Atmadharma magazine - Ank 213
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 25
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૮
સળંગ અંક ૨૧૩
Version History
Version
Number Date Changes
001 Apr 2004 First electronic version.

PDF/HTML Page 2 of 25
single page version

background image
વર્ષ અઢારમું : અંંક વિશેષાંક સંપાદક : ભાનુભાઈ મુળજીભાઈ લાખાણી પ્રથમ જેઠ : ૨૪૮૭
નિરન્તર સ્મરણમાં રાખજે
દર્શન–જ્ઞાન–ચારિત્રની વૃદ્ધિ હેતુ હે મુનિ!
દીક્ષા પ્રસંગની તીવ્ર વિરક્ત દશાને, કોઈ
રોગોત્પત્તિ પ્રસંગની ઉગ્ર વૈરાગ્યદશાને, કોઈ દુઃખ
પ્રસંગ પર પ્રગટ થયેલી ઉદાસીનતાની ભાવનાને,
કોઈ સત્ ઉપદેશના ધન્ય અવસરે જાગેલી પવિત્ર
અંર્ત–ભાવનાને સ્મરણમાં રાખજે. નિરન્તર
સ્મરણમાં રાખજે, ભૂલીશ નહિ.
(શ્રી કુન્દકુન્દાચાર્ય ભાવપાહુડ)
[વશષ અક: અ. ૨૧૩]

PDF/HTML Page 3 of 25
single page version

background image
: : આત્મધર્મ :૨૧૩:
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા
શ્રી નેમીચંદ મહેતા (નરસીંગપુરા (ઉદેપુર) તથા તેમના ધર્મપત્નિ મોહનબાઈએ સજોડે પૂ. ગુરુદેવ
સમક્ષ આજીવન બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા અંગીકાર કરી, તે બદલ ધન્યવાદ (પ્ર. જેઠ સુદી ૧)
શ્રી ચીમનલાલ તારાચંદ (સોનગઢ) તથા તેમના ધર્મપત્નિ શ્રી ચંદનબહેને સજોડે પૂ. ગુરુદેવ સમક્ષ
આજીવન બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા અંગીકાર કરી તે બદલ ધન્યવાદ, (વીર સં. ૨૪૮૭, વિ. સ. ૨૦૧૮ વૈશાખ વદી
૮) ને તે જ દિવસે તેમના પોતાના નવા મકાનમાં પૂ. ગુરુદેવને પ્રવચન કરવાની વિનંતી હોવાથી સવારનું
વ્યાખ્યાન તેમને ત્યાં હતું.)
શ્રી દશરથલાલ જૈન હેડમાસ્તર (શીવની–મ. પ્ર.) તથા તેમના ધર્મપત્નિ શ્રી કસ્તુરબહેને સજોડે પૂ.
સમાચાર
પ. પૂજ્ય ગુરુદેવ સુખ શાતામાં બિરાજે છે. સવારે પ્રવચનસાર તથા બપોરે અષ્ટપાહુડ શાસ્ત્ર વંચાય
છે. વૈશાખ વદ ૬ શ્રી સમવસરણની વર્ષગાંઠનો ઉત્સવ ઉલ્લાસ પૂર્વક ઊજવવામાં આવ્યો હતો.
સમવસરણના મંદિરના શિખર ઉપર ધ્વજારોહણ વિધિ થયેલ તથા તે વખતે સમૂહ પૂજા થઈ હતી. પ્રવચન
પછી ભગવાનની વિશાળ રથ યાત્રા નીકળી હતી. વનમાં અભિષેક પૂજન ભક્તિ વગેરેનો ખાસ કાર્યક્રમ
હતો.
વૈશાખ વદ ૮ શ્રી સમયસારજી શાસ્ત્રની સ્થાપનાનો વાર્ષિક ઉત્સવ હતો. શાસ્ત્રજીને પાલ ખીમાં
બિરાજમાન કરી વરઘોડા રૂપે ભજન ભક્તિની ધૂન સહિત ગામમાં ફેરવીને સ્વાધ્યાય મંદિર જય જયકાર
નાદ સહિત આવીને બધા મુમુક્ષુઓ દ્વારા શાસ્ત્રની પૂજા–ભક્તિ કરવામાં આવેલ.
જૈન દર્શન શિક્ષણ વર્ગમાં લગભગ ૧૭પ વિદ્યાર્થી આવેલ છે. ચાર વિભાગ કરીને તેમને અભ્યાસ
નવું પ્રકાશન
શ્રીમદ રાજચંદ્રજી કૃત “અપૂર્વ અવસર” નામે કાવ્ય ઉપર પૂ. કાનજીસ્વામીનાં પ્રવચનો નામે
પુસ્તકની ત્રીજી આવૃત્તિ છપાઈને આવી છે કિંમત પ૦ નયા પૈસા. પોસ્ટેજ અલગ.
જૈન બાળપોથી પાંચમી આવૃત્તિ છપાઈ ગઈ છે
મોક્ષમાર્ગ પ્રકાશક ચોથી આવૃત્તિ છપાઈ ગઈ છે.
– સૂચના –
ચેક અથવા ડ્રાફટ નીચેના નામથી જ મોકલો.
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ

PDF/HTML Page 4 of 25
single page version

background image
પ્રથમ જેઠ : ૨૪૮૭ : :
વર્ષ અઢારમું : અંંક ૮ મો સંપાદક : રામજી માણેકચંદ દોશી પ્રથમ જેઠ : ૨૪૮૭
સત્ય – પ્રસશનય જીવન

આત્માનું ખરૂં જીવન શું છે તે શ્રી અમૃતચંદ્રાચાર્ય દેવ
જીવત્વશક્તિના વર્ણનમાં દેખાડે છે. બહારમાં સુખ સગવડમાની તેની
સગવડતા (અનુકૂળતા) એ રાજી થવું તેમાં જીવવું અને અગવડતાએ ખેદ
ખિન્ન થઈને નારાજીપણે જીવવું તે જીવનું ખરું જીવન નથી. અંદર શાશ્વત
અનંત ચૈતન્યશક્તિની સંપદાથી ભરપૂર એવા એકરૂપ સમસ્વભાવી
ચૈતન્યભાવમાં (જ્ઞાયકભાવમાં) તન્મય રહીને
સ્વાશ્રય જ્ઞાન–આનંદમય
જીવન જીવવું તે જ ખરું જીવન છે. ભગવાન શ્રી નેમિનાથપ્રભુની
સ્તુતિમાં કહ્યું છે કે–હે ભગવાન!
‘તારું જીવન ખરું તારું જીવન...
જીવી જાણ્યું નેમનાથે જીવન...”
દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણેયમાં એકરૂપ ચૈતન્યમય ભાવપ્રાણને
ધારણ કરીને ટકે તે જીવન ખરું જીવન છે. તારા સત્ય જીવનનું કારણ
કોણ? તારા જીવનના પ્રાણને ઓળખ. ચૈતન્યભાવ પ્રાણ જ તારા
જીવનનું કારણ છે. આવી ચૈતન્યભાવ પ્રાણને ધારણ કરનારી જીવત્વ
શક્તિની ઓળખાણ સાથે એવી અનંત શક્તિ એક સાથે આત્મામાં ઉછળે
છે એવા જ્ઞાનમાત્ર આત્માની ઓળખાણ તે મોક્ષતત્ત્વની દાતાર છે.
(સમયસાર પરિશિષ્ટ પ્રથમ શક્તિના પ્રવચનમાંથી)

PDF/HTML Page 5 of 25
single page version

background image
: : આત્મધર્મ : એ.૨૧૩
મો ક્ષ મા ર્ગ એક જ છે –
બે કે ત્રણ નથી
(આત્મધર્મ અંક ૨૦૮ થી ચાલુ)

શ્રી સમયસાર ગાથા–૪૧૨ ના કલશ ૨૪૦ કહ્યું છે કે :–
एको मोक्षपथो य एप नियतो द्रग्ज्ञप्तिवृत्यात्मक–
स्तत्रैवस्थितिमेतियस्तमनिशं ध्यायेच्य तं चेतति ।
तस्मिन्नैव निरंतरं विहरति द्रव्यान्तराण्यस्पृशन्,
सोऽवश्यं समयस्यसारमचिरान्नित्योदयंविंदति ।। २४०।।
અર્થ : દર્શનજ્ઞાનચારિત્રસ્વરૂપ જે આ ‘એક’ નિયત મોક્ષમાર્ગ છે, તેમાં જ જે પુરુષ સ્થિતિ પામે છે
અર્થાત્ સ્થિત રહે છે, તેને જ નિરંતર ધ્યાવે છે, તેને જ ચેતે–અનુભવે છે અને અન્ય દ્રવ્યોને નહિ સ્પર્શતો થકો
તેમાં જ નિરંતર વિહાર કરે છે, તે પુરુષ જેનો ઉદય નિત્ય રહે છે એવા સમયના સારને (અર્થાત્ પરમાત્માના
રૂપને) થોડા કાળમાં જ અવશ્ય પામે છે.–અનુભવે છે.
ભાવાર્થ :– નિશ્ચયમોક્ષમાર્ગના સેવનથી થોડા જ કાળમાં મોક્ષની પ્રાપ્તિ થાય એ નિયમ છે. ૨૪૦
૩૪ આ કલશનો અર્થ શ્રી સમયસાર કળશ ટીકા પા. ૨૭પ માં આપવામાં આવ્યો છે, તે ઉપયોગી
હોવાથી અહીં લેવામાં આવે છે. તે નીચે પ્રમાણે છે.
(૧) સ=એવો છે જે સમ્યગ્દ્રષ્ટિ જીવ (૨) નિત્યોદય=નિત્ય ઉદયરૂપ (૩) સમયસ્ય સાર=સકળ
કર્મનો વિનાશ કરી પ્રગટ થયો છે જે શુદ્ધ ચૈતન્યમાત્ર તેને (૪) અચિરાત્–અતિજ થોડા કાળમાં (પ)
અવશ્યં વિંદતિ–સર્વથા આસ્વાદ કરે છે.
(પ) ભાવાર્થ=એવો છે કે, નિર્વાણપદને પ્રાપ્ત થાય છે.
(૬) કેવો છે તે (સમ્યગ્દ્રષ્ટિ જીવ) ય:=જે સમ્યગ્દ્રષ્ટિ જીવ
(૭) તત્ર=શુદ્ધ ચૈતન્યમાત્ર વસ્તુ વિષે
(૮) એવ=એકાગ્ર થઈ કરી
(૯) સ્થિતિમ્ એતિ=સ્થિરતા કરે છે,
(૧૦) ચ=તથા તં=શુદ્ધ સ્વરૂપને–(અનિશંધ્યાયેત્=) નિરંતરપણે અનુભવે છે. (
च तं येतति–]
વારંવાર તે શુદ્ધસ્વરૂપનું સ્મરણ કરે છે.
૧. શુદ્ધ અવસ્થાનું પ્રગટ થવું તેને પણ ‘ઉદય’ કહેવામાં આવે છે–માત્ર કર્મની અવસ્થાને જ ‘ઉદય’ કહે છે એમ નથી.
ર. અવશ્ય=રાગાદિ–કર્મોના ઉદય–પરદ્રવ્યાદિને વશ ન થવું–પોતાના આત્માને વશ થઈ રહેવું. જુઓ શ્રી નિયમસાર ગા.
૧૪૬ આવશ્યક અધિકાર.
૩. ત્રણે કાળે એક જ સ્વરૂપ તે નિયમ છે. આ ઉપરથી વ્યવહારમોક્ષમાર્ગ પરાલંબી છે, તેથી તેના વડે મોક્ષ ન થાય –બંધ
થાય એવો નિયમ બતાવ્યો.
૪. કેટલાક માને છે કે–જૈનસિદ્ધાંતમાં ‘જ’ અને ‘સર્વથા’ કાંઈ હોતું નથી–તે માન્યતા યથાર્થ નથી એમ અહીં બતાવ્યું છે.
શ્રી સમયસાર કલશ ટીકામાં તો સ્થાનેસ્થાને ‘જ’ અને ‘સર્વથા’ શબ્દો વાપરવામાં આવ્યાં છે.

