PDF/HTML Page 1 of 23
single page version
PDF/HTML Page 2 of 23
single page version
વર્ષ: ૧૯ અંક: ૨) તંત્રી : જગજીવન બાઉચંદ દોશી (કારતક: ૨૪૮૮
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
તત્ત્વ શું છે તેનો પત્તો મેળવવા તેની લગની
લાગ,–તો જરૂર અંતરધામમાં તને તારા
ચૈતન્યની આનંદ સહિત પ્રાપ્તિ થશે. બીજી
બધી કલ્પના છોડીને એક ચૈતન્યના જ
તારામાં જ થશે, ખરેખરી લગનીથી ચૈતન્યનો
પત્તો મેળવવા માંગે અને તેનો પત્તો ન મળે–
કરતાં ચૈતન્યતત્ત્વ સ્વાનુભવમાં જરૂર આવે છે.
PDF/HTML Page 3 of 23
single page version
* હું જ્ઞાયક છું–એવો નિર્ણય કરીને
PDF/HTML Page 4 of 23
single page version
ધર્માત્મા ચૈતન્યને કેવા સાધી રહ્યા છે ‘! એમ તેને પ્રમોદ આવે છે,
અને હું પણ આ રીતે ચૈતન્યને સાધું–એમ તેને આરાધવાનો
ઉત્સાહ જાગે છે. ચૈતન્યને સાધવામાં હેતુભૂત એવા સંતગુરુઓને
તે આત્માર્થી જીવ સર્વ પ્રકારની સેવાથી રીઝવે છે ને સંત–ગુરુઓ
તેના ઉપર પ્રસન્ન થઈને અનુગ્રહપૂર્વક તેને આત્મપ્રાપ્તિ કરાવે છે.
આત્માના શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રને પ્રગટ કરું? આત્મામાં સતત
આવી ધૂન વર્તતી હોવાથી જ્યાં સંત–ગુરુએ તેનો શ્રદ્ધા–
જ્ઞાનાદિનો ઉપાય બતાવ્યો કે તરત જ તેના આત્મામાં તે પ્રણમી
જાય છે. જેમ ધનનો અર્થી મનુષ્ય રાજાને દેખતાં જ પ્રસન્ન થાય
છે અને તેને વિશ્વાસ આવે છે કે હવે મને ધન મળશે ને મારી
દરિદ્રતા ટળશે; તેમ આત્માનો અર્થી મુમુક્ષુ જીવ આત્મપ્રાપ્તિનો
ઉપાય દર્શાવનારા સંતોને દેખતાં જ પરમ પ્રસન્ન થાય છે...તેનો
આત્મા ઉલ્લસી જાય છે કે અહા! મને મારા આત્માની પ્રાપ્તિ
કરાવનારા સંતો મળ્યા...હવે મારા સંસારદુઃખ ટળશે ને મને
મોક્ષસુખ મળશે. આવો ઉલ્લાસ અને વિશ્વાસ લાવીને, પછી
સંત–ધર્માત્મા જે રીતે ચૈતન્યને સાધવાનું કહે છે તે રીતે સમજીને
પોતે સર્વ ઉદ્યમથી ચૈતન્યને જરૂર સાધે છે.
PDF/HTML Page 5 of 23
single page version
PDF/HTML Page 6 of 23
single page version
होहदि परिणिव्वाणं जीवाणं चरितसुद्धाणं।।
PDF/HTML Page 7 of 23
single page version
તેની શરૂઆતરૂપ સમ્યક્ત્વ પણ મંગળરૂપ છે.
PDF/HTML Page 8 of 23
single page version
જ્ઞાનમયપરિણામ કર્મ વગેરેનાં નિમિત્ત પણ નથી–એમ સમજાવીને
જ્ઞાનીની અલૌકિકદશાનું સ્વરૂપ અહીં ઓળખાવ્યું છે.
આ કર્તાકર્મ અધિકારમાં આત્માનું પરદ્રવ્ય અને પરભાવોનું અકર્તાપણું બતાવીને એકલો
તેના ધર્મી કર્તા છે, અને તે જ ધર્માત્માનું કાર્ય છે.
વ્યાપતો નથી, એટલે પરનું કર્તાપણું તો છે જ નહિ.
કહે છે કે ભાઈ, જ્ઞાનસ્વભાવી આત્મા ખરેખર નિમિત્તપણે પણ પરનો કર્તા નથી. વિકારને ખરેખર આત્મા
કહેતા નથી, નિર્મળપર્યાયમાં અભેદ થયો તેને જ આત્મા કહીએ છીએ, ને એવો ‘આત્મા’ પરસન્મુખ નહિ
પરિણમતો થકો કર્મ વગેરેનો પરનો નિમિત્ત પણ થતો નથી. આ ગાથામાં અદ્ભુત–અલૌકિક વાત છે.
* બીજું, આત્મા જો સ્વભાવથી કર્મ વગેરે પરનો નિમિત્ત હોય તો પરનું નિમિત્તપણું ત્રણે કાળ રહ્યા
છૂટી ગયું છે. તેથી વિકારના નિમિત્તે બંધાતા કર્મનું નિમિત્તકર્તાપણું પણ તે ધર્માત્માને છૂટી ગયું છે.
