Atmadharma magazine - Ank 235
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 53
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૦
સળંગ અંક ૨૩૫
Version History
Version
Number Date Changes
001 Apr 2004 First electronic version.

PDF/HTML Page 2 of 53
single page version

background image
[વર્ષ ૨૦ : અંક ૭]
‘આ... ત્મ... ધ... ર્મ’ ... ના પ્ર... ણે... તા...
વૈશાખ સુદ બીજના રોજ પૂ. ગુરુદેવ ‘આત્મધર્મ’ ના
ખાસ અંકનું અવલોકન કરી રહ્યા છે.
વૈશાખ વીર સં. ૨૪૮૯ તંત્રી જગજીવન બાવચંદ દોશી (૨૩પ)
મગલ જન્મત્સવ અક

PDF/HTML Page 3 of 53
single page version

background image
(પંડિતરત્ન ભાઈશ્રી હિંમતલાલ જે. શાહ (B. Sc.) એ, ‘આત્મધર્મ’ ના
‘જન્મોત્સવ અંક’ માટે લખી આપેલી ભાવના અહીં રજુ કરતાં અમને હર્ષ થાય છે.)
આજે પરમપૂજ્ય પરમોપકારી ગુરુદેવની જન્મજયંતીનો મંગળ ઉત્સવ છે.
જન્મજયંતી તો ઘણાની આવે છે, પણ જે જન્મમાં શુદ્ધપરિણતિનો જન્મ થાય તે જ
જન્મજયંતી ખરેખર ઊજવવા જેવી છે. આવી પરમમંગળ જન્મજયંતી આજે ઊજવતાં
આનંદ થાય છે, પરમપૂજ્ય ગુરુદેવે આ જન્મમાં નિજકલ્યાણની સાધના ઉપરાંત
પરજીવોને પણ કલ્યાણનો સત્ય માર્ગ ચીંધી અનંત ઉપકાર કર્યો છે. સૌરાષ્ટ્ર, ગુજરાત
તેમજ ભારતભરના અનેક હિતાર્થી જીવો બાહ્ય ક્રિયાકાંડ અને માત્ર શુભભાવોમાં નિજ
હિત માની મોથો મનુષ્યભવ એળે ગુમાવી રહ્યા હતા, તેમને પૂજ્ય ગુરુદેવે
આત્માનુભવમૂલક યથાર્થ હિતમાર્ગ તરફ વાળી સમગ્ર ભારતના ભવ્યજીવો પર અપાર
ઉપકાર કર્યો છે. આ રીતે વીતરાગ જિનેંદ્રોએ પ્રરૂપેલા યથાર્થ મોક્ષમાર્ગનો પૂ. ગુરુદેવે
આ કાળમાં પુનરુદ્વાર કરી એક પાવનકારી યુગ સર્જ્યો છે. તેઓશ્રી શુદ્ધાત્માનુભવના
વજ્રખડક પર ઊભા રહીને અનેક વર્ષોથી સમગ્ર ભારતવ્યાયી હકિલ કરી રહ્યા છે કે હે
જીવો! આત્મા દેહ–વાણી–મનથી પૃથક પદાર્થ છે; તે પરના કર્તૃત્વ–ભોકતૃત્વથી રહિત છે.
અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત વીર્ય વગેરે અપાર શક્્યતાઓથી ભરેલા તે
પરમપદાર્થની પ્રતીતિ અને અનુભૂતિથી આત્મપર્યાયો વિકસિત થઈ પોતાનું પરિપૂર્ણ
સહજ રૂપ પ્રગટ થાય છે. –આ અમારો આત્મસાક્ષાત્કાર છે.’ આપણે પૂ. ગુરુદેવની આ
અનુભવવાણીનો મહિમા અંતરમાં લાવી, તેની અપાર ઊંડપ સમજી, નિજકલ્યાણ
સાધી, મનુષ્યભવને સાથંક કરીએ–એવી આ માંગલિક દિને ભાવના ભાવી
નિષ્કારણકરુણામૂર્તિ ગુરુદેવના ચરણકમળમાં દીનભાવે વંદન કરું છું.
હિંમતલાલ જેઠાલાલ શાહ

PDF/HTML Page 4 of 53
single page version

background image
મંગલ જન્મોત્સવ અંક
પ ધા રો... પ ર મે ષ્ઠી ભ ગ વં તો!
જેમ લગ્ન ટાણે સગાવહાલાને માંડવે નિમંત્રે છે કે આ શુભ મંડપમાં
અમારા મંડપમાં પધારીને મંડપની શોભા વધારજો. તેમ અહીં સાધક ધર્માત્માને
પોતાના સ્વરૂપની લગની લાગી છે; તે સ્વરૂપ–લગનીના મંડપમાં સિદ્ધ
ભગવંતોને અને પંચપરમેષ્ઠી ભગવંતોને આમંત્રે છે કે હે પરમેષ્ઠી ભગવંતો!
મારી મુક્તિના મંગલ પ્રસંગે મારા આંગણે... મારા ચૈતન્યમંડપમાં પધારો.
આપના પધારવાથી અમારા મંડપની (–અમારા રત્નત્રયની) શોભા વધશે. હું
વિભાવનો આદર છોડીને સ્વભાવનો આદર કરૂં છું. –માટે હે સિદ્ધભગવંતો, હે
અર્હંતો ને હે મુનિવરો! મારી સ્વભાવદશાના શુદ્ધ આંગણે પધારો... આપને
ઓળખીને હું આપના પરિવારનો થયો. આપને મારા અંતરમાં સાથે રાખીને હું
મારા શુદ્ધસ્વરૂપની લગની કરું છું–તેને સાધું છું. આ રીતે પંચપરમેષ્ઠી
ભગવંતોના બહુમાનપૂર્વક પોતાના શુદ્ધસ્વરૂપનો આદર કરીને સાધક જીવ
સિદ્ધપદને સાધે છે. (પૂ. ગુરુદેવ)

PDF/HTML Page 5 of 53
single page version

background image
મંગલ જન્મોત્સવ અંક
અભિવંદીએ અભિનંદીએ... સુપ્રભાતને ગુરુદેવને...
આશીષ લઈને આપની... હવે સાધીએ નિજકાર્યને.
સુપ્રભાત ખીલ્યું આપને... ગુરુ! અમ હૃદયમાં ખીલવો...
હે આત્મદાતા... જીવનનેતા... પ્રાર્થના હૃદયે ધરો.

