Atmadharma magazine - Ank 240
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 25
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૦
સળંગ અંક ૨૪૦
Version History
Version
Number Date Changes
001 Apr 2004 First electronic version.

PDF/HTML Page 2 of 25
single page version

background image
[વર્ષ: ૨૦ અંક ૧૨ મો]
તંત્રી: જગજીવન બાઉચંદ દોશી
ભાદરવા વદ પાચમના રોજ ઉદઘાટન પ્રસંગે સ્વાધ્યાય ભવનમાં
સીમંધરભગવાન ગંધકૂટિસહિત પધાર્યા તે વખતું દ્રશ્ય
(૨૪૦)

PDF/HTML Page 3 of 25
single page version

background image
સ્વાધ્યાય ભવનમાં પ્રવચન કરતાં ગુરુદેવ કહે છે કે:... “કેવળજ્ઞાનનો ઝંડો
ફરકી રહ્યો છે. કેવળજ્ઞાનનો ઝંડો ફરકાવતાં ફરકાવતાં અલ્પકાળે મોક્ષમાં જશું.
શ્રોતાજનો હર્ષપૂર્વક અમીવર્ષા ઝીલી રહ્યા છે.

PDF/HTML Page 4 of 25
single page version

background image
આસો: ૨૪૮૯ : ૩ :
તીર્થંકરોએ સેવેલો
એક જ માર્ગ
“શુદ્ધાત્મપ્રવૃત્તિરૂપ મોક્ષમાર્ગ
ભાદરવા વદ પાંચમના રોજ સોનગઢમાં ગોગીદેવી આશ્રમમાં નવા
બંધાયેલા “મનકૂલા સ્વાધ્યાય ભવન” ના ઉદ્ઘાટન પ્રસંગે તે સ્વાધ્યાય
ભવનમાં પધારીને પ્રવચનસાર ગા. ૧૯૯ તથા ૨૦૦ ઉપર પ્રવચન કરતાં પૂ.
ગુરુદેવે પ્રમોદથી કહ્યું કે અહો, મોક્ષમાર્ગની ઉત્તમ ગાથા આવી છે. આચાર્યદેવ
માર્ગના પ્રમોદથી નિઃશંકપણે કહે છે કે તીર્થંકરોએ સેવેલો માર્ગ અમે
અવધારિત કર્યો છે ને કૃત્ય કરાય છે. ક્ષણે ક્ષણે અમે મોક્ષને સાધી રહ્યા છીએ.
વાહ! આચાર્યભગવાન અને સન્તો કહે છે કે અમે અંતરમાં આવા શુદ્ધાત્માનો
અનુભવ કરીને મોક્ષમાર્ગ નિર્ધારિત કર્યો છે ને તેમાં અમે પ્રવૃત્તિ કરી જ રહ્યા
છીએ. –અમારો આત્મા ઉલ્લસિત થઈને શુદ્ધાત્મપરિણતિમાં પરિણમી રહ્યો છે,
ને મોક્ષને સાધી રહ્યો છે. અમારો કેવળજ્ઞાનનો ધ્વજ ફરકી રહ્યો છે.
કેવળજ્ઞાનનો ઝંડો ફરકાવતા અલ્પકાળે અમે મોક્ષમાં જશું.

મોક્ષમાર્ગ કેવો છે? ને મોક્ષમાર્ગને પ્રાપ્ત કરીને તીર્થંકરો સિદ્ધપદ કઈ રીતે પામ્યા? તે વાત
આચાર્યદેવ આ ગાથામાં કહે છે–
શ્રમણો જિનો તિર્થંકરો આ રીત સેવી માર્ગને
સિદ્ધિ વર્યા; નમું તેમને, નિર્વાણના તે ભાગ ને. (૧૯૯)
તીર્થંકરભગવંતો, કેવળીભગવંતો કે બીજા અચરમ શરીરી એકાવતારી સન્તો, તે બધાયે કેવો
મોક્ષમાર્ગ પ્રાપ્ત કર્યો? કે શુદ્ધાત્મતત્ત્વમાં પ્રવૃત્તિરૂપ મોક્ષમાર્ગ એક જ છે, તે એક જ વિધિથી
મોક્ષમાર્ગને સાધીને બધા જીવો સિદ્ધપદને પામ્યા ને પામશે. વિદેહક્ષેત્રમાં અત્યારે સીમંધરભગવાન
વગેરે ૨૦ તીર્થંકરો બિરાજે છે, બીજા લાખો કેવળીભગવંતો બિરાજે છે, તે બધાય ચરમશરીરી
ભગવંતો અને કુંદકુંદાચાર્યદેવ વગેરે સન્તો જેઓ એક ભવે મોક્ષ પામશે– એવા અચરમશરીરી
ભગવંતો, તે બધાયે શુદ્ધાત્મતત્ત્વમાં પ્રવત્તિરૂપ એક જ વિધિથી મોક્ષના માર્ગને સાધ્યો. શુદ્ધાત્માની
સન્મુખ થતાં નિર્વિકલ્પ વીતરાગી પર્યાય ઉત્પન્ન થાય, અશુદ્ધતાનો વ્યય થાય ને શુદ્ધાત્માની ધ્રુવતા
રહે–આવા ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્યાત્મક મોક્ષમાર્ગ છે. અત્યારસુધીમાં અનંતા સિદ્ધ થયા, –કેટલા? કે છ
મહિના ને આઠ સમયમાં કૂલ છસો ને આઠ જીવો અઢી દ્વીપમાંથી મોક્ષે જાય

PDF/HTML Page 5 of 25
single page version

background image
: ૪ : આત્મધર્મ: ૨૪૦
છે, ઓછા નહિ ને વધારે પણ નથી; એવા અનંતા છ મહિના વીતી ગયા તેમાં અનંતા છ મહિના વીતી
ગયા તેમાં અનંતા ૬૦૮ જીવો મોક્ષ પામ્યા. જગતમાં સમ્યગ્દ્રષ્ટિ અસંખ્યાતા છે, મનુષ્યમાં તો સંખ્યાતા
જ સમ્યગ્દ્રષ્ટિ છે, પણ બીજી ત્રણે ગતિમાં અસંખ્યાતા સમ્યગ્દ્રષ્ટિ છે. જગતના જે કોઈ જીવોએ
સિદ્ધપદને સાધ્યું કે હવે સાધી રહ્યા છે ને ભવિષ્યમાં સાધશે તે બધાય મુમુક્ષુ જીવો શુદ્ધાત્મામાં
પ્રવૃત્તિરૂપ મોક્ષમાર્ગને પામીને જ મોક્ષ પામ્યા છે–પામે છે–પામશે. આચાર્યદેવ પ્રમોદથી કહે છે કે અહો,
આવા શુદ્ધ મોક્ષમાર્ગને નમસ્કાર હો... તે માર્ગને સાધનારા ભગવંતોને નમસ્કાર હો.
જુઓ, આજના મંગળદિને આ મોક્ષમાર્ગની અપૂર્વ વાત! એક જ મોક્ષમાર્ગ છે, બીજો માર્ગ
નથી. શુદ્ધાત્મપ્રવૃત્તિ જ મોક્ષમાર્ગ છે, ને રાગ તે મોક્ષમાર્ગ નથી. સ્વાલંબી પર્યાય જ મોક્ષમાર્ગ છે ને
પરાલંબી પર્યાય મોક્ષમાર્ગ નથી. શુદ્ધઆત્મામાં પ્રવૃત્તિ તે જ મોક્ષમાર્ગ છે, ને પરદ્રવ્યમાં પ્રવૃત્તિ તે
મોક્ષમાર્ગ નથી. અહો, આવો એક જ મોક્ષમાર્ગ છે. આવો માર્ગ તીર્થંકરોએ પોતે સાધ્યો, તેઓ
સમવસરણમાં આ જ માર્ગ કહી રહ્યા છે, ગણધરો તે ઝીલી રહ્યા છે, સન્તો તે સેવી રહ્યા છે ને ઈંદ્રો તે
આદરી રહ્યા છે. મોક્ષને માટે મુમુક્ષુને આ એક જ માર્ગ છે.
વિશેષ વિસ્તારથી બસ થાઓ... અમે આવા મોક્ષમાર્ગમાં પ્રવર્તીએ છીએ... માર્ગનો નિર્ણય
કર્યો છે ને કાર્ય સધાય છે. આ રીતે સ્વયં શુદ્ધાત્મામાં પ્રવર્તતા થકા આચાર્યદેવ સિદ્ધોને
ભાવનમસ્કાર કરે છે. કેવો છે આ ભાવ નમસ્કાર? જેમાં ભાવ્ય ને ભાવકનો ભેદ નથી,
પરસન્મુખતા નથી, વિકલ્પ નથી, અંતરમાં પોતે જ સ્વયં શુદ્ધાત્મામાં પ્રવર્તે છે, એ જ
શુદ્ધાત્મપ્રવૃત્તિરૂપ મોક્ષમાર્ગને અભેદ નમસ્કાર છે. અહો, આચાર્યદેવ માર્ગના પ્રમોદથી નિઃશંકપણે
કહે છે કે તીર્થંકરોએ સેવેલો માર્ગ અમે અવધારિત કર્યો છે... કૃત્ય કરાય છે... અર્થાત્ અમે ક્ષણે
ક્ષણે મોક્ષને સાધી રહ્યા છીએ. અહો, મોક્ષમાર્ગની ઉત્તમ ગાથા આવી છે. આચાર્યભગવાન અને
સન્તો કહે છે કે અમે અંતરમાં આવા શુદ્ધાત્માનો અનુભવ કરીને મોક્ષમાર્ગ નિર્ધારિત કર્યો છે ને
તેમાં અમે પ્રવૃત્તિ કરી જ રહ્યા છીએ. અમારો આત્મા ઉલ્લસિત થઈને શુદ્ધાત્મપરિણતિમાં
પરિણમી રહ્યો છે,
ને મોક્ષને સાધી રહ્યો છે. આવા મોક્ષમાર્ગમાં અમે નિશ્ચિંત છીએ, નિઃશંક
છીએ. કોઈ બીજાને પૂછવા જવું પડે એવી શંકા નથી. વિકલ્પ વચ્ચે જરાક આવે પણ પણ તે
અમારા અનુભવનો વિષય નથી, તેમાં અમારી પ્રવૃત્તિ નથી, અમે તો શુદ્ધાત્મ પ્રવૃત્તિરૂપ માર્ગને જ
એકને જ અવધારિત કર્યો છે, અને ભગવંતોએ પણ આ જ માર્ગ સાધ્યો હતો એમ અમારા
સ્વાનુભવની નિઃશંકતાથી અમે જાણીએ છીએ. આવા માર્ગને સાધીને અમે પણ મોક્ષમાં ચાલ્યા જશું.
હવે આ જ્ઞેયતત્ત્વનો અધિકાર પૂર્ણ કરતાં છેલ્લી ગાથામાં આચાર્યદેવ પ્રતિજ્ઞાનું નિર્વહન કરેછે,
–શરૂઆતના મંગલાચરણમાં (પાંચ ગાથામાં) પ્રતિજ્ઞા કરી હતી કે વીતરાગભાવરૂપ સામ્યને,
નિર્વિકલ્પ ઉપયોગને, –શુદ્ધોપયોગને, હું અંગીકાર કરું છું; તે પ્રતિજ્ઞા, અહીં મોક્ષમાર્ગભૂત
શુદ્ધાત્મપ્રવૃત્તિરૂપ પોતે પરિણમીને આચાર્યદેવ પૂરી કરે છે–
એ રીત તેથી આત્મને જ્ઞાયક સ્વભાવ જાણીને
નિર્મમપણે રહી સ્થિત આ પરિવર્જું છુંહું મમત્વને (૨૦૦)
સર્વજ્ઞ ભગવાનની દિવ્યધ્વનિનો સાર શું? કે શુદ્ધપયોગરૂપ મોક્ષમાર્ગ તે જ દિવ્યધ્વનિનો સાર
છે. અહો, આ તો ર્સ્વજ્ઞ પરમાત્માએ સેવેલો આત્મસ્વભાવનો માર્ગ છે. આત્મા જ્ઞાયકસ્વભાવી છે, –
સ્વભાવથી આત્મા જ્ઞાયક જ છે–એમ જાણીને, અનુભવીને નિર્મમત્વમાં સ્થિત રહીને એટલે કે
શુદ્ધાત્મામાં સ્થિત રહીને, મમત્વને છોડે છે, –આ સાક્ષાત્ મોક્ષ–

