PDF/HTML Page 1 of 49
single page version
PDF/HTML Page 2 of 49
single page version
PDF/HTML Page 3 of 49
single page version
PDF/HTML Page 4 of 49
single page version
જિનમંદિરોનાં દર્શન કર્યા. બીજે દિવસે દાવનગીર (દક્ષિણનો ઉચ્ચાર દાવનગેરે)
થતી....કુંદકુંદપ્રભુની ભક્તિની તો વાત જ શી? એકવાર “કુંદકુંદપ્રભુ કેવા હશે.....”
મંદિર છે, ત્યાં પણ દર્શન–ભક્તિ કરવા ઘણા
PDF/HTML Page 5 of 49
single page version
ઉપર તો ચડી લઈ. કુંદાદ્રિપહાડ ગીચ ઝાડીથી છવાયેલાો છે, ને તેમાં મોટર લગભગ ઠેઠ
પાવનધામમાં આવી પહોંચ્યા. ઉપરના મનોહર–ઉપશાંત વાતાવરણમાં, પાપવિધ્વંસીની
ભાવપૂર્વક કુંદપ્રભુના ચરણોને ભેટ્યા, ભાવથી ચરણસ્પર્શ કર્યા, અભિષેક કર્યો; ને પછી
ભજન ગવડાવ્યું––
કરનાર કુંદકુંદદેવને નમ: ” પછી પહાડ ઉપરનું પ્રાચીનમંદિર–કે જેમાં કુંદકુંદસ્વામી દર્શન
કરતા–તે મંદિરના દર્શન કર્યા, અને આ યાત્રાની યાદગીરીમાં લગભગ છ હજાર રૂા. નું
ફંડ થયું. ત્યારબાદ મંદિરસન્મુખના ચોકમાં મુનિભક્તિ થઈ. તેમાં પૂ. બેનશ્રીબેને
કુંદકુંદપ્રભુની લગનીનું ભાવભીનું સ્તવન ગવડાવીને અદ્ભુત ભક્તિ કરાવી હતી;––એ
સ્તવન આ અંકમાં આપ્યું છે. ––આમ આનંદપૂર્વક ગુરુદેવ સાથે કુંદાદ્રિધામની યાત્રા
કરીને, ઉલ્લાસભરી ભક્તિ ગાતાંગાતાં સૌ નીચે ઊતર્યા.....પહાડની તળેટીમાં રોકાઈને
નાસ્તાપાણી કર્યા.... બપોરે ગુરુદેવે વીસેક મિનિટ પ્રવચન કર્યું ને ગુરુદેવના સન્માનની
વિધિ થઈ..... ત્યારબાદ ત્યાંથી પ્રસ્થાન કરીને ઘનઘોર ગીચ ઝાડી વચ્ચેથી પ્રવાસ
કરતાં, રંગ લાગ્યો રે મને રંગ
PDF/HTML Page 6 of 49
single page version
દર્શન કર્યા. મૂડબિદ્રિ ગામમાં સમાજમંદિરમાં ગુરુદેવના સ્વાગતનો સમારોહ થયો હતો.
રાત્રે ભક્તિ થઈ હતી. બીજે દિવસે સવારે પૂજન બાદ મૂડબિદ્રિના અનેક જિનમંદિરોના
દર્શન કર્યા. અહીં અઢાર જેટલા જિનમંદિરો છે. ઘણા યાત્રિકો કારકલ જઈને બાહુબલી
ભગવાનના તથા અનેક જિનમંદિરોના દર્શન કરી આવ્યા. બપોરે રત્નપ્રતિમાદર્શન બાદ
પ્રવચન થયું અને તાડપત્રના શાસ્ત્રો (જ્યધવલા વગેરે) નું અવલોકન કર્યું. રાત્રે
ત્રિભુવનતિલકચૂડામણિ જિનાલયમાં દીપમાલા–દર્શન થયું. હજારો દીપકોથી ઝગઝગતા
મંદિરમાં જિનેન્દ્રદર્શનનું દ્રશ્ય ઘણું સુંદર લાગતું હતું. એ વખતે ભક્તિમાં કાનડી ભજનો
પણ ગવાયા હતા.–આમ મૂડબિદ્રિનો બે દિવસનો કાર્યક્રમ પૂરો થયો હતો. બીજે દિવસે
સવારમાં શ્રવણબેલગોલા તરફ જતાં વચ્ચે વેણૂરસ્થિત બાહુબલિ ભગવાનના તથા
જિનમંદિરોનાં દર્શન કર્યા.
