Atmadharma magazine - Ank 237
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 25
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૦
સળંગ અંક ૨૩૭
Version History
Version
Number Date Changes
001 Apr 2004 First electronic version.

PDF/HTML Page 2 of 25
single page version

background image
તંત્રી: જગજીવનદાસ બાવચંદ દોશી
રથી... અને... સારથી
*
ભોપાલ શહેરમાં
વેદીપ્રતિષ્ઠામહોત્સવ પ્રસંગે
ભવ્ય રથયાત્રા પ્રસંગનું એક
યાદગાર દ્રશ્ય... જેમાં શાંતિનાથ
ભગવાનના રથમાં સારથી તરીકે
કહાનગુરુ બિરાજમાન છે;
તેમની જમણી તરફ
મધ્યભારતના નાણાંપ્રધાન શ્રી
મિશ્રીલાલજી ગંગવાલ બેઠા છે;
ડાબી બાજુ પ્રતિષ્ઠાકારક શેઠ છે.
ચિન્મૂર્તિ મન–રથપંથમાં વિદ્યારથારૂઢ ઘૂમતો,
તે જિનજ્ઞાનપ્રભાવકર સમકિત દ્રષ્ટિ જાણવો.
વર્ષ ૨૦: અંક ૯ મો) (૨૩૭) (અષાડ: ર૪૮૯

PDF/HTML Page 3 of 25
single page version

background image
શાંતિનાથ ભગવાન
શ્રુતપંચમીના રોજ ગુરુદેવની ઉપસ્થિતિમાં જેમની વેદી પ્રતિષ્ઠા થઈ
વિ વિ ધ સ મા ચા ર
પૂ. ગુરુદેવ જેઠ વદ ચોથના રોજ સોનગઢ પધારતાં ભક્તજનોએ ઉત્સાહથી સ્વાગત કર્યું હતું,
ત્યાર પહેલાં પાવાગીર–ઉન સિદ્ધક્ષેત્રની યાત્રા (જેઠ સુદ) ૧પ ના રોજ કરી હતી; પાવાગીરમાં
સુવર્ણભદ્રાદિ ચાર મુનિવરો સિદ્ધિ પામ્યા છે, તથા મંદિરના ભોંયરામાં ત્રણ વિશાળ જિનબિંબો છે.
યાત્રા દરમિયાન ગુરુદેવે ભાવભીની મુનિભક્તિ કરાવી હતી. આ સિદ્ધિક્ષેત્રમાં આખો દિવસ રહ્યા હતા.
બીજે દિવસે બડવાની સિદ્ધિધામની યાત્રા કરી હતી. ત્યાં ઈદ્રજીત, કુંભકર્ણ વગેરે કરોડો મૂનિઓનું
સિદ્ધિધામ તથા કુંદકુંદાચાર્યદેવની હાથ જોડેલી ખડગાસન પ્રતિમા છે, તેમજ બાવનગથા–૮૪ ફૂટ ઊંચા
આદિનાથ પ્રભુના પ્રતિમા પર્વતમાં કોતરેલા છે. અહીં પણ ઉત્સાહથી પૂજન ભક્તિ થયા હતા, ને
આખો દિવસ રહ્યા હતા. બીજે દિવસે નૌકાથી નર્મદા નદી ઓળંગીને સૌરાષ્ટ્ર તરફ પ્રસ્થાન કર્યું હતું...
ને જેઠ વદ ચોથે સોનગઢ પધાર્યા હતા.
સવારના પ્ર્રવચનમાં પ્રવચનસાર વંચાય છે, તેમાં જ્ઞાનસ્વભાવનો અચિંત્ય મહિમા સાંભળતા
જિજ્ઞાસુઓને ઉલ્લાસ આવે છે. બપોરે સમયસરના ૧૪મી વખતના પ્રવચનોમાં અધ્યાત્મરસ ઘોલન
ચાલી રહ્યું છે. રાત્રિ ચર્ચાના સમયે શ્રી ષડખંડાગમમાંથી ગુરુદેવે નિશાની કરેલા મહત્વના ભાગોનું
વાંચન અથવા તો સમયસાર કલશ ટીકાના નવીન હિંદી ભાષાંતરનું વાંચન ચાલે છે.

PDF/HTML Page 4 of 25
single page version

background image
અષાડ: ર૪૮૯ : ૩:
____________________________________________________________________________
મોક્ષમાર્ગ પ્રકાશકના પ્રવચનોમાંથી
મોક્ષમાર્ગ પ્રકાશકમાં પં. શ્રી ટોડરમલ્લજીએ અનેક પ્રકારે
તત્ત્વોની છણાવટ કરી છે; પૂ. ગુરુદેવને આ ગ્રંથ ઘણો પ્રિય છે; સમ્યક્ત્વ
સંબંધી પ્રવૃત્તિમાં જીવ કેવી ભૂલ કરે છે– એ વગેરે સંબંધી સ્પષ્ટીકરણ
અહીં આપ્યું છે.
(લે: બ્ર. હરિલાલ જૈન)
અજ્ઞાની પોતાને શુદ્ધસિદ્ધસમાન ચિંતવવા ઈચ્છે છે તેમાં તેની શું ભૂલ છે?
પર્યાયને દ્રવ્ય સાથે ભેળવીને શુદ્ધતા પ્રગટ કર્યા વગર, એકલા દ્રવ્યની શુદ્ધતાનું ચિંતન તે તો
વિકલ્પ માત્ર જ છે, ‘હું શુદ્ધ છું’ – એવો વિકલ્પ કર્યા કરે તેથી કાંઈ શુદ્ધતાનો અનુભવ થાય નહિ;
અજ્ઞાની તે વિકલ્પને જ શુદ્ધતાનો અનુભવ માની લ્યે છે, તે તેનીય ભૂલ છે. વળી પર્યાયમાં શુદ્ધતા કે
અશુદ્ધતા કઈ રીતે છે તેને જાણ્યા વગર આત્માનું સાચું સ્વરૂપ ચિંતનમાં આવે જ નહિ. દ્રવ્યસન્મુખ થતાં
પર્યાયમાં શુદ્ધતા પ્રગટે તેનું નામ શુદ્ધતા છે. પર્યાયમાં મિથ્યાત્વ હોય અને કહે કે ‘હું શુદ્ધસિદ્ધસમાન
આત્માને ચિંતવું છું’ – તો તેની એ વાત કલ્પનામાત્ર જ છે. શુદ્ધઆત્માનું ચિંતન કરે અને પર્યાયમાં શુદ્ધતા
ન હોવા છતાં શુદ્ધતા માની લેવી– તે તો મિથ્યાત્વ જ છે. પર્યાયમાં શુદ્ધતા થયા વગર જ દ્રવ્યની શુદ્ધતાનો
સ્વીકાર કે અનુભવ કરી રીતે કર્યો? માટે પર્યાયમાં શુદ્ધતા પ્રગટ્યા વગર શુદ્ધઆત્માનું ચિંતન યથાર્થ હોતું
નથી. એકલી શક્તિ કાંઈ વેદનરૂપ નથી, વેદનરૂપ તો વર્તમાન પર્યાય છે.
શાસ્ત્રમાં તો શુદ્ધઆત્માના ચિંતનનો ઉપદેશ આપ્યો છે?
સ્વભાવ સન્મુખ થતાં પર્યાય પણ નિર્મળ થઈને તેમાં ભળી ગઈ, એ રીતે શુદ્ધપર્યાય સહિતના
દ્રવ્યને શુદ્ધઆત્મા કહ્યો છે. નિર્મળ અનુભૂતિ પ્રગટી ત્યારે શુદ્ધઆત્માનો અનુભવ કહ્યો. પર્યાયમાં
એકલી અશુદ્ધતા હોય અને કહે કે અમે શુદ્ધઆત્માનું ચિંતવન કરીએ છીએ, – તો તે ભ્રમ છે; પર્યાયમાં
શુદ્ધતા પ્રગટ્યા વગર શુદ્ધાત્માનું ચિંતન હોઈ શકે નહિ. પૂર્ણશક્તિથી ભરેલો જે શુદ્ધ કારણપરમાત્મા,
તેનું ધ્યાન કરતાં પર્યાયમાં શુદ્ધકાર્ય (સમ્યગ્દર્શનાદિ) ન પ્રગટે એમ બને નહિ. પર્યાયમાં શુદ્ધતા પ્રગટી
ન હોય ને માની લ્યે કે શુદ્ધતા થઈ ગઈ, અશુદ્ધતા છે જ નહિ, – તો તે જીવ ભ્રમણામાં છે, તેનું
શુદ્ધાત્માનું ચિંતન તે

PDF/HTML Page 5 of 25
single page version

background image
: ૪: આત્મધર્મ: ૨૩૭
પણ કલ્પનામાત્ર જ છે. પોતાના દ્રવ્ય અને પર્યાય–બંનેને જેમ છે તેમ જાણવા જોઈએ; તો જ
સમ્યગ્જ્ઞાન થાય. પર્યાયમાં અશુદ્ધતા હોવા છતા તેને શુદ્ધતા માની લ્યે, અજ્ઞાન હોવા છતાં પોતાને
કેવળજ્ઞાન માની લ્યે તો મહા વીપરીતતા થાય. માટે દ્રવ્ય અને પર્યાય બંનેને જેમ છે તેમ અવધારવા.
સ્વભાવ–સામર્થ્યથી આત્માને શુદ્ધપણું છે અને તે સ્વભાવને સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર વડે જ્યારે
ઉપાસવામાં આવે ત્યારે પર્યાયમાં આત્માને શુદ્ધપણું થાય છે, ત્યાર પહેલાં આત્માને અશુદ્ધપણું છે. જો
અશુદ્ધપણામાં જ શુદ્ધપું માની લ્યે તો તો આત્માની ઉપાસના કરવાનું જ ક્્યાં રહ્યું? અશુદ્ધતામાં
શુદ્ધપણું ચિંતવે તો તો જ્ઞાન મિથ્યા થયું. શુદ્ધતા કેમ પ્રગટે ને રાગાદિક અશુદ્ધતા કેમ ટળે તેનો તો જેને
વિચાર નથી ને એકલા શુદ્ધચિંતનની વાત કરે છે તે જીવ નિશ્ચયાભાસી છે, તેને સમ્યગ્દર્શન થતું નથી.
મોક્ષમાર્ગમાં શું ક્રિયા છે?
સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન–આચરણ કરવાં ને રાગાદિક મટાડવા તે મોક્ષમાર્ગની ક્રિયા છે. આવા
સમ્યક્શ્રદ્ધા વગેરે થવાનો અને રાગાદિક મટવાનો ઉપાય તો જે કરતો નથી, તેના સાધનરૂપ
શાસ્ત્રાભ્યાસ વગેરેનો પણ નિષેધ કરે છે તે તો સ્વછંદી–પ્રમાદી જ થાય છે.
સત્યનું અવલોકન કઈ રીતે થાય?
દ્રવ્ય અને પર્યાય બંનેને જે રીતે હોય તે રીતે જાણવા, શુદ્ધતા અશુદ્ધતા બંનેને જાણવા, શુદ્ધતાને
શુદ્ધતા જાણવી ને અશુદ્ધતાને અશુદ્ધતા જાણવી તેનું નામ સત્યઅવલોકન છે. અશુદ્ધતાને શુદ્ધતા માની
લ્યે તો સત્ય અવલોકન થતું નથી; ને પર્યાયમાં અશુદ્ધતા દેખીને આખાય આત્માને તેવો જ માની લ્યે
ને શુદ્ધસ્વભાવને ન જાણે– તો પણ સત્ય અવલોકન થતું નથી. દ્રવ્ય–પર્યાય બંનેને જેમ હોય તેમ જાણે
તો જ સત્ય અવલોકન થાય છે.
દ્રવ્ય પર્યાય બંનેનું સત્ય અવલોકન કરનારની શ્રદ્ધા કેવી હોય છે?
મારી પર્યાયમાં જે રાગાદિ અશુદ્ધતા છે તે છોડવા જેવા છે– એવી તેને શ્રદ્ધા હોય છે. રાગાદિને
પોતામાં થતાં જાણે જ નહિ તો તેને છોડવાનું શ્રદ્ધાન ક્્યાંથી કરે? દ્રવ્યસ્વભાવની શક્તિ શુદ્ધ છે ને
તેના આશ્રયે શુદ્ધતા પ્રગટે છે, તે ઉપાદેય છે– એવી શ્રદ્ધા ધર્મીને હોય છે, ને જે અશુદ્ધતા થાય છે તે
છોડવા યોગ્ય છે– એવી શ્રદ્ધા હોય છે. જે પ્રમારે સમ્યગ્દર્શન – જ્ઞાન– ચારિત્ર થાય ને રાગાદિક માટે તે
જ જૈનધર્મનો ઉપદેશ છે, તે જ મોક્ષનો ઉપાય છે.
અમારે તો શુદ્ધાત્માના અનુભવનું જ પ્રયોજન છે. માટે શાસ્ત્રઅભ્યાસ શા માટે કરીએ?
શાસ્ત્રઅભ્યાસમાંં તો વિકલ્પ થાય છે?
અરે ભાઈ, શાસ્ત્રના અભ્યાસને તો તું વિકલ્પ ઠરાવીને તેને નિરર્થક બતાવે છે, અને અન્યત્ર
વિષય કષાયાદિમા તો તું તારો ઉપયોગ જોડે છે, – એ તો તારી ઊંધી દ્રષ્ટિ છે. મુનિવરો પણ
ચૈતન્યધ્યાનમાં નિર્વિકલ્પપણે સદાય રહી શકતા નથી એટલે તેઓ પણ શાસ્ત્રાભ્યાસમાં ઉપયોગ
જોડીને જ્ઞાનાદિની નિર્મળતા વધારે છે; અને તું તેને નિરર્થક કહીને છોડે છે– તેમાં તારો સ્વચ્છંદ છે.
શાસ્ત્રો તો વીતરાગભાવના પોષણનો જ ઉપદેશ આપે છે, તેને નિરર્થક કહીને છોડે છે– તેમાં તારો
સ્વચ્છંદ છે. શાસ્ત્રો તો વીતરાગભાવના પોષણનો જ ઉપદેશ આપે છે, તેને નિરર્થક ગણીને અન્યત્ર
રાગને તું પોષે છે. જો નિર્વિકલ્પ ચૈતન્યધ્યાનમાં રહેવાતું હોય તો તો અન્ય કોઈ વિકલ્પ કરવા જેવો
નથી – એ બરાબર છે; પણ અન્ય વિકલ્પોમાં તો ઉત્સાહથી પ્રવર્તે ને શાસ્ત્રાભ્યાસની વાત આવે ત્યાં
તેને વિકલ્પ કહીને નિષેધ કરે – તો તેમાં તો સ્વછંદ છે. તીર્થંકર ભગવંતો વગેરેનાં કે અધ્યાત્મનું
વર્ણન–ચારે અનુયોગના વર્ણનમાં વીતરાગતા પોષવાનો જ અભિપ્રાય છે, તે શાસ્ત્રોના અભ્યાસથી
શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રને પોષણ મળે છે, તેમાં ઉપયોગ જોડતાં શ્રદ્ધા–જ્ઞાનની

