Atmadharma magazine - Ank 240a
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 22
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૦
સળંગ અંક ૨૪૦ A
Version History
Version
Number Date Changes
001 Apr 2004 First electronic version.

PDF/HTML Page 2 of 22
single page version

background image
____________________________________________________________________________
વર્ષ : ૨૦) તંત્રી : જગજીવન બાવચંદ દોશી (અંક ૧૩ મો
____________________________________________________________________________
– ‘હવે અમારું દિલ
બીજે ક્્યાંય લાગતું નથી.’
નિયમસારના ૧૩૦ મા કલશમાં શ્રી પદ્મપ્રભમુનિરાજ કહે છે:
જેમ અમૃતભોજનના સ્વાદને જાણીને દેવોનું દિલ અન્ય
ભોજનમાં લાગતું નથી, તેમ જ્ઞાનાત્મક સૌખ્યને જાણીને અમારું દિલ તે
સૌખ્યતા નિધાન ચૈતન્યમાત્ર–ચિંતામણિ સિવાય બીજે ક્્યાંય લાગતું
નથી.
શ્રી પદ્મનંદીમુનિરાજ પણ ‘એકત્વભાવના’ માં કહે છે કે–
શ્રી ગુરુઉપદેશના પ્રતાપથી અમને એક મોક્ષપદ જ પ્રિય છે,
સંસારસંબંધી બીજું કાંઈ પણ ખરેખર અમને પ્રિય નથી.
किंचित् संसारसंबंधी बंधुरं नेति निश्चयात्
गुरुपदेशतोऽस्माकं निःश्रेयसपदं प्रियम्।।७।।
આસો ૨૪૮૯
[૨૪૦
A]

PDF/HTML Page 3 of 22
single page version

background image


* અપૂર્વ પુરુષાર્થથી જેણે ભેદજ્ઞાન પ્રગટ કર્યું છે એવા જ્ઞાનીનું જ્ઞાન રાગાદિકથી જુદું જ
પરિણમે છે. તેનું જ્ઞાન કદી રાગ સાથે એકદીલ થતું નથી. તેની જ્ઞાનધારાં અપ્રતિહતભાવે આગળ
વધીને કેવળજ્ઞાન સાથે મળે છે.
* ચિદાનંદ સ્વભાવ તરફ વળેલો જ્ઞાનીનો ભાવ જ્ઞાનથી જ રચાયેલો છે. તે ભાવ રાગ–દ્વેષ
મોહ વગરનો છે. જ્યાં સ્વભાવપરિણમન થયું તેમાં વિભાવ કેમ હોય?
* રાગથી છૂટો પડીને ઉપયોગ જ્યાં અંતરમાં વળ્‌યો ત્યાં તે ઉપયોગ પોતે રાગાદિભાવોના
અભાવ સ્વરૂપ જ છે; રાગને છોડું એવું પણ તેમાં બાકી રહ્યું નથી.
* ભેદજ્ઞાનરૂપી વીજળી પડતાં જ્ઞાન અને રાગની એકતા તૂટી, તે કદી ફરીને સંધાવાની નથી.
‘મારી પરિણતિ ફરીને રાગમાં એકાકાર થશે’ એમ જ્ઞાનીને કદી શંકા પડતી નથી.
* અહા, અંતરમાં ભેદજ્ઞાનવડે જ્યાં પરમાત્માનો ભેટો થયો ત્યાં હવે પામર જેવા વિભાવભાવો
સાથે સંબંધ કોણ રાખે? રાગથી જુદી જ્ઞાનધારા ઉલ્લસી, હવે પરમાત્મપદને ભેટયે છૂટકો.
* જુઓ તો ખરા, સ્વભાવની દ્રષ્ટિનું જોર! પંચમકાળના મુનિરાજે પણ ક્ષાયિક જેવા
અપ્રતિહત ધારાવાહી ભેદજ્ઞાનની આરાધના બતાવી છે.
* જ્ઞાનીની જ્ઞાનધારામાં વચ્ચે આસ્રવ નથી. અહા, આવા જ્ઞાનની અંતરમાં વીરતાથી
કબુલાત આવવી જોઈએ. જ્ઞાનની ઉગ્રધારા વડે જે મોહનો નાશ કરવા ઊભો થયો તેના પગ ઢીલા
હોય નહિ તેને પુરુષાર્થમાં સંદેહ ઊઠે નહિ. એ વીરહાકથી મોક્ષને સાધવા નીકળ્‌યો તેની જ્ઞાનધારા
વચ્ચે તૂટે નહિ.
* એકવાર પરિણતિ અંતર્મુખ થઈને ચૈતન્યમાં ભળી અને રાગથી જુદી પડી, પછી તેમાં
સદાય જ્ઞાનમય અબદ્ધસ્પૃષ્ટ પરિણમન વર્ત્યા જ કરે છે, તે પરિણમનમાં રાગ જુદો ને જુદો જ
રહે છે.
* અરે, આવી ચૈતન્યઅનુભૂતિનો કેટલો મહિમા છે, ને એવો અનુભવ કરનાર
ધર્માત્માની શી સ્થિતિ છે!! તેની લોકોને ખબર નથી. એણે મોક્ષના માંડવા નાખ્યા છે; અને
અનુભવીને બાર અંગ ભણવા પડે એવો કાંઈ નિયમ નથી, એના અનુભવમાં બારે અંગનો સાર
સમાઈ ગયો છે. બાર અંગના દરિયામાં રહેલું ચૈતન્યરત્ન તેણે પ્રાપ્ત કરી લીધું છે, સંસારનું મૂળ
તેને છેદાઈ ગયું છે.
* જ્ઞાનીને જે જ્ઞાનમય ભાવ પ્રગટ્યો છે રાગ વગરનો છે અને તે જ્ઞાનમય ભાવ સર્વ કર્મના
સમૂહને રોકનારો છે. આ રીતે જ્ઞાન પોતે સંવરરૂપ છે, તેમાં આસ્રવનો અભાવ છે.

PDF/HTML Page 4 of 22
single page version

background image
આસો: ૨૪૮૯ : ૩ :
સંતો પીરસે છે:
પરમાત્માની
પ્રસાદી
ભાઈ, પરમાત્માએ પીરસેલું આ તત્ત્વ તને સંતો પ્રસાદીરૂપે
આપે છે. સંતો આખા લોકને આમંત્રણ આપે છે કે અરે જગતના બધાય
જીવો! તમે આવા પરમ આનંદમય આત્મતત્ત્વને પામો; આ ચૈતન્યના
શાંતરસમાં મગ્ન થાઓ. આ પરમાત્માની પ્રસાદી છે, તેના સ્વાદને
અનુભવો. ચૈતન્યને ભૂલીને જગતને રાજી કરવામાં જીવ રોકાયો–તેમાં
કાંઈ કલ્યાણ નથી; માટે અરે જીવ! તું પોતે અંતરમાં વળીને
સ્વાનુભવથી રાજી થાને! પરમાત્માની આ પ્રસાદી સંતો તને આપે છે–
માટે તું રાજી થા–આનંદિત થા. તું રાજી થયો તો બધાય રાજી જ છે.
બીજા રાજી થાય કે ન થાય–તે તેનામાં રહ્યા; તું તારા આત્માને
સમ્યક્શ્રદ્ધા–જ્ઞાનથી રીઝવ. તારો આત્મા રીઝીને રાજી થયો–આનંદિત
થયો ત્યાં જગત સાથે તારે શું સંબંધ છે? દરેક જીવ સ્વતંત્ર છે... માટે
બીજાને રીઝાવવા કરતાં તું તારા આત્માને રીઝવ. ત્રણ લોકનો નાથ
જ્યાં રીઝયો ત્યાં તે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર ને પરમ આનંદનો દાતાર
છે. અરે જીવો! એકવાર તો આવો અનુભવ કરીને આત્માને રીઝવો.
આત્મજ્ઞ સંતોની ઉપાસના વડે આત્માને રીઝવતાં અતીન્દ્રિયઆનંદરૂપ
પરમાત્માની પ્રસાદી પ્રાપ્ત થાય છે.
(સમયસારના પ્રવચનમાંથી ગા. ૩૮)

PDF/HTML Page 5 of 22
single page version

background image
: ૪ : આત્મધર્મ: ૨૪૦A
ભે દ જ્ઞા ન ની વા ર્તા

અહા, ભેદજ્ઞાનની વાર્તા જ્ઞાનીમુખેથી અપૂર્વ ઉલ્લાસભાવે જે સાંભળે છે તેને ચૈતન્યખજાના
ખૂલી જાય છે. પદ્મનંદીસ્વામી કહે છે કે–
तत्प्रतिप्रीतिचित्तेन येन वार्ताऽपि हि श्रुता।
निश्चितं सभवेद्भव्यो भाविनिर्वाणभाजनम्।।
ચૈતન્યસ્વરૂપ આત્મા પ્રત્યે પ્રીતિચિત્તપૂર્વક તેની વાર્તા પણ જેણે સાંભળી છે તે ભવ્ય જીવ
નિશ્ચયથી ભાવિનિર્વાણનું ભોજન છે.
વળી આદિનાથભગવાનની સ્તુતિમાં તેઓ કહે છે કે હે ભગવાન! આપે કેવળજ્ઞાન પ્રગટ કરીને
આપનાં તો ચૈતન્યનિધાન ખોલ્યાં, ને દિવ્યધ્વનિ વડે ચૈતન્યસ્વભાવ દર્શાવીને જગતના જીવોને માટે
પણ આપે અચિંત્ય ચૈતન્યનિધાન ખૂલ્લાં મુકી દીધા. અહા, આ ચૈતન્યનિધાન પાસે ચક્રવર્તીના
નિધાનને પણ તૂચ્છ જાણીને કોણ ન છોડે? રાગને અને રાગનાં ફળોને તૂચ્છ જાણીને ધર્મી જીવો
અંતર્મુખપણે ચૈતન્યનિધાનને સાધે છે. સમ્યગ્દર્શનાદિ સમસ્ત નિર્મળભાવની આદિમાં ચૈતન્યનું જ
અવલંબન છે, મધ્યમાં પણ ચૈતન્યનું જ અવલંબન છે ને અંતમાં પણ ચૈતન્યનું જ અવલંબન છે. પરંતુ
એમ નથી કે સમ્યગ્દર્શનની શરૂઆતમાં રાગનું અવલંબન હોય! સમ્યગ્દર્શન થયા પછી મધ્યમાં પણ
રાગનું અવલંબન નથી, ને પૂર્ણતા માટે પણ રાગનું અવલંબન નથી. આદિ–મધ્ય કે અંતમાં ક્્યાંય
નિર્મળ પરિણામને રાગાદિ સાથે કાંઈ લાગતુંવળગતું નથી, તેનાથી ભિન્નતા જ છે. આ રીતે
નિર્મળપરિણામરૂપે પરિણમતા જ્ઞાનીને વિકાર સાથે જરાપણ કર્તાકર્મપણું નથી.
એક જ કાળે વર્તતા જ્ઞાન અને રાગ, તેમાં જ્ઞાન તો અંર્તસ્થિત છે ને રાગ તો બાહ્યસ્થિત છે;
જ્ઞાની અંતરસ્થિત એવા પોતાના નિર્મળપરિણામના કર્તાપણે જ પરિણમે છે, ને બાહ્યસ્થિત એવા
રાગાદિના કર્તાપણે નહિ પણ જ્ઞાતાપણે જ પરિણમે છે. જ્ઞાનપરિણામ તો અંતર્મુખસ્વભાવના આશ્રયે
થયા છે ને રાગપરિણામ તો બહિર્મુખવલણથી પુદ્ગલના આશ્રયે થયા છે. આત્માના આશ્રયે થયા તેને
જ આત્માના પરિણામ કહ્યા, ને પુદ્ગલના આશ્રયે થયા તેને પુદ્ગલના જ પરિણામ કહી દીધા. રાગની
ઉત્પત્તિ આત્માના આશ્રયે થાય નહિ, માટે રાગ તે આત્માનું કાર્ય નથી. આવા આત્માને જાણતો થકો
જ્ઞાની પોતાના નિર્મળપરિણામને જ કરે છે. એના પરિણામનો પ્રવાહ ચૈતન્યસ્વભાવ તરફ વહે છે, રાગ
તરફ તેનો પ્રવાહ વહેતો નથી. નિર્મળપરિણામરૂપે પરિણમેલો આત્મા રાગમાં તન્મયરૂપે પરિણમતો
નથી. જ્ઞાનીના પરિણમનમાં તો અધ્યાત્મરસની રેલમછેલ છે. ચૈતન્યના સ્વચ્છ મહેલમાં રાગરૂપ મેલ
કેમ આવે?
ભેદજ્ઞાનવડે ઝાટકી ઝાટકીને રાગને ચૈતન્યથી અત્યંત ભિન્ન કરી નાખ્યો છે. કેવો ભિન્ન? કે
જેવા પરદ્રવ્યો ભિન્ન છે તેવો જ રાગ પણ ચૈતન્યથી ભિન્ન છે. આવા ભેદજ્ઞાન વગર સાધકપણું થાય જ
નહિ. ચૈતન્યને અને રાગને સ્પષ્ટ ભિન્ન જાણ્યા વગર, કોને સાધવું ને કોને છોડવું તેનો જ નિર્ણય
ક્્યાંથી કરશે? અને તેના નિર્ણય વગર સાધકપણાનો પુરુષાર્થ ઉપડશે ક્્યાંથી? ભેદજ્ઞાનવડે દ્રઢ
નિર્ણયના જોર વગર સાધકપણાનો ચૈતન્ય તરફનો પુરુષાર્થ ઉપડે જ નહિ.