એક બાજુ હજારો ફૂટ ઊંડી ખીણો ને બીજી બાજુ ઊંચી પહાડી, ઊંચા ઊંચા વૃક્ષોની
ઘનઘોર ઘટા, ક્યાંક ક્યાંક રમણીય ઝરણા ને વાંકાચૂંકા રસ્તાઓ–એવા આ ઘાટનાં
દ્રશ્યો યાદગાર છે. સવારે છ વાગે નીકળી સાંજે પાંચ વાગે શ્રવણબેલગોલ પહોંચ્યા.
વચ્ચે બેલૂરનો મઠ ને હળેબિડના પ્રાચીન જિનમંદિરો જોયા. લગભગ પંદર માઈલ દૂરથી
યાત્રિકને શ્રવણબેલગોલના પહાડ ઉપર બિરાજમાન બાહુબલિનાથના શિરોભાગના
દર્શન થાય છે. રાત્રે જિનમંદિરમાં ચોવીસ ભગવંતો સન્મુખ ભક્તિ થઈ.
નીહાળ્યા..........કે હર્ષાનંદથી સૌ સ્તબ્ધ બની ગયા.... આ વીતરાગીઢીમના દર્શને
શાંતિની ને હર્ષની એટલી બધી ઊર્મિઓ જાગે છે કે ક્ષણભર તો વાણી તેને વ્યક્ત કરી
શકતી નથી. ગુરુદેવ પણ સ્તબ્ધનયને ફરી ફરી એ પાવનમુદ્રાને અવલોકી રહ્યા.
ત્યારબાદ બાહુબલીભગવવાનની બે પૂજા થઈ; ને ગુરુદેવે તેમજ બેનશ્રીબેને ભક્તિ
કરાવી. એ રીતે આનંદપૂર્વક યાત્રા કરીને નવ વાગે નીચે આવ્યા, ને દક્ષિણદેશની
જનતાએ ઉમંગપૂર્વક ગુરુદેવને ગામમાં ફેરવીને સ્વાગત ર્ક્યું; સ્વાગત પૂરું થતાં કન્નડ
બાલિકાઓએ દીપકથી ને પુષ્પ વગેરેથી ને ગુરુદેવનું
PDF/HTML Page 7 of 49
single page version
થયેલી તેમાંથી અહીં ચાર રૂમનું એક મકાન–જેનું નામ “શ્રી કાનજીસ્વામી
યાત્રિકાશ્રમ” છે. તે બંધાયું છે, ને તેમાં ગુરુદેવનો ઉતારો હતો; ગુરુદ્રેવની પધરામણી
વખતે તેનું ઉદ્ઘાટન થયું હતું. બપોરના પ્રવચનમાં ગુરુદેવે બાહુબલિભગવાનની
જીવનદશાનું અદ્ભુત ભાવભીનું વર્ણન કર્યું. પ્રવચન પછી અભિષેકની ઊછામણીમાં
કુલ લગભગ ૧૬ હજાર રૂા. થયા. રાત્રે ફરીને પર્વત ઉપર જઈને સૌએ સર્ચલાઈટના
પ્રકાશમાં બાહુબલીનાથની પાવનમુદ્રાના દર્શન કર્યા....અહા, ફરીફરીને દર્શન કરતાં
અવનવા ભાવો જાગે છે. ગુરુદેવને ખૂબજ પ્રસન્નતા થતી હતી. અગાશીમાં
બાહુબલિસ્વામીની મુદ્રા સામે મીટ માંડીને ગુરુદેવે ભાવભીના ચિત્તે અતીવ
પ્રસન્નતાથી કહ્યું: વાહ! એમના મુખ ઉપર જુઓને! કેવા અલૌક્કિભાવ તરવરે છે!
પુણ્યનો અતિશય, ને પવિત્રતા પણ અલૌક્કિ.... બંને દેખાઈ આવે છે. જ્ઞાન અંતરમાં
એવું લીન થયું છે કે બહાર આવવાનો અવકાશ નથી. વીતરાગભાવમાં જ્ઞાન લીન
થયું છે. મોઢા ઉપર અનંત આશ્ચર્યવાળી વીતરાગતા છે; જાણે ચૈતન્યની શીતળતાનો
બરફ!! અત્યારે દુનિયામાં એનો જોટો નથી.
બાહુબલિપ્રભુની ઘણી ઘણી ભક્તિ થઈ. પૂ. બેનશ્રીબેને પણ અનેરા ઉમંગથી ભક્તિરસ
રેલાવ્યો. ગુરુદેવ સાથે ફરીફરીને આ બાહુબલિનાથની યાત્રા કરતા તેઓશ્રીને અને
સમસ્ત યાત્રિકોને અપાર હર્ષોલ્લાસ થતો હતો. બાહુબલિદર્શનમાં ગુરુદેવનો આજનો
પ્રમોદ કોઈ અનેરો હતો. આમ બહુ જ આનંદથી બાહુબલિનાથને નીહાળીને, ભક્તિ
કરીને, બીજી યાત્રા પૂરી કરીને સૌ નીચે આવ્યા.... ને બાહુબલિનાથના વૈરાગ્યજીવનની
કથા સાંભળીને સૌ સૂઈ ગયા.
