Atmadharma magazine - Ank 211
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 29
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૮
સળંગ અંક ૨૧૧
Version History
Version
Number Date Changes
001 Apr 2004 First electronic version.

PDF/HTML Page 2 of 29
single page version

background image
વર્ષ અઢારમું : અંંક ૭ મો સંપાદક : રામજી માણેકચંદ દોશી વૈશાખ : ૨૪૮૭
ઉમરાળાનગરીમાં પૂ. ગુરુદેવના જન્મધામમાં બિરાજમાન પરમઉપકારી શ્રી સીમંધર ભગવાન
વર્ષ – ૧૮ []
આવો આવો સીમંધરનાથ અમ ઘેર આવો રે...રૂડા ભક્તિવત્સલ્ય ભગવંત નાથ પધારો રે...

PDF/HTML Page 3 of 29
single page version

background image
: : આત્મધર્મ : ૨૧૧
આવો...આવો...સીમંધર દેવ..અમ ઘેર આવો રે...
રૂડા
ભક્તવત્સલ ભગવંત, નાથ પધારો રે...
(ચૈત્ર સુદ ૧૦ શ્રી જિનેન્દ્રધર્મવૈભવસ્તંભમાં શ્રી સીમંધર ભગવાનની પ્રતિષ્ઠાનો નવમો વાર્ષિક
મહોત્સવ ઉજવાયો. ભક્તો પ્રસન્નતાથી વંદન, પૂજન અને ભક્તિ કરે છે.)

PDF/HTML Page 4 of 29
single page version

background image
વૈશાખ : ૨૪૮૭ : :
જન્મધમન મગળ સ્વસ્તક





ઉમરાળામાં ઉજમબા માતાના ઘરમાં જે સ્થાને કહાનકુંવરનો
જન્મ થયો તે સ્થાને મંગળ સ્વસ્તિકનું સ્થાપન કરેલ છે તેનું દ્રશ્ય.

PDF/HTML Page 5 of 29
single page version

background image
: : આત્મધર્મ : ૨૧૧
ધર્માત્માનાં અફર ફરમાન
વૈશાખ સુદ બીજ એટલે પરમ પ્રતાપી આત્મજ્ઞ સંત શ્રી
કાનજીસ્વામીનો મંગલમય જન્મદિન. પરમાર્થથી તો તેઓ નિજ નિર્મળ પર્યાય
પ્રગટ કરવા માટે જન્મ્યા અને અનેક ભવ્ય જીવોને નિર્મળતાના ઉત્પાદમાં
નિમિત્તરૂપ થયા એટલે તેમને માટે મહા આનંદનું કારણ બન્યા.
પૂજ્ય ગુરુદેવશ્રી ૭૧ વર્ષ પૂરાં કરી, ૭૨મા વર્ષમાં પ્રવેશ કરે છે. જેમ
૭૨ નો અંક અફર છે તેમ તેઓશ્રીનું અફર ફરમાન છે કે :–
(૧) જ્ઞાયક સ્વભાવની દ્રષ્ટિથી રાગ અને પરના કર્તાપણાનો
અભાવ અફર છે.
(ર) અનેકાંતવિદ્યાની ઉપાસનાથી આત્મસિદ્ધિ અફર છે.
(૩) ભેદવિજ્ઞાનદ્વારા આસ્રવનિરોધ અફર છે.
(૪) ક્ષાયિક સમકિતીનું સમ્યગ્દર્શન અફર છે.
(પ) નિશ્ચય રત્નત્રયનું નિરપેક્ષપણું અફર છે.
(૬) ક્ષપકશ્રેણિવંત આત્માની સ્વરૂપરમણતા અફર છે.
(૭) વીતરાગી દેવની વીતરાગતા અફર છે.
(૮) અનંતવીર્યશક્તિનું સ્વરૂપરચનારૂપ સામર્થ્ય અફર છે.

PDF/HTML Page 6 of 29
single page version

background image
વૈશાખ : ૨૪૮૭ : :

(૯) અખંડિત પ્રતાપવંત સ્વાતંત્ર્યથી શોભાયમાન આત્માની પ્રભુતા
અફર છે.
(૧૦) અંતર્મુખ અવલોકન કરનારને સંસારનો વિલય અફર છે.
(૧૧)
સર્વજ્ઞ પ્રભુની સર્વજ્ઞતા અફર છે.
(૧ર) અયોગી જિનેશ્વરનું અયોગીપણું અફર છે.
(૧૩)
પરમાત્માનું પરમાનંદમયપણું અફર છે.
(૧૪) સિદ્ધ ભગવંતનું સિદ્ધત્વ અફર છે.
ઉપરોક્ત અફરપણાના દિવ્ય સંદેશાઓ જેઓ આપી રહ્યા છે, ત્રિકાળ
અફર વીતરાગી કાયદાઓની અકાટય દલીલો આપીને તે દ્વારા અનાદિ કાળથી
ચાલ્યા આવતા મિથ્યાત્વ પ્રતિપક્ષી ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે જેઓ પ્રેરણા
આપી રહ્યા છે, જેઓ અર્હંતને દ્રવ્યપણે, ગુણપણે અને પર્યાયપણે જાણીને,
નિજાત્માને જાણવાનો અને એ જ વિધિ વડે મોહક્ષય કરવાનો તથા નિર્વૃત
થવાનો અફર ઉપદેશ આપી રહ્યા છે, જેઓ આત્મપરાયણ હોવાથી અફર
આત્મપરાયણતાનો અમોઘ બોધ આપી રહ્યા છે, જેઓ ચૈતન્ય ભાવ પ્રાણ
ધારણ રૂપ અફર જીવત્વનું દર્શન કરાવી રહ્યા છે, જેમના શ્રીમુખે ‘પુરુષાર્થ,
પુરુષાર્થ’ ના અફર પડકાર આવે છે, જેમની તત્કાળ બોધક વાણીમાં ભવના
અભાવરૂપ સ્વભાવના અફર ભણકારા વાગે છે, જેઓ અફર પદવીના પરમ
ઉપાસક છે અને શિવરમણી વરવા માટે અફર પગલે પ્રયાણ કરી રહ્યા છે
એવા પરમોપકારી પૂ. ગુરુદેવશ્રીની અફર આજ્ઞાઓનું પાલન કરીને, આપણે
તેમના અફર અનુયાયી બનીએ. એવી ભાવના સાથે આજના મંગલમય દિને
તેમને વિવિધરંગી ભક્તિ પુષ્પોથી અત્યંત ઉલ્લસિત ભાવે વધાવીએ છીએ.
તેઓશ્રી આપણા જીવનપંથને અફર પણે નિરંતર પ્રકાશવા દીર્ઘાયુ હો
એવી મંગલ કામના પૂર્વક અતિ વિનમ્ર ભાવે તેમને નમસ્કાર કરીએ છીએ.

PDF/HTML Page 7 of 29
single page version

background image
: : આત્મધર્મ : ૨૧૧
જ્ઞાની અને અજ્ઞાનીની તુલના
સમ્યગ્દ્રષ્ટિને
(૧) જ્ઞાન–વૈરાગ્ય હોવાથી વિકારના
સ્વામિત્વનો અભાવ છે.
(૨) સ્વરૂપનું ગ્રહણ અને પરનો
ત્યાગ
છે.
(૩) સ્વપરનું ભેદ વિજ્ઞાન વર્તે છે.
(૪) સ્વમાં રમે છે ને પરથી વિરમે
છે, તેથી જ્ઞાયકભાવે સદા
જીવે છે.
(પ) સંયોગ અને સંયોગી ભાવનું
સદા અકર્તૃત્વ માને છે.
(૬) સદાય શાંત રસનો ભોગવટો છે.
(૭) અકંપ જ્ઞાનસ્વભાવની–શુદ્ધતાની
રુચિ છે તેથી સદા નિઃશંક–નિર્ભય છે.
(૮) અનેકાંત અમૃતને આસ્વાદે છે.
(૯) નિશ્ચયને સદાય આદરણીય
માને
છે.
(૧૦) અતીન્દ્રિય જ્ઞાન–આનંદમાં
સદા
પ્રીતિવંત–સંતુષ્ટ–તૃપ્ત
રહે છે.
(૧૧) આરાધક છે તેથી અલ્પકાળમાં
સંસારના પારને પામે છે.
મિથ્યાદ્રષ્ટિને
(૧) અજ્ઞાન અને મોહ–રાગદ્વેષના
સ્વામિત્વનો
સદ્ભાવ છે.
(૨) પરનું ગ્રહણ અને સ્વરૂપનો
ત્યાગ
છે.
(૩) સ્વપરનું અજ્ઞાનમય એકત્વ
વર્તે
છે.
(૪) સ્વથી વિરમે છે ને પરમાં
રમે
છે.
તેથી સદા ભાવમરણે મરે છે.
(પ) સંયોગ અને સંયોગી ભાવનું
સદાય કર્તૃત્વ માને છે.
(૬) સદાય આકુળતાનો ભોગવટો છે.
(૭) ચલાયમાન પુણ્યપાપરૂપ પર
ભાવની અશુદ્ધતાની રુચિ છે
તેથી સદા સશંક–ભયભીત છે.
(૮) એકાંત ઝેરને આસ્વાદે છે.
(૯) વ્યવહારને સદાય આદરણીય
માને
છે.
(૧૦) ઈન્દ્રિયજ્ઞાન–સુખમાં સદા પ્રીતિ–
વંત–સંતુષ્ટ તૃપ્ત રહેવા ચાહે છે
પણ સદા ખેદ ખિન્ન રહે છે.
(૧૧) વિરાધક છે તેથી સંસારમાં
અનંત કાળ પરિભ્રમણ કરે છે.
ङ्क

