Atmadharma magazine - Ank 212
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૮
સળંગ અંક ૨૧૨
Version History
Version
Number Date Changes
001 Apr 2004 First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image
વર્ષ અઢારમું : અંંક ૮ મો સંપાદક : ભાનુભાઈ મુળજીભાઈ લાખાણી જેઠ : ૨૪૭૮
ભગવાન્ શ્રી કુન્દકુન્દાચાર્ય દેવ
જાસકે મુખારવિંદતેં પ્રકાશભાસવૃંદ,
સ્યાદ્વાદ જૈનવૈન ઈન્દુ કુન્દકુન્દસે;
તાસકે અભ્યાસતેં વિકાસ ભેદજ્ઞાન હોત,
મૂઢ સો લખે નહિ કુબુદ્ધિ કુન્દકુન્દસે;
દેત હૈ અશીસ શીસ નાય ઈન્દ ચંદ જાહિ,
મોહ–માર–ખંડ મારતંડ કુન્દકુન્દસે;
વિશુદ્ધિ–બુપ્રદ્ધિ–વૃદ્ધિકા પ્રસિદ્ધ ઋદ્ધિ–સિદ્ધિદા,
હુએ ન, હૈં ન, હોંહિંગે મુનિંદ કુન્દકુન્દસે.
* સૂર્ય
(કવિવર વૃંદાવનદાસજી)
ભાવાર્થ–પાછળ ટાઈટલ પૃ. નં. ૨ માં દેખો.
[૨૧૨]

PDF/HTML Page 3 of 21
single page version

background image
: : આત્મધર્મ : ૨૧૨ :
– : આચાર્યદેવની સ્તુતિનો ભાવાર્થ : –
ચંદ્રસમાન કુન્દકુન્દાચાર્યના મુખકમળથી તેજપુંજ અને
સ્યાદ્વાદમય જિનેશ્વરની વાણીનો પ્રકાશ થયો. તેના અભ્યાસથી
ભેદજ્ઞાનનો વિકાસ થાય છે. મૂઢજીવ આ જિનવાણીના આશયને
જાણતા નથી એવા કુબુદ્ધિ છે.
ચંદ્રલોક આદિના સ્વામીઓને ઈન્દ્ર કહેવાય છે. તેઓ આપને
મસ્તક નમાવીને આશિષ દે છે. કેવા છે શ્રી કુન્દકુન્દાચાર્ય? કે મોહ
અને કામ વાસનાનો નાશ કરવામાં સૂર્ય છે. વિશુદ્ધિ અને બુદ્ધિની
વૃદ્ધિ તથા પ્રસિદ્ધ ઋદ્ધિ સિદ્ધિના દાતા એવા શ્રી કુન્દકુન્દાચાર્ય સમાન
આચાર્ય તેમના પછી થયા નથી, છે નહીં અને આ અવસર્પિણીકાળમાં
થશે નહિ.
ભૂલ સુધારો :– પ્રણમ જેઠ માસના વિશેષ અંકમાં સળંગ નં. ૨૧૩
ભૂલથી છપાયું છે તેને બદલે એ. ૨૧૨ સુધારી લેવું અને અંક ૯ મો એ પણ
ભૂલથી છપાયું છે ત્યાં વિશેષાંક એમ સુધારી લેવું.
સમાચાર
પ. પૂજ્ય ગુરુદેવ શ્રી સુખશાતામાં બિરાજે છે. સવારે પ્રવચનમાં શ્રી
પ્રવચનસારજી શાસ્ત્રમાંથી ૪૭ નયોનો અધિકાર તથા બપોરે અષ્ટપાહુડમાં
બોધપાહુડ નામનો ચોથો અધિકાર વંચાય છે.
જેઠ સુદ પાંચમ–શ્રુતપંચમીનો ઉત્સવ ઊજવવામાં આવ્યો હતો, તેમાં
શ્રી ષટ્ ખંડાગમ તથા કષાયપાહુડશાસ્ત્ર (ધવલાટીકા, મહાબંધ અને
જયધવલટીકા) સરસ રીતે સમજાવીને જિનમંદિરમાં વેદી ઉપર બિરાજમાન
કરી. તેમની પૂજા ઠાઠમાઠથી કરવામાં આવી હતી. ત્યારબાદ સ્વાધ્યાય
મંદિરમાં ફરીવાર ખાસ જ્ઞાનપૂજા અને જિનવાણી માતાની ભક્તિ કરવામાં
આવી હતી.
(આત્મધર્મ નિયમિત આખર તારીખે જ પ્રગટ થાય છે.)

PDF/HTML Page 4 of 21
single page version

background image
દ્વિ. જેઠ : ૨૪૮૭ : :
વર્ષ અઢારમું : અંંક ૮ મો સંપાદક : ભાનુભાઈ મુળજીભાઈ લાખાણી ૨ જો જેઠ : ૨૪૮૭
જગત ઉદ્ધરણ અનભવ
સ્વસંવેદન સ્થિરતાથી ઉપજેલો રસાસ્વાદ–સ્વાનુભવ તે અનંત સુખનું
મૂળ છે. એ અનુભવ ધારાપ્રવાહરૂપ જાગતાં દુઃખદાવાનળ રંચ પણ રહેતો
નથી. ભવવાસઘટા નાશ કરવાને સ્વાનુભવ પરમ પ્રચંડપવન સમાન છે એમ
મુનિજનો કહે છે. અનુભવ સુધાનું પાન કરી અનેક ભવ્ય અમર થયા;
પરમપૂજ્યપદને અનુભવ જ (પ્રગટ) કરે છે; એ વિના સર્વ વેદ પુરાણ
નિરર્થક છે, સ્મૃતિ વિસ્મૃતિ છે, શાસ્ત્રાર્થ વ્યર્થ છે (તથા) પૂજા મોહભજન છે,
અનુભવ વિના નિર્વિઘ્ન કાર્ય વિઘ્ન છે, પરમેશ્વર કથા તે પણ જૂઠી છે, તપ પણ
જૂઠ છે તથા તીર્થ સેવન પણ જૂઠ છે–તર્ક, પુરાણ, વ્યાકરણ ખેદ છે; અનુભવ
વિના ગામમાં ગાય–શ્વાન અને વનમાં હરણાદિની માફક અજ્ઞાન તપસી છે;
અનુભવ પ્રસાદથી માણસ ગમે ત્યાં રહો–સદા પૂજ્ય છે. અનુભવ આનંદ,
અનુભવ ધર્મ, અનુભવ પરમપદ, અનુભવ અનંતગુણરસસાગર, અનુભવથી
સિદ્ધ થાય છે. અનુપજ્યોતિ અમિત તેજ, અખંડ, અચલ, અમલ, અતુલ,
અબાધિત, અરૂપ, અજર, અમર, અવિનાશી, અલખ, અછેદ, અભેદ, અક્રિય.
અમૂર્તિક, અકર્તૃંત્વ, અભોક્તૃત્વ, અવિગત, આનંદ મય અને ચિદાનંદ ઈત્યાદિ
અનંત પરમેશ્વરનાં સર્વ વિશેષણો અનુભવ સિદ્ધિથી કરે છે, માટે અનુભવ
સાર છે. મોક્ષનું નિદાન, સર્વ વિધાનનો શિરોમણિ, સુખનું નિધાન, અમ્લાન
અનુભવ છે. અનુભવી જીવ–મુનિજનનાં ચરણારવિંદ ઈન્દ્રાદિક સેવે છે માટે
દરેક સદ્ગ્રન્થોમાં અનુભવથી અનુભવની પ્રશંસા કહી છે. અનુભવ વિના
સાધ્યસિદ્ધિ કાંઈ નથી. નંતચેતનાચિન્હરૂપ, અનંતગુણમંડિત, અનંતશક્તિ–
ધારક, આત્મપદના રસાસ્વાદને અનુભવ કહીએ (છીએ).
વારંવાર સર્વ ગ્રંથનો સાર અવિકાર અનુભવ છે, અનુભવ શાશ્વત
ચિંતામણિ છે, અનુભવ અવિનાશી રસકૂપ છે, મોક્ષરૂપ અનુભવ છે,
તત્ત્વાર્થસાર અનુભવ છે અને જગત ઉદ્ધારણ અનુભવ છે; અનુભવથી અન્ય
કોઈ ઉચ્ચપદ નથી માટે સદાય સ્વરૂપનો અનુભવ કરો. અનુભવનો મહિમા
અનંત છે તે ક્યાં સુધી બતાવીએ?
(અનુભવ પ્રકાશ–દીપચંદજી સાધર્મી) પૃ. ૬૪.

PDF/HTML Page 5 of 21
single page version

background image
: : આત્મધર્મ : ૨૧૨
નિશ્ચય – વ્યવહાર મીમાંસા
(મૂળ પુસ્તક પૃ. ૨૧પ, આઠમી લીટીથી અનુવાદ ચાલુ)
૬ર. અહીં એમ સમજવું જોઈએ કે વ્યવહાર અને નિશ્ચય આ પ્રકારે જે એ બે નયો છે તેમાંથી અહીં
વ્યવહારનય તો કર્મસંયુક્ત અવસ્થા સહિત જીવનો સ્વીકાર કરે છે અને નિશ્ચયનય જીવને કર્મસંયુક્ત હોવા
છતાં પણ કર્મસંયુક્ત અવસ્થા ન જોતાં માત્ર ધ્રુવસ્વભાવી પરમપારિણામિકભાવરૂપ એક જીવનો સ્વીકાર કરે
છે, કેમકે એવો નિયમ છે કે પ્રત્યેકનય અંશગ્રાહી જ હોય છે માટે તેઓ એક એક અંશને ગ્રહણ કરે છે.
નિશ્ચયનય તો કેવળ સામાન્યઅંશને ગ્રહણ કરે છે અને વ્યવહારનય કેવળ વિશેષઅંશને ગ્રહણ કરે છે. સાથે
જ એક નિયમ આ પણ છે કે દરેક દ્રવ્યનો જે પરમ પારિમાણિકભાવરૂપ સામાન્ય અંશ છે તે સદા અવિકારી
હોય છે, એક હોય છે અને દ્રવ્યની સર્વ અવસ્થાઓમાં વ્યાપ્ત થઈ (ફેલાઈ) ને રહે છે તેથી નિત્ય તથા
વ્યાપક હોય છે. પરંતુ જે વિશેષ અંશ હોય છે તે. કારણ કે કર્માદિકની સાથે સમ્બન્ધ કરે છે માટે તે વિકારી
હો્ય છે, ક્ષણ ક્ષણમાં અન્ય અન્ય હોવાથી અનેકરૂપ હોય છે અને એક ક્ષણ સ્થાયી હોવાથી અનિત્ય તથા
વ્યાપ્ય (ફેલાવા યોગ્ય) હોય છે. આમ એ બન્ને નય એક દ્રવ્યના એ બે અંશોનો સ્વીકાર કરે છે.
૬૩. હવે આ પ્રકરણમાં વિચાર એ કરવો છે કે કર્મસંયુક્ત આ જીવ પોતાની કર્મના સંયોગથી રહિત
અવસ્થાને કેવી રીતે પ્રગટ કરે. નિરન્તર જો તે કર્મ સં્યુક્ત અવસ્થાનો જ અનુભવ કરતો રહે અને તેનો જ
આશ્રય લીધા કરે તો તે ત્રિકાળમાં કર્મરહિત અવસ્થાને પ્રગટ કરી શકે નહિ, કેમકે જે જેનો આશ્રય લેતો રહે
છે તેનાથી તે જ અવસ્થા પ્રગટ થાય છે. એ જ કારણ છે કે આચાર્યોએ કર્મસંયુક્ત અવસ્થાને મટાડવા માટે
નિશ્ચયરૂપ એક ધ્રુવસ્વભાવી જ્ઞાયકભાવનો આશ્રય લેવાનો ઉપદેશ આપ્યો છે. આ જીવ એ બન્ને નયો દ્વારા
જાણે છે તો પોતાના એ બંને અંશોને જ. તેથી જ્ઞાન કરવા માટે નિશ્ચયનય સમાન વ્યવહારનય પણ
પ્રયોજનવાન્ છે. પણ મોક્ષાર્થી આશ્રય એક માત્ર નિશ્ચયનયનો લે છે, કેમકે તેનો આશ્રય લીધા વિના
સંસારી જીવનું બંધનથી મુક્ત થવું સંભવ નથી.
૬૪. જાણવામાં અને જાણીને આશ્રય લેવામાં મહાન અંતર છે. વ્યવહારનય જાણવા યોગ્ય છે અને
નિશ્ચયનય જાણીને આશ્રય લેવા યોગ્ય છે–આ ઉક્ત કથનનું તાત્પર્ય છે. માટે મોક્ષમાર્ગમાં વ્યવહારનયને
પ્રતિષિદ્ધ કેમ કહ્યો અને નિશ્ચયનયને પ્રતિષેધક કેમ માન્યો તેનું સ્પષ્ટીકરણ થઈ જાય છે.
૬પ. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે મોક્ષમાર્ગમાં નિશ્ચયનયદ્વારા જો વ્યવહારનય સર્વથા પ્રતિષિદ્ધ (–નિષેધ
યોગ્ય) છે તો સાધકને વ્યવહારધર્મની પ્રવૃત્તિ કેમ બની શકશે અને તેને વ્યવહારધર્મની

