PDF/HTML Page 1 of 38
single page version
PDF/HTML Page 2 of 38
single page version
PDF/HTML Page 3 of 38
single page version
ભરત ક્ષેત્ર છે અમારો દેશ રે, આ સીમંધર સભામાં બેસણાં રે;
ક્્યો કુંદકુંદ દેવ કેમ કરી ગયા વિદેહ રે, આ કેવા પ્રભુને નિહાળીયા રે;
સીમંધર પ્રભુના દિવ્ય ધ્વનિના છૂટ્યા નાદ રે, કુંદકુંદે ઝીલ્યા ભાવથી રે;
આ ભરતક્ષેત્રે શ્રુતકેવળી કુંદકુંદ રે, મહામુનિયોના શિરોમણિ રે;
તીર્થધામમાં વર્તે જય જયકાર રે, આ મંગળ કાર્યો દિનદિન થાય રે;
શ્રી નાગરદાસ ચકુભાઈ ગઢડાવાળા (બ્ર. ગુલાબચંદભાઈના બનેવી) મુંબઈમાં તા. ૯–
વખતે પણ તેઓ સાથે જ હતા. સોનગઢમાં સત્સમાગમ માટે ઘણો વખત આવતા, મુંબઈ મુમુક્ષુ
મંડળમાં પણ વાંચનનો લાભ તેઓ લેતા હતા. તેઓ આત્મહિત સાધે એ જ ભાવના.
હેમરેજનું દર્દ થતાં સ્વર્ગવાસ પામી ગયા છે.
PDF/HTML Page 5 of 38
single page version
ઘણી સ્વરૂપ લીનતાના ઝૂલે ઝૂલતા હતા. લગભગ ૨૦૦૦ વર્ષ પહેલાં મહાવિદેહ ગયા હતા......
ત્યાંથી ભગવાનની દિવ્યધ્વનિનો સંદેશ લાવ્યા, ને અહીં આવીને આ પ્રવચનસાર વગેરે શાસ્ત્રો
રચ્યા છે, મદ્રાસથી ૮૦ માઈલ દૂર પોન્નૂર પહાડ છે ત્યાં તેઓ ધ્યાન કરતા હતા ને ત્યાંથી વિદેહ
ગયા હતા. ને ત્યાંજ શાસ્ત્રો રચ્યા હતા. ત્યાં તેમના પ્રાચીન ચરણ પાદુકા છે. ઉપર ચંપાના ઝાડ
છે, બે ગૂફાઓ છે. જૂના શિલાલેખોમાં પણ લખાણ છે કે કુંદકુંદ આચાર્ય મહાઋદ્ધિ ધારી સંત
હતા, અને તેમને જમીનથી ચાર આંગળ ઉપર ચાલવાની લબ્ધિ હતી; વિદેહક્ષેત્રે જઈને તેમણે
સીમંધરપરમાત્માની વાણી સાંભળી હતી.
દર્શન કરવાનો લાભ મળ્યો.
શ્રવણબેલગોલમાં છે; જે દુનિયાની આશ્ચર્યકારી વસ્તુમાં ગણાય છે. ત્યાં બે પહાડો છે, તેના ઉપર
પણ કુંદકુંદઆચાર્યદેવ સંબંધીઘણા શિલાલેખો છે; ત્યાં પણ ફરીને જાત્રા કરવા જવાનું છે.
વગેરેમાં તો અધ્યાત્મના દરિયા ખુલ્લા મુક્યા છે. અરે, આત્મા! તું જ પરમાત્મા છો..... યુક્તિથી,
અનુભવથી, ગુરુપરંપરાથી ને સર્વજ્ઞની વાણીથી મેળવેલા આચિંત્ય નિજવૈભવથી તેમણે
શુદ્ધાત્માનું સ્વરૂપ બતાવ્યું છે. પ્રવચન એટલે દિવ્યધ્વનિ તેનો સાર આ પ્રવચનસારમાં તેમણે
ભરી દીધો છે. ભવસાગરનો કિનારો તેમને તદ્ન નજીક આવી ગયો હતો. આ ભરતક્ષેત્રના જીવો
ઉપર તેમનો મહાન ઉપકાર છે.