PDF/HTML Page 8 of 29
single page version

background image
વૈશાખ : ૨૪૮૭ : :
વર્ષ અઢારમું : અંંક ૭ મો સંપાદક : રામજી માણેકચંદ દોશી વૈશાખ : ૨૪૮૭
અજ્ઞાનું જ્ઞાન રૂપે પલટવું
‘અજ્ઞાન દશામાં આત્મા સ્વરૂપને ભૂલીને રાગદ્વેષમાં વર્તતો હતો,
પરદ્રવ્યની ક્રિયાનો કર્તા થયો હતો; હું પરની ક્રિયાનો કર્તા છું અને પર મારી
ક્રિયા કરી શકે છે એમ માનતો હતો, હું ક્રિયાના ફળનો ભોગવનારો છું એમ
માનતો હતો–ઈત્યાદિ ભાવો કરતો હતો; પરંતુ હવે જ્ઞાનદશામાં તે ભાવો કાંઈ જ
નથી એમ અનુભવાય છે.’–આવા અર્થનું કાવ્ય શ્રી અમૃતચંદ્રાચાર્ય દેવ કહે છે:–
(શાર્દૂલ વિક્રીડિત)
यस्माद् द्वैतमभूत्पुरा स्वपरयोर्भूतं यतोऽत्रान्तरं
रागद्वेष परिग्रहे सति यतो जातं क्रिया कारकैः ।
भुंजाना च यतोऽनु भूतिरखिलं खिन्नाक्रियायाः फलं ।
तद्विज्ञानघनौधमग्नमधुना किंचिन्न किंचित्किल ।। २७७।।
અર્થ–જેનાથી (અજ્ઞાનથી) પ્રથમ પોતાનું અને પરનું દ્વૈત થયું
(અર્થાત્ પોતાના અને પરના સેળભેળપણારૂપ ભાવ થયો), દ્વૈતપણું થતાં
જેનાથી સ્વરૂપમાં અંતર પડ્યું (અર્થાત્ બંધ પર્યાય જ પોતારૂપ જણાયો),
સ્વરૂપમાં અંતર પડતાં જેનાથી રાગદ્વેષનું ગ્રહણ થયું, રાગદ્વેષનું ગ્રહણ થતાં
જેનાથી ક્રિયાના કારકો ઉત્પન્ન થયા (અર્થાત્ ક્રિયા અને કર્તા–કર્મ આદિ
કારકોનો ભેદ પડ્યો), કારકો ઉત્પન્ન થતાં જેનાથી અનુભૂતિ ક્રિયાના
(રાગની ક્રિયાના, કર્મ ચેતનાના) સમસ્ત ફળને ભોગવતી થકી ખિન્ન થઈ (–
ખેદ પામી), તે અજ્ઞાન હવે (–સ્વસન્મુખ થતાં) વિજ્ઞાનઘનના ઓઘમાં મગ્ન
થયું (અર્થાત્ જ્ઞાનરૂપે પરિણમ્યું) તેથી હવે તે બધું ખરેખર કાંઈ જ નથી.

PDF/HTML Page 9 of 29
single page version

background image
: : આત્મધર્મ : ૨૧૧
ક્રમનિયમિત પર્યાય મીમાંસા
(શ્રી જૈન તત્ત્વ મીમાંસા અધિકાર ૭)
ક્રમાંક ર૦૯ થી ચાલુ (અનુવાદ પૃ. ૧૬૧ ત્રીજી લીટીથી)
૩૭. આ પંચાસ્તિકાય અને તેની ટીકાનું વક્તવ્ય (સ્પષ્ટીકરણ) છે. તેના સંદર્ભમાં (–ગૃહ વાતના
સ્પષ્ટીકરણમાં) નિયમસાર અને તત્ત્વાર્થસૂત્રના ઉક્ત કથનને વાંચવાથી જાણવામાં આવે છે કે તે
(નિયમસાર અને તત્ત્વાર્થસૂત્ર આદિ) ગ્રંથોમાં જે આ કહ્યું છે કે સિદ્ધ જીવ લોકાન્તથી ઉપર ધર્માસ્તિકાય ન
હોવાથી ગમન નથી કરતા તો એ વ્યવહારનય (ઉપચારનય) નું જ વક્તવ્ય છે જે માત્ર ત્યાં સુધી
નિમિત્તપણું બતાવવા માટે કરવામાં આવ્યું છે.
૩૮. મુખ્ય (–નિશ્ચય) હેતુ તો પોતપોતાનું ઉપાદાન જ છે. મુખ્ય હેતુ કહો, નિશ્ચય હેતુ કહો કે
ઉપાદાન હેતુ કહો એક જ તાત્પર્ય છે. સ્પષ્ટ છે કે જે કાળમાં ઉપાદાનની જેટલા ક્ષેત્ર સુધી ગમન કરવાની
અથવા જે ક્ષેત્રમાં સ્થિત રહેવાની યોગ્યતા હોય છે એ કાળમાં તે પદાર્થ એટલા જ ક્ષેત્ર સુધી ગમન કરે છે
અને એ ક્ષેત્રમાં સ્થિત થાય છે, એ પરમાર્થ સત્ય છે, પરંતુ જ્યારે તે ગમન કરે છે વા સ્થિત થાય છે ત્યારે
ધર્મદ્રવ્ય ગમનમાં અને અધર્મદ્રવ્ય સ્થિત થવામાં ઉપચરિત હેતુ હોય છે તેથી પ્રયોજન વિશેષવશ એમ પણ
કહી દેવામાં આવે છે કે સિદ્ધજીવ લોકાન્તની ઉપર ધર્માસ્તિકાય ન હોવાથી ગમન કરતા નથી. જો કે આ
કથનમાં ઉપચરિત હેતુની મુખ્યતાથી કથન કરવામાં આવ્યું છે. પણ આ ઉપરથી એમ ફલિત કરવું ઉચિત નથી
કે એ કાળે ઉપાદાનની યોગ્યતા તો આગળ પણ જવાની હતી પણ ઉપચરિત હેતુ ન હોવાથી સિદ્ધ જીવોનું
તેનાથી ઉપર ગમન ન થયું, કારણ કે એનાથી એવો અર્થ ફલિત કરવાથી જે ઊલટો અર્થ થાય છે તેનું વારણ
કરી શકાતું નથી.
૩૯. એટલા માટે પરમાર્થ રૂપે એમ જ માનવું ઉચિત છે કે વસ્તુત: (ખરેખર) કાર્ય તો પ્રત્યેક સમયે
પોતાના ઉપાદાન અનુસાર જ થાય છે, પણ જ્યારે કાર્ય થાય છે ત્યારે બીજું દ્રવ્ય સ્વયં જ તેમાં ઉપચરિત
હેતુ થાય છે. કોઈ કાર્યનો મુખ્ય હેતુ હોય અને ઉપચરિત હેતુ ન હોય એવું નથી પણ જ્યારે જે કાર્યનો મુખ્ય
હેતુ હોય છે ત્યારે તેનો ઉપચરિત હેતુ હોય જ છે એવો નિયમ છે.
૪૦. ભાવલિંગ હોતાં દ્રવ્યલિંગ નિયમથી હોય છે, એ વિધિ આ જ આધાર પર ફલિત થાય છે. અમે
એ માનીએ છીએ કે શાસ્ત્રોમાં લોકાલોકનો વિભાગ ઉપચરિત હેતુના આધારે બતાવવામાં આવ્યો છે પરંતુ
એ વ્યાખ્યાન કરવાની એક શૈલી છે, જેનાથી આપણને એ બોધ થઈ જાય છે કે ગતિમાન જીવો અને
પુદ્ગલોનું નિશ્ચયથી લોકાન્ત સુધી જ ગમન થાય છે, લોકની બહાર સ્વભાવથી તેમનું ગમન હોતું નથી.

