Atmadharma magazine - Ank 024
(Year 2 - Vir Nirvana Samvat 2471, A.D. 1945). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૦૨
સળંગ અંક ૦૨૪
Version History
Version
Number Date Changes
001 Nov 2005 First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image
વર્ષ: ૨
અંક: ૧૨ ભાદ્રપદ ૨ ૦ ૦ ૧
અઢી રૂપિયા છુટક નકલ
ચાર આના
(૨૪)
: સં પા દ ક :
રામજી માણેકચંદ દોશી
વકીલ
• અણમલરત્ન •
મહાવિદેહ ક્ષેત્રે
વિહરમાન દેવાધિદેવ શ્રી સીમંધર
ભગવાનની સમીપે જઈને
ભગવતી એકાક્ષરી દિવ્યધ્વનિને
યથાર્થ રીતે ઝીલીને અકષાયી
કરુણાના સાગર શ્રી
કુંદકુંદાચાર્યદેવે તે જિનવાણીને
પરમાગમ શ્રી સમયસાર
શાસ્ત્રમાં ભરપૂર ભરી લીધી છે.
અને
ભરત ક્ષેત્રના ભવી જીવોના
મહાન સુભાગ્યે પરમાગમશ્રી
સમયસાર શાસ્ત્રમાં રહેલી
વીતરાગની એ દિવ્ય–
વાણીને પરમ કૃપાળુ સદ્ગુરુ
દેવશ્રી કાનજી સ્વામીએ તેના
ગૂઢ રહસ્યોને ઉકેલી સાદી, સરળ
છતાં સચોટ ભાષામાં વહેતી મૂકી
છે અને–
એ કલ્યાણકારી પવિત્ર
પરમાત્મવાણીનું અમૃતપાન
મુમુક્ષુઓ સુવર્ણપુરી–સોનગઢના
સ્વાધ્યાય મંદિરમાં અહર્નિશ કરી
રહ્યા છે. તે અમૃતવાણીને
સુભાગી આત્માઓ ઝીલી લે છે
અને દરમાસે અલૌકિક માસિક
આત્મધર્મમાં પ્રગટ કરે છે.
એથી
આત્મધર્મ એ ભરતક્ષેત્રના ભવી જીવોનું સંસાર પરિભ્રમણ ટાળી
શાશ્વત સુખ, અખંડ સુખ અપાવનારું અણમૂલું રત્ન છે. એ આત્મધર્મ
માસિક ભાદ્રપદ સુદ બીજે ૨૪ અંક પૂરા કરી આસો સુદ બીજે ૨પ માં
અંકમાં પ્રવેશશે. એ વખતે ભરતક્ષેત્રના આ અદ્વિતિય માસિકને અતિ
ઉલ્લાસ, આનંદ અને ભક્તિભાવપૂર્વક વધાવીએ અને તે સનાતન સત્ય,
શાશ્વત સત્ય, પરમ સત્યના પ્રચારનાર વીતરાગના પરમશાસ્ત્ર–આત્મધર્મ
માસિકની મહાન પ્રભાવના કરીએ એવી મનોકામના છે.
પ્રકાશક
* આત્મધર્મ કાર્યાલય (સુવર્ણપુરી) સોનગઢ કાઠિયાવાડ *

PDF/HTML Page 3 of 21
single page version

background image
મહાન શાસ્ત્ર શ્રી જયધવલા
(આ શાસ્ત્રની સંક્ષિપ્ત માહીતિ આપતી ૧ થી ૩૩ કલમો
આત્મધર્મ માસિકના અંક ૧૭, ૧૮, અને ૧૯ માં આવેલી છે.)
(૩૪) ઘટરૂપ અવસ્થામાં કપાલોની અને પટરૂપ અવસ્થામાં તન્તુઓની ઉપલબ્ધિ નથી હોતી તેનું
કારણ ઘટનો પ્રધ્વંસાભાવ કપાલ છે, અને પટનો પ્રાગભાવ તન્તુ છે અર્થાત્ ઘટના ફુટવાથી કપાલ થાય છે,
અને પટ બનવા પહેલાંં તન્તુ હોય છે. તે કપાલ અને તન્તુ ઘટ અને પટરૂપ કાર્યને સમયે હોય જ નહીં.
નોંધ––આ સિદ્ધાંત વ્યવહાર–નિશ્ચય–માં નીચે પ્રમાણે લાગુ પડે છે. વ્યવહારનો અભાવ (પ્રધ્વંસાભાવ)
તે નિશ્ચય. શુભ અને શુદ્ધમાં પણ તેવી જ રીતે લાગુ પડે. શુભનો વ્યય–અભાવ–પ્રધ્વંસાભાવ તે શુદ્ધ. નિશ્ચય
પર્યાય પ્રગટ્યા પહેલાંં વ્યવહાર પર્યાય હોય પણ તે વ્યવહાર પર્યાય જ ત્યારે કહેવાય કે વ્યવહારનો અભાવ થઈ
નિશ્ચય પ્રગટે. નહિં તો તે વ્યવહારાભાસ છે.
* પા. ૪૮.
(૩પ) શંકા–ઈન્દ્રિઓથી ઉત્પન્ન થવાને કારણે મતિજ્ઞાન આદિને કેવળજ્ઞાન કહી શકાય નહીં?
સમાધાન–નહીં, કેમકે જો જ્ઞાન ઈન્દ્રિઓથી જ પેદા થાય છે એવું માની લેવામાં આવે તો ઈન્દ્રિય વ્યાપાર
પહેલાંં જીવને ગુણ સ્વરૂપ જ્ઞાનનો અભાવ થઈ જવાથી ગુણી જીવના પણ અભાવનો પ્રસંગ આવશે.
શંકા–ઈન્દ્રિય વ્યાપાર પહેલાંં જીવમાં જ્ઞાન સામાન્ય રહે છે પણ જ્ઞાન વિશેષ (પર્યાયરૂપે) નહીં, તેથી
જીવનો અભાવ પ્રાપ્ત થતો નથી.
સમાધાન–નહીં, કેમકે સદ્ભાવ લક્ષણ સામાન્યથી (અર્થાત્ જ્ઞાન સામાન્યથી) જ્ઞાન વિશેષ પૃથગ્ભૂત હોતું નથી.
તેથી હમેશાં દ્રવ્યમાં રહેવાવાળા જ્ઞાન અને દર્શન લક્ષણવાળો જીવ ઉત્પન્ન થતો નથી, અને મરતો નથી, કેમકે જીવના
કારણભૂત જ્ઞાન અને દર્શનને છોડયા વિના જ જીવ એક પર્યાયથી બીજી પર્યાયમાં સંક્રમણ કરે છે. પાનું ૪૯–પ૦.
(૩૬) ઈન્દ્રિઓથી જ જીવમાં જ્ઞાન ઉત્પન્ન થાય છે એમ કહેવું ઠીક પ્રતીત થતું નથી કેમકે એવું માનવાથી
અપર્યાપ્ત કાળમાં ઈન્દ્રિઓનો અભાવ હોવાથી, જ્ઞાનના અભાવનો પ્રસંગ આવશે. ‘જો અપર્યાપ્ત અવસ્થામાં
જ્ઞાનનો અભાવ રહેતો હોય તો ભલે રહો’ એમ કહેવું ઠીક નથી. કેમકે જીવમાં સદા રહેવાવાળા અને તેના
અવિનાભાવી જ્ઞાન–દર્શનનો અભાવ માનવાથી જીવદ્રવ્યના પણ વિનાશનો પ્રસંગ આવશે.
પાનું પ૧.
(૩૭) શંકા–ઈન્દ્રિઓથી જીવ દ્રવ્યની ઉત્પત્તિ ભલે ન હોય પણ તેનાથી જ્ઞાનની ઉત્પત્તિ થાય છે એવું તો
માની લેવું જ જોઈએ?
સમાધાન–નહીં, કેમકે જીવથી અતિરિક્ત (જુદું) જ્ઞાન હોતું નથી, તેથી ઈન્દ્રિઓથી જ્ઞાન ઉત્પન્ન થાય
છે, એમ માની લેવાથી તેનાથી જીવની પણ ઉત્પત્તિનો પ્રસંગ આવે છે. પા. પ૪
(૩૮) શંકા–જો ઈન્દ્રિઓથી જીવની ઉત્પત્તિનો પ્રસંગ આવતો હોય તો ભલે આવે.
સમાધાન–કેમકે અનેકાંતાત્મક, જાત્યંતર ભાવને (જડથી જુદી જાતીને) પ્રાપ્ત અને જ્ઞાન દર્શન
લક્ષણવાળા જીવમાં એકાંતવાદિઓ દ્વારા માનવામાં આવેલા સર્વથા ઉત્પાદ, વ્યય, અને ધ્રુવત્વનો અભાવ છે.
અર્થાત્ જીવનો ન તો સર્વથા ઉત્પાદ જ થઈ શકે, ન સર્વથા વિનાશ થઈ શકે અને ન સર્વથા ધ્રુવ જ છે તેથી
ઈન્દ્રિઓથી તેની ઉત્પત્તિ થઈ શકે નહિં.
પાનું પપ.
(૩૯) જો એમ કહેવામાં આવે કે જીવ દ્રવ્ય ઈન્દ્રિઓની અપેક્ષાએ (મતિજ્ઞાનાદિરૂપે) પરિણમન કરે છે માટે તેને
ઈન્દ્રિઓથી ઉત્પન્ન થવાવાળા જ્ઞાનમાં કેવળજ્ઞાનપણું અર્થાત્ અસહાય જ્ઞાનપણું બની શકતું નથી તો તેમ કહેવું પણ ઠીક
નથી, કેમકે એમ માનવાથી જો કે કેવળજ્ઞાન સમસ્ત પર્યાયરૂપ છે તો પણ તે સમસ્ત પદાર્થોની અપેક્ષાએ પરિણમન કરે
છે માટે તેને પણ અકેવળજ્ઞાનત્વનો પ્રસંગ આવી જશે. પાનું. પપ
* નિશ્ચય વ્યવહાર એક સમયે હોય છે. તે
બે પ્રકારે છે.
(૧) પર્યાય અપેક્ષાએ વ્યવહારનો વ્યય તે
નિશ્ચયનો ઉત્પાદ એ પ્રકારે બન્ને એક સમયે છે.
(૨)દ્રવ્ય–સામાન્ય–ધ્રુવ અપેક્ષાએ–
આત્માના ધ્રુવ સ્વભાવ ઉપરનું લક્ષ તે ધ્રુવપણું
નિશ્રય અને પ્રગટતી શુદ્ધ પર્યાય તે વ્યવહાર એમ
બંને એક સમયે છે.
જોઈએ છીએ.
સંસ્કૃત તથા હીંદી ભાષાના અને જૈન શાસ્ત્રના
અભ્યાસી–પરમ પૂજ્ય સદ્ગુરુ દેવશ્રી કાનજી સ્વામીના
દરરોજના વ્યાખ્યાનની નોંધ તથા બ્રહ્મચારીઓને અભ્યાસ
કરાવવા માટે–પગાર રૂા. પ૦ થી ૭પ માસિક લાયકાત મુજબ
અરજી તુરત કરો.
પ્રમુખ
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ (કાઠિ.)

PDF/HTML Page 4 of 21
single page version

background image
ભાદ્રપદ : ૨૦૦૧ : ૧૮૭ :
શા શ્વ ત સુ ખ નો મા ર્ગ દ ર્શા વ તું મા સિ ક
• • • • • • અત્મધમ • • • • • •
યુ વ કો અ ને વિ દ્વા નો ને
(સત્તાસ્વરૂપ શાસ્ત્રની થોડીક વાનગીઓ)
જિજ્ઞાસુઓએ પ્રથમ શું કરવું.
તત્ત્વ નિર્ણયરૂપ ધર્મ તો બાળ, વૃદ્ધ, રોગી, નિરોગી, ધનવાન,
નિર્ધન સુક્ષેત્રી તથા કુક્ષેત્રી આદિ સર્વ અવસ્થામાં પ્રાપ્ત થવા યોગ્ય છે,
તેથી જે પુરૂષ પોતાના હિતનો વાંછક છે તેણે સર્વથી પહેલાંં આ તત્ત્વ
નિર્ણય રૂપ કાર્ય જ કરવું યોગ્ય છે. કહ્યું છે કે:–
न क्लेशो न धन व्ययो न गमनं देशान्तरे प्रार्थना।
केषांचिन्न बलक्षयो न तु भयं पीडा न कस्माश्च न।।
सावद्यं न न रोग जन्म पतनं नैवान्य सेवा न हि।
चिद्रूपं स्मरणे फलं बहुतरं किन्नाद्रियन्ते बुधाः।।
અર્થ:– ચિદ્રૂપ (જ્ઞાન સ્વરૂપ) આત્માનું સ્મરણ કરવામાં
નથી કલેશ થતો, નથી ધન ખર્ચવું પડતું, નથી દેશાંતરે જવું પડતું,
નથી કોઈ પાસે પ્રાર્થના કરવી પડતી, નથી બળનો ક્ષય થતો, નથી
કોઈ તરફથી ભય કે પીડા થતી; વળી તે સાવદ્ય (પાપનું કાર્ય)
નથી, રોગ કે જન્મ મરણમાં પડવું પડતું નથી, કોઈની સેવા કરવી
પડતી નથી. આવી કોઈ મુશ્કેલી વિના જ્ઞાન સ્વરૂપ આત્માના
સ્મરણનું ઘણું જ ફળ છે તો પછી ડાહ્યા પુરૂષો કેમ આદરતા નથી?
વળી જે તત્ત્વ–નિર્ણયના સન્મુખ નથી થયા તેમને જાગ્રત
કરવા ઠપકો આપ્યો છે કે:–
साहिणे गुरु जोगे जे ण सुणं तीह धम्म वयणाई।
ते धिठ्ठ दुठ्ठ चिता अह सुहडा भव भय विहुणा।।
અર્થ:– ગુરુનો યોગ સ્વાધીન હોવા છતાં જેઓ ધર્મ
વચનોને સાંભળતા નથી તેઓ ધૃષ્ટ અને દુષ્ટ ચિત્તવાળા છે
અથવા તેઓ ભવ ભય રહિત (જે સંસાર ભયથી શ્રી તીર્થંકરાદિક
ડર્યા તેનાથી નહીં ડરનારા ઊંધા) સુભટો છે.
જેઓ શાસ્ત્રાભ્યાસ દ્વારા તત્ત્વ નિર્ણય તો નથી કરતા અને
વિષય કષાયના કાર્યોમાં જ મગ્ન છે તે તો અશુભોપયોગી મિથ્યાદ્રષ્ટિ
છે; તથા જે સમ્યગ્દર્શન વિના પૂજા, દાન, તપ, શીલ, સંયમાદિ વ્યવહાર
ધર્મમાં (શુભભાવમાં) મગ્ન છે તે શુભોપયોગી મિથ્યાદ્રષ્ટિ છે.
માટે ભાગ્યોદયથી જેઓ મનુષ્ય પર્યાય પામ્યા છે, તેમણે
તો સર્વ ધર્મનું મૂળ કારણ સમ્યગ્દર્શન અને તેનું મૂળ કારણ તત્ત્વ
નિર્ણય તથા તેનું પણ મૂળ કારણ શાસ્ત્રાભ્યાસ તે અવશ્ય કરવા
યોગ્ય છે. (પાછળ)
વર્ષ: ૨
અંક: ૧૨ ભાદ્રપદ ૨૦૦૧

