Atmadharma magazine - Ank 229
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 25
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૦
સળંગ અંક ૨૨૯
Version History
Version
Number Date Changes
001 Apr 2004 First electronic version.

PDF/HTML Page 2 of 25
single page version

background image
વર્ષ: ૨૦
અંક: ૧
કારતક: ૨૪૮૯
:તંત્રી:
જગજીવન બાવચંદ દોશી
(૨૨૯)
સમસ્વભાવી ચૈતન્યમાં
ઝુલતા સંતોનો
મંગળમય પ્રસાદ
“શુદ્ધ પ્રકાશની અતિશયતાને લીધે જે સુપ્રકાશ સમાન છે,
આનંદમાં સુસ્થિત જેનું સદા અસ્ખલિત એકરૂપ છે અને અચળ
જેની જ્યોત છે એવો આ આત્મા અમને પ્રગટ હો! જેઓ
ભેદવિજ્ઞાન શક્તિવડે નિજ (સ્વરૂપના) મહિનામાં લીન રહે છે
તેમને નિયમથી (ચોક્કસ) શુદ્ધ તત્ત્વની પ્રાપ્તિ થાય છે; તેમ થતાં
અચલિતપણે સમસ્ત અન્ય દ્રવ્યોથી દૂર વર્તતા એવાં તેમને,
અક્ષયકર્મ મોક્ષ થાય છે; ચિત્સ્વભાવના પુંજવડે જ પોતાનાં
ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્ય કરાય છે એવું જેનું પરમાર્થ સ્વરૂપ છે અને જે
એક છે એવા બેહદ જ્ઞાનાનંદમય સમયસારને હું સમસ્ત બંધ
પદ્ધતિને (પરાશ્રય વ્યવહારને) દૂર કરીને અનુભવું છું; મોક્ષેચ્છુ એ
કેવળ એક જ્ઞાનના આલંબનથી, નિયત જ એવું આ એક પદ પ્રાપ્ત
કરવા યોગ્ય છે. હે ભવ્ય!! જ્ઞાનમાત્ર આત્મામાં આત્માનો નિશ્ચય
કરી “આમા સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ બન અને
આનાથી બનતું તૃપ્ત, તુજને સુખ અહો! ઉત્તમ થશે.” એવું સત્ય
શરણ બતાવનાર, મંગળ આશીષ દાતાર, ધર્મધોરી સંતોને તથા
પરમ ઉપકારી પૂજ્ય ગુરુદેવને આ આત્મધર્મ માસિકના ૨૦ મા
વર્ષના પ્રવેશદિને અત્યંત ભક્તિભાવે નમસ્કાર કરીએ છીએ.
સર્વ સાધન સંતોનો જય હો!
***

PDF/HTML Page 3 of 25
single page version

background image
(રાગ: ખ્યાલ કાફી કાનડી) કવિવર ભુધરદાસજી
તુમ સુનિયો સાધો! મનુવા મેરા જ્ઞાની,
સત્ગુરુ ભૈંટા સંશય મૈટા, યહ નિશ્ચયસે જાની,
ચેતનરૂપ અનૂપ હમારા, ઔર ઉપાધિ પરાઈ. તુમ. ૧
પુદગલ મ્યાન અસી સમ આતમ યહ હિરદૈ ઠહરાની
છીજૌ ભીજૌ કૃત્રિમ કાયા, મેં નિર્ભય નિરવાની. તુમ. ૨
મૈંહી દ્રષ્ટા મેં હી જ્ઞાતા મેરી હોય નિશાની,
શબ્દ ફરસ રસ ગંધ ન ધારક, યે બાતેં વિજ્ઞાની. તુમ. ૩
જો હમ ચિન્હાંસો થિર કીન્હાં હુએ સુદ્રઢ સરધાની,
“ભૂધર” અબ કૈસે ઉતરૈયા, ખડગ ચઢા જો પાની. તુમ. ૪
ભાવાર્થ– ભેદવિજ્ઞાની પોતાને શિખામણ દે છે અને નિત્ય
જ્ઞાતાસ્વભાવના આશ્રયે નિઃશંકતાનું સ્મરણ કરે છે–કે હે સાધુ! હે ભલા
મનવાળા આત્મા! આત્માનું અસલી સ્વરૂપ તો મિથ્યાત્વ રાગાદિ તથા
અજ્ઞાનથી રહિત જ્ઞાનમય છે. સત્સ્વરૂપ સત્ગુરુનો ભેટો થયો અને સર્વ
સંશય મટી ગયા. ભેદજ્ઞાનવડે મેં નિશ્ચયથી જાણ્યું કે નિત્ય, અતીન્દ્રિય,
જ્ઞાનમય, અનુપમ ચૈતનસ્વરૂપ તે જ મારું રૂપ છે, –તે સિવાય જે છે તે ઉપાધિ
છે–પરવસ્તુ છે.
જેમ મ્યાનથી તલવાર ભિન્ન છે તેમ પુદ્ગલમય શરીરથી આત્મા સદા
ભિન્ન છે તથા પોતાના ત્રિકાળી જ્ઞાનાનંદમય શરીરથી અભિન્ન છે. એ વાત
મને હૃદયથી જ જચ્ચી ગઈ છે. શરીર તો નકલી ચીજ છે, તેનો સંયોગ–
વિયોગ, ટળવું–મળવું સ્વભાવ છે. તે છેદાવ, ભેદાવ અથવા તેનું ગમે તે થાય
તો પણ હું તો નિત્ય નિર્ભય છું, મુક્ત સ્વભાવી છું. હું જ જ્ઞાતા દ્રષ્ટા છું અને
એજ મારી નિશાની–મારું લક્ષણ છે.
શબ્દ, સ્પર્શ, રસ, ગંધ, અને વર્ણને ધારણ કરનાર હું નથી, હું તો જડ
દેહાદિથી ભિન્ન છું, પરનો કર્તા, ભોક્તા કે સ્વામી નથી–એમ સ્વ–પરને
ભિન્ન લક્ષણવડે જાણીને સ્વસન્મુખ કર્યો અર્થાત્ મેં મારા આત્માને આત્મામાં
નિઃસંદેહપણે સ્થિર કર્યો. આમ દ્રઢ શ્રદ્ધાવંત થયો છું. કવિશ્રી કહે છે કે જેમ
તલવારને પાયેલું પાણી ઉતરે નહીં તેમ હું નિત્ય નિર્ભયસ્વભાવી નિઃશંક ભેદ–
જ્ઞાનવડે જાગ્યો તે હવે પરમાં એકત્વબુદ્ધિને કેમ પામું? ચૈતન્યથી વિશુદ્ધનો
આદર કેમ કરું? અર્થાત્ દેહાદિક તથા ઔપાધિક ભાવોનો કર્તા, ભોકતા કે
સ્વામી કેમ થાઉં? ન જ થાઉં, હું તો જ્ઞાતા જ છું.

PDF/HTML Page 4 of 25
single page version

background image
આત્મધર્મ
વર્ષ વીશમું સંપાદક કારતક
અંક પહેલો જગજીવન બાવચંદ દોશી ૨૪૮૯
શ્રી મહાવીરાય નમ:
દીપાવલિ – દિવાળીના દિવસે
અંતરમાં એવા મહા ઉજ્વલ જ્ઞાન દીપકો પ્રગટાવો કે જેથી અજ્ઞાન અંધકારનો સંપૂર્ણપણે નાશ
થઈ જાય.
સ્વરૂપલક્ષ્મીની એવી પૂજા કરો કે ફરીથી જડલક્ષ્મીની જરૂર જ ન પડે. શારદા–સરસ્વતી–
ભગવાનના દિવ્ય ધ્વનિની અથવા ભાવશ્રુત–કેવળજ્ઞાનની એવી પૂજા કરો કે ફરીથી લૌકિક
શારદાપૂજનની જરૂર જ ન રહે.
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપી એવા નિશ્ચય દિવ્યરત્નો પ્રાપ્ત કરો કે જેથી પૈદગલિક જડ રત્નોની
જરૂર જ ન રહે.
ભગવાને કહેલા અહિંસા–સત્ય–અચૌર્ય–બ્રહ્મચર્ય–અપરિગ્રહરૂપી એવા અમૂલ્ય આભૂષણો
ધારણ કરો કે લૌકિક આભૂષણો ધારણ કરવાં જ ન પડે.
આત્મસુખ લાવનાર મંગલમય સ્વકાલ (સ્વ–અવસ્થા) પ્રકટ કરો કે ફરીથી ક્્યારેય પણ
અમંગલ થવા જ ન પામે. એવો આત્મ સ્વભાવરૂપ પાવન ધૂપ પ્રગટાવો કે જેની સુવાસ ચારે તરફ
ફેલાય અને જેમાં દ્રવ્ય ભાવકર્મ બળીને ભસ્મીભૂત થઈ જાય કે જેથી ફરીને તે ઉત્પન્ન જ ન થાય.
આત્માનાં અત્યંત મિષ્ટ, સ્વાદિષ્ટ અને અપૂર્વ પ્રકારનાં જ્ઞાનામૃત ભોજનએવાં જમો કે ફરી
પૌદગલિક મિષ્ટાનની જરૂર જ ન રહે. નિર્વાણ લાડુ એવા ચડાવો કે જેથી સ્વરૂપશ્રેણી ચડતાં
અપ્રતિહતભાવે નિર્વાણની પ્રાપ્તિ થાય જ.
મહાવીર નિર્વાણ કલ્યાણક મંગલ દિને એવું આત્મિક મહાવીર્ય અંતરમાં ઉછાળો કે જેથી
મહાવીર તુલ્ય દશાની પ્રાપ્તિ થઈ જાય. મોહ–રાગદ્વેષના ફટાકડા એવા ફટફટ ફોડી નાખો કે જેથી
સંસારમાં પરિભ્રમણ કરીને ‘ફટફટ’ થવાનો પ્રસંગ જ પ્રાપ્ત ન થાય.
આત્માના અસંખ્ય પ્રદેશમાં અનંત જ્ઞાનદીપકો પ્રગટે તે જ ખરી દિવાળી છે અને આને માટે
સતત પ્રયત્નશીલ રહેનાર જીવે જ ખરી દિવાળી ઉજવી કહેવાય.
આવી દિવાળી ઊજવનાર જ ખરેખર નિત્ય અભિવંદન તથા અભિનંદનને પાત્ર છે.
નૂ ત ન વ ર્ષા ભિ નં દ ન.
સર્વ જોવોને આત્મિક સુખ સમૃદ્ધિ હો
અને ધર્મ વાત્સલ્યમાં અપાર વૃદ્ધિ હો!
(શ્રી ખીમચંદભાઈ શેઠ)

PDF/HTML Page 5 of 25
single page version

background image
: ૪ : આત્મધર્મ: ૨૨૯
મનુષ્ય જન્મ અતિ દુર્લભ છે. મિથ્યાત્વ કષાયમય જીવતર નિઃસાર છે,
એવી દશામાં જીવોએ આત્માર્થિ થઈ આળસ–પ્રમાદ છોડી પોતાનાં હિતને જાણવું
જોઈએ, તે હિત મોક્ષ જ છે.
– જ્ઞાનાર્ણવ, ગા. ૪૬
જે ધીર અને વિચારશીલ છે, અતીન્દ્રિય સુખ (મોક્ષસુખ) (પોતાના
આત્માથી જ ઉત્પન્ન સુખને સાચું સુખ કહે છે) ને ઓળખીને તેને જ પ્રાપ્ત કરવા
ચાહે છે, તેઓએ મિથ્યાત્વ અને પરમાં સાવધાની (–સ્વમાં અસાવધાની) રૂપ
પ્રમાદ છોડી આ મોક્ષસુખમાં જ સતત્ પરમ આદર કરવો જોઈએ.
–જ્ઞાના૦ ગા. ૪૭
नहि काल कला एकापि विवेक विकलाशयैः।
अहो प्रज्ञाधनैर्नेया नृजन्मन्यति दुर्लभे।।

અહો ભવ્યજીવો! આ મનુષ્યજન્મ મહા દુર્લભ છે. વારંવાર આવો
અવસર મળવો દુર્લધ છે, તેથી બુદ્ધિમાનોએ ભેદવિજ્ઞાનમાં સાવધાન રહેવું
જોઈએ. વિવેક વિચારશૂન્ય થઈ કાળની એક કલાને પણ વ્યર્થ ન જવા દે.
– જ્ઞાના૦ ગા. ૪૮
મિથ્યાત્વ પુણ્ય, પાપ, રાગદ્વેષ અજ્ઞાનમય સંસારને મહાન ગહનવનની
ઉપમા છે. કેમકે સદાય દુઃખરૂપી અગ્નિની જવાળાથી એકમેક છે, એવા સંસારમાં
ઈન્દ્રિયાધીન સુખ છે તે વિરસ છે. બાધા સહિત છે, દુઃખનું કારણ છે તથા દુઃખથી
મળેલું જ છે. અને જે કામ અને અર્થ (ધનાદિ) છે તે અનિત્ય છે તેથી તેના
આશ્રયે જીવન છે તે વિજળીના જબકારા સમાન ચંચળ છે. આમ તેની
વિષમતાનો ખરેખર વિચાર કરવાવાળા, જે પોતાના સ્વાર્થમાં–સમ્યગ્દર્શન જ્ઞાન
ચારિત્રમાં સાવધાન છે તે સુકૃતિછે–સત્પુરુષ છે, તેઓ કેવી રીતે મોહને પામે?
કદાપિ નહીં.
– જ્ઞાના૦ ગા. ૪૯
બેહદ સામર્થ્યવાન “જ્ઞ” સ્વભાવ
સ્વભાવને હદ શી? આત્માનો જ્ઞાન–સ્વભાવ, શાન્તિ–ધૈર્ય, વીર્ય (બળ),
સુખાદિ સ્વભાવ બેહદ જ છે, એવો હું છું, એની અસંગ દ્રષ્ટિપૂર્વક–પૂણ જ્ઞાન
સ્વભાવી આત્માને સાધનાર આત્માર્થીને ધૈર્ય–પુરુષાર્થમાં પણ બેહદતા હોય છે.
એને એમ ન થઈ જાય કે આત્માને સાધવા માટે મેં ઘણું કર્યું, ઘણું સહન કર્યું, હવે
હું થાકી ગયો, તેને તો એમ જ હોય કે કષાય હદ બાંધ્યા વગર, અટક્યા વગર
મારે તો આત્માને સાધવો જ છે. થાક લાગવાનો નથી પણ નિત્ય અપ્રતિહતભાવે
ઉત્સાહ વધારતો જ જવાનો છું.

