Atmadharma magazine - Ank 233
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 25
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૦
સળંગ અંક ૨૩૩
Version History
Version
Number Date Changes
001 Apr 2004 First electronic version.

PDF/HTML Page 2 of 25
single page version

background image
વર્ષ ૨૦ : અંક પ મો] તંત્રી : જગજીવન બાવચંદ દોશી [ફાગણ : ૨૪૮૯
સર્વ કાર્યમાં કર્તવ્ય માત્ર આત્માર્થ જ છે એ સંભાવના નિરન્તર રાખો.
(કાવ્ય)
“ચેતનજી સ્વસ્વભાવ સંભારો, પર પરભાવ સબૈ પરિહારો
હે નિજ જ્ઞાયક ધર્મ તુમ્હારો, અસદ્ભૂત પર જાનન હારો.
દીપકવત્ વિકૃતિ હ્વે નાંહિ અન્ય જ્ઞેય સો જ્યોં જગ માંહિ,
પરકા કર્ત્તા બન અનાદિ તૈં ભ્રમ્યો આપ ચતુર્ગતિ માંહિ.
નાના કષ્ટ સહે વિધિવશતેં કબહુ નહુઓ જ્ઞાન ઉજારો,
ત્રિભૂવનપતિ હો અંતર્યામી, ભયે ભિખારી નિગૈ નિહારો.
જિનમાર્ગ પાઓ અબ તો અવિજન, શુદ્ધસ્વભાવ સદા ઉર ધારો.
ચેતનજી સ્વસ્વભાવ સંભારો, પરપરભાવ સબૈ પરિહારો.
×
+ ×
“જેણે પ્રમાદનો જય કર્યો તેણે પરમપદનો જય કર્યો છે,
ચિંતિત જેનાથી પ્રાપ્ત થાય તે મણિને ચિંતામણિ કહ્યો છે.
એ જ આ મનુષ્યદેહ છે કે જે દેહમાં યોગમાં આત્યંતિક,
એવા સર્વ દુઃખના ક્ષયની ચિંતિતા ધારી તો પાર પાડે છે.
અચિંત્ય જેનું મહાત્મ્ય એવું સત્સંગરૂપી કલ્પવૃક્ષ પ્રાપ્ત થાયે,
જીવ દરિદ્ર રહે એમ બને તો આ જગતને વિષે આશ્ચર્ય જ છે”.
(શ્રી રાજચંદ્રજી)
(૨૩)

PDF/HTML Page 3 of 25
single page version

background image
સુ વ ર્ણ પુ રી સ મા ચા ર
પરમઉપકારી પૂ. ગુરુદેવ સુખશાતામાં બિરાજે છે. પ્રવચનમાં સવારે
પ્રવચનસાર શાસ્ત્ર ગા. ર૩–ર૪ તથા બપોરે શ્રી સમયસાર શાસ્ત્ર ગા. ૬૩–૬૪
ચાલે છે. બુન્દિ, જયપુર તથા લલિતપુરથી તીર્થયાત્રી સંઘ મોટી સંખ્યામાં આવ્યા
હતા, ખાસ ગુરુદેવના પ્રવચન સાંભળવા રોકાયા હતા.
શ્રી ગોગીદેવી બ્રહ્મચારીણિ શ્રાવિકાશ્રમમાં સ્વાધ્યાય હોલ બંધાય છે.
પૂજ્ય ગુરુદેવનો પુનિત વિહાર
માર્ચ વૈશાખ સુદી બીજ : જન્મજયંતિ
સોનગઢથી ફાગણસુદી ૬ તા. ૧લી માર્ચ
શુક્રવારે મંગળ પ્રયાણ
રાજકોટ : ૧ થી ૨૨
ચોટીલા : ૨૩–૨૪
થાનગઢ : રપ
મોરબી : ર૬ થી ૩૧
એપ્રીલ
વાંકાનેર : ૧ થી ૬
જામનગર : ૭ થી ૧૦
ગોંડળ : ૧૧–૧૨
જેતપુર : ૧૩–૧૪
વડિયા : ૧પ–૧૬
વીંછિયા : ૧૭ થી ૨૦
લાઠી : ૨૧ થી ૨પ
સુરેન્દ્રનગર : ર૬ થી ર૯–૪–૬૩
જોરાવરનગર : ૩૦ થી ૬–મે ૬૩
(જિનેન્દ્ર પંચકલ્યાણક પ્રતિષ્ઠા
ઉત્સવ વૈશાખ સુદી. ૧૩)
વઢવાણ શહેર : તા. ૭ થી ૯–મે–૬૩
લીંબડી : તા. ૧૦ થી ૧ર મે ૬૩
દહેગામ : તા. ૧૩ થી ૧૬ મે ૬૩
(જિનેન્દ્ર વેદી પ્રતિષ્ઠા ઉત્સવ વૈશાખ વ. પ)
અમદાવાદ : તા. ૧૭ થી ૨૦ મે ૬૩
રાણપુર : ૨૧ થી ૨૩ મે ૬૩
બોટાદ : ર૪ થી ર૭ મે ૬૩
(જિનેન્દ્ર વેદી પ્રતિષ્ઠા ઉત્સવ, જેઠ સુદી પ)
પાટી : તા. ર૮ મે ૬૩
ગઢડા : ર૯ મે ૬૩
ઊમરાળા : ૩૦ થી ૩૧ મે ૬૩
સોનગઢ મંગળ આગમન
તા. ૧–૬–૬૩ જેઠ સુદી ૧૦
ચક્રવર્તીની સમસ્ત સંપત્તિથી પણ જેનો માત્ર એક સમય પણ વિશેષ
મૂલ્યવાન છે એવો આ મનુષ્યદેહ અને પરમાર્થને અનુકૂલ એવો યોગ સંપ્રાપ્ત
થવા છતાં પણ જો જન્મમરણથી રહિત એવા પરમ પદનું ધ્યાન રાખ્યું નહીં તો
મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંતવાર ધિક્કાર હો!
(શ્રીમદ્ રાજચંદ્ર)

PDF/HTML Page 4 of 25
single page version

background image
વર્ષ ૨૦ : અંક પમો] તંત્રી : જગજીવન બાવચંદ દોશી [ફાગણ : ર૪૮૯
સહજ જ્ઞાતાપણામાં સ્વાભાવિક સુખ.
આ આત્મા સુખસ્વભાવી છે એમ અનુભવ કર્યા પછી દુઃખ, ભય,
અપવિત્રતા, આત્મહિનતા અનેત્ર પ્રમાદાદિપાપ એત્રમાંનો્ર એક અંશ પણ
સત્પુરુષો સહન કરી શકતા નથી. પણ તેને જ્ઞાન, વિવેક, વૈરાગ્ય દ્વારા શીઘ્ર છોડવા
જ માગે છે. દોષ દુઃખનો આધાર શરીર નથી પણ જીવની પોતાની ભૂલ છે.
સ્વ–પરવસ્તુનું સ્વરૂપ, હિત–અહિતનું સ્વરૂપ જેમ છે તેમ જાણી
સ્વસન્મુખ જાણનાર રહે શરીરાદિકને ભલા બૂરા ન માને તો્ર ક્રોધાદિ સ્વયં ઉત્પન્ન
થતા નથી પણ સહજ જ્ઞાનધારા અનુસાર સ્વાભાવિક સુખ ઉત્પન્ન થાય છે.
(જ્ઞાનાર્ણવમાંથી)
કોન કોની સમતા કરે સેવે પૂજે કોણ,
કોની સ્પર્શાસ્પર્શતા ઠગે કોઈને કોણ;
કોણ કોની મૈત્રી કરે કોની સાથે કલેષ,
જ્યાં દેખું ત્યાં સર્વ જીવ શુદ્ધ બુદ્ધ જ્ઞાનેશ. (યોગસાર દોહા)
ગર્ભથી લઈને છેક મરણાંત સુધી આ શરીરની સેવામાં નિરર્થક કલેષ,
અપવિત્રતા, ભય, તિરસ્કાર અને પાપથી ભરપુર પરિણામ થાય છે એમ
વિચારીય પવિત્ર શાશ્વત જ્ઞાનસ્વરૂપને ઉત્તમ–મંગળ અને શરણરૂપ જાણી તેમાં જ
રુચિવડે, વિડંબણારૂપ એવો શરીર પ્રત્યેનો સ્નેહ સર્વથા તજવા યોગ્ય છે.
(શરીરને સુખદુઃખ નથી, શરીરથી સુખદુઃખ નથી.)
નિર્મોહ, અશરીર નિત્ય જ્ઞાનાનંદમય એવા આ આત્માના આશ્રયવડે સર્વ
વિરુદ્ધભાવો ભિન્નત્વ જાણીને નાશવંત અને કેવળ દુઃખનું આશ્રયસ્થાન એવા આ
શરીરનું મમત્વ છોડવામાં આવે તો આ આત્મા ખરેખર મુક્તદશાને કેમ ન પામે?
સ્વસન્મુખતાના બળથી નિર્મળદ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. પ્રત્યક્ષ અપૂર્વ મુક્તિનો અંશે
આનંદ અહીં જ અનુભવાય છે. અહો! એવો કોણ મૂર્ખ છે કે જે દેહાદિ પ્રત્યે
મમત્વ છોડવામાં અને સ્વરૂપ ગ્રહણ કરવામાં પ્રમાદ કરે? શરીર તો ખરેખર દૂષ્ટ
મનુષ્યના મેળાપ જેવું છે.
(આત્માનુશાસનમાંથી)

PDF/HTML Page 5 of 25
single page version

background image
: : આત્મધર્મ: ૨૩૩
આત્મહિતરૂપ મોક્ષમાર્ગ
કોને માનવો?
(શ્રી સમયસારજી ગા. ૪૦૮–૪૦૯ ઉપર પૂજ્ય ગુરુદેવનું પ્રવચન, તા. ૧૪–૮–૬ર)
અન્વયાર્થ બહુ પ્રકારના મુનિલિંગોને અથવા ગૃહસ્થી લિંગોને ગ્રહણ કરીને મૂઢ (અજ્ઞાની)
જનો એમ માને છે કે આ બાહ્ય લિંગ (દેહ, દેહની ક્રિયા અને મહાવ્રતાદિના શુભ વિકલ્પ) મોક્ષમાર્ગ
છે, પરંતુ લિંગ મોક્ષમાર્ગ નથી, કારણ કે અર્હંતદેવો દેહ પ્રત્યે નિર્મમ વર્તતા થકા લિંગને છોડીને, દર્શન
જ્ઞાન ચારિત્રને જ સેવે છે.
ટીકા–શ્રી આચાર્યદેવ કરૂણા બુદ્ધિથી કહે છે કે લોકો દ્રવ્યલિંગનાં એટલે શુભરાગ–ર૮
મૂળગુણના શુભવિકલ્પને મોક્ષમાર્ગ માનતા થકા મોહથી દ્રવ્ય લિંગનેજ ગ્રહણ કરે છે. કે જે પદ્ધતિ
યોગ્ય નથી.
નિર્વિકલ્પ શુદ્ધ જ્ઞાનાનંદ સ્વરૂપનું ભાન નથી તેઓ જ્યાં ધર્મ નથીય ત્યાં આત્માનો ધર્મ
માનીય બાહ્યવેષ, નગ્ન શરીર, મોરપીંઠ, કમંડળ અને ૨૮ મૂળગુણના વિકલ્પ અથવા ક્ષુલ્લક આદિરૂપે
સંપ્રદાય ના વેષને જ ગ્રહણ કરે છે.
પ્રથમ સર્વજ્ઞ વીતરાગ કથિત તત્ત્વજ્ઞાન દ્વારા નિર્મળ સમ્યગ્દર્શન ગ્રહણ કરવું જોઈએ તેના
ભાન વિના આવેશમાં આવી જઈ નગ્નદશા મુનિવેષ ધારણ કરે છે. દ્રવ્યલિંગને મોક્ષમાર્ગ માનીને
તેનું ગ્રહણ કરે છે તે ગ્રહણ કરવું અયોગ્ય છે. કોઈ કહે, પ્રથમ શુભભાવમાં આવે પછી નિર્મળ
શ્રદ્ધા–જ્ઞાન કરી શકે ને? માટે પ્રથમ આવો વ્યવહાર જોઈએ જ તો તેને તત્ત્વજ્ઞાન પ્રત્યે અરુચિ
છે. ભગવાને તો સર્વ પ્રથમ સમ્યગ્દર્શન જ આત્મહિત માટે પ્રથમ પગથીયું કહ્યું છે તેનો તેઓ
વિરોધ કરનારા છે.
જો દ્રવ્યલિંગ, શુભરાગની ક્રિયા મોક્ષમાર્ગ હોત તો જીનેન્દ્રદેવે, આચાર્યોએ તે દ્રવ્યલિંગ છે.
મોક્ષમાર્ગ નથી એમ કેમ કહ્યું? તેમણે તો આત્માને શુદ્ધ જ્ઞાનમયપણું હોવાથી દ્રવ્યલિંગને આશ્રયભૂત
શરીર અને શુભરાગની મમતાનો ત્યાગ કરી અર્થાત્ પ્રથમ શ્રદ્ધામાં અને પછી ચારિત્રમાં તેના
આશ્રયનો ત્યાગ હોવાથી, તેના આશ્રયના ત્યાગ વડે, તેમને તો સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની
મોક્ષમાર્ગપણે ઉપાસના જોવામાં આવે છે. વચ્ચે શુભ વ્યવહાર નિમિત્તપણે હોય છે પણ તેને છોડવાથી
મોક્ષમાર્ગ છે અર્થાત્ તેનો આશ્રય છોડવાથી મોક્ષમાગછે. શુભરાગ તો બાહ્ય નિમિત્તરૂપ છે જો તે
સ્વયંમોક્ષમાર્ગ હોય તો ભગવંતોએ તેનો આશ્રય છોડી વીતરાગભાવરૂપ મોક્ષમાર્ગનો ઉપદેશ કેમ
આપ્યો છે? વ્યવહારનો આશ્રય, નિશ્ચયનો આશ્રય કર્યા વિના છૂટતો નથી. આ ઉપરથી એ જ સિદ્ધ
થાય છે કે દ્રવ્યલિંગો મોક્ષમાર્ગ નથી પણ પરાશ્રયથી નિરપેક્ષ, આત્માશ્રિત દર્શન–જ્ઞાન–ચારિત્ર જ
(વીતરાગભાવ જ) મોક્ષમાર્ગ છે એમ સિદ્ધ થાય છે.

