Atmadharma magazine - Ank 224
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 25
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૯
સળંગ અંક ૨૨૪
Version History
Version
Number Date Changes
001 Apr 2004 First electronic version.

PDF/HTML Page 2 of 25
single page version

background image
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
જુન ૧૯૬૨ : અંક: ૮) તંત્રી : જગજીવન બાઉચંદ દોશી (જેઠ : ૨૪૮૮
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
સર્વ દ્રવ્યમાં ઉત્તમ
જો કે આ ચિદ્રુપ–જ્ઞાનઘન આત્મા જ્ઞેય (જ્ઞાનનો
વિષય) અને દ્રશ્ય (દર્શનનો વિષય) છે, છતાં તે
સ્વભાવથી જ પદાર્થોને જાણનાર–દેખનાર છે. પરંતુ અન્ય
કોઈ પદાર્થ એવો નથી કે જે જ્ઞેય અને દ્રશ્ય હોવા છતાં પણ
જ્ઞાતા દ્રષ્ટા પણ હોય. એટલા માટે આ ચિદ્રુપ સમસ્ત
દ્રવ્યોમાં ઉત્તમ છે.
વસ્તુના સ્તવન
અનાદિનિધૂન (અનાદિઅનંત) વસ્તુ ન્યારી ન્યારી
પોતપોતાની મર્યાદાપૂર્વક પરિણમે છે. કોઈ કોઈને આધીન
નથી તેમ કોઈ પદાર્થ કોઈનો પરિણમાવ્યો પરિણમતો નથી.
રાગ અને પરની અપેક્ષા વિનાનો હું તો જ્ઞાનસ્વરૂપ છું
એવો દ્રઢ નિશ્ચય કરી, જ્ઞાતાપણાનું ચિન્તન કરવું
વસ્તુસ્તવન છે.
(૨૨૪)

PDF/HTML Page 3 of 25
single page version

background image
નવું પ્રકાશન
પરમપૂજ્ય ગુરુદેવની ૭૩મી જન્મજયંતિ ઉપર દિલ્હીથી પ્રકાશિત સંદેશ તરફથી
સચિત્ર વિશેષ અંક પૃ. સંખ્યા ૧૦૦, જેમાં પૂજ્ય કાનજીસ્વામી દ્વારા મહાન ધર્મ
પ્રભાવના, તેમનો પરિચય તથા ખાસ મહત્વપૂર્ણ લેખો છે. જે લેખો ખાસ વિદ્વાનો,
કવિઓ અને લેખકો દ્વારા લખાયેલ છે.
દરેક મુમુક્ષુઓએ અવશ્ય વાંચવા યોગ્ય છે.
લેખ હિન્દીમાં છે. તેની કિંમત બે રૂપીઆ છે તો પણ એક ગૃહસ્થ તરફથી ધર્મ
પ્રચાર માટે એક રૂપીઓ રાખેલ છે. પોસ્ટેજ અલગ.
ઠે. દિ. જૈન સ્વાધ્યાય મંદિર સોનગઢ, (સૌરાષ્ટ્ર)
સુચના
ચેક કે ડ્રાફટથી નાણાં મોકલનાર ભાઈઓએ “શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ”
એ નામથી જ ચેક કે ડ્રાફટથી મોકલવા બીજા કોઈ પણ નામે ચેક ડ્રાફટ ન લખવા
વિનંતિ છે.
ઈન્દોરમાં પુ, ગુરુદેવ જન્મજયંતિ ઉત્સવ
તા. પ–પ–૬૨ દિ. જૈન મુમુક્ષુમંડળ તથા અન્ય પ્રતિષ્ઠિત અગ્રણી ધર્મપ્રેમીઓ
દ્વારા પૂ. ગુરુદેવશ્રીની ૭૩મી જન્મજયંતિ ખાસ મહાન ઉત્સવરૂપે ઊજવવામાં આવી
હતી. જેમાં શ્રી બાબુલાલ પાટોદી M.L.A. પ્રમુખસ્થાને બિરાજ્યા હતા. પ્રમુખશ્રી તથા
માનનીય પં. જી શ્રી બંસીધરજી સિદ્ધાન્ત શાસ્ત્રી, પં. રતનલાલજી, શ્રી કોમલચંદજી
વકીલ, જૈનરત્ન શ્રી ઈન્દૌરીલાલ બડજાત્યા એડવોકેટ, શ્રી ચંપાવતી મોદી સાહિત્યરત્ન,
શ્રીમાન શેઠ માણિકચંદજી શેઠી એ સહુએ અત્યંત રોચક વક્તવ્ય કર્યું. પછી સહુએ પરમ
ઉપકારી પૂ. ગુરુદેવશ્રીના દીર્ઘાયુની કામના કરીને તેમના પ્રત્યે શ્રધ્ધા વ્યક્ત કરતો
પ્રસ્તાવ કર્યો. ભોપાળ (મ. પ્ર) માં પણ આવો ઉત્સવ ભવ્ય સમારોહથી ઊજવાયો.
–પ્રકાશચંદ્રજી પાંડ્યા(ઈન્દોર)
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા
(૧) રાજકોટ (સૌરાષ્ટ્ર) શ્રી દેવશીભાઈ જૈન જેઓ ઉત્તમ ભજનકાર અને
વ્યાખ્યાતા છે. તેઓએ તથા તેમનાં ધર્મપત્ની સૌ. શ્રી કેસરબેન પૂ. ગુરુદેવ પાસે
વૈશાખ સુદ રના રોજ આજીવન બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા લીધી.
(૨) ગોંડળવાળા શ્રી કેવળચંદ કાનજીભાઈ પારેખ તથા તેમના ધર્મ પત્ની
સૌ. રેવાકુંવરબેન બન્નેએ પૂ. ગુરુદેવ પાસે વૈશાખ સુદ ૨ના રોજ આજીવન બ્રહ્મચર્ય
પ્રતિજ્ઞા લીધી. તે બદલ ધન્યવાદ.
નવા પ્રકાશન સમાચાર
જિનેન્દ્ર ભજનમાળા–ત્રીજી આવૃત્તિ, ૧પ દિવસ પછી મળશે. મોક્ષમાર્ગ પ્રકાશક–પાંચમી
આવૃત્તિ, ૧પ અથવા ૨૦ દિવસ પછી મળશે. જિનેન્દ્ર પૂજા સંગ્રહ પૃ. પર૦ તૈયાર છે.

PDF/HTML Page 4 of 25
single page version

background image
જેઠ : ૨૪૮૮ : ૩ :
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
જુન ૧૯૬૨ : અંક ૮) તંત્રી: જગજીવન બાઉચંદ દોશી (જેઠ : ૨૪૮૮
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
ત્ર ણ લો ક માં
પ્ર શં સા પા ત્ર
શુદ્ધ આત્માનાં ચિંતનમાં જે મુમુક્ષુજનો
તત્પર રહે છે તે ત્રણલોકમાં પ્રશંસાપાત્ર છે.
આત્મચિંતનમાં તલ્લીન મનુષ્ય કદાપિ કાળો
હોય, કર્ણહીન હોય, કદ્રુપો હોય અથવા નકટો,
ખુંધો, કર્કશવાણીવાળો, ઠીંગણો, પાંગળો, ઠુંઠો,
નેત્રહીન, મૂંગો, લગંડો, નિર્ધન, અભણ બહેરો
કે કોઢ વગેરે રોગયુક્ત હોય તોપણ નિર્મળ
જ્ઞાનવાળા જ્ઞાનીજનો તેના શરીર તરફ ન
જોતાં તેના અદ્ભૂત અનુપમ આત્મચિંતનરૂપ
પુરુષાર્થ તરફ દ્રષ્ટિ દેતાં તેને જ પ્રશંસાપાત્ર
ગણે છે. બીજો મનુષ્ય સર્વાંગે સુંદર રૂપવાળી
મધુર વાણીવાળો, ઘણાં શાસ્ત્રોનો અભ્યાસી
ધનવાન કે નિરોગી હોય છતાં તે જો
ચિદ્રૂપચિંતનથી રહિત છે તો તેને કોઈ જ્ઞાની
કદી પ્રસંશાપાત્ર ગણતા નથી.

PDF/HTML Page 5 of 25
single page version

background image
: ૪ : આત્મધર્મ : ૨૨૪
રા ષ્ટ્રી ય શા ળા માં
પૂજ્ય ગુરુદેવનું
પ્રવચન
(રાજકોટમાં પૂ. ગુરુદેવ “અંધ મહિલા વિકાસગૃહ” નું અવલોકન કરવા
પધાર્યા, ત્યારે શ્રી નારણદાસ ગાંધી તથા શ્રી પુરશોત્તમદાસ ગાંધીની
ભાવનાનુસાર આ પ્રવચન કર્યું હતું.)
તા. ૧૭–૨–૧૯૬૧
૧. આ દેહમાં રહેલો આત્મા દેહથી ભિન્ન અવિનાશી વસ્તુ છે–તેમાં પૂર્વભવોનાં સંસ્કાર હોય છે. આ
ભવ પહેલાં આ જીવ ક્યાં હતો તેનું ભાન થઈ શકે છે, નાનાં બાળકોને તથા અંધ બહેનોને પણ આત્માનું
નિઃસંદેહભાન થઈ શકે છે.
૨. મોરબી પાસે વવાણીયા ગામે શ્રીમદ્ રાજચંદ્ર થઈ ગયા; તેમને સાત વર્ષની વયે જાતિસ્મરણજ્ઞાન
થયેલું. એકવાર પાડોશમાં વૃદ્ધ પુરુષનું અવસાન થયું, તેમને ઠાંઠડીમાં બાંધી લઈ જતા જોઈ, આ શું? તે
જાણવાની જિજ્ઞાસા થઈ. જ્યારે લોકો સ્મશાનભૂમિમાં તેના શરીરને અગ્નિસંસ્કાર કરતા હતા, તે વખતે
ત્યાંથી દૂર આવેલા એક બાવળના ઝાડ ઉપર ચડીને તે દ્રશ્ય જોતાં જોતાં શ્રી રાજચંદ્ર એવા વિચારમાં ચડી
ગયા કે આ શરીરમાંથી એવું ક્યું તત્ત્વ ચાલ્યું ગયું કે જેથી તેના શરીરને આ લોકો બાળી નાખે છે. આવા
વિચારને પરિણામે વિક્રમ સં. ૧૯૩૧ માં તેમની સાત વર્ષની ઉંમરે તેમને જાતિસ્મરણ જ્ઞાન થયું. એટલે કે
આત્મા (જીવ) આ દેહ પહેલાં ક્યાં હતો તેનું સ્મરણ થઈ આવ્યું. વિચારધારાની નિર્મળતાથી પૂર્વે હું ક્યાં
હતો એ જાણી શકવાની તાકાત દરેક જીવમાં છે.
૩. થી ૧૬ વર્ષની વય પહેલાં તેઓ લખે છે કે– “રાત્રી વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું, નિદ્રાથી જાગૃત
થયા, હવે ભાવનિદ્રા ટાળવાનો પ્રયત્ન કરજો”. પોતાનું અસલી સ્વરૂપ ભૂલી જવું ને પરને પોતાનું
માનવારૂપ જે અજ્ઞાનરૂપી ભાવનિદ્રા છે તેને સમ્યગ્જ્ઞાનવડે ટાળી શકાય છે. આ આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ
છે, દેહમાં રહેલો હોવા છતાં દેહથી જુદો અતીન્દ્રિય જ્ઞાનમય–આનંદમય છે. તે ભૂલી દેહમાં આત્મબુદ્ધિ
કરવાથી દુઃખી થાય છે.
૪. એમણે ૧૬ વર્ષની વયે ‘મોક્ષમાળા’ નામનું પુસ્તક લખેલ છે, તેમાં ‘અમૂલ્યતત્ત્વવિચાર’ નામે
એક પાઠ છે તેમાં લખે છે કે:–
“બહુ પુણ્ય કેરાં પુંજથી શુભદેહ માનવનો મળ્‌યો, તોયે અરે, ભવચક્રનો આંટો નહીં એકે ટળ્‌યો”
આંખ ન મળી તેથી શું? મનુષ્ય અવતાર તો મળ્‌યો છે ને! તે ઘણા પુણ્યથી મળ્‌યો છે. શરીરમાં
આંખનો ભાગ ઠીક ન હોવા છતાં મનુષ્યપણાની પાંચે ઈન્દ્રિયોનો ઉઘાડ (–વિકાસ) લઈને આવ્યો છે. ચક્ષુ
સંબંધી વિકાસ હોવા છતાં તેનો ઉપયોગ નથી, આત્માના ખરાં નેત્ર તો અંતરંગના જ્ઞાન–દર્શન છે,

