Atmadharma magazine - Ank 210
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 29
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૮
સળંગ અંક ૨૧૦
Version History
Version
Number Date Changes
001 Apr 2004 First electronic version.

PDF/HTML Page 2 of 29
single page version

background image
વર્ષ અઢારમું : અંંક ૬ ઠો સંપાદક : રામજી માણેકચંદ દોશી ચૈત્ર : ૨૪૮૭
વર્ષ – ૧૮ []
દિગંબર જૈન મંદિર–સાવરકુંડલા (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 3 of 29
single page version

background image
: : આત્મધર્મ : ૨૧૦
સમાચાર
રાજકોટ શહેરમાં પૂજ્ય ગુરુદેવ તા. ૮–૨–૬૧ ના પધાર્યા. સ્વાગતમાં સમાજનો અસાધારણ પ્રેમ–
ઉત્સાહ દેખાતો હતો. અહિં વિશાળ સુંદર જિનમંદિર છે. રાજકોટમાં પૂ. ગુરુદેવ ૧૨ દિવસ રહ્યા. શ્રી
સમયસાર તથા શ્રી નિયમસારજી શાસ્ત્ર પર સૂક્ષ્મ ન્યાયયુક્ત પ્રવચનો થયા. રાજકોટમાં તત્ત્વ જિજ્ઞાસુઓની
સંખ્યા ઘણી છે રાત્રે ૭।। થી ૮।। તત્ત્વજ્ઞાનની ચર્ચા બહુ સુંદર હતી. રાજકોટમાં સારી રીતે અભ્યાસ કરનારા
જૈન મુમુક્ષુઓ ઘણા છે.
ફાગણ શુદી બીજ પ્રાત: સમયે શેઠશ્રી મોહનલાલ કાનજી ઘીયાના શુભહસ્તે જિનમંદિરની પાસે
વિશાળ સ્વાધ્યાય હોલ માટે શિલાન્યાસની (ખાતમુહૂર્ત) વિધિ થઈ હતી.
સોનગઢમાં ભગવાન શ્રી સીમંધર પ્રભુને બિરાજમાનની તે રોજ તીથી હોવાથી તે મહોત્સવ અહિ
ઉજવવામાં આવ્યો હતો. જિનમંદિર ઉપર ધજા ચડાવવામાં આવી અને પૂજા ભક્તિ થયા બાદ ઠાઠમાઠથી શ્રી
જિનેન્દ્ર ભગવાનની રથયાત્રાનો વરઘોડો શહેરમાં ફેરવવામાં આવેલ હતો. એક દિવસ બપોરના શ્રીમદ્
રાજચંદ્રજીના સમાધિ મંદિરમાં ભક્તિ વગેરેનો કાર્યક્રમ રાખેલો.
રાજકોટ રાષ્ટ્રીયશાળામાં ‘અંધ મહિલા વિકાસગૃહ’ નું અવલોકન કરવા શ્રી પુરુષોત્તમદાસ ગાંધીએ
વિનંતી કરી હતી. ત્યાં પૂ. ગુરુદેવે કહ્યું કે હું મારા વૈરાગ્યની વૃદ્ધિ માટે આવ્યો છું ત્યાં શ્રી નારણદાસ ગાંધી
વગેરે ઘણા ભાઈ–બ્હેનો હતા. નેત્રહીન ૩૦ બાળાઓનું દ્રશ્ય જોતાં ગુરુદેવના હૃદયમાં સહજ વૈરાગ્યની
લાગણીઓ સ્ફૂરતી હતી. આશીર્વાદમય ભવ્ય ઉપદેશમાં શ્રીમદ્ રાજચંદ્રનું જીવન, જાતિસ્મરણજ્ઞાન તથા
તેમના કાવ્યોમાંથી ઉત્તમ તત્ત્વજ્ઞાન કહી બતાવ્યું હતું.
તા. ૨૦–૨–૬૧ ના રોજ પૂ. ગુરુદેવ લાઠી શહેર પધાર્યા. સુંદર સ્વાગત બાદ, બપોરના પ્રવચન પછી
લાઠીના દિગમ્બર જૈન મંદિરને વિશાળ અને શિખરબંધી કરવાની તથા એક સ્વાધ્યાય હોલ બનાવવાની લાઠી
દિ. જૈન સંઘ તરફથી જાહેરાત થઈ હતી. તા. ૨૧–૨–૬૧ ના રોજ પૂ. ગુરુદેવ અમરેલી થઈ સાવરકુંડલા
પધાર્યા. ત્યાં દિ. જૈન સંઘ તરફથી ઉત્સાહપૂર્વક ભારે ઠાઠમાઠથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. બાદ મંગળ
પ્રવચન થયું હતું.
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા
શ્રી શાન્તિલાલ કપુરચંદ શેઠ તથા તેમના ધર્મપત્ની ગુલાબકુંવરબહેને, શ્રી શાન્તિલાલ વનમાળી શેઠ
(દિલ્હી) તથા તેમના ધર્મપત્ની શ્રી દયાકુંવરબહેને પૂ. ગુરુદેવ સમક્ષ સજોડે રાજકોટમાં બ્રહ્મચર્યપ્રતિજ્ઞા
અંગીકાર કરી હતી તે બદલ ધન્યવાદ. તા. ૧૭–૨–૬૧
વૈરાગ્ય સમાચાર
શ્રી મોહનલાલ લલ્લુભાઈ શાહ (પંડિતજી શ્રી હિંમતલાલ જેઠાલાલ શાહ (સોનગઢ)ના સસરા
મુંબઈમાં તા. ૧પ–૨–૬૧ ના રોજ હાર્ટફેઈલથી સ્વર્ગવાસ પામ્યા. તેઓને પૂ. ગુરુદેવશ્રી પ્રત્યે ઘણો
ભક્તિભાવ હતો, થોડા વર્ષોથી પં. હિંમતલાલભાઈને ત્યાં રહેતા હતા, તેઓ પવિત્ર જૈનધર્મની
આરાધનાદ્વારા તેમના આત્માનો વિકાસપૂર્ણ કરે એવી પરમાત્મા પ્રત્યે પ્રાર્થના છે.

PDF/HTML Page 4 of 29
single page version

background image
ચૈત્ર : ૨૪૮૭ : :
નિશ્ચય – વ્યવહાર મીમાંસા
( ત્ત્ . )
(મૂળ પુસ્તક પૃ. ૧૯૭ ત્રીજી લીટીથી અનુવાદ ચાલુ)
૨૩. મૂળ નય બે છે:–નિશ્ચયનય અને વ્યવહારનય એ બન્ને નયો મૂળ નય છે. તેનો ઉલ્લેખ નયચક્રની
ગાથા ૧૮૩ માં આ શબ્દોમાં કરેલ છે. “સર્વ નયોના નિશ્ચયનય અને વ્યવહારનય એ બે મૂળ ભેદ છે. તથા
દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકનયને નિશ્ચયનયની સિદ્ધિના હેતુ જાણો” સમયસારમાં એ નયોના સ્વરૂપનું વર્ણન
ગા. ૧૧ માં નીચે મુજબ કર્યું છે. અર્થ– “આગમમાં (શાસ્ત્રમાં) વ્યવહારનયને અભૂતાર્થ અને નિશ્ચયનયને
ભૂતાર્થ કહેલ છે તેમાંથી ભૂતાર્થનો આશ્રય કરવાવાળા જીવ નિયમથી સમ્યગ્દ્રષ્ટિ છે.” આ ગાથાની ટીકા
કરતાં અમૃતચંદ્રાચાર્ય કહે છે કે–“વ્યવહારનય નિયમથી સઘળોય અભૂતાર્થ હોવાથી અભૂત અર્થને પ્રગટ કરે
છે તથા શુદ્ધનય એક માત્ર ભૂતાર્થ હોવાથી ભૂત (સત્ય) અર્થને પ્રગટ કરે છે.”
૨૪. આગળ એ જ ટીકામાં શ્રી અમૃતચંદ્ર આચાર્યે ‘ભૂતાર્થ અને અભૂતાર્થ” શબ્દોના અર્થનું
સ્પષ્ટીકરણ કરતા થકા જે બતાવ્યું છે, તેનો ભાવ એ છે કે જેમ કીચડ સહિત જળ જળનો સ્વભાવ નથી, તેથી
કાદવ સહિત જળને જળનો સ્વભાવ માનવો અભૂતાર્થ છે અને જે જળ નિર્મળી દ્વારા કાદવથી જુદું કરવામાં
આવે છે તે માત્ર જળ હોવાથી ભૂતાર્થ છે તેમ કર્મ સહિત અવસ્થા આત્માનો સ્વભાવ ન હોવાથી અભૂતાર્થ
છે અને શુદ્ધદ્રષ્ટિ દ્વારા કર્મ સહિત અવસ્થાથી જ્ઞાયક સ્વભાવ આત્માને જુદો કરીને તેને જ આત્મા માનવો
ભૂતાર્થ છે. આ રીતે ભૂતાર્થ અને અભૂતાર્થ શબ્દોનું સ્પષ્ટીકરણ કરીને અન્તમાં તેઓ કહે છે કે વ્યવહારનય
અભૂતાર્થગ્રાહી છે તેથી અનુસરણ કરવા યોગ્ય નથી.
૨પ. અહીં એટલું વિશેષ સમજવું જોઈએ કે આ પ્રકરણમાં શ્રી અમૃતચંદ્રાચાર્યે ભૂતાર્થ અને
અભૂતાર્થનો જે અર્થ કર્યો છે તે પોતામાં મૌલિક (મૂળભૂત) હોવા છતાં અહીં ભૂતાર્થનું વાચ્ય શું છે અને
અભૂતાર્થ શબ્દમાં કેટલા અર્થ ગર્ભિત છે તેનો આપણે અન્ય પ્રમાણોના પ્રકાશમાં વિસ્તારથી વિચાર કરવો
પડશે. તેમાં પણ અમે સર્વ પ્રથમ ભૂતાર્થના વિષયમાં વિચાર કરીને અંતમાં અભૂતાર્થના સમ્બન્ધમાં કથન
કરશું. સમયસારમાં શુદ્ધ આત્માનું વર્ણન કરતાં ગા. ૬ માં કહ્યું છે કે :–
“જે જ્ઞાયકભાવ છે તે અપ્રમત્ત પણ નથી અને પ્રમત્ત પણ નથી. એ રીતે તેને શુદ્ધ કહે છે; વળી જે
જ્ઞાયકપણે જણાયો તે તો તે જ છે.” ૬.
૨૬. આ ગાથામાં શ્રી કુંદકુંદાચાર્યે શુદ્ધ આત્માની વ્યાખ્યા કરી છે. શુદ્ધઆત્મા શું છે એવો પ્રશ્ન થતાં
તેઓ કહે છે કે જે જ્ઞાયકભાવ છે તે પ્રમત્ત પણ નથી અને અપ્રમત્ત પણ નથી. પ્રમત્ત–અપ્રમત્ત એ જીવની
અવસ્થા વિશેષ છે. એને લક્ષ્યમાં લેવાથી એ અવસ્થાઓ જ લક્ષ્યમાં આવે છે, પણ ત્રિકાળી ધ્રુવસ્વભાવ
આત્માની

