Atmadharma magazine - Ank 215
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 25
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૮
સળંગ અંક ૨૧૫
Version History
Version
Number Date Changes
001 Apr 2004 First electronic version.

PDF/HTML Page 2 of 25
single page version

background image
વર્ષ અઢારમું : અંંક ૧૧ મો સંપાદક : ભાનુભાઈ મુળજીભાઈ લાખાણી ભાદરવો : ૨૪૮૭
રત્નોની ખાણ
જેમ રત્નોની ખાણમાંથી રત્નો નીકળે, તેમ
ચૈતન્યરત્નની ધ્રુવખાણ આત્મા છે, તેમાંથી સમ્યગ્દર્શન–
જ્ઞાન–ચારિત્રરૂપ રત્નો નીકળે છે પણ, જેમ લોઢાની
ખાણમાંથી હીરા ન નીકળે, તેમ વિકારની ખાણ ખોદે તો
તેમાંથી સમ્યગ્દર્શનાદિ રત્નો ન નીકળે માટે આચાર્યદેવ કહે
છે કે હે જીવ? તારા અંતર–સ્વભાવમાં ઊંડો ઊતરીને
ચૈતન્યરત્નોની ધ્રુવ ખાણમાંથી સમ્યગ્દર્શનાદિ રત્નો કાઢ
(પ્રવચનમાંથી)
[૨૧પ]

PDF/HTML Page 3 of 25
single page version

background image
: ૨ : આત્મધર્મ : ૨૧પ
રેકોર્ડિંગ રીલ પ્રવચન પ્રચાર તથા વિદ્વાનો દ્વારા પ્રવચન પ્રચાર
સોનગઢમાં તા–૧૧–૯–૬૧ ના રોજ શ્રીદિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ અંતર્ગત મુમુક્ષુ મહામંડલની
સ્થાપના થઈ છે, તેનો ઉદેશ તથા નિયમાવલિ દરેક ગામના મુમુક્ષુ મંડલને મોકલાવવામાં આવશે.
તે મીટીંગ વખતે આ મહામંડલની કેટલીક પેટા સમિતિઓ નીમવામાં આવી છે. તે મધ્યે એક પ્રચાર
સમિતિ પણ છે. તેનો ઉદેશ એ છે કે પરમપૂજ્ય સુદ્ગુરુદેવશ્રી કાનજી સ્વામી જે જૈનતત્ત્વ જ્ઞાનનો સદુપદેશ
તેમની અમોઘ, આત્મસ્પર્શી, અમૃતમય વાણી દ્વારા આપી રહ્યા છે તેનો વિશ્વમાં ખૂબ ફેલાવો થાય. એ
ઉદેશને સફળ બનાવવા માટે નીચે મુજબ યોજનાઓ વિચારવામાં આવી છે.
(૧) સમયસારાદિ જેવાં પરમાગમો ઉપર પૂજ્ય ગુરુદેવશ્રી જે મહત્વપૂર્ણ પ્રવચનો આપે છે તેનાં
ટેઈપ રેકોડિંગ રીલો ઉતારવાં. તે રીલો દ્વારા પ્રચાર માટે નીચેની યોજના છે.
. જે ગામના મુમુક્ષુ મંડલ પાસે રેકોડિંગ મશીન હોય તેઓ પોતાના ગામમાં વગાડવા માટે જેટલાં
રીલો મંગાવશે તેટલાં તેમને મોકલી આપવામાં આવશે. તે રીલો જરાપણ બગડે નહિ એવી સાવધાની પૂર્વક
તેનો ઉપયોગ કરવાનો રહેશે. આવા દરેક રીલ દીઠ ડીપોઝીટ તરીકે રૂા. ૨પ લેવામાં આવશે ને રીલો પાછાં
આવી જશે ત્યારે ડીપોઝીટની રકમ ખર્ચ કાપીને પાછી આપવામાં આવશે. એકીસાથે આઠ રીલો મોકલી
શકાશે. તે દરેકમાં ચાર ચાર વ્યાખ્યાનો ઉતારેલાં હોય છે એટલે કુલ ૩૨ વ્યાખ્યાનોનો લાભ મળી શકશે.
રીલો વગાડી લીધાં પછી તુરત જ પાછાં અહીં મોકલી આપવાં ને બીજાં રીલોની જરૂર હોય તો મંગાવવાં.
. જે ગામના મુમુક્ષુ મંડળ પાસે રેકોડિંગ મશીન ન હોય પણ ટેઈપ રેકોડિંગ રીલ પ્રવચનોનું શ્રવણ
કરવાની ભાવના હોય તેઓ અમોને જણાવે તો તેમના ગામે રેકોર્ડિંગમશીન તથા રેકોર્ડિંગ રીલો લઈને આ
કાર્ય માટે નિયુક્ત કરવામાં આવેલ એક ભાઈને મોકલવામાં આવશે. ને ત્યાં અનુકુળતા મુજબ તે પ્રવચનોનાં
રેકોર્ડિંગ રીલો સંભળાવશે. આવનાર ભાઈનું રેલ્વેભાડું, ગાડીભાડું, મજૂરી વગેરે ખર્ચ જે જે ગામે તે ભાઈ
જાય ત્યાંના મુમુક્ષુ મંડળે આપવાનું રહેશે.
ઉપરની કલમ તથા . માં જણાવ્યા મુજબનો લાભ જે મુમુક્ષુ મંડળ લેવા ઈચ્છતું હોય તેણે પોતાના
મંડળના પ્રમુખ તથા સેક્રેટરી. દ્વારા અમોને જણાવવું.
(મશીન પગાર, તથા રેકોર્ડિંગ રીલોનો સર્વે ખર્ચ મુંબઈના એક ઉદાર સદ્ગૃહસ્થ તરફથી આપવામાં
આવ્યો છે.)
પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનાં શ્રીમુખે પ્રવચનોનું શ્રવણ કરવું તે મુમુક્ષુઓ માટે અત્યંત હિતાવહ છે. અને
તે માટે સોનગઢ આવીને તેઓશ્રી નો પ્રત્યક્ષ લાભ લેવો જોઈએ પરંતુ આવો પ્રત્યક્ષ લાભ અનેક કારણોસર
જેઓ ન લઈ શકે તેઓ પણ પૂજ્ય ગુરુદેવશ્રી દ્વારા પ્રતિપાદિત જૈન તત્ત્વજ્ઞાનનો યત્કિાંચિત્ લાભ પ્રાપ્ત કરી
શકે એ હેતુ લક્ષમાં રાખીને પ્રવચન આપી શકે તેવા પસંદ કરેલા યોગ્ય વિદ્વાનોને વર્ષમાં અમુક દિવસો માટે
મોકલવામાં આવશે. આ માટે જે ગામના મુમુક્ષુ મંડળ તરફથી માગણી આવશે તે ગામે એક એક વિદ્વાનને
મોકલવામાં આવશે. જે ગામના મુમુક્ષુઓ આનો લાભ લેવા ઈચ્છતા હોય તેમણે કયા દિવસો તેમને અનુકુળ
છે અને કેટલા દિવસો આવનાર વિદ્વાનને તેઓ રોકવા ઈચ્છે છે તેની વિગત જણાવવાની રહેશે. તે વિગત
આવ્યા પછી પસંદ કરેલ વિદ્વાનોમાંથી એકને મોકલવામાં આવશે. આવનાર વિદ્વાનને આવવાજવાનું
રેલ્વેભાડું વગેરે જે કાંઈ ખર્ચ થાય તે તે ગામના મંડળે આપવાનું રહેશે. ઉપરની સર્વ બાબતો માટે પત્ર
વ્યવહાર નીચેના સરનામે કરવો;–
વ્યવસ્થાપક, પ્રચાર વિભાગ, શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર).
પત્રનો જવાબ કોના ઉપર અને કયા સરનામે આપવો તે લખી જણાવવું.

PDF/HTML Page 4 of 25
single page version

background image
ભાદરવો : ૨૪૮૭ : :
પ ચ ર ત્ન
* * * * *
શ્રી પ્રવચનસારની છેલ્લી પાંચ ગાથા ખાસ સારભૂત હોવાથી આચાર્યદેવે તેને
પંચરત્ન કહ્યા છે, તેના ઉપર પૂ. ગુરુદેવના સુંદર પ્રવચનો અહીં આપ્યા છે.
[પ્રવચનસાર ગાથા ૨૭૧ થી ૨૭પ ઉપરનાં પ્રવચનોમાંથી]
આચાર્યદેવ કહે છે કે શાસ્ત્રનાં મુગટમણિ જેવાં આ પાંચ નિર્મળ રત્નો
જયવંત વર્તો!
પ્રવચનસારની છેલ્લી પાંચ ગાથાઓને આચાર્યદેવે “પંચરત્નો’ કહ્યાં છે; કેવાં
છે તે પંચ રત્નો? શાસ્ત્રને કલગીનાં અલંકાર સમાન છે, ટૂંકામાં ભગવાન
અર્હંતદેવના આખાય શાસનને પ્રકાશનારાં છે, અને સંસાર તથા મોક્ષની ભિન્નભિન્ન
સ્થિતિને જગત સમક્ષ પ્રગટ કરે છે;–સંસારનો પંથ, અને મોક્ષનો પંથ,–એ બંનેની
વિલક્ષણ સ્થિતિને આ પાંચરત્નો પ્રકાશે છે. આવા આ નિર્મળ પાંચરત્નો (ગાથા
૨૭૧ થી ૨૭પ) જયવંત વર્તો.
જે ચીજ ઉત્તમ હોય તેને રત્ન કહેવાય છે. પાણીમાં જે ઉત્તમ હોય તેને
જલરત્ન કહેવાય છે, ઉત્તમ પુત્રને પુત્રરત્ન કહેવાય છે, તેમ આ પાંચ ઉત્તમ સૂત્રોને
પંચરત્ન કહ્યાં છે. રત્નની જેમ તેનો પ્રકાશ સંસાર અને મોક્ષના માર્ગને સ્પષ્ટપણે
પ્રકાશે છે.–શુ સંસારનો માર્ગ છે, ને શું મોક્ષનો માર્ગ છે, તે સ્પષ્ટપણે પ્રકાશીને
જીવોને મોક્ષમાર્ગમાં જોડે છે. સંસારતત્ત્વને જયવંત નથી કહેતા, પણ સંસારતત્ત્વનું
સ્વરૂપ બતાવનારું આ સૂત્ર તથા તેનું સમ્યગ્જ્ઞાન તે જયવંત વર્તો.
સિદ્ધભગવંતો ત્રણ લોકના ચૂડામણિ છે, તેમ આ પાંચ ગાથાઓ તે આ
પ્રવચનસારશાસ્ત્રની કલગીનાં અલંકાર ચૂડામણિ છે. (૧) સંસારતત્ત્વ શું, (૨)
મોક્ષતત્ત્વ શું, (૩) મોક્ષનું સાધનતત્ત્વ, (૪) મોક્ષના સાધનરૂપ જે શુદ્ધોપયોગ–તે
જ મોક્ષાર્થીના સર્વ મનોરથનું સ્થાન છે, અને (પ) શાસ્ત્રનું ફળ જે જ્ઞાનાનંદસ્વરૂપ
આત્માની પ્રાપ્તિ–એનું સ્વરૂપ પ્રકાશનારા આ પાંચ રત્નો જયવંત વર્તો.
હવે અનુક્રમે તે દરેક તત્ત્વનું સ્વરૂપ પ્રકાશે છે :–

