Atmadharma magazine - Ank 249
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 35
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૧
સળંગ અંક ૨૪૯
Version History
Version
NumberDateChanges
001Oct 2003First electronic version.

PDF/HTML Page 2 of 35
single page version

background image
વર્ષઃ ૨૧વીર સં.
અંકઃ ૯ર૪૯૦
૨૪૯
તંત્રી
જગજીવન બાવચંદ દોશી
અષાઢ
[સમ્મેદશિખરજી તીર્થની તળેટી–મધુવનના જિનમંદિરમાં વિરાજમાન ચોવીસ
ભગવંતોની હારમાળાનો એક ભાગ ચિત્રમાં દેખાય છે....ને યાત્રા–ભક્તિના મધુરા
સ્મરણો જાગે છે....જાણે ફરીને એ નાથને નીહાળવા જઈએ
]

PDF/HTML Page 3 of 35
single page version

background image
ન....વું....પ્ર....કા....શ....ન....
મોક્ષશાસ્ત્ર (તત્ત્વાર્થસૂત્ર) ત્રીજી આવૃત્તિ
આદ્ય સૂત્રકાર શ્રી ગૃદ્ધપિચ્છ–ઊમાસ્વામી વિરચિત તત્ત્વાર્થસૂત્ર જૈન ધર્મમાં
મહાન પ્રસિદ્ધ શાસ્ત્ર છે જેની ઉપર શ્રી પુજ્યપાદાચાર્ય, શ્રી અકલંકદેવ, શ્રી
વિદ્યાનંદસ્વામીએ ૧૮ થી ૨૦ હજાર શ્લોક પ્રમાણ ટીકા કરી છે ત્યાર બાદ પણ
ઘણા ટીકા ગં્રથ રચાયા છે. આ ગ્રન્થમાં અસાધારણ શ્રમદ્વારા અનેક ટીકાનો સાર
સંગ્રહરૂપે છે. સર્વજ્ઞ વીતરાગ કથિત તત્ત્વાર્થોનું સમ્યગ્દર્શનાદિનું નિરુપણ સુગમ
અને સ્પષ્ટ શૈલીથી છે. સમ્યક્ અનેકાન્તએકાન્ત, નયાર્થ, પ્રમાણ અને નય
વિભાગ દ્વારા સુસંગત શાસ્ત્રાધાર સહિત પ્રશ્નોતર, લગભગ ૭પ પાના જેટલા
નવા શાસ્ત્રાધાર ઉમેરાયા છે જેમાં પ્રયોજનભૂત વિવેચન તથા વિસ્તારથી
પ્રસ્તાવના છે. શાસ્ત્ર મહત્વપૂર્ણ હોવાથી તત્ત્વ જિજ્ઞાસુઓએ વારંવાર વાંચવા
યોગ્ય છે.
પૃ. સંખ્યા–૯૦૦ મૂલ્ય ૪–૦૦ પોષ્ટેજ ૨–૨પ
ઃ ઃ લઘુ જૈન સિદ્ધાન્ત પ્રવેશિકાઃ ઃ
હિન્દીમાં ૧૮૦૦૦, બુક વેચાઇ ગઇ તે સમાજમાં જિજ્ઞાસાનું માપ છે. ઘણા
ભાઈઓની માંગ હોવાથી તેને જ ગુજરાતીમાં છપાવી છે. શાસ્ત્રાધાર સહિત અતી
સંક્ષેપમાં ખાસ પ્રયોજનભૂત તત્ત્વજ્ઞાનના પાયાની જાણકારી માટે આ પ્રવેશિકા છે.
જૈન–જૈનેતર સર્વ જિજ્ઞાસુઓમાં નિઃસંકોચ વહેંચવા યોગ્ય છે, ઈંગ્લીશ ભાષામાં
પણ છપાવવા યોગ્ય છે. જેમાં અત્યંત સ્પષ્ટ શૈલીથી મૂળભૂત જરુરી વાતોનું જ્ઞાન
કરાવવામાં આવ્યું છે.
પૃ. ૧૦૮ મૂલ્ય ૦–૩પ પોષ્ટેજ ૦–૧૦
(બ્ર ગુલાબચંદ જૈન)

PDF/HTML Page 4 of 35
single page version

background image
હૈ ધન્ય ધન્ય વે નિર્મોહી
[સમકિતીની સ્તુતિ]
દુનિયામેં રહે ચાહે દુર રહે જો ખુદમેં સમાયે રહતે હૈ,
સબ કામ જગત કે કિયા કરે, નહીં પ્યાર કિસીસે કરતે હૈ. ૧
વહ ચક્રવર્તી પદ ભોગ કરે પર ભોગમેં લીન નહીં હોતે.
વહ જલમેં કમલ કી ભાંતિ સદા ઘરવાસ બસાયે રહતે હૈ. ૨
કભી નર્કવેદના સહતે પર મગન રહેં નિજ આતમ મેં,
સ્વર્ગ સંપદા પાકર કે ભી રુચિ હટાયે રહતે હૈ.... ૩
નહીં કર્મ કે કર્તા બનતે હૈ સ્વામીત્વ ન પરમેં ધરતે હૈ...
નહીં દુઃખમેં દુઃખી સુખમેં સુખી સમભાવ ધરાયે રહતૈ હૈ.... ૪
વહ સપ્ત ભયસે રહિત સદા, વે સરધાસેં ન કભી ડિગતે,
જિનવરનંદન કેલી સદા વહ નિજઆનંદ મેં કરતે હૈ.... પ
હૈ ધન્ય ધન્ય વે નિર્મોહી
જિન શાંતદશા હૈ પ્રગટાઇ;
શિવરામ ચરણ મેં ઉનકો સદા
હમ શિષ ઝુકાયે રહતે હૈ...૬

