Atmadharma magazine - Ank 232
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 25
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૦
સળંગ અંક ૨૩૨
Version History
Version
Number Date Changes
001 Apr 2004 First electronic version.

PDF/HTML Page 2 of 25
single page version

background image
વર્ષ ૨૦ : અંક ૪થો] તંત્રી : જગજીવન બાવચંદ દોશી [મહા : ૨૪૮૯
(રાગ કલ્યાણ)
ચેતન પરસોં પ્રેમ બઢ્યો.
સ્વ–પર વિવેક બિના ભ્રમ ભૂલ્યો મૈં મૈં કરતો રહ્યો. ચે.
નરભવ રતન જતન બહુતૈં કરિ, કર તેરૈં આઈ ચઢ્યો,
સુ કયૌં વિષય સુખ લાગિ હારિયે, સબ ગુન ગઠનિ ગઠ્યો. ચે.
આરંભમેં ૧કુસિયાર કીટ જ્યૌં આપુહિ આપુ મઢ્યો,
‘રૂપચંદ’ ચિત ચેતત નાહિ નૈ, સુક જ્યૌં વ્યર્થ પઢ્યો.
ચેતન પરસૌં પ્રેમ બઢ્યો. (૧–રેશમનો કીડો. સુક=પોપટ)
જ્ઞાનીએ કહેલી મૈત્રી, પ્રમોદ, કરુણા અને ઉપેક્ષા. મૈત્રી=સર્વ
જગતથી નિર્વૈર બુદ્ધિ, પ્રમોદ=કોઈપણ આત્માના ગુણો જોઈને પ્રસન્નતા,
કરુણા=સંસાર તાપથી દુઃખી આત્માનાદુઃખથી અનુકમ્પા પામવી.
ઉપેક્ષા=નિસ્પૃહ ભાવે જગતના પ્રતિબંધને વિસારી આત્મહિતમાં આવવું.
એ ભાવનાઓ કલ્યાણમય અને પાત્રતા આપનારી છે. (શ્રી રાજચંદ્રજી)
આ પ્રાણી ધન, યૌવન, જીવન જલના બુદબુદાની માફક તુરત
વિલય પામી જતાં જોવા છતાં પણ તેને નિત્ય માને છે, શરણ માને છે એ
જ મોટું આશ્ચર્ય છે. મિથ્યાઅભિપ્રાય, કામ, ક્રોધ, માન, માયા, લોભ
ઈત્યાદિ મોહના જ ભેદ છે. (સ્વામી કાર્ત્તિકેયાનુંપ્રેક્ષા–૨૧)
[૨૩૨]

PDF/HTML Page 3 of 25
single page version

background image
સુવર્ણપુરી સમાચાર
પરમ ઉપકારી પૂ. ગુરુદેવ સુખશાતામાં બિરાજે છે. પ્રવચનમાં સવારે
પ્રવચનસારજી શાસ્ત્ર ગાથા ૧૩ તથા બપોરે શ્રી સમયસારજી શાસ્ત્ર ગાથા ૪૯ ચાલે છે.
પૂ. ગુરુદેવનો વિહાર સૌરાષ્ટ્રનાં શહેરોમાં થવા સંભવ છે. આ વિહાર ફાગણ
સુદ છઠના શરૂ થશે અને ત્રણ માસ માટે હશે, કાર્યક્રમ હવે પછી નિશ્ચિત થશે. પ્રથમ
રાજકોટ વિહાર થશે.
સ્વ. પંડિતપ્રવર શ્રી ટોડરમલ્લજી કૃત રહસ્યપૂર્ણ ચિઠ્ઠી, સ્વ. કવિવર પં.
બનારસીદાસજી કૃત પરમાર્થ વચનિકા તથા ઉપાદાન–નિમિત્ત ચિઠ્ઠી ઉપર ગયા માસમાં
પૂ. ગુરુદેવ દ્વારા અતિ સૂક્ષ્મ અને પ્રયોજનભૂત તત્ત્વજ્ઞાનને સ્પષ્ટ કરનારાં પ્રવચનો
થયાં હતાં.
પૂ. ગુરુદેવની ડાબી આંખે નીડલિંગ કરાવવાની જરૂર છે કે કેમ તેનો નિર્ણય
કરવા માટે મુંબઈથી ડો. શ્રી ચીટનીસ તા. ૩–ર–૬૩ ના રોજ આવેલા. તેમણે
બારીકાઈપૂર્વક તપાસ કરીને જાહેર કર્યું કે નીડલિંગ કરવાની જરૂર નથી. આ
સમાચારથી બધા મુમુક્ષુઓ અત્્યંત આનંદિત થયા હતા.
વૈરાગ્ય – સમાચાર
વાંકિયા (સૌરાષ્ટ્ર) ના રહીશ કલકત્તા નિવાસી ભાઈ શાંન્તિલાલ ઉજમશી
ખારાનો પ૧ વર્ષની ઉંમરે લગભગ ચાર માસની કમળાની બીમારીથી તા. ૧૩–૧–૬૩
ના રોજ અમદાવાદમાં સ્વર્ગવાસ થયો છે. સ્વ. શ્રી શાંન્તિભાઈને પૂ. ગુરુદેવ પ્રત્યે ઘણો
ભક્તિભાવ હતો. પૂ. ગુરુદેવના દર્શન કરવા તથા જન્મદાહવિનાશિની પરમ અમૃતમય
ગુરુવાણીનો લાભ લેવા માટે તેઓ અનેકવાર સોનગઢ આવતા હતા. ગત અસાઢ
માસમાં આવેલા ત્યારે પૂ. ગુરુદેવની વાણી સાંભળીને તેમનું હૃદય ઉલ્લાસથી ભરાઈ
આવ્યું હતું અને ગદ્ગદ્ વચને પૂ. ગુરુદેવનાં ચરણોમાં મસ્તક નાખીને બોલ્યા હતા કે:
‘હે પ્રભો! આપે તો અમને ન્યાલ કરી દીધા,..... આપે તો અમને આ સંસારના
ખાડામાંથી ઊંચકી લીધા.. અહા! આવી વાણી, પ્રભો! અહીં સિવા્ય બીજે ક્યાંય
મળતી નથી..’ આ પ્રમાણે પોતાનો હર્ષ–આનંદ બતાવી, તત્ત્વ પ્રત્યેની પોતાની રુચિ
વ્યક્ત કરી હતી. તેમને આત્મધર્મ તથા પૂ. ગુરુદેવનાં પ્રવચનો વગેરે સાહિત્યના
વાંચનનો પણ સારો્ર પ્રેમ હતો. સદ્દેવ–ગુરુ–ધર્મની રુચિના ફળસ્વરૂપે આત્મસ્વરૂપની
આરાધના કરી શાન્તિભાઈનો આત્મા શિધ્ર કલ્યાણપદ પામે એવી અભ્યર્થના સહિત
તેમના કુટુંબીજનો પ્રત્યે સમવેદના પ્રગટ કરીએ છીએ.
ધર્મ પર્વ માટે જરૂરી સૂચના.
અષ્ટાન્હિકા પર્વ આદિ દિવસોમાં જે મુમુક્ષુમંડળને પ્રવચનકાર વિદ્વાનની જરૂર
હોય તેઓ પત્ર વ્યવહાર કરે લખો :
શ્રી પ્રવચન પ્રચારવિભાગ
શ્રી દિ. જૈન મુમુક્ષુ મહામંડળ
ઠે. શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ,
સો ન ગ ઢ (સૌરાષ્ટ્ર).

PDF/HTML Page 4 of 25
single page version

background image
મહા: ૨૪૮૯ : ૧ :
વર્ષ વીસમું : અંક : ૪થો સંપાદક : જગજીવન બાવચંદ દોશી મહા : ૨૪૮૯
આશ્રયે જ્ઞાનીની અશરણભાવના.
પુરાણ પુરુષોને નમો નમ:–
આ લોક ત્રિવિધ તાપથી આકુળવ્યાકુળ છે, ઝાંઝવાના પાણીને લેવા દોડી
તૃષા છીપાવવા ઈચ્છે છે એવો દીન છે. અજ્ઞાનને લીધે સ્વરૂપનું વિસ્મરણ થઈ
જવાથી ભયંકર પરિભ્રમણ તેને પ્રાપ્ત થયું છે. સમયે સમયે અતુલ ખેદ, જવરાદિ
રોગ, મરણાદિ ભય, વિયોગાદિ દુઃખને તે અનુભવે છે. આવી અશરણતાવાળા આ
જગતને એક સત્પુરુષ જ શરણ છે; સત્પુરુષની વાણી વિના કોઈ એ તાપ અને તૃષા
છેદી શકે નહીં એમ નિશ્ચય છે. માટે ફરી ફરી તે સત્પુરુષના ચરણનું અમે ધ્યાન
કરીએ છીએ.
(શ્રી રાજચંદ્રજી)
દિવ્યધ્વનિ તીર્થંકર પરમાત્માની વાણી છે અને તે મુક્તિનો પંથ
બતાવવાવાળી છે. દ્રવ્ય–ગુણ–પર્યાયની સ્વતંત્રતા અને યથાર્થતાનું સ્વરૂપ
સમજીને શાશ્વત નિર્મળ ગુણ નિધાન આત્મામાં દ્રષ્ટિ દેતાં અને તેમાં લીનતા
કરતાં મુક્તિનો પંથ પ્રગટે છે. સર્વ ભગવંતોએ આ રીતે મુક્તિ પ્રાપ્ત કરી અને
એવો જ મોક્ષમાર્ગનો ઉપદેશ જગતને દીધો. જે રીતે ભૂતકાળમાં અનંતા આત્મા
અર્હંત વીતરાગ થઈ મુક્તિને (પરમાત્મ દશાને) પામ્યા તે જ રીતે ભગવાનની
વાણીમાં કહેલા સ્વાશ્રિત સમ્યક્રત્નત્રયમય માર્ગનો જે આશ્રય કરશે તે અવશ્ય
મોક્ષને પામશે.
જેવો સિદ્ધ પરમાત્માનો સ્વભાવ છે. તેવા જ પૂર્ણસ્વભાવવાળા આત્મા દરેક
દેહમાં વિદ્યમાન છે. સિદ્ધ ભગવાનમાં અને આ આત્મામાં પરમાર્થે કાંઈ ફેર નથી,
જેટલું સામર્થ્ય સિદ્ધ ભગવાનના આત્મામાં છે તેટલ્રું જ પ્રત્યેક આત્મામાં સદાય છે.
સિદ્ધ પરમાત્મા પોતાના પૂર્ણસ્વભાવ સામર્થ્યની પ્રતીત કરીને, તેમાં લીનતા દ્વારા
પૂર્ણજ્ઞાન–આનંદ પ્રગટ કરી મુક્ત થઈ ગયા અને અજ્ઞાની જીવ પોતાના નિત્ય બેહદ
સ્વભાવ સામર્થ્યને ભૂલીને રાગાદિનો આદર વીતરાગતાનો અનાદર, પરભાવોમાં
કર્તુત્વ તથા રાગાદિમાં જ પોતાપણું માનીને સંસારમાં ભટકે છે.

PDF/HTML Page 5 of 25
single page version

background image
: ૨ : આત્મધર્મ: ૨૩૨
સ્વાનુભતિ વૈભવ, અનેકાન્તદ્વારા વસ્તુની નિશ્ચિત મર્યાદા.
(સમયસાર શાસ્ત્રના મંગળાચરણરૂપ પ્રથમ
કળશ ઉપર પૂ. ગુરુદેવનું અદ્ભૂત પ્રવચન.)
(તા. ૨૨–૧૦–૬૨ આસો વદી ૧૧, સોનગઢ.
મુકુંદભાઈ ખારાના મકાનમાં વાસ્તુ પ્રસંગ.)
नमः समयसाराय स्वानुभूत्या चकासते” ૧૪ મી વાર શ્રી સમયસારજી કાલે શરૂ કર્યું. તેના
મંગળીકના અપૂર્વ અર્થ થશે. શ્રી અમૃતચંદ્રાચાર્ય મહામુનિ દિગમ્બર સંત હતા, સર્વ શાસ્ત્રોના
પારગામી, સાતિશય નિર્મળ બુદ્ધિના ધારક હતા. તેમના દ્વારા સમયસાર ટીકાના સારરૂપ કળશો
રચાયા છે, તે શ્લોક ઉપર શ્રી શુભચંદ્રાચા્ર્યે પરમ અધ્યાત્મ તરંગિણિમાં આ પ્રથમ પદ “નમ:
સમયસારાય” ના આઠ અર્થ કર્યા છે.
પ્રથમ સામાન્ય એક અર્થમાં સમયસાર એટલે પરમાત્મને નમસ્કાર કર્યા પછી– વિશેષરૂપે પંચ
પરમેષ્ઠી અને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર એ નિર્મળ આઠ પદાર્થને નમસ્કાર કરેલ છે.
આ શાસ્ત્રનું નામ સમયસાર નાટક એમ કેમ છે કે જેમ રાજાનું સંપૂર્ણ જીવન નાટકરૂપે કહેવું
હોય તો ટૂંકામાં સારરૂપે બધી વાત આવી જાય તેમ આ આત્મા સ્વભાવથી પરમાત્મ સ્વરૂપ છે છતાં
પોતાની ભૂલથી અનાદિથી કઈ રીતે રખડ્યો, પછી ભેદવિજ્ઞાનમય અધ્યાત્મવિદ્યાના બળવડે, ભગવતી
પ્રજ્ઞાના બળ દ્વારા સાધકદશા અને સિદ્ધદશા કેમ પ્રગટ કરે છે તેનું વર્ણન નાટકરૂપે કરેલ છે.
નવતત્ત્વમાં મોક્ષતત્ત્વ પણ ચિદાનુંદ ચૈતન્ય રાજાનો સ્વાંગ છે.
ત્રણે કાળ પોતાના જ ગુણ–પર્યાયપણે પરિણમે તેને પદાર્થ–સમય કહે છે. પ્રથમથી જ
અનેકાન્તપણે સ્વતંત્રતાનો ઢંઢેરો છે કે દરેક પદાર્થ સમ્યક્પ્રકારે પોતાના જ ગુણ પર્યાયને પામે, પ્રાપ્ત
કરે, પહોંચી વળે પણ કોઈ પદાર્થ બીજાના ગુણ પર્યાયને કાંઈ ન કરી શકે– એનું નામ સમ્યક્ અનેકાન્ત
છે.
સર્વજ્ઞ ભગવાને જ્ઞાનદ્વારા જાતિપણે છ દ્રવ્યો–છ પદાર્થ જોયા છે. દ્રવ્ય–અનંતગુણોનો પિંડ.
ગુણ–તેની ત્રિકાળી શક્તિ, જે દ્રવ્યના સંપૂર્ણ ભાગમાં અને તેમાં ત્રણે કાળ રહે છે. ગુણ પ્રગટ થતા
નથી, પણ તેની શક્તિમાંથી નિરન્તર નવી નવી પર્યાયો વ્યક્ત–પ્રગટ થયા કરે છે અને તેમાં લય–વ્યય
થઈ શક્તિરૂપે રહે

