોના તથા ન્યાયશાસ્ત્રના
તાત્પર્યને ધ્્યાનમાં રાખીને ઉપરોક્ત વિષયને સરલતા સાથે સ્પષ્ટરૂપે પ્રકાશ નાખવાનો અજોડ પ્રયત્ન કરેલ
છે. હિન્દીભાષામાં સર્વ તાત્ત્વિક વિષયો ઉપર આ રીતે એક સાથે પ્રયોજનભૂત વસ્તુ ઉપર પ્રકાશ નાખવાવાળું
પુસ્તક આજ સુધીમાં પ્રકાશિત થયું જ નથી. આશા છે કે તત્ત્વજીજ્ઞાસુ એ પુસ્તકનો નિષ્પક્ષતાથી વારંવાર
અભ્યાસ કરીને સત્ય સમજવાનો અવસ્ય પ્રયત્ન કરશે.–જ્ઞાનચંદ્ર

PDF/HTML Page 16 of 21
single page version

background image
મહા : ૨૪૮૭ : ૧પ :
૧ક્રમ નિયમિત પર્યાય મીમાંસા૨
(શ્રી જૈન તત્ત્વમીમાંસા અધિકાર ૭).

ઉપાદાન કે યોગસે નિયમિત વરતે જીવ,
શ્રદ્ધામેં યોં લખતહી પાવે મોક્ષ અતીવ.

૧ અનેક યુક્તિઓ અને આગમના આશ્રયથી પૂર્વે અમોએ બતાવ્યું છે કે ઉપાદાનનું કાર્યરૂપે પરિણમન
થવાના સમયે જ નિમિત્તનું સ્થાન છે, અન્ય સમયમાં નહીં; કેમકે લોકમાં જેને નિમિત્ત કહીને તેને મેળવવાની
વાત કહેવામાં આવે છે તેની સાથે સર્વદા (સદા) અને સર્વત્ર (સર્વક્ષેત્રે) કાર્યની વ્યાપ્તિ (ફેલાવાપણું) જોવામાં
આવતી નથી. તેથી ઉપાદાન અનુસાર કાર્ય થવા છતાં પણ તેનો ક્રમ શું છે તેનો અહીં વિચાર કરવો છે.
ર અમે પાછલા એક પ્રકરણમાં એ પણ લખ્યું છે કે, કાર્યની ઉત્પત્તિમાં સ્વભાવ આદિ પાંચ કારણોનો
સમવાય (એકી સાથે હોવું તે) કારણ પડે છે. પરંતુ તેમાંના સ્વભાવ, પુરુષાર્થ, કાળ અને કર્મ (નિમિત્ત)
આમાંથી કોઈના વિષે સંક્ષેપથી તથા કોઈના વિષે વિસ્તારથી વિચાર કર્યો, પરંતુ કાર્ય ઉત્પત્તિના ક્રમ સંબંધમાં
હજી સુધી કાંઈ પણ લખ્યું નથી તેથી અહીં ‘ક્રમનિયમિત પર્યાય’ એ પ્રકરણના પેટામાં તેનો વિચાર કરવો છે.
એ તો સારી રીતે નિશ્ચિત (નક્કી) છે કે લોકમાં સર્વે કાર્યોના વિષયમાં બે પ્રકારની વિચારધારા
જોવામાં આવે છે.
એક વિચારધારા
૩ એક વિચારધારાને અનુસાર સર્વકાર્ય નિયત સમયે જ થાય છે. જેમ કે સૂર્યનો ઉદય અને અસ્ત
થયો તે નિયત ક્રમ મૂજબ થાય છે. જે દિવસે જે સમયે સૂર્યનો ઉદય થવાનો નિયમ છે સદાય તે દિને તે સમયે
જ તે થાય છે. તેમાં કોઈ પરિવર્તન કરી શકતું નથી. તે જ રીતે તેના અસ્ત થવાના સમયની વ્યવસ્થા છે.
