Atmadharma magazine - Ank 238
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૦
સળંગ અંક ૨૩૮
Version History
Version
Number Date Changes
001 Apr 2004 First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image
____________________________________________________________________________
વર્ષ ૨૦: અંક ૧૦મો) તંત્રી: જગજીવનદાસ બાવચંદ દોશી (શ્રાવણ: ૨૪૮૯
મુનિરાજ મળે તો...!
એક વખત (વીર સં. ૨૪૮૪ના
કારતક વદ ત્રીજે ચૈતન્યના અતીન્દ્રિય
આનંદની અદ્ભુત વાત નીકળતાં ખૂબજ
પ્રમોદ અને ભક્તિપૂર્વક ગદગદવાણીથી
ગુરુદેવે કહ્યું કે: આહા! જો ભાવલિંગી
સંતમુનિ મળે ને ચૈતન્યના અતીન્દ્રિય
જ્ઞાન–આનંદની આવી અધ્યાત્મ વાત
સંભળાવતા હોય તો એનાં ચરણ પાસે
બેસીને,... અરે! એનાં પગનાં તળીયાં
ચાટીને બહુમાનથી આ વાત સાંભળીએ.

PDF/HTML Page 3 of 21
single page version

background image
વિ... વિ... ધ...
સ... મા... ચા... ર...
પૂ. ગુરુદેવ સુખશાંતિમાં બિરાજે છે: સવારના પ્રવચનમાં પ્રવચનસાર–સુખઅધિકાર તથા
બપોરના પ્રવચનમાં સમયસાર–કર્તાકર્મ અધિકાર ચાલે છે. સોનગઢમાં અષાડ માસની અષ્ટાહ્નિકામાં જે
સિદ્ધચક્રવિધાન ચાલતું હતું તે પૂર્ણિમાના રોજ જિનેન્દ્ર અભિષેકપૂર્વક સમાપ્ત થયું હતું. દાહોદથી પણ
સમાચાર છે કે ત્યાં અષ્ટાહ્નિકા દરમિયાન સિદ્ધચક્રવિધાન થયું હતું ને તે વખતે ઘણા જિજ્ઞાસુઓએ
ઉત્સાહથી ભાગ લીધો હતો. ફત્તેપુરવાળા ભાઈશ્રી બાબુભાઈને એ પ્રસંગે બોલાવવામાં આવ્યા હતા.
જામનગરમાં અષ્ટાહ્નિકા દરમિયાન નંદીશ્વર પૂજન વિધાન થયું હતું, તથા લવકુશકુમારના વૈરાગ્યનો
સંવાદ વગેરે કાર્યક્રમો થયા હતા. જેમાં ૩૦૦ જેટલા ભાઈ–બહેનોએ ભાગ લીધો હતો.
સોનગઢમાં શ્રાવણ માસનો શિક્ષણવર્ગ શ્રા. સુદ પાંચમથી શરૂ થઈને તા. ૨–૯–૬૩ (ભાદરવા
સુદ ૧૪ને સોમવાર) સુધી ઉજવાશે. (આત્મધર્મના ગતાંકમાં તારીખ છાપવામાં ભૂલ થઈ ગઈ હતી,
તે ઉપર પ્રમાણે સુધારી લેવી.)
દસ લક્ષણી પર્યુષણપર્વ પ્રસંગે ‘આત્મધર્મ’ નો દશ ધર્મની આરાધનાના ચિત્રો સહિત દસલક્ષણી
પર્યુષણ અંક પ્રગટ થશે. આ સચિત્ર અંક મેળવવા હજી પણ આપ માત્ર ૧) એક રૂપિયો ભરીને જેઠથી
આસો માસ સુધીના આત્મધર્મ મેળવી શકો છો. (વૈશાખ માસના અંકો ખલાસ થઈ જવાથી ઘણા
જિજ્ઞાસુઓને નિરાશ કરવા પડ્યા હતા. જેઠ માસના અંકો સિલકમાં હશે ત્યાંસુધી મોકલાશે.)
આત્મધર્મનું નવા વર્ષનું લવાજમ રૂા. ૪) જેમ બને તેમ પર્યુષણ દરમિયાન મોકલવા અથવા
તો સ્થાનિક મુમુક્ષુમંડળમાં ભરી દેવા વિનંતી છે.
અમરેલીના ભાઈશ્રી રતિલાલ ગાંઠાણીના પિતાજી શ્રી ગોવિંદજી નથુભાઈ તા. ૮–૬–૬૩ના
રોજ અમરેલી મુકામે સ્વર્ગવાસ પામ્યા છે. તેમનો આત્મા શ્રી જિનશાસનની ઉપાસનાવડે આત્મશ્રેય
પામે એ જ અભ્યર્થના.
STOP PERSS : છાપતાં છાપતાં સમાચાર મળ્‌યા છે કે,
આફ્રિકામાં નાઈરોબી મુમુક્ષુમંડળની ભાવનાથી શ્રી જિનેન્દ્રભગવાનની પ્રતિમા લઈને
દેવસીભાઈ ત્યાં ગયેલ છે. આફ્રિકા જેવા વિદેશમાં જિનેન્દ્રભગવાનની પધરામણી થતાં ત્યાંના
મુમુક્ષુભક્તોને અપાર હર્ષ થયો હતો, ને મોમ્બાસા, નાઈરોબી વગેરેમાં ઘણા બહુમાનથી
આનંદોત્સવપૂર્વક ભગવાનનું સ્વાગત થયું હતું.

જ્ઞાનીના અંતરમાં વૈરાગ્યના ધોધ વહેતા હોય છે,
તેમની પરિણતિમાં ઉપશમરસ છવાઈ ગયો છે,
તેમનો આત્મા સંયમભાવનામાં ઝલતો હોય છે.
અહા, એ ઉપશમરસમાં ને સંયમભાવનામાં
ઝલતા સાધકસંતની દશા અલૌકિક છે.

PDF/HTML Page 4 of 21
single page version

background image
શ્રાવણ: ૨૪૮૯ : ૩ :
____________________________________________________________________________
આત્માની ધગશ
જેને આત્માની ખરી ધગશ જાગે તે જીવની દશા કેવી
હોય? તે સમજાવતાં એકવાર ગુરુદેવે કહ્યું હતું કે: આત્માર્થીને
સમ્યગ્દર્શન પહેલાં સ્વભાવ સમજવા માટે એટલો તીવ્ર રસ
હોય કે જ્ઞાની પાસેથી સ્વભાવ સાંભળતાં જ તે ગ્રહણ થઈને
અંદરમાં ઊતરી જાય... આત્મામાં પરિણમી જાય... ‘અહો!
મારો આવો સ્વભાવ ગુરુએ બતાવ્યો’ એમ ગુરુનો ઉપદેશ ઠેઠ
આત્મામાં સ્પર્શી જાય.
જેમ કોરા ઘડા ઉપર પાણીનું ટીપું પડતાં જ તે ચૂસી લ્યે
છે, અથવા ધગધગતા લોઢા ઉપર પાણીનું ટીપું પડતાં જ તે
ચૂસી લ્યે છે, તેમ જેને તીવ્ર આત્મજિજ્ઞાસા જાગી છે... ને જે
દુઃખથી અતિ સંતપ્ત છે એવા આત્માર્થી જીવને શ્રીગુરુ પાસેથી
આત્મશાંતિનો ઉપદેશ મળતાં જ તે તેને ચૂસી લ્યે છે એટલે કે
તરત જ તે ઉપદેશને પોતાના આત્મામાં પરિણમાવી દ્યે છે.
આત્માર્થીને સ્વભાવની જિજ્ઞાસા અને ઝંખના એવી
ઉગ્ર હોય કે ‘સ્વભાવ’ કહીને જ્ઞાની શું બતાવવા માંગે છે?
એનું જ મારે ગ્રહણ કરવું છે–આમ રૂંવાટે રૂંવાટે સ્વભાવ
પ્રત્યેનો ઉત્સાહ જાગે ને પરિણતિનો વેગ સ્વ તરફ વળે. એવો
પુરુષાર્થ ઉપાડે કે સ્વભાવ પ્રાપ્ત કર્યે જ છૂટકો. સ્વભાવની
પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તેને ચેન ન પડે.
–આવી દશા થાય ત્યારે આત્માની ખરી ધગશ
કહેવાય, ને એવી દશાવાળો જીવ અંતરપરિણતિમાં આત્માને
પ્રાપ્ત કરીને જ જંપે; જ્યાં સુધી એવું અંતર પરિણમન ન થાય
ત્યાં સુધી પોતાના આત્માર્થની કચાશ સમજીને, ખૂબજ
અંતરશોધ કરીને આત્માર્થની ઉગ્રતા કરે.

