Atmadharma magazine - Ank 022
(Year 2 - Vir Nirvana Samvat 2471, A.D. 1945). Entry point of HTML version.


Combined PDF/HTML Page 1 of 1

PDF/HTML Page 1 of 17
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૦૨
સળંગ અંક ૦૨૨
Version History
Version
Number Date Changes
001 Jan 2006 First electronic version.

PDF/HTML Page 2 of 17
single page version

background image
વર્ષ: ૨
અંક: ૧૦ અષાઢ ૨૦૦૧
• ધર્મનું મૂળ દર્શન છે •
: સં પા દ ક :
રામજી માણેકચંદ દોશી
વકીલ
૨૫૦૧
વીર શાસન જયંતિ મહોત્સવ
આ માસમાં અષાઢ વદ ૧ ના સુપ્રભાતે જગત્
કલ્યાણકારી શ્રી વીરશાસન જયંતિના ૨૫૦૧ વર્ષ
પૂરાં થાય છે. અષાઢ વદ ૧ એ શાસન જયંતિનું બેસતું
વર્ષ છે...
મહાવીર ભગવાનને કેવળજ્ઞાન પ્રગટ્યા પછી
દિવ્ય–ધ્વનિના અખંડ પ્રવાહ છૂટયા અને શ્રી ગૌતમ
પ્રભુ ગણધર પદવી પામ્યા તથા પરમાગમ શાસ્ત્રોની
રચના થઈ–એ પવિત્ર પ્રસંગોનો મહાન દિવસ એટલે
અષાઢ વદ એકમ....
‘અહો! આજના જ દિવસે વીરશાસનનો
ધ્વનિ છૂટયો...’ એમ પોતાના જ્ઞાનમાં કેવળજ્ઞાન
સાથેની સંધિ કરીને ભવ્ય જીવો એકાવતારી થઈ જાય
એવો આજનો દિવસ છે... આજે વીરશાસનનો જીવંત
દિવસ છે, ઠેઠ કેવળજ્ઞાનથી ચાલી આવેલી વાણી મહા
ભાગ્યે આજે પણ સાંભળવા મળે છે...

વાર્ષિક લવાજમ
છુટક નકલ
અઢી રૂપિયા ચાર આના
• આત્મધર્મ કાર્યાલય (સુવર્ણપુરી) સોનગઢ કાઠિયાવાડ •

PDF/HTML Page 3 of 17
single page version

background image
અત્મસ્વરૂપન સચ સમજણ સલભ છ

પોતાનું આત્મસ્વરૂપ સમજવું સુગમ છે. અનાદિથી સ્વરૂપના અનઅભ્યાસને કારણે અઘરૂં લાગે છે,
પરંતુ જો યથાર્થરુચિ કરીને સમજવા માગે તો પોતાનું સ્વરૂપ સમજવું તે સહેલું છે.
બંગલો કરવો હોય તો ગમે તેવો હોશિયાર કારીગર હોય તોપણ બે ઘડીમાં ન થઈ શકે, પણ જો
આત્મસ્વરૂપની ઓળખાણ કરવા માગે તો તે બે ઘડીમાં પણ થઈ શકે છે. આઠ વર્ષનું બાળક મણિકા ન ઉપાડી
શકે પરંતુ સાચી સમજણ દ્વારા આત્માનું ભાન કરી કેવળજ્ઞાન પામી શકે. આત્મા પર દ્રવ્યમાં કાંઈ જ ફેરફાર ન
કરી શકે પણ સ્વદ્રવ્યમાં તો પુરુષાર્થદ્વારા સમસ્ત અજ્ઞાનનો નાશ કરી સમ્યગ્જ્ઞાન પ્રગટાવી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી
શકે છે. સ્વમાં ફેરફાર કરવા આત્મા પરિપૂર્ણ સ્વતંત્ર છે, પણ પરમાં કાંઈ કરવા માટે આત્મામાં કિંચિત્ સામર્થ્ય
નથી. આત્મામાં એવો બેહદ સ્વાધીન પુરુષાર્થ છે કે જો તે ઊંધો પડે તો બે ઘડીમાં સાતમી નરકે જાય અને
સવળો પડે તો બે ઘડીમાં કેવળજ્ઞાન લઈ સિદ્ધ થાય.
પરમાગમ શ્રી સમયસારજીમાં કહ્યું છે કે–“જો આ આત્મા બે ઘડી પુદ્ગલ દ્રવ્યથી ભિન્ન પોતાના શુદ્ધ
સ્વરૂપનો અનુભવ કરે [તેમાં લીન થાય], પરિષહ આવ્યે પણ ડગે નહિ, તો ઘાતીકર્મનો નાશ કરી, કેવળજ્ઞાન
ઉત્પન્ન કરી, મોક્ષને પ્રાપ્ત થાય. આત્માનુભવનું એવું માહાત્મ્ય છે તો મિથ્યાત્વનો નાશ કરી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ
થવી તો સુલભ છે; માટે શ્રી ગુરુઓએ એ જ ઉપદેશ પ્રધાનતાથી કર્યો છે.”
[ગુજરાતી સમયસાર પાનું–૫૨]
શ્રી સમયસાર પ્રવચનોમાં આત્માની સમજણ કરવાની પ્રેરણા વારંવાર કરી છે–
(૧) ચૈતન્યની વિલાસરૂપ મોજને, જરીક છૂટો પડીને જો, તે મોજને અંદરમાં દેખતાં શરીરાદિના મોહને
તું તરત જ છોડી શકશે. ‘झगिति’ એટલે ઝટ દઈને છોડી શકીશ. આ વાત સહેલી છે કેમકે તારા સ્વભાવની છે.
[પુસ્તક ૩ પાનું ૧૬]
(૨) સાતમી નરકની અનંતી વેદનામાં પડેલા પણ આત્માનો અનુભવ પામ્યા છે, તો સાતમી નરક
જેટલી પીડા તો અહીં નથી ને! મનુષ્યપણું પામીને રોદણાં શું રોયાં કરે છે? હવે સત્સમાગમે આત્માની પિછાણ
કરી આત્માનુભવ કર.
[પા. ૧૭]
આ રીતે સમયસાર–પ્રવચનોમાં વારંવાર–હજારોવાર આત્માનુભવ કરવાની પ્રેરણા કરી છે, જૈન શાસ્ત્રોનું
ધ્યેયબિંદુ જ આત્મસ્વરૂપની સમજણ કરાવવી તે છે.
‘અનુભવ પ્રકાશ’ ગ્રંથમાં આત્માનુભવની પ્રેરણા કરતાં કહે છે કે–કોઈ એમ જાણે કે આજના સમયમાં
સ્વરૂપ કઠણ છે તે સ્વરૂપની ચાહ મટાડનાર બહિરાત્મા છે × × × × જ્યારે નવરો હોય ત્યારે વિકથા કરે છે,
ત્યારે સ્વરૂપનું પરિણામ કરે તો કોણ રોકે છે? પરપરિણામ સુગમ, નિજ પરિણામ વિષમ બતાવે છે! દેખો
અચરજ ની વાત! પોતે દેખે છે–જાણે છે છતાં દેખ્યો ન જાય, જાણ્યો ન જાય એમ કહેતાં લાજ પણ આવતી
નથી? × × × × જેના જશ ભવ્યજીવો ગાય છે, જેની અપાર મહિમા જાણ્યે, મહા ભવ ભાર મટે એવો આ
સમયસાર
[આત્મ સ્વરૂપ] અવિકાર જાણી લેવો. [જુઓ અનુભવ પ્રકાશ પાન–૫૬–૫૭]
આ જીવ અનાદિથી અજ્ઞાનને લીધે પરદ્રવ્યને પોતાનું કરવા મથે છે, અને શરીરાદિને પોતાનું કરીને
રાખવા માગે છે, પરંતુ પરદ્રવ્યનું પરિણમન જીવને આધીન નથી તેથી અનાદિથી જીવની મહેનત
[અજ્ઞાનભાવ] ના ફળમાં એક પરમાણુ પણ જીવનો થયો નથી. અનાદિથી દેહદ્રષ્ટિ પૂર્વક શરીરને પોતાનું માન્યું
છે પણ હજી સુધી એક પણ રજકણ જીવનો થયો નથી અને કદી થવાનો પણ નથી, બંને દ્રવ્ય ત્રિકાળ જુદાં જ છે.
જીવ જો પોતાના સ્વરૂપની સાચી સમજણ કરવા માગે તો તે સુગમ છે અને જે પોતાના સ્વરૂપને સમજવા માગે
તે પુરુષાર્થ દ્વારા અલ્પકાળમાં સમજી શકે છે. જીવ પોતાનું સ્વરૂપ જ્યારે સમજવા માગે ત્યારે સમજી શકે છે.
સ્વરૂપ સમજવામાં અનંતકાળ લાગતો નથી. તેથી સાચી સમજણ સુલભ છે.
સાચી સમજણ કરવાની રુચિના અભાવે જ જીવ અનાદિથી પોતાનું સ્વરૂપ સમજ્યો નથી. માટે
આત્મસ્વરૂપ સમજવાની રુચિ કરો અને જ્ઞાન કરો..... • • •

PDF/HTML Page 4 of 17
single page version

background image
: અષાઢ : ૨૦૦૧ : આત્મધર્મ : ૧૫૫ :
• શાશ્વત સુખનો માર્ગ દર્શાવતું માસિક •
વર્ષ: અષાઢ
અંક: ૧૦ ૨૦૦૧
“મિથ્યાત્વ સમાન અન્ય કોઈ પાપ નથી; મિથ્યાત્વનો સદ્ભાવ રહેતાં
અન્ય અનેક ઉપાય કરવા છતાં પણ મોક્ષ થતો નથી માટે હરકોઈ ઉપાય વડે પણ
સર્વ પ્રકારથી એ મિથ્યાત્વનો નાશ કરવો યોગ્ય છે.”
[મોક્ષમાર્ગ પ્રકાશક અધ્યાય–૭ પાનું ૨૭૦]
“આ જીવ મિથ્યાદર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ અનાદિકાળથી પરિણમે છે અને
એ જ પરિણમન વડે સંસારમાં અનેક પ્રકારનાં દુઃખ ઉપજાવવાવાળાં કર્મોનો
સંબંધ થાય છે. એ જ ભાવ સર્વ દુઃખોનું બીજ છે, અન્ય કોઈ નથી. માટે હે
ભવ્ય! જો તું દુઃખથી મુક્ત થવા ઈચ્છે છે તો સમ્યગ્દર્શનાદિ વડે એ
મિથ્યાદર્શનાદિક વિભાવોનો અભાવ કરવો એ જ કાર્ય છે, એ કાર્ય કરતાં તારૂં
પરમ કલ્યાણ થશે.”
[મોક્ષમાર્ગ પ્રકાશક–અધ્યાય–૪ પા. ૯૮]
– : ઉપરના વિષય ઉપર : –
• પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રીનું વ્યાખ્યાન •
તા – ૧૭ – ૬ – ૪૫ જેઠ સુદ – ૮

આ મોક્ષમાર્ગ પ્રકાશકમાં અનેક પ્રકારે મિથ્યાદ્રષ્ટિઓનું સ્વરૂપ નિરૂપણ કરવાનો હેતુ એ છે કે,
મિથ્યાત્વનું સ્વરૂપ સમજીને, જો પોતામાં તેવો મહા દોષ હોય તો તે ટાળવો. પોતે પોતાના દોષ ટાળીને સમ્યક્ત્વ
ગ્રહણ કરવું. પણ બીજા જીવોમાં તેવો દોષ હોય તો તે જોઈને તે જીવ ઉપર કષાય કરવો નહિ. બીજા પ્રત્યે કષાયી
બનવા માટે આ કહ્યું નથી. હા! એટલું ખરૂં કે બીજામાં તેવા મિથ્યાત્વાદિ દોષ હોય તો તેનો આદર–વિનય ન
કરવો, પરંતુ તેના ઉપર દ્વેષ કરવાનું કહ્યું નથી.
પોતામાં મિથ્યાત્વ હોય તેનો નાશ કરવા માટે જ અહીં મિથ્યાત્વનું સ્વરૂપ બતાવ્યું છે; કેમકે અનંત
જન્મમરણનું મૂળ કારણ જ મિથ્યાત્વ છે. ક્રોધ–માન–માયા–લોભ–હિંસા–જુઠું–ચોરી એ કોઈ અનંત સંસારનું
કારણ નથી, તેથી ખરેખર તે મહા પાપ નથી; પણ ઊંધી માન્યતા એજ અનંત અવતાર ફાટવાનું મૂળિયું છે તેથી
તે જ મહાન પાપ છે અને તેમાં સર્વ પાપ સમાઈ જાય છે. મિથ્યાત્વ સમાન અન્ય કોઈ પાપ જ જગતમાં નથી.
ઊંધી માન્યતામાં પોતાના સ્વભાવની અનંત હિંસા છે. કુદેવાદિને માન્યા તેમાં તો ગૃહીત મિથ્યાત્વનું અત્યંત
સ્થૂળ મહાન પાપ છે.
લડાઈમાં કરોડો મનુષ્યોનો સંહાર કરતા ઉભો હોય તેના પાપ કરતાં એક ક્ષણના મિથ્યાત્વ સેવનનું પાપ
અનંતગણું અધિક છે. સમકિતિ લડાઈમાં ઉભો હોય છતાં, તેને મિથ્યાત્વનું સેવન નથી તેથી, તે વખતે પણ તેને
અનંત સંસારના કારણરૂપ બંધનનો તો અભાવ જ છે. સમ્યગ્દર્શન થતાં જ એકતાલીસ પ્રકારના કર્મનું બંધન તો
થતું જ નથી. મિથ્યાત્વનું સેવન કરનાર મહાપાપી છે; જે મિથ્યાત્વનું સેવન કરે છે અને શરીરાદિની ક્રિયા
પોતાને આધીન માને છે તે જીવ ત્યાગી થઈને પૂંજણી વડે પૂંજતો હોય તે વખતે પણ તેને અનંત સંસારનું બંધન
જ પડે છે–અને તેને સર્વ પ્રકૃતિઓ બંધાય છે. અને શરીરની

