Atmadharma magazine - Ank 216
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૮
સળંગ અંક ૨૧૬
Version History
Version
Number Date Changes
001 Apr 2004 First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image
વર્ષ અઢારમું : અંંક ૧૨ મો તંત્રી: જગજીવન બાઉચંદ દોશી (સાવરકુંડલા) આસો : ૨૪૮૭
સાધકનું વહાણ સિદ્ધપુરીમાં ચાલ્યું જાય છે.
સિદ્ધ ભગવાન જેવા ધ્રુવ સામર્થ્યવાળા પોતાના આત્માને
ઓળખીને તેની દ્રષ્ટિએ સાધકનું વહાણ મોક્ષપુરીમાં ચાલ્યું જાય છે. જેમ
દરિયામાં ધ્રુવ–તારાના લક્ષે વહાણ ચાલ્યા જાય છે, તેમ સંસારસમુદ્રમાં
ધ્રુવચૈતન્યના વિશ્વાસે સાધકના વહાણ તરી જાય છે. ધ્રુવચૈતન્ય
સ્વભાવને જ દ્રષ્ટિના ધ્યેયરૂપ રાખીને સાધક આત્માના વહાણ નિઃશંકપણે
સિદ્ધપુરીમાં ચાલ્યા જાય છે.
હે જીવ! સંયોગો અને ક્ષણિક ભાવો નાશ પામવાં છતાં તારો ધ્રુવ
ચિદાનંદ સ્વભાવ નાશ પામતો નથી કે તેમાંથી કાંઈ ઘટતું નથી. માટે તે
ધ્રુવ સ્વભાવનો આશ્રય કર...મોક્ષ માટે તેના ઉપર મીટ માંડ...તે
ધ્રુવસ્વભાવમાં મીટ માંડતાં તેમાંથી સદાકાળ જ્ઞાન–આનંદમય નિર્મળ
પર્યાયો જ નીકળ્‌યા કરશે...આ રીતે ધ્રુવ ચૈતન્ય સ્વભાવના ભરોસે જ
તારું વહાણ સંસાર સમુદ્રથી તરીને મોક્ષપુરીમાં પહોંચી જશે.
[૨૧૬]

PDF/HTML Page 3 of 21
single page version

background image
: : આત્મધર્મ : ૨૧૬










પાવાપુરી મુક્તિધામમાં ભાવભીનું પ્રવચન કરતાં ગુરુદેવે કહ્યું કે: જેમ
નદીના પ્રવાહમાં તરંગ ઊઠે તેમ જ્ઞાનીના હૃદયમાં સમ્યગ્જ્ઞાનનો પ્રવાહ વહે છે,
તેમાં આ ભક્તિરૂપી તરંગો ઉઠ્યા છે. જ્ઞાનીની સ્તુતિ પણ જુદી જાતની હોય
છે. તે ભગવાનને ઓળખીને અને ભગવાને શું કહ્યું તેની પરીક્ષા કરીને
ભગવાનની સ્તુતિ કરે છે. ભગવાન સર્વજ્ઞ હતા, ભગવાન વીતરાગ હતા,
ભગવાન હિતોપદેશી હતા. ભગવાને હિતોપદેશમાં શું કહ્યું? ભગવાને પોતે તો
પોતાના આત્માનું પરમ હિત સાધી લીધું અને પછી વાણીમાં એવા હિતનો જ
ઉપદેશ નીકળ્‌યો કે અહો આત્મા! તારો સ્વભાવ એક ક્ષણમાં પરિપૂર્ણ જ્ઞાન–
આનંદથી ભરેલો છે, અમારા ને તારા આત્મામાં ફેર નથી. તું જે હિત પ્રાપ્ત
કરવા માંગે છે તે તારા આત્માની શક્તિમાંથી જ આવશે, ક્્યાંય બહારથી નહિ
આવે; માટે તારા સ્વભાવમાં અંતર્મુખ થા.–આમ સ્વભાવસન્મુખ થવાનો જે
પરમ હિતોપદેશ સર્વજ્ઞ ભગવાને આપ્યો, તેનાથી જ ભગવાનની મહત્તા છે.

આપણું “આત્મધર્મ” માસીક આવતા અંકે ૧૯ મા વર્ષમાં પ્રવેશ કરશે.
આગામી અંક કારતક સુદ એકમના રોજ પ્રગટ થશે. બેસતા વર્ષના શુભદિને
આપનો અંક વખતસર મેળવવા આપનું લવાજમ તુરત મોકલી આપશો
“આત્મધર્મ” ના લવાજમની સાથે બીજી કોઈ રકમો ન મોકલવા વિનંતી છે;
પુસ્તક વગેરેની બીજી કાંઈ રકમ મોકલવાની હોય તો તે જુદી મોકલવી;–જેથી
વ્યવસ્થામાં સુગમતા રહે.
* * * * *

PDF/HTML Page 4 of 21
single page version

background image
આસો : ૨૪૮૭ : :
– પરમ શાંતિ દાતારી –
અધ્યત્મ ભવન
ભગવાન શ્રી પૂજ્યપાદસ્વામીરચિત ‘સમાધિ શતક’ ઉપર પૂ. ગુરુદેવના
અધ્યાત્મ ભાવના ભરપૂર વૈરાગ્યપ્રેરક પ્રવચનોનો સારર
[અંક ૨૧૩ થી ચાલુ]
* * *
આત્મસ્વરૂપની વારંવાર ચર્ચા–ભાવના કરવાનું કહ્યું ત્યાં બહિરાત્મા અજ્ઞાની પ્રશ્ન પૂછે છે કે પ્રભો!
આ શરીર અને વચનથી જુદો તો આત્મા અમને દેખાતો નથી તો તેની ભાવના કઈ રીતે કરવી? અમને તો
આ શરીરને ચલાવે ને વાણી બોલે તે જ આત્મા લાગે છે. શરીર અને વાણીથી જુદું તો આત્માનું અસ્તિત્વ
દેખાતું નથી તો દેહાદિથી ભિન્ન આત્માની ભાવના કરવાનું કથન કઈ રીતે યોગ્ય છે? અજ્ઞાનીની આ શંકાનું
નિરાકરણ કરતાં શ્રી પૂજ્યપાદ સ્વામી કહે છે કે:–
शरीरे वाची चात्मानं सन्धत्तै वाक्शरीरयोः ।
भ्रान्तोऽभ्रान्तः पुन्स्तत्त्वं प्रथगेषां विबुध्यते ।। ५४।।
વચન અને શરીરના સ્વરૂપમાં જેને ભ્રાંતિ છે એટલે કે તે વચન અને શરીર તો જડ પુદ્ગલ છે
એમ જે નથી જાણતો એવો બહિરાત્મા જ શરીર અને વચનમાં આત્માનો આરોપ કરે છે. એટલે કે હું જ
શરીર અને વચન છું, હું જ તેનો કર્તા છું–એમ તે અજ્ઞાની માને છે; એટલે દેહાદિથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ
આત્માની ભાવના તે ભાવતો નથી. પરંતુ ભ્રાંતિરહિત એવા જ્ઞાની ધર્માત્મા તો વચનઅને શરીરને જડ
અચેતન જાણે છે, અને પોતાના આત્માને તેનાથી ભિન્ન જાણીને તેની જ નિરંતર ભાવના ભાવે છે.
જડ–ચેતનના ભેદજ્ઞાનપૂર્વક આત્મભાવના ભવાય છે, જેને ભેદજ્ઞાન નથી તેને સાચી આત્મભાવના
હોતી નથી.
ઈચ્છા અનુસાર દેહ–વચનની ક્રિયા થાય ત્યાં અજ્ઞાનીને એવી ભ્રાંતિ થઈ જાય છે કે આ ક્રિયાઓ
મારી જ છે; દેહાદિ જડની ક્રિયાથી જુદું પોતાનું અસ્તિત્વ તેને ભાસતું જ નથી. તે જ્ઞાની તો જડચેતન બંનેના
ભિન્નભિન્ન લક્ષણો વડે બંનેને અત્યંત જુદા જાણે છે, ને આત્માને દેહાદિથી અત્યંત જુદો જાણીને તેની જ
ભાવના ભાવે છે. આત્મા સિવાય બહારની કોઈ ચીજને પોતાની હિતકર તે માનતા નથી.

PDF/HTML Page 5 of 21
single page version

background image
: : આત્મધર્મ : ૨૧૬
અજ્ઞાની તો શરીરાદિને જ આત્મા માનતો હોવાથી બાહ્ય વિષયોને પોતાના ઉપકારી માને છે...એટલે દેહાદિથી
ભિન્ન આત્મસ્વરૂપની ભાવના તે ભાવતો નથી. જ્ઞાની નિરંતર દેહાદિથી ભિન્ન આત્માને ભાવે છે.
અજ્ઞાની તો જડ–ચેતનને એક બીજા સાથે ભેળવી દે છે; આત્માથી વિલક્ષણ એવી જે મૂર્ત–પુદ્ગલોની
રચના–શરીર, વચન વગેરે–તેને તે આત્માના જ માને છે, પણ આત્મા તો પુદ્ગલથી ભિન્ન લક્ષણવાળો
ચૈતન્યસ્વરૂપ છે–તેનો બોધ તે કરતો નથી; એટલે જડમાં જ આત્મપણાની ભ્રાંતિને લીધે તેને ભિન્ન
આત્માની ભાવના હોતી નથી. જ્ઞાની વિલક્ષણદ્વારા જડ–ચેતનને ભિન્નભિન્ન જાણે છે, શરીર–વાણી વગેરે
જડની ક્રિયા સ્વપ્નેય તેને પોતાની ભાસતી નથી, ચૈતન્યસ્વરૂપ આત્માને જ તે પોતાનો સમજે છે.
ચૈતન્યસ્વભાવ સિવાય બીજા કોઈ પદાર્થોમાં સ્વપ્નેય પોતાપણાની ભ્રાંતિ તેને થતી નથી, એટલે પર્યાયે
પર્યાયે–ક્ષણે ક્ષણે ને કાર્યે કાર્યે તેને ભિન્ન આત્માની ભાવના વર્ત્યા જ કરે છે. કાંઈ ગોખી ગોખીને એ
ભાવના થતી નથી પણ અંદર ભેદજ્ઞાન પરિણમી ગયું છે તે ભેદજ્ઞાનના બળે સહજપણે ભિન્નપણાની
ભાવના સદાય વર્ત્યા જ કરે છે, આ ભેદજ્ઞાનના અભ્યાસના બળે વૈરાગ્ય અને ચારિત્રદશા પ્રગટ કરીને તે
જ્ઞાની અલ્પકાળમાં દેહથી અત્યંત ભિન્ન એવી ચારિત્રદશાને સાધે છે.
।। પ૪।।
* * *
આત્મસ્વરૂપને નહિ જાણનારો અને દેહાદિ બાહ્ય પદાર્થોમાં આત્મભ્રાંતિથી વર્તનારો અજ્ઞાની જીવ તે
બાહ્ય પદાર્થોને હિતકર માનીને તેમાં આસક્તચિત્ત રહે છે, પરંતુ જે પદાર્થમાં આસક્ત થઈને તેને તે હિતકર
માને છે તે કોઈ પણ પદાર્થ તેના હિતકર કે ઉપકારક નથી,–એમ હવેની ગાથામાં બતાવે છે:–
न तदस्तीन्द्रियार्थेषु यत् क्षेमंकरमात्मनः ।
तथापि रमते बालस्तत्रैवाज्ञानभावनात् ।। ५५।।
પાંચ ઈન્દ્રિયના વિષયોમાં એવો કોઈપણ પદાર્થ નથી કે જે આત્માને ક્ષેમકર હોય; તોપણ બહિરાત્મા
અજ્ઞાની જીવ અજ્ઞાનભાવનાને લીધે તેમાં જ રમણ કરે છે. જેમ બાળક હિત–અહિતના વિવેક વગર ગમે તે
પદાર્થમાં રમવા લાગે છે તેમ બાળક એવો અજ્ઞાની બહિરાત્મા હિત–અહિતના વિવેક વગર, સ્વપરના ભાન
વગર, બાહ્ય ઈન્દ્રિયવિષયોમાં સુખ માનીને તેમાં રમે છે, પણ જગતમાં એવો કોઈ ઈન્દ્રિયવિષય નથી કે જે
આત્માને સુખ આપે. તત્ત્વદ્રષ્ટિથી જોતાં ઈન્દ્રિયસુખ તે સુખ છે જ નહીંં, દુખ જ છે; કેમકે બંધનું કારણ છે,
આકુળતા ઉપજાવનાર છે, વિષમ છે, ક્ષણભંગુર છે, પરાધીન છે, વિઘ્નસહિત છે, સુખ તો તેને કહેવાય કે જે
આત્માધીન હોય–સ્વાધીન હોય, નિરાકુળ હોય, શાંત હોય, બંધન રહિત હોય, જેમાં અન્ય પદાર્થોની અપેક્ષા
ન હોય.–આવા સુખને અજ્ઞાની જાણતો નથી ને મૃગજળ જેવા બાહ્યવિષયોમાં સુખની આશાથી અનંતકાળથી
ભમે છે. બાપુ! એમાં ક્યાંય તારું સુખ નથી, ને એ કોઈ પદાર્થો તને સુખ દેવા સમર્થ નથી. ક્ષેમ કરનારો ને
સુખ દેનારો એવો તો તારો આત્મા જ છે. માટે પરથી ભિન્ન આત્માને જાણીને ભેદજ્ઞાનવડે દિન–રાત તેની જ
ભાવના કર. અજ્ઞાનભાવનાને લીધે દિનરાત બાહ્ય પદાર્થોની પ્રાપ્તિનું જ રટણ અજ્ઞાની જીવ કરી રહ્યો છે,
પરંતુ પરદ્રવ્ય કદી અંશમાત્ર આત્માનું થતું નથી, તેથી તેને માત્ર આકુળતા અને દુઃખનું જ વેદન થાય છે. જો
સ્વદ્રવ્યને પરથી ભિન્ન જાણીને, સ્વરૂપની પ્રાપ્તિના પ્રયત્નમાં લાગે તો અંતર્મુહૂર્તમાં તેની પ્રાપ્તિ થાય એટલે
કે નિરાકુળ સુખનો અનુભવ થાય. અહીં બહિરાત્માની પ્રવૃત્તિ બતાવીને તે છોડવાનો ઉપદેશ છે. અને
અંતરાત્માની પ્રવૃત્તિ બતાવીને તે પ્રગટ કરવાનો ઉપદેશ છે.
।। પપ।।
[વીર સં. ૨૪૮૨: અષાડ સુદ ૧૧ બુધવાર]
સમાધિશતક ગા. પ૬
અનાદિકાળથી આત્માના સ્વરૂપને જાણ્યા વગર અજ્ઞાની જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે, તેમાં એક

