Atmadharma magazine - Ank 227
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 25
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૯
સળંગ અંક ૨૨૭
Version History
Version
Number Date Changes
001 Apr 2004 First electronic version.

PDF/HTML Page 2 of 25
single page version

background image
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
વર્ષ ૧૯ અંક ૧૧) તંત્રી જગજીવન બાઉચંદ દોશી (ભાદરવા: ૨૪૮૮
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
અપૂર્વતાની વાત સાંભળતા જ આનંદ
હે ભવ્ય! તેં તારી મહાનતા સાંભળી નથી. તું અશરીરી,
અરાગી, અતીન્દ્રિયજ્ઞાનસ્વરૂપ છો, તેનાથી વિરુદ્ધ એવા પુણ્ય–પાપ
રાગાદિ અને તેમાં કર્તૃત્વ મમત્વને છોડી નિર્ણય કર કે મારો
ધુ્રવજ્ઞાયક સ્વભાવ એકલો પૂર્ણ આનંદસ્વરૂપ છે, દેહાદિ રાગાદિરૂપે
હું નથી માટે તેના આશ્રયે મારૂં હિત નથી. અહો!! મારો આત્મા જ
ઉત્તમ, મંગળ અને શરણરૂપ છે, તેમાં સ્વાશ્રયની દ્રષ્ટિ લગાડયા
વિના બીજા કોઈ પ્રકારે કલ્યાણ થતું નથી.
અંદર ધુ્રવધામમાં નિજ મહિમાને અવલોકે તો જ અસત્યનો
આગ્રહ છૂટી, નિત્ય શરણરૂપ એવા નિજપરમાત્મામાં આશ્રય અને
વિશ્રામ મળે.
જેનાથી કલ્યાણ થાય એવા ભૂતાર્થ સ્વરૂપનો પક્ષ કદી કર્યો
નથી અને જેના આશ્રયે કદી કલ્યાણ નથી એવા રાગાદિ
વ્યવહારનો પક્ષ કદી છોડયો નથી. માટે હે ભવ્ય! તારે તારૂં હિત
કરવું હોય તો વ્યવહાર –નિમિત્તનો પક્ષ એટલે કે તેના આશ્રયે લાભ
માનવાનો પક્ષ છોડી. એકાન્ત હિતનું કારણ એવા આ ચૈતન્યમાં
એકાગ્ર દ્રષ્ટિ કર, તેનો જ આશ્રય કર, ચૈતન્ય સ્વભાવ નિત્ય નજીક
અને પ્રત્યક્ષ હોવાથી તેનું અવલંબન લેવું સુગમ છે માટે તેનો
આશ્રય કરવાથી જ તારૂં કલ્યાણ થશે આ વાત અપૂર્વ રુચિથી
સાંભળતા જ ભવ્ય જીવને આનંદ ઊછળી જાય છે.
(૨૨૭)

PDF/HTML Page 3 of 25
single page version

background image
આ અંકની વિષય સૂચિ
અપૂર્વતાની વાત સાંભળતા જ આનંદ ટાં પેજ નં. ૧
નિર્ગર્ંથનો પંથ ભવઅંતનો ઉપાય છે. પૃ. ૩
શાશ્વત અકષાય સ્વરૂપની દ્રષ્ટિ ” ૪
સમ્યગ્દ્રષ્ટિ નિઃશંકિત આદિ ગુણ. ” ૮
સુખના ઉપાયની શરૂઆતમાં પણ પ્રજ્ઞાછીણી ” ૧૧
દ્રવ્યોના કારણ–કાર્ય ” ૧પ
અન્ય દ્રવ્ય અન્ય દ્રવ્યને ગુણ (પર્યાય) ઉપજાવી શકતું નથી ” ૨૦
૮ ધર્મ ૨૧
સુવર્ણપુરી–સોનગઢ સમાચાર
પરમ ઉપકારી પૂ. ગુરુદેવ શ્રી સુખશાન્તિમાં બિરાજે છે. સવારે
સમયસારજીમાંથી ૪૭ શક્તિ ઉપર તથા બપોરે શ્રી કવિવર ધનંજય કૃત
વિષાપહાર સ્તોત્ર ઉપર પ્રવચન ચાલે છે.
તા ૨૧–૮–૬૨ ના રોજ સમયસાર ગા. ૪૧પ મી પૂર્ણ થઈ તે દિવસે
શ્રી કુન્દકુન્દાચાર્ય, શ્રી અમૃતચંદ્રાચાર્ય આદિ આચાર્ય દેવનો પરમ મહિમા
બતાવી પૂ૦ ગુરુદેવશ્રીએ સમયસાર (શુદ્ધાત્મા) અને તેની પ્રાપ્તિના અફર
ઉપાયો વિષે અદ્ભુત વર્ણન કર્યું હતું.
આ વર્ષે પ્રૌઢ જૈન દર્શન શિક્ષણ વર્ગમાં હિન્દીભાષી ભાઈઓની સંખ્યા
૧૬૦ ઉપરાન્ત હતી. તે કારણે વર્ગ ચાલુ હતો તે દરમ્યાન પૂ૦ ગુરુદેવ હિન્દી
ભાષામાં પ્રવચનો આપતા હતા રાત્રિ ચર્ચામાં જીજ્ઞાસુઓના અનેક પ્રશ્નોનું
સ્પષ્ટપણે નિરાકરણ કરવામાં આવતું હતું.
જૈન દર્શન શિક્ષણ વર્ગમાં ઉત્તર તથા મધ્ય ભારતથી આવનારા ખાસ
જીજ્ઞાસુ શ્રોતાઓની સંખ્યા ઉપરાંત ગુજરાતી ભાઈઓ હતા. કુલ સંખ્યા
લગભગ ૨૧૦ ઉપર હતી. શિક્ષણ વિભાગમાં ચાર વર્ગ ચાલતા હતા. અને
તેઓ સર્વેએ અત્યંત ઉલ્લાસપૂર્વક અભ્યાસ કર્યો હતો.
ઉત્તમ વર્ગમાં કેટલાક પ્રશ્નો અતિ વિસ્તારથી શાસ્ત્રાધાર સહિત
સમજાવવામાં આવ્યા હતા. તથા જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તરમાળા અને જૈન તત્ત્વ
મીમાંસા ચલાવવામાં આવ્યા હતા. મધ્યમ વર્ગમાં દ્રવ્ય સંગ્રહ તથા જૈન
સિદ્ધાંત પ્રવેશિકા પ્રથમ વર્ગના બે વિભાગ હતા તેમાં જૈન સિદ્ધાંત પ્રવેશિકા
તથા છ ઢાળા ચાલતા હતા.
વિદ્વાનોને ધાર્મીક પર્વ પર અહીંથી મોકલવા માટે બહારગામથી ઘણી
માગણીઓ આવેલ અને નવ શહેરોમાં મોકલવાની વ્યવસ્થા થઈ શકી છે.

PDF/HTML Page 4 of 25
single page version

background image
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
નિર્ગ્રંથનો પંથ ભવ
અંતનો ઉપાય છે
ત્રિકાળ નિર્વિકાર જ્ઞાતા સ્વરૂપના અવલંબન વડે ક્ષણિક વિકારથી
પોતાને ભેદજ્ઞાન થઈ શકે છે. ભવનું કારણ વિકાર છે. નિત્ય એકરૂપ સામાન્ય
સ્વભાવમાં વિકાર નથી માટે ઉપાદેયરૂપ નિજ અખંડ સ્વરૂપની નિર્વિકલ્પ
શ્રદ્ધા કરવાથી સમસ્ત સંસારની રુચિ છૂટી જાય છે. બેહદજ્ઞાયક સ્વભાવ ઉપર
એકત્વની દ્રષ્ટિથી જાગ્યો તે અલ્પકાળમાં વિકાર ટાળી મોક્ષ લેશે.
જ્ઞાની ચિંતવે છે કે હું પરિપૂર્ણ જ્ઞાયક સ્વભાવી આત્માનો સદા આદર
કરનારો છું, સ્વપ્નામાં પણ અસત્ (તત્ત્વથી વિરુદ્ધ) ભાવનો આદર કરનારો
નથી. સર્વ વિભાવથી જુદો જે ત્રિકાળ નિર્મળ સ્વભાવ તે જ હું છું, એવી
નિઃશંક રુચિ સાધક જીવને નિરન્તર વર્તે છે. તેને વિકલ્પનું વ્યવહારનું જરાય
આલંબન નથી. દ્રષ્ટિ બધા ભેદ (વ્યવહાર) ઉપરથી ઉઠાવીને એકરૂપ પૂર્ણ
સ્વભાવમાં સ્થાપી, પછી ભવનાં કારણોમાં–ક્ષણિક વિકારમાં ઉત્સાહ રહેતો
નથી.
શુદ્ધિનું કારણ અખંડ સ્વવસ્તુનો આશ્રય છે. સ્વાશ્રયના જોરે વિકલ્પ
તૂટે છે.
સ્વરૂપમાં ઉગ્ર અવલંબન રૂપ એકાગ્રતાના બળથી ચારિત્ર પ્રગટે છે.
મુનિને વારંવાર છઠું સાતમું ગુણસ્થાન આવે છે. મહાવ્રતાદિના વિકલ્પ આવે
છે તેમાં તેઓ મોક્ષમાર્ગરૂપ ધર્મ માનતા નથી. મુનિદશામાં કે તે પહેલાં
શુભરાગ આવે છે તે આત્માને હિતકર છે, મદદગાર છે એમ તેઓ માનતા
નથી. પણ નિજ કારણ પરમાત્મામાં નિર્મળ શ્રદ્ધા–જ્ઞાન–લીનતા રૂપે,
એકાકારપણે, નિર્વિકલ્પ આનંદ રસને મોક્ષમાર્ગ માને છે ને તેમાં વર્તે છે એવા
નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે.
યથાર્થ દ્રષ્ટિ અને વિપરીત દ્રષ્ટિનો આધાર તથા તેનું ફળ
યથાર્થ દ્રષ્ટિનો આધાર આત્મા છે તેનું ફળ શુદ્ધ સિદ્ધ દશા છે;
વિપરીતદ્રષ્ટિનો આધાર અજ્ઞાનભાવ છે અને તેનું ફળ સંસારમાં એકેન્દ્રિય
દશા છે. આ સંસારરૂપી રથને મિથ્યાત્વરૂપી ધુરી છે અને પુણ્ય–પાપરૂપી બે
ચક્ર છે.
(પૂ. ગુરુદેવ)

PDF/HTML Page 5 of 25
single page version

background image
: ૪ : આત્મધર્મ : ૨૨૭
શાશ્વત અકષાય સ્વરૂપની દ્રષ્ટિના
બળથી સમ્યગ્દ્રષ્ટિને વીરતા, ધીરતા
અને સાતભય રહિતપણુ
સમયસાર નિર્જરા અધિકાર ગા. ૨૨૮ ઉપર
પૂ. ગુરુદેવનાં પ્રવચનો સોનગઢ તા. ૧૭–૪–૬૨
ભગવાન શ્રી મહાવીરપ્રભુનો જન્મ કલ્યાણક મહોત્સવ ઈન્દ્રાદિ દેવો દ્વારા આજે ઉજવાયેલો. તેનું
સ્મરણ કરી તેમણે જે સુખનો ઉપાય કર્યો ને બતાવ્યો તેને આપણે અનુસરીએ તે જ મહોત્સવ ગણાય. શુદ્ધ
જ્ઞાનઘન આત્મામાં નિર્મળ શ્રદ્ધા–જ્ઞાન–એકાગ્રતારૂપ સઘળા પુરુષાર્થની શરૂઆત ચોથા ગુણસ્થાનથી થાય છે.
સમ્યગ્દ્રષ્ટિને સુખ સ્વભાવી જ્ઞાનચેતનાનું સ્વામીત્વ અને અનુભવ હોવાથી સાત પ્રકારના ભય હોતા
નથી.
સમ્યગ્દ્રષ્ટિને અવિનાશી ચૈતન્યધુ્રવસ્વભાવની દ્રષ્ટિ હોવાથી તેને કોઈપણ પ્રકારનો ભય હોતો નથી.
નિત્ય નિર્ભય બેહદ અકષાય સ્વરૂપ હું છું એમ અવિનાશીના આલંબનના બળથી તેને નિર્જરા એટલે અંશે
શુદ્ધિની વૃદ્ધિ, અશુદ્ધિની હાનિ અને દ્રવ્યકર્મનું વિશેષ પ્રકારે ઝરવું–છુટવું થાય છે.
દરેક સમ્યગ્દ્રષ્ટિ સદાય સર્વ કર્મ અર્થાત્ શુભાશુભ રાગની ક્રિયા અને તેના ફળ પ્રત્યે નિરભિલાષપણે
અને અત્યંત નિરપેક્ષપણે વર્તે છે. તેથી ખરેખર તેઓ અત્યંત નિઃશંક દ્રઢ નિશ્ચયવંત અને અત્યંત નિર્ભય છે.
શ્રદ્ધામાં નિર્ભયતા છે, ચારિત્રમાં થોડી નબળાઈના કારણે અમુક દશા સુધી ભય હોય તે ગૌણ છે.
જગતના બધા પદાર્થો અને અસંખ્ય પ્રકારના શુભાશુભ રાગાદિ તે મારાથી ભિન્ન છે, હું તેનાથી પૃથક્
છું, સદાય જ્ઞાતા જ છું એમ અસંગ તત્ત્વનું ભાન, વર્તમાન દશામાં રાગાદિ હોવા છતાં પણ થઈ શકે છે.
ભગવાન આત્મા અસંગ જ્ઞાતા છે. દેહ–મન–વચનની ક્રિયા મારી નથી, મારા આધારે નથી. હું પરનું
કાંઈ કરી શકું નહિ, પરપદાર્થ મારૂં કાંઈપણ કાર્ય કરી શકે નહિ, કોઈ પરવડે મારૂં હિત–અહિત થઈ શકે
નહિ,–એમ સ્વતંત્રતા કબૂલીને પરાશ્રયની શ્રદ્ધા છોડી, સ્વાનુભવ દ્વારા આત્મામાં શ્રદ્ધા–જ્ઞાન અને અંશે
શાંતિ થતાં નિર્જરા થાય છે.
સ્વસંવેદન થતાં સમયે સમયે શુદ્ધિ વધે છે તે અસ્તિ અને અંશે અશુદ્ધિ ટળે છે એટલે કે એટલી
મલીનતા ઉત્પન્ન થતી જ નથી તે નાસ્તિ અપેક્ષાએ ભાવનિર્જરા છે અને અંશે જડકર્મ–દ્રવ્યકર્મનું ખરવું તે
દ્રવ્ય નિર્જરા છે.
સંજ્ઞી તિર્યંચ–પશુ હોય છે તેને નારકીને પણ રાગાદિ અને દેહથી ભિન્ન, કેવળ ચૈતન્યસ્વરૂપ, પૂર્ણજ્ઞાન
ઘનસ્વભાવી છું એવું ભાન થાય છે. શરીરમાં કોઈપણ પ્રકારની સ્થિતિ હો, અવિનાશી આત્મસ્વભાવનો
ભરોસો આવ્યો તેને મરણાદિનો ભય હોતો નથી. જ્ઞાનમાં ભય નથી અને ભયમાં જ્ઞાન નથી.
આચાર્યદેવ મરણ ભયનું કાવ્ય કહે છે.
प्राणोच्छेदमुदाहरंति मरणं प्राणाः किलस्यात्मनो।
ज्ञानं तत्स्वमेव शाश्वतया नोच्छिद्यते जातुचित्।।

