Atmadharma magazine - Ank 231
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 29
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૦
સળંગ અંક ૨૩૧
Version History
Version
Number Date Changes
001 Apr 2004 First electronic version.

PDF/HTML Page 2 of 29
single page version

background image
____________________________________________________________________________
વર્ષ ૨૦ અંક ૩જો] તંત્રી: જગજીવન બાવચંદ દોશી [પોષ ૨૪૮૯
____________________________________________________________________________
જે દીન તુમ વીવેક બીન ખોયે
મોહ–વારુણી પી અનાદિ સે પર–પદમેં ચિર સોયે;
સુખ કરંડ ચિત્પિંડ આપ–પદ, ગુણ અનંત નહીં જોયે,
જે દિન તુમ વિવેક બિન ખોયે.
હોય બહિર્મુખ ઠાનિ રાગ રૂપ કર્મ–બીજ બહુ બોયે;
તસુ ફલ સુખ–દુઃખ સામગ્રી લખિ, ચિતમેં હરખે રોવે.
જે દિન તુમ વિવેક બિન ખોયે.
ધવલ ધ્યાન શુચિ સલિલ પુરસે આસ્રવમલ નહીં ધોયે;
પરદ્રવ્યનિકી ચાહ ન રોકી. વિવિક પરિગ્રહ ઢોયે.
જે દિન તુમ વિવેક બિન ખોયે.
અબ નિજમેં નિજ જાન નિયત યહાં નિજ પરિણામ સમોયે;
યહ શિવમારગ સમરસ સાગર. ભાગચંદ હિત તોયે,
જે દિન તુમ વિવેક બિન ખોયે.
_________________________________________________________________
૧ શુભાશુભ રાગાદિ કરવા જેવા છે એમ કર્તૃત્વ વડે. ૨ દેખીને. ૩ પાણી. ૪
મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, ક્રોધાદિ કષાય અને યોગરૂપી મલીનભાવ. પ મુર્છા–મમત્વ,
પરદ્રવ્ય–પરભાવ પુણ્યપાપને ગ્રહણ કરવાનો બોજો મૂઢ જીવ ઉપાડતો રહે છે. ૬ નિશ્ચય
(૨૩૧)

PDF/HTML Page 3 of 29
single page version

background image
સ. વ. ણ. પ. ર સ. મ. ચ. ર
પરમ ઉપકારી પૂ. ગુરુદેવ સુખશાન્તિમાં બિરાજમાન છે. પ્રવચનમાં
સવારે મોક્ષમાર્ગ પ્રકાશક અ. ૯ ચાલે છે. તેમાં તત્ત્વાર્થ શ્રદ્ધાનનું રહસ્ય
અલૌકિક પ્રકારે સમજાવવામાં આવે છે. શ્રી સમયસારજી શાસ્ત્ર ગા. ૨૦–૨૧
ચાલે છે. આ ૧૪મી વારના સમયસાર પ્રવચનમાં તત્ત્વજ્ઞાનનો વિશાળ
અનુભવ પ્રત્યક્ષ સાંભળવા મળે છે–એ ધર્મ જિજ્ઞાસુઓ માટે મહાન વસ્તુ છે.
લાડનુંવાળા શેઠ શ્રી વચ્છરાજ્જી ગંગવાલ તા. ૩૦–૧૧–૬૨ના રોજ
અહીં કુટુંબસહિત પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનો તથા સત્સમાગમનો લાભ લેવા
આવેલ છે.
વૈરાગ્ય સમાચાર
શ્રી મોહનલાલ ડોસાભાઈ રાજકોટવાળા [ઊ. વ. ૬૬] સં. ૨૦૧૮
આસો વદ ત્રીજ તા. ૧૦–૧૦–૬૨ના પરલોકવાસી થયા. સ્વર્ગસ્થ આત્માને પૂ.
ગુરુદેવશ્રી પ્રત્યે ઘણો ભક્તિભાવ હતો તેઓ ઘણીવાર સોનગઢ આવતાહતા
અને રાજકોટ જિનમંદિરમાં ચાલતા ધાર્મિક વાંચનમાં નિયમિત હાજરીઆપતા
ભાવનામાં સાવધાન રહેતા હતા. શારિરીક તબીયત ઘણા વર્ષોથી નરમ હોવા
છતાં તેઓ તેના કારણે પોતાને દુઃખી ન માનતાં, ધર્મ પ્રસંગોમાં હાજર રહેતા
હતા. દક્ષિણ ભારતની પૂ. ગુરુદેવની તીર્થયાત્રા વખતે પણ તેઓસાથે હતા.
આયુપૂર્ણ થવા વખતે ધર્મજાગૃતિ ને યોગ્ય ભાવના રાખીને પૂજ્ય ગુરુદેવના
અપૂર્વ ઉપકારનું સ્મરણ કરતા હતા, તેમનો આત્મા શીઘ્ર આત્મકલ્યાણ સાધે
એમ ભાવીએ છીએ, તથા તેમનાં કુટુંબીજનો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવીએ છીએ.
હિંમતલાલ કેશવલાલ ડગલી વિંછિયાવાળા (ઉંમર વર્ષ ૬૩) પોષ
સુદી ૨ તા. ૨૮–૧૨–૬૨ની રાત્રે સ્મરણ સહિત સ્વર્ગવાસી થયા. તેઓ પરમ
ઉપકારી પૂ. ગુરુદેવના સત્ સમાગમ માટે સોનગઢ અનેક વર્ષોથી આવતા
હતા. પૂ. ગુરુદેવ પ્રત્યે તેમને ઘણી ભક્તિ હતી. દેહ–અવસાનના દિવસે
સવારથી તેઓ ખૂબ સ્ફુર્તિમાં હતા, આખો દિવસ અને રાત્રે ધર્મશ્રવણમાં મન
લગાવ્યું હતું, તેઓ પોતાના આત્મકલ્યાણની ભાવના પૂર્ણ કરે, શીઘ્ર
આત્મહિત સાધે એમ ભાવના ભાવીએ છીએ. તેમના કુટુંબીજનોને પ્રત્યે
સહાનુભૂતિ દર્શાવીએ છીએ.
જાહેરાત
એક મોટા ભોજનાલયનો કોન્ટ્રાક્ટ આપવાનો છે, લેવા ઈચ્છનારે
કોન્ટ્રાક્ટની શરત માટે લખવું
(૧) પાકું નામું જાણનાર કોઠારી અને (૨) સશક્ત પ્રામાણિક ચોકીદાર.
ઉપરના માટે પત્રવ્યવહાર નીચેના સરનામે કરવો:–
શા. મલુકચંદ છોટાલાલ દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 4 of 29
single page version

background image
વર્ષ વીસમું : અંક : ૩જો સંપાદક : જગજીવન બાવચંદ દોશી પોષ : ૨૪૮૯
શુદ્ધદ્રષ્ટિ અને અનુભવ માટે શું જોઈએ?
શ્રદ્ધાના એકરૂપ વિષયમાં સંસાર, મોક્ષ અને મોક્ષમાર્ગના કોઈ ભેદનો સ્વિકાર
નથી. નિરપેક્ષ અખંડ પૂર્ણ સ્વભાવભાવનું લક્ષ કરવું તે શુદ્ધ દ્રષ્ટિનો અને શ્રદ્ધાનો વિષય
છે. પ્રમાણજ્ઞાનમાં ત્રિકાળસ્વભાવ, વર્તમાન અવસ્થા તથા નિમિત્તને જાણે છે પણ શ્રદ્ધામાં
કોઈ પડખાનો ભેદ નથી. પરિપૂર્ણ એકરૂપ ધ્રુવસ્વભાવનો મહિમા લાવી સ્વરૂપમાં એકાગ્ર
થતાં અપૂર્વ શાન્તિનો અનુભવ થાય છે. તે વખતે પ્રમાણ, નય વગેરેના કોઈ વિચાર હોતા
નથી. અને તે કાળે હું શાન્તિને વેદું છું એમ પર્યાય ઉપર લક્ષ હોતું નથી. આવું સાંભળીને
કોઈ માને કે આમ ધ્યાનમાં બેસી ઠરી જઈએ, પણ ભાઈ રે! હઠથી ધ્યાન હોતું નથી. તે
જાતની પાત્રતા અને સત્સમાગમે તે માટેનો અભ્યાસ કરવો જો્રઈએ, રાગદ્વેષ મોટું પાપ
નથી પણ તત્ત્વાર્થ સંબંધી મિથ્યા અભિપ્રાય જ મોટું પાપ છે તે પાપ અન્ય ઉપાયથી ટળે
નહીં પણ વિપરિત અભિપ્રાય રહિત સર્વજ્ઞ કથિત તત્ત્વાર્થોની દ્રઢ શ્રદ્ધા કરવી જોઈએ, મારે
માટે હિત અહિત રૂપ શું છે તે ભાવોને ઓળખી ઉપાદેયનો આદર કરી તે હિતસ્વરૂપમાં
ઢળવાથી જ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. પર વડે મારું ભલું ભૂંડું થઈ શકે; હું પરનું,
શરીરનું, વાણીનું કાંઈ કરી શકું છું; પરાશ્રયથી લાભ માને, શુભરાગથી ધર્મ માને એ
મિથ્યા માન્યતા છે તે અનાદિની ભૂલ ટાળવા માટે જાત ઉપર આવવું પડશે.
મારૂં હિત અહિત મારા વડે જ થાય છે. એ વાતનો અનુભવ જાતની દરકાર કરે તો
થાય છે. તે માટે તત્ત્વનિર્ણયનો પુરૂષાર્થપૂર્વક ઉદ્યમ કરવો જોઈએ. કોઈ કર્મ મારગ આપે,
અમૂક કાળ આવે ત્યારે અંદરમાં જ્ઞાનનો ઉદ્યમ થાય એમ પરાધિનપણું નથી. અપૂર્વ
તૈયારીથી કેવળ પોતાના પરમાર્થ માટે રાત દિવસ ઝુર્યા વિના તેના બારણાખુલતા નથી.
પુણ્યથી પૈસા, બંગલા, આબરૂ વગેરે ધૂળ મળી તેમાં આત્માને શો લાભ? પરના
અભિમાનવડે જ્ઞાતાસ્વભાવની દ્રઢતાનો નાશ થઈ રહ્યો છે. પોતાનો અસલી સ્વભાવ
સંયોગ અને વિકારના સ્પર્શ વિનાનો, પરના કર્તા–ભોક્તા વિનાનો સ્વાશ્રિત છે, તેનો મૂઢ
જીવ પુણ્યની રુચિ વડે તિરસ્કાર કરે છે. લોકો પુણ્યને ભલું માને છે પણ બંધન અને
દુઃખદાતાને ભલું કેમ મનાય? બહારની પ્રવૃત્તિ, દેહની ક્રિયા આત્માનેઆધિન નથી.
પણઅંદર જડ કર્મને નિમિત્ત બનાવીને નિમિત્તાધિન કરવામાં આવતા શુભભાવ પણ
આત્મહિત માટે ભલા નથી. આત્માના અનુભવ માટે મનના સંબંધે વિચાર કરવામાં આવે
છે તે પણ રાગમિશ્રિત ભાવ હોવાથી અભૂતાર્થ છે. શ્રદ્ધાના અનુભવમાં તેનોઅભાવ થાય
છે, ગુણ ગુણી ભેદનો રાગ અંદર ઠરવા માટે મદદગાર નથી તો પછી બાહ્યમાં ક્યું સાધન
મદદગાર હોય?