PDF/HTML Page 6 of 25
single page version

background image
પ્ર. જેઠ : ૨૪૮૭ : :
(ચ તસ્મિત્ એવ નિરંતર વિહરતી=) શુદ્ધચિદ્રૂપમાં એકાગ્ર થઈ અખંડધારાપ્રવાહરૂપ પ્રવર્તે છે.
(દ્રવ્યાંતરાણિ અસ્પૃશન્) જેટલા કોઈ કર્મના ઉદયથી નાના પ્રકારની અશુદ્ધ પરિણતિ છે તે સર્વથા છોડતો
થકો. (યઃદૃજ્ઞપ્તિ વૃત્યાત્મક:–) દર્શન–જ્ઞાન–ચારિત્ર સર્વસ્વ જેને એ પ્રમાણે છે. (મોક્ષપથ:–) તેને શુદ્ધસ્વરૂપે
પરિણમતાં સકલ કર્મ ક્ષય થાય છે; (એક=) સમસ્ત વિકલ્પથી રહિત છે (નિયતં=) દ્રવ્યાર્થિક દ્રષ્ટિએ જોતાં
જેવો છે તેવો છે, તેમાં હીન રૂપ નથી. અધિક નથી.
૩પ. અહીં ‘અન્ય દ્રવ્યોને નહીં સ્પર્શતો’ એ પદનો અર્થ તમામ પ્રકારની અશુદ્ધ પરિણતિને છોડતો
એમ કર્યો છે તે બતાવે છે કે–પરપદાર્થોને તેમજ તમામ પ્રકારની અશુદ્ધ પરિણતિને ‘દ્રવ્યાંતર’ કહ્યાં છે. તેથી
સિદ્ધ થયું કે–વ્યવહાર મોક્ષમાર્ગ અશુદ્ધ પરિણતિરૂપ દ્રવ્યાંતર છે, તેનાથી મોક્ષ થતો નથી; માટે તે છોડવા
યોગ્ય છે; તે કરતાં કરતાં મોક્ષમાર્ગ કે મોક્ષ થાય એ શ્રદ્ધા અસત્ય હોવાથી છોડવા જેવી છે.
૩૬. શ્રી યોગસારની ગાથા ૨૯નો સાર એવો છે કે–મૂઢ લોક વ્યવહારવ્રત, સંયમ તથા ૨૮
મૂળગુણોને મોક્ષમાર્ગ કહે છે પરંતુ એ સર્વ જરાપણ મોક્ષમાર્ગ નથી. શુદ્ધ–પવિત્ર અને ઉત્ક્ૃષ્ટ આત્માનો
અનુભવ જ મોક્ષમાર્ગ છે.
૩૭. આ વિષય શ્રી સમયસાર ગા. ૪૧૨ ની ટીકામાં નીચેના શબ્દોમાં સમજાવ્યો છે:–
“×× તથા સમસ્ત કર્મચેતના અને કર્મફળ ચેતનાના ત્યાગવડે શુદ્ધજ્ઞાનચેતનામય થઈને દર્શન–જ્ઞાન–
ચારિત્રનેજ ચેત–અનુભવ; તથા દ્રવ્યના સ્વભાવના વિશે (પોતાને) જે ક્ષણે ક્ષણે પરિણામો ઉપજે છે તે–
પણાવડે (અર્થાત્ પરિણામીપણા વડે) તન્મય પરિણામવાળો (દર્શન–જ્ઞાન–ચારિત્રમય પરિણામવાળો)
થઈને દર્શન–જ્ઞાન–ચારિત્રમાં જ વિહર, તથા જ્ઞાનરૂપ એકને જ અચલપણે અવલંબતો થકી, જેઓ જ્ઞેયરૂપ
હોવાથી ઉપાધિસ્વરૂપ છે એવાં સર્વ તરફથી ફેલાતાં સમસ્ત પરદ્રવ્યોમાં જરાપણ ન વિહર.”
૩૮. આ ટીકામાં ‘ધ્યા’ , ‘ચેત–અનુભવ’–દર્શન–જ્ઞાન–ચારિત્રમાં જ વિહર,’ ‘સર્વતરફથી ફેલાતાં
સમસ્ત પરદ્રવ્યોમાં જરાપણ ન વિહર’–એમ ચારે બોલો આજ્ઞાવાચક (Imperative) છે. એનો અર્થ
એવો થયો કે ધર્મી જીવોએ આ એક જ મોક્ષમાર્ગ માનવો એમ ભગવાન શ્રી કુન્દકુન્દાચાર્ય અને શ્રી
અમૃતચંદ્ર આચાર્યની આજ્ઞા છે.
૩૯. આ ટીકા ઉપરથી વ્યવહારમોક્ષમાર્ગ કેવો છે તે સમજાય છે. તે નીચે પ્રમાણે છે.
(૧) વ્યવહારમોક્ષમાર્ગ કર્મચેતના છે અને તે ત્યાગવા યોગ્ય છે. તેનાવડે આત્માનો અનુભવ થઈ
(૨) વ્યવહારમોક્ષમાર્ગ સ્વદ્રવ્યના સ્વભાવના વશે નથી થતો પણ પરદ્રવ્યના સ્વભાવના વશે થાય
(૩) વ્યવહારમોક્ષમાર્ગ–(નિજ) તન્મય–પરિણામવાળો નથી પણ તન્મયપરિણામથી વિરુદ્ધ છે.
(૪) વ્યવહારમોક્ષમાર્ગ જ્ઞાનરૂપને એકને જ અવલંબતો નથી પણ પરદ્રવ્યને અવલંબે થાય છે.
(પ) વ્યવહારમોક્ષમાર્ગ ઉપાધિસ્વરૂપ છે, નિશ્ચય મોક્ષમાર્ગ સમાધિ સ્વરૂપ છે. તેથી બન્ને પરસ્પર
૪૦. શ્રી સમયસાર ગાથા ૪૧૦ માં મુનિનાં અને ગૃહસ્થનાં લિંગો એ મોક્ષમાર્ગ નથી (એમ
જણાવી) દર્શન–જ્ઞાન–ચારિત્રને જિનદેવો મોક્ષમાર્ગ કહે છે, એમ કહ્યું છે. આ ઉપરથી નક્કી થાય છે કે શ્રી
સમયસારમાં પણ ઠેક–ઠેકાણે એક જ મોક્ષમાર્ગ છે અને બે કે ત્રણ મોક્ષમાર્ગ નથી, એવી શ્રદ્ધા કરાવી છે.

PDF/HTML Page 7 of 25
single page version

background image
: : આત્મધર્મ : એ.૨૧૩
વ્યવહારથી વિમોહિત જીવોનું સ્વરૂપ
૪૧. આ વિષય–‘મોક્ષમાર્ગ એક જ છે’ એમ નક્કી કરવા માટે ઉપ્યોગી હોઈ અહીં લેવામાં આવ્યો છે.
શ્રી સમયસાર ગા. ૮ ની ટીકામાં આ સંબંધમાં નીચે પ્રમાણે કહ્યું છે :–
“વ્યવહારનય પણ મ્લેચ્છ ભાષાના સ્થાને હોવાને લીધે પરમાર્થનો પ્રતિપાદક હોવાથી. વ્યવહાર
સ્થાપન કરવા યોગ્ય છે; તેમ જ બ્રાહ્મણે મ્લેચ્છ ન થવું–એ વચનથી તે (વ્યવહારનય) અનુસરવા યોગ્ય નથી.
જેઓ વ્યવહારને અનુસરવા યોગ્ય માને છે તેમની શ્રદ્ધા ખોટી હોવાથી તેઓ ‘વ્યવહારથી વિમોહિત’
છે–એમ અહીં સમજાવ્યું છે.
૪ર. ત્યાર પછી શ્રી સમયસાર ગા. ૧૧ ના મથાળામાં પ્રશ્ન કરવામાં આવ્યો કે–વ્યવહારનય શા માટે
અનુસરવા યોગ્ય નથી? તેના ઉત્તરરૂપે ગા. ૧૧માં કહ્યું કે –
“વ્યવહારનય અભૂતાર્થદર્શિત, શુદ્ધનય ભૂતાર્થ છે; ભૂતાર્થને આશ્રિતજીવ સુદ્રષ્ટિ નિશ્ચય હોય છે.” ૧૧.
૪૩. આ ગાથાનો અર્થ સ્પષ્ટ કરતાં શ્રી અમૃતચંદ્ર આચાર્ય કહે છે કે –
“વ્યવહારનય બધોય અભૂતાર્થ હોવાથી અભૂત અર્થને પ્રગટ કરે છે; શુદ્ધનય એક જ ભૂતાર્થ હોવાથી
ભૂત અર્થને પ્રગટ કરે છે. ×××
આત્મા અને કર્મનો વિવેક નહિ કરનારા, વ્યવહારથી વિમોહિત હૃદયવાળાઓ તો, તેને (આત્માને)
જેમાં ભાવોનું વિશ્વરૂપપણું (અનેકરૂપપણું) છે એવો અનુભવે છે. ×××
(અહીં) વ્યવહારથી વિમોહિત જીવોને શુદ્ધાત્માનો અનુભવ કદી થતો નથી, અર્થાત્ તેમની શ્રદ્ધા
મિથ્યા છે. એમ સમજવું. આ જીવો એક કે બીજી રીતે વ્યવહાર જે બધોય અભૂતાર્થ છે તેના આશ્રયે આંશિક
લાભ થાય એમ માને છે. તેથી તેમને વિમોહિત કહ્યા છે.
૪૪. તેજ ગાથાના ભાવાર્થમાં પંડિત જયચંદ્રજી કહે છે કે :–
‘×× પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિ કાળથી જ છે. અને એનો ઉપદેશ પણ બહુધા
સર્વે પ્રાણીઓ પરસ્પર કરે છે. વળી જિનવાણીમાં વ્યવહારનો ઉપદેશ શુદ્ધનયનો હસ્તાવલંબજાણી બહુ કર્યો
છે; પણ એનું ફળ સંસાર જ છે. ××”
એ રીતે અહીં ત્રણ પ્રકારો કહ્યા–
૧.
જીવોને વ્યવહારનો પક્ષ અનાદિથી જ છે,
૨. એનો ઉપદેશ પણ પ્રાણીઓ પરસ્પર બહુ કરે છે.
૩. જિનવાણીમાં વ્યવહારનો ઉપદેશ બહુ કર્યો છે.
પણ આ ત્રણેનું ફળ એક જ છે એટલે કે સંસાર જ છે, બીજું કાંઈ નથી. વ્યવહારનો વિષય
વ્યવહારનયે હેય બુદ્ધિએ જાણવા યોગ્ય છે, પરંતુ અંશે પણ આશ્રય કરવા યોગ્ય નથી, એમ અહીં સ્પષ્ટ
કરવામાં આવ્યું છે.
૪પ. જ્ઞાની પુરુષોને તેમની ભૂમિકા અનુસાર નીચેનાં ગુણસ્થાનોમાં (સવિકલ્પ દશામાં)–પોતાની
નબળાઈના કારણે વ્યવહાર આવ્યા વિના રહેતો નથી, પણ તેઓ તેનાથી વિમોહિત નહિ હોવાથી વ્યવહાર
જાણેલો તે કાળે પ્રયોજનવાન છે એમ
૧. નયો બે છે–તેમાં એક વ્યવહારનય છે–તેથી તે છે એમ સ્થાપન કરવું તે યોગ્ય છે. તેથી બંને નયોનું જ્ઞાન જરૂરનું છે
પણ વ્યવહારના આશ્રયે ધર્મ થતો નથી તેથી તે આશ્રય કરવા યોગ્ય નથી એવું તેના હેયપણાનું જ્ઞાન પણ એકી
સાથે હોવું જોઈએ
૨. હસ્તાવલંબ=નિમિત્ત; પ્રતિપાદક.

