Atmadharma magazine - Ank 219
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૯
સળંગ અંક ૨૧૯
Version History
Version
Number Date Changes
001 Apr 2004 First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
વર્ષ: ૧૯ અંક: ૩) તંત્રી : જગજીવન બાઉચંદ દોશી (પોષ : ૨૪૮૮
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
ભગવાન દેખાય છે....
ને.....જ્ઞાનનયન ખુલી જાય છે.
સહજ આનંદ પાઈ રહો નિજમેં લૌ લાઈ, દોરિદોરિ જ્ઞેયમેં ધુકાઈ કયોં પરતુ હૈ!
ઉપયોગ ચંચલકે કીયે હી અશુદ્ધતા હૈ, ચંચલતા મેટેં ચિદાનંદ ઉધરતુ હૈ.
અચલ અખંડ જ્યોતિ ભગવાન દીસતુ હૈ, નૈયકતેં દેખી જ્ઞાનનૈન ઉધરતુ હૈં,
સિદ્ધ પરમાત્મા સોં નિજરૂપ આત્મા, આપ અવલોકિ દીપ શુદ્ધતા કરતુ હૈ. (૧૯)
ભાવાર્થ:–
અરે જીવો! સહજ આનંદ પામીને, નિજસ્વરૂપમાં જ લગની લગાડીને
રહો. દોડાદોડીમાં બહાર પરજ્ઞેયોમાં કેમ ઝુકી પડો છો? ઉપયોગની ચંચળતા
કરતાં અશુદ્ધતા થાય છે, અને તે ચંચળતા મટીને નિજસ્વરૂપમાં ઉપયોગ ઠરતાં
ચિદાનંદનો ઉદ્ધાર થાય છે.–સહજ આનંદ પ્રગટે છે તે અંતર ઉપયોગ વડે
અલખ–અખંડ જ્યોતિસ્વરૂપ ભગવાન દેખાય છે, એને દેખતાં જ્ઞાનનયન
ઊઘડી જાય છે અને તે જ્ઞાનચક્ષુ વડે સિદ્ધપરમાત્મા જેવું જ આ આત્માનું
નિજસ્વરૂપ છે–એમ અવલોકીને જીવ પોતાની શુદ્ધતા કરે છે.
કવિ દીપચંદજી શાહ રચિત જ્ઞાનદર્પણ.
(૨૧૯)

PDF/HTML Page 3 of 21
single page version

background image
સંત કેરી શીતલ આ છાંયડી
કેવું મજાનું દ્રશ્ય છે!! દીવાળીના દિવસોમાં વૃક્ષની
છાયામાં બેઠા બેઠા એકાગ્ર ચિત્તે ગુરુદેવ શાસ્ત્રોનો
સ્વાધ્યાય કરી રહ્યા છે. ગુરુદેવની આસપાસ કેવી
મજાની શાંતિની શીતલ છાયા છવાઈ ગઈ છે!–એ
દેખીને વૃક્ષો પણ શરમાઈ જાય છે કે અરે, અમારી
છાયા ભવતપ્ત પ્રાણીઓને શાંતિ નથી આપી શકતી,
ભવતપ્ત પ્રાણીઓને તો આવા સંતોની શીતલ છાયા
જ શાંતિ આપી શકે છે. ગ્રીષ્મ ઋતુના ધોમ તડકામાં
તપાયમાન પ્રાણી જેમ વૃક્ષની શીતલ છાયાનો આશ્રય
લ્યે તેમ સંસારતાપથી તપ્ત મુમુક્ષુજીવો સત્પુરુષની
શીતલછાયાનું શરણ લ્યે છે. હે ગુરુદેવ! અમે આપનાં
બાળકો, આપના મંગલચરણની શીતલછાયામાં સદાય
કેલિ કરતા કરતા આનંદથી આત્મહિતને સાધીએ...એ
જ અભ્યર્થના.

PDF/HTML Page 4 of 21
single page version

background image
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
વર્ષ: ૧૯ અંક: ૩] તંત્રી : જગજીવન બાઉચંદ દોશી [પોષ : ૨૪૮૮
સંત જનોની છાયામાં–
પાત્રતાની પુષ્ટિ
ગત માસના એક પ્રવચનમાં પૂ. ગુરુદેવે નિશ્ચયના ઉપાસક જીવની
વ્યવહારશુદ્ધિ કેવી હોય તેનું વર્ણન બહુ સરસ રીતે સમજાવ્યું હતું: જે જીવ
નિશ્ચયની ઉપાસના કરવા કટિબદ્ધ થયો છે તેની પરિણતિમાં પહેલાં કરતાં
વૈરાગ્યની ઘણી વૃદ્ધિ થતી જાય છે. તેને દોષનો ભય હોય;
અકષાયસ્વભાવને સાધવા તૈયાર થયો ત્યાં તેના કષાયો ઉપશાંત થવા
માંડે, તેના રાગદ્વેષ ઘટવા માંડે. તેની કોઈ પ્રવૃત્તિ કે આચરણ એવાં ન
હોય કે રાગાદિનું પોષણ કરે; પહેલાં રાગાદિની મંદતા હતી તેને બદલે હવે
રાગાદિની તીવ્રતા થાય–તો તો તે સ્વભાવ સાધવાની નજીક આવ્યો–એમ
કઈ રીતે કહેવાય? એકલું જ્ઞાન–જ્ઞાન કર્યા કરે પણ જ્ઞાનની સાથે રાગની
મંદતા હોવી જોઈએ, ધર્માત્મા પ્રત્યે વિનય–બહુમાન–ભક્તિ–નમ્રતા–
નરમાશ હોવાં જોઈએ, બીજા સાધર્મીજનો પ્રત્યે અંતરમાં વાત્સલ્ય હોવું
જોઈએ. વૈરાગ્ય હોવો જોઈએ, શાસ્ત્રાભ્યાસ વગેરેનો પ્રયત્ન હોવો
જોઈએ...એમ ચારેકોરના બધા પડખાથી પાત્રતા કેળવવી જોઈએ, તો જ
જ્ઞાન યથાર્થ પરિણમે. ખરેખર સાક્ષાત્ સત્સમાગમની બલિહારી છે–
સત્સંગમાં અને સંતધર્માત્માની છત્રછાયામાં રહીને–તેમના પવિત્ર
જીવનને નજર સમક્ષ ધ્યેયરૂપે રાખીને, ચારે પડખેથી સર્વ પ્રકારે ઉદ્યમ
કરી કરીને પોતાની પાત્રતાને પુષ્ટ કરવી જોઈએ. ખરેખર અત્યારે
આપણા સદ્ભાગ્ય છે કે સર્વ પડખાથી પાત્રતા કેળવીને આત્માની
ઉપાસના કઈ રીતે કરવી તે ગુરુદેવ જેવા સંત સાક્ષાત્પણે આપણને
અહર્નિશ સમજાવીને, આપણા જીવનનું ઘડતર કરી રહ્યા છે. તેઓશ્રીના
ઉપકાર સંબંધમાં કાંઈ પણ કહેવા જતાં વાણી અટકી જાય છે. તેઓશ્રીએ
ચીંધેલા માર્ગે ચાલીને તેઓશ્રીના ઉપકારને અતિશીઘ્રપણે સાર્થક કરીએ
એ જ ભાવના...
– જગુભાઈ દોશી (તંત્રી)
– હરિલાલ જૈન

PDF/HTML Page 5 of 21
single page version

background image
: ૪ : આત્મધર્મ: ૨૧૯
* સર્વે જીવોને
ભદ્રકારી જિનશાસન *

માગસર વદ ત્રીજ ને રવિવારે વીસવિહરમાન મંડલવિધાનની પૂર્ણતા
પ્રસંગે અભિષેક થયો તેમાં પૂ. ગુરુદેવ ઉપસ્થિત હતા ને તેઓશ્રીએ
સીમંધરનાથને અર્ઘ ચડાવીને ગંધોદક લીધું હતું. ત્યારબાદ સ્વાધ્યાય–
મંદિરમાં પધાર્યા હતા, ત્યાં સર્વે ભાઈ–બહેનોએ ઘણા ભાવથી દર્શન–સ્તુતિ
અને જયકાર કર્યા હતા. ત્યારબાદ ગુરુદેવે માંગળિકરૂપે સમન્ત ભદ્રસ્વામીના સ્વયંભૂસ્તોત્રમાંથી છેલ્લી કડી
પં શ્રી હિંમતભાઈ પાસે વંચાવીને ઘણા મહિમાપૂર્વક તેના અર્થ કર્યા હતા: સ્તુતિકાર–આચાર્ય મહાવીરપ્રભુની
સ્તુતિ કરતાં કહે છે કે–
“પરમત મૃદુવચન રચિત ભી હૈ, નિજગુણ–સંપ્રાપ્તિ રહિત વહ હૈ;
તવ મત નયભંગ વિભૂષિત હૈ, સુસમન્તભદ્ર નિર્દૂષિત હૈ.” (૧૪૩)
હે વીરનાથ જિનદેવ! આપનું અને આપના જેવા બીજા અનંતા તીર્થંકરોનું જે અનેકાન્તશાસન
છે તે ભદ્રરૂપ છે, કલ્યાણકારી છે; અને આપના શાસનથી ભિન્ન જે પરમત છે તે કાનોને પ્રિય લાગે
એવી મધુર રચનાવાળા હોવા છતાં, આત્મહિતકારી એવા બહુગુણોની સંપત્તિથી રહિત છે, સર્વથા
એકાન્તવાદનો આશ્રય લેવાને કારણે તેના સેવનથી નિજગુણોની પ્રાપ્તિ થતી નથી; તેમજ તે યથાર્થ
વસ્તુસ્વરૂપના નિરુપણમાં અસમર્થ હોવાથી અપૂર્ણ છે, બાધાસહિત છે અને જગતને માટે અકલ્યાણકારી
છે. પરંતુ હે નાથ! અનેક નયભંગોથી વિભૂષિત આપનો અનેકાન્તમત યથાર્થ વસ્તુસ્થિતિના
નિરુપણમાં સમર્થ છે, બહુગુણોની સમ્પત્તિથી યુક્ત છે અર્થાત્ તેના સેવનવડે બહુ ગુણોની પ્રાપ્તિ થાય
છે, અને તે સર્વ પ્રકારે ભદ્રરૂપ છે. નિર્બાધ છે, વિશિષ્ટ શોભાસમ્પન્ન છે અને જગતને માટે કલ્યાણરૂપ
છે.
ઘણા પ્રમોદપૂર્વક ગુરુદેવે કહ્યું: વાહ જુઓ તો ખરા...કેવી સ્તુતિ કરી છે!! અહો, સર્વજ્ઞ
વીતરાગદેવનું અનેકાન્તશાસન સર્વે જીવોને કલ્યાણકારી છે, તેમાં જ નિજગુણની પ્રાપ્તિ છે. વસ્તુમાં
એક સમયમાં ઉત્પાદ–વ્યય–ધ્રુવતા, ક્ષણેક્ષણે બદલે છતાં નિજગુણ–અનંતગુણ એમને એમ ટકી રહે–
આવી વસ્તુસ્થિતિ સર્વજ્ઞ સિવાય બીજા કોઈ પ્રગટ કરી શકે નહિ. અન્ય મતની ભાષા ભલે કોમળ હોય
પણ અંદર ઝેર છે. તેમાં જીવને નિજગુણોની પ્રાપ્તિ થતી નથી; તે એકાન્તમતો મિથ્યા છે. હે નાથ! તારું
અનેકાન્તશાસન જ ‘સમન્તભદ્રરૂપ’ (સર્વ પ્રકારે કલ્યાણરૂપ) અને નિર્દોષ છે. હે નાથ! તારા આવા
નિર્દોષ એકાન્તશાસનને મુકીને બીજા એકાન્તશાસનને કોણ સેવે? તે તો રાગના પોષક છે, અને એકેક
આત્મામાં અનંતગુણો છે–એવા ગુણની પ્રાપ્તિ તે એકાન્તમતોમાં નથી. જો અનંતગુણ માનવા જાય તો
અનેકાન્ત સાબિત થઈ જાય છે ને સર્વથા એકાન્ત (–અદ્વૈત અથવા સર્વથા નિત્ય, કે સર્વથા અનિત્ય–
એ બધા) મતો મિથ્યા ઠરે છે. માટે હે નાથ! આપના નિર્દોષ શાસન સિવાય બીજો કોઈ મત જીવને
કલ્યાણરૂપ નથી; તે પરમત તો જીવોને અનંત સંસારમાં રખડાવનાર છે ને આપનું શાસન જીવોને
તારનાર છે.