PDF/HTML Page 10 of 29
single page version

background image
વૈશાખ : ૨૪૮૭ : :
૪૧. આવી રીતે આટલા વિવેચનથી આ સિદ્ધ થયું કે પ્રત્યેક ઉપાદાન પોતપોતાની સ્વતંત્ર
યોગ્યતાસમ્પન્ન હોય છે અને તેના અનુસારે પ્રત્યેક કાર્યની ઉત્પત્તિ થાય છે, તથા એનાથી એ પણ સિદ્ધ થયું
કે પ્રત્યેક સમયનું ઉપાદાન પૃથક્ પૃથક્ છે, એટલા માટે તેના વડે ક્રમ પૂર્વક જે જે પર્યાયો ઉત્પન્ન થાય છે તે
પોત–પોતાના કાળમાં નિયત છે. તે પોતપોતાના સમયે જ થાય છે. આગળ પાછળ થતી નથી. આ વાતને
સ્પષ્ટ કરતાં શ્રી અમૃતચંદ્રાચાર્ય પ્રવચનસાર ગા. ૯૯ ની ટીકામાં કહે છે કે –
यथैव हि परिगृहीत द्राधिम्नि ×××’
“જેમ જેણે વિવક્ષિત (–અમુક) લંબાઈ ગ્રહણ કરી છે એવી લટકતી મોતીની માળામાં પોતપોતાના
સ્થાનમાં પ્રકાશતાં સમસ્ત મોતિયોમાં પછી પછીનાં સ્થાનોમાં પછી પછીનાં સ્થાનોમાં પછી પછીનાં મોતિયો
પ્રગટ થતાં હોવાથી અને પહેલાં પહેલાંના મોતિઓ નહિ પ્રગટ થતાં હોવાથી તથા બધેય પરસ્પર
(મોતિયોમાં) અનુસ્યૂતિ
સૂચક એક દોરો અવસ્થિત હોવાથી ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્યરૂપ ત્રિલક્ષણપણું પ્રસિદ્ધિ
પામે છે.
“તેમ જેણે નિત્યવૃત્તિ ગ્રહણ કરેલી છે એવા રચાતા (પરિણમતા) દ્રવ્યમાં પોતપોતાના કાળમાં
પ્રકાશમાન (પ્રગટ) થવાવાળા સમસ્ત પર્યાયોમાં પછી પછીના કાળોમાં પછી પછીના પર્યાયો ઉત્પન્ન થવાથી
અને પહેલાં પહેલાંના પર્યાયોનો વ્યય થવાથી તથા એ સમસ્ત પર્યાયોમાં અનુસ્યૂતિપૂર્વક એક પ્રવાહ
અવસ્થિત હોવાથી ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યરૂપ ત્રિલક્ષણપણું પ્રસિદ્ધિ પામે છે.”
૪૨. આ પ્રવચનસારની ટીકાનું ઉદ્ધરણ છે કે જે પ્રત્યેક દ્રવ્યમાં ઉત્પાદાદિ ત્રયના સમર્થન માટે
લેવામાં આવેલ છે. આમાં દ્રવ્યના સ્થાને મોતીની માળા છે, ઉત્પાદ–વ્યયના સ્થાને મોતી છે અને અન્વય
(ઉર્ધ્વતા સામાન્ય) ના સ્થાને દોરો છે. જેમ મોતીની માળામાં સમસ્ત મોતી પોતપોતાના સ્થાનમાં પ્રકાશી
રહ્યા છે. ગણતરીના ક્રમથી તેમાંથી પછી પછીનું એક એક મોતી અતીત (વ્યય) થતું જાય છે અને પહેલાં
પહેલાંનું એકેક મોતી પ્રગટ થતું જાય છે. તો પણ સમસ્ત મોતીઓમાં દોરો અનુસ્યૂત હોવાથી તેમાં અન્વય
બની રહે છે, તેથી ત્રિલક્ષણપણાની સિદ્ધિ થાય છે. તે જ પ્રકારે નિત્ય પરિણામ–સ્વભાવ એક દ્રવ્યમાં અતીત,
વર્તમાન અને અનાગત સમસ્ત પર્યાયો પોત–પોતાના કાળમાં પ્રગટ થઈ રહ્યા છે. તેથી તેમાંથી
*પૂર્વ પૂર્વ
પર્યાયો ક્રમથી વ્યયને પામતા હોવાથી પછી પછીના પર્યાયો ઉત્પાદરૂપ થતા જાય છે અને તેમાં અનુસ્યૂતિ
પૂર્વક એક અખંડ પ્રવાહ (ઉર્ધ્વતાસામાન્ય) નિરન્તર અવસ્થિત રહે છે, માટે ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્યરૂપ
ત્રિલક્ષણપણાની સિદ્ધિ થાય છે, આ ઉક્ત કથનનું તાત્પર્ય છે.
૪૩. આને જો વિશેષ અધિક સ્પષ્ટરૂપે જોવામાં આવે તો જણાય છે કે ભૂતકાળમાં પદાર્થમાં જે જે
પર્યાયો થતા હતા તે બધા દ્રવ્યરૂપે વર્તમાન પદાર્થમાં અવસ્થિત છે અને ભવિષ્ય કાળમાં જે જે પર્યાયો થશે તે
પણ દ્રવ્યરૂપે વર્તમાન પદાર્થમાં અવસ્થિત છે. તેથી જે પર્યાયના ઉત્પાદનો જે સમય હોય છે તે જ સમયમાં તે
પર્યાય ઉત્પન્ન થાય છે. અને જે પર્યાયના વ્યયનો જે સમય હોય છે તે સમયે તે વ્યય થઈ જાય છે. એવો એક
પણ પર્યાય નથી કે જે દ્રવ્યરૂપે વસ્તુમાં (દ્રવ્યમાં) ન હોય અને ઉત્પન્ન થઈ જાય અને એવો એક પણ પર્યાય
નથી કે જેનો વ્યય થતાં દ્રવ્યરૂપે વસ્તુમાં તેનું અસ્તિત્વ જ ન હોય.
૪૪. આ જ વાતને સ્પષ્ટ કરતા થકા આપ્ત મીમાંસામાં સ્વામી સમન્તભદ્ર કહે છે કે:–
यद्यसत् सर्वथा कार्यं तन्मा जनि ख पुष्पवत् ।
मोपादाननियमो भून्माश्यासः कार्य जन्मनि ।। ४२।।
૧. અનુસ્યૂતિ–ક્રમબદ્ધ: પરોવેલ; ગૂંથાએલ. (નાલંદા. શેષ, પૃ. પ૭.)
૨. લેખના ભાગનો જેમનો તેમ ઉતારો; અવતરણ.
* પૂર્વ–પહેલાં

PDF/HTML Page 11 of 29
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : ૨૧૧ :
“જો કાર્ય સર્વથા અસત્ છે અર્થાત્ જેમ તે પર્યાયરૂપે અસત્ છે તેમ તે દ્રવ્યરૂપે પણ અસત્ છે તો જેમ
આકાશના ફૂલની ઉત્પત્તિ થતી નથી તેમ કાર્યની પણ ઉત્પત્તિ ન થાઓ તથા ઉપાદાનનો નિયમ પણ ન રહે
અને કાર્ય ઉત્પન્ન થવામાં વિશ્વાસ (–સારી રીતે ભરોસો) પણ થાય નહિ. ૪૨
આ જ વાતને આચાર્ય વિદ્યાનંદે ઉક્ત શ્લોકની ટીકામાં આ શબ્દોમાં સ્વીકાર કરેલ છે:– “कथंचित्
सत् एव × ×” જેમ કથંચિત્ સત્નો જ વિનાશ ઘટિત થાય છે તેમ કથંચિત્ સત્નો જ ધ્રૌવ્ય અને ઉત્પાદ
ઘટિત થાય છે.
૪પ. પ્રધ્વંસાભાવના સમર્થનના પ્રસંગે આ જ વાતને વધારે સ્પષ્ટ કરતા થકા આચાર્ય વિદ્યાનંદ
અષ્ટસહસ્રી પૃ. પ૩ માં કહે છે કે–“સ હિ દ્રવ્યસ્ય વા ×××” ‘તે અત્યંત વિનાશ દ્રવ્યનો થાય છે કે પર્યાયનો?
દ્રવ્યનો તો થઈ શકતો નથી, કેમકે તે નિત્ય છે. પર્યાયનો પણ થઈ શકતો નથી, કેમકે તે દ્રવ્યરૂપે ધ્રૌવ્ય છે.
જેમ વિવાદયુક્ત મણિ આદિમાં મલ આદિ પર્યાયરૂપે નાશવાન હોવા છતાં પણ દ્રવ્યરૂપે ધ્રુવ છે. અન્યથા (–
બીજી રીતે) તેની સત્ત્વરૂપે (–અસ્તિત્વરૂપે; સત્તારૂપે.) ઉત્પત્તિ થઈ શકતી નથી.”
૪૬. અહીં સ્વામી સમંતભંદ્રે અને આચાર્ય શ્રી વિદ્યાનંદે પ્રત્યેક કાર્યની દ્રવ્યમાં જે કથંચિત્ સત્તા
સ્વીકારી છે તેનું આ જ તાત્પર્ય છે કે પ્રત્યેક કાર્ય દ્રવ્યમાં શક્તિરૂપે અવસ્થિત રહે છે. જો તે તેમાં શક્તિરૂપે
અવસ્થિત ન હોય તો તેનો ઉત્પાદ એમ બની શકતો જ નથી, જેમ આકાશના ફૂલનો ઉત્પાદ નથી બનતો.
વળી એટલું જ નહિ, જે ઉપાદાનનો નિયમ છે કે આનાથી આ જ કાર્ય ઉત્પન્ન થાય છે, એના વિના આ
નિયમ પણ બની શકતો નથી. ત્યારે તો માટીથી વસ્ત્રની અને જીવથી અજીવની પણ ઉત્પત્તિ થઈ જવી
જોઈએ અને જો એમ થવા લાગે તો આનાથી આ જ કાર્ય થશે એવો ભરોસો કરવો કઠણ થઈ જશે. તેથી
દ્રવ્યમાં શક્તિરૂપે જે કાર્ય વિદ્યમાન છે તે જ સ્વકાળ આવતાં કાર્યરૂપે પરિણમે છે એવો નિશ્ચય કરવો જોઈએ.
૪૭. કારણમાં કાર્યની સત્તા તો સાંખ્યદર્શન પણ માને છે, પરંતુ તે પ્રકૃતિને સર્વથા નિત્ય અને તેમાં
કાર્યની સત્તાને સર્વથા સત્ માને છે. માટે તેણે કાર્યનો ઉત્પાદ અને વ્યય ન માનીને તેનો અવિર્ભાવ (–પ્રગટ
થવું) અને તિરોભાવ (–છૂપાવું) માનેલ છે. જૈન દર્શનનો સાંખ્યદર્શનથી જો કોઈ મતભેદ છે તો તે આ જ
વાતમાં છે કે, તે કારણને સર્વથા નિત્ય માને છે જૈન દર્શન કથંચિત્ નિત્ય માને છે તે કારણમાં કાર્યની સર્વથા
સત્તા માને છે, જૈન દર્શન કથંચિત્ સત્ત્વ (સત્તા) માને છે. તે (સાંખ્ય દર્શન) કાર્યનો આવિર્ભાવ–તિરોભાવ
માને છે, જૈનદર્શન કાર્યનો ઉત્પાદ–વ્યય માને છે.
૪૮. કારણમાં કાર્ય સર્વથા નથી, પહેલાં તેનો સર્વથા પ્રાગભાવ છે એ મત નૈયાયિક દર્શનનો છે. પણ
જૈન દર્શન તેનાથી પણ વિરુદ્ધ છે. તે ન તો સર્વથા સાંખ્યદર્શનનું જ અનુસરણ કરે છે તથા ન સર્વથા
નૈયાયિક દર્શનનું જ. અને એ બરાબર પણ છે કેમકે દ્રવ્ય કથંચિત્ નિત્ય ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્ય સ્વભાવ
પ્રતીતિમાં આવે છે. સાથે જ તેમાં કાર્યની કારણરૂપે સત્તા હોવાથી જે જે કાર્યનો સ્વકાલ હોય છે તે કાળમાં
તેનો જન્મ (ઉત્પાદ) થાય છે.
૪૯. આ વિષયના પોષક અન્ય ઉદાહરણોની વાત છોડીને જો આપણે કાર્મણ વર્ગણાઓને કર્મરૂપે
પરિણમનની જે પ્રક્રિયા (–પદ્ધતિ) છે અને કર્મરૂપ થયા પછી તેની જે વિવિધ (જુદી જુદી, અનેક)
અવસ્થાઓ થાય છે તેના ઉપર ધ્યાન આપીએ તો પ્રત્યેક કાર્ય સ્વકાળે થાય છે એ તત્ત્વ અનાયાસ સમજમાં
આવી જાય છે; સાધારણ નિયમ એ છે કે પ્રારંભનાં ગુણસ્થાનોમાં આયુબંધના સમયે આઠ કર્મોનો અને
અન્ય