PDF/HTML Page 6 of 22
single page version

background image
આસો: ૨૪૮૯ : પ :
આરાધક
ધર્માત્માનો અનુભવ
સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા બીજાને પણ સમ્યગ્દ્રષ્ટિ બનાવે છે.
(સમયસાર ગા. ૩૮ ના પ્રવચનમાંથી)

અહા, જેને ચૈતન્યઅમૃતના દરિયા અંદરથી ફાટયા છે, આનંદના અનુભવના દરિયા જેને
ઊછળ્‌યા છે, એવા આરાધક ધર્માત્માની આ વાત છે. તે ધર્માત્મા એમ અનુભવે છે કે શુદ્ધ
આત્માની અનુભૂતિથી હું પ્રતાપવંત છું. સમસ્ત પદાર્થોથી જુદો ને રાગથી પણ પાર–એવા મારા
સ્વાનુભવથી હું પ્રતાપ વંત છું; મારા સ્વરૂપથી બહાર જગતના સમસ્ત પરદ્રવ્યો અનેક પ્રકારની
સંપદાવડે વર્તી રહ્યા છે પરંતુ તે કોઈ પદાર્થ મને મારારૂપે જરાપણ ભાસતા નથી; હું પરમાત્મા છું,
એક પરમાણુમાત્ર પણ મારું નથી; જુઓ; આ ભેદજ્ઞાનની સૂક્ષ્મતા! એક પરમાણુમાત્રને જ્યાં
જુદો કર્યો ત્યાં તે પરમાણુના સંબંધે થતા ભાવોથી પણ ભિન્નતા જાણી. એકલી ચૈતન્યસંપદાને જ
પોતાના અંતરમાં સ્વપણે દેખે છે. અહા, શાંત ચૈતન્યરસનો દરિયો અંદરમાં ઊછળે છે, પણ
વિકલ્પ આડે તે ઢંકાઈ ગયો છે. જ્યાં વિકલ્પથી જુદો પડીને અંદરમાં ગયો ત્યાં આખો ચિદાનંદ
દરિયો છલોછલ ભર્યો છે તેમાં નિમગ્ન થાય છે. આ રીતે સ્વરૂપને અનુભવતા થકા ધર્માત્મા
પરદ્રવ્યના અંશમાત્રને પોતાપણે દેખતા નથી, તે નિઃશંક છે કે હવે પરદ્રવ્ય પ્રત્યે ભાવકપણે કે
જ્ઞેયપણે એકતા કદી થવાની નથી, એટલે ફરીને કદી હવે મોહ ઉત્પન્ન થવાનો નથી. એકત્વબુદ્ધિને
તળીયાઝાટક મૂળથી ઊખેડી નાખી છે, મોહનો નાશ કરીને અપ્રતિહત સમ્યગ્જ્ઞાન પ્રકાશ થયો છે;
તે જાણે છે કે મહાન જ્ઞાનપ્રકાશ મને થયો છે; અને હવે ફરીને કદી મોહ થવાનો નથી.
જુઓ, આ પંચમકાળના ક્ષયોપશમકિતી અપ્રતિહત પરિણતિને ક્ષાયિક જેવી અનુભવે છે.
કેવળજ્ઞાન થયા પહેલાં મતિશ્રુતજ્ઞાનમાં સ્વસંવેદનની આવી નિઃશંકતા થઈ ગઈ છે. આ જે ભાવે હું
ઊપડ્યો છું તે જ ભાવે સીધું ક્ષાયિક લીધે જ છૂટકો. વચ્ચે ભંગ પડવાનો નથી. નિરંતર વધતી ધારાએ
અપ્રતિહતપણે ક્ષાયિકદશા થવાની છે. જ્ઞાનીની આવી પરિણતિને અજ્ઞાની જીવો ઓળખી શકતા નથી,
અરે મૂઢ જીવોને તેનો વિશ્ચાસ પણ બેસતો નથી. નિજરસથી જ એટલે ચૈતન્યના સ્વસંવેદનથી જ
મોહને નિર્મૂળ કરીને મહાન જ્ઞાનપ્રકાશ મને પ્રગટ્યો છે આવી ધર્મીની અનુભૂતિ છે. આવી અનુભૂતિ
પ્રગટ કરવા જેવી છે.
પ્રશ્ન:– આ તો ગમે ત્યારે થઈ શકે છે?
ઉત્તર:– ગમે ત્યારે નહિ પણ અત્યારે જ મારે આ કરવા જેવું છે એમ જિજ્ઞાસુને રુચિ થાય. ગમે
ત્યારે થશે માટે અત્યારે નથી કરવું એમ જો કહેતો હોય તો તેને ખરેખર આત્મા રુચ્યો જ નથી. જેને
આત્મા ખરેખર રુચ્યો હોય તે વર્તમાનમાં જ તેનો પ્રયત્ન કરે. અત્યારે આ કરવા જેવું નથી ને બીજું
કરવા જેવું છે એમ કહેનારને તત્ત્વનો અનાદર છે.

PDF/HTML Page 7 of 22
single page version

background image
: ૬ : આત્મધર્મ: ૨૪૦A
અરે જીવ! આવો સ્વભાવ સાંભળીને એકવાર તો ઉલ્લાસથી ઊછળ! એકવાર કુતૂહલ કરીતે
અંતરમાં આ ચીજને જો તો ખરો! સર્વજ્ઞો અને સંતો જેનો આટલો બધો મહિમા કરે છે તે ચીજ
અંદરમાં કેવી છે? તેને પ્રગટપણે દેખ. જ્ઞાનપ્રકાશ જ્યાં ધર્માત્માને પ્રગટ્યો ત્યાં તે નિઃશંકપણે કહે છે કે
અમને મહાન જ્ઞાનપ્રકાશ પ્રગટ્યો છે, હવે અમને ફરીને મોહ થવાનો નથી. કોઈને પૂછવું પડતું નથી,
પોતાને જ નિઃશંક પોતાની ખબર પડે છે.
જેને આત્માનો અનુભવ થયો છે તે ધર્માત્મા સંતબીજાને પ્રમોદથી કહે છે કે અહો જીવો! આ
ચૈતન્યઆત્મા શાંતરસનો દરિયો છે. શાંતરસનો દરિયો ઉલ્લસી રહ્યો છે. એ ચૈતન્યના શાંતરસમાં તમે
નિમગ્ન થાઓ. વિભ્રમરૂપી ચાદરને દૂર કરીને આ શાંતરસના સમુદ્રને દેખો. પોતાને જે અનુભવ થયો
તેવા અનુભવની પ્રેરણા આપે છે કે જગતના બધાય જીવો આવા આત્માને અનુભવો. “આ ભગવાન
જ્ઞાનસમુદ્ર વિભ્રમ દૂર કરીને સર્વાંગ પ્રગટ થયો છે.. વિભ્રમ તે તેનું અંગ ન હતું, તેને દૂર કર્યું, અને
સ્વાનુભવમાં સર્વાંગ પ્રગટ થયો; શુદ્ધતાનું સ્વસંવેદન થતાં આખોય ભગવાન આત્મા પ્રસિદ્ધિમાં આવી
ગયો. અહા, શાંતિ રસમાં ઝુલતા સંતો તેનો આ માર્ગ જગતને ચીંધી રહ્યા છે કે અરે જીવો! તમે આ
માર્ગે આવો, સાગમટે નોતરું આપે છે કે અમે ભ્રમના પડદા દૂરકરીને આ ભગવાન જ્ઞાનસમુદ્રને પ્રગટ
કર્યો છે તેને જગતના બધાય જીવો દેખો. જેમ નાટકમાં પડદો દૂર થતાં દશ્ય પ્રગટ થાય ત્યાં બધાય
જોનાર એકસાથે તેમાં નિમગ્ન થાય છે. તેમ અહીં ભ્રમરૂપી પડદો દૂર કરીને ભિન્ન ચૈતન્યતત્ત્વને પ્રગટ
બતાવ્યું. તેને જોવામાં બધાય જીવો અત્યંત નિમગ્ન થાઓ... શાંતરસથી ભરેલો ચૈતન્યસમુદ્ર તમારા
અંતરમાં જ ઊછળી રહ્યો છે.
ऐष’ આ ભગવાન આત્મા–એમ સ્વાનુભવ પ્રત્યક્ષ કરીને આચાર્યદેવ તેની પ્રેરણા કરે છે. જેમ
હાથમાં લઈને કોઈ વસ્તુ સાક્ષાત્ બતાવે, તેમ ચૈતન્યતત્ત્વને સ્વાનુભવમાં લઈને આચાર્યદેવે સ્પષ્ટ
બતાવ્યું છે કે જુઓ! આ ચૈતન્યસમુદ્ર ભગવાન આત્મા શાંતરસથી ભરપૂર છે. તરણાં ઓથે આખો
ડુંગર છે, તે તરણાંને દૂર કરતાં આખો શાંતરસનો પિંડ ચૈતન્ય ડુંગર દેખાય છે.
મહાન ચૈતન્ય સરોવરમાં વિવેકી–સમ્યગ્દ્રષ્ટિ હંસલા આનંદરૂપ મોતીના ચારા ચરે છે. રાગના
ચારા તે ચરતા નથી.
સ્વાનુભવના ઉત્કૃષ્ટરસથી–ઉત્કૃષ્ટ મહિમાથી સંતો કહે છે કે એકસાથે અને સર્વ લોક આવા શાંત
ચૈતન્યરસમાં મગ્ન થઈને તેનો અનુભવ કરો. અંતર્મુખ–સ્વભાવ સિવાય બહારમાં બીજું કોઈ આલંબન
છે જ નહીં. આમાં ખરેખર પોતાના સ્વાનુભવની પ્રસિદ્ધિ છે. આવો સ્વાનુભવ પ્રગટ કરવો તે જ ધર્મ છે.
સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા બીજાને પણ સમ્યગ્દ્રષ્ટિ બનાવે છે.
જુઓ, આ આત્મખ્યાતિના ખેલ! ચૈતન્યના શાંતરસનું નૃત્ય! સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા ચૈતન્યના
આવા નાટકને સ્વાનુભવથી જોનારા છે, અને બીજા સુપાત્ર મિથ્યાદ્રષ્ટિ જીવોને પણ જીવ–અજીવની
ભિન્નતા દેખાડીને, ભેદજ્ઞાન કરાવીને, ભિન્ન ચૈતન્યનો અનુભવ કરાવે છે. આ રીતે ચૈતન્યને જોનારા
સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા બીજાને સમ્યગ્દ્રષ્ટિ બનાવે છે. વાહ, જુઓ તો ખરા! શૈલી કેવી છે! સમ્યગ્દ્રષ્ટિ
બીજાને પણ સમ્યગ્દ્રષ્ટિ બનાવે છે. બીજો જીવ પણ એવો જ છે કે જે જરૂર યથાર્થ સમજીને સમ્યગ્દ્રષ્ટિ
થઈ જાય છે. તેથી એમ કહ્યું કે સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા બીજા જોનારાને (એટલે કે ચૈતન્યને જોવાની ખરી
જિજ્ઞાસા થઈ છે તેને) યથાર્થ સ્વરૂપ બતાવી, ભ્રમ મટાડી, શાંત રસમાં લીન કરી સમ્યગ્દ્રષ્ટિ બનાવે છે.
અરે જીવો! આ ચૈતન્યતત્ત્વને તમે દેખો, અંદરમાં કુતૂહલ કરીને લગની લગાડીને આ
આત્મતત્ત્વને અનુભવો, મરીને પણ એટલે મરણપર્યંતની ગમે તેટલી પ્રતિકૂળતા જગતમાં આવે તોપણ
તેની દરકાર છોડીને આ ચિંદાનંદ તત્ત્વને દેખો અને તેના

