PDF/HTML Page 1 of 55
single page version
PDF/HTML Page 2 of 55
single page version
PDF/HTML Page 3 of 55
single page version
PDF/HTML Page 4 of 55
single page version
PDF/HTML Page 5 of 55
single page version
PDF/HTML Page 6 of 55
single page version
PDF/HTML Page 7 of 55
single page version
PDF/HTML Page 8 of 55
single page version
દ્રુષ્ટાષ્ટકર્મો ક્ષય કરે સમ્યક્ત્વના પરિણમનથી.
વળી સિદ્ધતા–સૌ નરવરો, મહિમા બધો સમ્યક્ત્વનો.
તે ધન્ય છે સુકૃતાર્થ છે,
ત્રણકાળ ને ત્રણલોકમાં સમકિત સમ નહિ શ્રેય છે,
મિથ્યાત્વ સમ અશ્રેય કો નહિ જગતમાં આ જીવને. ૩૪
PDF/HTML Page 9 of 55
single page version
ઉત્સાહપૂર્વક ઊજવાયો. દાદર–મુંબઈમાં થયેલ નૂતન
ભવ્ય જિનમંદિર તથા સમવસરણ–મંદિરમાં ભગવંતોની
પ્રતિષ્ઠાના આ મહોત્સવમાં ભારતના ચારેકોરથી પાંચ
હજાર ઉપરાંત ભક્તજનોએ હોંશથી ભાગ લીધો હતો.
પૂ. શ્રી કહાનગુરુના પ્રતાપથી ઉત્સવ ઘણો
પ્રભાવશાળી હતો.
PDF/HTML Page 10 of 55
single page version
રાજદરબાર, ઈન્દ્રદરબાર વગેરેના ભાવવાહી દ્રશ્યો થયા હતા. સાંજે ઘણા
ભક્તિભાવપૂર્વક દાદર જિનમંદિરમાં વેદી–કળશ–ધ્વજશુદ્ધિ થઈ હતી. રાત્રે ભક્તિ–
ભજનનો કાર્યક્રમ હતો. વૈશાખ સુદ સાતમ એ માગસર વદ અગિયારસ તરીકે શોભતી
હતી....એ સુપ્રભાત અનેરૂં શોભતું હતું....ભગવાન પાશ્વનાથનો જન્મ થતાં દશે દિશાઓ
આનંદમંગલના નાદથી જ્યારે ગાજી ઊઠી... ચારેકોર ઝળહળતો પ્રકાશ ખીલી ઊઠ્યો
અને હજારો જીવોનાં હૈયાં હર્ષથી નાચી ઊઠયા ત્યારે તો, જાણે પંચમકાળમાં નહિ પણ
ચોથા કાળમાં બેઠા હોઈએ ને મુંબઈનગરીમાં નહિ પરંતુ વારાણસીનગરી
(કાશીનગરી) માં બેઠા હોઈએ...એવું લાગતું હતું. મધ્યલોકની તો શી વાત,
ઊર્ધ્વલોકના ઈન્દ્રો ને ઈન્દ્રાણીઓ પણ આનંદવિભોર બન્યા હતા...ને સૌ ભગવાનના
જન્મોત્સવનો હર્ષ વ્યક્ત કરી રહ્યા હતા...છપ્પન કુમારીદેવીઓ જન્મવધાઈના
મંગળગીતપૂર્વક પોતાનો આનંદ વ્યક્ત કરતી હતી. ચારે કોર વાજાં ગાજતા
હતા...સૌધર્મઈન્દ્ર ઐરાવત સહિત અને બીજા અનેક ઈન્દ્રઈન્દ્રાણીઓ ભગવાનનો
જન્મોત્સવ ઉજવવા ભારતમાં આવી પહોંચ્યા. અને જ્યારે શચીદેવીએ એ
