Atmadharma magazine - Ank 228a
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 38
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૯
સળંગ અંક બ્રહ્મચર્ય અંક
Version History
Version
Number Date Changes
001 Apr 2004 First electronic version.

PDF/HTML Page 2 of 38
single page version

background image
બ્રહ્મચર્ય અંક
શ્રી પદ્મનંદિ આચાર્યે પદ્મનંદિ પંચવિંશતિકાના ब्रह्मचर्यरक्षावर्त्यधिकार:
ગાથા ૨ જી પાને ૩૩૩, માં કહ્યું છે.
ब्रह्मचारी कौन होसक्ता है इसबातको आचार्य वर दिखाते हैः–
आत्मा ब्रह्मविविक्तबोधनिलयो यत्तत्र चर्यं परं
स्वांगासंगविवर्जितैकमनसस्तदब्रह्मचर्यं मुनेः। एवं सत्यवलाः स्वमातृ भगिनी
पुत्रीसमाः प्रेक्षते वृद्धाद्या विजितेन्द्रियो यदि तदा स ब्रह्मचारी भवेन्।
અર્થ:– શરીર પ્રત્યે આસક્તિથી ‘રહિત જેમનું મન છે અર્થાત્ જે મુનિના
મનમાં શરીર સંબંધી જરા પણ આસક્તિ નથી એવા મુનિનો સમસ્ત પદાર્થોથી
ભિન્ન તથા જ્ઞાનસ્વરૂપ આત્મા છે તે જ બ્રહ્મ છે, અને તે બ્રહ્મમાં ચર્યા અર્થાત્
એકાગ્રતા છે તે બ્રહ્મચર્ય છે. આવું બ્રહ્મચર્ય હોતાં વૃદ્ધ આદિ સ્ત્રીઓને પોતાની
માતા, બેન, પુત્રી સમાન જે દેખે છે તે વ્યવહારે બ્રહ્મચારી છે.
મહાવીરના બોધને પાત્ર કોણ?
બ્રહ્મવૃત્તમાં પ્રીતિમાન (શ્રીમદ્ રાજચંદ્રજી)
મહા સૌંદર્યથી ભરેલી દેવાંગનાના ક્રીડાવિલાસ નિરીક્ષણ કરતા છતાં
જેના અંતઃકરણમાં કામથી વિશેષ વિશેષ વિરાગ છૂટે છે, તેને ધન્ય છે, તેને
ત્રિકાળ નમસ્કાર હો!
(શ્રીમદ્ રાજચંદ્રજી)

PDF/HTML Page 3 of 38
single page version

background image
બ્રહ્મચર્ય ધર્મ ઉપરના વ્યાખ્યાનમાંથી સાર
[ભાદરવા સુદ ૧૪ મંગળવાર તા. ૧૮–૯–પ૬]
આ બ્રહ્મચર્યનો દિવસ છે. દસ લક્ષણી પર્વના દસે
દિવસોમાં ઊજવાતા દસ ધર્મો ચારિત્રના પ્રકાર છે. આત્મા
જ્ઞાન અને આનંદનો પિંડ છે, તેની દ્રષ્ટિ થતાં નિમિત્ત અને
સંયોગની ઉપેક્ષા થઈ જાય, અને આનંદની પ્રગટતા થાય,
તે સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન સહિત સમ્યક્ ચારિત્ર છે.
આત્મસ્થિરતાને ચારિત્ર કહે છે. તે મોક્ષનું કારણ છે, પૂર્ણ
પરમાનંદ દશાનું કારણ છે. દસમો ધર્મ બ્રહ્મચર્યનો છે. બ્રહ્મ
એટલે આત્મા, ચર્ય એટલે ચરવું. આત્મામાં ચરવું–રમવું–
લીનતા કરવી, તે બ્રહ્મચર્ય છે, આત્મા શરીર, કર્મ આદિના
રજકણોથી જુદો છે, વિકાર વિકૃત સ્વરૂપ છે, આત્માનો મૂળ
સ્વભાવ જ્ઞાન અને આનંદ છે. તેવા આત્મામાં સ્થિરતા
કરવી તે બ્રહ્મચર્ય છે. તે વસ્તુસ્વભાવ છે. કાયા વડે
બ્રહ્મચર્ય પાળતાં જે શુભરાગ થાય, તે પુણ્યનું કારણ છે.
અંશી સ્વભાવમાં અંશને વાળી શાંતિની એકાગ્રતા પ્રગટે, તે
બ્રહ્મચર્ય છે, તે ધર્મ છે. આત્મભાન પૂર્વક બ્રહ્મચર્યનો શુભ
રાગ આવે તે વ્યવહાર બ્રહ્મચર્ય છે, તે પુણ્યબંધનું કારણ છે.
ચર્ચા ઉપરથી
સ્તવનમાલા પહેલી આવૃત્તિ પાનું ૧૬૯ શ્રી. વાસુ
પૂજ્ય ભગવાનના સ્તવનમાં દસ ધર્મોમાંથી નવ ધર્મના
નામ ને સ્વરૂપ જણાવીને દસમા બ્રહ્મચર્ય ધર્મ માટે નીચે
પ્રમાણે કહ્યું છે.
“સુ વસ્તુ સ્વભાવ કરૌ પહિચાન, કરૌ નિજ આતમ
ધ્યાન મહાન” અહીં દસમા ધર્મને બ્રહ્મચર્ય ધર્મ નામ નહી
આપતાં વસ્તુનો સ્વભાવ કહ્યો. વસ્તુ કહેતાં આત્મા
અથવા બ્રહ્મ છે તેમાં રહેવું–ચરવું તે આત્માનો સ્વભાવ છે.
માટે વસ્તુસ્વભાવ કહો અથવા બ્રહ્મચર્ય ધર્મ કહો–એક જ છે.
બ્રહ્મચર્ય વિષે સુભાષિત.
(દોહરો)
સુંદર શિયળ સુરતરૂ, મન વાણી ને દેહ;
જે નરનારી સેવશે, અનુપમ ફળ લે તેહ.
પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન
પાત્ર થવા સેવો સદા, બ્રહ્મચર્ય મતિમાન.
(શ્રીમદ્ રાજચંદ્રજી)
વિરલા!
विरलाः निश्रृण्वन्ति तत्त्वं विरलाः जानन्ति तत्त्वतः
तत्त्वं।
विरलाः भावयन्ति तत्त्वं विरलानां धारणा भवति।। २७९।।
तत्त्वं कथ्यमानं निश्चल भावेन गृहणाति यः हि।
तत् एव भावयति सदा सः अपि च तत्त्वं विजानाति।।
२८०।।
જગતમાં તત્ત્વને વિરલા પુરુષો સાંભળે છે; સાંભળીને
પણ તત્ત્વને યથાર્થપણે વિરલા જ જાણે છે; વળી જાણીને
પણ વિરલા જ તત્ત્વની ભાવના એટલે કે વારંવાર
અભ્યાસ કરે છે; અને અભ્યાસ કરીને પણ તત્ત્વની
ધારણા તો વિરલાઓને જ થાય છે. (ભાવાર્થ:–) તત્ત્વનું
યથાર્થ સ્વરૂપ સાંભળવું–જાણવું–ભાવવું અને ધારવું તે
ઉત્તરોત્તર દુર્લભ છે. આ પંચમકાળમાં તત્ત્વને યથાર્થ
કહેવાવાળા દુર્લભ છે અને ધારવાવાળા પણ દુર્લભ છે.
સ્વરૂપ તેને નિશ્ચલ ભાવથી ગ્રહણ કરે છે, તેમ જ અન્ય
ભાવના છોડીને તેને જ નિરંતર ભાવે છે. તે પુરુષ તત્ત્વને
જાણે છે.
સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા.
વિરલા જાણેતત્ત્વને વળી સાંભળે કોઈ,
વિરલા ધ્યાવે તત્ત્વને વિરલા ધારે કોઈ. યોગસાર. ૬૬.
આ વચનામૃતનું પાલન કરો.
* આત્માનું સ્વરૂપ સમજવા માટે તેની વાત વારંવાર
સાંભળતાં કંટાળો ન આવવો જોઈએ, પણ તેનો મહિમા
થવો જોઈએ.
* આત્માને સમજીને તેના જ મહિમામાં એકાગ્ર થવું તે
સુખનો ઉપાય છે.
* જ્ઞાની પાસે વારંવાર પ્રેમથી આત્માનું વાસ્તવિક સ્વરૂપ
સાંભળવું, અને વારંવાર પરિચય કરવાથી જ આ
સમજાશે–એમ વિશ્વાસ લાવવો.
* જીવ પોતાના શુદ્ધ જ્ઞાયકસ્વભાવને લક્ષમાં લ્યે, ત્યારથી
તેને મોક્ષમાર્ગની શરૂઆત થાય છે.
* સૂક્ષ્મ અને યથાર્થ તત્ત્વને સમજવા માટે અત્યંત તીવ્ર
અને સ પુરુષાર્થ જોઈએ.
* મિથ્યાદ્રષ્ટિનો વિષય ‘પર’ છે, સમ્યગ્દ્રષ્ટિનો વિષય
‘સ્વ’ છે.

PDF/HTML Page 4 of 38
single page version

background image
પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજી સ્વામી.
પરમ પૂજ્ય અધ્યાત્મયોગી સદ્ગુરુદેવ શ્રી કાનજી સ્વામી કુમાર બ્રહ્મચારી છે. તેઓશ્રી આંતરબાહ્ય
બ્રહ્મ તેજે અત્યંત ઝળકી રહ્યા છે. તેમની પાવનકારી જ્ઞાન–વૈરાગ્ય ઝરતી વાણીમાં અનેક વખત બ્રહ્મચર્ય
મહિમાના ગાન ગાવામાં આવે છે. તેના ફળસ્વરૂપે આજ પર્યંત અનેક સ્ત્રી–પુરુષોએ સજોડે બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા
અંગીકાર કરેલ છે. પણ ખાસ વિશિષ્ટતા તો એ છે કે કેટલાક કુમાર તથા કુમારીઓએ પણ તેમની પાસે
આજીવન બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા લીધેલ છે. સં. ૨૦૧૨ ના ભાદરવા સુદ પ રવિવાર તા. ૯–૯–પ૬ ના દિને પરમ
પૂજ્ય શ્રી સદ્ગુરુદેવ સમીપે ચૌદ કુમારી બહેનોએ બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા લીધી છે. જૈન જગતમાં આવો શુભ
પ્રસંગ ખરેખર વિરલ ગણાય. એ સર્વનું મૂળ પૂજ્ય સદ્ગુરુદેવશ્રી જ છે.
તેમનો પ્રભાવના ઉદય સદા જયવંત વર્તો!
તેમનું બ્રહ્મ તેજ જગતના મોહાંધકારને નષ્ટ કરો,
અને
અનેક ભવ્ય જીવોના જીવનપંથને ઉજાળ્‌યા કરો!