PDF/HTML Page 6 of 21
single page version

background image
પોષ: ૨૪૮૮ : પ :
જિનશાસનના ઘણા મહિમાપૂર્વક ગુરુદેવે કહ્યું–અહા જુઓ તો ખરા! સમન્તભદ્રઆચાર્યે કેવી સરસ
સ્તુતિ કરી છે? તેમણે રચેલી આ ૨૪ તીર્થંકરોની સ્તુતિમાં ઘણા ગંભીર ભાવો ભર્યાં છે. તેમને માટે એવો
ઉલ્લેખ છે કે તેઓ ભવિષ્યમાં તીર્થંકર થશે. આવા સમન્તભદ્રસ્વામી–મહાવીતરાગી સંત, તેમનું વચન અત્યંત
પ્રમાણભૂત છે. જેવું ભગવાન કુંદકુંદાચાર્યનું વચન, અને જેવું અમૃતચંદ્રાચાર્યનું વચન તેવું જ
સમન્તભદ્રસ્વામીનું વચન! તેઓ સ્પષ્ટ કહે છે કે એક અર્હંતદેવનું અનેકાન્તમય જિનશાસન જ સર્વે જીવોને
ભદ્રરૂપ છે; એના સિવાય બીજા બધાય એકાન્તમતો દુષિત છે, મિથ્યા છે, ને જીવોનું અહિત કરનાર છે. આવું
કલ્યાણકારી જિનશાસન ભદ્રરૂપ અને મંગળરૂપ છે.
આ રીતે ગુરુદેવે ઘણા જ વૈરાગ્ય અને ભક્તિભાવથી ઉપરોક્ત સ્તુતિના અર્થ દ્વારા માંગળિક કર્યું, તે
સાંભળીને સર્વે મુમુક્ષુઓને ઘણો આનંદ થયો હતો...ને જયનાદ ગાજી ઊઠયા હતા.–
જિનેશ્વરદેવના મંગલ આશિર્વાદપ્રાપ્ત મંગલમૂર્તિ
ગુરુદેવનો જય હો......વિજય હો.
અનેકાન્ત સ્વરૂપ જિનનીતિ
અનેકાન્તસ્વરૂપ જિનનીતિ ભગવાન
આત્માને યથાર્થસ્વરૂપે પ્રસિદ્ધ કરે છે. તે ‘અનેકાન્ત’
અર્હંત ભગવાનનું અલંઘ્ય (કોઈથી તોડી ન શકાય
તેવું) શાસન છે. એકાંત માન્યતાઓને તોડી પાડતું
અને અનેકાન્તસ્વરૂપે ભગવાન આત્માને પ્રસિદ્ધ
કરતું તે અનેકાન્ત શાસન જયવંત વર્તે છે.
અનેકાન્તમય વસ્તુવ્યવસ્થાને અનેકાન્ત
સંગતદ્રષ્ટિ વડે જ્ઞાનીપુરુષો સ્વયમેવ દેખે છે, અને એ
રીતે અનેકાન્તમય જિનનીતિને નહિ ઉલ્લંઘતા થકા
તે સંતો સ્વયમેવ જ્ઞાન–આનંદસ્વરૂપ થાય છે.
જ્ઞાન–આનંદસ્વરૂપ થવું તે અનેકાન્તનું ફળ
છે, ને તે જ જિનનીતિ છે, તે જ જિનેશ્વરદેવનો માર્ગ
છે. આનાથી વિરુદ્ધ (એકાંત) વસ્તુસ્વરૂપ માનતું તે
જિનનીતિ નથી પણ મહાન અનીતિ છે. જિનનીતિ જે
ઉલ્લંઘે છે તે મિથ્યાદ્રષ્ટિ થાય છે ને ઘોરસંસારમાં
રખડે છે...સંતો અનેકાન્તસ્વરૂપ પાવન જિનનીતિને
કદી ઉલ્લંઘતા નથી, તેથી, તેઓ પરમ અમૃતમય
મોક્ષપદને પામે છે.
અનેકાન્તમય જિનનીતિ જયવંત હો.

PDF/HTML Page 7 of 21
single page version

background image
: ૬ : આત્મધર્મ: ૨૧૯
સર્વે પાઠકોને રસ આવે અને ખાસ કરીને બાળકો રસપૂર્વક તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરવામાં જોડાય–
એવા સુગમ લેખ માટે તંત્રીશ્રીની સૂચનાને અનુસરીને અહીં નવતત્ત્વ સંબંધી કેટલાક પ્રશ્નો રજુ કર્યા છે અમને
વિશ્વાસ છે કે તે સૌને પસંદ પડશે. બાળકો! તમે પણ આ પ્રશ્નો વિચારજો અને ન સમજાય તે તમારા વડીલો
પાસેથી સમજી લેજો. જે બાળકો બધા પ્રશ્નોના જવાબ લખી મોકલશે તેમને એક ફોટો ભેટ મોકલાશે. (માત્ર
જવાબો જ લખવા; પ્રશ્નો લખવાની જરૂર નથી. સરનામું–“સંપાદક આત્મધર્મ” : સ્વાધ્યાય મંદિર, સોનગઢ:
સૌરાષ્ટ્ર) જવાબો આવતા અંકે પ્રગટ થશે. તમારો પ્રિય “બાલવિભાગ” પણ ટૂંક સમયમાં શરૂ થશે.
(૧) આપણે ચૈતન્યસ્વભાવમાં સંપૂર્ણ સ્થિર
થઈએ તો આપણી પાસે કયું તત્ત્વ આવે?
(૨) આપણે ભગવાનની ભક્તિપૂજા કરીએ,
અને ગુરુ પ્રત્યે તથા ધર્મીજીવો પ્રત્યે વિનય–બહુમાન
કરીએ તો આપણી પાસે કયું તત્ત્વ આવે?
(૩) કોઈ મૂઢજીવ ઘણા જીવોને મારી નાંખે તો
તેની પાસે કયું તત્ત્વ આવે?
(૪) આપણી પાસે એવું કયું તત્ત્વ છે કે જે સદાય
(અનાદિ અનંત) આપણી પાસે જ હોય?
(પ) આપણી પાસે મોક્ષતત્ત્વ આવે તો બીજા
કયા કયા તત્ત્વો આપણી પાસેથી છૂટી જાય?
(૬) એક જીવની પાસે એક સાથે વધારેમાં વધારે
કેટલા તત્ત્વો હોય? કયા–કયા?
(૭) નવ તત્ત્વમાંથી ઓછામાં ઓછા તત્ત્વો કયા
જીવ પાસે હોય? અને કયા કયા?
(૮) સમ્યગ્દર્શન થાય ત્યારે આપણી પાસે કયા
કયા તત્ત્વો નવા આવે?
(૯) સમ્યગ્દર્શન થતાં આપણી પાસેથી કયા કયા
તત્ત્વો ભાગવા માંડે?
(૧૦) સિદ્ધ ભગવાન પાસે ઝાઝા તત્ત્વો છે કે
તમારી પાસે?
(૧૧) જ્યાં સંવરતત્ત્વ હોય ત્યાં બીજા કયા કયા
તત્ત્વો હોઈ શકે?
(૧૨) જ્યાં સંવરતત્ત્વ ન હોય ત્યાં બીજા કયા
કયા તત્ત્વો હોઈ શકે?
(૧૩) સંવરતત્ત્વની પૂર્ણતા ક્્યારે?
(૧૪) નિર્જરાતત્ત્વની પૂર્ણતા ક્્યારે?
(૧પ) સિદ્ધ ભગવંતો પાસે કેટલા તત્ત્વો હોય?
(૧૬) મોક્ષમાર્ગ એટલે કયા કયા તત્ત્વો?
(૧૭) જગતમાં સંવરતત્ત્વવાળા જીવો ઝાઝા કે
મોક્ષતત્ત્વવાળા ઝાઝા?
(૧૮) જગતમાં મોક્ષતત્ત્વવાળા જીવો ઝાઝા કે
બંધતત્ત્વવાળા ઝાઝા?
(૧૯) જગતમાં જીવતત્ત્વો ઝાઝા કે
?
(૨૦) તમારી પાસે અત્યારે કયા કયા તત્ત્વો છે?
(૨૧) નવતત્ત્વોમાંથી કયા કયા તત્ત્વો સારા
(હિતરૂપ) છે?
(૨૨) મિથ્યાદ્રષ્ટિજીવ કયા તત્ત્વોનો રાજા છે?
(૨૩) નીચેનાં વાક્્યો વાંચતાં કયું તત્ત્વ યાદ
આવે છે?
૧. જીવ નરકમાં ઘણું જ દુઃખ ભોગવે છે ( )
૨. સ્વર્ગમાં પણ ખરેખર સુખ નથી. ( )
૩. સિદ્ધ ભગવંતો સંપૂર્ણ સુખી છે. ( )
૪. ચૈતન્યના ધ્યાન વડે કર્મના
ભુક્કા ઊડી જાય છે. ( )
પ. જ્ઞાન તે મારો સ્વભાવ છે. ( )
૬. મિથ્યાદ્રષ્ટિને ઘણી આવક છે ને સમ્યગ્દ્રષ્ટિને
બહુ જ થોડી આવક છે,–શેની? –કર્મની. ( )
૭. સમ્યગ્દ્રષ્ટિને આવક કરતાં
જાવક વધારે છે–શેની?–કર્મની. ( )
૮. મિથ્યાદ્રષ્ટિને જાવક કરતાં આવક
ઘણી છે–શેની?–કર્મની. ( )
૯. સમ્યગ્દર્શન વગર કર્મબંધન કદી અટકે નહિ. ( )
૧૦. દેહમાં જ્ઞાન નથી. ( )

PDF/HTML Page 8 of 21
single page version

background image
પોષ: ૨૪૮૮ : ૭ :
ગુરુદેવે આપેલી
આ બેસતા વર્ષનું બપોરનું પ્રવચન છે...કારતક સુદ એકમના આ પ્રવચનમાં
બેસતા વર્ષની બોણી તરીકે ગુરુદેવે સમ્યગ્દર્શનની રીત આપી છે. તે ઝીલીને
આત્મામાં સમ્યક્ત્વરૂપી મંગલ સુપ્રભાત ઉગાડવું–તે આપણું કર્તવ્ય છે.
(બેસતા વર્ષનું સવારનું પ્રવચન આત્મધર્મના ગતાંકમાં આવી ગયું છે.)

સમ્યગ્દર્શન પામવાનું અલૌકિક વર્ણન આ ૧૪૨મી ગાથામાં છે. જે બદ્ધપણાનો વિકલ્પ છે તે તો
સમ્યગ્દર્શનનું કારણ નથી, તેમજ આત્મા અબદ્ધ છે–એવો વિકલ્પ તે પણ સમ્યગ્દર્શનનું કારણ નથી. બદ્ધ
છું–એવા નયપક્ષને તો છોડયો, પણ હું અબદ્ધ છું–એવા વિકલ્પને ન છોડયો, તે વિકલ્પના કર્તાપણામાં
અટક્યો તો તેને સમ્યગ્દર્શન થતું નથી. જેમ બીજા જીવો બાહ્ય પ્રવૃત્તિની ગડમથલ કર્યા કરે તેમ આ
પણ અંદરમાં વિકલ્પની ગડમથલ કર્યા કરે છે, પણ વિકલ્પથી જુદો પડીને જ્ઞાનમય પરિણમતો નથી.
જ્ઞાનને સમસ્ત વિકલ્પોથી જુદું કરીને અંતર્મુખ કરે ત્યારે જ શુદ્ધતાનો અનુભવ થાય છે.
સમ્યગ્દર્શન પછી જે વિકલ્પ ઊઠે તે તો જ્ઞાનથી ભિન્નપણે જ વર્તે છે, જ્ઞાન તેના કર્તાપણામાં
અટકતું નથી. અહો, આ ચીજ મોંઘી અને દુર્લભ છે, પણ અશક્્ય નથી. અંતરના સાચા પ્રયત્નથી તે
પ્રાપ્ત થાય તેવી છે. મિથ્યા–દ્રષ્ટિરાગના કર્તૃત્વમાં અટકી જાય છે, અંદર સૂક્ષ્મ વિકલ્પ આવે કે ‘હું શુદ્ધ
છું’–ત્યાં તે વિકલ્પમાં સંતોષાઈને તેના કર્તૃત્વમાં અટકી જાય છે, બીજા ઘણા સ્થૂળ વિકલ્પો છૂટી ગયા
એટલે જાણે કે હું બહારથી ઘણો પાછો હટી ગયો છું; પણ અંદરના સૂક્ષ્મ વિકલ્પને કર્તવ્ય માનીને
અટક્યો તે બહિર્મુખવૃત્તિમાં જ અટકયો છે. સ્થૂળપણે એમ વિચારે કે ‘રાગથી જુદો છું; રાગ મારું કાર્ય
નિશ્ચયથી નથી’–પણ વેદનમાં જ્ઞાનને રાગથી જુદું પાડતો નથી, એટલે પરિણમનમાં તો તેને જ્ઞાન અને
રાગની એકત્વબુદ્ધિ જ વર્તે છે. ‘હું શુદ્ધ છું’ એવો જે શુદ્ધાત્માનો વિકલ્પ તે કાંઈ સમ્યગ્દર્શન નથી; ‘હું
શુદ્ધ છું’–એવી દ્રષ્ટિનું અંતરપરિણમન થવું એટલે કે શુદ્ધઆત્મા સાથે પર્યાય તદ્રૂપ થવી–તે સમ્યગ્દર્શન
છે. આવા સમ્યગ્દર્શનમાં કોઈ પણ વિકલ્પનું અવલંબન નથી, અજ્ઞાની તો વિકલ્પો ફેરવે છે, બંધનો
વિકલ્પ છોડીને અબંધપણાનો વિકલ્પ કર્યો ત્યાં જાણે કે હું અબંધ થઈ ગયો,–પણ ખરેખર અબંધનો
વિકલ્પ તે પણ બંધભાવ જ છે ને તે બંધભાવમાં જ અટકયો છે. બંધભાવને ઓળંગીને સાક્ષાત્
અબંધપણે પરિણમન થાય તેનું નામ શુદ્ધતા છે.
અહો, આ અંતરના પરિણમનનું સ્વરૂપ બતાવનારી ગાથા છે; અનુભવદશાની પ્રાપ્તિ કેમ થાય–તેની
આ રીત બતાવાય છે. બેસતા વર્ષની આ બોણી અપાય છે....કેવી બોણી? બાહ્યવસ્તુની નહિ, અંદરના
વિકલ્પની પણ નહિ, બાહ્યવસ્તુના અવલંબનથી રહિત, ને વિકલ્પાતીત એવી ચૈતન્યવસ્તુના
અનુભવરૂપ સમ્યગ્દર્શન કેમ થાય–તેની આ બોણી સંતો આપે છે. આ ચૈતન્યવસ્તુ એક નાનામાં નાના
વિકલ્પના કર્તૃત્વનો બોજો પણ સહન કરી શકે તેવી નથી. જ્ઞાતાસ્વભાવી ભગવાન આત્મામાં વિકલ્પનું
કર્તૃત્વ સમાઈ શકે તેમ નથી. અરે, આંખમાં કણું જેમ ન સમાય, તેમ ચૈતન્ય–