PDF/HTML Page 9 of 23
single page version
ને આત્મા આત્મારૂપ થાય ક્્યારે? સ્વભાવ તરફ વળતાં કર્મનું નિમિત્તપણું છૂટી જાય છે.
એટલે સ્વસન્મુખ થવાનો અવસર જ રહે નહિ. પરના કાર્યમાં નિમિત્તપણે ઉપસ્થિત થયા કરે એટલે પર
સન્મુખ જ રહ્યા કરે ને સ્વસન્મુખતા તો થાય જ નહિ, પરપ્રકાશકપણું જ એકાંત રહ્યા કરે ને સ્વપ્રકાશન તો
થાય નહિ, એટલે સમ્યગ્જ્ઞાન થાય નહિ. માટે સ્વભાવથી આત્મા પરના કાર્યનો નિમિત્ત છે એવી જેની દ્રષ્ટિ
છે તે મિથ્યાદ્રષ્ટિ છે. મિથ્યાત્વભાવે વિકારનો કર્તા થઈને તે કર્મના બંધનમાં નિમિત્ત થાય છે; પણ તે
મિથ્યાત્વભાવને ‘આત્મા’ કહેતા નથી. જ્ઞાનસ્વભાવે પરિણમતો આત્મા તે જ ખરેખર આત્મા છે, ને તે
આત્મા કર્મબંધનનો કે પરનાં કાર્યનો નિમિત્ત કર્તા પણ નથી.
થવું છે, પણ સ્વ–પર પ્રકાશક જ્ઞાતાપણે નથી રહેવું. અજ્ઞાની પરનો નિમિત્ત થવા જાય છે તેમાં
સ્વસન્મુખજ્ઞાનને ચૂકી જાય છે ને વિકારના કર્તૃત્વમાં અટકી જાય છે. જ્ઞાની તો “મારો આત્મા
નિમિત્તપણે પણ પરનો કર્તા નથી.” એમ જાણીને ઉપયોગને પરથી પાછો વાળી સ્વભાવમાં જ
ઉપયોગને વાળે છે, એ રીતે સ્વભાવ તરફ વળેલો સ્વપરપ્રકાશક ઉપયોગ પોતે તો પરના કાર્યનો
નિમિત્તકર્તા નથી થતો, પરંતુ ઊલટું પરજ્ઞેયોને જ્ઞાતાપણે જાણતો થકો તેને પોતાના જ્ઞાનનું નિમિત્ત
બનાવે છે. જુઓ તો ખરા, દ્રષ્ટિ બદલી ત્યાં બધું બદલી ગયું. પહેલાં પોતે અજ્ઞાનભાવે પરનો નિમિત્ત
થતો, તેને બદલે હવે પરને પોતાના જ્ઞાનનું નિમિત્ત બનાવે છે. સ્વ–પર પ્રકાશક સામર્થ્ય વડે પરને
જ્ઞેયપણે જ જાણતો થકો તેને પોતાના જ્ઞાનનું નિમિત્ત બનાવે છે.
* જો ત્યાં કુંભારનો આત્મા સમ્યગ્દ્રષ્ટિ હોય તો તે સમ્યગ્દ્રષ્ટિની નિર્મળ પરિણતિ તો ચૈતન્ય સાથે જ
ભિન્નપણે હોવાથી તે કાળે જ્ઞાની તેનો અકર્તા છે.
નિમિત્ત છે. પણ એ નિમિત્તપણાનું કર્તૃત્વ તો અજ્ઞાનભાવમાં છે, ને તે અજ્ઞાનભાવને તો ‘આત્મા’ જ કહેતા
નથી. જ્ઞાનસ્વભાવી આત્મા તો અકર્તા જ છે.
કર્મનું નિમિત્ત તો યોગ અને કષાય છે, તેથી નિમિત્તકર્તાપણું તેને જ લાગુ પડે છે કે જે યોગ અને કષાયનો
કર્તા થઈને પરિણમે છે.
PDF/HTML Page 10 of 23
single page version
સ્વ–પર પ્રકાશક શક્તિ ખીલી તે નિશ્ચય, અને પરજ્ઞેય નિમિત્તરૂપ તે વ્યવહાર.
સ્વભાવસન્મુખદ્રષ્ટિનું ફળ સિદ્ધદશા...
PDF/HTML Page 11 of 23
single page version
જીવો પોતાના આત્માને આવો જ અનુભવે છે કે જે નિર્મળભાવ મારા સ્વભાવના આશ્રયે પ્રગટ્યો તેનો જ
હું કર્તા છું; મલિનભાવ તે મારા સ્વભાવનું કાર્ય નથી.
અજ્ઞાની અજ્ઞાનભાવથી માત્ર પોતાના વિકારને જ કરતો હતો ને પુદ્ગલકર્મને નિમિત્ત થતો હતો.