PDF/HTML Page 6 of 53
single page version

background image
આત્મધર્મ : ૩ :
મંગલ જન્મોત્સવ અંક
પૂ. ગુરુદેવની મંગલછાયમાં ‘આત્મધર્મ’ માસીકને આજકાલ કરતાં ૨૦ વર્ષ
થવા આવ્યા. સં. ૧૯૯૯ ના અસાડ સુદ બીજે રાજકોટમાં પૂ. ગુરુદેવના દર્શને આવ્યા
બાદ, એક આકસ્મિક સુયોગ બન્યો ને મને પૂ. ગુરુદેવ જેવા સંતના ચરણસાન્નિધ્યનું
સદ્ભાગ્ય પ્રાપ્ત થયું. અને સાથે સાથે ‘આત્મધર્મ’ ના લેખનાદિ દ્વારા દેવ–ગુરુની ને
જિનવાણી માતાની ભક્તિનો પણ સુયોગ મળ્‌યો. એ કાર્યદ્વારા ગુરુદેવની ચૈતન્યસ્પર્શી
વાણીના રટણ વડે મારા આત્માર્થને પોષણ મળતું રહ્યું. એ રીતે ગુરુદેવનો મારા
જીવનમાં મોટો ઉપકાર છે. જેમ ૨૦ વર્ષથી મારું જીવન ગુરુદેવના ચરણમાં પોષાયેલું છે
તેમ ‘આત્મધર્મ’ સાથે પણ સંકળાયેલું છે. એટલે આ વૈશાખ માસથી ‘આત્મધર્મ’ ને
પુન: સંભાળતાં આત્મધર્મના વાંચક સાધર્મીઓનો સમૂહ અને તેમની પ્રેમાળ લાગણી
અત્યારે મારા હૃદયમાં વત્સલતાની ઉર્મિનું આંદોલન જગાડે છે. સર્વે સાધર્મીઓના
સ્નેહભર્યા સહકારથી ‘આત્મધર્મ’ દિનપ્રતિદિન વિકાસ પામશે એવી આશા છે.
જિજ્ઞાસુઓમાં આત્માર્થીતા જાગે ને તેની પૃષ્ટિ થાય, સર્વત્ર વાત્સલ્યનું
વાતાવરણ ફેલાય અને દેવગુરુ ધર્મની પ્રભાવના વિસ્તરે એવા ઉદ્વેશપૂર્વક આત્મધર્મનું
સંચાલન થાય છે. આત્માનો અર્થી થઈને આત્માને સાધવા નીકળેલો જીવ આખા
જગતને વેચીને પણ આત્માને સાધશે, એટલે જગતની કોઈ અનુકૂળતામાં તે રોકાશે
નહિ કે જગતની કોઈ પ્રતિકૂળતાથી તે ડરશે નહિ. આત્માને સાધવો એ જ જેનું
પ્રયોજન છે, મુમુક્ષુતા જેના હૃદયમાં જીવંત છે, આત્મકલ્યાણની સાચી બુદ્ધિ જેના
અંતરમાં જાગી છે એવો આત્માર્થી જીવ આત્માને સાધવાના ઉપાયોને જ આદરે છે ને
આત્મહિતમાં વિઘ્ન કરનારા માર્ગોથી પાછો વળે છે. આ છે તેની આત્માર્થી તા. –આવા
આત્મસાધક–આત્મશોધક જીવને બીજા આત્માર્થી જીવો પ્રત્યે–ધર્માત્મા પ્રત્યે–ધર્માત્મા
પ્રત્યે કે સાધર્મીજનો પ્રત્યે સહેજે અંતરગત વાત્સલ્યની ઉર્મિ જાગે છે... અને આત્માને
સાધનારા તથા તેને સાધવાનો પંથ બતાવનારા શ્રી દેવ–ગુરુ–શાસ્ત્રની સેવામાં તેનું
હૃદય અર્પાયેલું હોય છે. આ રીતે આત્મર્થીતા, વાત્સલ્ય અને દેવગુરુધર્મની સેવા એ
મુમુક્ષુજીવનનો સાર છે અને તેનો પ્રસાર કરવો એ ‘આત્મધર્મ’ નો ઉદ્વેશ છે, ગુરુદેવની
મંગલછાયામાં સર્વે સાધર્મીબન્ધુઓના સહકારથી એ ઉદ્દેશ સફળ થાઓ, એ જ
અભ્યર્થના.
––બ્ર. હરિલાલ જૈન

PDF/HTML Page 7 of 53
single page version

background image
આત્મધર્મ : ૪ :
મંગલ જન્મોત્સવ અંક
ધર્માત્માને રંગ લાગ્યો છે આત્માનો
વનમાં બેઠા બેઠા નિર્વિકલ્પ અનુભવની ગૂફામાંથી બહાર આવીને
ધર્માત્માને પરમાત્મસ્વભાવની પ્રીતિ લાગી છે ત્યાં રાગની પ્રતિ ઊડી ગઈ
છે; આનંદનું ધામ એવું ચૈતન્યતત્ત્વ તેમાં પ્રવેશીને તે રાગાદિ આસ્રવોથી જુદો
થયો છે. અહા, જેની પર્યાના આંગણે પ્રભુ પધાર્યા તે તૂચ્છરાગના કર્તૃત્વમાં કેમ
રોકાય? ધર્મીજીવ આસ્રવભાવોના કર્તૃત્વમાં રોકાતો નથી; અને જે અલ્પ આસ્રવ
રહ્યો છે તેનો પણ અંતર્મુખ ઉપયોગવડે ચૈતન્યને વારંવાર સ્પર્શીને નાશ કરે છે.
જેને અંતરમાં આત્માના આનંદની ને પરમાત્મપદની રુચિ થઈ તેને ઈન્દ્રના
ઈન્દ્રાસન પણ તૂચ્છ લાગે, છ ખંડના રાજભોગ પણ તેને તરણાં જેવા તૂચ્છ
લાગે... તેમાં ક્્યાંય સુખું અસ્તિત્વ છે જ નહિ. સુખની સત્તા તો મારા
ચૈતન્યધામમાં છે, સુખધામ મારો આત્મા છે. –આવા ભાનમાં ધર્માત્મા જગતથી
કેટલા ઉદાસ હોય!! આખા જગતની દોલત સામે પડી હોય તો પણ ધર્માત્મા
તેનાથી ઉદાસ છે, એક ચૈતન્યધામમાં છે, સુખધામ મારો આત્મા છે. –આવા
ભાનમાં ધર્માત્મા જગતથી કેટલા ઉદાસ હોય!! આખા જગતની દોલત સામે પડી
હોય તો પણ ધર્માત્મા તેનાથી ઉદાસ છે, એક ચૈતન્યધામ સિવાય બીજે ક્્યાંય
તેની પ્રીતિ નથી. તેથી પૂર્વે બંધાયેલા કર્મો ઉદયમાં આવીને તેને ખરી જાય છે પણ
નવા કર્મોનું બંધનું કારણ થતા નથી, કેમ કે કર્મોના ઉદયકાળે ધર્મીની રુચિ તો
ચૈતન્ય સ્વભાવ તરફ વળી ગઈ છે, એકત્વબુદ્ધિથી કર્મોદયમાં જોડાણ થતું જ
નથી. ઉદયના કાળે ધર્મીને તો ચૈતન્યની નિર્મળતાનો કાળ છે, તેથી
પૂર્વબદ્ધઆસ્રવો તેને બંધનું કારણ થયા વિના જ ખરી જાય છે. જેમ યુવાન સ્ત્રી
સામે ઊભી હોય પણ જે પુરુષ નિર્દોષ અને નિર્વિકાર રહે છે તેને સ્ત્રી વિકારનું કે
બંધનનું કારણ થતી નથી, તેમ ઉદયમાં આવેલા પૂર્વકર્મો પણ જ્ઞાની ધર્માત્માને
બંધનું કારણ થતા નથી કેમ કે જ્ઞાની ધર્માત્મા વિકારપણે પરિણમતા નથી; જ્ઞાની
જ્ઞાનમય ભાવમાં જ પરિણમે છે, રાગમય ભાવમાં પરિણમતા નથી, રાગમય
ભાવને તે પોતાથી જુદો જ રાખે છે. બાર અંગનો સાર એ છે કે ભાવશ્રુતજ્ઞાનને
સ્વભાવસન્મુખ કરવું. તે જ્ઞાનીએ કરી લીધું છે. જ્ઞાનને સ્વભાવસન્મુખ
પરિણમાવીને રાગ સાથેની એકતા જ્ઞાનીએ તોડી નાંખી છે. રાગ સાથે
એકતાબુદ્ધિરૂપ જે મિથ્યાત્વ તે વિકારનું મૂળ હતું, જ્યાં ભેદજ્ઞાનવડે મિથ્યાત્વને
નષ્ટ કર્યું ત્યાં વિકારની કેડ તૂટી ગઈ, હવે વિકારનું જોર ન રહ્યું, અલ્પકાળે તેનો
અભાવ થયે જ છૂટકો. જેનો ઉપયોગ રાગમાં એકમેકપણે જોડાય છે તેને જ
કર્મબંધન થાય છે, જેનો ઉપયોગ રાગથી છૂટો વર્તે છે તેને કર્મો છૂટતા જ જાય છે.