PDF/HTML Page 6 of 25
single page version

background image
જેઠ : ૨૪૮૮ : પ :
જો ચૈતન્યનેત્ર ખોલી આ આત્મા પોતાની અનંત ચૈતન્યમય શક્તિનું અવલોકન કરે, નિત્યચિદાનંદ સ્વરૂપ તે
જ હું છું એમાં એકતા બુદ્ધિ કરે તો આ સ્થિતિમાં પણ આત્મજ્ઞાન થાય ને ભવભવનો અંધાપો અને ભાવ
નિદ્રા ટળે, ચૈતન્યનેત્રમાં અંધાપો નથી.
પ. પૂર્વે ઘણા પુણ્યથી અત્યારે મનુષ્યભવ પામ્યો પણ આત્મજ્ઞાનવડે ભવચક્રનો આંટો ન ટાળે તો
મનુષ્યપણું શું કામનું? “ભવચક્ર” ના ટુકડામાં ભાવરહિત થવાની વાત બતાવી છે. જેમ ફેરકુદડીની રમતમાં
ચક્રાવો ફરનારને સ્થિર થવું હોય તો તેનાથી ઉલટી દિશામાં ચક્કર મારે તો સ્થિર રહી શકે. તેમ આ જીવ
ઊંધી દ્રષ્ટિવડે અનાદિથી ભ્રમણ કરી રહ્યો છે. બહારમાં અનુકૂળતા–પ્રતિકૂળતા માની, દુઃખી થાય છે. પણ
અંતરમાં દ્રષ્ટિ વાળે ને વિચાર કરે કે હું તો નિત્ય જાણનાર સ્વરૂપે છું. દુઃખ મારૂં સ્વરૂપ નથી. શરીર, વાણી,
સંયોગ મારામાં નથી, હું તેના આધારે નથી. દરેક આત્મામાં અનંતજ્ઞાનાદિ શક્તિ સદાય છે. દરેક આત્મામાં
શક્તિરૂપે પરમાત્મપણું છે. જેમ કાચા ચણામાં મીઠાસ ભરી પડી છે, શેકતાં તે પ્રગટે છે. તેમ આત્મામાં આનંદ
ભર્યો છે, તે સમ્યગ્જ્ઞાનવડે સ્વાદમાં આવે છે. તેની ખબર નથી તેથી રાગ–દ્વેષ, પુણ્ય–પાપના વિકારમાં સુખ
માની બેઠો છે.
૬. આ બહારનાં નેત્ર ન હોય ત્યાં અરેરાટી છૂટે છે પણ અંદરમાં શાશ્વત ચૈતન્યતત્ત્વને ભૂલી રહ્યો છે
તે અનાદિનો ભાવ અંધાપો છે. તે અજ્ઞાનમાં અંધ થઈને ભવ–ભવમાં ભટકી રહ્યો છે તેની અરેરાટી થતી
નથી કે અરે! આ અજ્ઞાનના અંધાપા કેમ ટળે?
૭. હું કોણ છું ને મારો આત્મા શું ચીજ છે તેનું સત્સમાગમે ભાન કરીને, અંતરમાં સમ્યગ્જ્ઞાનચક્ષુ
ખોલે તો જ ભવભવનો અંધાપો ટળી જાય.
૮. ગાંધીજી જ્યારે વિલાયતથી આવ્યા ત્યારે શ્રીમદ્ રાજચંદ્રજીના પરિચયથી તેમના જ્ઞાનના
વિકાસની અસાધારણ તાકાત દેખીને પ્રભાવિત થયા હતા.
૯. હું કોણ છું? શું સ્વરૂપ છે મારું ખરું? એનો પ્રથમ વિચાર જોઈએ. બહારમાં સુખ માની “સુખ
પ્રાપ્ત કરતાં સુખ ટળે છે. લેશ એ લક્ષે લહો, ક્ષણક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો! રાચિ રહો!” દેહમંદિરમાં
આત્મા શાશ્વત જ્ઞાન–આનંદ સ્વરૂપે છે તેનું ભાન કરી, હું અવિનાશી જ્ઞાન છું એવો અનુભવ કરતાં
ભવચક્રનાં આટાં ટળી જાય છે.
૧૦. આ શરીર તો હાડકા છે, ધૂળ છે. આત્મા સચ્ચિદાનંદમય છે, તેને ભૂલીને પરને લઈને સુખ માને
છે પણ પરાશ્રયે સુખ પ્રાપ્ત કરવાના ઉપાયો બધા મિથ્યા છે. એનાથી તો સુખ–શાંતિ સ્વાધિનતા ટળે છે. એક
પગનો અવયવ તુટી જાય તો રાડ નાખે, તો પછી આખો દેહ છોડતાં તો કેટલો દુઃખી થશે? સંસારના માન–
અપમાન ખાતર માનેલાં દુઃખથી છૂટવા દેહને જતો કરવા બળી મરે છે અને ત્યાં કદાચ રાડ પણ ન પાડે.
જુઓ! આમાંથી એ સિદ્ધાંત નીકળે છે કે આ શરીર ન હોય તો પણ એકલો તેનાથી જુદો રહીને પણ સુખી
થઈ શકે છે. એવો સુખ–સ્વભાવ એકલો પોતામાં છે એમ–સાબિત થાય છે.
૧૧. દેહ છોડીને સુખી થાઉં–એનો અર્થ એ થયો કે, દેહમાં સુખ કે આનંદ નથી, પણ આત્મામાં જ
સ્વાધીન સુખ અને આનંદ છે ને તે અંતરમાં સમ્યગ્જ્ઞાન નેત્રવડે દેખાય છે. અનુભવમાં આવે છે. આ
અંતરના ઉપાયવડે ભવનો અંત આવે છે અને આત્મા એકલો જડ શરીર વિનાનો, જ્ઞાનાનંદ શરીરી સ્વયં
સુખરૂપે થઈને સદા મુક્ત રહે છે.
૧૨. બાળ, યુવાન, વૃદ્ધ અવસ્થા દેહને છે, આત્માને નથી. અંદર પોતે ચૈતન્યમૂર્તિ છે તેને જ્ઞાનચક્ષુથી
દેખે તો સ્વયં જ્ઞાન છે. એનું ભાન કરી વારંવાર તેનો અનુભવ કરવો તે જ શાંતિ પ્રગટ કરવાનો ઉપાય છે.
શાંતિ બહારથી મળે એમ નથી.
૧૩. બહારમાં હિંસા કે અહિંસા નથી. પુણ્ય–પાપની લાગણી દુઃખદાતા છે, તે ચૈતન્યની જાગૃતિની
ઘાતક હોવાથી હિંસા છે, માટે વિકારની રુચિ છોડી,

PDF/HTML Page 7 of 25
single page version

background image
: ૬ : આત્મધર્મ : ૨૨૪
અતીન્દ્રિય આનંદસ્વરૂપની રુચિ કરે, તેનો આશ્રય કરે, તો સ્વાશ્રય સ્થિરતાના બળવડે ક્રમે–ક્રમે વિકાર
ટળીને આનંદ પ્રગટે; પૂર્ણઆનંદ તે મુક્તિ છે. આત્મામાં શ્રદ્ધાજ્ઞાન લીનતાવડે એકાગ્ર થવું તે તેનો
ઉપાય છે–વીતરાગી દ્રષ્ટિ અને ચારિત્ર તે અહિંસા છે, તે આત્માની શુદ્ધ પરિણતિ છે.
“મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા તે પામે તે પંથ, સમજાવ્યો સંક્ષેપમાં સકલમાર્ગ નિર્ગ્રંથ”
૧૪. જેમ નાળીએરમાં ઉપરનાં છાલાં અંદરની કાચલી અને રાતડથી જુદો ટોપરાનો ગોળો છે
તેમ આત્મા શરીર, જડકર્મ અને પુણ્ય–પાપની લાગણીથી જુદો જ્ઞાનાનંદમૂર્તિ છે. તે હું છું એનો
નિર્વિકલ્પ અનુભવ તે પ્રથમ સમ્યગ્દર્શનરૂપી ઉપાય છે, તે વિના ત્યાગી થાય, બાવો થઈ જંગલમાં,
એકાન્તમાં મૌન રહે, વગેરે ઉપાયો કરે તોપણ આત્મામાં અંશમાત્ર સાચો ધર્મ ન થાય, આત્માની જેમ
છે તેમ કીંમત આંકતા ન આવડે તો બધું વ્યર્થ છે, પુણ્ય કરે તો દેવ વગેરે થાય પણ જન્મ–મરણના
આરા ન આવે.
૧પ. અહો! આત્માની તાકાત અપાર છે, અચિંત્ય છે. દરેક આત્મા પરમેશ્વર થવાની
લાયકાતવાળો છે. શ્રી રાજચંદ્રજીએ એકવાર દુકાને બેઠાબેઠા ચોપડામાં લખ્યું કે–હું સચ્ચિદાનંદ
પરમાત્મા છું. જુઓ, આવી અચિંત્ય શક્તિ દરેક આત્મામાં છે તેનું ભાન કરતાં ભવનો અંધાપો ટળે ને
ભવના અંત આવે. અનંતસુખ સ્વરૂપે આત્મા એકલો રહે. આ મુક્તિનો ઉપાય છે, મુક્તિમાં શરીર જ
નથી. પછી આંખની વાત ક્યાં રહી? આવું એકલું અશરીરી સિદ્ધ પરમાત્મપદ પ્રગટે તેનું નામ મુક્તિ
છે; ત્યાં શરીર, ઈન્દ્રિયો નથી છતાં પરિપૂર્ણ જ્ઞાન અને સુખ આત્મામાં કાયમ વર્તે છે. એની શ્રદ્ધા–
ઓળખાણ કરી શકાય છે.
૧૬. દરેક આત્મામાં દરેક સમયે શુદ્ધતા–પવિત્રતા એટલી પડી છે કે તેની પ્રતીતિ કરવા માગે તો
પ્રત્યક્ષ પોતે જાણીને અનુભવી શકે છે, પણ એ રીતે કદી પ્રયત્ન કર્યો નથી. બહારમાં સેવા, દાનાદિ કરે
તો પુણ્ય થાય પણ જન્મ–મરણ ન મટે.
૧૭. “નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે.” અંદર રાગ–દ્વેષ–મોહની ગાંઠ રહિત શુદ્ધચિદ્રૂપ છું.
તેને ઓળખી અંદર રમણતા–કેલી કરે તો તેમાં કોઈની સહાયની જરૂર નથી ને તે ઉપાયવડે આત્મા
નિર્મળદશા પોતામાંથી પ્રગટ કરી શકે છે. બાહ્ય અંધદશામાં પણ આત્મામાં તેની દ્રષ્ટિ અને એના
અભ્યાસવડે નિર્મળતા કરી શકે છે.
૧૮. નરકક્ષેત્ર નીચે છે, તીવ્રપાપના ફળમાં ત્યાં કરોડો વર્ષનું આયુષ્ય બાંધીને ઉપજે છે.
વિરોધીએ વારંવાર શરીરના ખંડખંડ કરી નાખે છે, સળગાવે છે. પાછું ક્ષણમાં આખું શરીર થઈ જાય છે.
જેમ પારો વીંખાઈને પાછો એકઠો થઈ જાય તેમ નારકીમાં અસંખ્યવાર શરીર વીંખાઈને અખંડ થઈ
જાય છે, આવી ઘોર પ્રતિકૂળતાના સંયોગ છતાં ત્યાં તે નારકીનો જીવ પૂર્વનું જાતિસ્મરણજ્ઞાન કરી શકે
છે. સત્યસ્વરૂપનો ઉપદેશ યાદ કરી, પોતાના આત્માને સંયોગથી, શરીરથી અને રાગથી જુદો
જ્ઞાનાનંદપણે અનુભવી શકે છે. એવું સમ્યગ્દર્શન નારકીને પણ થઈ શકે છે. ત્યાં ઘણા લાંબા સમયની
પ્રતિકૂળતા પણ આડી આવતી નથી, તો અહીં તો શું પ્રતિકૂળતા છે? નારકીમાં હજારો–લાખો વર્ષ સુધી
આવી પ્રતિકૂળતા હોવા છતાં પૂર્વભવે સત્સંગમાં આત્માની સાચી વાત ધારણામાં પડી હોય તેને યાદ
કરી રુચિમાં લાવે છે, તે વિચારે છે કે–અરે, આત્મા દેહથી જુદો, રાગથી જુદો, નિત્ય–જ્ઞાન–આનંદમય
છે, તેના આલંબનથી જ કલ્યાણ છે. એવી વાત પૂર્વે સંતો પાસેથી સાંભળેલી પણ તે વખતે રુચિ ન
કરી, દરકાર ન કરી તેથી આવો અવતાર થયો–એમ સ્મરણ કરતાં અંદરમાં ભેદવિજ્ઞાનરૂપી જ્ઞાનચક્ષુવડે
ભિન્ન આત્માનું–ચિદાનંદસ્વરૂપનું ભાન કરે છે–આ રીતે તેના જ્ઞાનચક્ષુ ત્યાં પણ ખુલી જાય છે ને
પરમાત્મા જે પ્રકાશનો અતીન્દ્રિય આનંદ અનુભવે છે તે જ જાતનો અંશે આનંદ નરકમાં પણ તે
અનુભવે છે

PDF/HTML Page 8 of 25
single page version

background image
જેઠ : ૨૪૮૮ : ૭ :
પ્રસંગે પૂજ્ય ગુરુદેવનું મંગળ પ્રવચન
(સોનગઢ, તા. ૩૦–૩–૬૧ ચૈત્ર શુદ ૧૩)