PDF/HTML Page 5 of 29
single page version

background image
: : આત્મધર્મ : ૨૧૦
પ્રતીતિ થતી નથી માટે અહીં આત્મા પ્રમત્ત પણ નથી અને અપ્રમત્ત પણ નથી એમ કહીને ઉપચરિત
અસદ્ભૂત અને અનુપચરિત અસદ્ભૂત બન્ને પ્રકારના વ્યવહારનો નિષેધ કરવામાં આવ્યો છે. તાત્પર્ય એ છે
કે જે સંસારી જીવ પોતાના ત્રિકાળી ધ્રુવસ્વભાવ સન્મુખ થઈને તેની શ્રદ્ધા કરે છે. રુચિ કરે છે અને પ્રતીતિ
કરે છે તેને ઉપર કહેલ બેઉ પ્રકારની અવસ્થાઓથી મુક્ત એક માત્ર નિર્વિકલ્પ આત્મા જ અનુભવમાં આવે
છે. તેથી આ ગાથામાં તે નિર્વિકલ્પ આત્માનું જ્ઞાન કરાવવા માટે અન્તમાં ‘જે જ્ઞાયકરૂપથી જણાયો તે તે જ
છે’ એમ કહ્યું છે.
૨૭. અહીં એમ સમજવું જોઈએ કે જગતમાં (વિશ્વમાં) જડ અને ચેતન જેટલા પદાર્થ છે તે સર્વે
પોતપોતાના ગુણ–પર્યાયો સહિત રહીને ભિન્ન ભિન્ન સત્તા રાખે છે. દરેક આત્માની સત્તા અન્ય જડ પદાર્થોથી
તો ભિન્ન જ છે, પરંતુ પોતા સમાન બીજા ચેતન પદાર્થોથી પણ ભિન્ન છે. પણ અહીં મોક્ષમાર્ગમાં આરૂઢ થવા
માટે એટલું જાણી લેવું જ પૂરતું નથી, કેમકે જ્યાં સુધી આ જીવને અધ્યાત્મશાસ્ત્રોમાં કહેલ વિધિથી જીવાદિ
નવ પદાર્થોની યથાર્થ પ્રતીતિ થતી નથી ત્યાં સુધી તે સમ્યગ્દર્શનનો પણ અધિકારી થઈ શકતો નથી.
૨૮. વિચાર કરો કે આપણે આ જાણી લીધું કે રૂપ–રસાદિથી ભિન્ન ચેતના લક્ષણવાળો જીવ સ્વતંત્રદ્રવ્ય
છે. તેની સંસાર અને મોક્ષ (–મુક્ત) એ બે અવસ્થાઓ છે. સંસારી જીવ ઈન્દ્રિયોના ભેદથી પાંચ પ્રકારના છે
અને કાયના ભેદથી છ પ્રકારના છે તો એટલું જાણી લેવા માત્રથી આપણને શું લાભ મળ્‌યો? માત્ર સંપૂર્ણ
શાસ્ત્રોના જ્ઞાતા થવું જ મોક્ષમાર્ગમાં કાર્યકારી નથી. મોક્ષમાર્ગમાં આરૂઢ થવા માટે ઉપયોગી થવાવાળી જીવાદિ
નવ પદાર્થોના વિભાગ કરી તેને જાણવાની શૈલિ જ ભિન્ન પ્રકારની છે. જ્યાં સુધી તે શૈલિ (પદ્ધતિ) અનુસાર
જીવાદિ નવ પદાર્થોનો યથાર્થ બોધ થઈને સ્વરૂપરુચિ જીવ ઉત્પન્ન કરતો નથી ત્યાં સુધી તે સમ્યગ્દ્રષ્ટિ થઈ
શકતો નથી. એ ઉપર કહેલા કથનનું તાત્પર્ય છે. આ સત્યને સ્પષ્ટ કરતાં શ્રી કુંદકુંદાચાર્ય સમયસાર ગા. ૧૩
માં કહે છે કે:–
“ભૂતાર્થ નયથી જાણેલા જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ
નવતત્ત્વ સમ્યક્ત્વ છે.”
૨૯. અહીં ભૂતાર્થનયથી જાણેલા નવપદાર્થોને સમ્યગ્દર્શન કહ્યું છે. હવે અહીં સર્વ પ્રથમ તે જીવાદિ નવ
પદાર્થોનું ભૂતાર્થનયથી જાણવું, શું વસ્તુ છે તેનો વિચાર કરવો છે, કેમકે બાહ્યદ્રષ્ટિથી જીવ અને પુદ્ગલની
અનાદિ બંધ પર્યાયને લક્ષ્યમાં લઈને એકત્વનો અનુભવ કરવાથી તેઓ ભૂતાર્થ છે એમ ખ્યાલમાં આવે છે
અને અન્તદ્રષ્ટિથી જ્ઞાયકભાવ જીવ છે તથા તેના વિકારનો હેતુ (–વિશેષકાર્યને નિમિત્ત)–અજીવ છે, તેથી
એકલા જીવના વિકાર–પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ ઠરે છે અને જીવના વિકારના હેતુ
પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષરૂપ પુદ્ગલ કર્મ ઠરે છે. આમ આ દ્રષ્ટિથી જોતાં નવ
પદાર્થ ભૂતાર્થ છે એમ ખ્યાલમાં આવે છે; માટે અહીં એ પ્રશ્ન થાય છે કે આ ગાથામાં આચાર્ય મહારાજને
‘ભૂતાર્થ’ શબ્દનો શું આ જ અર્થ માન્ય છે કે એનો કોઈ બીજો અર્થ અહીં લેવામાં આવ્યો છે? જો કે આ
પ્રશ્નનું સમાધાન સ્વયં આચાર્ય મહારાજે ‘ભૂતાર્થ’ શબ્દનો અર્થ કરીને ગાથા ૧૧ માં જ કરી દીધેલ છે.
૩૦. તેઓ ગાથા ૧૨માં સ્પષ્ટ કહે છે કે ‘શુદ્ધ (–ગુણપર્યાય ભેદ નિરપેક્ષ) આત્માનો ઉપદેશ
કરવાવાળો જે નય છે તે જ શુદ્ધ (ભૂતાર્થ) નય છે.’ જો એમ કહેવામાં આવે કે ‘શુદ્ધ’ નો અર્થ તો સિદ્ધ
પર્યાય સહિત આત્મા પણ થાય છે, તેથી શુદ્ધ શબ્દથી એ અર્થ અહીં કેમ લેવામાં આવતો નથી તો તેનું

PDF/HTML Page 6 of 29
single page version

background image
ચૈત્ર : ૨૪૮૭ : :
કહેવું બરાબર નથી, કેમકે શુદ્ધનયમાં જેવી રીતે ગુણભેદ અવિવક્ષિત (ગૌણ) રહે છે તેવી જ રીતે પર્યાય ભેદ
પણ અવિવક્ષિત રહે છે. આ વિષય ઉપર સ્વયં આચાર્ય મહારાજે સમયસારમાં પ્રકાશ પાડેલ છે. તેઓ ગા. ૭
માં કહે છે કે:–
“જ્ઞાનીને ચારિત્ર, જ્ઞાન અને દર્શન એ વ્યવહાર નયથી ઉપદેશેલ છે. નિશ્ચયનયથી જ્ઞાન પણ નથી,
ચારિત્ર પણ નથી અને દર્શન પણ નથી, જ્ઞાની (આત્મા) તો માત્ર શુદ્ધ (ગુણ પર્યાયભેદ નિરપેક્ષ) જ્ઞાયક જ
છે.”
૩૧. આ ગાથાની ટીકા કરતાં શ્રી અમૃતચંદ્રાચાર્ય કહે છે:– ‘જ્ઞાયક જીવને બંધના નિમિત્તથી અશુદ્ધતા
પ્રાપ્ત થાય છે એ વાત તો દૂર રહો પણ ખરેખર તેને દર્શન, જ્ઞાન અને ચારિત્ર જ નથી, કેમકે જે શિષ્ય અનંત
ધર્મવાળા એક ધર્મીને સમજવામાં પરિપક્વ નથી (અપ્રવીણ છે) તેને તેનો ઉપદેશ કરતાં આચાર્યોનો ધર્મ
ધર્મીમાં સ્વભાવથી અભેદ હોવા છતાં સંજ્ઞાથી ભેદ ઉત્પન્ન કરી વ્યવહાર માત્રથી જ જ્ઞાનીને દર્શન છે, જ્ઞાન છે
અને ચારિત્ર છે એવો ઉપદેશ છે. પરમાર્થથી તો અનંત પર્યાયોને એક દ્રવ્ય પી ગયું હોવાથી કિંચિત્ મળેલા
સ્વાદરૂપ અભેદ એક સ્વભાવવાળા એક દ્રવ્યનો અનુભવ કરવાવાળાને દર્શન નથી, જ્ઞાન નથી અને ચારિત્ર
નથી, તે એક શુદ્ધ જ્ઞાયક જ છે’ એવા જ્ઞાયકભાવની ઉપાસના કરતાં થકા (પોતાને શ્રદ્ધા, જ્ઞાન, અને
ચારિત્રનો આશ્રય બનાવતા થકા) તે ‘શુદ્ધ’ એમ કહેવામાં આવે છે. આ સત્યને પ્રકાશમાં લાવવાના
અભિપ્રાયથી આચાર્ય અમૃતચંદ્રજી સમયસાર ગા. ૬ ની ટીકામાં પણ કહે છે કે:–
“જે એક જ્ઞાયકભાવ સ્વત્: સિદ્ધ હોવાથી અનાદિ છે (કોઈથી ઉત્પન્ન થયો નથી), અનંત છે (કોઈથી
અથવા સ્વયં જ કદીપણ વિનાશને પામતો નથી), નિરન્તર ઉદ્યોત રૂપ છે અને વિશદ–સ્પષ્ટ જ્યોતિવાન છે,
તે સંસાર અવસ્થામાં બંધ પર્યાયના કથનની દ્રષ્ટિથી દૂધ–પાણી સમાન (એક ક્ષેત્રાવગાહીને) કર્મપુદ્ગલો
સાથે એકરૂપ થવા છતાં પણ દ્રવ્ય સ્વભાવના નિરૂપણની દ્રષ્ટિથી દુરંત (જેનું મટવું કઠણ છે એવા) કષાય
ચક્રના ઉદયની વિચિત્રતા વશ પુણ્ય–પાપને ઉત્પન્ન કરવાવાળા અને અનેકરૂપતાને પામેલા જે પ્રવર્તમાન
શુભાશુભ ભાવો છે તેના સ્વભાવરૂપે પરિણમતો નથી માટે પ્રમત્ત પણ નથી અને અપ્રમત્ત પણ નથી. આ
પ્રકારે જે જ્ઞાયકભાવ પ્રમત્ત અને અપ્રમત્તદશાથી ભિન્ન થઈને અવસ્થિત (ટકેલો) છે તે જ સમસ્ત અન્ય
દ્રવ્યો સમ્બન્ધી ભાવોથી ભિન્ન રૂપથી ઉપાસનાને પ્રાપ્ત થયો થકો (શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રનો આશ્રય થયો
થકો) ‘શુદ્ધ’ એમ કહેવામાં આવે છે.”
૩૨. અહીં શ્રી અમૃતચંદ્રાચાર્યે જે જ્ઞાયકભાવને શુદ્ધ કહ્યો છે તેનાથી ન તો શુદ્ધ–અશુદ્ધ પર્યાયોનું જ
ગ્રહણ થાય છે અને ન તો જ્ઞાન, દર્શન તથા ચારિત્રગુણનું જ, કેમકે આ બન્ને પ્રકારનું કથન સદ્ભૂત અને
અસદ્ભૂત વ્યવહાર આશ્રિત હોવાથી છોડવા યોગ્ય છે, તો પણ તે સદ્ભાવરૂપ છે. તેથી સ્પષ્ટ છે કે આચાર્ય
મહારાજે તેને (–જ્ઞાયકભાવને) આદિ–અંતથી રહિત, સ્વતઃસિદ્ધ કહ્યો છે; આથી સ્પષ્ટ છે કે સંપૂર્ણ વિશેષોને
(ગુણ પર્યાયના ભેદને) અન્તર્લીન કરીને સ્થિત જે જ્ઞાયક જીવનો ત્રિકાળી ધ્રુવ સ્વભાવ છે તે જ અહીં
‘જ્ઞાયક’ શબ્દ દ્વારા સંબોધિત કરીને ભૂતાર્થરૂપથી કહેવામાં આવ્યો છે.
૩૩. સમયસાર ગા. ૯–૧૦ માં શ્રુતકેવળીની જે નિશ્ચય આશ્રયે વ્યાખ્યા કરી છે અને ગાથા. ૧૪ માં
જે શુદ્ધનયનું સ્વરૂપ બતાવ્યું છે તેનાથી પણ કહેલા અર્થનું જ સમર્થન થાય છે.
૩૪. અહીં શંકા થાય છે કે જ્યારે ભૂતાર્થ શબ્દથી અહીં જ્ઞાયકભાવનો સંપૂર્ણ ભેદનિરપેક્ષ ત્રિકાળી ધ્રુવ
સ્વભાવ લેવામાં આવ્યો છે એવી અવસ્થામાં જીવ દ્રવ્યમાં જે ગુણભેદ અને પર્યાયભેદનો ખ્યાલ આવે છે તેને
શું સર્વથા અભૂતાર્થ માનવો? અને જો ગુણભેદ અને