PDF/HTML Page 9 of 21
single page version

background image
: ૮ : આત્મધર્મ: ૨૧૯
સ્વભાવમાં વિકારના કર્તૃત્વનો કણ પણ સમાય તેમ નથી. પછી તે વિકલ્પ બંધનનો હો કે અબંધનો હો,
અથવા બદ્ધ પણ છું ને અબદ્ધ પણ છું–એવો વિકલ્પ હો,–પણ તે વિકલ્પના કર્તૃત્વમાં જે અટકે તે મિથ્યાદ્રષ્ટિ
જ રહે છે, તે વિકલ્પના જ પક્ષમાં ઉભો છે પણ જ્ઞાનના પક્ષમાં આવ્યો નથી. સમસ્ત વિકલ્પોથી જ્ઞાનને છૂટું
પાડીને અંતર્મુખ ઉપયોગ વડે નિર્વિકલ્પ ચૈતન્યનું વેદન થાય તેનું નામ સમ્યગ્દર્શન છે.
જ્યાં આવું સમ્યગ્દર્શન થયું ત્યાં આત્મામાં સોનાનો સૂરજ ઊગ્યો. મંગલપ્રભાત ખીલ્યું. જુઓ,
આ “સોના સમોરે સૂરજ ઊગીઓ”
નિશ્ચયથી વસ્તુ તો અબદ્ધ જ છે, તે તો યથાર્થ છે, તે કાંઈ અસત્ય નથી; પણ ‘હું અબદ્ધ છું’ એવો જે
વિકલ્પ છે તે કાંઈ વસ્તુસ્વરૂપ નથી, તે વિકલ્પ વસ્તુસ્વરૂપથી બહાર છે, તેથી તે વિકલ્પના કર્તૃત્વમાં જે
રોકાય છે તે વસ્તુસ્વરૂપથી બહાર રહે છે. વસ્તુસ્વરૂપનો અનુભવ વિકલ્પ વડે થઈ શકતો નથી. અહીં બદ્ધ–
અબદ્ધના વિકલ્પની વાત કરી તે પ્રમાણે શુદ્ધ–અશુદ્ધ, એક–અનેક વગેરે ગમે તેના વિકલ્પ હો,–પણ તે જ્ઞાનનું
કાર્ય નથી; તેને જે જ્ઞાનનું કાર્ય માને છે તે જીવ તેનાથી આગળ જઈને ઉપયોગને ચૈતન્યસ્વભાવ તરફ
વાળતો નથી. જે જીવ સમસ્ત પ્રકારના નયપક્ષના વિકલ્પોને ઓળંગી જાય છે ને શુદ્ધાત્માનો સાક્ષાત્ આશ્રય
કરે છે તે જ ચૈતન્યને અનુભવે છે. જુઓ, આ ચૈતન્યના અનુભવના કોડ પૂરવાની રીત! અનુભવના કોડ
(ઉત્કંઠા) તો ઘણાને હોય પણ તેની રીત જાણ્યા વગર તે કોડ પૂરા કેમ થાય? ભાઈ, તારા અનુભવના કોડ
કેમ પૂરા થાય ને અનુભવ કેમ થાય–તે રીત સંતો તને બતાવે છે.
જુઓ, નિશ્ચયનયનો આશ્રય છોડવાની વાત નથી, પણ તે નિશ્ચયના વિકલ્પનો આશ્રય છોડવાની
વાત છે. જેમ વ્યવહારનો વિકલ્પ છોડવા યોગ્ય છે તેમ નિશ્ચયનયનો પણ વિકલ્પ તો છોડવા જેવો છે–એ
બરાબર છે; પરંતુ તેની જેમ કોઈ એમ કહે કે જેમ વ્યવહારનયનો આશ્રય છોડવા જેવો છે તેમ નિશ્ચયનયનો
પણ આશ્રય છોડવા જેવો છે તો તે વાત બરાબર નથી. વ્યવહારનયનો તો આશ્રય છોડવા જેવો છે પણ
નિશ્ચયનયનો આશ્રય છોડવા જેવો નથી. નિશ્ચયના આશ્રયમાં કાંઈ વિકલ્પ નથી. વિકલ્પથી પાર અંતર્મુખ
થાય ત્યારે જ નિશ્ચયનો આશ્રય પ્રગટે છે. શુદ્ધઆત્મા સમ્યગ્દર્શનનો વિષય છે, પણ ‘હું શુદ્ધ છું’ એવા
વિકલ્પનો કાંઈ તે વિષય નથી. આખી પરિણતિની જાત જ જુદી, વિકલ્પ તે વિભાવ પરિણતિ, અને
સમ્યગ્દર્શન તે સ્વભાવ–પરિણતિ, તેમને કાંઈ લાગતું વળગતું નથી. પરિણતિ જ્યારે ચૈતન્યમાં અંતર્મુખ
પરિણમે ત્યારે તેમાં વિકલ્પનું કર્તૃત્વ રહેતું નથી. જ્ઞેયપણે વિકલ્પ ભલે હો, પણ જ્ઞાનના કાર્યપણે વિકલ્પ
હોતો નથી. વિકલ્પને જ્ઞાનનું કાર્ય માને તો તે વિકલ્પને ઓળંગીને ચૈતન્ય તરફ કેમ વળે? અહા, કેટલી
વીતરાગતા!! સમ્યગ્દર્શનમાં પણ આવી વીતરાગતા છે કે રાગના અંશ માત્રને સ્વકાર્યપણે તે સ્વીકારતું
નથી. નિર્વિકલ્પ અનુભૂતિ જ્ઞાનને અંતર્મુખ કરવાથી જ થાય છે.
અહો, આવી વસ્તુસ્થિતિ છે તો વિકલ્પના કર્તૃત્વમાં કોણ અટકે? નયપક્ષના સમસ્ત વિકલ્પોના
ત્યાગની ભાવનાને કોણ ન નચાવે? વિકલ્પથી ભિન્ન ચેતનાને કોણ ન પરિણમાવે? જેઓ નયોના
પક્ષપાતને છોડીને એટલે વિકલ્પથી ભિન્ન પડીને નિર્વિકલ્પ અનુભૂતિથી ચૈતન્યને અનુભવે છે તેઓ
નિર્વિકલ્પ આનંદરસના પરમ અમૃતને સાક્ષાત્ પીએ છે.
પહેલી વખત તો નિર્વિકલ્પ અનુભૂતિથી સાક્ષાત્ અમૃતને અનુભવે છે, અને પછી વિકલ્પ ઊઠે તો
પણ તે વિકલ્પને જ્ઞાનથી જુદાપણે જ રાખે છે, એટલે પોતે તો પોતાના ચેતનસ્વરૂપમાં જ ગુપ્ત રહે છે.
વિકલ્પ આવે તેમાં જ્ઞાન ચાલ્યું જતું નથી; જે ભેદજ્ઞાન પરિણમી ગયું છે તે વિકલ્પ વખતેય સતત ચાલુ રહે
છે. વિકલ્પમાં તો ચિત્તનો ક્ષોભ છે, શુભ વિકલ્પમાં પણ ચિત્તનો ક્ષોભ છે, કલેશ છે; તેનાથી જ્ઞાનને ભિન્ન
જાણીને જ્યારે સર્વ વિકલ્પોને ઓળંગી જાય છે ત્યારે વિકલ્પોનો પક્ષપાત મટી જાય છે ને નિર્વિકલ્પ શ્રદ્ધા
થાય છે, એટલે સ્વરૂપમાં પ્રવૃત્તિ થાય છે ને અતીન્દ્રિય સુખ અનુભવાય છે.–આવી દશાનું નામ સમ્યગ્દર્શન
છે ને તે અપૂર્વ મંગલ પ્રભાત છે.
* * * * * * * *

PDF/HTML Page 10 of 21
single page version

background image
પોષ : ૨૪૮૮ : ૯ :
જ્ઞાનીના બધાય ભાવો જ્ઞાનમય છે
અજ્ઞાનીના બધાય ભાવો અજ્ઞાનમય છે
(સમયસાર ગાથા ૧૨૮ થી ૧૩૧ના પ્રવચનમાંથી)
જેણે જ્ઞાન અને રાગનું ભેદજ્ઞાન કર્યું છે એવા જ્ઞાનીના બધા ભાવો જ્ઞાનમય હોય છે; અને જેને રાગ
સાથે એકતાબુદ્ધિ છે એવા અજ્ઞાનીના બધાય ભાવો અજ્ઞાનમય જ હોય છે.
શિષ્ય પૂછે છે કે : જ્ઞાનીના બધાય ભાવો જ્ઞાનમય જ કેમ હોય છે? અને અજ્ઞાનીના બધાય ભાવો
અજ્ઞાનમય જ કેમ હોય છે? તેના ઉત્તરમાં આચાર્યદેવ બે ગાથાઓ કહે છે––
વળી જ્ઞાનમય કો ભાવમાંથી
જ્ઞાનભાવ જ ઊપજે,
તે કારણે જ્ઞાની તણા
સૌ ભાવ જ્ઞાનમયી બને. (૧૨૮)
અજ્ઞાનમય કો ભાવથી
અજ્ઞાનભાવ જ ઊપજે
તે કારણે અજ્ઞાનીના
અજ્ઞાનમય ભાવો બને. (૧૨૯)
કારણ જેવું કાર્ય થાય છે, એટલે જેના મૂળમાં અજ્ઞાન છે તેના બધાય ભાવો અજ્ઞાનમય જ હોય છે.
અજ્ઞાનીને શુદ્ધ ચિદાનંદમૂર્તિ આત્મામાં પ્રવેશ જ નથી, રાગના કર્તૃત્વપણે જ તેનાં બધા પરિણામો થાય છે
તેથી તેના કોઈ પરિણામો અજ્ઞાનને ઉલ્લંઘતા નથી; શાસ્ત્રજ્ઞાન હો કે વ્રત–તપના પરિણામ હો–તે બધાય
અજ્ઞાનભાવમય જ છે. શાસ્ત્રના ભણતર વખતેય તેની બુદ્ધિમાં વિકલ્પનું અવલંબન પડ્યું છે, તેથી
પરાશ્રયબુદ્ધિને તેના ભાવો ઓળંગતા નથી.
અને, શુદ્ધચૈતન્યસ્વભાવને રાગથી ભિન્નપણે જેણે અનુભવ્યો એટલે જેની પર્યાયમાં ચૈતન્યભગવાન
વ્યાપી ગયો એવા ધર્મી–જ્ઞાની જીવને ભેદજ્ઞાનની ભૂમિકામાં જે કોઈ પરિણામ થાય તે બધાય જ્ઞાનમય જ છે;
કારણ જેવું કાર્ય થાય છે; જ્ઞાનીના બધાય ભાવો ભેદજ્ઞાનપૂર્વક થાય છે, ક્્યાંય પણ રાગ સાથે જ્ઞાનની
એકતા તેને થતી નથી, રાગથી ભિન્ન જ્ઞાનમયભાવપણે જ તે પરિણમે છે. ક્્યારેક અશુભ પરિણામ હોય
ત્યારે પણ જ્ઞાની તે અશુભમાં તન્મયપણે નથી પરિણમતો પણ જ્ઞાનમાં જ તન્મયપણે પરિણમે છે; એટલે
તેના બધાય ભાવો જ્ઞાનમય જ છે. જ્ઞાનીનો કોઈપણ ભાવ જ્ઞાનમયપણાને છોડતો નથી. જ્ઞાન થોડું હો કે
ઝાઝું પણ અંતર્મુખપણે તેના બધાય ભાવો જ્ઞાનમય જ છે. સહજસ્વરૂપ ચૈતન્યના સ્વામીપણે પરિણમતાં
બધાય ભાવો ચૈતન્યમય જ થાય છે.
રાગના સ્વામીપણે જે પરિણમે તેના બધાય ભાવો રાગમય–અજ્ઞાનમય થાય છે; અને ચૈતન્યના
સ્વામીપણે જે પરિણમે તેના બધાય ભાવો ચૈતન્યમય–જ્ઞાનમય થાય છે. જુઓ તો ખરા, દ્રષ્ટિનું જોર!! જેવી
દ્રષ્ટિ તેવી સૃષ્ટિ; જ્ઞાનીએ ઉદયભાવોને પ્રજ્ઞાછીણી વડે જ્ઞાનથી ભિન્ન કરી નાંખ્યા છે, સદાય...જાગતાં કે
ઊંઘમાં, નિર્વિકલ્પતામાં કે વિકલ્પ વખતે તે જ્ઞાનમાં જ તન્મયપણે પરિણમે છે ને રાગને ચૈતન્યથી જુદો ને
જુદો જ રાખીને પરિણમે છે. આવું જ્ઞાનમય પરિણમન તેને સદાય વર્ત્યા જ કરે છે.

