PDF/HTML Page 1 of 21
single page version
PDF/HTML Page 2 of 21
single page version
જહરસી જોગ–જાતિ કહરસી કરામાતિ, હહરસી હૌસ પુદ્ગલ–છવિ છારસી;
જાલસૌ જગ–વિલાસ ભાલસૌ ભુવનવાસ, કાલ સૌ કુટુંબકાજ લોકલાજ લારસી;
સીઠસૌ સુજસુ જાનૈ વીઠસૌ વખત માનૈ, ઐસી જાકી રીતિ તાહિ બંદત બનારસી.
વગેરે જોગને ઝેર સમાન, સિદ્ધિ વગેરે ઐશ્વર્યને અશાતા સમાન, લૌકિક ઉન્નતિ
અથવા જગતમાં પૂજ્યતા થવા આદિની હોંશને અનર્થ સમાન, ઘરવાસને
બાણની અણી સમાન, કુટુંબના કાર્યને કાળ (મૃત્યુ) સમાન, લોકલાજને અથવા
લોકમાં લાજ વધારવાની ઈચ્છાને મુખની લાળ સમાન, સુયશ અથવા કીર્તિની
ઈચ્છાને નાકના મેલ સમાન અને પુણ્ય ભાગ્યોદયને જે વિષ્ઠા સમાન જાણે છે
(અને પરમાર્થે પોતાના શુદ્ધાત્મતત્ત્વને ઉત્તમ, મંગળ અને શરણરૂપ નિત્ય માને
છે.) તેને કવિવર શ્રી બનારસીદાસજી નમસ્કાર કરે છે.
PDF/HTML Page 3 of 21
single page version
ગા. ૧૧ વંચાય છે. સમયસારજી ઉપરનાં પૂ. ગુરુદેવશ્રીનાં પ્રવચનો ટેપ રેકોર્ડિંગથી
ઉતારી લેવામાં આવે છે.
કરવામાં આવી. આ પૂજનમાં પહેલે દિવસે આઠ, પછી ૧૬, ૩૨, ૬૪, ૧૨૮, ૨પ૬,
પ૧૨, અને ૧૦૨૪ એટલા અર્ધ વડે સિદ્ધભગવંતોના ગુણોનું પૂજન કરવામાં આવે છે.
આ પૂજન શ્રી કંવરચંદજી જ્ઞાનચંદજી (સનાવદ) તરફથી હતું.
દસલક્ષણીધર્મ અર્થાત્ પર્યુષણ પર્વ તરીકે ઊજવાશે. આ દિવસો દરમિયાન દસલક્ષણ
મંડળનું પૂજન, તેમજ દસલક્ષણ ધર્મો ઉપર પૂ. ગુરુદેવના ખાસ પ્રવચનો થશે.
વર્ષે ચુંટાએલા કાર્યવાહકોને પણ હાજર રહેવા વિનંતી છે.
તેની તારીખ ૧૦–૧૧ સપ્ટેમ્બર ૧૯૬૧ ની છે.
PDF/HTML Page 4 of 21
single page version
વિના હોતા નથી. તો પરિણામનો કર્તા કોણ? જો એમ માનવામાં આવે કે પરિણામ
છે પણ તેનો કર્તા અન્ય દ્રવ્ય છે, તો પરિણામ અર્થાત્ કાર્યનો આધાર ગુણ અને
એવા અનંતગુણનો આધાર દ્રવ્ય સ્વત: સિદ્ધ ન ઠરે; દ્રવ્યનું લક્ષણ સત્ અને ઉત્પાદ–
વ્યય–ધ્રૌવ્યયુક્ત જે સત્ તે પણ સાબિત ન થાય.
સ્વદ્રવ્યને ન માનતાં પર દ્રવ્યને માને છે તે સ્વ–ગુણને અને સ્વ દ્રવ્યને જ માનતો
નથી.
સ્વત: સિદ્ધ છે. એવી તેની સ્વતંત્ર મર્યાદા છે. “
અકૃતિમ છે અર્થાત્ પર વડે કરવામાં આવે એવાં નથી.
નિમિત્તથી થયા એમ જે માને તો તે દ્રવ્ય–ગુણ–પર્યાય કોઈને સત્ એટલે સ્વત: સિદ્ધ
માનતો નથી. સાંખ્યાદિ મતમાં જેમ ઈશ્વરને લોકનો કર્તા માનવામાં આવે છે તેના
જેવા જ નિમિત્તથી પરનું કર્તાપણું માનનારા મિથ્યાદ્રષ્ટિ છે. એ કર્તાપણાનું મૂળ
અજ્ઞાન છે, જે સ્વતંત્રતાની હિંસા કરનાર છે. (તા. ૨૦–૬–૨૭ ચર્ચાના આધારે)
PDF/HTML Page 5 of 21
single page version
‘દેવનંદી’ હતું; તેઓ વિદેહક્ષેત્રે સીમંધર ભગવાન પાસે ગયા હતા–એવો
લીધે યોગીઓએ તેમને ‘જિનેન્દ્રબુદ્ધિ’ કહ્યા છે.–આવા મહાન આચાર્યના
પ્રવચનો અધ્યાત્મરસથી ભરપૂર હોવા છતાં સરળ અને સહેલાઈથી સમજી
PDF/HTML Page 6 of 21
single page version
છૂટતી નથી. અસ્થિરતાને લીધે પ્રયોજનવશ શરીર–વાણીની કંઈક ચેષ્ટામાં જોડાય છે પણ તેમાં તે અતત્પર છે;
તેને તેની ભાવના નથી, તેમાં તેઓ જ્ઞાન–આનંદ માનતા નથી, માટે તેનાથી તે અનાસક્ત જ છે.
કરવો તેની આ વાત છે.
