Atmadharma magazine - Ank 246
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 37
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૧
સળંગ અંક ૨૪૬
Version History
Version
Number Date Changes
001 June 2005 First electronic version.

PDF/HTML Page 2 of 37
single page version

background image

તંત્રી: જગજીવન બાવચંદ દોશી
વર્ષ ર૧: અધિક અંક: વીર સં. ર૪૯૦ પ્ર. ચૈત્ર
અધિક અધિક
અંક અંક
ર૪૬ ર૪૬
વર્ષ: ર૧
અંકઃ૬ અંક:
અહીં બે ચિત્રો છે તે જરા ધ્યાનથી જોશો... ઉપરનું
ચિત્ર તો કલકત્તાના હાવરાબ્રીજનું છે... પણ નીચેનું બીજું ચિત્ર
શેનું છે? તે આપણે વિચારવાનું છે...
(ખ્યાલમાં ન આવે તો પરિચય આવતા અંકમાં જોશો.)

PDF/HTML Page 3 of 37
single page version

background image
કહાનગુરુ સોનગઢમાં સીમંધરપ્રભુનાં દર્શન કરી રહ્યા છે...
(તા. ૪–૪–૬૪ ના રોજ ઉમરાળાથી ગઢડા તરફ જતાં વચ્ચે સોનગઢ
જિનમંદિરમાં દર્શન કરવા ગુરુદેવ પધાર્યા હતા.)

PDF/HTML Page 4 of 37
single page version

background image
: પ્ર. ચૈત્ર : આત્મધર્મ : ૧ :
પ્રભુદર્શનનો આહ્લાદ
શ્રી પદ્મનંદી પચ્ચીસીમાં એક જિનવરસ્તોત્ર છે તેમાં કહે છે કે ‘હે
જિનેશ, હે પ્રભો! આપનાં દર્શનથી મારા નેત્ર સફળ થયા છે તથા મારું
મન અને શરીર, જાણે કે અમૃતથી શીઘ્ર સીંચાઈ ગયાં હોય એમ ભાસે છે.
’ પોતાના આત્માનું લક્ષ ને સર્વજ્ઞના ગુણોની ઓળખાણપૂર્વક કહે છે કે હે
નાથ! સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનરૂપી નેત્રોવડે આપને દેખવાથી મારી
શ્રદ્ધા–જ્ઞાન પર્યાય સફળ થઈ ગઈ. બહારમાં જિનવરદેવની પ્રતિમાના
દર્શનથી બહારની આંખો સફળ થઈ અને અંતરંગમાં જિનવરસ્વભાવી
આત્માને દેખતાં જ અંતરના શ્રદ્ધા–જ્ઞાનરૂપી ચક્ષુ સફળ થયાં. હે જિન!
આપને જોતાં હું મને સફળ માનું છું. વિકલ્પ થાય તેને હું જોતો જ નથી.
તારા દર્શનથી મારી આંખો સફળ થઈ, અવતાર સફળ થયો અને
અનંતકાળે નહિ થયેલો એવો અપૂર્વ આત્મભાવ પ્રગટ થયો. તારી
ઓળખાણથી મારું જીવન સફળ થયું–ધન્ય થયું. હે નાથ! તારા દર્શનથી
આત્મા તો આનંદમય થયો–અમૃતથી સીંચાઈ ગયો, પરંતુ શરીર અને મન
પણ અમૃતથી સીંચાઈ ગયાં છે. જેમ ઘણાં લાંબા કાળે પોતાનાં વહાલા
પુત્રને જોતાં જ સાચી માતાના હૃદયમાં હર્ષ ઉભરાઈ જાય, પુત્રપ્રેમથી
છાતી ફૂલાઈ જાય અને વસ્ત્રની કસ તૂટી જાય તથા સ્તનમાંથી દૂધની
ધાર છૂટે... તેમ હે ચૈતન્ય ભગવાન! અનંતકાળે તારા દર્શન મળ્‌યાં, તારા
દર્શન વડે સ્વભાવ સમજવાથી મારો આત્મા ઉલ્લસિત થયો, મારા દ્રષ્ટિનાં
બંધન તૂટી ગયાં, અને અમૃતની ધારા છૂટી, હું કૃતકૃત્ય થયો. અહા! એમ
ન સમજશો કે આચાર્યદેવે આ વાણીનો વિલાસ કર્યો છે, આ તો યથાર્થ
ઓળખાણના ભાવનો જ્ઞાનીનો ઉલ્લાસ છે. અસંખ્ય આત્મપ્રદેશ આનંદથી
પ્રફુલ્લિત થયાં છે. હે નાથ! તારા દર્શન કરતાં મારો આત્મા તો
અમૃતરસથી સીંચાઈ ગયો પરંતુ આત્માની પાડોશમાં રહેનારાં આ શરીર,
મન અને વાણીને પણ તેની છાંટ લાગી તેથી તે પણ અમૃતરસથી ભીંજાઈ
ગયાં! આ રીતે પૂર્ણ પરમાત્મપદના સાધક ધર્માત્માને પૂર્ણપદને પામેલા
એવા ભગવાન પ્રત્યે ઉલ્લાસ આવે છે. તેમના પ્રતિબિંબનું દર્શન થતાં
પણ જાણે કે સાક્ષાત્ ભગવાન જ ભેટયા હોય એવો આહ્લાદ આવે છે.
આમ જેને સ્વભાવ પ્રત્યે અને જિનદેવ પ્રત્યે યથાર્થ ઓળખાણ
સહિત ઉલ્લાસ આવે તેણે ભગવાનના દર્શન અને સાચી ભક્તિ કરી.

PDF/HTML Page 5 of 37
single page version

background image
: ૨ : આત્મધર્મ : પ્ર. ચૈત્ર:



પ્રવાસ દરમિયાન તા. ૧૩–૩–૬૪ ના રોજ સાંજે જેતપુરથી પૂ. ગુરુદેવ વગેરે
ગીરનાર સિદ્ધિધામના દર્શન કરવા પધાર્યા હતા. તળેટીમાં જઈને એ પાવન
સિદ્ધિધામના, તથા નેમિનાથ ભગવાનના દર્શન કર્યાં હતા. પોરબંદરમાં આઠ દિવસ
દરમિયાન ઘણા જિજ્ઞાસુઓએ લાભ લીધો હતો. પોરબંદરના મહારાણાશ્રી વગેરે પણ
પ્રવચનમાં આવ્યા હતા. પોરબંદરથી લાઠી થઈને પૂ. ગુરુદેવ તા. ર૩ ના રોજ
સાવરકુંડલા પધાર્યા, ત્યાં આઠ દિવસ રહ્યા; છેલ્લે દિવસે કાનાતળાવ ગામે પધાર્યા હતા;
ત્યાં આખા ગામે ઉત્સાહથી ભાગ લીધો હતો. ત્યારબાદ મોટા આંકડિઆ થઈને તા.
બીજી એપ્રીલે ગુરુદેવ જન્મનગરી ઉમરાળામાં પધાર્યા. આ પ્રસંગે સોનગઢ વગેરેથી પણ
અનેક ભક્તજનો ઉમરાળા આવેલા ને ત્યાં બે દિવસ ઉત્સવ જેવું વાતાવરણ રહ્યું.
પ્રવચનો ઉપરાંત પૂજનભક્તિ તેમજ રાત્રિચર્ચાના કાર્યક્રમો હતા. પૂ. બેનશ્રીબેને
અદ્ભુત ઉમંગથી જન્મધામમાં ભક્તિ કરાવી હતી.
ઉમરાળાથી ગઢડા તરફ જતાં (તા. ૪–૪–૬૪ની સવારમાં) ગુરુદેવ સોનગઢ
થોડીવાર પધાર્યા હતા.. બરાબર ત્રણ મહિને સીમંધરનાથના દર્શન કરતાં ગુરુદેવને ઘણી
પ્રસન્નતા અને શાંતિની ઉર્મિઓ જાગતી હતી... ગુરુદેવના દર્શનથી સોનગઢવાસી
ભક્તજનોને ખૂબ આનંદ થયો હતો.
હવે ગુરુદેવ ગઢડા, પાટી, રાણપુર, બોટાદ, અમદાવાદ થઈને મુંબઈ તરફ
પધારશે. ચૈત્ર સુદ ૧૩ અમદાવાદમાં ઉજવાશે. મુંબઈ તા. ૩–પ–૬૪ ને રવિવારે પહોંચશે
તા. ૧૩–પ–૬૪ (વૈશાખ સુદ ર) હીરકજયંતીમહોત્સવ, તથા તા. રર–પ–૬૪ (વૈશાખ
સુદ ૧૧) દાદરજિનમંદિર–પ્રતિષ્ઠા મહોત્સવ છે.
* દાદર (મુંબઈ) માં જે સમવસરણમંદિર અને જિનમંદિર થયેલ છે તેની પંચ–
કલ્યાણક–પ્રતિષ્ઠાનો મહોત્સવ, તેમજ ગુરુદેવની હીરકજયંતિનો મહોત્સવ મુંબઈ
શહેરમાં આઝાદ મેદાનમાં ઉજવવાનું નક્કી થયું છે.