PDF/HTML Page 5 of 35
single page version

background image
૨ઃ આત્મધર્મઃ ૨૪૯
જીવના પાંચ ભાવોનો પરિચય
જીવના પાંચ ખાસ ભાવો છે. અને પોતાના
ઉપશમાદિ સર્વે ભાવોનો કર્તા જીવ પોતે જ છે.
પુદ્ગલકર્મની ઉદયાદિ સર્વ અવસ્થાનું કર્તા તે પુદ્ગલકર્મ
જ સ્વયં છે. જીવના પાંચ ભાવો સંબંધી સુંદર વિવેચન
પ્રવચનમાં આવેલું; જે વિવિધ પ્રકારો જાણતાં જિજ્ઞાસુને
જ્ઞાનનો ઉલ્લાસ થાય છે. તે પાંચ ભાવોનો પરિચય
ઉપયોગી હોવાથી અહીં તે સંબંધી ૬૧ પ્રશ્નો આપવામાં
આવ્યા છે. આ અંકમાં માત્ર પ્રશ્નો જ આપીએ છીએ,
તેના ઉત્તર આવતા અંકમાં આપીશું; જેથી જિજ્ઞાસુ
પાઠકોને સ્વયં વિચારવાનો અવકાશ રહે.
(૧) જીવના ખાસ પાંચ ભાવો છે તે કયા કયા?
(૨) ચોથાથી ચૌદમા ગુણસ્થાન સુધીમાં હોય તે કયો ભાવ?
(૩) ચોથાથી ૧૧ મા ગુણસ્થાન સુધીમાં હોય તે કયો ભાવ?
(૪) પહેલેથી ૧૪ મા ગુણસ્થાન સુધી હોય તે કયો ભાવ?
(પ) પહેલેથી બારમા ગુણસ્થાન સુધી હોય તે કયો ભાવ?
(૬) સંસારી અને સિદ્ધ બધાયમાં હોય–તે કયો ભાવ?
(૭) સિદ્ધમાં ન હોય–તે કયો ભાવ?
(૮) સંસારીમાં ન હોય–તે કયો ભાવ?
(૯) બધાય સંસારી જીવોમાં હોય–તે કયો ભાવ?
(૧૦) સંસારમાં સૌથી ઝાઝા જીવોને હોય તે કયો ભાવ?
(૧૧) સંસારમાં સૌથી ઓછા જીવને હોય તે કયો ભાવ?
(૧૨) બધાય છદ્મસ્થ જીવોને હોય–તે કયો ભાવ?

PDF/HTML Page 6 of 35
single page version

background image
અષાઢઃ ૨૪૯૦ઃ ૩ઃ
(૧૩) જ્ઞાનપર્યાયમાં લાગુ ન પડે તે કયો ભાવ?
(૧૪) ધર્મની પહેલી શરૂઆત થાય ત્યારે કયા ભાવો હોય?
(૧પ) દેવગતિમાં કયા કયા ભાવો હોય શકે?
(૧૬) મનુષ્યગતિમાં કયા કયા ભાવો હોઇ શકે?
(૧૭) નરકગતિમાં કયા કયા ભાવો હોઇ શકે?
(૧૮) તિર્યંચગતિમાં કયા કયા ભાવો હોઇ શકે?
(૧૯) શ્રદ્ધાનો ક્ષાયકભાવ કયા ગુણસ્થાને હોય?
(૨૦) જ્ઞાનનો ક્ષાયકભાવ કયા ગુણસ્થાને હોય?
(૨૧) ચારિત્રનો ક્ષાયકભાવ કયા ગુણસ્થાને હોય?
(૨૨) પાંચમાંથી સૌથી ઓછા ભાવો કયા જીવને હોય?
(૨૩) એક સાથે પાંચે ભાવો કયા જીવને લાગુ પડે છે?
(૨૪) પંદરમું સ્થાન કયું?
(૨પ) ઉપશમ સમકિતીને ક્ષપકશ્રેણી હોય?
(૨૬) ક્ષાયક સમકિતીને ઉપશમશ્રેણી હોય?
(૨૭) ક્ષપકશ્રેણીવાળો જીવ સ્વર્ગમાં જાય?
(૨૮) ઉપશમશ્રેણીવાળો જીવ સ્વર્ગમાં જાય?
(૨૯) મનઃપર્યય તે કયો ભાવ છે?
(૩૦) કેવળજ્ઞાન તે કયો ભાવ છે?
(૩૧) સમ્યગ્દર્શન તે કયો ભાવ છે?
(૩૨) વીતરાગતા તે કયો ભાવ?
(૩૩) અત્યારે ભરતક્ષેત્રના જીવને કયા કયા ભાવો હોય?
(૩૪) આઠ કર્મમાંથી ઉદય કેટલામાં હોય?
(૩પ) આ કર્મમાંથી ક્ષય કેટલામાં હોય?
(૩૬) આઠ કર્મમાંથી ઉપશમ કેટલાનો હોય?
(૩૭) આઠ કર્મમાંથી ક્ષયોપશમ કેટલાનો હોય?
(૩૮) અનાદિ અનંત ભાવ કયો?
(૩૯) સાદિઅનંત ભાવ કયો?
(૪૦) અનાદિ સાંત ભાવ કયો?
(૪૧) સાદિ–સાંત ભાવ કયો?