ભરેલા એવા જ્ઞાનમયભાવને જ કરે છે અને પુદ્ગલદ્રવ્યના પરિણામને તે પોતાના જ્ઞાનનું જ નિમિત્ત બનાવે
છે.
જ્ઞાની તો પુદ્ગલના પરિણામને પોતાના નિર્મળ ઉપયોગનું જ્ઞેય બનાવતો થકો–તટસ્થપણે તેને
તેમાં કાંઈ વિકાર નથી. દ્રષ્ટિના જોરે જ્ઞાનસ્વભાવના આશ્રયે સ્વ–પર પ્રકાશ સામર્થ્યનો જ્ઞાનીને વિકાસ જ
થઈ રહ્યો છે, તે તો પોતાના જ્ઞાનમય ભાવમાં (સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે ત્રણેય જ્ઞાનમય ભાવ જ છે–
તેમાં) જ પરિણમે છે; તેના જ્ઞાનમય ભાવમાં બધા આગમનો સાર આવી ગયો છે, તે જીવ
‘અબંધપરિણામી’ થઈ ગયો છે.
અબંધપરિણામ શું કર્મના નિમિત્ત થાય? અબંધપરિણામ તો જ્ઞાન ને આનંદમય છે; આવા અબંધ
પરિણામે પરિણમતો જ્ઞાની વિકારનો કર્તા નથી. કર્મબંધનો નિમિત્ત નથી. વાહ! વિકારથી ને કર્મથી
છૂટો જ થઈ ગયો.
આખી દશા ફરી જાય.
રહીને જ જાણે છે. આ રીતે જ્ઞાની જ્ઞાનનો જ કર્તા છે. ‘જ્ઞાન’ કયું? કે અંદરમાં વળીને અભેદ થયું તે; એકલા
શાસ્ત્ર વગેરે બહારના જાણપણાને અહીં જ્ઞાન નથી કહેતા; જ્ઞાનસ્વભાવ તરફ વળીને તેમાં તન્મયપણે
આનંદનો અનુભવ કરતું જે જ્ઞાન પ્રગટ્યું તે જ્ઞાનના જ જ્ઞાની કર્તા છે.
PDF/HTML Page 12 of 23
single page version
ને બીજા જીવોને માટે પણ તે આનંદનું કારણ છે.
આજે બેસતું વર્ષ છે. ખરેખર તો આત્મામાં સમ્યગ્દર્શનરૂપી સુપ્રભાતનો સૂર્ય ઊગે તે પ્રથમ
અનંતસુખ ને અનંતવીર્યરૂપ સ્વચતુષ્ટયનું પ્રગટ પરિણમન થઈને ઝળહળતું સુપ્રભાત પ્રગટે તે ઉત્કૃષ્ટ
સુપ્રભાત છે. તે મંગલ પ્રભાત ઊગ્યું તે ઊગ્યું, હવે કદી આથમે નહિ. બહારના સૂર્ય તો અનંતવાર
ઊગ્યા ને પાછા આથમી ગયા, પણ ચૈતન્યના અનુભવમાંથી જે અનંતચતુષ્ટયરૂપ સૂર્ય પ્રગટ્યો તે
આદિઅનંત પ્રકાશમાન છે, તેનો કદી અસ્ત નથી. આવું સાદિઅનંત આનંદરૂપ સુપ્રભાત પ્રગટ્યું તે મહા
મંગળ છે, તેમાં સંસારરૂપી રાત્રિના અંધકારનો અભાવ છે. મિથ્યાત્વરૂપી રાત્રિનો નાશ કરીને
સમ્યગ્દર્શનરૂપી સૂર્ય પ્રગટ્યો તે પણ મંગળ સુપ્રભાત છે. અને સંસારરૂપી રાત્રિના અંધકારનો નાશ
કરીને કેવળજ્ઞાનરૂપી ઝળહળતો ચૈતન્યપ્રકાશ પ્રગટ્યો તે મહામંગળરૂપ છે. આવા મંગળ સુપ્રભાતના
મહિમાનો કળશ આજે વંચાય છે.
शुद्धप्रकाशभरनिर्भरसुप्रभातः।
आनंदसुस्थितसदास्खलितैकरूपः
तस्यैव चायमुदयत्यचलार्चिरात्मा।। २६८।।
પુરુષ અનેકાન્તવડે ઓળખીને અનંતધર્મસ્વરૂપ આ ચૈતન્યપિંડનો આશ્રય કરે છે તેને ચૈતન્યના વિલાસથી
શોભતું, જ્ઞાન અને આનંદ વગેરે ચતુષ્ટયથી ઝળહળતું સુપ્રભાત ઉદય પામે છે. વિકાર તો અંધકાર છે ને
ચૈતન્ય તો પ્રકાશ છે. આ રીતે રાગ અને જ્ઞાનના ભેદજ્ઞાન વડે આત્મસ્વભાવની દ્રષ્ટિ કરતાં અતીન્દ્રિય
આનંદમય અમૃતના સ્વાદ સહિત સમ્યગ્દર્શનરૂપી સુપ્રભાત ઊગે છે. જેને આવું પ્રભાત ઊગ્યું તેને
આત્મામાંથી અનાદિના અંધારાં ટળ્યાં ને અપૂર્વ પ્રકાશ ખીલ્યો. તે આત્મા પોતે તો સ્વયં આનંદરૂપ છે ને
બીજા (તેને ઓળખનારા) જીવોને માટે પણ તે આનંદનું કારણ છે.
