Atmadharma magazine - Ank 228
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 31
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૯
સળંગ અંક ૨૨૮
Version History
Version
Number Date Changes
001 Apr 2004 First electronic version.

PDF/HTML Page 2 of 31
single page version

background image
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
વર્ષ: ૧૯ અંક: ૧૨ મો) તંત્રી : જગજીવન બાઉચંદ દોશી (આસો : ૨૪૮૮
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
અહો! તારી પ્રભુતાનો પંથ,
સ્વભાવના જોરે શાન્તિ
પ્રભુ! તારી સ્વતંત્ર પ્રભુતા તેં કદી સાંભળી નથી, વર્તમાન એકેક
અવસ્થા પાછળ બેહદ તાકાતરૂપ પૂર્ણ પવિત્ર શક્તિ અખંડ સ્વભાવપણે
ભરી છે તે સત્ની વાત અપૂર્વભાવે અંદરથી ઉછાળીને તે સાંભળી નથી;
તારૂં મહાત્મ્ય તને આવ્યું નથી. જેણે પૂર્ણ અવિકારી સ્વભાવ માન્યો તે
પ્રભુતાના પંથે પ્રયાણ કરી પોતાના અનંત સ્વાધીન સુખમાં સમાઈ ગયા
જે માનશે તે પણ અક્ષય અખંડ શાંતિમાં સમાઈને અનંત સુખને
અનુભવશે. યથાર્થ સ્વભાવનું ભાન થતાં વર્તમાનમાં પરમ અદ્ભુત શાંતિ
અંશે વેદાય છે.
બેહદ પવિત્ર જ્ઞાનાનંદસ્વભાવની અંતરથી હા પાડનારની શક્તિનું
માપ વર્તમાનમાં બેહદ છે. વિકારને જાણનારો તે વિકારરૂપે નથી. વિકાર
તો ક્ષણિક અવસ્થા પૂરતો છે. તેનો નાશક સ્વભાવ વર્તમાનમાં પૂર્ણ
પવિત્ર છે. તેની પ્રતીતિના જોરમાં વિકારનું જોર દેખાતું નથી. જેવો
સ્વભાવ તેવી માન્યતા અને માન્યતા તેવો સ્વભાવ એમ પવિત્ર
અવિકારી અસંગ એકરૂપ સ્વભાવની શ્રદ્ધાના જોરમાં નવતત્ત્વના રાગના
વિકલ્પ તૂટી જાય છે. બે તત્ત્વ જુદાં હતાં તે જુદાં રહી જાય છે.
સમયસાર પ્રવચન ભા–૧ પાનું ૪૯૬
(૨૨૮)

PDF/HTML Page 3 of 31
single page version

background image
સુ.....વ.....ર્ણ.....પુ.....રી.....
સ.....મા.....ચા.....ર
પરમ ઉપકારી પૂજ્ય ગુરુદેવ સુખ શાન્તિમાં બિરાજમાન છે.
ભાદરવા સુદી પ થી ૧૪ દસલક્ષણપર્વમાં સવારે પ્રવચનમાં શ્રી કાર્તિકેયાનુપ્રેક્ષામાંથી ઉત્તમ ક્ષમાદિ
દસ ધર્મો ઉપર તથા શ્રી સમયસારજી શાસ્ત્રમાંથી ૪૭ શક્તિઓ ઉપર પ્રવચન તથા બપોરે પ્રવચનસાર–
ચરણાનુયોગ ચૂલિકા અધિકારમાંથી ગાથા ૨૩૨ થી સમ્યકચારિત્ર ઉપર પ્રવચનો હતા. અત્યારે પ્રવચનસાર–
ચારિત્ર અધિકાર સવારમાં, તથા સમયસાર ૪૭ શક્તિઓ ઉપર પ્રવચન બપોરે ચાલે છે.
આ સાલ પણ દસલક્ષણ પૂજન મંડળ વિધાનપૂર્વક પર્યુષપણપર્વ ખુબખુબ ઉત્સાહ અને ધર્મમહિમા
પૂર્વક ઉજવાયા.
પરમ ઉપકારી પૂજ્ય ગુરુદેવના પ્રવચનો તથા સતસમાગમનો લાભ લેવા માટે હિન્દી ભાષી ધર્મ
જિજ્ઞાસુઓની સંખ્યા વધતી જાય છે. તેઓને ઉતરવાના સ્થાનની સગવડ માટે જૈન ધર્મશાળા બાંધવાનું
નક્કી થયું છે.
ભાદરવા સુદી પ ઉત્તમક્ષમાદિ દસ ધર્મમાં પ્રથમ દિવસે સવારે શ્રી જિનમંદિરમાં સુશોભિત મંડપમાં
મંડલ વિધાન સહિત દસલક્ષણ મંડલ વ્રત વિધાનપૂજા શરૂ કરવામાં આવી હતી. પૂજાવિધિ પૂર્ણ થયા પછી પૂ.
ગુરુદેવનું સ્વાધ્યાયમંદિરમાં પ્રવચન અને ત્યારપછી સવારે ૯ થી ૧૦ાા શ્રી જિનેન્દ્ર ભગવાનને ભવ્ય
ગંધકૂટીવાળા રથમાં બિરાજમાન કરીને ભવ્ય રથયાત્રા ચલાવવામાં આવી હતી, તેમાં બહારગામના
મહેમાનોની સંખ્યા ઘણી હતી. ભક્તિ સહિત, ભજનની ધૂન સહિત વનમાં જઈને ત્યાં ભવ્ય મંડપમાં શ્રી
જિનેન્દ્રભગવાનનો શુદ્ધ જળથી અભિષેકપૂજન બાદ ખુબ ઠાઠમાઠથી, ભક્તિ સ્તવન–નૃત્ય–ગાન–હર્ષનાદ
જયનાદપૂર્વક જિનમંદિરમાં આવી પહોંચ્યા.
મંદિરજીમાં આવીને ભક્તજનોએ ખુબ ઉત્સાહમાં આવી હાથમાં ચામર લઈ નૃત્યસહિત ભક્તિની ધૂન
લગાવી. જિનેન્દ્ર ભક્તિનો અપૂર્વ મહિમા અને ધર્મ પ્રભાવનાનો ઉત્સાહ પ્રગટ કરી રહ્યા હતા. બપોરે
પ્રવચનો અને જિનમંદિરમાં હંમેશ મુજબ ભક્તિનો કાર્યક્રમ હતો.
સાંજે એક કલાક સમૂહપ્રતિક્રમણ ભાઈઓ તથા બહેનોમાં અલગ અલગ તેમના સ્થાને થતું હતું.
રાત્રે હંમેશા મુજબ પુરૂષોની સભામાં પૂજ્ય ગુરુદેવ પાસે પ્રશ્નોત્તરરૂપે ચર્ચા હતી.
ભાદરવા સુદી ૧૦ સુગંધ દસમી–હર સાલ મુજબ ખાસ ઉત્સવરૂપે ઉજવાઈ છે. વ્રત કરનારાઓની
સંખ્યા ઘણી હોય છે. જેમને દસ વર્ષ પૂર્ણ થયા હોય તેમના તરફથી વ્રત ઉદ્યાપન નિમિત્ત જિનમંદિરમાં
ઊપકરણાદિ ભેટ વસ્તુઓ આવે છે.
ભાદરવા સુદી ૧૪ અનંત ચતુર્દશી (૧) અનંત ચતુર્દશીને બાર માસમાં વિશેષપણે ધર્મ પર્વ
માનવામાં આવે છે, આજે ઉપવાસ કરનારાઓની સંખ્યા સારા પ્રમાણમાં હતી. ઉત્તરપ્રદેશથી ખાસ લાભ
લેવા આવનારા ભાઈઓની સંખ્યા ઘણી હતી, તેમાં મુખ્ય દિલ્હી, ભોપાળ, ગુના, ઈંદોર, જયપુર, ઉદયપુર
આદિ તથા શ્રી નેમિચંદજી પાટની (આગ્રા) મીઠાલાલજી, મહેન્દ્રકુમારજી શેઠી (જયપુર) તથા સાગરથી
શ્રીમાન શેઠ શ્રી ભગવાનદાસજી તથા શ્રી શોભાલાલજી તથા શ્રી રતનલાલજી (કાનપુર), ટીંબરની,
ગંજબાંસોંદાના ભાઈઓ ઉપરાંત તારણસ્વામી દિ૦ જૈનસમાજમાં પં. જયકુમાર તેઓ પણ પૂજ્ય ગુરુદેવનો
લાભ લેવા માટે રોકાયા હતા. તેઓ સહૂ પર્યૂષણ દસલક્ષણી પર્વ માટે ખાસ આવેલા, સાગરના શેઠશ્રીએ એક
માસ સત્ સમાગમનો લાભ લીધો હતો.
આ સાલના ભાદરવા માસમાં ઘણા પ્રકારની વિશેષતાઓ હતી.

PDF/HTML Page 4 of 31
single page version

background image
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
વી ત રા ગ ને પ ક્ષ ન થી.
સર્વજ્ઞ વીતરાગે જે રીતે વસ્તુનો દ્રવ્ય–ગુણ–પર્યાયથી સ્વતંત્ર
સ્વભાવ કહ્યો છે તેને નિશ્ચય–વ્યવહારનયના વિભાગ દ્વારા યુક્તિ,
આગમ, ગુરુગમ અને સ્વાનુભવ દ્વારા જાણે. જો એ રીતે જાણે નહી
તો તે જીવ ગમે તેવો ડાહ્યો કહેવાતો હોય, શાસ્ત્રમાં પંડિત, વિદ્વાન,
મનાતો હોય, છતાં તે વીતરાગના માર્ગમાં નથી. વીતરાગને પક્ષ
નથી, વીતરાગને પેઢીનો વંશ રાખવો નથી. દરેકની સ્વતંત્રતા જાહેર
કરે તે જ વિતરાગ છે. પુણ્યથી ધર્મ માને, બીજાથી કોઈનું ભલું બૂરું
માને, બીજા મારું માન્ય રાખે તો મારું કલ્યાણ થાય, આશીર્વાદથી
સુખી થવાય એમ માનનાર આત્માને પરાધીન, ઓશિયાળો અને
સામર્થ્ય રહિત માને છે.
અજ્ઞાનના કારણે પોતાની અવસ્થામાં અલ્પજ્ઞતા અને રાગ જેટલો
પોતાને માને છે. પરસંબંધવાળો, અનેક ભેદરૂપે, પરમાં કર્તા, ભોક્તા અને
સ્વામીપણે પોતાને માને છે તેથી શુભાશુભ રાગનો કર્તા થઈ વિકારપણે હું
છું, અને પુણ્ય, શુભરાગ કરવાથી ધર્મ થાય, એ રીતે પોતાને મિથ્યાપણે
અન્યથાપણે માનતો હતો. પણ જ્યારે સર્વજ્ઞ વીતરાગનું સ્વરૂપ જાણે પછી
પરમાં અને રાગાદિમાં કર્તા–ભોક્તા–સ્વામીત્વરૂપ મિથ્યાત્વનો પક્ષ છોડી
શુદ્ધનયદ્વારા સ્વાશ્રિત પોતાના નિરાલંબી જ્ઞાનસ્વભાવનો સ્વીકાર
કરવાથી જડ ચેતનનું સ્વતંત્ર જુદું જુદું જોવામાં આવ્યું ત્યાં ત્રિકાળી
જ્ઞાનસ્વરૂપ પરિપૂર્ણ જ્ઞાનાનંદપણે નિત્ય ટકનારો તે હું છું અને મિથ્યાત્વ
કષાય શુભાશુભ ભાવ એ બધા વિરુદ્ધભાવ છે, મારું સ્વરૂપ નથી–એમ
ભેદજ્ઞાનના બળ વડે, પોતાના અસલી ધુ્રવ સ્વરૂપની શ્રદ્ધાવડે, શ્રદ્ધામાંથી
સર્વ વિભાવનો નાશ કર્યો. નિર્વિકલ્પ શ્રદ્ધાના વિષયમાં કોઈ ભેદ–
વિકલ્પનો અનુભવ નથી. સ્વીકાર નથી.
જ્ઞાનીને એકરૂપ અવિકારી પૂર્ણ સ્વભાવની શ્રદ્ધાનું જોર છે.
એકાગ્ર સ્થિર ન રહી શકે ત્યાં પુણ્યપાપની વૃત્તિમાં (છોડવાની
બુદ્ધિથી) રોકાવું થાય છતાં તેમાં ધર્મ માનતો નથી.