PDF/HTML Page 12 of 29
single page version

background image
વૈશાખ : ૨૪૮૭ : ૧૧ :
સમયે (બીજા કાળે) સાત કર્મોનો પ્રતિ સમય બંધ થાય છે.
પ૦. અહીં વિચાર એ કરવો છે કે કર્મબંધ થવા પહેલાં સર્વ કાર્મણવર્ગણાઓ એક પ્રકારની હોય છે કે
સર્વ કર્મોની જુદી જુદી વર્ગણાઓ હોય છે? સાથે જ એ પણ જાણવું છે કે કાર્મણ વર્ગણાઓ જ કર્મરૂપે કેમ
પરિણમે છે? અને અન્ય વર્ગણાઓ નિમિત્તોદ્વારા કર્મરૂપે કેમ પરિણમતી નથી? જો કે એ પ્રશ્નો જરા કઠણ તો
જણાય છે પણ શાસ્ત્રીય વ્યવસ્થાઓ ઉપર ધ્યાન દેવાથી એનું સમાધાન થઈ જાય છે. શાસ્ત્રોમાં બતાવ્યું છે કે
યોગના નિમિત્તથી પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ થાય છે. હવે થોડો આ કથન ઉપર વિચાર કરીએ કે શું યોગ
સામાન્યપણે કાર્મણવર્ગણાઓના ગ્રહણમાં નિમિત્ત થઈને જ્ઞાનાવરણાદિરૂપે તેના વિભાગમાં પણ નિમિત્ત
થાય છે? કે જ્ઞાનાવરણાદિરૂપે જે કર્મવર્ગણાઓ પહેલેથી અવસ્થિત છે તેને ગ્રહણ કરવામાં નિમિત્ત થાય છે?
તેમાંથી પહેલી વાત તો માની શકાતી નથી, કેમકે કર્મવર્ગણાઓમાં જ્ઞાનાવરણાદિરૂપ સ્વભાવ પેદા કરવામાં
યોગનું નિમિત્તપણું નથી. જે જેવારૂપે છે તેનું તે જ રૂપે ગ્રહણ થાય તેમાં યોગનું નિમિત્તપણું છે.
પ૧. હવે જોવું એ છે કે શું બંધ થવા પહેલાં જ કર્મવર્ગણાઓ જ્ઞાનાવરણાદિરૂપે અવસ્થિત રહે છે? જો
કે પૂર્વોક્ત કથનથી આ પ્રશ્નનું સમાધાન થઈ જાય છે, કેમકે યોગ જ્યારે જ્ઞાનાવરણાદિરૂપ પ્રકૃતિભેદમાં
નિમિત્ત નથી થતો પણ જ્ઞાનાવરણાદિરૂપ પ્રકૃતિબંધમાં નિમિત્ત થાય છે ત્યારે અર્થાત્ આ વાત આવી જાય છે
કે પ્રત્યેક કર્મની કર્મવર્ગણાઓ જ જુદી જુદી હોય છે. તો પણ આ વાતના સમર્થનમાં અમે આગમ પ્રમાણ
ઉપસ્થિત કરી દેવું આવશ્યક માનીએ છીએ. વર્ગણાખંડ બન્ધન અનુયોગદ્વાર ચૂલિકામાં કાર્મણદ્રવ્યવર્ગણા
કોને કહે છે તેની વ્યાખ્યા કરવા માટે એક સૂત્ર આવ્યું છે. તેની વ્યાખ્યા કરતા થકા શ્રી વીરસેનાચાર્ય કહે છે:–
णाणावरणीयस्स जाणि ×××” ‘એનું તાત્પર્ય છે કે જ્ઞાનાવરણીયને યોગ્ય જે દ્રવ્ય છે તે જ
મિથ્યાત્વ આદિક પ્રત્યયોના (આસ્રવોના) કારણે પાંચ જ્ઞાનાવરણીયરૂપે પરિણમન કરે છે, અન્યરૂપે તે
પરિણમન કરતા નથી, કેમકે તેઓ અન્ય કર્મરૂપે પરિણમન કરવાને અયોગ્ય હોય છે. એ જ પ્રકારે, સર્વ
કર્મોના વિષયમાં વ્યાખ્યાન કરવું જોઈએ. અન્યથા ‘જ્ઞાનાવરણીયનું જે દ્રવ્ય છે તેને ગ્રહણ કરી મિથ્યાત્વ
આદિ આસ્રવવશ જ્ઞાનાવરણીયરૂપે પરિણમાવી જીવ પરિણમન કરે છે’ એ સૂત્ર બની શકતું નથી.
શંકા– જો એમ છે તો કાર્મણ વર્ગણાઓ આઠ છે એમ કથન કેમ ન કર્યુંર્ં?
સમાધાન:–નહીં, કેમકે આઠે કર્મ વર્ગણાઓમાં અંતરનો અભાવ હોવાથી તે પ્રકારનો ઉપદેશ મળી
આવતો નથી.
આ ષટ્ખંડાગમના ઉક્તસૂત્રના કથનનો સાર છે જે પોતાનામાં સ્પષ્ટ હોવા ઉપરાન્ત ઉપાદાનની
વિશેષતાને જ સૂચિત કરે છે. જ્ઞાનાવરણાદિ કર્મોના અવાન્તર (પેટા) ભેદોનું તેના જ અવાન્તર ભેદોમાં જ
સંક્રમણ થાય છે એવો જે કર્મસિદ્ધાંતનો નિયમ છે તેથી પણ ઉક્ત કથનની પુષ્ટિ થાય છે.
પ૨. અહીં એ શંકા થાય છે કે જો એ વાત છે તો દર્શનમોહનીય તથા ચારિત્રમોહનીયનું પરસ્પર અને
ચાર આયુઓનું પરસ્પર સંક્રમણ કેમ થતું નથી? પણ આ શંકા એ માટે ઉચિત નથી, કેમકે અન્ય કર્મો સમાન
એ કર્મોની વર્ગણાઓ પણ અલગ અલગ હોવી જોઈએ, માટે તેનું પરસ્પર સંક્રમણ થતું નથી.
અહીં ઉપાદાનની વિશેષતાને સમજવા માટે આ વાત અધિક ધ્યાન દેવા યોગ્ય છે કે પ્રતિસમય જેટલા
વિસ્ત્રચોપચય હોય છે કે જે સદાય આત્મપ્રદેશો સાથે એકક્ષેત્રાવગાહી રહે છે તે સમસ્ત એક સાથે કર્મરૂપે
પરિણમતા નથી. એવી અવસ્થામાં આ વિસ્ત્રસોપચય આ સમયે કર્મરૂપે પરિણમે અને આ કર્મરૂપે ન

PDF/HTML Page 13 of 29
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : ૨૧૧ :
પરિણમે એવો વિભાગ કોણ કરે છે? યોગદ્વારા તો એ વિભાગ થઈ શકતો નથી, કેમકે વિસ્ત્રસોપચયના
એવા વિભાગમાં નિમિત્ત થવું તે તેનું કાર્ય નથી. જે વિસ્ત્રસોપચય તે સમયે કર્મપર્યાયરૂપે પરિણમનારા હોય
તેના બંધમાં નિમિત્ત થવું એટલું જ માત્ર યોગનું કાર્ય છે. આ રીતે કર્મશાસ્ત્રમાં બંધ, સંક્રમણ અને
વિસ્ત્રસોપચયના સમ્બન્ધમાં સ્વીકારેલી આ વ્યવસ્થાઓ ઉપર દ્રષ્ટિપાત કરવાથી એ જ જણાય છે કે કાર્યમાં
ઉપાદાનની યોગ્યતા જ નિયામક છે અને જ્યારે ઉપાદાનનો કાર્યરૂપે થવાનો સ્વકાળ આવે છે ત્યારે જ તે
અન્ય દ્રવ્યને નિમિત્ત કરીને કાર્યરૂપે પરિણમે છે.
પ૩. કર્મ સાહિત્યમાં બદ્ધ કર્મની જે ઉદીરણા, ઉત્કર્ષણ અને અપકર્ષણ આદિ અવસ્થાઓ બતાવી છે
શ્રી પદ્મનંદિમુનિ જિનવાણીની સ્તુતિમાં કહે છે કે:–
હે જિનવાણી માતા, તારી કૃપા વિના શાસ્ત્ર વાંચવા–
સાંભળવા છતાં પણ તત્ત્વનો નિર્ણય થતો નથી. તો પછી તારા
આશ્રય વિના જીવને ભેદવિજ્ઞાન કેમ થશે? જે જિનવાણીની
ઉપાસના નથી કરતા તેનો જન્મ નિષ્ફળ છે. જિનવાણી કેવી છે કે
પવિત્ર જ્ઞાન જળને રાખવાવાળી નદીસ્વરૂપ છે, તું ત્રણલોકના
જીવોને શુદ્ધ કરવાનું કારણ છે અને તું જ નિશ્ચય આત્મતત્ત્વની શ્રદ્ધા
કરવાવાળાને આનંદરૂપી સમુદ્રને વૃદ્ધિ પામવામાં ચંદ્રમા સમાન છે.
(ગાથા ૧૧ તથા ર૪ નો ભાવાર્થ)