PDF/HTML Page 5 of 29
single page version

background image
: : આત્મધર્મ: ૨૩૧
ઉત્કૃષ્ટ ધર્મ મંગળદર્શક
ઉત્સાહમય મંગળવાણી.
શ્રી સમયસારજી શાસ્ત્ર પર ૧૪મી વાર પ્રવચન શરૂ થતાં મંગળવાણીરૂપે
પ્રથમ ગાથા ઉપર પૂ. ગુરુદેવનું પ્રવચન.
वंदित्तुसव्वसिद्ध घुवमचलमणोवमं गइ पत्ते।
वोच्छामि समयपाहुडमिणमो सुयकेवलिमणियं।।१।।
ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને.
વંદી કહું શ્રુતકેવલી–કથિત આ સમયપ્રાભૃત અહો! ૧.
શ્રી આચાર્યદેવ અનંતા સર્વ સિદ્ધ પરમાત્માઓને યાદ કરીને, દ્રષ્ટિમાં સામે લાવીને, વિનયથી
કહે છે કે હું ધ્રુવ, અચળ અનેત્ર અનુપમગતિ એટલે સ્વભાવથી જ ઉત્પન્ન સંપૂર્ણ શુદ્ધઆત્મ પરિણતિ
તેને પ્રાપ્ત થયેલા એવાસર્વ સિદ્ધ પરમેષ્ઠી સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરી, અહો! શ્રુતકેવળીઓએ
કહેલા આ સમયસાર નામના પ્રાભૃત–અધિકારને કહીશ.
ભગવાન શ્રી કુન્દકુન્દાચાર્યદેવ નગ્ન દિગમ્બર મુનિ ભાગલિંગી સંત હતા, જેમનું સ્થાન
મંગળાચરણમાં ગૌતમ ગણધર પછી તુર્તજ આવે છે, જેમણે ભરતક્ષેત્રમાં કેવળીના વિરહને ભૂલાવે
એવા શ્રુતામૃતના ધોરિયા વહેવડાવ્યા છે. શ્રી જયસેનાચાર્યદેવ કહે છે કે જયવંત વર્તો તે પદ્મનંદી
(કુન્દકુન્દ) આચાર્ય કે જેમણે મહાતત્ત્વથી ભરેલો પ્રાભૃતરૂપી પર્વત બુદ્ધિરૂપી શિર પર ઉપાડી
ભવ્યજીવોને સમર્પિત કર્યો છે, જેઓ વિક્રમ સંવત ૪૯માં હતા, તેઓ જંગલમાં વસતા હતા,
મદ્રાસથી ૮૦ માઈલ, કાંજીવરમથી ૪૦ માઈલ પૌનુર હીલ (સુવર્ણનો પહાડ) છે ત્યાં ધ્યાનમાં
બેસીને મહાવિદેહક્ષેત્ર સ્થિત શ્રી સીમંધર ભગવાનને યાદ કરતા હતા. ત્યાં “સત્યધર્મની વૃદ્ધિ
થાઓ” એવા આશીર્વાદનો સંદેશો લઈને પૂર્વભવના મિત્રો–બે દેવો મહાવિદેહક્ષેત્રથી આવેલા. પછી
પોતાની ચારણ ઋદ્ધિના બળથી તેઓશ્રી શ્રી મહાવિદેહક્ષેત્ર જ્યાં અત્યારે પણ સાક્ષાત્ દેહસહિત શ્રી
સીમંધર પરમાત્મા “નમો અર્હંતાણ” તીર્થંકરપદમાં બિરાજે છે તેમની પાસે ગયા હતા, આઠ દિવસ
ત્યાં રહ્યા હતા. ત્યાંથી અહીં ભરતક્ષેત્રમાં આવીને શ્રી સમયસારજી આદિ શાસ્ત્રો રચ્યાં; તેમાં પ્રથમ
મહામંગળીક ગાથા શરૂ કરતાં “વંદિતુ સવ્વસિદ્ધે” એવો ભાવઅને વિકલ્પ (શુભરાગ) ઊઠ્યો
પોતાના કારણે, અને અક્ષરો લખાણા તે એના કારણે એમાં આ જ શબ્દોમાં અપૂર્વ મંગળદર્શક
ધ્વનિ થવા કાળે આ સૂત્રની રચના થઈ ગઈ. અહો! ધન્ય ભાગ્ય છે કે આત્માર્થિ મુમુક્ષુ જીવોને
પરમ આધારભૂત તેમના શાસ્ત્રો જેટલા છે તેટલા અખંડિત રહી ગયા છે. તે કાળે તો વીતરાગ
ધર્મની મહિમા કેટલી હશે!!
શ્રી અમૃતચંદ્રાચાર્ય દેવે મહાન અને સર્વોતમ ટીકા કરી છે.

PDF/HTML Page 6 of 29
single page version

background image
પોષ: ૨૪૮૯ : :
જયપુર નિવાસી શ્રી પં. જયચંદ્રજીએ તે ટીકા ઉપરથી હિન્દિમાં વચનિકા કરેલ છે. શ્રી
હિંમતલાલભાઈએ તેમના આધાર સહિત ગુજરાતીમાં સંસ્કૃત ટીકાનો અનુવાદ તથા મૂળ ગાથાઓ
ઉપરથી ગુજરાતીમાં પદ્યાનુવાદ હરિગીત કરેલ છે.
હરિ=પાપં, અઘં હરતીતી હરિ=પોતાને ભૂલી જવું, પરમાં મમતા અને પરાશ્રય (રાગ, દ્વેષ,
મોહ) રૂપી પાપ (અઘ) તેને હરે એવા આત્માને જ હરિ કહેવાય છે. ભેદ વિજ્ઞાન દ્વારા પોતાના
જ્ઞાયકસ્વભાવનો આશ્રય કરે ત્યારે તે પાપ હરાઈ જાય છે. રાગાદિ દોષને હું હણું એવો વિકલ્પ પણ
કરવો પડતો નથી. એ વિકલ્પ (રાગ) જીવને સ્પર્શ્યો નથી. જડ કર્મના ઉદયને રાગ સ્પર્શ્યો નથી. જો
બે ભિન્ન ચીજો એક બીજાને સ્પર્શે–પ્રાપ્ત થાય તો તેની સ્વતંત્ર સ્થિતિ સિદ્ધ થતી નથી.
વિકલ્પ ઉઠ્યો તે કાળે તે પર્યાય ધર્મ તેનાથી સત્પણાથી જ ઉઠ્યો છે. વિકલ્પો, શબ્દ, પદાર્થ
અને જ્ઞાન બધું સર્વત્ર સ્વથી સત્ છે, પરથી નથી. દરેક પર્યાય તેનાથી સત્પણું પ્રકાશે છે.
ટીકા–અથ શબ્દ મંગળના અર્થને સૂચવે છે. [એલાચાર્ય નામે મુનિએ “અથ” શબ્દના જુદા
જુદા અર્થોનો છ મહિના સુધી વિસ્તાર કરેલ;] અથ એટલે મંગળ; શરુઆત; હવે, અનાદિ કાળથી
જીવ પોતાની ભૂલ વડે અજ્ઞાન રાગદ્વેષ મોહ દશામાં બદલતો હતો તે હવે નિર્મળ વિજ્ઞાનઘન
સ્વભાવમાં શુદ્ધ દ્રષ્ટિથી ઢળ્‌યો ત્યાં પૂર્ણતાને લક્ષે મંગળ શરુઆત, સાધક દશા પ્રગટ થઈ; શુદ્ધ સ્વભાવ
શક્તિરૂપે હતો તેની પ્રગટતારૂપે ઉત્પત્તિ અને અશુદ્ધતાનો વ્યય થયો. હવે એટલે પૂર્વે બીજું એટલે
સ્વભાવથી વિરુદ્ધ દ્રષ્ટિ જ્ઞાન અને આ ચરણ હતું તેના અભાવ સ્વભાવી નિત્ય જ્ઞાનાનંદથી પૂર્ણ
સમસ્વભાવી ચૈતન્ય સૂર્ય હું આત્મા છું, એમ અખંડ જ્ઞાયકના અનુભવથી જાગ્યો ત્યારથી પૂર્ણતાના
લક્ષે શરુઆત થઈ, તે અપૂર્વ સાધકપણું શરુ થયું, જે અનાદિકાળથી ન હતું, પ્રગટ દશામાં બાધકપણું
અનાદિનું હતું; સાધક દશા અનાદિની ન હોય. સમુદાય અપેક્ષા ચાર ગતિ (–મનુષ્ય, તિર્યંચ, દેવ અને
નારક), સાધક અને બાધક તથા સિદ્ધ પરમાત્મા અનાદિથી છે–પણ અમુક વ્યક્તિ સિદ્ધપણાને સાધે તે
સાદિ છે, આચાર્યદેવ કહે છે કે અમને એવો મંગળભાવ જાગ્યો છે. અનંતા સર્વ સિદ્ધોને એક સાથે
સન્માનપૂર્વક જ્ઞાનમાં સમાડીને નમસ્કાર કરું છું. અહો આ તે કોઈ દૈવી ટીકા... સમયસાર એટલે
ભરતક્ષેત્રમાં અજોડ છે; પરમાત્મતત્ત્વને પામવાનું સાધન અજોડ આંખ છે. શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ
ભરતક્ષેત્રમાં અધ્યાત્મ શાસ્ત્રના અજોડ ટીકાકાર થઈ ગયા છે. સમયસારજી સર્વોત્કૃષ્ટ છે તેમાં અત્યાંત
અજ્ઞાનીને પણ સાર તત્ત્વ સ્પષ્ટપણે સમજાવેલ છે. પરમાર્થ–સત્યાર્થ બતાવનાર સ્વાશ્રિત તે નિશ્ચય
અને ભેદ ઉપચાર તથા પરાશ્રિત બતાવનાર તે વ્યવહાર છે. નિશ્ચય અને વ્યવહાર–એ બે નયોને
વિષયના ભેદથી પરસ્પર વિરોધ છે–તેનો નાશ સમ્યગ્જ્ઞાન વિના થતોનથી.
જે વ્યવહારનય છે તે જો કે આ પહેલી પદવીમાં જેમણે પોતાનો પગ માંડેલો છે, સ્વાશ્રયવડે
મોક્ષમાર્ગની શરૂઆત તો થઈ છે, તો પણ, અરેરે! તેઓને હસ્તાવલંબન જેવો તથા તે કાળે જાણવા
યોગ્ય કહ્યો છે અર્થાત્ સાધકને વચ્ચે આવે છે. હિન્દીમાં ટીકામાં પં. જયચંદ્રજીએ એ વ્યવહારનો ખેદ
પ્રગટ કર્યો છે કે જબરન બળપૂર્વક તેનું આલંબન આવી જાય છે. “પરમ અધ્યાત્મ તરંગિણીના હિન્દી
અર્થમાં” લખે છે કે જો વચ્ચે વ્યવહારના ભેદ ન આવતા હોત અર્થાત્ ઉગ્ર પુરુષાર્થવડે શુદ્ધ ચૈતન્યની
પ્રાપ્તિ થઈ જાય તો સમ્યગ્દ્રષ્ટિ “
उसे जांककर भी नहीं देखता” અર્થાત્ તેની ઉપર જરા નજર પણ
નાખત નહીં.
અહીં અનંતા સિદ્ધોને સ્વ–પરના આત્મામાં સ્થાપીને આ શાસ્ત્રનું દ્રવ્ય–ભાવ વચનથી વર્ણન
શરુ કરીએ છીએ–એમ કહેવામાં ઘણું કહી નાખ્યું.