આશ્રયથી થાય છે ને કેવળજ્ઞાનરૂપી પ્રભાત પણ તેના જ આશ્રયથી થાય છે. આ સમ્યગ્દર્શન તેમજ
કેવળજ્ઞાન–એ બંને આનંદમય સુપ્રભાત છે, બંનેનો શુદ્ધપ્રકાશ અતિશય છે. અહો, જ્યાં સમ્યગ્દર્શન અને
કેવળજ્ઞાનરૂપી દીવડા પ્રગટ્યા ત્યાં આત્મામાં દીવાળી (–દીપાવલી, એટલે કે સમ્યગ્દર્શન આદિ
નિર્મળપર્યાયરૂપ દીપકોની હારમાળા) પ્રગટી, ને સાદિઅનંત મંગળરૂપ નવું
PDF/HTML Page 13 of 23
single page version
અપૂર્વવર્ષ બેઠું. જેને ચૈતન્યસ્વરૂપ આત્માની અનુભૂતિ પ્રગટી તે જીવ મોક્ષની નજીક આવ્યો ને તેને ખરું
PDF/HTML Page 14 of 23
single page version
મંગલ–આશયવાળા જિજ્ઞાસુ શિષ્યે પૂછયું હતું કે–પક્ષાતિક્રાન્તનું શું સ્વરૂપ છે? તેનો આ ઉત્તર ચાલે
નયપક્ષના ગ્રહણ રહિત હોવાથી પક્ષાતિક્રાન્ત છે. આ રીતે જે પક્ષાતિક્રાન્ત છે તે જ શુદ્ધઆત્મા છે, તે જ
સમયસાર છે–એવો નિયમ બતાવે છે, અને તેવું પક્ષાતિક્રાન્તપણું કેમ પ્રગટે અર્થાત્ સમ્યગ્દર્શન કેમ પ્રગટે તે
વાત ૧૪૪મી ગાથામાં આચાર્યદેવ અલૌકિક રીતે સમજાવે છે–
નયપક્ષ સકલ રહિત ભાખ્યો તે સમયનો સાર છે.
સમ્યગ્જ્ઞાન કહેવામાં આવે છે. ‘હું શુદ્ધ છું’ એવો વિકલ્પ ઊઠયો તે કાંઈ સમ્યગ્દર્શન નથી. તેમજ તે ખરેખર
સમ્યગ્દર્શનનું સાધન પણ નથી. નવતત્ત્વના વિકલ્પની જાળમાં જેનો ઉપયોગ અટક્યો છે તેનો ઉપયોગ
ખંડિત થાય છે, તેને ‘સમ્યગ્દર્શન’ એવું નામ આપી શકાતું નથી. વિકલ્પોથી દૂર થઈને–અંતર્મુખ સ્વભાવમાં
જે ઉપયોગ વળ્યો તે ઉપયોગ સ્વરૂપના ધ્યાન વડે આત્મદ્રવ્ય સાથે એકાકાર અભેદ થયો. આવી અભેદપર્યાયે
પરિણમેલો આત્મા તે જ સમ્યગ્દર્શન છે. અહા, જ્યાં સુધી સ્વસન્મુખ નિર્ણય વડે અંતરમાં સ્વવસ્તુને પહોંચી
વળવાની તાકાત પ્રગટ ન કરે ત્યાં સુધી ચૈતન્યતત્ત્વ અનુભવમાં આવે નહિ. “આ ચૈતન્યવસ્તુ જ હું છું ને
તેમાં જ મારે ઢળવા જેવું છે.” એવા નિર્ણયના જોર વગર જ્ઞાનનું પરિણમન અંતરમાં વળે નહીં. વિકલ્પો તો
થાકી થાકીને પાછા વળે છે, તેનામાં એવી તાકાત નથી કે ચૈતન્યસ્વભાવ સુધી પહોંચી શકે. વિકલ્પનું
અવલંબન છોડીને સીધું જ્ઞાનાનંદસ્વભાવનું અવલંબન કરવું તે જ સ્વાનુભવનો ને સમ્યગ્દર્શનાદિનો ઉપાય
છે.