PDF/HTML Page 6 of 25
single page version

background image
અષાડ: ૨૪૮૯ : પ:
દ્રઢતા થાય છે ને કષાયોની મંદતા થાય છે. કેવા કેવા જીવોએ કેવા પ્રસંગોમાં કેવી આરાધના કરી–
ઈત્યાદિ વર્ણનમાં ઉપયોગ જોડતાં પોતાને આરાધનાની દ્રઢતા થાય છે ને મોક્ષમાર્ગનો ઉત્સાહ જાગે છે.
માટે પોતાની શક્તિ અનુસાર શાસ્ત્રઅભ્યાસ કરવો યોગ્ય છે. શાસ્ત્રઅભ્યાસની અરુચિ કરીને તેનો
નિષેધ કરે તો તો તેને અધ્યાત્મની રુચિ પણ સાચી નથી. જેને જેનો પ્રેમ હોય તે (૧) તેની કથા
હોંસથી સાંભળે, (ર) તેના વિશેષ પ્રકારો જાણે, (૩) તેનાં આચરણનાં સાધનો જાણે ને (૪) તેનું
સ્વરૂપ જાણે તેમાં તેને ઉત્સાહ હોયછે, કંટાળો નથી હોતો; તેમ જેને આત્મરુચિ થઈ છે– મોક્ષમાર્ગ
સાધવાનો પ્રેમ જાગ્યો છે તે જીવ (૧) તેવા આત્મરુચિવંત અને મોક્ષમાર્ગને સાધનારા તીર્થંકરો
વગેરેની કથા પ્રેમપૂર્વક સાંભળે છે, (ર) આત્માના વિશેષ પ્રકારો ગુણસ્થાનો–માર્ગણાસ્થાનો વગેરેનો
પણ અભ્યાસ કરે છે, (૩) મહાપુરુષોએ કેવા આચરણ કર્યા તે પણ જાણે – વ્રતાદિનું સ્વરૂપ જાણે,
તેમજ (૪) આત્માના અનુભવનું વર્ણન વગેરે અધ્યાત્મશાસ્ત્રોને પણ જાણે. – એ રીતે ચારે
અનુયોગનો અભ્યાસ કાર્યકારી છે. માટે અધ્યાત્મશાસ્ત્રો જ વાંચવા ને કરણાનુયોગ–કથાનુયોગ
વગેરેનાં શાસ્ત્રો ન વાંચવા– એમ નિષેધ કરવો યોગ્ય નથી.
આત્મસ્વરૂપના અનુભવમાંથી બહાર નીકળીને જે બુદ્ધિ પરદ્રવ્યમાં ભમે તેને તો
પદ્મનંદીપચ્ચીસીમાં વ્યભિચારિણીબુદ્ધિ કહી છે, – તો શાસ્ત્રઅભ્યાસમાં ઉપયોગ શા માટે જોઈએ?
ભાઈ, આત્માનો ઉપયોગ આત્મામાં જ રહે તે જ ઉત્તમ છે, અને આત્મામાંથી ખસીને
પરદ્રવ્યમાં આત્માનો ઉપયોગ ભમે તો તે દુષિત છે– એ વાત તો સાચી; પરંતુ જ્યારે સ્વરૂપમાં ઉપયોગ
લીન ન રહી શકે ને પરદ્રવ્યમાં જાય ત્યારે, અન્ય અશુભ વિષય કષાયોમાં ઉપયોગ ભમે તેના કરતાં
તો વીતરાગી શાસ્ત્રના અભ્યાસમાં ઉપયોગ જોડવો– તે ભલું છે. માટે બીજા બાહ્ય વિષયોના પાપમાં
ઉપયોગ જોડવા કરતાં શાસ્ત્રાભ્યાસમાં બુદ્ધિ લગાડવી યોગ્ય છે. ગણધરો અને મહામુનિઓ પણ
ચૈતન્યના ધ્યાનમાં નિરંતર નથી રહી શકતા ત્યારે શાસ્ત્રસ્વાધ્યાય, દિવ્યધ્વનિનું શ્રવણ વગેરેમાં પ્રવર્તે
છે;– અને તું એનો નિષેધ કરે છે, તો શું મહામુનિઓ કરતાં ય તું એનો નિષેધ કરે છે, તો શું
મહામુનિઓ કરતાં ય તું આગળ વધી ગયો!! – શાસ્ત્રાભ્યાસને વિકલ્પ કહીને નિરર્થક કહેવો ને અન્ય
વિષયકષાયોમાં પ્રવર્તવું તે તો નિશ્ચયાભાસી જીવનું સ્વછંદીપણું જ છે.
અમારે તો એકલું આત્મજ્ઞાનનું જ કામ છે, બીજા તત્ત્વોને જાણવાનું શું કામ છે?
અરે ભાઈ, એકલો આત્મા–આત્મા ગોખ્યા કરવાથી તો મોક્ષમાર્ગ થાય નહિ; પણ આત્મા શું,
તેની અવસ્થા શું, તેમાં શુદ્ધતા–અશુદ્ધતાના પ્રકાર કેવા છે, જીવથી ભિન્ન અજીવ શું? મોક્ષમાર્ગ શું?
મોક્ષમાર્ગને રોકનાર કોણ? એના જ્ઞાન વગર આત્મજ્ઞાન પણ સાચું થતું નથી ને મોક્ષમાર્ગને સાધી
શકાતો નથી. આત્મા–આત્મા કર્યા કરે ને બીજા તત્ત્વોને જાણવાનો નિષેધ કરે તો તત્ત્વાર્થશ્રદ્ધાન
ક્્યાંથી થાય? આત્માને દુઃખદાયક એવા આસ્રવ–બંધ શું તેને જાણ્યા વગર મોક્ષમાર્ગ સાધી શકાય
નહિ. કયા કારણોથી કર્મનો અભાવ થાય છે– તે ઓળખવું જોઈએ. બંધ–મોક્ષનાં કારણોને બરાબર
ઓળખે તો જ બંધનાં કારણરૂપ સમ્યગ્દર્શનાદિ પ્રગટ કરવાનો ઉદ્યમ કરે. માટે આત્મા સિવાય બીજા
તત્ત્વો–સંવર–નિર્જરા આસ્રવ–બંધ વગેરે પણ જાણવા જોઈએ.
એ તો બરાબર, પણ ત્રણલોક વગેરેનું વર્ણન જાણવામાં શું પ્રયોજન છે?
ત્રણલોક વગેરેનું વર્ણન જાણવું તે પણ કાંઈ રાગની વૃદ્ધિનું કારણ નથી, પણ ઉલટું રાગ
ઘટવાનું જ

PDF/HTML Page 7 of 25
single page version

background image
: ૬: આત્મધર્મ: ૨૩૭
કારણ છે. પુણ્ય–પાપનાં ફળનાં સ્થાનરૂપ સ્વર્ગ–નરક વગેરેને જાણતાં જીવ વૈરાગ્ય પામે છે, ને
પાપભાવો છોડીને પુણ્યકાર્યમાં વર્તે છે. વળી સર્વજ્ઞદેવે કહેલાં તત્ત્વો જાણતાં સર્વજ્ઞતાનો પણ વિશેષ
મહિમા આવે છે. માટે ત્રણલોકનું તેમજ જીવોની ગતિ–આગતિનું સ્વરૂપ બતાવનારાં શાસ્ત્રોના
અભ્યાસનો પણ નિષેધ કરવો યોગ્ય નથી
પ્રયોજનભૂત થોડું જ જાણવું તે કાર્યકારી છે, તો પછી ઘણું જાણવાના વિકલ્પો શા માટે કરીએ?
અરે ભાઈ, બીજું સંસારનું તો ઘણું જાણવામાં તું ઉપયોગ જોડે છે અને અહીં વિશેષ
શાસ્ત્રાભ્યાસને તું વિકલ્પ કહીને તેનો નિષેધ કરે છે, તે યોગ્ય નથી. જે જીવની શક્તિ ઓછી હોય
ને વિશેષ શાસ્ત્રાભ્યાસ જેટલી બુદ્ધિ ન હોય– તેને માટે એ ઉપદેશ છે કે થોડુંક પણ પ્રયોજનભૂત
જાણવાનું કાર્યકારી છે, બીજું આવડે કે ન આવડે પણ સ્વભાવ શું ને વિભાવ શું– એટલું
પ્રયોજનભૂત જાણે તો પણ પોતાનું કાર્ય સાધી શકે. પણ એવો જીવ કાંઈ વિશેષ શાસ્ત્રાભ્યાસનો
નિષેધ નથી કરતો. અથવા જે જીવ એકલા અપ્રયોજનભૂત તત્ત્વોને જાણવામાં જ રોકાય છે ને
ભેદજ્ઞાનની દરકાર કરતો નથી તો એવા જીવને માટે ઉપદેશ છે કે પ્રયોજનભૂત તત્ત્વના જ્ઞાન
વગર તારું બીજું બધું જાણપણું કાંઈ કાર્યકારી નથી. પરંતુ પ્રયોજનભૂત તત્ત્વને જાણવા ઉપરાંત
જેની વિશેષબુદ્ધિ હોય તે વિશેષ અભ્યાસ થી ગુણસ્થાન – માર્ગણાસ્થાન – જીવસ્થાન તથા
ત્રણલોક વગેરેનું વર્ણન જાણવામાં ઉપયોગને જોડે– તે યથાર્થ જ છે, તેમાં જ્ઞાનાદિની નિર્મળતા
થાય છે ને રાગાદિ ઘટે છે.
પ્રશ્ન:– શાસ્ત્રમાં કહ્યું છે કે સમ્યગ્દ્રષ્ટિને બંધન થતું નથી, માટે અમારી પ્રવૃત્તિ ગમે તેવી
હો? તેમાં શું વાંધો છે?
ઉત્તર:– અરે ભાઈ, સમ્યગ્દ્રષ્ટિની દશાની તને ખબર નથી; સમ્યગ્દ્રષ્ટિને બંધન થતું નથી– એમ
‘શાસ્ત્રમાં’ કહ્યું છે ને! – પણ તારી પરિણતિમાં તે વાત આવી છે? તારી પરિણતિમાં તો અબંધપણું
આવ્યું નથી. પોતાની મેળે વિચારથી તેં એમ માની લીધું કે હું સમ્યગ્દ્રષ્ટિ છું ને મને બંધન થતું નથી–
એ તો તારી સ્વછંદ કલ્પના છે. સમ્યગ્દ્રષ્ટિ તો સ્વપરને ભિન્ન જાણતો હોવાથી અત્યંત વૈરાગ્યવંત હોય
છે, એ સમ્યગ્દ્રષ્ટિનું ચિહ્ન છે; તે નિયમથી જ્ઞાન–વૈરાગ્ય–શક્તિ સહિત હોય છે. હું સમ્યગ્દ્રષ્ટિ છું – એવા
મિથ્યાઅભિમાનથી ફૂલાઈને પ્રવર્તે ને વૈરાગ્યનું તો ઠેકાણું ન હોય, – એવા જીવોને તો પાપી કહ્યા છે.
પોતે બુદ્ધિપૂર્વક પાપપરિણામમાં પ્રવર્તે અને કહે કે મને બંધન નથી– એ તો મોટો સ્વચ્છંદ છે.
સમ્યગ્દ્રષ્ટિ પણ અશુભ પરિણામ આવે તેને પાપ સમજે છે, ને તેને બૂરા જાણીને છોડવાનો ઉદ્યમ કરે
છે.
પ્રશ્ન:– શાસ્ત્રમાં તો શુભ–અશુભ બંનેને સરખા કહ્યા છે ને?
ઉત્તર:– ભાઈ, અશુદ્ધોપયોગની અપેક્ષાએ શુભ–અશુભને સરખા કહીને, તે બંને છોડીને
શુદ્ધોપયોગનો ઉપદેશ આપ્યો, એટલે તે બંને છોડીને શુદ્ધોપયોગરૂપ પ્રવર્તવું તે તો બરાબર છે;
પરંતુ જેને એવો શુદ્ધોપયોગ ન થાય તેણે શુભ છોડીને અશુભમાં પ્રવર્તવું એવો કાંઈ તે ઉપદેશનો
હેતુ નથી; છે તો શુભ અને અશુભ બંને અશુદ્ધ, અને હેય, પરંતુ શુભ કરતાં અશુભમાં તીવ્ર
અશુદ્ધતા છે, તેથી તેને પહેલાં જ છોડવાયોગ્ય છે. શુભને પણ જે હેય જાણે તે અશુભમાં સ્વચ્છંદે
કેમ પ્રવર્તે?
(સ્થળ સંકોચને કારણે આ લેખનો બાકીનો ભાગ આવતા અંકે આપવામાં આવશે.)