PDF/HTML Page 8 of 53
single page version

background image
આત્મધર્મ : પ :
મંગલ જન્મોત્સવ અંક
અહો, જ્ઞાનની મહત્તા તો જુઓ! જેને ચૈતન્યનો મહિમા અંતરમાં ઘૂંટાય
છે તે ક્ષણે ક્ષણે કર્મોથી છૂટતો જ જાય છે; અને જેના અંતરમાં રાગનો મહિમા
ઘૂંટાય છે તે ભલે મોટો ત્યાગી થઈને ફરતો હોય તો પણ ક્ષણેક્ષણે તેને કર્મોનું
બંધન થયા જ કરે છે. અરે જીવ! આવી જ્ઞાનની મહત્તા સાંભળીને એકવાતું
પ્રમોદ તો કર! તારા ચૈતન્યના આનંદની વાત સાંભળીને ઉત્સાહ તો કર. રાગનો
ઉત્સાહ કરી કરીને તો અનંતકાળ રખડયો, તે રાગનો ઉત્સાહ છોડીને હવે
ચૈતન્યના આનંદનો ઉત્સાહ કર; એકવાર અંતરથી ચૈતન્યનો ઉત્સાહ કર્યો કે
ભવથી બેઠો પાર! શ્રી પદ્મનંદીસ્વામી પણ કહે છે કે:
तत्प्रति प्रीतिचित्तेन येन वार्तापि हि श्रुता ।
निश्चितं स भवेदूभव्यो भाविनिर्वाणभाजनम् ।।
અહો, આ આત્મા ચિદાનંદસ્વરૂપ છે, તેના પ્રત્યે પ્રીતિપૂર્વક–પ્રસન્ન ચિત્તથી
સ્વાનુભવી પુરુષના મુખે તેની વાર્તા પણ જે જીવે સાંભળી છે તે ભવ્ય જીવ
ભવિષ્યમાં ચોક્કસ મુક્તિનું ભોજન થાય છે.
પ્રવચનસારમાં પણ આચાર્યદેવ કહે છે કે, કેવળીભગવંતોને ઘાતીકર્મોના
ક્ષયથી આહારાદિ વગર જ ઉત્કૃષ્ટ–અતીન્દ્રિય–આત્મસુખ પ્રગટ્યું છે, તેથી નક્કી
થાય છે કે આત્મા પોતે જ સુખસ્વભાવી છે, તેને સુખ માટે બાહ્યવિષયોની
અપેક્ષા નથી; આત્માના સુખસ્વભાવની આવી વાત કાને પડતાં જ જે જીવ
પ્રમોદથી હા પાડીને શ્રદ્ધા કરે છે તે જીવ આસન્નભવ્ય છે, એટલે કે અલ્પકાળમાં
તે મુક્તિ પામશે.
આ દેહ દેવળમાં જુદો રહેલો ચૈતન્યમૂર્તિ આત્મા પોતે જ પોતાની
પરમાનદદશાનું સાધન છે ને પોતે જ સાધ્ય છે, સાધક પણ પોતે જ છે. પોતે
પોતામાં એકાગ્ર થઈને પોતાના પરમાનંદને સાધે છે, તેમાં વચ્ચે ક્્યાંય વિકાર
નથી; સાધ્યમાં કે સાધનમાં ક્્યાંય આસ્રવ નથી, માટે જે જીવ સાધક થયો છે તે
ખરેખર આસ્રવથી રહિત છે. પોતે અંતર્મુખ થઈને ધ્યાતાપણે પોતાને જ
શુદ્ધધ્યેયરૂપે ધ્યાવે છે, એવા ધ્યાનમાં આસ્રવ નથી. રાગ તે સાધન નથી;
સ્વભાવનું જે સાધન પ્રગટ્યું તેમાં રાગ નથી. જ્ઞાનીએ અંતરમાં ભેદજ્ઞાનની
છીણી વડે જ્યાં જ્ઞાન અને રાગની સંધિ વચ્ચે ધા કર્યો, તે ધા હવે કદી રૂઝાય
નહિ, જ્ઞાનપરિણતિ રાગથી જુદી પડી તે પડી, હવે ફરીને કદી રાગ સાથે એકમેક
થવાની નથી. રાગનો પ્રેમ તોડીને તેણે પરમાત્માના ઘરમાં પ્રવેશ કર્યો,
પરમાત્મપદ તરફ ઉત્કૃષ્ટ પ્રેમનો પ્રવાહ વહ્યો (‘પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે’)
અવિહડપ્રેમની ધારા નિજસ્વભાવ તરફ વળી એવા ધર્માત્માને હવે કર્મનો આસ્રવ
કેમ થાય? – તે કર્મનો કર્તા કેમ થાય? –જુઓ, આ મોક્ષનો રાહ! અહો,
એકવાર રાગ અને જ્ઞાન વચ્ચેનો ભેદ પાડીને જ્ઞાનસ્વભાવ તરફ જોર તો કરો!
જ્ઞાનસ્વભાવ પોતે અબંધ છે, તેના તરફના વલણથી જ અબંધપણું પ્રગટે છે. પૂર્વે
બંધાયેલાં કર્મો સત્તામાં પડ્યા હોવા છતાં જ્ઞાની તો

PDF/HTML Page 9 of 53
single page version

background image
આત્મધર્મ : ૬ :
મંગલ જન્મોત્સવ અંક
અબંધ જ છે કેમકે જ્ઞાનીની પરિણતિ તો સ્વસમયને અનુસરે છે. જ્ઞાનીની પરિણીત
કર્મની સત્તાને નથી અનુસરતી, પરંતુ ચૈતન્યસત્તાને જ અનુસરે છે. ચૈતન્યનું અવલંબન
છોડીને જે કર્મન અનુસરે છે તેને જ બંધન થાય છે. ચૈતન્યને અનુસરનારો ભાવ તો
સર્વ રાગદ્વેષમોહથી રહિત છે, તેથી તે બંધનું કારણ થતો નથી. શુદ્ધચૈતન્યસત્તા તરફ
ઝુકેલો ભાવ નવા કર્મબંધનું કારણ જરાપણ થતો જ નથી.
જગતમાં અનાદિઅનંત છે; જિનપદ પ્રગટ કરેલા પરમાત્મા પણ જગતમાં
અનાદિના છે, ને શક્તિપણે દરેક આત્મામાં જિનપદ ‘પ્રગટવાની તાકાત છે. આવા
અચિંત્યસામર્થ્યવાળું નિજપદ છે તેનું અવલોકન જીવે એકક્ષણ પણ પૂર્વે કર્યું નથી. અહો,
આ ચૈતન્યમય જિનપદ છે, તેમાં કર્મનો પ્રવેશ જ ક્્યાં છે? આચાર્ય ભગવાને વનમાં
બેઠાબેઠા નિર્વિકલ્પ અનુભવની ગૂફામાંથી બહાર આવીને સિંહનાદ કર્યો છે કે અરે
જીવો! જ્ઞાનસ્વભાવ તરફ ઝુકેલી પરિણતિમાં આઠેય કર્મોનો અભાવ છે... તે
સ્વભાવસન્મુખ થાઓ. જેમ સિંહ પાસે હરણીયાં ઊભા ન રહે તેમ અંતર્મુખપરિણતિથી
જ્યાં ચૈતન્યસિંહ જાગ્યો ત્યાં આઠેકર્મો દૂર ભાગ્યા.
જેને અતીન્દ્રિય જ્ઞાનસ્વરૂપના રસની મીઠાસ લાગી તેને કર્મની આકુળતાના
રસની મીઠાસ કેમ રહે? સમ્યગ્દ્રષ્ટિધર્માત્માને રાગની રુચિનો અસંભવ છે, તેને રાગ
વગરનું ચૈતન્યવેદન થયું છે. જ્યાં ચૈતન્યશાંતિના ફૂવારા છૂટયા ત્યાં રાગદ્વેષમોહ કેવા?
જરાક અંશમાત્ર પણ રાગની રુચિ રહે અને સમ્યગ્દર્શન થાય–એમ બને નહિ.
સમ્યગ્દર્શનને અને રાગદ્વેષમોહને ભિન્નપણું છે. સમ્યક્ત્વનો ભાવ છે તે અબંધક છે, ને
તેમાં રાગાદિનો અભાવ છે. બંધનના કારણો તો રાગાદિ જ છે, તે રાગાદિના અભાવમાં
ધર્માત્માને જુનું કર્મ નવા કર્મના બંધનનું કારણ થતું નથી; માટે ધર્મી જીવ અબંધ જ
છે–એમ જાણવું.
સિંહ જાગે ને હરણ ભાગે આત્મા જાગે ને કરમ ભાગે
જેમ સિંહ જાગે ને હરણીયા ભાગે... તેમ નિર્વિકલ્પ અનુભૂતિ કરતો ચૈતન્યસિંહ
જ્યાં જાગ્યો ત્યાં આઠે કર્મો ભાગ્યા.

