Atmadharma magazine - Ank 220
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 25
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૯
સળંગ અંક ૨૨૦
Version History
Version
Number Date Changes
001 Apr 2004 First electronic version.

PDF/HTML Page 2 of 25
single page version

background image
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
વર્ષ: ૧૯ અંક: ૪) તંત્રી : જગજીવન બાઉચંદ દોશી (માહ : ૨૪૮૮
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
ચૈતન્યસમુદ્રમાં ડૂબકી મારો
અહો, આનંદનો દરિયો પોતાના અંતરમાં ઊછળે
છે તેને તો જીવ જોતો નથી ને તરણા જેવા તૂચ્છ વિકારને
જ દેખે છે...સંતો કહે છે કે અરે જીવો! આમ અંતરમાં
નજર કરીને આનંદના દરિયાને દેખો... ચૈતન્યના
સમુદ્રમાં ડૂબકી મારો.
આનંદનો સાગર અંતરમાં છે તેને ભૂલીને અજ્ઞાની
તો બહારમાં ક્ષણિક પુણ્યના ઠાઠ દેખે તેમાં જ સુખ
માનીને મૂર્છાઈ જાય છે, ને જરાક પ્રતિકૂળતા દેખે ત્યાં
દુઃખમાં મૂર્છાઈ જાય છે; પણ પરમ મહિમાવંત પોતાના
આનંદસ્વભાવને દેખતો નથી. જ્ઞાની તો જાણે છે કે હું
પોતે જ આનંદસ્વભાવથી ભરેલો છું. ક્યાંય બહારમાં
મારો આનંદ નથી, કે મારા આનંદને માટે કોઈ બાહ્ય
પદાર્થની મારે જરૂર નથી; આવું ભાન હોવાથી જ્ઞાની
બહારમાં પુણ્ય–પાપના ઠાઠમાં મૂર્છાતા નથી કે મૂંઝાતા
નથી; પણ અંતરમાં ડૂબકી મારીને આનંદને અનુભવે છે.
(૨૨૦)

PDF/HTML Page 3 of 25
single page version

background image
સુવર્ણપુરી સમાચાર
પરમપૂજ્ય ગુરુદેવ સુખશાંતિમાં બિરાજે છે; તબીયત સારી છે, આંખે પણ ઘણું સારું છે. તા.૧–૨–
૬૨ના રોજ ડૉ. મનસુખલાલભાઈ મુંબઈથી આવ્યા હતા ને તેમણે પૂ. ગુરુદેવની આંખ તપાસીને પૂર્ણ
સંતોષ વ્યક્ત કર્યો હતો. હવે તા.૨પ–૨–૬૨ (માહ વદ છઠ્ઠ ને રવિવાર)ના રોજ મુંબઈથી ડૉ. ચીટનીસ
આવશે અને ત્યારે આંખ તપાસીને ચશ્માનો નંબર આપશે; તે પ્રસંગે ડૉ. ચીટનીસ તથા ડૉ.
મનસુખભાઈ પ્રત્યે આભારદર્શન વગેરે વિધિ પણ થશે. અને, સૌ મુમુક્ષુઓને જાણીને હર્ષ થશે કે, ત્યાર
પછી બીજે દિવસે એટલે કે માહ વદ સાતમને સોમવારે (તા. ૨૬–૨–૬૨) સવારથી પૂ. ગુરુદેવના
પ્રવચનો શરૂ થશે.
પોષ સુદ ૧૧ના રોજ ઉજ્જૈન નગરમાં ત્યાંના મુમુક્ષુમંડળ દ્વારા ‘‘શ્રી કુંદકુંદ દિગંબર જૈન
સ્વાધ્યાય મંદિર’’નું શિલાન્યાસ મુંબઈના ભાઈશ્રી નવનીતલાલ સી. ઝવેરીના હસ્તે થયું.
‘‘જ્ઞાનગોષ્ઠી’’ના જવાબો લખી મોકલનાર બાળકોને એક ફોટો આઠેક દિવસમાં મોકલાઈ જશે.
ફાગણ સુદ બીજના રોજ સોનગઢમાં સીમધંરપ્રભુની પ્રતિષ્ઠાનો વાર્ષિકોત્સવ છે; આ ફાગણ સુદ
બીજે સીમંધરપ્રભુની પ્રતિષ્ઠાને ૨૧ વર્ષ પૂર્ણ થઈને ૨૨મું વર્ષ બેસે છે.
સં. ૨૦૦૮ની માહ સુદ પાંચમે શ્રી ગછરાજજી શેઠના હસ્તે ‘ગોગાદેવી દિ. જૈન શ્રાવિકા
બ/હ્મચર્ય–આશ્રમનું ઉદ્ઘાટન થયું હતું આ મહા સુદ પાંચમે એને દસ વર્ષ પૂર્ણ થઈ ૧૧મું વર્ષ બેસે છે.
શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટના પ્રમુખશ્રી રામજીભાઈ મા. દોશીને બંને બાજુનું સારણગાંઠનું
ઓપરેશન મુંબઈમાં સફળતાપૂર્વક થઈ ગયું છે, ને તેમની તબિયત સારી છે, મુંબઈમાં તેઓ શેઠશ્રી
મણિલાલભાઈને ત્યાં રહ્યા હતા ને મણિલાલભાઈ વગેરેએ તેમની સેવામાં ઘણી ચીવટ રાખી હતી.
સ્વા. મ. ટ્રસ્ટ.
જ્ઞાની પોતાના
આત્માને કેવો
ચિંતવે છે?
કેવલદરશ, કેવલવીરજ, કૈવલ્યજ્ઞાનસ્વાભાવી છે,
વળી સૌખ્યમય છે જેહ તે હું – એમ જ્ઞાની ચિંતવે. ૯૬
(જે કેવળજ્ઞાન, કેવળદર્શન, કેવળસુખ અને
કેવળશક્તિયુક્ત પરમાત્મા તે હું છું એમ જ્ઞાનીએ ભાવના કરવી;
અથવા હું સહજજ્ઞાનસ્વરૂપ છું, હું સહજદર્શનસ્વરૂપ છું, હું
સહજચારિ૫સ્વરૂપ છું અને હું સહજ ચિત્શક્તિસ્વરૂપ છું– એમ
ભાવના કરવી.)
નિજભાવને છોડે નહીં, પરભાવ કંઈ પણ નવ
ગ/હે,
જાણે–જુએ જે સર્વ, તે હું–એમ જ્ઞાની ચિંતવે. ૯૭
(જે નિજભાવને છોડતો નથી, કાંઈ પણ પરભાવને
ગ/હતો નથી, સર્વને જાણે – દેખે છે, તે હું છું– એમ જ્ઞાની
ચિંતવે છે.

PDF/HTML Page 4 of 25
single page version

background image
માહ : ૨૪૮૮ : ૩ :
પરમાર્થના અનુભવનો ઉપદેશ
અને
પાત્રજીવને ધર્માત્મા પ્રત્યે કેવો પ્રમોદ હોય?
તેનું ભાવભીનું અજોડ વર્ણન
સમયસારના અંતે આચાર્યપ્રભુ કહે છે કે,
શુદ્ધજ્ઞાનનું અનુભવન તે જ એક પરમાર્થ છે–એ
વિષય ઉપરનું આ પ્રવચન છે. તેમાં સાથે સાથે
ગુરુદેવે એ પણ બતાવ્યું છે કે એવો અનુભવ
કરનાર જીવને, અગર તો એવો અનુભવ કરવાની
તૈયારીવાળા જીવને, વ્યવહાર કેવો હોય? તેની
પાત્રતા કેવી હોય? કષાયની મંદતા અને ધર્માત્મા
પ્રત્યેનો પ્રમોદ તેને કેવો હોય?–એ બધું ગુરુદેવની
અદ્ભુત વૈરાગ્ય ભરેલી વાણીથી શ્રવણ કરતાં
શ્રોતાઓ ભક્તિથી ગદ્ગદ્ થઈ જતા હતા.
રાજકોટમાં રાત્રિચર્ચા વખતે પૂ. ગુરુદેવે જેનો
ઉલ્લેખ કરેલો તે આ જ પ્રવચન છે. વિરલ કહી
શકાય તેવું આ પ્રવચન સર્વે જિજ્ઞાસુઓને ખાસ
ઉપયોગી હોવાથી અહીં પ્રસિદ્ધ કર્યું છે.
(સંવત ૨૦૧૭ પોષ વદ ચોથના રોજ સોનગઢમાં પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન)
આ સમયસારનો સર્વવિશુદ્ધજ્ઞાન–અધિકાર છે.
ભગવાન આત્મા એકલો ખરેખર જ્ઞાનસ્વભાવ–ભાવસ્વરૂપ છે; એવા જ્ઞાનસ્વભાવની અંતરદ્રષ્ટિમાં
તન્મય થઈને તેને જેઓ જાણતા નથી, વેદતા નથી, દ્રષ્ટિ અંતર્મુખ સ્થિર કરતા નથી, એવા જીવોને ધર્મ થતો
નથી. પછી તે શ્રાવક હો કે મુનિ હો. શ્રાવકને માટે પણ એક જ વાત છે ને મુનિને માટે પણ એક જ વાત છે.
શુદ્ધ જ્ઞાન જ એક છે એવું નિષ્તુષ અનુભવન તે પરમાર્થ છે. ભગવાન આત્મા જ્ઞાનમૂર્તિ
ચૈતન્યજ્યોત શક્તિમાં પરિપૂર્ણ સત્ત્વસ્વભાવ છે, તે રાગ અને પરપદાર્થમાં ખરેખર વ્યાપ્યો જ નથી. રાગ
અને વિકલ્પથી પાર એવો જે આત્માનો ત્રિકાળી આનંદ અને જ્ઞાનસ્વભાવ, તેનો જે નિષ્તુષ–નિર્મળ
અનુભવ તે પરમાર્થ છે. શ્રાવકને માટે પણ આ ચીજ છે; શ્રાવકને પણ નિર્મળ અનુભવ હોય છે. આત્માના
શુદ્ધ ચૈતન્ય દ્રવ્યમાં અંતરમાં એકાકાર થઈને જે શાંતિ અને જ્ઞાનનું નિર્મળ વેદન થાય તે શ્રાવકનો
પરમાર્થધર્મ છે.–

PDF/HTML Page 5 of 25
single page version

background image
: ૪ : આત્મધર્મ: ૨૨૦
સમજાણું? શ્રાવકનો પણ આ જ ધર્મ છે. બીજે ઠેકાણે વ્યવહારથી કથન આવ્યું હોય ત્યાં એમ જાણવું કે
અશુભથી બચવા માટે શુભનો એવો કાળ એને હોય છે.
ભક્તિ–પૂજા–વિનય એવો ભાવ હોય તો છે; છતાં એ ભાવ જ્ઞાનસ્વભાવમાં તન્મય નથી, પણ
ભિન્નસ્વરૂપે, સ્વરૂપની અસ્થિરતાના કાળમાં તે ભાવ હોય છે. દેવ–ગુરુ–શાસ્ત્રની ભક્તિ, વિનય, બહુમાન,
પૂજા એવા ભાવ હોય, પણ એ રાગ તે કષાયમંદ છે અને તે પુણ્યબંધનું કારણ છે, મોક્ષનું કારણ એ નથી,
શ્રાવકને પણ મોક્ષનું કારણ એ નથી. પૂજા–ભક્તિ કે દાન તે શ્રાવકને મોક્ષનું કારણ છે–એમ જે કહેવામાં
આવ્યું તે વ્યવહારથી છે, ખરેખર પરમાર્થે તેમ નથી. પરમાર્થ તો, ચૈતન્યપ્રભુ જ્ઞાનસમુદ્ર જેના મધ્યબિંદુમાં
કેવળજ્ઞાનની પર્યાયો અનંતી–અનંતી–અનંતી પ્રગટ થાય એવું જે વસ્તુસ્વભાવમાં સામર્થ્ય છે. તેમાં એકાકાર
થઈને જ્ઞાનનું નિષ્તુષ અનુભવન કરવું તે પરમાર્થ મોક્ષકારણ છે. તેમાં વ્યવહારના રાગની ભેળસેળ નથી,
રાગરૂપી ફોતરું નથી. તુષ એટલે ફોતરું; નિષ્તુષ એટલે ફોતરાં વગરનું. વ્યવહાર હો ભલે, પણ
સ્વભાવસન્મુખની નિર્મળ અનુભવમાં તે વ્યવહારની ભેળસેળ નથી.
જુઓ ભાઈ સમજાય છે કાંઈ?
આત્મા ચૈતન્યસ્વરૂપ સ્વભાવ છે, જ્યાં જુઓ ત્યાં જ્ઞાન ને જ્ઞાન જ મૂળપણે (મુખ્યપણે) ભાસે છે.
મૂળપણે જ્ઞાન જ ભાસે છે. આવા જ્ઞાનસ્વરૂપમાં અંતર્મુખ એકાગ્ર થઈને જે અચળ દ્રઢ પ્રતીત અને અંતર
અનુભવ થવો એ એક જ–અનુભવજ્ઞાનની નિર્મળદશા તે જ મુક્તિનું કારણ છે. સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન અને
સમ્યક્ચારિત્રની સ્થિરતાનો અંશ એ ત્રણે બોલ એમાં આવી ગયા. જ્ઞાનનું આવું નિષ્તુષ અનુભવન તે જ
પરમાર્થ છે.
જીવ નરકમાં હો કે ગૃહસ્થાશ્રમમાં હો સ્ત્રીપણે હો કે પુરુષપણે હો કે નપુંસકપણે હો,–એ તો બધા
જડના લેબાસ છે; એ જડના લેબાસમાં કાંઈ જ્ઞાનની કે ધર્મની છાપ નથી. એનાથી પાર એકલો ચૈતન્ય
પરમાર્થ સ્વભાવ જે અનાદિ અનંત ચૈતન્યસત્ત્વ છે તેમાં એકાગ્રતાથી સ્વભાવ સન્મુખદશાની નિર્મળતા–એ
એક જ પરમાર્થ છે.
જુઓને, મુંબઈમાં મોટું મંદિર ને મોટા મોટા મહોત્સવ થયા, એક લાખ નેવું હજારનો ખર્ચ, અને બે
લાખ અઠ્ઠાવન હજારની ઉપજ; આ બધું શું દાન અધિકાર વાંચ્યો માટે થયું હશે? પહેલીવાર (૨૦૧૩માં)
ભક્તિ અધિકાર વંચાયો હતો ને બીજીવાર (૨૦૧પમાં) દાન અધિકાર વંચાયો; ભક્તિ–દાન વગેરેના ભાવ
હોય એવો વ્યવહાર છે ને! એનું સ્વરૂપ પણ જેમ હોય તેમ બતાવવું જોઈએ ને?
(એક શ્રોતાજન કહે છે:) સાહેબ. ત્યાં ભક્તિ અને દાનનો ઉપદેશ આપીને લાખો રૂપિયા ભેગા કરી
દીધા તો ભેગા ભેગું જરાક માણસના દિલમાં દયાનો છાંટો આવે એવું પણ કંઈક કહેતા જાઓને!–પછી ધર્મને
માટે ભલે એ દયા કામની ન હોય.
(તેના ઉત્તરમાં ગુરુદેવે ઘણી વૈરાગ્ય ઝરતી વાણીમાં કહ્યું:)
જુઓ ભાઈ, વાત એમ છે કે, સાચા દેવ, ગુરુ, શાસ્ત્ર, જ્ઞાની, એનો વિનય તો પહેલો હોય જ. એ
વસ્તુ નથી–એમ નથી. જેને આત્મધર્મ પાળવો છે એને જ્ઞાની અને જ્ઞાન, દર્શની અને દર્શન, ચારિત્રી અને
ચારિત્ર, તથા તેના પામેલા દેવ–ગુરુ અને તેના કહેનારા શાસ્ત્ર,–એના પ્રત્યે બહુ માન, બહુ વિનય
અવિનયનો અભાવ, વિરોધનો અભાવ–એવો ભાવ હોય જ; જેને એ ન હોય તેને તો કદી સમ્યગ્દર્શન થાય
નહીં. સમજાય છે?–આ વાત તો ઘણીવાર આવે છે, અહીં તો હવે અત્યારે પરમાર્થ મોક્ષમાર્ગ શું છે તે વાત
ચાલે છે.
ઉપર કહ્યું તેમાં કષાયની મંદતાનો પુણ્યભાવ છે;