PDF/HTML Page 7 of 29
single page version

background image
: : આત્મધર્મ: ૨૩૧
જેણે સિદ્ધ પરમાત્માને ઓળખીને પોતાના અસંખ્ય પ્રદેશમાં પૂર્ણ વિજ્ઞાનઘન ભગવાનની
સ્થાપના કરી છે તેને સંયોગ, સંસાર, વિભાવ, પરાશ્રય–વ્યવહારનો અંશમાત્ર પણ આદર અને પ્રવેશ
ન રહ્યો. જેમ તપેલામાં તેના માપ જેટલું લાકડાનું મજબુત ચોસલું નાખતા અંદરનું પાણી બહાર
નીકળી જાય અને બીજી ચીજનો પ્રવેશ ન થાય તેમ સિદ્ધ પરમાત્માને જાણી તેનો આદર કર્યો તે જ
નિશ્ચયથી સાદિ અનંત નિજ શુદ્ધ આત્માની ભક્તિ અને વંદના છે; તેમાં વિરુદ્ધનો આદર અને પ્રવેશ
કદિ થતો જ નથી.
અહો! “સાદિ અનંત અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો, અપૂર્વ
અવસર એવો નિશ્ચય આવશે.”
સિદ્ધ ભગવાન અનંતા થયા–ને છ મહીના આઠ સમયમાં ૬૦૮ જીવ સિદ્ધપરમાત્મદશાને પામે
જ છે. ૬૦૮ જીવ તેટલા કાળમાં નિત્યનિગોદ એકેન્દ્રિય શરીર છોડી, અન્ય એકેન્દ્રિય અથવા વસપણું
(બે ઈન્દ્રિયથી પંચેન્દ્રિયપણું) પામે છે.
સિદ્ધોની (–સંસારથી મુક્ત અને પરમાત્મદશાને પ્રાપ્તની) સંખ્યા કેટલી કે–આંગળના અસંખ્યમાં
ભાગમાં અસંખ્યાત નિગોદશરીર છે–તેમાંથી એક શરીરના અનંતમાં ભાગે અનંત સિદ્ધ છે, અને એવા
એક શરીરમાં જે અનંતાઅનંત જીવ રાશિ છે તેના અનંતમાં ભાગે જીવ સિદ્ધપરમાત્મપદને પામ્યા છે, તે
બધા ભેદવિજ્ઞાનરૂપ નિશ્ચય સિદ્ધ ભક્તિથી પામ્યા છે. જેવો વસ્તુનો સ્વભાવ છે તેવો જાણી નિર્ણય કરે તો
જ પોતાના શુદ્ધ સ્વરૂપમાં દ્રષ્ટિ દઈ શકે અને સ્વસત્તાના આલંબનવડે મોક્ષમાર્ગને સાધી જાણે.
સમ્યગ્દર્શન તે નાનામાં નાની સિદ્ધપરમાત્માની ભક્તિ છે. અહો! એક સમયમાં બેહદ
જ્ઞાનાનંદથી પરિપૂર્ણ સ્વભાવ, જેવા સિદ્ધ તેવો હું, તેમનામાં શક્તિપણે અને પ્રગટપણે બેહદ જ્ઞાન સુખ
છે, મારામાં શક્તિપણે પરિપૂર્ણ છે–ભેદને ગૌણ કરી તેનો આશ્રય છોડી, અંદર પૂર્ણ સિદ્ધપદનો
આદરઅને આશ્રય કરવા સાવધાન થયો તે જ અનંતા સિદ્ધને નમસ્કાર છે. વધે ન સિદ્ધ અનંતતા, ઘટે
ન રાશ નિગોદ, જૈસે કે તૈસે રહે, યહ જિન વચન વિનોદ.
સિદ્ધની સંખ્યા અનંત છે. સંસારી જીવ અનંતા અનંત છે; તેમાં છ મહિના ને આઠ સમયમાં ૬૦૮
જીવ મોક્ષ જાય છે, અને ત્રણ રાશિમાં અસંખ્ય જીવ છે તે સંખ્યા અનંત સંખ્યા સામે બહુજ અલ્પ છે.
દરેક દ્રવ્યનો દ્રવ્યસ્વભાવ, ગુણસ્વાભાવ, પર્યાય સ્વભાવ સત્ છે, સ્વતંત્ર છે, સ્વથી છે, પરથી
નથી. કાળ અને ક્ષેત્ર પણ અનંત છે. આકાશદ્રવ્ય ક્ષેત્રે અનંત છે. તેના અનંતક્ષેત્રને કોઈ દિશામાં કોઈ
પ્રકારે હદ નથી. કાળને હદ નથી. દ્રવ્યો બધાય અનાદિ અનંત સત્ છે. તેની પર્યાયો પણ નિરંતર નવી નવી
થયા કરે છે તેને પણ હદ નથી. જ્ઞાનનો સ્વભાવ એક સમયમાં સર્વથા સર્વને જાણે. વસ્તુની પર્યાય શક્તિ
પણ કોઈ કાળે પરની અપેક્ષા રાખતી નથી. આવો વસ્તુનો સ્વભાવ છે. છે તેને કરે કોણ?
એમ સ્વતંત્રતા, યથાર્થતા. અને વીતરાગતાનું સ્વરૂપ જાણી, અનંતા સિદ્ધપરમાત્માનો આદર
કરીને ચારિત્ર વૈભવવંત આચાર્યદેવ અત્યારથી જ અનંતા સિદ્ધોને સ્વ–પરના આત્મામાં સ્થાપીને કથન
કરે છે. સ્વસન્મુખ જ્ઞાયકપણાનું ઘોલન કરતાં કરતાં સમયસારજી વ્યાખ્યા પૂર્ણ થઈ ગઈ છે, તેમાં ધર્મ
જિજ્ઞાસુ બધાયને આમંત્રણ આપ્યું છે. એવા શ્રોતા લક્ષમાં લીધાછે કે સર્વજ્ઞની સત્તા અને સિદ્ધપણાનો
આદર કરે, તેનાથી વિરૂદ્ધનો (પરાશ્રયનો) આદર ન કરે.
પાંચમી ગાથામાં કહ્યું કે હું એકત્વ વિભક્ત એવા શુદ્ધાત્માને દર્શાવું છું; જે સ્વરૂપ મારા
આત્માના સર્વ વૈભવથી બતાવું છું તેને તમે સ્વાનુભવથી પ્રમાણ કરજો. પ્રમાણ ન કરે એવાને યાદ
કર્યા નથી. અહીં નિઃસંદેહ સ્વાનુભવ પ્રમાણ આદિ સર્વ વૈભવથી આત્મા બતાવું છું તો તેને પ્રમાણ કરે,
એમાં જ રુચિવંત રહે એવા લાયક શ્રોતાનો મેળ બતાવ્યો છે.

PDF/HTML Page 8 of 29
single page version

background image
પોષ: ૨૪૮૯ : :
પૂર્ણતાને લક્ષે
અફર શરુઆત
(વિ. સં. ૨૦૧૯ના કારતક સુદિ ૧ સોમવાર, બપોરના પ્રવચનનીપ્રસાદી.
શ્રી સમયસારજી મંગળાચરણ કરતાં આચાર્યદેવે સ્વ–પરના આત્મામાં અનંતા સિદ્ધ
પરમાત્માનું સ્થાપન કરેલ છે. તેમને જ ઉત્કૃષ્ટ અને સાધ્યપણે ઓળખીને નમસ્કાર–આદર સહિત
સ્વિકાર્યા છે. હું જેમ પૂર્ણ સાધ્યને મારા આત્મામાં સ્થાપીને શુદ્ધાત્મનું વર્ણન કરીશ તેને
યથાર્થપણે સાંભળે, પ્રમાણ કરે તેને જ હું સમયસારના શ્રોતા કહું છું. પોતાના પરમાત્મ પદથી
એકત્વ અને મિથ્યાત્વાદિ આસ્રવોથી વિભક્ત પૂર્ણ સ્વરૂપને હું દર્શાવું છું તો તેને સાંભળનારા પણ
યથાતથ્યપણે ગ્રહણ કરીને પ્રમાણે કરે એવા હોવા જોઈએ; આચાર્યદેવ તેવા લાયક શ્રોતાને
સંભળાવે છે.
કોઈ કહે અમારે સારૂં (કલ્યાણ) કરવું છે પણ અત્યારે નહીં, અથવા આવી વાત નહીં,
શુદ્ધાત્માના આશ્રયથી જ કલ્યાણ થાય એ વાત અત્યારે નહીં; પણ પ્રથમ પુણ્ય કરવાનું બતાવો,
નિમિત્તનું આલંબન બતાવો તો તેને સત્યનો આદર નથી–રાગનો આદર છે ત્યાં વીતરાગના
માર્ગનો તીરસ્કાર છે.
પ્રથમ વ્યવહાર પછી નિશ્ચય એમ નથી. શુદ્ધાત્માની ઓળખાણ અને તેના આશ્રય વિના
સમ્યગ્જ્ઞાન અને નિશ્ચય વ્યવહાર કોઈને હોતા નથી. અહીં તો પ્રથમથી જ અલ્પજ્ઞતા, રાગ અને
નિમિત્તના આશ્રયથી લાભ માનવાની બુદ્ધિ છોડવા માટે ત્રિકાળી પૂર્ણ પરમાત્મસ્વભાવી આત્માનો
જ આદર કરાવ્યો છે, અને શુદ્ધાત્માના આશ્રયથી જ લાભની શરુઆત થાય છે–એ બતાવવું છે;
તેમાં અનંતા સિદ્ધ પરમાત્માને યાદ કર્યા છે. વર્તમાન અલ્પજ્ઞ પર્યાયમાં અનંતા સિદ્ધ પરમાત્માને
બિરાજમાન કરીને, સાક્ષીપણે સ્થાપન કરીને વાત છે. “પૂર્ણતાને લક્ષે શરૂઆત,” અમે એની
ખાત્રી આપીએ છીએ. અનંતા સિદ્ધ પરમાત્માનો આદર કરવા સાવધાન થયો તે ધર્મ જિજ્ઞાસુ જીવ
સાધ્યરૂપ પૂર્ણ સ્વરૂપને જ ઉપાદેય માને છે; નિત્યના લક્ષે સિદ્ધપદનો આદર કરનારનો ભાવ
ઉપાડ્યો તે હવે શુભાશુભ વિકલ્પ, વ્યવહાર (પરાશ્રય) નો આદર ન થવા દે એવા શ્રોતાને શ્રોતા
ગણવામાં આવ્યા છે, બીજાને નહીં. અરે! પ્રથમથી જ આવી મોટી વાત! અમારી પાચનશક્તિ
અલ્પ છે. તે સિદ્ધ પરમાત્મા થવાની વાત અત્યારે ન પચાવી શકે–એમ માને છે તે સત્ય શ્રદ્ધા
કરવા માટે નાલાયક છે.
પ્રથમથી જ એકત્વ વિભક્તની વાત છે. પ્રથમથી જ ડંકાની ચોંટે સત્યનું શ્રવણ અને તેના
વાચ્યભૂત પરમાર્થની હા પાડ. અલ્પજ્ઞ પર્યાયમાં પૂર્ણ પરમાત્મપદનો આદર તે જ કરી શકે છે કે
જેને અલ્પજ્ઞતા, મિથ્યાત્વ અને શુભાશુભ રાગનો આદર નથી.

PDF/HTML Page 9 of 29
single page version

background image
: : આત્મધર્મ: ૨૩૧
શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ પ્રવચનસારમાં જ્ઞેય અધિકાર શરૂ કરતાં કહે છે કે આત્માના આશ્રયે
જાણવાનો ઈચ્છક મુમુક્ષુ સર્વ પદાર્થને દ્રવ્ય–ગુણ–પર્યાય સહિત જાણે છે કે જેથી મોહાંકુરની બિલકુલ
ઉત્પત્તિ ન થાય.
‘જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહીં કાંઈ,
લક્ષ થવાને તેહનો, કહ્યાં, શાસ્ત્ર સુખદાઈ.’
સત્ય–ભૂતાર્થના સ્વિકારવડે જ અસત્યનો નાશ થાય છે. તેના માટે સત્ય સાંભળવા સાવધાન
થયો છે તો સત્યના લક્ષે અસત્યને અસત્યપણે હેયપણે જાણવું પડશે. સત્યને હિતરૂપ જાણ્યા વિના
અસત્યનો આદર છૂટતો નથી. જેનાથી યથાર્થતા, વીતરાગતા, સ્વતંત્રતા બતાવનાર જિનવચનો મળે
એવો ઉપદેશ સાંભળવા યોગ્ય છે. હું સિદ્ધ અને તું પણ સિદ્ધ–એમ પૂર્ણતાનું લક્ષ ઘૂંટતા ઘૂંટતા
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની પ્રાપ્તિ અને પૂર્ણતા થઈ જશે.
ધર્મ જોઈએ છે, સુખી થાવું છે પણ અમે લાયક નથી તે તો પોતાને ઠગે છે. અત્યારે અલ્પજ્ઞાન
છે છતાં તેમાં અનંતા સિદ્ધને સમાડવાની તારામાં તાકાત છે. પ્રથમ ધડાકે અનંતા સિદ્ધને પોતામાં
સ્થાપન કરીને પૂર્ણ સાધ્યનો આદર કરવા જાગ્યો તે અસ્તિ તેમાં વિરોધભાવની નાસ્તિ જ છે. આવું ન
માનનારને અહીં લક્ષમાં લીધા નથી.
સમયસાર શાસ્ત્રમાં તો કોઈ સિદ્ધ પરમાત્માની વાત હશે એવી સ્થાપના અત્યારે આપણા
આત્મામાં થાય! અમે તો પામર છીએ, પરાશ્રય, વ્યવહાર, નિમિત્ત જોઈએ–એમ કરતાં કરતાં હળવે
હળવે ધર્મ થશે–એમ માનનારા અનંતા જ્ઞાની અને સર્વ આચાર્ય સંતોનો વિરોધ કરે છે.
જે અલ્પજ્ઞાન પરને જાણવામાં કામ કરે છે તેને, સર્વજ્ઞની સત્તાનો નિશ્ચય કરવા માટે પ્રથમ
ત્રિકાળી શક્તિવાન હું સર્વજ્ઞ સ્વભાવી આત્મા છું એનું લક્ષ અને આદર કરવાનું કામ સોંપવામાં આવે
છે, કે જે એના અધિકારની વાત છે.
સ્વભાવ અપૂર્ણ ન હોય; અલ્પજ્ઞાનમાં અનંતા સિદ્ધનો આદર થતાં જ અલ્પજ્ઞતા અને
રાગનો આદર છૂટી જાય છે. પ્રથમથી જ પરમાત્મ સ્વભાવનો આદર નિત્યના લક્ષે થયો ત્યાં સાદિ
અનંત અંદરમાં એકત્વ નિશ્ચયની પ્રાપ્તિ કરનાર છું, વિરુદ્ધતાનો આદર કરનાર નથી–એમ એકરૂપ
વીતરાગ સ્વભાવની અપેક્ષા અને સર્વ વિભાવની ઉપેક્ષા કરનારો થઈ જાય છે એનું નામ ધર્મની
શરૂઆત છે.
જ્ઞાનની મહિમા તો જુઓ! વર્તમાન રાગ મિશ્રિત દશામાં, ઈન્દ્રિયાધીન થવા છતાં, ક્ષણમાં
ચૈતન્ય વસ્તુનો બેહદ સ્વભાવ પકડી શકે છે. બેહદ અનંત જ્ઞાનના ધારક અનંતા સિદ્ધ થઈ ગયા
તેને અલ્પજ્ઞ પણ માપી લે છે, તો સર્વ રાગદ્વેષ અને આવરણ રહિત થયેલ પૂર્ણ જ્ઞાનની એક
સમયની એક અવસ્થામાં ત્રણકાળ ત્રણલોકના સર્વ પદાર્થસમૂહને સર્વપ્રકારે એક સાથે જાણવાનું
પ્રગટ સામર્થ્ય કેમ ન હોય? હોય જ. તેમાં સ્વભાવની રુચિવંતને શંકા પડતી નથી. સર્વજ્ઞ
વીતરાગ પરમાત્માને કબૂલનારો, પોતે જ અત્યારે શક્તિપણે એવડો મોટો હોય તો જ તે
અલ્પજ્ઞતા કાળે પૂર્ણને ઓળખી શકે છે. અધુરા જ્ઞાનમાં પણ જ્ઞાનનું જાણપણું વ્યવસ્થિત છે.
પક્ષપાત છોડી પરીક્ષા કરવાનો ઉદ્યમ કરે તો જ્ઞાનમાં સત્યનો સ્વિકાર થાય જ અને અસત્યનો
આદર ન થાય એવો નિયમ છે.
***