અપૂર્વ સ્વાદનું વેદન અનુભવમાં થયું, તેથી હવે ધર્મી બાહ્ય વિષયોથી છૂટીને ચૈતન્યસ્વરૂપમાં જ સ્થિર રહેવા
માગે છે, વારંવાર તેનો જ પ્રયત્ન કરે છે, અસ્થિરતાને લંબાવવા માગતા નથી; બાહ્ય વિષયો તેને સુહાવતા
નથી. અને જ્યાં મુનિદશા થાય ત્યાં તો નિર્વિકલ્પ અનુભવમાં વારંવાર ઠરે છે, મુનિની પરિણતિ લાંબોકાળ
બહારમાં રહેતી નથી...તે તો સ્વરૂપમાં જ તત્પર છે, આહાર–ઉપદેશ આદિની ક્રિયાઓમાં અતત્પર છે...તે
સંબંધી વિકલ્પ આવે તેને લંબાવતા નથી, પણ તે વિકલ્પ તોડીને નિર્વિકલ્પસ્વરૂપને વારંવાર અનુભવે છે.
પણ બાહ્યવિષયોમાં કે રાગમાં તત્પર થતા નથી...ક્યારે આ રાગ તોડું ને ક્યારે મારા આનંદમાં ઠરું, એ જ એક
ભાવના છે. જો કે હજી અસ્થિરતા હોવાથી રાગ થાય છે ને મન–વાણી દેહાદિની ક્રિયાઓ ઉપર લક્ષ જાય છે.–
પણ તેમાં ક્યાંય એવી એકાગ્રતા નથી થતી કે પોતાના જ્ઞાન–આનંદને ભૂલી જાય, ને બહારમાં આનંદ માને.
અજ્ઞાનીને એમ જ લાગે છે કે જ્ઞાની રાજપાટમાં ઊભા છે–ખાય છે–પીએ છે–બોલે છે–માટે તેમાં તત્પર છે, પણ
જ્ઞાનીના અંતરંગ પરિણામ વિષયોથી ને રાગથી કેવા પાર છે તેની અજ્ઞાનીને ખબર નથી...ચૈતન્યસુખનો જે
સ્વાદ જ્ઞાનીના વેદનમાં આવ્યો છે તે સ્વાદની અજ્ઞાની વિષયલુબ્ધ પ્રાણીને બિચારાને ગંધ પણ નથી...એટલે
પોતાની દ્રષ્ટિએ જ્ઞાનીને જોવા જાય છે, પણ જ્ઞાનીની વાસ્તવિક દશાને તે ઓળખતો નથી.
સર્વાર્થસિદ્ધિના દેવ કરતાંય વધારે આનંદરસની ધારા ઉલ્લસી છે...સિદ્ધ ભગવાન જેવા પરમ આત્મસુખમાં તે
લીન છે...અહીં તો હજી શરીરને સિંહ ખાતો હોય ત્યાં તો અતીન્દ્રિય આનંદમાં લીનતા સહિત,
એકાવતારીપણે દેહ છોડીને મુનિ તો સિદ્ધની પાડોશમાં સર્વાર્થસિદ્ધિમાં ઉપજ્યા હોય! સિદ્ધશિલાથી
સર્વાર્થસિદ્ધિ ફક્ત બાર જોજન દૂર છે.
વ્યવહારમાં તો એમ કહેવાય કે તીર્થયાત્રા ન કરે તે આળસુ છે. શાંતિનાથ ભગવાનના માતાજી અચિરા–
PDF/HTML Page 7 of 21
single page version
છે કે જે તીર્થયાત્રા ન કરે ને વિષયોમાં જ વર્તે તે;–એ રીતે ત્યાં વ્યવહારમાં એમ કહેવાય; પણ પરમાર્થે તો
ચિદાનંદસ્વરૂપના અનુભવમાંથી બહાર નીકળવું તે પ્રમાદ છે–એટલે કે આળસ છે. ચૈતન્યના આનંદના
અનુભવમાં લીન સંતો તેમાંથી બહાર નીકળવાના આળસુ છે...કેમકે આત્માના અનુભવ સિવાય બીજે ક્યાંય
તેમને સુખ ભાસતું નથી.
નથી કે તેમનો અનુમોદનાર નથી, તેમનાથી સર્વથા ભિન્ન જ્ઞાન–આનંદ સ્વરૂપ જ હું છું.
अन्तः पश्यामि सानन्दं तदस्तु ज्योतिरुत्तमम् ।। ५१।।
તેનાથી સહિત છે; હું મારા આવા સ્વરૂપને અંતરમાં દેખું છું; ઈન્દ્રિયોને બાહ્ય વિષયોથી હઠાવીને
અતીન્દ્રિયજ્ઞાન વડે હું મારા આત્માને દેખું છું–અનુભવું છું, ને તે સિવાય સમસ્ત બાહ્યવિષયો પ્રત્યે હું
અનાસક્ત છું.
અતીન્દ્રિયજ્ઞાનથી જ તે દેખાય છે.–ધર્માત્મા પોતાના જ્ઞાનને વિષયોથી પાછું વાળીને અંતરમાં પોતાના
સ્વરૂપમાં વાળે છે; માટે તે બાહ્ય વિષયોમાં અનાસક્ત છે.
પર દ્રવ્યોથી જુદો જાણીને આત્મા તરફ વળી ગયા છે, અને આત્મા સિવાય બીજે ક્્યાંય સ્વપ્ને પણ આનંદ
ભાસતો નથી, તેથી તેમને જ સમસ્ત બાહ્ય વિષયો પ્રત્યે ખરી અનાસક્તિ હોય છે.
પરમપ્રસન્ન એવો મારો આત્મા જ મારા વિસામાનું ધામ છે–આમ સમકિતી પોતાના આત્માની ભાવના કરતા
થકા તેની જ આરાધના કરે છે. તેને પોતાના આત્મસ્વરૂપનું ચિંતન જ સુખકર લાગે છે, ને ઈન્દ્રિય વિષયો
તો દુઃખકર લાગે છે; માટે તે ધર્માત્મા પોતાની બુદ્ધિમાં આત્માને જ ધારણ કરે છે.