PDF/HTML Page 10 of 53
single page version

background image
આત્મધર્મ : ૭ :
મંગલ જન્મોત્સવ અંક
ગુરુદેવના મંગલ જીવનમાંથી આપણને મળતો
સ. ન. ર સ. ન્દ. શ
* લે : બ્ર. હરિલાલ જૈન * *
ધર્માત્માઓનું જીવન મુમુક્ષુ જીવોને. આત્મહિતની અનેકવિધ પ્રેરણાઓ આપે છે.
પુરાણમાં તીર્થંકરો, ગણધરો, મુનિવરો, ચક્રવર્તીઓ વગેરેની અનેક ભવોની
આત્મસાધનાનું જે વર્ણન કર્યું છે તે વાંચતાં પણ જ્ઞાન–વૈરાગ્યની કેવી ઉર્મિઓ સ્ફૂરે છે? –
તો પછી એવા કોઈ ધર્માત્માનું જીવન સાક્ષાત્ નજરે નીહાળતાં મુમુક્ષુહૃદયમાં કેવા કેવા
આત્મહિતના તરંગો ઉલ્લસે!! તે તો સહેજે સમજી શકાય તેવું છે.
જ્યારે – તીર્થંકરો કે મુનિઓની તો શી વાત, –ધર્ત્માત્માઓનાં દર્શનની પણ અતિ–
અતિ વિરલતા થઈ ગઈ છે એવા આ કાળમાં ગુરુદેવના સાક્ષાત્ દર્શન, સત્સમાગમ, અને
નિરંતર ઉપદેશની પ્રાપ્તિ તે આપણું સૌનું ઘણું મોટું સદ્ભાગ્ય છે. જેમના મંગળજીવનનો
વિચાર કરતાં, તે જીવન પણ અનેકવિધ ‘સોનેરી સન્દેશ’ આપી રહ્યું છે–એવા આ ગુરુદેવનો
જન્મોત્સવ ઊજવતાં આપણા અસંખ્ય પ્રદેશો હર્ષ અને ભક્તિથી રોમાંચિત બને છે.
ગુરુદેવનું જીવન તેમના પોતાને માટે તો મંગલરૂપ ને કલ્યાણરૂપ છે જ, ને
આપણાને પણ તેમનું જીવન અનેકવિધ મંગલ પ્રેરણાઓ આપી રહ્યું છે. અહા! જે જીવનની
પ્રત્યેક પળ આત્મહિતને માટે વીતતી હોય, જે જીવનની પ્રત્યેક ક્ષણ સંસારને છેદવા માટે
છીણીનું કાર્ય કરતી હોય, જે જીવનની પ્રત્યેક ક્ષણ આત્માને મોક્ષની નજીક લઈ જતી હોય–તે
જીવન ખરેખર ધન્ય છે.....ગુરુદેવના એવા મંગલ જીવનમાંથી આપણને મળતી પ્રેરણઓનું
આ જન્મોત્સવના મંગલ પ્રસંગે પરમ ઉપકારબુદ્ધિથી થોડુંક આલેખન કર્યું છે.
(૧) ગુરુદેવનું જીવન સૌથી મોટી અને સૌથી અગત્યની પ્રેરણા આપે છે–
આત્માર્થની ધૂનની! જેમ શ્રીકૃષ્ણ જન્મ્યા ત્યારે ‘કંસને હણવા મારો અવતાર છે’ એવો
ગગનધ્વનિ થયો હોવાનું કહેવાય છે તેમ કહાનગુરુના જીવનમાં પહેલેથી જ એવી
ગગનભેરી ઊઠતી કે “આત્માર્થને સાધવા મારો અવતાર છે.” તેમના જીવનચરિત્રમાં
ભાઈ શ્રી હિંમતલાલ જે. શાહ લેખે છે કે “તેમને ઊંડે ઊંડે એમ રહ્યા કરતું કે હું જેની
શોધમાં છું તે આ નથી. કોઈ કોઈ વાર આ દુઃખ તીવ્રતા ધારણ કરતું; અને એકવાર તો,
માતાથી વિખૂટા પડેલા બાળકની જેમ, તે બાળમહાત્મા સતના વિયોગે ખૂબ રડયા હતા.”
એટલે આ ઉપરથી આપણે આત્માર્થની ધૂન જગાડીને ગુરુદેવના જીવનની પ્રેરણાને
ઝીછીએ... –આ છે ગુરુદેવના જીવનમાંથી પ્રાપ્ત થતો પહેલો સુવર્ણસન્દેશ.
(૨) આત્મા શું ચીજ છે. કે સમ્યગ્દર્શન શું ચીજ છે તેના શબ્દો પણ સાંભળવા
નહોતા મળતા, અનેક પ્રકારની વિપરીત માન્યતાઓના વાદળાંથી ધર્મ ઘેરાઈ ગયેલો હતો,

PDF/HTML Page 11 of 53
single page version

background image
આત્મધર્મ : ૮ :
મંગલ જન્મોત્સવ અંક
એવા કપરા કાળમાં પણ કોઈની સહાય કે માર્ગદર્શન વગર ગુરુદેવને આત્મામાંથી
અધ્યાત્મના અનેક સંસ્કાર સ્ફૂર્યા અને તે સ્ફુરણાના બળે સતનો નિર્ણય કરીને માર્ગની
પ્રાપ્તિ કરી, તે આપણને એવી સ્ફુરણા આપે છે કે આપણા ધાર્મિક સંસ્કાર એવા સુદ્રઢ હોવા
જોઈએ કે જે ભવોભવમાં સાથે રહીને આપણું કલ્યાણ કરે. (આ છે બીજો સોનેરી સન્દેશ.)
(૩) અત્યંત નીડરતા અને નિસ્પુહતાપૂર્વક ગુરુદેવે કરેલું સંપ્રદાય–પરિર્વતન
આપણને એમ પ્રબોધે છે કે જો તારે તારો આત્મર્થ સાધવો હોય તો જગતની દરકાર છોડી
દેજે! તું જગત સામે જોઈને બેસી રહીશ ના. જગતની પ્રતિકૂળતાથી ડરીને તું તારા માર્ગને
છોડીશ નહિ. જગત્ ગમે તેમ બોલે–તું તારા આત્મહિતના પંથે નિઃશંકપણે ચાલ્યો જાજે.
(આ છે ત્રીજો સોનેરી સન્દેશ.)
(૪) ગુરુદેવના જીવનનો ચોથો સંદેશ છે–વાત્સલ્યનો. સાધર્મી વાત્સલ્ય ગુરુદેવના
જીવનમાં (અંતરમાં) કેટલું ભરેલું છે તે તેમના એક જ ઉદ્ગાર ઉપરથી ખ્યાલમાં આવશે:
ગુરુદેવ પદ્મપુરાણમાં અંજનાસતીના જીવનપ્રસંગો વાંચતા હતા; તેમાં જ્યારે અંજના
નિર્જન વનમાં વિલાપ કરે છે તે પ્રસંગનું વર્ણન આવ્યું ત્યારે ગુરુદેવની આંખોમાંથી
અશ્રુધાન ટપકવા લાગી, ને તેમના હૃદયમાંથી ઉદ્ગાર નીકળ્‌યા કે “અરે! ધર્માત્મા ઉપરનું
દુઃખ હું જોઈ શકતો નથી.” વાત્સલ્યના આવા અનેક પ્રસંગોથી ભરેલું ગુરુદેવનું જીવન
આપણને સાધર્મીવાત્સલ્યનો મહાન ઉપયોગી સન્દેશ અને પ્રેરણા આપે છે.
(પ) કાદવ જેવા કૃતર્કો સામે તેમણે જે ભગીરથ પુરુષાર્થ કરીને માર્ગ કાઢયો છે, તે
એવા પુરુષાર્થની ગગનભેરી સંભળાવે છે કે, પુરુષાર્થી જીવ ગમે તેવી પરિસ્થિતિમાંથી
પોતાનો માર્ગ કાઢી લ્યે છે... ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ તે મૂંઝાઈને બેસી નથી
રહેતો–પણ પુરુષાર્થ વડે આત્મહિતના માર્ગમાં નિર્ભયપણે ઝુકાવે છે. આત્માનો ખરો શોધક
ગમે તેમ કરીને પોતાનો માર્ગ કાઢી લ્યે છે.
(૬) પરિવર્તન બાદ વરસેલી નિંદા અને આક્ષેપોની ઝડીઓ તથા અનેકવિધ
પ્રતિકૂળતાઓ વચ્ચે પણ જે નીડરતાથી તેઓએ સત્પંથે પ્રયાણ કર્યું તે એવી પ્રેરણા આપે
છે કે–પોતાના આત્મહિતના પંથે પ્રયાણ કરતાં તારા પર જગતના અણસમજુ લોકો ગમે
તેવા આકરા આક્ષેપો કે નિંદાની ઝડીઓ વરસાવે તોપણ તું ડરીશ મા... તારો માર્ગ તું
છોડીશ મા... નીડરપણે તારા આત્મહિતના પંથે ચાલ્યો જજે. વીરનો માર્ગ શૂરવીરનો છે.
(૭) ગુરુદેવમાં નીડરતાની જેમ સહનશીલતા પણ જબરી છે. અનેક વખતે
ઉશ્કેરણીના પ્રસંગો ઉપસ્થિત થવા છતાં તે વખતે ગભરાયા વગર, શાંતચિત્તે, તેઓએ ધૈર્ય
અને ગંભીરતા વડે જ તે પ્રસંગને જીતી લીધો છે. તેમની આ શૈલીથી ઘણા વિરોધીઓ પણ
મુગ્ધ બની ગયા છે. આ રીતે ગુરુદેવનું જીવન આપણને ગમે તેવી કટોકટીના પ્રસંગે પણ
સહનશીલતા અને ધૈર્યના પાઠ શીખવે છે. એ છે સાતમો સોનેરી સન્દેશ.
(૮) ગુરુદેવે પોતાના અંતરથી જે નિર્ણય કર્યો તેમાં તેઓ એવા મક્કમ રહે છે કે
ગમે તેવી પ્રતિકૂળતાના પ્રસંગો આવી પડે તોપણ પોતાના નિર્ણયથી તેઓ ડગતા નથી.
તેમનું જીવન