બાલતીર્થંકરને હાથમાં તેડયા ને ભક્તિપૂર્વક ઈન્દ્રના હાથમાં આપ્યા...ત્યારે હજારો લોકો
એ પાર્શ્વકુંવરને દેખીને આનંદથી જયજયકાર કરવા લાગ્યા....અહા, તીર્થંકર જન્મ્યા...ને
એમના દર્શન થયા...એ કલ્યાણક પ્રસંગની શી વાત! સૌધર્મઈન્દ્ર તથા શચી ઈન્દ્રાણી
થવાનું સદ્ભાગ્ય શેઠ પુરણચંદજી ઝવેરી અને તેમના ધર્મપત્નીને, તથા ઐશાનેન્દ્ર થવાનું
સુભાગ્ય શેઠ રમણીકભાઈ તથા તેમનાં ધર્મપત્નીને પ્રાપ્ત થયું હતું. તે ઉપરાંત બીજા ૧૧
ઈન્દ્ર–ઈન્દ્રાણીઓ પણ ભગવાનના કલ્યાણક ઉજવવામાં હર્ષાનંદપૂર્વક ભાગ લઈ રહ્યા
હતા. શ્રી અશ્વસેન પિતાજી તરીકે દેસાઈ પ્રાણલાલભાઈ અને વામાદેવી માતાજી તરીકે
સૌ. કસુંબા બહેનને મહાભાગ્ય પ્રાપ્ત થયું હતું. ઈન્દ્ર–ઈન્દ્રાણીઓ ભગવાન પાર્શ્વકુમારને
નીરખી નીરખીને ખૂબ હર્ષિત થયા...ઐરાવત ઉપર ભગવાન બાલતીર્થંકરના
જન્માભિષેક માટેની સવારી અદ્ભુત હતી. મુંબઈના રસ્તા ઉપર–માણસોનેય ચાલવાની
જ્યાં ભીડ પડે છે ત્યાં હાથી અને બીજા અનેક આજ સહિતની પાર્શ્વકુંવરની ભવ્ય
સવારી જ્યારે નીકળી ત્યારે મુંબઈનગરીના સાત સાત માળના મકાનોની અટારીઓ
દર્શકોથી ઊભરાતી હતી...જે નગરીમાં ભગવાન જન્મે તે નગરીના હર્ષની શી વાત!!
સાદા હાથી ઉપરાંત ઊચેંઊંચે ઐરાવતહાથી પણ સાત સૂંઢસહિત કલા કારીગરીથી ખૂબ
શોભતો હતો. નગરીના મુખ્ય રસ્તાઓ ઉપર થઈને આઝાદમેદાનમાં મેરૂપર્વત પાસે
આવી પહોંચ્યા...ને ત્યાં ઘણી ભક્તિપૂર્વક પંદર
PDF/HTML Page 11 of 55
single page version
હર્ષાનંદનો કોલાહલ થઈ રહ્યો હતો....મોહમયીને બદલે ‘બનારસી’ બનવાનું સૌભાગ્ય
પ્રાપ્ત થવાથી મુંબઈનગરી આજે ગૌરવ અનુભવતી હતી. ચારેકોર ભક્તજનો વિવિધ
ભક્તિ કરી રહ્યા હતા....ને જન્મ–વધાઈના મંગલ ગીત ગાતા ગાતા મેરૂતીર્થની
પ્રદક્ષિણા કરતા હતા. અભિષેક બાદ એ હોનહાર ૨૩મા તીર્થંકરનું પૂજન કરીને ઈન્દ્રોએ
ભક્તિ પ્રદર્શિત કરી હતી... બપોરે પ્રભુ પાર્શ્વકુંવરનું પારણાઝુલન થયું હતું....હજારો
ભક્તોએ પ્રમથી ભગવાનને ઝુલાવ્યા હતા. રાત્રે અશ્વસેન મહારાજાની રાજસભામાં
પાર્શ્વકુમાર પણ બેઠા હતા....દેશોદેશના રાજવીઓ રાજસભામાં આવીને વિવિધ ભેટો
ધરતા હતા....સેંકડો રાજવીઓએ આવીને ભેટ ધરી....હજી અયોધ્યાનગરીથી રવાના
થયેલા રાજદૂત આવવાના બાકી હતા.....