ભક્તિથી ચરણાભિષેક થયો. પ્રથમ કળશ ભાઈશ્રી ખીમચંદ જે. શેઠનો હતો.
કહાનગુરુએ સુર્વણકળશવડે અભિષેકનો પ્રારંભ કર્યો ત્યારે બેહદ હર્ષથી યાત્રિકો નાચી
ઊઠ્યા હતા. અભિષેક બાદ ગુરુદેવે ભક્તિ કરાવી હતી. “જંગલ વસાવ્યું રે સંતોએ....”
એ ગીત વૈરાગ્યભાવથી ગવડાવ્યું હતું. ત્યારબાદ “વિંધ્યગીરી પર બાહુબલિનાથજી ભલે
બિરાજો જી....” ઈત્યાદિ ભજનવડે પૂ. બેનશ્રીબેને પણ ભક્તિ કરાવી હતી. આજની
આનંદકારીયાત્રાના સ્મરણમાં હસ્તાક્ષર આપતાં બાહુબલિસ્વામીની સન્મુખ બેઠાબેઠા
ગુરુદેવે લખ્યું છે કે–– “શ્રી બાહુબલિભગવાનનો જય હો.... આનંદામૃતનો જય હો.”
PDF/HTML Page 8 of 49
single page version
PDF/HTML Page 9 of 49
single page version
જિનાલય છે. કુંદકુંદસ્વામી જ્યારે અહીં વસતા ત્યારે આ
PDF/HTML Page 10 of 49
single page version
PDF/HTML Page 11 of 49
single page version
PDF/HTML Page 12 of 49
single page version
પહાડી–ચંદ્રગિરિ પર યાત્રા કરવા ગયા, ત્યાં અનેક પ્રાચીન મંદિરો જોયા, કુંદકુંદાચાર્ય
વગેરે સંબંધી શિલાલેખો જોયા, ભદ્રબાહુસ્વામીની ગૂફામાં એમના સવાફૂટ લાંબા ચરણો
જોયા.... દરેક ઠેકાણે દર્શન–પૂજન–ભક્તિ કર્યા. બપોરે ભટ્ટારકજીના મંદિરમાં
જિનબિંબદર્શન કર્યા, બાહુબલીસ્વામીના જીવનચિત્રો જોયા. પ્રવચનમાં ગુરુદેવે
બાહુબલિભગવાનનો ઘણો ઘણો મહિમા કર્યો. સાંજે છ વાગે યાત્રાસંઘે
શ્રવણબેલગોલથી મૈસૂર તરફ પ્રસ્થાન કર્યું.
યાત્રિકો, રપ મોટરો ને ૭ બસોથી સ્વાગતસરઘસ શોભતું હતું. ટાઉનહોલમાં માંગલિક
બાદ, ઈંગ્લીશમાં સ્વાગતાધ્યક્ષનું પ્રવચન થયું ને એક ભાઈએ કન્નડભાષામાં ગુરુદેવનો
જીવનપરિચય આપ્યો. બપોરે શહેરના મુખ્ય સ્થળો રાજમહેલ, સુખડના તેલની ફેક્ટરી,
ઝુગાર્ડન–પ્રાણીબાગ વગેરે જોયા. બપોરે ગુરુદેવના પ્રવચન વખતે સાથે સાથેજ કન્નડ
ભાષાંતર થતું જતું હતું. બીજે દિવસે સવારે મૈસૂરથી બેંગલોર આવ્યા. રસ્તામાં અદ્ભુત
ભક્તિ થતી હતી. બેંગલોરમાં બપોરે પ્રવચન બાદ, બાહુબલિસ્વામી કોતરેલી સુખડની
પેટી સહિત અભિનંદનપત્ર ભેટ અપાયું. બેંગલોરથી રાણીપેઠ થઈને વાંદેવાસ આવ્યા....
કુંદકુંદપ્રભુના ધામમાં જતાં આજે કોઈ અચિંત્યભક્તિ થઈ હતી.
સવારમાં (તા. ર૬ જાન્યુ. ૧૯૬૪) માહ સુદ ૧ર–૧૩ના રોજ પોન્નૂરની યાત્રા માટે
પ્રસ્થાન કર્યું. બાંદેવાસથી લગભગ પાંચમાઈલ દૂર પોન્નૂરપહાડ (પોન્નૂરમલય) છે.