PDF/HTML Page 6 of 25
single page version

background image
માહ: ૨૪૮૯ : ૩ :
છે. દરેક દ્રવ્ય પોતાની સત્તાપણે ટકી રહે છે, તેના કોઈ અંશનો સર્વથા નાશ નથી તથા તેમાંથી તદ્ન
નવીન વસ્તુ ઉપજતી નથી. તેઓ સદાય પોતાની અર્થ ક્રિયા શક્તિથી પરિપૂર્ણ છે તેમાં કોઈ ઈશ્વર
અથવા પરપદાર્થની ડખલ (બાધા) નથી– પરાધિનતા નથી. તે અનાદિ અનંત ટકનારા છ જાતિના
દ્રવ્યોના નામ– જીવ, પુદ્ગલ. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ. તે છ પદાર્થોમાં જીવ
પદાર્થ મૂખ્ય છે, અને અનંત જીવો એટલે આત્માઓ છે તેમાં સર્વોત્કૃષ્ટ સારભૂત પરમાત્મ પદાર્થ છે,
તેને સમયસાર–જ્ઞાનાવરણીય આદિ આઠ દ્રવ્યકર્મરૂપી મળ તથા રાગદ્વેષ મોહરૂપી ભાવકર્મ મળ તથા
પાંચ પ્રકારના શરીર– તેના સંબંધથી મુક્ત એવા સિદ્ધ પરમાત્મપદાર્થને મૂખ્યપણે નમસ્કાર કરતાં તેમાં
પાંચ પરમેષ્ઠી અને રત્નત્રય પદાર્થને નમસ્કાર આવી જાય છે.
ત્રણે કાળે સર્વ પદાર્થ સમયતે–પોતાપણે ટકીને સમ્યક્ પ્રકારેત્ર સ્વાધીનપણે અયતે–ગમન કરે
છે, પરિણમે છે. જે જીવો સંસારદશાથી મુક્ત થઈ સિદ્ધ પરમાત્મા થયા તેઓ પણ સદાય સ્વસત્તાપણે
ટકીને નિરંતર પરિણમે છે. વેદાન્તાદિ માને છે એવા કૂટસ્થ નથી, પણ પ્રત્યેક સમયે અક્ષય અનંત
આનંદને અનુભવે છે, અનંતા જ્ઞાન સુખરૂપે પરિણમે છે. ગ્રંથની આદિમાં એવા સર્વજ્ઞ પરમાત્માને
નમસ્કાર કરું છું એમ કહીં મંગળ કર્યું.
પરમાત્મા કોનાથી શોભાયમાન છે કે કેવલજ્ઞાન લક્ષ્મીથી પરિણમેલા અને સ્વાનુભૂતિથી
શોભાયમાન–દેદિપ્યમાન છે, પણ કોઈના કર્ત્તા, ભોક્તા કે સ્વામીત્વની ઉપાધિરૂપે નથી. પોતામાં
શક્તિરૂપે અનંત બેહદ જ્ઞાન આનંદ આદિ શક્તિ હતી તે પૂર્ણાનંદ–પ્રકાશ–પ્રગટ પ્રત્યક્ષ દશારૂપ થઈને
વર્તે છે, એમ દરેક સિદ્ધ પરમાત્મા પોતાની પરમ મહિમાથી શોભાયમાન છે. સંસારી આત્મા પણ આવી
શક્તિ સહિત છે, રહિત નથી. જે કોઈ સિદ્ધ પરમાત્મા થાય છે તે નિર્મળ ભેદવિજ્ઞાનરૂપ સ્વાનુભૂતિ
ક્રિયાથી જ થયા છે.
વળી પરમાત્મા કેવા છે કે “ચિત્ સ્વભાવ” દર્શન જ્ઞાન (–દર્શન જ્ઞાન વડે સર્વદર્શી અને સર્વને
જાણે એવા) સ્વભાવી છે; “સર્વ ભાવાન્તરચ્છિદે” વિશ્વના સર્વપદાર્થો અને તેના સર્વ ભાવોને
(ત્રિકાળવર્તિ સર્વ દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવ સહિત સર્વને) એક સમયમાં, એક સાથે છેદી ભેદીને સર્વપ્રકારે
જાણે એવા સંપૂર્ણ નિર્મળજ્ઞાન દર્શનવડે, સર્વ ભાવોના પરિચ્છેદકપણે જાણનારા પરમાત્માને નમસ્કાર
હો.
કોઈ પરમાત્માનું સ્વરૂપ આનાથી બીજી રીતે માને છે તેનો આમાં નિષેધ થઈ જાય છે.
જુઓ, અહીં આ પ્રથમવાર આ પ્રકારે અર્થ થાય છે.
સર્વ ભાવાન્તરચ્છિદેનો બીજો અર્થ – આત્માના ભાવ સિવાયના બીજા બધા પદાર્થો અને તેના
ભાવોને ભાવાન્તરો કહેવાય છે. આ આત્મા સિવાય અનંતા જીવ–અજીવ પદાર્થો છે, તે પોતાથી ભિન્ન
જ છે. તેને સ્વભાવથી નિજશક્તિથી જ્ઞાનસ્વભાવવડે જુદા કરે છે – જુદા છે એમ જાણે છે. સર્વજ્ઞ
ભગવાન તે બધા પદાર્થને પ્રત્યક્ષ જ્ઞાન દ્વારા પૃથક પૃથક જેમ છે તેમ જાણે છે. તેમાં ભાવાયમાં દ્રવ્ય,
ચિત્સ્વભાવમાં ગુણ અને સ્વાનુભૂતિ પર્યાય છે. શ્લોકના ચાર બોલનો પરમાત્મ પદાર્થપણે અર્થ કર્યો
કે આવા જ પરમાત્મા હોય એમ અસ્તિથી કહેતા નાસ્તિપક્ષે બીજા પરમાત્મા ન હોય.
(૧) જિન શબ્દમાંથી અર્હંતદેવ અર્થ નીકળે છે– જેઓ પૂર્વોર્ક્ત પદાર્થોને જાણે છે– અથવા ગુણ
પર્યાયોને પ્રાપ્ત પદાર્થ છે તે સ્વ–પર સર્વને જાણે છે, અથવા સ્યાદ્વાદરૂપ વિદ્યાથી (સમ્યગ્જ્ઞાનદ્વારા)
અનેકાન્તમય વસ્તુને વસ્તુપણે જાણે છે. દ્રવ્ય દ્રવ્યપણે છે, અન્ય દ્રવ્યપણે નથી, ગુણ ગુણપણે છે,
અન્યગુણથી નથી, પર સત્તાના આધારે નથી, પ્રત્યેક સમયે પ્રગટ

PDF/HTML Page 7 of 25
single page version

background image
: ૪ : આત્મધર્મ: ૨૩૨
થતી દ્રવ્યની પર્યાયો પણ સ્વથી સત્પણે છે, પર પર્યાયપણે નથી, દ્રવ્યના પ્રદેશ છે તે તે પ્રદેશપણે છે,
બીજા પ્રદેશપણે નથી. પરપણે ન હોવું તે કથંચિત્ અસત્પણું પોતાનો ધર્મ છે. એમ સમ્યક્ સ્યાદ્વાદ વડે
અસ્તિ નાસ્તિથી દરેક વસ્તુને સ્વતંત્ર પદાર્થ કહેલ છે; જેમકે દ્રવ્યગુણ નિત્ય એકરૂપ છે, તે સામાન્ય
વસ્તુપણે નિત્ય જ છે, અક્રમ જ છે, કાળ અપેક્ષાએ ક્રમરૂપ નથી. અને પ્રત્યેક સમયે થતી દ્રવ્યની
પર્યાયો તે ક્રમસર જ છે, અક્રમ નથી– એવા સમ્યક્ નિયમને બતાવે તે સ્યાદ્વાદ છે પણ પર્યાયના
ક્રમવર્તિ સ્વભાવને કોઈ અક્રમવર્તિ સ્વભાવને કોઈ અક્રમવર્તિ પણ છે એમ માને તો તેને એક પણ
વસ્તુની ખબર નથી, સ્યાદ્વાદનું જ્ઞાન નથી.
લોક વ્યવહારમાં અક્રમ, અકસ્માત કહેવાય છે, પણ સમ્યગ્જ્ઞાનમાં તો જેવું સુનિશ્ચિત
વસ્તુસ્વરૂપ છે તેમ જ માનવામાં આવે છે.
જિન શબ્દમાં સાતિશય સમ્યગ્દ્રષ્ટિથી માંડીને ક્ષીણકષાય (૧ર મું) ગુણસ્થાન સુધી બધા
આત્માને જિન સમય કહેવામાં આવે છે. જેમ, ૭ મા ગુણસ્થાનેથી શુક્લ ધ્યાનની શ્રેણી ચઢવાની
તૈયારીવાળાને સાતિશય અપ્રમત્ત કહેવાય છે તેમ સિદ્ધ પરમાત્મપદ લેવાની તૈયારીવાળા જે કોઈ છે તે
સાતિશય સમ્યગ્દ્રષ્ટિથી ૧રમા ગુણસ્થાનવર્તિ જીવને જિનસમય નામે પદાર્થ કહેવામાં આવે છે.
સમયસાર ગા. ૩૧–૩૩ માં નિશ્ચય સ્તુતિના અર્થમાં જિતેન્દ્રિય, જિતમોહ અને ક્ષીણમોહપણે
સાધકદશામાં વર્તે છે તેને જિન કહ્યા છે. અહીં ૪થી ૧રમા ગુણસ્થાને વર્તતા સમય પદાર્થોને જિન–
વીતરાગ–પૂજ્ય કહ્યા છે. (ગોમ્મટસાર ટીકામાં સમ્યક્ત્વ સન્મુખ અપૂર્વ કરણસ્થિતને જિન કહેલ છે,
અને પ્રવચનસારમાં ચરણાનુયોગ ચૂલીકાની પ્રથમ ગાથાની સંસ્કૃત ટીકામાં શ્રી જયસેનાચાર્યે સાસાદન
સમ્યગ્દ્રષ્ટિને એકદેશ જિન કહેલ છે તે વાત અહીં નથી.
હવે સ્વાનુભૂતિવડે પ્રકાશમાનનો અર્થ કરે છે કે– અર્હંત સર્વજ્ઞ વીતરાગ હોય છે, ૧૮ દોષ
રહિત હોય છે તેમાં સાતિશય કેવલી અર્હંત ભગવાનને સમવસરણ (૧ર પ્રકારની ધર્મ સભા) હોય છે.
અંતરંગમાં પોતાની જ્ઞાનાનંદમય પવિત્રતાની વિભૂતિ તે અનુભૂતિ છે; બહારમાં વિભૂતિ તીર્થંકરપદ
તથા સમવસરણ હોય છે– એવી દિવ્ય વિભૂતિવડે પ્રકાશમાન એવા જિનેન્દ્ર પદાર્થને અમારા નમસ્કાર
હો. જેને જ્ઞાનાવરણાદિ ચાર કર્મનો ક્ષય કર્યો છે એવા સાક્ષાત્ જિન અર્હંત પરમેષ્ઠી સમસ્તને મારા
નમસ્કાર હો.
હવે ભાવાય–ભા–અવાય, ભા–પ્રકાશ, ભા–નક્ષત્રો ર૮ છે અથવા દિવ્ય પ્રકાશવાળા ચાર
પ્રકારના દેવ–ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક. અવયંતિ એ દેવો ભગવાન પાસે
સમવસરણમાં આવે છે અને ચામર ઢોળે છે, ભક્તિ વંદન નમસ્કાર કરે છે– એવા વિભૂતિવંત જિનેશ્વર
પદાર્થને નમસ્કાર.
સર્વ ભાવાન્તરચ્છિદ. – સર્વ પદાર્થ પોતપોતાના દ્રવ્ય–ગુણ–પર્યાય સહિત છે, સ્વપણે છે,
પરપણે નથી એમ સ્વતંત્ર જુદે જુદા છે, એમ સર્વને જાણે છે તે અર્હંત પરમાત્માને નમસ્કાર.
હવે ત્રીજો અર્થ છે– શ્રી સિદ્ધ પરમાત્મ પદાર્થને નમસ્કાર, તેમાં પણ અર્હંત પરમાત્મ પદાર્થનું
વર્ણન કર્યું તેમ સમજી લેવું. છ દ્રવ્યમાં સારભૂત પરમાત્મ પદાર્થ છે.
(૨) સિદ્ધ ભગવાન–સમય. સમ–શાન્ત તેને અય–પ્રાપ્ત કરેલ છે, જેઓએ સમયસારને કેવી
રીતે પ્રાપ્ત કરેલ છે કે પુણ્યપાપથી ખસીને સર્વથા અન્તર્મુખ થઈ શુક્લધ્યાનદ્વારા પરમપદને પ્રાપ્ત કરેલ
છે– એવા સિદ્ધ પરમાત્મા છે તેમને મારા નમસ્કાર છે; વળી જેમને લક્ષમાં લઈને યોગીઓ– સંતો
નિર્વિકલ્પ ધ્યાન દ્વારા આત્માનુભવ કરે છે– એવા યોગીઓને સિદ્ધ પરમાત્મા સારભૂત છે.