PDF/HTML Page 7 of 29
single page version

background image
: : આત્મધર્મ : ૨૧૦
પર્યાયભેદ ને સર્વથા અભૂતાર્થ માનવામાં આવે છે તો જીવ દ્રવ્યના સંસારી અને મુક્તરૂપ જે અનેકભેદ
દ્રષ્ટિગોચર થાય છે તે ન થવા જોઈએ અને જો આ ભેદ વ્યવહારને પરમાર્થભૂત માનવામાં આવે છે તો તેનો
નિષેધ કરીને જ્ઞાયકભાવના માત્ર ત્રિકાળ ધ્રુવ સ્વભાવને ભૂતાર્થ બતાવીને માત્ર તેને જ આશ્રય કરવા યોગ્ય
ન બતાવવો જોઈએ. આ તો સુસ્પષ્ટ છે કે જૈન દર્શનમાં ન તો કેવળ સામાન્યરૂપ પદાર્થનો સ્વીકાર કરવામાં
આવ્યો છે અને ન કેવળ વિશેષરૂપ સ્વીકાર કરવામાં આવ્યો છે પણ તેમાં પદાર્થને સામાન્ય વિશેષાત્મક
માનીને જ વસ્તુ વ્યવસ્થા કરવામાં આવી છે. આવી અવસ્થામાં જ્ઞાયકભાવના ત્રિકાળી ધ્રુવસ્વભાવને ભૂતાર્થ
બતાવીને મોક્ષમાર્ગમાં તેને જ આશ્રય કરવા યોગ્ય બતાવવો ક્્યાં સુધી ઉચિત છે તે વિચારવા યોગ્ય થઈ
જાય છે. કેમકે જ્યારે જ્ઞાયકભાવનો કેવળ ત્રિકાળી ધ્રુવસ્વભાવ સર્વથા કોઈ સ્વતંત્ર પદાર્થ જ નથી એવી
હાલતમાં માત્ર તેને જ આશ્રય કરવા યોગ્ય કેમ માની શકાય? ઉપર કહેલા કથનનું તાત્પર્ય આ છે કે
યથાર્થમાં કાં તો એમ માનો કે સામાન્ય–વિશેષસ્વરૂપ કોઈ પદાર્થ ન હોવાથી
સામાન્ય સ્વરૂપ જ પદાર્થ છે
માટે મોક્ષમાર્ગમાં માત્ર તેને જ આશ્રય કરવા યોગ્ય બતાવવામાં આવેલ છે અને જો પદાર્થને સામાન્ય–
વિશેષાત્મક માનવામાં આવે છે તો કેવળ તેના સામાન્ય અંશને ભૂતાર્થ કહીને તેના વિશેષ અંશને અભૂતાર્થ
બતાવવા થકા તેનો નિષેધ ન કરો. ત્યારે એમ જ માનો કે જે જીવ દ્રવ્યને સામાન્ય–વિશેષાત્મકરૂપથી ભૂતાર્થ
જાણીને ઉભયરૂપ તેને લક્ષ્યમાં લે છે તે સમ્યગ્દ્રષ્ટિ છે.
૩પ. આ એક મૂળ પ્રશ્ન છે કે જેના ઉપર અહીં સાંગોપાંગ વિચાર કરવો છે. આ તો સાચી વાત છે કે
આગમમાં એક જીવ દ્રવ્ય જ શું દરેક દ્રવ્યને જે સામાન્ય–વિશેષાત્મક કે ગુણ–પર્યાયવાન બતાવવામાં આવેલ
છે તે અયથાર્થ નથી.
૩૬. સંસારી જીવ જ્ઞાનાવરણાદિ કર્મોથી સંયુક્ત થઈને વિવિધ પ્રકારની નર નરકાદિ પર્યાયોને ધારણ
કરી રહ્યો છે તેને કોઈએ અપરમાર્થરૂપ કહ્યું હોય એવું અમારા જોવામાં આવ્યું નથી. સ્વયં અમૃતચંદ્ર આચાર્યે
સમયસાર ગા. ૧૩–૧૪ની ટીકામાં જીવ દ્રવ્યની એ સર્વ અવસ્થાઓને ભૂતાર્થરૂપે સ્વીકાર કરેલ છે માટે કોઈ
જીવ દ્રવ્યને કે અન્ય દ્રવ્યોને સામાન્ય–વિશેષરૂપથી જાણે છે તો એ અયથાર્થ જાણે છે એ પ્રશ્ન જ ઊઠતો નથી.
એક દ્રવ્યના આશ્રયે વ્યવહારનયનો જેટલો પણ વિષય છે તે સઘળોય ભૂતાર્થ છે એમાં સંદેહ નથી. તોપણ
અહીં જે વ્યવહારનયના વિષયને અભૂતાર્થ અને નિશ્ચયનયના વિષયને ભૂતાર્થ કહેવામાં આવેલ છે તેનું
કારણ જુદું છે.
૩૭. હકીકત એ છે કે સંસારી જીવ અનાદિકાળથી પરના નિમિત્તથી પોતપોતાના સ્વકાળમાં જ્યારે જે
પર્યાય ઉત્પન્ન થાય છે તેને જ સ્વાત્મા માનતો આવ્યો છે. ફળસ્વરૂપ કોઈ ખાસ પર્યાય ઉત્પન્ન થતા રાગવશ
તે તેની પ્રાપ્તિમાં ખુશી થાય છે અને તેને નાશની સન્મુખ થતાં વિયોગની કલ્પનાથી દુઃખી થાય છે. પર્યાયોનું
ઉત્પન્ન થવું કે નષ્ટ થવું એ તેનો પોતાનો સ્વભાવ છે તેને ભૂલીને તે તેના ઉત્પાદ અને વ્યયને પોતાનો જ
ઉત્પાદ અને નાશ માનતો આવે છે. આ પર્યાયોમાં વર્તવાવાળો હું તો ત્રિકાળી ધ્રુવ સ્વભાવ છું તેનું તેને
ભાન જ રહ્યું નથી. આ જીવને અનાદિ કાળથી સંસારમાં પરિભ્રમણ કરવાનું મૂળ કારણ આ જ છે.
૩૮. એ તો સ્પષ્ટ છે કે આ જીવની સંસારસ્વરૂપ જેટલી પણ પર્યાયો થાય છે તે સઘળીય ત્યાગવા
યોગ્ય છે અને એ પણ સ્પષ્ટ છે કે સિદ્ધ પર્યાય ઉપાદેય હોવા છતાં પણ તેને વર્તમાનમાં પ્રાપ્ત નથી.
૩૯. હવે વિચાર કરો કે જે પર્યાયો ત્યાગવા યોગ્ય છે.
૧. ગુણ–પર્યાયરૂપ વિશેષ–ભેદ વિનાનું–માત્ર સર્વથા નિત્ય અભેદ જ.

PDF/HTML Page 8 of 29
single page version

background image
ચૈત્ર : ર૪૮૭ : :
તેનો આશ્રય લેવાથી તો સિદ્ધ પર્યાયની પ્રાપ્તિ થઈ શકતી નથી, કારણકે તેનો આશ્રય લેવાથી સંસારની જ
વૃદ્ધિ થાય છે. * અને જે પર્યાય (સિદ્ધ પર્યાય) વર્તમાનમાં છે નહિ, તેનો આશ્રય લઈ શકાતો નથી, કેમકે જે
વર્તમાનમાં છે જ નહિ તેનું આલંબન લેવું કેમ સંભવે? પરંતુ આ જીવને સંસારનો અંત કરીને મુક્ત અવસ્થા
અવશ્ય પ્રાપ્ત કરવી છે, કેમકે એ તેનું ચરમ (ઉત્તમ) ધ્યેય છે.
૪૦. ત્યારે પ્રશ્ન થાય છે કે તે કોનો આશ્રય લઈને આગળ વધે અને મુક્તિ કેવી રીતે પ્રાપ્ત કરે? તેના
સમાધાનરૂપે એ કહેવું તો બનતું નથી કે જે સાધક જીવ સંસારનો અંત કરીને મુક્ત થઈ ગયા છે તેનો આશ્રય
લેવાથી આ જીવને મુક્તિની પ્રાપ્તિ થઈ જશે, કેમકે તેઓ પર છે. માટે એક તો પરનો આશ્રય લઈ શકાતો
નથી અને કદાચિત્ વ્યવહારથી નિમિત્ત–નૈમિત્તિકભાવને લક્ષ્યમાં રાખીને એમ માની પણ લેવામાં આવે તો
શું એ સંભવ છે કે નિમિત્ત ઉપર દ્રષ્ટિ રાખવાથી આ જીવને તે દ્વારા મુક્તિ પ્રાપ્ત થઈ જાશે? અર્થાત્ નહિ
થાય, કેમકે જે પર છે તેના ઉપર દ્રષ્ટિ રાખવાથી પર નિરપેક્ષ પર્યાયની પ્રાપ્તિ થઈ જાય એવો ત્રણ કાળમાં
પણ સંભવ નથી.
૪૧. જો કહેવામાં આવે કે જે આ જીવને જ્ઞાનાદિ ગુણ છે તેના ઉપર દ્રષ્ટિ રાખવાથી મુક્તિની પ્રાપ્તિ
થઈ જશે તો એમ કહેવું પણ બરાબર નથી. કેમકે એમ કરવાથી પણ વિકલ્પજ્ઞાનની પ્રવૃત્તિ રોકી શકાતી નથી
અને જ્યાં સુધી વિકલ્પજ્ઞાનની પ્રવૃત્તિ રોકાશે નહિ ત્યાંસુધી અભેદ રત્નત્રયસ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ થવી
સંભવતી નથી.
૪ર. ત્યારે આ ફરી પ્રશ્ન થાય છે કે આ જીવ કોનો આશ્રય લઈને મોક્ષને માટે ઉદ્યમ કરે? કેમ કે આ
જીવ કોઈનો આશ્રય લીધા વિના મુક્તિને પ્રાપ્ત કરી લે એ તો સંભવ નથી, સાથે એ પણ હકીકત છે કે જેનો
આશ્રય લેવામાં આવે તે ન તો કાલ્પનિક હોવું જોઈએ અને ન ગુણ–પર્યાયના ભેદરૂપ હોવું જોઈએ; તે
આશ્રયભૂત પદાર્થ તેનાથી સર્વથા ભિન્ન હોઈ શકે નહિ, કેમકે જ્યાં કથંચિત્ ભેદ વિવક્ષા પણ અહીં
પ્રયોજનવાન નથી ત્યાં સર્વથા ભેદરૂપ પદાર્થનો આશ્રય લેવાથી ઈષ્ટકાર્યની સિદ્ધિ કેમ થઈ શકે? અર્થાત્ ન
થઈ શકે. સાથે જ એક બીજી વાત છે તે એ કે મોક્ષને માટે જે પદાર્થનો આશ્રય લેવામાં આવે તે પોતાનાથી
અભિન્ન હોવા છતાં પણ સ્વયં અવિકારી તો હોવો જ જોઈએ. સાથે જ નિત્ય પણ હોવો જોઈએ, કેમકે જે
વિકારી હશે તેનો આશ્રય લેવાથી નિરન્તર વિકારની જ સૃષ્ટિ થશે અને જે અનિત્ય હશે તેનો સર્વદા આશ્રય
કરવો બની શકે નહિ.
૪૩. હવે વિચાર કરો કે એવો ક્્યો પદાર્થ હોઈ શકે છે કે જે પોતાનાથી અભિન્ન હોવા છતાં પણ ન તો
વિકાર હોય અને ન અનિત્ય જ હોય. વિચાર કરવાથી માલૂમ પડે છે કે એવો પદાર્થ પરમપારિણામિકભાવ જ
હોઈ શકે છે; જ્ઞાયકભાવ કે ત્રિકાળી ધ્રુવભાવ પણ તેને જ કહે છે.
૪૪. નિયમસાર શાસ્ત્રના ટીકાકારે જેની કારણ પરમાત્મા સંજ્ઞા રાખી છે તે એ જ છે. તે નિગોદ
પર્યાયથી માંડીને સર્વ અવસ્થાઓમાં સમાનરૂપથી સદાય એકરૂપે હોય છે, માટે તે સ્વયં નિરૂપાધિ છે અને જે
સ્વયં નિરૂપાધિ હોય છે તે વિકાર રહિત તો હોય જ છે એ પણ સ્પષ્ટ છે અને જે સ્વયં વિકાર રહિત હોય છે,
તે નિત્ય પણ હોય છે એ પણ સ્પષ્ટ છે. એવો નિત્ય અને નિરૂપાધિ સ્વભાવભૂત જે જ્ઞાયકભાવ છે
તે જ
મોક્ષમાર્ગમાં આશ્રય કરવા યોગ્ય છે. આ જાણીને શ્રી કુન્દકુન્દાચાર્યે તેને તો ભૂતાર્થ કહ્યો છે અને તેના
સિવાય જેટલો પણ ભેદ વ્યવહાર છે તેને અભૂતાર્થ કહ્યો છે.

* જો કે એવા જીવના અસ્તિત્વાદિ ગુણની શુદ્ધપર્યાયો થાય છે તો પણ ભેદરૂપ હોવાથી તથા તેના આશ્રયે પણ રાગ ઉત્પન્ન
થાય છે, તેથી તેનો પણ આશ્રય લઈ શકાય નહિ.
१ पारिणामिक स्त्वनादिनिधनो निरूपाधि; स्वाभाविक एव।
(પંચાસ્તિકાય ગા. પ૮ની ટીકા)