૪ આપણે પ્રથમથી જ પ્રતિદિન સૂર્યના ઉગવા તથા અસ્ત થવાના સમયનો નિશ્ચય તે જ આધારે કરી
લઈએ છીએ, તથા તે આધાર ઉપરથી ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણના સમય અને સ્થાનનો પણ નિશ્ચય કરી
લઈએ છીએ. કઈ ઋતુમાં કયે દિવસે કેટલા કલાક મિનીટ અને સેકન્ડનો દિવસ અથવા રાત્રિ થશે તે
જ્ઞાનપણ આપણને તેનાથી થઈ જાય છે. જ્યોતિષજ્ઞાન અને નિમિત્તજ્ઞાનની સાર્થકતા પણ તેમાં જ છે. કોઈ
વ્યક્તિનું જીવન કે ખાસ ઘટના પંચાંગ કે જ્યોતિષ ગ્રંથમાં લખ્યા હોતાં
૧. ‘ક્રમ નિયમિત’ શબ્દ સંસ્કૃત ભાષાનો છે. તે સમયસારમાં ૩૦૮–૩૧૧ ની સં. ટીકામાં વાપરવામાં આવેલ છે. ડિક્ષનેરી
પ્રમાણે તેનો ગુજરાતી અનુવાદ “ક્રમબદ્ધ” થાય છે. કોઈપણ આચાર્યોએ ગુજરાતી ભાષામાં ટીકા કે શાસ્ત્ર રચેલ નથી તેથી
‘ક્રમબદ્ધ’ શબ્દ તે શાસ્ત્રોમાં ન નીકળે પણ ગુજરાતી ડિક્ષનેરી ઉપરથી “ક્રમનિયમિત” નો અર્થ “ક્રમબદ્ધ” થાય છે. ગુજરાતી
ભાષામાં ‘ક્રમબદ્ધ’ શબ્દ વિશેષ (ખાસ) વપરાય છે. સંસ્કૃત ભાષામાં કે હિન્દીમાં તેનો પ્રચાર જોવામાં આવતો નથી.
ર. મીમાંસા–ઊંડી વિચારણા તપાસ; સમાલોચના.

PDF/HTML Page 17 of 21
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : ૨૦૮
નથી. વ્યક્તિ અગણિત હોય છે, તેઓની જીવનઘટનાઓનો તો પાર નથી તેથી તે પંચાંગમાં કે જ્યોતિષના
ગ્રંથોમાં લખી પણ શકાતી નથી. તો પણ તેમાં પ્રકૃતિ અને જ્યોતિષ મંડળના અધ્યયનથી કાંઈક એવું તથ્ય
(સત્ય) સંકલિત કરવામાં આવે છે કે જેના આધારે પ્રત્યેક વ્યક્તિની આગામી ખાસ ઘટનાઓનો પત્તો
લાગી જાય છે; તેથી પ્રત્યેક વ્યક્તિના જીવનમાં જે કોઈ ખાસ ઘટના બને છે કે જે તે વ્યક્તિની જીવનધારાને
જ બદલી દે છે. તેને અકસ્માત કહી શકાતો નથી. જોવામાં તે અકસ્માત ભલે લાગે પણ તે પોતાના
નિયતક્રમમાં અંતર્ગત જ થાય છે.
પ આવા વિચારવાળી વ્યક્તિ તેના સમર્થનમાં કેટલાંક શાસ્ત્રીય ઉદાહરણ પણ રજુ કરે છે;–પ્રથમ
ઉદાહરણ આપતાં તેઓ એમ કહે છે કે જ્યારે ભગવાન ઋષભદેવ આ પૃથ્વીતળ પર બિરાજમાન હતા ત્યારે
તેઓએ મરિચીના સંબંધમાં એવી ભવિષ્યવાણી કરી હતી કે તે આગામી તીર્થંકર થશે અને તે થયા પણ ખરા.
બીજુ ઉદાહરણ તેઓ દ્વારિકાના દાહનું રજૂ કરે છે. આ ભગવાન નેમિનાથને કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછીની
ઘટના છે. તેઓએ કેવળજ્ઞાનથી જાણીને એક પ્રશ્નના ઉત્તરમાં કહ્યું હતું કે આજથી બાર વર્ષના અંતે મદિરા
અને દ્વીપાયન મુનિના યોગથી દ્વારિકાદાહ થશે; અને તે કાર્ય પણ તેમની ભવિષ્યવાણીને અનુસાર થયું. આ
ભવિષ્યવાણીને વિફળ કરવાને માટે યાદવોએ કોઈ પણ પ્રયત્ન બાકી રાખ્યો નહોતો પરંતુ તેમની
ભવિષ્યવાણી સફળ થઈ જ.