અયોધ્યાનગરીના રાજદૂત ઉત્તમ ભેટો લઈને આવી પહોંચ્યાં. રાજકુંવરે પૂછયું :
અયોધ્યાની શોભા કેવી છે? ત્યારે ઉત્તરમાં રાજદૂતે અયોધ્યાનગરીનું આશ્ચર્યકારી વર્ણન
કર્યું. ત્યાં થઈ ગયેલા ઋષભદેવ તીર્થંકરોની મહત્તા વર્ણવી... જે સાંભળતાં જ
પાર્શ્વકુમારનું ચિત્ત પલટી ગયું. અરે, ઋષભાદિ તીર્થંકરોના આયુષ્ય તો લાંબા હતા,
અત્યારે તો આયુષ ઘણા ટૂંકા છે... સંસારના ભોગ ખાતર મારો અવતાર નથી પણ
આત્માની પૂર્ણતા સાધીને તીર્થંકર થવા મારો અવતાર છે... મારે મારી પરમાત્મદશા
સાધવાની છે, રાજભોગમાં જીવન વીતાવવું મને પાલવે તેમ નથી....આથી અનેક ગણા
ભોગવૈભવ અચ્યુતાદિ સ્વર્ગમાં અનેકવાર આ જીવે જોયા છે, પણ જીવને તેનાથી કદી
તૃપ્તિ થઈ નથી....હવે તો મુનિદશા પ્રગટ કરીને ચૈતન્યના અતીન્દ્રિય આનંદમાં ઝૂલતા
ઝૂલતા કેવળજ્ઞાન પ્રગટ કરીશું... આવી વૈરાગ્યસ્ફૂરણા થતાં જ લૌકાંતિક દેવો આવી
પહોંચ્યા ને ભગવાનની સ્તુતિપૂર્વક વૈરાગ્યની અનુમોદના કરી... ઈન્દ્રો પણ
દીક્ષાકલ્યાણક ઉજવવા આવી પહોંચ્યા.... પારસકુમારે દીક્ષા માટે વનગમન કર્યું.
દરિયાકિનારે એક સુંદર વન વચ્ચે ભગવાનની દીક્ષાનો મહોત્સવ થયો....... અહા,
વૈરાગ્યભર્યા વાતાવરણ વચ્ચે હજારો જીવો એ પ્રસંગ અનુમોદી રહ્યા હતા. દીક્ષા બાદ એ
વૈરાગ્યવનમાં કાનજીસ્વામીએ મુનિદશાનો મહિમા સમજાવતું પ્રવચન કર્યું....અને
ઉદેપુરના ભાઈશ્રી ઝમકલાલજીએ બ્રહ્મચર્યપ્રતિજ્ઞા અંગીકાર કરી. બપોરે બાલિકાઓએ
અંજનાસતીનું નાટક કર્યું હતું. રાત્રે પાર્શ્વપ્રભુના દસ પૂર્વભવોના દ્રશ્યો સહિત વર્ણન
થયું હતું.... અહા, કમઠના જીવે ક્રોધથી દસદસ ભવ સુધી ઘોર ઉપદ્રવો કર્યા, ને ભગવાને
ક્ષમાભાવથી તે સહન કર્યા... દસભવ સુધી ક્રોધ અને ક્ષમા વચ્ચેની જાણે લડાઈ ચાલી,
ને અંતે ક્રોધ
PDF/HTML Page 12 of 55
single page version
PDF/HTML Page 13 of 55
single page version
PDF/HTML Page 14 of 55
single page version
સદાય અથડામણ ચાલ્યા જ કરે છે, અજ્ઞાનીઓ ક્રોધથી ઉપદ્રવ કરતાં આવે છે ને
જ્ઞાનીસાધકો ક્ષમાથી સહન કરતાં આવે છે..... આરાધકને અનેક ઉપદ્રવો આવે છે ને તે
પોતાની આરાધનામાં અડગ રહે છે, પત્થર વરસે કે પાણી, અગ્નિની જવાળા હો કે
સર્પોના ફૂંફાડા હો, જ્ઞાની પોતાની આરાધનામાંથી ડગતા નથી. અંતિમ ભવમાં
આત્મધ્યાનમાં મગ્ન પાર્શ્વમુનિરાજ ઉપર કમઠના જીવ સંવરદેવે પત્થર પાણી ને અગ્નિવડે
જ્યારે ઘોર ઉપદ્રવ કર્યા અને અચાનક ધરણેન્દ્ર–પદ્માવતીએ આવીને ભક્તિથી છત્ર
ધરીને ઉપદ્રવ દૂર કર્યો ને કમઠના જીવને પશ્ચાત્તાપ થયો ત્યારે એ ભક્તિભર્યો પ્રસંગ
દેખીને, – ક્રોધ ઉપર ક્ષમાનો વિજય દેખીને, સભામાં હર્ષ છવાઈ રહ્યો, પાર્શ્વપ્રભુના
જયજયકારથી સમામંડપ ગુંજી ઊઠ્યો.
મણિલાલ જેઠાલાલ અને તેમના કુટુંબીજનોને મળ્યો હતો. બીજા હજારો સાધર્મીઓ
ભક્તિપૂર્વક એ પ્રસંગને અનુમોદી રહ્યા હતા. બપોરે અનેક જિનબિંબો ઉપર
અંકન્યાસની વિધિ થઈ. પૂ. શ્રી કાનજીસ્વામીએ ભક્તિપૂર્વક જિનબિંબો ઉપર અંકન્યાસ
કર્યા. અંકન્યાસ થતા જિનેન્દ્ર ભગવંતોને દેખીને સૌ ભક્તોને ઘણો હર્ષ થતો હતો.