PDF/HTML Page 5 of 31
single page version

background image
: ૪ : આત્મધર્મ : ૨૨૮
અરે આત્મા!! તારી અગાધગતિ હોવા છતાં
ભેદજ્ઞાનથી
સુખધામમાં નિવાસ કર
મોક્ષમાર્ગ પ્રકાશક અ૦ ૭ ઉપર પૂજ્ય શ્રી ગુરુદેવનું પ્રવચન
(શ્રી પોપટલાલભાઈ મોહનલાલ વોરાના મકાનના વાસ્તુ પ્રસંગે
આજનું સવારનું વ્યાખ્યાન તેમને ત્યાં થયું હતું)
વીર સંવત ૨૪૮૮ શ્રાવણ સુદ ૧પ, તા. ૧પ–૮–૬૨
મોક્ષમાર્ગ કોને કહે છે. તે વાત બોલે છે. ધર્મ–અધર્મ, હિત–અહિત શું છે તે અનાદિથી અજ્ઞાનીએ
જાણ્યું નથી. સર્વજ્ઞ વીતરાગે ત્રણકાળ–ત્રણલોકને એક સમયમાં જાણ્યા. તેમની વાણીમાં એમ આવ્યું કે
હે આત્મા! તારૂં સ્વરૂપ ચિદાનંદ છે, તે તારામાં જ છે, બહારથી આવતું નથી. સત્ નિત્ય–ચિત્–જ્ઞાન
અને આનંદએ તારું અસલી સ્વરૂપ છે, તેને જાણ્યા વિના બહારમાં પુણ્યમાં તથા ધનાદિમાં તારી રુચિ
થઈ છે પણ દયાદાનના ભાવ રાગ છે, તેનાથી તો બંધન છે, તેનાથી ધર્મ નથી. સત્ય સમજ્યા વિના
જીવ અનાદિકાળથી દુઃખી થઈ રહ્યો છે. નોકર્મ એટલે શરીર, દ્રવ્યકર્મ એટલે જ્ઞાનાવરણાદિ જડકર્મ તથા
શુભાશુભ રાગરૂપ ભાવકર્મ તેનાથી તું ભિન્ન છે, તેને ભૂલી પરને પોતાનું માનવું તે મિથ્યાત્વરૂપી
પાપનો ભાવ છે. હિંસા, ભોગ, ધન, કમાવું તે પાપનો ભાવ છે, તેનાથી ચૈતન્ય ભિન્ન છે. ધર્મી–જ્ઞાનીને
પણ દયા, દાન, પૂજા, ભક્તિ, જાત્રાના ભાવ થાય છે પણ તે પુણ્ય છે, આસ્રવ છે, વિકાર છે, પવિત્ર ધર્મ
નથી. અજ્ઞાની મોક્ષને દેખાદેખીથી ઉત્કૃષ્ટ કહે છે કે અહો! મોક્ષમાં સુખ છે, કેટલું કે સ્વર્ગના ઈન્દ્રોના
સુખથી પણ અનંતગુણ સુખ છે–તો જ્ઞાની કહે છે કે તેને તત્ત્વની ખબર નથી કેમ કે સ્વર્ગનું કે શેઠાઈનું
સુખ છે તે તો આકુળતા જ છે. પૂર્વે પુણ્યકર્મ બંધાયેલું તેના ઉદયકાળે મળી સામગ્રી, તેમાં સુખની
કલ્પના કરી તે ઝેર છે, દુઃખ છે, તે મહાવિપરીતતા છે. જ્યાં સુખ નથી ત્યાં અજ્ઞાની સુખ માને છે, ને
છે તેમાં માનતો નથી.
જેમ કાચા ચણામાં મીઠાસ શક્તિરૂપે ભરી છે, પ્રગટ નથી. વળી તે ચણાને વાવો તો ઊગે પણ
તેને શેકી નાખો તો મીઠાસ પ્રગટ થાય અને વાવો તો ઊગે નહિ. પ્રાપ્તની પ્રાપ્તિ થાય છે. તેમ
આત્મામાં સુખ છે પણ અજ્ઞાની તેને જાણતો નથી. સ્વર્ગના દેવોને જે સુખ છે તેનાથી સિદ્ધમાં
અનંતગણું સુખ અજ્ઞાની કહે છે. સ્વર્ગનાં માનેલાં સુખ તો આકુળતામય હોવાથી ઝેર છે. તેનાથી ૧૦૦
ટકા વિરુદ્ધ અતીન્દ્રિય આત્મિક સુખ છે. સંસારના રાગની જાતથી અંતર આનંદની જાત જ જુદી છે.
આત્મા આનંદનો કંદ છે તેની પ્રતીતિ કરી અંદરમાં ઝૂકાવ કરે તો તેનો સ્વાદ આવે. પુણ્ય–પાપમાં જે
લાભ માને છે તે મિથ્યાદ્રષ્ટિ છે.
તોરી ગામમાં અગાધગતિ નામનું પુસ્તક લઈને ત્યાંના પટેલ આવ્યા, કહ્યું કે અમને આમાં
સહજ પડતી નથી. એમાં લખેલ હતું કે કોઈ પણ પ્રાણી જપ, તપ, દયા, દાન, સ્મરણ, પૂજા, સેવા, કરે
તો કરો પણ તેનાથી મોક્ષ નહિ મળે કેમકે તે બધી વૃત્તિ રાગની છે, તેનું ફળ અહીં મળશે, એટલે કે
તેનાથી સંસાર ફળશે.

PDF/HTML Page 6 of 31
single page version

background image
આસો : ૨૪૮૮ : પ :
અરે! આત્મા તારી તો અગાધગતિ છે. દયા, દાનાદિરૂપ પુણ્યભાવથી મોક્ષમાર્ગરૂપ ધર્મ માને–મનાવે
તેઓ આત્મધર્મને લૂંટનારા છે. ધર્મી જીવને નીચલી દશામાં પુણ્ય–પાપના ભાવ આવે ખરા પણ તે રાગની
ક્રિયાને ધર્મ ન માને. ધન કમાવાનો ભાવ પાપ છે, પૈસા મળે છે તે ડહાપણથી મળતા નથી, પણ પૂર્વનાં
પુણ્યરૂપની લોન હતી તે બળીને વર્તમાન સામગ્રી દેખાય છે, તેમાં રાજી થઈને પાપ બાંધે છે.
અનંત કાળ વીત્યો, એક ક્ષણ પણ આત્મહિત જાણ્યું નથી. શરીરની ક્રિયા હું કરી શકું છું એમ માન્યું
હોય છે, પણ મરતી વેળા બોલવાની ઈચ્છા હોવા છતાં બોલાય નહિ, કેમકે ઈચ્છાને આધીન વાણી નથી,
સ્વતંત્ર ભાષાવર્ગણાથી વાણી ઊપજે છે. મેં કુંટુંબનું કર્યું, ધંધો કર્યો, નાત જાતનું કર્યું, મેં પાંચ લાખ ભેગા
કર્યા, એમ માનનાર મિથ્યા અભિમાની છે. કહ્યું છે કે–
“હુન્નર કરો હજાર, ભાગ્ય વિન મળે ન કૌડી”
સમય આવ્યા પહેલાં ધન મળતું નથી તથા કિસ્મતથી અધિક મળતું નથી. સંયોગ એના કાળે આવે ને
જાય. જીવને ખરેખર ધન મળ્‌યું નથી, પણ મમતાવાનને મમતા મળે છે. ભેદજ્ઞાનપૂર્વક સ્વસન્મુખ
જ્ઞાતાપણાની ધીરજ રાખનારને સ્થાયી સમતા મળે છે. જ્ઞાની પુણ્ય–પાપ અને તેના ફળનો કર્તા–ભોકતા કે
સ્વામી થતો જ નથી. અજ્ઞાની ને પૂર્વેનાં પુણ્યથી વર્તમાન સોગઠી ગોઠવાઈ જાય, ત્યાં મોહથી માને કે મારા
પુરુષાર્થથી મેં આ બધું મેળવ્યું છે પણ તે ભ્રમ છે. અજ્ઞાનીને સંયોગ ઉપર જ દ્રષ્ટિ છે તેથી વિષય વિકારની
જાતિ સાથે મોક્ષસુખની સરખામણી કરે છે અને કહે છે કે મોક્ષનું સુખ સ્વર્ગાદિના ઈન્દ્રોના સુખથી અનંતગણું
છે, તેને અનુપમ મોક્ષસુખની ખબર નથી.
શ્રીમદ્ રાજચંદ્રનો જન્મ વિક્રમ સંવત્ ૧૯૨૪ માં થયો હતો, ૧૯૩૧ ની સાલમાં ૭ વર્ષની વયે
પૂર્વભવનું જાતિસ્મરણ જ્ઞાન થયું હતું, ૧૬ વર્ષની ઉંમરમાં મોક્ષમાળા નામે પુસ્તક બનાવ્યું, તેમાં ૧૦૮ પાઠ
લખ્યા છે, તેમાં એક કાવ્ય છે કે–
“બહુ પુણ્ય કેરા પુંજથી,
શુભદેહ માનવનો મળ્‌યો
તોયે અરે! ભવચક્રનો,
આંટો નહીં એકે ટળ્‌યો;
સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે,
લેશ એ લક્ષે લહો,
ક્ષણક્ષણ ભયંકર ભાવ મરણે,
કાં અહો! રાચી રહો”
જે જીવ પુણ્ય–પાપને કરવા જેવા માને છે, શુભરાગથી આત્મકલ્યાણરૂપ ધર્મ માને છે તે નિર્વિકાર
જ્ઞાતાસ્વભાવનો પૂરેપૂરો તિરસ્કાર કરે છે અને પોતે જ અજ્ઞાનવશે પોતાનો શત્રુ થાય છે.
“જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત,
સમજાવ્યું તે પદ નમું શ્રી સદ્ગુરુ ભગવંત.”
આત્મસિદ્ધિ દોહામાં પ્રથમથી જ પૂર્ણતાના લક્ષે સાધકભાવ ઉપાડયો છે. પોતે અસલી સ્વરૂપ સમજ્યો.
સુખનો ઉપાય અંદરમાં છે એમ સમજ્યો ત્યારે જાણ્યું કે અહો! આવું મારું પરમપદ સ્વાધીન છે, અને તેને
ભૂલ્યો તેથી જ અનંતકાળ પરિભ્રમણ કર્યું છે, એક સેકન્ડ માત્ર પણ ધર્મ કર્યો નથી.
જેમ પર્વતમાં વિજળી પડે ને ટુકડા થાય તે રેણે ભેગા ન થાય–તેમ ભગવાન આત્મા પુણ્યપાપ અને
સમસ્ત પ્રકારના રાગથી પાર, બેહદ જ્ઞાનસ્વભાવથી પરિપૂર્ણ છે એ નિર્વિકલ્પ પ્રતીતિ થતાં સંસારમાં લાંબો
કાળ પરિભ્રમણ કરવું પડે નહિ.
‘યમ નિયમ સંયમ આપ કિ્્યો,
પુનિ ત્યાગ વિરાગ અથાગ લિયો,
જપ ભેદ જપે તપ ત્યોંહી તપૈ,
ઉરસેંહી ઉદાસી લહી સબપૈ;
વહ સાધન વાર અનંત કિ્્યો,
તદપિ કછુ હાથ હજુ ન પર્યોં;
અબ કયોં ન બિચારત હૈંં મનસેં,
કછુ ઔર રહા ઉન સાધનસેં.”

PDF/HTML Page 7 of 31
single page version

background image
: ૬ : આત્મધર્મ : ૨૨૮
અરે આત્મા! તું કોણ છો, કેવા સ્વરૂપે છો, તારા અધિકારમાં શું છે, શું થઈ રહ્યું છે ને શું માની રહ્યો
છે! તેં એક પણ વાતનો સત્ય નિર્ધાર કર્યો જ નથી. અજ્ઞાની ગુરુઓએ બાહ્યમાં તથા વ્રતાદિ પુણ્યબંધનની
ક્રિયામાં ધર્મ મનાવ્યો છે. જગત્ને જન્મમરણરહિત નિત્યજ્ઞાનઘન આત્મા શું છે તેની ખબર નથી–તેથી તેનું
સત્ય ચારિત્ર શું છે તેની ખબર પડે ક્્યાંથી? ક્ષણિક વિભાવ અને ત્રિકાળી એકરૂપ ચૈતન્ય સ્વભાવ વચ્ચે
ભેદ વિજ્ઞાન કરી અંતરમાં ઢળીને અતીન્દ્રિય આનંદામૃતમાં લીનતા કરવી તે આત્માનું ચારિત્ર છે. વચ્ચે
નીચલી દશામાં શુભરાગ આવે તે આસ્રવ તત્ત્વ છે, તે આત્માનું સંવર–નિર્જરારૂપ ચારિત્ર નથી. આ વાત ન
સમજ્યો તેથી દુઃખના ઉપાયને જ સુખનો ઉપાય માની દુઃખના કારણોમાં જ પ્રવર્તે છે, તેથી અનાદિ કાળથી
અત્યાર સુધી દરેક સમયે અનંત દુઃખને પામ્યો છે. દુઃખને દુઃખ તરીકે ક્્યારે માની શકે કે ભેદજ્ઞાનપૂર્વક
અંદરમાં એકલો જ્ઞાનાનંદ છું તેમાં નિર્વિકલ્પ શાન્તિરસનો અનુભવ કરે ત્યારે. આવો અનુભવ ગૃહસ્થદશામાં
પણ થઈ શકે છે. ઢોર, દેવ અને નરકદશામાં પણ થઈ શકે છે.
શ્રીમદ્ રાજચંદ્રજીએ “જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત” એમ કહ્યું છે પણ અમુક ન કર્યું,
દયા દાનાદિ પુણ્ય ન કર્યાં, માટે દુઃખ પામ્યો એમ કહ્યું નથી. આત્મા અનાદિથી છે, છે તે કદી ન હોય એમ
બને નહીં, જે નથી તે કદી નવું થતું નથી, છે તે જ ટકીને પોતાની અવસ્થાથી પોતામાં જ પોતાની શક્તિથી
બદલે છે.
પૈસા, શરીર હાથપગ જડ છે. જડ–ચેતન અનાદિથી જુદા છે. જીવ પોતાના અસલી સ્વરૂપને ભૂલી,
પરને પોતાનું માની ચાર ગતિમાં ભ્રમણ કરે છે, તે પુણ્યપાપનું ફળ છે.
“વીત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ,
તેહ શુભાશુભ છેદતાં ઉપજે મોક્ષ સ્વભાવ.”
શુભાશુભભાવનું સ્વામીત્વ તે મિથ્યાત્વ છે, મિથ્યાત્વ તે સંસાર છે. અજ્ઞાની પુણ્યથી સુખ માને છે તેથી
સિદ્ધભગવાનના સુખની જાતિ સંસારી જીવના વિષય સંબંધી સુખ જેવી માને છે પણ સંસાર–સુખ તો ઝેર છે.
ઈચ્છા–આકુળતાનો અભાવ અને અતીન્દ્રિયજ્ઞાનમાં લીન રહેવું તે સુખ છે. શુભ રાગ અને તેના
ફળમાં જરાય સુખ નથી, મોટરવાળાને સુખી ન માનશો. વિચાર કરો તે મોટરમાં બેઠો છે કે મોટર તેની છાતિ
ઉપર બેઠી છે? તેના માનેલા વૈભવને નિભાવવાની, આબરૂની તુષ્ણાથી તે નિરન્તર દુઃખી છે. પુણ્ય પાપ
બેઉને મલિન અને દુઃખરૂપ કહ્યાં છે.
જેમ ભૂંડને વિષ્ટાનો ખોરાક રુચે છે ને હોંશે તે ખાય છે–મનુષ્યો અનાજ ખાઈ, પચાવી વિષ્ટાને કાઢી
નાખે છે તેને ભૂંડ ખાય છે, તેમ જ્ઞાનીઓએ વીતરાગતા પચાવીને, પુણ્યપાપને વિષ્ટાની જેમ છોડી દીધા છે.
વિકારીભાવને જેઓ ભલા માને છે તેને ભૂંડની ઉપમા છે. અનંતવાર અબજપતિ થયો, અનંતવાર જૈન
મતમાં દ્રવ્યલિંગધારી સાધુ થયો, પણ અંતરમાં રાગાદિ વિકલ્પથી પાર મોક્ષસ્વભાવી આત્મા શું અને મોક્ષનો
ઉપાય શું, મલિનભાવરૂપ આસ્રવ શું તે જાણ્યું નહી. નવતત્ત્વનાં નામ જાણે, પણ તેના સ્વરૂપનો નિર્ણય કરી,
તેના પ્રયોજનને ન જાણે ત્યાં સુધી આત્મહિત ન થાય.
ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદથી પરિપૂર્ણ છે. સંયોગ અને વિકારની દ્રષ્ટિ છોડ. પરાશ્રયની શ્રદ્ધા
છોડી, સ્વાશ્રયની દ્રષ્ટિથી તારા પરમ સ્વભાવને દેખ. એકરૂપ પૂર્ણાનંદ જ્ઞાયક તે હું છું એમ અનુભવ, અને
પુણ્યપાપ બેઉ દુઃખ છે, બંધન છે–એમ નિર્ણય કર. વીતરાગી દ્રષ્ટિ થતાં જ શુભાશુભ બેઉનો પ્રથમ શ્રદ્ધામાંથી
એકદમ ત્યાગ થઈ જાય છે. શુભ રાગને હિતકર માનનાર મિથ્યાદ્રષ્ટિ છે. મિથ્યા અભિપ્રાય રહિત નિર્મળ
જ્ઞાનાનંદની શ્રદ્ધા પૂર્વે કદી કરી નથી. તેથી રાગ અને તેના ફળમાં જ તેને ઉત્સાહ વર્તે છે.
જેમ સન્નિપાતનો રોગી, વાત, પિત્ત અને કફનો પ્રકોપ થવાથી ખડખડ હસે છે. છતાં તે સુખી નથી,
બીજાઓ તેને દુઃખી જ માને છે, બેભાનમાં તે હસે છે પણ થોડીવારમાં તે મરી જશે; તેમ પુણ્ય અને તેના
ફળમાં જેઓ હર્ષ માને છે તેઓ બેભાન બનેલા મિથ્યાદર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ ત્રિદોષનાં પ્રકોપવડે અસાધ્ય
રોગી જેવા છે.

