Atmadharma magazine - Ank 226
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 27
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૯
સળંગ અંક ૨૨૬
Version History
Version
Number Date Changes
001 Apr 2004 First electronic version.

PDF/HTML Page 2 of 27
single page version

background image
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
વર્ષ ૧૯ અંક ૧૦) તંત્રી જગજીવન બાઉચંદ દોશી (શ્રાવણ: ૨૪૮૮
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
પોતાની તૈયારી વિના સ્વાધીનતા
(મુક્તિ સુખ) કેમ પમાય?
ભાઈઓ! ભગવાનની ભવચ્છેદક વાણી પોતાની તૈયારી વિના
નિમિત્ત કેમ કહેવાય! અનંત ભવના દુઃખ ટાળે એવી સમજણના ઉત્તમ ટાણાં
આ મનુષ્ય ભવમાં મળ્‌યાં છે ફરી ફરી આવો અવસર મળતો નથી. તો પછી
પરનું કર્તૃત્વ મમત્વ છોડી જ્ઞાયકસ્વભાવનાં શ્રદ્ધાન–જ્ઞાન–આચરણનો પ્રયત્ન
કર કે જેથી દેહરહિત દશાની (નિજપરમાત્મપદની) પ્રાપ્તિ થઈ જાય.
રાગદ્વેષ અજ્ઞાન રહિત પોતાનું ત્રિકાળી નિર્દોષ સત્સ્વરૂપ છે તેને જ
સ્વાનુભવથી સમજવું છે. તેમાં જ ઠરવું છે, તે સિવાય બીજું કાંઈ જોઈતું નથી
એવો નિર્ણય સત્સ્વરૂપના લક્ષે કરી, પૂર્વની માન્યતાની પક્કડ સાચી
સમજણ વડે છોડી નિર્દોષ સ્વરૂપ સત્સમાગમથી તારે ગ્રહણ કરવું જોઈએ.
તારી તૈયારી વિના, અંદરની અપૂર્વ ધગશ વિના શું થાય?
(સમયસાર પ્રવચન ભા–૧માંથી)
કોણ કોની સમતા કરે, સેવે પૂજે કોણ.
કોની સ્પર્શાસ્પર્શતા, ઠગે કોઈ ને કોણ
કોણ કોની મૈત્રી કરે કોની સાથે કલેશ,
જ્યાં દેખું ત્યાં સર્વ જીવ શુદ્ધ બુદ્ધ જ્ઞાનેશ. (યોગેન્દુદેવ)
(૨૨૬)

PDF/HTML Page 3 of 27
single page version

background image
સુ.....વ.....ર્ણ.....પુ.....રી.....સ.....મા.....ચા.....ર
પૂજ્ય ગુરુદેવ શ્રી સુખ શાતામાં બિરાજે છે, સવારે શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક
સાતમો અધિકાર તથા બપોરે શ્રી સમયસારજી સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર પ્રવચનમાં
ચાલે છે.
અશાડ સુદી ૮ થી ૧પ અષ્ટાન્હિકા પર્વમાં–નંદીશ્વર દ્વીપ મહા મહોત્સવના
દિવસોમાં નંદીશ્વર મંડલ વિધાન પૂજા, પંચમેરુ તથા શાશ્વત જિન ચૈત્યાલય આદિ પૂજા
ખૂબ ઉત્સાહ પૂર્વક કરવામાં આવી હતી. સુદ ૧પના રોજ ચાંદીની ગંધકૂટી ઉપર
ભગવાનને બિરાજમાન કરી કલશાભિષેક ઉત્સવ કરવામાં આવ્યો. અષ્ટાન્હિકા પૂજન
શ્રી લીલાવંતીબહેન ઉદાણી તરફથી હતું.
શ્રી મહાવીર ભગવાનનો દિવ્ય ધ્વનિ છૂટવાનો પ્રારંભ દિન અત્યંત
ઉલ્લાસપૂર્વક શાસ્ત્ર પૂજા આદિ દ્વારા ભક્તિથી ઊજવવામાં આવ્યો હતો. પ. પૂ.
ગુરુદેવશ્રી એ પ્રવચનમાં ભગવાન મહાવીર પ્રભુને વૈશાખ સુદ ૧૦ના રોજ કેવળજ્ઞાન
ઉત્પન્ન થયા પછી ૬૬ દિવસે વિપુલાચલ ઉપર ધર્મસભામાં દિવ્ય ધ્વનિ છૂટયો તેનું તથા
શ્રી ગૌતમસ્વામીને ગણધર પદવીની પ્રાપ્તિ અને તેમના દ્વારા દ્વાદશાંગ શાસ્ત્ર રચના
થઈ તેનું તથા વીર પ્રભુની આત્મ વીરતા અને તેમની મહાનતાનું ભક્તિપૂર્વક વર્ણન
કર્યું.
ભોપાળ–ગુના વગેરે શહેરમાં વિદ્વાનોદ્વારા પ્રવચન, સિદ્ધચક્રવિધાન પૂજા વગેરે
કાર્યક્રમથી અષ્ટાન્હિકા તથા વીરશાસન જયંતિના સમાચાર ત્યાના મુમુક્ષુ મંડળ દ્વારા
આવ્યા છે.
દાહોદ (ગુજરાત)
દિ. જૈન મુમુક્ષુ મહામંડળના (સોનગઢ–સૌરાષ્ટ્ર) ની પાસે દાહોદ દિ. જૈન મુમુક્ષુ
મંડળ તરફથી વિદ્વાન વક્તાની માગણી આવવાથી શ્રી હિંમતલાલ છોટાલાલ
ઝોબાળિયા નંદીશ્વર અષ્ટાન્હિકા પર્વ ઉપર દાહોદ મોકલવામાં આવ્યા હતાં. તા. ૧૪–૭–
૬૨ થી તા. ૧૯–૭–૬૨ સુધી તેઓ એ ૧૪ પ્રવચનોનો લાભ આપ્યો હતો જેમાં નિશ્વ
સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા માટેના ઊપાયો જીવાદિનવતત્ત્વ નિશ્ચય વ્યવહાર ઉપાદાન
નિમિત્ત હેય ઉપાદેય ક્રમબદ્ધ પર્યાય અને તે સાથે અકર્તાપણું–સ્વસન્મુખજ્ઞાતાપણું
જાગ્રત કરનારો અપૂર્વ પુરૂષાર્થ વગેરે વિષયો ઊપર તેમણે સારો પ્રકાશ પાડયો હતો.
જેથી ધર્મ પ્રભાવના ઘણી સારી થઈ હતી.
સુમતિલાલ કેસરીલાલ
ભૂલ સુધારો ગયા અશાડના અંકના પ્ર. ૨૬ના સમાચારમાં
દસલક્ષણી પર્વ તા. ૪–૧૦–૬૨ ઊજવાશે એમ છપાયુ છે તેને બદલે તા. ૪–૯–
૬૨ થી ૧૩–૯–૬૨ સુધી ઊજવવામાં આવશે એમ સમજવું.
ધાર્મિક પ્રવચનો દિવસો તા. ૨૬–૯–૬૨ થી ૩–૧૦–૬૨ એમ છપાયા છે તેને
બદલે તા. ૨૬–૮–૬૨થી ૩–૯–૬૨ સુધીના સમજવા.
વૈરાગ્ય સમાચાર
મુંબઈ દિગંબર જૈન મુમુક્ષુ મંડળના સભ્ય ભાઈશ્રી માણેકચંદ રણછોડભાઈ
સંઘવી રે. રાજકોટ ના ઉંમર વર્ષ પ૮ સં ૨૦૧૮ ના અષાડ વદ ૭ સોમવારે તા. ૨૩–૭–
૬૨ ના રોજ મુંબઈ સ્વર્ગવાસ થયેલ છે. આ દેહ ક્ષણભંગુર છે. ક્્યારે છૂટશે તેનો
ભરોસો નથી માટે ધર્મ સાધના કરી લેવી આ પ્રસંગ વૈરાગ્ય પ્રેરક છે.

PDF/HTML Page 4 of 27
single page version

background image
ટેપ રેકોર્ડિંગ
રીલ પ્રવચન
પ્રચાર તથા
વિદ્વાનો દ્વારા
પ્રવચન પ્રચાર
પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રી કાનજી સ્વામી જે જૈનતત્ત્વ જ્ઞાનનો
સદુપદેશ તેમની અમોઘ, આત્મસ્પર્શી, અમૃતમય વાણી દ્વારા આપી રહ્યા
છે તેનો વિશ્વમાં ખૂબ ફેલાવો થાય એ ઉદે્શને સફળ બનાવવા માટે
નીચે મુજબ યોજનાઓ વિચારવામાં આવી છે.
(૧) સમયસારાદિ જેવાં પરમાગમો ઉપર પૂજ્ય ગુરુદેવશ્રી જે
મહત્વપૂર્ણ પ્રવચનો આપે છે તેના ટેઈપ રેકોર્ડિંગ રીલો ઉતારવાં. તે
રીલો દ્વારા પ્રચાર માટે નીચેની યોજના છે.
૧. જે ગામના મુમુક્ષુ મંડળ પાસે રેકોર્ડિંગ મશીન હોય તેઓ
પોતાના ગામમાં વગાડવા માટે જેટલાં રીલો મંગાવશે તેટલાં તેમને
મોકલી આપવામાં આવશે. તે રીલો જરાપણ બગડે નહિ એવી
સાવધાની પૂર્વક તેનો ઉપયોગ કરવાનો રહેશે આવા દરેક રીલ દીઠ
ડીપોઝીટ તરીકે રૂા. ૨પ) લેવામાં આવશે ને રીલો પાછાં આવી જશે
ત્યારે ડીપોઝીટની રકમ ખર્ચ કાપીને પાછી આપવામાં આવશે.
એકીસાથે આઠ રીલો મોકલી શકાશે. તે દરેકમાં ચારચાર વ્યાખ્યાઓ
ઉતરેલાં હોય છે એટલે કુલ ૩૨ વ્યાખ્યાનોનો લાભ મળી શકશે. રીલો
વગાડી લીધાં પછી તુરત જ પાછાં અહીં મોકલી આપવાં ને બીજા જરૂર
હોય તો મંગાવવાં.
૨. જે ગામના મુમુક્ષુ મંડળ પાસે રેકોર્ડિંગ મશીન ન હોય પણ
ટેઈપ રેકોર્ડિંગ રીલ પ્રવચનોનું શ્રવણ કરવાની ભાવના હોય તેઓ
અમોને જણાવે તો તેમના ગામે રેકોર્ડિંગમશીન તથા રેકોર્ડિંગ રીલો
લઈને આ કાર્ય માટે નિયુક્ત કરવામાં આવેલ એક ભાઈને મોકલવામાં
આવશે. ને ત્યાં અનુકૂળતા મુજબ તે પ્રવચનોનાં રેકોર્ડિંગ રીલો
સંભળાવશે. આવનાર ભાઈનું એક વખતનું રેલ્વેભાડું મજૂરી વગેરે
ખર્ચે જે જે ગામે તે ભાઈ જાય ત્યાંના મુમુક્ષુ મંડળે આપવાનું રહેશે.
ઉપરની કલમ ૧ તથા ૨ માં જણાવ્યા મુજબનો લાભ જે મુમુક્ષુ
મંડળ લેવા ઈચ્છતું હોય તેણે પોતાનાં મંડળના પ્રમુખ તથા સેક્રેટરી દ્વારા
અમોને જણાવવું.
(મશીન, પગાર તથા રેકોર્ડિંગ રીલોનો સર્વે ખર્ચ મુંબઈના એક
ઉદાર સદ્ગૃહસ્થ તરફથી છે.)