PDF/HTML Page 5 of 21
single page version

background image
: ૪ : આત્મધર્મ : ૨૩૮
મુમુક્ષુનો મંગલ અભિપ્રાય
દર્શન–જ્ઞાન–ચારિત્રવડે આત્માની આરાધનાથી જ સિદ્ધિ થાય છે, એ સિવાય બીજી રીતે સિદ્ધિ
થતી નથી, માટે દર્શન–જ્ઞાન–ચારિત્રવડે આત્માની ઉપાસના કરવી–એ મોક્ષાર્થી જીવનું પ્રયોજન છે.
ચૈતન્યની પ્રાપ્તિ કરવી–એ જ જેનો મંગલ અભિપ્રાય છે, એવો મોક્ષાર્થી જીવ મુક્તિને માટે પ્રથમ તો
જ્ઞાનસ્વરૂપ આત્માની ઓળખાણ કરીને તેની શ્રદ્ધા કરે છે. આ ચૈતન્યસ્વરૂપ આત્મા જ હું છું, ને તેના
સેવનથી પૂર્ણ સુખરૂપ મોક્ષની પ્રાપ્તિ થશે. આવી નિઃશંકશ્રદ્ધાપૂર્વક તેમાં લીનતા થઈ શકે છે. મોક્ષના
ભણકારા વગાડતો જે શિષ્ય આવ્યો છે તે મંગલઅભિપ્રાયવાળો શિષ્ય સર્વ પ્રકારે પ્રયત્નવડે આત્માને
જાણે છે, શ્રદ્ધા કરે છે ને પછી તેમાં ઠરવાનો ઉદ્યમ કરે છે. તેને છૂટકારાની જ વાત ગમે છે. શ્રવણમાં,
મનનમાં, શાસ્ત્રના પઠનમાં સર્વત્ર તે છૂટકારાની જ વાત શોધે છે. પહેલી વાત એ છે કે આત્માને
જાણવો. જ્યાં વાસ્તવિક જ્ઞાન કર્યું ત્યાં “આવો આત્મા હું”–એવી નિઃશંક શ્રદ્ધા પણ થઈ. આવા શ્રદ્ધા–
જ્ઞાન કરનારને રાગનો અભિપ્રાય નથી, સંસારનો અભિપ્રાય નથી, એક માત્ર ચૈતન્યની પ્રાપ્તિનો જ
મંગલઅભિપ્રાય છે, બંધનથી છૂટકારાનો જ અભિપ્રાય છે. જેમ ધનની પ્રાપ્તિનો અભિલાષી રાજાને
ઓળખીને અને શ્રદ્ધા કરીને ઘણા ઉદ્યમપૂર્વક તેનું સેવન કરીને તેને રીઝવે છે, વિનયથી–ભક્તિથી–
જ્ઞાનથી સર્વ પ્રકારે સેવા કરીને રાજાને રીઝવીને પ્રસન્ન કરે છે તેમ મોક્ષાર્થીજીવ અંતર્મુખ પ્રયત્નવડે
પ્રથમ તો આત્માને જાણે છે, અને શ્રદ્ધા કરે છે; જ્ઞાનવડે જે આત્માની અનુભૂતિ થઈ તે અનુભૂતિ જ હું
છું–એમ આત્મજ્ઞાનપૂર્વક પ્રતીતિ કરે છે, અને પછી તે આત્મસ્વરૂપમાં જ લીન થઈને આત્માને સાધે
છે. –આત્માને સાધવાની આ રીત છે.
આબાલગોપાલ–બાળકથી માંડીને વૃદ્ધ સૌને આ આત્મા જ્ઞાનસ્વરૂપે જ અનુભવમાં આવતો
હોવા છતાં, ભેદજ્ઞાનના અભાવને લીધે અજ્ઞાની જીવ તેને રાગ સાથે એકમેક અનુભવે છે, આત્માને
રાગમય માનીને રાગવાળો જ અનુભવે છે, તેથી તેને આત્મજ્ઞાન સમ્યગ્દર્શન કે ચારિત્ર ઉદય પામતું
નથી. એ રીતે તેને આત્માની સિદ્ધિ થતી નથી. જ્ઞાની ધર્માત્મા સમ્યક્ અભિપ્રાયવડે આત્માને રાગથી
ભિન્ન અનુભવે છે; આવા અનુભવ વિના કોઈ રીતે આત્માની સિદ્ધિ થતી નથી. માટે પહેલાં અંતર્મુખ
પુરુષાર્થવડે આત્માને સમ્યક્ પ્રકારે જાણીને, તેનું શ્રદ્ધાન કરવું, અને તેનો અનુભવ કરવો–આવો
ભગવાન સંતોના મંગલ આશય છે; જ્ઞાનસ્વભાવની સેવા–ઉપાસના–આરાધના કરવાનો ઉપદેશ છે.
પર્યાયને જ્યારે અંતર્મુખ કરીને જ્ઞાનસ્વભાવ સાથે એકાકાર કરે ને રાગથી જુદો પડીને જ્ઞાનને
અનુભવે ત્યારે જ્ઞાનની ઉપાસના કરી કહેવાય. આત્મા જ્ઞાનસ્વભાવી હોવા છતાં જ્ઞાનની આવી
ઉપાસના તેણે પૂર્વે એક ક્ષણ પણ કરી નથી, રાગમાં તન્મય થઈને અજ્ઞાનને જ સેવ્યું છે, અનાત્માની
જ સેવા કરી છે. જ્ઞાનની સેવા તો ત્યારે થાય કે જ્યારે અંતરમાં રાગથી જુદો પડી, જ્ઞાનસ્વભાવને
ઓળખી, શ્રદ્ધામાં ને અનુભવમાં લ્યે. મુમુક્ષુનો મંગલ અભિપ્રાય અને મંગલકામના એ છે કે રાગથી
ભિન્ન જ્ઞાનસ્વભાવી આત્માને સદાય સેવવો એટલે કે નિરંતર સતત અનુભવવો. આ જ સિદ્ધિનો પંથ
છે. આચાર્યદેવ કહે છે કે અમે આત્માને નિરંતર ચૈતન્યસ્વરૂપે અનુભવીએ છીએ અને બીજા જે
સમ્યગ્દ્રષ્ટિઓ છે તેઓ પણ નિરંતર તેને અનુભવે છે અને હે મુમુક્ષુ જીવો! તમે પણ આત્માને સર્વ
પ્રયત્નથી જાણી, શ્રદ્ધામાં લઈ, તેનો અનુભવ કરો.

PDF/HTML Page 6 of 21
single page version

background image
શ્રાવક: ૨૪૮૯ : પ :
પરમાત્મપદને ભેટવા દોડતી.... અને આસ્રવભાવોને તોડતી
સાધક. ધર્માત્માની. પરિણતિ
સોનગઢમાં માગસર સુદ છઠ્ઠના રોજ રાજકોટના શેઠશ્રી મોહનલાલ મગનલાલ
તુરખીઆના મકાનના વાસ્તુપ્રસંગે પૂ. ગુરુદેવના પ્રવચનમાંથી
આત્મા શાંત–સ્વચ્છ ચૈતન્યરસથી ભરેલ સરોવર છે; પોતે ચૈતન્યહંસ છે, તેનામાં ચૈતન્ય અને
વિકારને જુદા પાડવાની તાકાત છે. ચૈતન્ય અને વિકારને જુદા પાડીને ચૈતન્યના આનંદનો ચારો ચરે
એવો હંસ પોતે છે અને સરોવર પણ પોતે છે; પોતે પોતામાં જ કેલિ કરે છે. પહેલાં આવા
આત્મસ્વરૂપની દ્રષ્ટિ થવી જોઈએ. આવી સત્ દ્રષ્ટિ વગર સદાચરણ હોય નહિ. દયાદાનાદિ રાગમાં
લાભ માનીને જે આચરણ થાય તે સદાચરણ નથી પણ અસત્ આચરણ છે. રાગ તે ચૈતન્યહંસનો
ચારો નથી, ચૈતન્યહંસનો ચારો તો નિર્મળ જ્ઞાન–આનંદરસ છે.
ચૈતન્યરસથી છલકાતા શાંત સરોવરમાં રાગાદિની વૃત્તિઓ તે સેવાળ જેવી છે, મલિન છે. તે
મલિનતા સ્વભાવની વસ્તુ નથી. સ્વભાવની વસ્તુ તો જ્ઞાન–આનંદ છે. આવી પ્રથમ દ્રષ્ટિ થાય ત્યારે
જીવને ધર્મી કહેવામાં આવે છે, ને એવા ધર્મીજીવને આસ્રવ રોકાય છે.
આ ચૈતન્યમૂર્તિ આત્મા જ્ઞાન–આનંદ–સુખ–સ્વચ્છતા–પ્રભુતા વગેરેથી ભરેલો ભગવાન છે, તે
પુણ્ય–પાપના આસ્રવોથી રહિત છે. જેમ આત્માનો સ્વભાવ આસ્રવથી શૂન્ય છે તેમ તે સ્વભાવમાં જેની
દ્રષ્ટિ વળી છે એવા જ્ઞાનીને પણ આસ્રવ નથી. જેમ જડપદાર્થો આત્માથી અત્યંત જુદા છે, તેમ પુણ્ય–
પાપ ભાવો પણ ધર્માત્માની નિર્વિકલ્પઅનુભૂતિથી અત્યંત જુદા છે, તેમાં ધર્મીને જરાય એકતા નથી.
આવી નિર્મળ જ્ઞાન–આનંદથી ભરેલી પરિણતિ તે ધર્મીનું ઘર છે, તે જ ધર્મત્માનું નિવાસધામ છે;
રાગાદિ પરભાવો તે ધર્માત્માનું નિવાસધામ નથી.
ભગવાનઅર્હંતોને સર્વજ્ઞતા ને પૂર્ણાનંદ ક્યાંથી પ્રગટ્યા? અંદર ચૈતન્યસામર્થ્યમાં હતા તે જ
પ્રગટ્યા છે; દરેક આત્મામાં એવું સામર્થ્ય રહેલું છે; તે સામર્થ્યની પ્રતીત કરીને. તેની સન્મુખ પરિણમવું
તેનું નામ જ સદાચરણ છે. ધર્માત્માએ અંતર્મુખ થઈને નિર્વિકલ્પ અનુભૂતિવડે રાગ સાથેની એકતા
તોડીને અને સ્વભાવ સાથેની એકતા જોડીને આસ્રવોને પોતાથી જુદા કર્યા છે. સમ્યક્ અનુભવ વગર
ચારિત્રદશા શું છે તેની ગતાગમ હોય નહીં અને જ્યાં સમ્યક અનુભવ થયો, –નિર્વિકલ્પઆનંદનું વેદન
થયું ત્યાં ધર્માત્મા આસ્રવથી ભિન્ન થયા, તેને આસ્રવનો અભાવ જ કહી દીધો છે. ધર્માત્માને હજી
કેવળજ્ઞાન ખીલ્યું નથી પણ કેવળજ્ઞાનની ખાણ તેણે પોતામાં દેખી દીધી છે, હવે તેમાં એકગ્રતાવડે તે
ખાણ ખોદીને તે કેવળજ્ઞાન પ્રગટ કરશે. ચૈતન્યનિધાનની ખાણ દેખી છે એટલે રાગમાં ક્યાંય જરાપણ
આત્મબુદ્ધિ રહી નથી, માટે તે રાગરહિત જ છે, તેને આસ્રવ નથી.
ધર્માત્માને રાગરહિત અને આસ્રવરહિત કહ્યા, છતાં પર્યાયમાં હજી જ્ઞાનાદિનું ઓછું પરિણમન
છે–તેનો સાધકને ખ્યાલ છે. દ્રષ્ટિના વિષયમાં તો પૂર્ણસ્વભાવ