આનંદથી કુંદકુંદપ્રભુની ભક્તિ ગાતાંગાતાં ગુરુદેવ સાથે દસેક મિનિટમાં પર્વત પર
પહોંચ્યા. અહા! કુંદકુંદપ્રભુએ જ્યાંથી શ્રુતગંગા વહાવી અને વિદેહયાત્રા કરી એવા આ
પાવનધામની રમણીયતા કોઈ અનેરી જ છે. ચંપાવૃક્ષની નીચે એક શ્યામશિલા પર
કુંદકુંદદેવના લગભગ બે ફૂટ લાંબા ચરણપાદૂકા કોતરેલા છે. તેની ઉપર દેરી અને તેની
સન્મુખ વિશાળમંડપ બંધાયેલ છે. કહાનગુરુ બહુજ ભક્તિ ભાવથી એ પરમગુરુના
પાવન ચરણોને ભેટ્યા.... ભાવપૂર્વક ચરણસ્પર્શન કર્યું; ને પછી પૂજન થયું.
આસપાસના અનેક ગામો જૈનવસ્તીથી ભરપૂર છે, ત્યાંથી અનેક યાત્રિકો આ
યાત્રાઉત્સવમાં આવ્યા હતા. પર્વત ઉપર પાંચ હજાર જેટલા યાત્રિકો ભેગા થયા હતા, ને
યાત્રાસંઘની કુંદકુંદપ્રભુ પ્રત્યેની ભક્તિ દેખીને પ્રસન્ન થતા હતા. પૂજન બાદ ગુરુદેવે
કુંદકુંદ પ્રભુની ભક્તિ ગવડાવી:– “મન લાગ્યું રે કુંદકુંદદેવમાં” એ સ્તવન
PDF/HTML Page 13 of 49
single page version
વંદના” એ સ્તવન પછી બીજું એક સ્તવન એવું ગવાયું કે તેમાં ભક્ત પોન્નૂરગિરિને
પ્રશ્ર પૂછે છે કે ‘હે પર્વત! મારા કુંદકુંદ પ્રભુ કેવા હતા? એના સન્દેશા તું મને સુણાવ....
’ અને પર્વત જાણે કે એનો જવાબ આપે છે! ઈત્યાદિ અનેક રચનાયુક્ત ભક્તિ થઈ
હતી. ખૂબ જયજયકારથી વાતાવરણ ગાજી રહ્યું હતું. પર્વતની શિલાઓ ને વૃક્ષો પણ
યાત્રિકોથી ઉભરાઈ રહ્યા હતા.–આમ ગુરુદેવ સાથે ઘણા આનંદપ્રમોદપૂર્વક કુંદકુંદ પ્રભુના
પોન્નૂરધામની યાત્રા કરી.
પોન્નૂર ગામ છે, ત્યાંના બે જિનમંદિરોનાં દર્શન કર્યા. અહીંના જિનમંદિરમાં
કુંદકુંદસ્વામી દર્શન કરવા પધારતા હતા. એ મંદિરમાં દર્શન કરતાં ઘણો આનંદ થયો. એ
ઉપરાંત બાંદેવાસની બાજુમાં ‘સપ્તમંગલમ્’ માં પણ જિનમંદિરના દર્શન કર્યા.
પોન્નૂરની સામે નજીકમાં જ ધવલગિરિ નામનો પહાડ છે, ––વીરસેનસ્વામીએ
ધવલાટીકાની રચના એ ધવલગિરિ ઉપર કરી હોવાનું મનાય છે. ગુરુદેવને એ
સાંભળીને ઘણી પ્રસન્નતા થઈ હતી. બપોરે પ્રવચન હાઈસ્કૂલના ચોગાનમાં હતું, તેમાં
ગુરુદેવ હિન્દીમાં બોલતા ને વચ્ચે પા–પા કલાકે તેનુ તામીલ ભાષાંતર કરવામાં આયતું
હતું. પ્રવચન વખતે ત્રણ–ચાર હજાર માણસોની સભામાં કુંદકુંદપ્રભુનો ઘણો મહિમા
ગુરુદેવે કર્યો હતો: ‘અહા! તેમણે તો સીમંધરપ્રભુના સાક્ષાત્ દર્શન કરીને આ
ભરતક્ષેત્રમાં–આ સ્થાનેથી–શ્રતની નવીન પ્રતિષ્ઠા કરી છે. ’ પ્રવચન બાદ, બીજા દિવસે
પોન્નૂર પર કુંદકુંદપ્રભુના ચરણોના અભિષેકનો કાર્યક્રમ જાહેર થયો ને તે માટેની
ઉછામણીમાં લગભગ ત્રીસ હજાર રૂા. થયા હતા.