PDF/HTML Page 8 of 25
single page version

background image
માહ: ૨૪૮૯ : પ :
સ્વાનુભૂતિ– નિજ વૈભવ જે ત્રણલોકમાં બીજા કોઈને નથી એવી રત્નત્રયની પરિપૂર્ણ ઋદ્ધિ
તેમને જ પ્રગટ થઈ છે. વળી સિદ્ધપ્રભુ પોતાના અગુરુલઘુગુણદ્વારા દરેક સમયે અનંતગુણની ઋદ્ધિને
પોતામાં પ્રકાશ્યા કરે છે, પોતાના અનંતગુણની વૃદ્ધિ–નિર્મળતાને ધારણ કરવાવાળા છે “ભૂ” વૃદ્ધિના
અર્થમાં છે, તથા મંગળ, નિવાસ, સંપદા, અભિપ્રાય, શક્તિ, પ્રાદુર્ભાવ, ગતિ અર્થમાં પણ છે.
સ્વાનુભૂતિમાં ભૂ શબ્દ જુદો પાડી ઘણા અર્થ થાય છે. સંસારની ચાર ગતિથી વિલક્ષણ પાંચમી
અપરગતિ તે સર્વથા શુદ્ધ દશા પ્રાપ્ત આત્માની સિદ્ધગતિરૂપ સ્વાનુભૂતિ છે. એવા જિનેશ્વર સિદ્ધ
ભગવાને નમસ્કાર હો.
ચિત્સવભાવાય–સકલ વિમલ જ્ઞાનજ્યોતિ વડે સર્વને (સમસ્ત વિશ્વને) જાણે છે, કેમકે સકલ
જગત જ્ઞાન સમયમાં સમાઈ જાય છે– જણાઈ જાય છે.
સર્વભાવાન્તર+અચ્છિદે=સર્વ ભાવોને જાણવામાં વિચ્છેદ–અંતર–વિગ્રહ પડતો નથી, અથવા
સર્વ ભાવોને જેમાં વિચ્છેદ જણાતોનથી. સર્વદા, સર્વત્ર, સર્વથા સર્વને સમસ્ત પ્રકાર સહિત જાણે છે.
એવા અર્હંતસિદ્ધ પદાર્થ સમય છે તેમને નમસ્કાર હો.
પ્રથમ સમયે જ્ઞાન ઉપયોગ અને પછી બીજે સમયે દર્શન ઉપયોગ એમ તેઓને કોઈ કાળે
દર્શનજ્ઞાનનો વિચ્છેદ થતો નથી અથવા જ્ઞાનસુખાદિ સ્વરૂપનો કદિ નાશ થતો નથી એવા અર્હંત અને
સિદ્ધ પરમાત્મ પદાર્થને નમસ્કાર.
(૩) હવે આચાર્ય પરમેષ્ઠીને સમય પદાર્થપણે ઓળખીને નમસ્કાર કરવામાં આવે છે, કે જેઓ
અંતરંગમાં શુદ્ધોપયોગરૂપ સાધનવડે પોતાના નિશ્ચય પંચાચારને પાળે છે તથા પાંચ ઈન્દ્રિયોનું દમન,
નવ પ્રકારે બ્રહ્મચર્યનું પાલન, ચાર કષાયોને જિતવા ઈત્યાદિ ૩૬ ગુણોના ધારક છે, સમ્યગ્જ્ઞાન
સમયદ્વારા જિન શુદ્ધાત્મ સન્મુખ સાવધાન રહે છે, અર્હંતસિદ્ધ આદિ ચેતન શુભ (–પવિત્ર) પદાર્થમાં
પોતાની સમિતિ=સમ્યક્ પ્રકારે યત્નાચાર રૂપ પરિણતિ, તે વડે આત્મસ્વરૂપની રમણતામાં વહે છે, જીવ
અજીવાદિ બધા પદાર્થોના ભેદ અને સ્વરૂપને સમજે છે એવા સમ્યક્ચારિત્રમય પંચાચારોનું સમ્યક્
પ્રકારે પાલન કરવાવાળા યોગીઓમાં મૂખ્ય આચાર્યને સમયસારપણે ઓળખીને નમસ્કાર કરું છું.
આચાર્યમાં આઠ બોલ– તેઓ અર્હંત સિદ્ધની જાતનો અંશે સ્વાત્માનુભવ કરે છે, અંશે મોહ
ક્ષોભ રહિત અને વીતરાગ વિજ્ઞાનતા સહિત છે; એમાં પાંચ પરમેષ્ઠીને સમયપદાર્થપણું નયવિભાગથી
લાગુ પડે છે; તથા સમયસાર એટલે નિર્મળ ભેદજ્ઞાન જ્યોતિદ્વારાસમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રમાં એક સાથે
આત્માને જાણે છે અને પરિણમન કરે છે એવા સમયસાર પદાર્થ સમય આચાર્ય છે, તેમને અમારા
નમસ્કાર હો, એમ આઠ બોલ આચાર્ય સમયના થયા.
તેમાં સ્વાનુભૂત્યા ચકાસતે– સ્વને યોગ્ય આત્માનુભવનો વૈભવ તથા ૩૬ ગુણથી શોભાયમાન
છે=પ્રકાશે છે. એવા જે આચાર્ય–ઉપાધ્યાય–સાધુ નિજ શુદ્ધાત્મામાં શાન્તિના વેદન સહિત છે, તેમાં પણ
સારરૂપ ૩૬ ગુણે શોભાયમાન એવા આચાર્યને નમસ્કાર હો.
ચ્ત્સ્વિભાવાય–જ્ઞાનસમય–જ્ઞાનગુણ–જ્ઞાનસ્વભાવરૂપ પરિણતિ, હિતાવહ ભાવને ધારણ
કરનારા આચાર્ય છે જેને શુદ્ધ અતીન્દ્રિય જ્ઞાન અનેઆનંદની સુધાધારા, સહજ જ્ઞાનધારા વહે છે એવા
આચાર્યને અમારા નમસ્કાર હો.
સર્વ ભાવાન્તરચ્છિદે–સ્વને યોગ્ય નિર્મળ ભાવશ્રુત જ્ઞાન દ્વારા સર્વને જાણે છે અને
સ્વસમયસ્થિત જ્ઞાનધારામાં વિચ્છેદ પડવા દેતા નથી એવા આચાર્ય સમયને અમારા નમસ્કાર હો.
(૪) હવે ઉપાધ્યાય કેવા છે કે સમય છે, સમયતે, શ્રિયતે, સમય એટલે શાસ્ત્ર સિદ્ધાંત તેને પ્રકાશે

PDF/HTML Page 9 of 25
single page version

background image
: ૬ : આત્મધર્મ: ૨૩૨
છે અને સ્વાનુભવ પ્રત્યક્ષથી પ્રકાશમાન છે તથા સર્વજ્ઞ વીતરાગ કથિત ચેતન અચેતન સર્વ પદાર્થમાં
દરેકનું સ્વતંત્રપણું સ્વરૂપથી અસ્તિ, પરરૂપ (–પરદ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ) થી નાસ્તિ આદિ
સપ્તભંગીનું સ્વરૂપ બતાવવાવાળા અને ભિન્ન–ભિન્ન જીવ અજીવ સર્વ પદાર્થોના જ્ઞાતા છે, એવા
સિદ્ધાંતને પ્રાપ્ત થવાવાળા, સિદ્ધાંતોના અધ્યયન કરવા કરાવવાવાળા ઉપાધ્યાય પરમેષ્ઠીને નમસ્કાર હો.
જુઓ, દરેક પદાર્થ અને તેના ગુણ પર્યાય–તેના સ્વરૂપપણે છે, પરપણે નથી એ સમ્યક્નિયમ
અને તે તે પદાર્થનું તે રૂપે જ હોવું નિયત જ છે; જેમકે વ્યવહાર વ્યવહારપણે જ છે, વ્યવહારના
સ્થાનમાં છે તથા તે નિશ્ચયપણે નથી જ અને નિશ્ચય છે તે નિશ્ચયપણે જ છે, વ્યવહારપણે નથી જ.
ગુણ ગુણપણે છે. અન્ય ગુણપણે નથી, અન્યના આધારે પણ નથી. દ્રવ્યમાં દરેક પર્યાય પોતપોતાના
સ્થાને રહીને પોતપોતાના અવસરે પ્રગટ થાય છે, આડી અવળી થતી નથી– એમ ક્રમસર જ છે, અક્રમ
નથી જ. સર્વજ્ઞનું જ્ઞાન એમ જ જાણે છે, તેનાથી વિરુદ્ધ ન જાણે–ને તેમના કહેનાર શાસ્ત્ર પણ જે
પદાર્થ જે પર્યાય જે રૂપે છે તે રૂપે જ કહે, અન્યરૂપે ન કહે–એ નિયમ સર્વત્ર લાગુ પડે છે.
દ્રવ્યગુણ પર્યાય ત્રણે સત્ છે. જે કોઈ એક અંશને બીજા રૂપે માને, બીજામાં ભેળવીને ખીચડો
કરે છે તેને અસ્તિ નાસ્તિથી પર્યાયો તેના કાળે નિયત છે. અનિયત નથી એવી ખબર જ નથી. દરેક
પર્યાય સ્વથી નિયત છે, પરથી અનિયત છે– એમ ન માને તે અનેકાન્તને નામે સ્યાદ્વાદને ખીચડીવાદ,
સંશયવાદ બનાવે છે.
સિદ્ધાંતજ્ઞ ઉપાધ્યાયમાં ઘણા અર્થો ભર્યા છે. જે બંધનું કારણ છે તે મોક્ષનું કારણ નથી જ. જેમકે
આસ્રવ આસ્રવપણે છે અને સંવર–નિર્જરાપણે નથી, સંવર સંવરથી છે, આસ્રવથી સંવર થતો જ નથી.
કર્મનો ઉદય કર્મના લીધે છે, જીવને લીધે નથી. કર્મનો વિપાક કર્મમાં છે, જીવમાં નથી એમ છયેકારક
જડકર્મના કર્મમાં છે. જીવને તેનાથી લાભ નુકશાન માને તેને અસ્તિ નાસ્તિ સિદ્ધાંતનું જ્ઞાન નથી,
સ્વપરની સ્વતંત્રતાનું ભેદ વિજ્ઞાન નથી.
દરેક પદાર્થનું સ્વરૂપ અસ્તિ નાસ્તિથી સ્વતંત્ર જ છે. પરતંત્ર કોઈ રીતે નથી; માત્ર નિમિત્તનું
જ્ઞાન કરાવવા પરતંત્રતા, અકાળ, અકસ્માત કહેવાય છે તે અસદ્ભૂત વ્યવહારનયની રીત છે, તે
પરમાર્થ નથી. એમ દરેક દ્રવ્ય–ગુણ–પર્યાયને સ્વતંત્ર કહે તેને જૈન શાસ્ત્રમાં ઉપાધ્યાય કહ્યાં છે– તેમને
અમારા નમસ્કાર હો.
(પ) સાધુ– જે સ્વાનુભવ પ્રત્યક્ષથી પ્રકાશમાન ચૈતન્ય સ્વભાવના ધારક છે. સત્ સ્વરૂપપણે
અસ્તિ નાસ્તિથી નિશ્ચત જીવ અજીવ સર્વ પદાર્થના ભેદને જાણવાવાળા છે. આમાં મંગળીક કલશના
ચારે વિશેષણ આવી ગયા. વળી કેવા છે? સમ્યગ્દ્રર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ રત્નત્રયથી શોભિત છે, તે
સાધુ સમયસાર છે, પરમેષ્ઠિ છે. એવા સત્યાર્થ સમયમાં સ્વકાળ સ્વસમયરૂપ રત્નત્રયમાં પરિણમેલા,
સર્વ સાધુને અમારો નમસ્કાર હો. બહારથી નગ્ન થયા, શુભરાગની ક્રિયા પાળે તે નહીં, પણ શુદ્ધાત્માને
આશ્રયે નિશ્ચય રત્નત્રયને સાધે તેને જ સર્વજ્ઞ ભગવાને સાધુ કહેલ છે. વ્યવહાર રત્નત્રય તો
અસદ્ભૂત વ્યવહારના વિષયમાં જાય છે, અને તે ગૌણ છે,
હવે ત્રણ બોલ રત્નત્રયના પક્ષમાં–પોતાના સ્વરૂપથી શુદ્ધાત્માને આશ્રયે પ્રકાશે છે. ચૈતન્ય અને
સ્વસ્વરૂપ જીવ અજીવ પદાર્થોના જ્ઞાન–શ્રદ્ધાન અને સ્વમાં એકત્વ પરિણમનરૂપ સ્વસમયને
કરાવવાવાળા રત્નત્રય તે આત્મા જ છે સં=સમ્યક્ત્વ, અય=ગમન, જ્ઞાન, સમ્યગ્જ્ઞાન, સાર=સરણ,
ચરણ સમ્યગ્ચારિત્ર એ ત્રણ સ્વરૂપ રત્નત્રયને નમસ્કાર હો. આવું સ્વરૂપ સમજીને નિર્વિકલ્પ
આત્માની દ્રષ્ટિ અને સમ્યક્ શુદ્ધ રત્નત્રય પર્યાયને નમસ્કાર એટલે એવા આત્મા દ્રવ્યમાં અભેદ
એકાકારપણે ઢળવું, નમવું તે નમસ્કાર છે (નિમિત્તનો