PDF/HTML Page 6 of 25
single page version

background image
ભાદરવા : ૨૪૮૮ : પ :
तस्यातो मरणं न किंचनभवेत्तद्भीः कुतो ज्ञानिनो।
निःशंकः सततं स्वयं स सहजं ज्ञानं सदा विंदति।।
પાંચ ઈન્દ્રિય, મન, વચન, કાયબળ, આયુષ્ય, શ્વોસોશ્વાસ એ દસ પ્રાણ કહેવાય છે. સંજ્ઞી પંચેન્દ્રિયને
૧૦ પ્રાણનો સંયોગ હોય છે. તે પ્રાણોના વિયોગને લોકો મરણ કહે છે પણ તે આત્માની ચીજ નથી. આ
આત્માના પ્રાણ તો તેનાથી રહિત અને અવિનાશી સુખ સત્તા, ચૈતન્ય અને બોધ (જ્ઞાન) છે. તે સ્વત:
પોતાથી જ ટકી રહેલા હોવાથી તેનો કદાપિ નાશ થતો નથી માટે આત્માનું મરણ બીલકુલ થતું નથી આવું
જાણતો હોવાથી સમ્યગ્દ્રષ્ટિને મરણનો ભય નથી. તે તો નિઃશંક, નિડર વર્તતો થકો પોતાના જ્ઞાનસ્વરૂપને
નિરન્તર અનુભવે છે.
સંયોગ અને રાગ હોવા છતાં તેને ન સ્પર્શતો નિત્ય જ્ઞાયક સ્વભાવનું સ્પર્શન–અનુભવન કરનારો
હોવાથી તેને નિર્ભયતા હોય છે. મિથ્યાદ્રષ્ટિને તે હોતી નથી. કદી બાહ્યમાં તે નિર્ભય દેખાય છતાં પરાશ્રયમાં
નિમિત્તાધીનપણામાં દ્રષ્ટિ હોવાથી અંતરમાં તે સદા ભયભીત છે. પરાધીનતાની દ્રષ્ટિવાળો સદા બંધાય જ છે,
સ્વાધીનતાની દ્રષ્ટિવાળો છુટે છે અર્થાત્ નિઃશંક જ્ઞાનમાં વર્તે છે.
આકસ્મિક ભયનું કાવ્ય નાં. ૧૬૦ અર્થ– આ સ્વત: સિદ્ધ જ્ઞાન એક છે, પોતાના અતીન્દ્રિય જ્ઞાનમય
સ્વભાવથી એકમેક અભેદ સ્વરૂપ છે, અચળ છે, પોતાથી છે, પરથી અને પરના આધારે નથી, સદા નિશ્ચલ
છે, તેથી તેમાં બીજાનો ઉદય નથી–પ્રવેશ નથી, માટે આ જ્ઞાનમાં (આત્મામાં) અણધાર્યું એકાએક આડુંઅવળું
કાંઈ પણ થતું નથી. આખું જગત જે રીતે વર્તી રહ્યું છે, વર્તે છે અને વર્તશે તેમાં કાંઈ નવાઈ જેવું અથવા
અકસ્માત નથી. વસ્તુ અને તેનો સ્વભાવ સદા સ્વતંત્ર હોવા છતાં સંયોગને જ જોનારા એમ માને છે કે
પરપદાર્થ–શરીરાદિમાં આડું અવળું થઈ શકે, એટલે કે થવાનું હોય તે અટકી જાય પણ એ માન્યતા ખોટી છે.
વસ્તુ સ્વત: સિદ્ધ પોતાથી છે અને પરથી નથી, વળી તે અનાદિઅનંત છે, અને તેની શક્તિ પણ
અનાદિઅનંત પોતાથી છે, તેથી તે તેની યોગ્યતાનુસાર તેના ક્રમે વર્તે છે.
વસ્તુ નિત્ય પરિણામી છે કે નહિ? છે તો વ્યવસ્થિત છે કે અવ્યવસ્થિત છે? વસ્તુમાં પરિણમનના
પ્રવાહ એની યોગ્યતાના ક્રમ મુજબ નિયત છે તેને અક્રમ અને આડો અવળો કરી શકાય એવું માનનારાને
વસ્તુની સ્વતંત્રતાની ખબર નથી. કોઈ પદાર્થની અવસ્થાનું અકસ્માત પલટવું થતું જ નથી. વીજળી પડે, સર્પ
કરડે, હાર્ટફેઈલ થાય એ આદિમાં કોઈ અણધાર્યું–અકસ્માત નથી. જેને તેનું જ્ઞાન નથી તે પરવડે એકાએક
અણધાર્યું થયું એમ માની ભયભીત થાય છે.
વસ્તુની યોગ્યતાઅનુસાર થતી વર્તમાન અવસ્થા તે તેની વ્યવસ્થા છે. તેમાં કદી અકસ્માત નથી જ
એમ જ્ઞાની જાણે છે તેથી તે જડ અને ચેતનમાં કાંઈ અણધાર્યું થાય એમ માનતો નથી પણ તેનું આ કાળે
એમ જ હોય એમ માનતો હોવાથી ભયભીત થતો નથી.
નીચલી દશામાં પુણ્યપાપના ભાવ ઊઠે ખરા પણ તેના હોવાપણામાં હું નથી, અને મારા હોવાપણામાં
તે નથી. જ્ઞાતાસ્વભાવમાં રાગાદિ નથી. આવું ભાન જ્ઞાનીને સદા હોય જ છે.
ભગવાન આત્મા અનાદિથી આજ સુધીમાં અનંત અનંતવાર અનંત સંયોગમાં આવ્યો છતાં તેમાં કદી
એકમેક થયો નથી.
રાગ અને સંયોગ બેઉ સંયોગી ચીજ છે, તે આત્માથી પૃથક્ સ્વભાવી–વિરુદ્ધ સ્વભાવી છે તેથી તેનો
ધુ્રવ ચૈતન્ય સ્વભાવમાં પ્રવેશ નથી.
પોતાનામાં તથા અન્ય પદાર્થમાં કાંઈ અણધાર્યું થતું નથી. ભીંત પડે, આગ લાગે, શરીર કપાઈ જાય
એ આદિ અવસ્થા જેમ થવા યોગ્ય હોય તેમ જ થાય છે, તેમાં કોઈ અકસ્માત નથી. કોઈ દ્રવ્ય કોઈ અન્યને
અડતું નથી.
કોઈમાં અણધાર્યું થાય, પરને લીધે આડુંઅવળું થાય એવું ત્રણ કાળ ત્રણ લોકમાં બનતું જ નથી.
ધર્મ એ વસ્તુનો સ્વભાવ છે. તે વર્તમાન નવા પુરુષાર્થથી થઈ શકે છે. શુભાશુભ રાગ અને દેહાદિ
સંયોગ તે હું નથી, હું તો નિત્ય જ્ઞાતા છું એમ પ્રથમ નિર્વિકલ્પ શ્રદ્ધા વડે પરથી છુટો પડી, અંતર જ્ઞાનાનંદમાં
એકાગ્ર

PDF/HTML Page 7 of 25
single page version

background image
: ૬ : આત્મધર્મ : ૨૨૭
થવું તે ધર્મ છે અને તે વડે ધર્મીને સહજ સ્વભાવનો મહિમા વધતો જાય છે અને તેથી ક્ષણે ક્ષણે શુદ્ધતા વધતી
જાય છે.
અવિનાશી, અવિકારી, પરમસુખનું અક્ષયનિધાન પ્રભુ પોતે જ છે. અંતરંગમાં વિદ્યમાન આત્મા પોતે
જ દેવ છે–તેના નિર્મળ શ્રદ્ધા–જ્ઞાન અને ચારિત્રથી સંસારનો પાર પમાય છે.
હું સહજ જ્ઞાનસ્વરૂપ આત્મા છું એમ નિરંતર અનુભવનાર જ્ઞાનીને અજ્ઞાન સંબંધી બંધ થતો નથી,
પણ કર્મોની નિર્જરા થાય છે.
પૂર્ણજ્ઞાન સ્વભાવ જ મારું કાયમી સ્વરૂપ છે, વિકાર જેવો ને જેટલો હું નથી પણ તેનાથી ત્રિકાળ
ભિન્ન છુ એમ જાણનાર જ્ઞાનીને સ્વરૂપમાં ઉગ્રપણે એકાગ્ર થતાં તુરત જ કેવળજ્ઞાન થાય છે.
પુણ્યાદિની ક્રિયા કે વ્રતાદિના શુભભાવ ને અંતરનું સાધન છે એમ નથી. પુણ્યપાપ તો ચૈતન્યથી
વિરુદ્ધ ભાવ છે અને તે નાશવાન છે, સંયોગ અને દેહની ક્રિયા પૃથક્ છે. છતાં તેના આધારે ધર્મ થાય એમ જે
માને તે ચૈતન્યના પ્રાણ હણી રહ્યો છે. નિશ્ચય વીતરાગભાવરૂપ અંતરંગ સાધન હોય તો શુભભાવને
વ્યવહાર સાધન ઉપચારથી કહેવાય છે પણ તે ખરું સાધન નથી.
મોક્ષમાર્ગ બે નથી પણ તેનું નિરૂપણ બે પ્રકારે છે. સાચા મોક્ષમાર્ગરૂપ સત્યાર્થ કાર્યનું કારણ તો
અંતરંગમાં નિજ કારણ પરમાત્મા છે, જે શુદ્ધ નયનો વિષય છે, તેને જાણતો જ્ઞાની નિત્ય નિઃશંક અને નિર્ભય
વર્તે છે.
વસ્તુમાં ભય નથી, જ્ઞાનમાં ભય નથી. નિર્ભય વસ્તુ પોતે જ્ઞાન છે, એમ જે માનતો નથી તે
સંયોગમાં–દેહાદિમાં એકતાબુદ્ધિથી પોતાના અવિનાશી આત્માને ભૂલ્યો છે–તે ભૂલ દુઃખ છે. સંયોગથી કોઈને
સુખ દુઃખ નથી.
મસાણમાં એકલો માણસ જાય તો ઘણો ભય, બે જણ જાય તો ઓછો ભય, હથિયાર લઈને જાય તો
એથી પણ ઓછો ભય લાગે એમ અજ્ઞાની માને છે. જેવી વસ્તુ છે તેને તે રૂપે અજ્ઞાની નથી માનતો, પણ
તેનાથી વિપરીત માને છે તેથી ભયભીત થાય છે. મેરૂ ડગે તોય ધર્મી ડગે નહી કેમકે નિત્ય અવિનાશીના
ભરોસે જાગ્યો કે મારા ચૈતન્યની ધુ્રવ ભૂમિકામાં કોઈનો પ્રવેશ નથી. આમ નિઃશંક હોવાથી જ્ઞાનીને ભય
નથી.
પ્રશ્ન:– અવિરત સમ્યગ્દ્રષ્ટિ આદિને જ્ઞાની કહ્યા છે. તેને શાસ્ત્રમાં ભય કહ્યો છે. ૪–પ–૬–ગુણસ્થાન
સુધી તો પ્રગટપણે બુદ્ધિપૂર્વક ભય થતો જોવામાં આવે છે. ગામમાં રોગ આવે તો ચાલો બહાર જઈએ,
પ્લેગના ઉંદર મસ્ત હોય તો અરે! એને અડશો નહીં. એમ વાણી અને વિકલ્પ આવે છે, ભયથી ભાગે પણ છે
છતાં તેને નિર્ભય કેવી રીતે કહેવો?
ઉત્તર:– જે અલ્પભય છે તે સંયોગના કારણે નથી; પણ ચારિત્રમાં અસ્થિરતા હોવાના કારણે છે. તે
અસ્થિરતા જેટલો હું નથી પણ તેનાથી પૃથક્ અવિનાશી જ્ઞાયક છું એમ નિઃશંકપણે માનનાર જ્ઞાનીને ખરેખર
ભય થતો જ નથી. નબળાઈના પ્રમાણમાં તેને ભય થાય છે પણ તેનું સ્વામીત્વ નથી. અન્ય કોઈ જીવ
બાહ્યમાં ન ડરે, એકલો જંગલમાં રહે માટે જ્ઞાની છે એમ નથી.
શ્રેણિક રાજાને તેનો પુત્ર જેલમાં નાખે છે. શ્રેણિકને ભાન થાય છે કે દેહનાં કાર્ય મારાં નથી, હું દેહરૂપે
નથી, દ્વેષ થયો તે રૂપે હું નથી, સ્વરૂપમાં નિઃશંકતા છે છતાં આપઘાત કરે છે અને દ્વેષ પરિણામથી નરકમાં
જાય છે, ત્યાં પણ જ્ઞાન જ્ઞાનનું કામ કરે છે, અને ચારિત્રમાં અસ્થિરતાનો ભાગ અશુદ્ધતા તે તેનું કામ કરે છે–
બેઉ સ્વતંત્ર ધારા છે. તેનું આયુ ૮૪ હજાર વર્ષનું છે, તેમાં અકસ્માત નથી. ધર્મીજીવ ખરેખર નરકમાં ગયો
નથી તે સમજે છે કે અમે અમારા અસ્તિત્વમાં છીએ, સંયોગ અને વિકારના અસ્તિત્વમાં અમે નથી. ધર્મીનું
માપ સંયોગની દ્રષ્ટિવાળો કરી શકે નહીં, અંતરની દ્રષ્ટિ અને તેનો વિષય અપૂર્વ સમજણથી જણાય એવા છે.