જતા હોઈએ–એવો આજે યાત્રિકોનો ઉમંગ હતો. દર્શનાદિ બાદ અભિષેકવિધિનો પ્રારંભ
કરતાં ગુરુદેવે કહ્યું: જુઓ, સૌ શાંતિથી સાંભળો....... આજે આ કુંદકુંદપ્રભુનો મોટો
અભિષેક થાય છે. તેઓ વિદેહક્ષેત્રે ગયા હતા, ને સીમંધર ભગવાનની વાણી સાંભળી
અહીં આવીને શાસ્ત્રો રચ્યા હતા. આજે માહ સુદ ૧૪ છે; આજનો અપૂર્વ દિવસ છે.
અહીંથી ઉપર ગગનવિહાર કરીને તેઓ ભગવાન પાસે ગયા હતા. તેમનો આપણા ઉપર
ઘણો મોટો ઉપકાર છે. તેમના અભિષેક–પૂજા થાય છે. આમ કહીને ગુરુદેવે પોતે
માંગળિકપૂર્વક પૂજન શરૂ કર્યું. આજના પૂજનની એ વિશેષતા હતી કે ગુરુદેવ એકલા
પૂજન પાઠ બોલતા હતા ને સૌ યાત્રિકો ભક્તિથી સાંભળતા હતા. બેનશ્રીબેન
સ્વાહામંત્ર બોલે ત્યારે હજાર હજાર
PDF/HTML Page 14 of 49
single page version
આપણું ગામ પણ ‘સોનગઢ’ ને આ પોન્નૂરનો અર્થ પણ ‘સુવર્ણનો ગઢ’ થાય છે. ––
જેમ સોનાને કદી કાટ નથી તેમ પરમાર્થસિદ્ધાંતમાં કદી ફેર પડતો નથી. ભક્તિથી
અષ્ટવિધ પૂજન બાદ જયમાલામાં એક કડી ગુરુદેવ બોલતા ને એક કડી ભક્તો બોલતા.
પૂજન પછી અભિષેકપાઠ પણ ગુરુદેવ બોલ્યા હતા. અને પછી હાથમાં સુવર્ણકલશ
લઈને કહાનગુરુ જ્યારે પોતાના પરમગુરુના પગ ધોવા ઊભા થયા ત્યારે
હજારોભક્તોના હર્ષોલ્લાસથી પોન્નૂર પહાડ ગૂંજી રહ્યો.... બહુજ ભાવપૂર્વક એ કહાને
પોતાના ગુરુનું પાદપ્રક્ષાલન કર્યું. કહાનદ્યારા કુંદચરણોના અભિષેકનું આ દ્રશ્ય દસહજાર
જેટલી આંખો નીહાળી રહી હતી. અનેક યાત્રિકો નાચી ઉઠ્યા હતા. બીજા સેંકડો
ભક્તોએ પણ અભિષેક કર્યો. ગુરુદેવને આજે કોઈ અનેરા ભાવો ઉલ્લસ્યા હતા. કેવો
અચિંત્ય કુંદકુંદમહિમા તેમના હૃદયમાં ભર્યો છે તે અહીં જોવા મળ્યો. ઘણાઘણા ઉદ્ગારો
વડે તેમણે એ મહિમા પ્રસિદ્ધ કર્યો; “હે કુંદકુંદ શિવચારી તુમકો લાખો પ્રણામ” ઈત્યિાદિ
ભક્તિ ગવડાવી. અને આજની યાત્રા તથા અભિષેકના મહા આનંદની સ્મૃતિરૂપે
હસ્તાક્ષર આપતાં પોન્નૂર પર બેઠાબેઠા લખ્યું કે ‘શ્રી સીમંધર ભગવાનના દરશન
કરનાર ભગવાન શ્રી કુંદકુંદ આચાર્યાદિ નમોનમ:’ પછી પૂ. બેનશ્રીબેને પણ અંતરની
અનેરી ઉર્મિઓથી ભક્તિ કરી, તેઓશ્રીને પણ આજે ગુરુદેવ સાથે યાત્રા કરતાં અચિંત્ય
ઉલ્લાસ હતો. પગલાંની બાજુમાં નાની ગૂફાઓ છે, તેનું પણ ગુરુદેવ સાથે સૌએ
અવલોકન કર્યું. પોન્નૂરયાત્રા ના રંગીન ચિત્ર સહિત ‘આત્મધર્મ’ નો
‘કુંદકુંદઅભિનંદનઅંક’ અહીં પોન્નૂર ઉપર ગુરુદેવના હાથમાં અર્પણ કર્યો; અનેક
અભિનંદનપત્રો પણ (તામિલ વગેરમાં) અપાય.... આમ ગુરુદેવ સાથે ઘણા મહાન
ઉલ્લાસપૂર્વક પોન્નૂરધામની યાત્રા પૂર્ણ થઈ.
