Atmadharma magazine - Ank 241
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 42
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૧
સળંગ અંક ૨૪૧
Version History
Version
NumberDateChanges
001Oct 2003First electronic version.

PDF/HTML Page 2 of 42
single page version

background image
વર્ષઃ ૨૧વીર સં.
અંકઃ ૧ર૪૯૦
૨૪૧
તંત્રી
જગજીવન બાવચંદ દોશી
કારતક
વીતરાગી હિતોપદેશનાં અમીઝરણાં
ભાઈ જગતના કોઈ પદાર્થો કહેતા નથી કે તું અમારી સામે જો! જગતના કોઈ
પદાર્થો એમ નથી કહેતા કે તું અમને અનુકૂળ સમજીને અમારા ઉપર રાગ કર! તેમ જ
કોઈ પદાર્થો એમ નથી કહેતા કે તું અમને પ્રતિકૂળ સમજીને અમારા ઉપર દ્વેષ કર!
જગતના પદાર્થો તો તેના સ્વરૂપમાં પરિણમ્યા કરે છે....તે આ જીવનું નથી તો કાંઈ ઇષ્ટ
કરતા, કે નથી કાંઈ બગાડતા. ભાઈ! આમ જાણીને તું શિવબુદ્ધિને પામ...તું તારા
જ્ઞાયકભાવપણે રહે! પરવસ્તુ તને ઇષ્ટ કે અનિષ્ટ નથી....માટે તેમાં રાગદ્વેષની બુદ્ધિ
છોડ....ને જ્ઞાનને આત્મામાં જોડ!
ભાઈ! જગત જગતમાં...ને તું તારામાં, તારે ને જગતને શું લેવા દેવા!! જગતના
જ્ઞેયો તો તારા જ્ઞાનથી બહાર જ રહે છે. જ્ઞેયો કાંઈ તારા જ્ઞાનમાં આવીને એમ નથી કહેતા
કે તું અમારા ઉપર રાગદ્વેષ કર! માટે તું પણ તારા જ્ઞાનભાવથી જ રહે....પોતે પોતાના
જ્ઞાનભાવમાં રહેવું તેમાં વીતરાગી–શાંતિ છે; એનું નામ શિવબુદ્ધિ છે, તે જ કલ્યાણકારી
બુદ્ધિ છે, રાગદ્વેષ વગરનું જ્ઞાન છે તે અતીન્દ્રિયઆનંદથી ભરેલું છે.
અહા, સંતોનો કેવો વીતરાગી–હિતોપદેશ છે!! અંતરમાં વીતરાગી ચૈતન્યનું ઘોલન
કરતાં કરતાં, ભવ્યજીવોના મહાભાગ્યે આવા વીતરાગી ઉપદેશનાં અમીઝરણાં સંતોએ
વહેવડાવ્યા છે.....જરાક લક્ષમાં લ્યે તો કેટલી શાંતિ!! કેટલું સમાધાન!! (ચર્ચામાંથી)
[૨૪૧]

PDF/HTML Page 3 of 42
single page version

background image
ધન્ય....એ.....ધર્મપ્રાપ્તિનો સુઅવસર
ભરતક્ષેત્રની આ ચોવીસીના આદ્ય તીર્થંકરને ધર્મપ્રાપ્તિનું રોમાંચકારી દ્રશ્ય.
પુરાણનો આ એક પરમપાવન પ્રસંગ છે....બે સંતોના પરમ અનુગ્રહ
દ્વારા છએ જીવો સમ્યક્ત્વ પામી રહ્યા છે....સોનગઢ–જિન–મંદિરમાં એ દ્રશ્ય
જોતાં. અને પુરાણમાં એ પ્રસંગનું ભાવભીનું વર્ણન વાંચતાં આત્માર્થીના રોમે
રોમે હર્ષોલ્લાસ જાગે છે....એ સમ્યક્ત્વ દાતારા ને એ સમ્યક્ત્વ લેનારા–
બધાય પ્રત્યે ભક્તિથી હૃદય નમી પડે છે. ધન્ય...એ ધર્મપ્રાપ્તિનો સુઅવસર.
(આ પ્રસંગની આખીયે સચિત્રકથા યોગ્ય સમયે પ્રસિદ્ધ થશે.)

PDF/HTML Page 4 of 42
single page version

background image
કારતકઃ૨૪૯૦ઃ ૧ઃ
પૂ. ગુરુદેવની મંગલનિશ્રામાં આપણું ‘આત્મધર્મ’ માસિક આ અંકની સાથે
પંચમયુગમાં પ્રવેશે છે,–વીસ વર્ષ પૂરાં કરીને એકવીસમા વર્ષનો પ્રારંભ કરે છે.
‘આત્મધર્મના વધુને વધુ વિકાસ અને પ્રચારને માટે અમે પ્રયત્નશીલ છીએ...ને તેના જ
એક પગલાં તરીકે આ અંકથી ‘આત્મધર્મ’ની સાઈઝમાં ફેરફાર થઈ રહ્યો છે. આ સુંદર
કદ સર્વે પાઠકોને જરૂર ગમશે. ‘આત્મધર્મ’માં બીજા અનેક ઉપયોગી વિભાગો પણ શરૂ
કરવાની ભાવના છે–જે માટે પ્રયત્ન ચાલી રહ્યો છે.
‘આત્મધર્મ’નો ઉદે્શ છે–“આત્માર્થીતા, વાત્સલ્ય અને દેવગુરુધર્મની
સેવા” સંતજ્ઞાનીજનો આત્માના અનુભવનો જે માર્ગ પરમ કરુણાથી ઉપદેશી
રહ્યા છે તેને ઝીલીને અંતરપરિણમન કરવા–યોગ્ય આત્માર્થીતા પોષાય,
સાધર્મીઓમાં પરસ્પર વાત્સલ્ય વિસ્તરે, અને આત્માર્થમાં અનન્ય સહાયક એવા
દેવ–ગુરુ–ધર્મ પ્રત્યે પરમ ઉલ્લાસ–ભક્તિ–અર્પણતા જાગે–એવા લક્ષપૂર્વક આ
‘આત્મધર્મ’નું સંચાલન થાય છે. આ નવા વર્ષના પ્રારંભમાં સમસ્ત વાચકવર્ગ
તરફથી ગુરુદેવના ચરણોમાં નમસ્કાર કરીએ છીએ. આ જગતમાં સંતચરણનો
કેટલો મહિમા છે તે સંબંધમાં ‘મંગલ તીર્થયાત્રા’ના છેલ્લા થોડાક વાક્યોનું
સ્મરણ થતાં અહીં તેનું ઉદ્ધરણ કર્યું છેઃ “ સમ્યગ્દર્શનાદિરૂપ પરિણમીને
ભવસાગરથી તરી રહેલા જીવો તે સ્વયં ‘તીર્થ’ છે, ને એવા મંગલ–તીર્થસ્વરૂપ
સંતના ચરણોમાં વસતો મુમુક્ષુ પોતાનું આખુંય જીવન જ યાત્રામય સમજે છે.
અહા, જે સન્તોની ચરણરજે પહાડોને પૂજ્ય બનાવ્યા તે સન્તોના સાક્ષાત્
ચરણની શી વાત! સંતોમાં બધુંય સમાય છે, એના હૃદયમાં ભગવાન છે, એની
વાણીમાં શાસ્ત્ર છે, એની કૃપાદ્રષ્ટિમાં કલ્યાણ છે, ને જ્યાં એનાં ચરણ છે ત્યાં
તીર્થ છે. આથી આરાધક જીવોના દર્શનને પણ તીર્થયાત્રા જ ગણવામાં આવી છે.
આવા અપાર મહિમાવંત તીર્થસ્વરૂપ પૂ. ગુરુદેવ જેવા સંતચરણોની શીતલ
છાયામાં નિશદિન રહીને આત્મહિત સાધીએ–એજ ભાવના.”