PDF/HTML Page 6 of 25
single page version

background image
ફાગણ: ૨૪૮૯ : :
ગાથા ૪૧૦. મુનિનાં અને ગૃહસ્થનાં લિંગો એ મોક્ષમાર્ગ કહે નથી. દર્શન–જ્ઞાન–ચારિત્રને
જિનદેવો મોક્ષમાર્ગ કહે છે.
નિયમસાર ગા. ૧૩૪ માં કહ્યું છે કે શ્રાવક અને શ્રમણ બેઉ–વીતરાગભાવરૂપ શુદ્ધ રત્નત્રયની
ભક્તિ કરે છે.
કળશ નં. ૨૨૦માં કહ્યું છે કે ‘જે જીવ ભવભયના હરનારા આ શુદ્ધ સમ્યક્ત્વની, શુદ્ધ જ્ઞાનની
અને ચારિત્રની ભવછેદક અતુલ ભક્તિ નિરંતર કરે છે, તે કામ ક્રોધાદિ સમસ્ત દુષ્ટ પાપ સમૂહથી
મુક્ત ચિત્તવાળો જીવ–શ્રાવક હો કે સંયમી હો– નિરન્તર ભક્ત છે, ભક્ત છે.
અહીં સમયસારમાં પણ સ્પષ્ટ કહે છે કે દ્રવ્યલિંગો મોક્ષમાર્ગ નથી; કારણ કે તે શરીરાશ્રિત
હોવાથી પરદ્રવ્ય છે, વ્રત, ભક્તિ આદિ શુભ ભાવ પણ શરીરાશ્રિત હોવાથી પરદ્રવ્ય છે, આસ્રવતત્ત્વ છે,
અનાત્મા છે. અજાગૃતભાવ છે, ઉપરાન્ત ચૈતન્યની જાગૃતિને રોકવાવાળા છે માટે હેય છે.
સમ્યગ્દ્રષ્ટિના શુભભાવરૂપ વ્યવહાર રત્નત્રય છે તે પણ પરદ્રવ્યના આશ્રયરૂપ્ આસ્રવ તત્ત્વ છે,
અનાત્મા છે, શુદ્ધભાવથી વિરોધીભાવ છે; તેથી પરદ્રવ્ય છે, માત્ર આત્માશ્રિત દર્શન–જ્ઞાન–ચારિત્ર જ
મોક્ષમાર્ગ છે; કારણ કે તેઓ સ્વદ્રવ્ય છે.
પ્રશ્ન– શ્રાવકને મુખ્ય શુભભાવ છે તે પરંપરાએ મોક્ષનું કારણ થાય છે– એમ પ્રવચનસારના
ચરણાનુયોગ અધિકારમાં કહ્યું છે– એનો અર્થ શું?
ઉત્તર– મોક્ષનું અને મોક્ષમાર્ગનું ખરું કાર તો સ્વદ્રવ્ય આશ્રિત વીતરાગભાવ જ છે, રાગ નહીં
પરંતુ નીચલી દશામાં સ્વસન્મુખતારૂપ પુરુષાથૃ મંદ હોય છે ને અશુભ ટાળે છે, શુભરાગ બાકી રહ્યો
તેને પણ ટાળીને જ મોક્ષ પામશે અને આ જાતનો રાગ ત્યાં નિમિત્તરૂપે હોય છે તેના અભાવપૂર્વક
મોક્ષ પામશે એમ બતાવવા માટે એ જાતના શુભ વ્યવહારને પરંપરા મોક્ષનું કારણ કહેલ છે; અને તે
અસદ્ભૂત વ્યવહારનયનું કથન છે.
ત્રણે કાળે અબાધિત નિયમ છે કે સ્વદ્રવ્યાશ્રિત મોક્ષમાર્ગ છે. આત્માશ્રિત નિર્મળ પર્યાયરૂપ
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે મોક્ષમાર્ગ છે, બીજો મોક્ષ માર્ગ નથી.
વ્યવહાર તો પરદ્રવ્યાશ્રિત રાગભાવ છે. ઉપદેશમાં શાસ્ત્રમાં વ્યવહારની અને બાહ્ય પ્રવૃત્તિની
વાત આવે ત્યાં રાગની રુચિવાળા જીવ રાજી થઈ જાય, ને કહે કે હાં... હવે અમારી માનેલી વાત
આવી–નિમિત્ત–વ્યવહાર જોઈએ, ભલે શ્રદ્ધા નિશ્ચયની રાખો, પણ પ્રવૃત્તિમાં આવો વ્યવહાર જોઈએ–
એમ માનનાર પરદ્રવ્યના આશ્રયે ધર્મ (સંવર–નિર્જરા) માને છે, પણ છે નહીં; માટે પરાશ્રયમાં
રુચિવાળા આત્મહિત કરી શકે જ નહીં.
પ્રથમથી જ દ્રષ્ટિ અને ચારિત્રધર્મ વીતરાગભાવ જ છે–એ વાતનો નિશ્ચય તો લાવે – જેની
જરૂર લાગે તેને મેળવ્યા વિના રહે નહીં–रुचि अनुयायी वीर्य.
નિશ્ચયના જ્ઞાન સાથે વ્યવહારનયના વિષયને જાણનારા જ્ઞાનને જોડવું તેનું નામ વ્યવહારનું
પ્રયોજન છે. ગુણસ્થાન અનુસાર સ્વદ્રવ્યના આશ્રયે અંશે શુદ્ધિ થા્ય છે, ને અંશે અશુદ્ધિ (શુભ અશુભ
ભાવો) હોય છે તેને તે પ્રમાણે જાણ, તેનું નામ વ્યવહારનય જાણેલો પ્રયોજનવાન છે.
ભાવાર્થ– લિંગ છે તે દેહમય છે, દેહ પુદ્ગલમય છે; માટે આત્માને દેહ–દેહની ક્રિયા નથી. રાગની
ક્રિયા આત્માને આશ્રિત નથી, રાગની ક્રિયા મોક્ષમાર્ગ નથી, અર્થાત્ તે સ્વયં અચેતનભાવ છે–તેમાં
ચૈતન્યની જાગૃતિનો અંશ કદી પણ હોઈ શકે નહીં, માટે તે પરદ્રવ્ય છે, પરમાર્થે અન્ય દ્રવ્યને અન્ય
દ્રવ્ય કાંઈ કરી શકતું નથી–એ ન્યિમ છે. (૪૧૦)

PDF/HTML Page 7 of 25
single page version

background image
: : આત્મધર્મ: ૨૩૩
આગમ અને
અધ્યાત્મ રહસ્ય
(સ્વ. કવિવર બનારસીદાસજી રચિત ‘પરમાર્થ વચનિકા’
ઉપર પરમઉપકારી પૂજ્ય ગુરુદેવના પ્રવચન.)
સોનગઢ તા. ૧૪–૧–૬૩
જરા ઝીણી વાત છે. પરમાર્થ વસ્તુ સ્વરૂપ કઈ રીતે છે તે સ્પષ્ટપણે અનુભવમાં આવે એવું
ખાસ પ્રકારે શ્રી બનારસીદાસજીએ કહ્યું છે.
જગતમાં ત્રણે કાળે અનંતા જીવદ્રવ્ય છે, તેમાં કોઈ પણ એક સંસારી જીવ દ્રવ્ય, તેના અનંત
ગુણો અનંત પર્યાયો, એક એક ગુણના અસંખ્યાત પ્રદેશ છે તેટલા પ્રમાણમાં દ્રવ્ય પ્રમાણ તેની સત્તા
અને પહોળાઈ લંબાઈરૂપ સ્વક્ષેત્ર છે. જીવ એટલે આત્મા વસ્તુપણે દ્રવ્ય, તેમાં જ્ઞાન, દર્શન, સુખ,
ચારિત્ર, વીર્યાદિ ગુણો સંખ્યાએ અનંતા છે; દરેક ગુણો આત્માના અસંખ્ય પ્રદેશમાં (સ્વક્ષેત્રમાં)
વ્યાપક છે. અનંતાગુણો આત્માને આશ્રયે છે. જેટલું ક્ષેત્ર આત્માનું છે તેટલું જ ક્ષેત્ર=અસંખ્ય પ્રદેશો
બધાંય ગુણના છે. આત્મા સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવરૂપ સામર્થ્યથી કેવડો મોટો છે તેની વાત છે.
આત્મા પણ અનંત પર વસ્તુની મધ્યમાં અનંત અન્યત્વપણે ટકી રહે છે એવો સર્વ પ્રકારે સ્વતંત્ર છે.
અહીં ૧ થી ૧૪મા ગુણસ્થાન સુધી અશુદ્ધ, મિશ્ર, અને શુદધ અવસ્થારૂપ વ્યવહારના ત્રણ ભેદ
પાડેલ છે. અગાઉ એક આત્મામાં આ વાત ઘટાવતા હતા પણ અહીં એમ નથી. અહીં સંસારી દશામાં
જ્યાં જેને લાગુ પડે તે સર્વ જીવની વાત છે.
એક આત્મા, તેના અનંત ગુણો, એક એક ગુણ અસંખ્ય પ્રદેશી (કોઈનો પ્રદેશ જુદો નથી), એક
એક પ્રદેશમાં એક ક્ષેત્રાવગાહ સંબંધરૂપે અનંત કર્મ વર્ગણા, એક એક કર્મ વર્ગણામાં અનંત અનંત
પુદ્ગળ પરમાણુઓ, એક એક પુદ્ગળ પરમાણુઓ, એક એક પુદ્ગળ પરમાણું એનાં અનંત ગુણો અને
પર્યાયો સહિત બિરાજમાન છે. આ પ્રમાણે એક સંસાર અવસ્થિત જીવપિંડની અવસ્થા છે. એ જ
પ્રમાણે અનંતા જીવદ્રવ્ય સપિંડરૂપ સંસાર દશામાં જાણવાં.
નિગોદ એકેન્દ્રિય એટલે સ્થાવર સાધારણ વનસ્પતિકાયિક તેના અસંખ્ય શરીર છે. અંગુલના
અસંખ્યમાં ભાગમાં પણ અસંખ્ય શરીર, તેમાંથી એક શરીરમાં રહેલા જીવોની સંખ્યા અનંતી છે– જે
અનંતા સિદ્ધ પરમાત્મા થઈ ગયા તેનાથી અનંતગુણા છે. દરેક જીવને સ્વતંત્ર અસંખ્ય પ્રદેશરૂપ સ્વક્ષેત્ર
છે, તેનેત્ર દરેક પ્રદેશે અનંતી કાર્મણ વર્ગણા, એકેક કાર્મણ વર્ગણામાં અનંત અનંત પુદ્ગલ પરમાણુઓ
તેનાં અનંત ગુણ, અનંત પર્યાય સહિત છે. એ પ્રમાણે અનંત જીવદ્રવ્ય બંધ પર્યાયમાં એક ક્ષેત્રાવગાહ
સંબંધરૂપ જાણવા. એક–એક જીવ સંસાર દશામાં અનંત અનંત પુદ્ગળ દ્રવ્યથી સંયુક્ત માનવું સર્વજ્ઞ
વીતરાગ કથિત શાસ્ત્ર વિના