PDF/HTML Page 8 of 25
single page version

background image
ભાદરવા : ૨૪૮૮ : ૭ :
સંયોગી દ્રષ્ટિ અને સ્વતંત્ર સ્વભાવની દ્રષ્ટિ બેઉમાં મહાન અંતર છે.
અજ્ઞાની દયા, દાન, વ્રત, તપ, કરે, પ્રતિકૂળતાને સહન કરે, એકનો એક પુત્ર મરે તોય રડે નહી, આમ
હોવા છતાં તે ધર્મી છે એમ નથી.
શ્રેણીકારાજા માથું પછાડી દેહ છોડે છે, છતાં ધર્મ અને ભેદ વિજ્ઞાન ચાલુ છે. દેહ છોડવા ટાણે પણ
તીર્થંકર નામકર્મ બંધાવું ચાલુ છે. દેહ અને રાગને હું અડ્યો જ નથી, સમસ્ત પરભાવમાં એકતાબુદ્ધિ તોડી છે.
અને ચૈતન્ય અવિનાશીમાં દ્રષ્ટિ જોડી છે તેથી તેને દરેક સમયે સંવર–નિર્જરારૂપી ધર્મ થાય છે.
હવે સમ્યગ્દ્રષ્ટિના નિઃશંકિત આદિ ચિન્હો વિષેની ગાથાઓની સૂચનારૂપે કાવ્ય કહે છે–તેનો અર્થ–
ટંકોત્કીર્ણ એવું જે નિજરસથી સ્વપરપ્રકાશક સામર્થ્યની ભરપૂર જ્ઞાન તેના સર્વસ્વને અનુભવનાર શુદ્ધાત્માને
જ સમસ્તપણે શ્રદ્ધા–જ્ઞાનમાં ગ્રહણ કરનાર સમ્યગ્દ્રષ્ટિને જે નિઃશંક્તિ આદિ નિશ્ચય આઠ ચિન્હો છે તે
(સૂર્યનાં કિરણો અંધકારને હણે છે તેમ) સમસ્ત કર્મને હણે છે, અને વ્યવહાર આઠ અંગ છે તે પુણ્ય બંધનું
કારણ છે.
જ્ઞાની ખાવા બેઠો હોય ત્યારે પણ તેને નિર્જરા છે. અજ્ઞાની ઉપવાસ કરી ધ્યાનમાં બેઠો હોય ત્યારે
પણ હું આ છોડી શકું છું, હું નિમિત્ત છું તો શરીરની ક્રિયા છે એમ માને છે તેથી તેને ક્ષણે ક્ષણે મિથ્યાત્વનું
મહાપાપ બંધાય છે.
બાહ્ય દ્રષ્ટિવાળાને આ સમજવું અઘરૂં પડે એમ છે.
જ્ઞાની રાજ્યમાં બેઠો હોય, લડાઈમાં ઊભો હોય તો પણ એકતાબુદ્ધિએ રાગના ઉદયમાં જોડાતો નથી
તેથી તેને નિરંતર નિર્જરા થાય છે–ચોથા ગુણસ્થાને શ્રેણિક અથવા ભરત ચક્રવર્તી હજારો રાજા વચ્ચે બેઠો
હોય, ખમા અન્નદાતા થતું હોય, એમાં એની દ્રષ્ટિ નથી પણ ચૈતન્ય આનંદકંદ ઉપર દ્રષ્ટિ છે. ત્રણેકાળનાં
પરદ્રવ્યો અને સર્વ રાગાદિ ઊપરથી તેણે દ્રષ્ટિ હઠાવી લીધી છે. સમસ્ત કર્મને હણનારી દ્રષ્ટિ તેને હોવાથી તે
અલ્પકાળમાં કર્મોદય અને અશુદ્ધિતાને તોડીને મુક્ત થશે, શ્રદ્ધામાં તો મુક્ત જ છે.
પુણ્યપાપના વિકલ્પ ઊઠે તે ત્રણકાળમાં મારામાં નથી. અંતર્મુખદ્રષ્ટિ થતાં સંયોગ અને વિકારનું
સ્વામીપણું ઊડી જાય છે, એવી નિઃશંક દ્રષ્ટિનાં બળથી ક્ષણે ક્ષણે જ્ઞાનીને શુદ્ધિ થાય છે.
નિત્ય ચૈતન્ય સ્વભાવના આશ્રયપૂર્વક
અનિત્યભાવના (શ્રી શુભચંદ્રાચાર્ય દેવ)
(શ્રી શુભચંદ્રાચાર્ય દેવ)
નિત્ય વિજ્ઞાનઘન ચિદાનંદમય આ આત્માનો મહિમા બતાવવા માટે માની લીધેલા વૈભવની
અનિત્યતા બતાવે છે.
આ જગતમાં જે કંઈ એશ્વર્યવૈભવ કે જે દેખવામાં તો મોહીજનોને અતિસુંદર દેખાય છે. પણ દેખતાં
દેખતાં જ વાદળાંની જેમ વિલય પામી જાય છે.
જેમ નદીની લહેરો ચાલી જાય છે તે ફરી પાછી આવતી નથી તેમ લૌકિક વિભૂતિ આવી ને ગઈ ફરી
પાછી આવતી નથી. આ પ્રાણી મોહથી ઈષ્ટઅનિષ્ટ માની વૃક્ષા જ હર્ષ વિષાદને ઉત્પન્ન કરે છે. નદીની લહેરો
કદાચ પાછી આવે પણ મનુષ્યોને ગયેલું રૂપ બલાદિ તથા ધર્મ પામવાને યોગ્ય અવસર ફરિ પાછા આવતા
નથી. આ પ્રાણી વ્યર્થ અન્યને આધાર શરણ માની આશા બાંધતો રહે છે. આયુ અને યૌવન કેવા છે કે
અંજલી જળ સમાન તથા પાંદડા પર પડેલા જળબિન્દુ સમાન છે. આ પ્રાણીવૃથા શરીરાદિને કાયમ રાખવાની
ઈચ્છા કરે છે.
મનોજ્ઞ વિષયોના સંયોગ પણ સ્વપ્ન સમાન છે તેમાં મમત્વ થતાં જીવ પોતાનું સર્વસ્વ હારી જાય છે.
મહર્ષિયોએ જીવોને કુળ, કુટુંબ બળ, અલંકાર ધનાદિકને ક્ષણભંગુર વાદળાં સમાન કહેલ છે. આ મૂઢ પ્રાણી
વ્યર્થ જ તેમાં નિત્યની બુદ્ધિ કરે છે.

PDF/HTML Page 9 of 25
single page version

background image
: ૮ : આત્મધર્મ : ૨૨૭
સમ્યગ્દ્રષ્ટિ ને નિઃશંકિત આદિ–
આઠ નિશ્ચય ગુણોદ્વારા નિર્જરા
(સમયસાર ગા. ૨૩૨–૩૩ ઉપર
પૂ. ગુરુદેવનું પ્રવચન સોનગઢ તા. ૨૦–૪–૬૨)
જ્ઞાની નીચેની ભૂમિકામાં હોય કે ઊંચી દશામાં હોય પણ ત્રિકાળી જ્ઞાયકસ્વભાવનો જ આદર કરનાર
હોવાથી હેય (ત્યાગવા યોગ્ય–અશુદ્ધતા) અને ઉપાદેય (–ગ્રહણ કરવા યોગ્ય શુદ્ધતા) ના વિવેકમાં કદી
મુંઝાતો નથી, તેથી તેને અમૂઢ દ્રષ્ટિ હોય છે.
પ્રયોજનભૂત તત્ત્વ જાણ્યા વિના દુઃખનો ઉપાય છોડી, સુખના ઉપાયમાં પ્રવૃત્તિ થઈ શકે નહિ. સાચા
દેવ, શાસ્ત્ર, ગુરુ, જીવાદિ નવતત્ત્વ, છ દ્રવ્ય, સમ્યગ્દર્શનજ્ઞાન, ચારિત્રરૂપ ધર્મ, દ્રવ્ય, ગુણ પર્યાયની
સ્વતંત્રતા, પરથી પૃથક્તા, સ્વભાવની સામર્થતા, હિત અહિતનું સ્વરૂપ, નિમિત્ત નૈમિત્તિક સંબંધ, સ્વતંત્ર
કર્તા, કર્મ, કરણ, આધાર વગેરેનું સ્વરૂપ–એ પ્રયોજન ભૂત તત્ત્વ છે. સર્વજ્ઞ વીતરાગે કહેલાં એ
જીવાદિતત્ત્વોમાં જ્ઞાનીને અયથાર્થ દ્રષ્ટિ થતી નથી. આ કેમ હશે? આ બીજી રીતે કહે છે તેમાં આ સાચું હશે કે
તે? એવી પરીક્ષા કરવામાં તે મુંજાતો નથી. પોતાના હિત–અહિતરૂપ ભાવોને બરાબર જાણતો નિત્ય
નિશંકતા સહિત યથાર્થદ્રષ્ટિને ધારણ કરે છે, તેથી સમ્યગ્દ્રષ્ટિજીવને શુદ્ધિ અનુસાર નિર્જરા થાય છે.
ઉપગૂહન ગુણદ્વારા એ બતાવવામાં આવે છે કે સમ્યગ્દ્રષ્ટિજીવ નિશ્ચયનયથી સિદ્ધપરમાત્માની ભક્તિ
સહિત છે. પંચાસ્તિકાય શાસ્ત્ર ગાથા ૧૬૯માં પણ સિદ્ધિ ભક્તિનું કથન છે. હું ચૈતન્ય જ્ઞાયક બિમ્બ છું તેમાં
સમ્યક શ્રદ્ધા, જ્ઞાન અને એકાગ્રતા તે નિશ્ચય સિદ્ધ ભક્તિ છે અને અર્હંત–સિદ્ધ પરમાત્માને તેમનાં લક્ષણ
દ્વારા જાણી તેમના પ્રત્યે બહુમાન–વિનયરૂપભાવ થવો તે વ્યવહાર સિદ્ધ ભક્તિ છે.
ઉપગૂહન અથવા ઉપબૃંહણ એ સમ્યગ્દર્શનનો ગુણ એટલે કે એ પર્યાય છે. ગુણ તો ત્રિકાળ અપ્રગટ
શક્તિરૂપે જ હોય છે. સમ્યગ્દર્શન પર્યાય છે, ગુણ નથી. કેવળજ્ઞાન પર્યાય છે, ગુણ નથી. એમ અહીં નિશ્ચય
સમ્યગ્દર્શનની સાથે રહેલા નિઃશંકિત્વ, નિઃકાંક્ષિત્વ નિર્વિચિકિત્સા, સ્થિતિકરણ, અમૂઢતા, ઉપગુહન, વાત્સલ્ય
અને પ્રભાવના–એ પર્યાય છે, ગુણ નથી. આ આઠ પ્રકાર ચારિત્ર ગુણની પર્યાયના ભેદ છે.
જે સિદ્ધ ભક્તિ સહિત છે, ઉપગૂહક છે સૌ ધર્મનો,
ચિન્મૂતિ તે ઊપગૂહનકર સમકિત દ્રષ્ટિ જાણવો. ૨૨૩
ચોથા ગુણસ્થાને ત્યાગ ન હોય, પણ મિથ્યાત્વ તથા અનંતાનુબંધી કષાયનો ત્યાગ અને નિર્મળ
સમ્યક્ત્વાદિનું ગ્રહણ તો હોય છે, પણ બાહ્યમાં વિશેષ ત્યાગ ન હોય કેમકે ચારિત્રમાં નબળાઈવશ
અસંયમદશા હોવાથી અસ્થિરતારૂપે ચારિત્ર દોષ ઘણો હોય છે, પણ તેને કરવાની અથવા રાખવાની ભાવના
હોતી નથી, ક્્યારે હું બાહ્ય–અભ્યતંર નિર્ગ્રથ થાઉં એ ભાવના હોય છે.
ગૃહસ્થદશામાં હોય એટલે સંગમાં દેખાતો હોય છતાં અંતરથી સર્વથી ઉદાસ હોય છે, એક સમયમાં પરિપૂર્ણ