PDF/HTML Page 5 of 17
single page version

background image
: ૧૫૬ : આત્મધર્મ : અષાઢ : ૨૦૦૧ :
કોઈ ક્રિયા કે એક વિકલ્પ પણ મારૂં સ્વરૂપ નથી, હું તેનો કર્તા નથી–એવા ભાન દ્વારા જેણે મિથ્યાત્વનો નાશ
કરીને સમ્યગ્દર્શન પ્રગટ કર્યું છે તે જીવ લડાઈમાં હો કે વિષય સેવન કરતો હોય છતાં પણ તે વખતે તેને
સંસારની વૃદ્ધિ થતી નથી, અને એકતાલીસ પ્રકૃતિના બંધનો તો અભાવ જ છે. આ જગતમાં મિથ્યાત્વરૂપ ઊંધી
માન્યતા સમાન પાપ અન્ય કોઈ નથી.
આત્માનું ભાન કરતાં અપૂર્વ સમ્યગ્દર્શન પ્રગટે છે. એ સમ્યગ્દર્શન સહિત જીવ લડાઈમાં હોવા છતાં તેને
અલ્પ પાપ છે અને તે પાપ તેને સંસારની વૃદ્ધિ કરી શકતું નથી, કેમકે તેને મિથ્યાત્વનું અનંતુ પાપ ટળી ગયું છે.
અને આત્માના અભાનમાં મિથ્યાદ્રષ્ટિ જીવ પુણ્યાદિની ક્રિયાને પોતાનું સ્વરૂપ માને છે તે પૂંજણી વડે પૂંજતો હોય
તે પૂંજતી વખતે પણ તેને, લડાઈ લડતા અને વિષય ભોગવતા સમ્યગ્દ્રષ્ટિ જીવ કરતાં અનંતુ મોટું પાપ
મિથ્યાત્વનું છે. આવું મિથ્યાત્વનું મહાન પાપ છે. અને સમ્યગ્દ્રષ્ટિ જીવ અલ્પકાળમાં જ મોક્ષદશા પામવાનો છે–
આવો મહાન ધર્મ સમ્યગ્દર્શનમાં છે.
જગતના જીવો સમ્યગ્દર્શન અને મિથ્યાદર્શનનું સ્વરૂપ જ સમજ્યા નથી. પાપનું માપ બહારના સંયોગ
ઉપરથી કાઢે છે, પરંતુ ખરૂં પાપ–ત્રિકાળ મહાન પાપ તો એક સમયના ઊંધા અભિપ્રાયમાં છે, તે મિથ્યાત્વનું
પાપ તો જગતના ખ્યાલમાં જ આવતું નથી. અને અપૂર્વ આત્મભાન પ્રગટતાં અનંત સંસાર કપાઈ ગયો અને
અભિપ્રાયમાં સર્વ પાપ ટળી જ ગયાં–એ સમ્યગ્દર્શન શું ચીજ છે તે જગતના જીવોએ સાંભળ્‌યું પણ નથી.
મિથ્યાત્વરૂપી મહાનપાપના સદ્ભાવમાં અનંત વ્રત કરે, તપ કરે, દેવ–દર્શન, ભક્તિ, પૂજા, બધું કરે, દેશ
સેવાના ભાવ કરે છતાં તેને જરાપણ સંસાર ટળતો નથી. એક સમ્યગ્દર્શન [આત્માના સ્વરૂપની સાચી
ઓળખાણ] ના ઉપાય સિવાય બીજા જે અનંત ઉપાય છે તે બધા ઉપાય કરવા છતાં મિથ્યાત્વ ટાળ્‌યા સિવાય
ધર્મનો અંશ પણ થાય નહિ–અને જન્મ–મરણ એક પણ ટળે નહિ... માટે હરકોઈ ઉપાય વડે–સર્વપ્રકારે ઉપાય
કરીને મિથ્યાત્વનો નાશ કરી સમ્યક્ત્વ શીઘ્ર પ્રાપ્ત કરવું જરૂરી છે. સમ્યક્ત્વનો ઉપાય એજ કર્તવ્ય છે.
એ ખાસ ધ્યાન રાખવું કે કોઈ પણ શુભ ભાવની ક્રિયા કે વ્રત–તપ એ સમ્યક્ત્વ પ્રગટ કરવાનો ઉપાય
નથી, પરંતુ પોતાના આત્મ સ્વરૂપની સમજણ અને પોતાના આત્માની રુચિ તથા લક્ષપૂર્વક સત્સમાગમ એ જ
તેનો ઉપાય છે–બીજો કોઈ ઉપાય નથી.
‘હું પરનું કરી શકું, પર મારૂં કરી શકે અને પુણ્ય કરતાં કરતાં ધર્મ થાય’ એવા પ્રકારની મિથ્યાત્વની
ઊંધી માન્યતામાં–એક ક્ષણમાં અનંતી હિંસા છે, અનંત અસત્ય છે, અનંત ચોરી છે, અનંત અબ્રહ્મચર્ય
(વ્યભિચાર) છે અને અનંત પરિગ્રહ છે. જગતના અનંતા પાપનું એક સાથે સેવન એક મિથ્યાત્વમાં છે.
૧–હું પર દ્રવ્યનું કરી શકું એટલે જગતમાં અનંત પર દ્રવ્ય છે તે સર્વેને પરાધીન માન્યાં અને ‘પર મારૂં
કરી શકે’ એટલે પોતાના સ્વભાવને પરાધીન માન્યો–આ માન્યતામાં જગતના અનંત પદાર્થો અને પોતાના
અનંત–સ્વભાવની સ્વાધીનતાનું ખૂન કર્યું–તેથી તેમાં અનંત હિંસાનું મહાન પાપ આવ્યું.
૨–જગતના બધા પદાર્થો સ્વાધીન છે તેને બદલે બધાને પરાધીન–વિપરીતસ્વરૂપે માન્યા તથા જે પોતાનું
સ્વરૂપ નથી તેને પોતાનું સ્વરૂપ માન્યું–એ માન્યતામાં અનંત અસત્ સેવનનું મહાપાપ આવ્યું.
૩–પુણ્યનો એક વિકલ્પ કે કોઈ પણ પરવસ્તુને જેણે પોતાની માની તેણે ત્રણે કાળની પરવસ્તુ અને
વિકાર ભાવને પોતાનું સ્વરૂપ માનીને અનંતી ચોરીનું મહાન પાપ કર્યું છે.
૪–એક રજકણ પણ પોતાનો નથી છતાં હું તેનું કરી શકું એમ જે માને છે તે પરદ્રવ્યને પોતાનું માને છે, ત્રણે
જગતના જે પર પદાર્થો છે તે સર્વને પોતાના માને છે–એટલે આ માન્યતામાં અનંત પરિગ્રહનું મહાપાપ આવ્યું.
પ–એક દ્રવ્ય બીજાનું કાંઈ પણ કરી શકે એમ માનનારે સ્વદ્રવ્ય–પરદ્રવ્યને ભિન્ન ન રાખતાં તે બે વચ્ચે
વ્યભિચાર કરી, બેમાં એકપણું માન્યું, અને એવા અનંત પરદ્રવ્યો સાથે એકતારૂપ વ્યભિચાર કર્યો તે જ અનંત
મૈથુન સેવનનું મહાપાપ છે.
આ રીતે જગતના સર્વે મહા પાપો એક મિથ્યાત્વમાં જ સમાઈ જાય છે તેથી જગતનું સૌથી મહાન પાપ
મિથ્યાત્વજ છે. અને સમ્યગ્દર્શન થતાં ઉપરના સર્વે મહાપાપોનો અભાવ જ હોય છે તેથી જગતનો સૌથી પ્રથમ
ધર્મ સમ્યક્ત્વ જ છે. માટે મિથ્યાત્વ છોડો, સમ્યક્ત્વ પ્રગટ કરો.
• • •

PDF/HTML Page 6 of 17
single page version

background image
ઉત્તર:–
: અષાઢ : ૨૦૦૧ : આત્મધર્મ : ૧૫૭ :
• શ્રી સનાતન જૈન દર્શન શિક્ષણ વર્ગ •
[આ વર્ગની તા. ૩૦–૫–૪૫ ના રોજ પરીક્ષા લેવાયેલી. તે પરીક્ષામાં ૧૩૨ વિદ્યાર્થીઓ દાખલ થયા
હતા તેમાંથી ૧૨૩ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા હતા. પૂછાયેલ પ્રશ્નોના યથાર્થ જવાબો નીચે પ્રમાણે છે]
પ્રશ્ન. ૧ (ક) સંસાર વૃક્ષનું મૂળિયું શું છે અને તે મૂળને છેદવા મુમુક્ષુએ શું કરવું તે સ્પષ્ટ રીતે સમજાવો.
ઉત્તર–સંસાર વૃક્ષનું મૂળિયું મિથ્યાદર્શન છે. મિથ્યાદર્શન એટલે ખોટી માન્યતા. મુમુક્ષુએ તે મૂળને છેદવા
માટે ખોટી માન્યતાનો ત્યાગ કરવો જોઈએ. મિથ્યાદર્શનના બે ભેદ છે. અગૃહિત અને ગૃહિત. અગૃહિત એટલે
અનાદિકાળથી
[કોઈના ઉપદેશ વિના ગ્રહણ કરેલ] ચાલ્યું આવતું. ગૃહિત એટલે બીજાના ઉપદેશથી જન્મ
ધારણ કર્યા પછી નવું ધારણ કરેલ.
અગૃહિત મિથ્યાદર્શન એટલે જીનેન્દ્ર ભગવાને કહેલ સાત તત્ત્વોની (જીવ, અજીવ, આસ્રવ, બંધ, સંવર
નિર્જરા ને મોક્ષની) ઊંધી શ્રદ્ધા કરવી. સાત તત્ત્વોની વિપરીત શ્રદ્ધા કેવી રીતે–કે તે જીવ ‘શરીર તે હું છું’ તેને
હલાવી ચલાવી શકું છું’ એમ માને છે એટલે કે જીવને અજીવ માને છે. જે પોતાનો સ્વભાવ નથી તે પોતાનો
માને છે તે જીવ તત્વની ભૂલ છે. ૧. અજીવ શરીરના ઉત્પન્ન થવાથી અને નાશ થવાથી પોતાની ઉત્પત્તિ અને
નાશ માને છે. તે અજીવ તત્ત્વની ભુલ છે. પોતે તો અનાદિ અનંત છે તેની ઉત્પત્તિ અને નાશ થતો જ નથી. ૨.
રાગદ્વેષ એ આત્માની વિકારી દશા છે, ઊંધી દશા છે તેથી આત્માને દુઃખ થાય છે પણ તેમ ન માનતા તેમાં સુખ
માને છે, આ આસ્રવ તત્વની ભુલ છે. ૩. શુભ કર્મ બંધના ફળમાં પ્રેમ કરે છે અને અશુભ કર્મ બંધના ફળમાં
દ્વેષ કરે છે. પરંતુ હેય જે વિકારી ભાવ કે જેનાથી કર્મો બંધાય છે અને આદરણિય જે અવિકારી સ્વભાવ છે–તેમ
ન માનતા શુભના ફળને સારૂં અને અશુભના ફળને માઠું માને છે તે બંધ તત્ત્વની ભુલ છે. ૪. સમ્યગ્દર્શન જ્ઞાન
ને ચારિત્રથી આત્માનું સુખ પ્રગટ થાય છે પરંતુ આત્મજ્ઞાનની સમજણ તેને કષ્ટદાયક લાગે છે. એટલે કે ધર્મને
તે ‘દુઃખદાયક’ માને છે તે સંવર તત્ત્વની ભુલ છે. પ. શુભાશુભ ઈચ્છાને રોકવાથી તપ થાય છે અને એવા
સમ્યક્ તપથી નિર્જરા એટલે આત્માની શુદ્ધિની વૃદ્ધિ થાય છે અને કર્મો ખરી જાય છે અને તેજ સાચા સુખનું
કારણ છે પરંતુ તેમ ન માનતાં પાંચ ઈન્દ્રિયોનાં વિષયની ઈચ્છા કરે છે. જો કે અશુભ છોડી દે છે પણ શુભને
પકડી રાખે છે, પરંતુ શુભ પણ ઈચ્છા છે એમ તે નથી માનતો તે નિર્જરા તત્વની ભુલ છે. ૬. આકુળતાનો
અભાવ તે જ સાચું સુખ છે પરંતુ તીવ્ર આકુળતા કરતાં મંદ આકુળતામાં સુખ માને છે એટલે અનાકુળતાને
આકુળતા માને છે આ મોક્ષ તત્વની ભુલ છે. ૭.
મનુષ્ય થયા બાદ તે કુદેવ, કુગુરુ તથા કુધર્મને માને છે. તેને માનવાથી અનંત સંસારમાં રખડવું પડે છે
અને ઘણું દુઃખ સહન કરવું પડે છે. આ ગૃહિત મિથ્યાદર્શન છે. તેનાથી અગૃહિત મિથ્યાત્વને પોષણ મળે છે.
કુગુરુ અને કુદેવ મિથ્યાત્વ–રાગદ્વેષ સહિત હોય છે અને બહિરંગ પરિગ્રહ ધન, મકાન, કપડાં અને સ્ત્રી શસ્ત્ર
સહિત હોય છે. કુધર્મમાં ભાવ હિંસા અને દ્રવ્ય હિંસા સહિત ક્રિયા કરે છે.
મુમુક્ષુએ જો સંસાર વૃક્ષનું મૂળિયું છેદવું હોય તો તેણે ઉપર જણાવ્યા મુજબની અગૃહિત અને ગૃહિત
મિથ્યાદર્શનની ભૂલો ટાળી દેવી જોઈએ. અને સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવું જોઈએ.
પ્રશ્ન. ૧ (ખ) ધર્મ કરવો કોને સહેલો પડે ધનવાનને કે નિર્ધનને? શા માટે?
ઉત્તર:– ધર્મ એ તો આત્માનો સ્વભાવ છે, પર દ્રવ્ય સાથે તેનો સંબંધ નથી. તેથી ધનવાન કે નિર્ધન
કોઈને ધર્મ સહેલો થઈ પડે એમ ન કહેવાય. ધર્મ પૈસાથી થતો નથી. પોતે જો પોતાના આત્માને સમજે તો જ
ધર્મ થાય. આત્માને સમજવા માટે તો આ સાચા જ્ઞાનની જરૂર છે. પૈસાની નહિ.
પ્રશ્ન. ૧ (ગ) શ્રી સમયસારનો કોઈ કળશ અર્થ સાથે લખો.
आत्मा ज्ञानं स्वयं ज्ञानं ज्ञानादन्यत् करोति किम्।
परभावस्य कर्तात्मा मोहोऽयं व्यवहारिणाम्।।
।। સમયસાર કલશ–૬૨।।
આત્મા જ્ઞાન સ્વરૂપ છે, પોતે જ્ઞાન જ છે. તો તે જ્ઞાન (જાણવા) સિવાય બીજું શું કરી શકે? આત્મા
બીજાના