PDF/HTML Page 6 of 25
single page version

background image
કારતક: ૨૪૮૯ : પ :
સમ્યક્ વાત્સલ્ય ગુણયુક્ત જ્ઞાનીને શુદ્ધિ ફેલાવનાર નિર્જરા
દિવ્ય મહિમાવંત પુરુષાર્થ
(સમયસાર નિર્જરા અધિકાર ગા. ૨૩પ ઉપર
પૂ. ગુરુદેવના પ્રવચન, તા. ૨૧–૪–૬૨, ચૈત્ર વદી ર)
જે મોક્ષમાર્ગે “સાધુત્રયનું”
વાત્સલત્વ કરે અહો!
ચિન્મુર્તિ તે વાત્સલ્યયુત
સમકિત દ્રષ્ટિ જાણવો.
જે ધર્મીજીવ મોક્ષમાર્ગમાં રહેલા સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપી ત્રણ સાધકો (સાધનો) પ્રત્યે
(અથવા વ્યવહારે આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ અને સાધર્મી પ્રત્યે) વાત્સલ્ય કરે છે તે
વત્સલભાવસહિત સમ્યગ્દ્રષ્ટિ જાણવો.
પરમાર્થ વાત્સલ્ય એટલે નિજ શુદ્ધાતત્મત્ત્વમાં નિર્મળ શ્રદ્ધા–જ્ઞાન ઉપરાંત અંશે વીતરાગદશાનું
વધવું તે નિશ્ચય વહાલપ તે સહિત ધર્મીજીવો પ્રત્યે નિર્મળ વહાલપ હોય છે એવા શુભરાગને વ્યવહાર
વાત્સલ્ય કહેવામાં આવે છે.
સર્વજ્ઞ વીતરાગકથિત તત્ત્વાર્થશ્રદ્ધાન જ્ઞાન અને આત્માનુભવવાન જીવને ધર્માત્મા કહીએ, તેઓ
કદિ નીચલા કૂળમાં હોય, બાહ્યમાં નિર્ધન દેખાય છતાં અજ્ઞાની પુત્રાદિ કરતાં તેમના પ્રત્યે ધર્મીજીવને
વિશેષ પ્રેમ હોય છે. સાંસારીક પદાર્થો કરતાં સાચા દેવ–શાસ્ત્ર–ગુરુ આદિ ધર્મના સ્થાન ઉપર વિશેષ
રાગ ન હોય તો તેને સમ્યગ્દર્શનની ભૂમિકાની ખબર નથી. અહો! રત્નત્રયના ધારક સાધુ તો વીતરાગ
પરમેષ્ઠી છે. જેઓ ત્રિજગતવલ્લભ છે, જેમના પ્રત્યે ચાર જ્ઞાનના ધારક શ્રી ગણધરદેવ તથા ત્રણ
જ્ઞાનના ધારક ઈન્દ્રિો પણ પરમ પ્રીતિ–વાત્સલ્ય કરે છે. નિરંતર ગુણ શ્રેણિ નિર્જરા સહિત વીતરાગ
ચારિત્રમાં આરૂઢ થઈને જેઓ અંતર પરમેશ્વરપદમાં રમે છે, અતીન્દ્રિય આનંદામૃતરસનાઓડકાર લઈ
અદભુત તૃપ્તિનો અભ્યાસ કરી રહ્યા છે એવા મુનિ પરમેષ્ઠીને અમે નમીએ છીએ.
જેને પંચપરમેષ્ઠીઓ પ્રત્યે ઓળખ સહિત પ્રેમ હોય તેને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રના આરાધક
પ્રત્યે બહુમાન, ભક્તિ વિનયનો ભાવ આવ્યા વિના રહે નહીં. આહારદાનના અવસરે ભરત ચક્રવર્તિ
મુનિરાજનો ભેટો થાય તેની રાહ જોવે છે, ભાવના ભાવે છે કે ધન્ય ઘડી મને આવા સંતો મળે, નવધા
ભક્તિસહિત આહારદાન દઉં. જેઓ નિરંતર સ્વરૂપમાં એકાગ્રતાના બળવડે અંદરમાં કેવળજ્ઞાન
નિધાનને ખોદીને બહાર કાઢવાનો મહાન–અપૂર્વ ઉદ્યમ કરી રહયા હોય છે, તેમને શ્રમણ કહેવાય છે.
પોતાને પરમપદનો બેહદ મહિમા વર્તે છે અને વીતરાગતા અને તેને સાધનારા ત્રણેકાળ ટકી રહો એવી
ભાવના હોવાથી વીતરાગ સ્વરૂપની પ્રસિદ્ધિ કરનારા–સ્વરૂપમાં લીનતાવડે સમ્યગ્દર્શન

PDF/HTML Page 7 of 25
single page version

background image
: ૬ : આત્મધર્મ: ૨૨૯
જ્ઞાન–ચારિત્રને સેવનારા, જ્ઞાનામૃતભોજી (અતીન્દ્રિય જ્ઞાનાનંદને ભોગવનારા) સાધુ પરમેષ્ઠી મને
ક્્યારે મળે એવી ભાવના સહિત ભરત ચક્રવર્તિ મહેલ બહાર નીકળી ખૂલા પગે મુનિની રાહ દેખે છે.
જેના ઘરે છખંડનું રાજ્ય, નવ નિધાન, અનેક હજાર પદ્મની જેવી સ્ત્રીઓ છે, જેના પુણ્યનો ઠાઠ
સાધારણને કલ્પનામાં પણ ન આવે એવા પુણ્યનો સર્વથા નકાર–ઉપેક્ષા અને ત્રિકાળી અકષાય
વીતરાગ સ્વભાવનો આદર એ ગૃહસ્થદશામાં પણ નિરંતર હોય છે. ભરતેશ ભાવના ભાવે છે ત્યાં
આકાશમાંથી ચારણ રુદ્ધિધારક મુનિયુગલ નીચે ઉતરે છે. જાણે ચાલતા સિદ્ધ!! ... ધન્ય ઘડી...
કેવળજ્ઞાન નિધાનના ખજાના ખોલનાર મુક્તિદૂત મળ્‌યા. રોમેરોમ પુલકિત થઈ, નમ્રીભૂત થઈ,
નમસ્કારપૂર્વક મુનિને પ્રદક્ષિણા દઈ મહેલમાં લઈ જાય છે, અતિશય ઉલ્લાસ અને નવધા
ભક્તિભાવપૂર્વક આહારદાન દે છે. ધર્મ ધર્મી વિના હોતો નથી. ધર્મ રત્નત્રયરૂપ વીતરાગભાવ છે, તેને
સાધનારા પ્રત્યે જ્ઞાનીને ગાયને વાછડા સમાન નિસ્પૃહ પ્રેમ આવ્યા વિના રહેતો નથી અને ત્યાં
સ્વસન્મુખતાની નિઃશંક અખંડ રુચિ ધારાવાહી કામ કરે છે તેથી માર્ગની અપ્રાપ્તિથી અજ્ઞાનદશામાં જે
કર્મનો બંધ થતો હતો તે થતો જ નથી.
વાત્સલ્યપણું એટલે નિસ્પૃહ પ્રીતિ ભાવ. જે જીવ મોક્ષમાર્ગરૂપી પોતાના સ્વરૂપ પ્રત્યે રુચિ અને
પ્રીતિ વાળો હોય છે તેને સાધ્ય જે નિજકારણ પરમાત્મારૂપ પરમપદ તેમાં જ રુચિ–આદર–આશ્રય અને
ઉત્સાહની મુખ્યતા હોવાથી, વિભાવ–પરાશ્રય–વ્યવહારની અંદરથી પ્રીતિ નથી, આદર–આશ્રય અને
ભાવના નથી, તેથી તેને સંસારનું ફળ નથી. પણ જેની મહિમા–મુખ્યતા, આદર અને આશ્રય વર્તે છે
એવા સ્વરૂપમાં જ તલ્લીન રહેવાની ભાવના હોવાથી તેનો સરવાળો તેના જીવનમાં નિરંતર વધતો જ
જાય છે, તેથી સમ્યગ્દ્રષ્ટિને શુદ્ધિની વૃદ્ધિ અને અંશે અશુદ્ધિની હાનિરૂપ નિર્જરા જ છે, માર્ગની
અપ્રાપ્તિથી થવા યોગ્ય બંધ થતો નથી. સ્વ સન્મુખતાના બળ અનુસાર સ્વરૂપમાં શાન્તિનો રસ વધે છે
અને અજ્ઞાનદશામાં બંધાયેલા કર્મ ઉદયમાં આવીને ખરી જાય છે. (૨૩પ)
હવે પ્રભાવના ગુણની ગાથા કહે છે–
ચિન્મુર્તિ મનરથપંથમાં
વિદ્યા રથરૂઢ ઘુમતો,
તે જિનજ્ઞાન પ્રભાવકર
સમકિતદ્રષ્ટિ જાણવો, ૨૩૬
અહો!! વીતરાગજ્ઞાન પ્રભાવી–વીતરાગી દ્રષ્ટિ સહિત વીતરાગ ચારિત્રની ભાવનાવાળા–પોતે
ટકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે પોતાના ધ્રુવકારણ જ્ઞાનસ્વભાવને કારણ બનાવનાર હોવાથી
પોતાના જ્ઞાનની સમસ્ત શક્તિને પ્રગટ કરવા, વિકસાવવાવડે વીતરાગ વિજ્ઞાનરૂપી રથમાં આરૂઢ થયો
થકો (અર્થાત્ જિનજ્ઞાનરૂપી રથને ચાલવાનો માર્ગ [સમ્યગ્રત્નત્રયી] તેમાં ભ્રમણ કરે છે તે
આત્મસ્વભાવી જ્ઞાનની પ્રભાવના કરનારો સમ્યગ્દ્રષ્ટિ જાણવો.
વીતરાગદ્રષ્ટિનો વિશ્રામ–આધાર એકલા ધ્રુવ જ્ઞાયકભાવ ઉપર છે. તેથી ધર્મીને એકલા
જ્ઞાયકભાવમયપણાના કારણે શુદ્ધિની વૃદ્ધિરૂપ નિર્જરા થાય છે. વચ્ચે બાહ્ય બીજું બધું કાઢી નાખ્યું.
નિમિત્ત–વ્યવહારના ભેદને ગૌણ કરી મોક્ષમાર્ગમાં તેનો અભાવ ગણી તેને દ્રષ્ટિમાંથી કાઢી નાખ્યા
અર્થાત્ પ્રથમથી જ શ્રદ્ધામાં તેને માર્ગ તરીકે માનેલ નથી.
આ રીતે પ્રથમથી જ ધર્મી પોતાના એકરૂપ જ્ઞાયકભાવના આધારવડે નિર્મળ શ્રદ્ધા–જ્ઞાન આનંદ
વીર્ય આદિ શક્તિને પ્રગટ કરવા–વીકસાવવા–ફેલાવવા વડે પ્રભાવના ઉત્પન્ન કરતો હોવાથી–
જિનવીતરાગ માર્ગની પ્રભાવનાથી પ્રભાવના ગુણને ધારણ કરવાવાળો છે. આમ સ્વસામર્થ્યના બળના
ભરોસેં ચઢેલો ચારિત્ર