PDF/HTML Page 6 of 21
single page version

background image
દ્વિ. જેઠ : ૨૪૮૭ : :
પ્રવૃત્તિ થતી જ નથી એમ કહેવું ઉચિત નથી, કેમકે ગુણસ્થાનોની ભૂમિકાનુસાર તેને વ્યવહારધર્મ પ્રાપ્ત હોય
જ છે. બન્ને નયોની ઉપયોગિતાને ધ્યાનમાં રાખીને એક ગાથા ઉદ્ધૃત કરીને શ્રી અમૃતચંદ્રાચાર્ય પણ
સમયસારની ટીકામાં કહે છે કે:–
जइ जिणमयं पवज्जह ता मा ववहार–णिच्छए मुयह ।
एगेण विणा छिज्जइ तित्थं अण्णेणं उण तच्यं ।।
“જો તમે જૈનધર્મને પ્રવર્તાવવા ચાહતા હો તો વ્યવહાર અને નિશ્ચય એ બન્ને નયોને ન છોડો,
* કેમકે
(વ્યવહારનય) વિના તો તીર્થનો નાશ થઈ જશે અને અન્ય (નિશ્ચયનય) વિના તત્ત્વનો નાશ થઈ જશે.”
૬૬. સમાધાન એમ છે કે સાધકને પોતપોતાના ગુણસ્થાનાનુસાર વ્યવહારધર્મ હોય છે તેમાં સંદેહ
નથી પણ એક તો તે બંધપર્યાયરૂપ હોવાથી સાધકની તેમાં સદાકાળ હેયબુદ્ધિ બની રહે છે. બીજું તે રાગનો
કર્તા ન હોવાથી શ્રદ્ધામાં તેને આશ્રય કરવા યોગ્ય માનતો નથી. સાધક શ્રદ્ધામાં તો નિશ્ચયનયને જ આશ્રય
કરવા યોગ્ય માને છે પણ તે જે ભૂમિકામાં સ્થિત હોય છે તે અનુસાર વર્તન કરતાં તે કાળમાં વ્યવહારધર્મનું
જાણવું પણ વ્યવહારનયથી પ્રયોજનવાન્ ગણે છે.
૬૭. આ આશયને ધ્યાનમાં રાખીને શ્રી અમૃતચંદ્રાચાર્યે આ વચન કહ્યું છે કે:–
व्यवहारणनयः स्याद्यद्यपि ×××”
“જેઓએ સાધકદશાની આ પહેલી પદવીમાં (શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થવા પહેલાંની અવસ્થામાં)
પોતાનો પગ રાખ્યો છે તેઓને જો કે વ્યવહારનય ભલે હસ્તાવલંબ હોય તો પણ જે પુરુષ–(આત્મા)
પરદ્રવ્ય ભાવોથી રહિત ચૈતન્ય ચમત્કારમાત્ર પરમ અર્થને અંતરંગમાં અવલોકે છે (તેની શ્રદ્ધા કરે છે તથા તે
રૂપ લીન થઈને ચારિત્રભાવને પ્રાપ્ત થાય છે) તેમને આ વ્યવહારનય કાંઈપણ પ્રયોજનવાન નથી. પ.”
૬૮. આના ઉપર ફરીથી પ્રશ્ન થાય છે કે જો મોક્ષમાર્ગમાં નિશ્ચયનયની જ મુખ્યતા છે તો શ્રી
કુન્દકુન્દાચાર્યે સમયસારને (–શુદ્ધાત્માને) બન્ને નયોના પક્ષથી રહિત કેમ કહ્યો? પોતાના આ ભાવને વ્યક્ત
કરતાં તેઓ સમયસાર ગા. ૧૪૨ માં કહે છે કે :–
कम्मं बद्धमबद्धं जीवे ×××”
“જીવમાં કર્મ બદ્ધ છે અથવા અબદ્ધ છે એ પ્રકારે તો નયપક્ષ જાણ; પણ જે પક્ષાતિક્રાન્ત (–પક્ષને
ઓળંગી ગયેલો) કહેવાય છે તે સમયસાર (નિર્વિકલ્પ શુદ્ધાત્મતત્ત્વ) છે.”
આ જ વાતને સ્પષ્ટ કરતાં તેઓ બીજા શબ્દોમાં ફરી કહે છે કે:–
दोण्ह वि णयाण भणियं ×××।। १४३।।
“નયપક્ષથી રહિત જીવ સમયથી પ્રતિબદ્ધ થયો થકો (ચિત્સ્વરૂપ આત્માનો અનુભવ કરતો થકો) બન્ને
નયોના કથનને માત્ર જાણે જ છે, પરંતુ નયપક્ષને કિંચિત્માત્ર પણ (જરા પણ) ગ્રહણ કરતો નથી” ૧૪૩
૬૯. આચાર્ય શ્રી અમૃતચંદ્ર પણ તેનું સમર્થન કરતાં કળશ નં. ૬૯ માં કહે છે કે:–
य एव मुक्त्वा नयपक्षपातं स्वरूपगुप्ता निवसन्ति नित्यम् ।
विकल्पजालच्युत शान्तचितास्त एव साक्षादमृतं पिबन्ति ।। ६९।।’
“ જે નયોના પક્ષપાતને છોડીને સદા પોતાના સ્વરૂપમાં ગુપ્ત થઈને નિવાસ કરે છે તેઓ જ વિકલ્પ
જાળથી રહિત શાન્તચિત્ત થયા થકા સાક્ષાત્ અમૃત પીએ છે. ૬૯.”
* તેના વિષયને જાણવાનું ન છોડો.

PDF/HTML Page 7 of 21
single page version

background image
: : આત્મધર્મ : ૨૧૨
૭૦. આ જ પ્રકારે આ કથન પછી ફરી પણ ઘણા પ્રકારે શ્રી અમૃતચંદ્રાચાર્યે બન્ને નયોના વિષયોને
ઉપસ્થિત કરીને તેના બે પક્ષપાત બતાવ્યા છે અને અન્તમાં કહ્યું છે કે જે તત્ત્વવેદી પક્ષપાતથી રહિત થાય છે
તેને ચિત્સ્વરૂપ આ જીવ નિરન્તર ચિત્સ્વરૂપ જ છે. તેથી જે આ કહેવામાં આવે છે કે મોક્ષમાર્ગમાં સાધકને માટે
એક માત્ર નિશ્ચયનય (નિશ્ચયનયનો વિષય) આશ્રય કરવા યોગ્ય હોવાથી તેનો જ પક્ષ ગ્રહણ કરવો જોઈએ
એમ કહેવું ક્્યાં સુધી ઉચિત છે એ વિચારણીય થઈ જાય છે. આ સ્થિતિ ઉપર પૂર્ણ રીતે વિચાર કરવાથી
શંકાકાર કહે છે કે અમને તો અમૃતચંદ્રાચાર્યનું આ વચન જ ઉપયોગી જણાય છે. તે વચન આ પ્રકારે છે–
उभयनयविरोध ध्वंसिनि स्यात्पदांके
जिनवचसि रमन्ते ये स्वयं वान्तमोहाः ।
सपदि समयसारं ते परं ज्योतिरुच्यै–
रनवमनयपक्षाक्षुण्णमीक्षन्त
एव ।। ४।।
“નિશ્ચય અને વ્યવહાર એ બે નયોના વિરોધને નાશ કરનારૂં ‘સ્યાત્’ પદથી ચિન્હિત જિનવચનમાં
મોહનું સ્વયં વમન કરીને જેઓ રમમાણ થાય છે (પ્રચુર પ્રિતિ સહિત અભ્યાસ કરે છે) તેઓ નયપક્ષથી
રહિત, સનાતન અને અતિઉત્કૃષ્ટ પરમ જ્યોતિસ્વરૂપ સમયસારને શીઘ્ર દેખે જ છે. ૪.”
૭૧. આ એક પ્રશ્ન છે કે જે દરેક વિચારકના ચિત્તમાં ઘર કરી ગયેલ છે અને આથી તે એમ માનવા
લાગે છે કે મોક્ષમાર્ગમાં જેટલું નિશ્ચયનયને મહત્વ દેવામાં આવે છે તેટલું જ વ્યવહારનયને પણ મહત્વ દેવું
જોઈએ, કેમકે એમ કર્યા વિના એકાન્તનો આગ્રહ થઈ જવાથી તે મોક્ષમાર્ગી થઈ શકતો નથી.
૭૨. સમાધાન એ છે કે જ્યાં સુધી જીવનું સ્વરૂપ અને તેની બંધયુક્ત અવસ્થા સાથે નિમિત્ત–
નૈમિત્તિક–ભાવ આદિને જાણવાનો પ્રશ્ન છે ત્યાં સુધી તો એ બન્ને નયોના વિષયને હૃદયંગમ કરી લેવા
આવશ્યક માનવામાં આવ્યા છે તેમાં સંદેહ નથી. જ્યાં તે એમ જાણે છે કે દ્રવ્યાર્થિકદ્રષ્ટિ (પરમભાવગ્રાહી
નિશ્ચયનય) થી જ્ઞાયક સ્વભાવ હું એક છું, નિત્ય છું અને ધ્રુવભાવરૂપ છું. આ જે નર–નારકાદિરૂપ
વિવિધપર્યાયો અને મતિજ્ઞાનાદિરૂપ વિવિધ ભાવ દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે તે મારા ત્રિકાળી ધ્રુવસ્વભાવમાં
નથી, ત્યાં તે એમ પણ જાણે છે કે વ્યવહારદ્રષ્ટિથી (પર્યાયાર્થિકનયથી) વર્તમાનમાં જે નર–નારકાદિ
અવસ્થાઓ અને મતિજ્ઞાનાદિ ભાવ દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે તે બધા જીવના જ છે આ જીવ જ પોતાના
અજ્ઞાનને કારણે કર્મોથી સંયુક્ત થઈને એ વિવિધ અવસ્થાઓનો પાત્ર થઈ રહ્યો છે અને પોતાના અજ્ઞાનનો
ત્યાગ કરી એ જ મોક્ષનો પાત્ર થશે. આ પ્રકારે જે જીવ બન્ને નયોના વિષયને જાણે છે તેમાં સંદેહ નથી.
૭૩. જો તે એવી શ્રદ્ધા કરે કે હું સિદ્ધો સમાન વર્તમાન પર્યાયમાં પણ શુદ્ધ છું અથવા તે એવી શ્રદ્ધા
કરે કે વર્તમાન પર્યાય સમાન હું મારા ત્રિકાળી ધ્રુવસ્વભાવમાં પણ અશુદ્ધ છું તો તે સર્વથા એકાન્તપક્ષનો
આગ્રહી હોવાથી જિન વચનની બાહ્ય શ્રદ્ધા કરવાવાળો માનવામાં આવે પરંતુ એમ નથી, કેમકે જ્યાં સુધી
જાણવાનો સવાલ છે ત્યાં સુધી તે એ બન્ને નયોના વિષયને સારી રીતે સમાનરૂપે જાણે છે. એમાં કોઈ એકના
પક્ષને ગ્રહણ કરતો નથી. પરંતુ અહિ માત્ર જાણવું જ તો પ્રયોજનવાળું છે જ નહિ. અહીં તો તેને વર્તમાનમાં
જે અશુદ્ધ અવસ્થા છે તેમાં હેય બુદ્ધિ કરીને પર્યાયરૂપે પોતાના સહજ સ્વરૂપ નિજ તત્ત્વને પ્રગટ કરવું છે. જો
તેની આ દ્રષ્ટિ ન હોય તો ન તો તે મોક્ષમાર્ગી જ હોઈ શકે અને ન તો તે સાધક કહેવડાવવાને જ પાત્ર માની
શકાય. તેથી તે આ બન્ને નયોના વિષયને સમાનરૂપે જાણીને પણ ઉપાદેય તો માત્ર નિશ્ચયનયના વિષયને જ
માને છે, કેમકે તેનો આશ્રય