PDF/HTML Page 5 of 42
single page version

background image
ઃ ૨ઃ આત્મધર્મઃ ૨૪૧
દેહાતીત સિદ્ધપદની પ્રાપ્તિનો ઉપાય
(પ્રવચનસાર ગા ૧૬૦ ઉપરના પ્રવચનમાંથી વીર સં. ૨૪૮૯ આસો વદ અમાસ)
ભગવાન મહાવીર પરમાત્મા પાવાપુરીથી દેહાતીત સિદ્ધદશાને પામ્યા...એવી
દેહાતીત દશાને પામતાં પહેલાં ભગવાને કેવો નિર્ણય કર્યો હતો? તે અહીં બતાવ્યું છે.
મારો આત્મા દેહાતીત છે, દેહ સાથે તેને કાંઈ જ સંબંધ નથી–એવી અંતરંગ ઓળખાણ
કરે ત્યારે જ સાધકપણું ખીલે ને ત્યારે જ દેહાતીત દશાને પામેલા ભગવાનની ખરી
ઓળખાણ થાય.
ભગવાન મહાવીર આજે અશરીરી સિદ્ધપદને પામ્યા....પૂર્ણાનંદ સિદ્ધપદ
આજે પામ્યા....ઇન્દ્રોએ મોક્ષકલ્યાણક ઊજવ્યો....‘પ્રમોદ’–મોદ એટલે આનંદ,
તેની પૂર્ણતારૂપ સિદ્ધપદ–મોક્ષપદ આજે ભગવાન પામ્યા....શરીરનો સંયોગ હતો
તે પણ આજે છૂટી ગયો, ઉદયભાવ સર્વથા છૂટી ગયો ને સિદ્ધપદરૂપ પૂર્ણ
ક્ષાયકભાવને પામ્યા. તે પહેલાં સાધકદશામાં કેવો નિર્ણય હતો? તે પ્રવચનસાર
ગાથા ૧૬૦માં કહે છે–
‘હું દેહ નહિ, વાણી ન, મન નહિ, તેમનું કારણ નહિ;
કર્તા ન, કારયિતા ન, અનુમંતા હું કર્તાનો નહિ.’ (૧૬૦)

PDF/HTML Page 6 of 42
single page version

background image
કારતકઃ ૨૪૯૦ઃ ૩ઃ
ભગવાન અશરીરીસિદ્ધપદ આજે પામ્યા તેથી આજે દેહથી ભિન્ન અશરીરી
ભાવની આ ગાથા વંચાય છે.
સંવત ૧૯૭૮માં જ્યારે પહેલીવાર સમયસાર હાથમાં આવ્યું ને જોયું ત્યાં અંદર
એમ થયું કે આ સમયસાર અશરીરીભાવ બતાવે છે. અહા! ભગવાન શ્રી
કુંદકુંદઆચાર્યદેવે શ્રી સીમંધર ભગવાન પાસેથી તદ્ન અશરીરી ચૈતન્યભાવ બતાવ્યો છે.
તદ્ન અશરીરી સિદ્ધપદ માટે પહેલાં તેનો નિર્ણય કરવો જોઈએ.
ધર્મી જાણે છે કે હું દેહથી અત્યંત ભિન્ન ચૈતન્યમય છું. મારો ચૈતન્યસ્વભાવ
આ દેહ–મન–વાણીનો કર્તા નથી, કરાવનાર નથી અને અનુમોદનાર નથી. અહો!
ભગવાન આજે અશરીરી થયા. ૨૪૮૯ વર્ષ પહેલાં થયા ને આજે ૨૪૯૦મું વર્ષ
બેઠું. પાવાપુરીથી સમશ્રેણીએ સિદ્ધપદમાં ભગવાન બિરાજે છે. જ્યાંથી દેહ છૂટે તેની
બરાબર ઉપર, સીધી શ્રેણીએ લોકાગ્રે ભગવાન બિરાજે છે. સમ્મેદશિખર ઉપરથી
અનંતા ભગવંતો મોક્ષ પામ્યા છે તેઓ ત્યાં જ ઉપર સાદિઅનંતકાળ બિરાજશે.
તેમના સ્મરણ માટે તીર્થસ્થાનો છે. અશરીરી પૂર્ણ જ્ઞાનઘન આત્મા એક સમયમાં
સ્વાભાવિક ઊર્ધ્વગતિથી લોકાગ્રે પહોંચીને અનંતકાળ સુધી ત્યાં બિરાજે છે. સંસાર
કરતાં સિદ્ધદશા અનંતગુણી છે. સંસારદશા અનંતમા ભાગે હતી–પણ તેમાં
એકસ્થાન ન હતું, ચારગતિમાં ભ્રમણ હતું. ને આ સાદિ અનંત પરમાત્મસિદ્ધપદ
પ્રગટયું....ત્યાં તેનું સ્થાન પણ અચળ થઈ ગયું. ભાવ પૂરો થયો ને સ્થાન અચળ
થયું. ક્ષેત્રથી તે ચલાયમાન નથી, તેમજ કાળથી પણ હવે કદી તેનો અંત નથી.
ભાવથી પણ પૂરું છે. અહો! આવું સિદ્ધપદ શરીર સાથે સર્વથા સંબંધ વગરનું–
અશરીરી–પૂર્ણાનંદ ભરેલું, તેને ભગવાન આજે પામ્યા.
પહેલાં સાધકદશામાં ભગવાન શરીર, મન, વાણી આદિને ભિન્નસ્વરૂપે સમજતા
હતા. હું તો ચૈતન્યપિંડ છું ને આ શરીર તો પુદ્ગલપિંડ છે, તે પરદ્રવ્ય છે. હું શરીર–
મન–વાણીને પરદ્રવ્ય સમજુ છું–તેથી મને તેનો પક્ષપાત નથી. મારું તેમાં જરાયે
કર્તાપણું નથી. મારો તેનામાં જરાય અધિકાર નથી. જેને પોતાનું કર્તવ્ય માને તેમાં
પક્ષપાત થયા વિના રહે નહીં. પણ દેહાદિમાં મારું કર્તવ્ય છે જ નહીં, એટલે તેમાં મારું
જરાય હિતઅહિત નથી, તેથી હું તેના પ્રત્યે તદ્ન મધ્યસ્થ છું. તદ્ન અકર્તા છું. વચન
નીકળે, શરીર ચાલે તેનો આધાર હું નથી. એ અચેતનનો આધાર અચેતન છે.–આવા
ભિન્ન ચૈતન્યના ભાનપૂર્વક ભગવાને મોક્ષદશા સાધી. આવો નિર્ણય કરે તેણે
ભગવાનની ઓળખાણ કરી કહેવાય. આવો નિર્ણય કરવો તે મૂળ મંગલ મહોત્સવ છે.
જુઓ, આ અશરીરી–સિદ્ધપદનો મહોત્સવ! આ ખરી દિવાળી!

PDF/HTML Page 7 of 42
single page version

background image
ઃ ૪ઃ આત્મધર્મઃ ૨૪૧
અશરીરી થવું હોય, કલેવરથી રહિત થવું હોય–તેણે શરીરથી અત્યંત ભિન્નતાનો
નિર્ણય કરીને તેના કર્તૃત્વની બુદ્ધિ છોડવી જોઈએ. કર્તૃત્વબુદ્ધિ છૂટયા વગર મધ્યસ્થતા
થાય નહિ, ને મધ્યસ્થતા વગર વીતરાગતા થાય નહિ. મારું સ્વરૂપ પુદ્ગલની ક્રિયાનો
આધાર નથી. મારું સ્વરૂપ તો મારા અનંત જ્ઞાનાદિનો જ આધાર છે ને શરીરાદિની
ક્રિયાનો આધાર પુદ્ગલ જ છે. મારા વગર જ તેનાં કાર્યો સ્વયં થાય છે. ભગવાનનો
આત્મા આજે શરીરરહિત અતીન્દ્રિય થયો, તેમ દરેક આત્મા અશરીરી ચિદાનંદ સ્વરૂપ
જ છે. અત્યારે પણ આત્મા એવો જ છે. આચાર્યદેવ કહે છે કે અરે જીવો! તમે આવા
આત્માને શ્રદ્ધામાં લ્યો....શરીર તો પુદ્ગલનું ઢીંગલું છે, તે તો આજે સુંદર હોય ને કાલ
સડી જાય....એમાં આત્માનો જરાય અધિકાર નથી. આત્મા ધ્યાન રાખે તો સારૂં રહે ને
આત્મા ધ્યાન ન રાખે તો બગડી જાય એવો સંબંધ જરાય નથી. અહો! આત્મા
અશરીરી; તે શરીરનો આધાર નથી. આવા આત્માને જાણતા ધર્માત્માને શરીરાદિનો
પક્ષપાત નથી. અત્યંત મધ્યસ્થતા છે. આત્મા શરીરનું સાધન નથી ને શરીર આત્માના
ધર્મનું સાધન નથી. આત્મા કર્તા કે સાધન થયા વગર જ શરીરાદિ પુદ્ગલો પોતાના
કાર્યોરૂપે સ્વયમેવ પરિણમે છે. આવી ભિન્નતાના ભાન વગર અશરીરી સિદ્ધપદની ખરી
ઓળખાય થાય નહીં. ભગવાન આત્મા અશરીરી છે, અતીન્દ્રિય છે, તેના નિર્ણય વગર
અશરીરી પદની સાધકદશા થાય નહિ. શરીર કે ઇન્દ્રિયોને મદદરૂપ માને, આત્મા તેના
કાર્યનો કર્તા–કારણ કે આધાર છે એમ માને, તો તેણે અશરીરી આત્માને જાણ્યો નથી,
ને અશરીરી સિદ્ધપદને પણ ઓળખ્યું નથી. આખી જીંદગી દેહના કાર્ય પોતાના માનીને
વીતાવી, પણ હવે સમજ્યા ત્યાંથી સવાર! એટલે જ્યાં દેહાદિથી ભિન્ન આત્માની સમ્યક્
ઓળખાણ થઈ ત્યાં ભેદજ્ઞાનરૂપી સુપ્રભાત ઊગ્યું. અરે જીવો! તમારો આત્મા આ
એકક્ષેત્રે રહેલા શરીરના કાર્યમાં પણ કારણપણે નથી, તો પછી બીજાની શી વાત!
દેહમંદિરમાં બિરાજમાન ભગવાન આત્મા અશરીરી છે, તે દેહનો પણ આધાર નથી ત્યાં
બહારના પદાર્થોની શી વાત! ક્યાંય તારું કર્તાપણું નથી. માટે તું તેનો પક્ષપાત છોડી દે.
આ વીતરાગતાનો માર્ગ છે....આ સિદ્ધપદનો પંથ છે.
જુઓ....આ વીતરાગતાનો માર્ગ! આ પરમાત્માના પંથ, ને આ સિદ્ધપદને
સાધવાના રસ્તા. મહાવીર ભગવાન આવા માર્ગે મોક્ષ પામ્યા ને આવો જ માર્ગ તેમણે
વિપુલાચલ પર દિવ્યધ્વનિ વડે બતાવ્યો હતો.
ભાઈ, તારો અદ્રશ્ય આત્મા, તે આ દ્રશ્યમાન દેહનું કારણ કેમ થાય? તારો
ચિદાનંદ આત્મા તે આ જડ પુદ્ગલનો પક્ષપાતી (કર્તા) કેમ થાય? માટે તેના
કારણપણાનો પક્ષપાત છોડીને અશરીરી ચિદાનંદ આત્મા તરફ પરિણતિને અંતરમાં વાળ.
આ દિવાળીના મંગળ દિવસોમાં આખી વાત સમજીને પરિણતિને અંતરમાં
વાળવી તે ખરી દિવાળી છે, તેમાં સમ્યગ્જ્ઞાનના ખરા દીવડા પ્રગટે છે, તે મંગળ છે.