PDF/HTML Page 5 of 25
single page version

background image
: ૪ : આત્મધર્મ : ૨૧પ
[૧]
હવ પહલ રત્ન : : : ગથ : ૨૭૧ :
ત્ત્ સ્રૂ પ્ર
સમયસ્થ હો પણ સેવી ભ્રમ અયથા ગ્રહે જે અર્થને,
અત્યંત ફળસમૃદ્ધ ભાવી કાળમાં જીવ તે ભમે. ૨૭૧.
જે જીવ વ્યવહારથી જૈનશાસનમાં રહેલો હોય, દ્રવ્યલિંગી થઈને પંચમહાવ્રતાદિ પાળતો હોય, પણ
અંતરમાં અજ્ઞાનને લીધે તત્ત્વોને વિપરીતપણે શ્રદ્ધતો હોય તે જીવ મિથ્યાશ્રદ્ધાને લીધે, દીર્ઘકાળ સુધી
સંસારમાં પરિભ્રમણ કરશે.
સંસારમાર્ગમાં આગેવાન કોણ, સંસારતત્ત્વમાં સૌથી મોટો કોણ? તો કહે છે કે દ્રવ્યલિંગી મિથ્યાદ્રષ્ટિ
સાધુ તે સંસારતત્ત્વ જ છે. કેવો છે તે? સ્વયં અવિવેકથી તેણે પદાર્થોને અન્યથા જ અંગીકાર કર્યાં છે, ઊંધી
દ્રષ્ટિથી પદાર્થોનું સ્વરૂપ વિપરીતપણે જ સમજે છે, પોતાનો અભિપ્રાય જ વિપરીત હોવાથી તે શાસ્ત્રોના
આશયને પણ વિપરીતપણે જ ગ્રહણ કરે છે, ભગવાનનો અને શ્રુતજ્ઞાની સંતોનો અભિપ્રાય પણ તે
અવિવેકને લીધે ઊંધો જ ગ્રહણ કરે છે, સ્વયં અવિવેકને લીધે તેને મિથ્યાત્વની મહોર લાગી છે; ઊંધી દ્રષ્ટિથી
“આ તત્ત્વ આમ જ છે” એમ ખોટા નિશ્ચય વડે અતત્ત્વશ્રદ્ધા દ્રઢ કરે છે. આ બધું કોઈ પરને લીધે નથી થતું
પણ તે જીવ પોતે સ્વયં અવિવેકી હોવાથી, અને મહા મોહમળથી મલિન છે તેથી જ તે વિપરીતરૂપે પદાર્થનું
સ્વરૂપ માનીને, અતત્ત્વશ્રદ્ધાન કરે છે.–આવા જીવો ભલે દ્રવ્યલિંગી મુનિ થઈને જિનશાસનમાં રહ્યા હોય તો
પણ તે સંસારતત્ત્વ જ છે, તે શ્રમણ નથી, પણ શ્રમણાભાસ છે. સંસારતત્ત્વ એટલે કે બધાય મિથ્યાદ્રષ્ટિ જીવો
કેવા હોય તેના ઉપર આ ગાથા–રત્ન પ્રકાશ પાડે છે. આ રીતે વિપરીતમાન્યતા જેનું મૂળ છે એવું સંસારતત્ત્વ,
તેનું સ્વરૂપ બતાવીને તેનાથી છોડાવે છે. સ્વયં અવિવેકથી ઊંધી શ્રદ્ધા એવી દ્રઢ કરી છે કે તેમાં સંદેહ કરતો
નથી, ‘આ આમ જ છે’ એમ નિશ્ચય કર્યો છે, તેણે મહા મોહ મળને એકઠો કર્યો છે, શાસ્ત્ર વાંચે તો તેમાંથી
પણ ઊંધી દ્રષ્ટિને લીધે મોહમળને જ ભેગો કરે છે,–આવા જીવો વ્રત–તપ કરતા હોય, સંયમ પાળતા હોય
તોપણ મિથ્યા અભિપ્રાયને લીધે અનંતકાળ સુધી અનંત ભાવાંતર કરીને ભવભ્રમણમાં રખડશે–તેથી તેને
સંસારતત્ત્વ જ જાણવું–તે દ્રવ્યલિંગી શ્રમણ થયો તેથી સંસારતત્ત્વમાંથી જરાય બહાર નીકળ્‌યો હશે–એમ સંદેહ
ન કરવો. સ્પષ્ટપણે આ સૂત્રરત્ન તેના ઉપર પ્રકાશ નાખે છે કે આ પણ સંસારતત્ત્વ જ છે, એનામાં ધર્મ કે
મોક્ષમાર્ગનો અંશ પણ નથી. માટે જેને ખરેખર સંસારતત્ત્વથી છૂટવું હોય તેણે યથાર્થતત્ત્વનો નિશ્ચય કરીને
વિપરીત અભિપ્રાયરૂપ મોહમળને નષ્ટ કરવો. અહો, આ રત્નવડે અમૃતચંદ્રાચાર્યે મિથ્યાત્વનાં ઝેર ઉતારી
નાખ્યાં છે.
અરે, અવિવેકી ઊંધી દ્રષ્ટિવાળા જીવો મોહમળથી મલિન મનવાળા છે, તેઓ જગતના એક પરમાણુને
પણ ઊંધી દ્રષ્ટિમાંથી બાકી રાખતા નથી, પરમાણુને પણ પરાધીન માને છે; અરે, ત્રણ લોકના નાથ
સિદ્ધપરમાત્માને પણ બાકી રાખતા નથી, તે સિદ્ધભગવંતોને પણ નિમિત્તના

PDF/HTML Page 6 of 25
single page version

background image
ભાદરવો : ૨૪૮૭ : :
અભાવને લઈને લોકાગ્રે રહેવું પડ્યું છે–એમ તે પરાધીન માને છે. શું થાય! પોતાની દ્રષ્ટિમાં જ જ્યાં
પરાધીનતા છે ત્યાં આખું જગત–સિદ્ધપરમાત્મા કે પરમાણુ એ બધાય–તેને પરાધીન ભાસે છે. ઊંધી દ્રષ્ટિરૂપ
કુહાડાવડે પિતા અને પિતામહ એવા સંતો અને સર્વજ્ઞોના અભિપ્રાયનો તે ઘાત કરે છે. તે જીવ ઊંધા
અભિપ્રાયને લીધે અનંત જન્મમરણ કરીને સંસારમાં રખડશે, તેથી તેને સંસારતત્ત્વ જાણવું. જ્યાં જ્યાં આવો
ઊંધો અભિપ્રાય હોય ત્યાં ત્યાં સંસારતત્ત્વ જાણવું. જગતનો ગમે તે જીવ હો–પણ જો આવા ઊંધા અભિપ્રાય
સહિત હોય તો તે સંસારતત્ત્વ જ છે–એમ સમજવું. તે શ્રવણ–વાંચન–મનન કે સંયમ ગમે તે કરે તેમાં
વિપરીત માન્યતારૂપી ઝેર ભેગું ભેળવીને જ કરે છે; તેવા જીવોને સ્વરૂપમાં રમણતારૂપ શ્રમણપણું હોતું નથી,
તેઓ શ્રમણાભાસ છે.–ચિદાનંદનો અનુભવ તો તેને છે નહિ, એટલે કર્મફળના ઉપભોગને જ ભોગવે છે;
કર્મફળના ભોગવટાથી જે ભયંકર છે એવા અનંતકાળ સુધી અનંત ભાવાંતરરૂપ પરાવર્તન કરનારા તે જીવો
તદ્ન અસ્થિર પરિણતિવાળા હોવાથી તેમને સંસારતત્ત્વ જ જાણવું.
જુઓ, આ સંસારતત્ત્વ! સંસારતત્ત્વ બહારમાં નથી પણ મિથ્યાત્વને લીધે જીવ પોતાના સ્વરૂપથી
અમૃતચંદ્રાચાર્યદેવ કહે છે કે–
મિથ્યાદ્રષ્ટિ તે અસિદ્ધ છે એટલે કે સંસાર છે,
સમ્યગ્દ્રષ્ટિ તે ઈષત્સિદ્ધ છે એટલે કિંચિત્ સિદ્ધ છે,
અર્થાત્ સિદ્ધપદના તે સાધક છે.
રત્નત્રયની આરાધનાથી પૂર્ણ એવા મુનિરાજ તે સિદ્ધ છે. અહીં પ્રવચનસારમાં પણ તેઓ કહે છે કે
મિથ્યાદ્રષ્ટિ તે સંસારતત્ત્વ છે; અને રત્નત્રયના આરાધક સંપૂર્ણ શ્રામણ્યવાળા શ્રમણ તે મોક્ષતત્ત્વ છે. અહા,
અપ્રતિહતપણે જે મોક્ષને સાધી રહ્યા છે તેને જ મોક્ષતત્ત્વ કહી દીધું.
મોક્ષ ક્્યાં રહે છે? કે સંતોની શુદ્ધપરિણતિમાં મોક્ષતત્ત્વ રહે છે. તે વાત આચાર્યદેવ બીજા રત્નમાં
(એટલે કે ૨૭૨ મી ગાથામાં) કહેશે.
અહીં સંસારતત્ત્વનો સૌથી મોટો નમૂનો બતાવ્યો છે, તે ઉપરથી સમગ્ર સંસારતત્ત્વને ઓળખી લેવું.
સંસારતત્ત્વ છોડવા માટે તેની ઓળખાણ કરાવી છે ને મોક્ષતત્ત્વ પ્રગટ કરવા માટે તેની ઓળખાણ કરાવી છે.
મારા આત્માનો સ્વભાવ તો ચૈતન્યસામર્થ્યમય છે.
રાગાદિ વિભાવો મારા સ્વભાવથી વિપરીત છે;
દેહાદિ સંયોગ તો મારાથી અત્યંત ભિન્ન છે.
–આમ યથાર્થપણે જે જાણતો નથી, દેહાદિની ક્રિયા હું કરું એમ માને છે, શુભરાગથી મોક્ષમાર્ગ સધાશે–એમ
માને છે, તે જીવ તત્ત્વોની વિપરીત માન્યતા વડે સતત મહા મોહરૂપ મેલને એકઠો કરે છે; તેનું મન મિથ્યાત્વરૂપ
મહામેલથી મલિન છે, તેથી તે ‘નિત્યઅજ્ઞાની’ છે. “નિત્ય અજ્ઞાની” કહ્યો એટલે કે આવી વિપરીત શ્રદ્ધાવાળા
જીવને વ્યવહારનો શુભરાગ કરતાં કરતાં ક્્યારેક–ઘણા કાળે પણ સમ્યગ્જ્ઞાન પ્રગટી જશે એમ નથી; જ્યાં સુધી
અવિવેકથી વિપરીત શ્રદ્ધા કરશે ત્યાં સુધી નિરંતર તે અજ્ઞાની જ રહેશે, ને સંસારમાં જ રખડશે. તે જીવ ભલે
કદાચ દ્રવ્યલિંગી સાધુ–જેને વસ્ત્રનો તાણોય ન હોય એવો થઈને જિનશાસનમાં રહ્યો હોય, વ્યવહારથી સર્વજ્ઞદેવને
જ માનતો હોય ને કુદેવને માનતો ન હોય, પંચ મહાવ્રત બરાબર પાળતો હોય, તો પણ શુદ્ધોપયોગના અભાવથી
તે ખરું શ્રામણ્ય પામ્યો ન હોવાથી તે શ્રમણાભાસ જ છે, ને હજી પણ તે સંસારમાર્ગમાં જ સ્થિત છે.
જુઓ, આ શ્રમણાભાસને સાચા દેવ–ગુરુ–શાસ્ત્રની શ્રદ્ધાનો તેમજ વ્યવહાર ચારિત્રનો શુભરાગ છે,
તે શુભરાગ હોવા છતાં અર્હંતદેવના શાસનમાં તેને સંસારમાર્ગમાં જ સ્થિત કહ્યો છે, એટલે કે અર્હંતદેવના
શાસનમાં શુભરાગ તે મોક્ષમાર્ગ નથી–એમ આ સૂત્ર પ્રસિદ્ધ કરે છે. આ સૂત્ર ઉપરથી સમજી લેવું કે જ્યાં
સુધી જીવ સમ્યક્ તત્ત્વશ્રદ્ધાન કરીને સમ્યગ્દર્શન પ્રગટ ન કરે ત્યાં સુધી બીજું ગમે તેટલું કરવા છતાં પણ, તે
સંસારમાર્ગમાં જ છે. મિથ્યાદ્રષ્ટિએ મુનિનું દ્રવ્યલિંગ ધારણ કર્યું હોય તેથી છેતરાઈ ન જવું કે આ જીવ
મોક્ષમાર્ગમાં સ્થિત હશે!

PDF/HTML Page 7 of 25
single page version

background image
: ૬ : આત્મધર્મ : ૨૧પ
અથવા આટલું કરવાથી તેને કાંઈક તો ધર્મ થતો હશે! –ના ના; એ તો સંસારમાર્ગમાં જ છે.
સંસારતત્ત્વ તે પાંચ ભાવમાંથી કયા ભાવમાં આવે?–સંસારતત્ત્વ તે ઔદયિકભાવમાં આવે છે; અને
નવતત્ત્વમાંથી પુણ્ય–પાપ–આસ્રવ ને બંધ એ ચારે તત્ત્વો તે સંસારતત્ત્વ છે. અહીં તો કહે છે કે મિથ્યાદ્રષ્ટિ
શ્રમણાભાસને સંસારતત્ત્વ જ જાણવું; મિથ્યાત્વ તે જ મૂળ સંસાર છે. પં. બનારસીદાસજી નાટક–સમયસારમાં
સ્પષ્ટ કહે છે કે “પ્રગટ હો કિ મિથ્યાત્વ હી આસ્રવ–બંધ હૈ ઔર મિથ્યાત્વકા અભાવ અર્થાત્ સમ્યક્ત્વ
સંવર–નિર્જરા–મોક્ષ હૈ.” મિથ્યાત્વમાંથી જે બહાર નીકળ્‌યો તે સંસારતત્ત્વમાંથી બહાર નીકળ્‌યો. અને
સમ્યક્ત્વ વગર ભલે ઘરબાર છોડીને જંગલમાં રહે તો પણ તે સંસારતત્ત્વથી બહાર નીકળ્‌યો નથી...અંદરમાં
સંસાર માંડીને જ બેઠો છે, જ્યાં જાય ત્યાં મિથ્યાભાવરૂપ સંસારને ભેગોને ભેગો જ ફેરવે છે. જેમ કડવું
કરિયાતું સાકરની કોથળીમાં ભરે તેથી કાંઈ તે કડવું મટીને મીઠું ન થઈ જાય; તેમ મિથ્યાદ્રષ્ટિ જીવ દ્રવ્યલિંગ
ધારણ કરે તેથી કાંઈ તે સંસારતત્ત્વ મટીને મોક્ષમાર્ગી ન થઈ જાય. જ્યાં મિથ્યાત્વ છે ત્યાં સંસારતત્ત્વ જ છે–
એમ સમજવું.
હવે સંસારતત્ત્વની સામે મોક્ષતત્ત્વ શું છે? તે વાત આચાર્યદેવ ૨૭૨ મી ગાથામાં કહે છે.
[૨]
હવ બજા રત્ન : : ગથ ૨૭૨ :
ક્ષત્ત્ સ્રૂ પ્ર
અયથાચરણહીન સૂત્ર–અર્થસુનિશ્ચયી ઉપશાંત જે,
તે પૂર્ણ સાધુ અફળ આ સંસારમાં ચિર નહિ રહે. ૨૭૨