PDF/HTML Page 8 of 21
single page version

background image
દ્વિ. જેઠ : ૨૪૮૭ : :
લેવાથી જ તેને ધીરે ધીરે તદ્રૂપ અવસ્થા પ્રગટ થાય છે.
૭૪. આ જ ભાવને ધ્યાનમાં રાખીને શ્રી કુન્દકુન્દાચાર્ય સમયસાર ગાથા ૧૮૬ માં પણ કહે છે કે –
“જે આત્માને શુદ્ધ જાણે છે (અનુભવે છે) તે શુદ્ધ જ આત્માને પ્રાપ્ત કરે છે અને જે તેને અશુદ્ધ જાણે
આની પુષ્ટિ કરતાં શ્રી અમૃતચંદ્રાચાર્ય કળશ નં. ૧૨૨ માં કહે છે કે :–
इदमेव तात्पर्य हेयो शुद्धनयो नहि
नास्तिबन्धस्तद त्यागात्तत्यागाद्वं ध एव हि ।। १२२।।
“અહીં એ જ તાત્પર્ય છે કે શુદ્ધનય હેય (–ત્યાગવા યોગ્ય) નથી; કારણ કે તેના અત્યાગથી બંધ થતો
નથી અને તેના ત્યાગથી બંધ થાય જ છે” ૧૨૨,
૭પ. માટે શ્રી કુન્દકુન્દાચાર્યે જ્યાં એમ કહ્યું છે કે કર્મ જીવમાં બદ્ધ છે અથવા અબદ્ધ છે તેને એક એક
નયનો પક્ષ જાણો. ત્યાં તેમનું એ રીતે કથન કરવાનો અભિપ્રાય બન્ને નયોના વિષયનું જ્ઞાન કરાવી અને તે
સંબંધી થતા વિકલ્પ (રાગ) ને છોડાવી પોતાના ધ્રુવ સ્વભાવ તરફ ઝુકાવવાનો રહ્યો છે, કેમકે તેઓ સારી
રીતે જાણતા હતા કે જે એમ માને છે કે હું કર્મથી સર્વથા અબદ્ધ છું તેને કરવા માટે કાંઈ બાકી રહેતું નથી.
સાથે જ તેઓ એ પણ સારી રીતે જાણતા હતા કે જે એમ માને છે કે હું કર્મથી સર્વથા બદ્ધ છું તે પ્રયત્ન કરવા
છતાં પણ કર્મથી ત્રણ કાળમાં મુક્ત થઈ શકતો નથી. માટે તેમણે એકાન્તના આગ્રહ સહિત બન્ને નયોના
વિકલ્પ છોડાવી નિર્વિકલ્પ થવા માટે ઉક્ત વચન કહ્યાં છે તેમાં સંદેહ નથી.
કેમકે એમ થયા વિના અનાદિ કાળથી ચાલી આવતી રાગની કર્તાપણાની બુદ્ધિ છૂટી શકતી નથી.
પરંતુ આ પ્રકારે અનેકાન્તમાર્ગનો અનુસરણ કરનારો થઈને પણ સાધક હેયરૂપ વ્યવહારનયનો આશ્રય ન
લેતાં, ઉપાદેયરૂપ નિશ્ચયનયનો જ આશ્રય લે છે, કેમકે મોક્ષરૂપ પ્રયોજનની સિદ્ધિ માટે જે સર્વથા હેય (–
છોડવા યોગ્ય) છે તે આશ્રય કરવા યોગ્ય હોઈ શકે નહિ. અને જે સર્વથા ઉપાદેય છે તેનો આશ્રય લીધા
વિના ઈષ્ટ પ્રયોજનની સિદ્ધિ થઈ શકતી નથી.
૭૬. અધ્યાત્મશાસ્ત્રોમાં ‘હું રાગી છું, દ્વેષી છું’ ઈત્યાદિરૂપ પ્રતીતિથી મુક્ત કરાવી ‘હું એક છું. નિત્ય
છું, શુદ્ધ છું, જ્ઞાયકભાવ છું’ ઈત્યાદિરૂપે પ્રતીતિ સર્વત્ર આ જ અભિપ્રાયથી કરાવવામાં આવી છે. બન્ને નયોના
વિષયને જાણવા તે જુદી વાત છે અને જાણીને વ્યવહારનયના વિષયમાં હેયબુદ્ધિ કરવી અને નિશ્ચયનયના
વિષયમાં ઉપાદેયબુદ્ધિ કરી તેનો આશ્રય લઈ તન્મય થવું તે જુદી વાત છે. પક્ષાતિક્રાન્ત થવાનું પણ આ જ
તાત્પર્ય છે. એ જ કારણ છે કે શ્રી કુન્દકુન્દાચાર્યે એક તરફ તો સાધક જીવને નયપક્ષના રાગને ત્યાગવાનો
ઉપદેશ આપ્યો છે અને બીજી તરફ નિશ્ચયરત્નત્રયની પ્રાપ્તિ માટે નિશ્ચયનયના વિષયનો આશ્રય લેવાનો
ઉપદેશ આપ્યો છે. આ પ્રકારે પક્ષાતિક્રાન્ત થવા માટે વ્યવહારનય કેમ હેય છે અને નિશ્ચયનય કેમ ઉપાદેય છે
એ સ્પષ્ટ થઈ જાય છે.
૭૭. અહીં એટલું વિશેષ જાણવું જોઈએ કે સવિકલ્પ અને નિર્વિકલ્પના ભેદથી નય બે પ્રકારના છે.
સમયસાર ગાથા ૧૪૨ તથા ૧૪૩માં સવિકલ્પનયને છોડવાનો ઉપદેશ દઈને નિર્વિકલ્પનયનો આશ્રય લેવાની
વાત કહેવામાં આવી છે, અને તે જ સમયસાર ગાથા ૧૧, ૧૨ તથા ૧૪ માં આત્માની કેવી અનુભૂતિ થવાથી
નિર્વિકલ્પનયનો આશ્રય થાય છે તેનું વર્ણન કરવામાં આવેલ છે.
૭૮. તાત્પર્ય એ છે કે જ્યાં સુધી આ આત્મા, વ્યવહારનયથી આત્મા આવો છે અને નિશ્ચયનયથી
આત્મા આવો છે એવા વિકલ્પોમાં ફસાતો રહે છે ત્યાં