PDF/HTML Page 6 of 25
single page version

background image
માહ: ૨૪૮૮ : પ :
જેને એટલો ભાવ પણ ન હોય તે એના વિના સમ્યગ્દર્શન પામી જાય એમ બને નહિ; અને એટલા ભાવથી
સમ્યગ્દર્શન પામી જાય–એમ પણ નથી.
જ્ઞાનસ્વરૂપ ભગવાન, અને જ્ઞાની એવો આત્મા અને જ્ઞાનસ્વરૂપ જેને પ્રગટ્યું એવા સર્વજ્ઞદેવ, એનું
નામ, એની સ્થાપના, એનું દ્રવ્ય–એની યોગ્યતા, ને એનો ભાવ,–એ બધા પૂજ્ય છે. તેની મર્યાદા શુભભાવ
જેટલી છે, પણ એનો અનાદર કે એનો વિરોધ હોય ને કોઈ ધર્મ પામી જાય–કે જ્ઞાન પામી જાય એમ
ત્રણકાળ ત્રણલોકમાં ન બને. જ્ઞાનીનો વિરોધ કરે, જ્ઞાનીનો અવિનય કરે, જ્ઞાનીની અસાતના કરે, જ્ઞાની
સામે દ્વેષ કરે, અને એનો જે વિનય છે તે વિનય ન કરે ને અવિનય કરે–એ તો તીવ્ર મિથ્યાત્વ અને તીવ્ર
પાપ છે. એનાથી બચવા માટે ભક્તિ વગેરેનો શુભભાવ હોય પણ એ ભાવની મર્યાદા રાગની મંદતા સુધી
આવે છે.
જુઓ, સમજાય છે?
એક જ્ઞાની–સમ્યગ્દ્રષ્ટિ ચંડાળ હોય તો પણ એને જોઈને જિજ્ઞાસુ જીવને એમ થાય કે અહો! આ
ધર્માત્મા છે...ધર્મી છે...અને અમારાથી તો મહા અધિક આત્મજ્ઞાની છે...જ્ઞાની છે. એના એક પણ
વચનનો વિરોધ, એના ભાવનો વિરોધ, ધર્મની જિજ્ઞાસાવાળાને ન હોય,–હજી ધર્મ પામવાની વાત તો
પછી.
એમ ને એમ આવી મોટી વાત સાંભળી જાય ને જાણે કે હવે આપણને જ્ઞાન થઈ જશે, અને
પહેલાની પાત્રતાના પણ ઠેકાણાં ન હોય–એ તો ક્્યાંથી ધર્મ પામે? એ વાત તો ઘણીવાર આવી ગયેલી
છે–અને આવી ગયેલી એટલે ભૂલાઈ ગયેલી હોય–કેટલીક તો!! ભગવાન! આ વાતું બાપા! કોઈ જુદી
છે! સ્વ સ્વભાવનું પામવું–એની પ્રથમ લાયકાતમાં, ઉપદેશ સાંભળવાની લાયકાતમાં, એના ઉપદેશને
શ્રવણ કરવાની વિનયતામાં, એની યોગ્યતામાં, એની પાત્રતામાં કેટલો કષાય મંદ હોય! કેટલી નરમાશ
હોય! શાસ્ત્રમાં કહે છે કે જેમ સોનું (હેમ) વાળ્‌યું વળે એવી જેની કષાયની મંદતા હોય–છતાં એ
કષાયની મંદતાનું લક્ષ પર ઉપર છે, સ્વમાં લક્ષ વાળવા માટે એને સહાયક કહેવામાં આવતું નથી.–બે
વાત છે.
આ તો અજર પ્યાલા! અજરઅમર થવાનો રસ્તો, એ તે કાંઈ સાધારણ હશે? પોપાબાઈનાં
રાજ જેવા હશે? લ્યો, આટલા ક્રિયાકાંડ કરી નાખ્યા, આ કાંઈક વાંચી નાખ્યું ને ભણી નાખ્યું કે
બોલ્યા, કે એના ખ્યાલમાં ધારણાની વાત આવી–એટલેથી માની લ્યે કે હવે કલ્યાણ થઈ જશે. પણ
બાપુ! અંદરમાં માર્ગની રીત કોઈ બીજી છે. એકદમ હળવો! પ્રકૃતિમાં એટલો વિનય, નમ્રતા,
સ્વભાવની એટલી કુણપ, અંદરમાં એટલી નરમાશ કે જ્યાં વાળવો હોય ત્યાં વળે,–જ્યાં નાખવી હોય
એની કોર એની દ્રષ્ટિ જાય.–આવી પહેલી પાત્રતા હોય, એ તો પહેલે નંબરે, પહેલેથી જ કહેતા આવે છે.
એટલુંય જેને નથી તેને તો ધર્મની લાયકાત પણ નથી; છતાં એટલે આવ્યો તેથી સમ્યગ્દર્શન થઈ જાય કે
ધર્મ પામી જાય–એમ પણ નથી.
ભાઈ, વાત તો બધી આવે છે, અત્યારે ચાલે છે નિશ્ચય; તેમાં વ્યવહારની રીત કેવી હોય–તેની આ
વાત છે.
છઠ્ઠે ગુણસ્થાને વર્તતા સંતમુનિ, જેણે ત્રણ કષાયનો અભાવ છે, જ્ઞાનના કલ્લોલમાં આનંદમાં જે ઝૂલી
રહ્યા છે. ક્ષણે ને પળે સાતમું–છઠ્ઠું–સાતમું–છઠ્ઠું જેને આવ્યા કરે છે એવા ભાવલિંગી સંત પણ કહે છે કે: અહો
સર્વજ્ઞ પરમાત્માનું પ્રતિબિંબ, સર્વજ્ઞ પરમાત્માના સંતો એ અમારા સાધર્મી છે...એ અમારા સાધર્મી છે!
અમારા સાધર્મી પ્રત્યે અમને બહુ વિનય....વિનય....વિનય અને બહુમાન છે.–આમ કુંદકુંદાચાર્ય જેવા પણ
અંદર કહે છે. છઠ્ઠે ગુણસ્થાને આવ્યા તેને પણ આવો પ્રમોદ આવે છે કે અહા!

PDF/HTML Page 7 of 25
single page version

background image
: ૬ : આત્મધર્મ: ૨૨૦
અહીં તો હજી જિજ્ઞાસા અને સાંભળવાની પણ લાયકાત ન હોય ત્યાં જ્ઞાની કોણ અને ધર્મી કોણ?–
એનાથી અમે અધિક ને એનાથી અમે આઘા ગયા–એમ માને, એ કાંઈક દિશા ફેર છે, કાંઈક અંદરમાં દશા
નથી, વસ્તુ નથી. પહેલેથી રાગની મંદતાની એટલી લાયકાત જોઈએ કે સાંભળેલું હોય તો પણ એને એમ
લાગે કે અહા!–એમ આહ્લાદ આવે; એને બદલે જેને એમ થાય કે આ તો અમને આવડે છે, આ તો અમે
સાંભળેલ છે.–એની લાયકાત નથી. ‘એ તો અમને આવડે છે...મહારાજ તો કીધા કરે, દરરોજ કહે છે એની
એ વાત!’–અરે....સાંભળ રે સાંભળ! એવા સાંભળ્‌યા ને જાણપણા થઈ ગયા માટે તને જ્ઞાન થઈ ગયું કે
આવડી ગયું!–એ મોટો સ્વચ્છંદ છે અંદર. જ્યાં એટલી તો લાયકાત એનામાં પહેલાં ન હોય–ત્યાં ધર્મ ક્્યાંથી
પામે? પાત્રતા હોય એને તો આમ ખ્યાલમાં અંદર આવે કે આહાહા! અમે તો જ્ઞાનીના દાસાનુદાસ છીએ...
દાસાનુદાસ છીએ, એના ચરણના સેવક છીએ. એવી ભક્તિ દેવ–ગુરુ–શાસ્ત્ર અને જ્ઞાની પ્રત્યે હોય. જેનો
ભાવ આવો વિનયનો ન હોય અને નવ પૂર્વ ભણી ગયો હોય તો ય મોટા મીંડા છે. ચક્કરડાં!
બધી વાત કહેવાય છે, ભાઈ!
પણ એ પરલક્ષમાં વૃત્તિનું વહન તેની મર્યાદા રાગની મંદતા જેટલી છે. ગુરુ ઉપદેશાત્ પામી જાય–
એમ પણ કહેવામાં આવે છે, ને દિવ્યધ્વનિથી ન પામ્યો–એમ પણ કહેવાય છે. દિવ્યધ્વનિથી ન પામ્યો ને
ગુરુઉપદેશથી પામ્યો?
गुरु क्या कहता होगा? गुरु गुरुकी जाने; मैं तो मेरी कहेता हूं। (એ વાત
ધર્મદાસજીએ કરી છે.)
અચળ જ્ઞાનસ્વરૂપ એની અંદરની સ્વસન્મુખની દ્રઢતા અને એનું વેદન–અનુભવન એ વિના ત્રણકાળ
ત્રણલોકમાં બહારના ભક્તિ–વ્રત કે દાન–પૂજાના ભાવથી કદી તારી મુક્તિ થવાની નથી. અરે, એના વડે
મિથ્યાત્વમાંથી પણ મુક્ત થવાનો નથી.–છતાં મિથ્યાત્વથી મુક્ત થવાના કાળ પહેલાં ઉપર કહ્યો તેવો
વિનયાદિનો ભાવ હોયા વગર હોય નહીં. અને પછી પણ, સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન થયા પછી પણ, એને જ્ઞાની
સર્વજ્ઞ પરમાત્મા, એની સ્થાપના–પ્રતિબિંબ, એના દ્રવ્યની યોગ્યતા–તીર્થંકર થવાની કે સર્વજ્ઞ વગેરે થવાની.
એનો ભાવ,–એના પ્રત્યે બહુમાન આવ્યા વિના રહે નહિ. જો કે એની મર્યાદા વિકલ્પ પૂરતી છે, પણ એને
ઉડાવીને અંતરમાં કોઈ ગરી જાય કે સમ્યગ્જ્ઞાન પામી જાય–એમ ત્રણકાળ ત્રણલોકમાં ન બને. અને એને
લઈને પામી જાય–એમ પણ નથી.
–સમજાણું કાંઈ આમાં?
શાસ્ત્રમાં આવે છે કે–જ્ઞાનની આસાતના, જ્ઞાનનો વિરાધક, જ્ઞાનનું નિહ્નવવું–એ બધા
જ્ઞાનાવરણીય બાંધવાનાં કારણો છે. જ્ઞાનીની આસાતના, જ્ઞાનીનો વિરોધ, જ્ઞાનીની અંતરાય, એના
જ્ઞાનમાં કે બીજા માને–બીજા સમજે તેમાં વિઘ્ન નાખવું–તે બધા મોહનીયકર્મ અને જ્ઞાનાવરણીય કર્મનાં
ચીકણાં કાટડાં બાંધનારા છે.–સમજાય છે? કોઈ પરાણે દઈ દે તેવું છે?–એ ભાવ (વિનયાદિનો) હોય
છે છતાં ચિદાનંદમૂર્તિ ભગવાન તેમાં તન્મય નથી. જ્ઞાનપ્રકાશી આત્મા ત્રણકાળ ત્રણલોકના પદાર્થોથી
તન્મય ત્રણકાળમાં થયો નથી, થશે નહીં, ને છે નહીં. એકલો જ્ઞાનગોળો ચૈતન્યપ્રકાશ છે,–એમાં
તન્મયપણું થઈને અનુભવ થવો તે એક જ મુક્તિનો માર્ગ અને પરમાર્થ છે, બીજો કોઈ માર્ગ છે નહીં.
પણ,–એ માર્ગ સંભાળીને પાછો વ્યવહારના માર્ગને ભૂલી જાય,–તો એ માર્ગ નથી. તેથી તો બે વાત
લીધી હતી. પહેલાં ભક્તિની અને પછી દાનની વાત કરી હતી. ભક્તિ જોઈએ, દેવ–ગુરુ–શાસ્ત્રનો વિનય,
જ્ઞાનીનો વિનય ને જ્ઞાનીનું બહુમાન જોઈએ. અને આચાર્યદેવ કહે છે કે...............
(અનુસંધાન માટે જુઓ પાનું. ૧૧)