PDF/HTML Page 8 of 25
single page version

background image
અષાડ: ૨૪૮૯ : ૭:
ઉપયોગસ્વરૂપ સ્વઘરમાં વસવું
ફાગણ સુદ એકમના રોજ શેઠશ્રી ચુનીલાલ હઠીસંગના
મકાનના વાસ્તુપ્રસંગે સમયસાર ગા. પ૭ ના પ્રવચનમાંથી

વર્ણાદિ અને રાગાદિભાવો તે જીવના સ્વભાવભૂત નથી, જીવના ચેતનામય સ્વભાવથી તે
ભાવો ભિન્ન છે. જીવના આવા ચેતનામય સ્વભાવને ઓળખીને તેમાં વસવું તે ખરું વાસ્તુ છે. બહારના
જડ મકાનમાં આત્માનું ખરું વાસ્તુ નથી. પોતાના સ્વગુણપર્યાયમાં વસવું– તેના શ્રદ્ધા–જ્ઞાન કરીને
તેમાં ઠરવું તે સાચું વાસ્તુ છે; એવો સ્વઘરમાં વસવાટ જીવે પૂર્વે કદી કર્યો નથી એટલે તે જ અપૂર્વ
વાસ્તુ છે.
ભગવાન! તું તો જ્ઞાતાદ્રષ્ટા છો; રાગાદિ પરભાવો કે શરીરાદિ પરદ્રવ્યો તેની સાથે તારે ભાવનો
કાંઈ પણ સંબંધ નથી; એક ક્ષેત્રે રહેવા છતાં ભાવથી અત્યંત ભિન્નતા છે. ચેતનભાવને અને
રાગભાવને જરાય એકતા નથી. રાગ બર્હિર્મુખ ભાવ છે, તેને સાથે લઈને અંતરમાં જવાતું નથી, માટે
અંતરના સ્વભાવથી તે ભિન્ન છે. જેમ દૂધ અને પાણી એક ક્ષેત્રે હોવા છતાં બંનેને સ્વભાવથી એકતા
નથી, બંનેને સ્વભાવ જુદા છે. તેમ ચૈતન્યમૂર્તિ આત્માને વર્ણાદિ–રાગાદિ ભાવો સાથે એકક્ષેત્રપણું હોવા
છતાં, અગ્નિ અને ઉષ્ણતાની માફક ભાવથી એકતા તેમને નથી. આત્મા તો જાણકસ્વભાવી છે ને વર્ણાદિ
જાણકસ્વભાવ વગરના છે; – શુભાશુભ ભાવો પણ વિકાર છે તેમાં ચેતકપણું નથી. ચેતનની નજીક
રહેવાથી જાણે કે તેઓ પણ ચેતન સાથે એકમેક જ હોય – એમ અજ્ઞાનીને ભિન્ન લક્ષણના અભાનને
લીધે લાગે છે. પણ બંનેના લક્ષણ અત્યંત ભિન્ન છે, લક્ષણ દ્વારા બંનેની ભિન્નતા જાણીને અંતરમાં
ચૈતન્યસ્વભાવનો રાગથી ભિન્ન અનુભવ કરતાં સમ્યગ્દર્શનાદિ થાય છે.
આત્માનું સ્વલક્ષણ શું? – ઉપયોગ.
તે ઉપયોગ સાથે આત્મા તાદાત્મ્ય છે, એકમેક છે;
તે ઉપયોગ પરભાવ ઉપાધિ વગરનો નિરૂપાધિ છે.
રાગાદિભાવોને ઉપયોગ સાથે એકતા નથી.
અહા, અહીં તો કહે છે કે જેમ વર્ણાદિભાવો ઉપયોગથી ભિન્ન છે તેમ રાગાદિભાવો પણ
આત્માના ઉપયોગથી ભિન્ન છે. જેમ શરીરથી ઉપયોગ જુદો છે તેમ રાગથી પણ ઉપયોગ જુદો છે.
અનાદિથી રાગને પોતાનું સ્વરૂપ માનીને તે રાગમાં વસવાટ કર્યો છે; એટલે સ્વઘરને ભૂલીને પરઘરમાં
વસ્યો છે. રાગ અને ઉપયોગની ભિન્નતા અનુભવીને ચૈતન્યના ઉપયોગમાં વાસ કરવો તે અપૂર્વ વાસ્તુ
છે. તેણે સ્વઘરમાં વાસ કર્યો.
ભાઈ, તારી સમ્યગ્દર્શન કરવું હોય, આત્માનો સમ્યક્ અનુભવ કરવો હોય તો અંર્તદ્રષ્ટિવડે
આવા

PDF/HTML Page 9 of 25
single page version

background image
: ૮: આત્મધર્મ: ૨૩૭
આત્માનું અવલોકન કર. દેવાધિદેવ તીર્થંકર સર્વજ્ઞભગવંતોએ જેવો આત્મા અનુભવ્યો, ને જેવો
વાણીમાં કહ્યો, તેવો જ સંતોએ અનુભવ્યો, ને તેવો જ અહીં બતાવ્યો છે. તેવો જ અનુભવ પોતાના
જ્ઞાનમાં કરે ત્યારે સમ્યગ્દર્શન થાય. અરે જીવ! અંર્તલક્ષ કરીને એકવાર ઉલ્લાસથી હા તો પાડ.
*જેમ દૂધ અને પાણીને એકતા નથી, તેમ આત્માને વર્ણાદિ સાથે કે રાગાદિ સાથે એકતા નથી.
*જેમ અગ્નિને અને ઉષ્ણતાને એકતા છે, તેમ આત્માને અને ઉપયોગને એકતા છે.
*જેમ દૂધ અને પાણીને ભિન્નસ્વભાવપણું છે, તેમ ઉપયોગસ્વરૂપ આત્માને અને
અનુપયોગસ્વરૂપ વર્ણાદિ તથા રાગાદિને ભિન્નસ્વભાવપણું છે.
*જેમ અગ્નિને અને ઉષ્ણતાને ભિન્નસ્વભાવપણું નથી, તેમ ઉપયોગને અને આત્માને ભિન્ન
સ્વભાવપણું નથી. અહો, અન્વય અને વ્યતિરેક બંને પ્રકારના દ્રષ્ટાંતથી આચાર્યદેવે સ્પષ્ટ ભેદજ્ઞાન
કરાવીને, રાગથી ને જડથી જુદો ઉપયોગસ્વરૂપ આત્મા બતાવ્યો છે. – આવા આત્માને અનુભવવો તે
ધર્મ છે. એના સિવાય બીજા કોઈ પ્રકારે ધર્મ થતો નથી.
આત્માની સમ્યગ્દર્શનાદિ પર્યાય પોતાના નિરૂપાધિ સ્વભાવના આશ્રયથી જ ઉત્પન્ન થાય છે. તે
જડના કે વિકારના આશ્રયથી થતી નથી; પર્યાયના કે ભેદના આશ્રયે પણ સમ્યગ્દર્શનાદિની ઉત્પત્તિ
થતી નથી. ઉપયોગસ્વરૂપ આત્મામાં પર્યાય અભેદપણે લીન થાય ત્યારે જ સમ્યગ્દર્શનાદિ થાય છે.
ગુણસ્થાનોના ભેદનો વિચાર કરવાથી પણ આત્મા અનુભવમાં આવતો નથી. સર્વે પરદ્રવ્યોથી ને સર્વે
પરભાવોથી અધિક એવા આત્મામાં પર્યાયને અંતર્મુખ કરતાં દ્રવ્ય– પર્યાયનો ભેદ પણ ભાસતો નથી,
એ રીતે અંતર્મુખદ્રષ્ટિવડે આત્મસ્વભાવને પ્રતીતમાં લેવો તે સમ્યગ્દર્શન છે. તે સમ્યગ્દર્શનનું પરિણમન
રાગથી ને વર્ણાદિથી જુદું છે. જેવો સ્વભાવ હતો તેવું જ પર્યાયમાં પણ પરિણમન થઈ ગયું, તેનું નામ
ધર્મ છે.
*
અદ્ભુત ચૈતન્યતત્ત્વની પ્રાપ્તિ થઈ... પછી કોનો ભય?
શ્રી ગુરુપ્રસાદથી પોતાના ચૈતન્યતત્ત્વની પ્રાપ્તિ થતાં ધર્માત્મા ત્રણ લોકમાં નિર્ભય અને નિષ્કાંક્ષ
છે; સુરેન્દ્ર, નરેન્દ્ર કે નાગેન્દ્ર કોઈનો ભય તેને રહેતો નથી. શ્રી પદ્મનંદીસ્વામી સદ્બોધચંદ્રોદય
અધિકારમાં કહે છે કે–
त्रैलोक्ये किमिहास्ति कोपि स सुरः किंवा नरः किं फणी
यस्माद्वीर्मम यामि कातरतया यस्याश्रयं चापदि।
उक्तं यत्परमेश्वरेण गुरुणा निश्शेषवाञ्छाभय–
भ्रान्तिक्लेशहरं हृदि स्फुरति चेत्चितत्त्वमत्यद्भुतम्।।४९।।
શ્રી પરમેશ્વર ગુરુદ્વારા કહેલું ચૈતન્યતત્ત્વ, – કે જે સમસ્ત પ્રકારની અભિલાષા, ભય, ભ્રમ
તથા દુઃખોને દૂર કરનાર છે તથા અત્યંત અદ્ભુત આશ્ચર્યકારી છે– તે ચૈતન્યતત્ત્વ જો મારા
હૃદયમાં સ્ફુરાયમાન છે– મોજૂદ છે તો ત્રણલોકમાં એવો કોઈ દેવ–મનુષ્ય કે નાગ નથી કે જેનાથી
હું ડરું, ને આપત્તિથી કાયર થઈને કોઈના શરણે જાઉં! મારું ચૈતન્યતત્ત્વ નિર્ભય છે તેનો જ મને
આશ્રય છે.