PDF/HTML Page 11 of 21
single page version

background image
: ૧૦ : આત્મધર્મ: ૨૧૯
અરે જીવ! તું દ્રષ્ટિની અને ભેદજ્ઞાનની મહત્તા સમજ!
અજ્ઞાની અંદર ગુણગુણીભેદથી આત્માનું ચિંતન કરતો હોય, તેને એમ લાગે કે હું આત્માનું નિર્વિકલ્પ
ધ્યાન કરું છું, પણ અંદર ભેદના સૂક્ષ્મ વિકલ્પ સાથે તેને એકતાબુદ્ધિ પડી છે, જાણે કે આ વિકલ્પદ્વારા
અભેદનો નિર્વિકલ્પ અનુભવ થશે–એવી બુદ્ધિથી તે વિકલ્પમાં જ અટકેલો છે, એટલે ધ્યાન વખતે પણ તેના
ભાવો અજ્ઞાનમય જ છે.
અને જ્ઞાનીને ક્્યારેક આર્ત્તધ્યાન જેવા પરિણામ આવી જાય, તોપણ અંદર જ્ઞાનને વિકલ્પથી પણ
ભિન્ન અનુભવે છે, આર્ત્તધ્યાનના પરિણામથી જ્ઞાનને જુદું જ જાણે છે, ચિદાનંદતત્ત્વ રાગથી પાર છે તે
શ્રદ્ધામાંથી ખસતું નથી ને ભેદજ્ઞાન એક ક્ષણ પણ છૂટતું નથી, તેથી શ્રદ્ધા અને ભેદજ્ઞાનના બળે તેના બધાય
ભાવો જ્ઞાનમય જ હોય છે.
જુઓ, જ્ઞાની અને અજ્ઞાનીના પરિણામની જાત જ જુદી છે અજ્ઞાનીનું શાસ્ત્રજ્ઞાન કેવું? કે
અજ્ઞાનમય; અજ્ઞાનીને કદાચ વિભંગ અવધિજ્ઞાન થાય, તો તે પણ અજ્ઞાનમય; અજ્ઞાની વ્રત કરે તો તે પણ
અજ્ઞાનમય; અજ્ઞાનીની સામાયિક પણ અજ્ઞાનમય; અજ્ઞાનીનું તપ પણ અજ્ઞાનમય; અજ્ઞાનીનો વૈરાગ્ય પણ
અજ્ઞાનમય; અજ્ઞાનીની પૂજા–ભક્તિ પણ અજ્ઞાનમય; અજ્ઞાનીની જાત્રા કે દાન તે પણ અજ્ઞાનમય; એ
પ્રમાણે અજ્ઞાનીના બધાય પરિણામ અજ્ઞાનમય જ હોય છે, સર્વત્ર તેને રાગની કર્તૃત્વબુદ્ધિ જ પડેલી છે...
ઝેરના પ્રવાહમાંથી તો ઝેર જ આવે; ઝેરના પ્રવાહમાંથી કાંઈ અમૃત ન આવે.
અને જ્ઞાનીના બધાય પરિણામો જ્ઞાનમય જ છે. શાસ્ત્રજ્ઞાન ઝાઝું હો કે ન હો, અવધિ–મનઃપર્યયજ્ઞાન
હો કે ન હો, પણ તેને જ્ઞાનમયભાવો જ છે. વ્રત–તપ–દાન–જાત્રા–વૈરાગ્ય–ભક્તિ–પૂજા વગેરે સમસ્તભાવો
વખતે તેને જ્ઞાનમય પરિણમન વર્તી જ રહ્યું છે. સાકરના પ્રવાહમાંથી તો સાકરની મીઠાસ જ આવે, સાકરના
પ્રવાહમાં કડવાશ ન આવે.
જ્ઞાનીના બધાય ભાવો જ્ઞાનથી જ રચાયેલા છે, ને અજ્ઞાનીના બધાય ભાવો અજ્ઞાનથી રચાયેલા છે.
આ રીતે જ્ઞાની અને અજ્ઞાનીના પરિણમનમાં આકાશપાતાળ જેવો મોટો તફાવત છે. જ્ઞાનીના
જ્ઞાનમયપરિણમનને અજ્ઞાનીઓ ઓળખી શકતા નથી. આ જ્ઞાની આવો રાગ કરે છે–એમ પોતાની ઊંધી
દ્રષ્ટિથી દેખે છે, પણ તે વખતેય જ્ઞાનીનો આત્મા રાગના અકર્તાપણે ચૈતન્યભાવરૂપ જ પરિણમી રહ્યો છે,
તે પરિણમન અજ્ઞાનીને દેખાતું નથી. પોતામાં જ્ઞાન અને રાગની ભિન્નતાનું ભાન નથી એટલે સામા
જ્ઞાનીના આત્મામાં પણ જ્ઞાન અને રાગની ભિન્નતાને તે દેખી શકતો નથી. જો જ્ઞાનીના પરિણમનને
યથાર્થ ઓળખે તો પોતાને ભેદજ્ઞાન થયા વગર રહેશે નહિ. રાગના કર્તૃત્વમાં રહીને જ્ઞાનીની સાચી
ઓળખાણ થતી નથી. ભાઈ, જ્ઞાનીના બધાય ભાવો જ્ઞાનમય જ હોય છે, કેમકે તેણે ચૈતન્યના
અનુભવમાંથી રાગને જુદો પાડી નાખ્યો છે. રાગ રાગમાં છે, ને જ્ઞાનીનો આત્મા તો જ્ઞાનભાવમાં જ
તન્મય છે, તે રાગમાં તન્મય નથી; માટે જ્ઞાનીના બધાય ભાવો જ્ઞાનમય જ છે, ને અજ્ઞાનીના બધાય
ભાવો અજ્ઞાનમય જ હોય છે.
* * * * * *
(એ જ વાત ગાથા ૧૩૦–૧૩૧માં દ્રષ્ટાંતપૂર્વક સમજાવે છે.)
જગતના બધાય પદાર્થો પરિણમનસ્વભાવી છે એટલે ક્ષણે ક્ષણે પરિણમે છે, તો પણ પોતાની જાતિને
છોડીને અન્ય જાતિરૂપે કોઈ પદાર્થ પરિણમતો નથી સોનું અને લોઢું બંને છે તો પુદ્ગલના પરિણામ, છતાં
સોનામાંથી જે કોઈ ભાવો થાય તે બધાય સુવર્ણમય જ થશે, ને લોઢામાંથી જે કોઈ પરિણામ થાય તે બધાય
લોહમય જ થશે. જેના મૂળમાં કારણપણે સોનું છે તેનું કાર્ય પણ સોના રૂપ જ થશે. લોઢારૂપ નહિ થાય; અને
જેના મૂળમાં કારણપણે લોખંડ છે તેનું કાર્ય પણ લોખંડરૂપ થશે. તેમાંથી સોનાના દાગીના નહિં થાય, કેમ કે
કારણ જેવું જ કાર્ય થાય છે. (અહીં કારણ–કાર્ય બંને પર્યાયરૂપ છે.) તેમ અજ્ઞાનીને અજ્ઞાનમય ભાવમાંથી જે
કોઈ ભાવો થાય તે બધાય અજ્ઞાનમય જ થશે. સમ્યગ્દર્શન જ્ઞાન–ચારિત્ર

PDF/HTML Page 12 of 21
single page version

background image
પોષ: ૨૪૮૮ : ૧૧ :
તે જ્ઞાનમય પરિણામ છે, તેની ઉત્પત્તિ જ્ઞાનીને ભેદજ્ઞાનપૂર્વક થાય છે; પણ અજ્ઞાનીને રાગનું કર્તૃત્વ છે, તે
રાગમાંથી સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની ઉત્પત્તિ થતી નથી. કર્તા અને કર્મ એક જાતના અભિન્ન હોય, અથવા
કારણ અને કાર્ય એક જાતના અભિન્ન હોય; અજ્ઞાન કારણ અને જ્ઞાન તેનું કાર્ય, અથવા અજ્ઞાની કર્તા ને
જ્ઞાન તેનું કર્મ એમ બનતું નથી. તથા જ્ઞાની કર્તા અને રાગ તેનું કર્મ કે જ્ઞાન કારણ અને રાગ તેનું કાર્ય–
એમ પણ બનતું નથી.
અહા, જ્ઞાની અને અજ્ઞાનીની જાત જ જુદી; બંનેના કાર્યની જાત જ જુદી. અજ્ઞાનીપણું તે પર્યાય છે;
તે કેવું છે? કે અજ્ઞાનમય છે; અજ્ઞાની પોતે અજ્ઞાનમય છે, તેથી તેના બધાય ભાવો અજ્ઞાનજાતને છોડતા
નથી, અજ્ઞાનમય જ હોય છે, અને જ્ઞાની પોતે તો જ્ઞાનમય છે, તેના જ્ઞાનમયભાવમાંથી સર્વ ભાવો જ્ઞાનમય
થાય છે, તેના કોઈ ભાવો જ્ઞાનજાતને છોડતા નથી.
જ્ઞાની અશુભ વખતેય જ્ઞાનમય ભાવે પરિણમે છે.
અજ્ઞાની શુભ વખતેય અજ્ઞાનમયભાવે પરિણમે છે.
અહો, આ તફાવત કઈ દ્રષ્ટિથી ઓળખશે! અજ્ઞાનીને સ્ત્રી આદિના અવલંબનવાળો અશુભભાવ
પલટીને, દેવ–ગુરુના અવલંબનવાળા શુભભાવ થાય ત્યાં તે જાણે કે મારા ભાવની જાત પલટી ગઈ, આ
શુભ મને ધર્મમાં સહાયક થશે,–પણ અહીં કહે છે કે ભાઈ, તારા બધાય ભાવો અજ્ઞાનમય જ છે, તારા
ભાવની જાત પલટી નથી. ભેદજ્ઞાન વગર પરિણામની જાત પલટે નહિ. રાગના અવલંબને અબંધપરિણામ
કદી ન થાય; અજ્ઞાનીને રાગના અવલંબનનો અભિપ્રાય હોવાથી તેના બધાય પરિણામ બંધરૂપ જ છે, તેને
જ્ઞાનમય–અબંધપરિણામ થતા નથી.
જેના અભિપ્રાયમાં જ એમ છે કે, હું–જ્ઞાનસ્વરૂપ આત્મા તો કર્તા, ને રાગ મારું કાર્ય, તેના
અભિપ્રાયમાં જ જ્ઞાન અને રાગની એકત્વબુદ્ધિ પડી છે; એવા અજ્ઞાનમય અભિપ્રાયપૂર્વક જે કાંઈ પરિણામ
થાય તે અજ્ઞાનમય જ હોય, પણ જ્ઞાનમય ન હોય, એટલે કે બંધભાવ જ હોય, અબંધભાવ જરા પણ ન હોય.
અને તેથી ઊલટું, જેને જ્ઞાન અને રાગનું ભેદજ્ઞાન વર્તે છે, રાગના અંશમાં પણ સ્વભાવબુદ્ધિ વર્તતી
નથી ને જ્ઞાનસ્વભાવમાં જ એકતાબુદ્ધિ વર્તે છે એવા જ્ઞાનીના જે કોઈ પરિણામ હોય તે બધાય જ્ઞાનમય જ
હોય, અજ્ઞાનમય ન હોય. બંધભાવમાં જ્ઞાનીને કદી એકતા થાય નહિ. રાગપરિણામને જ્ઞાની ખરેખર
નિજભાવ (–સ્વભાવરૂપ ભાવ) માનતા જ નથી, તેને પોતાના સ્વભાવથી ભિન્ન જ જાણે છે. માટે રાગ તે
ખરેખર જ્ઞાનીનું કાર્ય છે જ નહિ, પણ તે રાગ વખતે રાગથી જુદું રહીને તેને જાણનારું જે જ્ઞાન, તે જ
જ્ઞાનીનું કાર્ય છે, તે જ્ઞાનપરિણામ અબંધ છે, ને તે જ્ઞાનપરિણામમાં તન્મયપણે જ જ્ઞાની ઊપજે છે.
શુક્લલેશ્યાના શુભ પરિણામ હોય તો પણ જ્ઞાની તે પરિણામના કર્તાપણે ઊપજતા નથી; તે શુભ
પરિણામ જ્ઞાનની જાત નથી. અજ્ઞાનીને શુક્લલેશ્યાના પરિણામ હોય તે વખતે પણ તે અજ્ઞાનમય ભાવને જ
કરે છે, કેમ કે શુક્લલેશ્યાના જે બંધપરિણામ તેમાં જ તે જ્ઞાનને એકમેક માને છે, પણ તે બંધપરિણામથી
રહિત જ્ઞાનને જાણતો નથી. અને જ્ઞાની તો આર્તધ્યાનના પરિણામ વખતેય અબંધજ્ઞાનભાવે જ પરિણમે છે,
આર્તધ્યાનમાં તે તન્મય નથી પરિણમતા પણ જ્ઞાનભાવમાં જ તે તન્મય પરિણમે છે; માટે તેના ભાવો
જ્ઞાનમય જ છે. અંતર્મુખના અબંધપરિણામને બહિર્મુખ–બંધપરિણામ સાથે તે ભેળવતા નથી.
પ્રશ્ન:– જ્ઞાનીને એક સમયમાં થોડોક આનંદ અને થોડુંક દુઃખ બંને ધારા સાથે છે ને?
ઉત્તર:– ખરેખર તો જે આનંદરૂપ જ્ઞાનભાવ છે તેનું જ જ્ઞાનીને કર્તૃત્વ છે; જે દુઃખ કે વિકાર છે તે તો
જ્ઞાનથી ભિન્ન પરિણામ છે, તેનું કર્તૃત્વ જ્ઞાનીને નથી. માટે જ્ઞાનીને તો જ્ઞાનમય પરિણામ જ છે.
અહો, જુઓ તો ખરા આ જ્ઞાનીના અંતરના ખેલ! જ્ઞાનીના પરિણામ જ્ઞાનમય જ છે. જેમ ભગવાન
સર્વજ્ઞદેવ જગતના રાગાદિ પરિણામોના જ્ઞાતા જ છે તેમ સાધકધર્માત્મા પણ રાગાદિ પરિણામોના જ્ઞાતા જ
છે, બંનેના જ્ઞાતાપણામાં કાંઈ ફેર નથી. વાહ સાધક થયો ત્યાં સર્વજ્ઞની હારમાં બેઠો. અંતરચક્ષુની નજરે
જુએ તો જ જ્ઞાની ઓળખાય તેવા છે.