PDF/HTML Page 7 of 35
single page version

background image
૪ઃ આત્મધર્મઃ ૨૪૯
(૪૨) ધર્મી ન હોય તે જીવને કયા ભાવો હોય?
(૪૩) ધર્માત્માને કયા ભાવો હોય?
(૪૪) કુંદકુંદાચાર્યને કયા ભાવો હશે?
(૪પ) ભરતક્ષેત્રના ધર્માત્માને અત્યારે કયા ભાવો હોય?
(૪૬) વિદેહક્ષેત્રના ધર્માત્માને કયા ભાવો હોય?
(૪૭) ૧૪ મા ગુણસ્થાને કયા ભાવો હોય?
(૪૮) ૧૩ મા ગુણસ્થાને કયા ભાવો હોય?
(૪૯) ૧૨ મા ગુણસ્થાને કયા ભાવો હોય?
(પ૦) ૧૧ મા ગુણસ્થાને કયા ભાવો હોય?
(પ૧) પહેલા ગુણસ્થાને હોય ને ૧૪ મા ગુણસ્થાને ન હોય–એ કયો ભાવ?
(પ૨) પહેલા ગુણસ્થાને હોય ને ૧૪ મા ગુણસ્થાને પણ હોય–એ કયો ભાવ?
(પ૩) પહેલા ગુણસ્થાને ન હોય ને ૧૪ મા ગુણસ્થાને પણ ન હોય–એ કયો ભાવ?
(પ૪) સંસાર દશામાં સળંગ રહેનાર ભાવ કયો?
(પપ) આવ્યા પછી કદી જાય નહિ–એ કયો ભાવ?
(પ૬) જ્ઞાનનો ક્ષાયકભાવ કઇ ગતિમાં હોય?
(પ૭) શ્રદ્ધાનો ક્ષાયકભાવ કઇ ગતિમાં હોય?
(પ૮) ચારિત્રનો ક્ષાયકભાવ કઇ ગતિમાં હોય?
(પ૯) શ્રદ્ધાનો ક્ષયોપશમભાવ કઇ ગતિમાં હોય?
(૬૦) જ્ઞાનનો ક્ષયોપશમભાવ કઇ ગતિમાં હોય?
(૬૧) જ્ઞાનનો ક્ષયોપશમ ન હોય–એમ ક્યારે બને?
(૬૨) એકવાર નાશ પામ્યા પછી ફરી આવી શકે–એ કયો ભાવ?
(૬૩) એકવાર નાશ પામ્યા પછી ફરી કદી ન આવે એવા બે ભાવ કયા?
(૬૪) રાગ તે કયો ભાવ?
(૬પ) મતિજ્ઞાન તે કયો ભાવ?
(૬૬) મોક્ષ તે કયો ભાવ?
(૬૭) મતિજ્ઞાનાવરણનો સંપૂર્ણ ક્ષય થાય ત્યારે કયું જ્ઞાન પ્રગટે?

PDF/HTML Page 8 of 35
single page version

background image
અષાઢઃ ૨૪૯૦ઃ પઃ
(૬૮) ઉપશમભાવના કેટલા પ્રકારો?
(૬૯) ક્ષાયકભાવના કેટલા પ્રકારો?
(૭૦) ક્ષયોપશમભાવના કેટલા પ્રકારો?
(૭૧) ઉદયભાવના કેટલા પ્રકારો?
(૭૨) ઉદયભાવની સાથે સદા હોય જ–એ કયો ભાવ?
(૭૩) ચોથા ગુણસ્થાનની પહેલાં ન હોય–તે કયા ભાવ?
(૭૪) અગિયારમા ગુણસ્થાન પછી ન હોય તે કયો ભાવ?
(૭પ) ૧૨ મા ગુણસ્થાન પછી ન હોય તે કયો ભાવ?
(૭૬) ૧ લા ગુણસ્થાને હોય ને ૧૩ મા ગુણસ્થાને ન હોય તે કયો ભાવ?
(૭૭) સંસારદશામાં જીવને કયો ભાવ સૌથી ઓછો કાળ રહે?
(૭૮) સંસારદશામાં જીવને કયો ભાવ સૌથી વધુ કાળ રહે?
(૭૯) સાધકભાવના કારણરૂપ ભાવો કયા?
(૮૦) સાધકદશાની શરૂઆત કયા ભાવે?
(૮૧) સાધકદશાની પૂર્ણતા કયા ભાવે?
(૮૨) સંસારદશામાં સદાય નિયમથી સાથે જ હોય–એવા બે ભાવ કયા?
(૮૩) સીમંધરભગવાનને અત્યારે કયા કયા ભાવો છે?
(૮૪) મહાવીર ભગવાનને અત્યારે કયા કયા ભાવો છે?
(૮પ) સીમંધરભગવાનના ગણધરને અત્યારે કયા કયા ભાવો સંભવી શકે?
(૮૬) પાંચ ભાવોમાંથી બંધનું કારણ કયો ભાવ?
(૮૭) પાંચ ભાવોમાંથી મોક્ષનું કારણ કયા ભાવ?
(૮૮) બંધ–મોક્ષ વગરનો ભાવ કયો?
(૮૯) ઉદયભાવના ગુણસ્થાનો કયા કયા?
(૯૦) ઉપશમભાવના ગુણસ્થાનો કયા કયા?
(૯૧) ક્ષયોપશમભાવના ગુણસ્થાનો કયા કયા?
(૯૨) ક્ષાયકભાવના ગુણસ્થાનો કયા કયા?
(૯૩) ઉપશમભાવવાળા જીવો કેટલા?
(૯૪) સંસારમાં ઉપશમ કરતાં ક્ષાયકભાવવાળા–જીવો કેટલા?