PDF/HTML Page 8 of 25
single page version

background image
કારતક: ૨૪૮૯ : ૭ :
માટે પણ સ્વરૂપમાં ઉગ્રપણે વિશેષપણે સ્વભાવની એકાગ્રતા–શુદ્ધતાના પ્રભાવરૂપ જ્ઞાનારથમાં આરૂઢ
થઈ અંતરગતિમાં ગમન કરી રહ્યો છે.
સમ્યગ્દ્રષ્ટિજીવ ટંકોત્કીર્ણ એટલે અનાદિઅનંત એકરૂપ પૂર્ણ જ્ઞાનઘન એવા એકલા જ્ઞાયકભાવને
કારણ આધાર બનાવીને તેમાં જ નિર્મળ શ્રદ્ધા–જ્ઞાન અને એકત્વ કરતો હોવાથી જિનજ્ઞાન–વીતરાગી
જ્ઞાનની પોતામાં પ્રભાવના કરે છે. ધ્રુવ, અખંડિત કારણજ્ઞાન સ્વભાવના આલંબનરૂપ નિર્મળ શ્રદ્ધા–
જ્ઞાનએકાગ્રતા તે નિશ્ચય પ્રભાવના છે, તેના વડે જ વીતરાગી વિજ્ઞાન ધનદશાને સમયે સમયે પ્રગટ
કરી રહ્યો છે, તેને સાચી પ્રભાવના કહેવાય છે. ત્યાં મંદ પ્રયત્નના કાળે શુભરાગ આવે છે તે તો
વ્યવહાર પ્રભાવના છે. પુણ્યબંધની ક્રિયા છે. જિનેન્દ્ર ભગવાનને રથમાં બિરાજમાન કરી પૂજા ભક્તિ,
તથા જિનમંદિર, શાસ્ત્ર વગેરે સંબંધી શુભભાવ આવે છે તે નિશ્ચયધર્મવાળાની વ્યવહાર પ્રભાવના
કહેવામાં આવે છે.
પુસ્તક લખાવે, શાસ્ત્રજ્ઞાનની પ્રભાવનાનો શુભભાવ આવે પણ એ મૂળ પ્રભાવના નથી. પણ
ભેદજ્ઞાન સહિત સ્વ સન્મુખજ્ઞાનને ભાવવું–પર્યાયમાં શુદ્ધિની વૃદ્ધિ પ્રગટ કરવી તે ખરી પ્રભાવના છે.
એવો નિશ્ચય ધર્મ ચોથા ગુણ સ્થાનકથી (ગૃહસ્થદશામાં હો કે ચારે ગતિમાં ગમે ત્યાં હો) પ્રગટ થઈ
શકે છે.
જ્યાં દ્રષ્ટિમાં, શ્રદ્ધામાં વીતરાગતા ઉપરાંત અંશે ચારિત્રમાં નિશ્ચય વીતરાગતા હોય એને
સમ્યગ્દર્શનનો ગુણ નિઃશંકિતાદિ લક્ષણરૂપે હોય છે.
ભાવાર્થ– ધર્મીને અંતરમાં કેવળ જ્ઞાનનિધાનને પ્રગટ કરવાનો પ્રયત્ન વર્તતો હોય છે.
સ્વસન્મુખ જ્ઞાતાપણું તે પુરુષાર્થ છે. ભલે વાર લાગે પણ સ્વાશ્રય એકાગ્રતારૂપ શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર,
આનંદ અને વીર્યની પર્યાયની શુદ્ધતા થતી જાય છે. એવી પ્રભાવનાને સાચી (નિશ્ચય) પ્રભાવના કહે
છે. સમ્યગ્જ્ઞાની એવી પ્રભાવના કરે જ છે તેથી તેને ધર્મની અપ્રભાવનાકૃત બંધ થતો નથી પણ પૂર્વે
અજ્ઞાનદશામાં બંધાયેલા કર્મોની નિર્જરા જ થાય છે.
માર્ગ પ્રભાવના એટલે, તેનો ઉદ્યોત કરવો, મહિમા વધારવો, ધર્મને વિશેષ ઉજ્જવળ કરવો,
ધર્મનો શોભા વધે તેમ કરવું પણ એ કાર્યને શેમાં કરવું? કે જ્યાં તે હોય ત્યાં કલ્યાણમાર્ગની પ્રવૃત્તિ
કરવી. તે સ્થાન દેહમાં, દેહની ક્રિયામાં, વાણીમાં અને શુભાશુભ રાગમાં કે વ્યવહારમાં નથી કેમકે તે તો
આત્માથી ભિન્ન–બહારની ચીજ છે, તેમાં આત્મા નથી. પરથી અને રાગથી ભેદજ્ઞાનવડે અંદરમાં અખંડ
જ્ઞાનસ્વભાવને નિશ્ચયદ્રષ્ટિનું ધ્યેય બનાવી તેમાં શ્રદ્ધાજ્ઞાન અને એકાગ્રતાનું બળ ફેલાવીને, પ્રગટ
પર્યાયમાં પોતે બળવાન થાય તો તેની અંદર શુદ્ધિ અર્થાત્ નિર્જરા થાય છે. ત્યાં ભૂમિકાને યોગ્ય
પ્રભાવનાનો શુભ રાગ આવે તેને વ્યવહાર પ્રભાવના પણ નથી. અનુપચાર નિશ્ચયધર્મ વિના ઉપચાર
(આરોપીત) શુભ રાગમાં વ્યવહારધર્મનો આરોપ આવતો જ નથી. ચોથા ગુણસ્થાનથી જ
નિશ્ચયધર્મની શરૂઆત થાય છે.
આ ગાથામાં સ્વાશ્રિત નિશ્ચય પ્રભાવનાનું સ્વરૂપ કહ્યું છે. જેમ જિનબિંબને રથમાં સ્થાપીને
મહાન ઉત્સવ સહિત નગર, વન વગેરેમાં ફેરવી, શાસ્ત્રો વગેરે દ્વારા વ્યવહાર પ્રભાવના કરવામાં આવે
છે તેમ જે સમ્યગ્જ્ઞાનરૂપી રથમાં પૂર્ણસ્વરૂપ આત્માને સ્થાપી અંદરમાં એકાગ્ર જ્ઞાનવડે મનન કરે છે તે
જ્ઞાનની પ્રભાવનાયુક્ત સમ્યગ્દ્રષ્ટિ છે, તે નિશ્ચય પ્રભાવના કરનાર છે.
ગાથા ૨૨૯ થી ૨૩૬ એ આઠ ગાથામાં સમ્યગ્દ્રષ્ટિ જ્ઞાનીને નિત્ય સ્વભાવ આશ્રિત નિશ્ચય,
નિઃશંકિતાદિ આઠ ગુણો નિર્જરાના કારણ કહ્યા. એવી જ રીતે અન્ય

PDF/HTML Page 9 of 25
single page version

background image
: ૮ : આત્મધર્મ: ૨૨૯
પણ શમ (–અનંતાનુબંધી કષાયોનું શમન અર્થાત્ સ્વરૂપના લક્ષે અસંખ્ય પ્રકારના શુભાશુભભાવો
પ્રત્યે મનનું સ્વભાવથી જ શિથિલ થવું, સંવેગ–ધર્મ અને ધર્મના ફળમાં ઉત્સાહ તથા પંચ પરમેષ્ઠી પ્રત્યે
ભક્તિ નિર્વેદ–સ્વરૂપમાં ઉત્સાહ સહિત સંસાર, શરીર અને ભોગો પ્રત્યે વૈરાગ્ય. અનુકમ્પા–નિવેરબુદ્ધિ
તથા આસ્થા, નિંદા, ગર્હા આદિ, તેમાં સ્વ સન્મુખતાના બળથી જેટલી પરિણામોની શુદ્ધતા થાય છે
તેટલો નિશ્ચયધર્મ છે, તેનાથી તો નિર્જરા જ છે, બંધ નથી અને અને બાકી રાગ રહ્યો તેનાથી બંધ થાય
છે, ધર્મ નહીં.
આ ગ્રંથમાં આત્માશ્રિત કથન મુખ્ય હોવાથી નિઃશંકિત આદિ ગુણોનું નિશ્ચય સ્વરૂપ
(સ્વઆશ્રિત સ્વરૂપ) અહીં બતાવવામાં આવ્યું છે. તેનો ટુંકામાં સારાંશ આપ્રમાણે છે–
(૧) જે સમ્યગ્દ્રષ્ટિ પોતાના પૂર્ણ જ્ઞાનસ્વરૂપમાં તથા તેના જ્ઞાન–શ્રદ્ધાનમાં નિઃસંદેહ હોય છે,
ભયના કારણો મળે તોપણ સ્વરૂપથી ડગે નહિ, સંદેહ યુક્ત ન થાય, શ્રદ્ધામાં પૂર્ણ સમાધાનપણે
હોવાથી, તેને નિઃશંકિત ગુણ હોય છે.
(૨) કર્મના ફળની વાંછા ન કરે પુણ્ય–પાપ અને તેનું ફળ, સંસાર અને સંસારનું કારણ
(મિથ્યાત્વ તથા શુભાશુભ રાગાદિ) તેની વાંચ્છા ન કરે તથા અન્ય વસ્તુના ધર્મોની [જગતના
માનેલા ઈષ્ટ–અનિષ્ટ સન્માન–અપમાન સોનું–પાષાણ. રોગ–નિરોગ વગેરે પુદગલના ધર્મો છે એવા
કોઈ ધર્મોની] ઈચ્છા જ્ઞાનીને નથી. ચારિત્રની કમજોરીથી ક્ષણિક નબળાઈ જેટલી અલ્પ ઈચ્છા હોય છે
પણ તેને કોઈ ઈચ્છાની ઈચ્છા નથી. નિત્ય સ્વભાવના સંતોષને ચુકીને ઈચ્છા નથી. બેહદ સુખ
સ્વભાવની સબળ દ્રષ્ટિના જોરે અલ્પ નબળાઈ, ઈચ્છાનો કર્તા, ભોકતા કે સ્વામી થતો નથી. તેથી
ભેદજ્ઞાનની અધિકતાવડે તે જ્ઞેયપણે જ્ઞાનની વૃદ્ધિનું નિમિત્ત બને છે.
સર્વ વિભાવનો નકાર કરનાર દ્રષ્ટિ અને ઈચ્છાના અભાવરૂપ સ્વભાવના જોરે નબળાઈથી
થતી ઈચ્છા પણ નિર્જરાનું નિમિત્ત બને છે. શુભવ્રતાદિની પણ ઈચ્છા નથી, મોક્ષની ઈચ્છા પણ
સમ્યગ્દ્રષ્ટિને નથી–એવો નિઃકાંક્ષિત્વગુણ હોય છે.
(૩) મલિન પદાર્થ, કોઈ ક્ષેત્ર અને અતિ ઉષ્ણશીતઋતુનો કાળ દેખીને ગ્લાનિ ન કરે, જડ
સ્વભાવનો જ્ઞાતા રહે છે, પ્રતિકૂળ દેખી હાય હાય કરતો નથી. આમ કેમ કે એમ જ હોય દિગમ્બર
મુનિદશામાં શરીરને મલિન દેખી જરાય ગ્લાનિ ન આવે. અસંખ્ય પ્રકારના કામ ક્રોધાદિ વિકલ્પોથી
અતિક્રાન્ત અને નિર્વિકલ્પ શ્રદ્ધા જ્ઞાનમાં આરૂઢ, આત્માથી જ ઉત્પન્ન અતીન્દ્રિય જ્ઞાન આનંદવડે તેઓ
મહા સુખી છે. વારંવાર છઠા સાતમા ગુણસ્થાનમાં ઝુલનાર મુનિ હોય છે મુનિના શરીરમાં મલીનતા,
અસ્નાનતા દેખી દુર્ગંછા ન કરવી તે વ્યવહાર અગ્લાનતા છે અને જ્ઞાતા સ્વભાવ પ્રત્યે અરુચિ ન થવા
દેવી, નિજ પરમપદમાં પરમ પ્રેમ રહેવો તે નિર્વિચિકિત્સા નામે અંગ છે.
૪. સ્વરૂપમાં તથા હેય–ઉપાદેય આદિ પ્રયોજન આદિ પ્રયોજન ભૂત તત્ત્વમાં મૂર્ખ ન હોય,
સ્વરૂપને યથાર્થજ જાણે તે અમૂઢત્વ અંગ છે. શાસ્ત્રમાં અનેક અપેક્ષાથી સૂક્ષ્મ નિરૂપણ આવે અને
બુદ્ધિની મંદતાથી ન સમજાય તો હેય ઉપાદેયની ભૂલ થવા ન દે. અન્યમતના કલ્પિત તત્ત્વો છે એમ
નિર્ધાર હોવાથી તેના દેવ–ગુરુ–શાસ્ત્રમાં સત્ય હશે? થોડું તો સત્ય હશે ને? એમ ન માને. કેમકે એક
શેર દૂધમાં જરા ઝેર પડતાં તેમાં દૂધનો ગુણ કોઈ પ્રકારે રહેતો નથી. તેમ જેના મતમાં હેય, જ્ઞેય અને
ઉપાદેય તથા દેવ, શાસ્ત્ર, ગુરુ, આદિનું સ્વરૂપ અન્યથા છે તેની કોઈ વાત પ્રમાણભૂત ન ભાસે. ગુરુ
કેવા હશે? સગ્રઁથ કે નિગ્રઁથ? વસ્ત્રપાત્રવાળા પણ જૈન ગુરુ હોય તો શું? અન્ય મતમાં મહાન ગુરુ
થઈ ગયા છે એવી વાતો વાંચી અથવા સાંભળીને ભૂલ ન થવા દે. અન્ય મતમાં પણ સાચી શ્રદ્ધા,
આત્મજ્ઞાન અને ચારિત્રવાન હશે તો, એમ ભ્રમ