PDF/HTML Page 14 of 29
single page version

background image
વૈશાખ : ૨૪૮૭ : ૧૩ :
સમયસાર : કર્તા – કર્મ અધિકારનું
ગ. ૭૨ ઉપર પ. ગરુદવન પ્રવચન
જામનગર તા. ર૪–૧–૬૧

૧. ધર્મની શરૂઆત ભેદજ્ઞાનથી થાય છે. તે માટે તેની સ્પષ્ટપણે જે રીત છે તે સમજાવે છે. દેહથી
ભિન્ન અને પોતાના ભાવોથી અભિન્ન આત્મા છે એમ જાણવા સાથે ક્ષણિક વિકાર પુણ્યપાપની લાગણી
ત્રિકાળી જ્ઞાનસ્વભાવથી ભિન્ન છે. એમ ભેદજ્ઞાન થવું જોઈએ. અશુભભાવ–પાપને તો દુઃખદાતા માને પણ
શુભભાવ પુણ્યને ભલું–સુખદાતા માને, કર્તવ્ય માને તો પણ ભેદજ્ઞાન થતું નથી અને દુઃખના કારણને સુખના
કારણ માન્યા કરે છે; તેથી દુઃખ મટતું નથી.
શુભાશુભભાવ છે તે જળથી વિરુદ્ધ સેવાળની જેમ મેલ છે. જ્ઞાનીની ભૂમિકા હો કે અજ્ઞાનીની; પણ
તેની મર્યાદા (શુભાશુભરાગની મર્યાદા) સંસાર માર્ગમાં છે. આમ હોવાથી આસ્રવો સદાય અપવિત્ર છે–કલંક
છે અને ભગવાન આત્મા તો સદાય અતિનિર્મળ ચૈતન્યમાત્ર સ્વભાવપણે અનુભવાતો હોવાથી અત્યંત
પવિત્ર છે– ઉજ્જવળ છે.
૩. વળી શુભાશુભ આસ્રવો કેવા છે? કે સદાય તેઓનું જડસ્વભાવપણું છે. સ્વ–પરને જાણે તે ચેતન.
પણ તેનો અંશપણ આસ્રવોમાં નથી તેથી તેઓ સદા અચેતન છે. તેઓ બીજાવડે જણાવાયોગ્ય છે માટે પણ
તેઓ ચૈતન્યથી અન્ય સ્વભાવવાળા છે, પ્રકાશ અને અંધકારની જેમ.
૪. જેમ પ્રકાશ અંધકારને ઉત્પન્ન કરી શકે નહિ અને અંધકાર વડે પ્રકાશ ઉત્પન્ન થઈ શકે નહિ તેવી
રીતે આત્મા અને શુભાશુભ આસ્રવોને સદાય અત્યંત ભિન્નપણું છે; આવું ભાવભાસનરૂપ સ્પષ્ટ ભેદજ્ઞાન
પ્રથમ થવું જોઈએ. આ વિના વ્રત, તપ કરે, શાસ્ત્ર વાંચે, વનમાં રહે, મૌન રહે, અને રાગ પાતળો પાડે પણ
તે સ્વયં અજ્ઞાનભાવ, અજાગ્રતભાવ હોવાથી તે વડે કદી પણ કોઈને આત્મસ્વભાવ પ્રગટ ન થાય. એવો
વીતરાગ માર્ગનો કાયદો છે. તેમાં કદી કોઈ માટે પણ અપવાદ નથી.
પ. સર્વજ્ઞનો કહેલો હિતનો માર્ગ માને નહિ ત્યાં સુધી જીવ સંસારમાં અનંતાનંત અવતાર કરી કરીને
અજ્ઞાનવડે જ દુઃખી થઈ રહ્યો છે, બાહ્યમાં મજા પડતી ભાસે તેઓ દુઃખને દુઃખ કેમ માને? ન જ માને.
૬. નિયમસાર ટીકામાં મુનિરાજ કહે છે કે અનંત સંસાર દુઃખથી છૂટવાનો ઉપાય બતાવનાર જિનેન્દ્ર
સર્વજ્ઞ દેવ છે, તેમના પ્રત્યે જો તને શ્રદ્ધા–ભક્તિ નથી તો યાદ રાખ કે તૂં અગાધ જળથી ભરેલા સમુદ્રની

PDF/HTML Page 15 of 29
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : ૨૧૧
મધ્યમાં મગરમચ્છના મુખમાં જ છો. તેનો સ્વભાવ છે કે પગ પકડ્યા પછી છોડે નહિ–ઊંડા પાણીમાં ઘસડી
જ જાય (જેમ વહાણમાં છોકરાએ પગ બહાર કાઢ્યો, મગરે પકડ્યો, કોઈ શરણ થયું નહીં) તેમ અજ્ઞાન
અને પુણ્યપાપ આત્મહિત માટે કોઈને શરણદાતા થતા નથી.
૭. શુભાશુભ ભાવનું સ્વામીત્વ મિથ્યાત્વ છે. તે જ મુખ્ય પરિગ્રહ છે. જે દેહાદિમાં તીવ્ર મમતા કરે છે,
તીવ્ર અભિમાન અને ઘોર પાપ કરે છે તેઓ સાતમી નરક સુધી જાય છે.
શ્રી રાજચંદ્રજી કહે છે કે “હે નાથ! સાતમી મહાતમતમપ્રભા નારકીની વેદના સંમત છે પણ જગતની
મોહની (સ્વરૂપની ભ્રમણા) સંમત નથી. ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણ કરનાર મોહભાવના દુઃખ ઘણાં મોટાં
છે.”
૮. નારકી તથા એકેન્દ્રિય દશામાં અનંતકાળ તેં એવા દુઃખ ભોગવ્યાં છે કે તેને ભોગવનાર જાણે અને
બીજા કેવળજ્ઞાની ભગવાન જાણે. એ રીતે ચાર ગતિમાં દુઃખ જ છે. એક આત્મામાં અવલોકન કરે તો તેમાં
સદા સુખ જ છે. સુખનો દાતા પોતે અને દુઃખનો દાતા પોતાનો ઊંધો પુરુષાર્થ છે.
૯. અહીં વીંછીની વેદના સહી જાતી નથી પણ તું અજ્ઞાનભાવે અનંતવાર મરીને દુર્ગતિમાં ગયો ત્યાં
અનંત દુઃખો સહન કર્યા, અનંતભવ કર્યા ત્યાં તારી માતા પણ અનંતવાર રડી તેના આંસુ ભેગા કરે તો
અનંતા દરિયા ભરાય અને તેં એટલી માતાનાં દુધ પીધાં છે કે અનંતા દરિયા ભરાય છતાં તૃષ્ણા–મમતા
આડે–આત્મામાં આનંદરસ ભર્યો છે તે તને દેખાતો નથી.
૧૦. કોઈ કહે આત્માનું યથાર્થ જ્ઞાન થયા પછી જીવ તુરત ત્યાગી થઈ જવો જોઈએ તો તેની વાત
બહાબર નથી. શ્રદ્ધા (–સમ્યગ્દર્શન) નું કાર્યક્ષેત્ર જુદું છે અને ચારિત્રનું કાર્યક્ષેત્ર જુદું છે. જ્ઞાનીને વર્તમાન
ચારિત્રની નબળાઈના કારણે ગૃહસ્થદશાનો રાગ હોય છે છતાં સંસાર, શરીર અને ભોગાદિમાં તેને જરાય
પ્રેમ હોતો નથી. તે અંતરમાં તો નિત્ય અબંધ–અસંગ પૂર્ણ ચૈતન્ય સ્વભાવને જ દેખે છે ને તેમાં જ સદા
પ્રીતિવંત છે.
૧૧. જગત પૈસાવાળાને સુખી માને છે, પણ જેને પર વસ્તુની જરૂર પડે છે તે સુખી શેનો! આ જીવે
અનાદિથી પરવિના, ધનવિના ચલાવ્યું છે પણ માને છે ઊંધુંં કે એના વિના ન ચાલે. રાગભાવ તે પરાધિનતા
છે–દુઃખ છે, એના વિના ચલાવી લેવા માગે તે સુખી થાય.
પ્રથમ નિર્મળશ્રદ્ધાથી સુખી થાય છે પછી ચારીત્ર એટલે અંતરએકાગ્રતાના પ્રમાણમાં સુખી થાય છે.
૧૨. સંયોગથી સુખદુઃખ નથી પણ સંયોગ અને વિકારની મમતા તે દુઃખ છે. રાગ ગમે તે જાતનો હોય
તે દુઃખ છે એમ જેને દુઃખ લાગ્યું હોય તેને ત્રિલોકીનાથ સર્વજ્ઞ સર્વદુઃખથી છૂટવાનો રસ્તો (ઉપાય) બતાવે
છે.
૧૩. જ્યારે તાવનું જોર હોય ત્યારે મીઠું દૂધ પણ ભાવતું નથી ને ભોજનની રુચિ પણ થતી નથી. તેમ
મિથ્યારુચિવાળા જીવને પવિત્ર ધર્મના વચનો ગમતાં નથી.
૧૪. અહીં આચાર્ય દેવ કહે છે કે:–તને મિથ્યાત્વાદિ દુઃખ દુઃખરૂપે લાગે તો દુઃખથી મુક્ત થવાની વાત
કહું. બંધનથી છૂટવાની તાલાવેલી લાગી હોય તેને આ વાત કહેજો. તૃષાતુરને પાજો,
“નોય વહાલું અંતર ભવ દુઃખ” ભવ ભવના કલેષથી થાક લાગ્યો હોય તે અંતરમાં વિશ્રામ ગોતે. ,
કે અરે!! પરને માટે વૃત્તિ ઊઠે તે આકુળતા છે. શુભરાગ પણ કરવા જેવો નથી. થાય ખરો પણ શ્રદ્ધામાં
આદરણીય ન માને. દયા, દાનાદિના કે મહાવ્રત આદિના શુભભાવ પુણ્યઆસ્રવ છે અને હિંસાદિના
અશુભભાવ