PDF/HTML Page 7 of 21
single page version

background image
: ૬ : આત્મધર્મ ૨૩૮
આવી ગયો છે પણ જ્ઞાન હજી સતતપણે સ્વજ્ઞેયમાં રહેતું નથી, જ્ઞાનનો ઉપયોગ અમુક વખત તો નિર્વિકલ્પ
રહે છે પણ વિશેષપણે તેમાં જ ટકી શકતો નથી, અંતર્મુહૂર્તમાં તે વિપરિણામ પામે છે. જ્ઞાનનું આવું
વિપરિણમન અંદર રાગનો સદ્ભાવ સુચવે છે, ને તે રાગ જ આસ્રવનું કારણ છે. પણ જ્ઞાનીનું જ્ઞાન તો તે
રાગથી ભિન્ન છે માટે જ્ઞાની તો બંધક નથી, રાગ જ બંધક છે. રાગભાવ અને જ્ઞાનભાગ ધર્મીને જુદા પડી
ગયા છે; જે જ્ઞાનભાગ છે તે કાંઈ બંધનું કારણ નથી. માટે જ્ઞાનરૂપે પરિણમતા જ્ઞાનીને તો બંધનો અભાવ
જ કહયો છે. બંધનું કારણ તો રાગ છે ને રાગનો સ્વામી તો જ્ઞાની નથી, તો જ્ઞાનીને બંધન કેમ કહેવાય?
ભાઈ, અંતર્મુખ ચૈતન્યવસ્તુ છે તેને સાધવાનું સાધન પણ અંતરમાં જ છે. અંતર્મુખવસ્તુનું
સાધન બહારમાં કેમ હોય? અંતર્મુખ થઈને ચૈતન્યનને સ્પર્શીઅનુભવી શકાય છે. તેમાં કોઈ બીજાની
જરૂર ન પડે; આ જ સહેલામાં સહેલો માર્ગ છે, બીજો માર્ગ છે જ નહિ. જ્યાંસુધી પોતાને આત્મામાં
શુભરાગની અધિક્તા મનાય છે કે જ્ઞાન ઉઘાડની પણ અધિકતા મનાય છે ત્યાંસુધી તેને પોતામાં
જ્ઞાનસ્વભાવની અધિક્તા ભાસશે નહિ; એ જ રીતે પોતાની જેમ બીજામાં પણ શુભરાગ–મંદકષાય
દેખીને કે જ્ઞાનનો કંઈક ઉઘાડ કે બાહ્યત્યાગ દેખીને જેને તેની અધિકતા ભાસે છે ને ધર્માત્માની
અધિક્તા ભાસતી નથી તે જીવને સદાનંદ સ્વભાવની અધિક્તા કોઈ રીતે નહિ ભાસે, તે રાગની જ
અધિક્તા કોઈ રીતે નહિ ભાસે, તે રાગની જ અધિક્તામાં અટકી રહ્યો છે. ચૈતન્યવસ્તુ રાગની
મંદતાથી પણ પાર છે, અને તે ચૈતન્યવસ્તુની સન્મુખ ઉપયોગ વળ્‌યા વગર બીજું ગમે તેટલું જાણપણું
હોય તેની કાંઈ કિંમત નથી. ભલે બીજા જાણપણાનો ઉઘાડ ઓછો પણ જ્ઞાને અંતર્મુખ થઈને જ્યાં
આખા ચૈતન્ય ભંડારને દેખ્યો ત્યાં તે જ્ઞાન રાગથી જુદું પડી ગયું. પછી જે રાગ રહ્યો તે જ્ઞાનથી
જુદાપણે જ રહ્યો છે ને તે રાગનું બંધન ઘણું જ અલ્પ છે.
સાધકનો ઉપયોગ નીચલી દશામાં સ્વજ્ઞેયમાં લાંબો કાળ સ્થિર રહેતો નથી. જો અંતર્મુહૂર્ત સુધી
સ્વજ્ઞેયમાં જ ઉપયોગ રહે તો તે કેવળજ્ઞાન થઈ જાય. પહેલાં તો ઉપયોગને અંતર્મુખ કરીને, નિર્વિકલ્પ
ઉપયોગથી સ્વજ્ઞેયને પકડયું છે, સ્વજ્ઞેયને પકડીને રાગથી ભિન્નતા કરી નાંખી છે, પણ હજી પરિણમનમાંથી
રાગનો સર્વથા અભાવ થયો નથી તેથી ઉપયોગ સ્વજ્ઞેયથી ખસીને પરજ્ઞેયમાં જાય છે. ધર્મીને રાગમાં
એવું મહિમાવંત છે કે તેમાં બંધનો પ્રવેશ નથી, પણ ચૈતન્યતત્ત્વથી જરાક પણ દુર ખસ્યો ને રાગ તરફ
ઉપયોગ ગયો તો તે બંધનું કારણ થાય છે. ઉપયોગ તો અબંધસ્વભાવી છે ને રાગ તો બંધનું જ કારણ છે,
તે ઉપયોગને અનેરાગને એકતા કેમ હોય? –ન જ હોય. જ્ઞાનીના પરિણમનમાં બંને જુદા પડી ગયા છે.
જે ખરેખર જ્ઞાની છે–તે જીવ અભિપ્રાયથી રાગનો કર્તા થતો નથી. જુઓ, શાસ્ત્રનાં ભણતર
ભણ્યો કે વાંચતાં આવડયું માટે તેને જ્ઞાની કહેવો એમ નથી, પરંતુ ખરેખર જ્ઞાની–એટલે જેણે
સ્વસંદેવન વડે ચૈતન્યનો સ્વાદ ચાખ્યો છે, રાગથી પૃથક થઈને અંતરમાં ભગવાનના ભેટા કર્યા છે તે
જ ખરેખર જ્ઞાની છે, એવા જ્ઞાની બુદ્ધિપૂર્વક–રુચિપૂર્વક તોરાગને કરતા નથી, કેમકે પોતાના
ચૈતન્યસ્વભાવને રાગથી અત્યંત ભિન્ન જાણ્યો છે, અનુભવ્યો છે. જુઓ, આ પરમાત્માનો માર્ગ!
પરમાત્મા કહે છે કે અમને જ્યાંથી પરમાત્મદશા પ્રગટી ત્યાં તું પહોંચ એટલે કે તારી પર્યાયને તે તરફ
વાળ, તો તું અમારા માર્ગે આવ્યો–એમ કહેવાય; પણ જે રાગમાં લાભ માનીને રોકાણો તે પરમાત્માના
માર્ગે આવ્યો નથી, તેણે પરમાત્માના માર્ગને કે પરમાત્માને ઓળખ્યા નથી. અંતર્મુખ થઈને જેણે
પરમાત્મસ્વરૂપને દેખ્યું છે તે ધર્માત્મા પરમાત્માના પંથે છે, તેની પરિણતિ રાગથી પાછી ફરીને
ચૈતન્યસ્વભાવ તરફ વળી છે; ધર્માત્માની આવી પરિણતિ છે.... જેમ જેમ દ્રવ્યપર્યાયની એકતા થતી
જાય છે તેમ તેમ આસ્રવનો અભાવ થતો જાય છે.... સંપૂર્ણ એકતા થતાં આસ્રવનો સર્વથા અભાવ
થઈને પરમાત્મદશા પ્રગટી જાય છે.

PDF/HTML Page 8 of 21
single page version

background image
શ્રાવક: ૨૪૮૯ : ૭ :
છણાવટ કરી છે; પૂ. ગુરુદેવને આ ગ્રંથ ઘણો પ્રિય છે; સમ્યક્ત્વ સંબંધી
પ્રયત્નમાં જીવ કેવી ભૂલ કરે છે–એ વગેરે સંબંધી કેટલુંક સ્પષ્ટીકરણ
ગતાંકમાં આવેલ છે, વિશેષ અહીં આપવામાં આવે છે.
વળી કોઈ નિશ્ચયાભાસી જીવો અશુભ છોડી શુભ ચિંતનને અનુભવનો આનંદ માની લ્યે છે ને
એમ માને છે કે અમે તો સિધ્ધ જેવા આનંદના અનુભવમાં મગ્ન છીએ. તે જીવો ભ્રમણામાં છે; ભ્રમથી
મંદરાગને તેઓ શુધ્ધોપયોગ માની રહ્યા છે. ભાઈ, અનુભવના આનંદની ખૂમારી કોઈ જુદી જ હોય
છે, તને તેની ગંધ પણ નથી તેથી તું રાગના અનુભવને જ ચૈતન્યનો આનંદ માની બેઠો છો. –એ તો
કોઈ ભિખારી સ્વપ્નમાં પોતાને રાજા માનીને આનંદિત થાય તેના જેવું છે. મંદ કષાયમાં શુધ્ધોપયોગ
માનીને તું નિરુદ્યમી–પ્રમાદી થયો છે ને શાસ્ત્રાભ્યાસ વગેરે કાર્યો પણ છોડી દીધા છે–એ તો તારો
પ્રમાદ જ છે. ધર્માત્માને ચૈતન્યના આનંદના અનુભવથી સર્વત્ર વૈરાગ્ય હોય છે–તે જ સાચો વૈરાગ્ય છે.
અજ્ઞાની તો સ્ત્રી–પુત્રાદિ–વેપાર–ધંધા વગેરે પ્રત્યે અરતિ કરીને ત્યાં ઉદાસ થાય છે ને એને તે વૈરાગ્ય
માને છે પણ એ તો કષાયગર્ભિત વૈરાગ્ય છે, એ સાચો વૈરાગ્ય નથી. ચૈતન્યના અભ્યાસના પ્રયત્નમાં
તેને કલેશ લાગે છે એટલે નિરુદ્યમી થઈને પડ્યા છે અને એમ માને છે કે અમે તો શુધ્ધચિંતનમાં જ
રહીએ છીએ. –એ નિશ્ચયભાસી જીવોની ભ્રમણા છે. તે નિશ્ચયભાસી જીવો વેદાંતી જેવા જાણવા.
વેદાંતની અને તેની શ્રધ્ધાની સમાનતા છે, એટલે તેને વેદાંતનો ઉપદેશ ઈષ્ટ લાગે છે, ને વેદાંતવાળાને
તેની વાત ઈષ્ટ લાગે છે. અરે, ક્્યાં વીતરાગી જિનમત ને ક્્યાં વેદાન્ત! એકેક આત્મા અનંતગુણથી
પરિપૂર્ણ છે, ક્ષણેક્ષણે તેના ઉત્પાદ વ્યય ધ્રુવ પોતાથી સ્વતંત્ર થાય છે–આવો જિનમત સમજ્યા વગર
સ્વસન્મુખતા થાય નહિ, ને સ્વસન્મુખ થયા વગર સુખ થાય નહિ. જેઓ એકેક આત્માને સ્વતંત્ર
માનતા નથી, આત્માની શુધ્ધ–અશુધ્ધ પર્યાયને માનતા નથી તેઓ અશુધ્ધતા ટાળીને શુધ્ધતા પ્રગટ
કરવાનો ઉદ્યમ શેમાં કરશે? એટલે મોક્ષમાર્ગ સાધવાપણું તેમના મતમાં ક્યાં રહ્યું? ભૂલને જાણે તો
ભૂલ ભાંગવાપણું રહે, પણ ભૂલ માને જ નહિ તેને તો તે ભૂલ ભાંગવાનો ઉદ્યમ કરવાનું જ ક્યાં રહ્યું?
વેદાંતમાં અદ્વૈતબ્રહ્મ–નિર્લેપ–પરમબ્રહ્મ–અખંડ–શુધ્ધ–એક એવા એવા શબ્દો આવે તેથી કેટલાકને એમ
લાગે કે વેદાંતમાં પણ ઊંચી વાત છે!! જૈનમતમાં જન્મીને પણ કેટલાક જીવો આવી ભ્રમણા સેવે છે. શું
થાય! બાપુ! જૈનને અને વેદાંતને મોટો ફેર છે. જૈનનો નિશ્ચયનય એ કાંઈ વેદાંતને મોટો ફેર છે.
જૈનનો નિશ્ચયનય એ કાંઈ વેદાંત જેવો નથી. પરિણતિ અંતર્મુખ વળીને નિર્મળ થઈ ત્યારે નિશ્ચયનય
થયો; પણ જેણે પરિણતિ જ ન માની, ઉત્પાદ–વ્યય જ ન માન્યા તેને નિશ્ચયનયની ગંધ પણ કેવી? તે
“અહં બ્રહ્માસ્મિ.....”