PDF/HTML Page 10 of 25
single page version

background image
મહા: ૨૪૮૯ : ૭ :
વિનય એટલે વ્યવહાર નમસ્કાર પણ સર્વ પ્રકારે રાગમાં હેયબુદ્ધિ અને આત્માના આશ્રયથી લાભ છે
એમ ઉપાદેયમાં વર્તે તેને વ્યવહારનું જ્ઞાન સાચું કહેવાય.) એમ નમ: સમયસારાય આદિ ચાર વિશેષણ
આઠ પદને લાગુ પાડી નમસ્કાર કર્યા સામાન્યપણે પરમાત્માને વિશેષમાં પાંચ પરમેષ્ઠી અને રત્નત્રયને:
હવે ચાલતો અર્થ – પ્રથમ મંગળીકમાં સમયસાર એટલે સર્વજ્ઞ પરમાત્મા, સર્વજીવોમાં સાર
એવા શુદ્ધાત્માઓ, જે જ્ઞાનાવરણીય આદિ દ્રવ્યકર્મ, રાગાદિ ભાવકર્મ અને શરીર, વાણી આદિ નોકર્મ
રહિત એવા શુદ્ધાત્મા છે તેમને મારો નમસ્કાર હો; તેમાં સિદ્ધ ભગવાન પરમાત્મા અને પોતાનો આત્મા
પણ આવ્યો; હું પણ ત્રણે કાળ પૂર્ણ શુદ્ધ શક્તિવાન છું– એમ, નિર્ણયમાં પરમાત્માનો આદર કરીને
સ્વસન્મુખ ઢળી ધ્રુવ શુદ્ધસ્વભાવનો નિર્મળભાવવડે સત્કાર, આદર કરું છું; એને મહામંગળીક કહેવામાં
આવે છે. જુઓ સમયસાર ગા. ૩૧ થી ૩૩ નિશ્ચયમાં ભૂતાર્થ સત્યાર્થ એવા નિજ પરમાર્થને નમસ્કાર છે.
પછી અર્હંતા દિના વિનયરૂપ વ્યવહાર નમસ્કાર વ્યવહારમાં સત્યાર્થ કહેવાય છે. નિશ્ચય નમસ્કાર અંદરમાં
શુદ્ધકારણ પરમાત્માને હોય તો હેયરૂપ જાણેલા– શુભરાગને વ્યવહાર નમસ્કાર કહેવામાં આવે છે.
ભાવાય=દ્રવ્ય, ગુણ, પર્યાય ત્રણે ભાવરૂપ પદાર્થ છે; તેમાં અહીં ભાવાય દ્રવ્ય છે,
ચિત્સ્વભાવગુણ છે. સ્વાનુભૂતિ પર્યાય છે. નમું છું તે સાધક દશારૂપ પર્યાય છે અને પૂર્ણદશારૂપ
સ્વાનુભૂતિથી પ્રકાશિત પરમાત્મભાવ તે પૂર્ણ પર્યાય છે. આત્મદ્રવ્ય પોતાના બધા ભાવોમાં ધ્રુવ છે ને
તે જ ટકીને સ્વાનુભૂતિપણે સ્વ–પર પ્રકાશકજ્ઞાનપણે પરિણમે છે. આવો આત્મા માને તેને પરથી ભિન્ન,
સ્વથી અભિન્નનું સાચું જ્ઞાન થાય.
ભાવાયમાં આત્મા સર્વથા ભાવરૂપ નથી પણ કથંચિત્ છે, કથંચિત્ નથી અર્થાત્ સ્વરૂપથી જ છે,
પરરૂપથી કદિ નથી. જે અપેક્ષાએ છે તે જ અપેક્ષાએ નથી એમ નહીં. જેમકે દ્રવ્ય અપેક્ષાએ દરેક વસ્તુ
નિત્ય જ છે, અનિત્ય નથી, પણ પર્યાય અપેક્ષાએ પણ નિત્ય છે એમ નથી. ત્યારે કેમ છે કે એજ વસ્તુ
પર્યાય અપેક્ષાએ તો અનિત્ય જ છે, નિત્ય નથી. તેની પ્રત્યેક સમયે થતી પ્રત્યેક ગુણની ઉત્પાદ
વ્યયપણે પ્રવાહિત થતી પર્યાયો તે પણ ક્રમબદ્ધ હોવાથી ક્રમવર્તિ જ છે, અક્રમ નથી.
ત્રણેકાળે છ જાતિના પદાર્થો ભાવરૂપ છે તે સત્રૂપ હોવાથી ઉત્પાદ–વ્યય–ધ્રુવપણા સહિત છે
અને પરપણે નથી– આમ કહેવાથી ચૈતન્ય પદાર્થનો સર્વથા અભાવ માનનાર ચાર્વાક આદિ મતનો
નિષેધ થઈ જાય છે. આ બધું નિત્ય નથી જ. સંયોગ મળવાથી જીવ ઉત્પન્ન થાય છે. એમ જાણનાર,
નિર્ણય કરનાર પોતે જ જ્ઞાન આનંદનું અક્ષયધામ છે. પોતે પોતાને ભૂલી જે પોતાનું નથી તેને પોતાનું
કરવા માગે છે, તેથી દુઃખી થાય છે.
આત્માની શંકા કરે કે હું કહું છું કે હું નિત્ય નથી એમાં જ અસ્તિપણે પોતાનો સદ્ભાવ સાબીત
થાય છે. છતાં કહે છે કે હું દેહાદિથી જુદો જ્ઞાતા રૂપે નથી– એ તારી બલીહારી છે. હું નથી એ શબ્દો
બરાબર છે, પણ તું કોના પણે નથી? શરીર, વાણી, ભોજન વસ્ત્રાદિ તથા પરજીવાદિપણે નથી પણ
સદા જાણનારા સાક્ષીપણે પોતાપણે કોણ છે? નથી એમ જાણ્યું કોણે? માટે જ્ઞાતા સ્વરૂપ આત્મા
ચૈતનનામે વસ્તુ છે. તેને નહી માનનાર પોતે જ અસ્તિ સુચવે છે.
શ્રી રાજચંદ્રજીએ નાનીવયમાં લખ્યું છે કે “કરી કલ્પના દ્રઢ કરે નાના નાસ્તિ વિચાર; ત્યાં
અસ્તિ એમ સૂચવે, તે જ ખરો નિર્ધાર”
‘આ’ પ્રત્યક્ષ વિદ્યમાનતા સૂચવે છે. ભગવાન આત્મા આ પણે નથી તો કોણ–પણે છે? સદા
સર્વત્ર જાણવાનું કામ કરે છે જેની સત્તામાં જણાઈ રહ્યું છે તે જાણનાર સ્વરૂપ આ આત્મા જ્ઞાનાનંદપણે છે,
તે જ તારી સત્તા શુદ્ધ ચેતના ધાતુ છે એવા અનંતગુણનું ધામ છે, તું જ પરમાનંદ સર્વજ્ઞ પરમાત્મા
સ્વભાવી છો, પણ પ્રગટ દશામાં અલ્પ વિકાસ છે પણ શક્તિમાં સદા પૂર્ણ જ છે, કિંચિત્ માત્ર અપૂર્ણ નથી.
ચિત્સ્વભાવાય એટલે આત્માનો વિશેષ ખાસ મુખ્ય

PDF/HTML Page 11 of 25
single page version

background image
: ૮ : આત્મધર્મ: ૨૩૨
ગુણ જ્ઞાન છે. એવા અનંતગુણ સ્વભાવનો પિંડ તે આત્મદ્રવ્ય છે. જેમ રૂપી પુદ્ગળો છે, તેમાં સ્પર્શ રસ
ગંધ વર્ણાદિ ગુણ છે તેમ જીવ એટલે આત્મામાં જ્ઞાન દર્શન સુખાદિ અનંત ગુણો છે. મોક્ષદશાને પ્રાપ્ત
સિદ્ધ પરમાત્મા થયા તે આત્માને સમયસાર કહીને, તેમાં ચિત્સ્વભાવ વિશેષણ કહેતા ત્યાં પોતાના
જ્ઞાનાદિ ગુણોનો અભાવ માનનારનો નિષેધ થયો; અને ગુણ ગુણી સર્વથા ભેદ માનનાર, બહારના
સંયોગથી નિમિત્તથી ગુણ ઉત્પન્ન થવાનું માનનાર, વૈશેષિક મતનો નિષેધ થયો; અને ગુણ ગુણી સર્વથા
ભેદ માનનાર, બહારના સંયોગથી નિમિત્તથી ગુણ ઉત્પન્ન થવાનું માનનાર, વૈશેષિક મતનો નિષેધ
થયો. કેમ કે નિત્ય સ્વતઃસિદ્ધ આત્મા વસ્તુ છે તો તેના સતાત્મક અનંત સંખ્યાવાળા સર્વગુણો પણ
અનાદિઅનંત અને સ્વતઃસિદ્ધ છે તે જ્ઞાનાદિ ગુણો દરેક આત્મામાં પોતાને આશ્રયે સ્વદ્રવ્યના સંપુર્ણ
ભાગમાં અને સર્વ અવસ્થામાં રહે છે; માટે નિમિત્તથી (પરથી) ગુણનું કાર્ય થાય એમ માનનારા
મિથ્યામતનો ચિત્ સ્વભાવ કહેતાં નિષેધ થઈ જાય છે. ઉપચારથી બોલાય છે કે આનાથી આનું કામ
થયું, પરથી લાભ હાનિ થઈ એટલે કે એમ નથી પણ ખરેખર તેની યોગ્યતા એટલે નિજ શક્તિથી જ
કાર્ય થયું છે; ત્યાં નિમિત્તનું જ્ઞાન કરાવવા, નિમિત્તથી થયું એમ બતાવવાની વ્યવહારની રીત છે.
નિમિત્તાધિન દ્રષ્ટિવાળા નિમિત્તથી થાય, નિમિત્ત વિના ન થાય એમ સર્વત્ર પરતંત્રતા માની
વ્યગ્રતાને વેદે છે. ગુણ ગુણીને જુદા માનનારા સંયોગ (નિમિત્ત) થી ગુણ ઉત્પન્ન થવાનું માને છે. તેઓ
દ્રષ્ટાંત આપે છે કે માટીમાં ગંધ નથી; માટીના કોરા ઘડામાં પાણી નાખો તો જુઓ, પાણીના સંયોગથી
ગંધ ગુણ આવ્યો તો એમ નથી પણ નિમિત્તાધિન દ્રષ્ટિવાળા એમ માને છે. શાસ્ત્રથી, શબ્દોથી જ્ઞાન
આવે છે? ના. શાસ્ત્ર સાંભળીને, દૂધ, બદામ અને બ્રાહ્મી તેલના યોગથી બુદ્ધિ વધે, ચા પીવાથી ચેતના
આવે તો તેનાથી અનેકગુણી ચા વગેરે પીવાથી કેવળજ્ઞાન થવું જોઈએ પણ એમ નથી માટે ભગવાને
ગુણ ગુણીનો સંયોગ સંબંધ માનનારને મિથ્યાદ્રષ્ટિ કહ્યા છે.
મહેમાનને જમવાનું કહ્યું હોય, કેરીનો રસ કાઢતાં ખ્યાલમાં આવ્યું કે રસ ઓછો છે, છોકરાને
આજ્ઞા કરે કે રસ ઓછો છે, પાંચશેર લઈ આવ, તો છોકરો કેરી લાવવાનું સમજે છે; સાકર લાવવાનું
સમજે તો મૂર્ખ ગણાય, તેમ દરેક વસ્તુ તેના ગુણ સહિત જ હોય છે, તેને બીજાથી ગુણ માનવો
મિથ્યામાન્યતા છે. જ્ઞાન, જ્ઞાન, જ્ઞાન, જ્ઞાન તે આત્મા છે. આત્મા અને જ્ઞાન એમ સર્વથા ભેદ નથી;
અંતરમાં પૂર્ણજ્ઞાન શક્તિપણે છે. બહાર પ્રગટ દશા બહુ અલ્પ હતી પછી અંદર ઓળખાણ અને
એકાગ્રતા વડે અંદર અનુભવથી પ્રગટ દશા–પર્યાય નિર્મળ થાય છે તે પોતાથી જ વિકાસ થયો, ત્યારે
અન્યને નિમિત્ત કહેવાય છે– એમ ન માનતા, તેનાથી વિરુદ્ધ માને કે પોતાની યોગ્યતાથી જ્ઞાન ન થાય
નિમિત્ત જોઈએ; શુભરાગથી, વાંચવાથી, સાંભળવાથી જ્ઞાન પર્યાય આવી; આવું નિમિત્ત આવ્યું તો
ક્રોધ થયો એમ માને તે જૂઠ છે. જો નિમિત્તથી જ્ઞાન અને ભૂલ–અભૂલ થાય તો અંદરમાં શક્તિએ શું
કર્યું? તે તો તેની યોગ્યતા પ્રમાણે નિરન્તર ઉત્પાદ–વ્યયરૂપ પ્રગટ કાર્ય કર્યા જ કરે છે. એક સમય પણ
નિમિત્ત ન હોય તો ન થાય – એમ કદિ બનતું નથી. માટે નિમિત્તથી થાય છે એમ માનનાર પોતાને
પોતાની સંયોગ દ્રષ્ટિથી જ ભૂલ્યા છે. ગુણ પોતે જ અંદરથી પરિણમન કર્યા કરે છે, ને તે સમયની
યોગ્યતા=નિજ શક્તિથી જ બહાર એટલે પ્રગટ પર્યાયરૂપ–કાર્યરૂપ દેખાવ આપે છે.
વસ્તુ તે શક્તિવાન છે. આત્મા પોતાની જ્ઞાનાદિ સંપૂર્ણ શક્તિસહિત છે; તેના ઉપર દ્રષ્ટિ અને
એકાગ્રતાથી તેમાંથી નિર્મળ પર્યાય પ્રગટ થાય છે. અજ્ઞાની એમ માને છે કે સંયોગ, નિમિત્ત ન હોત તો
જ્ઞાન ન થાત. હા, તું ન હોત તો ન થાત. પણ એ કેમ બને? એક આકાશક્ષેત્રે છયે દ્રવ્ય ક્્યારે ન
હોય? નિયમ–સિદ્ધાંત એક જ પ્રકારે છે કે પરને લીધે કિંચિત્ પ્રગટતું નથી પણ દરેક દ્રવ્યમાંથી જ તેના
આધારે પર્યાય પ્રગટ થાય છે.
ગુણ ગુણી, સ્વભાવ અને સ્વભાવવાન અભેદ છે; માત્ર સંજ્ઞા, સંખ્યા, લક્ષણ અને પ્રયોજન
અપેક્ષાએ