PDF/HTML Page 8 of 25
single page version

background image
ફાગણ: ૨૪૮૯ : :
બીજા કોઈ પણ મતમાં આવું વર્ણન ન હોય, અનંતા જીવ–પુદ્ગળ એકક્ષેત્રે ભેગાં રહેતા હોવાં
છતાં બેઉની પરિણતિ જુદી જુદી સ્વતંત્ર જ છે તેનું વર્ણન.
નિગોદ દશામાં એક ક્ષેત્રે અનંત જીવ બધાય એક શ્વાસ જેટલા કાળમાં ૧૮ વાર જન્મે મરે,
આયુ શ્વાસ આહાર અને ઈન્દ્રિય એ ચારે પ્રાણ અનંતાના એક છતાં દરેક જીવ દ્રવ્યની પર્યાય દરેક
સમયે જુદે જુદી કોઈના પરિણામ કોઈ બીજાથી મળતા ન આવે. અહો! કેટલી સ્વતંત્રતા! અનંતકાળથી
એક શરીરમાં રહેનારામાંથી કેટલાક શુભભાવરૂપ પરિણામ કરી મનુષ્ય પણ થાય, કેટલાક અન્ય પર્યાય
ધારણ કરે અથવા ત્યાં જ રહે; કોઈને કોઈનું કારણ લાગુ પડતું નથી. એ જ રીતે, જુદા જુદા રૂપે દરેક
પુદ્ગળ દ્રવ્યનું પરિણમન છે તે પણ બીજા સાથે મળતું આવે નહીં.
એક જીવ દ્રવ્યની જે પ્રકારની અવસ્થા જે સમયે ઉપજી તે જ સમયે તેના અનંતા ગુણોની
અવસ્થા તેને યોગ્ય થાય જ છે, તેમાંથી કોઈ પણ અવસ્થા બીજા જીવ સાથે મળતી આવે. નહીં. એક
જીવની અર્થ પર્યાયો અને વ્યંજન પર્યાય બીજા જીવથી કદી મળતી આવે નહીં. કદિ અંગૂલના અસંખ્યમે
ભાગે હીન અવસ્થા થઈ જાય, કદિ મહામચ્છ એક હજાર યોજનનો થાય જ્ઞાનાદિની પર્યાય પણ દરેક
સમયે જુદી જ છે. ૮, ૯, ૧૦ માં ગુણસ્થાને ચારિત્રગુણની પર્યાયમાં અમુક સમાનતા કોઈ પ્રકારે છે
પણ સર્વથા મેળ ન હોય, આકારમાં કોઈ જીવ સમાન દેખાય પણ સૂક્ષ્મપણે ફેર હોય જ છે.
एकोऽहंवहुस्याम्ः– હું એક છું, હવે બહુરૂપે થાઉં એમ નથી, સર્વવ્યાપક એક અદ્વૈત આત્મા જ
છે તે બધામાં વસી રહ્યો છે એમ પણ નથી જ. જીવ આત્મા ત્રણકાળે અનંતા છે દરેકની સત્તા શક્તિ
એટલે ગુણ અને ગુણની થતી પર્યાય એટલે નવી નવી અવસ્થા તે જુદી જુદી છે.
કેવળજ્ઞાન એટલે પરમાત્મદશા પ્રગટ થયા પછી પણ અનંતાની મધ્યમાં રહ્યો છતાં દરેકના
આકારમાં ફેર છે. કેવળજ્ઞાનાદિ નવ કેવળ લબ્ધિ વગેરેમા સમાનતા હોવા છતાં સૂક્ષ્મપણે કોઈ પ્રકારે
ફેર હોય છે– આમ દરેક જીવનું પરથી અન્ય અવસ્થારૂપ સ્વતંત્ર જ પરિણમન હોય છે. આ પ્રમાણે
અનંતાનંત સ્વરૂપ જીવ દ્રવ્ય અનંતાનંત અવસ્થાપૂર્વક વર્તી રહ્યાં છે. જુઓ સંસાર દશા દશા છતાં સર્વ
પ્રકારે સ્વતંત્ર. એક એક આત્મા આવડો મોટો છે એમ જાણી, ક્ષણિક વિભાવનો આદર, આશ્રય છોડી,
ત્રિકાળી એકરૂપ પૂર્ણ જ્ઞાનઘન શુદ્ધ જ્ઞાયક છું એમ નિર્ણય કરે તો પરથી મને લાભ નુકશાન નથી,
પરાશ્રયથી, રાગથી લાભ નથી, નુકશાન જ છે એમ જાણે અને હિતનું કારણ પોતે જ છે એમ જાણી
પોતાના અખંડ સ્વરૂપમાં દ્રષ્ટિ જ્ઞાન અને એકત્વ કરનારો થાય– એનું નામ સાચો ધર્મ છે.
સત્ય હકીકત શું છે તે પ્રથમ જાણવું પડે છે. જેમ જીવ અનંતા સ્વતંત્ર અસ્તિત્વ સિદ્ધ પદાર્થ છે,
એ જ પ્રમાણે સર્વ પુદ્ગળ દ્રવ્યો પણ છે. એક પુદ્ગળ પરમાણુ એક સમયમાં જે પ્રકારની અવસ્થા
ધારણ કરે તે અન્ય પુદ્ગળથી મળતી આવે નહીં; તેથી પુદ્ગળ દ્રવ્યની – પ્રત્યેક પરમાણુની પ્રત્યક
સમયે અન્ય અન્યતા જાણવી. જુઓ, સ્વયં સિદ્ધ પણે. દરેક પદાર્થ પોતાથી જ છે, પરથી નથી– આનું
નામ સર્વજ્ઞ વીતરાગ કથિત સામ્યવાદ છે. બહારમાં સામ્યવાદની વાતો કરનારા દેખે કે ક્્યાં સામ્યવાદ
છે.
હવે જીવ દ્રવ્ય. પુદ્ગળ દ્રવ્ય એક ક્ષેત્રાવગાહી પણે અનાદિકાળથી ધાતુ પાષાણની જેમ છે, તેમાં
વિશેષ એટલું કે જીવ દ્રવ્ય એક અને પુદ્ગળ પરમાણુ દ્રવ્ય અનંતાનંત, ચલાચલરૂપ, આગમન
ગમનરૂપ, અનંતાકાર, અનંત પ્રકારના પરાવર્તન સ્વરૂપ – પરિણમનરૂપ બંધ મુક્તિ શક્તિ સહિત વર્તે
છે તે બધાય તેનાથી તે પ્રકારે વર્તે છે; જીવથી બંધાય અને છૂટવા પામે એમ નથી. બંધાવું=સ્કંધરૂપે
સંઘાતરૂપે થવું કે એકલા ભેદરૂપે, મુક્તરૂપે થવું કે ભેદ સંઘાતરૂપે થવું કે એકલા ભેદરૂપે, મુક્તરૂપે થવું કે
તેની દરેકની સ્વતંત્ર શક્તિ છે (અશુદ્ધ અવસ્થામાં પણ કર્તા, કર્મ, કરણ આદિ

PDF/HTML Page 9 of 25
single page version

background image
: : આત્મધર્મ: ૨૩૩
છયે કારક સ્વતંત્ર છે. જુઓ પંચાસ્તિકાય ગા. ૬રની ટીકા.) જીવ રાગ કરે માટે તેને (કર્મને) બંધાવું
પડે અને રાગ રહિત થાય તેથી કર્મને છૂટવું પડે એમ નથી.
પ્રશ્ન– એક પરમાણુ છૂટો હતો તે સ્થૂળ સ્કંધરૂપે આકાર ધારણ કરે છે તેમાં સ્પર્શ અને આકાર
સ્થુળતા પણે એક છે ને? તો તેના સ્પર્શગુણની પર્યાય અને સ્કંધરૂપે સ્થૂળ પર્યાય એક થઈ કે નહીં?
ઉત્તર:– ના. નિશ્ચયથી તો ત્યાં પણ જુદાપણે જ તેના દરેક ગુણની દરેક પર્યાય તે પ્રકારે વર્તે છે.
વ્યવહારમાં સ્થૂળપણે પોતે થયો છે તે પોતાની શક્તિથી જ થયો છે, પરનીય શક્તિથી નહીં– એમ જીવ સાથે
સંસાર અવસ્થામાં કાર્મણ વર્ગણારૂપે થયા છે તે દરેક પરમાણુ પોતાથી જ બંધન મુક્તિ શક્તિથી પ્રવર્તે છે.
હવે જીવ દ્રવ્યની અનંતી અવસ્થા; તેમાં ત્રણ અવસ્થા મૂખ્ય સ્થાપી. પ્રથમ ગુણસ્થાનથી માંડીને
૧૪મા સુધીની અનંત અવસ્થા લેવી તેમાંથી (૧) અશુદ્ધ અવસ્થા–મિથ્યાદ્રષ્ટિની, (૨) શુદ્ધાશુદ્ધરૂપ
મિશ્ર અવસ્થા–મિથ્યાદ્રષ્ટિની, (૩) શુદ્ધ અવસ્થા ૧૩–૧૪મા ગુણસ્થાનવર્તીની. એ ત્રણે અવસ્થા
સંસારી જીવ દ્રવ્યની જાણવી. સંસારદશાથી અતિક્રાન્ત ભગવાન સિદ્ધોને અનવસ્થિતરૂપ કહીએ છીએ.
પ્રશ્ન:– પરમાણું ચળાચળરૂપ એટલે શું?
ઉત્તર:– જીવ સાથે એક ક્ષેત્રાવગાહરૂપે થવાને આવ્યા તેમાં ટકવાની અપેક્ષાએ અચળ, છૂટવા–
જવાની અપેક્ષાએ ચળ.
હવે એ ત્રણે અવસ્થાનું વર્ણન–જ્યાં સુધી મિથ્યાત્વ અવસ્થા છે ત્યાંસુધી શુભાશુભમાં એકતા
બુદ્ધિવાન અશુદ્ધ નિશ્ચયાત્મક દ્રવ્ય અશુદ્ધ વ્યવહારી છે તે અનાદિરૂઢ, વ્યવહારમાં વિમૂઢ અને પ્રૌઢ
વિવેકવાન નિશ્ચયમાં અનારૂઢ હોવાથી આગમ પદ્ધતિમાં–પુણ્યમાં ધર્મ માને છે, પરને પોતાનું માને છે.
દ્રવ્ય તે નિશ્ચય એકરૂપ છે અને તેની પર્યાય તે વ્યવહાર એવી શૈલી છે. દ્રવ્ય સાથે પર્યાય અશુદ્ધ
છે અને તેમાં આત્મ જાગ્રતિરૂપ અંશે શુદ્ધતા નથી તેથી અશુદ્ધ નિશ્ચય સ્વરૂપ તેનું દ્રવ્ય છે. દ્રવ્ય
અપેક્ષાએ જીવ દ્રવ્ય સદા શુદ્ધ છે, અશુદ્ધ નથી છતાં દ્રવ્યને અશુદ્ધ કહેવું તે વ્યવહારથી છે.
અનાદિકાળથી એકેન્દ્રિયથી માંડીને જૈનમતમાં મહાવ્રતધારી નગ્ન દિગંબર દ્રવ્યલિંગી સાધુ નવમી
ગ્રૈવેયક સુધી ગયો તો પણ તે મિથ્યાદ્રષ્ટિને એકલો અશુદ્ધ વ્યવહાર છે. એકલા રાગ ઉપર દ્રષ્ટિ અને
તેમાં એકતા અનુભવે છે.
(૨) સમ્યગ્દ્રષ્ટિ થતાં માત્ર ચોથા ગુણસ્થાનથી બારમા સુધી મિશ્ર નિશ્ચયાત્મક જીવ દ્રવ્ય મિશ્ર
વ્યવહારી છે. અનાદિથી રાગ અને જ્ઞાયકની એકતા બુદ્ધિ હતી; ભેદજ્ઞાનવડે ગ્રંથીભેદ થતાં, સત્યસ્વરૂપ શુદ્ધ
જ્ઞાયકમૂર્તિ છું, પરાશ્રયની શ્રદ્ધા રહિત, રાગ રહિત છું– એવું ભાવ ભાસન થયું; નિરંતર અખંડ જ્ઞાન
ચેતનાના સ્વામીત્વપણે જ પરિણમન શરૂ થઈ ગયું. ચારિત્રમાં અંશે સ્વરૂપાચરણ ચારિત્ર હોવા છતાં અંશે
સરાગતા (બાધકભાવ) અને અંશે વીતરાગતા (–સાધકભાવ) એમ મિશ્ર ભાવ ૪ થી ૧૨ ગુણસ્થાન સુધી
છે એ સાધકદશાનો કાળ અસંખ્ય સમય છે, તેમાંથી કોઈ મિથ્યાદ્રષ્ટિ થઈ જાય તો તે મિશ્ર વ્યવહારી ન રહ્યો.
સાદિ મિથ્યાદ્રષ્ટિપણે રહેવાનો ઉત્ક્ૃષ્ટ કાળ અર્ધ પુદ્ગળ પરાવર્તન તે અનંત સમય છે. દ્રવ્ય તે
ત્રિકાળ શુદ્ધ નિશ્ચળ, તેની પર્યાયમાં મિશ્ર–અંશે શુદ્ધાશુદ્ધપણું, તેમાં રહેલો જીવ મિશ્ર વ્યવહારી છે.
અંશે શુદ્ધતા તે સંવર–નિર્જરા, અને તે જ પર્યાયમાં અંશે અશુદ્ધતા તે આસ્રવ અને બંધ તેથી
મિશ્ર વ્યવહારી છે.
મિથ્યાદ્રષ્ટિ તો પર્યાય છે. સામાન્ય દ્રવ્ય તો શુદ્ધ છે, નિશ્ચય છે– તેને અશુદ્ધ કેત્રમ કહેવામાં આવ્યું
કે તે જીવ એકલા રાગ, દ્વેષ, અજ્ઞાનમાં એકતાબુદ્ધિ વડે, શુભાશુભ રાગમાં જ રોકાણો છે; હજારો શાસ્ત્રો