આજ ભગવાન મહાવીરનો જન્મકલ્યાણક દિવસ છે. તેઓ ભરતક્ષેત્રના છેલ્લા તીર્થંકર હતા, તેમના
જન્મોત્સવને ઈન્દ્રો પણ ઊજવે છે. તીર્થંકર હોવાથી તેમનો જન્મ ઘણા જીવોને સંસારથી તરવાનું નિમિત્ત છે.
તેમનામાં એવી મહાનયોગ્યતા હતી કે તેઓ પોતાના ઉન્નતિ ક્રમમાં આગળ વધતાં છેલ્લે પુરુષાર્થ ઉગ્ર કરીને
પરમાત્મા થયા.
મહાવીર પ્રભુ, અહીં જન્મ્યા પહેલાં પૂર્વના ભવમાં દેહથી ભિન્ન આત્માનું જ્ઞાન તો હતું જ. સમ્યગ્દર્શન
પામી આત્મામાં અપૂર્વ વીરરસને પ્રાપ્ત કર્યો હતો. આત્મામાં અનંત શક્તિ એકસાથે છે, એવી દ્રષ્ટિ વર્તતી
હતી.
સમ્યગ્દર્શન પછી, હું પૂર્ણ થાઉં અને બધા જીવો ધર્મ પામે એવો વિકલ્પ આવતાં તીર્થંકર નામકર્મ
બંધાયેલું–કુન્ડલપુરમાં સિદ્ધાર્થ રાજાને ત્યાં ત્રિશલા દેવીની કૂખે તેમનો જન્મ થયો. ખરેખર તો આત્મામાં
બેહદ સામર્થ્ય છે તેનું અંતરમાં વેદન કરનારનો જન્મ થયો. અંતરમાં ભગવાન આત્માની કિંમત કરી, પૂર્વે
અનંતકાલમાં આત્માની કિંમત કરી નહોતી, પણ સંયોગ અને પુણ્યપાપના વિકારની જ કિંમત કરી તેનાં
ગાણાં ગાયાં હતાં. ગુલાટ મારી અંતર અવલોકન કરવામાં વીર્ય ફોરવ્યું કે આ આત્મા અનંતજ્ઞાનમય પૂર્ણ
સામર્થ્યવાળો છે, પરમાત્મા થવાને લાયક છે, સ્વભાવદ્રષ્ટિએ જોતાં અત્યારે જ હું પરમાત્મા છું. એવા સમ્યક્–
શ્રદ્ધાન–જ્ઞાનપૂર્વક ઉગ્ર પુરુષાર્થ વડે આત્મામાં સ્થિર થતાં અનંતજ્ઞાન–દર્શન–સુખ–વીર્ય પ્રગટ થયાં.
અનંતગુણ સંપદાથી ભરેલાં અખંડ સ્વભાવમાં એકાગ્ર થઈ પૂર્ણ થયા માટે તેમને જન્મથી મહાન અને
તીર્થંકરપદવડે પૂજ્ય માનીને ઈન્દ્રો જન્મકલ્યાણક મનાવવા મેરુ પર્વત ઉપર લઈ જાય છે. જન્મથી જ તેમને
વજ્રકાય(વજ્ર જેવું મજબૂત શરીર) હોય છે. જન્માભિષેક વખતે ક્ષીરસાગરના હજારો મણ પાણીથી ભરેલા
હજારો ઘડાથી સ્નાન કરાવે છે તોપણ તેમને જરાય બાધા થતી નથી.
તેમના દેહનું રૂપ અને તેમના આત્માનો મહિમા અચિન્ત્ય છે. ઈન્દ્ર હજાર નેત્રવડે જુએ છે તોપણ તેને
તૃપ્તિ થતી નથી. તીર્થંકર પુણ્યમાં પૂર્ણ અને પવિત્રતામાં પૂર્ણ છે. તેમને ઓળખીને તેમનો જન્મકલ્યાણક
અસંખ્ય દેવો સહિત ઈન્દ્રો ઊજવે છે. અહો! કેવો આત્મા! ધન્ય અવતાર! એમ તેઓ પ્રશંસા કરે છે.
અજ્ઞાનના કારણે અનંતવાર શરીર, વાણી, પુણ્ય, પાપના વિકાર અને તેના ફળમાં અધિકાઈ માની,
તેની કિંમત–મહિમા કરતો ને તેની મમતામાં મરતો હતો. તેમાંથી ગુલાંટ મારી, રાગથી અધિક અર્થાત્ રાગથી
જુદો અને સ્વભાવમાં પરિપૂર્ણ થઈ, અંદરમાં એકાગ્રતા કરી પૂર્ણ સ્વરૂપ જોવામાં વીર્યને ફોરવ્યું તે પૂર્ણ
પરમાત્મા થઈ ગયા. એવા ભગવાન મહાવીરનો જન્મ કલ્યાણક મહોત્સવ ઈન્દ્રો દ્વારા ઉજવાય છે.

PDF/HTML Page 9 of 25
single page version

background image
: ૮ : આત્મધર્મ: ૨૨૪
અહો! ઈન્દ્રો આવીને નાચતા. ભગવાનના માતા–પિતા પાસે આવીને તાંડવ નૃત્ય કરી, ભક્તિવડે
તેમનો જ મહિમા ગાતા હતા. ઈન્દ્ર એકાવતારી છે, ઈન્દ્રાણી પણ એકાવતારી છે. તેઓ માન સહિત નાચે છે.
અહો! આ આત્મા આ ભવે પરમપવિત્રતાવડે પરમાત્મપદ પામશે. અનાદિ–અનંત સંસાર હતો તે તોડીને આ
ભવે સાદિ અનંત પરમાનંદને પૂર્ણ કરવાનું કામ કરશે.
ઈન્દ્રોને ભાન છે કે અમે પણ નિર્મળ શ્રદ્ધાવડે આત્માને શ્રધ્ધ્યો છે; અને અલ્પકાળે મોક્ષ જવું જ છે.
એવી નિઃશંકપણે ખાત્રી છે છતાં જેમ માતા–પિતા પાસે બાળક નાચે તેમ જગત્પિતા તીર્થંકરનો જન્મ દેખીને
ઈન્દ્રો નાચી ઊઠે છે. અંતરમાં ભેદવિજ્ઞાન વડે આત્માનું ભાન છે, બહારમાં નમ્રતા–વિનય છે ઈન્દ્ર પોતે ચોથા
ગુણસ્થાને છે. તીર્થંકર પણ જન્મકાળે ચોથા ગુણસ્થાને છે છતાં તેમને ધર્મના નાયક જાણી તેમના પ્રત્યે એવી
ભક્તિનો ઉલ્લાસ ઈન્દ્રને આવી જાય છે.
આજના મંગળદિવસે વીરભગવાન જન્મ્યા હતા, આત્માનું ઉત્તમવીર્ય (બળ) ફોરવીને અનેક લાયક
જીવોને પવિત્ર આત્મબળ ફોરવવામાં નિમિત્ત થયાં; તેથી તેમનું બહુમાન લાવી, તેમનાં કલ્યાણક ઊજવીએ
છીએ.
સં. ૧૯૯૧ ના ચૈત્ર સુદ ૧૩ ના દિવસે સોનગઢમાં આ ક્ષેત્રે આવીને પરિવર્તન કર્યું હતું. તેને આજે
૨૬ વર્ષ પૂર્ણ થયાં, ૨૭મું વર્ષ બેસે છે.
મહાવીર પ્રભુએ તો પરિવર્તન કરીને આખો આત્માપર્યાયમાં બદલી નાખ્યો, અસંખ્ય પ્રદેશે અનંત
કેવળજ્ઞાનરૂપી અનંતસૂર્ય પ્રગટ કરી પરમાત્મા થયાં. એમના જન્મને, ધન્ય ઘડી ધન્ય અવતાર, ધન્ય ઘડી
ધન્ય ભાગ્ય. એમ ઈન્દ્ર–ઈન્દ્રાણીને પણ ભક્તિ–ઉત્સાહ આવે છે.
વીરપ્રભુએ એ ભવે ભગવતી દીક્ષા લીધી, ચૈતન્યના પૂર્ણ સ્વરૂપમાં એટલી પ્રીતિ જાગી કે
ચારિત્રદશામાં આનંદ અમૃતના દરિયા ઊછળ્‌યા, આત્મા અમૃતનો સાગર છે. અંદરમાં પૂર્ણ આનંદ પડ્યો છે.
અંતર એકાગ્રતાથી અનુભવનો સાગર ઊછળવા માંડે છે. ઊગ્ર પુરુષાર્થવડે કેવળજ્ઞાન પામ્યા અને કાર્તિક વદ
અમાસના દિને, ચૌદશની પાછલી રાત્રે પાવાપુરીથી નિર્વાણ પામ્યા.
કેવળજ્ઞાન પામ્યા પછી તીર્થંકરને ઈચ્છા વિના ઉત્કૃષ્ટ વાણીનો યોગ હોય છે. તેને પ્રવચન કહે છે. તે
પ્રવચનનો સાર શ્રી કુન્દકુન્દાચાર્યદેવ કહે છે. તેમને આ ભવમાં તો સાક્ષાત્ ભગવાન મહાવીરનો યોગ ન
હતો, પરોક્ષ ભક્તિ હતી, પણ મહાવિદેહ ક્ષેત્રમાં જ્યાં સાક્ષાત્ સીમંધર ભગવાન છે તેમની પ્રત્યક્ષ ભક્તિ
કરેલી છે–જુઓ તેમનાં પુણ્ય કેવાં અને પવિત્રતા કેટલી? પ્રવચનસાર ગા. ૧૭૨ની ટીકામાં અલિંગ ગ્રહણના
પાંચ બોલ થયા.
(૧) ઈન્દ્રિયજ્ઞાનથી જાણવાનું કામ કરે. ઈન્દ્રિયોના આલંબનથી જાણે તેને આત્મા ન કહીએ. (૨)
ઈન્દ્રિયોથી જણાય ઈન્દ્રિય પ્રત્યક્ષ થાય એવો આત્મા નથી; (૩) ઈન્દ્રિયગમ્ય ચિન્હ દ્વારા જણાય એવો
આત્મા નથી. (૪) બીજાઓ વડે–એકલા પરોક્ષજ્ઞાનનો વિષય નથી. સ્વસંવેદન જ્ઞાનમાં નિશ્ચય સ્વજ્ઞેયમાં
જેણે પોતાનાં આત્માને જાણ્યો ન હોય તે બીજાના આત્માને એકલા અનુમાનથી જાણી શકે નહિ. (પ)
આત્મા કેવળ અનુમાન કરનારો જ નથી. (૬) બાહ્ય કોઈ ચિન્હથી, પરાશ્રયથી નહિ પણ અંતર્મુખ ઢળે એવા
સ્વભાવ જ્ઞાનવડે જ જણાય એવો આત્મા છે.
અનંતકાળમાં બીજાનું મહાત્મ્ય કર્યું પણ પોતાની ચૈતન્ય સત્તાની કિંમત કરતાં ન આવડી. પરદ્રવ્યના
મહાત્મ્યથી સ્વદ્રવ્યનું મહાત્મ્ય ન આવે. શરીર, ઈન્દ્રિય વગેરે સાધન સારાં હોય તો ધર્મ થાય, વ્યવહાર
રત્નત્રયનો શુભરાગ હોય તો લાભ થાય એમ સંયોગ અને વિકારથી આત્માનો મહિમા માને તેને આત્માની
કિંમત નથી.
જે જ્ઞાન વર્તમાન પરાશ્રયમાં ઢળે છે તે જ્ઞાન સ્વભાવ તરફ વળે તો હિત થાય. અખંડ સ્વજ્ઞેય તરફ
ઢળતાં જ્ઞાન– સ્વભાવ વડે જણાય એવો આત્મા સ્વાનુભવ પ્રત્યક્ષ છે. આત્મનિર્ણયમાં તેનું યથાર્થપણું
લાવીને, જ્ઞાનને અંતર્મુખ કરતાં એકરૂપ સ્વભાવના વેદન વડે જ સમ્યગ્દર્શન અને ભેદજ્ઞાન થાય છે. તે
ભેદજ્ઞાનને આત્મધર્મ કહેલ છે.
ધુ્રવ સ્વભાવને પકડી સ્વસન્મુખ થનારા સ્વસંવેદન

