Atmadharma magazine - Ank 236
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 33
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૦
સળંગ અંક ૨૩૬
Version History
Version
Number Date Changes
001 Apr 2004 First electronic version.

PDF/HTML Page 2 of 33
single page version

background image
____________________________________________________________________________
વર્ષ ૨૦ : અંક ૮ મો) તંત્રી : જગજીવન બાવચંદ દોશી (જેઠ : ૨૪૮૯
____________________________________________________________________________
વીંછીયાના વડવૃક્ષ નીચે
........ જ્યાં કારના ભણકાર આવ્યા...
પરિવર્તન પહેલાં પૂ. ગુરુદેવ વીંછીયાના આ વડવૃક્ષ નીચે જઈને એકાંતમાં સ્વાધ્યાય–મંથન કરતા
અને વીંછીયામાં પંચકલ્યાણક વખતે આદિનાથ પ્રભુનો દીક્ષાકલ્યાણક અહીં થયો હતો.
[૨૩૬]

PDF/HTML Page 3 of 33
single page version

background image
વિ... વિ... ધ... વ... ર્ત... મા... ન

પૂ. ગુરુદેવના મંગલ વિહારના વિવિધ સમાચાર વીંછીયા સુધીના ગતાંકમાં
આપ્યા છે; ત્યાર પછી વીંછીયા, લાઠી, સુરેન્દ્રનગર, જોરાવરનગર, વઢવાણ, લીંબડી,
દેહગામ, અમદાવાદ, દાહોદ, ભોપાલ, ભેલસા, ઈન્દોર, ઉજ્જૈન, સનાવદ, ખંડવા,
પાવાગીર બડવાની, વગેરેના સમાચાર અહીં આપવામાં આવ્યા છે. ઝડપી પ્રવાસને
કારણ સમાચારો ટૂંકમાં જ આપી શકાયા છે. – બ્ર. હરિલાલ જૈન.

વીંછીયા:–
પૂ. ગુરુદેવ ચૈત્ર વદ આઠમે વીંછીયા નગરમાં પધાર્યા... સ્વાગત બાદ માંગળિકમાં
કહ્યું કે જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા છે તેની ભાવના કરવી તે મંગળ છે. “આતમભાવના ભાવતાં જીવ લહે
કેવળજ્ઞાન...” એટલે કે પરભાવોથી ભિન્ન જ્ઞાનાનંદસ્વરૂપ હું છું–એમ આત્માને જાણીને તેની ભાવના
કરતાં સમ્યગ્દર્શન થાય છે, ને અતીન્દ્રિય આનંદ અનુભવાય છે–તે અપૂર્વ મંગળ છે; તેની ભાવનાથી જ
સમ્યગ્જ્ઞાન ને સમ્યક્ચારિત્ર થાય છે, તથા તેની ભાવનાથી જ કેવળજ્ઞાન થાય છે, તે ઉત્કૃષ્ટ મંગળ છે,
આવી આત્મભાવના કરવા જેવી છે. ચૈત્ર વદ દસમે ગુરુદેવ વીંછીયાના તે વડ વૃક્ષ નીચે પધાર્યા હતા કે
જ્યાં તેઓશ્રી અગાઉ સ્વાધ્યાય–મનન કરવા જતા, રાત્રે લવ–કુશ વૈરાગ્યનો સંવાદ થયો હતો. બીજે
દિવસે ભગવાન જિનદેવની રથયાત્રા નીકળી હતી. સોનગઢમાં (સં. ૧૯૯૭માં) દિ. જિનમંદિર થયું
ત્યારબાદ સૌથી પહેલું જિનમંદિર વીંછીયામાં (સં. ૨૦૦પમાં) થયું. વીંછીયાનું જિનમંદિર સોનગઢના
જુના જિનમંદિરની જ લગભગ પ્રતિકૃતિ છે. વીંછીયા જિનમંદિરમાં મૂળનાયક ચંદ્રપ્રભુ ભગવાન છે.
વીંછીયાના પ્રવચનનો નમુનો આ અંકમાં આપવામાં આવ્યો છે, વીંંછીયામાં ગુરુદેવ પધાર્યા તે પ્રસંગે
જસદણમાં જિનમંદિર કરવાનું નક્કી થતાં ત્યાંના મુમુક્ષુઓને ઘણો હર્ષ થયો હતો.
લાઠી શહેરમાં જિનમંદિરના શિખરની પ્રતિષ્ઠા
અને ગુરુદેવનો મંગલ જન્મોત્સવ

ચૈત્ર વદ ૧૩ના રોજ પૂ. ગુરુદેવ લાઠી શહેર પધારતાં ભવ્ય સ્વાગત થયું. ૭૪ મંગલ કળશ
સહિતનું સ્વાગત સરઘસ શોભતું હતું. સ્વાગત બાદ નૂતન સ્વાધ્યાય મંદિરનું ઉદ્ઘાટન શેઠ શ્રી
નવનીતલાલભાઈ સી. ઝવેરી (
J. P.) ના સુહસ્તે થયું હતું. ઉદ્ઘાટન બાદ સ્વાધ્યાય મંદિરમાં
માંગલિક સંભળાવતાં ગુરુદેવે કહ્યુ: આ આત્મતત્ત્વનું ભાન થતાં મિથ્યાત્વ ટળે ને અપૂર્વ શાંતિ પ્રગટે
તે મંગળ છે. આત્માનું ભાન થાય–એવી અધ્યાત્મની કથા સાંભળવી તે પણ મંગળ છે. તે કથા કેવી છે?
અનંતકાળમાં એકક્ષણ પણ પ્રાપ્ત ન કરેલી એવી અપૂર્વ શાંતિ દેનારી છે. ધીરજથી ને પ્રેમથી અંતરના
ચૈતન્યસ્વભાવ તરફ વલણ થાય એવી ચૈતન્ય કથાનું શ્રવણ પણ અપૂર્વ મંગળ છે. જુઓ, આજે આ
(અનુસંધાન પૃષ્ઠ ૨૦ પર)

PDF/HTML Page 4 of 33
single page version

background image
જેઠ: ૨૪૮૯: : ૩ :
____________________________________________________________________________
વર્ષ ૨૦ : અંક ૮ મો) તંત્રી : જગજીવન બાવચંદ દોશી (જેઠ : ૨૪૮૯
____________________________________________________________________________
મોક્ષના મંડપમાં અપૂર્વ માંગલિક
પધારો સિદ્ધભગવંતો! મારા ચૈતન્ય આંગણે...
વૈશાખ સુદ સાતમના રોજ પૂ. ગુરુદેવ પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ
પ્રસંગે જોરાવરનગર પધાર્યા, ભવ્ય સ્વાગત બાદ મહોત્સવના મંડપમાં માંગલિક
તરીકે સિદ્ધ ભગવંતોનું સ્મરણ કરતાં ગુરુદેવે કહ્યું:
કુંદકુંદાચાર્યદેવ સર્વજ્ઞ પરમાત્માની દિવ્યધ્વનિના સારરૂપ સમયસારમાં
માંગળક કરતાં કહે છે કે અનંતા સિદ્ધભગવંતોને નમસ્કાર. “वंदित्तु सव्व
सिध्धे...” એટલે હું મારા અને શ્રોતાના જ્ઞાનમાં સિદ્ધભગવંતોનો આદર–સત્કાર
કરીને તેમની પધરામણી કરું છું; એટલે કે હું મારા જ્ઞાનને શુદ્ધઆત્મા તરફ
વાળીને પરભાવનો આદર છોડું છું. અશરીરી ચૈતન્યપરમાત્મા એવા
સિદ્ધભગવંતો જે જન્મ–મરણરહિત અમૃતપદને પામ્યા તેમને હું મારા નિર્મળ
જ્ઞાન આંગણામાં પધરાવું છું, ને હે શ્રોતાજનો તમે પણ તમારા જ્ઞાનમાં અમૃતથી
ભરેલા અશરીરી સિદ્ધપદને સ્થાપો, એટલે કે તેનો જ્ઞાનમાં આદર કરો ને એ
સિવાય બીજા ભાવોનો આદર જ્ઞાનમાંથી કાઢી નાખો. સિદ્ધપદને સાધવાના
મંગલમંડપમાં સિદ્ધોનું સ્મરણ કરીને મારા ને તમારા જ્ઞાનમાં હું સિદ્ધભગવંતોને
સ્થાપું છું. આ રીતે સિદ્ધભગવંતોને સ્થાપીને મોક્ષમંડપપમાં પહેલવહેલું
ઉત્કૃષ્ટમંગળના માણેકસ્થંભનું રોપણ કર્યું.
મંગળ એટલે જેનાથી સુખ મળે ને દુઃખ ટળે; જે પવિત્ર ભાવથી અંતરમાં
આત્માના

PDF/HTML Page 5 of 33
single page version

background image
: ૪: આત્મધર્મ: ૨૩૬


આનંદનો ભણકાર જાગે એવા ભાવ તે મંગળ છે, અર્થાત્ સમ્યગ્દર્શનાદિ ભાવ તે
મંગળ છે. અનંતા સિદ્ધ ભગવંતોને પોતાના શ્રદ્ધા–જ્ઞાનમાં પધરાવ્યા તે મંગળ
થયું. સમયસારની શરૂઆતમાં જ આવું અપ્રતિહત મંગળ કરતાં આચાર્યદેવ કહે
છે કે અરે ચૈતન્ય! જેવા સિદ્ધ ભગવાન છે એવો તારો આત્મા છે, સિદ્ધપદની
સમૃદ્ધિ તારા અંતરમાં ભરી છે, અનંત જ્ઞાન–આનંદના નિધાન તારામાં પડ્યા છે;
પણ પરના અહંકાર આડે તને તારા નિધાન દેખાતા નથી... એકવાર
સિદ્ધભગવાનને તારા આત્મામાં ઉતારીને અંતરમાં નજર કર કે જેવા સિદ્ધ તેવો
હું. મારા અને તારા આત્મામાં હું અનંત સિદ્ધોને પધરાવું છું કે પ્રભો! મારા
આંગણે પધારો... વિભાવનો આદર છોડીને અને સ્વભાવનો સત્કાર કરીને હું
મારા સિદ્ધપદને સાધવા નીકળ્‌યો છું; આ મારી મોક્ષલક્ષ્મીના સ્વયંવરનો મંડપ છે
તેમાં હું અનંતા સિદ્ધોને આમંત્રુ છું. જેમ લગ્ન વખતે મોટા શેઠને સાથે રાખે છે કે
જેથી કન્યા પાછી ન ફરે; તેમ અહીં શેઠ એટલે જગતમાં શ્રેષ્ઠ એવા
સિદ્ધભગવંતોને સાથે રાખીને હું મોક્ષલક્ષ્મીને વરવા નીકળ્‌યો છું... મારા જ્ઞાનમાં્ર
અનંત સિદ્ધોંને પધરાવ્યા... હવે મારી મોક્ષદશા ફરે નહિ. –આ રીતે મોક્ષના
મંડપમાં મંગળ કર્યું.
આત્માર્થીએ તો પ્રતિકળતાના પહાડ
ઓળંગીને
પણ આત્માને શોધવાનો છે.
દેવગુરુધર્મની સેવાના કાર્યોમાં