PDF/HTML Page 8 of 21
single page version
વિષયોમાં જ અભ્યાસ છે, તેથી તે બાહ્ય વિષયોથી પાછા ખસીને આત્મ ભાવનામાં આવતાં કષ્ટ લાગે છે.
બાહ્ય વિષયો સહેલા થઈ ગયા છે ને અંતરનો ચૈતન્ય વિષય કઠણ લાગે છે, કેમકે કદી તેનો અનુભવ કર્યો
નથી. અંતરમાં એકાગ્રતાનો પ્રયત્ન કરનાર પૂછે છે કે પ્રભો! આમાં તો કષ્ટ લાગે છે! એમ પૂછવામાં કષ્ટ
કહીને તે છોડી દેવા નથી માગતો પણ ઉગ્ર પ્રયત્નવડે આત્માનો અનુભવ કરવા માગે છે. આચાર્યદેવ કહે છે
કે અરે ભાઈ! શરૂઆતમાં તને કષ્ટ જેવું લાગશે, પણ અંર્તપ્રયત્નથી આત્માનો અનુભવ થતાં એવો અપૂર્વ
આનંદ થશે કે તેના સિવાય બહારના બધા વિષયો કષ્ટરૂપ દુઃખરૂપ લાગશે.
આનંદનો અનુભવ ન હતો ત્યારે તો અંતરના અનુભવનો ઉદ્યમ કરવામાં કષ્ટ લાગતું ને બહારમાં સુખ
લાગતું; તેને આત્માના આનંદની રુચિ (–વ્યવહાર વિશ્વાસ) તો છે પણ હજી અનુભવ થયો નથી, તેથી કષ્ટ
જેવું લાગે છે. પણ જ્યાં અંતરમાં આનંદનો અનુભવ થયો–સ્વાદ ચાખ્યો ત્યાં બહારનો રસ ઊડી ગયો ને
ચૈતન્યના અનુભવમાં જ સુખ છે એટલે હવે તો તેને આત્માના ધ્યાનનો ઉત્સાહ આવ્યો...જેમ વધારે
એકાગ્રતા કરું તેમ વધારે આનંદ ને શાંતિનું વેદન થાય છે. આનંદનો સ્વાદ જ્યાંસુધી ચાખ્યો ન હતો ત્યાંસુધી
તેમાં કષ્ટ લાગતું, પણ હવે જ્યાં આનંદનો સ્વાદ ચાખ્યો ત્યાં ધર્મીને તેમાંથી બહાર નીકળવું કષ્ટરૂપ–દુઃખરૂપ
લાગે છે. અજ્ઞાનદશામાં અનાદિના સંસ્કારને લીધે વિષયો રુચિકર ભાસતા, પણ જ્યાં આત્મભાવનામાં
એકાગ્ર થઈને તેના આનંદનું વેદન કર્યું ત્યાં બાહ્ય સમસ્ત વિષયોની રુચિ છૂટી ગઈ; તેને ચૈતન્યના
અનુભવથી બહાર નીકળીને પરભાવમાં આવવું તે દુઃખ લાગે છે, ને ચૈતન્યસ્વરૂપની ભાવનામાં–એકાગ્રતામાં
જ સુખ લાગે છે. ચૈતન્યનો વારંવાર અભ્યાસ ને ભાવના કરતાં તે સહેલું લાગે છે...તેના આનંદની નિકટતા
થતાં બાહ્ય વિષયોની પ્રીતિ છૂટતી જાય છે, ને આત્માના આનંદનું વેદન થતાં બાહ્ય વિષયોમાંથી સુખબુદ્ધિ
છૂટી જાય છે;–માછલાંની જેમ. જેમ માછલાંની રુચિ શીતળ જળમાં પોષાણી છે, તેમાંથી બહાર તડકામાં કે
અગ્નિમાં આવતાં તે દુઃખથી તરફડે છે. તેમ ધર્માત્મા જ્ઞાનીની રુચિ પોતાના શાંત–ચૈતન્યસરોવરમાં જ
પોષાણી છે, તેની શાંતિના વેદનથી બહાર નીકળીને પુણ્ય કે પાપના ભાવમાં આવવું પડે તે તેમને દુઃખરૂપ
લાગે છે. જેણે આત્માની અતીન્દ્રિય શાંતિ કદી દેખી નથી ને બાહ્ય વિષયો જ દેખ્યા છે તેને આત્માના
અનુભવનો પ્રયત્ન કરતાં શરૂઆતમાં કષ્ટ લાગે છે. પણ જ્યાં તેનો અભ્યાસ અને ભાવના કરે છે ત્યાં તેમાં
ઉત્સાહ આવે છે. અભ્યાસદશામાં જરા કષ્ટ લાગે છે પણ જ્યાં પૂરો પ્રયત્ન કરીને આત્માના આનંદનો
અનુભવ કરે છે ત્યાં ચૈતન્યસુખના રસ પાસે તેને આખું જગત નીરસ લાગે છે, સમસ્ત વિષયો દુઃખરૂપ લાગે
છે. નરકમાં રહેલા કોઈ સમકિતી જીવને આત્માના અતીન્દ્રિય આનંદના વેદનની જે શાંતિ આવે છે, તેવી
શાંતિ મિથ્યાદ્રષ્ટિને સ્વર્ગના વૈભવમાં પણ નથી. અરે! સંયોગમાં શાંતિ હોય કે સ્વભાવમાં? ચૈતન્યના શાંત
જળમાંથી બહાર નીકળીને ઈન્દ્રિયવિષયો તરફ દોડે છે તે જ આકુળતા છે. ને અતી–
PDF/HTML Page 9 of 21
single page version
ને વારંવાર દ્રઢપણે તેમાં એકાગ્રતાનો ઉદ્યમ કર. જ્યાં સુધી આત્માના આનંદનો સ્વાદ અનુભવમાં ન આવે
ત્યાંસુધી જ બાહ્ય ઈંદ્રિયવિષયોમાં પ્રીતિ હોંસ ઉલ્લાસ–સુખ લાગે છે, ને આત્માના અનુભવમાં કષ્ટ લાગે છે;