PDF/HTML Page 7 of 17
single page version

background image
: ૧૫૮ : આત્મધર્મ : અષાઢ : ૨૦૦૧ :
ભાવનો [અવસ્થાનો] કરનાર છે એમ માનવું તે અજ્ઞાની લોકોનો મૂઢ ભાવ છે.
પ્રશ્ન. ૨. (ક) નીચેના પદાર્થોમાંથી દ્રવ્યો, ગુણો ને પર્યાયો ઓળખી કાઢો.
[] કેવળજ્ઞાન [] ગળપણ [] નિશ્ચયકાળ [] અરૂપીપણું [] તાવ [] તાવ ઉપર દ્વેષ
[] સમુદ્ઘાત [] ગતિહેતુત્વ.
ઉત્તર– (૧) કેવળજ્ઞાન તે પર્યાય છે. (૨) ગળપણ તે પર્યાય છે. (૩) નિશ્ચયકાળ તે દ્રવ્ય છે. (૪)
અરૂપીપણું તે ગુણ છે. (પ) તાવ તે પર્યાય છે. (૬) તાવ ઉપર દ્વેષ તે પર્યાય છે. (૭) સમુદ્ઘાત તે પર્યાય છે.
(૮) ગતિ–હેતુત્વ તે ગુણ છે.
પ્રશ્ન. ૨ (ખ) ઉપરના આઠ પદાર્થોમાં જે દ્રવ્યો હોય તેમનાં મુખ્ય લક્ષણ કહો.
ઉત્તર–કાળ તે દ્રવ્ય છે, તેનું મુખ્ય લક્ષણ પરિણમન હેતુત્વ છે.
પ્રશ્ન. ૨ (ગ) ઉપરના પદાર્થોમાં જે ગુણ હોય તે કયા દ્રવ્યોના છે તે લખો.
ઉત્તર–અરૂપીપણું તે જીવ, ધર્મ, અધર્મ આકાશ અને કાળ એ પાંચ દ્રવ્યોનો ગુણ છે; અને ગતિહેતુત્વ તે
ધર્માસ્તિકાય દ્રવ્યનો ગુણ છે.
પ્રશ્ન. ૨ (ઘ) ઉપરના પદાર્થોમાં જે પર્યાયો હોય તે કયા ગુણોની છે તે લખો.
ઉત્તર–
[] કેવળજ્ઞાન પર્યાય તે જીવના જ્ઞાન ગુણની પર્યાય છે. [] ગળપણ તે પુદ્ગલના રસ
ગુણની પર્યાય છે. [] તાવ તે પુદ્ગલના સ્પર્શ ગુણની પર્યાય છે. છે. [] તાવ ઉપર દ્વેષ તે આત્માના
ચારિત્ર ગુણની પર્યાય [ઊંધી અવસ્થા] છે. [] સમુદ્ઘાત તે જીવના પ્રદેશત્વ ગુણની પર્યાય છે.
પ્રશ્ન ૩. (ક) નિશ્ચય ચારિત્ર એટલે શું? ચારિત્રને “વેળુના કોળિયા” જેવું કેમ કહેવામાં આવે છે.
ઉત્તર–૩ પર દ્રવ્યોથી અને પર ભાવોથી ભિન્ન એવા પોતાના શુદ્ધાત્માની પ્રતીત અને જ્ઞાન સહિત
પોતાના શુદ્ધ આત્મામાં એકાગ્ર થવું તેનું નામ નિશ્ચય ચારિત્ર છે. ચારિત્રને ‘વેળુના કોળિયા’ જેવું કહેવું તે તદ્ન
અસત્ય છે, કારણ કે ચારિત્ર એ તો પોતાના શુદ્ધાત્માની લીનતારૂપ એટલે સુખરૂપ છે અને તેને કષ્ટદાયક
અથવા ‘વેળુના કોળીયા’ જેવું માનવું એ તો વ્યવહારી–અજ્ઞાની લોકોની ઊંધી માન્યતા છે; અને એમ
માનનારને સાચું ચારિત્ર પણ હોય નહિ.....
પ્રશ્ન ૩. (ખ) જઘન્ય, મધ્યને ઉત્તમ અંતરાત્મા કોને ગણવામાં આવે છે?
ઉત્તર–જઘન્ય અંતરાત્મા:– ચોથા ગુણસ્થાનવર્તી અવિરત સમ્યગ્દ્રષ્ટિને જઘન્ય અંતરાત્મા કહેવામાં આવે છે.
મધ્યમ અંતરાત્મા:– પંચમ ગુણસ્થાનવર્તી, બાર વ્રતના ધારક શ્રાવકને તેમ જ શુભોપયોગી, ગૃહાદિ
પરિગ્રહ રહિત છઠ્ઠા ગુણસ્થાન કે વર્તતા દિગંબર મુનિને મધ્યમ અંતરાત્મા કહેવાય છે,
ઉત્તમ અંતરાત્મા:– ૧ મિથ્યાત્વ ૪ કષાય ૯ નોકષાયરૂપ અંતરંગ અને ગૃહ–વસ્ત્રાદિ બહિરંગ પરિગ્રહ
રહિત, ૭–૮–૯–૧૦–૧૧–૧૨ ગુણસ્થાનવર્તી શુદ્ધોપયોગી અને અધ્યાત્મ જ્ઞાની દિગંબર મુનિને ઉત્તમ અંતરાત્મા
કહેવામાં આવે છે.
પ્રશ્ન ૩ (ખ) ચાલુ:– મહાકષ્ટથી વેળુના કોળીઆ જેવું ચારિત્ર પાળનાર પંચમહાવ્રતધારી મુનિ
અંતરાત્માના ત્રણ ભેદોમાંથી કયા ભેદમાં સમાય?
ઉત્તર– ‘મહાકષ્ટથી વેળુના કોળિઆ જેવું ચારિત્ર’ એટલે કે ધર્મને કષ્ટદાયક માનનારા તો મહામૂઢ
મિથ્યાદ્રષ્ટિ હોય છે, તો તેને પંચમહાવ્રત તો હોય જ ક્યાંથી? પરંતુ મિથ્યાત્વનું અનંતુપાપ સમયે સમયે સેવી રહ્યા
છે, એટલે એ
[ચારિત્રને વેળુના કોળીઆ જેવું માનનાર] તો બહિરાત્મા–અવિવેકી અથવા તો મિથ્યાદ્રષ્ટિ છે.
પ્રશ્ન ૩ (ગ) આઠ કર્મના નામ લખો?
ઉત્તર–આઠ કર્મના નામો: ૧–જ્ઞાનાવરણીય, ૨–દર્શનાવરણીય, ૩–મોહનીય, ૪–વેદનીય, પ–આયુષ્ય, ૬–
નામ, ૭–ગોત્ર, ૮–અંતરાય, એ પ્રમાણે છે.
પ્રશ્ન ૩ (ગ) ચાલુ–જ્ઞાનાવરણીય કર્મ આત્મા પર જોર કરીને તેના જ્ઞાનને રોકે છે કે નહિં તે સમજાવો.
ઉત્તર–એક દ્રવ્યને બીજું દ્રવ્ય કાંઈ કરી શકતું નથી તેથી જ્ઞાનાવરણીય કર્મ આત્માના જ્ઞાન ગુણને
બિલકુલ રોકી શકતું જ નથી જ્યારે આત્મા પોતે પોતાની ઊંધાઈથી જ્ઞાનને રોકે છે ત્યારે જ્ઞાનાવરણીય કર્મની
હાજરી હોય છે–એટલે એને રોકવામાં તે નિમિત્ત માત્ર છે એમ કહેવાય છે. ખરેખર કર્મ જ્ઞાનને રોકી શકતું નથી
કેમકે એક દ્રવ્ય બીજા દ્રવ્ય ઉપર જોર કરી શકે જ નહીં.

PDF/HTML Page 8 of 17
single page version

background image
: અષાઢ : ૨૦૦૧ : આત્મધર્મ : ૧૫૯ :
પ્રશ્ન ૩ (ઘ) ત્રિંદ્રિય જીવોને કયા કયા દ્રવ્ય પ્રાણ હોય? નવ પ્રાણ કયા જીવને હોય? કયા જીવને એકકે
દ્રવ્ય પ્રાણ ન હોય?
ઉત્તર–ત્રીંદ્રિય જીવોને સાત દ્રવ્યપ્રાણ હોય છે (૧) સ્પર્શેન્દ્રિય (૨) રસેન્દ્રિય (૩) ઘ્રાણેન્દ્રિય (૪)
વચન (પ) કાય (૬) શ્વાસોશ્વાસ અને (૭) આયુ.
અસંજ્ઞી પંચેન્દ્રિયને નવ દ્રવ્યપ્રાણ હોય છે. સિદ્ધ પરમાત્મા સિવાય એકેય જીવ એવો નથી હોતો કે જેને
એક પણ દ્રવ્યપ્રાણ ન હોય.
પ્રશ્ન ૩ (ઙ) નિકલ પરમાત્મા કોને કહેવામાં આવે છે? તેને કોઈ પરદ્રવ્યોનો સંગ નહિં હોવા છતાં સુખ
કેમ હોય?
ઉત્તર–નિકલ પરમાત્મા:– જ્ઞાન માત્ર જ જેનું શરીર છે, ઓદારિક નોકર્મ, જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ અને
રાગ–દ્વેષ–મોહાદિ ભાવકર્મોથી રહિત છે, જેને અનંતજ્ઞાન–દર્શન–સુખ અને વીર્ય પ્રગટેલ છે એવા નિર્દોષ અને
પૂજ્ય સિદ્ધ પરમાત્મા તે નિકલપરમાત્મા છે.
પર દ્રવ્યોથી સુખ થાય છે–એ માન્યતા જ ઊંધી છે. સુખ એ તો અરૂપી આત્માનો ગુણ છે અને તે સિદ્ધ
પરમાત્માને સંપૂર્ણપણે પ્રગટેલો હોય છે, માટે તેમને સંપૂર્ણ સુખ છે. પરદ્રવ્યના સંગથી ત્રણકાળ ત્રણલોકમાં સુખ
થતું જ નથી.
પ્રશ્ન ૪ (ક) અનાદિ કાળથી આત્માની જીવ તત્ત્વ સંબંધી અને બંધ તત્ત્વ સંબંધી શું ભુલો થાય છે તે
દાખલાઓ આપી સ્પષ્ટ કરો.
ઉત્તર ૪– (૧) જીવે અનાદિકાળથી જેવું જીવનું સ્વરૂપ છે તેવું ન માનતાં તેથી વિપરીત માન્યું તે જીવ
તત્ત્વની ભૂલ છે–જેમકે–શરીર તે હું છું, હું શરીરને હલાવી શકું છું, ચલાવી શકું છું, હું મૂર્ખ છું, હું ચતુર છું, હું
સુંદર છું–વગેરે.
(૨) શુભ કર્મના ફળને ઈષ્ટ માને છે અને અશુભ કર્મફળને અનિષ્ટ માને છે તે બંધ તત્ત્વની ભૂલ છે;
એટલે કે સ્ત્રી, પુત્ર, ઘર વગેરે પોતાને અનુકુળ હોય તેને સારૂં માને છે; અને તે જ પદાર્થો જ્યારે પ્રતિકૂળ હોય
ત્યારે દ્વેષ કરી તેને અનિષ્ટ માને છે, પરંતુ વાસ્તવિક તો
[શુભ–અશુભ] બંને બંધસ્વરૂપ છે, છતાં શુભને સારૂં
અને અશુભને ખરાબ માનવું તે બંધ તત્ત્વની ભૂલ છે.
પ્રશ્ન ૪ (ખ) –કેટલા દ્રવ્યો અનાદિ–અનંત છે. કયા ગુણને લીધે? જીવના અનુજીવી વિશેષ ગુણોમાંથી
પાંચનાં નામ લખો.
ઉત્તર–દરેક દ્રવ્યો [છએ દ્રવ્યો] અનાદિ અનંત છે, કારણ કે દરેક દ્રવ્યમાં અસ્તિત્ત્વ નામનો ગુણ છે.
ચેતના, સમ્યક્ત્વ, સુખ, વીર્ય અને ભવ્યત્વ એ પાંચ જીવદ્રવ્યના અનુજીવી–વિશેષ ગુણો છે.
પ્રશ્ન ૪ (ગ) આંખથી શ્રી સીમંધર ભગવાનનાં દર્શન કરવાં તે દર્શન ચેતનાનો વ્યાપાર છે કે
જ્ઞાનચેતનાનો? દર્શન ચેતનાના ચાર ભેદોમાંથી અથવા જ્ઞાન ચેતનાના પાંચ ભેદોમાંથી ક્યો ભેદ તે વખતે વર્તે છે.
ઉત્તર–આંખથી શ્રી સીમંધર પ્રભુના દર્શન કરવા તે જ્ઞાન ચેતનાનો વેપાર છે; અને તે વખતે જ્ઞાન
ચેતનાનો મતિજ્ઞાન–ભેદ વર્તે છે.
પ્રશ્ન–૪ (ઘ) ‘અનેકાંત’ સમજાવવા બે દાખલા આપો. “આત્મા કોઈ પણ પુદ્ગલ ને ન હલાવી શકે
એમ માનવાથી એકાંત થઈ જાય છે. આત્મા સુક્ષ્મ પુદ્ગલને ન હલાવી શકે પરંતુ સ્થુલ પુદ્ગલરૂપ ડુંગરાઓને
તો ખોદી શકે એમ માનવું તે અનેકાન્તની સાચી માન્યતા છે.” આ કથન ખરૂં છે કે નહિં તે સમજાવો.
ઉત્તર–અનેકાંત:– (૧) આત્મા પોતાપણે છે અને પરપણે નથી એવી જે દ્રષ્ટિ તે જ ખરી અનેકાન્તદ્રષ્ટિ
છે. (૨) આત્મા દ્રવ્યે નિત્ય છે અને પર્યાયે પલટાય છે એ દ્રષ્ટિ તે અનેકાન્ત છે.
‘આત્મા કોઈ પણ પુદ્ગલને ન હલાવી શકે એમ માનવાથી એકાંત થઈ જાય છે’ –એ વાત તદ્ન અસત્ય
છે; ‘આત્મા કોઈ પણ પુદ્ગલને ન હલાવી શકે’ એ કથન એકાંત નથી, પણ અનેકાંત છે. કેમકે આત્મા પોતાનું
બધું કરી શકે પણ પરનું કાંઈ ન કરી શકે. (સમ્યક્ એકાંત છે ખરૂં!)
“આત્મા સૂક્ષ્મ પુદ્ગલને–પરમાણુને ન હલાવી શકે, પરંતુ સ્થુલ પુદ્ગલરૂપ ડુંગરાઓને તો ખોદી શકે
એમ માનવું તે અનેકાંતની સાચી માન્યતા છે.” ઉપરનું કથન પણ અસત્યાર્થ છે તે કથન મિથ્યાદ્રષ્ટિનું છે. કારણ
કે અરૂપી આત્મા એક રૂપી પરમાણુને પણ ન હલાવી શકે તેમજ અનેક–અનંત પુદ્ગલને પણ ન જ હલાવી શકે.
કેમકે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કર્તા હર્તા ત્રણકાળ ત્રણલોકમાં થઈ શકતું નથી.