PDF/HTML Page 6 of 21
single page version

background image
આસો : ૨૪૮૭ : :
ક્ષણ પણ તેણે સમાધિ પ્રાપ્ત કરી નથી. સમ્યગ્દર્શન તે પહેલી સમાધિ છે, તે પૂર્વે એક ક્ષણ પણ પ્રાપ્ત કર્યું
નથી. અનાદિકાળથી મિથ્યાત્વના સંસ્કારને લીધે બહિરાત્માની દશા કેવી થઈ છે તે બતાવે છે–
चिरं सुषुप्तास्तमसि मूढात्मानः कुयोनिषु ।
अनात्मीयात्मभूतेषु ममाहमिति जाग्रति ।। ५६।।
શરીરને જ આત્મા માનીને આ મૂઢ અજ્ઞાની મૂર્ખ જીવ મિથ્યાત્વરૂપી અંધકારને લીધે અનાદિકાળથી
નિગોદ અને નરકાદિ કુયોનીઓમાં સુષુપ્ત છે–મૂર્છાઈ ગયો છે–જ્ઞાનશક્તિ હણાઈને જડ જેવો થઈ ગયો છે; જે
આત્માનું સ્વરૂપ નથી એવા અનાત્મભૂત શરીર–સ્ત્રી–પુત્રાદિમાં ‘આ મારાં છે ને હું તે જ છું’ એમ જાગૃતિ
કરે છે. ચૈતન્યતત્ત્વમાં જાગૃતિ નથી કરતો, ત્યાં તો મૂઢ થઈને સુપ્ત છે, તે જડ પદાર્થોને જ પોતાના માનીને
તથા પોતાને જડરૂપ માનીને સંસારમાં પરિભ્રમણ કરે છે. આવા અજ્ઞાનભાવને લીધે બહિરાત્માજીવે આ
સંસારમાં મિથ્યાદ્રષ્ટિને યોગ્ય એકેય ભવ બાકી રાખ્યા નથી, ચારે ગતિમાં અનંતવાર જન્મી ચૂક્યો છે.
શરીરને પોતાનું માનીને શરીરો જ ધારણ કર્યા છે.
નિગોદથી માંડીને અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના અવતારમાં તો મૂઢ જીવ એવો સુસુપ્ત હતો કે વિચાર શક્તિ
જ ન હતી કે ‘હું કોણ છું?’ ક્યારેક અનંતકાળે પંચેન્દ્રિય–સંજ્ઞી થયો ને જ્ઞાનમાં વિચારશક્તિ જાગૃત થઈ ત્યારે
પણ મૂઢતાને લીધે અનાત્મભૂત એવા શરીરાદિને જ પોતાનું રૂપ માને છે, પણ દેહાદિથી ભિન્ન ચૈતન્યતત્ત્વ હું
છું–એમ જાણતો નથી. જીવના વાસ્તવિક સ્વરૂપ સિવાય બીજે ક્યાંક આત્મબુદ્ધિ કરીને જીવ સંસારમાં રખડ્યો
છે. અંતરમાં જ્ઞાતાદ્રષ્ટા સ્વભાવની દ્રષ્ટિ વગર, રાગને જ પોતાનું વેદન માનીને, કોઈકવાર અગિયાર અંગ
તથા નવપૂર્વ સુધીનો જ્ઞાનનો ઉઘાડ થયો, ત્યારે પણ તેણે રાગાદિરૂપ અનાત્મભાવને જ આત્મા માન્યો, પણ
આત્માના વાસ્તવિક સ્વરૂપને ન જાણ્યું. તેના જ્ઞાનનો વિષય આત્મા નથી પણ અનાત્મા જ છે.
ચૈતન્યસ્વરૂપને લક્ષમાં લઈને તેમાં એકતા કર્યા વગર જ્ઞાનના ઉઘાડને પરવિષયોમાં જ જે રોકે છે, તો
તેના જ્ઞાનનો વિષય અનાત્મા જ છે, આત્મવિષયમાં તો તે ઊંઘે જ છે, આત્માને જાણવા માટે જ્ઞાનની
જાગૃતિ તેને થઈ નથી. અરે પ્રભુ! અનંતકાળમાં તેં કદી તારા આત્માને જાણ્યો નથી, ને અનાત્માને જ
જ્ઞાનનો વિષય બનાવીને તેને જ તેં આત્મભૂત માન્યા છે. અનાત્મા કહેતાં એકલું શરીર જ ન લેવું; શરીર તો
જડ અનાત્મા છે જ, પણ જે જ્ઞાનનો ઉઘાડ એકલા પર તરફ જ કામ કરે, આત્મામાં એકતા ન કરે ને રાગમાં
જ એકતા કરે તે પણ ખરેખર અનાત્મા છે. આત્મા સાથે જેની એકતા નહિ તે અનાત્મા. અજ્ઞાની કહે છે કે
શુભરાગથી–પુણ્યથી ધર્મ થાય છે, અહીં કહે છે કે શુભરાગ કે પુણ્ય તે અનાત્મા છે. હે જીવ! તેં અનાત્માને જ
આત્મા માની માનીને અનંત સંસારમાં કુયોનિમાં તેં એટલા ભવદુઃખો સહન કર્યાં કે સર્વજ્ઞ ભગવાન જ તે
જાણે; એ દુઃખ વાણીથી કહ્યાં જાય તેમ નથી. ભગવાને જાણ્યાં ને તેં ભોગવ્યાં. કોઈ કર્મને લીધે નહિ પણ
તારી મૂઢતાથી તેં અનાત્માને આત્મા માન્યો તેથી જ તેં એવા ઘોર દુઃખો ભોગવ્યા. એકવાર સંયોગબુદ્ધિ છોડ,
શરીર ને રાગથી પાર ચૈતન્યસ્વભાવને એકવાર લક્ષમાં લે તો તને અપૂર્વ સુખ થાય, ને તારું અનાદિનું
ભવભ્રમણ ટળી જાય.
અનાદિકાળથી અનાત્માને આત્મા માનીને મૂર્છાથી ભવભ્રમણ કરે છે તે અસમાધિ છે...રાગમાં ક્યાંય
આત્માની સમાધિ નથી–શાંતિ નથી. દેહાદિથી ભિન્ન મારું ચૈતન્યતત્ત્વ જ મારા વિશ્રામનું સ્થાન છે, ને તેના
લક્ષે જ મને સમાધિ છે.–આમ એકવાર હે જીવ! તારા આત્માને લક્ષમાં તો લે. જે સ્વરૂપને સમજ્યા વગર
અનાદિકાળથી અનંત દુઃખ પામ્યો, ને જે સ્વરૂપને જાણી જાણીને અનંતજીવો પૂર્ણ સુખ પ્રગટ કરીને

PDF/HTML Page 7 of 21
single page version

background image
: : આત્મધર્મ : ૨૧૬
પરમાત્મા થયા, તે શું ચીજ છે? એને ઓળખવાની એકવાર જિજ્ઞાસા તો કર. સર્વજ્ઞ ભગવાનની
દિવ્યવાણીમાં જેની ઝબક ઉઠી...જેના ગાણાં દિવ્યધ્વનિએ અને સંતોએ ગાયા, એવું તારું આત્મસ્વરૂપ શું છે
તેને ઓળખતો, તારી અસમાધિ ટળે, ને તને સમ્યગ્દર્શનાદિ સમાધિ થાય. અચેતનને આત્મા માને તેને
સમાધિ ક્યાંથી થાય? પરને આત્મા માનીને તેમાં રાગ–દ્વેષ કરીકરીને જીવ ચોરાસી લાખ યોનિમાં પરિભ્રમણ
કરીને મહાદુઃખિત થઈ રહ્યો છે.
।। પ૬।।
અરે જીવ! શરીરાદિ અચેતનને આત્મા માનવાથી તો ઘોર સંસાર દુઃખ તેં ભોગવ્યા છે, માટે તે
શરીરાદિ બાહ્યપદાર્થોમાં આત્મબુદ્ધિ છોડ...શરીરને અચેતનપણે દેખ, ને તારા આત્માને તેનાથી જુદો
ચૈતન્યસ્વરૂપ દેખ, એમ હવે કહે છે–
पश्येत्निरंतरं देहमात्मनोऽनात्मचेतसा
अपरात्मधियाऽन्येषामात्मतत्त्वे व्यवस्थितः ।। ५७।।
હે જીવ! તું આત્મસ્વરૂપમાં સ્થિર થઈને આત્માને ચૈતન્યસ્વરૂપ દેખ...ને શરીરાદિને અચેતન–
અનાત્મા રૂપે નિરંતર દેખ...તથા એ જ પ્રમાણે બીજા જીવોમાં પણ તેમના દેહને અચેતન જાણ અને આત્માને
ચૈતન્ય સ્વરૂપ દેખ.
જુઓ, ધર્મી અંતરાત્મા નિરંતર આ પ્રમાણે જડચેતનને ભિન્ન ભિન્ન સ્વરૂપે જ દેખે છે.
ચૈતન્યસ્વરૂપ જ હું છું, ને દેહાદિક તો જડ છે–અચેતન છે. એમ નિરંતર ભિન્ન જ દેખે છે. કોઈ ક્ષણે પણ
દેહાદિની ક્રિયાને પોતાની દેખતા નથી.
જુઓ, શરીરને અચેતન જોવાનું કહ્યું,–પણ કઈ રીતે? દેહની સામે જોઈને ‘આ અચેતન છે’–એમ
એકલા પર સન્મુખની વાત નથી, પણ આત્મામાં સ્થિત થઈને દેહને અચેતન દેખ–એમ કહ્યું છે, એટલે
આત્મા તરફ વળીને દેહને ભિન્ન દેખવાનું કહ્યું છે. જ્યાં અંતર્મુખ થઈને ચૈતન્યસ્વરૂપપણે જ પોતાને
પ્રતીતમાં–અનુભવમાં લીધો ત્યાં દેહાદિને પોતાના અનુભવથી જુદા જાણ્યા...રાગને પણ અનુભવથી જુદો
જાણ્યો આ રીતે જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા તરફ વળીને તેને જ તારા નિજરૂપે દેખ, ને તેનાથી બાહ્ય સમસ્ત
પદાર્થોને અનાત્મા તરીકે દેખ. ધર્મીને પર તરફ લક્ષ જાય ત્યારે તે પરને પર તરીકે જ જાણે છે, તેમાં ક્યાંય
આત્મબુદ્ધિ થતી નથી; નિરંતર ભેદજ્ઞાન વર્તી રહ્યું છે, આત્મજ્ઞાનની ધારા અચ્છિન્નપણે ચાલી જ રહી છે.
માટે આચાર્ય દેવ કહે છે કે હે જીવ! ચૈતન્ય તરફ વળીને તું તારા આત્માને નિરંતર ચેતનાસ્વરૂપે જ દેખ, ને
દેહાદિને અનાત્મા તરીકે તારાથી જુદા જ દેખ. અંતરાત્મા તો આમ દેખે જ છે, પણ બહિરાત્માને સમજાવે છે
કે તું પણ આમ દેખ,–તો તારું અનાદિનું બહિરાત્મપણું ટળે ને અંતરાત્મપણું થાય...એટલે દુઃખ ટળીને સમાધિ
થાય. જેને ભેદજ્ઞાન થઈ ગયું છે એવા ધર્માત્માને તો હરક્ષણે–સૂતાં કે જાગતાં, ખાતાં કે પીતાં, ચાલતાં કે
બોલતાં–નિરંતર પોતાનો આત્મા દિહાદિથી અત્યંત ભિન્ન જ ભાસે છે, દેહાદિકને સદા જડરૂપે જ તે દેખે
છે...રાગ–દ્વેષના પરિણામ થાય છે તેને પણ અનાત્મા તરીકે દેખે છે ને તેનાથી ભિન્ન શુદ્ધ ચૈતન્યસ્વરૂપે જ
પોતાને નિરંતર દેખે છે...આત્મા–અનાત્માનું જે ભેદજ્ઞાન થયું તે ભેદજ્ઞાનની ભાવના ને જાગૃતિ જ્ઞાનીને
નિરંતર વર્ત્યા જ કરે છે.
[વીર સં. ૨૪૮૨ અષાડ સુદ ૧૨ ગુરુવાર]
મારો આત્મા તો જ્ઞાન–આનંદથી ભરેલો અરૂપી પદાર્થ છે, આ શરીર તે હું નથી. જેમ મકાનમાં રહેલો
માણસ તે મકાનથી જુદો છે, મકાન તે માણસ નથી; તથા વસ્ત્ર પહેરનારો વસ્ત્રથી જુદો છે, તેમ આ દેહરૂપી
મકાનમાં રહેલો આત્મા દેહથી જુદો છે, દેહ તે આત્મા નથી. મકાન પડી જાય ને માણસ જીવતો