સંપૂર્ણ શ્રામણ્યવાળા સાક્ષાત્ શ્રમણને મોક્ષતત્ત્વ જાણવું.–તે શ્રમણ આ સંસારમાં લાંબોકાળ નહિ રહે,
અલ્પકાળમાં જ મોક્ષરૂપે પરિણમશે, તેથી તે શ્રમણને મોક્ષતત્ત્વ જાણવું. કેવા છે તે શ્રમણ? ત્રણલોકની
કલગી સમાન નિર્મળ વિવેકરૂપી દીવી એટલે કે ભેદજ્ઞાનની નિર્મળજ્યોતિનો પ્રકાશ તેમને પ્રગટ્યો છે, તે
જ્ઞાનપ્રકાશવડે પદાર્થોના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય કર્યો છે, તેથી ઉત્સુક્તા દૂર કરીને સ્વરૂપમાં તેઓ સ્થિર
થયા છે. અંતર્મુખ થઈ સચ્ચિદાનંદના મહેલમાં પેસીને તેના અનુભવમાં એવા તૃપ્ત–તૃપ્ત થયા છે કે તેમાંથી
બહાર નીકળતા નથી, સ્વરૂપમંથર થયા છે, સ્વરૂપમાં જામી ગયા છે, સ્વરૂપની પ્રશાંતિમાં મગ્ન થયા હોવાથી
હવે વિભાવમાં જવા માટે આળસુ છે, સુસ્ત છે, ચૈતન્યમાં વળ્‌યા તે વળ્‌યા, હવે કદી તેમાંથી બહાર નીકળવાનું
જ નથી એમ અંદરમાં જામી ગયા છે, સતત્ ઉપશાંત વર્તે છે, અકષાયસ્વરૂપમાં લીનતા છે ત્યાં કષાયનો
અભાવ છે એટલે ઉપશમભાવનો ઢગલો ભેગો થતો જાય છે, અજ્ઞાનીને તો મોહનો ઢગલો ભેગો થાય છે ને
આ મોક્ષમાર્ગી મુનિરાજને સ્વરૂપના ઉપશમભાવનો ગંજ–ઢગલો ભેગો થાય છે. વળી અયથાચાર તેમને દૂર
થયા છે, અશુભ તો છે જ નહિ ને શુભવૃત્તિના ઉત્થાન જેટલો અયથાચાર પણ દૂર થયો છે; વળી તે શ્રમણ
નિત્ય જ્ઞાની છે, શુદ્ધોપયોગી થઈને સતત્ જ્ઞાની વર્તે છે, સ્વરૂપમાં જ્ઞાનનો ઉપયોગ એવો જામ્યો છે કે હવે
બહાર નીકળવાનો નથી. એવા તે શુદ્ધોપયોગી શ્રમણો ઉત્કૃષ્ટ સાધકભાવને પામ્યા હોવાથી શ્રામણ્યથી
પરિપૂર્ણ છે, મોક્ષનું ઉત્કૃષ્ટ સાધન તેમને વર્તે છે, તેથી તેમને મોક્ષતત્ત્વ જ કહી દીધા છે. તે શુદ્ધોપયોગી શ્રમણે
પહેલાંનાં સમસ્ત કર્મોને લીલામાત્રથી નષ્ટ કર્યાં છે અને

PDF/HTML Page 8 of 25
single page version

background image
ભાદરવો : ૨૪૮૭ : :
નવાં કર્મોને તે બાંધતાં નથી. તેથી ફરીને આ સંસારમાં પ્રાણધારણરૂપ દીનતાને તે પામતા નથી. જે શુદ્ધ
નિર્વિકલ્પ આનંદરસનો અતીન્દ્રિયભાવ પ્રગટ્યો તે સિવાય બીજા ભાવરૂપ (વિકારી) પરાવર્તનનો તેને
અભાવ છે, અને શુદ્ધસ્વભાવમાં જ સ્થિર પરિણતિવાળા સાદિ અનંત રહે છે. આવા ઉત્કૃષ્ટ શ્રમણ પોતે
મોક્ષતત્ત્વ છે. મોક્ષ જોવો હોય તો આવા શુદ્ધ પરિણતિરૂપે પરિણમેલા શુદ્ધોપયોગી શ્રમણને ઓળખ.
ચૈતન્યના આનંદદરિયામાં ડૂબકી મારીને તેનો તાગ લીધો છે–અંતરમાં પૂરેપૂરા એકાગ્ર થઈને ઠેઠ
તળિયાનો તાગ લીધો છે, તેઓ હવે ફરીને તે આનંદમાંથી બહાર નીકળીને આકુળતામાં કદી આવતા
નથી; આકુળતાના ભાવ અને તેના ફળમાં જન્મ–મરણ કરવાં તે કલંક છે, અતીન્દ્રિય ચૈતન્યને જડપ્રાણ
ધારણ કરવા પડે તે કલંક છે, દીનતા છે. સ્વર્ગનો ભવ કરવો પડે તે પણ દીનતા છે–કલંક છે.
શુદ્ધોપયોગથી જેણે ઉત્કૃષ્ટ શ્રામણ્ય પ્રગટ કર્યું છે એવા રત્નત્રય–આરાધક ઉત્તમ મુનિવરો ફરીને આ
સંસારમાં પ્રાણ ધારણ કરતા નથી, આ સંસારમાં ફરીને બીજી માતા તે નહીં કરે; શુદ્ધતામાંથી
અશુદ્ધતામાં ફરીને કદી નહીં આવે. બસ, હવે સાદિ–અનંતકાળ અનંત સમાધિસુખમાં જ અવસ્થિત
રહેશે. તે મુકાણો...રે..મુકાણો, હવે તેને બધન નથી,–નથી. વાહ! અહીં જ પોતાની શુદ્ધપરિણતિમાં
મોક્ષતત્ત્વને ઉતાર્યું. મોક્ષ લેવા માટે ક્્યાંય બીજે જવું પડે તેમ નથી, અહીં અંતરમાં ઊતરીને સ્થિર થયો
ત્યાં તેણે પોતાની પરિણતિમાં જ મોક્ષને ઉતાર્યો; તેથી તે મોક્ષતત્ત્વ છે.
અહા, સ્વરૂપમાં ઠરી ગયેલા મુનિને મોક્ષતત્ત્વ જ કહી દીધું. મોક્ષને પામવા માટે જે તદ્ન નિકટ
વર્તે છે એવા મુનિવરો ધર્મમાં પ્રધાન છે ને તેમને અહીં મોક્ષતત્ત્વ કહ્યા છે, કેમકે અપ્રતિહતપણે
સ્વરૂપમાં એવા ઠર્યા છે કે શ્રેણી માંડીને કેવળજ્ઞાન લઈને મોક્ષ જ પામશે, ને ફરીને સંસારમાં અવતરશે
નહીં.
મોક્ષતત્ત્વ તરીકે અહીં ‘સિદ્ધ’ ને ન લેતાં, જે અપ્રતિહતપણે અંર્તસ્વરૂપમાં લીન થયા છે ને તેમાંથી
હવે બહાર નીકળવાના નથી એવા સાધુને મોક્ષતત્ત્વ તરીકે લીધા છે. આમ નજરોનજર પોતાની સામે જાણે
કે મુક્ત થવાની ક્રિયારૂપે સાધુ પરિણમી રહ્યા હોય–એ રીતે તેમને મોક્ષતત્ત્વ તરીકે આચાર્યદેવે વર્ણવ્યા
છે.
આવા સાધુઓ અતીન્દ્રિય પરમસુખને અનુભવતા–અનુભવતા સહજ માત્રમાં કર્મને નષ્ટ કરીને મોક્ષને
સાધે છે.
અરે, મિથ્યાત્વમાં રહેલો દ્રવ્યલિંગી મુનિ પણ દુઃખી જ છે; દુઃખી કહો કે સંસારતત્ત્વ કહો;
તત્ત્વનો યથાર્થ નિશ્ચય નહિ હોવાથી તે અવિવેકી છે, વિવેકચક્ષુ તેને ઊઘડયાં નથી. અહા! સંસારનાં
ઘોર દુઃખથી આત્મરક્ષા સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર વડે થાય છે; એવા સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર પ્રગટ
કરીને જેઓ સ્વરૂપમાં ઠર્યા છે... એવા ઠર્યા છે કે તેમાંથી બહાર નીકળવાના આળસુ છે,–તેમાં જ મગ્ન
રહે છે, પ્રશાંત થઈને સ્વરૂપમાં જામી ગયા છે તેથી ‘અયથાચરણ’ થી એટલે કે રાગાદિથી રહિત છે,
વીતરાગ થઈને શાંત–નિર્વિકલ્પ રસને ઝીલી રહ્યા છે, આનંદના અનુભવમાં ઝૂલે છે, જ્યાં
વ્યવહારરત્નત્રયનો વિકલ્પ પણ નથી, નિર્વિકલ્પ થઈને આત્મરસને પી રહ્યા છે, સ્વરૂપમાં એકમાં જ
અભિમુખ થઈને વર્તે છે,–આ રીતે મુક્ત થવાની ક્રિયારૂપે પરિણમી રહેલા આવા સાક્ષાત્ શ્રમણ તે
મોક્ષતત્ત્વ છે. તે ભવનો અંત કરીને હવે બીજું શરીર ધારણ નહિ કરે; હમણાં જ કેવળજ્ઞાન પ્રગટ કરીને
મોક્ષને સાધશે.
મોક્ષતત્ત્વનું સાધન શું છે તે હવે ત્રીજું રત્ન (ગાથા ૨૭૩) પ્રકાશશે.
ङ्क

PDF/HTML Page 9 of 25
single page version

background image
: ૮ : આત્મધર્મ : ૨૧પ
[૩]
ત્રજા રત્ન : : ગથ ૨૭૩ : :
ક્ષત્ત્ ? .
જાણી યથાર્થ પદાર્થને, તજી સંગ અંતર્બાહ્યને,
આસક્ત નહિ વિષયો વિષે જે, ‘શુદ્ધ’ ભાખ્યા તેમને. ૨૭૩
ભગવંત શુદ્ધોપયોગી મુનિઓ તે મોક્ષનું સાધનતત્ત્વ છે. સમ્યગ્જ્ઞાનપૂર્વક ચૈતન્યમાં આત્મપરિણતિ
એવી લીન થઈ છે કે વિષયોમાં જરા પણ આસક્તિ રહી નથી,–આવી પરિણતિરૂપે પરિણમેલા મુનિઓ પોતે
ઉગ્ર પરાક્રમ વડે મોક્ષને સાધી રહ્યા હોવાથી, તેમને જ મોક્ષનું સાધનતત્ત્વ જાણવું.
અને જ્ઞેયતત્ત્વનું યથાસ્થિત સ્વરૂપ તેના પાંડિત્યમાં જેઓ પ્રવીણ છે...મુનિદશારૂપ જે મોક્ષનું સાધન, તેના
ત્રણ અવયવો છે: સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન ને સમ્યક્ચારિત્ર; સૌથી પહેલાં સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન વગર
ચારિત્ર દશા કદી હોતી નથી. ભેદજ્ઞાનરૂપ જે પાંડિત્ય તેમાં પ્રવીણતાથી જેણે જ્ઞાનસ્વભાવી આત્માનું અને
જ્ઞેયતત્ત્વોનું યથાર્થસ્વરૂપ જાણ્યું છે; અનેકાન્ત વડે સ્વ–પરતત્ત્વોને ભિન્ન ભિન્ન જેમ છે તેમ બરાબર જાણીને
ભેદજ્ઞાન પ્રગટ કર્યું છે. આ મોક્ષના સાધનની પહેલી વાત!
આત્મા આત્માપણે છે ને પરજ્ઞેયપણે નથી; આત્માનો જ્ઞાયકસ્વભાવ જ્ઞાયકસ્વભાવપણે છે ને રાગપણે
નથી.–આવા અનેકાન્તવડે યથાર્થ વસ્તુસ્વરૂપ જાણીને પ્રથમ તો ભેદજ્ઞાનમાં પ્રવીણતા પ્રગટ કરી છે, એટલે કે
સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન પ્રગટ કર્યાં છે, ત્યારપછી ચારિત્ર હોય છે.
હવે ભેદજ્ઞાનવડે જેણે સ્વ–પરને ભિન્ન જાણ્યા છે, તેમાંથી અંતરંગમાં ચકચકાટ કરતા ચૈતન્યમય
સ્વતત્ત્વને સમસ્ત બાહ્યસંગથી તેમજ અંદરના રાગાદિના સંગથી પણ જુદું કરીને, તેમાં જ આત્માની
પરિણતિને જોડી છે. આ રીતે ચિદાનંદતત્ત્વમાં જ આત્મપરિણતિ લીન રહેવાને લીધે પ્રશાંત થઈ છે એટલે
બાહ્ય વિષયોમાં જરા પણ આસક્તિ થતી નથી.–અહા, આવી દશામાં ઝૂલતા સંતમુનિઓ સકળ મહિમાવંત
છે; આચાર્યદેવ કહે છે કે આવા સકળ મહિમાવંત ભગવંત શુદ્ધોપયોગી સંતો પોતે જ સ્વયં મોક્ષનાં સાધન છે,
બીજું કોઈ બહારનું સાધન નથી. સ્વરૂપમાં એકાગ્રતા વડે પોતે જ સ્વયં મોક્ષના સાધનરૂપ થઈને, અનાદિથી
બંધાયેલા કર્મકપાટને અતિ ઉગ્ર પ્રયત્નથી ખોલી રહ્યા છે. આવા સંતો મોક્ષને સાધવામાં શૂરવીર છે. આવી
દશારૂપ જે મોક્ષસાધન તે અભિનંદનીય છે, તે પ્રશંસનીય છે, તેનો મનોરથ કરવા જેવો છે.
જુઓ, આ મુનિદશા! આ ચારિત્રદશા! ને આ મોક્ષનું સાધન! મુનિઓની જે શુદ્ધપરિણતિ તે જ
મોક્ષનું સાધન છે; રાગ પણ સાધન નથી ત્યાં બહારના સાધનની શી વાત! પહેલાં યથાર્થ ભેદજ્ઞાન પ્રગટ
કર્યા વગર, સ્વતત્ત્વમાં પરિણતિરૂપ શુદ્ધતા કદી પ્રગટે જ નહિ, અને શુદ્ધતા વગર મોક્ષ સાધન હોય નહીં.
શુદ્ધપરિણતિ રૂપે પરિણમીને જેઓ મોક્ષનાં સાધન સ્વયં થયા છે, મોક્ષમાર્ગી છે, એવા ભગવંત
શુદ્ધોપયોગી મહિમાવંત મુનિવરો જ પ્રશંસનીય છે. શુભ તે પ્રશંસનીય નથી, શુભ તે મોક્ષનું સાધનતત્ત્વ નથી,
તે તો આસ્રવતત્ત્વ છે.
અહો, આ રત્ન (ગા. ૨૭૩) ભગવાન અર્હંતદેવના શાસનમાં કહેલા મોક્ષના સાધનને પ્રકાશે છે;
મોક્ષનું વાસ્તવિક સાધન શું છે તેને આ સૂત્ર પ્રસિદ્ધ કરે છે. પ્રસિદ્ધરૂપ એવો જે મોક્ષમાર્ગ તે તો સ્વતત્ત્વની
શુદ્ધ પરિણતિમાં જ સમાય છે. આવા તત્ત્વને મોક્ષના સાધન

