Atmadharma magazine - Ank 217
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 27
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૯
સળંગ અંક ૨૧૭
Version History
Version
Number Date Changes
001 Apr 2004 First electronic version.

PDF/HTML Page 2 of 27
single page version

background image
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
વર્ષ: ૧૯ અંક: ૧) તંત્રી : જગજીવન બાઉચંદ દોશી (કારતક: ૨૪૮૮
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
હે પરમ ઉપકારી ગુરુદેવ! આજના મંગલપ્રભાતે આપશ્રીનાં મંગલ આશીર્વાદ
પામીને નિજકલ્યાણને સાધીએ એવી પ્રાર્થનાપૂર્વક આપશ્રીને નમસ્કાર કરીએ છીએ.
(૨૧૭)

PDF/HTML Page 3 of 27
single page version

background image
વીરપ્રભુના મોક્ષધામમાં
પાવાપુરીધામમાં પદ્મસરોવરના કિનારે આવેલા જિનમંદિરમાં પૂ.
ગુરુદેવ શ્રી વીરનાથ ભગવાનના દર્શન કરી રહ્યા છે...એ ભગવાનને દેખતાં
જ આનંદથી હૃદય પ્રફૂલ્લિત થાય છે. ગુરુદેવ એકીટશે ભગવાનને જોઈ જ
રહ્યા છે. વાહ! જાણે સાક્ષાત્ મહાવીર ભગવાન ઊભા હોય એવો અદ્ભુત
દેદાર છે. દિવ્ય, પ્રશાંત અને પ્રસન્નતાથી ઝરતી એ મુદ્રા જોતાં, જાણે કે હમણાં
જ મોક્ષમાં જવાની તૈયારી કરીને અયોગીપણે ભગવાન ઊભા હોય–એવા
ભાવો હૃદયમાં જાગે છે. એમના લટકતા લાંબા હાથ જાણે કે ભક્તોનાં શિર
પર મુક્તિના આશીર્વાદ વરસાવી રહ્યા છે. વીરપ્રભુના ચરણે ભક્તિપૂર્વક
ઊભેલા ગુરુદેવ જાણે કે ભગવાનને સંબોધીને કહી રહ્યા છે કે–
પ્રભુજી! તારા પગલે પગલે મારે આવવું રે...
પ્રભુજી! મારે બીજું જોવાનું નહિ કામ...
મારા હૃદયે એક વીતરાગતા વસી રહો રે...

PDF/HTML Page 4 of 27
single page version

background image
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
વર્ષ: ૧૯ અંક: ૧) તંત્રી : જગજીવન બાઉચંદ દોશી (કારતક: ૨૪૮૮
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
પરમ પૂજ્ય ગુરુદેવની મંગલકારી છાયામાં આપણું
“આત્મધર્મ” આજે ૧૯મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. નુતનવર્ષના
મંગલ પ્રારંભે, પરમ અભિનંદનીય એવા શ્રી સિદ્ધ ભગવંતોને તથા
અર્હંતભગવંતોને અતિશય ભક્તિથી અભિનંદીએ છીએ..
સિદ્ધપદને સાધનારા સર્વે સાધકસંતો પણ પરમ અભિનંદનીય છે,
અને તેના માર્ગરૂપ શુદ્ધ રત્નત્રય તે પણ પરમ અભિનંદનીય છે,
તે સર્વેને પરમભક્તિથી અભિનંદીએ છીએ.
પૂ. ગુરુદેવનો આપણા ઉપર જે ઉપકાર છે તેનું વર્ણન થઈ
શકે તેમ નથી; આપણે બધાય મુમુક્ષુ ભક્તજનો ભેગા થઈને
આખીયે જિંદગી મનને અને જીભને તેમાં જ જોડીએ તો પણ
જ્ઞાનીઓનાં ગુણગાન પૂરા પડે તેમ નથી. આજે હૃદયની હજાર–
હજાર ઊર્મિઓપૂર્વક તેઓશ્રીનો ઉપકાર માનીએ છીએ ને
ભક્તિપૂર્વક તેઓશ્રીનાં ચરણકમળમાં નમસ્કાર કરીએ છીએ.
ગુરુદેવની મંગલછાયામાં આ “આત્મધર્મ” દ્વારા દેવ–ગુરુ–ધર્મની
સેવાનો જે સુઅવસર મળ્‌યો તેને અમે અમારું સદ્ભાગ્ય માનીએ
છીએ. અને સર્વે સાધર્મીબન્ધુઓના વાત્સલ્યભર્યા સહકારથી
“આત્મધર્મ” વધુને વધુ સમૃદ્ધ અને સુશોભિત બને, તેનો વધુ ને
વધુ વિકાસ થાય એવી અમારી ભાવના છે.
સર્વે સાધર્મી બન્ધુઓને પણ ધર્મસ્નેહપૂર્વક અભિનંદન
પાઠવીએ છીએ.
–જગુભાઈ દોશી (તંત્રી)
–હરિલાલ જૈન.

PDF/HTML Page 5 of 27
single page version

background image
:૪: આત્મધર્મ: ૨૧૭
જ્ઞાનમયભાવ
કર્મબંધનમાં
નિમિત્ત પણ નથી
“ધી” ને ધ્યેય પ્રત્યે પ્રેરે તે ધીર”
(ઝોબાળીઆ શાંતિલાલ કસ્તુરચંદના મકાનના વાસ્તુ પ્રસંગે)
સ. ગાથા ૧૦પ ઉપર પૂ. ગુરુદેવના પ્રવચનમાંથી (આસો વદ ૭)
આ દેહમાં રહેલો આત્મા સર્વજ્ઞસ્વભાવી છે; તેનું ભાન કરી, તેમાં લીન થઈ જેઓ સર્વજ્ઞ થયા તેમણે
આત્માનું વાસ્તવિક સ્વરૂપ જેવું જાણ્યું તેવું દિવ્યધ્વનિ દ્વારા જગતને દર્શાવ્યું. તે ઝીલીને સંતોએ આ
સમયસારાદિ શાસ્ત્રો રચ્યાં છે. આત્માનું વાસ્તવિક કાર્ય શું છે? રાગાદિ વિકાર તે આત્માનું વાસ્તવિક કાર્ય
નથી, અંતરના જ્ઞાનસ્વભાવના આશ્રયે થતા જે નિર્મળ જ્ઞાનાદિ પરિણામ તે જ આત્માનું વાસ્તવિક કાર્ય છે.
આવા વાસ્તવિક કાર્યને જીવે પૂર્વે કદી જાણ્યું નથી, એને જાણ્યા વગર અનંતવાર ચારગતિમાં અવતાર કર્યા.
આત્માનું સમ્યક્સ્વરૂપ જાણ્યા વગર અનંતવાર શુભરાગવડે ત્યાગી થયો, વ્રત પાળ્‌યાં, પણ તે રાગને જ
નિજકર્તવ્ય માનીને સંસારમાં રખડયો. રાગથી પાર ચૈતન્યતત્ત્વ છે તેનું સમ્યક્દર્શન એક સેકંડ પણ કદી કર્યું
નથી, સમ્યગ્દર્શનરૂપી ધર્મ અપૂર્વ ચીજ છે, તે કેમ થાય તેની આ વાત છે.
આ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા તે કર્મબંધનનું નિમિત્ત નથી, તેમજ તે ચૈતન્યસ્વરૂપના શ્રદ્ધા–
જ્ઞાનના પરિણામ થયા તે પણ કર્મબંધનનું નિમિત્ત નથી. તે નિર્મળ પરિણામને વિકારની સાથે પણ
કર્તાકર્મપણું નથી. સ્વભાવ તરફ વળેલો નિર્મળભાવ તે તો મુક્તિનું કારણ છે, કર્મને તોડવાનું કારણ છે, તો
તે ભાવ કર્મના બંધનનું કારણ કેમ હોય..? અહા, સમ્યગ્દર્શન થયું ત્યાં તે જીવ કર્મના બંધનું નિમિત્ત પણ
થતો નથી, તે તો જ્ઞાનભાવરૂપ કાર્યને જ કરે છે. અહા, સમ્યગ્દર્શન શું ચીજ છે તેના મહિમાની જગતના
જીવોને ખબર નથી. અને સમ્યગ્દર્શન પછી અંદરમાં આનંદના ઉભરા આવતાં મુનિદશા થાય–તેની તો શી
વાત!! “સાધુ હૂઆ સો સિદ્ધ હુઆ.” પ્રવચનસારમાં શુદ્ધોપયોગી મુનિને મોક્ષતત્ત્વ કહ્યા છે. આવી મુનિદશા
પહેલાં સમ્યગ્દર્શન તે પણ અપૂર્વ ચીજ છે.
દયા–દાનાદિના પરિણામ ઉપરથી જ્ઞાની ઓળખાતા નથી, પણ જ્ઞાનીને અંદરનો ચૈતન્યદરિયો
મધ્યબિંદુથી ઊછળીને આનંદની ભરતી આવી છે, તેના વડે જ જ્ઞાની ઓળખાય છે. મંદરાગના શુભ પરિણામ
વડે ચૈતન્ય દરિયામાં આનંદની ભરતી આવે–એમ બનતું નથી. આવા ચૈતન્યની વાત જીવે અંતર્લક્ષ પૂર્વક કદી
સાંભળી નથી. ભગવાનની સભામાં ગયો ત્યારે પણ રાગમાં રોકાઈ ગયો પણ અંદરમાં ચૈતન્યતત્ત્વની વાતને
સ્પ–