PDF/HTML Page 10 of 25
single page version

background image
ભાદરવા : ૨૪૮૮ : ૯ :
એવા ત્રિકાળી સ્વભાવની મહત્તા અને ક્ષણિક વિભાવની તુચ્છતા વડે ચૈતન્યધ્રુવધામ અખંડ એક
જ્ઞાયકભાવમયપણાને લીધે સમસ્ત આત્મશક્તિઓની વૃદ્ધિ કરતો હોવાથી તેને નિર્જરા થાય છે.
મૂળગાથામાં દોષને–સર્વ વિભાવધર્મને ગોપવે છે એમ કહ્યું હતું, અહીં ટીકામાં અસ્તિથી નિર્મળતા
શુદ્ધિની વૃદ્ધિથી ઉપબૃંહણ કહેલ છે.
જેને વર્તમાન વિભાવ અને ત્રિકાળી સ્વભાવનું ભેદજ્ઞાન થયું છે, શુભાશુભ વૃત્તિ ઊઠે તે મારી ચીજ
નથી. અંતરમાં અનંતજ્ઞાન, દર્શન, આનંદ, વીર્યશક્તિ છે તે મારું સ્વ છે. એવા અનંતગુણનિધાન સ્વરૂપને જે
જાણે તે જ્ઞાની છે. આત્મામાં એકાગ્ર થઈ સ્વને પકડવાની તાકાત સહિત જે પ્રગટ થાય છે એ જ્ઞાનની
પર્યાયને સમ્યગ્જ્ઞાન કહેવાય છે.
સમ્યગ્દ્રષ્ટિએ સ્વસન્મુખજ્ઞાનવડે અનંત ગુણના પિંડરૂપ આત્માને લક્ષમાં લઈને નિજશક્તિને
અંતરમાં વાળી છે તેથી નિર્મળ પર્યાય શક્તિ વધતી જાય છે, તેને નિર્જરા કહે છે. ઉપવાસની સંખ્યાના
આધારે નિર્જરા નથી પણ પરિણામ અનુસાર નિર્જરા છે.
ઉપયોગમાં શુભ–અશુભ હોય તે અનુસાર બંધ છે. ગ્રહણ–ત્યાગના વિકલ્પ રહિત, જ્ઞાન દર્શનમય
એકાકાર સ્થિર ઉપયોગ તે શુદ્ધ પરિણામ છે તે અનુસાર નિર્જરા છે. નિત્ય જ્ઞાનસ્વરૂપના આશ્રયે પોતામાં
નિઃશંક થયો તે જીવ હિત–અહિતરૂપ પોતાનાભાવોને બરાબર જાણે છે. સ્વશક્તિને સંભાળી સાવધાન થયો
પછી કોઈનો ડગાવ્યો ડગે નહિ. શક્તિવાનનું જોર–અંદર અભેદ સ્વભાવ ઉપર હોવાથી સમ્યગ્દ્રષ્ટિ
આત્મશક્તિને વધારનાર છે. તેથી તેને પર્યાયમાં નબળાઈના કારણે બંધ થતો હતો તે થતો નથી.
સર્વ ભેદને ગૌણ કરનાર અખંડ જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિમાં એવું જોર વર્તે છે કે કોઈ પણ સમયે ચૈતન્ય
એકરૂપ સ્વભાવથી જે વિરૂદ્ધભાવ તેનો આદર થવા દેતો નથી, તેમજ સ્વસન્મુખજ્ઞાતાપણાની ધીરજમાં
સાવધાન રહે છે તેથી પૂર્વે અજ્ઞાનદશામાં જે પોતાને ભૂલી અંશમાં શુભાશુભરાગમાં પોતાપણું માનતો તેથી
બંધ થતો હતો તે થતો નથી.
દ્રષ્ટિ બદલી કે હું ક્ષણિક નબળાઈ રાગદ્વેષ હર્ષ–શોક જેવો ને જેટલો નથી પણ બેહદ સબળ જ્ઞાન
સ્વભાવી છું, વિકારનો નાશક છું એવા મહાન સામર્થ્યમય અનંતઆત્મબળનું ભાન થતાં પામરતાને કારણે
બંધ થતો હતો તે હવે થતો નથી.
દ્રવ્ય–ગુણ તો સદા પરિપૂર્ણ છે. માત્ર પર્યાયમાં હીનાધિકતા છે, તેને ગૌણ કરી ત્રિકાળી પૂર્ણ છું તે
દ્રષ્ટિથી અભેદનો અનુભવ કરતાં સમ્યગ્દર્શન થાય છે. અકષાય પૂર્ણ આનંદના લક્ષે શુદ્ધિની વૃદ્ધિ થાય છે. જે
પ્રકારે વસ્તુ છે તેનું તે પ્રકારે જ્ઞાન અને માહાત્મ્ય ન આવે તો દુઃખ સાગરમાં બૂડે છે.
ચૈતન્યમાં સંકલ્પ–વિકલ્પની જાળ નથી. નિશ્ચય સ્વભાવ વિકલ્પથી ખાલી છે ને શુદ્ધ સ્વભાવથી
પરિપૂર્ણ છે. એ સ્વભાવની દ્રષ્ટિના બળથી જ્ઞાનીને શુદ્ધિની વૃદ્ધિ ને અશુદ્ધિની હાનિરૂપ નિર્જરા થાય છે.
ગા. ૨૩૩નો ભાવાર્થ:–
પોતાના શુદ્ધ સ્વભાવમાં લીનતા તે સિદ્ધ ભક્તિ છે. ત્રિકાળી શુદ્ધ સ્વભાવમાં દ્રષ્ટિ જોડી એટલે અન્ય
જ્ઞેયો તરફ દ્રષ્ટિ રહી નહિ, અને તેમ થતાં શુદ્ધિની વૃદ્ધિ થાય છે.
આવી વસ્તુસ્થિતિ ભગવાને જોઈ છે. એ દ્રષ્ટિ જેને પ્રગટે તેને નિર્જરા છે.
શુદ્ધ ચૈતન્ય ધ્રુવ ધામ ઉપર જેની દ્રષ્ટિ છે તે ઉપગૃહન આદિ ગુણ વડે શુદ્ધિને વધારનારો છે.
વહેવારમાં કોઈ અલ્પજ્ઞતાનો દોષ દેખી તેનો અનાદાર કરી નાખે એવું ધર્માત્મામાં હોય નહિ.
“સાચું સગપણ સાધર્મી તણું અવર સવિ જંજાળ રે લાલ.
ભવિકજન સાચું સગપણ સાધર્મી તણું રે લાલ.”
ધર્મી જીવને પોતાના ધર્મનું બહુમાન આવ્યું છે તે બીજાના દોષ ગોપવે, ધર્મની નિંદા થાય તેવું કોઈ
કાર્ય તે કરે નહિ. તે પોતાના ગુણ ગોપવે, પણ પોતાના દોષ ગોપવે નહિ, તે બીજાના દોષ ગોપવે છે.
સમ્યગ્દ્રષ્ટિની ભૂમિકામાં આવતા વિકલ્પો તેની યોગ્યતાથી વિરુદ્ધ ન હોય.

PDF/HTML Page 11 of 25
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : ૨૨૭
ભાવાર્થ:– આ રીતે સમ્યગ્દ્રષ્ટિને આત્મશક્તિની વૃદ્ધિ થતી હોવાથી, અજ્ઞાન વડે જે બંધ થતો હતો તે
થતો નથી. કર્મની નિર્જરા છે અને આત્મા પુષ્ટ થાય છે.
આત્મવીર્યની ગતિ ચૈતન્યમાં ઢળી છે તેથી તેની પર્યાય પુષ્ટ થાય છે.
અલ્પજ્ઞતા, રાગ અને નિમિત્તના માહાત્મ્યની દ્રષ્ટિ છોડ અને નિર્વિકાર સર્વજ્ઞ સ્વભાવનું માહાત્મ્ય
કર. એ સમ્યગ્દર્શન પામવાનો ઉપાય છે.
મોક્ષના રાહે ગયો તે મોક્ષની નજીક થાય છે. અલ્પકાળમાં કેવળજ્ઞાન લેવાની તે તૈયારી કરી રહ્યો છે.
સમ્યગ્દ્રષ્ટિને પર્યાયમાં નિર્બળતા છે પણ અભિપ્રાયમાં નિર્બળતા–કાયરતા કે ઓછપ નથી, અભિપ્રાય
તો પૂર્ણ પરમાત્માનો સ્વીકાર કરનાર છે.
પૂર્ણ સર્વજ્ઞ સ્વભાવની રુચિમાં તે વિભાવની રુચિ થવા દેતો નથી. આ રીતે ત્રિકાળ જ્ઞાયક
સ્વભાવના મહિમાની દ્રષ્ટિ થઈ તેમાં અનંત સવળો પ્રયત્ન (ઉદ્યમ) છે.
અસંગ જ્ઞાનાનંદ સ્વરૂપને ઓળખી તેના શ્રદ્ધા–જ્ઞાનનું અનંત બળ દેનારો આ આત્મા છે, એમ જાણી
અંતરમાં સમાવું તે સુખી થવાનો ઉપાય છે.
દુઃખથી મુક્ત થવું હોય તેણે જ્ઞાન–આનંદસ્વભાવની સમીપ આવી જવું, બાકી કોઈ ઉપાય ત્રણકાળ
ત્રણ લોકમાં નથી. સમાધીના યોગ બળથી દેશને દુઃખથી મુકાવી દેશું, સ્વર્ગ નીચે ઉતારશું એવી અન્યમતની
વાતો અજ્ઞાનીને મીઠી લાગે છે. પણ દુઃખ ક્્યાં છે? કેમ થયું છે? તેની તેને ખબર જ નથી. જીવ નિત્ય આનંદ
સ્વરૂપે છે, આનંદ શક્તિનું સત્ત્વ તું છે, તેનાથી વિરુદ્ધતા તે દુઃખ છે. સંયોગથી સુખ કે દુઃખ નથી. તારી
દશામાં ઊંધા પુરુષાર્થથી આનંદ સ્વભાવને તું ભૂલ્યો છે તે દુઃખ છે. પરસન્મુખ દ્રષ્ટિમાં તારા દુઃખનો સાગર
ભર્યો છે. સ્વ સન્મુખ દ્રષ્ટિમાં તારા સુખનો સાગર ભર્યો છે. શરીરમાં ક્ષુધા, તૃષા કે રોગથી દુઃખ નથી, પણ
તારી દશામાં ઊંધી માન્યતાથી દુઃખ છે.
અંતર દ્રષ્ટિ વડે કર્મોદયને જીતે છે એટલે સ્વભાવને પ્રગટ કરે છે એ જ આનંદનો ઉપાય છે.
ગા. ૨૩૪ ટીકા–કારણ કે ધર્મી જીવ ટંકોત્કીર્ણ જાગતી ચૈતન્યજ્યોત તે હું એવી દ્રષ્ટિ હોવા છતાં નબળાઈથી
ચ્યુત થાય તો તેને સમ્યક્ રત્નત્રયરૂપ અંતરંગના માર્ગમાં સ્થિત કરતો હોવાથી સ્થિતિ કરણ યુક્ત છે.
બીજાને પણ રત્નત્રયથી ભ્રષ્ટ દેખી સ્થિર કરવાનો ભાવ આવે છે તે વ્યવહાર સ્થિતિકરણ છે.
તત્ત્વાર્થ સૂત્રમાં માર્ગથી ન ડગવા નિર્જરાર્થે પરિસહ સહન કરવાનું કહ્યું છે તે નિશ્ચયથી છે. સ્વતંત્ર
સ્વભાવનું ભાન કરે તે ભલે કદાચ ૮ વર્ષની બાલિકા હોય છતાં સમ્યગ્દર્શન પામી જાય. તે ભેદ જ્ઞાનથી
અપૂર્વ આંતરો પાડે કે અમે તો નિત્યજ્ઞાનાનંદ આત્મા છીએ, શરીર અને રાગાદિ અમે નથી, દેહનાં કાર્ય
અમારાં નથી, આમ સ્વભાવ ભાસન રૂપ ભેદજ્ઞાન હોવા છતાં કદાચ કોઈ પરણે પણ ભાન ન ભૂલે.
સમ્યગ્દ્રષ્ટિ રાજ્યમાં હોય કે નરકમાં હોય પણ તેને સ્વલક્ષે શુદ્ધિની વૃદ્ધિ થયા કરે છે.
કોઈને પ્રશ્ન થાય કે ત્યાં તો અશુભ ભાવ પણ આવે છે, તો શુદ્ધિની વૃદ્ધિ કેમ થાય? તો તેને કહે છે કે
ભાઈ! સ્વભાવદ્રષ્ટિની તેને મુખ્યતા છે તેથી શુદ્ધિની વૃદ્ધિ થાય છે. ચક્રવર્તી રાજાને હજારો રાણીઓ છે માટે
નિર્જરાનો નિયમ તેને લાગુ ન પડે એમ નથી.
સમ્યગ્દ્રષ્ટિ ચારે ગતિમાં ગમે ત્યાં હોય, સ્ત્રી, પુરુષ, કે નપુંસક હોય તો પણ તેને નિર્જરા થયા જ કરે
છે. તે નરકાદિ ક્ષેત્રમાં નથી પણ આત્મામાં છે. શ્રેણિક રાજાનો જીવ ભવિષ્યમાં તીર્થંકર થશે, અત્યારે નરકમાં
છે. ત્યાં પણ તેને ક્ષણે ક્ષણે શુદ્ધિ દ્વારા નિર્જરા થાય છે.
યોગેન્દ્રદેવ કૃત યોગસાર દોહામાં આવે છે કે–“સમ્યગ્દ્રષ્ટિ જીવને દુર્ગતિ ગમન ન થાય, કદિ થાય તો
દોષ નહીં, પૂર્વ બદ્ધ ક્ષય થાય” નરકમાં હોય તો પણ તેની દ્રષ્ટિ રાગાદિમાં અને સંયોગોમાં નથી. તે સર્વથી
પૃથક્ એવા જ્ઞાયક સ્વભાવમાં છે. સ્વભાવની દ્રઢતાથી વારંવાર અંતર અવલોકન કરવાવાળો સમ્યગ્દ્રષ્ટિ હોય
છે. તેથી તેને નિર્જરા થાય છે.