PDF/HTML Page 6 of 37
single page version

background image
: પ્ર. ચૈત્ર : આત્મધર્મ : ૩ :
ઉમરાળામાં ગુરુદેવનું પ્રવચન
તા. ર–૪–૬૪ના રોજ ગુરુદેવ
જન્મધામ ઉમરાળામાં પધારતાં
ઉમરાળાની જનતાએ આનંદપૂર્વક
સ્વાગત કર્યું હતું; અને બપોરના
પ્રવચનમાં હજાર જેટલા માણસો
આવેલા, તેમાં ગ્રામ્યજનતા પણ
સમજી શકે એવો સુગમ–અધ્યાત્મ
ઉપદેશ ગુરુદેવે આપ્યો હતો.
આ સમયસાર એક આત્મશાસ્ત્ર છે. આત્મામાં પૂર્ણ જ્ઞાન ને પૂર્ણ આનંદ
શક્તિરૂપે ભર્યો છે, તેનું ભાન પ્રગટ કરીને, તેમાંથી પૂર્ણ જ્ઞાનદશા પ્રગટ કરી તે સર્વજ્ઞ
પરમાત્મા થયા. આ દરેક આત્મા પણ એવા જ સ્વભાવવાળો છે, પણ પોતે પોતાને
ભૂલીને ચારગતિમાં અનંતકાળથી રખડી રહ્યો છે. આ આત્મા દેહથી ભિન્ન ને વિકારથી
ભિન્ન શું ચીજ છે–તેના ભાન વગર બધી સાધના જૂઠી છે. આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ છે.
આત્માનો કદી નાશ નથી. આ દેહ દેખાય છે તે કાંઈ આત્મા નથી; શબ્દો બોલાય તે પણ
કાંઈ આત્મા નથી. પુણ્ય–પાપની શુભ–અશુભ લાગણી જીવ કરે તેના ફળમાં તેને
અનુકૂળ કે પ્રતિકૂળ સામગ્રી મળે, પણ તેનાથી કાંઈ ચોરાશીના અવતારનો અંત ન
આવે. આત્માની શક્તિમાં પડેલી પૂર્ણ આનંદદશા પ્રગટ થયા તેનું નામ મુક્તિ છે.
એકવાર આવી મુક્તિ થયા પછી ફરીને અવતાર ન હોય. પણ તેને માટે એકવાર
આત્માના સ્વરૂપની સમજણ કરવી જોઈએ. તેથી કહે છે કે:–
જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત,
સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત,

PDF/HTML Page 7 of 37
single page version

background image
: ૪ : આત્મધર્મ : પ્ર. ચૈત્ર:
જેને જ્ઞાન થયું, આત્માનું ભાન થયું તે ગૃહવાસમાં હોય તો ય તેનું અંતર
સંસારથી જુદું છે, જેમ ટોપરામાં અંદરનો સફેદ ગોટો છાલાં ને કાચલાથી જુદો છે, તેમ
ધર્મી પોતાના ચૈતન્ય ગોળાને દેહથી ને કર્મથી જુદો જાણે છે. અરે, હાથી જેવો દેહ હો કે
કીડીની દેહ હો, –એ બંને દેહ અહીં પડી રહેશે ને આત્મા તેનાથી જુદો છે તે બીજે ચાલ્યો
જશે. રાતા છીલકા જેવા રાગથી પણ ચૈતન્ય ગોળો જુદો છે. પર ચીજો આત્માથી જુદી
જ છે, તે કાંઈ આત્મા સાથે રહેતી નથી, ને આત્માનો સંસાર કાંઈ તેમાં રહેતો નથી.
આત્માના જ્ઞાનાનંદ સ્વભાવને ઓળખીને તેમાં ઠરે તેનું નામ ધર્મ છે. આવો ધર્મ એક
સેકંડ પણ જીવે નથી કર્યો. જે કરવાનું છે તે જીવે કદી નથી કર્યું; અને જે નથી કરવા જેવું
તેના કર્તૃત્વમાં અનાદિથી રોકાયો છે. જેમ સાકરનો સ્વભાવ મીઠો છે તે તેનાથી જુદો
નથી તેમ આત્માનો જ્ઞાનસ્વભાવ આત્માથી જુદો નથી. પણ, જેમ સાકર એવા ત્રણ
અક્ષરો સાકર નામની વસ્તુથી જુદો છે, તેમ ‘આત્મા’ એવા અઢી અક્ષર આત્મા
વસ્તુથી જુદા છે. શબ્દોમાં આત્મા નથી ને આત્મામાં શબ્દો નથી.
અહીં પ૯મા કળશમાં આચાર્યદેવ કહે છે કે જેમ હંસ દૂધ અને પાણીને ભિન્ન
અનુભવે છે તેમ ભેદજ્ઞાની ધર્માત્મા જ્ઞાનીને અને વિકલ્પોને ભિન્ન જાણે છે; તે જ્ઞાની
વિકલ્પોના કર્તાપણે જરાય પરિણમતો નથી, જ્ઞાતા જ રહે છે.
આ ઉમરાળાથી લગભગ ૧પરપ માઈલ થાય છે, એવા પોન્નૂર ઉપર એક
મહામુનિ કુંદકુંદાચાર્યદેવ રહેતા હતા, અતીન્દ્રિય આનંદની મોજમાં રહેનારા એ સંતે આ
સમયસારશાસ્ત્ર રચ્યું છે, ને પછી અમૃતચંદ્રાચાર્યદેવે તેના ઉપર કળશો રચીને કલશ
ચઢાવ્યો છે. અંતરદ્રષ્ટિને સમજાવનાર એ અલૌકિક શાસ્ત્ર છે. તેમાં જ્ઞાન અને વિકારનું
અલૌકિક ભેદજ્ઞાન કરાવ્યું છે. જેમ સોનાનો પારખૂ ધૂળધોયો ધૂળને અને સોનાને જુદા
શોધીને સોનું મેળવી લ્યે છે. ––પણ એમ કોણ કરી શકે? કે જે સોનાને ઓળખતો હોય
તે; તેમ અંતરમાં જ્ઞાન અને રાગની ભિન્નતાનો વિવેક કરનાર ધર્માત્મા સુવર્ણ જેવો જે
ચૈતન્યસ્વભાવ અને ધૂળ જેવા જે રાગાદિ પરભાવો–તેમને ભિન્ન જાણે છે. નાના બાળક
પણ આત્માની જિજ્ઞાસા કરી શકે છે, કોઈ કહે કે આંખ મીંચીને વિચાર કરીએ ત્યાં તો
અંધકાર દેખાય છે, આત્મા નથી દેખાતો. –તો તેને કહે છે કે ભાઈ! આંખ બંધ કરતાં
“આ અંધારું દેખાય છે” –એમ જાણ્યું કોણે? –જાણનાર કોણ છે? જે જાણનાર છે તે
કાંઈ અંધકારસ્વરૂપ નથી. જાણનાર તો ચૈતન્ય પ્રકાશ છે, એ જ તું છો.
આત્માની આ વાત બધા સમજી શકે છે. સિંહ વગેરે પશુ પણ સમજી શકે છે.

PDF/HTML Page 8 of 37
single page version

background image
: પ્ર. ચૈત્ર : આત્મધર્મ : ૫ :
કરવા ગયેલા, ત્યારે મુનિના ઉપદેશથી તે હાથી પણ વૈરાગ્ય અને આત્મજ્ઞાન
પામ્યો હતો; પૂર્વભવનું પણ તેને ભાન થયું હતું. એટલે જે જીવ સમજવા માગે તે સમજી
શકે તેવી આ વાત છે.
જેમ સાબુ અને પાણી વડે કપડાંનો મેલ કપાય છે તેમ ભેદજ્ઞાનરૂપી સાબુ અને
સમરસરૂપી નિર્મળ પાણી, તેના વડે અંતરાત્માજીવ પોતાના ગુણોને ધોઈને નિર્મળ કરે
છે.. ભેદજ્ઞાન વગર વિકારની મલિનતા ટળી શકે નહિ. ભાઈ, તને તારી કિંમત ન થાય,
ને દુનિયાનો મહિમા ન જાય ત્યાં સુધી તારા આત્માનું હિત ન થાય. માટે
ચિદાનંદતત્ત્વનું ભાન કરવું–તે કર્તવ્ય છે.
અનંતકાળે મળેલા આ ચિંતામણિ જેવા માનવ જીવનને
પામીને, રે જીવ! તું વિષયભોગોથી વિરક્ત થા..
ને ચૈતન્યના અતીન્દ્વિય સુખનો આસ્વાદી થા..
(ઉજમબા સ્વાધ્યાય ગૃહ: ઉમરાળા)
ગુરુદેવનો કાર્યક્રમ નીચે મુજબ છે–
ગઢડા (તા. ૪–પ એપ્રીલ) મીયાંગામ (તા. ૨૬)
પાટી (તા. ૬) પાલેજ (તા. ૨૭–૨૮)
રાણપુર (તા. ૭ થી ૧૧) સુરત (તા. ૨૯–૩૦)
બોટાદ (તા. ૨૦) બિલિમોરા (તા. ૧–પ–૬૪)
બરવાળા (તા. ૨૦)
અમદાવાદ (તા. ૨૧ થી ર૪) ઘાટકોપર (તા. ૨)
વડોદરા (તા. ૨પ)
મુંબઈ પ્રવેશ (તા. ૩ રવિવાર
ચૈત્ર વદ ૭)
જરૂરી સૂચના
આત્મધર્મના આ અંકને ચૈત્ર માસનો (ર૪૬ મો) અંક ગણવો, (અધિક અંક
નહિ); એટલે હવે પછીનો અંક નં. ૨૪૭ મો વૈશાખ સુદ બીજે પ્રગટ થશે.
(અધિકમાસનો જુદો અંક આ વખતે પ્રગટ નથી કરેલ. મુખપૃષ્ઠ ઉપર અધિક અંક
લખેલ છે. તેને બદલે (નં. ૨૪૬) સમજવું.

