Atmadharma magazine - Ank 247
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 5

PDF/HTML Page 1 of 83
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૧
સળંગ અંક ૨૪૭ (હીરકજયંતી)
Version History
Version
NumberDateChanges
001Oct 2003First electronic version.


PDF/HTML Page 3 of 83
single page version

background image
કુંદકુંદપ્રભુ આશીષ આપે...
ગુરુ કહાનના એ જન્મને હાં ભક્તો, સૌ ભક્તો ભાવે ઊજવે રે...
જયજયકાર ગજાવી આજે... મંગલનાદે વધાવે રે... કહાનના એ જન્મને...
હીરકજયંતિ આનંદે સૌ મુંબઈ નગરે મનાવે,
‘હિન્દુસ્તાનના હીરા’ને સૌ મોતી–હીરલે વધાવે રે...
કહાનના...
ધનનન નાદે ગગન ગજાવી આનંદભેરી બજાવે...
અનેક જ્યોતિ ઝગમગ દીપકમાલા ઝબકે રે...
કહાનના...
કુંદકુંદપ્રભુ આશીષ આપે દેવા પુષ્પ વધાવે...
ઉમંગભર્યા ભક્તોનાં હૈયાં ગુરુદેવ–અભિનંદે રે...
કહાનના...
જન્મવધાઇ સુણતાં આવે દેશોદેશ સન્દેશા...
ચિરંજીવો ચિરંજીવો, ચિરંજીવો ગુરુદેવા રે...
જય જય હોજો, જય જય હોજો, જય જય તારીજગમાં રે... કહાનના...

PDF/HTML Page 4 of 83
single page version

background image
હે ગુરુદેવ! આત્મ સાધનાના પ્રયત્નથી
ભરેલું આપનું જીવન આત્માર્થીઓને માટે એક
આદર્શરૂપ છે. આત્માની સાધના એ જગતનું
સર્વોત્કૃષ્ટ અભિનંદનીય કાર્ય છે, એ કાર્યની અમને
પ્રેરણા આપીને આપ પણ અભિનંદનીય બન્યા
છો..... આપશ્રીની ૭પમી જન્મ જયંતીના
‘અમૃત મહોત્સવ’ પ્રસંગે ભારતના ભક્તોની
સાથે આ ‘આત્મધર્મ’ પણ આપને અભિનંદે છે.

PDF/HTML Page 5 of 83
single page version

background image
હીરો હિન્દુસ્તાનનો
(રાગઃ એક અદ્ભુત વાણીયો)
સ્વાનુભૂતિથી ઝળકે છે. નિજ ચૈતન્ય તેજે ચમકે છે,
દેખાડે છે સંત, – એ છે હીરો હીન્દુસ્તાનનો...
આ ભાનુ ભારતદેશનો...
‘સુવર્ણ’માં એ જડીયો છે, ભારતમાં એ ઝળક્યો છે,
જિન માર્ગનો પ્રકાશક છે, એ હીરલો હીન્દુસ્તાનનો...
જ્યાં સીમંધર –સંસ્કાર છે, જ્યાં વીર પ્રભુની હાક છે.
જ્યાં કુંદપ્રભુના તેજ છે, એ હીરલો હીન્દુસ્તાનનો...
‘સપ્ત’ તત્ત્વનો જાણ છે, ‘પંચ’ પરમેષ્ઠીનો દાસ છે,
જગતથી ઉદાસ છે, એ હીરલો હિન્દુસ્તાનનો...
જેના આતમતેજ અપાર છે, કોહીનૂર ઝંખવાય છે,
મોહ અંધારા ભાગે છે, આ હીરલો હિન્દુસ્તાનનો...
શ્રુતના દરિયા મથી મથી, જે સમ્યક્ રત્નો કાઢે છે,
અમૃત પાન કરાવે છે, આ હીરલો હિન્દુસ્તાનનો...
હીરક ઉત્સવ શોભતો, ત્યાં વાગે મંગલ નોબતો
મુમુક્ષુ હૈડે દીપતો, આ હીરલો હિન્દુસ્તાનનો...
શ્રદ્ધાનાં જ્યાં નૂર છે, શ્રુતતરંગ ભરપૂર છે,
‘હીરો’ કહે જયવંત છે, આ હીરલો હિન્દુસ્તાનનો...
આ ભાનુ ભારતદેશનો...

PDF/HTML Page 6 of 83
single page version

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
વૈશાખ સુદ ૨ઃ ૧ઃ
વર્ષઃ ૨૧વીર સં.
અંકઃ ૭ર૪૯૦
૨૪૭
તંત્રી
જગજીવન બાવચંદ દોશી
વૈશાખ
ભારતનું નવસર્જન
આજે ગુરુદેવ ભારતનું નવસર્જન કરી રહ્યા
છે....ભારતની સાચી પ્રગતિ, સાચું નવસર્જન,–
જેનાથી જીવોને શાંતિ પ્રાપ્ત થઇ શકે એવી મહાન
ક્રાંતિ અધ્યાત્મજ્ઞાન વડે જ થઈ શકે. રાષ્ટ્રપતિ કે મહા
અમાત્ય જેવું મોટું પદ પામવા છતાં જે જીવો શાંતિ
નથી પામી શકતા, ને શાંતિ અધ્યાત્મજ્ઞાન વડે સહજ
માત્રમાં જીવ પામી શકે છે. એવા અધ્યાત્મજ્ઞાન વડે
પૂ. શ્રી કાનજીસ્વામી આજે ભારતનું નવસર્જન કરી
રહ્યા છે. હીરક જયંતી પ્રસંગે આપણે તેમને પરમ
ભક્તિથી અભિનંદીએ....અને જ્ઞાનપ્રકાશ વડે
આપણા જીવનનું તેઓ નવસર્જન કરે–એમ પ્રાર્થના
કરીએ છીએ.....