PDF/HTML Page 10 of 29
single page version

background image
પોષ: ૨૪૮૯ : :
દ્રવ્યના સ્વભાવભૂત પરિણામશક્તિ
અને તેની
પ્રભુતાનો અદ્ભૂત પ્રકાશ
(પૂ. ગુરુદેવનું પ્રવચન, તા. ૮–૯–૬૨.)
અગણિત અનંતશક્તિનો ધારક આત્મા તેના એકેક ગુણમાં અનંતગુણનું રૂપ છે એવા
અનંતગુણમય અનંતશક્તિઓમાંથી સમયસારમાં ૪૭ શક્તિનું વર્ણન આવેલ છે. તેમાં ૧૮મી શક્તિ–
ક્રમવૃત્તિરૂપ અને અક્રમવૃત્તિરૂપ વર્તન જેનું લક્ષણ છે એવી ઉત્પાદ વ્યય ધ્રુવત્વ શક્તિનું વર્ણન થઈ
ગયું. આત્મા અનંત શક્તિનો પિંડ છે. ત્રણેકાળ અનંત આત્મા છે અને તે પૃથક પૃથક છે. એક સમયમાં
અનંત સામર્થ્યથી એકરૂપ આત્મદ્રવ્ય પરિપૂર્ણ છે તેની ઉપર દ્રષ્ટિ દેવાથી સમ્યગ્દર્શન, જ્ઞાન, આનંદ,
સ્વચ્છત્વાદિ અનંતશક્તિ પર્યાયમાં ઊછળે છે, અનંતગુણની અનંત પર્યાય સમ્યક્પણે ઊપજે છે એવા
એકરૂપ જ્ઞાયક આત્માની પ્રતીતિ થાય તેનું નામ ઉત્તમ સત્ય છે. સત્યા સાંભળ્‌યું નથી, સાંભળવાની
રુચિ નહીં, રુચિ વિના પરિણમન નહિ
દ્રવ્યના સ્વભાવભૂત ઉત્પાદક–વ્યય–ધ્રૌવ્યથી આલિંગિત (સ્પર્શિત) સદ્રશ–અસદશ જેનું
રૂપ છે એવા એક અસ્તિત્વમાત્રથી પરિણામ શક્તિ, અને મહાન શક્તિ કહી છે. પ્રવચનસારની
૯૯મી ગાથામાં દ્રવ્યના સ્વભાવભૂત ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્યમય પરિણામશક્તિ છે અને તેનો ખુલાસો
૧૦૯મી ગાથામાં આચાર્ય દેવે કર્યો છે કે અમોએ આગળ ગાથા ૯૯માં કહેલ તે પરિણામશક્તિ
આત્માનો ગુણ છે. ગુણમાં સદેશપણું છે. ધ્રુવપણું છે, ને પર્યાયમાં ઉત્પાદ–વ્યયપણું છે. દરેક
ગુણમાં તેનું રૂપ અને ભાવ છે. દરેક સમયે નવી પર્યાયનો ભાવ તે ઉત્પાદ સત્ છે, પૂર્વ પર્યાયનો
અભાવ તે વ્યયસત્ છે તે વિસદ્રશરૂપે ભાવ છે. અને ગુણ તો ત્રિકાળ સદ્રશતારૂપે ધ્રુવભાવ છે.
આમ દિવ્ય શક્તિવાળા આત્મ દ્રવ્યમાં દ્રવ્યના સ્વભાવભૂત ઉત્પાદ–વ્યયથી સ્પર્શશક્તિ છે તે
પોતાના કારણે છે. પરથી નથી, એવી અનંતશક્તિ આત્મ દ્રવ્યમાં બિરાજમાન છે. અહીં ૪૭
શક્તિનાં નામ લીધાં પણ એવી અગણિત શક્તિ છે, એનો ધરનાર એક આત્મા છે તેમાં પોતાના
સામર્થ્યથી પોતાના કારણે ઉત્પાદ–વ્યય થયા કરે છે.
પરનું કાંઈ કરી શકાય નહીં, પરથી આત્મામાં કાંઈ થાય નહીં, દયા દાનના શુભરાગથી પુણ્ય
બંધાય

PDF/HTML Page 11 of 29
single page version

background image
: : આત્મધર્મ: ૨૩૧
પણ કલ્યાણ ન થાય, માત્ર આત્માને ઓળખવાથી અને તેમાં એકાગ્રતાથી જ ધર્મ થાય. નીચલી
દશામાં દયા, દાન, પૂજા, પ્રભાવના આદિનો શુભરાગ આવ્યા વિના રહેતોનથી. આવે તેનો નિષેધ નથી
પણ તેનાથી ખરેખર ધર્મ થઈ જશે એમ નથી. શુભ ભાવ આવે તે પુણ્ય છે અને ધર્મ તો આત્માનો
વીતરાગી સ્વભાવ છે.
પદ્મનંદી પંચવિંશતિમાં આચાર્યદેવ દાન અધિકારમાં કહે છે કે સંસારી પ્રાણી તીવ્ર લોભરૂપી
ઊંડા કૂવાની ભેખડમાં ભરાઈ બેઠા છે, તેને તૃષ્ણા ઘટાડવા દાનનો ઉપદેશ દઈશું, પછી દાખલો આપ્યો
કે કાગડાનો સ્વભાવ છે કે તેને દાઝી ગએલા અનાજના ઊકડિયા મળે તો પોતે એકલો ન ખાય પણ
બીજા કાગડાઓને બોલાવીને ખાય તેમ પૂર્વે તે પુણ્ય કર્યાંહતાં, તેમાં તારી શાન્તિ સળગી હતી, તેમાં
પુણ્ય બંધાણું, તેના ફળમાં તને પૈસા મળ્‌યા છે, તેનેએકલો ભોગવીશ, તૃષ્ણા ઘટાડી દાનમાં નહિ દે, તો
કાગડામાંથી પણ જઈશ. પુણ્યનો નિષેધ નથી, અશુભથી બચવા શુભ ભાવહોય છે, તેમાં ખરેખર તો
ચારિત્રગુણની પર્યાય તેકાળે શુભરાગરૂપે થવા યોગ્ય હતી તે થાય છે. પણ વ્યવહારના ઉપદેશમાં એમ
કહેવામાં આવે છે કે વિષય કષાય વચનાર્થે શુભ કરો.
શુભ રાગ કરવો પડતો નથી અને અશુભ ટાળવો પડતો નથી, પણ સામાન્ય એકરૂપ દ્રવ્ય
સ્વભાવનું આલંબન લેતાં મંદ પ્રયત્ન હોવાથી અશુભ ટળી શુભ રાગ થઈ જાય છે, તેનો કર્ત્તા, ભોક્તા
કે સ્વામી જ્ઞાની થતો નથી.
અહીં પરિણામ શક્તિનું શુદ્ધ કાર્ય તે આત્માનું કાર્ય બતાવવું છે. અહીં દ્રવ્ય દ્રષ્ટિથીકથન છે.
શક્તિવાન દ્રવ્યને ધ્યેય બનાવવાથી અનંતશક્તિનું ઉત્પાદ–વ્યય–ધ્રુવપણે પરિણમન થાય છે. તેમાં આ
શક્તિ મહાન છે. અનંતગુણ અને તેની અનંત પર્યાય સહિત દ્રવ્ય ઉત્પાદ–વ્યય–ધ્રુવરૂપને આલિંગિત
થઈ નિરંતર વર્તે છે.
પરિણામ શક્તિ ગુણ છે તે અંશ છે, તે દ્વારા અશી એવા દ્રવ્ય ઉપર દ્રષ્ટિ દેવાથી સમ્યગ્દર્શન–
જ્ઞાન–ચારિત્ર, સુખ, વીર્ય, કર્ત્તા, કર્મ, કરણ, સંપ્રદાન, સ્વચ્છત્વ આદિ ગુણોની સમ્યક્ દશાનો ઉત્પાદ
થાય છે. દરેક સમયે ઉત્પાદ–વ્યય–ધ્રુવરૂપ અસ્તિત્વ માત્ર પરિણામ છે. તે દ્રવ્ય સ્વભાવને અવલંબે છે,
તેનાથી નિર્મળ પર્યાયની પ્રાપ્તિરૂપ મોક્ષમાર્ગની પ્રવૃત્તિ થાય છે.
ઉત્પાદ–વ્યય–ધ્રુવથી આલિંગિત આત્મદ્રવ્ય છે. એનો નિર્ણય પ્રથમ કરે તો આત્મા રાગ અને
નિમિત્તને ન સ્પર્શે એવી શ્રદ્ધા થાય એ તેનું ફળ છે.
જેમ લંબાઈવાળો લટકતો મોતીનો હાર છે તેમાં દરેક મોતી ક્રમસર–ક્રમબદ્ધ છે, કોઈ મોતી
આઘું પાછું હોતું નથી; પૂર્વનું પૂર્વમાં અને પછીનું પછી. એમ દરેક મોતી ક્રમનિશ્ચિતરૂપે વ્યવસ્થિત હોય
છે; તેમ આત્મદ્રવ્યમાં દરેક પરિણામ પોતપોતાના સ્થાનમાં નિશ્ચિતપણે પ્રકાશે છે. ઉત્પાદ–વ્યય–ધ્રુવને
સ્પર્શવાવાળી પરિણામશક્તિ છે, તે મહાનશક્તિ છે. અહો! ચૈતન્ય, તારી ઋદ્ધિ અને તારો મહિમા
અચિન્ત્ય છે.
જેમ હારમાં દોરો કાયમ રહે છે, તેમ દ્રવ્ય ગુણ કાયમ રહે છે. પરિણામશક્તિ દ્રવ્ય–ગુણ–પર્યાય
ત્રણેમાં વ્યાપે છે. પ્રવચનસારમાં જ્ઞેય અધિકાર હોવાથી પ્રમાણજ્ઞાનદ્વારા છએ દ્રવ્યમાં પરિણામશક્તિ છે
એમ કહેલ છે. અહીં સમયસારમાં એક આત્મામાં કહી છે.
“પર્યાયો ક્રમસર નથી, હારનું દ્રષ્ટાંત બરાબર નથી, દોરો તોડી નાખી મોતીને આઘાં પાછાં કરી
શકાય છે;” તોએમ માનનારે સર્વજ્ઞ કથિત દ્રવ્ય–ગુણ–પર્યાયનું સ્વરૂપ જાણ્યું જ નથી.
દ્રવ્ય અખંડ છે, ઊર્ધ્વતા સામાન્યરૂપે ત્રણે કાળની પર્યાયની અખંડતા તે દ્રવ્ય છે. પર્યાયનું
ઉત્પાદ–વ્યયરૂપે