PDF/HTML Page 8 of 22
single page version

background image
આસો: ૨૪૮૯ : ૭ :
નિજાનંદન મસ્ત બનો. ચૈતન્યના નિજાનંદમાં મસ્ત ધર્માત્મા સંતો જગતની કોઈ પ્રતિકૂળતાથી ડગતા
નથી, અન્ય સર્વ રસ છોડીને નિજાનંદતત્ત્વને સાધવામાં જ તે મસ્ત છે. –
જગતડાં કહે છે કે ભગતડાં ઘેલાં છે,
પણ ઘેલાં ન જાણશો રે...
એ પ્રભુને ત્યાં પહેલાં છે;
જગતડાં કહે છે કે ભગતડાં કાલાં છે,
પણ કાલાં ન જાણશો રે...
એ આત્માને વહાલા છે.
અહા, ધર્માત્મા ભક્તો કાલીઘેલી ભક્તિ કરે ત્યાં અજ્ઞાનીઓ કહે છે કે એ કાલાઘેલા છે. પણ
અંદરમાં એ ધર્માત્માને ચૈતન્યનો રંગ લાગ્યો છે તેની અજ્ઞાનીને ખબર નથી. જ્ઞાનીના અંતરંગભાવને
અજ્ઞાનીઓ ઓળખી શકતા નથી. ચૈતન્યરંગમાં જગતને ભૂલીને આત્માને સાધવા નીકળ્‌યા તે ધર્માત્મા
પરમાત્માના માર્ગમાં પહેલા છે; જગતના મૂઢજીવો ભલે તેને ઘેલાં કહે પણ પ્રભુના દરબારમાં તો તે
પહેલાં છે, તે આત્માને વહાલા છે, ધર્માત્માસંતોને વહાલા છે.
(સ. ગા. ૩૮ ના પ્રવચનમાંથી)
જ્યારે આત્માનો અનુભવ થાય ત્યારે...
[જીવને જ્યારે આત્માનો અનુભવ થાય ત્યારે તે મહાભાગ સાઘક
સંતની પરિણતિ કેવી થાય? તેનો વૈરાગ્ય, તેનો આનંદ, તેની દ્રઢતા, તેની
ભવઅંતની નિકટતા–વગેરેનું વર્ણન આ કાવ્યમાં કરવામાં આવ્યું છે.......)
આતમ અનુભવ આવે, જબ નિજ આતમ અનુભવ આવે;
ઔર કછુ ન સુહાવે, જબ નિજ આતમ અનુભવ આવે... જબ૦ ૧.
જિન આજ્ઞા અનુસાર પ્રથમહી, તત્ત્વ પ્રતીતિ અનાવે;
વરણાદિક રાગાદિક તૈં નિજ, ચિહ્ન ભિન્ન કર ધ્યાવે... જબ૦ ૨.
મતિજ્ઞાન ફરસાદિ વિષય તજિ, આતમ સન્મુખ ધ્યાવે;
નય પ્રમાણ નિક્ષેપ સકલ શ્રુત, જ્ઞાન વિકલ્પ નશાવે... જબ૦ ૩.
ચિદ્ઽહં શુદ્ધોઽહં ઈત્યાદિક, આપ માહિં બુધિ આવે;
તનપૈં વજ્રપાત ગિરતેહૂ નેક ન ચિત્ત ડુલાવે... જબ૦ ૪.
સ્વ સંવેદ આનંદ બઢૈ અતિ વચન કહ્યો નહિં જાવે;
દેખન જાનન ચરન તીન બિચ, એક સ્વરૂપ લહરાવે... જબ૦ પ.
ચિત્ત કરતા ચિત્ત કર્મ ભાવ ચિત્ત, પરિણતિ ક્રિયા કહાવે;
સાધ્ય સાધક ધ્યાન ધ્યેયાદિક, ભેદ કછુ ન દિખાવે... જબ૦ ૬.
આત્મપ્રદેશ અદ્રષ્ટ તદપિ, રસસ્વાદ પ્રગટ દરસાવે;
જયોં મિસરી દીસત ન અંધકો, સપરસ મિષ્ટ ચખાવે... જબ૦ ૭.
જિન જીવનીકે સંસૃતિ, પારાવાર પાર નિકટાવે;
ભાગચન્દ તે સાર અમોલક પરમ રતન વર પાવે... જબ૦ ૮.
(ધન્ય એ અનુભવ દશા!)

PDF/HTML Page 9 of 22
single page version

background image
: ૮ : આત્મધર્મ: ૨૪૦A
ભા વ શુ દ્ધિ નો મહિમા
ભાવશુદ્ધિ તે મોક્ષનો પંથ છે
ને તે જ સર્વ ઉપદેશનો સાર છે
(ભાવપ્રાભૃત ગા. ૧૨૪ થી ૧૩૨ના પ્રવચનમાંથી)
હે જીવ! આરાધના–પંથના અગ્રેસર એવા પંચપરમેષ્ઠીને ધ્યાવ!
ભાવશુદ્ધિનો ઉપદેશ આપતાં આચાર્યદેવ કહે છે કે હે જીવ! ધર્મની આરાધનાના પંથમાં
અગ્રેસર થઈને જેઓ મોક્ષમાર્ગે આગળ ગયા એવા પંચપરમેષ્ઠીનું તું ધ્યાન કર. ધર્મની
આરાધનાના નાયકો તે ધર્મપંથમાં આગળ ચાલનારા છે, તેમના શુદ્ધસ્વરૂપને જાણીને તેનું ધ્યાન
કર... તેમના જેવા શુદ્ધ આત્મસ્વરૂપનું ધ્યાન કર. જેમ વીરપુરુષ પૂર્વના વીરપુરુષોના યુદ્ધપરાક્રમ
વગેરેની વાર્તા સાભંળતાં ઉત્સાહિત થાય છે, તેમ જેને ધર્મની આરાધનાનો પ્રેમ છે તે ધર્મમાં
આગળ વઘેલા ધર્માત્માઓની આરાધનાનું વર્ણન સાંભળીને આરાધના પ્રત્યે ઉત્સાહિત થાય છે,
પ્રેમથી–રુચિથી–આદરથી તે આરાધક ધર્માત્માની વાત સાંભળે છે. ભગવંત પંચપરમેષ્ઠીમાંથી
અર્હંત અને સિદ્ધ તો આરાધના પૂર્ણ કરીને સ્વયં આરાધ્ય થઈ ગયા છે, ને આચાર્યાદિક તે
આરાધનાના અગ્રેસર છે. આવા પરમેષ્ઠીઓના સ્વરૂપનું ચિંતવન કરતાં ભાવશુદ્ધિ થાય છે. હે
મુનિ! અને હે ભવ્યજીવો! તમે આવા ઉત્તમ–મંગળ–શરણરૂપ પરમેષ્ઠીને ધ્યાવો. તેમના સ્વરૂપનું
ચિંતવન કરવાથી શુદ્ધઆત્માનું સ્વરૂપ પ્રતિભાસે છે... ને તેના ધ્યાનવડે આરાધકભાવનાં વિઘ્નો
દૂર થઈને મંગળની પ્રાપ્તિ થાય છે.
અહા, અરિહંતો અને સાધુઓ મોક્ષમાર્ગમાં અગ્રેસરપણે આગળઆગળ ચાલ્યા જાય છે–અને

PDF/HTML Page 10 of 22
single page version

background image
આસો: ૨૪૮૯ : ૯ :
જગતના જીવોને તે માર્ગે દોરી રહ્યા છે. તેમના સ્વરૂપના ધ્યાનથી સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન–
સમ્યક્ચારિત્ર વગેરેનું સ્વરૂપ બરાબર ઓળખાય છે, એટલે ભેદજ્ઞાન થાય છે. જગતમાં મંગલસ્વરૂપ
તો આવા પરમેષ્ઠીપદ છે, તે જ શરણ છે અને તે જ ઉત્તમ છે. આરાધનાના નાયક આવા પંચપરમેષ્ઠી
ભગવંતો વીર છે, વીરતાવડે તેઓ કર્મને જીતનારા છે. શુદ્ધસ્વભાવ તરફ વળીને જ શુદ્ધઆત્માનું ધ્યાન
થાય છે. જેમ કેવળીભગવાનની સ્તુતિ જ્ઞાયકસ્વભાવના અનુભવથી થાય છે, તેમ પંચપરમેષ્ઠીનું ધ્યાન
પણ શુદ્ધઆત્માની સન્મુખતાથી જ થાય છે. –આવા ધ્યાનવડે શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિ થાય છે માટે તેનો
ઉપદેશ છે.
જ્ઞાનરૂપી નિર્મળ–શીતળજળને સમ્યક્ત્વાદિ ભાવવડે પીને ભવ્યજીવ જન્મ–મરણના દાહને નષ્ટ
કરે છે, ને પરમાનંદ સુખરૂપ થાય છે. સમ્યગ્જ્ઞાનના શાંત નિર્વિકલ્પ રસનું પાન કરતાં સંસારની
સમસ્ત વેદનાનો અને ભવરોગનો નાશ થઈ જાય છે. ભગવાનની વાણી આવા શુદ્ધાત્માના શાંતરસને
દર્શાવતી હોવાથી તે પણ શીતળ અને ભવતાપને હરનારી છે. પૂજામાં આવે છે કે–
તુમ વચ શીતલ ચંદ્રસમાન,
ભવતપહરણ સદા ગુણખાન... ધ્યાનિધિ હો...
હે નાથ! ચૈતન્યના નિર્વિકલ્પ શાંતરસને દર્શાવતી આપની વાણી પણ શીતળ છે... જાણે અમી
ઝરતું હોય! એમ આપની વાણી ચૈતન્યગુણોની ખાણ બતાવીને ભવતાપને હરનારી છે. શ્રીમદ્ રાજચંદ્ર
પણ કહે છે કે–
વચનામૃત વીતરાગનાં, પરમશાંતરસમૂળ;
ઔષધ જે ભવરોગનાં, કાયરને પ્રતિકૂળ.
અહા, ચૈતન્યઘરમાં અનંતા નિધાન છે તેને જિનવાણી બતાવે છે. તે વાણી ચૈતન્યની સન્સુખતા
કરાવીને શાંતરસનું વેદન કરાવનારી છે. અહા, આવી વાણી–ચૈતન્યની સન્મુખતા કરાવનારી–તે
ભવરોગનું ઔષધ છે... હે જીવ! અંતર્મુખ થઈને નિર્મળભાવ પ્રગટ કરીને તું જ્ઞાનમય શીતળ શાંત
ચૈતન્યરસનું પાન કર, કે જેનાથી જન્મ–મરણના તીવ્રદાહરૂપ દુઃખોથી મુક્ત થઈને તું પોતે સુખસ્વરૂપ
થઈ જશે. સમયસારમાં છેવટે ફળ બતાવતાં આચાર્યદેવ કહે છે કે આ સમયપ્રાભૃતનું પઠન કરીને,
અર્થતત્ત્વથી જાણીને, શુદ્ધાત્મારૂપ અર્થમાં જે ઠરશે તે જીવ સ્વયમેવ ઉત્તમ સૌખ્યરૂપ પરિણમી જશે.
એટલે સુખ ક્્યાંય બહારથી નહિ આવે પણ આત્મા સ્વયં નિજસ્વભાવથી જ સુખરૂપ થઈ જશે. સુખ તે
આત્માથી કોઈ જુદી વસ્તુ નથી; આત્મા જ સ્વયમેવ સુખસ્વભાવવાળો છે. અંતર્મુખ થઈને
નિજસ્વભાવની આરાધના કરતાં પોતે જ સુખરૂપ થઈ જાય છે. શાંત ચૈતન્યરસનો ગોળો આત્મા છે
તેના ધ્યાન વગર કદી શાંતિનું વેદન થાય નહીં ને દાહ મટે નહીં. સમ્યગ્જ્ઞાનમાં એવી તાકાત છે કે રાગાદિક
મળને દૂર કરીને નિર્મળશાંતભાવરૂપ જળવડે આકુળતાના તાપને દૂર કરે છે. એ રીતે સમ્યગ્જ્ઞાનવડે
આત્મા સુખરૂપ થાય છે. માટે જ્ઞાનની ભાવના કરીને તેમાં એકાગ્રતા કરવાનો ઉપદેશ છે.
સમ્યગ્દર્શનાદિ ભાવશુદ્ધવડે જ દુઃખનો છેદ ને સુખની પ્રાપ્તિ
જગતમાં જેમ પૃથ્વીમાં પડેલું બીજ બળી ગયા પછી તે ફરી ઊગતું નથી, તેમ સંસારના બીજરૂપ
જે કર્મ, તેને ચૈતન્યના ધ્યાનરૂપ અગ્નિવડે ભસ્મ કરતાં, જીવને ફરીને જન્મ–મરણના અંકુરા ઊગતા
નથી. સમ્યગ્દર્શનવડે પણ સંસારનું બીજ છેદાઈ જાય છે. સમ્યગ્દર્શન તે પણ ધ્યાનવડે થાય છે. અહીં
શ્રમણને સંબોધીને ઉત્કૃષ્ટ ઉપદેશ છે કે હે મુનિ!