PDF/HTML Page 6 of 27
single page version

background image
કારતક: ૨૪૮૮ઃપ:
ર્શવા દીધી નહિ. અંદર ચૈતન્યની મહત્તા ન ભાસી એટલે ચૈતન્યના ભાન વગર અનંતવાર મનુષ્યપણાં વ્યર્થ
ગયા.
જુઓ, અહીં આચાર્યદેવ આત્માની પ્રભુતા બતાવે છે. ચૈતન્યના ધ્યેયે દ્રવ્ય–ગુણની પ્રભુતા પર્યાયમાં
પણ પ્રગટી જાય છે. દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેમાં વ્યાપક પોતાની પ્રભુતાને ધર્મી જીવ જાણે છે તે ખરા ધીર છે.
‘ધીર’ તેને કહેવાય કે ધ્યેય પ્રત્યે ‘ધી’ ને જે પ્રેરે, એટલે ચિદાનંદ સ્વભાવને ધ્યેય બનાવીને તેમાં
બુદ્ધિને જે વાળે–પ્રેરે–સ્વસન્મુખ કરે તે જ ખરેખર ધીર છે. સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્માએ પોતાના ઉપયોગની બુદ્ધિને
સ્વધ્યેયમાં જોડી છે તેથી તેઓ જ ખરા ધીર છે; જગતની ગમે તેવી અનુકૂળતા કે પ્રતિકૂળતામાં પણ તેઓ
ચૈતન્યધ્યેયને છોડતા નથી, તેમની બુદ્ધિ ચૈતન્યધ્યેયમાં જ લાગેલી છે, તેથી તેઓ ધીર છે. અજ્ઞાની
શુભરાગને ધ્યેય બનાવીને ભલે સ્થૂળ ક્રોધ ન કરે, કોઈ ગાળ દે તો પણ ધીરજ રાખે,–છતાં તે ખરેખર ધીર
નથી, ચૈતન્યના ધ્યેયથી દૂર તેની બુદ્ધિ છે તેથી તે અધીર છે, આકુળ છે. ચૈતન્યધ્યેય તરફ બુદ્ધિ વળ્‌યા વગર
આકુળતા મટે નહિ ને ધૈર્ય થાય નહિ. ‘ધી’ ને ધ્યેય પ્રત્યે પ્રેરે તેને જ ધીર કહ્યા છે. ચૈતન્ય તરફ વળેલો
ઉપયોગ અત્યંત ધીર અને અનાકુળ છે, ગમે તેવી પ્રતિકૂળતાથી પણ તે ડગતો નથી.
સમ્યગ્દર્શન તે કેવળજ્ઞાન માટેનો કક્કો છે. જેમ કક્કો શિખ્યા વગર બીજું ભણતર આવડે નહિ, તેમ
સમ્યગ્દર્શનરૂપી કક્કા વગર ધર્મનાં ભણતર હોય નહિ. કેવળજ્ઞાનરૂપી સ્વઘરમાં વાસ્તુ કરવા માટે સમ્યગ્દર્શન
તે પ્રવેશદ્વાર છે. ભગવાન સર્વજ્ઞદેવોએ કેવળજ્ઞાન–કેવળદર્શન–અનંત આનંદ ને અનંત વીર્યરૂપ સ્વચતુષ્ટય
પ્રગટ કરીને અસંખ્ય ચૈતન્યપ્રદેશી સ્વઘરમાં વાસ કર્યો છે તે ખરું વાસ્તુ છે. વાસ્તુ કરવાની વિધિ શું તે અહીં
આચાર્ય ભગવાન બતાવે છે.
આ ચૈતન્યસ્વભાવી આત્મા–જેમાં ખરું વાસ્તુ કરવાનું છે–તેમાં કર્મરજ નથી, તેમજ તે પોતે કર્મરજના
બંધનનું કારણ પણ નથી. વિકારના નિમિત્તે કર્મ બંધાય છે તે દેખીને વિકારનો કર્તા અજ્ઞાની એમ માને છે કે
મેં આ કર્મ બાંધ્યું. ખરેખર કર્મનો કર્તા તે અજ્ઞાની પણ નથી. જ્ઞાનીને તો મિથ્યાત્વાદિ કર્મનાં બંધનમાં
નિમિત્તરૂપ થાય એવો ભાવ જ છૂટી ગયો છે.
શરીર સ્ત્રીનું હો કે પુરુષનું હો–તેની સાથે સમ્યગ્દર્શનનો સંબંધ નથી. આઠ વર્ષની બાલિકા પણ
અંદરમાં ચિદાનંદ સ્વભાવનો નિર્વિકલ્પ અનુભવ કરીને સમ્યગ્દર્શન પ્રગટ કરી શકે છે. મહાવિદેહમાં અત્યારે
સીમંધર પરમાત્મા વગેરે તીર્થંકરો સાક્ષાત્ બિરાજે છે, ત્યાં ચક્રવર્તીની નાની નાની આઠ વર્ષની કુંવરીઓ પણ
ભગવાનની સભામાં જઈને ધર્મનું શ્રવણ કરે છે ને સમ્યગ્દર્શન પામે છે. શ્રેણીક રાજાએ આત્મભાન પ્રગટ
કર્યું ને પછી તીર્થંકરનામકર્મ બાંધ્યું છે, પણ ત્યાં સમ્યગ્દર્શનના પરિણામ કાંઈ તે તીર્થંકરપ્રકૃતિના બંધનું
કારણ નથી. સમ્યગ્દર્શન સાથેની ભૂમિકામાં જ તેવી પ્રકૃતિ બંધાય છે, છતાં તે બંધનનું કારણ સમ્યગ્દર્શનના
પરિણામ નથી; ધર્મી પોતાના આત્માને ચૈતન્યભાવમય જ જાણે છે, ને મારો ચૈતન્યભાવ ૧૪૮ પ્રકૃતિમાંથી
કોઈ પણ કર્મની પ્રકૃતિના બંધનમાં નિમિત્ત પણ નથી, એમ ધર્મી જાણે છે.
અરે. જીવ! આવો મનુષ્ય અવતાર મળ્‌યો પણ તેમાં જો ચૈતન્યનું ભાન ન કર્યું તો આ ભવચક્રના
આંટા મટવાના નથી. મિથ્યાત્વના ઊંધા ભાવે અનંતવાર ભવચક્રમાં ભમ્યો. પણ એકવાર સમ્યક્ભાનનો
ભાવ પ્રગટ કર તો અનંતકાળના ભવચક્રનો અંત આવી જાય. શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે કે–
બહુ પુણ્ય કેરા પૂંજથી શુભ દેહ માનવનો મળ્‌યો,
તો યે અરે! ભવચક્રનો આંટો નહિ એકે ટળ્‌યો;
સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષે લહો,
ક્ષણક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો! રાચી રહો?

PDF/HTML Page 7 of 27
single page version

background image
: ૬ : આત્મધર્મ: ૨૧૭
પરમાં સુખ માનતાં તારા ચૈતન્યસ્વભાવનું સુખ ભૂલાઈ જવાય છે. અરે જીવો! આત્માને ભૂલીને
રાગના અને પરના કર્તૃત્વમાં રોકાતાં તો ક્ષણે ક્ષણે ચૈતન્યનું ભયંકર ભાવમરણ થાય છે, ક્ષણે ક્ષણે ચૈતન્યની
શાંતિ હણાય છે...આવા ભાવમરણમાં તમે કાં રાંચી રહ્યા છો? પરનું કર્તૃત્વ માનતાં ચૈતન્યના ભાવપ્રાણની
હિંસા થાય છે. પૈસામાંથી, શરીરમાંથી, બાહ્યવિષયોમાંથી કે શુભરાગમાંથી પણ મને સુખ મળશે–એવી જેની
બુદ્ધિ છે તે જીવ ચિદાનંદસ્વભાવના સહજ સુખને હણી નાંખે છે; ભાઈ, તારા ચૈતન્યતત્ત્વમાં જ તારું સુખ છે;
તે ચૈતન્યમાં પરચીજનું તો સ્વામીત્વ નથી ને રાગનું પણ સ્વામીપણું નથી.
ચૈતન્યસ્વભાવથી જે ભ્રષ્ટ છે એવો અજ્ઞાની જ વિકલ્પનો કર્તા થઈને એમ માને છે કે મેં કર્મને બાંધ્યું.
આત્માનો સ્વભાવ તો નિર્વિકલ્પ વિજ્ઞાનઘન છે પણ અજ્ઞાની તેનાથી ભ્રષ્ટ થયો છે ને રાગમાં જ પરાયણ
થયો છે–વિકલ્પમાં જ મૂર્છાઈ ગયો છે, તે જ અજ્ઞાનભાવથી કર્મનો નિમિત્ત થાય છે. જ્ઞાની તો જાણે છે કે શુદ્ધ
ચૈતન્યમય એવો હું કર્મનો કર્તા વ્યવહારે પણ નથી, નિમિત્તથી પણ નથી. નિશ્ચય સ્વભાવથી જે ભ્રષ્ટ છે તેને
એવો વ્યવહાર લાગુ પડે છે કે આણે આ કર્મ બાંધ્યું.–પરંતુ તે પણ ઉપચાર જ છે, પરમાર્થ નથી. ખરેખર
અજ્ઞાની જીવ પણ પુદ્ગલ કર્મનો કર્તા નથી.
જ્ઞાની ધર્માત્મા તો ચિદાનંદમૂર્તિ શુદ્ધાત્મામાં જ તત્પર છે; અમે તો અમારા જ્ઞાનપૂંજમાં જ આરુઢ
છીએ, રાગમાં–વિકલ્પમાં અમે આરુઢ નથી, તેનાથી તો જુદા છીએ. અહા, જ્ઞાનીનો સ્વભાવ અલબેલો છે! તે
જ્ઞાનીને કર્મના કર્તાપણાનો ઉપચાર પણ લાગુ પડતો નથી. ઉપાદાનમાં જ્યાં વિકારનું કર્તૃત્વ છૂટયું ત્યાં કર્મનું
નિમિત્તકર્તૃત્વ પણ કેમ હોય? અરે જ્યાં શુદ્ધતા પ્રગટી ત્યાં કર્મના કર્તૃત્વનું કલંક કેમ હોય? ચૈતન્યની
આરાધના થઈ ત્યાં ધર્મીએ કર્મ સાથેનો સંબંધ તોડયો ને સર્વજ્ઞસ્વભાવ સાથે એકતાનો સંબંધ જોડયો. ધર્મી
કહે છે કે અહો, ભગવાનની અમારા ઉપર પ્રસન્નતા થઈ, ભગવાનની કૃપા થઈ. સમ્યગ્દર્શનમાં પોતાના
આત્માની પ્રસન્નતા થઈ ત્યાં ભગવાનની પ્રસન્નતાનો પણ ઉપચાર આવ્યો. જુઓ, જ્ઞાનીને કર્મના
કર્તાપણાનો ઉપચાર ટળ્‌યો, ને ભગવાનની પ્રસન્નતાનો ઉપચાર આવ્યો. અજ્ઞાની તો રાગનો કર્તા થઈને અને
પરનું કર્તૃત્વ માનીને ભગવાનના માર્ગથી ભ્રષ્ટ થયો છે, તેના ઉપર ખરેખર ભગવાનની પ્રસન્નતાનો આરોપ
પણ આવતો નથી. ચૈતન્યસ્વભાવથી ભ્રષ્ટ એવા અજ્ઞાની જ પોતાના અશુદ્ધ ઉપાદાનમાં વિકારનો કર્તા થાય
છે અને તેને જ કર્મના કર્તાપણાનો વ્યવહાર લાગુ પડે છે. એ વ્યવહાર પણ ઉપચાર જ છે; ખરેખર કાંઈ
કર્મનું કર્તાપણું તેને નથી, માત્ર પોતાના અજ્ઞાનભાવનું જ કર્તાપણું છે.

PDF/HTML Page 8 of 27
single page version

background image
કારતક : ૨૪૮૮ : ૭ :
(શ્રાવકનાં કર્તવ્યનું વર્ણન)
વીર સં. ૨૪૮૭ના શ્રાવણ વદ ૧૩ થી ભાદરવા સુદ ૪
દરમિયાન શ્રી પદ્મનંદી પચ્ચીસીના છઠ્ઠા અધ્યાય ઉપર પૂ.
ગુરુદેવનાં પ્રવચનો; (જેની સાથે વીર સં: ૨૪૭૬માં થયેલા
આ અધિકાર ઉપરનાં પ્રવચનોનો સાર પણ જોડી દેવામાં
આવ્યો છે.)
આ પદ્મનંદી પંચવિંશતિકા નામનું શાસ્ત્ર છે. અનેક સૈકાઓ પહેલાં વનવાસી દિગંબર સંત શ્રી
પદ્મનંદી મુનિરાજે આ શાસ્ત્ર રચ્યું છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ આ શાસ્ત્રને ‘વનશાસ્ત્ર’ કહ્યું છે, અને
ઈન્દ્રિયનિગ્રહપૂર્વક વૈરાગ્યથી તેનો અભ્યાસ કરવાની ભલામણ કરી છે. તેમાં છઠ્ઠો અધ્યાય, ‘ઉપાસક
સંસ્કાર’ અથવા ‘શ્રાવકાચાર’ નામનો છે, તે વંચાય છે. ઉપાસક સંસ્કાર એટલે ગૃહસ્થદશામાં રહેલા
સમ્યગ્દ્રષ્ટિ શ્રાવકને ધર્મના કેવા સંસ્કાર હોય ને શુભરાગની ભૂમિકા કેવી હોય તેનું આમાં વર્ણન છે.
શરૂઆતમાં મંગલાચરણ તરીકે વ્રતતીર્થના પ્રવર્તક