PDF/HTML Page 6 of 38
single page version
મોહ સાથે મારે કાંઈ લાગતું વળગતું નથી અંતર્મુખ થયેલી પર્યાયમાં જે અનુભૂતિ થઈ તે
મોહરહિત છે; મોહ તો જડ તરફનો ભાવ છે, ચૈતન્યસ્વભાવ તરફનો ભાવ તે નથી, માટે
ચૈતન્યની અનુભૂતિમાં મોહ સાથે કાંઈ સંબંધ નથી. –જ્ઞાનનો વેપાર સ્વ તરફ વળ્યો ત્યાં
જ્ઞાયકસ્વભાવભાવપણે જ આત્મા અનુભવાય છે, તેમાં મોહ અનુભવાતો નથી. અસ્થિરતાનો જે
મોહભાવ હોય તેને જ્ઞાની પોતાના સ્વભાવપણે અનુભવતા નથી. ચૈતન્યભાવપણે જ પોતાના
સ્વભાવને અનુભવે છે. ચૈતન્યસ્વભાવ કદી પરભાવપણે અનુભવાતો નથી. ચૈતન્યભાવ અને
મોહભાવને ભિન્ન ભિન્ન કરીને જ્ઞાની ચૈતન્યભાવપણે જ પોતાને અનુભવે છે. આ રીતે
ચૈતન્યસ્વભાવની શાશ્વત પ્રતાપસંપદા વડે ભગવાન આત્મા (–જેને ભેદજ્ઞાન થયું છે એવા
જીવને અહીં ભગવાન આત્મા કહ્યો છે તે) જ જાણે છે કે પરમાર્થે હું એક ચૈતન્યભાવમય જ છું,
બીજા જે રાગાદિ ભાવો છે તે હું નથી, તે ભાવો મારો સ્વ–ભાવ નથી. મારો ચૈતન્યસ્વભાવ એવો
નથી કે મોહપણે પરિણમે.
પ્રતાપવડે સમસ્ત વિશ્વને જાણવાની તાકાતવાળો છે. ચૈતન્યશક્તિનો પ્રતાપ સદાય વિકાસરૂપ છે;
મોહ તો ચૈતન્યના વિકાસને અટકાવનાર છે. ચૈતન્યનો વિકાસ શાંત–અના–કુળ છે, ને મોહનો
વિલાસ તો આકુળતા અને દુઃખમય છે. ચૈતન્યનો સ્વાદ અને મોહનો સ્વાદ જુદો છે. જેમ
શીખંડમાં દહીંનો અને ખાંડનો સ્વાદ જુદો જુદો છે, તેમ ચૈતન્યસ્વભાવનો અને મોહભાવનો
સ્વાદ જુદો છે, આ રીતે સ્વાદના ભેદથી ભેદજ્ઞાન કરીને ધર્મીજીવ મોહને જરાપણ પોતાપણે
અનુભવતા નથી. એક ચૈતન્યભાવને જ પોતાપણે અનુભવે છે. આ પ્રકારની અનુભૂતિથી
ધર્માત્માને ભેદજ્ઞાન થયું. એટલે પરભાવોને પરપણે જાણીને તેને છોડી દીધા, ને જ્ઞાયકભાવને
એકને જ સ્વપણે જાણીને તેમાં તન્મયતા કરી. આવી અનુભૂતિ તે ધર્મ છે, તે મોક્ષનો પંથ છે.
PDF/HTML Page 7 of 38
single page version
अपने रससें भर्यो अनादि टेक हूं।
मोह करम मम नांही, नांही भ्रमरस कूप है।
शुद्धचेतना सिंधु हमारो रूप है।।
સંસારમાં મેં અનંતકાળ પરિભ્રમણ કર્યું, ને અનંત દુઃખો ભોગવ્યા, હે નાથ! હવે આપના શરણે
ભગવાનનું શરણ હો એટલે પરમાર્થે વીતરાગભાવનું જ શરણ હો–એમ તાત્પર્ય છે.
અવસર આવ્યો છે તેમાં જો ચૂક્યો તો ક્ષણમાં આ અવસર ચાલ્યો જશે. અરે, ચૈતન્યના અનુભવ
વગર સંસારની ચાર ગતિમાં કેવા કેવા અવતાર કરી ચુક્યો!