PDF/HTML Page 11 of 22
single page version

background image
: ૧૦ : આત્મધર્મ: ૨૪૦A
ભાવશ્રમણ થઈ ધર્મ–શુક્લધ્યાનવડે તું કર્મનો સર્વથા નાશ કર. અનાદિકર્મની પરંપરા ચૈતન્યના
ધ્યાનવડે છેદાઈ જાય છે. સમ્યગ્દર્શનાદિ ભાવશુદ્ધિ તે જ દુઃખના છેદનો અને સુખની પ્રાપ્તિનો ઉપાય છે.
આ જગતમાં જેણે સમ્યગ્દર્શનાદિ ભાવશુદ્ધિ પ્રગટ કરી છે એવા જીવો જ સુખની પરંપરાને પામે
છે. અને જેઓ ભાવશુદ્ધિથી રહિત છે એવા દ્રવ્યશ્રમણો તો દુઃખને જ પામે છે. આ રીતે ભાવના ગુણ–
દોષને જાણીને હે ભવ્ય! તું શુદ્ધભાવથી સંયુક્ત થા! સમ્યગ્દર્શનાદિ શુદ્ધભાવરૂપ ગુણ વગર સંયમાદિ
બધું નિષ્ફળ છે. રાગથી જેની જાત જ જુદી છે–એવા સમ્યક્ત્વાદિ ભાવશુદ્ધિથી જ સિદ્ધિ થાય છે.
હે જીવ! તું સમ્યગ્દર્શનાદિ શુદ્ધભાવના ગુણોને જાણ, અને મિથ્યાત્વાદિ અશુદ્ધભાવોના દોષને
જાણ એ બંનેને જાણીને તારા શ્રેયના કારણરૂપ એવા શુદ્ધભાવની તું આરાધના કર. સમ્યગ્દર્શન તો
ગુણોની ખાણ છે, ને મિથ્યાત્વ તે તો સર્વદોષનું મૂળ છે. સમ્યગ્દર્શન તે જિનભાવના છે; સંસારને
છેદવાની તેનામાં તાકાત છે. મિથ્યાદર્શન સહિત જીવ ગમે તેટલું કરે તોપણ સંસારને છેદી શકતો નથી
ને દુઃખ જ પામે છે. માટે હે જીવ! સંસારદુઃખોથી છૂટવા તું મિથ્યાત્વને છેદીને ભાવશુદ્ધિ પ્રગટ કર.
ભાવશુદ્ધિ તે જ સર્વ ઉપદેશનો સંક્ષિપ્ત સાર છે. ભાવશુદ્ધિનો મહિમા અમે તને સમજાવ્યો તે સમજીને તું
સમ્યગ્દર્શનભાવ સહિત થા... સમ્યગ્જ્ઞાન સહિત થા... સમ્યક્ચારિત્ર સહિત થા. આવી ભાવશુદ્ધિ તે
મોક્ષનો પંથ છે ને સર્વ ઉપદેશનો સાર છે.
તીર્થંકરપદગણધરપદ વગેરે મહાન પદવી ભાવશુદ્ધિવંત સમકિતી જ પામે છે.
ભગવાન જિનવરે સંક્ષેપથી એમ કહ્યું છે કે સમ્યગ્દર્શનાદિ ભાવશુદ્ધિ સહિત જીવ મહાપુણ્યના
અભ્યુદયપૂર્વક તીર્થંકર, ગણધર, ચક્રવર્તી, તીર્થંકરના પુત્ર વગેરે થાય છે... ગણધર તે સર્વજ્ઞપુત્ર છે.
ધવલામાં ગૌતમગણધરને “સર્વજ્ઞપુત્ર” કહ્યા છે. આવી મહાપવિત્ર પદવી કોણ પામે? કે જે જીવ
સમ્યગ્દર્શનની આરાધના સહિત હોય તે જ એવા. તીર્થંકરપદ, ગણધરપદ, ચક્રવર્તીપદ, બળદેવપદ વગેરે
અભ્યુદયને પામે છે. ભાવશુદ્ધિ વગર એવી પદવી હોતી નથી.
સમ્યગ્દર્શનની શુદ્ધિ વગર કોઈને કિંચિત્ ધર્મ થતો નથી. જ્ઞાયક ચિદાનંદસ્વભાવને જેણે
નિર્વિકલ્પ પ્રતીતમાં લીધો છે તેને વચ્ચે આરાધકભાવસહિતના પુણ્યથી તીર્થંકરપદવી વગેરે મળે છે.
ધર્માત્મા આરાધકને અશુભઆયુ બંધાતું નથી, અશુભ વખતે તેને નવા ભવનું આયુષ્ય ન બંધાય.
અજ્ઞાનીને ભાવ શુદ્ધિ પણ નથી અને તેને ઉત્તમપુણ્ય પણ બંધાતા નથી. અહો, તીર્થંકર, ગણધર વગેરે
ઉત્તમ પદવી તે ભાવશુદ્ધિનો જ પ્રતાપ છે.
ભાવશુદ્ધિવંત સંતો પ્રત્યે પ્રમોદ અને નમસ્કાર
આચાર્યદેવ પ્રમોદથી કહે છે કે અહા, આવી ભાવશુદ્ધિના ધારક મુનિવરો ધન્ય છે... તેમને
નમસ્કાર હો.
ते धन्यः तेभ्यः नमः दर्शनज्ञानचरण शुद्धेभ्यः।
भावसहितेभ्यः नित्यं त्रिविधेन प्रणष्टमायेभ्यः।।१२९।।
અહા, શ્રેષ્ઠ સમ્યગ્દર્શનથી, વિશુદ્ધજ્ઞાનથી ને નિર્દોષ ચારિત્રથી જે શુદ્ધ છે, અને જેમને માયાચાર
નષ્ટ થયો છે, એવા શુદ્ધભાવ સહિત શ્રમણો ધન્ય છે, નિત્ય ત્રિવિધે તેમને નમસ્કાર હો. અહા, આવા
ભાવશુદ્ધિધારક સંતો તે ધર્મના સ્તંભ છે, તે મોક્ષના પંથી છે... તે પ્રશંસનીય છે, તે આદરણીય છે. અહીં
કુંદકુંદાચાર્ય જેવા કહે છે કે તેમના પ્રત્યે અમારા ત્રિવિધ નમસ્કાર હો.
જેમ ઉત્કૃષ્ટ મુનિને ધન્ય કહ્યા, તેમ સમ્યગ્દર્શનરૂપ ભાવશુદ્ધિને ધારણ કરનારા સમ્યગ્દ્રષ્ટિ

PDF/HTML Page 12 of 22
single page version

background image
આસો: ૨૪૮૯ : ૧૧ :
ધન્ય છે, તે મોક્ષના પંથે ચડેલા છે. ધર્માત્માની ભાવશુદ્ધિ દેખીને તેમના પ્રત્યે ધર્મીને પ્રમોદ આવે
છે. ધર્મની જિજ્ઞાસાવાળાને ધર્માત્મા પ્રત્યે પ્રમોદ આવે છે. ભક્તિ આવે છે કુંદકુંદ આચાર્ય જેવા
પણ ભક્તિ અને પ્રમોદથી કહે છે કે અહા, રત્નત્રયથી શુદ્ધ એવા મુનિવરોનો અવતાર ધન્ય છે–
ધન્ય છે, તેમને નમસ્કાર હો. એમ ધન્યવાદપૂર્વક ભક્તિથી નમસ્કાર કરે છે. જેને મોક્ષમાર્ગનો
અનુરાગ હોય તેને મોક્ષમાર્ગમાં અધિક જીવોને દેખીને તેમના પ્રત્યે જરૂર પ્રમોદ આવે અને
ભક્તિથી નમસ્કાર જરૂર કરે.
ધર્મીને દેખીને ધર્મની જિજ્ઞાસાવાળો નમસ્કાર કરે જ. જુઓ ભાવશુદ્ધિના વર્ણનમાં ભેગો
વિનય પણ બતાવતા જાય છે. જેને ભાવશુદ્ધિવાળા ધર્માત્મા પ્રત્યે આવા વિનયાદિ ન હોય તેને ધર્મનો
પ્રેમ નથી.
આરાધક જીવો જગતના વૈભવથી મોહિત થતા નથી.
અહા, જેણે જિનભાવના ભાવી છે એવો ધીર ધર્માત્મા જગતની દેવાદિની ઋદ્ધિ દેખીને મોહિત
થતો નથી. ચૈતન્યના જ્ઞાન–આનંદની ઋદ્ધિ પાસે ધર્માત્માને ઈન્દ્રપદની ઋદ્ધિ પણ તૂચ્છ–તૃણવત્ ભાસે
છે; અહા, જે ચૈતન્યની પવિત્રતામાંથી કેવળજ્ઞાનરૂપ ઋદ્ધિ પ્રગટે. જે ચૈતન્યના એક વિકલ્પના ફળમાં
ઈન્દ્રપદ મળે, તે ચૈતન્ય પ્રત્યે જેની બુદ્ધિ લાગેલી છે એવા ધીર પુરુષો કોઈ વિદ્યાધરની ઋદ્ધિ વડે
લલચાતા નથી, જગતની ક્ષણિક ઋદ્ધિઓની ભાવના તેમને નથી, તેમને તો ચૈતન્યસ્વભાવની જ
ભાવના છે, જેમનું સમ્યક્ત્વ દ્રઢ છે એવા ધર્માત્માને આત્માને અનુભવના પરમાર્થસુખ સિવાય બીજી
કોઈ ભાવના નથી જિનભાવનામાં રત એવો તે જીવ સુખનિધાન આત્મા પાસે જગતની બાહ્યઋદ્ધિને
તરણાં જેવી સમજે છે, તેથી તેમાં ક્્યાંય તે મોહિત થતો નથી.
અહા, સમ્યગ્યદ્રષ્ટિ પણ આવી ઋદ્ધિમાં મોહિત થતો નથી તો પછી મોક્ષમાં જ જેમની દ્રષ્ટિ
લાગેલી છે અને મોક્ષને જ સાધવામાં જેઓ તત્પર છે એવા ઉજ્જવળ મુનિવરો જગતના અલ્પ તૂચ્છ
ભોગોમાં મોહ કેમ પામે? વાદળાની રચના જેવા જગતના વૈભવ તેમાં મુનિઓ મોહિત થતા નથી.
તેમની પરિણિ૯ઠત તો ચૈતન્યના મોક્ષવૈભવને સાધવામાં જ લાગેલી છે. તે તો મોક્ષસુખને જ જાણે છે,
તેને દેખે છે ને તેને ચિંતવે છે. અહા, મોક્ષના રસિક સુનિવરોને સંસારના વૈભવનો રસ ઊડી ગયો છે.
જગતની કોઈ ઋદ્ધિને તેઓ ચાહતા નથી. સમકિતી પણ જેને ન ઈચ્છે, તો મુનિ તો તેને કેમ ઈચ્છે?
આત્મહિત શીઘ્ન સાધવાનો ઉપદેશ
હવે કહે છે કે અરે જીવ! જીર્ણ પર્ણકૂટિ જેવી આ દેહ ઝુંપડીને જ્યાં સુધી રોગરૂપ અગ્નિ ભસ્મ ન
કરી નાખે, વૃદ્ધવસ્થાથી તે ઘેરાઈ ન જાય અને ઈન્દ્રિયબળ ગળી ન જાય ત્યાં સુધીમાં તું તારુ આત્મહિત
કરી લે. અરે જીવ! અલ્પ કાળનું આયુષ્ય, અલ્પ શક્તિ, તેમાં શીઘ્ર આત્મહિતનો પ્રયત્ન કર.
आक्रमते यावन्न जरा रोगाग्निर्यावन्न दहित देहकुटीम्।
इन्द्रियबलं न विरालति तावत् त्वं कुरु आत्महितम्।।
વૃદ્ધાવસ્થા ધર્મને રોકે છે–એવો એનો નથી; પણ એવો ઉપદેશ છે કે અરે જીવ! તું આત્માના
હિતનો ઉદ્યમ કર. અત્યારે દેહાર્દિની અનુકૂળતા હોય તેમાં મુર્છાન ન જા દેહ કાંઈ સદાય આવોને આવો
નથી રહેવાનો ભુકા પાંદડાની ઝુંપડી અગ્નિના તણખાંથી સળગી જાય તેમ આ દેહરૂપી કુટીર પણ
વૃદ્ધાવસ્થારૂપી અગ્નિવડે ક્ષણમાં ભસ્મ થઈ જશે માટે વૃદ્ધાવસ્થા આવ્યા પહેલાં તું વિષય ભોગોમાં ને
દેહમાં મૂર્છા છોડીને ચેતન્પના હિતને સાધવાનો આ અવસર છે પહેલેથી જેણે ચૈતન્યમાં હિતને
સાધવાનો શીઘ્ર ઉદ્યમ કરજે. અહા, ચૈતન્યના જ્ઞાન–ધ્યાન અનુભવનો અભ્યાસ કર્યો