PDF/HTML Page 10 of 25
single page version

background image
ફાગણ: ૨૪૮૯ : :
ભણ્યો હોય, મહાવ્રત પાળે છતાં રાગનો કર્તા–ભોક્તા અને સ્વામી છે, અશુદ્ધતાને જ અનુભવે છે,
પર્યાયમાં અશુદ્ધપણે જ પરિણમે છે તેથી તે જીવદ્રવ્ય અશુદ્ધ નિશ્ચયાત્મક છે.
(૩) ૧૩–૧૪મે ગુણસ્થાને કેવળજ્ઞાની શુદ્ધ નિશ્ચયાત્મક શુદ્ધ વ્યવહારી છે; ત્યાં પણ સર્વ
ગુણોનું ચારિત્ર પરમયથાખ્યાત થયું નથી. તેથીય કર્તા, ભોક્તા, વૈભાવિક શક્તિ, ચાર પ્રતિજીવી ગુણો
આદિ કેટલાક ગુણોની પર્યાય અશુદ્ધ છે. દ્રવ્ય તે નિશ્ચયઅને ક્ષયિકભાવે નવ કેવળલબ્ધિ, અનંત
ચતુષ્ટય આદિ પર્યાયો શુદ્ધ થઈ ગઈ છે; અમુકગુણની પર્યાયમાં અશુદ્ધતા છે માટે વ્યવહારી–એમ
કેવળજ્ઞાની શુદ્ધ વ્યવહારી છે.
નિશ્ચય તો દ્રવ્યનું સ્વરૂપ અને વ્યવહાર સંસાર અવસ્થિત ભાવ તેનું વર્ણન– અહીં દ્રવ્ય નિશ્ચય,
પર્યાય બધી વ્યવહાર છે, તેમાં નિર્મળ ચેતનાવિલાસરૂપ સ્વાશ્રિત નિશ્ચય સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રને
વ્યવહાર કહેલ છે, કેવળજ્ઞાન પણ સદ્ભૂત વ્યવહાર નયનો વિષય છે. મિથ્યાદ્રષ્ટિ જીવ પોતાનું સ્વરૂપ
જાણતો નથી, તેથી પરસ્વરૂપમાં મગ્ન બની, પરને પોતાનું માને છે, મારી ઈચ્છાનુંસાર પરદ્રવ્યનું
ઉપજવું, બદલવું ટકવું, થાય એમ માન્યા કરે છે તેથી પરાશ્રયના, રાગના પ્રેમમાં રોકાણો છે. પોતે
નિત્ય, અરાગી, જ્ઞાતા, ચિદાનંદ પ્રભુ સાક્ષીપણે છે, એકલો જ્ઞાયક છું, નિમિત્ત અને રાગના
આલંબનની મારે જરૂર નથી, હું તો તેનો અકર્ત્તા છું, સ્વામીનથી એ વાતનો અજ્ઞાની નિર્ધાર કરતો
નથી. મિથ્યાત્વ, પુણ્ય પાપ આસ્રવ છે, અનાત્મા છે. અજાગૃત ભાવ છે, ચૈતન્યની જાગૃતિનો નાશક છે
માટે પરસ્વરૂપ છે, આત્મસ્વરૂપ નથી– એમ ભાવભાસનરૂપ ભેદ જ્ઞાન કરતો નથી, તેથી પરસ્વરૂપમાં
લીન થાય છે, દેહની તથા રાગની ક્રિયાનો કર્ત્તા થાય છે, અને તેમાં પોતાનું અસ્તિત્વ માને છે.
શુભરાગ હોય તો મને નિશ્ચય શ્રદ્ધા–જ્ઞા–નચારિત્ર થાય એમ માને છે, તેથી તે રાગાદિ આસ્રવની
ક્રિયાને પોતાનું કર્તવ્ય માને છે આમ એકલા અશુદ્ધભાવરૂપે પરિણમતો હોવાથી તે જીવ અશુદ્ધ
વ્યવહારી છે. મહાવ્રત ચોકખા પાળે છતાં અશુદ્ધ જ છે. પરના કાર્ય મેં કર્યા, હું છું તો તેમાં કાર્ય થાય
છે, જીવ ઈચ્છા કરે તો વાણી થાય, શરીરમાં કાર્ય થાય, હું બીજાને સમજાવી દઉં, હું વાણી બોલી શકું છું,
હું મૌન રહી શકું છું, અસદ્ભૂત વ્યવહાર નયથી જીવ આહાર પાણી લઈ શકે છે, છોડી શકે છે એમ
પરના ગ્રહણ ત્યાગ કરનારો પોતાને માને છે, પરમાં પોતાપણું માને છે એ રીતે તેઓ જ્ઞાતાપણાનો
વિરોધ કરનાર, પરના કાર્યમાં ધણી થનાર મિથ્યાદ્રષ્ટિ જ છે.
સમ્યગ્દ્રષ્ટિ જીવ તો નિર્મળ ભેદ અભ્યાસની પ્રવીણતાથી પોતાનું સ્વરૂપ પરોક્ષ પ્રમાણથી
(નિઃસંદેહપણે) અનુભવે છે. મતિશ્રુતજ્ઞાન સામાન્યપણે પરોક્ષ છે પણ સ્વાનુભવ કાળે પ્રત્યક્ષ કહ્યું છે–
એવા સ્વસંવેદન પ્રત્યક્ષ જ્ઞાન દ્વારા ધર્મી જીવ પોતાનું અખંડ ચિન્માત્ર સ્વરૂપ બરાબર જાણે છે,
અનુભવે છે; પણ પર સત્તા અને પર સ્વરૂપનું કોઈ કાર્ય પોતાનું માનતો નથી, પોતાને આધીન પણ
માનતો નથી પણ નિરન્તર જ્ઞાતા સાક્ષી જ છું– એમ નિઃશંકપણે માને છે. યોગ દ્વારા એટલે મન, વચન
કાયા તરફનું બાહ્ય વલણ છોડી અન્તર્મુખતા વડે પોતાના સ્વરૂપમાં ધ્યાન, વિચાર, એકાગ્રતા, ચિંતવન
આદિ કરે છે. તે કાર્ય કરતાં. બુદ્ધિપૂર્વક વિચાર છે પણ તેમાં જેટલા અંશે સ્વાશ્રિત એકતાનું બળ છે તે
દ્વારા પોતામાં અશુદ્ધતાનું કાર્ય કરે છે. પર સત્તાનું કાર્ય તેના કાળે તેનાથી થાય છે, હું કરી શકતો નથી,
હું નિમિત્ત છું તો તેમાં કાર્ય થાય છે– એમ માનતો નથી. ભૂમિકાનુસાર અશુદ્ધભાવ (શુભાશુભભાવ)
થાય છે પણ તેનો કર્ત્તા–ભોક્તા અને સ્વામી થતો જ નથી, રાગાદિ કરવા જેવા માનતો નથી પણ
સ્વરૂપમાં ધ્યાન, વિચાર, એકાગ્રતા આદિમાં અંશે શુદ્ધિરૂપ કાર્ય કરે છે. તે કાર્ય કરતાં, તે મિશ્ર
વ્યવહારી કહેવાય છે.

PDF/HTML Page 11 of 25
single page version

background image
: : આત્મધર્મ: ૨૩૩
(દસલક્ષણપર્વ ઉપર પૂ. ગુરુદેવના પ્રવચન, ભાદરવા સુદી ૭ તા. ૬–૯–૬ર ગુરુવાર.)
સમ્યગ્દર્શનપૂર્વક આત્માનો મોક્ષ સાધનરૂપ વીતરાગ ભાવ તે ઉત્તમ આર્જવધર્મ અંગ છે.
સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા ગા. ૩૯૬ માં કહ્યું છે કે જે મુનિ મનમાં વક્રતા ન ચિંતવે, કાયાથી વક્રતા ન કરે,
વચનથી વક્ર ન બોલે તથા પોતાના દોષોને ગોપવે નહિ–છૂપાવે નહિ પણ મહા મધ્યસ્થ સાક્ષીભાવમાં
નિશ્ચલ રહેવું. જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવમાં, સાવધાન રહેવું, તેનું નામ આર્જવધર્મ છે; તેમાં સ્વસન્મુખતાથી
પરિણામોની શુદ્ધતા તેટલો ધર્મ છે અને કોઈ પણ વાતની ઓથ લઈ પોતાના દોષ છૂપાવવા આદિ
વક્રતા ન થવા દે, સરલતા રાખે એવા શુભ પરિણામને વ્યવહાર ધર્મ કહેવાય છે. અજ્ઞાની જીવ
વ્યવહારૂ સરલતા રાખે તે પુણ્ય છે.
ખરેખર આત્મા જ્ઞાનાનંદ સાક્ષી છે તેના આશ્રયે જ લાભ છે એમ ન માનતા બહારથી,
નિમિત્તથી, શુભરાગથી લાભ માને, દેહની ક્રિયાથી ધર્મ માને, સ્વાશ્રયથી જ ધર્મ છે એમ ન માનતા,
પરાશ્રય–વ્યવહારના આશ્રયથી આત્મહિતરૂપ ધર્મ થશે એમ માને મનાવે તે વક્રતા છે, પોતે પોતાને
ઠગે છે. ભેદજ્ઞાનદ્વારા ધ્રુવ જ્ઞાતા–સ્વભાવના આશ્રયે જ ધર્મ થાય છે. ભૂમિકાનુસાર નિમિત્ત, રાગ
વગેરે હોય છે છતાં પરાશ્રયથી કોઈ પ્રકારે ધર્મ નથી– એમ માનવું – જાણવું અને સ્વસન્મુખતામાં
વર્તવું તે આર્યતા–સરલતારૂપ ઉત્તમ ધર્મ છે. આમ વિવેકજ્ઞાન વિના બાહ્ય સરલતા પુણ્ય બંધનું કારણ
છે. મોક્ષમાર્ગમાં કહેલ આર્જવધર્મ સ્વાવલંબી વીતરાગ ભાવ છે અને મન–વચન–કાયાના આલંબન
સંબંધી સરળતાનો ભાવ તે શુભ રાગ છે. રાગની, પુણ્યની રુચિ છોડી, સ્વાશ્રયદ્રષ્ટિ અને અંદરમાં
એકાગ્રતા દ્વારા પોતાનો્ર શુદ્ધ ચૈતન્યના આશ્રયમાં સાવધાન રહેતાં વક્રતાનો ભાવ ઉત્પન્ન ન થવો તે
ઉત્તમ ન થવો તે ઉત્તમ આર્જવધર્મ છે.
આત્માર્થિ મુમુક્ષુ લૌકિક જીવન વ્યવહારમાં પણ મન, વચન, કાયામાં સરલતા રાખે અર્થાત્
મનમાં કાંઈ અને વચનમાં બીજું એમ ન કરે; બીજાને ભૂલવણીમાં નાખવા–ઠગવા અર્થે વિચાર અને
ચેષ્ટા કરે છે તે માને છે કે હું બીજાને ઠગું છું, ખરેખર તે પોતાને જ ઠગે છે, ધર્મી અને ધર્મ જીજ્ઞાસુજીવ
પોતાના દોષને જાણે, કપટ ન કરે, પોતાનો દોષ છૂપાવે નહિ પણ જેવો હોય તેવો બાળકની માફક
ગુરુની પાસે કહે. લોકોમાં સરલતા રાખવી, કપટ ન કરવું, સત્ય બોલવું એવી ઘણી વાત આવે તે શુભ
ભાવનું આચરણ છે– તેનો નિષેધ નથી તેમ જ તે ઉત્તમ આર્જવ નામે ધર્મ નથી.
પ્રશ્ન– શુભભાવ અને બાહ્ય વ્યવહાર કરવો પડે ને?
ઉત્તર– એ જાતના રાગની ભૂમિકાવાળાને તેના કાળે એવો રાગ આવ્યા વિના રહે નહીં.
શરીર આદિ જડના કાર્ય આત્મા કોઈ દ્રષ્ટિથી કરી શકતો નથી, પણ માને છેકે હું તેનો કર્ત્તા છું;
હું છું તો તેમાં વ્યવસ્થિત કાર્ય થાય છે એ માન્યતા મિથ્યાત્વ છે. સહુની અવસ્થા દરેક ક્ષણે પલટાયા
કરે છે. દરેકનાં કાર્ય તેની યોગ્યતા અનુસાર તેનાથી થાય છે, છતાં માને