PDF/HTML Page 6 of 33
single page version

background image
જેઠ: ૨૪૮૯: : પ:
... લીજીયે... ચૈતન્ય... વધાઈ...
વૈશાખ સુદ બીજના જન્મોત્સવની ઉમંગભરી વધાઈ પછી
પ્રવચનમાં ગુરુદેવે ચૈતન્યના આનંદની અલૌકિક વધાઈ
સંભળાવી... એ ચૈતન્યવધાઈ સાંભળતાં જ ભક્તજનોના હૈયા
હર્ષથી નાચી ઊઠયા... અહીં પણ એ મંગલવધાઈ આપવામાં
આવી છે... લીજીયે ચૈતન્ય વધાઈ!
(૧) ચૈતન્યના આનંદનો અનુભવ કેમ થાય ને અનાદિનું અજ્ઞાન કેમ ટળે
તેની આ વાત છે.
(૨) ચૈતન્યભગવાન વિજ્ઞાનઘનસ્વરૂપ છે, રાગદ્વેષરૂપ મલિનતા તેના
સ્વરૂપમાં નથી.
(૩) શાંતરસથી ભરેલા આત્માના અનુભવ પાસે ધર્માત્માને ઈન્દ્રના
ઈન્દ્રાસન પણ તુચ્છ તરણાં જેવાં લાગે છે.
(૪) ચૈતન્યમાં આનંદ ભયો છે તેમાંથી જ સ્વસન્મુખતાવડે તે પ્રાપ્ત થાય છે.
(પ) પોતામાં જ્ઞાનઆનંદ ભર્યો છે પણ અજ્ઞાનથી તે પોતાનું સ્વરૂપ ભૂલી
ગયો છે.
(૬) અહીં તે અજ્ઞાન ટળે ને સમ્યક્ આત્મઅનુભવ થાય–એવી અપૂર્વ વાત
છે.
(૭) ભાઈ, તું તને જાણ. પોતે પોતાને જાણે તો અપૂર્વ શાંતિ પ્રગટે.
(૮) ચૈતન્યનું જ્યાં આવું અપૂર્વ ભાન પ્રગટ્યું ત્યાં આત્મામાં અપૂર્વ
સોનેરી પ્રભાત ખીલ્યું.

PDF/HTML Page 7 of 33
single page version

background image
: ૬: આત્મધર્મ: ૨૩૬
(૯) ચૈંતન્યનો અનુભવ થતાં અતીન્દ્રિય આનંદથી ભરેલું મંગલ પ્રભાત ઊગ્યું, ને અનાદિના
અજ્ઞાન અંધારા ટળ્‌યા.
(૧૦) સમ્યગ્દર્શન થતાં આત્મામાં અપૂર્વ ધર્મનો અવતાર થયો... સિદ્ધના સન્દેશા આવ્યા.
(૧૧) આત્મા બહારના પદાર્થો વગર આનંદસ્વભાવથી ભરેલો છે, તેમાંથી જ સુખ પ્રગટે છે.
(૧૨) અજ્ઞાની સ્વસુખને ભૂલીને બહારના અનંત પદાર્થોને સુખનું કારણ માને છે, તેમાં
અનંત આકુળતા છે.
(૧૩) બહારમાં સુખ એ તો કલ્પના જ છે, સુખ તો આત્માના સ્વભાવમાં ભર્યું છે.
(૧૪) જેમ હાથી ચુરમું અને ઘાસના સ્વાદને ભેળસેળ કરીને વિવેક વગર ખાય છે, તેમ પશુ
જેવો અજ્ઞાની ચૈતન્યના અને રાગના સ્વાદને એકમેક વેદે છે.
(૧પ) ચૈતન્યના આનંદના શાંતરસના સ્વાદને ભૂલીને અજ્ઞાનીને રાગનો રંગ ચડી ગયો છે.
(૧૬) ધર્માત્માને ચૈતન્યનો રંગ ચડયો છે, ચૈતન્યના સ્વાદ પાસે રાગનો રસ તેને છૂટી ગયો છે.
(૧૭) અરે, આવો મનુષ્ય અવતાર અનંતકાળે મળ્‌યો છે તેમાં આ વસ્તુ સમજે તો સફળતા
છે.
(૧૮) આત્માને સમજવાનો અંદરમાં રંગ લાગવો જોઈએ. ચૈતન્યનો રંગ લાગે તો રાગનો
રંગ ઊડી જાય.
(૧૯) આત્માની અનુભૂતિનો સ્વાદ અત્યંત મધુર છે... જગતના કોઈ પદાર્થોમાં એવો સ્વાદ
નથી.
(૨૦) અજ્ઞાની રાગના સ્વાદને આત્માના ચૈતન્યરસનો સ્વાદ માને છે, તેને ચૈતન્યના મધુર
વીતરાગી સ્વાદની ખબર નથી.
(૨૧) જેમ દારૂના ઘેનમાં પડેલો માણસ શીખંડમાં દહીં અને સાકરના જુદા સ્વાદને જાણતો
નથી, તેમ મોહની મૂર્છામાં પડેલા અજ્ઞાનીને ચૈતન્યનો આનંદસ્વાદ અને રાગનો આકુળસ્વાદ–તેની
ભિન્નતાની ખબર નથી.
(૨૨) પણ જ્યાં ભિન્નતાનું ભાન થયું ત્યાં એવો અનુભવ થયો કે અહો, આ મારા ચૈતન્યનો
સ્વાદ રાગથી જુદો, અચિંત્ય છે, આવો ચૈતન્ય સ્વાદ પૂર્વે કદી અનુભવમાં આવ્યો નહોતો.
(૨૩) અનુભવ થતાં આત્મામાં અપૂર્વ બીજ ઊગી... તે હવે પૂર્ણ કળાએ ખીલીને કેવળજ્ઞાન
થયે જ છૂટકો.
(૨૪) આવા અનુભવ વગર બીજા ગમે તેટલા સાધન કરે તોપણ તેમાં ધર્મની ગંધ પણ નથી.
(૨પ) અરે, એક માખી જેવું પ્રાણી પણ ફટકડી ઉપર બેસે ને મીઠો સ્વાદ તેમાં ન આવે તો
તેને છોડી દે છે, ને સાકરમાંથી મીઠો સ્વાદ આવતાં તેના ઉપર તે બેસે છે... આટલો સ્વાદભેદનો વિવેક
માખીને પણ છે. તો અરે જીવ! રાગમાં તો આકુળતા છે, તેમાં કાંઈ ચૈતન્યનો મધુર સ્વાદ નથી. માટે
તેના ઉપરથી તું તારી રુચિ છોડ... આત્મામાં ઉપયોગ મુક્તાં તેમાંથી અતીન્દ્રિય શાંતિનો મધુરસ્વાદ
આવે છે માટે તેમાં તારા ઉપયોગને જોડ.

PDF/HTML Page 8 of 33
single page version

background image
જેઠ: ૨૪૮૯: : ૭:
(૨૬) ચૈતન્યના અને રાગના સ્વાદનો વિવેક કરીને જેણે આત્મામાં ઉપયોગ જોડયો તેને
સમ્યક્બોધીબીજ ઊગી ને અપૂર્વ આનંદનો સ્વાદ આવ્યો.
(૨૭) ચૈતન્યના આનંદનો સ્વાદ આવ્યો ને તેમાં રુચિ લાગી, ત્યાં ધર્માત્મા જગતની
પ્રતિકૂળતાના ગંજને પણ ગણતો નથી.
(૨૮) ધર્માત્માએ અંતર્મુખ થઈને પોતાના ચૈતન્યનું અવલંબન લીધું છે. તે ચૈતન્યના
અવલંબને પોતાની પરમાત્મદશાને સાધે છે.
(૨૯) જ્યાં સમ્યક્ ભાન થયું ત્યાં આત્મામાં બોધીચીજ ઊગી... આત્મામાં આનંદનના
અંકૂશની ધારા વહેવા લાગી.
(૩૦) મારા આત્માના સ્વાદમાં દુનિયાની પ્રતિકૂળતા મને ડરાવી શકે નહિ કે અનુકૂળતા મને
ઓગાળી શકે નહિ.
(૩૧) આવી જ્ઞાનબીજ જેને ઊગી તે અલ્પકાળમાં કેવળજ્ઞાન પ્રગટ કરીને પૂર્ણ પરમાત્મા થઈ
જશે.
(૩૨) ચૈતન્યના ભાન વગર અજ્ઞાનથી પરમાં કર્તૃત્વબુદ્ધિ કરી કરીને બહિર્વલણથી જીવો દુઃખી
થાય છે.
(૩૩) જેમ હરણીયાં અજ્ઞાનથી જ ઝાંઝવાને જળ માનીને પીવા દોડે છે ને દુઃખી થાય છે;
તેમ જીવો અજ્ઞાનથી જ પરમાં કર્તૃત્વ માનીને, અને રાગ સાથે કર્તાકર્મપણે પ્રવર્તતા થકા દુઃખી
થાય છે.
(૩૪) ત્રિકાળી ચિદાનંદસ્વરૂપ આત્મા પોતે છે તેના ભાનના અભાવે અજ્ઞાની આકુળતામાં
(રાગમાં) શાંતિ શોધે છે, –પણ અનંતકાળેય રાગમાંથી શાંતિ મળવાની નથી.
(૩પ) અરે જીવ! ઝાંઝવાને પાણી માનીને તું દોડયો... ઘણું દોડયો... છતાં ઠંડી હવા પણ ન
આવી. તું વિચાર તો કર કે જો ત્યાં ખરેખર પાણી હોય તો હજી ઠંડી હવા પણ કેમ ન આવી? તેમ
અનાદિથી અજ્ઞાની રાગમાં શાંતિ માને છે, પણ ભાઈ! તું વિચાર તો કર કે હજી તને ચૈતન્યની ઠંડી
હવા પણ કેમ ન આવી?
(૩૬) ચૈતન્યના સ્વભાવમાં શાંતિ છે તેને જો લક્ષમાં લ્યે તો અનંતકાળમાં પ્રાપ્ત ન થયેલી
એવી શાંતિની ઠંડી હવા પોતાને અંતરથી આવે.
(૩૭) તરસ્યા હરણાં મૃગજળમાં પાણી માનીને ઉલટા દુઃખી થાય છે, તેમ આકુળતામાં
(રાગમાં) એકાકાર વર્તતા અજ્ઞાની જીવો શુભાશુભ રાગમાં શાંતિ માનીને ઉલટા દુઃખને જ વેદે
છે.
(૩૮) જો મૃગજળથી તરસ્યા હરણાંની તરસ છીપે તો શુભરાગમાંથી અજ્ઞાનીને શાંતિ મળે.
(૩૯) જેમ પ્રકાશમાં અંધકાર નથી, ને ચૈતન્યપ્રકાશમાં રાગરૂપ અંધકાર નથી; એમ બન્નેની
ભિન્નતા છે.
(૪૦) જેમ અંધકાર અને પ્રકાશ ભિન્ન છે, તેમ રાગ અને ચૈતન્ય બન્ને ભિન્ન છે.
(૪૧) અજ્ઞાની જ્ઞાનને ભૂલીને પરભાવના કર્તાપણે વર્તે છે, તે તેનો મોહ છે.