PDF/HTML Page 8 of 25
single page version

background image
પ્ર. જેઠ : ૨૪૮૭ : :
૪૬. શ્રી જયસેનાચાર્ય ‘વ્યવહારનય શા માટે અભૂતાર્થ છે’ તેનો ખુલાસો સમયસાર ગા. ૪૬ ની
ટીકામાં નીચેના શબ્દોમાં કરે છે:–
यद्यप्पयं व्यवहारनयो बहिर्द्रव्यालं बत्वेन अभूतार्थ स्तयापि रागादि बहिर्द्रव्यालं बनरहित
विशुद्धज्ञानदर्शन–स्वभावस्यालंवन सहितस्य परमार्थस्य प्रतिपादकत्वात् दर्शवितुमुचितो भवति–
અર્થ: જો કે આ વ્યવહારનયને બહિરદ્રવ્યનું આલંબન હોવાથી અભૂતાર્થ છે, તો પણ રાગાદિ,
એ રીતે અહીં સ્પષ્ટ ફરમાવ્યું છે કે વ્યવહારનયને પરદ્રવ્યનું આલંબન હોવાથી અભૂતાર્થ છે. એ તો
નિર્વિવાદ સિદ્ધાંત છે કે સ્વદ્રવ્યાલંબને જ ધર્મ થાય, પરદ્રવ્યના આલંબને કદી ધર્મ ન થાય, પણ પુણ્ય–પાપરૂપ
ભાવો થાય.
૧પ
૪૭. શ્રી સમયસારની ગાથા પ૬ ની ટીકામાં આ સંબંધે નીચે મુજબ જણાવ્યું છે :–
“અહીં, વ્યવહારનય પર્યાયાઆશ્રિત હોવાથી, સફેદ રૂનું બનેલું વસ્ત્ર જે કસુંબા વડે રંગાયેલું છે એવા
વસ્ત્રના ઔપાધિક ભાવ (–લાલ રંગ) ની જેમ પુદ્ગલના સંયોગવશે અનાદિકાળથી જેનો બંધપર્યાય પ્રસિદ્ધ છે
એવા જીવના ઔપાધિક ભાવોને અવલંબીને પ્રવર્તતો થકો, (તે વ્યવહારનય) બીજાના ભાવને બીજાનો કહે છે;
અને નિશ્ચયનય દ્રવ્યના આશ્રયે હોવાથી, કેવળ એક જીવના સ્વાભાવિક ભાવને અવલંબીને પ્રવર્તતો
થકો, બીજાના ભાવને જરાપણ બીજાનો નથી કહેતો, નિષેધે છે. ××”
૪૮. અહીં નીચે પ્રમાણે બતાવ્યું :–
(૧) વ્યવહારનય જીવના ઔપાધિક ભાવોને અવલંબીને પ્રવર્તે છે.
(૨) એ રીતે પ્રવર્તતાં, બીજાના ભાવને બીજાનો કહે છે; (મોક્ષમાર્ગ પ્રકાશક પા. ૨પપમાં પણ
તેમજ કહ્યું છે.)
(૩) સત્યાર્થ કહેતો નથી તેથી નિશ્ચયનય તેને નિષેધે છે.
(૪) વ્યવહારનય નિષેધ્ય છે, નિશ્ચયનય તેનો નિષેધક છે.
(પ) વ્યવહારનય તો ઔપાધિક ભાવોને અવલંબીને પ્રવર્તતો હોવાથી, તે પ્રકારે તેનું જ્ઞાન કરવું
કર્તાકર્મ સંબંધમાં વ્યવહાર વિમોહિત જીવની ઊંધી માન્યતા
આ સંબંધમાં શ્રી સમયસારના કર્તા–કર્મ અધિકારનાં કળશ ૬૨માં નીચે પ્રમાણે કહ્યું છે:–
आत्मा ज्ञानं स्वयंज्ञानं ज्ञानादन्यत्करोतिकिम् ।
परभावस्य कर्तात्मा मोहोऽयं व्यवहारिणाम् ।। ६२।।
અર્થ : આત્મા જ્ઞાનસ્વરૂપ છે, પોતે જ્ઞાન જ છે; તે જ્ઞાન સિવાય બીજું શું કરે? આત્મા પરભાવનો
કર્તા છે એમ માનવું (તથા કહેવું) તે વ્યવહારી જીવોનો મોહ (અજ્ઞાન) છે. ૬૨.

PDF/HTML Page 9 of 25
single page version

background image
: : આત્મધર્મ : એ.૨૧૩
શ્રી સમયસાર કલશ–ટીકા (પા. ૭૯) માં આ કલશનો અર્થ કરતાં જણાવે છે કે :–
આત્મા અર્થાત્ ચેતનદ્રવ્ય પરભાવસ્ય કહેતાં જ્ઞાનાવરણાદિ કર્મોને કરે છે એવું જાણપણું તે
વ્યવહારીનો મોહ છે.
(અજ્ઞાનીઓ તો વ્યવહારનયના કથનને જ નિશ્ચય માને છે. એ વ્યવહારીઓની મૂઢતા–અજ્ઞાનતા છે.)
આ વિષયને વધારે સ્પષ્ટ કરતાં શ્રી સમયસાર ગા. ૯૮ ની ટીકામાં શ્રી અમૃતચંદ્ર આચાર્ય કહે છે કે:–
“જેથી પોતાના (ઈચ્છારૂપ) વિકલ્પ અને (હસ્તાદિની ક્રિયારૂપ) વ્યાપાર વડે આ આત્મ ઘટઆદિ
પર દ્રવ્યસ્વરૂપ બાહ્ય કર્મને કરતો (વ્યવહારીઓને) પ્રતિભાસે છે તેથી તેવી રીતે (આત્મા) ક્રોધાદિ
પરદ્રવ્યસ્વરૂપ સમસ્ત અંતરંગ કર્મને પણ–બન્ને કર્મો પરદ્રવ્યસ્વરૂપ હોઈને તેમનામાં તફાવત નહિ હોવાથી–
કરે છે, એવો વ્યવહારી જીવોનો વ્યામોહ (ભ્રાંતિ, અજ્ઞાન) છે.”
(આ રીતે વ્યવહારથી વિમોહિત જીવો, જીવ અને અજીવનું ભેદજ્ઞાન કરી શકતા નથી તો જીવ અને
આસ્રવ વચ્ચેનું ભેદજ્ઞાન તો ક્યાંથી કરી શકે? ન જ કરી શકે, નવતત્ત્વોમાંથી પહેલાં બે તત્ત્વો સંબંધી તેમને
મૂઢતા વર્તે છે.)
પર. આ ગાથાની ટીકામાં શ્રી જયસેનાચાર્ય નીચે પ્રમાણે ફરમાવે છે:–
“પરભાવને આત્મા કરે છે એમ જે વ્યવહારીજનો કહે છે તે વ્યામોહ છે એમ ઉપદેશે છે.
“જેવી રીતે અન્યોન્ય (પરસ્પર) વ્યવહારે ઘટ–પટ–રથાદિ બર્હિદ્રવ્ય ઈચ્છાપૂર્વક આત્મા કરે છે તેવી રીતે
અભ્યંતરમાં કરણો ઈન્દ્રિયો તથા નોકર્મને તથા આ જગતમાં વિવિધ ક્રોધાદિ દ્રવ્યકર્મ ઈચ્છાપૂર્વક તેમનામાં તફાવત
નહિ હોઈને કરે છે–એમ તેઓ માને છે, તેથી (તેઓનું એમ માનવું) તે વ્યવહારીનો વ્યામોહ–મૂઢતા છે.”
(આત્મા વ્યવહારે કે નિશ્ચયે પરદ્રવ્યનું કાંઈ પણ કરે એમ જગતમાં કદી બનતું જ નથી. આત્મા
પરદ્રવ્યનું વ્યવહારે કરે એ તો, આત્માના રાગના નિમિત્તપણાનું જ્ઞાન કરાવવા માટેનું કથન છે–તે ઉપરથી
વ્યવહારે તો આત્મા પરદ્રવ્યનું કરી શકે છે એમ માનવું તે વ્યવહારીઓનો વ્યામોહ છે એમ અહીં સમજાવ્યું છે.)
૧૭
પુણ્યભાવ સંબંધમાં વ્યવહારીની વિમોહિતતા
પ૩. શ્રી સમયસાર પુણ્ય–પાપ એકત્વ અધિકાર કલશ ૧૦૭ ની ટીકામાં–શ્રી કલશ ટીકા પા. ૧૦૮ માં
“ભાવાર્થ–જેટલી શુભ–અશુભ ક્રિયા–આચરણ અથવા બાહ્યરૂપ વક્તવ્ય અથવા સૂક્ષ્મ અંતરંગરૂપ
ચિંતવન, અભિલાષ, સ્મરણ ઈત્યાદિ સમસ્ત અશુદ્ધત્વરૂપ પરિણમન છે, શુદ્ધપરિણમન નથી તે બંધનું કારણ
છે, મોક્ષનું કારણ નથી.
“તેથી કામળા (ધાબળા) પર ચીતરેલો નાહર જેમ કહેવા માત્ર નાહર છે તેમ વ્યવહારરૂપ ચારિત્ર
પ૪. ત્યારપછી કલશ ૧૦૮ ની ટીકામાં (શ્રી કલશ ટીકા પા. ૧૦૯ માં જણાવ્યું છે કે :–
૧. અહીં વ્યવહારચારિત્રને ધાબળાપર ચીતરેલા નાહરની ઉપમા આપી છે. જેમ તે ચિત્રરૂપ નાહર કોઈ ઢોરને
ફાડી–મારી નાખી શકે નહિ તેમ વ્યવહારચારિત્ર વિકારને ફાડી શકે નહિ–તેનો નાશ કરી શકે નહિ–એમ સમજવું; કેમકે તે
પોતે બંધનું જ કારણ છે. મોક્ષનું કારણ નથી, વિકાર રૂપ છે.