PDF/HTML Page 12 of 29
single page version

background image
પોષ: ૨૪૧૯ : :
થવું તે અપેક્ષાએ વસ્તુને અસદશ કહેવામાં આવે છે, અને દ્રવ્ય–ગુણ કાયમ એકરૂપ રહે છે તે અપેક્ષાએ
તેને સદશ કહેવામાં આવે છે; બેઉને આ પરિણામ શક્તિ સ્પર્શે છે.
દયા, દાન, વ્રત આદિના શુભરાગ છે તે આસ્રવ છે, બંધનું કારણ છે; તેને ધર્મ માને તેનેઆચાર્ય
દેવે કલીબ અર્થાત્ આત્મકાર્ય કરવા માટે નપુંસક કહયા છે.
પરિણામશક્તિની જેમ આત્મામાં જ્ઞાનાદિ દરેક ગુણ સદ્રશ–વિસદ્રશપણે વ્યાપે છે. દ્રવ્યસત્, ગુણ
સત્ અને પ્રત્યેક સમયની પર્યાય પણ સત્ છે. તેનો કોઈ અન્ય કર્ત્તા નથી, –ને તે રાગાદિ, દેહાદિ
કોઈનું કાર્ય નથી, કોઈ કારણ પણ નથી. કોઈથી એનું કાર્ય થાય એમ પરાધિન નથી. શુભરાગરૂપ
વ્યવહાર કારણ અને નિર્મળ પર્યાય કાર્ય એમ નથી. એક શક્તિની પ્રધાનતાથી વર્ણન છે પણ દરેક ગુણ
(શક્તિ) એક સાથે છે, એકબીજામાં વ્યાપક છે; તેની સાથે પ્રભુત્વ શક્તિ છે, તે અનંતગુણની શક્તિમાં
નિમિત્ત છે; પોતપોતાના સામર્થ્યથી નિર્મળ પર્યાયના ઉત્પાદ–વ્યય–ધ્રુવતા સહિત સ્વદ્રવ્યને સ્પર્શે છે.
રાગને કે નિમિત્તને સ્પર્શે એવી કોઈ શક્તિ આત્મદ્રવ્યમાં નથી. સદ્રશ–વિસદ્રશ પોતાના કારણે
પરિણમન થાય છે. આત્માની નિર્મળ પર્યાય પૂર્વની પર્યાયના કારણે નથી, પર નિમિત્તના કારણે નથી,
તેમજ રાગના કારણે પણ નથી.
કહેવત છે કે ચેલૌયો સત્ય ન ચુકે, મહેરામણ માજા ન મૂકે; એમ પોતાની અંતરદ્રષ્ટિરૂપ
સાધકભાવ તે શિષ્ય છે, દ્રવ્યગુણનો સાગર તે ગુરુ છે. ભગવાન આત્મા અનંતગુણનો સાગર પોતાના
દ્રવ્ય–ગુણ–પર્યાયની મર્યાદા ન તોડે, એક ગુણ બીજા ગુણનું કાર્ય ન કરે તેમજ પરવડે પોતે ન પરિણમે.
“સત્ દ્રવ્ય લક્ષણં”, અને “ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્ય યુક્ત સત્” આવો દ્રવ્યનો સ્વભાવ છે. એથી
સાબિત થાય છે કે સ્વયંસિદ્ધ દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેને સત કહ્યા છે અને અસ્તિત્વમાત્રમયી પરિણામ
શક્તિથી વ્યાપક કહ્યાં છે. અનંત ગુણ તે સામાન્ય છે અને તેની દરેક સમયે થતી પર્યાય તે વિશેષ છે;
માટે પરથી કાંઈ થઈ શકે છે એ માન્યતાને સ્થાન નથી. અહો! અનંતકાળે આવી વાત માંડ સાંભળવા
મળે છે, સમજવા માગે તો સમજી શકે છે, ને જે સમજી શકે તેને જ સમજાય તેવું કહેવાય છે.
ભગવાનની વાણી સમજનાર એવા આત્માને કહે છે. ભગવાન કાંઈ જડને સંભળાવતા નથી, જડ કર્મને
ઉપદેશ દેતા નથી કે ‘તું ખસી જા, ને જીવને ધર્મ કરવા દે.’ આચાર્યદેવ કહે છે કે અમે આત્મા છીએ, તું
પણ જ્ઞાનસ્વરૂપ આત્મા છો. તું તારા દ્રવ્ય–ગુણ–પર્યાયથી એકરૂપે છો.
સમયસારજી ગા. ૩માં કહયું છે કે દરેક પદાર્થ પોતાના અનંત ગુણો–અનંત ધર્મોને ચુંબે છે–
સ્પર્શે છે, એક બીજા કોઈને સ્પર્શતા નથી. એક એક આત્મા કે એક પરમાણુ બીજા કોઈને કદી સ્પર્શતો
નથી. જડ કર્મ આત્માને ન સ્પર્શે અને આત્મા જડને ન અડે. આવી સ્વતંત્ર સત્તાનું ધામ, સચ્ચિદાનંદ,
અક્ષય આનંદ મંદિર આત્મા છે. ઉત્પાદ–વ્યયમાં પ્રભુતા પોતાની છે, વીર્યગુણની પ્રભુતા આત્મદ્રવ્યની
છે. પરથી કે પરના ટેકાથી કાર્ય થાય એવી કોઈ શક્તિ આત્મામાં નથી. અનંતગુણ પોતાની પ્રભુતા
બતાવે છે, હીનતા બતાવતા જ નથી. અહો! કેવળ જ્ઞાનનો અપાર અપાર મહિમા છે, તે સર્વ પદાર્થમાં
આવી સ્વતંત્રતા બતાવે છે.
અસ્તિત્વમાત્રમયી ઉત્પાદ–વ્યય–ધ્રુવપણાથી આલિંગિત સત્તારૂપ નિરપેક્ષતા સ્વાધીનતા પ્રસિદ્ધ
કરનારી મહાન શક્તિ છે એમ બતાવી આચાર્યદેવે સર્વજ્ઞનાં પેટ ખોલી નાખ્યાં છે.
(ક્રમશ:)
(આ શક્તિનું વર્ણન ‘પરમાત્મપુરાણ’ માં બહુ સરસ છે તે હવેના અંકમાં આપવામાં

PDF/HTML Page 13 of 29
single page version

background image
: ૧૦ : આત્મધર્મ: ૨૩૧
વસ્તુસ્વભાવની શ્રદ્ધા અને વીતરાગ વિજ્ઞાનતા
ઉત્તમ ક્ષમાદિ દસ લક્ષણ પર્વ.
(બીજો દિવસ, તા. પ–૯–૬૨ ભાદરવા સુદી ૬.)
સર્વજ્ઞ ભગવાને નિશ્ચય સમ્યગ્દર્શન, સ્વાનુભૂતિ સહિત સ્વરૂપમાં લીનતાને ચારિત્ર કહેલ છે,
તેમાં મુખ્યપણે મુનિઓના વીતરાગભાવના ભેદરૂપે–ઉત્તમ ક્ષમદિ ૧૦ ધર્મ ગણવામાં આવે છે.
હું પરનું કાંઈ કરી શકું છું, શુભાશુભ ભાવનું સ્વામીત્વ, રાગાદિ પરભાવોમાં કર્તાપણાની રુચિ
અને જ્ઞાતાસ્વભાવની અરુચિ તેનું નામ અનંતાનુબંધી ક્રોધ છે. ભેદજ્ઞાનવડે સર્વ વિભાવથી ભિન્ન
સ્વસન્મુખ જ્ઞાતાપણામાં સાવધાન થતાં, મિથ્યાત્વ રાગાદિ તથા ક્રોધાદિની ઉત્પત્તિ ન થવી તેનું નામ
ઉત્તમ ક્ષમાધર્મ છે, તેની શરૂઆત મનુષ્ય, પશુ, દેવ હો કે નારકીનું શરીર હો–ચારે ગતિમાં થઈ શકે છે.
ભેદજ્ઞાનવડે વસ્તુસ્વરૂપને જાણે છે તે કોઈ જ્ઞેયને ઈષ્ટ–અનિષ્યરૂપે દેખે નહીં. ક્રોધનું નિમિત્ત
આવતાં એવું ચિંત્વન કરે કે જો કોઈ મારા દોષ કહે છે તે જો મારામાં વિદ્યમાન છે તો તે શું ખોટું કહે
છે? અને મારામાં દોષ નથી તોએ જાણ્યા વિના તેનું અજ્ઞાન પ્રગટ કરે છે; અજ્ઞાની ઉપર કોપ શો
કરવો? એમ વિચારી ક્ષમા કરવી. અજ્ઞાન અને કોપ તો માત્ર એક સમયની અવસ્થા છે, તેનો આત્મા
તો નિશ્ચયથી અત્યારે પણ સિદ્ધ ભગવાન જેવો શુદ્ધ છે. વળી અજ્ઞાની કલેશ પ્રકૃતિવાન હોય તો તેના
બાળ સ્વભાવને જાણી લેવો કે બાળક તો પ્રત્યક્ષ પણ કહે અને આ તો પરોક્ષ જ નિંદા આદિ કરે છે;
કદી પ્રત્યક્ષ કુવચન કહે તો વિચારવું કે બાળક તો લાકડી પણ મારે, આ તો કુવચન જ કહે છે, વચનમાં
કાંઈ ખરાબ નથી. માર મારે તો વિચારવું કે અજ્ઞાની તો પ્રાણઘાત કરે છે, આ તો માત્ર માર મારવાનો
ભાવ કરે છે. પ્રાણઘાત પણ કોઈ કરી શકતો નથી. માત્ર પોતાના કલેશનું આ રીતે સમાધાન કરે છે.
મારા સ્વ–પર પ્રકાશક જ્ઞાનની યોગ્યતા આ કાળે આમ જ હોય, થાય છે જ્ઞાન અને માનવું દુઃખ!! !
જ્ઞાતાસ્વભાવનો તિરસ્કાર કોણ કરે?
પ્રાણઘાત થતાં જાણે તો ભેદજ્ઞાન દ્વારા એમ

PDF/HTML Page 14 of 29
single page version

background image
પોષ : ૨૪૮૯ : ૧૧ :
વિચારવું કે અજ્ઞાની તો સમભાવ લક્ષણ ધર્મનો નાશ કરે છે્ મારું કાંઈ કરી શકતો નથી. મારો
સ્વસન્મુખ જ્ઞાતાસ્વભાવી ધર્મ અને તેમાં ધૈર્યરૂપ ધર્મ તેનો નાશ તે કરી શકવા સમર્થ નથી, તે તો જ્ઞેય
છે તેમાં અનિષ્ટપણું મને ભાસતું નથી.
જ્ઞાની એમ ન વિચારે કે અરે! મારે કેટલો કાળ પ્રતિકૂળતા સહનકરવી પણ બેહદ
જ્ઞાતાસ્વભાવની ધીરજને ચૂક્તો નથી. મેં જ પૂર્વે પાપરૂપી મુર્ખાઈ કરેલી, તે કાળે પાપકર્મ બંધાએલું,
આ દુર્વચનાદિ, ઉપસર્ગાદિ તેના ફળ છે. આ જ્ઞેયો તો મારો જ અપરાધ હતો તેમ જ્ઞાન કરાવે છે, બાકી
અન્ય તો નિમિત્ત માત્ર છે, ઈત્યાદિ ભેદવિજ્ઞાન સહિત ચિન્ત્વન કરતાં ઉપસર્ગાદિના નિમિત્તમાં
જ્ઞાતાસ્વરૂપની અરુચિરૂપ ક્રોધ તથા રાગદ્વેષ ઉત્પન્ન ન થાય એ રીતે સમતા ભાવને ધારણ કરે છે,
જ્ઞાતા કહે છે.
અજ્ઞાની ગમે તેવું બહારમાં સહન કરતો ભલે દેખાય પણ તેને સાચી ક્ષમા હોતી નથી.
બંધાદિકના ભયથી તથા સ્વર્ગ–મોક્ષની ઈચ્છાથી વા ક્રોધ કરીશ તો શાસ્ત્રમાં લખ્યું છે કે પાપકર્મો
બંધાશે માટે તે ક્રોધાદિ કરતો નથી. પણ ત્યાં જ્ઞાતાસ્વભાવની અરુચિ અને રાગની રુચિ હોવાથી
ક્રોધાદિ કરવાનો અભિપ્રાય તો ગયો નથી. જેમ કોઈ રાજાદિકના ભયથી વા મહંતપણાના લોભથી પર
સ્ત્રી સેવતો નથી, તો તેને ત્યાગી કહી શકાય નહીં. તે જ પ્રમાણે આ પણ ક્રોધાદિનો ત્યાગી નથી.
અભ્યાસથી કોઈ ઈષ્ટ અનિષ્ટ ન ભાસે ત્યારે સ્વયં ક્રોધાદિ ઉપજતા નથી અને ત્યારે જ સાચો ધર્મ
થાય છે. (મોક્ષમાર્ગ પ્ર૦ પૃ. ૨૩૨)
(૩) હવે ઉત્તમ માર્દવ ધર્મને કહે છે :–
उत्तमणाय पहाणो उत्तम तवयरण करण सीलोवि ।
अप्पाणं जो हीलादि मदव रयणं भवे तस्स ।। ३९४।।
અર્થ :– જે મુનિ ઉત્તમજ્ઞાનથી તો પ્રધાન હોય, ઉત્તમ તપશ્ચરણ કરવાનો જેનો સ્વભાવ હોય
તોપણ જે પોતાના આત્માને મદરહિત કરે, ગર્વ ન કરે તે મુનિને ઉત્તમ માર્દવધર્મ રત્ન હોય છે. જ્ઞાનીને
પોતાના અવિનાશી ચિદાનંદી પૂર્ણસ્વભાવનો જ મહિમા વર્તે છે, સ્વસન્મુખતાના બળથી અંશે તેટલો
વીતરાગી ધર્મ પ્રગટતાં અરે! હું કોનાથી માન કરું? કોનું અભિમાન કરું? સકળ શાસ્ત્રને જાણનાર
હોય તોપણ જ્ઞાનનો મદ ન કરે; ત્યાં આમ વિચારે કે મારાથી મોટા અવધિ, મનઃપર્યયજ્ઞાની છે,
કેવળજ્ઞાની તો સર્વોત્કૃષ્ટ જ્ઞાની છે, હું કોણ છું? અતિ અલ્પજ્ઞ છું, તુચ્છ છું એમ નિર્માનતા જ ધારણ
કરે છે, અને આઠ પ્રકારના મદ (–જાતિ, લાભ, કૂળ, રૂપ, તપ, બલ, વિદ્યા અને અધિકાર મદ) ને
ઉત્પન્ન થવા દેતા નથી. પૂર્ણ જ્ઞાનસ્વભાવનો વિનય કરે છે. જ્ઞાતાસ્વભાવમાં સાવધાન થઈ સમતાવડે
પોતાના આત્માને નમ્ર બનાવે છે, તેનું નામ અવિકારી શાન્તિ રૂપ વિનય અને માનાદિ વિકારનો
પરાજય–એનું નામ ઉત્તમ માર્દવ ધર્મ છે.
પોતાને ઉત્કૃષ્ટ તપ હોય તોપણ મદ ન થવા દે. જેમ મંદિર ઉપર મણિમય સુવર્ણનો કળશ
ચડાવી શોભા વધારે છે તેમ અખંડિત પ્રતાપ સંપદાથી આત્મામાં સ્વસંવેદન જ્ઞાનદ્વારા એકાગ્રતાવડે
અતીન્દ્રિય આનંદના ઉછાળા આવે એવી ચૈતન્યની પરમ મહિમા વધારે ને રાગાદિ વિકારની તુચ્છતા
થઈ જાય, ઉત્પત્તિ ન થાય એવી ચૈતન્યની મહિમા છે.
જેમ સમુદ્ર મધ્યબિંદુથી ઉછળીને ભરતી લાવે છે તેમ આત્મામાં બેહદ પૂર્ણ જ્ઞાનાનંદમાં દ્રષ્ટિ,
જ્ઞાન અને એકાગ્રતાના બળથી આનંદની ભરતી આવે, એ રીતે તેના આદરવડે અનિત્ય ક્રોધ તથા
માનાદિ મદ ઉત્પન્ન ન થવા દે એનું નામ સમ્યક્ચારિત્રનો ઉત્તમ માર્દવ ધર્મ છે.