PDF/HTML Page 7 of 83
single page version

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
ઃ ૨ઃ વૈશાખ સુદ ૨
મુંબઈનગરીમાં અધ્યાત્મ સંદેશ
ચૈત્ર વદ છઠ્ઠ ને રવિવાર તા. ૩–પ–૬૪... અહા,
એ દિવસે આખી મુંબઈનગરી જાણે આનંદથી હલમલી
ઊઠી....હજારો જીવોનાં ટોળાં હર્ષોલ્લાસથી આઝાદ મેદાન
તરફ જઈ રહ્યા છે...અરે, આ શું દેખાય છે !! જાણે
સોનાના શિખરવાળું મંદિર!...વાહ! એ તો છે
મહાવીરનગરનું પ્રવેશદ્વાર. શી એની શોભા! ને કેવો
ભવ્ય એ મંડપ!! ને જિજ્ઞાસુઓની કેટલી બધી ભીડ!!
સવારમાં ગુરુદેવ પધાર્યા, સીમંધરનાથના દર્શન કર્યાં ને
મુંબઈનગરીની જનતાએ હર્ષભર્યું ભવ્ય સ્વાગત કર્યું. કેવું
ઉમંગભર્યું સ્વાગત! સ્વાગતગીત, અને સ્વાગતપ્રવચનો
બાદ ગુરુદેવે આઠ હજારની માનવમેદની વચ્ચે ચૈતન્યની
સુંદરતા દર્શાવનારું સુંદર પ્રવચન કર્યું. બપોરે ધોમધખતા
તાપમાં હજારો જીવોનાં ટોળાં ફરીને એ અધ્યાત્મસંદેશ
સાંભળવા ઉપડયા. શું સાંભળ્‌યું એમણે પ્રવચનમાં?
પ્રવચનમાં એમણે સમયસારના કર્તા–કર્મ અધિકારની
પ્રારંભિક ગાથાઓનું વિવેચન સાંભળ્‌યું ભેદજ્ઞાનની રીત
સાંભળી...તે અહીં આપી છે.
આ સમયસાર શાસ્ત્ર વંચાય છે. આત્મા શું ચીજ છે, તે અનાદિથી સંસારમાં કેમ
રખડે છે ને તેની મુક્તિ કેમ થાય–એ વાત આમાં આચાર્યદેવે બતાવી છે. આ શાસ્ત્રને
સમયસાર નાટક પણ કહે છે, એટલે, જેમ નાટકમાં રાજાનું જીવનચરિત્ર ત્રણ કલાકમાં
દેખાડયું છે, તેમ અહીં અનાદિઅનંત આત્માના સંસાર તથા મોક્ષના સ્વાંગ શું છે તે
વાત આચાર્યદેવે સમજાવેલ છે.
આત્મા દેહથી તદ્ન ભિન્ન ચીજ છે; અત્યારે પણ ચૈતન્યમૂર્તિ આત્મા દેહથી જુદો
જ છે. દેહ તો અચેતન, ને આત્મા ચેતન; દેહ તો સંયોગી–નાશવાન ને આત્મા