PDF/HTML Page 10 of 25
single page version

background image
પ્રથમ જેઠ : ૨૪૮૭ : :
“અહીં કોઈ જાણે કે શુભ–અશુભ ક્રિયારૂપ આચરણરૂપ જે ચારિત્ર છે તે જેમ કરવા યોગ્ય નથી તેમ
વર્જવા યોગ્ય પણ નથી. તેને ઉત્તર:– એવો કે વર્જવા યોગ્ય છે, કેમકે જે કાંઈ વ્યવહાર ચારિત્ર છે તે દુષ્ટ છે,
અનિષ્ટ છે, ઘાતક છે તેથી વિષય કષાયની માફક ક્રિયારૂપ ચારિત્ર નિષેધ્ય છે.”
(વ્યવહાર વિમોહિત જીવો વ્યવહાર કરતાં–કરતાં નિશ્ચય થાય એમ કહે છે તેનો જ્ઞાનીઓ નિષેધ
પપ. શ્રી પૂજ્યપાદસ્વામી શ્રી ઈષ્ટોપદેશ ગા. ૪૭–૪૮ માં પણ કહે છે કે :–
“જે યોગી વ્યવહારધર્મથી બહાર જઈ આત્માના અનુષ્ઠાનમાં નિષ્ઠ થાય છે તેને પરમાનંદનો લાભ
“તે આનંદ ઘણા પ્રકારના કર્મોને–જેમ અગ્નિ ઇંધનને બાળી નાખે છે તેમ–બરાબર બાળી નાખે છે.
પ૬. એ પ્રમાણે વ્યવહારધર્મ બંધનું કારણ હોવાથી તે છોડવા યોગ્ય છે–તેની બહાર જવા જેવું છે–તેને
ઓળંગી જઈ શુદ્ધતા પ્રગટ કરવા યોગ્ય છે; એમ જે નથી માનતા, પણ વ્યવહારધર્મ (વ્યવહાર સાધન
હોવાથી) તે કરતાં કરતાં નિશ્ચયધર્મ થશે એમ જે માને છે તે વ્યવહારથી વિમોહિત છે. વ્યવહાર સાધનનો
અર્થ એટલો જ છે કે–જીવ જ્યારે તેને ઓળંગી જઈ શુદ્ધતા પ્રગટ કરે છે ત્યારે તેને (ભૂત નૈગમનયે) નિમિત્ત
કહેવામાં આવે છે. છતાં વ્યવહાર કરતાં કરતાં નિશ્ચયધર્મ થાય એમ માનનાર વ્યવહારને જ નિશ્ચય માને છે.
સર્વવિશુદ્ધજ્ઞાનઅધિકારમાં કેહેલું વ્યવહારવિમોહિત જીવોનુ્રં સ્વરૂપ
પ૭. શ્રી સમયસાર ગા. ૩૨૪ થી ૩૨૭ ની ટીકામાં કહ્યું છે કે :–
“અજ્ઞાનીઓ જ વ્યવહાર વિમૂઢ (વ્યવહારમાં જ વિમૂઢ) હોવાથી પરદ્રવ્યને ‘આ મારું છે.’ એમ દેખે
પ૮. આ ગાથાઓનું મથાળું બાંધતા પં. જયચંદ્રજી લખે છે કે :–
હવે, “જેઓ વ્યવહારનયના કથનને ગ્રહીને ‘પરદ્રવ્ય મારું છે.’ એમ કહે છે, એ રીતે વ્યવહારને જ
નિશ્ચય માનીને આત્માને પરદ્રવ્યનો કર્તા માને છે, તેઓ મિથ્યાદ્રષ્ટિ છે.” ઈત્યાદિ અર્થની ગાથાઓ દ્રષ્ટાંત
સહિત કહે છે.
પ૯. આ ગાથાઓની ટીકામાં શ્રી જયસેનાચાર્ય કહે છે કે :–
‘પ્રશ્ન:– જ્ઞાની હોવા છતાં વ્યવહારે પરદ્રવ્યને આત્મીય (પોતાના) કહેતાં શા કારણે તે અજ્ઞાની થઈ
ઉત્તર:– વ્યવહાર જ, મ્લેચ્છોને મ્લેચ્છની ભાષામાં કહેવાની માફક પ્રાથમિક જનોને સંબોધવા અર્થે તે
૬૦. આ ઉપરથી એમ સમજવું કે પ્રાથમિકજનોને સંબોધવા અર્થે–(તે નિશ્ચયનું પ્રતિપાદક હોવાથી)
શાસ્ત્રો વ્યવહારનું કથન કરે છે. આમ હોવા છતાં

PDF/HTML Page 11 of 25
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : એ.૨૧૩
જેઓ વ્યવહારના કથનને જ નિશ્ચય સ્વરૂપ માની લે છે તેઓ વ્યવહારમૂ્રઢ વ્યવહાર વિમોહિત છે.
૬૧. આ ગાથા ૩૨૪–૩૨૭ ની ટીકામાં આગળ જતાં કહ્યું છે કે:– (પા. ૪૮૮)
“×× જો જ્ઞાની પણ કોઈપણ પ્રકારે વ્યવહાર વિમૂઢ થઈને પરદ્રવ્યોને ‘આ મારું છે’ એમ દેખે તો તે
વખતે તે પણ નિઃસંશયપણે અર્થાત્ ચોક્કસ, પરદ્રવ્યોને પોતારૂપ કરતો થકો, મિથ્યાદ્રષ્ટિ જ થાય છે××”
૬૨. શ્રી જયસેનાચાર્ય પણ કહે છે કે:–
“એ પ્રમાણે ઉપર કહેલા દ્રષ્ટાંત પ્રમાણે જ્ઞાની ‘વ્યવહારમૂઢ’ થઈને જો પરદ્રવ્યને આત્મીય જાણે તો તે
ત્યારે મિથ્યાત્વ પ્રાપ્ત કરતો થકો મિથ્યાદ્રષ્ટિ નિઃસંશય–નિશ્ચિત થાય છે તેમાં સંદેહ કર્તવ્ય નથી.” પા. ૪૨૯
૬૩. ત્યારપછી શ્રી સમયસાર ગા. ૪૧૩ ની ટીકા, ભાવાર્થ અને તે ઉપરના કળશ ૨૪૨માં આ સંબંધી
નીચે પ્રમાણે કહ્યું છે–
“જેઓ ખરેખર ‘હું શ્રમણ છું, હું શ્રમણોપાસક (–શ્રાવક) છું, એમ દ્રવ્યલિંગમાં મમકાર વડે મિથ્યા
અહંકાર કરે છે, તેઓ અનાદિરૂઢ (અનાદિકાળથી ચાલ્યા આવેલા) વ્યવહારમાં મૂઢ (મોહી) વર્તતા થકા,
પ્રૌઢ વિવેકવાળા નિશ્ચય (–નિશ્ચયનય) પર અનારૂઢ વર્તતા થકા, પરમાર્થ સત્ય ભગવાન સમયસારને
દેખતા–અનુભવતા નથી.”
૬૪. આ ટીકામાં નીચેના શબ્દો ઘણા જ ઉપયોગી છે.
(૧) ‘અનાદિરૂઢ વ્યવહારમાં મૂઢ’–આ શબ્દો એમ બતાવે છે કે વ્યવહાર મૂઢતાતો જીવોને
અનાદિથી ચાલી આવે છે. અર્થાત્ દ્રવ્યલિંગને એટલે કે શુભ ભાવને ધર્મ માનવો એ તો અનાદિથી જ જીવોને
ચાલ્યું આવે છે. વ્યવહારથી શુદ્ધતા થાય એ માન્યતા તો મિથ્યા છે અને જ્યાં સુધી તે માન્યતા જીવ છોડે
નહિ ત્યાં સુધી તેનો શુભભાવ પ્રત્યેનો મમકારરૂપ મિથ્યા અહંકાર શી રીતે વિલય થાય? કદી ન થાય. (આ
ભાવનું કથન શ્રી સમયસાર ગા. ૧૧ ના ભાવાર્થમાં આપ્યું છે. જે ઉપર પારા ૪૪ માં આપેલ છે.)
(૨) તેઓ વ્યવહારના આશ્રયે લાભ થશે એમ માનતા હોવાથી પૌઢ વિવેકવાળા નિશ્ચયનય પર
અનારૂઢ વર્તે છે–આરૂઢ થતા નથી–ચડતા નથી તેથી તેઓને લેશમાત્ર ધર્મ થતો નથી એટલે કે આત્માનો
અનુભવ થતો નથી.
(અહીં ધ્યાનમાં રાખવું કે–નિશ્ચયનયને આચાર્યદેવે પ્રૌઢ વિવેકવાળો કહ્યો છે, કેમકે શ્રી સમયસારની
ગા. ૧૧માં કહ્યા પ્રમાણે તેના (નિશ્ચયનયના) આશ્રયે પરપદાર્થ અને રાગથી (વ્યવહારથી) ભેદજ્ઞાન થઈ
નિજ ત્રિકાળી શુદ્ધાત્મ તરફ પુરુષાર્થની ગતિ વળે છે અને સમ્યગ્દર્શન થાય છે એટલે કે આત્માનો અનુભવ
થાય છે. શ્રી સમયસાર ગા. ૪૩ માં ‘નિશ્ચયવાદીને જ’ પરમાર્થવાદી (સત્યાર્થવાદી) કહ્યા છે, બીજાને નહીં–
વ્યવહારવાદીઓને નહીં. શ્રી સમયસાર ગા. ૩૨૪–૩૨૭ ની ટીકામાં જ્ઞાનિઓને ‘નિશ્ચય પ્રતિબદ્ધ’ અર્થાત્
નિશ્ચયના જાણનારા કહ્યા છે અને ગા. ૪૧૩ માં જ્ઞાનીઓને પ્રૌઢ વિવેકવાળા નિશ્ચય (નય ઉપર આરૂઢ કહ્યા
છે. નિશ્ચયવાદી અને નિશ્ચયાભાસી વચ્ચે મહાન અંતર છે એ ખ્યાલમાં રાખવા યોગ્ય છે.)
૬પ. આ ગાથાના ભાવાર્થમાં પંડિત જયચંદ્રજી આ વાતની સ્પષ્ટતા ચાલુ ભાષામાં કરતાં કહે છે કે –
“અનાદિ કાળનો પરદ્રવ્યના સંયોગથી થયેલો જે વ્યવહાર તેમાં જ જે પુરુષો મૂઢ અર્થાત્ મોહિત છે,
તેઓ એમ માને છે કે ‘આ બાહ્ય મહાવ્રતાદિ ભેખ છે તે જ અમને મોક્ષ પ્રાપ્ત કરાવશે.’