PDF/HTML Page 8 of 38
single page version
ભેદજ્ઞાન કરવામાં તે કુશળ છે. ભેદજ્ઞાનની વિચક્ષણતાવડે સમસ્ત પરભાવોને પોતાથી જુદા કરીને
કર્મ–નોકર્મ કે ભાવકર્મ જરાપણ નથી. આવા સ્વાનુભવથી ધર્મીને જે નિર્મળ અનુભૂતિ પ્રગટી
અનુભૂતિ છે. મારી અનુભૂતિને મોહ સાથે, રાગ સાથે, દેહસાથે કર્મ સાથે, મન સાથે કે વચન
માન્યતાવાળો મોહથી ચૈતન્યપર્યાયને હણે છે, ને જ્ઞાની ધર્માત્મા ચૈતન્યના અનુભવવડે
જરૂર તેની પ્રાપ્તિ તને તારામાં જ થશે. ખરેખરી લગનીથી ચૈતન્યનો પત્તો
PDF/HTML Page 9 of 38
single page version
આજે હાથમાં લીધો. લોકોએ ભેગા થઈને બહુમાનપૂર્વક
સાક્ષાત્ સાંભળીને પછી તેમણે આ સમયસાર,
નમસ્કારરૂપ અસાધારણમંગળ કરે છે–
નિઃસીમ ગુણ ધરનારને, જિતભવ નમું જિનરાજને.
આવા ભાવ નમસ્કાર વડે જિતભવ જિનભાવને જે નમ્યો તેને ભવનો નાશ થયા વિના રહે નહિ.
આચાર્યદેવ કહે છે કે અહો! આવા ઉપદેશના દેનારા જિનવર ભગવંતોને નમસ્કાર હો.
સ્મરણમાં લાવીને જ્ઞાનમાં તેમનું અચિંત્ય બહુ–
PDF/HTML Page 10 of 38
single page version
PDF/HTML Page 11 of 38
single page version
ઔષધ જે ભવરોગનાં કાયરને પ્રતિકૂળ.
PDF/HTML Page 12 of 38
single page version
પુણ્ય બંનેનો કોઈ અલૌકિક મેળ થઈ ગયો છે. યાત્રામાં શ્રવણબેલ–ગોલમાં બાહુબલી
ને મુદ્રા ઉપર પુણ્યનો અતિશય તરવરતો હોય
ચિતાર એના સર્વાંગે તરવરે છે. અદ્ભુત દેખાવ
છે. ચૈતન્યની પરમ શાંતિનો અનુભવ કેમ થાય
સાધનારા મુનિઓ તો ઘણાય થયા; પણ તેની
કુંદકુંદાચાર્યદેવે કર્યું. આ ભરતક્ષેત્રના ધર્મી જીવો
નીકળે છે કે જે સાંભળતાં મુમુક્ષુને તો અસંખ્યપ્રદેશોના રોમરોમ ઉલ્લસી જાય..... ચૈતન્યના પ્રદેશો
હીતકરમાર્ગ ઉપદેશે છે.
PDF/HTML Page 13 of 38
single page version
ગુણરત્ન કેરી ખાની બુધમાનસે રમી છે.
મીઠાસ જેની જાણી, ગર્વો બધાં ગળે છે,
શરમાઈ મીઠી દ્રાક્ષો વનવાસને કરે છે.
PDF/HTML Page 14 of 38
single page version
દિવ્યધ્વનિના રહસ્ય ખોલનાર અમૃતરસપાનાર ગુરુદેવની વાણીનો... જય હો.
કુંદકુંદાચાર્યદેવના સુપુત્ર શાસનસ્તંભ ગુરુદેવનો જય... હો
સાધન છે. વ્ય્વહારમાં અનંતા ભાંગા ઊઠે છે તો કેમ પાર આવે? કોઈ માણસ
PDF/HTML Page 15 of 38
single page version
કોલાહલથી તું વિરક્ત થા..... અને અંતરમાં જ્ઞાનસ્વરૂપી આત્મા દેહથી જુદો છે તેને અનુભવવા
માટે એકધારો છ મહિના પ્રયત્ન કર, અંતરંગમાં ભેદજ્ઞાનનો અભ્યાસ કર. નિશ્ચલપણે
લગનીપૂર્વક અંતરમાં અભ્યાસ કર. એમ કરવાથી તને તારામાં તને તારા અંતરમાં જ ભિન્ન
ચૈતન્યતત્ત્વ અનુભવમાં આવશે. અરે જીવ! તું નિશ્ચયપણે અભ્યાસ કર તો છ મહિનામાં જરૂર
તને આત્મપ્રાપ્તિ થાય. છ મહિના સુધી આત્માની લગનીમાં લાગ્યો રહે ને તેમાં ભંગ પડવા ન દ્યે
તો નિર્મળઅનુભૂતિ થયા વગર રહે નહીં. એક શરત છે કે બીજો કોલાહલ છોડીને પ્રયત્ન કરવો.