PDF/HTML Page 10 of 25
single page version

background image
ભાદરવો : ૨૪૮૭ : :
તરીકે અર્હંતદેવના માર્ગમાં ભગવાન કુંદકુંદાચાર્યદેવે પ્રસિદ્ધ કર્યું છે. આનાથી વિરુદ્ધ સાધન જે માને તેને
અર્હંતદેવના માર્ગની ખબર નથી, તે અર્હંતદેવના માર્ગથી બહાર છે.
અરે ભાઈ! પહેલાં તું લક્ષમાં તો લે કે માર્ગ આવો છે...મોક્ષનું સાચું સાધન આવું છે–એમ ઓળખાણ
તો કર. સાચું સાધન ઓળખે નહિ ને વિપરીત સાધન માને તો તે ઊંધા માર્ગે સંસારમાં જ રખડશે પણ
મોક્ષને નહિ સાધી શકે. માટે, સ્વરૂપને સાધવાનો સત્ય માર્ગ શું છે તેની વાત પહેલાં રુચવી જોઈએ.
સ્વરૂપની વાત જેને ગોઠતી નથી તે સ્વરૂપ સાથે ગોઠડી ક્્યાંથી કરશે? ગોઠયા વગર ગોઠડી થાય નહીં;
ચિદાનંદ સ્વરૂપ શું છે તે જેને ગોઠતું નથી, શ્રદ્ધા–જ્ઞાનમાં બેસતું નથી, તેને તેમાં ગોઠડી એટલે કે એકાગ્રતા તો ક્્યાંથી
થાય? પહેલાં નિર્ણયનું જોર જોઈએ અને પછી એકાગ્રતાના પરાક્રમરૂપ શૂરવીરતાથી કર્મબંધનને તોડી નાખે છે.
ભગવાન અર્હંતદેવના શાસનમાં મોક્ષતત્ત્વનું સાધન શું છે, તેનું સર્વત: સંક્ષેપથી કથન કરતાં આ સૂત્ર
કહે છે કે સકળ મહિમાવંત ભગવંત શુદ્ધોપયોગી સંતો જ મોક્ષનું સાધન છે; તેમનો શુદ્ધોપયોગ તે કર્મને તોડી
નાખવાનો અતિ ઉગ્ર પ્રયત્ન છે; ને તે શુદ્ધોપયોગ મહિમાવંત છે. શુદ્ધોપયોગ સિવાય બીજો કોઈ ખરેખર મોક્ષનો
પ્રયત્ન કે મોક્ષનું સાધન નથી–એમ પ્રસિદ્ધ કરીને આ ત્રીજું રત્ન અર્હંતદેવના શાસનના મોક્ષમાર્ગને પ્રકાશે છે.
અહા, મોક્ષને સાધનારી આ મુનિદશા!! એ મુનિ ચૈતન્યની શાંતિમાં ઠરી ગયેલા છે...સ્વરૂપની
લીનતામાંથી બહાર નીકળવું ગોઠતું નથી, પરિણતિને બાહ્ય વિષયોથી પાછી ખેંચીને અંતરમાં વાળી દીધી છે,
દેહની દરકાર નથી, વનના વાઘ અને સિંહ ત્રાડ પાડતા હોય તો પણ ભયભીત થઈને સ્વરૂપથી જરાય ડગતા
નથી.–એ દશાની ભાવના ભાવતાં શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે કે–
એકાકી વિચરતો વળી સ્મશાનમાં,
વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો;
અડોલ આસન ને મનમાં નહીં ક્ષોભતા,
પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો...
અપૂર્વ અવસર એવો ક્્યારે આવશે?
–આવી શુદ્ધોપયોગી મુનિદશા તે મોક્ષનું સાધન છે. સમ્યગ્દર્શનમાંય અંશે મોક્ષનું સાધનપણું છે, પરંતુ
અહીં તો ઉત્કૃષ્ટપણે મોક્ષનું પૂરું સાધન બતાવવું છે. શુદ્ધરત્નત્રય તે મોક્ષસાધન જ છે, ને બંધસાધન નથી,
અને રાગ તે બંધસાધન જ છે, ને મોક્ષસાધન નથી;–આ રીતે બંધ–મોક્ષના વિલક્ષણ પંથને આ રત્નો પ્રસિદ્ધ
કરે છે. જે જીવ બંધ–મોક્ષના કારણરૂપ ભાવોને ભિન્ન ભિન્ન સ્વરૂપે નથી ઓળખતો તેને જૈનશાસનની કે
મુનિદશાની પણ ખબર નથી. અહા, મુનિઓ તો શુદ્ધોપયોગ વડે નિર્વિકલ્પ આનંદરસને પીતાં પીતાં મોક્ષને
સાધી રહ્યા છે. મુનિવરો મોક્ષને સાધવામાં શૂરવીર છે; ચૈતન્યમાં એકાગ્રતારૂપ મહાપરાક્રમવડે કર્મને છેદીને
શૂરવીરતાથી તેઓ મોક્ષને સાધી રહ્યા છે.
‘હરિનો મારગ છે શૂરાનો, કાયરનું નહીં કામ જો...’ તેમ ‘મુક્તિનો મારગ છે શૂરાનો, કાયરનું નહીં
કામ જો...’ એટલે ચૈતન્યમાં એકાગ્રતારૂપ શૂરવીરતા વડે મોક્ષને સધાય છે; પણ “કર્મનું જોર ઘણું છે, અમે શું
કરીએ? કર્મનું જોર ઘટે તો ચારિત્ર આવે”–એવી કાયરપણાની વાત કરે તે મોક્ષને સાધી શકે નહિ. મુનિવરો
તો ચિદાનંદતત્ત્વની સન્મુખ લીન થઈ, શુદ્ધોપયોગ પ્રગટ કરી, અતિ ઉગ્ર પુરુષાર્થરૂપ પરાક્રમવડે, કર્મને છેદીને
મોક્ષને સાધે છે. આ રીતે શુદ્ધોપયોગરૂપ શૂરવીરતા તે મોક્ષનું સાધન છે. શુદ્ધોપયોગી મુનિવરો મોક્ષને
સાધવામાં શૂરવીર છે, તેઓ જ મોક્ષનું સાધનતત્ત્વ છે–એમ જાણવું. મોક્ષને સાધવામાં શૂરવીર એવા તે
મુનિવરો પોતાના સર્વ મનોરથ શુદ્ધોપયોગ વડે સિદ્ધ કરે છે.
આ રીતે મોક્ષનું સાધન કહ્યું; હવે ચોથા રત્નદ્વારા આચાર્યદેવ તે મોક્ષના સાધનરૂપ
શુદ્ધોપયોગને સર્વ મનોરથના સ્થાન તરીકે અભિનંદશે.

PDF/HTML Page 11 of 25
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : ૨૧પ
[૪]
ચથ રત્ન : : ગથ ૨૭૪ : :
મોક્ષના સાધનરૂપ શુદ્ધોપયોગને અભિનંદે છે.

સર્વજ્ઞ ભગવાનની દિવ્યવાણીરૂપ જે પ્રવચન, તેનો સાર આ પ્રવચનસારમાં છે, અને તેમાં પણ
પાંચરત્નો જેવી છેલ્લી પાંચ ગાથા તો શાસ્ત્રની કલગીનાં ચૂડામણિ જેવી છે, તે અર્હંતદેવના શાસનનો બધોય
સાર સંક્ષેપમાં પ્રકાશે છે. પહેલાં સંસારતત્ત્વ બતાવ્યું, પછી મોક્ષતત્ત્વ અને મોક્ષનું સાધનતત્ત્વ બતાવ્યું. હવે આ
ચોથા રત્નદ્વારા આચાર્યદેવ મોક્ષના સાધનરૂપ જે શુદ્ધોપયોગ તેને સર્વ મનોરથના સ્થાન તરીકે અભિનંદે છે–
રે! શુદ્ધને શ્રામણ્ય ભાખ્યું, જ્ઞાન દર્શન શુદ્ધને,
છે શુદ્ધને નિર્વાણ, શુદ્ધ જ સિદ્ધ, પ્રણમું તેહને. ૨૭૪
અહો, મોક્ષાર્થીના જે સર્વ મનોરથ તે શુદ્ધોપયોગ વડે પૂરા થાય છે શુદ્ધોપયોગમાં લીનતાથી બધાય
મનોરથ સિદ્ધ થાય છે. મોક્ષાર્થીને પોતાના ચૈતન્યની પૂર્ણશુદ્ધતા–કેવળજ્ઞાન અને સિદ્ધપદ–તે સિવાય બીજા તો
શેના મનોરથ હોય? સંસાર–સંબંધી કોઈ મનોરથ મોક્ષાર્થી–ધર્માત્માને હોતા નથી. અહો, આત્માના
સ્વભાવના શાંત રસને જે પ્રાપ્ત કરાવે–એવી આ વાત છે.
જેમાં રત્નત્રયની એકતા છે એવી એકાગ્રતારૂપ જે સાક્ષાત્ મોક્ષમાર્ગભૂત શ્રમણપણું–તે શુદ્ધોપયોગને
જ હોય છે. પછી તે શુદ્ધોપયોગીને જ શ્રેણી ચડીને કેવળજ્ઞાન અને કેવળદર્શન થાય છે. જુઓ, આવા મોક્ષાર્થી
જીવના મનોરથ હોય. શુદ્ધ આત્મસ્વરૂપને પહેલાં તો સમસ્ત પરદ્રવ્યોથી ને રાગાદિથી જુદું જાણ્યું છે, પછી
તેમાં શુદ્ધોપયોગવડે લીન થઈને સાક્ષાત્ મોક્ષમાર્ગી શ્રમણ ક્્યારે બનુ, ને ક્્યારે કેવળજ્ઞાન–કેવળદર્શન પ્રગટ
કરીને સિદ્ધપદને પામું!–આવા સર્વ મનોરથની સિદ્ધિનું સ્થાન શુદ્ધોપયોગ છે. અહો, આવો શુદ્ધોપયોગ
અભિનંદનીય છે, તે જ મોક્ષનું સાક્ષાત્ સાધન છે. આવા શુદ્ધોપયોગને નમસ્કાર હો,–કઈ રીતે? કે જેમાંથી
સ્વ–પરનો વિભાવ અસ્ત થઈ ગયો છે એવો નમસ્કાર,–એટલે કે નમસ્કાર કરનાર પોતે જ તેવા
શુદ્ધોપયોગરૂપે પરિણમી જાય છે તેથી તેમાં સ્વ–પરનો ભેદ રહેતો નથી.
સાક્ષાત્ મોક્ષમાર્ગ તો શુદ્ધોપયોગરૂપ એકાગ્રતા છે; જેને શુદ્ધોપયોગ શું તેની ખબર પણ નથી ને
શુભરાગને સાધન માને છે, તેને સમ્યગ્દર્શન પણ હોતું નથી. શુદ્ધોપયોગ એટલે ચૈતન્યમાં એકાગ્રતા; અહા,
અચિંત્ય શક્તિવાળું, અતીન્દ્રિય આનંદમય એવું કેવળજ્ઞાન, તે ચૈતન્યમાં એકાગ્રતાથી જ થાય છે.
એકાગ્રતારૂપ જે શુદ્ધોપયોગ તેનાથી જ કેવળજ્ઞાનના મનોરથ પૂરા થાય છે.
સહજ જ્ઞાન ને આનંદની છાપવાળું જે નિર્વાણ તે શુદ્ધોપયોગીને જ થાય છે. જેને કોઈ વિઘ્ન નથી, કોઈ
પ્રતિબંધ નથી એવા સહજ જ્ઞાન–આનંદની મહોરવાળું દિવ્યનિર્વાણ શુદ્ધોપયોગીને જ થાય છે. વળી ટંકોત્કીર્ણ
પરમાનંદ અવસ્થાઓમાં સ્થિત આત્મસ્વભાવની ઉપલબ્ધિથી ગંભીર એવા ભગવાન સિદ્ધ, તે ‘શુદ્ધ’ જ હોય
છે, અર્થાત્ શુદ્ધોપયોગી જીવ જ તે સિદ્ધદશા પામે છે. શુદ્ધોપયોગમાં સાક્ષાત્ સિદ્ધપદનાં દર્શન થાય છે.
સિદ્ધપદનું સાક્ષાત્ સાધન શુદ્ધોપયોગ છે. આહા, શુદ્ધોપયોગ સર્વ મનોરથની સિદ્ધિનું સ્થાન છે. રાગમાં એવી
તાકાત નથી કે મોક્ષાર્થીના મનોરથ પૂરા કરે. નિર્વિકલ્પ પ્રતીતિ અને જ્ઞાન વગર જેનો પાર ન પામી શકાય
એવું ગંભીર જે સિદ્ધપદ, તેની પ્રાપ્તિ શુદ્ધોપયોગીને જ થાય છે. આવો શુદ્ધોપયોગ તે અભિનંદનીય છે, તે
આદરણીય છે, તે મનોરથનું સ્થાન છે. જેમ બાળકના મનના સર્વ મનોરથ માતા પાસે પૂરા થાય છે તેમ
મોક્ષાર્થી ધર્માત્માના સર્વ મનોરથ શુદ્ધોપયોગ વડે પુરા થાય છે. વ્યવહારના અવલંબન વડે