PDF/HTML Page 9 of 33
single page version

background image
: ૮: આત્મધર્મ: ૨૩૬
(૪૨) આચાર્યદેવ કહે છે કે આત્મા તો જ્ઞાન છે, જ્ઞાનસ્વરૂપ આત્મા જ્ઞાનથી બીજું શું કરે?
(૪૩) જ્ઞાનસ્વરૂપ આત્મા જ્ઞાન સિવાય બીજા કોઈ પરભાવને કરે–એ અજ્ઞાનીઓની મોહ છે?
(૪૪) પરનો તો કર્તા અજ્ઞાની પણ થઈ શકતો નથી. અજ્ઞાની માત્ર પોતાના મોહભાવને કરે
છે.
(૪પ) અરે ભાઈ, તારો આત્મા જ્ઞાન છે... તે જ્ઞાનને તું રાગથી ભિન્ન જાણ.
(૪૬) અહો, આ તો જન્મ–મરણના ફેરામાંથી છૂટવું હોય–એની વાત છે.
(૪૭) આ તો સંતોના અંતરઅનુભવમાંથી નીતરતું પરમ સત્ય છે.
(૪૮) ચૈતન્યની આવી પરમ સત્ય વાત સાંભળતાં તેનો આદર થાય–તેમાં પણ રાગની ઘણી
મંદતા થઈ જાય છે, ને તેમાં ઊંચા પુણ્ય સહેજે બંધાઈ જાય છે. પણ આત્માર્થીને રાગનો પ્રેમ નથી.
(૪૯) ચૈતન્યસ્વભાવનું બહુમાન કરીને તેના નિર્ણયનો ને અનુભવનો ઉદ્યમ કરવો તે મૂળ
વસ્તુ છે.
(પ૦) સ્વભાવના બહુમાનમાં વચ્ચે ઊંચા પુણ્ય બંધાય તે તો અનાજના કણસલાં જેવા છે,
તેના ઉપર ધર્મીનું લક્ષ નથી. જેમ સારા ખેડૂતનું લક્ષ અનાજ ઉપર છે તેમ ધર્મીનું લક્ષ ચૈતન્ય સ્વભાવ
ઉપર છે.
(પ૧) અજ્ઞાનીએ સ્વભાવમાં જવા માટે રાગનું અવલંબન માન્યું છે, સંતો તેનો નિષેધ કરે છે
કે અરે ભઈ! તને રાગનું શરણ નથીય, રાગથી જુદું પરિણમતું જ્ઞાન જ તને શરણરૂપ છે. માટે એવા
જ્ઞાનને તું જાણ.
(પ૨) અરે શ્રોતાઓ! તમારા જ્ઞાનમાં અમે અનંતા સિદ્ધોને પધારાવીએ છીએ.
(પ૩) આ વાત તારા કાળજામાં બેસતાં તારું લક્ષ જ્ઞાન ઉપર જ રહેશે, એટલે રાગાદિનો
આદર નહિ રહે; એટલે અલ્પકાળે રાગને ટાળીને તું પણ સિદ્ધ થઈ જઈશ.
(પ૪) જો આત્માનું સ્વરૂપ સત્યપણે સમજે તો તે સત્ય સમજણમાં અનુભૂતિનો આનંદ
આવ્યા વિના રહે નહિ.
(પપ) ભગવાનના સેવક સંતો જાગ્યા તેઓ ભગવાનના આડતીઆ તરીકે જગતને
ભગવાનનો સંદેશ સંભળાવે છે.
(પ૬) અરે જીવો! રાગથી જુદા પડીને તમે તમારા ચૈતન્યમાં પ્રવેશ કરો... ચૈતન્યમાં આરોહણ
કરો.
(પ૭) અધર્મ કાળમાં વિકારનું વેદન હતું, હવે ધર્મકાળમાં એનાથી કોઈ જુદું જ (ચૈતન્યરસનું)
આનંદમય વેદન થયું.
(પ૮) ભાઈ, રાગનો ઉત્સાહ છોડીને ચૈતન્યનો ઉત્સાહ કર; એકવાર ચૈતન્યનો ઉત્સાહ કરીને
અંતરમાં વળ્‌યો કે ભવથી બેડો પાર!
(પ૯) ભાઈ, આ ભવના અંત કરવાના ટાણા આવ્યા છે. તેમાં અનંત સંત મહંત કહે છે એવા
આત્માનું ભાન તો કર.

PDF/HTML Page 10 of 33
single page version

background image
જેઠ: ૨૪૮૯: : ૯:
(૬૦) ધર્માત્માને લગની લાગી છે ચૈતન્યની; ચૈતન્યના રંગ પાસે જગતના રંગ તેને ફિક્કા
લાગે છે.
(૬૧) રાગથી ભિન્ન ચૈતન્યની પ્રતીત કરીને તેણે પોતાના આંગણે ચૈતન્ય પરમાત્માને
પધરાવ્યા છે.
(૬૨) અહા, જેના આંગણે પરમાત્મા પધાર્યા તે હવે પરભાવના કર્તૃત્વમાં કેમ રોકાય? ક્્યાં
પરમાત્મા ને ક્્યાં પરભાવ?
(૬૩) સંત–મહંત કહે છે કે સિદ્ધપ્રભુના તેડા આવ્યા છે, અમે તો હવે સિદ્ધોની મંડળીમાં ભળ્‌યા
છીએ.
(૬૪) ઉપયોગને રાગથી જુદો કરીને અંતર ચૈતન્યમાં વાળ્‌યો ત્યાં અપૂર્વ ધર્મનો અવતાર
થયો.
(૬પ) ભાઈ, જીવનમાં આવું આત્મભાન કરવું–તેમાં જીવનની સફળતા છે; એના વગર તો
બધુંય હા–હો ને હરીફાઈ છે,
(૬૬) અરે ચૈતન્ય પ્રભુ! તારી પ્રભુતા તારા ચૈતન્યધામમાં છે, રાગમાં તારી પ્રભુતા નથી.
(૬૭) અનાકુળ ચૈતન્ય ભાવનું વેદન થાય–તેને સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન કહેવાય છે.
(૬૮) ધર્માત્મા રાગરૂપી મલિનતાથી ભિન્ન પડીને ચૈતન્યના નિર્વિકલ્પ વેદનરૂપ શાંત જળને
પીએ છે.
(૬૯) સ્વ–પરનું ભેદજ્ઞાન થતાં ધીર અને ગંભીર જ્ઞાનજ્યોતિ પ્રગટે છે, ને રાગ સાથે
કર્તાકર્મપણારૂપ મોહગાંઠ તૂટી જાય છે.
(૭૦) ધર્માત્માને અંતરથી ચૈતન્યસ્વાદ આવ્યો તેમાં એવી નિઃશંકતા છે કે હવે અલ્પકાળે
પરમાત્મા થશું.
(૭૧) ચૈતન્યનો નિર્ધાર કરીને સ્વરૂપસન્મુખ થતાં રાગથી જુદો નિર્વિકલ્પ આનંદ અનુભવાય
છે, એનું નામ ધર્મ છે.
(૭૨) ભાઈ, અનંતાજુગ વિભાવના પંથમાં વીત્યા પણ તારી પ્રભુતા તને પ્રાપ્ત ન થઈ; તારી
પ્રભુતા તો તારા અંતરમાં ચૈતન્યથી ભરપૂર છે, તેનું અવલોકન કર તો પ્રભુતાનો પંથ હાથમાં આવે.
(૭૩) સમ્યગ્દર્શન થતાં ભગવાન આત્મા પોતે પોતાના અનુભવમાં પ્રસિદ્ધ થયો કે હું તો જ્ઞાન
છું; રાગનું વેદન તે હું નથી.
(૭૪) આવા ચૈતન્યના સ્વસંવેદનથી જ્યાં સમ્યગ્દર્શનરૂપ બીજ ઊગી ત્યાં આત્મામાં ચૈતન્યની
અપૂર્વ મંગલ વધાઈ આવી, ને તે હવે વધી વધીને પૂર્ણ કેવળજ્ઞાન થશે.
જન્મવધાઈ દિને આવી ચૈતન્યવધાઈ
દાતાર ગુરુદેવનો જય હો.

PDF/HTML Page 11 of 33
single page version

background image
: ૧૦: આત્મધર્મ: ૨૩૬


જોરાવરનગરમાં પંચકલ્યાણક પ્રતિષ્ઠા
મહોત્સવ પ્રસંગે સાત દિવસ સુધી પ્રવચનમાં
ગુરુદેવના શ્રીમુખેથી જે અમૃતમય રત્નધારા
વરસી તે રત્નવૃષ્ટિમાંથી વીણેલા ૧૦૧ રત્નો
અહીં આપવામાં આવ્યા છે.
૧. આત્મા ચૈતન્ય–આનંદનું પૂર છે, તેની સમીપતામાં જ્ઞાન–આનંદનાં વહેણ વહે છે. રાગનાં
વહેણ તો ચૈતન્યથી દૂર છે. ભાઈ, તારી શાંતિની તૃષા છીપાવે એવા ચૈતન્યવહેણ તો તારી પાસે જ છે.
રાગનાં વહેણ દૂર છે, તેનામાં તારી તૃષા છીપાવવાની તાકાત નથી.
૨. ભાઈ, તારું સ્વચ્છ ચૈતન્યઝરણું–જેમાંથી આનંદનાં વહેણ વહે છે, તેમાં રાગના રંગ નથી.
ચૈતન્યની નિર્મળતામાં રાગના રંગ નથી.
૩. ચૈતન્યસ્વરૂપ આત્મા શું ને રાગ શું તેની ભિન્નતાનો નિર્ણય તે નિર્વાણનો માર્ગ છે.
૪. જેણે અંર્તવેદનથી રાગ અને ચૈતન્યના સ્વાદનો ભેદ પાડયો તેણે રાગના કર્તૃત્વરૂપ
અજ્ઞાનભૂમિકા છોડીને ચૈતન્યના આનંદમય જ્ઞાનભૂમિકામાં પ્રવેશ કર્યો.
પ. ચિદાનંદ તત્ત્વનું ભાન થતાં ધર્માત્માને રાગ તરફનો પક્ષઘાત થયો છે (–તેનો પક્ષ હણાઈ
ગયો છે) ને ચૈતન્યસ્વભાવ તરફનો પક્ષપાત થયો છે, –તે તરફ પરિણતિ વળી છે.
૬. અરે ચૈતન્ય! તને તારા અંતરના આનંદનો સ્વાદ ન આવે ને એકલા વિકારના ઝેરનો સ્વાદ
તું લે, તો આવો મનુષ્ય અવતાર પામીને તેં શું કર્યું?
૭. જ્યાં રાગથી ભિન્ન ચૈતન્યનો સ્વાદ અંતરમાં આવ્યો ત્યાં જ્ઞાનના વહેણ જ્ઞાન તરફ વળ્‌યા
ને વિભાવથી

