Atmadharma magazine - Ank 209
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 25
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૮
સળંગ અંક ૨૦૯
Version History
Version
Number Date Changes
001 Apr 2004 First electronic version.

PDF/HTML Page 2 of 25
single page version

background image
વર્ષ અઢારમું : અંંક પ મો સંપાદક : રામજી માણેકચંદ દોશી ફાગણ : ૨૪૮૭
ભગવાન મહાવીર સ્વામીનું દિગમ્બર જૈન મંદિર (જામનગર)
[૨૦૯]

PDF/HTML Page 3 of 25
single page version

background image
: : આત્મધર્મ : ૨૦૯ :
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા
જામનગરમાં જિનેન્દ્ર પંચકલ્યાણક મહોત્સવ વખતે જામનગર દિગમ્બર જૈન
મુમુક્ષુ મંડળના ઉપપ્રમુખ શ્રી ખેતશીભાઈના સુપુત્રી શ્રી લલીતાબહેન B. A. જે
બાલ બ્રહ્મચારી છે. ઉ. વ. ૨૩ તેમણે પૂ. ગુરુદેવ સમક્ષ આજીવન બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા
અંગીકાર કરી છે બદલ ધન્યવાદ આ બહેનને ધાર્મિક તત્ત્વજ્ઞાનનો ઘણો સારો
અભ્યાસ છે, ઉપરાંત શાન્ત, વૈરાગ્યવંત છે.
(તા. ૧૭–૭–૬૧ મહા સુદ ૧ મંગળવાર)
જામનગરમાં જિનેન્દ્ર પંચ કલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવમાં ભગવાનના દિક્ષા
કલ્યાણક પ્રસંગે જામનગરના શ્રી નવલચંદ છગનલાલ મહેતા તથા શ્રી રતીભાઈ
અમરચંદ બાવરિયા બેઉ ભાઈઓએ સજોડે આજીવન બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા પૂજ્ય ગુરુદેવ
સમક્ષ અંગીકાર કરી તે બદલ ધન્યવાદ.
* * * * *
પોરબંદરના સમાચાર
પૂ. ગુરુદેવ મહા સુદ ૧૪ ના રોજ પોરંબદર પધારતાં ત્યાં ઉત્સાહભેર
સ્વાગત થયું. મહા વદ ત્રીજના રોજ પૂ. ગુરુદેવના હસ્તે શ્રી બાહુબલી ભગવાનને
જિનમંદિરની ઉપરની વેદીમાં બિરાજમાન કર્યા હતા તથા તેના હર્ષોપલક્ષમાં શ્રી
જિનેન્દ્રદેવની રથયાત્રા કાઢવામાં આવી હતી. અને નવકારશી જમણ (સમસ્ત
જૈનોમાં જમણ) કરવામાં આવ્યું હતું.
શેઠશ્રી નાનજી કાળીદાસના ભારતમંદિર તથા ગુરુકૂળનું અવલોકન કરવા
ગુરુદેવ પધાર્યા હતા, અને ત્યાં ગુરુકૂળની વિદ્યાર્થી બાળાઓને અનુલક્ષીને દશેક
મિનિટ બાલોપયોગી ઉપદેશ આપ્યો હતો.
વૈરાગ્ય સમાચાર
ગુજરવદી નિવાસી સ્વ. ઉજમશીભાઈ ત્રિકમલાલના સુપુત્ર ભાઈ હરિલાલ
(બ્ર. ચંદુભાઈના મામાના પુત્ર) નું લગભગ ૨૯ વર્ષની નાની વયમાં કમળીની ટૂંકી
બીમારીથી તા. ૬–૨–૬૧ ના રોજ મુંબઈમાં અવસાન થયું છે. ભાઈ હરિલાલ
શાંતસ્વભાવી, નમ્ર, ધર્મજિજ્ઞાસુ તથા પૂ. ગુરુદેવ પ્રત્યે ભક્તિવાળા હતા. મુંબઈમાં
મંડળના વાંચનનો પણ લાભ લેતા. સોનગઢ આવીને પણ પૂ. ગુરુદેવની અમૃતમયી
વાણીનો ઘણી વાર લાભ લેતા. આવો દુર્લભ મનુષ્યભવ તથા સાચા દેવ–ગુરુ–
ધર્મનો યોગ પામીને પણ આટલી અલ્પ વયમાં દેહાવલય થવો તે ખરેખર વૈરાગ્ય
તથા સંસારની ક્ષણિકતાનો બોધદાયક પ્રસંગ છે. ભાઈ હરિલાલનો આત્મા સાચા
દેવ–ગુરુ ધર્મનો યોગ પામી, ધર્મરુચિ વધારી, જન્મ–મરણ–રહિત આત્માનાપરમ
શાંતપદને શીઘ્ર પામે એવી શ્રી જિનેન્દ્રદેવ પાસે પ્રાર્થના કરીએ છીએ તથા તેમના
કુટુંબીજનો પ્રત્યે સમવેદના પ્રગટ કરીએ છીએ.

PDF/HTML Page 4 of 25
single page version

background image
ફાગણ : ૨૪૮૭ : :
વર્ષ અઢારમું : અંંક પ મો સંપાદક : રામજી માણેકચંદ દોશી ફાગણ : ૨૪૮૭
જ્ઞાન
આત્મા જ્ઞાનસ્વરૂપ છે; જગતના કોઈ પણ પ્રસંગને કે કોઈ પણ
પદાર્થને જાણતી વખતે, તેને જાણનારું પોતાનું જ્ઞાન ત્યાં વર્તી જ રહ્યું છે;
પરંતુ ત્યાં ‘આ જ્ઞાન છે તે હું છું’–એવા જ્ઞાનસ્વરૂપનો સ્વીકાર ન કરતાં,
એકલા જ્ઞેયોનોજ સ્વીકાર કરે છે તે જીવ અજ્ઞાનભાવને લીધે, પરદ્રવ્ય
સાથે એકતા બુદ્ધિરૂપ મોહથી, આત્માને સાધી શકતો નથી. સર્વ પ્રસંગે
મારૂં જ્ઞાન સર્વ પરજ્ઞેયોથી પૃથક્પણે વર્તી રહ્યું છે, ને એ જ્ઞાનસ્વરૂપ હું છું,
–પરને જાણતાં હું પરરૂપ થઈ જતો નથી, –આમ જ્ઞાનસ્વરૂપે પોતાના
આત્માને અનુભવતાં ભગવાન આત્માની પ્રસિદ્ધિ થાય છે.
જ્ઞેયોને જાણતાં, અજ્ઞાનીને એકલું પરજ્ઞેય જ દેખાય છે; પણ તે
જ્ઞેયોને જાણનારું પોતાનું જ્ઞાન ત્યાં વર્તી રહ્યું છે તે તેને દેખાતું નથી,
એટલે જ્ઞાનસ્વરૂપ આત્માને તે સાધી શકતો નથી, દેખી શકતો નથી.
જ્ઞેયોને જાણતી વખતે પણ આમાં જે જાણનાર છે તે જ હું છું અર્થાત્
જ્ઞાનસ્વરૂપ જ હું છું– એમ જાણતો થકો ધર્મીજીવ નિઃશંકપણે સદા પોતાને
જ્ઞાનસ્વરૂપે જ અનુભવે છે. એટલે જ્ઞાનસ્વરૂપ આત્માની તેને સિદ્ધ થાય છે.
માટે આત્માને સદા જ્ઞાનસ્વરૂપે સેવવો.
અનાદિથી આત્માને રાગરૂપે માનીને રાગનું જ સેવન કર્યું છે, પણ
રાગથી ભિન્ન જ્ઞાનસ્વરૂપે આત્માને ઓળખીને તેનું સેવન પૂર્વે કદી ક્ષણમાત્ર
પણ કર્યું નથી. જો આત્માને જ્ઞાનસ્વરૂપે ઓળખીને એકક્ષણ પણ તેનું સેવન
(શ્રદ્ધા–જ્ઞાન–રમણતા) કહે તો તેના સેવનથી જીવ અવશ્ય મુક્તિ પામે છે.
*

PDF/HTML Page 5 of 25
single page version

background image
: : આત્મધર્મ : ૨૦૯
ક્રમ નિયમિત પર્યાય મીમાંસા
(શ્રી જૈન તત્ત્વમીમાંસા અધિકાર ૭).
ક્રમાંક ૨૦૮ થી ચાલુ
૨૨. બધાને જ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ એક સમાન નથી હોતો, માટે બધા એક સરખું ભણી શકતા
નથી એમ કહેવું તે બરાબર (માનવામાં આવતું) નથી, કેમકે તેમાં પણ એ જ પ્રશ્ન થાય છે કે જ્યારે બધાને
એક સમાન બાહ્ય સામગ્રી સુલભ છે ત્યારે બધાને એક સમાન ક્ષયોપશમ કેમ નથી થતો?
૨૩. જે લોકો બાહ્ય સામગ્રીને કાર્યની ઉત્પાદક માને છે તેમને અંતે તો આ પ્રશ્નનો બરાબર ઉત્તર પ્રાપ્ત
કરવાને માટે “યોગ્યતા” ઉપર જ આવવું પડે છે. ત્યારે એ જ માનવું પડે છે કે જ્યારે યોગ્યતાનો પુરુષાર્થ
દ્વારા કાર્યરૂપ પરિણમન થવાનો સ્વકાળ આવે છે ત્યારે તેમાં નિમિત્ત થવાવાળી થવાનો સ્વકાળ આવે છે
ત્યારે તેમાં નિમિત્ત થવાવાળી બાહ્ય સાધન સામગ્રી પણ મળી જાય છે. કોઈ ઠેકાણે તે સાધન સામગ્રી
અનાયાસ મળે છે અને કોઈ ઠેકાણે તે પ્રયત્નસાપેક્ષ મળે છે. પણ તે મળે છે અવશ્ય. જ્યાં પ્રયત્ન સાપેક્ષ મળે
છે ત્યાં તેના નિમિત્તથી થવાવાળા તે કાર્યમાં પ્રયત્નની મુખ્યતા કહેવામાં આવે છે અને જ્યાં પ્રયત્ન વિના
મળે છે ત્યાં દૈવની મુખ્યતા કહેવામાં આવે છે. ઉપાદાનની દ્રષ્ટિથી કાર્ય ઉત્પાદનમાં સમર્થ યોગ્યતાનો સ્વકાલ
બન્ને જગ્યાએ અનુસ્યૂત (અન્વયપૂર્વક જોડાયેલ) છે એ નિશ્ચિત (નક્કી) છે.
૨૪. શાસ્ત્રોમાં અભવ્ય દ્રવ્ય મુનિઓનાં ઘણાં ઉદાહરણ આવે છે. ચરણાનુયોગમાં દ્રવ્ય સંયમ
પાળવાની જે વિધિ બતાવી છે તે અનુસાર તેઓ આચરણ કરવા છતાં પણ ભાવસંયમને પાત્ર કેમ થતા
નથી? તેમનામાં કઈ વાતની ખામી છે? ઉત્તરરૂપે એ જ માનવું પડે છે કે તેમનામાં રત્નત્રયને (સમ્યક્–
દર્શન–જ્ઞાન–ચારિત્રને) ઉત્પન્ન કરવાની યોગ્યતા જ નથી. તેથી તેઓ તપશ્ચરણ આદિ વ્યવહાર સાધનમાં
અનુરાગી થઈને પ્રયત્ન ભલે કરતા હોય પણ મોક્ષને અનુરૂપ સમ્યક્ પુરુષાર્થના તેઓ અધિકારી ન હોવાથી,
ન તો ભાવ સંયમને પાત્ર થાય છે તેમજ ન મોક્ષને પણ પાત્ર થાય છે.
૨પ. આ પ્રકારે આ ઉદાહરણને દ્રષ્ટિપથમાં રાખીને જો આપણે આપણાં અંતઃચક્ષુઓને ખોલીને
જોઈએ તો આપણને સર્વત્ર આ યોગ્યતાનું જ સામ્રાજય જોવામાં આવે છે. તેના હોવાથી જેને લોકમાં
નાનામાં નાનું નિમિત્ત કહેવામાં આવે છે તે પણ કાર્યની ઉત્પત્તિમાં સાધક બની જાય છે અને તેના અભાવે
જેને મોટામાં મોટું નિમિત્ત કહેવામાં આવે છે તે પણ બેકાર (વ્યર્થ–નકામું) સાબિત થાય છે.
કાર્યોત્પત્તિમાં ઉપાદાનમાં રહેલી યોગ્યતાનું પોતાનું મૌલિક સ્થાન છે.
૨૬. શાસ્ત્રોમાં આપે “તુષમાસભિન્ન”ની કથા પણ વાંચી હશે. તે પ્રતિદિન ગુરુની સેવા કરે છે, ૨૮
મૂળ ગુણોનું નિયમિત રીતે પાલન કરે છે છતાં પણ તેમને દ્રવ્યશ્રુતની પ્રાપ્તિ નથી થતી, એટલું જ નહિ તે