PDF/HTML Page 5 of 27
single page version

background image
પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનાં શ્રીમુખે પ્રવચનોનું શ્રવણ
કરવું તે મુમુક્ષુઓ માટે અત્યંત હિતાવહ છે. અને તે માટે
સોનગઢ આવીને તેઓશ્રીનો પ્રત્યક્ષ લાભ લેવો જોઈએ, પરંતુ
આવો પ્રત્યક્ષ લાભ અનેક કારણોસર જેઓ ન લઈ શકે તેઓ
પણ પૂજ્ય ગુરુદેવશ્રી દ્વારા પ્રતિપાદિત જૈન તત્ત્વજ્ઞાનનો જે
કાંઈ લાભ પ્રાપ્ત કરી શકે એ હેતુ લક્ષમાં રાખીને પ્રવચનઆપી
શકે તેવા પસંદ કરેલા યોગ્ય વિદ્વાનોને વર્ષમાં અમુક દિવસો
માટે મોકલવામાં આવશે. આ માટે જે ગામના મુમુક્ષુ મંડળ
તરફથી માગણી આવશે તે ગામે એક એક વિદ્વાનને
મોકલવામાં આવશે. જે ગામના મુમુક્ષુઓ આનો લાભ લેવા
ઈચ્છતા હોય તેમણે કયા દિવસો તેમને અનુકૂળ છે. અને
કેટલા દિવસો આવનાર વિદ્વાનને તેઓ રોકવા ઈચ્છે છે તેની
વિગત જણાવાની રહેશે. તે વિગત આવ્યા પછી પસંદ કરેલ
વિદ્વાનોમાંથી એક ને મોકલવામાં આવશે. આવનાર વિદ્વાનને
આવવા જવાનું રેલ્વે ભાડું વગેરે જે કાંઈ ખર્ચ થાય તે તે
ગામના મંડળે આપવાનું રહેશે. ઉપરની સર્વ બાબતો માટે પત્ર
વ્યવહાર નીચેના સરનામે કરવો:–
વ્યવસ્થાપક, પ્રચાર, વિભાગ, શ્રી દિગંબર જૈન
સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ. સોનગઢ (સૌરાષ્ટ્ર)
શ્રી જૈન વિદ્યાર્થીગૃહ
સોનગઢ (સૌરાષ્ટ્ર)
વિધાર્થીગૃહ સોનગઢ (સૌરાષ્ટ્ર) ની જનરલ સભા
ભાદરવા સુદ ૩ ને રવિવાર તા. ૨–૯–૬૨ ના રોજ સવારના
૯–૧પ વાગ્યે શ્રી કુંદ કુંદ પ્રવચનમંડપમાં મળશે તો સર્વે
માનદ્સભ્યોને તે સમયે હાજર રહેવા વિનંતી છે.
મોહનલાલ વાઘજી મંત્રી શ્રી જૈન વિ. ગૃહ

PDF/HTML Page 6 of 27
single page version

background image
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
ગુરુનામ મહાનનું છે, જેનામાં જે પ્રકારની મહંતતા હોય તેને તે પ્રકારથી
ગુરુસંજ્ઞા સંભવે છે. જેનામાં ધર્મઅપેક્ષાએ મહંતતા હોય, તે જ ગુરુ જાણવા. ગુરુમાં
ખાસ વાત શું હોય છે તે બતાવવા માટે આત્મ અવલોકન ગ્રંથમાં કહ્યું છે કે:–
वियरायं वियरायं जियस्सणिय ससरुओ वियरायं।
मुहुमुहु गणदि वियरायं, सो गुरुपयं भासदि सया।।२।।
અર્થ:–જીવનું નિજ સ્વરૂપ વીતરાગ છે–એમ વારંવાર કહે છે તેને જ ગુરુ પદવી
શોભે છે.
ભાવાર્થ:– ૨૮ મૂળગુણ (નિશ્ચય સમ્યગ્દર્શનાદિ સહિત પાંચ મહાવ્રત, પાંચ
સમિતિ, પાંચ ઈન્દ્રિય નિરોધ, છ આવશ્યક, કેશલોચ, અસ્નાન, નગ્નતા, અદંતધોવન,
ભૂમિશયન, ઊભા ઊભા ભોજન અને દિવસે એકવાર આહાર ગ્રહણ) ૨૨ પરીષહજય,
પંચાચાર આદિ સહિત બિરાજમાન, પરમાણુ માત્ર બાહ્યપરિગ્રહ અને અંતરંગમાં પણ
પરમાણુ માત્ર પરિગ્રહની ઈચ્છા નથી. ઉદાસીન ભાવે જ બિરાજમાન છે, નિજસ્વભાવ
જાતિસ્વરૂપનું સાધન કરે છે, (સ્વરૂપમાં) સાવધાન થઈ સમાધીમાં લવલીન હોય છે.
સંસારથી ઉદાસીન પરિણામ કર્યા છે એવા જૈન સાધુ છે. તેઓ પોતાને તો
વીતરાગરૂપ અનુભવે છે. મનને સ્થિરીભૂત કરીને રહે છે અને જ્યારે કોઈને ઉપદેશ
પણ દે છે ત્યારે બીજું બધું છોડીને જીવનું નિજ સ્વરૂપ એક વીતરાગ તેને જ વારંવાર
કહે છે. અન્ય કોઈ અભ્યાસ તેમને નથી, માત્ર આજ અભ્યાસ છે. પોતે પણ અંતરંગમાં
પોતાને વીતરાગરૂપ અભ્યાસે છે.
બાહ્યમાં પણ જ્યારે બોલે છે ત્યારે“આત્માનું સ્વરૂપ વીતરાગ છે” એ જ બોલ
બોલે છે. એવો વીતરાગનો ઉપદેશ સાંભળી જે આસન્ન ભવ્ય (અલ્પકાળમાં મુક્તિપદ
પામવાની યોગ્યતાવાળા જીવ) ને નિઃસંદેહપણે વીતરાગી નિજ સ્વરૂપનું ભાન–
સ્પષ્ટભાવભાસન–થાય છે. એવું વીતરાગી કથન છે. તે જૈન સાધુને આસન્ન ભવ્ય ગુરુ કહે
છે, કેમકે બીજો કોઈ પુરુષ એવા તત્ત્વનો ઉપદેશ કરતો નથી. તેથી આ જ પુરુષને ગુરુની
પદવી શોભે છે. બીજાને શોભતી નથી. એમ નિઃસંદેહ પણે જાણવું. (આ ઉપરથી વિશેષ એ
સમજવા જેવું છે કે વીતરાગતા, યથાર્થતા, સ્વતંત્રતા બતાવે તે જૈનગુરુને ગુરુપદ શોભે છે,
પણ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ પણ કાર્ય કરી શકે, નિમિત્ત મેળવી શકાય, બીજાનું ભલું–
બૂરું કરી શકાય, પરથી લાભ–નુકશાન થઈ શકે અને શુભરાગથી આત્માનું ભલું થઈ શકે
એમ બતાવે, અથવા માને તેને જૈનધર્મમાં ગુરુપદવી શોભતી નથી.)

PDF/HTML Page 7 of 27
single page version

background image
: ૪ : આત્મધર્મ : ૨૨૬
અનાદિ અનંત દરેક વસ્તુની સ્વતંત્ર અવસ્થા
અને
ભેદજ્ઞાન વડે નક્કી થતું જીવનું અકર્તાપણું
સમયસાર સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ગા–૩૦૮ થી ૩૧૧
ઉપર પૂ. ગુરુદેવના પ્રવચન–રાજકોટ તા. પ–પ–૬૨
આ ભગવાન આત્મા દેહના રજકણથી જુદો છે.
અનાદિ અનંત ધુ્રવ વસ્તુ છે. છે તેની આદિ અંત ન હોય.
દેહથી ભિન્ન ચૈતન્યમાત્ર વસ્તુ આત્મા છે. આત્મા જ્ઞાનનો
કર્તા છે. શરીર, મન, વાણી આદિ કોઈ પણ પર પદાર્થના
કામ કરી શકતો નથી. જગતના જેટલા પદાર્થો છે, તે છે છે
ને છે. છે તે પોતાથી છે. પરથી નથી. આટલું નક્કી કરતા
તેની પર્યાય પોતાથી છે. પરથી નથી. પરના આધારે નથી
એમ નક્કી થઈ જાય છે.
णमो अर्हंताणं, णमो सिद्धाणं, णमो आईरियाणं
णमो उव्वज्जायाणं, णमो लोए सव्व साहुणं
ઓકારં બિન્દુ સંયુક્તં નિત્યં ધ્યાયંતિ યોગિન;
કામદં મોક્ષદં ચૈવં ઓંકારાય નમો નમ:

એક પદાર્થ બીજાનું કાંઈ કરી શકે નહીં એમ અકર્તાપણું બતાવવા આ અધિકાર છે.
પ્રથમ તો જીવ છે. તે ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી ઉપજતો થકો જીવ છે. અજીવ નથી. કેમકે
દરેક દ્રવ્ય પોતાની જાતને જાળવીને નિરંતર નવી નવી અવસ્થા બદલે છે. જો અવસ્થા બદલે નહીં તો
આનંદનો અનુભવ થઈ શકે નહીં. આત્મામાં પૂર્ણ સ્વભાવ ભર્યો છે. જેમ ૬૪ પહોરી પીપરમાં પૂર્ણ તીખાસ
ભરી છે. અંદર શક્તિ છે તો પ્રગટ થાય છે. પીપરના દાણે દાણે શક્તિરૂપે પૂર્ણ તીખાશને લીલાશ પડી છે. તેમ
દરેક આત્મામાં જ્ઞાનાનંદ શક્તિ છે, ચૈતન્યધામમાં સર્વજ્ઞત્વ સર્વદર્શીત્વ, વીર્ય (બલ), સુખ, પ્રભુત્વ,
વિભુત્વ, સ્વચ્છત્વ, અસંકુચિતવિકાસત્ત્વ, આદિ ગુણરૂપ અનંત શક્તિઓ એકસાથે છે, અનાદિ અનંત છે.
વિભુત્વશક્તિ એટલે સર્વજગત વ્યાપક એમ નહીં પણ દરેક આત્મા પોતાની વિભુત્વશક્તિથી પોતપોતાના
સ્વક્ષેત્રમાં સ્વદ્રવ્યના આશ્રયે પોતાના અનંત ગુણોમાં સદાય વ્યાપક છે અને આત્મામાં પોતાના સર્વગુણ
સદાય વ્યાપક છે. પણ જગતમાં–વિશ્વમાં સર્વ વ્યાપક એવો કોઈ આત્મા નથી. યાદ કરવું હોય તો અંદર
દેહમાં બીરાજમાન જે ચૈતન્યભાવ છે. તેટલામાંજ