PDF/HTML Page 12 of 25
single page version

background image
પ્રથમ જેઠ : ૨૪૮૭ : ૧૧ :
પરંતુ જેનાથી ભેદજ્ઞાન થાય છે એવા નિશ્ચયને તેઓ જાણતા નથી. આવા પુરુષો સત્યાર્થ, પરમાત્મરૂપ,
શુદ્ધજ્ઞાનમય સમયસારને દેખતા નથી.”
(ટીકામાં જેને પ્રૌઢ વિવેકવાળો નિશ્ચયનય’ કહ્યો હતો તેને ચાલુ ભાષામાં પંડિતજીએ ‘જેનાથી
ભેદજ્ઞાન થાય છે એવો નિશ્ચયનય’ કહ્યો છે.)
૬૬. આ કથનને વધારે સ્પષ્ટ કરવા માટે કળશ ૨૪૨ છે; તેમાં આચાર્યદેવે–“વ્યવહાર વિમૂઢ દ્રષ્ટય:”
એવો શબ્દ વાપર્યો છે. તે કળશનો ગુજરાતી અનુવાદ નીચે પ્રમાણે છે:–
“વ્યવહારમાં જ જેમની દ્રષ્ટિ (બુદ્ધિ) મોહિત છે એવા પુરુષો પરમાર્થને જાણતા નથી. જેમ જગતમાં
તુષના (ફોતરાંના) જ્ઞાનમાં જ જેમની બુદ્ધિ મોહિત છે (–મોહ પામી છે) એવા પુરુષો તુષને જ જાણે છે,
તંડુલને જાણતા નથી. (અહીં વ્યવહારને ‘તુષ’ ની ઉપમા અને નિશ્ચયને ‘તંડુલ’ ની ઉપમા આપી છે.)
૬૭. શ્રી ‘દોહાપાહુડ’ નામના શાસ્ત્રના ૮પ મા દોહામાં આ ફોતરાં અને કણનું દ્રષ્ટાંત આપ્યું છે તે
દોહાનો અર્થ નીચે પ્રમાણે છે:–
“હે પાંડે! હે પાંડે! હે પાંડે! તું કણ ને છોડી માત્ર તુષ જ ખાંડે છે અર્થાત્ તું અર્થ અને શબ્દમાં જ
સંતુષ્ટ છે પણ પરમાર્થ જાણતો નથી માટે મૂર્ખ છે.”
(અહીં વ્યવહારને તુષ અને પરમાર્થને–નિશ્ચયને કણ કહ્યો છે. એટલે તે ઉપરના કળશમાં કહેલ
ભાવને અનુસરે છે.)
૬૮. ઉપર કહેલા કળશ ૨૪૨નો અર્થ વિશેષ સ્પષ્ટ કરવા માટે શ્રી સમયસાર નાટકમાં કવિત ૧૧૯થી
૧૨૧ આપેલ છે તે બહુ ઉપયોગી હોવાથી તેને અહીં અર્થ સહિત આપવામાં આવે છે.
૧૯
૬૯. પંડિત શ્રી બનારસીદાસજીનાં તે કવિતો નીચે પ્રમાણે છે :–
(૧) વ્યવહારી મૂઢ નર, પર્યયબુદ્ધિ જીવ
તિનકે બાહ્યક્રિયા હીકો હૈ અવલંબન સદીવ।। ૧૨૦।।
અર્થ :– જે વ્યવહારી મૂઢ નર છે, તે પર્યાયબુદ્ધિ (અજ્ઞાની) જીવ છે, તેને બાહ્ય ક્રિયાનું જ અવલંબન
સદૈવ (હંમેશા–સદા કાળે) હોય છે.
આ ઉપરથી સિદ્ધ થયું કે–વ્યવહારી મૂઢ જીવ પરાલંબનથી ધર્મ થાય એમ માને છે. તે આત્માના
અવલંબને ધર્મ થાય એમ માનતા નથી કેમકે તેઓ તો વ્યવહાર કરતાં કરતાં ધર્મ થશે એમ માને છે–તેથી તે
સદાકાળ પરાલંબી હોય છે.
(ર) કુમતિ બાહીજ દ્રષ્ટિ સો, બાહિજ ક્રિયા કરંત.
માને મોક્ષ પરંપરા, મનમેં હરષ ધરન્ત ।। ૧૨૧।।
અર્થ : કુમતિ બાહ્યદ્રષ્ટિથી બાહ્યક્રિયા કરે છે; અને તેનાથી પરંપરા મોક્ષ થશે એમ માને છે અને
મનમાં હર્ષ પામે છે. ૧૨૧
અહીં શ્રદ્ધા–સાચી માન્યતા કોને કહેવાય તે સમજાવતાં કહે છે કે–વ્યવહારમૂઢ જીવો મોક્ષમાર્ગ એક જ
છે, એમ ન માનતાં તેમણે માનેલી શુભક્રિયાથી પરંપરા મોક્ષ થશે એમ માને છે. તે શ્રદ્ધા–માન્યતા મિથ્યા
હોવાથી છોડવા યોગ્ય છે.
(૩) શુદ્ધાત્મ અનુભૌકથા કહે સમકિતી કોય.
સો સુનિ કે તાસો કહે યહ શિવપંથ ન હોય ।। ૧૨૨।।
અર્થ :– જે કોઈ સમ્યગ્દ્રષ્ટિ જીવ છે તે શુદ્ધાત્મ અનુભવની કથા કહે–તેને સાંભળી (વ્યવહાર મૂઢ
જીવો) ને શિવપંથ ન હોય એમ કહે છે. ૧૨૨.
કવિત્ સ્પષ્ટ છે.
૭૦. અજ્ઞાનીઓ વ્યવહારને જ પરમાર્થ માને છે એમ જે સમયસાર ગા. ૩૨૪ થી ૩૨૭ ના મથાળામાં
તથા ટીકામાં કહ્યું છે તેની સત્યતા દ્રઢ કરવા માટે કળશ

PDF/HTML Page 13 of 25
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : એ.૨૧૩
૨૩૪ ના ભાવાર્થમાં જણાવ્યું છે કે :–
“જેઓ દ્રવ્યલિંગમાં મમત્વ વડે અંધ છે તેમને શુદ્ધાત્મ દ્રવ્યનો અનુભવ જ નથી, કારણ કે તેઓ
અહીં એમ સ્પષ્ટ કરવામાં આવ્યું કે–અજ્ઞાનીઓ એક કે બીજે પ્રકારે વ્યવહારને જ અર્થાત્
વ્યવહારનયના કથનને જ પરમાર્થ અર્થાત્ નિશ્ચયકથન માન્યા વગર રહી શકતા નથી. તેઓ પરદ્રવ્યને જ
આત્મદ્રવ્ય માને છે. તેઓ જીવદ્રવ્યનું–તત્ત્વનું અજીવ દ્રવ્યથી–તત્ત્વથી ભેદજ્ઞાન કરતા નથી તોપછી તેમને જીવ
અને આસ્રવનું સમયસાર ગા.–૬૯–૭૦ માં કહ્યા પ્રમાણેનું ભેદજ્ઞાન તો થાય જ નહીં તેનું કારણ એ છે કે
તેઓ આત્મા અને આસ્રવ એ બન્નેનો તફાવત અને ભેદ જાણતા નથી.
૨૦
પ્રવચનસાર ગા. ૧૯૦–૧૯૧
૭૧. શ્રી પ્રવચનસાર ગા. ૧૯૦ આ સંબંધમાં ઘણી સ્પષ્ટ છે. તેના મથાળામાં કહ્યું છે કે, અશુદ્ધનયથી
(વ્યવહારનયથી) અશુદ્ધ આત્માની પ્રાપ્તિ જ થાય છે. તે ગાથાની ટીકામાં વ્યવહારથી મોહિત જીવનું સ્વરૂપ
નીચેના શબ્દોમાં સમજાવ્યું છે:–
“જે આત્મા શુદ્ધ દ્રવ્યના નિરૂપણસ્વરૂપ નિશ્ચયનયથી નિરપેક્ષ રહીને અશુદ્ધદ્રવ્યના નિરૂપણસ્વરૂપ
વ્યવહારનયથી જેને મોહ ઉપજ્યો છે એવો વર્તતો થકો તે આત્મા ખરેખર શુદ્ધાત્મ પરિણતિરૂપ જે શ્રામણ્ય
નામનો માર્ગ તેને દૂરથી છોડીને અશુદ્ધાત્મ પરિણતિરૂપ ઉન્માર્ગનો જ આશ્રય કરે છે. આથી નક્કી થાય છે કે
અશુદ્ધનયથી અશુદ્ધ આત્માની પ્રાપ્ત જ થાય છે” ૧૯૦.
૭૨. શ્રી પ્રવચનસારની ગા. ૧૯૧ માં શુદ્ધનયથી શુદ્ધ આત્માની પ્રાપ્તિ જ થાય છે એમ નક્કી કરવા
ફરમાવ્યું છે. ત્યાં વ્યવહારનય સંબંધી જે સ્પષ્ટતા કરવામાં આવી છે તે ઘણી સુંદર છે. ત્યાં કહ્યું કે–જ્ઞાનીઓ
વ્યવહારનયમાં અવિરોધપણે મધ્યસ્થ રહે એટલે કે વ્યવહારનયના અને તેના વિષયના તેઓ જ્ઞાતાદ્રષ્ટા
વ્યવહારે રહે છે પણ તે આશ્રય કરવા યોગ્ય છે એમ તેઓ માનતા નથી. ટૂંકામાં કહીએ તો જેમ શ્રી
સમયસારમાં જ્ઞાનીઓને વ્યવહારના જ્ઞાતા–દ્રષ્ટા કહ્યા છે, પણ તેના કર્તા–ભોક્તા કે તેના સ્વામી કહ્યા નથી.
તે જ સિદ્ધાંત અહીં કહ્યો છે.
૭૩. તે ગાથાની ટીકા અગત્યની હોવાથી નીચે આપી છે –
“જે આત્મા, માત્ર પોતાના વિષયમાં પ્રવર્તતા અશુદ્ધ દ્રવ્યનિરૂપણાત્મક (અશુદ્ધ દ્રવ્યના નિરૂપણ
સ્વરૂપ વ્યવહારનયમાં અવિરોધપણે મધ્યસ્થ રહીને. શુદ્ધદ્રવ્યના નિરૂપણસ્વરૂપ નિશ્ચયનયવડે મોહને દૂર
કર્યો છે એવો વર્તતો થકો ‘હું પરનો નથી પર મારાં નથી’–એમ સ્વ–પરના પરસ્પર સ્વ–સ્વામીસંબંધને
ખંખેરી નાખીને ‘શુદ્ધજ્ઞાન જ એક હું છું’–એમ અનાત્માને છોડીને આત્માને જ આત્મપણે ગ્રહીને પરદ્રવ્યથી
વ્યાવૃત્ત (ભિન્ન) પણાને લીધે આત્મારૂપી જ એક અગ્રમાં ચિંતાને રોકે છે. તે એકાગ્ર ચિંતાનિરોધક (–એક
વિષયમાં વિચારને રોકનારો આત્મા) તે એકાગ્ર–ચિંતાનિરોધના સમયે ખરેખર શુદ્ધાત્મા હોય છે. આથી
નક્કી થાય છે કે શુદ્ધનયથી જ શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે.” ૧૯૧.
૧. વ્યવહારનયનું કથન જ્યાં જ્યાં હોય ત્યાં “એમ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ આ ઉપચાર કર્યો છે”–એમ
જાણવું જે વ્યવહારનયનું અવિરોધપણું છે મધ્યસ્થ રહેવું એટલે માત્ર તેના જ્ઞાતા–દ્રષ્ટા રહેવું–સ્વાધીન થવું.
૨. નિશ્ચયનયવડે મોહને દૂર કરાય છે–વ્યવહારનયવડે નહીં. જે તેમ ન માને તેને (પ્રવચનસાર ગા. ૧૯૦ માં કહ્યા
મુજબ) વ્યવહારનયથી મોહ ઉપજ્યો છે, એમ સમજવું.