PDF/HTML Page 8 of 42
single page version

background image
કારતકઃ ૨૪૯૦ઃ પઃ
પ્ર....થ....મ દ....ર્શ....ન
(સં. ૨૦૧૩ ફાગણ સુદ પાંચમ)
અહા, ભરતક્ષેત્રના આ તીર્થાધિરાજ ચાલીસ ચાલીસ માઈલ દૂરથી દર્શન
આપીને ભવ્ય જીવોને આકર્ષી રહ્યા છે. ગયાશહેરથી પ્રસ્થાન કરીને ૧૨૧ માઈલ
દૂર શિખરજીધામ તરફ ગુરુદેવ પધારી રહ્યા છે. ઘણા ઘણા દિવસોથી જેની રાહ
જોતા હતા તે પાવન તીર્થધામમાં પહોંચવા માટેનો આજનો પ્રવાસ ઘણો
પ્રસન્નકારી હતો. બસ, હવે ઇષ્ટધામમાં પહોંચવાનું છે....એવા ઇષ્ટ પ્રત્યેના
ગુરુદેવના પ્રમોદને લીધે કલ્યાણવર્ષિણી–મોટર પણ આજે તો વધુ ઝડપે દોડતી
હતી. ગુરુદેવના અંતરમાં મોક્ષમાર્ગી તીર્થંકરો અને સંતોના સ્મરણો ઘૂમતા હતા ને
બહારમાં તેમના નયનો શિખરજી તરફ મીટ માંડી રહ્યા હતા; હમણાં શિખરજી
દેખાશે....હમણાં દેખાશે! કેવા હશે એ ધામ!!–એવા રટણપૂર્વક ગુરુદેવ
અવારનવાર પૂછતા કે શિખરજી દેખાય છે? ઘડીકમાં આંખો મીંચીને ગુરુદેવ
શિખરજી ધામ ઉપર વિચરેલા સાધક સન્તોનાં ટોળાંને અંતરમાં નીહાળતાં,
ઘડીકમાં જાણે શિખરજી ઉપરથી સન્તોના સાદ સંભળાતા હોય–એમ દૂર દૂર નજર
લંબાવીને નીહાળતા.–એવામાં ૩૦–૪૦ માઈલ દૂરથી સમ્મેદશિખર–સિદ્ધિધામનાં
દર્શન થતાં ગુરુદેવનું હૈયું પ્રસન્નતાથી નાચી ઊઠયું.
અહા, એ સિદ્ધિધામનાં પ્રથમ દર્શનની ઉર્મિઓની શી વાત! જેમ ચંદ્ર દૂર
રહીને પણ દરિયાને આનંદથી ઉછાળે છે ને પોતાની તરફ ખેંચે છે, તેમ
સમ્મેદશિખરજી ધામ હજી દૂર હોવા છતાં પણ ભક્તહૃદયોમાં આનંદના તરંગ
ઉછળતા થકા તેઓને પોતાની તરફ ખેંચી રહ્યા છે;....અથવા તો, સિદ્ધાલયવાસી
સિદ્ધભગવંતો જાણે કે સાધકોનાં હૃદયને સિદ્ધપદ તરફ ઉલ્લસાવતા હોય!–એવી
સરસ ઉર્મિઓ જાગતી હતી. દૂરદૂરનું દર્શન પણ ગુરુદેવના હૃદયમાં આનંદ ઉપજાવતું
હતું, જેમ થોડીક દૂર રહેલી મુક્તિનું દર્શન પણ મોક્ષાર્થીને આનંદ ઉપજાવે છે તેમ.
અહો, ભેટયા....ભેટયા આજે સિદ્ધિધામ! સમ્યગ્દર્શન થાય ને નિર્વિકલ્પધ્યાનમાં
સિદ્ધપદનો પોતાના અંતરમાં જ ભેટો થતાં જે આનંદ

PDF/HTML Page 9 of 42
single page version

background image
ઃ ૬ઃ આત્મધર્મઃ ૨૪૧
અનુભવાય, તે ઝટ વ્યક્ત નથી થતો પણ ધર્માત્માના હૃદયની ગંભીરતામાં જ સમાઈ રહે છે,
તેમ જીવનમાં શિખરજીના પ્રથમ દર્શને ઉલ્લસતી કોઈ અકથ્ય આનંદની ઉર્મિઓ થોડીવાર
વાણીને બંધ કરી દે છે, ને હૃદયની ગંભીરતામાં જ તે ઉર્મિઓ સમાઈ જાય છે. અહા, કેવું
અદ્ભુત એ દર્શન!
ગુરુદેવ તો પારસનાથ–ટૂંક ઉપર મીટ માંડીને નીહાળી જ રહ્યા; પારસટૂંકના
ધ્યેયે પંથ તો ઝડપભેર કપાતો જતો હતો–જેમ સિદ્ધપદના ધ્યેયે ચિદાનંદસ્વભાવમાં મીટ
માંડતા સાધકનો પંથ ઝડપભેર ખૂટી જાય છે તેમ. માતાને દેખીને જેમ બાળક તેને
ભેટવા દોડે તેમ મોટરો શિખરજીને ભેટવા દોડી રહી છે. હવે ગુરુદેવની મોટર ૧૬ માઈલ
લાંબી ઘાટી ઝાડી વચ્ચેથી પસાર થઈ રહી છે. વનનાં વૃક્ષો પણ અનેરા પ્રકારે ખીલી
ઊઠયા છે, જાણે કે એ વૃક્ષ વનવાસી સાધક સન્તોને તાપથી રક્ષવા માટે મધુરી છાયા
પાથરીને તેમની સેવા કરી રહ્યા છે. રમણીય પહાડો ને ગીચ ઝાડીઓ વચ્ચેથી મોટરો
પસાર થતી ત્યારે ન તો આકાશ દેખાય, કે ન જમીન દેખાય; માત્ર ઝાડના ઉપલા
ભાગો દેખાય, નીચેના ભાગ ન દેખાય....જાણે દુનિયાના વાતાવરણથી દૂર દૂર કોઈ
ગંભીર–અગમ્ય ઊંડાણમાં ઊતર્યા હોઈએ! વનરાજીની છાયાથી છવાયેલો ૧૬ માઈલનો
આ રસ્તો એવો મનોહર છે–જાણે