PDF/HTML Page 6 of 25
single page version

background image
ફાગણ : ૨૪૮૭ : :
“તુષમાસભિન્ન” પાઠનું રટન કરતા થકા કેવળી તો થઈ જાય છે પણ દ્રવ્યશ્રુતની પ્રાપ્તિ થતી નથી, શા
માટે? કારણ કે તેમનામાં દ્રવ્યશ્રુતને ઉત્પન્ન કરવાની યોગ્યતા ન હતી. એના સિવાય જો બીજું કોઈ કારણ
હોય તો બતાવો. આથી કાર્યની ઉત્પતિમાં યોગ્યતાનું શું સ્થાન છે તેનો સહજ ખ્યાલ આવી જાય છે.
૨૭. શ્રી જયધવલામાં ભગવાન મહાવીરને કેવળજ્ઞાન થયા પછી ૬૬ દિવસ સુધી દિવ્યધ્વનિ કેમ ન
છૂટયો એ પ્રશ્ન રજૂ કરી કહેવામાં આવ્યું છે કે ગણધરદેવ ન હોવાથી દિવ્યધ્વનિ ન છૂટયો. આના ઉપર ફરીને
પ્રશ્ન કરવામાં આવ્યો છે કે દેવેન્દ્રે એ સમયે ગણધરને શા માટે હાજરન કર્યો? આનું જે સમાધન કરવામાં
આવ્યું છે તેનો ભાવ એ છે કે કાળલબ્ધિ વિના દેવેન્દ્ર ગણધરને હાજર કરવામાં અસમર્થ હતા. આથી પણ
કાર્ય ઉત્પત્તિમાં ઉપાદાનમાં રહેલી યોગ્યતાનું સર્વોપરિ સ્થાન છે તેનું જ્ઞાન થઈ જાય છે. જયધવલાનું તે હાર્દ
આ પ્રકારે છે–
दिव्वज्झुणीए किमट्ठं तत्थापउत्तो? गणिंदाभावादो। सोहम्मिंदेण तक्खणे चेव गणिंदो किण्ण
ढोइदो? ण, काललद्धीए विणा असहेञ्जस देविंदस्स तड्ढोयणसत्तीए अभावादो।
૨૮. તે યોગ્યતા કોઈ ઉપાદાનમાં હોય અને કોઈ ઉપાદાનમાં ન હોય એવું નથી. પણ એવું છે કે દરેક
સમયના અલગ અલગ જેટલા ઉપાદાન છે તેટલી યોગ્યતાઓ પણ છે, કેમકે એના વિના એક કાર્યના
ઉપાદાનથી બીજા કાર્યના ઉપાદાનમાં ભેદ કરવો સંભવતો નથી. કારણ કે એક ઉપાદાનનું કાર્ય બીજા
ઉપાદાનના કાર્યથી ભિન્ન હોય છે. તેથી કાર્યભેદને અનુસાર ઉપાદાનભેદની નિયામક તેની સ્વતંત્ર યોગ્યતા
માનવી જ પડે છે. આના સમર્થનમાં અમે પાછલા પ્રકરણોમાં પ્રમાણ આપ્યું જ છે. અને આગળ પણ વિચાર
કરવાના છીએ.
(જૈન તત્ત્વમીમાંસા પૃ. ૧પ૭ લી. ૧૭)
૨૯. અહીં આ પ્રશ્ન કરી શકાય છે કે જે શાસ્ત્રોના આધારે આપ યોગ્યતાનું સમર્થન કરો છો તે જ
શાસ્ત્રોમાં એવું કથન પણ મળી આવે છે કે નિમિત્ત ન હોવાથી કાર્ય ન થયું. ઉદાહરણ રૂપેસિદ્ધ જીવ
લોકાન્તની ઉપર ગમન કેમ કરતા નથી? આ પ્રશ્ન ઉપસ્થિત થવાથી આચાર્ય શ્રી કુન્દકુન્દે નિયમસારમાં આ
ઉત્તર આપ્યો છે કે લોકની બહાર ધર્માસ્તિકાય ન હોવાથી તેઓ લોકાન્તથી ઉપર અલોકાકાશમાં ગમન નથી
કરતા.
૩૦. આચાર્ય ગૃદ્ધપિચ્છે પણ તત્ત્વાર્થ સૂત્રમાં “धर्मास्तिकाय अभावात्” આ સૂત્રની રચના કરીને આ
જ જવાબ આપ્યો છે. તથા લોક–અલોકના વિભાગનું કારણ બતાવતાં બીજે સ્થળે પણ આ વાત કહેવામાં
આવી છે, તેથી આ આધારે જો આ પરિણામ (–ફળ, સારાંશ) સિદ્ધ કરવામાં આવે કે ઉપાદાનકારણનો
સદ્ભાવ હોવા છતાં પણ જો નિમિત્ત કારણનો અભાવ હોય તો વિવક્ષિત (મુખ્ય; કહેવા ધારેલ) કાર્ય થતું
નથી તો શું આપત્તિ છે? ન્યાયશાસ્ત્રમાં જે ‘
सामग्री कार्य जनिका नैक कारणम्’ આ વચન આવે છે તે
પણ એ જ અભિપ્રાયનું સમર્થન કરે છે.
૩૧. સમાધાન આ છે કે શાસ્ત્રોમાં આ તો સ્પષ્ટ પણે જ સ્વીકાર કરવામાં આવ્યું છે કે ધર્માસ્તિકાય
ગતિક્રિયામાં ત્યારે જ નિમિત્ત હોય છે કે જ્યારે બીજાં દ્રવ્યો ગતિક્રિયા પરિણત થાય છે. જો અન્ય દ્રવ્ય
ગતિક્રિયા પરિણત ન થતાં હોય તો તે નિમિત્ત થતું નથી. આથી આ વાત તો સ્પષ્ટ થઈ કે જ્યાં સુધી જીવ
અને પુદ્ગલ પોતાની સ્વતંત્રતા પૂર્વક ગમન કરે છે ત્યાં સુધી તે એમના ગતિ પરિણમનમાં નિમિત્ત હોય છે.
એથી નિયમસાર અને તત્ત્વાર્થ સૂત્રમાં ઉપર કહેલ પ્રશ્નના ઉત્તરરૂપે ઉપાદાનની દ્રષ્ટિથી આ પણ
* નિયામક–નિયમ–નક્કી કરનાર.

PDF/HTML Page 7 of 25
single page version

background image
: : આત્મધર્મ : ૨૦૯
કહી શકાતું હતું કે આગળ ગમન કરવાની જીવમાં યોગ્યતા ન હોવાથી તે લોકાન્તે જ અટકી જાય છે. પરન્તુ
આ જવાબ ન દેતાં ત્યાં નિમિત્તની અપેક્ષાએ (નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે) ઉત્તર દેવામાં આવ્યો છે તો
ત્યાં એવો ઉત્તર દેવાનાં બે કારણ માલૂમ પડે છે.
૩૨. પ્રથમ તો એ કે સિદ્ધ થવા પહેલાં ૧૩મા ગુણસ્થાન સુધી જીવના પ્રદેશોમાં જે કંપ થાય છે અને
૧૪મા ગુણસ્થાનમાં તેનું સ્થાન જે નિષ્કમ્પતા લઈ લે છે તે ત્યાં એનાં નિમિત્ત કેવળ ધર્મદ્રવ્ય અને અને
અધર્મદ્રવ્ય જ નથી પણ તેની સાથે અન્ય નિમિત્ત પણ છે, પરન્તુ અહીં ગતિક્રિયામાં અન્ય નિમિત્તોનો સર્વથા
અભાવ હોઈને એક માત્ર ધર્મ દ્રવ્ય જ નિમિત્ત છે.
આ પ્રકારે અહીં કેવળ ધર્મ દ્રવ્યની નિમિત્તતા બતાવવા માટે નિયમસાર અને તત્ત્વાર્થ સૂત્ર આદિમાં
ઉપર કથિત જવાબ દેવામાં આવેલ છે.
૩૩. બીજું કારણ આ માલૂમ પડે છે કે આના પહેલાં આચાર્ય કુન્દકુન્દે નિયમસારમાં શુદ્ધ દ્રવ્યોની
પર્યાયોને પરનિરપેક્ષ બતાવેલ છે. તેથી જો કોઈ ઉક્ત કથનનો આ અર્થ કરે કે શુદ્ધ દ્રવ્યોની જે કોઈ પણ
પર્યાયો થાય છે અથવા ગતિક્રિયા થાય છે તેમાં ધર્માદિક દ્રવ્ય પણ નિમિત્ત નથી હોતું એક પર્યાયોનો પર
નિરપેક્ષ કહેવાનું છે તો એમનું ઉક્ત કથનથી એવું તાત્પર્ય કાઢવું યથાર્થ નથી, તેથી અહીં ઉપાદાન કારણની
દ્રષ્ટિથી ઉત્તર ન દેતાં નિમિત્તની મુખ્યતાથી ઉત્તર આપવામાં આવ્યો છે. તેથી નિયમસાર અને તત્ત્વાર્થસૂત્રના
ઉક્ત કથનના આધારે આ સિદ્ધ કરવું ઉચિત નથી કે ઉપાદાન કારણનો સદ્ભાવ હોવા છતાં પણ જો નિમિત્ત
ન હોય તો કાર્ય થાય નહિં કારણ કે વિવક્ષિત ઉપાદાનના કાર્યરૂપે પરિણત થવાની સાથે વિવક્ષિત નિમિત્તની
સમ્વ્યાપ્તિ છે. છતાં પણ કાર્યોત્પત્તિમાં મુખ્યતા ઉપાદાનની જ છે કારણ કે તે સ્વયં કાર્યરૂપે પરિણમે છે.
નિમિત્ત તેને જરા પણ પોતાનો અંશ આપતું નથી. નિમિત્તની નિમિત્તના આ અર્થમાં ચરિતાર્થ છે, (–સાર્થક
છે.) પણ તે કાર્યમાં ઉત્પાદક છે એ અર્થમાં નથી. નિમિત્તમાં કાર્ય ઉત્પાદક ગુણનો આરોપ કરી કથન કરવું એ
જુદી વાત છે.
૩૪. અહીં આ વિષયને સ્પષ્ટ કરવા માટે જ અમે તર્ક આપ્યા તે શા માટે બરાબર છે તેને સ્પષ્ટ રૂપે
સમજવા માટે પંચાસ્તિકાયની ૮૯મી ગાથા તથા તેની ટીકા જાણવા યોગ્ય છે. ગાથા આ પ્રમાણે છે.
विज्जदि जेसिं गमणं ठाणं पुण तेसिमेव संभवदि ।
ते सगपरिणामेहिं दु गमणं ठाणं च कुवंति ।। ८९।।
જેની ગતિ થાય છે તેની ફરી સ્થિતિ થાય છે (અને જેની સ્થિતિ થાય છે તેની યથા સંભવ ફરી ગતિ
થાય છે), માટે તે ગતિ અને સ્થિતિ કરવાવાળા પદાર્થ પોતાના પરિણામોથી જ ગતિ અને સ્થિતિ કરે છે. ૮૯.
૩પ. તેની ટીકા કરતાં આચાર્ય અમૃતચંદ્ર લખે છે કે – “ધમાધર્મ ×××” આ ધર્મ અને અધર્ન દ્રવ્યની
ઉદાસીનતાના સમ્બન્ધમાં હેતુ કહેવામાં આવેલ છે. વાસ્તવમાં (નિશ્ચયથી) ધર્મદ્રવ્ય કદિ પણ જીવો અનુ
પુદ્ગળોની ગતિમાં હેતુ નથી થતા. જો તેઓ બીજાઓની ગતિ અને સ્થિતિના મુખ્ય (નિશ્ચય) હેતુ હોય તો
જેની ગતિ હોય તેની ગતિ જ રહેવી જોઈએ, સ્થિતિ ન થવી જોઈએ. અને જેની સ્થિતિ હોય તેની સ્થિતિ જ
રહેવી જોઈએ, ગતિ ન થવી જોઈએ પરંતુ એકના એક પદાર્થની પણ ગતિ અને સ્થિતિ જોવામાં આવે છે માટે
અનુમાન થાય છે કે તેઓ (ધર્મ અને અધર્મ દ્રવ્ય) ગતિ અને સ્થિતિના મુખ્ય હેતુ નથી, પણ વ્યવહારનયથી
સ્થાપિત (નિશ્ચિત નક્કી થયેલ) ઉદાસીન હેતુ (નિમિત્ત) છે.
૩૬. શંકા–જો એમ છે તો ગતિ અને સ્થિતિવાળા પદાર્થોની ગતિ અને સ્થિતિ કઈ રીતે થાય છે?
સમાધાન–વાસ્તવમાં ગતિ અને સ્થિતિ કરવાવાળા પદાર્થ પોતપોતાના પરિણમોથી જ નિશ્ચયથી ગતિ
અને સ્થિતિ કરે છે.