PDF/HTML Page 10 of 25
single page version

background image
જેઠ : ૨૪૮૮ : ૯ :
જ્ઞાન દ્વારા પ્રત્યક્ષ જાણવાવાળો તે આત્મા છે. તેમાં ઈન્દ્રિય કે શુભરાગ સહાયદાતા નથી. શુભરાગ એ કાળે
હોય છે પણ તેના વડે આત્મામાં જ્ઞાતાપણું નથી.
તારી સ્વતંત્રતા તેં કદી સાંભળી નથી. તીર્થંકરની વાણીમાં પણ તારાં ગાણાં પૂર્ણ ગાઈ શકાતાં નથી
એવો તું છો, પણ સંયોગ અને શુભરાગની ક્રિયાથી કલ્યાણ માની ઠગાયા કરે છે–વ્રત, તપ, દયાના ભાવ
કરશું તો આત્માનો અનુભવ થશે એમ કોઈ માને તો તે યથાર્થ નથી. દેવ, શાસ્ત્ર, ગુરુ આદિ પરના આલંબન
વડે અંતરના સ્વભાવનું મહાત્મ્ય થાય એમ નથી.
કોઈને પ્રશ્ન થાય કે જો આમ છે તો મંદિર, મૂર્તિ અને પૂજા–ભક્તિ શા માટે? તમારા કથનમાં મેળ
દેખાતો નથી. તો તેનું સમાધાન–પ્રથમ ભેદજ્ઞાન થતાં શ્રદ્ધાજ્ઞાન તો સમ્યક્ થાય છે પણ તે જ ક્ષણે ચારિત્રમાં
પૂર્ણ વીતરાગદશા થતી નથી. જ્યાં લગી પૂર્ણ વીતરાગ ન થાય ત્યાં સુધી ભૂમિકાનુસાર શુભરાગ હોય છે;
પણ એ વડે આત્માનો અનુભવ થાય એમ નથી.
“દયા ધર્મનું મૂળ છે, પાયમૂલ અભિમાન” એ લૌકિકમાં પુણ્યપાપની વાત છે. અહીં તો કહેવાય છે કે
રાગ–દ્વેષ મોહની ઉત્પત્તિ તે જ સ્વની હિંસા છે. ત્રિકાળ જ્ઞાતા સ્વભાવની દ્રષ્ટિ, તેનું જ્ઞાન અને તેમાં
સ્થિરતા–તે અહિંસા–સ્વદયા છે. પરની દયા કરવી તે તારા હાથની વાત નથી. પર પ્રત્યે કરુણાનો ભાવ આવે
તે જુદી વાત છે, પણ તે વડે ધર્મ નથી તથા તે ધર્મનું કારણ પણ નથી. જો પરની રક્ષા કોઈ જીવ કરી શકતો
હોય તો વહાલા પુત્ર અને પત્નિ વગેરે કેમ મરી જાય છે? તેને કેમ રાખી શકતો નથી! પ્રભુ! તું તારા જ્ઞાન–
અજ્ઞાનમય ભાવને કરી શકે છે, પરને તું રાખી શકે નહિ ને બીજો તારું કાંઈ કરી શકે નહિ.
ભગવાન આત્મા દેહમાં રહ્યો છતાં દેહથી જુદો આનંદધામ છે. તેણે અનાદિથી પોતાના બેહદ જ્ઞાન–
આનંદ સ્વભાવને ધારી રાખેલ છે. અજ્ઞાની તેને ભૂલીને પરની આશાવડે દુઃખી થયા કરે છે, રાગાદિ તથા
શરીર–ઈન્દ્રિય વગેરેમાં પોતાનું હોવાપણું માની તેનો આશ્રય કરે છે ને તેથી દુઃખી થઈ રહ્યો છે. જો ભેદજ્ઞાન
કરે કે આ હું નહિ, હું તો પૂર્ણજ્ઞાતા, અતીન્દ્રિય આનંદનું ધામ છું. એવો મહિમા લાવી, સ્વસન્મુખ થાય ત્યારે
સ્વાનુભવ પ્રત્યક્ષ અનુભવવડે આનંદમૂર્તિ આત્મા વેદનમાં પ્રત્યક્ષ થાય છે.
ભાઈ! તારું ઘર તો તારી પાસે જ હોય ને! મામાનું ઘર કેટલે? તો કહે દીવા બળે એટલે. એમ
આત્માનું ઘર ક્યાં? કે અંદરમાં ચૈતન્યમૂર્તિ જાગૃતવસ્તુ છે તે આત્માનું ઘર છે. આત્મા ચૈતન્ય પ્રકાશ
શક્તિનો પૂંજ છે, ત્યાં એકાગ્ર થાય તો અપૂર્વ શાન્તિનું વેદન કરનારો આત્મા વેદનમાં પ્રત્યક્ષ જણાય એવો
છે. આનંદ એ તેનો ગુણ છે. રાગનું વેદન એ આત્માનો ગુણ નથી. બહારથી સાધન માન્યું છે તે વ્યવહારની
શ્રદ્ધા છોડી દે, કેમકે આત્મા તો અલિંગગ્રાહ્ય અર્થાત્ એના વડે (વ્યવહાર–નિમિત્તના આશ્રયવડે) જણાય
એવો નથી.
આ અતીન્દ્રિય જ્ઞાયક સ્વભાવ પરિપૂર્ણ છે એમ મહાત્મ્ય કરતાં અંદરમાં અપૂર્વ વેદનસહિત જે
ભાવભાસન થાય છે તેને આત્મ સાક્ષાત્કાર–સ્વસંવેદન કહેવામાં આવે છે. તેને જ મોક્ષમાર્ગની શરૂઆત થઈ;
તે મોક્ષના પંથે વળ્‌યો–ઢળ્‌યો એમ કહેવામાં આવે છે.
ઈન્દ્રિયવાળો આત્મા માને તેણે આત્મા માન્યો નથી. નિશ્ચયવિના વ્યવહારનું જ્ઞાન ખોટું છે. ઈન્દ્રિયો
વડે આત્મા પરનાં કામ કરી શકતો નથી, ભ્રમથી માને ભલે. ભાઈ! એનાથી તું નથી તેનાથી (રાગ,
વ્યવહાર, નિમિત્તથી) તારું સાધન થતું નથી ને તેના વિના તારૂં સાધન અટકતું નથી. તું સદાય વિજ્ઞાનઘન
પ્રત્યક્ષ જ્ઞાતા છે.
પ્રભુ! તું દેહ, ઈન્દ્રિય અને રાગના આશ્રય વિનાનો પૂર્ણ છો. બહારનું બધું ભૂલી જા. વિકલ્પોથી પાર
એકલો જ્ઞાન શાન્તિમય આત્મા છે એનું મહાત્મ્ય લાવ. આત્મા અખંડ નિત્ય વસ્તુ છે, તેનાં શ્રદ્ધા, જ્ઞાન,
સુખ, વીર્યં આદિ બધા ગુણો પૂર્ણ અને અખંડ છે એમ નિર્ણય કરી અંતરમાં વળે તેને ભેદજ્ઞાન અને
સમ્યગ્દર્શન કહેવાય છે. આવો પ્રત્યક્ષ જ્ઞાતા તેને આત્મા કહીએ. વિકલ્પ–રાગના આલંબનથી ખસીને
અંતર્મુખ થતાં પ્રત્યક્ષ સંવેદન થાય છે–અતીન્દ્રિય આનંદમૂર્તિ આત્મા પ્રત્યક્ષ વેદનમાં આવે છે. આમ પોતાને
સ્વસંવેદનપ્રત્યક્ષ કરવો એનું નામ ધર્મ છે.

PDF/HTML Page 11 of 25
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : ૨૨૪
ઉપયોગ તે આત્માનું લક્ષણ છે. બહારના પદાર્થના આલંબનથી વર્તે તેને આત્માનો ઉપયોગ ન
કહીએ. લક્ષણના ત્રણ દોષ છે. અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ, અસંભવ લક્ષ્યના એક અંશમાં (કોઈ કાળે) વ્યાપે તે
લક્ષણને અવ્યાપ્તિ દોષવાળું કહે છે જેમકે જીવનું લક્ષણ રાગાદિ અથવા કેવળજ્ઞાન અતિવ્યાપ્તિ–લક્ષ્ય તેમ જ
બીજામાં પણ વ્યાપે. જેમકે જીવને અમૂર્તિક માનતાં આકાશાદિ અજીવદ્રવ્યમાં તે લક્ષણ ચાલ્યું જાય છે.
અસંભવદોષ, જેમકે દેહને આત્મા માનવો, આત્મા પરનું કાંઈ કરી શકે એ અસંભવ લક્ષણ છે. તેના વડે
આત્મા ઓળખાય નહિ. આત્માનો ઉપયોગ જાણવા–દેખાવરૂપે છે.
પરનિમિત્તને અવલંબીને જાણવાનું કામ કરે તેને આત્માનું ઉપયોગ લક્ષણ કહેતા નથી. પરલક્ષી
જ્ઞાનને આત્માનો–ઉપયોગ ગણ્યો નથી. ભગવાન આત્મા એક સમયમાં પરિપૂર્ણ આનંદકંદ છે. પરશ્રયથી
કામ કરે તે આત્માનું લક્ષણ નથી. ઈન્દ્રિયો, દેવ, શાસ્ત્ર, ગુરુ, સમ્મેદશિખર વગેરે બધાં પરજ્ઞેય છે, તેને
અવલંબે એવા જ્ઞાનને આત્માનો ઉપયોગ કહેતા નથી, કેમકે તે વડે આત્મા ઓળખાતો નથી. જ્ઞાનીને પણ
રાગ હોય ત્યાં સુધી સાચા દેવ–ગુરુ–શાસ્ત્રાદિ પ્રત્યે રાગ હોય પણ તેને પોતાનું સ્વરૂપ માનતા નથી, હિતકર
માને નહીં.
આત્માનું સત્ય સ્વરૂપ સમજ્યા વિના અનંતવાર અનંતા અવતાર એળે ગયા, ગલૂડિયાં અને કીડા
મરે તેમ મયોેર્. બહારમાં દયા, દાન, પૂજા, ભક્તિ, વ્રતાદિમાં આત્માનો ધર્મ માની ક્રિયાકાંડની ધમાલમાં
આત્માનું ભગવાનપણું ભૂલી ગયો. ૧૧ અંગ, નવ પૂર્વનું જ્ઞાન પણ પરાવલંબી છે તેનાથી અંતર ઉપયોગ
પ્રગટ થતો નથી. ચૈતન્યની જાગૃતિ રોકે તેને આત્મસંપદા–આત્માનો ઉપયોગ કહેતા નથી.
દેહાદિ, સ્ત્રીધનાદિ તથા દેવાદિ પરપદાર્થમાં ઉપયોગને રમાડે, તેને ઠીક માને તેને આત્માની અને તેના
લક્ષણની ખબર નથી. આ સમજ્યા વિના આરો નથી. આરો અહીં જ છે. બીજે ક્્યાંય નથી. તારા અંતર
ઘરમાં જાણવાની ક્રિયા છે, પરને અવલંબવારૂપ જ્ઞાનને આત્માનો ઉપયોગ કહેતા નથી. પરાશ્રયથી ખસી
સ્વસન્મુખ થાય તેને ઉપયોગ કહીએ.
ઉપયોગ તારા આત્માનો એને અવલંબન લે પરનું–તેને ઉપયોગ કહેવાય નહિ, કેમકે તેણે પરસાથે
સંધી કરી અને સ્વની સંધી તોડી. અંતરમાં વળીને (ઢળીને) સ્વસન્મુખતાનું કામ કરે તેને ઉપયોગ કહીએ.
આત્માને છોડી, શાસ્ત્રમાં જતી બુદ્ધિને વ્યભિચારિણી કહેલ છે. શુભ વિકલ્પ ઊઠે છે ત્યાં પરજ્ઞેયનું આલંબન
આવે છે.
પ્રશ્ન:– શાસ્ત્રો ન વાંચે, તેમાં ઉપયોગ ન લગાવે તો જ્ઞાન ક્યાંથી થાય? સમાધાન–જિજ્ઞાસા અને
રાગમાં એ અવલંબન હોય પણ તેને સ્વાલંબી જ્ઞાન ન કહેવાય. સ્વરૂપ સમજવા માટે કે વિશેષ જ્ઞાનની
નિર્મળતા માટે શાસ્ત્ર ભણવાનો વિકલ્પ ઊઠે એ જુદી વાત છે, પણ જેઓ તેમાં સંતોષ માની લે તેને
સમજવાનું છે. સાચું શ્રવણ છોડી પાપનું અવલંબન કરવાની વાત નથી પણ શાસ્ત્રાદિ પરજ્ઞેય સન્મુખ
જ્ઞાનથી અંતર્મુખ થવાતું નથી.
જેણે પરનિમિત્તના લક્ષમાં જ્ઞાનને ગોઠવી દીધું છે. અને માને છે કે આ દ્વારા હળવે–હળવે ધર્મ થશે, તે
ઊંધી માન્યતામાં બેઠો છે. તે આત્મહિત શું છે તે જાણતો નથી. મોક્ષમાર્ગ પ્રકાશકમાં કહ્યું છે કે શાસ્ત્રમાં
બુદ્ધિને ભમાવ્યા કરે છે તેને અંતરમાં આત્માનો અનુભવ કરાવવા માટે તેનો નિષેધ કર્યો છે, ત્યાં બિલકુલ
નિષેધ કરીયે તો મહા અવિવેક છે, પાપના પરિણામ થાય. શુભનો નિષેધ કરવાનો હેતુ સ્વમાં લીનતા
કરવાનો છે. સમ્યગ્દર્શનનો મૂળ વિષય સમજાવવો છે, અશુભથી બચવા માટે શુભ આવે છે, છતાં શ્રદ્ધામાં
પ્રથમથી જ પુણ્યનો નિષેધ છે. તેનું આલંબન છોડી સ્વરૂપમાં ઢળવા માટે એ ઉપદેશ છે. કહ્યું છે કે પંડિતોનો
સંસાર શાસ્ત્ર છે. મન–ઈન્દ્રિઓના અવલંબનવાળું જ્ઞાન આત્માને નથી પણ અખંડ સ્વભાવી આત્મામાં
જોડાય તે આત્માનો ઉપયોગ છે.
ભગવાન મહાવીરે આવો પુરુષાર્થ કર્યો તેથી તેમનાં મંગળમય કલ્યાણક ઉજવાય છે. જે દશા પૂર્ણ
સ્વભાવના અવલંબનથી પ્રગટી તે ચાલુ રહેશે, તેનો હવે કદી અંત નહિ આવે, પરના લક્ષે વિકારમાં અટકતો
હતો તેનો નિત્યસ્વભાવના લક્ષે અંત આવે છે. અંતર્મુખદ્રષ્ટિ, લક્ષ અને સ્થિરતા અખંડ થયાં તેમાં
મલિનતાનો પ્રવેશ કદીપણ થશે નહિ. દેવ, શાસ્ત્ર, ગુરુ, છ દ્રવ્ય નવ તત્ત્વ આદિ તરફનો ઉપયોગ તે વ્યવહાર
છે, તેઓ નિશ્ચયથી આદરણીય નથી. શ્રદ્ધામાં કે ચારિત્રમાં તેનો આશ્રય કરે તો લાભ થાય એમ જ્ઞાની કદી
માનતો નથી. એકલા સ્વદ્રવ્યસ્વભાવના અવલંબને કામ કરે તેને આત્માનો ઉપયોગ કહેવામાં આવ્યો છે.