PDF/HTML Page 9 of 29
single page version

background image
: : આત્મધર્મ : ૨૧૦
૪પ. દ્રવ્યમાં ગુણભેદ તથા પર્યાયભેદ છે તેમાં સંદેહ નથી અને એ દ્રષ્ટિથી તે ભૂતાર્થ એ પણ સાચું છે;
પરંતુ ત્રિકાળી ધ્રુવસ્વભાવી જ્ઞાયક ભાવમાં તે અંતર્લીન થઈને પણ ગૌણ રહે છે, તેથી આ અપેક્ષાએ તેમાં
આની નાસ્તિ જ જાણવી જોઈએ. કોઈ કોઈ ઠેકાણે આ ભેદવ્યવહારને અસત્યાર્થ અને મિથ્યા પણ કહેવામાં
આવ્યો છે તો એમ કહેવામાં પણ એ જ કારણ છે.
૪૬. વાત (–હકીકત) એ છે કે જે સાધક છે તેને આ ભેદ જાણવા યોગ્ય હોવા છતાં પણ આશ્રય
કરવા યોગ્ય ત્રિકાળમાં નથી, માટે તેના ઉપરથી દ્રષ્ટિ હઠાવીને જ્ઞાયકના એક માત્ર ત્રિકાળી ધ્રુવસ્વભાવ ઉપર
દ્રષ્ટિ કરવા માટે આ કહેવામાં આવ્યું છે કે જેટલો પણ ભેદ–વ્યવહાર અને સંયોગ સમ્બન્ધ છે તે સઘળોય
અભૂતાર્થ છે, અસત્યાર્થ છે, અને મિથ્યા છે; આ રીતે જીવદ્રવ્ય સામાન્ય–વિશેષાત્મક હોવા છતાં પણ
મોક્ષમાર્ગમાં જ્ઞાયકભાવના ત્રિકાળી ધ્રુવભાવને શા માટે ભૂતાર્થ બતાવીને આશ્રય કરવા યોગ્ય કહ્યો અને
ભેદવ્યવહારને કેમ અભૂતાર્થ બતાવીને ત્યાગવા યોગ્ય બતાવ્યો તેનો વિચાર કર્યો.
૪૭. આ તો ભૂતાર્થ અને અભૂતાર્થની મીમાંસા થઈ. આ દ્રષ્ટિથી જ્યારે એ નયોનો વિચાર કરવામાં
આવે છે તો મોક્ષમાર્ગમાં આશ્રય કરવા યોગ્ય જે ભૂતાર્થ છે તે એક પ્રકારનો હોવાથી તેને વિષય કરવાવાળો
નિશ્ચયનય તો એક જ પ્રકારનો બને છે. આ પરમભાવગ્રાહી નિશ્ચયનય છે. એનું લક્ષણ બતાવતા થકા
નયચક્રમાં ગા. ૧૯૯ માં કહ્યું પણ છે:–
“જે અશુદ્ધ, શુદ્ધ અને ઉપચાર રહિત માત્ર દ્રવ્યસ્વભાવને ગ્રહણ કરે છે, સિદ્ધિને ઈચ્છનાર પુરુષદ્વારા
તે પરમ ભાવ ગ્રાહક દ્રવ્યાર્થિકનય જાણવા યોગ્ય છે”
આ ગાથામાં આવેલ ‘सिद्धि कामेण’ પદ ધ્યાન દેવા યોગ્ય છે. તે દ્વારા એમ સૂચિત કરવામાં આવ્યું
છે કે જે પુરુષ (આત્મા) મુક્તિનો અભિલાષી છે તેણે એક માત્ર આ નયનો વિષય જ આશ્રય કરવા યોગ્ય
છે. પરંતુ આ નયના વિષયનો આશ્રય કરવો ત્યારે જ બને કે જ્યારે આ જીવની દ્રષ્ટિ ન તો જીવની શુદ્ધ
અવસ્થા ઉપર રહે, ન અશુદ્ધ અવસ્થા ઉપર રહે અને ન ઉપચરિત કથનને જ તે પોતાનું આલંબન બનાવે;
એ માટે ઉપર કહેલ ગાથામાં દ્રવ્યાર્થિકનય (નિશ્ચયનય) ના વિષયનો નિર્દેશ (–કથન; ઉપદેશ) કરતા થકા
તેને (એ નયના વિષયને) અશુદ્ધ, શુદ્ધ અને ઉપચારથી રહિત કહ્યો છે.
૪૮. નિશ્ચય શબ્દ ‘નિર’ ઉપસર્ગપૂર્વક ‘ચિ’ ધાતુથી બન્યો છે. તેનો અર્થ જે નય સર્વ પ્રકારના ચય
અર્થાત્ ગુણો અને પર્યાયોના સમુદાય, સંયોગસમ્બન્ધ, નિમિત્ત–નૈમિત્તિક સમ્બન્ધ અને ઉપાદાન–
ઉપાદેયસમ્બન્ધને પ્રકાશિત કરવાવાળા વ્યવહારથી અતિક્રાન્ત થઈને માત્ર અભેદરૂપ ત્રિકાળી ધ્રુવભાવ વા
પરમપારિણામિકભાવનો સ્વીકાર કરે છે તે નિશ્ચયનય છે. તેનું કોઈ ઉદાહરણ દ્વારા કથન કરવું તો બની
શકતું નથી. કેમકે વિધિ સૂચક (અસ્તિ બતાવનાર) જે શબ્દ દ્વારા તેનું કથન કરશો તેનાથી કોઈ અવસ્થા કે
ગુણ વિશિષ્ટ વસ્તુનો જ બોધ થશે. પણ મોક્ષમાર્ગમાં આશ્રય કરવા યોગ્ય જે નિશ્ચયનો વિષય છે તે એવો
નથી માટે તેનું જે કાંઈ લક્ષણ કરવામાં આવશે તે વ્યવહારનયનું નિષેધ સૂચક જ હશે. આ બધો વિચાર
કરીને પંચાધ્યાયીકારે આનું આ પ્રકારે લક્ષણ બાંધ્યું છે:–
અ. ૧ ગા. પ૯૮–પ૯૯ નો અર્થ
“વ્યવહાર પ્રતિષેધ્ય છે અર્થાત્ નિષેધ કરવા યોગ્ય છે અને નિશ્ચય તેનો નિષેધ કરવાવાળો છે, માટે
વ્યવહારના પ્રતિષેધરૂપ જે કોઈ પણ પદાર્થ છે તે જ નિશ્ચયનયનું વાચ્ય છે. જેમ દ્રવ્ય સદ્રૂપ છે અથવા જીવ
જ્ઞાનવાન છે એવો વિષય કરવાવાળો વ્યવહારનય છે અને તેના નિષેધ સૂચક ‘ન’ એટલો માત્ર–નિશ્ચયનય
છે કે જે સર્વ નયોમાં મુખ્ય છે.”
૪૯. સમયસાર ગા. ૧૪માં શુદ્ધનયનું લક્ષણ કરતા થકા જે એમ કહ્યું છે કે “જે આત્માને બંધ અને પરના
સ્પર્શ રહિત, અન્યત્વરહિત, ચલાચલ રહિત, વિશેષ રહિત અને અન્ય સંયોગ રહિત એવા પાંચ ભાવરૂપ
૧–આ વ્યુત્પત્તિ નિશ્ચય શબ્દ ઉપરથી કરવામાં આવી છે. પં શ્રી બંશીધરજી ન્યાયાલંકાર આ વ્યુત્પત્તિનો સ્વીકાર કરે છે.

PDF/HTML Page 10 of 29
single page version

background image
ચૈત્ર : ર૪૮૭ : :
દેખે છે તેને શુદ્ધનય (પરમભાવગ્રાહી નિશ્ચયનય) જાણો.” આ દ્વારા પણ નિશ્ચયનયનો તે જ વિષય
કહેવામાં આવ્યો છે કે જેની તરફ પંચાધ્યાયીકાર ‘ન’ શબ્દ દ્વારા ઈશારો કરી રહ્યા છે.
પ૦. સમયસાર ગા. ૧૪ની ટીકામાં શ્રી અમૃતચંદ્રાચાર્ય કહે કે “નિયમથી જે અબદ્ધસ્પૃષ્ટ, અનન્ય,
નિયત, અવિશેષ અને અસંયુક્ત આત્માની અનુભૂતિ છે તે શુદ્ધનય છે. આ અનુભૂતિ આત્મા જ છે; માટે
તેમાં (અનુભૂતિમાં) એક માત્ર આત્મા જ પ્રકાશમાન થાય છે,”
પ૧. આ શુદ્ધનયનો સુસ્પષ્ટ નિર્દેશ (–વર્ણન) કરતાં થકા તેઓ કળશ નં. ૧૦ માં કહે છે કે:–“જે
પરભાવ અર્થાત્ પરદ્રવ્ય, પરદ્રવ્યના ભાવ તથા પરદ્રવ્યને નિમિત્ત કરીને થયેલા પોતાના વિભાવ–એ
પ્રકારના સમસ્ત પરભાવોથી ભિન્ન છે, આપૂર્ણ છે, આદિ–અંતથી રહિત છે, એક છે તથા જેમાં સમસ્ત
સંકલ્પ–વિકલ્પોના સમૂહનો વિલય થઈ ગયો છે એવા આત્મસ્વભાવને પ્રકાશિત કરતો થકો શુદ્ધનય ઉદયને
પામે છે (–પ્રગટ થાય છે.) ”
પર. અહીં શ્રી અમૃતચંદ્રાચાર્યે એક વાર તો નિશ્ચયનયનો વિષય શું છે એ દેખાડતા થકા એનું કથન કર્યું.
છે અને બીજી વાર જે નિશ્ચયનયનો વિષય છે તે રૂપ આત્માનુભૂતિને જ નિશ્ચયનય કહ્યો છે. તેમને એવું કથન
કરવાનું ખાસ કારણ એ છે કે જ્યાં સુધી આ જીવ નિશ્ચયનયના વિષયને સારી રીતે હૃદયંગમ (અંતરભાવ
ભાસન) કરીને તદ્રૂપ આત્માનુભૂતિને પ્રગટ કરતા થકા તેમાં જ સુસ્થિત થતો નથી ત્યાં સુધી તે વિવિધ પ્રકારના
અધ્યવસાન* ભાવોથી ઉત્પન્ન પોતાની ભાવ સંસારરૂપ પર્યાયનો અંત કરીને મુક્તિનો પાત્ર થઈ શકતો નથી.
પ૩. મુક્તિ અને સંસારને પરસ્પર વિરોધ છે. સંસારના કારણ વિવિધ પ્રકારના અધ્યવસાન
(–વિભાવ) ભાવ છે અને મુક્તિનું કારણ તેનો ત્યાગ છે. પરંતુ વિવિધ પ્રકારના અધ્યવસાનભાવોનો ત્યાગ
કેવી રીતે થાય? એ પ્રશ્ન છે. એ તો બની શકતું નથી કે, આ જીવ એક તરફ તો વિવિધ પ્રકારના
અધ્યવસાનભાવોના કારણભૂત વ્યવહારનયને ઉપાદેય માનીને તેનો આશ્રય પણ કરતો રહે અને બીજી તરફ
સંસારનો ત્યાગ કરવા માટે ઉદ્યમ પણ કરતો રહે, કેમકે જ્યાં સુધી આ જીવ ઉપાદેય માનીને વ્યવહારનયનો
આશ્રય કરતો રહે છે ત્યાં સુધી નિયમથી અધ્યવસાનભાવોની ઉત્પત્તિ થતી રહે છે અને જ્યાં સુધી આને
અધ્યવસાનભાવોની ઉત્પત્તિ થતી રહે છે ત્યાં સુધી સંસારનો અંત થવો અસંભવ છે; તેથી જે નિશ્ચયનયનો
વિષય છે તે જ આશ્રય કરવા યોગ્ય છે, એવું જાણીને તેની અનુભૂતિને જ નિશ્ચયનય કહેલ છે. વ્યવહારનય
પ્રતિષેધ્ય કેમ છે અને નિશ્ચયનય પ્રતિષેધક કેમ છે તેનું રહસ્ય પણ આમાં જ છુપાએલું છે.
પ૪. શ્રી કુન્દકુન્દાચાર્યે સમયસાર આદિ પરમાગમમાં સર્વત્ર પ્રથમ વ્યવહારનયના વિષયને ઉપસ્થિત
કરીને, પછી નિશ્ચયનયના કથનદ્વારા જે તેનો નિષેધ કર્યો છે તેનું કારણ પણ એ જ છે. જેમ કે તેમના આ
ઉલ્લેખથી જ સ્પષ્ટ છે:–
સમયસાર ગા. ર૭ર માં કહ્યું છે કે
“આ રીતે નિશ્ચયનયદ્વારા વ્યવહારનય પ્રતિષિદ્ધ છે એમ જાણો. તથા જે મુનિઓ નિશ્ચયનયનો
આશ્રય કરનારા છે તેઓ નિર્વાણને પ્રાપ્ત થાય છે.”
પપ. અહીં ગાથામાં આવેલ “णिच्छयणयासिदा” પદ ધ્યાન દેવા યોગ્ય છે. આ દ્વારા આચાર્ય
મહારાજ સ્પષ્ટ સૂચિત કરે છે કે મોક્ષમાર્ગમાં એક માત્ર નિશ્ચયનયનો આશ્રય લેવાથી જ મુક્તિની પ્રાપ્તિ થશે,
વ્યવહારનયનો આશ્રય લેવાથી નહિ. જો કે આચાર્ય મહારાજે નિશ્ચયનયદ્વારા વ્યવહારનય પ્રતિષિદ્ધ કેમ છે
તેના કારણનું જ્ઞાન આના પહેલાં જ કરાવી દીધું છે; પણ મોક્ષમાર્ગમાં નિશ્ચયનયનો આશ્રય લેવો જ
કાર્યકારી છે એવું કહેવાથી પણ ઉપર કહેલ અર્થ ફલિત થઈ જાય છે.
પ૬. નિશ્ચયનય પ્રતિષેધક છે અને વ્યવહારનય પ્રતિષેધ્ય છે એમ શ્રી અમૃતચંદ્રાચાર્યના આ વચનથી
પણ સિદ્ધ છે. તેઓ સમયસાર ગા. પ૬ની ટીકામાં કહે છે કે:–
* શુભાશુભ ભાવ; મિથ્યા અભિપ્રાય સહિત પરિણમન: મિથ્યાનિશ્ચય; મિથ્યા અભિપ્રાય કરવો તે.