PDF/HTML Page 8 of 83
single page version

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
વૈશાખ સુદ ૨ઃ ૩ઃ
અસંયોગી અવિનાશી; દેહ દ્રશ્યમાન, આત્મા ઇંદ્રિયોથી અદ્રશ્ય; આમ બંને ચીજની
અત્યંત જુદાઈ છે.
દેહ અને આત્મા બંને ચીજ જુદી છે; ને જે ચીજો જુદી હોય તે એકબીજાનું કાર્ય
કરી શકે નહીં. જે જેનું કાય કરે તે તેની સાથે એકમેક થઈ જાય. જો આત્મા દેહનું કાર્ય
કરે તો જડદેહ સાથે તે એકમેક થઈ જાય. અરે, આવો અવતાર પામીને જીવ ક્ષણેક્ષણે
ભાવમરણે મરે છે, ચારે ગતિમાં સૌથી દુર્લભ એવો આ મનુષ્યઅવતાર પામ્યો, તેમાં
પણ સત્સમાગમે જો આત્માની ઓળખાણ ન કરી તો તારા ભાવમરણનો અંત
આવવાનો નથી. સંતની પહેલી શિક્ષા છે કે તારા દોષે તને બંધન છે; પરને પોતાનું માને
છે ને પોતાના સ્વરૂપને ભૂલે છે–એવો જીવનો દોષ તે સંસારનું કારણ છે. ભાઈ, તારું
કાર્ય અસ્તિત્વમાં હોય, તારા અસ્તિત્વથી બહાર તારું કાર્ય ન હોય. આમ છતાં ‘મારું
કાર્ય પરમાં, પરના કાર્યનો હું કર્તા–’ એવો જે પર સાથેના કર્તાકર્મનો અભિપ્રાય તે તો
દૂર કર્યો છે ને જ્ઞાન તથા રાગ વચ્ચે કર્તાકર્મની માન્યતા પણ વિભાવબુદ્ધિ છે; તેને પણ
છોડીને જે જ્ઞાનમય થયા એવા સિદ્ધભગવંતોને નમસ્કાર કર્યા છે.
“કરે કરમ સોહી કરતારા...જો જાને સો જાનનહારા” ‘હું જ્ઞાન છું’ એમ જે
નથી અનુભવતો, તે જ પરભાવનો કર્તા થાય છે. અરે ભાઈ! વિભાવથી પાર તારું
ચિદાનંદ તત્ત્વ છે તેને તું જાણ જેમ કસ્તુરિયા મૃગલાની ડૂંટીમાં જ સુંગધી કસ્તુરી છે
પણ તે બહારમાં ઢુંઢે છે...મારામાં આવી મજાની સુગંધ કેમ હોય! એમ તેને વિશ્વાસ
આવતો નથી. તેમ અજ્ઞાનીને અંદરના નિર્વિકલ્પ ચિદાનંદ સ્વભાવની પ્રતીત બેસતી
નથી, ને બહારમાં–વિકારમાં તે પોતાની મહત્તા ઢુંઢે છે. બાપુ! તારો આનંદ તારી પાસે
છે, ક્યાંય બીજે તારો આનંદ નથી. આનંદ તો તારા જ્ઞાનની કળામાં છે.
જ્ઞાનકલા જિસકે ઘટ જાગી, તે જગમાંહી સહજ વૈરાગી
જ્ઞાની મગન વિષય સુખ માંહી, યહ વિપરીત સંભવે નાંહી
જ્ઞાનકળા જાગી ને અંતરમાં ચૈતન્યના અતીન્દ્રિય આનંદનો સ્વાદ ચાખ્યો, તે
જગતના કોઈ વિષયોમાં મગ્ન થતા નથી. ચૈતન્યસુખનો સ્વાદ પણ ચાખે અને બાહ્ય
વિષયોમાં સુખ પણ માને–એમ કદી બનતું નથી.

PDF/HTML Page 9 of 83
single page version

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
ઃ ૪ઃ વૈશાખ સુદ ૨
અજ્ઞાનીએ પોતાના ચૈતન્ય સ્વાદને કદી ચાખ્યો નથી, પર ચીજને પણ કોઇ
આત્મા ભોગવી શકતો નથી. તો આત્માએ કર્યું શું?–કે અજ્ઞાનપણે પોતાના વિકાર
ભાવોને જ ભોગવ્યા. જેમ આત્માના ગુણો આત્માથી બહાર નથી રહેતા, તેમ આત્માના
દોષ પણ આત્માથી બહાર નથી રહેતા. એટલે તે દોષ ટાળવાનો ને ગુણ પ્રગટ કરવાનો
ઉપાય પણ આત્મામાં જ છે; બહારમાં કોઈ ઉપાય નથી. એટલે કે બહારના પદાર્થોની
સાથે કર્તા કર્મપણાની બુદ્ધિ તો પહેલે ધડાકે છૂટી જવી જોઇએે.
અહા, અંદરથી ઉમળકો લાવીને જેણે આ ચૈતન્યસ્વરૂપની વાત સાંભળી,
સ્વભાવ પ્રત્યેનો ઉલ્લાસભાવ જાગ્યો, તે અલ્પકાળે મોક્ષ પામ્યા વગર રહે નહીં. અહા,
બંધનથી બંધાયેલા નાના વાછરડાને પણ જ્યાં સવારમાં પાણી પાવા છોડે ત્યાં
છૂટકારાના અવસરે તે આનંદથી નાચી ઊઠે છે. શાસ્ત્રકારો કહે છે કે અરે જીવ!
અનંતકાળથી તું બંધાયેલો, તેમાંથી તારા છૂટકારાની ને અપૂર્વ આનંદની પ્રાપ્તિની
વાત અમે તને સંભળાવીએ છીએ, ત્યાં તને એમ થાય કે આહા! છૂટકારાનો અવસર
આવ્યો. ભવબંધનથી છૂટવાનો ને ચૈતન્યના આનંદની પ્રાપ્તિનો ઉપાય સંતોએ
બતાવ્યો.–આમ જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા પ્રત્યે પ્રેમ ઉલ્લસી જાય, ત્યાં અલ્પકાળે મુક્તિ
થયા વિના રહે નહિ.
* * *
સું....દ....ર
મુંબઈનગરીમાં મંગલાચરણ કરતાં ૭–૮ હજારની માનવમેદનીમાં ગુરુદેવે કહ્યું
કે–જગતમાં મંગળ વસ્તુ તો શુદ્ધઆત્મા છે. તે આત્માના શ્રદ્ધા–જ્ઞાન કરવા, તથા તેની
વાતનું રુચિથી શ્રવણ કરવું તે પણ માંગળિક છે, તે સુંદર છે. કુંદકુંદસ્વામી સમયસારની
ત્રીજી ગાથામાં કહે છે કે–
एयत्त णिश्चयगओ समओ सव्वस सुंदरो लोए
એકત્વ–નિશ્ચયને પ્રાપ્ત એવા જે શુદ્ધ સમય, શુદ્ધઆત્મા, તે લોકમાં સર્વત્ર
સુંદર છે; સુંદર કહો કે મંગળ કહો. વનમાં વસતા સંત ભગવાન કુંદકુંદમુનિ