પણ જ્યાં ચૈતન્યના આનંદનું વેદન થ્યું ત્યાં આત્માના આનંદની જ પ્રીતિ–હોંસ–ઉલ્લાસ–ને ભાવના થાય છે,
પછી તેમાં કષ્ટ નથી લાગતું; અને વિષયો તેને સુખકર નથી લાગતા પણ કષ્ટરૂપ લાગે છે, જ્યાં આનંદ અને
શાંતિનો સ્વાદ આવે તેમાં કષ્ટ કેમ લાગે? જેણે તે સ્વાદ ચાખ્યો નથી તેને જ કષ્ટ લાગે છે;
સુધી જવું કષ્ટરૂપ લાગે છે. પણ જ્યાં એકવાર તે મીઠા કૂવાનું સ્વચ્છ પાણી ચાખ્યું ત્યાં ખારા પાણીનો સ્વાદ
ઊડી ગયો...ને હવે ઘર આંગણે મળતું ખારું પાણી છોડીને અડઘોગાઉ આઘે મીઠું પાણી લેવા જતાં તેને કષ્ટ
નથી લાગતું, વચ્ચે ટાઢ–તડકા તેને નથી નડતા; સ્વાદ ચાખ્યા પછી તેમાં કષ્ટ નથી લાગતું. તેમ અજ્ઞાની જીવે
અનાદિથી સદા બાહ્યઈંદ્રિયવિષયોના આકુળતારૂપ ખારા સ્વાદને જ ચાખ્યો છે, પણ આત્માના અતીન્દ્રિય
અનાકુળ મીઠા સ્વાદને–આનંદને ચાખ્યો નથી, તેથી તેના પ્રયત્નમાં તેને કષ્ટ લાગે છે. પણ જ્યાં અંતર્મુખ
ચૈતન્યકૂવામાં ઊંડે ઊતરીને વિષયાતીત આનંદનો સ્વાદ ચાખ્યો ત્યાં તેના વારંવાર પ્રયત્નમાં તેને કષ્ટ લાગતું
નથી, ઊલટું બાહ્ય વિષયો તેને ખારા લાગે છે–નીરસ લાગે છે. માટે આત્માની જ ભાવના કરવી.
येनाऽविद्यामयं रूपं त्वक्तवा विद्यामयं व्रजेत् ।। ५३।।
તેની જ અભિલાષા કરવી, અને આત્મસ્વરૂપની પ્રાપ્તિને જ પોતાનું ઈષ્ટ બનાવવું, તેમાં જ તત્પર થવું, તે
આત્મસ્વરૂપની ભાવનામાં સાવધાન થવું ને તેનો આદર વધારવો.–આ પ્રકારે આત્મસ્વરૂપની ભાવના
કરવાથી અજ્ઞાનમય બહિરાત્મપણું છૂટીને જ્ઞાનમય પરમાત્મ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે.
ઉત્સાહિત થવું. જ્ઞાનમાં–શ્રદ્ધામાં–ઉત્સાહમાં–વિચારમાં બધાયમાં એક આત્માને જ વિષયરૂપ કરવો. તેને જ
આદરવો.–આમ કરવાથી પરિણતિ બીજેથી ખસીને આત્મા તરફ વળે છે.
पृच्छयं श्रव्यं भवति विदुषाभ्यस्यभावर्जनीयं ।
वेद्यं गद्यं किमपि तदिह प्रार्थनीयं विनेयं,
द्रश्यं स्पृश्यं प्रभवति यतः सर्वदात्मस्थिरत्वं।। ६–४९।।
અભ્યાસવાયોગ્ય છે–૬, ઉપાર્જન કરવાયોગ્ય છે–૭, જાણવાયોગ્ય છે–૮, કહેવાયોગ્ય છે–૯, પ્રાર્થવાયોગ્ય છે–
૧૦, શિક્ષા–ઉપદેશયોગ્ય છે–૧૧, દર્શનયોગ્ય છે–૧૨, અને સ્પર્શન (અનુભવન) યોગ્ય છે,–આમ તેર બોલથી
એટલે કે સર્વપ્રકારે આત્મ–
PDF/HTML Page 10 of 21
single page version
આદરવું. આમ સર્વપ્રકારથી આત્મસ્વરૂપના અનુભવનો પ્રયત્ન કરતાં જરૂર તેની પ્રાપ્તિ થાય છે, ને
અવિદ્યાનો નાશ થઈ જાય છે. અહીં તો અભ્યાસ, શ્રવણ, તત્પરતા, આરાધના, વાંચવું, પૂછવું, દેખવું,
જાણવું–ઈત્યાદિ ઘણા બોલ કહીને એ બતાવ્યું છે કે ખરા જિજ્ઞાસુને આત્મસ્વરૂપના અનુભવની ઝંખના ને
ધગશ કેટલી ઉગ્ર હોય? બીજે બધેયથી પાછો વળીવળીને સર્વ પ્રકારથી એક ચૈતન્યની જ ભાવનાનો પ્રયત્ન
કરે છે. જેમ એકનોએક વહાલો પુત્ર ખોવાઈ ગયો હોય ત્યાં માતા તેને કેવા કેવા પ્રકારે શોધે!! અને કોઈ
તેને તેનો પત્તો મળવાની વાત સંભળાવે તો કેવા ઉત્સાહથી સાંભળે!! તેમ જિજ્ઞાસુને આત્માના સ્વરૂપના
નિર્ણય માટે એવી લય લાગી છે કે વારંવાર તેનું જ શ્રવણ, તેની જ પૃચ્છા, તેની જ ઈચ્છા, તેમાં જ તત્પરતા,
તેનો જ વિચાર કરે છે, જગતના વિષયોનો રસ તેને છૂટતો જાય છે ને આત્માનો જ રસ વધતો જાય છે.–
આવા દ્રઢ અભ્યાસથી જ આત્માની પ્રાપ્તિ (અનુભવ) થાય છે.