PDF/HTML Page 8 of 25
single page version

background image
ફાગણ : ૨૪૮૭ : :
ત્ત્
૧. આ નામનું પુસ્તક બનારસના સુપ્રસિદ્ધ વિદ્વાન પંડિત શ્રી પુલચંદજી સિદ્ધાન્તશાસ્ત્રી તરફથી
વીરનિર્વાણ ૨૪૮૬ દસલક્ષણ ધર્મના પવિત્ર પર્વપ્રસંગે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
૨. આ પુસ્તકમાં ૧૨ વિષયો લેવામાં આવ્યા છે કે તેની વિષય સૂચિમાં જણાવેલ છે. તે બધા વિષયો
જૈન તત્ત્વજ્ઞાનના પાયારૂપ છે. તે વિષયોના યથાર્થ ભાવભાસન વિના જૈનતત્ત્વ હ્રદયંગમ થઈ શકે
નેવું નથી.
૩. અહીં ચાલતા પુરુષવર્ગના વાંચન વખતે આ પુસ્તકનું અધ્યયન થયા પછી તે સમ્બન્ધીનો અમારો
અભિપ્રાય પ્રગટ કરવાનું યોગ્ય જણાય છે.
૪. આ પુસ્તકમાં (૧) વિષય પ્રવેશ, (૨) વસ્તુસ્વભાવમીમાંસા, (૩) નિમિત્તની સ્વિકૃતિ, (૪)
ઉપાદાન નિમિત્ત મીમાંસા, (પ) કર્તા કર્મમીમાંસાં, (૬) ષટ્કારક મીમાંસા, (૭) ક્રમનિયમિત
(ક્રમબદ્ધ) પર્યાય મીમાંસા, (૮) સમ્યક્નિયતિસ્વરૂપ મીમાંસા, (૯) નિશ્ચય–વ્યવહાર મીમાંસા,
(૧૦) અનેકાન્તસ્યાદ્વાદ મીમાંસા, (૧૧) કેવળજ્ઞાન સ્વભાવ મીમાંસા (૧૨) ઉપાદાન નિમિત્ત
સંવાદ એ રીતે બાર વિષય છે.
પ. આ દરેક વિષય પ્રયોજન ભૂત હોવાથી મુમુક્ષુઓએ સમજીને તેનો આશય લક્ષમાં રાખવા યોગ્ય છે.
તેમાંથી એક પણ વિષયમાં ભૂલ થાય તો જૈન તત્ત્વના મૂળભૂત સિદ્ધાન્તોમાં ભૂલ થાય અને
સમ્યક્શ્રદ્ધા થાય નહિ.
૬. પંડિતજીએ વિષયોની પસંદગી કરવામાં તથા તેનો અનુક્રમ ગોઠવવામાં ઘણી વિચક્ષણતા વાપરી છે.
તેમાં ખાસ ધ્યાનમાં રાખવા યોગ્ય એ છે કે ત્રીજા અધિકારમાં ‘નિમિત્તનીસ્વિકૃતિ’ પ્રથમ લીધી છે
અને ત્યાર પછી જ ‘ઉપાદાન નિમિત્તમીમાંસાં’ નામનો અતિ ઉપયોગી વિષય લીધો છે. જીવોને
અનાદિ કાળથી નિમિત્તાધિન દ્રષ્ટિ છે તે છોડયા વિના કદી પણ નિજ ત્રિકાળી ઉપાદાન તરફ પોતાના
પુરુષાર્થની ગતિ વાળી શકે જ નહિ. તેથી આ પદ્ધતિ ઘણી સુંદર છે એમ કહેવું જોઈએ. ત્યારપછી
કતૃકર્મમીમાંસા, ષટ્કારક અને ક્રમનિયમિત (ક્રમબદ્ધ) પર્યાય મીમાંસા, એ વિષયો લીધા છે તે
ક્રમપણ તેટલો જ પ્રશંસનિય છે કેમકે જીવ પરનો અને રાગનો અકર્તા છે એમ યથાર્થપણે નક્કી કર્યા
વિના કદી પણ સ્વસન્મુખ થઈ શકે નહિ અને ‘ક્રમબદ્ધ પર્યાયનો સમ્યક્ નિર્ણય કરી શકે નહિ.
૭. આ પ્રમાણે જે જે વિષયો લેવામાં આવ્યા છે તે બધા ઘણા ઉપયોગી છે અને વર્તમાનમાં તે ખાસ
પ્રકારે ચર્ચાનો વિષય બની રહ્યા છે તેથી આ પુસ્તક અથાગ પરિશ્રમપૂર્વક લખીને પંડિતજીએ જૈન
સમાજ ઉપર ઉપકાર કર્યો છે અને એક અગત્યથી વસ્તુ પુરી પાડી છે.
૮. દરેક વિષયની ચર્ચા કરતા ચારે અનુયોગના તથા દર્શનશાસ્ત્રોના આધારો ઠેક ઠેકાણે આપીને સત્ય
સિદ્ધાન્ત જૈનાગમ પ્રમાણે શું છે તે સ્પષ્ટપણે સમજાવ્યું છે.
૯. હિન્દીભાષામાં પ્રસિદ્ધ થતાં વર્તમાન જૈન પુસ્તકોમાં આ પુસ્તક સવોત્તમ છે.
૧૦. આખા પુસ્તકનો બારીકીથી અભ્યાસ કરતા, તેમાં પંડિતજીનો ધર્માનુરાગ તથા શાસ્ત્રોના ઊંડા
અભ્યાસ સહિત વસ્તુસ્વરૂપ રજુ કરવાની તેમની અદઃભૂત શક્તિ જણાઈ આવે છે.
૧૧. આ પુસ્તકનો અભ્યાસ જિજ્ઞાસુઓ મોટા પ્રમાણમાં કરે છે અને તે ઘણું લોકપ્રિય નીવડયું છે.

PDF/HTML Page 9 of 25
single page version

background image
: : આત્મધર્મ : ૨૦૯
પ. પૂ. સદ્રગુરુદેવનાં જીવ અને અજીવ તત્વોનું
મૂળભૂત ભેદજ્ઞાન કરાવતાં પ્રવચનો
પ્રવચનસાર–પોષ વદ સં. ૨૦૧૭
હવે શરીરાદિ પરદ્રવ્ય પ્રત્યે પણ મધ્યસ્થપણું પ્રગટ કરે છે.
ગાથા–૧૬૦
णाहं देहो ण मणो ण चेव वाणी ण कारणं तेसिं ।
कत्ता ण ण कारयिदा अणुमंता णेव कात्तिणं ।। १६०।।
હું દેહ નહિ, વાણી ન, મન નહિં તેમનું કારણ નહિ;
કર્ત્તા ન કારયિતા ન, અનુમંતા હું કર્ત્તાનો નહિ.
(૧૬૦)
અન્વયાર્થ :– હું દેહ નથી, મન નથી, તેમજ વાણી નથી, તેમનું કારણ નથી, કર્ત્તાનો અનુમોદક નથી.
ધર્માત્માને શરીરાદિ પરપદાર્થ પ્રત્યે પક્ષપાત નથી
૧. ધર્મીજીવ શરીર, મન, વાણીને પોતાના માનતો નથી. શરીર, મન, વાણી પરદ્રવ્ય છે તેથી તેના
પ્રત્યે મને પક્ષપાત નથી એટલે કે આ શરીર આમ રહે તો ઠીક એવો મારો અભિપ્રાય નથી, આવા પ્રકારનું
શરીર હોય તો ઠીક એવી બુદ્ધિ નથી; ધર્મી જીવ શરીર, મન, વાણીને સદાય પરદ્રવ્ય સમજે છે, માટે તેમના
પ્રત્યે તેને પક્ષપાત નથી; વાણી વાણીના કારણે નીકળે છે, મારે કારણે નીકળતી નથી. પરદ્રવ્યની વર્તમાન
અવસ્થા કેવી રહેવી તે આત્માને આધિન નથી. વાણી જોરથી બોલાય તો ઠીક એવી ભાવનાવાળો
મિથ્યાદ્રષ્ટિ છે.
૨. શરીરનો હું સ્વામી થઈ શકતો નથી; શરીર, મન, વાણી પરદ્રવ્ય છે. શરીરની અવસ્થા થવાની
હોય તે થાય મારે તેનોં પક્ષપાત નથી. શરીર અનુકૂળ રહે તો ઠીક એવો પક્ષપાત ધર્મી કરતો નથી; જે
પક્ષપાત કરે છે તે મિથ્યાદ્રષ્ટિ છે.
૩. શરીર પડો કે રહો, વાણી મૌન રહે કે બોલાય એ પુદ્ગલની દશા છે, પરદ્રવ્ય પ્રત્યે મને પક્ષપાતનો
અભાવ થયો છે. જરા પણ પક્ષપાત નથી. જુઓ સમ્યગ્દ્રષ્ટિની ભાવના! હું નિત્ય જ્ઞાતા દ્રષ્ટા છું એવો યથાર્થ
નિશ્ચય છે, આમ હું અત્યંત મધ્યસ્થ છું, જરા પણ પક્ષપાત નથી એ નાસ્તિથી વાત કરી તો અસ્તિ શું છે? કે
શરીરની અવસ્થા જે થવાની હોય તે થાય, વાણી નીકળે અથવા ન નીકળે મારે તેની સાથે સંબંધ નથી.
પરપદાર્થની હું ભિન્ન છું, હું સર્વની મધ્યમાં સાક્ષીપણે જાણનાર છું. પરદ્રવ્યમાં આમ ફેરફાર થાય તો ઠીક અને
ન થાય તો ઠીક નહિ એવો પક્ષપાત મને નથી. અહો! હું શરીર, મન, વાણી આદિ પ્રત્યે મધ્યસ્થ છું.
૪. ‘તત્ત્વાર્થ શ્રદ્ધાન’માં–જીવ, અજીવ, આસ્રવ,