PDF/HTML Page 8 of 25
single page version

background image
(શ્રાવકનાં કર્તવ્યનું વર્ણન)
(ગતાંકથી ચાલુ)
ઉપાસક એટલે ઉપાસના કરનાર; ધર્મની ઉપાસના કરનાર
શ્રાવક કેવા હોય ને તેનું હંમેશનું કાર્ય શું છે? તેનું આમાં વર્ણન છે.
સાતમી ગાથામાં દેવપૂજા વગેરે છ કર્તવ્યનું વર્ણન છે. તેમાંથી
દેવપૂજાસંબંધી વિસ્તાર આગલા લેખમાં થઈ ગયો છે, ગુરુઉપાસના
સંબંધી વિસ્તાર ચાલે છે.
દેવપૂજા પછી શ્રાવકનું બીજું કર્તવ્ય છે ગુરુઉપાસના; ગુરુઉપાસના એટલે નિર્ગ્રંથ મુનિવરોની તેમજ
ધર્માત્મા–સંતોની સેવા, તેમનો સત્સંગ, તેમનું બહુમાન, તેમની ભક્તિ, તેમની પ્રસંશા, તેમની પાસેથી
ઉપદેશનું શ્રવણ; તે બધું ગુરુસેવામાં સમાય છે, ને તે ગૃહસ્થ–શ્રાવકોનું હંમેશનું કર્તવ્ય છે. ધર્મમાં જે મોટા છે
એવા ધર્માત્માઓની સેવા તે ગુરુઉપાસના છે.
ભગવાનની પૂજામાં ને ગુરુની સેવામાં તો રાગ છે ને!–એમ કહીને કોઈ તેની ઉપેક્ષા કરે, તો તેને
ધર્મનો પ્રેમ જાગ્યો નથી. જો કે તેમાં છે તો શુભરાગ, અને પરમાર્થદ્રષ્ટિમાં તે ઉપેક્ષા યોગ્ય છે, પરંતુ જેને
ધર્મનો પ્રેમ જાગ્યો હોય તેને ધર્મના દાતાર એવા વીતરાગી દેવ–ગુરુ પ્રત્યે, તેમજ ધર્મના સાધક જીવો પ્રત્યે
પરમ પ્રેમ અને ભક્તિ ઉછળ્‌યા વગર રહે નહિ. શ્રાવકને હજી રાગની ભૂમિકા છે એટલે તેનો રાગ વીતરાગી
દેવ–ગુરુ–શાસ્ત્ર તરફ વળી ગયો છે. હજી તો જેને રાગની દિશા પણ સંસાર તરફથી બદલીને ધર્મ તરફ નથી
વળી–તે જીવને ધર્મનો પ્રેમ કેમ કહેવાય? ધર્મનો જેને પ્રેમ જાગ્યો તે તો ધર્મના સાધક મુનિવરોને કે ધર્માત્મા
જીવોને દેખતાં જ પ્રમોદથી ઉલ્લસી જાય કે ‘વાહ! આ ધર્માત્મા મોક્ષમાર્ગને કેવા સાધી રહ્યા છે!!’ તેને
તનથી–મનથી–ધનથી સર્વ પ્રકારે તેની સેવાનો ભાવ આવે. જમવાના સમયે ધર્માત્માને રોજ એમ ભાવના
થાય કે અરે, કોઈ મોક્ષસાધક મુનિરાજ કે કોઈ ધર્માત્મા મારા આંગણે પધારે તો તેમને ભોજન કરાવીને
પછી હું જમું. અરે, આ પેટમાં કોળિયો પડે તેના કરતાં કોઈ મુનિરાજ–ધર્માત્માના પેટમાં કોળિયો જાય તો
મારો અવતાર સફળ છે. હું પોતે જ્યારે મુનિ થઈને કરપાત્રી બનું તે ધન્ય અવસરની તો શી વાત? પરંતુ
મુનિ થયા પહેલાં બીજા મુનિવરોના હાથમાં હું ભક્તિથી આહરદાન કરું તો મારા હાથની સફળતા છે.–આમ
રોજરોજ શ્રાવક ભાવના ભાવે; તેમજ ધર્માત્માશ્રાવકો પ્રત્યે પણ બહુમાન અને વાત્સલ્ય આવે.
જે પોતામાં સમ્યગ્દર્શનાદિ ગુણ પ્રગટ કરવા માંગે છે તેને તે ગુણોનું બહુમાન આવ્યા વગર રહેતું
નથી, એટલે જેમને એવા ગુણો પ્રગટ્યા છે એવા દેવ–ગુરુ

PDF/HTML Page 9 of 25
single page version

background image
: ૮ : આત્મધર્મ: ૨૨૦
પ્રત્યે તેને બહુમાન–ભક્તિ સહેજે હોય છે; તેથી દેવ–પૂજા, ગુરુસેવા વગેરે છ કર્તવ્ય શ્રાવકને રોજેરોજ હોય
છે.
પ્રશ્ન:– એક તરફથી એમ કહેવું કે ભૂતાર્થ–સ્વભાવના આશ્રયથી જ ધર્મ થાય છે, અને વળી બીજી
તરફથી દેવપૂજા–ગુરુસેવા વગેરે શુભર્ક્તવ્યનો ઉપદેશ આપવો–એ બંનેનો મેળ કઈ રીતે છે?
ઉત્તર:– ભૂતાર્થસ્વભાવનો આશ્રય કરવાની જેનામાં પાત્રતા જાગી તેને વ્યવહારમાં આવા ભાવો હોય
જ છે, તેથી ભૂતાર્થસ્વભાવના આશ્રયને અને આ છ કર્તવ્યને વિરુદ્ધતા નથી પણ મેળ છે.–આનો અર્થ કાંઈ
એવો નથી કે જે શુભરાગ છે તેના વડે ધર્મ થાય છે.–ધર્મ તો ભૂતાર્થસ્વભાવના આશ્રયે જ થાય છે–એ નિયમ
છે. ભૂતાર્થસ્વભાવના આશ્રયે જે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર પ્રગટ્યા તે જ ધર્મ છે–એવું ધર્મનું સ્વરૂપ
સ્થાપીને પછી ગૃહસ્થધર્માત્માની સ્થિતિ કેવી હોય તે અહીં ઓળખાવ્યું છે. ભૂતાર્થસ્વભાવનો આશ્રય કરનાર
જીવને દેવપૂજા–ગુરુસેવા વગેરે શુભરાગ ન જ હોય–એવું તો નથી; હા, એટલું ખરું કે તે શુભરાગને તે ધર્મ ન
માને; છતાં તે ભૂમિકામાં બીજા અશુભરાગથી બચવા માટે તેને દેવ પૂજા–ગુરુસેવા વગેરે ભાવો જરૂર આવે
છે, તેથી તેને શ્રાવકનું કર્તવ્ય કહ્યું છે. શ્રાવકની ભૂમિકામાં તે પ્રકારનો શુભરાગ હોવાનો નિષેધ કરે તો તે
ધર્મનું સ્વરૂપ સમજ્યો નથી, તેમજ તે શુભરાગને ધર્મ માની લ્યે તો તે પણ ધર્મનું સ્વરૂપ સમજ્યો નથી.
શ્રાવકની ભૂમિકામાં એવો શુભરાગ હોય છે, એટલી આ વાત છે.
(૩) સ્વાધ્યાય:– વળી શ્રાવકનું ત્રીજું કર્તવ્ય શાસ્ત્રસ્વાધ્યાય છે. શ્રાવક હંમેશાં શાંતિથી–નિવૃત્તિ
પરિણામથી શાસ્ત્રસ્વાધ્યાય કરે. શબ્દે– શબ્દે જેમાંથી વીતરાગતા ઝરતી હોય એવા શાસ્ત્રના અભ્યાસનો
ધર્માત્માને પ્રેમ હોય, ને દિનેદિને તે શાસ્ત્રસ્વાધ્યાય–શ્રવણ–મનન કરે.
કોઈ કહે: બીજા કામ આડે અમને શાસ્ત્ર વાંચવાનો વખત નથી મળતો! તો કહે છે કે અરે ભાઈ!
વેપારધંધામાં કે રસોડાના પાપભાવમાં ચોવીસે કલાક તું ડુબ્યો રહે છે–તેમાં તને વખત મળે છે અને શાસ્ત્ર
વાંચવામાં તને વખત નથી મળતો,–તો તને આત્માની દરકાર જ નથી. ભોજનાદિ અન્ય કાર્યોને માટે તો
તને વખત મળે છે, રોજેરોજ છાપાના સમાચાર વાંચવાનો કે રેડિયો સાંભળવાનો ને નોવેલવાર્તા
વાંચવાનો વખત મળે છે અને અહીં કહે છે કે સત્શાસ્ત્ર વાંચવાનો વખત નથી મળતો, તો તારી રુચિની
દિશામાં જ ફેર છે. જે કામની ખરી જરૂરિયાત લાગે તેને માટે વખત ન મળે એમ બને જ નહિ. જેને જે
કામની ખરી લગની હોય તે કામને માટે તેને જરૂર વખત મળે જ છે; બીજે ઠેકાણે પરિણામને રોકવાને
બદલે પોતાને જે પ્રિય લાગ્યું તેમાં તે પોતાના પરિણામને રોકે છે. જીવ પોતાના પરિણામને ક્્યાંક ને
જુઓને, લૌકિક ભણતરમાં પ૦૦ કે ૧૦૦૦નો પગાર લેવા માટે કેટલા વર્ષો ગાળે છે! રાતના ઉજાગરા કરી
કરીને પણ વાંચે છે, તો અનંતભવની ભૂખ ભાંગનાર આ ચૈતન્યવિદ્યા ભણવા માટે કાંઈ ઉદ્યમ ખરો?
લૌકિક કામોમાં તો કલાકોના કલાક ગાળે છે, ત્યાં વખત ન મળવાનું બહાનું નથી કાઢતો, અને ધર્મકાર્યમાં
‘વખત નથી’ એવું બહાનું કાઢે છે–તો તેને ધર્મની ખરી રુચિ જ નથી. પરદેશથી પોતાના સગાવહાલાનો કે
પતિ વગેરેનો પત્ર આવે તો કેટલી ઉત્કંઠાથી વાંચે છે? તો વીતરાગીશાસ્ત્રોમાં ત્રિલોકનાથ તીર્થંકરોનો અને
સંતોનો સંદેશ આવ્યો છે કે અમે આ રીતે આત્માને સાધ્યો ને તમે પણ આ રીતે આત્માને સાધો;
ભગવાનનો આવો સન્દેશ આત્માર્થી જીવ કેટલી ઉત્કંઠાથી ને કેટલી પ્રીતિથી વાંચે? શાસ્ત્રમાં ભગવાને શું
કહ્યું–ને સંતોએ કેવો અનુભવ કર્યો–તે સમજવા માટે શ્રાવક રોજેરોજ પ્રીતિપૂર્વક શાસ્ત્રસ્વાધ્યાય કરે. તેને
જ્ઞાનનો એવો રસ હોય કે શાસ્ત્રસ્વાધ્યાયમાં બોજો ન લાગે ને પ્રીતિ લાગે. આ રીતે શાસ્ત્રસ્વાધ્યાય તે
શ્રાવકનું હંમેશનું કર્તવ્ય છે.
જેમ વેપારની પ્રીતિવાળો હંમેશાં ચોપડાનું નામું તપાસે છે ને લાભનુકશાનનું સરવૈયું કાઢે છે, તેમ
ધર્મની પ્રીતિવાળો હંમેશા ધર્મશાસ્ત્રોની સ્વાધ્યાય કરે, ભગ–