PDF/HTML Page 9 of 37
single page version

background image
: ૬ : આત્મધર્મ : પ્ર. ચૈત્ર:
ઉમરાળામાં જન્મધામ અને જિનમંદિરના શિલાન્યાસ
પ્રસંગે ભાઈશ્રી હિંમતલાલ જે. શાહનું ભાષણ
[આજથી ૧૧ વર્ષ પહેલાંંની વૈશાખસુદ પુનમે ઉમરાળામાં જ્યારે પૂ. બેનશ્રીબેનના
સુહસ્તે જન્મધામમાં શિલાન્યાસ થયું ત્યારે વિદ્વાન ભાઈશ્રી હિંમતલાલ જે. શાહે કરેલું
ભાષણ અહીં આપ્યું છે.
]
“ભવ્યજીવોના ભવનો નિસ્તાર કરનાર પરમોપકારી પૂ. ગુરુદેવશ્રીનો જે
પવિત્રસ્થાનમાં જન્મ થયો હતો, જ્યાં તેઓ પારણામાં ઝુલ્યા હતા, જ્યાંની ધૂળ તેમની
પગલીઓથી પવિત્ર બની હતી, જ્યાં તેઓ રમ્યા હતા, જ્યાં તેમણે વ્યાવહારિક
અભ્યાસ દરમ્યાન પણ તેનાથી ઉદાસીન રહી વૈરાગ્યના વિચારો કર્યાં હતા અને દીક્ષિત
થયા હતા, તે પવિત્રસ્થાનના દર્શન કરવાથી સર્વ મુમુક્ષુઓને ઉલ્લાસ થાય છે. સમસ્ત
જૈનજગતમાં જબ્બર ક્રાંતિ કરનાર, સદ્ધર્મના પરમપ્રભાવક મહાપુરુષોના જન્મસ્થાનની
રજ શિરે ચડાવી અને અપૂર્વ શિલાન્યાસ ઉત્સવ ઉજવી આપણે આજે ભાગ્યશાળી થયા
છીએ. પૂ. ગુરુદેવશ્રીના પ્રભાવથી સૌરાષ્ટ્રમાં ઠેરઠેર અનેક જિનમંદિરો થયા છે, અને
તેના શિલાન્યાસ પ્રસંગો ઉજવાયા છે પરંતુ તે બધાને વિષે આ પ્રસંગ અમુક અપેક્ષાએ
વિશિષ્ટ પ્રકારનો છે. કારણકે તે સર્વ જિનમંદિરોનું મૂળિયું એક અપેક્ષાએ આ સ્થાનમાં
રહેલું છે. સમસ્તભારત વર્ષમાં સતનું આંદોલન ફેલાવનાર મહાપુરુષ આ પવિત્રસ્થાને
આપણને આપ્યો છે. પવિત્રધામ અધ્યાત્મમૂર્તિ પૂજ્ય શ્રી ગુરુદેવના જન્મ સાથે અને
બાળવયના જીવનપ્રસંગો સાથે સંકળાયેલું હોવાથી મુમુક્ષઓને ભક્તિભાવનું નિમિત્ત
છે. એટલું જ નહિ પણ અહીં જે ઘરમાં કહાનગુરુનો જન્મ થયો તેજ ઘરમાં ચૈત્યાલય
કરીને ભગવાન સીમંધરનાથને બિરાજમાન કરવાના છે, અને સ્વાધ્યાયશાળા પણ
કરવાની છે.
–એ રીતે પ્રસંગની મહત્તા દર્શાવીને પૂ. શ્રી ગુરુદેવે કરેલા અપાર ઉપકાર
વર્ણવીને, તથા ‘મુમુક્ષુઓના જીવનાધાર ગુરુદેવનો પ્રભાવના ઉદય સદા જયવંત વર્તો
અને આપણા અનંત દુઃખનો અંત લાવી શાશ્વતસુખની પ્રાપ્તિ કરાવો
' એમ ભાવના
ભાવીને ભાઈશ્રી હિંમતભાઈએ પ્રવચન પૂર્ણ કર્યું હતું.
––અને જ્યારે ઉમરાળામાં પ્રતિષ્ઠામહોત્સવ થયો ત્યારે વિમાનદ્વારા રત્નાદિની
વૃષ્ટિ થઈ હતી.. તે પ્રસંગ આજેય ભક્તજનો યાદ કરે છે.

PDF/HTML Page 10 of 37
single page version

background image
: પ્ર. ચૈત્ર : આત્મધર્મ : ૭ :
પંચ પરમેષ્ઠીના સ્મરણથી વિઘ્ન ટળે છે
શ્રી પંચ પરમેષ્ઠીને ઓળખીને તેના સ્મરણ–વંદનાદિથી વિઘ્ન ટળે છે–એમ
કહ્યું છે, ત્યાં વિઘ્ન એટલે બહારના સંયોગ ન સમજવા, પણ આત્મામાં તે વખતે
તીવ્ર કષાય ટળી જાય છે, તીવ્ર કષાય તે જ વિઘ્ન છે, તે વિઘ્નનો પંચ પરમેષ્ઠીના
સ્મરણથી નાશ થાય છે. પંચ પરમેષ્ઠીનું ધ્યાન કરવા છતાં બહારમાં સિંહ ખાઈ જતા
હોય એવો સંયોગ પણ હોય. પરંતુ એ સંયોગ તે કાંઈ વિઘ્ન નથી. પણ તે વખતે પંચ
પરમેષ્ઠીના સ્મરણથી તે સંયોગનું લક્ષ છૂટી જાય છે, અને પાપભાવ ટળી જાય છે, તે
જ વિઘ્ન ટળી ગયા છે, બહારનો સંયોગ રહે કે ટળે તેની સાથે કાંઈ સંબંધ નથી.
ચૈતન્યની પર્યાયમાં વિકાર થાય તેને જાણે અને તે વિકારરહિત ચૈતન્ય
સ્વભાવને જાણે ત્યારે ભેદજ્ઞાન થાય છે, દેહાદિ જડની ક્રિયાથી જુદો અને મિથ્યાત્વ
વગેરે વિકારથી રહિત એવા ચૈતન્ય સ્વભાવની પ્રતીત અને જ્ઞાન કરવાં તે જ
મોક્ષનો પ્રથમ ઉપાય છે.
દર્શન–જ્ઞાનસ્વભાવની ઓળખાણ થયા પછી વિશેષ અભ્યાસ વડે સ્વભાવની
સ્થિરતા કરે છે ત્યારે સંત–મુનિદશા પ્રગટે છે, તે દશામાં વસ્ત્રાદિ પરિગ્રહનો રાગ
હોતો નથી તેથી ત્યાં વસ્ત્રાદિ કાંઈ હોતું નથી, સહજપણે વસ્ત્રાદિ છૂટી જાય છે; ત્યાં
જે વસ્ત્રાદિ છૂટી જાય છે તે તો જડની ક્રિયા છે, તેનો કર્તા આત્મા નથી. આત્મા તો
સ્વરૂપ સ્થિરતારૂપ ક્રિયાનો જ કર્તા છે અને તે જ સાચી મુનિદશા છે. ધન્ય તે
મુનિદશા! જેઓ રાત્રિ અને દિવસ નિરંતર સ્વરૂપના પરમ અમૃતમય નિરાકૂળ
સ્વાદને અનુભવી રહ્યા છે, એક સમયના પણ પ્રમાદ વગર કેવળજ્ઞાનસ્વરૂપને સાધી
રહ્યા છે, જેમને સ્વરૂપ–સાધન કરતાં કદી પણ થાક લાગતો નથી–એવા પરમ પુરુષ
શ્રી સંત મુનિશ્વર ભગવંતોના ચરણકમળમાં નમસ્કાર હો! એ પરમ દશા વગર
મુનિદશા હોય નહિ. મુનિદશા પણ પરમેષ્ઠીપદ છે, ને તેના સ્મરણવડે પણ
આત્મામાંથી વિઘ્નકારી એવા અશુભભાવો દૂર થાય છે. એની ઓળખાણ અને
ભાવનાવડ મંગળભાવો પ્રગટે છે.