PDF/HTML Page 10 of 42
single page version

background image
કારતકઃ ૨૪૯૦ઃ ૭ઃ
ઉપશમભાવની છાયા પથરાયેલી હોય. વિધવિધ રંગના પુષ્પોથી શોભતી વનરાજી
પણ, જાણે રત્નત્રયનાં ફળ આપવાની તૈયારી કરતી હોય–તેમ બહુ સુશોભિત અને
પ્રફૂલ્લ છે. આવા પ્રસન્ન અને પ્રશાંત વાતાવરણમાં અનંતા સાધકોની
સાધનાભૂમિને નીહાળતાં યાત્રિકનું હૃદય પણ પ્રસન્ન અને પ્રશાંત થઈને સાધનાના
વિચારોના હિલોળે ચડે છે. સિદ્ધિધામની છાયામાં આવ્યા એટલે તો બસ! જાણે
સિદ્ધભગવંતોની નજીક આવ્યા....ને હવે અનંત સિદ્ધોની વસ્તીમાં જવાની તૈયારી
થઈ. અહા, આવો સમ્મેદશિખરજીની આસપાસનો વૈભવ જોતાં શિખરજી તીર્થનો
ખૂબ–ખૂબ મહિમા આવતો હતો. શિખરજી એટલે જાણે સિદ્ધભગવાન અને આ બધા
આસપાસના નાના પહાડો તે જાણે કે સિદ્ધિના સાધક મુનિવરો; સિદ્ધભગવાનની
આસપાસ જાણે કે મુનિઓના ટોળાં વીંટાઈને બેઠા હોય! એમ શિખરજી પર્વતની
આસપાસ અનેક નાના પર્વતો વીંટાયેલા છે; અને જેમ સાધક જીવો
સિદ્ધભગવાનની મહત્તાને પ્રસિદ્ધ કરે, તેમ એ નાના પર્વતો મોટા શિખરજી ધામની
મહત્તાને પ્રસિદ્ધ કરી રહ્યા છે. અને સૌથી ઊંચી સુવર્ણભદ્ર ટૂંક તો જાણે પોકાર કરી
રહી છે કે ‘આવો....રે....આવો....આ રહ્યું ભારતનું શાશ્વત સિદ્ધિધામ! એને
નિહાળીને શિખરજીધામને ભેટવાની ખૂબ તાલાવેલી જાગે છે. જેમ મુનિની પરિણતિ
મોક્ષ તરફ દોડે તેમ ‘કલ્યાણવર્ષિણી’ મોક્ષધામ તરફ દોડી રહી છે, અને શિખરજીને
નજરે દેખ્યા પછી તો તે એવી દોડી....એવી દોડી....કે જેવી ક્ષપકશ્રેણીમાં મુનિની
પરિણતિ કેવળજ્ઞાન તરફ દોડે. જેમ જેમ નજીકથી સિદ્ધિધામનાં સ્પષ્ટ દર્શન થાય છે
તેમ તેમ ગુરુદેવનું હૃદય આનંદથી ઊછળે છે. બોલ્યા વગર પણ તેમની મુદ્રામાંથી
પ્રસન્નતાના એવા ભાવો ઊઠે છે કે અહા મારા વહાલા નાથનો આજે ભેટો
થયો....ધન્ય ઘડી! ધન્ય જીવન!
(“મંગલ તીર્થયાત્રા” પુસ્તકનું એક પ્રકરણઃ પૃ. ૩૦૬–૩૦૮)
* * *
આરાધક ધર્માત્માના દર્શનથી મુમુક્ષુના હૃદયમાં જેવી આનંદની ઉર્મિ
જાગે છે તેવી કોઈ પણ પદાર્થમાં જાગતી નથી.
ધર્મીને જોતાં એમ થાય કે વાહ! ધન્ય ધન્ય તારો અવતાર!
અતીન્દ્રિય આત્માને તેં સ્વાનુભવમાં લીધો છે....અહો, પરમેશ્વરના માર્ગમાં
તમે ભળ્‌યા છો.

PDF/HTML Page 11 of 42
single page version

background image
ઃ ૮ઃ આત્મધર્મઃ ૨૪૧
ઇન્દ્રિયાતીત આત્મા
કોઠારી દેવશીભાઈના મકાનમાં પૂ. ગુરુદેવનું પ્રવચન
આસો સુદ ૭ (પ્રવચનસાર ગા. ૧૭૨)
દેહાદિથી અત્યંત ભિન્ન આત્માનું સ્વલક્ષણ શું છે? કયા અસાધારણ લક્ષણ વડે
તે દેહાદિથી ભિન્ન ઓળખાય છે? તેનું સ્વરૂપ આ ૧૭૨મી ગાથામાં બતાવ્યું છે.
જ્ઞાનસ્વરૂપ આત્મા અલિંગગ્રાહ્ય છે; આત્મા અતીન્દ્રિયજ્ઞાનસ્વરૂપ છે. તે
ઇન્દ્રિયથી જાણનાર નથી. પરસન્મુખી ઇન્દ્રિયજ્ઞાન તે ખરેખર આત્મા નથી, તેના વડે
આત્માની શાંતિ પ્રાપ્ત થતી નથી યથાર્થ આત્મા તેના વડે અનુભવાતો નથી. માટે
ઇન્દ્રિયજ્ઞાનને આત્મા કહેવો તે યથાર્થ આત્મા નથી, તે વ્યવહાર આત્મા છે. પરમાર્થ
આત્મા તેને કહેવાય કે જે અતીન્દ્રિયજ્ઞાનવડે જાણે. અતીન્દ્રિય આત્મા અનુભવમાં
આવે તે સમ્યગ્દર્શનનો વિષય છે. દેહાદિની ક્રિયા તો દૂર રહી, રાગાદિ પણ બહાર
રહ્યા, ને પર તરફ ઝૂકતું જ્ઞાન તે પણ ખરેખર આત્માનું પરમાર્થસ્વરૂપ નથી.
ઇન્દ્રિયજ્ઞાન જેટલો જ આત્મા લક્ષમાં લ્યે તો આત્માનું ખરું લક્ષણ ઓળખાતું નથી.
અનંતગુણધામ ભગવાન આત્મા પરિપૂર્ણ છે તે જ ખરૂં સ્વજ્ઞેય છે, એવા સ્વજ્ઞેયની
પ્રતીત તે સમ્યક્ત્વ છે. ઇન્દ્રિયના અવલંબને વિચારધારાથી ક્ષયોપશમ થયો–તે જ્ઞાનને
આત્મા કહેતા નથી. એનાથી તો પુણ્યબંધ થઈને સ્વર્ગની ગતિ મળે. આત્માનો
સ્વભાવ તેને ન કહેવાય. આત્માના સ્વભાવથી પુણ્ય ન બંધાય; આત્માના સ્વભાવથી
સંસારની કોઈ ગતિ ન મળે.
શુભભાવથી આત્માને લાભ માને તે શુભને જ આત્મા માને છે, શુભરાગથી
ભિન્ન પરમાર્થ આત્માને તે નથી જાણતો. ઇન્દ્રિથી જ્ઞાન થવાનું માને તે ઇન્દ્રિયોને જ
આત્મા માને છે, તે અતીન્દ્રિય આત્માને નથી જાણતો. મારો આત્મા ઇન્દ્રિયાતીત છે–
એમ પોતાની જેને ખબર નથી તેને બીજા જ્ઞાની વગેરેની પણ ખબર પડે નહિ.
સ્વસંવેદનથી પોતાના અતીન્દ્રિય આત્માને જાણે તેને બીજાની (ભગવાનની કે
જ્ઞાનીની) ખબર પડે. ગમે તેટલા શાસ્ત્રો ભણ્યો પણ જેણે નિશ્ચયઆત્મા ન જાણ્યો,
અતીન્દ્રિય આત્મા ન જાણ્યો, તેનું બધું જાણપણું આત્માના હિતને માટે કામ આવતું
નથી. ભલે શાસ્ત્રભણતર થોડું હોય