PDF/HTML Page 10 of 25
single page version

background image
માહ: ૨૪૮૮ : ૯ :
વાનના ચોપડા તપાસીને તત્ત્વોનું સરવૈયું કાઢે કે કયા તત્ત્વો હેય છે કયા તત્ત્વો ઉપાદેય છે ને કયા તત્ત્વો જ્ઞેય
છે? તથા પરિણામમાં લાભ–નુકશાન કઈ રીતે છે તે જાણીને, લાભ થાય તે પ્રકારે પ્રવર્તે. શંકા પડે તો વિશેષ
જાણકારને પૂછીને નિર્ણય કરે. ‘વાંચે પણ નહિ કરે વિચાર’–એટલે કે વાંચે પણ નિર્ણય ન કરે તો
શાસ્ત્રસ્વાધ્યાયનો ખરો લાભ થાય નહિ. આત્માના લક્ષે સ્વાધ્યાય કરવી. હંમેશા કલાક–બે કલાક કે એથી
પણ વધારે વખત નિવૃત્તિ લઈને શાંતપરિણામપૂર્વક આત્માની રુચિથી સ્વાધ્યાય કરવી–તે દરેક શ્રાવકનું
દરરોજનું કર્તવ્ય છે.
પ્રશ્ન:– તો પછી વેપારધંધા ને ઘરનાં કામ ક્્યારે કરવા?
ઉત્તર:– પુણ્ય અનુસાર બહારનાં કામ તો તેના કારણે થયા કરે છે, તેમાં તારો જેટલો ઉપયોગ
જોડ તેટલો અશુભભાવ છે. શું ચોવીસે કલાક અશુભમાં જ પડ્યા રહેવું છે? ધર્મની રુચિવાળાને
ચોવીસે કલાક વેપારધંધાની એવી તીવ્ર લોલુપતા ન હોય કે શાસ્ત્ર વાંચવાનો વખત જ ન મળે.–તે
હંમેશા સ્વાધ્યાય કરવા માટે અમુક નિવૃત્તિ લ્યે. અહો, આ પાપભાવોમાં તો જેટલો ઓછો વખત
અપાય તેટલું સારું છે ને શાસ્ત્ર સ્વાધ્યાય–ચિંતન–મનન વગેરેમાં જેટલો વધારે વખત અપાય તેટલું
ઉત્તમ છે,–એવી ભાવના હોય. શાસ્ત્ર–સ્વાધ્યાય વડે નવા નવા પડખાથી તત્ત્વનિર્ણય કરતાં જ્ઞાનાદિની
નિર્મળતા થતી જાય છે ને વૈરાગ્યની વૃદ્ધિ થાય છે. માટે શાસ્ત્રસ્વાધ્યાય તે હંમેશનું કર્તવ્ય છે.
ગણધરભગવાને સ્વાધ્યાયને પણ પરમ તપ કહ્યું છે. શાસ્ત્ર લઈને ઘરના કબાટમાં રાખી મુકે તો
સ્વાધ્યાયનો ખરો લાભ ન થાય; શાસ્ત્રો વાંચે તો નવા નવા પડખાંનું જ્ઞાન થાય,–શું જાણતા’ તા, શું
નહોતા જાણતા, અથવા સમજણમાં ક્્યાં ફેર હતો તેનો નિર્ણય સ્વાધ્યાયથી થાય છે. ધર્મની રુચિવાળા
શ્રાવકને જ્ઞાનનો રસ હોય એટલે વીતરાગીશાસ્ત્રોની સ્વાધ્યાયનો પણ તેને પ્રેમ આવે, તેથી તે તેનું
હંમેશનું કર્તવ્ય છે. તેમાં તેને બોજો ન લાગે પણ ઉત્સાહ આવે. શાસ્ત્રની અધ્યાત્મચર્ચામાં નવા નવા
સૂક્ષ્મ ન્યાયોનું સ્પષ્ટીકરણ થતાં તત્ત્વના જિજ્ઞાસુને જે આનંદ થાય તેવો આનંદ મોટા મોટા રાજાઓને
રાજપાટમાં પણ નથી. સર્વાર્થસિદ્ધિ વગેરે દેવલોકના દેવો સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા છે, આત્માનો અનુભવ
તેમણે કર્યો છે, તે દેવો પણ અસંખ્યાતા વર્ષો સુધી દેવલોકમાં ધર્મની ચર્ચા કરે છે. સાધર્મીઓ સાથે
મળીને જિજ્ઞાસુભાવે ધર્મની ચર્ચા કરવી તે પણ સ્વાધ્યાય છે, ગુરુ પાસે વિનયથી સાંભળવું કે પૂછવું તે
પણ સ્વાધ્યાય છે, ગુરુ પાસેથી સાંભળેલું અધ્યાત્મતત્ત્વ મનમાં ચિંતવવું તે પણ સ્વાધ્યાય છે.
આ રીતે શ્રાવકે હંમેશા કરવા યોગ્ય છ કર્તવ્યોમાંથી દેવપૂજા, ગુરુની ઉપાસના અને શાસ્ત્રની
સ્વાધ્યાયએ ત્રણની વાત કરી; તે ઉપરાંત પોતાની ભૂમિકા મુજબ અને શક્તિ પ્રમાણે સંયમ, તપ અને દાન–
એ પણ શ્રાવકે હંમેશા કર્તવ્ય છે.
(૪) સંયમ:– જે ચૈતન્યનો ઉપાસક છે, આત્માની સેવા–આરાધના કરનાર છે–એવો શ્રાવક કષાયોને
અને ઈન્દ્રિયવિષયોને ઘટાડીને રોજે રોજ સંયમનો અભ્યાસ કરે. વિષય કષાયોમાં સ્વચ્છંદપણે તેની પ્રવૃત્તિ ન
હોય; ચૈતન્યનો રસ જેણે ચાખ્યો છે, અથવા ચૈતન્યરસનો જેને પ્રેમ છે તેને આકુળતાજનક બાહ્યવિષયો પ્રત્યે
સહેજે વૈરાગ્ય હોય. તેથી કહ્યું છે કે:–
જ્ઞાનકલા જિસકે ઘટ જાગી, તે જગમાંહી સહજ વૈરાગી,
જ્ઞાની મગન વિષય સુખ માંહી, યહ વિપરીત સંભવે નાંહી.
જ્ઞાનીને ચૈતન્યના અતીન્દ્રિય આનંદના સ્વાદ પાસે ઈન્દ્રિયવિષયો તૂચ્છ ભાસ્યા છે; જેને આત્માની
ઉપાસનાનો પ્રેમ હોય તેને જગતના બાહ્યવિષયો પ્રત્યે વૈરાગ્ય હોય. ‘બાહ્યવિષયોમાં શું વાંધો છે!’ એવી
વૃત્તિ તેને ન આવે. જ્યાં બાહ્યવિષયોનો પ્રેમ (રુચિ) હોય ત્યાં ચૈતન્યનો પ્રેમ હોઈ શકે નહિ. ચૈતન્યનો પ્રેમ
થાય ત્યાં બાહ્યવિષયોનો પ્રેમ ઉડી જાય. તેથી શ્રાવકને હંમેશા સંયમની ભાવના હોય છે ને શક્તિ અનુસાર
વ્રતાદિનું પાલન કરીને સંયમ પાળે છે.
(પ) તપ:– વળી સંયમ ઉપરાંત તપ પણ કરે. અષ્ટમી, ચતુર્દશીના ઉપવાસ કે એકાશન વગેરે
પ્રકારના તપ પોતાની શક્તિ અનુસાર શ્રાવક કરે. તપના બાર પ્રકાર

PDF/HTML Page 11 of 25
single page version

background image
: ૧૦ : આત્મધર્મ: ૨૨૦
છે; દેવ–ગુરુનો વિનય. વૈયાવચ્ચ. ભક્તિપૂર્વક તેમની સેવા. દોષોનું પ્રાયશ્ચિત, ચૈતન્યના ધ્યાનનો
અભ્યાસ,–એ બધા તપના પ્રકાર છે; આવા તપના અભ્યાસવડે શ્રાવક પોતાની ઈચ્છાને સંકોચે ને
ચૈતન્યની આરાધનામાં ઉપયોગને વિશેષપણે જોડે. અહા, શ્રાવકદશા શું છે તેની જગતને ખબર નથી;
‘શ્રાવક’ કૂળમાં જન્મીને શ્રાવક નામ ધરાવનારાને પણ ખબર નથી કે શ્રાવકધર્મ શું છે? જેટલાં
મુનિઓનાં આચરણ છે તે બધાય એકદેશપણે શ્રાવકને પણ હોય છે–એમ પુરુષાર્થસિદ્ધિ ઉપાયમાં
અમૃતચંદ્રાચાર્યદેવે કહ્યું છે.
(૬) દાન:– શ્રાવક હંમેશા પોતાની શક્તિના પ્રમાણમાં દાન કરે. લાખો રૂા. ની મૂડીમાંથી પાંચપચીસ
રૂા. વાપરે તે કાંઈ શક્તિનાં પ્રમાણમાં ન કહેવાય. જુઓ, મુનિ વગેરે સંતધર્માત્માઓને કાંઈ તેની લક્ષ્મીનું
પ્રયોજન નથી પણ શ્રાવકને તૃષ્ણા ઘટાડવાનો એવો ભાવ આવ્યા વગર રહેતો નથી. અહા, હું એક શુદ્ધ
ચૈતન્ય છું, એક પરમાણુ માત્ર પણ પરદ્રવ્ય મારું નથી–એવું જેને ભાન અને ભાવના વર્તે છે તેને પરિગ્રહની
મમતા ઘટાડવાનો ભાવ જરૂર હોય જ, એટલે તૃષ્ણા ઘટાડીને ધર્માત્મા મુનિઓને કે સાધર્મીઓને આદરપૂર્વક
પોતાની વસ્તુનું દાન કરે, તેમજ બીજા દીનદુઃખી જીવોને પણ કરુણાપૂર્વક દાન કરે. લૌકિકરુચિવાળા જીવો
જેમ દરરોજ લક્ષ્મી મેળવવાની મમતા કરે છે તેમ ધર્મની પ્રીતિવાળા જીવોએ દરરોજ મમતા ઘટાડવી જોઈએ.
–એ શ્રાવકનું હંમેશનું કર્તવ્ય છે. સવારથી સાંજ પ્રમાદના પોટલા થઈને વિષયકષાયમાં પડ્યા રહે, લક્ષ્મી
વગેરેની તીવ્ર લોલુપતા આડે ધર્મને માટે જરાય નવરો પણ ન થાય–એવા જીવને ધર્મ ક્્યાંથી થાય? અરે,
આત્માને સાધવા માટે તો આખી દુનિયાની મમતા છોડવી પડે. જે લૌકિકકાર્યો (દીકરા દીકરી પરણાવવા
વગેરેની દરકાર કરે, તેમાં તો ઉત્સાહથી પ્રવર્તે અને આત્મહિતના કાર્ય માટે દરકાર ન કરે, દેવ–ગુરુ–શાસ્ત્રની
ઉપાસનાના સંસ્કાર ન પાડે–તે ખરેખર શ્રાવક નથી. ધર્મનો જેને પ્રેમ હોય એવા શ્રાવકને નિત્ય કરવા યોગ્ય
આ છ કર્તવ્યોના સંસ્કાર જરૂર હોય.
આત્માનું સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન થયા પછી પણ સ્વરૂપમાં નિર્વિકલ્પ ઉપયોગ જ્યારે ન
હોય ત્યારે ધર્મીને વીતરાગદેવની પૂજા–ભક્તિ, સંત–ગુરુની સેવા, ધર્માત્માનું બહુમાન, શાસ્ત્રસ્વાધ્યાય
વગેરે ભાવો હોય છે, તેથી તે તેનું દરરોજનું કર્તવ્ય છે. ‘આટલું કરવું પડશે’ એમ નહિ પણ સહેજે
અંદરથી તેવો ભાવ આવે છે. જેમ સંસારમાં રાજા વગેરેની કે માતાપિતા વગેરે કુટુંબીઓની સેવા કરે છે
તેમ ધર્મની રુચિવાળો ધર્મના રાજા એવા જિનેન્દ્રભગવાનની, તેમજ નિર્ગ્રંથગુરુની, જ્ઞાની
ધર્માત્માઓની બહુમાનપૂર્વક સેવા–ઉપાસના કરે છે, તથા વીગરાગીશાસ્ત્રોની સ્વાધ્યાય વડે દરરોજ
સ્વભાવની ભાવનાનું પોષણ કરે છે. વળી સંયમ અને તપનો અભ્યાસ તેમજ દિનદિન પ્રત્યે ધર્માત્મા
પ્રત્યે ભક્તિથી–વાત્સલ્યથી દાનાદિ કરે. બીજા દુઃખી–રોગી જીવો પ્રત્યે કરુણાથી દાનાદિ કરે. વિવાહ
વગેરે પાપકાર્યોમાં ધનનો લોભ કરે તેને તો કદાચ આ લોકમાં લોભીયો કહીને લોકો અપયશ કરે,
પરંતુ ધર્મના કાર્યમાં લોભ કરે તો આ લોક ને પરલોક બંને બગડે છે; ધર્મના પ્રેમ કરતાં સંસારનો પ્રેમ
વધી જતાં સમ્યક્ત્વ જ બગડે છે. તેથી નિયમસારના આલોચના અધિકારમાં મુનિરાજ કહે છે કે યોગ્ય
સ્થળે ધનવ્યયનો અભાવ તે લોભ છે. વિષયકષાયોના પોષણમાં કે દીકરાદીકરીના લગ્નમાં લાખો રૂા.
વાપરી નાખે અને જિનમંદિર વગેરે ધર્મપ્રભાવનાના કાર્યોમાં સો–બસો રૂા. વાપરવાનો પ્રસંગ આવે
તોયે લોભ કરે, તો તેને યોગ્યસ્થળે ધન વાપરવાની ખબર નથી, એટલે ખરેખર તેને સંસાર અને ધર્મ
વચ્ચેનો વિવેક જ નથી. અરે, શ્રાવક નામ ધરાવે અને ભગવાનના દર્શન કરે નહિ, ગુરુની સેવા કરે
નહિ, શાસ્ત્ર વાંચે નહિ–સાંભળે નહિ, ધર્મના પ્રસંગમાં દાનાદિનો ઉત્સાહ બતાવે નહિ–તો તે શ્રાવક નથી
પણ માયાચારી છે; ચૈતન્યની ઉપાસના તેને હોતી નથી. જે ચૈતન્યનો ઉપાસક થયો, જિનદેવનો ભક્ત
થયો તેને દેવપૂજા વગેરે છ પ્રકારના કાર્યોના સંસ્કાર જરૂર હોય છે.
આ રીતે શ્રાવકને હંમેશના છ કર્તવ્ય હોય છે તે બતાવ્યું. તે ઉપરાંત તેને સામાયિકનો પણ અભ્યાસ
હોય છે–તે વાત આઠમા શ્લોકમાં બતાવશે ।। ।।