PDF/HTML Page 8 of 31
single page version

background image
આસો : ૨૪૮૮ : ૭ :
પુણ્યમાં સુખ અને સુખનું સાધન માનનારને જ્ઞાની કહે છે કે તે અપવિત્ર આસ્રવતત્ત્વ છે,
તેનાથી સંવર, નિર્જરા કે મોક્ષરૂપ પવિત્ર ભાવની જાતજ જુદી છે, તેની તને ખબર નથી, તેથી તું
સ્વર્ગના દેવોના સુખ કરતાં મોક્ષસુખ અનંતગણું કહે છે. સંસારના સર્વ વિભાવથી, પૂર્ણ નિર્વિકાર
મોક્ષતત્ત્વની જાત જુદી જ છે.
ભગવાન આત્મામાં પરિપૂર્ણ જ્ઞાનાનંદ શક્તિ ભરી છે, દેહથી ભિન્ન દરેક આત્મા પોતાના પૂર્ણ
જ્ઞાનાનંદ સહિત છે. તેમાં એકપણાની દ્રષ્ટિ અને એકાગ્રતાના બળથી શુદ્ધતા પ્રગટ થાય છે. તે શુદ્ધ
અંશથી બંધન થતું નથી. બંધન તો શુભાશુભ રાગદ્વેષ અને મોહથી થાય છે.
અજ્ઞાની સ્વર્ગના વિષય સંબંધી સુખાભાસની અને આત્મિક નિરાકુળ મોક્ષસુખની એક જાતિ
માને છે પણ તે એક નથી. પણ જેમ તીર્થંકર ભગવાનના અતિશય સુંદર શરીરની પ્રભાને સૂર્યની ઉપમા
દેવાય છે તેમ લોકમાં ઈન્દ્રાદિ દેવોનાં સુખનો મહિમા છે તેનાથી જુદી જાતનું અને તેનાથી અનંતગણું
સુખ મોક્ષદશામાં છે–એમ ઉપમા આપી તેની અજ્ઞાનીને ખબર નથી. સ્વર્ગના કલેશવાળા સુખનું કારણ
શુભરાગ છે અને મોક્ષસુખનું કારણ તો વીતરાગ ભાવ છે.
અહીં પ્રશ્ન–તમે એમ કેમ કહો છો કે અજ્ઞાનીની શ્રદ્ધામાં સ્વર્ગસુખની જાતિ અને મોક્ષસુખની
જાતિ એક છે?
ઉત્તર:– હા, તેઓ વ્રત, દયા, દાન, પૂજા, ભક્તિ આદિના શુભ ભાવ છે તેનું ફળ સ્વર્ગસુખ માને
છે અને તે જ ભાવનું ફળ મોક્ષસુખ માને છે. જેને થોડું પુણ્ય સાધન હોય તેને સ્વર્ગ મળે અને ઘણું
સાધન હોય તેને મોક્ષ મળે એમ તે ભ્રમથી માને છે પણ શ્રદ્ધામાં ક્્યાં ભૂલ છે તેની તેને ખબર નથી.
“દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા, ભાવ ધર્મ રુચિ હીન,
ઉપદેશક પણ તેહવા, શું કરે જીવ નવીન!”
પુણ્યમાં આત્મહિતરૂપ ધર્મ માને તો અનંતાનુબંધી અને દર્શનમોહનું મહાન પાપ થાય છે. પુણ્યની
ક્રિયા તથા દેહની ક્રિયાથી આત્માનો ધર્મ માને તેને અતીન્દ્રિય અરાગી જ્ઞાનાનંદનો અનુભવ શું તેની જરા
પણ ખબર નથી. શુભરાગરૂપ વ્યવહારથી હળવે હળવે ધર્મ થશે, પરંપરાએ મોક્ષ થશે એમ અજ્ઞાની માને
છે અને તેવું જ મનાવનારા પણ તેને મળી ગયા, એટલે પુણ્યથી અને જડની ક્રિયાથી ધર્મ માનવાની તેની
શ્રદ્ધા દ્રઢ થઈ ગઈ. પુણ્ય કરતાં કરતાં ધર્મ પણ થાય અને સ્વર્ગનાં સુખ પણ મળે એમ અજ્ઞાની માને છે
પણ હિત–અહિતનાં કારણ અને તેનાં ફળની જાત તદ્ન જુદી છે એવો નિર્ધાર કરતાં નથી.
જેમ હજારો મણ અનાજ પાકે ત્યાં વચ્ચે રાડા ન હોય એમ ન બને. હા, રાડા થાય પણ દાણા ન
થાય એમ બને, પરંતુ દાણા પાકે ત્યાં રાડા તો હોય જ. સારો ખેડુત રાડા ખાતર બીજ વાવે નહીં તેમ
ધર્મી જીવ તો પોતાનું સ્વરૂપ પુણ્યપાપ રાગથી ભિન્ન જાણી, વીતરાગી દ્રષ્ટિ અને ચારિત્ર પ્રગટ કરે છે,
તેમાં મોક્ષનાં કણસલાં પાકે છે. પણ જેની દ્રષ્ટિ પુણ્ય ઉપર છે તેને સંસાર જ ફળે છે.
પરલક્ષે રાગ મંદ થઈ શકે પણ રાગ ટળે નહિ. રાગમંદ કરે તો પુણ્ય થાય, ધર્મ ન થાય. પૈસાથી
પુણ્ય ન થાય. લોભ મંદ કરે તેટલું પુણ્ય થાય. જો પૈસા આપવાથી ધર્મ થાય તો નિર્ધનને રડવું પડે, પણ
એમ નથી. શરીરથી તો આત્માનો ધર્મ થતો નથી, પરંતુ શુભરાગથી પણ ધર્મ નથી. આત્મા અનંત
ગુણોનો પિંડ છે તેમ ભેદજ્ઞાન સહિત નિર્વિકલ્પ શ્રદ્ધા–જ્ઞાન અને એકાગ્રતા કરે તે ધર્મ છે. રાગ બાકી
રહ્યો તે ધર્મ નથી પણ અધર્મ છે. શુભરાગ પણ ચારિત્રનો દોષ છે, તે આત્માનું નિવાસસ્થાન નથી.
વાસ્તુ શેમાં કરવું? કે ભગવાન આત્મા ચિદાનંદ અનંતગુણનું ધામ છે તેમાં વસવું, અતીન્દ્રિય જ્ઞાન
આનંદથી પૂર્ણ સ્વરૂપની પ્રતીતિ કરી તેમાં વસવું તે

PDF/HTML Page 9 of 31
single page version

background image
: ૮ : આત્મધર્મ: ૨૨૮
ખરું વાસ્તુ છે. સંસાર અને તેનું કારણ આસ્રવ તથા બંધભાવ છે; મોક્ષ તથા તેનું કારણ વીતરાગી અબંધ
ભાવ છે. આમ કારણ કાર્યમાં ફેર હોવા છતાં જે તેમ માનતો નથી તે જીવ મોક્ષ અને સ્વર્ગના સાધનની એક
જાતિ માને છે.
શુભાશુભભાવ તો ઔપાધિકભાવ છે–વ્યવહાર રત્નત્રય શુભરાગ છે તેનો ત્રિકાળી
ચૈતન્યસ્વભાવમાં તો અત્યંત અભાવ છે જ પણ સ્વભાવના આશ્રયે નિશ્ચય રત્નત્રયરૂપ વીતરાગભાવ
પ્રગટ થાય છે તેમાં પણ તે શુભ વ્યવહારનો અત્યંત અભાવ છે. ગુણસ્થાનની ભૂમિકા અનુસાર જે
જાતનો શુભરાગ હોય છે તેને જ વ્યવહાર સાધન ઉપચારથી કહેવાય છે; પણ તે રાગ છે માટે
વીતરાગતા છે એમ નથી. માટે પ્રથમ શ્રદ્ધામાં સર્વ રાગનો નિષેધ કરી, સ્વસન્મુખતારૂપ અંતર
એકાગ્રતાના બળથી શુભાશુભરાગથી દૂર કરી નિર્વિકલ્પ પરમાનંદમય પૂર્ણ શુદ્ધતા પ્રગટ કરવી તે મોક્ષ
છે. મોક્ષમાર્ગ તે અપૂર્ણ શુદ્ધતા છે અને મોક્ષ તે પૂર્ણ શુદ્ધતા છે.
“મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા તે પામે તે પંથ,
સમજાવ્યો સંક્ષેપમાં સકલ માર્ગ નિર્ગ્રંથ,”
બંધનું કારણ.
रत्नत्रयमिह हेतुर्निर्वाणस्यैव भवति नान्यस्य।
आस्रवति यत्तु पुण्यं शुभोपयोगोऽयमपराधः।।
અર્થ:– આ લોકમાં નિશ્ચય રત્નત્રય મોક્ષનું કારણ છે અને બીજી ગતિનું કારણ નથી.
પણ જે રત્નત્રયના સદ્ભાવમાં પુણ્યનો આસ્રવ થાય છે તે સર્વ શુભ કષાય–શુભયોગથી જ
થાય છે અર્થાત્ શુભોપયોગનો જ અપરાધ છે, પણ રત્નત્રયનો નથી.
ભાવાર્થ:– ગુણસ્થાનો અનુસાર મુનિજનોને જ્યાં રત્નત્રયની આરાધના છે ત્યાં દેવ–
શાસ્ત્ર–ગુરુ સેવા, ભક્તિ, દાન, શીલ, ઉપવાસાદિરૂપ શુભોપયોગનું પણ આચરણ છે. તે
શુભોપયોગનું આચરણ જ દેવાયું આદિ પુણ્ય પ્રકૃતિ બંધનું કારણ છે અર્થાત્ આ પુણ્ય પ્રકૃતિ
બંધમાં શુભોપયોગનો અપરાધ છે, રત્નત્રયનો નહિ.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય કૃત પુરૂષાર્થ સિદ્ધિ ઉપાયની સ્વ. પંડિત ટોડરમલ્લજી કૃત ટીકા)
મોક્ષનું કારણ
મોક્ષનું કારણ વીતરાગતા, વીતરાગતાનું કારણ અરાગી ચારિત્ર, અરાગી ચારિત્રનું
કારણ સમ્યગ્જ્ઞાન અને સમ્યગ્જ્ઞાનનું કારણ સમ્યગ્દર્શન છે. પૂર્ણ અધિકારી અખંડ સ્વભાવના
જોરે શ્રદ્ધા જ્ઞાન ચારિત્રની નિર્મળ પર્યાય પ્રગટે છે. અધૂરી નિર્મળ અવસ્થા અને સમ્યગ્દર્શન
તે પર્યાય છે. ભેદના લક્ષે વિકલ્પ–રાગ થાય છે. નિર્મળતા થતી નથી. અવસ્થાદ્રષ્ટિ ગૌણ કરી
નિશ્ચય અખંડ સ્વભાવનું લક્ષ કરવું. ધુ્રવ સ્વભાવનું જોર કરતાં કરતાં વિકારનો વ્યય અને
અવિકારી પૂર્ણ નિર્મળતાનો ઉત્પાદ થાય છે, એટલે નિમિત્ત–નૈમિત્તિક ભાવનો સંબંધ સર્વથા
છૂટી જાય છે અને વસ્તુનો અનંતગુણરૂપ નિજ સ્વભાવ વસ્તુપણે એકાકાર રહે છે, માટે શુદ્ધ
નયથી જીવને જાણવાથી જ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ શકે છે. (સ. સારપ્રવચન)
પ્રભુ! તારી સ્વતંત્ર પ્રભુતા તેં કદી સાંભળી નથી. વર્તમાન એકેક અવસ્થા પાછળ
બેહદ તાકાતરૂપ પૂર્ણ પવિત્ર ગુણની શક્તિ અખંડ સ્વભાવપણે ભરી છે તે સત્ની વાત અપૂર્વ
ભાવે અંદરથી ઉછળીને તેં સાભળી નથી; તારૂં મહાત્મ્ય તને આવ્યું નથી. જેણે પૂર્ણ અવિકારી
સ્વભાવનો જ આદર કર્યો તેને સ્વપ્નમાં પણ સંસારની કોઈ વાત રૂચે નહીં.
(સમયસાર પુ. ભાવ–૧માંથી)