PDF/HTML Page 6 of 25
single page version

background image
આસો: ૨૪૮૯ : પ :
માર્ગ છે.
જુઓ, હવે ટીકા કેટલી સરસ છે!
હું આ મોક્ષાધિકારી, જ્ઞાયકસ્વભાવી આત્મતત્ત્વના પરિજ્ઞાનપૂર્વક, મમત્વના ત્યાગરૂપ અને
નિર્મમત્વના ગ્રહણરૂપ વિધિ વડે સર્વ આરંભથી (ઉદ્યમથી) શુદ્ધાત્મામાં પ્રવર્તું છું, કારણ કે અન્ય
કૃત્યનો અભાવ છે. શુદ્ધાત્મામાં પ્રવૃત્તિ સિવાય બીજા કાર્યનો મારામાં અભાવ છે.
આચાર્યદેવ કહે છે કે હું મોક્ષનો અધિકારી છું, સંસારની ચારે ગતિના હવે નદાવા કર્યા છે.
વડોદરાના સયાજીરાવ ગાયકવાડ પહેલાં ઘેટાબકરા ચરાવતા હતા તેને બોલાવીને રાણીએ પૂછયું કે કેમ
આવ્યા છો? તો તેણે કહ્યું કે રાજ્ય ચલાવવા આવ્યો છું; હું રાજ્યનો અધિકારી છું. તેણે પુણ્યના જોરે તેમ
કહ્યું તેમ અહીં પવિત્રતાના જોરે સાધકસન્તો કહે છે કે હું મોક્ષનો અધિકારી છું, કેવળજ્ઞાનનું સામ્રાજ્ય
લેવા આવ્યો છું. તેને પોતાની પવિત્રતાનો વિશ્વાસ છે. અંદરથી પવિત્રતા પ્રગટી ત્યાં ભાન થયું કે અહે
અમે હવે સંસારમાં ડુબવાના નથી, અમે તો અલ્પકાળમાં મોક્ષ પામવાના જ અધિકારી છીએ. સો માંથી
૯૮ વહાણ ડુબે ને બે તરે ત્યાં પુણ્યવંતને વિશ્વાસ છે કે મારા વહાણ ન ડુબે... તેમ સાધક ધર્માત્માને
પોતાની પવિત્ર પરિણતિના જોરે વિશ્વાસ છે કે મારો આત્મા મોક્ષનો અધિકારી છે, ભવનો ભાવ મારા
જ્ઞાયકસ્વભાવમાં નથી. હું તો જ્ઞાયક ભાવ જ છું–એમ મે જાણ્યું છે ને હવે સર્વ ઉદ્યમથી તેમાં જ હું પ્રવર્તું
છું. હવે અમારા વહાણ સંસારમાં ડુબે નહિ, અમે મોક્ષને સાધી રહયા છીએ. અમારા જ્ઞાયકસ્વભાવી
આત્મા સિવાય અન્ય પદાર્થોમાં સર્વત્ર અમને નિર્મમત્વ જ છે. શુદ્ધાત્માના જ્ઞાનપૂર્વક મમત્વનો ત્યાગ
થાય છે, આવા માર્ગવડે મોહને ઉખેડીને શુદ્ધાત્માને અત્યંત નિષ્કંપપણે પ્રાપ્ત કરું છું. અમારો કેવળજ્ઞાનનો
ધ્વજ ફરકી રહ્યો છે. કેવળજ્ઞાનનો ઝંડો ફરકાવતા અલ્પકાળે અમે મોક્ષમાં જશુ.
મુમુક્ષુને આત્મશુદ્ધિ ધ્યાન વડે થાય છે ને તે ધ્યાન તેને મતિશ્રુતજ્ઞાન દ્વારા થાય છે.
મતિશ્રુતજ્ઞાન પરોક્ષ છે કે પ્રત્યક્ષ છે?
બાહ્યપદાર્થોને જાણવામાં મતિ–શ્રુતજ્ઞાન પરોક્ષ છે, અને અંર્તમુખ સ્વસંવેદનમાં તે
મતિશ્રુતજ્ઞાન પ્રત્યક્ષ છે, તેમાં ઈંદ્રિયનું અવલંબનન છૂટી ગયું છે.
જ્ઞાનપર્યાય અંદરમાં વળીને એકાગ્ર થઈ ત્યાં ઉપયોગની સ્વદ્રવ્યમાં પ્રવૃત્તિ થઈ, ને
પરદ્રવ્યપ્રવૃત્તિરૂપ મોહ છૂટયો. આવો સ્વદ્રવ્યમાં એકાગ્ર ઉપયોગ તે ધ્યાન છે. આવું ધ્યાન શુદ્ધ છે,
અનાકુળ છે, તેમાં અન્ય દ્રવ્ય સાથે સંપર્કનો અભાવ હોવાથી અશુદ્ધતાનો અભાવ છે. આવી જે
ધ્યાનપરિણતિ છે તે આત્માથી અનન્ય (એકમેક અભેદ) હોવાથી આત્માથી જુદી નથી, તેમાં એકલા
સ્વદ્રવ્યનું જ સંચેતન હોવાથી શુદ્ધતા છે. આવું ધ્યાન ચોથા ગુણસ્થાને પણ હોય છે. અંતરના મનન–
વિચાર વગર આ વાતનો પત્તો ખાતો નથી. અરે જીવો! એકલા આત્માને દેખો.. એનું અવલોકન
કરો... અંતરમાં ઉપયોગને વાળીને સ્વદ્રવ્યને લક્ષમાં લ્યો... ઉપયોગવડે આત્માનું અવલોકન થતાં
જ્ઞાતા–જ્ઞાન–જ્ઞેય એ ત્રણેનું એકાકારપણું થયું તે જ ધ્યાન છે. તે ધ્યાન વખતે પર્યાય છે તો ખરી, પણ
તે આત્મા સાથે એકાકાર અભેદ પરિણમેલી છે. અંતરની સમજણમાં આ વાત લઈને તેનો્ર પ્રયોગ કરે
તો ધ્યાન થાય. કેવળજ્ઞાન આવા ધ્યાનથી પ્રગટે છે, મુનિદશા પણ આવા ધ્યાનથી પ્રગટે છે ને
સમ્યગ્દર્શનપણુ આવા ધ્યાનથી જ પ્રગટે છે. આવું ધ્યાન તે જ અમારી સાચી સંપત્તિ છે.
–પ્રવચનસાર પ્રવચનમાંથી.

PDF/HTML Page 7 of 25
single page version

background image
: ૬ : આત્મધર્મ: ૨૪૦
જીવે છે તે જ્ઞાનમય છે
દેહમય કે રાગમય નથી.
(સમયસાર કળશ ૩૮–૪૦ તથા
ગાથા ૬૭–૬૮ ઉપરનાં પ્રવચનોમાંથી)

આત્મા જ્ઞાનમય છે, તેના બધા ભાવો જ્ઞાનમય જ છે; પુદ્ગલથી રચાયેલા દેહાદિ કે
રાગાદિ ભાવો તે ખરેખર આત્મા નથી; તે દેહાદિને કે રાગાદિને આત્મા કહેવો તે તો ‘ઘીનો
ઘડો’ કહેવા જેવો વ્યવહાર છે. પુદ્ગલથી બનેલા ભાવો પુદ્ગલ જ હોય, જીવ ન હોય; તેમ
જીવથી રચાયેલા ભાવો જીવ જ હોય, અજીવ ન હોય. જીવના ભાવો તો જ્ઞાનમય છે, તે જીવથી
જુદા નથી. જેમ જગતમાં સોનાનાં બનેલા મ્યાનને લોકો સોનાનું જ દેખે છે, કોઈ રીતે તે
સોનાના મ્યાનને તરવારરૂપે દેખતા નથી. તલવારનું મ્યાન–એમ કહેવા છતાં લોકો જાણે છે કે
તલવાર તો લોઢાની છે ને મ્યાન તો સોનાનું છે, એટલે ખરેખર મ્યાન તલવારનું નથી, મ્યાન
તો સોનાનું જ છે. તેમ વ્યવહારકથનમાં પંચેન્દ્રિયજીવ, દેવનો જીવ, રાગી જીવ, ક્રોધીજીવ–એમ
કહેવામાં આવે છે ત્યાં જ્ઞાની તો સમજે છે કે પરમાર્થે જીવ તો જ્ઞાનમય જ છે, કાંઈ ઈંદ્રિયમય કે
રાગમય નથી. ઈંદ્રિયો અને રાગાદિ ભાવો તો જ્ઞાનસ્વભાવથી જુદા છે. ઈંદ્રિયો કાંઈ જીવથી
બનેલી નથી, તે તો પુદ્ગલથી બનેલી છે, તેથી તે પુદ્ગલ જ છે, જીવ નથી. તેમ જ રાગાદિ
ભાવો પણ જીવના સ્વભાવમાંથી થયેલા નથી તેથી પરમાર્થે તે જીવ નથી; પણ પુદ્ગલના જ
આશ્રયે થયેલા છે તે પરમાર્થે પુદ્ગલના જ છે. જીવના ભાવ ખરેખર હોય તે જીવથી કદી જુદા
ન પડે. –આમ જીવ–અજીવની અત્યંત ભિન્નતા ઓળખાવીને, અને રાગથી પાર જીવનું પરમાર્થ
સ્વરૂપ જ્ઞાનમય છે–તે ઓળખાવીને આચાર્યદેવ કહે છે કે અહો, જ્ઞાનીજનો! તમે આવા
પરમાર્થસ્વરૂપ જીવને જાણો. વર્ણાદિકને અને રાગાદિકને જીવથી ભિન્ન જાણો. જીવ તો સદાય
જ્ઞાનમય છે–એમ અનુભવો. જ્ઞાનીધર્માત્મા તો આવા આત્માને અનુભવે જ છે, પણ તેમનું નામ
લઈને બીજા જીવોને પણ આચાર્યદેવે પ્રેરણા કરી છે કે જ્ઞાનીઓની જેમ તમે પણ આવા
આત્માનો અનુભવ કરો.
આત્મા દેહથી ને રાગથી ભિન્ન જ્ઞાનમય જ છે; પરંતુ જેને એવો જ્ઞાનમય આત્મા પ્રસિદ્ધ નથી,
જે જ્ઞાનમય આત્માને ઓળખતો નથી તેને સમજાવવા પંચેન્દ્રિયજીવ, રાગી જીવ એમ વ્યવહાર કરવામાં
આવે છે, પણ ખરેખર તેમાં ઈંદ્રિયો કે રાગ તે જીવ નથી, જીવ તો જ્ઞાનમય જ છે એમ ઓળખાણ કરે
તો જ જીવની ખરી ઓળખાણ થાય છે. જેમ ઘડો તો માટીનો જ છે, કાંઈ ઘીનો નથી. પણ જેને ઘીના
સંબંધ વગરનો માટીનો ઘડો પ્રસિદ્ધ નથી તેને સમજાવવા “ઘીનો ઘડો” એવો ઉપચાર કરવામાં આવે
છે, ખરેખર ઘડો ઘીનો નથી પણ માટીનો જ છે. તેમ શુદ્ધજ્ઞાનમય જીવને લોકો જાણતા નથી ને
‘અશુદ્ધજીવ’ જ તેમને પ્રસિદ્ધ છે, તેથી તેમને સમજાવવા એમ કહેવામાં આવે છે કે જે આ વર્ણાદિમાન
જીવ છે તે ખરે–