PDF/HTML Page 8 of 27
single page version

background image
શ્રાવણ : ૨૪૮૮ : પ :
તેમાં એકાગ્રતા કરવી પડે છે. બાહ્યક્ષેત્રે પહોળું થવું પડતું નથી. અંદરનો વિકાસ અંદર જ થાય છે. બહાર થતો
નથી. બહારથી કાંઈ આવતું નથી.
જેમ ૬૪ પહોરી પીપરમાં દાણે દાણે પૂર્ણ તીખાશની શક્તિ છે તેને ઘસવાથી પ્રાપ્તની પ્રાપ્તી થાય છે.
તેમ ભગવાન આત્મામાં પૂર્ણ જ્ઞાનાનંદ શક્તિ છે. પરાશ્રયની શ્રદ્ધા છોડી અંદરમાં પૂર્ણ જ્ઞાનાનંદ સ્વભાવી જ
છું, એમાં ઢળીને તેનો નિશ્ચય અને આશ્રય કરે તો ભેદ અને રાગાદિ ગૌણ થઈ સ્વાશ્રય દ્રષ્ટિ અને સ્થિરતા
પ્રગટ થાય છે અને જ્ઞાનાદિશક્તિનો વિકાસ થઈ અપૂર્વ આનંદ પ્રગટ થાય છે. ગૃહસ્થ દશા હોય છતાં
આત્માનુભવરૂપી સ્વકાર્ય થઈ શકે છે. જે તેનાથી થઈ શકે તે જ બતાવવામાં આવે છે.
અનંતાગુણ આત્મામાં એકમેકપણે છે. તે પૂર્ણ સ્વરૂપની શ્રદ્ધા અને એકાગ્રતા વડે તેનો વિકાસ થાય છે,
પરના કાર્યનો તે તે પદાર્થ કર્તા છે, પરનો કર્તા, હર્તા કે ભોક્તા કોઈ જીવ નથી. અને અજીવ, જીવના કાર્યનો
કર્તા નથી. કોઈ કોઈનું નિમિત્ત કર્તા થઈ શકતું નથી. સ્વતંત્ર જ્ઞાતા સ્વભાવ બતાવનાર ક્રમબદ્ધ પર્યાયની
સ્વતંત્રતાનો અધિકાર ચાલે છે. દરેક દ્રવ્ય સ્વકાળે પોતપોતાની યોગ્યતાનુસાર પોતાથી ઉપજે, બદલે અને ટકે
છે. કોઈ કોઈના કર્તા નથી, કારણ નથી, આધાર નથી. મિથ્યાદ્રષ્ટિ જીવને જ્ઞાતાસ્વભાવ રુચતો જ નથી તેથી હું
પરના કામ કરી શકું અને પર મારા કાર્ય કરી શકે એમ માને છે. પોતાને ભૂલી પરને પોતાનું માને છે. દ્રવ્ય
ગુણ અક્રમ છે ક્રમે નથી. અને પ્રગટ થતી પર્યાયો પોતપોતાના કાળે ક્રમસર છે અક્રમ નથી.
દ્રવ્યમાંથી દ્રવ્યના આશ્રયે પર્યાયો દરેક સમયે નવી નવી ઉપજે છે અને પૂર્વ પર્યાયો બદલે છે. એકેક
દ્રવ્યમાં દરેક દ્રવ્યમાં અનંતગુણ છે, તેથી એક સમયમાં અનંતગુણની અનંત અવસ્થા ઉત્પાદ–વ્યયરૂપ થઈને
સ્વદ્રવ્યમાં ભળે છે. પરદ્રવ્ય સાથે કોઈનો એક અંશ પણ મળે નહી એવી મર્યાદા છે. જેમ દ્રવ્ય ગુણ પર્યાય
કોઈથી કરાયેલા નથી તેમ દ્રવ્યના અનંત ગુણોની ક્રમે ક્રમે થતી પર્યાયો પણ કોઈ વડે નથી, કોઈના આધારે
નથી. પોતાથી જ છે, સ્વકાળે પ્રગટ થાય છે. કોઈ પર્યાય વહેલી મોડી અથવા આડી અવળી થાય એમ નથી.
આમ સાચી વસ્તુસ્થિતિનો નિર્ણય કરે તો પર્યાયના ભેદના આશ્રયે લાભ માનવાની શ્રદ્ધા છુટી જાય, ગ્રહણ
ત્યાગની કર્તાબુદ્ધિ છૂટી, અંશમાં આખું માનવારૂપ પર્યાયબુદ્ધિ છૂટી હું સર્વજ્ઞ સ્વભાવી આત્મા છું એમાં
એકતાબુદ્ધિ થાય અને મિથ્યા અહંકાર જાય.
અંદરમાં અસંગ અરાગી–સ્વભાવ જ્ઞાનાનંદપણે પરિપૂર્ણ છે. તે અસલી સ્વભાવમાં દ્રષ્ટિ દે તો ક્રમબદ્ધ
પર્યાય અને દરેકનું સ્વતંત્ર પરિણમન છે એમ ખ્યાલમાં આવે. જ્ઞાનીને નીચે અલ્પ રાગાદિ થાય પણ તેનો હું
કર્તા અને રાગાદિ મારૂં કાર્ય એમ માનતો નથી. વર્તમાન દશામાં અલ્પજ્ઞતા અને રાગ છે તેના લક્ષે સર્વજ્ઞ
સ્વભાવનો નિર્ણય થતો નથી. હજારો શાસ્ત્ર જાણે તોપણ તેનું મિથ્યાજ્ઞાન જ્ઞાનનું કામ કરતું નથી.
ભૂતાર્થ સ્વભાવને આશ્રિત ભેદજ્ઞાન કદિ કર્યું નથી, સુખના નામે અનાદિથી દુઃખના ઉપાય કર્યાં છે,
એક સેકન્ડ માત્ર પણ જ્ઞાનનું કામ કર્યું નથી. રાગાદિનો કર્તા છું, પુણ્યથી, શુભરાગથી ભલું થાય છે એમ
માનતો આવે છે પણ રાગાદિ વિકારથી પેલેપાર ત્રિકાળ જ્ઞાતા છું, રાગાદિનો અકર્તા છું અસંગ જ્ઞાયક છું
એમ ભાસતું નથી તેથી તે મિથ્યાદ્રષ્ટિ છે.
જીવનો અંશ અજીવમાં નથી જેમ સુવર્ણ છે તે તેના રંગ તથા આકારોથી અભેદ છે તેથી તેના સ્પર્શ
રંગ અને આકારમાં હથોડી વગેરે લોખંડનો સ્પર્શ રંગ અને આકાર આવી શકતો નથી તેમ જીવને ક્ષણે ક્ષણે
ઈચ્છા, રાગ, વિકલ્પ ઉપજે તેનાથી પર્યાયબુદ્ધિવાન અજ્ઞાનીજીવ અભેદ છે. જ્ઞાની સ્વ–પર પ્રકાશક પોતાના
જ્ઞાન પરિણામથી અભેદ છે તેમાં પર દ્રવ્ય, પર ગુણ, પર ક્ષેત્ર, પર કાળનો અંશ આવી શકતો નથી.
ત્રણે કાળની અર્થપર્યાય (ગુણોની અવસ્થા) અને વ્યંજન પર્યાય (પોતાના આકારની અવસ્થા)નો
પિંડ તે દ્રવ્ય છે આમ હોવાથી તેની દરેક સમયની પર્યાય ક્રમબદ્ધ છે. અક્રમ નથી. અને ક્રમબદ્ધ થતી
પર્યાયોરૂપે તે

PDF/HTML Page 9 of 27
single page version

background image
: ૬ : આત્મધર્મ : ૨૨૬
દ્રવ્ય ઉપજે છે. બીજા દ્રવ્યનો અંશ તેમાં આવતો નથી. માટે એકદ્રવ્ય બીજામાં કાંઈ કરે એમ માનવું તે અનંતા
સત્ને નહી માનવારૂપ મિથ્યાદ્રષ્ટિપણું જ છે.
જેમ સોનું સુવર્ણપણે ઉપજે છે અને કંકણ, વીંટી આદિ અવસ્થાપણે ઉપજતું થકું સોનું જ છે કેમ કે
સોના સાથે તેની દરેક પર્યાય એકમેક છે. આ હોવાથી સોનાની અવસ્થાને સોનું ઉપજાવે છે, સોની નહિ.
સોની ઉપજાવે છે એમ કહેવું તે ઉપચાર છે.
કુંભાર માટીમાંથી ઘડો ઉપજાવતો નથી પણ માટી સ્વયં પલટીને ઘટરૂપે થાય છે, લોટનાં કારણે રોટલી
થાય છે. સ્ત્રી કહે મારાથી થાય છે એમ ખરેખર માને તો મિથ્યાદ્રષ્ટિ છે. કેમકે જગતના દરેક દ્રવ્યો સત્ છે,
તેથી તે સ્વયં તેના પર્યાયધર્મના કારણે અનેક અવસ્થારૂપે પલટીને નવી નવી અવસ્થાઓને પોતામાં કરે છે.
આમ હોવા છતાં જે તેનાથી વિરુદ્ધ માને છે કે મારાથી આ કામ થાય છે. હું છું તો ઘર, ધંધા સંસ્થા વગેરેની
વ્યવસ્થા ચાલે છે તો તેમ માનનારા બે દ્રવ્યને એક માનનાર મિથ્યાદ્રષ્ટિ છે. અજ્ઞાનીને નિમિત્તાધીનપણું
માનવાની દ્રષ્ટિ હોવાથી રાગની અને કર્તાપણાની રુચિ હોય છે તેથી સંયોગ તરફથી દેખે છે. દ્રવ્ય–ગુણ–
પર્યાયની સ્વતંત્રતા માની શકતો જ નથી.
દરેક વસ્તુ અનાદિ અનંત છે તેથી સ્વતંત્ર સત્પણું રાખીને ઉત્પાદ વ્યય ધુ્રવસ્વભાવી રહે છે. કોઈ
ક્ષેત્ર, કાળ, સંયોગના કારણે તેમના ઉત્પાદ, વ્યય ધુ્રવ સ્વભાવ નથી, આવું વસ્તુ સ્વરૂપ ન માને તે સર્વજ્ઞતા
મતથી બહાર છે મિથ્યાદ્રષ્ટિ છે.
नास्ति सर्वोऽति संबंध परद्रव्यात्मतत्त्वयोः।
कर्तृकर्मत्वसंबंधाभावे तत्कर्तृता कुतः।।
२००।।
પર દ્રવ્યને અને આત્માને કાંઈપણ સંબંધ નથી, તો પછી તેમને કર્તા કર્મપણું કેમ હોઈ શકે?
વ્યવહારથી નિમિત્ત કર્તા કહેવો તે તો કહેવા માત્ર છે.
જેઓ વ્યવહારનયના કથનને પકડીને પરમાં પોતાનું કર્તાપણું, માને છે, એક દ્રવ્ય બીજાનું કાંઈ કરી
શકે છે એમ માને છે. તેઓ સર્વને પરતંત્ર માને છે. સર્વજ્ઞદેવે જેમ કહ્યું છે તેમ માનતો નથી.
ભગવાન......તારી મહિમાં તેં યથાર્થપણે સાંભળી નથી. જગતના તત્ત્વો છે કે નથી? આ છે અને વળી
તેનાં કામ મારે કરવા છે તો તે પોતાપણે છે કે પરપણે છે? જો તેઓ પોતાપણે છે અને પરપણે નથી તો બધા
દ્રવ્યો તેની શક્તિ સહિત છે, રહિત નથી, માટે તેમનામાં તેનું કામ કરવાની પરિણમન શક્તિ છે જ. માટે તેનાં
કામ તેના આધારે તેનાં કારણે છે, એમ નક્કી થાય છે.
દરેક ચીજ સત્તાત્મક હોવાથી પોતાનાં પરિણામથી જ ઉપજે છે એમ નહિ માનતાં તેનાં કાર્યને મેં કર્યું
એમ માને છે તે સત્નો લોપ કરે છે. એક એક સમયમાં દરેક દ્રવ્ય ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યયુક્ત સત્ છે તેથી કોઈ
દ્રવ્યને કોઈ કાળે બીજાની જરૂર પડતી નથી. વસ્તુને ઉત્પાદવ્યય અને ધુ્રવપણું ક્્યારે ન હોય?
સત્રૂપ વસ્તુને જગતે સાંભળી નથી–કહ્યું છે કે–
“સ્થિરતા એક સમયમેં ઠાણે, ઉપજે વિણસે તબહીં, ઊલટ પલટ ધુ્રવ સત્તા રાખે, યા હમ સુનિ ન
કબહિ, અબધુ નટ નાગર કી બાજી,”
દરેક સમયે નવી નવી અવસ્થા થાય જૂની જાય, અને વસ્તુ ધુ્રવ નિત્ય ટકી રહે છે એવો જ વસ્તુ
સ્વભાવ છે, કોઈએ કરેલો નથી.
પૈસા ધૂળ છે, કોને લઈને આવે છે? પૂર્વના પુણ્યથી આવે છે. મારે લીધે આવે છે–એમ માને છે તે–
અનંતા સત્નો નિષેધ કરે છે, સત્યની હિંસા કરે છે.
દરેક પદાર્થ પોતાની વર્તમાન વર્તતી પર્યાયથી અભિન્ન છે, જેમ ઘડાની પર્યાયથી–માટી તન્મય છે પણ
કુંભારથી તદ્રુપ નથી માટે કુંભાર તેનો કર્તા નથી, તેમ જગતનાં પદાર્થો તેની અવસ્થાથી તદ્રુપ છે પણ તેની
સાથે નિમિત્તરૂપ પદાર્થો તદ્રુપ નથી માટે નિમિત્ત તે ઉપચાર માત્ર કારણ છે, ખરૂં કારણ નથી. નિમિત્ત
નૈમિત્તિક સંબંધ એક સમય પુરતો છે ખરો. પણ નિમિત્ત પર