PDF/HTML Page 12 of 25
single page version

background image
ભાદરવા : ૨૪૮૮ : ૧૧ :
સુખના ઉપાયની શરૂઆતમાં પણ
પ્રજ્ઞા છીણીરૂપી ભેદજ્ઞાન કારણ છે
(શ્રી સમયસાર મોક્ષઅધિકાર ગાથા ૨૯૪ ઉપર
પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન તા. ૪–૬–૬૨)
જીવ બંધ બન્ને, નિયત નિજનિજ લક્ષણે છેદાય છે, પ્રજ્ઞાછીણી થકી છેદતા બન્ને જુદા પડી જાય છે.
૨૯૪
હવે શિષ્ય પ્રશ્ન પૂછે છે કે:–
હે પ્રભુ! ક્્યા સાધનવડે આત્માને અને રાગાદિ બંધ ભાવને જુદા કરી શકાય છે? એટલે કર્મના
નિમિત્તમાં જે ઔપાધિક ભાવ થાય છે તેને જુદા કરવાનું સાધન શું?
શ્રી ગુરુ કહે છે કે:–
આત્મા અને રાગાદિરૂપ બહિર્વૃત્તિઓને જુદા કરવારૂપ કાર્યમાં કર્તાપણાનો અધિકાર આત્માનો છે.
શરીરાદિ તો જડ છે, તે તો જુદા છે, તેના આશ્રયે તો ધર્મ નથી પણ દયા, દાન, પૂજા, ભક્તિ આદિ
શુભભાવથી પણ ધર્મ નથી. પુણ્ય જુદું છે, ધર્મ તેનાથી જુદો છે.
આત્મા અને વિકારને દ્વિધા કરવારૂપ કાર્યમાં તો આત્મા કર્ત્તા છે, નિમિત્ત તરફનો પક્ષ અને આશ્રય
છોડયા વિના ધર્મ થાય નહિ. જેને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર પ્રગટ કરવું છે તથા તેના ફળરૂપી મુક્તિ પ્રાપ્ત
કરવી છે તેણે પ્રથમથી જ રાગાદિને જુદા કરવારૂપ કાર્ય કરવું જોઈએ.
રાગાદિથી જુદા પડવાના ખરેખર સાધન સંબંધી ઊંડી વિચારણા કરવામાં આવતાં આત્મા સિવાય
ભિન્ન કરણનો અભાવ છે. વ્રતાદિ શુભરાગ છે તે આત્માને ભિન્ન કરવામાં સાધન નથી. કોઈ ઠેકાણે રાગને
સાધન કહ્યું હોય તે તે અભૂતાર્થનયથી કહેલ છે.
સાધનનું કથન બે પ્રકારે છે પણ સાધન બે પ્રકારનાં નથી, જેમ મોક્ષમાર્ગનું કથન બે પ્રકારે છે પણ
મોક્ષમાર્ગ બે પ્રકારે નથી.
કર્તા આત્માથી કરણ નામ સાધન જુદું હોઈ શકે નહિ. પોતાથી જુદા સાધનનો અભાવ છે. રાગ
આત્માથી જુદો ભાવ છે, તીર્થંકર ગોત્રનો ભાવ પણ આત્માને સાધન નથી.
કોઈ જીવ ભગવાનની પૂજા, જાત્રા, વિગેરેને સાધન કહે છે પણ તે તો શુભ ભાવ છે તેથી તે ખરૂં
સાધન નથી. રાગ પણ સાધન અને સ્વભાવ પણ સાધન એમ અનેકાન્ત હોય નહિ. સ્વભાવ સાધન અને
રાગાદિ સાધન નહિ તેનું નામ અનેકાન્ત છે.
પોતાથી ભિન્ન સાધનનો અભાવ હોવાથી સ્વસન્મુખ જ્ઞાનની દશા–ભગવતી પ્રજ્ઞા જ છેદન
સ્વભાવવાળું કરણ છે–સાધન છે.
અજ્ઞાનીઓ રાગને સાધન કરે છે પણ જેનાથી છુટું પડવું છે તેને સાધન કેમ કહેવાય? ન જ કહેવાય.

PDF/HTML Page 13 of 25
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : ૨૨૭
સ્વરૂપ સાધનામાં રાગના સાધનની જરૂર નથી. જે જ્ઞાનની દશા આત્મા તરફ વળે છે તે જ સાધન
છે. પ્રજ્ઞા જ છેદન સ્વભાવવાળું કરણ છે. બીજું કોઈ કરણ નથી.
પ્રજ્ઞા વડે આત્મા અને વિકારની ભિન્નતા થતાં જ્ઞાનની દશામાં જુદાપણું અવશ્ય ભાસે છે.
પ્રશ્ન:– રાગનું લક્ષ છોડવાપણામાં કર્તાપણું આત્માનું છે?
ઉત્તર:– રાગ થયો તેને કાપવો શું? અને જે રાગ થયો જ નથી તેને છેદવો શું? પણ ચૈતન્ય ઉપર લક્ષ
ગયું તેને રાગ ઉત્પન્ન જ થયો નહીં, તેને છેધ્યો–નષ્ટ કર્યો એમ કહેવાય છે. પ્રજ્ઞારૂપી કરણ વડે જ આત્મા
અને બંધ જુદા કરાય છે.
અહીં પ્રશ્ન થાય છે કે:– ભગવાન આત્મા ચેતક અને રાગ–વિકલ્પ ચેત્ય છે,–પર જ્ઞેય છે. ભગવાન
આત્મા તેનો જાણનારો છે એવા ચેત્ય–ચેતક ભાવ વડે અત્યંત નિકટતાને લીધે આસ્રવતત્ત્વ અને આત્મતત્ત્વ
એક અનુભવાય છે, તેને ખરેખર કઈ રીતે છેદી શકાય?
એવા પ્રશ્નનું સમાધાન શ્રી આચાર્યદેવ કહે છે:– મોક્ષ એટલે બંધનથી મૂકાવું અથવા પોતાની પરિપૂર્ણ
પવિત્ર દશાનું પ્રગટ થવું.
આત્મા ચેતક છે, રાગ–દ્વેષના ભાવ ચેત્ય છે તે બેનું એકપણું ભાસે છે તો તે બેને જુદા કઈ રીતે પાડી
શકાય? એવી જેને ઝંખના થઈ છે એવા શિષ્યનો પ્રશ્ન છે.
ભગવાન આત્મા ચૈતન્ય ચમત્કાર જ્ઞાયક સ્વભાવી છે અને ક્રોધાદિ ભાવ તે બંધસ્વભાવી છે.
બંધતત્ત્વ અને જ્ઞાયકતત્ત્વ બન્ને એક નથી. જેમ ખાણની અંદરના પથ્થરમાં સાંધ હોય છે તેમાં સુરંગ નાખે
તો લાખો મણ પથ્થર છૂટા પડી જાય, તેમ જ્ઞાયકભાવ અને દયા, દાન આદિ ભાવની સૂક્ષ્મ સાંધમાં પ્રજ્ઞા
છીણી સાવધાન થઈને નાખવાથી બંધ છેદી શકાય છે, સ્વ તરફ ઝૂકવાથી રાગના પરિણામ તેનાથી ભિન્ન પડી
જાય છે. આ ધર્મની ક્રિયા છે.
લોકો શરીરની ક્રિયાથી ધર્મ માને છે પણ આત્મામાં શરીર છે જ નહિ તો પછી તેનાથી ધર્મ કેમ થાય?
ન જ થાય.
જીવ જ્યાં સુધી સ્વરૂપ સન્મુખ ન થાય ત્યાં સુધી સ્વભાવની પ્રાપ્તિ થાય નહિ. આચાર્યદેવ કહે છે કે:–
અંતર્મુખ ચાલતી પ્રજ્ઞારૂપી ક્રિયાવડે આત્મા અને રાગ જુદા થઈ જાય છે એમ અમે જાણીએ છીએ. આમ
છદ્મસ્થ મુનિ પંચમઆરાના સંત કહે છે, કેવળ જ્ઞાનીને પૂછવા જવું પડતું નથી.
લોકોને બહારની વાતમાં, શુભરાગ અને વ્યવહારની ક્રિયામાં હોંશ આવે છે અને તેથી કહે છે કે આવી
વાતો સાંભળતાં વ્યવહાર અને શુભભાવમાંથી અમારી હોંસ ઊડી જાય છે તો તેને જ્ઞાની કહે છે કે આમ
સમજતાં–વ્યવહારમાંથી હોંસ ઊડી જાય તો શું વાંધો છે? નિશ્ચયમાં હોંસ આવશે.
પુણ્યથી ધર્મ માને છે એવો મિથ્યાદ્રષ્ટિજીવ શાતાવેદનીયની સ્થિતિ ઉત્કૃષ્ટ ૧પ ક્રોડાક્રોડી સાગરોપમની
બાંધે છે. પણ ત્રસની–ઉત્કૃષ્ટ સ્થિતિ તો બે હજાર સાગરોપમની છે. તેથી એટલી મોટી સ્થિતિ ભોગવવાનું
કોઈ સ્થાન નથી પણ તેની દ્રષ્ટિ વિકાર ઉપર છે તેથી શુભ પલટી પાપ થઈ જશે અને પુણ્યની ૧પ ક્રોડાક્રોડી
સાગરની સ્થિતિ તોડીને એકેન્દ્રિયમાં ચાલ્યો જશે.
સમ્યગ્દ્રષ્ટિને પુણ્યની સ્થિતિ અંત: ક્રોડાક્રોડી સાગરોપમની બંધાય છે; મિથ્યાદ્રષ્ટિને પુણ્યની સ્થિતિ વધુ
બંધાય છે. કર્મની સ્થિતિ તે તો સંસારની સ્થિતિ છે. શુભભાવમાં તને શું લાભ છે ભાઈ? અહીં તો કહે છે કે
શુભભાવને અને આત્માને કોઈ સંબંધ નથી. અહીં બન્નેને ભિન્ન પાડવા છે તેથી શુભભાવ તે સાધન નથી.