PDF/HTML Page 12 of 25
single page version

background image
ફાગણ: ૨૪૮૯ : :
છે કે હું કરું તો થાય છે એ માન્યતા બે દ્રવ્યનેત્ર એક માનનાર, પરાધિન માનનાર મિથ્યાદ્રષ્ટિની છે.
પ્રશ્ન:– મકાન એની મેળે બને છે?
ઉત્તર:– જગતના નિશ્ચિત ક્રમાનુસા, પુદ્ગળ પરાવર્તનના નિયમાનુસાર પુદ્ગળો સ્વયં પલટીને
તેને કાળે મકાન આદિ રૂપે થાય છે તેનો કોઈ કર્ત્તા હર્તા કે સ્વામી નથી; લોક વ્યવહારમાં નિમિત્તનું
જ્ઞાન કરાવવા બીજાને કર્ત્તા કહેવાય છે, પણ પરના કાર્ય કોઈને આધિન નથી.
આત્માનું કાર્ય પોતાના આત્મામાં જ છે; શરીરની ક્રિયા તથા જગતના દરેક પદાર્થના કાર્ય તે તે
દ્રવ્યથી થઈ રહ્યાં છે.
પ્રશ્ન:– જડમાં જ્ઞાન નથી તેમાં કામ (કાર્ય) કરવાની શક્તિ હોય?
ઉત્તર:– હા, તે પણ અનાદિ અનંત પોતાની સર્વ શક્તિથી પરિપૂર્ણ છે, જડેશ્વર છે, એકલો જ
પરમાણુ સ્વયં ઉત્કૃષ્ટ ગતિ કરીને ૧૪ રાજુ (અસંખ્ય યોજન) ગમન એક સમયમાં કરી શકે છે, તેમાં
કોઈ ચલાવનાર નથી. ઈશ્વરની ઈચ્છા વિના પાંદડુ ન ચાલે એટલે શું કે જડ પરમાણુઓમાં ક્રિયાવતી
નામની શક્તિ છે તેના વિના તે ક્ષેત્રાન્તર ન કરે પણ તે તેની શક્તિ સહિત છે. પાંદડું પવનથી ચાલ્યુ
તો પવનને કોણ ચલાવે છે? એમ પરના કારણે કાર્ય માનતા અનવસ્થા નામે મોટો દોષ આવે છે.
સંયોગમાં એકતા બુદ્ધિવાળા, પરથી કાર્ય માનનારા પરમાં અનુકૂળ– પ્રતિકૂળ અને ઈષ્ટ અનિષ્ટ
માની દુઃખી થાય છે. “હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે:” વસ્તુમાં
પરિણમન શક્તિ છે, તેથી જ તેની અવસ્થા થયા કરે છે. તે જ તેની વ્યવસ્થા છે, તેમાં અન્ય કર્ત્તાની
જરૂર નથી. જગતના દરેક પદાર્થ અનાદિઅનંત છે, તેમાં દરેક સમયે નવી નવી અવસ્થાની ઉત્પત્તિ,
જુની દશાનો વ્યય અને મૂળ વસ્તુપણે તે ધ્રુવ (કાયમ) રહે છે. એમ સ્વ–પરસત્તાનો નિશ્ચય કરી.
પરમા કર્ત્તા, ભોક્તા અને સ્વામીત્ત્વની શ્રદ્ધા છોડી, રાગમાં કર્ત્તા બુદ્ધિ છોડી, પરાશ્રયથી લાભ
માનવાની શ્રદ્ધા છોડી સ્વાવલંબી જ્ઞાયકમાત્ર સ્વરૂપની નિર્વિકલ્પ શ્રદ્ધા કરે તો સુખની શરૂઆત થાય;
અને એમ કર્યા વિના અંશમાત્ર પણ આત્મહિત થતું નથી. સ્વતંત્રતાની વાત લોકોએ સાંભળી નથી.
ઉત્તમ શૌચ ધર્મ
આજ દસલક્ષણી પર્વના ચોથા ઉત્તમ શૌચ (સંતોષ) ધર્મ છે. પૂર્ણ જ્ઞાનાનંદ પવિત્ર સ્વભાવના
લક્ષે જ્ઞાતાપણે સંતોષમાં રહેવું તેમાં જેટલો વીતરાગભાવ છે તેને ઉત્તમ શૌચ ધર્મ કહેવાય છે. મુનિની
મુખ્યતાથી કથન છે. ચારિત્ર ધર્મ મોહક્ષોભ રહિત, રાગદ્વેષ અજ્ઞાન રહિત આત્મ પરિણામ છે. હું
વીતરાગી આનંદ ઘન સ્વભાવી છું તેના આશ્રયે રાગદ્વેષ વિષમતા રહિત પરિણામ તે ધર્મ છે. વર્તમાન
ચારિત્રમાં નબળાઈ જેટલો દોષ થાય છે તે ધ્રુવ સ્વભાવમાં નથી– એમ રાગાદિનું અકારણ એવો પૂર્ણ
જ્ઞાનઘન સ્વભાવમાં દ્રષ્ટિજ્ઞાન અને લીનતા કરનારને અતીન્દ્રિય આનંદમાં તૃપ્તિરૂપ સહજ સંતોષ નામે
ધર્મ હોય છે.
सम संतोष जलेन च यः धोवति तृष्णा लोभ मल पुज्जा।
भोजनशुद्धि विहीनः तस्य शुचित्व भवेत् विमलं।।३९७।।
અર્થ: સમભાવ–રાગદ્વેષ મોહ રહિત સંતોષ પરિણામ. નિત્ય જ્ઞાનાનંદ સ્વભાવમાં એકાગ્રતા–
સ્વસંવેદનદ્વારા અપવિત્રતાનો વ્યય, પવિત્રતાની ઉત્પત્તિ તે સંતોષ છે. એવા સહજાનંદમય સંતુષ્ટ
ભાવરૂપી જળથી, તૃષ્ણા અને લોભરૂપી મળ સમૂહને ધોવે છે, ભોજનની શુદ્ધિ રહિત વૃત્તિ અર્થાત્
અતિ ચાહનાથી રહિત છે તે મુનિનું ચિત્ત નિર્મળ છે.
ભાવાર્થ: કોઈ સંયોગ વિયોગમાં ઈષ્ટ અનિષ્ટ ભાવ ન થવો, અર્થાત્ પોતાના પરમાનંદમય
જ્ઞાન સ્વભાવમાં જ સ્વાશ્રય વડે સુખ માનવું અને તેમાં લીનતા અર્થાત્

PDF/HTML Page 13 of 25
single page version

background image
: ૧૦ : આત્મધર્મ: ૨૩૩
સમતાની મોજદ્વારા ભાવિ વિષયોની ચાહનારૂપ તૃષ્ણા તથા વર્તમાન સામગ્રીમાં લિપ્તતારૂપ લોભ
એના ત્યાગમાં સ્વયં ખેદરૂપી મળને ધોવાથી પવિત્ર ભાવ અને પ્રસન્નતા જ થાય છે. મુનિને અન્ય
ત્યાગ તો હોય જ છે; વસ્ત્રાદિ હોતા જ નથી, પણ આહારમાં તીવ્ર લોભ થવા દે નહીં.
લાભ, અલાભ, સરસ, નિરસમાં સમભાવ રાખે, જ્ઞાનાનંદ સ્વરૂપમાં સાવધાની રાખે તેથી
તેઓને ઉત્તમ શૌચ ધમૃ હોય છે. તે ભૂમિકામાં શુભ રાગ રહ્યો તે વ્યવહાર ધર્મ છે. મિથ્યાદ્રષ્ટિના
શુભરાગમાં વ્યવહાર ધર્મનો ઉપચાર લાગુ પડતો નથી.
વળી સ્વસંબંધી અથવા પરસંબંધી જીવન લોભ, આરોગ્ય રાખવાનો લોભ, ઈન્દ્રિયો પુષ્ટ
રાખવાને લોભ તથા ઉપભોગનો લોભ એમ લોભ કષાયની ચાર પ્રકારે પ્રવૃત્તિ હોય છે. જ્યા નિર્મળ
જ્ઞાતા સ્વભાવની શ્રદ્ધા જ્ઞાન શાન્તિ દ્વારા એ બધોય લોભ ન હોય તે ઉત્તમ શૌચ ધર્મ છે.
અંતરંગમાં પ્રગટ બેહદ જ્ઞાનાનંદસ્વભાવ સમુદ્રમાં પ્રવેશ કરી ચારે પ્રકારનો લોભ ન ઉપજે ને
તેના સ્થાનમાં નિરાકૂળ આનંદ ઊછળે તે સંતોષધર્મ છે. લોભાદિ કષાયને ટાળવા પડતા નથી. જે
સમયે રાગ આવ્યો તેને કેમ ટાળે? બીજે સમય ગયો... તેને કેમ ટાળવો અને હજી નથી આવ્યો તેને
ટાળે શું? પણ ત્રિકાળી જ્ઞાનાનંદ સ્વભાવ જેમાં કષાયનો પ્રવેશ નથી એવા નિર્મળ સ્વભાવમાં દ્રષ્ટિ–
જ્ઞાન અને એકાગ્રતા થતાં સંતોષ વર્તે તેનું નામ ઉત્તમ શૌચ ધર્મ છે.
પ્રશ્નોત્તર
૧–પ્રશ્ન– તમે કઈ અપેક્ષાએ એક, અસંખ્ય, અનંત, સાદિસાંત, અને અનાદિ અનંત છો?
૧–ઉત્તર– (૧) દ્રવ્યપણે હું જીવ દ્રવ્ય એક છું, (ર) ક્ષેત્રથી હું નિત્ય અસંખ્ય પ્ર્રદેશી, (૩)
ગુણથી અનંત, (૪) પ્રત્યેક સમયે થતી ઉત્પાદ વ્યયરૂપ પર્યાય અપેક્ષાએ સાદિસાંત, અને (પ)
કાળથી હું અનાદિ અનંત છું.
ર–પ્રશ્ન–તમારામાં કાળ અપેક્ષાએ એક સમય પૂરતું હોય તેવું અનંત અનંત પણું હોય શક્ે?
ર–ઉત્તર–હા. વર્તમાન વ્યક્ત પર્યાય એક સમયે એક હોય છે, (એક એક ગુણની એક પર્યાય
દરેક અસહાય) તેમાં પણ સૂક્ષ્મભાવ અપેક્ષાએ અવિભાવ પ્રતિચ્છેદ અનંત હોય છે, જેમકે જ્ઞાન ગુણની
પ્રગટ પર્યાય.
૩–પ્રશ્ન–તમારામાં રહેલા ગુણોને બની શકે તેમ બે વિભાગમાં વહેંચી આપો.
૩–ઉત્તર–સામાન્ય–વિશેષ, અનુજીવી–પ્રતિજીવી, ક્રિયાવર્તી શક્તિ નામે એક ગુણ અને ભાવવતી
શક્તિપણે અનંત ગુણ. અનંત ગુણમાંથી કેટલાક ગુણ પર્યાય અપેક્ષાએ, પણ ત્રિકાળ શુદ્ધ અને કેટલાક
સંસાર દશામાં અશુદ્ધ, વ્યંજન પર્યાયવાળો એક ગુણ અને અર્થ પર્યાયવાળા અનંત ગુણ.
(પ્રદેશત્વગુણની પર્યાયને વ્યંજન પર્યાય કહેવામાં આવે છે અને તે સિવાયના સર્વ ગુણોની પર્યાયને
અર્થ પર્યાય કહેવામાં આવે છે)
૪–પ્રશ્ન પર્યાય કોને કહે છે?
૪–ઉત્તર–દ્રવ્યના અંશને – ભેદને પર્યાય કહે છે તેના બે પ્રકાર (૧) સહપ્રવૃત્ત પર્યાય (જે
ત્રિકાળી શક્તિરૂપ ગુણો છે) (૨) ક્રમપ્રવૃત પર્યાય જે ગુણની ક્રિયારૂપ વર્તમાન એક સમયની
પરિણામ, અવસ્થા છે, જુઓ સમયસાર ગા. ર૯૪ તથા ગાથા–ર ની સં. ટીકા.
ક્રમપ્રવૃત પર્યાયને કિ્્રયા પરિણામ, હાલત, કર્મ, અવસ્થા, પરિવર્તન અને વિવર્તન પણ કહેવામાં
આવે છે. ગુણના સક્રિય અંશને ગુણના વિશેષરૂપ કાર્યને પર્યાય કહેવામાં આવે છે. તે ક્રમપ્રવૃત–ક્રમવર્તી
પર્યાય જાણવી.
એક દ્રવ્યની કે ગુણની પર્યાય તેમાં જ થાય છે, તેની પોતાની શક્તિથીી જ થાય છે, પરથી થતી
નથી એવું અનેકાન્ત સ્વરૂપ સમજવું.