PDF/HTML Page 9 of 21
single page version

background image
: : આત્મધર્મ : ૨૧૨
સુધી શુદ્ધ આત્માની અનુભૂતિ થતી નથી. પરંતુ બન્ને નયોના વિષયને જાણીને જ્યારે આ આત્મા શુદ્ધનયના
વિષયનો આશ્રય કરી નિર્વિકલ્પનયરૂપે પરિણમે છે ત્યારે એક માત્ર શુદ્ધાનુભૂતિ જ બાકી રહે છે (બચે છે.)
બીજા બધા વિકલ્પ સહજ (એની મેળે) પલાયમાન થઈ જાય છે.
૭૮. પ્રમાણની જેમ નય પણ બે પ્રકારના છે એનું વર્ણન નયચક્ર પૃ. ૬૬ માં એક ગાથા ઉદ્ધૃત કરીને
કરવામાં આવ્યું છે કે :–
सवियप्पं णिव्वियप्पं पमाणरुवं जिणेहि णिद्रिढ्ढं ।
तहर्विह णया वि भणिया सवियप्पाणिव्वियप्पा वी ।।
જિનદેવે સવિકલ્પ અને નિર્વિકલ્પના ભેદથી પ્રમાણ બે પ્રકારના કહ્યા છે તથા તે જ પ્રકારે સવિકલ્પ
અને નિર્વિકલ્પના ભેદથી નય પણ બે પ્રકારના કહ્યા છે.
૮૦. આ રીતે શુદ્ધાનુભૂતિના કાળમાં આત્માને સવિકલ્પ નયોથી અતિક્રાન્ત થઈ જવા છતાં પણ
નિશ્ચયનયના વિષયનો આશ્રય કઈ રીતે બની રહે છે એ સ્પષ્ટ થઈ જાય છે.
૮૧. અ. આ પરમભાવગ્રાહી નિશ્ચયનય છે. એના વિના નિશ્ચયનયના જેટલા ભેદ શાસ્ત્રોમાં બતાવ્યા
છે તેઓ બધાય વ્યવહારનયમાં જ સમાઈ જાય છે. ઉદાહરણ માટે સમયસાર ગાથા ૮૩ માં કહ્યું છે કે આત્મા
આત્માને જ કરે છે અને આત્મા આત્માને જ ભોગવે છે તો એ કથન પરથી ભેદજ્ઞાન કરાવવા માટે કરવામાં
આવ્યું છે. તેથી તે પર્યાયાર્થિકરૂપનિશ્ચયનય છે. તાત્પર્ય એ છે કે એ ઠેકાણે પર્યાયના કથનની મુખ્યતા
હોવાથી દ્રવ્યમાં ભેદ–વ્યવહારની પ્રસિદ્ધિ થઈ છે. માટે તેને વ્યવહારનયનો વિષય જ જાણવો જોઈએ.
૮૧. સમયસાર કળશ ૬૨ માં જે એમ કહેવામાં આવ્યું છે કે,–આત્મા જ્ઞાન છે, તે સ્વયંજ્ઞાન છે, તે
જ્ઞાન સિવાય બીજું શું કરે? તો એમાં પણ પર્યાયના કથનની મુખ્યતા હોવાથી તેને પણ વ્યવહારનયનો
વિષય જાણવો જોઈએ.
આ પ્રકારે અન્યત્ર જ્યાં કોઈ ઠેકાણે એક દ્રવ્યના આશ્રયે પર્યાયનું કથન કરીને તેને નિશ્ચયનયનો
વિષય કહ્યો પણ હોય તો તે નિશ્ચયનય ભૂતાર્થને સ્વીકાર કરે છે એ અભિપ્રાયને ધ્યાનમાં રાખીને જ કહ્યું છે.
પરંતુ પરમભાવગ્રાહક નિશ્ચયનયના વિષયભૂત ભૂતાર્થમાં અને આ ભૂતાર્થમાં મૌલિક (મૂળ સંબંધી) ભેદ છે
જેનું સ્પષ્ટીકરણ અમે પહેલાં જ કરી દીધું છે.
૮ર. તાત્પર્ય એ છે કે શુદ્ધનિશ્ચયનય સિવાય નિશ્ચયનયના બીજા જેટલા ભેદ–પ્રભેદ શાસ્ત્રોમાં
દ્રષ્ટિગોચર થાય છે તેઓ સર્વ વિશેષણયુક્ત વસ્તુનું વિવેચન કરવાવાળા હોવાથી વ્યવહારનય જ જાણવા
જોઈએ. આ વાતને ધ્યાનમાં રાખીને શ્રી જયસેનાચાર્યે સમયસાર ગા. ૧૦૨ ની ટીકામાં આ વચન કહ્યું છે:–
अज्ञानी जीवोऽशुद्धनिश्चयनयेन ×××”
અજ્ઞાની જીવ અશુદ્ધ ઉપાદાનરૂપ અશુદ્ધનિશ્ચયનયથી મિથ્યાત્વ અને રાગાદિભાવોનો જ કર્તા છે,
દ્રવ્યકર્મનો કર્તા નથી. તે અશુદ્ધનિશ્ચયનય જો કે ‘દ્રવ્યકર્મનો કર્તા જીવ છે’ તેને (એવા કથનને) સ્વીકાર
કરવાવાળા અસદ્ભૂતવ્યવહારની અપેક્ષાએ નિશ્ચય સંજ્ઞા પામે છે તો પણ શુદ્ધનિશ્ચયનયની અપેક્ષાએ તે
વ્યવહાર જ છે.
૮૩. નિશ્ચયનયના કથનમાં ત્રણ વિશેષતાઓ હોય છે. (૧) તે અભેદગ્રાહી હોય છે, (૨) તે એક
દ્રવ્યના આશ્રયે પ્રવૃત્ત થાય છે. અને (૩) તે વિશેષણ રહિત હોય છે. પરંતુ વ્યવહારનયનું કથન તેનાથી
ઉલટું હોય છે. હવે જો આ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને વિચાર કરીએ તો શુદ્ધનિશ્ચયનય જ એક માત્ર નિશ્ચયનય
ઠરે છે, કેમ કે તેના વિષયમાં ગુણ–પર્યાયરૂપથી કોઈ પ્રકારનો ભેદ પરિલક્ષિત (લક્ષણદ્વારા જણાયેલ) ન
હોવાથી તે માત્ર દ્રવ્યના આશ્રયે પ્રવૃત્ત થાય છે.

PDF/HTML Page 10 of 21
single page version

background image
દ્વિ. જેઠ : ૨૪૮૭ : :
પરંતુ એના સિવાય નિશ્ચયનયના અશુદ્ધનિશ્ચયનય આદિ જેટલા પ્રકાર શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યા છે તે
બધા એકી સાથે એ વિશેષતાઓ સહિત દ્રષ્ટિગોચર થતા નથી, કેમકે તેઓ એક દ્રવ્યના આશ્રયે પ્રવૃત્ત હોવા
છતાં પણ કોઈ ને કોઈ પ્રકારે ભેદનું કે ઉપાધિ સહિત વસ્તુનું જ કથન કરે છે, માટે તેઓ ભેદ કથન અથવા
ઉપાધિસહિત દ્રવ્ય કથનની મુખ્યતાથી વ્યવહારનયની મર્યાદામાં આવી જાય છે.
૮૪. શ્રી જયસેનાચાર્યદેવે અશુદ્ધનિશ્ચયનય શુદ્ધનિશ્ચયનયની અપેક્ષાએ વ્યવહાર જ છે એમ જે કહ્યું છે
તે આ જ અભિપ્રાયથી કહ્યું છે. જેમ પરસંગ્રહનય સિવાય અપરસંગ્રહનયના જેટલા અવાન્તરભેદ (પેટાભેદ)
સંભવ છે તેઓ સ્વયં એક અપેક્ષાથી અભેદનું કથન કરવાવાળા હોવા છતાં બીજી અપેક્ષાથી ભેદનું જ કથન
કરે છે, માટે તેઓ વ્યવહારનયના ભેદોમાં અન્તરભૂત થઈ જાય છે. (–સમાઈ જાય છે) એ જ પ્રકારે
શુદ્ધનિશ્ચયનય સિવાય નિશ્ચયનયના અન્ય જેટલા પ્રકાર (ભેદ) બતાવવામાં આવ્યા છે એ બધાયનો
વ્યવહારનયના પેટાભેદોમાં સમાવેશ થઈ જાય છે. આ ઉક્ત કથનનું તાત્પર્ય છે.
૮પ. પંચાધ્યાયીમાં નિશ્ચયનય એક જ પ્રકારનો છે એ સિદ્ધ કરવા માટે જે નિશ્ચયનયના બે ભેદ
માનવાવાળાને મિથ્યાદ્રષ્ટિ કહ્યા છે તે આ જ અભિપ્રાયથી કહેલ છે, કે દ્રવ્યના ત્રિકાળી ધ્રુવભાવમાં વસ્તુત:
(ખરેખર) કોઈ પ્રકારનો ભેદ કરવો સંભવ નથી અને જે ગુણભેદ અથવા પર્યાયભેદથી વસ્તુને ગ્રહણ કરે છે
તેને દ્રવ્યાર્થિકનય માની શકાય નહિ. પંચાધ્યાયીનું તે વચન આ પ્રકારે છે;– (ક્રમશ:)
(નિશ્ચય–વ્યવહાર મીમાંસા પૃ. ૨૨પ)
લોભવડે જેનું ચિત્ત વ્યાપ્ત થયું હોય તેને ત્રણલોકનું રાજ્ય
મળે તો પણ તૃપ્તિ થાય નહિ, સુખ પામે નહિ અને ભેદવિજ્ઞાની
લોભ રહિત સંતોષી જીવ દરિદ્ર–ધન રહિત છે તો પણ નિર્વાણ જે
સુખ તેને પ્રાપ્ત થાય છે,
(૧૩૯૩, ભ. આરાધના)
સર્વ પ્રકારનાં પુદ્ગલદ્રવ્ય અનંતવાર આહાર–શરીર–
ઈન્દ્રિયરૂપ થયાં ને ભોગવ્યાં. અને અનંતવાર છોડ્યાં; એવા સર્વ
પુદ્ગલનો સંયોગ–વિયોગ સ્વભાવ છે, તેનાં ગ્રહણ–ત્યાગમાં શું
વિસ્મય છે?
શુભરૂપ અને અશુભરૂપ (સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને
શબ્દ) જીવને કિંચિત્ પણ સુખ–દુઃખ કરતાં નથી, મોહી થઈ તેને
દેખી તેને ઠીક અઠીક માનનાર પોતાના સંકલ્પ વિશેષથી સુખી
દુઃખી થાય છે.

PDF/HTML Page 11 of 21
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : ૨૧૨
સાંસારિક કાર્યોને પહેલો અને ધર્મનો છેલ્લો
નંબર આપે તો –
તારો નંબર દુર્ગતિમાં જ છે
(જામનગરમાં પદ્મનન્દિ પંચવિંશતિના દાન અધિકાર ઉપર પૂજ્ય ગુરુદેવનું પ્રવચન)
તા. ૨૨–૧–૬૧
આજે પાર્શ્વનાથ પ્રભુના કેવળજ્ઞાન કલ્યાણકનો ઉત્સવ મનાવવામાં આવ્યો છે. સંપૂર્ણ વીતરાગ થાય
તે સંપૂર્ણ પ્રકારે એક સમયમાં સર્વના જ્ઞાતા–સર્વજ્ઞ થાય તેમણે પ્રથમ વીતરાગી દ્રષ્ટિ પ્રગટ કરી અને પછી
વીતરાગી સ્થિરતારૂપ ચારિત્રદશા આત્મામાં પ્રગટ કરી તેથી સર્વજ્ઞપદ–કેવળજ્ઞાન પ્રગટ થયું.
નિશ્ચય સમ્યગ્દર્શન સહિત મુનિપદ પૂર્વક અંતરમાં પૂર્ણએકાગ્રતા (પૂર્ણ મોક્ષમાર્ગ) થતાં પૂર્ણ જ્ઞાન
પ્રગટ થયું તેમણે જગતને શું બોધ દીધો તે કુન્દકુન્દાદિ આચાર્ય કહી ગયા છે. ૧૮ દોષ રહિત અર્હન્ત
પરમાત્માને સર્વજ્ઞ કહેવાય છે. અર્હન્તપદ કોઈ રાજાનું નામ નથી, પણ શ્રી એટલે અંતરંગમાં શુદ્ધતા થતાં
પ્રગટ થતી કેવળજ્ઞાનરૂપી આત્મલક્ષ્મીને શ્રી કહેવામાં આવે છે. અને તે દશા જેણે પ્રાપ્ત કરી છે તેમને અર્હન્ત
કહેવામાં આવે છે.
મોટી પદવીવાળાને તો જગત ઓળખે છે, પણ અંતરમાં સંયોગ અને વિકારથી નિરપેક્ષ પૂર્ણ શક્તિનો
ભરોંસો અને પૂર્ણ સ્થિરતા–વીતરાગતાવડે પૂર્ણ સર્વજ્ઞદશા પ્રગટ થાય છે તેની ઓળખાણ જગતને નથી.
આચાર્યે દ્રષ્ટાન્ત કહેલ છે કે આકાશમાં ઊડતા બગલાની સંખ્યા નક્કી કરવા માટે જેમ જન્માંધ પુરુષ
કોઈ દેખતાની સાથે હોડ બકે, તેમ અજ્ઞાની મોક્ષમાર્ગ આમ હોય, સર્વજ્ઞ નથી, એમ વ્યર્થ હોડ બકે છે.
શાસ્ત્રના અર્થ પોતાને ગોઠે તેમ કરે તો મૂળ વસ્તુ સમજાય નહિ. એક જન્માંધને જમતીવેળા કોઈએ
પૂછ્યું કે દૂધ આપું? તો કહે કે દૂધ કેવું હોય? જવાબ આપ્યો કે ધોળું. ધોળું કેવું? તો કહે કે બગલાની પાંખ
જેવું. વળી પૂછ્યું કે પાંખ કેવી? તો હાથથી આકારની સંજ્ઞા બતાવી. ત્યારે અંધ કહે છે કે અરે! એ ચીજ ભાત
સાથે કેમ ખવાય? જેમ તેને રંગને બદલે આકાર ઉપર લક્ષ ચાલ્યું ગયું તેમ મૂળ વસ્તુને નહિ જાણનારા
આંધળા જેવા છે.
અહીં ન્યાયથી નક્કી કરી શકાય છે કે–કોઈને