PDF/HTML Page 10 of 25
single page version

background image
કારતક: ૨૪૮૯ : ૯ :
ન થવા દે પણ સર્વજ્ઞ વીતરાગ કથિત તત્ત્વાર્થોને જેમ છે તેમ બરાબર માને, અને તેનાથી વિરુદ્ધનો
જરાય આદર ન કરે. ત્રણેકાળ સર્વ દ્રવ્યો અને તેના ગુણ પર્યાયોનું સ્વતંત્રપણું છે, દરેક વસ્તુ સ્વપણે
છે, પરપણે નથી, પરનાઆધારે નથી. પરદ્રવ્ય–ક્ષેત્ર–કાળ અને પરભાવ જેવા મળે તેવું થવું પડે–તેની
અસર, મદદ, પ્રભાવ પડે છે એમ માને નહીં, કર્તાપણાનું લૌકિક વ્યવહાર કથન અને એવો રાગ આવે
પણ શ્રદ્ધામાં એવા સર્વ વ્યવહાર કથનને એ એમ નથી પણ નિમિત્તથી કથન કરવાની એવી રીત છે,’
વસ્તુ તો દ્રવ્ય–ગુણ–પર્યાયથી સ્વતંત્ર જ છે, પરતંત્ર નથી. એક દ્રવ્ય બીજાનું કાંઈ કરી શકે નહીં એમ
દ્રઢપણે જાણે છે.
શુભ રાગથી–વ્યવહારથી પરમાર્થ ધર્મ ત્રણ કાળમાં થઈ શકે નહી. એ સિદ્ધાંતમાં દ્રઢ નિશ્ચયવંત
હોવાથી તેનાથી વિરુદ્ધની વાતમાં જરાય મૂઢતા થવા દેતો નથી. તેથી સમ્યગ્દ્રષ્ટિને અમૂઢત્વ ગુણ હોય
છે, તેમાં સ્વાશ્રય ભાવથી નિર્જરા થાય છે, તે નિશ્ચય અમૂઢત્વ છે, અને એ જાતનો શુભભાવ તે
વ્યવહાર અમૂઢત્વ અંગ છે.
લોકમૂઢતા તથા દેવ, ગુરુ અને શાસ્ત્રના સંબંધમાં મૂઢતા થવા ન દે તે બાબત મોક્ષમાર્ગ પ્રકાશક
ગ્રંથમાં બહુ સ્પષ્ટ વર્ણન છે. સતી દ્રૌપદીને પાંચ પતિ માને છે તે હોઈ શકે નહીં. નિર્ગ્રંથ મુનિપદ સ્ત્રીને
તથા વસ્ત્રધારીને હોય નહીં.
સર્વ વીતરાગ અર્હંત દેવને ૧૮ દોષ હોતા જ નથી, તેને વળી આહાર પાણી, રોગ, ઉપસર્ગ, દવા
ખાવી તથા જ્ઞાન દર્શનનો ઉપયોગ ક્રમે ક્રમે જ હોવાનું માનવું એવું માને મનાવે તો એવું છે નહીં.
સર્વજ્ઞ તો તે કાળના મનુષ્યોનું વિશિષ્ટ બુદ્ધિવાન હશે પણ ત્રણ કાળવર્તી સમસ્તને એકસાથે જાણે,
અનાદિ અનંતને જાણે એવા સર્વજ્ઞ ન હોય, અથવા સર્વજ્ઞ નિશ્ચયથી આત્માને જ જાણે, પરને જાણે તે
વ્યવહાર અસત્ય છે એમ સર્વજ્ઞનું સ્વરૂપ અન્યથા કહે, તેનું કથન જ્ઞાની માને નહી, સર્વજ્ઞ ભગવાન
પરને જાણે છે પણ પરમાં તન્મય થઈને જાણતા નથી માટે તે વ્યવહાર કહેવામાં આવે છે પણ સમસ્ત
પરજ્ઞેયો સંબંધી જ્ઞાનએટલે સ્વપર પ્રકાશક પણે જ્ઞાનની પર્યાય તે નિશ્ચય જ છે.
(પ) ઉપગૂહન–પોતાના આત્માને શુદ્ધ સ્વરૂપમાં જોડે નિજ શુદ્ધાત્માના અવલંબનના બળથી
પોતાની શક્તિ વધારે દોષોને ગૌણ કરે, એકાંતવાદથી દૂષિત કોઈ વાતનો આદર થવા ન દે. એમાં
પરિણામોની સ્વાશ્રયના બળથી શુદ્ધિ થવી તે નિશ્ચય ધર્મ અંગ અનેઅન્ય સ્વધર્મી જીવના દોષ
છૂપાવવા. કોઈના દોષ ઉઘાડા ન કરવા તે વ્યવહાર ઉપગૂહન છે અને પોતાના ગુણ ન ગાવા અને
વ્યવહાર મોક્ષમાર્ગની પ્રવૃત્તિ વધારવી એવા શુભભાવને વ્યવહાર ઉપબૂહન કહે છે.
શુભભાવને વધારવો એ તો ઉપદેશરૂપ વચન છે. એનોઅર્થ જ્ઞાનની વૃદ્ધિનો પુરુષાર્થ વધારવો
એમ છે. રાગ વધારવો એમ વજન નથી. અશુભથી બચવા માટે શુભભાવ કરવો એમ વ્યવહારનયના
કથનમાં આવે, બાકી શુભરાગને કાળે શુભ આવે જ છે. પાંચ મહાવ્રત પાળું, બીજાનો પાળે અને
અતિચાર દોષ ટાળો, એમ ઉપદેશનો રાગ આવે છે આવો રાગ કરું, લાવું એમ માનતો નથી. જ્ઞાનીને
ભેદજ્ઞાન તો નિરંતર છે કે રાગ મારું સ્વરૂપ નથી, હિતકર નથી, કર્તવ્ય નથી, છતાં અમુક ભૂમિકામાં તે
જાતનો રાગ આવ્યાવિના રહેતો નથી.
(૬) સ્થિતિકરણ– સ્વરૂપની શ્રદ્ધા, સ્વાવલંબી જ્ઞાન અને શાન્તિથી ચ્યુત થતાં પોતાના
આત્માને સ્વરૂપમાં સ્થાપવો તે નિશ્ચય અને વ્યવહાર મોક્ષમાર્ગથી ચ્યુત થતા આત્માને સ્થિર કરવો તે
વ્યવહાર સ્થિતિકરણ છે. તેમાં વીતરાગભાવ તેટલો જ ધર્મ છે. રાગ બાકી રહ્યો તે ધર્મ નથી–એવા
સ્પષ્ટ ભેદને જ્ઞાની જાણે જ છે. શ્રદ્ધામાં હેય–ઉપાદેયની સૂક્ષ્મતામાં

PDF/HTML Page 11 of 25
single page version

background image
: ૧૦ : આત્મધર્મ: ૨૨૯
પ્રમાદવશ ભૂલ ન થવા માટે સાવધાન રહે છે છતાં જરા અસ્થિર થાય તો સ્વ–પરને સ્થિર કરે અર્થાત્
એવો રાગ આવે.
પ્રશ્ન– બીલાડીને દૂધ પાવું, ભૂખ્યાને દેવું તે સ્થિતિકરણ અંગ છે કે નહીં?
ઉત્તર– ના, પણ તેઓ પ્રત્યે અનુકંપાનો નિષેધ નથી. જ્ઞાનીને એવો શુભરાગ આવે પણ તેને
ધર્મના અંગ તરીકે ન માને.
(૭) વાત્સલ્ય–પોતાના સ્વરૂપ પ્રત્યે વિશેષ અનુરાગ અર્થાત્ મારે માટે મારો આત્મા જ ઈષ્ટ
છે. ધ્રુવ છે, આધારરૂપ છે, અન્ય કોઈ નહીં એવી દ્રઢતા સહિત ચિદાનંદસ્વરૂપનો ગાઢ પ્રેમ તે નિશ્ચય
વાત્સલ્ય છે. ધર્માત્મા સાધર્મીઓ પ્રત્યે વિશેષ અનુરાગ તે વ્યવહાર વાત્સલ્ય છે.
અશંપણે નિશ્ચય મોક્ષમાર્ગ વિના વ્યવહાર મોક્ષમાર્ગ હોતો જ નથી. ચોથા ગુણસ્થાનથી જ
અનંતાનુબંધી કષાયના અભાવરૂપ સ્વરૂપાચરણ ચારિત્ર છે ને અંશે જઘન્ય મોક્ષમાર્ગ છે તે નિશ્ચય
વાત્સલ્ય છે અને ધર્માત્મા સાધર્મી જૈનધર્મી પ્રત્યે નિસ્પૃહ પ્રેમ હોવો ઈર્ષા દ્વેષ ન હોવો તે વ્યવહાર
વાત્સલ્ય છે.
(૮) પ્રભાવના–આત્માના જ્ઞાનગુણને પ્રકાશિત કરે, પ્રગટ કરે. નિશ્ચય પ્રભાવના તો પોતાના
શુદ્ધ ચૈતન્યના આશ્રયવડે નિર્મળ શ્રદ્ધા, જ્ઞાન અને શુદ્ધતારૂપ ચારિત્ર પ્રગટ કરવું તે છે તથા બીજાઓ
સર્વજ્ઞ વીતરાગનું સ્વરૂપ–સાચાદેવ, ગુરુ, ધર્મનું સ્વરૂપ સમજે અને ધર્મનો મહિમા વધે એ જાતનો
શુભરાગ [ધર્મીજીવને] ભૂમિકાનુસાર આવ્યા વગર રહે નહીં અને એમ જે નથી માનતા તે મિથ્યાદ્રષ્ટિ
છે તથા શુભરાગથી સંવર નિર્જરા [–ધર્મ] માને તો પણ મિથ્યાદ્રષ્ટિ છે.
સમ્યગ્દ્રષ્ટિ પોતાને નિશ્ચયશુદ્ધતા, વીતરાગતાથી જ શોભામાને છે અને બહારમાં જિનમંદિર,
રથયાત્રા, પૂજા પ્રભાવના કાવ્યશક્તિ, ઉપદેશ તથાશાસ્ત્રોના પ્રચારદ્વારા ધર્મ પ્રભાવનાનો ભાવ આપે
તે વ્યવહાર પ્રભાવના છે નીચે નિર્વિકલ્પતા વધારે વખત ટકે નહીં તેથી શુભભાવ આવે છે પણ જેઓ
શુષ્ક જ્ઞાની છે તેઓ અશુભથી બચવા શુભભાવનો નિષેધ કરે અને પ્રમાદી થાય તે તો પાપ જ બાંધે
છે. પંચાસ્તિકાય શાસ્ત્રમાં નિશ્ચયભાસીને એકેન્દ્રિય વૃક્ષ સમાન કહ્યા છે. –મનમાં શુદ્ધ ચિંતવન જેવું
માની પ્રમાદમાં મસ્ત થઈ પડ્યા રહે અનેમાને કે અમને આત્માનું નિર્વિકલ્પ ધ્યાન છે તેને અભિમાન
તો વધેલું જ હોય છે તેથી તેને દેવ, ગુરુ, ધર્મનો પ્રેમ તથા વિનય, પૂજા–ભક્તિનો ઉત્સાહ હોતો નથી.
નિશ્ચયનું ભાન અને અનુભાવ હોય તેને પણ નીચલી દશામાં વ્યવહાર શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર
સંબંધી પ્રભાવનાનો શુભભાવ આવે જ છે.
આમાં આઠ નિશ્ચય અંગ કહ્યા છે તે તેના પ્રતિપક્ષી દોષોવડે જે કર્મ બંધ થતો હતો તેને થવા
દેતા નથી. ચારિત્રની નબળાઈ વશે અલ્પ દોષ થાય છે તો પણ નિત્ય નિર્દોષ સ્વભાવના સ્વામીત્વના
જોરથી તેનું સ્વામીત્વ તથા કોઈપણ દોષનો આદર થવા દેતો નથી. તત્ત્વથી, મોક્ષમાર્ગથી વિરુદ્ધ વાતનો
સ્વપ્નામાં પણ આદર થતો નથી પણ નિષેધ વર્તે છે તેથી સમ્યગ્દ્રષ્ટિને નિરંતર નિર્જરા જ થાય છે કેમકે
અજ્ઞાન દશામાં થવા યોગ્ય એવો નવો બંધ તો થતો જ નથી, ચોથા ગુણસ્થાનથી ૪૧ પાપ પ્રકૃતિનો
બંધ ક્્યારે પણ થતો નથી; કારણ કે મુખ્ય બંધન અને પાપ તો મિથ્યાત્વની ભૂમિકામાં થાય છે.
જ્ઞાનીને નિરંતર જ્ઞાન ચેતનાનું સ્વામીત્વ અને મુખ્યતા હોવાથી અજ્ઞાન ચેતના–કર્તા ભોકતારૂપ
વિકલ્પ, તેનું સ્વામીત્વ અને ભાવના નથી.
અહીં સમયસારમાં નિશ્ચય પ્રધાન કથન હોવાથી વ્યવહાર આઠ અંગનું વર્ણન ગૌણપણે કરેલ
છે. ધર્મની ભૂમિકાનુસાર ઉચિત નિમિત્તપણે કઈ જાતનો રાગ હોય તે બતાવવા માટે નિમિત્તની
મુખ્યતાથી કથનહોય છે પણ નિમિત્તની મુખ્યતાથી પણ કોઈવાર આત્મહિતરૂપકાર્ય થાય એ વાત ત્રણે
કાળે મિથ્યા છે.