PDF/HTML Page 9 of 27
single page version

background image
: ૮ : આત્મધર્મ : ૨૧૭
શ્રી આદિનાથ જિનેન્દ્રને અને દાનતીર્થના પ્રવર્તક શ્રી શ્રેયાંસરાજાને યાદ કરીને કહે છે કે તેમના સંબંધથી આ
ભરતક્ષેત્રમાં ધર્મની સ્થિતિ થઈ:–
आद्यो जिनो नृपःश्रेयान् व्रतदानादिपूरुषौ।
एतदन्योन्यसंबंधे धर्म स्थितिरभूदिह।।
१।।
આ ભરતક્ષેત્રને વિષે આ ચોવીસીમાં
આદિજિનેન્દ્ર શ્રી ઋષભનાથ અને શ્રેયાંસરાજા એ બંને
મહાત્માઓ વ્રતતીર્થ અને દાનતીર્થને પ્રવર્તાવવામાં
આદિપુરુષો છે, તેમના સંબંધથી જ આ ભરતક્ષેત્રમાં
મુનિધર્મની અને શ્રાવકધર્મની સ્થિતિ થઈ છે. વ્રતતીર્થ
એટલે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રસહિત મુનિપણું, તે આ
ચોવીસીમાં ભરતક્ષેત્રે અસંખ્ય–અબજો વર્ષના આંતરે
પહેલવહેલું ઋષભનાથ ભગવાને ધારણ કર્યું એટલે તેઓ
વ્રતતીર્થ ચલાવનારા આદિપુરુષ છે; અને દાનતીર્થં એટલે
વિધિપૂર્વક મુનિરાજને આહારદાન દેવું તે શ્રાવકનું એક
મુખ્ય કર્તવ્ય છે; શ્રી શ્રેયાંસરાજા પહેલવહેલું આહારદાન
દઈને આ ચોવીસીમાં દાનતીર્થના પ્રવર્તક આદિપુરુષ
થયા. તેઓ બંને ચરમશરીરીપણે આ જ ભવમાં મોક્ષ
પામ્યા. તેમના દ્વારા ભરતક્ષેત્રમાં ધર્મની સ્થિતિ થઈ
એમ કહીને મંગલાચરણમાં તે મહાપુરુષોને યાદ કર્યા છે.
આ ચોવીસીમાં આ ભરતક્ષેત્રમાં સૌથી પહેલા
તીર્થંકર શ્રી ઋષભદેવ થયા. રાજસભામાં નૃત્ય કરતી
નીલાંજસા નામની દેવી નૃત્ય કરતાં કરતાં જ મૃત્યુ
પામી, તે ક્ષણભંગુરતા દેખીને ભગવાન સંસારથી વિરક્ત
થયા, અને બાર વૈરાગ્ય ભાવના ભાવીને સ્વયં દીક્ષિત
થઈ, મુનિ થયા; અને છ માસ સુધી આત્માના જ્ઞાન–
ધ્યાનમાં એવા લીન રહ્યા કે આહારની વૃત્તિ પણ ન
ઊઠી. છ મહિના બાદ જ્યારે આહારની વૃત્તિ ઊઠી ત્યારે નગરીમાં પધાર્યા, પરંતુ મુનિરાજને આહારદાન કઈ
રીતે દેવું તેની લોકોને ખબર ન હતી, આદિનાથ ભગવાન નગરીમાં શા માટે પધાર્યા છે તેની પણ લોકોને
ખબર ન હતી, એટલે કોઈ તો હીરા–માણેકના થાળ લઈને ભેટ ધરવા લાગ્યા, કોઈ વસ્ત્રાદિ લઈને ભેટ
ધરવા આવ્યા. કોઈ ભોજનનો થાળ લઈને આવ્યા. પણ આહારદાનની વિધિ કોઈ જાણતું ન હતું. એટલે
ભગવાન શ્રી ઋષભમુનિરાજ આહારની વૃત્તિ તોડીને પાછા વનમાં ચાલ્યા જાય છે ને ચૈતન્યધ્યાનમાં લીન
થાય છે. અહા, આહાર ન મળે કે મળે તેમાં મુનિઓને સમભાવ છે, એ તો ચૈતન્યને સાધવા માટે નીકળ્‌યા
છે. છ મહિના ઉપરાંત કાળ વીતી ગયો છતાં ભગવાન અવધિજ્ઞાન કે મનઃપર્યયજ્ઞાનનો ઉપયોગ મુક્તા નથી,
એ તો મહા ધીર અને ગંભીર છે, જ્ઞાનના ઉપયોગને જ્યાં ત્યાં ભમાવતા નથી. સાધક જીવો પોતાના
સ્વરૂપને સાધવાની લગનીમાં છે, તેઓ ઉપયોગને જ્યાં ત્યાં ભમાવતા નથી. “લાવને, વનમાં બેઠા બેઠા
અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકીને જોઈ લઉં કે આજ આહારનો યોગ બનશે કે નહિ! એટલે મફતનો આંટો ન
થાય’–આવી વૃત્તિ ભગવાનને ઊઠતી નથી. જુઓ ખરાં આ

PDF/HTML Page 10 of 27
single page version

background image
કારતકઃ૨૪૮૮ : ૯ :
દશા! સામાન્ય લોકોને તો જરાક જાણપણું થાય ત્યાં જીરવવું મુશ્કેલ પડે, અહીં ભગવાનને તો અવધિ મન:–
પર્યયજ્ઞાન છે, એક વર્ષ ઉપરાંતના ઉપવાસ છે છતાં તે જ્ઞાનનો ઉપયોગ મુકવાની વૃત્તિ ઊઠતી નથી, અરે,
અમે અમારો ઉપયોગ તો ચૈતન્યના આનંદમાં મુકીએ કે બહારમાં! આહાર ન મળે તેથી ખેદ પણ થતો નથી,
બીજી ક્ષણે આહારની વૃત્તિ તોડીને નિર્વિકલ્પ આનંદનું ભોજન કરે છે; છઠ્ઠા–સાતમા ગુણસ્થાનની દશામાં
ઝૂલ્યા કરે છે.
ઋષભદેવ ભગવાનનો જીવ પૂર્વે આઠમા ભવે વજ્રજંઘરાજા હતો અને શ્રેયાંસરાજાનો જીવ તે વખતે
તેમની શ્રીમતી રાણી હતી. વજ્રજંઘ અને શ્રીમતીના જીવોએ તે વખતે એક સરોવર કિનારે બે મુનિવરોને
(–જે તેમના પુત્રો જ હતા–તેમને) ઘણી જ ભક્તિથી વિધિપૂર્વક આહારદાન આપ્યું હતું, અને ત્યારથી
આઠભવ સુધી સાથે ને સાથે રહ્યા હતા. ભગવાન ઋષભમુનિરાજ જ્યારે હસ્તિનાપુરમાં શ્રેયાંસરાજાને
આંગણે પધારવાના હતા ત્યારે આગલી રાતે–એટલે કે “વૈશાખ સુદ બીજ” ની રાતના પાછલા ભાગમાં
શ્રેયાંસ રાજાને મહા મંગલસૂચક સ્વપ્નો આવ્યાં કે મારે આંગણે કલ્પવૃક્ષ ફળ્‌યું છે. દેવો આવીને વાજાં વગાડે
છે.–ઈત્યાદિ મંગલ સ્વપ્નો ઉપરથી, કલ્પવૃક્ષ સમાન કોઈ મહાન પુરુષ મારે આંગણે આજ પધારશે–એમ
જાણીને તેમને ઘણો આનંદ થયો. તે વખતે શેરડીના તાજા રસના ઘડા ભરીભરીને લોકો રાજાને ત્યાં ભેટરૂપે
મુકી ગયા હતા.
થોડીવારમાં ભગવાન આદિનાથ મુનિરાજ ચૈતન્યની મસ્તીમાં ઝૂલતા ઝૂલતા આ તરફ પધાર્યા.
આહા! એ ભગવાન ચાલ્યા આવતા હોય ત્યારે તો જાણે ચૈતન્યનો પર્વત ચાલ્યો આવતો હોય. જાણે સાક્ષાત્
પરમાત્મા ઉપરથી ઊતર્યા! એમને નીહાળતાં જ શ્રેયાંસકુમારના રોમરોમ હર્ષથી અને ભક્તિથી ઉલ્લસી ગયા;
એમને જોતાં જ જાતિસ્મરણ જ્ઞાન થયું અને પૂર્વે જે વિધિથી મુનિઓને આહારદાન કરેલું તે વિધિ જાણવામાં
આવી ગઈ. તેથી વિધિપૂર્વક ભગવાનને આહાર માટે પડગાહન કર્યું. અહા, મોક્ષનું કલ્પવૃક્ષ મારા આંગણે
આવ્યું...સાક્ષાત્–મોક્ષમાર્ગ મારા આંગણે આવ્યો..ધન્ય ભાગ્ય! ધન્ય ઘડી! એમ પરમ ભક્તિથી અને પરમ
હર્ષથી નવધા ભક્તિપૂર્વક શેરડીના રસનું આહારદાન કર્યું. દેવોએ પણ ‘અહો દાનં..અહો દાનં’ કરીને તેની
પ્રશંસા કરી અને પંચ આશ્ચર્ય પ્રગટ થયા. ભરતચક્રવર્તીએ પણ ત્યાં આવીને શ્રેયાંસકુમારનું બહુમાન કર્યું.
શ્રેયાંસકુમારને પણ આનંદ–આહ્લાદ અને પ્રમોદ થયો કે અહો! આ ચોવીસીમાં તીર્થંકર–મુનિરાજને
આહારદાનનો પહેલવહેલો પ્રસંગ અમારા આંગણે બન્યો; સાધકદશારૂપ કલ્પવૃક્ષ અમારા આંગણે આવ્યું;
અમારા જીવનની આજ સફળ ઘડી છે. આ રીતે, સમ્યગ્દર્શન–સહિત વિધિપૂર્વક શ્રેયાંસકુમારે આહારદાન કર્યું
ત્યારથી ભરતક્ષેત્રમાં દાનતીર્થની પ્રવૃત્તિ શરૂ થઈ. એ રીતે શ્રેયાંસકુમાર આ ચોવીસીમાં દાનતીર્થના પ્રવર્તક
થયા, અને પછી તેઓ ભગવાનના ગણધર થઈને આ જ ભવે મોક્ષ પામ્યા. અહા, આહાર દેનાર અને લેનાર
બંને ચરમશરીરી! અસંખ્ય વર્ષના આંતરે આહારદાનનો આ પ્રસંગ ભરતક્ષેત્રમાં બન્યો. ચારિત્રધર્મ અને
દાનધર્મના સ્તંભ ત્યારથી રોપાયા. આ પ્રમાણે મુનિધર્મ અને શ્રાવકધર્મના સ્તંભરૂપ મહાપુરુષોને યાદ કરીને
આ અધિકાર શરૂ કરે છે.
।। ।।
ધર્મનું સ્વરૂપ શું છે? તે બીજી ગાથામાં કહે છે–
सम्यग्दग्बोधचारित्रत्रितयं धर्म उच्यते।
मुक्तेः पन्था स एव स्यात्प्रमाणपरिनिष्ठितः।। २।।
સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર એ ત્રણે ધર્મ છે, અને તે જ મુક્તિનો પંથ છે–એમ પ્રમાણ
વડે નિશ્ચિત છે. જુઓ આ ધર્મનું સ્વરૂપ. આવા ધર્મ વગર મોક્ષમાર્ગ અથવા તો મુનિપણું કે શ્રાવકપણું હોતું
નથી. સમ્યગ્દર્શન–જ્ઞાન ચારિત્રરૂપ મોક્ષમાર્ગ પૂર્ણપણે તો મુનિવરોને હોય છે, અને ગૃહસ્થ–શ્રાવકોને