PDF/HTML Page 8 of 21
single page version

background image
આસો : ૨૪૮૭ : :
રહે, વસ્ત્ર ફાટી જાય ને પહેરનાર ટકી રહે, તેમ દેહ નષ્ટ થઈ જાય ને આત્મા તો કાયમ ટકી રહે, આવો
અરૂપી–જ્ઞાનમય આત્મા હું છું. એમ આત્માને અંતરમાં સ્થિર થઈને દેખવો, ને દેહાદિને પોતાથી ભિન્ન દેખવા.
દેહ તે હું નથી–એમ સામાન્યપણે વિચારે પણ આત્માનું વાસ્તવિકસ્વરૂપ શું છે–તે જો ન જાણે તો ખરેખર તેણે
દેહથી જુદો આત્મા માન્યો નથી. માટે અહીં તો અસ્તિ સહિત નાસ્તિની વાત છે એટલે કે ‘જ્ઞાન–આનંદસ્વરૂપ
આત્મા હું છું’–એમ આત્માને લક્ષમાં લેતા દેહાદિમાં આત્મબુદ્ધિ છૂટી જાય છે. આ રીતે દેહથી ભિન્ન આત્માને
જાણ્યા વગર સુખની પ્રાપ્તિ થાય નહિ; કેમકે સુખની સત્તા તો આત્મામાં છે, કાંઈ દેહમાં સુખ નથી જ્યાં સુખની
સત્તા છે તેને જાણ્યા વગર કદી સુખ થાય નહિ; શરીરમાંથી કે ઈન્દ્રિયવિષયોમાંથી સુખ લેવા માંગે તો
અનંતકાળે પણ તે મળે તેમ નથી. કેમકે તેમાં સુખનું અસ્તિત્વ છે જ નહિ.
હે જીવ! એકવાર તું વિચાર તો કર કે જે સુખને તું ચાહે છે તે સુખ ક્યાં છે? તું જે સુખને મેળવવા
માંગે છે તે સુખનું અસ્તિત્વ કયે ઠેકાણે છે? જે વસ્તુ મેળવવા માંગે તેનું અસ્તિત્વ તો ક્યાંક હોવું જ જોઈએ.
તેના અસ્તિત્વને કબુલ્યા વગર તે મેળવવાની ભાવના કેમ થાય? તું સુખ મેળવવા માંગે છે તો ‘સુખ ક્યાંક
છે’–એમ તો તું કબુલે છે. તો તે સુખ શેમાં છે તેનો વિચાર કર. અને બીજું–તું સુખ મેળવવા માંગે છે તેનો
અર્થ એ પણ થયો કે વર્તમાનમાં તને સુખ નથી પણ દુઃખ છે; તો તે દુઃખ શા કારણે છે? તેનો પણ વિચાર
કર. ભાઈ! તું દુઃખી છે ને સુખી થવા માંગે છે, તો દુઃખ કેમ છે અને સુખ ક્યાં છે એ બે વાત જાણવી જોઈએ.
પ્રથમ તું વિચાર કર કે સુખ ક્યાં છે? શું આ દેહમાં સુખ છે? દેહ તો અચેતન છે, તેમાં મારું સુખ
નથી. ઈન્દ્રિયવિષયો–સ્પર્શ–રસ–ગંધ–રૂપ–શબ્દ વગેરેમાં પણ મારું સુખ નથી; કેમકે અનાદિકાળથી તે વિષયો
પ્રત્યે મેં વલણ કર્યું છતાં મને કિંચિત્ સુખ ન મળ્‌યું. માટે તે વિષયોમાં મારું સુખ નથી. બાહ્ય વિષયો તરફના
વલણથી જે રાગદ્વેષની લાગણી થાય છે તેમાં આકુળતા છે તેથી તે દુઃખરૂપ છે, તેમાં પણ મારું સુખ નથી.
મારા સુખની સત્તા કોઈ બાહ્ય પદાર્થમાં નથી. મારું સુખ મારામાં જ છે, સુખ તો મારો સ્વભાવ જ છે. જેમ
મારો આત્મા જ્ઞાનસ્વરૂપ છે તેમ સુખસ્વરૂપ પણ મારો આત્મા જ છે, મારા આત્મામાં જ સુખની સત્તા છે,
મારા આત્મામાં જ સુખનું અસ્તિત્વ છે, મારો આત્મા જ સુખથી ભરેલો છે. જેમ કડવાશ તે અફીણનો
સ્વભાવ છે, ખટાશ તે લીંબુનો સ્વભાવ છે, તેમ સુખ તે મારો સ્વભાવ જ છે. મારા આત્મસ્વભાવમાં સન્મુખ
થતાં મને શાંતિ અને સુખનું વેદન થાય છે, અનાદિ કાળથી બાહ્ય વિષયોની સન્મુખતાથી જે સુખનું વેદન કદી
ન થયું તે સુખનું વેદન આત્મ–સન્મુખતાથી થાય છે,–માટે મારો આત્મા જ સુખસ્વરૂપ છે.
આ રીતે આત્મામાં જ સુખ છે–એમ સુખના અસ્તિત્વનો નિર્ણય કરવો જોઈએ. આવો નિર્ણય કરીને
આત્મસ્વભાવમાં એકાગ્ર થવું તે જ સુખનો ઉપાય છે. જ્યાં સુખ છે તેમાં એકાગ્ર થવું તે જ સુખી થવાનો
ઉપાય છે; જેમ જેમ આત્મસ્વભાવમાં એકાગ્રતા થતી જાય તેમ તેમ સુખ વધતું જાય છે.
ઉપર પ્રમાણે સુખ અને તેના ઉપાયનો નિર્ણય કરતાં ‘દુઃખ કેમ છે તેનો પણ નિર્ણય થઈ જાય છે. તે
આ પ્રમાણે–
મારા આત્મામાં જ સુખ હોવા છતાં તેને મેં ન જાણ્યું ને તેમાં એકાગ્રતા ન કરી, આત્માના સુખને
ચૂકીને મેં શરીરાદિ બાહ્યવિષયોમાં સુખ માન્યું ને ભ્રાંતિથી બહારમાં ભટક્યો તેથી હું દુઃખી થયો. આ રીતે
મારી ભ્રાંતિથી જ હું દુઃખી થયો, કોઈ બીજાએ મને દુઃખી નથી કર્યો.
આ પ્રમાણે, સુખની સત્તા અને દુઃખનું કારણ એ

PDF/HTML Page 9 of 21
single page version

background image
: : આત્મધર્મ : ૨૧૬
બંનેને જાણીને, પોતાના ચિદાનંદ સુખસ્વભાવ તરફ વળતાં શરીરાદિમાં સુખ હોવાની ભ્રાંતિ ટળી જાય છે. તે
ભ્રાંતિ ટળતાં અનાદિનું દુઃખ ટળી જાય છે, ને આત્માના સ્વભાવના અતીન્દ્રિય સુખનું અપૂર્વ વેદન થાય છે.
આ જ સુખી થવાનો ઉપાય છે.
આત્મા અને શરીર વગેરે પદાર્થોનું સ્વરૂપ જે પ્રમાણે છે તે પ્રમાણે જ્ઞાની–અંતરાત્મા જાણે છે. આત્મા
તો જ્ઞાન–આનંદસ્વરૂપ છે. ને શરીર તો જડ–અચેતન–અનાત્મા છે અજીવ છે; તે અજીવમાં સુખદુઃખ કે જ્ઞાન
નથી; મારી સત્તા તે અજીવથી ત્રણે કાળે જુદી છે. આમ ભેદજ્ઞાન વડે નિરંતર પોતાના આત્માને દેહથી ભિન્ન જ
દેખે છે.
।। પ૭।।
*
...જગતથી... જુદો...
જગત સાથે તોડી...ને...આત્મા સાથે જોડી
જે આત્માને સંસારબંધનથી ત્રાસ લાગ્યો હોય અને જે પોતાના
આત્માને તે બંધનથી છોડાવવા માંગતો હોય, તે જીવ જગત સાથેનો સંબંધ
તોડીને આત્મા સાથે સંબંધ જોડે છે તે આ પ્રમાણે–
જગતના પદાર્થોથી હું અત્યંત જુદો,
કોને કરું હું રાજી?–ને કોનાથી થાઉં હું રાજી?
દુનિયા દુનિયામાં...ને હું મારામાં.
હું જ્ઞાન...ને પદાર્થો જ્ઞેય.
જ્ઞેયો જ્ઞેય પણે સ્વકીય ઉત્પાદ–વ્યય–ધ્રુવમાં પરિણમી રહ્યા છે, હું મારા
જ્ઞાનસ્વભાવમાં જ સ્વકીય ઉત્પાદ–વ્યય–ધ્રુવપણે પરિણમું.–આમ નિર્ણય કરીને,
ધર્મીજીવ, જગત સાથેનો સંબંધ તોડીને, અને જ્ઞાનસ્વભાવ સાથે સંબંધ જોડીને
તેના આશ્રયે સમ્યગ્દર્શનાદિ નિર્મળભાવે પરિણમે છે...અને સિદ્ધપદને સાધે છે.
(પ્ર. ગા. ૧૦૧ ના પ્રવચનમાંથી)

PDF/HTML Page 10 of 21
single page version

background image
આસો : ૨૪૮૭ : :
ત્ત્
ગતાંકથી ચાલુ
૧૦. શંકા–આ વ્યવહારનો જનક (ઉત્પન્ન કરનાર) ઉપનય છે એ કેવી રીતે?
સમાધાન–ભેદનો ઉત્પાદક સદ્ભૂતવ્યવહાર છે, ઉપચારનો ઉત્પાદક અસદ્ભૂતવ્યવહાર છે અને
ઉપચારથી પણ ઉપચારનો ઉત્પાદક ઉપચરિત અસદભૂત વ્યવહાર છે. અને જે આ ભેદલક્ષણવાળો તથા
ઉપચાર લક્ષણવાળો અર્થ છે તે અપરમાર્થ છે. માટે વ્યવહાર અપરમાર્થનો પ્રતિપાદક હોવાથી અપરમાર્થરૂપ
છે. આ આચાર્ય દેવસેનનું કથન છે. આથી તેમણે જ્યારે એક અખંડ દ્રવ્યમાં ગુણ–ગુણી આદિના આશ્રયથી
થનાર સદ્ભૂત વ્યવહારને જ અપરમાર્થભૂત બતાવ્યો છે તો એવી અવસ્થામાં બે દ્રવ્યોના આશ્રયથી કર્તા–કર્મ
આદિરૂપ જે ઉપચરિત અને અનુપચરિત અસદ્ભૂત વ્યવહાર થાય છે તેને પરમાર્થભૂત કેવી રીતે માની
શકાય? અર્થાત્ માની શકાતું નથી તે સ્પષ્ટ જ છે.
૧૧. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે જો ભિન્ન કર્તા–કર્મ આદિરૂપ વ્યવહાર ઉપચરિત જ છે તો શાસ્ત્રોમાં
તેનો નિર્દેશ કેમ કરવામાં આવ્યો નથી? સમાધાન એ છે કે એક તો નિમિત્ત (વ્યવહાર હેતુ) નું જ્ઞાન
કરાવવાનું એનું મુખ્ય પ્રયોજન છે તેથી એ કથન કરવામાં આવ્યું છે. આલાપપદ્ધતિમાં કહ્યું પણ છે–
सति निमित्ते प्रयोजने च उपचारः प्रवर्तते।
(૧) નિમિત્ત અને પ્રયોજન હોતાં ઉપચારની પ્રવૃત્તિ થાય છે.
(૨) બીજું ઉપચરિત અર્થના પ્રતિપાદન વડે અનુપચરિત (નિશ્ચય) અર્થનો બોધ થઈ જાય છે તેથી
એનું કથન કરવામાં આવ્યું છે. નયચક્રમાં કહ્યું પણ છે–
तह उवयारो जाणह साहणहेऊ अणुवयारे।। २८८।।
તેવી જ રીતે અનુપચારની સિદ્ધિનો હેતુ ઉપચારને જાણો.
૧૨. અહીં એમ સમજવું જોઈએ કે જે વચન પોતે અસત્યાર્થ હોવા છતાં પણ ઈષ્ટાર્થનું જ્ઞાન
કરાવવામાં હેતુ છે તે લોકવ્યવહારમાં અસત્ય મનાતું નથી. દાખલા તરીકે ‘ચન્દ્રમુખી’ શબ્દ લ્યો. આ શબ્દ
એવી સ્ત્રી માટે વપરાય છે જેનું મુખ મનોજ્ઞ અને તેજસ્વી (–આભાવાળું) હોય. એ ઈષ્ટાર્થ છે. ‘ચન્દ્રમુખી’
શબ્દથી એ અર્થનું જ્ઞાન થઈ જાય છે તેથી લોકવ્યવહારમાં એવો વચન પ્રયોગ થાય છે. તથા એજ
અભિપ્રાયથી શાસ્ત્રોમાં પણ એને સ્થાન આપવામાં આવ્યું છે, પરંતુ એના બદલે જો કોઈ એ શબ્દનો
અભિધેય અર્થ ગ્રહણ કરીને એમ માનવા લાગે કે અમુક સ્ત્રીનું મુખ ચન્દ્રમા જ છે તો તે અસત્ય જ ગણાશે.
કેમ કે કોઈ પણ સ્ત્રીનું મુખ કદી ચન્દ્રમા થયું નથી અને થઈ શકતું પણ નથી.