ગુરુદેવના સ્વાગતનું ભાષણ કર્યું તેમાં તેમણે કહ્યું કે પહેલાંં અમારી પાસે અહીં એક
ચૂંબક હતું, ને એ ચૂંબક જ આજે આ સ્વામીજીને અહીં સુધી ખેંચી લાવ્યું છે. એ
ચૂંબક તે કુંદકુંદાચાર્ય! ક્્યાં પોન્નૂર! ને ક્્યાં સૌરાષ્ટ્ર! છતાં એ બંનેને એક સૂત્રથી
સાંકળનાર આ સમયસાર છે.––વગેરે અનેક સુંદર વાત તેમણે ભાષણમાં કરી. અનેક
અભિનંદનપત્રો પણ વંચાયા. ત્યારબાદ હજારો લોકોના વિશાળ સમુદાય સાથે
ગુરુદેવને ધામધૂમથી ગામમાં ફેરવીને તામીલદેશની જનતાએ હાર્દિક બહુમાન કર્યું. ––
જાણે કુંદકુંદ ભગવાનના આ પ્રતિનિધિ જ એમનો સન્દેશો લઈને આવ્યા હોય–એવો
સોૈને ઉમંગ હતો.
PDF/HTML Page 15 of 49
single page version
જય હો પોન્નૂરના એ પવિત્ર સન્તનો!
જય હો એ સમયસાર–દાતારનો!
જય હો કુંદ પ્રભુના ભક્ત ગુરુકહાનનો!
જય હો પોન્નૂર પાવન તીર્થધામનો!
યાત્રા પૂરી થઈ....ને બીજે દિવસે સવારે–માહે સુદ પુનમે–યાત્રિકોએ પ્રસ્થાન
સાથે રહ્યા. ગુરુદેવના યાત્રાસંઘે પોન્નૂર (બાંદેવાસ) થી પાછા ફરતાં પહેલો સુકામ
કુંદકુંદપ્રભુની અદ્ભુત યાદગાર ભક્તિ કરાવી હતી. ધારવારથી નીપાની તરફ જતાં વચ્ચે
પાર્શ્વનાથપ્રભુના દર્શન કર્યા. ત્યારબાદ કરાડ થઈને પુના આવ્યા. પુનાથી નાશીક–
સાથે સિદ્ધિધામની યાત્રામાં આનંદ આવ્યો. ત્યારબાદ વચ્ચે ચાલુ પ્રવાસે માંગીતુંગી
રાજકોટ પધાર્યા. ત્યાર પછીના સમાચાર “વિવિધ સમાચાર” માં વાંચવા વિનંતિ છે.
PDF/HTML Page 16 of 49
single page version
આત્માનું વાસ્તવિક જીવન શું છે તે આચાર્યદેવ જીવત્વશક્તિના વર્ણનમાં દેખાડે
સ્તુતિમાં કહ્યું છે કે હે ભગવાન!
દ્રવ્ય, ગુણ ને પર્યાય ત્રણેક એકરૂપ ચૈતન્યમય ભાવપ્રાણને ધારણ કરીને ટકે
જીવત્વશક્તિની ઓળખાણ તે મોક્ષતત્ત્વની દાતાર છે. એ જીવનમાં આનંદ અને
PDF/HTML Page 17 of 49
single page version
તેઓ વર્તમાનમાં જ
PDF/HTML Page 18 of 49
single page version
પરલોક સંબંધી આકાંક્ષા રહે તે જીવ પરમાત્મ તત્ત્વના ધ્યાનમાં રહી શકતો નથી. અરે,
મોક્ષસુખની ઈચ્છા તે પણ લોભ છે, તે પણ દોષ અને આસ્રવ છે, ને તેટલો લોભ પણ
મોક્ષસુખને રોકનાર છે. માટે ભાવલિંગી મુનિવરો તો નિર્લોભ થઈને પરમાત્મ તત્ત્વને
ધ્યાવે છે, તેમાં પરમ આનંદરસનો જ પ્રવાહ વહે છે. નીચેની ભૂમિકામાં ધર્મીને જરાક
રાગ હોય છે, પણ તેને તે રાગનો લોભ નથી, આ રાગ ઠીક છે–એવો લોભ નથી
રાગના ફળમાં ઈન્દ્રપદ મળશે–એવો લોભ નથી, વિદેહક્ષેત્રમાં અવતાર થાય તો સારૂં–
એવો પણ લોભ નથી; નિર્લોભ એવા પરમાત્મતત્ત્વને તેણે જાણ્યું છે. સર્વ પ્રકારના
લોભરહિત થઈને પરમાત્મતત્ત્વના ધ્યાનમાં લીનતાથી મોક્ષ થાય છે. મોક્ષપ્રાપ્તિનો
લોભ પણ મોક્ષને અટકાવે છે, તો બીજા લૌક્કિપદાર્થના કે રાગના લોભની તો શી
વાત? અરે જીવ! આવા વીતરાગભાવરૂપ આરાધના તે મોક્ષનું કારણ છે.