PDF/HTML Page 12 of 25
single page version

background image
કારતક: ૨૪૮૯ : ૧૧ :
ભેદજ્ઞાનપૂર્વક જ્ઞાનાનંદમાં જેટલી સાવધાની, એકાગ્રતા કરે તે નિશ્ચયધર્મ અને શુભવિકલ્પ
આવે તે વ્યવહાર એટલે ઉપચાર ધર્મ છે. ધર્મ નથી તેને ધર્મ કેમ કહેવો? કે જ્યાં અણારોપ=નિશ્ચય
ધર્મ હોય છે ત્યાં નિમિત્તરૂપે આવો જ (આ જાતનો) રાગહોય છે એમ સહચરપણું– નિમિત્તપણું
બતાવવા ઉપચારથી તેને પણ ધર્મ કહેવો તેનું નામ વ્યવહાર છે. છે તેને તે રૂપ જાણવો જોઈએ.
સમ્યગ્દ્રષ્ટિના જ્ઞાનમાં નિશ્ચય અને વ્યવહાર બન્ને નયનો વિષય છે. બેઉ નય છે પણે સરખા છે પણ
પ્રયોજનમાં તફાવત છે. વ્યવહાર વ્યવહારપણે ઉપાદેય છે પણ નિશ્ચયની પ્રધાનતામાં વ્યવહાર ગૌણ
છે–ધર્મ માટે આશ્રય કરવા યોગ્ય નથી એ અપેક્ષાએ હેય છે. પ્રમાણ જ્ઞાનમાં નિશ્ચય વ્યવહારનું હેય–
ઉપાદેય નથી, ગૌણ મુખ્ય નથી, બેઉની પ્રધાનતા છે. પ્રધાનતા એટલે બેઉને છે પણે જાણવા માટે
બરાબર છે.
નયજ્ઞાન એટલે એક પડખાને મુખ્ય કરે અને બીજાને ગૌણ કરીને મુખ્ય વિષયને જાણે છે, ને
તેનું પ્રયોજન (તાત્પર્ય) વીતરાગતા જ છે. સ્યાદ્વાદ મતમાં કોઈ વિરોધ નથી. નયવિભાગ અને તેના
પ્રયોજનને નહીં સમજનારા શાસ્ત્રના વ્યવહારના કથનને નિશ્ચયના કથન માની ઊંધુંં સમજે છે. પણ
હેય–ઉપાદેય અને ગૌણમુખ્યનું રહસ્ય સમજનાર સ્યાદ્વાદીને ક્્યાંઈ વિરોધ આવતો નથી. પ્રયોજન
તરીકે નયવિભાગદ્વારા ગૌણ મુખ્ય હોય છે પણ વ્યવહારના આશ્રયે–રાગના આશ્રયે ખરેખર ધર્મ
અથવા સંવર નિર્જરા થાય એમ કદાપિ બનતું નથી. વ્યવહાર રત્નત્રયનો શુભરાગ પણ સત્યાર્થ ધર્મ
નથી પણ અસત્યાર્થ એટલે વ્યવહાર જ્ઞેયપણે તેવા સ્થાનમાં નિમિત્તરૂપ છે એમ જાણવું તે સ્યાદ્વાદ છે.
સાધક દશામાં નીચે શુભરાગ કેવો હોય તે જાણવા માટે નિશ્ચયના વિષય સાથે તેનું નિરૂપણ
હોય છે. તેથી બેઉને જ્યાં જેમ હોય તેમ જાણવા તેનું નામ પ્રમાણ જ્ઞાન છે. શ્રદ્ધામાં, હેય ઉપાદેયના
વિષયમાં એક તો બંધનું જ કારણ છે. મોક્ષનું કારણ નથી અને એક (સ્વાશ્રયરૂપ વીતરાગતા) મોક્ષનું
જ કારણ છે, બંધનું કારણ નથી. એમ નિર્ધાર–નિર્ણય કરવો જોઈએ. વ્યવહાર નયનો વિષય જાણવા
યોગ્ય છે પણ ધર્મ માટે આશ્રય કરવા યોગ્ય છે એમ આશય નથી જ
કળશ– ૧૬૨.
નિજ શુદ્ધાત્માના આલંબનના બળવડે નવીન બંધને રોકતો શ્રદ્ધામાં આખા આત્માને માનતો,
મારૂં અસલી સ્વરૂપ જોતાું હું પરમાત્મા છું, એમ દ્રષ્ટિમાં લાવતો મિથ્યાત્વાદિ આસ્રવોને રોકે છે, જુના
કર્મોના સ્વાશ્રય નિશ્ચય દ્રષ્ટિના જોરે નાશ કરી નાખતો, શુદ્ધિની વૃદ્ધિ અને અશુદ્ધિની હાનિ કરતો,
પોતે અતિશયપણે નિજરસમાં મસ્ત થયો થકો આદિ–મધ્ય–અંત રહિત એકરૂપ ધારાવહી જ્ઞાનરૂપ
થઈને સ્વ–પર પ્રકાશક વિશાળ આકાશમાં અવગાહન (પ્રવેશ) કરીને સદા સર્વત્ર જ્ઞાતા જ શુભાશુભ
રાગ અને પરની ક્રિયાનો કર્તા ભોકતા કે સ્વામી નથી
અજ્ઞાનીને સંયોગ અને વિકાર ઉપર દ્રષ્ટિ અને રુચિ હોવાથી શુભરાગની ક્રિયાથી ઉપવાસ થયો
માની તેનાથી નિર્જરા માને છે, પણ દેહમાં રોટલા નથી આવ્યા માટે પુણ્ય છે એમ નથી, પણ મંદકષાય
શુભભાવ કરે તો પુણ્ય છે, તે રાગથી એટલે અશુદ્ધતાથી જેઓ લાભ માનેછે તેમને મિથ્યાત્વનો લાભ
થાય છે.
સંયોગ દ્રષ્ટિવાન માનેછે કે પાંચ મહાવ્રત લીધા માટે નિર્જરા છે; પણ એમ નથી. કારણ કે તે
આત્માનું ચારિત્ર નથી, પણ રાગની લાગણી હોવાથી ચારિત્રનો દોષ છે, બંધનું કારણ છે. જે ભાવ
બંધનું કારણ છે તે અબંધ ભાવનું–શુદ્ધભાવનું કારણ ન જ થાય.
અરાગી અસંગ સ્વભાવની દ્રષ્ટિમાન જીવ ભલે ગૃહસ્થ દશામાં હોય પણ ગૃહસ્થ નથી. જ્યાં
રુચિ છે ત્યાં જાગૃત છે. સંયોગ અને શુભાશુભ રાગની અપેક્ષા

PDF/HTML Page 13 of 25
single page version

background image
: ૧૨ : આત્મધર્મ: ૨૨૯
રહિત ગુણ–ગુણીના ભેદ રહિત એવો ચૈતન્ય ચિંતામણિ હું છું એવા અનુભવ વડે અંતરનાં વિશ્રાંતિને
પામેલો હોવાથી ક્્યાંય પણ પરાશ્રયમાં આત્મહિત માનતો નથી. હું નિત્ય જ્ઞાનઘન સ્વભાવમાં છું,
પુણ્ય પાપ આસ્રવતત્ત્વમાં હું નથી–એમ સ્વભાવદ્રષ્ટિ, સ્વભાવજ્ઞાન અને સ્વસંવેદનના બળથી નિજ
રસમાં મસ્ત થયો થકો. અતીન્દ્રિય આનંદમાં મોજ કરે છે. અનાદિની મુર્છા–બેભાનપણું મટી નિજ
મહિમામાં સાવધાન થયો છે, તેથી બીજે ક્્યાંય પણ તેને આનંદ ભાસતો જ નથી. હું જ મોક્ષ છું, મારે
કાંઈ જોઈતું નથી. આમ સમકિતીને નિત્ય આનંદ સ્વભાવમાં સંતોષ વર્તતો હોવાથી, અજ્ઞાનદશામાં
બીજે આનંદ ભાસતો હતો, પરાશ્રય–વ્યવહારમાં હિત ભાસતું હતું તેનાકારણે નિરંતર મિથ્યાત્વાદિ પાપ
કર્મનું બંધન થતું હતું તેહવે ક્્યારે પણ થતું નથી. પણ સ્વભાવદ્રષ્ટિના જોરે શુદ્ધિની વૃદ્ધિરૂપ નિર્જરા
થાય છે.
ધ્રુવ સ્વભાવ સન્મુખ થયો તે થયો. જેમ નિત્ય ચૈતન્ય ધાતુનો નાશ થતો નથી તેમ તેનો
અભેદ આશ્રય કર્યો તે આરાધક ભાવનો પણ નાશ થતો નથી. તેથી આદિ અંત રહિત, અનંત સુખ
ધામમાં એકરૂપની દ્રષ્ટિ સાથે ધારાવાહી જ્ઞાન જ્ઞાનનું જ કામ કરે છે રાગનું નહિ. જેમ પ્રકાશ પ્રકાશનું
જ કામ કરે. અંધારાનું નહીં તેમ આરીતે ધર્મી જીવને નિત્ય ધ્રુવસ્વાધીનતાની દ્રષ્ટિ થઈ તે દ્રષ્ટિ જ્ઞાન
અને સ્વરૂપ તરફની પરિણતિ ધ્રુવ ધારામાં થંભી, અંતર ઘરમાં વિશ્રાંતિ મળી તેથી–ધ્રુવ ચૈતન્યનાઆશ્રયે
અંતરમાં જ્ઞાનધારારૂપ સાધક ભાવ પરમ પદ મોક્ષને પુરુષાર્થ અનુસાર પ્રાપ્ત કરે જ છે.
આ પોતાના અધિકારની વાત છે. સમજાય એવી સીધી વાત છે. પ્રકાશ કર્યા વિના અંધકાર ટળે
નહિ તેમ અંતરમાં આનું પાકું જ્ઞાન ન કરે તો મહાપાપ મિથ્યાત્વ અને અજ્ઞાનરૂપી અંધારૂં ટળે નહી.
જેને સંયોગ અને વિકારની મહત્તા ભાસે છે તે તત્ત્વજ્ઞાનનો નિષેધ કરે છે કે જાણવું માનવું
તેમાં શું? ઉપવાસ કરો, વ્રત પાળો, પૂજા, ભક્તિ, યાત્રા કરો, ધર્મ થાશે. સર્વજ્ઞ ભગવાન કહે છે કે
એમાં શુભરાગ હોય તો પુણ્ય થાય, ધર્મ ન થાય પણ શુભરાગને ધર્મ માને તો અનંત સંસારનું કારણ
એવું મિથ્યાત્વ નામે મહાપાપ થાય. હિત અહિતકરી ભાવનું અજ્ઞાન તેકાંઈ બચાવ નથી.
વ્રત, દયા, દાન, પુણ્ય તો અનંતવાર કર્યા, પુણ્યનો નિષેધ નથી પણ તેમાં ધર્મ (આત્મહિત)
માનવારૂપ મિથ્યાશ્રદ્ધાનો નિષેધ છે.
અરે! સાક્ષાત્ તીર્થંકર બિરાજતા હોય, તેમના ઉપર નજર નાખે ને હજારોવાર ઉપદેશ સાંભળે
છતાં જો પોતે ભેદવિજ્ઞાની ન થાય, તો પુણ્યપાપની રુચિ ન છૂટે એટલે કે જરાય ધર્મ ન થાય.
પુણ્યપાપ અને શરીરની ક્રિયા મારું કાર્ય ને હું તેનો કર્તા એ માન્યતા છોડી એકરૂપ વિશાળ
જ્ઞાન સ્વભાવનો આદર કરી, તેમાં જ સ્વામીત્વ અને પુણ્યપાપ રહિત નિર્મળ જ્ઞાનસ્વભાવી હું નિત્ય
જ્ઞાતા જ છું તેમાં દ્રષ્ટિ, જ્ઞાન અને તેનો આશ્રય તે ધર્મ છે, અને તેનાથી નિર્જરા છે. જ્ઞાનીને સાચા
દેવ–શાસ્ત્ર–ગુરુ પ્રત્યે બહુમાન તથા ભૂમિકાનુસાર રાગ આવે પણ તેને મોક્ષમાર્ગ માને નહીં ત્યારે
અજ્ઞાની પરાશ્રયથી ધર્મ માને છે. શાસ્ત્ર ભણ્યો હોય છતાં ઊંડે ઊંડે વ્યવહાર જોઈએ, નિમિત્ત જોઈએ,
એમ રાગમાં રુચિ કામ કરે છે તેથી તો વ્યવહારભાસી શુભરાગની ધમાલમાં પડ્યો છે અનેરાગમાં
રુચિવાળો સ્વચ્છંદી નિશ્ચર્યાભાસી પણ તેની મૂઢતામાં–અવિવેકમાં સંતોષ માનીને પડ્યો છે.
ભેદ વિજ્ઞાની જીવ ચૈતન્યચિન્તામણિ ભગવાન આત્મામાં રુચિ–મહિમાઅને આશ્રય કરતો થકો
સ્વભાવમાં મોજકરે છે.

PDF/HTML Page 14 of 25
single page version

background image
કારતક: ૨૪૮૯ : ૧૩ :
અનંતગુણના સુખને ધારણ કરનાર
ચૈતન્ય રત્નાકાર
તા. ૩૦–૮–૬૨ સોનગઢ
સમયસારમાં ૪૭ શક્તિનું વર્ણન,
શક્તિવાન આત્મા ઉપર દ્રષ્ટિ દેવા માટે છે.