PDF/HTML Page 12 of 25
single page version

background image
ભાદરવો : ૨૪૮૭ : ૧૧ :
કેવળજ્ઞાન થાય–એમ નથી, ‘શુદ્ધોપયોગ’ એક જ સાધન છે, બીજું કોઈ સાધન નથી.–આમ ભગવાન
અર્હંતદેવના શાસનનો સાર છે.
આચાર્યદેવ કહે છે કે અરે, વચનના વિસ્તારથી હવે બસ થાઓ. આત્માની પવિત્રતાનાં જેટલાં ઉત્તમ
સ્થાનો છે તે બધાયની પ્રાપ્તિ જેનાથી થાય છે એવા શુદ્ધોપયોગને અભેદભાવે નમસ્કાર હો.–આત્મા પોતે જ
સ્વયં શુદ્ધોપયોગરૂપે પરિણમ્યો ત્યાં પોતે નમસ્કાર કરનાર ને બીજો નમસ્કાર કરવા યોગ્ય–એવો સ્વ–પરનો
વિભાવ ન રહ્યો, શુદ્ધોપયોગરૂપે પરિણમીને પોતે જ પોતામાં અભેદપણે નમ્યો,–તે નમસ્કારમાં સ્વ–પરનો
વિભાવ અસ્ત થઈ ગયો છે, ભાવ્ય–ભાવક બંને અભેદ થયા છે,–આ રીતે નમસ્કાર હો! એટલે કે સાક્ષાત્
શુદ્ધોપયોગરૂપ પરિણમન હો.
અહા, મોક્ષાર્થીના સર્વ મનોરથનું સ્થાન હોય તો આ એક શુદ્ધોપયોગ જ છે; તેને એક શુદ્ધોપયોગનો
જ મનોરથ છે, વિકલ્પ ઊઠે તેનો મનોરથ નથી. શુદ્ધોપયોગી સંત મુનિઓને જ ખરેખરું સાક્ષાત્ શ્રામણ્ય છે,
શુભોપયોગી મુનિઓને તો તેમની પાછળ–પાછળ (ગૌણપણે) લેવામાં આવ્યા છે. શુભોપયોગી મુનિ કહ્યા તે
પણ છઠ્ઠા ગુણસ્થાનવર્તી ભાવલિંગી સંત શુદ્ધપરિણતિવાળા છે, અજ્ઞાનીને શુભોપયોગ હોય તેની વાત નથી.
છઠ્ઠા ગુણસ્થાને શુભોપયોગી મુનિને જેટલી સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની શુદ્ધ પરિણતિ વર્તે છે તેટલો જ
મોક્ષમાર્ગ છે, જે શુભરાગ છે તે કાંઈ મોક્ષમાર્ગ નથી. જે જીવ આવી શ્રદ્ધા ન કરે ને રાગને મોક્ષમાર્ગ માને
તેને તો હજી સમ્યગ્દર્શનની પણ શુદ્ધિ નથી, માર્ગની તેને ખબર જ નથી, તો માર્ગમાં આવે ક્્યાંથી?
જુઓ, આ પરમ સત્ય માર્ગ! ભગવાન સીમંધર પરમાત્મા પૂર્વ દિશામાં વિદેહક્ષેત્રે અત્યારે બિરાજી રહ્યા
છે, ત્યાં જઈને કુંદકુંદાચાર્યદેવ આઠ દિવસ દિવ્ય ધ્વનિ સાંભળી આવ્યા, ને પછી તેમણે આ શાસ્ત્રોમાં પરમ સત્ય
માર્ગની રચના કરી. અહા, કેવો સત્ય માર્ગ! કેવો ચોકખો માર્ગ! કેવો પ્રસિદ્ધ માર્ગ!! લોકોમાં અત્યારે માર્ગની
ઘણી ગરબડ ચાલી રહી છે.–શું થાય?–એવો જ કાળ!–પણ સત્યમાર્ગ તો જે છે તે જ રહેવાનો છે.
અરે જીવ! તું આવો માર્ગ ઓળખીને તેનો મનોરથ તો કર! સંસારના મનોરથ અનંતકાળ કર્યાં. હવે
આ મોક્ષમાર્ગને ઓળખીને તેનો સમ્યક્ મનોરથ કર. શુદ્ધોપયોગી સંત મુનિવરો સકળ મહિમાનું સ્થાન છે;
સર્વ મનોરથના સ્થાન તરીકે તેઓ અભિનંદનીય છે. મુમુક્ષુના સર્વ મનોરથની સિદ્ધિ શુદ્ધોપયોગ વડે થાય છે.
તેથી તેને અભિનંદતા થકા અતિ આસન્નભવ્ય મહામુમુક્ષુ આચાર્યદેવ કહે છે કે હું આવા શુદ્ધોપયોગને
અભેદપણે ભાવીને નમસ્કાર કરું છું, એટલે કે હું તે–રૂપે પરિણમું છું. જેવું ‘વાચક’ પરિણમે છે તેવું જ અંદર
‘વાચ્ય’ પણ પરિણમી જ રહ્યું છે; આ રીતે સંધિબદ્ધ અલૌકિક રચના છે, વાચક–વાચ્યની સંધિ તૂટતી નથી.
જુઓ તો ખરા, મોક્ષમાર્ગને કેવો સ્પષ્ટ ખુલ્લો કરીને પ્રસિદ્ધ કર્યો છે–
* શુદ્ધોપયોગ જ મોક્ષનું સાધન છે, બીજું સાધન નથી;
* શુદ્ધોપયોગ જ અભિનંદનીય છે, બીજું અભિનંદનીય નથી;
* શુદ્ધોપયોગ જ મોક્ષાર્થીનો મનોરથ છે, બીજો મનોરથ નથી;
* મોક્ષના સાક્ષાત્ સાધનરૂપ શ્રામણ્ય શુદ્ધોપયોગી ને જ હોય છે, બીજાને નહિ;
* કેવળજ્ઞાન અને કેવળદર્શન શુદ્ધોપયોગીને જ થાય છે, બીજાને નહિ;
* પરમ જ્ઞાનાનંદરૂપ નિર્વાણપદ–સિદ્ધપદ તે શુદ્ધોપયોગીને જ થાય છે, બીજાને નહિ.
વધારે શું કહીએ! આટલાથી બસ થાઓ. સર્વ મનોરથના સ્થાનરૂપ એવા આ શુદ્ધોપયોગને તદ્રૂપે
પરિણમીને અભેદભાવે નમસ્કાર હો.
આ રીતે, શુદ્ધોપયોગ જ મોક્ષસાધન છે–એમ કહીને ચોથારત્નમાં તેને સર્વ મનોરથના સ્થાન તરીકે
અભિનંદન કર્યા...નમસ્કાર કર્યા.

PDF/HTML Page 13 of 25
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : ૨૧પ
[પ]
પાંચમું રત્ન : : ગાથા ૨૭પ : :
િષ્ સ્ત્ર જા
સાકાર–અણઆકાર ચર્યાયુક્ત આ ઉપદેશને
જે જાણતો, તે અલ્પકાળે સાર પ્રવચનનો લહે.

શાસ્ત્ર સમાપ્ત કરતાં આચાર્યદેવ તેનું ફળ બતાવે છે. શાસ્ત્રનું ફળ શું? કે જ્ઞાનાનંદની ભરેલા
અભૂતપૂર્વ એવા સિદ્ધપદની પ્રાપ્તિ તે શાસ્ત્રનું ફળ છે, તે દિવ્યધ્વનિરૂપ પ્રવચનનો સાર છે. પ્રવચનસારમાં
કહેલા આ ઉપદેશને જે જીવ જાણે છે તે જીવ આવા ફળને પામે છે.
ઉપદેશ જાણવાની વાત કરી તેમાં એકલા શબ્દો જાણવાની વાત નથી, પણ શ્રુતજ્ઞાનને અંતર્મુખ કરીને
તેના પ્રભાવવડે કેવળ આત્માનો અનુભવ કરવો તે આ શાસ્ત્રનો ઉપદેશ છે, એમ જેણે કર્યું તેણે જ ખરેખર
આ ઉપદેશ જાણ્યો છે. જો શ્રુતજ્ઞાનને અંતર્મુખ ન વાળ્‌યું તો તેણે આ શાસ્ત્રનો ઉપદેશ જાણ્યો જ નથી. અહા,
સંતોનો વીતરાગી ઉપદેશ તે ભાવશ્રુત વગર જાણી શકાય તેમ નથી. આ ઉપદેશ અનુસાર ભાવશ્રુત પ્રગટ
કરીને જે શુદ્ધાત્માને અનુભવે છે તે જીવ જ્ઞાન ને આનંદથી ભરપૂર એવા અભૂતપૂર્વ સિદ્ધપદને પામે છે.–તે
આ શાસ્ત્રને જાણવાનું ફળ છે.
જુઓ, શાસ્ત્રને જાણવાનું ફળ બતાવતાં તેની સાથે આચાર્યદેવે શાસ્ત્રને જાણવાની રીત પણ બતાવી
છે. શાસ્ત્રનું ફળ સાંભળતાં શિષ્યજનને ઉત્સાહ જાગે છે. શાસ્ત્રને જાણવાનું ફળ અપૂર્વ જ્ઞાનાનંદસ્વભાવની
પ્રાપ્તિ છે; પણ શાસ્ત્રને કઈ રીતે જાણવું? શ્રુતજ્ઞાનઉપયોગના પ્રભાવથી શુદ્ધઆત્માના અનુભવ સહિત જે
શિષ્યો આ ઉપદેશને જાણે છે તેઓ અપૂર્વ આત્માને પામે છે. જુઓ, કોઈ નિમિત્તનો કે શુભરાગનો પ્રભાવ ન
કહ્યો, પણ પોતાના શ્રુતજ્ઞાનઉપયોગનો જ પ્રભાવ કહ્યો. શ્રુતજ્ઞાનઉપયોગને જ્યાં અંતરમાં વાળ્‌યો ત્યાં
સમસ્ત શાસ્ત્રોના અર્થ તેમાં સમાઈ ગયા. આ રીતે જેઓ શ્રુતજ્ઞાનવડે કેવળ નિજાત્માને અનુભવે છે તેઓએ
જ ખરેખર શાસ્ત્રોના ઉપદેશને જાણ્યો છે ને તેઓ જ શાસ્ત્રના ફળરૂપ પરમાનંદને પામે છે.
ભગવાને સેવેલો ને ઉપદેશેલો માર્ગ, સંતોનું હાર્દ, અને શાસ્ત્રોનો મર્મ–એ જ છે કે પોતાના ઉપયોગને
અંતરમાં વાળીને શુદ્ધઆત્માને અનુભવવો.–એ જ પરમાનંદની પ્રાપ્તિનો પંથ છે. આવા અનુભવ તરફ
જ્ઞાનનો ઉપયોગ જો ન વાળે તો શાસ્ત્રનું ભણતર નિઃસાર છે, શાસ્ત્રનો સાર કે શાસ્ત્રનું ફળ તેને પ્રાપ્ત થતું
નથી. ઉપયોગને રાગાદિથી ભિન્ન કરીને, અંતર્મુખ થઈને, જે શિષ્ય સ્વાનુભવ કરે છે તેણે જ સંતોના ઉપદેશને
ઝીલ્યો છે, ગુરુએ ઉપદેશમાં જેમ કહ્યું તેમ તે શિષ્યે કર્યું; એ રીતે સમ્યક્પ્રકારે શાસ્ત્રના ઉપદેશને જાણનાર
શિષ્યવર્ગ અપૂર્વ–આનંદથી ભરપૂર આત્મિકસિદ્ધિને પામે છે. આ રીતે આ પાંચમું રત્ન શિષ્યજનને શાસ્ત્રના
ફળભૂત પરમઆનંદ સાથે જોડે છે.
આ પ્રવચનસારે શું કહ્યું? અને તેના શ્રોતા મુમુક્ષુએ શું કર્યું? પ્રવચનસારે જે કહ્યું તે પ્રમાણે જે