PDF/HTML Page 10 of 25
single page version

background image
ફાગણ : ૨૪૮૭ : :
બંધ, સંવર, નિર્જરા, અને મોક્ષ એમ સાત તત્ત્વની શ્રદ્ધા આવે છે. જીવ જ્ઞાતા છે, શરીર, મન, વાણી
વગેરે અજીવ છે, અજીવની પર્યાય (અવસ્થા) આવી હોય તો મને ઠીક પડે એમ માને તો જીવ અજીવની
એકતા બુદ્ધિ થાય છે. અજીવની પર્યાય ગમે તે હો, હું તો જાણનાર (જ્ઞાયક) છું એમ નિર્ણય કરી અજીવ
પ્રત્યે જીવ મધ્યસ્થા રહે તો ધર્મ થાય.
પ. આ વાત પાંચ પ્રકારે સમજાવી છે.–
(૧) આધાર, (૨) કારણ, (૩) કર્ત્તા, (૪) પ્રેરક–(કરાવનાર), (પ) અનુમોદક.
(૧) શરીરાદિનો આધાર અચેતન દ્રવ્ય છે, તેનો હું આધાર નથી.
૬. ખરેખર હું શરીર, મન, વાણી અને તેમના સ્વરૂપના આધારભૂત એવું અચેતન દ્રવ્ય નથી.
છાતીમાં આઠ પાંખડીના ખીલેલા કમળના આકારે સૂક્ષ્મ પરમાણુઓથી બનેલુ (જડ) મન છે. શરીર, મન
અને વચનના આધારભૂત અચેતન દ્રવ્ય તે હું નથી, તે મારૂં નથી, શરીર, મન આદિનો આધાર અચેતન દ્રવ્ય
છે તેથી હું તેનો આધાર નથી.
૭. આત્મા છે તો શરીર ચાલે છે–વાણી નીકળે છે. એમ નથી. ધર્માત્મા સમજે છે કે શરીરનાં
સ્વરૂપનો, મનનાં સ્વરૂપનો અને વાણીના સ્વરૂપનો હું આધાર નથી, મારા (–આત્માને) આધારે શરીર ઊંચું
થતું નથી; જીવ અજીવ સદા એકબીજાથી ભિન્ન છે. પુદ્ગળની વર્તમાન પર્યાય આધેય છે અને અચેતન તેનો
આધાર છે. હું જરા પણ આધાર નથી.
૮. દરેક પરમાણુમાં સદા સ્વતંત્ર આધાર નામનો ગુણ છે. તેના આધારે તેની નવી નવી અવસ્થા
થાય છે; તેથી શરીર ઊંચુ નીચું થવું તે આત્માને આધારે નથી.
૯. મિથ્યાદ્રષ્ટિ એમ માને છે કે શરીરાદિની અવસ્થા આમ હોય તો ઠીક પડે છે. શરીરની નિરોગતા તે
ખરેખર ધર્મનું સાધન છે એમ માની અજ્ઞાની તેમાં એકત્વ બુદ્ધિ કરે છે. આવી વાણી નીકળવી જોઈએ,
શરીરની એવી અવસ્થા થવી જોઈએ એમ મિથ્યાદ્રષ્ટિ માને છે.
૧૦. મધ્યસ્થ એટલે મધ્યમાં રહેલો. શરીરાદિની મધ્યમાં રહેલો છતાં હું અસંગ જ્ઞાતા દ્રષ્ટા રહેલ છું.
શરીરની કે હોઠની અવસ્થા તેના કાળે જ થાય છે. હાલવા ચાલવાની ક્રિયા અચેતન છે, મન–વાણી જડ છે
તેનો આધાર જડ દ્રવ્ય છે. મારા દ્રવ્યને આધારે શરીર રહેલ નથી. મારા આધારે વાણી નીકળતી નથી, મારા
આધારે મન રહેલ નથી, આત્માના આધારે શરીરની અવસ્થા થતી નથી.
૧૧. પ્રથમ શ્રેણીનો જૈન અર્થાત્ પહેલી શરૂઆતનો જૈન (શ્રાવક થવા પહેલાંનો જૈન) એમ માને છે
કે શરીર, મન, વાણીનું આધારભૂત અચેતન દ્રવ્ય છે, તે હું નથી.
(૨) આત્મા શરીરાદિની અવસ્થાનું કારણ નથી
૧૨. હવે કારણની વાત કરે છે, ધર્મીજીવ (સમ્યગ્દ્રષ્ટિ જીવ) એમ સમજે છે કે શરીર, મન, વાણી
અચેતન દ્રવ્ય છે. તેનું કારણ અચેતન દ્રવ્ય છે, હું નથી શરીર ચાલે છે, હોઠ ચાલે છે તેનું કારણ તે અચેતન
દ્રવ્ય છે હું નથી ક્ષણિક ઉપાદાનની યોગ્યતાથી તેની ગતિ સ્થિતિ થાય છે. નિમિત્તને લીધે શરીર આદિની
અવસ્થા થાય છે એમ માનનાર મિથ્યાદ્રષ્ટિ છે.
૧૩. ખરેખર આત્માના કારણપણા વિના અને આત્માના આધાર વિના જ શરીરની અનેક અવસ્થા
થાય છે. તેથી તેમના કારણપણાનો પક્ષપાત છોડી હું આ અત્યંત મધ્યસ્થ છું પરદ્રવ્યની અવસ્થા સ્વયં
(તેનાથી જ) થાય છે, રાગને લીધે ઈચ્છાને લીધે) પરની અવસ્થા થતી નથી. રાગ થાય તેનો હું વ્યવહારે
જ્ઞાતા દ્રષ્ટા છું, એમ સમજણ કરવી તે ધર્મ છે.

PDF/HTML Page 11 of 25
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : ૨૦૯
(૩) પુદ્ગળનું કર્ત્તાપણું પુદ્ગળમાં જ છે.
૧૪. હવે સ્વતંત્ર કર્ત્તાપણાથી બે દ્રવ્યનું ભેદજ્ઞાન વિચારે છે. જેમ હું પુદ્ગળના આધાર તથા
કારણપણે નથી એ જ પ્રકારે હું સ્વતંત્ર એવા શરીર, મન, વાણીનું કર્ત્તા એવું અચેતન દ્રવ્ય નથી. ‘સ્વતંત્રપણે
કરે તે જ કર્ત્તા’ ભગવાન આત્મા (દરેક આત્મા) ત્રણેકાળે જાણનાર સ્વરૂપ છે. પરંતુ કરનારરૂપે નથી. હું
સ્વયં ટકીને બદલનારો છું. સામે જ્ઞેય પુદ્ગલાત્મક પરમાણુ અનંત છે, તે સ્વયં તેનાથી ટકીને બદલવાની
શક્તિવાળાં છે. તેનો કર્ત્તા કોઈ ઈશ્વર નથી તેમજ કોઈ આત્મા પણ તેની અવસ્થાનો કર્ત્તા નથી અને કારણ કે
કર્ત્તા વિના પર્યાય થતી નથી માટે તે પદાર્થ જ તેની પર્યાયનો કર્ત્તા છે કેમકે જે કરે તે તે રૂપે થાય, પરિણમે તે
કર્ત્તા છે. પર્યાય પર્યાયવાનથી એકમેક હોય છે. અંશ અંશથી જુદો ન હોય; આમ ખરેખર કર્તૃત્વ પુદ્ગળનું
પુદ્ગળમાં હોવાથી, હું તેમના કર્ત્તાપણાનો પક્ષપાત છોડી, (હું) આ અત્યંત મધ્યસ્થ છું.
(૪) ખેરખર આત્મા શરીરની ક્રિયાનો પ્રેરક નથી
૧પ. આ શરીર આદિની જે જે અવસ્થા થાય છે તેનો પ્રયોજક કોણ છે? ખરેખર તે જ તેનું પ્રયોજક
છે. જો ખરેખર હું તેનો પ્રયોજક હોઉં તો મન અચેતનપણું આવે પણ તેઓ મારા વિના અર્થાત્ હું તેમના
કર્તૃત્વનો કરાવનાર હોયા વિના તેઓ ખરેખર કરાય છે. અને એવું જ પદાર્થનું સ્વરૂપ છે. સ્વથી સત્પણે છે
પરથી નથી એવું જ્ઞાનમાં, વાણીમાં અને પદાર્થમાં આવે છે, સર્વત્ર સ્વતંત્ર પદાર્થની પ્રસિદ્ધિ થઈ રહી છે.
એકને લીધે બીજાનું કાર્ય માનનારે પદાર્થનું સ્વરૂપ માન્યું નથી.
૧૬. ધર્મી જીવ તો ખરેખર એમ માને છે કે મારા કરાવ્યા વિના જ, તેઓ તેના પ્રયોજક છે મંડપ,
મકાન વગેરે જડ પદાર્થની યોજના એટલે વ્યવસ્થા થવી તેનો કર્ત્તા જડ છે, હું તેનો કરાવનાર નથી. તેની
યોજનાનો હું કર્ત્તા નથી.
(પ) આત્મા પરપદાર્થની અવસ્થાને અનુમોદનાર નથી.
૧૭. હવે છેલ્લો બોલ કહે છે. વળી વાસ્તવમાં, યથાર્થમાં હું સ્વતંત્ર એવા શરીર–મન–વાણીનો કર્ત્તા જે
અચેતન દ્રવ્ય તેનો અનુમોદક નથી. શરીરાદિનું રચનાર જડ દ્રવ્ય છે. તેનું અનુમોદન કરનાર હું નથી. શરીર
નિરોગ રહ્યું તે ઠીક થયું એવી અનુમોદનાપણે હું નથી; આ વાણી આમ નીકળે તો ઠીક એમ હું વાણીનો
અનુમોદક થતો નથી. અર્થાત્ તેમાં મારી સંમતિ નથી, તેથી કર્ત્તા, કારણ, આધાર, પ્રેરક, અનુમોદકપણાનો
પક્ષપાત હું છોડું છું. હું અત્યંત મધ્યસ્થ જ્ઞાતા છું. નિશ્ચયથી પુદ્ગળે તેની અવસ્થા કરી છે દરેક વસ્તુ
પોતેપોતાની અવસ્થા કરે છે પણ પરવડે થઈ નથી એમ અસ્તિ નાસ્તિથી દરેકે દરેક વસ્તુનું પરથી જુદાપણું
સાબીત થવું તે અનેકાન્ત છે.
૧૮. આ પ્રમાણે જીવ અજીવનું ભેદજ્ઞાન કરાવ્યું. જીવનો એક પણ અંશ અજીવમાં ભેળવે કે અજીવનો
એક પણ અંશ અજીવમાં ભેળવે કે અજીવનો એક પણ અંશ જીવમાં ભેળવે તો જીવને જીવ અજીવનું ભેદજ્ઞાન
કદી થાય નહીં. અને જેને આવું ભેદજ્ઞાન ન થાય તે જીવના ત્રિકાળી સ્વરૂપ અને આસ્રવનું ભેદજ્ઞાન કદી કરી
શકે નહીં એમ સમજવું.
।। ૧૬૦।।
ङ्क

PDF/HTML Page 12 of 25
single page version

background image
ફાગણ : ૨૪૮૭ : ૧૧ :
નિશ્ચય–વ્યવહાર મીમાંસા
(જૈન તત્ત્વ મીમાંસા અધિકાર નં. ૯)
હોતા પરકે યોગસે ભેદરૂપ વ્યવહાર,
દ્રષ્ટિ ફિરે નિશ્ચય લખે એકરુપ નિરધાર.
૧. કુલ દ્રવ્ય છ છે:–જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ આકાશ અને કાળ. તેમાંથી છેલ્લાં ચાર દ્રવ્ય એકક્ષેત્રા
વગાહી હોવા છતાં પણ સદાકાળ સંશ્લેષ–(ચોંટવારુપ ચીકાશ)ને કારણે થતી બંધરૂપ સંયોગી પર્યાય તેનાથી
રહિત જ રહે છે, પરન્તુ જીવો અને પુદ્ગલોની ચાલ (પદ્ધતિ) તેનાથી ભિન્ન છે. જે જીવો સંયોગરુપ
બંધપર્યાયથી મુક્ત થઈ ગયા છે તે તો મુક્ત થયાના ક્ષણથી સદાકાળ સંશ્લેષરુપ બંધથી રહિત થઈને જ રહે
છે અને જે જીવ હજુ મુક્ત થયા નથી તેઓ વર્તમાનમાં તો સંશ્લેષરૂપ બંધથી યુક્ત (જોડાયેલા) જ છે,
ભવિષ્યમાં પણ જ્યાં સુધી તેઓ મુક્ત નહિ થાય ત્યાં સુધી તેઓની આ સંશ્લેષરૂપ આ બંધપર્યાયનો અંત
થવો જ જોઈએ એવો એકાન્ત નિયમ નથી, કેમ કે જેઓ અભવ્ય અને અભવ્યો સમાન જ ભવ્ય છે તેમને તો
આ સંશ્લેષરૂપ બંધપર્યાયનો કદી અંત થતો નથી; હા, જે તેનાથી જુદા ભવ્ય જીવો છે તેઓ કદીને કદી આ
સંશ્લેષરૂપ બંધપર્યાયનો અંત કરીને અવશ્ય જ મુક્તિને પાત્ર બનશે. આ પ્રમાણે બધા જીવોની વ્યવસ્થા છે.
પુદ્ગલોની વ્યવસ્થા પણ આ જ પ્રકારની છે. તફાવત માત્ર એટલો છે કે ઘણાંય પુદ્ગલ સદાકાળ બંધ–મુક્ત
રહે છે, ઘણાંય પુદ્ગળ સદાકાળ બંધનબદ્ધ (–બંધનથી બંધાએલાં) રહે છે અને ઘણાંય પુદ્ગળ બંધાઈને છૂટી
જાય છે અને છૂટીને ફરી બંધાય પણ જાય છે. (જીવમાં તેમ નથી)
૨. આ તો આ લોકમાં* કયું દ્રવ્ય કયા રુપમાં અવસ્થિત છે તેનો વિચાર થયો. હવે કારણ–કાર્યની
દ્રષ્ટિથી એ દ્રવ્યોથી જે સ્થિતિ છે તે ઉપર સંક્ષેપથી પ્રકાશ નાખવામાં આવે છે.
૩. જે ધર્માદિ ચાર દ્રવ્ય, શુદ્ધ જીવ તથા પુદ્ગલ પરમાણુ છે તેમની સર્વપર્યાયો પરથી નિરપેક્ષ થાય છે
અને જે પુદ્ગલ સ્કંધ (બંધાયેલોપિંડ) તથા સંસારી જીવ છે તેમની પર્યાયો સ્વપર સાપેક્ષ થાય છે. આ છ
દ્રવ્યોની પરનિરપેક્ષ પર્યાયોનું નામ ‘સ્વભાવ પર્યાય’ છે તથા જીવો અને પુદ્ગલોની જે સ્વપર સાપેક્ષ
પર્યાયો થાય છે તેનું નામ ‘વિભાવપર્યાય’ છે. આ છ એ દ્રવ્યોની અર્થપર્યાયો અને વ્યંજન પર્યાયો થવામાં
આ જ એક નિયમ જાણી લેવો જોઈએ. એટલું અવશ્ય છે કે સંસારી જીવોની પણ સ્વભાવ સન્મુખ થઈને જે
ગુણની જે સ્વભાવપર્યાય પ્રગટ થાય છે તે પણ પરનિરપેક્ષ થાય છે.
૪. ટૂંકામાં આ પ્રકરણમાં ઉપયોગી આ જ્ઞેયતત્ત્વમીમાંસા છે. જે જ્ઞાન હીનતા–અધિકતા રહિત, સંશય,
વિપર્યય અને અનધ્યવસાય (અનિર્ધાર, અચોકસતા) રહિત થઈને તેને (જ્ઞેયતત્ત્વને) તે જ રુપે જાણે છે તે
સમ્યગ્જ્ઞાન છે.
૧–જાણે.
* આ–પ્રત્યક્ષ; વિદ્યમાન છ દ્રવ્યના સમૂહને લોકજગત–વિશ્વ કહેલ છે; જેમાં જીવાદિ છ દ્રવ્યો જોવામાં આવે છે તેને લોક કહે
છે.