PDF/HTML Page 12 of 25
single page version

background image
: જેઠ : ૨૪૮૮ : ૧૧ :
ત્ત્
વસ્ત સ્વભવ
મીમાંસા
અધિકાર
ઉપજે વિનશે થિર રહે એક કાલ ત્રયરૂપ,
વિધિ–નિષેધસે વસ્તુ યોં વરતે સહજ સ્વરૂપ.
ઓછું નથી. કુન્દકુન્દાચાર્યે ભૂતાર્થરૂપે અવસ્થિત જીવ, અજીવ, પુણ્ય, પાપ આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને
મોક્ષના શ્રદ્ધાનને સમ્યગ્દર્શન કહીને જીવાજીવ અધિકાર પછી કર્તૃકર્મ અધિકાર લખ્યો છે. તેનું કારણ એ જ
છે. તથા પૂજ્યપાદ આચાર્યે સર્વાર્થસિદ્ધિમાં ‘
सदसतो’ ઈત્યાદિ સૂત્રની વ્યાખ્યા કરતાં મિથ્યાદ્રષ્ટિને
સ્વરૂપવિપર્યાસ અને ભેદાભેદવિપર્યાસની જેમ કારણ વિપર્યાસ હોય છે. એ ઉલ્લેખ આ જ અભિપ્રાયથી કર્યો
છે.
૨–એ તો સર્વમાન્ય વાત છે કે વિશ્વમાં જેટલા દર્શન પ્રચલિત છે તે બધાએ તત્ત્વવ્યવસ્થાની સાથે
કાર્યકારણનો જે ક્રમ સ્વીકાર્યો છે તેમાં પૂરેપૂરો મતભેદ છે. અહીં દરેક દર્શનના આધારે તેની મિમાંસા કરવી
નથી. તે આ પુસ્તકનો વિષય પણ નથી. અહીં તો ફકત જૈનદર્શનના આધારે વિચાર કરવાનો છે.
તત્ત્વાર્થસૂત્રમાં દ્રવ્યનું લક્ષણ સત્ કહીને તેને ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય સ્વભાવવાળું બતાવ્યું છે. ગુણઅન્વય
સ્વભાવ હોવાથી ધ્રૌવ્યનો અવિનાભાવી અને પર્યાય વ્યતિરેક સ્વભાવ હોવાથી ઉત્પાદ અને વ્યયને
અવિનાભાવી છે. તેથી બીજા પ્રકારે ત્યાં દ્રવ્યને ગુણ, પર્યાયવાળું પણ કહેવામાં આવ્યું છે. દ્રવ્યને ગુણ
પર્યાયવાળું કહો કે ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્યસ્વભાવવાળું કહો બન્ને કથનનો અભિપ્રાય એક જ છે.
૩–આમ તો જાતિ અપેક્ષાએ પોતપોતાના વિશેષ લક્ષણ અનુસાર બધા થઈને છ દ્રવ્ય છે. જીવ,
પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. તેમાં પણ જીવ દ્રવ્ય અનંતાનંત છે, પુદ્ગલ દ્રવ્ય તેનાથી પણ
અનંતાગુણા છે, ધર્મ, અધર્મ અને આકાશ દ્રવ્ય એક એક છે તથા કાળ દ્રવ્ય અસંખ્યાત છે. છતાં પણ દ્રવ્યના
આ બધા ભેદ પ્રભેદોમાં દ્રવ્યનું પૂર્વોક્ત એક લક્ષણ લાગું પડતું હોવાથી તે બધા એક દ્રવ્ય શબ્દથી કહેવામાં
આવે છે.
૪–તાત્પર્ય એ છે કે લોકમાં પોતપોતાની સ્વતંત્ર સત્તાવાળા ચેતન અને જડ જેટલાં પદાર્થો છે તે બધાં
શક્તિ અપેક્ષાએ ધ્રૌવ્ય સ્વભાવવાળા હોવા છતાં પણ પર્યાય અપેક્ષાએ સ્વયં ઉત્પન્ન થાય છે અને સ્વયં
વિનાશ પામે છે. કર્મે જીવને બાંધ્યો છે કે જીવ પોતે કર્મથી બંધાયો છે? એવી જ રીતે કર્મ જીવને ક્રોધાદિરૂપે
પરિણમાવે છે કે જીવ પોતે ક્રોધાદિરૂપે પરિણમે છે? આ બન્ને પક્ષોમાંથી ક્્યો પક્ષ જૈનધર્મમાં તત્ત્વરૂપે ગ્રાહ્ય
છે એ

PDF/HTML Page 13 of 25
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : ૨૨૪
વિષયની મીમાંસા કુન્દકુન્દાચાર્યે પોતે સમયસારમાં કરી છે. તેમનું કહેવું છે કે જીવ દ્રવ્ય જો કર્મથી સ્વયં
બંધાયો નથી અને સ્વયં ક્રોધાદિરૂપે પરિણમન કરતો નથી તો તે અપરિણામી ઠરે છે અને આવી રીતે તે
અપરિણામી થતાં એક તો સંસારનો અભાવ પ્રાપ્ત થાય છે અને બીજું સાંખ્યમતનો પ્રસંગ આવે છે. જીવ
સ્વયં તો અપરિણામી છે પરંતુ તેને ક્રોધાદિભાવરૂપે ક્રોધાદિ કર્મ પરિણમાવે છે એમ કહેવું યોગ્ય લાગતું નથી
કેમકે જીવને સ્વયં પરિણમન સ્વભાવવાળો ન માનીએ તો ક્રોધાદિ કર્મ તેને ક્રોધાદિભાવરૂપે કેવી રીતે
પરિણમાવી શકે? જો આ દોષનો પરિહાર કરવા માટે જીવને સ્વયં પરિણમનશીલ માનવામાં આવે તો ક્રોધાદિ
કર્મ જીવને ક્રોધાદિ ભાવરૂપે પરિણમાવે છે એ કહેવું તો મિથ્યા ઠરે જ છે. સાથે જ આના ઉપરથી એ જ ફલિત
થાય છે જ્યારે આ જીવ ક્રોધરૂપે પરિણમે છે ત્યારે તે પોતે જ ક્રોધ છે, જ્યારે સ્વયં માનરૂપે પરિણમે છે ત્યારે
તે પોતે જ માન છે, જ્યારે સ્વયં માયારૂપે પરિણમે છે ત્યારે તે સ્વયં માયા છે અને જ્યારે સ્વયં લોભરૂપે
પરિણમે છે ત્યારે તે પોતે લોભ છે. કુન્દકુન્દાચાર્યે આ મીમાંસા ફકત જીવના આશ્રયથી જ કરી નથી. કર્મ
વર્ગણાઓ જ્ઞાનાવરણાદિકર્મરૂપે કેવી રીતે પરિણમન કરે છે એની મીમાંસા કરતાં પણ તેમણે એનું મુખ્ય
કારણ પરિણામસ્વભાવ જ બતાવ્યું છે.
પ–એક દ્રવ્ય બીજા દ્રવ્યને કેમ પરિણમાવી શકતું નથી એના કારણનો નિર્દેશ કરતાં તેઓ આજ
સમયસારમાં કહે છે–
जो जम्हि गुणे दव्वे सो अण्णम्हिदुण संकमदि दव्वे।
सो अण्णमसंकंतो कह तं परिणामए दव्वं।।
१०३।।
જે જે દ્રવ્ય અથવા ગુણમાં રહ્યું હોય તેને છોડી તે અન્ય દ્રવ્ય કે ગુણમાં કદી પણ સંક્રમણ પામતું નથી
તે જ્યારે બીજા દ્રવ્ય કે ગુણમાં સંક્રમણ પામતું નથી તો તે તેને કેવી રીતે પરિણમાવી શકે અર્થાત્ પરિણમાવી
શકતું નથી. ૧૦૩.
૬–તાત્પર્ય એ છે કે લોકમાં જેટલા કોઈ કાર્ય છે તે બધા પોતાના ઉપાદાન પ્રમાણે જ થાય છે. એમ
બની શકતું નથી કે ઉપાદાન ઘટતું હોય અને તેમાંથી પટની નિત્ત્પત્તિ(પ્રાપ્તિ) થઈ જાય. જો ઘટના ઉપાદાનની
પટની ઉત્પત્તિ થવા માંડે તો લોકમાં પદાર્થોની વ્યવસ્થા પણ ન બની શકે અને તેનાથી ઉત્પન્ન થતા કાર્યોની
વ્યવસ્થા પણ ન બની શકે. ‘गणेश प्रकुर्वाणो स्वयामास वानरम्’ (ગણેશ બનાવતા વાંદરાની રચના થઈ)
જેવી સ્થિતિ ઉત્પન્ન થશે.
૭–જેને જૈનદર્શનમાં ઉપાદાન કારણ કહે છે તેને નૈયાયિક દર્શનમાં સમવાયીકારણ કહેવામાં આવ્યું છે.
જો કે નૈયાયિક દર્શન પ્રમાણે જડ–ચેતન પ્રત્યેક કાર્યનો કર્તા ઈચ્છાવાન, પ્રયત્નવાન અને જ્ઞાનવાન સચેતન
પદાર્થ જ હોઈ શકે, સમવાયી કારણ નહિ. તેમાં પણ તે સચેતન પદાર્થ એવો હોવો જોઈએ કે જેને દરેક સમયે
ઉત્પન્ન થતા બધા કાર્યોના અદ્રષ્ટાદિ કારણ સાકલ્યનું પૂર્ણ જ્ઞાન હોય. તેથી તે દર્શનમાં બધા કાર્યોના કર્તારૂપે
ઈચ્છાવાન, પ્રયત્નવાન અને જ્ઞાનભાવ ઈશ્વરની સ્વતંત્રરૂપે સ્થાપના કરવામાં આવી છે. આ રીતે આપણે
જોઈએ છીએ કે જે દર્શનમાં બધા કાર્યોના કર્તારૂપે ઈશ્વર ઉપર આટલું વજન આપ્યું છે તે દર્શન જ જ્યારે
કાર્યની ઉત્પત્તિમાં સમવાયી કારણોના સદ્ભાવનો સ્વીકાર કરે છે. અર્થાત્ પોત પોતાના સમવાયીકારણોથી
સંયુક્ત થઈને જ જ્યારે તે ઘટાદિ કાર્યોની ઉત્પત્તિ માને છે એવી અવસ્થામાં બીજાના કાર્યના ઉપાદાનથી
બીજા કાર્યની ઉત્પત્તિ થઈ જાય એ માન્યતા તો ત્રણ કાળમાં પણ સંભવ નથી. એ જ કારણે કુન્દકુન્દાચાર્યે
જ્યાં કોઈ કાર્યનો કારણની દ્રષ્ટિથી વિચાર કર્યો છે ત્યાં તેમણે તેના કારણરૂપે ઉપાદાન કારણને જ મુખ્યતા
આપી છે. તે કાર્ય પછી સંસારી આત્માની શુદ્ધિને લગતું હોય કે ઘટ પટાદિરૂપ અન્ય કાર્ય હોય. તે પોતાના
ઉપાદાન પ્રમાણે જ થશે એ તેમના કથનનો આશય છે. જૈનદર્શનમાં પ્રત્યેક દ્રવ્યને પરિણામસ્વભાવી
માનવાની સફળતા પણ એમાં જ છે.
૮–પ્રશ્ન એ છે કે જો પ્રત્યેક દ્રવ્ય પરિણમનશીલ છે તો તે પ્રત્યેક સમયમાં બદલીને અન્ય અન્ય કેમ
થઈ જતું નથી. કેમકે પ્રથમ સમયમાં જે દ્રવ્ય છે તે જ્યારે બીજા