PDF/HTML Page 12 of 53
single page version

background image
આત્મધર્મ : ૯ :
મંગલ જન્મોત્સવ અંક
આપણા જેવા ઉપજીવીઓને એવો સન્દેશ આપે છે કે તારા આત્મહિતના માર્ગનો એવો દ્રઢ
નિર્ણય કરજે કે દેવથી પણ ન ડગે ને દેહ છૂટે તો ય તે માર્ગના સંસ્કાર ન છૂટે.
(૯) ગુરુદેવની આત્મધૂન એવી કે તેને માટે તેમનું જીવન સતત ચિતંનશીલ રહ્યું
છે. વર્ષો પહેલાં વીંછીયાના વડ જેવા એકાંતસ્થાનમાં જઈને દિવસનો ઘણોખરો ભાગ ત્યાં
સ્વાધ્યાય–ચિંતનમાં વીતરાગતા; માત્ર એકવખત આહાર લેતા. આત્મધૂન એવી કે બીજા
કાર્યોમાં વખત ગૂમાવવો તેમને પાલવતો નહીં. તેમનું આખું જીવન આપણને ઢંઢોળીને કહે
છે કે તું ખરી આત્મધૂન જગાડને બીજા કાર્યો મૂક એકકોર! નિષ્પ્રયોજન કાર્યોમાં વખત
વેડફવાનું આત્માર્થીને પાલવે નહિ.
(૧૦) આત્મકલ્યાણ સાધવાની ઊંડી અભિલાષાનું જોર તેમને વૈરાગ્યમાર્ગે લઈ
ગયું... અને તેથી જ બાલ વયથી જ તેઓ બ્રહ્મચારી રહીને સંસારથી અભિપ્ત રહ્યા, એટલું
જ નહિ પરંતુ લાખો લોકોમાં મોટી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા છતાં, અને શાસ્ત્રોમાંય પારંગત
થવા છતાં, તેમાં ક્્યાંય તેઓ સંતૃષ્ટ ન થયા ને આત્મસાધનાના માર્ગે જ તેઓ આગળ
વધ્યા... આવું તેમનું જીવન બ્રહ્મચર્ય અને વૈરાગ્યમાર્ગની પ્રેરણા આપીને કહે છે કે હે
ભાઈ! જો તારે આત્મહિત સાધવું હોય તો બીજે ક્્યાંય તું સંતુષ્ઠ થઈશ મા.
(૧૧) તેમની ગુરુભક્તિ અને તત્ત્વનિર્ણયની શક્તિ આપણને પણ ગુરુભક્તિનો
અને તત્ત્વનિર્ણયની શક્તિનો સન્દેશ આપી રહી છે.
(૧૨) તેઓશ્રીના સુહસ્તે થયેલી ૨૦૦ કરતાંય વધુ જિનબિંબોની પ્રતિષ્ઠા, તથા
અતિભક્તિપૂર્વક તેઓશ્રીએ કરેલી સમ્મેદશિખરજી, બાહુબલી, કુંદકુંદધામ વગેરે તીર્થોની
યાત્રા તે આપણા જીવનમાં જિનેન્દ્રભક્તિનું તથા સાધકસંતો અને તેમની પાવન
સાધનાભૂમિ (તીર્થભૂમિ) પ્રત્યેની ભક્તિનું સીંચન કરીને આરાધનાનો ઉત્સાહ જગાડે છે.
(૧૩) સતત–અપ્રમાદપણે શાસ્ત્રસ્વાધ્યાય ચિંતન–મનનમાં વર્તતો તેમનો ઉપયોગ
અને માત્ર આત્માની આરાધનાને અર્થે જ વીતતું તેમનું જીવન આપણને અપ્રમાદપણે
આત્મ–આરાધના કરવાનો સોનેરી સન્દેશ આપી રહ્યું છેત્રપ.
ગુરુદેવના જીવનમાંથી મળતી આવી આત્મહિતકારી પ્રેરણાઓ આપણે ઝીલીએ...
ને એ રીતે ગુરુદેવના જન્મને આપણા મહાન કલ્યાણ–મંગલનું કારણ બનાવીએ એ જ
ગુરુદેવનો ખરેખરો જન્મોત્સવ છે. ગુરુદેવના પાવન જીવનને ધ્યેયરૂપે રાખીને તેઓશ્રીની
નીકટ છાયામાં વસતાં જીવનના દુઃખો દૂર ભાગે છે ને આત્માર્થિતાની સૌરભથી જીવનપુષ્પ
ખીલી ઊઠે છે. ગુરુદેવના ઉપકારોના સ્મરણમાત્રથી આત્માના અસંખ્ય પ્રદેશોમાં ભક્તિના
સૂર ગૂંજી ઊઠે છે કે–
હે નાથ! આ બાલકશિરે તુજ છત્રછાયા અમર હો...
છૂટે ન કદી ય સુયોગ તુજનો જીવનના આધાર છો...
તારી અમીદ્રષ્ટિ ઝીલી તુજ ચરણ ભક્તિ થકી ભજી...
નિજાત્મની પ્રાપ્તિ કરું સંસારની માયા તજી...

PDF/HTML Page 13 of 53
single page version

background image
આત્મધર્મ : ૧૦ :
મંગલ જન્મોત્સવ અંક
* મોક્ષના સાધનરૂપ ક્રિયા *
સ્વભાવ તરફ ઝૂકીને, વિકારના કર્તૃત્વથી જુદું પરિણતું જ્ઞાન તે મોક્ષનું કારણ
છે. એ જ્ઞાન કેવું હોય? ને એવા જ્ઞાનરૂપે પરિણમેલા જ્ઞાનીની દશા કેવી હોય? તથા
જેને એવું જ્ઞાન નથી એવા અજ્ઞાનીની ક્રિયા કેવી હોય? –તે અહીં કર્તાકર્મઅધિકારના
પ્રવચનોમાંથી પ્રશ્નોત્તરરૂપે સુગમશૈલીથી રજુ કરવામાં આવ્યું છે.
* કર્ત્તાકર્મ અધિકારની શરૂઆતમાં કોને નમસ્કાર કર્યા છે?
જેઓ વિભાવનું કર્તાકર્મપણું મટાડીને, જ્ઞાનમય થયા છે અને સિદ્ધપદ પામ્યા
*
કઈ રીતે નમસ્કાર કર્યા છે?
મદને દૂર કરીને, એટલે કે રાગાદિ પરભાવો તે મારું કાર્ય અને હું તેનો કર્તા–
એવી મિથ્યાબુદ્ધિરૂપ જે મદ તેને દૂર કરીને સિદ્ધભગવંતોને નમસ્કાર કર્યા છે. જેને
રાગની રુચિ છે, રાગમાં કર્તાબુદ્ધિ છે તે જીવ જ્ઞાનમય સિદ્ધભગવંતોને ખરા નમસ્કાર
કરી શકતો નથી. જ્ઞાન–સ્વભાવની રુચિ કરીને, જ્ઞાનભાવ વડે જ સિદ્ધભગવંતોને
યથાર્થ નમસ્કાર થાય છે.
* અમૃતચંદ્રઆચાર્યદેવે
કર્તાકર્મઅધિકારની શરૂઆતમાં કોનો મહિમા કર્યો છે?
સમ્યગ્જ્ઞાનનો મહિમા કર્યો છે. તે સમ્યગ્જ્ઞાને ચૈતન્યને અને ક્રોધાદિને ભિન્ન
*
અજ્ઞાનીની પ્રવૃત્તિ કેવી છે?
ચૈતન્ય અને ક્રોધાદિમાં એકત્વબુદ્ધિરૂપ જે અજ્ઞાન, તે અજ્ઞાનને લીધે ચૈતન્ય
કર્તા અને ક્રોધાદિ તેનું કર્મ–એવી વિભાવ કર્તાકર્મની પ્રવૃત્તિ અજ્ઞાનીને છે. અનાદિથી
અજ્ઞાનીની આ પ્રવૃત્તિ તે સંસારનું મૂળ છે.
*
અજ્ઞાનીની તે પ્રવૃત્તિને કોણ દૂર કરે છે?
સમ્યગ્જ્ઞાનની જ્યોતિ તે પ્રવૃત્તિને દૂર કરે છે; હું તો ચૈતન્ય છું, ક્રોધાદિ તે હું
નથી, એમ જ્યાં સમ્યગ્જ્ઞાનજ્યોત જાગી, ત્યાં તે જ્ઞાનજ્યોતિ ક્રોધાદિ સાથેની કર્તાકર્મની
પ્રવૃત્તિને સર્વ તરફથી શમાવી દે છે; વિકારના એક અંશને પણ તે ચૈતન્યમાં પ્રવેશવા
દેતી નથી. તે જ્ઞાનજ્યોતિ કોઈને આધીન નથી, રાગને આધીન નથી; રાગાદિની
આકૂળતા તેનામાં નથી એટલે તે