PDF/HTML Page 11 of 27
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : ૨૧૭
સમ્યગ્દર્શન–જ્ઞાન સહિત અંશે ચારિત્રરૂપ એકદેશ મોક્ષમાર્ગ હોય છે. માટે એમ ન માની લેવું કે વેપાર–ધંધામાં
પડેલા ગૃહસ્થને તો શું ધર્મ હોય! સમ્યગ્દર્શન તે મોક્ષમાર્ગનું પ્રધાન અંગ છે અને તેની આરાધના ગૃહસ્થને
ય હોઈ શકે છે. સમ્યગ્દર્શનસહિત ગૃહસ્થને પણ ધન્ય અને કૃતાર્થ કહ્યો છે.
ધર્મનું સ્વરૂપ શું છે? કે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે જ ધર્મનું સ્વરૂપ છે, ને તે જ મુક્તિનો પંથ છે;
આ વાત ભગવાનના અને સંતોના જ્ઞાનથી નિશ્ચિત થયેલી છે. મુનિને કે શ્રાવકને જેટલા અંશે સમ્યગ્દર્શન–
જ્ઞાન–ચારિત્ર છે તેટલો જ ધર્મ છે, અને જે રાગ છે તે ધર્મ નથી. આ અધિકારમાં શ્રાવકના દરરોજના કર્તવ્ય
તરીકે દેવપૂજા, ગુરુસેવા, શાસ્ત્રસ્વાધ્યાય વગેરે શુભનો ઉપદેશ આવશે, ત્યાં એમ ન સમજવું કે તે
શુભરાગથી ધર્મ થાય છે. પરંતુ આત્માના ભાન પછી શ્રાવકને પોતાની ભૂમિકામાં એવા પ્રકારના (દેવ–
ગુરુના બહુમાન વગેરેના) શુભ ભાવ હોય છે તેનું જ્ઞાન કરાવવા અને અશુભ છોડાવવા તેનો ઉપદેશ છે,
તથા ઉપચારથી તેને શ્રાવકનો ધર્મ પણ કહેવાય છે. પણ ધર્માત્મા શ્રાવકને પોતાને અંતરમાં બરાબર વિવેક
વર્તે છે કે જેટલો રાગ છે તેટલી અશુદ્ધતા છે, તે ધર્મ નથી, પણ તે વખતે સમ્યગ્દર્શનપૂર્વક રાગના અભાવથી
જેટલી શુદ્ધતા થઈ છે તેટલો જ ધર્મ છે.
શુભનું વર્ણન આવતાં કોઈ તેને ધર્મ ન માની લ્યે તેથી આચાર્યદેવે શરૂઆતમાં જ ધર્મનું મૂળસ્વરૂપ
સ્પષ્ટ કર્યું છે કે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે જ ધર્મ છે, અને તે જ મુક્તિનો પંથ છે. સમ્યગ્દર્શન સહિત
અવ્રતી ગૃહસ્થને પણ પ્રશંસનીય કહ્યો છે, અને સમ્યગ્દર્શન વગર દ્રવ્યલિંગી થઈને ગમે તેટલું શુભચારિત્ર
(પંચમહાવ્રતાદિ) પાળે તો પણ તેને પ્રશંસનીય નથી કહ્યો. સમ્યગ્દર્શન વગર મોક્ષમાર્ગ હોતો નથી. મુનિનો
ધર્મ કે શ્રાવકનો ધર્મ કોઈપણ ધર્મ સમ્યગ્દર્શન વગર હોતો નથી. આ નિશ્ચયધર્મની અને નિશ્ચય–
સમ્યગ્દર્શનની વાત છે. ગૃહસ્થદશામાં ચોથા ગુણસ્થાને પણ નિશ્ચય સમ્યગ્દર્શન હોય છે. શ્રાવકના કૂળમાં કે
જૈન સંપ્રદાયમાં જન્મ્યા માટે સમ્યગ્દ્રષ્ટિ થઈ ગયા–એમ નથી. સમ્યગ્દર્શન તો અચિંત્ય વસ્તુ છે; દેહથી પાર,
રાગથી પાર શુદ્ધ ચિદાનંદ વસ્તુનું અંતરભાન અને પ્રતીતિ કરે ત્યારે સમ્યગ્દર્શન થાય. સિદ્ધ ભગવાન જેવા
આનંદનો સ્વાદ સમ્યગ્દર્શનમાં આવી જાય. આવા સમ્યગ્દર્શન વગર બીજું બધું જીવે અનંતવાર કર્યું, પુણ્ય
કરીને સ્વર્ગનો મોટો દેવ પણ અનંતવાર થઈ આવ્યો, પણ કિંચિત્ ધર્મ થયો નહિ ને ભવનો છેડો આવ્યો
નહિ. માટે આચાર્યદેવ કહે છે કે હે જીવો! સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રને જ ધર્મ અને મોક્ષમાર્ગ સમજીને તેની
આરાધના કરો.
।। ।।
હવે, જે જીવ રત્નત્રયસ્વરૂપ મોક્ષમાર્ગને તો ઓળખતો નથી અને શુભ રાગને જ ધર્મ કે મોક્ષનું
સાધન માનીને તેમાં અટકી જાય છે તે જીવ સંસારમાં જ રખડે છે અને મોક્ષ તેને દૂર છે–એમ ત્રીજી ગાથામાં
કહે છે:–
रत्नत्रयात्मके मार्गे संचरन्ति न ये जनाः।
तेषां मोक्षपदं दूरं भवेत्दीर्धत्तरो भवः।। ३।।
જે જીવો સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન–સમ્યક્ચારિત્રરૂપ મોક્ષમાર્ગમાં ગમન નથી કરતા તેઓ કદીપણ
મોક્ષપદને પામતા નથી, અને તેઓને ભવભ્રમણરૂપ સંસાર દીર્ઘતર થાય છે, અર્થાત્ સંસાર કદી છૂટતો નથી.
રત્નત્રય એટલે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર એ ત્રણે વીતરાગ છે, એ ત્રણમાં સ્વદ્રવ્યની જ અપેક્ષા છે ને
પરદ્રવ્યની ઉપેક્ષા છે, રાગની પણ ઉપેક્ષા છે, એકલા સ્વદ્રવ્યના અવલંબને જ તે ભાવો પ્રગટે છે. અહો, આવા
રત્નત્રયરૂપ મોક્ષમાર્ગમાં જે જીવો ગમન નથી કરતા,–સમ્યગ્દર્શન તે પણ મોક્ષમાર્ગમાં ગમન છે,–જેઓ તેમાં
ગમન (પરિણમન) નથી કરતા તેઓને મોક્ષપદ

PDF/HTML Page 12 of 27
single page version

background image
કારતક: ૨૪૮૮ : ૧૧ :
દૂર છે ને સંસાર નજીક છે...સમ્યગ્દર્શન વગેરેની આરાધના વિના બીજું ગમે તેટલું કરે તો પણ તે સંસારમાંને
સંસારમાં જ રહેશે. તેનો એક પણ ભવ ઘટશે નહિ. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રના માર્ગે ચાલ્યા વગર
ભવવનથી છૂટવાનો બીજો કોઈ માર્ગ નથી.
સમ્યગ્દર્શનમાં, સમ્યગ્જ્ઞાનમાં કે સમ્યક્ચારિત્રમાં એ ત્રણેમાં આત્મસ્વભાવ નજીક છે; સ્વભાવની
સમીપ જઈને રત્નત્રયની આરાધના વડે મોક્ષમાર્ગમાં ગમન જેઓ નથી કરતા અને રાગથી ધર્મ માનીને
રાગને જ જેઓ સમીપ કરે છે એવા જીવોને મોક્ષ ઘણો દૂર છે ને સંસાર ઘણો દીર્ઘ છે. સ્વભાવથી દૂર અને
રાગની સમીપ વર્તતા તે જીવોને મોક્ષની ઝાંખી પણ થતી નથી તેથી મોક્ષ તેમને ઘણો દૂર છે. અને જે જીવો
રાગને અને સ્વભાવને ભિન્ન ભિન્ન જાણે છે, રાગને મોક્ષમાર્ગ માનતા નથી, ને ચિદાનંદ સ્વભાવની
સમીપ જઈને–અંતર્મુખ થઈને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગમાં ગમન કરે છે તેમને મોક્ષ અત્યંત
નજીક છે અને સંસારનો અંત આવવાની તૈયારી છે, સમ્યગ્દ્રષ્ટિ ગૃહસ્થ પણ મોક્ષમાર્ગે ચાલનારો છે અને
તેને મોક્ષ નજીક વર્તે છે. આ રીતે રત્નત્રય તે જ મોક્ષનો માર્ગ છે, માટે રત્નત્રયમાર્ગની આરાધનાનો
ઉપદેશ છે.
।। ।।
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ રત્નત્રય તે ધર્મ છે એમ ધર્મનું સામાન્ય સ્વરૂપ કહ્યું; હવે તે રત્નત્રય
ધર્મની આરાધના પૂર્ણપણે મુનિને હોય છે અને અંશપણે ગૃહસ્થને હોય છે એમ બતાવવા તેના બે ભેદ કહે
છે:–
सम्पूर्णदेशभेदाभ्यां स च धर्मो द्विधा भवेत्।
आद्यो भेदे च निर्ग्रन्था द्वितीये गृहिणः स्थिताः।। ४।।
જે રત્નત્રયરૂપ ધર્મ છે તે સર્વદેશરૂપ અને એકદેશરૂપ એમ બે પ્રકારનો છે; તેમાં સમ્પૂર્ણ રત્નત્રયધર્મનું
પાલન તો નિર્ગ્રંથ મુનિઓને હોય છે, અને એકદેશરૂપ રત્નત્રયધર્મનું પાલન ગૃહસ્થ–શ્રાવકોને હોય છે.
તેમાંથી એકદેશ રત્નત્રયનું પાલન કરનાર ધર્માત્મા–શ્રાવક કેવો હોય તેનું વર્ણન આ “ઉપાસક–સંસ્કાર”
નામના અધિકારમાં કરશે.
અહો, સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન ઉપરાંત ચારિત્રદશારૂપ મુનિપણું હોય તે તો ધન્યદશા છે, એ તો
પંચ પરમેષ્ઠી પદમાં સમાય છે, અને સમ્યગ્દર્શન સહિત શ્રાવકને પણ ધન્ય ને પ્રશંસનીય કહ્યો છે. મુનિને
માટે કે શ્રાવકને માટે ધર્મનું સ્વરૂપ તો એક જ પ્રકારનું છે. ધર્મના કાંઈ બે પ્રકાર નથી, પણ તેની
આરાધનામાં તીવ્રતા અને મંદતાની અપેક્ષાએ મુનિપણું અને શ્રાવકપણું એવા બે ભેદ છે. જેને રત્નત્રયરૂપ
ધર્મ સર્વદેશ છે તે તો મુનિ છે, અને જેને એકદેશ છે તે શ્રાવક છે. મુનિને સમ્યગ્દર્શન–જ્ઞાન ઉપરાંત
ચારિત્રદશાનો વીતરાગભાવ ઘણો પ્રગટ્યો છે અને શ્રાવકને તેટલો વીતરાગભાવ પ્રગટ્યો નથી, એ રીતે
ચારિત્ર અપેક્ષાએ બંનેમાં ફેર છે. પણ તેથી એમ ન માનવું કે શ્રાવકને જે રાગ છે તે ધર્મ છે. શ્રાવકને પણ જે
રાગ છે તે ધર્મ નથી, પણ સમ્યક્શ્રદ્ધા–સમ્યગ્જ્ઞાન તેમજ જેટલે અંશે વીતરાગભાવ છે તે જ ધર્મ છે, જેવું
સમ્યગ્દર્શન મુનિઓને હોય છે તેવું જ સમ્યગ્દર્શન શ્રાવકોને પણ હોય છે, સમ્યગ્દર્શનધર્મમાં તેમને ફેર નથી.
ગૃહસ્થને વેપાર–ધંધો, ઘરબાર, સ્ત્રી વગેરેનો સંયોગ તથા તે પ્રકારનો રાગ હોય છતાં ધર્મીને અંતરમાં તેની
રુચિ નથી, અંતરમાં સંયોગથી ભિન્ન ને રાગથી પણ ભિન્ન ચૈતન્યદ્રવ્યનું ભાન વર્તે છે, તો તે મોક્ષમાર્ગમાં
સ્થિત છે. માટે, ‘ગૃહસ્થને ધર્મ કેમ થાય? ત્યાગી થયા પછી જ ધર્મ થાય’–એવી શંકા ન કરવી. ગૃહસ્થ હોય
માટે અધર્મી જ હોય–એમ નથી, ગૃહસ્થપણામાંય ચૈતન્યનું ભાન કરનારા એકાવતારી ધર્માત્મા હોય છે. વળી,
ઘરબાર છોડીને ત્યાગી થઈ ગયો માટે તે ધર્મી થઈ ગયો–એમ પણ નથી; જેના અંતરમાં ચૈતન્યનું ભાન નથી
અને રાગમાં ધર્મ માને છે તે બહારમાં ત્યાગી થઈને વ્રતાદિ પાળતો હોય તો પણ ધર્મી નથી પણ અધર્મી