PDF/HTML Page 10 of 83
single page version

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
વૈશાખ સુદ ૨ઃ પઃ
સમયસારમાં આત્માની અલૌકિક વાત સંભળાવતા કહે છે કે અહો, આત્મા
પોતાના સ્વભાવને પામે એવી વાત જગતમાં દુર્લભ છે. અશુદ્ધતાની ને રાગદ્વેષ
પોષનારી વાત જીવોએ અનંતવાર સાંભળી છે, ને એવા ભાવો અનંતકાળ સેવ્યા
છે તેથી તે સુલભ છે, પણ પરથી ભિન્ન શુદ્ધાત્માની વાત કદી પૂર્વે સાંભળી નથી,
કદી અનુભવી નથી, તેથી તે દુર્લભ છે, ને તે જ જીવની પરમ હિતકર છે, તે જ
સુંદર છે, તે જ મંગળ છે. આવો અવસર પામીને આત્માના સ્વભાવના સમ્યક્
શ્રદ્ધા–જ્ઞાન કરવા ને સ્વસમયપણું પ્રગટ કરવું તે જ ઉત્તમ મંગળ છે.
સાધક કહે છે હે જિનેશ્વર! હે પરમાત્મા! શુદ્ધ ચૈતન્યની શ્રદ્ધા કરીને તારા
ગાણાં ગાવા ઊભો થયો, તે શ્રદ્ધાના રંગમાં હવે ભંગ પડવાનો નથી. આત્મપ્રેમ
જાગ્યો તેમાં હવે ભંગ પડવાનો નથી. ચૈતન્યના આદરમાં વચ્ચે વિકારનો આદર
નહિ આવે. ધર્મને સાધવા નીકળ્‌યો તેમાં વચ્ચે ભંગ પડવાનો નથી; ચૈતન્યની
અભંગ પ્રીતિથી જાગ્યો તે હવે ભંગ પડયા વગર કેવળજ્ઞાન લેશું. આના જેવું
ઉત્તમ મંગળ જગતમાં બીજું નથી. સંતો કહે છે કે હે નાથ! આપના જેવા
શુદ્ધાત્માને શ્રદ્ધામાં લઇને મનમંદિરમાં સ્થાપ્યો, હવે એથી વિરુદ્ધ બીજા કોઇ
ભાવનો મારા મનમંદિરમાં પ્રવેશ થવા ન દઊં એ અમારા કૂળની ટેક છે. હે પ્રભો!
અમે આપના કૂળના છીએ. સ્વભાવને સાધવા નીકળ્‌યા તેમાં વચ્ચે ભંગ નહિ
પાડીએ એમાં આપની સાક્ષી છે. આત્માના આવા શ્રદ્ધા–જ્ઞાનના ભાવ પ્રગટ કરવા
તે અપૂર્વ સુંદર માંગળિક છે.–એ રીતે મુંબઈનગરીમાં માંગળિક કર્યું.
(તા. ૩–પ–૬૪)

PDF/HTML Page 11 of 83
single page version

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
ઃ ૬ઃ વૈશાખ સુદ ૨
અ....ધ્યા....ત્મ....સ....ન્દે....શ
મુંબઈનગરીના આઝાદમેદાનમાં વિશાળ મંડપ
વચ્ચે છ સાત હજાર જિજ્ઞાસુઓની ભવ્ય સભામાં પૂ.
શ્રી કાનજીસ્વામીએ જે અધ્યાત્મસન્દેશ સંભળાવ્યો
તેનો થોડોક નમૂનો અધ્યાત્મપ્રેમી વાંચકો માટે અહીં
રજુ કરવામાં આવ્યો છે.
આત્મા આ દેહથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ તત્ત્વ છે; તે સ્વતંત્રપણે પોતાના કાર્યનો
કર્તા છે; જડના કાર્યનો કર્તા તે નથી. હવે અજ્ઞાની પોતામાં શું કાર્ય કરે છે? ને જ્ઞાની
પોતામાં શું કાર્ય કરે છે? તે અહીં ઓળખાવે છે. અંદરમાં જે જ્ઞાનથી વિરુદ્ધ રાગની કે
દ્વેષની લાગણીઓ થાય છે તે વિકારી લાગણીઓને જ નિજસ્વરૂપ સમજીને અજ્ઞાની
તેનો કર્તા થાય છે. આ અજ્ઞાનીનું કાર્ય છે ને તે જ અધર્મ છે, તે જ દુઃખ અને સંસાર
છે. જ્ઞાની તો રાગની લાગણીથી પાર નિજસ્વરૂપને જાણતો થકો તે પોતાના
જ્ઞાનભાવનો જ કર્તા થાય છે, આવો તેનો વીતરાગ જ્ઞાનભાવ તે જ ધર્મ છે, તે જ
જ્ઞાનીનું કાર્ય છે.
અરે ભાઈ, જગતમાં બીજાનું તું શું કરીશ? જગતમાં અનેક જાતના
પ્રાણીઓ, વિધ વિધ પ્રકૃતિના મનુષ્યો, તેમાં કોને તારે સરખા કરવા છે? શું તારી
ઇચ્છા પ્રમાણે જગત ચાલવાનું છે? આ દેહ અનંતા પરમાણુ ભેગા થઇને બનેલો છે,
તે અનંતા રજકણે પણ કાંઇ તારી ઇચ્છા પ્રમાણે પરિણમવાના નથી. અરે, બહારનાં
કામ તો દૂર રહ્યા, અંદરના ભાવમાં થતી જે રાગની લાગણી, તેનાથી પણ પાર
વીતરાગનો માર્ગ છે. ભાઈ વીતરાગના માર્ગ અલૌકિક છે. જે માર્ગે સિંહ સંચર્યા તે
માર્ગે હરણીયાં નહિ સંચરે...તે માર્ગના લીલા ઘાસ ઊભા ઊભા સુકાઇ જશે પણ
ડરપોક હરણીયાં તે માર્ગે નહિ જાય....તેમ ધર્મના કેસરી સિંહ એવા જે તીર્થંકર
ભગવંતો તેમનો વીતરાગ માર્ગ અલૌકિક છે....રાગથી ધર્મ થાયને દેહની ક્રિયાનો હું
કર્તા–એવી બુદ્ધિવાળા જીવો વીરના વીતરાગમાર્ગમાં નહિ