PDF/HTML Page 14 of 25
single page version

background image
પ્રથમ જેઠ : ૨૪૮૭ : ૧૩ :
૭૪. શ્રી જયસેન આચાર્યે ગા. ૧૯૦ ની ટીકામાં કહ્યું છે કે–વ્યવહારનયવડે મોહ (મમતા) દૂર કરી
શકાય નહિ છતાં તેનાથી મમતા દૂર કરી શકાય એમ માને એટલે કે વ્યવહારનયમાં અવિરોધપણે મધ્યસ્થ ન
રહે તેવા જીવોને ‘વ્યવહાર મોહિત હૃદય’ ધરાવનારા કહ્યા છે.
૭પ. ત્યારપછી ગા. ૧૯૧ ની ટીકામાં શ્રી જયસેન આચાર્ય જણાવે છે કે :–
“×× ઉપાદાનકારણસદશંકાર્ય–એવું વચન છે તેથી નક્કી થાય છે કે શુદ્ધનયથી શુદ્ધાત્મ લાભ થાય છે. ××”
પં. શ્રી બનારસીદાસજી કૃત શ્રી પરમાર્થ વચનિકા
૭૬. આ વચનિકામાં મૂઢ અને જ્ઞાની જીવોનું વિશેષપણું (તફાવત) શું હોય છે, તે સમજાવ્યું છે. ત્યાં
હવે મૂઢ અને જ્ઞાની જીવનું વિશેષપણું અન્યપણ સાંભળો’–એવા મથાળા નીચે જે જણાવ્યું છે તે ઉપયોગી
હોવાથી નીચે આપવામાં આવ્યું છે. તેઓ કહે છે કે:–
(૧) “જ્ઞાતાતો મોક્ષમાર્ગ સાધી જાણે પણ મૂઢ મોક્ષમાર્ગ સાધી જાણે નહિ. શા માટે? તે સાંભળો :–
મૂઢજીવ આગમ પદ્ધતિને વ્યવહાર કહે છે અને અધ્યાત્મ પદ્ધતિને નિશ્ચય કહે છે, તેથી તે
આગમઅંગને એકાંતપણે સાધી મોક્ષમાર્ગ દર્શાવે છે;” (‘આગમઅંગને એકાંતપણે’ એવું જે પદ છે તેનો અર્થ
એવો છે કે ચારિત્રની આંશિક પણ શુદ્ધિ વગરના–હઠવાળા મહાવ્રત–અણુવ્રત, પડિમા–ભક્તિ–પૂજા–દાનાદિરૂપ
અજ્ઞાનીના શુભભાવ તેને એકાંતપણે સાધી મોક્ષમાર્ગ દર્શાવે છે એમ કહ્યું છે. વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય
થાય એમ કહો કે આગમઅંગને એકાંતપણે સાધી મોક્ષમાર્ગ દર્શાવે છે–એમ કહો એ બંન્ને એક જ ભાવસૂચક
છે.)
(૨) “અધ્યાત્મ અંગને વ્યવહારથી પણ જાણે નહીં; એ મૂઢદ્રષ્ટિ જીવનો સ્વભાવ છે. તેને એ પ્રમાણે
(૩) તે બાહ્યક્રિયા કરતો થકો મૂઢ જીવ પોતાને મોક્ષમાર્ગનો અધિકારી માને છે, પણ અંતર્ગર્ભિત
(૪) કારણ–અંતર્દષ્ટિના અભાવથી અંતરક્રિયા દ્રષ્ટિગોચર આવે નહિ તેથી મિથ્યાદ્રષ્ટિ જીવ (ગમે
(પ) “સમ્યગ્દ્રષ્ટિને સ્વ–પર સ્વરૂપમાં સંશય, વિમોહ અને વિભ્રમ નથી, યથાર્થ દ્રષ્ટિ છે, તેથી
સમ્યગ્દ્રષ્ટિ જીવ અંતર્દષ્ટિ વડે મોક્ષપદ્ધતિ સાધી જાણે છે.
× × ×
(૬) તે બાહ્યભાવને બાહ્ય નિમિત્તરૂપ માને છે; તે નિમિત્ત તો નાના પ્રકારનાં છે, એકરૂપ નથી;
૩. તેઓ કહે છે કે કર્મપદ્ધતિ પૌદ્ગલિક દ્રવ્યરૂપ અથવા ભાવરૂપ છે. દ્રવ્યરૂપ તો પુદ્ગલના પરિણામ છે. ભાવરૂપ
પુદ્ગલાકાર આત્માની અશુદ્ધ પરિણતિરૂપે પરિણામ છે. એટલે કે તેઓ મહાવ્રત–અણુવ્રત આદિ રાગભાવ અને
દ્રવ્યકર્મ ને અજ્ઞાની વ્યવહાર કહે છે. શુદ્ધપરિણતિ જે વ્યવહાર છે તેને અજ્ઞાની સ્વીકારતા નથી.
(મોક્ષમાર્ગ પ્રકાશક પા. ૩પ૩, ૩પ૪)
૪. ધર્મી જીવને જ સાચી રીતે વ્યવહાર મોક્ષમાર્ગ હોય છે તે બાહ્યભાવ છે તેથી તે બાહ્ય નિમિત્તમાત્ર છે. તેને શ્રી
પંચાસ્તિકાય ગા. ૧પ૯ ની ટીકામાં ભિન્ન સાધ્ય–સાધન ભાવવાળો વ્યવહારનય કહેવામાં આવે છે. ભિન્ન સાધન
કહો કે બાહ્ય નિમિત્ત કહો–બન્ને એક જ છે.

PDF/HTML Page 15 of 25
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : એ.૨૧૩
(૭) સમ્યગ્જ્ઞાન (સ્વસંવેદન) અને સ્વરૂપા ચરણની કણિકા જાગ્યે મોક્ષમાર્ગ સાચો.
(૮) મોક્ષમાર્ગ સાધવો એ વ્યવહાર અને શુદ્ધદ્રવ્ય અક્રિયારૂપ તે નિશ્ચય છે–એ પ્રમાણે નિશ્ચય
(૯) મૂઢજીવ બંધ પદ્ધતિને સાધતો થકો તેને મોક્ષમાર્ગ કહે તે વાત જ્ઞાતા માને નહિ કેમકે બંધને
શ્રી સમયસાર નાટક શ્રી સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારમાં પંડિત બનારસીદાસજી વ્યવહારીજીવનું સ્વરૂપ
વર્ણવતાં નીચે મુજબ કહે છે :–
કરણી કે ધરણીમાં મહામોહ રાજા વસે,
કરણી અજ્ઞાનભાવ રાક્ષસકી પુરી હૈ
।।
કરણી કરમ કાયા પુદ્ગલકી પ્રતિછાયા
કરણી પ્રગટ માયા મિસરી કી છુરી હૈ
।।
કરણી કે જાલમેં ઉરઝી રહ્યો ચિદાનંદ,
કરણી કી વોટ જ્ઞાનભાવ દુતિ દુરી હૈ
।।
આચારજ કહૈ કરણી સો વ્યવહારી જીવ
કરણી સદૈવ નિહચૈ સ્વરૂપ બુરી હૈ
।। ૯૭ ।।
અહીં એમ સમજાવે છે કે–આચાર્યદેવ કરણીવાળા વ્યવહારી જીવને સંબોધે છે કે કરણી સદાય
પ. અંતર્દષ્ટિના પ્રમાણમાં–એટલે કે આત્માના આશ્રયે જેટલી શુદ્ધતા પ્રગટ કરે તેટલા પ્રમાણમાં– વ્યવહાર મોક્ષમાર્ગના
પ્રમાણમાં નહીં કેમકે તેઓ બાહ્ય નિમિત્તરૂપ છે.
૬. અહીં ચોથે ગુણસ્થાનકે નિશ્ચયમોક્ષમાર્ગ પ્રગટે છે એમ સ્પષ્ટ કર્યું છે.
૭. “અવિચલિત ચેતના વિલાસમાત્ર આત્મ વ્યવહાર” છે એમ પ્રવચનસાર ગા. ૯૪ પા. ૧૪૭–૧૪૮ માં કહ્યું છે.
ङ्क

PDF/HTML Page 16 of 25
single page version

background image
પ્રથમ જેઠ : ૨૪૮૭ : ૧પ :
ક્રમ નિયમિત મીમાંસા
(શ્રી જૈનતત્ત્વમીમાંસા અધિકાર ૭)
ક્રમાંક–૨૧૧, થી ચાલુ (અનુવાદ પૃ. ૧૭૦, ૧૩મી લીટીથી
પ૪. કર્મસાહિત્યમાં અપકર્ષણ માટે તો એક માત્ર એ નિયમ છે કે ઉદયાવલિની અંદર રહેલાં
કર્મપરમાણુઓનું અપકર્ષણ થતું નથી. જે કર્મપરમાણું ઉદયાવલિની બહાર અવસ્થિત છે તેનું અપકર્ષણ થઈ
શકે છે. પણ ઉત્કર્ષણ ઉદયાવલિની બહાર રહેલા સમસ્ત કર્મપરમાણુઓનું થઈ શકતું હોય એમ નથી. ઉત્કર્ષણ
થવા માટે નિયમ ઘણા છે અને અપવાદ પણ ઘણા છે પરંતુ ટૂંકામાં એક એ નિયમ કરી શકાય છે કે જે
પરમાણુઓની ઉત્કર્ષણને યોગ્ય શક્તિ સ્થિતિ બાકી છે અને તેઓ ઉત્કર્ષણના યોગ્ય સ્થાનમાં રહેલાં છે.
તેઓનું જ ઉત્કર્ષણ થઈ શકે છે, અન્યનું નહિ. જો આપણે આ નિયમોને ધ્યાનમાં રાખીને વિચાર કરીએ તો
પણ એજ વાત નક્કી થાય છે કે જે પરમાણુ ઉત્કર્ષણને યોગ્ય ઉક્ત યોગ્યતા યુક્ત છે તેઓ જ જીવ
પરિણામોને નિમિત્ત કરીને ઉત્કર્ષિત થાય છે. તેમાં પણ તે સર્વ પરમાણુ ઉત્કર્ષિત થતાં હોય એમ પણ નથી.
પરંતુ જેમાં વિવક્ષિત સમયમાં ઉત્કર્ષિત થવાની યોગ્યતા હોય છે તે વિવક્ષિત (ખાસ; અમુક) સમયમાં
ઉત્કર્ષિત થાય છે અને જેમાં દ્વિતીય આદિ સમયોમાં ઉત્કર્ષિત થવાની યોગ્યતા હોય છે તે દ્વિતીય આદિ
સમયોમાં ઉત્કર્ષિત થાય છે. એ જ નિયમ અપકર્ષણ આદિ માટે પણ જાણી લેવો જોઈએ.
પપ. આ કર્મો અને વિસ્ત્રસોપચયોના વિવક્ષિત સમયમાં વિવક્ષિત કાર્યરૂપ થવાનો ક્રમ છે. જો
આપણે કર્મ પ્રક્રિયામાં નિહિત આ રહસ્યને સારી રીતે જાણી લઈએ તો આપણને અકાળમરણ અને
અકાળપાક આદિના કથનનું પણ રહસ્ય સમજવામાં વાર ન લાગે. કર્મબંધ સમયે જે કર્મપરમાણુઓમાં જેટલી
વ્યક્તિ સ્થિતિ (–એ જાતનો પ્રગટ સ્થિતિબંધ, ૧) પડવાની યોગ્યતા હોય છે તે સમયે તેમાં તેટલી
વ્યક્તિસ્થિતિ પડે છે અને બાકીની શક્તિ સ્થિતિ રહી જાય છે એમાં સંદેહ નથી. પણ એ પરમાણુઓને
પોતાની વ્યક્તિસ્થિતિ કે શક્તિસ્થિતિના કાળ સુધી કર્મરૂપે નિયમથી (નિશ્ચયથી) રહેવું જ જોઈએ અને જો
તેઓ એટલા કાળસુધી કર્મરૂપે નથી રહેતાં તો તેનું કારણ તેઓ સ્વયં કદાપિ નથી, (અને) અન્ય જ છે એવું
માની શકાતું નથી, કેમકે એવું માનવાથી એક તો કારણમાં કાર્ય કથંચિત્ સત્તારૂપે અવસ્થિત રહે છે એ
સિદ્ધાંતનો અપલાપ
થાય છે. બીજું કોણ કોનું સમર્થ ઉપાદાન છે એનો કોઈ નિયમ ન રહેવાથી જડ–ચેતનનો
ભેદ ન રહેતાં અનિયમપણે કાર્યની ઉત્પત્તિ પ્રાપ્ત થાય છે, માટે જ્યારે ઉપાદાનની અપેક્ષાએ કથન કરવામાં
આવે છે ત્યારે પ્રત્યેક કાર્ય સ્વકાળે જ થાય છે એ જ સિદ્ધાંત ચોક્કસ ઠરે છે. આ દ્રષ્ટિથી અકાળમરણ અને
અકાળપાક જેવી વસ્તુને કોઈ સ્થાન મળતું નથી. અને જ્યારે તેનો અતર્કિતોપસ્થિત
કે પ્રયત્નોપસ્થિત
નિમિત્તોની અપેક્ષાએ
કર્મ સિદ્ધાંતની શૈલિમાં. ૨ નિહિત–છુપાયેલું; અંદર રહેલું.
૧. વ્યક્તિ–શક્તિસ્થિતિનો અર્થ–પ્રગટ કે અપ્રગટ સ્થિતિબંધ, એવો થાય છે, સ્થિતિ–કાળની મર્યાદા.
૨. મિથ્યાવાદ; બકવાદ.
૩. ઓચિંતાનું આવી પડવું; પૂર્વ કર્મ; દૈવ.
૪. ઈચ્છારૂપ વર્તમાન પુરુષાર્થ.