PDF/HTML Page 13 of 27
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : ૨૧૭
જ છે. માટે ગૃહસ્થોએ પણ સમ્યગ્દર્શનાદિ ધર્મનું વાસ્તવિક સ્વરૂપ જાણીને તેની આરાધના કરવી જોઈએ.
મિથ્યાદ્રષ્ટિ–મુનિ કરતાં સમ્યગ્દ્રષ્ટિ–ગૃહસ્થ શ્રેષ્ઠ છે. પંચમગુણસ્થાનવર્તી શ્રાવક (–ભલે તિર્યંચ હોય તો પણ)
સર્વાર્થસિદ્ધિના ઈન્દ્રો કરતાં ઊંચી દશાવાળો છે, ઈન્દ્ર કરતાં પણ તેનો આત્મવૈભવ ને આત્મશુદ્ધિ વધારે છે.
સર્વાર્થસિદ્ધિના દેવને ચોથું ગુણસ્થાન છે ને આ શ્રાવકને પાંચમું છે, તેથી દેવ કરતાં પણ તે પૂજ્ય છે. પાંચમા
ગુણસ્થાને પરિણામની એટલી શુદ્ધતા થઈ ગઈ છે કે અપજશ, અનાદેય અને દુર્ભાગ્ય–એ ત્રણ પ્રકૃતિનો તેને
ઉદય નથી.–શું બહારમાં કોઈ તેની નિંદા–અપજશ કે અનાદર નહિ કરતું હોય? બહારમાં નિંદા કરે તો ભલે
કરો, પણ તે તો પોતાના આત્માની પ્રશંસા–આરાધના જ કરી રહ્યો છે, તેથી તેને અપજશ વગેરે પ્રકૃતિનો
ઉદય છે જ નહીં. જુઓ, આ ધર્માત્મા શ્રાવકની દશા!
આવી દશાવાળા ધર્માત્મા–શ્રાવકના આચાર કેવા હોય તેનું આ વર્ણન છે. જેમ રત્નત્રયસાધક
મુનિવરોને છઠ્ઠા ગુણસ્થાને ૨૮ મૂળગુણ વગેરે ભાવો હોય છે એવી જ તેમના રાગની મર્યાદા છે, તેમ
સમ્યગ્દ્રષ્ટિ–શ્રાવકને પણ ચોથા–પાંચમા ગુણસ્થાને દેવ–ગુરુની ઉપાસના, શાસ્ત્રસ્વાધ્યાય, સંયમ, તપ
અને દાન વગેરેના શુભભાવો દિનેદિને હોય છે. મુનિ અને શ્રાવક બંનેને સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન
તો છે, તેમાં તો તેમને સમાનતા છે પણ ચારિત્રમાં સર્વદેશ અને એકદેશ–એવો ભેદ છે. સમ્યગ્દર્શનમાં
કાંઈ એકદેશ અને સર્વદેશ એવા પ્રકાર પડતા નથી, જેવી ગણધરદેવની પ્રતીત છે તેવી જ ચોથા
ગુણસ્થાનવર્તી ગૃહસ્થની પ્રતીત છે; સમ્યગ્દ્રષ્ટિતિર્યંચને અને સિદ્ધભગવાનને સમ્યગ્દર્શનની પ્રતીતિમાં
ફેર નથી, એક જ ધ્યેય બંનેએ પ્રતીતમાં લીધું છે. આવું સમ્યગ્દર્શન તે ધર્મનો મૂળ પાયો છે. મુનિ હો કે
શ્રાવક હો,–બંનેને સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન તો હોય જ. માટે સૌથી પહેલાં સમ્યગ્દર્શનની આરાધના
કરવાનો પ્રધાન ઉપદેશ છે.
પ્રશ્ન:– પુરુષાર્થસિદ્ધિઉપાયમાં તો એમ કહ્યું છે કે પહેલાં મુનિધર્મનો ઉપદેશ દેવો, અને જો મુનિધર્મની
શક્તિ ન હોય તો શ્રાવકધર્મનો ઉપદેશ દેવો!
ઉત્તર:– તે વાત બરાબર છે, સમ્યગ્દ્રષ્ટિ જીવને માટે તે વાત છે; પરંતુ જેને હજી સમ્યગ્દર્શનનું જ ઠેકાણું
ન હોય તેને તો મુનિપણું કે શ્રાવકપણું કેવું? સમ્યગ્દર્શન વગર તો મુનિધર્મ કે શ્રાવકધર્મ હોતો જ નથી. માટે
જેને સમ્યગ્દર્શન ન હોય તેને સૌથી પહેલાં સમ્યગ્દર્શનનો ઉપદેશ આપવો યોગ્ય છે. જે જીવ સમ્યગ્દ્રષ્ટિ તો
હોય અને ચડતા પરિણામથી આગળ વધવા માંગતો હોય તો તેને માટે પહેલાં મુનિધર્મનો ઉપદેશ દેવાનું
પુરુષાર્થસિદ્ધિઉપાયમાં કહ્યું છે, અને જો તેની શક્તિ મંદ હોય તો શ્રાવકધર્મનો (એકદેશવ્રતનો) ઉપદેશ
આપવો–એમ ત્યાં કહ્યું છે. પરંતુ જેને હજી શ્રદ્ધા–જ્ઞાનનું ઠેકાણું નથી એવા મિથ્યાદ્રષ્ટિને પણ સીધું મુનિપણું
આપી દેવું–એમ કાંઈ નથી કહ્યું. પહેલાંમાં પહેલી આરાધના સમ્યગ્દર્શનની છે, સમ્યગ્દર્શન પછી પોતાના
પરિણામની શક્તિ જોઈને મુનિપણું કે શ્રાવકપણું લ્યે. જૈનશાસનની પરિપાટી એવી છે કે પહેલાં મિથ્યાત્વનું
મોટું પાપ છૂટે છે ને પછી અવ્રતાદિનું પાપ છૂટે છે. એટલે સમ્યગ્દર્શન થયા પછી જ મુનિપણું કે શ્રાવકપણું
હોય છે.
।। ।।
ધર્માત્મા ગૃહસ્થ પણ ધર્મના હેતુ છે–એમ હવે કહે છે–
सम्प्रत्यपि प्रवर्तेत धर्मस्तेनैव वर्त्मना।
तेनैतेऽपि च गण्यन्ते गृहस्था धर्महेतवः।। ५।।
સાક્ષાત્ સર્વજ્ઞ પરમાત્મા તીર્થંકરો કે કેવળી ભગવંતો તો આ કાળે અહીં વિચરતા નથી, આ કાળે
તો રત્નત્રયાત્મક ધર્મની પ્રવૃત્તિ મુનિઓ અને શ્રાવકો દ્વારા જ થાય છે, તેથી ગૃહસ્થને પણ ધર્મના હેતુ
ગણવામાં

PDF/HTML Page 14 of 27
single page version

background image
કારતક: ૨૪૮૮ : ૧૩ :
આવ્યા છે. ધર્માત્મા શ્રાવકો પોતાના સમ્યગ્દર્શનાદિ ધર્મને જાળવીને, મુનિઓને આહારદાન વગેરે દ્વારા
રત્નત્રયધર્મને ટકાવવાનું સાધન થાય છે તેથી ઉપચારથી તેને મુનિધર્મ ટકવાનો હેતુ પણ કહેવાય છે.
શાસ્ત્રકાર તો એમ પણ કહે કે, જે શરીરમાં રહીને મુનિઓ રત્નત્રયધર્મનું સાધન કરે છે તે શરીરની
સ્થિતિ આહારથી ટકે છે, માટે જેણે મુનિઓને આહારદાન દીધું તેણે રત્નત્રયધર્મને જ ટકાવ્યો. અને
આહારદાન દેનાર શ્રાવકને પણ મોક્ષમાર્ગની અનુમોદનાનો ભાવ છે કે અહા! આ મુનિવરો મોક્ષમાર્ગને
સાધી રહ્યા છે, આવો મોક્ષમાર્ગ જગતમાં સદાય ટકી રહો. આથી તે શ્રાવકે મોક્ષમાર્ગને ટકાવ્યો–એમ
કહ્યું. મોક્ષમાર્ગ તો શુદ્ધ આત્માના આશ્રયે જ ટકે છે, તે કાંઈ દેહ કે આહાર વગેરે નિમિત્તના આશ્રયે નથી
ટકતો. શ્રાવકને પણ તેનું ભાન છે. પણ શ્રાવકના આચાર બતાવવા ઉપચારથી એમ પણ કહેવાય કે જેણે
મુનિને આહાર આપ્યો તેણે મોક્ષમાર્ગ ટકાવી રાખ્યો. બંને પડખા બરાબર લક્ષમાં રાખીને જેમ છે તેમ
સમજવું જોઈએ.
દેવપૂજા અને દાન વગેરેને તો શ્રાવકના રોજેરોજના કર્તવ્યમાં ગણ્યા છે. જમવાના સમયે ધર્માત્માને
રોજ એમ ભાવના થાય કે અરે, કોઈ મોક્ષસાધક મુનિરાજ મારા આંગણે પધારે તો તેમને ભોજન કરાવીને
પછી હું જમું. અરે, આ પેટમાં કોળિયા પડે તેના કરતાં કોઈ મુનિરાજ–ધર્માત્માના પેટમાં કોળિયો જાય તો
મારો અવતાર સફળ છે! હું પોતે જ્યારે મુનિ થઈને કરપાત્રી બનું તે ધન્ય અવસરની તો શી વાત! પરંતુ
મુનિ થયા પહેલાં બીજા મુનિવરોના હાથમાં હું ભક્તિથી આહારદાન કરું તો મારા હાથની સફળતા છે.– આમ
રોજરોજ શ્રાવક મુનિઓને યાદ કરીને ભાવના ભાવે. અહીં મુખ્યપણે મુનિઓને આહારદાનની વાત કરી, એ
રીતે શાસ્ત્રદાન વગેરેનો તેમજ બીજા સાધર્મી–ધર્માત્મા શ્રાવકો પ્રત્યે પણ વાત્સલ્યપૂર્વક આહારદાન વગેરેનો
ભાવ આવે છે. શ્રાવક થયા પહેલાં અને સમ્યગ્દર્શન થયા પહેલાં ધર્મના જિજ્ઞાસુને પણ આવા પ્રકારના ભાવો
આવે છે એમ સમજી લેવું.
વળી કહે છે કે જિનમંદિર વગેરે ધર્મપ્રવૃત્તિનું મૂળ કારણ શ્રાવકો જ છે:–
संप्रत्यत्र कलौकाले जिनगेहे मुनिस्थितिः।
धर्मश्च दानमित्येषां श्रावका मूलकारणम्।।
६।।
આ વર્તમાન કળિકાળમાં ધર્માત્માશ્રાવકો ધર્મનું મૂળકારણ છે; તે ધર્મી ગૃહસ્થો જિનમંદિર બંધાવે
છે. જિનમંદિર હોય ત્યાં મુનિઓ આવીને વસે છે. તેમજ મુનિઓને ભક્તિથી આહારદાન આપીને
શ્રાવકો તેમને ધર્મસાધનમાં સ્થિત કરે છે; એ રીતે વીતરાગી દેવ–ગુરુના ભક્ત શ્રાવકો પણ નિમિત્ત
તરીકે ધર્મનું કારણ છે. પોતામાં પણ તે શ્રાવક સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનની આરાધના વડે ધર્મની
સ્થિતિ કરે છે, અને નિમિત્ત તરીકે બહારમાં પણ ધર્મની સ્થિતિનું તે કારણ થાય છે; માટે એવા શ્રાવક
પણ પ્રશંસનીય છે.
દેશવ્રતઉદ્યોતની ૨૦મી ગાથામાં કહે છે કે...गुणवतां स्युः श्रावकाः सम्मताः અર્થાત્ ગુણવાન મનુષ્યો
વડે તે ધર્માત્મા શ્રાવકો સંમત છે–આદરણીય છે–પ્રશંસનીય છે, કેમકે, જ્યાં શ્રાવક લોકો રહે છે ત્યાં
જિનમંદિર હોય છે, જ્યાં જિનમંદિરો હોય છે ત્યાં મુનિવરો નિવાસ કરે છે અને ત્યાં ધર્મની પ્રવૃત્તિ રહે છે;
તેથી પ્રાણીઓના પાપસંચયનો નાશ થાય છે અને સ્વર્ગ–મોક્ષના સુખોની પ્રાપ્તિ થાય છે; માટે ગુણવાન
મનુષ્યો વડે ધર્માત્મા–શ્રાવકો અવશ્ય આદરણીય છે, સંમત છે, સજ્જનોએ અવશ્ય તેમનો આદરસત્કાર
કરવો જોઈએ.
(–ચાલુ)

PDF/HTML Page 15 of 27
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : ૨૧૭
ધર્મલબ્ધિનો અવસર

ભેદજ્ઞાન તે જ ધર્મલબ્ધિનો અવસર છે.
જીવને જ્યાં ભેદજ્ઞાન થયું ત્યાં તે બંધનથી
પાછો વળી જાય છે, એટલે ભેદજ્ઞાનથી જ
બંધન અટકી જાય છે ને ધર્મની પ્રાપ્તિ થાય
છે. એ વાત પૂ. ગુરુદેવે આ પ્રવચનમાં સરસ
રીતે ઘણી સ્પષ્ટ સમજાવી છે.
(સમયસાર કર્તાકર્મ–અધિકાર ગા. ૭૧–૭૨ ઉપરના પ્રવચનોમાંથી)