PDF/HTML Page 12 of 25
single page version

background image
મહા: ૨૪૮૯ : ૯ :
ભેદ છે; ગુણગુણી પ્રદેશપણે અભેદ જ છે, કિંચિત્ ભેદ નથી– એમ નિયતપણે, ચોક્કસપણે જાણે તેનું
નામ પ્રમાણજ્ઞાન છે.
આત્મા અનંતગુણોનો પિંડ છે, તેમાંથી નિર્મળ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર પર્યાય કેમ પ્રગટ થાય
કે “स्वानुभूत्या चकासते” પોતાની જ અનુભવરૂપ ક્રિયાથી, સ્વસન્મુખતાથી પ્રકાશે છે. અહીં અસ્તિથી
કહેતાં કોઈ રાગની ક્રિયાથી, નિમિત્તના આશ્રયથી (–વ્યવહારના ટેકાથી) નિર્મળતા ન પ્રગટે– એમ
નાસ્તિનું જ્ઞાન આવી જાય છે. અહો! મુનિવરો; સંતોએ જંગલમાં રહીને અદ્ભૂત રચના કરીને ધર્મ
ટકાવી રાખ્યો છે.
આત્મખ્યાતિ ટીકા સર્વોત્તમ ટીકા સર્વોત્તમ શાસ્ત્ર છે. સ્વાનુભુતિથી જ ધર્મની શરૂઆત, વધવું
અને ટકવું થાય છે. વ્યવહાર દયા, દાન, વ્રતાદિ શુભરાગથી પુણ્ય થાય, ધર્મ ન જ થાય; છતાં કોઈ ઠેકાણે
વ્યવહારથી ધર્મ કહ્યો હોય તો સમજવું કે – એમ નથી પણ જ્યાં નિશ્ચય ધર્મ હોય ત્યાં ભૂમિકાનુસાર કેવું
નિમિત્ત હોય તે બતાવવા ઉપચારથી તેમ કહ્યું છે. વ્યવહારનો આશ્રય છોડવા જેવો છે, મોક્ષમાર્ગ માટે
એક પરમાર્થ, ભૂતાર્થ સ્વરૂપનો જ આશ્રય કરવા જેવો છે એવી દ્રષ્ટિ અને ભૂતાર્થનો આશ્રય જ્ઞાનીને
નિરન્તર હોય છે. વ્યવહાર તેના સ્થાનમાં હોય છે પણ તે છે તો વીતરાગતા છે એમ નથી.
અરે!! ! ફોગટ મોહવશ..........
બીજાને રાજી કરવા અને બીજાથી રાજી થવા માટે આ જીવે અનંતવાર પોતાનો
મહાન ઉત્તમ અવસર વ્યર્થ જ ગુમાવ્યો છે, સારૂં એટલે ઉત્તમ, હિત કરવાની ઈચ્છા રાખે છે
પણ અહિતને જ હિતમાને છે અહિતના ઉપાયને હિતનો (સુખનો) ઉપાયમાને છે તેનું
દ્રષ્ટાન્ત.
બે કુતરા હતા, સફેદ કુતરો શેઠીયાની શેરીમાં રહેતો અને મોજ મજા કરતો ખુબ
ખાવાનું મળતું હતું પણ કાળો કુતરો ગરીબ અને લોભીની શેરીમાં રહેતો હતો ત્યાં તે
બીલકુલ દુબળો થઈ ગયો ‘કોઈ ઘરમાં આવવા દે નહીં, ખાવાનું દે નહી પણ દંડાખાવા
મળે. એક દિવસ તે બન્ને કુતરા મળ્‌યા, કાળા કુતરાને બહુ જ દુબળો દેખીને ધોળા કુતરાએ
કહ્યું કે ભાઈ તું ગરીબોની શેરીમાં રહીને દુઃખ કેમ ભોગવે છે! મારી શેરીમાં આવો તો
આનંદથી મજામાં રહેશો, કાળો કુતરો કહેવા લાગ્યો કે ભાઈ હું તો આવત પણ ત્યાં ભૂખ્યા,
તરસ્યા રહીને અને લાકડીના માર ખાવા છતાં પણ બે શબ્દોના નામમાત્રથી મને બહુ
આનંદ આવે છે કેમકે તે શેરીમાં એક સાસુ અને વહુ રહે છે તે રોજ જગડા કરે છે અને
પરસ્પર એક બીજાથી કહે છે કે – “તું કાળીયા કુતરાની વહુ તું કાળા કુતરાની વહુ.” બસ
એટલા શબ્દો સાંભળીને હું બધુંય દુઃખ ભૂલી જાઉં છું અને તેમાં મજા પડે છે. શેરી છોડવી
પોસાતી નથી.
એ જ હકીકત સંસાર મોહી પ્રાણીને છે સંસારની અનેક વિષમતાથી ભરેલા દુઃખ
ભોગવે છે છતાં નામ અને યશના લોભમાં તથા માનાદિવશ પિતા, પુત્ર, મિત્ર, આદિ તથા
તમે બહુ ભલા છો વગેરે શબ્દો સંભળીને ખુશ થઈને ફરે છે પણ હું પરથી ભિન્ન અનાદિ
અનંત ચિદાનંદ આત્મા છું મારામાં જ સુખ અને સુખનો ઉપાય છે તેની રુચિ પણ કરતો

PDF/HTML Page 13 of 25
single page version

background image
: ૧૦ : આત્મધર્મ: ૨૩૨
દ્રવ્યના સ્વભાવભૂત પરિણામશક્તિ
અને તેની
(પરમાત્મપુરાણ ઉપરથી)
(ગતાંગ ર૩૧ થી ચાલુ)
(આત્મદ્રવ્યના સ્વભાવભૂત ધ્રૌવ્ય–વ્યય–ઉત્પાદથી સ્પર્શિત
સદ્રશ્ય અને વિસદ્રશ્ય જેનું રૂપ છે એવી એક અસ્તિત્વમાત્રમયી
પરિણામશક્તિ નામક ગુણનું–પરમાત્મપુરાણમાં શ્રી દીપચંદજી સાધર્મીએ
પરમાત્મરાજાના નગરની પ્રજાના રક્ષકના રૂપમાં વર્ણન કર્યું છે.)

હવે પરિણામ કોટવાળ (નગરરક્ષક) નું વર્ણન–પરિણામ કોટવાળ મિથ્યાત્વ પરિણામ,
પરપરિણામ ચોરનો પ્રવેશ થવા દેતો નથી. પરપરિણામ નામનો ચોર કેવો છે? તે કહેવામાં આવે છે કે
– પોતાના સ્વરૂપરૂપ પરિણામનો દ્રોહી છે, પરરૂપમાં સાવધાન થાય છે, પરપદનો નિવાસ પામીને
આત્મનિધિરત્ન ચોરવા માટે ચતુર છે. મિથ્યાત્વ રાગાદિરૂપ અવસ્થા વડે અનાકુલ સુખનો સંબંધ જેને
કદિ થયો નથી. પરરસ–શુભાશુભ રાગના રસનો રસિક છે, સંસાર જીવોને અતિ કઠિન છે તો પણ તેને
પ્રિય લાગે છે. પરરસ કેવો છે? બંધનકારક, પરાધીન છે, વિનાશીક છે. અનાદિ સાદિ પારિણામિકતાને
લીધે પરમ્પપરા અનાદિ છે. એવા પરપરિણામનો પ્રવેશ–પરિણામ કોટવાળ થવા દેતો નથી.
સ્વપરિણામ કોટવાળે પરમાત્મારાજાની પ્રજાની સંભાળ દરેક સમયે કરી છે તેથી તેનું મહાન જતન
(રક્ષણ) છે.
પરમાત્મારાજાએ એક સ્વરૂપરૂપ અનંતગુણોના રક્ષણનો અધિકારી પરિણામ કોટવાળને
બનાવ્યો છે. અમારા દેશની (–આત્મદ્રવ્યની) સર્વ શુદ્ધતા પરિણામોથી છે. ત્યારે એમ જાણીને
ગુણપ્રજાની અને પરમાત્મ રાજાની દરેક સમયે સંભાળ રાખે છે. સર્વગુણના ઘરમાં પ્રવેશ કરીને તેના
નિધાનને સિદ્ધ કરીને પ્રત્યક્ષ તેઓનો પ્રભાવ પ્રગટ કરે છે. આ કોટવાળમાં એવી શક્તિ છે કે જો જરા
વક્ર થાય તો રાજાના બધાય પદ

PDF/HTML Page 14 of 25
single page version

background image
મહા: ૨૪૮૯ : ૧૧ :
અશુદ્ધ થઈ સંસારીની જેમ શક્તિ મંદ થઈ જાય. માટે પરિણામ કોટવાળ સંપૂર્ણ પદને શુદ્ધ રાખે છે.
પરિણામને આધીન રાજપદ છે માટે પરમરક્ષા કરવાવાળો કોટવાળ છે. આ પરિણામ કોટવાળમાં એવી
શક્તિ છે કે સર્વ પ્રકારે રાજાને, રાજાની ગુણરૂપી પ્રજાને, મંત્રીને તથા ફોજદારને પોતાની શક્તિમાં
મેળવીને વિદ્યમાન રાખે છે. બધા ગુણ પોતપોતાની મહિમાને તેનાથી જ ધારણ કરે છે. આ
પરિણામશક્તિરૂપી કોટવાળ દ્વારા આત્માનું સર્વસ્વ છે, એવી પરિણામશક્તિ ધૌવ્ય–ઉત્પાદ–વ્યયથી
સ્પર્શિત સદ્રશ્ય–વિસદ્રશ્યરૂપ હોવાથી પરમાત્મપદનું કારણ છે માટે તેમાં અપારશક્તિ છે.
પરમાત્મ રાજાનું વર્ણન.