PDF/HTML Page 9 of 35
single page version

background image
૬ઃ આત્મધર્મઃ ૨૪૯
(૯પ) જગતમાં ઉપશમ કરતાં ક્ષાયકભાવવાળા જીવો કેટલા?
(૯૬) સંસારમાં ક્ષયોપશમસમકિતી વધારે કે ક્ષાયકસમકિતી?
(૯૭) સીમંધરનાથમાં ન હોય ને આપણામાં હોય તે કયો ભાવ?
(૯૮) સીમંધરનાથમાં હોય ને આપણામાં અત્યારે ન હોય તે કયો ભાવ?
(૯૯) સીમંધરનાથમાં હોય ને આપણામાંય હોય–તે કયો ભાવ?
(૧૦૦) કેવળજ્ઞાન થાય ત્યારે કયો ભાવ આત્મામાંથી ઓછો થાય?
(૧૦૧) એકજીવ અરિહંતમાંથી સિદ્ધ થયો ત્યારે કયો ભાવ તેનામાંથી ઓછો
થાય?
[જવાબો માટે આવતો અંક જુઓ]
વૈરાગ્ય–અમૃત
અનંતકાળમાં સંયોગ–વિયોગના અનેક પ્રસંગો
જીવને બન્યા છે. ઘણા જીવો સાથે પોતે સંબંધ બાંધીને
સૌને પોતે છોડીને આવ્યો છે, ઘણા જીવોએ પોતાને
છોડયો છે; એમ અનંતકાળમાં ઘણાને પોતે છોડયા છે ને
બીજા જીવોએ પોતાને છોડયો છે. માત્ર આ જન્મના
રાગને લઇને જીવને દુઃખ થાય છે. ખરેખર સંસારમાં કોઇ
કોઇનું નથી. આ સંસારમાં સારભૂત હોય તો જ્ઞાયક
આત્મા અને પંચપરમેષ્ઠી ભગવાન છે. સાચું શરણ
આત્માનું અને પંચ પરમેષ્ઠી ભગવાનનું છે.

PDF/HTML Page 10 of 35
single page version

background image
અષાઢઃ ૨૪૯૦ઃ ૭ઃ
સૌથી પહેલું કામ
જે પોતાના હિતનો વાંછક હોય તેણે સૌથી પહેલાં તત્ત્વનિર્ણયરૂપ કાર્ય કરવું
યોગ્ય છે. ‘ચિદ્રૂપ–જ્ઞાનાનંદ–સ્વરૂપ હું છું, એનાથી ભિન્ન બીજા કોઈ ભાવો કે દ્રવ્યો તે
મારું સ્વરૂપ નથી’–આવો તત્ત્વનિર્ણય સ્વાધીનપણે થઇ શકે છે, તેને માટે કોઈ બીજાની
આધીનતા કરવી પડતી નથી; અને તે તત્ત્વનિર્ણયનું ફળ મહાન છે.
આવી મનુષ્યપર્યાય પામીને પણ જેઓ તત્ત્વનિર્ણયની દરકાર નથી કરતા તેમને
હજી ભવભ્રમણનો ભય નથી લાગ્યો....દુર્લભ મનુષ્યપણામાં મળેલી બુદ્ધિ તેઓ વ્યર્થ
ગુમાવી રહ્યા છે. ડાહ્યા પુરુષોએ પોતાની બુદ્ધિ તત્ત્વનિર્ણયમાં જોડવાયોગ્ય છે. બીજું
કાર્ય આવડે કે ન આવડે પણ ચૈતન્યતત્ત્વના નિર્ણયનું કાર્ય તો સર્વ ઉદ્યમથી અવશ્ય
કરવા યોગ્ય છે.
શિવપુરીનો પથિક
હે શિવપુરીના પથિક! એટલે કે મોક્ષના ઇચ્છક! પ્રથમ તું સમ્યગ્દર્શનાદિ ભાવને
જાણ. એ ભાવરહિત એકલા દ્રવ્યલીંગથી શું સિદ્ધિ છે?–કાંઇ સિદ્ધિ નથી. માટે
સમ્યગ્દર્શનાદિ શુદ્ધ ભાવોને જ મોક્ષનું કારણ જાણીને તેની પ્રાપ્તિનો ઉદ્યમ કર.
મોક્ષપુરીનો પંથ શ્રી જિનેન્દ્રદેવે પ્રયત્નસાધ્ય કહ્યો છે...માટે સર્વ પ્રયત્નને તું
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રમાં જોડ.
આચાર્ય ભગવાન પ્રેમથી મોક્ષમાર્ગનો ઉત્સાહ જગાડતાં કહે છે કેઃ હે સત્
સમજવાની જિજ્ઞાસાવાળા સત્પુરુષ! તું સાંભળ! સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર ભાવ તે જ
મોક્ષનો માર્ગ છે. તેને ભૂલીને તેં અત્યારસુધી મિથ્યાત્વ આદિ ભાવોનું જ સેવન કર્યું છે.
સમ્યક્ત્વ આદિ ભાવોને તેં એક પળ પણ સેવ્યા નથી...માટે હવે તો તેની ભાવના કર.
રત્નત્રય–ભાવના તારી નૌકાને શિવપુરીમાં પહોંચાડી દેશે.
(“રત્નસંગ્રહ”માંથીઃ છપાય છે.)