જીવ ચૈતન્યસ્વરૂપ છે, તે ચૈતન્યસ્વરૂપમાં રાગ નથી, રાગને કરવાનો ચૈતન્યનો સ્વભાવ નથી. પણ
અજ્ઞાની આવા ચૈતન્યને ભૂલીને, અનાદિથી રાગાદિ પરભાવો સાથે ચૈતન્યની એકતા માનીને, તે રાગાદિને
જ પોતાનું કર્મ બનાવે છે. હું– ચૈતન્યસ્વરૂપ આત્મા કર્તા, અને રાગાદિભાવો મારું કર્મ, એવી અજ્ઞાનભાવની
પ્રવૃત્તિ અજ્ઞાનીને અનાદિથી ચાલી આવે છે તે જ બંધનનું કારણ છે. ચૈતન્યતત્ત્વ તો અંતર્મુખ છે અને
રાગાદિભાવો તો બહિમુર્ખ છે, તેમને એકપણું નથી. જ્યાંસુધી ચૈતન્યની અને રાગની ભિન્નતાને ન જાણે ત્યાં
સુધી ભેદજ્ઞાનરૂપ બોધિબીજ પ્રગટે નહિ. હું તો ચૈતન્ય છું ને રાગાદિભાવો તો ચૈતન્યથી ભિન્ન છે, જ્ઞાનમાંથી
રાગની ઉત્પત્તિ નથી, ને રાગમાંથી જ્ઞાનની ઉત્પત્તિ નથી. આવું ભેદજ્ઞાન કરે ત્યારે જીવની પરિણતિ રાગથી
ખસીને અંતરમાં ચૈતન્યસ્વભાવ તરફ વળે છે, ને ત્યારે સમ્યગ્દર્શનાદિ ધર્મની અપૂર્વ શરૂઆત થાય છે.
જીવને જ્યાં ભેદજ્ઞાન થયું ત્યાં તેને ધર્મલબ્ધિનો કાળ (અવસર) આવ્યો છે. ભેદજ્ઞાન તે જ
ધર્મલબ્ધિ છે. ધર્મ કરનાર જીવ કાળ સામે જોઈને બેસી નથી રહેતો પણ પોતાના સ્વભાવમાં અંતર્મુખ થાય
છે, ને સ્વભાવમાં અંતર્મુખ થતાં પાંચે લબ્ધિ એક સાથે આવી મળે છે. સ્વભાવમાં અંતર્મુખ થાય ને
ધર્મલબ્ધિનો કાળ ન હોય એમ બને નહિ.
પ્રાથમિક શિષ્યે ધર્મલબ્ધિને માટે પ્રથમ ભેદજ્ઞાનનો અભ્યાસ કરવો. જેમ જીવ અને અજીવ દ્રવ્યોને
અત્યંત ભિન્નતા છે, તેમ ચૈતન્યભાવને અને રાગાદિભાવોને પણ અત્યંત ભિન્નતા છે, બંનેની જાત જ જુદી
છે.–આવું અંતરનું ભેદજ્ઞાન તે કોઈ શુભરાગ વડે થતું નથી પણ ચૈતન્યના જ અવલંબને થાય છે. ભેદજ્ઞાન તે
અંતરની ચીજ છે, એ કોઈ બહારના ભણતરની કે શુભરાગની ચીજ નથી.
અમુક શાસ્ત્રો જાણે તો જ આવું ભેદજ્ઞાન હોય, કે વ્રત–મહાવ્રત પાળે તેને જ આવું ભેદજ્ઞાન હોય–
એવું કોઈ ભેદજ્ઞાનનું માપ નથી. અંતરના વેદનમાં જેણે ચૈતન્યને અને રાગને ભિન્ન જાણ્યા, ને ઉપયોગને
રાગથી છૂટો પાડીને ચૈતન્યમાં વાળ્‌યો તે જીવ ભેદજ્ઞાની છે; શાસ્ત્રોએ જેવી

PDF/HTML Page 16 of 27
single page version

background image
કારતક: ૨૪૮૮ : ૧પ :
જ્ઞાન અને રાગની ભિન્નતા બતાવી છે તેવી પરિણતિરૂપે તે ધર્માત્માનું સાક્ષાત્ પરિણમન થયું છે.
રાગથી તો અત્યંત ભિન્નતા કરવાની છે, તો તે ભિન્નતા રાગના અવલંબને કેમ થાય? રાગનો
જેમાં અભાવ છે એવા ચૈતન્યના અવલંબને જ રાગનું ને જ્ઞાનનું ભેદજ્ઞાન થાય છે. જુઓ, આમાં
નિશ્ચય–વ્યવહારનું ભેદજ્ઞાન પણ આવી ગયું. નિશ્ચય તો સ્વાશ્રિત–ચૈતન્યસ્વભાવ છે, તે સ્વભાવના
આશ્રયે ભેદજ્ઞાન થાય છે, ને વ્યવહાર તો પરાશ્રિત રાગભાવ છે, તેના આશ્રયે ભેદજ્ઞાન થતું નથી,
તેના આશ્રયે તો રાગ જ થાય છે. નિશ્ચય શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર તો અંતર્મુખ પરિણતિ છે, ને વ્યવહાર
શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રમાં તો બહિર્મુખ રાગપરિણતિ છે. જે જીવ આવું ભેદજ્ઞાન કરે છે તે જ જીવ રાગ
સાથેની કર્તાકર્મની અજ્ઞાનપ્રવૃત્તિથી છૂટે છે. ભેદજ્ઞાન થતાંવેંત જ તે પોતાના ચૈતન્યસ્વભાવ સાથે
એકતાથી અને રાગાદિ સાથે ભિન્નતાથી સમ્યગ્દર્શનાદિ નિર્મળકાર્યરૂપે પરિણમે છે, ને બંધનથી છૂટે છે.
આ રીતે ભેદજ્ઞાનથી જ બંધનનો નિરોધ થાય છે.
હવે પૂછે છે કે જ્ઞાનમાત્રથી જ બંધન કઈ રીતે અટકે છે? તેનો ઉત્તર આચાર્યદેવ ૭૨મી ગાથામાં
સમજાવે છે–
અશુચિપણું વિપરીતતા એ આસ્રવોનાં જાણીને,
વળી જાણીને દુઃખકારણો, એથી નિવર્તન જીવ કરે.
સમ્મેદશિખરજીની યાત્રાએ ગયા ત્યારે મધુવનમાં આ ગાથા વંચાણી હતી. આત્માનો ચૈતન્યસ્વભાવ
પવિત્ર છે, સુખરૂપ છે, અને રાગાદિ આસ્રવો ચૈતન્યરહિત છે, અશુચિરૂપ છે તથા દુઃખ ઉપજાવનારાં છે. આ
રીતે આસ્રવોનું ચૈતન્યસ્વભાવથી વિપરીતપણું જાણીને ભેદજ્ઞાની જીવ તેનાથી પાછો વળે છે, આ રીતે
ભેદજ્ઞાનથી બંધન અટકી જાય છે.
આત્મા અબંધસ્વભાવી છે, તેનો ચૈતન્યસ્વભાવ છે તે બંધભાવથી રહિત છે. જ્યાં આવા અબંધ
ચૈતન્યસ્વભાવનું ભાન થયું ત્યાં બંધનથી આત્મા છૂટો પડી જાય છે. અહો, આ ભેદજ્ઞાનનો મહિમા છે, કે
ભેદજ્ઞાન થયા પછી આત્મા બંધભાવથી જુદો જ રહે છે. આસ્રવો તો પાણીની સેવાળ જેવા મલિનપણે
અનુભવાય છે, ને ભગવાન આત્મા તો સદાય નિર્મળ–અતિ નિર્મળ ચૈતન્યસ્વભાવપણે અનુભવાય છે તેથી તે
પવિત્ર છે. આ રીતે અપવિત્ર એવા આસ્રવો અને પવિત્ર એવો ચૈતન્ય ભગવાન, તેમને ભિન્નતા છે. જુઓ,
શુભરાગ થાય તે પણ ચૈતન્યપણે નથી અનુભવાતો પરંતુ મલિન આસ્રવપણે જ અનુભવાય છે, તો તે રાગથી
નિર્મળ ધર્મની પ્રાપ્તિ કેમ થાય? અને શુભરાગ કરતાં કરતાં ધર્મ થશે એમ જે માને તે રાગથી પાછો કેમ વળે?
અને તે રાગથી ચૈતન્યની ભિન્નતા કેમ માને? એવા જીવને આસ્રવનો નિરોધ થાય નહીં. ભેદજ્ઞાન વડે
આત્માને રાગથી ભિન્ન જાણે તો રાગથી પાછો વળી–જુદો પડી ચૈતન્યસ્વભાવ તરફ વળે, એટલે તેને રાગાદિ
આસ્રવો અટકી જાય છે. ભેદજ્ઞાન એટલે અંતર્મુખ થયેલું જ્ઞાન, તેનો સ્વભાવ જ ક્રોધાદિથી છૂટા પડવાનો છે.
જ્ઞાનનો ઉપયોગ સ્વભાવ તરફ વળીને એકતા કરે અને રાગાદિથી ભિન્નતા ન કરે–એમ બને નહિ; એટલે
આત્મા તરફ વળેલા ભેદજ્ઞાનને આસ્રવોથી નિવૃત્તિની સાથે અવિનાભાવીપણું છે.
અહીં આચાર્યદેવ અલૌકિક રીતે આત્મા અને આસ્રવોનું સ્પષ્ટ ભેદજ્ઞાન કરાવે છે. આત્માને અને
આસ્રવોને વિરુદ્ધ સ્વભાવપણું છે તેથી તેમને એકતા નથી પણ ભિન્નતા છે. આત્મા તો જાગૃત
ચૈતન્યસ્વભાવી સ્વપર પ્રકાશક છે, ‘હું ચૈતન્ય છું ને આ રાગાદિ આસ્રવો છે’ એમ સ્વ–પર બંનેને જાણવાનો
ચૈતન્યનો સ્વભાવ છે. અને આસ્રવો (રાગાદિભાવો–વ્યવહારનો અવલંબનરૂપ ભાવો–) તે તો વિપરીત છે
એટલે કે જડ સ્વભાવવાળા છે, તેઓ સ્વને કે પરને જાણવાના સ્વભાવવાળા નથી માટે ખરેખર જડ છે, તેથી
તેઓ ચૈતન્યથી અન્યસ્વભાવવાળા છે, તે આસ્રવો પોતે પોતાને જાણતા નથી પણ પોતાથી અન્ય એવા
ચૈતન્ય વડે જ તે જણાવા યોગ્ય છે. જુઓ, રાગથી જુદો પડે તો જ રાગનું ખરું જ્ઞાન થાય છે. રાગમાં એકતા
કરે તેને રાગનું પણ જ્ઞાન થતું નથી. ચૈતન્ય છે તે રાગથી અન્ય છે; રાગમાં ચૈતન્યથી વિપરીત સ્વભાવપણું
છે એટલે તે ચૈતન્યથી અન્ય છે. અને ચૈતન્યસ્વભાવી આત્મા તો સ્વયં–રાગના અવલંબન વગર જ સ્વ–
પરને જાણનારો ચેતક છે, તે ચૈતન્યથી અનન્ય છે આ