PDF/HTML Page 5 of 21
single page version

background image
: ૧૮૮ : આત્મધર્મ : ૨૪
પણ જે આવા અવસરને વ્યર્થ ગુમાવે છે તેમના ઉપર બુદ્ધિમાન કરુણા કરી કહે છે કે:–
प्रज्ञैव दुर्लभा सुष्ठु दुर्लभा सान्य जन्मने।
तां प्राप्य ये प्रमाद्यन्ति ते शोच्याः खलु धीमत्ताम्।।
(આત્માનુશાસન ૯૪)
અર્થ:– સંસારમાં બુદ્ધિ હોવી જ દુર્લ્લભ છે, અને પરલોક અર્થે બુદ્ધિ થવી તો અતિ દુર્લભ છે. એવી બુદ્ધિ પ્રાપ્ત
થયા છતાં જેઓ પ્રમાદ કરે છે તે જીવો વિષે જ્ઞાનીઓને શોચ થાય છે.
તેથી જેને સાચા જૈની થવું છે તેણે તો શાસ્ત્રના આશ્રયે તત્ત્વ નિર્ણય કરવો યોગ્ય છે; પણ જે તત્ત્વ નિર્ણય તો
નથી કરતો, અને પૂજા, સ્તોત્ર, દર્શન ત્યાગ તપ, વૈરાગ્ય, સંયમ, સંતોષ આદિ બધાંય કાર્યો કરે છે, તેનાં એ બધાય
કાર્યો અસત્ય છે.
માટે આગમનું સેવન, યુક્તિનું અવલંબન, પરંપરા ગુરુઓનો ઉપદેશ અને સ્વાનુભવ દ્વારા તત્ત્વ નિર્ણય કરવો
યોગ્ય છે. જિનવચન તો અપાર છે, તેનો પાર તો શ્રી ગણધર દેવ પણ પામ્યા નહિ માટે જે મોક્ષમાર્ગની પ્રયોજનભૂત
રકમ છે તે તો નિર્ણય પૂર્વક અવશ્ય જાણવા યોગ્ય છે. કહ્યું છે કે:–
अन्तो णत्थि सुईणं कालो थोआवयं च दुम्मेहा।
तंणवर सिक्खियव्वं जिं जर मरणक्खयं कुणहि।।
(પાહુડ દોહા ૯૮)
અર્થ:– શ્રુતિઓનો અંત નથી, કાળ થોડો છે, અને અમે દુર્બુદ્ધિ (અલ્પ બુદ્ધિવાળા) છીએ માટે હે જીવ! તારે તો
શીખવા યોગ્ય એ છે કે જેથી તું જન્મ મરણનો નાશ કરી શકે.
આત્મ હિત માટે પ્રથમમાં પ્રથમ સર્વજ્ઞનો નિર્ણય કરવો.
તમારે જો પોતાનું ભલું કરવું છે તો સર્વ આત્મહિતનું મૂળ કારણ જે આપ્ત તેનો સાચો સ્વરૂપ–નિર્ણય કરી જ્ઞાનમાં
લાવો. કારણ સર્વે જીવોને સુખ પ્રિય છે, સુખ ભાવકર્મોના નાશથી થાય છે, ભાવ કર્મનો નાશ સમ્યક્ ચારિત્રથી થાય છે; સમ્યક્
ચારિત્ર સમ્યગ્દર્શન–જ્ઞાન પૂર્વક થાય છે, સમ્યગ્જ્ઞાન આગમથી થાય છે, આગમ કોઈ વીતરાગ પુરુષની વાણીથી ઉપજે છે, અને
એ વાણી કોઈ વીતરાગ પુરુષના આશ્રયે છે, માટે જે સત્પુરુષ છે તેમણે પોતાના કલ્યાણ અર્થે સર્વ સુખનું મૂળ કારણ જે આપ્ત–
અર્હંત સર્વજ્ઞ તેનો યુક્તિ પૂર્વક સારી રીતે સર્વથી પ્રથમ નિર્ણય કરી આશ્રય લેવો યોગ્ય છે.
હવે જેનો ઉપદેશ સાંભળીએ છીએ, જેના કહેવા માર્ગ ઉપર ચાલવા માગીએ છીએ, જેની સેવા, પૂજા,
આસ્તિકયતા, જાપ, સ્મરણ, સ્તોત્ર, નમસ્કાર, અને ધ્યાન કરીએ છીએ એવા જે અર્હંત સર્વજ્ઞ, તેમનું પ્રથમ પોતાના
જ્ઞાનમાં સ્વરૂપ તો ભાસ્યું જ નથી તો તમે નિશ્ચય કર્યા વિના કોનું સેવન કરો છો!
લોકમાં પણ આ પ્રમાણે છે કે અત્યંત નિષ્પ્રયોજન વાતનો પણ નિર્ણય કરી પ્રવર્તે છે, અને આત્મહિતના મૂળ
આધારભૂત જે અર્હંતદેવ તેનો નિર્ણય કર્યા વિના જ તમે પ્રવર્તો છો એ મોટું આશ્ચર્ય છે!
વળી તમને નિર્ણય કરવા યોગ્ય જ્ઞાન પણ પ્રાપ્ત થયું છે માટે તમે આ અવસરને વૃથા ન ગુમાવો. આળસ આદિ છોડી
તેના નિર્ણયમાં પોતાને લગાવો કે જેથી તમને વસ્તુનું સ્વરૂપ, જીવાદિનું સ્વરૂપ, સ્વ–પરનું ભેદ વિજ્ઞાન, આત્માનું સ્વરૂપ,
હેય–ઉપાદેય, અને શુભ–અશુભ–શુદ્ધ અવસ્થારૂપ પોતાના પદ–અપદનું સ્વરૂપ એ બધાનું સર્વ પ્રકારથી યથાર્થ જ્ઞાન થાય.
માટે સર્વ મનોરથ સિદ્ધ કરવાનો ઉપાય જે અર્હંત–સર્વજ્ઞનું યથાર્થ જ્ઞાન જે પ્રકારથી સિદ્ધ થાય તે પ્રથમ કરવા યોગ્ય છે.
સર્વથી પ્રથમ અર્હંત સર્વજ્ઞનો નિર્ણય કરવા રૂપ કાર્ય કરવું એ જ શ્રી ગુરુની મૂળ શિક્ષા છે.
સાચું જ્ઞાન સમ્યગ્દ્રષ્ટિને હોય છે.
પોત–પોતાના પ્રકરણમાં પોત પોતાના જ્ઞેય સંબંધી સાચા જાણપણાનું અલ્પ વા વિશેષ જ્ઞાન સર્વને હોય છે,
કારણ કે લૌકિક કાર્ય તો બધાય જીવો યથાર્થ જ કરે છે, તેથી લૌકિક સમ્યગ્જ્ઞાન તો સર્વ જીવોને થોડું વા ઘણું બની જ
રહ્યું છે. પણ મોક્ષમાર્ગમાં પ્રયોજનભૂત જે આપ્ત આગમ આદિ પદાર્થો તેનું સાચું જ્ઞાન સમ્યગ્દ્રષ્ટિને જ હોય છે, તથા
સર્વ જ્ઞેયનું જ્ઞાન કેવળી ભગવાનને જ હોય છે એમ જાણવું.
જિનમતની આજ્ઞા
કોઈ કહે છે કે: સર્વજ્ઞની સત્તાનો નિશ્ચય અમારાથી ન થયો તો શું થયું? એ દેવ તો સાચા છે! માટે પૂજનાદિ
કરવાં અફળ થોડા જ જાય છે! તેનો ઉત્તર–જો તમારી કિંચિત્ મંદ કષાયરૂપ પરિણતિ થશે તો પુણ્યબંધ તો થશે; પરંતુ
જિનમતમાં તો દેવના દર્શનથી આત્મદર્શન રૂપ
૧. સત્તા=હૈયાતિ, –હોવાપણું, –Existence.

PDF/HTML Page 6 of 21
single page version

background image
ભાદ્રપદ : ૨૦૦૧ : ૧૮૯ :
ફળ થવું કહ્યું છે, તે તો નિયમથી સર્વજ્ઞની સત્તા જાણવાથી જ થશે, અન્ય પ્રકારથી નહિ થાય; એજ શ્રી
પ્રવચનસારમાં કહ્યું છે.
વળી તમે લૌકિક કાર્યોમાં તો એવા ચતુર છો કે વસ્તુનાં સત્તા આદિ નિશ્ચય કર્યા વિના સર્વથા પ્રવર્તતા
નથી; અને અહીં તમે સત્તા નિશ્ચય પણ ન કરતાં ઘેલા અનધ્યવસાયી (નિર્ણય વગરના) થઈ પ્રવર્તો છો એ
મોટું આશ્ચર્ય છે! શ્રી શ્લોક વાર્તિકમાં કહ્યું છે કે:– જેની સત્તાનો નિશ્ચય નથી થયો, તેનું પરીક્ષાવાળાએ કેવી
રીતે સ્તવન કરવા યોગ્ય છે? માટે તમે સર્વ કાર્યોની પહેલાંં પોતાના જ્ઞાનમાં સર્વજ્ઞની સત્તા સિદ્ધ કરો એ જ
ધર્મનું મૂળ છે તથા એજ જિનમતની આમ્નાય છે.
આત્મકલ્યાણના અભિલાષીને ભલામણ
જેને આત્મકલ્યાણ કરવું છે તેણે પ્રથમ જિનવચનના આગમનું સેવન, યુક્તિનું અવલંબન, પરંપરા
ગુરુનો ઉપદેશ તથા સ્વાનુભવ એ દ્વારા પ્રમાણ, નય, નિક્ષેપ આદિ ઉપાયથી વચનનું સત્યપણું પોતાના જ્ઞાનમાં
નિર્ણય કરી પછી ગમ્યમાન થયેલાં સત્યરૂપ સાધનના બળથી ઉત્પન્ન થયેલું જે અનુમાન, તેનાથી સર્વજ્ઞની સત્તા
સિદ્ધ કરી, તેનાં શ્રદ્ધાન, જ્ઞાન, દર્શન, પૂજન, ભક્તિ, સ્તોત્ર અને નમસ્કારાદિક કરવાં યોગ્ય છે.
પોતાનું ભલું બુરું પોતાના પરિણામોથી જ થાય છે એમ માનનાર ભગવાનનો સાચો સેવક છે.
પોતાનું ભલું બૂરું થવું પોતાના પરિણામોથી થાય છે એમ જે માને છે અને તે રૂપે પોતે પ્રવર્તે છે તથા
અશુદ્ધ કાર્યોને છોડે છે તે જિનદેવના સાચા સેવક છે.
જેણે જિનદેવના સાચા સેવક થવું હોય, વા જિનદેવે ઉપદેશેલા માર્ગરૂપ પ્રવર્તવું હોય તેણે સર્વથી પહેલાંં
જિનદેવના સાચા સ્વરૂપનો પોતાના જ્ઞાનમાં નિર્ણય કરી તેનું શ્રદ્ધાન કરવું એ કર્તવ્ય છે.
અરિહંતોએ શું કર્યું અને શું કહ્યું?
પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજી સ્વામીનાં
તા. ૧૮–૮–૪પ ના વ્યાખ્યાનના આધારે
(મોક્ષમાર્ગ પ્રકાશક પાનું–૩૨૭)
અરિહંતપણું તે આત્માની પૂર્ણ પવિત્ર દશા છે. શરીરમાં કે વાણીમાં અરિહંતપણું નથી, પરંતુ પોતાના જ્ઞાનાદિ
ગુણોની પૂર્ણ પ્રગટ દશા થઈ ગઈ તે પૂર્ણ દશામાં જ અરિહંતપણું છે. તે અરિહંતદશા પ્રગટાવનાર આત્માઓએ પૂર્વે શું
કર્યું હતું? કયા ઉપાય કરવાથી તેમને અરિહંતદશા પ્રગટી હતી, તે પ્રથમ જાણવાની જરૂર છે.
જે જીવોને અરિહંતદશા પ્રગટી છે તે જીવો પૂર્વે સંસાર દશામાં હતા, પછી આત્મસ્વભાવની યથાર્થ રુચિ
થતાં સાચા જ્ઞાનવડે પોતાનું પરિપૂર્ણ આત્મસ્વરૂપ તેઓએ જાણ્યું અને સાચી શ્રદ્ધા કરી. “હું શુદ્ધ સ્વભાવી
આત્મા છું, પરવસ્તુથી હું જુદો છું, મારી શુદ્ધતા મારા સ્વભાવના અવલંબનથી પ્રગટે છે, પણ પરવસ્તુથી મારી
શુદ્ધ દશા પ્રગટતી નથી, તથા રાગ થાય તે મારું મૂળ સ્વરૂપ નથી, પર વસ્તુ મારું કાંઈ કરતી નથી અને હું
પરવસ્તુનું કાંઈ કરી શકતો નથી” આ પ્રમાણે તે આત્માઓએ યથાર્થપણે જાણ્યું અને માન્યું. ત્યારપછી તે જ
શ્રદ્ધા અને જ્ઞાનને ઘૂંટતાં ઘૂંટતાં ક્રમે ક્રમે સ્વભાવ તરફની સ્થિરતા વધતી ગઈ તેમ તેમ રાગ–દ્વેષ છૂટતો ગયો.
છેવટે પરિપૂર્ણ પુરુષાર્થ દ્વારા સંપૂર્ણ સ્વરૂપ સ્થિરતા કરીને તે આત્માઓએ વીતરાગતા અને કેવળજ્ઞાન પ્રગટ
કર્યું. સંપૂર્ણ વીતરાગતા અને સંપૂર્ણ જ્ઞાન એ જ આત્માની અરિહંતદશા છે, આ રીતે અરિહંતદશા પ્રગટ કરનાર
આત્માઓએ સર્વથી પહેલાંં આત્માની રુચિવડે સાચી શ્રદ્ધા–જ્ઞાન કર્યાં અને પછી સ્થિરતાવડે વીતરાગતા અને
સંપૂર્ણજ્ઞાનરૂપ અરિહંતદશા પ્રગટ કરી. અરિહંતદશા પ્રગટ થતાં પુર્વના પુણ્યના કારણે દિવ્યધ્વનિ છૂટી–તે
દિવ્યધ્વનિમાં ભગવાને શું કહ્યું?
એ ધ્યાન રાખવું કે દિવ્યધ્વનિ તે અરિહંતભગવાનના આત્માનો ગુણ નથી, પણ જડ પરમાણુઓની અવસ્થા
છે. ખરેખર તે દિવ્યધ્વનિનો કર્તા આત્મા નથી. આત્મા પોતાના સંપૂર્ણ જ્ઞાન અને વીતરાગતાનો કર્તા છે. દિવ્યધ્વનિ
તો પરમાણુઓની અવસ્થા છે. પરંતુ ભગવાનની પૂર્ણ દશાનું નિમિત્ત પામીને તે વાણીમાં પણ પુર્ણ કથન આવે છે. જે
ઉપાય કરવાથી ભગવાને પોતાની પુર્ણ અરિહંતદશા પ્રગટ કરી તે ઉપાયનું કથન તે વાણીમાં આવે છે. જેવો
આત્મસ્વભાવ પોતે જાણ્યો તેવા પરિપૂર્ણ આત્મસ્વભાવનું સ્વરૂપ તે વાણીમાં કહ્યું છે અને તે સ્વરૂપની પ્રાપ્તિ શું
કરવાથી થાય તે પણ તે વાણીમાં આવે છે. અરિહંત ભગવંતો દિવ્યધ્વનિ દ્વારા કહે છે કે...