PDF/HTML Page 13 of 25
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : ૨૦૯
પ. દર્શનશાસ્ત્રમાં સ્વસમયનું નિરૂપણ કરતી વખતે એવા જ જ્ઞાનને ‘પ્રમાણજ્ઞાન’ સંજ્ઞા આપવામાં
આવી છે. પ્રકૃતમાં (–યથાર્થમાં) સમ્યગ્જ્ઞાન દર્પણના સ્થાને છે. સ્વચ્છ દર્પણમાં જે પદાર્થ જે રુપમાં
અવસ્થિત હોય છે તે, તે જ રુપમાં પ્રતિબિમ્બિત થાય છે એ જ સમ્યગ્જ્ઞાનની સ્થિતિ છે. જેમ દર્પણમાં
સમસ્ત વસ્તુ અખંડભાવે પ્રતિબિમ્બિત થાય છે તેમ પ્રમાણ જ્ઞાનમાં પણ સમગ્રવસ્તુ ગુણ–પર્યાયના ભેદ કર્યા
વિના અખંડભાવે વિષયભાવને પામે છે. પણ તેનો અભિપ્રાય એમ નથી કે પ્રમાણજ્ઞાન ગુણોને અને
પર્યાયોને નથી જાણતું. જાણે છે અવસ્ય, પરન્તુ તે તેના સહિત સમગ્ર (–સમસ્ત) વસ્તુને ગૌણ–મુખ્યનો ભેદ
કર્યા વિના યુગપત્ (એકીસાથે) જાણે છે. આના આશ્રયે જ્યારે કોઈ એક વસ્તુને કોઈ એક ધર્મની
મુખ્યતાથી પ્રતિપાદન પણ કરવામાં આવે છે ત્યારં તેમાં બીજા સંપૂર્ણ વસ્તુનું કથન કરવાવાળો માનવામાં
આવ્યો છે. આ તો પ્રમાણજ્ઞાન અને તેના આશ્રયે થવાવાળા વચન વ્યવહારની સ્થિતિ છે.
૬. હવે થોડો નયદ્રષ્ટિથી તેનો વિચાર કરીએ, એમતો સમ્યગ્દ્રષ્ટિનાં ક્ષાયોપશયિક અને ક્ષાયિક રૂપે
જેટલાં જેટલાં કોઈ પણ જ્ઞાન છે તે બધાં પ્રમાણ જ્ઞાન જ છે, પરન્તુ પ્રમાણજ્ઞાનનો શ્રુતજ્ઞાન એક એવો ભેદ
છે કે જે પ્રમાણજ્ઞાન અને નયજ્ઞાન એમ ઉભયરૂપ હોય છે.
तत्र प्रमाणं द्विविधम्–स्वार्थं परार्थं च। तत्र स्वार्थं प्रमाणं श्रुतवर्ज्जम्। श्रुतं पुनः स्वार्थं भवति
परार्थं च। ज्ञानात्मकं स्वाथं वचनात्मकं परार्थम्। तद्विविकल्पा नयाः।
પ્રમાણના બે ભેદ છે સ્વાર્થ અને પરાર્થ તેમાંથી શ્રુત સિવાયનાં બાકીના બધાં જ્ઞાન સ્વાર્થપ્રમાણ છે,
પરન્તુ શ્રુતજ્ઞાન સ્વાર્થ અને પરાર્થ બન્ને પ્રકારનું છે. જ્ઞાનાત્મક સ્વાર્થ પ્રમાણ છે અને વચનાત્મક પરાથ
પ્રમાણ છે. તેનો ભેદ નય છે.
૮. તાત્પર્ય એ છે કે અવધિજ્ઞાન, મનઃપર્યયજ્ઞાન અને કેવળજ્ઞાન ઈન્દ્રિય આદિને નિમિત્ત કર્યા વિના
જ વિષયને ગ્રહણ કરવા માટે પ્રવૃત્ત થાય છે, તેથી એ તો પોતપોતાની યોગ્યતાઅનુસાર સમગ્ર વસ્તુને
અશેષ (સંપૂણ) ભાવથી ગ્રહણ કરે છે તેમાં સંદેહ નથી. પણ જે જ્ઞાન પાંચ ઈન્દ્રિયો, મન અને પ્રકાશ આદિને
નિમિત્ત કરીને પ્રવૃત્ત થાય છે તે પણ સમગ્ર વસ્તુને અશેષભાવથી ગ્રહણ કરે છે, કેમકે તે જ્યાંથી મનને
નિમિત્ત કરી ચિન્તનધારાનો પ્રારંભ થાય છે તેનાથી પૂર્વવર્તી જ્ઞાન છે.
૯. હવે રહ્યું શ્રુતજ્ઞાન તે આ ચિન્તનધારાના બેઉરૂપે હોવાથી બન્નેરૂપ માનવામાં આવ્યું છે [બે પ્રકાર
એટલે પ્રમાણરૂપ અને નયરૂપ] શ્રુતજ્ઞાનમાં મનનો જે વિકલ્પ અખંડભાવે વસ્તુનો સ્વીકાર કરે છે તે
પ્રમાણજ્ઞાન છે અને જે વિકલ્પ૧ કોઈ એક અંશને મુખ્ય કરી અને બીજા અંશને ગૌણ કરી વસ્તુનો સ્વીકાર
કરે છે તે નયજ્ઞાન છે.
૧૦. સમ્યક્શ્રુતનો ભેદ હોવાથી નયજ્ઞાન પણ તેટલું જ પ્રમાણ છે કે જેટલું પ્રમાણજ્ઞાન છે, તો પણ
શાસ્ત્રકારોએ તેને જે અલગરૂપે ગણતરીમાં લીધું છે તેનું કારણ વિવક્ષા વિશેષ (ખાસ પ્રકારનું કથન) ને
દેખાડવા માત્ર છે.
જે જ્ઞાન સમગ્ર વસ્તુને અખંડભાવે સ્વીકાર કરે છે તેની તેઓએ પ્રમાણ સંજ્ઞા રાખી છે અને જે જ્ઞાન
સમગ્ર વસ્તુના કોઈ એક અંશને મુખ્ય કરી અને બીજા અંશને ગૌણ કરી સ્વીકાર કરે છે તેની તેઓએ નય
સંજ્ઞા રાખી છે.
૧૧. સમ્યગ્જ્ઞાનના પ્રમાણ અને નય બે ભેદ કરવાનું એ જ કારણ છે, પણ એ ભેદોને જોઈને જો
૧. વિકલ્પ–ભેદ; વ્યાપાર.

PDF/HTML Page 14 of 25
single page version

background image
ફાગણ : ૨૪૮૭ : ૧૩ :
કોઈ સર્વથા એમ સમજે કે સમ્યગ્જ્ઞાનનો ભેદ હોવા છતાં પણ પ્રમાણજ્ઞાન યથાર્થ છે પરન્તુ નમ્રજ્ઞાન
નથી, તો તેનું એ રીતે સમજવું યથાર્થ નથી કેમ કે જે પ્રકારે પ્રમાણજ્ઞાન દ્વારા જે વસ્તુ જે રૂપમાં અવસ્થિત હોય
છે તે રૂપે જાણવામાં આવે છે તે જ પ્રકારે નયજ્ઞાનનું પ્રયોજન પણ યથાવસ્થિત વસ્તુનું જ્ઞાન કરાવવાનું છે.
૧૨. એ બન્નેમાં કાંઈ અંતર હોય તો એટલું જ કે પ્રમાણજ્ઞાનમાં અંશભેદ અવિવક્ષિત રહે છે, જ્યારે
નયજ્ઞાનમાં અંશભેદ વિવક્ષિત હોવાથી તે દ્વારા વસ્તુનો સ્વીકાર કરવામાં આવે છે તેથી નયનું લક્ષણ કરતાં
આચાર્ય શ્રી પૂજ્યપાદ સર્વાર્થસિદ્ધિ (અ. ૧. સૂ. ૩૩)માં કહે છે કે:–
અનેકાન્તાત્મક વસ્તુમાં વિરોધવિના વસ્તુની મુખ્યતાથી સાધ્ય વિશેષની યથાર્થતાને પ્રાપ્ત કરાવવામાં
સમર્થ પ્રયોગને નય કહે છે.
૧૩. આચાર્ય શ્રી પૂજ્યપાદે નયનું આ લક્ષણ નયસપ્તભંગીને લક્ષમાં લઈને વચનનયનું કહ્યું છે.
તત્ત્વાર્થવાર્ત્તિકમાં નયનું લક્ષણ કરતી વખતે ભટ્ટ અકલંકદેવની પણ તે જ દ્રષ્ટિ રહી છે. જ્ઞાન સમ્બન્ધી નયનું
લક્ષણ કરતાં નયચક્રમાં આવું વચન આવે છે કે– “વસ્તુના એક અંશને ગ્રહણ કરવાવાળો જે જ્ઞાનીનો વિકલ્પ
(વ્યાપાર) હોય છે કે જે શ્રુતજ્ઞાનનો એક ભેદ છે તેને અહીં નય કહેવામાં આવેલ છે, અને જે નયજ્ઞાનનો
આશ્રય કરે છે તે જ્ઞાની છે.” ૧૭૪.
૧૪. અહીં પ્રશ્ન થાય છે કે વસ્તુ તો અનેકાન્તાત્મક છે તેમાં એક અંશને ગ્રહણ કરવાવાળા જ્ઞાનને નય
કહેવો ઉચિત નથી. આ પ્રશ્ન નયચક્રના કર્તાની સામે પણ રહ્યો છે. તેઓ તેનું સમાધાન કરતાં કહે છે કે:–
“કારણ કે નય વિના મનુષ્યને સ્યાદ્વાદની પ્રતિપત્તિ–(પ્રતીતિ) થતી નથી તેથી જે એકાન્તના આગ્રહથી મુક્ત
થવા માગે છે તેને નય જાણવા યોગ્ય છે.” ૧૭પ.
૧પ. આ તત્ત્વને પુષ્ટ કરતાં વળી તેઓ કહે છે:– “જેમ સમ્યક્ત્વમાં શ્રદ્ધાની મુખ્યતા છે, જેમ ગુણોમાં
તપની મુખ્યતા છે અને જેમ ધ્યાનમાં એકરસ ધ્યેયની મુખ્યતા છે તેવી જ રીતે અનેકાન્તની સિદ્ધિમાં નયની
મુખ્યતા છે” ૧૭૬.
૧૬. અહીં પ્રશ્ન થાય છે કે અનેકાન્તની સ્રિદ્ધિ પ્રમાણ સપ્તભંગી દ્વારા થઈ જાય છે. તેને માટે
નયસપ્તભંગીની આવશ્યકતા નથી, તેથી સમ્યગ્જ્ઞાન પ્રમાણરૂપ જ ભલે રહે, તેનો એક ભેદ નય પણ છે એવું
માનવાની શી જરૂર છે? સમાધાન એમ છે કે જે કાંઈ વચનપ્રયોગ થાય છે તે નયસ્વરૂપ જ હોય છે. લોકમાં
એવું એક પણ વચન હોતું નથી કે જે ખાસ ધર્મવડે વસ્તુનું પ્રતિપાદન ન કરતું હોય. ઉદાહરણરૂપે ‘દ્રવ્ય’ શબ્દ
જ લઈએ. તેને આપણે ‘જે ગુણ–પર્યાયવાળું હોય’ કે ‘ઉત્પાદ, વ્યય અનેઘ્રૌવ્ય સહિત હોય’ આ અર્થમાં રૂઢ
કરીને દ્રવ્યની વ્યાખ્યા કરીએ છીએ પણ તેનો યૌગિક અર્થ ‘જે દ્રવે છે અર્થાત્ અન્વિત હોય છે તે દ્રવ્ય’ એ
જ થાય છે, માટે જેટલો વચનવ્યવહાર છે તે તો નયરુપ જ છે. તો પણ આપણે પ્રમાણસપ્તભંગીના દરેક
ભંગમાં કોઈ ઠેકાણે સ્યાત્ શબ્દ વડે અભેદવૃત્તિ કરીને અને કોઈ ઠેકાણે તે જ વડે અભેદ ઉપચાર કરીને તે
સર્વ ભંગોના સમુદાયને પ્રમાણસપ્તભંગી કહીએ છીએ.
૧૭. પ્રથમ ભંગ દ્રવ્યાર્થિક નયની મુખ્યતાથી કહેવામાં આવે છે. તેમાં અભેદવૃત્તિ વિવક્ષિત રહે છે,
બીજો ભંગ પર્યાયાર્થિકનયની મુખ્યતાથી કહેવામાં આવે છે માટે તેમાં અભેદઉપચાર વિવક્ષિત રહે છે અને
બાકીના પાંચ ભંગ ક્રમથી અક્રમથી (એક સાથે) બન્ને નયોની મુખ્યતાથી કહેવામાં આવે છે, માટે તેમાં એ
જ વિધિથી અભેદવૃત્તિ અને અભેદઉપચારની મુખ્યતા રહે છે. દરેક વચન નયસ્વરૂપ જ હોય છે પણ તે
વક્તાની વિવક્ષા (કહેવાનો ઈરાદો) ઉપર આધાર રાખે છે કે તે કયે ઠેકાણે, કયા વચનનો, કયા અભિપ્રાયથી
પ્રયોગ કરી રહેલ છે. તેથી તત્ત્વ અને તીર્થની સ્થાપના