“પ્રથમ તો શ્રુતજ્ઞાનના અવલંબનથી જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરીને...” જુઓ, આ
આત્માનો નિશ્ચય કરવો. પહેલાં રાગનું અવલંબન કે વ્યવહારનું અવલંબન–એમ નથી. શ્રુતજ્ઞાનનું જ અવ–
PDF/HTML Page 15 of 23
single page version
લંબન છે, ને તેના વડે જ એટલે કે ભાવશ્રુતને અંતર્મુખ કરીને જ આત્માના સ્વભાવનો નિર્ણય થાય
છે. આત્મા કેવો? કે જ્ઞાનસ્વભાવરૂપ; જ્ઞાનસ્વરૂપ આત્માનો નિર્ણય શ્રુતજ્ઞાનને અંતર્મુખ કરીને થાય
છે. અનુભવ કરનાર જીવ પહેલાં આવા આત્માનો નિર્ણય કરે છે. તે નિર્ણય સ્વ તરફ ઢળતો છે; તે
નિર્ણયમાં વિકલ્પનું અવલંબન નથી, સ્વભાવ તરફ ઢળતા જ્ઞાનના બળે તે નિર્ણય થાય છે. આવો
નિર્ણય તે દર્શનમોહને અત્યંત મંદ કરી નાંખે છે. મારા અનુભવ માટે મને જ્ઞાનનું જ અવલંબન છે,
વિકલ્પનું અવલંબન નથી–આવો દ્રઢ નિર્ણય કર્યા પછી નિર્ણયના જોરે મતિ–શ્રુતજ્ઞાનને સ્વસન્મુખ
કરતાં ભગવાન આત્માની પ્રગટ પ્રસિદ્ધિ થાય છે. સ્વસન્મુખ થયેલા મતિ–શ્રુતજ્ઞાન ઈન્દ્રિયો કે મનદ્વારા
પ્રવર્તતા નથી. તેમને ઈન્દ્રિયોનું કે મનનું અવલંબન છૂટીને આત્માનું જ અવલંબન રહ્યું છે, તેથી તે
અતીન્દ્રિય થયા છે. આવા મતિ–શ્રુત વડે આનંદના અનુભવ સહિત આત્માની પ્રસિદ્ધિ એટલે કે
અનુભવ થાય છે.–આ અનુભવની રીત છે. વિકલ્પના વેદનમાં આત્મતત્ત્વની પ્રસિદ્ધિ થતી નથી, તેમાં
તો રાગ અને આકુળતાની જ પ્રસિદ્ધિ થાય છે. શ્રુતજ્ઞાનના વિકલ્પો પણ આકુળતા ઉપજાવનારા છે. તે
શ્રુતજ્ઞાનને મર્યાદામાં લાવીને એટલે કે અંતર્મુખ કરીને આત્મસન્મુખ કરતાં તત્કાળ ભગવાન આત્મા
નિજ–આનંદરસથી પ્રગટ થાય છે. આત્મસન્મુખ થવું તે શ્રુતજ્ઞાનની મર્યાદા છે. વિકલ્પમાં અટકવું તે
શ્રુતજ્ઞાનની મર્યાદા નથી. અરે, પરસન્મુખ શ્રુતના વિકલ્પોથી તો આકુળતા ઉત્પન્ન થાય છે, તો તે શાંત
અનાકુળ ચૈતન્યરસના વેદનનું સાધન કેમ થાય? અરે પ્રભુ! બાહ્ય પદાર્થોને પ્રસિદ્ધ કરનારું પરસન્મુખ
જ્ઞાન તો આસ્રવભાવસહિત છે તો તે સ્વાનુભવરૂપ સંવરનું કારણ કેમ થાય? જ્ઞાનને અંતર્મુખ કરતાં જ
સમસ્ત વિકલ્પો છૂટી જાય છે, વિકલ્પને સાથે લઈને ચૈતન્યમાં પ્રવેશાતું નથી પણ તેને બહાર રાખીને
(–વિકલ્પરહિત થઈને) જ ચૈતન્યમાં પ્રવેશ થાય છે.–આ એક જ પરમાર્થ ઉપાય છે. વિરુદ્ધ વિકલ્પો
(કુદેવાદિની માન્યતાની બુદ્ધિ) તો દૂર રહો, પણ સાચા દેવ–ગુરુ અને તેમણે કહેલાં યથાર્થ તત્ત્વોના
વિકલ્પો તે પણ સ્વાનુભવમાં પ્રવેશવાનું સાધન નથી. પણ જ્યારે અત્યંત વિકલ્પરહિત થઈને જ્ઞાનને
સ્વસન્મુખ કરે ત્યારે તત્કાળ નિજરસથી સ્વાનુભવના આનંદસહિત આત્મા પ્રગટ થાય છે. આવા
સ્વાનુભવ વડે જ આત્મા સમ્યક્્ સ્વરૂપે દેખાય છે. તેથી તે જ સમ્યગ્દર્શન છે, ને તે જ સમ્યગ્જ્ઞાન છે;
તેને જ ‘સમયસાર’ કહેવાય છે.
સ્વસન્મુખ થઈને એકાકાર થયા ત્યાં ચૈતન્યગોળો સમસ્ત વિકલ્પોથી છૂટી જાણે કે વિશ્વની ઉપર તરતો હોય!