PDF/HTML Page 13 of 22
single page version

background image
: ૧૨ : આત્મધર્મ: ૨૪૦A
તેને તો વૃદ્ધાવસ્થામાંય તેની ઉગ્રતા થશે, પણ પહેલાં જેણે આત્માની દરકાર નહિ કરી હોય ને દેહમાં
મૂર્છાણો હશે તે વૃદ્ધાવસ્થા આવતાં ઘેરાઈ જશે. માટે આચાર્યદેવ અતિ કરુણાથી કહે છે કે હે ભાઈ! તું
પહેલેથી સાવધાન થઈને આત્માનું હિત કરી લેજે. વૃદ્ધાવસ્થા અને રોગ આવ્યા પહેલાં તારા
આત્મહિતની સંભાળ કરજે. વૃદ્ધાવસ્થામાં આંખે દેખાય નહિ, શ્રવણ પણ થાય નહિ, હાથ–પગ કામ ન
કરે, અનેક રોગ શરીરને ઘેરો ઘાલે–તે પહેલાં તારા ચૈતન્યના ધર્મને સાધી લેજે.
‘આત્મધર્મ’ ના ગતાંકમાં કેટલાક પ્રશ્નો આપેલા, અને તેના જવાબો તે જ અંકમાં
અન્યત્ર આપવાના હતા, પણ ભૂલથી તે જવાબો તે અંકમાં છાપવાનું રહી થયું છે, તેથી અહીં તે
જવાબો આપ્યા છે–
* ભગવાન ઋષભદેવના મુખ્ય ગણધરનું નામ ઋષભસેન; તેઓ ઋષભદેવના જ પુત્ર હતા;
ભરતના નાના ભાઈ હતા. ધન્ય એ પિતા–પુત્ર! તેમને નમસ્કાર.
* ભગવાન ઋષભદેવની પુત્રી, અને ભરતચક્રીની છોટી બહેન બ્રાહ્મી આદ્યગુરુ આદિનાથની
કૃપાથી દીક્ષિત થઈને આર્યાઓની વચ્ચે ગણિની પદને પામ્યા. તે બ્રાહ્મી પૂજિત થઈ; વૃષભદેવની
બીજી પુત્રી સુન્દરીદેવીયને પણ તે સમયે વૈરાગ્ય થતાં તેણે પણ બ્રાહ્મીની પાછળ દીક્ષા લીધી
હતી. આ ઉપરાંત અનેક રાજાઓએ તેમજ રાજકન્યાઓએ પણ તે સમયે દીક્ષા લીધી હતી. તેમને
નમસ્કાર.
* શ્રુતકીર્તિ નામના કોઈ અતિશય બુદ્ધિમાન પુરુષે ભગવાન ઋષભદેવના ચરણસમીપે શ્રાવકનાં
વ્રતો ગ્રહણ કર્યા હતા. અને દેશવ્રતી ગૃહસ્થોમાં તે શ્રેષ્ઠ હતા. તેમને નમસ્કાર.
* ધીર, વીર અને પવિત્ર અંતઃકરણવાળી પ્રિયવ્રતા નામની સતી સ્ત્રી, શ્રાવકનાં વ્રત ધારણ
કરનારી સ્ત્રીઓમાં સૌથી શ્રેષ્ઠ હતી. તેમને નમસ્કાર.
ભગવાન આદિનાથને જ્યારે કેવળજ્ઞાન થયું ત્યારે અનેક રાજાઓ દીક્ષિત થઈને મોટી
મોટી ઋદ્ધિના ધારક મુનિરાજ થયા. ભરતના ભાઈ અનંતવીર્ય પણ દિવ્યધ્વનિ સાંભળીને દીક્ષિત
થયા, દેવોએ તેમની પૂજા કરી. અને આ અવસર્પિણી યુગમાં મોક્ષ પ્રાપ્ત કરવામાં સૌથી અગ્રેસર
થયા. તેમને નમસ્કાર.
* ભગવાન મહાવીરના સમવસરણમાં મુખ્ય ગણધર ઈન્દ્રભૂતિ–ગૌતમ; મુખ્ય અર્જિકા
ચંદનબાળા; મુખ્ય શ્રાવક સાંખસતક શેઠ; મુખ્ય શ્રાવિકા સુલસા અને રેવતીરાણી;: તેમને
નમસ્કાર હો.
* અપરાજિતવિમાનમાં બે જીવો સાથે હતા; ત્યાંથી નીકળીને એક તો વિદેહક્ષેત્રમાં અપરાજિત
નામના તીર્થંકર થયા, અને બીજા ભરતક્ષેત્રમાં નમિનાથ તીર્થંકર થાય. અપરાજિત–તીર્થંકરને
કેવળજ્ઞાન થયું ત્યારે દેવો પૂજા કરવા આવ્યા ને ધર્મસભામાં કોઈએ પૂછયું કે આ ભગવાને ઉત્તર
આપ્યો કે હા; અત્યારે ભરતક્ષેત્રના બંગદેશની મિથિલાનગરીમાં નમિનાથસ્વામી અપરાજિત
વિમાનથી અવતર્યા છે, અને તેઓ ભરતક્ષેત્રના ૨૧મા તીર્થંકર થનાર છે. એ રીતે વિદેહક્ષેત્રના
અપરાજિત તીર્થંકરના સમવસરણમાં ભરતક્ષેત્રના નમિનાથ તીર્થંકરની વાત આવી. પછી જ્યારે
દેવોદ્વારા નમિનાથ કુમારે એ વાત સાંભળી ત્યારે તેઓ સંસારથી વિરક્ત થયા... (સોનગઢ–
જિનમંદિરમાં આ પ્રસંગનું ભાવભીનું દ્રશ્ય છે; પૂરી કથા માટે જુઓ આત્મધર્મ અંક ૧૮૧)

PDF/HTML Page 14 of 22
single page version

background image
શાશ્વત તીર્થ શ્રી સમ્મેદશિખર સિદ્ધિધામ
(પચ્ચીસ ટૂંકની માહિતી)
ટૂંકનું નામ કયા ભગાવનની ટૂંક કેટલા મુનિઓ મોક્ષ પામ્યા નિર્વાણકલ્યાણક
૧. જ્ઞાનધર ટૂંક કુંથુનાથ ભગવાન ૯૬, ૦૦૦૦૦૯૬૩૨૯૬૭૪૨ વૈશાખ સુદ ૧
૨. ગણધર ટૂંક........ ........
૩. મિત્રધર ટૂંક નમિનાથ ભગવાન ૯૦૦, ૦૦૦૦૧૦૦૪પ૦૭૯૪૨ ચૈત્ર વદ ૧૪
૪. નાટક ટૂંક અરનાથ ભગવાન ૯૯૯૯૯૯૯૯૯ ચૈત્ર સુદ ૧૧
પ. સંબલ ટૂંક મલ્લિનાથ ભગવાન ૯૬૦૦૦૦૦૦૦ ફાગણ સુ. પ
૬. સંકૂવ ટૂંક શ્રેયાંસનાથ ભગવાન ૯૬, ૦૦૦૦૦૯૬૯૬૦૯પ૪૨ શ્રાવણ સુ. ૧પ
૭. સુપ્રભ ટૂંક પુષ્પદંત ભગવાન ૧, ૦૦૦૦૦૦૦૯૯૦૭૪૮૦ આસો સુદ ૮
૮. મોહન ટૂંક પદ્મપ્રભ ભગવાન ૯૯૮૭૪૩૭૨૭ માહ વદ ૪
૯. નિર્જર ટૂંક મુનિસુવ્રત ભગવાન ૯૯૦૦૦૦૦૯૭૦૯૦૦૯૯૯ માહ વદ ૧૨
૧૦. લલિત ટૂંક ચંદ્રપ્રભ ભગવાન ૯૮૪૭૨૮૦૮૪પ૯પ ફાગણ સુ. ૭
૧૧. ઋષભદેવ ટૂંક ઋક્ષભદેવ ભગવાન (કૈલાસગિરિથી) ૧૦૦૦૦ પોષ વદ ૧૪
૧૨. વિદ્યુતવર ટૂંક શીતલનાથ ભગવાન ૧૮, ૦૦૦૦૦૪૨૩૨૪૨૯૦પ આસો સુદ ૮
૧૩. સ્વયંભૂ ટૂંક અનંતનાથ ભગવાન ૯૬, ૦૦૦૦૦૭૮૭૦૭૦૭૦૦ ફાગણ વદ ૪
૧૪. ધવલ ટૂંક સંભવનાથ ભગવાન ૯, ૦૦૦૦૦૦૦૭૨૪૨પ૦૦ ચૈત્ર સુદ ૬
૧પ. વાસુપૂજ્ય ટૂંક વાસુપૂજ્ય ભગવાન (ચંપાપુરીથી) ૧૦૦૦ ભાદરવા સુદ
૧૪
૧૬. આનંદ ટૂંક અભિનંદન ભગવાન ૭૨, ૦૦૦૦૦૭૦૭૦૪૨પ૦૦ વૈશાખ સુદ ૬
૧૭. સુદત્તવર ટૂંક ધર્મનાથ ભગવાન ૨૯, ૦૦૦૦૦૧૯૦૯૦૯૭૯પ જેઠ સુદ ૪
૧૮. અવિચલ ટૂંક સુમતિનાથ ભગવાન ૧, ૦૦૦૦૦૮૪૭૨૮૧૭૦૦ ચૈત્ર સુદ ૧૧
૧૯. કુંદપ્રભ ટૂંક શાંતિનાથ ભગવાન ૯, ૦૦૦૦૦૦૦૯૦૯૯૯૯ વૈશાખ વદ ૧૪
૨૦. મહાવીર ટૂંક મહાવીર ભગવાન (પાવાપુરીથી) ૨૬ આસો વદ ૧૪
૨૧. પ્રભાસ ટૂંક સુપાર્શ્વનાથ ભગવાન ૪૯, ૦૦૦૦૦૮૪૭૨૦૭૭૪૨ માહ વદ ૭
૨૨. સુવીર ટૂંક વિમલનાથ ભગવાન ૭૦, ૦૦૦૦૦૦૦૬૦૦૬૭૪૨ જેઠ વદ ૮
૨૩. સિદ્ધવર ટૂંક અજિતનાથ ભગવાન ૧, ૮૦પ૪૦૦૦૦૦ ચૈત્ર સુદ પ
૨૪. નમિનાથ ટૂંક નેમિનાથ ભગવાન (ગીરનારગિરિથી)
૭૨૦૦૦૦૭૦૦
અષાડ સુદ ૭
૨પ. સુવર્ણભદ્ર ટૂંક પાર્શ્વનાથ ભગવાન ૮૨૮૪૪પ૭૪૨ શ્રાવણ સુદ ૭
(આ ટૂંકો સંબંધી માહિતીમાં કોઈ કોઈ પ્રતો વચ્ચે ફેરફાર દેખાય છે. તે સંબંધી વિશેષ
શોધખોળ થઈ શકી નથી.)