PDF/HTML Page 12 of 33
single page version

background image
જેઠ: ૨૪૮૯ : ૧૧:
પાછા ફર્યાં. એક ક્ષણમાં એ ધર્માત્માનું લક્ષ ફર્યું, પક્ષ ફર્યો, પરિણમનની દિશા ફરી, દશા ફરી; બહિર્મુખ
દિશા છૂટી ને અંતર્મુખ દિશા થઈ; સ્વભાવનું લક્ષ થયું ને વિકારનો પક્ષ છૂટયો.
૮. આવું સમ્યક્ આત્મભાન સ્વર્ગના દેવો કરી શકે, નરકના નારકી પણ કરી શકે, અરે,
તિર્યંચ–ઢોર પણ કરી શકે, તો મનુષ્યો કરી શકે એમાં શું આશ્ચર્ય!
૯. અનાદિથી અજ્ઞાનદશામાં વિકાર સાથે મેળ હતો, તેની પ્રીતિ હતી, પણ સમ્યગ્જ્ઞાન થતાં વિકાર
સાથેનો મેળ તૂટી ગયો ને સ્વભાવ સાથે સગાઈ થઈ; સ્વભાવની પ્રીતિ થઈ ને વિકારની પ્રીતિ તૂટી.
૧૦. સમ્યગ્જ્ઞાનને અને વિકારને મેળ નથી એટલે કે કર્તાકર્મરૂપ એકતાનો સંબંધ તેમને નથી.
સમ્યગ્જ્ઞાનને તો ચૈતન્યના આનંદ વગેરે અનંતગુણો સાથે મળે છે.
૧૧. અરે આત્મા! તારા ચૈતન્યધામમાં અનંતગુણ સહિત તારી પ્રભુતા ભરી છે, નિર્મળજ્ઞાનવડે
તેનો પ્રેમ કર... નિર્મળ જ્ઞાનવડે તેનો સ્વાનુભવ કર. આવો સ્વાનુભવ થતાં્ર આત્મામાં ધર્મનો અવતાર
થાય છે, અપૂર્વ તીર્થની શરૂઆત થાય છે.
૧૨. પહાડ જેવડી ચૈતન્યપ્રભુતા અંતરમાં પડી છે પણ તરણાં જેવા તુચ્છ વિકારની રુચિ આડે
એ પ્રભુતાનો પહાડ અજ્ઞાનીને દેખાતો નથી. જ્ઞાનદ્રષ્ટિથી અંતરમાં નજર કરે તો પ્રભુ પોતાનાથી
વેગળા નથી, પોતામાં જ પોતાની પ્રભુતા ભરી છે.
૧૩. અનાદિથી આત્મસ્વભાવને ભૂલીને રાગથી ચૈતન્યનિધાનને મિથ્યાત્વનાં તાળાં માર્યાં હતા,
તે તાળાં ભેદજ્ઞાનના ઉપદેશવડે શ્રીગુરુએ ખોલ્યા, ત્યાં ચિદાનંદની ત્રિવેણી (–શ્રદ્ધા–જ્ઞાન–આનંદની
ત્રિવેણી) હાથ આવી... હવે આત્મા મોક્ષના પંથે ચડયો... તેને હવે બંધન થતું નથી... તે બંધભાવથી
જુદો ને જુદો જ રહે છે.
૧૪. જે અનંત તીર્થંકરો થયા, થાય છે ને થશે તેઓ દીક્ષા પહેલાં જ્ઞાનાનંદસ્વરૂપ આત્માને
રાગથી ભિન્ન જાણીને તેની ભાવના ભાવતા હતા.
૧પ. સમ્યગ્દર્શનપૂર્વક ચૈતન્યમાં લઈન થઈને પૂર્ણ પરમાત્મદશાની એવી ભાવના ભાવતા હતા કે–
અપૂર્વ અવસર એવો ક્્યારે આવશે?
ક્્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો;
સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને,
વિચરશું કવ મહત્ પુરુષને પંથ જો.
૧૬. અહો, મહત્ પુરુષો એવા સિદ્ધ ભગવંતો અને તીર્થંકરો જે ચૈતન્યપંથે વિચર્યા તે પંથે અમે
વિચરીએ એવો ધન્ય અવસર ક્્યારે આવે! એવી ભાવના ગૃહસ્થપણામાં તીર્થંકર ભાવતા હતા.
૧૭. જન્મ–મરણના દુઃખોથી ભયભીત થઈને ચૈતન્યના અમૃતની ભાવના ભાવતા ભાવતા
તીર્થંકરો પણ સંસાર છોડીને ચૈતન્યને સાધવા વનમાં ચાલી નીકળ્‌યા.
૧૮. અમૃતના અનુભવરૂપ દીક્ષા ભગવાન મહાવીરે આજે અંગીકાર કરીને સંસારના રાગના
બંધનને તોડી નાંખ્યા.
૧૯. અરે, આ રાગાદિ ભાવો તે અમે નહિ, અમે તો શુદ્ધ ચૈતન્યસિંધુ છીએ, –તેમાં લીન થઈને
અતીન્દ્રિય આનંદની છોળો ઊછળે. એવી ધન્યદશાની ભગવાન ભાવતા હતા; ને આજે ભગવાને એવી
દશા પ્રગટ કરી.
૨૦. ભગવાને મુનિ થઈને શું કર્યું? ભગવાન કારણ પરમાત્માનું ધ્યાન કરતા હતા. પરમાત્મદશારૂપ
જે મોક્ષમાકાર્ય, તેના કારણરૂપ એવો જે ચિદાનંદ સ્વભાવ તેનું ધ્યાન ભગવાન કરતા હતા.
૨૧. ભગવાન મહાવીર પહેલેથી બાલબ્રહ્મચારી હતા, સ્ત્રીના રાગનું બંધન તેમને હતું જ નહિ;
માતા–પિતાને રાગને પણ તોડીને ભગવાન આજે મુનિ થયા ને મુનિદશામાં ત્રીસ વર્ષ સુધી ભગવાને
આત્મધ્યાન કર્યું. આત્મ લગનીમાં આહારાદિની વૃત્તિ છૂટી થઈ તેનું નામ તપ.
૨૨. કેવી હતી મુનિપણામાં ભગવાનની પરિણતિ? તો કહે છે કે–

PDF/HTML Page 13 of 33
single page version

background image
: ૧૨ : આત્મધર્મ: ૨૩૬
રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની,
સર્વે માન્યા પુદ્ગલ એક સ્વભાવ જો.
આત્માના પરમાત્મસ્વભાવની ભાવના
કરતા કરતા ભગવાન રાગ દશાને ઉલ્લંઘી ગયા.
શુભરાગના કણિયાને છોડીને ભગવાન અપ્રમત્ત
આત્મધ્યાનમાં લીન થઈને ચૈતન્યના અતીન્દ્રિય
આનંદમાં મશગુલ થયા. ત્યારે એક સાથે સાતમું
ગુણસ્થાન તેમજ ચોથું જ્ઞાન તેમને પ્રગટ્યું.
૨૩. અકષાયી ચિદાનંદ સ્વરૂપને સાધતા
સાધતા ભગવાન એવી ભાવનારૂપે પરિણમી થયા
છે કે–
ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા,
માન પ્રત્યે તો દીનપણાનું માન જો.
માયા પ્રત્યે માયા સાક્ષીભાવની,
લોભ પ્રત્યે નહીં લોભ સમાન જો.
ક્રોધ–માન–માયા–લોભથી પાર ચિદાનંદ
તત્ત્વના શાંતરસનાં વેદનમાં ભગવાન મશગુલ
થયા. –એનું નામ મુનિદશા.
૨૪. મુનિદશામાં ઝુલતા ભગવાન
જગતથી ઉદાસીન થયા છે, ક્રોધાદિ તે અમારા
સ્વભાવમાં નથી; અમે તો ક્ષમાના ને શાંતરસના
ભંડાર છીએ. ઉપસર્ગં અને પરિષહોને સાક્ષીભાવે
સહન કરવા અમે તૈયાર છીએ, –આવી દશા
ભગવાનને વર્તતી હતી.
૨પ. અરે, કેવળજ્ઞાન પાસે અમારી
પામરતા છે. પણ અમે દીન નથી, અમે તો
ચૈતન્યના સાધક સંત છીએ–મુનિ છીએ. જગતની
અનુકૂળતા કે પ્રતિકૂળતા ઉપર રાગ–દ્વેષ કરવાનું
અમારામાં નથી. અમારો કારણ પરમાત્મા જ
અમારું અવલંબન છે, તેના અવલંબને અમારી
પરમાત્મદશા પ્રગટશે.
૨૬. વળી ભગવાનની મુનિદશા કેવી
હતી? તેની ભાવના ભાવતાં દીક્ષાવનમાં ગુરુદેવ
ઘણા વૈરાગ્યરસથી કહે છે કે–
બહુ ઉપસર્ગ કર્તા પ્રત્યે પણ ક્રોધ નહિ,
વંદે ચક્રી તથાપિ ન મળે માન જો,
દેહ જાય પણ માયા થાય ન રોમમાં;
લોભ નહિ છો પ્રબળ સિદ્ધિ નિદાન જો.
અહો, આવી મુનિદશાની ભાવના ભાવવા જેવી
છે.
૨૭. વળી, એ ધન્યદશાની ભાવનાને
ઉત્કૃષ્ટપણે મલાવતાં ગુરુદેવ કહે છે કે–
એકાકિ વિચરતો વળી સ્માશાનમાં,
વળી પર્વતમાં સિંહ વાઘ સંયોગ જો;
અડોલ આસન ને મનમાં નહિ ક્ષોભતા,
પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો.
૨૮. અરે, આવા આત્મધ્યાનમાં ક્્યારે મગ્ન થશું?
ચૈતન્યના આનંદના અમૃતકુંડમાં ક્્યારે લીન થશું?
શાંતિનાથ વગેરે તીર્થંકરો ચક્રવર્તીના વૈભવ વચ્ચે
રહેલા ત્યારે પણ આવી ભાવના ભાવતા હતા.
૨૯. પછી ભગવાનને વૈરાગ્ય થતાં જ્યારે
દેક્ષા લ્યે છે ને પાછળ સ્ત્રીઓ વિલાપ કરે છે ત્યારે
ભગવાન કહે છે કે: અરે, રાણીઓ હું મારા રાગને
કારે રોકાયો હતો; મારો એ રાગ હવે મરી ગયો
છે. હવે અમે કોઈના બંધનમાં અટકવાના નથી.
અરે, રાણીઓ! તમારા રાગના વિલાપ અમને
ઓગાળી શકશે નહિ કે અમને રોકી શકશે નહિ.
૩૦. ચૈતન્યના આનંદમાં લીન થતો આત્મા
જ્યાં વૈરાગ્યથી ઊછળ્‌યો ત્યાં જગતના પરિષહોની
પ્રતિકૂળતા તેને બાળી શકશે નહિ, કે જગતની
અનુકૂળતાના ગંજ તેને ગાળી શકશે નહિ.
૩૧. મહાવીર ભગવાન તો બાલબ્રહ્મચારી
હતા. દીક્ષા વખતે માતાને આઘાત લાગે છે ત્યારે કહે
છે કે હે માતા! તમે રજા આપો! તમે પુત્રમોહને
છોડો. આ સંસારમાં કોણ પુત્ર ને કોણ માતા! અમે
તો અમારી શુદ્ધપરિણતિરૂપી માતા પાસે જશું ને
કેવળજ્ઞાનરૂપ પુત્ર થશું. પછી માતા પણ રજા આપે
છે કે પુત્ર! ધન્યતારો અવતાર! ને ધન્ય તારી
ભાવના!! તીર્થંકર થઈને જગતનો ઉદ્ધાર કરવા
તારો અવતાર છે.
૩૨. ભગવાન મહાવીરે આજે અસ્થિરતાનો રાગ
તોડીને ચિદાનંદસ્વરૂપમાં લીનતારૂપ મુનિદશા
પ્રગટ કરી.