PDF/HTML Page 12 of 83
single page version

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
વૈશાખ સુદ ૨ઃ ૭ઃ
આવી શકે, વીતરાગી પુરુષાર્થના પડકાર કરતો મુમુક્ષુ જાગ્યો તે રાગમાં અટકે નહિ,
શ્રદ્ધાનો વીતરાગ ભાવ સમકિતીને પણ પ્રગટયો છે. અને સ્વર્ગના ઇન્દ્રો પણ
આત્માની આવી ધર્મ કથા સાંભળવા માટે મધ્ય લોકમાં ભગવાનની સભામાં આવે
છે....અધ્યાત્મની આવી વાત સાંભળવાનો પ્રેમ જાગે તેને પણ ઊંચા પુણ્ય બંધાય
છે, ને અંતરમાં જે તેને લક્ષગત કરે તેનું તો કોઈ અપૂર્વ કલ્યાણ થાય છે.
આવી અધ્યાત્મની વાત સાંભળવાનો સુઅવસર ક્યારેક જ મહા ભાગ્યથી મળે છે.
(“મુંબઈ સમાચાર”માંથી)
* * *
એ પંખીડા! જાજે
પ્રભુના દેશમાં...
બોલજે કહેજે....
સંદેશમાં....ઓ પંખીડા
કહેજે કે તુમ ભક્તે
લીધી પ્રતિજ્ઞા–
જીવે છે ત્યાગીના
ભાવમાં....ઓ પંખીડા!

PDF/HTML Page 13 of 83
single page version

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
ઃ ૮ઃ વૈશાખ સુદ ૨
પદ્મનંદીપચ્ચીસી (દાન અધિકાર)
[દેવ ગુરુ શાસ્ત્રની ભક્તિનો પોષક એવો આ
દાનઅધિકાર ગુરુદેવે અનેકવાર પ્રવચનમાં વાંચ્યો છે.]
આ શાસ્ત્રમાં આચાર્યદેવે ‘દાન અધિકાર’ સુંદર રીતે વર્ણવ્યો છે. તેમાં
છેવટે આચાર્યદેવે કહ્યું છે કે–અજ્ઞાની જીવોને લોભરૂપી ઉંડા કૂવાની ભેખડમાંથી
બહાર કાઢવા માટે આ દાન અધિકાર વર્ણવ્યો છે. પણ તે કોને રુચશે? જેને
આત્માની દરકાર હશે તેવા કોમળ હૃદયવાળા ભવ્યજીવોને તો આ સાંભળતા
ઉલ્લાસ આવશે–પણ જેઓ લક્ષ્મી વગેરેના તીવ્ર લોલૂપી હશે તેવા જીવોને આ
ઉપદેશ નહિ રુચે. ભ્રમર ગૂંજારવ કરતો જ્યારે ફૂલ પર બેસે ત્યારે, જે કમળનું ફૂલ
હોય તે ફડાક ખીલી ઊઠે, પણ જે પથ્થરનું ફૂલ હોય તે ખીલે નહિ. તેમ આ
અધ્યાત્મરસના ગૂંજારવથી ભરેલા દાનઅધિકાર સાંભળતાં જે કમળ જેવા કૂણાં
હૃદયવાળા ભવ્યાત્મા હશે તેનું હૃદયકમળ તો હર્ષથી ખીલી ઊઠશે, પણ જે પથ્થર
જેવા કઠણ કાળજાવાળા હશે તેને આ તત્ત્વથી ભરેલા દાનના ઉપદેશની કાંઇ અસર
નહિ થાય, એવી જ રીતે, ‘દરેક આત્મા પરિપૂર્ણ છે, વિકારરહિત સ્વભાવે છે,
પોતાના સ્વાધીન સ્વભાવના અવલંબનથી દરેક જીવ પરમાત્મા થઇ શકે છે.’ આમ
પોતાના સ્વભાવનું માહાત્મ્ય સંતોના શ્રીમુખેથી સાંભળીને ભવ્યજીવોનું અંતર તો
નાચી ઊઠે છે, ને તેનું ચૈતન્યકમળ ખીલી જાય છે.