PDF/HTML Page 5 of 38
single page version

background image
પૂજ્ય ગુરુદેવ તથા બ્રહ્મચારી ભાઈઓ
(૧) કુમાર બ્રહ્મચારી ભાઈ ગુલાબચંદ આણંદજી–રહેવાસી લાખણકા, હાલ સોનગઢ, ઉંમર વરસ ૪પ
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા સંવત ૧૯૯પ.
(૨) કુમાર બ્રહ્મચારી ભાઈ હરિલાલ અમૃતલાલ મેતા–ઉંમર વરસ ૩૨ રહેવાસી મોરબી, હાલ
સોનગઢ. બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા સંવત ૨૦૦૩.
(૩) કુમાર બ્રહ્મચારી ભાઈ ચંદુલાલ ખીમચંદ ઝોબાળિયા, ઉંમર વરસ ૩૨ રહેવાસી નાગનેશ, હાલ
સોનગઢ. બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા સંવત ૨૦૦૨.
(૪) કુમાર બ્રહ્મચારી ભાઈ અમૃતલાલ નથુભાઈ મેતા ઉમર વરસ ૩૪ રહેવાસી જામનગર હાલ
સોનગઢ. બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા સંવત ૨૦૦૩.
આ ચારે બ્રહ્મચારી ભાઈઓ વૈરાગ્યવંત છે. તેઓ અત્રે કાયમ રહીને પૂજ્ય ગુરુદેવશ્રીના
સત્સમાગમમાં ઘણા વર્ષોથી રહે છે, અને તેમનાં પ્રવચનો સાંભળે છે, જિનેન્દ્ર ભગવાનનાં દર્શન–પૂજન–
ભક્તિ કરે છે, અષ્ટ મૂળ ગુણનું પાલન કરે છે, રાત્રિ ભોજન કરતા નથી, કંદમૂળ આદિનો ત્યાગ છે,
યથાશક્તિ ઉપવાસાદિ તપ કરે છે. તેઓએ સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, પંચાસ્તિકાય, પંચાધ્યાયી,
સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા, તત્ત્વાર્થસૂત્રજી, મોક્ષમાર્ગ પ્રકાશક, દ્રવ્યસંગ્રહ, છ ઢાળા, જૈન સિદ્ધાંત પ્રવેશિકા,
સમાધિતંત્ર, ઈષ્ટ ઉપદેશ, પરમાત્મ પ્રકાશ, ચિદ્દવિલાસ, અધ્યાત્મ પંચસંગ્રહ, રત્નકરણ્ડ શ્રાવકાચાર, પુરુષાર્થ
સિદ્ધિ ઉપાય, આત્માનુશાસન, ગોમ્મટસાર, ષટ્ખંડ આગમના કેટલાક ભાગો, સર્વાર્થસિદ્ધિ વગેરે શાસ્ત્રોનો
અભ્યાસ કર્યો છે, ચાર કુમાર બ્રહ્મચારી ભાઈઓ ઉપરાંત પૂજ્ય ગુરુદેવશ્રી પાસે નીચેના ભાઈઓએ
આજીવન બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા લીધી હતી.
(૧) બ્ર. ભાઈ વ્રજલાલ ગીરધરલાલ શાહ વઢવાણ શહેર ઉંમર વર્ષ ૨૮ બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા સં. ૨૦૦૭
(૨) બ્ર. ભાઈ ધીરજલાલ ભગવાનજી રાજકોટ ઉંમર વર્ષ ૨૯ બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા સં. ૨૦૧૦.
તેઓ બંને કુમાર બ્રહ્મચારી છે, વૈરાગ્યવંત છે, અને પુ. ગુરુદેવશ્રીના સત્સમાગમ અર્થે વારંવાર
સોનગઢ આવે છે. તેઓએ યથાશક્તિ સત્ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે તેમ જ કરે છે.

PDF/HTML Page 6 of 38
single page version

background image
બ્રહ્મચર્ય અંક
ચૌદ કુમારિકા બેનોએ અંગીકાર કરેલ આજીવન બ્રહ્મચર્ય
ભારતની આ પુણ્ય ધરા પર જ્યારે શ્રી કહાન કુંવરનો જન્મ થયો, ત્યારે કોને ખબર હતી કે તેમના
જીવન દરમ્યાન સંસારમાં નવું પરિવર્તન–નવી ક્રાંતિ–નવી ચેતના ઉત્પન્ન થશે! પણ એ તો ખૂબ પ્રસિદ્ધ વાત
છે કે તેમના જન્મે અજ્ઞાન અંધકાર નષ્ટ કરી, અનેક ભવ્ય જીવોના અંતરમાં સમ્યગ્જ્ઞાનનો દિવ્ય પ્રકાશ
પ્રસારિત કર્યો છે, અને તેમના ઉજ્જવલ–અત્યુજ્જવલ જીવનના કારણે અને તેમના ચમકતા જ્ઞાનસૂર્યના
પ્રકાશે અનેક મુમુક્ષુ હૈયામાં નવી ચેતના પ્રગટાવી છે. તેનું એક જવલંત ઉદાહરણ છે–ચૌદ કુમારિકા બેનોની
આજીવન બ્રહ્મચારી રહેવાની પ્રતિજ્ઞા.
પરમ પાવન, કુમાર બ્રહ્મચારી, જ્ઞાન–વૈરાગ્યમય મંગલ આત્મજીવનજીવી, યુગનિર્માતા, પરમ પૂજ્ય
સદ્ગુરુદેવશ્રીની પુરુષાર્થપ્રેરક, આત્મકલ્યાણકારી, વીતરાગી સંદેશો આપતી વાણીનું દીર્ઘકાળ સુધી અમૃતપાન
કર્યા પછી, તેમ જ પૂજ્ય ભગવતી બેનશ્રી ચંપાબેન તથા પૂજ્ય ભગવતી બેન શાંતાબેનની શીતળ છાયામાં
રહી, લાંબો વખત તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કર્યા પછી એકી સાથે ચૌદ કુમારિકા બેનોએ આજીવન બ્રહ્મચર્યની
પ્રતિજ્ઞા પૂજ્ય ગુરુદેવશ્રી પાસે ભાદરવા સુદ પ તા. ૯–૯–પ૬ રવિવારના શુભ દિને અંગીકાર કરી છે. આ
અગાઉ સંવત ૨૦૦પના કારતક સુદ ૧૩ ના રોજ છ કુમારિકા બેનોએ પૂજ્ય ગુરુદેવશ્રી સમીપે જીવનભર
બ્રહ્મચર્ય પાળવાની પ્રતિજ્ઞા લીધી હતી. સુવર્ણપુરીની અનેક બાબતો અનોખી છે–વિશિષ્ટતાવાળી છે, તેમ જૈન
જગતમાં બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા અંગીકાર કરવાનો આવો મંગલકારી પ્રસંગ ખરેખર વિરલ અને ગૌરવ લેવા યોગ્ય
ગણાય. કુમારી બેનોની આજીવન બ્રહ્મચર્યપાલનની પ્રતિજ્ઞાના મહા સ્તુત્ય પ્રયાસ માટે તેમને અનેક
અભ્યાસ પૂર્વક આત્મહિત સાધવાનો છે. તે હેતુ તેમના બ્રહ્મચર્યને વિશિષ્ટપણે શોભાવે છે. તેમની આ
ભાવનામાં તેઓ પૂર્ણપણે સફળતા પ્રાપ્ત કરો, અને જ્ઞાન–વૈરાગ્ય પૂર્વક સદ્ધર્મની પ્રભાવનામાં વૃદ્ધિ કરો, એ
અમારી આંતરિક અભિલાષા છે.
આ પ્રસંગ જોઈને તો અનેક મુમુક્ષુ હૈયાં અત્યાનંદથી નાચી ઊઠયાં છે, અને ‘ધર્મ કાળ અહો વર્તે!’
એવો અંતરનાદ ગૂંજી રહ્યો છે.
આ બધાનું મૂળ કારણ પૂજ્ય સદ્ગુરુદેવશ્રી જ છે. મુમુક્ષુઓનું એ મહાન સદ્ભાગ્ય છે કે આ કાળે
પણ તેમના દ્વારા તીર્થંકર પરમાત્માના દિવ્ય ધ્વનિનું રહસ્ય સમજી શકાય છે, અધ્યાત્મ વિદ્યાનો પ્રચાર અને
પ્રસાર અત્યંત વેગપૂર્વક થઈ રહ્યો છે, અને નિરંતર વૃદ્ધિ પામી રહ્યો છે, નિશ્ચય–વ્યવહારની સંધિ પૂર્વકનો,
પરથી ભિન્ન અને સ્વથી અભિન્ન આત્માનો યથાર્થ ઉપદેશ સુણવા મળે છે, અને એ રીતે ભરતક્ષેત્રમાં
વર્તમાન કાળે તીર્થંકર દેવના વિરહા ભૂલી શકાય છે. વળી તેઓશ્રીનું બ્રહ્મચારીપણું અનેક મુમુક્ષુ
ભાઈબેનોના બ્રહ્મચર્ય પાલનમાં નિમિત્તભૂત થયું છે, અને પ્રેરણા આપી રહ્યું છે.
પૂજ્ય સદ્ગુરુદેવશ્રી તો કહે છે કે આવું બ્રહ્મચર્ય પાલન તે શુભભાવ છે, ધર્મ નથી. પ્રતિજ્ઞા લેનાર
બેનો પણ એ વાત બરાબર સમજે છે. આમ છતાં એવો શુભભાવ તત્ત્વજ્ઞાનના જિજ્ઞાસુ જીવોને પૂર્ણ
શુદ્ધતાની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાંસુધી ભૂમિકા અનુસાર આવ્યા વગર રહેતો નથી; પણ તે ધર્મ નથી, તેમ જ
ધર્મમાં સહાયકારી પણ નથી.
ખરેખર તો સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રનું ઐકય જ મોક્ષમાર્ગ છે. બ્રહ્મચર્યપ્રતિજ્ઞા લેનાર બેનોની પણ
તે માટેના પુરુષાર્થની ભાવના છે, તેમની તે ભાવના પરિપૂર્ણ હો, અને સંપૂર્ણ શુદ્ધિની પ્રાપ્તિ હો–એવી ભાવના
ભાવીએ છીએ.