PDF/HTML Page 11 of 29
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : ૨૧૦
“તથા નિશ્ચયનય દ્રવ્યાશ્રિત હોવાથી કેવળ જીવના સ્વાભાવિક ભાવનું અવલંબન થઈ પ્રકાશિત થાય
છે, માટે તે પરના બધાય પ્રકારના પરભાવનો પ્રતિષેધ કરે છે.”
પ૭. આ તો સુવિદિત વાત છે કે આશ્રય કરવા યોગ્ય નથી હોતો તે પ્રતિષેધ્ય હોય છે અને જે આશ્રય
કરવા યોગ્ય છે તે પ્રતિષેધક હોય છે. ઉદાહરણ માટે–જે પ્રાણી સ્વચ્છ અને શીતલ પાણીથી પોતાની તૃષા
ઉપશાન્ત કરવા માગે છે તે જ્યારે કોઈ નદીમાં ગંદા પાણીને દેખે છે તો તે પાણીના ગંદાપાણીને પ્રતિષેધ્ય
સમજીને તેના પ્રતિષેધકરૂપ સ્વચ્છ અને શીતલ પાણીનો જ સ્વીકાર કરે છે. તે જ વાત અહીં જાણવી જોઈએ.
પ૮. અહીં મલિન પાણીના સ્થાને વ્યવહારનયનો વિષય છે અને સ્વચ્છ શીતળ પાણીના સ્થાને
નિશ્ચયનયનો વિષય છે તેથી મોક્ષેચ્છુ જે આસન્ન ભવ્ય પ્રાણી પ્રથમ નિશ્ચયનયના વિષયને સારી રીતે જાણીને
તેનો જ આશ્રય લે છે તેના દ્વારા વ્યવહારનયનો વિષય આશ્રય કરવા યોગ્ય ન હોવાથી આપોઆપ પ્રતિષેધ્ય
થઈ જાય છે.
પ૯. તાત્પર્ય એ છે કે જે નિશ્ચયનયનો વિષય છે તે જ આ જીવ દ્વારા આશ્રય કરવા યોગ્ય છે, માટે
તેના દ્વારા વ્યવહારનયનો વિષય એની મેળે (આપોઆપ) પ્રતિષિદ્ધ થઈ જાય છે. નિશ્ચયનય આશ્રય કરવા
યોગ્ય કેમ છે તેનું વર્ણન કરતા થકા શ્રી અમૃતચંદ્રાચાર્ય સમયસાર ગા. ૧૧ ની ટીકામાં પૂર્વોક્ત પાણીના
દ્રષ્ટાન્ત દ્વારા બહુ જ સ્પષ્ટ ખુલાસો કરતા થકા સ્વયં કહે છે કે:–
“જેમ પ્રબળ કાદવના મળવાથી જેનો સહજ એક નિર્મળભાવ ઢંકાઈ ગયો છે એવા પાણીનો અનુભવ
કરવાવાળા ઘણાય પુરુષ તો એવા છે કે જે કાદવ અને પાણીનો વિવેક નહિ કરતા થકા તે મેલા પાણીનો જ
અનુભવ કરે છે; પરંતુ કેટલાક જ પુરુષ પોતાના હાથથી નાખેલા કતકફળ (–નિર્મળી ઔષધિ) ના પડવા
માત્રથી ઉત્પન્ન થતા કાદવ અને પાણીના પૃથક્કરણ (–વિવેક) વશ પોતાના પુરુષાર્થ દ્વારા પ્રગટ કરવામાં
આવેલા સહજ એક સ્વચ્છ પાણીનો સ્વભાવ હોવાથી તે નિર્મળ પાણીનો જ અનુભવ કરે છે, તેમ પ્રબળ
કર્મોના મળવાથી જેનો સહજ એક જ્ઞાયકભાવ ઢંકાઈ ગયો છે–અપ્રગટ છે એવા આત્માનો અનુભવ
કરવાવાળા ઘણાય પુરુષ તો એવા છે કે જે આત્મા અને કર્મનો વિવેક ન કરતા થકા વ્યવહારથી વિમોહિત
હૃદયવાળા થઈને પ્રગટ થતા વિશ્વરૂપ (–અનેકરૂપ) ભાવ સહિત તે આત્માનો અનુભવ કરે છે, પરંતુ
ભૂતાર્થદર્શી (સહજ એક જ્ઞાયકભાવને દેખવાવાળા) પુરુષ પોતાની બુદ્ધિથી નાખેલો જે શુદ્ધનય તે અનુસાર
બોધ થવા માત્રથી આત્મા અને કર્મનો વિવેક થવાને કારણે પોતાના પુરુષાર્થદ્વારા પ્રગટ થતા સહજ એક
જ્ઞાયકસ્વભાવ હોવાથી પ્રકાશમાન એક જ્ઞાયક ભાવરૂપ તે આત્માનો અનુભવ કરે છે માટે અહીં એમ સમજવું
કે જે ભૂતાર્થ (સહજ એક જ્ઞાયકભાવ) નો આશ્રય કરે છે તે જ આત્માને સમ્યક્રૂપે દેખે છે, માટે સમ્યગ્દ્રષ્ટિ
છે. પરંતુ તેનાથી ભિન્ન બીજા પુરુષ સમ્યગ્દ્રષ્ટિ નથી, કેમકે શુદ્ધનય કતકફળના સ્થાને છે. તેથી કર્મોથી ભિન્ન
આત્માને દેખવાવાળા જીવોને વ્યવહારનય અનુસરણ કરવા યોગ્ય નથી.
૬૦. આશય એ છે કે જેમ કાદવ સહિત પાણીમાં પાણી પણ છે અને તેની કાદવ યુક્ત અવસ્થા પણ
છે. હવે જો કોઈ પુરુષ તેમાંથી પાણીની સ્વચ્છ અવસ્થા પ્રગટ કરવા માગે છે તો તેણે કતકફળ નાખીને જ
તેને પ્રગટ કરવું પડશે, નહિતર તે સ્વચ્છ પાણીનો ઉપભોગ કરી શકશે નહિ, તે રીતે કર્મ સંયુક્ત જીવમાં જીવ
પણ છે અને તેની કર્મસંયુક્ત અવસ્થા પણ છે.
૬૧. હવે જો કોઈ પુરુષ તેમાંથી જીવની કર્મરહિત અવસ્થા પ્રગટ કરવા માગે છે તો તેણે ભૂતાર્થનયનો
આશ્રય લઈને જ તેને પ્રગટ કરવી પડશે; નહિતર તે જીવની કર્મ રહિત અવસ્થાનો ઉપભોગ ત્રણ કાળમાં
કરી શકશે નહિ તેથી સ્પષ્ટ છે કે મોક્ષમાર્ગમાં એક માત્ર નિશ્ચયનય જ અનુસરણ કરવા યોગ્ય છે,
વ્યવહારનય નહિ.
(નિ. વ્ય. મીમાંસા પૃ. ૨૧પ લી. ૭ સુધીનો અનુવાદ)

PDF/HTML Page 12 of 29
single page version

background image
ચૈત્ર : ર૪૮૭ : ૧૧ :
પદ્મનંદી પંચવિંશતીકા
(દાનઅધિકાર ઉપર પૂજ્ય સદ્ગુરુદેવશ્રીનાં પ્રવચનો)
જામનગર મહા સુદી ર–૩ તા. ૧૮–૧–૬૧, ૧૯–૧–૬૧
(૧)
૧. ખરેખર દાન તો મિથ્યામાન્યતા–અજ્ઞાન અને રાગાદિના ત્યાગપૂર્વક આત્મામાં સમ્યગ્દર્શનાદિ
રત્નત્રયની શાન્તિ, અતિન્દ્રિય આનંદનું પ્રગટ કરવું તે દાન છે. અધુરી દશામાં ગૃહસ્થદશા છે ત્યાં કેવી
જાતનો રાગ અને વિવેક હોય તે બતાવે છે. આચાર્યદેવે પ્રથમ ગાથામાં કહ્યું કે જગતના જીવ અંતરના
આનંદને ભૂલીને લોભરૂપી ઊંડા કુવાની ભેખડમાં ભરાયા છે તેને બહાર કાઢવા માટે આ ઉપદેશ છે.
ર. જ્ઞાનાનંદમૂર્તિ પ્રભુ આત્મા છે તેને ભૂલીને, પર ચીજ પોતાથી જુદી છે તેમાં મારું કાંઈ નથી એ
ભૂલીને એ મારા ને હું એનો એમ માનવાથી અનાદિથી જીવો અજ્ઞાની દુખી થઈ રહ્યા છે.
૩. પોતે દેહની અપેક્ષા વિનાનો, શાશ્વત જ્ઞાનાનંદ મૂર્તિ છે તેની મહિમા, પ્રીતિ, રુચિ છોડીને, પરને
અનુકૂળ કે પ્રતિકૂળ માની પરથી લાભ નુકશાન અજ્ઞાની માને છે. પુણ્યને ધર્મ માની બેઠા છે તેની વાત નથી
પણ જેને ધર્મની ઓળખાણ છે, પ્રેમ છે તેને દાનનો વિવેક બતાવે છે અને ધર્મમાં જિજ્ઞાસા છે તેને પણ
ધર્માત્માની ઓળખ કરી દાન દેવાનો ઉપદેશ છે. ધર્મની રુચિ કરાવવાને તૃષ્ણા ઘટાડવાનો જે ઉપદેશ છે તે
અનાદિનો છે, નવો નથી.
૪. ‘અપને કો આપ ભૂલ કે હૈરાન હો ગયા’ એ નિયમ મુજબ જીવ અનાદિકાળથી પોતાને ભૂલી,
પરને પોતાનું માનતો આવે છે. કામ ક્રોધાદિ પાપ છે દયા, દાન, વ્રતાદિ, પૂજા ભક્તિના ભાવો પુન્ય છે; બેઉ
બંધનના કારણો છે, ઉપાધિ છે અનિત્ય છે પણ આત્મા તેવો નથી, આત્મા તો સદા જ્ઞાયક સ્વભાવી છે તેની
રુચિ–છોડી દેહાદિની રુચિ જીવ કરે છે, ત્યાં સુધી પુન્યપાપના ફળમાં દેવ, મનુષ્ય, પશુ અને નારકી એમ ચાર
ગતિમાં તે રખડ્યા કરે છે. પરમાં કર્તા ભોક્તાપણું, અને ધણીપણું માનીને તૃષ્ણાના ઊંડા કૂવામાં ભરાઈ
ગયો છે તેને બહાર કેમ કાઢવો તેની વાત જીવે ભાવ સહિત કદી સાંભળી નથી.
પ. મેંદીના પાનમાં અંદર શક્તિરૂપે લાલપ છે બારીકપણે પીસે તો પ્રગટ થાય, દીવાસળીમાં અગ્નિ
અપ્રગટ શક્તિરૂપે છે, ઘસે તો પ્રગટ થાય; એમ આત્મામાં અંદરની શક્તિરૂપે પરમાનંદ–જ્ઞાનાનંદ સંપદા
વિદ્યમાન છે તેને સત્ સમાગમે ઓળખીને અંતર્મુખ દ્રષ્ટિથી અંદરમાં એકાગ્ર થાય તો તે પ્રગટ થાય પણ તેમ
ન માનતાં શરીર–મન–વાણી સંયોગનું લક્ષ કરી, બાહ્યમાં શુભરાગરૂપ વ્યવહારની રુચિ કરી જગતની ધુડની
આશાથી ઓશીયાળો થઈ રહ્યો છે.
૬. ધર્મના નામે કે સંસારની સેવાના નામે મંદ કષાય કરે તો પુણ્યની ધુડ મળે છે; તે તો ચલતી ફિરતી
છાંયા છે. તેનાથી આત્મા ન મળે. બુદ્ધિ ઘણી હોય તેના કારણે પૈસા મળતા નથી પણ પૂર્વના પુન્ય પ્રમાણે જ
મળે છે.

PDF/HTML Page 13 of 29
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : ૨૧૦
૭. અમેરીકામાં મોટા કસાઈખાનાવાળા લાખો કમાય છે, કોઈ જુઠું બોલી, ચોરી કરીને ધનનો સંયોગ
પામે છે તે શું વર્તમાન પાપના કારણે પૈસા મળ્‌યા છે? ના, તે તો પાપ જ બાંધે છે વર્તમાન ધનના ઢગલા
થાય તે પૂર્વભવના પૂન્યનું ફળ છે.
૮. વર્તમાનમાં જે કાંઈ શુભ અશુભ વિકાર કરે છે અને તેની રુચિ કરે છે (તેને કરવા લાયક માને
છે) તે ત્રિકાળી જ્ઞાનાનંદની રુચિ કરતો જ નથી તેથી ૮૪ ના અવતાર કરી લોભના કૂવામાં પડેલ છે, અહીં
જુદી વાત કરવી છે કે જેને પુન્યપાપની રુચિ ગઈ છે ને પવિત્ર આત્માની રુચિ થઈ છે પણ ગૃહસ્થદશામાં છે,
તેને લોભ ઘટાડી વીતરાગી માર્ગનું બહુમાન કરાવવાનો ઉપદેશ છે.
૯. આચાર્યદેવ સુપાત્ર દાનની મહિમા બતાવતાં કહે છે કે, જેમ નદી જ્યાંથી ઉત્પન્ન થાય છે ત્યાં બહુ
થોડો પ્રવાહ હોય છે. પછી આગળ જતાં ઘણી નદીનો સંગમ થતાં થતાં સમુદ્ર નજીક જતાં ફિણ સહિત ઉછળી
સમુદ્રમાં મળે છે તેમ સમ્યગ્દ્રષ્ટિ શ્રાવકને પ્રથમ લક્ષ્મી થોડી હોય છે પછી મુનિ ધર્માત્માને આહારદાન દેવાનો
યોગમળતાં ભક્તિના પૂન્યથી લક્ષ્મી વધતી જાય છે અને પૂન્યના ફળમાં ઈન્દ્રાદિ દેવપદની સંપદા મળે છે પણ
તેનો સમ્યગ્દ્રષ્ટિને આદર નથી.
૧૦. જેમ સારો ખેડુ ખડ ખાતર અનાજ (બીજ) વાવતો નથી. ખડ ઉપર નજર કરી, કસ–દાણા ઉપર
નજર છે તેમ જ્ઞાનસ્વરૂપનું ભાન થતાં જ્ઞાની જીવ સાચા દેવ–ગુરુ–ધર્મ–શાસ્ત્રો માટે દાન–પૂજા, પ્રભાવના
ભક્તિ કરે છે પણ તેની દ્રષ્ટિ પુન્ય ઉપર નથી તેથી તેને અગણિત અને અપૂર્વ પુન્ય બંધાય છે.
૧૧. જેમ હજારો મણ અનાજ પાકે ત્યાં ઘાસ તો બહુ જ પાકે તેમ ધર્મજીજ્ઞાસુ તથા ધર્મીજીવ
રાગરહિત શુદ્ધ ચૈતન્ય છું તેની દ્રષ્ટિને પહોંચ્યો તેને પૂર્ણ ઉપર દ્રષ્ટિ હોવા છતાં વચ્ચે સાધકની ભૂમિકામાં
ભક્તિ દાનાદિનો શુભ રાગ આવે છે તેના ફળમાં મોટા લોકોત્તર પુન્ય હોય છે. કારણ કે ધર્મીની દ્રષ્ટિ
વીતરાગસ્વભાવ ઉપર હોય છે દેહાદિ સંયોગ કેવા મળશે કે અનુકૂળતાની આશા અને પ્રતિકૂળતાનો ભય
એવી દ્રષ્ટિ તેને નથી. પણ તે સ્વદ્રવ્યના આશ્રયે નિર્મળતા કેવી થઈ–થાય છે અને થશે તેને જાણતો
નિત્યજ્ઞાતા સ્વભાવ ઉપર દ્રષ્ટિ રાખે છે.
૧૨. સં. ૧૯૯૧ ની સાલની વાત છે. જામનગર આવતાં નજીક અલીયાબાડા ગામ છે. ત્યાં
જામનગરથી ૧પ૦૦ માણસ ખાસ સામે આવેલા; એક ભાઈ ર।। હાથનું બાજરાનું ડુંડુ બતાવવા લાવેલ. એ
એમ બતાવે છે કે; બી જેવું વાવે તેવું ડુંડુ પાકે છે, પણ અહીં ફેર એટલો કે ધર્મીને શુદ્ધતાની દ્રષ્ટિ છે તેથી તેના
ફળમાં પૂર્ણ પવિત્ર થાય છે પણ પૂર્ણદશા ન થાય તે સુપાત્રેદાનાદિ તથા વ્રતાદિના શુભ ભાવને તેને સહેજે
એવા મોટા પુન્યબંધાઈ જાય છે કે તેના ફળમાં ઈન્દ્રાદિ પદ મળે છે. ભગવાન તીર્થંકર દેવના જન્મ કલ્યાણક
વખતે સ્વર્ગના દેવ ઐરાવત હાથીનું દિવ્યરૂપ લઈ ઉત્સવ મનાવવા આવે છે અને અસંખ્ય દેવો સાથે
મેરૂપર્વત ઉપર જન્માભિષેકનો ઉત્સવ કરે છે; તેના પુન્યનું વર્ણન સાધારણને ન બેસે.
૧૩. ધર્મીજીવને પર્યાયે–પર્યાયે વિવેક હોય છે. દેવ–ગુરુ ધર્મને ખાતર પ્રાણ આપે છતાં અભિમાન
નહિ, આશા નહિ. જેમ સારો ખેડુ ખડ ખાતર વાવે નહી અનાજ ઉપર દ્રષ્ટિ છે તેમ ધર્મી જીવ પુણ્ય એટલે
સંસાર ખાતર ધર્મ કરતો નથી. કેમકે પુન્યનો મહિમા તેની દ્રષ્ટિમાંથી નીકળી ગયેલ છે અને પૂર્ણ સ્વભાવ
ઉપર દ્રષ્ટિ તેણે સ્થાપિ છે.
(ર)
૧૪. સંસારમાં ભ્રમણ કરતાં જીવે પૂર્વે અજ્ઞાન સહિત, દયા, દાન કર્યા છે પણ એકેવાર સમ્યગ્જ્ઞાન
સહિત સુપાત્રે આહારદાન કર્યું નથી, બાહ્ય ક્રિયાની વાત નથી પણ આત્મા પોતે અંદરમાં શાન્ત જ્ઞાનાનંદ રસ
અને પૂર્ણ સામર્થ્યથી ભરેલો છે; હું જ્ઞાતા દ્રષ્ટા