PDF/HTML Page 14 of 83
single page version

background image
श्री कानजीस्वामी–हीरकजयंती–अभिनंदन–अंक

PDF/HTML Page 15 of 83
single page version

background image
श्री कानजीस्वामी–हीरकजयंती–अभिनंदन–अंक

PDF/HTML Page 16 of 83
single page version

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
વૈશાખ સુદ ૨ઃ ૯ઃ
અમદાવાદને આંગણે વીરપ્રભુનો જન્મોત્સવ
અમદાવાદનું આંગણું ને ચૈત્ર સુદ તેરસનો દિવસ...ત્યારે
રપ૬ર વર્ષને ઓળંગીને ગુરુદેવે પ્રવચનમાં વીરપ્રભુના
જન્મોત્સવનો સાક્ષાત્કાર કરાવ્યો...વીરપ્રભુના જીવનનું
ભાવભીનું દર્શન કરાવ્યું...ને વીરહાકથી વીરપ્રભુનો સન્દેશ
સંભળાવ્યો.
ઘડીકમાં ગદ્યથી તો ઘડીકમાં પદ્યથી, ઘડીકમાં વીરપ્રભુના
જન્મનું હાલરડું સંભળાવતા, તો ઘડીકમાં વીરપ્રભુની વીરહાક
સંભળાવતા, એવી એ પ્રવચનની ધારા અદ્ભુત હતી...તે
સાંભળતા ત્રણ ચાર હજાર શ્રોતાજનો વીરપ્રભુ પ્રત્યેની પરમ
ભક્તિથી ડોલી રહ્યા હતા...ને આવા ઉમંગભર્યા વાતાવરણથી
વીરપ્રભુનો જન્મોત્સવ ગુજરાતના પાટનગરમાં ઉજવાયો હતો.
(સં. ૨૦૨૦) (પૂજન–ભક્તિ વગેરે કાર્યક્રમો પણ હતા.) તે
દિવસનું પ્રવચન અહીં આપ્યું છે.
આજ ભગવાન મહાવીરના જન્મકલ્યાણકનો મંગળ દિવસ છે. તેમણે આ ભવ
પહેલાં જ્ઞાનાનંદસ્વરૂપ આત્માનો સાક્ષાત્કાર કરેલો, પછી ઉન્નતિ ક્રમમાં આગળ વધતાં
વધતાં આ ભવમાં તેઓ પરમાત્મા થયા.
પૂર્વના ભવોમાં હજી તેમને કેવળજ્ઞાન થયું ન હતું પણ સર્વજ્ઞસ્વભાવી
આત્માનું ભાન હતું, અનુભવ હતો; તે ભૂમિકામાં આત્માને સાધતાં સાધતાં, ને તેની
પૂર્ણતાની ભાવના ભાવતાં ભાવતાં વચ્ચે એવી વૃત્તિ ઊઠી કે અહો, આવું ચૈતન્યતત્ત્વ
જગતના બધા જીવો પણ સમજે; ધર્મવૃદ્ધિ સાથેના આવા શુભવિકલ્પથી તીર્થંકરપ્રકૃતિ
બંધાણી, જેમ ઊંચા અનાજ પાકે ત્યાં ઘાસ પણ ઘણા પાકે છે, તેમ ધર્મ તે તો કસ છે,
તે ધર્મની સાથે સાથે સાધકદશામાં પુણ્ય પણ અલૌકિક પાકે છે. એવા અલૌકિક પુણ્ય
સાથે ભગવાન મહાવીરનો આત્મા આ ચૈત્ર સુદ તેરસે ભરતક્ષેત્રમાં અવતર્યો.
સ્વર્ગમાંથી ત્રિશલા માતાની કુંખે આવ્યા ત્યારે જ ત્રણ જ્ઞાન ને સમ્યગ્દર્શન તો સાથે
જ લાવ્યા હતા. આત્માના શાંતરસના અનુભવની દશા તો માતાની કુંખમાં આવ્યા
ત્યારે પણ વર્તતી હતી.