પરમાત્મ રાજા પોતાની ચૈતન્ય પરિણતિરૂપી સ્ત્રીથી રમે છે. કેવી છે ચેતના પરિણતિ?
મહાઅનંત, અનુપમ, અનાકુળ અબાધિત સુખ દે છે, પરમાત્મ રાજાથી મળીને એકરસ થાય છે અને
પરમાત્મ રાજા પોતાના અંગથી (સ્વરૂપથી) મેળવીને એકરૂપ કરે છે.
પ્રશ્ન:– જો પરિણતિ પ્રતિસમય નવી નવી થાય છે માટે પરમાત્મ રાજાને અનંત પરિણતિ થઈ
ત્યારે અનંત પરિણતિરૂપી સ્ત્રી કહેવી જોઈએ.
ઉત્તર:– પરમાત્મ રાજા એક છે પરિણતિશક્તિ ભવિષ્યકાળમાં પ્રગટ બીજી બીજી થવાની છે પણ
વર્તમાનકાળમાં વ્યક્તરૂપ પરિણતિ એક છે તે જ આ રાજાને રમાડે છે. જે પરિણતિ વર્તમાનની છે તેને
રાજા ભોગવે છે તે પરિણતિ સમયમાત્ર આત્મિક અનંતસુખ દઈને આત્મદ્રવ્યમાં વિલય થઈ જાય છે,
પરમાત્મામાં લીન થાય છે. જેમ દેવને એક દેવાંગના વિલય થાય છે ત્યારે તેના સ્થાનમાં બીજી ઉત્પન્ન
થઈ જાય છે અને તેનાથી દેવભોગ કરે છે, પરંતુ અહીં તો એ વિશેષતા છે કે તેની દેવાંગના ઘણોકાળ
રહે, પરંતુ દ્રવ્યમાં પરિણતિ સ્ત્રી તો એક સમયમાત્ર રહે અને તે દેવી તો વિલય થઈને અન્ય સ્થાનમાં
ઉપજે પરંતુ આ પરિણતિ તેમાંજ (સ્વદ્રવ્યમાં જ) સમાય છે. (આ રીતે પરમાત્મ રાજારૂપ
આત્મદ્રવ્યમાં પરિણામ શક્તિ અનંત પર્યાય શક્તિ સહિત છે.)
તે વર્તમાન વ્યક્ત–પ્રગટ અપેક્ષાએ (વર્તમાન અપેક્ષાએ) એક છે, અનંતરસને કરે છે, સ્વરૂપને
વેદી સ્વાદમાં આવી અંતરમાં મળી સ્વરૂપમાં નિવાસ કરીને પછી બીજા સમયમાં ઉત્પન્ન થાય છે.
સ્વરૂપના શરીરમાં પ્રવેશ કરીને સુખ દઈને અંતર્લીન (પરિણતિ) મળી ગઈ, પછી ઉત્પન્ન થઈને બીજા
સમયમાં ફરી સુખ દે છે. ઉત્પન્ન થઈને સ્વરૂપ સુખનો લાભ દઈને પૂર્વ પર્યાયના વ્યયદ્વારા સ્વરૂપમાં
નિવાસ કરી ધ્રુવતાને પોષી (પુષ્ટ કરી) આનંદપુંજને પ્રાપ્ત કરીને સ્વરસની પ્રવૃત્તિ કરવાવાળી કામિની
હરેક સમયે નવા નવા સ્વાંગ ધારણ કરે છે, પરમાત્મ રાજાનું સકળ અંગ પુષ્ટ કરે છે.
અન્ય લૌકિક સ્ત્રી તો બળનું હરણ કરે છે અને આ આત્મપરિણતિરૂપી સ્ત્રી તો સદા આત્મબળ
પુષ્ટ કરે છે. લૌકિક સ્ત્રી તો ક્્યારેક ક્્યારેક રસભંગ કરે છે અને આ ચૈતન્ય પરિણતિ સ્ત્રી તો સદા
અખંડિત રસને કરે છે અને સદા આનંદને કરે છે. પરમાત્મ રાજાને પ્યારી સુખદેવાવાળી પરમરાણી
અતીન્દ્રિય વિલાસ કરવાવાળી પરિણતિ પરમરમણીને પોતાની જાણીને પોતે રાજા (–આત્મદ્રવ્ય) પણ
તેનાથી દુવિધાપણું (માયાચાર) કરે નહીં, પણ પોતાનું અંગ (–સ્વરૂપ) દઈને દરેક સમયે પોતામાં–
પોતાના અંગમાં (–સ્વરૂપમાં) મેળવી લે છે. રાજા તો પરિણતિથી મળતાં જ તેનો રંગી (–તદ્રૂપ) થાય
છે. અને રાજાથી પરિણતિ મળતાં જ રાજાને રંગી થાય છે અર્થાત્ પરિણતિ પરમાત્મ રાજાના
સ્વરૂપમય જ થાય છે, એકેરસરૂપ અનુપમ ભોગ ભોગવે છે. પરમાત્મ રાજા અને શુદ્ધ પરિણતિરૂપ
સ્ત્રીનો વિલાસ, તેનું સુખ અપાર છે, તેની મહિમા અપાર છે. આ પરમાત્મારાજાનું રાજ સદા શાશ્વત
છે, અચલ છે, (અનંત અવ્યાબાધ

PDF/HTML Page 15 of 25
single page version

background image
: ૧૨ : આત્મધર્મ: ૨૩૨
છે.) અનંતવર્ણન કરવામાં આવે તો પણ પાર આવે નહીં. આજ વર્તમાનમાં અલ્પબુદ્ધિ છે માટે
વિસ્તારમાં કહેતા સમજમાં ન આવે માટે સંક્ષેપમાં કથન કર્યું છે. જે ગુણવાન છે તે આ થોડાને જ ઘણું
સમજી લેશે, તેમાં જ સંપૂર્ણ આવેલ છે. સમજદાર સમજશે.
સવૈયા પોતાને શિખામણ
પરમ પુરાણ લખે પુરુષ પુરાણપાવૈ, જ્ઞાન સમાન ન અન્ય જગતમાં સુખનું કારણ,
સહી હવે સ્વજ્ઞાન જાકી મહિમા અપાર હૈ. આ પરમામૃત જન્મ જરા મૃતુ રોગ નિવારણ;
તાકી કીયેં ધારણા ઉધારણ સ્વરૂપકા હ્વૈ, વિષય ચાહ દવદાહ, જગત જન સહુને બાળે,
હ્વૈ હૈ નિસતારણા સો લહૈં ભવપાર હૈ. અન્ય ઉપાય ન કોઈ, જ્ઞાન જળથી સુખપામે.
રાજા પરમાત્મા કૌ કરત બખાણ મહા, રાગાગ્નિ જીવને બાળતી, તેથી સમામૃત સેવીએ,
દીપક કૌ સુજસ બઢૈ સદા અવિકાર હૈ. ચિરભજૈ વિષય કષાય તુર્તજ તજી નિજપદ ધારીએ;
અમલ અનુપ ચિદરૂપ ચિદાનંદ ભૂપ, કયાં રાચતો પરપદમહીં એ પદ, ન તુજ કયમ દુઃખ સહે
તુરત હી જાનૈ કરે અરથ વિચાર હૈ. ૧ હે! ‘દૌલ’ થાવ સુખી સ્વપદ રચિ દાવ મત ચુકો હવે.
દો હા
પરમપુરુષ પરમાત્મા પરમ ગુણ કૌ થાન,
તાકી રુચિ નિત કીજિયે પાવૈ પદ ભગવાન. ૨
વિનયથી ભણવામાં આવેલ શાસ્ત્ર જો કદી પ્રમાદથી વિસ્મણ
થઈ જાય તો પરભવમાં તે (અલ્પ પ્રયાસે) ઉપસ્થિત થઈ જાય છે અને
કેવળજ્ઞાનને પણ પ્રાપ્ત કરાવે છે.
(ધવલ પુ. ૯ પૃ. ૨પ૯)
આત્મસ્વરૂપનો અનિશ્ચય તે જ મુખ્ય અંતરાય છે.
નીરખીને નવયૌવનાલેશન વિષય નિદાન ગણે કાષ્ટની પુતળી તે
ભગવાન સમાન.
સ્ત્રીના સ્વરૂપ પર મોહ થતો અટકાવવાને ઉપરની ત્વચા
વગરનું તેનું રૂપ વારંવાર ચિંતવવા યોગ્ય છે.
મનને વશ કર્યું તેણે જગતને વશ કર્યું.
અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતવીર્યથી
અભેદ એવા આત્માનો એક પળ પણ વિચાર કરો. ચંચળ ચિત એજ
સર્વ વિષય દુઃખનું મૂળિયું છે. તે વસ્તુના વિચારમાં પહોંચો કે જે વસ્તુ
અતીન્દ્રિય જ્ઞાનસ્વરૂપ છે.
સર્વ પાપમાં પ્રથમ પાપ હિત–અહિતનું અજ્ઞાન છે. જેમાં
પરનિંદા એ જ સબળ પાપ માનવું.
–શ્રી રાજચંદ્રજી.

PDF/HTML Page 16 of 25
single page version

background image
માહ: ૨૪૮૯ : ૧૩ :
ભૂતાર્થ સ્વરૂપનું ગ્રહણ
અને
સાધ્ય – સાધનો સુમેળ
(પંચાસ્તિકાય ગા. ૧૭૨ ઉપર પૂ. ગુરુદેવના પ્રવચનો. રાજકોટ તા. ૩–પ–૬ર)
આત્માનું હિત કરનાર જીવનું સમ્યક્શ્રદ્ધાન, જ્ઞાન અને વર્તન કેવું હોય, પૂર્ણતાને લક્ષે શરૂઆત
થાય છે, વચ્ચે મંદ પુરુષાર્થમાં રાગની જાત કેવી હોય છે તેની વાત ચાલે છે.
છઠ્ઠા ગુણસ્થાન સુધી ચારિત્રમાં બુદ્ધિપૂર્વક રાગ હોય છે, તે અપેક્ષાએ ભેદવાસીત બુદ્ધિ કહેવામાં
આવે છે; ત્યાં શુદ્ધિનું ખરૂં કારણ તો શુદ્ધાત્મદ્રવ્યના અભેદ આશ્રયરૂપ વીતરાગભાવ જ છે, અર્થાત્
નિશ્ચય શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્રરૂપ વીતરાગી અંશ પ્રગટે છે, તે નિશ્ચય મોક્ષમાર્ગ છે, તેની સાથે અસદ્ભૂત
ઉપચરિત વ્યવહારનયના વિષયરૂપ–બહિરંગ સહચરહેતુપણે (નિમિત્તપણે) શુભરાગ (–વ્યવહાર
શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રના વિકલ્પ) હોય છે તેનું સ્વરૂપ બતાવવામાં આવે છે.
સર્વજ્ઞ વીતરાગે કહેલા બધા શાસ્ત્રોનો સાર આત્મામાં વીતરાગી દ્રષ્ટિ કરવી અને તેના બળવડે,
સંયોગ–વિકલ્પના આલંબનથી હટીને જ્ઞાનાનંદથી પૂર્ણ સ્વભાવમાં એકાગ્ર થવું, વીતરાગતા પ્રગટ
કરવી, તે છે.
ચૈતન્ય વસ્તુ પૂર્ણ છે, તેની અભેદ દ્રષ્ટિ થઈ ત્યારથી અનાદિની–પરાશ્રયની રાગની રુચિરૂપ
મિથ્યાત્વ વાસીત બુદ્ધિ હતી તે પલટીને અંદર શુદ્ધ ચૈતન્યઘનમાં એકાકાર અનુભવ થતાં, પુણ્યપાપની
રુચિ છૂટી, અનુપમ શાન્તિનો, અભેદ ચિન્માત્રનો અનુભવ શરૂ થાય છે તેને પ્રથમનો ધર્મ કહેવામાં
આવે છે, શ્રદ્ધામાં, દ્રષ્ટિમાં અને અંશે સ્વરૂપાચરણ ચારિત્રમાં આત્મા ધર્મપરિણત થવા છતાં, વિશેષ
ચારિત્ર નથી ત્યાં છઠ્ઠા ગુણસ્થાનમાં રાગ, નિમિત્ત, અલ્પજ્ઞતા ઉપર લક્ષ જાય છે તેટલી ભેદવાસીત
બુદ્ધિ છે.
સચ્ચિદાનંદ પૂર્ણ જ્ઞાનઘન છું એમાં યથાર્થ દ્રષ્ટિ અને શુદ્ધનયરૂપજ્ઞાનને વાળીને સ્વરૂપનો
અનુભવ કર્યો, પણ વર્તમાન પ્રગટ દશામાં પૂર્ણ નિર્દોષતા પ્રગટ કરી નથી, તેથી, રાગરૂપ વાસના–શુભ
લાગણી હોય છે તેને ભેદજ્ઞાન સહિત જાણીને ત્યાંથી હટી, સ્વરૂપમાં ગુપ્ત થવાની વાત છે.
અનાદિથી પરપદાર્થમાં અને રાગમાં એકતાબુદ્ધિ હતી, ત્યાંસુધી ધર્મના નામે મુનિ થયો– વ્રત