PDF/HTML Page 11 of 37
single page version

background image
: ૮ : આત્મધર્મ : પ્ર. ચૈત્ર:
ઉ.... દ્.... બો.... ધ.... ન
“હે આત્મા હવે બસ!!! નર્કના અનંત દુઃખો જે સાંભળતાં પણ હૃદયમાં કંપારી
ઊઠે, એવા દુઃખો અનંત–અનંત વાર તે સહન કર્યાં. પણ તારું સાચું ભાન એક ક્ષણ પણ
અનંતકાળમાં કર્યું નથી; આ ઉત્તમ મનુષ્યજીવનમાં અનંત કાળનાં અનંતદુઃખો
ટાળવાનો વખત આવ્યો છે અને અત્યારે જો તું તને (તારા સ્વરૂપને, જાણવાનો સાચો
ઉપાય નહિ કર તો ફરી અનંતકાળ ચોરાશીમાં ભ્રમણ કરવું પડશે... માટે જાગૃત થા!
આત્માને ઓળખ્યા વગર છૂટકો નથી. વસ્તુના ભાન વગર જઈશ ક્યાં? તારું
સુખ–શાંતિ તે તારી વસ્તુમાંથી આવે છે કે બહારથી? તું ગમે તે ક્ષેત્રે જા પણ તું તો
તારામાં જ રહેવાનો! તારું સુખ સ્વર્ગમાંથી નથી આવવાનું, તું તારાથી કોઈ કાળે કે
કોઈ ક્ષેત્રે જુદો પડવાનો નથી. માત્ર તારા ભાનના અભાવે જ તું દુઃખી થઈ રહ્યો છો.
તે દુઃખ દૂર કરવા માટે ત્રણે કાળના જ્ઞાનીઓ એક જ ઉપાય બતાવે છે કે:–
“આત્માને ઓળખો”
હે જીવો! તમે જાગો, મનુષ્યત્વ અત્યંત દુર્લભ છે; અજ્ઞાનમાં રહીને સદ્દવિવેક
પામવો અશક્ય છે. આખો લોક (સંસાર) કેવળ દુઃખથી સળગ્યા કરે છે, અને પોત–
પોતાના કર્મો વડે અહીં તહીં ભમ્યા કરે છે, એવા સંસારથી મુક્ત થવાં હે જીવો! તમે
સત્વર આત્મભાન સહિત જાગો! જાગો!
હે જીવ! હે આત્મા! હવે ક્યાં સુધી ખોટી માન્યતા રાખવી છે? ખોટી
માન્યતામાં રહીને અનાદિથી અજ્ઞાનની મોહજાળમાં મુંઝાઈ રહ્યો છો, હવે તો જાગ!
એકવાર તો ખોટી માન્યતાથી છૂટીને, અજ્ઞાનની મોહજાળને ફગાવીને તારા મૂળ
સ્વરૂપને જો!
સાચું સુખ કેમ પ્રગટે? સાચું સુખ આત્મામાં જ છે, બહાર ક્યાંય સાચું સુખ
નથી જ. આત્મા પોતે સુખ સ્વરૂપ છે. જ્યારે સમ્યગ્દર્શન દ્વારા પોતાના સ્વરૂપને
બરાબર જાણે ત્યારે જ સાચું સુખ પ્રાપ્ત થાય. તે માટે પ્રથમમાં પ્રથમ સત્પુરુષને ચરણે
અર્પાઈ જવું જોઈએ અને રુચિપૂર્વક નિરંતર સત્નું શ્રવણ–મનન કરવું જોઈએ.
દુઃખથી છૂટીને સુખ મેળવવાનો ઉપાય દરેક આત્મા કરે છે, પણ પોતાના સત્ય–
સ્વરૂપના ભાન વગર, સાચો ઉપાય કરવાને બદલે ખોટો ઉપાય કરી કરીને અનાદિથી
અજ્ઞાનને લીધે દુઃખને જ ભોગવે છે. તે દુઃખથી છૂટવા માટે ત્રણેકાળના જ્ઞાનીઓ એક
જ ઉપાય બતાવે છે કે આત્માને ઓળખો.

PDF/HTML Page 12 of 37
single page version

background image
: પ્ર. ચૈત્ર : આત્મધર્મ : ૯ :
વૈ... રા... ગ્ય... વા... ણી
વૈરાગ્યના કોઈ પ્રસંગે પૂ. ગુરુદેવ વગેરેના વૈરાગ્યપ્રેરક વચનોમાંથી અહીં
જિજ્ઞાસુઓને ઉપયોગી કેટલુંક સંકલન આપ્યું છે. ગમે તે પ્રસંગે
શાંતરસનું પાન કરાવીને આત્માને હિંમત આપનારી
ધર્માત્મા–સન્તોનું દર્શન
કોઈપણ પરિસ્થિતિમાં મુમુક્ષુ જીવને
ઉત્સાહિત કરે છે... ધર્માત્માને દેખતાં જ
એનાં દેહદુઃખ ને જીવનદુઃખ બધુંય
એકવાર તો ભૂલાઈ જાય છે. મોટા મોટા
દાક્તરોની દવા જે દર્દને નથી દબાવી
શકતી, તે દર્દ ધર્માત્માના એકજ વચનથી
ભૂલાઈ જાય છે. એક કવિએ ગઝલમાં
સાચું જ કહ્યું છે કે–
જગતમાં જન્મવું મરવું
નથી એ દરદનો આરો;
તથાપિ શાંતિદાતા બે
હકીમો સંત ને તીર્થો.
સદા સંસારનો દરિયો
તૂફાની ફેની અંધારો;
દીવાદાંડી સમા બે ત્યાં
અડગ છે સંત ને તીર્થો.
મહાભાગ્યે આપણને આજે એવા
અડગ દાંડીદીવા સમા સન્તધર્માત્માનાં દર્શન–
વચનનો લાભ પ્રાપ્ત થાય છે... તેઓની
ઉત્સાહપ્રેરક વૈરાગ્ય વાણી બધા જીવોને માટે
ખૂબ ઉપકારી છે.
રોગ થાય, કળતર થાય–એ શરીરની
અવસ્થા છે, એનું લક્ષ ભૂલી જવું; આત્માના
જ્ઞાનઆનંદના વિચારમાં ચડી જવું. નરકમાં
૩૩–૩૩ સાગરોપમ સુધી ઘોર વેદના જીવે
સહન કરી છે. શરીરનો સ્વભાવ ફરશે નહિ,
માટે આપણે સમતા રાખવી. “હું તો
ચૈતન્યસ્વરૂપ જ્ઞાન છું” ––એમ ફડાક દઈને
પરથી ભિન્ન ચૈતન્યમાં દ્રષ્ટિ વાળી લેવી. પછી
શરીરનું થવાનું હોય તે થાય. ‘શરીરમાં નવી
નવી વ્યાધિ થયા કરે છે’ ––પણ ભાઈ!
ઊંટના તો અઢારેય વાંકા! ... આ શરીરના
પરમાણુ સ્વયં કર્તા થઈને એવી દશારૂપે
પરિણમી રહ્યા છે. મૃત્યુ તો એકવાર થવાનું
છે... એમાં જ્ઞાનસ્વરૂપની દ્રષ્ટિ વગર કલ્યાણ
નથી. ચૈતન્યશક્તિના ગર્ભમાં પરમાત્મા
બિરાજે છે––તેનું સ્મરણ કરવું.