અરે, મારું ચૈતન્યતત્ત્વ શું છે? એમ અંતરમાં કુતૂહલ કરીને, તેની સન્મુખ થઈને અભ્યાસ કર. છ
મહિના તો વધુમાં વધુ ટાઈમ આપ્યો છે, કોઈને ટૂંકા કાળમાં પણ થઈ જાય. પરિણામમાં એવો
તીવ્ર રસ છે કે આત્માના અનુભવના અભ્યાસની ધારાને તોડતો નથી. શરીરનું–કુટુંબનું શું થશે
એવા વિકલ્પના કોલાહલને મુક એક કોર, ને ચૈતન્યસ્વભાવના મહિમાનું ઘોલન કર. અંતર્મુંખ
થવાનો પ્રયત્ન છ મહિના કર, ને બહિર્મુંખની ચિંતા છોડ. તું બહારની ચિંતા કર તોપણ તેનું જે
થવાનું તે થવાનું છે, ને તું ચિંતા ન કર તોપણ તેનું કાંઈ અટકી જવાનું નથી. માટે તું તેની ચિંતા
છોડીને એકવાર તો સતતપણે તારા આત્માના પ્રયત્નમાં લાગ.... છ મહિના તો ચૈતન્યના
ચિંતનમાં તારા ઉપયોગને જોડ. આવા ધારાવાહી પ્રયત્નથી જરૂર તને આનંદસહિત તારા
અંતરમાં આત્માનો અનુભવ થશે.
થયા વગર રહે નહીં.
PDF/HTML Page 16 of 38
single page version
ચૈતન્યની પ્રાપ્તિનો પ્રયત્ન કરે તો અંર્તર્મુહૂર્તમાં તેની પ્રાપ્તિ થાય ને સાદિઅનંતકાળનું સુખ
પ્રાપ્ત થાય. સ્વરૂપના અભ્યાસવડે સ્વરૂપની પ્રાપ્તિ જરૂર થાય છે. પરની પ્રાપ્તિ તો ન થાય પણ
પોતાની વસ્તુ તો પોતામાં મોજૂદ છે, જો ચેતીને–જાગૃત થઈને જુએ તો પોતાનું સ્વરૂપ
પોતાના વેદનમાં આવે છે. પોતાનું સ્વરૂપ કાંઈ પોતાથી દૂર નથી, અંતમુખ થતાં પોતે જ જ્ઞાન
આનંદસ્વરૂપ છે–એમ અનુભવમાં આવે છે. ઉત્કૃષ્ટ પ્રયત્ન કરે તો એક અંતમુહૂર્તમાં જ
અજ્ઞાનનો પડદો તોડી નાંખીને સ્વસ્વરૂપનો અનુભવ થાય છે. પણ શિષ્યને બહુ કઠણ લાગતું
હોય તો તેને વધુમાં વધુ છ મહિના લાગવાનું કહ્યું છે; નિષ્પ્રયોજન કોલાહલ છોડીને સ્વરૂપના
પ્રયત્નમાં લાગવાથી તત્કાળ તેની પ્રાપ્તિ થાય છે. પામનારા અંતર્મુંહર્તમાં પામ્યા છે;
અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પણ થાય છે, તો પછી સમ્યગ્દર્શન તો સુગમ છે. પણ તે માટે અંતર્મુખ
પ્રયત્ન જોઈએ. નજરની આળસે પોતે પોતાના સ્વરૂપને દેખતો નથી, –પણ છે તો અંતરમાં
જ. માટે હે ભવ્ય! બીજો બધો કોલાહલ છોડીને એક ચિદાનંદતત્ત્વની પ્રાપ્તિના પ્રયત્નમાં તારા
ઉપયોગને જોડ–જેથી તુરતમાં જ તને તારો આત્મા અનુભવમાં આવશે. આ રીતે સંતોએ
કરુણાપૂર્વક અનુભવના અભ્યાસની પ્રેરણા આપી છે.