PDF/HTML Page 14 of 25
single page version

background image
ભાદરવો : ૨૪૮૭ : ૧૩ :
શાસ્ત્રમાં નિશ્ચય અને વ્યવહાર, શુદ્ધ અને શુભ બંને પ્રકારનું સ્વરૂપ બતાવ્યું છે,–પણ તેમાં તાત્પર્ય
તો એક જ બતાવ્યું છે કે શુદ્ધોપયોગરૂપે પરિણમવું. આવું તાત્પર્ય તારવે તે જ શાસ્ત્રને ભણ્યો છે. એનાથી
ઊંધુંં તાત્પર્ય કાઢે તો તે શાસ્ત્રને નથી ભણ્યો પણ પોતાની સ્વચ્છંદ કલ્પનાથી તેણે તે તાત્પર્ય કાઢયું છે,
શાસ્ત્રનું કે સંતોના હૃદયનું એવું તાત્પર્ય છે જ નહીં. હજી તો શાસ્ત્રના અર્થ પણ ઊંધા કરે ને તાત્પર્ય જ ઊંધુંં
કાઢે તે જીવ શાસ્ત્રના ફળને ક્્યાંથી પામે? ચિદાનંદ સ્વભાવમાં ઉપયોગને વાળવાનું શાસ્ત્રો કહે છે–એમ
તાત્પર્ય સમજીને જે જીવે પોતાનો ઉપયોગ સ્વસન્મુખ વાળ્‌યો તેણે શાસ્ત્રનું ભાવશ્રવણ કર્યું છે, ને તે જીવ
શાસ્ત્રના ફળરૂપ પરમાનંદથી ભરપૂર અભૂતપૂર્વ મોક્ષપદને પામે છે. આ અર્હંતદેવના શાસનનું સંક્ષેપ રહસ્ય
છે, બીજું જે કાંઈ છે તે બધું એનો જ વિસ્તાર છે.
આ રીતે ભગવાન અર્હંતદેવના સમગ્ર શાસનને સંક્ષેપથી બધાં પડખેથી પ્રકાશનારાં આ
પાંચ રત્નો જયવંત વર્તો!
ટેપ રેકોર્ડિગરીલ – પ્રવચન – પ્રચાર
પરમપૂજ્ય ગુરુદેવના આત્મહિતકારી પ્રવચનોનો પરોક્ષ લાભ
બહારગામના જિજ્ઞાસુઓને પણ મળી શકે તે હેતુથી મુંબઈના ભાઈશ્રી
નવનીતલાલ સી. ઝવેરી તરફથી એક વ્યવસ્થા કરવામાં આવી છે, તે
અનુસાર પૂ. ગુરુદેવના મહત્વના પ્રવચનો રેકોર્ડિંગ રીલમાં ઊતારી લેવામાં
આવે છે અને એક ભાઈને મશીન સાથે બહારગામ મોકલવામાં આવે છે,
તેમની સાથે હિંદી તેમજ ગુજરાતી બંને ભાષાના રીલ હોય છે; અને જે
ગામથી આમંત્રણ આવે તે ગામે અનુક્રમે અનુકૂળતા મુજબ મોકલવામાં આવે
છે. અત્યારસુધીમાં અનેક ગામોએ આ યોજનાનો લાભ લીધો છે. જેઓ આ
યોજના અનુસાર રેકોડિંગ રીલદ્વારા ગુરુદેવના પ્રવચન સાંભળવા ઈચ્છતા
હોય તેમણે તે ગામના મુમુક્ષુમંડળ કે સંઘના અગ્રણી મારફત સોનગઢ
પત્રવ્યવહાર કરવો. આ માટે બોલાવનારાઓએ જે ગામથી તે ભાઈ આવે તે
ગામથી પોતાના ગામ સુધીનું પ્રવાસખર્ચ (રેલભાડું વગેરે) અને તે ઉપરાંત
વ્યવસ્થા ખર્ચના રૂા. ત્રણ આપવાના રહેશે. તે સિવાય બીજી કાંઈ ભેટ કે ફંડ
આપવાનું નથી. રેકોર્ડિંગમશીન
A.C. ઈલેકટ્રીક પાવર ઉપર ચાલે છે.
પત્રવ્યવહારનું સરનામું :–
વ્યવસ્થાપક : પ્રચારવિભાવ
ઠે: દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ,
સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 15 of 25
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : ૨૧પ
એકત્વ ચૈતન્યસ્વભાવની દુર્લભતા
આચાર્યદેવ કૃપા કરીને નિજવૈભવથી તે સ્વરૂપ દેખાડે છે
(શ્રી સમયસાર ગાથા ૪ – પ ઉપરનાં પ્રવચનમાંથી)
ત્રીજી ગાથામાં એકત્વસ્વભાવની સુંદરતા બતાવીને ચોથી ગાથામાં આચાર્યદેવ એકત્વસ્વભાવની
દુર્લભતા બતાવે છે :–
શ્રુત પરિચિત, અનુભૂત સર્વને કામ ભોગ બંધનની કથા;
પરથી જુદા એકત્વની ઉપલબ્ધિ કેવળ સુલભ ના.
એકત્વસ્વભાવના શ્રવણ–પરિચય અને અનુભવની દુર્લભતા બતાવીને આચાર્યદેવ તે સ્વભાવના
શ્રવણ–પરિચય ને અનુભવ પ્રત્યે શિષ્યને ઉત્સાહિત કરે છે. અનંતકાળથી નથી સાંભળ્‌યું માટે હવે અનંત
રુચિથી–અપૂર્વભાવે સાંભળજે. પૂર્વે રુચિ વગર સાંભળ્‌યું તેને અમે શ્રવણ નથી કહેતા, ચૈતન્યની
અપૂર્વરુચિપૂર્વક સાંભળે તેને જ શ્રવણ કહીએ છીએ. શ્રવણ ખરેખર તેને કહેવાય કે જેના ફળમાં અનુભવ
થાય. ચૈતન્યનું જેવું શ્રવણ કર્યું તેવો ભાવ ન પ્રગટ કરે–એટલે કે સ્વાનુભવ ન કરે તો તેણે ખરેખર ચૈતન્યનું
શ્રવણ નથી કર્યું.
કામ–ભોગ–બંધનની કથા ચૈતન્યના એકપણાથી વિરુદ્ધ છે, અને અત્યંત વિસંવાદી છે.–છતાં તે
સમસ્ત જીવલોકને અનંતવાર સાંભળવામાં આવી છે પણ ચૈતન્યની વાત કદી સાંભળી નથી. સમ્યગ્દ્રષ્ટિથી
માંડીને કેવળી ભગવાન તો આમાંથી બહાર નીકળી ગયા છે, તેમણે તો ચૈતન્યનો અનુભવ કર્યો છે.
નિત્યનિગોદના અનંતા જીવો–જેમને કદી કાન પણ નથી મળ્‌યા, છતાં તે જીવોએ પણ અનંતવાર કામભોગથી
કથા સાંભળી–કઈ રીતે? કે ભાવમાં તેનું જ વેદન છે, માટે જેવું વેદન તેવું જ શ્રવણ કહ્યું. તેના ભાવમાં તો
વિકથાનું જ વેદન છે માટે તે તેવું જ શ્રવણ કરે છે–એમ કહ્યું. અને બીજી રીતે: જીવે અનંતવાર ચૈતન્યના
શબ્દો સાંભળ્‌યા, દિવ્યધ્વનિ સાંભળી–છતાં અહીં કહે છે કે જીવે એકત્વસ્વભાવની વાત કદી સાંભળી નથી.–
કેમકે તેવું વેદન પ્રગટ નથી કર્યું માટે ખરેખર તેણે સાંભળ્‌યું જ નથી. ગમે તેટલું સાંભળવા છતાં, વિકારમાં જ
પોતાનું અસ્તિત્વ માનીને તેના જ વેદનમાં ઊભો છે, ને વિકારના વેદનથી ખસીને ચૈતન્યના વેદનમાં
આવતો નથી તો તેણે ખરેખર ચૈતન્યની કથા સાંભળી નથી, પણ વિકારની જ કથા સાંભળી છે, એટલે કે
વિકથા જ સાંભળી છે. બહારથી ભગવાનના ભેટા થયા હોય તો પણ ભગવાનની વાણીનું ભાવશ્રવણ તેણે
કર્યું નથી, અંતરના ચૈતન્યના ભેટા તેણે કર્યા નથી; વ્યવહારને જ ભેટી–ભેટીને રાગના જ વેદનમાં પડ્યો છે.
જે વિકલ્પના વેદનમાં અટક્યો તેણે વિકથાનું જ શ્રવણ–પરિચય અને અનુભવ કર્યો છે. આચાર્યદેવ કહે છે કે
હે જીવ! ચૈતન્યના સ્વભાવની એવી રુચિપૂર્વક શ્રવણ કરજે કે પૂર્વે કદી જે રુચિ કરી નથી. “પૂર્વે કદી નથી
સાંભળ્‌યું” એમ કહીને વર્તમાન શ્રવણની અપૂર્વતા બતાવવા માંગે છે. ચૈતન્યનું અહિત કરનારી વાત
અનંતવાર સાંભળી, તો હવે આ ચૈતન્યનું પરમહિત કરવાની વાત અપૂર્વ રુચિના ભાવે સાંભળ. અરે, તેં
દુઃખદાયી રાગના વેદનને અનંતકાળ

PDF/HTML Page 16 of 25
single page version

background image
ભાદરવો : ૨૪૮૭ : ૧પ :
વેદ્યા, પણ આ ચૈતન્યના આનંદનું વેદન તેં કદી ન કર્યું. આવા ઊંધા ભાવે તેં નિગોદના ને નરકના અવતાર
અનંતવાર કર્યાં છે. રાગની વાતમાં (વ્યવહારની વાતમાં) હોંસ આવે ને ચૈતન્યના વીતરાગીસ્વભાવની
વાતમાં હોંસ ન આવે તો તે જીવનો ભાવ નરક અને નિગોદની જાતનો જ છે, એટલે કે તે સંસારચક્રની
મધ્યમાં જ રહેલો છે.
જુઓ, આમાં ઉપાદાન–નિમિત્તની વાત પણ આવી ગઈ. નિમિત્તરૂપે એકત્વભાવના શબ્દો તો કાને
પડ્યા, પણ ઉપાદાનમાં તેવો ભાવ પ્રગટ ન કર્યો તો તે શ્રવણને શુદ્ધતાનું નિમિત્ત પણ ન કહેવાયું, ને તેણે
એકત્વસ્વભાવની વાત સાંભળી જ નથી એમ કહ્યું. અને નિગોદના અનંતા જીવોએ શબ્દો સાંભળ્‌યા ન હોવા
છતાં, વેદનમાં કામ–ભોગ–બંધનનો ભાવ સેવી રહ્યા છે તેથી તેણે બંધકથા અનંતવાર સાંભળી છે એમ કહી
દીધું. આ રીતે ઉપાદાનમાં જેનો ભાવ છે તેવું જ શ્રવણ કહ્યું.
અરે જીવ! રાગ અને આત્માની એકતાને તોડીને તેં કદી આત્માનું શ્રવણ–લક્ષ કે વેદન કર્યું નથી,
રાગમાં એકતા કરી કરી ને મોહરૂપી ભૂતને આધીન થઈને તું સંસારમાં બળદની જેમ ભાર વહી રહ્યો છે,
આકળો બનીબનીને મૃગજળ જેવા વિષયોમાં ઝંપલાવે છે...અને ઊંધી રુચિને પોષનારા જીવો સાથે પરસ્પર
આચાર્યપણું કરીને આત્માનું અહિત કરનારા એવા કામ–ભોગ–બંધનના ભાવનું જ તું સેવન કરી રહ્યો છે
તેથી તે સુલભ છે...છે તો દુઃખદાયી પણ અનંતકાળથી સેવી રહ્યો છે તેથી સુલભ છે; ને ચૈતન્યના સ્વભાવને
કદી સેવ્યો નથી તેથી તે દુર્લભ છે. ચૈતન્યને ભૂલીને મિથ્યાત્વરૂપી ભૂતને તાબે થઈને આકુળવ્યાકુળપણે
વિષયોમાં જ દોડે છે. તૃષ્ણારૂપી મોટા રોગથી અંતરમાં મહાપીડા થઈ છે, ચૈતન્યની બહાર શુભ–અશુભ
વિષયોમાં જ ઉપયોગને ભમાવે છે, ચૈતન્યધ્યેયને ભૂલ્યો છે, ને બાહ્યવિષયો તો મૃગજળ જેવા છે. જેમ
મૃગલો મૃગજળ પાછળ ઘણો દોડે તોપણ પાણી મળે નહીં ને તરસ છીપે નહિ...તેમ ચૈતન્યથી બાહ્ય કોઈ પણ
વિષયોમાં ઉપયોગને ગમે તેટલો ભમાવે પણ તે બાહ્યવિષયો મૃગજળ જેવા છે તેમાંથી સુખ મળે નહિ ને
જીવની તૃષ્ણા મટે નહીં. અરે! મુનિ કે આચાર્ય નામ ધરાવીને પણ અનંતવાર વિષયોમાં જ મૂર્છાઈને પડ્યો
છે, શુભરાગમાં ધર્મ માનીને જે અટક્યો તે પણ વિષયોમાં જ મૂર્છાણો છે. પરમાં કર્તાંપણાની ને વિકારના
ભોક્તાપણાની વાત પોતાને તો રુચિ છે એટલે પોતે હોંસથી બીજાને સંભળાવે છે અને બીજા પાસેથી તેવી
વાત હોંસથી સાંભળે છે,–એ રીતે પરસ્પર આચાર્યપણું કરે છે.–અંતરમાં શુદ્ધ આત્માને સ્વવિષય કરવાની
વાત પોતાને રુચિ નથી, તેવું કહેનારાનો સંગ પણ રુચ્યો નથી; આવી ઊંધી રુચિને કારણે જીવને
એકત્વસ્વભાવની વાત દુર્લભ થઈ ગઈ છે, ને કામભોગબંધનની વાત સુલભ થઈ ગઈ છે. પણ એનું ફળ તો
સંસાર છે, એમાં આત્માનું અહિત છે.
આત્માનો જે એકત્વસ્વભાવ તે નિર્મળ ભેદજ્ઞાનના પ્રકાશ વડે સ્પષ્ટ જણાય છે, જ્ઞાનને અંતર્મુખ
વાળતાં તેના પ્રકાશથી–સ્વસંવેદનથી–આત્મા સ્પષ્ટ જણાય છે; આત્માનું એકપણું અંતરંગમાં સદાય
પ્રકાશમાન છે પણ મિથ્યાદ્રષ્ટિ તેને કષાયો સાથે એકમેક માનીને ઢાંકી રહ્યો છે,–જેવો દ્રવ્યસ્વભાવ છે તેવો
પર્યાયમાં વ્યક્ત નથી કરતો એટલે તે તિરોભાવરૂપ છે; પોતે અજ્ઞાની–અનાત્મજ્ઞ હોવાથી શુદ્ધ એકત્વ
આત્માને જાણતો નથી, અને બીજા આત્મજ્ઞ જ્ઞાની ધર્માત્માની સેવા–સંગતિ કરી નથી, તેથી જીવને તે
એકત્વસ્વભાવ કદી શ્રવણમાં–પરિચયમાં કે અનુભવમાં આવ્યો નથી. ધર્માત્માની સેવા એટલે શું? કે ધર્માત્મા
જ્ઞાનીએ કહેલો ભાવ સમજીને પોતામાં પ્રગટ કરે તો જ્ઞાનીની સેવા કરી કહેવાય.
ધર્માત્મા જેવો રાગથી પૃથક્ સ્વભાવ બતાવે છે તેવો પોતે જાણે તો ધર્માત્માની ખરી સેવા અને પરિચય
કર્યો કહેવાય. રાગથી જુદો પડીને ધર્માત્માના ભાવ સાથે પોતાના ભાવનું એકત્વ કદી પ્રગટ કર્યું નથી.
જ્ઞાનીને રાગથી પૃથક્ અપૂર્વ ચૈતન્યભાવ બતાવવો છે, એવો અપૂર્વ ભાવ ખ્યાલમાં લ્યે–તો તેણે
જ્ઞાનીનો આશય પોતામાં ઝીલ્યો ને જ્ઞાનીની સંગતિ–સેવા કરી. આવી સંગતિ–સેવાથી આત્માનો અનુભવ
થાય છે. જ્ઞાનીના આશયથી વિપરીત માને તો તેણે ખરેખર જ્ઞાનીની સેવા કરી નથી.