૬ ત્રીજું ઉદાહરણ તે શ્રીકૃષ્ણના મૃત્યુનું રજૂ કરે છે; –શ્રીકૃષ્ણનું મૃત્યુ ભગવાન નેમિનાથે
જરતકુમારના બાણના યોગથી બતાવ્યું હતું. જરતકુમારે તેને ઘણું ટાળવા ઈચ્છયું. એ કારણે તે પોતાના
ઘરબાર છોડી જંગલે જંગલ ભટકતા ફર્યા પરંતુ અંતે જે થવાનું હતું તે થયું જ...ક્્યાંય ભગવાનની
ભવિષ્યવાણી વિફળ (ખોટી) થઈ શકવાની હતી?
૭ ચોથું ઉદાહરણ તેઓ અંતિમ શ્રુતકેવળી ભદ્રબાહુનું રજૂ કરે છે. જ્યારે ભદ્રબાહુ બાળક હતા ત્યારે
તેઓ પોતાના બીજા સાથીઓની સાથે જે સમયે ગોળીઓથી રમી રહ્યા હતા તે સમયે વિશિષ્ટ નિમિત્તજ્ઞાની
એક આચાર્ય ત્યાંથી નીકળ્‌યા; તેઓએ જોયું કે બાળક ભદ્રબાહુએ પોતાની બુદ્ધિકુશળતાથી એકની ઉપર એક
એવી રીતે ૧૪ ગોળીઓ ચઢાવીને પોતાના સાથી સર્વ બાળકોને આશ્ચર્યચક્તિ કરી દીધા હતા. એ જોઈ
આચાર્યે પોતાના નિમિત્તજ્ઞાનથી જાણીને એવી ભવિષ્યવાણી ઉચ્ચારી કે આ બાળક ૧૧ અંગ અને ૧૪
પૂર્વના પાઠી અંતિમ શ્રુતકેવળી થશે. તેમની એ ભવિષ્યવાણી સફળ (સાચી) થઈ.
૮ પુરાણોમાં ચક્રવર્તી ભરત અને ચંદ્રગુપ્ત સમ્રાટના સ્વપ્ન આલેખવામાં આવ્યા છે ત્યાં તેનું ફળ પણ
લખવામાં આવ્યું છે.
૯ તીર્થંકર ગર્ભમાં આવે તે પહેલાં તેમની માતાને જે ૧૬ સ્વપ્ન દેખવામાં આવે છે તે પણ ગર્ભમાં
આવવાવાળા બાળકના ભવિષ્યના સૂચક માનવામાં આવ્યાં છે.
૧૦ તે સિવાય પુરાણોમાં અગણિત જીવોના ભવિષ્યવૃતાંતની સંકલના કરવામાં આવી છે. જેમાં
બતાવ્યું છે કે કોણ, ક્્યારે, કઈ પર્યાય ધારણ કરી ક્્યાં ક્્યાં ઉત્પન્ન થશે.
૧૧ એ બધું શું છે? તેમનું કહેવું છે કે જો દરેક વ્યક્તિનો જીવનક્રમ સુનિશ્ચિત ન હોય તો
નિમિત્તશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર યા અન્ય વિરાટ જ્ઞાનના આધારથી એ સર્વે કેવી રીતે જાણવામાં આવી શકે?
૧ર તેથી ભવિષ્ય સમ્બંધી ઘટનાઓ થવા પહેલાં જ તે જાણી લેવામાં આવે છે એવો શાસ્ત્રોમાં ઉલ્લેખ
છે અને વર્ત્તમાનમાં પણ એવાં વિજ્ઞાનનાં ઉપકરણ સાધન
૧. સમ્યક્શ્રુતજ્ઞાન–અવધિજ્ઞાન–મનઃપર્યયજ્ઞાન અને કેવળજ્ઞાન વિશદ–નિર્મળ:–સ્પષ્ટજ્ઞાન.