કામકાજ ન હોય–એવો કોઈ દિવસબબબ આવશે ખરો? રાહ જોઈને
બેસી રહેવાથી તો નિવૃત્તિ કદી મળે જ નહિ, ને જીંદગીના કિંમતીમાં
કિમતી દિવસો આમને આમ વેડફાઈ જાય છે–પાણીના પૂરની જેમ.
માટે–
PDF/HTML Page 17 of 38
single page version
આચાર્યદેવે નિર્જરા–અધિકારમાં સમજાવ્યો છે.
નિર્જરા હોય છે. ભેદજ્ઞાનવગર નિર્જરા હોતી નથી. જેને જુદું કરવાનું છે તેને પોતાથી જુદું જાણ્યા
વિના જુદા કરવાની ક્રિયા કઈ રીતે કરશે? ભગવાન આત્માની ખ્યાતિ–પ્રસિદ્ધિ રાગવડે નથી,
ચૈતન્યભાવવડે જ ભગવાન આત્માથી પ્રસિદ્ધિ છે. ભેદજ્ઞાનવડે ભગવાન આત્માને ચૈતન્યભાવે
જેણે પ્રસિદ્ધ કર્યો છે–એવા ધર્માત્માને ચૈતન્યધામમાં લીનતાવડે નિર્જરા થાય છે. રાગ ને જ્ઞાનની
ભિન્નતાને બદલે, રાગને લાભનું કારણ જે માને તેને અશુદ્ધતા અટકે નહીં ને નિર્જરા થાય નહિ.
રાગમાં એકતા તે મોટી અશુદ્ધતા છે, તે છૂટ્યા વગર શુદ્ધતા કે સંવર નિર્જરા થાય નહીં.
તરબોળ વર્તે છે, એટલે બાહ્ય ઉદય તેને બંધનું કારણ થયા વિના નિર્જરતો જ જાય છે. ધર્મીજીવને
બહારમાં પુણ્યનો ઉદય ન હોય–એમ નથી; ઉદય ભલે હો, પણ તે ઉદયના કાળે ધર્મીને ભેદ
જ્ઞાનના બળે જ્ઞાનપરિણતિમાં રાગનો અભાવ જ છે, તેથી તેની તે પરિણતિના બળે તેને નિર્જરા
જ થતી જાય છે. અહો, આ સમ્યક્શ્રદ્ધાનું બળ છે. સમ્યક્શ્રદ્ધાની શક્તિથી રાગના એક
અંશમાત્રને પણ ધર્મીજીવ પોતાના ચૈતન્યભાવમાં સ્વીકારતો નથી; મારો આત્મા તો ચૈતન્યનો
સાગર છે. આવા સ્વભાવની દ્રષ્ટિમાં ધર્મીજીવને આખા જગત પ્રત્યે વૈરાગ્ય વર્તે છે. તેને
બાહ્યસંયોગમાં ચેતન–અચેતન દ્રવ્યનો ઉપભોગ દેખાય તો પણ તેની અંર્તદ્રષ્ટિના બળે તેને
નિર્જરા થાય છે. અજ્ઞાનીને મિથ્યાદ્રષ્ટિને લીધે રાગમાં એકતાબુદ્ધિના સદ્ભાવથી જે બંધનું
નિમિત્ત થાય છે, તે જ સંયોગ જ્ઞાનીને
PDF/HTML Page 18 of 38
single page version
લીલોતરી ખાતા હોય ને એક અજ્ઞાની લીલોતરી ખાતા હોય–તે વખતે તેમાં જ્ઞાનીને તો નિર્જરા
થતી જાય છે ને અજ્ઞાનીને બંધન થતું જાય છે. –શું કારણ? કે અંતરની દ્રષ્ટિ ક્યાં પડી છે તેની
વાત મુખ્ય છે. જ્ઞાનીને આખા જગતના રાગમાંથી દ્રષ્ટિ ઊડી ગઈ છે ને ચૈતન્યસ્વભાવમાં જ
દ્રષ્ટિ થઈ છે, તે દ્રષ્ટિમાં રાગના અંશનું પણ સ્વામીત્વ નથી, ત્યાં બાહ્યપદાર્થની શી વાત?