PDF/HTML Page 7 of 38
single page version

background image
: ૪ : : બ્રહ્મચર્ય અંક :
।। “ ।।
(સોનગઢ, ભાદરવા સુદ પ રવિવાર તા. ૯–૯–પ૬)
ગૌરવ લેવા યોગ્ય જૈન ઈતિહાસનો વિરલ પ્રસંગ.
પરમ પૂજ્ય શ્રી સદ્ગુરુદેવનો પ્રભાવના ઉદય નિરંતર વૃદ્ધિ પામી રહ્યો છે. તેમના સત્સમાગમ માટે ઘણા
મુમુક્ષુ ભાઈઓ તેમ જ બહેનો સોનગઢમાં કાયમ વસી રહ્યા છે, અને અનેક મુમુક્ષુઓ બહાર ગામથી આવતા રહે
છે. તેઓ યથાશક્તિ–યથામતિ તત્ત્વનું સ્વરૂપ સમજવા પ્રયત્ન કરી રહ્યા છે. પૂજ્ય ગુરુદેવના ઉપદેશામૃતનું પાન
કરનાર અનેક ભવ્યોમાંથી છ કુમારી બહેનોએ જીવનભર બ્રહ્મચર્ય પાળવાની પ્રતિજ્ઞા સંવત ૨૦૦પ ના કારતક
સુદ ૧૩ના રોજ લીધી હતી. આ વર્ષના એટલે કે સંવત ૨૦૧૨ ના ભાદરવા સુદ પ રવિવારે ઉત્તમ ક્ષમાધર્મના
દિવસે તા. ૯–૯–પ૬ ના રોજ બીજી ચૌદ કુમારિકા બહેનોએ પૂજ્ય ગુરુદેવ સમક્ષ જીવનભર બ્રહ્મચર્ય પાળવાની
પ્રતિજ્ઞા કરી છે. જૈન ઈતિહાસનો આ એક ગૌરવ લેવા યોગ્ય વિરલ પ્રસંગ છે. ચૌદે બહેનો બાલ કુમારિકા છે,
નાની ઉંમરનાં છે, ખાનદાન કુટુંબનાં છે. પુણ્યનો આવો યોગ હોવા છતાં, તેમણે પોતાનાં માબાપને પોતાનાં લગ્ન
કરવાની ના પાડી, અને સમજણ પૂર્વક વૈરાગ્ય લાવી પોતાના આત્મકલ્યાણની ભાવનાની દ્રઢતા માટે આજીવન
બ્રહ્મચર્ય પાળવાની પ્રતિજ્ઞા લીધી, તે માટે તેમને ઘણા ધન્યવાદ ઘટે છે.
આ ચૌદ બહેનોમાંથી આઠ બહેનો અત્રેના ગોગીદેવી શ્રાવિકા બ્રહ્મચર્ય આશ્રમમાં રહે છે, અને છ
બહેનો પોતાનાં માબાપ કે વાલીઓ સાથે સોનગઢમાં કાયમ રહે છે.
આશ્રમમાં રહેતી આઠ બ્રહ્મચારી બહેનોનાં નામ:–
(૧) લલિતા બેન ઉંમર વરસ ૨૬ (શ્રી ધરમશી હરજીવન મણીઆરનાં સુપુત્રી–વઢવાણ)
(૨) જસવંતીબેન ઉંમર વરસ ૨૬ (શ્રી હીરાચંદ ત્રીભોવનદાસ દામાણીનાં સુપુત્રી–સોનગઢ)
(૩) ચંદ્રાબેન ઉ–વ ૨૬ (શ્રી છોટાલાલ ડામરદાસનાં સુપુત્રી–ધ્રાંગધ્રા)
(૪) પુષ્પાબેન ઉ–વ ૨૪ (શ્રી છોટાલાલ ડામરદાસનાં સુપુત્રી–ધ્રાંગધ્રા)
(પ) પદ્માબેન ઉ–વ–૨પ (શ્રી કેશવલાલ મહીજીભાઈ શાહના સુપુત્રી–બોરસદ
(૬) ઈન્દુબેન ઉ–વ–૨૨ (શ્રી ચીમનલાલ ભાઈલાલ ડેલીવાળાનાં સુપુત્રી–બરવાળા)
(૭) સુશીલાબેન ઉ–વ–૨૨ (શ્રી જગજીવન ચતુરભાઈ શાહનાં સુપુત્રી–સુરેન્દ્રનગર)
(૮) ઉષાબેન ઉ–વ–૧૮ (શ્રી જગજીવન બાઉચંદ દોશી ના સુપુત્રી–સાવરકુંડલા)
પોતાના વાલી સાથે સોનગઢ કાયમ રહેતી બ્રહ્મચારી બેનોનાં નામ
(૯) સુશીલાબેન ઉ–વ–૨૨ (શ્રી શાંતિલાલ ગિરધરલાલ શાહનાં સુપુત્રી–જોડીઆ)
(૧૦) ચંદ્રપ્રભાબેન ઉ–વ–૨૩ (શ્રી રતિલાલ પોપટલાલના સુપુત્રી–જામનગર)
(૧૧) જસવંતીબેન ઉ–વ–૨૧ (શ્રી રતિલાલ પોપટલાલનાં સુપુત્રી–જામનગર)
(૧૨) ભાનુમતીબેન ઉ–વ–૨૧ (શ્રી ખીમચંદ જેઠાલાલ શેઠનાં સુપુત્રી–રાજકોટ)
(૧૩) જસવંતીબેન ઉ–વ–૨૧ (શ્રી હિંમતલાલ છોટાલાલ ઝોબાળિયાના સુપુત્રી–નાગનેશ)
(૧૪) વસંતબેન ઉ–વ–૨૧ (શ્રી શીવલાલ ત્રીભોવનદાસ જમશેદપુરવાળાનાં સુપુત્રી)
આ કુમારી બેનો વૈરાગ્યવંત છે. તેમાંની ઘણી બેનો તો છેલ્લાં છ સાત વર્ષ થયાં અત્રે કાયમ રહીને
પૂ. ગુરુદેવનાં પ્રવચનો સાંભળે છે, અને શાસ્ત્ર અભ્યાસ કરી રહ્યા છે. પૂજ્ય ભગવતી બેનોની શીતલ
છત્રછાયા નીચે તેમજ તેમની માતા સમાન વાત્સલ્ય ભરી દેખરેખ નીચે તેઓ ધાર્મિક સંસ્કાર લઈ રહ્યા છે.
તેમાંની ઘણી બેનોએ જૈન સિદ્ધાંત પ્રવેશિકા, છ ઢાળા, દ્રવ્ય સંગ્રહ, તત્ત્વાર્થસૂત્રજી, મોક્ષમાર્ગ પ્રકાશક,
સમાધિતંત્ર ઈષ્ટ ઉપદેશ, સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, પંચાસ્તિકાય, અનુભવ પ્રકાશ, પંચાધ્યાયી,
સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા વગેરે સત્શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે, અને કરી રહ્યા છે. તેઓનો નિત્ય કાર્યક્રમ –
પૂજ્ય ગુરુદેવનાં વ્યાખ્યાનોનું શ્રવણ, જિનેન્દ્ર ભગવાનની ભક્તિ–પૂજા, પૂજ્ય બેનોનું રાત્રિ વાંચન શ્રવણ
વગેરે છે. તેઓ અષ્ટ મૂળ ગુણનું પાલન કરે છે, રાત્રિ ભોજન કરતા નથી, કંદમૂળ આદિનો ત્યાગ છે.
યથાશક્તિ ઉપવાસાદિ તપ કરે છે. તેઓ સ્વયં પ્રેરણાથી પ્રેરિત થઈને બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા

PDF/HTML Page 8 of 38
single page version

background image
: બ્રહ્મચર્ય અંક : : પ :
લેવા માટે તૈયાર થયેલ હતાં. બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા લેનાર કુમારી બેનોના વાલીઓ પ્રથમ પૂજ્ય ગુરુદેવ પાસે
ગયા હતા, અને બેનોને બ્રહ્મચર્યપ્રતિજ્ઞા આપવા વિનંતિ કરી હતી, અને બેનો પ્રતિજ્ઞા લ્યે તેમાં તેઓ સંમત
છે એમ જાહેર કર્યું હતું.
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા દિવસ ઘણા ઉત્સાહ પૂર્વક ઉજવાયો હતો. કુમારિકા બેનો નાની ઉંમરમાં બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા
લેતી હોવાથી આજે મુમુક્ષુઓમાં અનેરો ઉત્સાહ દેખાતો હતો, બહારગામથી ૧૨૦૦ લગભગ મુમુક્ષુભાઈઓ તથા
બેનો આ પ્રસંગે પધાર્યા હતા. આજે બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા અંગીકાર કરવાનો દિવસ હોવાથી બેનોનો આશ્રમ તેમજ
બેનોના ઘરો મંડપ તથા તોરણોથી સુશોભિત કરવામાં આવ્યાં હતાં. સવારમાં ચૌદ બેનો સહિત આખા મુમુક્ષુ
મંડળે દેવ–ગુરુ–શાસ્ત્રનાં દર્શન કર્યાં હતાં. ત્યારપછી ચૌદે બહેનોએ મુમુક્ષુ મંડળ સહિત જિનમંદિરમાં શ્રી સીમંધર
ભગવાનની તથા ઉત્તમ ક્ષમાધર્મની ભક્તિભાવ પૂર્વક પૂજા કરી હતી. ત્યારબાદ સર્વે મુમુક્ષુઓ શ્રી ગોગીદેવી
બ્રહ્મચર્યાશ્રમ પાસે એકત્ર થયા હતા. ત્યાંથી વરઘોડાના રૂપમાં વાજતે ગાજતે તથા મંગલ ગીતો ગાતાં અને
જિનેશ્વરદેવના જયનાદો ગજાવતા બજારમાં ફર્યા હતા. અને પછી પ્રવચન મંડપે આવ્યા હતા. અત્રેના તેમજ
બહારના થઈને ૧૭૦૦ લગભગ ભાઈઓ–બેનો એકત્રિત થયા હતા. પૂજ્ય ગુરુદેવશ્રીના વ્યાખ્યાન બાદ ચૌદ
કુમારી બેનો પૂજ્ય ગુરુદેવને વંદના કરી બ્રહ્મચર્ય અંગીકાર કરવા માટે ઊભાં થયાં હતાં. આ પ્રસંગે તેમના
વડીલોની તથા કુટુંબી જનોની પણ હાજરી હતી. દરેક બેનના અંતરમાં ઉત્સાહ અને વૈરાગ્ય દેખાતાં હતાં. જીવનમાં
બ્રહ્મચર્ય અર્થે કેસરિયાં કરવાના હોવાથી દરેક બેને કેસરી પટાવાળી સફેદ સાડી પહેરી હતી. ચૌદે બેનોનું એકી સાથે
દ્વિકર જોડીને બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા લેવાની તત્પરતા દર્શક આ દ્રશ્ય ખરેખર વિરલ હતું.
પરમ પૂજ્ય ગુરુદેવે પ્રતિજ્ઞા આપતાં સૌથી પહેલાં માંગલિક સંભળાવ્યું હતું. પછી કહ્યું હતું કે આ
બેનો જીંદગી પર્યંત બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા લ્યે છે. ગયા કાળમાં કુદેવ–કુગુરુ–કુશાસ્ત્ર વગેરેનાં સેવનથી જે દોષો
લાગ્યા હોય તેનું પ્રાયશ્ચિત આપ્યું. પૂર્વ હિંસાદિ પાપ લાગ્યા હોય તેનો ઓરતો કરવો. સુદેવ–સુગુરુ–
સુશાસ્ત્રનું શું સ્વરૂપ છે તે વિચારવું. આત્માનું સ્વરૂપ સમજવા માટે તેમજ તીવ્ર રાગ ઘટાડવા માટે બ્રહ્મચર્ય
નિમિત્ત છે. આત્માની સાખે, પંચ પરમેષ્ઠીની સાખે, ચાર તીર્થની સાખે, આખી જીંદગી સુધી કાયાથી બ્રહ્મચર્ય
પાળવું–એ રીતે બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા વિધિ પૂરો થયો હતો.
પૂજ્ય ગુરુદેવે આજના વ્યાખ્યાનમાં પણ કહ્યું હતું કે “આજે ચૌદ દીકરીઓ બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા લ્યે છે.”
પંડિત શ્રી નાથુલાલજી લખે છે કે ચૌદ બેનોએ માથે મેરુ ઉપાડવા જેવું કાર્ય કર્યું છે. વીસ વીસ વરસની
દીકરીઓ બ્રહ્મચર્ય લ્યે છે, તે સાંભળી જગત છક થઈ જાય. છ દીકરીઓએ ૨૦૦પ ના કારતક સુદ ૧૩ ના
રોજ પ્રતિજ્ઞા લીધી હતી. ચૌદ કુમારી બેનો બહુ હિંમત કરે છે. પુરુષ કરતાં સ્ત્રીની પરાધીનતા હોય છે, છતાં
તે જાતનો પુરુષાર્થ કરે છે, ને હિંમત બતાવે છે. આજે દસ લક્ષણી પર્વનો પહેલો દિવસ છે. ઉત્તમ ક્ષમા દિન
છે. આજે રવિવાર છે. કુમારી બેનોનો બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લેવાનો દિવસ છે–બધી રીતે મેળ છે.
ખરેખર બ્રહ્મચર્યના પ્રસંગમાં નિવૃત્તિ હોય છે.
“નીરખીને નવયૌવના લેશ ન વિષય નિદાન
ગણે કાષ્ઠની પૂતળી તે ભગવાન સમાન.”
એ આત્મભાન સહિતની વાત છે. નીચે નરક છે, આ મનુષ્ય ક્ષેત્ર છે, ઉપર દેવલોક છે. સ્વર્ગ–પાતાળ
અને મનુષ્ય એમ ત્રણે લોકનો હું જ્ઞાતાદ્રષ્ટા છું એવા ભાનવાળાને સોળસત્તર વરસની નવયૌવના સ્ત્રી
દેખીને વિષયનો હેતુ થતો નથી. મારા આનંદની ખાણ મારા અંતરમાં છે એવા ભાનવાળાને વિષયમાં
સુખબુદ્ધિનો ભાવ થતો નથી. આવા ભાન સહિત અશુભ રાગની ઉત્પત્તિ ન થવી તે પણ બ્રહ્મચર્ય છે.
“પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન;
પાત્ર થવા સેવો સદા, બ્રહ્મચર્ય મતિમાન.”
સંયોગી ચીજમાં તીવ્રવૃત્તિવાળાને સ્વાભાવિક ચીજની ઓળખાણ નહીં થાય. જેને સંયોગી ચીજમાં
વલણ રહ્યા કરે છે, તે જીવ રાગ રહિત જ્ઞાનાનંદ સ્વભાવનું ભાન કરી શકશે નહિ. શ્રીમદ્ રાજચંદ્રજીએ ૧૬
વરસ ને પાંચ માસની ઉંમરે આ કાવ્ય બનાવેલ છે. તેમને જ્ઞાનનો ઉઘાડ ઘણો હતો.
બ્રહ્મ એટલે સચ્ચિદાનંદ સ્વરૂપમાં–આનંદમાં એકાગ્રતા કરી રમવું–તે બ્રહ્મચર્ય છે. તેવા
આત્મભાનવાળો મોક્ષને પાત્ર છે. અહીં મતિમાન શબ્દ વાપર્યો છે, તે સમ્યગ્જ્ઞાનીને માટે છે. વળી તેવું લક્ષ
રાખીને શુભરાગ રૂપ બ્રહ્મચર્ય પાળે તે પણ સમ્યગ્જ્ઞાનને પાત્ર છે.

PDF/HTML Page 9 of 38
single page version

background image
: ૬ : : બ્રહ્મચર્ય અંક :
આત્મા એક સમયમાં પૂર્ણ આનંદ સ્વરૂપ છે, તેને ભૂલી જઈને બૈરાંથી ને પૈસા વગેરેથી આનંદ મળશે એમ
માની અજ્ઞાની તેમાં રોકાઈ ગયો છે. પુણ્ય–પાપ મારું કર્તવ્ય છે, તેમ માનનાર પણ તેમાં જ રોકાઈ ગયો છે.
પ્રતિજ્ઞા આપ્યા બાદ પૂજ્ય ગુરુદેવે કહ્યું કે આ પ્રતિજ્ઞા લઈને ચૌદ દીકરીઓએ બહુ સરસ કામ કર્યું
છે. આ વાતની દીકરીઓને સમજણ છે. મૂળ સ્વરૂપ શું છે, તેના લક્ષે આ વાત છે. દીકરીઓએ હિંદુસ્તાનમાં
ડંકો માર્યો છે. છ દીકરીઓએ સં. ૨૦૦પ માં બ્રહ્મચર્ય અંગીકાર કરેલ હતું, અને બીજી આ ચૌદે પ્રતિજ્ઞા લીધી,
તેથી કુલે વીસ બ્રહ્મચારિણી બેનો થઈ છે. બીજાઓએ અનુકરણ કરવા જેવું છે. પચાસ પચાસ વરસની ઉંમર
થવા છતાં વિષયની વૃત્તિ રોકી ન શકે, એવી વૃત્તિ આ દીકરીઓએ નાની ઉંમરમાં રોકી છે. નાની ઉંમરમાં
જવાબદારી લીધી છે. દીકરીઓએ ડંકા માર્યા છે. અમોએ કોઈને કાંઈ કહ્યું નથી. બળજબરીથી કોઈને પ્રતિજ્ઞા
આપતા નથી. સહજના સોદા છે. તેઓએ બહુ સારું કામ કર્યું છે. આ બેનોએ બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા લીધી, તે આ
બેનો (ભગવતીબેનશ્રી ચંપાબેન તથા ભગવતીબેન શાંતાબેનને) આભારી છે. બેનોની છત્રછાયામાં આ
દીકરીઓનું રક્ષણ થાય, અને જ્ઞાનમાં આગળ વધે–તે બેનોનો પ્રતાપ છે. અમારે તો કોઈપણ બેન સાથે
પરિચય નથી. બેનો સાથે વાતચીત કરતા નથી. બેનો (પૂજ્યભગવતી બેનો) આ બધાને જાણે, એટલે જ
બાળબ્રહ્મચારી બેનો તૈયાર થઈ છે, તે બધો પ્રતાપ બેનોનો છે.
આ મંગળ પ્રસંગે શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ અને સર્વ મુમુક્ષુ સમાજ તરફથી વિદ્વાન પંડિત
ભાઈશ્રી હિંમતલાલ જેઠાલાલ શાહે ચૌદ બેનોને ધન્યવાદ આપ્યા હતા, અને તેઓ પોતાના ધ્યેયમાં આગળ
વધી સફળ થાય, એવી ભાવના ભાવી હતી. આ પ્રસંગે તેમણે વિદ્વતા ભરેલું ભાષણ કર્યું જે આ અંકમાં
અન્યત્ર છાપવામાં આવેલ છે.
ત્યારપછી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટના એક ટ્રસ્ટી ધર્મપ્રેમી ભાઈશ્રી પ્રેમચંદ મગનલાલે જે ભાષણ
કર્યું હતું, તેનો ટુંક સાર આ પ્રમાણે છે.
ભાષણની શરૂઆતમાં ભાઈ પ્રેમચંદ મગનલાલે ચૌદે બેનોની ઓળખાણ આપી હતી. પછી કહ્યું હતું કે
આ પ્રસંગ વ્યવહાર દ્રષ્ટિએ અસાધારણ છે. જેને ધર્મની ખબર નથી, જે પુણ્યને ધર્મ માને છે તેને અચંબો
થાય છે કે આ કાર્ય મહાન છે. પણ પૂજ્ય ગુરુદેવ સમજાવે છે કે આત્મધર્મની પ્રાપ્તિમાં આવો બ્રહ્મચર્યનો
શુભરાગ નિમિત્ત હોય છે. બ્રહ્મચારી બેનોને ઉદ્દેશીને કહ્યું હતું કે તમોએ તમારા કુટુંબને ઉજાળ્‌યું છે, તમારા
ધ્યેયમાં આગળ વધ્યા છો, અને હજી પણ તેમાં વિશેષ વૃદ્ધિ કરો, એવા અમારા આશીર્વાદ છે.
જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટના પ્રમુખ મુરબ્બી શ્રી રામજીભાઈએ કહ્યું કે ચૌદ દીકરીઓએ હિંદુસ્તાનમાં
ડંકો વગાડયો છે.
ચૌદ બેનો આશ્રમમાં પૂજ્ય ભગવતી બેનોનો વિનય કરવા ગઈ હતી, ત્યાં બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા લીધી બાદ
પૂજ્ય ભગવતી બેનોએ તેમને શિખામણ આપતાં કહ્યું “દેવ–ગુરુ–શાસ્ત્ર પ્રત્યે ભક્તિ વધારજો. આત્મહિતના
હેતુએ જીવન ગાળજો, બધી પરસ્પર બેનો તરીકે વર્તજો, ભક્તિભાવથી રહેજો કષાયની મંદતા કરીને રહેવું,
સાદાઈથી રહેવું–એમાં શાસનની શોભા છે. સ્વાધ્યાય કરવો, મનન કરવું, રુચિ વધારવી. પૂજ્ય ગુરુદેવ કહે છે કે
આત્માનું કલ્યાણ કેમ થાય? તેનો વિચાર કરવો બ્રહ્મચર્ય પ્રતિજ્ઞાથી નિવૃત્તિ મળે છે. એમ પૂજ્ય ગુરુદેવ વારંવાર
કહે છે, માટે સ્વાધ્યાય કરવા નિવૃત્તિ લેવી. આમ તમારે તમારા જીવનનું કલ્યાણ કરવું.”
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ તરફથી બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લેનાર દરેક બહેનને એક એક ચાંદીનો પ્યાલો
તથા એક એક સાડી ભેટ આપવામાં આવેલ હતાં. બપોરે જિન મંદિરમાં ભક્તિ ઘણાજ ઉત્સાહ પૂર્વક થઈ હતી.
એક તુમ્હી આધાર હો જગમેં, અય મેરે ભગવાન
કિ તુમસા ઔર નહીં બલવાન.
સમ્હલ ન પાયા, ગોતે ખાયા, તુમ બિન હો હૈરાન
કિ તુમસા ઔર નહીં ગુણવાન.
* * * *
સહજ સ્વભાવ ભાવ અપનાઉં પર પરિણતિસે ચિત્ત હટાઉં,
પુની પુની જગમેં જન્મ ન પાઉં, સિદ્ધ સમાન સ્વયં બન જાઉં
ચિદાનંદ ચૈતન્ય પ્રભુકા હૈ સોભાગ્ય પ્રધાન........
કિ તુમસા ઓર નહીં ભગવાન.
સાંજે ચૌદે બેનોએ શ્રી જિનેન્દ્રદેવની ઘણી ભક્તિ