PDF/HTML Page 14 of 25
single page version

background image
ભાદરવા : ૨૪૮૮ : ૧૩ :
નિમિત્ત દેખીને શુભભાવને વ્યવહારે સાધન કહેવાય છે પણ ખરેખર તે સાધન નથી.
વિકલ્પ ઊઠે છે તે લક્ષણ બંધનું છે અને સ્વભાવમાં એકાકાર થવું તે સ્વલક્ષણ ચૈતન્ય આત્માનું છે.
આત્માનું સ્વલક્ષણ ચૈતન્ય છે. તે અન્ય દ્રવ્યોમાં ભેળસેળ નથી, ચૈતન્ય બીજા દ્રવ્યોમાં નથી.
આત્માનું ચૈતન્ય લક્ષણ ચૈતન્ય ગુણમાં વ્યાપીને પ્રવર્તે છે તે સહવર્તી જ્ઞાન ગુણ છે કેમકે એમને એમ
રહે છે અને નિવર્તતું થકું જે જે પર્યાય (ભાવ) ને ગ્રહણ કરે એટલે પૂર્વ પર્યાયથી નિવર્તતું થકું નવી પર્યાયને
ગ્રહણ કરીને નિવર્તે છે; (નવી પર્યાયને ગ્રહણ કર્યા વિના નિવર્તે એમ થતું નથી) અહીં જ્ઞાનની પર્યાયની
વાત છે. વિકારની વાત નથી.
આત્માનું ચૈતન્ય લક્ષણ એમ ને એમ રહેતું થકું રહ્યું છે અને નવી પર્યાય ગ્રહણ કરતું થકું, જુની
પર્યાયથી નિવર્તતું થકું એમાંને એમાં ગુણ પર્યાયમાં પ્રવર્તે છે–નિવર્તે છે.
આ મૂળમાર્ગ જેને સાંભળવા મળે નહિ, વિચારવાનો પ્રસંગ રહે નહિ તેને સમ્યગ્દર્શન થાય ક્્યાંથી?
ન જ થાય. તારા અજ્ઞાનનો પણ મહિમા એવો છે કે અશુદ્ધતા પકડે તો છોડતો નથી, જેમ મકોડો ઢીંઢું ટૂટી
જાય તો પણ પક્કડ છોડે નહિ તેમ.
સર્વજ્ઞ ભગવાને વ્યવહારનું વિધાન કહ્યું જ નથી, ભગવાને તો ચારે અનુયોગમાં પોતાના
ચૈતન્યસ્વરૂપની અનુભૂતિનું જ વિધાન કહ્યું છે.
સાથે રહેનારા ગુણ અને ક્રમે પ્રવર્તતી પર્યાયો તે બધું આત્મા છે તેમ લક્ષિત કરવું–લક્ષણથી ઓળખવું
કારણ કે આત્મા ચૈતન્ય લક્ષણથી લક્ષિત છે. રાગ લક્ષણથી લક્ષિત નથી. જો આત્માનું લક્ષણ રાગ હોય તો તે
સદા સાથે રહેવું જોઈએ અથવા સિદ્ધ દશામાં પણ રહેવું જોઈએ પણ તેમ બનતું નથી. પુણ્યપાપની પર્યાયો તે
બંધતત્ત્વ છે. તે પર્યાયો ખરેખર આત્માની નથી.
વળી તે કર્મથી પણ થઈ નથી, તે તો પરલક્ષે થયેલ ઔપાધિક ભાવ છે. ભગવાને કહ્યું કે તારું જ્ઞાન
સ્વરૂપ અંદર પડ્યું છે તે જ તારું શરણ છે, બહારમાં ક્્યાંય શરણ નથી, પવિત્રતાની પ્રાપ્તિ કરનાર અને
અપવિત્રતાનો નાશ કરનાર આત્મા પોતે જ મંગળિક સ્વરૂપ છે.
સહવર્તી જ્ઞાન અને ક્રમવર્તી પર્યાયો સાથે ચેતનનું અવિનાભાવપણું હોવાથી ચિન્માત્ર આત્મા છે એમ
નિશ્ચય કરવો. તે જ આત્માનું નિયત સ્વલક્ષણ છે. હવે બંધના સ્વલક્ષણ વિષે કહેવાય છે.
બંધનું લક્ષણ આત્મદ્રવ્યથી જુદું છે, વ્યવહાર રત્નત્રય પણ આત્મદ્રવ્યથી ભિન્ન છે તે રાગ લક્ષણથી
લક્ષિત છે. પણ વીતરાગ ન થાય ત્યાં સુધી વચ્ચે વ્યવહાર રત્નત્રય આવે છતાં તે બંધ ભાવ છે, તે ચૈતન્ય
લક્ષણથી લક્ષિત નથી. ભગવાનની પૂજા, જાત્રા, દયા, દાન આદિના ભાવ તે વીતરાગ ભાવ નથી, તે બધા
શુભરાગ છે, તેમાં ધર્મ માનવો તે મિથ્યાત્વ છે.
દયા–દાનાદિ ભાવોનું કર્તવ્ય મારું અને તેનાથી મને ધર્મ થાય એમ સ્વીકારે તે મિથ્યાત્વ છે, તે બંધનું
લક્ષણ છે માટે આત્મા સાથે રાગાદિ સાધારણપણું ધારતા નથી, એકપણે ભાસતા નથી, કારણ કે તેઓ સદાય
ચૈતન્ય ચમત્કારથી ભિન્નપણે પ્રતિભાસે છે.
ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદનું નિધાન છે, તેનું અને રાગનું એકપણું ભાસતું નથી. એક
અનાકુળતા અને બીજી આકુળતા બન્ને એક નથી, એક હોય તો છૂટા પડી શકે નહિ,–
વળી જેટલું ચૈતન્ય એટલે જાણકસ્વભાવ, આત્માનાં સમસ્ત પર્યાયમાં વ્યાપતું પ્રતિભાસે છે, તેટલા
રાગાદિ વ્યાપતા પ્રતિભાસતા નથી. તે બન્નેનું ભિન્નપણું જેને ભાસ્યું તેનો અલ્પકાળે અવશ્ય મોક્ષ થાય છે.
આ ધર્મની ક્રિયા છે, તારી શુદ્ધતા અને આનંદની

PDF/HTML Page 15 of 25
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : ૨૨૭
જાત, તારી પવિત્રતાની ભાત વાણીથી કદી શકાય નહિ તેવી છે. એવો આત્મા રાગાદિવૃત્તિમાં
એકમેકપણું કરીને પડ્યો છે તે સંસાર છે.
આત્મામાં જેટલું ચૈતન્ય પ્રસરતું ભાસે છે તેટલા રાગાદિ પ્રસરતા ભાસતા નથી. જ્યાં જ્યાં
આત્મા ત્યાં ત્યાં ચૈતન્યના પ્રકાશનો પુંજ છે, રાગમાં ચૈતન્યના પ્રકાશનો તથા જાગૃત ભાવનો અંશ
નથી. આત્માની બધી દશામાં રાગાદિ પ્રતિભાસતા નથી માટે રાગનો આશ્રય છોડી દે. ચૈતન્યના
આશ્રયથી આત્માની શુદ્ધતાનો લાભ થઈ શકે. વળી જ્ઞાન ઉપજે છે ત્યાં રાગ ઊપજે છે. તેનાં ક્ષેત્ર–કાળ
એક છતાં ભાવ બે છે, એક મલિન, બીજો નિર્મળ. અને ચૈત્યચેતકભાવ અર્થાત્ જાણવા યોગ્ય જ્ઞેયભાવ
અને જાણનારો જ્ઞાયકભાવ એ બેની અતિ નિકટતાને લીધે જ રાગાદિકનું ચૈતન્ય સાથે ઉપજવું થાય છે
પણ એક વસ્તુપણાને લીધે નહિ, રાગ–આસ્રવપણે છે, બંધપણે છે, ભગવાન આત્મા તો અબંધપણે છે.
સૂક્ષ્મ રાગ તેને કારણે ઊભો થાય, જ્ઞાયક તે જ કાળે જાણવા ઊભો થાય. પણ બેઉ વસ્તુ ભિન્ન છે.
ભગવાન કુન્દકુન્દાચાર્ય કહે છે કે–તારો સ્વતંત્ર સ્વભાવ રાગની રુચિવડે પરમાં ગુંગળાઈ ગયો છે,
મૂંઝાય ગયો છે, રાગાદિ બંધ સ્વરૂપે છે, ભગવાન આત્મા અબંધ સ્વરૂપે છે, તે બન્ને વસ્તુપણે એક
નથી. સાથે ઊપજવું દેખાય છે તે એક વસ્તુપણાને લઈને નહિ. તે તો જ્ઞેય જ્ઞાયકપણાને લીધે જણાય છે.
જેમ દીપક વડે પ્રકાશવામાં આવતા ઘટપટાદિ પદાર્થો દીપના પ્રકાશની બહોળતાને જાહેર કરે છે; તેમ
ચૈતન્ય વસ્તુ ધુ્રવ અનાદિ–અનંત છે. રાગ તે અજ્ઞાન છે, તેમાં જાગૃત ભાવનો અંશ નથી. રાગાદિ
આત્માવડે જણાતાં આત્માના ચેતકપણાને પ્રકાશે છે તે ચૈતન્યના સમર્થ પણાની પ્રસિદ્ધ કરે છે, રાગની
પ્રસિદ્ધિ કરતા નથી. જ્ઞાને જ્ઞાનને જાણ્યું, જ્ઞાને રાગને જાણ્યો, જ્ઞાન સ્વપર પ્રકાશક સામર્થ્યવાળું તત્ત્વ
છે. આત્મા રાગાદિને જાણતાં પોતાના જ્ઞાયકપણાની જાહેરાત કરે છે.
રાગ અને ચૈતન્યને ભિન્ન કરે તે વીતરાગમાર્ગ છે. બંધ અને અબંધ સ્વરૂપને જાણનારું જ્ઞાન તે
જ્ઞાનની બહોળતાની જાહેરાત કરે છે. જેમ કે ક્રોધ થયો ત્યારે જ્ઞાયકે જાણ્યું કે આ ક્રોધ છે. તેમાં
જ્ઞાયકની પ્રસિદ્ધિ છે. ક્રોધ જ્ઞેય છે તેને જાણવાની તાકાત જ્ઞાનની છે. એમાં જ્ઞાતાની સ્વ–પર પ્રકાશક
તાકાતની જાહેરાત છે. જ્ઞાન પોતે પ્રસિદ્ધિ પામતું જ્ઞાયકને જાહેર કરે છે.
જ્ઞાનીને વ્યવહાર આવે પણ તેમાં વ્યવહારની પ્રસિદ્ધિ નથી, પણ જ્ઞાનની પ્રસિદ્ધિ છે.
જે જીવે આ ચૈતન્યસ્વરૂપ આત્માની વાત પણ પ્રસન્ન ચિત્તથી સાંભળી છે તે ભવ્ય પુરુષ
ભાવીમાં થનારી મુક્તિનું અવશ્ય ભાજન થાય છે.
હું એક જાણનાર–દેખનાર પ્રકાશ સ્વરૂપ છું, તેમાં જણાતો રાગ તે પ્રસિદ્ધ થતો નથી પણ અબંધ
પરિણામ જાહેર થાય છે, અબંધભાવને પામેલું જ્ઞાન અબંધ ભાવને જાહેર કરે છે.
વ્યવહાર પર જ્ઞેય છે, સ્વજ્ઞેય તો (આત્મા) જ્ઞાનસ્વરૂપ છે. આમ આત્માને બંધ પરિણામથી
જુદો કરતાં તે અબંધપણાને પામે છે. અબંધપણું તે સમ્યગ્દર્શન સમ્યગ્જ્ઞાન અને સમ્યગ્ચારિત્રરૂપ છે.
આમ હોવા છતાં તે બન્નેની અત્યંત નિકટતાને લીધે ભેદ સંભાવનારૂપ ભેદજ્ઞાનનો અભાવ
હોવાથી અજ્ઞાનીને અનાદિથી એકપણાનો ભ્રમ છે, તેના કારણમાં અહીં ભેદ સંભાવનારૂપ વિવેકનો
અભાવ કહ્યો પણ બીજું કોઈ પરને કારણ કહ્યું નથી, કર્મના જોરના કારણે ભ્રમ થાય છે એમ કહ્યું
નથી.
અજ્ઞાનીને હિત–અહિત, સ્વ–પરનો ભેદ નહિ દેખાતો હોવાથી શુભ કે અશુભ ભાવમાં
એકપણાનો વ્યામોહ છે, તે વ્યામોહ પરના કારણે નથી. ભૂલ પોતે ફરી છે અને તેથી ભાંગે પણ પોતે,
તે વ્યામોહ (ભ્રમ) પ્રજ્ઞા વડે જ અવશ્ય છેદાય છે.

PDF/HTML Page 16 of 25
single page version

background image
ભાદરવા : ૨૪૮૮ : ૧પ :
સર્વજ્ઞ વીતરાગ કથિત દ્રવ્યોનાં
કારણ – કાર્યભાવોનું નિરૂપણ
(સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા–લોકાનુપ્રેક્ષા અધિકાર)
पुव्व परिणाम जुत्तं कारण भावेण वट्टदे दव्वं।
उत्तर परिणाम जुदं तं चिय कज्जं हवे णियमा।। २२२।।
અર્થ:– પૂર્વ પરિણામ સહિત દ્રવ્ય છે તે કારણરૂપ છે. તથા ઉત્તર પરિણામ સહિત દ્રવ્ય છે તે નિયમથી
કાર્યરૂપ છે.
ભાવાર્થ:– પ્રત્યેક દ્રવ્યમાં પ્રતિસમય પરિણમન થતું રહે છે. તેને કોઈની રાહ જોવી પડતી નથી.
પૂર્વક્ષણવર્તી દ્રવ્ય પોતે જ કારણ થાય છે અને ઉત્તરક્ષણવર્તી દ્રવ્ય કાર્ય થાય છે. જેમ લાકડું સળગીને કોલસાં
અને કોલસા સળગીને રાખ થાય છે તેમાં લાકડું તે વ્યયરૂપ કારણ છે અને કોલસા કાર્ય છે તથા કોલસા તે
વ્યયરૂપ કારણ છે અને રાખ કાર્ય છે, આપ્તમીમાંસામાં ભગવાન સમંત ભદ્રાચાર્યે કહ્યું છે કે ‘કારણનો
વિનાશ જ કાર્યનો ઉત્પાદ છે’ તેથી પહેલી પર્યાય નષ્ટ થતાં જ બીજી પર્યાય ઉત્પન્ન થાય છે. માટે પૂર્વ પર્યાય
સહિતનું દ્રવ્ય ઉત્તર પર્યાય સહિતના દ્રવ્યનું કારણ છે અને ઉત્તર પર્યાય સહિતનું દ્રવ્ય કાર્ય છે. આ રીતે
પ્રત્યેક દ્રવ્યમાં કારણ–કાર્યભાવની પરંપરાઓ સમજવી. ૨૨૨.
હવે ત્રણે કાળના વસ્તુના કારણ–કાર્યનો નિશ્ચય કરે છે.
कारण कज्ज विसेसा तिस्सु वि कालेसु होंति वत्थूणं।
पक्के कम्मि य समये पुव्वुत्तर भाव भासिज।।
२२३।।
અર્થ:– વસ્તુના પૂર્વ અને ઉત્તર (પહેલાના અને પછીના) પરિણામને પામીને (પોતાના પરિણામના
કારણે) ત્રણે કાળે પ્રત્યેક સમયમાં દરેક વસ્તુને કારણ–કાર્યભાવ હોય છે.
ભાવાર્થ:– વર્તમાન સમયમાં જે પર્યાય છે તે પૂર્વ સમય સહિત વસ્તુનું કાર્ય છે, એ જ પ્રમાણે સર્વ
પર્યાય જાણવી.
આ પ્રમાણે ત્રણે કાળે પ્રત્યેક દ્રવ્યમાં કારણ–કાર્યની પરંપરા ચાલુ જ રહે છે. જે પર્યાય પોતાની પૂર્વ
અવસ્થાનું કાર્ય થાય છે તે પોતાની ઉત્તર પર્યાયનું કારણ થાય છે. એ રીતે પ્રત્યેક દ્રવ્ય સ્વયં જ પોતાનું
કારણ અને સ્વયં જ પોતાનું કાર્ય થાય છે.
હવે પ્રત્યેક વસ્તુ અનંત ધર્મસ્વરૂપ છે એમ નિર્ણય કરે છે. –
सन्ति अणंताणंता तीसु वि कालेसु सव्वदव्वाणि।
सव्वं पि अणेयंतं तत्तो भणिदं जिणिंदेहीं।।
२२४।।
અર્થ:– સર્વ દ્રવ્ય છે તે ત્રણે કાળમાં અનંતાનંત છે, અનંત પર્યાયો સહિત છે. તેથી શ્રી જિનેન્દ્રદેવે સર્વ
વસ્તુને અનેકાન્ત અર્થાત્ અનંત ધર્મસ્વરૂપ કહી છે.
ભાવાર્થ:– વિશ્વ એટલે છ જાતિના છ દ્રવ્યો, તેમાં જીવ અનંત છે, પુદ્ગલ અનંતાનંત છે, ધર્મ દ્રવ્ય,