PDF/HTML Page 10 of 31
single page version

background image
આસો : ૨૪૮૮ : ૯ :
ભૂતાર્થને આશ્રિત ધર્મ છે તો પણ અજ્ઞાનવશે જીવ
અભૂતાર્થમાં ધર્મ
કેમ માને છે?
પંચાસ્તિકાય ગા. ૧૭૨ ઉપર પૂજ્ય ગુરુદેવનાં પ્રવચન, રાજકોટ તા. ૭–પ–૬૨
(જિનેશ્વર વીતરાગ ભગવાનના ઉપદેશમાં બે નયો
(બે દ્રષ્ટિકોણ) દ્વારા નિરૂપણ હોય છે, ત્યાં નિશ્ચયનયદ્વારા તો
સત્યાર્થ નિરૂપણ કરવામાં આવે છે અને વ્યવહારનયદ્વારા
અભૂતાર્થ–અસત્યાર્થ નિરૂપણ કરવામાં આવે છે. અભૂતાર્થનું
વર્ણન શા માટે કર્યું છે? તે દ્વારા નિમિત્ત, ભેદ અને ગુણસ્થાન
અનુસાર તેનો વિષય કેવા પ્રકારનો હોય છે તે બતાવવા માટે
વ્યવહારનયદ્વારા તેનું વર્ણન કર્યું છે.)
નિશ્ચય વીતરાગભાવરૂપ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર છે, તે શુદ્ધાત્માને આશ્રિત હોવાથી નિશ્ચય–
ભૂતાર્થ મોક્ષમાર્ગ છે, મોક્ષનું અભિન્ન સાધન છે. ખરું સાધન છે. જ્યાં નિશ્ચય અભેદ સાધન છે પણ પૂર્ણ
વીતરાગતા પ્રગટ કરી નથી ત્યાં ગુણસ્થાન અનુસાર કેવો શુભ રાગ નિમિત્તપણે–સહચરપણે હોય છે તે
બતાવવા માટે તે શુભરાગને વ્યવહાર રત્નત્રયરૂપે અથવા ભિન્ન સાધનરૂપે વ્યવહારનયદ્વારા નિરૂપણ
કરવામાં આવે છે. બન્નેને જેમ છે તેમ જાણવું તે પ્રમાણ જ્ઞાન છે.
અહીં તો જેને પ્રમાણજ્ઞાન નથી, એકાન્ત પરાશ્રયરૂપ વ્યવહારાભાસને અવલંબનારા છે એવા અજ્ઞાની
જીવો અભૂતાર્થ ધર્મને સાધે છે તેની પ્રવૃત્તિ અને તેનું ફળ કહેવામાં આવે છે.
આત્મા શાન્ત સચ્ચિદાનંદમય જ્ઞાયક છે. પરનો કર્તા, ભોક્તા, કે સ્વામી નથી, રાગાદિનો ઉત્પાદક
નથી. એવું તેનું શુદ્ધ સ્વરૂપ અનાદિ અનંત જ્ઞાયક છે, તેની સન્મુખ થઈને તેની શ્રદ્ધા રુચિ અને તેનો આશ્રય
ન કરતાં બહારમાં ભલું બૂરૂં માની સાચા દેવ, શાસ્ત્ર, ગુરુને માને છે, નવતત્ત્વો, છ દ્રવ્ય અને શુભમાં
પ્રવૃત્તિમય સંયમની પ્રતીતિ કરે છે તે શુભરાગ છે, તે રાગવડે પોતાને ધર્મી માને છે. છ દ્રવ્ય, નવ તત્ત્વ તથા
સાચા દેવાદિને માનવા, અન્યને ન માનવા અને વ્યવહાર રત્નત્રયના રાગની પ્રવૃત્તિમાં ધર્મનું આચરણ
માની અટકવું તે વ્યવહારાભાસ છે. જેઓ શાસ્ત્ર ભણે, સાંભળે તો પણ તે તરફના ઝૂકાવરૂપ શુભરાગમાં ધર્મ
માને છે તેઓ વ્યવહારને જ નિશ્ચય માનનારા મિથ્યાદ્રષ્ટિ છે.
જે સર્વજ્ઞ વીતરાગે કહ્યું છે તેમ નથી માનતા પણ તેનાથી વિરૂદ્ધને ભ્રમથી હિતકર જાણીને સેવે છે
અને જ્યાં સુધી અભૂતાર્થને (વ્યવહારનો) સત્યાર્થ માની બેઠા છે ત્યાં સુધી તે સર્વજ્ઞ વીતરાગ કથિત્
સત્યાર્થ ધર્મને સમજવાને લાયક નથી.

PDF/HTML Page 11 of 31
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : ૨૨૮
પ્રશ્ન:– અભૂતાર્થ દર્શિતનય દ્વારા કહેવામાં આવતો વ્યવહાર ધર્મ ખરેખર ધર્મ નથી તો પછી એક
ભૂતાર્થદર્શી નિશ્ચયનય દ્વારા ભૂતાર્થ (સત્યાર્થ) નિરૂપણ કરવું જોઈએ. અભૂતાર્થ (ઉપચાર–વ્યવહાર)
નિરૂપણ શા માટે કરવામાં આવે છે?
ઉત્તર:– જેને સિંહનું યથાર્થ સ્વરૂપ સીધું સમજાતું ન હોય તેને સિંહના સ્વરૂપના ઉપચરિત
નિરૂપણ દ્વારા અર્થાત્ બિલાડીના સ્વરૂપના નિરૂપણ દ્વારા સિંહના યથાર્થ સ્વરૂપના ખ્યાલ તરફ દોરી
જવામાં આવે છે; તેમ જેને વસ્તુનું યથાર્થ સ્વરૂપ સીધું સમજાતું ન હોય તેને વસ્તુસ્વરૂપના ઉપચાર
કથન વડે વસ્તુસ્વરૂપના યથાર્થ ખ્યાલ તરફ દોરી જવામાં આવે છે. વળી લાંબા કથનને બદલે સંક્ષેપથી
કહેવા માટે પણ વ્યવહારનય દ્વારા ઉપચરિત અભૂતાર્થ કથન કરવામાં આવે છે. અહીં એટલું લક્ષમાં
રાખવું કે–જે પુરુષ બિલાડીના નિરૂપણને સિંહનું નિરૂપણ માની બિલાડીને જ સિંહ સમજી બેસે તે તો
ઉપદેશને જ લાયક નથી, તેમ જે પુરુષ ઉપચરિતને જ (વ્યવહાર ધર્મને જ) સત્યાર્થ નિરૂપણ માની
વસ્તુસ્વરૂપને–મોક્ષમાર્ગને–ખોટી રીતે સમજી બેસે છે તે તો ઉપદેશને જ યોગ્ય નથી.
અગાઉ તેના વ્યવહારાભાસરૂપ શ્રદ્ધા–જ્ઞાનનું વર્ણન થઈ ગયું છે. હવે તે ચારિત્ર માટે ક્્યાં
ભૂલ્યા છે તે કહે છે. નિશ્ચય વીતરાગભાવ તે જ આત્માનું યથાર્થ ચારિત્ર છે પણ તેનું નિરૂપણ બે પ્રકારે
છે. સાધક દશામાં બે નય હોય છે. અંશે વીતરાગતા તે સ્વાશ્રયરૂપ નિશ્ચય ચારિત્ર છે અને સાથે
શુભરાગ છે તે ચારિત્ર તો નથી પણ જેને સ્વાશ્રિત વીતરાગભાવ છે તેને તેનું નિમિત્તપણું છે એમ
બતાવવા વ્યવહારથી શુભને પણ ચારિત્ર કહેવું તે ઉપચાર નિરૂપણ છે. શુભ અથવા અશુભ રાગનું
ચારિત્ર તે આત્માનું ચારિત્ર નથી, મોક્ષમાર્ગનું ચારિત્ર નથી પણ સંસાર માર્ગનું ચારિત્ર છે.
હિંસાના ત્યાગ માટે તે બાહ્યમાં હિંસા અહિંસા માને છે. સ્વરૂપમાં અસાવધાની, પ્રમાદ પરિણતિ
તે હિંસા છે, મિથ્યાત્વ છે તે જ મૂળ હિંસા છે તેની તેને ખબર નથી.
એકેન્દ્રિય આદિ પ્રાણીની હિંસા ન કરવી, દયા પાળવી, જૂઠ ન બોલવું, પાંચ પાપથી નિવૃત્તિ અને
શુભમાં પ્રવૃત્તિ એમાં સર્વવિરતિરૂપ ભાવ તે રાગનો ભાવ છે. તેને વ્યવહાર અહિંસા ક્્યારે કહેવાય કે
નિશ્ચય વીતરાગભાવરૂપ ચારિત્રદશા હોય તો. વ્યવહાર અહિંસા તે પુણ્ય પરિણામ છે, શુભરાગ છે, ધર્મ
નથી. મોહ–ક્ષોભ રહિત આત્મપરિણામ તે ધર્મ છે. શુભરાગમાં ધર્મ નથી, તે આત્મપરિણામરૂપ ચારિત્ર
નથી છતાં તેમાં ચારિત્ર ધર્મ માની પોતાની મિથ્યાદ્રષ્ટિવડે તે જીવ શુભરાગની પ્રવૃત્તિમાં તન્મય રહે છે.
બાહ્ય હિંસાનો ત્યાગ અને અહિંસારૂપ શુભરાગનું ગ્રહણ તે રાગ છે, આસ્રવ છે, આસ્રવ તે
બંધનનું કારણ છે, મોક્ષનું કારણ નથી. (એ શુભરાગ જ્ઞાનીને પણ હોય છે પણ તેને તે ખરેખર ધર્મ
માનતો નથી.) જૂઠું ન બોલવું, સાચું બોલવું, અચૌર્ય પાળવું, અબ્રહ્મ ન સેવવું, બ્રહ્યચર્ય મન, વચન,
કાયાએ પાળવું, ધન, ધાન્ય, વસ્ત્રાદિ પરિગ્રહનો ત્યાગ એ બધી શુભરાગની વૃત્તિ છે, તેનાથી પુણ્ય છે,
ચારિત્ર નથી કેમકે રાગભાવ તે નિર્વિકાર ચૈતન્યની જાગૃતિનો સો ટકા વિરોધી ભાવ છે, ઝેર છે. જ્ઞાની
છઠ્ઠા ગુણસ્થાનવર્તી મુનિના મહાવ્રતાદિના શુભ ભાવ પણ નિશ્ચયથી વિષકુંભ જ છે. જેમ છે એમ
જાણવું તે સમ્યગ્જ્ઞાન છે કેમકે જે ભાવે નવું બંધન થાય તે ભાવે વીતરાગી શ્રદ્ધા અથવા ચારિત્ર ધર્મ
થઈ શકે નહીં છતાં કોઈ ભ્રમથી અભૂતાર્થ ધર્મને સાધતો થકો પોતાને ભૂતાર્થ ધર્મ માને, મોક્ષમાર્ગ
માને છે. તે માન્યતા મિથ્યાત્વરૂપી મહાપાપ છે. હિંસાદિ પાંચ પાપ તથા સાત વ્યસનના મહાપાપની
તુલનામાં મિથ્યાત્વનું પાપ અનંતગણું છે એમ શાસ્ત્રમાં કહ્યું છે.
અહીં શુભ ભાવ છોડી પાપમાં જવાનું કહેલ નથી પણ પુણ્ય–પાપની મર્યાદા બતાવી છે તેને
ખરેખર