PDF/HTML Page 16 of 29
single page version

background image
વૈશાખ : ૨૪૮૭ : ૧પ :
તે પાપઆસ્રવ છે–બેઉ મેલ છે–આકુળતા છે, તેની શ્રદ્ધા છોડી, તેનાથી રહિત–વીતરાગી થાય ત્યારે સુખી થાય
છે. તેને માટે જળમાં સેવાળનો દાખલો આપ્યો.
૧પ. જેમ સેવાળમાં જળ નથી અને સ્વચ્છ જળ સ્વભાવમાં સેવાળ નથી તેમ પુણ્યપાપ વિકાર છે
તેમાં નિર્મળ ચૈતન્યસ્વભાવ નથી, રાગમાં હું નથી, હું માં (મારામાં) રાગ નથી. હું તો ત્રિકાળજ્ઞાતા જ છું
એમ સ્વસન્મુખ થતાં જ આસ્રવોની રુચિ છૂટી જાય છે.
૧૬. અનાદિથી વિકારમાં, વ્યવહાર–પરાશ્રયમાં સુખ માની અજ્ઞાનવડે તેમાં કર્તા–કર્મપણું માની રહ્યો
હતો. જ્યાં ભેદજ્ઞાનવડે ત્રિકાળી નિર્મળસ્વભાવ અને ક્ષણિક વિભાવનો ભેદ જાણ્યો, ધ્રુવ સ્વભાવ ઉપર દ્રષ્ટિ
દીધી કે તત્કાળ અજ્ઞાનમય આસ્રવો છૂટી જ જાય છે.
૧૭. જ્યાં લગી આસ્રવોનું વિપરીતપણું જાણે નહિ. તેઓ ખરેખર દુઃખદાતા જ છે એમ માને નહિ ત્યાં
સુધી તેનાથી છૂટવા માગે નહિ. પછી ભલે તે મોટો મહાત્મા કહેવાતો હોય પણ તેને પુણ્યનો શુભ રાગનો પ્રેમ
વર્તે છે. તેથી તે મહાત્મા નથી પણ પામર છે–દૂરાત્મા છે.
૧૮. શુભભાવ હો કે અશુભભાવ હો, વિકારનો અંશ પણ ચૈતનનો વિરોધી છે, તે આત્માનું મૂળરૂપ
નથી પણ વિરૂપ છે. ક્ષણિક હોવાથી ટળે છે ને જે ટળે તે તારું નહિ. એમ પ્રથમ શ્રદ્ધા કરવી જોઈએ.
૧૯. આ વાત લક્ષમાં લેવા માગે તો ન સમજાય એવી નથી. જે સમજી શકે છે તેને તેની શક્તિ જેટલું
જ કહેવાય છે. આચાર્ય કહે છે કે આ વાત આત્માને કહેવાય છે, જડને નહિ. દેહને તથા શુભાશુભ રાગને
સંભળાવતા નથી કેમકે તેઓ સદા જડ–અચેતન જ છે અને દેહ તથા રાગાદિથી ભિન્ન ચૈતન્ય છે તે જ આત્મા
છે, તે સદા જાણનાર સ્વરૂપ છે તેથી તેને કહીએ છીએ.
૨૦. જ્ઞાની બધા આત્માને પોતા સમાન જાણે છે. “સર્વ જીવ છે જ્ઞાનમય એવો જે સમભાવ, તે
સામાયિક જિન કહે પ્રગટ કરે ભવપાર.”
બધા જીવોને હું ક્ષમા આપું છું અને સર્વ જીવો પાસે ક્ષમાની યાચના કરું છું, મારે કોઈ સાથે વેર–
વિરોધ નથી. ત્રિકાળી ચૈતન્યસ્વભાવ અને ક્ષણિક વિકારમાં એકતા માનવારૂપ રાગની રુચિ હતી અર્થાત્
સ્વભાવનો વિરોધ હતો તે મટી ગયો છે.
૨૧. ગૃહસ્થદશામાં પણ ધર્માત્મા કેવા હોય તેનું વર્ણન કરતાં પં. બનારસીદાસજી કહી ગયા છે કે:–
“સ્વારથકે સાચૈ પરમાથકે સાચૈ ચિત,
સાચૈ સાચૈં બૈન કહે, સાચૈં જૈનમતિ હૈ,
કાહૂકે વિરુદ્ધિ નાહિ, પરજાય (પર્યાય) બુદ્ધિ નાહિ,
(પુણ્યપાપ મારાં–હું એનો; એ કરવા જેવાં છે એવી પર્યાયબુદ્ધિ નથી. અંતર ચિદાનંદમાં ડૂબકી લગાવી
શાન્તિની શોધમાં પડ્યો છે.) આતમ ગવેશી ન ગૃહસ્થ હૈ, ન યતિ હૈ.
(હું ગૃહસ્થ છું, હું યતિ એવા વિકલ્પ તેની શ્રદ્ધામાં નથી, નિરપેક્ષદ્રષ્ટિ થઈને જ્યાં ઊભો છે ત્યાં
અતીન્દ્રિય આનંદમય આત્મરસમાં ઊભો છે તેથી તેને ગૃહસ્થ ન કહિયે, સાધુ ન કહિયે.)
“રિદ્ધિ સિદ્ધિ વૃદ્ધિ દિસે ઘટમેં પ્રગટ સદા,
અંતરકી લચ્છી (લક્ષ્મી) સોં અજાચિ લક્ષપતિ હૈ;
દાસ ભગવંતકો ઉદાસ રહે જગતસોં,
સુખિયા સદૈવ ઐસે જીવ સમકિતી હૈ.”
ધર્મી કેવા હોય? કે પોતાના પુરુષાર્થની નબળાઈને લીધે ગૃહસ્થદશામાં હોય, ધંધા–રાજપાટ હોય છતાં
રાગનો આદર નથી, એક્તાબુદ્ધિ નથી. રાગરહિત સ્વભાવમાં એકતા વર્તે છે. માત્ર આત્મહિતરૂપ પ્રયોજનની
સિદ્ધિમાં જ સાવધાન છે, બાકી બધું ગૌણ છે. તૂચ્છ છે.