PDF/HTML Page 11 of 35
single page version

background image
ઃ ૮ઃ અષાઢઃ ૨૪૯૦
તત્ત્વનિર્ણયનો અવસર
હે જીવ! તારે જો તારું ભલું કરવું છે તો સર્વજ્ઞનો અને સર્વજ્ઞના કહેલાં તત્ત્વોનો
નિર્ણય કર; કેમકે તત્ત્વનિર્ણય તે જ સર્વ સુખનું મૂળ કારણ છે. તારી બુદ્ધિ બીજી અત્યંત
નકામી વાતોનો નિર્ણય કરવામાં તો પ્રવર્તે છે, અને, આત્મહિતના મૂળ આધાર
અર્હંતદેવ તથા તેમણે કહેલાં તત્ત્વો, તેના નિર્ણયમાં તારી બુદ્ધિ પ્રવર્તતી નથી!–એ મોટું
આશ્ચર્ય છે.
આત્મહિતને માટે તત્ત્વનિર્ણય કરવા જેટલું જ્ઞાન તો તને પ્રાપ્ત થયું છે, માટે હે
જીવ! તું આ અવસરને વૃથા ન ગુમાવ. આળસ, માન વગેરે છોડીને ઉદ્યમપૂર્વક તારા
આત્માને તત્ત્વનિર્ણયમાં લગાવ. આત્માનું સ્વરૂપ શું, હેય–ઉપાદેય તત્ત્વો કયા? પદ શું,
અપદ શું? સર્વજ્ઞનું સ્વરૂપ શું?–ઇત્યાદિ તત્ત્વોનો યથાર્થ નિર્ણય તે સર્વ મનોરથની
સિદ્ધિનો ઉપાય છે; અને તેનો આ અવસર છે. માટે જે પ્રકારે તેની સિદ્ધિ થાય તે પ્રથમ
કર, એવી શ્રી ગુરુની શિક્ષા છે.
સાચો જૈન
હે જીવ! જો તારે સાચો જૈન થવું હોય તો જિનેન્દ્ર ભગવાને કહેલાં તત્ત્વોનો
નિર્ણય કર. જીવ અને અજીવ વગેરે તત્ત્વોનું વાસ્તવિક સ્વરૂપ શું છે તેના નિર્ણય વગર
સાચું જૈનત્વ હોતું નથી, અને ધર્મ માટેનાં તેના બધા કાર્યો (વૈરાગ્ય, તપ, ધ્યાન
વગેરે) પણ અસત્ય હોય છે. માટે, આગમનું સેવન, યુક્તિનું અવલંબન, પરંપરા
ગુરુઓનો ઉપદેશ અને સ્વાનુભવ દ્વારા તત્ત્વનિર્ણય કરવો યોગ્ય છે. ભલે બીજું જ્ઞાન
અલ્પ હોય તોપણ, પોતાના હિત માટે મોક્ષમાર્ગના પ્રયોજનભૂત તત્ત્વોનો નિર્ણય તો
અવશ્ય કરો.
આ કાળે બુદ્ધિ થોડી, આયુ થોડું, સત્ સમાગમ દુર્લભ–તેમાં હે જીવ! તારે એ જ
શીખવા યોગ્ય છે કે જેનાથી તારું હિત થાય,...ને જન્મ–મરણ મટે.
યથાર્થ તત્ત્વનિર્ણય તે જિનત્વની પહેલી સીડી છે; માટે તત્ત્વનિર્ણય કરીને સાચો
જૈન થા.
(તુરતમાં પ્રગટ થનાર “રત્નસંગ્રહ”માંથી)