PDF/HTML Page 17 of 25
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : ૨૧પ
વળી આત્મજ્ઞ જ્ઞાનીની સેવાની વાત કરી, એટલે સામે નિમિત્તપણે જ્ઞાની જ હોય, અને જ્ઞાની કેવા
હોય–તેની ઓળખાણ પોતાને હોવી જોઈએ. એકલા શાસ્ત્ર ભણેલાની અહીં વાત નથી, શાસ્ત્રભણતર
અનંતવાર કર્યું છતાં જો અનુભવ ન કર્યો તો તેણે આત્માની વાત સાંભળી નથી.
પોતે અજ્ઞાની છે ને જ્ઞાનીના હૃદયને ઓળખતો નથી એવા જીવને ભિન્ન આત્માનું એકપણું દુર્લભ છે.
જો જ્ઞાનીને ઓળખે ને રાગથી જુદો પડી સ્વભાવ તરફ વળે તો તો સુલભ છે, પણ રાગની રુચિથી પોતે
સ્વયં અજ્ઞાની છે ને જ્ઞાનીની ઓળખાણ–સેવા (તેમણે કહ્યું તેવું લક્ષ) કરતો નથી, તેથી તેને
એકત્વસ્વભાવની પ્રાપ્તિ દુર્લભ છે.
અનાદિથી બહિર્મુખવૃત્તિમાં જ જીવ દોડે છે, પોતાને તેવી રુચિ છે તેથી શાસ્ત્રમાંથી પણ તેવી જ વાત
પોષે છે, બીજા અજ્ઞાનીઓના સંગે તેવું જ પોષણ કરે છે, પણ ચૈતન્યસ્વભાવની અંતર્મુખવૃત્તિ કદી કરી નથી,
તેવી વાત સમજાવનારા જ્ઞાની પાસેથી તે સમજ્યો નથી તેથી તે દુર્લભ છે. નિશ્ચયથી તો સ્વભાવ સુલભ છે
કેમકે તે સ્વાધીન છે અને સંયોગ તો સ્વાધીન નથી માટે દુર્લભ છે. અનંતકાળથી સ્વભાવ નથી સમજ્યો માટે
દુર્લભ છે છતાં જ્યારે કરવા માંગે ત્યારે સ્વાધીનપણે થઈ શકે છે માટે સુગમ છે. એક ઠેકાણે તો કહે છે કે
જેઓ ચૈતન્યના સ્વાનુભવની વાર્તા–ચર્ચા પણ કરે છે તેઓ ધન્ય છે.
એકત્વસ્વભાવની દુર્લભતા બતાવીને આચાર્ય ભગવાન કરુણાથી કહે છે કે અમે તે એકત્વસ્વભાવ
અમારા સમસ્ત વૈભવથી દર્શાવીએ છીએ:–
દર્શાવું એક–વિભક્ત એ, આત્મા તણા નિજવિભવથી;
દર્શાવું તો કરજો પ્રમાણ, ન દોષ ગ્રહ સ્ખલના યદિ.
હે જીવો! શુદ્ધાત્મસ્વરૂપ તમે કદી જાણ્યું નથી–અનુભવ્યું નથી તે અમે સ્વાનુભવથી દર્શાવીએ છીએ...હે
શિષ્યો! તમે તમારા સ્વાનુભવથી તે જાણજો. જુઓ, આચાર્યદેવની શૈલી!! આવી વાત સ્વાનુભવથી
દર્શાવનારા અમે મળ્‌યા, અને તે ઝીલનારા શિષ્યમાં તેવી પાત્રતા ન હોય એમ બને નહીં. “અહો, અપૂર્વ વાત
છે...અમારે અમારા આત્મામાં નવું–અપૂર્વ કાર્ય કરવું છે ને અમારે માટે આ નવી અપૂર્વ વાત છે”–એમ
અંદરથી તૈયાર થઈને શિષ્ય સાંભળે છે. જે શિષ્ય આત્માને સમજવાનો પાત્ર થઈને સાંભળવા ઊભો છે એવા
શિષ્યને આત્માનું સ્વરૂપ દર્શાવીએ છીએ–એમ વક્તા–શ્રોતાની, અને ઉપાદાન–નિમિત્તની અપૂર્વ સંધી છે.
શ્રોતા અપૂર્વભાવે સાંભળે છે. આચાર્યદેવને નિઃશંકતા છે કે અમે શુદ્ધાત્મા દર્શાવીએ છીએ ને શ્રોતા શિષ્ય તે
સમજી જ જશે.
અરે જીવો! અનંતકાળથી આત્માના ચિદાનંદ સ્વરૂપની વાર્તાનું રુચિથી શ્રવણ પણ નથી કર્યું, રાગાદિની
જ રુચિ–પરિચય–શ્રવણ કર્યું છે. જ્યાંથી ધર્મ થાય, જેમાંથી સુખ થાય–તે તત્ત્વ કેવું છે તે હું દેખાડું છું.
‘અત્યારસુધી ઘણા સંતોએ દેખાડયું હતું ને?’ પણ મેં દેખ્યું ન હતું તેથી મારે માટે તો આચાર્યદેવ
નવું જ દેખાડે છે. પૂર્વે અનંતા સંતો ચૈતન્યને દર્શાવનારા થઈ ગયા ને અનંતા જીવો સમજીને મુક્તિ પામ્યા,
પણ તે વખતે હું અંદરથી ન ઊછળ્‌યો, હું મારું સ્વરૂપ ન સમજ્યો–તેથી મેં તો આત્મસ્વરૂપની વાત ખરેખર
કદી સાંભળી જ નથી તેથી મારે માટે તો આ શ્રવણ તે અપૂર્વ છે. વર્તમાન શ્રોતાનો ભાવ અપૂર્વ છે ત્યાં
આચાર્યદેવ કહે છે કે–હું વર્તમાન મારા નિજવૈભવના આનંદના અનુભવમાં ઊભેલો–તમને તેનો માર્ગ
કહીશ. માત્ર કોઈક પાસેથી સાંભળેલું કહીશ–એમ નથી કહેતા, પણ પોતે સ્વાનુભવની નિઃશંકતા સહિત કહે
છે કે મારો જે નિજવૈભવ છે તેના વડે હું શુદ્ધાત્મા દર્શાવીશ, અને હે શ્રોતાજનો! તમે પણ તમારા સ્વાનુભવ
વડે તે પ્રમાણ કરજો.–આમ કહીને ઉપાદાન–નિમિત્તની અપૂર્વ સંધિ કરી છે.
વર્તમાનમાં આ પૃથ્વી ઉપર વિદેહક્ષેત્રમાં સીમંધરનાથ સાક્ષાત્ તીર્થંકર પરમાત્મા બિરાજી રહ્યા છે,
જ્યાં અનેક ગણધરો–મુનિઓ–શ્રુતકેવળી ભગવંતો બિરાજે છે, દિવ્યધ્વનિમાં ચૈતન્યના ધોધ ઊછળે છે, ત્યાં
કુંદકુંદાચાર્ય–

PDF/HTML Page 18 of 25
single page version

background image
ભાદરવો : ૨૪૮૭ : ૧૭ :
દેવ પધાર્યા હતા–આઠ દિવસ રહ્યા હતા, ને એ દિવ્યધ્વનિના ધોધ સાંભળ્‌યા હતા...એ રીતે ભરતક્ષેત્રમાં
જન્મીને વિદેહક્ષેત્રના તીર્થંકરને સાક્ષાત્ ભેટનારા શ્રી કુંદકુંદાચાર્યદેવ પોતાના આત્માના વૈભવથી શુદ્ધાત્માનું
સ્વરૂપ દર્શાવે છે. અહા! એમની શક્તિની શી વાત! એમના વૈભવની શી વાત! અને શિષ્યને પણ સાથે જ
રાખીને કહે છે કે હે શિષ્ય! હું દર્શાવું છું ને તું જરૂર પ્રમાણ કરજે. જુઓ તો ખરા! એકત્વસ્વભાવની કેટલી
હોંસ છે!! આહા, આવા દર્શાવનારા મળ્‌યા...તો શિષ્ય પણ જરૂર સ્વાનુભવથી એકત્વભાવને જાણે છે.
આચાર્યદેવ કહે છે કે મારી મીટ શુદ્ધચૈતન્ય ઉપર છે, ને તું પણ તે શુદ્ધચૈતન્યસ્વભાવ ઉપર જ મીટ રાખીને
સાંભળજે. વચ્ચે વ્યાકરણના શબ્દ વગેરેમાં કદાચિત ક્ષયોપશમદોષથી ફેરફાર થઈ જાય ને તારા લક્ષમાં તે
આવી જાય તો તેમાં તું અટકીશ નહિ. જેવો અમારો ભાવ છે તેવો જ ભાવ તારામાં પ્રગટ કરીને સાંભળજે.
આ રીતે નિમિત્ત–નૈમિત્તિક ભાવની અપૂર્વ સંધિ સહિતની વાત છે. ધર્મી સંતોનું જેવું હૃદય છે તેવું શ્રદ્ધામાં
લીધું તેને ધર્મી સાથે નિમિત્ત–નૈમિત્તિકની સંધિ થઈ.
આહા, જુઓ તો ખરા આ વૈભવ! જગતના બધા વૈભવને જાણનારો જે આ ચૈતન્યભાવ, તે અચિંત્ય
ચૈતન્યવૈભવની પાસે જગતનો બધો વૈભવતૂચ્છ છે. પંચમકાળના આચાર્ય પંચમકાળના જીવોને નિજવૈભવથી
શુદ્ધઆત્મા દેખાડે છે. આચાર્યદેવ કહે છે કે હું સમસ્ત વૈભવથી બતાવીશ એટલે કાંઈ પણ બાકી નહિ રાખું, ને
તમે પણ શુદ્ધઆત્માને જોવા માટે સર્વ પુરુષાર્થ વડે પ્રયત્ન કરજો.
હવે ચૈતન્યનો જે નિજવૈભવ પ્રગટ્યો છે તે કયા પ્રકારે પ્રગટ્યો, તેમાં નિમિત્ત કેવા હતા તે ઓળખાવે છે.
ભગવાન સર્વજ્ઞદેવની વાણીરૂપ જે શબ્દબ્રહ્મ–તેની સેવાથી અમારા નિજવૈભવનો જન્મ છે. ભગવાનની
વાણીની ઉપાસના–એટલે કે તે વાણીના વાચ્યભૂત જે એકત્વ વિભક્ત આત્મા–રાગથી પાર ને ચૈતન્યથી
પરિપૂર્ણ–તેની ઉપાસના કરી, ભગવાનની વાણીમાંથી અમે આવો સાર કાઢયો, તે અમે અહીં દર્શાવીએ છીએ.
જુઓ, આ ભગવાનની વાણીની ઓળખાણ પણ અપૂર્વ જાતની છે. રાગથી ધર્મ મનાવે તે
ભગવાનની વાણી નહિ, ભગવાનની વાણી તો રાગથી પૃથક્ એકત્વ સ્વભાવ બતાવે છે. અજ્ઞાનીની વાણીથી
ચૈતન્યસ્વભાવ પમાય નહિ. એકલી વાણીની વાત પણ નથી, તે વાણી પણ સ્વાનુભવી ગુરુ પાસેથી સીધી
સાંભળી છે, સર્વજ્ઞદેવ–ગણધરદેવ તથા આચાર્યપરંપરાના ગુરુઓ તેમની કૃપા વડે પ્રસાદરૂપે અમને જે
શુદ્ધાત્માનો ઉપદેશ મળ્‌યો તેનાથી અમને શુદ્ધાત્માનો અનુભવ પ્રગટ્યો છે.
આહા! સમયસારની વાણીની ઠેઠ ભગવાન સર્વજ્ઞદેવ સાથે સંધિ કરીને આચાર્યદેવ કહે છે કે
ચૈતન્યરસથી નીતરતી ભગવાનની વાણીની ઉપાસના કરીને તેમાંથી અમે શુદ્ધાત્મા તારવ્યો. જુઓ, આવો
આશય કાઢે તેણે જિનવાણીની ઉપાસના કરી. પણ જે વિપરીત આશય કાઢે–રાગથી ધર્મ માને તેણે
જિનવાણીની ઉપાસના નથી કરી પણ વિરાધના કરી છે.
શાસ્ત્રોનો આશય શુદ્ધાત્મા દર્શાવવાનો છે–
જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહિ કાંઈ,
લક્ષ થવાનો તેહનો, કહ્યાં શાસ્ત્ર સુખદાઈ.
આ રીતે કસોટી ઉપર કસીને અમે જિનવાણીને ઓળખીને તેની ઉપાસના કરી છે. જિનવાણીનું દોહન
કરીને શુદ્ધાત્મારૂપી માખણ બહાર કાઢયું છે, તે આ સમયસારમાં દર્શાવીએ છીએ.
જિનવાણીની ઉપાસના સાથે અતિ નિષ્તુષ–નિર્બાધયુક્તિના બળે અમે એકત્વ વિભક્ત સ્વરૂપ નક્કી
કર્યું છે. એમને એમ એકલી વાણીથી નથી માની લીધું પણ અંદરમાં નિર્મળ જ્ઞાનની નિર્દોષ યુક્તિ વડે નક્કી
કરીને નિર્ણય કર્યો છે. શુદ્ધાત્માનું જે યથાર્થ સ્વરૂપ છે તેનાથી વિપરીત કહેનારા એકાંતવાદી જે વિપક્ષો તેનું
સમ્યક્ યુક્તિના બળવડે ખંડન કરીને, એકત્વ વિભક્ત આત્માનું સ્વરૂપ બધા પડખેથી બરાબર નક્કી કર્યું છે;
જ્ઞાનની નિર્મળતા વધતાં અંદરથી નવીનવી નિર્દોષ યુક્તિ સ્ફૂરતી જાય છે.
આગમ, યુક્તિ, ગુરુપરંપરા અને સ્વાનુભવ–એમ ચાર પ્રકારથી આચાર્યદેવના નિજવૈભવનો જન્મ છે,