PDF/HTML Page 10 of 38
single page version

background image
સોનગઢમાં શ્રી જિનમંદિરમાં બિરાજમાન
શ્રી વીતરાગી પ્રતિમાઓ.
સોનગઢમાં શ્રી દિગંબર જિનમંદિરમાં આ વીતરાગી પ્રતિમાની પંચકલ્યાણક પૂર્વક પ્રતિષ્ઠા સંવત્
૧૯૯૭ માં થઈ હતી. મૂળ નાયક શ્રી સીમંધર ભગવાન છે. ડાબી બાજુ શ્રી શાંતિનાથ ભગવાન છે. જમણી
બાજુ શ્રી પ્રદ્મપ્રભુ ભગવાન છે. આ પ્રતિમાઓ ઘણી સુંદર ભાવવાહિની તેમ જ ઉપશમ રસથી ભરપૂર
દેખાય છે.
પ્રસન્ન હો સીમંધરનાથ! આપ હી વિશુદ્ધ હો!
કરો વિશુદ્ધ મોહિ નાથ, અનંતજ્ઞાન બુદ્ધ હો!
* * *
જુ ઓર ચાહ નાહિં મોહિ સિદ્ધપદ દીજિયે,
જુ આપ હો કલ્યાણરૂપ મો કલ્યાણ કીજીયે.

PDF/HTML Page 11 of 38
single page version

background image
શ્રી જિનમંદિરમાં ચૌદ કુમારી બેનો મંડળ સહિત પૂજન કરે છે.
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા અંગીકાર કરવાના દિવસે એટલે કે ભાદરવા સુદ પ રવિવારે સવારે ચૌદ કુમારિકા
બહેનોએ શ્રી જિનેન્દ્ર ભગવાનના, શ્રીમાનસ્તંભ ભગવાનના, શ્રી સમવસરણ મંદિરમાં બિરાજમાન
ભગવાનના દર્શન કરી, પૂજ્ય ગુરુદેવનાં દર્શન કર્યાં હતાં, અને પૂજ્ય ગુરુદેવની સ્તુતિ કરી હતી. ત્યારપછી
નવા જિનાલયમાં શ્રી સીમંધર ભગવાનની અષ્ટપ્રકારી પૂજા કરી હતી, ને ઉત્તમ ક્ષમાધર્મની પણ પૂજા કરી
હતી મંદિરમાં પૂજા ચાલુ છે, તે વખતનું આ દ્રશ્ય છે. પૂજ્ય ભગવતી બેનો પણ પૂજા કરી રહ્યાં છે.

PDF/HTML Page 12 of 38
single page version

background image
ચૌદ કુમારી બેનો શ્રી જિનમંદિરમાં પૂજા કરી રહી છે. મૂળનાયક શ્રી સીમંધર ભગવાનની અષ્ટ
દ્રવ્ય વડે પૂજા કરતાં નીચે મુજબ ભાવના ભાવે છે.
(૧) જલ પૂજા:– હે નિર્મળ ભગવાન! આપ જન્મ–જરા–મૃત્યુના મેલનો નાશ કરી નિર્મળ થયા
છો. જેવી રીતે જલ મળનો નાશ કરે છે, તેવી રીતે આપની જલ પૂજા કરીને મારા આત્માની પર્યાયમાં
રહેલો વિકારરૂપી મળ નાશ પામો અને જન્મ જરા અને મૃત્યુ નાશ પામો–એમ ભાવના કરું છું.
(૨) ચંદન પૂજા:– હે શાંતમૂર્તિ ભગવાન! આપ પરમ શાંત દશાને પામ્યા છો, ભવ તાપ નાશ
કરી, જેવી રીતે લોકમાં ચંદન દાહના રોગ ઉપર શીતલતા કરે છે, તેમ ભવ આતાપ રૂપી રોગ
મટાડવા, અને સાચી શાંતિ પ્રગટ કરવા ચંદન વડે આપની પૂજા કરું છું.
(૩) અક્ષત પૂજા:– હે અક્ષય નિધિ ભગવાન! આપ અક્ષય પદને પામ્યા છો. જેમ ચોખાનો
દાણો અખંડિત હોય છે, તેમ અખંડિત અક્ષય (મોક્ષ) પદની પ્રાપ્તિ અર્થે અક્ષતથી આપની પૂજા કરું
છું.
(૪) પુષ્પ પૂજા:– હે વીતરાગી જિનેન્દ્રદેવ! કામબાણનો નાશ કરીને આપ વીતરાગ થયા છો,
તેથી મારામાં રહેલા કામ વિકારને નષ્ટ કરવા માટે પુષ્પથી આપની પૂજા કરું છું.
(પ) નૈવેદ્યપૂજા:– હે અનાહારી પરમાત્મા! આપ અનાહારી પદ પામ્યા છો. જીવનનું સ્વરૂપ
અનાહારી છે, પણ અનાદિથી ક્ષુધારૂપી રોગ લાગુ પડ્યો છે, તે નાશ કરવા માટે ને અનાહારી પદની
પ્રાપ્તિ અર્થે નૈવેદ્યથી આપની પૂજા કરું છું.
(૬) દીપ પૂજા:– હે કેવળજ્ઞાની પરમાત્મા!–આપનું કેવળજ્ઞાન મોહ અન્ધકાર રહિત છે. હું પણ
કેવળજ્ઞાનની ભાવના અર્થે અને મોહ અંધકારનો નાશ કરવા માટે દીપથી પૂજા કરું છું.
(૭) ધુપ પૂજા:– હે પરમાત્મા! જેમ આપે ધ્યાન અગ્નિ વડે કર્મોને ભસ્મ કર્યાં છે, તેમ હું ધ્યાન
અગ્નિ વડે ભાવકર્મ અને નિમિત્તરૂપે અષ્ટ દ્રવ્યકર્મરૂપી મેલ નાશ કરવા માટે ધૂપ વડે આપની પૂજા કરું
છું.
(૮) ફલ પૂજા:– હે મોક્ષ સ્વરૂપ પરમાત્મા! આપ રત્નત્રયના ફલરૂપે મોક્ષને પામ્યા છો. પરમ
પવિત્ર મોક્ષ ફલની પ્રાપ્તિ અર્થે ફળથી આપની પૂજા કરું છું.
અર્ધ પૂજા–હે સીમંધરાદિ જિનેન્દ્ર ભગવંતો! આપના ચરણ કમલની સેવા મન–વચન–કાયાથી
કરું છું. હે કરુણા નિધિ! ભવનાં દુઃખ મટાડવા આપના ચરણ પૂજું છું. અમૂલ્ય પદ (મોક્ષ પદ) પ્રાપ્ત
કરવા માટે અર્ધથી આપની પૂજા કરું છું.
ત્યારપછી ઉત્તમ ક્ષમા ધર્મની અષ્ટ પ્રકારી પૂજા કરી હતી. પર પદાર્થની તથા પુણ્યની રુચિ
છોડી, સ્વભાવની રુચિ કરવાથી અનંતાનુબંધીનો ક્રોધ નાશ પામે છે, ને સમ્યગ્દર્શન રૂપ જઘન્ય
ક્ષમાધર્મની શરૂઆત થાય છે. ને અંતર સ્વભાવમાં વિશેષ ચારિત્ર દશા થતાં, પ્રતિકૂળ સંયોગોમાં
અથવા કોઈ પ્રત્યે વૈરવૃત્તિ અથવા ક્રોધ ઉત્પન્ન થવા ન દેવો, ને ક્ષમા સાગર ભગવાન આત્મામાં
સ્થિરતા કરવી, તે ઉત્તમ ક્ષમા છે. આવા ભાનવાળાને ક્ષમાનો શુભરાગ આવે, તે વ્યવહાર ક્ષમા છે.
આવી ઉત્તમ ક્ષમા આભૂષણમાં સાર રૂપ છે. તે પહેરવાથી ભવ્ય જીવ ભવસાગરથી પાર ઊતરે છે.
એમ ક્ષમાનું સ્વરૂપ સમજીને, ક્ષમા ધર્મની પૂજા કરી હતી, ને પોતામાં એ ધર્મ પ્રગટો એવી ભાવના
ભાવી હતી.