PDF/HTML Page 15 of 22
single page version

background image
આસો: ૨૪૮૯ : ૧૩ :
મોક્ષાર્થી શ્રાવકોનું
પ્રથમ કર્તવ્ય
નિષ્કંય સમ્યક્ત્વનું ગ્રહણ અને તેનું ધ્યાન
આચાર્યદેવ કહે છે કે તે શ્રાવક પણ ધન્ય છે કે જેને નિર્મળ
સમ્યક્ત્વની આરાધના પ્રગટ કરી છે

દુઃખના ક્ષયને અર્થે શ્રાવકોએ શું કરવું તે કહે છે:–
हिगऊण य सम्मत्तं सुणिम्मलं सुरगिरिव णिक्कं पं।
तं झाणे झाइज्जइ सावय! दुक्खक्खयठ्ठाए।।८६।।
શ્રાવકોએ પ્રથમ તો સુનિર્મલ સમ્યક્ત્વ પ્રગટ કરવું, અત્યંત નિર્મળ અને મેરુસમાન નિષ્કંપ
એવું સમ્યગ્દર્શન પ્રગટ કરીને તેનું ધ્યાન કરવું. ચલ–મલિન અને અગાઢ દોષોરહિત એવું અચલ–
નિર્મળ–દ્રઢ સમ્યગ્દર્શન પ્રગટ કરીને દુઃખના ક્ષય માટે તેને જ ધ્યાનમાં ધ્યાવવું. જેમ મહા સંવર્તક
વાયરાથી પણ મેરુપર્વત ડગતો નથી તેમ જગતની ગમે તેવી પ્રતિકૂળતાથી પણ સમ્યગ્દ્રષ્ટિનું શ્રદ્ધાન
ડગે નહિ, દેવ પરીક્ષા કરવા આવે તોપણ સમ્યક્ત્વથી ડગે નહિ–આવું દ્રઢ સમ્યક્ત્વ શ્રાવકે ગ્રહણ કરવું.
નિર્વિકઈપ આનંદના વેદનસહિતનું આવું દ્રઢ સમ્યક્ત્વ ગૃહસ્થપણામાં પણ હોય છે, અને શ્રાવકોએ
સૌથી પહેલાં આવું સમ્યક્ત્વ પ્રગટ કરવું–એવો ઉપદેશ છે. દુઃખનો ક્ષય આવા સમ્યગ્દર્શનથી જ થાય
છે, માટે દુઃખનો ક્ષય કરવા આવા નિર્મલ સમ્યક્ત્વને અચલપણે–દ્રઢપણે નિરંતર ધ્યાવો. સમ્યક્ત્વનું
ધ્યાન કરવાનું કહ્યું તેમાં અભેદપણે સમ્યક્ત્વના વિષયભૂત શુદ્ધ આત્મા ધ્યેયપણે આવી જાય છે.
ગૃહવાસસંબંધી જે ક્ષોભ–કલેશ–દુઃખ હોય તે સમ્યક્ત્વની ભાવનાથી મટી જાય છે. સમ્યગ્દર્શનમાં જેવું
વસ્તુસ્વરૂપ પ્રતીતમાં આવ્યું છે તેનું ચિતંન કરાવાથી સર્વ દુઃખનો ક્ષય થઈ જાય છે. જુઓ, આ
દુઃખના નાશનો ઉપાય! અને શ્રાવક–ગૃહસ્થોનું પહેલું કર્તવ્ય! આવા સમ્યક્ત્વ વગર ધર્મ થાય નહિ ને
દુઃખ મટે નહિ. જેને સમ્યક્ત્વ થયું હોય એવા ધર્માત્મા શ્રાવક વારંવાર શુદધાત્માની ભાવનારૂપે
સમ્યક્ત્વનું ધ્યાન કરે છે, તેથી તેમને નિર્મળતા વધતી જાય છે; ગમે તેવા પ્રસંગ કે ઉપદ્રવ આવી પડ્યા
હોય પણ સમ્યક્ત્વની ભાવનાથી શુદ્ધાત્મા ઉપર જ્યાં નજર કરે ત્યાં ધર્માત્મા આખા સંસારને ભૂલી
જાય છે. અને જેને સમ્યક્ત્વ હજી ન પ્રગટ્યું હોય એવા શ્રાવકોએ–ગૃહસ્થાએ પણ સમ્યક્ત્વનું
વાસ્તવિક સ્વરૂપ સમજીને તેનું વારંવાર ચિંતન અને ભાવના કરવાથી સમ્યક્ત્વ થાય છે.
સમ્યદ્રષ્ટિએ સર્વજ્ઞઅનુસાર યથાર્થ વસ્તુસ્વરૂપ જાણ્યું છે તેની તે નિરંતર ભાવના કરે છે.
બહારનું કાર્ય સુધરે કે બગડે પણ તેઓ પોતાના સમ્યક્ત્વથી ડગતા નથી; સમ્યક્ત્વની નિષ્કંપતા વડે,
નિઃશંકપણે યથાર્થ વસ્તુસ્વરૂપ ચિંતવે છે કે સર્વજ્ઞદેવે વસ્તુનું સ્વરૂપ જે રીતે જાણ્યું છે તે જ રીતે તેનું
પરિણમન થાય છે, કોઈ તેને ફેરવવા

PDF/HTML Page 16 of 22
single page version

background image
: ૧૪ : આત્મધર્મ: ૨૪૦A
સમર્થ નથી, માટે તે પરિણમનમાં ઈષ્ટ–અનીષ્ટપણું માનીને સુખી–દુઃખી થવું તે નિરર્થક છે; પરનું
પરિણમન પરને આધીન છે, તેમાં મને કંઈ ઈષ્ટ કે અનીષ્ટ નથી; હું તો જ્ઞાનસ્વભાવી છું. આવી
વસ્તુસ્વરૂપની ભાવનાથી દુઃખ મટે છે, તે પ્રત્યક્ષ અનુભવગોચર છે. માટે શ્રાવકે દુઃખક્ષયને અર્થે
સમ્યક્ત્વનું ગ્રહણ કરીને મેરુ જેવી દ્રઢતાથી તેને નિરંતર ધ્યાનમાં ધ્યાવવું.
ગૃહસ્થપણામાં રહેલા શ્રાવકને પણ ચૈતન્યનું નિર્વિકલ્પધ્યાન હોય છે. અને ચૈતન્યના ધ્યાનથી
પ્રગટેલું નિર્મળ સમ્યક્ત્વ મેરુસમાન અકંપ હોય છે. ગમે તેવી પ્રતિક્રૂળતામાં પણ તેની શ્રદ્ધા ડગતી નથી; માટે
આચાર્યદેવે કહ્યું કે હે શ્રાવક! નિર્મળ સમ્યગ્દર્શનને મેરુસમાન દ્રઢપણે ધારણ કરો ને તેને નિરંતર ધ્યાવો.
(ગાથા ૮૭)
સમ્યક્ત્વરૂપે પરિણમતો થકો જે જીવ તેનું ધ્યાન કરે છે તે સમ્યગ્દ્રષ્ટિજીવ સમ્યક્ત્વરૂપ
પરિણમન વડે દુષ્ટ અષ્ટ કર્મોનો ક્ષય કરે છે. જુઓ, આ સમ્યક્ત્વનું સામર્થ્ય! સમ્યગ્દર્શન વડે જે શુદ્ધ
આત્મા પ્રતીતમાં–અનુભવમાં આવ્યો તેના અચિંત્ય મહિમાનું નિરંતર ધ્યાન કરવું અને જેણે
સમ્યગ્દર્શન પ્રગટ કરવાનું હોય તેને પણ આ ઉપાયથી જ સમ્યગ્દર્શન થાય છે. સમ્યગ્દર્શનનું સ્વરૂપ શું,
તેની પ્રતીતમાં આવેલો શુદ્ધ આત્મા કેવો–તેને ઓળખીને તેનું ધ્યાન કરવાથી સર્વ કર્મનો ક્ષય થઈ જાય
છે. સમ્યગ્દર્શન થયું ત્યારથી અનંતા કર્મો ખરવા માંડયા ને ગુણશ્રેણી નિર્જરા શરૂ થઈ ગઈ. સંસારનું
મૂળ મિથ્યાત્વ અને મોક્ષનું મૂળ સમ્યક્ત્વ. જ્યાં સમ્યક્ત્વનું પરિણમન થયું ત્યાં આત્માનું જ અવલંબન
રહ્યું, ત્યાં કર્મ તરફનું વલણ ન રહ્યું એટલે તે નિર્જરતું જ જષય છે, આત્મા જ્યાં સમ્યક્ત્વરૂપ
પરિણમ્યો ત્યાં કર્મ તરફનું પરિણમન ન રહ્યું, એટલે કર્મને કોઈ આધારન રહ્યો. આ રીતે
સમ્યક્ત્વપરિણમનથી સર્વ કર્મ નાશ થઈ જાય છે. આઠ કર્મનું બીજ જે મિથ્યાત્વ, તેનો તો સમ્યક્ત્વ
થતાં જ નાશ થઈ ગયો છે. જ્યાં બીજનો નાશ થયો ત્યાં કર્મનું વિષવૃક્ષ અલ્પકાળમાં સુકાઈ જશે. જ્યાં
મિથ્યાત્વ નષ્ટ થયું, અનંતાનુબંધી કષાયો નષ્ટ થયા ત્યાં ક્રમે ક્રમે શુદ્ધતા વધતી જાય છે, ને અનુક્રમે
ચારિત્ર તથા શુક્લધ્યાનનો સહકાર મળતાં સર્વે કર્મો નષ્ટ થઈ જાય છે. આવો સમ્યગ્દર્શનનો સહકાર
મળતાં સર્વે કર્મો નષ્ટ થઈ જાય છે. આવો સમ્યગ્દર્શનનો મહિમા છે.
પહેલાં સમ્યગ્દર્શનનું વાસ્તવિક સ્વરૂપ લક્ષમાં લઈને, વારંવાર ચિંતન કરીને અંતર્મુખ પ્રવાહમાં
ઊતરતાં સમ્યગ્દર્શન થાય છે, પછી તેના ઉગ્ર પરિણમનવડે ચારિત્ર અને શુક્લધ્યાન પ્રગટ થાય છે.
માટે સમ્યગ્દર્શન તે સૌથી મુખ્ય પ્રથમ કર્તવ્ય છે. પહેલાં સંસારથી વૈરાગ્ય લાવી ચૈતન્યસ્વભાવની
વિચાર ધારા ઊપડે ને સ્વભાવની સાવધાની કરીને અંતર્મુખ થતાં નિર્વિકલ્પ આનંદના અનુભવસહિત
સમ્યગ્દર્શન થાય છે; સમ્યગ્દર્શન થયું ત્યાં મોક્ષનો દરવાજો ખુલ્યો.
અહો, અધિક શું કહીએ? જે જે ઉત્તમ પુરુષો પૂર્વે સિદ્ધિ પામ્યા છે, અત્યારે પામે છે અને
ભવિષ્યમાં પામશે તે બધું આ સમ્યક્ત્વનું જ માહાત્મ્ય જાણો. સમ્યક્ત્વ જ સિદ્ધિનું મૂળ કારણ છે. એમ
જાણીને મોક્ષાર્થી જીવોએ તે જ પહેલું કર્તવ્ય છે. સમ્યગ્દર્શન વગરનું જ્ઞાન કે ચારિત્ર તે બધું પોલપોલ
છે, તેમાં કાંઈ જ સાર નથી. ભગવંતો અને સંતો કહે છે કે મોક્ષનું પ્રધાન કારણ સમ્યગ્દર્શન છે. અને તે
સમ્યગ્દર્શનની આરાધના ગૃહસ્થાશ્રમમાં પણ હોય છે. એમ ન માનવું કે ગૃહસ્થાશ્રમમાં તો શું ધર્મ
હોય? ભાઈ, જ્ઞાન–ચારિત્ર વગેરે બધા ધર્મોને સફળ કરનારું સમ્યગ્દર્શન ગૃહસ્થાશ્રમમાં પણ હોય છે.
એ સમ્યગ્દર્શન તો ધર્મનું કલ્પવૃક્ષ છે, ચિંતામણિ છે, કામધેનુ છે. છ ખંડ અને ૯૬ હજાર રાણીઓના
વૈભવ વચ્ચે રહેલા ચક્રવર્તી પણ સમ્યગ્દર્શનની આરાધના કરે છે. સમકિતી જાણે છે કે અહો, મારી
ઋદ્ધિ મારા ચૈતન્યમાં છે, જગતની ઋદ્ધિમાં મારી ઋદ્ધિ નથી; ને મારી ઋદ્ધિમાં જગતની ઋદ્ધિ નથી.
જગતથી નિરપેક્ષપણે મારામાં જ મારી સર્વ રિદ્ધિ ભરેલી છે.
રિદ્ધિ–સિદ્ધિ–વૃદ્ધિ દીસે ઘટમેં પ્રગટ સદા,
અંતરકી લક્ષ્મીસોં અજાચી લક્ષપતી હૈ;
દાસ ભગવંતકો ઉદાસ રહે જગત સો,
સુખીયા સદૈવ એસે જીવ સમકિતિ હૈ.