PDF/HTML Page 9 of 21
single page version

background image
: ૮ : આત્મધર્મ: ૨૩૮
એમ ભલે ગોખે, તે બ્રહ્મમાં નથી પણ ભ્રમમાં છે. એકેક આત્માને ભિન્નભિન્ન આકાર, દરેકમાં ઉત્પાદ–
વ્યય–ધ્રુવતા અને દ્રવ્ય–ગુણ–પર્યાય તેને સ્વીકાર્યા વગર બ્રહ્મસ્વરૂપ આત્માની ઉપાસના થઈ શકે નહિ.
બધું અદ્વૈતબ્રહ્મ માને અને ભિન્નભિન્ન તત્ત્વો ન માને તેને પરથી પાછું ફરવાનું ને સ્વમાં એકાગ્ર થવાનું
ક્યાં રહ્યું? ભાઈ, કેવળજ્ઞાન થવા માટે કે આત્મજ્ઞાન થવા માટે ક્યાંય બહારમાં લંબાવું નથી પડતું,
પણ અહીં સ્વદેહપ્રમાણ પોતાના ચૈતન્યમાં એકાગ્ર થવાથી જ કેવળજ્ઞાન કે આત્મજ્ઞાન થાય છે. આ
રીતે એકેક આત્માને પોતામાં પૂર્ણતા છે, ને એવા અનંત ભિન્નભિન્ન આત્માઓ આ જગતમાં છે–એમ
જિનશાસનમાં ભગવાન જિનદેવે કહ્યું છે, તે જ યથાર્થ વસ્તુસ્થિતિ છે; વેદાંતમતમાં એ વાત નથી.
જેની ભૂલ હોય અને તત્ત્વવિચારનો અંતર ઉદ્યમ જે કરે નહિ તેને આત્માનો સમ્યક્ અનુભવ ક્યાંથી
થાય? ખરા આત્માર્થીએ અંદર ઊંડા ઊતરીને, તત્ત્વવિચારના ઉદ્યમવડે યથાર્થ તત્ત્વનિર્ણય કરવો
જોઈએ. એવા ઉદ્યમવડે મોહનો નાશ થાય છે.
* પ્રશ્ન: તત્ત્વવિચારનો પુરુષાર્થ કરવાનું કહો છો પરંતુ અમને કર્મનો ક્ષયોપશમ નથી,
ભાઈ, તત્ત્વનો વિચાર કરીને હિત–અહિતનો નિર્ણય કરી શકાય એટલો તો ક્ષયોપશમ તને થયો
જ છે; જ્ઞાનના ઉઘાડને તું બીજા અપ્રયોજનરૂપ પદાર્થોમાં રોકે છે, તેને સ્વસન્મુખ કરીને હિતના
ઉદ્યમમાં જોડ. અસંજ્ઞીજીવોમાં તત્ત્વવિચાર જેટલો ક્ષયોપશમભાવ નથી પણ તને તો એટલો ક્ષયોપશમ
થયો છે. તેથી તને હિતના ઉદ્યમનો ઉપદેશ આપીએ છીએ.
* હોનહાર હોય ત્યાં ઉપયોગ લાગે, હોનહાર વગર ઉપયોગ કેવી રીતે લાગે?
અરે ભાઈ, શરીરનું પોષણ–ખાનપાન વગેરેમાં તો તું ઉદ્યમપૂર્વક તારો ઉપયોગ જોડે છે, ને
આત્મહિતમાં ઉપયોગ જોડવાની વાત આવે ત્યાં તું હોનહારનું બહાનું કાઢે છે, તેથી એમ જણાય છે કે તને
દેહાદિના કાર્યોની જેવી પ્રીતિ છે તેવી આત્મહિતના કાર્યની પ્રીતિ નથી. દેહના ખાનપાનાદિ કાર્યોમાં તું
હોનહાર માનીને બેસી નથી રહેતો, ત્યાં તો ઉદ્યમપૂર્વક ઉપયોગ જોડીને રાગદ્વેષ કરે છે, અને ચૈતન્યના
ચિંતનમાં હોનહારનું બહાનું બતાવીને તેનો ઉદ્યમ કરતો નથી, એટલે તને આત્માની રુચિ જ નથી, તું માત્ર
માનાદિકથી જુઠી વાતો બનાવી સ્વચ્છંદને પોષે છે. જો હોનહારની એટલે કે કેવળજ્ઞાનની ખરી પ્રતીત હોય
તો ક્યાંય કર્તૃત્વબુદ્ધિ રહે નહિ, રાગની રુચિ રહે નહિ, ને જ્ઞાનભાવનો વીતરાગી પુરુષાર્થ જ રહે; જે રાગમાં
તન્મય વર્તે, પરમાં કતૃત્વબુદ્ધિ કરે અને હોનહારની વાત કરે તે તો સ્વચ્છંદી નિશ્ચયાભાસી છે.
“આત્મા તો અબંધ છે, આત્માને બંધન છે જ નહિ”– એમ એકાંત માનીને અજ્ઞાની જીવ પર્યાયના
વિવેકરહિત સ્વછંદે વર્તે છે; પણ અરે ભાઈ, તને રાગદ્વેષ અને કર્મ–નોકર્મનો સંબંધ તો વર્તે છે, તે પછી
પર્યાયમાં અબંધપણું કેમ કહેવાય? એ પર્યાય પણ તારી જ છે–એમ જાણ. જો પર્યાયમાં પણ બંધન ન જ
હોય તો મોક્ષમાર્ગનો ઉદ્યમ શા માટે કરવો? પર્યાયમાં બંધન છે એમ જાણે તો તે ટાળવાનો ઉદ્યમ કરે.
* સમયસારમાં પણ આત્માને અબદ્ધસ્પૃષ્ટ કહ્યો છે, અને એવા આત્માને જાણે તો
જિનશાસનને જાણ્યું કહેવાય. એમ પણ ત્યાં કહ્યું છે. તો પછી આપ બંધનને જાણવાની વાત શા
સમયસારમાં અબદ્ધસ્પૃષ્ટ કહ્યો છે એ વાત તો યથાર્થ જ છે. પણ એવા અબદ્ધસ્પૃષ્ટ આત્માને જે
ઓળખે તેને, પર્યાયમાં જેટલું બંધન અને કર્મ સાથેનો સંબંધ હોય તેનો પણ વિવેક વર્તતો હોય છે.
સ્વભાવના અનુભવ તરફ જેટલી પર્યાય ઢળી તેટલી તો શુદ્ધ અને

PDF/HTML Page 10 of 21
single page version

background image
શ્રાવણ: ૨૪૮૯ : ૯ :
અબંધરૂપ થઈ, પણ જેટલો રાગ રહ્યો તેટલું બંધન પણ છે. કર્મના સંબંધવાળી પર્યાયને પણ જો અબંધ
જાણી લ્યે તો તો જ્ઞાન જ ખોટું થયું. સ્વભાવથી આત્મા અબંધ છે, પણ પર્યાયમાં તે અબંધપણું ક્યારે
પ્રગટે? કે અબંધસ્વભાવમાં પર્યાય અભેદ થાય ત્યારે; પર્યાય હજી રાગાદિમાં જ વર્તતી હોય અને એમ
કહે કે હું અબંધ છું તો તે જીવ ભ્રાંતિમાં જ છે. ‘અબંધ છું’ એમ કહેવાથી કે વિચાર કરવાથી કાંઈ
અબંધપણું નથી પ્રગટતું, પણ સ્વભાવસન્મુખ થઈને અનુભવ કરતાં જ પર્યાયમાં અબંધપણું પ્રગટે છે.
માટે પર્યાયમાં અબંધપણું કેટલું પ્રગટ્યું ને કેટલું બંધન બાકી રહ્યું તે બંને પડખા જાણવા જોઈએ.
* બંધ–મોક્ષના વિચારનું અમારે શું પ્રયોજન છે? કેમ કે શાસ્ત્રોમાં તો બંધ–મોક્ષના
હે ભાઈ, બંધ અને મોક્ષના સ્વરૂપને જાણવું તે કાંઈ દોષ નથી; બંધ અને મોક્ષના યથાર્થ
સ્વરૂપને જાણ્યા વગર તું મોક્ષને કઈ રીતે સાધીશ? ને બંધને કઈ રીતે ટાળીશ? જે જીવ બંધ–મોક્ષના
વિકલ્પમાં જ અટકી રહે છે પણ વિકલ્પથી ખસીને શુદ્ધ ચૈતન્યને અનુભવતો નથી તે જીવને
સમ્યગ્દર્શનાદિ થતા નથી, તેથી એમ કહ્યું છે કે બંધ–મોક્ષના વિચારથી જીવ બંધાય છે. એકલી
પર્યાયબુદ્ધિમાં જ રહ્યા કરે ને દ્રવ્યસ્વભાવ એકરૂપ છે તેને ઓળખે નહિ–તો તેને મોક્ષમાર્ગ થતો નથી,
તેમ જ પર્યાયમાં બંધન અને મુક્તિરૂપ અનેક અવસ્થા થાય છે તેને જો ન ઓળખે તો બંધનથી
છૂટવાનો ને મોક્ષ પામવાનો ઉદ્યમ પણ શા માટે કરે? માટે દ્રવ્ય પર્યાય બંનેને જાણીને મોક્ષમાર્ગના
ઉદ્યમમાં પ્રવર્તવું યોગ્ય છે. બંધ–મોક્ષના વિકલ્પથી બંધન કહ્યું પણ તેનો અર્થ કાંઈ એવો નથી કે બંધ–
મોક્ષનું જ્ઞાન પણ ન કરવું. જો સાચું જ્ઞાન પણ ન કરે તો તો મિથ્યા વિકલ્પો કદી મટે નહિ.
* અમે તો એકલા નિશ્ચયનયની મુખ્યતાનું જ ગ્રહણ કરશું, વ્યવહારનું ને પર્યાયના
અરે ભાઈ, પર્યાયના યથાર્થ વિવેક વગર નિશ્ચય સ્વભાવનું યથાર્થપણે ગ્રહણ થઈ શકે જ નહિ.
જિનશાસનમાં તો નિશ્ચયસ્વભાવના આશ્રયે મોક્ષમાર્ગ પ્રગટ કરવાનો ઉપદેશ છે; પણ પર્યાયમાં જે
સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન પ્રગટ કરતો નથી, રાગદ્વેષને ટાળવાનો ઉદ્યમ કરતો નથી, ને ‘શુદ્ધાત્મા–શુદ્ધાત્મા’ એમ
ગોખ્યા કરે છે, તો તેને મોક્ષમાર્ગ કેવો? મોક્ષમાર્ગ તો સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રના ઉદ્યમથી જ પ્રગટે છે.
સાધકના સાચા સાથીદાર
જેણે પોતાના જ્ઞાનમાં ભગવાનની સર્વજ્ઞતાનો નિર્ણય કરીને,
પોતાના જ્ઞાનમાં સર્વજ્ઞતા બેસાડી તેણે સ્વસન્મુખતા વડે મોક્ષને
સાધવામાં ભગવાનને પોતાના સાથીદાર બનાવ્યા.
..... હવે જ્ઞાનમાં સર્વજ્ઞને સાથે ને સાથે રાખીને તે મોક્ષને સાધશે.
જે જ્ઞાનમાં સર્વજ્ઞને રાખ્યા તે જ્ઞાનમાં રાગ રહી શકે નહિ.
અહા, સાધકભાવ! પૂર્ણ સાધ્યના સ્વીકારપૂર્વક વર્તી રહ્યો છે. પૂર્ણ
સાધ્યનો અંતરમાં જેણે સ્વીકાર કર્યો તેણે સાધકભાવમાં સર્વજ્ઞને પોતાના
સાથીદાર બનાવ્યા.