PDF/HTML Page 7 of 21
single page version

background image
: ૧૯૦ : આત્મધર્મ : ૨૪
જેવો હું પરિપૂર્ણ આત્મા છું તેવા જ જગતના બધા જીવો પરિપૂર્ણ સ્વભાવે છે. મેં મારી પરિપૂર્ણ સર્વજ્ઞ
વીતરાગદશા પ્રગટ કરી છે તેવી દશા બધા જીવો પ્રગટ કરી શકે છે. મારી પરિપુર્ણ દશા મેં મારા સ્વભાવમાંથી
પ્રગટ કરી છે, કોઈ પરવસ્તુમાંથી મારી પુર્ણદશા આવી નથી અને જગતના સર્વે જીવોની દશા પોતાના
સ્વભાવમાંથી જ પ્રગટે છે. પરદ્રવ્યોથી હું જુદો છું, કોઈ પરવસ્તુનું હું કરી શકતો નથી તેમ જગતના બધા જીવો
પરવસ્તુનું કરી શકતા નથી. જેમ મારામાં રાગદ્વેષ નથી તેમ જગતના બધા જીવોનું સ્વરૂપપણ રાગરહિત સંપૂર્ણ
છે. આ પ્રમાણે પ્રથમ સ્વાધીન સ્વરૂપને જાણીને તેની શ્રદ્ધા કરો અને તે જ સ્વભાવની શ્રદ્ધા–જ્ઞાનના દ્રઢ
અભ્યાસ વડે સ્થિરતા કરીને રાગનો નાશ કરતાં વીતરાગતા થઈ કેવળ જ્ઞાનદશા પ્રગટ થાય છે. આજ
અરિહંતદશા પ્રગટ કરવાનો ઉપાય છે–એમ શ્રી અરિહંત ભગવાને કહ્યું છે.
આ રીતે અરિહંતભગવાને શું કર્યું અને શું કહ્યું–એ જો જીવ સાચી રીતે ઓળખે તો પોતે તે ઉપાયો કરે
અને તેનાથી વિરૂદ્ધ ઉપાયો છોડે.
–સાર–
(૧) અરિહંતદશા પ્રગટાવવા પહેલાંં અરિહંત ભગવાનનું સાચું સ્વરૂપ જાણવું જોઈએ.
(૨) અરિહંત ભગવાન આત્મા હતા અને આત્મામાંથી જ તેમણે અરિહંતદશા પ્રગટ કરી છે.
(૩) જેવો અરિહંતનો આત્મા છે તેવા જ બધા આત્માઓ છે અને બધા આત્માઓ સાચા ઉપાયથી
પુર્ણદશા પ્રગટ કરી શકે છે.
(૪) અરિહંતના આત્માએ પહેલાંં આત્માનું સાચું જ્ઞાન અને સાચી શ્રદ્ધા જ કરી હતી. એક દ્રવ્ય બીજા
દ્રવ્યનું કાંઈ કરે નહિ અને રાગ મારો સ્વભાવ નહિ–એમ સ્વભાવને જાણીને પછી તેઓએ સ્થિરતા દ્વારા રાગ
છોડ્યો હતો, અને કેવળજ્ઞાન–અરિહંતદશા પ્રગટ કરી હતી. માટે જીવોએ પહેલાંં સાચાં શ્રદ્ધા–જ્ઞાન જ કરવાં
જોઈએ. અને ત્યારપછી સ્થિરતા દ્વારા રાગના ત્યાગનો પ્રયત્ન કરવો જોઈએ.
આવો શ્રી અરિહંત ભગવંતનો સંદેશ જગતના સર્વે જીવોને સાચા ધર્મની વૃદ્ધિ કરવા માટે છે...
કાર્યમાં નિમિત્ત ઉપાદાનના કેટ કેટલા ટકા?
પ્રશ્ન:– આત્માના વિકાર ભાવમાં કર્મ નિમિત્તરૂપે તો છે ને? કર્મ નિમિત્ત છે માટે પ૦ ટકા કર્મ કરાવે
અને પ૦ ટકા આત્મા કરે એ રીતે બંને ભેગા થઈને વિકાર કરે છે? શાસ્ત્રોમાં કહ્યું કે કાર્યમાં ઉપાદાનકારણ અને
નિમિત્તકારણ બંને હોય છે–માટે બંનેએ પચાસ–પચાસ ટકા કાર્ય કર્યું?
ઉત્તર:– ‘નિમિત્ત છે’ એટલી વાત ખરી, પરંતુ કાર્યના પ૦ ટકા નિમિત્તથી થાય અને પ૦ ટકા ઉપાદાનથી
થાય એ વાત ત્રણકાળ ત્રણલોકમાં સર્વથા જુઠી છે. કાર્યમાં નિમિત્તનો એક પણ ટકો નથી. ઉપાદાનના સો એ
સો ટકા ઉપાદાનમાં અને નિમિત્તના સો એ સો ટકા નિમિત્તમાં છે, કોઈનો એકે ટકો બીજામાં ગયો જ નથી. બંને
દ્રવ્યો સ્વતંત્ર છે, બે દ્રવ્યો ભેગા મળીને–એકરૂપ થઈને કોઈ કાર્ય કરી શકે નહિ, પરંતુ જુદાં જ છે. જો બે દ્રવ્યથી
પચાસ–પચાસ ટકા કાર્ય માનવામાં આવે તો તે બે દ્રવ્યો ભેગા થઈને કાર્યરૂપ પરિણમવા જોઈએ–પરંતુ એ તો
અસંભવ છે. કાર્યરૂપે તો ઉપાદાન એકલું સ્વયં પરિણમે છે, ત્યાં નિમિત્ત જુદું હાજરરૂપે હોય છે. નિમિત્ત વસ્તુ
ઉપાદાનના કાર્યરૂપે જરાપણ પરિણમતિ નથી. જે કાર્યરૂપે સ્વયં ન પરિણમે તેને કર્તા કેમ કહેવાય? કાર્યરૂપે જે
દ્રવ્ય થાય તે દ્રવ્ય જ તે કાર્યનો ૧૦૦ ટકા કર્તા છે. ઉપાદાન નિમિત્તની વ્યાખ્યા નીચે મુજબ છે:–
ઉપાદાન:– જે પદાર્થ સ્વયં કાર્યરૂપ પરિણમે તેને ઉપાદાન કારણ કહે છે.
નિમિત્ત:– જે પદાર્થ પરમાં સ્વયં કાર્યરૂપ ન પરિણમે પરંતુ ઉપાદાન કાર્યની ઉત્પત્તિમાં અનુકૂળ હાજરીરૂપ
હોય તેને નિમિત્ત કારણ કહે છે.
આમાં સ્પષ્ટ છે કે ઉપાદાન એકલું જ કાર્યરૂપે પરિણમે છે, નિમિત્ત કાર્યરૂપે પરમાં પરિણમતું નથી. જે કાર્યરૂપે
પરિણમે છે તે જ કર્તા છે એવો નિયમ છે. ભગવાનશ્રી અમૃતચંદ્રાચાર્યદેવ સમયસારની ટીકામાં સ્પષ્ટ કહે છે કે–
૧–“જે પરિણમે છે તે કર્તા છે, (પરિણામનારનું) જે પરિણામ છે તે કર્મ છે અને જે પરિણતિ છે તે ક્રિયા
છે; એ ત્રણેય વસ્તુપણે ભિન્ન નથી.”
(કલશ–પ૧)

PDF/HTML Page 8 of 21
single page version

background image
ભાદ્રપદ : ૨૦૦૧ : ૧૯૧ :
(કર્તાકર્મ ભિન્ન હોતાં નથી, પરંતુ ઉપાદાન–નિમિત્ત તો ભિન્ન ભિન્ન હોય છે–માટે ઉપાદાન–નિમિત્તને કાંઈ
કર્તાકર્મ સંબંધ નથી.)
૨–“વસ્તુ એક જ સદા પરિણમે છે, એકના જ સદા પરિણામ થાય છે. (અર્થાત્ એક અવસ્થાથી અન્ય અવસ્થા
એકની જ થાય છે) અને એકની જ પરિણતિ–ક્રિયા થાય છે; કારણ કે અનેકરૂપ થવા છતાં એક જ વસ્તુ છે, ભેદ નથી.”
(કલશ–પ૨)
એક જ વસ્તુ અવસ્થારૂપે થાય છે. જે વસ્તુ અવસ્થારૂપે થાય છે તે જ વસ્તુ કર્તા છે, બીજી કોઈ વસ્તુ
કર્તા નથી.
૩–“બે દ્રવ્યો એક થઈને પરિણમતા નથી, બે દ્રવ્યોનું એક પરિણામ થતું નથી અને બે દ્રવ્યોની એક
પરિણતિ–ક્રિયા થતી નથી; કારણ કે અનેક દ્રવ્યો છે તે અનેક જ છે, પલટીને એક થઈ જતાં નથી.”
(કલશ–પ૩)
દરેક વસ્તુઓ જુદી જુદી છે, કદી બે વસ્તુઓ ભેગી થઈ જતી નથી. અને બે વસ્તુઓ જુદી હોવાથી
બંનેના કાર્ય જુદાં જ છે. જો એ કાર્ય બે વસ્તુઓ ભેગી થઈને કરે તો બે વસ્તુઓ જુદી જ રહે નહિ એટલે કે
વસ્તુના નાશનો પ્રસંગ આવે,–તે અસંભવ છે,
૪–“એક દ્રવ્યના બે કર્તા ન હોય, વળી એક દ્રવ્યના બે કર્મ ન હોય અને એક દ્રવ્યથી બે ક્રિયા ન હોય,
કારણ કે એક દ્રવ્ય અનેક દ્રવ્યરૂપ થાય નહિ.”
(કલશ–પ૪)
બે દ્રવ્યો જુદાં જુદાં રહીને એક કાર્ય કરે–એમ પણ બનતું નથી કેમકે એક કાર્યના બે કર્તા હોઈ જ શકે નહિ.
પ–“આ જગતમાં મોહી (અજ્ઞાની) જીવોનો ‘પર દ્રવ્યને હું કરૂં છું’ એવા પર દ્રવ્યના કર્તૃત્વના મહા
અહંકારરૂપ અજ્ઞાનાંધકાર–કે જે અત્યંત દુર્નિવાર છે તે અનાદિ સંસારથી ચાલ્યો આવે છે.
(કલશ–પપ)
૬–“નિશ્ચયથી દ્વિક્રિયાવાદિઓ (અર્થાત્ એક દ્રવ્યને બે ક્રિયા હોવાનું માનનારા) આત્માના પરિણામને
અને પુદ્ગલના પરિણામને પોતે (આત્મા) કરે છે એમ માને છે તેથી તેઓ મિથ્યાદ્રષ્ટિ જ છે એવો સિદ્ધાંત છે.
(ગાથા ૮૬ ટીકા)
૭–આત્મા પોતાના જ પરિણામને કરતો પ્રતિભાસો; પુદ્ગલના પરિણામને કરતો તો કદી ન પ્રતિભાસો.
આત્માની અને પુદ્ગલની બંનેની ક્રિયા એક આત્મા જ કરે છે એમ માનનારા મિથ્યાદ્રષ્ટિ છે. જડ–ચેતનની ક્રિયા
એક હોય તો સર્વ દ્રવ્યો પલટી જવાથી સર્વનો લોપ થઈ જાય–એ મોટો દોષ ઉપજે. (ગાથા ૮૬ ભાવાર્થ)
(સમયસારજીનો આખો કર્તા કર્મ અધિકાર આજ વિષય ઉપર છે.)
ઉપરના કથનથી એ સિદ્ધાંત સ્પષ્ટપણે નક્કી થાય છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ પણ કરી શકે નહિ.
ઉપાદાન અને નિમિત્ત એ બંને જુદાં દ્રવ્યો છે તેથી તેઓ એક બીજામાં કાંઈ પણ કાર્ય–મદદ કે અસર કરી શકે
નહિ. નિમિત્ત જો ઉપાદાનનું કાર્ય પ૦ ટકા કરી દેતું હોય તો ઉપાદાનને નિમિત્તની રાહ જોવી પડે એટલે કે એક
દ્રવ્યને પોતાના કાર્ય માટે પરવસ્તુની પ૦ ટકા જરૂર પડે–એ રીતે વસ્તુની જ પરાધીનતા આવે પરંતુ વસ્તુનું
સ્વરૂપ પરાધીન નથી. વસ્તુ સ્વાધીનપણે પોતાના કાર્યને કરે છે.
કોઈ ‘નિમિત્ત’ ની એવી વ્યાખ્યા કહે કે–
अपना अस्तित्व कालमें उपादानकारणके रहते हुए, उपादानकारण को कार्यरूप परिणत करा
देवे उसका नाम सहकारी कारण अर्थात् निमितकारण है” –આવી નિમિત્તની વ્યાખ્યા કરે તો તે તદ્ન
ખોટી છે એમ ઉપરના કથનથી બરાબર સિદ્ધ થાય છે. જો નિમિત્ત કારણ પોતામાં રહીને ઉપાદાનને કાર્યરૂપ
પરિણમાવી દે તો તે નિમિત્ત પોતે જ કર્તા ઠરે, તો પછી ઉપાદાન દ્રવ્યે પોતાની અવસ્થામાં શું કર્યું? શું ઉપાદાન
કાર્ય વગરનું રહ્યું? જો કાર્યનો અભાવ માનવામાં આવે તો કાર્ય વગર કારણનો (ઉપાદાનનો) પણ અભાવ થઈ
જાય..અને મોટો દોષ આવી પડે.
ઉપાદાનનું કાર્ય પ૦ ટકા અને નિમિત્તનું કાર્ય પ૦ ટકા એમ પણ નથી; કેમકે કાર્યરૂપે ઉપાદાન દ્રવ્ય પરિણમે
છે, નિમિત્તનો કોઈ પણ અંશ ઉપાદાનના કાર્યરૂપે પરિણમતો નથી. વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી.
ઉપાદાન વસ્તુ પોતે પોતાની શક્તિથી કાર્યરૂપે પરિણમતી હોવાથી કોઈ પરપરિણમાવનારની અપેક્ષા તેને નથી. એટલે
ઉપાદાન પોતે પોતામાં સ્વતંત્રપણે સોએ સો ટકા કાર્ય કરે છે, નિમિત્ત નિમિત્તમાં સોએ સો ટકા કાર્ય કરે છે, પરંતુ
ઉપાદાનમાં નિમિત્ત એકે ટકો કાર્ય કરી શકતું નથી. આ પ્રમાણે બંને વસ્તુઓ સંપૂર્ણ સ્વાધીન છે.

PDF/HTML Page 9 of 21
single page version

background image
મોક્ષમાર્ગ પ્રકાશક
પાનું ૨પ૯
: ૧૯૨ : આત્મધર્મ : ૨૪
શ્રી સમવસરણ પ્રતિષ્ઠા મહોત્સવ
પ્રસંગે પરમ પૂજ્ય શ્રી સદ્ગુરુદેવશ્રી કાનજી સ્વામીનું પ્રવચન
આત્માના ભાન વગર શુભ કરણી કરીને અનંતકાળમાં દરેક જીવ નવમી ગ્રૈવેયકે ગયો છે. જૈનનો ત્યાગી
સાધુ થઈને ૨૮ મૂળ ગુણો ચોકખા પાળીને સ્વર્ગમાં ગયો પરંતુ એ બધા પુણ્યભાવ છે, પુણ્ય–પાપ રહિત આત્મા
જ્ઞાનાનંદ મૂર્તિ છે તેના ભાન વિના કદી ધર્મ થયો નહિ. આત્મા જ્ઞાનાનંદ મૂર્તિ છે અને એની શ્રદ્ધા–જ્ઞાન એ જ
મોક્ષમાર્ગના સાધક છે; વ્રત, તપ વગેરે સર્વે શુભભાવની ક્રિયાઓ તે મોક્ષમાર્ગમાં બાધક છે; પણ આત્માની
સાચી શ્રદ્ધા–જ્ઞાન અને સ્થિરતા તે જ સાધક છે. આ પ્રમાણે જે જીવ નથી સમજતો તે આત્માને જાણતો નથી
અને તે મિથ્યાત્વના મહા પાપને સેવે છે.
વિકાર એક સમય પૂરતો છે
આ જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા દેહ–મન–વાણીથી જુદો અને જડ કર્મોથી જુદો જ છે. આમ સર્વ પર
દ્રવ્યોથી જુદો જાણીને આત્મામાં જોતાં વર્તમાન આત્માની અવસ્થામાં એક સમય પૂરતો વિકાર છે, અને આખો
ત્રિકાળ અવિકાર સ્વભાવ છે. વિકાર આત્મામાં એક સમય પૂરતો જ છે, આત્મા ચિદ્ઘન મૂર્તિ વસ્તુ છે; વિકાર
આત્માનો સ્વભાવ નથી, પરંતુ પર લક્ષે થતો વિરૂદ્ધ ભાવ છે. તે વિકાર કદી બે સમયનો ભેગો થતો નથી અને
ત્રિકાળી નિર્વિકાર સ્વભાવ કદી વિકારરૂપ થતો નથી. છદ્મસ્થના જ્ઞાનના ઉપયોગમાં તે વિકાર અસંખ્ય સમયે
આવે છે કેમકે છદ્મસ્થનું જ્ઞાન સ્થૂળ હોવાથી તે એક સમયના પરિણમનને પકડી શકતું નથી, છતાં વિકાર તો
એક સમય પૂરતો જ છે. એક સમયનો વિકાર વ્યય થાય ત્યારે બીજા સમયનો વિકાર ઉત્પન્ન થાય છે, પણ બે
સમયનો વિકાર એક સાથે આત્મદ્રવ્યને વિષે હોઈ શકે નહિ. આ રીતે વિકાર એક જ સમયનો હોવાથી સંસાર
એક જ સમયનો છે, કેમકે વિકાર એ જ સંસાર છે.
વિકારી ભાવનો કર્તા જડ કર્મ નથી
પુણ્ય–પાપના ભાવ તે ‘ભાવકર્મ’ છે, તે આત્માની અવસ્થામાં થતો વિકાર છે. તે વિકારભાવનો કર્તા
ખરી રીતે જડ કર્મ નથી, પણ આત્માની અવસ્થામાં તે થાય છે માટે તેનો કર્તા આત્માની વર્તમાન યોગ્યતા જ
છે. શાસ્ત્રોમાં નિમિત્તની મુખ્યતા બતાવવા એમ લખ્યું હોય કે “મોહનીય કર્મને લઈને આત્માને મિથ્યાત્વ થાય’
પણ ખરેખર તેમ નથી. મોહકર્મ તે તો જડ–અચેતન છે, તે આત્માની અવસ્થામાં કાંઈ કરી શકે નહિ. જ્યારે
આત્મા પોતે અવસ્થામાં ભૂલ કરે ત્યારે કર્મ નિમિત્તરૂપ કહેવાય છે, પરંતુ તે બંને જુદાં છે, ભૂલ તે આત્માની
અવસ્થા છે અને કર્મ તે જડની અવસ્થા છે. આત્મામાં જડ કર્મ નથી અને જડ કર્મ આત્મામાં નથી, તેથી કોઈ
કોઈનું કાંઈ કરતા નથી. બંને પોતપોતાની અવસ્થામાં અસ્તિરૂપે અને પરની અવસ્થામાં નાસ્તિરૂપે વર્તે છે.
આત્માની અવસ્થામાં વિકાર એક સમય પૂરતો છે, વિકાર પરવસ્તુથી ત્રણ કાળ ત્રણ લોકમાં થાય નહિ.
પરવસ્તુથી આત્મામાં વિકાર થાય એમ માને તે મિથ્યાદ્રષ્ટિ છે અને મિથ્યાદ્રષ્ટિ રાગ ઘટાડે તો પણ તે ધર્મી નથી.
ધર્મીપણું તો મિથ્યાત્વ ટળતાં જ થાય છે, તે વગર થતું નથી.
વિકાર ભાવનો કર્તા આત્મા છે.
ભાવકર્મ તે આત્માની અવસ્થામાં થતો વિકાર છે, તે આત્માની અવસ્થામાં જ થતો હોવાથી અશુદ્ધ
નિશ્ચયનયે આત્માનો છે. પુણ્ય–પાપના વિકારી ભાવો આત્માની અવસ્થામાં થાય છે, જડની અવસ્થામાં થતા
નથી. જડ પરમાણુઓમાં ચેતનપણું નથી, તેને તો પોતે શું છે તેની કાંઈ જ ખબર નથી. પુદ્ગલ દ્રવ્ય તો ચેતન
રહિત છે. પુણ્ય–પાપના ભાવ તે ચેતનનો વિકાર છે જડમાં પુણ્ય–પાપના ભાવ નથી. કર્મો પણ જડ છે તે કર્મો
આત્માને વિકાર કરાવતાં નથી. શાસ્ત્રમાં એમ કથન આવે કે ‘જ્ઞાનાવરણીય કર્મે જ્ઞાનને રોકયું, મોહ કર્મે રાગ–
દ્વેષ કરાવ્યાં’ ––ત્યાં તેનો વાસ્તવિક અર્થ એમ સમજવો કે ખરેખર જડ કર્મની આત્મામાં કાંઈ જ સત્તા નથી, જડ
કર્મો ચેતનને કાંઈ કરાવતા નથી. જ્યારે આત્મા પોતે પોતાની અવસ્થામાં ઊંધા ભાવ કરીને અજ્ઞાનરૂપે પરિણમે
ત્યારે કર્મની હાજરી છે તેથી તે નિમિત્તનું કથન છે, પરંતુ નિમિત્તે ઉપાદાનમાં કાંઈ કાર્ય કર્યું નથી. ખરેખર એટલે
સાચી રીતે આત્માની અવસ્થામાં કર્મ કાંઈ જ કરતાં નથી. અજ્ઞાની જીવ પોતાના ઊંધા પુરુષાર્થથી વિકાર
પોતાની દશામાં કરે છે, ત્યાં પોતાનો વાંક છે પરંતુ અજ્ઞાની જીવ પોતા તરફ ન
તારીખ ૧–૬–૪પ
: વૈશાખ વદ ૧:

PDF/HTML Page 10 of 21
single page version

background image
ભાદ્રપદ : ૨૦૦૧ : ૧૯૩ :
જોતાં પર ઉપર દોષ ઢોળે છે કે કર્મે વિકાર કરાવ્યો. આમ માનતો હોવાથી તે પોતાના દોષને ટાળતો નથી. જો
પોતાની અવસ્થામાં દોષ છે તેમ જાણે તો ક્ષણિક દોષને ત્રિકાળી દોષ રહિત સ્વભાવના જોરે ટાળે. વિકાર એક
સમય પૂરતી અવસ્થામાં છે, દ્રવ્યમાં કે ગુણમાં તો વિકાર નથી, અને વર્તમાન પર્યાયનો વિકાર પણ પછીની
પર્યાયમાં આવતો નથી, આમ જાણ્યું ત્યાં વિકારને સ્વભાવની ઓથ (આધાર) ન રહી, ક્ષણિક અવસ્થામાં
વિકાર છે તે ટળી જ જાય છે.
વ્રત–તપ–પૂજા–ભક્તિના શુભભાવ તેમજ હિંસાચોરી આદિના અશુભભાવ તે બધા આસ્રવ છે, રાગ છે,
તે રાગ આત્માની અવસ્થામાં થાય છે, પરંતુ તે આત્માનો ત્રિકાળ સ્વભાવ નથી તેથી ટળી શકે છે. રાગ ટળી
શકે છે–તે અપેક્ષાએ આત્માનો નથી, પરંતુ તે થાય છે તો આત્માની જ અવસ્થામાં અને આત્મા કરે તો જ તે
થાય છે, કર્મ તે રાગ કરાવતું નથી કેમકે કર્મ અને આત્મા જુદી ચીજ છે, જુદી વસ્તુ એક બીજાનું કાંઈ કરી શકે
નહિ–એ સિદ્ધાંત છે.
એક વસ્તુ બીજી વસ્તુનું કાંઈ ન કરી શકે–શા માટે?
વિશ્વની દરેક વસ્તુઓ સ્વપણે છે, અને પરપણે નથી. “સ્વપણે છે અને પરપણે નથી” એટલે શું? જેમકે–
આત્મા વસ્તુ તે આત્મા તરીકે છે અને જડ કર્મ તરીકે આત્મા નથી, તેમ જ મારો આત્મા મારાપણે છે, બીજા આત્મારૂપ
મારો આત્મા નથી; વળી જડ કર્મો છે તે જડરૂપ છે, આત્મારૂપ નથી. આ પ્રમાણે જે જે વસ્તુઓ છે તે બધી પોતારૂપે છે,
પરરૂપે નથી. આવું વસ્તુ સ્વરૂપ છે તેને “અનેકાન્ત સ્વરૂપ” કહેવાય છે. આ રીતે દરેક વસ્તુઓ જુદી છે અને જે વસ્તુ
જુદી હોય તે વસ્તુ બીજી વસ્તુની અવસ્થામાં કાંઈ કાર્ય કરી શકે નહિ. જો એક વસ્તુ બીજી વસ્તુનું કાંઈ કરે તો તે બે
વસ્તુ એક થઈ જાય અને બે વસ્તુ જુદી ન રહે–પરંતુ બે વસ્તુઓ ત્રિકાળ જુદી છે તેથી એક બીજાનું કાંઈ કરી શકતી
નથી. કર્તા અને કાર્ય બંને એક જ વસ્તુમાં હોય, જુદી જુદી વસ્તુમાં ન હોય–એવો નિયમ છે. આત્માનું કાર્ય તો
આત્માની જ અવસ્થામાં થાય છે અને કર્મનું કાર્ય તે જડની અવસ્થામાં થાય છે.
નિશ્ચય અને વ્યવહાર
પ્રશ્ન:– નિશ્ચયથી તો કર્મ આત્માને વિકાર ન કરાવે પરંતુ વ્યવહારથી કર્મ આત્માને વિકાર કરાવે ને?
જેવું કર્મનું જોર તેવો આત્મામાં વિકાર થાય–એમ વ્યવહારથી તો છે ને?
ઉત્તર:– નિશ્ચયથી કે વ્યવહારથી કોઈપણ રીતે એક વસ્તુ બીજી વસ્તુનું કાંઈ જ કરી શકતી
નથી. કર્મ કોઈ અપેક્ષાએ આત્માનું કરી તો શકતા જ નથી. “નિશ્ચયથી કર્મ આત્માનું કાંઈ ન કરે અને
વ્યવહારથી કર્મ આત્માનું કરે” એવું નિશ્ચય–વ્યવહારનું સ્વરૂપ નથી. આત્મા જ્યારે પોતાની અવસ્થામાં ભૂલ
કરે ત્યારે ત્યાં કર્મની હાજરી હોય છે, તે હાજરી બતાવવા ઉપચારથી ‘આ કર્મે આત્માનો વિકાર કરાવ્યો’ એમ
બોલવું તે વ્યવહાર છે અને વ્યવહારની બોલણીનો અર્થ તે ભાષા પ્રમાણે થાય નહિ. વ્યવહારે ‘કર્મ આત્માનું
કરે’ એમ બો.. લા.. ય ત્યાં નિશ્ચયથી– (સાચી રીતે) ‘કર્મ આત્માને કાંઈ ન કરે’ એમ
સ...મ...જ...વું.
આત્માની સ્વતંત્રતા
આત્મા અને કર્મ એ બંને જુદી વસ્તુઓ છે, તેથી કર્મ આત્માને કાંઈ કરી શકે નહિ. શુભ કે અશુભભાવ
કર્મ કરાવે–એમ નથી. અશુભભાવ પોતે કરે ત્યારે થાય છે અને કષાયની મંદતા કરીને શુભભાવ પણ પોતે કરે
ત્યારે થાય છે. “કર્મમાં માંડયો હશે તો શુભભાવ થશે” એ વાત અસત્ય છે. શુભભાવ હું કરૂં તો થાય, મને
શુભભાવ કરતાં કોઈ કર્મ રોકી શકે નહિ–આમ સ્વતંત્રતા છે. આત્મા જે ભાવ કરે તે ભાવ કરી શકે છે, કર્મ
હાજર હોય છતાં તેણે આત્મામાં કાંઈ કર્યું નથી.
પર વસ્તુની અસર આત્મામાં નથી
આત્મામાં પર વસ્તુની અસર થતી નથી. પર જીવ મરે કે બચે તેનું પાપ કે પુણ્ય આત્માને નથી, પરંતુ
જીવ પોતે સ્વલક્ષ ચૂકીને પર લક્ષે જેવા શુભ કે અશુભ ભાવ કરે તે અનુસાર પુણ્ય કે પાપ થાય છે. પરદ્રવ્યની
ક્રિયાનું ફળ આત્માને નથી કેમકે આત્મા તેનો કર્તા

PDF/HTML Page 11 of 21
single page version

background image
: ૧૯૪ : આત્મધર્મ : ૨૪
નથી. આત્મા પોતાના વિકારી કે અવિકારી ભાવનો કર્તા છે અને તેનું જ આત્માને ફળ છે. આત્માની વિકારી કે
અવિકારી અવસ્થા કર્મ કરાવતાં નથી, પણ આત્મા જ તેનો કર્તા છે. ‘ઘીનો ઘડો’ એ જેમ બોલવા માત્ર છે, ખરેખર
ઘડો ઘીનો બનેલો નથી તેમ શાસ્ત્રમાં જ્યાં ‘કર્મ આત્માને વિકાર કરાવે’ એમ લખ્યું હોય ત્યાં સમજવું કે તે બોલવા
માત્ર છે, પરંતુ વ્યવહારે પણ કર્મે આત્માને કાંઈ કરાવ્યું નથી, માત્ર વિકાર વખતે તેની હાજરી હોય છે જ્યારે આત્મા
વિકાર કરે ત્યારે કર્મની હાજરી હોય છે તે બતાવવા વ્યવહારની બોલણી છે, પણ જો વ્યવહારની ભાષાના શબ્દો
પ્રમાણે વસ્તુનું સ્વરૂપ માની લ્યે તો તે જીવ મિથ્યાદ્રષ્ટિ છે, તેને વસ્તુના સાચા સ્વરૂપની ખબર નથી.
અવસ્થા દ્રષ્ટિ અને સ્વભાવ દ્રષ્ટિ
પૂજા, ભક્તિના શુભભાવ કે હિંસા, તત્ત્વવિરોધઆદિ અશુભભાવ તે બધા ભાવોનો કર્તા આત્મા છે કેમકે
તે આત્માની જ અવસ્થામાં થાય છે, કાંઈ જડની અવસ્થામાં તે ભાવ થતા નથી. વિકારી અવસ્થાનો કર્તા
આત્મા છે, પરંતુ વિકાર તે આત્માનો સ્વભાવ નથી.
સમયસારમાં શુદ્ધ આત્માનો સ્વભાવ દર્શાવવો છે, તેથી શુદ્ધ આત્મસ્વભાવની..દ્રષ્ટિના જોરે ત્યાં પુણ્ય–
પાપના વિકાર ભાવનો કર્તા આત્મા નથી એમ શુદ્ધનયની અપેક્ષાએ કહ્યું છે. આત્માના સ્વભાવની દ્રષ્ટિથી
જોતાં–એટલે કે એકલા આત્માને સર્વ પર દ્રવ્યથી જુદો લક્ષમાં લેતાં, વિકારનો ઉત્પાદક આત્મા નથી; અહીં એવો
પ્રશ્ન ઉઠશે કે વિકારનો ઉત્પાદક આત્મા નથી તો કોણ છે? શું કર્મ આત્માને વિકાર કરાવે છે? તેનો ખુલાસો:–
(૧) આત્માનો સ્વભાવ વિકારનો ઉત્પાદક નથી, (૨) પરવસ્તુ વિકાર કરાવતી નથી; (૩) માત્ર એક સમય
પૂરતી અવસ્થામાં સ્વ લક્ષ ચૂકીને જીવ પર લક્ષ કરે છે ત્યારે વિકાર થાય છે, એટલે એક સમયની અવસ્થા તે
વિકારની ઉત્પાદક છે.
(૧) આત્માના સ્વભાવમાં વિકાર નથી, એટલે આત્મ પોતે વિકારનો ઉત્પાદક નથી. જો આત્મસ્વભાવ
વિકારનો ઉત્પાદક હોય તો વિકાર કદી આત્માથી છૂટો જ પડી શકે નહિ, પણ વિકાર આત્માથી છૂટી જાય છે
કેમકે તે આત્માનો સ્વભાવ નથી. (૨) જેમ આત્મા સ્વભાવથી વિકારનો કર્તા નથી તેમ કર્મ વગેરે કોઈ
પરવસ્તુ પણ આત્મામાં વિકાર કરાવતી નથી. દરેક વસ્તુ સ્વપણે છે, પરપણે નથી. એ વસ્તુસ્વરૂપનો અબાધિત
સિદ્ધાંત છે. જે ચીજ આત્માપણે ન હોય તે ચીજ આત્માની અવસ્થામાં કાંઈ જ કરી શકે નહિ. તેથી જડ કર્મ પણ
વિકાર કરાવતાં નથી. (૩) માત્ર પર લક્ષે એક સમય પૂરતી અવસ્થા થાય છે તે જ વિકારનું કારણ છે. એક
સમયપૂરતી અવસ્થા જ વિકારની કર્તા છે તેથી વિકાર પણ એક જ સમય પૂરતો છે. ત્રિકાળી સ્વભાવમાં વિકાર
નથી. જો આવું દ્રવ્ય પર્યાયનું સ્વરૂપ સમજે તો ત્રિકાળી સ્વભાવના જોરે ક્ષણિક વિકાર ટાળી શકે.
જૈન ધર્મની મહત્તા
કેટલાક જીવો “જૈન ધર્મમાં સૂક્ષ્મ કર્મની ઘણી વાતો કરી છે માટે જૈન ધર્મની મહત્તા છે” એમ માને છે,
પરંતુ તેનાથી જૈનની મહત્તા નથી. જૈનો કર્મવાદી નથી, પરંતુ અનેકાંતવાદી એટલે કે સ્વતંત્રવાદી છે. દરેક વસ્તુ
પોતાપણે છે અને પરપણે નથી અર્થાત્ એક વસ્તુ પોતાની શક્તિથી પૂર્ણ છે, અને બીજી બધી વસ્તુઓથી તે
ભિન્ન છે. આ પ્રમાણે દરેક ચેતન અને જડ વસ્તુઓ પોતાના ગુણ–પર્યાયોથી પરિપૂર્ણ સ્વતંત્ર, જુદી જુદી છે.
કોઈ વસ્તુના ગુણ પર્યાયો બીજી વસ્તુમાં કાંઈ કરી શકતા નથી...આવી વસ્તુ સ્વભાવની સ્વતંત્રતા અને
પરિપૂર્ણતા દર્શાવે છે–એ જ જૈન ધર્મની મહત્તા છે. જૈન ધર્મ એ સ્વતંત્ર વસ્તુદર્શન છે, વસ્તુ સ્વભાવને આશ્રિત
જૈન ધર્મ છે, તેને કાળ કે ક્ષેત્રની મર્યાદામાં કેદ કરી શકાય નહિ. જગતની કોઈ વસ્તુ જૈન ધર્મની મર્યાદા વિરુદ્ધ
ન હોય અર્થાત્ જગતની કોઈ વસ્તુ બીજી વસ્તુરૂપે ત્રણકાળમાં પરિણમી જાય નહિ. જડ હોય તો ત્રણે કાળે
જડપણે રહીને પરિણમે અને ચેતન હોય તે ત્રણે કાળે ચેતનપણે રહીને પરિણમે.
પરંતુ કોઈ કાળે કે કોઈ ક્ષેત્રે જડનો સ્વભાવ બદલીને ચેતનરૂપે કે ચેતનનો સ્વભાવ જડરૂપે થઈ જાય
નહિ–એવી વસ્તુ ધર્મની ત્રિકાળ મર્યાદા છે–અને જૈન ધર્મ તે વસ્તુધર્મ છે તેથી તે ત્રિકાળ અબાધિત છે.
પરવસ્તુએ આત્માને ભૂલ કરાવી માટે આત્મા રખડયો એ વાત સદંતર ખોટી છે. આત્મા પોતે અનંત ગુણોનો
પિંડ, પરથી જુદો છે. પોતાના સ્વાધીન સ્વભાવને ભૂલીને અજ્ઞાનભાવે પોતે રખડે છે સાચી સમજણ દ્વારા ભૂલને
ભાંગીને પોતે જ ભગવાન થાય છે. ભગવાનની દયા થાય તો આ આત્માનો ઉદ્ધાર થાય–એ વાત ખોટી છે. એક