PDF/HTML Page 12 of 21
single page version

background image
દ્વિ. જેઠ : ૨૪૮૭ : ૧૧ :
બહુ જ અલ્પ જ્ઞાન અને ઘણા રાગાદિ હોય છે તો કોઈને વિશેષજ્ઞાન અને શાન્તિ હોય છે. અલ્પ પુરુષાર્થ વડે
થોડા રાગાદિ ટળી શકે છે અને જ્ઞાન વૃદ્ધિ પામે છે તો ઉગ્ર અને પૂર્ણ પુરુષાર્થ વડે સર્વરાગાદિ દોષોની હાનિ
અને જ્ઞાનાદિની પૂર્ણદશાની પ્રાપ્તિ કોઈને હોઈ શકે છે. દોષની અંશે હાનિ ઉપરથી તેની સર્વાંશે હાનિ થતાં
પૂર્ણ સર્વજ્ઞતાને ધારણ કરનાર કોઈ આત્મા છે એમ સાબિત થાય છે.
જે ત્રણકાળ ત્રણલોકવર્તિ સર્વ પદાર્થને સર્વ પ્રકારે એક સમયમાં જાણે તે સર્વજ્ઞ છે. તેમના દ્વારા પૂર્ણ
શુદ્ધતારૂપી મોક્ષ અને મોક્ષનો ઉપાય, સંસાર (–દુઃખ) અને દુઃખના કારણરૂપ પુણ્ય–પાપ, આસ્રવ અને
બંધતત્ત્વ, તથા નિમિત્તમાં અજીવતત્ત્વ વગેરે સ્પષ્ટપણે બતાવવામાં આવ્યું છે.
આત્મા સ્વયંજ્ઞાનસ્વરૂપ હોવાથી સ્વ–પરને જાણવાનું અનંત સામર્થ્ય ધરાવે છે. જેમ કાલની વાત યાદ
આવે તે જ રીતે ૬૦–૭૦ વર્ષની જૂની વાત પણ તરત જ યાદ આવી શકે છે, યુવાનીમાં કરેલા તીવ્ર ક્રોધાદિ
યાદ કરતાં તે વર્તમાનમાં થઈ આવતા નથી પણ તેનું જ્ઞાન એકલું યાદ આવે છે. તેમ સંયોગ અને
વિકારરહિત અનાદિ અનંત હું પૂર્ણજ્ઞાયક સ્વભાવી છું એવો અનુભવ કરી સર્વજ્ઞતાની પ્રતીતિ કરી શકે છે
અને તે જ જીવ ઉગ્રભેદજ્ઞાનદ્વારા વિકારને દૂર કરી, ત્રિકાળી નિર્વિકાર ધ્રુવશક્તિમાં એકાગ્ર થાય તો પૂર્ણ
નિર્મળદશા પ્રગટ કરી શકે છે.
જ્ઞાનમાં તોલ (વજન) નથી. ૭૦ વર્ષમાં હજારો ગ્રંથ વાંચ્યાનું યાદ રહે છે, લાખો વર્ષના
આયુવાળાને અનેક લાખો ગ્રંથ ધારણામાં રહે છે, છતાં તેનો ભારતોલ હોતો નથી એ ઉપરથી આત્મા સદા
અરૂપી, (સ્પર્શ, રસ, ગંધ, વર્ણ વિનાનો), રાગાદી દોષ રહિત અને અખંડ અક્રમજ્ઞાનવાળો છે.–એવું એનું
સ્વરૂપ જ્ઞાનમાં જ્ઞાનવડે સિદ્ધ થાય છે.
સર્વજ્ઞ પરમાત્મા થયા તેમણે એમ ફરમાવ્યું છે કે–દરેક આત્મા સત્ચિદાનંદમય પૂર્ણ સંપદાવાળો છે,
તેને કોઈ કાળ, ક્ષેત્ર કે જડકર્મ જડ બનાવી દે એવું નથી. જેટલું સિદ્ધ પરમાત્મામાં પૂર્ણ સામર્થ્ય છે તેટલું
તારામાં અત્યારે પણ પૂર્ણ સામર્થ્ય છે. તેની હા પાડ, આદર કર તો અલ્પકાળે મોક્ષને પામીશ, ભાવિનિર્વાણને
પાત્ર થા. ભગવાને આવું અક્ષયદાન આત્મામાંથી કાઢીને આત્માને દેવાનું કહ્યું છે.
જ્યારે તીર્થંકર ભગવાનના ગર્ભ, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ કલ્યાણક થાય છે ત્યારે
સ્વર્ગમાંથી દેવો અને તેના ઈન્દ્રો નીચે આવીને તેનો મહાન ઉત્સવ મનાવે છે, ૨૪૭૭ વર્ષ પહેલાં દેવોનાં
ટોળાં અહીં આવતાં હતાં.
સર્વજ્ઞ પરમાત્માએ ત્રણકાળ ત્રણલોકને પ્રત્યક્ષ જોયા, તેમની વાણીમાં સંસારદુઃખથી મુક્ત થઈ
પૂર્ણાનંદરૂપ થવાનું ફરમાન છે. કર્મ, નિમિત્ત, કાળક્ષેત્ર, રોગ જીવને રોકી રાખે સત્ય સમજવા ન દે–અંતરમાં
ઠરવા ન દે એમ માનનારા તીર્થંકરની વાણીને સમજ્યા જ નથી. તેઓ બે દ્રવ્યની એકતાની બુદ્ધિવડે
સ્વતંત્રતાની દ્રષ્ટિનો–મોક્ષના મૂળ સાધનનો નાશ કરનારા છે, આત્મહિત માટે પુરુષાર્થ અત્યારે ન થઈ શકે
એમ કહેનારની વાત સાંભળવા યોગ્ય નથી.
સર્વજ્ઞ પરમાત્માએ પ્રયોજનભૂત તત્ત્વો પ્રથમ જાણીને શુદ્ધાત્મામાં જ ઢળવાનું કહ્યું છે.
તું ત્રણેકાળે જ્ઞાનઆનંદ સ્વભાવી જીવ છો અને જેનામાં કિંચિતમાત્ર જ્ઞાન નથી તે અજીવદ્રવ્યો છે. તે
પાંચ પ્રકારના છે, તે તારાથી જુદા છે; તે તને લાભ–નુકશાન કરવા સમર્થ નથી. તું પણ પરનું કાંઈ કરવા
સમર્થ નથી. તારી ઊંધાઈથી તારી દશામાં શુભ અથવા અશુભભાવ તું કરે છે. તે બેઉ વિરૂદ્ધભાવ છે–મેલ છે,
તેને આસ્રવતત્ત્વ કહેલ છે, તેનાથી બંધન જ થાય છે. જે ભાવે બંધાવું થાય તે ભાવથી કોઈને પણ

PDF/HTML Page 13 of 21
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : ૨૧૨
આત્મામાં નિર્મળ–શ્રદ્ધાજ્ઞાન–એકાગ્રતા દ્વારા મિથ્યાત્વ–રાગાદિરૂપ અશુદ્ધતાનું રોકાવું ને અંશે અંશે
આત્મામાં વિશેષ પુરુષાર્થદ્વારા શુદ્ધિની વૃદ્ધિ અને અશુદ્ધિની હાનિ તે નિર્જરાતત્ત્વ છે.
સ્વભાવથી ચ્યુત થઈ પુણ્યપાપમાં અટકવું તે મલિનભાવ–બંધતત્ત્વ છે.
પૂર્ણ નિર્મળદશા તે મોક્ષતત્ત્વ છે, જેમ બીજને બાળી નાખ્યા પછી તે ઊગે નહિ તેમ સર્વથા સંસારના
કારણરૂપ દોષનો નાશ કર્યા પછી જેને મોક્ષદશા–સિદ્ધપરમાત્મદશા પ્રગટે છે તે સિદ્ધ ભગવાન ફરી કદી
સંસારમાં અવતાર લે નહિ.
“મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા તે પામે તે પંથ,
સમજાવ્યો સંક્ષેપમાં સકલમાર્ગ નિર્ગં્રથ.”
સર્વજ્ઞ તો સંપૂર્ણ વીતરાગી છે. ઈચ્છા વિના એકાક્ષરી “કારમય ધ્વનિ સર્વાંગથી ખરે છે. હોઠ, મુખ
બંધ હોય છે. તેમની વાણીમાં એમ આવ્યું કે જીવનાં કાર્ય જીવથી થાય, અજીવથી નહિ; અને અજીવનાં કાર્ય
અજીવથી થાય. જીવ તેમાં કાંઈ કરી શકે નહિ. જીવ પોતાનાં અપરાધથી દુઃખી છે; પુણ્ય–પાપ, રાગદ્વેષમોહ
આસ્રવ છે, તે દુઃખદાતા છે, બંધનું કારણ છે. બંધનાં કારણોને આસ્રવ કહે છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ,
કષાય અને યોગરૂપ આત્માના અશુદ્ધભાવ તે સ્વભાવથી વિરૂદ્ધભાવને આસ્રવ કહ્યા છે. નિર્મળ એકરૂપ
સામાન્ય સ્વભાવમાં એકાગ્રતાદ્વારા શુદ્ધિ થવી તે સંવર છે, તેમાં અશુદ્ધતા અટકે છે. બંધનો અંશે અભાવ
અને અંશે શુદ્ધિનું વધવું તે નિર્જરા છે પૂર્ણ શુદ્ધતા તે મોક્ષ છે.
પ્રત્યેક દ્રવ્ય અનાદિ–અનંત છે, સ્વતંત્ર છે, પોતાથી છે, પરથી નથી; પોતપોતાના ભાવમાં જ ઉત્પાદ–
વ્યય ધ્રૌંવ્યસહિત છે; પોતાની સત્તાને કદી છોડતા નથી, પરરૂપે, પરનાં કામ કરવારૂપે કોઈ કદી થતા નથી,
ત્રણેકાળે ટકીને બદલે છે. તેમાં જીવદ્રવ્ય જાણનાર છે, તે પોતાને ભૂલી પરને પોતાનું માને છે, પુણ્ય–પાપમાં
રુચિ કરે છે; તેથી દુઃખી થાય છે. તેના સુખ–દુઃખનો કોઈ અન્ય કર્તા–હર્તા નથી પણ પોતે જ દરેકક્ષણે
પોતાની નવી અવસ્થાને ઉપજાવે છે,–જૂનીને બદલાવે છે ને પોતે અનંતગુણરૂપ નિજશક્તિને એવી ને એવી
ટકાવી રાખે છે.
શ્રી સમંતભદ્ર આચાર્ય કહે છે. કે–હે ભગવાન? દરેક પદાર્થનું એક સમયમાં જ ઉત્પાદ–વ્યય ધ્રુવપણે
દરેક પદાર્થ સ્વતંત્ર છે, નિત્ય છે, તે સમયે સમયે પરિણમન કરે છે, તેને બીજો કોણ કરે?
જેમ ‘સાકર’ એવો શબ્દ છે તે વાચક છે; અને સાકર એવો પદાર્થ છે તે વાચ્ય છે, ને તેવું જ્ઞાન સ્વ–
જેમ કોથળીમાં ૭૩પ) રૂપિયા મૂકયા હોય ને બે રૂપિયા ઓછા નીકળે તો તપાસ કરે; તેમ ચૌદ રાજુ
પ્રમાણ લોકમાં છ દ્રવ્યો સર્વજ્ઞ ભગવાને જોયા છે ને તે છયેને ત્રણેકાળે સ્વતંત્ર જોયા છે. તે શી રીતે છે તેનો
સર્વજ્ઞની વાણીથી (શાસ્ત્રથી) જ્ઞાનથી અને પદાર્થની મર્યાદાથી જાણીને યથાર્થ નિર્ણય કરવો જોઈએ.
નવતત્ત્વો, દેવ–ગુરુ–શાસ્ત્ર અને ધર્મનું સ્વરૂપ પ્રથમ નક્કી કરવું જોઈએ; તેનાથી વિરુદ્ધ કહે તેને વિરુદ્ધ
જાણવું જોઈએ.