PDF/HTML Page 18 of 21
single page version

background image
મહા : ૨૪૮૭ : ૧૭ :
તથા અન્ય સાધન પ્રાપ્ત છે કે જેના આધારથી અંશે અથવા પૂર્ણરીતે ભવિષ્ય સંબંધી કેટલીક ઘટનાઓનું જ્ઞાન
કરી શકાય છે અને કરવામાં આવે છે. તેનાથી સ્પષ્ટ વિદિત થાય છે કે (જાણવામાં આવે છે કે) જે દ્રવ્યનું
પરિણમન જે રૂપે જે હેતુઓથી (કારણોથી) જ્યારે થવું નિશ્ચિત છે તે એ જ ક્રમથી થાય છે, તેમાં અન્ય કોઈ
પરિવર્તન કરી શકતું નથી.
બીજી વિચાર ધારા
૧૩ પરંતુ તેનાથી વિપરીત બીજી વિચારધારા એ છે કે લોકમાં સ્થુળ અને સૂક્ષ્મ જેટલા કાર્ય થાય છે
તે બધાં ક્રમ નિયમિત જ થાય છે એવું કાંઈ એકાન્ત નથી. કોઈ કાર્ય તો એવાં થાય છે કે પોત પોતાના
સ્વકાળને પ્રાપ્ત થવાથી જ થાય છે:–
જેમ કે શુદ્ધ દ્રવ્યોની પ્રતિ સમયની (દરેક સમયની) પર્યાય પોતપોતાના સ્વકાળે જ થાય છે, કેમકે
તેના થવામાં કારણભૂત અન્ય કોઈ બાહ્ય નિમિત્ત ન હોવાથી તેના સ્વકાળે થવામાં કોઈ બાધા આવતી નથી.
પણ સંયુક્ત (–અશુદ્ધ) દ્રવ્યોની સર્વ અથવા કેટલીક પર્યાયો બાહ્ય નિમિત્તો ઉપર અવલંબિત છે (–આધાર
રાખે છે), માટે તેઓ સર્વ પોત પોતાના ઉપાદાનને અનુસાર એક નિયતક્રમના કારણે જ થાય છે એવો કોઈ
નિયમ નથી, કારણ કે તેઓ બાહ્ય નિમિત્તો વિના થઈ શકતી નથી અને નિમિત્ત પર છે, એટલા માટે જ્યારે
જેવી સાધન સામગ્રીનો યોગ મળે છે તેના અનુસાર તેઓ થાય છે અને તેનો કોઈ નિયમ નથી કે ક્્યારે કેવી
બાહ્ય સામગ્રી મળશે; એટલા માટે સંયુક્તદ્રવ્યની પર્યાયો સુનિશ્ચિત ક્રમથી જ થાય છે એવું કહી શકાતું નથી.
આવું માનવાવાળાઓનો કહેવાનો અભિપ્રાય એમ છે કે સંયુક્ત દ્રવ્યોની બધી પર્યાયો બાહ્ય સાધનો પર
અવલંબિત હોવાથી તેમાંથી કેટલીક પર્યાયોનો જે ક્રમ નિયત છે તેના અનુસારે તેઓ થાય છે અને વચ્ચે
વચ્ચે કેટલીક પર્યાયો અનિયત ક્રમથી પણ થાય છે.
એની પુષ્ટિમાં તેઓ લૌકિક અને શાસ્ત્રીય–બન્ને પ્રકારનાં પ્રમાણ ઉપસ્થિત રજૂ કરે છે. લૌકિક
પ્રમાણોને ઉપસ્થિત કરતા થકા, તેઓ કહે છે કે ભારત વર્ષમાં છ ઋતુઓનું થવું સુનિશ્ચિત છે અને તેનો
સમય પણ નિશ્ચિત છે. તેમજ પ્રતિવર્ષ–(હરસાલ) ની ઘણીખરી ઋતુઓ વખતસર પણ થાય છે. પરંતુ કોઈ
કોઈ વાર બાહ્ય પ્રકૃતિનો એવો વિલક્ષણ પ્રકોપ થાય છે કે જેથી એનો ક્રમ ઉલટ–સુલટ થઈ જાય છે.
૧૪ બીજું ઉદાહરણ તેઓ અણુબોમ્બ તથા હાઈડ્રોજન બોમ્બ આદિ સંહારક અસ્ત્રોનું રજુ કરે છે.