PDF/HTML Page 11 of 21
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : ૨૧૬
૧૩. આ એક ઉદાહરણ છે. અહીં આ વિષયને વધુ સ્પષ્ટ રૂપે સમજવા માટે અમે ભારતીય
સાહિત્યમાં ખાસ કરીને અલંકાર શાસ્ત્રમાં લોકાનુરોધવશ વિવિધ વચન પ્રયોગો ધ્યાનમાં રાખીને બતાવેલી
ત્રણ વૃત્તિઓ અને વિચારોનું ધ્યાન ખેંચશું. તે ત્રણ વૃત્તિઓ આ છે. અભિધા, લક્ષણા અને વ્યંજના. માની
લઈએ કે શાસ્ત્રોમાં એવા વચનો મળે છે કે જ્યાં માત્ર અભિધેયાર્થની મુખ્યતા હોય છે. જેમ કે ‘જે ચેતના
લક્ષણ ભાવપ્રાણથી જીવે છે તે જીવ’ એ વચનથી કહેવામાં આવેલ જીવ પદાર્થ બરાબર તેવો જ છે બીજી રીતે
નથી તેથી એ વચન માત્ર અભિધેયાર્થ નું કથન કરનાર હોવાથી યથાર્થ છે. પરંતુ એની સાથે શાસ્ત્રોમાં એવા
વચનો પણ મોટી સંખ્યામાં મળે છે જેમાં અભિધેયાર્થની મુખ્યતા ન હોતાં લક્ષ્યાર્થ અને વ્યંગાર્થની જ
મુખ્યતા રહે છે. એને બરાબર સમજવા માટે ઉદાહરણ રૂપે,
गड्गायां घोषः मञ्चाः क्रोशन्ति, धनुर्धावति’
એ વચન પ્રયોગો લઈ શકાય છે. ‘गड्गायां घोषः’ એનો અભિધેયાર્થ ગંગાના પ્રવાહમાં અવાજ એવો છે,
લક્ષ્યાર્થ નિકટવર્તી પ્રદેશમાં અવાજ અને લક્ષ્યાર્થ ગંગાની નજીક શીતલ વાતાવરણમાં ઘોષ એવો ‘मञ्चाः
क्रोशान्ति’ નો અભિધેયાર્થ મંચ બૂમ પાડે છે’ એવો, લક્ષ્યાર્થ–મંચ પર બેઠેલા પુરૂષો બૂમો પાડે છે એમ થાય
છે. તથા धनुर्धावति’ નો અભિધેયાર્થ–ધનુષ્ય દોડે છે અને એનો લક્ષ્યાર્થ–ધનુષ્ય યુક્ત પુરૂષ દોડે છે એવો
થાય છે. આ રીતે એક એક શબ્દ પ્રયોગના એમ ક્રમે ક્રમે ત્રણ અને બબ્બે અર્થ છે. પરંતુ તેમાંથી અહીં એ
શબ્દ પ્રયોગોનો અભિધેયાર્થ ગ્રાહ્ય નથી, કેમકે ગંગાના પ્રવાહમાં અવાજ થવાનું, મંચનું બૂમો પાડવાનું કે
ધનુષ્યનું દોડવાનું સંભવિત નથી છતાં પણ વ્યવહારમાં આવા વચન પ્રયોગો થતા દેખાય છે માટે જ
સાહિત્યમાં પણ એને સ્થાન આપવામાં આવ્યું છે. ફળ સ્વરૂપે જ્યાં આવા વચન પ્રયોગો થતાં હોય ત્યાં તેનો
અભિધેયાર્થ ન લેતાં લક્ષ્યાર્થ અને વ્યંગ્યાર્થ જ લેવો જોઈએ. એ જ વાત અહીં પણ જાણવી જોઈએ.
૧૪. એમાં શંકા નથી કે આગમમાં વ્યવહારનયની અપેક્ષાએ એક દ્રવ્યને બીજા દ્રવ્યનો કર્તા વગેરે
કહેવામાં આવ્યું છે. પરંતુ ત્યાં તે કથન અભિધેયાર્થને ધ્યાનમાં રાખીને કર્યું છે કે લક્ષ્યાર્થ ધ્યાનમાં રાખીને
કર્યું છે એ સમજીને જ ઈષ્ટાર્થનો નિર્ણય કરવો જોઈએ. અહીં ઈષ્ટાર્થ (લક્ષ્યાર્થ) બે છે–એવા કથનવડે
નિશ્ચયાર્થનું જ્ઞાન કરાવવું એ મુખ્ય ઈષ્ટાર્થ છે કેમકે એ વાસ્તવિક છે અને એના દ્વારા નિમિત્ત (વ્યવહાર
હેતુ) નું જ્ઞાન કરાવવું એ ઉપચરિત ઈષ્ટાર્થ છે કેમ કે એ કથનથી ક્યાં કોણ નિમિત્ત છે એનું જ્ઞાન થઈ જાય
છે. જો આ બે અભિપ્રાયો ધ્યાનમાં રાખીને ઉક્ત પ્રકારે વચન પ્રયોગ કરવામાં આવે તો તેનો અભિધેયાર્થ
અસત્ય હોવા છતાં પણ વ્યવહારમાં (લક્ષ્યાર્થની દ્રષ્ટિથી) તે અસત્ય માન્યામાં આવતું નથી. શ્રી
કુન્દકુન્દાચાર્ય આદિ આચાર્યો એ આવા શબ્દ પ્રયોગોને અસત્ય શબ્દથી વ્યવહારમાં ન કહેતાં જે ઉપચરિત
કહ્યા છે તે એ જ અભિપ્રાયથી કહ્યાં છે. સાથોસાથ કુન્દકુન્દાચાર્યે સમયસારમાં જે
‘जह ण वि सक्कमणज्जो’
ઈત્યાદિ ગાથા ગુંથી છે અને પંડિત પ્રવર આશાધરજીએ અણગાર ધર્મામૃતમાં જે ‘कर्त्राद्या वस्तुनो भिन्नाः’
(૧–૧૦૨) ઈત્યાદિ શ્લોક રચ્યા છે તે આ ગર્ભિત અર્થને સૂચિત કરવાને માટે જ રચ્યા છે. પંડિત પ્રવર
ટોડરમલજી આ સત્ય પ્રકટ કરતા મોક્ષમાર્ગ પ્રકાશક (અ. ૭, પૃ. ૩૭૨) (ગુજ. પૃ. ૨પ૬) માં કહે છે–
૧પ. जिनमार्ग विषैं कहीं तो निश्चयनयकी मुख्यता लिए व्याख्यान है। ताकौ तो सत्यार्थ ‘ऐ
૧. લક્ષણા બે પ્રકારની હોય છે–રૂઢિમૂળા અને પ્રયોજનવતી રૂઢિમૂલા લક્ષણામાં કોઈ પ્રયોજન, વ્યંગ્ય હોતા નથી. પણ
પ્રયોજનવતી લક્ષણામાં પ્રયોજન વ્યંગ્ય અવશ્ય રહે છે. અહીં જે ત્રણ ઉદાહરણ દીધા છે તેમાં ગંગાયામ ધોષ: એ
પ્રયોજનવતી લક્ષણાનું ઉદાહરણ છે તથા બાકીના બે ઉદાહરણ રૂઢિમૂલાનલક્ષણાના છે. અહીં છેલ્લા બે ઉદાહરણોનો
વ્યંગ્યાર્થ દિધો નથી તેનું એ જ કારણ છે.

PDF/HTML Page 12 of 21
single page version

background image
આસો : ૨૪૮૭ : ૧૧ :
एसा जानना। बहुरिकहीं व्यवहारनयकी मुख्यता लिए व्याख्यान है ताकौ जैसे है नाहीं निमित्तादि
अपेक्षा उपचार किया है, एसा जानना।
૧૬. આ રીતે એક દ્રવ્યની વિવક્ષિત પર્યાય બીજા દ્રવ્યની વિવક્ષિત પર્યાયની કર્તા આદિ છે અને તે
પર્યાય તેનું કર્મ વગેરે છે એ કથન પરમાર્થભૂત અર્થનું પ્રતિપાદક નહોતા ઉપચરિત (અયથાર્થ) કેમ છે એની
ટુંકમાં મીમાંસા કરી. એ જ ન્યાયે એક દ્રવ્ય બીજા દ્રવ્યને પરિણમાવે છે કે તેમાં અતિશય ઉત્પન્ન કરે છે એ
પ્રકારનું જેટલું કથન શાસ્ત્રોમાં મળે છે તેને પણ ઉપચરિત જ જાણવું જોઈએ. કેમકે અહીં એક દ્રવ્યની
વિવક્ષિત પર્યાય અન્ય દ્રવ્યના પરિણમનમાં નિમિત્ત (વ્યવહાર હેતુ) છે. ફક્ત આ વાત જણાવવા માટે, તેને
અન્ય દ્રવ્યને પરિણમાવનાર અથવા તેને અન્ય દ્રવ્યમાં અતિશય ઉત્પન્ન કરનાર કહેવામાં આવ્યું છે, આ
કથન પરમાર્થભૂત છે એ અભિપ્રાય ધ્યાનમાં રાખીને નહિ. તાત્પર્ય એ છે કે શાસ્ત્રોમાં આ કથન નિમિત્તની
પોતાના ક્રિયા પરિણામ દ્વારા નિમિત્તતાનું જ્ઞાન કરાવવા માટે કરવામાં આવ્યું છે. બીજું કોઈ પ્રયોજન નથી.
વિશેષ ખુલાસો અમે આગળના પ્રકરણોમાં કરવાના છીએ જ
૧૭. આ રીતે એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કર્તા આદિ છે અથવા તેને પરિણમાવે છે અથવા તેમાં
અતિશય ઉત્પન્ન કરે છે એ કથન પરમાર્થભૂત ન હોતાં ઉપચરિત કેવી રીતે છે તેની મીમાંસા કરી. સાથોસાથ
શાસ્ત્રોમાં જેટલા કોઈ નિમિત્તના કથન મળે છે તે પણ વ્યવહાર હેતુને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવે છે
એનો પણ પ્રસંગવશ વિચાર કર્યો.
૧૮. હવે શરીર મારું, ધન મારું, દેશ મારો ઈત્યાદિરૂપે જેટલો વ્યવહાર થાય છે તે ઉપચરિત કેવી
રીતે છે એનો વિચાર કરવાનો છે. એ તો આગમ, ગુરુ, ઉપદેશ યુક્તિ અને સ્વાનુભવ પ્રત્યક્ષથી જ સિદ્ધ છે કે
‘અહં’ પદથી વાચ્ય આત્મા નામનો પદાર્થ સ્વતન્ત્ર દ્રવ્ય છે અને ધન આદિ પદાર્થ સ્વતંત્ર દ્રવ્ય છે. તેથી આ
આપોઆપ સાબિત થાય છે કે અત્યંત જુદા બે દ્રવ્યોમાં સંબંધ કે એકત્વનું જ્ઞાન કરાવનાર જેટલા કથન મળે
છે તે ત્રણકાળમાં પરમાર્થભૂત હોઈ શકે નહિ. માટે શરીર મારૂં, ધન મારૂં ઈત્યાદિ રૂપ જેટલો વ્યવહાર થાય છે
તેને પણ પૂર્વોક્ત ઉપચરિત કથનની જેમ અસત્ય જ જાણવો જોઈએ. આ રીતે શરીર મારૂં, ધન મારૂં, દેશ
મારો ઈત્યાદિ રૂપે જેટલું કથન મળે છે તે પણ ઉપચરિત કેમ છે તેની સંક્ષેપમાં મીમાંસા કરી. હવે પ્રસંગોપાત
ઉપચરિત કથન પર વિસ્તૃત પ્રકાશ ફેંકવા માટે નૈગમાદિ કેટલાક નયોનો વિષય કઈ રીતે ઉપચરિત છે તેની
સંક્ષેપમાં મીમાંસા કરીએ છીએ.–એ તો સુવિદિત છે કે આગમમાં નૈગમાદિ નયોની ગણના સમ્યક્ નયોમાં
કરવામાં આવી છે તેથી પ્રશ્ન થાય છે કે જે એનો વિષય છે તે પરમાર્થભૂત છે તેથી એની ગણના સમ્યક્
નયોમાં કરવામાં આવી છે કે એનું કોઈ બીજું કારણ છે? સમાધાન એ છે કે જે એનો વિષય છે તેને દ્રષ્ટિમાં
રાખીને આ સમ્યક્નય કહેવામાં આવ્યા નથી પણ ફલિતાર્થ (લક્ષ્યાર્થ) ની દ્રષ્ટિથી જ એને સમ્યક્ કહેવામાં
આવ્યા છે
૧૯. દાખલા તરીકે પર સંગ્રહનયના વિષયનો મહાસત્તાની દ્રષ્ટિએ વિચાર કરો એ તો દરેક
આગમનો અભ્યાસી જાણે છે કે જૈનદર્શનમાં સ્વરૂપ સત્તા સિવાય એવી કોઈ સત્તા નથી જે બધા દ્રવ્યોમાં
તાત્ત્વિક રીતે એકતા સ્થાપિત કરતી હોય. છતાં પણ ખાસ અભિપ્રાયની અપેક્ષાએ સાદ્રશ્ય સામાન્યરૂપ
મહાસત્તાને જૈનદર્શનમાં સ્થાન મળ્‌યું છે. એનાથી એમ બતાવવામાં આવ્યું છે કે જો કોઈ કલ્પિત યુક્તિયોવડે
જડ ચેતન બધા પદાર્થોમાં એકત્વ સ્થાપિત કરવા ઈચ્છે છે તો તે ઉપચરિત મહાસત્તાનો સ્વીકાર કરીને તેના
વડે જ એમ કરી શકે છે, પરમાર્થભૂત સ્વરૂપઅસ્તિત્વ વડે નહિ. આ રીતે આગમમાં આ નયને સ્વીકારવાથી
જણાય છે કે જે આ નયનો વિષય છે તે ભલે પરમાર્થભૂત ન હોય પણ તેનાથી ફલિતાર્થરૂપે સ્વરૂપઅસ્તિ–