PDF/HTML Page 17 of 25
single page version

background image
: ૧૪ : આત્મધર્મ: ૨૩૨
પાળ્‌યા પણ રાગથી ખસી, એકલો જ્ઞાયક છું, હું જ પૂર્ણાનંદ છું– એવો અભેદ અનુભવ, એક સેકન્ડ પણ
કાર્યો નથી. અહીંતો સત્ય અનુભવ થયો છે, ચારિત્રવંત છે, પણ પૂર્ણ વીતરાગતા નથી ત્યાં ક્્યાં, કઈ
જાતનો શુભ રાગ હોય તે વાત ચાલે છે. વીતરાગી દ્રષ્ટિ અને ચારિત્રથી દૂમેળવાળો રાગ ન હોય;
વીતરાગતા જ સર્વ શાસ્ત્રોનું તાત્પર્ય છે. પ્રથમ વ્યવહાર અને પછી નિશ્ચય–એમ હોતું નથી પણ
વીતરાગી દ્રષ્ટિ ઉપરાંત ચારિત્ર છે ત્યાં મંદ પ્રયત્નવાળી સાધકદશા સાથે વ્યવહારની લાગણી શુભરાગ
કઈ જાતનો હોય છે તેનો મેળ બતાવે છે.
ભેદવાસીત બુદ્ધિ એટલે અજ્ઞાની ન લેવો પણ નિર્મળ ચૈતન્યમાં દ્રષ્ટિ હોવા છતાં ચારિત્રમાં
અનાદિથી રાગાદિ મલીનતા ચાલુ છે– એ અપેક્ષાએ–ભેદવાસીત બુદ્ધિ છે, ને તેને છોડવાનો ઉપાય શું
તે કહે છે.
પ્રાથમિક દશાવાન જીવોને અર્થાત્ ૪–પ–૬ ગુણસ્થાનવર્તી જીવોને કથંચિત્ ભેદવાસીત બુદ્ધિ છે
તેથી સંસાર છે; પણ પર વસ્તુના કારણે સંસાર છે એમ નથી. નિશ્ચય જ્ઞાન સાથે વ્યવહારજ્ઞાન હોય છે,
તેમાં સદ્્રભૂત વ્યવહારનય દ્વારા, અંશે વીતરાગભાવરૂપ નિર્મળ દશા અને અસદ્ભૂત વ્યવહારનય દ્વારા,
તે ભૂમિકાને યોગ્ય કઈ જાતનો રાગ ઉચિત નિમિત્તપણે હોય છે તેનો મેળ બતાવે છે. સ્વરૂપમાં અભેદ
દ્રષ્ટિ થઈ છે પણ પ્રગટ દશામાં પૂર્ણ અભેદ થયો નથી– ત્રણ કષાયનો અભાવ કર્યો છે: અને
દ્રવ્યસ્વભાવના અભેદ આલંબનના બળથી વારંવાર ૭મું ગુણસ્થાન, નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગી થાય છે–
એવી મુનિદશા ત્રણેકાળ હોય છે, તોપણ પ્રમાદવશ છઠ્ઠા ગુણસ્થાનેત્ર વારંવાર આવે છે; તેથી ત્યાં
ભેદવાસીત્ બુદ્ધિ રહી છે.
રાગાદિ આસ્રવ અને જ્ઞાનઘન સ્વભાવનું ભેદજ્ઞાન સ્વસન્મુખતાના બળથી હોય છે તે આ
વીતરાગપણાને વ્યવહાર નિશ્ચયના અવિરોધવડે જ અનુસરવામાં આવે તો ઈષ્ટસિદ્ધિ છે, પરંતુ બીજી
રીતે નહીં. અર્થાત્ વ્યવહાર અને નિશ્ચયની સુસંગતતા રહે એવી રીતે એક વીતરાગતાને અનુસરવામાં
આવે તો જ ઈષ્ટની સિદ્ધિ થાય છે.
છઠ્ઠા ગુણસ્થાને મુનિયોગ્ય શુદ્ધ પરિણતિ શુદ્ધત્માના આલંબનના બળી નિરન્તર હોય જ છે;
તેમ જ મહાવ્રતાદિ ર૮ મૂળગુણ સંબંધી શુભ ભાવો યથાયોગ્ય હોવા તે નિશ્ચય વ્યવહારના અવિરોધનું
(સુમેળનું ઉદાહરણ છે.
પાંચમા ગુણસ્થાને તેને યોગ્ય શુદ્ધ પરિણતિ નિરંતર હોવી તેમ જ દેશવ્રત આદિ સંબંધી
શુભભાવો યથાયોગ્યપણે હોવા તે પણ નિશ્ચય વ્યવહારના અવિરોધનું ઉદાહરણ છે.
ઉપરની વાતને વિશેષણપણે સમજાવે છે.
અનાદિકાળથી ભેદવાસિત બુદ્ધિ હોવાને લીધે, પ્રાથમિક જીવો જે મોક્ષમાર્ગમાં આરૂઢ થઈ છઠ્ઠા
સાતમા ગુણસ્થાનમાં વર્તે છે– પૂર્ણ અભેદ થયા નથી, તેથી તેઓ ભિન્ન સાધ્ય સાધનભાવને જાણીને
તેના સ્વાશ્રિત, પરાશ્રિત ભેદને અવલંબીને સુખે સુખે કરીને તીર્થની શરૂઆત કરે છે અર્થાત્ સુગમપણે
મોક્ષમાર્ગની પ્રારંભ ભૂમિકાને સેવે છે.
જેમ શ્રદ્ધામાં ભેદવાસના રહિત અભેદ થયો છે તેમ જો ચારિત્રમાં પરિપૂર્ણ થયો હોય તો તેને
અવતાર ન હોય– ભિન્ન સાધન સાધ્યનો પ્રશ્ન ન હોય, પણ ચારિત્રમાં ભેદરૂપ અધૂરી દશા છે તેથી
સરાગ દશામાં ભેદવાસીત બુદ્ધિ છે; અંશે સરાગ, અંશે વીતરાગનો ભેદ છે. છઠ્ઠા ગુણસ્થાનના કાળે
એવા ભેદમાં બુદ્ધિ રોકાયેલી હોય છે.
મોક્ષમાર્ગ પ્રાપ્ત જ્ઞાની જીવોને પ્રાથમિક ભૂમિકામાં સાધ્ય તો પરિપૂર્ણ શુદ્ધતાએ પરિણત આત્મા
છે અને તેનું સાધન વ્યવહારનયે (આંશિક શુદ્ધિની સાથે

PDF/HTML Page 18 of 25
single page version

background image
મહા: ૨૪૮૯ : ૧પ :
રહેલ) ભેદ રત્નત્રયરૂપ પરાવલંબી વિકલ્પો શુભરાગરૂપ વ્યવહાર રત્નત્રય હોય છે. આ રીતે તે
જીવોને વ્યવહારનયે સાધ્ય અને સાધન ભિન્ન પ્રકારનાં કહેવામાં આવ્યાં છે. (નિશ્ચયનયે સાધ્ય અને
સાધન અભિન્ન હોય છે.)
(પ્રશ્ન થાય કે છઠ્ઠા સાતમા ગુણસ્થાનવર્તિ મુનિને ભેદ સાધ્ય સાધન અને શરૂમાં સુખે શરૂઆત
કેમ કહેલ છે? કે ત્યાં સાતિશય ઉગ્ર પુરુષાર્થ નથી તેથી તો સુખે કરીને એટલે સુગમપણે, કઠિનતા
વિના શરૂઆત બતાવવા કહ્યું છે. જેમણે દ્રવ્યાર્થિકનયના વિષયભૂત શુદ્ધાત્મસ્વરૂપનાં શ્રદ્ધાનાદિ કરેલા
છે એવા સમ્યગ્જ્ઞાની જીવોને તીર્થસેવનની પ્રાથમિક દશામાં (–મોક્ષમાર્ગ સેવનની પ્રારંભિક
ભૂમિકામાં) આંશિક શુદ્ધિની સાથે સાથે શ્રદ્ધાન–જ્ઞાન–ચારિત્ર સંબંધી પરાવલંબી વિકલ્પોના (ભેદ
રત્નત્રયના) સદ્ભાવના કારણે અનાદિકાળથી જીવોને જે ભેદવાસનાથી વાસીત પરિણતિ ચાલી આવે
છે તેનો તુરત જ સર્વથા નાશ થવો કઠિન છે.)
પંચાસ્તિકાય ગા. ૧૭૦ માં કહ્યું છે કે – સંયમ તપ સહિત હોવા છતાં, નવ પદાર્થો તથા તીર્થંકર
પ્રત્યે જેની બુદ્ધિનું જોડાણ વર્તે છે અને સૂત્રો પ્રત્યે જેને રુચિ (પ્રીતિ) વર્તે છે તે જીવને નિર્વાણ દૂરતર
(વિશેષ દૂર) છે.
–ટીકા અહીં અર્હંતાદિની ભક્તિરૂપ પરસમય પ્રવૃત્તિમાં સાક્ષાત્ મોક્ષહેતુપણાનો અભાવ હોવા
છતાં પરંપરાએ મોક્ષહેતુપણાનો સદ્ભાવ દર્શાવ્યો છે. શ્રી જયસેનાચાર્યે કહ્યું છે કે અજ્ઞાનીના વ્રતાદિ
સંબંધી શુભભાવ તો સર્વદોષ, અનર્થ પરંપરાનું કારણ છે પણ સમ્યગ્દ્રષ્ટિને સર્વ પ્રકારના રાગમાં હેય
બુદ્ધિ હોવાથી અનેત્ર સહચરહેતુપણે આ જાતનો જ શુભરાગ નિમિત્તપણે હોય છે; અજ્ઞાનીની
ભૂમિકાનો નહીં એમ ર૮ મૂળગુણ વ્યવહાર રત્નત્રયના રાગનો જ અભાવ કરીને, મોક્ષ જાય છે– એમ
બતાવવા માટે તે વ્યવહારને પરંપરા મોક્ષહેતુપણું દર્શાવેલું છે.
જે જીવ ખરેખર મોક્ષને અર્થે ઉદ્યમી ચિત્તવાળો વર્તતો થકો અચિંત્ય સંયમતપભાર સંપ્રાપ્ત કર્યો
હોવા છતાં પરમ વૈરાગ્ય ભુમિકાનું આરોહણ કરવામાં સમર્થ એવી પ્રભુશક્તિ ઉત્પન્ન કરી નહી હોવાથી
‘પીંજણને ચોટેલ રૂ’ ના ન્યાયે નવ પદાર્થો તથા અર્હંતાદિની રુચિરૂપ (પ્રીતિરૂપ) પરસમય પ્રવૃત્તિનો
પરિત્યાગ કરી શકતો નથી તે જીવ ખરેખર સાક્ષાત્ મોક્ષને પ્રાપ્ત કરતો નથી પરંતુ દેવલોકાદિના
કલેશની પ્રાપ્તિરૂપ પરંપરાવડે તેને પ્રાપ્ત કરે છે. આમ જે જીવ ખરેખર મોક્ષમાર્ગમાં શરૂઆત કરી હોવા
છતાં ચારિત્રમાં પ્રચંડ પુરુષાર્થથી પ્રભુત્વશક્તિ પ્રગટ કરતો નથી, ત્યાં ભેદવાસીત બુદ્ધિથી રોકાણો છે.
સમ્યક્ આનંદનો સ્પર્શ નયપક્ષાતિક્રાન્તપણે શુદ્ધોપયોગી અતીન્દ્રિય આનંદનો અનુભવ થવા છતાં
તેમાંથી ઉપયોગનું છૂટી જવું એમ વારંવાર થયા કરે છે; અખંડ ધારવાહી નિજ પરમાત્મસ્વરૂપમાં
ઉગ્રપણે લીન રહેવું જોઈએ તે સ્થિતિને ન પહોંચી શકે તેટલો કાળ તેને યોગ્ય વ્યવહારનું અવલંબન
આવે છે. ભાન થયું છે કે પરમ વૈરાગ્યથી અંદર સ્થિર જ થવું છે. જો પરમાર્થમાં જ સ્થિર રહેવાને
બળવાન થાય તો વ્યવહારના ભેદ ઉપર જરાપણ નજર નાખવા માગતો નથી પણ ખેદ છે કે
પુરુષાર્થની નબળાઈના કાળે તેને યોગ્ય શુભ વ્યવહાર આવ્યા વિના રહેતો નથી. જ્ઞાની કોઈપણ
જાતના શુભ રાગને હિતકર, મદદગાર માનતા નથી કેમકે જેમ જેમ સ્વરૂપની અંદર પરિણતિ ઢળતી
જાય છે તેમ તેમ વ્યવહારનો અભાવ થતો જાય છે; તેથી તે ખરેખર મદદગાર નથી જ, અભાવ તે
ભાવનું ખરૂં કારણ નથી.
સમ્યગ્દ્રષ્ટિનું ધ્યેય ભૂતાર્થ, પૂર્ણ એકરૂપ છે જ્ઞાતાભાવે પરિણમ્યો છે તેને છઠ્ઠા ગુણસ્થાને
વ્યવહારના ભેદ ઉપર લક્ષ જાય છે પણ તે શુભરાગ