તેઓનું એમ કહેવું છે કે આ પ્રકારનાં સંહારક અસ્ત્રોનો પ્રયોગ કરવાથી દુનિયાનો જે નિયત જીવનક્રમ ચાલી
રહ્યો છે તે એક ક્ષણમાં બદલીને મહાન ભારે વ્યતિક્રમ (–ક્રમનું બદલવું) ઉપસ્થિત કરી દે છે.
૧પ વર્ત્તમાનમાં જે વિજ્ઞાનની પ્રગતિ જોવામાં આવે છે તે વડે કેટલાક કાળ બાદ જળના સ્થાને સ્થળ
અને સ્થળના સ્થાને જળરૂપ વિલક્ષણ પરિવર્તન થવું દેખાડી આપે તો તે અશક્્ય નથી. મનુષ્ય તેના બળથી
હવા, પાણી, અન્તરીક્ષ અને નક્ષત્ર લોક–એ બધા ઉપર વિજય પ્રાપ્ત કરતો ધપી રહ્યો છે.
૧૬ બાહ્ય સામગ્રી શું કરી શકે છે તેના નવા નવાં કાર્યો પ્રતિદિન થતાં જોવામાં આવી રહ્યા છે. માત્ર
લૌકિક ઉદાહરણો રજુ કરીને જ આ વિચાર ધારાનું સમર્થન નથી કરતા, પણ તેઓ આ સંબંધમાં શાસ્ત્રીય
પ્રમાણ પણ રજુ કરે છે. તેઓ કહે છે કે જો બધાં દ્રવ્યોની પર્યાયો ક્રમનિયત જ છે તો માત્ર દેવ, નારકી,
ભોગભૂમિ જ મનુષ્ય–તિર્યંચ તથા ચરમ શરીરી (તે જ ભવે મોક્ષ જનાર) મનુષ્યોના આયુને ‘અનપવર્ત્ય’
(ન તૂટે તેવું) કહેવાનો કોઈ હેતુ નથી.
૧૭. જ્યારે બધાં જીવોનાં જન્મ, મરણ તથા અન્ય કાર્યક્રમ નિયમિત છે ત્યારે કોઈના પણ આયુને
‘અપવર્ત્ય’ (તૂટે એવું) ન કહેવું જોઈએ. કારણ કે શાસ્ત્રોમાં વિષભક્ષણ, રક્તક્ષય, તીવ્રવેદના અને ભય
આદિ કારણો હોતાં કર્મભૂમિમાં જન્મેલા મનુષ્ય અને

PDF/HTML Page 19 of 21
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : ૨૦૮
તિર્યંચોનું નિયત આયુ પુરુ થયા વિના પણ વચ્ચે મરણ જોવામાં આવે છે અને એ જ જોઈને શાસ્ત્રકારોએ
અકાળમરણનાં એ સાધનોનો નિર્દેશ (ઉલ્લેખ–વર્ણન) પણ કરેલ છે. તેથી બધી પર્યાયો ક્રમનિયમિત જ છે
એમ કહી શકાતું નથી. પોતાના આ પક્ષના સમર્થનમાં તેઓ ઉદીરણા, સંક્રમણ, ઉત્કર્ષણ અને અપકર્ષણને
પણ રજૂ કરે છે. ઉદીરણાનો અર્થ જ કર્મોનું નિયત સમય પહેલાં ફળ દેવું એવો છે. જગતમાં કેરીનો પાક બે
પ્રકારે થાય છે કોઈ કેરી વૃક્ષ પર વળગી રહીને જ નિયત સમયે પાકે છે અને કોઈ કેરીને પાક્યા પહેલાં જ
તોડીને પકાવવામાં આવે છે. કર્મોનાં ઉદય અને ઉદીરણામાં પણ એ જ તફાવત છે. ઉદય તેની સ્થિતિ
અનુસાર નિયત સમયે થાય છે અને ઉદીરણા સમય પહેલાં થઈ જાય છે. ઉત્કર્ષણ અને અપકર્ષણની પણ
એજ દશા છે. એટલું જરૂર છે કે ઉત્કર્ષણમાં નિયત સમયમાં વૃદ્ધિ થઈ જાય છે અને અપકર્ષણમાં નિયત
સમયને ઘટાડી દેવામાં આવે છે. સંક્રમણમાં નિયત સમયને ઘટાડવા–વધારવાની વાત તો નથી હોતી પણ
તેમાં સંક્રમિત થવાવાળાં કર્મોનો સ્વભાવ જ બદલી જાય છે માટે દ્રવ્યોની બધી પર્યાયો ક્રમનિયત છે એમ કહી
શકાતું નથી. (હજી આ પૂર્વપક્ષ દ્વારા દલીલ ચાલે છે.)