PDF/HTML Page 13 of 21
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : ૨૧૬
ત્વનો બોધ થઈ જાય છે. એવી જ રીતે નૈગમ, વ્યવહાર અને સ્થૂળ ઋજુસૂત્રનયનો વિષય શા માટે ઉપચરિત
છે એનું વ્યાખ્યાન કરી લેવું જોઈએ. તથા એવી જ રીતે બીજા નયોના વિષયમાં પણ જાણી લેવું જોઈએ.
૨૦. આ ઉપચરિત કથનની સર્વાંગ મીમાંસા છે. હવે આ દ્રષ્ટિએ એક પ્રશ્ન અહીં વિચાર માટે બાકી
રહે છે. તે એ કે શાસ્ત્રોમાં અખંડ સ્વરૂપ એક વસ્તુમાં ભેદ વ્યવહાર કરવાને પણ ઉપચાર કહેલ છે. નયચક્રમાં
કહ્યું પણ છે–
जो चिय जीवसहावो णिच्छायदो होइ सव्वजीवाणं ।
सो चिय भेदुवयारा जाण फुडं होइ ववहारो ।। २३६।।
અર્થ– જે નિશ્ચયથી બધા જીવોનો સ્વભાવ છે તેમાં ભેદરૂપ ઉપચાર કરવો તે વ્યવહાર છે એમ સ્પષ્ટ
જાણો. ૨૩૬.
૨૧. અહીં અખંડ એક વસ્તુમાં ભેદ કરવાને ઉપચાર અથવા વ્યવહાર કહ્યો છે. તેથી પ્રશ્ન થાય છે કે
શું દરેક દ્રવ્યમાં જે ગુણ–પર્યાયભેદ જણાય છે તે વાસ્તવિક નથી અને જો તે વાસ્તવિક નથી તો પ્રત્યેક દ્રવ્યને
ભેદાભેદ સ્વરૂપે કેમ માનવામાં આવેલ છે. અને જો વાસ્તવિક હોય તો તો તેને ઉપચરિત ન કહેવું જોઈએ.
એક તરફ તો ભેદ કરવાને વાસ્તવિક કહો અને બીજી તરફ તેને ઉપચરિત પણ માનો એ બન્ને વાતો બની
શકે નહિ. સમાધાન એ છે કે પ્રત્યેક દ્રવ્યની ઉભય પ્રકારે પ્રતીત થાય છે તેથી તે ઉભયરૂપ જ છે એમાં શંકા
નથી. જો આ દ્રષ્ટિએ જોઈએ તો જેવી રીતે વસ્તુ અખંડ એક છે એ કથન વાસ્તવિક ઠરે છે તેવી જ રીતે તે
ગુણ–પર્યાયના ભેદથી ભેદરૂપ છે એ કથન પણ વાસ્તવિક જ ઠરે છે. એ છતાં પણ અહીં જે ભેદ કરવાને
ઉપચરિત કહેવામાં આવ્યું છે તે અખંડ એક વસ્તુને પ્રતીતિમાં લાવવાના અભિપ્રાયથી જ કહેવામાં આવ્યું છે.
આશય એ છે કે આ જીવ અનાદિકાળથી ભેદને મુખ્ય માનીને પ્રવૃત્તિ કરતો આવ્યો છે જેથી તે સંસારનો પાત્ર
બની રહ્યો છે. પરંતુ આ સંસાર દુઃખદાયક છે એમ સમજીને એનાથી નિવૃત્ત થવા માટે તેને ભેદને ગૌણ
કરવાની સાથે સાથે અભેદ સ્વરૂપ અખંડ એક આત્મા ઉપર પોતાની દ્રષ્ટિ સ્થિર કરવાની છે. ત્યારે તે સંસાર
બંધનથી મુક્ત થઈ શકશે. વર્તમાનમાં આ જીવનું એ મુખ્ય પ્રયોજન છે અને એ જ કારણ છે કે એ પ્રયોજનને
ધ્યાનમાં રાખીને અહીં ભેદ કથનને ઉપચરિત અથવા વ્યવહાર કથન કહીએ તેનાથી મોક્ષાર્થી જીવની દ્રષ્ટિ
ખસેડવામાં આવી છે.
૨૧. સ્પષ્ટ છે કે અહીં (ભેદકથનમાં) ઉપચારરૂપ વ્યવહાર ભિન્ન પ્રયોજનથી કરવામાં આવ્યો છે
તેથી તેની ભિન્ન કર્તૃ–કર્માદિરૂપ ઉપચાર વ્યવહાર સાથે સરખામણી કરી શકાય નહિ. એક અખંડ વસ્તુમાં ભેદ
વ્યવહાર જ્યાં વાસ્તવિક (પરમાર્થભૂત) છે ત્યાં ભિન્ન કર્તૃ–કર્માદિરૂપ વ્યવહાર વાસ્તવિક (પરમાર્થભૂત)
નથી. તે વાસ્તવિક કેમ નથી તેનું સ્પષ્ટીકરણ અમે પહેલા કર્યુ જ છે તેથી બન્ને જગ્યાએ ઉપચાર શબ્દોનો
વ્યવહાર કર્યો છે માત્ર એટલી શબ્દોની સામ્યતા જોઈને તેમની ગણતરી એક પ્રકારમાં ન કરવી જોઈએ.
મોક્ષમાર્ગમાં ભેદ વ્યવહાર ગૌણ હોવાથી છોડવા યોગ્ય છે. અને ભિન્ન કર્તૃ–કર્માદિરૂપ વ્યવહાર અવાસ્તવિક
હોવાથી ત્યાજ્ય છે એ ઉક્ત કથનનું તાત્પર્ય છે.
૨૨. આ રીતે આગમમાં ઉપચરિત કથન કેટલા પ્રકારે કરવામાં આવ્યા છે અને તે ત્યાં ક્યા
આશયથી કરવામાં આવ્યા છે એનો વિચાર કરીને હવે અનુપચરિત કથનની સંક્ષેપમાં મીમાંસા કરીએ છીએ.
(ચાલુ)

PDF/HTML Page 14 of 21
single page version

background image
આસો : ૨૪૮૭ : ૧૩ :
જ્ઞાનીની
ઓળખાણ
(સમયસાર ગા. ૭૬ થી ૭૯ ઉપરના
ભેદજ્ઞાનપ્રેરક અદ્ભુત પ્રવચનોમાંથી)
જ્ઞાની થયેલો આત્મા કઈ રીતે ઓળખાય? તેનું ચિહ્ન શું? એમ શિષ્યનો પ્રશ્ન હતો; તેના ઉત્તરમાં
આચાર્ય ભગવાને કહ્યું કે જે જ્ઞાની છે તે જીવ જ્ઞાનસ્વભાવી પોતાના આત્માને રાગાદિથી ભિન્ન જાણતો થકો
પોતાના નિર્મળ જ્ઞાનપરિણામને જ કરે છે, એ સિવાય અન્ય કોઈ પરભાવોને જ્ઞાનના કાર્યપણે જરાપણ
કરતો નથી, તેનો તે જાણનાર જ રહે છે.
હવે પ્રશ્ન થાય છે કે જ્ઞાની પુદ્ગલકર્મને તેમજ રાગાદિ પરિણામને જાણે છે, તો તેને જાણતાં તેની
સાથે તે જ્ઞાનીને કર્તાકર્મપણું છે કે નથી? રાગને જાણતી વખતે જ્ઞાની રાગનો કર્તા થાય છે કે નથી
થતો? તેના ઉત્તરમાં આચાર્યદેવ કહે છે કે જ્ઞાની રાગાદિને જાણતો હોવા છતાં તે તેમાં અંતર્વ્યાપક થતો
નથી, રાગને તે પોતાના જ્ઞાનથી બાહ્યસ્થિત જાણે છે, એટલે રાગાદિની શરૂઆતમાં, મધ્યમાં કે અંતમાં
તે જરાપણ વ્યાપતો નથી, તેમાં જરાપણ તન્મય થતો નથી, તેને જ્ઞાનસ્વરૂપમાં ગ્રહણ કરતો નથી, તેમાં
એકતારૂપે પરિણમતો નથી ને તે રાગરૂપે ઊપજતો નથી; તે રાગને જાણતી વખતે રાગથી ભેદજ્ઞાનપણે
જ પરિણમે છે, જ્ઞાનસ્વરૂપને જ સ્વપણે ગ્રહણ કરીને તેમાં એકતારૂપે પરિણમે છે, રાગથી જુદા જ્ઞાનપણે
જ ઊપજે છે. આ રીતે જ્ઞાનપણે જ ઊપજતા તે જ્ઞાનીને રાગાદિ સાથે કે પરની સાથે કર્તાકર્મપણું નથી.
રાગને જાણવાના ઉપયોગ વખતે પણ તેને રાગ સાથે કર્તાકર્મપણું જરાય નથી, તે ઉપયોગ સાથે જ
કર્તાકર્મપણું છે.
જુઓ, સાધકની દશા! સાધકનું વહાણ રાગના આધારે નથી ચાલતું, તે તો સ્વાવલંબી ચૈતન્યના
આધારે જ ચાલે છે. અહા. સાધક–જ્ઞાની–ધર્માત્મા પોતાના ઉપયોગમાં રાગાદિને જરાપણ ગ્રહણ જ કરતા
નથી તો તે રાગના અવલંબને સાધકની શુદ્ધતા વધે એમ કેમ બને? ચૈતન્યસ્વભાવના જ અવલંબને
સાધકની શુદ્ધતા વધે છે–એ નિયમ છે.
જેમ પુદ્ગલના પરિણામસ્વરૂપ કર્મમાં પુદ્ગલ જ વ્યાપક છે, જીવ તેમાં વ્યાપક નથી; જીવ જો
પુદ્ગલના કાર્યમાં વ્યાપે તો તો તે અજીવ થઈ જાય; જેમ માટીની અવસ્થારૂપ ઘડામાં (શરૂઆતમાં, વચ્ચે કે
અંતમાં) સર્વત્ર માટી જ વ્યાપક છે, કુંભાર તેમાં વ્યાપક નથી. જો કુંભાર તેમાં વ્યાપક હોય તો કુંભાર પોતે
જ ઘડો થઈ જાય! જેમ માટી પોતે ઘડો થઈને તેને કરે છે, તેમ કુંભાર પોતે કંઈ ઘડો થતો નથી, એટલે તે
તેને કરતો નથી. તેમ રાગાદિ પરિણામોમાં શુદ્ધનિશ્ચયથી