PDF/HTML Page 12 of 25
single page version

background image
માહ : ૨૪૮૮ : ૧૧ :
પરમાર્થના અનુભવનો ઉપદેશ
(અનુસંધાન પૃષ્ઠ ૬ થી ચાલુ)
લોભરૂપી કુવાની ભેખડમાં પડેલા પ્રાણીઓ ઉપર કરુણા કરીને તેને ઉદ્ધારવા દાનનો ઉપદેશ દીધો છે.
–પણ એટલેથી એમ માની જાય કે આનાથી અમારું કલ્યાણ થશે, આ તરવાનો ઉપાય છે,–તો એમ પણ માર્ગ
નથી. એનાથી પુણ્ય બંધાય ને ધૂળ મળે.
(એક શ્રોતા:)–કુણો તો થાય?
ભાઈ, ખરેખર કુણો નથી. આ વાત જ જુદી છે.
એ વાત તો પહેલાં કરી કે ધર્માત્મા દેવ–ગુરુ–શાસ્ત્ર એનો બરાબર વિનય બહુમાન બધું હોય; કાંઈ
પણ એનો આક્ષેપ, એનો વિરોધ, એની નિંદા, એનો અવિનય–કાંઈ પણ હોય તો મિથ્યાત્વને બાંધે છે.–
સમજાણું? પછી ગમે તેટલા ભણતર હો ને ગમે તેવો મોટો ત્યાગી મુનિ થઈને ૨૮ મૂળગુણ પાળતો હોય, તો
પણ મિથ્યાદ્રષ્ટિ છે. સમ્યગ્દ્રષ્ટિ–ગૃહસ્થાશ્રમમાં હોય એનો પણ જો અનાદર અને અવિનય કરે તો મિથ્યાત્વને
બાંધે ને ૭૦ ક્રોડાક્રોડીની સ્થિતિ બાંધે. પણ એથી કરીને આ સ્વભાવની વસ્તુ છે તે તેટલામાં આવી જાય–
એમ નથી.
મુંબઈમાં કોઈ કહેતા હતા કે મહારાજને અંતે દાન ઉપર તો આવવું પડ્યું!–પણ ભાઈ! આત્માનું
અકષાયસ્વરૂપ જેને પકડવું છે એને તૃષ્ણાની મંદતા તો કેટલી જોઈએ!–જેમાં કાંઈ છે જ નહિ, રાગનો કણ
જગતનો છે, જગતમાં હું નથી ને હું માં જગત નથી–આવી નિર્લેપ–નિષ્તુષ દ્રષ્ટિ જેને કરવી છે,–મેલનો કણ
જેમાં નથી, ભગવાન જ્ઞાનનો ગાંગડો ચૈતન્યમૂર્તિ, ત્રણેકાળે રાગથી તદ્રન નીરાળું તત્ત્વ–એવું જેને દ્રષ્ટિમાં
બેસાડવું છે તેને આવી રાગની મંદતા કે દાનાદિનો ભાવ ન હોય એમ બને નહિ. તે હોય ખરું–પણ તે ધર્મ છે
કે કલ્યાણ છે કે તેનાથી હળવે હળવે સમ્યગ્દર્શન પામશું કે આત્મામાં જશું–એમ જો માને તો, બાપુ! ત્યાં મોટી
ભૂલ થાય છે.
આત્મા ‘નિર્ભયરામ’ છે. આત્મામાં ભય કેવો! ભગવાન ચૈતન્યમૂર્તિ, તેમાં રાગ નથી, વિકલ્પ નથી
ખરેખર ભગવાન આત્મા નિર્ભયરામ ચૈતન્ય જ્યોત છે, એને ભય કેવો દુનિયામાં? ભવનો ભય ન મળે;
ભય ટાળીને નાખ્યા બીજે! જેની ચીજમાં ભવ ન મળે એવો ભગવાન, આત્મા, તેને ડર નહીં, ભય નહીં,
દુનિયાની દરકાર નહીં; જગત જગતમાં રહ્યું ને આત્મા આત્મામાં. વિકલ્પ ઊઠે તે બધાય જગતમાં રહ્યા, તેની
સાથે આત્મા તન્મય નથી. આવો આત્માનો સ્વભાવ અંતરદ્રષ્ટિમાં લઈને જ્ઞાનની નિર્મળકણિકા–એટલે
સમ્યક્–શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રની નિર્મળપર્યાય પ્રગટ થાય તે જ નિષ્તુષ પરમાર્થમાર્ગ છે, બીજો કોઈ માર્ગ
ત્રણકાળ ત્રણલોકમાં નથી.
દર્શનજ્ઞાનમાં પ્રવૃત્ત પરિણતિમાત્ર શુદ્ધજ્ઞાન જ એક છે–એવું જે નિષ્તુષ–નિર્મળ અનુભવન તે પરમાર્થ
છે, કારણ કે તે અનુભવન પોતે શુદ્ધ દ્રવ્યના અનુભવન સ્વરૂપ છે. વ્યવહાર હોય ખરો પણ, પહેલો વ્યવહાર
ને પછી નિશ્ચય–એમ નથી; અને નિશ્ચયભાન થયા પછી જો વ્યવહાર બિલકુલ ન હોય તો તો કેવળજ્ઞાન થઈ
જાય. વ્યવહારના સ્થાનમાં વ્યવહાર હોય, કરવો એમ નહિ; બરાબર હોય, વિકલ્પના કાળે તેવો ભાવ હોય,
ભક્તિ આવે, ગુરુ પાસે જઈને આલોચના કરે, પ્રાયશ્ચિત લ્યે, જડની ક્રિયા પણ તેમ થવાની હોય, વિકલ્પ
ઊઠવાનો કાળ એવો જ હોય,–પણ તેથી વસ્તુનો સ્વભાવ જ્ઞાન છે–દ્રષ્ટા છે તે ભાન ચાલ્યું જાય છે–એમ
નથી. સ્વભાવનું ભાન રાખીને તેવા ભાવ હોય છે પણ તે ભાવને સ્વભાવની સાથે જો એકમેક માને તો
મિથ્યાદ્રષ્ટિ છે. દ્રષ્ટિના–સત્યના સ્વભાવનો આશ્રય શું છે, ક્્યાં ઢળવું છે, ને ઢળેલી દશા કેવી હોય–તેની એને
ખબર નથી.

PDF/HTML Page 13 of 25
single page version

background image
: ૧૨ : આત્મધર્મ: ૨૨૦
શુદ્ધજ્ઞાનનો અનુભવ તે પોતે શુદ્ધ દ્રવ્યના અનુભવનસ્વરૂપ હોવાથી તેને જ પરમાર્થપણું છે.
જ્ઞાનાનંદસ્વભાવ ભગવાન આત્માએ પોતાના સ્વભાવની સન્મુખ થઈને નિર્વિકલ્પ શ્રદ્ધા–જ્ઞાન અને વેદન
કર્યું, અનુભવ કર્યો,–આનંદની પ્રાપ્તિ વેદનમાં આવી,–એ દશાને મોક્ષમાર્ગ અને ધર્મ કહેવામાં આવે છે. પોતે
પોતાના સ્વભાવને અનુસરીને દશા થવી તે એક જ માર્ગ છે.
આત્માની શક્તિ આખી સાગર જેવી પડી છે, સાગર જેવો સ્વભાવ છે, એને અનુસરીને દશા થવી તે
એક જ માર્ગ છે, બીજો કોઈ માર્ગ નથી.
આચાર્યદેવને વિકલ્પ ઊઠયો તેથી લખે છે કે મારાં મનન માટે–મારી ભાવના માટે નિયમસારશાસ્ત્ર
રચું છું; વિકલ્પ ઊઠયો છે પણ તે તેના ઘેર; હું મારામાં, રાગ રાગમાં, જડની ક્રિયા જડમાં; એવી અંતરની
દ્રષ્ટિ અને અનુભવના કાળમાં પરથી નિર્લેપ રહી જેટલી નિર્લેપ શ્રદ્ધા–જ્ઞાન–રમણતા થાય તેટલો જ શુદ્ધ
કેવળજ્ઞાન પ્રગટવાનો માર્ગ છે, બીજો કોઈ માર્ગ નથી.
પોતે શુદ્ધ દ્રવ્યના અનુભવનસ્વરૂપ હોવાથી તેને જ પરમાર્થપણું છે. જેઓ વ્યવહારને જ
પરમાર્થબુદ્ધિથી અનુભવે છે–એને પરમાર્થ માને છે તે મિથ્યાદ્રષ્ટિ છે. પાણીના પૂરની જેમ ૧૧ અંગ ૯ પૂર્વ
ભણી જાય–એટલું ભણતર હોય (અત્યારે તો એટલું ભણતર ક્્યાં છે?)–છતાં એ ભણતર પરના લક્ષે
થયેલું છે, સ્વભાવના લક્ષે થનાર દશા વિના તે ભણતર પણ મિથ્યાજ્ઞાન છે જેઓ વ્યવહારને
પરમાર્થબુદ્ધિથી અનુભવે છે–વ્યવહારને પરમાર્થ માને છે, તેઓ સમયસારને નથી અનુભવતા. સમયસાર
એટલે શુદ્ધઆત્મા કોણ વસ્તુ છે તેને તેઓ જાણતા નથી, અનુભવતા નથી. નવમી ગ્રૈવેયકે અનંતવાર
ગયો ત્યારે કેવો હશે!–બીજાને તો એમ લાગે કે અહા, જાણે તરણતારણનું તૂંબડુ!–પણ જ્ઞાનમાં તન્મયતા
તે કોઈ અંતરની બીજી ચીજ છે. એના ખ્યાલમાં પણ આવે કે અમે જાણીએ છીએ ને,–તે જ્ઞાન છે, ત્યાં
સુધી તો અનંતવાર ગયો છે; જ્ઞાતાનો સ્વભાવ અને જ્ઞાન એકમેક છે,–ત્રણેકાળે જ્ઞાયકસ્વરૂપથી એકરૂપ
રહ્યો છું, એવી અંતરના અનુભવની નિર્વિકલ્પ પ્રતીત થવી તેને સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાન કહેવાય છે.
વ્યવહારથી થાય એમ માને છે તેઓ આત્માને જાણતા નથી. જેઓ વ્યવહારને પરમાર્થબુદ્ધિથી
અનુભવે છે તેઓ સમયસારને નથી અનુભવતા. જેઓ પરમાર્થને પરમાર્થબુદ્ધિથી અનુભવે છે તેઓ જ
ભગવાન આત્માને અનુભવે છે. પૂર્વકર્મના સંગે રાગાદિ હો,–દ્વેષાદિ હો છતાં જેને રાગ–દ્વેષથી
વ્યાપકપણું અંતરદ્રષ્ટિમાં નથી; એકલો આત્મા પરમાર્થસ્વભાવની દ્રષ્ટિથી અનુભવે છે તેઓ જ
સમયસારને વેદે છે–અનુભવે છે, આનંદમાં પડ્યા છે, ને એને મોક્ષ થવાનો છે. જેઓ પરમાર્થને
પરમાર્થબુદ્ધિથી અનુભવે છે તેઓ જ સમયસારને અનુભવે છે, બીજા કોઈ અનુભવી શકતા નથી.
વ્યવહારનો વિષય તો ભેદરૂપ અશુદ્ધ દ્રવ્ય છે, તેમાં તો ભેદનો વિકલ્પ ઊઠે છે, વૃત્તિ ઊઠે છે, તે
પરમાર્થ નથી; ધર્મીને તેનો આશ્રય નથી, તેના આશ્રયે પરમાર્થ થતો નથી.
નિશ્ચયનયનો વિષય અભેદરૂપ શુદ્ધદ્રવ્ય છે, તે જ એકરૂપ ભગવાન સામાન્યસ્વભાવ
અંતર્મુખદ્રષ્ટિનો વિષય છે, તે જ પરમાર્થ છે, ને તેનો અનુભવ તે જ પરમાર્થ છે. બીજો પરમાર્થ નથી.
નિષ્તુષ અનુભવ તે જ પરમાર્થ છે. જેઓ વ્યવહારને નિશ્ચય માનીને પ્રવર્તે છે એટલે ઊંડે ઊંડે....ઊંડે
ઊંડે....રાગની મંદતા અને જ્ઞાનના પર તરફના ઉઘાડના ભાવ–તેને લક્ષમાં લઈને એમ માને છે કે
આમાંથી કાંઈક કણીયો આત્માનો નીકળશે, તેઓ વ્યવહારને પરમાર્થ માને છે, તેઓ પરમાર્થને જાણતા
નથી.
એકલા શાસ્ત્રનું જ્ઞાન તે જ્ઞાન જ નથી. જ્ઞાન તો અંતર્મુખમાં ચૈતન્યનો એક કણીયો પણ જાગ્યો તેમાં