PDF/HTML Page 8 of 25
single page version

background image
આસો: ૨૪૮૯ : ૭ :
ખર વર્ણાદિમય નથી પણ જ્ઞાનમય છે. આરીતે વ્યવહારનયે જીવને શરીરવાળો ને રાગવાળો કહ્યો તેમાં
શરીર અને રાગનું પૃથક્કરણ કરીને, તેમનાથી જુદા જ્ઞાનમય જીવને ઓળખવો તે પરમાર્થ છે. આવા
પરમાર્થસ્વરૂપ જીવની ઓળખાણ વગર સમ્યગ્દર્શન થાય નહિ ને સમ્યગ્દર્શન વગર જન્મ–મરણનો
અંત આવે નહિ.
અરે, અનાદિથી પોતાના વાસ્તવિક સ્વરૂપને જાણ્યા વગર દેહાદિમાં જ પોતાનું અસ્તિત્વ
માનીને જીવ એક પછી એક દેહ બદલાવતો બદલાવતો ચાર ગતિમાં પરિભ્રમણ કરી રહ્યો છે. અહો,
ચૈતન્યમય મહા સત્, એવા સ્વતત્ત્વ તરફ જીવે દ્રષ્ટિ પણ કદી કરી નથી, ને પરદ્રવ્યમાં ‘આ મારાં, આ
મારા’ એવી દ્રષ્ટિ કરીને ત્યાં જ ઉપયોગને ચોંટાડયો છે. અહીં તો્ર કહે છે કે, દેહાદિતો પુદ્ગલની રચના
છે જ, અને જે રાગાદિ પરભાવો છે તે પણ ખરેખર શુદ્ધ ચૈતન્યની ઉપજ નથી પણ મોહકર્મના જોડાણ
તરફની ઉપજ છે તેથી તેને પણ પુદ્ગલમય કહીને, શુદ્ધ જીવસ્વભાવની દ્રષ્ટિ કરાવી છે.
દેહ તો જડ છે, તેના શ્વાસ વગેરેની ક્રિયા ચૈતન્યના હાથમાં નથી; રાગાદિ ભાવો જો કે જીવની
જ અવસ્થામાં થાય છે પરંતુ તે જીવનો મૂળ સ્વભાવભાવ નથી, જીવના સ્વભાવની સન્મુખતાથી તે
રાગની ઉત્પત્તિ થતી નથી, ને તે રાગ સાથે જીવના સ્વભાવની તન્મયતા નથી, માટે ખરેખર તે રાગ
પણ અચેતન છે; રાગી જીવ–એમ કહેતાં ખરેખર જીવ રાગમય નથી, જીવ તો જ્ઞાનમય છે–એમ
ઓળખાણ કરે, તો તેણે જીવતાં જ દેહને જુદો જાણી લીધો છે તેથી મરણ સમયે તેને સમાધિમરણ થાય
છે.
જુઓ, આ સમાધિમરણ કરીને ભવનો અંત કરવાની રીત! જેણે દેહથી ભિન્ન, અને
અસમાધિના ભાવોથી પણ ભિન્ન એવા જીવને જાણ્યો હોય તેને જ જીવસ્વભાવના આશ્રયે સમાધિ
થાય. ભેદજ્ઞાન વગર કદી સમાધિ થાય નહિ. જ્ઞાની–ધર્માત્માને દેહથી ભિન્ન ચૈતન્યના વેદનમાં સદાય
સમાધિમાવ જ વર્તે છે.
ત્રિકાળી ટકતા ચૈતન્યતત્ત્વ ઉપર જેની દ્રષ્ટિ ગઈ તેને દેહાદિના ક્ષણિક સંયોગની દ્રષ્ટિ ન રહી,
એટલે દેહ છૂટતાં મારો નાશ થશે. એવી અસમાધિ તેને થતી નથી. અજ્ઞાની ભલે “શુદ્ધોહં–
નિર્વિકલ્પોહં” એમ ગોખતાં ગોખતાં દેહ છોડે પણ તેની દ્રષ્ટિમાં તો દેહની ને રાગની જ પક્કડ વર્તે છે,
–નિર્વિકલ્પતા છે જ નહિ; વિકલ્પથી જુદું જીવતત્ત્વ જેણે જાણ્યું જ નથી તેને નિર્વિકલ્પતા કેવી? જ્ઞાની
તો અંતમુર્ખ થઈને શુદ્ધ જ્ઞાનમયતત્ત્વને વેદે છે, તે વેદનમાં વિકલ્પનોય અભાવ છે તેથી તેને
‘નિર્વિકલ્પોહ’ એવું સાક્ષાત્ પરિણમન થયા કરે છે.
આત્મા ચૈતન્યમય છે, ચૈતન્યમાંથી ચૈતન્યભાવની જ ઉત્પત્તિ થાય, ચૈતન્યભાવની જ ઉત્પત્તિ
થાય, –ચૈતન્યમાંથી રાગની ઉત્પત્તિ ન થાય; માટે ચૈતન્યભાવથી ભિન્ન જે કોઈ ભાવો હોય તે ખરેખર
ચેતનના નથી, અને ચેતનના નથી માટે તેને જડના જ કહયા. જુઓ, આવા ચૈતન્યસ્વભાવની શ્રદ્ધ–
જ્ઞાન–અનુભૂતિ કરવી તે મોક્ષાર્થીએ નિયમથી કર્તવ્ય છે. શુદ્ધ ચૈતન્યમય ભાવોને જ જીવ કહ્યો, અને
રાગાદિને જીવ ન કહ્યો, એટલે ખરેખર પરમાર્થ જીવને જ જીવ કહ્યો, ને વ્યવહાર જીવને જીવ ન કહ્યો.
જ્ઞાનીઓ સ્વસંવેદનથી જીવને ચૈતન્યસ્વભાવપણે જ અનુભવે છે, રાગપણે–કે ભેદપણે અનુભવતા
નથી. મોહ અને જોગથી ઉત્પન્ન થયેલા જે ગુણસ્થાનભેદો તે એકરૂપ જીવસ્વભાવમાં નથી, જીવસ્વભાવ
તો ચૈતન્યસ્વભાવથી જ સદાય વ્યાપ્ત છે, –એમ આગમથી પણ પ્રસિદ્ધ છે; જ્ઞાનીઓ એકરૂપ
ચૈતન્યસ્વભાવને ભેદથી ભિન્નપણે સદાય અનુભવે છે. પર્યાયમાં જે ભેદ–વિકાર છે તે ચૈતન્યસ્વભાવમાં
વ્યાપ્ત નથી. આવા ચૈતન્યસ્વભાવને ભેદજ્ઞાનીઓ સ્વયં અનુભવે છે. અને આવા આત્માના
અનુભવથી જ અપૂર્વ ભેદજ્ઞાન થાય છે.

PDF/HTML Page 9 of 25
single page version

background image
: ૮ : આત્મધર્મ: ૨૪૦
અહો, આ મનુષ્યભવ પામીને આ જ કરવા જેવું છે. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ જે સમ્યક્
આચરણ તે જ મોક્ષનું કારણ છે, માટે તે જ કર્તવ્ય છે, એનાથી વિરુદ્ધ આચરણ કર્તવ્ય નથી. ચૈતન્યનું
જેમાં પ્રકાશન હોય એવો ચૈતન્યભાવ તે જ ચૈતન્યનું આચરણ છે, રાગમાં ચૈતન્યનું પ્રકાશન નથી, તે
રાગ ખરેખર ચૈતન્યનું આચરણ નથી. જ્ઞાની પોતાના ચૈતન્યભાવને રાગથી જુદો જ અનુભવે છે.
અહા, સંતોએ પોતાના અનુભવને આગમમાં ઊતાર્યો છે. અલ્પકાળમાં કેવળજ્ઞાન લેનારા સંતોએ
કેવળી જેવા કામ કર્યા છે. અંદરની દ્રષ્ટિ અને અનુભવની તો ઘણી જ નિર્મળતા, અને તે ઉપરાંત એ
અનુભવને શાસ્ત્રમાં ઉતરાવાની અગાધ ક્ષયોપશમ શક્તિ! એકદમ સ્પષ્ટ વસ્તુસ્થિતિ સ્વાનુભવથી,
યુક્તિથી ને આગમથી બતાવી દીધી છે.
આચાર્યદેવ કહે છે કે અંદરના સ્વસંવેદનમાં જે ચૈતન્યપણે અત્યંત ચકચકાટ પ્રકાશી રહ્યો
છે તે જ જીવ છે. ચૈતન્યલક્ષણવડે તે જીવ રાગથી ને દેહથી ભિન્નપણે અત્યંત સ્પષ્ટ પ્રકાશી રહયો
છે. અહો જીવો! તમે તેનું જ અવલંબન કરીને શુદ્ધ જીવને અનુભવો. રાગના અવલંબનવડે કે
ઈંદ્રિયોના આલંબન વડે શુદ્ધ જીવ અનુભવમાં આવતો નથી, ચૈતન્યલક્ષણના અવલંબન વડે જ
શુદ્ધ જીવ અનુભવમાં આવે છે. આમ કરવાથી જ શુદ્ધ જીવના યથાર્થ સ્વરૂપનું ગ્રહણ થાય છે.
શુદ્ધ જીવતત્ત્વને જાણ્યા વિના ભગવાન અર્હંતની ભક્તિ કરે, કે નવતત્ત્વોના ભેદને જાણે
કે શાસ્ત્રો ભણે તો તેનું ફળ પુણ્ય અને સ્વર્ગનો કલેશ છે, તેમાં આત્માની શાંતિ મળતી નથી.
ભગવાનની ભક્તિ વગેરે ભાવો સમકિતીનેય હોય, પણ તેની દ્રષ્ટિ અને રુચિ શુદ્ધ ચૈતન્યતત્ત્વ
ઉપર છે; ભક્તિનો જે રાગ થયો તે રાગમય જીવ છે–એમ જ્ઞાની માનતા નથી, પણ તે રાગથી
ભિન્ન જ્ઞાનમય જીવ છે–એમ જ્ઞાની અનુભવે છે. અંદરના વીતરાગી ચિદાનંદસ્વભાવનો ઉત્કૃષ્ટ
મહિમા ન આવે ને વચ્ચે ક્યાંય શુભરાગ વગેરેનો મહિમા આવી જાય–તો તે જીવ આત્માને
રાગમય માનનારો છે, રાગથી જુદા ચૈતન્યસ્વભાવને તે જાણતો નથી. તેને ઓળખાવે છે કે
ભાઈ! આત્મા તો ચૈતન્યલક્ષણમય છે. રાગ કાંઈ તેનું લક્ષણ નથી. ચૈતન્યલક્ષણદ્વારા આત્મા
રાગથી જુદો લક્ષિત થાય છે. માટે ચૈતન્ય અને રાગને જુદા જાણીને, ચૈતન્યનું જ અવલંબન
કરો ને રાગનું અવલંબન છોડો.
અહા, આવા સ્પષ્ટ ચૈતન્યલક્ષણવડે આત્માને સર્વે અજીવથી જુદો બતાવ્યો રાગથી પણ
જુદો બતાવ્યો, આમ સ્પષ્ટ વહેંચણી કરીને શુદ્ધઆત્મા જુદો બતાવ્યો, તેના વિલાસને જ્ઞાનીઓ
અનુભવે છે. આવું સ્પષ્ટ ભેદજ્ઞાન સમજાવવા છતાં અજ્ઞાનીઓને સ્વ–પરની એકતાબુદ્ધિરૂપ તીવ્ર
મોહ કેમ નાચે છે! જો ચૈતન્યલક્ષણ વડે જીવને ઓળખે તો એવો મોહ રહે નહિ. અજ્ઞાની મોહથી
અન્યથા માને તો પણ જીવ તો શુદ્ધજ્ઞાનમય જ છે, તે કાંઈ અન્યથા થતો નથી. માટે હે ભવ્ય
જીવો! તમે મોહને દુર કરીને, ચૈતન્યલક્ષણદ્વારા શુદ્ધ જીવસ્વરૂપનો અનુભવ કરો.