PDF/HTML Page 19 of 25
single page version

background image
: ૧૬ : આત્મધર્મ: ૩૩૨
ખરૂં સાધન નથી. જે ખરું સાધન નથી છતાં તેને વ્યવહાર દર્શન–જ્ઞાન–ચારિત્ર કેમ કહ્યું કે
મિથ્યાદ્રષ્ટિપણું ટળ્‌યા પછી ગમે તેવો રાગ હોય નહીંજ, કુદેવાદિનો રાગ હોય નહીં–અને નિર્ગં્રથ
મુનિદશામાં વસ્ત્ર પાત્રાદિ પરિગ્રહ સહિતપણું હોય નહીં; પણ શાસ્ત્ર કથિત જ નિમિત્ત–નૈમિત્તિક સંબંધ
હોય છે. સર્વજ્ઞ કથિત ૧૮ દોષ રહિત દેવ, સુશાસ્ત્ર, સુગુરુ તેની શ્રદ્ધા – નવતત્ત્વનું જ્ઞાન અને
સંયમભાવ હોય છે તેને ઉચિત નિમિત્તરૂપ ભિન્ન સાધન કહેવામાં આવે છે. આ રીતે વ્યવહારને ભિન્ન
સાધ્ય સાધન કહેવામાં આવેલ છે; અહીં પર્યાયમાં સાધ્ય સાધન છે. પૂર્ણ પરમાર્થદશા તે વ્યવહાર સાધ્ય
છે–ને છઠ્ઠા ગુણસ્થાનને યોગ્ય વ્યવહાર રત્નત્રય તે ભિન્ન સાધન અર્થાત્ નિમિત્તરૂપ વ્યવહાર સાધન
છે. પૂર્ણ જ્ઞાનઘન અનાદિ અનંત શુદ્ધ ચૈતન્યસ્વરૂપ તે નિશ્ચય સાધ્ય છે. પૂર્ણ વીતરાગ ન થાય ત્યાં
બુદ્ધિપૂર્વક રાગદશામાં નવ તત્ત્વના વિકલ્પ આવ્યા વિના રહે નહીં. તેથી ચારિત્ર દોષની નબળાઈના
કારણે મોક્ષમાર્ગસ્થને પણ ભેદ વાસીન કહેલ છે. શ્રદ્ધામાં અનાદિકાળથી જે રાગમાં એકતાબુદ્ધિ હતી તે
ટૂટી પણ ચારિત્રમાં રાગનો સર્વથા અભાવ થયો નથી.
જેમ ચોપડાની પેટીમાં કસ્તુરી મૂકેલી, કસ્તુરી પાછી આપી દીધી પણ છ મહિને પેટી ઉઘાડી તો
તેની વાસના–ચોપડાના પાને પાને કસ્તુરીની ગંધ ઉડી રહી હતી; પણ તે ચોપડાનો મૂળ સ્વભાવ નથી.
તેમ રાગાદિ ઉપાધિ મારૂં સ્વતત્ત્વ નથી. પરથી ભેદ પાડી નિર્મળ ધ્રુવ સ્વભાવમાં એકતા કરી પણ
ચારિત્રમાં રાગની ગંધ (વાસના) રહી છે. મુનિદશામાં વારંવાર અતીન્દ્રિય આનંદનો અનુભવ કરે છે,
છતાં નબળાઈથી વિકલ્પ ઊઠે છે– ભગવાનની ભક્તિનો રાગ પણ આવે, તે એમ સૂચિત કરે છે કે ઉગ્ર
પુરુષાર્થ પ્રગટ કરેલ નથી. કેટલાક અંશે વિતરાગી દશા પ્રગટ થઈ છે, પૂર્ણ નથી તેથી રાગ ટાળવાની
ભાવના ઊઠે છે, ત્યાં સુગમપણે મોક્ષમાર્ગ સાધે છે એટલે કે નિત્ય સહજ જ્ઞાનસ્વભાવના આશ્રયે,
જ્ઞાતાદ્રષ્ટાના ભાનમાં નિશ્ચયવ્યવહારનું જ્ઞાન કરતાં કરતાં, આનંદ સ્વભાવ ઢળવાનો પ્રયત્ન ચાલું છે–
ત્યાં કઈ જાતના વિકલ્પો આવે છે તે કહે છે– જેને રાગની વાસના કહી છે.
૧. આ શ્રદ્ધા કરનાર છે અને આ શ્રધ્ધેય છે ઈત્યાદિ વિચાર કરે છે. સર્વજ્ઞ વીતરાગ કથિત નવ
તત્ત્વોમાં છ દ્રવ્ય અને સાચા દેવ ગુરુ શાસ્ત્ર આવી જાય છે; તે નવનું સ્વરૂપ વિપરીત અભિપ્રાય રહિત
થઈને શ્રદ્ધવા યોગ્ય છે. નવ પદાર્થને જેમ છે તેમ જાણે તો અંદરમાં નિઃશંકપણે ઠરવાને સમર્થ થાય
અને નવતત્ત્વની શ્રદ્ધા હોય નહીં. સર્વજ્ઞે કહેલા નવતત્ત્વ, છ દ્રવ્યને અસ્તિ–નાસ્તિથી જાણ્યા વિના અને
રાગાદિ વિભાવ પર્યાય પણ પોતાથી સ્વતંત્રપણે કરવામાં આવે છે એમ માન્યા વિના સર્વ સંયોગ અને
રાગથી ભિન્ન પોતે અખંડ જ્ઞાનાનંદ મૂત્તિ છે એવું માનવાની કે સ્વાનુભવની તાકથત હોય નહીં.
વર્તમાન જ્ઞાનની તાકાત એવી છેત્ર કે જેને પ્રયોજનભૂત જાણે તેનો નિર્ણય કર્યા વિના રહે નહીં
સર્વજ્ઞ ભગવાને છ જાતિના દ્રવ્યો જોયા છે તેનું અસ્તિત્વ સદાય છે તેમાં જીવ (આત્મા) સદાય ચૈતન્ય
છે, જાણનાર સ્વરૂપે અને બાકીના પાંચ અચેત છે, અજીવ છે, નવ તત્ત્વમાં જીવ અજીવ તો દ્રવ્ય છે
અને આસ્રવ બંધ સંવર નિર્જરા અને મોક્ષ તેત્ર પાંચ પર્યાયો છે એમ ન માને, ન ઓળખે તો છ
દ્રવ્યસ્વરૂપ વિશ્વથી પોતે જુદો છે અને પોતપોતાની અનંત શક્તિથી પરિપૂર્ણ છે એનું જ્ઞાન થાય નહીં.
સર્વજ્ઞ ભગવાને કહેલ નવ તત્ત્વોની ઓળખાણનું પ્રયોજન તો મિથ્યાત્વ રાગાદિની ઉત્પત્તિ ન
થાય એવા વીતરાગ વિજ્ઞાનમય સ્વભાવની પ્રાપ્તિ છે. શુભરાગના ભેદ આવે તે જાણવા યોગ્ય છે. ૧૪
ગુણસ્થાનના ભેદની ભૂમિકાઓ અને તેટલા અંશે સાધુદશા અને

PDF/HTML Page 20 of 25
single page version

background image
મહા: ૨૩૮૯ : ૧૭ :
બાધકદશાને બરાબર જાણે. નિશ્ચય વ્યવહારનું ભૂમિકાનુસાર અવિરોધપણું જાણે નહી અને સ્વચ્છંદે
ફાવે તેમ માને તેની વાત નથી.
શ્રી બનારસીદાસજી વગેરે ભ્રમથી પોતાને પરિગ્રહ રહિત મુનિ નગ્ન થઈ ઓરડામાં ફરવા
લાગ્યા હતા. કોઈ વસ્ત્ર સહિત પોતાને મુનિદશા માને; કોઈ માત્ર નગ્ન રહી, તેના માનેલા વ્રતાદિથી
મોક્ષમાર્ગરૂપી ધર્મ માને તો તેમ નથી, પણ મિથ્યાત્વનું મહાપાપ બાંધે છે.
પ્રથમ વિપરિત અભિપ્રાય રહિત તત્ત્વાર્થશ્રદ્ધાન ભાવભાસનરૂપ થવું જોઈએ. શ્રદ્ધામાંથી
લાગણીના લૂગડાં છોડ; ચૈતન્યમાં શુભ અશુભ વિકલ્પ (લાગણી) નથી, પરનું ગ્રહણ ત્યાગ નથી–
એવા જ્ઞાનસ્વરૂપ આત્માના ભાન વિના શુભાશુભ લાગણીને જાણે કોણ? હેય, ઉપાદેયને જાણે કોણ?
સમ્યગ્દ્રષ્ટિના શુભભાવ પણ બંધનું કારણ છે; બંધનું કારણ તે કદિ શુદ્ધિનું કારણ થઈ શકે નહીં.
આદર–સ્વિકાર. શ્રદ્ધા કરવા યોગ્ય નિશ્ચયમાં પોતાનો પૂર્ણરૂપ શુદ્ધાત્મા છે, વ્યવહારમાં નવતત્ત્વ વગેરે,
એનો યથાર્થ નિર્ણય કરી નિર્વિકલ્પ શ્રદ્ધા દ્વારા શ્રદ્ધામાં પૂર્ણ નિર્દોષ થયો પણ ચારિત્રમાં પૂર્ણ
વીતરાગતા નથી, તો તેની ભૂમિકાને યોગ્ય જ શુભરાગ અને નિમિત્તો નિમિત્તપણે હોય છે; તેનાથી
વિરુદ્ધ ન હોય.
અન્ય મતમાં તો ૧પ ભેદે મુક્તિ કહીને, ગમે તેવો વેશ, વ્યવહાર હોય તો પણ તેને મોક્ષમાર્ગી
માની લે છે એવું વીતરાગના માર્ગમાં નથી.
નિશ્ચયનય માન્યા પછી, પરદ્રવ્ય ક્યાં નડે છે? માંસ, મદિરા, સ્ત્રી રાત્રીભોજન વગેરે શું નડે
છે? નિશ્ચયમાં એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી, કરતું નથી, ભોગવતું નથી, સ્ત્રીનો પરિચય શું નડે
છે? ભગવાને કહ્યું છે કે પરદ્રવ્ય–પરક્ષેત્ર નડતા નથી. અમે તો પરીક્ષા કરીએ છીએ; પણ એતો
અજ્ઞાની જીવ માને કે ઝેર ખાઈને જીવાશે એના જેવું છે. સ્વચ્છંદી થઈને શાસ્ત્રની; નિશ્ચયનયની ઓથ
લે છે તે અનંતસંસારી પાપી જ છે.
એક સાધુ વેશધારી આવ્યાને કહ્યું કે નિશ્ચયમાં જ મજા છે, માટી, માંસ, રોટલા, સ્ત્રી, પુરુષ
મશ્કરી કરે છે અથવા નિશ્ચયદ્રષ્ટિના નામે સંસારમાં તીવ્ર મોહ મમતા રાખે છે, તેને માટે વીતરાગનો
માર્ગ નથી.
દહીં વલોવવાની મંથાણીને દોરી એક અને તેના છેડા બે હોય છે; એકને ઢીલું રાખી એકને
ખેંચવાનું હોય છે, પણ સર્વથા એકને જ ખેંચે તો માખણ થાય નહીં, તેમ ગૌણ મુખ્ય થનાર નિશ્ચય
વ્યવહારનયના બે પડખાનું જ્ઞાન અને સાધકદશામાં અંશે સરાગ–વીતરાગતાનો મેળ કેવો હોય છે તે ન
જાણે અને પોતાને ફાવે તેમ માને તો તે વીતરાગનો માર્ગ નથી–ભલે, તેઓ દિગ્મ્બર જૈન સંપ્રદાયમાં
સાધુવેશમાં હોય તો પણ જૈન માર્ગથી વિરોધી છે.
આત્મહિતના સાધન માટે જ મુખ્ય ઉપાદેયરૂપ શુદ્ધાત્માને મુખ્ય કરી નિશ્ચય કહ્યો અને ભેદ–
પરાશ્રયને ગૌણ કરી વ્યવહાર કહ્યો છે. વ્યવહારનયની પદ્ધતિ અને પ્રયોજન જાણી, તેના આશ્રયે
વીતરાગતા નથી–એમ જાણી, વીતરાગતા માટે, ભૂતાર્થ નિશ્ચયનયના આશ્રયે તેનો નિષેધ કર્યો છે– તે
વાત સમજે નહીં ને શાસ્ત્રનો અર્થ કરવા જાય કે જુઓ, શાસ્ત્રમાં પણ લખ્યું છે કે– વ્યવહારનો નિષેધ
છે, પર દ્રવ્ય વડે જીવને બંધન નથી, પરદ્રવ્યથી બંધન થશે એમ માનીશ તો મિથ્યાદ્રષ્ટિ છો, “હે જ્ઞાની,
પરદ્રવ્યથી બંધની શંકા છોડ, પરદ્રવ્યને ભોગવ”, એમ કેમ કહ્યું? કે ત્યાં તો ભેદવિજ્ઞાનથી
વસ્તુસ્વભાવને જાણી નિઃશંકતા માટે