સમજે, તે માટે આચાર્યદેવ ચારિત્રનું સ્વરૂપ સ્પષ્ટ દર્શાવતાં કહે છે કે ચારિત્ર આત્માનો
સ્વધર્મ છે, અને તે આત્માનો સ્વભાવ જ છે; રાગ–રોષરહિત જીવના અનન્ય પરિણામ
તે જ ચારિત્રધર્મ છે. તેમાં પરમ સામ્યભાવ છે, ક્્યાંય ઈષ્ટ–અનિષ્ટ બુદ્ધિ નથી. અહા,
બધાય જીવો જ્ઞાનમય સિદ્ધ સમાન છે, વસ્તુદ્રષ્ટિએ જીવ અને જિનવરમાં કાંઈ ફેર નથી,
જિનવર તે જીવ, ને જીવ તે જિનવર; આવી દ્રષ્ટિ તો ચોથા ગુણસ્થાનવર્તી સમ્યગ્દ્રષ્ટિને
પણ હોય છે, તે ઉપરાંત મુનિઓ તો ધ્યાનમાં એવા લીન થયા છે કે વીતરાગ
પરિણામરૂપ સ્વધર્મ પ્રગટ્યો છે, પરિણતિમાં રાગ–દ્વેષ રહ્યા નથી,–આનું નામ
ચારિત્રધર્મ છે. ચારિત્ર એ કોઈ વસ્તુ કે બહારની ક્રિયા નથી, એ તો જીવના અનન્ય
વીતરાગ પરિણામ છે, તેમાં પરમ શાંતિ–નિરાકુળતા છે. અહા, આવી ચારિત્રદશામાં
ઝુલતા સંત મોક્ષને સાધે છે.
PDF/HTML Page 19 of 49
single page version
આ જીવનો સ્વધર્મ! જેમ જ્ઞાન તે જીવનો સ્વધર્મ છે તેમ આવું ચારિત્ર તે જીવનો
સ્વધર્મ છે, તે જીવથી ભિન્ન નથી. જેમ જ્ઞાન–દર્શન તે આત્માથી જુદાં નથી તેમ ચારિત્ર
પણ આત્માથી જુદું નથી. દેહમાં ચારિત્ર નથી, રાગમાં પણ ચારિત્ર નથી. રાગ તો
આત્માના સ્વભાવથી જુદા પરિણામ છે, સિદ્ધદશામાં તે રાગ નીકળી જાય છે, પણ
ચારિત્ર તો રહે છે. સ્વરૂપમાં સ્થિતિરૂપ તે ચારિત્ર આત્માનો સ્વાભાવિક ગુણ છે, તે
સિદ્ધદશામાં પણ આત્મા સાથે અભેદ રહે છે.
ઉજ્વળ નિર્મળ છે, તેમાં અન્યફૂલના સંસર્ગથી રાતા–કાળા વગેરે રંગની ઝાંઈ દેખાય છે;
તેમ જીવદ્રવ્યમાં સ્વભાવથી રાગ–દ્વેષ મોહ નથી પણ તેના પરિણામ સ્વરૂપથી ચ્યૂત થઈ
પરદ્રવ્ય સાથે સંબંધ કરીને રાગાદિરૂપ થાય છે, તે રાગાદિભાવો ખરેખર તેના સ્વધર્મો
નથી. પરિણમન તો પોતાની પર્યાયમાં છે પણ તે પરિણામ સ્વભાવ સાથે અનન્યભૂત
નથી. માટે તેને સ્વભાવથી અનેરાપણે જાણીને, અને જીવના વિશુદ્ધ ચૈતન્ય સ્વભાવને
જાણીને તેમાં એકાગ્રતાથી વીતરાગી ચારિત્ર પ્રગટ કરવું અને રાગાદિ દોષ ટાળવા એવો
ઉપદેશ છે.
પણ વિનય–બહુમાન ને વાત્સલ્ય આવે છે. શ્રી અરિહંતદેવ તથા સિદ્ધપરમાત્મા પ્રત્યે
અને ગુરુ પ્રત્યે વિનય–બહુમાન અને ભક્તિ આવે છે, ને પોતાના સમાન બીજા સાધર્મી
ધર્માત્માઓ પ્રત્યે અનુરાગ–અનુમોદના આવે છે. મુનિઓને આવો ભાવ હોય છે તેમ
કહેતાં તેના પેટામાં સમકિતી શ્રાવક–ગૃહસ્થોની વાત પણ આવી જાય છે. દેવગુરુ પ્રત્યે,
–સાધર્મી ધર્માત્મા પ્રત્યે જેને વિનય–ભક્તિ–અનુરાગ ન હોય તેને તો ધર્મની પ્રીતિ જ
નથી. ધર્મીની જેને રુચિ પ્રીતિ–નથી તેને ધર્મની જ રુચિ–પ્રીતિ નથી.