PDF/HTML Page 10 of 25
single page version

background image
આસો: ૨૪૮૯ : ૯ :
સમ્યક્ત્વના
ઉપાયસૂચક
પ્રશ્નોત્તર
(શ્રી પ્રવચનસાર ગા. ૮૦ ના પ્રવચનોમાંથી)
પ્રશ્ન:– જીવે અનાદિકાળથી શું પ્રાપ્ત નથી કર્યું?
ઉત્તર:– જીવે અનાદિકાળથી સમ્યગ્દર્શન પ્રાપ્ત નથીં કર્યું.
પ્રશ્ન:– તે સમ્યગ્દર્શન કેમ થાય?
ઉત્તર:– અરિહંત ભગવાન જેવા પોતાના શુદ્ધ આત્માને જાણવાથી સમ્યગ્દર્શન થાય છે.
પ્રશ્ન:– આત્માને જાણે તો જ અરિહંતને યથાર્થપણે જાણે–એમ ન કહેતાં, ‘અરિહંતને જે જાણે તે
પોતાના આત્માને જાણે’ એમ કેમ કહ્યું?
ઉત્તર:– વાસ્તવિક નિશ્ચયથી તો એમ જ છે કે જે પોતાના આત્માને જાણે છે તે જ અરિહંત–સિદ્ધ
વગેરેને યથાર્થપણે જાણે છે; પરંતુ અહીં આત્માને જાણવાના પ્રયત્નમાં જે જીવ વર્તી રહ્યો છે એવા
જીવને પ્રાથમિક ભૂમિકામાં વિકલ્પ વખતે કેવું ધ્યેય હોય છે તે બતાવ્યું છે; અને એ રીતે પહેલાં ધ્યેયનો
નિર્ણય કરીને પછી અંતર્મુખ થઈને પોતાના આત્માને તેવો જ જાણે છે, એનું નામ સમ્યગ્દર્શન છે. આ
રીતે સમ્યગ્દર્શનના પ્રાથમિક અભ્યાસવાળા જીવની વાતહોવાથી, અને તે જીવ અરિહંતના દ્રવ્ય–ગુણ–
પર્યાયને લક્ષમાં લઈને તેના દ્વારા પોતાના આત્માનો નિશ્ચય કરે છે તેથી, એમ કહ્યું કે ‘જે જીવ
અરિહંતને જાણે છે તે પોતાના આત્માને જાણે છે.’
પ્રશ્ન:– અરિહંતને જાણ્યા વગર આત્મા જાણી શકાય કે નહીં?
ઉત્તર:– ના; ભગવાન અરિહંતદેવ સર્વજ્ઞ છે, તે સર્વજ્ઞના નિર્ણય વગર જ્ઞાનસ્વભાવી આત્માનો
નિર્ણય થઈ શકતો નથી.
પ્રશ્ન:– અરિહંતદેવ તો પર છે, તેનું આપણે શું કામ છે?
ઉત્તર:– અરિહંતદેવ પર છે–એ વાત સાચી, પણ આત્માની પૂર્ણદશા તેમને પ્રગટી ગઈ છે એટલે
તેમનું જ્ઞાન થતાં આ આત્માના પૂર્ણસ્વભાવનું પણ જ્ઞાન થાય છે, કેમકે નિશ્ચયથી જેવો અરિહંતનો
આત્મા છે તેવો જ આ આત્મા છે, તેમાં કાંઈ ફેર નથી. અરિહંતનો નિર્ણય કાંઈ અરિહંતને માટે નથી
કરવો, પણ પોતાના ધ્યેયનો નિર્ણય કરવા જતાં તેમાં અરિ–

PDF/HTML Page 11 of 25
single page version

background image
: ૧૦ : આત્મધર્મ: ૨૪૦
હંતના સ્વરૂપનો નિર્ણય આવી જાય છે. જેને અરિહંતના સ્વરૂપનો નિર્ણય નથી તેને ખરેખર પોતાના
ધ્યેયનો જ નિર્ણય નથી, પોતાના આત્માનો જ નિર્ણય નથી; એટલે તે તો મિથ્યાદ્રષ્ટિ જ છે.
પ્રશ્ન:– અરિહંતને જાણતાં આત્માનું જ્ઞાન કઈ રીતે થાય છે?
ઉત્તર:– સમ્યક્ત્વ સન્મુખી જીવને પહેલાં એવી વિચારણા જાગે છે કે આત્માની પૂર્ણ જ્ઞાન–
આનંદદશાને પામેલો જીવ કેવો હોય? એટલે વિચારદશાથી તે અરિહંતદેવનું સ્વરૂપ ઓળખે છે; તે
સ્વરૂપ ઓળખતાં જ તેને કુદેવાદિનું સેવન તો છૂટી ગયું છે, જ્ઞાન–આનંદસ્વરૂપથી વિપરીત એવા
રાગાદિ ભાવોમાં આદરબુદ્ધિ છૂટીને, સ્વરૂપમાં આદરબુદ્ધિ થઈ છે. અને એ રીતે જ્ઞાનાનંદ સ્વરૂપની
આદરબુદ્ધિના જોરે વિકલ્પભૂમિકાથી જુદો પડીને, અતીન્દ્રિય સ્વભાવની સન્મુખતાથી પોતાના
આત્માને જાણે છે. આ રીતે અંતર્મુખ થઈને જેણે આત્માને જાણ્યો તેણે જ સર્વજ્ઞની ખરી સ્તુતિ કરી,
એટલે તેણે જ કેવળીભગવાનને ખરેખર ઓળખ્યા. (જુઓ, સમયસાર ગા. ૩૧) અરિહંતના
સ્વરૂપની વિચારધારાવડે નિજ સ્વરૂપનો નિર્ણય કરીને જે અંતર્મુખ સ્વરૂપમાં ઝૂકી ગયો તેને આત્માનું
જ્ઞાન થયું. –આ રીતે અરિહંતને જાણતાં, આત્માનું જ્ઞાન થાય છે.
પ્રશ્ન:– સમ્યગ્દ્રષ્ટિ દેડકાંને અરિહંતનો નિર્ણય કઈ રીતે હોય છે?
ઉત્તર:– સમ્યગ્દ્રષ્ટિ દેડકાંને પણ અરિહંતના સ્વરૂપનો નિર્ણય જરૂર થઈ ગયો છે; ‘અરિહંત’
એવા ચાર અક્ષરનું જ્ઞાન કે ભાષા તેને ભલે ન હો, પણ પોતાના અંર્તવેદનમાં અરિહંતના સ્વરૂપનો
નિર્ણય પણ તેને આવી જ ગયો છે. હું જ્ઞાન છું, રાગ કે દેહ હું નથી; અંતરમાં આનંદનું વેદન થાય છે તે
ઉપાદેય છે, રાગનું વેદન તે હેય છે–આમ જ્યાં પોતાના વેદનથી નક્કી કર્યું ત્યાં તે દેડકાને એમ પણ
નક્કી થઈ ગયું કે આવા જ્ઞાન ને આનંદની પૂર્ણદશા ખીલી જાય તે જ મારે ઉપાદેય છે; અરિહંતના
સ્વરૂપથી વિપરીત એવા રાગાદિ મારે ઉપાદેય નથી. આ રીતે અરિહંતનું સ્વરૂપ જેવું છે તેવું તેના
અભિપ્રાયમાં આવી ગયું છે, ને તેનાથી વિપરીત અભિપ્રાયનો તેનેઅભાવ છે.
પ્રશ્ન:– અરિહંતના નિર્ણયમાં ‘તત્ત્વાર્થશ્રદ્ધાન’ કઈ રીતે આવી જાય છે?
ઉત્તર:– અરિહંતભગવાનને પૂર્ણ જ્ઞાન–આનંદ પ્રગટી ગયા છે, રાગાદિ સર્વથા છૂટી ગયા છે;
પહેલાં તેમને પણ રાગાદિ હતા, પણ પછી ભેદજ્ઞાન વડે શુદ્ધ આત્માને જ ઉપાદેય જાણીને, અને
રાગાદિને હેય સમજીને, સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રવડે તેમણે અરિહંતપંદને સાધ્યું; જેણે અરિહંતના
આવા સ્વરૂપનો નિર્ણય કર્યો તેની શ્રદ્ધામાં એમ પણ આવી ગયું કે મારો જીવસ્વભાવ અરિહંત
ભગવાન જેવો છે, તેમને જે પૂર્ણ જ્ઞાનાનંદ દશા પ્રગટી તે જ મારે ઉપાદેય છે એટલે કે મોક્ષતત્ત્વ
ઉપાદેય છે; તેમને જે રાગાદિ છૂટી ગયા તે મારે પણ છોડવા જેવા છે એટલે આસ્રવ–બંધતત્ત્વો હેય છે;
મોક્ષ દશા પ્રગટ કરવાનો ને આસ્રવ–બંધના નાશનો ઉપાય સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર છે તે મારે કરવા
જેવા છે એટલે કે સંવર–નિર્જરા કરવા જેવા છે;–આ પ્રમાણે અરિહંતના નિર્ણયમાં તત્ત્વાર્થશ્રદ્ધાન પણ
સમાયેલું જ છે.
પ્રશ્ન:– પહેલાં આત્માને જાણવો, કે પહેલાં અરિહંતને જાણવા?
ઉત્તર:– બેમાંથી એકનું યથાર્થ જ્ઞાન કરવા જતાં બીજાનું જ્ઞાન પણ થઈ જ જાય છે, કેમકે
પરમાર્થે આત્મા અને અરિહંતના સ્વરૂપમાં કાંઈ ફેરફાર નથી. આત્માનું સ્વરૂપ ન જાણનાર અરિહંતના
સ્વરૂપને પણ નથી જાણતો, અને અરિહંતના વાસ્તવિક સ્વરૂપને