PDF/HTML Page 12 of 35
single page version

background image
અષાઢઃ ૨૪૯૦ઃ ૯ઃ
સ....મ....ય....સા....ર
[બાર વર્ષ પહેલાંની વૈશાખ વદ ૮ નું પ્રવચન]
[હે સમયસાર! તારા ગૂઢ ગંભીર રહસ્યોને મારા અંતરમાં
પરિણમાવીને મને સહજ શાંતિનું પાન કરાવ.]
આજે સમયસારનો દિવસ છે. સ્વાધ્યાયમંદિરમાં શ્રી સમયસારજીની પ્રતિષ્ઠાને
(આ ૨૦૨૦ની સાલમાં) ૨૬ વર્ષ પૂરાં થઇને ૨૭મું વર્ષ બેઠું. સમયસાર તે
કુંદકુંદાચાર્યદેવે રચેલું, અલૌકિક, જૈન દર્શનના મર્મરૂપ શાસ્ત્ર છે. લગભગ સંવત્ ૪૯માં
કુંદકુંદાચાર્ય થયા, તેઓ દિગંબર સંત હતા, છઠ્ઠા–સાતમા ગુણસ્થાનની દશા અંતરમાં
પ્રગટી હતી, તે પંચપરમેષ્ઠીમાં ભળ્‌યા હતા. તેઓ ભગવાન સીમંધર પરમાત્મા પાસે
મહાવિદેહમાં ગયા હતા. તેમને ભગવાનનો વિરહ પડયો. અરેરે! વીર પરમાત્માની
હાજરી નહિ, સાક્ષાત્ તીર્થંકરનો યોગ નહિ. સીમંધર પરમાત્મા યાદ આવ્યા. તેઓ
અહીંના આચાર્ય હતા. તે વખતના શાસનમાં તેઓ મુખ્ય આચાર્ય હતા. એક વખત
તેમને તીર્થંકરોના વિરહનો પરિતાપ થયો અને...
રે! રે! સીમંધર નાથના વિરહા પડયા આ ભરતમાં...
એવા વિચારની શ્રેણીમાં ચડયા ત્યાં મહાવિદેહમાં જવાનો યોગ બન્યો. અત્યારે
મહાવિદેહમાં જે સીમંધર પરમાત્મા બિરાજે છે તે જ સીમંધર પરમાત્મા તે વખતે
બિરાજતા હતા. ત્યાં કુંદકુંદ પ્રભુ ગયા અને આઠ દિવસ ભગવાનની વાણી સાંભળી;
ત્યાં જ્ઞાનની નિર્મળતા ઘણી વધી ગઇ. ત્યાં આઠ દિવસ રહીને પાછા ભરતે પધાર્યા,
ત્યાર પછી સમયસારાદિ મહાન પરમાગમો રચ્યાં....સાક્ષાત્ આત્માનો અનુભવ, પ્રત્યક્ષ
ભગવાનનો ભેટો અને મુનિદશાના ચારિત્રમાં ઝૂલતાં ઝૂલતાં તેમણે આ અલૌકિક
શાસ્ત્રો રચ્યાં છે. અનંતકાળથી તત્ત્વ સમજવું રહી ગયું છે તે આમાં સમજાવ્યું છે. બીજાં
ઘણાં શાસ્ત્રોમાં તેવું રહસ્ય રહેલું છે, પણ સમયસાર તો તેમાં સર્વોત્કૃષ્ટ છે.
અહો! આવું અલૌકિક સર્વોત્કૃષ્ટ શાસ્ત્ર આ સમયસાર છે. તેની પ્રતિષ્ઠાનો
આજે દિવસ છે. તેના માંગલિકમાં કહે છે કે–
नमः समयसाराय स्वानुभूत्या चकासते ।
चित्स्वभावाय भावाय सर्वभावांतरच्छिदे।।

PDF/HTML Page 13 of 35
single page version

background image
ઃ ૧૦ઃ અષાઢઃ ૨૪૯૦
અહો! આત્માની શાંતિના પંથે વિચરનારા આત્માઓને માંગલિક એવો આ
શ્લોક છે. અપ્રતિહત ભાવે શુદ્ધાત્માને નમસ્કાર છે. આચાર્યદેવ પોતે સાધક છે,
સ્વર્ગમાં જઇ ત્યાંથી મનુષ્ય થઇ મુક્તિ પામવાના છે, તેમણે આ અપ્રતિહત
માંગલિક કર્યું છે.
અહો! ચૈતન્યનું કેવું સ્વરૂપ વર્ણવે છે? હું સમયસારને નમસ્કાર કરું છું.
સમયસાર એટલે શુદ્ધ આત્મા! જડકર્મ ને ભાવકર્મથી રહિત જેનું સ્વરૂપ છે એવા શુદ્ધ
આત્માને હું નમસ્કાર કરૂં છું. અત્યારે આત્માનું એવું શુદ્ધ સ્વરૂપ છે તેને ઓળખીને
તેનો જ આદર કરું છું, તે સિવાય બીજાને આદરતો નથી. શરીર, જડકર્મ કે સંસાર
તેનાથી આત્મા રહિત છે. અત્યારે પણ શુદ્ધ સ્વભાવની દ્રષ્ટિએ આત્મામાં શરીર–જડકર્મ
કે સંસાર નથી. એક સમયની પર્યાયમાં જે વિકાર છે તે ત્રિકાળી આત્માનું સ્વરૂપ નથી.
આવા શુદ્ધ આત્માને નમસ્કાર કરવા–તેની રુચિ–જ્ઞાન કરીને તેમાં એકાગ્ર થવું તે
માંગળિક છે. ત્રિકાળી ચૈતન્ય સ્વરૂપને જ્ઞાનમાં લઇને, એક સમયના સંસારને ‘અછતો’
કરે છે અને અનાદિથી જે સ્વભાવ સત્ છે, પણ જે અનાદિથી શ્રદ્ધામાં લીધો ન હતો
તેને શ્રદ્ધામાં લઇને નમસ્કાર કરે છે.
જુઓ સમયસાર એટલે શુદ્ધ આત્મા! તે આત્મા સંસાર રહિત છે. ને શરીર, કર્મ
તો પર પદાર્થ છે. આવા શુદ્ધ આત્માને લક્ષમાં લઇને તેની રુચિ અને તેને નમસ્કાર
કરવા. હું એક આત્મા છું, હું સિદ્ધ થવા માટે નીકળ્‌યો છું, મારા આત્મામાં સંસાર નથી–
આમ કોણ કહે? આત્માના શુદ્ધ સ્વભાવને દ્રષ્ટિમાં લીધો છે તે જીવ કહે છે કે મારા
સ્વરૂપમાં સંસાર નથી, કર્મ વગેરે નથી. એક સમયનો વિકાર તે હું નથી. પર્યાયમાં તે
હોવા છતાં તેને સ્વભાવદ્રષ્ટિમાં અછતો કરે છે. જ્યાં ચૈતન્ય ભગવાન પોતાનું માંગલિક
કરવા ઊઠયો ત્યાં તે કહે છે કે જે સંસારને હું ટાળવા માગું છું તે મારા સ્વરૂપમાં નથી.
જો સંસાર પોતાના સ્વરૂપમાં હોય તો ટળે નહિ. સંસાર ક્યાં છે? વિકારી પર્યાયમાં
સંસાર છે, પણ બહારમાં સંસાર નથી, ને સ્વભાવમાં પણ સંસાર નથી. પર વસ્તુ તો
આત્માના સ્વભાવમાં નથી. પણ પરની મમતા કરે છે તે જ સંસાર છે, ને સ્વભાવની
દ્રષ્ટિમાં તે સંસારનો પણ અભાવ છે.
મારો સંસાર પરમાં નથી, ને સંસાર મારો સ્વભાવ નથી. હું
આનંદકંદસ્વભાવ છું ને સંસાર હું નથી. જેને સંસાર દુઃખદાયક લાગ્યો હોય ને તેને
ટાળીને મુક્ત થવાની જિજ્ઞાસા હોય તે એમ વિચારે છે કે અહો! હું શુદ્ધ આત્મા છું.
ક્ષણિક મમત્વની લાગણી તે ત્રિકાળ ચૈતન્યતત્ત્વમાં નથી. ત્રિકાળ શુદ્ધસ્વભાવને
ચૂકીને પર તે હું એવી માન્યતા તે સંસાર છે. જે સંસારને પોતાનું સ્વરૂપ માને તે
તેનાથી કેેમ છૂટે? માટે