PDF/HTML Page 14 of 33
single page version

background image
જેઠ: ૨૪૮૯ : ૧૩ :
૩૩. ભગવાન તીર્થંકરપરમાત્મા મહાવિદેહમાં અત્યારે સાક્ષાત્ બિરાજે છે, તેમની સભામાં
ગણધરો બેસે છે, ત્યાં સંતોનાં ને મુનિઓનાં ટોળાં છે ને ભગવાનની વાણીમાં ધર્મના ધોધ છૂટે છે.
૩૪. ભગવાને શું કહ્યું? જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા તરફ ઝૂકવાનું ભગવાને કહ્યું છે. એના સિવાય
બીજું બધું જીવ અનંતવાર કરી ચૂક્્યો, પણ એ રાગની ક્રિયાઓથી કિંચિત્ કલ્યાણ ન થશું.
૩પ. જેને ભવનો ભય લાગ્યો છે એવો જિજ્ઞાસુ શિષ્ય પૂછે છે કે પ્રભો! ભવભ્રમણના કારણરૂપ
આ અજ્ઞાન કેમ ટાળે? એવા શિષ્યને આચાર્યદેવે ભેદજ્ઞાનની અપૂર્વ વાત સમજાવી છે.
૩૬. જુઓ ભાઈ, રાગની વાત તો જગતમાં બધેય ચાલે છે, પણ અહીં ભગવાનની દુકાને તો
આત્માનો મોક્ષ કેમ થાય તેની વાત છે.
૩૭. ચૈતન્ય શું ને રાગ શું એની ભિન્નતાના ભાનવડે જે સમ્યક્ત્વના અંકુશ ઊગ્યા તે વધીને
પૂર્ણાનંદમય પરમાત્મદશા પ્રગટી જશે.
૩૮. રાગમાં જાગૃતિભાવ નથી, તેનામાં ચૈતન્યના સ્વસંવેદનની તાકાત નથી, તે રાગને રાગ
તરીકે પણ જ્ઞાન જ જાણે છે. જ્ઞાન જાગૃત છે, જ્ઞાનમાં જ સ્વસંવેદનની ને સ્વ–પરને જાણવાની તાકાત
છે. એમ ઓળખીને જ્ઞાન જ્ઞાનપણે પરિણમ્યું ત્યાં અજ્ઞાનનો નાશ થઈ ગયો છે.
૩૯. રાગને રાગનીયે ખબર નથી ને જ્ઞાનનીયે ખબર નથી. જ્ઞાનને જ્ઞાનનીયે ખબર છે ને
રાગને ય તે જાણે છે; માટે જ્ઞાન જાગૃત સ્વરૂપ છે, ને રાગ અજાગૃત–અચેતન છે. તે રાગને
ચૈતન્યભાવથી ભિન્નતા છે. આવી ઓળખાણ વડે રાગથી જુદો પડીને જ્ઞાનનો અનુભવ લીધો ત્યાં
રાગાતીત અતીન્દ્રિયે ચૈતન્ય સ્વાદ આવ્યો, એટલે ભેદજ્ઞાન થયું, ને અજ્ઞાન ટળ્‌યું.
૪૦. ભાઈ, દિવસ થોડો, –જીવનના ઘણા વર્ષોતો વીતી ગયા ને થોડા રહ્યા, તેમાં આ વાત
સમજીને આત્માનું કલ્યાણ કરવા જેવું છે. અરે, નાની ઉંમરમાં પણ બધાયે પહેલેથી આ કરવા જેવું છે.
૪૧. સંતો કરુણાબુદ્ધિથી જગતને સમજાવી રહ્યા છે કે અરે આત્મા! પરમાં કર્તૃત્વની તારી બુદ્ધિ
તે દુઃખની ખાણ છે, તે પાપની ખાણ છે; અરે, રાગની વૃત્તિ પણ દુઃખરૂપ છે, તેની કર્તૃત્વબુદ્ધિ પણ
દુઃખનું મૂળ છે. તારે શાંતિ ને સમ્યગ્દર્શન જોઈતું હોય તો પરથી ભિન્ન ને રાગથી પાર જ્ઞાનતત્ત્વ
અંતરમાં શું છે તેને લક્ષમાં લે તો તારા દુઃખ ટળે ને ભવના અંત આવે.
૪૨. સંસારભ્રમણથી થાકીને જે શિષ્યનો પોકાર સંત પાસે થયો, તે શિષ્યને સંત ભવના અંતની
વાત સમજાવે છે.
૪૩. ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદરસનો કંદ છે, તે કોઈ રાગનું કારણ નથી, તેમજ
રાગનું તે કાર્ય પણ નથી, એટલે રાગ વડે ચૈતન્યનો અનુભવ થાય નહિ; તેમજ ચૈતન્યતત્ત્વ સુખનું
સાગર છે તે દુઃખનું અકારણ છે.
૪૪. સંતોના હૃદયની વાત શું છે–તેનો પરિચય જીવે કદી કર્યો નથી. અરે, યથાર્થબુદ્ધિથી તેનું
શ્રવણ પણ કર્યું નથી ને એકક્ષણ પણ કદી તેનો અનુભવ કર્યો નથી. આ વાત પ્રથમ નિર્ધારમાં લાવવી
તેમાં પણ કોઈ અપૂર્વ પુરુષાર્થ છે. સમ્યક્ નિર્ધાર તે નિર્વાણનો માર્ગ છે.
૪પ. પછી અનુભવદશામાં તો વીતરાગી શમરસના ઝરણાં ઝરે છે, નિર્વિકલ્પ સુધારસને આત્મા
ચૂસે છે. મુનિદશામાં એવા આનંદરસનો અનુભવ ઘણો વધી ગયો છે, એ તો મોક્ષની ઉગ્ર સાધકદશા છે.
૪૬. શુદ્ધતાનો પિંડ આત્મા, ને અશુદ્ધ એવા રાગાદિભાવો, સુખનો પિંડ આત્મા, ને દુઃખનું
કારણ એવા રાગાદિભાવો, ચૈતન્ય સાથે એકમેક એવો આત્મા, ને ચૈતન્યથી વિપરીત એવા રાગાદિ
ભાવો–એ બંનેને અત્યંત ભિન્નતા છે.
૪૭. આત્માનો અને વિકારનો લક્ષણભેદ જાણીીને તેમને જુદા જાણવા, –કઈ રીતે? –કે
આત્માના સ્વભાવ તરફ ઝૂકવું ને વિકારભાવોમાં એકતાબુદ્ધિ છોડવી.