PDF/HTML Page 17 of 25
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : ૨૨૭
અધર્મ દ્રવ્ય અને આકાશ દ્રવ્ય એક એક જ છે, કાળ દ્રવ્ય (કાલાણું દ્રવ્યો) અસંખ્યાત છે. તેમાંથી કોઈ વધતાં
–ઘટતાં નથી. ત્રણે કાળે દ્રવ્ય અનંતાનંત છે અને જિનેન્દ્રદેવે તે બધાયને (પ્રત્યેકને) અનંતધર્માત્મક કહ્યાં છે.
દરેક દરેક દ્રવ્ય પોતાના સ્વરૂપથી જ છે અને પરસ્વરૂપથી નથી તેથી પ્રત્યેક સમયે પ્રત્યેક દ્રવ્યમાં પોતપોતાના
અનંતગુણની અનંત પર્યાયો અનંતધર્મ સહિત ઉત્પન્ન થાય છે અને તે જ સમયે જૂની પર્યાયો નષ્ટ થાય છે.
એ રીતે અનેક છે તો પણ દ્રવ્ય તો સદા પોતાના ગુણપર્યાયોથી એકરૂપે ટકી રહે છે.
દ્રવ્યમાં પર્યાયોનો પ્રવાહ અનંતાનંત થવા છતાં દ્રવ્ય અનંતાનંત શક્તિરૂપ રહે છે. કોઈ પ્રકારે તેની
અનંતાનંત તાકાતમાં બાધા આવતી નથી. ન તો કદી પર્યાયોનો અંત આવે, કે ન તો દ્રવ્યનો અંત આવે.
દ્રવ્યમાં જે કંઈ જેટલી શક્તિ છે તે તે પણે છે અને પર પણે નથી, પરના આધારે નથી તેથી ખરેખર પરના
કારણે દ્રવ્યની કોઈ પણ શક્તિ નથી,
દરેક દ્રવ્ય પોતાનાં દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવથી છે અને પર દ્રવ્યનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી નથી.
આમ પ્રત્યેક વસ્તુ પોતે જ સ્વતંત્રપણે ટકીને પોતપોતાના અનંતધર્મની મર્યાદામાં બરાબર વર્તે છે.
એ રીતે વસ્તુ સ્વરૂપ ખરેખર અનંતધર્માત્મક હોવાથી જૈન ધર્મમાં તેને અનેકાન્ત કહેલ છે. જૈનધર્મનું કથન
કહો કે વસ્તુસ્વરૂપ કહો બન્ને એક જ છે.
સત્ દ્રવ્યનું લક્ષણ છે: અસત્ કે અભાવ નામે કોઈ સ્વતંત્ર પદાર્થ નથી પણ જે પોતાથી સત્ છે તે જ
બીજી દ્રષ્ટિથી જોતાં પરથી અસત્ છે. દરેક દ્રવ્ય–ગુણ–પર્યાય સદાય પરદ્રવ્ય–પરદ્રવ્યના ગુણ અને પરદ્રવ્યની
પર્યાયની સત્તાથી નાસ્તિરૂપ (અભાવરૂપ) જોવામાં આવે છે. આમ હોવાથી ન તો કેવળ કોઈ વસ્તુ સત્ છે
કે ન તો કોઈ વસ્તુ કેવળ અસત્ છે.
જો વસ્તુ આ મર્યાદાનું ઉલ્લંઘન કરે તો સમસ્ત વસ્તુના સર્વરૂપનો નાશ થઈ જાય, પણ એમ કદી
બનતું નથી.
આ નિયમ એમ બતાવે છે કે કોઈ વસ્તુ પરવસ્તુના કોઈપણ કાર્યને કોઈ રીતે કરી શકે નહિ, જો એમ
ન માનવામાં આવે તો ત્રણે કાળે પ્રત્યેક વસ્તુ સ્વરૂપની અપેક્ષાથી જ સત્ છે અને પરરૂપની અપેક્ષાથી જ
અસત્ (–પરપણે નાસ્તિરૂપ, પરથી નહિ હોવારૂપ) છે એ અનેકાન્ત સિદ્ધાંત તૂટી પડશે.
આ ઉપરથી સિદ્ધ થયું કે પરદ્રવ્ય તેનો કોઈ પણ ગુણ કે પર્યાય તે પરદ્રવ્યનું કાંઈ પણ કાર્ય કરી શકે નહિ.
છતાં નિમિત્ત કે જે પરદ્રવ્ય છે તેને તેનાથી જુદા પરદ્રવ્યની પર્યાયનો કર્તા અથવા નિમિત્ત કર્ત્તા
કહેવામાં આવે છે તેનું કારણ શું છે તેનો ખુલાસો ભગવાન કુન્દકુન્દાચાર્યદેવે શ્રી સમયસાર ગા. ૧૦પ માં
કર્યો છે. તે ગાથા તથા તેની ટીકા નીચે મુજબ છે.
जीवम्हि हेदुभूदे बंधस्स दु पस्सिदुण परिणामं।
जीवेण कदं कम्मं भण्णदि उवयार मत्तेण।। १०५।।
જીવ હેતુભૂત થતાં અરે! પરિણામ દેખી બંધનું ઉપચારમાત્ર કથાય કે આ કર્મ આત્માએ કર્યું. ૧૦પ.
અર્થ:– જીવ નિમિત્તભૂત બનતાં, કર્મબંધનું પરિણામ થતું દેખીને, ‘જીવે કર્મ કર્યું એમ ઉપચાર માત્રથી
કહેવાય છે.’
“ટીકા–આ લોકમાં ખરેખર આત્મા સ્વભાવથી પૌદ્ગલિક કર્મને નિમિત્તભૂત નહિ હોવા છતાં પણ,
અનાદિ અજ્ઞાનને લીધે પૌદ્ગલિક કર્મને નિમિત્તરૂપ થતા એવા અજ્ઞાનભાવે પરિણમતો હોવાથી નિમિત્તભૂત
થતાં, પૌદ્ગલિકકર્મ ઉત્પન્ન થાય છે, તેથી ‘પૌદ્ગલિકકર્મ આત્માએ કર્યું એવો નિર્વિકલ્પ વિજ્ઞાનઘન સ્વભાવથી
ભ્રષ્ટ, વિકલ્પપરાયણ અજ્ઞાનીઓનો વિકલ્પ છે, તે વિકલ્પ ઉપચાર જ પરમાર્થ નથી.”
આ ગાથા સ્પષ્ટપણે નીચેના નિયમો સિદ્ધ કરે છે:–
૧ જીવને પુદ્ગલ કર્મનો કર્તા કહેવો તે ઉપચાર માત્ર છે.
૨ આ ઉપચારનું કારણ એ છે કે જ્યારે જ્યારે કર્મબંધ થાય છે ત્યારે ત્યારે એ અજ્ઞાની જીવ
નિમિત્તભૂત બને છે.

PDF/HTML Page 18 of 25
single page version

background image
આત્મધર્મ : ૨૨૭ : ૧૭ :
૩. ઉપચારમાત્ર કહો કે વ્યવહારમાત્ર કહો–બન્ને એક જ છે.
૪. વ્યવહારનય સ્વદ્રવ્ય–પરદ્રવ્યના કારણ–કાર્યને કોઈના કોઈમાં મેળવી નિરૂપણ કરે છે. માટે એવા
જ શ્રદ્ધાનથી મિથ્યાત્વ છે, જેથી તેનો ત્યાગ કરવો.
પ. વળી નિશ્ચયનય તેને જ (વસ્તુસ્વરૂપને) યથાવત્ નિરૂપણ કરે છે તથા કોઈને કોઈમાં મેળવતો
નથી તેથી એવા જ શ્રદ્ધાનથી સમ્યક્ત્વ થાય છે, માટે તેનું શ્રદ્ધાન કરવું.
આ ગાથા અને તેની ટીકા શાન્તભાવે ધ્યાનમાં લેવામાં આવે તો નિમિત્તકર્તાપણું માત્ર ઉપચાર જ છે
એમ અનંતજ્ઞાનીઓ કહે છે એવું નક્કી થાય છે. સ૦ સાર ગા૦ ૧૦૬ માં એ ઉપચાર કઈ રીતે છે તે
દ્રષ્ટાંતદ્વારા કહે છે:–
जोधेहिं कदे जुद्धे रायेण कदंति जंपदे लोगो।
ववहारेण तह कदं णाणावरणादि जीवेण।। १०६।।
યોદ્ધા કરે જ્યાં યુદ્ધ ત્યાં એ નૃપ કર્યું લોકો કહે,
એમ જ કર્યાં વ્યવહારથી જ્ઞાનાવરણ આદિ જીવે. ૧૦૬
અર્થ:– યોદ્ધાઓ વડે યુદ્ધ કરવામાં આવતાં ‘રાજાએ યુદ્ધ કર્યું,’ એમ લોક (વ્યવહારથી) કહે છે તેવી
રીતે ‘જ્ઞાનાવરણાદિ’ કર્મ જીવે કર્યુ’ એમ વ્યવહારથી કહેવાય છે.
ટીકા–જેમ યુદ્ધ પરિણામે પોતે પરિણમતા એવા યોદ્ધાઓ વડે યુદ્ધ કરવામાં આવતા, યુદ્ધ પરિણામે
પોતે નહિ પરિણમતા એવા રાજાને ‘રાજાએ યુદ્ધ કર્યું’ એવો જે ઉપચાર કરવામાં આવે છે તે પરમાર્થ નથી,
તેમ જ્ઞાનાવરણાદિ–કર્મ પરિણામે પોતે પરિણમતા એવા પુદ્ગલદ્રવ્ય વડે જ્ઞાનાવરણાદિ કર્મ કરવામાં આવતાં,
જ્ઞાનાવરણાદિ કર્મ પરિણમે પોતે નહિ, પરિણમતા એવા આત્માને ‘આત્માએ જ્ઞાનાવરણાદિ કર્મ કર્યું, એવો
જે ઉપચાર કરવામાં આવે છે તે પરમાર્થ નથી.
આ ગાથામાં ભગવાન કુન્દકુન્દાચાર્યદેવે ‘ઉપચાર’ ને ‘વ્યવહાર’ કહ્યો છે, અને ભગવાન
અમૃતચંદ્રાચાર્યે ‘તે ઉપચાર છે અને પરમાર્થ નથી એમ દ્રષ્ટાંત અને સિદ્ધાંત બન્નેમાં કહ્યું છે. ત્યાર પછી
ગાથા ૧૦૭માં ઉપરનાં કારણોથી શુંં નક્કી થયું તે નીચેના શબ્દોમાં કહે છે.
उप्पादेदि करेदि य बंधदि परिणाम एदि गिण्हदिय।
आदा पुग्गल दव्वं ववहारणयस्स वत्तव्वं।।
१०७।।
અર્થ:– આત્મા પુદ્ગલ દ્રવ્યને ઉપજાવે છે, કરે છે, બાંધે છે, પરિણમાવે છે અને ગ્રહણ કરે છે–એ
વ્યવહારનયનું કથન છે.
ટીકા–આ આત્મા ખરેખર, વ્યાપ્ય વ્યાપક ભાવના અભાવને લીધે, પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્ય–એવા
પુદ્ગલ દ્રવ્યાત્મક (પુદ્ગલ દ્રવ્યસ્વરૂપ) કર્મને ગ્રહતો નથી, પરિણમાવતો નથી, ઉપજાવતો નથી, કરતો નથી,
બાંધતો નથી, અને વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ હોવા છતાં પણ, “પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય–એવા
પુદ્ગલ દ્રવ્યાત્મક કર્મને આત્મા ગ્રહે છે, પરિણમાવે છે, ઉપજાવે છે, કરે છે અથવા બાંધે છે” એવા જે વિકલ્પ
તે ખરેખર ઉપચાર છે.
ભાવાર્થ:– વ્યાપ્ય વ્યાપકભાવ વિના કર્તાકર્મપણું કહેવું તે ઉપચાર છે; માટે આત્મા પુદ્ગલ દ્રવ્યને ગ્રહે
છે, પરિણમાવે છે, ઉપજાવે છે ઈત્યાદિ કહેવું તે ઉપચાર છે.
આ ગાથામાં પણ નિમિત્તકર્તાપણું વ્યવહારકર્ત્તાપણું છે એમ કહ્યું છે, અને તે ‘ખરેખર ઉપચાર છે’
એમ શ્રી અમૃતચં઼દ્રાચાર્યે કહ્યું છે.
આ વિષયને વધારે સ્પષ્ટ કરવા માટે આ ઉપચાર કઈ રીતે છે તે દ્રષ્ટાંત આપીને ગાથા ૧૦૮ કહી છે
જે નીચે મુજબ છે:–
यथा राजा व्यवहारात् दोषगुणोत्पादक इत्यालपितः।
तथा जीवो व्यवहाराद् द्रव्यगुणोत्पादको भणितः।। १०८।।
અર્થ:– જેમ રાજાને પ્રજાના દોષ અને ગુણનો ઉત્પન્ન કરનાર વ્યવહારથી કહ્યો છે, તેમ જીવને પુદ્ગલ
દ્રવ્યના દ્રવ્ય–ગુણનો (પર્યાયનો) ઉત્પન્ન કરનાર વ્યવહારથી કહ્યો છે. ૧૦૮