PDF/HTML Page 13 of 21
single page version

background image
: ૧૨ : આત્મધર્મ: ૨૧૯
કોઈવાર જ્ઞાનીની આંખમાંથી આંસુની ધારા ચાલી જતી હોય, ત્યાં જ્ઞાની શું કરે છે?–તો કહે છે કે
જ્ઞાની જ્ઞાનમય પરિણામને જ કરે છે. જેટલો જ્ઞાનમયભાવ છે તે જ જ્ઞાનીનો ભાવ છે, જે રાગ છે તે કાંઈ
જ્ઞાનીનો ભાવ નથી.
અજ્ઞાની ઉપર ટપકે બાહ્યચેષ્ટાને જોનાર છે, જ્ઞાની અંતરદ્રષ્ટિ સહિત પરિણામને જોનારા છે. અજ્ઞાની
એમ દેખે છે કે જ્ઞાની રડે છે, જ્ઞાની હસે છે, જ્ઞાની રાગ કરે છે, પણ તે જ વખતે ભેદજ્ઞાનના બળે જ્ઞાનીનાં
અંતરમાં રાગાદિથી ભિન્ન જ્ઞાનની ધારા વહી રહી છે.–તેને અજ્ઞાની બાહ્યદ્રષ્ટિને લીધે દેખતો નથી. જેમ
થાંભલા વગેરે અન્ય જ્ઞેયોને જ્ઞાનથી ભિન્નપણે જાણે છે તેવી જ રીતે, અન્ય જ્ઞેયોની જેમ જ ક્રોધાદિને પણ
પોતાના જ્ઞાનથી ભિન્ન જ જાણે છે, તેને જ્ઞાનની સાથે એકમેક કરતા નથી.–આ રીતે જ્ઞાનીના બધાય ભાવો
જ્ઞાનમય જ હોય છે. આવા જ્ઞાનમય ભાવથી ઓળખાણ થતાં જરૂર ભેદજ્ઞાન થાય છે. ભેદજ્ઞાન થતાં
મોક્ષમાર્ગનો પ્રવાહ શરૂ થઈ જાય છે; એનું નામ ધર્મ છે.
સમ્યક્ત્વનો શું મહિમા છે, અનુભૂતિ શું ચીજ છે, તેની અજ્ઞાનીઓને ખબર નથી. લાકડું કે
વ્યવહારના રાગાદિ પરિણામ–તે બંનેને જ્ઞાની પરજ્ઞેયપણે જ દેખે છે. સમકિતી છ ખંડના ચક્રવર્તી રાજમાં
ઊભા હોય તો પણ જગતના એક રજકણના પણ સ્વામીપણે પરિણમતા નથી; વિકલ્પમાત્રનું સ્વામીપણું તેને
ઊડી ગયું છે; અને અજ્ઞાની રાજપાટ છોડી, નગ્ન દિગંબર મુનિ થઈને અંદર શુભ રાગની કર્તૃત્વબુદ્ધિથી ત્રણ
લોકના પરિગ્રહના સ્વામીપણે પરિણમે છે. જ્ઞાની અને અજ્ઞાનીની અંતરદ્રષ્ટિનો આ મહાન તફાવત છે, તેને
જ્ઞાની જ જાણે છે. આવા ભેદને જે જાણે તેને પોતામાં જરૂર જ્ઞાન અને રાગનું ભેદજ્ઞાન થઈ જાય, એટલે તે
આત્મા જ્ઞાનમય ભાવરૂપે જ પરિણમે; એનું નામ ધર્મ અને મોક્ષમાર્ગ છે.
વૈરાગ્ય સમાચાર:
શ્રી જીવણલાલજી મહારાજ માગશર સુદ ૧પ ને ગુરુવારના રોજ સવારે
લગભગ ૧૧ વાગે સોનગઢમાં સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ ઘણા વર્ષોથી પૂ. ગુરુદેવની
સેવામાં રહેતા હતા. છેલ્લા સાતેક વર્ષથી તેમને અનેકવિધ બિમારી રહ્યા કરતી હતી.
તેઓ સરલ અને ભદ્ર પ્રકૃતિના હોવાથી પૂ. ગુરુદેવ ઘણીવાર તેમને ‘દેવાનુપ્રિયા’ કહીને
બોલાવતા. બુધવારે સાંજે ગુરુદેવ તેમની પાસે પધારેલા ત્યારે ‘હું એક શુદ્ધ સદા
અરૂપી...’ ઈત્યાદિનું શ્રવણ કરાવ્યું હતું, તે તેમણે પ્રેમપૂર્વક સાંભળ્‌યું હતું. બીજે દિવસે
(ગુરુવારે) આકસ્મિક તેમની તબીયત વધુ લથડતાં પૂ. ગુરુદેવ તેમજ મંડળના સર્વે
ભાઈ–બહેનો ત્યાં આવેલા ને સહજાનંદી શુદ્ધસ્વરૂપી.....ઈત્યાદિ ધૂન બોલતા હતા. એ
પ્રસંગનું વાતાવરણ ઘણું જ વૈરાગ્યપ્રેરક હતું. જીવન આવું ક્ષણભંગુર છે તેમાં
સત્સમાગમે શ્રદ્ધા–જ્ઞાન–વૈરાગ્યના એવા દ્રઢ સંસ્કાર પાડવા જોઈએ કે જીવનમાં કે
મરણ પ્રસંગે પણ તે કાર્યકારી થાય. શ્રી જીવણલાલજી મહારાજનો આત્મા પૂ. ગુરુદેવના
સત્સમાગમના પ્રતાપે આગળ વધીને આત્મહિત સાધે–એમ ઈચ્છીએ છીએ.
રાજકોના ભાઈશ્રી દલપતરામ મોહનલાલ મહેતા તા. ૧૧–૧૨–૬૧ના રોજ
હોંગકોંગ મુકામે હાર્ટફેઈલથી સ્વર્ગવાસ પામ્યા છે. બોટાદના ભાઈશ્રી અનુપચંદ
ચત્રભુજ ગાંધી કારતક વદ ચોથના રોજ સ્વર્ગવાસ પામ્યા છે. રાજકોટના સોલીસીટર
શ્રી લાભશંકર નરભેરામ મહેતા મુંબઈ (પાર્લા) મુકામે આસો સુદ એકમના રોજ
સ્વર્ગવાસ પામ્યા છે.–આ બધા ભાઈઓને પૂ. ગુરુદેવ પ્રત્યે ભક્તિભાવ હતો, અને
તેઓ અવારનવાર પૂ. ગુરુદેવના પ્રવચનોનો લાભ લેતા હતા. તે દરેક આત્મા પોતાના
ધાર્મિક સંસ્કારમાં આગળ વધીને આત્મહિત સાધે–એમ ઈચ્છીએ છીએ.

PDF/HTML Page 14 of 21
single page version

background image
પોષ: ૨૪૮૮ : ૧૩ :
(શ્રાવકનાં કર્તવ્યનું વર્ણન)
વીર સં. ૨૪૮૭ના શ્રાવણ વદ ૧૩ થી ભાદરવા સુદ ૧૪
દરમિયાન શ્રી પદ્મનંદી પચ્ચીસીના છઠ્ઠા અધ્યાય ઉપર પૂ. ગુરુદેવનાં
પ્રવચનો; (તેની સાથે વીર સં. ૨૪૭૬માં થયેલાં આ અધિકાર ઉપરનાં
પ્રવચનોનો સાર પણ જોડી દેવામાં આવ્યો છે.) લેખાંક બીજો; અંક નં.
૨૧૭થી ચાલુ:)
‘ઉપાસક’ એટલે આત્માની ઉપાસના કરનાર–સેવા કરનાર
ધર્માત્મા કેવા હોય, અથવા તો વીતરાગી દેવ–ગુરુના ઉપાસક
શ્રાવકો કેવા હોય–તેનું આમાં વર્ણન છે. પહેલી ગાથામાં, વ્રતતીર્થના
પ્રવર્તક શ્રી આદિનાથ ભગવાનને તથા દાનતીર્થના પ્રવર્તક શ્રી
શ્રેયાંસરાજાને યાદ કરીને મંગલાચરણ કર્યું; બીજી અને ત્રીજી
ગાથામાં રત્નત્રય તે ધર્મ છે, ને તે જ મોક્ષનો માર્ગ છે–એમ બતાવ્યું;
ચોથી ગાથામાં તે રત્નત્રયધર્મના આરાધક જીવોના બે ભેદ
બતાવ્યા–નિર્ગ્રંથ મુનિ અને ગૃહસ્થ શ્રાવક; પછી પાંચમી અને છઠ્ઠી
ગાથામાં ધર્માત્મા શ્રાવકોને પણ ધર્મના મૂળ કારણ કહ્યા છે.–તે
સંબંધી વિવેચન ચાલી રહ્યું છે.
દેશવ્રતઉદ્યોતની ૨૦મી ગાથામાં કહ્યું છે કે શ્રાવક ધર્માત્માઓ ગુણવાન મનુષ્યો વડે સંમત છે–
પ્રશંસનીય છે–આદરણીય છે; સજ્જનોએ અવશ્ય તેમનો આદરસત્કાર કરવો જોઈએ. વળી ૨૧મી ગાથામાં
પણ શ્રી પદ્મનંદીસ્વામી કહે છે કે આ દુઃષમકાળમાં જે શ્રાવક ભક્તિસહિત યથાવિધિ ચૈત્ય–ચૈત્યાલય કરાવે
છે તે ભવ્ય સજ્જનો વડે વંદ્ય છે– ‘भव्यः स वंद्यः सताम्।’ જૈનધર્મમાં મુનિઓ તો કાંઈ મંદિર વગેરેનો
આરંભ સમારંભ કરતા નથી; જિનમંદિર બંધાવવા વગેરે કાર્યો શ્રાવકો કરે છે. ધર્માત્મા શ્રાવકો ભક્તિપૂર્વક–
વીતરાગ સર્વજ્ઞ અર્હંત પરમાત્મા પ્રત્યેના બહુમાનથી મોટા મોટા જિનાલયો બંધાવે છે; જુઓને, મૂલબિદ્રિમાં
“ત્રિભુવનતિલકચૂડામણિ” નામનું કેવું મોટું જિનમંદિર હતું? અને શ્રવણબેલગોલમાં બાહુબલી ભગવાનના
કેવા મોટા ભવ્ય પ્રતિમા છે? એવા મંદિરો તથા એવા પ્રતિમાઓ ધર્માત્મા શ્રાવકો ભક્તિપૂર્વક કરાવે છે. ત્યાં
મૂળબિદ્રિમાં લાખો–કરોડો રૂા. ની કિંમતના ઊંચી જાતના હીરા–માણેક–મોતી–નીલમ વગેરે રત્નોના
પ્રતિમાઓ છે તે પણ શ્રાવકોએ કેટલા ભક્તિભાવથી કરાવ્યા હશે? અહીં એકલા રાગની વાત નથી,
સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન ઉપરાંત વીતરાગદેવની ભક્તિ–પૂજાનો આવો ભાવ શ્રાવકને આવે છે, તેની આ
વાત છે. જિનમંદિર બંધાવવાનું, મુનિવરોના દેહની સ્થિતિનું અને દાન વગેરેનું મૂળ કારણ શ્રાવક છે. માટે
ગૃહસ્થોએ સમ્યગ્દર્શન–જ્ઞાનપૂર્વક શ્રાવકધર્મ ઉપાસવાયોગ્ય છે. શ્રાવકધર્મનું ય મૂળ સમ્યગ્દર્શન છે