PDF/HTML Page 11 of 21
single page version

background image
: ૧૦ : આત્મધર્મ: ૨૩૮

જ્યાંથી લવ અને કુશ રાજકુમારો મુક્તિ પામ્યા છે એવા પાવાગઢ સિદ્ધક્ષેત્રની યાત્રાપ્રસંગે પૂ.
ગુરુદેવે કહ્યું કે: વાહ, એ રાજકુમારોની દશા! આ પાવાગઢ ઉપર નજર પડી ત્યારથી એમનું જીવન
નજરે તરવરે છે..... અહા, ધન્ય એમની મુનિદશા! ધન્ય એમનો વૈરાગ્ય! ને ધન્ય એમનું જીવન!
જન્મીને પોતાનો અવતાર એમણે સફળ કર્યો.
રામચંદ્ર અને લક્ષ્મણ એ બંને ભાઈઓને પરસ્પર અપાર સ્નેહ હતો. એકવાર દેવો તેમના
સ્નેહની પરીક્ષા કરવા આવ્યા..... રામચંદ્રજીના મરણના કૃત્રિમ સમાચાર સાંભળતાં જ “હા... રામ”
કહેતાંક લક્ષ્મણ સિંહાસન ઉપર ઢળી પડ્યા ને મૃત્યુ પામ્યા તરત રામચંદ્રજી ત્યાં આવે છે ને જાણે
લક્ષ્મણ જીવતા જ હોય એમ માનીને તેના મૃતશરીરને ખભે ઉપાડીને સાથે ને સાથે ફેરવે છે....
દિવસોના દિવસો વીતી રહ્યા છે.
કાકાનું મૃત્યું ને પિતાની આવી દશા નીહાળીને રામચંદ્રજીના બે પુત્રો લવ અને કુશ એ બંનેને
સંસારથી વૈરાગ્ય થાય છે.... ને દીક્ષા લેવા માટે પિતાજી પાસે રજા માંગવા આવે છે. રામચંદ્રના ખભે
તો લક્ષ્મણનો દેહ પડ્યો છે ને બંને કુમારો આવીને અતિ વિનયપૂર્વક હાથ જોડીને વૈરાગ્યભરેલી
વાણીથી રજા માંગે છે: હે પિતાજી! આ ક્ષણભંગુર અસાર સંસારને

PDF/HTML Page 12 of 21
single page version

background image
શ્રાવણ: ૨૪૮૯ : ૧૧ :
છોડીને હવે અમે દીક્ષા લેવા માંગીએ છીએ.... દીક્ષા લઈને અમે ધ્રુવ ચૈતન્યને ધ્યાવશું ને આનંદમાં
લીન થઈને આ જ ભવે સિદ્ધપદને સાધશું. માટે અમને દીક્ષા લેવાની રજા આપો. હે તાત!
જિનશાસનના પ્રતાપે સિદ્ધપદને સાધવાનો જે અંતરનો માર્ગ તે અમે જોયો છે, અંતરના જોયેલા માર્ગે
હવે અમે જશું. આમ કહીને, જેમના રોમે રોમે– પ્રદેશે પ્રદેશે વૈરાગ્યની ધારા ઉલ્લસી છે એવા તે બંને
રાજકુમારો મુનિદીક્ષા લેવા માટે રામચંદ્રજીને નમન કરીને વનમાં ચાલ્યા જાય છે.
મુનિ થઈને તે બંને મુનિવરો વન–જંગલમાં વિચરે છે ને આત્મધ્યાનમાં અતીન્દ્રિય આનંદનો
અનુભવ કરતા કરતા કેવળજ્ઞાન સાથે કેલિ કરે છે. લવ અને કુશ બંને સીતા સતીના પુત્રો હતા.... બંને
ચરમશરીરી હતા.... બંને સાથે જન્મ્યા હતા.... બંનેએ સાથે દીક્ષા લીધી.... ને બંને મોક્ષ પણ અહીંથી
(–પાવાગઢથી) પામ્યા.... બંનેને ચૈતન્યનું ભાન હતું ને ચૈતન્યના પરમ આનંદનો માર્ગ અંતરમાં
દેખ્યો હતો. અંતરમાં દેખેલા માર્ગે ચાલીને તેઓ અહીંથી સિદ્ધ પરમાત્મા થયા. અંતરના ચિદાનંદ
સ્વરૂપમાં લીન થઈને તેમણે પોતાની આત્મશાંતિને સાધી.
જેનામાં ઠાંસી ઠાંસીને આનંદ ભરેલો છે એવા ચિદાનંદ સ્વભાવના ભાનસહિત દીક્ષા માટે બંને
કુમારો કહે છે કે હે પિતાજી! અમને આજ્ઞા આપો.... અમે હવે અમારા ચિદાનંદ સ્વરૂપમાં સમાઈ જવા
માગીએ છીએ. આ સંસારમાં બહારના ભાવ અનંતકાળ કર્યા, હવે અમારે સ્વપ્નેય સંસાર જોઈતો
નથી.... હવે તો મુનિ થઈને અમે અમારી પૂર્ણ અતીન્દ્રિય પરમ આનંદદશાને સાધશું. આ
સંસારભ્રમણમાં ચારે ગતિના અવતાર જીવે અનંતવાર કર્યા છે, એકમાત્ર સિદ્ધપદ કદી પ્રાપ્ત કર્યું નથી....
હવે તો અમે અમારા ચિદાનંદ સ્વરૂપમાં સમાઈ જશું ને અભૂતપૂર્વ એવા સિદ્ધપદને પામશું. સ્વભાવનો
માર્ગ અમે જોયેલો છે, તે જાણેલા માર્ગે જશું ને મુક્તિને વરશુંં. –આમ વૈરાગ્યથી પિતાની રજા લઈને
બંને કુમારો મહેન્દ્ર ઉદ્યાનમાં ગયા ને અમૃતેશ્વરમુનિરાજના સંઘમાં દીક્ષા લીધી.... પછી
આત્મધ્યાનપૂર્વક વિચરતા વિચરતા અહીં પાવાગઢ પર્વત ઉપર આવ્યા ને ધ્યાનમાં લીન થઈને
કેવળજ્ઞાન પ્રગટ કરીને મોક્ષપદ પામ્યા.
(“બે રાજકુમારોનો વૈરાગ્ય” નામની પુસ્તિકામાંથી)
“બે રાજકુમારોના વૈરાગ્ય”ની પુસ્તિકા મળી શકતી ન હતી; હવે તેની
બીજી આવૃત્તિ છપાયેલ હોવાથી મળી શકે છે. (કિંમત ૨૦ ન. પૈ.)
તે જ્ઞાનીના ચરણમાં.......
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ પરિણમન તે જ ધર્માત્માનું
પરિણમન છે, રાગ તે ધર્માત્માનું પરિણમન નથી, તે તો ધર્માત્માને
પરજ્ઞેયરૂપ છે, જેમ થાંભલો વગેરે જ્ઞાનથી ભિન્ન પરજ્ઞેયરૂપ છે તેમ રાગ
પણ જ્ઞાનથી ભિન્ન પરજ્ઞેયરૂપ છે. આ રીતે રાગથી ભિન્ન એવા જ્ઞાન–
દર્શન–ચારિત્રરૂપ પરિણમન વડે જ્ઞાની ઓળખાય છે, રાગવડે જ્ઞાની
ઓળખાતા નથી, રાગ હોવા છતાં એની દશા રાગાતીત વર્તે છે.
જેમ– દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત,
તેમ– રાગ છતાં જેની દશા વર્તે રાગાતીત,
તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણીત.

PDF/HTML Page 13 of 21
single page version

background image
: ૧૨ : આત્મધર્મ: ૨૩૮
(સોનગઢમાં શેઠશ્રી નેમિદાસભાઈના “ગુરુ રશ્મિ” ના
વાસ્તુ પ્રસંગે પૂ. ગુરુદેવના પ્રવચનમાંથી: માહ સુદ ૯)

દેહાદિની ક્રિયા તો આત્મા કરતો નથી તો આત્માને કરવું શું?
* આત્માનું કાર્ય આત્માના અસ્તિત્વમાં થાય, જ્યાં આત્માનું અસ્તિત્વ ન હોય તેમાં આત્માનું
કાર્ય ન થાય. દેહમાં શું આત્માનું અસ્તિત્વ છે? .... ના. તો દેહની ક્રિયામાં આત્માનું કાર્ય હોય નહિ.
* હવે આત્માના અસ્તિત્વમાં: આત્મામાં અનંતગુણ છે.... તેના સ્વીકારપૂર્વક જે નિર્મળ પર્યાય
પ્રગટે તે આત્માનું કાર્ય છે: તેને ધર્મ કહેવાય. એ સિવાય પુણ્ય–પાપના ભાવરૂપ વિકાર થાય, તે
ખરેખર આત્માના સ્વભાવનું કાર્ય નથી.
* આત્માનું ખરું કાર્ય જેણે કરવું હોય તો સ્વાનુભવક્રિયાથી અનંતગુણસ્વભાવને શ્રદ્ધામાં લેવો,
જ્ઞાનમાં લેવો; તે આત્માનું ખરું કાર્ય છે. આવું કાર્ય તે જ્ઞાનનો મહિમા છે.
* જ્ઞાનનો મહિમા એ છે કે તે સ્વાનુભવવડે આત્માને આનંદરૂપ કરતું પ્રગટ થાય છે. પર
સત્તાથી ભિન્ન પડીને સ્વસત્તામાં પરિણમ્યું ત્યાં જ્ઞાન આનંદરૂપ થઈને પ્રગટ્યું. આવું જ્ઞાન તે આત્માનું
મહિમાવંત કાર્ય છે. એ સિવાય દેહની ક્રિયામાં કે રાગની ક્રિયામાં મહિમા નથી.
જ્યાં ચેતન ત્યાં અનંત ગુણ,
કેવળી બોલે એમ.....
પ્રગટ અનુભવ કરો આત્મા,
નિર્મળ કરી સપ્રેમ.... રે ચૈતન્યપ્રભુ.....
પ્રભુતા તમારી ચૈતન્યધામમાં.
આવા ચૈતન્યના સ્વાનુભવનું કાર્ય તે જ મહિમાવંત કાર્ય છે, તેમાં જ જ્ઞાનનો મહિમા છે.
આવું જ્ઞાન પ્રગટ્યું તે આનંદસહિત છે. તે જ્ઞાન એવું ધીર ગંભીર ને ઉદાર છે કે–
અનુકૂળતાના બરફમાં ઓગળે નહિ.... ને
પ્રતિકૂળતાના અગ્નિમાં બળે નહિ....
અનુકૂળતામાં એ જ્ઞાન અટકે નહિ, ને
પ્રતિકૂળતાથી તે જ્ઞાન ડરે નહિ....
જગતથી આત્માને જુદું પાડનારું એ જ્ઞાન આત્માને સ્વાનુભવનો આનંદ પમાડે છે. પરભાવોથી
ભેદ પાડવાનું મહાન કાર્ય તેણે કર્યું છે. આવું જ્ઞાનકાર્ય મહિમાવંત છે. પ્રશંસનીય છે. ધર્માત્મા તો ચૈતન્યના
શાંતરસના વેદક છે, વિકારનો સ્વાદ લેનારા નથી.... આવા શાંતરસનું આસ્વાદન તે જ્ઞાનનું આભૂષણ છે;
તે જ્ઞાન ધીર છે. એવું ધીર છે કે, અનુકૂળતા કે પ્રતિકૂળતામાં જરાય ડરતું નથી; તેણે ઘીને ધ્યેય પ્રત્યે પ્રેરી
છે, સ્વધ્યેયમાં બુદ્ધિને જોડી છે તે જ્ઞાન ધીર છે; ઉદાર છે, ઊંચું છે. પુણ્ય–પાપની તૂચ્છતાથી પાર થયેલું તે
જ્ઞાન ઊંચું છે. તે જ્ઞાન આત્માનું અપૂર્વ સમ્યક્ કાર્ય છે. એવું કાર્ય તે ધર્મ છે ને તે મોક્ષનો પંથ છે.