PDF/HTML Page 13 of 38
single page version

background image
વરઘોડાનું દ્રશ્ય [પહેલું]










ભાદરવા સુદ પ ની સવારે બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા લેનાર બેનો સહિત મુમુક્ષુ ભાઈ–બહેનોનું એક મોટું
સરઘસ નીકળ્‌યું હતું. બધા શ્રી ગોગીદેવી આશ્રમ પાસે એકત્ર થયાં હતાં. આ પ્રસંગે ભાવનગરથી ખાસ બેન્ડ
મંગાવવામાં આવેલ હતું. શરૂઆતમાં બેન્ડ વાજાવાળા ભાઈઓ જોવામાં આવે છે, ત્યારપછી પુરુષોની ઠઠ
જોવામાં આવે છે. પંડિત ભાઈ શ્રી હિંમતલાલજી સ્તવન ગવડાવે છે, બાજાઓ તેને ઝીલે છે.
જિનજીની વાણી
સીમંધર મુખથી ફૂલડાં ખરે, એની કુંદકુંદ ગૂંથે માળ રે,
જિનજીની વાણી ભલી રે.
વાણી ભલી, મન લાગે રળી, જેમાં સાર–સમય શિરતાજરે,
જિનજીની વાણી ભલીરે–સીમંધર
ગૂંથ્યા પાહુડ ને ગૂંથ્યું પંચાસ્તિ, ગૂંથ્યું પ્રવચનસારરે,
જિનજીની વાણી ભલીરે–
ગૂંથ્યું નિયમસાર, ગુંથ્યું રયણસાર ગૂંથ્યો સમયનો સાર રે,
જિનજીની વાણી ભલીરે–સીમંધર
સ્યાદ્વાદ કેરી સુવાસે ભરેલો જિનજીનો “કારનાદ રે,
જિનજીની વાણી ભલીરે–
વંદું જિનેશ્વર, વંદું હું કુંદકુંદ, વંદું એ “કારનાદ રે,
જિનજીની વાણી ભલીરે–સીમંધર
હૈડે હજો, મારા ભાવે હજો, મારા ધ્યાને હજો જિનવાણરે,
જિનજીની વાણી ભલી રે.
જિનેશ્વરદેવની વાણીના વાયરા વાજો મને દિનરાત રે,
જિનજીની વાણી ભલી રે–સીમંધર

PDF/HTML Page 14 of 38
single page version

background image
વરઘોડાનું દ્રશ્ય (બીજું)










વરઘોડામાં પ્રથમ પુરુષો ચાલતા હતા–ત્યાર પછી બેનોની પંક્તિઓ શરૂ થાય છે. સૌથી આગળ પૂજ્ય
ભગવતી બેનો શ્રી ચંપાબેન તથા શ્રી શાંતાબેન છે, ત્યાર પછી ચૌદ કુમારી બેનો છે. તેઓએ હાથમાં મંગલ
દ્રવ્યો લીધાં છે. સૌ બેનો આજનો મહાન પ્રસંગ ગણે છે. ને જિનેન્દ્ર ભગવાનનાં સ્તવન ગાતી ગાતી જઈ
રહી છે. આજના પ્રસંગે ચૌદે બેનોએ કેસરી પટાવાળી સફેદ સાડીઓ પહેરી છે.
શ્રી જિનેન્દ્ર સ્તવન.
એક તુમ્હી આધાર હો જગમેં, અય મેરે ભગવાન
કિ તુમસા ઓર નહીં બલવાન.
સમ્હલ ન પાયા ગોતે ખાયા, તુમ બીન હો હૈરાન
કિ તુમસા ઓર નહીં ગુણવાન.
આયા સમય બડા સુખકારી આતમ બોધ કલા વિસ્તારી;
મૈં ચેતન તન વસ્તુ ન્યારી સ્વયં ચરાચર ઝલકી સારી;
નિજ અંતરમેં જ્યોતિ જ્ઞાનકી અક્ષય નિધિ મહાન
કિ તુમસા ઓર નહીં ભગવાન. (૧)
દુનિયામેં એક શરણ જિનંદા, પાપ પુણ્યકા બૂરા ફંદા,
મૈં શિવભૂપ રૂપ સુખકંદા જ્ઞાતાદ્રષ્ટા તુમસા બંદા;
મુજ કારજ કે કારણ તુમહો ઔર નહીં મતિમાન
કિ તુમસા ઓર નહીં ભગવાન. (૨)
સહજ સ્વભાવ ભાવ અપનાઉં પર પરિણતિસે ચિત્ત હટાઉં,
પુની પુની જગમેં જન્મ ન પાઉં, ‘સિદ્ધ સમાન સ્વયં બન જાઉં;
ચિદાનંદ ચૈતન્ય પ્રભુકા હૈ સોભાગ્ય પ્રધાન........
કિ તુમસા ઓર નહીં ભગવાન. (૩)

PDF/HTML Page 15 of 38
single page version

background image
વરઘોડાનું દ્રશ્ય (ત્રીજું)

સૌથી મોઢા આગળ ચૌદ કુમારી બેનો છે, તેઓ મંગળ દ્રવ્યો લઈ જઈ રહી છે. ચૌદ કુમારી બેનોની
પાછળ પાલખી છે કે જેમાં શાસ્ત્રજી પધરાવવામાં આવેલ છે. પાલખીને ઉપાડી આગળ ચાલનાર ભાઈઓ
જૈન વિદ્યાર્થી ગૃહના કુમાર વિદ્યાર્થીઓ છે. ત્યારપછી પૂજ્ય ભગવતી બેનો છે, અને પછી અત્રેના મંડળનાં
તથા બહારગામના બેનો છે. તેઓ સ્તવન ગાતાં ગાતાં ચાલ્યાં જાય છે.
શ્રી જિનવાણી સ્તવન.
ધન્ય દિવ્યવાણી “કારનેરે, જેણે પ્રગટ કર્યો આત્મદેવ;
જિનવાણી જયવંત ત્રણ લોકમાંરે. ૧
સ્યાદ્વાદ અંકિત શાસ્ત્રો મહા રે, સમયસાર પ્રવચનસાર...જિનવાણી. ૨
સર્વાંગેથી દિવ્ય ધ્વનિ ખીરતી રે, જેમાં આશય અનંત સમાય...જિનવાણી. ૩
સુવિમલવાણી વીતરાગની રે, દર્શાવે શુદ્ધાત્મા સાર...જિનવાણી. ૪
શુદ્ધામૃત પૂરિત સરિતા વહે રે, વહે પૂર અનાદિ અનંત...જિનવાણી. પ
માત રત્નત્રયી દાતાર છો રે, તું છો ભવસાગરની નાવ...જિનવાણી. ૬
શિવમાર્ગ પ્રકાશક ભારતી રે, કરે કેવળજ્ઞાન વિકાસ...જિનવાણી. ૭
ખોલ્યાં રહસ્ય જિનવાણી માતનારે, ગુરુ કહાન વરતાવે જયકાર...જિનવાણી. ૮

PDF/HTML Page 16 of 38
single page version

background image
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા વખતનું દ્રશ્ય
“શ્રી કુંદકુંદ પ્રવચન મંડપમાં પરમ પૂજ્ય
સદ્ગુરુદેવશ્રી કાનજી સ્વામી ચૌદ બેનોને બ્રહ્મચર્ય
પ્રતિજ્ઞા આપી રહ્યા છે, તે વખતનું દ્રશ્ય છે. કુમારિકા
બેનો હાથ જોડી ઊભી છે. તેમનાં મુખ વૈરાગ્ય તેજે
ઝળકી રહ્યાં છે.”
* * *

પૂજ્ય ગુરુદેવ પ્રતિજ્ઞા આપે છે “...આત્માની
સાખે, પંચ પરમેષ્ઠીની સાખે, ચાર તીર્થની સાખે
આખી જીંદગી કાયાથી, બ્રહ્મચર્ય પાળવું........” પૂજ્ય
ગુરુદેવ કહે છે–“આ વાતની દીકરીઓને સમજણ છે.
મૂળ સ્વરૂપ શું છે, તેના લક્ષે આ વાત છે. વીસ વીસ
વરસની દીકરીઓ બ્રહ્મચર્ય લ્યે છે, તે સાંભળી જગત
છક થઈ જશે. દીકરીઓએ હિન્દુસ્તાનમાં ડંકો માર્યો
છે.”