PDF/HTML Page 12 of 42
single page version

background image
કારતકઃ ૨૪૯૦ઃ ૯ઃ
પણ મૂળ વસ્તુને જો અતીન્દ્રિય સ્વસંવેદનથી પકડે તો તેમાં બધાય શાસ્ત્રોનો સાર
આવી જાય છે. નિરપેક્ષ જ્ઞાનવાળો આત્મા છે, તેને ઇન્દ્રિયોની અપેક્ષા નથી, મનની
અપેક્ષા નથી, રાગની અપેક્ષા નથી. પ્રભો! તારું જ્ઞાન તે પરની ઓશીયાળવાળું હોય?
શું તારો આત્મા પંગુ છે કે તેના જ્ઞાનને પરની ઓશીયાળ હોય? નહિ;
સ્વાધીનજ્ઞાનસ્વભાવવાળો આત્મા છે, તેના જ્ઞાનને પરની ઓશીયાળ નથી; પરનું
અવલંબન તે શરમ છે, તેમ જ્ઞાનમૂર્તિ આત્માને જ્ઞાન કરવા માટે જડનો ટેકો લેવો પડે
તે શરમ છે. સ્વભાવનું ધામ છે તેને પરાવલંબનનું કામ નથી. ચૈતન્યધામ આત્મા, તેમાં
વળી પરનું અવલંબન શું? જે પોતે જ જ્ઞાન છે તે અતીન્દ્રિયપણે જાણવાના
સામર્થ્યવાળો છે. આવો અતીન્દ્રિયજ્ઞાનસ્વભાવી આત્મા છે. આવા આત્માને લક્ષમાં લ્યે
તો બહારનાં જાણપણાના ગર્વ ઊડી જાય. બહારનો મહિમા છૂટે ત્યારે આ
અતીન્દ્રિયવસ્તુ હાથમાં આવશે. ભાઈ, આત્મારૂપ થઈને આત્માને જો. ઇન્દ્રિયરૂપ થઈને
આત્મા નથી જોવાતો. એકવાર ઇન્દ્રિયાતીત થઈને સ્વસન્મુખ થા....એટલે
અતીન્દ્રિયજ્ઞાનરૂપ થા....અતીન્દ્રિયજ્ઞાનરૂપ થઈને આત્મા જણાય છે. “હું ઇન્દ્રિય વડે
જાણનાર છું” એમ માને તો આત્માનું પરમાર્થસ્વરૂપ ન પકડાય. ‘અતીન્દ્રિયજ્ઞાનવડે હું
જાણનાર છું’ એમ ઓળખે તો પરમાર્થસ્વરૂપ આત્મા જણાય.
જંગલમાં વસતા ને આત્માના આનંદમાં ઝૂલતા સંતોએ સ્વાનુભવમાં ભગવાન
સાથે વાતું કરતાં કરતાં આ વાત લખી છે. અહો, આ પંચમકાળે આવા મુનિઓ
પાકયા!! અત્યારે તો એનાં દર્શન પણ દુર્લભ છે. અહો, એ સંત–મહંતના ચરણમાં
ભાવનમસ્કાર છે. વાહ! એની અંતર દશા!! પંચપરમેષ્ઠીમાં જેનું સ્થાન છે.
કુંદકુંદભગવાન આ ભરતક્ષેત્રમાં વિચરતા હશે–એ તો જાણે ચાલતા સિદ્ધ! જેનાં
દર્શનથી મોક્ષતત્ત્વ પ્રતીતમાં આવી જાય. તેમણે કહેલો આ એકજ રસ્તો સંસારથી બહાર
નીકળવાનો છે, બીજો રસ્તો નથી.
સીમંધરભગવાન સર્વજ્ઞપદે વિદેહક્ષેત્રમાં બિરાજે છે....ત્રણકાળની સમયસમયની વાત
તેમના જ્ઞાનમાં વર્તી રહી છે....ભરતક્ષેત્રમાં આમ બની રહ્યું છે, આમ બનશે–એ બધું તેમના
જ્ઞાનમાં સાક્ષાત્ વર્તી રહ્યું છે, પણ તેમને કોઈ વિકલ્પ નથી; તેઓ તો નિજાનંદમાં લીન છે.
આત્મા તો આનંદનું મંદિર છે, અતીન્દ્રિય જ્ઞાન ને અતીન્દ્રિયઆનંદનું ધામ આત્મા છે.
આવો અતીન્દ્રિયઆત્મા જેમ પોતે ઇન્દ્રિયથી જાણવાના સ્વભાવવાળો નથી, તેમ
તે ઇન્દ્રિયજ્ઞાનવડે જણાય તેવો પણ નથી. અતીન્દ્રિય આત્મા તો અતીન્દ્રિયજ્ઞાન વડે જ
જણાય એવો છે. આવો આત્મા તે જ આદરણીય છે. વચ્ચે તે વખતે વ્યવહારજ્ઞાન હો
ભલે, પણ તે કાંઈ આદરણીય નથી, આદરણીય તો એક પરમાર્થસ્વભાવ જ છે.

PDF/HTML Page 13 of 42
single page version

background image
ઃ ૧૦ઃ આત્મધર્મઃ ૨૪૧
અતીન્દ્રિય આત્મા કઈ રીતે ગ્રહાય?
શ્રી પ્રવચનસારની ૧૭૨મી ગાથામાં ૨૦ બોલ દ્વારા
અલિંગગ્રાહ્ય આત્માનું અદ્ભુત વિવેચન કર્યું છે. તેના ઉપર પૂ. ગુરુદેવે
ચોથા કાળના વિરલ વૈભવ જેવા જે પ્રવચનો કર્યા તેમાંથી દોહન કરીને
અહીં રજુ કરતાં હર્ષ થાય છે. જો કે આ સંક્ષિપ્ત દોહનમાં બધોય સાર
તો ન જ આવી શકે, છતાં તેનો થોડોક નમુનો પણ જિજ્ઞાસુઓને
આનંદિત કરશે.
પ્રવચનસારમાં જ્ઞેયતત્ત્વોનું વર્ણન કરતાં આચાર્યદેવે એમ બતાવ્યું કે ચૈતન્યમૂર્તિ
આત્મા પુદ્ગલાદિ પરદ્રવ્યોથી તદ્ન જુદો છે, અને તેને તે પુદ્ગલમય શરીરાદિનું
કર્તાપણું હોવામાં સર્વથા વિરોધ છે. એ પ્રમાણે શરીરાદિથી અત્યંત ભિન્નપણું કહ્યું, ત્યારે
જિજ્ઞાસુ શિષ્યને પ્રશ્ન ઊઠયો કે પ્રભો! તો પછી જીવનું પોતાનું અસાધારણ લક્ષણ શું
છે–કે જે સાધનવડે પોતાના આત્માને સર્વ પરદ્રવ્યોથી જુદો અનુભવી શકાય?
ખરેખરા જિજ્ઞાસુ જીવનો આ પ્રશ્ન છે. તેના ઉત્તરમાં આચાર્યદેવે આ ૧૭૨મી
ગાથામાં અલૌકિક રીતે આત્માનું સ્વરૂપ સમજાવ્યું છે. આચાર્યદેવ કહે છે કે હે શિષ્ય!
આત્માને તું ચેતનાગુણમય અલિંગગ્રહણ જાણ. તે ‘અલિંગગ્રહણ’ના ૨૦ અર્થો કરીને
અમૃતચંદ્રાચાર્યદેવે અદ્ભુત રહસ્યો ખોલ્યાં છે. તેના પહેલા બોલમાં કહે છે કે–આત્મા
અતીન્દ્રિયજ્ઞાનસ્વરૂપ છે; ઇન્દ્રિયો તો પરદ્રવ્ય છે, તેના વડે જાણવાનું કામ આત્મા કરતો
નથી. આત્મા પોતે ઉપયોગસ્વરૂપ છે. અતીન્દ્રિયજ્ઞાનથી જોવાનો તેનો સ્વભાવ છે.
જાણનાર આત્મા શું પરના સ્વભાવથી જાણે? ના. એકલું અતીન્દ્રિયજ્ઞાન એટલે કે
એકલું પર તરફ ઝૂકેલું જ્ઞાન તેને આચાર્યદેવ ‘આત્મા’ કહેતા નથી.