ભગવાન આત્માનું સુખ અંતરમાં છે, શરીર વાણી મન તથા વ્યવહાર વિકલ્પમાં સુખ નથી.
દરેક આત્મામાં અનાકુળતા સ્વરૂપ સુખ શક્તિ છે તે અવિનાશી આનંદદાતા છે. આત્મા સત્ શાશ્વત
વસ્તુ છે, તેમાં જ્ઞાન આદિ શક્તિ સાથે આનંદ શક્તિ પણ છે. અનંત આનંદમય શાશ્વત આત્મા ઉપર
દ્રષ્ટિ દેતાં પર્યાયમાં દુઃખ છે તેનો નાશ થઈ દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેમાં આનંદ વ્યાપે છે તેને સમ્યગ્દર્શન
અને સમ્યગ્દઆનંદ કહેવામાં આવે છે. સુખ દરેક ગુણનું છે– જ્ઞાનનું સુખ–દર્શનનું સુખ–વીર્યનું,
અસ્તિત્વનું, વસ્તુત્વનું એમ અનંતગુણનું સુખ એવા અનંતગુણના સુખને ધારણ કરનાર આત્માને
દ્રષ્ટિમાં લઈ તેમાં ઢળવું તેને સમ્યગ્દર્શન કહે છે, અનંતગુણોના ધરનાર આત્મા ઉપર અખંડ દ્રષ્ટિ થતાં
જ અનંતકાળમાં નહિ થયેલ સમ્યક્આનંદનો ઉત્પાદ, દુઃખરૂપ મિથ્યાત્વનો નાશ થાય છે આનું નામ
સમ્યગ્દર્શનરૂપ પ્રશંસનીય ધર્મ છે. કર્તા, કર્મ, કરણાદિ છએ કારક દરેક ગુણની પર્યાયમાં દરેક સમયે છે.
સ્વદ્રવ્યના આશ્રયે સુખ ગુણની આનંદ દશા પ્રગટ કરી તે દરેક ગુણની પર્યાયમાં સુખ પ્રગટ કરે છે.
અતીન્દ્રિય આનંદરૂપ કાર્યનું કારણ અનંતગુણનો ધારક આત્મા જ છે. શરીરની ક્રીયા કે શુભરાગરૂપ
વ્યવહારના કોઈ ભેદો સુખરૂપ કાર્યનું કારણ થતાંનથી. આમાં વ્યવહારની ઉપેક્ષા થઈ, વ્યવહારના
અભાવ–સ્વભાવરૂપ પરિણમતો આ આત્માજ સુખરૂપ થાય છે. તું જ દેવાધિદેવ છો. અનંતસુખનો
નિધિ આત્મા છે તેમાં જ્ઞાતાપણાની ધીરજથી ધ્યેયને પકડે તે ધીર સમ્યગ્દ્રષ્ટિ છે.
જ્ઞાનાનંદ લક્ષણથી પ્રસિદ્ધ અનંતગુણધામ આત્માને જાણ્યે–વેદ્યો એનું નામ સમ્યગ્દર્શન–
સમ્યગ્જ્ઞાન છે. પરથી, રાગથી નિરપેક્ષ અનંત શક્તિનો પિંડ આત્મા તેની રુચિ–જ્ઞાન અને તેમાં સ્થિર
થવું તેને મોક્ષમાર્ગ કહે છે. અહિ શક્તિવાનને બતાવી મોક્ષમાર્ગ સમજાવે છે, મોક્ષમાર્ગ તે કાર્ય છે તે
ક્યાંથી પ્રગટ થાય છે? અંદર શક્તિવાન એક ચૈતન્યસ્વરૂપમાં દ્રષ્ટિ અને એકાગ્રતાથી જ પ્રગટ થાય
છે, બીજા કોઈ ઉપાયથી તે પ્રગટ થતો નથી. ભગવાને પરાશ્રયથી ધર્મ થાય એમ કદી જોયું નથી.
અંતર્મુખ દ્રષ્ટિ વડે અંતર્મુખ થતાં અતીન્દ્રિય આનંદની લહેજત આવે તેની આગળ ઈન્દ્ર ઈન્દ્રાણીના
કલ્પિત સુખ સડેલા તૃણ જેવાં લાગે. ચૈતન્ય જાગતાં આનંદની ભરતી આવે છે, જેમ સમુદ્રના
મધ્યબિન્દુમાંથી ઉછાળો આવતાં કાંઠે ભરતી આવે છે તેમ પરથી ભિન્ન અનંતગુણની ભરપુર–
ચિદાનંદનો આદર કરી મહામધ્યસ્થ ચૈતન્યની દ્રષ્ટિ અંતર એકાગ્રતામાં ઉછાળે તો તેની પર્યાયરૂપી કાંઠે
અતીન્દ્રિય આનંદ ઉછળે છે. આમાં સાપેક્ષતા ક્યાં આવી? શક્તિવાનમાં સાવધાનપણે જોતાં પર્યાયમાં
સહજાનંદ ઉજળે છે તેને નિમિત્ત કે વ્યવહારનો ટેકો જરાય નથી; કેમકે ચૈતન્ય મહા પ્રભુજી પોતે જ
બેહદ–પૂર્ણ આનંદ શક્તિથીભર્યો પડ્યો છે. દુનિયા

PDF/HTML Page 15 of 25
single page version

background image
: ૧૪ : આત્મધર્મ: ૨૨૯
સુખ માટે ઝાંવા નાખે છે, આમાંથી સુખ લઈ લઉ–ઉપવાસ કરૂં, વ્રતપાળું એમ રાગની વૃત્તિથી સુખ
લેવા માગે છે. રાગ તે ધર્મ નથી છતાં ધર્મ માને છે. તેઓ અધર્મમાં વાસ કરે છે. પ્રભુ! તારી લીલા
કોઈ બીજી જાતની છે. જ્ઞાનાનંદના પ્રેમની વહાલપમાં પુણ્ય અને નિમિત્તના પ્રેમની વહાલપનો નાશ
થયા વિના રહેતો નથી. પરાશ્રયનો પ્રેમ છોડયા વિના ભગવાન આત્માનો પ્રેમ નહિ આવે, અનંતગુણ
ભંડારની વહાલપ છોડી પુણ્યના શુભરાગના પ્રેમમાં પડ્યો છે તે વ્યાભિચારી છે. અરે! વ્રત, દયા, દાન,
ભક્તિમાં શુભરાગમાં લાભ માની રોકાણો તે મોટો વ્યભિચારી છે. શુભરાગને કરવા જેવો માને છે તે
રાગાદિનો અકર્તા જ્ઞાતાસ્વભાવી ભગવાનને ભૂલી ગયો છે–તેની દ્રષ્ટિમાંથી ખોવાઈ ગયો છે. આત્મા
રાગની સહાય વિનાનો અરાગી, એકલો આનંદમૂર્તિ છે, તેમાં દ્રષ્ટિવડે તેની પર્યાયમાં આનંદ ઉછળે છે
ત્યારે તેની સાથે જ્ઞાન તથા સુખગુણની પર્યાયો પણ અનંતગુણના રૂપ સહિત અનંતશક્તિવાનમાં
વ્યાપે છે, એવી અનંત શક્તિથી ભરપુર આત્માને અવલોકનમાં ગ્રહણ કર્યા કરે તેનું નામ ધર્મ છે.
લોકો સુખને ચાહે છે પણ સુખરૂપ થવું નથી, કેમકે દુઃખના ઉપાયને જ સુખનો ઉપાય માને છે,
પોતે માનેલા સુખ માટે શરીરને છોડીને સુખી થવા માગે છે, તેમાં એમ આવ્યું કે શરીર ન હોય તો પણ
એકલો સુખી થઈશ એમ માન્યું છે, જો કે તેની તેને ખબર નથી પણ એનો સિદ્ધાંત એવો નીકળે છે કે હું
શરીર આદિ પ્રત્યે મમતા છોડી જ્ઞાતામાત્ર છું તેવી સમતા ગ્રહણ કરીને એકલો સુખી રહી શકું છું.
શરીરને છોડ્યું ક્યારે કહેવાય કે દ્વેષ–દુઃખ ન થાય, તે ક્યારે ન થાય કે અસંયોગી જ્ઞાનાનંદ છું એમાં
દ્રષ્ટિને સ્થિરતા હોય તો દ્વેષ–દુઃખ ન થાય, દુઃખને છોડે છે એમ કહેવું તે પણ ઉપચાર છે. અશરીરી
જ્ઞાનાનંદ નિત્ય છું એવી અંદરમાં દ્રષ્ટિ દેતાં તેના આશ્રયે શાંતિ થાય–એ વિના વ્રત તપ ઉપવાસ કરે
તો કરો પણ તેનાથી જરાય મિથ્યાત્વાદિ દોષ મટતા નથી જેમ ભીખમંગા ખાવા ભીખ માંગે અને ન
આપે તો લોહી કાઢી ત્રાગા કરે તેમ દેહની ક્રિયાથી ધર્મ એટલે સુખ માગે તે ત્રાગા છે.
આત્મા તો અનંત જ્ઞાનાનંદનું ધામ છે તેની દ્રષ્ટિથી દોલત છે, પૂર્ણ સુખ સ્વભાવનો સત્કાર–
આદર, બહુમાન થયું ત્યાં તેની દશામાં એક ગુણનો આનંદ ઉછળે છે એમ નથી પણ અનંતગુણનો આનંદ
ભેગો ઉછળી આવે છે તેનું નામ ધર્મ છે, આ સિવાય બીજો કોઈ સત્ય રસ્તો નથી. મહાવિદેહક્ષેત્રમાં
સીમંધર પરમાત્મા પણ આને જ મોક્ષમાર્ગ કહે છે અનંતા તીર્થંકરો થઈ ગયા તેઓ પણ આજ મોક્ષમાર્ગ
કહી ગયા છે. નિરાકુલ સ્વભાવના લક્ષે આકુળતાનો વ્યય અને નિરાકુલતાની ઉત્પત્તિ થાય છે, તે વાત
તારા હાથમાં છે માટે પ્રસન્ન થા. મારી ચીજ રાગદ્વેષ મોહ, વિકલ્પ સંયોગ વિનાની સ્વાધીન છે, અખંડ
જ્ઞાન આનંદથી ભરપુર છે. તેની દ્રષ્ટિ કરી સ્વરૂપને પ્રસન્નતાથી નિહાળતાં જ અંતર્મુખ અવલોકતાં જ
પરમ આનંદ પ્રગટ થાય છે–એની સાથે અનંત શક્તિ ઉછળે છે એવા આત્માને ભજ. એવા આત્મા ઉપર
દ્રષ્ટિ કરી આનંદનો સ્વાદ અને પૂર્ણ સ્વરૂપનો આદર થયો તેને સમ્યગ્દર્શન કહે છે.
૪૭ શક્તિઓનું વર્ણન ભરતક્ષેત્રમાં સમયસાર વિના બીજે ક્યાંય નથી. તીર્થંકરના પેટ–મુખ્ય
નિધાન સમયસારમાં અને આત્મામાં છે. દ્રવ્યની મહત્તા, દ્રવ્ય દ્રષ્ટિનું વર્ણનઅહિં કેમ લીધું કે પરાશ્રયની
શ્રદ્ધા–મહત્તા છોડી એકરૂપ પૂર્ણ જ્ઞાનઘન અનંતશક્તિનો પિંડ આત્મા આવો છે તેની દ્રષ્ટિમાં સંભાળ
થતાં અપૂર્વ જ્ઞાન આનંદની પ્રાપ્તિ થાય એવો માર્ગ સ્પષ્ટપણે આ શક્તિઓ બતાવે છે, બહારમાં
દોડવાથી નહિ મળે, ઠર રે ઠર બીજેથી નહિ મળે.
વિર્ય – શક્તિ
વીર્ય શક્તિ:– આત્મ સામર્થ્ય બળ જે આત્મસ્વરૂપમાં નિર્મળ શ્રદ્ધા જ્ઞાન આનંદ આદિ સ્વ
સામર્થ્યની રચના કરે તેને વીર્ય શક્તિ કહે છે. પુન્ય પાપ શરીર રહિત આત્મા છે. તેમાં વીર્ય ગુણ શું
કામ કરે છે? અતીન્દ્રિયજ્ઞાનમય સ્વરૂપની રચના કરે છે અર્થાત્ તેમાં નિર્મળ શ્રદ્ધા જ્ઞાન સુખની રચના
કરે, પરંતુ શરીરની ક્રિયા, છ પર્યાપ્તિની રચના કરે તેઆત્માના વીર્યનું કાર્ય નથી.