PDF/HTML Page 14 of 25
single page version

background image
ફાગણ: ૨૪૮૯ : ૧૧ :
(પંચાસ્તિકાય ગા. ૧૭ર ઉપર પૂ. ગુરુદેવના રાજકોટમાં પ્રવચન, તા. ૪–પ–૬ર)
જ્ઞાની–અજ્ઞાની દ્રષ્ટિ તથા
પ્રયોજનમાં મહાન અંતર હોય છે.
આ પંચાસ્તિકાય શાસ્ત્રમાં વિશ્વમાં છ દ્રવ્યોનું યથાર્થ નિરૂપણ કર્યું છે. શ્રી વીતરાગ સર્વજ્ઞ
ભગવાને તેમની અચિંત્ય નિર્મળ જ્ઞાનશક્તિ વડે છ જાતિના દ્રવ્યો જાણ્યા જોયા અને ઉપદેશ્યા છે.
આ જ દ્રવ્યોમાંથી જીવ નામનો એક પદાર્થ (દ્રવ્ય) છે. આ જીવ પદાર્થ કેવો છે તે
આચાર્યશ્રીએ સમજાવેલ છે આત્મા (જીવ) અનાદિ અનંત છે તેમ જ તેની અંદર જ્ઞાનાદિ અનંત
શક્તિઓ છે, તે પણ સત્તાત્મક છે, અનાદિ અનંત છે. આ બધી શક્તિઓ આત્માને આધારે રહી
છે. પર દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવોના આધારે કોઈ શક્તિ નથી રહી તેમ સાકરના ગણપણનો આધાર
સાકર છે, ડબો નથી તેમ આત્માના શ્રદ્ધા–જ્ઞાનાદિ ગુણોનો આધાર આત્મા છે. શરીર શુભાશુભ
રાગ, વિકલ્પ કે નિમિત્તના આધારે કોઈ ગુણો ટક્યા નથી. આમ જ્ઞાનાદિ અનંત ગુણોનો ધારક
એવો આ આત્મા વિકલ્પ અર્થાત્ રાગ વડે સમજાતો નથી. દ્રવ્ય ઈન્દ્રિયો કે બુદ્ધિના ઉઘાડથી વેદાય
કે જણાય એવો આત્મા નથી.
જેમ કોઈ એક ઝવેરી પાણીદાર સાચું મોતી જોઈને ખુશ થાય છે અને કહે છે કે કેવું
પાણીદાર મોતી! જાણે મોજાં ઊછળે છે! બાજુમાં બેઠેલા ખેડુતને ઝવેરી કહે છે “મને તૃષા લાગી
છે, પાણી આપો.” આમ સાંભળી ખેડુત કહે છે કે આપની પાસે મોતીમાં પાણી છે તો મારી પાસે
કેમ માગો છો? ઝવેરી હજુ પોતાના આનંદમાં જ છે. તે કહે છે કે “ભાઈ, આ મોતીમાં તો દરિયો
ઊછળે છે હોં.” ખેડુત કહે છે “મારી આ પછેડી ભીંજવી આપો તો માનું કે મોતીમાં પાણી છે”
આમ મોતીની પરખ કરનાર ઝવેરીને મોતીમાં પાણીનાં તરંગો દેખાય છે. ત્યારે મોતીની કિંમત
જેની દ્રષ્ટિમાં નથી તે ખેડુતને મોતીમાં પાણી દેખાતું નથી. તેમ આત્મામાં જ્ઞાન દર્શનાદિ અનંત
ગુણો પડ્યા છે પરંતુ તેને ન જાણનાર, ન શ્રદ્ધનારને વર્તમાન અલ્પજ્ઞતા અને અંશ ઉપર અથવા
રાગની ક્રિયા ઉપર દ્રષ્ટિ હોવાથી, પૂર્ણ જ્ઞાન આનંદ સ્વભાવી કોણ તેની કિંમત નથી તેથી
આત્માને રાગી, દ્વેષી, મોહી જ જાણે છે, કારણ કે તેને તેવો અશુદ્ધ આત્મા જ અનુભવમાં આવે
છે. પરંતુ ભેદજ્ઞાની જીવ છે તેને શુદ્ધ આત્મા અનુભવમાં આવે છે. રાગ, દ્વેષા, મોહ, ગુણાગુણીભેદ
આદિ સર્વ વિકલ્પથી

PDF/HTML Page 15 of 25
single page version

background image
: ૧૨ : આત્મધર્મ: ૨૩૩
પાર જ્ઞાનાનંદનો દરિયો આત્મા છે એમ ચૈતન્ય ઝવેરીઓ જાણે છે, દેખે છે અને સ્વસંવેદન જ્ઞાનથી
અનુભવે છે, તેમ જ મોતીની કિંમત ન સમજનાર ખેડુતની જેમ અજ્ઞાની જીવ અતીન્દ્રિય સહજ
જ્ઞાનમય આત્માનું માપ કાઢી શકતો નથી. તે શરીરની ક્રિયા અને રાગના વિકલ્પોવડે આત્માને
સમજવા વૃથા પ્રયાસ કરે છે. વર્તમાન દશામાં અલ્પજ્ઞાન અને રાગદ્વેષ હોવા છતાં જ્ઞાની તેને ઉપાદેય
નથી સમજતા. તે લાગણી–વૃત્તતિઓને એક સમય પૂરતી ક્ષણિક વિભાવ અંસ સમજે છે. દયા, દાન,
વિનય આદિ શુભ અથવા અશુભ વૃત્તિ આવે પણ તેનો સ્વામી થતો નથી. પરંતુ વૃત્તિઓથી પાર હું
અસંગ જ્ઞાનપણે છું એવા ભાન સહિત છે તેથી અવસ્થા રાગ સહિત હોવા છતાં, શુદ્ધનયદ્વારા અવ્યક્ત
અતીન્દ્રિય પૂર્ણ સ્વરૂપનો વિચાર કરી શકે છે, અને અંશે સ્વસંવેદન આનંદનો અનુભવ કરે છે.
વર્તમાન દશામાં જ્ઞાનનો ઉઘાડ અલ્પ હોવા છતાં અંદર અપ્રગટપણે બેહદ જ્ઞાન ચડ્યું છે– એમ
વિચારીને, પૂર્ણ જ્ઞાનસ્વભાવ સમજણમાં લાવી શકાય છે; જેમકે વિશ્વમાં આકાશ ક્ષેત્રનો વિસ્તાર
કેટલો અનંત છે! તેનો વિચાર કરતાં માલૂમ પડે છે કે આકાશનું અનાદિ અનંતપણું સર્વ ક્ષેત્રે છે. તેની
કોઈ મર્યાદા કે તેનો અંત બતાવી શકાતાં નથી, છતાં અલ્પજ્ઞાનીના જ્ઞાનમાં અમર્યાદિત અનંત ક્ષેત્રને
દશે દિશામાં અનંતપણે જાણવાની તાકાત અત્યારે પણ છે. આમ રાગવાળું અલ્પજ્ઞાન પ અનંત
આકાશ ક્ષેત્રને ખ્યાલમાં લઈ શકે છે. જો આત્મા, તેના પ્રગટ જ્ઞાનનો અંશ આટલા બધાને ખ્યાલમાં લે
અને યાદ રાખે એટલી તાકાત પ્રગટપણે બતાવે છે, તો તેના અંતરંગમાં અપ્રગટ જ્ઞાનાનંદ સ્વભાવની
બેહદ તાકાત છે– એમ એક ક્ષણમાં પોતાના બેહદ સર્વજ્ઞ સ્વભાવને જાણી, હું એવો જ્ઞાન સ્વભાવી
આત્મા છું– એમ નિઃસંદેહ નિર્ધાર (નિર્ણય) કરી શકે છે.
વર્તમાન અવસ્થામાં રાગાદિ હોવા છતાં, તેનો કર્ત્તા કે ભોક્તા ન થતાં, તેનો જ્ઞાતા દ્રષ્ટા
(સાક્ષી) છું એમાં દ્રષ્ટિ દેતા અંતરમાં શાશ્વત એકરૂપ પુર્ણ જ્ઞાન–સ્વભાવી છું– એમ તેમાં એકાકાર દ્રષ્ટિ
દેતાં અને એકાગ્રતા થવાથી નિર્મળ શ્રદ્ધા – જ્ઞાન અને અંશે શાન્તિ પ્રગટ થાય તેજ વાસ્તવિક ધર્મ છે,
તેમાં ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે, તે જ શરૂઆતથી સ્વાશ્રયરૂપ નિશ્ચય ધર્મ છે સ્વસન્મુખતાના પુરુષાર્થમાં
૪–પ–૬ ગુણસ્થાન સ્થિત જીવને પોતાની ભૂમિકાનુસાર શુભ રાગ આવ્યા વગર રહેતો નથી. તે શુભ
રાગને ઉપચાર વ્યવહાર ધર્મ અથવા સ્થૂલ ધર્મ કહેવામાં આવે છે; તે શુભ રાગ (વ્યવહાર રત્નત્રય)
ધર્મ નથી, પરંતુ જ્યાં અમુક અંશે વીતરાગતારૂ નિશ્ચયધર્મ છે ત્યાં બહારમાં આવો શુભરાગ હોય એમ
નિમિત્ત બતાવવા માટે શુભરાગને અસદ્ભૂત વ્યવહારનય દ્વારા ધર્મ અથવા સાધન કહેવામાં આવે છે.
દેવ, ગુરુ શાસ્ત્રની ભક્તિ, દયા, દાના મહાવ્રત વગેરેનો શુભરાગ ભૂમિકાનુસાર આવ્યા વગર રહેતો
નથી; તેથી આવા શુભ રાગનો નિમિત્ત તરીકે નિષેધ નથી, પરંતુ તેને મોક્ષમાર્ગ માનવાનો નિષેધ છે.
જ્ઞાનીને મુખ્યપણે શુદ્ધ સ્વભાવનું વેદન ગૌણ છે. ધર્મી–જ્ઞાની જીવ અશુભથી બચવા શુભનું અવલંબન લે
છે પરંતુ તેને હિતકર, મદદગારપણે માનતો નથી; અથવા શુભરાગથી ધર્મ થશે એમ પણ માનતો નથી;
તે પુણ્યબંધનું જ કારણ છે એમ સ્પષ્ટ અભિપ્રાય તેને હોય છે.
અત્યારે શરીર અને રાગાદિ હોવા છતાં, આત્મા તો જ્ઞાનાનંદ સ્વરૂપે છે, રાગરૂપે કે શરીરરૂપે
થઈ જતો નથી. જેમ ગોળનો રવો ગળપણથી ભરેલો છે, તેમાં તીરાડ ડે તો મીઠો રસ ઝરે છે, તેમ
આત્મા નિત્ય જ્ઞાનાનંદનો પિંડ છે, તેમાં એકમેકપણાની પ્રતીતિ–શ્રદ્ધા–જ્ઞાન અને એકાગ્રતા થતાં
અતીન્દ્રિય ઝરે છે. સાધકદશા પ્રગટ થઈ તે જ પણે પૂર્ણ વીતરાગતા પ્રગટ થતી નથી, પણ વચ્ચે ૪–પ–
૬ ગુણસ્થાને સ્થિત જીવને વચ્ચે આવી પડતી શુભરાગની વૃત્તિનું ઉત્થાન હોય છે (વ્રત, તપ વગેરે)
તેને વ્યવહાર રત્ન–વ્યવહાર ધર્મ કહેવામાં આવે છે.
પરંતુ જેને નિશ્ચય સમ્યગ્દર્શન નથી, શુદ્ધાત્મા સન્મુખ થઈ અતીન્દ્રિય આનંદ રસ ચાખ્યો નથી,