એવો અનુભવ થાય છે. તે નિજરસથી–શાંત ચૈતન્યરસથી ભરપૂર છે; તેમાં પરમ શાંતિરૂપ નિરાકુળતા છે;
કેવળ એકલો ચૈતન્યઘન આત્મા વિશ્વથી જુદો અનુભવમાં આવે છે. આ રીતે અખંડ પ્રતિભા સમય, અનંત,
વિજ્ઞાનઘન, પરમ આત્મસ્વરૂપને જ્યારે આ આત્મા સ્વસંવેદનથી અનુભવે છે ત્યારે–તે વખતે જ આત્મા
સમ્યક્્પણે દેખાય છે, ને જણાય છે, તેથી તે જ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે. આવા અનુભવ પહેલાંની
શ્રદ્ધાને સમ્યગ્દર્શન કહેતા નથી, ને આવા અનુભવ પહેલાંના જ્ઞાનને સમ્યગ્જ્ઞાન કહેતા નથી. સ્વાનુભવ
પહેલાં જે શ્રદ્ધા–જ્ઞાન હતાં તે યથાર્થ ન હતા. તે હજી વિકલ્પમાં ક્્યાંય અટકતા હતા, તેમાં આત્માની પ્રસિદ્ધિ
ન હતી. અને આ તો નિર્વિકલ્પ અનુભવથી, જ્ઞાનના જ અનુભવ વડે સમ્યક્્શ્રદ્ધા અને સમ્યગ્જ્ઞાન થયા છે,
તેમાં ભગવાન આત્માની પ્રસિદ્ધિ થઈ છે.
PDF/HTML Page 16 of 23
single page version
અનાદિથી નિર્ણય નહોતો એવો નિર્ણય પહેલાં કરીને જ્ઞાન જ્યાં અંતર્મુખ થયું ત્યાં નિર્વિકલ્પ વેદનમાં
જ્ઞાન અને વિકલ્પ તદ્રન જુદા પડ્યા, જ્ઞાન તો અંતરમાં એકાકાર થયું, ને વિકલ્પ બહાર રહી ગયો.
અહો! સર્વજ્ઞતાના ધામરૂપ પોતાનો આત્મા છે–એમ તેનું બહુ જ માહાત્મ્ય, બહુ જ આદરને બહુ જ
ઉત્સાહ લાવીને ઉપયોગ તે તરફ વળે ત્યાં નિર્વિકલ્પ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન થાય છે. નયપક્ષનો
સૂક્ષ્મ વિકલ્પ તે પણ આસ્રવ જ છે, હું તો જ્ઞાનસ્વભાવ છું ને મારે મારા જ્ઞાનસ્વભાવનું જ અવલંબન
કરવા જેવું છે–એવો દ્રઢ નિર્ણય કર્યા વગર નિર્વિકલ્પભાવ કદી થાય નહિ. જેના નિર્ણયમાં જ ભૂલ હોય,
જે વિકલ્પના અવલંબનથી લાભ માનતો હોય તેને કદી નિર્વિકલ્પભાવ અથવા તો સમ્યગ્દર્શન–જ્ઞાન
પ્રગટે નહિ. ભગવાન શુદ્ધઆત્મા વિકલ્પ વડે નથી પ્રકાશતો. પણ નિર્વિકલ્પભાવ વડે જ પ્રકાશે છે.
બહારની ચિંતા તો ક્્યાંય દૂર રહો, પણ અંદરના વિકલ્પ વડે ચિંતા કરતાં પણ આત્મા અનુભવાતો
નથી ચૈતન્યમાં જેણે પોતાનો ઉપયોગ લીન કર્યો છે એવા નિશ્ચળ–નિશ્ચિંત આત્મલીન પુરુષો વડે
શુદ્ધઆત્મા અનુભવાય છે. અતીન્દ્રિય આનંદનો અનુભવ કરવા માટે આ જ એક સાધન છે. જેનો પરમ
અચિંત્ય મહિમા છે એવો સમયસાર (શુદ્ધ આત્મા) જે નિર્મળ પરિણતિ વડે સ્વયં આસ્વાદમાં આવ્યો,
વિકલ્પના અવલંબન વગર પોતે પોતાથી જ અનુભવમાં આવ્યો, તે જ્ઞાનરસથી ભરેલો ભગવાન છે, તે
જ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે. આચાર્ય ભગવાન કહે છે કે અહો, વિશેષ શું કહીએ?–જે કાંઈ છે તે
આ એક જ છે; અનુભૂતિમાં બધુંય સમાઈ જાય છે.
કર્યો ત્યાં તે ‘ભગવાન’ થયો. સમ્યગ્દ્રષ્ટિ પોતાના આત્માને ‘ભગવાન’ તરીકે દેખે છે. જેને સમ્યગ્દર્શન
થયું તે જ પરમાત્માનો ખરો ભગત થયો, તે જ ભગવાનનો ખરો દાસ થયો; અંતરમાં ઝૂકીને નિર્વિકલ્પ
થયો તેને સમ્યગ્દર્શન કહો, તેને મોક્ષમાર્ગ કહો, તેને પરમેશ્વર કહો, તેને તરણતારણ કહો, તેને મુક્ત
કહો, ભગવાન કહો, તેને પરમ શાંતિ કહો, અતીન્દ્રિય આનંદ કહો, ભગવાનનો સાક્ષાત્કાર કહો,
આત્મસાક્ષાત્કાર કહો, ઈશ્વરનાં દર્શન કહો, એને વીતરાગીવિજ્ઞાન કહો, વિકલ્પાતીત કહો, દેહાતીત
કહો, મનાતીત કહો, વચનાતીત કહો, ધર્માત્મા કહો, પૂજ્ય કહો, પંચપરમેષ્ઠીપદ કહો.– આત્માની
નિર્વિકલ્પદશામાં બધુંય સમાઈ જાય છે.