અંકન્યાસવિધિ પછી તરત કેવળ–જ્ઞાનકલ્યાણકનો ઉત્સવ થયો.
ધરણેન્દ્ર ઉપર રાગ. એમણે તો વીતરાગ થઈને સર્વજ્ઞપદ સાધ્યું ને ઉત્તમ ક્ષમાનો
સર્વોત્તમ આદર્શ જગતસમક્ષ રજુ કર્યો. ભગવાનને કેવળજ્ઞાન થતાં જ ઈન્દ્રો આવી
પહોચ્યાં.... સમવસરણની સુંદર રચના થઈ....ઈન્દ્રોએ પ્રભુની સર્વજ્ઞતાનું પૂજન કરીને
કેવળજ્ઞાન–કલ્યાણક ઉજવ્યો. ને પછી કહાનગુરુનું પ્રવચન થયું, તેમાં ભગવાનની
સર્વજ્ઞતાનો મહિમા બતાવ્યો....રાત્રે ભજન–ભક્તિનો તથા વિદ્વાનોના ભાષણનો
કાર્યક્રમ હતો.
દિવસ હતો. સમ્મેદશિખર મહાનતીર્થની રચના ઉપર ઊંચીઊંચી ૨૫ ટૂંકો શોભતી હતી.
સૌથી ઊંચી સુર્વણભદ્ર ટૂંક ઉપર પ્રભુ પારસનાથ અર્હંતપદે બિરાજી રહ્યા હતા;
યોગનિરોધ કરીને થોડીવારમાં ભગવાન અયોગી થયા....સમ્મેદશિખરની ટોચ ઉપર એ
અયોગી
PDF/HTML Page 15 of 55
single page version
સિધાવ્યા....પાર્શ્વપ્રભુજી સિદ્ધપદ પામ્યા....ઈન્દ્રોએ આવીને ભક્તિથી
નર્વાણકલ્યાણકમહોત્સવ ઉજવ્યો.
થયો ને હર્ષથી ભગવંતોનું સ્વાગત કર્યું. પ્રભુજી પધારતાં દાદરના જિનમંદિર અને
સમવસરણ શોભી ઊઠયા... આજે બપોરના પ્રવચન વખતે પ્રવચનની થોડીક બોલતી
ફિલ્મ પણ લેવામાં આવી હતી. પ્રવચન બાદ ઈન્દોરના પં. બંશીધરજી સિદ્ધાંતશાસ્ત્રી
વગેરેએ ભાષણ દ્વારા શ્રદ્ધાંજલિ સમર્પિત કરી હતી. બીજે દિવસે સવારે ૧૧–૫૯ મિનિટે
દાદર–જિનમંદિરમાં ભગવંતોની પ્રતિષ્ઠા થઈ. અપાર ઉત્સાહ ને બેસુમાર ભીડ વચ્ચે
જ્યારે જિનેન્દ્રભગવાન મહાવીરપ્રભુ મુખ્યવેદી ઉપર બિરાજ્યા ને સીમંધરનાથ
સમવસરણમાં બિરાજ્યા, ત્યારે સર્વત્ર જયજયકારથી મંદિર ગાજી રહ્યું હતું; કહાનનગર
સોસાયટીના મકાનો હજારો પ્રેક્ષકોની ભીડથી ઊભરાઈ રહ્યા હતા. મંદિરના ઉપલા માળે
સમવસરણની ભવ્ય આકર્ષક રચના છે. સોનગઢની જેમ ત્યાં પણ સીમંધરનાથના
સમવસરણમાં કુંદકુંદાચાર્ય દર્શન કરી રહ્યા છે–તે દ્રશ્ય શોભી રહ્યું છે. સમવસરણના
દર્શનથી ભક્તોનું હૃદય આનંદિત થાય છે. શેઠ શ્રી મણિલાલ જેઠાલાલ અને તેમના
ભાઈઓ, તથા શેઠશ્રી નવનીતલાલભાઈ ઝવેરી, શેઠશ્રી પૂરણચંદજી ઝવેરી વગેરેએ
ભક્તિપૂર્વક ભગવંતોની પ્રતિષ્ઠા કરી હતી. ભગવંતોની પ્રતિષ્ઠા વખતે ગુરુકહાન પણ
ભક્તિપૂર્વક ભાગ લેતા હતા. ભગવંતોની પ્રતિષ્ઠાનો આવો મોટો મહોત્સવ એ
મુંબઈનગરીનો એક વિશિષ્ટ પ્રસંગ હતો. ભગવંતોની પ્રતિષ્ઠા પછી મંદિર ઉપર કળશ
તથા ધ્વજ પણ આનંદોલ્લાસપૂર્વક ચડાવ્યા. ૭૫ ફૂટ ઊંચા જિનાલય ઉપર ૭૫ ઇંચ
ઊંચો–સવા છ ફૂટનો સોનેરી કળશ ઝગમગી ઊઠ્યો.....ને પવિત્ર આકાશમાં
જૈનધર્મધ્વજ લહેરી ઊઠયો...અનેક ભક્તો ભક્તિથી નાચી ઊઠયા.