PDF/HTML Page 15 of 33
single page version

background image
: ૧૪: આત્મધર્મ: ૨૩૬
૪૮. પ્રભુ! આ તારી પ્રભુતાની વાત છે. આ પરમાત્મપુરાણ વંચાય છે; સાત દિવસની
પરમાત્માની પારાયણ બેઠી છે.
૪૯. સાધકભક્તો કહે છે: હે ભગવાન! આપના કહેલા સ્યાદ્વાદને મેં અત્યારસુધી જાણ્યો ન
હતો; પણ હવે તેનું ભાન થતાં વિકારથી ભિન્ન મારું ચિદાનંદતત્ત્વ મને ભાસ્યું, ને તેની રુચિ થઈ,
આસ્રવ–બંધ ભાવોને મારાથી વિપરીત વિભાવરૂપ સમજીને હવે તેની રુચિ મેં છોડી. –આ રીતે હે
નાથ! આપના માર્ગની મને પ્રાપ્તિ થઈ.
પ૦. અજ્ઞાનદશામાં પોતાની ભૂલ પર ઉપર ઢોળીને, બીજાનો વાંક કાઢીને મેં ઘોર અપરાધ કર્યો, ને
મારા સ્વભાવને તેમજ મારી ભૂલને હું ભૂલ્યો, પણ હે પ્રભો! હવે આપના ઉપદેશથી મારી ભૂલ મને
સમજાણી ને ભૂલ વગરનો–વિકાર વગરનો મારો સ્વભાવ મેં જોયો–એટલે આપનો કહેલો જૈનધર્મ શું છે તે
હવે મેં જાણ્યું.
પ૧. જૈનધર્મ કર્મવાદી નથી, પણ આત્મવાદી છે; તે આત્માની અનંતશક્તિ બતાવીને, કર્મને
આત્માથી ભિન્ન બતાવે છે. કર્મ છે ખરું પણ કર્મ જ જીવને રાગાદિ કરાવે છે–એ વાત જૈનદર્શનમાં નથી.
પ૨. વિકાર કરે પોતે ને દોષ ઢોળે કર્મ ઉપર, એટલે પોતે તો મહંત રહેવા માગે છે ને પોતાની
ભૂલ બીજા ઉપર નાખે છે; તો એ મોટી અનીતિ કરે છે. જૈનધર્મને સમજે તો એવી અનીતિ સંભવે
નહિ, – એમ પં. ટોડરમલજી મોક્ષમાર્ગ પ્રકાશકમાં કહે છે.
પ૩. હું જ્ઞાનાનંદ સ્વરૂપ છું–એવો અભિપ્રાય જામી જાય, ને ‘રાગાદિ હું’ –અુવી તન્મયબુદ્ધિ
છૂટી જાય–એનું નામ ભેદજ્ઞાન છે.
પ૪. તે ભેદજ્ઞાનના કાળે આત્માના પરિણમનની દિશા પલટી જાય છે: જેમ કોઈ માણસ અજાણપણે
કોઈને સ્ત્રી સમજીને વિકાર કરતો હોય, પણ જ્યાં ભાન થયું કે આ તો મારી માતા છે. –અરે, મારી જનેતા!
એમ ભાન થતાં વિકારબુદ્ધિ છૂટી જાય છે ને માતા પ્રત્યેનો નિર્વિકાર આદરભાવ જાગે છે. તેમ અજ્ઞાનભાવે
રાગાદિ વિકારને પોતાની સ્વપરિણતિ સમજીને તેના પ્રત્યે લીનતાથી રુચિ–પ્રેમ કરતો હતો, પણ જ્યાં ભાન
થયું કે અરે, હું તો ચૈતન્ય, આ રાગ હું નહિ–એવું ભાન થતાં વેંત જ ફડાક કરતી વિકારના પ્રેમની બુદ્ધિ છૂટી
જાય છે ને ચૈતન્ય સ્વભાવ પ્રત્યે નિર્વિકાર પ્રેમ અને આદર જાગે છે. આ રીતે અભિપ્રાય પલટતાં વેંત જ
પરિણતિની દિશા પલટી જાય છે. સ્વભાવ તરફ ઝૂકવાની અને વિકારથી પાછા વળવાનો એક જ કાળ છે.
પપ. જેમ સતિના હૃદયમાં બીજો પતિ હોય નહિ; તેમ સાધક સંતના હૃદયમાં વિકારની પ્રીતિ
સ્વપ્નેય હોય નહિ.
પ૬. ભાઈ, સંતો તને તારા સ્વભાવની અપૂર્વ વાત સમજાવીને મોક્ષનાં તિલક કરે છે.
સિદ્ધપદને સાધવાના આ અવસર આવ્યા છે.
પ૭. પ્રભો! વિકારની રુચિ છોડીને સ્વભાવને સાધવાનો આ કાળ છે. ‘હમણાં નહિ ને પછી
કરશું’ એવી મુદત ન મારીશ.
પ૮. અરે, આવા અવસરમાં જો આત્મભાન ન કર્યું ને બીજા શુભના કાર્યો ગમે તેટલા ક્્યાં તો
પણ તેણે કાંઈ કર્યું નથી, તેના હાથમાં કાંઈ નહિ આવે. અને જેણે ભેદજ્ઞાન પ્રગટ કર્યું તેણે બધું કર્યું,
તેના હાથમાં સિદ્ધ ભગવાન આવી જવાના.
પ૯. કુંદકુંદચાર્યદેવ પ્રવચનસારની શરૂઆતમાં કહે છે કે ચારિત્રદશા અંગીકાર કરીને હું મારી
મોક્ષલક્ષ્મીને વરવા નીકળ્‌યો છું તેમાં અનંતા સિદ્ધ ભગવંતોને મેં મારી સાથે રાખ્યા છે. હવે મારી
મોક્ષદશા પ્રાપ્ત કરવામાં વચ્ચે વિઘ્ન આવે નહિ. અપ્રતિહતપણે મોક્ષદશા લીધે છૂટકો.
૬૦. અંતર્વૃત્તિમાં આનંદ છે, બહિર્વૃત્તિમાં દુઃખ છે. એવો ભેદ જ્યાં જાણ્યો ત્યાં અંતર્વૃત્તિ થઈ ને
રાગની પ્રીતિરૂપ બહિર્વૃત્તિ છૂટી.
૬૧. જો અંતર્વૃત્તિ ન થાય ને બહિર્વૃત્તિ ન છૂટે

PDF/HTML Page 16 of 33
single page version

background image
જેઠ: ૨૪૮૯ : ૧પ:
તો તેણે ખરેખર આત્માના આનંદસ્વભાવને અને રાગાદિના દુઃખપણાને જાણ્યું જ નથી.
૬૨. જ્યાં ચિદાનંદનો પ્રેમ જાગ્યો ને રાગનો પ્રેમ છૂટયો ત્યાં નિર્વિકાર સમ્યગ્જ્ઞાનપ્રકાશથી
આત્મા ઝળહળી ઊઠ્યો–એનું નામ ભેદજ્ઞાન ને તે અપૂર્વ ધર્મ છે.
૬૩. ભગવાન મહાવીર પરમાત્માને આજે (પંચકલ્યાણકમાં) કેવળજ્ઞાન થયું. આજે વૈ. શુદ
૧૨માં વૈ. સુ. ૧૦ નો આરોપ કરીને આજે જ કેવળજ્ઞાન થયું એમ સ્થાપવામાં આવે છે.
૬૪. કેવળજ્ઞાન પછી ૬૬ દિવસે ભગવાનની વાણી અખંડ સર્વપ્રદેશેથી નીકળી. તે અખંડ રહસ્ય
લેતી આવે છે.
વગેરેનું સ્વરૂપ સમજાવ્યું છે. ને તેનો બધાનો સાર શુદ્ધઆત્મા છે–એમ બતાવ્યું છે.
૬૬. ભગવાનની વાણીમાં દરેક પદાર્થની સ્વતંત્રતાનો ઢંઢેરો છે. દરેક દ્રવ્ય સ્વતંત્ર, તેનામાં
પોતપોતાના અનંત ગુણો સ્વતંત્ર, તેનામાં પોતપોતાના અનંત ગુણો સ્વતંત્ર, છે. આવી સ્વતંત્રતામાં
સ્વદ્રવ્યનો આશ્રય છે, તે ભગવાનની વાણીનો સાર છે.
૬૭. શાંતિથી આત્માર્થી થઈને જે નિજહિત કરવા માગતો હોય તેને માટે ભગવાનનો ઉપદેશ
છે, ભગવાનનો ઉપદેશ ચૌગતિને હરનારો ને સિદ્ધપદને દેનારો છે.
૬૮. જગતના બધાય તત્ત્વો સ્વકાર્ય સહિત છે, તેથી બીજો કોઈ તેના કાર્યને કરે એમ બનતું
નથી. એક પદાર્થ બીજા પદાર્થનું કાંઈ કાર્ય કરે એવી વસ્તુની મર્યાદા નથી.
૬૯. હવે, અંદરમાં શુભાશુભભાવ થાય તેની મર્યાદા પણ વિકાર જેટલી છે, ધર્મમાં તેનો જરાય
પ્રવેશ નથી. એટલે તે શુભાશુભભાવ વડે ધર્મ થાય એમ બનતું નથી.
૭૦. અજ્ઞાની રાગને નિજકાર્ય માનીને તેનો આદર કરે છે ને ચિદાનંદ સ્વભાવનો અનાદર કરે
છે. એનું નામ અધર્મ છે.
૭૧. ભાઈ, સાંભળ! વિકારના સ્વાદમાં તારા ચૈતન્યની મીઠાસ નથી, શાંતિ નથી, તેમાં તો
આકુળતા છે. તારો ચૈતન્યસ્વાદ એનાથી જુદો છે, તેમાં નિરાકુળ શાંતિ છે.
૭૨. જેને ચૈતન્યનો સ્વાદ લાગ્યો તેની રુચિ બીજા સ્વાદના વેદનમાંથી હટી જાય છે ને
ચૈતન્યસ્વાદનો જ આદર–સત્કાર–પ્રીતિ–રુચિ તેને થાય છે. એનું નામ ભેદજ્ઞાન.
૭૩. આવું ભેદજ્ઞાન થતાં અનાદિનું અજ્ઞાન છૂટી જાય છે, જેણે આવું ભેદજ્ઞાન કર્યું તે મોક્ષના
માર્ગમાં આવ્યો, તે ભગવાનના પંથમાં આવ્યો.
૭૪. ભગવાન આત્મા આનંદતત્ત્વ છે, રાગાદિ વિકાર તે દુઃખ છે. –એ બંનેના લક્ષણો અત્યંત
જુદે જુદા છે.
૭પ. પ્રત્યક્ષ સ્વસંવેદનથી આત્મા પોતે પોતાને અનુભવમાં આવે એવી પ્રકાશ શક્તિ આત્મામાં
છે. તેન સ્વસંવેદન માટે રાગનું અવલંબન નથી. સમ્યગ્દર્શન થતાં જ્ઞાની પોતાના આત્માને રાગના
અવલંબન વગર સ્વયં પ્રત્યક્ષ સ્પષ્ટ અનુભવે છે; એ અનુભવ નિઃશંક છે, અતીન્દ્રિય છે. એવો
અનુભવ થતાં સંસારની જડ ઊખડી જાય છે, ને મોક્ષના માણેકસ્થંભ રોપાય છે.
૭૬. જ્યાં જ્ઞાનની રુચિ કરીને જ્ઞાનસ્વભાવ તરફ જ જ્ઞાન વળ્‌યું ત્યાં કર્મબંધન અટકી ગયું.
જ્ઞાનની રુચિ થઈ ત્યાં કર્મબંધન અટકી ગયું.
૭૭. જો જ્ઞાનમાં રાગનો આદર હોય તો તે જ્ઞાન ખરેખર જ્ઞાન જ નથી પણ અજ્ઞાન જ છે.
જ્ઞાન જ્યારે પુણ્ય–પાપથી જુદું પડીને સ્વભાવમાં એકતાપણે પ્રવર્તે ત્યારે જ તે ખરું જ્ઞાન છે, ને
જ્ઞાનમાં આસ્રવોનો અભાવ જ છે, તે જ્ઞાનને બંધન નથી.
૭૮. ભાઈ, ભગવાન ચૈતન્યરાજા અનાદિથી રીસાણો છે તેને રીઝવવાની આ વાત છે. વિકાર
પરિણતિરૂપ કુલટાની પ્રીતિ કરતાં સમ્યક્ પરિણતિ રીસાઈ ગઈ છે; ચિદાનંદ સ્વભાવનો આદર કરવો
ને રાગનો આદર છોડવો તે સમ્યક્પરિણતિને રીઝાવાવની રીત છે.