PDF/HTML Page 9 of 17
single page version

background image
: ૧૬૦ : આત્મધર્મ : અષાઢ : ૨૦૦૧ :
શ્રી સમયસાર પ્રતિષ્ઠા મહોત્સવ મંગલ દિન
. “ नम समयसरय.
સંવત ૨૦૧ ના વૈશાખ વદ ૮ રવિાર તા. ૩ – ૬ – ૪૫
સ્ત્ર શ્ર જી િ
અંતરંગ દશા તથા શ્રી સમયસારજી સ્તુતિના અર્થ

આજે શ્રી સમયસારજીની પ્રતિષ્ઠાનો માંગલિક દિવસ છે. સ્વાધ્યાય મંદિરમાં સમયસારજીની વિધિપૂર્વક
શ્રી ચંપાબેનના હસ્તકે પ્રતિષ્ઠા થઈ છે તેને આજે સાત વર્ષ પૂરા થાય છે. આ પરમાગમ શાસ્ત્રમાં શું છે તે તો
અનુભવથી અંદર ઉતરીને જુએ તો સમજાય તેવું છે; આમાં તો અલૌકિક ચમત્કારિક મંત્રો છે.
જેમ તળાવના કાંઠા ઉપર ઉભા રહીને જોતાં તળાવનું પાણી મધ્યમાં અને કાંઠે સરખું લાગે, ઉપલક
દ્રષ્ટિએ પાણીની ઊંડાઈનું માપ નીકળે નહીં; તળાવના પાણીની ઊંડાઈમાં વચમાં અને છેડે ફેર હોય છે. જેને
પાણીની ઊંડાઈનું માપ કરતાં આવડે તે કાંઠેથી અંદર ઉતરે તો તેને પાણીની વાસ્તવિક ઊંડાઈનો ખ્યાલ આવે.
તેમ સર્વજ્ઞ ભગવાનના દિવ્યધ્વનિ દ્વારા જે દ્વાદશાંગી શ્રુતનો એકધારાવાહી ધોધ છૂટયો, તેમાંથી આ શાસ્ત્ર
રચાણાં, તેમાં શું રહસ્ય ભર્યાં છે તેનું માપ ઉપલક દ્રષ્ટિએ કાઢવા માગે તો તે નીકળે તેમ નથી. પણ જો અંદર
ઉતરીને સમજે તો આની મધ્યમાં તો કેવળજ્ઞાનનાં રહસ્ય ભરેલાં છે.
મહાવિદેહમાં વર્તમાન જીવન–મુક્ત દશામાં શ્રી સીમંધરપરમાત્મા અરિહંતપદે બિરાજે છે. ભરતક્ષેત્રમાં
વિક્રમ સંવતના પહેલા સૈકામાં મહા નિર્ગંથ, મુનિઓના નાયક કુંદકુંદાચાર્ય મુનિ થયા; તેઓ મહાવિદેહમાં શ્રી
સીમંધર ભગવાન પાસે ગયા હતા. સહજ સ્વભાવની અંતર આનંદ દશામાં ઝુલતા અને બહારમાં સહજ
દિગમ્બર દશા–એવા કુંદકુંદાચાર્યદેવ સીમંધર ભગવાન પાસે ગયા હતા અને ત્યાં એક અઠવાડિયું રહ્યા હતા. આ
વાત ત્રણ કાળ ત્રણ લોકમાં ફરે તેવી નથી. શિલાલેખો કે શાસ્ત્રના પાનામાં લખ્યું છે–માટે આ કહેવાય છે એમ
નથી, પણ આ વાત અંતરથી સિદ્ધ થઈ ગઈ છે.
ભગવાનની વાણીમાં એક સાથે બધું આવે છે, તેમાં ભેદ પડતો નથી, તે નિરક્ષરીધ્વનિ છે. ભગવાનની
વાણીમાં ભેદ કેમ નથી હોતો–તેનો ખુલાસો:–
આત્મામાં જ્યાં સુધી ક્રોધાદિવાળી ઊણી–ભેદવાળી દશા હોય ત્યાં સુધી વાણી પણ ભેદવાળી આવે છે,
પણ જ્યારે સંપૂર્ણ વીતરાગ દશા થઈ અને પર્યાયમાં કષાયનો ભેદ ટાળીને અભેદ દશા થઈ ગઈ ત્યારે તેના
નિમિત્તરૂપ વાણીમાં પણ અભેદ આવે છે. જ્યાં સુધી ક્રોધાદિ છે ત્યાં સુધી વિકાર છે, આત્મા અનંત ગુણનો
અખંડ પિંડ છે તેથી કોઈ ગુણમાં વિકાર હોય ત્યાં અવસ્થા એકરૂપ રહેતી નથી–પણ ભેદ પડે છે–તેથી તેની
વાણીમાં પણ ઘણા અક્ષરો વડે ભેદ પડે છે. સર્વજ્ઞ પરમાત્માને સંપૂર્ણ દશા પ્રગટતાં પર્યાય અભેદ થઈ ગઈ
એટલે તેમની વાણી પણ અભેદ–એકાક્ષરી થઈ ગઈ, તે વાણીમાં બધી ભાષા સમાઈ જાય છે; તે વાણી સાંભળવા
ગણધરો, ઈન્દ્રો, ચક્રવર્તી, મનુષ્યો, પશુ, પક્ષી બધા આવે છે અને સૌ પોતપોતાની ભાષામાં સમજે છે.
ભગવાનને ઉપદેશની ઈચ્છા હોતી નથી, તેઓ વીતરાગ છે, ક્યારે કોણ શું પૂછશે અને તેનો શું ઉત્તર
આવશે–એ બધું એક સમયમાં પોતાના અક્રમજ્ઞાનથી (કેવળજ્ઞાનથી) ભગવાન જાણે છે. વર્તમાન મહાવિદેહ
ક્ષેત્રમાં શ્રી સીમંધર પરમાત્મા જીવનમુક્ત દશામાં તીર્થંકર પદે બિરાજે છે, તેમની પાસે ભરત ક્ષેત્રના મહા મુનિ
શ્રી કુંદકુંદાચાર્ય ગયા અને ત્યાંની ધોધમાર દિવ્યવાણી લઈ આવીને તે ઉપરથી આ સમયસાર આદિ શાસ્ત્રો
રચ્યાં. આમાં તો દિવ્યધ્વનિનાં રહસ્યને ઉતાર્યું છે, તેનું ગૂઢ રહસ્ય ઉપરથી જોતાં સમજાય નહિ, પણ અંતરથી
જુએ તો તેનો અપાર મહિમા સમજાય. સમયસાર મધ્યમાં તો કોઈ અમાપ કેવળજ્ઞાન ભર્યાં છે, શું કહીએ...?
આ સમયસારની વાત શબ્દથી કહેવાય તેવી નથી. શબ્દથી પાર છે–મનથી પણ પાર છે.
પરમ પૂજય સદ્ગુરુ દેવશ્રી કાનજી સ્વામીનું વ્યાખ્યાન

PDF/HTML Page 10 of 17
single page version

background image
: અષાઢ : ૨૦૦૧ : આત્મધર્મ : ૧૬૧ :
ગામડામાં જેને ત્યાં ૨૦૦–૩૦૦ મણ અનાજ પાકતું હોય તેના વસવાયા [કામ કરનારા] ને બે–ત્રણ
મણ અનાજ મળે, વધારે ન મળે, પણ જેને ત્યાં હજારો મણ અનાજ પાકતું હોય તેના વસવાયાને પૂરતું અનાજ
મળે તેમ અલ્પજ્ઞ ઉપદેશકની વાણીમાંથી શ્રોતાઓને થોડું મળે. અને સર્વજ્ઞ દેવના પૂર્ણ ધોધમાર ધ્વનિમાંથી પાત્ર
શ્રોતાઓને શ્રુતના ધોધ મળે છે. મહાવિદેહમાં સીમંધર ભગવાનની ધોધમાર ધર્મની ધીખતી પેઢી ચાલી રહી છે,
એ ધોધમાર વાણીનો સાક્ષાત્ લાભ ભગવત્કુંદકુંદને આઠ દિન મળ્‌યો છે, અને પછી તેમણે આ સમયસારની
રચના કરી છે, આ સમયસારના ઊંડાણમાં અમાપ...અગાધ....અગાધ ભાવો ભર્યાં છે.
અહો! કુંદકુંદાચાર્યની શી વાત કરીએ? તેમની અંતરની દશા સંબંધી સમયસારની છઠ્ઠી ગાથામાં તેઓ જ
કહે છે કે–
णवि होदि अप्पमत्तो ण पमत्तो जाणओ दु जो भावो।
एवं भणंति सुद्धं णाओ जो सो उ सो चेव।।
६।।
આ ગાથામાં આચાર્યદેવે પોતાની વર્તમાન વર્તતી ભૂમિકાથી વાત મૂકી છે. સીમંધર ભગવાન પાસેથી
કુંદકુંદ આચાર્યને પૂર્ણાત્માનું સ્વરૂપ તદ્ન નિઃશંકપણે મળ્‌યું. તે કુંદકુંદ આચાર્ય મુનિઓના નાયક હતા, ભરતક્ષેત્રના
ધર્મના ધોધ વહેડાવનાર મહાન સંત હતા. અહો! આ છઠ્ઠી ગાથામાં તો તેઓએ જ્ઞાયકને જ વર્ણવ્યો છે–
‘નથી અપ્રમત્ત કે પ્રમત્ત નથી જે એક જ્ઞાયકભાવ છે, એ રીત શુદ્ધ કથાય ને જે જ્ઞાન તે તો તે જ છે.’
આચાર્યદેવ સાતમા અને છઠ્ઠા અપ્રમત્ત અને પ્રમત્ત ગુણસ્થાન દશામાં ઝૂલી રહ્યાં છે, તે બે ભંગનો નકાર
કરતાં કહે છે કે–હું અપ્રમત્ત કે પ્રમત્ત નથી, હું જ્ઞાયક છું. ‘અપ્રમત્ત–પ્રમત્ત નથી’ આમ કેમ કહ્યું? ‘હું અકષાય–
સકષાય નથી, અગર હું અયોગી–સયોગી નથી’ એમ કેમ ન આવ્યું?
णवि होदि अपम्मत्तो હું અપ્રમાદિ નથી
તેમજ ण पम्मत्तो હું પ્રમાદી નથી. પણ એ બે દશાના ભેદથી રહિત હું જ્ઞાયક ભાવ છું એમ કેમ આવ્યું?
આચાર્યદેવ પોતે સાતમી છઠ્ઠી ભૂમિકામાં ઝુલી રહ્યાં છે એટલે ગાથામાં પણ સહજપણે તે દશાથી કથન આવ્યું છે.
છઠ્ઠીના લેખ જેવી છઠ્ઠી ગાથા ટંકોત્કિર્ણ છે. શાસ્ત્ર રચનાનો વિકલ્પ ઉઠયો, પણ આત્માથી અક્ષરની
રચના ન થાય, તેમજ વિકલ્પ ઉઠે તે પણ મારૂં સ્વરૂપ નહિ, અરે! અપ્રમત્ત–પ્રમત્ત દશાના ભેદ પણ હું નહીં–હું
તો જ્ઞાયક છું...આમ છઠ્ઠી ગાથામાં તો કેવળજ્ઞાનની શરૂઆત કરી છે. આ ગાથામાં પોતાનું અંતર રેડી દીધું છે.
પોતે વર્તમાન અપ્રમત્ત–પ્રમત્ત દશા વચ્ચે વર્તી રહ્યાં છે એટલે ગાથામાં તે જ શબ્દો આવ્યા છે. હજી પોતાને
અકષાયદશા પ્રગટી નથી અને સાધક દશામાં અપ્રમત્ત–પ્રમત્ત દશાના બે ભેદ પડે છે, તે ભેદનો નકાર કરતાં કહે
છે કે હું અપ્રમત્ત કે પ્રમત્ત નથી, હું અખંડાનંદ જ્ઞાયક છું; એમ આ ગાથામાં આચાર્યદેવે અભેદ જ્ઞાયક ભાવનો
અનુભવ ઉતાર્યો છે. પોતાના અનુભવની જે દશા છે તે દશાથી વર્ણન મૂકયું છે.
અવસ્થાના બે ભેદ પડે તે હું નથી, હું જ્ઞાયક જ્યોત જ છું, આનંદ સ્વરૂપ જ ત્રિકાળ છું. ‘આનંદ ન હતો’
અને ‘આનંદ પ્રગટ કરૂં’ એવા ભેદરૂપ બે પડખાંનો હું આ ટાણે નિષેધ કરૂં છું; આ ટાણે તો જ્ઞાયકભાવ દર્શાવવો
છે હું એકરૂપ જ્ઞાયકભાવ પરમ પારિણામિક ભાવ છું એટલે કે હું કારણ પરમાત્મા છું. ‘હું કારણ પરમાત્માં છું’
એમ કહેતાં પોતાની વર્તમાન સ્વભાવ તરફ ઢળતી નિર્મળદશા પણ ભેગી આવી જ જાય છે; કેમકે કારણ
પરમાત્માને પ્રતીતમાં લેનાર તો તે પર્યાય છે.
કારણ પરમાત્મા એટલે એકરૂપ ધુ્રવ ત્રિકાળી વસ્તુ કે જે નિર્મળ પર્યાય પ્રગટવાનું કારણ છે તે કારણ
પરમાત્મા છે–તે જ ‘જ્ઞાયક ભાવ’ છે. નિયમસાર શાસ્ત્ર એ પણ કુંદકુંદાચાર્યદેવનું રચેલું છે. તેની ટીકામાં
અલૌકિક ગૂઢ વાત છે. આચાર્યોએ ધર્મના થાંભલા જેવું કાર્ય કર્યું છે. વીતરાગ શાસનને ટકાવી રાખ્યું છે.
નિયમસારજીની ટીકામાં પદ્મપ્રભમલધારી આચાર્યદેવે મહા ગૂઢ રહસ્ય ઉતાર્યું છે, અહો! શું અધ્યાત્મની વાત
છે....! કારણ પરમાત્માને સ્પષ્ટપણે દર્શાવી દીધો છે. અહીં છઠ્ઠી ગાથામાં ‘જ્ઞાયક ભાવ’ માં પણ તે જ ધ્વનિ છે.
કારણ પરમાત્મા તે મોક્ષમાર્ગરૂપ તો નથી, પરંતુ મોક્ષ પણ નથી. એ તો ધુ્રવ સ્વરૂપ છે, અને તેના જ જોરે મોક્ષ
દશા પ્રગટે છે. મોક્ષનું કારણ કોઈ વિકલ્પ તો નહિ, અને સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર રૂપ
નિર્વિકાર પર્યાય પણ મોક્ષનું કારણ વ્યવહારથી છે કેમકે કેવળજ્ઞાનાદિ દશા તો અનંતગણી શુદ્ધ છે અને
સમ્યગ્દર્શનાદિ તો બારમાં ગુણસ્થાનના છેલ્લા સમય સુધી કેવળજ્ઞાન કરતાં અનંતમાં ભાગે અધૂરી દશા છે.
બારમી ભૂમિકાના છેલ્લા સમયે જે જ્ઞાન, સુખ, વીર્ય વગેરે છે તેના કરતાં તેરમાં ગુણસ્થાનના પહેલાં સમયે
અનંતગણા જ્ઞાન, સુખ, વીર્ય વગેરે હોય છે, માટે સમ્યગ્દર્શનાદિ મોક્ષનું કારણ વ્યવહારે છે, મોક્ષનું નિશ્ચયકારણ
તો ઉપર કહ્યો તે જ્ઞાયકભાવ–કારણ પરમાત્મા છે.