PDF/HTML Page 16 of 25
single page version

background image
કારતક: ૨૪૮૯ : ૧પ :
આત્મા તો નિત્ય ચૈતન્યસ્વભાવ છે તેમાં રાગને રચવાની યોગ્યતા નથી. પંચમહાવ્રત શુભરાગ છે,
આસ્રવતત્ત્વ છે, ઝેર છે તેને વિષકુંભ કહેલ છે કેમકે તેનામાં આત્મસ્વભાવ રચવાની યોગ્યતા જ નથી, રૂની
પૂણીમાંથી રૂ ના તાર નીકળે તેમ આત્માના વીર્યગુણની સંભાળ કરતા–વીર્યવાન અનંતગુણ સંપન્ન આત્મા
ઉપર દ્રષ્ટિ દેતાં સાથે અનંતગુણના નિર્મળ પર્યાયની ઉત્પત્તિ થાય તે વીર્યનું કાર્ય છે. પુન્ય પાપ મિથ્યાત્વની
રચના કરે તે ઉધું વીર્ય છે તેનેઆત્માનું વીર્ય કહેતા નથી. અજ્ઞાનભાવે રાગાદિને રચે તેને આત્માનું વીર્ય
કહેવાતું નથી. અહો! ભગવાન તને શ્રુતામૃતના ઘી પામેલાં મેસુબ પીરસાય છે. ધૂળમાં કાંઈ નથી.
ભગવાન આત્મા નિત્ય જ્ઞાનામૃત ભોજી સ્વભાવવાન છે, એવા નિજ સ્વરૂપની આરાધના
કરતાં અનંતબળનો પ્રકાશ કરનાર બેહદ વીર્યનો ધારક અનંતગુણ પીંડ હું આત્મા છું એમ તેની ઉપર
દ્રષ્ટિ પડતાં નિર્વિકારી આત્મકાર્ય રચે તે આત્મવીર્યનું કાર્ય ખરૂં કે નહિ? ના, જડના કાર્ય સ્વતંત્રપણે
પુદગલ દ્રવ્ય કરે છે, વ્યવહારનયથી બોલાય પણ આત્મા પરનું કાર્ય કરી શકે નહિ. આ પુરૂષ બહુ
બળીયો છે એક મુકી મારે તો આમ થાય–બોલે તો આમ થાય અરે–એતો સ્થૂળ વ્યવહાર કથન છે.
પ્રશ્ન:– બીજો નિમિત્ત તો થાય છે ને?
ઉત્તર:– નિમિત્તનો અર્થ એટલો જ કે આ હોય ત્યાં એ હોય અર્થાત્ ઉપાદાનનું નિમિત્તે કાંઈ
કાર્ય કર્યું નથી, કેમકે બેઉ ભિન્ન છે સ્વયં કાર્ય પરિણત થાય તેને ઉપાદાન કહે છે તેને કાર્ય કર્યુ ત્યારે
ભિન્ન વસ્તુરૂપે કોણ હતું તે બતાવવા નિમિત્તની મુખ્યતાથી કથન આવે છે પણ નિમિત્તદ્વારા પરમાં કાર્ય
થયું, નિમિત્તે કાંઈ અસર મદદ પ્રેરણા કરી તો બીજાનું કાર્ય થયું એ વાત ત્રણ કાળમાં મિથ્યા જ છે.
અહો! દ્રવ્યદ્રષ્ટિનું વર્ણન.
અહો! આ ચૈતન્યશક્તિનો પિંડ દ્રવ્ય છું એમાં દ્રષ્ટિવડે ચૈતન્ય રત્નાકરના મહાત્મ્ય ઉછાળા
આવ્યા છે તે, સહુનું સ્વતંત્રપણું સહુમાં છે એમ દેખે છે, પણ જ્યાં સુધી સંયોગી દ્રષ્ટિ છે ત્યાં સુધી તેં
તને પણ સ્વતંત્રપણે પૂર્ણપણે અવલોક્યો જ નથી.
પ્રશ્ન:– બહારના કાર્યને અને જીવની ઈચ્છાને મેળ છે ને?
ઉત્તર:– ના, ઈચ્છા જ્ઞાનનું કાર્ય નથીરાગને રચે તેને આત્માનું વીર્ય કહેવામાં આવતું નથી.
આત્મા જ્ઞાન કરે અથવા અજ્ઞાનભાવે રાગ કરે પણ પરનો કર્તા થઈ શકતો નથી, પૈસારાખી
શકતો નથી, વ્યવહાર રત્નત્રયના વિકલ્પ ઊઠે તેને આત્મદ્રવ્ય કદિ કારણ નથી. શુભાશુભ રાગના
કારણમાં પર્યાયદ્રષ્ટિએ પર્યાય કારણ છે, પણ તે યોગ્યતા દ્રવ્ય સ્વભાવમાં નથી. અહો? તારો નિત્ય
ચૈતન્ય જ્ઞાતા સ્વભાવ છે, વિકલ્પને તોડવા કે પકડવા તે તારૂં કાર્ય નથી. અંદર એકતા થતાં જ્ઞાનનું વીર્ય,
દર્શન સુખ આદિ અનંતગુણનું વીર્ય એક સાથે ઉછળે છે તે બધામાં વીર્યપણું બતાવે છે, તે અનંતગુણનો
આધાર આત્મા છે તેની ઉપર દ્રષ્ટિ દીધે ધર્મ છે. અહો! આ વાત જૈન સિવાય બીજે ક્યાં હોય?
સ્વરૂપને અવલોકતાં પર જણાઈ જાય છે. ગરીબાઈ હતી ત્યારેક્યાંય ખોદતા સોનાનો ભંડાર જડે તો
કેટલો હર્ષ–ઉત્સાહ થઈ જાય પણ તે તો ધૂળ છે, સ્વપ્ન સમાન છે. પણ બધાનો જાણનાર અસંગ અવિકાર
અનંતગુણધામ છું, પરાશ્રયનીય દ્રષ્ટિ છોડીને નિશ્ચય દ્રષ્ટિથી નિજને અવલોકતાં જ હું અનંતગુણધારી
જ્ઞાયક વીર છું એના મહિમાનો પરમઆનંદ ઉછળે છે, તે સાથે અનંતગુણનો આનંદ પણ ઉછળે છે.
શ્રી કુંદકુંદાચાર્યદેવ ધર્મના ધોરી હતા, નિર્મળ દર્શન જ્ઞાન ચારિત્રમાં ઝુલતાહતા, તેમને પણ
વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ આવે ખરો, પણ તેનો આશ્રય કરવા જેવો છે એમ માનતા ન હતા ને
તેમાં વીર્ય રોકાય તેને આત્માના વીર્યનું કાર્ય ન કહેતાં આસ્રવ તત્ત્વમાં અને પુદગલ દ્રવ્યમાં નાખી દેતા
હતા. ઔદયિક ભાવને રચે તે આત્મતત્ત્વ નહિ, તત્ત્વાર્થ સુત્રમાં જ્ઞાનપ્રધાન કથનથી ઔદયિક ભાવને
સ્વતત્ત્વ કહ્યું પણ અહીં દ્રવ્યદ્રષ્ટિથી જ્ઞાતા સ્વભાવથી ભિન્ન કહી વિરુદ્ધ તત્ત્વમાં અજીવમાં નાખી

PDF/HTML Page 17 of 25
single page version

background image
: ૧૬ : આત્મધર્મ: ૨૨૯
દીધું છે, ચૈતન્ય–સ્વભાવની સંભાળ કરતાં રાગાદિની રચના કરનાર પણું ભાસતું નથી. ચારિત્ર દોષથી
રાગની રચના છે તે આત્મભાવ નથી એમ રાગથી ભેદપાડી અભેદ સ્વરૂપનો જ આદર કરાવેલ છે.
ક્રમબદ્ધ પર્યાયના નિર્ણયમાં અકર્ત્તાપણાનો પુરુષાર્થ છે. હું જાણનાર તત્ત્વ છું, સ્વભાવ દ્રષ્ટિ થઈ તે
સ્વભાવનું જ કામ કરે–આત્માને જાગૃત કરે છે, આત્મામાં વીર્ય ગુણ છે અને પુરુષાર્થ તેની પર્યાય છે,
ક્રમબદ્ધપર્યાયના નિર્ણયમાં અકર્તાપણાનો, સ્વભાવ સન્મુખ જ્ઞાતાપણાનો પુરુષાર્થ છે તેમાં સર્વ
વિભાવની ઉપેક્ષા છે. હું ક્રમબદ્ધ પર્યાયનો જાણનાર છું, જ્ઞાન સ્વભાવ ઉપર દ્રષ્ટિ પડી તે સ્વાભાવિક
કામ કરે છે નેઆત્માને પ્રસિદ્ધ કરે છે.
નિયતનો નિશ્ચય કરનારો જાગ્યો તે સ્વસન્મુખજ્ઞાતાપણાના પુરુષાર્થમાં લાગેલ જ હોય છે. દ્રવ્ય
ગુણ અને તેની દરેક સમયનીય પર્યાય ત્રણે સ્વપણે સત્ છે, પરથી અસત છે. દ્રવ્ય ગુણ પર્યાય ત્રણે
પરથી અણકરાયેલ છે, તથા પરમાં કર્ત્તાપણા રહિત છે, એમ નિયતસ્વભાવી ધર્મને જાણ્યો તેને અક્રમ
અનંતગુણનો પિંડ એકરૂપ જ્ઞાયકભાવ તે હું છું, એમાં દ્રષ્ટિ દેતું ફાટફાટ વીર્ય ઉછળે છે તે કેવળજ્ઞાનનો
સાધક ચૈતન્યપ્રભુની જ્ઞાનાનંદમય લહેરોને ઉછાળતો પરનાઅને રાગના કાર્યનો કર્ત્તા થતો નથી,
જ્ઞાનાનંદ લહેરની રચના કરનારો છું એમાં અભેદ દ્રષ્ટિ વડે સાવધાન થયો ત્યાં અનંત જ્ઞાન દર્શન,
સુખ, વીર્યનો પુરુષાર્થ એક સાથે છે, ને તે જીવ કેવલ જ્ઞાનના કિનારે આવી અલ્પકાળમાં કેવળજ્ઞાની
પરમાત્મા થઈ જાય છે.
દરેક સમયે (૧) સ્વભાવ, (૨) પુરુષાર્થ, (૩) કાળ, (૪) નિયતી, (પ) કર્મ એ પાંચ
સમવાય એક સાથે હોય છે, પરાશ્રયની શ્રદ્ધા છોડી ભેદને ગૌણ કરી હું ત્રિકાળજ્ઞાયક પૂર્ણસ્વાધીન વસ્તુ
છું એમાં દ્રષ્ટિ દઈને અપ્રતિહતધારાથી જાગ્યો, હું કેવળજ્ઞાન સ્વભાવી છું એવા નિશ્ચયથી જાગ્યો તે
સમ્યગ્દ્રષ્ટિ છે તે કદિ બહારમાં આખી દુનિયા પ્રતિકૂળ હોય તો પણ મારા જ્ઞાતા સ્વભાવમાં જરાય ખંડ
પડતો નથી, નિરંતર અખંડ જ્ઞાન શાન્તિમય અંતરંગ જ્ઞાનધારામાં ભંગ પડતો નથી એમ સ્વરૂપ
સામર્થ્યની રચનામાં સાવધાન થયો તે નિરંતર નિર્ભય છે, પ્રસન્ન છે.
અનંતવીર્યદ્વારા અનંતગુણની સામર્થ્ય રચનાને ધારણ કરનારા આત્મામાં આનંદની રેલમછેલ
કરનાર, આત્મવૈભવ બતાવનાર આત્મવૈભવશાલી ગુરુદેવનો જય હો.
શ્રી ગુરુનાં ચરણકમળની સેવાનો પ્રસાદ
તત્ત્વ વિચારમાં ચતુર, નિર્મળ ચિત્તવાળો જીવ ગુણમાં મોટા એવા
સુગુરુના ચરણ કમળની સેવાના પ્રસાદથી ચૈતન્ય પરમતત્ત્વને પોતાના
અંતરમાં અનુભવે છે. ગુણમાં (સમ્યગ્દર્શન–જ્ઞાનાદિમાં) મહાન ગુરુ
શિષ્યને કહે છે કે પ્રથમ ભાવને જાણ–પરથી ભલું ભૂંડું માનવું છોડ, દેહમાં
રહેલો છતાં દેહથી–શુભાશુભરાગથી ભિન્ન એવા તારા અસંગ પરમ
ચૈતન્યતત્ત્વને અંતરમાં દેખ, આ જ હું છું એમ ભાવભાસનવડે ચૈતન્યનો
અનુભાવ થાય છે.
શ્રી ગુરુનાં આવા વચન દ્રઢપણે સાંભળીને નિર્મળ ચિત્તવાળો શિષ્ય
અંતરમાં તદ્રુપ પરિણમી જાય છે... ને એવી સેવા (ઉપાસના) ના પ્રસાદથી
લાયક જીવ પોતાના આત્માનો અનુભવ કરે છે.

PDF/HTML Page 18 of 25
single page version

background image
કારતક: ર૪૮૯ : ૧૭ :
તથા, સ્વતંત્રતાથી શોભાયમાન
અસંકુચિત વિકાસત્ત્વશક્તિ ઉપર
પૂ. ગુરુદેવનું પ્રવચન. ભાદ્ર૦ સુદ પ સોનગઢ.

ઉત્તમ ક્ષમાદિ દસ ધર્મ તે વીતરાગ ભાવરૂપ ચારિત્ર આરાધનાના ભેદ છે, જે નિશ્ચય
સમ્યગ્દર્શન સહિત હોય છે.
શ્રી કાર્તિકસ્વામી નામે મહામુનિ ભાવલિંગી સંત હતા. તેમણે બાર અનુપ્રેક્ષા નામે ગ્રંથ લખેલ
છે, જેમાં સર્વજ્ઞ વીતરાગ કથિત દ્રવ્યાનુયોગની મુખ્યતા સહિત કરણાનુયોગ, પ્રથમાનુયોગ અને
ચરણાનુયોગની પદ્ધતિ છે.
આ ગ્રંથની ગાથા ૩૯૪ની ટીકામાં આટલું લખેલું મળી આવે છે કે ‘સ્વામી કાર્તિકેય મુનિ ક્રોંચ
રાજા કૃત ઉપસર્ગ જીતી દેવલોક પામ્યા’ , એ બાલબ્રહ્મચારી આચાર્યવર બે હજાર વર્ષ પહેલાં થઈ ગયા
એમ પણ કથન છે.
હવે પ્રથમ જ ઉત્તમ ક્ષમા નેધર્મ કહે છે–
केहिण जो ण तप्पदि सुरणर तिरएहिं कीरमाणेवि।
उवसग्गे वि रउदे तस्स खिमा णिम्मला होदि।।३९४।।

અર્થ:– જે મુનિ દેવ–મનુષ્ટ–તિર્યંચ (પશુ) અને અચેતન દ્વારા રૌદ્ર, ભયાનક, ઘોર ઉપસર્ગ થવા
છતાં પણ ક્રોધથી તપ્ત ન થાય તે મુનિને નિર્મળ ક્ષમા હોય છે.
અવિનાશી જ્ઞાનાનંદ સ્વરૂપને જ પોતાનું સ્વ એટલે ધન માનનાર સમ્યગ્દ્રષ્ટિ અને વીતરાગી
ચારિત્ર વંત મુનિ ગમે તેવા ઘોર ઉપસર્ગ દેખી સ્વરૂપથી ચ્યુત થતા નથી.
કોઈ પરદ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવ અનેકર્મનો ઉદય મારે માટે અનુકૂળ પ્રતિકૂળ નથી. સર્વજ્ઞ
ભગવાને કોઈને માટે કોઈ પદાર્થ ઈષ્ટ અનિષ્ટકારી કદી જોયો જ નથી. જીવ જાણનાર સ્વરૂપ છે. જ્ઞેયો
જણાવવા યોગ્ય છે. કોઈ કાળે કોઈ પદાર્થોમાં એવી છાપ નથી કે કોઈને માટે અનુકૂળ–પ્રતિકૂળ થઈ
શકે. રાગદ્વેષ, સુખ–દુઃખ ઉપજાવવાની કોઈ પર પદાર્થમાં યોગ્યતા નથી પણ અયોગ્યતા છે. જીવ જ
પોતાનું જ્ઞાતા સ્થિર સ્વરૂપ ભૂલીને મોહથી જૂઠા નામ પાડે છે તે પોતાની ભૂલથી જ દુઃખી થાય છે.
પરના કારણે કાંઈ પણ કાર્ય થયું એમ નિમિત્ત કર્ત્તાપણાનો વિકલ્પ તે ઉપચાર જ છે, વાસ્તવિક નથી.
જ્ઞાની તો ભેદ વિજ્ઞાનના બળથી જાણે છે કે હું