PDF/HTML Page 14 of 25
single page version

background image
માહ : ૨૪૮૮ : ૧૩ :
બાર અંગનું જ્ઞાન આવી ગયું. તે બાર અંગ ભણી ગયો.....જાઓ! શ્રુતકેવળી થઈ ગયો, શ્રુતકેવળી! અરે,
નવતત્ત્વના નામ ન આવડે છતાં શ્રુતકેવળી! ભગવાન આત્મા અંતર જ્ઞાયકના ગાણાં ગાઈને અંદરથી ઊભો
થયો.....ત્યાં બાપે બેટો જોયો એટલે નિર્મળ–પર્યાયરૂપ પુત્ર થયો....એણે વૈરાગ્ય બેટા જાયા....એણે ખોજ કુટુંબ
સબ ખાયા–અર્થાત્ રાગાદિ સમસ્ત પરભાવોને જુદા કર્યા, પુણ્ય–પાપ, દયા–દાન, વ્રત–ભક્તિ વગેરે બધા
નાશવાન છે, તે મારા સ્વભાવમાં નથી.
અહો, જગતને માટે આ વાત કઠણ છે.
નિશ્ચય કહેવા જાય ત્યાં વ્યવહારને ભૂલે અને વ્યવહાર કહેવા જાય ત્યાં તેને અવલંબીને કલ્યાણ થશે
–એમ માની બેસે. શું થાય?–કાંઈ એની પાત્રતા વગર કે એની યોગ્યતા વગર બેસે તેવું નથી. ભગવાને
અનંતા જીવો જોયા છે. જ્ઞાન તે આત્માનો સ્વભાવ છે.–એમ અંતર્મુખ થઈને જીવે અનુભવ કર્યો નથી. એવો
અનુભવ કરવો તે એક જ મોક્ષમાર્ગ છે.
નિશ્ચયનયનો વિષય અભેદ છે, તે જ પરમાર્થ છે. જેઓ પરમાર્થને પરમાર્થ માનીને અનુભવે છે તેઓ
જ સમયસારને અનુભવે છે ને તેઓ જ મોક્ષને પામે છે, બીજા મોક્ષ પામતા નથી.
* * * * * *
અહો, આ તો હવે છેલ્લી ગાથાઓ છે. તેમાં સંથારો અને સમાધિના કાળના પ્રસંગ પણ ભેગા
બતાવતા જાય છે.
બહુ કથનથી બસ થાઓ. એક પરમાર્થનો જ અનુભવ કરો–એવા અર્થનું કાવ્ય હવે કહે છે:–
अलमलमति जल्पैदुर्विकल्पैरनल्पे–
रयमिय परमार्थ श्चेत्यतां नित्यमेकं।
स्वरसविसरपूर्ण ज्ञानविस्फूर्ति मात्रा–
न्न खलु समयसारादुत्तरं किंचिदस्ति्।।
બહુ કહેવાથી ને બહુ દુર્વિકલ્પોથી બસ થાઓ....જુઓ, છેલ્લું છે ને! શું કહીએ!–કથનનો વિકલ્પ
ઊઠે છે તેમાં પણ સ્વભાવને સ્પર્શવાની તાકાત નથી. તેથી તે પણ દુર્વિકલ્પ છે, તેનાથી પણ બસ
થાઓ.....બસ થાઓ.....अलम अलम्। અહીં એટલું જ કહેવાનું છે કે આ પરમાર્થને એટલે કે અખંડ
જ્ઞાનમૂર્તિ ભગવાન અભેદ ચૈતન્યપદાર્થને એકને જ નિરંતર અનુભવો, આંતરા વિના અનુભવો; આ
એક જ મોક્ષનો માર્ગ છે, બીજો માર્ગ નથી. બીજું સંભળાવનારા મળે ને ત્યાં ગોઠી જાય, ને બીજી રીતે
થશે એમ માને,–પણ એમ ન થાય, બાપુ! આ મારગડા કોઈ જુદા છે. અંતરમાં ગૂમ થઈને ચૈતન્યનો
પત્તો લેવો; તેના વિના તેની પ્રાપ્તિ કદી હોઈ શકે નહીં. રાગ–દ્વેષ, પુણ્ય–પાપના વિકલ્પની જાળ
લાખકરોડ ભલે હોય–તે તો અનંતકાળથી કરતો આવે છે,–નવમી ગ્રૈવેયકે ગયો ત્યારે કેવો હશે?
દિગંબર મુનિ થયો, હજારો રાણીઓ ત્યાગી, ૧૧ અંગ નવપૂર્વનાં ભણતર પણ ભણ્યો, મોક્ષમાર્ગ
પ્રકાશકમાં કહે છે કે–અરે, ત્યાંસુધી આવ્યો કે આનો જાણનાર છું, આને (પરને) જાણનાર જ્ઞાન હું છું,
કરનારો તો નહિ; આ બધી ચીજ હું નહિ, શરીર નહિ, વાણી નહિ, મન નહિ, રાગ નહિ, એને જાણનાર
તે હું છું–એવી વિકલ્પબુદ્ધિમાં અટક્યો તોપણ મિથ્યાદ્રષ્ટિ છે.–ભાઈ, એકલો પરનો જાણનાર તે જ્ઞાન?
કે સ્વજ્ઞાનમૂર્તિ ચૈતન્ય તે જ્ઞાન? ભગવાન જ્ઞાનમૂર્તિ નિર્વિકલ્પ ચૈતન્યજ્યોત પડી છે તેની અંતરદ્રષ્ટિ
કરીને સમ્યગ્જ્ઞાન કરવું તે જ્ઞાન છે, એના વિના લાખ શાસ્ત્રનાં ભણતર તે જ્ઞાન નથી; તેને જ્ઞાન કહે છે
કોણ? તીર્યંચને નવતત્ત્વનાં નામ પણ ન આવડતાં હોય છતાં તે શ્રુતકેવળી હોય. અહો! શ્રુતકેવળી! જે
શ્રુતજ્ઞાનમ ભગવાન આત્મા પ્રગટ્યો અને જે જ્ઞાનવડે કેવળજ્ઞાન લેવાશે, એમ નક્કી થઈ ગયું કે હવે
કેવળજ્ઞાન લીધે છુટકો.–આ દશાએ હળવે હળવે પૂર્ણાનંદની પ્રાપ્તિ, બીજી કોઈ વાત નહીં. આવું
અંતરાત્મા સચ્ચિદાનંદ સ્વરૂપનું ભાન થાય તે જ પરમાર્થ છે. અહીં એટલું જ કહેવાનું છે કે આ
પરમાર્થને એકને નિરંતર અનુભવો, તે એક જ મોક્ષમાર્ગ છે. બાકી બીજા દુર્વિ–

PDF/HTML Page 15 of 25
single page version

background image
: ૧૪ : આત્મધર્મ: ૨૨૦
કલ્પોથી બસ થાઓ.....પુણ્ય–પાપ વિકલ્પોથી બસ થાઓ....કહેવાના કથનના–શુભવિકલ્પને પણ બંધ
કરો.....કથનમાં વિકલ્પનું ઉત્થાન છે, શુભરાગ છે, પુણ્ય છે, એનાથી પણ બસ થાઓ...બસ થાઓ. ચૈતન્ય
હવે અંદરમાં સમાય છે.
અહીં એટલું જ કહેવાનું છે કે આ પરમાર્થને એકને જ નિરંતર અનુભવો; કોઈ કાળે પણ રાગના
કણથી ચૈતન્યને લાભ થાય એવી દ્રષ્ટિ રહી તો ચૈતન્યનું તન્મયપણું લુંટાઈ જશે. આ પરમાર્થને એકને
જ નિરંતર અનુભવો, કારણ કે નિજરસના ફેલાવથી પૂર્ણ એવું જે જ્ઞાન,–જેમાં નિજરસના પૂર્ણાનંદનો
વિસ્તાર પડ્યો છે એવું જે પૂર્ણજ્ઞાન–તેના સ્ફુરાયમાન થવામાત્ર જે સમયસાર તેનાથી ઊંચું ખરેખર
બીજું કાંઈ નથી. ચૈતન્યસ્વભાવ આનંદકંદ જ્ઞાનજ્યોત છે, જ્ઞાનસમુદ્ર સ્વભાવથી ભર્યો છે, તેમાં જ્ઞાન–
દર્શન–આનંદના રત્નો પડ્યા છે; તેમાં પુણ્ય–પાપના વિકલ્પના કાંકરા ભર્યા નથી. પુણ્ય–પાપના
પરિણામો તે પણ કાંકરા છે, તેના ફળ તો વળી બહારમાં રહ્યા.
એકવાર એક માણસે પૂછયું–આ પૈસાવાળાને ધર્મમાં કાંઈ સ્થાન ખરું? પૈસા વધારે મળ્‌યા માટે ધર્મમાં
કાંઈ મોટી પદવી કે અગ્રેસરપણું ખરું?
ભાઈ, પૈસા તો જડ છે, તે પૈસા મારા–એમ માનનારને અધર્મમાં સ્થાન છે. ભલે લાખો–હજારો
રૂપિયા ધર્માદામાં આપે, તે વસ્તુમાં કાંઈ ધર્મ નથી. રાગથી ને પરથી ભિન્ન એવા ચૈતન્ય પદાર્થના ભાન
વિના ત્રણકાળમાં ધર્મ નથી.
શું ગરીબ અને પૈસાવાળા બંનેની પદવી સરખી? એકને મહિને પાંચ લાખ મળે ને બીજાને પચીસનો
પગાર પણ ન મળે–છતાં બંને સરખા?
હા ભાઈ! આત્મામાં ક્્યાં પૈસા ગરી ગયા છે? ને આત્મા ક્્યાં ગરીબ છે? પૈસાની કિંમત આત્મામાં
ક્્યાંથી આવી? ભગવાન આત્મા તેનાથી પાર છે. એને અનુભવવો. કેમકે નિજરસના ફેલાવથી પૂર્ણ જે જ્ઞાન
તેના સ્ફુરાયમાન થવામાત્ર જે સમયસાર એનાથી ઊંચું ખરેખર જગતમાં બીજું કાંઈ પણ નથી. તીર્થં–
કરગોત્રનો ભાવ પણ ઊંચો નથી ને એનાથી તીર્થંકર પદવી મળે તે પણ ઊંચી નથી.
ભગવાન આત્મા જ્ઞાનમૂર્તિ ચૈતન્યજ્યોત આનંદથી પ્રકાશ્યો–આનંદથી પ્રકાશ્યો, એવા આત્માની
અંતદ્રષ્ટિ અને અંર્તરમણતા સિવાય બીજી ઊંચી કોઈ ચીજ જગતમાં ત્રણકાળ ત્રણલોકમાં કોઈ છે
નહિ. ચક્રવર્તીના રાજ કે ઈન્દ્રના ઈન્દ્રાસન પણ તેની પાસે સડેલા તરણાં સમાન છે. અત્યારે તો એવા
પુણ્ય પણ ક્્યાં છે? પુણ્યવંતને સામેથી પરાણે કર લેવા ન પડે, એને તો દુનિયા સામેથી દેવા આવે કે
આ લ્યો–આપના જન્મથી પથ્થરમાં પણ નીલમણિ પાકયા, રાજને અમે દોહીએ છીએ, રાજ અમને
દોહતું નથી.–આમ સામેથી પ્રજાજનો કહેતાં આવે. એવા પુણ્ય–છતાં તે પણ ધૂળ છે, બાપુ! તેમાં આત્મા
નથી હો! આત્મા ત્રણકાળમાં એને સ્પર્શ્યો નથી, ને તે ચીજ ત્રણકાળમાં આત્માને સ્પર્શી નથી,–થોડી હો
કે ઘણી હો એ જ રીતે શુભભાવ ઘણા હો કે થોડા હો, તે ભગવાન આત્માને સ્પર્શતા નથી. આવા
આત્માના અનુભવ સિવાય આ જગતમાં કોઈ ઊંચું ત્રણકાળમાં નથી.
વ્યવહાર બતાવવો હોય ત્યારે તેની વાત આવે.
એક ચક્રવર્તી રાજા હોય, ને મુનિ કાળાકૂબડા હોય, બોલતા આવડે નહીં, કંઠ હોય નહીં. બાવળના
જંગલમાં બે મોટા ખોપની વચ્ચે જઈને ધ્યાનમાં બેઠા હોય, ને ચક્રવર્તીને ખબર પડે કે અરે....એક મુનિ છે.
આત્મજ્ઞાની છે, જંગલમાં બિરાજે છે, ત્યાં લશ્કર લઈને વંદન કરવા જાય. અહા! પરમેશ્વર એ તો!
સિદ્ધભગવાન–પરમેશ્વર તો ઉપર છે, ને આ મુનિ પરમેશ્વર પાસે જવા માગે છે, પરમેશ્વરના પડખીયાં છે....
જય પ્રભો! ધન્ય અવતાર.....ધન્ય અવતાર!
જુઓ, આવો ભાવ આવે.–સમજાય છે?