PDF/HTML Page 11 of 17
single page version

background image
: ૧૬૨ : આત્મધર્મ : અષાઢ : ૨૦૦૧ :
મોક્ષનું કારણ શું? પર દ્રવ્યની તો વાત છે જ નહિ, કેમકે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ પણ કરી શકે નહિ
એ જૈનનો પ્રથમ સિદ્ધાંત માન્ય રાખ્યા પછી જ બીજી વાત થઈ શકે. દેવ–ગુરુ–શાસ્ત્ર તે પર દ્રવ્ય છે એ કોઈ તો
મોક્ષનું કારણ નથી, શુભ વિકલ્પ ઉઠે તે પણ મોક્ષનું કારણ નથી; પરંતુ સમ્યક્–જ્ઞાન–ચારિત્ર–વીર્ય–આનંદ વગેરે
પણ બારમા ગુણસ્થાન સુધી અનંતમા ભાગે અધૂરી દશા છે તેથી તે પણ પરિપૂર્ણ મોક્ષદશાનું કારણ ખરેખર
નથી. આ તો હજી શાસ્ત્રની વાત છે, અંદરનું અધ્યાત્મ રહસ્ય તો હવે આવે છે, ધ્યાન રાખો... ધ્યાન રાખો...!
આત્મા શું ચીજ છે એ જાણ્યા વિના ગમે તેટલા ક્રિયાકાંડ કરી કરીને સૂકાઈ જાય તો પણ ધર્મ થાય તેમ નથી,
આ કહેવાય છે તે વસ્તુ સ્વરૂપ સમજ્યા વગર જન્મ–મરણનો અંત ન આવે.
બારમા ગુણસ્થાનના છેલ્લા સમય સુધી મતિ–શ્રુતજ્ઞાન છે, તે કેવળજ્ઞાનના અનંતમા ભાગનું છે, તે
અનંતમા ભાગનું અધૂરૂં જ્ઞાન તેને અનંતગુણા પૂર્ણ કેવળજ્ઞાનનું કારણ કહેવું તે વ્યવહાર છે. અધૂરા જ્ઞાનમાં
પૂર્ણ જ્ઞાન પ્રગટાવવાની તાકાત નથી, પરંતુ જે અધૂરૂં જ્ઞાન છે તે પૂર્ણની જાતનું છે તેથી તેને વ્યવહારથી કારણ
કહ્યું છે; અનંતમા ભાગનું મતિ–શ્રુતજ્ઞાન કેવળજ્ઞાનનું નિશ્ચય કારણ નથી. પૂર્ણ જ્ઞાનનું કારણ પૂર્ણ જ જોઈએ.
કેવળજ્ઞાનનું નિશ્ચય કારણ તો મૂળ દ્રવ્ય જ છે, એ કેવળજ્ઞાનના કારણભૂત દ્રવ્યને જ ભગવાન કુંદકુંદાચાર્યદેવે
નિયમસારમાં કારણ પરમાત્મા તરીકે અને સમયસારમાં જ્ઞાયકભાવ તરીકે વર્ણવેલ છે. એક સમયમાં દ્રવ્યમાં
કેટલી તાકાત ભરી છે–તે બતાવ્યું છે. એકેક ગાથામાં આચાર્યદેવે અદ્ભુત રહસ્યો રેડ્યાં છે. ચૌદ પૂર્વના રહસ્યને
લેતી એકેક ગાથા આવી છે.
સમ્યગ્દર્શન–જ્ઞાનચારિત્રરૂપ મોક્ષમાર્ગ પ્રગટ્યો છે તે પણ અનંતા કેવળજ્ઞાનાદિનું કારણ ખરેખર ન થાય.
અનંત કેવળજ્ઞાનાદિનું ખરૂં કારણ તો એક સમયમાં પરિપૂર્ણ દ્રવ્ય જે ત્રિકાળ છે તે જ છે. એ પરિપૂર્ણ
દ્રવ્યસ્વભાવનું વર્ણન ભગવાન કુંદકુંદાચાર્યે સમયસારજીમાં અચિંત્ય અને અલૌકિક રીતે કર્યું છે. હું સાતમા કે
છઠ્ઠા ગુણસ્થાન વાળો નથી, હું તો જ્ઞાયક છું. જો કે વર્તમાન સાતમા–છઠ્ઠા ગુણસ્થાને જ છે, પણ અખંડ
સ્વભાવના જોરે તેનો નકાર કરતાં કહે છે કે હું અપ્રમત્ત–પ્રમત્ત નથી–હું જ્ઞાયક છું.
ભગવાન કુંદકુંદાચાર્યદેવ સંબંધી દર્શનસારમાં શ્રી દેવસેનાચાર્ય મુનિ કહે છે કે–
जइ पउमणं दिणाहो सीमंधरसामी दिव्वणाणेण।
ण विवोहइ तो समणा कहं सुमग्गं पयाणंति।।
મહાવિદેહક્ષેત્રના વર્તમાન તીર્થંકર દેવશ્રી સીમંધર સ્વામી પાસેથી મળેલા દિવ્યજ્ઞાન વડે શ્રી પદ્મનંદિનાથે
[શ્રી કુંદકુંદાચાર્ય દેવે] બોધ ન આપ્યો હોત તો મુનિજનો સાચા માર્ગને કેમ જાણત?
દેવસેનાચાર્ય પોતે મુનિ છે તે કહે છે કે–અહો! કુંદકુંદઆચાર્યે સાક્ષાત્ ભગવાન પાસેથી દિવ્યધ્વનિના
સંદેશાનો બોધ ભરતક્ષેત્રમાં ન આપ્યો હોત તો અમને આ સમ્યક્બોધ ક્યાંથી મળત? ભગવાન કુંદકુંદાચાર્યે
ભરતક્ષેત્રમાં શ્રુતની પ્રતિષ્ઠા કરી છે. આવી સ્થિતિ આ મહાન પરમાગમ સમયસારની છે, બહારથી તેનાં માપ
ન નીકળે પણ ઊંડે ઉતરીને અંતરથી સમજે તો સાચાં માપ નીકળે.
આજે સમયસારજી શાસ્ત્રની પ્રતિષ્ઠાનો મંગલ દિવસ છે. આ સમયસારજીની સ્તુતિ હિંમતભાઈએ
[સમયસારના ગુજરાતી અનુવાદકે] બનાવી છે, તેમાં ઘણા સારા ભાવો મૂકયા છે, તેના અર્થ આજે થાય છે.
– : હરિગીત: –
“સંસારી જીવના ભાવમરણો ટાળવા કરૂણા કરી, સરિતા વહાવી સુધા તણી પ્રભુ વીર તેં સંજીવની;
શોષાતી દેખી સરિતને કરૂણા ભીના હૃદયે કરી મુનિ કુંદ સંજીવની સમયપ્રાભૃત તણે ભાજન ભરી”
હે નાથ! હે કુંદકુંદ પ્રભુ! આપે આ સમયપ્રાભૃતમાં અમૃતના ધોધ વરસાવ્યા છે. મહાવીર ભગવાનથી
વહેતી શ્રુતામૃતની સરિતા શોષાતી હતી તેને આ સમયપ્રાભૃત રૂપી સંજીવની વડે તેં જીવંત રાખી છે.
સ્તુતિમાં પ્રથમ શબ્દ ‘સંસારી’ છે, કેમકે જીવને અનાદિથી સંસાર દશા છે. આત્માની અવસ્થામાં જે
પુણ્ય–પાપના વિકારભાવ થાય તે ભાવ હું–એમ માનવું તે જ સંસાર છે. આત્માનો સંસાર પરવસ્તુમાં નથી, પણ
પોતાના ઊંધાભાવમાં સંસાર છે. પૈસા–સ્ત્રી વગેરે પરદ્રવ્ય છે. તેમાં સંસાર નથી પણ તે પરદ્રવ્યમાં સુખબુદ્ધિ
અને તેને રાખવાનો ભાવ તેજ સંસાર છે. તે સંસારભાવ દરેક જીવને અનાદિથી છે. સંસારી જીવો પોતાના
અજ્ઞાનથી ક્ષણેક્ષણે ભાવમરણમાં દુઃખી થઈ રહ્યા છે. કુંદકુંદ ભગવંતે એ સંસારી જીવોના ભાવમરણો