PDF/HTML Page 12 of 21
single page version

background image
ભાદ્રપદ : ૨૦૦૧ : ૧૯૫ :
જીવના ભાવની બીજા જીવ ઉપર અસર થઈ શકે નહિ નિશ્ચયથી આત્મા પરની દયા ન પાળી શકે પણ
વ્યવહારથી પરની દયા પાળી શકે–એવો ભગવાનના અનેકાન્તવાદનો અર્થ નથી, પરંતુ એક જીવ પર જીવની
દયા કે હિંસા વ્યવહારે કે નિશ્ચયે કોઈ રીતે કરી શકે નહિ, પણ પોતાના ભાવ કરી શકે એ અનેકાન્ત છે. પોતાને
શુભભાવ હોય અને સામો જીવ તેના આયુષ્યના કારણે બચે ત્યાં ‘મેં દયા પાળી’ એમ, જીવના ભાવની
ઓળખાણ કરાવવા માટે, બોલવાની રીત છે, પરંતુ હું પરને બચાવી શકું એમ માને તો મિથ્યાત્વનું મહા પાપ છે.
શ્રદ્ધાથી ધર્મીપણું છે–ત્યાગથી ધર્મીપણું નથી.
કોઈ દ્રવ્ય બીજા કોઈ દ્રવ્યની અવસ્થાને કરે એમ માનવું તે જૈન દર્શનથી દૂર છે. જ્યાં આવી સાચી શ્રદ્ધા
નથી ત્યાં સાચાં વ્રત–તપ હોય જ નહિ. સમ્યગ્દર્શન શું અને આત્મા શું તે જાણ્યા વિના વ્રત–તપ ક્યાં કરશે?
સાચી શ્રદ્ધા એ જ ધર્મનું મૂળ છે. જ્યાં સાચી શ્રદ્ધા નથી ત્યાં ધર્મનો અંશ પણ નથી.
શ્રી કુંદકુંદાચાર્ય ભગવાન અને સર્વે તીર્થંકર ભગવંતોના હૃદય એમ પોકારે છે કે, આત્મા પરદ્રવ્યનું કરી
શકે એમ માનવું તે સમ્યગ્દર્શન નથી, પરંતુ ‘परभावस्य कर्ता आत्मा मोहोऽयं व्यवहारिणाम्’ એટલે કે આત્મા
પરદ્રવ્યની અવસ્થાનો કર્તા છે એવી માન્યતા તે વ્યવહારી મૂઢ જીવોનો મોહ છે, અજ્ઞાન છે, મિથ્યાત્વ છે.
વ્યવહારથી પણ જીવ પરનું કરી શકતો નથી. વ્યવહારથી જીવ શરીરને હલાવે ચલાવે એમ નથી. શરીર તો જડ
વસ્તુ છે, અને હું આત્મા તો ચેતનમય છું, શરીર મારાથી જુદી વસ્તુ છે તેનો હું જાણનાર છું પણ કરનાર નથી.
આત્મ સ્વભાવનું ભાન થતાં અનંત પર પદાર્થોનું ધણીપણું છૂટી ગયું. આત્માના ભાન પછી બાહ્ય ત્યાગ હોય કે
નહિ, પરંતુ તે જીવ ધર્મી છે. જેમ શ્રેણિક રાજાને આત્મભાન હતું અને બહારમાં રાજ–પાટ તથા અનેક
રાણીઓના સંયોગમાં દેખાતા હતા, છતાં અંતરથી ઉદાસ હતા, તેમને સાચી આત્મશ્રદ્ધાની ભૂમિકા પ્રગટ થયા
પછી ધર્મ રાગ થતાં તીર્થંકરગોત્ર બાંધ્યું અને તેઓ આવતી ચોવીશીમાં પહેલા તીર્થંકર થશે. આત્માની શ્રદ્ધા–
જ્ઞાન વગર કોઈ બાહ્ય ત્યાગી થાય અને “એક પરમાણુનો ફેરફાર પણ મારાથી થાય” એમ જો માને તો, જૈનનો
સાધુ કહેવાતો હોય તો પણ તે મિથ્યાદ્રષ્ટિ છે, અજ્ઞાની છે, જૈન નથી. શરીરને હું ચલાવી શકું એમ માન્યું તેણે
જીવ અને શરીરને એક માન્યા, તે જૈન મતની બહાર છે.
જૈનદર્શનની સિદ્ધિ
જૈનમત એ તો વીતરાગ માર્ગ છે, એ કોઈ વાડો નથી, કલ્પના નથી. એકેક આત્મા પોતાના સ્વભાવથી પરિપૂર્ણ
છે, પરિપૂર્ણ આત્મસ્વભાવ તે જ જૈનદર્શન છે, તે સ્વભાવની શ્રદ્ધા કરવી તે ધર્મ છે. જૈનદર્શનયુક્તિથી, આગમથી અને
સ્વાનુભવથી સિદ્ધ છે, પરંતુ શરીરની કોઈ ક્રિયાથી, બાહ્ય ત્યાગથી કે વેશથી જૈનદર્શનની સિદ્ધિ નથી.
પુણ્યમાં સુખ માને તો મિથ્યાદ્રષ્ટિ જ છે
શરીરની ક્રિયામાં કે પૈસા વગેરેમાં જે જીવ સુખ માને છે તે તો મિથ્યાદ્રષ્ટિ જ છે. પૈસા વગેરે તો પૂર્વનાં પુણ્યનું
ફળ છે, હવે જ્યારે પુર્વના પુણ્યના ફળમાં આત્માનું સુખ નથી ત્યારે વર્તમાન પુણ્યભાવમાં આત્માનું સુખ કેમ હોય?
પુણ્યનું ફળ જે જડ વસ્તુઓ તેમાં તો સુખ નથી પરંતુ વર્તમાન પુણ્યભાવ થાય તે વિકાર છે તેમાં જો આત્માનું સુખ
માને તો પણ તે મિથ્યાદ્રષ્ટિ જ છે. પુણ્ય–પાપ બંને વિકાર છે, વિકારમાં આત્માનું સુખ નથી.
શુભમાં ધર્મ માનવો તે મહાન પાપ છે.
ભગવાનની ભક્તિનો શુભરાગ થાય તે રાગ નિશ્ચયથી કે વ્યવહારથી એકે રીતે ધર્મ નથી. નિશ્ચય ધર્મ
તો આત્માના નિર્વિકાર સ્વભાવને ઓળખીને સ્થિર થઈ જવું તે છે, પરંતુ જ્યારે સંપૂર્ણ સ્થિરતા ન થઈ શકે
ત્યારે કુદેવાદિ તરફના અશુભ પાપ ભાવથી બચવા ભક્તિ આદિનો શુભરાગ આવે છે અને
જ્ઞાનીને
અભિપ્રાયમાં તે રાગનો નકાર વર્તે છે તેથી ઉપચારથી વ્યવહાર ધર્મ કહ્યો છે. પરંતુ જેણે તે રાગમાં જ ધર્મ
માની લીધો છે અને રાગને જ આદરણીય માન્યો છે તેને ધર્મ તો નથી પરંતુ પોતાના વીતરાગ સ્વભાવના
અનાદરરૂપ મિથ્યાત્વનું અનંતુપાપ ક્ષણે ક્ષણે તેને ઊંધી માન્યતાને લીધે થાય છે. રાગને પોતાનો ધર્મ માનવો તે
પોતાના વીતરાગ સ્વરૂપનો અનાદર છે, તે મહાન પાપ છે. પરની કાંઈ ક્રિયા હું કરી શકું કે પુણ્યથી મારા
સ્વભાવને લાભ થાય એમ માને તે મિથ્યાદ્રષ્ટિ છે, તે ક્રિયાકાંડ કરીને અને ત્યાગ કરીને મરી જાય તો પણ સાધુ
નથી, ત્યાગી નથી, શ્રાવક નથી, જૈન નથી.

PDF/HTML Page 13 of 21
single page version

background image
: ૧૯૬ : આત્મધર્મ : ૨૪
મિથ્યાત્વનું જોર
પુણ્યથી મારો જ્ઞાનસ્વભાવ જુદો છે, અને દેહાદિ જડ પદાર્થની ક્રિયાના આધારે મારો ધર્મ નથી આવા સાચા
ભાન વગર, જીવ અનંતવાર જૈનનો ત્યાગી સાધુ થયો, અને અનેક પ્રકારે શુભકરણી કરી પરંતુ મિથ્યાત્વ અને
અજ્ઞાનરૂપી પાડો તેના વ્રતના બધા પૂળા ખાઈ ગયો–અર્થાત્ મિથ્યાત્વનું એવું મહા પાપ છે કે તેના સદ્ભાવમાં જીવ
ગમે તેવી શુભ કરણી કરે તોપણ તેને કિંચિત્ આત્મ લાભ થતો નથી અને તે અનંત સંસારમાં રખડે છે.
જીવ ગમે તેટલા શુભભાવ કરે, ત્યાગ કરે, મહાવ્રત પાળે, ઉપવાસ કરે તો પણ તે સર્વથી તેનું મિથ્યાત્વ
ટળી શકતું નથી. કેમકે તે બધા પુણ્ય કરતાં એક મિથ્યાત્વનું પાપ વધારે છે. મિથ્યાત્વ ટાળવાનો ઉપાય તો એક
માત્ર સાચી સમજણ જ છે. જેમ અંધકાર ટાળવા માટે તો પ્રકાશ જ જોઈએ, તેમ મિથ્યાત્વ ટાળવા માટે સાચી
સમજણ જ જોઈએ. જેને આત્મસ્વભાવની સમજણ નથી અને શુભરાગમાં ધર્મ માનીને જે ભક્તિ પૂજા કરે છે તે
વીતરાગની ભક્તિ–પૂજા કરતો નથી પણ રાગની ભક્તિ કરે છે, અને મિથ્યાત્વનું પોષણ કરે છે.
મિથ્યાત્વ એ જ પાપ
શ્રી સમયસારજીમાં તો ત્યાગી મુનિ હોય પણ જો મિથ્યાદ્રષ્ટિ હોય તો તેને પાપી જ કહ્યા છે. કલશ–૧૩૭
અર્થ:– “આ હું પોતે સમ્યગ્દ્રષ્ટિ છું મને કદી બંધ થતો નથી (કારણ કે શાસ્ત્રમાં સમ્યગ્દ્રષ્ટિને બંધ કહ્યો નથી) ”
એમ માનીને જેમનું મુખ ગર્વથી ઊંચું તથા પુલકિત (રોમાંચિત) થયું છે એવા રાગી જીવો (–પર દ્રવ્ય પ્રત્યે
રાગદ્વેષ મોહ ભાવવાળા જીવો–) ભલે મહાવ્રતાદિનું આચરણ કરો તથા સમિતિની ઉત્કૃષ્ટતા (વચન, વિહાર
અને આહારની ક્રિયામાં જતનાથી પ્રવર્તવું તે) નું આલંબન કરો તો પણ તેઓ પાપી (મિથ્યાદ્રષ્ટિ) જ છે, કારણ
કે આત્મા અને અનાત્માના જ્ઞાનથી રહિત હોવાથી તેઓ સમ્યક્ત્વ રહિત છે.
ભાવાર્થ:– પર દ્રવ્ય પ્રત્યે રાગ હોવા છતાં જે જીવ ‘હું સમ્યગ્દ્રષ્ટિ છું, મને બંધ થતો નથી’ એમ માને છે
તેને સમ્યક્ત્વ કેવું? તે વ્રત–સમિતિ પાળે તો પણ સ્વ–પરનું જ્ઞાન નહિ હોવાથી તે પાપી જ છે...અહીં કોઈ પુછે
કે ‘વ્રત–સમિતિ તો શુભ કાર્ય છે, તો પછી વ્રત–સમિતિ પાળતાં છતાં તે જીવને પાપી કેમ કહ્યો? ’ તેનું
સમાધાન–સિદ્ધાંતમાં પાપ મિથ્યાત્વને જ કહ્યું છે; જ્યાં સુધી મિથ્યાત્વ રહે ત્યાં સુધી શુભ–અશુભ સર્વ ક્રિયાને
અધ્યાત્મમાં પરમાર્થે પાપ જ કહેવાય છે. (જુઓ સમયસાર ગુજરાતી. પા. –૨પ૬)
અનંત કાળથી સંસાર પરિભ્રમણ કરતાં જૈન સંપ્રદાયમાં આવીને અનેક પ્રકારે કુદેવાદિની માન્યતાઓનો
પણ જીવે ત્યાગ કર્યો છતાં શુભ ક્રિયામાં ધર્મ માનીને અટકી ગયો અને અનાદિનું અગૃહીત મિથ્યાત્વ ટાળ્‌યું નહિ.
શુભ ક્રિયાથી પાર પોતાના આત્મ સ્વભાવને જાણ્યો નહિ તેથી જીવનું સંસાર પરિભ્રમણ અટક્યું નહિ.
મિથ્યાત્વ એટલે શું? આત્મા ત્રિકાળ વસ્તુ છે, તેનામાં જ્ઞાન વગેરે અનંત ગુણો છે અને તે ગુણની સમયે
સમયે અવસ્થા થાય છે, એક સમયની અવસ્થામાં પર લક્ષે જે વિકાર થાય તે વિકારને પોતાનો સ્વભાવ માનવો
અને આખા ત્રિકાળ શુદ્ધ સ્વભાવને ન માનવો એવી જે ઊંધી માન્યતા તે જ મિથ્યાત્વ છે. એ મિથ્યાત્વ જ
સંસારનું કારણ છે.
આ જૈનધર્મ છે. સાચા જૈનધર્મનું સ્વરૂપ જીવ સમજે તો તેની મુક્તિ થયા વગર રહે નહિ. પરંતુ સાચી
સમજણ ન કરે તો, માત્ર જૈન સંપ્રદાયમાં આવવાથી જીવનું કલ્યાણ થતું નથી. જૈન તો ભગવાન સ્વરૂપ છે,
વીતરાગતા અને સર્વજ્ઞતા તે જૈન ધર્મ છે, ચિદાનંદ મૂર્તિ સ્વતંત્ર આત્મસ્વભાવ તે જૈન ધર્મ છે, એવા
આત્મસ્વભાવને જીવ ન ઓળખે તો જીવનું મિથ્યાત્વ ટળે નહિ, અને યથાર્થ જૈનપણું થાય નહિ.
વસ્તુ સ્વભાવની મર્યાદા
દરેકે દરેક આત્મા અને દરેક રજકણ સ્વતંત્ર વસ્તુઓ છે, એક વસ્તુ બીજી વસ્તુનું કાંઈ કરવા સમર્થ
નથી–એ જૈનનો સિદ્ધાંત એટલે કે વસ્તુનું સ્વરૂપ છે. ભગવાનની વાણી સાંભળવાથી જ્ઞાન થયું એમ ખરેખર
માને તે મિથ્યાદ્રષ્ટિ છે, કેમકે વાણી પરવસ્તુ છે તેનાથી આત્માનું જ્ઞાન થાય નહિ. જ્ઞાન તો પોતાના
સ્વભાવમાંથી પ્રગટ્યું છે, બહારથી પરવસ્તુને કારણે પ્રગટ્યું નથી. આત્મા સ્વતંત્ર તત્ત્વ છે. રાગ–દ્વેષ કરે તે
પણ આત્મા જ કરે છે, કોઈ કર્મ આત્માને રાગદ્વેષ કરાવે એ વાત ખોટી છે. કર્મ તો જડ અચેતન વસ્તુ છે. જડ
કર્મ આત્માને કઈ રીતે રાગદ્વેષ કરાવે? શું જડ વસ્તુની અવસ્થા ચેતન દ્રવ્યમાં પેસી જઈને ચેતનને વિકાર