PDF/HTML Page 13 of 37
single page version

background image
: પ્ર. ચૈત્ર : આત્મધર્મ : ૧૦ :
શરીરનો અધ્યાસ ઘણાકાળનો છે, માટે ભિન્નતાનો વિચાર કરવો... અત્યારે
નિવૃત્તિનો વખત કરવો.... અત્યારે નિવૃત્તિનો વખત છે. કંઈક નવું કરવું. દેહનું લક્ષ
છોડીને ચૈતન્યના અમૃત ઉપર દ્રષ્ટિ મુકવા જેવું છે.
અંદરની ગુપ્ત ગુફામાં અખંડ આનંદમૂર્તિ આત્મા બેઠો છે, તે અમર છે. એનું લક્ષ
કરવું. શરીરનું તો થયા કરે. એક માણસને આઠઆઠ વર્ષ સુધી એવો રોગ રહ્યો કે
શરીરમાં ઈયળો પડેલી... એમાં શું છે? દ્રષ્ટિ ત્યાંથી ખેંચી લેવી. આપણે તો આત્માના
અસ્તિત્વ વગેરે ગુણોનો વિચાર કરવો. આત્મા આનંદકંદ છે.
આપણે તો આત્માનું સંભાળવાનું છે. આ શરીરનો રોગ તો ઠીક, પણ મુખ્ય રોગ
આત્માનો છે. ‘આત્મભ્રાંતિ સમ રોગ નહિ... ’ એ અનાદિનો રોગ છે તે મટાડીને
આત્માનું સારૂં કરવાનું છે. ‘આત્મા શુદ્ધ–બુદ્ધ–ચૈતન્યઘન છે... ’ બસ, એના જ વિચાર
કરવા. ગભરાવું નહિ; આ પોતાનું હિત કરવાનો ટાઈમ છે. આત્મા સહજાનંદમૂર્તિ છે–
એનો વિચાર કરવો.
આત્મા અસંખ્યપ્રદેશી, અખંડ, અનંત ગુણનું ધામ છે, સમયે સમયે જે પરિણામ
થાય તેનો તે જોનાર–જાણનાર છે. એ જ સમાધિનો મંત્ર છે. આવો મનુષ્યદેહ મળ્‌યો;
સત્સમાગમનું આવું સાધન મળ્‌યું, ––પછી શું છે? બસ, જ્ઞાનસ્વરૂપ આત્માની ભાવના
ભાવવી.. ઉત્સાહ રાખવો...
શરીરમાં રોગાદિ તો આવે, અંદરમાં બહાદૂર થતાં શીખવું જોઈએ. જુઓને,
આત્મા તો દેખનારો, જ્ઞાન–શાંતિનું ધામ છે... અંદર કફ રહી ગયો–તેનોય જાણનાર છે.
કોઈની પર્યાય કોઈમાં આવે નહિ. સૌ પોતપોતાની પર્યાયમાં પડ્યા છે. શરીરને આત્મા
અડતોય નથી. ખાલી કલ્પના કરે છે કે આમ કરું તો આમ થાય. શરીરમાં રોગ આવે ને
બધું થાય, ––અંતરમાં આત્માનો પુરુષાર્થ કરવાનો છે. આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ છે––તેનું
ભાન કરવું––એ જ ખરો મંત્ર છે. રાગથી પણ રહિત છે ત્યાં દેહની શી વાત? ––એવા
શુદ્ધ નિરંજનચૈતન્યનો વિચાર કરવા જેવો છે, તેને લક્ષમાં લઈને તેનું મનન કરવા જેવું
છે. બાકી આ દેહની ચિંતા કરવાથી કાંઈ તેનું નથી મટવાનું; એનું લક્ષ કરવાથી કે એના
વિચાર કર્યાં કરવાથી કાંઈ એ મટવાનું નથી. ––તેમાં ધીરજ રાખવી ને આત્માના
વિચારમાં મન પરોવવું. ––તેમાં જ શાંતિ છે. બહારનું કાંઈ ધાર્યું થોડું થાય છે? –એ તો
પરમાણુની પર્યાય છે.
શરીર શિથિલ થઈ ગયું, રોગાદિ આવ્યા ને દેહ છૂટવાનાં ટાણાં આવ્યા... હવે
દુશ્મન સામે તૈયાર થઈ જાવ... રાગ અને મોહરૂપી દુશ્મન સામે કમ્મર કસો... હું તો સિંહ
જેવો છું––એમ પુરુષાર્થ શું કરવા ન થાય? રોગની વેદના કાંઈ આત્મામાં થાતી નથી,
આત્મા તો જાણનાર છે––એનું લક્ષ રાખવું. હું ને દેહ જુદા છીએ, જ્ઞાન અને શાંતિનો

PDF/HTML Page 14 of 37
single page version

background image
: પ્ર. ચૈત્ર : આત્મધર્મ : ૧૧ :
પિંડ મારો આત્મા છે––તેનું ગ્રહણ કરવું. આત્માનું રટણ કરવું––તે જ
કરવાનું છે. ‘હું જાણનાર છું, મારામાં વેદના નથી, દુઃખ નથી, વ્યાધિ નથી; હું
જ્ઞાનને આનંદનો પિંડ છું. ’ પોતે પોતાનું કામ કરવું. જાગૃતી રાખવી; શાંતિ
રાખવી. આ તો આરાધનાનો કાળ આવ્યો છે––માટે એના વિચાર કરવા. કોઈ
સંભળાવે, ન સંભળાવે, પણ પોતે પોતાનું રટણ ચાલુ રાખવું.
ભાઈ, શરીર તારું કહ્યું નથી માનતું
તો તેના ઉપર પ્રેમ શા માટે કરે છે?
ગુરુદેવ વૈરાગ્યનો ઉત્સાહ જગાડતાં કહે છે કે: ભાઈ શરીરમાં ફેરફાર થાય
તેમાં આત્માને શું? વિકલ્પને ચિંતા કરવાથી શું મળે છે? ચિન્તા શરીરને કામ
આવે તેમ નથી, તેમ ચિંતા આત્માનેય કામ આવે તેમ નથી––આમ બંને બાજુથી તે
નિરર્થક છે. શરીર થોડું જ કાંઈ તારું માનવાનું છે? આનંદને શાંતિ બધું આત્મામાં
છે, બાકી આ ધૂળના ઢીંગલામાં કાંઈ નથી; મફતનો આમથી આમ, ને આમથી તેમ
કર્યાં કરે છે. શરીર તો છોડીને જવાનું છે, તે કાંઈ રહેવાનું નથી.
અરે, આ શરીર તારું કહ્યું માનતું નથી તો તેની સાથે પ્રેમ શું કરવા કરે છે?
પોતાનું માને નહિ એના ઉપર પ્રેમ શેનો? શરીરમાં આત્માનું ધાર્યું થાય નહિ.
શરીરની ક્રિયા તે જડની ક્રિયા છે. જુઓને, સમયસાર વગેરેની ટીકામાં છેલ્લે
આચાર્યદેવ કહે છે કે આ ટીકાના શબ્દોની રચના––એ પરમાણુથી બનેલી છે, તે
મારું કાર્ય નથી. જ્યાં ટીકા લખવાની આવી સ્થિતિ.. ત્યાં આ તો ઠેઠ ક્્યાં આવ્યું!
આત્મા અંદર એકલો અબંધસ્વરૂપ છે. અંતર્મુખ થઈને તેમાં જેટલો રોકાય
તેટલો જ લાભ છે, શુભાશુભ વિકારમાં રોકાયેલો છે તેટલું નુકશાન છે. બાકી તો
બહારમાં જેમ છે તેમ છે. આ શરીરની સ્થિતિ જુઓને! સંસાર એવો જ છે.
પરવસ્તુ તારાથી તદ્ન જુદી–તેમાં તું શું કર?
શરીર નબળું પડ્યું... પણ જે આપણી સામું થાય, જે આપણું ધાર્યું ન કરે
તેના સામે શું જોવું? આ શરીર તો આડોડિયું છે... એ તો ઉંટના અઢારે અંગ
વાંકા–જેવું છે. એની તો ઉપેક્ષા કરવા જેવી છે કે જા, તારા સામે હું નથી જોતો!
જેમ ઘરમાં કોઈ સામું થાય, આડોડાઈ કરે તો તેની સાથે વ્યવહાર શું કરવો? ––
તેને ઘરમાં કોણ રાખે? તેમ શરીર તો આત્માથી વિરુદ્ધ સ્વભાવવાળું છે, એ
ઘડીકમાં ફરી જાય ને આડું ચાલે, એની સાથે સંબંધ શું કરવો? એનું લક્ષ તોડી
નાખવું. અંદર રાગ રહિત આત્મા ચૈતન્યસૂર્ય બિરાજે છે તેની સામે જો. દેહની
અનુકૂળતામાં કે રાગમાં આનંદ માને છે તે તો દુઃખ છે; ચૈતન્યસ્વભાવ આનંદરૂપ
છે તેનું લક્ષ કરવું.
શુદ્ધ જ્ઞાનરૂપી આત્મા આ દેહદેવળમાં સંતાણો છે. ભાઈ! જ્યાં તારા
શરીરના પરમાણુ ફરવા માંડ્યા ત્યાં તેને કોણ રોકે? કાં જ્ઞાતા રહીને જાણ... ને કાં
વિકલ્પ કરીને દુઃખી થા. પોતાના અસ્તિત્વ, વસ્તુત્વ વગેરે ગુણો