PDF/HTML Page 17 of 83
single page version

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
ઃ ૧૦ઃ વૈશાખ સુદ ૨
નાની દસ વરસની ઉમરે ભજન શીખેલા, તેમાં આવતું કે–
ત્રિશલા ઘેર મહાવીર જનમ્યા રે...એ ચૈતર તેરસ અજવાળી...
ત્યાં બહુ દેવ–દેવી આવે રે...ચૈતર તેરસ અજવાળી...
પાંસઠ વર્ષ પહેલાં આ ભજન ગાતા. ત્રિશલાની કુંખે અવતરીને જગતના
પ્રાણીઓને ધર્મનો સન્દેશ આપ્યો. કુદરતનો અનાદિ નિયમ છે કે જ્યાં જગતના ઘણા
જીવો ધર્મની તૈયારીવાળા થાય ત્યાં તીર્થંકર જેવા મહાત્ત્મા પણ પાકે. કાંઈ જગતના
ઉદ્ધાર ખાતર કોઈ પરમાત્મા નવો અવતાર ધારણ કરતા નથી, પણ પરમાત્મપદનો
સાધક કોઈ વિશિષ્ટ આત્મા ઉન્નતિક્રમમાં આગળ વધતો વધતો પોતે પરમાત્મા થાય છે,
ને તેના નિમિત્તે અનેક જીવો પણ ભવથી તરે છે.
અરે, ભગવાન જન્મે ત્યારે તો ઇન્દ્ર–ઇન્દ્રાણી આવીને અલૌકિક ભક્તિથી મોટો
મહોત્સવ કરે છે. એના પુણ્યની શી વાત!! ઇન્દ્ર અને ઇન્દ્રાણી અભિષેક પછી માતાજીને
સોંપતા પ્રાર્થના કરે છે કે હે માતા!
પુત્ર તમારો ધણી અમારો...તરણ તારણ જહાજ રે...
માતા જતન કરીને રાખજો...તમ પુત્ર અમ આધાર રે...
અહો, માતા! આપનો પુત્ર તે જગનો તારણહાર છે...હે માતા! તું એકલા
મહાવીરની માતા નહિ પણ અમારી–આખા જગતની માતા છો. હે રત્નકૂંખધારિણી
માતા! આપને પણ અમે નમસ્કાર કરીએ છીએ. ભગવાનની માતા પણ એકભવે મોક્ષ
પામનારી છે, ઇન્દ્ર–ઇન્દ્રાણી પણ એક ભવતારી છે, ત્યાંથી મનુષ્ય થઈને મોક્ષ જવાના
છે. એવા ઇન્દ્ર વગેરે પણ પરમ ભક્તિથી ભગવાનના જન્મનો મહોત્સવ કરે છે. એવા
ભગવાનનો જન્મદિવસ આજે છે.
પછી ભગવાને ૩૦ વર્ષની કુમાર અવસ્થામાં જ મુનિપણું પ્રગટ કર્યું, ચૈતન્યમાં
ઝૂલતી અપ્રમત્તદશા પ્રગટ કરી, ને ચાર જ્ઞાન પ્રગટયા...પછી સ્વરૂપમાં લીન થઈ, શ્રેણી
ચડી, કેવળજ્ઞાન પ્રગટ કરી પરમાત્મા થયા, અરિહંત થયા...ને પછી સમજપણે, ઇચ્છા
વગર, જગતના ભવ્યજીવોના મહાન ભાગ્યે, ભગવાનની દિવ્યવાણી છૂટી,...તે સાંભળીને
ઘણા જીવો ધર્મ પામ્યા....

PDF/HTML Page 18 of 83
single page version

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
વૈશાખ સુદ ૨ઃ ૧૧ઃ
ભગવાન મહાવીરે દિવ્યવાણીમાં શું કહ્યું? ‘अहिंसा परमो धर्मः’–અહિંસા એ
પરમ ધર્મ છે...આ વીરનો ઉપદેશ છે. ચૈતન્યસ્વભાવ આત્મામાં રાગદ્વેષના ભાવો
ઉત્પન્ન જ ન થાય ને વીતરાગભાવ રહે–તે જ વીરની અહિંસા છે, ને તે જ ધર્મ છે.
વીર એવો જે આત્મા, તે અંતરના પુરુષાર્થની વીરતા વડે વીરના વીતરાગમાર્ગે ચડે, તે
જ વીરનો માર્ગ છે, એવો..વીરનો માર્ગ અફરગામી છે...વીરના માર્ગે જે ચડયો તે
વીતરાગ થયે છૂટકો...
ભગવાનના ભક્ત કહે છે કે અહો, વીરજિનેશ્વર! તારા ચરણે લાગું ને તારા
માર્ગને સાધું...અંતરમાં ચૈતન્યરસથી ભરેલો અસંખ્યપ્રદેશી દરિયો, તેને સાધ્યો ત્યાં મોહ
ભાગ્યો, ને જીતનગારા વાગ્યા...અહો, આવું વીરપણું તો આત્મામાં જ છે. કાયરને આ
વાત આકરી લાગે છે, ને બાહ્યદ્રષ્ટિની–પરાશ્રયની વાત સહેલી લાગે છે. પણ હે નાથ!
અમે તો આપની વાણીથી જાણ્યું કે વીરપણું તો આત્મામાં જ છે. જ્ઞાન–ચરિત્રની
શક્તિદ્વારા અંદરના આ ધ્રુવપદની પ્રાપ્તિ થાય છે. અરે પ્રભુ! તારામાં રહેલી તારી
પ્રભુતાને તેં કદી જાણી નથી. અનંતી તારી શક્તિ, તેને પહિચાન્યા વગર, અનાદિ
ભરભાવોમાં ધર્મ માનીને તેં તારા આત્માની હિંસા કરી છે, તે અધર્મ છે. અને રાગથી
પાર ચૈતન્ય સ્વભાવ છે, તેને શુભાશુભથી પાર ઓળખવો ને રાગાદિ પરભાવોથી
ચૈતન્યપ્રાણને જરાપણ હણાવા ન દેવા–તે ખરી અહિંસા છે, એ જ વીરની અહિંસા છે...
એ જ વીરની હાક છે.
સંતો તે સર્વજ્ઞના પ્રતિનિધિ છે, તેઓ સર્વજ્ઞનો સન્દેશ જગતને સંભળાવે છે કે
અરે જીવો! પ્રતીત તો કરો...તમારામાંય આવું સર્વજ્ઞપદ ભર્યું છે...જગતના પદાર્થો વગર
જ પોતે પોતાના સ્વભાવથી પરિપૂર્ણ છે, પણ “મારે અમુક પરવસ્તુ વગર ચાલે નહિ”
એમ પરાધીનદ્રષ્ટિથી માન્યું છે ને તેથી જ પરાશ્રયથી સંસારમાં રખડયો છે. ખરેખર તો
પરના વગર જ (એટલે કે પરના અભાવથી જ) પોતે પોતાથી ટકેલો છે. દરેક તત્ત્વ
પોતાની અસ્તિથી ને પરની નાસ્તિથી જ ટકેલું છે. પોતાનું અનંતપણું પોતામાં છે–
જ્યાં ચેતન ત્યાં અનંતગુણ, કેવળી ભાખે એમ,
પ્રગટ અનુભવ આતમા... નિર્મળ કરો સપ્રેમ રે...
ચૈતન્યપ્રભુ...પ્રભુતા તમારી ચૈતન્યધામમાં...