PDF/HTML Page 14 of 53
single page version

background image
આત્મધર્મ : ૧૧ :
મંગલ જન્મોત્સવ અંક
નિરાકૂળ છે; વળી ગમે તેવી પ્રતિકૂળતામાં પણ તે જ્ઞાનજ્યોતિ ડગતી નથી, –તે અત્યંત
ધીર છે, અને ઈન્દ્રિયોની કે રાગની સહાય વગર જ તે સ્વ–પર સમસ્ત પદાર્થોને જાણે
છે. આવી જ્ઞાનજ્યોતિ પ્રગટી તે મહા મંગળ છે.
*
આ કર્તાકર્મ–અધિકાર કેવો છે?
આ ૭૬ ગાથાનો અધિકાર ભરતક્ષેત્રમાં અજોડ છે. તે કર્તા–કર્મનું સ્વરૂપ સ્પષ્ટ
સમજાવીને ભેદજ્ઞાન કરાવે છે અને વિકાર સાથે કર્તાકર્મપણાની પ્રવૃત્તિરૂપ અજ્ઞાનને
છોડાવે છે.
*
જ્ઞાનીને કેવું કર્તાકર્મપણું છે?
જ્ઞાનીને પોતાના જ્ઞાનમયભાવ સાથે જ કર્તાકર્મપણું છે. જ્ઞાનીના બધાય ભાવો
જ્ઞાનમય છે. જ્ઞાનથી ભિન્ન પરભાવો સાથે કે પરદ્રવ્યો સાથે જ્ઞાનીને કર્તાકર્મપણું નથી.
આત્મા જ્ઞાનસ્વરૂપ છે, તેનું કાર્ય પણ જ્ઞાનમય જ હોય, ક્રોધમય ન હોય માટે,
જ્ઞાનસ્વરૂપ આત્માને જાણનાર જ્ઞાનીને પોતાના જ્ઞાનભાવ સાથે જ કર્તાકર્મપણું છે.
*
કયા જીવને કર્મોનું બંધન થાય છે?
જે જીવ ચૈતન્યસ્વરૂપ આત્માને આસ્રવોથી ભિન્ન નથી જાણતો અને ક્રોધાદિ
આસ્રવોમાં લીનપણે વર્તે છે તે જીવ અજ્ઞાનભાવને લીધે કર્મોથી બંધાય છે, –એમ
ભગવાન સર્વજ્ઞદેવ કહે છે.
*
આત્માને અને જ્ઞાનને કેવો સંબંધ છે?
આત્માને અને જ્ઞાનને તાદાત્મ્યસિદ્ધ સંબંધ છે, એટલે તેમને જુદાઈ નથી;
આત્મા પોતે જ્ઞાનસ્વરૂપ છે, ને જ્ઞાન તે આત્મસ્વરૂપ છે, –એ રીતે જ્ઞાનને અને
આત્માને એકતારૂપ તાદાત્મ્યપણું છે.
*
જ્ઞાનક્રિયા કેવી છે?
આત્મા જ્ઞાનાસ્વરૂપ છે એમ જાણીને તે જ્ઞાનમાં નિઃશંક રીતે પોતાપણે વર્તવું તે
જ્ઞાનક્રિયા છે. અને તે જ્ઞાનક્રિયા તો આત્માના સ્વભાવભૂત છે; તે આત્મા સાથે અભેદ
છે, તેને આત્માથી જુદી પાડી શકાતી નથી.
*
મોક્ષમાર્ગમાંથી કઈ ક્રિયાને નિષેધવામાં આવી નથી?
જ્ઞાનક્રિયાને મોક્ષમાર્ગમાંથી નિષેધવામાં આવી નથી.
* કઈ ક્રિયાને મોક્ષમાર્ગમાંથી નિષેધવામાં આવી છે?
ક્રોધાદિ સાથે એકત્વપણે વર્તવારૂપ જે કરોતિક્રિયા છે તે મોક્ષમાર્ગમાંથી
નિષેધવામાં આવી છે.

PDF/HTML Page 15 of 53
single page version

background image
આત્મધર્મ : ૧૨ :
મંગલ જન્મોત્સવ અંક
* જ્ઞાનક્રિયાને શા માટે નિષેધવામાં નથી આવી? અને કરોતિક્રિયાને શા માટે
નિષેધવામાં આવી છે?
જ્ઞાનક્રિયા આત્માના સ્વભાવભૂત હોવાથી તે નિષેધવામાં આવી નથી, અને
કરોતિક્રિયા પરભાવભૂત હોવાથી નિષેધવામાં આવી છે. જ્ઞાનક્રિયા તે મોક્ષનું કારણ છે,
ને ક્રોધાદિક્રિયા તે બંધનું કારણ છે. જ્ઞાનક્રિયા તો સંવરનિર્જરારૂપ છે, ને ક્રોધાદિક્રિયા તો
આસ્રવરૂપ છે. જ્ઞાનક્રિયા તો આત્મામાં એકમેકરૂપ છે, ને ક્રોધાદિક્રિયા આત્માથી
ભિન્નરૂપ છે; માટે જ્ઞાનક્રિયાનો તો મોક્ષમાર્ગમાં સ્વીકાર છે, પણ અજ્ઞાનરૂપ એવી
ક્રોધાદિક્રિયાને મોક્ષમાર્ગમાંથી નિષેધવામાં આવી છે. જે જીવ ક્રોધાદિક્રિયામાં વર્તે છે તેને
મોક્ષમાર્ગ હોતો નથી.
* ક્રોધાદિ આસ્રવો સાથે આત્માને કેવો સંબંધ છે?
ક્રોધાદિ આસ્રવો ચૈતન્યસ્વભાવથી અત્યંત જુદા છે, તેની સાથે આત્માને
એકતાનો સંબંધ નથી પણ સંયોગરૂપ સંબંધ છે.
* અજ્ઞાની કેવી ક્રિયા કરે છે?
આસ્રવો પરભાવભૂત છે, ને આત્માના સ્વભાવથી જુદા છે તોપણ અજ્ઞાની તેને
આત્મા સાથે એકમેક માનતો થકો, નિઃશંકપણે ક્રોધાદિ પરભાવોમાં પોતાપણે વર્તે છે;
આ રીતે ક્રોધાદિમાં વર્તતો તે ક્રોધાદિ ક્રિયાને કરે છે. અજ્ઞાનીની આ અજ્ઞાનમય ક્રિયા
ર્કબંધનું અને સંસારનું કારણ છે.
* જગતમાં ક્રિયાના સામાન્યપણે કેટલા પ્રકાર છે?
જગતમાં સામાન્યપણે ત્રણ પ્રકારની ક્રિયા છે–
(૧) સ્વાભાવક્રિયા: જ્ઞાનાદિભાવોની ક્રિયા તે સ્વભાવક્રિયા છે.
(૨) વિભાવક્રિયા: ક્રોધાદિભાવોની ક્રિયા તે વિભાવક્રિયા છે.
(૩) જડની ક્રિયા: દેહાદિ ક્રિયા તે જડની ક્રિયા છે.
* કઈ ક્રિયાનો કર્તા કોણ છે?
૧. જ્ઞાની જ્ઞાનાદિ સ્વભાવક્રિયાનો કર્તા છે;
૨. અજ્ઞાની ક્રોધાદિ વિભાવક્રિયાનો કર્તા છે;