PDF/HTML Page 15 of 29
single page version

background image
: ૧૨ : આત્મધર્મ: ૨૩૧
ઉત્તમ સત્ય ધર્મ–કા. અનુપ્રેક્ષા ગા. ૩૯૮.
અર્થ–જે મુનિ જિનસૂત્ર અનુકૂળ વચનને જ કહે, અર્થાત્ તેમાં જે આચારાદિ કહ્યા છે તે પાલન
કરવામાં પોતે અસમર્થ હોય તો પોતાના બચાવ ખાતર પણ અન્યથા ન કહે, વ્યવહારથી પણ અસત્ય
ન કહે તે મુનિ સત્યવાદી છે અને તેને જ ઉત્તમ સત્ય ધર્મ હોય છે. સર્વજ્ઞ ભગવાને અનાદિ અનંત
દ્રવ્ય–ગુણ–પર્યાયની સ્વતંત્રતા કહેલ છે, પરથી કોઈની પર્યાય થતી નથી એમ શાસ્ત્રમાં પણ કહ્યું છે
તેથી તેનાથી વિરુદ્ધ કથન જ્ઞાની કરે નહીં.
શિથિલ થઈ કહે છે કે પંચમકાળમાં આવું જ મુનિપણું હોય તો એ જૂઠ છે. પોતાના દોષ
જગતમાં પ્રસિદ્ધ કરવાથી માન જતું રહેશે, નિંદા થશે એમ માનાદિ વશે પણ જૂઠ ન બોલે, દોષ ન
છૂપાવે તથા લૌક્કિમાં પણ જે સત્ય છે તેને અન્યથા ન કહે, એ ૧૦ પ્રકારના વ્યવહાર સત્યના ભેદ છે.
શરિરાદિ પરદ્રવ્યો પ્રત્યે પણ માધ્યસ્થતા
હું દેહ નહીં, વાણી નહિ, ન મન તેમનું કારણ નહિ,
કર્તા ન કારયિતા ન અનુમંતા હું કર્તાનો નહિ.
હું દેહાદિપણે નથી, તેનું કારણ નથી, તેનોકર્તા, કરાવનાર અને પ્રેરક પણ નથી
હું તો નિત્યજ્ઞાતા છું.
પ્રવચનસાર ગાથા૦ ૧૬૦
લડાઈ જગડા ક્યારે મટે
પોતાની સમજણ શું છે તે નક્કી કરે અને પોતાને સમજવાનો સવળો પુરુષાર્થ કરે ત્યારે.
સ્વરૂપ સમજ્યા વિના ત્રણકાળમાં નિવેડો થાય નહીં. કોઈ સીધો
‘ગધેડો’ કહેતો કજીયો કરે પણ જે ભાવમાં તેવા અનંતા ભવ ઉભા છે તે
ભાવનો નાશ કરતો નથી તો તે ભૂલનું ફળ ભોગવવું પડશે માટે સમયે સમયે
તારા પરિણામ તપાસ અહીં સમજણ ઉપર વજન છે. જીવ સમજણમાં ઊંધુંં
માની પરમાં ઠીક–અઠીકપણે રાગ–દ્વેષ કરે અથવા સવળું માની રાગ–દ્વેષ તોડી
વીતરાગભાવ કરી શકે. તે સિવાય બીજું કાંઈ તે કરી શકતો નથી. માટે જો
સત્ય સ્વભાવ ન સમજ્યો તો જેમ સમુદ્રમાં ફેંકેલ મોતી હાથ ન આવે તેમ
ચોરાશીની રખડપાટમાં ફરી મનુષ્ય થવું ઘણું મોંઘું છે. પૈસા વગેરે બહારના
સંયોગો મળે તેમાં સમજણની જરૂર નથી, તે તો પૂર્વના પુણ્યના કારણે આવી
મળે છે. પણ આત્માને સમજવામાં અનંતો સવળો પુરૂષાર્થ જોઈએ. કારણ કે
ત્યાં કર્મ કરાવે તેમ થતું નથી.
(સમયસાર પ્રવચન ભાગ ૧ પૃ૦ પ૬૦)

PDF/HTML Page 16 of 29
single page version

background image
પોષ : ૨૪૮૯ : ૧૩ :
મોક્ષમાર્ગની આદિ – મધ્ય – અંતમાં નિશ્ચય(સ્વાશ્રિત)
શ્રદ્ધા – જ્ઞાન અને એકાગ્રતા જ
કાર્યકારી છે?
(સમયસારજી સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર ગા. ૩૯૦ થી ૪૦૪ પર પૂ. ગુરુદેવના પ્રવચનો)
તા. ૧૧–૮–૧૯૬૨
ભાવાર્થ :– આત્મા જ્ઞાન સ્વભાવી છે પરદ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવથી ભિન્ન છે. અને પોતાના
જ્ઞાનાદિ સ્વભાવથી અભિન્ન છે. અહીં એમ બતાવ્યું કે આત્માનું નિર્દોષ લક્ષણ જ્ઞાન–દર્શનમય ઉપયોગ
છે અને ઉપયોગમાં જ્ઞાન પ્રધાન છે. કારણ કે જ્ઞાન લક્ષણથી જ આત્મા સર્વ પરદ્રવ્યોથી ભિન્ન
અતીન્દ્રિય જ્ઞાનમય અનુભવગોચર થાય છે. જ્ઞાન માત્ર કહો કે અનંતગુણનો પિંડ આત્મા કહો તે એક
છે. ધર્મની શરૂઆત સમ્યગ્દર્શનથી થાય છે. પ્રથમથીજ સંયોગ. વિકાર (પુણ્યપાપ શુભાશુભ રાગ)
અને વ્યવહારનો આશ્રય શ્રદ્ધામાંથી છોડી અનાદિ અનંત પૂર્ણ–જ્ઞાન ધન સ્વભાવી હું આત્મા છું એમ
નિશ્ચય કરી, તેમાં નિર્વિકલ્પ અનુભવ કરવો તે નિશ્ચય સમ્યગ્દર્શન છે. અહીં સમ્યગ્દર્શન તે જ આત્મા
એમ કહ્યું છે.
જે જ્ઞાન રાગમિશ્રિત ખંડખંડ થતું હતું તે જ જ્ઞાન સર્વ ભેદને ગૌણ કરનાર એવા શુદ્ધનય દ્વારા
પૂર્ણજ્ઞાનઘન મારો આત્મા છે એમ સ્વસંવેદનથી આત્માની પ્રસિદ્ધિ કરે છે–આત્માને જાણે છે–અનુભવે
છે, તે જ્ઞાન આત્મા જ છે. શાસ્ત્રમાં જ્ઞાન નથી. સ્વરૂપાચરણ ચારિત્ર ઉપયોગ અને અતીન્દ્રિય
જ્ઞાનાનંદમાં લીનતારૂપી ચારિત્ર તે આત્મા જ છે. કેમકે દર્શન–જ્ઞાન–ચારિત્રમાં આત્મા જ રહે છે.
આત્માનું વેદન થઈ અંદર નિર્મળ વિકાસ થયો તે જ્ઞાન જ આત્મા છે. બહારમાં અગિયાર અંગનું જ્ઞાન
હોય તે જ્ઞાન નથી; પણ સ્વાશ્રયે ખીલેલું જ્ઞાન તે જ જ્ઞાન છે.
સંવત્ ૧૯૮૨ માં પ્રશ્ન થયેલો કે અત્યારે સૂત્ર (જિનાગમ શાસ્ત્ર) કેટલા વિદ્યમાન છે? તેના
ઉત્તરમાં કહેલું કે વર્તમાનમાં ભરતક્ષેત્રમાં સમ્યગ્દ્રષ્ટિ જીવને સ્વાવલંબી જ્ઞાનનો જેટલો વિકાસ હોય
તેટલા સૂત્ર હાલ વિદ્યમાન છે અને તેટલું આગમજ્ઞાન છે–બાકી વિચ્છેદરૂપ સમજવું.
સ્વાવલંબી જ્ઞાન વિના શાસ્ત્રમાં શું લખ્યું છે તેનો નિકાલ કોણ કરશે? વિકલ્પમાં, શુભરાગમાં
એવી તાકાત નથી, શાસ્ત્રના શબ્દજ્ઞાનમાં ભાવજ્ઞાનની તાકાત