PDF/HTML Page 12 of 31
single page version

background image
આસો : ૨૪૮૮ : ૧૧ :
ધર્મ માની બેસે તો મિથ્યાત્વ છે એમ ઊંધી માન્યતાનો નિષેધ કરી, નય વિભાગથી કથન પદ્ધત્તિ જાણી,
નિશ્ચયને નિશ્ચય અને વ્યવહારને વ્યવહારના સ્થાનમાં જાણે તો પ્રમાણજ્ઞાન છે, અને શુદ્ધ નિશ્ચયનયનો
વિષય ભૂતાર્થ જાણી તેનો આશ્રય કરે અને પરાશ્રયરૂપ વ્યવહાર ખરેખર ધર્મ માટે આદરણીય નથી એમ
જાણે તો હિતમાં પ્રવૃત્તિમાં થઈ શકે.
નય વિભાગદ્વારા શાસ્ત્રના અર્થ સમજે નહીં તેને ચારે અનુયોગ શાસ્ત્રના કથનમાં વિરોધ ભાસે છે.
જ્ઞાનીને ચારે અનુયોગ શાસ્ત્રમાં વીતરાગતા જ ઉપાદેય ભાસે છે. તેથી સ્વતંત્રતા, યથાર્થતા, અને
વીતરાગતારૂપ તાત્પર્યને ગ્રહણ કરે છે.
આત્મા જ્ઞાનાનંદ પવિત્ર છે. તેમાં મિથ્યાત્વ રાગાદિના આશ્રયરહિત શ્રદ્ધા જ્ઞાન અને એકાગ્રતા વડે જ
આનંદની જમવટ થાય છે. આત્મામાં અતીન્દ્રિય શાંત રસની જમવટ કરવી તેને ભગવાને ચારિત્ર કહેલ છે,
પણ અજ્ઞાની બહારમાં અશુભ રાગનો ત્યાગ, શુભનું ગ્રહણ તેમા ચારિત્ર અને સંયમ માને છે.
અજ્ઞાન દશામાં સાચા વ્રત તપ હોતાં જ નથી તેથી તેને બાળવ્રત અને બાળતપ કહે છે. તેનાં વ્રતાદિને
વ્યવહાર વ્રત વ્યવહારતપ નામ અપાતું નથી, પણ મિથ્યાશ્રદ્ધાના કારણે તે વ્યવહારાભાસ જ છે.
તત્ત્વાર્થસૂત્રમાં જ્ઞાનીની ભૂમિકામાં મહાવ્રતાદિને આસ્રવમાં (અર્થાત્ બંધના કારણમાં) કહેલ છે.
પરિગ્રહ રાખવાનો ભાવ પાપભાવ છે અને છોડવાનો ભાવ તે પુણ્ય છે. અજ્ઞાની જીવ વ્રતાદિના શુભ રાગથી
ધર્મ માને છે, મિથ્યાત્વ અને રાગ એટલે આસ્રવતત્ત્વને હિતકારી માને છે તેથી પંચ મહાવ્રતના રાગની
લાગણીને આત્માનું ચારિત્ર માની તેમાં તન્મય થાય છે. પણ ભગવાન આત્મા અત્યારે પણ રાગાદિ વિકારથી
પાર છે, અતીન્દ્રિય જ્ઞાનવડે અનુભવમાં આવે તેમ છે, તે વડે ધર્મ અને શાંતિ છે એમ માનતો નથી. તેથી
અંદર આત્માને ઓળખી તેમાં તન્મય થતો નથી. આત્માના આશ્રયે ચારિત્ર છે એટલે પરાશ્રયની દ્રષ્ટિ અને
રાગ તરફનું વલણ છોડવા માટે સ્વસન્મુખની દ્રષ્ટિ અને ચારિત્ર જોઈએ, અતીન્દ્રિય આનંદરૂપ ચારિત્રમાં
તન્મય થવું જોઈએ તે વાત અજ્ઞાનીને બેઠી નથી તેથી આત્માના ચારિત્રમાં જરાય તન્મય થતો નથી. ધર્મના
નામે રાગને ધર્મ માની લે છે, રાગ કરવા યોગ્ય માને છે માટે તે મિથ્યા દ્રષ્ટિ જ રહે છે.
મહાવ્રત, દયા, દાન, ભક્તિના ભાવ પાપ નથી, મિથ્યાત્વ નથી પણ તે શુભ રાગ છે. આસ્રવ તત્ત્વ છે,
બંધનું કારણ છે. તેને બંધનું કારણ ન માનતાં, ધર્મનું કારણ અથવા આત્માનું ચારિત્ર તે માને છે તેથી તેને
નવે તત્ત્વોની ભૂલ છે. જે ભાવે સંસાર ફળે તે ભાવે મોક્ષ અથવા મોક્ષનો ઉપાય કેમ થાય?
“વિત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ” તે શુભાશુભને છેદે એવી દશા આત્મામાં ઉત્પન્ન કરવી
તેનું નામ મોક્ષનો ઉપાય છે, જે અપૂર્વ છે.
પ્રભુ! તારી પ્રભુતાને તેં જ મિથ્યા માન્યતાની આડમાં ઢાંકી રાખી છે. અનંતવાર ધર્મ માટે વ્રત તપ
કર્યાં ક્ષમા–શાન્તિ એવી રાખી કે ચામડી ઉતરડીને ખાર છાંટવા છતાં ક્રોધ ન કર્યો, ક્રોધ, માન, માયા, અને
લોભમાં પ્રબળ કારણો મળવાં છતાં ન ડગ્યો એવા શુભ ભાવ રાખ્યા, તીવ્ર ક્રોધાદિ ન કર્યાં, છતાં તે પર લક્ષે
સહન કરવાની લાગણી શુભ રાગ છે ધર્મ નથી, જે ભૂતાર્થ એટલે સત્યાર્થ ધર્મ નથી તેને ખરેખર ધર્મ માની
બેસે છે તે મિથ્યાદ્રષ્ટિ છે. જ્ઞાનીને એવા શુભરાગ આવે ખરાં પણ આવો રાગ કરવો જોઈએ એમ તે જરાય
માનતા નથી, અને અજ્ઞાની તો આવો રાગ કરવા જેવો છે એમ આસ્રવની ભાવના ભાવે છે, તેથી તે જ્ઞાતા
સ્વભાવનો વૈરી છે. આ અજ્ઞાની જીવ પંચ મહાવ્રત પાળતો હોય તો તેમાં તલ્લીન રહે છે તેથી અરે......
અપૂર્વપણું શું? આત્મામાં નિર્વિકલ્પ અનુભવ સહિત શ્રદ્ધા–જ્ઞાન ચારિત્ર શું તે વિચારવાને લાયક પણ થતો
નથી.
જ્ઞાનીને નીચલી દશામાં રાગ આવે છતાં તેનો આદર નથી, ભાવના નથી, રુચિ નથી. સર્વ પ્રકારના
રાગાદિનો અંદરથી નકાર (નિષેધ) વર્તે છે. તે જાણે છે કે રાગાદિ આસ્રવ તત્ત્વ છે તેથી તે મારૂં સ્વરૂપ નથી,
કેમકે હું તો નિત્ય જ્ઞાનાનંદ જાગ્રત સ્વરૂપ છું, રાગાદિ તેનાથી વિરૂદ્ધ

PDF/HTML Page 13 of 31
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : ૨૨૮
છે. તેને ટાળવા પાડતા નથી. સ્વાશ્રયમાં લીનતાનુસાર તે ટળી જ જાય છે એટલે કે ઉત્પન્ન થતા નથી. એવા
ભાનપૂર્વક સ્વરૂપમાં અંશે એકાગ્રતાની ભૂમિકા વધતી જાય છે, તેમાં વચ્ચે પંચ મહાવ્રત, નગ્નતાદિ ૨૮ મૂળ
ગુણના શુભભાવ આવે ખરા, પણ તેને તે ખરેખર ધર્મ ન માને પણ તે પુણ્યબંધનું કારણ છે, શુભાસ્રવ છે
એમ નિઃશંકપણે માને છે. જે ધર્મ નથી તેનાથી કોઈને કોઈ પ્રકારે આત્મકલ્યાણરૂપ ધર્મ થતો હશે તો? એવી
શંકા ધર્મ જીવને હોતી નથી.
અનાદિથી આ વાત સાંભળી નથી, તેનો પરિચય કર્યો નથી. કર્તા ભોક્તા, કામ, ભોગ અને બંધનની
કથામાં રુચિ કરી રહ્યો છે ને તેને પોષણ આપનારાનો સંગ રુચે જ છે. કામ, ભોગ અને બંધનની વાતથી
જુદી જાતની વાત–ભગવાન આત્મા રાગથી અને પરથી પૃથક્ જ્ઞાનાનંદ છે તેની વાત પ્રીતિથી સાંભળી નથી,
રુચિમાં લીધી નથી.
એકેન્દ્રિય, બે ઈન્દ્રિય આદિ જીવને ન મારવા, દયા પાળવી, ચોરી ન કરવી, ઈન્દ્રાણી ચળાવવા
આવે તો પણ ન ચળે એવા બ્રહ્મચર્યની પ્રીતિ વગેરે શુભ રાગ છે. બહારથી જોનારને તેનો મહિમા આવે
કે અહાહા! ધન્ય....આ ચારિત્ર પાળે છે પણ ભગવાને તેને આત્માનું ચારિત્ર કહ્યું નથી, તે તો રાગનું
ચારિત્ર છે.
શુભભાવ કરવા ન કરવાની વાત નથી પણ અજ્ઞાનીને તેમાં મિથ્યા અભિપ્રાય, જે અનંત સંસારનું
કારણ કેમ થાય છે કે જેમાં આત્મહિતરૂપ ધર્મ નથી તેને ધર્મ માને છે, જેવું વસ્તુ સ્વરૂપ છે તેવું માનતો નથી
પણ છે તેનાથી વિરુદ્ધ માને છે, વિરુદ્ધમાં જ તન્મય થઈ રહે છે. તે ભૂલને સમજીને, મિથ્યા માન્યતા છોડી,
સાચી ઓળખાણ માટેની વાત છે.
અહીં દ્રવ્યલિંગી શુભ રાગમાં આત્માનું ચારિત્ર માને છે, તે વાત ચાલે છે. પાંચ સમિતિ (ઈર્યા,
ભાષા, એષણા, આદાન નિક્ષેપણ, પ્રતિષ્ઠાપન) ને બરાબર પાળે છે, ત્રણ ગુપ્ત એટલે મન–વચન કાયાને
અશુભમાં ન જવા દે, પણ તે મોક્ષમાર્ગ નથી, સંવર નિર્જરા નથી, શાન્તિનું કારણ નથી છતાં અજ્ઞાનવશે તેમાં
આત્માનું હિત ભાળે છે, કેમકે તેની દ્રષ્ટિમાં ફેર છે. આમ જ્ઞાની અજ્ઞાનીની માન્યતામાં મોટો–ઊગમણો
આથમણો ફેર છે.
અનાદિ અનંત જ્ઞાનાદિ શક્તિથી પરિપૂર્ણ ચૈતન્યસ્વરૂપ તે આત્મા છે. તેનાથી વિરૂદ્ધ તે મિથ્યાત્વ
અને પુણ્ય પાપ છે. પુણ્યપાપથી સંસાર જ ફળે છે, અહીં એટલે આ લોકમાં રખડવાનું મળે છે. લોકસંજ્ઞા વડે
સ્વરૂપમાં નિશ્ચય દશા અને સિદ્ધપદની પ્રાપ્તિ થઈ શકતી નથી.
એકવાર વડિયા (સૌરાષ્ટ્ર) જતાં તોરી નામે ગામડામાં રાત્રિ રહેવાનું બનેલું, ત્યાં ખેડૂતો જીજ્ઞાસાથી
મળવા આવેલા, તેઓએ કહ્યું કે અગાધ ગતિ નામનું પુસ્તક અમારી પાસે છે તેમાં જે લખ્યું છે તેનો ગૂઢ
અર્થ અમને સમજાતો નથી. પછી તેમને તે વાંચવા કહ્યું તો તેમાં લખેલું હતું કે દયા, દાન, વ્રત, તપ, જાપ,
નામ સ્મરણ, ભક્તિ, પૂજા, યાત્રા, ભગવાનની સ્તુતિ આદિ બધાનું ફળ અહીં છે, આ લોકમાં જે દેખાય છે તે
મળશે, પણ તેનાથી આત્માની સાથે રહેવા યોગ્ય શાન્તિ (ધર્મ) નહીં મળે, એટલે કે લોકો જેને અને જેના
વડે ધર્મ માને છે તે ધર્મ નથી. આત્મશાન્તિરૂપ ધર્મ તે બધાથી જુદી જાતનો છે. તે શું અને કેમ પ્રગટે તે વાત
તે પુસ્તકમાં નહોતી.
અહીં તો આત્મા અને મલીનભાવરૂપ આસ્રવ બેમાં જે અનાદિથી અજ્ઞાન વડે કર્તા–કર્મબુદ્ધિ છે તે
મટાડી આત્મા જ્ઞાતા છે, તેને ઓળખી તેના આશ્રયે જ શાન્તિ થઈ શકે છે, ને તે જ પોતાના અધિકારની
વાત છે એ કહેવાય છે.
પાણીમાં જેમ શેવાળ છે તે પાણીનું સ્વરૂપ નથી પણ મેલ છે, તેમ આ આત્મામાં જેટલી કંઈ
શુભાશુભ રાગની વૃત્તિ ઊઠે–મહાવ્રતાદિના શુભ ભાવ આવે તે પણ આસ્રવ છે, મેલ છે–માટે તેનાથી ધર્મ
માનનારા અને મનાવનારા પોતાને આત્માને સંસારરૂપી ઊંડા ખાડામાં પાડનારા છે. તેની દરેક વાત
સમ્યગ્દર્શનનો નાશ કરનારી છે.
ધર્મની પરીક્ષા બરાબર અભ્યાસ વડે ન કરે અને સંપ્રદાયનો વેશ ભાળે–બાહ્યમાં માનેલી ક્રિયા દેખે ત્યાં