વીતરાગતાના ઉપાસક એવા ગુરુ પ્રત્યે વિનય–ભક્તિ–બહુમાન આવે છે. પોતાને
ધ્યાનની રુચિ છે એટલે ધ્યાનવંત ધર્માત્માને દેખાતાં તેમના પ્રત્યે પણ ભક્તિભાવ
આવે છે. કુંદકુંદ આચાર્ય જેવાને પોતાને પણ આવો દેવ–ગુરુની ભક્તિનો ભાવ અને
સાધર્મી પ્રત્યે પ્રમોદ આવે છે. અહા, જેમના નિમિત્તથી આત્મા સમજાયો તેમના પ્રત્યે
પરમ ભક્તિ આવે છે. સમ્યગ્દ્રષ્ટિ જ દેવ–ગુરુ પ્રત્યે સાચી ભક્તિ ઊલ્લસે છે, કેમકે
તેને જ ખરી ઓળખાણ સહિતની ભક્તિ છે. મિથ્યા–
PDF/HTML Page 20 of 49
single page version
વીતરાગ પ્રત્યે ખરી ભક્તિ તેને હોય છે. બહારથી કદાચિત અજ્ઞાનીને અને
જ્ઞાનીને ભક્તિનું સરખાપણું દેખાય, પણ અંતરમાં મોટો આંતરો છે, જ્ઞાનીના
અંતરમાં વીગરાગ સ્વભાવના સેવનપૂર્વકની ભક્તિ છે, અજ્ઞાનીના અંતરમાં
રાગનું જ સેવન છે.
આપ ન મળ્યા હોત તો અમે સંસારમાં રખડતા હોત! આપે અમને પરમકૃપા
કરીને પાર ઊતાર્યા. આપના ચરણના પ્રસાદથી જ અમને રત્નત્રયની
આરાધનાની પ્રાપ્તિ થઈ. આપનો મહા ઉપકાર છે. એ વાત નેમિચન્દ્રસિદ્ધાંત
ચક્રવર્તીએ ગોમટ્ટસારમાં કરી છે.
તેને સમ્યગ્દર્શનાદિ ધરનાર પ્રત્યે પણ પ્રેમ હોય છે. ધર્મ ધર્મી વગર હોતો નથી. ધ્યાનનો
દંભ કરે ને ધ્યાનવંત સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા પ્રત્યે પ્રેમ–વાત્સલ્ય–ભક્તિ ન આવે ધ્યાનની
અનુરક્તિ તેને નથી. અરે, દેવ–ગુરુ ધર્માત્માના અમે દાસાનુદાસ છીએ–એમ જેને
વિનયબહુમાન નથી તેની વૃત્તિ ધર્મમાં નથી, તેની વૃત્તિ બહાર બીજે ક્્યાંક ફરે છે–એમ
સમજવું. જે દેવ–ગુરુની ભક્તિ સહિત છે, અને સંયમી–સાધર્મીઓ પ્રત્યે અનુરક્ત છે તે
જ સમ્યક્ત્વનો ઉદ્વહક છે એટલે કે સમ્યક્ત્વની આરાધના સહિત છે, અને તેજ
ધ્યાનરક્ત હોય છે. જેને દેવ–ગુરુ પ્રત્યે ભક્તિ કે સાધર્મી પ્રત્યે અનુરક્તિ નથી તેને
સમ્યગ્દર્શન કે ધ્યાન હોતું નથી; ધ્યાન તે તો કલ્પનાના તરંગ છે.
કરતાં પણ સમ્યગ્જ્ઞાનનું મહાન સામર્થ્ય છે. જ્ઞાની અંતરમાં ચૈતન્ય ઉપર મીટ માંડીને
એક ક્ષણમાં અનંતા કર્મોને ખપાવી નાખશે. અજ્ઞાની ઘોર તપના કષ્ટ સહન કરીને ઘણા
ભવોમાં જે કર્મ ખપાવશે, તે કર્મો ચૈતન્યની આરાધના વડે જ્ઞાની–ધર્માત્મા તપ વગર
પણ ક્ષણમાત્રમાં ખપાવી નાંખશે. આવું સમ્યગ્જ્ઞાનનું પરમ સામર્થ્ય છે. માટે
સમ્યગ્દર્શન–જ્ઞાનસહિત ચારિત્રની આરાધનાનો ઉપદેશ છે.