PDF/HTML Page 16 of 25
single page version

background image
માહ: ૨૪૮૮ : ૧પ :
અહો....ધન્ય છે! સમ્યગ્દર્શન પામ્યો ત્યાં કહે છે કે ધન્ય છે....ધન્ય છે! તું શૂરવીર છો. તું વીર છો, તું
મનુષ્ય છો, તું પંડિત છો–એમ સ્વામીકાર્તિકમાં આવે છે. તું પંડિત છો, તું મનુષ્ય છો, તું શૂરવીર છો. તું પંડિત
મોટામાં મોટો છો, તું બાર અંગનો ભણનાર છો, બધું આવી ગયું તારામાં.–આમ અંદરથી પ્રમોદ આવે....
આહા!!
વિકલ્પ તો આવે, ન જ આવે એમ નહિ છતાં તે વિકલ્પ અંદરમાં લઈ જાય એવી તેનામાં તાકાત
નથી. વિકલ્પની ભૂમિકાથી ખસીને ભગવાનને ભાળે. મહિમાવંત પ્રભુ આત્મા છે, વિકલ્પની મહિમા જ નથી.
પરમાત્મા પોતે, પરમ–આત્મા એટલે પરમસ્વરૂપ કાયમી સ્વરૂપ, ચિદાનંદ આદિ–અંત વિનાનું ધ્રુવસ્વરૂપ,
એને પકડયું ને એનો અનુભવ થયો એનાથી ઊંચી ચીજ જગતમાં બીજી કોઈ નથી. ભલે બીજી હોશિયારી
હોય, બોલતાં આવડે. પાંચ પાંચ હજારની સભામાં ભાષણ કરો બે કલાક ઊભા ઊભા બોલે, કંઠ દુઃખે નહિ,
–પણ તેમાં શું છે? તે બધો જડનો સંસાર છે, જડ જડપણે ખીલ્યું તેમાં આત્મા નથી. અમને બહુ આવડે–
બોલતાં આવડે, સમજાવતાં આવડે, સભારંજન કરતાં આવડે;–પણ ભાઈ! એ તો બધું જડનો વિસ્તાર છે.
ભાઈ, જડ વિસ્તાર પામે, સંસાર વિસ્તાર પામે તેમાં તું ક્્યાં છો? અહીં તો મૂળ વાત છે....ભાઈ! બીજે જ્યાં
ત્યાં માખણ ચોપડનારા તો ઘણા મળે છે.
(એક શ્રોતા:) ભગવાન થવું હોય તો આવું સાંભળવું જોઈએ.
ભાઈ, આવું સમજવું જોઈએ....રાંકો તો અનાદિનો છો, ને ચોરાશીના અવતારમાં રખડી તો રહ્યો છે.
તેમાંથી છૂટવાની આ વાત છે.
ઓ....હો! સમયસારાદ્ ઉત્તર કિચિત્ ન અસ્તિ....
न खलु समयसारादुत्तरं किंचिदस्ति
કોઈપણ ઊંચામાં ઊંચું જગતમાં કહેવાતું હોય, પણ ભગવાન આત્માના શ્રદ્ધા–જ્ઞાન ને રમણતા
સિવાય જગતમાં કાંઈ ઊંચું છે નહિ, ત્રણકાળ ત્રણલોકમાં કોઈ ઊંચું છે નહિ; તીર્થંકરો પણ એમ કહે છે,
કેવળીઓ પણ એમ કહે છે. ચારિત્રવંત મુનિઓ એમ અનુભવી રહ્યા છે, ને સમકિતીના ભાનમાં પણ એવું
વેદન હોય છે. આ જ પરમાર્થ વસ્તુ છે, બીજી વસ્તુ પરમાર્થ નથી.
એક ભાઈ કહેતા હતા કે ક્રમબદ્ધની વાત સાંભળીને લોકો સ્વચ્છંદી થાય છે કે થવાનું હશે તે થશે.
અને વ્યવહારની કુણપ હતી તે પણ ચાલી જાય છે. બધા ક્રમબદ્ધ–ક્રમબદ્ધ મંડયા છે પણ કુણપ અને કષાયની
મંદતાની વાત ભૂલાઈ જાય છે.
શું કરીએ ભાઈ! લોકો ભૂલે....કે.....ન ભૂલે.....સત્ય તો આ છે, થવું હશે તેમ થશે–એમ માનીને
ધીઠાઈ આવી જાય, ક્રમબદ્ધને નામે સ્વચ્છંદ થઈ ગયો!–શું થાય? હતી તે વાત બહાર આવી ગઈ. ન
સમજે તો શું થાય? સ્વચ્છંદ સેવે કે ન સેવે એ તો એનો સ્વતંત્ર અધિકાર છે. ક્રમબદ્ધ સમજનારની તો
કેટલી શૈલી હોય....બાપુ! દેવ–ગુરુ–શાસ્ત્ર પ્રત્યે કેટલો વિનય હોય! કેટલું બહુમાન હોય! અંદર એટલા
ગલગલીયાં ને મીઠાસ આવે કે દેવ–ગુરુ–શાસ્ત્રને માટે માન ને માથાં મુકી દ્યે. પ્રાણ જાય તો પણ દેવ–
ગુરુ–શાસ્ત્રનો વિનય તે ન છોડે.–એટલો તો જેનો વિનય વ્યવહારમાં હોય.–સમજાય છે? ક્રમબદ્ધના
નામે આ બધા બોલ લોકો ભૂલી જાય છે. શું કરીએ બાપા! વસ્તુ તો જે હતી તે બહાર આવી.
“અમારે શું વિકાર કરવાનો ભાવ છે? એ તો ક્રમબદ્ધ છે, વિકાર ક્રમે આવવાનો હતો તે
આવ્યો....કર્મનું નિમિત્ત ને અમારો સ્વકાળ તેથી પાપભાવ આવ્યો”–એમ કહીને સ્વચ્છંદે વર્તે, પણ અરે
બાપુ! તું શું કહે છે? આ તો તારી અંતર હૃદયની જે કુણપ હતી કે હું રાગની મંદતા કરું,–એવી કુણપ
પણ ચાલી ગઈ! તું સમજ્યો જ નથી એકકેય વાતને! અરે ભગવાન! મરી જઈશ હો....એમ તારા
આરા આવે એવા નથી.

PDF/HTML Page 17 of 25
single page version

background image
: ૧૬ : આત્મધર્મ: ૨૨૦
શું કરીએ? સ્વતંત્ર છે જીવ! અનાદિકાળનો છે, તીર્થંકરના સમવસરણમાંય અનંતવાર જઈ આવ્યો
છે; શું કાંઈ બાકી રાખ્યું છે? બાપુ! તારી લીલા જુદી છે. ક્રમબદ્ધ સમજતાં તો ગળીને ઓગળી ગયો અંદર!
આહા! કોનું કરું? ક્્યાં કરું? કોણ કરે? હું જ્ઞાન છું, આનંદ છું. જ્ઞાતાના સ્વભાવમાં આવ્યો ત્યાં વિકારો મંદ
પડી ગયા; અનંતાનુબંધી કષાયો ગળી ગયા; અનંતી પરની કર્તાબુદ્ધિ હતી તે ટળી ગઈ. આનું નામ
ક્રમબદ્ધનો નિર્ણય, અને અકર્તાપણાના જ્ઞાનનું તન્મયપણું છે. એના વિના ક્રમબદ્ધનું નામ લીધા કરે ને
પાપભાવમાં વર્ત્યા કરે એ તો મોટો સ્વચ્છંદ છે.
તમે નિશ્ચયની વાત કરો છો પણ વ્યવહારનો લોપ થઈ જશે, અરે! વ્યવહાર લૂંટાઈ જશે!–એમ એક
જણ કહેતો હતો. શું થાય, બાપુ! સત્ય તો આવું છે. આવું સત્ય જેને સમજાય તેની દશામાં કોમળતા, કરુણા,
નમ્રતા, વિનયતા, ભક્તિ એ ભાવ ખસે નહિ. શું થાય? એક વાત કહેવા જાય ત્યાં બીજી છોડી દે, ને આ
કહેવા જાય ત્યાં પહેલી ખોવે. નિશ્ચય કહેવા જાય ત્યાં વ્યવહારની મર્યાદા શું છે તે વાત ભૂલી જાય, ને જ્યાં
વ્યવહાર કહેવા જાય ત્યાં વ્યવહારથી લાભ થાય એમ માની બેસે. તીર્થંકરોના કાળમાં તીર્થંકરોથી પણ
સમજ્યો નથી એવો ભડનો દીકરો છે, તો અત્યારના કાળની શી વાત? ઘણી પાત્રતા અને ઘણી નરમાશ
હોય એને આ વાત કાને પડ્યા પછી અંતર્મુખ થઈને રુચિ થાય, અને પરિણમન તો કોઈ અનંત પુરુષાર્થે
હોય છે.... અનંત પુરુષાર્થે હોય છે....અનંતાનુબંધીનો નાશ અનંત પુરુષાર્થથી થાય છે...અનંત સંસારની કટ
થઈ ગઈ, અનંત સ્વભાવની સામગ્રીનો દરિયો ભાળ્‌યો–માન્યો–જાણ્યો ત્યાં સંસાર છૂટી ગયો.
ક્રમબદ્ધમાં કે નિશ્ચયમાં જે વસ્તુની સ્થિતિ હોય તે કહેવામાં આવે, તે ન સમજે ને આડુંઅવળું કરીને
સ્વચ્છંદી થાય,–તો શું ઉપદેશને કારણે તે થાય છે?–ના; અને જે સમજે છે તે પણ શું ઉપદેશને કારણે સમજે
છે.–એમ છે? ના; ટોડરમલ્લજીએ કહ્યું છે કે નિશ્ચયનો ઉપદેશ સાંભળીને વ્યવહારમાં સ્વચ્છંદી થશો તો તેમાં
ઉપદેશનો વાંક નથી, વક્તાનો વાંક નથી. નિશ્ચયની વાત સાંભળીને વ્યવહારનો રાગ ક્્યાં કેવો હોય તે ભૂલી
જાય, સ્વચ્છંદે પ્રવર્તે અને કહે કે એતો એ કાળે એવો રાગ આવવાનો હતો! પણ અરે બાપુ! એનો નિર્ણય
કરે એની દશા તો કેવી હોય? અરે ભાઈ, તું શું લઈને બેઠો આ! અરે પ્રભુ! એમ નથી કહેતા; સાંભળ તો
ખરો ભાઈ!
શું થાય? કોઈ કોઈથી સમજે તેવો છે? ભડનો દીકરો છે. એની અશુદ્ધતા ભી બડી, ને શુદ્ધતા ભી
બડી. અશુદ્ધતાની ઊંધાઈ એટલી કે અનંત તીર્થંકરો ભેગા થાય તો ય સમજે તેવો નથી. અને શુદ્ધતાનું
સામર્થ્ય પ્રગટ્યું તેમાં એવું સામર્થ્ય છે કે અનંતા વિરોધીઓ ઊભા થાય–સાતમી નરકમાં કેટલા વિરોધી છે?
મારફાડ કરે. શરીરના કટકા કરે, ભલેને લાખ પ્રતિકૂળતા હોય, વિરોધ છે ક્્યાં અમારામાં? અનંતા વિરોધી
હોય તોપણ આત્માનું ભાન ભૂલતો નથી અને સમવસરણની અનંતી અનુકૂળ સામગ્રી મળી છતાં ઊંધાઈમાં
અશુદ્ધતા ભૂલતો નથી. શું થાય? એની ચીજ અવળી કે સવળી એને કારણે જ ઊભી થાય છે. કાંઈ બીજાને
કારણે થતી નથી.
આચાર્યદેવ તો કહે છે કે, બીજા વિકલ્પોથી હવે બસ થાઓ. અમે કહીએ છીએ, વસ્તુસ્થિતિ આ છે કે
પૂર્ણ જ્ઞાનઘનરૂપ આત્માનો અનુભવ કરવો.–આ મૂળ માર્ગ છે. જેને પરમેશ્વર થવું હોય, પોતાના અંતરમાં
પરમેશ્વરને જોવા હોય તેની વાત છે. આત્માને પરમેશ્વરરૂપે જુએ તો પર્યાયમાં પરમેશ્વરતા થાય. માટે પૂર્ણ
જ્ઞાનસ્વરૂપ આત્માનો અનુભવ કરવો, એનું વેદન–શ્રદ્ધા–જ્ઞાન–રમણતાથી કરવું તે એક જ મોક્ષમાર્ગ છે; આ
ઉપરાંત ખરેખર બીજું કાંઈપણ સારભૂત નથી, કાંઈ જ સારભૂત નથી.
અમારાથી આટલા માણસો સમજ્યા એમ માને, પણ ભાઈ! બીજા સમજે કે ન સમજે તે તો તેની

PDF/HTML Page 18 of 25
single page version

background image
માહ: ૨૪૮૮ : ૧૭ :
પર્યાયથી, તેમાં તે શું કર્યું? બીજા સમજે કે ન સમજે તેના ઉપરથી ધર્મનું પ્રમાણ ટાંકે તો તું ભૂલમાં પડીશ
હો! કોઈ જીવ ધર્મ પામ્યો ને કોઈ વખતે એમ બને કે તેનાથી કોઈ ન સમજે, તો શું તેનો મોક્ષ અટકે?
બહારના ઘેરા ઉપરથી એમ પ્રમાણ ટાંકે કે આ ધર્મ પામેલ છે માટે ઘણાને ધર્મ પમાડયો, અને આ જીવે
કોઈને ધર્મ ન પમાડયો માટે તે ધર્મ પામ્યો લાગતો નથી;–એમ ધર્મનું પ્રમાણ નથી,–એમ વસ્તુનું સ્વરૂપ
નથી. એકલો, તું.....તારામાં જો....કાલ કહ્યું હતું કે: તારી હાક સૂણીને કોઈ ન આવે તો તું એકલો જા....
એકલો જાને, એકલો જા ને. એકલો જા....ને રે.....
તું એકલો તારામાં શમા, બાપુ! ભગવાન આત્મા દેહથી પાર ચિદાનંદમૂર્તિ, તેને સમજવામાં, જ્ઞાનમાં,
ને તેમાં ઠરવામાં તારી હાકલને કોઈ ન સાંભળે તો તું એકલો તારામાં ઠર. અહીં આચાર્યદેવ કહે છે કે અમારા
વિકલ્પો અમે બંધ કરી દઈએ છીએ. શાસ્ત્રમાં ઘણું કહીને અમે છેલ્લે સુધી આવ્યા.....હવે બસ થાઓ....પૂર્ણ
જ્ઞાનસ્વરૂપ આત્માનો અનુભવ કરવો તે જ પરમાર્થ છે. તે સિવાય બીજું કાંઈ પરમાર્થ નથી.
હવે છેલ્લી ગાથામાં આ સમયસારના અભ્યાસ વગેરેનું ફળ કહીને આચાર્યદેવ આ ગ્રંથ પૂરો કરશે,
તેની સૂચનારૂપ શ્લોક કહે છે:–
इदमेकं जगत्चक्षुरक्षयं याति पूर्णताम्।
विज्ञानघनमानं दमयमध्यक्षतां नयत्।।
અહો, આત્માનો અંતરસ્વભાવ તો આનંદ અને વિજ્ઞાનઘન છે. શોધ્યો હાથ આવે નહિ એટલે જાણે
બહારમાં અહીંથી આનંદ આવશે,–પૈસામાં કે આબરૂમાં કીર્તિમાં, મોટી પદવીમાં, માનમાં આનંદ આવશે.
ઉપરથી બલુનમાં ઊતરે ને લાખો માણસોની સલામી મળે–ત્યાં આનંદ માને; પણ બાપુ! એમાં આનંદ નથી;
અરે ભગવાન! તું પોતે આનંદમય વિજ્ઞાનઘન છે; બીજે ક્્યાં જોવા જાશ! ક્્યાંય નથી તારો આનંદ.
આનંદમય વિજ્ઞાનઘન એવા સમયસારને એટલે શુદ્ધ આત્માને પ્રત્યક્ષ કરતું થકું આ શાસ્ત્ર પૂરું થાય છે.
કેવો છે આત્મા? આનંદમય....આનંદમય! અતીન્દ્રિય આનંદ, અતીન્દ્રિય આનંદ જે
પરમાત્મદશામાં પૂર્ણ પ્રગટે છે, તે પૂર્ણ આનંદની દશા સાદિ અનંત એમને એમ વહે છે. એ આનંદનું
ધામ ભગવાન છે, આત્મા અંતરંગ આનંદનું ધામ છે, અતીન્દ્રિય આનંદના સ્વાદનું એ ઠેકાણું છે. એ
આનંદમય વિજ્ઞાનઘન છે. આનંદથી અભેદ અને વિજ્ઞાનનો ઘન છે. દેહમાં રહેલ તત્ત્વ, શરીર–વાણીથી
પાર, પુણ્ય–પાપના વિકલ્પથી પણ પાર, ને અલ્પજ્ઞ વર્તમાન દશાથી પણ પાર, પૂર્ણ જ્ઞાનઘન ને
આનંદમય છે.
વર્તમાન પરોક્ષજ્ઞાન દ્વારા આવા આત્માને કઈ રીતે પ્રતીતમાં લેવો?
બાપુ, પરોક્ષ તો જ્ઞાન અપેક્ષાએ છે, પણ એના વેદનમાં ને ભાનમાં તો આવી શકે છે ને?–આ અંશ
જે જ્ઞાનનો ને શાંતિનો છે એવું જ એનું આખું સ્વરૂપ છે; એકલો અકષાય સ્વભાવ છે.
સમ્યગ્જ્ઞાનમય એટલે વીતરાગસ્વભાવ આત્મા છે.
વીતરાગસ્વભાવમય એટલે આનંદમય.
આનંદમય એટલે વિજ્ઞાનઘન.
આવા શુદ્ધ પરમાત્માને પ્રત્યક્ષ કરતું આ સમયસાર (સમયપ્રાભૃત) પૂરું થાય છે. શુદ્ધ આત્માને
વાણીથી પૂર્ણ બતાવતું અને અંતરદશાથી પૂર્ણ સમજાવતું આ એક અદ્વિતીય અક્ષય જગતચક્ષુ–જગતની
અક્ષય આંખો પૂર્ણતાને પામે છે, સમયસાર પૂર્ણતાને પામે છે.
અહો! આનંદમય વિજ્ઞાનઘન આત્માને પ્રત્યક્ષ કરતું, વેદનમાં પ્રત્યક્ષ બતાવતું અને ‘સમયસાર’
શબ્દોથી વાચ્ય બતાવતું, અંતરમાં પ્રત્યક્ષ આત્માને બતાવતું, જ્ઞાનદશાદ્વારા આ ભાવથી આખો આત્મા શુદ્ધ
પરમાનંદ છે–એમ રાગની અપેક્ષા વિના જ્ઞાનની પ્રત્યક્ષતાથી જ્ઞાનનું વેદન બતાવે છે–એવું આ અક્ષય
જગત્ચક્ષુ સમયપ્રાભૃત પૂર્ણતાને પામે છે.
આ સમય પ્રાભૃત પઠન કરીને, અર્થ તત્ત્વથી જાણીને;
ઠરશે અરથમાં આતમા, જે સૌખ્ય ઉત્તમ તે થશે.