PDF/HTML Page 15 of 21
single page version

background image
: ૧૪ : આત્મધર્મ: ૨૧૯
તેથી તેનો ભાવ દ્રઢપણે વારંવાર કહેવામાં અને ઘૂંટવામાં આવે છે. સમ્યગ્દર્શન તો મૂળ પાયો છે, એના વગર
તો ધર્મની વાત જ કેવી? ગૃહસ્થપણામાં રહેલા જીવોએ પ્રથમ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન સહિત રાગની
મંદતા કરીને ગૃહસ્થ ધર્મને દીપાવવો જોઈએ.
શ્રાવકના અંતરમાં સર્વજ્ઞ પરમાત્માની, નિર્ગ્રંથ મુનિઓની અને તેઓના કહેલા શાસ્ત્રોની ઓળખાણ
અને બહુમાન છે; તેથી તે ભક્તિપૂર્વક (–માન લેવા માટે કે બહારમાં પૂજાવા માટે નહિ, પણ પોતાના
અંતરની ભક્તિપૂર્વક) જિનબિંબ કરાવે છે, જિનમંદિરો બંધાવે છે, મુનિરાજ મળે તો બહુમાનપૂર્વક ભક્તિથી
દાનાદિ કરે છે, તેમ જ ભક્તિપૂર્વક શાસ્ત્રોનું વ્યાખ્યાન કરે છે, તથા વિશાળબુદ્ધિવાળા ભવ્ય જીવોને વાંચવા
માટે પુસ્તકો આપે છે. આચાર્યદેવ કહે છે કે અહો! આવા જ્ઞાનદાન વડે ભવ્ય જીવો અલ્પકાળમાં કેવળજ્ઞાન
પામે છે. (જુઓ, દેશવ્રતઉદ્યોતન ગાથા: ૧૦)
શાસ્ત્ર સ્વાધ્યાયમાં તેમજ બીજા જ્ઞાની ધર્માત્માઓને શાસ્ત્રદાન કરવામાં જ્ઞાનની વૃદ્ધિની ભાવના
ઘૂંટાય છે, તેમાં રાગરહિત જ્ઞાનનું જે ઘોલન છે તે મોક્ષનું કારણ છે. સમ્યગ્દ્રષ્ટિ શ્રાવકને ચૈતન્યની
ભાવનાપૂર્વક જે શાસ્ત્રદાન વગેરેનો શુભ રાગ છે તે વ્યવહારે મોક્ષનું કારણ છે, અને તે વખતે જેટલું
રાગરહિત જ્ઞાન ઘૂંટાય છે તે ખરું મોક્ષનું કારણ છે. ધર્માત્માને અંદરમાં રાગ અને જ્ઞાનની ભિન્નતાના
ભાનપૂર્વક જ્ઞાનસ્વભાવની આરાધના જાગી છે તેથી તેને જ્ઞાનની પ્રભાવનાનો ખરો ભક્તિભાવ હોય છે.
નિયમસારમાં ભક્તિ અધિકારમાં ભગવાન કુંદકુંદાચાર્યદેવ કહે છે કે:
શ્રાવક શ્રમણ સમ્યક્ત્વ–જ્ઞાન–ચારિત્રની ભક્તિ કરે,
નિર્વાણની છે ભક્તિ તેને એમ જિનદેવો કહે. ૧૩૪.
જે શ્રાવક અથવા શ્રમણ સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ ચારિત્રની ભક્તિ કરે છે તેને નિવૃત્તિ–
ભક્તિ છે એટલે કે તે મોક્ષનો આરાધક છે એમ ભગવાન જિનદેવે કહ્યું છે.
જુઓ, રત્નત્રયની આરાધનારૂપ પરમ ભક્તિ શ્રાવકને પણ હોય છે. નિજ પરમાત્મતત્ત્વનાં સમ્યક્–
શ્રદ્ધાન–જ્ઞાન–આચરણસ્વરૂપ શુદ્ધ રત્નત્રયપરિણામોનું ભજન તે ભક્તિ છે, અને આરાધના એવો તેનો અર્થ
છે, એટલે કે શુદ્ધ રત્નત્રયની જેટલી આરાધના છે તેટલી મોક્ષની પરમ ભક્તિ છે. બધાય શ્રાવકો અને
મુનિઓ આ રીતે રત્નત્રયની ભક્તિ કરે છે. અને અર્હંતો–સિદ્ધો વગેરેના કેવળજ્ઞાનાદિ પરમ ગુણો પ્રત્યે
બહુમાનરૂપ ભક્તિ તે વ્યવહારભક્તિ છે. ટીકાકાર પદ્મપ્રભ મુનિરાજ કહે છે કે, ભવભયને હરનારા
સમ્યક્ત્વની, જ્ઞાનની અને ચારિત્રની ભવછેદક અતુલ ભક્તિ નિરંતર જે જીવ કરે છે તે, શ્રાવક હો કે શ્રમણ
હો,–નિરંતર ભક્ત છે, ભક્ત છે, એટલે કે તે મોક્ષનો આરાધક છે, આરાધક છે; અને તેનું ચિત્ત પાપ–
સમૂહથી મુક્ત છે. સમ્યગ્દર્શનાદિની આરાધના કરનાર આવા શ્રાવક પણ ધન્ય છે.
અષ્ટપ્રાભૃતમાં પણ આચાર્યદેવ કહે છે કે: જેણે સમ્યક્ત્વને સ્વપ્નમાં પણ મલિન કર્યું નથી તે જીવ
ધન્ય છે, તે કૃતકૃત્ય છે, તે શૂરવીર છે અને તે પંડિત છે. સમ્યગ્દર્શન થયું ત્યારથી મોક્ષમાર્ગની શરૂઆત થઈ
ગઈ છે. મુનિ પણ કહે છે કે હે શ્રાવક! તું ધન્ય છો.....તું પ્રશંસનીય છો....તું મોક્ષના પંથે ચાલનાર છો.
જેને સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન થયું છે–એવા ધર્માત્મા ગૃહસ્થશ્રાવકનાં આચરણ કેવા હોય તેનું
અહીં વર્ણન છે. સમ્યગ્દર્શન થયા પહેલાં પણ ધર્મના જિજ્ઞાસુને તે યથાયોગ્ય લાગુ પડે છે.
શ્રાવકને પ્રથમ તો ભગવાન સર્વજ્ઞદેવની ઓળખાણપૂર્વક તેમના પ્રત્યે બહુમાન હોય. સાક્ષાત્
ભગવાનના વિયોગમાં તેમની સ્થાપના માટે જિનમંદિર બંધાવે. જેમ પોતાના ઘરની શોભાનો ભાવ આવે છે
તેમ તેનાથી પણ અધિક જિનમંદિરની શોભાનો ભાવ આવે છે. ભગવાન જેમાં બિરાજમાન છે, ભગવાનનું
જે ઘર છે–એવા જિનગૃહની ઉત્કૃષ્ટ શોભા કેમ થાય તેનો ભાવ ધર્માત્માને આવે છે. જિનપ્રતિમાને જોતાં
ધર્મીને

PDF/HTML Page 16 of 21
single page version

background image
પોષ : ૨૪૮૮ : ૧પ :
એવો ભાવ ઉલ્લસે કે જાણે સાક્ષાત્ ભગવાન જ છે! આ રીતે જિનપ્રતિમાને જિનસારખી કહેવામાં આવી છે.
ભગવાન જેવા નિષ્પરિગ્રહી વીતરાગ છે તેવી જ તેમની પ્રતિમા હોય, તેને વસ્ત્ર કે મુગટ વગેરે હોય નહિ.
આવા વીતરાગ ભગવાનની પ્રતિમા કરાવીને તેના પંચકલ્યાણક વગેરે મહાપૂજા–પ્રભાવનાનો ઉત્સવ પોતાની
ઋદ્ધિના પ્રમાણમાં શ્રાવક કરે. “શક્તિ પ્રમાણે” કહ્યું છે એટલે લાખ રૂા. ની મૂડીમાંથી બે રૂા. વાપરે તો તે
શક્તિ પ્રમાણે ન કહેવાય; ઉત્કૃષ્ટ ચોથો ભાગ, મધ્યમ છઠ્ઠો ભાગ અને ઓછામાં ઓછો દસમો ભાગ તે શક્તિ
પ્રમાણે યોગ્ય ગણવામાં આવ્યો છે. ધર્મપ્રસંગમાં શક્તિ પ્રમાણે દાનાદિ ન કરે ને ધર્માત્મા નામ ધરાવે તો તે
માયાચારી છે–એમ દાન–અધિકારમાં પદ્મનંદીસ્વામીએ જ કહ્યું છે.
વળી, જેમ ભગવાન પ્રત્યે ભક્તિ હોય તેમ ધર્માત્મા પ્રત્યે પ્રેમ અને વાત્સલ્ય હોય, આદર હોય.
ધર્મીને ધર્માત્મા પ્રત્યે પ્રેમ આવ્યા વગર રહેતો નથી. અહો, જે માર્ગને હું આદરું છું તે જ માર્ગને આ
ધર્માત્મા આદરે છે, તે મારા સાધર્મી છે–એમ સાધર્મીને જોતાં જ અંદરથી વાત્સલ્ય ઉભરાય છે. પ્રવચનસારમાં
તથા અષ્ટપ્રાભૃતમાં કુંદકુંદસ્વામીએ તે વાત કરી છે, તેમ જ રત્નકરંડશ્રાવકાચારમાં સમન્તભદ્રસ્વામીએ તે
વાત કરી છે, તેઓ કહે છે કે ‘
न धर्मो धार्मिकैः विना’–ધર્મ ધર્માત્મા વગર હોતો નથી, તેથી ધર્મનો જેને પ્રેમ
હોય તેને ધાર્મિક જીવો પ્રત્યે જરૂર અનુમોદના અને વાત્સલ્ય આવે છે. ધાર્મિક જીવો પ્રત્યે જેને અનુમોદના
નથી તેને ધર્મનો જ પ્રેમ નથી, કેમકે ધાર્મિક જીવોથી જુદો તો ધર્મ છે નહીં.
અહા! જુઓ, આ નિશ્ચય–વ્યવહારની સંધિપૂર્વકનો જિનમાર્ગ! આત્માની વાતો કરે અને આત્માને
છે.।।૬।।
શ્રાવકોએ હંમેશા કરવા યોગ્ય કાર્યો શું છે તે સાતમી ગાથામાં દર્શાવે છે:–
देवपूजा गुरोपास्ति स्वाध्याय संयमस्तपः।
दानश्चेति गृहस्थाणां षट्कर्माणि दिनेदिने।। ७।।
ભગવાન જિનેન્દ્રદેવની પૂજા, નિર્ગ્રંથ ગુરુઓની ઉપાસના, વીતરાગી શાસ્ત્રોની સ્વાધ્યાય, સંયમ,
તપ, અને દાન–આ છ કાર્યો ગૃહસ્થશ્રાવકે હરરોજ કરવા યોગ્ય છે.
જેટલી સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની ઉપાસના છે તેટલો ધર્મ છે ને તેટલો જ મોક્ષમાર્ગ છે; એવા
ધર્મની ઉપાસના જેને પ્રગટી હોય, અથવા તો પ્રગટ કરવા માગતા હોય તેમને, તે ધર્મના ઉપદેશક અને
આરાધક એવા દેવ–ગુરુ–શાસ્ત્રની ઉપાસનાનો ભાવ પણ જરૂર આવે છે, તેથી તેને શ્રાવકનું કર્તવ્ય કહ્યું છે.