PDF/HTML Page 15 of 25
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : ૨૦૯
કરવા માટે નયોની આવશ્યકતા છે. એમ અહીં સમજવું જોઈએ.
એ તો અમે પહેલાં જ બતાવી દીધું છે કે દરેક દ્રવ્ય ન સામાન્ય સ્વરુપ છે તથા ન વિશેષ સ્વરુપ જ
છે, પરન્તુ તે ઉભય સ્વરુપ છે. તેથી તે દ્વારા તે વસ્તુને ગ્રહણ કરવાવાળા નય પણ બે પ્રકારના છે–દ્રવ્યાર્થિક
અને પર્યાયાર્થિક.
૧૮. જે વિકલ્પજ્ઞાન પર્યાયને ગૌણ કરીને દ્રવ્યના સામાન્ય અંશ દ્વારા તેને (દ્રવ્યને) જાણે છે તે
દ્રવ્યાર્થિક નય છે અને જે વિકલ્પજ્ઞાન સામાન્ય અંશને ગૌણ કરીને દ્રવ્યના વિશેષ અંશ દ્વારા તેને જાણે છે તે
પર્યાયાર્થિક નય છે. આમ સર્વનયોના આધારરુપ મુખ્ય નય બે જ છે અને તેના આશ્રયે પ્રવૃત્ત થવાવાળો
વચન વ્યવહાર પણ બે પ્રકારે પ્રવૃત્ત થાય છે. દ્રવ્યના સામાન્ય અંશને મુખ્ય કરીને તથા વિશેષઅંશને ગૌણ
કરીને પ્રવૃત્ત થવાવાળો વચનવ્યવહાર અને દ્રવ્યના વિશેષઅંશને મુખ્ય કરીને તથા સામાન્ય અંશને ગૌણ
કરીને પ્રવૃત્ત થવાવાળો વચન વ્યવહાર.
૧૯. શબ્દાદિક ત્રણ નય પણ પર્યાયાર્થિક નયના પેટાભેદ માનવામાં આવ્યા છે, તેથી આ ઉપરથી કોઈ
આ શંકા કરે કે જ્યારે દ્રવ્યના સામાન્ય અંશનું પ્રતિપાદન કરવાવાળું કોઈ વચન જ હોતું નથી એવી
અવસ્થામાં દ્રવ્યના સામાન્ય અંશને મુખ્ય અને વિશેષ એશને ગૌણ કરીને પ્રવૃત્ત થવાવાળો વચન વ્યવહાર
હોય છે. એવું કથન કેમ કરવામાં આવ્યું છે? તો તેના દ્વારા એવી શંકા કરવી બરાબર નથી, કેમકે શબ્દાદિક
નયોમાં એક અર્થમાં
[વ્યાકરણ શાસ્ત્ર કથિત] લિંગાદિના ભેદથી જે શબ્દ પ્રયોગ થાય છે અથવા રૌઢિક
(રૂઢિ સંબંધી) અને યૌગિક અર્થમાં જ શબ્દ વપરાય છે તે કયે ઠેકાણે, કયા રૂપમાં માન્ય છે એટલો જ
વિચાર કરવામાં આવે છે. જ્યારે પ્રકૃતમાં (વાસ્તવિક; અસલમાં) જે કોઈ વચન વ્યવહાર થાય છે તેમાં કોણ
વચન વ્યવહાર દ્રવ્યના સામાન્ય અંશને મુખ્ય અને વિશેષ અંશને ગૌણ કરીને પ્રવૃત્ત થયો છે તથા કોણ
વચન વ્યવહાર દ્રવ્યના વિશેષ અંશને મુખ્ય અને સામાન્ય અંશને ગૌણકરીને પ્રવૃત્ત થયો છે તેનો વિચાર
કરવામાં આવ્યો છે. તાત્પર્ય એ છે કે પર્યાયની દ્રષ્ટિથી કયા અર્થમાં કયા પ્રકારનો વચનપ્રયોગ કરવો બરાબર
છે એ વિચાર શબ્દાદિક નયોમાં કરવામાં આવે છે તથા આ વિષયમાં તો જે કોઈ વચનવ્યવહાર થાય. છે તે
કયાં કઈ અપેક્ષાથી કરવામાં આવેલ છે એ દ્રષ્ટિ મુખ્ય છે. માટે ઉપર કહેલ બન્ને કથનોમાં કોઈ વિરોધ ન
માનવો જોઈએ.
૨૦. આ રીતે મુખ્ય નય બે છે–દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નય. આગમમાં નયોના નૈગમ આદિ જે
સાત ભેદ જોવામાં આવે છે તે બધા એ જ બે નયોના પેટા ભેદ છે. માત્ર નૈગમનયના વિષયમાં વિશેષ કહેવા
યોગ્ય છે જે અન્ય સ્થાનોથી જાણી લેવું જોઈએ. વિશેષ પ્રયોજન ન હોવાથી તેની અહીં મીમાંસા કરશું નહિ.
૨૧. નયદ્રષ્ટિથી વિભાગ પાડીને પદાર્થોને જાણવાની આ એક પદ્ધતિ છે. એ ઉપરાન્ત વસ્તુસ્વભાવ
અને કાર્ય–કારણ પરમ્પરા સહિત પદાર્થોને જાણવાની એક બીજા નયપદ્ધતિ છે કે જે મોક્ષમાર્ગમાં ખાસ
પ્રયોજનવાળી હોવાથી ‘અધ્યાત્મનય’ શબ્દદ્વારા કહેવામાં આવે છે.
૨૨. કહેવાનો ભાવ એ છે કે જે ઠેકાણે શબ્દ વ્યવહારની મુખ્યતાથી કે તેની મુખ્યતા કર્યા વિના
ઉપચરિત અને અનુપચરિત (–નિશ્ચય) કથનને સમનભાવે સ્વીકારી કરીને દ્રવ્ય, ગુણ અને પર્યાયની દ્રષ્ટિથી
સર્વ પદાર્થોના ભેદાભેદનો વિચાર કરવામાં આવ્યો છે તે ઠેકાણે એવો વિચાર કરવા માટે નૈગમાદિ નયોની
પદ્ધતિ સ્વીકાર કરી છે, પણ જ્યાં આત્મસિદ્ધિમાં પ્રયોજનવાન દ્રષ્ટિને પ્રાપ્ત કરવા માટે કોણ કથન ઉપચરિત
છે અને કોણ કથન અનુપચરિત છે તેની મીમાંસા કરવામાં આવી છે ત્યાં બીજી નયપદ્ધતિ સ્વીકારવામાં
આવી છે, આ પ્રકરણમાં બીજી નય પદ્ધતિની મીમાંસા કરવી મુખ્ય પ્રયોજન હોવાથી તેના જ આશ્રયે વિચાર
કરે છે:
[ક્રમશ:]
(જૈન તત્ત્વમીમાંસા પૃ. ૧૯૬.)

PDF/HTML Page 16 of 25
single page version

background image
ફાગણ : ૨૪૮૭ : ૧પ :
પદ્મનંદી પંચવિંશતિકા –
દાન અધિકાર
પરમ પૂજ્ય સદગુરૂદેવ શ્રી કાનજીસ્વામીનું પ્રવચન – –

જામનગર મંગળવાર તા. ૧૭–૧–૬૧ મહા સુદી ૧
૧. આચાર્ય જગતના જીવોને લોભરૂપી ઉંડા કૂવાની ભેખડમાંથી બહાર કાઢવા માટે તૃષ્ણા ઘટાડવાનો
ઉપદેશ કરે છે.
૨. દાનમાં પુણ્યભાવ છે અને અ ધર્મીજીવને પણ હોય છે.
૩. અહીં દાનની વાત ધર્મી જીવની મુખ્યતાથી કહે છે.–આ આત્મા શુદ્ધ જ્ઞાનની મૂર્તિ છે શરીર, મન
વાણીથી પાર છે, પુન્ય પાપના ભાવ થાય તે કૃતિમ, અનિત્ય ઉપાધિ છે, બાહ્ય સંયોગોને ઉપાધિ કહેવી તે
વ્યવહાર કથન છે. ખરેખર સંયોગ ઉપાધિ નથી પણ નિરૂપાધિક જ્ઞાતા દ્રષ્ટાનું ભાન ભૂલીને જેટલી શુભાશુભ
લાગણી પ્રગટ કરે તે ચૈતન્ય સ્વભાવથી વિરુદ્ધ ઉપાધિભાવ છે–તેનાથી બંધન છે. ધર્મ જુદો છે પુન્ય જુદી
ચીજ છે એટલે કે બંધનનું કારણ છે. માટે પ્રથમ શ્રદ્ધામાં પુણ્ય–પાપ બેઉને ઉપાધિ જાણી દૂર કરવા માગે તે
ધર્મી છે.
રાગ ઢળી જાય પછી શ્રદ્ધા થાય એમ નથી. રાગ હોવા છતાં તેનાથી ભેદજ્ઞાન વડે સ્વસન્મુખ થઈ
આત્માનો અનુભવ થઈ શકે છે. જેમજળમાં શેવાળને દૂર કરી તૃષાવંત પ્રાણી તૃષા ટાળવા માટે સ્વચ્છ જળ
પીવે છે. તેમ પુણ્યપાપરૂપી સેવાળને ભેદજ્ઞાન વડે દૂર કરીને નિરૂપાધિક સ્વરૂપનો અનુભવ થઈ શકે છે–પુણ્ય
કરતાં કરતાં પવિત્રતા થશે એમ કહેનારા ધર્મના નામે અધર્મનું પોષણ કરે છે,–ધર્મ એટલે આત્મામાં સ્વાશ્રતે
થતી નિર્મળદશા અથવા સુખ; તેને સાધનારા સાધક કહેવાય છે, તેને ધર્મની મૂર્તિ કહેવાય છે.
૪. જેના હૃદયમાં ધર્મની રૂચિ છે તે સ્વર્ગના દેવો પણ મનુષ્યપણામાં આવી ધર્મની સાધના જલ્દી પૂર્ણ
કરવાની ભાવના ભાવે છે. અને વીતરાગતા ટકી રહે એમ ધર્મી પ્રત્યે બહુમાન લાવી, દાન દેવાની ભાવના
ભાવે છે. એ રીતે ક્યારે મનુષ્યપણું પામીને આત્મકાર્ય પૂર્ણ કરીએ એવી ધર્મી દેવો ભાવના ભાવે છે.
પ. વિકારની પાર જ્ઞાયકપણાની દ્રષ્ટિ જેને થઈ છે તે ધર્મદ્રષ્ટિવંત થયો કહેવાય. તેને દાન, પૂજા
ભકિતનો શુભભાવ આવે છે–ધર્માત્માને–સંતોને બરાબર ઓળખે છે અને દાન આપે છે, તથા અનુમોદના કરે
છે. ત્રણેકાળ સાધકજીવો એટલે વીતરાગતાને સાધનારા ટકી રહો ને હું શીધ્ર પૂર્ણ પરમાત્મ દશા પ્રાપ્ત કરૂ
એવી ભાવના ધર્મી જીવને હોય છે.