PDF/HTML Page 14 of 25
single page version

background image
: જેઠ : ૨૪૮૮ : ૧૩ :
સમયમાં બદલી ગયું તો તેને પ્રથમ સમયવાળું માનવું કેવી રીતે સંગત ગણાય? તેથી કાં તો એમ કહેવું
જોઈએ કે કોઈ પણ દ્રવ્ય પરિણમનશીલ નથી અથવા એમ માનવું જોઈએ કે પ્રથમ સમયમાં જે દ્રવ્ય છે તે
બીજા સમયે રહેતું નથી. તે સમયે બીજું દ્રવ્ય ઉત્પન્ન થઈ જાય છે. એવી જ રીતે બીજા સમયે જે દ્રવ્ય છે તે
ત્રીજા સમયમાં રહેતું નથી કેમકે તે સમયે અન્ય નવીન દ્રવ્ય ઉત્પન્ન થઈ જાય છે. આ ક્રમ આ જ રીતે
સ્વીકારે છે. તોપણ તેનું મહત્ત્વ ત્યાં સુધી જ છે કે જ્યાં સુધી જૈનદર્શનમાં સ્વીકારેલ ‘સત્’ નાં સ્વરૂપ નિર્દેશ
પર ધ્યાન આપવામાં ન આવ્યું હોય. ત્યાં જો ‘સત્ને’ ફકત પરિણામસ્વભાવી માન્યું હોત તો એ આપત્તિ
અનિવાર્ય બનત. પરંતુ ત્યાં ‘સત્’ ને કેવળ પરિણામસ્વભાવી ન માનતા એ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે
પ્રત્યેક દ્રવ્ય પોતાના અન્વયરૂપ ધર્મને લીધે ધુ્રવસ્વભાવ છે તથા ઉત્પાદવ્યયરૂપ ધર્મના કારણે પરિણામ
સ્વભાવી છે. તેથી ‘સત્’ ને કેવળ પરિણામસ્વભાવી માનીને જે આપત્તિ બતાવાય છે તે અહીં લાગુ પડતી
નથી. અમે ‘સત્’ ના આ સ્વરૂપ પર તત્ત્વાર્થસૂત્ર અનુસાર પહેલાં પ્રકાશ નાખી ચૂકયા છીએ.
૯–આ વિષયને સ્પષ્ટ કરતાં કુન્દકુન્દાચાર્ય પ્રવચન સારના જ્ઞેયાધિકારમાં શું કહે છે તે તેમના જ
શબ્દોમાં વાંચીએ–
समवेदं खलु दव्वं संभव–ठिदि–णाससण्णिदठेहिं।
एक्कम्हि चेव समए तम्हा दव्वं खु तत्तिदयं।। १०।।
દ્રવ્ય એક જ સમયમાં ઉત્પત્તિ, સ્થિતિ અને વ્યય સંજ્ઞાવાળી પર્યાયોથી સમવેત છે અર્થાત્ તાદાત્મ્યરૂપ
છે, તેથી દ્રવ્ય નિયમથી તે ત્રણમય છે. ૧૦.
આ જ વિષયનો વિશેષ ખુલાસો કરતા તેઓ ફરી કહે છે કે–
पादुव्भवदि य अण्णो पज्जाओ वयदि
अण्णो।
दव्वस्स तं पि दव्वं णेव पणट्ठ ण उप्पण्णं।। ११।।
દ્રવ્યની અન્ય પર્યાય ઉત્પન્ન થાય છે અને અન્ય પર્યાય વ્યયને પ્રાપ્ત થાય છે તો પણ દ્રવ્ય પોતે તો
નષ્ટ પણ થયું નથી અને ઉત્પન્ન પણ થયું નથી. ૧૧
૧૦–જો કે આ કથન જરા વિચિત્ર લાગે છે કે દ્રવ્ય પોતે ઉત્પન્ન અને નષ્ટ થયા વિના પણ અન્ય
પર્યાયરૂપે કેવી રીતે ઉત્પન્ન થાય છે અને તેનાથી ભિન્ન પર્યાયરૂપે કેવી રીતે વ્યય પામે છે. પરંતુ એમાં
વિલક્ષણતાની કોઈ વાત નથી. સ્વામી સમન્તભદ્રે એનું મહત્વ અનુભવ્યું હતું તેઓ આપ્તમીમાંસામાં એનું
સ્પષ્ટીકરણ કરતાં કહે છે.
न सामान्यात्मनोदेति न व्येति व्यक्तमन्वयात्।
व्येत्युदेति विशेषाते सहैकत्रोदयादि सत्।। ५।।
હે ભગવાન આપના મતમાં સત્ પોતાના સામાન્ય સ્વભાવની અપેક્ષાએ ન તો ઉત્પન્ન થાય છે અને
અન્વય ધર્મની અપેક્ષાએ વ્યયને પણ પ્રાપ્ત થાય છે. છતાં પણ તેનો ઉત્પાદ અને વ્યય થાય છે તે પર્યાયની
અપેક્ષાએ જ જાણવા જોઈએ. તેથી સત્ એક જ વસ્તુમાં ઉત્પાદાદિ ત્રણરૂપ છે એ સિદ્ધ થાય છે. પ
૧૧–આગળ આજ આપ્તમીમાંસામાં તેમણે બે દ્રષ્ટાંતો આપીને આ વિષયનું સ્પષ્ટીકરણ પણ કર્યું છે.
પ્રથમ દ્રષ્ટાંતવડે તેઓ કહે છે કે–
घट–मौलि–सुवर्णार्यी नाशोत्पादस्थितिष्वयम्।
शोक–प्रमोद–माध्यस्थ्यं जनो याति सहेतुकम्।। ५९।।
ઘટનો ઈચ્છક એક મનુષ્ય ઘટ પર્યાયનો નાશ થતાં દુઃખી થાય છે, મુગટનો ઈચ્છક બીજો મનુષ્ય
સુવર્ણની મુગટ પર્યાયની ઉત્પત્તિ થતાં આનંદિત થાય છે અને માત્ર સુવર્ણનો ઈચ્છક ત્રીજો મનુષ્ય ઘટ
પર્યાયનો નાશ અને મુગટની પર્યાયની ઉત્પત્તિ થતાં ન તો દુઃખી થાય છે કે ન હર્ષિત થાય છે પણ મધ્યસ્થ
રહે છે. આ ત્રણે મનુષ્યોનું એક સોનાના આશ્રયે થતું આ કાર્ય અહેતુક હોઈ શકે નહિ. માટે સિદ્ધ થાય છે કે
સોનાના ઘટ પર્યાયનો નાશ અને મુગટ પર્યાયની ઉત્પત્તિ થવા છતાં પણ સોનાનો ન તો નાશ થાય છે કે ન
ઉત્પાદ. સોનું પોતાની ઘટ મુગટ વગેરે પ્રત્યેક અવસ્થામાં સોનું જ બની રહે છે. પ૯

PDF/HTML Page 15 of 25
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : ૨૨૪
૧૨–બીજા દ્રષ્ટાંતવડે આ જ વિષય સ્પષ્ટ કરતાં તેઓ ફરીથી કહે છે. –
पयोव्रतो न दध्यत्ति न पयोऽत्ति दधिव्रतः।
अगोरसव्रतो नोभे तस्मात्तत्वं त्रयात्मकम्।। ६०।।
જેણે દૂધ પીવાનું વ્રત લીધું છે તે દહીં ખાતો નથી, જેણે દહીં ખાવાનું વ્રત લીધું છે તે દૂધ પીતો નથી
અને જેણે ગોરસ સેવન ન કરવાનું વ્રત લીધું તે દૂધ અને દહીં બન્નેનો ઉપયોગ કરતો નથી. માટે સિદ્ધ થાય
છે કે તત્ત્વ ઉત્પાદ–વ્યય અને ધ્રૌવ્ય આ ત્રણ રૂપવાળું છે. ૬૦
૧૩–સર્વાર્થસિદ્ધિમાં આ વિષયનું વિશેષપણે સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. તેમાં પૂજ્યપાદ આચાર્ય
કહે છે–
चेतनस्याचेतनस्य वा द्रव्यस्य स्वां जातिमजहत उभयनिमित्तवशाद भावान्तरावाप्तिरुत्पादनमुत्पादः
मृत्पिण्डस्य घटपर्यायवत्। तथा पूर्वभावविगमनं व्ययः। यथा घटोत्पतौ पिण्डाकृतेः।
अनादिपारिणामिकस्वभावेन व्ययोदयाभावाद् धु्रवति स्थिरीभवतीति धु्रवः। धु्रवस्य भावः कर्म वा ध्रोव्याम्।
यथा मृत्पिण्डघटाद्यवस्थासु मृदाद्यन्वयः तैरुत्पादव्यय ध्रौव्यैर्युक्तं उत्पाद–व्यय–ध्रौव्ययुक्तं सत्।
(તત્ત્વાર્થસૂત્ર અ. પ. સૂ. ૩૦)
પોત પોતાની જાતિ છોડયા વિના ચેતન અને અચેતન દ્રવ્યનું ઉભય નિમિત્ત ના વશે અન્ય પર્યાયનું
પ્રાપ્ત કરવું તે ઉત્પાદ છે. જેમ કે માટીના પીંડાનું ઘટ પર્યાય રૂપે ઉત્પન્ન થવું તે ઉત્પાદ છે. પૂર્વે પર્યાયનો નાશ
થવો તે વ્યય છે. જેમ કે ઘટની ઉત્પત્તિ થતા પીંડરૂપ આકૃતિનો નાશ થવો તે વ્યય છે. તથા અનાદિકાળથી
ચાલ્યા આવતા પોતાના પારિણામિક સ્વભાવરૂપે વ્યય પણ થતો નથી, ઉત્પાદ પણ થતો નથી. પણ તે સ્થિર
રહે છે. એનું જ નામ ધુ્રવ છે. તથા ધુ્રવનો ભાવ કે કર્મ તે ધ્રૌવ્ય છે, તાત્પર્ય એ છે કે જેવી રીતે પીંડ અને
ઘટાદિ અવસ્થાઓમાં માટીનો અન્વય રક્ષા કરે છે તેથી એક માટી ઉત્પાદ–વ્યય અને ધ્રૌવ્ય સ્વભાવ છે. તેવી
જ રીતે આ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત અર્થાત્ તાદાત્મ્યને પામેલું એવું સત્ છે.
આ રીતે આટલા વિવેચનથી સ્પષ્ટ થઈ જાય છે કે ચેતન અને અચેતન દ્રવ્યનું પ્રત્યેક સમયે જે
પરિણમન થાય છે તે બીજા કોઈનું કાર્ય ન હોતાં તેની પોતાની વિશેષતા છે. તથા પર્યાયરૂપે પરિણમન
કરવા છતાં પણ તે પોતાના અનાદિકાલીન પારિણામિક સ્વભાવરૂપે સ્થિર રહે છે. તેનો તે પરમ પારિણામિક
ભાવ ઉત્પન્ને નથી થતો અને વ્યય પણ નથી થતો એ પણ તેની પોતાની વિશેષતા છે. આ બન્ને
વિશેષતાઓનું સમુચ્યરૂપ (સ્વભાવનું મિલન) દ્રવ્ય અથવા સત્ છે એ ઉકત કથનનું તાત્પર્ય છે. (ચાલુ)
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
* પંચાસ્તિકાય ગા. ૧૦ પૃ. ૨૭ ટીકા
૧ એક દ્રવ્ય બીજા દ્રવ્યને પરિણમાવતું નથી. અન્યથા (બીજી રીતે) પ્રત્યેક નિરન્તર પરિણમન
કરવાનો સ્વભાવ છે તે સિદ્ધ થતો નથી. એજ કારણ છે તેથી ખરેખર પ્રત્યેક દ્રવ્યનું પરિણમન–કાર્ય છે તે
તેનાથી ભિન્ન અન્ય દ્રવ્યનું કાર્ય નથી એમ કહેવામાં આવ્યું છે. વિશેષ ખુલાસો પહેલા કરતા આવ્યા છીએ.
મહાન પ્રયત્નથી તત્ત્વ શ્રવણ
જેમ ક્ષેત્રમાં નાખેલા બીજને ખારા પાણીથી સીંચવામાં આવે તો હીણું અને મીઠું પાણી પાવામાં આવે
તો મધુરરૂપે ફળે છે. તેમ કુતત્ત્વોના શ્રવણથી હલકુધ્યાન (આર્તરોદ્રધ્યાન અથવા પરમાં તથા રાગમાં કર્તૃત્વ
મમત્વરૂપ કૂધ્યાન) અને ઉત્તમતત્ત્વોના શ્રવણથી ઉત્તમધ્યાન પ્રાપ્ત થાય છે. માટે જે વિવેકવાન્ છે, અસલી
આત્મસ્વરૂપને પ્રાપ્ત કરવા માગે છે, તેઓ પરમાં અને રાગાદિમાં કર્તા, ભોક્તા અને સ્વામીત્વની શ્રદ્ધાને
તથા કામ ભોગ બંધનની પ્રવૃત્તિ તરફ ઢળેલી બુદ્ધિને ખારા પાણીની જેમ હંમેશને માટે છોડે; અને
મહાપ્રયત્નથી મધુર જળ સમાન સુતત્ત્વોનું જ્ઞાની પાસેથી શ્રવણ કરે.
નિશ્ચય–આશ્રય અને તેનાથી થવા યોગ્ય કલ્યાણની પ્રાપ્તિ અવશ્ય થશે. માટે વિદ્વાનોએ મહાન પ્રયત્નથી
ઉત્તમતત્ત્વોનું શ્રવણ કરવું જોઈએ.(યોગસાર–અમિતગતિ આચાર્ય)