PDF/HTML Page 10 of 27
single page version

background image
શ્રાવણ : ૨૪૮૮ : ૭ :
ચીજ છે. તેને કારણ ક્્યારે કહેવાય કે ઉપાદાન કાર્યરૂપે પરિણમે ત્યારે. અર્થાત્ કાર્ય વિના કારણ કોનું? દરેક
સમયે સામે પર્યાયનો કાર્ય કાળ છે છતાં સંયોગ દ્રષ્ટિવાળો માની લે છે કે હું છું તો તેમાં કાર્ય થાય છે,–એમ
માનનાર સ્વતંત્ર સત્ની હિંસા કરે છે.
નિમિત્ત એટલે સંયોગી ચીજ, ઉપાદાન એટલે નિજ શક્તિ જે સ્વયં કાર્યરૂપે પરિણમે તેને ઉપાદાન
કારણ કહે છે. સોનું જ તેનાં કંકણ આદિ પરિણામોનું કર્તા છે. અન્યને તેનો કર્તા કહેવો તે ઉપચાર છે.
અજ્ઞાની તે ઉપચારથી કહેવામાત્ર કર્ત્તાને ખરેખર કર્તા માને છે. અજ્ઞાની ને તે વાતની કાંઈ ખબર પડતી નથી
પણ જ્ઞાની જાણે છે કે એ વસ્તુ સત્ છે તેના પ્રત્યે રાગની વૃત્તિ થઈ તે રાગને જાણવારૂપ જ્ઞાન પરિણામથી તે
જીવ દ્રવ્ય વ્યાપ્ત છે. પણ પર વસ્તુની સાથે કોઈ પ્રકારે એકમેક નથી માટે કોઈ જીવ પરનો કર્તા નથી, આવું
અનાદિ અનંત વસ્તુ સ્વરૂપ જેમ છે તેમ સર્વજ્ઞ ભગવાને જાણ્યું અને તેમ કહ્યું છે ભગવાને કહ્યું તે સાચું પણ
પોતે નિર્ધાર ન કરે તો અજ્ઞાને ઓળખ્યાવિના બધું નકામું છે. નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે નિમિત્તની
મુખ્યતાથી કથન આવે પણ નિમિત્તનાં લીધે ઉપાદાનનું કાર્ય થતું નથી, આમ અર્થ ન સમજે તો ઊંધું જ થાય.
જેમ
પિતાશ્રીએ ચોપડામાં લખેલું કે ચૈત્ર સુદી ૮ ના સવારે આઠવાગે સામે મંદિરના શિખર ઉપર ઈંડામાં
ધન દાટયું છે એ શબ્દો વાંચી અર્થ સમજ્યો નહિ અને મંદિર ખરીધું, અને તોડયું તો ધન મળ્‌યું નહિ પછી
પિતાનાં મિત્રને મળ્‌યો અને પૂછયું તો તેણે ખુલાસો કર્યો કે તારા પિતા મૂર્ખ ન હોય કે પારકા ક્ષેત્રમાં ધન
માટે, પણ તે મંદિરનાં શીખરની ટોચની છાયા ચૈત્ર સુદી ૮ ના સવારે આઠ વાગ્યે તારા આંગણામાં પડે છે
ત્યાં ખોદવાથી ધન મળશે, અને મળ્‌યું તેમ સર્વજ્ઞ પિતાના શાસ્ત્ર કથિત ભાવને જે સમજે નહિ ને વ્યવહાર
કથનને પકડે તો ભાવ ભાસે નહિ તેથી વિપરીત માન્યા વિના રહે નહિ.–જગતમાં પદાર્થોની સ્વતંત્રતા માને
તો જ પરથી ભિન્ન અને પોતાના ત્રિકાળી પર્યાયોથી અભિન્ન દરેક વસ્તુ છે તેને અન્ય કર્તાની–અપેક્ષા નથી
એમ જાણે અને તો જ અકર્તાપણું–જ્ઞાતાપણું સમજાય અને પરાશ્રયની દિનતા–છૂટી પ્રભુતા ભાસે.
દ્રવ્યની વ્યાખ્યા–દ્રવણશીલ, ટકીને પ્રવાહીત રહેવું છે. દ્રવ્યતીતિ દ્રવ્ય, જેમ પાણીના તરંગ એક પછી
એક ઉપજ્યા જ કરે છે, તેમ દરેક દ્રવ્યો પોતાની જાત જાળવીને નવી નવી પર્યાયે પલટાય છે. એ રીતે દરેક
વસ્તુ તેના ક્રમે થતા તેના વર્તમાન પરિણામો સાથે એકમેક છે. બીજી વસ્તુ તેમાં પેસી શકે નહીં લોઢાની
અવસ્થાને આત્મા કરે તો આત્માનો સ્વભાવ તેમાં આવવો જોઈએ. અને જુદાપણાની સત્તા ખોઈ બેસે,
જ્ઞાની કે અજ્ઞાની પોતામાં પોતાના ભાવને કરે પણ પરમાં કર્તા થઈ શકે નહીં માત્ર અભિમાન કરે છે. કર્તાની
વ્યાખ્યા છે કે–
“ જે પરિણમે તે જ કર્તા” પણ કોનો? કે પોતાના પરિણામનો, કેમ કે કોઈ પણ જીવ અથવા અન્ય
જીવ–અજીવ પોતાના પરિણામ–(ભાવ) રૂપે જ પરિણમે છે અન્યના પરિણામરૂપે પરિણમતા જ નથી માટે
કોઈ પણ જીવ અગર અજીવને અન્યના કાર્યનો કર્તા ન પ્રતિભાસો. દરેક દ્રવ્યને પોતાના પરિણામોના
કર્તાપણે પ્રતિભાસો. એક દ્રવ્ય અન્યનું કાંઈ પણ કરી શકે છે એમ માનનારે જ્ઞાતા સ્વભાવી આત્મા છે એમ
જાણ્યું જ નથી.
“કરે કરમ સોહી કરતારા, જો જાણે સો જાનનહારા;
જાણે સો કર્તા નહી હોઈ, કર્તા સો જાને નહી કોઈ.”
પોતાને ભૂલી અજ્ઞાનભાવે પરિણમે તે કર્તાપણાના વિકલ્પને કરે છે અને માને છે કે શરીર, વસ્ત્ર,
મકાન, ધનાદિની વ્યવસ્થામાં હું કર્તા છું જ્ઞાની છે તે ભેદ વિજ્ઞાન દ્વારા જેવું છે તેવું જાણે છે. દરેક તેના કારણે
પરિણમે છે તેના કારણે ટકીને બદલે છે તેમાં મારો અધિકાર નથી. હું તો જ્ઞાતા જ છું, કર્તા નથી, અલ્પ
નબળાઈથી રાગ આવે કે આમ કરૂં, આ ઠીક આ અઠીક એવો વિકલ્પ આવે પણ તેનો જ્ઞાતા જ છે, કર્તા
નથી, સ્વામી નથી.
રાગનો ભાગ વર્તમાન નબળાઈથી હોવા છતાં, હું

PDF/HTML Page 11 of 27
single page version

background image
: ૮ : આત્મધર્મ : ૨૨૬
તો જાણનાર દેખનાર છું, પોતે જ્ઞાતા છે. અલ્પરાગ, અલ્પજ્ઞાન, અને નબળાઈનો સ્વામી નથી. કેમકે
ત્રિકાળીજ્ઞાતા સબળ સ્વભાવના સ્વામીત્વભાવે પરિણમે છે.
જે પરનું કાર્ય હું કરી શકું છું, રોકી શકું છું, એમ માને છે તે જ્ઞાતાસ્વરૂપને જાણતો નથી. ઝીણી વાત
છે. સંયોગથી જોનાર સ્વભાવને જોઈ શકતો નથી. જે જેમાં નથી તે તેનો કર્તા કેમ હોય? રાગ ઊઠે છે, તેનો
ત્રિકાળી સ્વભાવમાં અભાવ છે. ત્રિકાળી સ્વભાવમાં વિભાવને રચવાની યોગ્યતા નથી, એમ ન માનતા
રાગનો હું કર્તા છું, શુભરાગ તે મારું કર્તવ્ય છે. પરના કાર્યોં હું કરી શકું છું, એમ માને તે પાપદ્રષ્ટિ છે,
અધર્મદ્રષ્ટિ છે. ભગવાન આત્મા જ્ઞાતા છે. તેને રાગના–પરના કામ સોંપવા તે ચેતનનો અનાદર છે.
અનાસક્તિથી પરના કામ કરવા તેમ માને છે, તેને પરમાં એકતા બુદ્ધિની તીવ્ર આસક્તિ છે. અનાસક્તિના
નામે પરમાં કર્ત્તાપણું માને જ છે, હું પરથી જુદો જ્ઞાતા છું એમ તે માનતો નથી.
ભાઈ તું ક્્યાં હીત–અહીત માની રહ્યો છે. નક્કી તો કર! કોઈથી તારું ભલું ભુંડું થઈ શકે નહીં. દરેક
પદાર્થ પરિણામી સ્વભાવવાન હોવાથી પોતાના પરિણામે જ પરિણમતો થકો તેના પોતાના પરિણામથી તદ્રૂપ
છે. તેથી પરનો કર્તા નથી, પરરૂપે થનાર નથી માટે કદી પરના પરિણામ સાથે તન્મય નથી. જેમાં તન્મય
નથી તેનો તે કર્તા થઈ શકે નહીં. જેમ કુંભાર અહંકારથી માને કે હું ઘડાનો કર્તા છું પણ ખરેખર તે તેનો કર્તા
નથી. કેમકે માટી, માટીના ઘડા આદી આકારથી તદ્રુપ છે, કુંભાર સાથે તદ્રુપ નથી. માટે તેનો કર્ત્તા કુંભાર છે
નહીં છતાં નિમિત્ત દેખીને કર્તા કહેવો તે વ્યવહાર છે. કોઈ જીવ દેહની ક્રિયાઓનો કે વાણીનો કર્તા છે નહીં
છતાં અહંકારી જીવ માને છે એ અપેક્ષાએ તેને ઉપચારથી કર્તાપણે ઓળખાવે છે. ખરેખર કોઈ પરના કાર્યનો
કર્તા થઈ શકતો નથી. પણ આ વાત નક્કી કરે કોણ? જુદા જુદામાં પરના કર્ત્તાપણાને જોનારો બે દ્રવ્યોને
જુદા માનતો જ નથી.
શાસ્ત્રમાં નિમિત્ત કારણના કથન આવે છે પણ નય વિભાગને નહીં સમજનારાઓ શાસ્ત્રના અર્થને
વિપરીતપણે સમજે છે. કુંભારે ઘડો કર્યો એટલે એમ નથી પણ માટી ઘડારૂપે થઈ છે માટે કુંભારે ઘડો કર્યો એ
કથન ઉપચાર વ્યવહારથી છે, દવાની શીશી, અમે કથન આવે પણ એનો અર્થ એ કથન પ્રમાણે નથી પણ
વ્યવહારની એ રીતે છે, તેમ નિમિત્ત દેખીને એક દ્રવ્યને બીજાના કાર્યનો કર્તા કહેવો તે એમ નથી પણ
વ્યવહારથી કહેવા માત્ર છે. ખરેખર દરેક દ્રવ્ય પોતાના જ પરિણામના કર્તા છે એમ નિર્ણક કરે તો જ નિત્ય
પરિણામી દ્રવ્ય અને ક્રમબદ્ધ સ્વતંત્ર પર્યાયનો જ્ઞાતા થઈ શકે, સ્વસન્મુખ થઈ શકે, રાગાદિનો અકર્તા–એટલે
જ્ઞાતા જ છું એવા અસલી સ્વરૂપમાં વિશ્રાન્તિ લઈ શકે.
એક આકાશ ક્ષેત્રમાં છયે દ્રવ્યો એક સાથે, એક કાળે પોત પોતામાં પરિણમી રહ્યા છે. તેને જાણવાથી
ભ્રમ થતો નથી પણ જેમ છે તેમ ન જાણતા, છે તેનાથી ઊંધું માને છે, તે પોતાની માન્યતાથી ભૂલ કરે છે.
પરમાં કર્તૃત્વ–મમત્વભાવ રાખીને જાણે છે તેથી પર વડે લાભ નુકશાન માને છે, તેને સ્વસન્મુખ જ્ઞાતાપણે
રહેવાનો અંતરમાં વિશ્રાન્તિ લેવાનો અવસર નથી. “સ્વ પ્રકાશક શક્તિ હમારી તાતૈ બચન ભેદ ભ્રમ ભરી;
જ્ઞેય શક્તિ દ્વિવિધા પ્રકાશી સ્વરૂપા નિજરૂપા ભાસી.”
આત્મામાં સ્વપર પ્રકાશક જ્ઞાન છે તે નિશ્ચય છે, પરને જાણે છે તેમ કહેવું તે વ્યવહાર છે, સ્વને
સ્વપણે અને પરને પરપણે જાણે એવી જ્ઞાન શક્તિવાળો છે પણ પરના કામ વ્યવહારથી કરી શકે એવી શક્તિ
આત્મામાં નથી. કેમકે પરના કાર્યનો કર્તા તો તે જ હોઈ શકે કે જે તેરૂપ–તન્મયપણે પરિણમે પણ જીવ
શરીરરૂપે–તેની કોઈ અવસ્થારૂપે, પરરૂપે થઈ શકતો નથી. માત્ર વ્યવહારનયદ્વારા નિમિત્ત કર્તા કહેવાય છે તે
કહેવામાત્ર જ છે.
પ્રશ્ન:– એક ક્ષેત્રે બધા દ્રવ્યો રહે છે તેથી એકના કાર્યમાં બીજાનું કર્તૃત્વ હશે એમ ભ્રમ થાય છે?
ઉત્તર:– ના, એક આકાશ ક્ષેત્રે અનેક ભેળા થાય