PDF/HTML Page 15 of 21
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : ૨૧૬
જીવને વ્યાપકપણું નથી. જીવ તો જ્ઞાનસ્વરૂપ છે, ને જ્ઞાનપરિણામમાં જ તેનું વ્યાપકપણું છે, જીવ પોતે
જ્ઞાનરૂપ થઈને તેનો કર્તા થાય છે, પણ જીવ પોતે રાગરૂપ થઈ જતો નથી, તેથી તે રાગનો કર્તા નથી. જ્ઞાની
પોતાના આત્માને ઉપયોગસ્વરૂપ જ જાણે છે, રાગસ્વરૂપ નથી જાણતા, તેથી તેમના દ્રવ્યમાં–ગુણમાં ને
પર્યાયમાં સર્વત્ર જ્ઞાનનું જ વ્યાપકપણું છે, રાગનું તેમાં વ્યાપકપણું નથી; અથવા તેમની પર્યાયની આદિમાં–
મધ્યમાં–અંતમાં સર્વત્ર ઉપયોગ જ વ્યાપે છે, પણ તેમાં ક્યાંય રાગ વ્યાપતો નથી, રાગ તો બાહ્ય જ રહે છે.
માટે જ્ઞાની ધર્માત્માને તે રાગ સાથે કર્તાકર્મપણું નથી, માત્ર જ્ઞાતાજ્ઞેયપણું જ છે. જેમ થાંભલા વગેરે
પરદ્રવ્યને જ્ઞાની પોતાના જ્ઞાનથી ભિન્ન જાણે છે તે જ રીતે રાગાદિ પરભાવોને પણ જ્ઞાની પોતાના જ્ઞાનથી
ભિન્ન જાણે છે.
પ્રશ્ન :– આમાં પુરુષાર્થ શું આવ્યો?
ઉત્તર :– અરે ભાઈ. અંતરનો મહા વીતરાગી પુરુષાર્થ આમાં આવે છે, અનંતા પરદ્રવ્યોથી ને સર્વે
પરભાવોથી પોતાના જ્ઞાનને જુદું ને જુદું જ રાખવું તેમાં જ્ઞાનનો અનંતો પુરુષાર્થ છે. બહારમાં દોડધામ કરે
તેમાં અજ્ઞાનીને પુરુષાર્થ દેખાય છે, ડુંગરા ખોદે તેમાં અજ્ઞાનીને પુરુષાર્થ ભાસે છે, પણ જ્ઞાન રાગથી જુદું પડીને
પોતે પોતાના ચિદાનંદ સ્વભાવમાં ઠર્યું તેમાં રહેલો અપૂર્વ–અચિંત્ય સમ્યક પુરુષાર્થ અજ્ઞાનીને દેખાતો નથી.
નિર્મળ પર્યાયની અનુભૂતિને આત્મા સાથે અભેદતા હોવાથી તે અનુભૂતિને નિશ્ચયથી આત્મા જ
કહ્યો; અને રાગાદિ ભાવોને તે અનુભૂતિથી ભિન્નતા હોવાથી તે રાગાદિને નિશ્ચયથી પુદ્ગલના જ કહ્યા.–આમ
ભેદજ્ઞાનની અનુભૂતિમાં જ્ઞાનીને સ્વ–પરની સ્પષ્ટ વહેંચણી થઈ જાય છે.
જુઓ, આ જ્ઞાનીધર્માત્માની દુકાનનો માલ! જ્ઞાની પાસેથી તો જ્ઞાન અને રાગની ભેળસેળ વગરનો
શુદ્ધ જ્ઞાનરૂપ ચોકખો માલ મળશે; જ્ઞાન અને રાગની ભેળસેળ તેઓ કરતા નથી. જેમ બ્રહ્મચર્યનો જેને રંગ
છે એવા સંતો પાસેથી બ્રહ્મચર્યના પોષણની જ વાત મળે, ત્યાં કાંઈ વિષયકષાયના પોષણની વાત ન મળે;
તેમ જેમણે જ્ઞાન અને રાગની સ્પષ્ટ વહેંચણી કરી નાંખી છે ને જ્ઞાનસ્વભાવનો રંગ લગાડયો છે–એવા જ્ઞાની
ધર્માત્મા પાસે તો વીતરાગી ભેદજ્ઞાનના પોષણની જ વાત મળે; રાગના પોષણની વાત જ્ઞાની પાસે હોય
નહિ, ‘રાગ કરતાં કરતાં તને ધર્મનો લાભ થશે’–એવી વાત જ્ઞાની પાસે હોય નહિ. જ્ઞાની તો એમ કહે કે
તારું જ્ઞાન રાગથી અત્યંત ભિન્ન સ્વભાવવાળું છે, માટે તું જ્ઞાનને અને રાગને ભિન્નભિન્ન ઓળખીને તારા
જ્ઞાન તરફ વળ ને રાગથી જુદો પડ; જ્ઞાનની રુચિ કર ને રાગની રુચિ છોડ.
જ્ઞાની અંતર્મુખ થઈને સમ્યગ્દર્શન–જ્ઞાન–આનંદ વગેરે નિર્મળ પર્યાયરૂપે પરિણમ્યા છે, તે નિર્મળ
પર્યાયને પોતે તન્મયપણે જાણે છે, એટલે તે નિર્મળપર્યાયો સાથે તો તેમને કર્તાકર્મપણું છે, પરંતુ પરદ્રવ્ય સાથે
તેમને કર્તાકર્મપણું નથી. સમ્યગ્દર્શન–જ્ઞાનઆનંદરૂપ જે નિર્મળભાવો છે તે જ આત્માના પરિણામ છે, ને તે
નિર્મળભાવોના આદિ–મધ્ય–અંતમાં સર્વત્ર આત્મા પોતે જ અંતર્વ્યાપક છે. નિર્મળપરિણામોમાં રાગ
અંતર્વ્યાપક નથી, રાગ તો બાહ્ય છે. આત્મા જ નિર્મળપરિણામોમાં અંતરંગપણે વ્યાપક છે. માટે જ્ઞાનીને
પોતાના નિર્મળ પરિણામો સાથે જ કર્તાકર્મપણું છે, રાગાદિ સાથે કર્તાકર્મપણું નથી.
અહા, આવા ભેદજ્ઞાનની વાર્તા જ્ઞાનીમુખેથી અપૂર્વ ઉલ્લાસભાવે જે સાંભળે છે તેને ચૈતન્યખજાના
ખૂલી જાય છે. પદ્મનંદીસ્વામી કહે છે કે–
तत्प्रति प्रीतिचित्तेन येन वार्तापि हि श्रुता ।
निश्चितं स भवेत्भव्यो भाविनिर्वाण भाजनम् ।।
ચૈતન્યસ્વરૂપ આત્મા પ્રત્યે પ્રીતિચિત્તપૂર્વક તેની વાર્તા પણ જેણે સાંભળી છે તે ભવ્યજીવ નિશ્ચયથી

PDF/HTML Page 16 of 21
single page version

background image
આસો : ૨૪૮૭ : ૧પ :
ભાવિ નિર્વાણનું ભાજન છે.
વળી આદિનાથ ભગવાનની સ્તુતિમાં તેઓ કહે છે કે હે ભગવાન! આપે કેવળજ્ઞાન પ્રગટ કરીને
આપનાં તો ચૈતન્ય નિધાન ખોલ્યાં, ને દિવ્યધ્વનિવડે ચૈતન્ય સ્વભાવ દર્શાવીને જગતના જીવોને માટે પણ
આપે અચિંત્યચૈતન્યનિધાન ખૂલ્લાં મુકી દીધાં. અહા, આ ચૈતન્યનિધાન પાસે ચક્રવર્તીના નિધાનને પણ
તૂચ્છ જાણીને કોણ ન છોડે? રાગને અને રાગનાં ફળોને તૂચ્છ જાણીને ધર્મી જીવો અંતર્મુખપણે
ચૈતન્યનિધાનને સાધે છે. સમ્યગ્દર્શનાદિ સમસ્ત નિર્મળ ભાવની આદિમાં ચૈતન્યનું જ અવલંબન છે, મધ્યમાં
પણ ચૈતન્યનું જ અવલંબન છે ને અંતમાં પણ ચૈતન્યનું જ અવલંબન છે પરંતુ એમ નથી કે સમ્યગ્દર્શનની
શરૂઆતમાં રાગનું અવલંબન હોય! સમ્યગ્દર્શન થયા પછી મધ્યમાં પણ રાગનું અવલંબન નથી, ને પૂર્ણતા
માટે પણ રાગનું અવલંબન નથી. આદિ–મધ્ય–કે અંતમાં ક્યાંય નિર્મળ પરિણામને રાગાદિ સાથે કાંઈ લાગતું
વળગતું નથી, તેનાથી ભિન્નતા જ છે. આ રીતે નિર્મળ પરિણામરૂપે પરિણમતા જ્ઞાનીને વિકાર સાથે જરાપણ
કર્તાકર્મપણું નથી.
રાગ કર્તા અને નિર્મળ પર્યાય તેનું કાર્ય–એમ નથી; તેમ જ જ્ઞાની કર્તા અને રાગ તેનું કર્મ–એમ પણ
નથી. જ્ઞાનીના જે નિર્મળપરિણામ છે તે તો અંતરસ્થિત છે, અને રાગ તો બાહ્યસ્થિત છે. એક જ કાળે વર્તતા
જ્ઞાન અને રાગ, તેમાં જ્ઞાન તો અંતરસ્થિત છે ને રાગ તો બાહ્યસ્થિત છે; જ્ઞાની અંતરસ્થિત એવા પોતાના
નિર્મળપરિણામના કર્તાપણે જ પરિણમે છે, ને બાહ્યસ્થિત એવા રાગાદિના કર્તાપણે નહિ પણ જ્ઞાતાપણે જ
પરિણમે છે. જ્ઞાનપરિણામ તો અંતર્મુખ સ્વભાવના આશ્રયે થયા છે ને રાગપરિણામ તો બહિર્મુખવલણથી–
પુદ્ગલના આશ્રયે થયા છે. આત્માના આશ્રયે થયા તેને જ આત્માના પરિણામ કહ્યા, ને પુદ્ગલના આશ્રયે
થયા તેને પુદ્ગલના જ પરિણામ કહી દીધા. રાગની ઉત્પત્તિ આત્માના આશ્રયે થાય નહિ, માટે રાગ તે
આત્માનું કાર્ય નથી. આવા આત્માને જાણતો થકો જ્ઞાની પોતાના નિર્મળપરિણામને જ કરે છે.–એના
પરિણામનો પ્રવાહ ચૈતન્યસ્વભાવ તરફ વહે છે, રાગ તરફ તેનો પ્રવાહ વહેતો નથી. નિર્મળપરિણામરૂપે
પરિણમેલો આત્મા રાગમાં તન્મયરૂપ પરિણમતો નથી. જેમ ઘડામાં સર્વત્ર માટી તન્મય છે, તેમ કાંઈ રાગમાં
જ્ઞાનીના પરિણામ તન્મય નથી. જ્ઞાનીના પરિણમનમાં તો અધ્યાત્મરસની રેલમછેલ છે. ચૈતન્યના સ્વચ્છ
મહેલમાં રાગરૂપ મેલ કેમ આવે? જ્ઞાની રાગથી જુદો ને જુદો રહીને, પોતાની નિર્મળપર્યાયને તન્મયપણે
જાણે છે. દ્રવ્ય–ગુણ અને તેના આશ્રયે ઉત્પન્ન થતી નિર્મળપર્યાય એ બધાને એકાકારપણે જ્ઞાની જાણે છે, ને
રાગને પોતાથી ભિન્નપણે જાણે છે. ભેદજ્ઞાનવડે ઝાટકી ઝાટકીને રાગને ચૈતન્યથી અત્યંત ભિન્ન કરી નાંખ્યો
છે.–કેવો ભિન્ન? કે જેવા પરદ્રવ્યો ભિન્ન છે તેવો જ રાગ પણ ચૈતન્યથી ભિન્ન છે.–આવા ભેદજ્ઞાન વગર
સાધકપણું થાય જ નહિ. ચૈતન્યને અને રાગને સ્પષ્ટ ભિન્ન જાણ્યા વગર કોને સાધવું ને કોને છોડવું–તેનો જ
નિર્ણય ક્યાંથી કરશે? અને તેના નિર્ણય વગર સાધકપણાનો પુરુષાર્થ ઉપડશે ક્યાંથી? ભેદજ્ઞાન વડે દ્રઢ
નિર્ણયના જોર વગર સાધકપણાનો ચૈતન્ય તરફનો પુરુષાર્થ ઊપડે જ નહિ.
જે જીવ ભેદજ્ઞાન કરીને રાગથી ભિન્ન નિર્મળપરિણામરૂપે પરિણમ્યો છે તે જ્ઞાની જીવ પોતાના નિર્મળ
સમ્યગ્દર્શનાદિ પરિણામને નિઃશંક જાણે છે. સમ્યગ્દર્શન થાય ને ખબર ન પડે–એમ બને નહિ. ધર્મી જીવ
પોતાના નિર્મળપરિણામને તેમજ રાગાદિને પણ જાણે છે. પરંતુ જ્યારે રાગને જાણવા તરફ ઉપયોગ હોય
ત્યારે તે રાગના કર્તા થતા હશે!–એમ શંકા ન કરવી. રાગને જાણવા છતાં તેના તે કર્તા નથી, કેમકે રાગ સાથે
ઉપયોગને એકમેક કરતા નથી, ને રાગને ઉપયોગમાં પ્રવેશવા દેતા નથી.