PDF/HTML Page 17 of 25
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : ૨૦૯
૬. સંસારની રૂચિ વડે અનંત અનંતકાળ પરિભ્રમણ કર્યા તેમાં દેહાદિથી ભિન્ન અસંગ જ્ઞાનમાત્ર
ચૈતન્ય જ્ઞાનાનંદરૂપ હું છું એવી દ્રષ્ટિ એક સમય માત્ર પણ કરી નથી.– પુણ્યપાપના અસંખ્ય ભેદ છે તેમાં
પુન્યના શુભભાવ પણ અનંતવાર કર્યા પણ સર્વ વિકારથી પાર હું જ્ઞાનાનંદ મૂર્તિ છું એવા આત્માનું ભાન
કર્યું નથી.
૭. સર્વજ્ઞ વીતરાગ દેવાધિદેવ પરમાત્મા થયા તેમને ત્રણકાળ ત્રણ લોકવર્તી સર્વ પદાર્થનું જ્ઞાન થયું.
તેમણે કહ્યું છે કે અનાદિથી સંસારની રૂચિને લીધે તેં તને ઓળખ્યો જ નથી.–જેમ ધુંમાડાની આડમાં અગ્નિ ન
દેખાય તેમ પુન્યપાપ અને પરાશ્રયની આડમાં ચૈતન્ય જ્યોતિ ન દેખાય; આમ વ્યવહારની રૂચિ સંસારની
રૂચિના કારણે અવિકારી જ્ઞાનાનંદ મૂર્તિનો સાક્ષાત્કાર તેં કદી કર્યો નથી, તેમાં તારો દોષ છે, કોઈ કર્મ, ક્ષેત્ર
સંયોગનો દોષ નથી.
પરપદાર્થના સંયોગ–વિયોગ કરવા જીવના અધિકારની વાત નથી. જીવ પોતામાં શુભઅશુભ ભાવને
કરે, ઈચ્છા કરે, સમ્યકજ્ઞાન કરે–મિથ્યાજ્ઞાન કરે, પરમાં કાંઈ કરી શકે નહીં.
૮. સવારે એક ગ્રેજ્યુએટ બહેને આજીવન બ્રહ્મચર્ય અંગીકાર કર્યું. કોઈને પ્રશ્ન થાય કે આ શું? તો
તેમાં શરીર, વાણી, મનથી પ્રતિજ્ઞા પાળવાના ભાવ તે શુભભાવ કહેવાય છે, તે વ્રત ન કહેવાય પણ પ્રતિજ્ઞા
કહેવાય છે. સમ્યક્દર્શન ઉપરાન્ત નિશ્ચય બ્રહ્મચર્યાદિ વ્રત વિના વ્યવહાર વ્રત હોય શકે નહિ.
૯. પુન્યપાપ (રાગ) રહિત અતીન્દ્રિય જ્ઞાનાનંદ સ્વરૂપમાં નિર્મળશ્રદ્ધા જ્ઞાનમાં એકાગ્રતારૂપે ચરવું
તેનું નામ પરમાર્થે (નિશ્ચયે) વ્રત અને બ્રહ્મચર્ય છે– ‘બ્રહ્મ’ નામ જ્ઞાનાનંદમય પોતાનો આત્મા તેમાં
શુદ્ધદ્રષ્ટિ–જ્ઞાન–લીનતા વડે સ્થિરતા થાય અને રાગ ત્રુટતો જાય તેને સમ્યક્દર્શન પૂર્વક વ્રત કહેવામાં આવે
છે. આ વિના માત્ર પુરૂષને સ્ત્રીનો ત્યાગ અને સ્ત્રીને પુરૂષના ત્યાગરૂપે પ્રતિજ્ઞામાત્રથી જ્ઞાનાનંદ સ્વરૂપમાં
વિંટાવારૂપ વ્રત ન કહેવાય–હાં, સાધારણ નૈતિક જીવનની ભૂમિકામાં પણ કૂશીલ ન હોય, લોક નિંદ્ય
અનાચાર ન હોય, વ્યવહારમાં વિવેકી જીવો સ્વ પર સ્ત્રી, પુરુષમાં વિષયનો ત્યાગ કરે, તે ભાવને
શુભભાવરૂપી બ્રહ્મચર્ય કહેવામાં આવે છે, તેને પ્રતિજ્ઞા કહેવાય. વ્રત જુદી ચીજ છે.–નિશ્ચયે વ્રત તો ચારિત્ર છે
તે તો જ્ઞાનાનંદ સ્વરૂપમાં શ્રદ્ધા દ્વારા અને સ્થિરતા દ્વારા વિંટાઈ જાય તેને હોય છે.
૧૦. ચારિત્રના કારણરૂપ નિશ્ચયસમ્યકદર્શન પ્રથમ જોઈએ, જ્યાં તે ન હોય ત્યાં ચારિત્ર, વ્રત, તપ
ત્રણ કાળમાં હોઈ શકે નહિ. સમ્યકદર્શન થયા પહેલાં સાચા દેવ, શાસ્ત્ર ગુરૂની ઓળખાણ અને પૂજા ભક્તિ
દાનાદિના ભાવ ધર્મ–જિજ્ઞાસુઓને આવે છે પણ તે શુભભાવ છે તેની ખતવણી–પુન્યબંધનમાં થવી જોઈએ.
પુણ્ય કરતાં કરતા ધર્મ થશે એમ માને તો મિથ્યાત્વની પૂષ્ટિ થાય છે. વળી ધર્મનું સ્વરૂપ તેનાથીય સમજી
શકાય નહિ.
૧૧. પ્રથમ તો તત્ત્વજ્ઞાન દ્વારા સ્વ–પરનું સ્વરૂપ જેમ છે તેમ જાણવું જોઈએ. અનુભવ પ્રકાશ ગ્રંથમાં
આવે છે કે આ નોકર્મ એટલે શરીરની અંદર જ્ઞાનાવરણાદિ દ્રવ્ય કર્મરૂપી કોટ છે, તે કોટની અંદર પુન્યપાપના
વિકલ્પનો કોટ છે, તેનાથી ભિન્ન અંદરમાં જાગતી જ્યોતિ ચૈતન્યચમત્કાર, પ્રભુ, સચ્ચિદાનંદ આત્મા પોતે
શાશ્વત બિરાજમાન છે. તે રજકણમાં શરીરની ક્રિયામાં ગોતતાં મળશે નહિ,–પુન્યપાપ વિકારની આડમાં નહીં
મળે. બાહ્યમાં કોઈ તીર્થક્ષેત્રે, ડુંગરે, ખોજે નહીં મળે. સાક્ષાત્ અર્હંત પરમાત્મા પાસે ધર્મસભામાં જાય તો તે
પણ કાંઈ આપી દેતા નથી.
૧૨. બહારની અને વિકલ્પની અપેક્ષા રહિત હું જ્ઞાયક છું, એની અંદરમાં પ્રતિત–જ્ઞાન અનુભવ કરે
તો શરૂઆતના ધર્મીને અવિરત સમ્યગ્દ્રષ્ટિ કહેવામાં આવે છે. એવું ભાન થયાં વિના કોઈ ધર્મના નામે વ્રત,
તપ,

PDF/HTML Page 18 of 25
single page version

background image
ફાગણ : ૨૪૮૭ : ૧૭ :
નિયમ લે તો તે ધર્મ માટે એકડા વિનાના મિંડા સમાન છે, કેમકે તે શુભ ભાવ છે.
પુણ્યભાવ આવે તેનો નિષેધ નથી, પુજા પ્રભાવનાના ભાવ હોય પણ તેને વ્રત ન કહેવાય.
સોનગઢથી જવાનું ધ્યેય ભાવનગર હોય અને દોડે ઢસા (આથમણી બાજુ) તો ગામ આવે નહી, તેમ ધર્મ
માનીને પુણ્યની ક્રિયા કરે તો તેથી ધર્મનો અંશ પણ આવે નહીં.
૧૩. પાપથી બચવા–અશુભમાં ન જવા પુન્યભાવ હોય પણ સમ્યક્દર્શન,–સત્યદર્શન,– અંતરદ્રષ્ટિના
ધ્યેયમાં નિત્યજ્ઞાનાનંદ સ્વરૂપ ધ્રુવ આત્મા બિરાજે છે, તેની પ્રતીતિ કરીને જેણે અતીન્દ્રિય આનંદનો સ્વાદ
લીધો છે તેને ધર્મી કહે છે. તેવા જીવો ભગવાનના માગમાં છે; કોણ જીવો ધર્મનું સાધન કરી રહ્યા છે તેનો
સમ્યગ્દ્રષ્ટિને વિવેક હોય છે.
૧૪. ધર્મી સાધક સંતને આહાર દાન આપું એવો ભાવ મોટા ઈન્દ્રાદિ દેવોને પણ આવે છે. પુન્યથી
અનેક પ્રકારની સંપદા મળે છે, તેની મહતા નથી પણ દેવોમાં વ્રત સંયમ નથી તેથીય મનુષ્યપણુ પામી સંયમી
થવાની ભાવના તે દેવો ભાવે છે.
૧પ. દેવામાં વ્રત હોતાં નથી; જેમ નદીમાં બે કાંઠે પાણીના પૂર ચાલે તેમાં બીજ વાવી શકાય નહીં,
તેમ પુન્યના ફળમાં સ્વર્ગનો ભવ મળ્‌યો ત્યાં સ્થિરતા, આત્મશાન્તિ, લીનતારૂપી વ્રત ઉગે નહીં. સમ્યગ્દ્રષ્ટિ
દેવો જાણે છે કે જેમાં અતીન્દ્રિય આનંદના તીવ્ર ઓડકાર આવે એવું અહીં નથી, તેથી મનુષ્ય ભવ પામી
શ્રાવક અને મુનિપદની ભાવના ભાવે છે, અને તેમાં ક્યારે અમે મનુષ્ય થઈ યોગ્યધર્માત્મા પાત્રને દાન
આપીયે એ ભાવના પણ હોય છે. આચાર્ય એમ કહેવા માગે છે કે શ્રાવકોએ સુપાત્રે દાન દેવા તરફ જરૂર લક્ષ
આપવું જોઈએ.
૧૬. યથાર્થ ઓળખાણ સહિત ધર્મપ્રભાવના અને ધર્માત્માના નિમિત્તે દાનનો યોગ મળવો અનંતકાળે
દુર્લભ છે એમ કહીને નિમિત્ત નૈમિત્તિક સંબંધ સમજાવે છે. આ સંસારમાં પરમહિત તો આ આત્માની પૂર્ણ
દશા છે; તે મોક્ષ દશાનું કારણ નિશ્ચય રત્નત્રય છે, (રત્નત્રય એટલે શુદ્ધોપયોગ રુપ મોક્ષમાર્ગ) તેનુંં નિમિત
કારણ શ્રાવકો દ્વારા દેવામાં આવતો આહાર છે; તેથી જેણે નિર્ગ્રંથમુનિને ભકિતભાવે આહાર દાન દીધું તેણે
મોક્ષ દીધો એમ ઉપચારથી કહેવામાં આવે છે.
૧૭. હવે ‘આ’ સંસાર કહેતાં, આ એટલે વિદ્યમાન સંસારતત્ત્વ છે તે જીવમાં થતી અશુદ્ધ દશા છે તે
કાંઈ તદન અસત્ય ભ્રાન્તિ નથી. દોરડીમાં સર્પની ભ્રાન્તિ થાય ત્યારે ભલે દોરડી સર્પ નથી પણ બીજે સર્પ છે
તેનો આરોપ થાય છે. તદન ન હોય તેનો આરોપ ન થાય. આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપે છે. તેની પ્રગટ દશામાં
વિકાર અને તેનું ફળ દુઃખ છે તેને સંસાર કહેવામાં આવે છે.
૧૮. ત્રિકાળી ચૈતન્યસ્વભાવ શક્તિરૂપે નિત્ય શુદ્ધ હોવા છતાં, ભૂલના કારણે તેની અવસ્થામાં
અજ્ઞાન રૂપ વિકાર છે ખરો પણ તે અને તેટલો હું છું, રાગાદિ મારૂં કાર્ય છે એમ માનવું તે ભ્રાન્તિ છે; પણ
વિકારને માને નહી વા કર્માદિ સંયોગને લીધે દોષ છે એમ માને તો વિકાર ટાળવાનો પ્રસંગ રહેતો નથી.
૧૯. સંસાર ક્યાં રહે છે તેની ધણાને ખબર નથી. પૈસા, મકાન, સ્ત્રી અને શરીર તે સંસાર નથી પણ
તેની મમતા તે સંસાર છે. જો શરીરાદિ સંયોગ સંસાર હોય તો તે છૂટતાં મોક્ષ થવો જોઈએ.
૨૦. જામનગરમાં સ્મશાનભૂમિની દીવાલ ઉપર ગર્ભ–જન્મથી માંડીને મૃત્યુ સુધીના ચિત્રો છે. તે
બતાવે છે કે દેહ વિનાશી ને આત્મા અવિનાશી છે. દેહ તો જડરજકણોથી બંધાય છે, ને બાળ, યુવા, વૃદ્ધ
થઈને વિખરાય જાય છે. તેમાં હું બાળ, યુવાન અને વૃદ્ધ થયો એમ માનવું તે રાગદ્વેષ મોહદશા છે. અને તે
સંસાર છે. એમ જાણીને વર્ત્તમાન ક્ષણિકદશા પ્રત્યે મમતા ન થવી જોઈએ.