PDF/HTML Page 10 of 25
single page version

background image
અષાડ: ર૪૮૯ : ૯:
..... ત..... ત્ત્વ..... ચ..... ર્ચા.....
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
(વાંકાનેર ચૈત્ર સુદ ૮ થી ૧૩ની રાત્રિચર્ચામાંથી)

પ્રશ્ન: એક સમયમાં રાગ અને વીતરાગતા બંને ભાવો સાથે હોય?
ઉત્તર:– હા. સાધક ને અંશે રાગ ને અંશે વીતરાગતા એમ બંને ભાવો એક સાથે હોય છે. જેમ
સમ્યગ્દર્શન થયું ત્યાં અંશે શુદ્ધતા પ્રગટી ને હજી સાધકને અશુદ્ધતા પણ છે, એ રીતે અંશે શુદ્ધતા ને
અંશે અશુદ્ધતા એમ બંને ભાવો સાધકદશામાં એક સાથે હોય છે. પણ તેમાં જે અશુદ્ધતા છે તે આસ્રવ–
બંધનું કારણ છે. એટલે સાધકને આસ્રવ, બંધ, સંવર ને નિર્જરા એમ ચારેય પ્રકારો એક પર્યાયમાં એક
સાથે થાય છે.
અહો, આ તો અધ્યાત્મતત્ત્વનો અંતરનો વિષય છે. હિંદુસ્તાનની આ મૂળ વિદ્યા છે.
પ્રશ્ન:– રાગ ઉપર જ્યારે લક્ષ હોય ત્યારે તો જ્ઞાનીને બહિર્મુખતા જ છે ને?
ઉત્તર:– રાગ ઉપર ભલે ઉપયોગનું લક્ષ હોય, પણ તે વખતેય અંદર સાધકને રાગ વગરની શુદ્ધ
પરિણતિ તો વર્તે જ છે. ઉપયોગ ભલે બહાર હોય તેથી કાંઈ શુદ્ધપરિણતિ જે પ્રગટી છે તેનો અભાવ
થતો નથી. જેટલી શુદ્ધતા છે તેટલી અંતર્મુખ પરિણતિ છે.
પ્રશ્ન:– સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવું જ છે– તો તેણે શું કરવું?
ઉત્તર:– રાગ અને ચૈતન્યને ભિન્ન જાણીને ચૈતન્ય–સ્વભાવમાં અંતર્મુખ થવું. પહેલાં અંતરમાં
જ્ઞાનથી નિર્ણય કરે પછી અંતર્મુખ ઉપયોગવડે નિર્વિકલ્પ અનુભવ થતાં સમ્યગ્દર્શન થાય છે.
પણ પહેલાં તેની યોગ્યતા માટે પણ ઘણી તૈયારી જોઈએ. દેવ–ગુરુ–શાસ્ત્ર કેવા હોય તેને
થાય.
પ્રશ્ન:– આત્માએ આ હાથ ઊંચો કર્યો – એમ દેખાય છે ને?
ઉત્તર:– ના; એમ દેખાતું નથી, પણ પોતાની ખોટી કલ્પનાથી એમ માને છે કે આત્માએ હાથ
ઊંચો કર્યો– આત્મા તો કાંઈ એને આંખથી દેખાતો નથી; શરીરને દેખે છે; શરીરનો હાથ ઊંચો થયો–
એમ દેખાય છે, પણ આત્માએ તે ઊંચો કર્યો– એમ તો કાંઈ દેખાતું નથી. એમ આત્મા પોતાથી ભિન્ન
બીજા પદાર્થોનું કાંઈ પણ કરે – એ વાત મિથ્યા છે; તે મિથ્યાત્વમાં ઊંધા અભિપ્રાયનું મોટું પાપ છે,
તેમાં ચૈતન્યની વિરાધના છે. તે મોટો દોષ અજ્ઞાનીઓને ખ્યાલમાં આવતો નથી. પાપ પરિણામ કરે ને
પૈસા મળે– ત્યાં કોઈ એમ માને કે પાપને લીધે પૈસા મળ્‌યા– તો તે વાત જેમ ખોટી છે, તે જ પ્ર્રમાણે
હાથ ઊંચો થતાં આત્માએ તેને ઊંચો કર્યો – એમ માનવું તે પણ ખોટું છે.
પ્ર્રશ્ન:– આત્મા ક્્યાં રહેલો છે.
ઉત્તર:– આત્મા આત્મામાં રહેલો છે. આત્મા

PDF/HTML Page 11 of 25
single page version

background image
: ૧૦: આત્મધર્મ: ૨૩૭
શરીરમાં રહ્યો નથી. શરીર અને આત્મા ભલે એક જગ્યાએ હોય પણ આત્માની સત્તા શરીરથી જુદી છે.
આત્મા તો ચૈતન્યપ્રકાશી છે.
આત્મા પોતે જ છે, પણ અજ્ઞાનને લીધે પોતે પોતાની સત્તાને જ ભૂલી ગયો, એટલે આત્મા તો
જાણે ગૂમ થઈ ગયો! એમ લાગે છે. જો અંતર્મંથન કરે તો પોતામાં જ પોતાનો પત્તો લાગે તેમ છે.
પ્રશ્ન:– ભેદજ્ઞાન કરવા માટે સીધો ને સરલ ઉપાય શું?
ઉત્તર:– જુદા લક્ષણ જાણીને જુદું જાણવું તે.
પ્રશ્ન:– એ કઈ રીતે થાય?
ઉત્તર:– અંદર વિચારવું જોઈએ કે અંદર જાણનાર તત્ત્વ છે તે હુ છું, ને વિકલ્પની વૃત્તિનું ઉત્થાન
તે મારા ચૈતન્યથી ભિન્ન છે.
પ્રશ્ન:– મિથ્યાત્વ ટાળવા માટે શુભભાવ ને ક્રિયાની જરૂર નથી લાગતી?
ઉત્તર:– ભાઈ, શુભભાવથી કે દેહની ક્રિયાથી મિથ્યાત્વ ટળે એમ જે માને તેને તો મિથ્યાત્વનુ
પોષણ થાય છે. શુભરાગથી મને ધર્મ થશે ને દેહની ક્રિયા હું કરી શકું છું– એમ માને તો તેમાં
મિથ્યાત્વનું પોષણ થાય છે.
પ્રશ્ન:– તો પછી સમ્યક્ત્વનો મારગ શું?
ઉત્તર:– આ રાગથી પાર ચૈતન્યને જાણવો તે સમ્યકત્ત્વનો મારગ છે. એના વગર શુભભાવ તો
અનંતવાર કર્યા. ભાઈ, સમજણના ઘર ઊંડા છે. – એને માટે સત્સમાગમનો ઘણો અભ્યાસ જોઈએ,
ઘણી પાત્રતા ને ઘણી જિજ્ઞાસા જોઈએ.
પ્રશ્ન:– આત્માને જાણતાં શું થાય?
ઉત્તર:– અંતરમાં ઉપયોગ મુકીને આત્માને જાણતાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે. – એવો
અપૂર્વ સ્વાદ આવે કે પૂર્વે કદી આવ્યો ન હતો. પણ એ કાંઈ વાતો કર્યે થાય એવું નથી, એને માટે તો
અંતરનો કોઈ અપૂર્વ પુરુષાર્થ જોઈએ.
પ્રશ્ન:– વાંચન–શ્રવણ ઘણું કરવા છતાં અનુભવ કેમ થતો નથી?
ઉત્તર:– અંદરમાં તેવું યથાર્થ કારણ આપતો નથી માટે; જો યથાર્થ કારણ આપે તો કાર્ય થાય જ.
અંતરની ધગશથી વિચારણા જાગે ને સ્વભાવ તરફનો પ્રયત્ન કરે તો આત્માનું કાર્ય ન થાય એમ બને
નહિ. પ્રયત્ન કરે રાગનો, અને કાર્ય માંગે સ્વભાવનુ, એ ક્્યાંથી આવે? સ્વભાવ તરફનો પ્રયત્ન કરે
તો સ્વભાવનું કાર્ય (સમ્યગ્દર્શન) જરૂર પ્રગટે. એને માટે અંદરનો ઊંડો પ્રયત્ન જોઈએ.
પ્રશ્ન:– સંસાર એટલે શું?
ઉત્તર:– પોતાનું જે શુદ્ધસ્વરૂપ છે તેનાથી સંસરવું એટલે ચ્યુત થઈને અશુદ્ધરૂપ પરિણમવું તે
સંસાર છે. એટલે રાગ–દ્વેષ–અજ્ઞાન વગેરે મલિનભાવ તે સંસાર છે.
પ્ર્રશ્ન:– સંસાર ક્્યાં છે?
ઉત્તર:– જીવનો મોક્ષ ને સંસાર બંને જીવમાં જ છે, જીવથી બહાર નથી. જીવની અશુદ્ધતા તે જ
જીવનો સંસાર છે, બહારના સંયોગમાં જીવનો સંસાર નથી. એ જ રીતે જીવની શુદ્ધતારૂપ મોક્ષ તે પણ
જીવમાં જ છે, ને તે મોક્ષનો ઉપાય પણ જીવમાં જ છે.
પ્રશ્ન:– સંસાર એ ક્્યો ભાવ? ઉત્તર:– સંસાર તે ઉદયભાવ છે.
પ્રશ્ન:– ધર્મ એટલે શું? ઉત્તર:– ધર્મ એટલે આત્માની શુદ્ધતા. આત્મા શું ચીજ છે તેના સ્વભાવનું
ભાન કરીને તેમાં એકાગ્રતા વડે જે રાગ–દ્વેષરહિત શુદ્ધતા પ્રગટે તે ધર્મ છે.
પ્રશ્ન:– સામાયિકની જરૂર ખરી કે નહિ? ઉત્તર:– એક સમયની સામાયિક આત્મામાં મુક્તિના

PDF/HTML Page 12 of 25
single page version

background image
અષાડ: ૨૪૮૯ : ૧૧:
ભણકારા આપે. સામાયિક પંચમ ગુણસ્થાને હોય છે ને તેના પહેલાં ચોથા ગુણસ્થાને સમ્યક્ત્વ હોય છે
સમ્યકત્ત્વ વગર એટલે આત્માના ભાન વગર સાચી સામાયિક હોય નહિ. દેહની ક્રિયાને કે શુભરાગને
સામાયિક માને કે તેનાથી ધર્મ માને તો તેને સામાયિકની ખબર નથી. સ્વરૂપનું ભાન કરીને તેમાં
એકાગ્ર રહેતાં રાગદ્વેષ રહિત સમભાવ ને અતીન્દ્રિય આનંદનું વેદન પ્રગટે તેનું નામ સામાયિક છે.
પ્રશ્ન:– એવી સામાયિક ન થાય ત્યાં સુધી તો શુભરાગ કરવો ને?
ઉત્તર:– ભાઈ, રાગ તો અનાદિથી કરતો જ આવ્યો છે! આ તો જેને ધર્મ કરવો હોય તેને માટે
વાત છે. ધર્મ માટે સત્ વિચારોને અંતરમાં સંઘરવા જોઈશે. પહેલાં સમ્યક્ ભૂમિકા તો નક્કી કરો.
આવો મનુષ્ય અવતાર મળ્‌યો તેમાં જન્મમરણના ફેરા ટળે એવી અપૂર્વ ચીજ શુ છે તે સમજવું જોઈએ.
પછી સમજણના પ્રયત્નની ભૂમિકામાં પણ ઊંચી જાતના શુભરાગ તો હોય છે. પણ તે રાગથી
ચૈતન્યની ભિન્નતા જ્યાં સુધી ન ભાસે ત્યાં સુધી ધર્મની શરૂઆત થાય નહિ. શુભરાગની વાત તો
અનાદિથી સાંભળતો ને આદરતો આવ્યો છે, પણ આ ચિદાનંદતત્ત્વ રાગથી પાર છે તેની વાત અપૂર્વ
છે.
આત્માની આ વાત અપૂર્વ છે. પાત્ર થઈને જિજ્ઞાસા કરે તેને સમજાય તેવી છે. જેને તરસ લાગી
હોય, જેને આત્માની ભૂખ જાગી હોય તેને આ વાત પચે એવી છે.
પ્રશ્ન:– ભેદજ્ઞાન થયું ન હોય પણ તેનો પ્રયત્ન કરતો હોય તો તેના પરિણામ કેવા હોય? તેની
રહેણીકરણી કેવી હોય?
ઉત્તર:– એના પરિણામમાં સત્સમાગમ અને સદ્દવિચાર ઘૂંટાતા હોય. આત્મા શું છે, સત્ શું છે,
જ્ઞાની કેવા હોય– એવા પ્રકારના તત્ત્વના સદ્દવિચાર હોય; પરિણામમાં પરની પ્રીતિનો રસ ઘણો મંદ
થઈ જાય, સાચા દેવ–ગુરુનું બહુમાન જાગે, કુદેવકુગુરુ તરફનું વલણ છૂટી જાય. સ્વસન્મુખ ઝૂકવા જેવું
છે– એમ નક્કી કરીને વારંવાર તેનો અંતર ઉદ્યમ કરે. એને તીવ્ર અનીતિના કે માંસાહારાદિના કલુષ
પરિણામ છૂટી જ ગયા હોય. અંદરમાં યથાર્થ તત્ત્વનું વારંવાર ઘોલન કરતો હોય. આવો જીવ અંતર્મુખ
થવાના વારંવારના અભ્યાસવડે ભેદજ્ઞાન પ્રગટ કરે છે.
પ્રશ્ન:– આ આત્મા સર્વજ્ઞ ભગવાન જેવો છે – એ કઈ રીતે?
ઉત્તર:– જેવા સર્વજ્ઞ ભગવાન છે, તેવો મારો આત્મા છે– એમ જ્યાં નક્કી કરવા જાય ત્યાં
પોતાની પર્યાયમાં તો સર્વજ્ઞપણું નથી, સર્વજ્ઞપણું તો શક્તિ સ્વભાવમાં છે; એટલે પર્યાય સામે જોયે
સર્વજ્ઞ જેવો આત્મા ઓળખાતો નથી પણ સ્વભાવસન્મુખ થઈને જ સર્વજ્ઞ જેવા આત્માની ઓળખાણ
થાય છે. ને એ રીતે સ્વસન્મુખ થાય ત્યારે જ સર્વજ્ઞની ખરી ઓળખાણ થાય છે.
પ્રશ્ન:– આત્મા કોને કહેવો?
ઉત્તર:– આત્મા સંબંધી જેને શંકા ઊઠે છે તે પોતે આત્મા જ છે. શંકા ઊઠે છે તે આત્માના
અસ્તિત્વમાં ઊઠે છે. આત્મા ન હોય તો શંકા કોણ કરે? માટે જે શંકા કરે છે ને જે જાણનાર તત્ત્વ છે તે
આત્મા છે. શંકા કાંઈ આ જડ શરીરમાં નથી, શંકા કરનારું જે તત્ત્વ છે તે ચૈતન્ય છે, તે જ આત્મા છે.
પ્રશ્ન:– અત્યારે મોક્ષ થાય?
ઉત્તર:– મહાવિદેહ ક્ષેત્રમાં અત્યારે પણ જીવો મોક્ષ પામે છે. આ ક્ષેત્રે અત્યારે પુરુષાર્થની
ખામીને કારણે મોક્ષ ભલે ન થાય, પણ અંતરમાં આત્માના સમ્યક્ અનુભવથી એમ નક્કી થઈ શકે છે
કે હવે અલ્પકાળમાં આ આત્મા સંપૂર્ણ મુક્ત થશે. સમ્યગ્દર્શનાદિરૂપ મોક્ષનો માર્ગ આ કાળે થઈ શકે
છે, તેને માટે