આવી દ્રષ્ટિ તે જ નિર્જરાનું કારણ છે અને અજ્ઞાની ચૈતન્યને ચૂકીને આખા જગતના રાગનો ને
સંયોગને ચૂકીને આખા જગતના રોગોનો ને સંયોગનો સ્વામી થઈને મિથ્યાભાવમાં વર્તે છે; તે
મિથ્યાભાવ જ બંધનું કારણ છે.
છે તે નિર્જરાનું કારણ છે. અજ્ઞાની બહારથી ત્યાગી થઈને બેસે તોપણ અંતરમાં ભેદજ્ઞાનના
લીધે, રાગમાં જ તેની પરિણતિ વર્તતી હોવાથી તેને બંધન જ થાય છે. અંતરની દ્રષ્ટિને
ઓળખ્યા વગર આ વાત સમજાય તેવી નથી. અહો, જ્ઞાનીની શ્રદ્ધાશક્તિનું કોઈ અચિંત્ય જોર
છે... કે તે શક્તિને લીધે તેને અશુભ વખતે પણ નિર્જરા થયા કરે છે. જુઓ, અસમ્યક્ત્વનું
મહાત્મ્ય!!–કે જેના સામર્થ્યથી ઉપભોગના કાળે પણ નિર્જરા જ થયા કરે છે. જ્ઞાનીની
અંતરપરિણતિનો આ અચિંત્ય મહિમા છે. આત્માના આનંદનો ભોગવટો જ્યાં પ્રગટ્યો ત્યાં
રાગાદિના કે બાહ્યપદાર્થોના ભોગવટામાંથી દ્રષ્ટિ જ ઊડી ગઈ, રાગાદિના એક અંશનો પણ
ભોગવટો ધર્મીની દ્રષ્ટિમાં નથી. એ દ્રષ્ટિનું રહસ્ય બહારથી સમજાય તેવું નથી. જેટલો અશુભ
રાગ છે તેટલું બંધન છે, પણ તે ઘણું અલ્પ છે, તે બંધનના કાળે પણ સમ્યકત્વની શક્તિથી
અનંતગણી નિર્જરા થયા કરે છે; માટે ધર્મીને નિર્જરાની જ મુખ્યતા છે. જે અલ્પબંધન છે તેનું
સ્વામીત્વ તેને નથી.
તેને મિથ્યાત્વસંબંધી બંધન તો જરાપણ થતુ જ નથી. ભિન્ન ચૈતન્યનુંં જ્યાં ભાન થયું, ત્યાં
પરિણતિ રાગથી પણ જુદી પડી, સ્વભાવ અને વિભાવની ધારા જુદી પડી, ત્યાં સ્વભાવધારા
બંધનનું કારણ કેમ હોય? જ્ઞાનીને સ્વભાવધારા સતત્ ચાલી જાય છે, તેના બળે નિર્જરા જ
થાય છે. ક્યાં જ્ઞાની? ચોથા ગુણસ્થાને રહેલા ગૃહસ્થ ધર્માત્મા જ્ઞાન છે, તેને પણ આવી દશા
હોય છે. આ કોઈ ધ્યાનમાં બેઠેલા મોટામોટા મુનિઓની જ વાત નથી, પરંતુ સમ્યગ્દ્રષ્ટિ
અવિરત ગૃહસ્થ હોય, સ્ત્રી
PDF/HTML Page 19 of 38
single page version
કાળે પણ નિર્જરા જ થયા કરે છે, અને તે વૈરાગી છે. અજ્ઞાની ઉપરટપકે જુએ છે, જ્ઞાની
અંતરના આંતરા ભાળે છે. જ્ઞાની સામગ્રી ભોગવે છે–એમ અજ્ઞાની દેખે છે, અરે, જ્ઞાની તો
જ્ઞાનધારારૂપે પરિણમતો થકો ને રાગથી વિરકત જ રહેતો થકો, તે કાળે કર્મોની નિર્જરા જ કરે
છે.
કર્મોને બાંધે છે, તેણે જરા પણ રાગ છોડ્યો એમ જ્ઞાની કહેતા નથી. અને સમ્યગ્દ્રષ્ટિને કદાચ
એવા ઠાઠવૈભવ હોય કે અજ્ઞાની પાસે હોયે નહિ–છતાં સમ્યગ્દ્રષ્ટિ પરમ વૈરાગી છે, તે વૈરાગ્ય
દશાને સ્થૂલ અજ્ઞાનીઓ ઓળખી શકતા નથી.