PDF/HTML Page 16 of 25
single page version

background image
ફાગણ: ૨૪૮૯ : ૧૩ :
રાગથી નિમિત્તથી નિરપેક્ષ નિર્વિકલ્ તત્ત્વનું જ્ઞાન, આશ્રય અને અનુભવ નથી, તેઓ તેમના માનેલા
વ્રત, તપાદિનું આચરણ કરે છે, શુભરાગમાં શુદ્ધિનો અંશ–સંવર–નિર્જરા માને છે અને એ રીતે વ્યવહાર
કરતાં કરતાં અનુક્રમે મોક્ષ મળશે એવી મિથ્યાબુદ્ધિવડે ભ્રાન્તિને જ સેવે છે તેઓ મિથ્યાદ્રષ્ટિ છે.
અમે સર્વજ્ઞ વીતરાગને માનીએ છીએ, તેઓ જ ૧૮ દોષ રહિત સંપૂર્ણ નિર્દોષ પરમાત્મપદને
પ્રાપ્ત છે, બીજાને પરમાત્મા માનતા નથી, પણ એવા પરમાત્માની ભક્તિ પણ રાગ વિના હોતી નથી.
જ્ઞાનીને પણ એવો રાગ આવે છે, એ ભક્તિનો રાગ શુભવૃત્તિ છે; તેનાથી કલ્યાણ માનનારા
મિથ્યાદ્રષ્ટિ છે. જ્ઞાની વિનયભાવથી બોલે કે અહો, ધન્ય પ્રભુ! આપની ભક્તિ અને મુક્તિનું કારણ
બનો, તેનો અર્થ એમ છે કે ખરેખર એમ નથી; ભગવાન અને તેમના પ્રત્યેનો રાગ તે મુક્તિનું ખરુ
કારણ નથી જ. પણ અશુભથી બચવા આ જાતનો રાગ નિમિત્તરૂપે હોય છે. ચારિત્રમાં અસ્થિરતાને
કારણે, જ્ઞાનીને પણ ભૂમિકાનુસાર વ્રત, તપ, ભક્તિ આદિનો રાગ આવે છે પણ તેને પુણ્ય–બંધનું
કારણ જાણે છે, નિશ્ચયથી ઉપાદેય માનતા નથી. સ્વરૂપમાં ઠરી, તેનાથી નિવર્તવા જ માગે છે. સાધક
વિનયથી કહે છે કે હે ભગવાન! તમે નિજ શુદ્ધાત્મશક્તિમાં એકાગ્ર થઈ મોક્ષ પામ્યા છો તે જ રીતે હું
પણ સ્વસન્મુખ થઈ મોક્ષદશા પ્રગટ કરીશ. મોક્ષના સાધનમાં આદિ મધ્ય અંતમાં એ એક જ ખરું
કારણ છે.
જ્યાં નિશ્ચયથી અભિન્ન સાધ્ય સાધન હોય ત્યાં ભિન્ન સાધ્ય સાધનનો વ્યવહાર લાગુ પડે છે.
ભિન્ન સાધન એટલે નિમિત્ત, પરરૂપ સંયોગ, પરાશ્રયરૂપભેદ. કેસર વિનાનો ખાલી ડબો હોય તે
“કેસરનો ડબો” એમ નામ પામતો નથી, તેમ નિશ્ચયના અનુભવ વિના નિર્વિકલ્પ શુદ્ધદશા અંશે પણ
પ્રગટ કર્યા વિના, એકલા શુભરાગને વ્યવહારે પણ વ્યવહાર રત્નત્રય–વ્યવહાર, સાધન, નિમિત્ત એવું
નામ પણ મળતું નથી.
પરમાર્થે સાધ્ય–સાધન અભિન્ન જ હોય છે, ભિન્ન હોતા જ નથી. શુભરાગરૂપ વ્યવહાર સાધન
અને શુદ્ધતા (આત્માની) સાધ્ય એમ ક્્યારેક કથન આવે તો તે સત્યાર્થ નિરૂપણ નથી, રાગથી
નિરાગી ન થવાય, ઝેર ખાવાથી અમૃતના ઓડકાર ન આવે, પરંતુ અસદ્ભૂત વ્યવહારનય દ્વારા તેનું
નિમિત્તપણું બતાવવા ઉપચાર માત્રનું નિરૂપણ કર્યું છે એમ સમજવું જોઈએ, પણ કેવળ (એકાન્ત)
વ્યવહારલંબી જીવો આ વાતને ઊંડાણથી માનતા નથી, પણ ‘ખરેખર અમને શુભભાવરૂપ સાધનથી જ
શુદ્ધભાવરૂપ સાધ્ય પ્રાપ્ત થશે’ એવી શ્રદ્ધા ઊંડાણમાં સેવતા થકા નિરન્તર ખેદ પામે છે.
વ્યવહારના કથનને નિશ્ચયના અર્થમાં ખરેખર માનનારને પુરુષાર્થ સિદ્ધઉપાય નામે
શ્રાવકાચારમાં શ્રી અમૃતચંદ્રાચાર્યે કહ્યું છે કે તેવા જીવ ઉપદેશને લાયક નથી. જેમ જે પુરુષ બિલાડીને
જ સિંહ સમજી બેસે તે તો ઉપદેશને જ લાયક નથી, તેમ જે પુરુષ ઉપચરિત વ્યવહાર નિરૂપણને જ
સત્યાર્થ નિરૂપણ માની, વસ્તુસ્વરૂપને મોક્ષમાર્ગને ખોટી રીતે સમજી બેસે તે તો ઉપદેશ જ યોગ્ય નથી.
સર્વજ્ઞ ભગવાને કહેલા જીવાદિ છ દ્રવ્યોનું ચિંતવન કરવામાં તેમજ પુષ્કળ દ્રવ્યશ્રુત વાંચવા
સાંભળવાથી મનમાં અનેક પ્રકારની કલ્પનાની જાળ ઊઠે છે અને તેનાથી ચૈતન્ય વૃત્તિ ચિત્ર વિચિત્ર
તરંગરૂપે ડામાડોળ થાય છે, ઉપરાંત ક્્યારેક છ દ્રવ્ય, નવ તત્ત્વનું ચિંત્ત્વન કરે, ક્્યારેક પંચપરમેષ્ઠીના
સ્વરૂપનો વિચાર કરે, ક્્યારેક ભગવાનના નામનો જાણ કર્યા કરે છે અને આને જ ધર્મનું સાચું સાધન
માની, કદી રોમાંચિત થઈ આત્મા સાક્ષાત્કાર થયો માને છે. પરંતુ પોતાના વીતરાગી શુદ્ધ સ્વભાવને
આશ્રયે નિર્મળ દશા પ્રગટે છે એમ માનતો નથી, તો તે કલ્પનામાં સંતોષ માનતો હોવાથી રાગનો જ
આદર કરે છે અને વીતરાગનો અનાદર કરે છે આમ આચાર્યદેવે આવા જીવોને મિથ્યાદ્રષ્ટિ કહ્યાં છે.
શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે કે–
“યમ નિયમ સંયમ આપ કિયો,
પુનિ ત્યાગ વિરાગ અથાગ લયો,

PDF/HTML Page 17 of 25
single page version

background image
: ૧૪ : આત્મધર્મ: ૨૩૩
જપ ભેદ જપે તપ ત્યોંહી તપે,
ઉરસેંહી ઉદાસી લહિ સબપૈ,
સબશાસ્ત્રનમેં નયધારિ હિયે,
મનમંડન ખંડન ભેદ લીયે,
વહ સાધન વાર અનંત કિયો,
તદપિ કછુ હાથ હજુ ન પર્યો,
અબ કયોં ન વિચારત હૈ મનસેં,
કછુ ઔર રહા ઉન સાધનસેં.”
રાગની રુચિવાળાને અજ્ઞાન પોષક ઉપદેશની વાત પસંદ આવે છે. તેથી રાગ અને પુણ્યમાં ધર્મ
માની બેઠા છે. અજ્ઞાની ધર્મ કથા કહે છે તો પણ તેની કથાને સમ્યગ્દર્શનનો નાશકરનારી
“દંસણભેદીની” કથા કહી છે. અજ્ઞાની શાસ્ત્રના શબ્દો ધારણ કરી રાખે, અનેક પ્રકારે તેના વિકલ્પમાં
વર્તે પણ રાગ અને નિમિત્તની અપેક્ષા વિનાનો હું નિત્ય ચૈતન્ય ઘન છું એવો નિર્ણય કરી ચૈતન્યમાં
ઢળતો નથી. અશુભ રાગને ખરાબ, શુભ રાગને ભલો માની, રાગમાં જ લાભ માની બેઠો છે તેથી તેને
અપૂર્વ સત્ય શું તે સમજાતું નથી.
પ્રશ્ન– શાસ્ત્ર વાંચવાથી પોતાની મેળે સમજાતું નથી તો શાસ્ત્ર વાંચવા નહીં ને?
ઉત્તર– ભાઈ, ધર્મી જીવ પણ અંદરમાં એકાગ્રતા ન રહી શકે ત્યારે શાસ્ત્ર વાંચે છે, બીજા શુભ
અશુભ રાગમાં પણ જોડાય છે છતાં કોઈપણ રાગ કરવા જેવો માનતા નથી, હિતકર માનતા નથી.
તારી દશામાં પૂર્ણતાના લક્ષે અતીન્દ્રિય આનંદસહિત આત્માનો અનુભવ થયો હોય તો પછી
વિશેષ અભ્યાસ દ્વારા અતીન્દ્રિય આનંદનો ઊભરો આવવો જોઈએ. જ્ઞાની જીવને પૂર્ણતાના લક્ષે
અતીન્દ્રિય આત્માનો અનુભવ હોય છે તોપણ વિશેષ અભ્યાસ દ્વારા જ્ઞાનની નિર્મળતા માટે શાસ્ત્ર
વાંચે છે, સાંભળે છે. રાગમાં કે પરાશ્રયમાં ધર્મ ન માને, ધર્મી જીવ સ્વમાં પૂરેપૂરો ઠરી ન શકે ત્યાં
આવા શુભભાવ આવ્યા વિના ન રહે, પણ તેનાથી કલ્યાણ છે એમ કદી ન માને.
અજ્ઞાની વ્યવહારાભાસી છે તે એમ માને છે કે આટલો વ્યવહાર કરીશું તો નિશ્ચય ધર્મને
પામીશું. એમ રાગના આશ્રયથી હિત માને છે, અને મનાવે છે. ત્યારે જ્ઞાનીને શુભરાગ એના કાળે
આવે છે, પણ તે આદરણીય છે, હિતકર છે એમ માને નહીં. કોઈપણ જાતનો રાગ કરવા જેવો માનતા
જ નથી, શુભાશુભ રાગનું સ્વામીત્વ કર્તૃત્વ સેવતા નથી તથા તેમાં ફેરફાર કરું એવી આકુળતા નથી
પણ અંદરમાં શાન્ત વીતરાગી સ્વરૂપમાં ઠરવા અને પૂર્ણ વીતરાગી થવા માગે છે, સ્વસન્મુખ
સાવધાનીને પુરુષાર્થ માને છે. પૂરેપૂરો અંદર નિશ્ચય ચારિત્રપણે થયો નથી ત્યાં રાગ એના ક્રમમાં આવે
છે, પણ તેમાં નિરન્તર હેય બુદ્ધિ છે અને પૂર્ણતા – શુદ્ધતામાં ઉપાદેય બુદ્ધિ હોવાથી, સ્વસન્મુખતાના
બળ અનુસાર રાગનો અંશ આપોઆપ ટળી જાય છે– ઉત્પન્ન થતો નથી.
વ્યવહાર સર્વથા અભૂતાર્થ નથી એટલે કે વ્યવહાર અમુક ભૂમિકામાં આ જાતનો હોય છે.
વ્યવહાર વ્યવહારથી આદરણીય છે એમ બોલાય પણ અંતરમાં એનો જરાય આદર જ્ઞાનીને હોતો નથી,
કેમકે સર્વથા સર્વ રાગનો નિષેધ કરનાર સ્વસન્મુખ જ્ઞાતાભાવ જાગ્યો છે તેથી જ્ઞાનીને ચારિત્રમાં
નબળાઈ જેટલો રાગ હોવા છતાં, તે રાગમાં વર્તતા નથી, રાગના વેદનમાં જ્ઞાની નથી. અલ્પ નબળાઈ
છે તેને હેયપણે જાણે છે, નિત્ય અકષાય સ્વભાવના જોરમાં તેની ગૌણતા છે.
એકાન્ત વ્યવહારભાસીના શાસ્ત્રાભ્યાસ વગેરે ધર્મ સાધન વ્યર્થ છે એમ સાંભળી કોઈ અજ્ઞાની શાસ્ત્ર
શ્રવણ મનન અભ્યાસ અને ધર્મ છોડી દેશે તો પ્રમાદી સ્વચ્છંદી થઈ, પાપ બાંધી, નર્ક નિગોદમાં ચાલ્યો જશે.
જે કોઈ શાસ્ત્રના પઠન પાઠનથી ધારાવાહી વાંચ્યા કરે વ્યાખ્યાન આપે પરંતુ તેનું જ્ઞાન
પરજ્ઞેયોમાં જ રોકાય તો તેને આત્માનું જ્ઞાન કહેવામાં આવતું નથી.
જ્ઞાનીને શાસ્ત્ર વાંચન, ભક્તિ વગેરેનો રાગ આવે પણ તે બધા ભાવોને જ્ઞાની પુણ્ય માને છે,
ત્યારે આ ભાવોને અજ્ઞાની ધર્મ માને છે શુષ્કજ્ઞાની છે તે રાગની રુચિવાળા હોવાથી સ્વચ્છંદમાં પાપમાં
પ્રવર્તે છે. અહીં તેની વાત નથી.