PDF/HTML Page 14 of 31
single page version

background image
આસો : ૨૪૮૮ : ૧૩ :
વંદન–આદર કરવા લાગે છે–તેને સત્યની કિંમત નથી. ચિદાનંદ સ્વરૂપમાં લીનતારૂપ શ્રદ્ધાનો આનંદ અને
ચારિત્રાનંદ કેવો હોય તેની વાત તેં સાંભળી નથી.
હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ અને તેના ત્યાગરૂપ અહિંસા આદિ શુભ ભાવ બેય રાગની
વૃત્તિ છે તે તીવ્ર અને મંદ કષાય હોવાથી બંધના કારણો છે, ધર્મનું કારણ નથી. વ્યવહારમાં પુણ્યપાપનો
ભેદ છે. નિશ્ચયથી મોક્ષમાર્ગમાં બેયનો નિષેધ છે. પ્રથમ પરિશ્રમપૂર્વક સત્ય અસત્યનો નિર્ણય કરવો
જોઈએ. ‘તમેવ સચ્ચં’ કહી તત્ત્વનિર્ણય વિના અનંત ભવ ગુમાવ્યા.
ભગવાને અહિંસા ધર્મ કહ્યો છે, માહણો, મા હણો, એમ કહ્યું છે એમ વિચારવું તે રાગનો ભાવ છે,
રાગદ્વેષની વૃત્તિ તે ધર્મ નથી પણ અધર્મ છે, પણ તેનો અર્થ એમ નથી કે પુણ્ય–શુભભાવ છોડી પાપમાં
પ્રવર્તવું, પણ પુણ્ય પાપ બેય સંસાર છે, તેનાથી પાર પોતાનો જ્ઞાનાનંદ સ્વભાવ છે તેમાં શ્રદ્ધા–જ્ઞાન અને
લીનતા કરવારૂપ ધર્મ છે, તે વીતરાગભાવ છે અને તે જ ભગવાને કહેલી ખરી અહિંસા છે. “મા હણો”
એટલે પોતાના જ્ઞાતા દ્રષ્ટા અને શાન્તિ સ્વરૂપની રક્ષા છે. બીજા જીવો પ્રત્યે અનુકમ્પા, અહિંસાનો ભાવ તે
શુભરાગ છે એમ જાણી, તત્ત્વ નિર્ણય અને વીતરાગતા કરવા માટે ભગવાને ફરમાવ્યું છે. ત્રણે કાળે આ
પરમાર્થ સત્ય છે, તેનો નિર્ધાર કરે નહીં અને એકલા વ્યવહારને ધર્મ માને છે. ઈર્યા સમિતિ, ભાષા સમિતિ,
એષણા, આદાન નિક્ષેપણ અને પ્રતિષ્ઠાપન સમિતિનું પાલન કરવાનો ભાવ તે શુભરાગ છે, તેને ખરેખર
ધર્મ માની બેઠા છે, તેને ભગવાને કહ્યું છે કે–એ શુભરાગ પણ મંદ કષાયરૂપ અધર્મ છે. કેમકે આત્મા
જ્ઞાનાનંદમય વીતરાગ સ્વભાવી છે તેનાથી વિરૂદ્ધ ભાવ તે અધર્મ છે, ચૈતન્યની જાગૃતિને રોકનાર છે–એમ
જાણીને સત્યાર્થ એવા મોક્ષમાર્ગની શ્રદ્ધા કરવા કહ્યું છે. પાપમાં જવાનું કહેલ નથી.
પુન્ય પાપ બેય પરાશ્રય છે, તેની અપેક્ષા વિનાનો આત્મા સદાય જ્ઞાનાનંદ સ્વભાવી છે તેમાં શ્રદ્ધા–
જ્ઞાન અને લીનતા તે ચારિત્ર છે તે ખરી સમિતિ છે, એને ભગવાને ભૂતાર્થ ધર્મ કહેલ છે. જ્ઞાનીને છઠ્ઠા
ગુણસ્થાન સુધી શુભભાવરૂપ વ્યવહાર સમિતિ પણ હોય પણ અજ્ઞાની તે શુભ રાગમાં આત્માનો ધર્મ માને
છે, ચારિત્ર માને છે, પણ ખરેખર એમ નથી, કારણ કે રાગ તો વિરોધભાવ હોવાથી આત્માને સ્પર્શતો નથી.
બાર પ્રકારના તપ–અનશન, ઓછું ખાવું, વૃત્તિપરિસંખ્યાન, રસ પરિત્યાગ, વિવિક્ત શય્યાસન–
એકાન્ત વસવું, કાયકલેશ, પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ એમાં ધર્મી જીવને
તો ભેદજ્ઞાનપૂર્વક સ્વસન્મુખતાના બળથી જેટલી આત્માના પરિણામોની શુદ્ધિ થાય છે તેટલા અંશે સંવર,
નિર્જરારૂપ ધર્મ છે અને જેટલો રાગ બાકી રહેલ છે તે પરાશ્રય–બંધભાવ છે, અધર્મ છે તેને અસદભૂત
વ્યવહારનયથી ધર્મ કહેવાય છે. અજ્ઞાનીને સત્ય શું તેનો જરાય નિર્ધાર નથી, તેથી કંથચિત્ આત્મભાવથી
અને કંથચિત્ શુભરાગથી પણ આત્માને હિત થતું હશે એમ માને છે અથવા વ્રત–સમિતિ–ગુપ્તિના રાગને
જ ધર્મ માને છે.
ભાવલિંગી મુનિને સંયમના હેતુએ આહાર લેવાનો ભાવ આવે છે તે શુભ આવે છે પણ તેની
નીચેની દશાવાળાને આહાર લેવાનો ભાવ તે પાપભાવ છે અને ન લેવાનો ભાવ તે પુણ્યભાવ છે, શુભરાગ
છે, પુણ્યપાપ બન્ને આસ્રવ છે, બંધના કારણ છે.
વરસીતપ કરે તેમાં કષાય પાતળો પાડી સહન કરે, શુભ ભાવ કરે તો પુણ્ય છે. પુણ્યને ધર્મ માને તો
મિથ્યાત્વરૂપી મોટું પાપ છે. માનાદિ માટે તપ કરે, તેનું ઉજવણું, (ઉદ્યાપન) કરવું જ જોઈએ, ન કરાવો તો
મારૂં તપ લાંઘણ કહેવાય એમ માની આબરૂ ખાતર ઉજવણું કરે તો પાપ લાગે સ્ત્રીને રાજી રાખવા ખાતર
ધન ખર્ચે તે પણ પાપ છે.
પ્રશ્ન:– ખર્ચ ન કરે, તપ ન કરે તેનાં કરતાં કરે છે તેટલા અંશે તેઓ ભલા છે ને?
ઉ:– ના. કેમકે તેને હિત, અહિત શું, આત્મા શું, તેની ખબર નથી, તેથી તે ક્રોધ–માનાદિ કષાય
પોષવા ખાતર જ બધું કરે છે, તેથી અજ્ઞાનીના કોઈ કાર્યને સારૂં

PDF/HTML Page 15 of 31
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : ૨૨૮
એટલે પરમાર્થે ભલું છે–આત્માને હિતકર છે એમ જ્ઞાની માનતા નથી.
(૧) ઉપવાસ અતીન્દ્રિય જ્ઞાનમય આત્મામાં વસવું તે ઉપવાસ છે. પણ અજ્ઞાનીને નિશ્ચય–વ્યવહાર
હોતા જ નથી.
(૨) અવમૌદર્ય તપમાં ચાર રોટલી ખાય તો પાપ અને બે રોટલી ખાય તો ધર્મ થયો એમ નથી.
આત્મા તો જ્ઞાન છે, રોટલીને લઈ શકતો નથી, છોડી શકતો નથી, માત્ર એવો રાગ કરી શકે છે, રાગને ધર્મ
માની મિથ્યાત્વરૂપી મોટું પાપ કરી રહ્યો છે તેની તેને ખબર નથી. અજ્ઞાન તે બચાવ નથી.
પ્રશ્ન:– વ્યવહારથી તો પરનું કાર્ય આત્માથી થાય છે ને?
ઉત્તર:– જ્ઞાની કે અજ્ઞાની વ્યવહારથી પણ પરનું કાર્ય કરી શકતો નથી. શરીરની ક્રિયા કરી શકતો
નથી, માત્ર અભિમાન કરે છે. જ્ઞાનીને નિત્ય જ્ઞાયક છું એમ ભાનમાં જેટલા અંશે સ્વરૂપમાં એકાગ્રતા છે તે
નિશ્ચય અવમૌદર્ય તપ છે અને તે જ જીવને તે કાળે શુભ રાગ પણ છે તે વ્યવહાર તપ છે. તેની અજ્ઞાનીને
ખબર નથી.
(૩) વૃત્તિ પરિસંખ્યાન–૧–અકષાય જ્ઞાતાસ્વરૂપમાં વિશેષ આલંબનદ્વારા અંશે શુદ્ધિની વૃદ્ધિ થવી તે
નિશ્ચય તપ અને–૨–ભિક્ષા માટે જતી વખતે અમુક પ્રકારે આવી વિધિ મળે તો જ આહાર લેવો એવી
પ્રતિજ્ઞાઓ તેમાં હોય છે તે શુભરાગ પણ હેય છે એમ જાણી તેને ઉપચારતપ કહેવો તે વ્યવહારવૃત્તિ
પરિસંખ્યાન.
(૪) રસ પરિત્યાગ–છ રસોમાંથી છ અથવા અમુક રસવાળો ખોરાક ન લેવો એવો રાગ
જ્ઞાનીને પણ આવે છતાં તે આત્માનું ચારિત્ર અર્થાત્ ધર્મ છે એમ જ્ઞાની માનતા નથી, અજ્ઞાની તેમાં
ધર્મ માને છે.
(પ) કાયકલેશ–દ્રઢ આસનથી કાયાને સ્થિર રાખવાનો ભાવ તે શુભ રાગ છે, અજ્ઞાનીને શરીર
પ્રત્યે રાગની મંદતા થાય પણ તે શુભભાવ છે, ધર્મ નથી.
(૬) વિવિક્ત શય્યાસન–એકાન્ત વાસમાં રહેવું, સ્ત્રી, નપુંસક પશુ જ્યાં હોય ત્યાં ન રહેવું એવો
શુભ ભાવ તે પુણ્ય છે, ધર્મ નથી.
અહીં અજ્ઞાનીના બાર પ્રકારે તપરૂપ શુભરાગની વાત ચાલે છે. મુનિલિંગ ધારીને બાર પ્રકારની
રાગની વાસનામાં તે નિરન્તર સાવધાન રહે છે. આત્મહિતમાં જરાય સાવધાન નથી.
આત્માએ પર વસ્તુને પકડી નથી કે છોડે, પણ તેણે અજ્ઞાન ભાવમાં–રાગમાં કર્તાપણાની વાસનાને,
મિથ્યાત્વ ભાવને પકડયો છે–કે આ મારૂં છે, મેં આને છોડયું છે–એમ રાગમાં અને પર વસ્તુમાં કર્તાપણાની
વાસના છે તે જ અનંત સંસારનું મૂળ કારણ છે.
મહાવીર ભગવાને પણ તપ કરેલ છે–૧૨ાા વર્ષ સુધી તપ કર્યાં, સુખે કરીને સૂતા નહીં, સુખે કરીને
ખાધું પીધું નહીં. વેળુના કોળિયા જેવું કઠણ ચારિત્ર પાળ્‌યું, ત્યારે તેમને કેવળજ્ઞાન થયું, એમ અજ્ઞાની માને
છે અને મોક્ષમાર્ગને કષ્ટદાતા–દુઃખ દેનાર બતાવે છે. પણ એમ નથી–ભગવાને એવા તપ કર્યા જ નથી. પણ
બેહદ જ્ઞાનાનંદ સ્વભાવી આત્મામાં એકાકાર રહેવાના અભ્યાસમાં, આહાર લેવાની વૃત્તિ ઉત્પન્ન થઈ નહીં,
અને તેના સ્થાનમાં અતીન્દ્રિય આનંદ રસની રેલમછેલ થતી હતી. આમ આત્માના આનંદમાં વર્તતા હતા,
તેનું નામ તપ છે.
અજ્ઞાની તેના માનેલા પોષધ સહિત ઘણા ઉપવાસ કરે છતાં દેહની ક્રિયા અને આહાર મેં છોડયો,
એવા રાગની ઉપર દ્રષ્ટિ છે તેથી તેના ઉપવાસ લાંઘણ જ છે. વ્યવહાર ધર્મ પણ નથી.
જ્ઞાનીને આત્મામાં એકાગ્ર રહેવાનો અખતરો કરતાં અતીન્દ્રિય આનંદનો એવો સ્વાદ આવે કે આખું
જગત લૂખું લાગે, અને અંદરમાં અપૂર્વ જ્ઞાનાનંદની શાન્તિ અને તેમાં લીનતા જામે તેનું નામ ઉપવાસ છે.
સાથે અલ્પ રાગ રહ્યો તેને ઉપચારથી, વ્યવહારથી ઉપવાસ કહેવાય છે, દેહની ક્રિયામાં ધર્મ, અધર્મ કે
ઉપવાસ નથી.
કોઈ કહે દેહની ક્રિયા ગમે તેમ પાપમાં વર્તે તેની સાથે આત્માને સંબંધ નથી, એમ સ્વચ્છંદની વાતો કરે

PDF/HTML Page 16 of 31
single page version

background image
આસો : ૨૪૮૮ : ૧પ :
એવા પાપીની અહીં વાત નથી, પણ નવતત્ત્વમાં આસ્રવતત્ત્વ જે બંધનું કારણ છે તેને જે સંવર, નિર્જરા, ધર્મ
માને છે તે મિથ્યાત્વ છે. તે મિથ્યાત્વ છોડી સાચી ઓળખાણ કરવાની વાત છે.
કહ્યું છે કે:–
‘આસ્રવ બંધ વિભાવ કરે રુચિ આપણી
ભૂલ્યો મિથ્યાવાસ દોષ દે પર ભણી’
પ્રભુ! હું મારા આત્માની પ્રભુતાને ભૂલી આસ્રવમાં–રાગની ક્રિયામાં ધર્મ માનતો હતો પણ તે અધર્મ જ
હતો, ધર્મ તેનાથી જુદો છે તેની મને ખબર નહોતી એમ પ્રથમ નક્કી કરે, નિર્ણય કરે તો સત્ય સાંભળ્‌યું કહેવાય.
પોતાને રાગની રુચિ હોવાથી, મિથ્યા ઉપદેશકોની વાત રુચિ હતી, એમ માનતા ખોટું સંભળાવનારને
દોષ દેવો તે યોગ્ય નથી.
પ્રથમ રાગ ઘટાડવાનું કહો–પુણ્ય બતાવો એમ માનનાર મિથ્યાદ્રષ્ટિ છે. પ્રથમ આત્મામાં એકત્વ અને
મિથ્યાત્વાદિ આસ્રવની ક્રિયાથી વિભક્ત એવા સત્યની વાત સાંભળે તો ખરો! ફરી આવી સત્ય વાત અનંત–
કાળે કેદિ મળશે?
અનંતવાર ધર્મના નામે દેહની ક્રિયામાં અને રાગમાં ધર્મ માની બેઠો–દેહ, વાણીની ક્રિયા અને શુભ
અશુભ રાગની અપેક્ષા રહિત, પરાશ્રય એટલે વ્યવહારના પક્ષ વિના એકલા ચૈતન્ય સ્વરૂપમાં શ્રદ્ધા–જ્ઞાન
વડે એકાગ્ર થવું તે જ ધર્મ છે, તેનાથી વિરુદ્ધ તે અધર્મ છે.
પ્રાયશ્ચિત તપમાં ગણાય છે. અજ્ઞાની બાહ્યમાં નિંદા, ગર્હા કરે–ક્ષમા માગે કે હે ગુરુ! મને પ્રાયશ્ચિત
આપો, ઉંદરડી પગ તળે આવીને મરી ગઈ વગેરે. તે દેહની ક્રિયા અનુસાર પાપ માને છે પણ અંદરમાં–
ભાવમાં કષાય શક્તિ કેટલી છે તેના કાર્ય અનુસાર બહારમાં નિમિત્ત નૈમિત્તિક હિંસા વ્યવહારથી માનવામાં
આવે છે પણ ખરેખર પોતાના ભાવમાં મિથ્યાત્વ રાગાદિની ઉત્પત્તિ કરવી તેનું નામ હિંસા છે, તેની
અજ્ઞાનીને કાંઈ ખબર નથી.
જ્ઞાનીને વ્યવહાર પ્રાયશ્ચિત્તનો શુભ ભાવ આવે પણ તેને ભૂતાર્થ ધર્મ માનતા નથી, શુભાશુભ રહિત
નિર્મળ જ્ઞાનમાં જેટલા અંશે સ્થિરતા–શુદ્ધિ વર્તે છે તે નિશ્ચય પ્રાયશ્ચિત્તરૂપ ધર્મ છે.
વિનયતપમાં–સાચા–દેવ–શાસ્ત્ર–ગુરુ, ભગવાનની પ્રતિમા પ્રત્યે બહુમાન–વિનય–નમ્રતા તે શુભ ભાવ
છે, પુણ્ય છે. નિમિત્ત અને રાગની અપેક્ષારહિત આત્મામાં જ એકાગ્રપણે ઢળવું તે નિશ્ચય વિનય છે તે ધર્મ છે
ત્યાં શુભરાગને વ્યવહાર ધર્મ કહેવાય છે.
અજ્ઞાનીનો શુભરાગ મિથ્યાત્વ સહિત હોવાથી તેમાં વ્યવહારધર્મનો આરોપ આવતો જ નથી.
પ્રશ્ન:–દેવ, શાસ્ત્ર, ગુરુનો વિનય તેમાં પુણ્ય જ છે? ધર્મ જરાય નથી?
ઉત્તર:– જ્ઞાની ધર્મીને એવો શુભરાગ આવે છે. ભૂમિકાનુસાર એવો શુભરાગ આવ્યા વિના રહે નહીં.
પણ તેને આત્માને હિત કરનાર એવો ધર્મ માને નહીં પણ આત્મામાં જેટલી એકાગ્રતા, શાન્તિ–સ્થિરતા છે
તેટલો જ ધર્મ છે. રાગાદિ સ્વભાવ નથી, ઔપાધિક ભાવ છે તેમાં ધર્મ નથી છતાં ધર્મ માને તે જ અનંત
સંસારનું મૂળ કારણ મિથ્યાત્વનું પાપ છે. અજ્ઞાનીને તેની કિંમત નથી, ખબર જ નથી. સાચા દેવ, શાસ્ત્ર, ગુરુ
પ્રત્યે વિનયભક્તિ, સાધર્મીની સેવા વગેરેના શુભભાવ આવે પણ સમ્યગ્દ્રષ્ટિ તેને આત્મધર્મના ખાતામાં ન
ખતવે, મોક્ષમાર્ગ ન માને. દરિદ્રનારાયણની સેવા કરીએ, તેના આશીર્વાદ મળી જાય તો સુખી થઈએ એ
માન્યતા મિથ્યા છે કેમકે કોઈ જીવને સંયોગથી દુઃખ નથી પણ પોતાને ભૂલી જવું અને પરથી સુખદુઃખ
માનવું, દેહમાં એકતા બુદ્ધિ કરવી તેનું દુઃખ છે. શરીરનો સદુપયોગ કરી શકાતો નથી–હું બીજાને દુઃખ ન દઉં,
મદદ કરૂં એવો શુભરાગ આવે ખરો પણ તે મોક્ષમાર્ગરૂપ ધર્મ નથી.