PDF/HTML Page 14 of 21
single page version

background image
ભાદ્રપદ : ૨૦૦૧ : ૧૯૭ :
કરાવે? એક દ્રવ્યમાં બીજું દ્રવ્ય પ્રવેશી તો શકે જ નહિ, અને પ્રવેશ્યા વગર તે શું કરે? જડ અને ચેતન એ બે
દ્રવ્ય જ જુદાં છે, પછી તેમાં કર્તાકર્મપણું હોઈ જ શકે નહિ. બે દ્રવ્યો જુદા છે એમ કહેવું અને તેઓ એક બીજાનું
કાંઈ કરે એમ કહેવું એ વાત જ પરસ્પર વિરૂદ્ધ છે. જેણે બે જુદા દ્રવ્યો વચ્ચે કર્તાકર્મ સંબંધ માન્યો તેણે બે દ્રવ્યને
એક માન્યાં છે એટલે કે દ્રવ્યના સ્વતંત્ર સ્વભાવને જાણ્યો નથી, તે અજ્ઞાની છે.
આત્મા અને કર્મ જુદાં છે, આત્મા ચેતનસ્વરૂપ વસ્તુ છે, કર્મ જડસ્વરૂપ છે; આત્મા અરૂપી છે, કર્મો રૂપી
છે. મારા આત્મામાં કર્મથી કાંઈ અવગુણ થાય નહિ. વર્તમાન અવસ્થામાં ક્ષણિક વિકાર છે તે કર્મે કરાવ્યો નથી.
મારા ત્રિકાળી દ્રવ્ય–ગુણમાં વિકાર નથી. દ્રવ્ય–ગુણ તો ત્રિકાળ શુદ્ધ અનાદિ અનંત છે, એક સમય પુરતો વિકાર
મારા સ્વભાવમાં નથી, એક સમયની સંસાર દશાને ગૌણ કરીને જો દ્રવ્યને લક્ષમાં લેવામાં આવે તો ત્રિકાળી
દ્રવ્ય તો મુક્ત સ્વરૂપ જ છે, અને
દ્રવ્યના પરિપૂર્ણ સ્વરૂપનો સ્વીકાર તે જ જૈનપણું છે. આમ જાણે તે જ
યથાર્થ દ્રષ્ટિવાળો છે. દરેક દ્રવ્ય જુદાં છે અને એક દ્રવ્ય પોતાના દ્રવ્યથી, પોતાના ગુણથી અને પોતાની સ્વાધીન
પર્યાયથી પરિપૂર્ણ સ્વભાવવાળું છે. એ રીતે દ્રવ્ય–ગુણ પર્યાયથી વસ્તુની સ્વતંત્રતા એ જ તેની પરિપૂર્ણતા છે,
અને એ પરિપૂર્ણ સ્વરૂપની પ્રતીતિ તે જ સમ્યગ્દર્શન છે. આત્માની પર્યાય સ્વતંત્ર છે, પર્યાયની સ્વતંત્રતા તે
પુરુષાર્થની સ્વતંત્રતા છે, આત્માના પુરુષાર્થને કોઈ રોકી શકતું નથી.
શુભ વિકારથી અવિકારી ધર્મ થાય નહિ.
આ સાચા સમ્યગ્દર્શનનો ઉપાય કહેવાય છે. આ સમજ્યા વગર સમ્યગ્દર્શન હોય જ નહિ. વ્યવહાર કરતાં
કરતાં પરમાર્થ પમાય તે વાત ખોટી છે. શુભરાગ તે પણ વિકાર છે, તે વિકાર વડે ધીરે ધીરે દર્શન–જ્ઞાન પમાશે
એ વાત ત્રિકાળ ખોટી છે. શુભરાગ કરતાં કરતાં ધર્મ થાય એટલે વિકારી કારણથી અવિકારી કાર્ય પ્રગટે એમ
માનનારને ત્રિકાળી અવિકારી દ્રવ્યની કે ગુણની શ્રદ્ધા નથી. ધર્મ તો અવિકારીદશા છે. તે અવિકારી સ્વભાવની
શ્રદ્ધાના જોરે પ્રગટે છે, પણ વિકારથી પ્રગટતો નથી.
જેણે દ્રવ્યનો સ્વીકાર કર્યો તેને ભવની શંકા હોતી નથી.
“હું આત્મા છું, આત્મ દ્રવ્ય અને ગુણ તો શુદ્ધ જ છે, પર્યાયમાં વિકાર છે તે મારો સ્વભાવ નથી, પર
વસ્તુ મને વિકાર કરાવે નહિ અને એક સમયનો વિકાર બીજા સમયે ટળી જ જાય છે, તે મારું સ્વરૂપ નથી”
આવો જેણે નિર્ણય કર્યો તેણે પોતાના જ્ઞાનમાં દ્રવ્યનો સ્વીકાર કર્યો, તેને ભવની શંકા ટળી ગઈ; કેમકે તેની
શ્રદ્ધામાં એકલું દ્રવ્ય છે, દ્રવ્યમાં વિકાર નથી. જેને ભવની શંકા છે તેની શ્રદ્ધાનું જોર વિકારમાં અટક્યું છે, તેને
નિર્વિકાર સ્વરૂપની શ્રદ્ધા નથી. જો અવિકારી આત્મસ્વભાવની શ્રદ્ધા હોય તો ભવની શંકા કદિ ન હોય,
ભવરહિત સ્વરૂપની શ્રદ્ધા થઈ તેનું વીર્ય નિઃસંદેહ હોય. જેનું વીર્ય હજી ભવરહિતની નિઃસંદેહતામાં કામ નથી
કરતું અને ભવની શંકામાં જ ઝૂલી રહ્યું છે તે ભવરહિત થવાનો પુરુષાર્થ કોના જોરે કરશે? સંદેહમાં અટકેલું વીર્ય
આગળ વધી શકશે નહિ. જેને ભવની શંકા છે તેને આત્માની શ્રદ્ધા નથી, અને જેને આત્માની શ્રદ્ધા છે તેને
ભવની શંકા નથી.
કોઈ કહે કે કેવળી ભગવાને જોયા હોય તેટલા ભવ થાય ને? કાંઈ આપણને ખબર પડે? તેનો ઉત્તર એ
છે કે–જેણે પોતાના જ્ઞાનમાં કેવળી ભગવાનનો અને તેમના પરિપૂર્ણ સામર્થ્યનો નિર્ણય કર્યો તે જ્ઞાનમાં ભવની
શંકા હોય જ નહિ. કેવળી ભગવાન પરિપૂર્ણ જ્ઞાનસ્વરૂપ છે અને ભવરહિત છે–એમ જે જ્ઞાને નિર્ણય કર્યો તે
જ્ઞાન પોતાના ભવ રહિતપણાનો નિઃસંદેહ નિર્ણય કરે છે. એક સમયમાં ત્રણકાળ ત્રણલોકને વિકાર રહિત કેવળી
ભગવાન જાણે છે એવું એક પર્યાયનું પરિપૂર્ણ સામર્થ્ય છે અને મારો સ્વભાવ પણ પરમાર્થે તેવો જ છે આવો
નિર્ણય કરવામાં જ્ઞાનનો અનંતો પુરુષાર્થ આવ્યો, જેના જ્ઞાનમાં અનંત પુરુષાર્થ આવ્યો તેને ભવ હોય જ નહિ.
અનંત આત્માઓ છે તેમાં એકેક આત્મામાં અનંતા ગુણો, તેમાં એક જ્ઞાન ગુણ, તે ગુણની અનંત
અવસ્થાઓ, તેમાંથી એક સમયની એક પૂર્ણઅવસ્થા તે કેવળજ્ઞાન અને તે કેવળજ્ઞાનનું અનંત સામર્થ્ય છે આવું
જેણે યથાર્થપણે સ્વીકાર્યું તે જીવ સમ્યગ્દ્રષ્ટિ હોય જ અને સમ્યગ્દ્રષ્ટિને ભવની શંકા હોય જ નહિ. શ્રી
પ્રવચનસારજીમાં કુંદકુંદાચાર્યદેવે કહ્યું છે કે:–

PDF/HTML Page 15 of 21
single page version

background image
: ૧૯૮ : આત્મધર્મ : ૨૪
जो जाणदि अरहतं दव्वत गुणत्त पज्जय तेहिं।
सो जाणदि अप्पाणं मोहो खलु जादितस्सलयं।।
જે જાણતો અર્હંતને ગુણ દ્રવ્યને પર્યયપણે, તે જાણતો નિજ આત્મને તસુ મોહ લય પામે ખરે.
(અધ્યાય–૧ ગાથા–૮૦)
અર્થ:– જે જીવ દ્રવ્ય, ગુણ અને પર્યાયથી અરિહંતનું સ્વરૂપ જાણે છે તેનો મોહ ખરેખર નાશ પામે છે.
કેવળજ્ઞાન તો આત્માનો સ્વભાવભાવ છે. જેણે કેવળજ્ઞાનરૂપી સ્વભાવભાવના સામર્થ્યનો ભરોસો કર્યો તેને
ભવની શંકા જ નથી, કેમકે સ્વભાવભાવમાં ભવ નથી. જો ભવની શંકા હોય તો તેને કેવળીની શ્રદ્ધા નથી. અને જ્યાં
કેવળીની જ શ્રદ્ધા નથી ત્યાં ‘કેવળીએ જોયું હશે’ એમ તે કેવળીના નામે માત્ર વાતો કરે છે, પરંતુ કેવળીની તેને શ્રદ્ધા
નથી. જે કેવળીની શ્રદ્ધા કરે તેને ‘કેવળી ભગવાને મારા અનંત ભવ જોયા હશે તો? ’ એવો સંદેહનો વિકલ્પ જ ન ઊઠે.
પ્રથમ અમે તને પૂછીએ છીએ કે જિનભગવાનને તું માને છે કે નહિ? જો તું જિનભગવાનને માને છે તો
તેમને ભવ છે કે નથી? (જિનભગવાનને ભવ નથી.) જિનભગવાન આત્મા છે કે નહિ? (આત્મા છે.) તું
આત્મા છો કે નથી? (આત્મા જ છું.) જિનભગવાન આત્મા છે અને તું પણ આત્મા જ છો તો બંને આત્માનો
સ્વભાવ સરખો છે કે નહિ? હા, બધા આત્માનો સ્વભાવ તો સરખો જ છે. બસ! બધા આત્માનો સ્વભાવ
સરખો છે એટલે જેવો જિનભગવાનનો સ્વભાવ ભવરહિત છે તેવો જ તારો સ્વભાવ પણ ભવરહિત છે, જિનને
ભવ નથી અને તારે પણ ભવ નથી–આ રીતે જિનભગવાનની શ્રદ્ધા થતાં પોતાના આત્માની શ્રદ્ધા થાય છે અને
ભવની શંકા રહેતી નથી.
દ્રવ્ય–ગુણમાં ભવ કે ભવનું કારણ વિકાર નથી. વિકાર એક સમય પૂરતો છે તે મારું ત્રિકાળ સ્વરૂપ નથી, હું તો
અવિકાર સ્વભાવી છું–આમ સ્વભાવની શ્રદ્ધાના જોરે જેણે વિકાર આત્માનું સ્વરૂપ નથી–એમ માન્યું તેની શ્રદ્ધામાં ભવ જ
ન રહ્યા, એટલે તેને ભવની શંકા રહી જ નહિ; સ્વભાવની શ્રદ્ધાના જોરે તે અલ્પકાળમાં ભવ રહિત થઈ જશે...
(તા. ૧પ–૮–૪પ રાત્રિ ચર્ચા)
આત્મામાં ભવ નથી. જેને આત્માની શ્રદ્ધા જ્ઞાન થયા તેને ભવની શંકા ન રહી. શ્રદ્ધામાં તો અભવ
(ભવરહિત) સ્વભાવ છે; ચારિત્ર ગુણમાં એક સમય પૂરતો વિકાર છે તે પુરુષાર્થની નબળાઈ છે. પરંતુ ચારિત્રનો
ક્ષણિક વિકાર તે પણ સ્વભાવ નથી. ચારિત્ર ગુણ તો પ્રતીતિમાં પૂર્ણ નિર્મળ આવ્યો છે. એટલે વર્તમાન વિકાર છે તેને
જો કે જ્ઞાન જાણે છે પણ તે વિકારને પોતાનો સ્વીકારતું નથી. જ્ઞાન ત્રિકાળી શુદ્ધ ચારિત્ર ગુણને જાણે છે. “શ્રદ્ધાએ જે
દ્રવ્યને પ્રતીતિમાં લીધું છે તેમાં ચારિત્ર ગુણ પરિપુર્ણ શુદ્ધ જ આવ્યો છે” –એમ જ્ઞાન જાણે છે. તથા પુરુષાર્થની અલ્પ
નબળાઈ તેને પણ જાણે છે પરંતુ પુરુષાર્થની નબળાઈ પણ સ્વભાવ નથી. દ્રષ્ટિમાં તો ચારિત્ર, વીર્ય વગેરેથી પરિપૂર્ણ
સ્વભાવ જ આવ્યો છે–એમ જ્ઞાન સ્વીકારે છે–તેથી તે જ્ઞાનમાં ભવની શંકા નથી. પુરુષાર્થની કચાશથી એક–બે ભવ
હોય તો તેને જ્ઞાન જાણે છે. પુર્ણ સ્વભાવની શ્રદ્ધા–જ્ઞાનના જોરે પુરુષાર્થ વધતો જ જાય છે, અને સ્વભાવ તરફ
પરિણમન ઢળતું જ જાય છે પછી તેને વધારે ભવ હોય જ નહિ. અલ્પકાળમાં જ સ્વભાવના જોરે પુર્ણ પુરુષાર્થ પ્રગટી
જશે. આ રીતે સાચી શ્રદ્ધા–જ્ઞાનવાળાને ભવ હોતા નથી તેમ જ તેમને ભવની શંકા પડતી નથી.
મફતનું તોફાન
ભાઈ રે! અનંતકાળની મોંઘી જે વાત કહેવાય છે, તે સમજવાનો ઉત્સાહ થવો જોઈએ. જેમ માતેલો સાંઢ
ઉકરડા ઉથામે, ને ધૂળ, રાખ, વિષ્ટા આદિ કચરો પોતાના જ માથે નાખે, રાડાં, રાખ આદિના મોટા ઉકરડામાં
માથું મારી ફૂંફાડા મારે અને માને કે મેં કેવું જોર કર્યું! કેટલું બધું તોડ્યું! ફીંદયું!
...પણ સાંઢનું તે તોફાન મફતનું છે, તેમ સંસારના કામ અમે કાંઈક કરી નાખીએ, એવા અભિમાનનું
મફતનું તોફાન કરી તેમાં હર્ષ માને છે. અજ્ઞાન ભાવમાં સંસારના ઉકરડા ઉથામવાનું જોર કરી જગત ઉછાળા
મારે છે, પણ તેમાં કાંઈ હાથ આવતું નથી. અંદર જ્યાં માલ ભર્યો છે, ત્યાં ડોકિયું કરી જીવ માથું મારતો નથી.
આત્મા એકરૂપ જ્ઞાયક, ધ્રુવ, ટંકોત્કીર્ણ વસ્તુ છે, તેને વિવેકનું માથું મારી જાગ્રત કરવો છે. અનાદિકાળથી
અજ્ઞાનમાં ઉછાળા માર્યા, હવે તે પરની મમતામાં ઊંઘી રહેવું પાલવશે નહિ. (સમયસાર પ્રવચન ભાગ–૧ પાનું ૨પ૮–૨પ૯)