PDF/HTML Page 14 of 29
single page version

background image
ચૈત્ર : ર૪૮૭ : ૧૩ :
છું, નબળાઈથી રાગ ઊઠે તેટલો હું નથી, એવા ભાન સહિત સાચા દેવ, શાસ્ત્ર, ગુરુ પ્રત્યે બહુમાન–વિનયના
શુભભાવ કેવા હોય છે તેની આ વાત છે, તેમાં રાગનો આદર નથી પણ વીતરાગી દ્રષ્ટિ અને વીતરાગી
સ્થિરતા–ચારિત્રનો આદર છે. સ્વરૂપમાં સ્થિરતા ન હોય ત્યારે જ્ઞાનીને દાનાદિના પુન્યભાવ હોય છે,
સાચામાર્ગની પ્રભાવનામાં દાનનો ભાવ વિશેષ આવે છે છતાં ત્યાં પણ વીતરાગની રુચિ અને અનુમોદના છે.
૧પ. પૈસા અને તેનું કારણ પુન્ય તે રહિત મારૂં જ્ઞાનાનંદ સ્વરૂપ છે તેનું ભાન અને અંશે સ્થિરતા વડે
જે જિનેશ્વરના માર્ગમાં છે તેના ભક્તિ દાનને ‘વ્યવહાર’ કહેવાય છે. આતો લોભરૂપી ઊંડા કૂવામાં
ભરાએલાને બહાર લાવવાની વાત છે. મારૂં સ્વરૂપ નિર્વિકાર સ્વચ્છ જ્ઞાનમય છે એવી પ્રભુતાનો પ્રેમ, રુચિ
આદર છે. જેને છે તેને શક્તિ અનુસાર દાન દેવાનો ભાવ આવે છે.
૧૬. જે કોઈ શેઠિયો થયો તેણે વિચારવું જોઈએ કે મેં પ૦ વર્ષ મજુરી કરી, તેના પ્રમાણમાં માસીક
ર૦૦) અથવા વધારેની ગણતરી કરી દાન દેવું જોઈએ; એ રીતે સ્ત્રીએ આખી જીંદગી મજુરી કરી તેનો
હિસાબ ગણી સ્વતંત્ર પણે દાન દેવું જોઈએ. ઘરે છોકરા છોકરીના લગ્ન વખતે પાંચ પચીસ હજાર ખર્ચે છે ત્યાં
શું ફાળો કરવા જાય છે? જેમ તેમાં સહાય માગે નહિં તેમ જિનમંદિર અને પ્રતિષ્ઠાઉત્સવ બનાવનાર પોતાની
શક્તિથી બનાવે, સહાય માગે નહિ તેમજ અમે આગેવાન છીએ વગેરે માન ખાતર કાંઈ કરે નહિ.
૧૭. આ શાસ્ત્રની ૪૬ મી ગાથામાં આવે છે કે:–લોભની મુર્તિ એવા કૃપણ જીવોનું જીવતર વૃથા છે,
તેનાથી કાગડો પણ ભલો કે બળેલા ઉકડીયા મળે તો પણ એકલો ખાય નહીં, કોં કોં કરી બીજા કાગડાને
એકઠા કરીને ખાય. પૂર્વભવમાં ગુણ દાજ્યા ત્યારે પુન્ય બંધાયા છે કેમકે શાન્ત વીતરાગી દશાના ફળમાં
સંયોગ ન મળે; છતાં પૂન્યની ધુડમાં પાંચ, પચીસ લાખ મળ્‌યા તે એકલો ખાય તે કાગડામાંથી જાય છે. માટે
ગૃહસ્થો એ દાનનો વિભાગ જરૂર કરવો જોઈએ.
૧૮. “માનવ હોણો મુશ્કેલ હૈ, બને તો મોટો ભાગ્ય;
સાધુ હુઆ તો સિદ્ધ હુવા કરણો ન રહ્યો કાંઈ”
આવું એક કવિત છે, તે ઉપરથી એમ સમજવું કે:– અહો! મુનિપદ તો સિદ્ધપરમેષ્ટીની નિકટ થવાનું
પદ છે એવા નિર્ગ્રંથ સાધુ પરમેશ્વર નિરન્તર–સતત ચિદાનંદ સ્વરૂપમાં એકાગ્રતા વડે લીન રહે છે; એમને
ભક્તિપૂર્વક આહારદાન દેવાનો ધન્ય અવસર ક્્યારે મળે એવી ભાવનાવાળા ધર્મી જીવ વિવેક અને જાગ્રતી
ચૂકતા નથી અને ખાતાપીતા સર્વત્ર સંતોનું સ્મરણ કરે છે. જે આહારદાનવડે ભક્તિ કરે છે તેના ભાગ્યનો
પાર નથી. કારણ કે વીતરાગનો ભક્ત ક્રમેક્રમે રાગ મટાડી સિદ્ધ પરમાત્મા થવાનો જ છે. જે આત્મામાં
ત્રિકાળી અરાગીના લક્ષે રાગક્રમે મટાડવાની તાકત છે. તેનામાં સર્વથા રાગનો અભાવ કરવાની તાકાત છે.
૧૯. “રાગ–લોભ ઘટાડું” એમાંથી એ સિદ્ધાંત નીકળે છે કે એકેન્દ્રિય નિગોદ દશામાં જ્યાં જ્ઞાન,
દર્શન, બળની અતિશય હિનતા છે ત્યાંથી મરીને જે જીવ મનુષ્ય થાય છે તે પોતાના વીર્યથી થાય છે જેમ
તીવ્ર કષાયમાં જીવ વીર્ય (બળ) જોડે છે ત્યારે હલકી ગતિ થાય છે તેમ તે જ્યારે સ્વતંત્રપણે મંદકષાય કરે છે
ત્યારે તેના ફળમાં મનુષ્ય થાય છે, હવે પંચેન્દ્રિયપણું મળે તેથી શું? પુન્યકર્મ પણ છૂટી જાય છે તે કાંઈ શરણ
થતું નથી. કીડી હો કે રાજા હો બેઉને શરીર છોડીને બીજી ગતિમાં જવું થાય છે આ રીતે દરેક જીવ સ્વતંત્ર છે
હું ત્રિકાળી જ્ઞાન આનંદ છું એવું ભાન કરી રાગ ઘટાડી દાન કરી શકે છે.
હવે આચાર્યશ્રી કહે છે કે :–
એ તે ઘર શાના કે જેના ઘરે મુનિ ધર્માત્માનો સત્કાર, ચરણસ્પર્શ થયા નથી, મુનિને આહારદાન
નવધા ભક્તિ પૂર્વક થાય છે એવા સંતો–ધર્માત્માના પગલાથી જેનું ઘર પવિત્ર થતું નથી અને ધર્માત્મા તેના
હૃદયમાં સ્મરણરૂપે પ્રવેશ થયા નથી તેનું ઘર અને મન સ્મશાન સમાન છે અર્થાત્ વ્યર્થ છે.

PDF/HTML Page 15 of 29
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : ૨૧૦
ચૈતન્ય વસ્તુને વસવાનું સ્વક્ષેત્ર, તેમાં
કેવળજ્ઞાના બીજરૂપ ખાતમુહૂર્ત
વીર નિર્વાણ સં. ર૪૮૭ ફાગણ શુદ ૨ રાજકોટમાં શ્રી દિ. જૈન મંદિર પાસે
સ્વાધ્યાય હોલનું શિલાન્યાસ થયું તે પ્રસંગે માંગળિકરૂપે પૂ. શ્રી ગુરુદેવે કહ્યું કે:–
સર્વજ્ઞ પરમાત્માએ વસ્તુ કોને કહી છે–તે વાત ગોમ્મટસાર શાસ્ત્રમાં છે. જેમાં ગુણ–
પર્યાય વસે તથા જે ગુણ પર્યાયમાં વસે તેને વસ્તુ કહીએ. આત્મા નિત્ય પોતાના અસંખ્ય
પ્રદેશી સ્વક્ષેત્રમાં, જ્ઞાનાદિ અનંતગુણમાં તથા તેની દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ અવસ્થાઓમાં
નિવાસ કરી રહ્યો છે પણ શરીર આદિ પર વસ્તુઓમાં તેનું નિવાસ સ્થાન નથી.
આત્મા શક્તિરૂપે સિદ્ધ પરમાત્મા સમાન છે પણ બાહ્યદ્રષ્ટિ વડે રાગાદિ પુણ્યપાપની
મલિનતા છે જે આત્માને માટે અવસ્તુ છે તેમાં વાસ કરે છે, તેમાં આત્માના ગુણપર્યાયોનો
ખરેખર વાસ નથી.
અંતરચિદાનંદસ્વભાવમાં અંતર્મુખ થઈને, નિર્વિકલ્પ શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્રરૂપ
નિર્મળ પર્યાય પ્રગટ કરે તો તે આત્મા પોતાના ગુણ–પર્યાયમાં વસ્યો કહેવાય ને તે ખરું
વાસ્તુ છે ને તેને સર્વજ્ઞ ભગવાને કેવળજ્ઞાનનું ખાતમુહૂર્ત કહેલ છે.
ધ્રુવચિદાનંદ સ્વભાવની શ્રદ્ધા કરી, સમ્યગ્દર્શનરૂપી પાયો નાખ્યો તેણે પોતાના
આત્મામાં કેવળજ્ઞાનનું અચળશિલાન્યાસ કર્યું, તેણે અસંખ્યપ્રદેશી ચૈતન્યભૂમિમાં વાસ્તુ
કર્યું.
અસંખ્યપ્રદેશી વિજ્ઞાનઘન સ્વરૂપ જે ચૈતન્યશિલા છે તેના આધારે કેવળજ્ઞાન અને
પરમાનંદ પ્રગટે છે. પૂર્ણજ્ઞાન અને આનંદ પ્રગટાવવાની તાકાત મારામાં જ છે. તે સ્વાધીન
છે એમ જેણે પોતાના આત્મામાં સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન કર્યા તેણે સ્વક્ષેત્ર ચૈતન્ય ધામમાં
કેવળજ્ઞાનનું શિલાન્યાસ કર્યું. સમ્યગ્દર્શનરૂપી શિલા વડે આત્મામાં કેવળજ્ઞાનને પાયો
નાખ્યો તે અલ્પ કાળમાં કેવળજ્ઞાન પામશે તે મંગળ છે.