PDF/HTML Page 17 of 29
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : ૨૧૧
સાચાં સાચાં વચન કહે અર્થાત્ વીતરાગતાનાં વચન અને વીતરાગતા અર્થે ઉપદેશ હોય છે. રિદ્ધિ,
સિદ્ધિ વૃદ્ધિ દિસે ઘટમાં (–આત્મામાં) પ્રગટ સદા:–અમારા હૃદયમાં, શ્રદ્ધામાં જ્ઞાનમાં સદાય ચિદાનંદની રિદ્ધિ,
સિદ્ધિરૂપ સંપદા છે. બહારમાં કુટુંબ, પરિવાર, ધન, આબરૂ એ અમારી સંપદા નહિ.
જ્ઞાની અંતરની લક્ષ્મીથી પ્રતાપવંત શોભાવાળો થયો છે. વિકારની એક્તાબુદ્ધિ છોડી, શાશ્વત
ચૈતન્યમયપૂર્ણ આનંદની અંતરદ્રષ્ટિ અને શાન્તિરૂપી સ્વધનવડે અજાચિ એવો લક્ષપતિસ્વરૂપ સંપદાનો સ્વામી
છે.
દાસ ભગવંત કો ઉદાસ રહે જગત સોં,
સુખીયા સદૈવ ઐસે જીવ સમકિતી હૈ – ત્રિલોકનાથ
સર્વજ્ઞદેવ વીતરાગનો દાસ છે, બીજાનો દાસ નથી. જે પંથે જિનવર તર્યા ને અક્ષય મોક્ષસુખ પામ્યા તે
જ સુખનો અધિકારી અંશે નિરન્તર આત્મરસમાં ડુબકી મારી અનાકૂળતાનો સ્વાદ લેનારો સદા સુખી છે.
૨૨. આત્મામાં આસ્રવભાવ (મિથ્યાત્વાદિ મલિનભાવ) અનાદિનો પ્રવાહરૂપે ચાલું હોવા છતાં એક
ક્ષણમાં કેવી રીતે ટળે? તે કહે છે કે આત્માનો ત્રિકાળી સ્વભાવ તો શુદ્ધ ચૈતન્યમય છે, સુખ દાતા છે અને પુણ્ય
પાપ વિકારનો ભાવ તો મલિન, ક્ષણિક અને દુઃખદાતા છે એમ સ્વસન્મુખદ્રષ્ટિ થતાં બેનો ભેદ જાણ્યો ત્યાં જ
વિકારમાં એકતા બુદ્ધિરૂપી અનંતસંસારની ગાંઠ ગળી જાય છે. ત્રિકાળીસ્વભાવ અને ક્ષણિકવિભાવને જરા પણ
મેળ નથી. એમ જાણ્યું ત્યાં જ અંતરની દર્શનમોહની ગાંઠ ભેદાઈ જાય છે. અને અજ્ઞાનથી થતો આસ્રવભાવ
જુદે પડી જાય છે, એવો નિયમ છે. પ્રથમ શ્રદ્ધામાં સર્વથા અને પછી ક્રમે ક્રમે ચારિત્રમાંથી અંશે વિકારનું ટળવું
થાય છે.
ર૩. પુણ્ય પાપ છે તે ચૈતન્ય સ્વભાવથી વિરુદ્ધ જાત છે, તે ખરેખર આત્માની પર્યાય નથી, જેમ પુત્ર
(પ્રજા) ઘરમાંથી લૂંટીને વેશ્યાના ઘર ભરે તેને પિતા પોતાની પ્રજા ન ગણે, તેમજ પુણ્ય પાપનું સમજવું.
ર૪. શુભાશુભભાવ જડ છે–અંધ છે, રાગ રાગને જાણે નહિ પણ તે અન્યવડે જણાય છે માટે તે વિરુદ્ધ
સ્વભાવવાળા છે અને ભગવાન આત્મા તો પોતાને સદા્ય વિજ્ઞાનઘનપણું હોવાથી પોતે જ ચેતક–જ્ઞાતા
હોવાથી ચૈતન્યપણાથી સદા એકમેક સ્વભાવવાળો છે. આવી દ્રષ્ટિ થતાં જ અનંતકાળના કર્મ આવતાં અટકી
જાય છે. પોતે પોતાને જાણે અને રાગને પરપણે જાણે એમ ભાવભાસનરૂપે ભેદજ્ઞાન થતાં જ મિથ્યાત્વ અને
તેના આવરણરૂપ કર્મ નિવૃત્ત થાય છે.
૨પ. અજ્ઞાનીને પુણ્યપાપનો પ્રેમ દુઃખરૂપ ભાસતો નથી તેથી ત્યાંથી પાછો ફરીને અંતરસ્વભાવ જે
સુખદાતા છે તેને જોતો નથી. ધ્રુવ સ્વભાવમાં સુખ છે તેનાથી વિરુદ્ધદશા તે આસ્રવો છે એમ ન સમજે ત્યાં
સુધી સુખસ્વભાવી આત્માનો પ્રેમ ન થાય.
આત્માને વિજ્ઞાનઘન કહ્યો છે જેમ શિયાળાના ઊંચા ઘી ઠર્યા પછી તેમાં આંગળી ન પેસે તેમ આ
ત્રિકાળી વિજ્ઞાનઘન આત્મામાં શુભાશુભ વિકલ્પ પેસી શકે નહિ. એવા સ્વભાવની શ્રદ્ધા નિર્વિકલ્પ થતાં જ
સંસાર (આસ્રવ અને બંધન) તૂટે છે.

PDF/HTML Page 18 of 29
single page version

background image
વૈશાખ : ૨૪૮૭ : ૧૭ :
પરવસ્તુ સુખ – દુ:ખદાતા નથી પણ
જીવ પોતાના મિથ્યાઅભિપ્રાયના કારણે
દુ:ખી છે
(જામનગરમાં સમયસાર કર્તાકર્મઅધિકાર ગાથા ૭૧ ઉપર પૂજ્ય ગુરુદેવનું પ્રવચન)
(માહ સુદ પ, સંવત્ ૨૦૧૭ તા. ૨૧–૧–૬૧)
શિષ્યે પૂછયું કે અમારે દુઃખ જોઈતું નથી, છતાં તેનો અંત કેમ
દેખાતો નથી? તેને કહે છે કે ભાઈ! તું દેહથી ભિન્ન આત્મા છો, તારી
વસ્તુ સત્ ચિદાનંદપણે છે, તેનાથી તું જુદો નથી, એકમેક છો; પણ તેમ
નથી માનતો તેથી તારા ક્ષેત્રે બીજી ચીજોને–દેહ, દેહની ક્રિયા અને પુણ્ય–
પાપની લાગણી સાથે એકતાબુદ્ધિ કરી રહ્યો છે તે ભ્રમ છે. વળી, મારે
લીધે પરનાં કામ થાય અને તેના કારણે મારામાં ફેરફાર થાય, એમ બે
દ્રવ્યની એકતાની દ્રષ્ટિથી પરમાં અને વિકારમાં કર્તાપણું માની દુઃખી થઈ
રહ્યો છે.

આ દેહમાં રહેલ આત્મતત્ત્વ દેહથી તદ્ન જુદા સ્વરૂપે છે. તે અનાદિથી છે. જે હોય તે ગયા કાળમાં ન
હોય એમ બને નહિ, અને હોય તેનો ભાવી કાળમાં નાશ ન થાય. અનંતવાર અનંતા દેહના સંયોગમાં આવ્યો
પણ આત્મા કદીયે દેહરૂપે થયો નથી.
આ જડ માટી દેખાય છે તે રૂપી છે તેમાં સ્પર્શ, રસ ગંધ, વર્ણ અને અસ્તિત્વાદિ ગુણ છે પણ તેમાં
જરાય જ્ઞાન નથી તેથી કોઈપણ જીવ પોતાની ચૈતન્યજાત છોડીને બીજામાં ભળી જાય એવું બને નહિ.
દેહ જડપણે કાયમ રહીને પોતાની અવસ્થા ધારણ કરે છે. વસ્તુ સદા એકરૂપ ટકીને તેમાં જ તેની
અવસ્થા જળતરંગવત્ એક પછી એક થયા કરે છે; તેમ આત્મા જ્ઞાન, દર્શન, સુખ આદિ શક્તિથી ભરેલો છે
તે અનાદિ કાળથી પોતાને ભૂલી પરને પોતાનું માને છે અને તેથી પુણ્ય–પાપ વિકારભાવે ભ્રમણ કરી રહ્યો
છે, અંદર પોતે શાશ્વત જ્ઞાતા દ્રષ્ટા–સાક્ષીપણે છે, જ્ઞાનાનંદમય પોતાનું સ્વરૂપ છે તેનું અંર્તદ્રષ્ટિથી કદી જ્ઞાન
કર્યું નથી. તેથી રાગાદિ વિકારનો કર્તા–ભોક્તા સ્વામી અજ્ઞાનતાથી થાય છે.