PDF/HTML Page 17 of 21
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : ૨૧૬
ધર્મી રાગને જાણે ને નિર્મળપરિણામનેય જાણે, પણ તેમાં એટલો ફેર છે કે રાગને જાણતાં તેની સાથે
કર્તાકર્મપણું નથી, અને નિર્મળ પરિણામને જાણતાં તેની સાથે કર્તાકર્મપણું છે; એટલે કે રાગને તો પરજ્ઞેયપણે
જાણતા થકા તેના અકર્તા રહે છે ને નિર્મળ પરિણામને સ્વજ્ઞેયપણે જાણતા થકા તેની સાથે કર્તાકર્મપણે પ્રવર્તે
છે, રાગને જ્યાં શુદ્ધ સ્વજ્ઞેયથી ભિન્ન જાણ્યો ત્યાં રાગ તરફનું પુરુષાર્થનું જોર તૂટી ગયું, ને સ્વજ્ઞેયસન્મુખ
પુરુષાર્થ વળ્‌યો.–જુઓ, આ જ્ઞાનીને ઓળખવાની રીત કહેવાય છે.
રાગ અને જ્ઞાનનો ભેદ પાડીને જ્ઞાની જ્યાં સ્વભાવ તરફ વળ્‌યો ત્યાં નિર્મળપરિણામરૂપ કાર્ય અને
તેનું જ્ઞાન–બંને સાથે જ વર્તે છે. નિર્મળપરિણામ થાય અને જ્ઞાન તેને ન જાણે–એમ બને નહિ; તેમજ
ભેદજ્ઞાન થાય અને નિર્મળપરિણતિ ન થાય–એમ પણ બને નહીં. ભેદજ્ઞાનનું થવું અને આસ્રવોનું છૂટવું
એટલે કે સમ્યગ્દર્શનાદિ નિર્મળતાનું પ્રગટવું–તેનો એક જ કાળ છે. જ્ઞાન આંધળું નથી કે પોતાના નિર્મળ
કાર્યને ન જાણે. ‘અમને શ્રદ્ધા–જ્ઞાન થયાં છે કે નહિ તેની ખબર નથી–પણ ચારિત્ર કરવા માંડો’–એમ કોઈ
કહે છે, પણ ભાઈ! તારા શ્રદ્ધા–જ્ઞાનનું હજી ઠેકાણું નથી, કઈ તરફ જવું છે તેની ખબર નથી, માર્ગને
નીહાળ્‌યો નથી, તો આંધળો–આંધળો તું ક્યા માર્ગે જઈશ? મોક્ષમાર્ગને બદલે અજ્ઞાનથી બંધમાર્ગમાં જ
ચાલ્યો જઈશ. સમ્યગ્દર્શન થાય ત્યાં પોતાને ખબર પડે કે માર્ગ ખુલી ગયો...સ્વભાવ શ્રદ્ધામાં આવ્યો–
અનુભવમાં આવ્યો, અને હવે આ સ્વભાવને જ મારે સાધવાનો છે, આ સ્વભાવમાં જ મારે એકાગ્ર થવાનું
છે–એમ દ્રઢ નિશ્ચય થયો. આવા નિશ્ચય વગર માર્ગની શરૂઆત પણ થાય નહિ.
દ્રવ્ય–ગુણ ને તેના આશ્રયે પ્રગટેલી નિર્મળ પરિણતિ એ ત્રણે એકાકાર સુખરૂપ છે, નિર્વિકાર છે, તેમાં
દુઃખ નથી, તેમાં વિકારનું કર્તૃત્વ કે હર્ષ શોકનું ભોકતૃત્વ નથી. અહા! જ્ઞાનીને પોતાના નિર્મળ આનંદનો જ
ભોગવટો છે. હર્ષ–શોકનું વેદન સ્વભાવમાંથી નથી આવતું માટે સ્વભાવદ્રષ્ટિમાં જ્ઞાની તેના ભોક્તા નથી;
નિર્મળ પરિણતિમાં કર્મફળનો અભાવ છે. નિર્મળ પરિણતિમાં તો સ્વભાવિક આનંદનું જ વેદન છે. જે
હર્ષશોકની લાગણી છે તે ધર્મી આત્માનું કાર્ય નથી; ધર્મીનો આત્મા તેનાં દ્રવ્ય ગુણ કે નિર્મળ પર્યાય તે
વિકારનું કારણ નથી. વિકાર સાથે તેને કારણ–કાર્યપણાનો અભાવ છે, માત્ર જ્ઞેયજ્ઞાયકપણું જ છે.
અહા, ભેદજ્ઞાનીના સમ્યક્ અભિપ્રાયમાં કેટલી મહત્તા છે!! અને અજ્ઞાનીના ઊંધા અભિપ્રાયમાં
સ્વભાવનો કેટલો અનાદર છે!! તેનો લોકોને ખ્યાલ નથી. જ્યાં ભેદજ્ઞાન થયું ત્યાં ચૈતન્યસ્વભાવમાં જ
સ્વપણાનો સમ્યક્ અભિપ્રાય થયો ને બીજે બધેથી પરિણતિ છૂટી પડીને સ્વભાવ તરફ વળી. અજ્ઞાની રાગ
અને જ્ઞાનની એકત્વબુદ્ધિથી આખા આત્માને રાગમય માની રહ્યો છે.
જગતના ભયથી નીતિનિપુણ પુરુષો પોતાના ધર્મમાર્ગને છોડતા નથી. જ્યાં ભેદજ્ઞાન થયું ત્યાં
જ્ઞાનીને આખા જગતથી ઉપેક્ષા થઈ. જગતનું કોઈ તત્ત્વ મારી નિર્મળ પરિણતિનું કારણ નથી, મારી નિર્મળ
પરિણતિનું કારણ મારો આત્મા જ છે. મારા આત્મા સિવાય જગતના તત્ત્વો મારાથી બાહ્ય છે, તેનો મારા
અંતરમાં પ્રવેશ નથી, તો બહાર રહીને મારામાં તેઓ શું કરે? દ્રવ્યગુણ ને નિર્મળપર્યાયના પિંડરૂપ શુદ્ધ
આત્મા તે જ મારું અંતરંગતત્ત્વ છે.–આમ જે અનુભવે છે તે જ જ્ઞાની છે, તે જ ધર્મી છે.
૭૬–૭૭–૭૮ ગાથામાં એમ કહ્યું કે જે જ્ઞાની થયો તે આત્મા પોતાના નિર્મળપરિણામને જ કરે છે. એ
સિવાય રાગાદિ ભાવો સાથે કે કર્મો સાથે તેને કર્તાકર્મપણું નથી. જે નિર્મળ ભાવ પ્રગટ્યો તે કર્મબંધનમાં
નિમિત્ત પણ નથી. હવે ૭૯ મી ગાથામાં એમ કહે છે કે પુદ્ગલદ્રવ્યને જીવ સાથે કર્તાકર્મભાવ નથી; એટલે

PDF/HTML Page 18 of 21
single page version

background image
આસો : ૨૪૮૭ : ૧૭ :
કે આત્માના શુદ્ધભાવ પુદ્ગલના અવલંબનથી પ્રગટ્યા નથી, સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રનું લક્ષ પરદ્રવ્ય ઉપર
હોતું નથી, ચૈતન્યના જ અવલંબને તે સમ્યગ્દર્શનાદિ પ્રગટે છે. માટે પુદ્ગલદ્રવ્ય ચૈતન્યના પરિણામને કરતું
નથી. પુદ્ગલદ્રવ્યની અપેક્ષાએ ચૈતન્યના નિર્મળ પરિણામ તે પરદ્રવ્ય છે, તે પરદ્રવ્યપરિણામમાં પુદ્ગલ
વ્યાપતું નથી. પુદ્ગલ કહેતાં પુદ્ગલ તરફનો ભાવ તેમાં જ જાય છે. શું શુભરાગનું અવલંબન હતું માટે
સમ્યગ્દર્શન થયું? –ના; જો રાગના અવલંબને સમ્યગ્દર્શન થાય તો તો રાગ સમ્યગ્દર્શનમાં અંતર્વ્યાપક થઈ
જાય.–પણ એમ નથી. રાગને ચૈતન્યના નિર્મળપરિણામની સાથે કર્તાકર્મપણું નથી. દેહની ક્રિયા
ચૈતન્યપરિણામનું કારણ થાય–એમ પણ નથી. ચૈતન્યના નિર્મળ પરિણામમાં સર્વત્ર (–આદિ–મધ્ય–અંતમાં)
ચૈતન્ય જ વ્યાપક છે, તેમાં ક્યાંય રાગ કે પુદ્ગલ વ્યાપક નથી. દર્શનમોહકર્મ નષ્ટ થયું ને સમ્યગ્દર્શન પ્રગટ
થયું, તો શું તેમાં પુદ્ગલકર્મ કર્તા અને સમ્યગ્દર્શન તેનું કાર્ય–એમ છે?–ના; કર્મમાં દર્શનમોહપર્યાય નષ્ટ
થઈને બીજી જે અવસ્થા થઈ તેમાં પુદ્ગલ જ વ્યાપક છે, અને જીવમાં જે સમ્યગ્દર્શન થયું તેમાં જીવ પોતે જ
વ્યાપક છે; આ રીતે પુદ્ગલને જ્ઞાનીના પરિણામની સાથે કર્તાકર્મપણું નથી. અજ્ઞાનીને પુદ્ગલકર્મ સાથે
નિમિત્ત નૈમિત્તિકસંબંધ છે, પણ અહીં તો જ્ઞાનીના પરિણામની વાત છે. જ્ઞાનીના નિર્મળ પરિણામને
પુદ્ગલકર્મ સામે નિમિત્તનૈમિત્તિક સંબંધ પણ તૂટી ગયો છે. પુદ્ગલથી નિરપેક્ષપણે જ જ્ઞાની પોતાના
સમ્યગ્દર્શનાદિભાવોરૂપે પરિણમે છે. અનાદિનું અજ્ઞાનથી થયેલું જે વિકાર સાથેનું કર્તાકર્મપણું તે જ્ઞાનીને છૂટી
ગયું છે.
ચૈતન્યપદ તે જ આત્માનું પદ છે, વિકાર તે આત્માનું પદ નથી, તે તો અપદ છે. આવા ચૈતન્યપદને
ઓળખે તો જ ભગવાન સર્વજ્ઞદેવની ખરી ઓળખાણ થાય; જિનેન્દ્રદેવના દર્શનથી મિથ્યાત્વના ટુકડેટુકડા થઈ
જાય છે–એમ શાસ્ત્રોમાં કહ્યું છે, પણ તે કઈ રીતે? ભગવાન સર્વજ્ઞદેવનો આત્મા એકલો ચૈતન્યપિંડ છે,
રાગથી રહિત છે,–એવો જ પોતાનો આત્મસ્વભાવ સ્વીકારે તો જિનેન્દ્રદેવને દેખ્યા કહેવાય, અને તો જ
મોહનો નાશ થાય; પણ રાગ સાથે આત્માને એકાકાર માને તો તેણે ભગવાનને પણ ઓળખ્યા નથી; રાગથી
જે લાભ માને છે તે ભગવાનનાં દર્શન નથી કરતો પણ રાગનાં જ દર્શન કરે છે, તે રાગને જ દેખે છે, રાગથી
ભિન્ન ચૈતન્યને તે દેખતો નથી, એટલે ભગવાનને પણ તે ખરેખર દેખતો નથી. જીવના શુદ્ધ રત્નત્રયને રાગનું
જરાય અવલંબન છે?–તો કહે છે કે ના; રાગના અવલંબનથી રત્નત્રય થવાનું જે માને તે જીવ ખરેખર
રાગનો ઉપાસક છે, તે વીતરાગ ભગવાનના માર્ગનો ઉપાસક નથી. રાગથી જે લાભ માને તે જીવ રાગથી
જુદા પડવાનો પુરુષાર્થ કેમ કરે? અરે! રાગથી ચૈતન્યની ભિન્નતાને પહેલાં જાણે પણ નહિ તે શુદ્ધઆત્મા ને
કઈ રીતે શ્રદ્ધા–જ્ઞાન–અનુભવમાં લેશે? જ્ઞાની તો જાણે છે કે મારા શુદ્ધરત્નત્રયને પરનું કે રાગનું કિંચિત પણ
અવલંબન નથી, મારો આત્મા પોતે જ કર્તા થઈને મારા નિર્મળ પરિણામને કરે છે, બીજું કોઈ નહિ.
જેમ જ્ઞાની જીવ રાગાદિ પરિણામને કે પર દ્રવ્યના પરિણામને કરતો નથી તેમ પુદ્ગલ પણ ‘પર
દ્રવ્યના પરિણામને’ કરતું નથી, ‘પરદ્રવ્યના પરિણામ’ એટલે જીવનાં નિર્મળ પરિણામ, તે પુદ્ગલની
અપેક્ષાએ પરદ્રવ્ય છે, તેને પુદ્ગલ કરતું નથી. જીવ પોતાના સ્વભાવ પરિણામરૂપ પરિણમે છે, અને તે
પરિણામમાં તે પોતે જ વ્યાપે છે, પુદ્ગલ કે રાગ તેમાં વ્યાપતા નથી, માટે તે નિર્મળ પરિણામ અજીવનું (કે
રાગનું) કાર્ય નથી. પુદ્ગલ દ્રવ્ય તેના સ્વભાવરૂપ કાર્યમાં વ્યાપે છે.
હર્ષ–શોક–રાગ–દ્વેષરૂપ વિભાવ તે જીવના સ્વભાવનું કાર્ય નથી, તેથી પરમાર્થમાં તેને પુદ્ગલના
સ્વભાવરૂપ કાર્ય કહ્યું છે. શુદ્ધપરિણામની પરંપરા અને વિકાર તથા કર્મની પરંપરા–એ બંનેની ધારા જ તદ્ન
જુદી છે. વિકાર તે કર્મનો સ્વભાવ છે, નિર્મળ પરિણામ તે જીવનો સ્વભાવ છે. વિકાર તે જીવનું સ્વભાવકાર્ય