૧૮. તે લોકો પોતાના પક્ષના સમર્થનમાં એમ પણ કહે છે કે દ્રવ્યની જે પર્યાય જે સમયે થવાની છે તે
તેજ સમયે થાય છે. અર્થાત્ જેને જ્યારે નરકમાં જવાનું છે તે સમયે તે નરકમાં જશે જ. જેને જ્યારે સ્વર્ગ
મળવાનું છે તે સમયે મળશે જ અને જેને જ્યારે મોક્ષ જવાનું છે ત્યારે તે જશે જ તો પછી સદાચાર, વ્રત,
નિયમ, સંયમ અને પૂજાપાઠનો ઉપદેશ શા માટે દેવામાં આવે છે અને શા માટે એ બધાનું આચરણ કરવું શ્રેષ્ઠ
માનવામાં આવે છે? તેમના કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે સર્વ શુભાશુભ કાર્ય નિયત સમયે જ થાય છે
ત્યારે પોતાનો સમય આવતાં થશે જ, તેને માટે જુદો પ્રયત્ન કરવો કે ઉપદેશ દેવો નિષ્ફળ છે. પણ સર્વથા
એમ નથી, કેમકે જગતમાં પ્રયત્ન અને ઉપદેશ આદિની સફળતા જોવામાં આવે છે, તેથી એ સિદ્ધ થાય છે કે
જ્યારે જેવી સાધન સામગ્રી મળે છે ત્યારે તેના અનુસારે જ કાર્ય થાય છે. ક્્યારે શું સાધક સામગ્રી મળશે
અને તે અનુસારે ક્્યારે શું કાર્ય થશે તેનો નથી તો કોઈ ક્રમ જ નિશ્ચિત કરી શકાતો તેમ સમય પણ,
શાસ્ત્રમાં નિયતિવાદને જે મિથ્યા કહેવામાં આવ્યો છે તેનું આજ કારણ છે.
૧૯. આ બે પ્રકારની વિચારધારાઓ છે જે અનાદિકાળથી લોકમાં પ્રચલિત છે. પરંતુ તેમાંથી કઈ
વિચારધારા જો તે યથાર્થ છે તે ક્્યાં સુધી યથાર્થ છે અને જો યથાર્થ નથી તો કેમ યથાર્થ નથી તેનો વિસ્તાર
સહિત આગમ પ્રમાણના આધારે પ્રકૃતમાં (આ ચાલુ અધિકારમાં–પ્રકરણમાં) વિચાર કરવામાં આવે છે.
૨૦. અમે પ્રથમ ‘નિમિત્ત–ઉપાદાન મીમાંસા’ નામના પ્રકરણમાં સિદ્ધ કરી આવ્યા છીએ કે પ્રત્યેક
કાર્ય પોતાના ઉપાદાન અનુસાર જ થાય છે અને જ્યારે જે કાર્ય થાય છે તેને અનુકૂળ નિમિત્ત મળે જ છે. જો
કે જે કાર્ય પુરુષ પ્રયત્નસાપેક્ષ થાય છે તેમાં તે મેળવવામાં આવે છે એમ ઉપચારથી કહેવામાં આવે છે પણ
એવું કાંઈ એકાન્તે નથી કે પ્રયત્ન કરવાથી નિમિત્ત મળે જ.
૨૧. ઉદાહરણ સ્વરૂપ ઘણા બાળકો સ્કૂલમાં ભણવા જાય છે અને તેઓને અધ્યાપક કાળજીપૂર્વક
ભણાવે પણ છે. ભણવામાં પુસ્તક આદિ જે અન્ય સાધન સામગ્રી નિમિત્ત હોય છે તે પણ તેમને સુલભ રહે
છે, તો પણ પોતાના પૂર્વ સંસ્કારને લીધે કેટલાક બાળકો ભણવામાં તેજ (હોંશિયાર) નીકળે છે, કેટલાક
મધ્યમ હોય છે, કેટલાક ઠોઠ હોય છે અને કેટલાક નિયમિત રૂપે સ્કૂલમાં જાય છે તો પણ ભણી શકતા નથી.