PDF/HTML Page 14 of 35
single page version

background image
અષાઢઃ ૨૪૯૦ઃ ૧૧ઃ
પહેલાં સ્વભાવની દ્રષ્ટિથી સંસારનો અભાવ કરે છે. જુઓ, આ મંગળિકમાં મુક્તિના
ગોળધાણા વેંચાય છે કે પહેલે જ ધડાકે એમ નક્કી કર કે હું ત્રિકાળ ચૈતન્યતત્ત્વ છું.
મારી ત્રિકાળ ચીજમાં સંસાર નથી. પર્યાયમાં રાગાદિ હોવા છતાં તે મારા સ્વરૂપની
ચીજ નથી. અહો! હું મારા જ્ઞાનાનંદ સમયસાર ભગવાનને નમું છું, શરીરાદિને કે
વિકારને નમતો નથી. મારો આત્મા નોકર્મથી ભિન્ન છે, જડકર્મથી તેમજ વિકારથી પણ
રહિત એવા મારા ચૈતન્યભગવાન સમયસારને જ હું નમું છું–એમ ધર્મીની દ્રષ્ટિનું મુખ્ય
વલણ શુદ્ધ સ્વભાવમાં રહે છે. દેવ–ગુરુ–શાસ્ત્રની ભક્તિનો ભાવ આવે પણ તે વખતે
સ્વભાવની દ્રષ્ટિ છૂટતી નથી. આચાર્ય ભગવાન મંગળિકમાં કહે છે કે અરે જીવો! જો
તમને સંસાર દુઃખરૂપ લાગતો હોય ને તે ટાળીને પરમાનંદ મુક્તદશા પ્રાપ્ત કરવી હોય
તો પહેલાં આવા સ્વભાવને નક્કી કરો. અનાદિથી બહારમાં ઢળતો ને વિકારનો તથા
પરનો વિનય કરીને ત્યાંજ નમતો તેને બદલે હવે અંતરમાં ઢળું છું કે અહો! હું ચિદાનંદ
આત્મા છું, હવે હું મારા અંતરસ્વરૂપમાં ઢળીને તેને જ નમું છું, હવે હું પરનો વિનય
છોડીને ચૈતન્યનો વિનય કરું છું. જુઓ, આમ ચૈતન્યને ઓળખીને તેનો મહિમા અને
વિનય કરવો તે ધર્મનું મહા માંગળિક છે.
જેને પર ચીજ માં સંતોષ છે, સંસારમાં સુખ લાગે છે–તેવા જીવની તો વાત
નથી. જેને આખો સંસાર દુઃખરૂપ લાગ્યો છે તેને કહે છે કે તું રાગનો સત્કાર છોડીને
ચૈતન્યનો સત્કાર કર, ચૈતન્યની રુચિ કરીને તેમાં નમ્યો તેણે માંગળિક કર્યું
જુઓ સમયસારનું આ અલૌકિક મંગળ થાય છે. મંગળિકની શરૂઆત ક્યાંથી
થાય છે? કે કોઇ પણ પરપદાર્થથી મને લાભ છે એવી મિથ્યા બુદ્ધિમાં જે પરનો આદર
કરે છે, તેને છોડીને ચિદાનંદ સ્વભાવ જ મને લાભદાયક છે એમ રુચિ–મહિમા કરીને
તેમાં નમવું–ઢળવું–પરિણમવું તે અપૂર્વ મંગળિક છે. જ્યાં આવા સ્વભાવ તરફના
સત્કારનો ભાવ પ્રગટયો ત્યાં વચ્ચે શુભરાગ આવતાં દેવ–ગુરુ–શાસ્ત્ર તરફના
સત્કારનો ભાવ આવ્યા વિના રહેતો નથી. સ્વભાવનું સન્માન છોડીને એકલા પરના જ
સન્માનમાં જે અટકયો તેને તો વસ્તુનું ભાન નથી.
અહો! અનાદિથી મેં મારા સ્વભાવનો સત્કાર છોડીને પુણ્ય–પાપનો ને પરનો
સત્કાર કર્યો, તેને બદલે હવે હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનો જ સત્કાર કરીને તેમાં નમું છું–
તેમાં વલણ કરું છું. આમ જે અંતરમાં વળ્‌યો તેને પરના સત્કાર–બહુમાનનો ભાવ
સ્વભાવને ચૂકીને ન આવે.
સમયસાર તો પોતાનો શુદ્ધ આત્મા છે. સર્વજ્ઞ ભગવાને એક સમયના
વિકાર વગરનો જે ત્રિકાળ શુદ્ધ સ્વભાવ જોયો છે તેનું નામ ‘સમયસાર’ છે. તે
સમયસાર કેવો