PDF/HTML Page 17 of 38
single page version

background image
: બ્રહ્મચર્ય અંક : : ૭ :
ભાવ પૂર્વક આરતિ ઉતારી હતી. આમ આખો દિવસ ઉલ્લાસ પૂર્વક પસાર થયો હતો.
આ પ્રસંગ નિમિત્તે પૂ. ગુરુદેવ ભાદરવા સુદ ૬ ના રોજ કુમારિકા બ્રહ્મચર્ય આશ્રમમાં આહાર
માટે પધાર્યા હતા. અને ચૌદે બેનોને આહારદાનનો લાભ મળ્‌યો હતો. તે વખતનું વાતાવરણ ઘણું જ
આનંદજનક હતું. ભાદરવા સુદ પ ના રોજ ચૌદે બેનોના વાલીઓ તરફથી શ્રીફળની લાણી થઈ હતી,
અને સુદ ૬ ના રોજ નૌકારશી કરવામાં આવી હતી, જેથી મંડળ ઉપરાંત ગામના જૈન ભાઈઓ પણ
જમવા આવેલ હતા.
પૂ. ગુરુદેવશ્રીના મહાન પ્રભાવના ઉદયે આવા શુભ અવસરોની વારંવાર પ્રાપ્તિ હો અને એ રીતે
તેમના માર્ગદર્શન અને મુક્તિના સંદેશ વડે જગતના અનેક ભવ્ય જીવોનું કલ્યાણ હો–એવી વારંવાર ભાવના
પૂર્વક વિરમીએ છીએ.
ચૌદ બેનોના બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા પ્રસંગે ધર્મપ્રેમી વિદ્વાન પંડિત
ભાઈશ્રી હિંમતલાલ જેઠાલાલ શાહનું વિદ્વતા ભરેલું ભાષણ.
આજનો પ્રસંગ મહા શુભ પ્રસંગ છે. એકી સાથે ૧૪ કુમારિકા બહેનો અસિધારા જેવી આજીવન
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા અંગીકાર કરે, એવો મહાન પ્રસંગ જૈન તેમ જ જૈનેતરોમાં ઘણા લાંબા સમયથી ભાગ્યે જ
બન્યો હશે. આ વિલાસી ઉચ્છૃંખલતાના કાળમાં માનવો પણ મુશ્કેલ પડે એવો આ પ્રસંગ છે. પરમ પૂજ્ય
ગુરુદેવના પ્રતાપે અનેક પ્રકારની પ્રભાવના થઈ રહી છે, તેમાંનો આ એક પ્રકાર છે. ગુરુદેવ પોતે
આત્મઅનુભવ કરી મુમુક્ષુઓને જ્ઞાનમૂર્તિ આત્માનાં દર્શન કરવાનો એકધારો પાવનકારી ઉપદેશ આપી રહ્યા
છે. તે જ્ઞાનમૂર્તિનાં દર્શન કરી ભવસાગર કેમ તરીએ? એવી ભાવનાવાળા જીવોને તે દર્શન ન થાય ત્યાંસુધી
તેની જ ગડમથલ કરતાં કરતાં અનેક પ્રકારના શુભ રાગ આવે છે. ગુરુદેવના પુનિત પ્રતાપે ગામોગામ
અનેકાનેક જીવો જ્ઞાનમૂર્તિ આત્માની પ્રાપ્તિ અર્થે આધ્યાત્મિક વાંચન કરે છે, વિચાર કરે છે, મંથન કરે છે,
આત્મસ્વરૂપની ઝંખના કરે છે. આ એક ઊંચા પ્રકારનો શુભ ભાવ છે. વળી ગુરુદેવે ઉપદેશેલા સર્વજ્ઞ
સ્વભાવી આત્માનો અનુભવ ન થાય, ત્યાંસુધી અનેક જીવોને સર્વજ્ઞ જિનેશ્વરદેવો પ્રત્યે ભારે ભક્તિ–
ઉલ્લાસનો પ્રમોદભાવ આવે છે. આ રીતે ગુરુદેવના પ્રતાપે ઉલ્લાસપૂર્ણ ભક્તિનો પણ ભારે પ્રવાહ વહ્યો છે.
‘સ્ત્રી–પુત્ર ધનાદિથી ભિન્ન એવો તું પરમ પદાર્થ છે એવા ગુરુદેવના સ્વાનુભવ યુક્ત ઉપદેશથી અનેક જીવોને
ધનની તૃષ્ણા ઘટી અનેક ગામોમાં ભવ્ય જિનમંદિરોનાં નિર્માણ થયાં છે. વળી ગુરુદેવના નિમિત્તે જુદા જુદા
જીવોને યોગ્યતાનુસાર જુદા જુદા પ્રકારના સદ્ગુણો કેળવાયા છે. ગુરુદેવના શુદ્ધ ઉપદેશના પ્રતાપે આનંદધામ
આત્માની ઓળખાણનો યથાશક્તિ પ્રયત્ન કરનાર જીવોમાં કેટલાક પાત્ર જીવોને વૈરાગ્ય પ્રગટી બ્રહ્મચર્ય–
અંગીકારના શુભ ભાવ પણ આવે છે. એ રીતે અનેક જીવોએ સજોડે બ્રહ્મચર્ય અંગીકાર કર્યું છે, અને કેટલાક
તો આજન્મ બ્રહ્મચારી રહ્યા છે.
‘આત્માનુભવ પહેલાંનું બ્રહ્મચર્ય માત્ર શુભભાવ જ છે એમ પૂજ્ય ગુરુદેવ દાંડી પીટીને જાહેર કરે છે.
આ કુમારિકા બહેનો પણ તેને શુભ ભાવ જ જાણે છે. તેનું ફળ મુક્તિ નથી, મુક્તિ તો શુદ્ધ ભાવથી જ પ્રગટ
થાય છે–એમ જાણતાં છતાં તેમણે આજીવન બ્રહ્મચર્ય અંગીકાર કર્યું છે. ઘણા લોકો તો બ્રહ્મચર્યનું ફળ મોક્ષ જ
માને છે, અને કહે છે કે એક ભવપર્યંત એ અસિધારા જેવું દુઃખમય બ્રહ્મચર્ય ગમે તેમ કરીને પાળી લઈએ, તો
કાયમનું મુક્તિસુખ મળી જાય. શુભ ભાવનું આવું મોટું ફળ માનનારાઓમાં પણ બ્રહ્મચર્ય અંગીકાર કરનાર
અત્યંત જુજ નીકળે છે. પૂજ્ય ગુરુદેવની સ્વાનુભવ ઝરતી વાણી તો પાત્ર જીવોને સોંસરી ઊતરી જાય છે,
તેઓ યથાશક્તિ શુદ્ધિનો માર્ગ શોધવા લાગી જાય છે. અને એ શોધન કરવા જતાં–જોકે શુભ ભાવોને તેઓ
બંધરૂપ સમજે છે, તો પણ તેમને વિધવિધ શુભ ભાવો આવી જાય છે. એ રીતે ચૌદ ચૌદ કુમારિકા બહેનોએ
(પહેલાંનાં છ બહેનો સાથે ગણાતાં વીશ વીશ

PDF/HTML Page 18 of 38
single page version

background image
: ૮ : : બ્રહ્મચર્ય અંક :
કુમારિકા બહેનોએ) અસિધારા સમાન મનાતી મહાન પ્રતિજ્ઞા અંગીકાર કરી છે.
ક્ષણિક વૈરાગ્ય કે સ્વતંત્ર રહેવાની ધૂનથી બ્રહ્મચર્ય લેવું, એ જુદી વાત છે. અને વર્ષોના સત્સંગ
તથા અભ્યાસના પરિણામે આત્મહિતની બુદ્ધિથી પૂજ્ય ગુરુદેવની આત્માનુભવઝરતી વાણીનું સદા
સુધાપાન કરવાના ભાવથી તથા પૂજ્ય બેન શ્રી–બેનની કલ્યાણકારિણી છાયામાં નિરંતર રહેવાની
ભાવનાથી લેવામાં આવતું આ બ્રહ્મચર્ય એ જુદી વાત છે.
અહો! ધન્ય છે તે કાળ કે જ્યારે સર્વજ્ઞ વીતરાગ તીર્થંકર ભગવંતો આ ભૂમિમાં વિચરતા હતા,
અને જ્યારે “त्यजाभ्येतत्सर्वं ननु नवकषायात्मकमहं मुदा संसार स्त्रीजनितसुखदुःखावलिकरम्।
महामोहान्धानां सत्तसुलभं दुर्लभतरं समाधौं निष्ठानामनवरतमानंदमनसाम्।” એમ કહીને જીવો
બ્રહ્માનંદમાં લીનતા પૂર્વક રાજપાટ તજી, સંસાર છોડી, ભાવમુનિ થઈ ચાલી નીકળતા હતા. અહો! ધન્ય
છે તે દશા કે જે દશામાં બ્રહ્મચર્ય સતત સુલભ–સુખમય–સાહજિક લાગતું અને અબ્રહ્મચર્ય અસિધારા
સમાન દુર્લભતર–અતિ દુઃખમય લાગતું! નમસ્કાર છે તે સહજાનંદમય મુનિદશાને!
આ હીન કાળમાં એવી સહજ આનંદઝરતી બ્રહ્મનિષ્ઠ મુનિદશાનાં તો દર્શન અત્યંત દુર્લભ થઈ
પડ્યાં છે. પરંતુ તે સહજ આનંદમય મુનિદશાનું નિરૂપણ કરનાર આત્માનુભવી જ્ઞાની પુરુષોનો યોગ
પણ અતિ વિરલ થઈ ગયો છે. ભાવપ્રધાનતા વિનાની શુષ્ક થોથાં જેવી ક્રિયાઓ જૈનશાસનમાં જડ
ઘાલીને બેઠી છે, જાણે કે ક્રિયાકાંડ તે જ જૈન ધર્મ હોય! આવા આ કાળમાં પરમ પૂજ્ય ગુરુદેવે
સહજાનંદમય આત્માનો અનુભવ કરી “જૈનધર્મ દર્શનમૂલક છે, અને મોક્ષમાર્ગ સહજાનંદમય છે, કષ્ટમય
નથી’ એવી જોરદાર ઘોષણા કરીને અનેક જીવોને આત્મદર્શનના પુરુષાર્થમાં પ્રેર્યા, અને તેના પરિણામે
જિનપ્રરૂપિત યથાર્થ સહજ મુક્તિમાર્ગ પ્રકાશિત થયો, તથા શાસ્ત્ર સ્વાધ્યાય–દેવભક્તિ–વૈરાગ્ય–
બ્રહ્મચર્યાદિ શુભભાવોમાં પણ નૂતન તેજ પ્રગટ્યું. જિનોપદિષ્ટ શીતળ અધ્યાત્મજ્ઞાનથી શૂન્ય જેવા
બળબળતા કાળને વિષે તીર્થધામ સોનગઢમાં અધ્યાત્મજળનો જોરદાર શીતળ ફુવારો ઊડી રહ્યો છે,
જેની શીતળ ફરફર–શીકર છાંટ સારા ભારતવર્ષમાં દૂરદૂરનાં અનેક નાનાં મોટાં ગામોમાં ફેલાઈને
અનેક સુપાત્ર જીવોને શીતળતા અર્પે છે. એ અધ્યાત્મ ફુવારાના શીતળ છાંટણાના પ્રતાપે જ, એ વિશાળ
અધ્યાત્મ–વડલાની શીતળ છાયાના પ્રભાવે જ આ બહેનોને આજીવન બ્રહ્મચર્યનો શુભ ભાવ પ્રગટ્યો
છે.
શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે કે અવશ્ય આ જીવે પ્રથમ સર્વ સાધનને ગૌણ જાણી, નિર્વાણનો
મુખ્ય હેતુ એવો સત્સંગ જ સર્વાર્પણપણે ઉપાસવો યોગ્ય છે, કે જેથી સર્વ સાધન સુલભ થાય છે, એવો
અમારો આત્મ સાક્ષાત્કાર છે. નિશ્ચય કરી આ જ સત્સંગ–સત્પુરુષ છે એવો સાક્ષી ભાવ ઉત્પન્ન થયો
હોય, તે જીવે તો અવશ્યે કરી પ્રવૃત્તિને સંકોચવી, પોતાના દોષ ક્ષણે ક્ષણે, કાર્યે કાર્યે અને પ્રસંગે પ્રસંગે
તીક્ષ્ણ ઉપયોગે કરી જોવા, જોઈને તે પરિક્ષીણ કરવા; અને તે સત્સંગને અર્થે દેહત્યાગ કરવાનો યોગ
થતો હોય, તો તે સ્વીકારવો.
નિરંતર સત્સંગ અને નિવૃત્તિના નિમિત્તભૂત બ્રહ્મચર્યને અંગીકાર કરી આ બહેનોએ જે વિરાટ
હિંમત બતાવી છે, તે માટે તેમને આપણા સૌના તરફથી ભાવ ભીના અભિનંદન છે; તેમણે તેમના
કુળને ઉજ્જવળ કર્યું છે, અને મુમુક્ષુ મંડળનું ગૌરવ વધાર્યું છે. તેઓ આત્મહિતમાં આગળ વધો.
આ દુર્લભ યોગમાં આપણે સૌએ તે જ એક જ્ઞાનાનંદમય પદ આસ્વાદવાયોગ્ય છે કે જ્યાં
વિપદાઓનો પ્રવેશ નથી, અને જેની પાસે અન્ય સર્વ સુરેંદ્ર–નરેંદ્રાદિ પદો અપદ ભાસે છે. જ્યાં સુધી એ
પદનો આસ્વાદ ન આવે, ત્યાં સુધી તે પદના આસ્વાદમાંથી ઝરતી પરમોપકારી ગુરુદેવની
કલ્યાણકારિણી શીતળ વાણીનું શ્રવણ મનન હો. તેમાં રહેલા ગહન ભાવોને સમજવાનો ઉદ્યમ હો, કે
જેથી નિજ પદ પામી અનંત દુઃખોને તરી જઈએ.