PDF/HTML Page 12 of 27
single page version

background image
શ્રાવણ : ૨૪૮૮ : ૯ :
તેથી કાંઈ પરનું કરી શકે એમ નથી. એકેન્દ્રિય નિગોદના જીવ એક શરીરમાં અનંતા છે, કોઈના
પરિણામ એક નથી, સરખા નથી, તથા કોઈના કારણે કોઈ પરિણમતા નથી. કેમકે ત્રણેકાળ માટે નિયમ
છે કે દરેક દ્રવ્યને પોતાના પરિણામ સાથે સંબંધ છે બીજા સાથે સંબંધ નથી. આમ નક્કી થતાં જ અનંતા
પરના કાર્ય સ્વતંત્ર છે, હું કોઈના કાર્યનો કર્તા નથી, પ્રેરક નથી, એમ ત્રિકાળી જ્ઞાતા સ્વભાવના
આશ્રયે અકર્ત્તા જ્ઞાતા સ્વભાવનો નિર્ણય થાય છે અને રાગાદિ તથા અનંતા પરનો હું કર્તા એવી
મિથ્યાબુદ્ધિ ટળી, અસંગ જ્ઞાયકસ્વરૂપ આત્મામાં દ્રષ્ટિ થાય છે. અનાદિ વિભાવમાં રમતું મન અંતરમાં
વિશ્રામ પામે છે.
પરથી અને સર્વ પ્રકારના રાગાદિથી ભિન્ન અસંગ જ્ઞાનાનંદ છું ક્ષણિક રાગાદિ જેવો ને જેટલો
નથી એમ જાણવું તે મારૂં કાર્ય છે, એમ જાણી સ્વસન્મુખ દ્રષ્ટી કરવી એનું નામ સમ્યગ્દર્શન છે અને
ક્રમબદ્ધ પર્યાય ને જાણી મિથ્યાકર્ત્તાપણાની શ્રધ્ધાછોડી સ્વસાથે સંબંધ રાખતું જ્ઞાન કરવું તે સમ્યગ્જ્ઞાન
છે દરેકમાં જે કામ થાય છે તે સ્વતંત્રપણે જ થાય છે. પરમાં અને રાગમાં કર્તાપણાની દ્રષ્ટિ હઠાવી,
પર્યાય દ્રષ્ટિ છોડી સ્વ દ્રવ્ય સ્વભાવને ધ્યેય બનાવે તો જ સ્વમાં જ્ઞાતા રહી શકે અને તેમાં વિશેષ
એકાગ્રતાના બળથી કેવળજ્ઞાન પ્રગટે છે, એ માર્ગ છે.
હાથ, પગનું ચાલવું, આંખોની પાંપણ હલવી તે પરમાણું પોતે હલાવે છે. ઈચ્છા હોવા છતાં
બીમારી મટાડી શકતો નથી. શ્વાસ–દમ ચાલે, હાથ ઉપાડી ન શકે, બોલવા ધારે બોલાય નહિ, માખી
બેસે ઊડાડી શકે નહિ, હાથમાં યોગ્યતા હોય તો જ ચાલે.–અત્યારે શરીર જડ અચેતન છે, તેના ક્રિયા
સ્વતંત્ર છે, તેમાં જીવનો અધિકાર નથી. મરણ કાળે શ્વાસ દૂંટીથી ખસે છે તે ખ્યાલમાં આવે પણ નીચે
ઉતારી ન શકે જેને ઊભો શ્વાસ કહેવાય છે, જીવ ભ્રમથી માને કે નિમિત્તથી કાર્ય થાય છે પણ એમ
નથી, ત્રણે કાળ દરેક જીવ–અજીવ દ્રવ્યની ક્રિયા સ્વતંત્ર તેનાથી થાય છે.
દરેક પરમાણુની ક્રિયા સ્વતંત્ર તેના આધારે થાય છે કેમ કે તેમાં તેની અવસ્થા નિરન્તર
ઉત્પાદવ્યયધુ્રવપણાને પામે છે અને તેને તે પરમાણુ પહોંચી વળે છે કેમકે તાદાત્મ્યપણે તે પરમાણું છે
પણ આત્મા જડ સાથે તાદાત્મ્ય નથી માટે જડના પરિણામનો જીવ કર્તા નથી.
દ્રવ્યમાં પોતપોતાના અવસરે જ પરિણામ થાય, તેની સાથે તે પદાર્થ અભેદ છે, તાદાત્મ્ય છે,
તેનો કર્તા અન્ય દ્રવ્ય નથી છતાં અન્યને કર્તા કહેવો તે ઉપચારનું કથન છે.
રોટલી દેવતા ઉપર ફુલે છે તે સ્ત્રીથી નથી થઈ પણ તેના કાળે તેની શક્તિથી થાય છે, લુંગડું
દબાવવાથી રોટલી ફુલતી નથી પણ તેમાં શક્તિ હતી તે પ્રગટ થાય છે. સંયોગી દ્રષ્ટિ જોનાર ઊંધુ દેખે
છે ને પરનાં કાર્ય પોતાના માને છે, સર્વને પરાધીન માને છે પણ કોઈ કોઈના કર્તા હર્તા કે સ્વામી નથી
આમ જાણે તો જ અંદરમાં પોતે કેવો છે, કેવો નથી એમ નક્કી કરી શકે, અને પછી વર્તમાન રાગ ક્ષણિક
છે. મારા ત્રિકાળી સ્વભાવમાં નથી અમે જાણી ધુ્રવ સ્વભાવમાં એકાગ્ર દ્રષ્ટિ વડે સમ્યગ્દ્રષ્ટિ થઈ શકે છે.
બાહ્ય સંયોગ અને શુભરાગની ક્રિયાવડે સમ્યગ્દર્શન થઈ શકતું નથી.
ચક્રવર્તીની સમસ્ત સંપત્તિથી પણ જેનો માત્ર એક સમય પણ વિશેષ
મુલ્યવાન છે એવો આ મનુષ્ય દેહ અને પરમાર્થ ને અનુકૂલ એવો યોગ સંપ્રાપ્ત
થવા છતાં પણ જો જન્મમરણથી રહિત એવા પરમપદનું ધ્યાન રાખ્યું નહી તો
આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંતવાર ધિક્કાર હો!
જેણે પ્રમાદનો જય કર્યો તેમણે પરમપદનો જય ક્્યોેર્.
(શ્રીમદ્ રાજચંદ્ર)

PDF/HTML Page 13 of 27
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : ૨૨૬
અબંધ સ્વભાવની દ્રષ્ટિથી નિર્જરા:
એક દ્રવ્યના કાર્યમાં બીજા દ્રવ્યને કર્તા
માનવો એ અજ્ઞાનીઓનો વિકલ્પ
ઉપચાર છે–પરમાર્થ નથી.
શ્રી સમયસાર નિર્જરા અધિકાર
ગા–૨૨૦ થી ૨૨૩ ઉપર પૂ. ગુરુદેવના પ્રવચન
જીવોને ધર્મ કેમ થાય તેની રીત આચાર્યશ્રી कुन्दकुन्द ભગવાને સમયસાર શાસ્ત્રમાં સમજાવેલ છે.
આત્મા પોતે સચ્ચિદાનંદ પૂર્ણજ્ઞાન સ્વભાવી છે. તેવો સ્પષ્ટ અભિપ્રાય હોવા છતાં વર્તમાન દશામાં અપૂર્ણતા
અને અશુદ્ધતાને કારણે તેમજ પૂર્વોપાર્જિત કર્મોથી મળેલા સંજોગોને ભોગવતો દેખાય, સંયોગ તરફ લક્ષ જાય
છતાં જ્ઞાની ને તે કોઈ સામગ્રી અને સંજોગો બંધનાં કારણ (નિમિત્ત) બનતા નથી. આવી રીતે જ્ઞાનીને
બહારનાં સંજોગો અજ્ઞાની બનાવી શકતા નથી.
જેમકે શ્વેત શંખ કાળા કીડાંનો આહાર લે અને કાદવમાં પોતાનો નિવાસ રાખે છતાં આવા કાળા
સંજોગોને કારણે શંખ પોતાનું શ્વેતપણું છોડતો નથી. કારણ કે દરેક દ્રવ્ય પોતાની જ શક્તિથી, પોતાને કારણે,
પરિણમે છે. અન્ય દ્રવ્યથી કોઈ કાળે ફેરફાર થતો નથી. અર્થાત્ એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ કરી શકતું નથી.
શાસ્ત્રનાં તાત્પર્યને વિરુદ્ધ રીતે સમજનારા નિમિત્ત કારણને સત્યાર્થ માનવાની ભૂલ કરતાં હોય છે.
ઉપાદાન પોતાની મેળે, પોતાની શક્તિથી પલટે ત્યારે આવું નિમિત્ત હતું એમ જ્ઞાન કરાવવા શાસ્ત્રમાં
નિમિત્તનાં કથનો હોય છે. પરંતુ એ એમ નથી પણ નિશ્ચયનય દ્વારા જે નિરૂપણ છે તેમ સમજવું જોઈએ. જે
જીવ ઉપચારના વ્યવહારના કથનને નિશ્ચયનયના કથનની જેમ સત્યાર્થ માને છે તે ઉપદેશને લાયક નથી.
શ્રી સમયસાર શાસ્ત્રની ગાથા ૧૦પ માં કહ્યું છે કે “આત્મા પર દ્રવ્યનો કર્તા છે.” આવા વચનો
ઉપચાર માત્ર છે. પરમાર્થ નથી. કારણ કે દરેક આત્મા સ્વભાવથી પૌદ્ગલિક કર્મનો નિમિત્ત નહિ હોવા છતાં
પણ, અનાદિકાળથી અજ્ઞાનને લીધે અજ્ઞાન ભાવે પરિણમતો હોવાથી પૌદ્ગલિક કર્મને નિમિત્તરૂપ થતાં
“પૌદ્ગલિક કર્મ આત્માએ કહ્યું” એવો વિકલ્પ જ્ઞાતાસ્વભાવથી ભષ્ટ, વિકલ્પ પરાયણ અજ્ઞાનીઓનો છે. તે
વિકલ્પ ઉપચાર જ છે પરમાર્થ નથી.
હું જ્ઞાનદર્શન આનંદમય સ્વભાવી છું, આવી દ્રષ્ટિ જેને થઈ તે જીવ નવા કર્મ બંધાય તેમાં નિમિત્ત
હોય શકે નહિ, પણ પોતાનાં આવા મૂળ સ્વભાવને ભૂલીને, અજ્ઞાનભાવે પરને પોતાનું માની પરમાં મારૂં
કર્તાપણું, ભોક્તાપણું, પ્રેરકપણું છે એમ માની પ્રવર્તે છે. તેમાં આ જડ કર્મ મેં કર્યું, શરીર આદિ પરના કાર્યમાં
હું નિમિત્ત કર્તા છું, એમ જ્ઞાતા સ્વભાવની દ્રષ્ટિથી જે ભષ્ટ છે, તે માને છે.