PDF/HTML Page 17 of 22
single page version

background image
આસો: ૨૪૮૯ : ૧પ :
સમકિતી ધર્માત્મા ગૃહસ્થપણામાં રહ્યા છતાં પોતાના આત્માને આવો અનુભવે છે મારી ચૈતન્ય
રિદ્ધિ–સિદ્ધિ સદાય મારા અંતરમાં વૃદ્ધિગત છે, મારા અંતરની ચૈતન્ય લક્ષ્મીનો હું સ્વામી છું, જગત
પાસેથી કાંઈ લેવું નથી. એ ભગવાનનો દાસ છે ને જગતથી ઉદાસ છે. જગતથી ઉદાસ થઈને
ભગવાનના માર્ગને તે આરાધે છે. આવા સમકિતી જીવ સદાય સુખીયા છે.
સમ્યગ્દર્શન જ ધર્મના સર્વે અંગોને સફળ કરે છે. ક્ષમા વગેરે ધર્મ કે જ્ઞાન–વૈરાગ્ય વગેરેની
સફળતા સમ્યગ્દર્શનથી જ છે. સમ્યગ્દર્શન વગર તે ક્ષમા વગેરે કે ક્ષાન વગેરે ‘ધર્મ’ નામ પામતા નથી.
સમ્યગ્દર્શન વગરનું જ્ઞાન તે અજ્ઞાન છે, ચારિત્ર તે મિથ્યાચારિત્ર છે, સમ્યગ્દર્શન સહિત જ જ્ઞાન
વગેરેની સફળતા છે.
ધર્માત્માને સ્વપ્નમાં પણ ચૈતન્યનો અને આનંદનો મહિમા ભાસે. સમ્યક્ત્વમાં કોઈ દોષ
સ્વપ્ને પણ આવવા ન દ્યે. આવા સમકિતી ધર્માત્મા જગતમાં ધન્ય છે; તે જ સુકૃતાર્થ છે, તે જ
શુરવીર છે, તે જ પંડિત અને મનુષ્ય છે. ભલે શાસ્ત્રો ન ભણ્યો હોય, વાંચતા કે બોલતાંય ન
આવડતું હોય છતાં તે મોટો પંડિત છે, બારઅંગનો સાર તેણે જાણી લીધો છે. કરવાયોગ્ય ઉત્તમ
કાર્ય તેણે કર્યું છે તેથી તે કૃતાર્થ છે. યુદ્ધમાં હજારો યોદ્ધાને જીતવા છતાં અંતરમાં મિથ્યાત્વને જે
જીતી શક્્યો નથી તે ખરેખર શુરવીર નથી, જેણે મિથ્યાત્વને જીતી લીધું તે સમકિતી જ ખરા
શુરવીર છે. સમ્યગ્દર્શન વગરના મનુષ્યને પશુસમાન કહ્યો છે અને સમ્યગ્દર્શન વગરના મનુષ્યને
પશુસમાન કહ્યો છે અને સમ્યગ્દર્શન સહિતના તિર્યંચને દેવસમાન કહ્યો છે. લાખો–કરોડો રૂપિયા
ખર્ચીને મહોત્સવ કરે ને તેમાં કૃતાર્થતા માને. પણ તેમાં ખરેખર કૃતાર્થતા નથી, જેણે સમ્યગ્દર્શન
કર્યું તે જ કૃતાર્થ છે. આચાર્યદેવ કહે છે કે અહો, તે શ્રાવક પણ ધન્ય છે કે જેણે આવા નિર્મળ
સમ્યક્ત્વની આરાધના પ્રગટ કરી છે.
જ્ઞાનીનો માર્ગ નિરાશ થવાનો
નથી શૂરવીર થવાનો છે
કેવળ નિરાશા પામવાથી જીવને સત્સમાગમનો પ્રાપ્ત લાભ
પણ શિથિલ થઈ જાય છે. (૭૭૮)
ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં
મોક્ષપાટણ સુલભ જ છે. (૮૧૯) (શ્રીમદ્ રાજચંદ્ર)
આત્મધર્મનું આપનું લવાજમ આ અંકે સમાપ્ત થાય છે. નવા
વર્ષનું લવાજમ (રૂા. ચાર) આપે ન મોકલ્યા હોય તો પંદર દિવસમાં
મોકલી દેવા વિનંતી છે. પંદર દિવસ બાદ આપના તરથી કોઈ સૂચના
નહિ હોય તો “આત્મધર્મ” આપને V. P. થી મોકલીશું–જે છોડાવી લેવા
વિંનતી છે. –આ પ્રમાણે વ્યવસ્થાવિભાગ તરફથી સૂચના છે.
લવાજમ મોકલવાનું સરનામું–
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 18 of 22
single page version

background image
: ૧૬ : આત્મધર્મ: ૨૪૦A
પ્ર વ ચ નો માં થી
મોક્ષમાર્ગ પ્રકાશકના સાતમા અધ્યાયમાં અનેક પડમાંથી સ્પષ્ટીકરણ કરીને
તત્ત્વનિર્ણયમાં રહી જતી ભૂલનું સ્વરૂપ સમજાવ્યું છે, અને યથાર્થ તત્ત્વનિર્ણય કરાવ્યો છે, તેના
ઉપરના પ્રવચનોનો સાર અહીં આપવામાં આવ્યો છે. (બીજા લેખો માટે જુઓ અંક ૨૩૭–
૨૩૮)
આ ભવતરુનું મૂળ શું છે?
મિથ્યાત્વભાવ તે જ આ ભવતરુનું મૂળ છે. તે ભવતરુના મૂળને છેદવા માટે શું કરવું જોઈએ?
તે ભવતરુના મૂળને છેદવા માટે મોક્ષનો ઉપાય કરવો જોઈએ. પ્રથમ યથાર્થ તત્ત્વશ્રદ્ધા વડે
સમ્યગ્દર્શન પ્રગટ કરતાં ભવતરુનું મૂળ છેદાઈ જાય છે.
સમ્યગ્દર્શન કેવું છે?
સમ્યગ્દર્શન તે ધર્મરૂપી વૃક્ષનું મૂળ છે; અથવા મોક્ષનું મૂળ સમ્યગ્દર્શન છે.
જે જીવે ગૃહીતમિથ્યાત્વ છોડયું છે પણ હજી અગૃહીતમિથ્યાત્વ છોડયું નથી તે જીવો કેવા છે?
તે જીવોને અહીં ‘જૈનમત અનુયાયી મિથ્યાદ્રષ્ટિ’ કહ્યા છે; વ્યવહારમાં તેઓ જૈનમતને જ માને
છે, જૈનમતના યથાર્થ વીતરાગી દેવ–ગુરુ શાસ્ત્ર સિવાય બીજા કોઈ કુદેવાદિને માનતો નથી, પરંતુ
પોતાના અંતરમાં નિશ્ચય–વ્યવહારની સંધિપૂર્વક યથાર્થ તત્ત્વ નિર્ણય અને અનુભવ કરતા નથી, તો
તેઓ પણ મિથ્યાદ્રષ્ટિ જ રહે છે. એવા જીવોને કેવા કેવા પ્રકારે તત્ત્વનિર્ણયમાં સૂક્ષ્મ ભૂલ રહી જાય છે
તે અહીં મોક્ષમાર્ગ પ્રકાશકના સાતમા અધ્યાયમાં સમજાવ્યું છે.
મિથ્યાત્વ કેમ રહ્યું?
તે વ્યવહારુ જિન આજ્ઞાને માને છે ને કુદેવાદિને નથી માનતો, પરંતુ અંતરસ્વભાવના સમ્યક્
નિર્ણયરૂપ જે પરમાર્થ જિનાજ્ઞા છે તે હજી તેણે જાણી નથી તેથી તેને પણ મિથ્યાત્વ રહે છે.
મિથ્યાત્વ કેવું છે?
મિથ્યાત્વભાવ જીવનું અત્યંત બૂરું કરનાર મહાશત્રુ છે; તે મિથ્યાત્વ શત્રુનો અંશ પણ બૂરો છે,
ને અત્યંત ઉદ્યમવડે તે ત્યાગવા યોગ્ય છે.
જિનાગમનું વર્ણન કેવું છે?
જિનાગમનું વર્ણન નિશ્ચય–વ્યવહારરૂપ છે. ક્્યાંક નિશ્ચયની મુખ્યતાથી કથન છે અને ક્્યાંક
વ્યવહારની મુખ્યતાથી કથન છે.
એ નિશ્ચય–વ્યવહારનાં લક્ષણ શું છે?
જે યથાર્થ છે તે નિશ્ચય છે, અને જે ઉપચાર છે તે વ્યવહાર છે. તેમાં નિશ્ચયવડે જે નિરૂપણ કર્યું
હોય તેને તો સત્યાર્થ માની તેનું શ્રદ્ધન કરવું, અને વ્યવહારનય વડે જે નિરૂપણ કર્યું હોય તેને
અસત્યાર્થ માની તેનું શ્રદ્ધન છોડવું.
વ્યવહારનું શ્રદ્ધન શા માટે છોડવું?
કેમ કે વ્યવહારનય સ્વદ્રવ્ય–પરદ્રવ્યને, તથા તેના ભાવોને, તેમજ કારણ–કાર્ય વગેરેને કોઈના કોઈમાં