જાણકારોને એ જ પૂછે કે ‘ક્્યાંય મારો પુત્ર દેખ્યો?’ એક મિનિટ પણ તેનો પુત્ર તેના ચિત્તમાંથી ખસતો
નથી, દિનરાત તેની પ્રાપ્તિ માટે તીવ્ર ઉત્સુકતાથી ઝૂરે છે...તેમ આત્મસ્વરૂપની જેને જિજ્ઞાસા જાગી છે તે
આત્માર્થી જીવ સત્સમાગમે તેને ઢૂંઢે છે, તેની જ વાત પૂછે છે કે ‘પ્રભો! આત્માનો અનુભવ કેમ થાય?’
આત્મસ્વરૂપને પ્રાપ્ત કરવાની ભાવના દિનરાત વર્તે છે, એક ક્ષણ પણ તેને ભૂલતો નથી...એક આત્માની જ
લય–લગની લાગી છે. આવી લગનીથી દ્રઢ પ્રયત્ન કરતાં જરૂર આત્માનો અનુભવ થાય છે. માટે તે જ કરવા
જેવું છે–એમ આચાર્યદેવનો ઉપદેશ છે.
અનુયાયી વીર્ય’ એટલે કે જેને આત્માની રુચિ જાગી હોય તેનો પ્રયત્ન વારંવાર આત્મા તરફ વળ્યા કરે છે.
એવી ઝૂરણા તે નિરંતર કર્યા કરે છે! તેમ આ ચૈતન્યસ્વરૂપ આત્માની જેને ખરેખરી પ્રીતિ છે તે તેની પ્રાપ્તિ
માટે દિનરાત ઝૂરે છે એટલે કે તેમાં જ વારંવાર પ્રયત્ન કર્યા કરે છે...વિષયકષાયો તેને રુચતા નથી...એક
ચૈતન્ય સિવાય બીજે ક્યાંય તેને ચેન પડતું નથી. એની જ ભાવના ભાવે છે...એની જ વાત જ્ઞાનીઓ પાસે
પૂછે છે... એના જ વિચાર કરે છે. જેમ માતાના વિયોગે નાનું બાળક ઝૂરે છે ને તેને ક્્યાંય ચેન પડતું નથી,
કોઈ પૂછે છે કે તારું નામ શું?–તો કહે છે કે “મારી બા!!! ’ ખાવાનું આપે તો કહે કે ‘મારી બા!!’ એમ
એક જ ઝૂરણા ચાલે છે...માતા વગર તેને ક્્યાંય જંપ વળતો નથી. કેમકે તેની રુચિ માતાની ગોદમાં જ
પોષાણી છે; તેમ જિજ્ઞાસુ આત્માર્થી જીવની રુચિ એક આત્મામાં જ પોષાણી
PDF/HTML Page 11 of 21
single page version
વિચાર...એ જ રટણા...એને માટે જ ઝૂરણા! જુઓ, આવી અંદરની ધગશ જાગે ત્યારે આત્માની પ્રાપ્તિ થાય.
અને આત્માની જેને એકવાર પ્રાપ્તિ થઈ ગઈ–અનુભવ થઈ ગયો તે સમકિતી પણ પછી વારંવાર તેના
આનંદની જ વાર્તા ચર્ચા–વિચાર ભાવના કરે છે.
બીજે ક્્યાંય ઉત્સાહ નથી. આવી જ્ઞાનાનંદસ્વરૂપ આત્માની ભાવનાથી–દ્રઢ પ્રયત્નથી–અજ્ઞાન છૂટીને જ્ઞાનમય
નિજપદની પ્રાપ્તિ થાય છે.
મૂળ છે.
પદનો લાભ તો થોડા જ કાળમાં નાશ પામે છે. ત્રણ લોકનું રાજ્ય પામી
અવિનાશી સુખને પામે છે. માટે સમ્યક્ત્વના લાભ સમાન ત્રણ લોકનો
PDF/HTML Page 12 of 21
single page version
अपरोडशुद्ध द्रव्यार्थिक इति तद्शुद्ध निश्चयो नाम ।। १–६६० ।।
इत्यादिकाश्च–वहवो भेदा निश्चयनयस्य यस्य मते ।
स हि मिथ्या द्रष्टिः स्यात् सर्वज्ञावमानितो नियमात् ।। १–६६१ ।।
નિયમથી સર્વજ્ઞની આજ્ઞાનું અપમાન કરનાર છે, તેથી તે મિથ્યાદ્રષ્ટિ જ છે. ૧–૬૬૧
કથનશૈલીથી જ કરવામાં આવ્યું છે. તેથી જો પરમાર્થદ્રષ્ટિથી જોવામાં આવે તો નિશ્ચયનય એક જ છે અને તે
જ મોક્ષમાર્ગમાં આશ્રય કરવા યોગ્ય છે કેમ કે તેનો આશ્રય લઈને સ્વભાવ સન્મુખ થતાં જ નિર્વિકલ્પ
શુદ્ધાનુભૂતિ પ્રગટે છે. આ રીતે નિશ્ચયનય શું છે અને જીવનમાં સાધકને માટે એનો શું ઉપયોગ છે એનો
વિચાર કર્યો.