PDF/HTML Page 14 of 27
single page version

background image
શ્રાવણ : ૨૪૮૮ : ૧૧ :
ઉપરોક્ત દ્રષ્ટાંત મુજબ શ્વેતશંખ કાદવ વગેરેનાં નિમિત્તમાં હોવા છતાં પોતાનું શ્વેતપણું છોડતો નથી.
કારણ કે ત્રણેકાળે અબાધિત નિયમ એવો છે કે નિમિત્તવડે કોઈને પરિણમાવી શકાતું જ નથી. એક દ્રવ્યને
બીજું દ્રવ્ય અન્યભાવરૂપ કરવાનું નિમિત્ત કારણ બની શકતું નથી. દરેક દ્રવ્ય પોતાની સ્વયં શક્તિથી જ
પરિવર્તન કરે છે. જ્ઞાની સમ્યગ્દ્રષ્ટિને અંતરંગમાં નિત્ય ચૈતન્યનિધાન અસંગ સ્વભાવની દ્રષ્ટિ થઈ છે, તેથી
સંયોગ અને વિકારમાં એકત્વબુદ્ધિ, કર્તાબુદ્ધિ છુટી ગઈ છે. એવા જીવ ચારિત્રની નબળાઈને કારણે પરદ્રવ્યો
(સચિત–અચિત કે મિશ્ર) ભોગવે એમ વ્યવહારે કહેવામાં આવે છે, તો પણ તે તેનો ભોક્તા થતો નથી.
કારણ કે અંતરંગમાંથી પરનું કર્તાપણું ભોક્તાપણું છુટી ગયું છે. સંયોગ તો પૂર્વોપાર્જિત કર્મોના નિમિત્તે આવે
છે. અને સમય પૂરો થયે પોતાને કારણે અળગા થઈ જાય છે. આમ જાણતો જ્ઞાની તેનો ભોક્તા ન થયો તેથી
તેને નવાં કર્મ પણ બંધાતા નથી. પૂર્વનાં પુન્યપાપના ઉદયે મળેલી સામગ્રી જ્ઞાની ભોગવતો દેખાય પરંતુ એ
સામગ્રી વડે જ્ઞાનીની શ્રદ્ધા, અને આંશિક સ્થિરતા અન્યથા થઈ જતાં નથી. માટે જ જ્ઞાનીને પરદ્રવ્યવડે બંધ
થતો નથી.
પ્રશ્ન:– શું નિમિત્ત કારણ (અર્થાત્ વ્યવહાર કારણ) અસત્ય છે?
ઉત્તર:– નિમિત્ત પર વસ્તુ છે ખરી, પરંતુ બીજા દ્રવ્યમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરાવવા સમર્થ
નથી. ઉપાદાનની પોતાની જ શક્તિ વડે ફેરફાર થાય છે. ત્યારે એટલે કે એ ફેરફાર થતી વખતે આવો સંયોગ
હતો, એમ જ્ઞાન કરાવવા તે સંયોગને નિમિત્ત માત્ર અર્થાત્ વ્યવહાર કારણ ગણવામાં આવે છે. પણ ખરેખર
કારણ તે નથી.
દરેક જીવમાં પોતાનામાં અનંત સવળો પુરૂષાર્થ કરવાની શક્તિ છે. અને અનંત અવળાઈ (ઊંધો
પુરૂષાર્થ) કરવાની યોગ્યતા છે. પણ બીજા દ્રવ્યનું કંઈ પણ કરવાની શક્તિ નથી. પુણ્ય પાપ રહિત નિર્વિકાર
એક જ્ઞાયક સ્વભાવની શ્રદ્ધામાં વર્તતા કોઈ જ્ઞાનીને નીચલી દશામાં બાહ્ય સામગ્રી ઘણી હોય અને તેને તે
ભોગવતો દેખાય. પણ તે કાંઈ સંયોગ તેને અજ્ઞાન ભાવે પરિણમાવે એમ બનતું નથી. હું સંયોગોને આધીન
છું. તેમ જ્ઞાની માનતો નથી. જ્ઞાનીના અભિપ્રાયમાં એમ છે કે સંયોગ અને રાગ પોતાનાં કાળે આવે અને
નાશ થઈ જાય. નીચલી દશામાં જ્ઞાનીને અશુભથી બચવા માટે પૂજા, ભક્તિ, દયા–દાનનો રાગ આવ્યા વિના
રહે નહિ. પરંતુ એ રાગની મંદતાના ભાવને જ્ઞાની ધર્મ માની બેસતા નથી. તેમજ જ્ઞાની–સામગ્રીને સ્પર્શે,
સૂંઘે, જુએ, એમ દેખાય. છતાં તેનાં કારણે તેને અજ્ઞાન કે બંધ થતાં નથી. સમસ્ત પરવસ્તુ અને રાગ તે
જ્ઞાનીનું વ્યવહાર જ્ઞેય છે.
શ્રી સમયસાર શાસ્ત્રમાં કહ્યું છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકે નહિ. પરંતુ સંયોગી
બુદ્ધિવાળાને એમ દેખાય છે કે નદીનાં પ્રવાહને માણસ ફેરવી શકે છે. પરંતુ ખરેખર તો જેમાં જે લાયકાત પડી
છે, તે જ તેના કાર્યરૂપ પોતાથી પરિણમે છે. પર દ્રવ્યની સત્તા તથા તેના કારણ કાર્ય આત્માથી ભિન્ન છે. તેથી
અજ્ઞાની કે જ્ઞાની કોઈ પર દ્રવ્યનું કાંઈ પણ કરી શકે નહિ. ક્ષણિક વૃત્તિ ઊઠે પણ તે વૃત્તિ જેટલો–અને જેવો
આત્મા નથી. આત્મા તો ત્રિકાળ જ્ઞાયક છે. સંયોગ–અને વિકારથી નિરપેક્ષ પણે આવો ત્રિકાળ જ્ઞાયક જ છું
એમ શ્રદ્ધા કરે તો અજ્ઞાનના બધાં પક્ષ મટી જાય.
ભગવાનની વાણી તો શું અરે! સાક્ષાત્ ભગવાન પણ આ આત્માથી પરદ્રવ્ય છે. ભગવાન મિથ્યા
શ્રદ્ધાને ફેરવીને સમ્યક શ્રદ્ધા કરાવી આપે એમ બનતું નથી. પરંતુ પાત્ર જીવ પોતાની લાયકાતથી નિર્ણય કરી
યથાર્થ સમજે ત્યારે ભગવાનની વાણી નિમિત્ત કહેવાય. નિશ્ચય દ્રષ્ટિએ તો પોતામાં સર્વજ્ઞસ્વભાવની સત્તાનો
ભાસ થયો ત્યારે ભગવાન આવા છે, એમ બહુમાનનો ભાવ આવે અને તે પોતાના જ કારણે આવે છે.
ભગવાન છે માટે મને આવા ભાવ આવે છે એમ જ્ઞાની માનતો નથી.
પ્રશ્ન:– અંદરમાં માનવું કે ગુરુના ઉપદેશથી લાભ નહિ અને બહારમાં કહેવું કે “ગુરુના ઉપદેશથી લાભ
થયો, આપ ન મળ્‌યા હોય તો અમારૂં શું થાત” એ શું કપટ નથી?

PDF/HTML Page 15 of 27
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : ૨૨૬
ઉત્તર:– કાર્ય તો પોતાની શક્તિની યોગ્યતાથી થાય છે. પણ વિનયમાં વ્યવહારની ભાષાનો એવો જ
મેળ હોય. “હે ગુરુ! આપે આત્મા આપ્યો” એમ વ્યવહારમાં વિનયમય ભાષા આવે પણ શું આત્મા આપી
શકાય છે? નહિ જ. માટે ઉપરોક્ત કથનમાં જરા પણ કપટ નથી.
દરેક દ્રવ્યની પર્યાય પોતાના કારણે પલટે છે. બીજા કોઈ નિમિત્તના કારણે નહિ. પરદ્રવ્યની પર્યાયના
ફેરફારનાં કારણે મારામાં અને મારા કારણે પરમાં ફેરફાર થઈ શકે છે, એમ માનતાં બે દ્રવ્યની એકતા
માનવારૂપ મિથ્યાત્વ થાય છે. એ મિથ્યા અભિપ્રાય છોડાવવા માટે કહ્યું છે કે “હે જ્ઞાની! પરદ્રવ્યને ભોગવ,
તેનાથી બંધ થતો નથી.” પુન્યપાપના ઉદયકાળે સંયોગ આવે અને જાય પણ તેના કારણે જીવને રાગદ્વેષ કે
અજ્ઞાન થઈ જાય એમ બનતું નથી. આ સિદ્ધાંતને સિદ્ધ કરવા પૂજ્ય આચાર્યદેવ દ્રષ્ટાંત આપી સમજાવે છે કે
શંખસચિત–અચિત કે મિશ્ર પર દ્રવ્યને ભોગવે છતાં તેના કારણે તે કાળો થઈ જતો નથી, વળી તે જ શંખ
કાદવ વગેરે ન ખાતો હોય છતાં પોતાની શ્વેતદશાને છોડી સ્વયંમેવ કાળારૂપે પરિણમે છે ત્યારે તે શંખ
પોતાની યોગ્યતાથી તે રૂપે થાય છે. તેમ આત્મા શુદ્ધ સત્યાર્થદ્રષ્ટિ કરે તો પણ પોતાની શક્તિથી જ કરે છે.
અને મિથ્યાદ્રષ્ટિ કરે તો પણ પોતાથી જ કરે છે. બાહ્ય સંયોગોથી નથી કરતો. જ્ઞાની બાહ્ય સંયોગોને
ભોગવતો અથવા નહિ ભોગવતો અંતરમાં પોતે જ સમ્યગ્જ્ઞાન ધ્યેયને ચુકીને અર્થાત્ જ્ઞાયક જ છું એવી દ્રષ્ટિ
છોડીને સ્વયંમેવ અજ્ઞાનભાવે પરિણમે છે. સંયોગોને કારણે નહિ જ.
સર્વત્ર નિજ શક્તિરૂપ ઉપાદાન કારણથી જ કાર્ય થાય છે. અન્ય તો ઉપચાર માત્ર છે. એ વસ્તુ
સ્વભાવનો વિરોધ કરનારા કહે છે કે જડકર્મને જ સર્વત્ર અંતરંગ કારણ લેવું જોઈએ. પણ એમ કહેનારે
સ્વાધીન પણે ઉપાદાનની દ્રષ્ટિ છોડી છે અને નિમિત્તાધીન માનવારૂપ મિથ્યાદ્રષ્ટિ ગ્રહણ કરી છે તેથી તે સર્વત્ર
પરાધીન વસ્તુ માનવા લાગે છે. અંતરંગકારણરૂપ જડકર્મ આત્માને રખડાવે છે એમ માનનાર સ્વયંકૃત
અપરાધથી–અશુદ્ધ ઉપાદાનથી આત્મા પોતે જ રખડે છે એમ નથી માનતો તેથી તેને અનાદિની જે ભૂલ છે તે
ચાલુ રહે છે.
ભૈયા ભગવતિદાસજી કૃત નિમિત્ત ઉપાદાનના સંવાદમાં સ્પષ્ટ સિદ્ધ કર્યું છે કે સર્વત્ર ઉપાદાનથી જ
કાર્ય થાય છે. નિમિત્ત તો માત્ર ઉપસ્થિત હોય છે.
“કેવલી અરુ મુનિરાજ કે પાસ રહે બહુ લોય,
પૈ જાકૌ સુલટયો ધની, ક્ષાયિક તાકો હોય.”
અનંતવાર સાક્ષાત્ કેવળી કે શ્રુત કેવળી પાસે જીવ ગયો પરંતુ પોતાનો ઉપાદાન સુલટયો નહિ તેથી
સંસાર જ ફળ્‌યો, પરંતુ જેણે સવળો પુરુષાર્થ કર્યો તે જીવે ક્ષાયિક સમ્યક્ત્વ પ્રગટ કર્યું.
સર્વજ્ઞ ભગવાનનાં સમોસરણમાં મિથ્યાદ્રષ્ટિ જીવ પણ હોય છે. વાણી કાને પડે છે છતાં અંતરમાં એવો
ખોટો અભિપ્રાય ઘૂંટે છે કે જડ કર્મ કે બાહ્ય સંયોગોને કારણે આત્મા રખડે છે. આવી તેની માન્યતા છે. તેથી
એ માન્યતા પોષાય એવા અભિપ્રાય બાંધે છે; તે જ જીવ જ્યારે ભેદ વિજ્ઞાન વડે સ્વયંજ્ઞાની થાય છે ત્યારે
એમ માને છે કે પોતાનો સ્વભાવ તો રાગાદિ રહિત નિર્મળ જ્ઞાયક પણે પરિણમવાનો છે. જીવ જ્ઞાની કે
અજ્ઞાની સ્વયં થાય છે. કોઈ પર વડે થતો નથી. જીવ જ્યારે અજ્ઞાનભાવે પરિણમે છે ત્યારે તેને પોતાના
અપરાધથી બંધ થાય છે પરના કારણે (–નિમિત્તના કારણે) નહિ જ.
અજ્ઞાની માને છે કે “જીવ જડ કર્મને બાંધે છે. અને જેવા બાંધ્યા હોય તેવો ઉદય આવે છે અને જેવો
ઉદય આવે એવો વિકાર કરવો પડે.” પરંતુ આ માન્યતા ખોટી છે. આવી પરાધીનતા ત્રણ કાળમાં છે જ
નહિ. જીવને વિકાર થાય ત્યારે કર્મ પોતાની શક્તિથી પોતાના કારણે બંધાય એટલું ખરું, પરંતુ ઉદય આવે
ત્યારે વિકાર કરવો પડે એમ બનતું નથી. ભેદજ્ઞાનવડે આત્મામાં શુદ્ધતા પ્રગટ કરવાનો પુરુષાર્થ કરે તો
કર્મનો ઉદય નિમિત્ત ન થાતાં, તે જ્ઞાનમાં જ્ઞેય પણે જણાય છે. માટે એમ સિદ્ધ થયું કે ઉદય આવે તે ઉદયનાં
કારણે છે. અજ્ઞાની આત્મા તે સમયે તે પોતાની યોગ્યતાના–પ્રમાણમાં વિકાર કરે છે. પણ ઉદય હોય તે મુજબ
વિકાર કરવો પડે એમ નથી.
જીવ સ્વયં પોતાની ભુલથી અપરાધી અને ભૂલ ભાંગે તો નિરપરાધી થાય છે પરંતુ કર્મનાં ઉદયથી
અપ–