PDF/HTML Page 14 of 21
single page version

background image
શ્રાવણ: ૨૪૮૯ : ૧૩ :
આત્મ પ્રાપ્તિની પ્રેરણા
(સમયસાર કળશ ૩૪ ઉપરના પ્રવચનમાંથી)
હે ભાઈ, તું છ મહિના આત્માની લગની લગાડીને તેનો અભ્યાસ કર તો જરૂર તને અંતરમાં
આત્માનો અનુભવ થશે. જગતનો કોલાહલ છોડીને સ્વરૂપનો અભ્યાસ કરવો તે જ સ્વરૂપની પ્રાપ્તિનો
ઉપાય છે. રાગાદિથી ભિન્નપણે ચૈતન્યસ્વરૂપના નિરંતર અભ્યાસથી છ મહિનાની અંદર જરૂર તેની
પ્રાપ્તિ થાય છે.
જુઓ, રાગની મંદતાના અભ્યાસથી, કે શુભ કરતાં કરતાં આત્માની પ્રાપ્તિ થાય એમ
સંતોએ નથી કહયું. રાગમાં તો આકુળતાનો કોલાહલ છે, તેનાથી તો વિરક્ત થવાનું કહ્યું છે.
પરભાવથી વિરક્ત થઈને અને ચૈતન્યસ્વભાવમાં અનુરક્ત થઈને એકાગ્રતાનો અભ્યાસ કરતાં
જરૂર અંતરમં પોતાને પોતાનું સ્વરૂપ અનુભવમાં આવે છે, અહા, જેને એકલી આત્માની લગની
લાગી ને બીજી લગની વચ્ચે આવવા ન દે તેને સમ્યગ્દર્શન અને આનંદ પ્રગટ્યા વગર રહે જ
નહિ. સ્વાનુભવના આવા અભ્યાસ વડે અનંતા જીવો અનાદિ મિથ્યાદ્રષ્ટિમાંથી સમ્યગ્દર્શન પ્રગટ
કરીને અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પામી ગયા છે. તો પછી તેના જ અભ્યાસમાં જે લાગે તેને
સમ્યગ્દર્શન થવું તો સુગમ છે.
કોઈ કહે કે સમ્યગ્દર્શન તો અંતર્મુહૂર્તમાં થઈ જાય છે, એટલે તે તો ગમે ત્યારે કરી લેશું?
અત્યારે બીજા કામ કરી લઈએ! તો આચાર્યદેવ કહે છે કે અરે ઊંધા! તને આત્માની લગની જ
નથી, જો આત્માની લગની અને પ્રેમ લાગ્યો હોય તો તેને માટે વર્તમાનમાં જ ઉદ્યમ કરે.....
“અત્યારે બીજું કરીએ ને પછી આત્માનું કરશું” એનો અર્થ એ થયો કે તને આત્મા એટલો
વહાલો નથી કે જેટલા બીજા કામ વહાલા છે! પરભાવ તને ગોઠે છે એટલે તેનો હજી તને થાક
નથી લાગ્યો. જેને પરભાવનો થાક લાગે કે અરે, આ રાગાદિ પરભાવમાં ક્યાંય મારી શાંતિ
નથી, મારી શાંતિ મારા ચૈતન્યમાં જ છે–એમ ઊંડેથી જિજ્ઞાસુ થઈને, રાગાદિથી ભિન્ન ચૈતન્યના
અનુભવનો જેને ઉત્સાહ જાગ્યો તેનો ઉલ્લાસ વર્તમાનમાં જ તે તરફ વળે, વર્તમાનમાં જ તેના
વીર્યના વેગની દિશા પલટી જાય, એટલે કે પરભાવમાંથી વીર્યનો ઉલ્લાસ પાછો વળીને સ્વભાવ
તરફ તેનો ઉલ્લાસ વળે.
જે જીવ દેહાદિને જ આત્મા માનતો હતો, જે પરભાવોને જ આત્મા માનતો હતો, તેની
કુયુક્તિનું ખંડન કરીને આચાર્યદેવે આગમ–યુક્તિ ને સ્વાનુભવથી સમજાવ્યું કે હે ભાઈ,
રાગાદિથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ જીવ ભેદજ્ઞાન વડે અંતરમાં સ્વયમેવ અનુભવાય છે માટે એવા
અનુભવનો તું ઉદ્યમ કર. બાપુ! આવો અવસર મળ્‌યો, આવો મનુષ્યઅવતાર ને આવો સંત્
સમાગમ મળ્‌યો, તો હવે જગતનો બીજો બધો કોલાહલ છોડીને તારા અંતરમાં આવા આત્માના
સ્વાનુભવ માટે ઉદ્યમ કર.... કટિબદ્ધ થઈને છ મહિના તો તેની પાછળ એવો લાગ કે જરૂર
સ્વાનુભવ થાય જ.

PDF/HTML Page 15 of 21
single page version

background image
: ૧૪ : આત્મધર્મ: ૨૩૮
અહો, તારા પંથ અંતરમાં છે.... તારા સાધ્ય ને સાધન બધુંય તારા અંતરમાં જ સમાય છે....
બીજે ક્યાંય તારે જોવાનું નથી. તારો સ્વભાવ નિરાલંબી ને તેનો પંથ પણ નિરાલંબી; શુભ રાગનુંય
અવલંબન તારા અનુભવમાં નથી.
અરે, આ સંસારની સ્થિતિને..... ને આ સંસારનો કોલાહલ તારા સ્વરૂપથી બહાર છે.... તારા
સ્વરૂપના અનુભવમાં છે જ નહીં. સન્તો આવો સ્વાનુભવ કરીને કહે છે કે હે ભાઈ! હવે તો તું આ
જગતના દુઃખમય કોલાહલથી વિરક્ત થા.... અનેક પ્રકારની વિપરીત માન્યતાના કોલાહલને તું છોડ ને
સર્વજ્ઞ ભગવાને કહેલા ચૈતન્યસ્વરૂપમાં તારા ઉપયોગને તું જોડ.... આવા પ્રયત્નથી છ મહિનામાં તો
જરૂર તને સમ્યગ્દર્શન થશે.
અરે, તારા ચૈતન્યક્ષેત્રમાં જ્ઞાન–આનંદના જ પાક પાકે એવું તારું ખેતર છે, તારું ચૈતન્યક્ષેત્ર
એવું નથી કે તેમાં વિકારનો પાક ઊગે. જેવો સિદ્ધનો આનંદ છે એવો આનંદ તારા અંતરમાં ભર્યો છે....
આત્મા તો આનંદનું જ નિવાસધામ છે, તેમાં તું જો એટલી જ વાર છે. એ જ તારો ખરો ભેખ છે.
આકુળતા તે તારો ભેખ નથી. તારો ભેખ તો તે છે કે જેમાં તારા સ્વભાવનું રહસ્ય તને અનુભવમાં
આવે. રહસ્યઅનુભૂતિ એટલે કે ગુપ્ત સ્વરૂપનો પ્રગટ અનુભવ થાય તેમાં તને તારા આનંદનો સ્વાદ
આવે છે. પરભાવમાં તારા આનંદનો સ્વાદ નથી, એમાં તો દુઃખ છે. સ્વભાવને ભૂલીને ભાઈ, તું
પરભાવની ભૂલવણીમાં ભૂલો પડી ગયો; હવે એમાંથી તારે બહાર નીકળવું હોય તો કોઈ જાણકાર
સંતને માર્ગ પૂછીને તે રસ્તે જા. જેમ વડોદરાના મોટા બાગમાં ભૂલભૂલામણી છે, તેમાં એકવાર ભૂલા
પડેલા (ગુરુદેવ), અને બહાર નીકળવાનો માર્ગ મળતો ન હતો, ત્યારે જાણકાર માણસને માર્ગ પૂછીને
બહાર નીકળી ગયા.... તેમ હે ભાઈ! જો તને ભવચક્રના ચકરાવાની ભૂલભૂલામણીમાંથી બહાર
નીકળવાની ધગશ જાગતી હોય, ને તેમાંથી બહાર નીકળીને સ્વભાવનો અનુભવ કરવાની લગની
લાગી હોય, તો સંતો પાસેથી સ્વાનુભવનો માર્ગ જાણીને છ મહિના અભ્યાસ કર.... સંતો માર્ગનો
પોકાર કરીને કહે છે કે સાંભળ! જો તું રાગમાં ધર્મ માનતો હો તો તે માર્ગે કદી તારો ભવચક્રમાંથી
છૂટકારો નહિ થાય; ભવચક્રથી છૂટકારાનો માર્ગ એક જ છે કે અંતર્મુખ થઈને રાગથી જુદા ચૈતન્યને
લક્ષમાં લઈને તેના અનુભવના ઉદ્યમમાં લાગ.
સંસારની સ્થિતિ જ એવી છે કે તેમાં અનુકૂળતા ને
પ્રતિકૂળતા દ્વિવિધ પ્રસંગો સદાય વર્ત્યા જ કરે છે; એ
બંનેથી ઉપક્ષિત થઈને તું તારા જ્ઞાનસ્વભાવમાં આવ.
સ્પષ્ટ દેખાય છે કે સંસારમાં સુખ નથી, સંયોગમાં
સુખ નથી, છતાં જીવ કેમ તેમાં મશગુલ રહે છે?
સ્પષ્ટ વેદાય છે કે આત્મસ્વરૂપના ચિંતન–મનનમાં
શાંતિ છે, છતાં જીવ પોતાના ઉપયોગને તેમાં કેમ જોડતો
નથી?
હે જીવ! તારા આત્માને મોક્ષપંથે સ્થાપવા માટે
તારા ઉપયોગને નિજસ્વરૂપમાં જોડ.... ને પરનો સંબંધ
તોડ.

PDF/HTML Page 16 of 21
single page version

background image
શ્રાવણ: ૨૪૮૯ : ૧પ :
કેવળી ભગવાન જેવા જ્ઞાનને આનંદનો નમૂનો
(પ્રવચનસાર ઉપરના જ્ઞાનમહિમાભરપૂર સુંદર પ્રવચનોમાંથી)
પ્રવચનસારમાં અતીન્દ્રિય જ્ઞાન ને અતીન્દ્રિય આનંદનું જે
મહિમાવંત વર્ણન કુંદકુંદાચાર્યદેવે બતાવ્યું છે તેના ઉપર વિવેચન વખતે
ગુરુદેવે ખૂબજ પ્રમોદથી ને બહુમાનથી કહ્યું કે વાહ! કુંદકુંદ તો કુંદકુંદ જ
છે. સ્વાવલંબી જ્ઞાનનો અદભુત માર્ગ શ્રી કુંદકુંદસ્વામીએ બતાવ્યો છે.
આવા જ્ઞાનાનંદસ્વભાવની ઉપાદેયતા નક્કી કરતાં સમ્યક્ત્વ થાય છે; ને
સમ્યક્ત્વ થતાં કેવળી ભગવાન જેવા જ્ઞાન ને આનંદનો નમૂનો
આત્મામાં આવી જાય છે.
ચૈતન્યભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ છે, તે અતીન્દ્રિય છે. ઈન્દ્રિયોથી પાર છે.
ઈન્દ્રિયો જડ અચેતન છે, તેનામાં જ્ઞાનસ્વભાવ નથી. જેનામાં જ્ઞાન નથી એવી જડઈન્દ્રિયો
આત્માને જ્ઞાનનું સાધન કેમ થાય? ઈન્દ્રિયોમાં એવી તાકાત નથી કે આત્માને અતીન્દ્રિય જ્ઞાનનું
સાધન થાય.
ઈન્દ્રિયોને જે જ્ઞાનનું સાધન માને તેનું વલણ ઈન્દ્રિયો તરફ જ રહે, અતીન્દ્રિયસ્વભાવ તરફ
તેનું વલણ ન જાય. ને પરથી નિરપેક્ષ થઈને સ્વભાવને જ સાધન ન બનાવે ત્યાં સુધી અતીન્દ્રિયજ્ઞાન
પ્રગટે નહિ, અતીન્દ્રિયજ્ઞાન વગર અતીન્દ્રિય સુખ હોય નહિ.
ભાઈ, તારા અતીન્દ્રિય ચિદાનંદ સ્વભાવમાં ઈન્દ્રિયોનો પ્રવેશ નથી; ઈન્દ્રિયોને અવલંબીને
વર્તતું જ્ઞાન પણ ચૈતન્ય સ્વભાવમાં પ્રવેશી શક્તું નથી. અરે, અતીન્દ્રિય જ્ઞાન પાસે ઈન્દ્રિયજ્ઞાન તો
તૂચ્છ છે. એના બહારના જાણપણાના અભિમાન શા?
ઈન્દ્રિય વગેરે પરની અપેક્ષા રાખ્યા વિના માત્ર