PDF/HTML Page 16 of 21
single page version

background image
ભાદ્રપદ : ૨૦૦૧ : ૧૯૯ :
‘આત્મધર્મ’
માસિકના અંક ૧૩ થી ૨૪ સુધીમાં આવેલા લેખોની કક્કાવારી
વિષય અંક નં. પાનું
અનેકાન્તવાદ અને ફુદડીવાદ ૧૩
અનેકાન્તને નમસ્કાર ૧૪ ૨૦
અનેકાન્ત ધર્મનું વાસ્તવિક સ્વરૂપ ૧૪ ૨૧
અમૃતવાણી ૧૪ ૨૮
અકષાયી કરૂણાસાગર પરમોપકારી ૧પ ૩૭
ભગવાન શ્રી કુંદકુંદ આચાર્ય
અષ્ટપાહુડ ૧પ
૪૬
અધ્યાત્મ જ્ઞાનની પ્રભાવના ૧૬ પ૭
અજ્ઞાનીક મિથ્યાત્વનું લક્ષણ ૧૬ ૬૩
અનાદિથી સંસારી જીવે નથી કરી તે ૧૬ પપ
“મોક્ષની ક્રિયા” ના પુસ્તકની પ્રસ્તાવના
“અભ્યાસ કર” –હવે એકવાર–અમે
૧૭ ૪૬
કહીએ છીએ તેમ.
અભ્યાસીઓને વિનતિ
૨૦ ૧૨પ
(સતશાસ્ત્ર વાંચનમાં)
“અસ્તિ–નાસ્તિ” નું સુદર્શન ચક્ર
૨૧ ૧૪૦
ધારણ કરનાર જૈન શું માને છે?
અસાધ્ય કોણ? અને શુદ્ધાત્મા કોણ?
૨૩ ૧૮૧
અંતર અનુભવનો ઉપાય અર્થાત્ ૨૩ ૧૮૨
જ્ઞાનની ક્રિયા
અજ્ઞાનીને ઓળખવાના ચિન્હ
૧૮ ૯૩
અરિહંતોએ શું કર્યું અને શું કહ્યું? ૨૪ ૧૮૯
અવસ્થા દ્રષ્ટિ અને સ્વભાવ દ્રષ્ટિ ૨૪ ૧૯૪
આત્મસ્વરૂપની ઓળખાણ ૧૪ ૧૯
આત્મા શુદ્ધ અથવા અશુદ્ધ ઉપયોગ ૧૬ પ૨
સિવાય બીજું કાંઈ કરી શકતો જ નથી
આચાર્યદેવ આમંત્રણ આપે છે કે બધા
૧૭ ૭૦
આવો શાન્તરસમાં એકીસાથે નિમગ્ન થાવ
આત્માનો નિઃસંદેહ નિર્ણય થઈ શકે છે
૧૭ ૭૬
આજીવન બ્રહ્મચર્ય વ્રત ૧૮ ૯૧
આત્માની ક્રિયા ૧૯ ૯૯
આજીવન બ્રહ્મચર્ય ૧૯ ૧૧૨
“આત્મા અને શરીરના જુદાપણાના
યથાર્થ ભાન વિના આત્મા શું કરે છે
તેની અજ્ઞાનીને શું ખબર પડે? ”
૧૯ ૧૦૨
વિષય અંક નં. પાનું
આજીવન બ્રહ્મચર્ય ૨૧ ૧૪૦
આજે આ તીર્થંકરની વાણી ૨૧ ૧૪૮
‘કેવળજ્ઞાન’ના ભણકાર કરતી આવી છે
આનંદગુણની સ્વાધીનતા
૨૧ ૧૪૮
આત્મ સ્વરૂપની સાચી સમજણ સુલભ છે ૨૨ ૧પ૪
આનંદ પ્રગટાવવાની ભાવનાવાળો શું કરે? ૨૩ ૧૭૭
આત્મહિત માટે પ્રથમમાં પ્રથમ
૨૪ ૧૮૮
સર્વજ્ઞનો નિર્ણય કરવો
આત્મકલ્યાણના અભિલાષીને ભલામણ
૨૪ ૧૮૯
આત્માની સ્વતંત્રતા ૨૪ ૧૯૩
ઉપાદાન દ્રષ્ટિ યથાર્થ છે ૧૩
ઉપદેશમાં નિમિત્તનું જ્ઞાન શા ૧૩ ૧૩
માટે બતાવ્યું?
ઊંધી દ્રષ્ટિની ઊંધાઈનું મહાત્મ્ય
૧૯ ૧૦૭
ઉપાદાન–નિમિત્ત અને કારણ–કાર્ય ૨૩ ૧૮૨
એક પવિત્ર પ્રસંગ ૧૬ પ૭
એક વિચિત્રતા ૧૬ પ૬
એક વસ્તુ બીજી વસ્તુનું કાંઈ ન કરી શકે? ૨૪ ૧૯૩
ઓ જગતના જીવો! માનો, માનો. ૧૩ ૧૦
કર્મ આત્માને પુરુષાર્થ કરતાં રોકી શકે નહિ ૨૧ ૧૪૦
‘કરૂણાભાવ’ તે રાગભાવ છે, –વિકાર
૧૮ ૮૮
છે–તેથી તેનાથી અવિકારીપણું પ્રગટે જ નહિં
ક્રમબદ્ધ પર્યાયનું સ્પષ્ટીકરણ
૧૩
કુંદકુંદ ભગવાનનું મહાવિદેહક્ષેત્રે ગમન ૧પ ૩૮
કાર્યમાં ઉપાદાન નિમિત્તના કેટ–કેટલા ટકા? ૨૪ ૧૯૦
ખુશખબર ૧૪ ૨૬
‘ગતિ તેવી મતિ’ નહીં પણ મતિ તેવી ગતિ ૧૪ ૩૧
ગ્રાહકોને ૨૨
૧૬૭

PDF/HTML Page 17 of 21
single page version

background image
: ૨૦૦ : આત્મધર્મ : ૨૪
ગૃહિત મિથ્યાત્વનું સ્વરૂપ ૧૬ પ૦
ગૃહિત મિથ્યાત્વનું સ્વરૂપ ૧૬ ૬૧
ગુણાર્થિક નય શા માટે નહીં? ૧૭ ૬૯
ચારિત્ર, વીર્ય વગેરે સર્વ ગુણોની સ્વાધીનતા ૨૧ ૧૪૯
છુટક વચનામૃત ૧૩
છેલ્લી ભલામણો ૨૩ ૧૮૪
જડમાં પણ ક્રમબદ્ધ પર્યાય છે ૧૩
જય સમયસાર ૨૧ ૧૪૧
જીવ શું કરી શકે અને શું ન કરી શકે
તેની વિશેષતા
૧૭ ૭૪
જીવાજીવ અધિકાર ૧૭ ૭પ
જીવે શું કરવું યોગ્ય છે? ૧૮ ૮૬
જીવનું સ્વરૂપ કેવળજ્ઞાન છે ૧૯ ૧૧૦
જીવને સાચું સુખ જોઈતું હોય તો પ્રથમ
સમ્યગ્દર્શન પ્રગટ કરવું જ જોઈએ
૨૧ ૧પ૧
જીજ્ઞાસુએ ધર્મ કેવી રીતે કરવો ૨૩ ૧૭૬
જે પોતાની પ્રભુતાને ઓળખે તે પ્રભુ થાય ૧૬ ૪૯
જે પોતાના દેવનું સ્વરૂપ યથાર્થ માનતો
નથી તે નાસ્તિક છે–જૈન નથી
૧૭ ૬૮
જે તરફની રુચિ તે તરફનું ઘોલણ ૨૩ ૧૭૯
જૈનશાસ્ત્રોના અર્થ કરવાની પદ્ધતિ ૧પ ૪૦
જૈનો કર્મવાદી નથી પણ યથાર્થ આત્મજ્ઞાનના
અને વિશ્વ સ્વરૂપના જ્ઞાતા છે
૧પ ૪૬
જૈન સમાજની પચાસ વર્ષ પહેલાંંની
પરિસ્થિતિ ૧૬
પપ
જન શિક્ષણ માટે ઉત્તમ તક ૧૯ ૧૦૪
જૈનદર્શન શિક્ષણવર્ગ ૧૯ ૧૦પ
જૈનો કર્મવાદી નથી ૨૧ ૧૪૦
જૈનશાસનમાં કહેલું પ્રભાવનાનું સાચું સ્વરૂપ ૨૩ ૧૭૭
જો કોઈ જીવ એકવાર પણ દ્રવ્યદ્રષ્ટિ ધારણ
કરે તો તેનો અવશ્ય મોક્ષ થાય જ
૧૯ ૧૦૬
જિનમતની આજ્ઞા ૨૪ ૧૮૮
જૈનધર્મની મહત્તા ૨૪ ૧૯૪
જૈનદર્શનની સિદ્ધિ ૨૪ ૧૯પ
જેણે પુણ્યનો સ્વીકાર કર્યો તેને ભવની
શંકા હોતી નથી
૨૪ ૧૯૭
તત્ત્વજ્ઞાનના રસિકજનો ૧૬ પ૭
તત્ત્વ સ્વરૂપ સમજાવતી ચૌભંગી ૧૯ ૯૮
ત્યાગ શેનો? સાચી સમજણનો કે ઊંધી
માન્યતાનો ૧૬
પ૦
ત્યાગ તે શ્રુતજ્ઞાનનું લક્ષણ નથી ૨૩ ૧૭૬
દર્શનનો વિષય અખંડ ધ્રુવ આત્મા છે ૧૬ પ૪
દયા–દાન વિગેરેનું વાસ્તવિક સ્વરૂપ ૧૮ ૮૭
‘દ્રવ્યદ્રષ્ટિ’ માં ભવ નથી ૧૯ ૧૦૬
“દ્રવ્યદ્રષ્ટિ” ભવને બગડવા દેતી નથી ૧૯ ૧૦૬
“દ્રવ્યદ્રષ્ટિ” ને શું માન્ય છે? ૧૯ ૧૦૬
“દ્રવ્યદ્રષ્ટિ” એ જ કર્તવ્ય છે ૧૯ ૧૦૬
ધર્મનું મૂળ દર્શન છે ૨૦ ૧૧૩
ધર્મ અને પુણ્ય (નું સ્વરૂપ) ૨૩ ૧૭૧
ધર્મ ક્યાં છે? અને કેમ થાય? ૨૩ ૧૭૮
ધર્મ માટે પહેલાંં શું કરવું? ૨૩ ૧૮૧
ધર્મની રુચિવાળા જીવ કેવા હોય? ૨૩ ૧૮૨
“નહીં સમજો તો અવતાર એળે જાશે ૧૪ ૧૮
“નમ: સમયસાર” એ–સમયસારજીના
કલશ ઉપર શ્રી સદ્ગુરુદેવનું વ્યાખ્યાન
૧૮ ૮૩
ન ધર્મો ધાર્મિકે વિના.. (વ્યાખ્યાન) ૨૦ ૧૧પ
નિયમસાર (નો ટુંક ખ્યાલ) ૧પ ૪૪
નિશ્ચય અને વ્યવહાર ૧૮ ૯૧
નિશ્ચય સ્તુતિનું સ્વરૂપ ૧૯ ૧૦૮
નિવેદન ૧૯ ૧૧૨
નિશ્ચય–વ્યવહારનું (વિસ્તિર્ણ) સ્વરૂપ ૨૦ ૧૨૦
નિશ્ચય અને વ્યવહાર ૨૩ ૧૮૩
નૂતનવર્ષે–સંદેશ ૧૩
નિશ્ચય અને વ્યવહાર ૨૪ ૧૯૩
“પરથી મને લાભ થાય અથવા કર્મ
મને રખડાવે છે” તે માન્યતા જ જન્મ
મરણનું કારણ છે.
૧૩
પંચમકાળના જીવો આ અપૂર્વ વાતને
પામ્યા વિના કેમ રહી શકે!!
૧૩ ૧૪
પ્રશ્નોત્તર ૧૩ ૧પ
પ્રશ્નોત્તર ૧૪ ૩૨
પંચાસ્તિકાય (શાસ્ત્રની ટૂંકી માહીતી) ૧પ ૪૩
પહેલાંં નક્કી કર–કે, તારે કરવું છે શું?
આત્મહિત કે કજીયા
૨૧ ૧૩૦
પહેલાં શું કરવું ૨૨ ૧૬૭
પ્રવચનસાર (શાસ્ત્રની ટૂંકી માહીતી) ૧પ ૪૨
પ્રભુજી પધાર્યાનું સ્તવન ૧૭ ૬૮

PDF/HTML Page 18 of 21
single page version

background image
પાત્ર જીવનું લક્ષણ... ... ૨૩ ૧૭૬
“પુણ્ય” ની હદ કેટલી... ... ૧૩ ૧૩
પુરુષાર્થની સ્વતંત્રતા ૧૧ ૧૩૪
પૂ૦ સદ્ગુરુદેવશ્રીનો ફોટો ૨૦ ૧૧૩
પર જીવની દયા પાળી શકાય કે નહીં
તેનો ખુલાસો
૨૩ ૧૭૭
પર વસ્તુની અસર આત્મામાં નથી ૨૪ ૧૯૩
પુણ્યમાં સુખ માને તો મિથ્યાદ્રષ્ટિ જ છે ૨૪ ૧૯પ
પુણ્ય પાપ વિકાર છે વિકાર ટાળવા યોગ્ય છે ૨૪ ૨૦૩
ભક્તની સર્વસ્વ અર્પણતા ૧પ ૩૩
ભગવાન કુંદકુંદ આચાર્યના શાસ્ત્રોનો
ગુજરાત કાઠિયાવાડમાં પ્રચાર
૧પ ૩૪
ભગવાન કુંદકુંદને અંજલિ ૧પ ૩પ
ભગવાન કુંદકુંદ આચાર્યના બનાવેલ શાસ્ત્રો ૧પ ૪૦
ભગવાન આત્માના શુદ્ધ સ્વરૂપની યથાર્થ
પ્રતીતિ વગર રાગદ્વેષનો ખરેખરો ત્યાગ
થઈ શકે જ નહીં.
૧૭ ૭૨
ભગવાન શ્રી કુંદકુંદ–કહાન શાસ્ત્રમાલા
અને સમયસાર પ્રવચનો
૧૭ ૮૦
ભગવાન મહાવીર અને વસ્તુ સ્વભાવ ૧૯ ૧૦૪
ભગવાને પ્રરૂપેલી સાચી અહિંસા ૧૯ ૧૦પ
ભડના દીકરા ૧૯ ૯૭
ભવ્ય જીવોને પ્રેરણા ૨૩ ૧૬૯
ભગવાન પણ બીજાનું કરી શકતા નથી ૨૩ ૧૭૭
ભેદના વિકલ્પ આવે ખરા પણ તેનાથી
સમ્યગ્દર્શન નથી
૨૩ ૧૭૩
ભૈયા ભગવતી દાસજી કૃત ઉપાદાન નિમિત્તનો
સંવાદ.
૨૧ ૧૩૬
મહાન શાસ્ત્ર “શ્રી જયધવલા” ૧૭ ૬૬
” ” ” ૧૮ ૮૨
” ” ” ૧૯ ૧૧૦
” ” ” ૨૪ ૧૮૬
મતિજ્ઞાનમાં “કેવળજ્ઞાન” પ્રત્યક્ષ છે ૧૯ ૧૧૦
મહાન ઉપકારી પરમાગમ શ્રી સમયસાર ૨૦ ૧૧૭
મહોત્સવ દિન (સુવર્ણપુરીમાં ઉજવાતા) ૨૦ ૧૨૭
“મહાપાપ” ૨૨ ૧પપ
મહાન પરમાગમ શાસ્ત્ર “શ્રી સમયસારજી”
ના રચયિતાની “અંતરદશા” તથા
“શ્રી સમયસારજી” સ્તુતિના અર્થ
૨૨ ૧૬૦
“મિથ્યા દ્રષ્ટિ” અને “સમ્યગ્દ્રષ્ટિ” ના
ત્યાગ ગ્રહણનો તફાવત
૧૪ ૩૦
મુનિપદની દિક્ષા લેવાનો ક્રમ ૧પ ૩૯
મિથ્યાત્વના પાંચ ભેદોની જરૂરિયાત ૧૬ ૬૪
મેટ્રીકના વિદ્યાર્થીઓ માટે ઉત્તમ તક ૨૦ ૧૨૬
મોક્ષની ક્રિયા (પુસ્તિકા) ૧પ ૪પ
મોક્ષ પણ દ્રવ્ય દ્રષ્ટિને આધીન છે ૧૯ ૧૦૭
મફતનું તોફાન ૨૪ ૧૯૮
મિથ્યાત્વનું જોર ૨૪ ૧૯૬
મિથ્યાત્વ એ જ પાપ ૨૪ ૧૯૬
રુચિ અને પુરૂષાર્થ ૧૮ ૮૬
વસ્તુ સ્વરૂપનું યથાર્થ દર્શન કરાવતાં
શ્રી સમયસાર પ્રવચનો
૧૯ ૧૧૨
વ્યવહાર આવે તેની જ્ઞાનીને હોંશ હોતી નથી ૧૬ પ૪
વ્યવહાર સ્તુતિનું સ્વરૂપ ૧૯ ૧૦૮
વાંચકોને વિનતિ ૧૬ પ૮
વારંવાર જ્ઞાનમાં એકાગ્રતાનો અભ્યાસ કરવો ૨૩ ૧૮૩
વિનંતિ– ૧૮
૮૨
વીરજીનું શાસન ઝુલેરે (સ્તવન) ૧૩
વિપરીત મિથ્યાત્વનું લક્ષણ ૧૬ ૬૩
વીરશાસન જયંતિ મહોત્સવ ૨૨ ૧પ૩
વૈનયિક મિથ્યાત્વનું લક્ષણ ૧૬ ૬૪
વંદન યોગ્ય કોણ? ૧૬ પ૯
વિકાર એક સમય પૂરતો છે ૨૪ ૧૯૨
વિકારી ભાવનો કર્તા જડ કર્મ નથી ૨૪ ૧૯૨
વિકાર ભાવનો કર્તા આત્મા છે ૨૪ ૧૯૨
વસ્તુ સ્વભાવની મર્યાદા ૨૪ ૧૯૬
શ્રદ્ધા અને જ્ઞાન ક્યારે સમ્યગ્ થયાં કહેવાય? ૨૩ ૧૧પ
શ્રાવકે પ્રથમ શું કરવું?
૧૭ ૭૭
શ્રદ્ધાથી ધર્મીપણું છે ત્યાગથી ધર્મીપણું નથી ૨૪ ૧૯પ
શ્રી સમયસાર ગાથા ૩૦૮ થી ૩૧૧ ઉપર
શ્રી સદ્ગુરુદેવનું પ્રવચન
૧૩
‘શ્રી મદ્ રાજચંદ્ર’ પોતાને વંદન કરતા કહે છે ૧૩
‘શ્રી આનંદઘનજી’ પોતાના આત્માને
સંબોધતા પુરુષાર્થ જગાડવા ‘જિનેશ્વર પ્રત્યે
કરાર કરે છે’ ..
૧૩ ૧૦
‘શ્રી સમયસાર’ ગાથા ૨૮૮ થી ૯૦ ઉપર
શ્રી સદ્ગુરુદેવનું પ્રવચન
૧૩ ૧૪
શ્રી કુંદકુંદ ભગવાનનો વિનય–બહુમાન ૧પ ૩૬
શ્રી સદ્ગુરુદેવે શીખવેલો ‘જૈન દર્શનનો કક્કો’ ૧૬ પ૭
શ્રી સીમંધર ભગવાનનું સ્તવન
૧૭ ૬૩
‘શ્રી સમયસાર’ શાસ્ત્ર અત્યંત અજ્ઞાનીઓનું
અજ્ઞાન ટાળવા માટે રચાયેલું છે. (દર્શન–૧) ૧૭ ૭૪
” ” ” (દર્શન–૨)
૧૮ ૯૨
” ” ” (દર્શન–૩) ૧૯ ૧૦૮
” ” ” (દર્શન–૪) ૨૪ ૨૦૪