PDF/HTML Page 16 of 27
single page version

background image
શ્રાવણ : ૨૪૮૮ : ૧૩ :
રાધી અને કર્મના અભાવથી નિરપરાધી થાય છે. એમ નથી. લોકો એમ કહે છે કે “કર્મે જીવને
ભુલાવ્યો.” તો શું જીવ ભુલરૂપે પોતે નથી પરિણમતો? પરિણમે છે. અને જો પોતે જ ભુલરૂપે
પરિણમે છે તો બીજાએ શું કર્યુ? કંઈ જ નહિ. તેથી જીવ પોતે જ ભુલ કરી છે ત્યારે બીજી ચીજને
નિમિત્ત કારણ કહેવાય છે.
શ્રી સમયસાર ગાથા ૮૬ માં કહ્યું છે કે આત્મા પોતાના જ પરિણામનો કર્તા છે. એમ
પ્રતિભાસો અન્યના ભાવોનો કર્તા છે. એમ ન પ્રતિભાસો આત્માની તેમજ જડની (બંનેની) ક્રિયા
આત્મા કરે છે એમ માનનાર દ્વિક્રિયાવાદી મિથ્યાદ્રષ્ટિ છે.
શ્રી પંચાસ્તિકાય ગાથા ૬૨માં કહ્યું છે કે જીવ અને પુદ્ગલની વિકારમાં કે અવિકારમાં બંનેની
ક્રિયા એક જ કાળે વર્તતી હોવા છતાં બંને નિશ્ચયનયે એકબીજાથી તદ્ન નિરપેક્ષપણે પરિણમે છે.
આત્મા અને જડ પદાર્થો સ્વયંસિદ્ધ પરિણામી વસ્તુ છે. દરેક દ્રવ્ય તેની ધારાવાહી પર્યાયપણે
પરિણમે છે. તેના પરિણમનરૂપ પ્રવાહને તોડવા–પલટાવવા કોઈ સમર્થ નથી.
કળશ ૧પ૧:
હે જ્ઞાની! હે ચૈતન્યસ્વભાવના વિલાસી! તારા જ્ઞાતા સ્વભાવમાં શ્રદ્ધા, જ્ઞાન અને રમણતા તે
જ તારો આત્મવ્યવહાર છે. પરને વ્યવહારથી પણ કરી કે ભોગવી શકતો નથી. માટે તારે કદીપણ
પરમાં કર્તૃત્વ કરવું કે માનવું ઉચિત નથી. પરદ્રવ્ય મારૂં નથી છતાં ભોગવું છું એમ માનીશ તો પણ
અપરાધી થઈશ. વળી શાસ્ત્રમાં કહ્યું છે કે પરદ્રવ્યના ઉપભોગથી બંધ થતો નથી.” તો તને પરને
ભોગવવાની ઈચ્છા છે? પરનું હું ભોગવ એ તો અજ્ઞાનમય ઈચ્છારૂપ પરિણામ છે. જે તારૂં નથી તેને
તું ભોગવી જ કેમ શકે? પરમાં કર્તા–ભોક્તાપણું માનનાર કદીપણ સુખી થાય નહિ; જે ચીજ પોતામાં
નથી તેને ભોગવવાનું માને તે અપરાધી છે. માટે જ્ઞાતામાત્ર સ્વભાવમાં નિશ્ચળ રહે, આનંદ સ્વરૂપમાં
વસ (નિવાસ કર) એટલે કે નિજ સ્વરૂપમાં નિર્મળ શ્રદ્ધા, જ્ઞાન કરી સ્થિર થઈ જા. પરમાં
ભોક્તાપણાની ઈચ્છા કરીશ તો ચોક્કસ તું અજ્ઞાનરૂપે થઈને તારા અપરાધથી બંધને પામીશ.
પરવસ્તુથી બંધ નથી, પરંતુ પરમાં કર્તાભોક્તાપણાની ઊંધી વાસનાથી બંધ છે. પરવડે બંધ નથી.
પરંતુ સંયોગમાં ઈષ્ટ અનિષ્ટપણું માનવારૂપ મિથ્યા અભિપ્રાયથી બંધ છે. અજ્ઞાની આત્માને પરવસ્તુ
મેળવવાની કે ભોગવવાની અભિલાષા છે. પરવસ્તુમાં તથા ઈચ્છામાં મીઠાસ અને સુખબુદ્ધિ જેને છે તે
આત્મા ચોક્કસ બંધાશે. હે આત્મા! તું પ્રભુ સચ્ચિદાનંદમૂર્ત્તિ તારા જ્ઞાન પ્રવાહમાં વસ તો બંધ નથી.
પણ તેને ભૂલી ઈચ્છાનાં પ્રવાહમાં વસ્યો તો બંધ છે.
બહારમાં ભલે ત્યાગ દેખાય પરંતુ અંદરમાં કર્તા–ભોક્તાપણાની વાસના જેને હોય તેને બંધ
છે–નિર્જરા નથી. જ્ઞાની સમ્યગ્દ્રષ્ટિ પુરુષાર્થની નબળાઈથી રુચિવિના ઉપભોગમાં જોડાય ત્યાં તેને બંધ
કહ્યો નથી. પરંતુ જો સ્વયં કર્તા થઈ ઈચ્છાથી ભોગવે તો પોતે સ્વયં મિથ્યારુચિ વડે અપરાધી થયો
ત્યાં બંધથાય છે. અહીં અજ્ઞાનીને બંધ કહ્યો છે. જ્ઞાની થયા પછી મિથ્યાત્વ નથી. તેથી અજ્ઞાનકૃત બંધ
નથી એમ સમજવું.

PDF/HTML Page 17 of 27
single page version

background image
મોક્ષગામી
ચક્રવર્તી વજ્રનાભિ
(આદિપુરાણ ઉપરથી)
(ગતાંક ૨૨૪થી ચાલુ)
(ભરત ક્ષેત્રમાં થઈ ગયેલાં શ્રી રૂષભદેવ તીર્થંકરના
પૂર્વભવની આ કથા છે. તેઓશ્રી વજ્રનાભિના ભવમાં
નિર્ગ્રંથ મુનિપદ ધારણ કરી આયુના અંતભાગમાં ઉપશાન્ત
મોહ નામે ૧૧મા ગુણસ્થાને પ્રાણ ત્યાગ કરી સર્વાર્થસિદ્ધિ
પૂર્વક વૈરાગ્ય ભાવનાનું ચિન્તન પણ કરતા હતા, તેમાં
આચાર્યદેવ કહે છે કે– સંસારમાં લોકો જેને સુખ માને છે તે
સુખ નથી કેમકે આ વિષયો સ્વપ્નમાં દેખાતા ભોગો
સમાન ક્ષણભંગૂર, અને દગો દેનારા છે, એના માટે
નિરન્તર આર્તધ્યાનમાં રહેવાવાળાને એ વિષયોથી સુખ
કેવી રીતે પ્રાપ્ત થઈ શકે.)
ભાવાર્થ:– પહેલાં તો ઈચ્છાનુસાર વિષય સામગ્રી બધાંને પ્રાપ્ત થતી નથી, તેથી એની પ્રાપ્તિ માટે
નિરંતર આર્તધ્યાન કરવું પડે છે. વળી પ્રાપ્ત થઈને સ્વપ્નમાં દેખેલા ભોગો સમાન તુરત જ નાશ પામી
જાય છે. આથી નિરંતર ઈષ્ટના વિયોગથી જન્મતું આર્તધ્યાન થયાં જ કરે છે. આ પ્રકારે વિચાર કરવાથી
માલૂમ પડે છે કે વિષય સામગ્રી કોઈને સુખનું કારણ નથી. પ્રથમ તો આ જીવ વિષયોને એકઠાં કરવામાં
મહાન દુઃખને પ્રાપ્ત થાય છે અને એકઠા થયાં પછી તેની રક્ષા કરવાની ચિંતા કરતો થકો અત્યંત દુઃખી
થાય છે. ત્યાર પછી આ વિષયો નષ્ટ થઈ જવાથી અપાર દુઃખને પામે છે કારણકે પહેલાં ભોગવેલાં
વિષયોનું વારંવાર સ્મરણ કરીને આ જીવ ઘણો જ દુઃખી થાય છે જે વિષયોનું સેવન કરવાથી સંસારનો
નાશ થતો નથી, જે નાશવંત છે અને જેનું સેવન જીવોના સંતાપને દૂર કરી શકતું નથી એવા આ
વિષયોને ધિક્કાર છે. જેવી રીતે ઈંધનથી અગ્નિની જ્વાલા ઓલવાતી નથી અને નદીઓના પૂરથી
સમુદ્રની તૃષ્ણા દૂર થતી નથી એવી રીતે ભોગવેલા વિષયોથી જીવોને તૃષ્ણા કદી પણ શાંત થતી નથી.
જેવી રીતે ખારું પાણી પીઈને મનુષ્ય વધારે તરસ્યો થાય છે તેવી રીતે આ જીવ વિષયોના સંભોગથી
એથી ઘણી વધારે તૃષ્ણાને પ્રાપ્ત થાય છે. અહો! જેનો આત્મા પંચેન્દ્રિયોના વિષયોને આધીન થઈ રહ્યો
છે, જે વિષયોરૂપી માંસની તીવ્ર લાલસા રાખે છે અને જે અચિંત્ય દુઃખને પ્રાપ્ત થઈ રહ્યો છે એવા
વિષયથી જીવને

PDF/HTML Page 18 of 27
single page version

background image
શ્રાવણ : ૨૪૮૮ : ૧પ :
મહાન દુઃખ છે.
જંગલોમાં રહેતા મોટા મોટા હાથી કે જે પોતાના ઝૂન્ડના નાયક હોય છે અને અતિ મદોન્મત્ત હોય છે
તેઓ પણ હાથણીના સ્પર્શથી મોહિત થઈ ખાડામાં પડી દુઃખી થાય છે.
જેનું પાણી ખીલેલાં કમળોથી અત્યંત સ્વાદિષ્ટ થઈ રહ્યું છે એવાં તળાવમાં પોતાની ઈચ્છાનુસાર
ગમન કરવાવાળી માછલી કાંટાને લાગેલાં માંસની અભિલાષાથી પ્રાણ ગુમાવે છે.
મદોન્મત હાથીઓના મદની વાસ ગ્રહણ કરવાવાળો ભમરો ગુંજારવ કરતો થકો હાથીઓના કાનરૂપી
વીંઝણાના પ્રહારથી મૃત્યુને આમંત્રણ આપે છે–મરી જાય છે.
પતંગિયું પવનથી ફેલાતી દીવાની જ્યોતમાં વારંવાર ઝંપલાવી પડે છે જેનાથી એનું શરીર શાહી
સમાન કાળું થઈ જાય છે અને ઈચ્છા ન હોવા છતાં પણ મૃત્યુને શરણે થાય છે.
આ રીતે જે હરણીઓ જંગલમાં પોતાની ઈચ્છાનુસાર જ્યાં ત્યાં ઘુમે છે તથા કોમળ અને સ્વાદિષ્ટ
પાનનાં અંકુર ચરીને પુષ્ટ રહે છે તે પણ શિકારીના ગીતોમાં આસક્ત થવાથી મૃત્યુ પામે છે.
આ પ્રમાણે જ્યારે સેવન કરવામાં આવેલાં એકએક ઈન્દ્રિયવિષય અનેક દુઃખોથી ભરેલાં છે તો
પછી સમસ્ત રીતે સેવન કરવામાં આવેલાં પાંચે ઈન્દ્રિયોના વિષયોનું શું કહેવું? જેવી રીતે નદીઓના
પ્રવાહથી ખેંચાયેલા પદાર્થ કોઈ ઊંડા ખાડામાં પડીને એ ભંવરમાં ફર્યા કરે છે એવી જ રીતે ઈન્દ્રિયોના
વિષયોથી ખેંચાયેલો આ જીવ નરકરૂપી ઊંડા ખાડામાં પડીને દુઃખરૂપી ભંવરોમાં ફર્યા કરે છે અને દુઃખી
થાય છે. વિષયોથી ઠગાયેલો આ મુર્ખ આત્મા પહેલાં તો અધિક ધનની ઈચ્છા કરે છે અને એ ધનને માટે
પ્રયત્ન કરતી વખતે દુઃખી થઈ અનેક કલેશને પ્રાપ્ત થાય છે એ સમયે કલુષિત હોવાથી તે મહાન દુઃખી
થાય છે. જો કદાચિત્ મનગમતી વસ્તુઓની પ્રાપ્તિ ન થઈ તો શોકને પ્રાપ્ત થાય છે અને જો મનગમતી
વસ્તુ પ્રાપ્ત પણ થઈ ગઈ તો એનાથી સંતુષ્ટ નહીં થતાં જેથી ફરીને પણ એ દુઃખને માટે દોડે છે.
આ પ્રકારે આ જીવ રાગ–દ્વેષ–મોહથી પોતાના આત્માને ખરાબ કરી એવા કર્મોનો બંધ કરે છે
કે જે ઘણી મુશ્કેલીથી છૂટે છે. અને જે કર્મ બંધના કારણે આ જીવ પરલોકમાં અત્યન્ત દુઃખી થાય છે.
આ કર્મ બંધના કારણે જ આ જીવ નર્કાદિ દુર્ગતિઓમાં દુઃખમય સ્થિતિ ને પ્રાપ્ત થાય છે અને ત્યાં
લાંબા સમય સુધી અતિશયનિંદનીક મહાન દુઃખ ભોગવતો રહે છે. ત્યાં દુઃખી થઈને આ જીવ ફરી પણ
વિષયોની ઈચ્છા કરે છે. અને એને પ્રાપ્ત કરવામાં તીવ્ર લાલસા રાખતો થકો અનેક ખરાબ કામ કરે
છે. જેથી દુઃખ દેવાવાળા કર્મોનો ફરી પણ બંધ કરે છે. આ પ્રકારે દુઃખી થઈને ફરીને પણ વિષયોની
ઈચ્છા કરે છે. એને માટે ખરાબ કામ કરે ખોટા કર્મોનો બંધ કરે છે અને એના ઉદયથી દુઃખ ભોગવે છે
આ પ્રકારે ચક્રરૂપે પરિભ્રમણ કરતો થકો જીવ અતિપ્રયત્ને તરી શકાય એવા સંસારરૂપી અપાર
સમુદ્રમાં પડે છે.
એટલા માટે આ સમસ્ત અનર્થ પરંપરાને મિથ્યા માન્યતા તથા વિષયોની ઈચ્છાથી ઉત્પન્ન
થયેલી માનીને, પ્રથમ તો મિથ્યાત્વરૂપી મહાપાપ છોડવા માટે જિનેન્દ્ર કથિત નિશ્ચય સમ્યગ્દર્શન પામવું
જ જોઈએ અને અતિ દુઃખ દેવાવાળા વિષયોમાં પ્રેમનો ત્યાગ કરી દેવો જોઈએ. વળી પુરુષવેદ, સ્ત્રીવેદ
અને નપુંસકવેદ એ ત્રણે વેદોનો સંતાપ અનુક્રમે ઘાસની અગ્નિ, અડાયા છાણાની અગ્નિ અને ઈંટોની
અગ્નિ સમાન માનવામાં આવે છે. ત્યારે એ વેદોને ધારણ કરવાવાળો જીવ સુખી કેવી રીતે હોઈ શકે?
એટલા માટે હે! શ્રેણિક તું નક્કી કર કે અહમિન્દ્ર દેવોનું જે પ્રવીચાર (મૈથુન) રહિત દિવ્ય સુખ
છે. તે અસ્થાયી વિષયથી ઉત્પન્ન સુખથી જુદી જાત છે. આ ઉપર કહેલા કથનથી સિદ્ધોનાં એ સુખનું
પણ કથન થઈ જાય છે કે જે વિષયોથી રહિત છે–પ્રમાણ રહિત છે–અંત રહિત છે. ઉપમા રહિત છે. અને
કેવળ આત્માથી જ ઉત્પન્ન થાય છે. સ્વર્ગલોક અને મનુષ્ય લોક સંબંધી ત્રણે કાળનું એકઠું કરેલું સુખ
છે, તે સિદ્ધ પરમેષ્ઠીનાં એક ક્ષણના