વળ્યું ને વિકલ્પ તરફથી પાછું ફર્યું. જેમ સમૂહથી જુદું પડીને બીજા ફાંટામાં વળી ગયેલું પાણી વનમાં
જ્યાં ત્યાં ભમતું હોય, પણ જો તે પાણીને બળપૂર્વક ઢાળવાળા માર્ગે પાણીના પ્રવાહ તરફ વાળવામાં
આવે તો તે પાણીના પ્રવાહમાં ભળી જઈને, પોતે પોતાના પ્રવાહ તરફ ખેંચાય છે, ને એક પ્રવાહ થઈ
જાય છે. તેમ ભગવાન આત્મા પરમ ચૈતન્યરસનો મોટો પ્રવાહ છે; પણ તે પોતાના વિજ્ઞાનઘન
સ્વભાવને ભૂલીને, સ્વભાવથી ભ્રષ્ટ થઈને, વિકલ્પના કર્તાપણે વિકલ્પના ગહનવનમાં ભમતો હતો,
પણ હવે ભેદજ્ઞાન વડે રાગને અને જ્ઞાનને જુદા જુદા જાણીને, તે ભેદજ્ઞાનના બળવડે આત્માને
વિજ્ઞાનઘનસ્વભાવમાં વાળવામાં આવ્યો; અને વિકલ્પોમાંથી પાછો વાળવામાં આવ્યો; આવા ભેદજ્ઞાની
જીવ કેવળ વિજ્ઞાનઘન ચૈતન્યરસના જ રસીલા છે, તે આત્માને વિજ્ઞાનરસવાળો જ અનુભવે છે. પહેલાં
પર્યાય પરસન્મુખ ઢળીને વિકલ્પરૂપી વનમાં ભમતી, તે પર્યાયને જ્યાં સ્વસન્મુખ વાળી ત્યાં ચૈતન્યના
ઉત્કૃષ્ટ રસપૂર્વક જ્ઞાન પોતે પોતામાં લીન થયું. પર્યાયનો પ્રવાહ ચૈતન્ય–
PDF/HTML Page 17 of 23
single page version
સ્વભાવ સાથે ભળીને એકરસ થઈ ગયો.–આવા એકરસપણે ચૈતન્યના શાંતરસનો નિર્વિકલ્પ અનુભવ થયો,
અનુભવ મારગ મોક્ષકો અનુભવ મોક્ષસ્વરૂપ.
PDF/HTML Page 18 of 23
single page version
જ્ઞાન કરાવ્યું છે. જ્ઞાનીનું કાર્ય જ્ઞાનમય જ છે, તેમાં વિકારની કિયા નથી; અજ્ઞાનીનું કાર્ય રાગમય છે,
તેમાં નિર્મળજ્ઞાનની ક્રિયા પ્રતિભાસતી નથી. જડની ક્રિયાની વાત તો અહીં નથી, અહીં તો અંદરના
પરિણામની વાત છે. જ્ઞાનીને કેમ ઓળખવા? કે જ્ઞાનક્રિયા વડે જ્ઞાનીને ઓળખવા; અને રાગના
કર્તાપણાવડે અજ્ઞાનીને ઓળખી લેવો, અર્થાત્ જેના અભિપ્રાયમાં રાગનું કર્તૃત્વ છે તે અજ્ઞાની જ છે–
એમ સમજવું.
કે વ્યવહારને જે સાધન માને, તેના અવલંબનથી મને હિતપ્રાપ્તિ થશે–એમ જે માને તેને તો નિર્ણયમાં
જ ભૂલ છે, તેની તો શરૂઆત જ ખોટી છે. હું તો જ્ઞાન જ છું, રાગાદિભાવો મારા જ્ઞાનથી બાહ્ય છે
એવા દ્રઢ નિશ્ચય વગર સાચા પ્રયત્નની શરૂઆત પણ થાય નહિ. અહો, કર્તાકર્મઅધિકાર દ્વારા
આચાર્યદેવે એવી સ્પષ્ટ વસ્તુ સ્થિતિ સમજાવી છે કે જો આત્માનો અર્થી થઈને સમજે તો અપૂર્વ
ભેદજ્ઞાન થયા વિના રહે નહિ.