PDF/HTML Page 19 of 22
single page version

background image
આસો: ૨૪૮૯ : ૧૭ :
મેળવીને નિરૂપણ કરે છે, માટે એવા જ શ્રદ્ધનથી મિથ્યાત્વ છે. જ્યાં વ્યવહારની મુખ્યતાથી કથન હોય
ત્યાં એમ સમજવું કે ‘ખરેખર એ પ્રમાણે નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ આ ઉપચાર કર્યા છે.’
નિશ્ચયનયનું શ્રદ્ધન શા માટે કરવું?
કેમકે નિશ્ચયનય સ્વદ્રવ્ય–પરદ્રવ્યને, તેના ભાવોને તેમજ કારણ કાર્ય વગેરેને યથાવત્ નિરૂપણ
કરે છે, કોઈનો અંશ બીજામાં ભેળવતો નથી, તેથી એવા જ શ્રદ્ધનથી સમ્યક્ત્વ થાય છે. માટે તેનું
શ્રદ્ધન કરવું. નિશ્ચયનયની મુખ્યતાસહિત કથનને “સત્યાર્થ એમ જ છે” એમ સમજવું.
શ્રી ટોડરમલ્લજીએ નિશ્ચય–વ્યવહારનું આ મહાન લક્ષણ બાંધ્યું છે, તે બધા શાસ્ત્રોના અર્થ
ઉકેલવામાં ઘણું જ ઉપયોગી છે.
નિશ્ચયાભાસી મિથ્યાદ્રષ્ટિ જીવો શું ભૂલ કરે છે?
પોતાની પર્યાયમાં રાગદ્વેષ–અશુદ્ધનું પ્રત્યક્ષ વેદન હોવા છતાં પર્યાયમાં પોતાને સિદ્ધસમાન કલ્પે
છે; પરંતુ પર્યાય અપેક્ષાએ સંસારીજીવો કાંઈ સિદ્ધસમાન નથી. પોતામાં અશુદ્ધતા હોવા છતાં તેને જ
જાણે ને ભ્રમથી પોતાને સિદ્ધસમાન માનીને પ્રવર્તે, તો પછી દેવ–ગુરુનો વિનય કરવાનું કે મોક્ષનું
સાધન કરવાનું ક્્યાં રહ્યું? –મિથ્યાત્વ જ થયું. માટે અજ્ઞાનીજીવ પર્યાયનો વિવેક ભૂલીને, સિદ્ધસમાન
માની પ્રવર્તે છે તે નિશ્ચયાભાસી મિથ્યાદ્રષ્ટિ જીવની ભ્રમણા છે.
શાસ્ત્રોમાં પણ આત્માને સિદ્ધસમાન તો કહ્યો જ છે. “સિદ્ધસમાન સદા પદ મેરો”–એમ તો
શાસ્ત્રોમાં આત્માને સિદ્ધસમાન કહ્યો છે તે તો દ્રવ્યદ્રષ્ટિથી કહ્યાં છે, કાંઈ પર્યાય અપેક્ષાએ બધા
જીવોને સિદ્ધસમાન નથી કહ્યા. જેમ મનુષ્ય તરીને રાજા કે રંક બધા સરખા હોવા છતાં, અવસ્થામાં જે
રંક છે તે કાંઈ રાજા નથી. તેમ સિદ્ધ કે સંસારી બધા જીવો સરખા નથી, જેને પર્યાયમાં અશુદ્ધપણું છે
તેને કાંઈ સિદ્ધપણું પ્રગટ નથી. સિદ્ધપર્યાય અને સંસારપર્યાય બંને સરખી છે–એમ માનવું તે ભ્રમ છે.
બધા જીવો કઈ રીતે સિદ્ધસમાન છે? અને કઈ રીતે સમાન નથી?
જીવના દ્રવ્યસ્વભાવની અપેક્ષાએ બધા જીવો સિદ્ધસમાન છે, પણ પર્યાય અપેક્ષાએ બધાય
જીવો સમાન નથી. પોતે સંસાર હોવા છતાં પર્યાયમાં પણ પોતાને સિદ્ધસમાન માનવો–તે ભ્રમ છે, જો
પર્યાયથી પણ પોતે સિદ્ધસમાન થઈ ગયો હોય તો પછી મોક્ષના માર્ગમાં પ્રવર્તવાનું ક્્યાં રહ્યું? જે જીવ
પર્યાયથી પણ પોતાને સિદ્ધસમાન જ માને તે મોક્ષનો ઉદ્યમ કેમ કરે? એવા નિશ્ચયાભાસી જીવો શુષ્ક
અને પ્રમાદી થઈ જાય છે.
જીવની અવસ્થામાં કેવળજ્ઞાનની શક્તિ પ્રગટ છે
ના; જીવના સ્વભાવનાં શક્તિરૂપે કેવળજ્ઞાન છે, પણ અવસ્થામાં અત્યારે તે પ્રગટ નથી.
અવસ્થામાં તો સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ સાધન કરે ત્યારે જ કેવળજ્ઞાન પ્રગટે છે. પર્યાયમાં
કેવળજ્ઞાન પ્રગટ હોય ને કેવળજ્ઞાનાવરણ કર્મ તેને આવરે–એમ બને નહિ. કેવળજ્ઞાનાવરણકર્મનો ક્ષય
કરીને કેવળજ્ઞાન થાય છે. જો અત્યારે કેવળજ્ઞાન પ્રગટ હોય તો તો લોકાલોકને કેમ ન જાણે? જે
કેવળજ્ઞાનને વજ્રપટલ પણ રોકી ન શકે તે કેવળજ્ઞાનને લોકાલોક જાણવામાં કર્મરજકણ કેમ આડાં
આવે? માટે નીચલીદશામાં કેવળજ્ઞાન પ્રગટરૂપ નથી પણ સ્વભાવની શક્તિરૂપ છે. માટે ‘નીચલી
દશામાં કેવળજ્ઞાન પ્રગટરૂપ છે પણ કર્મ તેને આવરે છે’ –એમ માનવું તેભ્રમ છે. જેમ નીચલી દશામાં
અશુદ્ધતા હોવા છતાં પોતાને પર્યાયથી સિદ્ધ માનવે તે ભ્રમ છે, તેમાં દ્રવ્યની પર્યાયસંબંધી ભૂલ છે, તેમ
અજ્ઞાનદશામાં પણ પોતાને કેવળજ્ઞાનનો સદ્ભાવ માનવો–તે ગુણની પર્યાયસંબંધી ભૂલ છે.

PDF/HTML Page 20 of 22
single page version

background image
: ૧૮ : આત્મધર્મ: ૨૪૦A
હા, એટલું ખરું કે ઉપયોગને અંતર્મુખ કરીને સ્વભાવસામર્થ્યથી પોતાને સિદ્ધસમાન પ્રતીતમાં લેવો તે
બરાબર છે, અને એવી પ્રતીત થતાં પોતામાં કેવળજ્ઞાન પ્રગટાવાનું સામર્થ્ય છે–તે પણ અનુભવમાં
આવે છે. પણ એવી પ્રતીત હોવા છતાં સાધક ધર્માત્મા પર્યાયમાં તો પોતાને પામર સમજે છે, અરે?
ક્યાં કેવળજ્ઞાનની અગાધ અચિંત્ય તાકાત, ને ક્યાં મારી અલ્પતા!!
કેવળજ્ઞાન તો પ્રગટ છે પણ કર્મના આવરણને લીધે ઢંકાયેલું છે–એમ માનવામાં શો દોષ છે?
એમ માનવામાં નિમિત્તાધીન દ્રષ્ટિ છે. ઉપાદાનના અપરાધથી જ કેવળજ્ઞાન અટક્યું છે તેને
બદલે કર્મના નિમિત્તને લીધે અટક્યું છે–એમ માન્યું ને ઉપાદાનનો જે અપરાધ છે તેને ન જાણ્યો તેની
દ્રષ્ટિ ઊંધી છે. કેવળજ્ઞાન તો પ્રગટ છે પણ કર્મે તેની શક્તિને રોકી છે, એટલે જીવનો તો કાંઈ અપરાધ
નથી જે કર્મનો જ અપરાધ છે–એમ માનવું તે ભ્રમ છે. એને દ્રવ્ય–ગુણ–પર્યાયની ખબર નથી.
કેવળજ્ઞાનની એવી અતીન્દ્રિય તાકાત છે કે ગમે તેવા આવરણ આડાં હોય તો પણ પદાર્થને પ્રત્યક્ષ
જાણે. જે કેવળજ્ઞાનને વજ્રપટલ જેવા જાડાં પડ પણ રોકી ન શકે તેને કર્મનાં પાતળાં પડ કેમ રોકી
શકે? માટે, જેમ વાદળાંની પાછળ સૂર્ય પ્રગટ છે તેમ કાંઈ કર્મની નીચે કેવળજ્ઞાન નથી.
કેવળજ્ઞાન તે ક્યો ભાવ છે?
કેવળજ્ઞાન તે ક્ષાયિકભાવ છે. સમ્યગ્દર્શનાદિ મહા પ્રયત્ન વડે ઘાતિ કર્મોનો ક્ષય થતાં કેવળજ્ઞાન
પ્રગટે છે, તેથી તે ક્ષયિકભાવે છે; જો પર્યાયમાં કેવળજ્ઞાન પહેલેથી (અનાદિનું) પ્રગટ હોય તો તો તેને
પારિણામિકભાવે કહેવું જોઈએ. જ્ઞાનગુણ પારિણામિકભાવે છે પણ કેવળજ્ઞાનપર્યાય તો ક્ષાયિકભાવે છે,
તે સાદિ અનંત છે.
હું મારા સ્વભાવમાં અંતર્મુખ એકાગ્ર થાઉં તો કેવળજ્ઞાન થાય–એમ જ્ઞાની જાણે છે, તેને બદલે
અજ્ઞાની એમ માને છે કે કર્મે કેવળજ્ઞાન રોકયું છે ને કર્મ ખસે તો કેવળજ્ઞાન થાય, મારી પર્યાયમાં તો
કાંઈ અપરાધ છે નહિ–એ તેનો મોટો ભ્રમ છે. પોતાના દ્રવ્ય–ગુણ–પર્યાયને જેમ છે તેમ બરાબર જાણે.
ગુણને ગુણ જાણે, દોષને દોષ જાણે, તો સ્વભાવ સાધનવડે ગુણ પ્રગટ કરીને દોષને ટાળવાનો ઉદ્યમ
કરે પણ જે પોતાની પર્યાયના દોષને જાણે જ નહિ–તે તેને ટાળવાનો ઉદ્યમ ક્યાંથી કરે? અને
સ્વભાવના ગુણને જાણે નહિ–તો તે ગુણ ક્યાંથી પ્રગટ કરે? પોતાના ગુણને બહારમાં શોધવા જાય તો
તો મિથ્યાત્વ જ રહે.
આત્માની પર્યાયમાં કેવળજ્ઞાન પ્રગટે છે ને
ના; આત્માની પર્યાયમાં કેવળજ્ઞાન પ્રગટે છે ને કેવળજ્ઞાનાવરણે તેને આચ્છાદન કર્યું છે. એમ
નથી; પણ આત્માની શક્તિમાં જે કેવળજ્ઞાન છે તે પર્યાયમાં પ્રગટ નથી, તે કેવળજ્ઞાનને પ્રગટ થવા ન
દેવામાં નિમિત્તરૂપ કેવળજ્ઞાનાવરણ કર્મ છે. જેમ પાણીનો શીતળસ્વભાવ કહેવાય છે પણ જ્યારે તે
અગ્નિના નિમિત્તે ઊનું થયું છે ત્યારે કાંઈ તેની અવસ્થામાં શીતળતા નથી, તેમ કેવળજ્ઞાન તે જીવનો
સ્વભાવ છે. એમ સ્વભાવ સામર્થ્ય અપેક્ષાએ કહેવામાં આવે છે. પણકાંઈ અલ્પજ્ઞતા વખતે કેવળજ્ઞાન
પ્રગટ નથી. જો કેવળજ્ઞાન પ્રગટ હોય તો તો કેવળજ્ઞાનાવરણ કર્મ રહે જ નહિ.
અલ્પજ્ઞતા હોવા છતાં પોતાને કેવળજ્ઞાની માને તો શું વાંધો?
જેમ પાણી ઉષ્ણ હોવા છતાં તેને ઠંડું માનીને કોઈ પીવા માંડે તો શું થાય? –તેને દાઝવું જ થાય.
તેમ પોતાની પર્યાયમાં અશુદ્ધતા હોવા છતાં કેવળજ્ઞાની માનીને અનુભવવા જાય તો ભ્રમથી પોતે દુઃખી
જ થાય–તે જીવે કેવળજ્ઞાનનું ખરું સ્વરૂપ ઓળખ્યું