PDF/HTML Page 19 of 25
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : ૨૨૦
આત્માનો સર્વજ્ઞસ્વભાવ આદરણીય છે
સમસ્ત બંધભાવો નિષેધયોગ્ય છે.
(સમયસાર ગા. ૧પ૯–૧૬૦ ઉપરના પ્રવચનોમાંથી)
જ્ઞાનનું જ્ઞાન, જ્ઞાનનું સમ્યક્ત્વ અને જ્ઞાનનું ચારિત્ર તે તો સ્વભાવરૂપ છે એટલે મોક્ષના કારણરૂપ
છે; પણ શુભ કે અશુભ પરભાવરૂપ કષાય વડે તે ઢંકાઈ જાય છે. મોક્ષના કારણને જે ઢાંકે તે ભાવ
મોક્ષમાર્ગમાં કેમ આદરણીય હોય? ન જ હોય; માટે શુભ કે અશુભ કર્મને નિષેધવામાં આવ્યું છે.
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર કે જે મોક્ષનું કારણ છે તે તો જ્ઞાનનું જ પરિણમન છે, તે કોઈ રાગનું પરિણમન
નથી. સમ્યગ્દર્શનાદિનું એકાકારપણું જ્ઞાનસ્વભાવ સાથે છે, રાગ સાથે તેનું એકાકારપણું નથી. રાગ–પછી તે
અશુભ હો કે શુભ–પણ તે મોક્ષમાર્ગને રોકનાર છે. ‘સ્વતત્ત્વ’ તેને કહેવાય કે જે સ્વભાવ સાથે સદાય
એકમેક હોય. પોતાનું સત્ત્વ (સત્પણું – હોવાપણું) કઈ રીતે છે તે જાણ્યા વગર મોક્ષમાર્ગ સાધી શકાય નહીં.
સ્વતત્ત્વ શું છે–તેની જ જેને ખબર નથી તે કોની શ્રદ્ધા કરશે? કોનું જ્ઞાન કરશે? ને કોનામાં ઠરશે? રાગને જે
મોક્ષનું કારણ માને છે તે તો રાગને જ સ્વતત્ત્વ માનીને, તેની જ શ્રદ્ધા, તેનું જ્ઞાન ને તેમાં જ લીનતા કરે છે
એટલે કે મિથ્યાત્વરૂપી સંસારમાર્ગને જ તે સેવે છે. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગ છે તે તો
આત્માના જ આશ્રયે છે, રાગનો કિંચિત્ પણ આશ્રય તેમાં નથી. રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ રાગથી અત્યંત
નિરપેક્ષ છે. જેમ પરદ્રવ્યના આશ્રયે મોક્ષમાર્ગ નથી, તેમ રાગના આશ્રયે પણ મોક્ષમાર્ગ નથી.
અહા, આવો સરલ માર્ગ!! અંતરમાં જરાક વિચાર કરે તો ખ્યાલ આવી જાય કે માર્ગ તો આવો જ
હોય. જેમ મેલા રંગથી રંગાતા વસ્ત્રનો શ્વેતસ્વભાવ ઢંકાઈ જાય છે, તેમ રાગની રુચિથી રંગાયેલા જીવને
મોક્ષમાર્ગ ઢંકાઈ જાય છે. રાગની રુચિ તે મિથ્યાત્વરૂપી મેલ છે, તેના વડે સમ્યક્ત્વનો ઘાત થાય છે.
સમ્યક્ત્વ છે તો જીવનો સ્વભાવ, પણ પરભાવની રુચિ વડે તે ઢંકાઈ જાય છે, એટલે કે મિથ્યાત્વ થાય છે.
ચિદાનંદસ્વભાવની રુચિ કરીને, ઉપયોગને અંતરમાં વાળીને સ્વજ્ઞેય કરે ને તેમાં ઠરે તો તો મોક્ષનો માર્ગ
ખૂલો થાય છે, પણ રાગના આશ્રયે લાભ માનતાં મોક્ષમાર્ગ ઢંકાઈ જાય છે. આ રીતે પાપ–પુણ્ય બંને ભાવો
મોક્ષમાર્ગથી વિરુદ્ધ હોવાથી તેમને નિષેધવામાં આવ્યા છે.
જેણે મોક્ષ કરવો હોય તેણે સમસ્ત કર્મબંધ છોડવા યોગ્ય છે. પણ, અશુભ છોડવા યોગ્ય ને શુભ
રાખવા યોગ્ય–એવા ભેદને તેમાં અવકાશ નથી. જરાક પણ બંધભાવને રાખવા જેવો જે માને તે જીવને
ખરેખર મોક્ષનો અર્થી કેમ કહેવાય? મોક્ષનો અર્થી હોય તે બંધને કેમ ઈચ્છે? ભાઈ, એકવાર તું તારા
જ્ઞાનસ્વભાવની સન્મુખ થઈને જો ખરો, કે તેમાં શું રાગની ઉત્પત્તિ થાય છે? જ્ઞાનના આશ્રયે કદી રાગની
ઉત્પત્તિ થતી નથી; અને રાગની સન્મુખતાથી કદી સમ્યગ્દર્શનાદિની ઉત્પત્તિ થતી નથી.–આ રીતે જ્ઞાનને અને
રાગને ભિન્નસ્વભાવપણું છે. જ્ઞાનના પરિણમનમાં રાગનો નિષેધ છે–––અભાવ છે; જ્ઞાનના આશ્રયે જે
સમ્યગ્દર્શનાદિનું પરિણમન થયું તેમાં પણ રાગનો અભાવ જ છે. જેને રાગનો અભાવ ન ભાસે ને રાગનો
જરાપણ આશ્રય ભાસે તેને સમ્યક્ત્વાદિનું પરિણમન થયું જ નથી. તે મિથ્યાદ્રષ્ટિ છે.
જુઓ, હવે ગાથા ૧૬૦માં આત્માનો સર્વજ્ઞસ્વભાવ બતાવીને આચાર્યદેવ સમજાવે છે કે ભાઈ, તારો
આત્મા તો સર્વજ્ઞતાના સામર્થ્યવાળો છે પણ તારા અપરાધથી તારો તે સ્વભાવ ઢંકાઈ ગયો છે.
તે સર્વજ્ઞાની – દર્શી પણ
નિજ કર્મરજ –આચ્છાદને,
સંસારપ્રાપ્ત ન જાણતો
તે સર્વ રીતે સર્વને. (૧૬૦)
(અનુસંધાન પૃ. ૨૩)

PDF/HTML Page 20 of 25
single page version

background image
માહ: ૨૪૮૮ : ૧૯ :
સુશીલ
અને
કુશીલ
અજ્ઞાન તે કુશીલ છે........... જ્ઞાન તે સુશીલ છે
(અષ્ટપ્રાભૃત–શીલપ્રાભૃતના પ્રવચનોમાંથી)

સમ્યગ્જ્ઞાનને અને સુશીલને વિરોધ નથી. અંતરનો જે ચિદાનંદસ્વભાવ, તેને સ્વધ્યેય બનાવીને
નિર્મળપણે જે પરિણમ્યું તે જ્ઞાન જ સુશીલ છે, તે વિષયકષાયોથી રહિત છે, આ રીતે સમ્યગ્જ્ઞાનને અને
શીલને વિરોધ નથી. અને જે જ્ઞાન, રાગને જ ધ્યેય બનાવીને વિકારમાં જ વર્તે છે તે કુશીલ છે, અજ્ઞાન છે.
અજ્ઞાનને લીધે તે વિષયકષાયમાં જ પ્રવર્તે છે, તેથી અજ્ઞાન તે જ કુશીલ છે. સ્વભાવઘરનો સંગ છોડીને બાહ્ય
વિષયોમાં જે જ્ઞાન એકતાપણે વર્તે છે તે જ્ઞાનની પ્રકૃતિ કુશીલ છે, તે અજ્ઞાન છે. સમ્યગ્દ્રષ્ટિનું જ્ઞાન તો
પોતાના ચૈતન્યસ્વભાવને જ વિષય બનાવીને તેમાં જ વર્તે છે. રાગને તે પોતાથી જુદો જાણે છે, એટલે રાગ
સાથે એકતારૂપ મિથ્યાત્વનું કુશીલ તેને નથી.
મિથ્યાત્વ તે મોટું કુશીલ છે; અને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ ભાવ તે સુશીલ છે. જ્યાં સુધી
બાહ્યવિષયોથી ભિન્નતા ન જાણે ને રાગની રુચિ છોડીને જ્ઞાનભાવમાં ન પ્રવર્તે ત્યાં સુધી કુશીલનું સેવન
છૂટે નહિ. જેને શુભરાગની રુચિ છે તેને પણ અભિપ્રાયમાં વિષયોની રુચિ પડી જ છે, એટલે ખરેખર તે
કુશીલનું જ સેવન કરી રહ્યો છે. સમ્યગ્જ્ઞાન વગર બાહ્યવિષયોથી વિરક્ત થાય–તો પણ તેને સુશીલ કહેતા
નથી, કેમકે રાગથી તો તેના પરિણામ વિરક્ત થયા નથી. ભેદજ્ઞાન વગર રાગથી વિરક્તિ થાય નહિ, ને
રાગથી વિરક્તિ થયા વગર વિષયોથી પણ ખરી નિવૃત્તિ થાય નહિ, માટે સમ્યગ્દર્શન વગર કુશીલનું સેવન
છૂટે નહીં.
જ્યાં સમ્યગ્દર્શન થયું ત્યાં જ્ઞાને પોતાથી ભિન્ન ભાવોને પોતાથી જુદા જાણ્યા, બાહ્યવિષયોને જુદા
જાણ્યા ને રાગાદિને જુદા જાણીને તેના ત્યાગની બુદ્ધિ થઈ, ને નિર્વિકાર ચૈતન્યસ્વભાવની જ ભાવના થઈ.
જેટલી સ્વભાવપરિણતિ થઈ તેટલું શીલ પ્રગટ્યું, ને તેટલું કુશીલ છૂટયું. અહો, નિર્મળ શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રના
સેવનનો પ્રસંગ આવ્યો, તેમાંય રાગની રુચિ અને રાગનું સેવન ન છોડે તો આવો અવસર એમને એમ
ચાલ્યો જશે. ભાઈ, સુશીલ એટલે ‘સમ્યક્પ્રકૃતિ’ તો સ્વભાવના સેવનમાં છે, ને કુશીલ એટલે ખરાબ
પરિણતિ–ખોટી પ્રકૃતિ તે તો વિભાવના સેવનમાં છે. રાગ કરતાં કરતાં લાભ થશે એમ જે માને છે તેને
રાગનું સેવન છે, અને રાગનું જેને સેવન છે તેને કુશીલનું જ સેવન છે. ધર્માત્મા તો રાગથી ભિન્ન
ચિદાનંદસ્વભાવની સન્મુખ થઈને સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રવડે તેનું જ સેવન કરે છે, તેનું જ નામ સુશીલ
છે.
અશુભ પરિણામ તે જ કુશીલ છે, ને શુભ પરિણામ તે સુશીલ છે–એમ અજ્ઞાની લોકો માને છે, પણ
સમયસારમાં આચાર્યદેવે સ્પષ્ટ કહ્યું છે કે હે ભાઈ, જેનું ફળ સંસાર હોય તેને સુશીલ કેમ કહેવાય? શુભ
પરિણામનું