PDF/HTML Page 17 of 21
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : ૨૩૮
નિજાત્મસ્વભાવને અવલંબીને પ્રવર્તે તે પ્રત્યક્ષજ્ઞાન એકાંતસુખથી ભરેલું છે. તે નિરાકૂળ છે, તેમાં
પરાશ્રયની આકૂળતા નથી. –આવું સ્વાશ્રયી પ્રત્યક્ષ જ્ઞાન જ સુખનું કારણ હોવાથી ઉપાદેય છે,
પ્રશંસનીય છે. અરે, આવા જ્ઞાન ને આનંદની ભાવના ભાવતાં પણ દેહની વેદનાઓ ભૂલાઈ જાય છે ને
પરિણામ જગતથી ઉદાસ થઈને ચૈતન્ય તરફ વળે છે. પૂર્ણસાધ્યનો સ્વીકાર થતાં સાધકભાવ શરૂ થાય
છે.
અહો, સ્વાલંબી જ્ઞાનનો અદ્ભુત માર્ગ કુંદકુંદસ્વામીએ બતાવ્યો છે. વાહ! કુંદકુંદ તો કુંદકુંદ જ
છે!
ને અમૃતચંદ્રાચાર્યે અમૃતના સાથીયા પૂર્યા છે.
માર્ગ તો અંતરમાં આવો છે; તેમાં ઈન્દ્રિયજ્ઞાનનું અવલંબન નથી, ત્યાં બહારના અવલંબનની
તો શી વાત? ભાઈ તારા સુખનું સાધન તો તારા સ્વભાવને અવલંબતું જ્ઞાન જ છે, અંતીર્મુખ
અતીન્દ્રિય જ્ઞાન સિવાય બીજું કોઈ સુખનું સાધન નથી. અરે, જ્યાં ઈન્દ્રિયાધીન પ્રવર્તતું જ્ઞાન પણ
સુખનું સાધન નથી, ત્યાં રાગ કે ઉપદેશાદિ પરદ્રવ્ય સુખનું કારણ ક્યાંથી હોય? જેનામાં સુખ કે જ્ઞાન
છે જ નહિ તે સુખનું કે જ્ઞાનનું સાધન કેમ હોય? અતીન્દ્રિય જ્ઞાન ને સુખથી ભરેલો આત્મસ્વભાવ
પોતે જ સ્વયમેવ પોતાના જ્ઞાન ને સુખનું સાધન છે ને તે જ મહાન ઉપાદેય છે.
જ્ઞાનના અંશને અંતરમાં વાળતાં પૂર્ણ જ્ઞાનસ્વભાવની પ્રતીત થાય છે, તે પ્રતીત અતીન્દ્રિય
આનંદનું વેદન લેતી આવે છે.
અરે, પણ આ વાતને અંદર ઉતારવા ઘણું નિશ્ચલ ચિત્ત જોઈએ. પર્યાયમાં પૂર્ણ નથી છતાં
સ્વભાવને પૂરો પ્રતીતમાં લેવો–તેમાં અપૂર્વ અંતમુર્ખ ઉદ્યમ છે. આવો અવસર મળ્‌યો, સન્તોએ
અતીન્દ્રિય આનંદની વાર્તા સંભળાવી, તે સાંભળીને મુમુક્ષુને તેનો ઉલ્લાસ આવે છે. આવા સ્વભાવમાં
ઉતર્યો તે જગતની અનુકૂળતા કે પ્રતિકૂળતામાંજ અટકતો નથી.
અરે! એક પળ કાઢવી તે જ્યાં પલ્યોપમ જેવડી લાગે–એવી ઘોર પ્રતિકૂળતા વચ્ચે નરકમાં
કરોડો અબજો અસંખ્યાતા વર્ષો જીવ રહ્યો; ત્યાં પણ કોઈ જીવ પૂર્વ સંસ્કાર તાજા કરીને ચૈતન્યાં ઊંડો
ઉતરીને અતીન્દ્રિય આનંદનો સ્વાદ ચાલી લ્યે છે. ભાઈ, પૂર્ણ સાધ્ય એવું કેવળજ્ઞાન–કે જે પરમ
અતીન્દ્રિય આનંદ સહિત છે–તેને તું બહુમાનથી નિર્ણયમાં તો લે. એ પૂર્ણ સાધ્યને પ્રતીતમાં લેતાં તને
જડઈન્દ્રિયોન, રાગનો ને ઈન્દ્રિયો તરફના જ્ઞાનનો મહિમા ઊઠી જશે, ને આત્માધીનપણે તને મોક્ષમાર્ગ
પ્રગટશે.
ભાઈ, આત્માનો માર્ગ આત્માની પાસે જ છે; તારો માર્ગ તારા અંતરમાં જ છે, બહાર નથી.
અહો, આત્માનો અતીન્દ્રિય આનંદ ને અતીન્દ્રિયજ્ઞાન ઉપાદેય છે–એવા નિર્ણયમાં સમ્યક્ત્વ થાય છે. ને
અતીન્દ્રિય જ્ઞાન–આનંદનો અંશ પ્રગટે છે. અતીન્દ્રિય જ્ઞાનનો કોઈ અચિન્ત્ય મહિમા છે. એ જ્ઞાનને
દિવ્ય સર્વોત્કૃષ્ટ મહિમાવંત કહેવામાં આચાર્યદેવને તે જ્ઞાનમહિમાનો કોઈ અચિંત્ય ઉલ્લાસ આવ્યો છે.
જ્ઞાનના આવા અચિંત્ય સામર્થ્યને ઓળખે ત્યારે અરિહંતને ઓળખ્યા કહેવાય. અરિહંતના આત્માને
ખરેખર ઓળખતાં પોતાના અચિંત્ય સ્વભાવસામર્થ્ય તરફ વલણ થાય ને રાગ તરફનું વલણ છૂટી
જાય; રાગનો કે પરાશ્રયનો આદર ન રહે, સ્વાશ્રયને જ ઉપાદેય સમજીને સ્વ તરફ પરિણતિ વળ્‌યા કરે.
એટલે તેનું જ્ઞાન અતીન્દ્રિય થઈને તેને પરમ આનંદનો અનુભવ થાય, તેને સમ્યગ્દર્શન થાય, તે
મોક્ષના પંથે જાય. અહા, પૂર્ણ સાધ્યના સ્વીકારપૂર્વક સાધકભાવ વર્તી રહ્યો છે.
હે જીવ! પૂર્ણ જ્ઞાન ને આનંદને સાધવાનો આ અવસર આવ્યો છે. જગતના અનંતાનંત જીવોને
તો અનંતકાળે ત્રણપણું પામવાનાય સાંસા છે, છેલ્લામાં

PDF/HTML Page 18 of 21
single page version

background image
શ્રાવણ: ૨૪૮૯ : ૧૭ :
છેલ્લું તીવ્ર દુઃખ તેઓ વેદી રહ્યા છે. ને અહીં તને છેલ્લામાં છેલ્લા ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ એવા આનંદની
વાર્તા સન્તો પાસેથી સાંભળવા મળી છે, તો આવા ઉત્કૃષ્ટ જ્ઞાન–આનંદ સ્વભાવને પ્રતીતમાં લે. તારા
સ્વભાવનો મહિમાશું કહેવો? પ્રભુતા પરિપૂર્ણ તારામાં ભરી છે, તું જ મહાપ્રભુ છો. બહારમાંથી તારે શું
લેવું છે? તારી પ્રભુતામાં જ તારા જ્ઞાન–આનંદની પૂર્ણ ખાણ ભરી છે. તે જ તારા સુખનું ને જ્ઞાનનું
કારણ છે, માટે તેમાં જા. આ રીતે પરદ્રવ્યોથી અત્યંત નિરપેક્ષ નેએકલા સ્વદ્રવ્યના જ અવલંબને તારા
અતીન્દ્રિય જ્ઞાન ને આનંદ પ્રગટી જશે.
અતીન્દ્રિય જ્ઞાનનું સામર્થ્ય એવું અચિંત્ય છે કે પોતે પોતમાં સ્થિર રહીને સમસ્ત પદાર્થોને
પોતામાં જાણી લ્યે છે. પૂર્ણ જ્ઞાનશક્તિ ખીલી તેમાં બધા જ્ઞેયો પોતાની ત્રણકાળની પર્યાયો સહિત
સીધા વર્તમાન–પ્રત્યક્ષ એક સાથે જણાય છે. જ્ઞાન અને જ્ઞેય બંનેનું સામર્થ્ય વર્તમાનમાં પૂરું છે. બધા
જ્ઞેયોને એક સમયમાં પૂરું નિમિત્ત થવાની જ્ઞાનની તાકાત છે, પણ જીવ પોતાની તાકાતનો વિશ્વાસ
કરતો નથી. જ્યાં આવું જ્ઞાન જ્ઞાનમાં ઠર્યું ત્યાં તેની પૂરી તાકાત એવી ઊઘડી કે બધા પદાર્થો જ્ઞેયપણે
તેમાં અર્પાઈ જાય છે. જ્યાં આવું જ્ઞાન હોય ત્યાં જ પૂરું સુખ હોય તેથી આચાર્યદેવે ફરીફરીને આ
જ્ઞાનનો અચિંત્ય મહિમા અને પ્રશંસા કરીને તેને ઉપાદેય બતાવ્યું છે.
ત્રિકાળી પર્યાયો સહિત જ્ઞેયપદાર્થો તો જગતમાં વિદ્યમાન છે. જ્ઞેયપદાર્થમાં ત્રણકાળની પર્યાયનું
સામર્થ્ય વર્તમાન વિદ્યમાન છે, અને અહીં કેવળજ્ઞાનમાં તેને જાણવાનું સામર્થ્ય ખીલી ગયું છે, તો તે
કેવળજ્ઞાનમાં શું ન જણાય? –બધું જ જણાય, પ્રત્યક્ષ જણાય, એક સાથે જણાય, રાગ વગર જણાય.
જુઓ, આ જ્ઞાનસામર્થ્યને જેણે જાણ્યું તેણે બધું જાણ્યું.
આ જ્ઞાનસામર્થ્યનો નિર્ણય શી રીતે કરવો? વર્તમાનમાં જે જ્ઞાનનો અંશ પ્રગટ વર્તે છે તે
જ્ઞાનને અંતરના સ્વભાવની સન્મુખ કરતાં પૂર્ણ સાથે અંશની એકતા થઈને પૂર્ણની પ્રતીત પ્રગટે છે, ને
પૂરાની જાતનો અતીન્દ્રિય અંશ પ્રગટે છે, તેમાં અતીન્દ્રિય આનંદનું વેદન પણ ભેગું છે. કેવળી
ભગવાન જેવા જ્ઞાનને આનંદનો અંશે નમુનો સમકિતીને આવી ગયો છે. જ્ઞાનપર્યાયને અંતરમાં
વાળીને સ્વસન્મુખ કરવાથી જ આવા જ્ઞાનસ્વભાવની પ્રતીત થાય છે, એ સિવાય જડ ઈન્દ્રિયોમાં,
રાગમાં કે ઈન્દ્રિયો તરફના જ્ઞાનમાં એવી તાકાત નથી કે જ્ઞાનસામર્થ્યને પ્રતીતમાં લ્યે.
ભાઈ, તારા જ્ઞાનને અંતરમાં લઈ જા.... બહિરલક્ષ પલટાવીને અંર્તલક્ષ કર. બસ! આ જ
સમ્યગ્દર્શનનો ઉપાય છે. સ્વભાવનું માહાત્મ્ય લક્ષમાં લઈને અંતરમાં જા. બીજું કાંઈ કરવાનું નથી.
ચિદાનંદને ભેટતાં જ્ઞાનપર્યાય ઊઘડે; રાગનું ભેટતાં જ્ઞાનપર્યાય ન ઊઘડે, જ્ઞાનપર્યાય જ્યાં
નિજસ્વભાવ તરફ વળી ત્યાં તેમાં કાંઈ ઝંઝટ નથી; તે જ્ઞાન અતીન્દ્રિય આનંદમય અમૃતના ભોજનથી
ભરેલું છે.
પરભાવમાં મારું સુખ નથી, સુખ મારું મારા જ્ઞાનસ્વભાવમાં જ છે, મારો આત્મા સ્વયં જ
જ્ઞાનને સુખ સ્વભાવથી ભરેલો છે–એવી દ્રઢ પ્રતીત થતાં જગતના સર્વ પદાર્થોમાંથી સુખબુદ્ધિ છૂટી
જાય, એટલે પરાશ્રયબુદ્ધિ છૂટી જાય, ને અંતર્મુખ વલણ થાય. અહો, આ વાત સમજીને પોતે પોતાના
અંતરમાં ઉતરવા જેવું છે. અતીન્દ્રિય શાંતિ મેળવવાની આ એક જ રીત છે.
જ્ઞાનનો સ્વભાવ જાણવાનો છે; જાણવામાં આકુળતા નથી; ત્રિકાળી પદાર્થને જાણવામાં
સમભાવ છે. ભૂતકાળના પર્યાયો કે ભવિષ્યના પર્યાયો–તેને પણ જ્ઞાન પોતાની નિર્વિઘ્ન અચિંત્ય મહાન
શક્તિવડે જાણી લે છે.
જ્ઞાનની અચિંત્ય પ્રભુશક્તિ છે, તે જ્યાં નિર્વિઘ્ન ખીલી ગઈ ત્યાં સર્વ જ્ઞેયોને પહોંચી વળે છે. જો
એમ ન જાણે તો તે જ્ઞાનની દિવ્યતા શી? વર્તમાન કરતાં