PDF/HTML Page 19 of 29
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : ૨૧૧ :
વ્યવહારથી પણ પરનો કર્તા–ભોક્તા કે સ્વામી થઈ શકતો નથી છતાં માને છે. એ જૂઠી માન્યતા છોડે
નહિ ત્યાં સુધી ચૈતન્યચમત્કાર અતીન્દ્રિય જ્ઞાન હું છું એમ જાણી શકતો નથી એટલે કે સ્વાનુભવનો કર્તા થઈ
શકતો નથી.
શરીરમાં સુખ–દુઃખ નથી, એ તો માટી છે, આ આત્મા પોતાને દરેક સમયે ભૂલે છે, તેના ફળમાં દરેક
સમયે એકલો દુઃખી થાય છે. અંતરમાં અતીન્દ્રિય સુખ છે એવી શ્રદ્ધા કરે ત્યારે જ અંશે સુખનો અનુભવ કરી શકે.
લોકો બહારથી ભલું–ભૂંડું થવાનું માને છે પણ તે બહિરાત્મ દ્રષ્ટિ છે. આચાર્યદેવ તો જે મૂળવસ્તુ છે તે
કહે છે. જગતને રાજી કરવું ને જગતથી રાજી થવું એ આ વાત નથી.
જે કોઈ આત્મા સર્વજ્ઞ પરમાત્મા થયા તેને શક્તિરૂપે સર્વજ્ઞતા હતી તેમાંથી પ્રગટ થઈ અને ત્રણકાળ–
ત્રણલોકનું સંપૂર્ણ સ્વરૂપ એક સમયમાં જાણ્યું અને જેવું જાણ્યું એવું વાણીમાં કહ્યું એ રીતે અનંતા સર્વજ્ઞ
પરમાત્મા થઈ ગયા તેમણે પણ અનાદિથી સંસારી પ્રાણી કેમ દુઃખ થઈ રહ્યો છે અને તેમાંથી મુક્ત થવાનો
ઉપાય શું તે કહ્યું છે.
શિષ્યે પૂછયું કે–અમારે દુઃખ જોઈતું નથી છતાં તેનો અંત કેમ દેખાતો નથી? તેને કહે છે કે ભાઈ! તું
દેહથી ભિન્ન આત્મા છો. તારી વસ્તુ સત્ચિદાનંદપણે છે, તેમાથી તું જુદો નથી, એકમેક છો, પણ તેમ નથી
માનતો તેથી તારા ક્ષેત્રે બીજી ચીજોને જોઈને દેહ, દેહની ક્રિયા અને પુણ્ય–પાપની લાગણી સાથે એકતાબુદ્ધિ
કરી રહ્યો છે, તે ભ્રમ છે. વળી મારે લીધે પરનાં કામ થાય અને તેના કારણે મારામાં ફેરફાર થાય એમ બે
દ્રવ્યની એકતાની દ્રષ્ટિથી પરમાં અને વિકારમાં કર્તાપણું માની દુઃખી થઈ રહ્યો છે. કોઈ ઈશ્વર, કર્મ, કાળ,
ક્ષેત્ર સંયોગ તને ભૂલ કરાવે ને દુઃખ દે એવું ત્રણ કાળમાં નથી.
आत्माज्ञानं स्वयंज्ञानं ज्ञानात् अन्यत् करोति किम ।
परभावस्य कर्ता आत्मा मोहोऽयं व्यवहारिणाम् ।। ६२।।
(શ્રી સમયસાર કલશ)
આત્મા જ્ઞાનસ્વરૂપી છે. તેમાં ભેદ આવ્યો. “સ્વયંજ્ઞાન છે” તેમાં અભેદપણું આવ્યું. અરે આત્મા! તું
સદાય જાણનાર–દેખનાર સ્વરૂપે જ છે. તારામાં જ જાણવા–દેખાવાનું પરિણમન થાય છે, તે તારું કાર્ય (કર્મ)
છે, ને તેનો તું કર્તા છે. તેને ભૂલીને હું પરનો કર્તા છું એમ માનવું તે સર્વે દુઃખના મૂળરૂપ ભ્રમણા (મોહ) છે.
જેટલા સંકલ્પ વિકલ્પ ઊઠે,–પુણ્ય–પાપ, શુભ–અશુભ, કામ–ક્રોધ, માનાદિ કે દયા, દાન, વ્રત, પૂજા,
ભક્તિના ભાવ થાય એ બધો રાગદ્વેષરૂપ વિકાર છે, તેનો હું કર્તા છું ને એ મારું કર્તવ્ય છે એવી અજ્ઞાનીની
અનાદિથી કર્તાકર્મની પ્રવૃત્તિ છે.
ભગવાન આત્મા સદાય પોતાના જ્ઞાન–આનંદ સ્વભાવને રાખે છે. તેની બધી શક્તિઓ તેનામાં
એકમેક છે. જેમ કાચા ચણામાં અંદરમાં મીઠાશની શક્તિ ભરી પડી છે તે જ શેકવાથી પ્રગટે છે; તેમ આત્મામાં
પૂર્ણ નિર્મળ જ્ઞાનાનંદ સ્વભાવ સદાય ભર્યો પડ્યો છે પણ વર્તમાન ભૂલના કારણે પુણ્ય–પાપની વિકૃતદશા છે
તે કચાશ છે. તેને પોતાનું સ્વરૂપ માનવાથી, (તેનો કર્તા કર્મ સંબંધ માનવાથી) જ્ઞાનાનંદથી વિપરીત એવી
દુઃખદશાનો આકુળતાનો સ્વાદ લઈ રહ્યો છે; અને તે દુઃખને અજ્ઞાની સુખ માની રહ્યો છે.
પરવસ્તુમાં આત્માનો સ્વાદ નથી મેસુબ, ગુલાબજાંબુ વગેરે મોઢામાં મૂકે ત્યાં કલ્પના કરી રાખે છે કે
બહુ સરસ; પણ ગળા નીચે ઉતારવા પહેલાં, મોઢા સામે અરીસો રાખી તે લોચાને જુએ તો કૂતરાએ વમન
કરેલી એઠ જેવું જ લાગે; પણ સ્વાદની લોલુપતા આડે આકુળતામાં દુઃખ માનતો નથી. આત્મા અતીન્દ્રિય
આનંદવાળો છે, તેમાં જડ વસ્તુનો સ્વાદ કદી આવતો નથી.
જેમ કાચો ચણો વાવ્યો ઊગે છે; અને ખાતાં સ્વાદ આવે નહિ. પણ શેકી નાખો તો વાવ્યો ઊગે નહિ

PDF/HTML Page 20 of 29
single page version

background image
વૈશાખ : ૨૪૮૭ : ૧૯ :
અને મીઠો સ્વાદ શક્તિમાં હતો તે પ્રગટ થાય છે. તેમ આત્મામાં શક્તિરૂપે અનાદિથી સર્વજ્ઞ પરમાત્મપદ છે.
આત્મા પોતે જ પૂર્ણ જ્ઞાનઆનંદથી ભર્યો છે; તેને ભૂલીને અજ્ઞાની વર્તમાન દેહ–ઈન્દ્રિયો–અધૂરું ખંડખંડ જ્ઞાન
અને વિકાર જેટલો પોતાને માની, પોતામાં ભેદ પાડે છે. અને જગત સાથે (પરસાથે) અભેદ કરે છે. જ્ઞાની
પરથી ભેદ પાડી પોતાના સ્વરૂપથી પોતાને અભેદ કરે છે. શરીર–ઈન્દ્રિય, આયુ, શ્વાસ, ભાષા, મન એ જડ
પદાર્થ છે, તેના જેવો હું નથી. જડ ઈન્દ્રિ હું રસ ચાખતો નથી, જડના કામ મારાં નથી. પૂર્વે સ્વ–પરની એકત્વ
બુદ્ધિવડે પરમાં કર્તા–કર્મપણુંમાની દુઃખી થયો હતો. હવે સ્વલક્ષે ભેદજ્ઞાન કર્યું ત્યારથી સુખી થયો.
અજ્ઞાનમાં દુઃખી થઈને અનંતકાળ ગુમાવ્યો છે. એક ક્ષણ પણ સત્યધર્મ સાંભળ્‌યો નથી–માન્યો નથી.
ધર્મ–અધર્મનું ફળ જે સમયે કરે છે તે જ સમયે પામે છે. ક્રોધ કરે તે જ સમયે કલેશને પામે છે. ક્ષમા કરે તે જ
સમયે સમતા છે. ધર્મ કરે અહીં અને ફળ પરભાવમાં મળે એમ નથી.
જેમ અગ્નિ અને ઉષ્ણતા એક છે, જુદાં નથી; તેમ પોતે જાણનારો અંતરમાં જ્ઞાયક સ્વરૂપે જ છે, જુદો
નથી. નિજમાં જ અતીન્દ્રિય આનંદ છે તેના ઉપર દ્રષ્ટિ કરે તો આનંદનો અનુભવ કરે, જેમ જળ અને મેલનો
ભેદ નહિ જાણનાર મેલા જળને જ પીએ છે તેમ વર્તમાન દશામાં પરલક્ષે પુણ્ય–પાપની વૃત્તિ ઊઠે છે, તેની
ઉપર જ જેની દ્રષ્ટિ પડી છે અને તેમાં જ કર્તા–કર્મપણું માને છે તે જ્ઞાતાસ્વભાવનો વિરોધ કરનાર હોવાથી
દુઃખને જ અનુભવે છે.
ચોરાસીના અવતારમાં અનંતવાર કરોડપતિ શેઠ થયો, રાજા થયો, રંક થયો, શાસ્ત્રોને જાણનાર
પંડિત થયો કે ત્યાગી થયો પણ પોતાના સ્વરૂપને ભૂલીને વિકારને પોતાનું કાર્ય માની ત્રિકાળી ચિદાનંદની
દ્રષ્ટિનો અનાદર કરી રહ્યો છે.
અરે આત્મા! આ શરીર તો પરમાણું–માટી છે, ક્ષણિક સંયોગે આવ્યું, તેની મુદ્ત પૂરી થતાં છૂટી જશે.
પૂર્વ ભવમાંથી કર્મનાં રજકણને લઈને માતાના પેટમાં આવ્યો; જન્મ્યા પછી દૂધ, દાળ, ભાત વગેરે ખાઈને
મોટું શરીર થયું. તે કાંઈ શાશ્વત (કાયમી) નથી, રોટલા આદિરૂપે જે પરમાણુ હતા તે આ શરીરરૂપે થયા છે.
રોટલાને વીંછી કરડે તો દુઃખ ન માને પણ અહીં શરીરને વીંછી કરડે તો રાડ પાડે છે કેમકે હું આત્મા જાણનાર
સ્વરૂપ છું, દેહ હું નથી–એવી દ્રષ્ટિ કરી નથી.
આ શરીર, વાણી વગેરે પર છે, તેનાં કાર્ય સ્વતંત્ર તેનાથી જ થાય છે એમ જેને ન ભાસે તેને
શુભઅશુભભાવ હું નથી ને એ મારું કાર્ય નથી એમ કદી નક્કી ન થાય.
શિષ્યે પોતાના હિત માટે જિજ્ઞાસાથી પૂછ્યું છે કે અનાદિથી ધારાવાહી અજ્ઞાનમય કર્તાકર્મની પ્રવૃત્તિ
ચાલી આવે છે તે કેમ મટે? તેને કહે છે કે પ્રભુ! વસ્તુનો સ્વભાવ પોતપોતામાં હોય, પરમાં ન હોય; તારું
સામર્થ્ય જાણવા–દેખવારૂપે તારામાં છે, તેની પ્રતીતિ તેં ન કરી, તેનાથી આ દુઃખરૂપ દશા છે. ત્રિકાળી
નિર્વકારસ્વભાવથી ઊલટી ચીજ પુણ્ય–પાપરૂપ શુભઅશુભ લાગણી છે, તેને દુઃખરૂપે (દોષરૂપે) જાણે તો
ત્રિકાળી સ્વભાવના લક્ષે મલિનતાનું કર્તાકર્મપણું છૂટે.
જેમ પીપરના દાણે દાણે પરિપૂર્ણ તીખાશ અને લીલપ અંદર ભરી છે, પણ બહારથી દેખો તો તેનું
ખરું રૂપ નક્કી ન થાય, તેમ દરેક આત્મામાં અત્યારે પણ પૂર્ણ જ્ઞાન–આનંદમયશક્તિ છે પણ તેને બહારથી
દેખો તો તેનું ખરું સ્વરૂપ ન જણાય પણ જ્ઞાનીનો યથાર્થ ઉપદેશ સાંભળી તેનું સ્વરૂપ સમજે અને તેનાં
શ્રદ્ધા–જ્ઞાન અને એકાગ્રતારૂપ ઉપાય કરે તો તે પ્રગટ થાય છે.
નિમિત્ત (–સંયોગ) તરફથી જોનાર તેની અજ્ઞાન