PDF/HTML Page 19 of 25
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : ૨૦૯
૨૧. જિનપ્રતિમા એ માટે છે કે જેને વીતરાગ પરમાત્માનો પ્રેમ છે, ઓળખાણ છે તેને તેનું સ્મરણ
અને બહુમાન કરવા માટે તૃષ્ણા ઘટાડી વીતરાગ પરમાત્મા કેવા હતા અને તેવું કેમ થવાય તેની પ્રતિકૃતિરૂપે
(પરમાત્માની નિર્દોષ મૂર્તિરૂપે) સ્થાપના છે, જેને પૂર્વના પૂન્યથી સંપદા મળી છે તે રત્નોની પણ
જિનપ્રતિમા બનાવે છે. દક્ષિણમાં મુડબીદ્રીમાં દરેક જાતના ઉત્તમ રત્નોની પન્ના, નિલમ અને મોતીની
જિનપ્રતિમા છે પણ આ જીવનો ધર્મ તેમાં નથી, ત્યાંથી મળતો નથી.
૨૨. અંદરમાં જ્ઞાનદ્રારા ઓળખાણ કરે કે આત્મા જ સમ્યક્દર્શન–જ્ઞાન–ચારિત્રની મૂર્તિ છે. તેનાથી જ
મોક્ષ અને મોક્ષનો ઉપાય મળે છે. અંદરમાં ત્રિકાળી શુદ્ધ આત્મા છે તેનું જ્ઞાન કરી તેમાં એકતાનો અનુભવ
કરવો તે સમ્યકદર્શન રત્ન છે. તેનું જ્ઞાન કરવું તે સમ્યજ્ઞાનરૂપી રત્ન છે અને તેમાં એકાગ્રતાદ્વારા
સમ્યકલિનતા (આનંદના મોજા ઉછાળવા) તે સમ્યકચારિત્ર રત્ન છે. ત્રણેકાળે આ જ મોક્ષના કારણરૂપ
રત્નત્રય છે, ને તે જ ઉત્તમ રત્ન છે. તે જ શરણ છે.
૨૩. ધીરેન્દ્ર નામે વિદ્યાર્થી તળાવમાં ડૂબી ગયો. ૨૪ કલાકે મડદું હાથમાં આવ્યું ત્યાં દેહની દશા તો
થવાની હતી તે જ થાય છે. તેને ધર્મનો પ્રેમ હતો. તું નિત્ય ચિદાનંદ પ્રભુ છો, તને દેહ શરણ નથી એવું ભાન
અને જાગૃતિ રાખે તો સાચું સમાધાન થાય. અને આવા સમાધાનની ભાવના તેને હતી. દવાના કબાટ ભરી
રાખે અને માને કે આમ થશે તો આમ ઉપાય કરશું, આ દવા કામ આવશે એ બધી ભ્રમણા છે, કેમકે તે કોઈ
શરણદાતા નથી. સમ્યકરત્નત્રયરૂપી આ આત્મા જ શરણ છે.
૨૪. આ વાત સૂક્ષ્મ છે; જેમ ઝીણા મોતી પકડવામાં સાંણસા ન કામ આવે તેમ અતીન્દ્રિય જ્ઞાનમૂર્તિ
આત્માને સમજવામાં પુન્યપાપ અને દેહ તરફની જે સ્થૂળ દ્રષ્ટિ છે તે ન કામ આવેુ. શરીર તો બારદાન છે.
સ્થૂળ છે. ચૈતન્ય સૂક્ષ્મ છે તેને સમજવા માટે સૂક્ષ્મ બુદ્ધિ જોઈએ.
૨પ. શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે કે નિત્ય સૂક્ષ્મબોધનો અભિલાષી જીવ ધર્મ પામવાને પાત્ર છે
સ્થૂળબુદ્ધિ તેમાં ચાલે નહીં.
૨૬. કેટલાક કહે છે કે આવું ઝીણું સમજીને શું કામ છે, રાગદ્વેષ પાતળા પાડો ને, પણ એ માન્યતા
ખોટી છે, જેમ ઝાડના સુકવવા માટે ઉપરથી પાંદડાં તોડે તો ફરી પાંગરે પણ ઝાડ સુકાય નહીં; પણ મૂળ કાપી
નાંખે તો અલ્પકાળમાં પાંદડાં સાથે ઝાડ સુકાવા લાગે છે; તેમ સંસારભ્રમણનું મૂળ મિથ્યામાન્યતા છે, તેને
મહાપાપ જાણી ટાળવાનો ઉપાય ન કરે અને બાહ્યક્રિયા તથા વ્રતાદિ–પૂજા ભક્તિના શુભભાવ કરવામાં
લાગી જાય તો તેથી કાંઈ સંસાર ઘટે નહીં.
૨૭. જેમ અંધારૂં ટાળવું પડતું નથી, પ્રકાશ કરતાં જ અંધારૂં ટળે છે, તેમ સાચું જ્ઞાન કરવાં જ
મિથ્યાત્વ અને અજ્ઞાન ટળે છે. પછી આત્માનુભવની દશા વધતાં ક્રમે ક્રમે રાગ ટળે છે.
૨૮ જેણે આત્માની નિર્મળ શ્રદ્ધા–જ્ઞાનઅને અનુભવદશા પ્રગટ કરી નથી પણ માત્ર કષાય પાતળા
પાડી પૂન્ય બાંધે છે તેને મિથ્યાત્વ હોવાથી અલ્પકાળમાં પાપ વધી જાશે અને તે પુણ્પ્યની સ્થિતિ તોડી હલકી
ગતિમાં જશે.
૨૯. પણ એકવાર જેણે સ્વતંત્રતત્ત્વનું યથાર્થ ભાન પ્રગટ કર્યું. (સ્વતંત્રદ્રષ્ટિ પ્રગટ કરીને) તે જીવ
મોક્ષ લીધે જ રહેશે. તેને તેમાં લાંબો કાળ લાગે નહીં.–ધર્મી જીવ મોક્ષમાર્ગનું સ્વરૂપ જાણે છે, તેને સાધનારા
મુનિ પ્રત્યે આહારદાન દેવાની ભાવના ભાવે છે. તેમાં વીતરાગી ધર્મ અને તે મોક્ષમાર્ગને ધારણ કરનારા
પ્રત્યે પીછાણ અને પ્રેમ હોય છે; તેથી મુનિને આહારદાન દેનારે મોક્ષમાર્ગ ટકાવી રાખ્યો છે એમ નિમિત્તથી
પરંપરાનું એવું જ્ઞાન કરાવ્યું કે, મુનિ

PDF/HTML Page 20 of 25
single page version

background image
ફાગણ : ૨૪૮૭ : ૧૯ :
ધર્મી છે, તેને સંયમમાં શરીર નિમિત્ત છે. તેને આહાર નિમિત્ત અને આહારદાનદાતા શ્રાવક તેને
નિમિત્ત છે એ અપેક્ષાએ શ્રાવકોએ મોક્ષમાર્ગ ટકાવી રાખ્યો છે એમ કહેવાય છે. એ બધાને નિમિત્ત ત્યારે
કહેવાય છે કે સામે નિશ્ચય ઉપાદાનમાં ધર્મપણું હોય તો–અને તોજ ધર્મની પુષ્ટિવાળાને સંયમનું વ્યવહારે
સાધન કહેવાય બીજા દાનના પ્રકારો કરતાં ઉત્તમપાત્રને આહારદાનમાં વિશેષપણે રાગની મંદતા છે–શરીર
પુષ્ટ રહે તો ધર્મ પુષ્ટ થાય એ વાત નથી; પણ દાતાના ગુણ ધરાવનાર ગૃહસ્થને પાત્રદાનમાં વિશેષ ભકિત
હોય છે, ઉપરાન્ત ઓળખાણ હોય છે; તેને અતીન્દ્રિય આનંદનો આદર હોવાથી સાધના કરનારા મોક્ષમાર્ગી
મુનિ પ્રત્યે તેને વિશેષ આદર હોય છે.
૩૦. ધર્મી જીવને પંચપરમેષ્ટી પ્રત્યે ભક્તિ આવ્યા વિના રહે નહિ, આચાર્ય દેવ એકવાર ભક્તિના
અધિકારમાં અલંકારથી ઉપમા આપતાં કહે છે કે તીર્થંકર પરમાત્મા થયા તેમને ઓળખીને તેમના ગુણગ્રામ
સુંદર રાગરાગણીથી ઉપર ચંદ્રલોકમાં કિન્નરીઓ પણ ગાય છે એમ યાદ કરીને આકાશમાં ચંદ્ર નીચે હરણનું
ચિન્હ છે તેને ઉદેશીને કહે છે કે હે પ્રભુ! આહરણ મૃત્યુ લોકમાંથી ઉડીને ત્યાં આપની ભક્તિના ગીત
સાંભળી રહ્યું છે,–એમ હું તો જોઉં છું, વળી ભક્તો કહે છે કે:–
“હરતાં ફરતાં પ્રગટ હરી દેખું રે
મારૂ જીવન સફળ તવ લેખું રે
મુકતાનંદનો નાથ વિહારી રે
શુદ્ધ જીવન દોરી અમારી રે.”
મિથ્યાત્વાદિ પાપના ઓધને આત્માની નિર્મળતા વડે હરે તેને હરી કહેવાય છે; એમ અંર્તમુખદ્રષ્ટિ
રાખી જ્યાં ત્યાંથી આત્માને જ નજરમાં રાખે છે એમ વીતરાગ પ્રત્યેની ભક્તિ ઉછળે છે, તે પણ એક પ્રકારનું
દાન છે.
૩૧. ગૃહસ્થદશામાં જેને ઓળખાણ સહિતની ભક્તિ છે તેઓ પણ ગાય છે કે–“હું તો હાલું ચાલુંને
પ્રભુ સાંભરે રે, મારૂં ચાલવું તે અટકી જાય પ્રભુ મને સાંભરે રે.” એમ રાત દિવસ નિશ્ચયના ભાન સહિતની
ભક્તિનો ભાવ હોય છે.
૩૨.જેમ પતિ પરદેશમાં ઘણા વરસથી રહેતો હોય પછી સ્ત્રી કાગળ લખે કે શરીરનું ખોળીયું અહીં
પડ્યું છે અને મારૂં મન રાત દિવસ તમારી પાસે રહે છે કેમકે તે વાતની પ્રીતિ છે, તેમ ધર્મી જીવને ધર્માત્મા
પ્રત્યે, વીતરાગી દેવ–ગુરૂ અને શાસ્ત્રો પ્રત્યે, જિનપ્રતિમા, જિનમંદિર–પંચપરમેષ્ટી પ્રત્યે, વિશેષ પ્રેમ હોય છે,
તેને લીધે ભક્તિ ઉછળે છે–પ્રભુ તમો આ કાળે સાક્ષાત નથી તેનો અમને વિરહ લાગે છે તેથી યાદ કરીને કહે
છે કે–
“ભરતક્ષેત્ર માનવપણોજી ને પ્રભુ લાધ્યો દૂષમકાળ, ચૌદ પૂરવધર વિરહથી દુલહો સાધન ચાલ્યો
ચંદ્રાનનજિન સાંભળજો અરદાસ” એમ અનેક પ્રકારે ત્રીલોકીનાથ સર્વજ્ઞ પરમાત્માની ભક્તિ ઉછાળે છે.
૩૩. સમ્યકદર્શન આત્માની નિશ્ચય ભક્તિ છે; તેવા જીવો જિનેશ્વર દેવની ભક્તિ–સ્મરણ,
અલ્હાદપૂર્વક પૂજા, પ્રભાવના અને દાનના નિમિત્તે પ્રેમની ભરતી ઉછાળે છે, અને પંચપરમેષ્ટિને યાદ કરે છે.
જેમ રાત્રે સુવાના ટાઈમે પોતાના ઘરમાં ૧૦ છોકરા નાનામોટા હોય તેમાં એક ન આવ્યું હોય તો યાદ કરે છે
કે નહિ? ન આવે ત્યાં સુધીય તેનો વિરહ અંદરથી વેદાય છે, તેમ ધર્મીને પરમાત્મા પ્રત્યે, સંતો પ્રત્યે પ્રીતિ
પૂર્વક ભક્તિ છે તેથી તેમના વિરહમાં તેમની પરોક્ષ ભક્તિ પણ કરે છે. આ કાળે દેવાધિદેવ તીર્થંકર પ્રભુના
વિરમમાં ધર્મીજીવને પંચકલ્યાણક પ્રતિષ્ઠા ઉત્સવપૂર્વક ભક્તિ ઉછાળે છે. વિરહ વેદાય છે એમ ન માને તેને
ધર્મની ભૂમિકાની ખબર નથી.