PDF/HTML Page 15 of 37
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : પ્ર. ચૈત્ર:
પોતામાં પ્રણમી રહ્યા છે; તેનો બરાબર વિચાર કરવો. શરીરનું થવાનું હશે તે
થયા કરશે. આત્માનું સ્મરણ કરવું. ભાવના સારી રાખવી. રોગ તો અનેક જાતના
આવે સનતકુમાર ચક્રવર્તી જેવાનેય કેવા રોગ આવ્યા હતા! પણ આત્મામાં રોગ ક્યાં
છે? રોગ પરદ્રવ્ય છે. મારો આત્મા ચૈતન્ય છે, જ્ઞાન–આનંદનો પિંડ છે––એવું રટણ
કરવું. આ તો વિચારમનન કરવાનું ટાણું છે, તેનો પ્રયત્ન કરવો.
આત્મા પુણ્ય–પાપથી ભિન્ન ને દેહથી ભિન્ન એકલો ચૈતન્યકંદ આનંદધામ છે.
બસ, એકલો.. એના જ વિચાર, વિચાર ને વિચાર ‘કર વિચાર તો પામ! ’
ભેદજ્ઞાનના પ્રયોગ કરવાના ટાણાં આવ્યા છે. જેમ કસરત કરે છે ને! તેમ
આમાં આત્મા ને શરીરના જુદાપણાની કસરત કરવાના ટાણાં આવ્યા; કહ્યું છે ને કે––
જેટલા સિદ્ધ થયા છે તે બધાય ભેદજ્ઞાનથી જ, એટલે કે રાગથી ભિન્નતા ને ચૈતન્ય
સાથે એકતા કરીને જ સિદ્ધ થયા છે. ––એના અભ્યાસના આ ટાણા આવ્યા છે.
શરીર અને આત્મા અત્યંત જુદા, એક–બીજાને અડતા પણ નથી. આ શરીર તો
માટીનું કલેવર ને ભગવાન આત્મા અમૃતનો પિંડ. અમૃતસ્વરૂપ ચૈતન્યઘન ભગવાન
આત્મા પોતાને ભૂલીને મૃતકકલેવરમાં મૂર્છાણો! ––એમ સ. ગા. ૯૬ માં આચાર્યદેવે
આ શરીરને (અત્યારે જ) મૃતકકલેવર કહ્યું છે.
અરે, આ તો નિવૃત્તિ મળી છે. વિશેષ સ્વાધ્યાય–વિચારનુંં ટાણું છે. અરે, આ
તો શું વ્યાધિ છે? –નરકની પીડા તો કેટલી? –છતાં ત્યાં પણ વિચાર કરીને જીવો
આત્માનું ભાન પામે છે. ભગવાન આત્મા ચૈતન્યમંદિર છે––તેના વિચારમાં કોણ
રોકનાર છે?
શરીરમાં તો બધા પડખેથી વ્યાધિએ ઘેરો ઘાલ્યો હોય, અરે, પણ આ બીજી
બાજુ આખો આત્મા બેઠો છે ને? ––એ શુદ્ધ જ્ઞાન–આનંદના ચૈતન્યસામર્થ્યથી ભરેલો–
મોટો વાઘ જેવો––તે બકરાંને ભગાડી મુકે. એની સામે જોતાં જ આ વ્યાધિનું લક્ષ
ભૂલાઈ જાય. ––આવા તો કંઈક રોગ આવે ને જાય, તેનાથી જુદું પોતાનું સામર્થ્ય
રાખીને ભગવાન આત્મા અંદર બેઠો છે. –એના વિચાર કરવા.
શરીર તો અચેતન–પુદ્ગલનો પિંડ છે;
હું તેનો કર્તા કે આધાર નથી;
તેનો મને પક્ષપાત નથી;
તેનું થવું હોય તે થાઓ...
હું તો મારામાં મધ્યસ્થ છું.
આસ્રવને તોડી પાડનારો આ ધનુર્ધર–સમ્યગ્દ્રષ્ટિબાણાવળી ભેદજ્ઞાનના ટંકાર
કરતો ફડાક–ફડાક દેહ–મન–વાણીને અને રાગને ભેદીને આત્માથી ભિન્ન કરે છે. ––
આવા ભેદજ્ઞાનનો વારંવાર વિચાર કરવો. ધનુષના ટંકાર કરતો ભગવાન આત્મા
જાગ્યો ત્યાં રાગ ભાગ્યો... દેહ તો ક્્યાંય બહાર રહી ગયો! દેહ ચીજ જ જુદી છે; તેને
ને તારે શું સંબંધ છે?
શરીર નબળું પડતું જાય છે પણ આત્મામાં સબળાઈ રાખવી. આત્મામાં
સબળાઈ છે તેનો

PDF/HTML Page 16 of 37
single page version

background image
: પ્ર. ચૈત્ર : આત્મધર્મ : ૧૩ :
(––આત્માની અનંતશક્તિનો) વિચાર કરવો, ને દેહની આડે ભિન્નતાની પાળ
બાંધી દેવી. અંદર ચૈતન્યબાદશાહ બિરાજે છે તે મહા ચૈતન્ય પરમેશ્વર છે, તેના વિચાર–
મનન કરવું. અંદર ભગવાન આત્મા આનંદનો દરિયો છે. આનંદ આત્મામાં છે તેની
રુચિ અને વિશ્વાસ ઘૂંટવા જોઈએ. આત્માને અને આસ્રવભાવોનેય જ્યાં એકતા નથી
ત્યાં દેહ સાથે તો એકતાની વાત જ શી?
ભગવાન મહાવીર મોક્ષમાં પધાર્યા... હવે સમશ્રેણીએ જે સ્થાનમાં ગયા ત્યાં
સિદ્ધાલયમાં સાદિ અનંત કાળ સુધી... અનંતકાળ સુધી એક જ સ્થાનમાં પૂર્ણાનંદપણે
એમને એમ રહેવાના. સંસારભ્રમણમાં તો ઘડીકમાં અહીં ને ઘડીકમાં બીજી ગતિમાં, ––
અહીંથી ત્યાં ભ્રમણ થતું, એક સ્થાને સ્થિરતા ન હતી; હવે આત્મા પોતામાં પૂરો સ્થિર
થતાં બહારમાં પણ સાદિઅનંત એક જ ક્ષેત્રે સ્થિર રહે છે––આવું યાદ કરીને ભાવના
તેની ભાવવા જેવી છે. આ શરીર તો રોગનું ઘર છે, એમાંથી આત્મા જેવો ભિન્ન છે તેવો
કાઢી લેવો. પહેલાંં દ્રષ્ટિમાં ને જ્ઞાનમાં એને જુદો તારવી લેવો.
આત્મામાં તો વીરતા ભરેલી છે, આત્મા તો વીર છે. શરીર જવાની તૈયારી હોય
તો રાખવાનું શું કામ છે? આત્માને શરીર જોઈતું નથી, તે જતું હોય તો ભલે જાય.
આત્માને શરીર જોઈતું નથી ને સિંહ ખાઈ જતા હોય તો ભલે લઈ જાય... મુનિને ક્ષોભ
થતો નથી.. એ તો જાણે મિત્ર મળ્‌યો! –આવી અપૂર્વદશા ક્્યારે આવશે તેની ભાવના
ભાવી છે. સંસાર છે એ તો... શરીરનું હાલ્યા જ કરે... ખરૂં તો આત્માનું કરવાનું છે.
મરણટાણે જિંદગીના અભ્યાસનો સરવાળો આવે છે; એ વખતે ભેદજ્ઞાનપૂર્વક કે
તેની ભાવનાપૂર્વક શાંતિથી દેહ છોડે તેનું ડહાપણ સાચું.
આત્મામાં બેહદ સામર્થ્ય છે... ‘જ્ઞ’ સ્વભાવ... સર્વજ્ઞસ્વભાવ... બેહદસ્વભાવથી
આત્મા ભરેલો છે; જેનો ‘જ્ઞ’ સ્વભાવ તેને જાણવામાં વળી હદ શી! જગતને મરણની
બીક છે પણ જ્ઞાનીને તો આનંદની લહેર છે. મરણ કોનું? આત્મવસ્તુ શાશ્ત છે એનું
ભાન થયું ત્યાં મરણનો ભય નીકળી ગયો. જન્મે કોણ ને મરે કોણ? શરીર અને
આત્માની ભિન્નતાનો જે અભ્યાસ કર્યો તેના પ્રયોગના આ ટાણા છે.
સામે આસ્રવ–યોદ્ધો છે ને અહીં જ્ઞાન–યોદ્ધો છે; સમ્યગ્દ્રષ્ટિ––બાણાવલી
ભેદજ્ઞાનરૂપ તીરવડે આસ્રવોને જીતી લે છે. આવા જ્ઞાનનો વિચાર કરવો. આત્મા
સિવાય બીજું કાંઈ શરણ નથી. આ તો આસ્રવ સામેનો સંગ્રામ છે; સંગ્રામ છે; સંગ્રામ
માટે આત્માને તૈયાર રાખવો.
શરીર રાજીનામું આપે છે. ––તો ભલે જાય; આત્મા તો અવિનાશી એકલો છે.
જુઓને, એકવાર વૈરાગ્યથી ગાયું હતું ને! –
આતમરામ અવિનાશી આવ્યો એકલો, જ્ઞાન અને દર્શન છે તારું રૂપ જો...
બહિરભાવો તે સ્પર્શે નહિ આત્મને, ખરેખરો એ જ્ઞાયક વીર ગણાય જો...