PDF/HTML Page 16 of 53
single page version

background image
આત્મધર્મ : ૧૩ :
મંગલ જન્મોત્સવ અંક
૩. જડની ક્રિયાનો કર્તા જડ છે, કોઈ જીવ તેનો કર્તા નથી. જ્ઞાની કે અજ્ઞાની
*
એ ત્રણ પ્રકારની ક્રિયામાંથી કઈ ક્રિયા શેનું કારણ છે?
૧. જ્ઞાનાદિ સ્વભાવક્રિયા તે મોક્ષનું કારણ છે.
૨. ક્રોધાદિ પરભાવક્રિયા તે સંસારનું કારણ છે.
૩. જડની ક્રિયા જીવથી જુદી છે, તે બંધનું કે મોક્ષનું કારણ નથી. જીવને બંધ–
*
જ્ઞાનક્રિયા કેવી છે?
જ્ઞાનક્રિયા આત્માના સ્વભાવભૂત છે, સ્વભાવના આશ્રયે તેની ઉત્પત્તિ છે, અને
સ્વભાવ સાથે તેને તાદાત્મ્ય (એકતા) છે, તેથી તે ક્રિયા આત્માથી જુદી પડી શકતી
નથી, તેનો નિષેધ થઈ શકતો નથી.
*
વિભાવક્રિયા કેવી છે?
વિભાવક્રિયા પરભાવરૂપ છે, તે સ્વભાવના આશ્રયે ઉત્પન્ન થતી નથી પણ
કર્મના આશ્રયે તે ઉત્પન્ન થાય છે, તેને સ્વભાવ સાથે એકતા નથી પણ જુદાઈ છે, તેથી
તે ક્રિયા નિષેધવામાં આવી છે, અર્થાત્ ભેદજ્ઞાન કરીને સ્વભાવનો આશ્રય કરતાં તે
વિભાવક્રિયા છૂટી જાય છે, એટલે તેનો નિષેધ થઈ જાય છે.
*
ભેદજ્ઞાની ક્્યાં પ્રવર્તે છે? ને અજ્ઞાની ક્્યાં પ્રવર્તે છે?
ભેદજ્ઞાની તો, આત્માનો ચૈતન્યસ્વભાવ, અને રાગાદિ પરભાવ એ બંનેને જુદાં
જુદાં લક્ષણવડે ભિન્ન જાણતો થકો ચૈતન્યસ્વભાવમાં જ પોતાપણે નિઃશંક પ્રવર્તે છે, ને
રાગાદિભાવોને પોતાથી અત્યંત જુદા જાણતો થકો તેમાં પોતાપણે–એકતાપણે જરાપણ
વર્તતો નથી. અને અજ્ઞાની જીવ ચૈતન્યભાવ અને રાગાદિના ભિન્ન લક્ષણને નહિ
જાણતો થકો, બંનેને એકમેક માનતો થકો, જ્ઞાનની જેમ રાગાદિમાં જ પોતાપણે નિઃશંક
પ્રવર્તે છે, પણ રાગથી જ્ઞાનને જુદું કરીને ચૈતન્યસ્વભાવમાં એકતા કરતો નથી. આ
રીતે જ્ઞાની જ્ઞાનસ્વભાવમાં જ એકતા કરીને જ્ઞાનક્રિયારૂપ પ્રવર્તે છે, અને અજ્ઞાની
ક્રોધાદિમાં જ એકતાપણે વર્તતો થકો અજ્ઞાનમય એવી ક્રોધાદિક્રિયાને કરે છે.
*
આમાં નિશ્ચય વ્યવહાર કઈ રીતે છે?
જ્ઞાનીને સ્વભાવના આશ્રયે થતી જે શુદ્ધજ્ઞાનક્રિયા છે ને તે નિશ્ચય છે, તે
આત્માના સ્વાશ્રયે હોવાથી શુદ્ધનિશ્ચય છે; અને જે રાગાદિ અશુદ્ધક્રિયા છે તે
અશુદ્ધઉપાદાન છે ને તે અશુદ્ધનિશ્ચય છે; શુદ્ધનિશ્ચયની દ્રષ્ટિમાં તો અશુદ્ધનિશ્ચય તે પણ
વ્યવહારમાં જ જાય

PDF/HTML Page 17 of 53
single page version

background image
આત્મધર્મ : ૧૪ :
મંગલ જન્મોત્સવ અંક
છે, અને તે વ્યવહાર પરાશ્રિત હોવાથી (કર્મના આશ્રયે હોવાથી) તે પણ કર્મની જેમ
પર જ છે. આ રીતે એક તરફ શુદ્ધઉપાદાન તે સ્વ, અને બીજી તરફ અશુદ્ધતા તથા તેના
નિમિત્તો–તે બધુંય પર–એમ સ્પષ્ટ ભેદજ્ઞાન કરાવ્યું છે.
શુદ્ધ દ્રષ્ટિથી જોતાં આત્મા વિકારનું કારણ નથી, તેમજ વિકારવડે તેનું
*
અજ્ઞાનીને શેનો અભ્યાસ છે?
સ્વભાવમાં અભાવરૂપ એવી જે વિકારક્રિયા, તેનો આત્મામાં નિષેધ હોવા છતાં
*
ધર્માત્માને કેવો અભ્યાસ હોય છે?
શાંતિનો સમુદ્ર ચૈતન્યસ્વરૂપ મારો આત્મા છે, ને ક્રોધાદિ પરભાવો મને અશાંતિ
*
અજ્ઞાની શેનો ત્યાગ કરે છે?
ક્રોધાદિ વ્યાપારમાં લીન થઈને પરિણમતો અજ્ઞાની જીવ, આત્માની જે
જ્ઞાનભવન માત્ર સહજ ઉદાસીન અવસ્થા તેનો ત્યાગ કરે છે, એટલે કે અંતર્મુખ થઈને
જ્ઞાતાદ્રષ્ટાભાવરૂપે પરિણમતો નથી, પણ અજ્ઞાનરૂપે પરિણમે છે.