આશ્રયે ઊપજતી જ્ઞાનક્રિયા, અને પરદ્રવ્યના આશ્રયે ઊપજતી કરોતિક્રિયા–એ બંનેને જરાય એકપણું
નથી, અત્યંત ભિન્નપણું છે. રાગથી લાભ પણ માને અને જ્ઞાતાપણે પણ રહે–એમ બની શકતું નથી,
કેમ કે જે રાગનો કર્તા થાય છે તેને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ જ્ઞપ્તિક્રિયા હોતી નથી; અને જે જ્ઞાતા
છે તે વિકારના કર્તાપણે પરિણમતો નથી. અરે, આવું સ્પષ્ટ ભેદજ્ઞાન...છતાં અજ્ઞાની જીવો વિકાર સાથે
કર્તાકર્મની ક્રિયાપણે કેમ પરિણમે છે?–એમના અંતરમાં મોહ કેમ અત્યંત જોરથી નાચી રહ્યા છે? જો
યથાર્થ ભેદ સમજે તો તે કર્તાકર્મપણું રહે નહિ. જ્યાં ભેદજ્ઞાન થયું ત્યાં ચૈતન્યશક્તિથી ભરપૂર અત્યંત
ગંભીર જ્ઞાનજ્યોતિ ઉગ્રપણે ઝળહળી ઊઠી, તેમાં વિકારના કર્તૃત્વરૂપ અંધકાર ક્્યાંય ન રહ્યો; અને કર્મ
સાથે નિમિત્ત–નૈમિત્તિકપણું પણ છૂટી ગયું. જ્ઞાન જ્ઞાનપણે જ પરિણમવા લાગ્યું...ને આત્માના
ચિદાનંદસ્વરૂપમાં જ મુક્તપણે વિલાસ કરવા લાગ્યું.
PDF/HTML Page 19 of 23
single page version
PDF/HTML Page 20 of 23
single page version
આજના દિવસે ઈન્દ્રને વિચાર આવ્યો કે ભગવાનની વાણી કાં ન છૂટે? તેણે અવધિજ્ઞાનથી જાણ્યું કે
ગણધરપદને લાયક જીવ હાજર નથી, ને તે લાયકાત ઈન્દ્રભૂતિ–ગૌતમમાં છે; એટલે ઈન્દ્ર પોતે બ્રાહ્મણનું
રૂપ ધારણ કરીને ઈન્દ્રભૂતિને વાદવિવાદના બહાને ભગવાનના સમવસરણમાં તેડી લાવે છે.
સમવસરણમાં દૈવી માનસ્તંભ અને દૈવી વૈભવ જોતાં જ ગૌતમનાં માન ગળી જાય છે; ભગવાન પાસે
નમી જાય છે, અને ત્યાં દિવ્યધ્વનિ છૂટતાં ગણધરદેવ તે ઝીલીને બાર અંગની રચના કરે છે, તે આજનો
દિવસ છે.
તેમજ પોતે મહાવિદેહમાં જઈને સાક્ષાત્ સીમંધર–પરમાત્માની વાણી સાંભળી હતી,–તેમણે સમયસારાદિ
મહાન શાસ્ત્રો રચ્યાં છે, તેમાં પણ ભગવાનનો ઉપદેશ ગુંથ્યો છે.
છે. ગણધર ભગવાને બાર અંગરૂપ શાસ્ત્રો પણ ત્યાં જ રચ્યા છે, એટલે શાસ્ત્રની ઉત્પત્તિનું પણ તે
તીર્થસ્થાન છે. અહા! ગણધરદેવની તાકાતની શી વાત? ચાર જ્ઞાનનાં ધારક, શ્રુતકેવળી અને ઉત્કૃષ્ટ
લબ્ધિઓના ધારક ગણધરદેવ એક અંતર્મુહૂર્તમાં બાર અંગની રચના કરે છે, અને મોઢેથી પણ અંતર્મુહૂર્તમાં
બાર અંગ ઉચારી શકે એવી તેમની વચનલબ્ધિ છે. તેઓ તદ્ભવમોક્ષગામી–ચરમશરીરી હોય છે. અહા, ક્્યાં
ક્ષણ પહેલાંનાં ગૌતમ–જેઓ મહાવીરપ્રભુ સાથે વાદવિવાદ કરવા આવતા હતા! અને ક્્યાં ક્ષણ પછીના
ગૌતમ–કે જેઓ ગણધરપદ પામ્યા, ને જેમણે બાર અંગની રચના કરી! ચૈતન્યની અચિંત્ય તાકાત છે. સવળો
પુરુષાર્થ કરતાં તે ક્ષણમાં પ્રગટે છે.
તીર્થંકર થશે.
છે, તેની ઉત્પત્તિ આજે થઈ, રાજગૃહીનગરમાં પંચશૈલપુર (પાંચ પહાડી) છે, ત્યાં વિપુલાચલ ઉપર સૌથી
પહેલવહેલો દિવ્યધ્વનિ આજના દિવસે છૂટયો હતો. એ રીતે આજનો દિવસ મંગલ છે, શાસનના મહોત્સવનો
મોટો દિવસ છે.
અતીન્દ્રિય આનંદના સ્વાદ પાસે જગતના બાહ્યવિષયોનું કૌતુક છૂટી ગયું છે.–એ વાત આ ૬૦મી ગાથામાં
પૂજ્યપાદ સ્વામી બતાવે છે–