PDF/HTML Page 17 of 29
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : ૨૩૧
નથી, કે સમ્યગ્જ્ઞાન પ્રગટ કરે; પણ સ્વદ્રવ્યના આલંબનથી ભેદજ્ઞાનપૂર્વક જેટલો જ્ઞાનનો વિકાસ થયો
તેટલું અંગ–પૂર્વગત જ્ઞાન હાલ વિદ્યમાન છે.
નિજ શુદ્ધાત્માના આશ્રયરૂપ નિર્વિકાર દશા ઉત્પન્ન થઈ, નિર્મળ પર્યાય થઈ તેટલું સમ્યગ્જ્ઞાન
ચારિત્ર છે. અહીં જ્ઞાનને જ પ્રધાન કરીને આત્માનો અધિકાર છે. જોકે આત્મામાં અનંત ધર્મો અને
અનંત ગુણો છે તોપણ તેમાંના કેટલાક તો છદ્મસ્થને ગોચર જ નથી, તેથી તે ધર્મોદ્વારા અલ્પજ્ઞ પ્રાણી
આત્માને કઈ રીતે ઓળખે? વળી કેટલાક ધર્મો સ્પષ્ટ અનુભવ ગોચર છે; તેમાંના કેટલાક તો
અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વ આદિ તોઅન્ય દ્રવ્યોમાં પણ છે, માટે તે દ્વારા આત્મા પરથી જુદો જાણી
શકાય નહિ, અને કેટલાક પર્યાયધર્મો પરદ્રવ્યના સંબંધથી થયેલા છે, તે દ્વારા પરમાર્થભૂત આત્માનું
શુદ્ધસ્વરૂપ કેવી રીતે જણાય? માટે જ્ઞાનદ્વારા જ આત્મા લક્ષિત થઈ શકે છે. દયા, દાન, પૂજા, ભક્તિના
શુભરાગથી આત્મા લક્ષમાં આવતોનથી. કારણ કે કષાયની મંદતામાં એવી તાકાત નથી કે ચૈતન્યમૂર્તિ
આત્માને ગ્રહણ કર શકે. જેને શુભરાગરૂપ વ્યવહાર રત્નત્રય કહેવામાં આવે છે તે પણ આસ્રવત્ત્વ
અનાત્મભાવ છે, ચૈતન્યની જાગૃતિને રોકનાર અજાગૃત ભાવ છે. માટે શુભભાવ કારણ અને વીતરાગ
ભા૧વ કાર્ય એક ત્રણકાળમાં બની શકતું નથી. માત્ર નિમિત્તપણું બતાવવા ઉપચારથી સાધન કહેવાની
રીત છે. ભૂમિકાનુસાર આટલો વીતરાગભાવ હોય ત્યાં નિમિત્તમાં આવું હોય છે એમ જાણવું તે
વ્યવહારનયનું પ્રયોજન છે.
જ્ઞાનીને ભૂમિકાનુસાર શુભભાવ આવે છે પણ જેને ભેદવિજ્ઞાન નથી તેઓ એમ માને છે કે
પ્રથમ આહાર શુદ્ધિ કરીએ તો મનશુદ્ધિ થાય અને તો આત્માનું જ્ઞાન થાય, તેને પ્રથમ ધર્મ શું તેની પણ
ખબર નથી. શુદ્ધ અશુદ્ધ આહાર આત્મા થઈ શકતો નથી પણ તે સંબંધી રાગ કરી શકે છે. ધર્મના નામે
ગમે તેટલા શુભરાગની ક્રિયા કરે એ વ્યવહાર સંબંધી શુભરાગમાં પણ એવી તાકાત નથી કે જે વડે
શાસ્ત્રના સાચા અર્થ સમજી શકાય પણ શુદ્ધનયનું પ્રયોજન સમજી ભેદજ્ઞાન કરે તો સ્વસન્મુખ
થઈશકાય છે. આ રીતે તત્ત્વ વિચારરૂપ ઉદ્યમપૂર્વક પ્રગટ થવાવાળાં સ્વસન્મુખ જ્ઞાનમાં જ એવી
તાકાત છે કે સત્ય અસત્યનો નિર્ધાર કરી શકે.
મનના સંગે જે શુભરાગ થાય છે તેનાથી પણ આત્મા ઓળખી શકાતો નથી. પણ આત્માને
અનુસરે એવા જ્ઞાન લક્ષણદ્વારા પરમાર્થભૂત આત્મા જાણી શકાય છે. અહીં જ્ઞાનને આત્મા કહ્યો છે,
કારણ કે અભેદ અપેક્ષાએ ગુણ–ગુણી અભેદ હોવાથી જ્ઞાન તે જ આત્મા છે. તેથી જ્ઞાન કહો કે આત્મા
કહો તેમાં કોઈ વિરોધ નથી. પરાશ્રયની બુદ્ધિ છોડીને, સ્વસન્મુખતાના બળથી ભગવાન આત્માને
ધ્યેયરૂપે પકડીને, જ્ઞાન લક્ષણ વડે આત્માને જાણ્યો કે આ હું છું તે જ્ઞાન સ્વરૂપ જ આ આત્મા છે એમ
પ્રથમ શ્રદ્ધામાં નિર્વિકલ્પ અનુભવ થવો તે પ્રથમમાં પ્રથમ ધર્મ છે.
પ્રથમ ઉપાયમાં જ પરથી ભિન્ન, રાગના પક્ષથી ભિન્ન જ્ઞાન માત્ર એટલે નિમિત્ત અને રાગના
મિશ્રણ વિનાનો એકલો જ્ઞાનસ્વરૂપ આત્મા તે હું છું એમ નિર્ણય કરવા માટે તત્ત્વ વિચારમાં ઉદ્યમી
થવાનો ઉપદેશ છે. તેથી કહ્યું છે કે જેનાથી યથાર્થ ઉપદેશ મળે એવા જિનવચનનું શ્રવણ કરવું ને તેમાં
ગ્રહણ શું કરવું કે શુદ્ધનયના વિષયને ગ્રહણ કરવો. કોઈ પણ પ્રકારનો રાગ આશ્રય કરવા જેવો નથી,
પરથી લાભ નુકશાન નથી, પણ પોતાના ભાવથી પોતાનું લભું ભૂંડું થઈ શકે છે. પ્રથમ પોતાની વિકારી
પર્યાયને પણ પરથી ભિન્ન સ્વતંત્ર સત્ તરીકે સ્વિકાર કરવા કહે છે કે પર્યાયમાં પણ પરથી ભિન્ન અને
પોતાના ત્રિકાળી ભાવોથી અભિન્ન આત્માને જાણવો; ત્યાં પરથી ભિન્ન કહેતાં, વર્તમાન અશુદ્ધ પર્યાય
પણ તારાથી સ્વતંત્રપણે કરાયેલી છે, સત્ છે. કાળના

PDF/HTML Page 18 of 29
single page version

background image
પોષ : ૨૪૮૯ : ૧પ :
કારણે, જડ કર્મના કારણે, સંયોગના કારણે તને રાગદ્વેષ, સુખ દુઃખ કે ભૂલ નથી. પરને કારણે મારૂં
કાર્ય નથી એમ નક્કી કર્યા પણ ક્ષણિક વિકાર, અધુરી પર્યાય જેવો ને જેટલો હું નથી, પણ ત્રિકાળ
નિર્મળ જ્ઞાનાનંદથી ભરેલો તે હું છું એમ સ્વસન્મુખ જ્ઞાન દ્વારા મારો ધ્રુવ સ્વભાવ વિભાવથી પૃથક છે,
મારામાં બેહદ સામર્થ્ય છે એનું ભાન કરી શકાય છે પછી જ ભેદનો આશ્રય છોડી સ્વરૂપના
આલંબનથી નિર્વિકલ્પ સમ્યગ્દર્શનરૂપી ધર્મ શરૂ થઈ શકે છે. સમ્યગ્દર્શનનું ધ્યેય ત્રિકાળી દ્રવ્ય–ગુણ
અને શક્તિરૂપ ધ્રુવશક્તિરૂપ અખંડ વસ્તુ છે; તેમાં અને તેના આશ્રયથી તો મિથ્યાત્વ, પુણ્ય પાપ
વિકાર ઉત્પન્ન થતાં જ નથી. દ્રવ્યસ્વભાવ જ ચૈતન્યમય નિર્મળ પર્યાયનું કારણ છે પણ પુણ્ય પાપરૂપ
વિભાવનું કારણ નથી; અને તેના આશ્રયે ઉઘડેલ સાધકભાવ પણ વિભાવનું કારણ નથી. પોતાના
ચૈતન્ય ભાવનું અભાન–વિભ્રમ જ પુણ્ય પાપ અને મિથ્યાત્વરૂપી સંસારનું કારણ છે.
ટીકામાં છેવટે એમ કહ્યું કે જે પોતાના અપરાધથી પોતાનીય પર્યાયમાં અનાદિ અજ્ઞાનથી થતી
શુભાશુભ ઉપયોગરૂપ પરસમયની પ્રવૃત્તિને પ્રથમ નિર્મળ શ્રદ્ધા જ્ઞાન દ્વારા દૂર કરીને અર્થાત્ પોતાને
નિશ્ચય સમ્યગ્દર્શનાદિરૂપે પરિણમાવીને અનાત્મા (આસ્રવ) નાઅભાવ સ્વભાવપણે પોતાને
અનુભવીને સ્વાવલંબી કર્યો તેનું નામ પર સમયથી–પરભાવથી નિવૃત્તસ્વરૂપ અને સ્વસમયમાં
(નિર્મળ શ્રદ્ધા–જ્ઞાન, શાન્તિમાં) પ્રવૃત્તિરૂપ ધર્મ છે–એ વડે પૂર્ણ વિજ્ઞાનઘન સ્વભાવની પ્રાપ્તિ થાય છે–
એમ પ્રથમથી જ આવો આત્મા જ્ઞાનલક્ષણ વડે પ્રતીતિ સહિત અનુભવમાં આવે છે.
જડકર્મ મારગ આપે તો શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય, દર્શનમોહ કર્મ ટળે તો ધર્મ થાય એમ નથી;
અમુક સંયોગ, અમુક કાળ, અને તીર્થંકર ભગવાન બિરાજતા હોય તે ક્ષેત્ર મળે તો આત્માને ધર્મ થાય
એમ નથી. નિમિત્તની રાહ જોવી પડતી નથી. સ્વાશ્રયની દ્રષ્ટિથી જાગ્યો ત્યાં સર્વ સમાધાનરૂપ પોતાનો
આત્મા જ પોતાને ધ્રુવ શરણરૂપ ભાસે છે. ચૈતન્યના સ્વરૂપમાં વિવાદ નથી. સ્વરૂપની રુચિ અને
સ્થિરતા માટે પરના આલંબનની અપેક્ષા નથી.
દર્શન–જ્ઞાન–ચારિત્રના પરિણામ સ્વરૂપ મોક્ષમાર્ગ છે તે સ્વસમયરૂપ પરિણમન પ્રાપ્ત કરીને,
જેમાં કોઈ ગ્રહણ ત્યાગ નથી એવા સાક્ષાત્ સમયસારરૂપ, પરમાર્થરૂપ, જ્ઞાનાનંદ એકલો આત્મા
પ્રાપ્તની પ્રાપ્તિરૂપ થાય છે.
વિજ્ઞાનઘન સ્વભાવમાં તથા તેના અનુભવમાં, હું વિજ્ઞાનઘન છું એવો વિકલ્પ નથી. તેમાં પરનું
અથવા રાગાદિનું ગ્રહણ ત્યાગનથી, તથા સ્વરૂપને ગ્રહણ કરૂં એવો વિકલ્પ પણ નથી. આ સર્વ
વિશુદ્ધજ્ઞાનનો અધિકાર છે તે વિશેષ સ્પષ્ટપણે સમયસાર (શુદ્ધાત્મા) ને બતાવે છે.
દ્રવ્ય, ગુણ તો નિત્ય શુદ્ધ છે. પણ શુદ્ધ દ્રષ્ટિ દ્વારા ભેદને ગૌણ કરીને સામાન્ય એકરૂપ
સ્વભાવનો આશ્રય કરવામાં આવે પછી પ્રગટ પર્યાયમાં વિશેષ શુદ્ધતારૂપે પરિણમનદ્વારા સ્વરૂપમાં
નિશ્ચલ થયો ત્યારે ચારિત્ર અપેક્ષામાં પણ સાક્ષાત્ સમયસાર સ્વરૂપ, પરમાર્થરૂપ, નિશ્ચળ રહેલા, શુદ્ધ,
પૂર્ણ જ્ઞાનને (પૂર્ણ આત્માને) દેખવું થવું.
મોક્ષમાર્ગની આદિ, મધ્ય, અંત (પૂર્ણતા) માં નિશ્ચયશ્રદ્ધા–જ્ઞાન–એકાગ્રતારૂપ આત્મઅવલોકન
જ કાર્યકારી છે; ત્યાં દેખવું ત્રણ પ્રકારે છે:–
(૧) શુદ્ધનયનું જ્ઞાન કરી પૂર્ણ વિજ્ઞાનઘન આત્માના સ્વભાવનો નિશ્ચય કરી સ્વાનુભૂતિદ્વારા
પૂર્ણ જ્ઞાન સ્વરૂપનું શ્રદ્ધાન કરવું તે પહેલા પ્રકારનું દેખવું છે. મિથ્યા અભિપ્રાય રહિત, રાગના આશ્રય
રહિત, ભેદ જ્ઞાનદ્વારાપૂર્ણ જ્ઞાનઘન એકરૂપ વસ્તુ છું એમાં ઝુકાવ કરી પૂર્ણ જ્ઞાનઘન ઉપર ધ્યેય રહેવું તે
શુદ્ધનયદ્વારા નિર્વિકલ્પ દેખવું તો અવિરત આદિ અવસ્થામાં પણ હોય છે, નિશ્ચય મોક્ષમાર્ગ માટે
વ્યવહાર જોઈએ એમ