PDF/HTML Page 12 of 25
single page version

background image
આસો: ૨૪૮૯ : ૧૧ :
(દ્રવ્ય–ગુણ–પર્યાયથી) જાણનાર પોતાના આત્માને પણ જરૂર જાણે જ છે. આ રીતે અરિહંતના
સ્વરૂપનું જ્ઞાન અને પોતાના આત્માનું જ્ઞાન એ બંનેની સંધિ સમજવી.
પ્રશ્ન:– આત્માની પ્રાપ્તિનો ઉપાય શું છે?
ઉત્તર:– આત્મઅનુભૂતિરૂપ સમ્યગ્દર્શનવડે, અનંતકાળમાં પૂર્વે નહિ થયેલી એવી આત્મપ્રાપ્તિ
થાય છે.
પ્રશ્ન:– તે શુદ્ધાત્મઅનુભૂતિ માટે શું કરવું જોઈએ?
ઉત્તર:– પહેલાં તો અરિહંતદેવના આત્માને દ્રવ્યથી–ગુણથી ને પર્યાયથી ઓળખીને, તેવા જ
સ્વભાવવાળા પોતાના આત્માને જાણવો, અને એ રીતે આત્માને જાણીને, દ્રવ્ય–ગુણ–પર્યાયના ભેદના
વિચાર છોડીને, પર્યાયને અંતર્મુખ કરતાં, વિકલ્પાતીત એવી શુદ્ધ આત્માની અનુભૂતિ થાય છે, આ જ
સમ્યગ્દર્શનની રીત છે.
પ્રશ્ન:– ક્યો જીવ સમ્યગ્દર્શનના આંગણે આવ્યો કહેવાય?
ઉત્તર:– અરિહંત જેવા પોતાના આત્માને જાણીને, તેના મનનની ધારામાં અપ્રહિતપણે જે વર્તે
છે તે જીવ સમ્યગ્દર્શનના આંગણે આવ્યો કહેવાય.
પ્રશ્ન:– આંગણે આવ્યા પછી અંદર પ્રવેશ કઈ રીતે કરવો?
ઉત્તર:– અરહંત ભગવાન જેવા પોતાના જે સ્વરૂપનો નિર્ણય વિચારધારાથી ક્્યો છે, તે
સ્વરૂપમાં અંતર્મુખ થવાના વારંવાર અતિદ્રઢ અભ્યાસવડે, પર્યાયને તેમાં લીન (અભેદ–એકાકાર)
કરીને અનુભવ કરવો તે જ સ્વભાવમાં પ્રવેશવાની રીત છે, તે અનુભવની નિર્વિકલ્પ દશામાં દ્રવ્ય–
ગુણ–પર્યાયના ભેદનો વિચાર પણ નથી હોતો, ત્યાં દ્રવ્ય–ગુણ–પર્યાયની અભેદતાના સહજ આનંદનું
વેદન હોય છે.
પ્રશ્ન:– સમ્યગ્દર્શનના આ જ ઉપાયને ‘સમયસાર’ ની ભાષામાં કરવો હોય તો?
ઉત્તર:– સમયસારના પહેલા જ કળશમાં–
‘स्वानुभूत्या चकासते’ એમ કહીને શુદ્ધાત્માની પ્રાપ્તિનો ઉપાય બતાવ્યો છે. આત્મા પોતાની
સ્વાનુભૂતિથી જ પ્રકાશમાન છે, રાગવડે તેનો અનુભવ નથી થતો, પણ અંતર્મુખ થઈને સ્વાનુભવ વડે
જ તે અનુભવમાં આવે છે.
અથવા– ‘भूयत्थमस्सिदो खलु सम्माइठ्ठी हवइ जीवो’
–આમાં સમ્યગ્દર્શનની રીત બતાવતાં કુંદકુંદસ્વામી સ્પષ્ટ કહે છે કે ભૂતાર્થસ્વભાવનો આશ્રય
કરનાર જીવ સમ્યગ્દ્રષ્ટિ છે. ‘ભૂતાર્થસ્વભાવનો આશ્રય’ કહો, ‘સ્વાનુભૂતિ’ કહો, કે ‘અરિહંત જેવા
પોતાના આત્માનું જ્ઞાન’ કહો, –એ ત્રણેનો એક જ ભાવ છે, ને તે જ સમ્યગ્દર્શનનો ઉપાય છે.
પ્રશ્ન:– આગમનું વિધાન શું છે? સંતોનું ફરમાન છે?
ઉત્તર:– અંતર્મુખ થઈને શુદ્ધઆત્માની અનુભૂતિ કરવી તે જ આગમનું વિધાન છે, તે જ સંતોનું
ફરમાન છે. કેમકે આ જ્ઞાનસ્વરૂપ આત્મા પોતે અંતર્મુખ થઈને જ્ઞાનસ્વરૂપે પરિણમે તે જ મોક્ષનો હેતુ
છે, એ સિવાય અન્ય જે કાંઈ (પાપ કે પુણ્ય) છે તે બંધનો હેતુ છે, માટે જ્ઞાનસ્વરૂપ થવાનું એટલે કે
શુદ્ધઆત્માની અનુભૂતિ કરવાનું જ આગમમાં વિધાન છે, તે જ આગમનું ને સંતોનું ફરમાન છે. જે
જીવ રાગને કર્તવ્ય માને છે કે મોક્ષનું સાધન માને છે તેને તો હજી આગમના વિધાનની કે સંતોના
ફરમાનની જ ખબર નથી.
પ્રશ્ન:– મોક્ષતત્ત્વની પ્રતીત કરનાર સમ્યગ્દ્રષ્ટિ છે–એ કઈ રીતે?
ઉત્તર:– આસ્રવ–બંધરૂપ વિકારથી રહિત એવું પરિપૂર્ણ મોક્ષતત્ત્વ જેણે પ્રતીતમાં લીધું તેને વિકાર–

PDF/HTML Page 13 of 25
single page version

background image
: ૧૨ : આત્મધર્મ: ૨૪૦
રહિત એવો શુદ્ધઆત્મસ્વભાવ પ્રતીતમાં આવી જ જાય છે, એટલે તેને મિથ્યાત્વનો છેદ થઈને
સમ્યગ્દર્શન થાય છે; માટે મોક્ષતત્ત્વની પ્રતીત કરનાર સમ્યગ્દ્રષ્ટિ છે. ખરેખરી મોક્ષતત્ત્વની પ્રતીત
યથાર્થ પ્રતીત થતી નથી.
અરિહંતદેવની ઓળખાણ કહો કે મોક્ષતત્ત્વની પ્રતીત કહો, તે ઓળખાણ કે પ્રતીત કરવા
જનારને આત્મસ્વભાવમાં અંતર્મુખતા થઈને સમ્યગ્દર્શન થાય છે. માટે અરિહંતનું સ્વરૂપ બરાબર
જાણવું જોઈએ.
પ્રશ્ન:– અમારું ભેજું (મગજ) નાનું, તેમાં અરિહંત ભગવાનની આવડી મોટી વાત કેમ બેસે?
ઉત્તર:– અરે ભાઈ! તારો આત્મા નાનો નથી, અરિહંત ભગવાન જેવા જ સામર્થ્યવાળો મોટો
તારો આત્મા છે; તારા જ્ઞાનનું ભેજું એટલે કે તારા જ્ઞાનની તાકાત એવડી મોટી છે કે અરિહંત
ભગવાનને પણ તે પોતામાં જ્ઞેયપણે સમાવી દ્યે. માટે તારા આવા જ્ઞાનસામર્થ્યની પ્રતીત કરીને
અંતર્મુખ થા;–એમ કરવાની અરિહંત જેવો જ તારો આત્મા તને સ્વાનુભવથી જણાશે. તારાથી થઈ શકે
એવું આ કાર્ય છે.
પ્રશ્ન:– સમ્યગ્દર્શન સક્રિય છે કે નિષ્ક્રિય?
ઉત્તર:– વિકલ્પોને કરવારૂપ ક્રિયાનો તેમાં અભાવ હોવાથી તે નિષ્ક્રિય છે, અને પોતાના
સ્વરૂપની પ્રતીતિ કરવારૂપ ક્રિયા તેમાં હોવાથી તે સક્રિય છે.
પ્રશ્ન:– મોહમલ્લને શીઘ્ર જીતવાનો ઉપાય શું છે?
ઉત્તર:– જેવા અરિહંત પરમાત્મા છે તેવો જ પરમાર્થે મારો આત્મા છે–આવી પરમાર્થ દ્રષ્ટિથી
સમ્યગ્દર્શન પ્રગટ કરવું તે જ મોહના નાશનો મૂળ ઉપાય છે.
પ્રશ્ન:– જેને પોતાના આત્મામાં મોહના નાશનો આવો ઉપાય પ્રગટ્યો હોય તેને શું થાય?
ઉત્તર:– તેને એમ નિઃશંક્તા થઈ જાય કે મોહના નાશનો ઉપાય મેં મેળવી લીધો છે, હવે હું
અલ્પકાળમાં જ મોહને નિર્મૂળ કરી નાંખીશ. મોહના નાશનો ઉપાય એટલે સમ્યગ્દર્શન થતાં જ
આત્માના આનંદના વેદન સહિત જીવને અંદરથી એવો ઝણકાર આવી જાય છે કે બસ, સિદ્ધપદનો માર્ગ
હાથ આવી ગયો..... સંસારનો હવે છેડો આવી ગયો..... અનાદિના દુઃખના દરિયામાંથી નીકળીને હવે
સુખના સમુદ્રમાં મેં પ્રવેશ કર્યો.
પ્રશ્ન:– પોતાના સમ્યગ્દર્શનની પોતાને ખબર પડે?
ઉત્તર:– હા, અંતરમાં અતીન્દ્રિય આનંદના આહ્લાદપૂર્વક–સ્વસંવેદનથી પોતાને નિઃસંદેહપણે
પોતાના સમ્યગ્દર્શનની ખબર પડે છે.
આરાધનાનો ઉત્સાહ
સમ્યક્ત્વાદિની આરાધનાની ભાવના કરવી, આરાધના પ્રત્યેનો ઉત્સાહ
વધારવો, આરાધક જીવો પ્રત્યે બહુમાનથી પ્રવર્તવું, ઈત્યાદિ સર્વપ્રકારના ઉદ્યમ વડે
આત્માને આરાધનામાં જોડવો, –એ મુનિઓનું તેમજ શ્રાવકોનું સર્વેનું કર્તવ્ય છે.
આરાધનાને પામેલા જીવોનું દર્શન અને સત્સમાગમ આરાધના પ્રત્યે ઉત્સાહ જગાડે છે.