PDF/HTML Page 14 of 21
single page version

background image
દ્વિ. જેઠ : ૨૪૮૭ : ૧૩ :
જીવ અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ નવતત્ત્વને તેના સ્વરૂપસહિત
નવતત્ત્વોને શુદ્ધદ્રષ્ટિથી જાણનારાને અશુદ્ધનયના વિષયનું જ્ઞાન હોય છે, અને ભૂમિકાનુસાર પુરુષાર્થ
દૂધપાક આદિનો સ્વાદ કોઈપણ જીવને આવતો નથી કેમકે તે દૂધપાક ખાઈ શકતો નથી પણ રાગને
ખાય છે, અનુભવે છે. આત્મામાં રાગરહિત નિરાકુળ આનંદનો સ્વાદ આવે છે તે આત્માનો સ્વાદ છે.
ધર્મી જીવને તો, પરમાણુ માત્ર મારું નથી, એવી નિર્મોહી દ્રષ્ટિ હોવાથી દાનનો વિવેક હોય છે.
પણ ધર્માદાખાનું ચોપડામાં રાખે, શુભખાતામાં દાનની રકમ કાઢે તેમાં ગોટાળો કરે; દાન દેવા ટાણે
શ્રી કાર્તિકેયસ્વામી અનુપ્રેક્ષામાં લખે છે કે–ગૃહસ્થોએ પેદાશના પ્રમાણમાં થોડામાં થોડો ૧૦મો ભાગ
છોકરાના લગ્ન ટાણે ખરચ કરતાં લોભ ન કરે અને ધર્મ કાર્યોમાં લોભ કરે તેને પુણ્યરૂપી વ્યવહારધર્મ
જેને વર્તમાન ઉપર જ દ્રષ્ટિ છે, અનુકૂળતાની પ્રીતિ છે, તેને તે જ સમયે પ્રતિકૂળતા પ્રત્યે તીવ્રદ્વેષ
આચાર્ય કહે છે કે–હિતને માટે દાનનો ઉપદેશ છે, જેમને તે ન રુચે તેઓ ઘુવડને જેમ સૂર્ય ન ગમે
દરેક વસ્તુની સ્વતંત્રતા સાંભળી જ્યાં એક સમયમાં નવી અવસ્થાનું થવું, જૂનીનું જવું અને વસ્તુ
જે પુરુષ દાન દેતો નથી, સંગ્રહ કરવામાં માને છે તે એકલો ખાનારો છે; તેનું ખાવું રંક સમાન દીન–

PDF/HTML Page 15 of 21
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : ૨૧૨
૧૯૯૬ ની સાલમાં ગિરનારજી તીર્થક્ષેત્રે યાત્રાર્થે ગયા ત્યારે સાંભળ્‌યું હતું કે ત્યાં જૈનમંદિરોમાં
કારીગરોને નકશીકામમાં જેટલી પથ્થરની ભૂકી કાઢી આપે તેટલી ચાંદી દેતા; એ સાંભળીને કહેલું કે–ધન
ખરચ્યે ખૂટે નહિ. પણ પુણ્ય ખૂટે તો જ ખૂટે; ન ખરચે તો પણ પુણ્ય ખૂટતાં લક્ષ્મી ચાલી જાય છે. જેમ
કૂવામાં પાણીનો પ્રવાહ છે તેમાંથી ગમે તેટલું પાણી બહાર ખેંચે તો પણ ખૂટે નહિ, તેમ ભગવાન આત્મામાં
બેહદ જ્ઞાનઆનંદનો અક્ષય ભંડાર ભર્યો છે. તેમાં એકાગ્રતા કરતાં જ્ઞાન–આનંદ પ્રગટે છે. પણ તેને ભૂલે તો
રાગ–ઈચ્છાનો પ્રયત્ન કર્યા કરે. મંદકષાય કરે છતાં સાચો આનંદ હાથ ન આવે. પણ સર્વ પ્રકારના રાગથી
પાર અક્ષયચિદાનંદ સ્વભાવ ધ્રુવ છે તેમાં અંતરદ્રષ્ટિ દઈને એકાગ્રતા કરે તો ચૈતન્યસાગર ઊછળે છે.
એકવાર કરેડિયા કરી અંદર ભૂસ્કો માર, ચૈતન્યપ્રભુને દ્રષ્ટિમાં લઈ, પુણ્યાદિ વિકારની રુચિ છોડી અંદરમાં
દેખ, તો સદાય પરમાનંદ શાન્તિનો સાગર પોતે જ છે.
“વચનામૃત વીતરાગનાં, પરમશાન્ત રસ મૂળ,
ઔષધ જે ભવ રોગનાં, કાયરને પ્રતિકૂળ.”
કાયર થયો તેને શૂરવીરપણું બેસતું નથી.
પાવૈયાનું દ્રષ્ટાન્ત:–
જામનગરમાં વિભાજી જામ નામે રાજા હતા, તેમની પાસે હીજડા (નપુંસકો) નું ટોળું આવીને કહે છે
સિકંદર સમ્રાટનું કાવ્ય આવે છે, “અબજોની મિલ્કત આપતાં પણ એ સિકંદર ના બચ્યો, મારો
જનાજો તે હકીમોને ખભે ઉપડાવજો” એમ કહીને

PDF/HTML Page 16 of 21
single page version

background image
દ્વિ. જેઠ : ૨૪૮૭ : ૧પ :
મરી ગયો અને એવા તો અનંતા જીવ મનુષ્યત્વને ગુમાવી ચાલ્યા ગયા; પાઈ પણ સાથે ન આવી. જે મનુષ્ય
પાસે લક્ષ્મી છે છતાં દાનમાં દેતો નથી. શરીર મનુષ્યનું મળ્‌યું છતાં ઈન્દ્રિયોને વશ કરીને બ્રહ્મચર્ય આદિ સંયમ
પાળતો નથી, ભણ્યો–ગણ્યો પણ કષાયની અગ્નિ મંદ પાડે નહિ, ત્યાગી વ્રતી થાય ને કલેશીપણું છોડે નહિ તો
તેનું બધું વ્યર્થ છે. ઘણાં શાસ્ત્રો ભણ્યો હોય પણ આત્મા તરફ દ્રષ્ટિ ન રાખે, શાન્તિ પ્રગટ ન કરે તો તેનું
ભણેલું બધું વ્યર્થ છે.
અત્યારે તો નાસ્તિકતાનો પ્રચાર વધ્યો છે; ત્યાં મંદિર–ભગવાન વીતરાગદેવની મૂર્તિ અને તેના
દર્શનની ભાવના કોણ કરે? સહેજે વિના કષ્ટે ધર્મશ્રવણનો યોગ મળી જતો હોય તો ઘરે તથા દુકાને પૂછે કે
હવે મારે લાયક અહીં કામ બાકી નથીને તો ધર્મ સાંભળવા જાઉં એમ ધર્મનો નંબર છેલ્લો રાખવા માગે છે.
સંસારમાં રખડવાની રુચિને પ્રથમ નંબર અને ધર્મ છેલ્લા નંબરમાં તો તારો નંબર દુર્ગતિમાં જ છે. માટે
આચાર્યદેવ કરુણા લાવીને કહે છે કે ગૃહસ્થદશામાં પાપથી બચવા માટે દિન–દિન (હંમેશા) દાન કર, ખાસ
પુરુષાર્થ લાવીને ધર્મમાં લાગ. સ્થિર ન રહી શકે ત્યાં સુધી દેવપૂજા, ગુરુજનોની સેવા, વિનય, સ્વાધ્યાય,
સંયમ અને ઈચ્છા–નિરોધરૂપ તપ તથા દાનની પ્રવૃત્તિ ગૃહસ્થધર્મમાં મુખ્ય હોય જ છે. જો તે નથી તો તેનું
ગૃહસ્થજીવન વ્યર્થ છે.
ભગવાન અમૃતચંદ્રાચાર્ય સમયસાર ગા. ૧૪ કળશ નં. ૧૨ માં
પણ કહે છે કે શુદ્ધનયને મુખ્ય કરી આવો અનુભવ કર્યે આત્મદેવ પ્રગટ
પ્રતિભાસમાન થાય છે:–
भूतं भांतमभूतमेव रभसान्निर्भिद्य बंधं सुधी
र्यद्यंतः किल कोऽप्पहो कलयति व्याहत्य मोहं हठात् ।
आत्मात्मानुभवैकगम्बमहिमा व्यक्ततोऽयमास्ते ध्रुवं
नित्यं कर्मफलं कपंकविफलो देवः स्वयं शाश्वतः ।। १२।।
અર્થ :– જો કોઈ સુબુદ્ધિ (સમ્યગ્દ્રષ્ટિ) ભૂત, વર્તમાન અને ભાવિ
એવા ત્રણે કાળનાં કર્મોના બંધને પોતાના આત્માથી તત્કાળ–શીઘ્ર ભિન્ન
કરીને તથા તે કર્મના ઉદયના નિમિત્તથી થએલ મિથ્યાત્વ (અજ્ઞાન) ને
પોતાના બળથી (પુરુષાર્થથી) રોકીને અથવા નાશ કરીને અંતરંગમાં
અભ્યાસ કરે–દેખે તો આ આત્મા પોતાના અનુભવથી જ જાણવાયોગ્ય
જેનો પ્રગટ મહિમા છે એવો વ્યક્ત (અનુભવ ગોચર) નિશ્ચલ, શાશ્વત,
નિત્ય કર્મકલંક–કાદવથી રહિત–એવો પોતે સ્તુતિ કરવાયોગ્ય દેવ
વિરાજમાન છે. ભાવાર્થ–શુદ્ધનયની દ્રષ્ટિથી જોવામાં આવે તો સર્વ
કર્મોથી રહિત ચૈતન્યમાત્રદેવ અવિનાશી આત્મા અંતરંગમાં પોતે વિરાજી
રહ્યો છે. આ પ્રાણી–પર્યાયબુદ્ધિ બહિરાત્મા તેને બરાર ઢૂંઢે છે તે મોટું
અજ્ઞાન છે. ૧૨.