PDF/HTML Page 13 of 25
single page version

background image
: ૧૨: આત્મધર્મ: ૨૩૭
અંતરમાં ખૂબ શ્રવણ–મંથન ને સ્વભાવ તરફનો અભ્યાસ જોઈએ.
પ્રશ્ન:– અનાદિના મિથ્યાદ્રષ્ટિજીવને સમ્યક્ત્વ કઈ ગતિમાં થાય?
ઉત્તર:– ચારેય ગતિમાં થઈ શકે. તેમાં પ્રથમ ઉપશમ સમ્યક્ત્વ થાય છે, સાતમી નરકમાં પણ
સમ્યક્ત્વ પામી શકે છે. ક્ષયિક સમ્યક્ત્વનો પ્રારંભ મનુષ્યગતિમાં જ થાય છે.
પ્રશ્ન:– આધ્યાત્મિકજ્ઞાન કોને કહેવાય?
ઉત્તર:– આત્માના આશ્રયે જે જ્ઞાન થાય તેને આધ્યાત્મિક જ્ઞાન કહેવાય. એના સંસ્કાર બીજા
ભવમાં પણ આત્માની સાથે જ રહે છે.
પ્રશ્ન:– નિર્વિકલ્પદશા વખતે જે અંતર્મુખ જ્ઞાન ઉપયોગ છે તે જ્ઞાનનું જ્ઞેય જ્ઞાન છે કે આનંદ?
ઉત્તર:– તે અંતર્મુખ ઉપયોગનું જ્ઞેય આખો આત્મા છે; જ્ઞાન ને આનંદ બધું તેમાં અભેદ આવી
જાય છે; તે જ્ઞાનમાં આનંદનું વેદન વ્યક્ત છે.
પ્રશ્ન:– આપ પૂર્વજન્મને માનો છો? પૂર્વજન્મ કઈ રીતે અનુભવી શકાય?
પ્રશ્ન:– આપ પૂર્વજન્મને માનો છો? પૂર્વજન્મ કઈ રીતે અનુભવી શકાય?
ઉત્તર:– હા; આત્મા અનાદિઅનંત છે એટલે આ પહેલાં બીજા ભવમાં ક્્યાંક તેનું અસ્તિત્વ હતું.
આત્મા ક્્યાં હતો– તે ભલે કદાચ ન જાણે પણ એટલો તો નિર્ણય હોય જ કે પહેલાં આત્માનું અસ્તિત્વ
ક્્યાંક હતું જ. એવો કોઈ નિયમ નથી કે જાતિસ્મરણજ્ઞાન થાય તો જ આત્મજ્ઞાન થાય. કોઈકને જાતિ
સ્મરણજ્ઞાન ન હોય છતાં આત્મજ્ઞાન હોય; કોઈકને જાતિ સ્મરણજ્ઞાન ન હોય છતાં આત્મજ્ઞાન હોય;
કોઈકને જાતિસ્મરણજ્ઞાન હોય છતાં આત્મજ્ઞાન ન પણ હોય. – કોઈકને બંને સાથે વર્તે છે.
*
ધર્માત્માના ગર્ભકલ્યાણક અને જન્મકલ્યાણક
‘મમલપાહુડ’ માં ૭૪ મું પ્રકરણ ‘कल्यानक फूलना’ એટલે કે પંચકલ્યાણક સંબંધ હાલરડું છે,
તેમાં અધ્યાત્મદ્રષ્ટિથી પંચકલ્યાણક વર્ણવ્યા છે. તેમાં કહે છે કે સમ્યગ્દ્રષ્ટિ શ્રદ્ધાવાન ભવ્ય જીવના
મનરૂપી ગર્ભમાં શ્રી જિનેન્દ્ર ભગવાન વસે છે. રત્નકુંખધારિણી માતાની જેમ તે ભવ્ય જીવ કહે છે કે હે
ભાઈ! મેં સમ્યગ્દર્શનરૂપી ઉત્તમ રત્નને ધારણ કર્યું છે, મારા ઉદરમાં શુદ્ધાત્માની પ્રતીતિ પ્રગટી છે. એ
સમ્યગ્દર્શનરૂપી ઉત્તમ રત્નને ધારણ કર્યું છે, મારા ઉદરમાં શુદ્ધાત્માની પ્રતીતિ પ્રગટી છે. એ
સમ્યગ્દર્શનના પ્રતાપે આત્મામાં મોક્ષનાં બીજ રોપાયા છે. હવે મને આત્મિકમાર્ગ અથવા નિશ્ચય
મોક્ષમાર્ગ મલી ગયો છે. મારી શક્તિના ગર્ભમાં પરમાત્મા બિરાજે છે. મને તરણતારણસ્વામી અરિહંત
પરમાત્મા મલી ગયા– કે જેઓ સ્વયં સંસારથી તર્યા છે ને તરવાનો માર્ગ દેખાડીને બીજા જીવોના પણ
તારણહાર છે.
જન્મકલ્યાણકને અનુલક્ષીને કહે છે કે, જેમ તીર્થંકરના જન્મથી જગતમાં પ્રકાશ ફેલાય છે તેમ
મારા હૃદયમાં શુદ્ધ પરમાત્માના અવતારથી સમ્યગ્જ્ઞાનથી પ્રકાશ પ્રગટ્યો છે... મારા આત્મામાં ધર્મનો
અવતાર થયો, તે મહા કલ્યાણકારી છે. હે ભાઈ! મને પરમ સહકારી જિનેન્દ્ર ભગવાન સહજમાં મળી
ગયા છે. આત્મામાં શુદ્ધાત્મપરિણતિ પ્રગટી તે નિશ્ચયથી જન્મકલ્યાણક છે. તે જન્મકલ્યાણક થતાં
અંતરના સ્વાનુભવમાં આનંદજળના કળશ ભરીભરીને આત્માનો અભિષેક થાય છે.
“અષ્ટપ્રવચન”માંથી. (પુસ્તક છપાય છે.)

PDF/HTML Page 14 of 25
single page version

background image
અષાડ: ૨૪૮૯ : ૧૩:
*****************************************
ભેદજ્ઞાની ધર્માત્માનું અંતર વેદન
*****************************************
વૈશાખ સુદ એકમના રોજ લાઠી શહેરના જિનમંદિરના
નુતન શિખર ઉપર કલશ તથા ધ્વજારોહણ થયું, અને સ્વાધ્યાય
મંદિરમાં સમયસારની સ્થાપના થઈ; ત્યારબાદ પૂ. ગુરુદેવનું
સમયસાર પર મંગલ પ્રવચન.


આ સમયસાર શાસ્ત્ર છે; કુંદકુંદાચાર્યદેવ મહા અધ્યાત્મસંત આત્માના અતીન્દ્રિય આનંદમાં
ઝૂલતા દિગંબરમુનિ હતા, તેમણે આ શાસ્ત્ર રચ્યું છે. તેમાં ચૈતન્યની અલૌકિક વાત છે. સ્વ–પરની
વાર્તા કહેવાની શબ્દોમાં તાકાત છે. શબ્દોમાં જાણવાની તાકાત નથી પણ સ્વ–પરનું કથન કરવાની
તાકાત છે. અને આત્મામાં સ્વ–પરને કથન કરવાની તાકાત છે. અને આત્મામાં સ્વ–પરને જાણવાની
તાકાત છે, પણ સ્વ–પરનું કથન કરવાની તાકાત આત્મામાં નથી, કેમકે આત્મામાં શબ્દો નથી. પણ
શબ્દને અને આત્માને વાચક–વાચ્ય સંબંધ છે. શબ્દો સ્વ–પરનું કથન કરે છે, પણ જાણે છે તો આત્મા
પોતાની તાકાતથી.
હવે અહીં જ્ઞાની કેવા હોય? ને અજ્ઞાની કેવો હોય? તે ઓળખાવે છે. જ્ઞાની સ્વ–પરના
ભેદજ્ઞાન પૂર્વક પોતાનના ચૈતન્યના જ્ઞાન–આનંદરૂપ ભાવને વેદે છે, રાગમાં તન્મય થતો નથી,
દેહાદિની ક્રિયાને ભિન્ન જાણે છે. અને જેને સ્વ–પરની ભિન્નતાનું ભાન નથી, ચૈતન્યના આનંદનું વેદન
નથી તે અજ્ઞાની વિકલ્પને જ પોતાનું સ્વરૂપ માનતો થકો તેના કર્તાપણે વર્તે છે; પરંતુ તેથી બહારમાં –
શરીરાદિની ક્રિયામાં તો તે પણ કાંઈ કરી શકતો નથી.
જ્ઞાન શું ને રાગ શું તેને લક્ષણોવડે ભિન્ન જાણવા જોઈએ. ધર્મીનું વેદન કેવું હોય, ને અધર્મીનું
વેદન કેવું હોય? આત્મામાં ધર્મ થાય–જ્ઞાન થાય તો અંદર કાંઈક વેદન કરી રહ્યો છે, ને જો એવું જ
વેદન રહે– તો તેણે નવું શું કર્યું? રાગથી પાર ચૈતન્યનીય શાંતિનું વેદન જો ન પ્રગટ્યું તો તેણે કાંઈ
નવું નથી કર્યું; તે તો રાગના ને રાગના જ વેદનમાં ઊભો છે. અંતરમાં ચૈતન્યના આનંદનું સાક્ષાત્
વેદન થાય, ને રાગાદિથી સ્પષ્ટ ભિન્નતા ભાસે– તે ધર્મ છે; તેમાં ચૈતન્યમાંથી આનંદની લહેરના અંકુરા
ફૂટે છે. – પણ તે કઈ રીતે થાય? કે અંતરમાં દ્રષ્ટિ દેતાં આનંદ પ્રગટે. પણ અંર્તદ્રષ્ટિની આળસે પોતે
પોતાને દેખતો નથી. ઇંગ્લિશમાં પણ કહેવાય છે કે
Know Thy Self એટલે કે તું તને જાણ...
સ્વસંવેદનથી તું તારા આત્માને અનુભવમાં લે. પોતાનું સ્વરૂપ પોતાના અંતરમાં છે પણ અંતરદ્રષ્ટિથી
પોતે પોતાને દેખતો નથી. અંતરમાં દ્રષ્ટિ કરે તો આત્મામાં ભરેલું અમૃતનું સરોવર ઊછળે. ભાઈ,
રાગમાં એવી તાકાત નથી કે તારા આનંદને ઊછાળે. જેમ દરિયો મધ્યબિંદુથી સ્વયં ઊછળે ત્યારે તેને
સૂર્યનો પ્રખર તાપ પણ રોકી