PDF/HTML Page 17 of 33
single page version

background image
: ૧૬: આત્મધર્મ: ૨૩૬
૭૯. અહા, જુઓ તો ખરા આ વીતરાગની વાણી! ચૈતન્યનો અભ્યાસ ન હોય એટલે અઘરું
લાગે, પણ પોતાના સ્વઘરની વાત છે તે સત્સમાગમે ચૈતન્યના પરિચયથી સુગમ થાય છે.
૮૦. ભગવાન કહે છે કે સાંભળ! મોક્ષપુરીના પંથમાં તારે અમારી સાથે આવવું હોય તો
ચિદાનંદસ્વભાવની સન્મુખતાનો પુરુષાર્થ કરજે. અમારા સાર્થવાહમાં પુરુષાર્થહીન જીવોનું કામ નથી.
સ્વસન્મુખ પુરુષાર્થને અમારો પંથ છે.
૮૧. રાગનો આદર કરીને જે જીવ અટક્યો ને ચૈતન્ય સ્વભાવ તરફનો પુરુષાર્થ ન કર્યો તે જીવ
કાયર છે, એવા કાયર જીવોનું અમારા માર્ગમાં કામ નથી.
૮૨. રાગને મોક્ષનું સાધન માનીને તેમાં જે એકત્વબુદ્ધિથી અટકી જાય છે ને રાગથી ભિન્ન
જ્ઞાનને ઓળખતા નથી –એવા જીવો ક્રિયાકાંડમાં કે શુષ્કજ્ઞાનમાં જ રાચે છે.
૮૩. આત્મા જ્ઞાતા છે, તેમાં અંતર્મુખ થતાં રાગથી ભિન્ન પરિણમન થાય છે. એવા
જ્ઞાનપરિણમનને જ અહીં ભેદજ્ઞાન કહ્યું છે.
૮૪. જે જ્ઞાન દુઃખરૂપ આસ્રવોથી છૂટીને આત્માના આનંદમાં આવ્યું ન હોય તેને જ્ઞાન કહેતા
નથી, તે અજ્ઞાન જ છે.
૮પ. જે ભેદજ્ઞાન છે તે ચૈતન્યસ્વભાવ તરફ વળેલું છે ને આસ્રવો આસ્રવોથી પાછું વળેલું છે. –
એવું જ્ઞાન તે મોક્ષનું કારણ છે.
૮૬. જ્ઞાનની વાતો કરે પણ જ્ઞાનરૂપ પરિણમન ન કરે તો તે જીવ શુષ્કજ્ઞાની છે. એક ક્ષણનું
ભેદજ્ઞાન જીવને અપૂર્વ આનંદનો અનુભવ કરાવે છે, ને અલ્પકાળમાં મોક્ષ પમાડે છે.
૮૭. ચૈતન્યની ગતિ અગાધ છે, તે અગાધગતિનો પાર રાગથી પામતો નથી. વ્રત–તપ વગેરે
રાગનું ફળ તો સંસારમાં જ છે, તે કાંઈ મોક્ષનું સાધન થતું નથી.
૮૮. અંતરસ્વભાવ તરફ વળેલું જ્ઞાન જ મોક્ષનું કારણ થાય છે. તે જ્ઞાન બંધભાવોથી છૂટું પડ્યું
છે ને આનંદમાં એકમેક થયું છે. જ્ઞાન તેને કહેવાય કે જે આસ્રવોથી નિવર્તે ને સ્વભાવમાં પ્રવર્તે.
૮૯. પરપરિણતિને છોડતું ને ચિદાનંદ તત્ત્વને વેદતું જે જ્ઞાન પ્રગટ થયું, અહો! તે જ્ઞાનમાં
વિકાર સાથે કર્તાકર્મપણાનો અવકાશ ક્્યાં છે? અને તેને બંધન પણ કેમ હોય? તે જ્ઞાન વિકારનું
અકર્તા થઈને અબંધપણે મોક્ષમાર્ગમાં પ્રવર્તે છે; તે કલ્યાણરૂપ છે ને તે મોક્ષનું સાધન છે.
૯૦. જુઓ, આ પંચકલ્યાણકમાં આત્માના કલ્યાણના અપૂર્વ વાત છે. જેણે આ વાત સમજીને
પોતામાં આવું ભેદજ્ઞાન પ્રગટ કર્યું તેણે પોતામાં અપૂર્વ મંગલ કલ્યાણ કર્યું.
૯૧. અરે, આ ચાર ગતિનાં દુઃખો તે કેમ ટળે ને ચૈતન્યની શીતળ શાંતિનો સ્વાદ કેમ આવે–
તેની વાત જીવે કદી પ્રીતિથી સાંભળી નથી. એકવાર આ વાત સાંભળીને લક્ષગત કરે તો અલ્પકાળમાં
ભવનો અંત આવી જાય, ને પરમાનંદ દશા પ્રાપ્ત થાય.
૯૨. ભેદજ્ઞાન સાબુ ભયો, સમરસ નિર્મળ નીર, ધોબી અંતર આત્મા ધોવે નિજગુણ ચીર.
જુઓ, આ ધર્માત્માધોબી ભેદજ્ઞાનરૂપ સાધુ વડે, ચૈતન્યના પરમ શાંત રસરૂપ જળથી નિજગુણરૂપી
વસ્ત્રો ધોઈને ઉજવળદશા પ્રગટ કરે છે.
૯૩. ભેદજ્ઞાનની ભાવના વડે મોહના મેલને ધર્માત્માએ ધોઈ નાખ્યો છે, અંદરમાં પોતાના
આત્માને શુદ્ધ ચૈતન્યરસથી ભરેલો અનુભવે છે; તે સમ્યક્ વિદ્યા છે.
૯૪. ભેદજ્ઞાન તે જ સાચું જ્ઞાન છે. રાગ અને ચૈતન્યની ભિન્નતાના વેદનરૂપ ભેદજ્ઞાન તે જ
મોક્ષના સાધનરૂપ સાચું જ્ઞાન છે; એના વિના વકીલ–ડોકટર વગેરે બધાનાં ભણતર તે કુજ્ઞાન છે; અરે,
શાસ્ત્રનાં ભણતરને પણ ભેદજ્ઞાન વગર સમ્યગ્જ્ઞાન કહેતા નથી.

PDF/HTML Page 18 of 33
single page version

background image
જેઠ: ૨૪૮૯ : ૧૭:
૯પ. ભાઈ, ભેદજ્ઞાન વગર બીજા બધા સાધન (શુભરાગના) તેં અનંતવાર કર્યા પણ તેનાથી
તારું કલ્યાણ કિંચિત્ ન થયું. તો હવે સંત પાસે જઈને કલ્યાણનો સાચો માર્ગ અંતરમાં શોધ.
૯૬. નિજસ્વરૂપને ભૂલીને અજ્ઞાની અનંતકાળથી ચારગતિમાં હેરાન થઈ રહ્યો છે, તેને સંત–
મહંત સમજાવે છે કે હે જીવ! તારા નિજઘરમાં તો આનંદ ભર્યો છે, વિકાર તારા નિજઘરમાં ભર્યો નથી
માટે અંતરમાં ઉપયોગ મૂક તો તને તારા આનંદનું સંવેદન થાય.
૯૭. આ ચૈતન્યભગવાન આત્મા વિકારથી પોતાની ભિન્નતાનું જ્ઞાન કરીને જ્યાં જાગ્યો ત્યાં તે
જ્ઞાતા જ રહે છે–જ્ઞાનભાવમાં જ તન્મયપણે પરિણમે છે, વિકારમાં જરાય તન્મય તે થતો નથી.
૯૮. સમ્યગ્દ્રષ્ટિના અંતરમાં જ્ઞાનસૂર્ય ઝળક્્યો, તેના ચૈતન્યપ્રકાશમાં વિકારરૂપી અંધકાર હોય
નહિ. જેમ સૂર્યમાં અંધકારનું કર્તૃત્વ નથી, તેમ જ્ઞાનપ્રકાશી ચૈતન્યસૂર્યમાં વિકારનું કર્તૃત્વ નથી.
૯૯. જ્યાં આવું ભેદજ્ઞાન કરતો ભગવાન આત્મા જાગ્યો ત્યાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ
આવ્યો ને કર્મો સાથેનો સંબંધ તૂટી ગયો. આત્મા નિજપરિણતિમાં રમવા લાગ્યો.
૧૦૦. અહા, ભેદજ્ઞાન થયું... ને... આત્મામાં શાંતિનો સાગર ઉછળ્‌યો... શમરસનો સ્વાદ
અનુભવમાં આવ્યો... આત્મા જાણે સિદ્ધભગવાનની પંક્તિમાં બેઠો. અહા, આવી જ્ઞાનકળા જેના ઘટમાં
જાગી તે ધર્માત્મા જગતમાં સહજ વૈરાગી છે, એનો આત્મા વૈરાગ્યરસમાં પરિણમી ગયો છે, હવે
જગતના વિષયોમાં તેની રુચિ લાગે નહિ. –આવા સાક્ષાત્ ધર્માત્માની ઓળખાણ પણ ઘણી પાત્રતાથી
કોઈ ભાગ્યવાન જીવોને થાય છે.
૧૦૧. ધર્માત્માને નિજગુણનો રંગ લાગ્યો તેમાં હવે કદી ભંગ પડવાનો નથી. રાગ સાથેની
એકતાને તોડતો ચૈતન્ય ભગવાન જાગ્યો તે નિજગુણરૂપી રત્નોને સાધતો પૂર્ણ અતીન્દ્રિય આનંદ પ્રગટ
જોરાવરનગરમાં પંચકલ્યાણક પ્રસંગે અધ્યાત્મ–
રત્નોની જોસદાર વૃષ્ટિ કરીને ચૈતન્ય રત્નની
પ્રાપ્તિના કિમિચ્છક દાન દેનાર ભારતના
અજોડ રત્ન કહાનગુરુને નમસ્કાર હો.
સૂ... ક્ષ્મ... બુ... દ્ધિ
સૂક્ષ્મબુદ્ધિ તેને કહેવાય કે જે બુદ્ધિ અંતમુર્ખ થઈને
અતીન્દ્રિયસ્વભાવ તરફ ઝૂકે. સ્થૂળ પરભાવોમાં વર્તે તે બુદ્ધિ
સૂક્ષ્મ નથી. ઘણી જ ધીરજથી, ઘણી જ નિરાકુળતાથી જ્ઞાનને
અંતરમાં વાળીને ચૈતન્યનો બોધ કરે તે જ સૂક્ષ્મબુદ્ધિ છે.
સૂક્ષ્મબુદ્ધિ કહો કે સમ્યક્બુદ્ધિ કહો. અમાપ જ્ઞાનનું માપ એવી
સૂક્ષ્મબુદ્ધિથી જ આવી શકે છે.
(પ્રવચનમાંથી)