PDF/HTML Page 17 of 21
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : ૨૧૨
અને
(રાજકોટ શહેરમાં નિયમસાર ગાથા ૩૮ ઉપર પૂજ્ય ગુરુદેવનું પ્રવચન)
(તા. ૧૦–૨–૬૧ શુક્રવાર)
આ નિયમસાર શાસ્ત્ર છે. નિયમસાર એટલે આત્માની નિર્મળદશા અર્થાત્ નિશ્ચય મોક્ષમાર્ગ. નિશ્ચય
મોક્ષમાર્ગ કોને કહેવો તે જીવે રુચિપૂર્વક સાંભળ્‌યું નથી. સત્ય સાંભળી સત્યની પ્રિયતા કદી કરી નથી, પણ
સત્તાપ્રિયતા કરી છે. સત્તાપ્રિયતામાં પુણ્ય–પાપનાં અભિમાન કર્યાં છે. પરનું તો જીવ કાંઈ કરી શકતો નથી.
વર્તમાન ઈન્દ્રિયજ્ઞાન જેટલો ઉઘાડ, અલ્પબળનો પ્રગટ અંશ દેખાય છે એ હું અને એટલો હું,–એમ માની અંશનું
અભિમાન કર્યું છે; પણ પૂર્ણ જ્ઞાનાનંદ ભગવાન અંતરમાં પડ્યો છે તેની દ્રષ્ટિ–રુચિ એક સમય પણ કરી નથી.
આત્મા ક્ષણે–ક્ષણે વિચાર કરે. વિકલ્પ કરે કે આ શરીરની ક્રિયા કરું. પણ તેથી શરીરની અવસ્થા થઈ
એમ નથી. શરીરને લકવો થાય ત્યારે અંદર આત્મા તો છે. તે ઈચ્છા કરે–પ્રેરણા કરે છતાં પરમાં તેનું ધાર્યું ન
થાય, કેમકે તે ચૈતન્યની ક્રિયા નથી. આત્મા રાગ કરે અથવા સમ્યગ્જ્ઞાન કરે એમ પોતાની અવસ્થામાં પલટો
કરવાની આત્માની તાકાત છે.
પર્યાય, પરિ–સમસ્ત પ્રકારે પોતાના ભેદને પામે–પ્રાપ્ત કરે તેને પર્યાય કહીએ. દરેક દ્રવ્યમાં સમયે–
સમયે પોતાની સત્તા છોડ્યા વિના (સ્વજાતિને નહીં છોડીને) અવસ્થાન્તર થાય છે તેને પર્યાય કહે છે.
ચૈતન્ય ચૈતન્યની અને જડ જડની જાત જાળવીને નિરંતર પોતાની પર્યાય કરે છે, પરની ન કરે, આવી
સ્વતંત્ર સત્ની વાત ગળે ઉતારવી કઠણ પડે છે. એક સમયમાં ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્યયુક્ત સત્ છે; એવું સત્ તે
દ્રવ્યનું લક્ષણ છે. સર્વજ્ઞ વીતરાગની વાણીમાં એ આવ્યું કે આત્મા–પરમાણું વગેરે દરેક દ્રવ્યને એક સમયમાં
ત્રણ અંશો સદાય વર્તે છે. દરેક ક્ષણે નવી દશાની ઉત્પત્તિપૂર્વક પહેલાંની પર્યાયનો વ્યય અને વસ્તુ પોતાની
જાતને જાળવીને ધ્રુવ રહે છે. દેહ જડ છે, તેની કોઈ અવસ્થા કરવાનું સામર્થ્ય જીવમાં નથી.
જડ અને ચૈતન્ય દરેક પોતાની પર્યાય શક્તિથી પરિણમે છે, જીવ જડનું કરે એ માન્યતામાં જીવની
મોટી ભૂલ છે.
શ્રીમદ્રાજચંદ્રજીએ કહ્યું છે કે–‘ભગવાન આત્મા પોતાના સર્વગુણે સમ્પન્ન તો ખરો પણ તેની વર્તમાન
પર્યાયમાં અપલક્ષણનો પાર નથી.’ તેઓ તો જ્ઞાની હતા. વર્તમાન દશામાં પુણ્ય–પાપ, દાન, દયા વગેરેની
વૃત્તિ ઊઠે છે, તેનાથી જ્ઞાન ગોળો છૂટો પડી આત્મસાક્ષાત્કાર તો તેમને થયેલો. તેઓ કહે છે કે આત્મા તો
પૂર્ણ

PDF/HTML Page 18 of 21
single page version

background image
દ્વિ. જેઠ : ૨૪૮૭ : ૧૭ :
પરમાત્મા સમાન છે પણ વર્તમાન દશામાં તેના દોષનો–અપલક્ષણનો પાર નથી.
કોઈ કોઈની દશાને ફેરવી ન શકે. સર્વજ્ઞ પરમાત્મા થયા તેઓ એક સમયમાં ત્રણકાળ ત્રણલોકના
સર્વ પદાર્થોને એક સાથે જાણે પણ કોઈની અવસ્થાને જરાય બદલાવી ન શકે. આંખ પણ ન હલે એવો લકવા
થાય છે. આમ શરીરની સ્વતંત્રતા તે તેની વ્યવસ્થા છે. તેનાથી ચૈતન્યપ્રભુ ભિન્ન છે, જેમ પાણીમાં સેવાળ
ભિન્ન છે અને સેવાળથી પાણી ભિન્ન છે તેમ દેહથી આત્મા જુદો છે.
ગુરુએ શિષ્યને કહ્યું કે:– પાણીમાં પાશેર મીઠું નાખ, પછી બીજે દિવસે કહ્યું: પાછું લઈ આવ. હાથ
નાખીને જુએ તો ન દેખાય. આંખે ન દેખાય, પછી ગુરુએ કહ્યું કે ચાખીને જો તો જણાશે. તેમ દેહમાં
ચૈતન્યમૂર્તિ આત્મા જુદો છે, તે આંખ આદિ ઈન્દ્રિયોથી ન દેખાય, પણ તેના ચૈતન્ય જ્ઞાતા–દ્રષ્ટા લક્ષણથી
સ્પષ્ટ જણાય એવો છે. દેહ મંદિરમાં જ્ઞાનપિંડ આત્મા દેહથી ભિન્ન છે અને પુણ્ય–પાપની વૃત્તિથી પણ
ભિન્ન છે.
સત્યને શોધવું–મેળવવું હોય તો બહુ વિચાર પૂર્વક પ્રયત્નદ્વારા નિર્ણય કરવો પડશે. અહીં આચાર્યદેવ
શુદ્ધભાવ અધિકાર વર્ણવે છે શરીર અજીવ છે, તેનું દરેક રજકણ સ્વતંત્ર છે. મરતાં પહેલાં વાચા બંધ થાય,
જીભનો લવો ન વળે ત્યાં શું આત્મા બંધ થઈ ગયો? ના, આત્મા તો છે–તે શરીર, વાણી વગેરેની ક્રિયા
પહેલાં પણ કરી શકતો ન હતો ને અત્યારે પણ કરી શકતો નથી. જડથી જુદા પોતાના આત્માનો નિર્ણય ન
થાય તેને ક્ષણિક વિકારથી જુદો એવો ત્રિકાળી શુદ્ધ આત્માનો નિર્ણય કદી પણ થઈ શકે નહિ.
હું એક જીવ છું. એવો વિકલ્પ ઊઠે તે પણ આત્માના સ્વભાવમાં નથી. જેમ નાળિયેરના ગોટામાં સફેદ
મીઠાશ ભરી છે તેમાં છાલાં, કાચલી અને રાતડ નથી, તે તો બહારનો ભાગ છે. તેમ ભગવાન આત્મા આ
જડ શરીરરૂપી છાલામાં નથી, આઠકર્મ–નશીબ કહેવાય છે તેમાં પણ નથી, વળી, પુણ્ય–પાપરૂપી રાતડ તે પણ
આત્મા નથી, તે બધાથી રહિત ત્રિકાળ શુદ્ધજ્ઞાન–આનંદમય આત્મ વસ્તુ અંદરમાં પડી છે તેની દ્રષ્ટિ કરી તેમાં
લીનતા કરતાં સાચા આનંદનો સ્વાદ આવે છે. આત્માની વર્તમાનદશામાં પુણ્ય–પાપની વૃત્તિ નવી–નવી
ઊપજે છે. તે આખી વસ્તુ નથી; અને તે આત્મામાં પ્રવેશ પામે એવી નથી.
આત્મામાં સાત તત્ત્વના વિકલ્પ ઊઠે તે મૂળ પદાર્થમાં નથી, વર્તમાન પર્યાયમાં તે હોવા છતાં તેની
ઉપેક્ષા કરનારી અંતરસ્વભાવની દ્રષ્ટિથી મૂળસ્વભાવને જોવાથી એકરૂપ ધ્રુવસ્વભાવ જોઈ શકાય છે.
નવતત્ત્વના વિકલ્પની આડમાં–શુભરાગરૂપી વ્યવહારના પ્રેમમાં અંર્તતત્ત્વ દ્રષ્ટિમાં આવતું નથી. માટે તે
શુભરાગની વૃત્તિ પણ પ્રથમથી જ શ્રદ્ધામાંથી છોડવી પડશે. તેની ઉપેક્ષા કરવી પડશે. જેને હિત કરવું હોય,
સ્વતંત્રતા પ્રગટ કરવી હોય, અતીન્દ્રિય આનંદના વેદનમાં આવવું હોય તેણે પરાશ્રયની–પુણ્ય–પાપની રુચિ
છોડીને, સહજ સ્વભાવિક ત્રિકાળી જ્ઞાયક વસ્તુ છે તેનો એકનો જ આદર કરવો.
મુનિ પોતાની ઓળખાણ આપે છે કે:–હું કેવો છું.? કે સહજજ્ઞાનમય વસ્તુ છું, રાગમય નથી,
વૈરાગ્યરૂપી શિખરનો શિખામણિ છું. અને પાંચ ઈન્દ્રિયોના ફેલાવથી રહિત છું. પોતે વનવાસી ભાવલિંગી નગ્ન
દિગમ્બર મુનિ હતા, સર્વજ્ઞ વીતરાગે જેવો આત્મા કહ્યો છે તેવો જ અંતર અનુભવથી જાણીને તેમાં નિશ્ચલદ્રષ્ટિ
કરી તેમાં લીન થઈ વારંવાર તેનો અનુભવ કરતાં હતા. તે પોતે પોતાની વર્તમાનદશા બતાવી પોતાના
સ્વભાવની અને આનંદની વાત કરે છે. સ્મશાન વૈરાગ્યની વાત નથી. ‘હાડ બળે જેમ લાકડી, કેશ બળે જેમ
ઘાસ’ એવું દેખીને, તથા