PDF/HTML Page 19 of 21
single page version

background image
: ૧૮ : આત્મધર્મ: ૨૩૮
ભૂત ભાવિને જરાપણ અસ્પષ્ટ જાણે એવું નથી. ત્રિકાળને એક સાથે અક્રમે–સ્પષ્ટપણે જાણી લે છે.
જ્ઞાનની એવી દિવ્ય શક્તિ ખીલી ગઈ કે બધાય જ્ઞેયોને પોતાના પ્રતિ નિયત કરે છે. દિવ્ય જ્ઞાન કહેવું
ને તે જ્ઞાન કોઈને પણ ન જાણે એમ કહેવું– તો તે જ્ઞાનની દિવ્યતા શી? અમુકને જાણે ને અમુકને ન
જાણે તો જ્ઞાનનો મહિમા ખંડિત થઈ જાય છે.
અંત વગરનું જે આકાશ–તેની પરાકાષ્ટાને પણ પહોંચી વળનારું જ્ઞાન–તેના અગાધ મહિમાની
શી વાત!! અનંત અલોક કરતાંય જેની ગહનતા વધુ તે જ્ઞાનના ગહન મહિમાની શી વાત!!
* જ્ઞાન અલોકને નથી જાણતું–એમ નથી.
* જ્ઞાન અલોકનો છેડો જાણે છે–એમ પણ નથી.
* અલોકની અનંતતાને જેમ છે તેમ જ્ઞાન જાણે છે, તેમાં જ્ઞાનની મહિમાની અનંતતા છે.
* જ્ઞાનના મહિમાની અનંતતા જાણ્યા વગર આ વાત બેસવી મુશ્કેલ છે.
* અલોકની અનંતતા કહે પણ તેના કરતાંય જ્ઞાનસામર્થ્યની અનંતતા મોટી છે–તે ન ભાસે તો,
સર્વજ્ઞ અલોકને જાણે તે વાત બેસે નહિ.
જ્ઞાનમાં જાણવાનો સ્વભાવ છે તે કોને ન જાણે? જેમ અલોકનો ક્ષેત્રસ્વભાવ છે, તો તેની
ક્યાંય કોઈ ક્ષેત્રમાં નાસ્તિ નથી, તેમ જ્ઞાનનો જાણવાનો સ્વભાવ છે, તેમાં ક્યાંય કોઈ જ્ઞેયને
જાણવાની નાસ્તિ નથી, બધાય જ્ઞેયોને જાણે છે; જો ન જાણે તો તે જ્ઞાન પૂરું નથી.
જેમ દ્રવ્ય પલટીને બીજું ન થાય,
ક્ષેત્રપ્રદેશ પલટીને બીજો ન થાય,
તેમ પર્યાય પણ તે કાળની પલટીને બીજા કાળની ન થાય, ને ગુણનો ભાવ પલટીને બીજા
ગુણરૂપ ન થાય.
–આવો વસ્તુનો સ્વભાવ છે. તેને જેમ છે તેમ જાણવાનો જ્ઞાનનો સ્વભાવ છે.
આ લોકની ચારે તરફ અનંત... અનંત... અનંત અલોક પથરાયેલો છે–જેનો ક્યાંયા છેડો નથી.
છતાં જ્ઞાન તેની અનંતતાને પ્રત્યક્ષ જાણી લ્યે છે. તેને લક્ષમાં લેનાર જ્ઞાનપર્યાયનું દિવ્ય સામર્થ્ય
કેટલું? વિકલ્પવડે એ જ્ઞાનસામર્થ્યનો પાર પામી ન શકાય.
આ લોક ૩૪૩ રાજુ પ્રમાણ, તે પૂરો થયા પછી અલોક.... પછી શું? –કે અલોક પછી?
અલોક.... સર્વત્ર આકાશ પથરાયેલું છે– ક્યાંય નાસ્તિ નથી આવતી.... ક્યાંય છેડો નથી આવતો.
આવા અનંત અલોકને પણ જ્ઞાન પહોંચી વળે–તો તે જ્ઞાનની તાકાત કેટલી? – તેમાં ન જાણે એવું
ક્યાંય ન આવે.... જાણે, જાણે.... ને જાણે! આવું અતીન્દ્રિય જ્ઞાનસામર્થ્ય વિચારધારામાં લ્યે તો
સ્વભાવ ઉપર લક્ષ જઈને સમ્યક્ત્વ થાય.
અતીન્દ્રિય જ્ઞાન ઉપાદેય છે તેના નિર્ણયમાં સમ્યક્ત્વ થાય છે. ટીકામાં જ્ઞાનની દિવ્યતા કહેવામાં
આચાર્યદેવને જ્ઞાનમહિમાનો કોઈ અચિંત્ય ઉલ્લાસ આવ્યો છે.
અરે, દિવ્ય જ્ઞાન ને દિવ્ય આનંદ જેમને ખીલી ગયા છે એવા અરિહંતના આત્માને ઓળખે તો
જ્ઞાનના અચિંત્ય સામર્થ્યની ખબર પડે, તેને જ્ઞાનનો અનુભવ થાય, સમ્યગ્દર્શન થાય ને
કેવળીભગવાનના જ્ઞાન ને આનંદનો નમુનો લેતો લેતો તે મોક્ષના પંથે જાય....

PDF/HTML Page 20 of 21
single page version

background image
સત્પુરુષનાં વચનામૃત
* જ્ઞાની જે કામ કરે છે તે અદ્ભુત છે. સત્પુરુષનાં વચન વગર વિચાર
આવતો નથી. વિચાર વિના વૈરાગ્ય આવે નહીં. આ કારણથી સત્પુરુષનાં વચનો
વારંવાર વિચારવાં.
* જ્ઞાન તો તે કે જેનાથી બાહ્યવૃત્તિઓ રોકાય છે, સંસાર પરથી ખરેખરી
પ્રીતિ ઘટે છે, સાચાને સાચું જાણે છે, જેનાથી આત્મામાં ગુણ પ્રગટે તે જ્ઞાન.
* જો મનુષ્ય અવતાર પામીને રળવામાં અને સ્ત્રી પુત્રમાં તદાકાર થઈ
આત્મવિચાર કર્યો નહીં, પોતાના દોષ જોયા નહીં, આત્માને નિંદ્યો નહીં, તો તે
મનુષ્યઅવતાર રત્નચિંતામણિરૂપ દેહ વૃથા જાય છે.
* જીવ ખોટા સંગથી અને અસદ્ગુરુથી અનાદિકાળથી રખડયો છે, માટે
સાચા પુરુષને ઓળખવા.
સાચા પુરુષ કેવા છે? –સાચા પુરુષ તો તે કે જેને દેહ પરથી મમત્વ ગયું છે,
જ્ઞાન પ્રાપ્ત થયું છે.
આવા જ્ઞાની પુરુષની આજ્ઞાએ વર્તે તો પોતાના દોષ ઘટે, અને કષાયાદિ
મોળા પડે, પરિણામે સમ્યક્ત્વ થાય.
* કોઈનું દીધું દેવાતું નથી, કોઈનું લીધું લેવાતું નથી; જીવ ફોગટ કલ્પના કરી
રઝળે છે. જે પ્રમાણે કર્જ ઉપાર્જન કરેલાં હોય તે પ્રમાણે લાભ, અલાભ, આયુષ,
શાતા, અશાતા મળે છે. પોતાથી કાંઈ અપાતું –લેવાતું નથી. અહંકારે કરી ‘મેં આને
સુખ આપ્યું, મેં દુઃખ આપ્યું, મેં અન્ન આપ્યું’ એવી મિથ્યાભાવના કરે છે ને તેને
લઈને કર્મ ઉપાર્જન કરે છે, મિથ્યાત્વે કરી ખોટો ધર્મ ઉપાર્જન કરે છે.
* જો ખરા વૈદની પ્રાપ્તિ થાય તો દેહનો વિધર્મ સહેજે ઔષધિવડે
વિધર્મમાંથી નીકળી સ્વધર્મ પકડે છે, તેવી રીતે જો ખરા ગુરુની પ્રાપ્તિ થાય તો
આત્માની શાંતિ ઘણી જ સુગમતાથી અને સહેજમાં થાય છે, તેથી તેવી ક્રિયા
કરવામાં પોતે તત્પર એટલે અપ્રમાદી થવું. પ્રમાદ કરીને ઉલટા કાયર થવું નહીં.
* દેહ છૂટે છે તે પર્યાય (શરીર) છૂટે છે, પણ આત્મા આત્માકારે અખંડ
ઉોભો રહે છે. પોતાનું કાંઈ જતું નથી, જે જાય છે તે પોતાનું નથી–એમ પ્રત્યક્ષ ભાન
થાય નહિ ત્યાંસુધી મૃત્યુનો ભય રહે છે.
(શ્રીમદ્ રાજચંદ્ર વ્યાખ્યાનસાર)
____________________________________________________________________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને
મુદ્રક: હરિલાલ દેવચંદ શેઠ, આનંદ પ્રીન્ટીંગ પ્રેસ – ભાવનગર.