PDF/HTML Page 17 of 31
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : ૨૨૮
જો શરીરથી ધર્મ થતો હોય તો તેમાં રોગ આવે, લકવા થઈ જાય ત્યારે આત્મા ધર્મ રહિત થઈ
જાય, પણ શરીરને સરખું રાખવું આત્માના અધિકારમાં નથી. એક બાઈને લકવા છે, નાભી નીચેથી
બધું અંગ શૂન્ય થઈ ગયુ છે. ઘણી પ્રેરણા કરે, ચાલવાની યોગ્યતા નથી તેથી ચાલતું નથી પણ ત્યાં
રહેલા બાઈના આત્માને ધર્મનો ઘણો પ્રેમ છે, જાગૃતિ ઘણી છે, તેમાં શરીર આડું આવતું નથી. કહ્યું કે
આત્મા જ્ઞાનાનંદ છે, સાક્ષીપણે નિત્ય જાણનાર સ્વરૂપે છે એમ સ્મરણ કરજે. જવાબમાં ખુબ પ્રસન્નતા
બતાવી. પણ જેને તત્ત્વજ્ઞાન પ્રત્યે વિરોધ છે તે તો શરીરમાં મારો અધિકાર છે, હું પરનું કાંઈ કરી શકું
છું, પુણ્યથી ધર્મ થાય એમ માન્યા જ કરે છે એ માન્યતા મોટી પાપદ્રષ્ટિ છે, કેમકે એમ માનનાર હું
ચૈતન્ય છું, જ્ઞાતા જ છું, દેહાદિરૂપે નથી, અને પરનો કર્તા–ભોક્તા સ્વામી નથી એમ સત્યને માનતો જ
નથી. પણ જ્ઞાતા સ્વભાવનો તિરસ્કારરૂપ કલેશ કરે છે.
દેહના કાર્ય સ્વતંત્ર છે, તારે આધીન નથી, તું તો પુણ્યપાપના ભાવ કરી શકે, અજ્ઞાન અથવા
જ્ઞાન કરી શકે. દયા, દાન, વ્રત, તપના ભાવ તે પુણ્ય છે, ધર્મ નથી. ધર્મ તો અધર્મથી રહિત આત્માનો
નિર્મળ સ્વભાવ છે. આ વાત દેહમાં અને રાગમાં એકતા બુદ્ધિવાળાને કઠણ પડે.
આત્મા પરનું કરવા સમર્થ નથી. રોગ ટાણે તો દેહની ક્રિયા ન કરી શકે પણ નિરોગી ટાણે કરી
શકે કે નહીં? ના, પરમાં કર્તાપણું તો પરમાં એકતા બુદ્ધિથી સંયોગ તરફથી જોનારો માને છે. પણ
ઈચ્છા વડે કે જ્ઞાન વડે કોઈ પ્રકારે પરનું કાંઈ કરી શકાતું નથી.
અજ્ઞાનભાવે સ્વ પરના વસ્તુસ્વભાવને ભૂલીને, માત્ર પોતાની અંદર, પોતાના ભાવમાં અજ્ઞાન
ભાવ કરે, કાંતો જ્ઞાનભાવ કરે. પરની ક્રિયા (પરની અવસ્થાનું ઉત્પાદ વ્યયરૂપ કાર્ય) કોઈપણ કરી
શકે નહીં, કરાવી શકે નહીં, મોહથી માને ભલે.
કોણ કૂણો જીવો સેવાભાવી હોય તો તેને બીજા માખણ ચોપડે (ભલું મનાવે–ખુશામત કરે) કે
અહો! તમે બહુ ઉપકાર કરો છો, બીજાનું ભલું કર્યું તો તે વાત જ્ઞાની માને નહીં, કેમકે કોઈ જીવપરનું
ભલું ભુડું કરવા સમર્થ નથી. દરેક ભિન્ન તત્ત્વ છે, તેની શક્તિથી પરિપૂર્ણ ભરેલા છે. કોઈની સહાય
મળે તો ટકે એવા પરાધીન કોઈ નથી.
જ્ઞાની બીજાને સંયોગના લીધે દુઃખી સુખી માને નહીં, પણ તેના અજ્ઞાન જ્ઞાનના કારણે તે
દુઃખીસુખી થાય છે એમ માને છે. જ્ઞાનીને બીજાની સેવા કરવાનો શુભ ભાવ આવે, પણ હું પરનું કાંઈ
કરી શકું છું એમ માને નહીં.
વર્તમાન સંયોગ માત્રને દેખનારા સુધારાવાદીને આ વાત ન બેસે પણ વસ્તુ અનાદિ અનંત છે,
છે તો તેમાં તેની સર્વ શક્તિ (ગુણ) પણ અનાદિ અનંત છે. દરેક દ્રવ્ય પોતાપણે છે અને પરપણે નથી
માટે પોતાપણે ટકીને નવી નવી અવસ્થાપણે બદલે છે. બે તત્ત્વો સદાય જુદા છે, એવી દરેક દ્રવ્યની
સ્વતંત્ર મર્યાદા જાણે તો પોતે દેહથી જુદો સ્વતંત્ર સત્ પદાર્થ છે, અને શરીરાદિ ભિન્ન તત્ત્વો પણ
સ્વતંત્ર સત્પરમાણું નામે પદાર્થ છે તે પણ તેનાથી ટકીને બદલે છે એમ જાણે તો સત્યનો વિચાર
આવે કે અહો! દરેક દ્રવ્ય પરથી ભિન્ન છે ને પોતપોતાની શક્તિથી પરિપૂર્ણ પોતાપણે વર્તે છે, તો તે
કોઈ બીજાનું શું કરે!
લૌકિકમાં વ્યવહારથી કર્તાપણાનું કથન આવે, પણ તે કહેવામાત્ર છે. પરનું કરી શકાતું નથી
એમ ધર્મ જીજ્ઞાસુએ પ્રથમથી જ નિર્ણય કરવો જોઈએ.
કાર્યોત્સર્ગ નામે પદનો ભેદ છે. કાયાને એક સ્થાને રોકી રાખવી તે કાર્યોત્સર્ગ નથી. હું કાયા
રોકી શકતો જ નથી. દેહ અને સમસ્ત રાગથી જુદો ત્રિકાળ જ્ઞાયક છું એમ ભેદજ્ઞાન કરી એકાગ્ર થાઉં,
એવા વિકલ્પથી છૂટી, અતીન્દ્રિય આનંદમાં એકાગ્ર થતાં દેહની મમતાનો

PDF/HTML Page 18 of 31
single page version

background image
આસો : ૨૪૮૮ : ૧૭ :
ત્યાગ થઈ જાય તેનું નામ કાર્યોત્સર્ગ છે. પણ તે સંબંધી રાગ આવે, વિકલ્પો ઊઠે તે ધર્મ નથી, છતાં તેને પણ
કાર્યોત્સર્ગ કહેવો તે અસદ્ભૂત ઉપચરિત વ્યવહારનયનું કથન છે.
સ્વાધ્યાય વાંચના, પૃચ્છના, અનુપ્રેક્ષા, આમ્નાય અને ધર્મકથાનો ભાવ તે પુણ્ય છે, ધર્મ નથી. ધર્મ તો
અતીન્દ્રિયજ્ઞાનમાં જેટલી લીનતા થાય, સ્વસન્મુખ જાગૃતિદ્વારા શાન્તિ થાય તે ધર્મ છે, સ્વાધ્યાય છે.
સંયોગદ્રષ્ટિ અને અતીન્દ્રિય જ્ઞાનમય સ્વભાવદ્રષ્ટિમાં મહાન અંતર છે.
આનંદ પૂછે પરમાનંદને, માણસે માણસે ફેર;
એક નાણા નાખ્યે ન મળે, એક તાંબિયાના તેર!
ધ્યાન–નિર્વિકલ્પ ભેદજ્ઞાન તે સ્વદ્રવ્યના આશ્રયરૂપ ધ્યાન છે, તે વિના મનમાં એકાગ્રતા કરે, હું ધ્યાન
કરું છું, હું આવો છું એવા વિકલ્પમાં આત્માનું ધ્યાન માને તે મિથ્યાદ્રષ્ટિ છે. સાધારણ બુદ્ધિવાનને
તત્ત્વજ્ઞાનમાં રસ ન આવે, પોતાની મેળે વિચાર આગળ ચાલે નહીં, પ્રમાદમાં ધ્યાન માને છે એમ અનાદિથી
અજ્ઞાનીનું ધ્યાન અજ્ઞાન ચેતનામાં હોય છે. આત્માનું ધ્યાન નિશ્ચય સમ્યગ્દર્શન વિના હોઈ શકે નહીં.
અપૂર્વ આત્મજાગૃતિ સહિત સંલ્લેખના
સત્=સમ્યક્ પ્રકારે, લેખના=મિથ્યા માન્યતાના ત્યાગપૂર્વક કષાયને કૃશ (ક્ષીણ) અને
આત્માને બળવાન કરવાને સંલ્લેખના કહે છે.
જ્ઞાની જીવ શરીરમાં સ્વાભાવિક દશાથી વિકૃત દશા, વૃદ્ધત્વ, અંધત્વ, અસાધ્ય રોગ તથા
શુભાશુભ નિમિત્તજ્ઞાનની શક્તિથી પોતાના (શરીરના) મરણકાળનો જ્યારે નિશ્ચય કરી લે છે ત્યારે
જ તે ધર્મી જીવ સંન્યાસ–સમાધિમરણની વિધિ અંગીકાર કરે છે અને આ સમ્યક્ સમાધિદશામાં વિશેષ
પ્રકારે રાગદ્વેષ મોહાદિકનો સ્વાવલંબનના બળથી અભાવ કરવામાં આવતો હોવાથી આત્મઘાતનો દોષ
લાગી શકતો નથી.
જેમ કોઈ મોટો વ્યાપારી ઘરમાં આગ લાગવાથી, પ્રથમ તો તે બુજાવવાનો પ્રયત્ન કરે છે પણ
જ્યારે તેનું બુજાવું અશક્્ય સમજી લે છે ત્યારે મૂલ્યવાન મુખ્ય વસ્તુ લઈને તેનો ત્યાગ કરે છે. તેમ
શરીરમાં વ્યાધિ ઉત્પન્ન થાય, ઔષધીથી પણ રોગ મટે તેમ નથી અથવા કોઈ ઉપસર્ગ વા વૃદ્ધત્વાદિ
કારણે સંયમ નિર્વાહ અશક્્ય થઈ પડે ત્યારે જેમ પોતાનો આત્મિક ધર્મ ન બગડે એ રીતે સ્વરૂપ લક્ષે
જ્ઞાનવૈરાગ્ય, શક્તિરૂપ ધર્મની રક્ષા અર્થે સંન્યાસ (સમાધિમરણની વિધિ) ધારણ કરે છે–તે કાંઈ
આત્મઘાત નથી.
મુનિ સમ્યક્રત્નત્રયની આરાધનામાં જ તત્પર હોય છે. પોતાને સમાધિમરણનો નિશ્ચય થયા
પછી એકાન્ત જંગલમાં, ડુંગરા–ગુફા આદિ એકાન્ત સ્થાનમાં પણ જાય, દ્રઢતા એવી છે કે કદાચ
શીથિલતા થાય તો અતિચાર જેટલો જ દોષ આવે પણ સમાધિમરણ ન ફરે–શરીર અને પાંચ ઈન્દ્રિયો
તથા મન શીથિલ થાય છતાં અંદર નિજજાગ્રત ચૈતન્ય સ્વભાવનું નિરાલંબી શરણ ચાલુ કરે છે.
ભગવતી આરાધનામાં કથન છે કે સાધકમુનિ–સમાધિમરણ માટે પ્રાર્થના કરી આજ્ઞા લેવા માટે
૪૭ આચાર્ય પાસે જાય–તેનો અર્થ એ છે કે અફર આરાધનાના નિર્વાહ માટે ઉપડ્યો છે. તેમાં ૪૭
આચાર્ય–સંતને પુછવા જવાની દ્રઢતા. નિર્માનતા અને લાયકાત કેટલી છે તેનું માપ છે, ત્યાં વિશેષ
અનુભવી આચાર્યને પુછે છે કે આપની શું સલાહ છે. આજ્ઞા..આપો. આમ ૪૭ આચાર્યો પાસે જવાની
ભાવનાથી ઉપડ્યો, વચ્ચે આયુ પૂર્ણ થઈ જાય તો પણ સમાધિનો આરાધક જ છે. આચાર્ય પાસે જાય
તો તેના અફર નિશ્ચયની દ્રઢતા જોઈને તેને ઉત્સાહિત કરે છે, ધન્યવાદ આપે છે. જુઓ, આજ્ઞા છે.
વ્યવહારમાં વાંધો (–બાધા) નહીં આવે, નિશ્ચય તો તમારે છે જ.
આ રીતે સમ્યક્પ્રકારે કષાયને ક્ષીણ કરવાના વ્યાપારમાં પ્રવર્તવાવાળાને સમાધિમરણ નો વિધિ
આત્મઘાત્ નથી પણ અંતિમ આરાધના છે.