PDF/HTML Page 18 of 25
single page version

background image
ફાગણ: ૨૪૮૯ : ૧પ :
દ્રવ્યલિંગી વ્રત, તપ શાસ્ત્રમાં કહ્યા મુજબના આચરે છે છતાં સમસ્ત યતિ આચારના
સમુદાયરૂપ તપમાં પ્રવર્તનરૂપ કર્મકાંડની ધમાલમાં તેઓ અચલિત રહેતા હોવાથી અનેક પ્રકારના
રાગમાં જ પ્રવર્તે છે.
ત્રણ કષાયના અભાવપૂર્વક ભાવલિંગી સંત છે તેઓ ચારિત્રમાં અંતર્મુખ અતીન્દ્રિય આનંદમાં
ઝુલે છે, તેમને પરમાત્માની જાતનો આનંદ ઊછળે છે. જેમ દરિયામાં હજારો નદીઓનાં પાણી આવે
છતાં ઓટના સમયે દરિયો ઊછળતો નથી, અને જ્યારે પ્રચંડ તાપ સહિત સૂર્ય તપતો હોય છતાં ભરતી
વેળાએ સમુદ્રમાં ઊછળે ત્યારે બહારનો ગમે તેવો પ્રતિકૂળ સંજોગ હોય છતાં તે કિનાર પણ ઊછળે જ
છે. તેમજ ભગવાન આત્મા મધ્યબિંદુમાં – અંતરંગ શુદ્ધ કારણ પરમાત્મા શક્તિમાં સ્વ–સન્મુખ દ્રષ્ટિથી
એકાગ્રથતાં અંતરની બેહદ શક્તિમાંથી બેહદ શાન્તિનો ઊછાળ પર્યાયમાં પ્રગટે છે તેમાં બહારમાં
ઈન્દ્રિયોની શિથિલતા સંયોગોની પ્રતિકૂળતા કદી નડતી નથી.
પરંતુ જે જીવ પોતાના આ મહિમાને જાણતો નથી તે કાંતો શાસ્ત્રોના શબ્દો વિભક્તિ
અલંકારયુક્ત વાણીમાં અટકે છે, કાંતો ધર્મના નામે એકલા વ્યવહારના આડંબરમાં અટક્યા છે કાંતો
ખાવાપીવાની શુદ્ધિ વગેરે કર્મકાંડની ધમાલમાં અટક્યા છે. આ રીતે સ્વતત્ત્વને ભૂલને પરમાં એકાકાર
થાય છે.
રાગ મંદ પડ્યો હોય તો તેટલો વિકાર ઘટે કે કેમ? એમ પ્રશ્ન થાય તેનો જવાબ–અજ્ઞાનદશામાં
રાગ મંદ પડી શકે, પણ સ્વસન્મુખતા વિના રાગ અંશ માત્ર પણ ઘટતો નથી. શુભરાગ હોય તો પુણ્્ય
છે; પણ પરંતુ તેનાથી વીતરાગતારૂપ મોક્ષમાર્ગ અર્થાત્ ધર્મ નથી. શુભરાગમાં સત્યાર્થ ધર્મ માનવામાં
આવે તો મિથ્યાત્વરૂપી મહાપાપ થાય છે કેમકે શુભરાગ આસ્રવ તત્ત્વ છે, બંધનું જ કારણ છે, તેથી
શુભરાગથી અંશ માત્ર વિકાર ટળતો નથી. પરલક્ષે જેટલો ભાવ થાય છે તે રાગ છે અને સ્વાશ્રયનો
ભાવ છે તેમાં રાગ નથી થતો. કષાય મંદ કરે તો પુણ્ય થાય, બાકી રાગની મંદતાથી રાગનો અંશે પણ
અભાવ કોઈ કાળે થાય નહીં.
અરે! જેમને પોતાના અનંત મહિમાવંત આત્મવૈભવનો ખ્્યાલ નથી, અંતર પરિપૂર્ણ
સ્વભાવનો મહિમા અને વિશ્વાસ નથી, તેઓ સંયોગ અને રાગાદિથી લાભ માનીને બાહ્ય વ્રત, તપ,
બ્રહ્મચર્યને પાળે છે અને પોતે ઘણું કર્યું એમ માને છે, પરંતુ તેમાં ખરેખર ધર્મ નથી.
જ્ઞાની તથા અજ્ઞાનીના પ્રયોજનમાં ઘણો જ તફાવત છે. જ્ઞાની પોતાના શુદ્ધોપયોગમાં ન રહી
શકે ત્યારે વ્રતાદિ શુભરાગ આવે છે. તે પુણ્યાસ્ત્રવની ક્રિયાને જ્ઞાની હેય સમજે છે, જરાય આદરણીય
માનતા નથી, તેના કર્ત્તા થતા નથી, પણ જ્ઞાતા રહે છે. શુભરાગને ધર્મ માનતા નથી; ત્યારે અજ્ઞાની
શુભરાગરૂપ વ્યવહારને તથા શરીરની ક્રિયા, વ્રત–તપાદિ શુભરાગના આચરણને ધર્મ માને છે,
શુભરાગને ભલો માને છે, તેનો કર્ત્તા થઈ પ્રવર્તે છે. આમ ભ્રમથી ધર્મ માટે ઉંધી માન્યતા=મિથ્યાત્વને
પોષે છે. પુણ્્યક્રિયાના શુભભાવને નિશ્ચયથી વિષકુંભ કહ્યા છે, કેમકે તે આસ્રવ તત્ત્વ હોવાથી ઝેર છે.
ઝેર છે તો તેને સંવર તત્ત્વરૂપી અમૃત સાથે મેળવી શકાય નહીં.
આત્માને પુણ્ય પાપ કે સંયોગની અપેક્ષા નથી. પોતે જ નિશ્ચયજ્ઞાનમય અનંત શાન્તિનો સાગર
છે. શુભરાગ હોય તોપણ તેનો આશ્રય અને અપેક્ષા મોક્ષમાર્ગમાં નથી. આવા સ્વરૂપને ન સમજનાર
બહારથી ભલે મોટા સંત, સાધુ, પંડિત, વિદ્વાન, આચાર્ય નામ ધરાવતા હોય તોપણ તેઓ મિથ્યાદ્રષ્ટિ
છે. રાગના કારણે વીતરાગતા પ્રગટે એમ માને તેઓ રાગના દાસ છે, મિથ્યાત્વના દાસ છે,
વીતરાગતાના જરાય દાસ નથી.

PDF/HTML Page 19 of 25
single page version

background image
: ૧૬ : આત્મધર્મ: ૨૩૩

મણીઆર મહાસુખલાલ નાનચંદ ઊ. વર્ષ પ૯, સુરેન્દ્રનગર, માહ વદી ૮ ના રોજ સ્વર્ગવાસી
થયા છે. પૂ. ગુરુદેવ પ્રત્યે તેમને અનન્ય ભક્તિભાવ હતો, સોનગઢ પણ સત્ સમાગમ અર્થે આવતા
હતા, બાલ બ્રહ્મચારિણી શ્રી ગુણીબેનના તેઓ પિતા હતા, છેલ્લી વખતે પણ તેમને ધાર્મિક પ્રવચનો
સાંભળવાનો અત્યંત પ્રેમ હતો, પૂ. ગુરુદેવ રાજકોટ પધારે તે વખતે લાભ લેવાની અત્યંત ઊત્કંઠા
હતી, પણ તે ભાવના પાર ન પડી. શરીરે ઘણી બીમાર અવસ્થા હોવા છતાં, તે ઊપર લક્ષ ન કરતાં,
આત્મહિતની ભાવનાને મુખ્ય કરી હતી. તેઓનો આત્મા શીઘ્ર આત્મકલ્યાણ સાધે, એમના કુટુંબીજનો
પ્રત્યે સંવેદના.
શ્રી લલ્લુભાઈ નાગરદાસ કામદાર ઉ. વ. ૮૦ દામનગર, ૨૦૧૯ મહા સુદી પ ના રોજ
સ્વર્ગવાસી થયા છે પૂ. ગુરુદેવ પ્રત્યે તેમને ઘણો ભક્તિભાવ હતો, સોનગઢ પણ સત્ સમાગમ અર્થે
આવતા હતા અને દામનગર મુમુક્ષુ મંડળમાં વાંચનમાં હંમેશા હાજર રહી લાભ લેતા હતા. ધર્મજીજ્ઞાસા
ઘણી હતી. તેમનો આત્મા શીઘ્ર આત્મહિત સાધે, એમના કુટુંબીજનો પ્રત્યે સહાનુભૂતિ.
સોનગઢના વિશેષ સમાચાર–ફાગણ સુદી બીજના દિવસે ભગવાન શ્રી સીમંધરપ્રભુના
જિનમંદિરની ર૩મી વર્ષગાંઠનો મહોત્સવ ઉજવાયો, બહારગામથી ઘણા મહેમાનો આવેલા, ભવ્ય
રથયાત્રામાં શ્રી જિનેન્દ્રભગવાનને વિરાજમાન કરી ભક્તિ, જયનાદ, ધૂન સહિત ગામમાં ફરી, વનમાં
અભિષેક, પૂજા વગેરેનો સુંદર કાર્યક્રમ હતો. અષ્ટાન્હિકા, ફાગણ સુદી ૮ થી ૧પ સુધી નંદીશ્વર દ્વીપ
બાવન જિનાલયસ્થ જિનપ્રતિમાજીના પૂજન મંડલ વિધાનની પૂર્વ તૈયારી ચાલી રહી છે. રાજકોટમાં
પણ એ રીતે તૈયારી ચાલે છે.
લી. બ. ગુલાબચંદ જૈન
આ સાલ સોનગઢ વિસ્તારમાં વરસાદની અછત હોવાથી ગાયો વગેરે પશુ માટે નીરણકેન્દ્ર
ખોલવામાં આવ્યું છે. આશરે ચાર હજારનો ફાળો શ્રી મલુકચંદ છોટાલાલ ઝોબાલીયા હસ્તક થયો છે.
ત્રણ હજાર રૂપીયાનું ઘાસ મંગાવ્યું છે, તેની સુંદર વ્યવસ્થા સોનગઢ મહાજનપંચને સોંપવામાં આવી છે.
પ્રથમ દિવસે જ લોકો, ૧૦૦ ગાયો તો સોંપી ગયા છે. ચારમાસ સુધી નીરણકેન્દ્ર ચાલુ રાખવા માટે
ત્રીસ હજાર રૂપીયાની જરૂર પડશે. મદદ દેવા માટે પત્રવ્યવહાર–કરવો.
શ્રી મલુકચંદ છોટાલાલ જોબાળીયા
સોનગઢ (સૌરાષ્ટ્ર)
*

PDF/HTML Page 20 of 25
single page version

background image
ફાગણ : ૨૪૮૯ : ૧૭ :
થોડા વખતમાં પ્રસિદ્ધ થાય છે –
*મંગલ તીર્થયાત્રા **
પૂ. ગુરુદેવે સમ્મેદશિખરજી વગેરે તીર્થધામોની સંઘસહિત યાત્રા કરી
તેનાં ભાવભીનાં સ્મરણો તેમજ સેંકડો ચિત્રોથી સુશોભિત નવીન પ્રકાશન
ઝડપથી તૈયાર થઈ રહ્યું છે. આ શૈલીનું આ પહેલું જ પ્રકાશન હશે;– જે
વાંચતા જાણે અત્યારે જ આપણે એ તીર્થધામમાં વિચરતાં હોઈએ– એવો
આહ્લાદ જાગે છે, ને સાધકભાવની ઉર્મિઓનું મધુર ઝરણું કેવું હોય તેનો
ખ્યાલ આવે છે. અહીં ‘આત્મધર્મ’ ના જિજ્ઞાસુ પાઠકોને તેનું થોડું
રસાસ્વાદન કરાવ્યું છે.
– બ્ર. હરિલાલ જૈન.
“સમ્મેદશિખર”! જેના દર્શન કરતાં અનંત સિદ્ધભગવંતોનું સ્મરણ
થાય.. ને સિદ્ધપદને સાધનારા તીર્થંકરો અને સન્તોનો સમૂહ સ્મૃતિસમક્ષ
તરવરતો થકો આપણને મોક્ષમાર્ગની પ્રેરણા જગાડે... એવા એ સિદ્ધિધામની
યાત્રા તે મુમુક્ષુ જીવનનો એક આનંદ પ્રસંગ છે.
રત્નત્રયતીર્થ પ્રવર્તક તીર્થંકરો અને તેને સાધનારા સંતો જે ભૂમિમાં
વિચર્યા... ને આ તીર્થંસ્વરૂપ સંતોના પવિત્ર ચરણના પ્રતાપે ચરણના પ્રતાપે જે
ભૂમિનો રજકણે રજકણ પાવન તીર્થ તરીકે પૂજ્ય બન્યો... એવી ભારતની આ
શાશ્વત તીર્થભૂમિની મંગલયાત્રા કરવા માટે ઘણા ભક્તોનાં હૃદય તલસી રહ્યા
હતા... ગુરુદેવના અંતરમાં પણ એ તીર્થધામને ભેટવાની ઉર્મિઓ જાગતી હતી.