PDF/HTML Page 17 of 27
single page version

background image
: ૧૬ : આત્મધર્મ: ૨૧૭
રીતે આત્માને અને આસ્રવોને ભિન્નસ્વભાવપણું છે–એવા ભેદજ્ઞાનથી આત્માને બંધન અટકી જાય છે. અહા,
દ્રષ્ટિ–અપેક્ષાએ તો સમકિતીને મુક્ત કહ્યો છે. સમકિતીની દ્રષ્ટિમાં બંધરહિત શુદ્ધ આત્મા જ છે, તેથી
દ્રષ્ટિઅપેક્ષાએ તેને બંધન છે જ નહીં. જેમ અંધકારને અને પ્રકાશને ભિન્નતા છે, તેમ અંધકાર જેવા
આસ્રવોને અને પ્રકાશ જેવા ચૈતન્યને અત્યંત ભિન્નતા છે. જેટલો પરાશ્રિત વ્યવહાર છે તે બધોય આસ્રવોમાં
જાય છે, તે ચૈતન્યસ્વભાવથી ભિન્ન છે; ને જે સ્વાશ્રિત નિશ્ચય છે–સ્વાશ્રયે થયેલી નિર્મળ પર્યાય છે–તેને
ચૈતન્યસ્વભાવ સાથે એકતા છે. આવા ભેદજ્ઞાનથી જ્યાં ચૈતન્ય સાથે એકતારૂપ ને રાગાદિથી ભિન્નતારૂપ
પરિણમન થયું ત્યાં હવે બંધન શેમાં રહે? બંધન તો જ્યાં આસ્રવભાવ હોય ત્યાં થાય, પણ જ્યાં આસ્રવોથી
છૂટીને ચૈતન્યસ્વભાવમાં વળ્‌યો ત્યાં બંધન થતું નથી.
જુઓ, આ ભેદજ્ઞાન કરવું તે મૂળ વાત છે. ભેદજ્ઞાન વગર કઈ તરફ ઝૂકવું ને કોનાથી છૂટવું–તેની
ખબર પડે નહિ, રાગને ઊંડે ઊંડે સાધન માને તેનું વલણ આસ્રવ તરફ જ છે, તે આસ્રવોથી છૂટો પડતો નથી,
આસ્રવોથી ભિન્ન ચૈતન્યને તે જાણતો નથી. અહીં આચાર્યભગવાન ઘણા ઘણા પ્રકારે ભેદજ્ઞાન કરાવે છે.
પહેલાં એમ કહ્યું કે આસ્રવો અશુચિ–અપવિત્ર છે, ને ભગવાન આત્મા પવિત્ર છે માટે બંને ભિન્ન છે; પછી
એમ કહ્યું કે આસ્રવો જડસ્વભાવી છે ને ભગવાન આત્મા ચૈતન્યસ્વભાવી છે. તેથી તે બંનેને ભિન્નતા છે;
હવે એમ કહે છે કે આસ્રવો તો દુઃખનાં કારણ છે ને ભગવાન આત્મા સુખસ્વરૂપ છે–તેથી તેમને અત્યંત
ભિન્નતા છે.
અરે જીવ! આવા ભેદજ્ઞાનની એવી દ્રઢતા કર કે ત્રણ કાળ ત્રણલોકમાં આસ્રવનો અંશ પણ
ચૈતન્યસ્વભાવપણે ન ભાસે; આવું દ્રઢ ભેદજ્ઞાન થાય એટલે પરિણતિ અંતરમાં વળ્‌યા વગર રહે નહિ.
પરિણતિ જ્યાં અંતરમાં વળી ત્યાં પવિત્રતા પ્રગટી, સ્વ–પર પ્રકાશપણું પ્રગટ્યું અને અતીન્દ્રિયસુખ
પ્રગટ્યું, એટલે દુઃખનું કારણ ન રહ્યું. આ ભેદજ્ઞાનનું કાર્ય છે. અજ્ઞાની કહે છે કે શુભરાગ તે ધર્મનું
સાધન થાય એટલે કે આસ્રવો સુખનું કારણ થાય; અહીં તો આચાર્યદેવ કહે છે કે આસ્રવો દુઃખનાં જ
કારણ છે. જે દુઃખનું કારણ હોય તે સુખનું કારણ કેમ થાય? ન જ થાય. ચૈતન્યમૂર્તિ આત્મા શાંત–
નિરાકૂળ છે તેથી તે કદી દુઃખનું કારણ થતો નથી; ચૈતન્ય તરફ વળે ને દુઃખ રહે એમ બને નહિ, કેમ કે
ચૈતન્યભગવાન દુઃખનું અકારણ છે. આત્મા કારણ થઈને રાગકાર્યને ઉપજાવે એમ બનતું નથી. અને રાગ
કારણ થઈને ધર્મરૂપ કાર્ય ઉપજાવે–એમ કદી બનતું નથી.
ભાઈ, તારે ભગવાન થવું છે ને! તો ભગવાન થવાનું કારણ શું રાગ હોય? રાગ તો ભગવાનથી
વિરુદ્ધ ભાવ છે, તો તે ભગવાન થવાનું કારણ કેમ હોય? રાગથી જુદો પડીને ચૈતન્યસ્વભાવ તરફ વળવું તે
જ ભગવાન થવાનું કારણ છે. ભગવાન ચૈતન્ય તો આનંદનું ધામ છે, તેમાંથી કદી દુઃખની ઉત્પત્તિ થાય નહિ.
રાગમાંથી તો આકુળતા અને દુઃખની ઉત્પત્તિ થાય છે, તો તે ચૈતન્યનો સ્વભાવ કેમ હોય? અંતરના વેદનથી
ચૈતન્યને અને રાગને અત્યંત જુદા પાડી નાખ!
નિશ્ચય–વ્યવહારના પણ બધાય ખુલાસા આમાં આવી જાય છે. આસ્રવોથી છૂટેલું ભેદજ્ઞાન તે
વ્યવહારના આશ્રયથી પણ છૂટેલું જ છે, ને ભૂતાર્થસ્વભાવના આશ્રય તરફ વળેલું છે. જો ભૂતાર્થસ્વભાવ
તરફ ન વળે ને વ્યવહારના આશ્રયથી ન છુટે તો તે જ્ઞાનને ભેદજ્ઞાન કહેતા જ નથી. વ્યવહારના વિકલ્પનો
એક અંશ પણ ચૈતન્યમાં નથી. એક વિકલ્પનો અંશ પણ મને લાભદાયક છે–તે મને કંઈક પણ સાધનરૂપ છે–
એવી બુદ્ધિ જ્યાં સુધી રહે ત્યાં સુધી વિકલ્પનું અને જ્ઞાનનું ભેદજ્ઞાન થતું નથી. હું તો ચૈતન્ય છું, ચૈતન્યમાંથી
ચૈતન્યભાવની જ ઉત્પત્તિ થાય છે, ચૈતન્યનો આશ્રય કરીને તેને કારણ બનાવતાં નિર્મળ સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્ર–સુખરૂપ કાર્ય પ્રગટે છે.–આ મહાસિદ્ધાંતનો નિશ્ચય કરે તો બહારના બધાય કારણ–કાર્યની માન્યતાના
ભૂક્કા ઊડી જાય, ને સ્વાશ્રય તરફ વળ્‌યા વગર રહે નહીં.
અનાદિથી જીવે અજ્ઞાનને લીધે જ્ઞાન અને રાગની એકતા જ માની હતી, તેથી રાગમાં લીનપણે વર્તતાં
તેને

PDF/HTML Page 18 of 27
single page version

background image
કારતક: ૨૪૮૮ : ૧૭ :
નવા કર્મોનું બંધન થતું હતું. પણ જ્યારે ચૈતન્યની ખરી જિજ્ઞાસા જાગી ત્યારે શ્રી ગુરુ પાસે જઈને પૂછયું કે
પ્રભો! આ બંધન ક્્યારે અટકે? ત્યારે શ્રી ગુરુએ તેને આત્મા અને આસ્રવનાં ભિન્ન ભિન્ન લક્ષણ
ઓળખાવીને ભેદજ્ઞાનનું સ્વરૂપ સમજાવ્યું, તે પ્રમાણે સમજીને ભેદજ્ઞાન પ્રગટ કરતાં તે જીવે રાગાદિને
પોતાના સ્વભાવથી વિપરીત જાણ્યા એટલે તેનાથી તે જુદો પરિણમ્યો, અને ચૈતન્યસ્વભાવને જ પોતાનો
જાણ્યો તેથી તેમાં તે તન્મય થઈને પરિણમ્યો; આવું ભેદજ્ઞાનનું પરિણમન થતાં આત્માને હવે બંધન થતું
નથી. તે બંધભાવમાં પ્રવર્તતો જ નથી તો તેને બંધન કેમ થાય? આવું ભેદજ્ઞાન થયા પછી સાધક જ્ઞાનીને જે
અલ્પ રાગાદિ હોય તે જ્ઞાનના જ્ઞેયપણે છે. જ્ઞાન તે રાગનું કર્તા થઈને તેમાં પ્રવર્તતું નથી પરંતુ તેનું જ્ઞાતા જ
રહીને તેનાથી નિવર્તે છે.
જુઓ, આ જ્ઞાનીનું કર્તાકર્મપણું! જ્ઞાનીને કર્તાકર્મપણું જ્ઞાનભાવ સાથે જ છે, રાગ સાથે તેને
કર્તાકર્મપણું નથી. જ્ઞાન જ મારો સ્વભાવ છે–એમ નિઃશંક જાણતો થકો જ્ઞાની પોતાના જ્ઞાનભાવમાં જ વર્તે
છે. આ રીતે જ્ઞાનભાવમાં જ વર્તતો તે આત્મા દુઃખનું અકારણ છે, ને આનંદનું જ કારણ છે, દુઃખનું કારણ
અજ્ઞાન હતું તે તો દૂર થઈ ગયું છે, ને આત્માના સ્વભાવમાં તો દુઃખ છે નહિં.
પહેલાં અજ્ઞાનદશા હતી ત્યારે–
અપને કો આપ ભૂલ કે હૈરાન હો ગયા...
પરંતુ હવે જ્યાં ભેદજ્ઞાન થયું ત્યાં–
અપને કો આપ જાનકે આનંદી હો ગયા..
ભેદજ્ઞાન થયું ત્યાં અજ્ઞાન ટળ્‌યું, જ્ઞાનમાં પ્રવર્ત્યો ને આસ્રવોથી નિવર્ત્યો, દુઃખનું કારણ દૂર થયું ને
સુખનું વેદન પ્રગટ્યું; આ બધાનો એક જ કાળ છે. આત્મા અને આસ્રવોને લક્ષણભેદથી ભિન્ન ભિન્ન
ઓળખે તે ક્ષણે જ જ્ઞાન આસ્રવોથી પાછું ફરીને શુદ્ધજ્ઞાન તરફ વળી જાય છે. જો આસ્રવોથી પાછું ન ફરે ને
તેમાં પહેલાંની જેમ જ વર્તે તો તે જ્ઞાને ખરેખર આસ્રવને જ્ઞાનથી ભિન્ન જાણ્યો જ નથી. અને જો
શુદ્ધજ્ઞાનમાં ન વર્તે તો તે જ્ઞાને શુદ્ધજ્ઞાનનો મહિમા જાણ્યો જ નથી, એટલે ખરેખર ભેદજ્ઞાન થયું જ નથી.
આસ્રવોને ત્યારે જ જાણ્યા કહેવાય કે જ્યારે જ્ઞાન તેનાથી પાછું ફરે; આત્માને ત્યારે જ જાણ્યો કહેવાય કે
જ્યારે જ્ઞાન તેમાં એકાગ્ર થઈને પ્રવર્તે. જો આમ ન હોય એટલે કે જો જ્ઞાન ક્રોધથી જુદું પડીને પોતાના
સ્વભાવમાં ન પ્રવર્તે તો ત્યાં ક્રોધનું ને જ્ઞાનનું પારમાર્થિક ભેદજ્ઞાન થયું જ નથી, અજ્ઞાન જ છે. જે સાચું
ભેદજ્ઞાન છે તે તો નિયમથી ક્રોધાદિભાવોથી જુદું જ વર્તે છે, એટલે તે જ્ઞાનથી જરૂર કર્મબંધ અટકી જાય છે.
જુઓ, આવું જ્ઞાન તો સામાયિક છે; કેમકે તે જ્ઞાનના ઉપયોગમાં ભગવાન આત્મા નીકટ વર્તે છે,
અને વિષમરૂપ એવા ક્રોધાદિભાવોથી તે દૂર થયું છે. સમ્યગ્દર્શન તે પણ સામાયિક છે, સમ્યગ્જ્ઞાન તે પણ
સામાયિક છે, ને સમ્યક્ ચારિત્ર તે પણ સામાયિક છે. સ્વભાવને અને પરભાવને ભિન્ન જાણીને, સ્વભાવમાં
પ્રવર્તવું ને વિષમરૂપ એવા પરભાવોથી પાછા હઠવું–તેનું નામ સામાયિક છે.
ચૈતન્યસ્વભાવની મહત્તા, અને ક્રોધાદિની અત્યંત તૂચ્છતા, તેને જે જ્ઞાન જાણે તે જ્ઞાન ચૈતન્યને છોડીને
ક્રોધાદિમાં કેમ વર્તે? અને જો ક્રોધાદિમાં વર્તે તો તેણે ક્રોધાદિ કરતાં ચૈતન્યની મહત્તા જાણી–કેમ કહેવાય?
રાગાદિપરભાવોને (વ્યવહારને) છાતી સરસો ભેટે છે, ને શુદ્ધચૈતન્ય પરિણતિરૂપ આત્મવ્યવહારમાં વર્તતો
નથી તો તે જીવને વ્યવહારમૂઢ અજ્ઞાની કહ્યો છે; પ્રવચનસારની ૯૪મી ગાથામાં તેને પર્યાયમૂઢ–પરસમય કહ્યો
છે, તે પરભાવમાં જ પ્રવર્તે છે. જ્યાં ભેદજ્ઞાન થયું ત્યાં ધર્મી પોતાની નિર્મળપર્યાયરૂપ ચેતનવ્યવહારમાં જ
પ્રવર્તે છે, ચૈતન્યની નિર્મળપરિણતિ તે જ ચૈતન્યનો વ્યવહાર છે, રાગાદિપરભાવોમાં વર્તવું તે ચૈતન્યનો
વ્યવહાર નથી તે તો અજ્ઞાની જીવોની વ્યવહારમૂઢતા છે. જ્ઞાન તો તેને કહેવાય કે જે આસ્રવોથી નિવર્તેલું હોય.
કોઈ કહે કે ભેદજ્ઞાન થયું છે પણ હજી અમારું જ્ઞાન આસ્રવોથી નિવર્ત્યું નથી, હજી આસ્રવોમાં એવું ને
એવું પ્રવર્તે છે. તો આચાર્યદેવ તેને કહે છે કે ભાઈ! તને ભેદજ્ઞાન થયું જ નથી. અમે પૂછીએ છીએ કે તું જેને
ભેદજ્ઞાન કહે છે તે જ્ઞાન છે કે અજ્ઞાન? જો તે અજ્ઞાન છે તો તો આત્મા અને આસ્રવોના અભેદજ્ઞાનથી તેની
કાંઈ