PDF/HTML Page 14 of 25
single page version

background image
આસો: ૨૪૮૯ : ૧૩ :
ભગવાન અર્હંતોનું ફરમાન છે કે–
જ્ઞાન જ મોક્ષનું કારણ છે...
રાગ તો બંધનું જ કારણ છે

આચાર્યભગવાન કહે છે કે અરે જીવો! જે જીવ વૈરાગ્યપરિણત છે તે જ કર્મબંધનથી છૂટે
છે; અને રાગી જીવ કર્મોથી બંધાય છે, –આવો જિનભગવાનનો ઉપદેશ છે, માટે તમને કર્મમાં ન
રાચો; શુભરાગની પ્રીતિ ન કરો; શુભરાગને ધર્મનું કે મોક્ષનું સાધન ન માનો. ધર્માત્માઓને
શુભરાગ પ્રત્યે પણ વૈરાગ્ય છે. વૈરાગ્ય એ જ ધર્મીની સંપત્તિ છે. શુભરાગને પણ ધર્મીજીવ
પોતાની સંપત્તિ માનતા નથી. રાગની જેને રુચિ છે, રાગને જે ધર્મનું સાધન માને છે તે જીવ
રાગના કર્તૃત્વમાં અટકેલો છે, તેને વૈરાગ્યનો કણ પણ જાગ્યો નથી. રાગનો કર્તા થાય તેને
વૈરાગી કેમ કહેવાય? રાગનો કર્તા થાય તેને વૈરાગી કેમ કહેવાય? રાગનો કર્તા થાય તે તો
સંસારની પ્રીતિવાળો છે ને તે ભવમાં ભટકવાનાં કર્મો બાંધે છે. સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા ચૈતન્યને અને
રાગને અત્યંત ભિન્ન જાણતા થકા જ્ઞાનના રસિયા છે ને રાગપ્રત્યે વિરક્ત છે, તેને જ સાચો
વૈરાગ્ય છે. આખા સંસારના કારણરૂપ રાગપ્રત્યે તેને વૈરાગ્ય વર્તે છે. અજ્ઞાની જીવ રાજપાટ
છોડી, દ્રવ્યલિંગી સાધુ થઈને પંચમહાવ્રત પાળતો હોય પણ તેના અભિપ્રાયમાં શુભવૃત્તિના
અવલંબનથી લાભ થવાની બુદ્ધિ પડી છે, તો તેને જરાપણ વૈરાગ્ય કહેતા નથી. અનંતસંસારના
કારણરૂપ અનંતાનુબંધીરાગને તે સેવી રહ્યો છે, ક્ષણેક્ષણે અનંતાકર્મોને બાંધી રહ્યો છે. ધર્માત્મા
ગૃહસ્થ ઘરબાર વેપાર ધંધા વચ્ચે રહેલા હોય, અને શુભઅશુભભાવ પણ વર્તતો હોય છતાં તેનું
જ્ઞાન તે સંયોગથી ને તે રાગથી તદ્ન વિરકત છે, તેથી તે ધર્માત્મા ગૃહસ્થપણામાં રહ્યાં છતાં પણ
વૈરાગી છે, ને ક્ષણે ક્ષણે અનંતા કર્મોથી છૂટકારો પામે છે, તેથી કહે છે કે–
જીવ રક્ત બાંધે કર્મને, વૈરાગ્યપ્રાપ્ત સુકાય છે,
એ જિનતણો ઉપદેશ તેથી ન રાચ તું કર્મો વિષે. (૧પ૦)
જુઓ, આ ભગવાનના ઉપદેશનું ફરમાન! ભગવાનનો ઉપદેશ સાક્ષાત્ સાંભળીને શ્રી
આચાર્યદેવ કહે છે કે હે ભવ્ય! રાગથી રંગાયેલો જીવ તો કર્મને બાંધે જ છે, શુભરાગથી પણ કર્મ
બાંધીને જીવ સંસારમાં જ રખડે છે, અને વિરક્ત જીવ કર્મોથી છૂટે છે–આવું ભગવાનનું વચન છે, તે
જાણીને તું, રાગમાં ન રાચ! કર્મનાં કારણોથી પ્રીતિ છોડ. રાગનો એક કણ પણ જીવને હિતરૂપ નથી,
તે આદરણીય નથી પણ ઉપેક્ષણીય છે, એમ સમજ. રાગ તે બંધભાવ જ છે, ને સમ્યગ્દર્શનાદિ
વીતરાગભાવ તે જ અબંધભાવ છે, બંધભાવને અને અબંધભાવને જરાય એકપણું નથી, શુભરાગ
જરાપણ–કિંચિત્માત્ર મોક્ષનું કારણ થાય? – તો કહે છે કે ના; તે બંધનું જ કારણ થાય ને મોક્ષનું
કારણ ન થાય–એવો અનેકાન્ત છે. ધર્માત્માની ભૂમિકામાં વર્તતો શુભરાગ પણ બંધનું જકારણ છે,
મોક્ષનું કારણ તો રાગથી જૂદું પરિ–

PDF/HTML Page 15 of 25
single page version

background image
: ૧૪ : આત્મધર્મ: ૨૪૦
ણમતું એવું જ્ઞાન જ છે. આમ જાણીને હે ભવ્ય જીવ! તું જ્ઞાનસ્વભાવમાં જ રત થા, ને રાગની રુચિ
છોડ. રાગની જેને રુચિ છે તેને કર્મબંધનની જ રુચિ છે, તેને કર્મથી છૂટકારાની રુચિ નથી. કર્મથી
છૂટકારાની રુચિ હોય તેને બંધના કારણ કેમ ગોઠે? જે રાગને ધર્મનું સાધન માને છે તે મિથ્યાદ્રષ્ટિ
જીવ રાગનો જ પોષક છે ને ધર્મનો અનારાધાક છે, વિરાધક છે, સંસારના જ કારણને તે સેવી રહ્યો છે.
कर्म सर्वमपि सर्वविदो यद् बंध साधनमुशन्त्यविशेषात्।
तेन सर्वमपि तत्प्रतिषिद्धं ज्ञानमेव विहितं शिवहेतुः।। १०३।।
મોક્ષમાર્ગના પ્રધાનઉપદેશક એવા ભગવાન સર્વજ્ઞ દેવોએ શુભ કે અશુભ સમસ્ત કર્મને તફાવત
વગર નિષેધ્યું છે; પરંતુ એમ નથી કે અશુભને તો સર્વથા નિષેધ્યું હોય ને શુભને કથંચિત્ આદરણીય
પણ કહયું હોય! ધર્મીનેય અમુક ભૂમિકામાં શુભ હોય તે જુદી વાત છે પરંતુ તે શુભનેય ભગવાને
બંધનું જ કારણ કહીને, મોક્ષમાર્ગમાંથી તેનો નિષેધ જ કર્યો છે; અને તે રાગથી રહિત એવું જે જ્ઞાન તે
જ મોક્ષનું કારણ છે એમ ભગવાનને ફરમાવ્યું છે.
જુઓ, આ મોક્ષમાર્ગ સાધવા માટે ભગવાનનું ફરમાન! મુનિને કે શ્રાવકને પણ જેટલું
જ્ઞાનપરિણમન છે તેટલો જ મોક્ષમાર્ગ છે, જેટલો શુભ કે અશુભ રાગ છે તે કાંઈ મોક્ષમાર્ગ નથી.
આ રીતે મોક્ષમાર્ગમાંથી સમસ્ત કર્મનો નિષેધ છે.
પ્રશ્ન:– જોઆમ છે તો મુનિઓ તથા શ્રાવકોને કોનું શરણ રહ્યું? શુભરાગનો પણ મોક્ષમાર્ગમાંથી
નિષેધ જ કર્યો, તો હવે નિષ્કર્મ અવસ્થામાં કોનું શરણ રહ્યું? કોના આધારે હવે મોક્ષમાર્ગને સાધવો? તેના
ઉત્તરમાં આચાર્યદેવ કહે છે કે અરે જીવ સાંભળ! શુભ અશુભ બંને કર્મોથી રહિત અવસ્થામાં તો ધર્માત્માઓ
નિર્વિકલ્પ ચૈતન્યરસના અમૃતને અનુભવે છે, તેઓ કાંઈ અશરણ થઈ જતા નથી, પરંતુ ચિદાનંદસ્વભાવના
આશ્રયે જ્ઞાનમયભાવે પરિણમતા થકા તેઓ પરમ જ્ઞાનામૃતને પીએ છે.
સમયસારનાટકમાં આ સંબંધમાં શંકા–સમાધાન કર્યું છે–
“શિષ્ય કહે સ્વામી તુમ કરણી અશુભ શુભ,
કીની હૈ નિષેધ મેરે સંશય મનમાંહી હૈ;
મોક્ષકે સધૈયા જ્ઞાતા દેશવિરતિ મુનિશ,
તિનકી અવસ્થા તો નિરાવલંબ નાંહી હૈ.
શિષ્ય કહે છે: હે સ્વામી! તમે અશુભ તેમજ તેમજ શુભ બંને ક્રિયાનો મોક્ષમાર્ગમાંથી નિષેધ કર્યો છે,
તેથી મારા મનમાં સંશય ઉપજે છે કે મોક્ષના સાધક જ્ઞાની, દેશવ્રતી શ્રાવક કે મુનિ તેમની અવસ્થા
નિરાવલંબી તો નથી; તો કોના અવલંબને તેઓ મુક્તિને સાધશે? ત્યારે શ્રી ગુરુ સમાધાન કરે છે–
કહે ગુરુ–કરમકો નાશ અનુભૌ અભ્યાસ,
ઐસો અવલંબ ઉનહીકો ઉન પાંહી હૈ;
નિરૂપાધિ આતમ સમાધિ સોઈ શિવરૂપ
ઔર દૌડધૂપ પુદ્ગલ પરછાંહી હૈ.
શ્રી ગુરુ કહે છે કે: અનુભવના અભ્યાસ વડે કર્મનો નાશ થાય છે; શુભરાગના અભ્યાસથી કાંઈ
કર્મનો નાશ થતો નથી, કર્મનો નાશ તો રાગરહિત ચૈતન્યના અનુભવના અભ્યાસથી જ થાય છે. જ્ઞાની–
શ્રાવક કે મુનિ પુણ્ય–પાપનું અવલંબન છોડીને પોતાના જ્ઞાનમાં ન સ્વાનુભવ કરે છે, તે સ્વાનુભવમાં
પોતાનું અવલંબન પોતામાં જ છે, શુભ કે અશુભની ઉપાધિથી પાર નિરૂપાધિ આત્મસમાધિ, એટલે કે રાગ–
દ્વેષ–મોહરહિત નિર્વિકલ્પ આત્મધ્યાન તે જ મોક્ષરૂપ છે, તેના અવલંબને જ ધર્માત્મા મોક્ષને સાધે છે, એના
સિવાય બીજી બધી દોડધામ તે તો પુદ્ગલની છાયાસમાન છે. સમિતિ–વ્રત વગેરે શુભક્રિયા