PDF/HTML Page 15 of 25
single page version

background image
: ૧૪: આત્મધર્મ: ૨૩૭
શકે નહિ, તેમ ચિદાનંદ ભગવાન, આનંદથી ભરેલો સમુદ્ર, જ્યાં પોતે સ્વભાવસન્મુખ થઈને
જાગ્યો ત્યાં તેની પર્યાયમાં આનંદની ભરતી આવી, તેને જગતની કોઈ પ્રતિકૂળતા રોકી શકે નહિ.
અને, જ્યારે દરિયામાં ઓટ હોય એટલે કે પાણી ઉતરતા હોય ત્યારે બહારથી ગમે તેટલી નદીના
પાણી કે ધોધમાર વરસાદ પણ તેમાં ભરતી લાવી શકે નહિ, તેમ સ્વસન્મુખતા વડે જો
ચૈતન્યસમુદ્ર આત્મા પોતે પર્યાયમાં સ્વયં ન ઊછળે તો ધોધમાર વાણીનો વરસાદ કે પાંચ
ઈન્દ્રિયરૂપી નદીનું અવલંબન પણ તેની પર્યાયમાં આનંદની ભરતી લાવી શકે નહિ. ‘હું જ્ઞાન છું’
– એવા સ્વસંવેદન વગર કદી બીજા કોઈ ઉપાયે આત્માનો આનંદ આવે નહિ ને ધર્મ થાય નહિ.
આત્માને જ્યાં ભેદજ્ઞાન થયું ને રાગથી જુદો પરિણમ્યો ત્યાં ચૈતન્યના સ્વાદનું નિરંતર આસ્વાદન
તેને વર્તે છે. લાખ વાતની આ વાત આ છે કે ચિદાનંદ સ્વભાવનો નિશ્ચય કરીને અંતરમાં તેને
અનુભવો. છહઢાળામાં પં. દૌલતરામજી કહે છે કે –
લાખ બાતકી બાત યહૈ નિશ્ચય ઉર લાવો,
તોડિ સકલ જગ–દંદ ફંદ, નિત આતમ ધ્યાઓ. (૪–૮)
અરે, આવો મનુષ્ય અવતાર, તેની એકેક ક્ષણ લાખો કરોડો રૂા. કરતાંય વધુ કિંમતી છે. પણ
જગતના લોકો આત્માને ભૂલીને એકલા શૃંગારરસમાં માનવભવ એળેત્ર ગુમાવી રહ્યા છે, અને ઘણા
જીવો શુભરાગને ધર્મ માનીને ત્યાં અટક્યા છે. પણ પુણ્ય–પાપથી વિલક્ષણ જે પરમશાંત ચૈતન્યરસ
તેના સ્વાદને અજ્ઞાનીઓ જાણત્તા નથી. જ્ઞાની તો નિરંતર પોતાના આત્માને રાગથી વિલક્ષણ અત્યંત
મધુર ચૈતન્યરસપણે જ આસ્વાદે છે. આવો મનુષ્ય અવતાર પામીને આત્માના અનુભવરસનો સ્વાદ
કેમ આવે તે કરવા જેવું છે. અરે, જેમ હાથમાં મેંદી લગાડે ને તેનો રંગ ચડી જાય... તેમ આ ચૈતન્યની
વાર્તાનું શ્રવણ કરતાં અંતરમાં તેની રુચિનો રંગ ચડી જાય તો અપૂર્વ કલ્યાણ થાય. અહા, ચૈતન્યની
રુચિનો સ્વાદ કોઈ અચિંત્ય છે, ઈન્દ્રિયોથી પાર ને રાગથી વિલક્ષણ ચૈતન્યસ્વાદ અજ્ઞાનીએ કદી જાણ્યો
નથી. જ્ઞાની તો સદાય પોતાના આત્માને એવા જ સ્વાદપણે અનુભવે છે. જ્ઞાની જ્યાં રાગ સાથેય
આત્માને એકમેક માનતો નથી ત્યાં દેહાદિ સ્થૂળ જડ પદાર્થો સાથેની એકતાની તો વાત જ ક્યાં રહી!!
અરે, જ્ઞાની બહારના સંયોગમાં ઊભેલાં દેખાય પણ અંતરમાં ન્યારા છે. તે અજ્ઞાનીને દેખાય નહિ.
જ્ઞાનીને સ્વ–પરની ભિન્નતાના ભાનપૂર્વક જે કાંઈ જ્ઞાન છે તે બધુંય સમ્યગ્જ્ઞાન છે, ને અજ્ઞાનીને સ્વ–
પરની એકતાની મિથ્યાબુદ્ધિપૂર્વક જે કાંઈ જાણપણું છે તે બધુંય કુજ્ઞાન છે. ભેદજ્ઞાન કરીને જ્યાં જ્ઞાન
અંતરના સ્વસંવેદનમાં વળ્‌યું ત્યાં તે જ્ઞાનમાં શાસ્ત્રનું અવલંબન પણ છૂટી ગયું છે. અહા, ભિન્ન
જ્ઞાનમૂર્તિ આત્માને વિકલ્પની વૃત્તિનું ઉત્થાન હોય છતાં ભેદજ્ઞાનના બળે ધર્માત્માનું અંર્તવેદન કોઈ
જુદું હોય છે. એ મહંત સંત અનાદિઅનંત ચૈતન્યનું આસ્વાદન કરતો ભવના અંતને સાધે છે. ને
અજ્ઞાની શાસ્ત્રજ્ઞાન વખતે કે વ્રત–મહાવ્રતના વિકલ્પ વખતે અંદરમાં રાગ સાથે એકતાનું વેદન કરતો
સંસારને જ સેવી રહ્યો છે. જ્ઞાનીના અંર્તવેદનના તમાસા કોઈ અદ્ભુત અચિંત્ય છે– જે અજ્ઞાનીને
લક્ષમાં આવે તેવા નથી. નિરાલંબી ચિદાનંદ પ્રભુનું ભાન થતાં રાગથી રહિત નિર્વિકલ્પ અતીન્દ્રિય
આનંદનો સ્વાદ વેદનમાં આવ્યો... તેને વિરલા જ જાણે છે; બાકી તો જગત આખું રાગના વેદનમાં
ભરમાયું છે. રાગના સ્વાદમાં અટાવયેલું જગત ચૈતન્યની શાંતિને લૂંટાવી રહ્યું છે. અરે, ચૈતન્યની
શાંતિના સ્વાદ પાસે સંતો જે શુભ લાગણીને પર ઝેર કહે છે, તેને અજ્ઞાની અમૃત જેવું જાણીને તેમાં
એકાકારપણે વર્તતો થકો મિથ્યાત્વરૂપી ઝેરના કુંભને સેવે છે. ચૈતન્યના અમૃતના અગમ પ્યાલા છે, તે
રાગથી પાર છે. અરે, એકવાર આવા

PDF/HTML Page 16 of 25
single page version

background image
અષાડ: ર૪૮૯ : ૧પ:
ચૈતન્યના અમૃતસ્વાદને લક્ષમાં તો લે. તેને લક્ષમાં લેતાં તને રાગનો રસ ઊડી જશે.
જ્ઞાનીને રાગમાં અંશમાત્ર પણ આત્મબુદ્ધિ થતી નથી, એટલે તે રાગને પોતામાં જરાપણ કરતો
નથી, રાગને સ્વભાવથી બહાર જ જાણે છે. – આવી જ્ઞાનીની અંતરવેદનાની દશા છે. આવા અંતરવેદન
વગર જ્ઞાનીપણું થાય નહિ. અને આવા અંર્તવેદનને ઓળખ્યા વગર જ્ઞાનીને ઓળખ્યા એમ કહી શકાય
નહિ. “હું તો જ્ઞાન ને આનંદ જ છું, એ જ મારું કાર્ય છે” હું તો જ્ઞાન ને આનંદ જ છું, એ જ મારું કાર્ય
છે” એમ અંર્તવેદનપૂર્વક જે જાણે છે તે જ જ્ઞાની છે. એ સિવાય ભલે શાસ્ત્રો ભણે કે શુભરાગની
ક્રિયાઓ કરે પણ રાગના વેદનથી જુદો પડ્યા વિના સમ્યગ્જ્ઞાન થાય નહિ, જ્ઞાનચક્ષુ તેને ઉઘડે નહિ. અરે,
આ શરીરની એક આંખ કાણી હોય તો ગમતું નથી ને શરમથી તે આંખ ઢાંકે છે, તો આ ચૈતન્યના
જ્ઞાનચક્ષુ આંધળા થઈ ગયા છે તેની કાંઈ શરમ ખરી? જ્ઞાનચક્ષુ કેમ ખૂલે તેનો કાંઈ ઉપાય ખરો? ભાઈ,
કાંઈક આત્માનો પ્રેમ પ્રગટ કર... ને અંતર નજરથી તારા જ્ઞાનચક્ષુ ખોલીને આત્માને દેખ.
ધર્માત્મા કહે છે કે મારો પ્રીયતમ–એટલે કે ઉત્કૃષ્ટ પ્રીયમાં પ્રીય એવો જે મારો ચૈતન્યનાથ – તેની
સાથે મેં રુચિના – પ્રીતિના મીંઢોળ બાંધ્યા... હવે રાગની રુચિના મીંઢોળ હું નહિ બાંધું. અહા, જ્યાં
ચૈતન્યનો ઉત્કૃષ્ટ પ્રેમ પ્રગટ કરીને, તેના આનંદના આસ્વાદન પૂર્વક તેને જ પોતાનો પ્રીયતમ બનાવ્યો
ત્યાં હવે સજ્જન સંત ધર્માત્માને જગતમાં બીજી કોઈ ચીજ પ્રીય લાગતી નથી, ચૈતન્યની પ્રિયતા આડે
આખા જગતનીય પ્રીતિ તેને ઊડી ગઈ છે. ચૈતન્ય સાથે જે પ્રીતિ બંધાણી તેને હવે જગતમાં કોઈ તોડી
શકે નહિ, એ તો હવે અપ્રતિહતપણે કેવળજ્ઞાન ને પરમાત્મપદ લીધે છૂટકો. ચૈતન્યની પ્રીતિમાં જેને
અપ્રતિહત જ્ઞાનધારા શરૂ થઈ તેને, બીજમાંથી પૂર્ણિમાની જેમ, પૂર્ણ જ્ઞાનકળા ખીલ્યે જ છૂટકો.
એવા અપ્રતિહત જ્ઞાનધારાવંતા સાધકસંતોને નમસ્કાર હો.
સમકિત મહાપુરુષ
*મહાપુરુષ કોણ છે?
ભેદજ્ઞાનવડે પરથી ભિન્ન એવું મહાન ચૈતન્ય તત્ત્વ જેણે પ્રતીતમાં લીધું છે, તેત્ર જ મહાપુરુષ છે.
*તે મહાપુરુષ શું કરે છે?
ચૈતન્ય મહાપ્રભુને પરભાવોથી જુદો પાડીને ભેદજ્ઞાની ધર્માત્મા ઊજ્જવળ દ્રષ્ટિવડે પોતાના
અંતરમાં દેખે છે, ને અતીન્દ્રિય આનંદને અનુભવે છે. આવા સમ્યગ્દ્રષ્ટિ તે જ ખરેખર મહાપુરુષ અને
મહાત્મા છે. બીજા જગતમાં મહાન કહેવાતા હોય તેઓ્ર ખરેખર મહાન નથી.
*સમકિતની પ્રતીતિ કોના જેવી છે?
સમ્યગ્દ્રષ્ટિની પ્રતીતિ ગણધર ભગવાન જેવી છે. જેવો શુદ્ધઆત્મા ત્રણ કથળના ગણધરદેવોએ
પ્રતીતમાં લીધો છે તેવો જ શુદ્ધઆત્મા ચોથા ગુણસ્થાને રહેલી સમ્યગ્દ્રષ્ટિ બાળિકાએ પણ પ્રતીતમાં
લીધો છે, તેમાં જરાય ફેર નથી.
*સમ્યગ્દ્રષ્ટિ કેવા છે?
સમ્યગ્દ્રષ્ટિ તે જિનેશ્વર ભગવાનના પુત્ર છે; જેમ ગણધરોને ‘તીર્થંકરના પુત્ર’ કહેવામાં આવ્યા
છે, તેમ સમ્યગ્દ્રષ્ટિ પણ ‘જિનેશ્વરના નંદન’ છે.
*સમ્યગ્દ્રષ્ટિને શેનો રંગ લાગ્યો છે?
સમ્યગ્દ્રષ્ટિને ધર્મનો એટલે પોતાના ચૈતન્યસ્વભાવનો જ રંગ લાગ્યો છે.
*સમકિતીનો તે રંગ કેવો છે?
સમકિતને જે રંગ લાગ્યો તેમાં કદી ભંગ પડવાનો નથી. ચૈતન્યના રંગમાં ભંગ પડા વગર
અપ્રતિહતપણે તે કેવળજ્ઞાન લેશે. (પ્રવચન ઉપરથી)