PDF/HTML Page 17 of 21
single page version

background image
: ૧૬ : આત્મધર્મ: ૨૧૯
નિયમસારમાં તો નિશ્ચયરત્નત્રયને જ નિયમથી કર્તવ્ય કહીને, તેને જ આવશ્યક કર્મ કહેવામાં આવ્યા
છે, ત્યાં રાગને કે વ્યવહારને આવશ્યક કર્મ કહેતાં નથી; એ જ રીતે સમયસારમાં પણ એમ કહ્યું છે કે શુદ્ધ
આત્માની અનુભૂતિ કરવી તે જ આગમનું વિધાન છે તે જ ભગવાનનું ફરમાન છે.–પરંતુ આવું ઉત્કૃષ્ટસ્વરૂપ
જે સમજે તેને તેવો ઉપદેશ દેનારા દેવ–ગુરુ–શાસ્ત્ર પ્રત્યે પરમ વિનય–બહુમાન અને ભક્તિભાવ જાગ્યા વગર
રહે નહિ. તેથી અહીં સમ્યક્શ્રદ્ધા–જ્ઞાનપૂર્વકના શ્રાવકના શુભકર્તવ્યોને પણ આવશ્યક કહેવામાં આવે છે,
શ્રાવકની ભૂમિકામાં તે કાર્ય અવશ્ય હોય છે. કેમકે શ્રાવકની ભૂમિકામાં હજી રાગ તો છે, તો રાગનું વલણ
કઈ તરફ જશે? વીતરાગી દેવ–ગુરુ–શાસ્ત્ર તરફ જ તેનું વલણ જશે. અહીં એમ ન સમજવું કે સમ્યગ્દર્શન
પછી જ આ કર્તવ્યો હોય, ને પહેલાં ન હોય;–સમ્યગ્દર્શન પહેલાં પાત્રતામાં પણ જિજ્ઞાસુજીવને દેવપૂજા,
ગુરુસેવા વગેરે કાર્યો હરરોજ હોય છે. એટલી પણ રાગની દિશા જેને ન બદલે, ધર્મના નિમિત્તો તરફ એટલો
પણ ભક્તિ–બહુમાનનો ભાવ જેને ન આવે તેને તો રાગની મંદતા પણ નથી. તો પછી રાગના અભાવરૂપ
ધર્મને તો તે ક્્યાંથી પામશે? એટલે એનામાં તો ધર્મ પામવાની પાત્રતા પણ નથી. શ્રી પદ્મપ્રભમુનિરાજ
નિયમસારમાં કહે છે કે અરે જીવ! ભવભયને ભેદનારા આ ભગવાન પ્રત્યે શું તને ભક્તિ નથી?–તો તું
ભવસમુદ્રની મધ્યમાં રહેલા મગરના મુખમાં છો. આનો અર્થ કાંઈ એવો નથી કે રાગ તે ધર્મ છે પણ
સંસારના પ્રેમવાળો જેમ સ્ત્રી–પુત્રાદિનાં મોઢાં રોજેરોજ રાગપૂર્વક જુએ છે તેમ ધર્મના પ્રેમવાળો જીવ
વીતરાગતાને પામેલા એવા દેવ–ગુરુ–ધર્માત્માની મુદ્રાનાં દર્શન રોજેરોજ ભક્તિપૂર્વક કરે છે; તેમાં તેને ધર્મનો
પ્રેમ અને બહુમાન પોષાય છે.
ભગવાન એમ કહે છે, ગુરુ પણ એવો જ ઉપદેશ કરે છે ને શાસ્ત્ર પણ એમ જ કહે છે કે, તું તારા
આત્મા તરફ વળ, અમારા પ્રત્યેના રાગથી લાભ માનીને તેના આશ્રયમાં તું અટકીશ નહિ. એટલે જે રાગથી
લાભ માનીને રોકાય તેણે દેવ–ગુરુ–શાસ્ત્રની ખરી ઉપાસના કરી નથી. અહીં તો એવા જીવની વાત છે કે જેણે
સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનની આરાધના પ્રગટ કરી છે પણ હજી મુનિ દશા પ્રગટ નથી એટલે ગૃહસ્થપણામાં
રહેલ છે.–આવા ધર્માત્માને રોજેરોજ ભગવાનની પૂજા, ગુરુની ઉપાસના, શાસ્ત્રની સ્વાધ્યાય, પોતાની શક્તિ
અનુસાર સંયમ–તપ અને દાન–એ છ કર્તવ્ય હોય છે.
૧. દેવપૂજા: શ્રાવકધર્માત્માનું કર્તવ્ય છે કે રોજે રોજ સવારમાં ભગવાનનાં દર્શન પૂજન કરે. સંસારના
બીજા કાર્યો કરતાં પહેલાં રોજેરોજ પોતાના ઈષ્ટધ્યેયરૂપ સર્વજ્ઞદેવનું સ્મરણ કરીને, તેમના મહિમાનું ચિંતવન
કરે, તેમની પ્રતિમાના દર્શન–પૂજન કરે. ભગવાનની વીતરાગ–પ્રતિમાને પણ ભગવાન સમાન જ ગણવામાં
આવી છે–
कहत बनारसी अलप भवस्थिति जाकी
सोही जिनप्रतिमा प्रमाणें जिनसारखी।
જિનપ્રતિમા તે જિનભગવાન જ છે, અહો! ઉપશાંતરસમાં ઝૂલતી આ જિનમૂદ્રા નીહાળતાં જાણે
ચૈતન્યસ્વભાવનું જ આખું પ્રતિબિંબ હોય! આમ યથાર્થ સ્થાપનાનિક્ષેપ ધર્માત્માને જ હોય છે. અને આ રીતે
ઓળખાણપૂર્વક જે જીવ જિનપ્રતિમાને જિનસમાન સમજે છે તે જીવની ભવસ્થિતિ અલ્પ જ હોય છે,
અલ્પકાળમાં તે મોક્ષ પામે છે. જિનબિંબ કેવા હોય? વીતરાગ હોય; મૌનપણે જાણે વીતરાગતાનો જ બોધ
દેતા હોય! જેમ ભગવાન સર્વજ્ઞદેવ અરિહંત પરમાત્મામાં કાંઈ દૂષણ નથી, તેમને વસ્ત્ર–શસ્ત્ર–આભૂષણ
વગેરે પરિગ્રહ નથી તેમ તેમની પ્રતિમા પણ નિર્દોષ–વસ્ત્રશસ્ત્ર કે આભૂષણ રહિત હોય, જે દુષિત હોય,
વસ્ત્રાદિ પરિગ્રહ સહિત હોય તે ખરેખર અરિહંતની પ્રતિમા નથી. જેમ, સામું મુખ જેવું હોય તેવું જ
અરીસામાં દેખાય તેને પ્રતિબિંબ કહેવાય છે, પણ મુખ હોય માણસનું ને અરીસામાં દેખાય વાંદરાનું મોઢું,
એમ બનતું નથી; તેમ ભગવાન જિનદેવ વીતરાગ છે તેમનું પ્રતિબિંબ (એટલે કે પ્રતિમા) તે પણ વીતરાગ
જ હોય છે; રાગવાળા પ્રતિબિંબને વીતરાગનું પ્રતિબિંબ કહેવાય નહીં.
જુઓ, ભગવાનના દર્શન–પૂજન કરવાનું કહ્યું તેમાં આ રીતે વીતરાગસ્વરૂપે ભગવાનને ઓળખીને દર્શન–

PDF/HTML Page 18 of 21
single page version

background image
પોષ: ૨૪૮૮ : ૧૭ :
પૂજન કરવા જોઈએ. તેમના સ્વરૂપની ઓળખાણ વગર સાચો લાભ થાય નહિ. શ્રાવકના સંસ્કાર કેવા હોય
તેની વાત છે. જૈનધર્મના ઉપાસક શ્રાવકના હૈયામાં ભગવાન જિનદેવ બિરાજતા હોય, બીજાને તે સ્વપ્નેય
માને નહિ. જે જીવ કુદેવાદિને માનતો હોય તેને તો ખરેખર શ્રાવકના સંસ્કાર જ નથી; જિનદેવનો ઉપાસક
કોઈપણ સરાગી દેવને માને નહિ.
જીવનું ઈષ્ટ–ધ્યેય શું? કે સર્વજ્ઞતા ને પૂર્ણ આનંદરૂપ પરમાત્મદશા પ્રગટ કરવી તે; તો અત્યાર સુધીમાં
એવી પરમાત્મદશા જેમણે પ્રગટ કરી છે તે પરમાત્મા કેવા હોય–તેની ઓળખાણ કરવી જોઈએ. અને
પરમાત્મદશાનો જેને પ્રેમ જાગ્યો તેને એવા પરમાત્માના અથવા તેમની પ્રતિમાના દર્શનનો અને પૂજન–
ભક્તિનો ઉમંગ આવ્યા વગર રહે જ નહિ; એવો ભાવ ન આવે ને તેનો નિષેધ કરે તો સમજવું કે તેને
પરમાત્મપદ વહાલું લાગ્યું જ નથી.
અહીં દેવપૂજાની વાત કરી તેમાં, ભગવાનનું જિનમંદિર બંધાવવું, તેની શોભા વધારવી, તેના મોટા
મહોત્સવ કરવા–એ બધું પણ ભેગું સમાઈ જાય છે. જેમ પોતાને રહેવા માટે મકાન બંધાવવાનો ને તેની
શોભા વધારવાનો ભાવ ગૃહસ્થને આવે છે (તેમાં તો પાપભાવ છે છતાં તેવો ભાવ આવે છે) તેમ ધર્મી
જીવને રાગની દિશા બદલીને, જિનમંદિર બંધાવવાનો ને પ્રતિષ્ઠામહોત્સવ વગેરે કરવાનો ભાવ આવે છે :
અહો! ત્રણલોકના નાથનું જે ઘર, ત્રણલોકના નાથ અરિહંત પરમાત્મા જેમાં બિરાજે એવું જિનમંદિર, તેની
ઉત્કૃષ્ટ શોભા કેમ વધે? તેને માટે હું મારા તન–મન–ધનથી શું–શું સેવા કરું! એવો ભાવ ધર્મીને તેમજ ધર્મના
જિજ્ઞાસુ શ્રાવકને આવ્યા વગર રહેતો નથી.
પૂર્ણધ્યેયરૂપ જે સર્વજ્ઞપદ, પરમાત્મપદ–તેના અચિંત્યમહિમાની શી વાત! આવા પૂર્ણધ્યેયરૂપ
સર્વજ્ઞપરમાત્માને સૌથી પહેલાં હંમેશા યાદ કરીને શ્રાવક તેમનાં દર્શન–પૂજન કરે છે. તે દર્શન–પૂજન કરતાં
પોતાના પરમવીતરાગ–ચૈતન્યબિંબ સ્વભાવનું સ્મરણ અને ભાવના જાગે છે. ભગવાન કુંદકુંદ સ્વામી
પ્રવચનસારમાં કહે છે કે–
જે જાણતો અર્હંતને
ગુણ દ્રવ્ય ને પર્યયપણે,
તે જીવ જાણે આત્મને,
તસુ મોહ પામે લય ખરે. (૮૦)
ભગવાન અર્હંતદેવ જેવું જ પોતાનું શુદ્ધચૈતન્યસ્વરૂપ છે–એમ ઓળખીને જ્યાં અંતર્મુખ વળ્‌યો ત્યાં
મોહનો ક્ષય થઈને સમ્યગ્દર્શન થાય છે. જે જીવ આવા અર્હંત ભગવાનના દર્શન પૂજનનોય નિષેધ કરે તે તો
તીવ્ર મોહમાં ડુબેલો છે. શ્રાવકે રોજેરોજ કરવાના કર્તવ્યમાં પહેલું જ કર્તવ્ય ભગવાન જિનદેવના દર્શન–પૂજન
કરવા તે છે.
પરદેશથી આવેલા એક ભાઈ પૂછે છે : જે દેશમાં જિનમંદિર વગેરે ન હોય ત્યાં શું કરવું?
તેના ઉત્તરમાં ગુરુદેવ કહે છે કે જે દેશમાં ધર્મની અને સમ્યગ્દર્શનની હાનિ થવાનો પ્રસંગ હોય તે દેશ
છોડી દેવો. જ્યાં દેવ–ગુરુ–શાસ્ત્રનો યોગ ન હોય, જ્યાં ભગવાનનાં દર્શન ન મળે, જ્યાં ધર્માત્માનો સંગ ન
મળે, જ્યાં સાચા શાસ્ત્રની સ્વાધ્યાય ન મળે–એવા ક્ષેત્રને મુમુક્ષુ જીવે છોડી દેવું.–એવા ક્ષેત્રમાં કદાચ લાખો–
કરોડો રૂા. ની પેદાશ થતી હોય તોપણ તેનો લોભ મુમુક્ષુએ જતો કરવો; કેમકે ધનના ઢગલા ખાતર કાંઈ
ધર્મને ન વેચાય. આ અધિકારની જ ૨૬મી ગાથામાં શાસ્ત્રકાર કહેશે કે–સમ્યગ્દ્રષ્ટિ શ્રાવકો એવા દેશનો,
એવા પુરુષનો, એવા ધનનો કે એવી ક્રિયાનો કદાપિ આશ્રય નથી કરતા કે જ્યાં તેનું સમ્યગ્દર્શન મલિન
થવાનો કે વ્રતોનું ખંડન થવાનો સંભવ હોય.
જુઓ. આ ધર્મનો પ્રેમ! ધર્મનો પ્રેમી જીવ એવા દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવનું સેવન કરે કે જ્યાં પોતાના
ધર્મનું પોષણ મળે. આરાધનાને પુષ્ટિ આપે એવા દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવરૂપ સામગ્રીના સેવનનો શાસ્ત્રમાં ઉપદેશ
છે. મુનિઓને પણ પ્રવચનસારમાં કહે છે કે હે મુનિઓ! તમારા ગુણની રક્ષા માટે તથા તેની વૃદ્ધિ માટે નિત્ય
ગુણીજનોના સત્સંગમાં વસજો...અસત્સંગ ન કરશો. મુમુક્ષુજીવ એવા માણસનો સંગ છોડી દ્યે કે જે સદાય