આધારે અહીં આ નય અને એના ભેદોને સાંગોપાંગ વિચાર કરીએ છીએ. વાસ્તવમાં વ્યવહાર’ એ
વ્યુત્પત્તિવાળો શબ્દ છે. એ ‘વિ’ અને ‘અવ’ એવા ઉપસર્ગ સાથે ‘હૃ’ ધાતુથી બન્યો છે. ગુણ અને પર્યાય
વગેરેનું આલંબન લઈને અખંડ વસ્તુમાં કોઈ પ્રકારનો ભેદ કરવો એવો એનો અર્થ થાય છે. એક તો એ
વિકલ્પાત્મક શ્રુતજ્ઞાનનો એક ભેદ છે. બીજું એ ભેદની મુખ્યતાથી જ વસ્તુનો સ્વીકાર કરે છે. તેથી જેટલા
કોઈ વ્યવહારનય છે તે ઉદાહરણ સહિત વિશેષણ–વિશેષ્યરૂપ જ હોય છે.
व्यवहारापरनामा पर्यायार्थो नयो न द्रव्यार्थः ।। १–५९६ ।।
PDF/HTML Page 13 of 21
single page version
व्यवहरणं व्यवहारः स्यादिति शब्दार्थतो न परमार्थः ।
स यथा गुणगुणिनोरिह सदभेदे भेदक्रणं स्यात् ।। १–५२२।।
भवति विवक्ष्यो हि यदा व्यवहारनयस्तदा श्रेयात् ।। १–५२३।।
सो चिय भेदुवयारा जाण फुडं होइ ववहारो ।। २३६।।
तदसन्न गुणोऽस्ति यतो न द्रव्यं नोभयं न तद्योगः ।
केवलमद्वैतं सत्भवतु गुणो वा तदेव सद् द्रव्यम् ।। १–६३५।।
केवलमनुभवितारस्तस्य च मिथ्याद्रशो हतास्तेऽपि ।। १–६३६।।
PDF/HTML Page 14 of 21
single page version
PDF/HTML Page 15 of 21
single page version
अन्य द्रव्यस्य गुणाः संजायन्ते बलादन्यत्र ।। १–५२९।।
PDF/HTML Page 16 of 21
single page version
કે મૂર્ત એ પુદ્ગલોનો ધર્મ છે. તે પુદ્ગલોને છોડીને જીવમાં ત્રણકાળમાં સંક્રમણ પામી શકતો નથી અને જ્યારે
તે જીવમાં સંક્રમણ પામી શકતો નથી ત્યારે જે ક્રોધાદિ ભાવોનું ઉપાદાન કારણ જીવ છે તેમાં તે ત્રણકાળમાં
પ્રાપ્ત થઈ શકતો નથી. જો તે ભાવોના નૈમિત્તિક હોવા માત્રથી તેનામાં મૂર્ત ધર્મની ઉપલબ્ધિ થાય છે તો
અજ્ઞાનદશામાં પણ ક્રોધાદિભાવોનો કર્તા જીવ ન હોતાં પુદ્ગલ થઈ જશે અને આ રીતે આ ભાવોનું કર્તૃત્વ
પુદ્ગલમાં ઘટવાથી પુદ્ગલ જ તે ભાવોનું ઉપાદાન ઠરશે કે જે યોગ્ય નથી. માટે રાગાદિ ભાવોને મૂર્ત માનીને
અસદ્ભૂત વ્યવહારનયનું જે લક્ષણ આપવામાં આવે છે તે ન આપવું જોઈએ. આ એક પ્રશ્ન છે. સમાધાન એ
છે કે અહીં જીવની રાગાદિરૂપ અવસ્થાથી ત્રિકાળી જ્ઞાયકસ્વભાવી જીવને ભિન્ન કરવો છે. તેથી બધા વૈભાવિક
ભાવોથી વ્યાપ્તિ પુદ્ગલ કર્મોની સાથે ઘટિત થઈ શકવાને કારણે તેને અધ્યાત્મશાસ્ત્રમાં પૌદ્ગલિક કહેવામાં
આવ્યા છે. અને આ રીતે તે પૌદ્ગલિક છે એમ નક્કી થતાં તેને મૂર્ત્ત માનવામાં પણ કોઈ બાધા આવતી નથી
કેમકે મૂર્ત કહો કે પૌદ્ગલિક (કહો) એક જ અર્થ છે. આ ભાવો પૌદ્ગલિક છે. એનો નિર્દેશ સ્વયં આચાર્ય
કુન્દકુન્દે સમય પ્રાભૃત ગાથા પ૦ થી પપ સુધી કર્યો છે. તેઓ ગાથા પપમાં ઉપસંહાર કરતાં કહે છે –
जेण दु एदे सव्वे पुग्गलदव्वस्य परिणामा ।। ५५।।
એની ટીકા કરતાં આચાર્ય અમૃતચન્દ્ર કહે છે –
આચાર્ય કુન્દકુન્દ કહે છે–
ण य हुंति तस्स ताणि दु उवओग गुणाधिगो जम्हा ।। ५७।।
હોતો નથી તેવી જ રીતે વર્ણથી માંડીને આ ગુણસ્થાન
PDF/HTML Page 17 of 21
single page version
સમાધાન કર્યું છે. તેઓ કહે છે :–
स्तदपेक्षया। तारतम्य ज्ञापनार्थं रागादीनामशुद्धनिश्चयो भण्यते। वस्तुतस्तु शुद्धनिश्चयायेक्षया
पुनरशुद्धनिश्चठयोऽपि व्यवहार एवेति भावार्थः।
તો અશુદ્ધનિશ્ચયરૂપ સંબંધ હોવો જોઈએ.
અશુદ્ધનિશ્ચયરૂપ કહેવામાં આવે છે. પરંતુ વાસ્તવિક રીતે શુદ્ધનિશ્ચયની અપેક્ષાએ અશુદ્ધનિશ્ચય પણ વ્યવહાર
જ છે એ ઉક્ત કથનનો ભાવાર્થ છે.