PDF/HTML Page 14 of 42
single page version

background image
કારતકઃ ૨૪૯૦ઃ ૧૧ઃ
ઇન્દ્રિયોથી ને શરીરથી અત્યંત ભિન્નપણું ખરેખર ક્યારે જાણ્યું કહેવાય!–કે
ઉપયોગને ઇન્દ્રિયોથી પાછો વાળીને અતીન્દ્રિયસ્વભાવમાં લઈ જાય ત્યારે. પણ ‘હું
ઇન્દ્રિયોથી જાણનાર છું’ એમ જે માને તેણે ખરેખર આત્માને ઇન્દ્રિયોથી જુદો જાણ્યો જ
નથી. દેહાદિથી અત્યંત ભિન્ન જ્ઞાનાનંદસ્વરૂપ આત્માની પ્રાપ્તિ જ્યાંસુધી ન થાય
ત્યાંસુધી જીવને સુખ–શાંતિની પ્રાપ્તિ ન થાય. આત્મપ્રાપ્તિ વગર ભલે મોટો ધનવાન હો
કે નિર્ધન હો, રાજા હો કે ત્યાગી હો, તે બધાય જીવો એકલા દુઃખી જ છે.
આત્મા કેવો છે?–જ્ઞાયક છે, જાણનાર છે; ને ઇન્દ્રિયો તો જડ છે, તે જડ
ઇન્દ્રિયોવડે જ્ઞાયકતત્ત્વની પ્રાપ્તિ કેમ થાય?–ન જ થાય. જ્ઞાયક પોતે જ જાણનાર છે. તે
જાણનારો કાંઈ ઇન્દ્રિયો વડે જાણતો નથી. તેના મતિ–શ્રુતજ્ઞાન પણ
અતીન્દ્રિયસ્વભાવના આશ્રયે જ કામ કરે છે. ચૈતન્યની જાત ચૈતન્યના અવલંબને
પ્રગટે, પણ જડના અવલંબને ચૈતન્યજાત પ્રગટે નહીં.
કુંદકુંદાચાર્યદેવ આદેશ કરીને કહે છે કે ‘जाण अलिंगग्गहणं’–એટલે હે શિષ્ય!
આવા અતીન્દ્રિય જ્ઞાનસ્વરૂપી આત્માને તું જાણ!–આચાર્યદેવે આત્માને જાણવાનો
આદેશ કર્યો તે એમ બતાવે છે કે તે આદેશ ઝીલનારા પણ છે. ચૈતન્યસ્વભાવ તરફ
ઝૂકાવ કેમ કરવો, તેની પ્રાપ્તિ કરીને જન્મ–મરણનો ફેરો કેમ ટાળવો, તેની રીત
આચાર્યદેવ બતાવે છે.
ચૈતન્યને ચૂકીને એકલા પરના અવલંબને જે જ્ઞાન જાણે તે ખરેખર આત્મા
નથી, તેણે આત્મા સાથે એકતા કરી નથી. ઇન્દ્રિયો સાથેનો સંબંધ તોડીને, અંતર્મુખ
થઈને આત્મા સાથે એકતા કરીને જે જાણે એવું અતીન્દ્રિયજ્ઞાન તે જ ખરેખર
આત્મા છે.
અહા, મારો આત્મા અતીન્દ્રિયજ્ઞાનસ્વરૂપ છે. આમ જે ખરેખર જાણે તેને
ઇન્દ્રિયજ્ઞાનના બહારના જાણપણાના કે શાસ્ત્રની ધારણાના અભિમાન ઊડી જાય.
ઇન્દ્રિયજ્ઞાન કે શાસ્ત્રના જાણપણામાં જ મહત્તા માનીને ત્યાં જે અટકી જાય તે
અતીન્દ્રિયજ્ઞાનસ્વરૂપી આત્માને ક્યાંથી જાણશે? તેણે તો ઇન્દ્રિયજ્ઞાનને જ આત્મા
માની લીધો છે. ચૈતન્યની ‘અગાધગતિ’ છે, એટલે પુણ્ય–પાપથી કે મન ઇન્દ્રિયોથી
પાર એવું અગાધ અતીન્દ્રિયસ્વરૂપ છે. શુભાશુભની ગતિ તો ચૈતન્યથી બહાર છે અને
તેનું ફળ ચાર ગતિ છે. અંતરના ચૈતન્યની ગતિ એનાથી ન્યારી છે. ચૈતન્યથી બહાર
નીકળીને જે કોઈ ભાવ થાય તેનાથી કદાચ પુણ્ય બંધાય, તોપણ તેનાથી જન્મમરણનો
ફેરો મળે, જન્મમરણનો ફેરો ટળે નહિ.

PDF/HTML Page 15 of 42
single page version

background image
ઃ ૧૨ઃ આત્મધર્મઃ ૨૪૧
જુઓ ભાઈ! જેને સમ્યગ્દર્શન પ્રગટ કરવું હોય તેને તે ક્યાંથી આવે ને કઈ
રીતે આવે તેની આ વાત છે. જેમાં પૂર્ણ સ્વભાવસંપદા પડી છે તેમાં નજર નાખ.
બહારના વેગને પાછો વાળ્‌યા વિના અંતરનાં વહેણ પ્રગટે નહિ. અરે જીવ! લપસણી
લીલફૂગ જેવો આ સંસાર તેમાં તું અશરણપણે ઝાવાં નાખી રહ્યો છે; ધ્રુવશરણ તો
આત્મા છે, ભાઈ! ચૈતન્યરસથી ભરેલો તારો આત્મા જ તારું શરણ છે, તેમાં નજર
નાખ તો અતીન્દ્રિય આનંદના અનુભવ સહિત સમ્યગ્દર્શનાદિ થાય.
આચાર્યદેવ આત્માનું અસાધારણ સ્વરૂપ ઓળખાવે છે કે જેને જાણવાથી
સમ્યગ્દર્શનાદિ થાય ને જન્મમરણ ટળે. ‘અલિંગગ્રહણ’ના વીસ બોલથી અદ્ભુત વર્ણન
કર્યું છે, તેમાંથી કોઈપણ બોલ સમજીને આત્માને પકડે તો તેમાં બાકીના બધા બોલ પણ
સમાઈ જાય છે.
બીજા બોલમાં આચાર્યદેવ કહે છે કે અતીન્દ્રિયજ્ઞાનસ્વરૂપ આત્મા ઇન્દ્રિયોવડે
જાણી શકાય તેવો નથી. ઇન્દ્રિયો તો પરદ્રવ્ય છે, તે પરદ્રવ્યના ગ્રહણવડે આત્માનું ગ્રહણ
કેમ થાય? ન જ થાય. ઇન્દ્રિયોથી પર થઈને, ચિદાનંદ સ્વભાવમાં અંતર્મુખ થા, તો
આત્મા જણાય. સ્વસન્મુખ થઈને આત્માનું સ્વસંવેદન કરનારા મતિશ્રુત જ્ઞાનમાં પણ
ઇન્દ્રિયોનું અવલંબન છૂટી ગયું છે, ને અતીન્દ્રિય સ્વભાવનું અવલંબન થયું છે.
આ કુંદકુંદ ભગવાનની વાણી છે,–જેમને આ પંચમકાળમાં સાક્ષાત્ તીર્થંકર
સીમંધરનાથનો ભેટો થયો. અહો, આ પંચમકાળે ભરતક્ષેત્રના જીવને બીજા ક્ષેત્રના
તીર્થંકરનો સદેહે સાક્ષાત્ ભેટો થાય–એ કેવી પાત્રતા! ને ભરતક્ષેત્રના જીવોનાં પણ કેવા
ભાગ્ય!! ચૈતન્યનો મહિમા ઘૂંટતા ઘૂંટતા યથાર્થ નિર્ણય લઈને સ્વસંવેદનમાં એમ આવે
કે ‘ અહો, મારી વસ્તુ જ પરિપૂર્ણ છે’ ત્યારે તે જીવ પૂર્ણતાને પંથે ચડયો...તેને
પોતામાં પરમાત્માનો ભેટો થયો ને તે વીર થઈને વીરના માર્ગે વળ્‌યો. આ છે
મહાવીરનો સન્દેશ. તે સંતોએ ઝીલ્યો ને અંતરમાં સાધ્યો.
ભાઈ, બહારનું બધું એકવાર ભૂલી જા, ઇન્દ્રિયજ્ઞાનને પણ ભૂલી જા, ને તારા
જ્ઞાનને અંતર્મુખ કર તો તારો આત્મા સ્વજ્ઞેય થાય. આ રીતે આત્માને સ્વજ્ઞેય
બનાવતાં જ અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય છે. જડ ઇન્દ્રિયોના અવલંબનવાળા
ઉપયોગમાં એવી તાકાત નથી કે ચૈતન્યમૂર્તિ આત્માને સ્વજ્ઞેય બનાવી શકે. એટલે
રાગથી કે વ્યવહારના અવલંબનથી આત્મા જણાતો નથી. ઇન્દ્રિયોના અવલંબનથી
ઉપયોગને ગમે તેટલો ભમાવે,