PDF/HTML Page 19 of 21
single page version

background image
: ૧૮ : આત્મધર્મ: ૨૧૯
ઊંધુંં પોષણ કરતા હોય; ધર્માત્માની કે ધર્મની જે નિંદા કરતા હોય તેનો સંગ મુમુક્ષુજીવ છોડી દ્યે. કુસંગમાં કે
જ્યાં ધર્માચરણમાં વિઘ્ન આવતું હોય એવા કુદેશમાં ધર્માત્માએ રહેવું નહિ. તેમજ જેના ઉપાર્જનમાં તીવ્ર
અન્યાય, તીવ્ર હિંસા, વગેરે તીવ્ર પાપ થતું હોય–એવી લક્ષ્મીને પણ ધર્મી જીવ છોડી દ્યે,–જિજ્ઞાસુજીવ પણ તેને
છોડી દે;–આટલી પાત્રતા તો ધર્મ પામવા માટે હોવી જ જોઈએ. ધર્મના જિજ્ઞાસુને પાપનો કેટલો ભય હોય!
પાપનો ભય છોડીને એમને એમ ગમે તેવા હિંસાદિ પાપકાર્યોમાં વર્તે એવું પાત્ર જીવને હોય નહિ.
તીવ્રપાપનો ત્યાગ તો સામાન્ય લૌકિક પાત્રતામાં પણ હોય છે, તો પછી ધર્મની પાત્રતાવાળા જીવને તો તેનું
સેવન કેમ હોય? ન જ હોય. અહા, જે વીતરાગદેવનો ઉપાસક થયો, અર્હંત ભગવાનનો ભક્ત થયો,
અનંતભવનો છેદ કરવા માટે ઊભો થયો તેનામાં કેટલી પાત્રતા હોય!
અહીં કહે છે કે હે શ્રાવક! તું રોજેરોજ ભગવાન જિનેન્દ્રદેવનાં દર્શન–પૂજન કરીને તારા ધ્યેયને તાજું
કરજે. જે શ્રાવક ચોખાના દાણા જેવડું મંદિર ને તેમાં જવના દાણા જેવડા જિનપ્રતિમા કરાવે તેને પણ ધન્ય
કહ્યો છે–કેમકે તેમાં તેના ભાવમાં વીતરાગી સ્વભાવનો પરમ આદર અને અનુમોદના ઘૂંટાય છે.
વીતરાગીસ્વભાવને લક્ષમાં ધ્યેયરૂપે રાખીને રોજેરોજ જિનેન્દ્ર પરમાત્માના દર્શન–પૂજન કરવા તે શ્રાવકનું
કર્તવ્ય છે.
(૨) ગુરુ ઉપાસના: દેવપૂજા પછી શ્રાવકોનું બીજું કર્તવ્ય છે–ગુરુઓની ઉપાસના; ગુરુની ઉપાસના
એટલે નિર્ગ્રંથ મુનિવરોની તેમજ ધર્માત્માસંતોની સેવા, તેમનો સત્સંગ તેમનું બહુમાન, તેમની ભક્તિ, તેમની
પ્રશંસા, તેમની પાસેથી ઉપદેશનું શ્રવણ; તે ગૃહસ્થશ્રાવકોનું હંમેશનું કર્તવ્ય છે, ધર્મમાં જે મોટા છે એવા
ધર્માત્માઓની સેવા તે ગુરુઉપાસના છે.
(ક્રમશ:)
*****
સમાચાર:
(સામે પાનેથી ચાલુ)
* ફિરોઝાબાદ શહેરમાં પૂ. ગુરુદેવ યાત્રા વખતે પધાર્યા ત્યારે ત્યાં ભવ્ય જિનમંદિર–માનસ્તંભ
વગેરે તૈયાર થતા હતા તે સંપૂર્ણ થયા છે ને તેની પ્રતિષ્ઠાનો ભવ્ય પંચકલ્યાણક મહોત્સવ ગત માસમાં
ઉજવાઈ ગયો છે. પ્રતિષ્ઠામાં આઠ હાથી હતા. ને પ્રતિષ્ઠા મંડપમાં ૬૦, ૦૦૦ બત્તીઓ હતી. “કાનજી
સ્વામી જૈન પુસ્તકાલય” નું ઉદ્ઘાટન પણ આ પ્રસંગે થયું હતું. આ પુસ્તકાલયનો મંગલ પ્રારંભ પૂ.
ગુરુદેવ ફિરોઝાબાદ પધાર્યા ત્યારે તેમના સુહસ્તે કરવામાં આવ્યો હતો. ફિરોઝાબાદનો માનસ્તંભ ૬૧
ફૂટ ઊંચો છે ને સોનગઢના માનસ્તંભને મળતો જ છે. તેમાં એક ચિત્રમાં પૂ. ગુરુદેવ પ્રવચન કરી રહ્યા
છે ને શ્રોતાજનોની સભામાં શેઠ શ્રી છદામીલાલજી પૂ. ગુરુદેવ પ્રત્યે વંદન કરી રહ્યા છે–એવું દ્રશ્ય
કોતરેલું છે.
વિજ્ઞપ્તિ
સોનગઢ સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ અંતર્ગત શ્રી દિગંબર જૈન મુમુક્ષુ મહા મંડળના ધારાધોરણની
બુક, પ્રતિજ્ઞાપત્ર તથા પરિપત્ર દરેક ગામના મુમુક્ષુ મંડળને મોકલાવી આપેલ છે, પરિપત્રમાં જણાવ્યા
મુજબ વિગતો ભરવાની છે. તેવી વિગતો ઘણાં મંડળો તરફથી આવી ગયેલ છે પણ હજુ કેટલાંક મંડળો
તરફથી તેવી વિગતો આવી નથી તો તેઓ તુરત જ વિગતો પૂરી લખીને મોકલાવી આપે એવી વિનંતી
છે.
ચીમનલાલ ઠાકરશી મોદી,
સેક્રેટરી.

PDF/HTML Page 20 of 21
single page version

background image
પોષ: ૨૪૮૮ : ૧૯ :
સુવર્ણપુરી
સમાચાર
* પરમ પૂજ્ય ગુરુદેવ સુખશાંતિમાં બિરાજે છે, તબીયત સારી છે, આંખે પણ
ઘણું સારું છે. ગુરુદેવની જમણી આંખના મોતિયાનું ઓપરેશન મુંબઈના ડો.
ચીટનીસના હાથે માગસર વદ ત્રીજના રોજ સોનગઢમાં સફળતાપૂર્વક થયું છે,
ઓપરેશન વખતે સેવાભાવી ડો. મનસુખલાલભાઈ તથા ડો. ઉરશેકર પણ હાજર હતા.
ગુરુદેવની આંખનો પાટો માગસર વદ ૯ના રોજ છોડી નાંખવામાં આવ્યો છે, તે દિવસે
પૂ. ગુરુદેવ સ્વાધ્યાય મંદિરમાં પાટ ઉપર પધાર્યા હતા, ગુરુદેવના દર્શનથી સર્વે ભાઈ–
બહેનોને ઘણો હર્ષ થયો હતો. ઓપરેશન દરમિયાન ડો. મનસુખભાઈએ લગભગ ૧પ
દિવસ સુધી સોનગઢ રહીને પૂ. ગુરુદેવની ઘણી સેવા કરી હતી, આખો દિવસ ગુરુદેવ
પાસે હાજર રહીને આહાર–ઔષધ વગેરેમાં જાતે ધ્યાન આપી રહ્યા હતા. ગુરુદેવની
આંખે સંપૂર્ણ આરામ છે; હજી આરામ લેવાનો હોવાથી હાલ વાંચન બંધ છે. પ્રવચનના
ટાઈમે સવાર–બપોર બંને વખતે રેકોર્ડિંગ રીલ વગાડવામાં આવે છે, તેમાં સમયસારની
શરૂઆતના પ્રવચનો ઘણા સરસ છે; આંખો મીંચીને સાંભળતાં જાણે કે ગુરુદેવ જ
અત્યારે બોલી રહ્યા હોય–એવું લાગે છે.
* આંખના ઓપરેશન પહેલાં માગસર સુદ પુનમથી માગસર વદ ત્રીજ સુધી
જિનમંદિરમાં શ્રી વીસવિહરમાન તીર્થંકરોનું મંડલ વિધાન–પૂજન ઘણા ઉત્સાહપૂર્વક (પૂ.
બેનશ્રીબેન તરફથી) થયું હતું. વદ એકમ–બીજ અને ત્રીજના રોજ પૂ. ગુરુદેવ પણ પૂજન
વિધાનમાં એકેક કલાક ઉપસ્થિત રહ્યા હતા. ત્રીજના દિવસે મંડલ વિધાનની પૂર્ણતા થતાં
અભિષેક થયો હતો, અભિષેક બાદ ગુરુદેવે ભક્તિથી સીમંધર ભગવાનને અર્ઘ ચડાવ્યો
હતો. ત્યારબાદ ગુરુદેવ સ્વાધ્યાય મંદિરમાં બિરાજ્યા હતા ને સકલ સંઘે ભાવપૂર્વક સ્તુતિ
કરી હતી; સ્તુતિ બાદ ગુરુદેવે મંગલરૂપે જિનશાસનનો મહિમા કરેલ, તે આ અંકમાં
આપેલ છે. આ પ્રસંગે ઠેર ઠેરથી ઓપરેશનની સફળતા ઈચ્છતા સંદેશાઓ આવ્યા હતા.
સૌને એમ હતું કે ગુરુદેવની આંખ એ આપણી આંખ છે.... ત્યારબાદ, “જિનેન્દ્રદેવના
મંગલ આશીર્વાદ પ્રાપ્ત મંગલમૂર્તિ ગુરુદેવનો જય હો.... વિજય હો” એવા જયકારપૂર્વક
ગુરુદેવ અંદર પધાર્યા હતા ને સફળતાપૂર્વક ઓપરેશન થયું હતું. ઓપરેશનની
સફળતાના અને ગુરુદેવની સારી તબીયતના સમાચાર સાંભળીને ભારતભરના
ભક્તજનો તરફથી આનંદ અને ભક્તિ વ્યક્ત કરતા સંદેશા આવ્યા હતા. હાલમાં ગુરુદેવ
રોજ સવારમાં એક માઈલ ફરવા જાય છે. બપોરે પાટ ઉપર પધારીને દર્શન દે છે, ને
ભક્તિમાં પણ પધારે છે. તબીયત બધી રીતે સંતોષકારક છે.
* માગસર સુદ છઠ્ઠના રોજ સોનગઢમાં શેઠ મોહનલાલ મગનલાલ તુરખીયા
(રાજકોટવાળા) ના મકાનનું વાસ્તુ હતું, તે પ્રસંગે પૂ. ગુરુદેવે ત્યાં પ્રવચન કર્યું હતું.
* પ્રતાપગઢ શહેરમાં દિગંબર જૈન બોર્ડિંગમાં સીમંધર ભગવાનનું ભવ્ય
જિનમંદિર છે. તેની સન્મુખ માનસ્તંભનું શિલાન્યાસ શેઠ શ્રી નવનીતલાલભાઈ સી.
ઝવેરીના હસ્તે ગત માસમાં થયું હતું.