તેનું કારણ શું છે? જે બાહ્ય સાધન સામગ્રીને લોકમાં કાર્યની ઉત્પાદક કહેવામાં આવે છે તે બધાને સુલભ છે
અને તેઓ ભણવામાં પરિશ્રમ પણ કરે છે તો પછી તેઓ એકસમાન કેમ ભણતા નથી? (ક્રમશ:)

PDF/HTML Page 20 of 21
single page version

background image
મહા : ૨૪૮૭ : ૧૯ :
વૈરાગ્ય સમાચાર
૧–બોટાદના શેઠ શ્રી જેઠાલાલ સંઘજીભાઈ લગભગ ૭૬
વર્ષની વયે મુંબઈ મુકામે તા. ૩–૧–૬૧ની રાત્રે સ્વર્ગવાસ પામ્યા છે.
તેઓ પૂજ્ય ગુરુદેવશ્રીના સત્સમાગમમાં ઘણાં વર્ષો પહેલાં આવ્યા
હતા. તેમને સદ્ધર્મ પ્રત્યે રુચિ હતી, સત્ શ્રવણનો પ્રેમ હતો. પૂ.
ગુરુદેવશ્રી પ્રત્યે તેમને ઘણો ભક્તિભાવ હતો મુંબઈથી તેઓ
અવારનવાર પૂ. ગુરુદેવશ્રીનાં પ્રવચનોનો લાભ લેવા સોનગઢ
આવતા. પૂ. ગુરુદેવશ્રી જ્યારે મુંબઈ પધાર્યા ત્યારે તેમના પ્રત્યે
તેમણે ઘણો આદરભાવ દર્શાવ્યો હતો. બોટાદના શ્રી દિગંબર
જિનમંદિરના નિર્માણમાં તેમનો ઘણો મોટો ફાળો હતો. પંચ કલ્યાણક
પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે તેમણે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
અધ્યાત્મપ્રેમમાં તેઓ આગળ વધીને પોતાના આત્માનું
કલ્યાણ સાધે અને જન્મ–મરણ રહિત દશાને પ્રાપ્ત કરે એ ભાવના
તેમના કુટુંબીજનો પ્રત્યે અમો સમવેદના પ્રગટ કરીએ છીએ.
ર–જામનગરના મુમુક્ષુ શ્રી નથુભાઈ પરશોત્તમ મહેતા
લગભગ ૬૧ વર્ષની તા. ર૩–૧ર–૬૧ ના સ્વર્ગવાસ પામ્યા છે તેઓ
પૂજ્ય ગુરુદેવના સત્સમાગમમાં ઘણા વર્ષોથી હતા અને સોનગઢમાં
ખાસ ધર્મશ્રવણ સત્સમાગમ માટે ઘણો વખત રહેલા, તેમને પૂજ્ય
ગુરુદેવ પ્રત્યે ઘણો ભક્તિભાવ હતો.
અધ્યાત્મ પ્રેમમાં તેઓ આગળ વધીને પોતાના આત્માનું
કલ્યાણ સાધે અને જન્મ મરણ રહિત દશાને પ્રાપ્ત કરે એ ભાવના
તેમના કુટુંબીજનો પ્રત્યે અમે પ્રગટ કરીએ છીએ.
૩–વઢવાણ શહેરના મુમુક્ષુ શ્રી જગજીવનદાસ પારેખ
(વજુભાઈ પારેખના પિતાશ્રી) તા. ૬–૧–૬૧ ના સ્વર્ગવાસ પામ્યા.
તેઓ પૂજ્ય ગુરુદેવશ્રીના સત્સમાગમમાં ઘણા વર્ષોથી આવતા હતા,
તેમને સદ્ધર્મ પ્રત્યે રુચી હતી, અધ્યાત્મપ્રેમમાં આગળ વધીને
જન્મમરણરહિત દશાને પ્રાપ્ત કરે એ ભાવના ભગવાન પાસે અમો
પ્રગટ કરીએ છીએ.