મુંબઈ શહેરને થંભાવી દીધું. જ્યાંથી રથયાત્રા પસાર થાય ત્યાં ચારેકોર સેંકડો વાહનો
થંભી ગયા હોય ને આતુરતાપૂર્વક સૌ ભગવાનની રથયાત્રા નીહાળતા હોય.
સાતમાળના મકાનની અટારીઓ દર્શકથી ઊભરાઈ જતી. રથયાત્રા આનંદપૂર્વક
જિનમંદિરે (ઝવેરીબજારમાં) આવી પહોંચી ને ઉત્સવ સમાપ્ત થયો. પ્રતિષ્ઠા પછી
શનિવારે દાદરજિનમંદિરમાં ઉલ્લાસપૂર્ણ ભક્તિ થઈ. હીરકજયંતી મહોત્સવ સંબંધી ટૂંક
અહેવાલ ઓલ ઈન્ડીઆ રેડીઓ (આકાશવાણી) ના
PDF/HTML Page 16 of 55
single page version
PDF/HTML Page 17 of 55
single page version
PDF/HTML Page 18 of 55
single page version
PDF/HTML Page 19 of 55
single page version
બનીને રથયાત્રામાં ચાલતા હોય! એવા લાગતા હતા.
PDF/HTML Page 20 of 55
single page version
કલ્યાણકના ભવ્ય જુલૂસ વગેરેની થોડીક ફિલ્મ સરકારી ખાતા તરફથી સમાચારના
ન્યુઝરીલ તરીકે ઉતારવામાં આવી હતી. મુંબઈ જેવા શહેરમાં જિનેન્દ્ર ભગવાનની પ્રતિષ્ઠાનો
આવો પંચકલ્યાણક મહોત્સવ ઉજવવા માટે મુંબઈનગરીના મુમુક્ષુઓને ધન્યવાદ!
સુખશાંતિમાં બિરાજે છે. સવારના પ્રવચનમાં પંચાસ્તિકાય અને બપોરે સમયસાર
વંચાય છે; તેમજ સોનગઢના બધા કાર્યક્રમો રાબેતામુજબ ચાલી રહ્યા છે.
બધાય જીવો! તમે આવા પરમ આનંદમય આત્મતત્ત્વને પામો; આ
ચૈતન્યના શાંતરસમાં મગ્ન થાઓ. આ પરમાત્માની પ્રસાદી છે તેના
સ્વાદને અનુભવો. ચૈતન્યને ભૂલીને જગતને રાજી કરવામાં જીવ
રોકાયો.–તેમાં કાંઈ કલ્યાણ નથી; માટે અરે ભગવાન! તું પોતે
અંતરમાં વળીને સ્વાનુભવથી રાજી થાને! પરમાત્માની આ પ્રસાદી
સંતો તને આપે છે માટે તું રાજી થા–આનંદિત થા. તું રાજી થયો તો
બધાય રાજી જ છે. બીજા રાજી થાય કે ન થાય. તે તેનામાં રહ્યા. તું
તારા આત્માને સમ્યક્શ્રદ્ધા–જ્ઞાનથી રીઝવ. તારો આત્મા રીઝીને રાજી
થયો–આનંદિત થયો ત્યાં જગત સાથે તારે શું સંબંધ છે? દરેક જીવ
સ્વતંત્ર છે. માટે બીજાને રીઝાવવા કરતાં તું તારા આત્માને રીઝવ.
ત્રણ લોકનો નાથ જ્યાં રીઝયો ત્યાં તે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર ને
પરમ આનંદનો દાતાર છે. અરે જીવો! એક વાર તો આવો અનુભવ
કરીને આત્માને રીઝવો.