PDF/HTML Page 12 of 17
single page version

background image
: અષાઢ: ૨૦૦૧ : આત્મધર્મ : ૧૬૩ :
ટાળવા માટે પરમ કરૂણા કરીને સંજીવની સમાન સમયસારની રચના કરી છે.
ભાવમરણ એટલે શું? આત્મા માંક્ષણિક વિકાર ભાવ થાય તેને પોતાનો માનવો અને ચૈતન્ય સ્વરૂપના
આનંદને ન માનવો તે જ ભાવમરણ છે. શરીર છૂટું પડે તેનું દુઃખ જીવોને નથી, પણ ભાવ–મરણોનું જ જીવોને
દુઃખ છે. પોતાનો આનંદ પરમાં માનતાં આત્માનું સ્વરૂપમય જીવન હણાઈ જાય છે–તે જ આત્માનું ભાવ મરણ
છે. એ ભાવ મરણ જે ટાળે તે જ સુખી છે.
ભવ મરણ એ જ હિંસા છે. સમયસારમાં જ કહ્યું છે કે–
– : વસંતતિલકા: –
अज्ञानमेतदधिगम्य परात्परस्य पश्यंति ये मरणजीवितदुःख सौख्यम्।
कर्माण्यहंकृतिरसेन चिकीर्षवस्ते मिथ्याद्रशो नियतमात्महनो भवंति।।
[કલશ–૧૬૯]
આ અજ્ઞાનને પામીને જે પુરુષો પરથી પોતાનાં મરણ, જીવન, દુઃખ, સુખ દેખે છે અર્થાત્ માને છે, તે
પુરુષો–કે જેઓ એ રીતે અહંકાર–રસથી કર્મો કરવાના ઈચ્છક છે તેઓ–નિયમથી મિથ્યાદ્રષ્ટિ છે–પોતાના
આત્માનો ઘાત કરનારા છે. ‘आत्महनो भवंति’ એટલે જે પરને હું મારૂં કે જીવાડું છું એમ માને છે તે મોટો
હિંસક છે, પોતાના આત્માને જ હણે છે–આ જ ભાવમરણ છે.
જે પરના કર્તૃત્વના મિથ્યા અહંકારના ભારથી ભાવમરણમાં દુઃખી થઈ રહ્યા છે તેને કહે છે કે ભાઈ રે!
ધીરો થા... ધીરો થા. તું પરનું શું કરી શકે છો? પરનું તું કાંઈ પણ નથી કરી શકતો, તું તારા ભાવને કરે છો
બીજાનું હું કરૂં–એમ માને તેને આચાર્યદેવે નિયમથી આત્માના હિંસક મિથ્યાદ્રષ્ટિ કહ્યા છે. મિથ્યાત્વ એ જ
ભાવમરણ છે, એ જ દુઃખ છે.
હે નાથ કુંદકુંદ! આપે દયા કરીને જગતના જીવોના ભાવમરણો ટાળ્‌યાં છે. સમયસારજીની ગાથાએ
ગાથાએ અદ્ભુત કરૂણાના ધોધ રેડ્યાં છે. જેના અંતરમાં આ બીજડાં રોપાણાં અને આ વાત જેને અંતરમાં
રુચિ તેણે પોતાના આત્મામાં મોક્ષનાં બીજ વાવ્યાં. ‘હું પરનું કાંઈ જ ન કરી શકું, પર મારૂં કાંઈ ન કરી શકે, હું
સર્વ પર દ્રવ્યોથી છૂટો છું’ આમ જેણે માન્યું અને પ્રતીત કરી તે સ્વતંત્ર આત્મજીવન જીવનારા છે. અને ‘હું
પરનું કરૂં, પર મારૂં કરે’ એમ જે માને છે તે આત્મસ્વરૂપના ઘાતક હિંસાવાદી અને ભાવમરણમાં મરી રહેલા છે.
હે કુંદકુંદ ભગવાન! આપે તે ભાવમરણ ટાળવા માટે જગત પર પરમ ઉપકાર કર્યો છે. આ સમયસારમાં
અમૃતના ધોધ વહાવ્યા છે. મહાવિદેહના દિવ્યધ્વનિમાંથી શ્રુતની મોટી નહેરો ભરતમાં વહેતી કરી છે. સંસારથી
થાકેલા જગતના તરસ્યા જીવો આવીને આ જ્ઞાનામૃત પીવો અને તરસ છીપાવી મોક્ષમાં ચાલ્યા જાવ...........
ડરો નહિ........... મૂંઝાવ નહિ. સંસાર એક સમયનો જ છે. આ વાત જેને બેઠી તેને મોક્ષદશાના માંડવા નંખાણા,
હવે એક–બે ભવમાં જ તેની મોક્ષ દશા છે. તેની મોક્ષદશા પાછી ફરે જ નહિ. આ તો એક બે ભવમાં જ
મોક્ષદશાની નિઃસંદેહ શ્રદ્ધા પોતાથી જ થઈ જાય તેવી વાત છે.
જ્યારે કન્યા પરણવા જાય ત્યારે સાથે મોટા મોટા આબરૂવંત શેઠીયાઓને લઈ જાય છે, ત્યાં એવો હેતુ
છે કે કદાચિત્ કન્યા પક્ષવાળા ફરી જાય અને નાણાં માંગે તો તેવે વખતે આબરૂને ધક્કો ન લાગે; કન્યા પાછી ન
ફરે. સાથે આવેલા શેઠને એમ થઈ જાય કે હું સાથે આવ્યો અને કન્યા પાછી ફરે એમાં તો મારૂં નાક જાય... જો
કન્યાને માંડવામાં આવતાં પા કલાકની વાર લાગે તો હાહાકાર થઈ જાય અને આબરૂ જાય. પણ શેઠીયા તરત
જ કન્યાપક્ષની માગણી સંતોષીને કન્યાના આવવાના ટાઈમમાં ફેર ન પડવા દે... તેમ...
અહીં સ્વરૂપ લક્ષ્મીવંત શ્રી કુંદકુંદ ભગવાન કહે છે કે–અમારી વાત માની જેણે પોતાના આંગણે મોક્ષ
પરિણતિ સાથે લગનના માંડવા નાંખ્યા તેને મોક્ષદશા પાછી ફરે જ નહિ... અલ્પકાળમાં જ મોક્ષ થાય. અમે
સાથે આવ્યા છીએ અને મોક્ષદશાને વાર લાગે એમ બને નહિ... વાર લાગશે તો અમે મોક્ષ આપશું...! જગતના
જીવોને પરમ સત્ય સમજાવવાનો અમને વિકલ્પ ઊઠ્યો અને ભરતક્ષેત્રમાં સમજનારા લાયક જીવો ન હોય એમ
બને જ નહિ. અમારી વૃત્તિ ખાલી ન જાય. અમને વૃત્તિ ઊઠી તે જ બતાવી આપે છે કે ભરતમાં ભવ્ય જીવો
તૈયાર છે... માટે તું હા જ પાડ.... તારી નિર્મળ મોક્ષદશા પાછી નહિ ફરે.
પુણ્ય પાપનો વિકાર ભાવ થાય તે મારૂં સ્વરૂપ નથી, હું જ્ઞાયક છું–આવું ભાન તે જ આત્માની દયા છે

PDF/HTML Page 13 of 17
single page version

background image
: ૧૬૪ : આત્મધર્મ : અષાઢ : ૨૦૦૧ :
તે જ સાચી કરુણા છે. પ્રથમ અજ્ઞાન ભાવે આત્મા વિકારમાં દબાઈ જતો હવે જ્ઞાન થતાં આત્માને વિકારથી છૂટો
પ્રતીતમાં લીધો એટલે સ્વરૂપને છૂટું રાખ્યું તે જ દયા–ધર્મ છે.
‘સરિતા વહાવી સુધા તણી પ્રભુ વીર! તેં સંજીવની–’ આમાં મહાવીર ભગવાનનું નામ લખ્યું છે કેમકે
કુંદકુંદાચાર્ય દેવના પરંપરા ગુરુ તરીકે તો મહાવીર ભગવાન જ છે. મહાવીર પ્રભુ પછી લગભગ ૫૦૦ વર્ષ બાદ
કુંદકુંદાચાર્ય થયા, ત્યારે જે કાંઈ અધૂરું રહેલ તે સીમંધર ભગવાન પાસે જઈને પૂરું કર્યું છે. ભાવ મરણ ટાળવા
માટે સંજીવની ઔષધ છે. પોતાના આત્માને સ્વરૂપમાં સમ્યક્ પ્રકારે જીવંત રાખે એવી શ્રદ્ધા–જ્ઞાનરૂપી જે
ઔષધિ તે સંજીવની છે. તે સંજીવની–અમૃતની જે સરિતા મહાવીર પ્રભુએ વહેતી કરી, ત્યાર પછી કાળક્રમે તે
કાંઈક શોષાતી હતી તેને હે કુંદકુંદ નાથ તેં સમય પ્રાભૃતરૂપી સંજીવની વડે ભરી દીધી છે. શ્રદ્ધા–જ્ઞાનરૂપી
સંજીવનીના પ્રવાહ આ સમયસારની ગાથાએ–ગાથાએ ભર્યાં છે.
ભગવાન શ્રી મહાવીર પ્રભુ પછી જ્યારે માર્ગના ખંડ પડ્યા અને જુદા સંપ્રદાય શરૂ થયા ત્યારે સનાતન
વીતરાગ જૈનમાર્ગને આંચ ન આવે તે ખાતર કુંદકુંદ ભગવાને સમયપ્રાભૃતવડે અખંડ સરિતા વહેતી કરી છે, સાક્ષાત્
ભગવાનના ધ્વનિના અમૃત ભરી ભરીને આ સમયપ્રાભૃતમાં ભરી દીધાં છે અને સનાતન માર્ગને જીવત રાખ્યો છે.
નદીનાં પાણીને ભરી રાખવા માટે કાંઈક ઠામ–પાત્ર જોઈએ, તેમ ભગવાનના દિવ્યધ્વનિમાં વરસતા
અમૃતને ભરવા માટે આ સમયપ્રાભૃતરૂપી પાત્ર છે. સનાતન જૈનધર્મનો ધોધ–પ્રવાહ તો અનાદિથી ચાલ્યો જ
આવતો હતો, પણ હલકો કાળ આવ્યો અને જ્યારે પરમસત્યમાં વાંધા ઊઠયા–બે ફાંટા પડ્યા ત્યારે કુંદકુંદ
પ્રભુએ સમયપ્રાભૃતરૂપી ભાજન વડે અમૃત ભરીભરીને સનાતન માર્ગના પ્રવાહને જયવંત રાખ્યો છે.
– અનુષ્ટુપ –
કુંદકુંદ રચ્યું શાસ્ત્ર, સાથિયા અમૃતે પુર્યાં;
ગંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડનાં ભર્યાં.
કુંદકુંદાચાર્ય ભગવાને ૪૧૫ ગાથામાં સમયપ્રાભૃત રચ્યું અને અમૃતચંદ્રાચાર્યદેવે તે ઉપર ૪૦૦૦ શ્લોક
પ્રમાણ ટીકા રચી–જેમ સોનાને ઓપ ચઢાવે તેમ સમયપ્રાભૃત ઉપર કળશ ચઢાવ્યો. અહાહા આ ટીકા! આ
ભરતક્ષેત્રને વિષે આ સમયપ્રાભૃતની ટીકાની બરોબરીમાં આવે એવી કોઈ ગ્રંથની ટીકા વર્તમાન વિદ્યમાન નથી.
મહાવીર ભગવાન પછી ૫૦૦ (પાંચસો) વર્ષે કુંદકુંદાચાર્યદેવે મહાન પરમાગમ શ્રી સમયપ્રાભૃતની રચના કરી,
અને એ રચના પછી એક હજાર વર્ષે અમૃતચંદ્રાચાર્યદેવ મહાન ટીકાકાર નીકળ્‌યા અને જેમ મોતીના સાથિયા
કરી ચોક પૂરે તેમ એકેક ગાથાના રહસ્યને ટીકામાં ખૂલ્લાં કર્યાં છે.
આ સમયપ્રાભૃત તો ગ્રંથાધિરાજ છે. ભરત ક્ષેત્રનું અજોડ ચક્ષુ છે. આ સમયસારની જોડે ઉભું રહે તેવું
વર્તમાન જગતમાં કોઈ શાસ્ત્ર નથી. અમૃતચંદ્રાચાર્ય મહારાજે ટીકામાં છેવટે [કલશ–૨૪૫ માં] કહ્યું છે કે આ
એક અદ્વિતિય જગત્ચક્ષુ છે, તે વિજ્ઞાન ઘન આનંદમય આત્માને પ્રત્યક્ષ કરે છે.
– અનુષ્ટુપ –
इदमेकं जगच्चक्षुरक्षयं याति पूर्णताम्।
विज्ञानघनमानंदमयमध्यक्षतां नयत्।।
२४५।।
આનંદમય વિજ્ઞાનઘનને (શુદ્ધ પરમાત્માને, સમયસારને) પ્રત્યક્ષ કરતું આ એક (અદ્વિતિય) અક્ષય
જગત્ ચક્ષુ (સમયપ્રાભૃત) પૂર્ણતાને પામે છે.
આ સમયપ્રાભૃત ગ્રંથ વચનરૂપે તેમ જ જ્ઞાનરૂપે બન્ને પ્રકારે જગતને અક્ષય (અર્થાત્ જેનો વિનાશ ન
થાય એવું) અદ્વિતીય નેત્ર સમાન છે, કારણ કે જેમ નેત્ર ઘટ પટાદિને પ્રત્યક્ષ દેખાડે છે તેમ સમયપ્રાભૃત
આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રત્યક્ષ અનુભવગોચર દેખાડે છે.
આ અક્ષય જગત્ચક્ષુ છે. તેનો કદી ક્ષય નથી. આ મહાન ગ્રંથાધિરાજમાં અજોડ ભાવો છે, ચૌદ બ્રહ્માંડના
ભાવો તેમાં ભરેલા છે.
અમૃતચંદ્રાચાર્યે ટીકાને નાટકરૂપે વર્ણવી છે. બનારસીદાસજીએ પણ કલશના આધારે જે સમયસાર
બનાવ્યું છે તેને પણ ‘સમયસાર–નાટક’ એવું નામ આપ્યું છે. નાટક એટલે શું? જેમ કોઈ રાજાનું જીવન ૭૨
વર્ષનું હોય, હવે તેનું જીવન નાટકરૂપે બતાવવું હોય તો તે નાટક બતાવતાં ૭૨ વર્ષ લાગે નહિ, પણ ત્રણ ચાર
કલાકમાં જ નાટક પૂરૂં થઈ જાય અને તેટલાં ટુંક વખતમાં રાજાના ૭૨ વર્ષનું બધું જીવન બતાવી દે તેમ આ
સમયપ્રાભૃત નાટકરૂપે છે, તેની ૪૧૫ ગાથામાં પરિપૂર્ણ આત્મસ્વરૂપ આચાર્યદેવોએ દર્શાવ્યું છે. એકેક