PDF/HTML Page 17 of 25
single page version

background image
જિનાગમનું વિધાન
પક્ષતિક્રાન્ત અનુભૂતિ તે સમસ્ત જિનાગમનુ વિધાન છે
(સમયસાર કળશ ૯૦–૯૧ તથા ગાથા ૧૪૩ ઉપરનાં પ્રવચનમાંથી)
ચૈતન્યતત્ત્વનો અનુભવ નયપક્ષના વિકલ્પો વડે થતો નથી. નયપક્ષના સમસ્ત વિકલ્પોને
છોડીને, જ્ઞાનને વિકલ્પથી જુદું કરીને, સ્વરૂપ સન્મુખ કરતાં ચૈતન્યના સાક્ષાત્ અમૃતનો અનુભવ થાય
છે. સ્વભાવમાં સન્મુખ તો થાય નહિ ને તેના વિકલ્પો કર્યા કરે તો માત્ર વિકલ્પોનો જ અનુભવ થાય
છે. ચૈતન્યના અતીન્દ્રિય આનંદરૂપ અમૃતનો અનુભવ થતો નથી. નયપક્ષની ભૂમિકા જ એવી છે કે
તેમાં અનેક વિકલ્પોની જાળ ઊઠે છે, પણ જે જ્ઞાન તે જાળમાં ન અટકતાં વિકલ્પને ઓળંગી જઈને
ચૈતન્યસ્વભાવ સાથે એકતા કરે છે. તેનું નામ આત્મઅનુભૂતિ છે, તેમાં પરમ સમતારસ છે; તેમાં
વિકલ્પનું અકર્તાપણું પરિણમી ગયું છે, જ્યાં ચૈતન્યસન્મુખ પરિણમન થયું ત્યાં વિકલ્પની જાળ ઊઠતી
નથી, તે આપોઆપ છૂટી જાય છે, ને જ્ઞાનમાંથી તેનું કર્તાપણું પણ છૂટી જાય છે.
અહા, જુઓ આ શાંત–શાંત નિર્વિકલ્પ ચૈતન્ય રસના અનુભવની રીત! શુદ્ધનયના વિકલ્પનુ પણ
કર્તાપણું ચૈતન્યના અનુભવને રોકનાર છે. પહેલાં આ વાત અંતર્મુખ લક્ષમાં–નિર્ણયમાં લઈને દ્રઢ કરવી
જોઈએ; ચૈતન્યના અવલંબને જ મારું હિત છે, વિકલ્પનો અંશ પણ મને અવલંબનરૂપ જ મારું હિત છે,
વિકલ્પનો અંશ પણ મને અવલંબનરૂપ નથી– આવા દ્રઢ નિર્ણયપૂર્વક સ્વરૂપ તરફ ઝુકતાં વિકલ્પો સમાઈ
જાય છે. પછી જે વિકલ્પો ઊઠે તે જ્ઞાનની અનુભૂતિથી ભિન્નપણે જ ઊઠે છે, જ્ઞાનના કાર્યપણે નહિ;
ચૈતન્યનો શાંતરસ જે અનુભૂતિમાં ચાખ્યો તે અનુભૂતિમાં હવે વિકલ્પની આકુળતાનો રસ સમાઈ શકે
નહિ. સમ્યગ્દ્રષ્ટિને સર્વ વિકલ્પો શુદ્ધાત્માની અનુભૂતિથી બહાર ને બહાર જ રહે છે. વિકલ્પો તો અનેક
પ્રકારના છે. ને ચૈતન્યની અનુભૂતિ તો એકલા શાંતરસવાળી જ છે. અહા, દ્રવ્ય–પર્યાય જ્યાં સમરસી
પરિણમ્યા ત્યાં વચ્ચે કોઈ વિકલ્પ ન રહ્યો, આનંદ જ રહ્યો; સ્વરૂપની અનુભૂતિ જ રહી, ભગવાન આત્મા
પોતે ‘સમયસાર’ થઈ ગયો. આવી આત્મઅનુભૂતિ તે જ સમસ્ત જિનાગમનું વિધાન છે.
ચિદાનંદતત્ત્વ જ્યાં જાગ્યું ત્યાં વિકલ્પો ભાગ્યા; જેમ સિંહનું જરાક સ્ફૂરણ થતાં જ હરણિયાં તો
દૂર ભાગે, તેમ ચૈતન્યસિંહ પોતાની સ્વાનુભૂતિમાં જ્યાં સ્ફૂરાયમાન થયો ત્યાં નયપક્ષના બધાય
વિકલ્પો હરણીયાંની જેમ ભાગ્યા. વિરપુરુષના ધનુષનો ટંકાર થતાં જ કાયરની સેના ભાગે, તેમ
સ્વાલંબી પુરુષાર્થરૂપ વીરતા જાગી ત્યાં પરાશ્રિત વિકલ્પો હરણીયાંની જેમ ભાગે છે. જેમ શ્રીકૃષ્ણ
જ્યારે યુદ્ધમાં ચડ્યા ત્યારે ધનુષ હાથમાં લેતાં જ ત્રીજા ભાગની બીજી સેના ભાગી ગઈ, અને પછી
બાકીનો ત્રીજો ભાગ પણ હારીને ભાગ્યો; તેમ કર્મને હરનારો્ર કૃષ્ણ જ્યા જાગ્યો ને ચિદાનંદ સ્વભાવની
શ્રદ્ધા કરી ત્યાંં કર્મમાંથી દર્શન–મોહ તો દૂર ભાગ્યો, સમ્યગ્જ્ઞાન વડે ઉપયોગનું સ્વરૂપ સાથે સંધાન કર્યું
ત્યાંં તે સમ્યગ્જ્ઞાનરૂપી ધનુષના ટકારથી મિથ્યાવિકલ્પો દૂર ભાગ્યા, સમ્યગ્જ્ઞાને વિકલ્પોને પોતાથી
ભિન્ન જાણીને ભગાડી મુક્યા; અને પછી બાકી અસ્થિરતાના જે વિકલ્પો રહ્યા તેનું સામર્થ્ય અત્યંત
અલ્પ છે. સ્વરૂપની સ્થિરતા વડે જ્ઞાની તેને અલ્પકાળમાં નષ્ટ કરી નાંખે છે.
સ્વસન્મુખ અનુભૂતિમાં જ્યાં આત્મા સ્ફૂરાયમાન થયો ત્યાં કોઈ વિકલ્પ જ ન રહ્યો; આવી
અનુભૂતિ સ્વરૂપ ચૈતન્યતેજનો પૂંજ હું છું”– એમ ધર્મી અનુભવે છે. વિકલ્પની સ્ફુરણા થાય તે હું નહિ,
ચૈતન્યપૂંજ જેમાં સ્ફૂરાયમાન થાય – તે જ હુ છું. અનુભવમાં એકાગ્ર થતા વિકલ્પને છોડવો નથી
પડતો, પણ વિકલ્પો તે વખતે સ્વયં વિલય જ પામી ગયેલા છે. અનુભૂતિમા એકલો સમરસ
ચૈતન્યભાવ અનુભવાય છે. *

PDF/HTML Page 18 of 25
single page version

background image
અષાડ: ૨૪૮૯ : ૧૭:
અનુભવ માટે શિષ્યનો મંગળ ઉમંગ

અનુભવ માટેના મંગળ–ઉમંગથી શિષ્ય પ્રશ્ન કરે છે; ભગવાન! પક્ષાતિક્રાન્તનુ શું સ્વરૂપ છે?
પક્ષાતિક્ર્રાન્ત જીવ કેવો હોય? તેની અનુભૂતિ કેવી હોય? જુઓ, નિર્વિકલ્પ આનંદના અનુભવ માટે
શિષ્યને મંગળ ઉમંગ ઊઠ્યો છે... આવા અનુભવના ઉમંગપૂર્વક પ્રશ્ન ઊઠ્યો તે પ્ર્રશ્ન પણ મંગળ છે...
ગુરુ ઉપર અત્યંત આસ્થા છે ને અનુભવની ઉત્કંઠા છે... અનુભવના કાંઠે આવીને ગુરુને પૂછે છે કે
પ્રભો! નિર્વિકલ્પ અનુભવનુ સ્વરૂપ શું છે ને તે અનુભવની રીત શું છે? પક્ષાતિક્ર્રાન્ત થવા માટેના
કિનારે ઊભો છે– એવા શિષ્યનું હૃદય પણ મંગળ છે ને તે આવો અનુભવ માટેનો મંગળ પ્રશ્ન પૂછે છે.
તેના ઉત્તરમાં આચાર્યદેવ ૧૪૩ મી ગાથામાં નિર્વિકલ્પ અનુભવનું સ્વરૂપ બતાવે છે:–
નયદ્વય કથન જાણે જ કેવળ સમયમાં પ્રતિબદ્ધ જે,
નયપક્ષ કંઈ પણ નવ ગ્રહે નયપક્ષથી પરિહીન તે.
જુઓ, આ મહા ઉત્તમ ગાથા છે. સમ્યક્ મેળવ્યા છે ચોથા ગુણસ્થાનના ધર્માત્મા પણ અનુભવ
કાળે કેવળી ભગવાન કોઈ વિકલ્પને કરતા નથી તેમ શ્રુતજ્ઞાનીધર્માત્મા પણ કોઈ વિકલ્પને ઉપયોગ
સાથે એકમેક કરતા નથી.
અહા, આવી અનુભૂતિમાં કેવા આનંદના શેરડા આવે છે, તેને ધર્મી જ જાણે છે, ધર્માત્મા
અનુભૂતિમાં ચિદાનંદતત્ત્વને જ ગ્રહે છે, વિકલ્પમાત્રને ગ્રહતા નથી, કેવળ જાણે જ છે. “વિકલ્પને જાણે
છે”– એમ કહ્યુ પરંતુ અનુભવના કાળે કાંઈ વિકલ્પ તરફ ઉપયોગ નથી; ઉપયોગને વિકલ્પથી જુદો જ
અનુભવે છે, તે ઉપયોગની સાથે વિકલ્પને એકમેક જરા પણ નથી કરતા, માટે એમ કહ્યું કે વિકલ્પને
જાણે છે પણ ગ્રહણ કરતા નથી.
ચૈતન્યની શાંતિનો સ્વાદ જેમાં ન આવે તેનાથી શું પ્રયોજન છે? પરથી તો આત્માના
પ્રયોજનની કાંઈ સિદ્ધ થતી નથી, બહારના રાગથી પણ કાંઈ પ્રયોજન સિદ્ધ થતું નથી, ને અંદર ‘હું શુદ્ધ
છું’ ઈત્યાદિ વિકલ્પો વડે પણ ચૈતન્યના અનુભવનું પ્રયોજન સિદ્ધ થતું નથી ધર્માત્મા સમસ્ત
વિકલ્પોના પક્ષને ઓળંગીને ચૈતન્યને અનુભવે છે– તેનું આ વર્ણન છે. જેમ ભગવાન કેવળજ્ઞાની
પરમાત્મા કેવળજ્ઞાન વડે સમસ્ત નયપક્ષોને માત્ર જાણે જ છે, પણ પોતામાં તે નયપક્ષના વિકલ્પોને
જરા પણ ગ્રહતા નથી, તેમ શ્રુત જ્ઞાનીને સ્વસન્મુખતામાં સ્વભાવના જ ગ્રહણનો ઉત્સાહ છે, ને
વિકલ્પના ગ્રહણનો ઉત્સાહ છૂટી ગયો છે; કેવળી ભગવાન તો શ્રુતજ્ઞાનની ભૂમિકાને જ ઓળંગી ગયા
છે એટલે તેમને વિકલ્પનો અવકાશ જ નથી, ને શ્રુત જ્ઞાનીને જો કે શ્રુતજ્ઞાનની ભૂમિકા છે તો પણ તે
ભૂમિકામાં ઊઠતા વિકલ્પના ગ્રહણનો ઉત્સાહ છૂટી ગયો છે, જ્ઞાન વિકલ્પના આશ્રયથી છૂટીને
સ્વભાવના આશ્રયમાં વળ્‌યું છે. ભગવાન સર્વજ્ઞદેવ સદાય વિજ્ઞાનઘન થયા છે, ને શ્રુતજ્ઞાની પણ
અનુભવકાળે વિજ્ઞાનઘન છે, તેથી તે પણ પક્ષાતિક્રાન્ત છે; શ્રુતજ્ઞાનીની આવી આત્મદશા હોય છે, તે જ
સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે.
ભાઈ, નિમિત્તના આશ્રયથી લાભ થાય એ વાત તો ક્્યાંય રહી, પણ શાંતરસના પિંડ ચૈતન્યને
અંદરના શુદ્ધનયના વિકલ્પના આશ્રયે પણ કિંચિત્ લાભ નથી. સાક્ષાત્ ચૈતન્યને ભેટવાના રસ્તા
અંતરમાં કોઈ જુદા છે. ચૈતન્યસ્વરૂપમા આરૂઢ થઈને શાંતરસના વેદનની દશામાં કોઈ વિકલ્પનો પક્ષ
રહેતો નથી, એનું નામ પક્ષાતિક્રાન્ત–સમયસાર છે, તે વિકલ્પથી ભિન્ન ચૈતન્યજ્યોતિરૂપ છે, તેના
અનુભવમાં ભગવાન આત્માની પ્રસિદ્ધિ છે; વિકલ્પમાં આત્માની પ્રસિદ્ધિ ન હતી, તેમાં તો આકુળતા
હતી, ને અંતરના નિર્વિકલ્પ અનુભવમાં આત્માની પ્રસિદ્ધિ થઈ છે. આવી અનુભૂતિસ્વરૂપ શુદ્ધઆત્મા
છે, તે જ સમયસાર છે.