PDF/HTML Page 19 of 21
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : ૨૧૬
કેમ હોય? સ્વભાવનું કાર્ય સ્વભાવ જેવું શુદ્ધ જ હોય. અશુદ્ધતા ક્યાંથી આવી?–તો કહે છે કે પુદ્ગલના
આશ્રયે આવેલી અશુદ્ધતા પુદ્ગલનો જ સ્વભાવ છે, જીવના સ્વભાવમાંથી તે અશુદ્ધતા નથી આવી.
ક્ષયોપશમ સમ્યક્ત્વમાંથી ક્ષાયિકસમ્યક્ત્વ થયું, ત્યાં તે ક્ષાયિકસમ્યક્ત્વરૂપ કાર્ય તે જીવનું પ્રાપ્ય કર્મ છે, તે
ક્ષયોપશમભાવનું પ્રાપ્ય કર્મ નથી. એ રીતે બધા ગુણોની પર્યાયોમાં સમજવું. પૂર્વની નિર્મળપર્યાય પણ બીજી
નિર્મળપર્યાયને પ્રાપ્ત કરતી નથી, તોપછી વિકાર કે નિમિત્ત તે નિર્મળપર્યાયને પ્રાપ્ત કરે એ વાત તો ક્યાં
રહી? શુદ્ધપર્યાયને અશુદ્ધતા સાથે કે પરદ્રવ્ય સાથે કર્તાકર્મપણું નથી, શુદ્ધપર્યાયને દ્રવ્યની સાથે જ કર્તાકર્મપણું
છે. દ્રવ્ય સાથે પર્યાયનું એકત્વ થતાં નિર્મળકાર્ય થયું છે. દ્રવ્ય જ પોતાની શક્તિથી નિર્મળ પર્યાયનું કર્તા થાય
છે. ત્યાં તેનાં નિર્મળ કાર્યમાં વિકારનો ને કર્મ વગેરેનો તો અભાવ જ છે. અજ્ઞાનભાવે તો જીવ જ વિકારનો
કર્તા છે, પરંતુ અહીં તો જ્ઞાનીની ઓળખાણની વાત છે; ભેદજ્ઞાનવડે જ્યાં અજ્ઞાનનો નાશ થયો ત્યાં અજ્ઞાન
જનિત કર્તાકર્મપણું પણ જ્ઞાનીને છૂટી ગયું. તે જ્ઞાનીને પરદ્રવ્ય સાથે કર્તાકર્મપણું જરા પણ નથી. સમ્યગ્દર્શન–
જ્ઞાનાદિ નિર્મળ પરિણામોના જ કર્તાપણે પ્રકાશતો થકો જ્ઞાની શોભે છે.
જ્ઞાની પોતાની અને પરની પરિણતિને ભિન્નભિન્ન જાણતા થકા જ્ઞાનભાવે જ પ્રવર્તે છે. અને
પુદ્ગલદ્રવ્ય પોતાની કે પરની પરિણતિને જરા પણ જાણતું નથી, રાગાદિ ભાવો પણ સ્વને કે પરને જાણતા
નથી તેથી તે પણ જ્ઞાનથી ભિન્ન જ છે. આ રીતે સ્પષ્ટ ભિન્નપણું હોવાથી જ્ઞાનને અને પરને જરાપણ
કર્તાકર્મપણું નથી. જ્યાં આવી ભેદજ્ઞાનજ્યોતિ જાગી ત્યાં અજ્ઞાનજનિત કર્તાકર્મપણાને તે ચારે તરફથી
અત્યંત નષ્ટ કરી નાખે છે. જ્યાં સુધી ભેદજ્ઞાન જ્યોતિ પ્રગટી નથી ત્યાં સુધી જ ભ્રમને લીધે જીવ–પુદ્ગલનું
કર્તાકર્મપણું ભાસે છે, ને જ્ઞાન તથા રાગ વચ્ચે પણ કર્તાકર્મપણું અજ્ઞાનીને ભ્રમથી જ ભાસે છે. જ્ઞાનભાવમાં
તે કર્તાકર્મ પ્રવૃત્તિનો અત્યંત અભાવ છે, જ્ઞાનસ્વભાવી ભગવાન પોતાના જ્ઞાનમય કાર્યથી શોભે છે. આનું
નામ ધર્મ છે ને આ મોક્ષનો માર્ગ છે.
******
વૈરાગ્ય સમાચાર
રાજકોટના શ્રી લક્ષ્મીચંદ નરભેરામ ભીમાણી (ઉમર વર્ષ ૮૬) તા. ૮–૮–
૬૧ ના રોજ રાજકોટમાં સ્વર્ગવાસ પામ્યા છે. પૂજ્ય ગુરુદેવશ્રી પ્રત્યે તેમને ઘણો
ભક્તિભાવ હતો, તેમના સત્સમાગમમાં તેઓ ઘણાં વર્ષો થયાં આવ્યા હતા. અનેક
વખત સોનગઢ આવીને પણ તેઓ પૂ. ગુરુદેવશ્રીનાં પ્રવચનોનો લાભ લેતા હતા.
રાજકોટમાં ચાલતા વાંચનમાં પણ તેઓ નિયમિત હાજરી આપતા હતા અને
ઉત્સાહથી તેઓ તત્ત્વશ્રવણ કરતા હતા. તેમનો આત્મા ધર્મભાવનાના પ્રતાપે પોતાનું
આત્મહિત સાધે એવી ભાવના ભાવીએ છીએ.
લાઠીવાળા ભાઈશ્રી છગનલાલ મોનજીભાઈ દેશાઈના ધર્મપત્ની શ્રી
બેનકુંવરબેન (સુવર્ણસન્દેશ’ ના વ્યવસ્થાપક શ્રી મનસુખભાઈના માતુશ્રી) મુંબઈ
મુકામે શ્રાવણ સુદ ૯ નારોજ એકાએક બિમારીથી સ્વર્ગવાસ પામી ગયા. તેઓ
ભદ્રિક અને વત્સવલંત હતા, ઘણાં વર્ષોથી અવારનવાર તેઓ પૂ. ગુરુદેવના
સત્સમાગમનો લાભ લેતા ને દેવ–ગુરુ–ધર્મ–પ્રત્યેની ભક્તિથી તેઓ પોતાના કુટુંબમાં
ધાર્મિક સંસ્કાર સીંચવા હંમેશા તત્પર રહેતા. સોનગઢ આવવાની તેમની તૈયારી
હતી, ત્યાં એકાએક સ્વર્ગવાસ થઈ ગયો. સંસારની આવી ક્ષણભંગુરસ્થિતિ
મુમુક્ષુહૃદયમાં વૈરાગ્ય ઉપજાવે છે, બેનકુંવરબેનનો આત્મા ધર્મભાવનાના પ્રતાપે
પોતાનું આત્મહિત સાધે,–એવી ભાવના ભાવીએ છીએ.

PDF/HTML Page 20 of 21
single page version

background image
આસો : ૨૪૮૭ : ૧૯ :
ભાદરવા વદ દસમના રોજ સોનગઢમાં ભાઈશ્રી શીવલાલ નારણદાસ પટેલ
ટૂંકી બિમારીથી સ્વર્ગવાસ પામી ગયા. તેઓ લગભગ ૧૭ વર્ષથી સોનગઢ પૂ.
ગુરુદેવના સત્સમાગમમાં રહેતા હતા, અને જીવણલાલજી મહારાજની સેવાનું
કામકાજ પણ કરતા હતા. સ્વર્ગવાસ અગાઉ લગભગ એક કલાક પહેલાં પૂ.
ગુરુદેવશ્રી પધાર્યા હતા ત્યારે તેમણે ગુરુદેવ પ્રત્યે ભક્તિભાવ બતાવ્યો હતો; અને
પોતે સમયસાર વગેરેની ગાથાઓ મોઢે કરેલી–તે સંબંધી વાતચીત કરી હતી. તેમનો
આત્મા દેવ–ગુરુ–ધર્મની સેવામાં આગળ વધે ને પોતાનું કલ્યાણ સાધે–એમ ઈચ્છીએ
છીએ.
મોટા આંકડિઆના ભાઈશ્રી માણેકચંદ ધનજીભાઈ રવાણી (શ્રી જમુભાઈ
રવાણીના પિતાશ્રી) નો આકસ્મિક પ્રસંગથી આસો સુદ ૧૪ ના રોજ સ્વર્ગવાસ થઈ
ગયો. પૂ. ગુરુદેવ પ્રત્યે તેમનો ઘણો ભક્તિભાવ હતો, અવારનવાર સોનગઢ આવીને
તેઓ લાભ લેતા. એકાદ માસ પહેલાં જ તેઓ સોનગઢ આવેલા; આંકડિઆમાં
તેમણે ગૃહચૈત્યાલય પણ બનાવ્યું હતું અને જિનમંદિર બંધાવવાની તેમની ભાવના
હતી. પરંતુ તે ભાવના પૂરી થતાં પહેલાં આવો અકસ્માત બની ગયો. સ્વર્ગવાસ
પહેલાં તેમણે ભક્તિપૂર્વક ગુરુદેવનું સ્મરણ કર્યું હતું. શ્રીમાણેકચંદભાઈનો આત્મા
પોતાના ધાર્મિક સંસ્કારોમાં આગળ વધીને આત્મહિત સાધે એજ ભાવના.
રાજકોટના શેઠ શ્રી મૂળજીભાઈના સુપુત્ર શ્રી ભાનુભાઈ સ્વર્ગવાસ પામ્યા તે
પહેલાં ચાર દિવસ અગાઉ પૂ. ગુરુદેવના ઉપદેશનું સ્મરણ કરતાં કરતાં તેમણે
પોતાના હસ્તાક્ષરમાં નીચે મુજબ લખ્યું હતું:–
“હું એક આત્મા છું.
શરીરથી હું જુદો છું.
પરવસ્તુનું હું કાંઈ કરી શકું નહીં.
મારામાં જ્ઞાન નામનો ગુણ છે.
જાણવું દેખવું એ મારો ધર્મ છે.
મારા જ્ઞાન તરફ લક્ષ કરું તો જગત બધું જ્ઞેયરૂપે ભાસે.”
ઉપરોક્ત લખાણની નીચે તેમણે મુનિરાજનું, માનસ્તંભજીનું અને સીમંધર
ભગવાનનું ચિત્ર કરવાનો પ્રયાસ કર્યો હતો.
અત્યારના આ જમાનામાં ૩૨ વર્ષનો વૈભવસંપન્ન યુવાન દેહ છૂટવાના
પ્રસંગે પણ આવી ભાવનાઓનું રટણ કરે છે તે ખરેખર ગુરુદેવના અધ્યાત્મ
ઉપદેશનો મહાન પ્રતાપ છે. અને ૮૨ વર્ષની વયે ૩૨ વર્ષના પુત્રના વિયોગ વખતે
પણ શેઠ શ્રી મૂળજીભાઈએ જે હિંમત અને શાંતિ જાળવી છે તે પણ અનેક જીવોને
વિચારતા કરી મૂકે તેવું છે; તેઓ વારંવાર કહે છે કે: “ગુરુદેવના વૈરાગ્યમય
ઉપદેશની મંગળછાયાનો જ આ બધો પ્રતાપ છે. ગુરુદેવની છાયાને લીધે મારું દુઃખ
હળવું થઈ જાય છે.”
ખરેખર! સંતોની છાયા તે આ જગતનાં સર્વ દુઃખોને હરવાનું ઔષધ છે.
******