PDF/HTML Page 14 of 17
single page version

background image
: અષાઢ : ૨૦૦૧ : આત્મધર્મ : ૧૬૫ :
પદમાં અનાદિ અનંત આત્મા દર્શાવી દે છે. અનાદિ અનંત આત્મસ્વરૂપ સમજતાં અનંતકાળ ન લાગે. આ
સમયપ્રાભૃતરૂપી નાટક દ્વારા અલ્પકાળમાં જગતના જીવોને આત્માનું આખું સ્વરૂપ બતાવી દેવું છે. જ્ઞાનીના
અંતર જુદાં છે. ટુંકામાં ઘણું ગૂઢ રહસ્ય મુકી દીધું છે એકેક પદે પદે પરિપૂર્ણતા બતાવી છે તે જગતની ઉપલક
દ્રષ્ટિએ નહિ દેખાય........
આ સમયપ્રાભૃત એકવાર પણ સમજતાં શ્રોતાને કાંઈ અજાણ્યું ન રહે. (‘શ્રોતા’ શબ્દ ગુરુગમ સૂચવે છે.
પ્રથમ, પોતાની મેળે બધા ભાવ સમજાય નહિ તેથી યથાર્થ જ્ઞાની પુરુષો દ્વારા સાંભળીને સમજતાં કાંઈ અજાણ્યું
રહે નહિ–આ હેતુથી ‘શ્રોતા’ શબ્દ આવ્યો છે.) અનાદિ અનંત આત્મસ્વરૂપની ઓળખાણ, મોક્ષમાર્ગનું સ્વરૂપ,
બંધ–મોક્ષનું સ્વરૂપ, ઉપાદાન–નિમિત્તનું સ્વરૂપ, નિશ્ચય–વ્યવહારનું સ્વરૂપ, કર્તાકર્મનું સ્વરૂપ એ બધું, કાંઈ બાકી
રાખ્યા વગર અલ્પકાળમાં બતાવી દીધું છે. આ બધું પંચમઆરાના શ્રોતાને આખું આત્મસ્વરૂપ અલ્પકાળમાં
બતાવવું છે, પાત્ર થઈને સમજે તો ખબર પડે... આ રીતે કહ્યું કે “ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યાં.”
– શિખરિણિ –
“અહો! વાણી તારી પ્રશમ રસ ભાવે નીતરતી, મુમુક્ષુને પાતી અમૃતરસ અંજલિ ભરી ભરી, અનાદિની
મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી, વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ.”
હે નાથ! હે સમયસાર ભગવાન! તારી વાણી કેવી સુંદર છે! આત્માનો ઉપશમ રસ–જે પુણ્ય–પાપ રહિત
નિરાકુળ પ્રશમ આનંદરસ તેના ભાવથી તારી વાણી નીતરી રહી છે. તારી વાણીમાં આત્માનો શાંત સ્વભાવરસ
ટપકે છે. જેમ ઘીથી ભરેલી તપેલીમાં ગરમ પુરણપોળી ઝબોળીને પછી ઉપાડે તો તે પુરણપોળી અંદરમાં તો
ઘીથી ભરચક થઈ જાય અને બહારમાં પણ ઘીથી નીતરતી હોય, તેમ તારી વાણી અંદરમાં તો ઉપશમ રસથી
ભરપૂર છે, એટલે જે સમજે તેમને અંતરમાં તો આત્માનો શાંત અમૃતરસ અનુભવાય છે અને બહારમાં પણ
તેમની દશા અદ્ભુત થઈ જાય છે.
‘મુમુક્ષુને પાતી અમૃતરસ અંજલિ ભરી ભરી’ આ વાણી મુમુક્ષુ જીવોને અમૃતરસ પાનારી છે. જેને
સંસારનો આતાપ–ભય લાગ્યો હોય, તરસ લાગી હોય, આત્માની ધગશ–તૃષા જાગી હોય તેવા જીવોને આ
સમયસારજીની વાણી અમૃતરસ પાય છે, તે જેને રુચશે તેની જન્મ મરણની તૃષા ટળી જશે. ભગવાન
કુંદકુંદાચાર્ય અને અમૃતચંદ્રાચાર્ય સમયપ્રાભૃતરૂપી અંજલિ ભરી ભરીને જગતના ભવ્યાત્માઓને કહે છે કે–લ્યો રે
લ્યો! જન્મ–મરણની તૃષા ટાળવા આ અમૃતનાં પાન કરો... આવાં ટાણાં ફરી ફરી નહિ મળે...
આ અમૃતનું પાન કરતાં શું થાય છે–તો કહે છે કે “અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી.” હે નાથ
સમયપ્રાભૃત! તારી પવિત્ર વાણીમાં એવા મંત્રો છે કે અનાદિની વિષ મૂર્છા એકદમ ઊતરી જાય છે, તારી
વાણીના નાદથી જે જાગ્યા તેને ત્વરાથી મુક્તિ હોય. આ સમયસાર જેને રૂચ્યું અને હું આત્મા, મારા આનંદને
માટે પર વસ્તુની મારે જરૂર નથી, હું પોતે જ જ્ઞાનાનંદથી ભરપૂર સ્વાધીન તત્ત્વ છું’ આમ જે અંતરભાન કરીને
જાગૃત થયા તેને એક બે ભવમાં જ મુક્તિના કોલકરાર છે; આ તો કુંદકુંદ ભગવાનની હુંડી છે–જેમ શાહુકારની
હુંડી કદી પાછી ન ફરે તેમ અહીં શાહુકાર (સ્વરૂપની સાચી લક્ષ્મીવાળા) શ્રી કુંદકુંદ ભગવાનની મુક્તિની હુંડી
આ સમયપ્રાભૃતમાં છે તે કદી પાછી ન ફરે... જેણે આ સમયપ્રાભૃતનું અમૃત પીધું તેની વિષમૂર્છા
[અજ્ઞાન] તે
જ ક્ષણે ટળી જાય છે... મૂર્છા ઉતરતાં શું થાય–તે કહે છે–
“વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ”
અજ્ઞાન ભાવરૂપી વિષરૂપી વિષ મૂર્છા ઉતરી જતાં પુણ્ય–પાપ રૂપી વિભાવભાવોથી થંભી જઈને પરિણતિ
નિજ સ્વરૂપ તરફ દોડે છે. –દોડે છે એમ કહીને પુરુષાર્થનું જોર બતાવ્યું છે. સમયસારને (શુદ્ધ આત્મસ્વરૂપને)
સાંભળતાં અને ઓળખતાં પોતાની પરિણતિ–અવસ્થા ચૈતન્યજયોત આત્મસ્વરૂપ તરફ જલદી–જલદી પરિણમે
છે. વાર લાગે એ વાત જ નથી.
– : શાર્દુલવિક્રિડિત: –
તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સઘળા વ્યવહારના ભેદવા, તું પ્રજ્ઞાછીણી જ્ઞાન ને ઉદયની સંધિ સહુ છેદવા;
સાથી સાધકનો, તું ભાનુ જગનો, સંદેશ મહાવીરનો વિસામો ભવકલાંતના હૃદયનો, તું પંથ મુક્તિ તણો.
હે ગં્રથાધિરાજ! તું નિશ્ચયનો ગ્રંથ છો, પરમ શુદ્ધ આત્મસ્વરૂપને દર્શાવનાર છો. અને વ્યવહારના અનેક
ભેદ છે તેને તોડીને એકરૂપ અભેદ સ્વભાવ સમજાવનાર છો. અગીઆરમી ગાથામાં આચાર્યદેવ કહે છે કે–
ववहारोऽभूयत्थो भूयत्थो देसिदो दु सुद्धणओ।
भुयत्थमस्सिदो खलु सम्माइट्ठी हवइ जीवो।।

PDF/HTML Page 15 of 17
single page version

background image
: ૧૬૬ : આત્મધર્મ : અષાઢ : ૨૦૦૧ :
વ્યવહારનય અભૂતાર્થ છે અને શુદ્ધનય ભૂતાર્થ છે એમ ઋષિશ્વરોએ દર્શાવ્યું છે; જે જીવ ભૂતાર્થનો
આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી સમ્યગ્દ્રષ્ટિ છે.
વ્યવહાર અનેક ભેદરૂપ છે તે ભેદોને આ નિશ્ચયગ્રંથ ભેદે છે. આ કથનમાં વ્યવહારનું સ્વરૂપ પણ સિદ્ધ
થાય જ છે. વ્યવહાર છે ત્યારે તેને ભેદે છે ને? જો વ્યવહાર હોય જ નહિ તો તોડે કોને? વ્યવહાર છે ખરો, પણ તે
ભેદરૂપ હોવાથી તેના લક્ષે અખંડ સ્વભાવની પ્રાપ્તિ થતી નથી. તે ભેદરૂપ વ્યવહારને ભેદતાં ભેદતાં અભેદ
સ્વરૂપને પમાય છે, આ પરમાગમ સમયપ્રાભૃત ભેદને ગૌણ કરી અભેદ સ્વરૂપને સમજાવે છે તેથી નિશ્ચયગ્રંથ છે.
જ્ઞાનીને પણ સાધક દશામાં શુભભાવ હોય પણ તેમાં તેઓ ધર્મ માનતા નથી. જ્ઞાની થાય એટલે તે જ ક્ષણે સર્વથા
શુભ ભાવ ટળી જ જાય તેમ નથી. સાધર્મી પ્રત્યેનો પ્રેમ ધર્મનાં ટાણાં આવ્યે ઊછળી જાય–એવા જ્ઞાનીઓ હોય.
પદ્મનંદી આચાર્ય દાન અધિકારમાં લોભીયા પ્રત્યે કહે છે કે, કાગડો ઊખડિયા (દાઝેલી રસોઈ) મળે તે
એકલો ન ખાય, પણ ક્રો ક્રો કરીને બીજા જાતી–બંધુઓને ભેગા કરીને ખાય, દાઝેલી રસોઈ કાગડો પણ એકલો
ખાય નહિ.... તેં પૂર્વે પુણ્ય કર્યાં અને તારા નિર્વિકાર ગુણ દાઝયા– (પુણ્ય તે વિકાર છે તે વડે આત્માના
નિર્વિકાર ભાવને હાનિ પહોંચે છે) ગુણની હાનિ થઈ અને તેના ફળમાં પૈસાનો સંયોગ મળ્‌યો અને જો એકલો
ખાઈશ તો કાગડામાંથી યે જાઈશ...! પુણ્ય થયા તે દોષથી થયા છે. ગુણથી થયા નથી, એ ગુણની હાનિમાં જે
પુણ્ય થયાં, તેના ફળમાં પૈસા મળ્‌યા અને જો રાગ તૃષ્ણા ઘટાડી ધર્મ પ્રભાવના વગેરેમાં તે ન વાપર અને
એકલો ખા તો તું કાગડામાંથી પણ ગયોં–અર્થાત્ તને અત્યંત લોભ છે. અહીં લોભના કુવામાં પડતાં જીવોને
બચાવવા માટે કહ્યું છે... જ્ઞાનીને સાધર્મ વાત્સલ્ય, ધર્મ પ્રભાવના વગેરેના શુભ ભાવ હોય, પણ તેઓ
શુભભાવમાં ધર્મ માને નહિ.... આ ગ્રંથ આત્માના અભેદ સ્વરૂપને બતાવનાર નિશ્ચયગ્રંથ છે... વળી ‘તું પ્રજ્ઞા
છીણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા’
હે સમયસાર! તારી વાણી સ્વભાવ અને પરભાવને ભિન્નપણે ઓળખાવે છે. આત્મા જ્ઞાનસ્વરૂપ છે,
અને રાગાદિભાવ તે કર્મના નિમિત્તે થતા હોવાથી ઉદય ભાવ છે, એ બે વચ્ચે ભેદજ્ઞાનરૂપી છીણી મારીને, બંનેનું
સ્વરૂપ ભિન્ન બતાવે છે. મારું જ્ઞાનાનંદ સ્વરૂપ બતાવનાર તું છો, તારો મહાન ઉપકાર છે.
‘સાથી સાધકનો, તું ભાનુ જગનો, સંદેશ મહાવીરનો’ તું સાધકનો સાથીદાર છો, જગતનો તું સૂર્ય છો.
અજ્ઞાન અંધકાર ટાળવા માટે તું કેવળજ્ઞાન દીપક છો. તું જ મહાવીરનો સંદેશ છો. દિવ્યધ્વનિનાં રહસ્ય તારામાં
ભર્યાં છે. ‘વિસામો ભવકલાંતના હૃદયનો, તું પંથ મુક્તિતણો’ ચોરાશીના અવતારના જેને થાક લાગ્યા હોય,
જન્મ–મરણના દુઃખોથી છૂટી જેને સ્વરૂપની શાંતિ લેવી હોય તેને, હે સમયસાર! આપ વિસામારૂપ છો. સંસારથી
થાકેલા જીવો તારા આશ્રયે વિશ્રામ કરે છે. અને તું જ મુક્તિનો પંથ છો.
– વસંતતિલકા –
સુણ્યે તને રસનિબંધ શિથિલ થાય, જાણ્યે તને હૃદય જ્ઞાની તણાં જણાય,
તું રુચતાં જગતની રુચિ આળસે સૌ, તું રીઝતાં સકલજ્ઞાયકદેવ રીઝે.
આ સમયસારની–શુદ્ધઆત્મસ્વરૂપની વાત સાંભળતાં કર્મોનું રસ–બંધન ઢીલું થઈ જાય છે–ટળી જાય છે.
આ ગ્રંથમાં દર્શાવેલા સમયસારરૂપ શુદ્ધાત્માને જાણતાં જ જ્ઞાનીઓના અંતર–હૃદય જણાય છે. શુદ્ધ–આત્માની
રુચિ થતાં જ પરિપૂર્ણ આત્મસ્વરૂપ સિવાય જગતમાં કોઈની રુચિ રહેતી નથી. અને તું રીઝતાં–પ્રસન્ન થતાં
કેવળજ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા રીઝે છે અર્થાત્ કેવળજ્ઞાન પ્રગટે છે.
– અનુષ્ટુપ –
બનાવું પત્ર કુંદનનાં, રત્નોના અક્ષરો લખી,
તથાપિ કુંદ સુત્રોનાં અંકાયે મૂલ્ય ના કદી.
અહો સમયસાર! તારા માહાત્મ્ય કઈ રીતે કરીએ? અરે! આ ચાંદીની તો શું કિંમત? પણ સુવર્ણના
પાના કરીને તેમાં રત્નોના અક્ષરો લખું તોય તારાં મૂલ્ય ન અંકાય...બહારથી કોઈ રીતે તારો મહિમા અંકાય
તેમ નથી, અંતર સ્વરૂપમાં શુદ્ધાત્મારૂપ સમયસારની સમજણ થતાં તેનો જે મહિમા જાગે તથા જે પરિપૂર્ણાનંદી
સ્વરૂપની શ્રદ્ધા, જ્ઞાન અને આનંદમાં એક–બે ભવમાં જ સંસારનો અંત આવીને પૂર્ણાનંદી દશા પ્રગટે એવા
ભગવાન સમયસારનો શું મહિમા થાય? અર્થાત્ આત્માના સ્વરૂપની ઓળખાણ થાય તો જ તેનો યથાર્થ મહિમા
સમજાય, અને ત્યારે જ આ સમયસારની કિંમત સમજાય..........
આ રીતે સમયસાર પરમાગમની સ્તુતિ પૂર્ણ થઈ
– ः जय समयसार ः –