PDF/HTML Page 17 of 25
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : એ.૨૧૩
કથન કરવામાં આવે છે ત્યારે તે જ કાય અકાલમરણ કે અકાલપાક જેવા શબ્દો દ્વારા પણ કહેવામાં આવે છે.
આ નિશ્ચય અને વ્યવહારના આલ બનવડે વ્યાખ્યાન કરવાની વિશેષતા છે. એથી વસ્તુસ્વરૂપ બે પ્રકારનું
થઈ જાય છે એમ નથી.
પ૬. એ તો અમે માનીએ છીએ કે વર્તમાનમાં વિજ્ઞાનના નવા નવા પ્રયોગ દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે.
સંહારક અસ્ત્રોની તીવ્રતા પણ અમે સ્વીકારીએ છીએ. આજના માનવની આકાંક્ષા અને પ્રયત્ન ધરતી અને
નક્ષત્રલોકને એક કરવાની છે. એ પણ અમે જાણ્યું છે પણ એનાથી પ્રત્યેક કાર્ય પોતપોતાના ઉપાદાન
અનુસાર સ્વકાળને પ્રાપ્ત થવાની જ થાય છે એ સિદ્ધાંતનો વ્યાઘાત કયાં થાય છે. અને આ સિદ્ધાંતને સ્વીકારી
લેવાથી ઉપદેશાદિની વ્યર્થતા પણ ક્યાં પ્રમાણિત થાય છે? સર્વ કાર્ય–કારણ પદ્ધતિથી પોતપોતાના કાળમાં
થતાં રહે છે અને થતા રહેશે.
લોકમાં તત્ત્વમાર્ગના ઉપદેષ્ટા અને મોક્ષમાર્ગના આદિકર્તા મોટા મોટા તીર્થંકર થઈ ગયા અને આગળ
પણ થશે પરંતુ એમના ઉપદેશથી કેટલા પ્રાણી લાભઅન્વિત (–યુક્ત–સહિત) થયા? આસન્નભવ્યતાના
પરિપાકનો સ્વકાળ આવવાથી ભગવાનનો ઉપદેશ સ્વીકારીને જેઓએ પુરુષાર્થ કર્યો તે જ કે અન્ય સર્વ
પ્રાણી?
પ૭. આ રીતે વર્તમાનમાં કે ભવિષ્યમાં પણ જે આસન્નભવ્યતા (નિકટની ભવ્યતા) નો પરિપાક
કાળ આવવાથી ભગવાનનો ઉપદેશ સ્વીકારી પુરુષાર્થ કરશે તે જ લાભયુક્ત થશે કે અન્ય સર્વ પ્રાણી?
વિચાર કરો. જો નિમિત્તોમાં પદાર્થોની કાર્ય નિષ્પાદનક્ષમ (કાર્યને સારી રીતે પૂર્ણ કરવા સામર્થ્યરૂપ)
યોગ્યતાનો સ્વકાળ આવ્યા વિના એકલા જ અનિયત સમયમાં કાર્યને ઉત્પન્ન કરવાનું સામર્થ્ય હોય તો
ભવ્ય–અભવ્યનો વિભાગ સમાપ્ત થઈ, સંસારનો અંત કયારનો થઈ ગયો હોત.
પ૮. અમે એમ તો માનીએ છીએ કે જે લોક ભગવાનની વાણી અનુસાર તર્કનો આશ્રય લઈને કે
લીધા વિના સ્વયં પોતાની વિવેક બુદ્ધિથી તત્ત્વનો નિર્ણય તો કરતા નથી અને માત્ર સૂર્ય આદિના નિયત
સમયે ઊગવા–આથમવા આદિ ઉદાહરણોને ઉપસ્થિત કરીને કે શાસ્ત્રોમાં વર્ણવેલા કેટલાક ભવિષ્યના કથન
સમ્બન્ધી ઘટનાઓને ઉપસ્થિત કરીને એકાન્ત નિયતિનું સમર્થન કરવા માગે છે તેઓની તે વિચારધારા
કાર્યકારણ પરમ્પરા અનુસાર તર્કમાર્ગનું અનુસરણ નથી કરતી, તેથી તે ઉદાહરણ પોતાનામાં બરાબર હોવા
છતાં પણ આત્મપુરુષાર્થને જાગૃત કરવામાં સમર્થ થઈ શકતા નથી, પંડિત પ્રવર બનારસીદાસજીના જીવનમાં
એવો એક પ્રસંગ ઉપસ્થિત થયો હતો. તેઓ તેનું ચિત્રણ (ચિતાર) કરતા થકા સ્વયં પોતાના કથાનકમાં કહે
છે કે– “કરણીકા રસ જાન્યો નહિ નહિ જાન્યો આતમ સ્વાદ; ભઈ બનારસિકી દશા જથા ઊંટ કૌ પાદ.” પણ
એટલા માત્રથી બીજા વિચારવામાં મનુષ્ય જો પોતાના પક્ષનું સમર્થન કરવા માગે તો તેનું એમ કરવું કોઈ
પણ હાલતમાં ઉચિત કહી શકાતું નથી, કેમકે તેમની વિચારધારા કાર્યોત્પત્તિ સમયે નિમિત્તનું શું સ્થાન છે તે
નિર્ણય કરવાની ન હોવાથી ઉપાદાનને ઉપાદાનકારણ ન રહેવા દેવાની છે. માલૂમ નથી કે તેઓ ઉપાદાન અને
નિમિત્તનું કયું લક્ષણ કરી આ વિચારધારાને પ્રસ્તુત (–પ્રાપ્ત; નિષ્પન્ન) કરી રહ્યા છે. તેઓ પોતાના
સમર્થનમાં કર્મસાહિત્ય અને દર્શન ન્યાય સાહિત્યના અનેક ગ્રન્થોનાં નામ લેવાનું પણ ચૂકતા નથી, પરંતુ
તેઓ એકવાર આ ગ્રંથોના આધારે એ તો નક્કી કરે કે એમાં ઉપાદાન કારણ અને નિમિત્ત કારણનાં એ
લક્ષણ કરવામાં આવ્યાં છે. પછી એ લક્ષણોની સર્વત્ર વ્યાપ્તિ બેસાડતાં તત્ત્વનો નિર્ણય કરે. અમને વિશ્વાસ છે
કે તેઓ જો આ પ્રક્રિયા (શૈલી) નો સ્વીકાર કરી લે તો તત્ત્વ નિર્ણય થવામાં વિલંબ થાય નહીં.
પ૯. શુદ્ધ દ્રવ્યોમાં તો સર્વ પર્યાયો ક્રમબદ્ધ જ હોય

PDF/HTML Page 18 of 25
single page version

background image
પ્રથમ જેઠ : ૨૪૮૭ : ૧૭ :
છે પણ અશુદ્ધ દ્રવ્યોમાં એવો કોઈ નિયમ નથી કેવળ આટલું પ્રતિજ્ઞા વાક્ય કહી દેવાથી શું થાય? જો કોઈ
નિમિત્તકારણ ઉપાદાન કારણમાં રહેલી યોગ્યતાની પરવા કર્યા વિના તે સમયે ઉપાદાન દ્વારા નહિ થવાવાળા
કાર્યને કરી શકે છે તો તે મુક્તજીવને સંસારી પણ બનાવી શકે છે. અમને વિશ્વાસ છે કે તેઓ આ તર્કના
મહત્વને સમજશે. કોઈ કોઈ ઠેકાણે નિમિત્તને કર્તા કહેવામાં આવેલ છે અને કોઈ કોઈ ઠેકાણે તેને કર્તા ન
કહીને પણ એના ઉપર કર્તૃત્વધર્મનો આરોપ કરવામાં આવે છે એ અમે માનીએ છીએ પણ ત્યાં તે એ અર્થમાં
કર્તા કહેવામાં આવે છે જે અર્થમાં ઉપાદાનકર્તા હોય છે કે અન્ય અર્થમાં? જો આપણે આ તફાવતને સારી
રીતે સમજી લઈએ તો પણ તત્ત્વની ઘણી રક્ષા થઈ શકે છે.
૬૦. નૈગમનયનું પેટ બહુ મોટું છે. એમાં કેટલી કેટલી વિવક્ષાઓ (કહેવા ધારેલા આશય) સમાઈ
રહેલી છે તે ચાલુ વિષયમાં જાણવા યોગ્ય છે.
જ્યારે નિમિત્ત કાંઈ કરતું નથી. એમ કહેવામાં આવે છે ત્યારે તે ‘यः परिणमति स कर्ता’ એ
અનુપચરિત (નિશ્ચય) મુખ્યાર્થને ધ્યાનમાં રાખીને જ કહેવામાં આવે છે. એમાં અતિઉક્તિ (વધારે પડતું
કથન) ક્્યાં છે તે અમે હજી સુધી સમજી શક્્યા નથી. જો કોઈ કાર્યોત્પત્તિના સમયે ‘જે બલાધાનમાં નિમિત્ત
હોય છે તે કર્ત્તા’ એવી રીતે નિમિત્તમાં કર્તૃત્વનો ઉપચાર કરીને નિમિત્તને કર્ત્તા કહેવા ઈચ્છે છે જેમ કે અનેક
સ્થળે શાસ્ત્રકારોએ ઉપચારથી કહ્યું પણ છે તો એનો કોઈ નિષેધ પણ કરતા નથી. કાર્યોત્પત્તિમાં અન્ય દ્રવ્ય
નિમિત્ત છે એનો તો કોઈએ અસ્વીકાર કર્યો નથી. એટલું અવશ્્ય છે કે મોક્ષમાર્ગમાં સ્વાવલંબનની મુખ્યતા
હોવાથી કાર્યોત્પાદનમાં સમર્થ પોતાની યોગ્યતાની સાથે પુરુષાર્થને જ પ્રશ્રય (–આશ્રય સ્થાન, આધાર)
દેવામાં આવેલ છે અને પ્રત્યેક ભવ્ય જીવને એ અનુપચરિત અર્થનો આશ્રય લેવાની મુખ્યતાથી ઉપદેશ
દેવામાં આવે છે.
૬૧. શું એ સાચું નથી કે પોતાના ઉપાદાનને ભૂલીને પોતાના વિકલ્પદ્વારા માત્ર નિમિત્તનું અવલંબન
આપણે અનંતકાળથી કરતા આવ્યા છીએ પણ હજી સુધી સુધારો થયો નહિ અને શું એ સાચું નથી કે એકવાર
પણ જો આ જીવ અંદરથી પરનું અવલંબન છોડી શ્રદ્ધા, જ્ઞાન અને ચર્યારૂપ પોતાનું અવલંબન સ્વીકાર કરી
લે તો તેને સંસારથી પાર થવામાં વાર લાગે નહિ.
કાર્ય–કારણ પરમ્પરાનું જ્ઞાન તત્ત્વનિર્ણય માટે હોય છે, આશ્રય કરવા માટે નહિ. આશ્રય તો
પરનિરપેક્ષ ઉપાદાનનો જ કરવાનો છે. એના વિના સંસારનો અંત થવો દુર્લભ છે. ઘણું ક્્યાં સુધી લખીએ?
૬૨. આ પ્રકરણનો સાર એ છે કે પ્રત્યેક કાર્ય પોતાના સ્વકાળે જ થાય છે, તેથી પ્રત્યેક દ્રવ્યની
પર્યાયો ક્રમનિયમિત છે. એક પછી એક પોતપોતાના ઉપાદાન અનુસાર થતી રહે છે. અહીં ‘ક્રમ’ શબ્દ
પર્યાયોની ક્રમાભિવ્યક્તિને (ક્રમે થતી પ્રગટતાને) બતાવવા માટે સ્વીકારેલ છે અને ‘નિયમિત’ શબ્દ પ્રત્યેક
પર્યાયનો સ્વકાળ પોત પોતાના ઉપાદાન અનુસાર નિયમિત છે એમ બતાવવા માટે કહેવામાં આવેલ છે.
૬૩. વર્તમાનકાળે જે અર્થને “ક્રમબદ્ધ પર્યાય” શબ્દ દ્વારા વ્યક્ત કરવામાં આવે છે.
‘ક્રમનિયમિતપર્યાય’ નો તે જ અર્થ છે એમ સ્વીકાર કરવામાં આપત્તિ નથી. માત્ર પ્રત્યેક પર્યાય બીજી
પર્યાયથી બંધાયેલી ન હોતાં પોતાનામાં સ્વતંત્ર છે એ બતાવવા માટે અહીં અમે ‘ક્રમનિયમિત’ શબ્દનો
પ્રયોગ કર્યો છે. શ્રી અમૃતચંદ્રાચાર્યે સમયસાર ગાથા ૩૦૮ આદિની ટીકામાં ‘ક્રમનિયમિત’ શબ્દનો પ્રયોગ
આ જ અર્થમાં કર્યો છે, કેમકે તે પ્રકરણ સર્વવિશુદ્ધજ્ઞાનનું છે. સર્વવિશુદ્ધ જ્ઞાન કેમ પ્રગટ થાય એ બતાવવા
માટે સમયસારની ગાથા ૩૦૮ થી ૩૧૧ સુધીની ટીકામાં મીમાંસા કરતા થકા આત્માનું અકર્તાપણું સિદ્ધ
કરવામાં આવ્યું છે, કેમકે