PDF/HTML Page 19 of 25
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : ૨૧પ
જુઓ તો ખરા, ૧૦૦૦ વર્ષ પછી થયેલા અમૃતચંદ્રાચાર્યદેવે નક્કી કરી લીધું કે ભગવાન
કુંદકુંદાચાર્યદેવનો કેવો નિજવૈભવ હશે!
પરમગુરુ સર્વજ્ઞદેવ અને અપરગુરુ એટલે ગણધરાદિકથી માંડીને અમારા ગુરુ સુધી તે બધાય કેવા
છે? –કે વિજ્ઞાનઘન શુદ્ધ આત્મામાં લીન છે...આવા ગુરુઓએ પ્રસાદરૂપે અમારા ઉપર મહેરબાનીથી–કૃપાથી–
પ્રસન્ન થઈને અમને ઉપદેશ આપ્યો–શેનો ઉપદેશ આપ્યો? કે શુદ્ધઆત્મતત્ત્વનો ઉપદેશ આપ્યો........
બાર અંગ ચૌદપૂર્વમાં શું કહ્યું? કે શુદ્ધાત્મતત્ત્વનો ઉપદેશ આપ્યો; અમારા ઉપર કૃપાનો વરસાદ
વરસાવીને અમારા ગુરુઓએ અમને શુદ્ધાત્માનો ઉપદેશ આપ્યો. અમારા ઉપર અનુગ્રહ કરીને,
પ્રસન્ન થઈને, પ્રસાદરૂપે અમને શુદ્ધાત્મા સમજાવ્યો...તેના વડે અમને શુદ્ધાત્માનો નિજવૈભવ પ્રગટ્યો છે.
આ ઉપરાંત નિરંતર ઝરતો–આસ્વાદમાં આવતો જે સુંદર આનંદ, તે આનંદની છાપવાળું, પ્રચૂર
સ્વસંવેદન તેનાથી નિજવૈભવનો જન્મ છે. આવા સમસ્ત વૈભવથી હું શુદ્ધાત્મા દર્શાવું છું, તે તમે તમારા
સ્વાનુભવથી પ્રમાણ કરજો;
કોની ઉપાસનાથી ને કોના અનુગ્રહથી નિજવૈભવ પ્રગટ્યો છે તે બતાવ્યું, એટલે નિજવૈભવ માટે
કોની ઉપાસના કરવા જેવી છે ને કેવા ગુરુના અનુગ્રહથી તે પ્રાપ્ત થાય છે તે પણ બતાવ્યું.
શ્રી ગુરુએ પ્રસન્ન થઈને અનુગ્રહ કરીને ઉપદેશ આપ્યો કેવો ઉપદેશ આપ્યો? કે શુદ્ધાત્માનો
ઉપદેશ આપ્યો...ગુરુની કૃપાથી જે શુદ્ધાત્માનો ઉપદેશ મળ્‌યો તેનાથી નિજાત્માની સંપદા પ્રગટી છે.
આચાર્યદેવ કહે છે કે મારા ગુરુઓએ જેવો આત્મા બતાવ્યો તેવા આત્માના આનંદસહિત સ્વસંવેદનથી
મારો નિજવૈભવ પ્રગટ્યો છે... અમને સ્વસંવેદનમાં નિરંતર સુંદર અતીન્દ્રિય આનંદ વેદાય છે, તે
આનંદથી ઊછળતા સ્વસંવેદનથી આત્મવૈભવ પ્રગટ થયો છે. જુઓ તો ખરા આ અનુભવદશા!!
અનુભવના આવા વૈભવથી હું શુદ્ધઆત્મા દેખાડું છું–એમ કહે છે. આનંદ સહિત સ્વસંવેદન ચોથે
ગુણસ્થાને પણ હોય છે, પણ મુનિદશામાં તો તે ઘણું–પ્રચૂર હોય છે. એવી મુનિદશામાં ઝૂલતા
આચાર્યદેવની આ વાણી છે. આહા, અમે ઊંઘતા હતા ને શ્રીગુરુએ કૃપા કરીને અમને જગાડીને શુદ્ધાત્મા
બતાવ્યો, તેના સ્વસંવેદનથી અમારા વેદનમાં પ્રચૂર આનંદના દરિયા ઉલ્લસ્યા...આમ ચૈતન્યના
આનંદને વેદતાં વેદતાં તે આનંદની છાપવાળા સ્વસંવેદનથી જે નિજવૈભવ પ્રગટ્યો તે નિજવૈભવ વડે હું
શુદ્ધાત્મા દેખાડું છું...જુઓ તો ખરા પુરુષની પ્રમાણતા!! ‘પુરુષ પ્રમાણે વચન પ્રમાણ.’
આચાર્યદેવ કહે છે કે હું જે શુદ્ધાત્મા દેખાડું છું તે સ્વાનુભવથી પ્રમાણ કરીને તમે પ્રમાણ કરજો;
માત્ર શબ્દોથી નહિ, વિકલ્પથી નહિ, પણ અંદરના સ્વાનુભવથી પ્રત્યક્ષપૂર્વક પ્રમાણ કરજો. અક્ષર–માત્રા
વગેરેમાં
ક્્યાંક ફેર પડી જાય તો દોષ ગ્રહણ કરવામાં સાવધાન ન થવું, સાવધાની તો શુદ્ધાત્મા તરફ જ રાખવી.
અનુભવની વાતમાં તો ભૂલ નહીં પડે કેમકે સ્વાનુભવથી પ્રગટેલા વૈભવ વડે હું કહું છું. પણ શબ્દની
વિભક્તિ વગેરેમાં ક્્યાંક ફેર પડી જાય તો તે ગ્રહણ કરવામાં સાવધાન ન થશો–કેમકે વ્યાકરણ વગેરેનો
હેતુ નથી, હેતુ શુદ્ધાત્મા બતાવવાનો જ છે, માટે અંદર શુદ્ધાત્મા તરફ પરિણમીને પ્રમાણ કરવું. આ
શાસ્ત્રમાં સ્વસંવેદનરૂપ અર્થની પ્રધાનતા છે. શબ્દ ઉપર જોર ન દેશો પણ તેના વાચ્યરૂપ શુદ્ધાત્માને
લક્ષમાં લઈને તેનો અનુભવ કરજો. જુઓ તો ખરા આ રીત! શાસ્ત્ર કઈ રીતે ભણવું તે પણ ભેગું
બતાવ્યું છે. આ રીતે પાંચ ગાથા દ્વારા ઉત્તમ ભૂમિકા કરીને પછી છઠ્ઠી ગાથામાં આચાર્ય ભગવાને
જ્ઞાયકભાવરૂપ શુદ્ધાત્મા દર્શાવ્યો છે.

PDF/HTML Page 20 of 25
single page version

background image
ભાદરવો : ૨૪૮૭ : ૧૯ :
ત્ત્
વિષય – પ્રવેશ
કરિ પ્રણામ જિનદેવકો, મોક્ષમાર્ગઅનુરૂપ;
વિવિધ અર્થ ગર્ભિત મહા કહીએ તત્ત્વસ્વરૂપ,
હૈ નિમિત્ત ઉપચારવિધિ, નિશ્ચય હૈ પરમાર્થ;
તજી વ્યવહાર, નિશ્ચય ગહિ સાધો સદા નિજાર્થ.

૧. આ લોકમાં એવું એક પણ પ્રાણી નથી જે દુઃખનિવૃત્તિ અને સુખપ્રાપ્તિનો ઈચ્છક ન હોય. એજ
કારણ છે કે ધર્મતીર્થના પ્રવર્તક તીર્થંકર અનાદિકાળથી સુખપ્રાપ્તિના પ્રધાન સાધનભૂત મોક્ષમાર્ગનો ઉપદેશ
દેતા આવ્યા છે મોક્ષમાર્ગ કહો, સુખપ્રાપ્તિનો માર્ગ કહો કે દુઃખથી નિવૃત્તિ થવાનો માર્ગ કહો એ બધાનો એક
જ અર્થ છે. જે માર્ગનું અનુસરણ કરીને આ જીવ ચાર ગતિના દુઃખથી નિવૃત્ત થાય છે તે મોક્ષમાર્ગ છે, એ
ઉક્ત કથન કરવાનું તાત્પર્ય છે. મોક્ષમાર્ગ એ અંતરગર્ભ નિષેધવાચક વચન છે. પરંતુ જ્યારે કોઈ ધર્મનો
નિષેધ કરવામાં આવે છે ત્યારે તેની પ્રતિપક્ષભૂત વિધિ પોતાની મેળે સિદ્ધ થઈ જાય છે. માટે જે
દુઃખનિવૃત્તિનો માર્ગ છે તે જ સુખપ્રાપ્તિનો પણ માર્ગ છે એમ અહીં સમજવું જોઈએ.
૨. આ પ્રસંગથી અહીં એ વિચાર કરવાનો છે કે તીર્થંકરોનો જે ઉપદેશ ચારે અનુયોગો સંકલિત છે
તેને વચનવ્યવહારની દ્રષ્ટિથી કેટલા ભાગમાં વહેંચી શકાય છે? વિવિધ પ્રમાણોના પ્રકાશમાં વિચાર કરતાં
જણાય છે કે તેને આપણે મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકીએ છીએ–ઉપચરિત કથન અને અનુપચરિત કથન.
જે કથનનો પ્રતિપાદ્ય અર્થ તો અસત્યાર્થ છે (જે કહેવામાં આવ્યું તેવો પદાર્થ નથી) પરંતુ તેનાથી
પરમાર્થભૂત અર્થનું જ્ઞાન થઈ જાય છે તેને ઉપચરિત કથન કહે છે, અને જે કથનથી જે પદાર્થ જેવો છે તેનું
તેજ રૂપે જ્ઞાન થાય છે તેને અનુપચરિત કથન કહે છે. આ વિષયને સ્પષ્ટ કરતાં પોતાની સુબોધ ભાષામાં
પંડિત પ્રવર ટોડરમલજી મોક્ષમાર્ગ પ્રકાશકમાં લખે છે–
तहां जिन आगम विषैं निश्चय व्यवहाररूप वर्णन है। तिन विषै यथार्थका नाम निश्चय है,
उपचारका नाम व्यवहार है।
[अधिकार ७ पृ. ૨૮૭] ગુજરાતીપૃ. ૨૦૦
व्यवहार अभूतार्थ है। सत्य स्वरूपके न निरूपै है। किसी अपेक्षा उपचार करि अन्यथा निरूपै
है। बहुरि शुद्धनय जो निश्चय है सो भूतार्थ है जैसा वस्तुका स्वरूप है तैसा निरूपै है। [अधिकार ७
पृ
. ३६९] ગુજ. પૃ. ૨પ૪ एक ही द्रव्यके भावकौ तिस स्वरूप ही निरूपण करना सो निश्चय नय है
उपचार करि तिस द्रव्यके भावकौं अन्य द्रव्यके भावस्वरूप निरूपण करना सो व्यवहार है [अधिकार
७ पृ
. ३६९] આ પંડિત પ્રવર ટોડરમલ્લજીનું કથન છે. એથી સ્પષ્ટ છે કે જિનાગમમાં વચનવ્યવહારની
દ્રષ્ટિએ બે પ્રકારનું કથન મળે છે. તેમાં સૌથી પહેલાં અહીં ઉપચરિત કથનના કેટલાંક ઉપયોગી ઉદાહરણો રજુ
કરીને તેઓ ઉપચરિત કેમ છે એની મીમાંસા કરીએ છીએ.
ઉપચરિત કથનના કેટલાક ઉદાહરણ :–
૧. એક દ્રવ્ય પોતાની વિવક્ષિત પર્યાયદ્વારા બીજા દ્રવ્યનું કર્તા છે અને બીજા દ્રવ્યની તે પર્યાય તેનું કર્મ છે.