PDF/HTML Page 19 of 27
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : ૨૨૬
સુખ બરાબર પણ નથી. સિદ્ધોનું તે સુખ ફકત આત્માથી જ ઉત્પન્ન થાય છે. બાધા રહિત છે; કર્મોનાં
ક્ષયથી ઉત્પન્ન થાય છે; પરમ આનંદરૂપ છે; અનુપમ છે; અને સૌથી શ્રેષ્ઠ છે.
જે સિદ્ધ પરમેષ્ઠી બધા પરિગ્રહોથી રહિત છે; શાંત છે અને અભિલાષારહિત છે, જ્યારે તેઓ સુખી
માનવામાં આવે છે, તો અહમિન્દ્રપદમાં તો સુખ પોતાની મેળેજ સિદ્ધ થાય છે.
ભાવાર્થ:– મોક્ષનું સુખ અને અહમિન્દ્રનું સુખ એ બન્નેમાં મહા અંતર છે. તો પણ શ્રેષ્ઠતા બતાવવા માટે
અહમિન્દ્રનાં સુખને મોક્ષનાં સુખની સમાન બતાવ્યું છે. આ સંસારમાં જીવોને જે સુખદુઃખ થાય છે તે બન્ને
પોતપોતાના કર્મબંધથી મળેલા વિષયોમાં લીનતા અનુસાર થયા કરે છે. એવું શ્રી અર્હંત ભગવાને કહ્યું છે.
જેવી રીતે ખાધેલું એક જ અનાજ મધુર અને કડવા રૂપથી બે પ્રકારનો રસ આપે છે. (જોવામાં આવે
છે) એવી રીતે એ પુન્ય અને પાપરૂપી કર્મોનો પણ ક્રમથી સુખદાયી અને દુઃખદાયી વિપાક (ફળ) જોવામાં
આવે છે. પુન્યકર્મોનું ઉત્કૃષ્ટ ફળ સર્વાર્થસિદ્ધિમાં અને પાપકર્મોનું ઉત્કૃષ્ટ ફળ સાતમી નરકનાં નારકીઓને
જાણવું જોઈએ. પુન્યનું ઉત્કૃષ્ટ ફળ પરિણામોને શાંત રાખવાથી, ઈન્દ્રિયોને દમન કરવાથી અને નિર્દોષ
ચારિત્રપાલન કરવાથી પુણ્યાત્મા જીવોને પ્રાપ્ત થાય છે. અને પાપનું ઉત્કૃષ્ટફળ પરિણામોમાં શાંતિ નહીં
રાખવાથી, ઈન્દ્રિયોનું દમન નહીં કરવાથી તથા નિર્દોષ ચારિત્ર પાલન નહી કરવાથી પાપી જીવોને પ્રાપ્ત થાય
છે. જેવી રીતે ઘણાં જ અલ્પકાળમાં જિનેન્દ્ર લક્ષ્મી (તીર્થંકરપદ) પ્રાપ્ત કરવાવાળા આ વજ્રનાભીએ શમ,
દમ અને ચારિત્રની વિશુદ્ધિ માટે આળસ રહિત થઈ શ્રી જિનેન્દ્રદેવની કલ્યાણ કરવાવાળી આજ્ઞાનું ચિંતવન
કર્યું હતું એ જ પ્રકારે અનુપમ સુખના અભિલાષી દુઃખના ભારને છોડવાની ઈચ્છા કરવાવાળા બુદ્ધિમાન
વિદ્વાન પુરુષોએ પણ નિશ્ચય સમ્યગ્દર્શન–જ્ઞાન અને શાન્તિપૂર્વક શમ, દમ અને યમની વિશુદ્ધિને માટે
આળસરહિત થઈ કલ્યાણકારી શ્રી જિનેન્દ્રદેવની આજ્ઞાનું ચિંતવન કરવું જોઈએ. અને નિરન્તર સર્વજ્ઞ
વીતરાગ કથિત સ્વતંત્રતા, યથાર્થતા અને વીતરાગતાનું ગ્રહણ કરવામાં સાવધાન રહેવું જોઈએ.
મોક્ષનું કારણ.
શ્રી અમૃતચંદ્રાચાર્યકૃત પુરુષાર્થ સિદ્ધિ ઉપાય નામે શ્રાવકાચારમાં કહ્યું છે કે–
दर्शन नमात्मविनिश्वितिरात्मपरिज्ञानमिष्यते बोधः।
स्थितिरात्मनि चारित्रं कुतः एतेभ्यो भवति बन्धः।। २१३।।
અર્થ:– પોતાના આત્માના સ્વરૂપનો વિનિશ્ચય તે સમ્યગ્દર્શન છે,
આત્મસ્વરૂપનું પરિજ્ઞાન (વિશેષ જ્ઞાન) તે સમ્યગ્જ્ઞાન છે તથા આત્મસ્વરૂપમાં લીન
થવું તે સમ્યગ્ચારિત્ર છે. એ ત્રણે આત્માનું જ સ્વરૂપ છે, તેનાથી બંધન કેમ થાય?
ન જ થાય.
ભાવાર્થ:– રત્નત્રય (નિરૂપણ અપેક્ષાએ) બે પ્રકારે છે.
(૧) દેવશાસ્ત્રગુરુ તથા સાતતત્ત્વોનું શ્રદ્ધાન વ્યવહાર સમ્યગ્દર્શન છે અને
તત્ત્વોનું સ્વરૂપ જાણી લેવું તે વ્યવહાર સમ્યગ્જ્ઞાન છે તથા અશુભ ક્રિયાઓથી
પ્રવૃત્તિને હઠાવીને શુભ ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરવી તે વ્યવહાર સમ્યગ્ચારિત્ર છે, એ તો
થયાં વ્યવહાર રત્નત્રય,
(૨) આત્મસ્વરૂપનું શ્રદ્ધાન તે નિશ્ચય સમ્યગ્દર્શન તથા આત્મસ્વરૂપનું
જ્ઞાન તે નિશ્ચય સમ્યગ્જ્ઞાન અને આત્મામાં પરિણમન તે નિશ્ચય સમ્યગ્ચારિત્ર–આ
નિશ્ચય રત્નત્રય છે. તે જીવોને કર્મોથી છૂટવાનું (મોક્ષનું) કારણ છે, કિન્તુ કર્મોનાં
બંધનું કારણ નથી.

PDF/HTML Page 20 of 27
single page version

background image
શ્રાવણ : ૨૪૮૮ : ૧૭ :
જ્ઞાની જ્ઞાનના
જ કર્તા છે
જ્ઞાની અબંધપરિણામી છે; અબંધપરિણામી એવા જ્ઞાનીના
જ્ઞાનમયપરિણામ કર્મ વગેરેનાં નિમિત્ત પણનથી–એમ
સમજાવીને જ્ઞાનીની અલૌકિક દશાનું સ્વરૂપ અહીં ઓળખાવ્યું છે.
(સમયસાર ગાથા ૧૦૦ તથા ૧૦૧ ઉપર પૂ. ગુરુદેવના પ્રવચનોમાંથી)
આ કર્તાકર્મ અધિકારમાં આત્માનું પરદ્રવ્ય અને પરભાવોનું અકર્તાપણું બતાવીને એકલો
જ્ઞાયકસ્વભાવ બતાવે છે; તે જ્ઞાનસ્વભાવની સન્મુખતા વડે સમ્યગ્દર્શનાદિ નિર્મળભાવોની ઉત્પત્તિ થાય
છે, તેના ધર્મી કર્તા છે, અને તે જ ધર્માત્માનું કાર્ય છે.
ધર્મી જીવ પોતાના નિર્મળભાવોમાં વ્યાપે છે, એટલે તે નિર્મળભાવ સાથે તો વ્યાપ્ય–વ્યાપકભાવે
કર્તાપણું છે; અજ્ઞાની મલિનભાવો કરીને તેનો કર્તા થાય છે. પરંતુ પરદ્રવ્યની પર્યાયમાં તો કોઈ આત્મા
વ્યાપતો નથી, એટલે પરનું કર્તાપણું તો છે જ નહિ.
હવે કોઈ પૂછે કે આત્મા પરમાં વ્યાપક થઈને તેને ભલે ન કરે, પરંતુ નિમિત્તપણે તો પરનો કર્તા
છે ને? નિમિત્ત–નૈમિત્તિક ભાવથી તો કર્તાકર્મપણું છે ને?–તો તેનો ઉત્તર આપતાં આચાર્યદેવ ૧૦૦ મી
ગાથામાં કહે છે કે ભાઈ, જ્ઞાનસ્વભાવી આત્મા ખરેખર નિમિત્તપણે પણ પરનો કર્તા નથી. વિકારને
ખરેખર આત્મા કહેતા નથી, નિર્મળપર્યાયમાં અભેદ થયો તેને જ આત્મા કહીએ છીએ, ને એવો
‘આત્મા’ પરસન્મુખ નહિ પરિણમતો થકો કર્મ વગેરે પરનો નિમિત્ત પણ થતો નથી. આ ગાથામાં
અદ્ભુત અલૌકિક વાત છે.
* પ્રથમ, ઉપાદાનપણે તો આત્મા આઠ ધર્મ વગેરે પરદ્રવ્યની પર્યાયનો કર્તા નથી.
* બીજું, આત્મા જો સ્વભાવથી કર્મ વગેરે પરનો નિમિત્ત હોય તો પરનું નિમિત્તપણું ત્રણે કાળ
રહ્યા જ કરે, એટલે સદાય પરની સન્મુખતા રહ્યા જ કરે, ને સ્વભાવમાં અભેદ થવાનો પ્રસંગ ન રહે.
* યોગ અને વિકારી ઉપયોગ તે કર્મના નિમિત્ત છે, પરંતુ જ્ઞાની ધર્માત્મા તો તે યોગ અને
વિકારી ઉપયોગના પણ કર્તા નથી, તો પછી તે કર્મના નિમિત્તકર્ત્તા કેમ હોય? નિર્મળ ઉપાદાનમાંથી
વિકારનું કર્ત્તાપણું છૂટી ગયું છે, તેથી વિકારના નિમિત્તે બંધાતા કર્મનું નિમિત્તકર્તાપણું પણ તે
ધર્માત્માને છૂટી ગયું છે.
* અજ્ઞાનીના ક્ષણિક યોગ અને વિકારી ઉપયોગ જ કર્મના નિમિત્ત છે, પણ તે વિકારને ખરેખર
આત્મા કહેતા નથી.