PDF/HTML Page 16 of 17
single page version

background image
: અષાઢ : ૨૦૦૧ : આત્મધર્મ : ૧૬૭ :
: : : પહેલાં શું કરવું? : : :
બધા આત્મા શક્તિસ્વરૂપે તો ભગવાન જ છે, પરંતુ અનાદિથી પોતાના સ્વરૂપનું ભાન ભૂલ્યો છે અને
પોતાને નમાલો પરાધીન માન્યો છે તેથી જ વર્તમાન દુઃખનું વેદન કરી રહ્યો છે, જો પોતાના સ્વરૂપની સાચી
સમજણ કરે તો તેને સુખ પ્રગટે અને દુઃખ ટળે. સૌથી પહેલાંં સ્વરૂપની સાચી સમજણ કરવી જ યોગ્ય છે.
અહીં કોઈ દલીલ કરે કે–“ તમે તો બધાને એક જ કરવાનું કહો છો, પરંતુ બાળકોને તો પહેલાંં લૌકિક
ભણવું જોઈએ પછી સંસાર ચલાવતાં શીખવું જોઈએ અને પછી ફૂરસદ મળે ત્યારે ધર્મ સમજે–એમ કહેવું
જોઈએને! ” તો તે દલીલનું નીચેના પ્રશ્નોત્તર વડે સમાધાન કરવામાં આવે છે:–
પ્રશ્ન:– બાળક સુખી થાય તેમ કરવું કે દુઃખી થાય તેમ?
ઉત્તર:– સુખી થાય તેમ.
પ્રશ્ન:– બાળક સાચું સમજે તો તેને સુખ થાય કે ખોટું સમજે તો?
ઉત્તર:– સાચું સમજે તો જ સુખ થાય.
પ્રશ્ન:– પહેલેથી જ સાચું સમજવાનું હોય કે પહેલાંં ખોટું સમજીને પછી સાચું સમજવાનું હોય?
ઉત્તર:– પહેલેથી જ સાચું સમજવાનું હોય...પહેલાંં અસત્ સમજીને પછી સત્ સમજવું એમ ન હોય, પણ
જ્યારથી અસત્ને અસત્ જાણ્યું ત્યારથી જ અસત્ય અભિપ્રાય છોડી દેવો જોઈએ. “પહેલાંં ઝેર ખાઈને તે પ્રસરી
જાય પછી તેના ઉપાય કરશું” એમ ન હોય, પણ ‘આ ઝેર છે’ એમ જાણ્યું પછી તે ખવાય જ નહિ. તેમ પહેલાંં
ઊંધુંં સમજી લઈએ પછી સાચું સમજશું–એમ ન હોય... અસત્ સમજતાં સમજતાં સત્ની સમજણ થાય જ નહિ.
પણ અસત્ છોડે તો સત્ સમજાય... અસત્ને અસત્ જાણ્યું તે જ ક્ષણે અસત્ છોડીને સત્ સમજી લઊં, અસત્યને
સર્વથા છોડી જ દઊં.... એમ સત્નો જ આદર હોય. આ પ્રમાણે જે સત્ય હોય તે પહેલેથી જ સમજવાનું હોય...
અને તે નિયમ તો બધાને માટે સરખો જ હોય, માટે પહેલાંં સત્ અસત્નો વિવેક કરીને સત્ સમજવું.......
સત્ પુરૂષના શ્રી મુખેથી સરી પડેલાં મહામૂલાં મોતીની માળા ગુંથાય છે, એ માળાના
મોતીમાં અદ્ભુત જાદુ છે. એ મહામૂલાં મોતીને જે દેખે તેની દ્રષ્ટિ જ બદલાઈ જાય છે, અરે એમાં
એવો તો ગુણ છે કે એને જે સ્પર્શે તે સાચો સુખી થઈ જાય છે. એથી સાચા સુખના શોધકોને વિનતિ
છે કે, તેઓ એ મહામૂલી માળાના મોતીઓને દેખે, સ્પર્શે.
સમયસાર પ્રવચન :– ગં્રથ–૧, મૂલ્ય ૩–૦–૦ : સમયસાર પ્રવચન :– ગ્રંથ–૩, મૂલ્ય ૩–૦–૦
(ટ. ખ. જુદું) :– પ્રાપ્તિસ્થાન:– શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સુવર્ણપુરી–સોનગઢ–કાઠિયાવાડ.
• ગ્રાહકોને •
(૧) હવેથી બધા ગ્રાહકોના સરનામા છાપીને જ ચોંટાડવામાં આવે છે એથી તમારા સરનામામાં કંઈ
પણ ભૂલ હોય તો તુરત લખી જણાવો.
(૨) ગ્રાહક નંબર લખ્યા સિવાયના પત્રોનો જવાબ આપવો કે સૂચના પ્રમાણે અમલ કરવો મુશ્કેલ છે,
માટે ગ્રાહક નંબર અવશ્ય લખવો.
(૩) દરેક ગ્રાહકને સુદ બીજ–ત્રીજ સુધીમાં અંક મળી જાય તેવી રીતે અંક રવાના કરવામાં આવે છે, છતાં
કોઈ ગ્રાહકને પાંચમ સુધીમાં અંક ન મળે તો તેમણે પોસ્ટ ઓફિસમાં પૂરી તપાસ કર્યા પછી તુરત જ ફરિયાદ કરવી.
(૪) દરેક ગ્રાહકને બરાબર અંકો રવાના કરવામાં આવે જ છે. છતાં અંક ન મળ્‌યાની ફરિયાદ આવે છે
તેમાં મોટે ભાગે ગ્રાહક પોતે બહાર ગામ ગયેલ હોય છે–ત્યારે અંક નથી મળ્‌યો હોતો અને પછીથી બહુ લાંબે
દિવસે ફરિયાદ કરે છે તો કૃપા કરી બહાર ગામ જતી વખતે અંક સાચવી રાખવાની કાળજી રખાવો.
(૫) બે માસ પછી આત્મધર્મ બે વર્ષ પુરા કરી ત્રીજા વર્ષમાં પ્રવેષશે તેથી સૌ ગ્રાહકોને સવિનય
ભલામણ છે કે દરેક ગ્રાહક પોતાના લવાજમ સાથે ઓછામાં ઓછા એક નવા ગ્રાહકનું નામ અને લવાજમ
મોકલી આપે. જો આટલો સહકાર આપવાનું નક્કી કરે તો આત્મધર્મના ૨૫૦૦ ઉપરાંત ગ્રાહક થઈ જાય અને
એથી સનાતન જૈન ધર્મની મહાન પ્રભાવના થાય.
(૬) વૈશાખ સુદ બીજથી આત્મધર્મ હિંદીમાં પણ પ્રગટ થાય છે. તમારા કોઈ સ્નેહી સ્વજનો કે પરિચિત
મિત્રોને હિંદી વાંચવાની ઈચ્છા હોય તો ભલામણ કરજો. તેનું વાર્ષિક લવાજમ ત્રણ રૂપિયા છે.
(૭) આત્મધર્મ હિંદી તેમજ ગુજરાતી સંબંધોનો તમામ પત્રવ્યવહાર નીચેને સરનામે જ કરવા વિનતિ છે.
આત્મધર્મ કાર્યાલય : – સુવર્ણપુરી – સોનગઢ (કાઠિયાવાડ)

PDF/HTML Page 17 of 17
single page version

background image
ATMADHARMA With the permission of borada Govt. Regd No. B. 4787
order No. 30-24 date 31-10-44
જ્ઞાનીઓ કહે છે કે સૌથી પહેલાં પુરુષાર્થ વડે સાચી
સમજણ કર
મિથ્યાત્વભાવને છોડો
પ્રશ્ન:– આ જીવ જૈનનો નામધારી ત્યાગી સાધુ અનંતવાર થયો, છતાં હજી કેમ તેનો મોક્ષ નથી
થયો?
ઉત્તર:– જૈનનો નામધારી ત્યાગી સાધુ અનંતવાર થયો એ વાત ખરી, પરંતુ અંતરંગમાં
મિથ્યાત્વરૂપ મહાપાપનો ત્યાગ એકે વાર કર્યો નથી, તેથી સંસાર ઉભો જ છે, કેમકે સંસારનું કારણ
મિથ્યાત્વ જ છે.
પ્રશ્ન:– તો પછી ત્યાગી સાધુ થયા તેનું ફળ શું?
ઉત્તર:– બાહ્યમાં પરદ્રવ્યનો ત્યાગ થયો તેનું ફળ આત્માને નથી. પરંતુ ‘હું આ પરદ્રવ્યને છોડું’ એમ
માને તો એવી પરદ્રવ્યની કર્તા બુદ્ધિનું મહાનપાપ આત્માને છે અને તેનું ફળ સંસાર જ છે. અને કદાચ
કોઈ જીવ બહારમાં ત્યાગી ન દેખાય પરંતુ જો તેણે સાચી સમજણ દ્વારા અંતરમાં પરદ્રવ્યની કર્તા બુદ્ધિનું
અનંત પાપ ત્યાગ્યું હોય તો તે ધર્મી છે અને તેના તે ત્યાગનું ફળ મોક્ષ છે. પ્રથમના નામધારી સાધુ કરતાં
બીજો–મિથ્યાત્વનો ત્યાગી અનંતગુણો ઉત્તમ છે. પહેલાને મિથ્યાત્વનો અત્યાગ હોવાથી તે સંસારમાં
રખડશે અને બીજાને મિથ્યાત્વનો ત્યાગ હોવાથી તે અલ્પકાળમાં જરૂર મોક્ષ પામવાનો છે.
પ્રશ્ન:– ત્યારે અમારે ત્યાગ ન કરવો ને?
ઉત્તર:– એ પ્રશ્નનો ઉત્તર ઉપરમાં જ આવી જાય છે. ‘ત્યાગ ન કરવો’ એમ ઉપરમાં ક્યાંય પણ કહ્યું
નથી. ઉલટું ત્યાગનું ફળ મોક્ષ અને અત્યાગનું ફળ સંસાર એમ ઉપરમાં બતાવ્યું છે. પણ ત્યાગ કોનો?
મિથ્યાત્વનો કે પરવસ્તુનો? મિથ્યાત્વના જ ત્યાગનું ફળ મોક્ષ છે. પર વસ્તુનું ગૃહણ ત્યાગ કોઈ જીવ કરી
શકતો જ નથી પછી પર વસ્તુના ત્યાગનો પ્રશ્ન ઊઠે જ ક્યાંથી? બાહ્યમાં પર દ્રવ્યનો ત્યાગ થયો તેનું ફળ
આત્માને નથી. પ્રથમ સાચી સમજણ દ્વારા પર દ્રવ્યમાં કર્તાપણાની બુદ્ધિ છોડવી તે સમજણમાં જ અનંત
પર દ્રવ્યના સ્વામીત્વનો ત્યાગ થયો છે. પરમાં કર્તાપણાની માન્યતાનો ત્યાગ. કર્યા પછી જે જે પ્રકારનાં
રાગભાવનો ત્યાગ કરે તે તે પ્રકારના બાહ્ય નિમિત્તો તેની મેળે ટળી જ જાય છે; બહારના નિમિત્તો ખસ્યાં
તેનું ફળ આત્માને નથી, પણ અંદર જે રાગભાવનો ત્યાગ કર્યો તે ત્યાગનું ફળ આત્માને છે.
આથી સ્પષ્ટપણે એમ નક્કી થાય છે કે, સૌથી પહેલાંં ‘કોઈ પર દ્રવ્ય મારૂં નથી, હું કોઈ પર દ્રવ્યનો
કર્તા નથી’ એમ દ્રષ્ટિમાં [અભિપ્રાયમાં, માન્યતામાં] સર્વ પરદ્રવ્યના સ્વામીત્વનો ત્યાગ થઈ જવો
જોઈએ. આવી દ્રષ્ટિ થાય ત્યારે જ ત્યાગની શરૂઆત થાય છે, અર્થાત્ સૌથી પહેલો ત્યાગ મિથ્યાત્વનો જ
થાય છે. જ્યાં સુધી આવી દ્રષ્ટિ ન થાય અને મિથ્યાત્વનો ત્યાગ ન થાય ત્યાંસુધી સાચો ત્યાગ જરાપણ
હોઈ શકે નહિ. અને સાચી દ્રષ્ટિપુર્વક મિથ્યાત્વનો ત્યાગ કર્યા પછી, ક્રમેક્રમે જેમ જેમ સ્વરૂપની
સ્થિરતાવડે રાગનો ત્યાગ કરે તેમ તેમ તે અનુસાર બાહ્ય સંયોગો સ્વયં છૂટતાં જાય છે. પર દ્રવ્ય ઉપર
આત્માનો પુરુષાર્થ ચાલતો નથી તેથી પરદ્રવ્યનું ગ્રહણ–ત્યાગ આત્માને નથી, પણ પોતાના ભાવ ઉપર
પોતાનો પુરુષાર્થ ચાલી શકે છે અને પોતાના ભાવનું જ ફળ આત્માને છે.
જ્ઞાનીઓ કહે છે કે સૌથી પહેલાંં પુરુષાર્થવડે સાચી સમજણ કરી મિથ્યાત્ત્વ ભાવને છોડો....
મિથ્યાત્વભાવનો ત્યાગ એજ મોક્ષનું કારણ છે....
મુદ્રક–પ્રકાશક:– શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી જમનાદાસ માણેકચંદ રવાણી,
શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય, દાસકુંજ, મોટા આંકડિયા, કાઠિયાવાડ. તા. ૬–૭–૪૫