PDF/HTML Page 19 of 25
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : એ.૨૧૩
અજ્ઞાની જીવ અનાદિ કાળથી પોતાને પરનો કર્તા માનતો આવ્યો છે. આ કર્તાપણાનો ભાવ કેમ દૂર થાય
એમ તે ગાથામાં બતાવવાનું પ્રયોજન છે. જ્યારે આ જીવને એમ નિશ્ચય થાય છે કે પ્રત્યેક પદાર્થ પોતપોતાના
ક્રમનિયમિતપણાથી પરિણમે છે માટે પરનું તો કાંઈ પણ કરવાનો મારામાં અધિકાર નથી જ. મારી પર્યાયમાં
પણ હું કાંઈ ફેરફાર કરી શકું છું એ વિકલ્પ પણ શમન કરવા યોગ્ય છે. ત્યારે આ જીવ નિજ આત્માના
સ્વભાવ સન્મુખ થઈને જ્ઞાતા દ્રષ્ટારૂપે પરિણમન કરતો થકો પોતાને પરનો અકર્ત્તા માને છે અને ત્યારે જ
તેણે ‘ક્રમનિયમિત’ ના સિદ્ધાંતનો પરમાર્થરૂપે સ્વીકાર કર્યો એમ કહી શકાય છે.
૬૪. ‘ક્રમનિયમિત’ નો સિદ્ધાંત સ્વયં પોતાનામાં મૌલિક (મૂળભૂત) હોવાથી આત્માના
અકર્ત્તાપણાને સિદ્ધ કરે છે. અહીં અકર્ત્તાનો ફલિતાર્થ જ જ્ઞાતાદ્રષ્ટા છે. આત્મા પરનો અકર્તા થઈ જ્ઞાતાદ્રષ્ટા
ત્યારે જ થઈ શકે છે કે જ્યારે તે અંતરથી ‘ક્રમનિયમિત’ ના સિદ્ધાંતનો સ્વીકાર કરી લે. માટે મોક્ષમાર્ગમાં
આ સિદ્ધાંતનું બહુ જ મોટું સ્થાન છે એમ પ્રકૃતમાં (–અસલી વાસ્તવિક; યથાર્થરૂપમાં અહીં) જાણવું જોઈએ.
૬પ. આ વિષય તે સ્પષ્ટ કરતા થકા શ્રી અમૃતચંદ્ર આચાર્ય ગા. ૩૦૮ થી ૩૧૧ ની ટીકા કરતા થકા
કહે છે કે–
जीवो दि तावत् क्रमनियमितात्म×××”
‘પ્રથમ તો જીવ ક્રમનિયમિત પોતાના પરિણામો (પર્યાયો) થી ઊપજતો થકો જીવ જ છે, અજીવ
નથી; એવી જ રીતે અજીવ પણ ક્રમનિયમિત પોતાના પરિણામોથી ઊપજતું થકું અજીવ જ છે, જીવ નથી;
કારણ કે જેમ સુવર્ણને કંકણ આદિ પરિણામો સાથે તાદાત્મ્ય છે તેમ સર્વ દ્રવ્યોને પોતપોતાના પરિણામો સાથે
તાદાત્મ્ય છે. આમ જીવ પોતાના પરિણામોથી ઊપજતો હોવા છતાં એને અજીવની સાથે કાર્ય–કારણભાવ
સિદ્ધ થતો નથી, કારણ કે સર્વ દ્રવ્યોને અન્ય દ્રવ્યો સાથે ઉત્પાદ્ય–ઉત્પાદકભાવનો અભાવ છે; અને એક દ્રવ્યને
બીજા દ્રવ્ય સાથે કાર્ય–કારણભાવ સિદ્ધ ન થવાથી અજીવ જીવનું કર્મ છે એમ સિદ્ધ થતું નથી અને અજીવને
જીવનું કર્મત્વ સિદ્ધ ન થવાથી કર્તા–કર્મ પરનિરપેક્ષ સિદ્ધ થાય છે અને કર્તા–કર્મ પર નિરપેક્ષ સિદ્ધ થવાથી
જીવ અજીવનો કર્તા સિદ્ધ થતો નથી, માટે જીવ અકર્તા છે એ વ્યવસ્થા બની જાય છે.
આ રીતે જીવનમાં ‘ક્રમનિયમિત પર્યાય’ ના સિદ્ધાંતનો સ્વીકાર કરવાનું શું મહત્વ છે અને તેની
આત્મભાવનારૂપ આરાધના મંત્ર

શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિર્ગં્રથ માર્ગનો સદાય આશ્રય રહો, હું
દેહાદિસ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી, પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ
ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છઉં.–એમ આત્મભાવના કરતાં
રાગદ્વેષનો ક્ષય થાય.
શ્રીમદ્ રાજચંદ્ર : વર્ષ ૨૯ મું

PDF/HTML Page 20 of 25
single page version

background image
પ્રથમ જેઠ : ૨૪૮૭ : ૧૯ :
પુણ્ય – પાપના ભાવ
આકુળતામય – દુ:ખરૂપ છે.
(જામનગરમાં સમયસાર કર્તાકર્મ અધિકાર ગા. ૭ર ઉપર પૂજ્ય ગુરુદેવના પ્રવચન)
(માહ સુદ ૧૧, વીર સં. ૨૪૮૭) તા. ૨૩–૧–૬૧
સમ્યગ્દર્શન વીતરાગની ભક્તિ છે. પૂર્ણ વીતરાગ પરમાત્મા થયા, તેને ઓળખનાર ભગવાનનો ભક્ત
છે. પાપથી બચવા પુણ્ય, દયા, દાનના ભાવ આવે છતાં શ્રદ્ધામાં કર્તવ્ય માને નહિ, હેય માને છે, કારણ કે
પુણ્ય–પાપ બેઉ જ્ઞાનસ્વભાવના વિરોધી છે, દુઃખના કારણ છે, પુણ્યની રુચિવાળાને આ વાત બેસતી નથી,
પણ જ્યારે નિત્યાનંદ પવિત્ર સુખદાતા મારો સ્વભાવ છે. અને આસ્રવો પુણ્યપાપ ખરેખર દુઃખ છે ઉપાધિ છે
એ જાણતાં જ સ્વભાવની રુચિવડે અંતરથી તેની રુચિ છૂટે છે. એટલું જાણવા માત્રથી જ અનંતસંસારનું
કારણ મિથ્યાત્વ ટળી જાય છે.
જ્ઞાયકસ્વભાવ સુખદાતા છે અને પુણ્યપાપાદિ આસ્રવો દુખદાતા જ છે એમ જાણે તે પછી
ગૃહસ્થદશામાં કેમ રહે?
તીર્થંકર ચક્રવર્તી રાજા હોય, તેને ૯૬ કરોડ પાયદળ લશ્કર હોય, અનેક સ્ત્રી છતાં અંતરથી પૂરેપૂરા
ઉદાસ હતા. શ્રદ્ધામાં, જ્ઞાનમાં અને અંશે સ્વરૂપાચરણ ચારિત્રમાં નિરન્તર સર્વથી રાગ–રહિતપણે વર્ત્તતા હોય
છે છતાં ચારિત્રની નબળાઈ છે, તેના કારણે ગૃહસ્થ દશામાં રહે છે, શુભાશુભ ભાવ થવા છતાં તે આકૂળતા
ઉપજાવનારા ભાસે છે. ચોથા ગુણસ્થાને ૧૨ પ્રકારનો અસંયમ છે, ક્રોધાદિ સર્વ કષાયનો અભાવ કર્યો નથી
છતાં રુચિ તો અંતરમાં શુદ્ધ ચિદાનંદ સાક્ષી ઉપર છે તેથી તે બહારમાં કે રાગાદિ આસ્રવોમાં ઊભો નથી પણ
જ્યાં અંતરની રુચિ છે ત્યાં જ ઊભો છે, ક્ષણે–ક્ષણે સંસારને તોડી સ્વભાવમાં વૃદ્ધિ ભાળે છે.
આચાર્યદેવ કહે છે કે ભાઈ ધીરજથી જો, શાન્તિ–સુખ તારામાં જ છે, અનંતકાળે આ અવતાર મળ્‌યો
તેમાં સોયમાં દોરો પરોવે તો ન ખોવાય તેમ સમ્યગ્દર્શનરૂપી દોરો આત્મામાં પરોવીને નિશ્ચય શ્રદ્ધા ન કરી તો
ચોરાસીના ચક્કરમાં હાથ નહિ આવે. સમકિતને સોંઘુ બતાવે તેથી શું એક લાખનો હિરો પાંચ પૈસામાં કાંઈ
મળી જાય? તેની પૂરેપૂરી કીંમત દેવી પડે છે તેમ આત્મામાં તીવ્ર જિજ્ઞાસા પૂર્વક અપૂર્વ પ્રયત્ન કરવો પડે છે.
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર ત્રણે મહાન રત્ન છે, તે કોને કહેવા, નીચે પુણ્ય–પાપ હોય પણ તે અંર્ત