PDF/HTML Page 16 of 25
single page version

background image
જેઠ : ૨૪૮૮ : ૧પ :
મોક્ષગામી
ચક્રવર્તી
વજ્રનાભિ
(આદીપુરાણ ઉપરથી)
ભરતક્ષેત્રના પ્રથમ તીર્થંકર શ્રી રૂષભદેવ ભગવાનના પૂર્વભવની આ કથા છે.
તેઓશ્રીએ તીર્થંકર થવા પહેલાં ત્રીજા ભવમાં સમ્યગ્દર્શનપૂર્વક મુનિદશામાં ષોડશકારણ
ભાવનાનું ચિંતવન કર્યું હતું. આ ભાવનાઓનું ઉત્તમ રીતે ચિંતવન કરતાં તે શ્રેષ્ઠ મુનિરાજે ત્રણ
લોકમાં ક્ષોભ ઉત્પન્ન કરવાવાળી તીર્થંકર નામનીમહાપુણ્ય પ્રકૃતિનો બંધ કર્યો હતો.
વિશુદ્ધ ભાવનાઓને ધારણ કરવાવાળાં વજ્રનાભિ મુનિરાજ જ્યારે પોતાના વિશુદ્ધ
પરિણામોથી ઉત્તરોત્તર વિશુદ્ધ થઈ રહ્યા હતાં ત્યારે તેઓ ઉપશમ શ્રેણીપર આરૂઢ થયાં અને અનુક્રમે
ઉપશાંત મોહ (૧૧મું ગુણસ્થાન) ગુણસ્થાને પ્રાપ્ત થયાં. સંપૂર્ણ મોહનીય કર્મના ઉપશાંતપૂર્વક તેમણે
અતિશય વિશુદ્ધ ઔપશમિક ચારિત્ર પ્રાપ્ત કર્યું. ત્યાર પછી અંતર્મુહૂર્ત બાદ તેઓશ્રી ફરી પણ સ્વસ્થાન
અપ્રમત નામના સાતમા ગુણસ્થાન અંતર્મુહૂર્ત સ્થિર થઈને તેઓ ઉત્કૃષ્ટ તપને જાણતા હતાં, ઉત્કૃષ્ટ
પૂજાને જાણતાં હતા, અને ઉત્કૃષ્ટપદને (સિદ્ધપદને) જાણતાં હતા.
ત્યાર પછી આયુના અંતસમયમાં તે બુદ્ધિમાન મુનિરાજ શ્રી વજ્રનાભિએ શ્રીપ્રભ નામના પર્વત
પર પ્રયોપગમન નામક સંન્યાસ ધારણ કરી શરીર અને આહારથી મમત્વ છોડી દીધું. આ પ્રમાણે
પ્રાયોપગમન સંન્યાસ ધારણ કરી વજ્રનાભિ મુનિરાજ પોતાના શરીરનો ન તો સ્વયં ઉપચાર કરતા
હતા અને ન બીજા કોઈ પાસે ઉપચાર કરાવવાની ઈચ્છા રાખતાં હતાં. તેઓ શરીરથી મમત્વ છોડીને
આ પ્રકારે નિરાકુલ થઈ ગયા હતા કે જેમ કોઈ શત્રુના મરેલા શરીર છોડીને નિરાકુલ થઈ જાય છે.
જો કે એ સમયે એમના શરીરમાં ચામડી અને હાડકાં જ બાકી રહી ગયાં હતાં. તેમનું પેટ પણ અત્યંત
કૃશ થઈ ગયું હતું. તો પણ તેઓ પોતાના સ્વાભાવિક ધૈર્યનું અવલંબન લઈ ઘણાં દિવસો સુધી
નિશ્ચલ ચિત્ત થઈ બેસી રહ્યાં. મુનિમાર્ગથી ચ્યુત ન થવાં અને કર્મોની વિશાલ નિર્જરા થવાની ઈચ્છા
કરતાં થકા વજ્રનાભિ મુનિરાજે ક્ષુધા, તૃષા, શીત, ઉષ્ણ, દંશમશક, નાગન્ય, અરતિ, સ્ત્રી, ચર્યા,
શય્યા, નિષધા, આક્રોશ, વધ, યાચન, અલાભ, અદર્શન, રોગ, તૃણસ્પર્શ, પ્રજ્ઞા, અજ્ઞાન, મળ અને
સત્કાર પુરસ્કાર એ બાવીશ પરિષહ સહન કર્યા હતા.
બુદ્ધિમાન, મદરહિત અને વિદ્વાનોમાં શ્રેષ્ઠ

PDF/HTML Page 17 of 25
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : ૨૨૪
વજ્રનાભિમુનિએ ઉત્તમ ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ, સત્ય, સંયમ, તપ ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય
એ દશ ધર્મ ધારણ કર્યા હતાં.
ખરેખર ઉપર કહેલા દશ ધર્મ ગણધરોને અત્યંત ઈષ્ટ છે. આ સિવાય તેઓ હરેક સમય બાર
ભાવનાઓનું ચિંતવન કરતાં હતાં. જેમ કે સંસારના મોહજન્ય સુખ, આયુષ્ય, બલ અને સંપદાઓ બધું
અનિત્ય છે. તથા મૃત્યુ, ઘડપણ અને જન્મનો ભય ઉત્પન્ન થતાં મનુષ્યોને જરાપણ શરણ નથી દ્રવ્ય, ક્ષેત્ર,
કાળ, ભવ અને ભાવરૂપ વિચિત્ર પરિવર્તનોને કારણે આ સંસાર અત્યંત દુઃખરૂપ છે. જ્ઞાનદર્શન સ્વરૂપી
આત્મા સદા એકલો રહે છે. શરીર, ધન, ભાઈ અને સ્ત્રી વગેરેથી આ આત્મા સદા જુદો રહે છે. આ
શરીરના નવ દ્વારોથી સદા મળ ઝર્યા કરે છે. તેથી આ (શરીર) અપવિત્ર છે. આ જીવને પુણ્ય–પાપરૂપી
કર્મોનો આસ્રવ થયા કરે છે. આત્મ પરિણામોની શુદ્ધિ અનુસાર ગુપ્તિ, સમિતિ આદિ કારણોથી એ કર્મોનો
સંવર થાય છે. સમ્યક્ તપથી નિર્જરા થાય છે.
આ લોક ૧૪ રાજુ પ્રમાણ ઊંચો છે. (અસંખ્ય યોજનનો એક રાજુ) સંસારરૂપી સમુદ્રમાં
રત્નત્રયની પ્રાપ્તિ થવી અત્યંત દુર્લભ છે અને જેમાં મિથ્યાત્વ રાગાદિની ઉત્પત્તિ નથી એવી દયારૂપી
ધર્મથી જ જીવોનું કલ્યાણ થઈ શકે છે. આ પ્રકારે તત્ત્વોનું ચિંતવન કરતા થકાં તેઓએ બાર ભાવનાઓ
ભાવી. એ સમયે શુભ ભાવોને ધારણ કરવાવાળાં તે મુનિરાજ લેશ્યાઓની અત્યંત વિશુદ્ધિને ધારણ કરી
રહ્યાં હતાં.
તેઓ બીજી વાર ઉપશમ શ્રેણીપર આરુઢ થયાં અને પૃથકત્વ વિતર્ક નામના શુક્લ ધ્યાનને પૂર્ણ
કરી ઉત્કૃષ્ટ સમાધિને પ્રાપ્ત થયાં.
છેવટે ઉપશાંતમોહ નામના અગિયારમાં ગુણસ્થાનમાં પ્રાણ ત્યાગ કરી સર્વાર્થસિદ્ધિ પહોંચ્યાં અને
ત્યાં અહમિન્દ્ર પદને પ્રાપ્ત થયાં. આ સર્વાર્થસિદ્ધિ નામનું વિમાન લોકના અંત ભાગથી બાર યોજન નીચું
છે. બધાથી શ્રેષ્ઠ છે, અને બધાથી ઉત્કૃષ્ટ છે. આની લંબાઈ, પહોળાઈ (૪પ લાખ યોજન છે) જંબુદ્વીપ
બરાબર છે. આ સ્વર્ગના તેસઠ પટલોના અંતમાં તે ચુડામણિ સમાન સ્થિત છે. આ વિમાનમાં ઉત્પન્ન
થવાવાળાં જીવોના બધાં મનોરથ અનાયાસ જ સિદ્ધ થઈ જાય છે એથી તે સ્વાર્થસિદ્ધિ એ સાર્થંક નામને
ધારણ કરે છે. આ વિમાન ઘણું જ ઊંચુ છે. તથા ફરકતી ધજાઓથી શોભાયમાન છે, તેથી એવું માલૂમ પડે
છે કે જાણે સુખ દેવાની ઈચ્છાથી મુનિઓને બોલાવી રહ્યું હોય. જેના પર અનેક ફૂલો પથરાયેલાં એવી
ત્યાંની નીલમણિથી બનેલી ભૂમિને દેખીને દેવલોકોને તારાઓથી વ્યાપ્ત આકાશનું સ્મરણ થઈ આવે છે.
દેવોના પ્રતિબિંબને ધારણ કરવાવાળી ત્યાંની રત્નમય દીવાલો એવી માલૂમ પડે છે કે જાણે કોઈ નવા
સ્વર્ગની સુષ્ટિ જ કરવા ઈચ્છતી હોય. ત્યાં રત્નોનાં કિરણોએ અંધકારને દૂર કરી દીધો છે. તે બરાબર જ
છે, ખરેખર નિર્મળ પદાર્થ મિલન પદાર્થની સાથે સંગતિ કરતો નથી. આ પ્રકારે અકૃત્રિમ અને શ્રેષ્ટ
રચનાઓથી શોભાયમાન રહેતાં એ વિમાનમાં ઉપપાદ શય્યા પર તે દેવ ક્ષણભરમાં પૂર્ણ શરીરને પ્રાપ્ત
થઈ ગયો. દોષ, ધાતુ અને મળના સ્પર્શથી રહિત, સુંદર લક્ષણોથી યુક્ત તથા પૂર્ણ યૌવન અવસ્થાને પ્રાપ્ત
થતું એમનું શરીર ક્ષણ ભરમાં પ્રગટ થઈ ગયું હતું. જેની શોભા કદી કરમાતી નથી, જે સ્વભાવથી જ
સુંદર છે અને જે આંખોને આનંદ આપવાવાળું છે એવું એમનું શરીર એવું સુશોભિત હતું કે જાણે
અમૃતવડે બનાવ્યું હોય. આ સંસારમાં જે સારાં, સુગંધિત અને ચિકણા પરમાણું હતા, પુણ્યોદયને કારણે
એ પરમાણુઓથી એમના શરીરની રચના થઈ હતી. પર્યાપ્તિ પૂર્ણ થયા પછી ઉપપાદ શપ્યા પર પોતાના
શરીરની કાંતીરૂપી ચાંદનીથી ઘેરાએલા તે અહમિન્દ્ર એવા સુશોભિત હતા કે જાણે ગંગાનદીની રેતીના
ટેકરા પર એકલો બેઠેલો જુવાન હંસ શોભાયમાન હોય છે. ઉત્પન્ન થયાં પછી તે અહમિન્દ્ર પાસેના
સિંહાસન પર બિરાજ્યા હતા. એ સમયે તેઓ એવા શોભાયમાન થતાં હતા કે જેમ અતિ