PDF/HTML Page 19 of 38
single page version

background image
: બ્રહ્મચર્ય અંક : : ૯ :
તા ર સં દે શા
આ પ્રસંગે બહારગામથી લાડનુવાળા શેઠ વછરાજજી, તેમનાં ધર્મપત્નિ બેન મનફુલા બેન તથા શેઠ
કેસરીમલજી તથા તેમનાં ધર્મપત્નિ ધાપુબેન આવ્યા હતા. તે સિવાય મુંબઈ, દિલ્હી, ઈન્દોર, અમદાવાદ,
વાંકાનેર, મોરબી, રાજકોટ, પોરબંદર, જેતપુર, ગોંડલ, વઢવાણ, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, રાણપુર, બોટાદ,
ભાવનગર, ઉમરાળા, લાઠી, વીંછીયા વગેરે ગામોથી ઘણા મુમુક્ષુઓ ઉત્સાહ પૂર્વક ભાગ લેવા આવ્યા હતા.
અને બ્રહ્મચારી બેનોને અંતરથી ધન્યવાદ આપતા હતા. કેટલાક ભાઈઓએ બહેનોને જમાડી જુદી જુદી ભેટો
પણ આપી હતી.
આ પ્રસંગે બહાર ગામોથી તાર તથા પત્ર દ્વારા કુમારી બેનોને ધન્યવાદ આપતા અનેક સંદેશા આવ્યા
હતા. તેમાં કલકત્તા મંડળ, અમદાવાદ મંડળ, મુંબઈ મંડળ, જમશેદપુરથી શેઠ, નરભેરામ કામાણી, મદ્રાસ
મંડળ, અજમેર ભજન મંડળી, રાજકોટ સંઘ, શ્રીઈન્દ્રવીરપ્રસાદ જૈન–ધ્રાંગધ્રા, સુરેન્દ્રકુમારજી દિલ્હી, નેમીચંદજી
પાટની, આગ્રા, પંડિત નાથુલાલજી–ઈન્દોર વગેરે તરફથી આવેલ સંદેશા મુખ્ય હતા.
* * *
પંડિત શ્રી નાથુલાલજી જૈન, ઈન્દોર તરફથી આવેલ સંદેશો:– –
શ્રી પૂજ્ય સ્વામીજીની પાસે શ્રી દશ લક્ષણ પર્વના પ્રારંભ દિને એટલે કે ભાદરવા સુદ પ ના રોજ
સવારે આજીવન બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા ગ્રહણ કરનાર ૧૪ કુમારી બેનો પ્રત્યે હું હાર્દિક આદરભાવ પ્રગટ કરું છું.
બાળ બ્રહ્મચારી તીર્થંકર શ્રી નેમિનાથ તથા શ્રી પાર્શ્વનાથ પછી શ્રી મહાવીર સ્વામીનો આ તીર્થ કાળ
છે તથા બાળ બ્રહ્મચારી શ્રી પૂજ્ય કાનજીસ્વામીની અપૂર્વ વાણીનો પ્રભાવ છે કે જેમના આદર્શનું મૂર્તરૂપ
સૌરાષ્ટ્રના અનેક તરુણ બાળ બ્રહ્મચારી બંધુઓમાં દ્રષ્ટિગોચર થઈ રહ્યું છે. એ જ પ્રકારે બ્રાહ્મી, સુંદરી અને
રાજીમતીના આદર્શને કાર્યાન્વિત કરવાવાળી સોનગઢમાં રહેનારી ૨૦ બાળ બ્રહ્મચારી બેનો તથા
યુવાવસ્થામાં જ બ્રહ્મચર્ય અંગીકાર કરનાર અનેક દંપતી ભગવાન મહાવીરના તીર્થની પ્રભાવના કરીને તેને
સાર્થક બનાવી રહેલ છે. આજની આ ભૌતિકતા ઉપર નિઃસંદેહપણે આધ્યાત્મિકતાનો વિજય છે.
ધન્ય છે શ્રી પૂજ્ય સ્વામીજી
તથા
શ્રી પૂજ્ય બહેન શ્રી બેન!
* * *
શ્રી સુરેન્દ્રકુમારજી જૈન, દિલ્હી, તરફથી આવેલ પત્ર:– –
........ ધન્ય છે તે ભાવનાને કે જેના કારણે સંસાર સંબંધી ઈન્દ્રિય વિષયોને નાગિનીરૂપ સમજીને આ
જીવ સંસાર–દેહ સંબંધી અનુકૂળ સંયોગથી વિમુખ બનીને, નિજ જ્ઞાયક સ્વરૂપ તરફ મહા પ્રયાણ કરે છે.
પરમમૂર્તિ, પરમોપકારી, પરમપૂજ્ય, પરમપુનિત, અધ્યાત્મ યોગી, વીતરાગ ધર્મપથપ્રદર્શક, જ્ઞાનરૂપી
નેત્રોનું દાન આપનાર, ચૈતન્ય શક્તિને જાજ્વલ્યમાન કરનાર, જ્ઞાનામૃતપાન કરનાર, પરમ દયાળુ શ્રી
ગુરુદેવનો તો અનેક ભવ્ય જીવો પર અનેકાનેક અપૂર્વ ઉપકાર છે. આ પંચમ કાળમાં ભરતક્ષેત્રમાં–સાક્ષાત્
તીર્થંકર ભગવાનના વિરહ કાળમાં તેમનો વિરહ ન લાગે તેનું શ્રેય પૂજ્ય ગુરુદેવને ફાળે જાય છે, તેમના
પ્રત્યે કયા શબ્દોમાં આભાર વ્યક્ત કરું! જે રીતે સૂર્ય સ્વયં પ્રકાશિત હોય છે અને જગતના અનેક પદાર્થોને
પણ સાથે સાથે પ્રકાશિત કરે છે તે રીતે પૂજ્ય ગુરુદેવ

PDF/HTML Page 20 of 38
single page version

background image
: ૧૦ : : બ્રહ્મચર્ય અંક :
તો સ્વયં આત્મસાધનામાં લીન રહે છે, સાથો સાથ તેમના નિકટવર્તી અનેક દીપકો પણ સ્વયં જાગૃત થઈ
જાય છે. અનેક ભવ્ય જીવોને તીર્થધામ સોનગઢમાં વાસ્તવિક જ્ઞાયકસ્વભાવરૂપી જીવનદાન મળ્‌યું છે, મળે છે
અને મળતું રહેશે......અનેક પુરુષાર્થી ભવ્ય જીવોએ અપૂર્વ ચૈતન્ય સ્વભાવી માર્ગનું આલંબન લીધું છે અને
લેવા માટે તત્પર છે. તેના પરિણામ સ્વરૂપ અનેક પ્રસંગો આવી ચૂકયા છે. એક પ્રસંગ આ બ્રહ્મચર્ય
પ્રતિજ્ઞાનો પણ છે.
* * *
કલકત્તા–ભાઈ અનંત, પ્રતાપ અને ભુપતરાય તરફથી તાર
આપણી પવિત્ર હૃદયી ધર્મ બેનો આજીવન બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા અંગીકાર કરે છે તે મંગલ પ્રસંગે અમો
પૂજ્ય શ્રી સદ્ગુરુદેવને શતશત કોટી વંદન પાઠવીએ છીએ. તેઓશ્રીના દિવ્ય આશીર્વાદ પૂર્વક અને પવિત્ર
નેતૃત્વ નીચે આ પ્રસંગ ઉજવાય છે. અમારો અચલ વિશ્વાસ છે કે તેઓશ્રીનાં આધ્યાત્મિક પ્રવચનો વડે
તેમના આત્મામાં પ્રકાશ ફેલાવ્યો છે કે જે પૂર્ણ મુક્તિની પ્રાપ્તિ થતાં સુધી નિરંતર વૃદ્ધિંગત થતો જશે. તોફાની
સમુદ્રમાં વહાણોને દોરવણી આપવા માટે દીવાદાંડીની પેઠે તેઓશ્રીના દિવ્ય અને આધ્યાત્મિક આશીર્વાદ
આપણને પણ દોરવણી આપો.
* * *
જમશેદપુર–ભાઈ શીવલાલ અને ભાઈ નવલચંદ તરફથી. તાર
આ શુભ અવસરે પૂજ્ય શ્રી સદ્ગુરુદેવને અમારા શતશત પ્રણામ–વળી અમો પવિત્ર ધર્મ બેનોને
વિનય કરીએ છીએ કે જેઓ આજીવન બ્રહ્મચર્ય પાલનની દ્રઢ પ્રતિજ્ઞા અંગીકાર કરે છે. તેમનું આ કાર્ય તેમને
મુક્તિ પંથે દોરી જશે. અમો ખરા હૃદયથી માનીએ છીએ કે જેઓ આ ક્ષણિક દુન્યવી બંધનોથી ક્ષતિ પામેલા
છે, અને લૌકિક રાગના વિષથી પીડાયેલા છે તેઓ પૂજ્ય શ્રી સદ્ગુરુદેવના પાવન અને દિવ્ય સંદેશથી
અવશ્ય મુક્તિને પામશે.
* * *