PDF/HTML Page 19 of 83
single page version

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
ઃ ૧૨ઃ વૈશાખ સુદ ૨
વીરપ્રભુએ કહેલી આ વાણી પાત્ર જીવોએ ઝીલી...ને અંતર્મુખ થઈને
સમ્યગ્દર્શનાદિ પામ્યા. વીરપ્રભુની વાણીના ધોધ સંતોએ ઝીલ્યાને શાસ્ત્રોમાં સંઘર્યા,
અહા, એ વાણી સાંભળતાં વાઘના વકસ્વભાવ છૂટી ગયા...સર્પ અને નોળિયાના
વેર છૂટી ગયા. ઝેરી નાગના ઝેરી સ્વભાવ છૂટી ગયા...મોટા રાજકુમારો એ વાણી
ઝીલી આત્મજ્ઞાન પામ્યા...નિર્વિકલ્પ ચૈતન્યતત્ત્વ શું ચીજ છે–તેનો ઉપદેશ
ભગવાનની વાણીમાં આવ્યો. તેનો પ્રવાહ આજેય ચાલ્યો આવે છે. અંતરમાં
વિચાર–મનન કરે તો પોતાના પુરુષાર્થથી તેની પ્રાપ્તિ થાય છે. ને સ્વાશ્રયના
વીતરાગભાવરૂપ જે વીરમાર્ગ, તે વીરમાર્ગને સાધીને આત્મા પોતે પરમાત્મા થાય
છે.–આ છે મહાવીરનો સન્દેશ.
બોલિયે...ભગવાન મહાવીર કી...જય
મહાવીર–માર્ગ પ્રકાશક સન્તોંકી જય...
શ્રુતના સાગરમાંથી નીકળેલું એક રત્ન
तदेवैकं परं रत्नं सर्वशास्त्रमहोदधेः।
रमणीयेषु सर्वेषु तदेकं पुरतः स्थितम्।। ४३।।
તે એક ચૈતન્યસ્વરૂપ આત્મા જ સમસ્ત શાસ્ત્રરૂપી મહાસમુદ્રનું
પરમ રત્ન છે (અર્થાત્ તે ચૈતન્યરત્નની પ્રાપ્તિ માટે જ સર્વશાસ્ત્રનું
અધ્યયન કરવામાં આવે છે); શાસ્ત્રોના સમુદ્રનું મથન કરી કરીને
સંતોએ શું કાઢયું?–કે શ્રુતના દરિયામાં ડુબકી મારીને સંતોએ આ એક
પરમ ચૈતન્યરત્ન કાઢયું, સર્વે રમણીય પદાર્થોમાં છે ચૈતન્યસ્વરૂપ આત્મા
જ એક રમણીય તથા ઉત્કૃષ્ટ છે.
(પદ્મનંદીઃ એકત્વઅશીતિ અધિકાર)

PDF/HTML Page 20 of 83
single page version

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
વૈશાખ સુદ ૨ઃ ૧૩ઃ
જીવન સંશોધન
આજ મારા જીવનમાં શું શું કર્યુ મેં હિતું?
શું કાર્ય કરવું રહી ગયું ક્ષણ ક્ષણ અરેરે આત્મનું?
કયા દોષ છોડયા આત્મથી કયા ગુણની પ્રાપ્તિ કરી?
કઈ ભાવી ઊજ્વળ ભાવના સમ્યક્ત્વ આદિક ભાવની?
કઈ કઈ ક્ષણે ચિંતન કર્યું નિજ આત્મના શુદ્ધ ગુણનું?
કઈ કઈ રીતે સેવન કર્યું મેં દેવ–ગુરુ–ધર્મનું?
રે? જીવન મોંઘું જાય મારું શીધ્ર સાધું ધર્મને,
ફરી ફરી છે દુર્લભ અરે! આ પામવો નરદેહને.
સમ્યક્ત્વ સાધું, જ્ઞાન સાધું, ચરણ સાધું આત્મામાં,
એ રત્નત્રયના ભાવથી કરું સફળતા આ જીવનમાં.
પરમાદ છોડીને હવે હું ભાવું છું નિજ આત્મને,
નિજ આત્મના ભાવન વડે કરું નાશ આ ભવચક્રને.