PDF/HTML Page 16 of 25
single page version

background image
આસો: ૨૪૮૯ : ૧પ :
તો આસ્રવ જ છે, તેનાથી સાધુને કે શ્રાવકને કર્મનિર્જરા થતી નથી, નિર્જરા શુદ્ધાત્માના સ્વાનુભવથી જ
થાય છે.
શ્રાવકોને પણ કાંઈ રાગનું શરણ નથી. રાગનું અવલંબન છોડીને ચૈતન્યના અવલંબને જ
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ પરિણમન થતાં મોક્ષમાર્ગ સધાય છે, ને પરમશાંત નિરાકુળ સ્વાદનું
વેદન થાય છે. પહેલાં જ્ઞાન રાગમાં પ્રવર્તતું તેને બદલે રાગથી છૂટીને જ્ઞાન પોતે જ્ઞાનમાં જ રમણ
કરવા લાગ્યું ત્યાં પરમ વીતરાગી અમૃતનો આસ્વાદ લ્યે છે. –આવું જ્ઞાન જ મુનિઓનું કે
શ્રાવકોનું શરણ છે. જુઓ, આ ભગવાને કહેલો ધર્મ; આવો ધર્મ તે શરણરૂપ છે. ને તે જ
ભગવાનનું ફરમાન છે. રાગ કરવાનું ભગવાનનું ફરમાન કેમ હોય? રાગ તો બંધનું કારણ છે;
તેથી તેનો તો ભગવાને નિષેધ કર્યો છે, એટલે કે તે ધર્મ નથી–એમ ભગવાને કહ્યું છે. ને રાગથી
અલિપ્ત રહીને જ્ઞાન જ્ઞાનમાં જ પ્રવર્તે– તે ધર્મ છે. સ્વભાવમાં રમણ કરે ને રાગથી અલિપ્ત રહે–
એવું જ્ઞાન જ મહા શરણરૂપ છે; તે જ્ઞાન આકુળતારહિત પરમ શાંતરસના સ્વાદથી ભરેલું છે. તે
જ્ઞાનમાં રાગથી નિવૃત્તિ છે ને સ્વભાવમાં પ્રવૃત્તિ છે; તે વિભાવથી વિમુખ છે ને સ્વભાવમાં
સન્મુખ છે. આવી જ્ઞાનપરિણતિના આશ્રયે જ શ્રાવકધર્મ કે મુનિધર્મ છે. અજ્ઞાની લોકો એમ જાણે
છે કે બહારની પ્રવૃત્તિના આધારે કે શુભરાગને આધારે જ મુનિપણું કે શ્રાવકપણું ટકતું હશે! પણ
અહીં કહે છે કે ભાઈ, એમ નથી; મુનિઓને કે શ્રાવકોને બહારની પ્રવૃત્તિનું કે રાગનું શરણું નથી;
સર્વ રાગથી પાર એકલા ચૈતન્યના આશ્રયે જ મોક્ષમાર્ગ સધાય છે. રાગપ્રવૃત્તિથી છૂટીને ઉપયોગ
અંતરમાં વળ્‌યો ત્યાં ધર્માત્મા પરમ આનંદને સાક્ષાત્ અનુભવે છે;–રાગમાં જે આનંદની ગંધ પણ
નથી. રાગરહિત જ્ઞાનના પરિણમનમાં જે નિરાકુળ પરમ આનંદનો અનુભવ છે તેને જ્ઞાની જ
જાણે છે. અજ્ઞાની તો રાગના આકુળસ્વાદને જ જાણે છે– પણ નિરાકુળ શાંતરસને જાણતા નથી.
રાગનું જ શરણ ને રાગનું જ અવલંબન માનીને તેમાં જ તે લીન થઈ રહયો છે, તેથી તે કષાયમાં
જ વર્તનારો છે. રાગથી ભિન્ન ચિદાનંદ તત્ત્વને જાણીને, જ્ઞાન ઉપયોગને તેમાં વાળીને તેનું શરણું
જેણે લીધું તેણે જ ખરેખર અરિહંતનું, સિદ્ધનું, સાધુનું ને ધર્મનું શરણું લીધું છે, તેણે વીતરાગનું
શરણું લીધું નથી. શ્રાવકો કે મુનિવરો બધાય ધર્માત્માઓ ભેદજ્ઞાનવડે રાગને જુદો જાણીને,
જ્ઞાનને જ મોક્ષના કારણ તરીકે સેવે છે. આ રીતે સર્વ કર્મનો નિષેધ કરીને સ્વભાવના આશ્રયે
જ્ઞાનમય પરિણમન તે જ મોક્ષનું સાધન છે. –એમ ભગવાનનું ફરમાન છે.
અત્યારે પદ્મનાભ
તીર્થંકર ક્્યાં છે? –
આવતી ચોવીસીનાં પહેલાં તીર્થંકર શ્રી
પદ્મનાભસ્વામી છે... સાડી એકાશીહજાર વર્ષ પછી તેઓ
તીર્થંકર થશે. અત્યારે તે પદ્મનાભ તીર્થંકર ક્્યાં છે?
શ્રેણીકરાજાના પેટમાં છે..... શ્રેણીક રાજાનો જે આત્મા
તેની શક્તિના ગર્ભમાં પદ્મનાથ તીર્થંકર અનંતી
સર્વજ્ઞશક્તિ સહિત બિરાજી રહ્યા છે..... તે આવતી
ચોવીશીમાં સાક્ષાત્ સર્વજ્ઞપણે પ્રગટ થશે. દરેક આત્માની
શક્તિના ગર્ભમાં પરમાત્મપણું ભર્યું છે, તેમાંથી જ
પરમાત્મપદનો અવતાર થાય છે, બહારથી નથી આવતું.

PDF/HTML Page 17 of 25
single page version

background image
: ૧૬ : આત્મધર્મ: ૨૪૦
આચાર્યદેવ કરુણા કરીને
વિપરીત માન્યતા છોડાવે છે
(સ. ગાથા ૩૯ થી ૪૪ ના પ્રવચનમાંથી)
જીવનું સ્વરૂપ નહિ જાણનારા અને વિપરીત માનનારા જીવોને કરુણાપૂર્વક સમજાવતા
આચાર્યદેવ કહે છે કે ભાઈ! આત્માનું વાસ્તવિક સ્વરૂપ શુદ્ધચૈતન્યમય, જડથી અત્યંત જુદું છે,
એમ જ્ઞાનીઓ સ્વસંવેદનથી અનુભવે છે, –એ સ્વરૂપ અમે ઘણા પ્રકારે સ્પષ્ટ સમજાવ્યું. આવા
સ્વરૂપને સમજવાનો પ્રયત્ન તું કર... મરીને પણ તું આવા તત્ત્વને જાણ..... એકવાર તેને ખાતર
જીવન અર્પી દે. જેનો આવા નિજ ચૈતન્યતત્ત્વને નથી જાણતા તેઓ ચૈતન્યના વીર્યરહિત
નપુંસકપણે અત્યંત વિમૂઢ છે; ચૈતન્યની વિરાધના કરીને તેઓ નિગોદની અત્યંત નપુંસકદશાને
સાધી રહયા છે. સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા તો ચૈતન્યના પુરુષાર્થ વડે સિદ્ધપદને સાધી રહ્યા છે. આમ
સામસામી બે મુખ્યગતિ છે. ચૈતન્યના આરાધક સમકિતી સિદ્ધપદને સાધે છે, ને ચૈતન્યની
વિરાધના કરનાર જીવો નિગોદ તરફ જઈ રહ્યા છે. અરે, નિગોદના દુઃખોની શી વાત! સાતમી
રૌરવ નરકના દુઃખો કરતાંય નિગોદનું દુઃખ અનંતુ છે, એ દુઃખને તો એ જ જીવ વેદે, ને કેવળી
પરમાત્મા જ જાણે. જેનું વચનથી વર્ણન ન થાય. જેમ એક તરફ સિદ્ધનું સુખ તેનું પણ વચનથી
વર્ણન ન થાય, તેમ નિગોદનું દુઃખ–તેનું પણ વચનથી વર્ણન થઈ ન શકે. નિગોદમાં અનંતાનંત
જીવો છે. સંસારમાં જીવનો ઘણોકાળ તો આવા નિગોદના દુઃખોમાં જ વીત્યો. તેમાંથી અનંતકાળે
માંડ માંડ ત્રસપર્યાય પામ્યો, મનુષ્ય થયો, જૈનધર્મ મળ્‌યો, સત્સમાગમ–સાચા જ્ઞાની
સંતધર્માત્માનો મહાન યોગ મળ્‌યો, સતનું શ્રવણ મળ્‌યું, બુદ્ધિ મળી, –તો હે જીવ! આવા
અવસરમાં પરમ પ્રયત્ન કરીને તારા ચૈતન્યતત્ત્વને તું સમજ. અનંતકાળનું સંસારભ્રમણ–
નરકનિગોદના મહા દુઃખોથી ભરેલુ–તેનાથી છૂટવાનો આ અવસર છે. આ અવસર ચૂકીશ તો
ક્યાંય ઉગરવાનો આરો નથી. ચૈતન્યને સમજવા તરફ જો પ્રયત્ન ન કર્યો તો તારું વીર્ય હણાઈ
જશે; દ્રવ્યલિંગી સાધુઅનંતવાર થયો, અનેક લબ્ધિઓ ને ચમત્કારો અનેકવાર પ્રગટ્યા, ઘણો
બાહ્ય ત્યાગ કર્યો, વ્રત–તપ કર્યા, એ રીતે શુભરાગમાં જ તન્મયપણે વર્તતા થકા તેને જ પુરુષાર્થ
માને છે, પણ રાગથી ભિન્ન એવા ચૈતન્યતત્ત્વને શ્રદ્ધા–જ્ઞાનમાં લેવાનો પ્રયત્ન જેઓ કરતા નથી–
એવા જીવને આચાર્યદેવ નપુંસર કહે છે, ભલે પુરુષ હોય કે મોટો દેવ હોય, પણ ચૈતન્યના
પુરુષાર્થ રહિત છે તેથી નપુંસર છે, ને ચૈતન્યની વિરાધનાથી તે અલ્પકાળે નિગોદનો નપુંસર થશે.
સંસારમાં ત્રસપર્યાયનો કાળ થોડો છે, તેમાં જો ચૈતન્યની આરાધના કરી લ્યે તો સિદ્ધપદ પામે, ને
જો ચૈતન્યની વિરાધના કરે તો નિગોદ પર્યાયમાં જાય. નિગોદમાં જીવ પોતાના પ્રચૂર ભાવકલંકથી
જ રહ્યો છે, પ્રચૂર ભાવકલંક કહો કે ચૈતન્યની વિરાધના કહો, તેનું ફળ નિગોદ છે.