PDF/HTML Page 18 of 53
single page version

background image
આત્મધર્મ : ૧પ :
મંગલ જન્મોત્સવ અંક
* જ્ઞાની શેનો ત્યાગ કરે છે?
ભેદજ્ઞાનના બળે ક્રોધાદિથી તદ્ન ભિન્ન પરિણમતો થકો, જ્ઞાનસ્વભાવની
સન્મુખપણે જ્ઞાનમાત્ર ક્રિયાપણે પરિણમતો થકો, સહજ ઉદાસીન અવસ્થાને ગ્રહણ કરે
છે, ને પરભાવભૂત વિકારીક્રિયાનો ત્યાગ કરે છે એટલે કે તે રૂપે પરિણમતો નથી.
*
અજ્ઞાનીને ક્રોધાદિ કેવા ભાસે છે?
ક્રોધાદિથી ભિન્ન સહજજ્ઞાનની જેને ખબર નથી એવા અજ્ઞાનીને તે ક્રોધાદિભાવો
પોતાના અંતરંગમાં પોતાના કાર્ય તરીકે પ્રતિભાસે છે; ક્રોધાદિભાવો છે તો ચૈતન્યથી
બહિરંગ, પણ અજ્ઞાનીને તે અંતરંગપણે ભાસે છે, જાણે કે આ ક્રોધાદિ તે મારા ચૈતન્યનું
જ કાર્ય હોય, ચૈતન્યવડે જ તે કરાતાં હોય એમ અજ્ઞાનને લીધે પ્રતિભાસે છે. આ રીતે
તે અજ્ઞાની ક્રોધાદિભાવોનો કર્તા થઈને તેને પોતાનુું કર્મ બનાવે છે. આટલી અજ્ઞાનીના
કર્તાકર્મપણાની હદ છે, પણ તેથી બહાર શરીરાદિ પરદ્રવ્ય સાથે તો તેને પણ જરાય
કર્તાકર્મપણું નથી.
*
જ્ઞાનીને ક્રોધાદિ ભાવો કેવા ભાસે છે?
ક્રોધાદિથી ભિન્ન પોતાના ચૈતન્યસ્વભાવને જાણનાર જ્ઞાનીધર્માત્મા ક્રોધાદિને
પોતાના સ્વભાવથી બાહ્ય દેખે છે, ક્રોધાદિભાવો તેને સ્વભાવરૂપ ભાસતા નથી પણ
સંયોગરૂપ ભાસે છે. વિકારનો અંશ પણ તેને પોતાના સ્વભાવપણે ભાસતો નથી. તે
જાણે છે કે–
“મારો સુશાશ્વત એક દર્શન–જ્ઞાનલક્ષણ જીવ છે,
બાકી બધા સંયોગલક્ષણ ભાવ મુજથી બાહ્ય છે.”
* આત્માને અને જ્ઞાનને કેવો સંબંધ છે?
આત્માને અને જ્ઞાનને નિત્ય તાદાત્મ્ય સંબંધ છે, એટલે કે બંનેને એકતા છે.
*
આત્માને અને રાગાદિભાવોને કેવો સંબંધ છે?
પર્યાય અપેક્ષાએ જોતાં તે રાગાદિ ભાવો આત્માની પર્યાયમાં થતા હોવાથી તેને
પર્યાય સાથે ક્ષણિક તાદાત્મ્ય સંબંધ છે, પણ આત્માના શુદ્ધસ્વભાવની દ્રષ્ટિથી જોતાં
તેમાં રાગનો અભાવ જ છે, ક્ષણિક તાદાત્મ્યસંબંધ પણ નથી, તે તો માત્ર
સંયોગસંબંધરૂપ છે. ચૈતન્ય સ્વભાવમાં જેમ દેહાદિસંયોગનો અભાવ છે તેમ રાગાદિનો
પણ અભાવ છે, ભેદજ્ઞાની જીવ આત્માના સ્વભાવને રાગથી જુદો જ અનુભવે છે.
*
જીવને કર્મ સાથે કેવો સંબંધ છે?
જીવનો શુદ્ધ ચૈતન્યસ્વભાવ તો કર્મબંધનું નિમિત્ત પણ નથી, એટલે શુદ્ધદ્રષ્ટિથી તો

PDF/HTML Page 19 of 53
single page version

background image
આત્મધર્મ : ૧૬ :
મંગલ જન્મોત્સવ અંક
જીવને કર્મ સાથે નિમિત્ત–નૈમિત્તિક સંબંધ પણ નથી, અને ભેદજ્ઞાન કરીને જેણે ચૈતન્ય
સ્વભાવમાં એકતારૂપ પ્રવૃત્તિ પ્રગટ કરી છે એવા જ્ઞાનીના જ્ઞાનપરિણામ પણ કર્મબંધનું
નિમિત્ત થતા નથી, તેને કર્મ સાથેનો નિમિત્ત–નૈમિત્તિકસંબંધ તૂટી ગયો છે. જે અજ્ઞાની
છે, જેને ભિન્ન ચૈતન્યનું ભાન નથી, રાગમાં એકતાપણે જે વર્તે છે એવા જીવના
અજ્ઞાનમય રાગાદિ પરિણામ તે કર્મબંધનું નિમિત્ત છે; એ રીતે અજ્ઞાની જીવના
અજ્ઞાનમય પરિણામને જ કર્મબંધ સાથે નિમિત્ત–નૈમિત્તિક સંબંધ છે; પરંતુ તેને ય
જડકર્મ સાથે કર્તાકર્મપણું તો છે જ નહીં.
*
વિકાર સાથે કર્તાકર્મની પ્રવૃત્તિ ક્્યાં સુધી છે?
જ્યાં સુધી આત્માનું અને વિકારનું ભેદજ્ઞાન નથી ત્યાં સુધી જ અજ્ઞાનીને વિકાર
સાથે કર્તાકર્મની પ્રવૃત્તિ છે. અને જ્યાં સુધી એવી કર્તાકર્મની પ્રવૃત્તિ છે ત્યાં સુધી જ
બંધન અને સંસાર થાય છે.
હવે, આવી અજ્ઞાનપ્રવૃત્તિ ક્્યારે છૂટે? એમ જિજ્ઞાસુ
શિષ્ય પૂછશે, ને આચાર્યદેવ તેનો ઉત્તર આપશે.
દસ પ્રશ્ન
(૧) પંડિત કોણ?
(૨) મોક્ષનું કારણ શું?
(૩) મોક્ષમાર્ગ કેવો છે?
(૪) કર્મ કેવું છે?
(પ) મોક્ષમાર્ગમાં શેનો નિષેધ છે?
(૬) શુભરાગના આશ્રયે મોક્ષમાર્ગ કેમ ન થાય?
(૭) મિથ્યાદ્રષ્ટિ જીવ કેવો છે?
(૮) સાચું જીવન કોણ જીવે છે?
(૯) મોક્ષાર્થીએ શું કરવા યોગ્ય છે?
(૧૦) જ્ઞાનમય પરિણમનની શરૂઆત ક્્યારે થાય?
(સમયસારના પુણ્ય–પાપ અધિકારના પ્રવચનો
ઉપરથી દસ પ્રશ્નો અહીં આપ્યા છે... તેના ઉત્તર આ
અંકમાં જ અન્યત્ર આપેલા છે... તે શોધી લેશોજી.)

PDF/HTML Page 20 of 53
single page version

background image
આત્મધર્મ : ૧૭ :
મંગલ જન્મોત્સવ અંક
પ્રભો, અજ્ઞાનપ્રવૃત્તિ ક્્યારે છૂટે?
હવે જેને બંધનથી છૂટવાની ભાવના છે, એવો શિષ્ય જિજ્ઞાસુ થઈને પૂછે છે
કે પ્રભો! અનાદિના અજ્ઞાનથી જે આ કર્તાકર્મની પ્રવૃત્તિ છે તેનો અભાવ ક્્યારે
થાય? અરે, ચૈતન્યને દુઃખ દેનારી આ અજ્ઞાનપ્રવૃત્તિ ક્્યારે છૂટે? પ્રભો! અજ્ઞાન
જ આ સંસારનું મૂળ છે–એમ આપ કહ્યું, તો હવે તે અજ્ઞાનનો અભાવ કેમ થાય?
શિષ્યને અજ્ઞાનથી શીઘ્ર છૂટવાની ઝંખના જાગી છે તેથી ધગશપૂર્વક શ્રીગુરુને
આવો પ્રશ્ન પૂછે છે. અનાદિકાળ તો આવા અજ્ઞાનમાં વીત્યો પણ હવે જે શિષ્ય
જાગ્યો છે તે લાંબો કાળ અવા અજ્ઞાનમાં રહેવાનો નથી, તેને ધર્મલબ્ધિનો કાળ
નજીક આવ્યો છે; તે શિષ્ય પૂછે છે કે પ્રભો! આત્માને બંધનનું કારણ એવું આ
અજ્ઞાન ક્્યારે ઢળે? શીઘ્ર અજ્ઞાન ટળે એવો ઉપાય જાણીને શિષ્ય અજ્ઞાનને
ટાળવા તત્પર થયો છે.
આવા શિષ્યને આચાર્યદેવ ઉત્તર આપે છે કે સાંભળ! –
આ જીવ જ્યારે આસ્રવોનું તેમ નિજ આત્માતણું
જાણે વિશેષાંતર, તદા બંધન નહિ તેને થતું. ૭૧.
આત્મા ચૈતન્યસ્વભાવમય છે, તે ક્રોધાદિમય નથી, અને ક્રોધાદિ તે
આસ્રવમય છે તે ચૈતન્યમય નથી–આ પ્રમાણે બંનેની ભિન્નતા જાણીને જીવ જ્યારે
ભેદજ્ઞાન કરે છે ત્યારે તેને અજ્ઞાનનો નાશ થાય છે; અને અજ્ઞાનથી ઉત્પન્ન
થયેલી એવી વિકાર સાથેની કર્તાકર્મની પ્રવૃત્તિ પણ છૂટી જાય છે, તે છૂટી જતાં
તેને બંધન પણ અટકી જાય છે.