PDF/HTML Page 19 of 25
single page version

background image
: ૧૮ : આત્મધર્મ: ૨૨૯
તો દેહાદિરૂપે કદી નથી, હું તો સદા જ્ઞાતા સાક્ષી છું. પરવસ્તુ લાભ–હાનિ કરવા સમર્થ નથી, તે તો જ્ઞેય
છે. પરવસ્તુ કોઈને બાધક સાધક નથી–એમ વસ્તુસ્વભાવને જાણનાર રહીને નિત્ય જ્ઞાતાસ્વભાવની
શ્રદ્ધામાં સાવધાન રહે છે.
હું પરનું કાંઈ કરી શકું અને પર વસ્તુ મારૂં ઈષ્ટ અનિષ્ટ કરી શકે એમ માનનાર મિથ્યાદ્રષ્ટિ છે.
મિથ્યાદર્શન જ સહુથી મોટું પાપ છે. સમ્યગ્દ્રષ્ટિ તો શુભાશુભ રાગને પણ પરજ્ઞેયપણે જાણે છે, તેમાં
શુભભાવને ભલો અને અશુભ રાગ ભૂંડો એવા ભેદ જોતો નથી. સંસારઅપેક્ષાએ, પાપ અપેક્ષાએ
પુણ્યને ઠીક કહેવાય છે, પણ મોક્ષમાર્ગ અપેક્ષાએ બેઉને બાધક અને અહિતકર માનવામાં આવેલ છે.
એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શતું નથી. માત્ર એક આકાશ ક્ષેત્રે, સંયોગ વિયોગરૂપ અવસ્થા
બદલાય છે. શરીરને છરી વાગે, અગ્નિ આવે, કાંટા વાગે, માથું કાપનાર મળે તો પણ સ્વસન્મુખ
જ્ઞાતાપણાની બેહદ ધીરજરૂપી સહજ ક્ષમા જ્ઞાનીને હોય છે. અરે! ... આમ કેમ? એવો મનમાં વિકલ્પ
પણ ન ઊઠે. પણ આકાળે આમ જ હોય, મારા જ્ઞાનની સ્વચ્છતાનો કાળ જ એવો છે કે સ્વ–પર
પ્રકાશક જ્ઞાન અને સામે જ્ઞેય આમ જ હોય એમ નિત્ય જ્ઞાતાસ્વભાવથી સમતા વંત રહે તેનું નામ
ઉત્તમ ક્ષમા છે.
ક્રોધનાકારણો મળે છતાં આ રીતે ભેદ વિજ્ઞાનના બળથી ક્રોધની ઉત્પત્તિ ન થાય. ભય, આશા,
સ્નેહ અને લોભાદિને કારણે ક્ષમા રાખે તે ક્ષમા નથી, અને સમ્યગ્દ્રષ્ટિને ક્ષમાના શુભ વિકલ્પ રહે છે તે
વ્યવહાર ક્ષમા છે; સાથે સ્વદ્રવ્યના આશ્રયરૂપ શાન્તિ, જાગૃતિ રહે તે નિશ્ચય ક્ષમા છે.
ગમે તેવા પ્રતિકૂળ–અનુકૂળ પદાર્થો મળે તો પણ મને તો કોઈ મળતું જ નથી, હું પરાશ્રય
વિનાનો જ્ઞાતા જ છું, સદાય પરથી જુદો સાક્ષી છું, મારા અનંત ગુણોથી પરિપૂર્ણ છું–એવી દ્રષ્ટિ ઉપરાંત
સ્વરૂપમાં સાવધાની ઘણી છે, તેનેઉત્તમ ક્ષમા છે પોતાના બેહદ અકષાય સ્વભાવમાં સાવધાન રહેવાથી
ક્રોધાદિની ઉત્પત્તિ ન થવી તેનુંં નામ સાચી ક્ષમા છે. સમ્યગ્દર્શન પણ મિથ્યાત્વ અને અનંતાનુબંધી
કષાયની અનુત્પત્તિરૂપ ક્ષમા છે. ભૂમિકાનુસાર સહન કરવાનો શુભભાવ આવે છે ત્યાં અંશે સ્વાશ્રય,
વીતરાગતા તે નિશ્ચય ક્ષમા અને શુભરાગ તે વ્યવહાર ક્ષમા છે.
તત્ત્વાર્થ સૂત્ર એટલે મોક્ષશાસ્ત્રમાં કથન આવે છે કે એકેક તીર્થંકરના તીર્થમાં દસ દસ મહામુનિ
ઘોર ઉપસર્ગ સહન કરીને, પરિષહ જીતીને, અંતમાં સમાધિમરણદ્વારા પ્રાણોનો ત્યાગ કરીને સ્વર્ગ–
વિમાનોમાં ઉત્પન્ન થયા.
અહીં સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા ગા. ૩૯૪ની ટીકામાં વર્ણન છે કે– (૧) શ્રી દત્તમુનિ વ્યંતરકૃત
ઉપસર્ગ જીતીને કેવળજ્ઞાન ઉપજાવી મોક્ષ ગયા, તથા (ર) ચિલાતી પુત્રમુનિ વ્યંતરકૃત ઉપસર્ગ જીતી
સર્વાર્થસિદ્ધિ ગયા, (૩) સ્વામી કાર્તિકેયમુનિ ક્રોંચ રાજાકૃત ઉપસર્ગને જીતી દેવલોક ગયા, (૪)
ગુરુદત્ત મુનિ કપિલ બ્રાહ્મણકૃત ઉપસર્ગને જીતી, કેવળજ્ઞાન ઉપજાવી મોક્ષ ગયા, (પ) શ્રી ધન્યમુનિ
ચક્રરાજકૃત ઉપસર્ગને જીતી, કેવળજ્ઞાન ઉપજાવી મોક્ષ ગયા, (૬) પાંચસોમુનિ દંડક રાજાકૃત ઉપસર્ગને
જીતી સિદ્ધિને (મોક્ષને) પ્રાપ્ત થયા, (૭) રાજકુમારમુનિ પાંશુલ શ્રેષ્ઠીકૃત ઉપસર્ગને જીતી સિદ્ધિને પ્રાપ્ત
થયા, (૮) ચાણકયાદિ પાંચસો મુનિ મંત્રીકૃત ઉપસર્ગને જીતી મોક્ષ ગયા, (૯) સુકુમાલમુનિ
શિયાળકૃત ઉપસર્ગ જીતી દેવ થયા, (૧૦) શ્રેષ્ઠીના બાવીસ પુત્રો નદીના પ્રવાહમાં પદ્માસને શુભ
ધ્યાન કરી દેવ થયા, (૧૧) સુકોશલમુનિ વાઘણકૃત ઉપસર્ગ જીતી સર્વાર્થસિદ્ધિ ગયા, (૧૨) શ્રી
પણિકમુનિ જળનો ઉપસર્ગ સહીને મુક્ત થયા, એવા દેવ, મનુષ્ય, પશુ અને અચેતનકૃત ઉપસર્ગ
સહનકર્યા છતાં દેહમાં–રાગાદિમાં એકતા બુદ્ધિ ન

PDF/HTML Page 20 of 25
single page version

background image
કારતક: ૨૪૮૯ : ૧૯ :
કરી અને ક્રોધ ન કર્યો તેમને ઉત્તમ ક્ષમા થઈ; એ પ્રમાણે ઉપસર્ગ કરવાવાળા ઉપર પણ ક્રોધ ન ઉપજે
એવો આત્મા આત્મભાવનામાં બળવાન રહે.
ભેદજ્ઞાનદ્વારા એવું ચિન્તવે કે જો કોઈ મારા દોષ કહે છે તે જો મારામાં દોષ છે તો તે શું ખોટું
કહે છે? એમ વિચારી સમભાવ રાખે. વળી જો મારામાં દોષ નથી તો જાણ્યા વિના અજ્ઞાનવંશે કહે ત્યાં
અજ્ઞાન ઉપર કોપ શું કરવો? વચન શબ્દરૂપ ભાષા વર્ગણા છે, તેનો કર્ત્તા કોઈ જીવ નથી. ક્રોધ કરનાર
જીવ તેની કષાયરૂપ પીડાનું સમાધાન કરે છે, મારૂં કાંઈ કરી શકતો નથી. હું તો જ્ઞાતા જ છું. આમ
જ્ઞાનાનંદ સ્વભાવમાં સાવધાની વડે ક્રોધ ઉત્પન્ન ન થવો તે ક્ષમાને ભગવાને સાચી ક્ષમા કહી છે.
સમયસારજીમાંથી, ૪૭ શક્તિઓમાંથી ૧૩મી શક્તિનું વર્ણન ચાલે છે.
ક્ષેત્ર કાળથી અમર્યાદિત્ એવા ચિદ્દવિલાસ સ્વરૂપ અસંકુચિત્ વિકાસત્ત્વ શક્તિ આત્મામાં છે.
એ ગુણમાં પણ અનંતગુણનું રૂપ છે; એવા અનંતગુણોનો પિંડ જ્ઞાન માત્ર આત્મામાં દ્રષ્ટિ દેવાથી, પ્રગટ
પર્યાયમાં અખંડિત પ્રતાપવંત અસંકુચિત્વ ચૈતન્ય વિકાસનો વિલાસ ઊછળે છે. સમ્યગ્દર્શન અલૌકિક,
અદભૂત, અપૂર્વ શક્તિ છે. તેની સાથે આ તેરમી શક્તિ એમ બતાવે છે કે કોઈ તને લાભ નુકશાન કરી
શકે નહીં, કેમકે એવો કોઈ ગુણ આત્મામાં નથી, પણ કોઈ ક્ષેત્ર, કાળ, કર્મ વિકારથી તારો વિકાસ
રોકાય નહીં, અને ધ્રુવ સ્વભાવ સામર્થ્યના આશ્રય વડે વિકાસ થાય એવો ગુણ આ શક્તિમાં છે. આમ
અનંતગુણ સહિત સ્વતંત્રતાથી શોભાયમાન નિત્ય સામર્થ્યપણે ટકીને બદલવું તારાથી છે, તારા આધારે
છે, પરથી નથી; માટે પર ચીજ કોઈને કે આ આત્માને બાધક સાધક થઈ શકતી નથી આમ જાણવું તેનું
નામ સાચું અનેકાન્ત છે.
૧૩મી શક્તિનું વર્ણન દોઢ લીટીમાં ટૂંકામાં ઘણું કહી નાખ્યું છે, જેમ એક મહાન વ્યાપારીએ
ખુલ્લા પોષ્ટકાર્ડમાં તેના આડતીયા ઉપર લખેલું કે અત્યારે રૂઊનો ભાવ એક ખાંડીના પ૦૦) છે, પણ
પ૪૦) સુધી બે લાખ ગાંસડી ખરીદજો, જુઓ દોઢ લીટીમાં કેટલો ગૂઢ અર્થનો વિસ્તાર ભર્યો છે તે
પોસ્ટમેન વાંચે તો ન સમજે; પણ કોઈ ચતુર વ્યાપારી તર્કદ્વારા સમજી લે કે અહો! નાની જગ્યામાં
દુકાન છતાં બેઉ પાર્ટીની મોટી પ્રતિષ્ઠા, પરસ્પર વિશ્વાસ અને નિર્ભયતા કેવી છે! તે વિના ખુલ્લા
પત્રમાં આવું લખાણ હોઈ શકે નહીં; તેમ સર્વજ્ઞ ભગવાનની સમયસરજીમાં એક એક શક્તિની ખુલ્લી
ચીઠ્ઠી આવી છે તે સમ્યગ્દ્રષ્ટિ શાહુકાર ઉપર લખી છે. લખનાર સર્વજ્ઞ વીતરાગ દેવાધિદેવ છે. અધરથી
લખીતંગ અને મફતલાલની સહી એમ નથી.
અહો! તારામાં એવી શક્તિ અર્થાત્ નિત્ય સત્તાત્મક અનંતાગુણ છે. તે શક્તિવાન ઉપર દ્રષ્ટિ દે
તો ભેદ અને પરાશ્રયની દ્રષ્ટિ છૂટી, વિકારની ઉપેક્ષા થઈ, આત્મામાં અમર્યાદિત વિકાસ શક્તિનું કાર્ય
દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેમાં વ્યાપે છે; સાથે જ દરેક ગુણનો વિકાસ બાધા રહિતપણે આત્માભિમુખ થઈ
વર્તે છે તેના પ્રતાપને કોઈ ક્ષેત્ર, કાળ, કર્મ કે સંયોગ વિઘ્ન કરવા સમર્થનથી એવી ચિદ્દવિલાસ શક્તિ
મારામાં છે, એમ જાણી પૂર્ણ સ્વભાવી ચૈતન્ય સન્મુખ થવું તેનું નામ સમ્યગ્દર્શન છે.
દર્શનમોહ કર્મનો ઉદય આવે તો મિથ્યાત્વ થાય; અરે ચાલ રે ચાલ, તું હોતાં તને કોણ હણી
શકે, પરવડે પરાધીનપણું બતાવે તે વાત જ્ઞાતા માને નહીં. પર્યાયમાં સંકોચરૂપે પોતાની ક્ષણિક યોગ્યતા
છે તેને દ્રવ્યદ્રષ્ટિના વિષય દ્વારા જીવનું પરિણમન માનતા નથી.
જે ભાવે તારી પર્યાયમાં સંકોચ થાય અને વિકાસ ન થાય એવો ગુણ તારામાં નથી–એમ
જાણીને ક્ષણિક વિભાવનું આલંબન છોડ અને નિર્મળ શક્તિઓનો પિંડ સ્વભાવવાન છો તેનું આલંબન
કર તો અપૂર્ણતા નહીં રહે. (ક્રમશ:)