PDF/HTML Page 19 of 25
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : ૨૨૭
ટીકા–જેમ પ્રજાના ગુણ દોષોને અને પ્રજાને વ્યાપ્ય વ્યાપકભાવ હોવાને લીધે સ્વ–ભાવથી જ (પ્રજાના
પોતાના ભાવથી જ) તે ગુણદોષોની ઉત્પત્તિ થતાં–જો કે તે ગુણ દોષોને અને રાજાને વ્યાપ્ય વ્યાપકભાવનો
અભાવ છે તો પણ ‘તેમનો ઉત્પાદક રાજા છે’ એવો ઉપચાર કરવામાં આવે છે; તેવી રીતે પુદ્ગલ દ્રવ્યના
ગુણ દોષોને અને પુદ્ગલ દ્રવ્યને વ્યાપ્ય વ્યાપકભાવ હોવાને લીધે સ્વ–ભાવથી જ (પુદ્ગલદ્રવ્યના પોતાના
ભાવથી જ) તે ગુણદોષોની ઉત્પતિ થતાં–જો કે તે ગુણદોષો અને જીવને વ્યાપ્ય વ્યાપકભાવનો અભાવ છે તો
પણ–તેમનો ઉત્પાદક જીવ છે’ એવો ઉપચાર કરવામાં આવે છે.
ભાવાર્થ:– જગતમાં કહેવાય છે કે જેવો રાજા તેવી પ્રજા. આમ કહીને પ્રજાના ગુણદોષનો ઉત્પન્ન
કરનાર રાજાને કહેવામાં આવે છે. એવી જ રીતે પુદ્ગલ દ્રવ્યના ગુણદોષનો ઉત્પન્ન કરનાર જીવને કહેવામાં
આવે છે. પરમાર્થદ્રષ્ટિએ જોતાં એ સત્ય નથી ઉપચાર છે.
અહીં ટીકામાં નિમિત્તકર્તાના વ્યવહારને ઉપચાર કહેવામાં આવ્યો છે અને ભાવાર્થમાં કહ્યું કે–
પરમાર્થદ્રષ્ટિ એ જોતાં એ સત્ય નથી–ઉપચાર છે ઉપરની ચાર ગાથાઓમાં નિમિત્તકર્તા તે સત્યદ્રષ્ટિએ
ખરેખર કર્ત્તા નથી પણ તે ખરેખર ઉપચાર માત્ર છે–એટલે કે પં. શ્રી ટોડરમલ્લજીએ મોક્ષમાર્ગ પ્રકાશક પૃ૦
૨પપ–૨પ૬ માં શાસ્ત્રોના અર્થ કરવાની જે વિધિ કહી છે તે ભગવાન કુન્દકુન્દાચાર્ય અને શ્રી અમૃતચંદ્રાચાર્યે
કહેલા સિદ્ધાન્તને અનુસાર જ છે.
શાસ્ત્રોનાં અર્થ કરવાની પદ્ધતિ પા૦ ૨પપ–૨પ૬ માં નીચે પ્રમાણે કહી છે.
(શાસ્ત્રોના અર્થ કરવાની પદ્ધતિ)
વ્યવહારનય સ્વદ્રવ્ય–પરદ્રવ્યને તેના ભાવોને વા કારણ–કાર્યાદિકને કોઈના કોઈમાં મેળવી નિરૂપણ
કરે છે માટે એવા જ શ્રદ્ધાનથી મિથ્યાત્વ છે તેથી તેનો ત્યાગ કરવો. વળી નિશ્ચયનય તેને જ યથાવત્
નિરૂપણ કરે છે તથા કોઈને કોઈમાં મેળવતો નથી તેથી એવા જ શ્રદ્ધાનથી સમ્યક્ત્વ થાય છે માટે તેનું
શ્રદ્ધાન કરવું.
પ્રશ્ન:– જો એમ છે તો જિનમાર્ગમાં બંને નયોનું ગ્રહણ કરવું કહ્યું છે, તેનું શું કારણ?
ઉત્તર:– જિનમાર્ગમાં કોઈ ઠેકાણે તો નિશ્ચયનયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તેને તો “સત્યાર્થ
એમ જ છે” એમ જાણવું, તથા કોઈ ઠેકાણે વ્યવહારનયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તેને “એમ નથી પણ
નિમિત્તાદિની અપેક્ષાએ આ ઉપચાર કર્યો છે”એમ જાણવું; અને એ પ્રમાણે જાણવાનું નામ જ બંને નયોનું
ગ્રહણ છે. પણ બંને નયોના વ્યાખ્યાનને સમાન સત્યાર્થ જાણી “આ પ્રમાણે પણ છે તથા આ પ્રમાણે પણ છે”
એવા ભ્રમણ પ્રવર્તવાથી તો બંને નયો ગ્રહણ કરવા કહ્યા નથી.
પ્રશ્ન:– જો વ્યવહારનય અસત્યાર્થ છે તો જિનમાર્ગમાં તેનો ઉપદેશ શા માટે આપ્યો? એક
નિશ્ચયનયનું જ નિરૂપણ કરવું હતું?
ઉત્તર:– એવો જ તર્ક શ્રી સમયસારમાં કર્યો છે ત્યાં આ ઉત્તર આપ્યો છે કે જેમ કોઈ અનાર્ય–મ્લેચ્છને
મ્લેચ્છભાષા વિના અર્થ ગ્રહણ કરાવવા કોઈ સમર્થ નથી, તેમ વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ અશક્્ય છે
તેથી વ્યવહારનો ઉપદેશ છે. વળી એ જ સૂત્રની વ્યાખ્યામાં એમ કહ્યું છે કે–એ પ્રમાણે નિશ્ચયને અંગીકાર
કરાવવા માટે વ્યવહાર વડે ઉપદેશ આપીએ છીએ પણ વ્યવહારનય છે તે અંગીકાર કરવા યોગ્ય નથી.
આ પ્રમાણે નક્કી થયું કે નિમિત્તકર્તા તે ખરો કર્તા કદી પણ નથી પણ તેને સંયોગરૂપ કે વિયોગરૂપ
નિમિત્તપણે દેખીને કર્તા કહેવો તે ઉપચારમાત્રથી કહેવામાં આવે છે એમ સમજવું.
વળી અજ્ઞાની જીવને જ નિમિત્તકર્તાપણાનો ઉપચાર લાગુ પડે છે, પણ જ્ઞાનીને નહિ; જ્ઞાની તો
રાગનો જ્ઞાતા હોવાથી તેને નિમિત્તકર્તાપણાનો ઉપચાર પણ લાગુ પડતો નથી. સમયસાર ગા૦ ૧૦૦ ની
ટીકામાં આ સ્પષ્ટપણે બતાવ્યું છે.
પ્રવચનસાર ગા૦ ૧૨૧ માં પણ આત્માને દ્રવ્યકર્મનો

PDF/HTML Page 20 of 25
single page version

background image
આત્મધર્મ : ૨૨૭ : ૧૯ :
કર્તા કહેવો તે ઉપચારથી જ છે એમ નીચેના શબ્દોમાં કહ્યું છે.
સંસ્કૃતમાં तथात्माचात्मपरिणाम कर्तृत्वाद्रव्यकर्म कर्ताप्युपचारात् કહ્યું છે.
નિમિત્તકર્તાનું કથન ‘ઉપચાર માત્ર’ માનવું તે જ વ્યાજબી સુસંગત અને પરમસત્ય છે. એટલે
અનેકાન્ત સિદ્ધાંતના પ્રથમ બે ભંગવડે સિદ્ધ થયું કે નિમિત્તકર્તા તે ઉપચાર કથન છે, કોઈ દ્રવ્યના
પરિણામરૂપ કાર્યનું કર્તા કદી પણ બીજું દ્રવ્ય કે તેની પર્યાય થઈ શકે નહિ. પણ દરેક દ્રવ્ય પોતે જ પોતાના
કાર્યરૂપે પરિણમે છે અને અન્ય નહિ, એ ખરો અનેકાન્ત સિદ્ધાંત છે એમ સમજવું.
પ્રવચનસાર ગાથા ૧૬૨ માં તે જ સિદ્ધાંત નીચેના શબ્દોમાં કહે છે:–“આત્માને પરદ્રવ્યપણાનો
અભાવ છે અને તેથી તેનામાં પરદ્રવ્યના કર્તાપણાનો અભાવ સિદ્ધ કરે છે.
णाहं पोग्गलमईओ ण ते मया पोग्गला कया पिंड।
तम्हा हि ण देहाऽहं कत्ता वा तस्स देहस्स।।१६२।।
હું પૌદ્દલિક નથી, પુદ્ગલ મેં પિંડરૂપ કર્યા નથી;
તેથી નથી હું દેહ વા તે દેહનો કર્તા નથી. ૧૬૨
અર્થ:– હું પુદ્ગલમય નથી અને પુદ્ગલો મેં પિંડરૂપ કર્યાં નથી; તેથી હું દેહ નથી તેમજ તે દેહનો કર્તા
નથી.
ટીકા–પ્રથમ તો જે આ પ્રકરણથી નિર્ધારિત પુદ્ગલાત્મક શરીર નામનું પરદ્રવ્ય–કે જેની અંદર વાણી
અને મન એ બે સમાઈ જાય છે–તે હું નથી, કારણ કે અપુદ્ગલમય એવો હું પુદ્ગલાત્મક શરીરપણે હોવામાં
વિરોધ છે. વળી એવી જ રીતે તેના (અર્થાત્ શરીરના) કારણદ્વારા, કર્ત્તાદ્વારા, કર્ત્તાના પ્રયોજક (પ્રેરક) દ્વારા
કે કર્ત્તાના અનુમોદકદ્વારા શરીરનો કર્તા હું નથી કારણ કે અનેક પરમાણુ દ્રવ્યોના એકપિંડ પર્યાયરૂપ
પરિણામનો અકર્ત્તા એવો હું અને પરમાણુ દ્રવ્યોના એક પિંડપર્યાયરૂપ પરિણામાત્મક શરીરના કર્ત્તાપણે
હોવામાં સર્વથા વિરોધ છે.
ટીકામાં “સર્વથા વિરોધ” શબ્દ એમ બતાવે છે કે–નિમિત્તકર્ત્તાને સત્યદ્રષ્ટિએ કર્તા માનવામાં સર્વથા
વિરોધ આવે છે.
નિમિત્તને ખરેખર કર્ત્તા માનવાથી તો અનેકાન્ત સિદ્ધાંત સાથે સર્વથા વિરોધ આવે છે, કેમકે
નિમિત્તને કર્તા માનવાથી સપ્તભંગીમાંથી પ્રથમના બે ભંગ (સ્વપણે હોવું–પર પણે ન હોવું) ખરેખર રહેતા
નથી, એટલે કે સપ્તભંગીનો એક પણ ભંગ રહેતો નથી.
સુચના
જેમની પાસે ચાલુ સાલના આત્મધર્મના ૨૧૭ નંબરના કારતક માસના અંકો હોય તેમણે
સંસ્થાને મોકલી આપવા વિનંતી છે. આવા સો નંગની સંસ્થાને જરૂર છે.
પુજારીની જરૂર છે.
સોનગઢ દિગંબર જૈન મંદિર માટે પૂજા, અભિષેક વિગેરેનું કામ જાણનાર, નિવ્યર્સની દિગંબર
જૈન પૂજારીની જરૂર છે. વેતન લાયકાત પ્રમાણે અનુભવ ઉંમર સાથે અરજી તુરતમાં કરો
મેનેજર શ્રી દિ. જૈન સ્વા. મંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌરાષ્ટ્ર)