PDF/HTML Page 18 of 25
single page version

background image
આસો: ૨૪૮૯ : ૧૭ :
જગતમાં ચૈતન્યને નહિ જાણનારા અજ્ઞાનીઓ ઘણા છે; તે અજ્ઞાનીઓ અનેક પ્રકારે પરને અને
રાગને જ આત્મા કહે છે; તે મિથ્યાદ્રષ્ટિ–અજ્ઞાની–આત્માના વિરાધક જીવોના ઊંધા અભિપ્રાયના
પ્રકારો સમજાવીને આચાર્યદેવ જિજ્ઞાસુ શિષ્યોને તે વિપરીતતા છોડાવે છે.
ઘણા અજ્ઞાની જીવોમાંથી કોઈ તોએમ માને છે કે રાગ–દ્વેષરૂપ જે મલિનભાવો છે તે જ આત્મા
છે, રાગદ્વેષથી જુદો આત્મા અમને દેખાતો નથી. જેમ કાળાપણાથી જુદો કોલસો દેખાતો નથી. તેમ
રાગદ્વેષરૂપ કાલિમાથી જુદું કોઈ ચૈતન્ય અમને દેખાતું નથી. આચાર્યદેવ કહે છે કે અરે મૂઢ! કાળાશથી
જુદો કોલસો નથી પરંતુ કાળાશથી જુદું સુવર્ણતો જોવામાં આવે છે તેમ ભેદજ્ઞાની ધર્માત્માઓ
રાગદ્વેષરૂપ કાલિમાથી ભિન્ન ચૈતન્યદ્રવ્યને પોતાના સ્વાનુભવથી અનુભવે છે; ભગવાન સર્વજ્ઞદેવ
અર્હંતપરમાત્માએ પુદ્ગલ પરિણામોથી ભિન્ન ચૈતન્યસ્વભાવમય જીવદ્રવ્ય કહ્યું છે, આગમમાં પણ
અધ્યવસાયોથી ભિન્ન ચૈતન્યમય જીવ કહ્યો છે. સમ્યગ્જ્ઞાની યુક્તિથી પણ જીવ ચૈતન્ય સ્વભાવમય જ
સિદ્ધ થાય છે, કેમ કે રાગદ્વેષ તો જીવથી જુદા પડી જાય છે, તે કાંઈ જીવની સર્વ પર્યાયમાં રહેતા નથી,
અને ચૈતન્ય તો જીવની સર્વપર્યાયોમાં રહે છે, – ઈત્યાદિ યુક્તિઓથી પણ એમ જ નક્કી થાય છે કે જીવ
જ્ઞાનસ્વભાવમય જ છે, જીવ રાગદ્વેષમય નથી. અને ભેદજ્ઞાનીઓ સ્વસંવેદન વડે એવા જીવને પ્રત્યક્ષ
અનુભવે છે. આરીતે આગમ–યુક્તિ અનેઅનુભવથી સંતોએ ચૈતન્યસ્વભાવમય જીવદ્રવ્યને જડથી ને
રાગથી અત્યંત ભિન્ન પ્રસિદ્ધ કર્યું છે. અરે જીવ! તું આવું આગમ સાંભળીને, સર્વજ્ઞ અને સંતોની
વાણીમાં ચૈતન્ય સ્વભાવનું શ્રવણ કરીને, સમ્યક્ યુક્તિ વડે તેનો નિર્ણય કરીને, અંદરમાં તેનો
સ્વાનુભવ કર. બીજા બધા વિપરીત માન્યતાના કોલાહલ છોડ ને અંતરમાં નિરંતર પ્રયત્ન કરીને તારા
ચૈતન્યતત્ત્વને પરથી ભિન્ન દેખ. એકધારા સાચી લગનીથી ઉત્કૃષ્ટપણે છ મહિના કરતાં તને જરૂર તારા
ચૈતન્યના વિલાસનો આનંદસહિત અનુભવ થશે.
ત્રણને ઓળખે તે ત્રણને પામે
(૧) સ્વભાવનું સામર્થ્ય
(૨) વિભાવની વિપરીતતા અને
(૩) જડનું જુદાપણું–આ ત્રણને જે જીવ બરાબર ઓળખે તે
(૧) જડથી જુદો થાય,
(૨) વિભાવથી વિમુખ થાય, અને
(૩) સ્વભાવની સન્મુખ થાય–આવા ત્રણ પ્રકાર થતાં જીવ રત્નત્રયને પામે છે.
આરાધના
“સત્સંગનું એટલે સત્પુરુષનું ઓળખાણ થયે પણ તે યોગ
નિરંતર રહેતો ન હોય તો, સત્સંગથી પ્રાપ્ત થયો છે એવો જે ઉપદેશ તે
પ્રત્યક્ષ સત્પુરુષ જાણી વિચારવો તથા આરાધવો, કે જે આરાધનાથી
જીવને અપૂર્વ એવું સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે.”
(‘જ્ઞાનીના માર્ગના આશયને ઉપદેશનારાં વાક્યોમાંથી’)
શ્રીમદ રાજચંદ: વર્ષ ૨૮મું.

PDF/HTML Page 19 of 25
single page version

background image
: ૧૮ : આત્મધર્મ: ૨૪૦
(શ્રીમદ્ રાજચંદ્રના લખાણો વગેરેમાંથી)


*સમ્યક્ત્વ હોય ને શાસ્ત્ર માત્ર બે શબ્દ જાણે તો પણ મોક્ષના કામમાં આવે મોક્ષના કામમાં જે
જ્ઞાન ન આવે તે અજ્ઞાન. (શ્રીમદ્ રાજચંદ્ર ઉપદેશમાંથી)
* પૂર્વે જ્ઞાનીની વાણી આ જીવે નિશ્ચયપણે કદી સાંભળી નથી, અથવા તે વાણી સમ્યક્ પ્રકારે
માથે ચડાવી નથી, એમ સર્વદર્શીએ કહયું છે (માથે ચડાવે તો મુક્તિ થયા વિના રહે નહીં.)
* વીતરાગ વચનની અસરથી ઈન્દ્રિયસુખ નીરસ ન લાગ્યાં તો જ્ઞાનીનાં વચનો કાને પડ્યાં જ
નથી–એમ સમજવું.
* મોક્ષમાં આત્માના અનુભવનો જો નાશ થતો હોય તો તે મોક્ષ શા કામનો? (મોક્ષ દશામાં
દરેક આત્મા પોતપોતાના અતીન્દ્રિય આત્મસુખનો અનુભવ કરે છે, દરેક આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ
છે, કોઈ એકબીજામાં ભળી જતા નથી.)
* શાસ્ત્રકર્તા કહે છે કે અન્ય ભાવો અમે, તમે અને દિવાધિદેવ સુદ્ધાએ પૂર્વે ભાવ્યા છે અને
તેથી કાર્ય સર્યું નથી; એટલા માટે જિનભાવ ભાવવાની જરૂર છે. –જે જિનભાવ શાંત છે, આત્માનો
ધર્મ છે અને તે ભાવ્યેથી જ મુક્તિ થાય છે.
* જ્ઞાનીઓ જો કે વાણીયા જેવા હિસાબી (સૂક્ષ્મપણે શોધન કરી તત્ત્વ સ્વીકારનારા) છે તો
પણ છેવટે લોક જેવા લોક (એક સારભૂત વાત પકડી રાખનારા) થાય છે, અર્થાત્ છેવટે ગમે તેમ
થાય પણએક શાંતપણાને ચૂકતા નથી. અને આખી દ્વાદશાંગીનો સાર પણ તે જ છે.
* પુનર્જન્મ છે, જરૂર છે, એ માટે હું અનુભવથી હા કહેવામાં અચળ છું. (શ્રીમદ્ રાજચંદ્ર)
* પૂર્વે આ જીવ ક્યાં હતો એવું ભાન કરનારા જીવો અત્યારે પણ છે. (પૂ. ગુરુદેવ)
* સંતપણું અતિઅતિ દુર્લભ છે, આવ્યા પછી સંત મળવા દુર્લભ છે. સંતપણાની જિજ્ઞાસાવાળા
અનેક છે, પરંતું સંતપણું દુર્લભ તે દુર્લભ જ છે.
* જે જીવ સત્પુરુષના ગુણનો વિચાર ન કરે અને પોતાની કલ્પનાના આશ્રયે વર્તે તે જીવ
સહજમાત્રમાં ભવવૃદ્ધિ ઉત્પન્ન કરે છે, કેમ કે અમર થવાને માટે ઝેર પીએ છે.
* રાગ–દ્વેષ અને અજ્ઞાનનો આત્યંતિક અભાવ કરી જે સહજ શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિત થયા
તે સ્વરૂપ અમારું સ્મરણ, ધ્યાન અને પામવા યોગ્ય સ્થાન છે.
* જેની પ્રત્યક્ષદશા જ બોધસ્વરૂપ છે તે મહાત્પુરુષને ધન્ય છે.

PDF/HTML Page 20 of 25
single page version

background image
આસો: ૨૪૮૯ : ૧૯ :
શોધી કાઢ્યું ગતાંકમાં જે પ૦ સોનેરી સુવાક્યો શોધી કાઢવા માટે આપેલ હતા તે
સુવાક્યો સોનગઢમાં જે સ્થળે લખેલા છે તેની વિગત અહીં આપી છે.
(૧) જૈન સ્વાધ્યાય મંદિર (૧૯) સ્વાધ્યાય મંદિર (૩૩) સ્વાધ્યાય મંદિર
(૨) કુંદકુંદ પ્રવચન મંડપ (૨૦) જૈનમંદિર (૩૪) પ્રવચન મંડપ
(૩) પ્રવચન મંડપ (૨૧) ગોગીદેવી આશ્રમની (૩પ) સ્વા. મંદિર. સ્વા. ભવન
(૪) મનફૂલા–સ્વાધ્યાય ભવન સ્વાધ્યાય શાળા (૩૬) સ્વાધ્યાય મંદિર
(પ) પ્રવચન મંડપ (૨૨) સ્વાધ્યાય મંદિર (૩૭) જિનમંદિર
(૬) સ્વાધ્યાય ભવન (૨૩) માનસ્તંભ (૩૮) જિનમંદિર
(૭) જિનમંદિર (૨૪) સ્વાધ્યાય મંદિર (૩૯) સ્વાધ્યાય મંદિર
(૮) સ્વાધ્યાય મંદિર (૨પ) માનસ્તંભ અને સ્વા. શાળા (૪૦) સ્વાધ્યાય ભવન
(૯) માનસ્તંભ (૨૬) સ્વાધ્યાય મંદિર (૪૧) માનસ્તંભ
(૧૦) પ્રવચન મંડપ (૨૭) પ્રવચન મંડપ (૪૨) માનસ્તંભ
(૧૧) સ્વાધ્યાય મંદિર (૨૮) સ્વાધ્યાય મંદિર તથા (૪૩) સ્વાધ્યાય મંદિર
(૧૨) જિનમંદિર સ્વાધ્યાય શાળા (૪૪) સ્વાધ્યાય ભવન
(૧૩) જિનમંદિર (૨૯) જિનમંદિર (૪પ) જિનમંદિર
(૧૪) સ્વાધ્યાય મંદિર (૩૦) જિનમંદિર (૪૬) સ્વાધ્યાય ભવન
(૧પ) સ્વાધ્યાય મંદિર (૩૧) સ્વાધ્યાય મંદિર, (૪૭) સ્વાધ્યાય ભવન
(૧૬) બેનશ્રીબેનનું ઘર સ્વાધ્યાય શાળા, સ્વાધ્યાય (૪૮) સ્વાધ્યાય શાળા
(૧૭) જિનમંદિર ભવન, માનસ્તંભ (૪૯) સ્વાધ્યાય શાળા
(૧૮) પ્રવચન મંડપ (૩૨) જિનમંદિર (પ૦) આત્મધર્મ–ઓફિસ
સમ્યગ્દ્રષ્ટિનાં
ઉજ્જવળ પરિણામ
સમ્યગ્દ્રષ્ટિનાં પરિણામ ઉજ્જવળ છે. તે ઉજ્જવળતાને
તેઓ જ જાણે છે, મિથ્યાદ્રષ્ટિઓ તે ઉજ્જવળતાને જાણતા નથી.
મિથ્યાદ્રષ્ટિ તો બહિરાત્મા છે; અંતરાત્માની ગતિ
બહિરાત્મા શું જાણે?