PDF/HTML Page 17 of 37
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : પ્ર. ચૈત્ર:
બસ એક જ વાત! જુઓ તો ખરા, આવો આત્મા ઓળખે તેને જ્ઞાયક–વીર
કહેવાય. આ તો વીરતાના મારગ છે.
આત્મા ક્યાંકથી એકલો આવ્યો ને બધા કુટુંબકબીલા ભેગા થયા... પાછા
વીખેરાઈ જવાના; શરીરના પરમાણુ પણ વીંખાઈને છૂટા પડી જશે. તેમ આ બધું
પંખીમેળા જેવું છે. શરીરના રજકણો ભેગા થાય ને તેનો કાળ પૂરો થતાં વીંખાઈ જશે.
ચૈતન્યતત્ત્વ એકલું છે તે અવિનાશી છે. બાકી આ સંયોગમાં કાંઈ નથી.
આત્માના વિચાર રાખવા... આત્મા છે તે જ્ઞાન છે. યોગસારમાં કહે છે કે ‘સર્વ
જીવ છે જ્ઞાનમય. ’ આત્મસિદ્ધિમાં પણ આવે છે કે ‘સર્વ જીવ છે સિદ્ધસમ’ જ્ઞાનમય તે
જ આત્મા છે. બાકી બીજી બધી લપ છે, તે તો આવે ને જાય. શરીર પણ આવે ને જાય;
રાગ પણ આવે ને જાય. આત્મા કાયમ જ્ઞાન... જ્ઞાન... જ્ઞાનપણે રહે છે. ––આમ જાણવું
તેમાં ખરો સમભાવ છે. જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્મા. ––એવો અવિનાભાવ છે. રાગ
વગરનો આત્મા. ––એવો અવિનાભાવ છે. રાગ વગરનો આત્મા હોય પણ જ્ઞાન વગરનો
આત્મા ન હોય.
આત્મા પરમાં ને વિકલ્પમાં રખડે છે તે પોતાના સ્વભાવઘરમાં આવીને રહે તે
ખરૂં વાસ્તુ કહેવાય. આત્મા ઈન્દ્રિયોથી ન જાણે; અને ઈન્દ્રિયોથી તે જણાય પણ નહિ.
જ્ઞાનથી આવો આત્મા જણાય છે; તે પોતાના અંદરમાં જ છે પણ ‘મારા નયનોની
આળસે રે... મેં નીરખ્યા ન હરિને જરી... ’ નજર કરનારો પોતામાં નજર ન કરે ને
પરમાં દેખ્યા કરે–તેમાં શાંતિ ક્્યાંથી મળે?
દેહ સુકાઈ જાય, એ તો ક્ષણભંગુર છે. એક માણસનો ભાષણ કરતાંકરતાં દેહ
છૂટી ગયો. એક દાખલો આવે છે કે શૂરવીર રાજા હાથી ઉપર બેઠો છે, સામેથી બાણ છૂટે
છે ને શરીર વીંધાઈ જાય છે... પણ રાજા પડતો નથી, અંતે દેહ નહિ ટકે એમ લાગતાં
હાથીના હોદે્ બેઠોબેઠો જ સંયમભાવનામાં ચડી જાય છે... તેમ પ્રતિકૂળતા ને પરિષહોના
બાણ ઉપર બાણ આવે તોપણ પુરુષાર્થપૂર્વક તેની સામે ઊભો રહીને ધર્મી તે ઝીલ્યા કરે...
પોતાના માર્ગથી ડગે નહિ. જ્ઞાનસ્વરૂપ આત્મા આનંદમૂર્તિ એકલો છે તેનું લક્ષ વારંવાર
ઘૂંટવું.... એનો દોર બાંધી લેવો. જેમ કરોળીઓ પાણીમાં ચાલી ન શકે એટલે પોતાની
લાળથી જાળનો દોર બાંધીને તેના ઉપર સડસડાટ ચાલ્યો જાય... તેમ ચૈતન્યની રુચિનો
દોર બાંધી લીધો હોય તો આત્મા સડસડાટ તે માર્ગે ચાલ્યો જાય.
ઉપયોગ બરાબર રાખવો; સાવચેત રહેવું. દેહનું તો થવું હોય તે થાય. શરીરને શું
કરવું છે? કાળરૂપી સિંહને એ જોઈતું હોય તો ભલે લઈ જાય. ––તેમાં આત્માને શું? જો
કે કટોકટીનો કાળ જ્યારે આવે ત્યારે કામ તો આકરું છે, પણ સમતા રાખવી, શરીરમાં
સાતા હોય ત્યારે આકરૂં ન લાગે પણ બરાબરની અસાતા આવે ને પ્રતિકૂળ પ્રસંગ હોય
ત્યારે તેની સામે ઝઝૂમવા આત્માને ઘણો પુરુષાર્થ જોઈએ.
અરિહંતપ્રભુએ કહેલા ભાવને આત્મામાં ધારી રાખવો, દેહથી ભિન્ન ને રાગથી
ભિન્ન એવા આત્મભાવને ધારણ કરવો તે ધર્મ છે, તે મંગળ છે. ધવલામાં શ્રી
વીરસેનસ્વામી

PDF/HTML Page 18 of 37
single page version

background image
: પ્ર. ચૈત્ર : આત્મધર્મ : ૧૫ :
કહે છે કે આત્મદ્રવ્ય પોતે મંગળરૂપ છે, તું પોતે મંગળ છો. ચિદાનંદસ્વરૂપી
ભગવાન આત્મા અનાદિ અનંત મંગળરૂપ છે. રાગ હો, રોગ હો પણ આત્મા તેનો
જાણનાર છે;–આવા આત્માના વિચારમાં રહેવું. આત્મા જ્ઞાન–આનંદમય, ને રાગથી
તદ્ન ભિન્ન–તેનો વિચાર, તેનું મનન ને મંથન કરવા જેવું છે. શરીરમાં ખખડાટ થાય
તેના ઉપર લક્ષ ન કરતાં જ્ઞાનાનંદ સ્વરૂપનું લક્ષ કરવું... ભિન્નતાની ભાવના
શરીરમાં નબળાઈ થઈ જાય, ઈન્દ્રિયો મોળી પડે–તેથી કાંઈ આત્માને
વિચારદશામાં વાંધો આવતો નથી. આત્મા કાંઈ ઈન્દ્રિયથી નથી જાણતો; તેમજ
ઈન્દ્રિયોવડે તે જણાતો નથી. આત્મા તો જ્ઞાનમૂર્તિ છે, તે જ્ઞાનથી જ (–ઈન્દ્રિયજ્ઞાનથી
નહિ પણ અતીન્દ્રિયજ્ઞાનથી) જણાય છે. “શુદ્ધબુદ્ધચૈતન્યઘન..” ના વિચાર કરવા.
દેહની સ્થિતિ પોતાના અધિકારની વાત નથી પણ અંદરના વિચાર તે પોતાના
અધિકારની વાત છે. પોતાનું સ્વરૂપ કેમ પમાય એના જ વિચારનું રટણ રાખવું.
અરે, અત્યારે તો જુઓને! ભણેલા પણ ‘જીવીત શરીરથી ધર્મ થાય’ એમ
માનીને આ મૃતક કલેવરમાં મૂર્છાઈ પડ્યા છે. અમૃતસ્વરૂપ ભગવાન આત્મા પોતે
પોતાને ભૂલીને જડકલેરવમાં મોહિત થયો છે, ––તેની ક્રિયાને તે પોતાની માને છે. ––શું
થાય!
શરીરની હાલત શરીર સંભાળશે, પોતે પોતાના વિચારમાં રહેવું. જડ શરીરનો
સ્વામી આત્મા નથી. જડનો સ્વામી તો જડ હોય; ચેતન ચેતનનો સ્વામી હોય.
સર્વજ્ઞસ્વભાવી આત્મા ઈન્દ્રિયોથી કે એકલા અનુમાનથી જણાઈ જતો નથી,
સ્વસન્મુખતાથી જ તે જણાય તેવો છે. અંદર પોતામાં આખી વસ્તુ પડી છે, તેમાં
‘કરણ’ નામનો સ્વભાવ છે તેથી તે પોતે જ સાધન થઈને પરિણમે છે; બીજું સાધન
ક્્યાં હતું?
એક વસ્તુની બીજી વસ્તુ જરાપણ નથી. દરેક દ્રવ્ય પોતપોતાના સ્વરૂપમાં
(પોત–પોતાના ગુણપર્યાયમાં) મગ્ન છે, ત્યાં કોણ કોનું કરે?
આ શરીર તો ધર્મશાળા જેવું છે. આત્માને તેમાં રહેવાની મુદત છે. મુદત પૂરી
થતાં અવિનાશી આત્મા બીજે ચાલ્યો જશે. અરે, અવિનાશી આત્માને વારંવાર આવા
ઘર બદલવા પડે–એ તે કાંઈ શોભે છે!
શરીર તો ફટફટીયા જેવું છે, તેમાં તો ખખડાટ જ હોય ને? શાંતિ તો આત્માના
સ્વરૂપમાં છે, તેનો પ્રેમ કરવો. આત્માનો પ્રેમ છોડીને પરભાવનો પ્રેમ કરવો તે આત્મા
ઉપરનો મોટો ક્રોધ છે. શરીરમાં ખખડાટ થાય તેના ઉપર લક્ષ ન કરવું. જ્ઞાનપરિણતિના
આધાર કાંઈ રાગ નથી. રાગ સાથે કે દેહ સાથે જ્ઞાનપરિણતિને શું સંબંધ છે? શરીર
આમ રહે તો ઠીક ને આમ રહે તો અઠીક––એવું કાંઈ આત્મામાં નથી. શરીરની જે
પર્યાય થાય છે તે યથાયોગ્ય જ છે. તેનાથી ભિન્નતાની ભાવના રાખવી. આત્મા ભિન્ન
જ છે. જુદો... ને... જુદો.