જોવાનું મન થાય છે. વિમાનમાં બેસીને ત્યાં જાય છે; ને માતાજીને દેખતાં જ આનંદ અને
આશ્ચર્યથી ૯૬ કરોડ માણસોના લશ્કરમાં કોલાહલ થઈ જાય છે કે માતાજી પધાર્યા!! ....
માતાજી પધાર્યા!! કોલાહલ સાંભળીને ભરતને થાય છે કે અરે, વળી શું થયું? શેનો છે આ
કોલાહલ!! એમ કહીને તલવાર કાઢીને તૈયાર થાય છે. પછી જ્યાં ખબર પડી કે અહો, માતાજી
પધાર્યા છે!! તરત જ વિનયથી સામે જઈને બહુમાન કરે છે ને ભક્તિપૂર્વક માતાની આરતિ
ઉતારે છે. માતા ‘ના ના’ કરે છે પણ ભરત કહે છે કે માતા! બોલશો નહીં, અમે આપના દિકરા
છીએ... આપની પાસે બાળક છીએ... જુંઓ, આ છ ખંડનો ચક્રવર્તી! જેના વૈભવનો પાર નહીં,
છતાં દ્રષ્ટિમાં એક ચિદાનંદસ્વભાવ સિવાય બીજે ક્્યાંય અંશમાત્ર સ્વામીપણું નથી, આખા
જગતથી વિરક્ત છે. માતા પણ ધર્માત્મા છે. ચક્રવર્તી આરતી ઊતારે છે પણ અંદર ભિન્નતાનું
ભાન છે. અમારી મહત્તા અમારા ચૈતન્યમાં છે–આવા સમ્યક્ભાનમાં ધર્માત્માને નિર્જરા જ થયા
કરે છે. ભેદજ્ઞાન વડે જે વીતરાગીદ્રષ્ટિ પ્રગટી છે–તેનો આ મહિમા છે.
PDF/HTML Page 20 of 38
single page version
જ્ઞાની અન્ય સમસ્ત પરિગ્રહને જરાપણ ગ્રહતા નથી. પરદ્રવ્ય છેદાઓ અથવા ભેદાઓ, અથવા
તેને કોઈ લઈ જાઓ, તોપણ હું પરદ્રવ્યને નહિ પરિગ્રહું. કારણ કે હું તો જ્ઞાનમય જ છું. જ્ઞાનથી
ભિન્ન કોઈ પરદ્રવ્ય મારું સ્વ નથી, હું પરદ્રવ્યનો સ્વામી નથી; આમ જ્ઞાની જાણે છે; તેથી જ્ઞાનના
જ સ્વામીત્વપણે પરિણમતા તે અન્ય કોઈપણ પરિગ્રહને કિંચિત ગ્રહતા નથી.
જ્ઞાનરૂપ પરિણમન જ થાય છે; તેથી જ્ઞાનીને તો જ્ઞાનમયભાવપણું જ છે, તે ઈચ્છા–મય નથી માટે
અનીચ્છક જ છે. ઈચ્છા કે બાહ્ય વસ્તુનો પરિગ્રહ જ્ઞાનીને નથી; આ ઈચ્છા તે મારા જ્ઞાન સાથે
એકમેક છે એવી પક્કડ–પરિગ્રહ જ્ઞાનીને નથી.
પરિગ્રહની પક્કડ જ્ઞાનીની દ્રષ્ટિમાંથી છૂટી ગઈ. એક શુભવિકલ્પનો પણ સ્વામી થઈને જે
પરિણમે છે, તે વિકલ્પને કિંચિત્ લાભરૂપ માને છે, તે જીવની મિથ્યાબુદ્ધિમાં ત્રણ કાળ
ત્રણલોકના પરિગ્રહની પક્કડ છે. જ્ઞાનીધર્માત્મા જાણે છે કે અરે, અમે તો ચૈતન્યઆહારી–
ચૈતન્યવિહારી; અમારા ચૈતન્યભાવમાં વિકલ્પનો ભોગવટો પણ નથી, તો બહારની વસ્તુની વાત
તો ક્યાં રહી?