PDF/HTML Page 19 of 27
single page version

background image
: ૧૮ : આત્મધર્મ: ૨૧૭
વિશેષતા ન થઈ, એટલે કે ભેદજ્ઞાન ન થયું પણ અજ્ઞાન જ રહ્યું. જો ભેદજ્ઞાન તે જ્ઞાન છે, તો તે જ્ઞાન
આસ્રવોમાં જ પ્રવર્તે છે કે તેનાથી નિવર્ત્યું છે?
આત્મા–સન્મુખ થયું છે કે વિકાર તરફ જ વર્તે છે? જો આસ્રવોમાં જ વર્તે છે, તો આત્મા અને
આસ્રવોની એકતાબુદ્ધિથી તે જ્ઞાનની કાંઈ વિશેષતા ન થઈ, તે અજ્ઞાન જ રહ્યું. અને જો તે ભેદજ્ઞાન
આસ્રવોથી નિવર્તેલું છે ને શુદ્ધાત્માની સન્મુખ થયું છે તો તે જ્ઞાનથી બંધનો નિરોધ સિદ્ધ થાય છે. આ
રીતે ભેદજ્ઞાનથી જ બંધનનો નિરોધ થાય છે, અને તે ભેદજ્ઞાન આસ્રવોથી નિવર્તેલું જ છે, તેથી એકલા
જાણપણારૂપ એકાંત જ્ઞાનનય, તેમજ ભેદજ્ઞાન વગરના મંદકષાયરૂપ ક્રિયાનય, તે બંને એકાંતનયોનું
ખંડન થયું. આત્મા અને આસ્રવ ભિન્ન છે–એમ વિકલ્પ કર્યા કરે પણ આસ્રવથી પાછો વળીને સ્વભાવ
તરફ ઢળે નહિ તો તેના જ્ઞાનને જ્ઞાન કહેતા જ નથી. જેણે જ્ઞાનની અને રાગની અનેકતા ન જાણી પણ
રાગ સાથે જ્ઞાનની એકતા માની તે એકાંતજ્ઞાન એટલે મિથ્યાજ્ઞાન છે; જેણે રાગથી ભિન્નતા ને જ્ઞાન
સાથે એકતા કરીને, જ્ઞાન અને રાગની અનેકતા જાણી તે અનેકાંતજ્ઞાન એટલે કે ભેદજ્ઞાન છે. તે
ભેદજ્ઞાન આસ્રવોથી નિવર્તેલું છે, તે જ્ઞાનમાં આસ્રવ નથી. આસ્રવમાં આસ્રવ છે પણ જ્ઞાનમાં
આસ્રવ નથી, જ્ઞાન તો જ્ઞાનમાં જ પ્રવર્તે છે, જ્ઞાન આસ્રવમાં વર્તતું નથી.–આવા ભેદજ્ઞાનરૂપ જ્ઞાનથી
બંધનનો નિરોધ થાય છે.
આ કર્તાકર્મ અધિકાર છે; કર્તા અને કર્મ અભિન્ન હોય અને એક જાતના હોય; જ્ઞાયકસ્વભાવી
આત્મા છે તે કર્તા છે અને નિર્મળ જ્ઞાનપર્યાય પ્રગટીને અભેદ થઈ તે તેનું કર્મ છે. આ રીતે જ્ઞાન જ આત્માનું
કર્મ છે; પરંતુ રાગ તે આત્માનું ખરેખર કર્મ નથી, કેમ કે જ્ઞાનને અને રાગને એકતા નથી પણ ભિન્નતા છે;
જ્ઞાન અને રાગની એક જાત નથી પણ ભિન્ન જાત છે; જ્ઞાન તો જ્ઞાનના પક્ષમાં છે ને રાગાદિભાવો તો
અજ્ઞાનના પક્ષમાં છે; આ પ્રમાણે જાણનાર ધર્મી જીવને રાગ સાથે કર્તાકર્મપણું છૂટી ગયું છે. અને રાગ સાથે
કર્તાકર્મપણું છૂટી જતાં તેને બંધન પણ અટકી જાય છે.
જે જ્ઞાન રાગમાં જ તન્મયપણે વર્તે છે તેને જ્ઞાન કહેતા જ નથી, તે તો અજ્ઞાન જ છે. આત્મા અને
રાગ જુદા છે–એમ શાસ્ત્રથી કહે છે પણ અંદરમાં રાગના વેદનથી ઉપયોગને જુદો પાડીને અંતરમાં વાળતો
નથી તો તેનું જ્ઞાન તે પણ જ્ઞાન નથી, અજ્ઞાન જ છે. એકલા શાસ્ત્રજ્ઞાનનો વિકાસ, કે એકલી કષાયની
મંદતા, તે કાંઈ ભેદજ્ઞાનનું કારણ નથી. ભલે ૧૧ અંગ જાણે ને પંચમહાવ્રત પાળે, પણ જેના અંતરમાં એમ છે
કે આ મહાવ્રતનો વિકલ્પ મને લાભકારી છે, અથવા શાસ્ત્ર તરફનું જ્ઞાન તે મારા આત્માને ભેદજ્ઞાનનું
સહાયક છે,–તો તે જીવ રાગ અને જ્ઞાનનું ભેદજ્ઞાન કરી શકતો નથી, શાસ્ત્ર ભણવા છતાં અને વ્રતાદિ
પાળવા છતાં તે અજ્ઞાનથી રાગાદિ આસ્રવોમાં જ વર્તી રહ્યો છે.
કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ;
માને મારગ મોક્ષનો, કરુણા ઉપજે જોઈ.
રાગની મંદતાની ક્રિયા કરે ને તેને જ ધર્મ માને, પણ તે રાગથી ભિન્ન ચૈતન્યનું જ્ઞાન ન કરે તો તે
જીવો ‘ક્રિયાજડ’ છે; અને ભેદજ્ઞાનની વાત કર્યા કરે પણ અંદરમાં રાગની મીઠાસ છોડે નહિ, રાગ પરિણતિથી
પાછો વળે નહિ, તો તે ‘શૂષ્કજ્ઞાની’ છે. રાગ હોય તે જુદી વાત છે પણ જ્ઞાનીને તેનો રસ નથી, તેમાં
આત્મબુદ્ધિ નથી, જ્ઞાનીએ પોતાની જ્ઞાનપરિણતિને તે રાગથી પાછી વાળી દીધી છે, જુદી પાડી દીધી છે, માટે
ખરેખર જ્ઞાની રાગથી છુટેલો જ છે; ને તેને બંધન થતું નથી.
પ્રશ્ન:– અવિરત સમ્યગ્દ્રષ્ટિને પણ રાગ તો થતો જોવામાં આવે છે ને અમુક પ્રકૃતિનું બંધન તો તેને
પણ થાય છે, તો તેને જ્ઞાની કહેવો કે અજ્ઞાની?
ઉત્તર:– ભાઈ, અવિરત સમ્યગ્દ્રષ્ટિ તે જ્ઞાની જ છે. રાગ હોવા છતાં તેની અંતરદ્રષ્ટિ જુદી છે; તેની દ્રષ્ટિમાં
રાગનું સ્વામીત્વ અંશે પણ નથી. જ્ઞાનમાં પણ તે રાગને અને બંધનને પોતાના ચિદાનંદ સ્વભાવથી જુદા જ
જાણે છે, તેથી જ્ઞાની તે રાગનો કે જડકર્મનો સ્વામી
નથી, તે ચૈતન્યના શુદ્ધભાવનો જ સ્વામી છે. જે અલ્પ બંધન કે રાગ છે તેનું કારણ કાંઈ જ્ઞાન નથી.
જ્ઞાનીને જે જ્ઞાનભાવ પ્રગટ્યો તે તો બંધનનું કારણ છે જ નહિ. જ્ઞાનની પંક્તિ જુદી જ છે, ને બંધનની પંક્તિ
જુદી છે. સાધકને

PDF/HTML Page 20 of 27
single page version

background image
કારતક: ૨૪૮૮ : ૧૯ :
બંને ધારા ભિન્ન ભિન્ન ચાલી જાય છે. તેમાં જ્ઞાની તો જ્ઞાનધારાનો જ સ્વામી છે, ને જે બંધધારા છે
તેને તે પોતાના સ્વભાવથી જુદી જ જાણતો થકો તેનો સ્વામી કે કર્તા થતો નથી. માટે ‘જ્ઞાની’ ને બંધન
છે જ નહીં.
આચાર્યદેવ જ્ઞાનના મહિમાથી કહે છે કે અહો! પરપરિણતિને છોડતું અને ભેદનાં કથનોને તોડતું જે
આ પ્રત્યક્ષ સ્વસંવેદનરૂપ ભેદજ્ઞાન ઉદય પામ્યું છે, તે જ્ઞાનમાં હવે વિભાવ સાથે કર્તાકર્મની પ્રવૃત્તિનો
અવકાશ જ નથી, અને તેને બંધન પણ નથી. જુઓ, આ જ્ઞાન!! જ્ઞાન પરભાવોથી છૂટયું; અહા, છૂટકારાના
પંથે ચડેલા આ જ્ઞાનને બંધન કેમ હોય? મતિશ્રુત ક્ષાયોપશમિકજ્ઞાન હોવા છતાં સ્વસંવેદન તરફ વળ્‌યા ત્યાં
તે પ્રત્યક્ષ છે, અને તે જ્ઞાનને બંધન નથી, તેમાં વિકારનું કર્તૃત્વ નથી. ચૈતન્યના મધ્યબિંદુથી તે જ્ઞાન ઊછળ્‌યું
છે, તેને કેવળજ્ઞાન લેતાં હવે કોઈ રોકી શકે નહિ.
કેવળજ્ઞાન સાથે કેલિ કરનારું –
સ્વસંવેદનરૂપ શ્રુતજ્ઞાન
આચાર્યદેવને કેવળજ્ઞાન તો નથી પણ કેવળજ્ઞાનનું
સાધક એવું શ્રુતજ્ઞાન છે; તેઓ કહે છે કે: અમારું આ અંતરમાં
નમેલું શ્રુતજ્ઞાન પણ કેવળજ્ઞાન જેવું જ છે; કેવળજ્ઞાનીની જેમ
શુદ્ધઆત્માને તે સ્વસંવેદન પ્રત્યક્ષથી અનુભવે છે. જ્ઞાન અલ્પ
હોવા છતાં તે શ્રુતજ્ઞાનને અંતરમાં વાળીને અમે કેવળ
આત્માને અનુભવીએ છીએે તેથી અમે પણ ‘કેવળી’ છીએ.
કેવળ આત્માને અનુભવનારું આ જ્ઞાન જ કેવળજ્ઞાનનું સાધક
છે. માટે, સાધ્ય સાથે જેણે કેલિ માંડી છે એવા સ્વસંવેદનશ્રુત
જ્ઞાન વડે એકલા આત્માને અનુભવતા થકા અમે નિશ્ચલ
રહીએ છીએ..બીજી આકાંક્ષાથી બસ થાઓ.
આમ કેવળજ્ઞાનની સાથે સંતોએ શ્રુતજ્ઞાનની સંધિ કરી
છે.
(પ્ર. ગા. ૩૩ના પ્રવચનમાંથી)