PDF/HTML Page 19 of 25
single page version

background image
: ૧૮ : આત્મધર્મ: ૨૩૭
અહો, પહેલાં ચૈતન્યના અનુભવની આ રીત બરાબર લક્ષમાં લઈને દ્રઢ નિર્ણય કરવો જોઈએ.
માર્ગનો સાચો નિર્ણય કરવો જોઈએ. માર્ગનો સાચો નિર્ણય પણ ન કરે તેને અનુભવ ક્્યાંથી થાય?
લક્ષ કરીને પ્રયોગ કરતાં પરિણમન થાય; આ એક જ અનુભવની રીત છે, બીજી કોઈ રીત નથી.
અનાદિથી ન પામેલો હોય તે આ રીતથી જ સમ્યગ્દર્શન પામે છે. આ રીતથી નરકમાં પણ જીવ
સમ્યગ્દર્શન પામે છે, સ્વર્ગમાં, મનુષ્યમાં કે તીર્યંચમાં પણ આ જ રીતથી સમ્યગ્દર્શન અને
આત્મઅનુભવ પમાય છે. નરક–સ્વર્ગ વગેરેમાં જાતિસ્મરણ વગેરેને સમ્યક્ત્વપ્રાપ્તિના કારણો કહ્યાં છે
તે ઉપચારથી છે, પણ તે નિયમથી કારણ નથી. અરે, વિકલ્પ પણ સાધન નથી, તો પછી બહારના કયા
સાધન લેવા છે? “હું શુદ્ધ પરમાત્મા સચ્ચિદાનંદ છું”–એવો વિકલ્પ પણ ખરેખર પરલક્ષી–પરાશ્રયી
ભાવ છે, તે પણ અનુભવનું સાધન નથી. શ્રુતજ્ઞાનને સ્વસન્મુખ કરવું તે જ એક અનુભવનું સાધન છે.
વિકલ્પાતીત થઈને ચૈતન્યનું સ્વસંવેદન કરે ત્યારે શ્રુતજ્ઞાની પણ કેવળી ભગવાનની જેમ પક્ષાતીત–
વિકલ્પાતીત છે, તે પણ વીતરાગ જેવો જ છે.
* જે જીવ એકાન્ત એક નયને પકડીને નયપક્ષના વિકલ્પમાં જ અટકે છે પણ વિકલ્પથી જુદો
પડીને જ્ઞાનને સ્વસન્મુખ કરતો નથી તે મિથ્યાદ્રષ્ટિ જ રહે છે.
* વિકલ્પથી ભિન્ન પડીને, સ્વસન્મુખપણે જેણે ચૈતન્યનો અનુભવ કર્યો છે, પ્રજ્ઞાછીણી વડે જ્ઞાન
અને વિકલ્પને જુદા પાડી નાંખ્યા છે, તે જ્ઞાનીને નિર્વિકલ્પ અનુભવનો કાળ જ્યારે ન હોય ત્યારે
નયપક્ષના જે વિકલ્પો ઊઠે તો ચારિત્રમોહ પૂરતો રાગ છે, પણ ધર્મીને તે વિકલ્પના ગ્રહણનો ઉત્સાહ
નથી, તે વિકલ્પને સાધન માનતા નથી, ને તેના તે કર્તા થતા નથી; તેનું જ્ઞાન વિકલ્પથી જુદું ને જુદું
પરિણમે છે.
* અને જ્યારે નયપક્ષસંબંધી સમસ્ત વિકલ્પોથી પાર થઈને સ્વસંવેદનવડે ધ્યાનમાં હોય ત્યારે
તો શ્રુતજ્ઞાની પણ વીતરાગ જેવો જ છે, અબુદ્ધિપૂર્વકના વિકલ્પો ભલે પડ્યા હોય, પણ તેના
ઉપયોગમાં કોઈ વિકલ્પનું ગ્રહણ નથી; નિર્વિકલ્પ અનુભવમાં એકલા પરમઆનંદને જ અનુભવે છે.
જુઓ ભાઈ, આત્માના અનુભવનો આ માર્ગ અનાદિ અનંત એકજ પ્રકારનો છે. અહો, અનંત
સર્વજ્ઞીએ કહેલો, સંતોએ સેવેલો, તીર્થંકરભગવંતો અને કુંદકુંદાચાર્યદેવ જેવા સંતોની વાણીમાં આવેલો
આ માર્ગ છે.
બાર વૈરાગ્ય ભાવનામાં કહે છે: ભાઈ, બહારના પદાર્થો તો શરણ નથી પણ અંદરના વિકલ્પો
પણ શરણરૂપ નથી. આ દેહ તો ક્ષણમાં વીંખાઈ જશે, તે તો તને અશરણ છે, તેનાથી તારું અન્યત્વ છે.
અને અંદરના વિકલ્પો પણ અશરણ–અધ્રુવ ને અનિત્ય છે, તેનાથી તારા ચૈતન્યનું અન્યત્વ છે. –એમ
જાણીને તારા ચૈતન્યની જ ભાવના ભાવ. તારા ચૈતન્યધામમાં અનંતી કેવળજ્ઞાન ને પૂર્ણાનંદની
પર્યાયો પ્રગટવાની તાકથત છે, તેથી પરમાર્થે ચૈતન્યધામ તે જ શાશ્વત તીર્થ છે; અંતર્મુખ થઈને તેની
યાત્રા કરતાં ભવસાગરથી તરાય છે.
ધર્મી કહે છે કે: સમસ્ત વિકલ્પોરૂપ બંધપદ્ધત્તિને છોડીને, અપાર ચૈતન્યતત્ત્વને હું અનુભવું છું;
મારા ઉત્પાદ–વ્યય–ધ્રુવ ચૈતન્યભાવવડે જ ભવાય છે–શ્રુતજ્ઞાનને અંતર્મુખ કરીને આવો અનુભવ થાય
તે સમ્યગ્દર્શન છે. તેને માટે વિકલ્પનો આધાર નથી. અરે, નિર્વિકલ્પ ચૈતન્યની શાંતિમાં વિકલ્પનો ટેકો
માનવો તે તો કલંક છે. નિર્વિકલ્પ શાંતિમાં વિકલ્પનો ટેકો નથી. અનુભૂતિ વખતે વિકલ્પનો અભાવ
છે. “હું સાધક છું ને સિદ્ધ થવાનો છું” એવા વિકલ્પો શ્રુતજ્ઞાનીને અનુભવ વખતે નથી. નિર્વિકલ્પ
અનુભવમાં મુનિને મુનિપણાના વિકલ્પો નથી ને શ્રાવકને પણ શ્રાવકપણાના વિકલ્પો નથી,
નિર્વિકલ્પપણામાં બંને સરખા છે. મુનિને વિશેષ આનંદ ને વિશેષ સ્થિરતા છે ને ગૃહસ્થને ઓછા છે, –
તે વાત પણ અહીં ગૌણ છે, કેમકે ‘મને ઓછો આનંદ છે ને મુનિને વધારે છે’ –એવા વિકલ્પ પણ
અનુભવમાં નથી. આ રીતે અનુભવમાં શ્રુતજ્ઞાનીને કેવળજ્ઞાનીની જેમ પક્ષાતિક્રાન્ત કહ્યા છે. આ રીતે,
અનુભવ માટેના મંગળ–ઉમંગથી શિષ્યનો જે પ્રશ્ન હતો તેનો ઉત્તર આચાર્યદેવે કહ્યો.

PDF/HTML Page 20 of 25
single page version

background image
અષાડ: ૨૪૮૯ : ૧૯:


જ્ઞાનકા અચિંત્ય મહિમા લક્ષમેં આનેસે પરિણતિ અંતર્મુખ હોતી હૈ ઔર સંસારકા રસ છૂટ
જાતા હૈ.
જ્ઞાનસ્વભાવકા અચિંત્ય સામર્થ્ય હૈ; ઉસકી જિસકો ધૂન લાગે ઉસકા ઉસકો ધ્યાન હો જાય,
ઔર દૂસરી સબ ચીજકા માહાત્મ્ય છૂટ જાય. પરિણતિ અંતર્મુખ હો જાય.
અપને જ્ઞાનપદકા નિર્ણય જીવને કભી નહીં કિયા.
જ્ઞાનસ્વભાવકે મહિમામેં જિસકા મન લગા ઉસકો સંસારકી ઉપાધિયાં છૂ નહીં શકતી.
પર્યાયકો જ્ઞાનસ્વભાવમેં એકાગ્ર કિયે વિના જ્ઞાનસામર્થ્યકી પ્રતીત નહીં હો શકતી.
જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરવાની જેને ધૂન લાગી તેને રાગ તરફ ઝૂકાવ ન રહ્યો, રાગથી જુદી
પડીને જ્ઞાનપરિણતિ અંતરમાં વળી, તે જ્ઞાન ભલે અલ્પ હોય તોપણ કેવળજ્ઞાનનું અચિંત્ય સામર્થ્ય
તેણે લક્ષમાં લઈ લીધું છે. અહા! આટલું જોસદાર કેવળજ્ઞાન છે–એમ પ્રતીત કરનારું જ્ઞાન અંતર્મુખ
થઈને તે પ્રતીત કરે છે; રાગમાં રહીને તે પ્રતીત ન થાય.
અહા, આવા જ્ઞાનના મહિમાનો વિચાર પણ સંસારની સર્વ ઉપાધિને ભૂલાવી દે છે. જ્ઞાનમાં
સંસાર નથી, જ્ઞાનમાં વિભાવ નથી.
આત્માકા મહિમા અચિંત્ય હૈ, ઉસકા જ્ઞાનસામર્થ્ય અચિંત્ય હૈ. જ્ઞેયોમેં ત્રિકાલીક સામર્થ્ય
વર્તમાન હૈ તો જ્ઞાનમે્ર ભી ત્રિકાલીક જાણનેકા સામર્થ્ય વર્તમાન હૈ. જ્ઞેયપદાર્થ જેમ ત્રિકાળી પર્યાયના
સામર્થ્ય સહિત એક સમયમાં પૂરો છે તેમ જ્ઞાનસામર્થ્ય પણ એક સમયમાં ત્રણકાળને જાણવાના
સામર્થ્ય સહિત પૂરું છે; ને તે સામર્થ્યને પ્રતીતમાં લેનારું શ્રુતજ્ઞાન પોતાના પૂર્ણ સામર્થ્યને પ્રત્યક્ષભૂત
કરતું પ્રગટે છે. તે જ્ઞાનપર્યાય નિઃસંદેહ છે. પૂરું જ્ઞાન ને પૂરું જ્ઞેય–તેનો નિર્ણય કર્યો તે જ્ઞાન હવે પોતે
પૂરું પરિણમ્યા વગર રહેશે નહિ, એટલે અલ્પકાળમાં શ્રુતજ્ઞાનમાંથી કેવળજ્ઞાન થશે. અહો,
કેવળજ્ઞાનના અચિંત્ય સામર્થ્યને પ્રતીતમાં લેવાનું સામર્થ્ય વર્તમાનમાં છે. તે શ્રુતજ્ઞાન કેવળજ્ઞાન સાથે
કેલિ કરનારું છે, એટલે ભવ કરવા કે વિકાર કરવો એવું તે જ્ઞાનમાં રહેતું નથી.
જુઓ, આ જ્ઞાનનું દિવ્ય સામર્થ્ય! આવા દિવ્ય સામાર્થ્યને કઈ રીતે નક્કી કરશે? શું ઈન્દ્રિયોમાં
કે રાગમાં તે નક્કી કરવાની તાકાત છે? –ના; શું અલ્પ પર્યાય સામે જોયે તે સામર્થ્ય પ્રતીતમાં
આવશે? –ના; જ્ઞાનપર્યાયને અંતરમાં વાળીને દિવ્યસ્વભાવ સન્મુખ કરવાથી જ આવા જ્ઞાનસામર્થ્યની
પ્રતીત થાય છે; આ જ સમ્યગ્દર્શનની રીત છે.
બસ, લક્ષને ફેરવીને અંતરમાં લઈ જા. બીજું કાંઈ કરવાનું નથી. સ્વભાવનું માહાત્મ્ય આવે
તેમાં ક્્યાંય ઝગડો નથી, ઝંઝટ નથી. ચિદાનંદ વસ્તુને ભેટતાં જ્ઞાનપર્યાય ઊઘડે છે, રાગને ભેટતાં
જ્ઞાનપર્યાય ઊઘડતી નથી. નિજ જ્ઞાનસ્વભાવનો મહિમા લાવીને જ્ઞાનને અંતર્મુખ પરિણમાવવું એ જ
મુક્તિનો ઉપાય છે.