PDF/HTML Page 19 of 21
single page version

background image
શ્રી સત્ પુરુષને ચરણે સર્વાંગ અર્પણતા ૨૦ ૧૧પ
શ્રી સનાતન જૈન–દર્શન શિક્ષણ વર્ગ–સોનગઢ ૨૧ ૧૪૨
શ્રી ઉમાસ્વામી વિરચિત–મોક્ષશાસ્ત્ર
ની ગુજરાતી ટીકાનું મંગલાચરણ
૨૧ ૧પ૨
શ્રી સનાતન–જૈન દર્શન શિક્ષણ વર્ગની
લીધેલ પરીક્ષાના પ્રશ્નો અને વિદ્યાર્થીઓનાજવાબ–૨૨ ૧પ૭
શ્રીમદ્ રાજચંદ્રજીએ પોતાના પત્રોમાં
‘સતશ્રુત શાસ્ત્રો’ ની યાદી લખી છે તેનો ઉતારો–૧૮ ૯૪
શ્રી સનાતન–જૈન શિક્ષણ વર્ગ–પરીક્ષા
૨૧ ૧૪૨
શુદ્ધનયનો ઉપદેશ ૧૪ ૧૭
શુભ સમાચાર ૧૪ ૨૩
શ્રુતજ્ઞાન કોને કહેવું? ૨૩ ૧૪૬
શ્રુતજ્ઞાનનું વાસ્તવિક લક્ષણ– ‘અનેકાન્ત’ ૨૩ ૧૭૬
શ્રુતજ્ઞાનનું અવલંબન એ જ પહેલી ક્રિયા ૨૩ ૧૭૭
શ્રુતજ્ઞાનના અવલંબનનું ફળ ‘આત્મઅનુભવ’ ૨૩ ૧૮૦
શુભ વિકારથી અવિકારી ધર્મ થાય નહિ
૨૪ ૧૯૭
શુભમાં ધર્મ માનવો તે મહાન પાપ છે ૨૪ ૧૯પ
સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન પ્રાપ્તિ અર્થે વંદન ૧૩
‘સર્વત્ર જ્ઞાનનું જ ચમકવું છે’ એ લેખનું વિશેષ
સ્પષ્ટીકરણ ૧૪
૨૯
સમદર્શીપણું એટલે શું? ૧૬ ૬૦
સમયસાર ૧પ
શ્રી સમયસાર પર પ્રવચનો ૧૬ પ૦
સમ્યક્ત્વ એજ પ્રથમ કર્તવ્ય છે ૧૭ ૭૭
સત્શ્રુત ૧૮ ૯૪
સતશાસ્ત્ર વાંચતા પાંચ સિદ્ધાંતો ધ્યાનમાં
રાખવા જરૂરી છે તેની નોંધ
૧૮ ૮૧
સમાચાર ૧૮ ૮૯
સ્વદયા–સ્વરૂપદયા–નિશ્ચય દયા અને નિશ્ચય
ધર્મનું સ્વરૂપ
૧૮ ૯૦
સતશ્રુત શાસ્ત્રો (પ્રભાવનાના સતશાસ્ત્રોની
વિગત)
૨૦ ૧૨૨
સતનું બહુમાન જીજ્ઞાસુ જીવોને અશુભથી
બચવા આવ્યા વગર રહેતું નથી
૨૦ ૧૨૮
સમિતિનો એક મહાન થંભ પડી જાય છે ૨૧ ૧૩૧
સ્વભાવની દ્રઢતા ૨૧ ૧૩પ
સમ્યગ્દ્રષ્ટિનું અંતર પરિણમન ૨૧ ૧૨૯
સતશ્રુતની આરાધના કરો ૨૧ ૧૪પ
સ્વાધીનતાની પ્રતીતમાં કેવલજ્ઞાન ૨૧ ૧પ૦
સમ્યગ્દર્શન ૨૩ ૧૭૩
સમ્યગ્દર્શન શું અને તેને કોનું અવલંબન ૨૩ ૧૭૩
સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનનો સંબંધ કોની
સાથે છે?
૨૩ ૧૭૪
સમ્યગ્દર્શન એ જ શાન્તિનો ઉપાય છે ૨૩ ૧૭પ
સમ્યગ્દર્શનનો વિષય શું? મોક્ષનું પરમાર્થ
કારણ કોણ?
૨૩ ૧૭પ
સમ્યગ્દર્શનના ઉપાય માટે ‘સમયસારમાં’
બતાવેલી ક્રિયા
૨૩ ૧૭૬
સત–સમાગમ ૨૩ ૧૭૭
સમ્યગ્દર્શન થયાં પહેલાંં શું કરવું? ૨૩ ૧૮૦
સમ્યગ્દર્શન થતાં શું થાય? ૨૩ ૧૮૩
સાંશયિક મિથ્યાત્વનું લક્ષણ ૧૬ ૬૨
સામાન્યજ્ઞાન અને વિશેષ જ્ઞાનનું સ્વરૂપ ૧૬ પ૧
સુપ્રભાત માંગલિક ૧૩
સુખી થવા માટે સમ્યગ્જ્ઞાન પ્રાપ્ત કરો ૧૭ ૬પ
સુવર્ણપુરીમાં મહામાંગલિક મહોત્સવ
અને તે વખતે સરશેઠજી હુકમીચંદજીનું
સતસમાગમ અર્થે આગમન– ૨૧ ૧૪૪
સુખ અને તેનું સાધન ૨૧ ૧૩૩
સુખનો ઉપાય જ્ઞાન અને સતસમાગમ ૨૩ ૧૭૮
સુખનો રસ્તો સાચી સમજણ અને વિકારનું
ફળ જડ
૨૩ ૧૮૧
“સુધારો” અંક ૧૯ ૨૦ ૧૨૭
સંપૂર્ણ સ્વતંત્રતાનો “ઢંઢેરો” ૧પ ૪૭
સંસારનો અભાવ સમ્યગ્દર્શનથી જ થાય છે– ૨૩ ૧૭પ
સુવર્ણપુરીમાં “સમોસરણ” ની રચના કરી છે
તેની સમજણ
૨૦ ૧૧૪
સાચું જ્ઞાન સમ્યગ્દ્રષ્ટિને હોય છે ૨૪ ૧૮૮
સમવસરણ પ્રસંગે પ. પૂ. સદ્ગુરુદેવશ્રી
કાનજી સ્વામીનું પ્રવચન ૨૪ ૧૯૨
સમ્યક–ધ્યાનનો મહિમા ૧૭ ૭૭
હે જીવ? સર્વજ્ઞના ધર્મ સિવાય ત્રણ લોકમાં
કોઈ શરણભુત નથી માટે તેજ ધર્મને જાણ
શ્રદ્ધા કર અને આત્મસ્વરૂપનું આરાધન કર.
૨૦ ૧૨પ
યુવકો અને વિદ્વાનોને ૨૪ ૧૮૭
જ્ઞ
જ્ઞાનીને ઓળખવાનું ચિન્હ ૧૮ ૯૩
જ્ઞાન પણ દ્રષ્ટિને આધીન ૧૯ ૧૦૭
જ્ઞાન સ્વભાવની સ્વાધીનતા અને અંશમાં
પૂર્ણની પ્રત્યક્ષતા
૨૧ ૧૪૬
જ્ઞાનની જેમ શ્રદ્ધાની સ્વતંત્રતા ૨૧ ૧૪૮
જ્ઞાનીઓ કહે છે કે સૌથી પહેલાંં પુરુષાર્થ વડે
સાચી સમજણ કરી મિથ્યાત્વભાવને છોડો ૨૨ ૧૬૮
જ્ઞાની અને અજ્ઞાનીમાં આકાશ પાતાળ
જેટલો મહાન તફાવત છે
૨૩ ૧૭૦
જ્ઞાનમાં ભવ નથી ૨૩ ૧૮૨

PDF/HTML Page 20 of 21
single page version

background image
પુણ્ય–પાપ વિકાર છે અને વિકાર છોડવા જેવા છે

પુણ્ય–પાપ તે આત્માના ચારિત્ર ગુણની વિકારી અવસ્થા છે. શરીરની ક્રિયાથી પુણ્ય–પાપ નથી, પણ
આત્માના વિકારી ભાવથી પુણ્ય–પાપ છે. શુભ ભાવથી પુણ્ય અને અશુભ ભાવથી પાપ થાય છે એમ ન માનતાં
જે શરીરાદિ પરવસ્તુની ક્રિયાથી પુણ્ય–પાપ માને છે તેને તો નવ તત્ત્વના સ્વરૂપની જ ખબર નથી, કેમકે તેણે
જીવની વિકારી પર્યાયને જડની માની છે. પુણ્ય–પાપ શરીરાદિ પર દ્રવ્યની કોઈ ક્રિયાથી નહિ પણ જીવના
પોતાના વિકારી ભાવથી થાય છે––આટલું પ્રથમ જાણ્યા પછી એમ નક્કી કરવું જોઈએ કે તે વિકારી ભાવો
આસ્રવ છે, બંધનું કારણ છે, તેનાથી સંવર–નિર્જરારૂપ ધર્મ થતો નથી. ધર્મ તો પુણ્ય–પાપના વિકારથી પાર
આત્માનો અવિકારી સ્વભાવ છે. તે આત્માના અવિકારી સ્વભાવના ભાન પછી, પૂર્ણ વીતરાગ–અવિકાર ન
થાય ત્યાં વચ્ચે ચારિત્રના દોષથી શુભભાવરૂપ વિકાર આવે ખરો, પણ ધર્મનું સ્વરૂપ જાણનાર જ્ઞાનીને તે જ
વખતે તે વિકારનો નકાર હોય છે. જો દ્રષ્ટિમાં તે જ વખતે તે નકાર ન હોય અર્થાત્ તે વિકાર ભાવને છોડવા
જેવા ન માને તો તે મિથ્યાદ્રષ્ટિ છે. સમ્યગ્દર્શનદ્વારા અવિકારી સ્વભાવની ઓળખાણ થયા પછી જે વ્રત,
તપાદિના શુભ વિકલ્પ થાય તે પણ ધર્મ નથી, હેય છે. પૂર્ણ વીતરાગ થઈ ગયા પછી તો કાંઈ છોડવાપણું રહેતું જ
નથી; પણ વીતરાગ થયા પહેલાંં, શરૂઆતથી જ શ્રદ્ધામાં સર્વ પ્રકારના વિકાર–ભાવોને તદ્ન છોડયા વગર કદી
વીતરાગતાનો અંશપણ આવે જ નહિ.
“આ કાળે સંપૂર્ણ વીતરાગતા અને સાક્ષાત્ મોક્ષ નથી, માટે શુભ વિકારને છોડવા લાયક કહી શકાય
નહિ કેમકે વીતરાગતા ન હોય ત્યાં રાગ તો હોય જ, માટે અત્યારે વિકારને–પુણ્યને હેય કહેવાય નહિ” આમ જે
કહે છે તે યથાર્થવાદી નથી. સંપૂર્ણ વીતરાગતા નથી માટે વિકાર કરવો એનો અર્થ તો એવો થયો કે હંસના
અભાવમાં કાગડાને હંસ ગણવો. પણ એમ બને નહિ; ભલે, આ કાળે સંપૂર્ણ વીતરાગતા–મોક્ષ નથી પરંતુ
મોક્ષનું સ્વરૂપ શું છે, તેનો ઉપાય શું છે–એ બધાની યથાર્થ શ્રદ્ધા તો આ કાળે પણ જરૂર થઈ શકે છે.
મોક્ષ કરવા માટે શુભ વિકારને પણ છોડવા યોગ્ય માનવા જ જોઈએ. સ્થિરતારૂપ સંપૂર્ણ વીતરાગતા ન
થાય તો શ્રદ્ધામાં તો વીતરાગ ભાવ જ ધર્મ છે એમ માનવું. પરંતુ ‘સંપૂર્ણ વીતરાગતા નથી થતી માટે શ્રદ્ધામાં
વિકાર કરવા જેવો માનવો’ એટલે કે ગરીબોને સાકરપાન ન મળે તો ઝેર પીવું–એવો ઉપદેશ તો જૈનમાં કેમ
હોય? એવો વિપરીત ઉપદેશ તો જૈનમાં હોય જ નહિ. હા, એટલું ખરૂં કે જો ગરીબોને પૂરતી સાકર ન મળે તો
જેટલી લઈ શકાય તેટલી પણ સાકર લ્યે, પરંતુ કાંઈ સાકરને બદલે ઝેર તો ગરીબ પણ ન જ લ્યે, તેમ આ કાળે
પુરુષાર્થની નબળાઈમાં સ્થિરતારૂપ પૂર્ણ ધર્મ ન થાય તો પણ શ્રદ્ધારૂપ ધર્મ તો જરૂર થઈ શકે છે; પૂર્ણ ધર્મની
પ્રગટતાના અભાવમાં પણ અધર્મનું સેવન કરવાનું તો કેમ કહેવાય? એમ તો ન જ કહેવાય. હા, એટલું ખરૂં છે
કે પૂર્ણ ધર્મ ન થાય તો ત્યાં પૂર્ણની ભાવના રાખીને જેટલો થાય તેટલો પણ ધર્મ કરે અને અધર્મને હેય જાણે...
અશુભભાવ તો હેય છે જ, અને જ્યાં જ્યાં શુભભાવનું હેયપણું કહેવાય છે ત્યાં ત્યાં ધર્મ દ્રષ્ટિએ વાત છે.
ધર્મ એટલે આત્માનો અવિકારી સ્વભાવ, તેની દ્રષ્ટિએ પુણ્ય (તે વિકાર હોવાથી) હેય છે. પરંતુ પાપની
અપેક્ષાએ પુણ્ય હેય નથી કેમકે પાપમાં તીવ્ર વિકાર છે, પુણ્યમાં મંદ વિકાર છે. પાપથી બચવા માટે સમકિતિ
જીવોને પણ શુભભાવ જ્યારે શુદ્ધસ્વરૂપમાં ન ઠરી શકે ત્યારે, થાય છે, પરંતુ તેમાં તેઓ ધર્મ માનતા નથી;
ઊલટું તેમને તે શુભ વિકાર છોડીને અવિકારી સ્વરૂપની નિરંતર ભાવના હોય છે. તેથી નક્કી થાય છે કે
શુભભાવ કરતાં કરતાં ધર્મ થાય જ નહિ. શુભભાવ જ્ઞાની–અજ્ઞાની બંનેને હોય, પણ જ્ઞાની તેમાં ધર્મ ન માને,
અજ્ઞાની તેમાં ધર્મ માને છે–આ જ મહાન અંતર છે, આ જ દ્રષ્ટિનો ફેર છે.
‘શુભ ભાવ હેય છે’ એ કથનનો એવો અર્થ નથી કે શુભભાવથી છૂટીને અશુભભાવમાં જોડાવું, પણ
અશુભ શુભ બંનેથી છૂટીને સ્વભાવમાં એકાગ્રતા કરવા માટે તે કથન છે. માત્ર પાપથી બચવા માટે પુણ્ય ભાવ છે
છતાં તેને બદલે પુણ્ય ભાવથી ધર્મ માનીને તેને આદરણીય માને તો તેણે પુણ્યના અને ધર્મના વાસ્તવિક સ્વરૂપને
જાણ્યું નથી. જ્યાં પુણ્ય અને ધર્મના વાસ્તવિક સ્વરૂપનું પણ ભાન ન હોય ત્યાં ધર્મ તો થાય જ ક્યાંથી?