PDF/HTML Page 16 of 42
single page version

background image
કારતકઃ ૨૪૯૦ઃ ૧૩ઃ
પણ તે બહારમાં જ ભમે, તે ઉપયોગ અંતરમાં આવે નહિ; આત્માને છોડીને એકલા
બહારમાં ભમતા ઉપયોગને શાસ્ત્રમાં દુર્બુદ્ધિ કહેલ છે.
આ રીતે બીજા બોલમાં આચાર્યદેવે એમ કહ્યું કે હે જીવ તારા ઉપયોગને
અંતરમાં વાળીને સ્વસંવેદન પ્રત્યક્ષથી આત્માને જાણ. ઇન્દ્રિયપ્રત્યક્ષથી આત્મા જણાય
તેવો નથી. ઇન્દ્રિયોથી તો આત્મા અત્યંત વિભક્ત છે, તો તે ઇન્દ્રિયો આત્મામાં
પ્રવેશવાનું સાધન કેમ હોય? સ્વજ્ઞેય આત્મા તો ઇન્દ્રિયાતીત છે. ઇન્દ્રિયો તેનું સાધન
પણ નથી. ઇન્દ્રિયો કે ઇન્દ્રિયો તરફના વલણવાળો રાગ તે કાંઈ આત્મામાં પ્રવેશવાનો
માર્ગ નથી, છતાં તેને જે માર્ગ (કે સાધન) માને છે તે જડને અને રાગને જ આત્મા
માને છે, જડથી ને રાગથી જુદા આત્માને તે જાણતો નથી. ઇન્દ્રિયોથી જ્ઞાન થવાનું જે
માને તેને ઇન્દ્રિયોની પ્રીતિ–મૈત્રી છૂટે નહીં, ને અતીન્દ્રિય આત્માની પ્રીતિ–મૈત્રી–રુચિ
તેને થાય નહીં.
આત્મા કેમ જણાય?–તો કહે છે કે, આત્મારૂપ થઈને આત્મા જણાય. ઇન્દ્રિયરૂપ
થઈને આત્મા ન જણાય. જ્ઞાન જ્યારે ઇન્દ્રિયોથી પાર, રાગથી પાર થઈને આત્મારૂપ
થાય ત્યારે આત્મા જણાય, ને ત્યારે સમ્યગ્દર્શન થાય. અહા, સંતો જંગલમાં બેઠાબેઠા
ખાણ ખોદતા હતા,–શેની?–કે ચૈતન્યના આનંદની.
ઇન્દ્રિયો કે મનના અવલંબને થતું જે શાસ્ત્રજ્ઞાન કે ધારણા તેના વડે પણ
ચૈતન્યસ્વરૂપ પ્રાપ્ત થતું નથી, અનુભવાતું નથી. કોઈ એમ માને કે અમે ઘણા શાસ્ત્રો
વાંચ્યા ને ઘણું ભણ્યા માટે અમે ધર્મમાં બીજા કરતાં કાંઈક આગળ વધ્યા, તો
આચાર્યદેવ કહે છે કે ભાઈ, તારા ભણતર બધા બહારના છે, સ્વનું જ્ઞાન તારા
ભણતરમાં આવ્યું નથી. ધર્મના રાહ તો અંદર ચૈતન્યમાં છે. અંતર્મુખ થઈને
ચિદાનંદતત્ત્વને જાણનાર–અનુભવનાર ધર્માત્મા જ ધર્મમાં આગળ વધ્યા છે. તેને માટે
એવી કોઈ ટેક કે નિયમ નથી કે આટલું ભણ્યો હોય તો જ ધર્માત્મા કહેવાય. જેને
ચૈતન્યનો અનુભવ નથી તેને બીજી ગમે તેટલી ધારણા હોય તોપણ તે સંસારના માર્ગે
જ છે, ધર્મના માર્ગે નથી. છતાં તે એમ માને કે હું ધર્મમાં બીજા કરતાં આગળ વધ્યો છું–
તો એ જાણપણાનું અભિમાન છે, તે ઇન્દ્રિયજ્ઞાનમાં અટકી જાય છે. ભાઈ! ચૈતન્યના
માર્ગ તો ન્યારા છે.
કોઈ ઇન્દ્રિયગમ્ય ચિહ્નદ્વારા પણ આત્મા જણાતો નથી. ઇન્દ્રિયગમ્ય ચિહ્ન
એટલે આંખ કે મોઢાની ચેષ્ટા, વાણી વગેરે ઉપરથી આત્મા જણાય એવો નથી. એ
તો બધા જડ ચિહ્નો છે, તે કાંઈ ચૈતન્યના ચિહ્ન નથી. આ જ્ઞાની છે, આ મુનિ છે–
ઇત્યાદિ પ્રકારે ખરી ઓળખાણ થાય ખરી, પણ તે ઇન્દ્રિયચિહ્નવડે ન થાય,
સ્વસંવેદનના લક્ષણથી જ થાય.

PDF/HTML Page 17 of 42
single page version

background image
ઃ ૧૪ઃ આત્મધર્મઃ ૨૪૧
વળી એકલા અનુમાનથી આત્મા જાણવામાં આવી જાય–એવો નથી. આત્માનું
સ્વસંવેદન પ્રત્યક્ષ તે નિશ્ચય છે, ને બીજા આત્માને અનુમાનથી જાણવો તે વ્યવહાર છે.
નિશ્ચય વગર વ્યવહાર હોય નહિ. એટલે જેણે સ્વસંવેદન પ્રત્યક્ષથી પોતાના આત્માને
જાણ્યો નથી તે બીજા આત્માને એકલા અનુમાનવડે ખરેખર ઓળખી શકતો નથી. હે
ભાઈ, આત્માના અંતરના અનુભવને જાણ્યા વગર એકલા બહારના અનુમાનથી તું
જ્ઞાનીનું માપ કાઢવા જઈશ–તો ભ્રમણામાં પડીશ.
‘અનુભવી હોય તે જ અનુભવીને ઓળખે’–એટલે આ આત્મા સર્વજ્ઞ છે, આ
આત્મા સાધકધર્મી છે–એવો ખરો નિર્ણય, તેવી જાતનો અંશ પોતામાં પ્રગટ કરે ત્યારે જ
થાય છે. અંતર્મુખ થઈને આત્માને સ્વસંવેદનમાં લેનાર જ્ઞાનદશા ભલે અધુરી હોય
તોપણ તેને ‘પ્રત્યક્ષ કહેવાય છે. એવા પ્રત્યક્ષ વગર એકલા અનુમાનથી આત્માનો
નિર્ણય થઈ શકતો નથી.
પહેલાં સ્વસંવેદન વગર સાધારણ ઓળખાણ હતી, પણ જ્યાં સ્વસંવેદન થયું
ત્યાં ઓળખાણની જાત જ ફરી ગઈ....“અહા, હવે ભગવાનની ખરી ઓળખાણ થઈ,
હવે જ્ઞાનીને ખરેખરા ઓળખ્યા!” બધા જ્ઞાનીઓને અંતરમાં આત્માના શ્રદ્ધા–જ્ઞાન
એકસરખા હોય તોપણ બહારનો ઉદય બધાને એકસરખો હોતો નથી, એટલે બહારની
ઉદયની ક્રિયા ઉપરથી જ્ઞાનીને ઓળખી શકાતા નથી. કોઈ જીવને અંદર નિર્વિકલ્પ
આનંદની અનુભૂતિ પ્રગટી હોય, ને બહારનો ઉઘાડ કદાચ વિશેષ ન દેખાય, ત્યાં મૂઢ
જીવોને એમ લાગશે કે આને જ્ઞાનચેતના નહિ ઊઘડી હોય! પણ ભાઈ, જ્ઞાનચેતના તો
અંદર આત્માને અનુભવવાનું કામ કરે છે, તેને તું કઈ આંખે દેખીશ?
આચાર્યદેવે આ ચોથા બોલમાં ધર્મની અને ધર્મીની ઓળખાણની રીત
જગત પાસે ખુલ્લી મૂકી છે. અહા, આ રીતે જ્ઞાનીને ખરેખર ઓળખનારો જીવ
પોતે જ્ઞાનીના માર્ગમાં ભળી જાય છે. ભગવાનના માર્ગમાં ભળેલો જ ભગવાનને
ખરેખર ઓળખી શકે. ચૈતન્યમાં ઊંડા ઊતરીને જેણે સિદ્ધના ભેટા કર્યા એવા
સંતોની આ વાણી છે.
રાગ અને ઇન્દ્રિયના સંગથી જરાક દૂર થઈને જ આત્માની કે દેવ–ગુરુ–
ધર્માત્માની સાચી ઓળખાણ થઈ શકે છે. સ્વસંવેદન સહિત અનુમાન સાચું હોય,
પણ સ્વસંવેદન વગર એકલા અનુમાનથી આત્મા જાણવામાં આવી જાય–એમ બનતું
નથી. આ રીતે હે જીવ! તું આત્માને અલિંગગ્રહણ જાણ....એટલે કે સ્વસંવેદનથી
જાણ. આત્માનો વાસ્તવિક અંશ તારામાં પ્રગટયા વગર તું બીજા આત્માનું અનુમાન
કયાંથી કરીશ?