PDF/HTML Page 19 of 21
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : ૨૧૨
હજારો રૂપિયા ગયા, ઘરમાં કલેશ વગેરે દેખી વૈરાગ્ય કરે તે વૈરાગ્ય નથી. અંતરમાં પુણ્ય–પાપ રહિત ત્રિકાળી
જ્ઞાનાનંદઘન સ્વભાવ પડ્યો છે તેની રુચિ, અપેક્ષા અને પરભાવની સહજ ઉપેક્ષા થાય તેને સહજ
સ્વાભાવિક વૈરાગ્ય કહેવાય છે. અમે આત્મા છીએ, જ્ઞાતા–દ્રષ્ટા સુખશક્તિનો ભંડાર છીએ, પુણ્ય–પાપની
વૃત્તિ ઊઠે તે વિરુદ્ધભાવ છે. જેને પુણ્ય–પાપ અને તેના સંયોગમાં ઠીક–અઠીક ભાસે છે તેને વૈરાગ્ય નથી.
વિષમતા છે.
આત્મજ્ઞાની દીપચંદજી સાધર્મી ‘અનુભવ પ્રકાશ’ માં લખે છે કે ‘અરે આત્મા! તેરી અશુદ્ધતા ભી
બડી’ જેમ મકોડો પગમાં ચોંટે, પછી ઉખેડતાં કેડ તૂટે પણ છૂટે નહિ. તેમ આ આત્મા અજ્ઞાનવડે પુણ્ય–
પાપની લાગણીને એવો ચોંટ્યો છે–કે કોઈનું માને નહિ. આ કાળે તો પુણ્ય સારાં માનવાં જોઈએ. વ્યવહાર
પ્રથમ જોઈએ એમ રાગના પ્રેમમાં અંધ થયેલો ત્રિકાળી અરાગીસ્વભાવમાં રુચિ કરી શકતો નથી. ભાઈ!
ધીરો થા અનાદિની પરાશ્રયની દ્રષ્ટિ છે તે બદલાવી અંદર દેખ, ચિદાનંદ સ્વભાવ વિકારથી જૂદો જ છે.
અનાદિની આ ઊંધી પકડમાં હિત નથી. અપૂર્વ દ્રષ્ટિનો મહિમા લાવ, ધ્રુવસ્વભાવની દ્રષ્ટિ થતાં નિત્યાનંદના
સ્વાદ સહિત સહજ–સ્વાભાવિક વૈરાગ્ય થાય છે. ટીકાકાર મુનિ કહે છે કે અમે આવા સહજ વૈરાગ્યમાં વર્તીએ
છીએ, અમારો આત્મા આવો છે. આખા સંસારથી વિમુખ–ઉપેક્ષાવાન છીએ. તમે પણ આવી ઉપેક્ષા અને
આત્માની અપેક્ષાવડે સ્વ–સન્મુખ થાઓ.
જેમ કોઈ શત્રુને મિત્ર માનીને તેને પડખે ચડ્યો, ભૂલની ખબર પડતાં ફરી જાય. તેમ અજ્ઞાની રાગ
દ્વેષ મોહને પડખે ચડીને પોતાના આત્માને ભૂલી ગયો હતો તેને કહે છે કે હવે રુચિનું પડખું ફેરવીને, અંદર
ત્રિકાળી શુદ્ધ આત્માને જો તો અપૂર્વ આનંદ આવશે.
વળી, મુનિ કેવા છે? કે દેહમાત્ર પરિગ્રહના ધારક છે. પાંચ ઈન્દ્રિયના ફેલાવથી રહિત અને અતિન્દ્રિય
જ્ઞાનઆનંદના ફેલાવ સહિત, ચિન્માત્ર છે. તું પણ અંતરની વસ્તુપણે એવો છો.
આત્મામાં સ્વભાવ દ્રષ્ટિ અને લીનતા થતાં ઈન્દ્રિયો તરફનો રાગરૂપ ફેલાવ અટકી જાય છે. આ વાત
અજાણ્યાને કઠણ પડે છે. બી. એ. ની જેમ ઊંચી ભૂમિકાની વાત નથી પણ ધર્મનું પ્રથમ પગથિયું જે
સમ્યગ્દર્શન છે તેની વાત છે, સમ્યગ્દર્શન થતાં પુણ્ય–પાપનો પ્રેમ ઉડી જાય છે. અતીન્દ્રિય આત્મા ઉપર દ્રષ્ટિ
પડે છે અને તેનો ફેલાવ થાય છે. અલ્પ રાગાદિ હોવા છતાં તેનો ફેલાવ નથી.
ખાતા–પીતા દેખાતા હોવા છતાં સ્વરૂપમાં સતત જોડાણ કરે છે તે જૈનયોગી છે. પુણ્ય–પાપની ઉપેક્ષા
અને સ્વભાવની સન્મુખતા અને સાવધાની જેણે કરી તેને ઈન્દ્રિયોનો ફેલાવ રોકાઈ જાય છે.
સ્વદ્રવ્યમાં જોડાય તે તીક્ષ્ણ બુદ્ધિવાન છે, પુણ્ય–પાપમાં પ્રેમવાળાને સ્થૂળ લક્ષ્યવાળા કહ્યા છે જે બુદ્ધિ
આત્માને હણે તેને તીક્ષ્ણ કહેતા નથી. પરથી ભેદજ્ઞાન કરી આત્મામાં ઠરે તેને તીક્ષ્ણ એટલે સૂક્ષ્મ બુદ્ધિવાન
કહીએ.
આત્મા ધ્રુવ ચૈતન્ય વસ્તુ છે, વાસ્તુ શેમાં થાય. મકાન હોય તેમાં થાય. તેમ અનંતજ્ઞાન–આનંદ આદિ
શક્તિરૂપ ગુણો જેમાં વસેલા છે એવો આત્મા ધ્રુવ વસ્તુ છે. અપરિમિતજ્ઞાન, અનંતદર્શન, અનહદસુખ,
અદ્ભુતવીર્ય અને અપાર સુખ–શાંતિથી ભરેલો એવો આ આત્મા છે. આવા સ્વદ્રવ્યને પકડવામાં કામ કરે તે
બુદ્ધિતીક્ષ્ણ છે. ધર્મીજીવને તીર્થયાત્રા, દેવશાસ્ત્રગુરુનો વિનય–ભક્તિ, દાનાદિના શુભભાવ આવે પણ તેને તે
ધર્મ કે ધર્મનું કારણ માનતો નથી–જે ભાવ જેમ છે તેમ તેને જાણવા તેમાં આત્માના જ્ઞાનની મર્યાદા છે. ઝીણા
મોતીને પકડવામાં સાણસો કામ ન આવે પણ સોનીની સમાણી કામ આવે, તેમ અતીન્દ્રિય આનંદમય
આત્માને પકડવામાં ઘણી ધીરજ સહિત તીક્ષ્ણ બુદ્ધિ જોઈએ.

PDF/HTML Page 20 of 21
single page version

background image
દ્વિ. જેઠ : ૨૪૮૭ : ૧૯ :
ભગવાન આત્મા પૂર્ણજ્ઞાનાનંદમય છે. શક્તિમાં સદાય પૂર્ણ પવિત્ર શુદ્ધભાવ છે તેને અહીં સ્વ–દ્રવ્ય
કહેવામાં આવે છે. તે આત્મા ખરેખર ઉપાદેય છે. તેનો જ સત્કાર–આદર–આશ્રય કરવા યોગ્ય છે. મંદકષાયનો
ભાવ આવે પણ તે આદર કરવા યોગ્ય નથી. ‘વ્યવહારથી નિશ્ચય થાય, પ્રથમ કષાયમંદ હોય તો આત્માનું
જ્ઞાન થાય.’ એવી માન્યતાવાળો રાગ કરવાના પડખે ઊભો છે, તેની રુચિ ત્યાં જાય છે. વીતરાગ માર્ગની
વિધિ છોડી અવિધિથી કામ કરવા જાય તો કદી ધર્મ ન થાય શીરાની અવિધિના દ્રષ્ટાંતે–કોઈ બાઈ એવી
નીકળે કે લોટને પ્રથમ ઘીમાં શેકીએ તો ઘી ઘણું જોઈએ માટે પ્રથમ પાણીમાં લોટ શેકી નાખે. પછી ઘી નાખે
તો શીરો ન થાય પણ લોપ્રીમાંથી એ જાય લોટ, ઘી બધું બગડશે. તેમ સુખી થવાના ઉપાયરૂપ ધર્મમાં પ્રથમ
વિધિ સમ્યકદર્શન છે. મિથ્યારુચિવાળો કહે કે પ્રથમ તત્ત્વજ્ઞાન સમજાય નહિ. પ્રથમ તો વ્રત, તપ, દાન–પૂજાદિ
કરો તો તેનાથી લાભ થાય તો એમ માનનારને પુણ્યનાં ફળમાં શરીરરૂપ ગૂમડાં મળશે. મંદકષાયથી પુણ્ય
થાય પણ ધર્મ ત્રણકાળમાં ન થાય. પુણ્ય છોડી પાપમાં જવાની વાત નથી, અહીં તો પુણ્યની મર્યાદા સમજાવે
છે. ધર્મીને પણ પૂર્ણ વીતરાગ ન થાય ત્યાં સુધી શુભરાગ–દયા, દાન, પૂજા ભક્તિના ભાવ આવે છે પણ
અંતરની દ્રષ્ટિમાં તેનો તે આદર કરતો નથી, અંતરમાં ઠરવા માટે તે મદદગાર છે એમ તે માનતો નથી.
જેમ તેલ પાણી ઉપર તરે પણ પાણીમાં પેસી શકે નહિ તેમ પુણ્ય–પાપ અમુક ભૂમિકામાં જ્ઞાનીને હોય
ત્રણે કાળે જુદાં જ છે સ્વતંત્ર બે તત્ત્વો છે. જો આનાથી આનું કાર્ય થાય તો બે જુદા ક્યાં રહ્યાં? આત્મા તો
સદાય અરૂપી જ્ઞાતા છે, દેહ, મન; વાણીથી જુદો જ છે; એમ ભેદ પાડીને અંતરમાં જા તો તેનું સાચું જ્ઞાન થાય.
વળી આત્મતત્ત્વ કેવું છે? એ ઔદયિક આદિ ચારભાવોથી અગોચર છે. ભાવાન્તર છે; એ ચાર
ભાવની અપેક્ષા વિનાનો પરમપારિણામિક પરમ સ્વભાવ ભગવાન આત્મા છે; એ ચાર ભાવો તેનાથી
અનેરાં છે. પુણ્ય–પાપની વૃત્તિ ઊઠે તે ઔદયિકભાવ છે. ત્રિકાળી સ્વભાવમાં તે નથી; પણ તે નવી નવી
મલિન પર્યાય છે. જેમ પાણીમાં ફટકડી નાખતાં મેલ નીચે બેસી જાય તેમ આત્મામાં અંતરજ્ઞાન સ્વભાવને
પકડનારી તીક્ષ્ણ દ્રષ્ટિ દ્વારા કર્મનો મેલ નીચે બેસી જાય એવી અંશે નિર્મળદશા થાય તેને ઔપશમિકભાવ કહે
છે. ઔપશમિકભાવ તે શ્રદ્ધા–સમ્યકદર્શન અને ચારિત્રની એક સમયની પર્યાય છે, તે ત્રિકાળી સ્વભાવમાં
નથી. તે અંશમાં આખો ત્રિકાળી સ્વભાવ આવી જતો નથી. જેમ સોનાની લગડીની વર્તમાન કુંડળ આદિ
અવસ્થા થઈ તે અવસ્થા કાંઈ આખું સોનું નથી. આત્મામાં અંતરદ્રષ્ટિ થતાં જ ઔપશમિકાદિ અનેક ભાવ
થાય તે અંશ છે તે આખો આત્મા નથી.
ક્ષાયોપશમિકભાવ અંશે વિકાસરૂપ અને અંશે વિકાર, રૂપ એવી દશા છે, જ્ઞાન, દર્શન, સમ્યક્ત્વ
ચારિત્ર વીર્યનો ક્ષાયોપશમિકભાવ હોય છે. ક્ષાયિકભાવ તે જ્ઞાનાદિ ગુણોની પૂર્ણ નિર્મળ પર્યાય છે, તેમાં
પ્રતિપક્ષી કર્મના અભાવની અપેક્ષા આવે છે એ ચાર ભાવ એક સમયની સ્થિતિના હોવાથી સમયે સમયે
પલટાય છે. આત્મા એ ચાર ભાવોથી અગમ્ય છે. એટલે કે એ ચાર ભાવના આશ્રયે ધ્રુવસ્વભાવ ન જણાય,
ભેદના લક્ષે અભેદ જાણી શકાય નહિ.
જો કે ક્ષાયોપશમિક–ક્ષાયિકરૂપ ભાવ છે તો નિર્મળ દશા અને તે વડે આત્મા જણાય છે પણ અહીં
ભેદને ગૌણ કરી કાયમી અભેદત્ત્વરૂપ બતાવવા માટે તેનાથી આત્મા ન જણાય. એમ કહ્યું છે પર્યાયભેદનું લક્ષ
છોડી અંદર ધ્રુવસ્વભાવનું લક્ષ કરે તો સમ્યકદર્શન થાય એમ અહીં કહેવા માગે છે.
*