कथ्यते सोऽपि शुद्धनिश्चनयेन पुद्गलबन्धः एव ।
રાગાદિ ભાવોને આત્માથી સંયુક્ત બતાવવામાં ઉપાદાનની મુખ્યતા ન હોતાં બંધપર્યાયની મુખ્યતા છે. કેમ કે
એ પૌદ્ગલિક કર્મોના સદ્ભાવમાં જ થાય છે, અન્યથા થતાં નથી. અને જો એ પૌદ્ગલિક કર્મોના સદ્ભાવમાં
જ થાય છે તો એને મૂર્તરૂપે સ્વીકારવાનું ન્યાયસંગત જ છે. અહીં બે દ્રષ્ટિ છે:– એક ઉપાદાનદ્રષ્ટિ અને બીજી
સંયોગદ્રષ્ટિ. રાગાદિને અનાત્મીય કહેવામાં સંયોગદ્રષ્ટિની જ મુખ્યતા છે, નહિતર એનો ત્યાગ કરવાનું બની
શકે નહી. અહીં એમને મૂર્ત અથવા પૌદ્ગલિક માનવાનું એ જ કારણ છે.
વ્યવહારનય જ છે એમ અહીં નિશ્ચય કરવો જોઈએ. (ક્રમશ:)
PDF/HTML Page 18 of 21
single page version
વંદી કહું શ્રુતકેવળી કથિત આ સમયપ્રાભૃત અહો! ૧
જે સિદ્ધપદ, તેને સાધવાનો જે ભાવ પ્રગટ્યો એટલે સિદ્ધસન્મુખ જવાનું શરૂ કર્યું–તે જ માંગલિક છે.
અત્યારસુધી અનંતા સિદ્ધભગવંતો થયા તે સર્વને ભાવસ્તુતિ તથા દ્રવ્યસ્તુતિ વડે પોતાના આત્મામાં તથા
પરના આત્મામાં સ્થાપીને આ સમયસાર શરૂ કરું છું. ભાવસ્તુતિ એટલે અંતર્મુખ નિર્વિકલ્પ શાંતરસનું
પરિણમન અને દ્રવ્યસ્તુતિ એટલે સિદ્ધોના બહુમાનનો વિકલ્પ તથા વાણી; એમ બંને પ્રકારે સ્તુતિ કરીને,
મારા તેમ જ શ્રોતાજનોના આત્મામાં અનંત સિદ્ધભગવંતોને સ્થાપું છું. મારો “આત્મા કેવડો? કે અનંતા
સિદ્ધોને પોતામાં સમાવી દે તેવડો. આત્મામાં જ્યાં સિદ્ધોને સ્થાપ્યા ત્યાં હવે તેમાં રાગ રહી શકે નહિ. જ્યાં
સિદ્ધોનો આદર કર્યો ત્યાં રાગનો આદર રહે નહિ; એટલે સિદ્ધને પોતામાં સ્થાપતાં જ રાગ સાથેની
એકત્વબુદ્ધિ તૂટી ગઈ, પંચમકાળનો સાધક આત્મા પોતાના સિદ્ધપદ માટે પ્રસ્થાનું મૂકે છે. હે સિદ્ધભગવંતો!
સિદ્ધપદને સાધવા હું ઉપડ્યો છું ત્યાં શરૂઆતમાં જ મારા આત્મામાં આપને સ્થાપું છું અને હે શ્રોતાજનો!
તમારા આત્મામાં પણ સિદ્ધપણું સ્થાપું છું. હોંસથી હા પાડજો! ના ન પાડશો. અમારો શ્રોતા એવો જ હોય કે
જે પોતાના આત્મામાં સિદ્ધપણું સ્થાપીને સાંભળે છે. એકલા રાગમાં ઊભો રહીને નથી સાંભળતો, પણ પહેલે
ધડાકે સિદ્ધપદના ભણકાર લેતો આવે છે. “હું સિદ્ધ...તું સિદ્ધ” –એમ શ્રવણ કરતાં જ આત્મા અંદરથી હકાર
કરતો આવે છે.
અવકાશ છે કે અનંતા સિદ્ધપરમાત્મા સર્વજ્ઞોને પોતામાં સ્થાપીએ છીએ.
સંસારથી–રાગથી જુદો પડીને સિદ્ધની–શુદ્ધાત્માની નાતમાં ભળું છું.
PDF/HTML Page 19 of 21
single page version
અહા, ભરતક્ષેત્રમાં જન્મીને દેહસહિત જેમણે વિદેહક્ષેત્રના તીર્થંકરના સાક્ષાત્ દર્શન કર્યા તેમની પાત્રતા અને
પુણ્યની શી વાત!!
ધ્યેયરૂપ છે તે સિદ્ધભગવંતનું સ્વરૂપ ચિંતવીને અને તેમના સમાન પોતાના સ્વરૂપને ધ્યાવી–ધ્યાવીને
સંસારીજીવો પણ તેમના જેવા સિદ્ધ થઈ જાય છે. જેણે અંતરમાં સિદ્ધને સ્થાપ્યા તે સિદ્ધનો વારસ થયો, તે
સિદ્ધનો સાધક થયો; જેવા સિદ્ધપરમાત્મા છે તેવો જ હું છું, એમ સ્વભાવની મુખ્યતા કરીને રાગને ગૌણ કરી
નાખ્યો, એમાં પરમ આસ્થા થઈ તે સિદ્ધસમાન પોતાના શુદ્ધાત્માને ધ્યાવીને જીવ પોતે સિદ્ધ થઈ જાય છે.
જેમ બાળક માતાને ધાવીધાવીને પુષ્ટ થાય છે, તેમ સાધક જીવ સિદ્ધસમાન પોતાના શુદ્ધસ્વરૂપને
ધ્યાવીધ્યાવીને સિદ્ધપદને સાધે છે.
આત્મામાં પધરાવીને આ સમયસાર શરૂ કર્યું છે.