PDF/HTML Page 18 of 42
single page version

background image
કારતકઃ ૨૪૯૦ઃ ૧પઃ
આચાર્યદેવે આ બોલમાં એ સિદ્ધાંત સમજાવ્યો કે સ્વને જાણ્યા વગર પરને જાણી
શકાય નહીં. પંચપરમેષ્ઠી કે સમ્યગ્દ્રષ્ટિ વગેરેના આત્માનો સ્વભાવ એવો નથી કે એકલા
અનુમાનથી કે રાગથી તે જણાય. અરિહંતને કે સિદ્ધ વગેરેને સાચા ભાવનમસ્કાર કયારે
થાય? કે તેમને ઓળખે ત્યારે; તેમની સાચી ઓળખાણ કયારે થાય? કે સ્વસંવેદનથી
પોતાને ઓળખે ત્યારે.
વળી આત્મા એકલા અનુમાનથી જાણનારો નથી. સાધકને અનુમાન હોય ખરું,
પણ સાથે સ્વસંવેદન–પ્રત્યક્ષનો અંશ પણ વર્તે છે, એટલે એકલું અનુમાન નથી. સાધકને
અંશે પ્રત્યક્ષ ને અંશે પરોક્ષ બંને સાથે છે, સ્વાશ્રયે પ્રત્યક્ષપણું વધતું જાય છે, ને
પરોક્ષપણું તૂટતું જાય છે. સાધક જાણે છે કે જેટલું પરોક્ષપણે કામ કરે તે મારું વાસ્તવિક
સ્વરૂપ નહિ, આત્માને અવલંબીને જ્ઞાનમાં જેટલું પ્રત્યક્ષપણું (અતીન્દ્રિયપણું) થાય તે
જ મારું સ્વરૂપ છે.
એકલું અનુમાન જેનો સ્વભાવ નથી પણ પ્રત્યક્ષજ્ઞાન જેનો સ્વભાવ છે–એવા
આત્માને હે શિષ્ય! તું જાણ. આત્મા તો પ્રત્યક્ષજ્ઞાતા છે. અરે, પરોક્ષજ્ઞાન પણ એનો
સ્વભાવ નથી તો પછી રાગ કે ઇન્દ્રિયોની વાત તો ક્યાં રહી? કોઈ પરાશ્રય વડે નહિ,
પરંતુ સ્વભાવ વડે જ જાણનારો આત્મા છે. અહા, આવા આત્માને લક્ષમાં લ્યે ત્યાં
પરાશ્રયબુદ્ધિ ક્યાં રહી?
સીમંધરનાથ સર્વજ્ઞપરમાત્માનો સાક્ષાત્ સન્દેશો લાવીને કુંદકુંદાચાર્યદેવ કહે છે કે
હું તો ભગવાન પાસેથી આવો સન્દેશો લાવ્યો છું....જેને સુખશાંતિ જોઈતી હોય તેઓ
આ સન્દેશ ઝીલીને જ્ઞાનાનંદસ્વરૂપ આત્મામાં ઉપયોગને વાળો.
“અલિંગગ્રહણ”ની આ ગાથા સમયસારમાં છે, નિયમસારમાં છે,
પંચાસ્તિકાયમાં છે, અષ્ટપ્રાભૃતમાં છે, ને ધવલામાં પણ છે. આ ગાથા ઘણી મહત્વની
છે. (ચાલુ)
* * *

PDF/HTML Page 19 of 42
single page version

background image
ઃ ૧૬ઃ આત્મધર્મઃ ૨૪૧
પૂ. શ્રી કાનજીસ્વામી દિ. જૈન તીર્થ યાત્રા સંઘ
જિજ્ઞાસુઓને જાણીને આનંદ થશે કે પૂ. ગુરુદેવ દક્ષિણદેશમાં બાહુબલી ભગવાન
તથા પોન્નુરમાં કુંદકુંદાચાર્યદેવની પાવન તપોભૂમિ વગેરે તીર્થધામોની યાત્રા કરવા માટે
ફરીને પધારી રહ્યા છે....તેનો કાર્યક્રમ નીચે મુજબ છે.
ક્રમાંકગામમાઈલતિથિતારીખવારકેટલા
દિવસ
સોનગઢથી મંગલ પ્રસ્થાનપોષ વદ ૬પ–૧–૬૪રવિ
અમદાવાદ૧૨૧પોષ વદ ૬પ–૧–૬૪રવિ
પાલેજ૧૦૧ ” ૭૬–૧–૬૪સોમ
” ૮૭–૧–૬૪મંગળ ૨
વલસાડ૧૦૪ ” ૯૮–૧–૬૪બુધ
ભીવંડી૧૧૦ ” ૧૦૯–૧–૬૪ગુરુ
પૂના૯૯ ” ૧૧૧૦–૧–૬૪ શુક્ર
સતારા૬૯ ” ૧૨૧૧–૧–૬૪શનિ
કોલ્હાપુર૭૮ ” ૧૩૧૨–૧–૬૪રવિ
બેલગામ૬પ ” ૧૪૧૩–૧–૬૪સોમ
હુબલીપ૯ ” ૦))૧૪–૧–૬૪ મંગળ ૧
૧૦ હરિહર૮૦માહ શુદ ૧૧પ–૧–૬૪ બુધ
૧૧હુમચા૭૪ ” ૨૧૬–૧–૬૪ગુરુ
૧૨કુંદાદ્રિ૩૩ ” ૩૧૭–૧–૬૪ શુક્ર
૧૩મુડબિદ્રિપ૩ ” ૪૧૮–૧–૬૪શનિ
” પ૧૯–૧–૬૪ રવિ
૧૪ હાસન૧૦૬ ” ૬૨૦–૧–૬૪ સોમ
૧પ શ્રવણ–૩૨ ” ૭૨૧–૧–૬૪મંગળ
બેલ્ગોલા ” ૮૨૨–૧–૬૪બુધ
૧૬મૈસુર૬૨ ” ૯૨૩–૧–૬૪ગુરુ
૧૭ બેંગલોર૮૭ ” ૧૦૨૪–૧–૬૪ શુક્ર
૧૮રાણીપેંઠ૧૩૭ ” ૧૧૨પ–૧–૬૪ શનિ
૧૯ વંદેવાશ૪૦ ” ૧૨૨૬–૧–૬૪રવિ
(પોન્નુર) ” ૧૪૨૭–૧–૬૪ સોમ
૧પ૧૦ ૨૩

PDF/HTML Page 20 of 42
single page version

background image
કારતકઃ ૨૪૯૦ઃ ૧૭ઃ
યાત્રાસંઘ સંબંધી સૂચના
(૧) મૂડબિદ્રિ, શ્રવણબેલગોલા, તથા વંદેવાસ યાત્રાસંઘ આગલે દિવસે સાંજે પહોંચશે.
(૨) યાત્રાસંઘ તા. ૧૦–૧–૬૪ના રોજ સવારે મુંબઈથી રવાના થશે, અને તે જ
દિવસે પૂના પહોંચશે. અને પૂનાથી પૂજ્ય ગુરુદેવ સાથે યાત્રા શરૂ થશે. અને
પોન્નુર સુધી સંઘ રહેશે.
(૩) યાત્રાસંઘમાં જોડાનાર બસના યાત્રિકો તથા ખાનગી મોટરકારના યાત્રિકોએ
તા. ૧પ–૧૨–૬૩ સુધીમાં વિનંતીપત્રક ભરીને સોનગઢ મોકલી આપવા વિનંતી છે.
(૪) વિનંતીપત્રક સોનગઢ તથા દરેક ગામના મુમુક્ષુમંડળ પાસેથી મળી શકશે.
(પ) મુંબઈથી પોન્નૂર, પોન્નૂરથી મુંબઈ સુધીના માઈલ લગભગ બે હજાર તથા
દિવસો ૨૨ થશે.
(૬) મુંબઈથી પોન્નૂર તથા પોન્નૂરથી મુંબઈ સુધીનું બસભાડું તથા વ્યવસ્થાખર્ચના
વ્યક્તિ દીઠ રૂા. ૧૨૦ લેવામાં આવશે.
(૭) મુંબઈથી પોન્નૂર તથા પોન્નૂરથી મુંબઈ સુધીનું બસભાડું તથા વ્યવસ્થાખર્ચના
ત્રણ વર્ષથી દશ વર્ષ સુધીની ઉંમરના બાળકો માટે વ્યક્તિદીઠ રૂા. ૭પ) લેવામાં
આવશે અને તેને સીટ આપવામાં આવશે.
(૮) ખાનગી મોટરકારના યાત્રિકો પાસેથી વ્યક્તિદીઠ વ્યવસ્થાખર્ચના રૂા. ૧પ)
લેવામાં આવશે.
(૯) યાત્રાસંઘની બસના યાત્રિકે બસભાડા પેટે અનામત તરીકે વ્યક્તિદીઠ
રૂા. પ૦) વિનંતીપત્રક સાથે મોકલવાના રહેશે.
(૧૦) જો સમૂહભોજનમાં જમનારાઓની સંખ્યા ઓછામાં ઓછી ત્રણસો થશે તો
યાત્રાસંઘ તરફથી સમૂહભોજનની વ્યવસ્થા કરવામાં આવશે અને તેનો ચાર્જ બે
ટંક જમવાનું તથા સવારે ચાના મળી રૂા. ૨–પ૦ તથા છૂટક એક ટંકનો ચાર્જ રૂા.
૧–પ૦ લેવામાં આવશે. ત્રણથી દશ વર્ષ સુધીની ઉમરના બાળકોનો ચાર્જ બે ટંક
જમવાનું તથા સવારે ચાના મળી રૂા. ૧–૭પ તથા છૂટક એક ટંકનો ચાર્જ
રૂા. ૧–૦૦ લેવામાં આવશે.
(૧૧) યાત્રાસંઘની ટીકીટના અનામત વગેરે રકમનો ચેક કે ડ્રાફટ મોકલવામાં આવે તો
તે “ખીમચંદ જેઠાલાલ શેઠ એન્ડ અધર્સ” એ નામથી મોકલવા.
પત્ર વ્યવહારનું સરનામું–
પૂ. કાનજીસ્વામી દિ. જૈન તીર્થયાત્રા સંઘ વ્યવસ્થાપક કમિટી,
શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌરાષ્ટ્ર)