PDF/HTML Page 18 of 25
single page version

background image
જેઠ : ૨૪૮૮ : ૧૭ :
ઉત્તમ નિષેધ પર્વત પરનાં મધ્યમાં આશ્રય પામેલો સૂર્ય શોભાયમાન હોય છે. તે અહમિન્દ્ર પોતાના
પુણ્યરૂપી જળદ્વારા સિંચાયેલા જ ન હતાં પરંતુ શારીરિક ગુણોની માફક અનેક શોભાઓ દ્વારા શોભિત
પણ થયાં હતાં ××× અણિમા, મહિમા આદિ ગુણોથી પ્રશંસનીય વૈક્રિયિક શરીરને ધારણ કરવાવાળા
તે અહમિન્દ્ર જિનેન્દ્રદેવની અકૃત્રિમ પ્રતિમાઓની પૂજા કરતા થકાં પોતાના ક્ષેત્રમાં વિહાર કરતાં હતાં.
તેમજ ઈચ્છા માત્રથી મળેલાં મનોહર ગંધ, અક્ષત વગેરે દ્વારા પુણ્યનો બંધ કરવાવાળી શ્રી
જિનેન્દ્રદેવની પૂજા વિધિપૂર્વક કરતાં હતાં. તે અહમિન્દ્ર પુણ્યાત્મા જીવોમાં બધાથી શ્રેષ્ઠ હતાં એથી એ
સર્વાર્થસિદ્ધિ વિમાનમાં રહીને સમસ્ત લોકમાં વર્તતી જિનપ્રતિમાઓની પૂજા કરતા હતાં. એ પુણ્યાત્મા
અહમિન્દ્રે પોતાના વચનોની પ્રવૃત્તિ જિનપ્રતિમાઓનું સ્તવન કરવામાં લગાવી હતી. પોતાનું મન
એનાં ગુણનું ચિંતવન કરવામાં પરોવ્યું હતું, અને પોતાનું શરીર એમને નમસ્કાર કરવામાં લગાડયું
હતું. ધર્મચર્ચામાં વગર બોલાવે આવવાવાળાં પોતાના સમાન ઋદ્ધિઓને ધારણ કરવાવાળા અને શુભ
ભાવનાઓથી યુક્ત બીજાં અહમિન્દ્રો સાથે વાર્તાલાપ કરવામાં એમને ઘણો પ્રેમ હતો. અતિશય
શોભાના ધારક તે અહમિન્દ્ર ક્્યારેક તો પોતાના મંદહાસ્યના કિરણરૂપી જળના પૂરથી દિશારૂપી
દિવાલોને ધોતા થકાં અહમિન્દ્રોની સાથે તત્ત્વચર્ચા કરતા હતા.
વળી અહમિન્દ્રો પરક્ષેત્રમાં વિહાર કરતા નથી કારણ કે શુક્લલેશ્યાના પ્રભાવથી પોતાના
ભોગોદ્વારા સંતોષને પ્રાપ્ત થવાંવાળા અહમિન્દ્રોને પોતાના નિરૂપદ્રવ સુખમય સ્થાનમાં જે ઉત્તમ પ્રેમ
હોય છે તે એમને બીજે કાંઈ પ્રાપ્ત થતો નથી.
હું જ ઈન્દ્ર છું, મારા સિવાય બીજો કોઈ ઈન્દ્રો નથી. આથી તે ઉત્તમદેવ અહમિન્દ્ર નામથી પ્રસિદ્ધિ
પામે છે. ૩૩, સાગરની આયુવાળા, એક હાથ ઊંચા અને હંસ સમાન શ્વેત શરીરને ધારણ કરવાવાળા
અહમિન્દ્ર ૬૩ હજાર વર્ષ વીતી ગયા પછી માનસિક દિવ્ય આહાર ગ્રહણ કરતા થકાં ધીરજ ધારણ કરતા
હતાં. અત્યાર સુધી જેટલું વર્ણન કર્યું છે. તેનાથી પણ અધિક સુંદર અને અતિશય ચમકવાળું એમનું
શરીર એવું શોભાયમાન હતું કે માનો એક જગ્યાએ એકઠો કરેલો સૌંદર્યનો સાર જ હોય.
વજ્રનાભિના વિજય, વૈજજયન્ત, અપરાજિત, બાહુ, સુબાહુ, પીઠ અને મહાપીઠ નામના આઠે
ભાઈ તથા વિશાળ બુદ્ધિધારક ધનદેવ એ નવે જીવ પણ પોતાના પુણ્યના પ્રભાવથી એ જ
સર્વાર્થસિદ્ધિમાં વજ્રનાભિ સમાન અહમિન્દ્ર થયા.
આ પ્રકારે એ સર્વાર્થસિદ્ધિમાં તે અહમિન્દ્ર મોક્ષ સમાન સુખનો અનુભવ કરતા થકાં પ્રવીચાર
વિના (મૈથુન વિના) લાંબા સમય સુધી સુખી રહેતા હતા. એ અહમિન્દ્રોને શુભકર્મના ઉદયથી જે
સુખાભાસરૂપ નિર્બાંધ સુખ પ્રાપ્ત થાય છે તે પ્રવીચાર સહિત સુખથી અનંત ગણું હોય છે.
જો કે સંસારમાં મોહીજન સ્ત્રી સમાગમથી જ જીવોને સુખની પ્રાપ્તિ માને છે. ત્યારે એ
અહમિન્દ્રોને સ્ત્રી સમાગમ ન હોવાથી સુખ કેવી રીતે થઈ શકે? જો કોઈ આ પ્રમાણે પ્રશ્ન કરે તો તેનું
સમાધાન આ પ્રમાણે કરવામાં આવે છે કે આ સંસારમાં જિનેન્દ્રદેવે આકુલતારહિત પરિણમને જ સુખ
કહ્યું છે. એટલા માટે તે સુખ એ સરાગી જીવોને કેવી રીતે થાય કે જેના ચિત્ત અનેક પ્રકારની
આકુળતાઓથી વ્યાકુલ થઈ રહ્યા છે.

PDF/HTML Page 19 of 25
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : ૨૨૪
શ્રી દિગંબર જૈન મુમુક્ષુ
મહામંડળ–સોનગઢ
“સામાન્યસભા”–અહેવાલ
શ્રી દિગમ્બર જૈન મુમુક્ષુ મહામંડળ સોનગઢની એક સામાન્ય સભા શનિવાર તા. ૧૪–૪–૬૨ના રોજ
શ્રી. લાલચંદભાઈ અમરચંદ મોદીના પ્રમુખ પણા હેઠળ ભરવામાં આવી હતી જેમાં જુદા જુદા ગામના મંડળ
જે મહા મંડળના સભ્ય છે તેના પ્રતિનિધીઓ તથા વ્યક્તિગત થયેલા સભ્યોની હાજરીમાં નીચે મુજબ
કામકાજ થયાં હતાં હાજર રહેલા સભ્યોની સહી જુદા કાગળમાં લેવામાં આવી હતી.
શ્રી દિગમ્બર જૈન મુમુક્ષુ મહામંડળની સ્થાપના શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ,
તરફથી તા. ૧૦–૯–૬૧ ના રોજ બોલાવેલ મીટીંગમાં કરવામાં આવી હતી અને તેના બંધારણ તથા ધારા
ધોરણ તે વખતની મીટીંગમાં તૈયાર કરેલ જે ટ્રસ્ટે મંજુર કરેલ છે તેની ટ્રસ્ટની મિનિટ બુકમા કરવામાં
આવેલ છે આ હકીકત સભામાં પ્રમુખ સ્થાનેથી રજુ કરવામાં આવતાં ટ્રસ્ટે મંજુર કરેલ બંધારણ અને
ધારાધોરણને આજની સભા સર્વાનુમતે બહાલી આપે છે.
મહામંડળના સભ્ય થવા માટેની આવેલ પ્રતિજ્ઞાપત્ર સહિતની અરજીઓ મંજુર કરવામાં આવી હતી.
પ્રતિનિધિઓ તથા સભ્યોના નામ વાંચી સંભળાવ્યા હતા
આગામી ત્રણ વર્ષ માટે કાર્યવાહક કમિટીની ચૂંટણી આજની સભામાં કરવાની હોવાથી સભ્યો તરીકે
નીચેના ભાઈઓના નામ શ્રી નેમીચંદજી પાટની એ રજુ કર્યા હતા.
૧ શ્રી રામજીભાઈ માણેકચંદ દોશી
પ્રમુખ સોનગઢ શ્રી વ્રજલાલ જેઠાલાલ શાહ વાંકાનેર
૨ શ્રી નવનીતલાલ ચુનીલાલ ઝવેરી
ઉપપ્રમુખ મુંબઈ ૧૦ શ્રી મગનલાલ સુંદરજી સોનગઢ
૩ શ્રી લાલચંદ અમરચંદ મોદી રાજકોટ ૧૧ શ્રી પુરૂષોત્તમદાસ
શીવલાલ કામદાર ભાવનગર
૪ શ્રી મગનલાલ તલકશી શાહ સુરેન્દ્રનગર ૧૨ શ્રી નેમીચંદજી પાટની આગ્રા
પ શ્રી ચીમનલાલ ઠાકરશી મોદી
સેક્રેટરી મુંબઈ ૧૩ શ્રી શાંતિલાલ પોપટલાલ સોનગઢ
૬ શ્રી ખીમચંદ જેઠાલાલ શેઠ સોનગઢ ૧૪ શ્રી જગજીવનદાસ બાઉચંદ
દોશી સાવરકુંડલા
૭ શ્રી મલુકચંદ છોટાલાલ શાહ અમદાવાદ ૧પ શ્રી શાન્તીલાલ ખીમચંદ ભાવનગર
શ્રી મોહનલાલ વાઘજીભાઈ કરાંચીવાલા
ઉપરનાં ૧પ નામોને ચીમનલાલ ઠાકરશી મોદીએ ટેકો આપતા આજની સભાએ, ૩, વર્ષ માટે
કાર્યવાહક કમિટીના સભ્યો તરીકે સર્વાનુમત્તે ચૂંટવામાં આવે છે.
કાર્યવાહક કમિટીમાં વધુ સભ્યોની જરૂર હોવાથી નીચેના ૭ સભ્યોને કોઓપ્ટ કરવામાં આવેલ છે.
૧ શ્રી છગનલાલ ભાઈચંદ વાંકાનેર પ શ્રી કેશવલાલ કસ્તુરચંદ સોનગઢ
૨ શ્રી ફુલચંદ હંસરાજ મોરબી ૬ શ્રી જયસુખલાલ શાંતિલાલ જામનગર
૩ શ્રી બાબુલાલ ચુનીલાલ ફત્તેપુર ૭ શ્રી પ્રેમચંદ મગનલાલ શેઠ રાણપુર
૪ શ્રી હિંમતલાલ છોટાલાલ શાહ મુંબઈ

PDF/HTML Page 20 of 25
single page version

background image
જેઠ : ૨૪૮૮ : ૧૯ :
શ્રી દિગંબર જૈન મુમુક્ષુ મહામંડળ સોનગઢ
કાર્યવાહક કમિટીનો અહેવાલ
શ્રી દિગમ્બર જૈન મુમુક્ષુ મહામંડળ સોનગઢની કાર્યવાહક કમિટિની મીટીંગ શનિવાર તા. ૧૪–૪–૬૨
નાં રોજ સોનગઢ મુકામે શ્રી લાલચંદ અમરચંદ મોદીના પ્રમુખપણા નીચે ભરવામાં આવી હતી જેમાં નીચે
મુજબ કામકાજ થયા હતા.
૧. મહામંડળની સામાન્ય સભામાં ચૂંટાયેલી કાર્યવાહક કમિટીમાંથી ઉપપ્રમુખની ચૂંટણી કરવાની
હોવાથી ઉપપ્રમુખ તરીકેનું નામ ભાઈશ્રી નવનીતલાલ ચુનીલાલ ઝવેરીનું ભાઈશ્રી લાલચંદભાઈએ રજૂ
કરતાં ભાઈશ્રી ખીમચંદ જેઠાલાલે ટેકો આપતા સર્વાનુમતે ભાઈશ્રી નવનીતલાલ ચુનીલાલ ઝવેરીને
ઉપપ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતાં અને ઉપપ્રમુખશ્રીને જરૂર પડયે મદદ કરવા ભાઈશ્રી મગનલાલ
તલકશી શાહની ચૂંટણી કરવામાં આવી હતી.
૨. મહામંડળની સામાન્ય સભામાં ચૂંટાયેલી કાર્યવાહક કમિટિમાંથી સેક્રેટરીની ચૂંટણી કરવાની હોવાથી
સેક્રેટરી તરીકે ભાઈશ્રી ચીમનલાલ ઠાકરશી મોદીનું નામ શ્રી નેમીચંદજી પાટની એ રજુ કરતાં શ્રી
નવનીતભાઈ એ ટેકો આપતા સર્વાનુમતે શ્રી ચીમનલાલ ઠાકરશી મોદીને સેક્રેટરી તરીકે ચૂંટવામાં આવ્યા હતાં.
૩. જુદી જુદી પેટા કમિટિઓમાં નીચે મુજબ સભ્યોની સર્વાનુમતે નિમણુંક કરવામાં આવી.
(૧) શ્રી આત્મધર્મ પ્રકાશન કમિટી. (૬) શ્રી બાંધકામ કમિટી.
૨. શ્રી જગજીવનદાસ બાઉચંદ દોશી ૨. ” પુરસોત્તમદાસ શીવલાલ
૩. શ્રી પુરસોત્તમદાસ શીવલાલ કામદાર (૭) શ્રી જૈન અતિથી સેવા સમિતિ
(૨) શ્રી સાહિત્ય પ્રકાશન કમિટી. સહાયક કમિટી
સાહિત્ય પ્રકાશન સાથે પ્રચાર કમિટીનો રીલ વિભાગ
જોડી દેવામાં આવ્યો છે.
૧. શ્રી મલુકચંદ છોટાલાલ
૧. શ્રી ખીમચંદ જેઠાલાલ શેઠ મુખ્ય સભ્ય. ૨. ” છગનલાલ ભાઈચંદ
૨. ”પરસોત્તમદાસ શીવલાલ કામદાર ૩. ” મોહનલાલ વાઘજી કચાંચીવાળા
૧. શ્રી જગજીવનદાસ બાઉચંદ દોશી મુખ્ય સભ્ય. પ. ” ફુલચંદ હંસરાજ દોશી
૨. ” મગનલાલ તલકશીભાઈ
૩. ” શાંતિલાલ ખીમચંદ દોશી
૪ ” વૃજલાલ જેઠાલાલ શાહ
પ. ” પ્રેમચંદ મગનલાલ શેઠ
(૪) શ્રી જિનમંદિર પ્રબંધક કમિટી.
૧. શ્રી જગજીવનદાસ બાઉચંદ દોશી
મુખ્ય સભ્ય
૨. ” ફુલચંદ હંસરાજભાઈ
(પ) શ્રી પ્રચાર કમિટી.
૧. શ્રી હિંમતલાલ છોટાલાલ
મુખ્ય સભ્ય.
૨. ” નેમીચંદજી પાટની
૩. ” બાબુલાલ ચુનીલાલ
ઉપર મુજબ પેટા કમિટીઓના સભ્યો
તથા મુખ્ય સભ્યોની નિમણુંક સર્વાનુમતે
કરવામાં આવી.
૪. દરેક પેટા કમિટીઓના મદદગાર
તરીકે ભાઈશ્રી શાંતિલાલ પોપટલાલની
સર્વાનુમતે નિમણૂંક કરવામાં આવી.
ઉપરનું કામકાજ કરી પ્રમુખશ્રીનો
આભાર માની સભા વિસર્જન કરવામાં આવી
હતી