PDF/HTML Page 19 of 29
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : ૨૩૧
કહ્યું નથી. પ્રથમ નિશ્ચય સમ્યગ્દર્શન વિના વ્રત, તપ, સંયમ પ્રતિમા આદિ હોય નહિ. ત્રણેકાળે ઘી, લોટ
અને ગોળની સુખડી થાય પણ તેને બદલે માટી–મૂત્રાદિમાંથી સુખડી થાય નહિ, તેમ કોઈપણ પ્રકારનો
રાગ તે વીતરાગભાવરૂપ મોક્ષમાર્ગ નથી, પણ વિરુદ્ધ ભાવ છે. તેથી શુભરાગરૂપ વ્યવહાર વ્રતાદિથી
નિશ્ચય મોક્ષમાર્ગ થાય નહીં, એ નિયમ અનેકાન્ત સિદ્ધાંત છે. શુભરાગ આવે–હોય તે જુદી વાત છે, ને
તેનાથી ધર્મ થાય એમ માનવું તે જુદી વાત છે પુણ્ય–શુભરાગ–નિમિત્ત તેના કાળે હોય છે તેનો નિષેધ
નથી પણ તેનાથી ધર્મ માનવારૂપ ઊંધી માન્યતાનો નિષેધ સાચી સમજણ માટે છે.
ભેદજ્ઞાનપૂર્વક શુદ્ધનયદ્વારા અખંડ જ્ઞાનાનંદ સ્વરૂપ ઉપર દ્રષ્ટિ કરવાથી જ નિર્મળ શ્રદ્ધા–જ્ઞાન
અને અતીન્દ્રિય આનંદમાં લીનતારૂપ મોક્ષમાર્ગ પ્રાપ્ત થાય છે; તેનાથી વિરુદ્ધ બીજો કોઈ મોક્ષમાર્ગ
નથી. જ્ઞાનીને નીચલી દશામાં દયા, દાન, પૂજા, ભક્તિ વ્રતાદિના શુભભાવ હોય છે, તે જાતનો રાગ
ત્યાં નિમિત્તરૂપે હોય છે પણ તે વીતરાગભાવને ઉત્પન્ન કરી શકે એમ કદી બનતું નથી. સંયોગ અને
રાગની રુચિવાન માને છે કે વ્યવહાર જોઈએ, નિમિત્ત જોઈએ, એ હોય તો નિશ્ચય શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર
થાય એમ તેની દ્રષ્ટિમાં મહાન અંતર છે. સંયોગ અને રાગની રુચિ હોવાથી તે જીવ આત્માનો
તિરસ્કાર કરે છે. આસ્રવની એટલે કે સંસારની ભાવના ભાવે છે. પ્રથમ વ્યવહાર જોઈએ એમ
માનનારને બહિરાત્મા કેમ કહ્યો છે કે તે વ્યવહારનયના કથનને નિશ્ચયનયના કથન માને જ છે,
લક્ષ્યાર્થને સમજતા જ નથી.
દાન તો દેવું જોઈએ ને? દાન દેવાનો શુભભાવ જ્ઞાનીને પણ હોય છે પણ સ્વરૂપનું દાન પોતાને
નિર્મળ પરિણતિનું દેવું જોઈએ તે કદિ દીધું નથી. રાગની ક્રિયાનો અહંકાર અનંતવાર કરેલ છે. ત્રિકાળી
વીતરાગઘન સ્વરૂપમાં વીતરાગી દ્રષ્ટિ અને શાન્તિ દેવી અને લેવી એવું દાન કદિ કર્યું નથી. સાક્ષાત્
ભગવાનની ધર્મસભામાં (સમવસરણમાં) બેઠો હોય તોપણ શુભ રાગ કરવા જેવો છે, નિમિત્તથી કાર્ય
થઈ શકે છે એમ કર્તાપણાની શ્રદ્ધા છે તો તેનું બધું વર્તન મિથ્યાદર્શનથી ભરેલું છે. જ્ઞાનીને તો શ્રદ્ધા–
જ્ઞાનમાં નિરંતર સર્વ સમાધાનની અસ્તિ અને વિરોધની નાસ્તિરૂપે સ્વાશ્રયનું બળ વર્તતું જ હોય છે.
પછી વિશેષ પુરુષાર્થદ્વારા છઠ્ઠા સાતમા ગુણસ્થાન વર્તી જીવનું જ્ઞાનાનંદમાં દેખવું છે.
(૨) બીજા પ્રકારે જ્ઞાન સ્વભાવનું દેખવું કઈ રીતે થાય છે કે ભૂતાર્થ સ્વભાવમાં વિશેષ
સાવધાનપણે વર્તતા બાહ્ય સર્વ પરિગ્રહનો ત્યાગ કરી પૂર્ણ જ્ઞાનાનંદ સ્વરૂપમાં એકાગ્રતાનો અભ્યાસ
કરવો, ઉપયોગને જ્ઞાનઘન આત્મામાં જ થંભાવવો. જેવું શુદ્ધનયથી પોતાના પૂર્ણ સ્વરૂપને સિદ્ધ
પરમાત્મા સમાન જાણ્યું–શ્રધ્યું હતું તેવું જ ધ્યાનમાં લઈને ચિત્તને એકાગ્ર કરવું–સ્થિર કરવું, વારંવાર
તેનો જ અભ્યાસ કરવો, તે બીજા પ્રકારનું દેખવું છે.
(૩) સાતિશય પુરુષાર્થ દ્વારા જ્ઞાન સ્વભાવનું ઉગ્ર આલંબન તેના બળવડે પૂર્ણ એકાગ્રતા થતાં,
પૂર્ણ જ્ઞાનનું સર્વ પ્રકારે સાક્ષાત્ દેખવું થાય છે. મોક્ષમાર્ગની આદિ, મધ્ય અને પૂર્ણતામાં ક્્યાંય પણ
નિમિત્ત દ્વારા, શુભ વ્યવહાર દ્વારા દેખવું એમ કહ્યું નથી. સ્વાશ્રયી દ્રષ્ટિ, જ્ઞાન અને એકાગ્રતા તે જ શુદ્ધ
સ્વરૂપને પ્રાપ્ત કરવાની રીત કહી છે. વ્યવહારને યાદ કર્યો નથી. માત્ર તે યથાપદવી જાણવા યોગ્ય છે.
કોઈ કહે, શું વ્યવહારનય સર્વથા અસત્યાર્થ છે? ભાઈ! ભગવાને તો નિશ્ચયનયને સત્યાર્થ કહેલ છે.
વ્યવહારના સ્થાનમાં વ્યવહાર ભલે હોય–તેનો નિષેધ નથી. પણ તેના આલંબનથી રાગની ઉત્પતિ
થાય છે–એમ જાણવું જોઈએ. એક પંડિતજી કહેતા હતા કે અમારી દ્રષ્ટિ નિમિત્તથી અને રાગથી પણ
લાભ થાય–એમ માનવા ઉપર હતી તેથી શાસ્ત્રમાં નિશ્ચયની વાત આવે તો

PDF/HTML Page 20 of 29
single page version

background image
પોષ : ૨૪૮૯ : ૧૭ :
છોડી દઈએ અને વ્યવહારની–નિમિત્તની વાત આવે તેનો વિસ્તાર કરીએ. પણ દિગંબર સંતો અને
પ્રાચીન પંડિતજીએ વ્યવહારનયના આશ્રયનું ફળ સંસાર છે એમ સ્પષ્ટ જણાવેલ છે–એ વાત અમે
સમજ્યા નહિ.
કળશ–૨૩પ અર્થ–અન્ય દ્રવ્યોથી ભિન્ન, પોતામાં જ નિયત, પૃથક વસ્તુપણાને ધારતું (સામાન્ય
દ્રવ્ય ગુણ અને વિશેષમાં કાર્યરૂપ પર્યાયોથી સ્વતંત્ર વસ્તુ સ્વરૂપને વસ્તુ કહે છે) પરના ગ્રહણ ત્યાગથી
રહિત, રાગાદિ મળ રહિત જ્ઞાનસ્વરૂપ છે તે સ્વાવલંબી જ્ઞાનદ્વારા અવસ્થિત (નિશ્ચલ) પણે અનુભવાય
છે. સામાન્ય વસ્તુમાં તો પરનું ગ્રહણ ત્યાગ નથી પણ પર્યાયમાં તો હતું ને? ના, પર્યાયમાં એટલે પ્રગટ
દશામાં અજ્ઞાનભાવે પરનું ગ્રહણ ત્યાગ માનતો હતો તે સ્વાવલંબી જ્ઞાનદ્વારા મિથ્યાભાવથી છૂટી,
એકાગ્રતાનો અભ્યાસ વધતાં ચારિત્રમાં પરમ વિશુદ્ધતા પ્રગટ કરવાથી, જીવ સાક્ષાત્ સર્વવિશુદ્ધ કૃતકૃત્ય
થાય છે અને શુદ્ધ જ્ઞાનઘનરૂપ તેનો મહિમા એવો ને એવો સદા ઉદયમાન રહે છે.
આવા જ્ઞાનસ્વરૂપ આત્માનું આત્મામાં ધારણ કરવું તે જ ગ્રહવા યોગ્ય સર્વ ગ્રહ્યું અને ત્યાગજા
યોગ્ય સર્વ ત્યાગ્યું. પરથી, રાગાદિથી ઉપેક્ષા તે ત્યાગ અને અભેદ પૂર્ણસ્વરૂપની અપેક્ષા તે ગ્રહવા યોગ્યનું
ગ્રહણ છે. પ્રથમ શ્રદ્ધામાં અને પછી ક્રમે ક્રમે ચારિત્રમાં સ્વાશ્રયના બળથી આ બધું થઈ જાય છે.
કળશ–૨૩૬–અર્થ પોતાને ભૂલી શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર વીર્યાદિ શક્તિ પરાશ્રયમાં, પરસન્મુખતામાં
રોકાતી હતી તે સર્વ શક્તિને સ્વસન્મુખ કરી, સ્વમાં એકમેક કરી, જ્ઞેયોના ભેદથી જ્ઞાનમાં ભેદ માલુમ
પડતા હતા તેને જાણી, જ્ઞેયોના આશ્રયે જ્ઞાનમાં ખંડખંડ થવું છોડી, અખંડ ધ્રુવધામમાં, પૂર્ણ
વિજ્ઞાનઘનમાં એકાગ્રતાથી પોતાની સર્વ શક્તિને લીન કરી તે જ કૃતકૃત્યતા છે.
ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે, દ્રવ્યના સંપૂર્ણ ભાગમાં અને તેની સર્વ અવસ્થામાં કાયમ રહે તેને
ગુણ કહે છે. આત્મા પણ પોતાના જ્ઞાન, દર્શન, સુખ ચારિત્ર, વીર્ય, પ્રભુત્વ, સ્વચ્છત્વ, અસ્તિત્વ આદિ
અનંત ગુણોની પિંડ છે, તેને શુદ્ધનય દ્વારા અનુભવમાં ગ્રહણ કરવો, પૂર્ણજ્ઞાનઘન આત્માને આત્મામાં
ધારણ કરવો તે કૃતકૃત્યપણું છે. સ્વામીત્વ અપેક્ષાએ શ્રદ્ધામાં ચોથા ગુણસ્થાનથી અને ક્રમે ક્રમે
ચારિત્રમાં ૧૩મે ગુણસ્થાને આ પ્રકારે સર્વ વિશુદ્ધજ્ઞાન પૂર્ણ થાય છે.
હવે આચાર્યદેવ કહે છે કે આત્મા સદા જ્ઞાનસ્વરૂપી છે, અતીન્દ્રિય જ્ઞાન શરીરી છે–આવા જ્ઞાનને
પુદગલમય દેહ જ નથી–એવા અર્થનો શ્લોક કહે છે:– આત્મા દ્રવ્યદ્રષ્ટિથી પરને ગ્રહતો છોડતો નથી,
ખાતોપીતો નથી પણ વ્યવહારથી પર્યાયમાં તો પરનું કરી શકે છે ને? ના, વ્યવહાર તો અંશે સરાગ
અને વીતરાગના ભેદ, ભૂમિકાને યોગ્ય હોય છે, ત્યાં એ જાતનો રાગ અને તેમાં નિમિત્ત કોણ હોય તે
બતાવવા માટે મુનિ આહાર પાણી ગ્રહણ કરે છે એવા રાગને ઓળખાવવાનું કથન છે. પણ પરનું કાર્ય
આત્મા કરી શકતો જ નથી કેમકે આત્મા સદા અમૂર્તિક જ છે.
કળશ–૨૩૭–અર્થ–આમ (પૂર્વોક્ત) જ્ઞાન પરદ્રવ્યથી જૂદું અવસ્થિત છે, વ્યવહારનય તો
પરદ્રવ્યને સ્વદ્રવ્ય, પરના કારણ કાર્યાદિને જીવના કહે છે તેમાં જ્ઞાની રહેતો જ નથી. અવા જ્ઞાનને
(આત્માને) આહાર (અર્થાત્ કર્મ એટલે આઠ કર્મ, નોકર્મ એટલે શરીર–અનાજ વગેરેનો આહાર)
કેમ હોય કે જેથી તેને દેહને શંકા કરાય? (જ્ઞાનને દેહ હોઈ શકે નહીં, કારણ કે તેને કર્મ–નોકર્મ આહાર
જ નથી.
હું આત્મા ત્રણેકાળે જ્ઞાયક જ્યોતિ છું, પરદ્રવ્યથી પૃથક છું અને જ્ઞાયકસ્વરૂપમાં અવસ્થિત છું–એવું
જેને ભાન થયું છે તે ચારિત્ર વૈભવસહિત જાણે છે કે અહો! આત્મા તો જ્ઞાનમય છે તેને દેહ અને કર્મ