PDF/HTML Page 16 of 29
single page version

background image
ચૈત્ર : ર૪૮૭ : ૧પ :
સમયસાર : કર્તાકર્મ અધિકાર
જામનગરમાં પૂજ્ય સદ્ગુરુદેવનાં પ્રવચનો
તા. ૧૯–૧–૬૧
આ સમયસારજી શાસ્ત્ર છે. તેમાં કહેલું કર્તા–કર્મનું સ્વરૂપ ખાસ સમજવા જેવું છે. જેમાં પોતાનો
અધિકાર જીવ માને છે તેમાં તેનું સ્વામિત્વ (કર્તૃત્વ) જીવ કર્યા કરે છે.
૨. આત્મા અને મિથ્યાત્વાદિ આસ્રવોનું ભેદજ્ઞાન થતાં જ અંતરમાં જ્ઞાયકમાત્ર હું છું એમ સમજી
સ્વસન્મુખ થાય છે તે સમ્યગ્દર્શન છે. ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે.
૩. હું પરથી નિરાળો છું, દરેક પદાર્થ સ્વતંત્ર છે, કોઈને લીધે કોઈનું ટકવું–બદલવું નથી, દેહની ક્રિયા
મારી નથી, મારા આધારે નથી. પુણ્યપાપના શુભાશુભ ભાવ વર્તમાન દશામાં થાય છે પણ તે મારું સ્વરૂપ
નથી, એમાં મારું કર્તા–કર્મપણું નથી. એમ પરથી ભિન્ન અને પોતાના અનંતગુણોથી એકમેક ચિદાનંદ છું એમ
પ્રથમ નક્કી કરવું જોઈએ. પછી પોતાના નિર્મળ ત્રિકાળી સ્વભાવને ઉપાદેય માની, તે જ હું છું એમ જ્યારે
એકાગ્રતાથી અનુભવ કરે ત્યારે સત્ય, હિતકારી ધર્મની શરૂઆત થાય છે.
૪. જીવ અનાદિથી પોતાના અજ્ઞાનવડે પુણ્યાદિની ધૂળમાં અનુકૂળતા પ્રતિકૂળતા માની, સંયોગ અને
વિકારનીરુચિ કરતો આવે છે; તેથી દેહની ક્રિયા અને આકૃતિ જોઈને બહારથી ભલું–ભૂંડું નક્કી કરે છે, બહુ
તો દયા, દાન, પૂજા, ભક્તિના સ્થૂળ વ્યવહાર સુધી આવી તેમાં ધર્મ માની લે છે, અનંતવાર ક્રોડપતિ શેઠિયો
થયો, રંક, રાજા, અને હજારો શાસ્ત્ર જાણનારો પંડિત થયો, ત્યાગી નામ ધરાવી એના માનેલા બધા સાધન
કર્યાં પણ આત્મજ્ઞાન એનાથી થતું નથી. એ વાત શ્રીમદ્ રાજચંદ્રજી પણ કહી ગયા છે. તેઓ કહે છે કે:–
યમ નિયમ સંયમ આપ કિયો,
પુનિ ત્યાગ વૈરાગ્ય અથાગ લીયો.
વનવાસ લહ્યો મુખ મૌન રહ્યો
દ્રઢ આસન પદ્મ લગાય દીયો.
મન પૌન–નિરોધ સ્વબોધ કીયો.
હઠ જોગ પ્રયોગ સુ તાર ભયો.
જપ ભેદ જપે તપ ત્યોં હી તપે,
ઉર સેં હી ઉદાસી લહી સબપૈ.
સબ શાસ્ત્રન કે નય ધારિ હિયે,
મત મંડન ખંડન ભેદ લિયે,
વહ સાધન વાર અનંત કિયો,
તદપિ કછુ હાથ હજુ ન પર્યો.
અબ કયોં ન વિચારત હૈ મનસે,
કછુ ઔર રહા ઉન સાધન સે.
બિન સદ્ગુરુ કોઈ ન ભેદ લહે,
મુખ આગલ હૈ વહ બાત કહે.

PDF/HTML Page 17 of 29
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : ૨૧૦
કરણા હમ પાવત હૈં તુમકી,
વહ બાત રહી સુગુરુ ગમકી.
પલમેં પ્રગટે મુખ આગલ સે,
જબ સદ્ગુરુ ચરણ સુ પ્રેમ બસે.
તનસે મનસે ધનસે, સબસે,
જબ સદ્ગુરુ ચરન સુ પ્રેમ બસે.
તબ કારજ સિદ્ધ બને અપનો,
રસ અમૃત પાવહીં પ્રેમ ઘનો.
પ. પ્રભુ તારા મૂળ સ્વરૂપની વાત તેં સાંભળી નથી. બધા આત્માને ‘પ્રભુ’ કહીએ છીએ. શક્તિરૂપે જે
પ્રભુત્વ છે તે જ પ્રભુપદ પ્રગટ (દશામાં), થાય છે. કોઈ કંઈ દેતું નથી. સાચી જિજ્ઞાસાથી સમજે તો
નિમિત્તને ‘નિમિત્ત’ કહેવાય.
૬. શ્રીમદ્ કહે છે કે :–
“જે સ્વરૂપ સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં
કહી શક્્યા નહીં તે પણ શ્રી ભગવાનનો
તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે
અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો
અપૂર્વ અવસર.”
શ્રીમદ્ રાજચંદ્રજીએ ર૯ મા વર્ષે આ મહાકાવ્ય બનાવ્યું છે અને ૧૬ વર્ષની ઉંમરે મોક્ષમાળા નામે
પુસ્તક લખ્યું છે.
૭. તેમને અપૂર્વ ભાન (આત્મજ્ઞાન) હતું. દેહ મારો નથી તો સ્ત્રી–પુત્રાદિ મારા કેમ હોય? જેમ પાણીમાં
સેવાળ દૂર કરી વિવેકી જીવ સ્વચ્છ જળ પીવે તેમ વિવેકવાન જ્ઞાની રાગદશા છતાં, તેનાથી રહિત જ્ઞાનસ્વરૂપનો જ
અનુભવ કરે છે. દયા, દાન, પૂજા, ભક્તિ આદિના શુભ ભાવ તે પુણ્ય ભાવ છે. હિંસા, કામ, ક્રોધાદિ, અશુભભાવ
પાપ છે બેઉ આસ્રવતત્ત્વ છે, બંધનના કારણ છે. જ્ઞાનીનો પંચમહાવ્રતનો શુભ રાગ પણ આસ્રવ છે, મલિન છે; તે
રૂપે હું થનારો નથી પણ તે સર્વ આસ્રવોથી પાર જ્ઞાનાનંદ છું. તેમાં સુરતા લગાવીને અંતરમાં ઢળતાં નિર્વિકલ્પ
આનંદ દશા આત્મામાં થાય છે તેને સંવર–નિર્જરા, મોક્ષમાર્ગ કહેવામાં આવે છે તે શુદ્ધભાવે પરિણત આત્માને જ
આત્મા કહીએ, ત્રણે કાળ આ વાત છે. બહારની ક્રિયા અને શુભ રાગમાં શુદ્ધતારૂપ ધર્મ નથી.
૮. એક લાખોપતિની સ્ત્રી ચોખા જુદા પાડવા કમોદ (–ડાંગર) ખાંડતી હતી. ચોખા વજનદાર નીચે
ઉતરે છે અને ફોતરા ઉપર આવે છે. એક બાઈએ ઉપરથી જોયું કે હું પણ ફોતરા સંગ્રહ કરીને ખાંડું; તેમ ખાંડે
છે પણ તેમાંથી ચોખા મળે? ધર્મી જીવ પોતાના પરિણામ (ભાવ) પ્રમાણે બંધન–મોક્ષ–અહિત અથવા હિતનું
થવું માને છે, બાહ્ય ક્રિયા અને શુભા–શુભ વિકલ્પનો તેને આદર નથી તેનો કર્તા–ભોક્તા કે સ્વામી થતો
નથી, તોપણ (પૂર્ણ વીતરાગ ન થાય ત્યાં સુધી) ભૂમિકાનુસાર દયા, દાન, પૂજા, ભક્તિનો રાગ આવે છે.
અજ્ઞાની તો જ્ઞાનીની બાહ્ય ક્રિયા દેખી નકલ કરે છે; અંતર દ્રષ્ટિથી જણાવા યોગ્ય નિશ્ચયનો ભાવ શું તે બાહ્ય
દ્રષ્ટિના કારણે સૂજે નહિ, તેથી માને છે કે અમે પણ ધર્મની ક્રિયા કરીએ છીએ પણ તે તો ફોતરા જ ખાંડે છે.
અંદરની અતીન્દ્રિય અનુભવરૂપ જ્ઞાનની ક્રિયા તે સમજતા નથી.
૯. ધર્મી જીવ દેવોનો ઈન્દ્ર હોય કે મનુષ્ય હોય ભક્તિ ભાવથી પગે ઘુઘરા બાંધી ભગવાનની મૂર્તિ
સામે નૃત્ય કરે; દાન દે, પણ તે રાગને કે શરીરની ક્રિયાને સંવર–નિર્જરારૂપ ધર્મ માનતા નથી; વીતરાગી દ્રષ્ટિ
અને વીતરાગી સ્થિરતાને જ ધર્મ માને છે.
(નકલનું દ્રષ્ટાન્ત)
જંગલમાં દીવાસળીથી ઘાસ સળગાવીને ઠંડીમાં માણસો તાપતા હતા. તે જોઈને વાંદરાઓ આગીયા નામે
પતંગીયાને ચમકતા દેખી તેને અગ્નિ માની ઘાસમાં નાખવા લાગ્યા, તેથી કાંઈ ઘાસ સળગે નહીં અને કાંઈ

PDF/HTML Page 18 of 29
single page version

background image
ચૈત્ર : ર૪૮૭ : ૧૭ :
ઠંડી મટે નહીં. આમ નકલ કરે પણ ઠંડી ઉડવાનું કામ થાય નહીં, તેમ અજ્ઞાનીઓ તત્ત્વ સમજ્યા વિના
જ્ઞાનીઓની બાહ્ય ક્રિયાની નકલ કરે, પણ તેનું અજ્ઞાન ટળે નહીં.
૧૦. ચોથા ગુણસ્થાનમાં વ્રત ન હોય, પૂજા, ભક્તિ, દાનના શુભભાવ હોય. પાંચમા ગુણસ્થાનમાં બે
કષાયના અભાવે અણુવ્રત હોય; મુનિદશામાં મહાવ્રત–નગ્નદશા આદિ ર૮ મૂળગુણ હોય; બહારથી એને જોઈને
કોઈ નકલ કરવા લાગે તેઓ જેમ ટાઢ ઉડાડવા વાંદરા આગીયા જીવડાને પકડીને અગ્નિ કરવા માગે છે તેના
જેવી ભ્રમણાને સેવે છે.
૧૧. નિમિત્ત હોય છે પણ તેનાથી કલ્યાણ થતું હોય તો એક તીર્થંકર થાય તે બધાને તારી દે. બીજાને
સમજાવી દે તો જ જ્ઞાની–એવું વસ્તુસ્વરૂપ નથી. જેમ બદામ ઉપર છોડાં હોય છે ને પછી ફોતરી હોય છે; તેની
અંદર સફેદ ગોળો તે બદામ છે; તેમ શરીર અને શુભાશુભ રાગથી પાર અંદરમાં શુદ્ધ જ્ઞાનાનંદમૂર્તિ છે તે
આત્મા છે; તેનાથી વિરુદ્ધ જે રાગાદિ છે, તે આસ્રવ છે; પુણ્યપાપ તે ઉપરની ફોતરી સમાન મેલ છે આસ્રવ છે
તેનાથી રહિત ચૈતન્ય નિત્ય છે; તેને દ્રષ્ટિમાં લેવો તેનો આદર (આશ્રય) કરી તેમાં એકતાનો અનુભવ
કરવો તે ધર્મ છે.
૧ર. પુણ્યપાપનું કર્તૃત્ત્વ તે જ્ઞાતા આત્માની અરુચિરૂપ ક્રોધાદિનું થવું છે, આવો રાગ હોય તો ઠીક પડે
એમ વિકારની મહત્તા તે નિર્વિકાર આત્માની તુચ્છતા કરનાર માન છે, રાગ અને ત્રિકાળી જ્ઞાનનું ભેદજ્ઞાન
કરવાની શક્તિ છુપાવવી તે કપટ (માયા) છે. પુણ્યને ભલું માને તે જ્ઞાતાને ખરાબ માનનાર (તૂચ્છ
માનનાર) લોભ છે. જ્ઞાનીને અમુક હદ સુધી પુણ્ય–પાપની વૃત્તિ ઊઠે છે પણ તેણે તે ઉપરની દ્રષ્ટિ ઉઠાવી;
સમ્યગ્દર્શન– જ્ઞાનવડે અંતરમાં પ્રવેશ કર્યો છે. તેથી તે રાગાદિનો કર્ત્તા નથી પણ વ્યવહારે જ્ઞાતા છે.
અતીન્દ્રિય આનંદ દશાનું પ્રગટવું (તે રૂપે થવું) એવી દશા ધર્મીને હોય છે. જીવોને અનાદિકાળથી અંતરનું
તત્ત્વ સમજાયું નથી. પણ જિજ્ઞાસાથી સત્ સાંભળવામાં એકાગ્રતા રાખે તો સમજાય તેવું છે.
૧૩. પોતાની ભૂલના કારણે રાગદ્વેષ, પુણ્યપાપની વૃત્તિ થાય છે પણ તેટલો ને તેવો આત્મા નથી;
રાગાદિ આસ્રવોથી પાર પોતાનું સ્વરૂપ છે તે સ્વરૂપ સન્મુખ થઈ જીવ જ્ઞાતાપણું પ્રગટ કરે તે દશાનું નામ
ક્ષમા (અહિંસા) ધર્મ કહેવાય છે.
૧૪. જાણવું માનવું તેમાં શું, કાંઈ કરવાનું કહોને! એમ કેટલા કહે છે. પરંતુ તે તો રાગનું કાર્ય છે.
રાગ તો જીવ અનાદિ કર્તાબુદ્ધિથી કરતો આવે છે, તે કરવાનું જ્ઞાની કેમ કહે? તેવા જીવને હું જ્ઞાતા જ છું
એવા અસલી સ્વરૂપની અરુચિ છે તેથી એવાં જીવોને ભગવાન આત્મા કહેતા નથી.
૧પ. અજ્ઞાનીને પુણ્યાદિ વિકારનો પ્રેમ છે તેથી તે તેનો કર્તા થઈ પરિણમે છે. જે જીવને ત્રિકાળી
નિર્વિકારી ‘જ્ઞાયક સ્વભાવ’ પ્રત્યે વેર છે, તે જીવ સ્વભાવનું બહુમાન છોડી. રાગનું બહુમાન કરે છે તેથી તેને
મિથ્યાત્વનું બહુમાન છે તે અનંતાનુબંધીમાન કહેવાય છે.
[ગા. ૭૧ ઉપર પૂ. ગુરુદેવનું પ્રવચન]
[જામનગર તા. ૨૦–૧–૬૧]
૧૬. અનંતકાળથી અજ્ઞાનીપણાવડે ‘કર્તાકર્મ’ શું છે તે જીવે જાણ્યું નથી, પણ આ શરીર અને ઈન્દ્રિયો
સંબંધી જ્ઞાન તેટલો જ હું એમ માનતો હોવાથી અતીન્દ્રિય–અમૂર્તિક કેવળજ્ઞાનસ્વભાવી નિત્ય ચૈતન્યપણે હું
છું એમ પોતાને જાણતો નથી. આ શરીર તે જ હું–પુણ્યપાપના ભાવ થાય તે જ હું એમ માનતો હોવાથી
(અજ્ઞાનથી) તેમાં પોતાનું કર્તા–કર્મ (–કાર્ય) માને છે.