PDF/HTML Page 19 of 31
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : ૨૨૮
જ્ઞાન અને જ્ઞેયરૂપ
સર્વ દ્રવ્યોની સ્વતંત્રતા;
નિમિત્ત નૈમિત્તિક સંબંધની પણ સ્વતંત્રતા.
(સમયસાર ગા. ૩પ૬ થી ૩૬પ ઉપર પૂ. ગુરુદેવના પ્રવચન સોનગઢ અષાડ વદી ૧)
–: દિવ્યધ્વની વીર શાસન જયંતિ:–

અહીં સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ચાલે છે. આત્મા અનંત ગુણોનો પિંડ અભેદ ચિન્માત્ર વસ્તુ છે.
આત્માને ગુણભેદથી ઓળખવા માટે જ્ઞાન, દર્શન, ચારિત્રવાળો કહેવામાં આવે છે–ખરેખર આત્મા જ્ઞાયક
તે જ્ઞાયક છે, એ નિશ્ચય છે અને આત્મા સ્વને જાણે છે એમ ભેદ પાડવો તે વ્યવહાર છે, એટલો ભેદ
અખંડ વસ્તુમાં નથી, સ્વ–સ્વામી અંશરૂપ ભેદ શ્રદ્ધાના વિષયમાં માન્ય નથી.
આત્મા સ્વભાવથી જ પરવસ્તુના ત્યાગ સ્વરૂપત્યાજ્યરૂપે છે અર્થાત્ ચારિત્રરૂપે છે, એવો ભેદ
નિશ્ચયમાં હોતો નથી. એમ કહી નિશ્ચયની વાસ્તવિક સ્થિતિ જાણવી. પ્રથમ અભેદ, નિશ્ચય દર્શન જ્ઞાન
ચારિત્ર સંબંધી વર્ણન કર્યું. હવે વ્યવહારથી દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે કે જેમ ખડી છે તે ભીંત, લાકડું આદિ
દ્રવ્યના સ્વભાવરૂપે નથી તથા તેને પોતાના સફેદ સ્વભાવે પરિણમાવતી નથી, એ વાસ્તવિક છે એમ
સ્વિકાર કર્યા પછી નિમિત્ત નૈમિત્તિક સંબંધ કેમ છે તે વ્યવહાર–ઉપચાર દ્વારા બતાવવામાં આવે છે.
ખડી સ્વયં સફેદ સ્વભાવે પરિણમે છે તેમાં ભીંત તો નિમિત્ત છે અને ખડી જેને નિમિત્ત છે એવા
ભીંત આદિ પરદ્રવ્યો છે તેઓ સ્વયં પોતપોતાના સ્વભાવથી જ પરિણમે છે, તો પણ ભીંત આદિને ખડી
શ્વેત કરે છે એમ વ્યવહાર–ઉપચાર કરવામાં આવે છે. ખડીની સફેદાઈ તેનાથી જ પ્રસિદ્ધ છે છતાં તેમાં
ભીંત નિમિત્ત અને ભીંતને સફેદ થવામાં ખડી નિમિત્ત એમ પરસ્પર નિમિત્ત નૈમિત્તિક સંબંધરૂપ
વ્યવહાર કરવામાં આવે છે, તેમ ખરેખર દર્શન, જ્ઞાન ગુણથી ભરેલો આત્મા પોતે પરદ્રવ્યના
સ્વભાવરૂપે પરિણમતો જ નથી. જીવ રાગ દ્વેષ, વાણી અને શરીરરૂપે થઈ જતો નથી, કેમકે તે ચૈતન્યથી
વિરુદ્ધ જ્ઞેય છે,–તે રૂપે જ્ઞાન દર્શનનું થવું અશક્્ય જ છે. દર્શન, જ્ઞાન પોતાના કારણે જ નિરંતર પરિણમે
છે, જ્ઞેયો તેના કાળે, એના કારણે નિરંતર પરિણમે છે. નિમિત્ત ઉપાદાન બેઉનું પરિણમન અનાદિ અનંત
સ્વતંત્ર થઈ રહ્યું છે.
કોઈ દ્રવ્યને કોઈ કાળે પર દ્રવ્ય, ક્ષેત્ર, કોઈની રાહ જોવી પડે–પરિણમનની ધારા અટકી જાય
એમ બનતું નથી. કોઈના કારણે કોઈનું પરિણમન વહેલું યા મોડું થઈ જાય એમ પણ નથી,–માત્ર લોકમાં
સંયોગદ્રષ્ટિવાળા વ્યવહારથી કહે છે કે આનાથી આનામાં આમ થયું તે તો કહેવામાત્ર (કથનમાત્ર)
કારણ છે.
જ્ઞાન પોતાના કાળે, પોતાના કારણે પરિણમે છે એવા જ્ઞાનપણે પરિણમતો આત્મા તેના જ્ઞાન
પરિણામમાં પુદ્ગલ દ્રવ્ય તથા રાગાદિ જ્ઞેયપણે નિમિત્ત છે, એવા પોતાના જ્ઞાનગુણના સ્વભાવથી
ભરેલા

PDF/HTML Page 20 of 31
single page version

background image
આસો : ૨૪૮૮ : ૧૯ :
સ્વભાવના પરિણામવડે નિજશક્તિરૂપે ઉપાદાનથી પોતે પરિણમે છે–પણ પર જ્ઞેયોપણે પરિણમતો નથી
પરપણે રાગપણે ઉપજતો નથી–પણ નિરંતર પોતાના કારણે પોતાના ભાવપણે ઉપજે છે.
શુભાશુભરાગ, પુસ્તક, વાણી જ્ઞેયપણે નિમિત્ત છે, જ્ઞાન જ્ઞાનના કારણે છે ત્યાં જ્ઞાનની
યોગ્યતાના પ્રમાણમાં જ્ઞેયો નિમિત્ત છે. જ્ઞેયોના પ્રમાણમાં જ્ઞાન થતું નથી. સામે જ્ઞેય પદાર્થ ભિન્ન ચીજ
છે તે જ્ઞાનમાં જ્ઞેય માત્ર પણે નિમિત્ત છે. નિમિત્ત કાંઈ જ્ઞાનને ઉપજાવતું નથી, ઉલટું જ્ઞેય થવામાં
નિમિત્તે બને છે.
દયા, દાન, ભક્તિ આદિનો શુભ રાગ આવે છે તે જ્ઞાનને ઉત્પન્ન કરતું નથી પણ તેઓ જ્ઞાનમાં
જ્ઞેય થવામાં નિમિત્ત છે. શુભરાગવડે જ્ઞાન નથી અને જ્ઞાન વડે રાગનું પરિણમન નથી, રાગાદિ પણ
જ્ઞાનથી ભિન્નજ્ઞેય છે. જ્ઞેયનું જ્ઞેયત્વ નક્કી કરવામાં જ્ઞાન નિમિત્ત છે અને જ્ઞાનનું જ્ઞાનત્વ નક્કી
કરવામાં જ્ઞેય નિમિત્ત છે એમ પરસ્પર નિમિત્ત નૈમિત્તિક ભાવોનો વ્યવહાર છે ખરો–પણ ખરેખર કોઈને
લીધે કોઈનું પરિવર્તન નથી. લોકાલોક છે તે કેવળજ્ઞાનમાં નિમિત્ત છે અને તે લોકાલોકને જ્ઞેયપણે
પ્રસિદ્ધ થવામાં જ્ઞાન નિમિત્ત છે. એક સમયની કેવળજ્ઞાનપર્યાયમાં ત્રણેકાળવર્તી સર્વ વિશ્વ જ્ઞેય તરીકે
નિમિત્ત છે.
અહીં એક સમયમાં પૂર્ણ જ્ઞાન છે તેમાં આખું વિશ્વ નિમિત્ત હોવું જોઈએ અને જ્ઞાનનું પરિણમન
જ્ઞેયની પ્રસિદ્ધિમાં નિમિત્ત છે. બેઉ પોતપોતાની વર્તમાન પરિણામ શક્તિથી જ પરિણમે છે. જ્ઞાન બીજાને
પરિણમાવનાર નથી તેમજ બીજાથી પરિણમે એવું નથી. જ્ઞાન જ સ્વયં પ્રત્યેક સમયે જ્ઞાનપણે જ્ઞાતાપણે
ઉપજે છે, તેમાં જ્ઞેયો તેના સ્વકાળે નિમિત્ત છે, ને તે જ્ઞેયોને જ્ઞેયપણે પ્રસિદ્ધ કરવામાં જ્ઞાન નિમિત્ત છે.
જેમ અરીસો અને નાળીએરાદિ અરીસાની સ્વચ્છતામાં બાહ્યસ્થિત દ્રવ્યો નિમિત્ત છે અને
સામેના પદાર્થોની અવસ્થા બતાવવામાં અરીસાની સ્વચ્છતા નિમિત્ત છે, પણ કોઈના કારણે કોઈની
અવસ્થા ઉપજે છે એમ નથી–તેમ જ્ઞાનની પર્યાય શાસ્ત્રને જાણે છે તેમાં શાસ્ત્ર નિમિત્ત છે પણ
શાસ્ત્રદિથી જ્ઞાનની પર્યાય થઈ નથી. જો નિમિત્તોથી જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થાય તો નિમિત્તના
સ્થાનમાં નિમિત્ત ન રહ્યું–ઉપાદાન થઈ ગયું. નિમિત્તને ઉપચાર (વ્યવહાર) કારણ ક્્યારે કહેવાય કે
જ્ઞાન જે જ્ઞેયને જાણવારૂપે પરિણમે તે જ્ઞેયને જ્ઞાનનું નિમિત્ત કહેવાય, અને જ્ઞેયને જ્ઞેયપણે પ્રકાશવામાં
જ્ઞાન નિમિત્ત કહેવાય પણ આનું પરિણમન છે માટે બીજાનું પરિણમન છે એમ નથી–જ્ઞેય છે માટે જ્ઞાન
છે એમ નથી.
જીવ ઘટપટાદિને દેખી રાગ કરે તો તે જ્ઞેયો રાગ થવામાં નિમિત્ત કહેવાયે નિમિત્તને કારણે રાગ
થયો એમ કહેવું તે અસત્ય કથન છે, ઉપચારરૂપ વ્યવહાર છે.
સામે જેવો પદાર્થ હોય તેવું જ જ્ઞાન થતું હોય તો બધાને સાચું જ્ઞાન થવું જોઈએ પણ તેમ નથી.
જ્ઞાન થાય છે પોતાની વર્તમાન યોગ્યતારૂપ સ્વસામર્થ્યથી તેમાં સામેના વિષયો જ્ઞેયપણે નિમિત્ત છે
એટલો જ્ઞેય–જ્ઞાનને વ્યવહાર છે પણ જીવને પૂજા, ભક્તિ તથા શ્રવણનો રાગ આવ્યો માટે જ્ઞાન થયું
એમ નથી; અને જ્ઞાનને કારણે રાગ અથવા ઈચ્છા થઈ એમ નથી. રાગાદિને તેપણે જ્ઞેય બનાવવામાં
જ્ઞાન નિમિત્ત છે. જ્ઞાનમાં જ્ઞેય નિમિત્ત છે, પણ કોઈના નિમિત્તદ્વારા બીજામાં ફેરફાર થાય એમ નથી. જો
નિમિત્તવડે ઉપાદાનનું કાર્ય થાય તો નિમિત્ત માન્યું કહેવાય એમ નથી. કેમકે ચૈતયિતાદિ (જીવાદિ)
કોઈ અન્યને પરિણમાવી શકતા નથી અને કોઈ કોઈથી પરિણમતું નથી.
જેમ ભીતને સફેદરૂપ થવામાં ખડી નિમિત્ત છે તેમ જ્ઞાન છે તે જ્ઞેયને જ્ઞેયપણે પ્રગટ થવામાં
નિમિત્ત છે એથી જ્ઞાન પુદ્ગલના સ્વભાવને જાણે છે પણ પરરૂપે થાય, પરરૂપે ઉપજે એમ કદિ બનતું
નથી. માટે પરનું કર્તાપણું કહેવું તે માત્ર નિમિત્ત બતાવવા પુરતો વ્યવહાર છે. બે ભિન્ન દ્રવ્યોની
પર્યાયમાં ભીંત–ખડીના