PDF/HTML Page 19 of 37
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : પ્ર. ચૈત્ર:
શરીર પડે તો પડો... તે તો પડવાનું છે જ; આત્મા ક્્યાં નાશ થવાનો છે? આત્મા
અનાદિ છે; ખોળિયું બદલે તેથી કાંઈ આત્મા બીજો થઈ જતો નથી. વિભાવમાં સ્વભાવ
નહિ ને સ્વભાવમાં વિભાવ નહિ. જ્ઞાનમાં રાગ પણ નથી, પછી શરીર તો ક્્યાં રહ્યું? કર્મ
કે નોકર્મ પણ જ્ઞાનમાં નથી. સંવરઅધિકારમાં એ વાતનું સરસ ભેદજ્ઞાન કરાવ્યું છે. અરે,
પરસત્તાને અવલંબતો પરાલંબી ઉપયોગ પણ નિશ્ચયથી આત્માનું સ્વરૂપ નથી;
સ્વસત્તાને અવલંબનારો સ્વાલંબી ઉપયોગ તે જ ખરો આત્મા છે. પ્રયોગમાં મુકવાનો
અવસર છે.
આત્માના નિરાલંબી ઉપયોગને કોઈ હરી શકતું નથી. શરીરમાં રોગ આવે કે
બીજી કોઈ પ્રતિકૂળતા આવે તેનામાં એવી તાકાત નથી કે આત્માના ઉપયોગને હણી
નાખે. કોઈથી હણાય નહિ એવા શુદ્ધઉપયોગસ્વરૂપ આત્મા છે, શુભાશુભપરિણામસ્વરૂપ
ખરેખર આત્મા નથી. આવા આત્માના વિચાર રાખવા. આત્મા ઈન્દ્રિયોથી ભિન્ન છે,
ઈન્દ્રિયોદ્વારા તે સુખદુઃખનો ભોક્તા નથી. દુઃખ તો ક્ષણિક કૃત્રિમ વિકાર છે, ને આનંદ
આત્માનો ત્રિકાળ શાશ્વત અકૃત્રિમ સ્વભાવ છે–માટે આનંદસ્વભાવની દ્રષ્ટિમાં આત્મા
દુઃખનો ભોક્તા નથી. આવો આત્મા લક્ષમાં લ્યે ત્યાં મરણની બીક કેવી? જગતને મરણ
હું તો જ્ઞાન છું એવી શ્રદ્ધાથી જ્ઞાની વજાપાત થાય તો પણ ડગતા નથી, ને
નિજસ્વરૂપની શ્રદ્ધાને છોડતા નથી. શરીર ભલે મોળું પડે પણ આત્માના ભાવ તેજ
રાખવા.
જ્ઞાનનું અચિંત્ય માહાત્મ્ય છે. અનંત આકાશને ને અનંતકાળને જ્ઞાન ગળી જાય
છે. અનંત–અમાપ આકાશના પૂરા અસ્તિત્વનો નિર્ણય શ્રુતજ્ઞાન પણ કરી લે છે, તો
રાગરહિત પૂર્ણજ્ઞાનમાં કેટલી તાકાત હશે!! આવા આવા તો અનંતગુણની તાકાતવાળું
દ્રવ્ય અંદર પડ્યું છે. –એના વિચારમાં રહેવું. આ શરીરનું માળખું તો હવે રજા માગે એવું
છે. ચૈતન્ય તો નક્કરપિંડ છે, ને આ શરીર તો ખોખું છે.
ભેદજ્ઞાનવડે દારૂણ વિદારણ કરીને–ઉગ્ર પુરુષાર્થ વડે રાગને આત્માથી અત્યંત
જુદો કરવો. મારા જાગૃત ચૈતન્યસ્વરૂપમાં રાગ નથી, ને રાગમાં ચૈતન્યનો પ્રકાશ નથી.
રાગ તો અદ્ધરનો ક્ષણિકભાવ છે, એના મૂળિયા કાંઈ ઊંડા નથી.
नमः समयसाराय એ મંગલશ્લોકમાં આચાર્યદેવે શુદ્ધ આત્માનું અસ્તિત્વ, તેનો
જ્ઞાનગુણ, તેની સ્વાનિભૂતિરૂપ નિર્મળદશા અને કેવળજ્ઞાનનું સામર્થ્ય––એ બધું બતાવી
દીધું છે. એક શ્લોકમાં ઘણું ભરી દીધું છે. આવા વિચારમાં રહેવું. બહારનું તો થવું હોય
તેમ થશે.
સમયસારમાં કહે છે કે ઘોર–પ્રંચડ કર્મ ઉદયમાં આવવા છતાં ધર્મીજીવ પોતાના
સ્વરૂપથી ડગતા નથી; સાતમી નરકની વેદનાના પરિષહ વચ્ચે પણ સમકિતી ધર્માત્મા
નિજસ્વરૂપની શ્રદ્ધાને છોડતા નથી. ‘હું જ્ઞાન છું’ એવી શ્રદ્ધાથી જ્ઞાની વજાપાત થાય તો
પણ ડગતા નથી. ––અહીં તો શું પ્રતિકૂળતા છે?

PDF/HTML Page 20 of 37
single page version

background image
: પ્ર. ચૈત્ર : આત્મધર્મ : ૧૭ :
જડમાં ફેરફાર થાય તેમાં આત્માને શું છે? સંસાર તો આવો જ છે.
આત્માનો સ્વભાવ સ્વસહાય છે, પોતે જ પોતાનું શરણ છે; બીજે ક્્યાંય શરણ
નથી, બીજું કોઈ સહાયક નથી. આત્મા સિવાય બીજે ક્્યાંય નજર નાખ્યે શરણ મળે
તેમ નથી. ચૈતન્યસ્વભાવ સામે નજર કરીને તેનું જ શરણ કરવું. સ્વશરણ એ જ સહાય
છે. બીજું કોણ શરણ થાય? શરીરના રજકણો ફરવા માંડયા ત્યાં સગાવહાલા તો પાસે
ઉભા ઉભા જોતા રહે... બીજું શું કરે? જગતમાં કોઈ શરણ નથી. ચૈતન્યનું ધ્યાન રાખવું.
ચૈતન્યનું ચિંતન એ એક જ ઉદ્ધારનો રસ્તો છે; બીજા કોઈ રસ્તે ઉદ્ધાર નથી.
સંતોની વૈરાગ્યઝરતી વાણી મુમુક્ષુને સર્વપ્રસંગે ખૂબ જ ઉત્સાહપ્રેરક હોય છે.
અરે, બીજી તો શી વાત! પરંતુ સંતગુરુજનોની ઉપસ્થિતિ મૃત્યુ સમયની વેદનાને પણ
ભૂલાવી દે છે ને આત્માને ધર્મમાં એવો ઉત્સાહિત કરે છે... કે અવિનાશી આતમરામનું
રટણ કરતાં કરતાં દેહ છૂટી જાય છે. જીવનમાં આવા સંતોનો યોગ કોઈ અનેરા
ભાગ્યથી જ મળે છે... ને તેમાંય અંતિમ સમયે, ધર્માત્માની હાજરીમાં ચૈતન્યની
ભાવનાપૂર્વક દેહ છૂટે તે તો બહુ વિરલ છે. તેથી જ એક મુમુક્ષુકવિએ એ પ્રસંગની
ભાવના ભાવી છે કે:–
ધર્માત્મા નીકટ હો... ચર્ચા ધરમ સુનાવે, વે સાવધાન રખેં, ગાફિલ ન હોને દેવે
રત્નત્રયી કા પાલન હો અંત મેં સમાધિ, શિવરામ પ્રાર્થના હૈ જીવન સફળ બનાઉં.
આપણે પણ એવી ભાવનાની પુષ્ટિ કરીએ કે–
બોધિ–સમાધિ હે પ્રભો! હો સંત કેરા ચરણમાં,
જીવનમાં કે અંતસમયે, છૂટે પ્રભુ નહિ એ કદા.
દુ:ષમકાળમાં સાવધાની
વર્તમાન દુષમકાળ વર્તે છે. મનુષ્યોનાં મન પણ દુષમ જ જોવામાં આવે
છે. ઘણું કરીને પરમાર્થનો દેખાય કરી સ્વેચ્છાએ વર્તે છે.
એવા વખતમાં કોનો સંગ કરવો, કોની સાથે કેટલું
બોલવું, કોની સાથે પોતાના કેટલા કાર્યવ્યવહારનું સ્વરૂપ
વિદિત કરી શકાય, એ બધું લક્ષમાં રાખવાનો વખત છે. નહીં
તો સદ્વૃત્તિવાન જીવને એ બધાં કારણો હાનિકર્તા થાય છે.
આનો આભાસ તો આપને પણ હવે ધ્યાનમાં આવતો હશે.
–શ્રીમદ્રાજચંદ્ર ૯૪૭