PDF/HTML Page 19 of 29
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : ૨૧૦
૧૭. સર્વજ્ઞ પરમાત્માએ ત્રણકાળ ત્રણલોકવર્તી સર્વ પદાર્થનું સંપૂર્ણ સ્વરૂપ પ્રત્યક્ષ જાણ્યું, અને વાણી
દ્વારા કહ્યું કે:– શરીર, મન, વાણી સદાય જડ પદાર્થ છે, તેનામાં જ્ઞાન–સુખ–દુઃખ નથી પણ તેનામાં નિત્ય
જડપણે ટકીને પરિવર્તન થવાની શક્તિ છે; તેથી તેનું જે વર્તમાન કર્મ (કાર્ય) હોય છે તે કાર્ય તેનાથી થાય છે
તારાથી નથી; કોઈ બીજાને આધારે તેનું કર્તા–કર્મ નથી. એ જ રીતે દરેક પદાર્થનું સ્વતંત્રપણું છે; એમ જાણી
સ્વ તરફ ઢળવાથી આત્માનું સાચું જ્ઞાન થાય છે. એવું સ્વતંત્રપણું કદી એક સેકન્ડ માત્ર પણ અજ્ઞાનીએ
જાણ્યું નથી, માટે સર્વ પ્રથમ દરેક પદાર્થ સદાય સ્વતંત્ર જ છે એમ સારી રીતે નક્કી કરવું જોઈએ.
૧૮. આ આંગળી હલાવવી આત્માનું કાર્ય નથી. આત્મામાં એવું સામર્થ્ય ત્રણકાળમાં નથી કે તે
પરવસ્તુની ક્રિયા કરે. દરેક પદાર્થમાં દરેક સમયે નવી નવી અવસ્થા થાય, જૂની જાય ને વસ્તુપણે તે કાયમ
ટકી રહે છે એવો નિયમ છે. વસ્તુની અવસ્થા તે તેની વ્યવસ્થા છે. જો એક સમય પણ વસ્તુ પરની
અવસ્થાને કરે તો કર્તા થનારે પોતાનું તે સમયે શું કર્યું? જો બીજો તેનું કાર્ય કરે તો બે દ્રવ્યની એકતા થાય
છે. દરેક પદાર્થ ‘ઉત્પાદવ્યયધ્રૌવ્યયુક્ત સત્’ લક્ષણવાળો છે. આમ હોવાથી કોઈપણ સમયે કોઈ દ્રવ્ય પોતાનું
કર્તા કર્મ (કાર્ય) છોડી બીજાનું કાર્ય કરી શકે એમ બનતું નથી. આ સૂક્ષ્મ વાત છે. એ જાણ્યા વિના કર્તા–
કર્મનું અજ્ઞાન ટળે નહિ. કહ્યું છે કે ‘મુનિવ્રત ધાર અનંતવાર ગ્રીવેક ઉપજાયો, પૈ નિજ આતમજ્ઞાન વિના
સુખ લેશ ન પાયો.’
૧૯. આત્મા એટલે જીવ પોતે ભૂલ કરે કાં સાચું જ્ઞાન કરે, પરનું કોઈ પ્રકારે કાંઈ કરી શકતો જ નથી.
અજ્ઞાનથી માને ભલે પણ અજ્ઞાન ભાવે પર પદાર્થનું કાંઈ કરે એટલે કે આત્મા તેના કાર્યનો કર્તા થાય એ
આકાશના ફૂલ તોડવા જેવું છે. જે ત્રણ કાળમાં બને નહિ.
૨૦. પોતાને શરીરરૂપે માને ભલે પણ શરીરની ક્રિયા, ખાવા પીવાની ક્રિયા, બોલવું, ચાલવું, આંખની
પાંપણ હલાવવી એ બધી શરીરના પરમાણુદ્રવ્યની ક્રિયા હોવાથી આત્મા ત્રણ કાળ, ત્રણ લોકમાં તેને કરી
શકતો નથી. હું કરું છું એમ મિથ્યા અહંકાર કરે છે, રાગદ્વેષ મોહ કરે છે, પણ સત્ય શું એનો ક્ષણમાત્ર પણ
નિર્ણય કરીને અંતરસ્વરૂપનો અનુભવ કરતો નથી.
૨૧. અજ્ઞાની પરમાં કામ થાય છે તે મારે લીધે થાય છે એમ પરમાં એકતાબુદ્ધિ લઈ બેઠો છે. મંદિર,
મૂર્તિ, વગેરે પ્રત્યે ભક્તિવંતને પૂજા–ભક્તિનો શુભ રાગ જે થાય છે તે તેના કાળે પોતપોતાના કારણે જીવને
થાય છે. જો પરના લીધે થાય તો બધાને થવો જોઈએ અને તે એકસરખો થવો જોઈએ.
૨૨. સૌધર્મ આદિ ઈન્દ્રો સમ્યગ્દ્રષ્ટિ છે, ભક્તિવંત છે. જ્યારે તીર્થંકર ભગવાનનો જન્મ થાય છે ત્યારે
એની મેળે જ ઈન્દ્રનું આસન કંપે છે, ઈન્દ્ર ઐરાવત હાથી ઉપર આવે છે ભક્તિના ઉલ્લાસમાં મેરુ પર્વત, ઉપર
૧૦૦૮ મોટા કળશથી અભિષેક કરી મહાન ઉત્સવ મનાવે છે તે શું છે? તે તો પોતામાં શુભ ભાવ કરે છે,
પુદ્ગલ પરાવર્તનના નિયમ પ્રમાણે પુદ્ગલની જે ક્રિયા જેમ થવાની છે તે તેમ થાય છે, પણ શુભ ભાવ છે
તેથી જડની ક્રિયા થતી નથી. ભક્તિવાનને એવો રાગ ઊઠે છે પણ જ્ઞાની રાગનો સ્વામી નથી, સર્વ પ્રકારના
રાગનો વ્યવહારથી તે જાણનાર છે. રાગ મારું કાર્ય છે અને હું તેનો કર્તા છું એમ જ્ઞાની માનતો નથી, એ
કાળે આવો રાગ હોય છે. રાગ મારા સ્વ–પર પ્રકાશક જ્ઞાનનું જ્ઞેયપણે નિમિત્ત છે એમ તે જાણે છે.
૨૩. આ સત્ય વાત સમજે નહિ ત્યાં સુધી લોકોને એમ પ્રશ્ન થાય છે કે ત્યારે અમારે કરવું શું? તેમને
બે દ્રવ્યની ભિન્નતા ભાસી નથી, તેથી સંયોગ તરફથી દેખે છે, જેમ વસ્તુ સ્થિતિ છે તેમ જોઈ શકતા નથી. પં.
બનારસીદાસજી કહે છે–

PDF/HTML Page 20 of 29
single page version

background image
ચૈત્ર : ૨૪૮૭ : ૧૯ :
“કરે કરમ સોહી કરતારા જો જાણે સો જાનનહારા;
કરતા સો જાણે નહિ કોઈ, જાણે સો કરતા નહિ હોઈ.”
ર૪. પર જીવ–અજીવની જે ક્રિયા છે તે તે પદાર્થોથી થાય છે એમ ન માનતાં, તેનો હું કર્તા છું એમ
મિથ્યાદ્રષ્ટિ અભિમાન કરી રહ્યો છે; તેથી તેને જ્ઞાતાસ્વરૂપનું ભાન થઈ શકતું નથી.
જ્ઞાતાસ્વભાવી આત્માને જાણતાં, સર્વને જાણવાની તાકાત મારામાં છે પણ પરનું કરવાની તાકાત
મારામાં નથી એમ જ્ઞાની જાણે છે.
૨પ. તીર્થંકર ત્રણ જ્ઞાન લઈને માતાના ગર્ભમાં આવે છે. જન્મકાળે ઈન્દ્રોના આસન ચળે છે, પુણ્યમાં
પૂર્ણ છે અને પવિત્રતામાં પૂર્ણ થવાના હોય છે, દેહ બાળક છતાં એવો મજબૂત હોય છે કે ઈન્દ્ર દ્વારા હજારો
ઘડા પાણી પડે કાંઈ ન થાય. ઈન્દ્રો પગે ઘુઘરા બાંધી નૃત્ય દ્વારા ભક્તિ કરે છે. શ્રી પદ્મનંદીઆચાર્ય
ભક્તિસ્તોત્રમાં કહે છે કે હે જિનેન્દ્ર આપનો જન્મ થયો ત્યારે મેરુપર્વતમાં આપની ઉપર પાણીનો ધોધ એવો
પડ્યો કે તે પવિત્ર જળથી મેરુપર્વત તીર્થ થઈ ગયો ને તેથી આ સૂર્ય ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા મંડલ તેને
ફરતા ફર્યા કરે છે.
ર૬. ભક્તો ભક્તિના ઉછાળામાં ઉત્પ્રેક્ષા અલંકાર વડે વીતરાગતાની મહિમા ગાય છે. કે હે નાથ! આ
આકાશમાં વાદળાના ખંડ ખંડ ટૂકડા ફરે છે તેને હું એમ સમજું છું કે આપના જન્મ કલ્યાણક વખતે ઈન્દ્રોએ
લાંબા હાથ કરીને તાંડવ નૃત્ય કરેલ ત્યારે અખંડ વાદળા ખંડ ખંડ થઈ ગયા. તેનો ભાવ એમ છે કે આત્મા
સાથે કર્મ એકમેક માનતો, ભાન થયું કે એમ નથી એટલે તેના કટકા થઈ ગયા, કર્મબંધનના ટુકડા થતાં
અમારે સંસારનું બંધન તૂટી ગયું છે. જુવો ભક્તિ, ભાષા જુદી, ભાવ જુદો છે.
ર૭. રાગના કારણે રાગ, જ્ઞાનના કારણે જ્ઞાન અને જડના કારણે શરીરની ક્રિયા–સ્વતંત્ર જ છે. પરના
કામ પરથી થાય છે. મારાથી એમાં, અને એનાથી મારામાં કંઈ થાય છે એમ જ્ઞાની માને નહિ.
૨૮. શ્રી તત્ત્વજ્ઞાન તરંગિણી ગ્રંથમાં અકર્તાપણું સમજાવતાં કહ્યું છે કે શરીરની બાળ, યુવા અને વૃદ્ધ
અવસ્થા આવે છે તેમાં એક અવસ્થા ટાણે બીજી અવસ્થા લાવી શકાતી નથી કેમકે તે કાર્ય જીવને આધીન
નથી પણ તે અવસ્થાનું જ્ઞાન યાદ લાવી શકે છે. માટે જ્ઞાન કરવું તે જીવને આધીન છે. આ ઉપરથી જીવનો
સ્વભાવ જ્ઞાતા દ્રષ્ટા છે એમ નક્કી થાય છે.
૨૯. પણ આમાં કરવાનું શું આવ્યું? તેનો ઉત્તર કે તું કોણ અને તું શું કરી શકે છે તેનું જ્ઞાન કર. તું
તો જ્ઞાન છો, જ્ઞાન–અજ્ઞાન સિવાય તું બીજું કાંઈ કરી શકતો નથી, જ્ઞાન કરવાનું, જ્ઞાનરૂપે થવાનું કાર્ય તારું
છે અને તું એનો કર્તા એ ત્રણે કાળે તારી મર્યાદા છે. કહ્યું છે કે:–
“નિજપદમેં રમે સો રામ કહીએ”
માટે નિજપદમાં રમવું એ તારે કરવું.
૩૦. ભગવાન આત્મા શરીર, મન, વાણી અને શુભાશુભ વિકલ્પથી પાર અતીન્દ્રિય આનંદની
સંપદાથી ભરેલો પદાર્થ છે તેને અજ્ઞાની ભૂલે છે તેથી પુણ્ય–પાપની જે વૃત્તિ ઊઠે છે તેનો હું કર્તા ને તે મારૂં
કર્મ એમ અજ્ઞાનીની દ્રષ્ટિ વિકાર ઉપર પડી છે તેથી તે મિથ્યાદ્રષ્ટિ થયો થકો તે રાગમાં અને પરમાં કર્તા–
કર્મપણું માને છે.
૩૧. જ્ઞાની ગુરુ મળે તો સમજાય ને? ના, જો એનાથી સમજણ મળી જાય તો એક જ્ઞાની બધાને
સમજાવી દે પણ એમ બનતું નથી. તારો ચૈતન્ય સ્વભાવ તારામાં એકમેકપણે અનંત જ્ઞાનાનંદમય અનંત
શક્તિથી ભર્યો છે. પણ પાણી ઉપર થોડું તેલ હોય ત્યારે ઉપરના તેલને ભાળે પણ નીચે પાણી સ્વચ્છ ભર્યું છે
તેને ન ભાળે, તેમ વર્તમાન અંશમાં રાગદ્વેષ પુણ્યપાપની વૃત્તિ ઊઠે તેટલું જ ભાળનાર તેની આડમાં આખો
અનાદિઅનંત જ્ઞાતાદ્રષ્ટા આનંદમૂર્તિ કોણ છે તેને ભાળતો નથી.
૩૨. ધર્મીની દ્રષ્ટિ પુણ્ય ઉપર નથી, ઈન્દ્રો હજાર નેત્રો વડે તીર્થંકરના બાળ દેહને દેખે છે, પોતે એકા