હોવાથી ધ્રુવ છે, તેમાં હવે વિનાશીકતા નથી, એ સાદિઅનંત એવી ને એવી ટકી રહેશે ચારે વિભાવગતિઓને
અને તેના કારણરૂપ વિભાવભાવોને મારા આત્મામાંથી કાઢી નાખીને આવા સિદ્ધભગવંતોને સ્થાપ્યા છે,
એટલે હવે પરિણતિનો પ્રવાહ વિભાવમાંથી પાછો વળીને સ્વભાવ તરફ વળ્યો છે. વ્યવહાર અને નિમિત્તનું
ઉપાદેયપણું કાઢી નાખીને એકલા સ્વભાવનું જ ઉપાદેયપણું દ્રષ્ટિમાં લીધું છે. જુઓ આ સિદ્ધપદના સાધકનું
માંગળિક!” પુત્રનાં લક્ષણ પારણામાંથી જણાય” તેમ સિદ્ધપદને સાધવા જે ઊભો થયો તેના આવા લક્ષણ
શરૂઆતમાં જ હોય છે. પહેલેથી જ જે રાગની રુચિ ને હોંસ કરે છે તેનામાં સિદ્ધપદને સાધવાનાં લક્ષણ નથી.
સિદ્ધપદને સાધવા જે જાગ્યો તે પહેલે જ ધડાકે સિદ્ધપદને જ આત્મામાં સ્થાપીને રાગ અને વિકલ્પની રુચિને
કાઢી નાખે છે: આહા! –
આવી જાય–એમ બનતું નથી. “સિદ્ધ–સિદ્ધ’ ના ભણકારા કરતો જાગ્યો તે બીજે ક્યાંય રાગાદિમાં અટકતો
નથી. જુઓ આ સિદ્ધપદ માટે સાધકના મહા માંગળિક!
આચાર્યદેવને પોતાને તો મિથ્યાત્વાદિ મોહનો નાશ થયો છે, પણ હજી જરાક સંજ્વલન કષાય બાકી છે તેનો
નાશ કરવા માટે આ સમયસારનું પરિભાષણ કરે છે, અને શ્રોતામાં જેને જે પ્રકારનો મોહ હોય તેના નાશને
માટે આ શ્રવણ કરજો. એટલે વક્તા અને શ્રોતામાં જેને જે પ્રકારે મોહ હોય તેના નાશને માટે આ સમયસાર
શરૂ કરવામાં આવે છે. આ સમયસાર સમજે તેના મોહનો નાશ થઈ જશે–એમ આચાર્યદેવના કોલકરાર છે.
PDF/HTML Page 20 of 21
single page version
સિદ્ધ ન થવા વિષે શ્રી બાહુબલીનું ઉદાહરણ છે. ગા. ૪પ માં કહે છે કે :–
આવ્યો હતો. હવે તે રાજકુમારી તથા તેની માતા વગેરેની ઈચ્છા રૂપ અને ગુણનિધાન એવા
મધુપિંગલને પસંદ કરવાની હતી પણ સગરને રાજી કરવા માટે સગરના મંત્રી કપટ કરીને
મધુપિંગલને રાજકન્યા ન વરે તે માટે કલ્પિત સામુદ્રિક શાસ્ત્ર નવું બનાવી મધુપિંગલને દોષ લગાડ્યો
કે આનાં નેત્ર પિંગલ (માંજરા) છે, જે કન્યા આને વરે તે મરણ પામે. ત્યારે રાજકન્યાએ સગરના
ગળામાં વરમાળા નાખી, મધુપિંગલને વરી નહીં તેથી મધુપિંગળે વિરક્ત થઈ દિક્ષા લીધી. પછી માસ
માસના ઉપવાસના પારણે નગરમાં આવતાં સાંભળવામાં આવ્યું કે આ રાજકુમાર તો સર્વાંગ નિર્દોષ
જ છે એમ સામુદ્રિક શાસ્ત્રમાં આવે છે પણ સગરના મંત્રીએ કપટથી ખોટું શાસ્ત્ર બનાવ્યું તેથી કન્યા
આને ન વરી. આમ સગરના મંત્રીનું કપટ જાણી (પરમાં ઈષ્ટ–અનિષ્ટપણાની દ્રષ્ટિ હોવાથી) ક્રોધવડે
નિદાન કર્યું કે મારા તપનું ફળ આ થાઓ કે “જન્માન્તરમાં સગરના કુળને નિર્મૂળ કરું” ત્યાર પછી
મધુપિંગલ મરીને મહાકાલાસુર નામે અસુરદેવ થયો.
(ચાવલ) એમ અર્થ કરવાને બદલે વ્રીહિ એટલે બકરાં એવો અર્થ કરીને તેને યજ્ઞમાં હોમવાં એમ
હિંસાની પુષ્ટી કરેલી તેને) પશુની હિંસારૂપ યજ્ઞનો સહાયી થવા કહ્યું ને સગરરાજાને યજ્ઞનો ઉપદેશ કરી
યજ્ઞ કરાવ, તારા યજ્ઞનો હું સહાયી થઈશ, એમ કહ્યું ત્યારે સગરરાજા પાસે યજ્ઞ કરાવી પશુ હોમ્યા. તે
પાપથી સગર સાતમી નરકે ગયો અને કાળાસુર સહાયક થઈ યજ્ઞકર્તાને સ્વર્ગે જતો દેખાડ્યો એમ
મધુપિંગલે દ્રવ્યમુનિ થઈને ઉંધી માન્યતા વશ નિદાન કરી મહાપાપ ઉપાર્જન કર્યા. તેથી આચાર્ય કહે છે
કે પરમાં કર્તાપણું–ઈષ્ટ–અનિષ્ટપણું તથા સંયોગથી ભલુ ભુંડું માનનાર ત્યાગી મુનિ થાય તો પણ ભાવ
બગડે છે ને તેથી સિદ્ધિ પામતા નથી.