PDF/HTML Page 19 of 33
single page version

background image
: ૧૮: આત્મધર્મ: ૨૩૬
પ્રભો! તારા પંથે આવું છું
(વીંછીયાના પ્રવચનમાંથી: ચૈત્ર વદ ૧૧ સં. ૨૦૦૯)
જેને ધર્મ કરવો છે, જેને શુદ્ધાત્માનો અનુભવ કરવાની ધમશ જાગી છે, એવા શિષ્યને
આચાર્યદેવ તેની રીત બતાવે છે. ભાઈ, જે આ બંધન અને અશુદ્ધતાના ભાવો છે તે ક્ષણિક અને ઉપર–
ઉપરના અવસ્થા પૂરતા છે, તે કાંઈ તારા મૂળ ચિદાનંદસ્વભાવ સાથે એકમેક નથી; તેથી શુદ્ધનયવડે
અંદર ભૂતાર્થ સ્વભાવની સમીપ જતાં તે અશુદ્ધતા રહિત આત્માનો અનુભવ થાય છે. શુદ્ધનયના
અનુભવમાં તે અશુદ્ધભાવો, ભેદો કે સંયોગો ભેગા આવતા નથી. શુદ્ધાત્માની અનુભૂતિનો માર્ગ જુદો
છે ને બંધનનો માર્ગ જુદો છે. નવે તત્ત્વના માર્ગ એટલે નવે તત્ત્વના લક્ષણ ભિન્નભિન્ન કહેવામાં આવ્યા
છે.
ભગવાન! તારો સ્વભાવ એકાંત બોધબીજરૂપ છે; એવા સ્વભાવની પાસે જા... તો તને
શુદ્ધાત્માની અનુભૂતિ થશે. ભાઈ, બીજું તો તેં અનંતવાર કર્યું પણ આવા આત્માની અનુભૂતિ પૂર્વે કદી
ડરી નથી. તારે જન્મ–મરણના ફેરા મટાડવા હોય તો આવા આત્માનું અવલોકન કર. અંતરમાં જો...
તો ત્યાં અંધારા નથી, અંદર તો ચૈતન્ય પ્રકાશનો પૂંજ છે–જે સ્વયં બધાને જાણે છે. ‘અધારું છે’ –એમ
જાણનાર પોતે અંધારારૂપ છે કે ચૈતન્ય પ્રકાશરૂપ છે? ચૈતન્ય પ્રકાશ વગર અંધારાને જાણ્યું કોણે?
અહીં તો આચાર્યદેવ કહે છે કે ભાઈ, એકવાર શુદ્ધનયવડે વિભાવથી જુદો પડીને સ્વભાવમાં એકાકાર
યા તો તારો આત્મા તને શુદ્ધપણે અનુભવમાં આવશે.
આવો મનુષ્ય અવતાર પામીને સત્સમાગમે આત્માની ઓળખાણ કરવા જેવી છે. આત્માનું
ભાન સૂક્ષ્મ અને અપૂર્વ છે, પરંતુ પાત્ર થઈને અંતરની રુચિવડે સત્સમાગમે જે કરવા માટે તેને
આત્માનું ભાન થઈ શકે છે. જુઓ ભાઈ, સ્ત્રીપર્યાયમાં આઠ વર્ષની બાળાને પણ આવું આત્મજ્ઞાન
થઈ શકે છે. આત્મા ક્્યાં સ્ત્રી કે પુરુષ છે? અત્યારે પણ અમુક આત્મા છે કે સ્ત્રી પર્યાયમાં હોવા છતાં
આત્માનું અલૌકિક ભાન અને પૂર્વ ભવનું જ્ઞાન વર્તે છે... ‘અમે સ્ત્રી છીએ, અમારાથી ન થઈ શકે’
એમ ન માનવું જોઈએ. આત્મામાં અનંતી તાકાત છે. ઘણીવાર કહેવાય છે કે:–
જ્યાં ચેતન ત્યાં સર્વ ગુણ, કેવળી બોલે એમ;
પ્રગટ અનુભવ આત્મા... નિર્મળ કરો... સપ્રેમ રે...
ચૈતન્યપ્રભુ! પ્રભુતા તારી રે તારા ધામમાં...
અંતરના ચૈતન્યધામમાં અનંતગુણની પ્રભુતા ભરેલી છે... સર્વજ્ઞતા ને પૂર્ણ આનંદ પ્રગટે
છે તે ક્્યાંથી આવે છે? અંદરના સ્વભાવમાં તાકાત ભરી છે તેમાંથી જ તે પ્રગટે છે. જ્યાં ભર્યું
હોય ત્યાંથી પ્રગટે. માટે હે જીવ! તું એમ શ્રદ્ધા કર કે આવા પોતાના સ્વભાવમાં દ્રષ્ટિ દેવા જેવી
છે. પહેલાં આ વાત લક્ષમાં લે... વિચારમાં લે... ને અંદર અનુભવમાં લે... તો તને અપૂર્વ શાંતિ
ને આનંદ થાય.
તારા જ્ઞાનનો અનુભવ તારા જ્ઞાનવડે જ થાય છે, બીજા વડે થતો નથી. જેમ શરીરના ટાઢા–
ઉના ર્સ્પશનો

PDF/HTML Page 20 of 33
single page version

background image
જેઠ: ૨૪૮૯ : ૧૯:
અનુભવ શરીરના જ અંગરૂપ એવા આંગળાવડે થાય છે, પણ લાકડાવડે કે નખવડે તે જણાતો નથી.
તેમ જ્ઞાનશરીરી ભગવાન આત્માના અતીન્દ્રિય આનંદનો અનુભવ ઈન્દ્રિયોવડે કે રાગવડે થતો નથી,
પણ જ્ઞાનના જ અંશરૂપ એવા સમ્યક્ મતિ–શ્રુતજ્ઞાનવડે જ તે અનુભવ થાય છે. જડ ઈન્દ્રિયો તો
લાકડા જેવી છે, તેના વડે ચૈતન્યનો સ્પર્શ થતો નથી. રાગ તે પણ ચૈતન્યનું ખરું અંગ નથી, તે તો
વધેલા નખ જેવો વિકાર છે. પણ ઈન્દ્રિયોથી પાર ને રાગથી જુદું એવું જે એકલું જ્ઞાનતેના વડે જ્ઞાનનો
અતીન્દ્રિયસ્વાદ વેદનમાં આવે છે. જડની ક્રિયા તો ચૈતન્યસ્વભાવથી અત્યંત દૂર છે, ને શુભ વિકલ્પ
પણ ચૈતન્યસ્વભાવથી દૂર છે, તેમના વડે સ્વભાવની સમીપ જવાતું નથી, સ્વભાવની સમીપ તો
શુદ્ધનયરૂપી જ્ઞાનવડે જ જવાય છે. આવો અનુભવ કરવા માટે અંદર પહેલાં જિજ્ઞાસા જાગવી જોઈએ;
આવા અનુભવનો માર્ગ દેખાડનારા દેવ કેવા હોય, તેવો અનુભવ કરનારા સાધક સંતો કેવા હોય, ને
રાગાદિ રહિત વીતરાગભાવરૂપ ધર્મ કેવો હોય? તેની પોતાને ઓળખાણ હોવી જોઈએ. અહા, જેમ
નિર્મળ સ્ફટિકની મૂર્તિ હોય તેમાં ડાઘ ન હોય, તેમ ભગવાન આત્મા નિર્મળ ચૈતન્યબિંબ છે, તેમાં
કષાયનો અભાવ છે –આવા સ્વભાવના અનુભવથી જે અકષાયી શાંતદશા ખીલે તેનું નામ ધર્મ છે.
તેમાં પુણ્ય–પાપના કષાયભાવોની ઉપાધિ નથી. ચોથા ગુણસ્થાનેથી જ સમકિતી જીવ આવી દશા પામે
છે.
અરે, અત્યારે તો આ ભરતક્ષેત્રમાં સાક્ષાત્ સર્વજ્ઞ પરમાત્માના વિરહ પડ્યા! બે હજાર વર્ષ
પહેલાં આચાર્ય કુંદકુંદદેવ મહાન દિગંબર સંત હતા, તેઓ મદ્રાસ પાસે પોન્નૂરહ૮ટીલ ઉપર રહેતા
ને ત્યાં જ્ઞાનધ્યાન કરતા; ત્યાંથી તેઓ વિદેહક્ષેત્રમાં સીમંધર પરમાત્મા સાક્ષાત્ તીર્થંકર બિરાજે
છે– તેમની પાસે ગયા હતા. આઠ દિવસ રહ્યા હતા ને ભગવાનની’ કારવાણી સાંભળીને પછી આ
સમયસાર વગેરે મહાનશાસ્ત્રો રચ્યા છે. દેહથી ભિન્ન ચૈતન્યગોળાના આનંદમાં ઝુલતાઝુલતા
તેમણે આ શાસ્ત્રો રચ્યા છે. આ બધી વાત સાક્ષાત્ પૂરાવા સહિત પ્રમાણ થયેલી છે, પણ અત્યારે
સિદ્ધ કરવા ન બેસાય. અહીં તો આત્માનો અનુભવ કેમ થાય તે વાત બતાવે છે. અરે, આ
ભરતક્ષેત્રમાં અત્યારે ભગવંતોનો વિરહ... તત્ત્વરસિક જીવો પણ થોડા–ગણ્યા ગાંઠયા... ચૈતન્યને
કેમ ઓળખવું ને કેમ અનુભવવું તેની રસિકતાવાળા જીવો બહુ થોડા છે... ને તત્ત્વમાં વિઘ્ન
નાંખનારા જીવો ઘણા... હે જિનદેવ! હે વિદેહીનાથ! આવો વિખવાદ ભરતક્ષેત્રમાં વર્તી રહ્યો છે,
આપ તો તે બધું જાણો છો... તેમાંથી માર્ગ કાઢીને પ્રભુ! તારા પંથે આવું છું... ચૈતન્યસ્વભાવની
સમીપતા કરીને તારા માર્ગને સાધું છું.
અહા, પરમ ચૈતન્યનિધાન અંતરમાં સાક્ષાત્ મોજુદ પડ્યું છે, પણ વિકારની રુચિમાં
અટકેલા જીવો તે નિધાનને ઉલ્લંધી જાય છે... જગતના નાથ ચૈતન્ય ભગવાન વિકારની રુચિમાં
આંધળો થઈને જગતમાં ભટકી રહ્યો છે... જ્ઞાની ગુરુ સંત શુદ્ધનયવડે તેની આંખ ખોલે છે કે દેખ
રે દેખ! આ તારા ચૈતન્યનિધાનને તારામાં દેખ. અહા, આ વીતરાગની વાણી ચૈતન્યના નિધાન
દેખાડે છે–
વચનામૃત વીતરાગનાં... પરમ શાંત રસમૂળ,
ઔષધ જે ભવરોગનાં... કાયરને પ્રતિકૂળ.
વીતરાગની વાણી ઝીલીને જે અંતર્મુખ થાય તેને સમ્યગ્દર્શન થાય ને અપૂર્વ આનંદનો અનુભવ
થાય... એનાં અનાદિના ઝેર ઊતરી જાય. સમ્યગ્દર્શન પૂર્ણાનંદસ્વરૂપ આખા આત્માને પ્રતીતમાં લઈ
લ્યે છે. આવા સ્વભાવના અનુભવનો અંતરમાં અભ્યાસ કરવો તે પ્રભુતાના પંથ છે. એવા
અંર્તઅનુભવ વડે જ સર્વજ્ઞ પ્રભુના પંથે જવાય છે.