PDF/HTML Page 15 of 35
single page version

background image
ઃ ૧૨ઃ અષાઢઃ ૨૪૯૦
છે! કે જગતમાં સત્ભાવરૂપ પદાર્થ છે, સ્વભાવભૂત વસ્તુ છે, અભાવરૂપ નથી. જુઓ,
પોતાને આવા ચૈતન્ય તરફ વાળીને આચાર્યદેવ મંગલિક કરે છે.
‘ભાવ’ છે એટલે કે શુદ્ધ આત્મા સદા ‘છતો’ પદાર્થ છે, તેમાં સંસાર
અભાવરૂપ છે. ચૈતન્ય ભગવાનમાં પરનો અભાવ છે. ચૈતન્યપણે પોતે ભાવરૂપ છે.
આવા ભાવરૂપ શુદ્ધ આત્માને આદરવો તેનું નામ ધર્મ છે.
દરેક આત્મા આવા શુદ્ધ સ્વભાવે ત્રિકાળ છે, શુદ્ધ સત્તારૂપ છે, પર્યાયમાં એક
સમયનો વિકાર છે તે સ્વભાવમાં અસત્ છે. આવા શુદ્ધ સ્વભાવને બતાવીને સંતો
જગતને કહે છે કે અરે જીવો! જે પંથે અમે જઈ રહ્યા છીએ તે પંથ આ રહ્યો.
શ્રી પ્રવચનસારમાં આચાર્યદેવ કહે છેઃ–જે જીવ દુઃખથી મુક્ત થવાનો અર્થી
હોય તે વિશુદ્ધ જ્ઞાનદર્શનપ્રધાન શ્રામણ્યને અંગીકૃત કરો....તેને અંગીકાર કરવાનો
જે યથાનુભૂત માર્ગ તેના પ્રણેતા અમે આ ઊભા. તેમ સમયસારમાં આચાર્યદેવ
કહે છે કે હે જીવો! છઠ્ઠા સાતમા ગુણસ્થાને શુદ્ધઆત્માના અનુભવની દશા કેવી
હોય તેવી દશા જો તમારે પ્રગટ કરવી હોય તો તેના પ્રણેતા અમે આ પ્રત્યક્ષ રહ્યા!
અમે અમારા આત્મામાં શુદ્ધાત્માના અનુભવની એવી દશા પ્રગટ કરીને જગતને
કહીએ છીએ કે અહો! શુદ્ધ સ્વભાવની દશા પ્રગટ કરવી હોય તો તેનો ઉપાય આ
જ છે. શુદ્ધસત્તાસ્વરૂપ આત્માની પ્રતીત કરો! તેનું બહુમાન કરીને તેમાં નમો .
પહેલેથી જ આવો સ્વભાવ નક્કી કરો.
બહારના પદાર્થોથી તો આત્મા ત્રિકાળ જુદો છે, ને પુણ્ય–પાપરૂપ જે એક
સમયનો સંસાર તે પણ મારા સ્વરૂપમાં નથી. હું એક ચૈતન્યસત્તાસ્વરૂપ શુદ્ધવસ્તુ
છું–આમ શુદ્ધઆત્માને પ્રતીતમાં લેવો. અંદર અંધારું દેખાય, બહારમાં જડ
દેખાય–પણ ભાઈ! તે બન્નેને દેખનારો તું કોણ છો? તું અંદર ચૈતન્ય સત્તામય
જાણનાર છે. અંધારાને દેખનારો પોતે અંધારારૂપે નથી, અંધારાને જાણનારો પોતે
ચૈતન્યપ્રકાશરૂપ છો. અહો! આવી શુદ્ધ સત્તારૂપ ચૈતન્ય વસ્તુની અંતરમાં પ્રતીત
કરો. પર્યાયબુદ્ધિ છોડીને શુદ્ધ વસ્તુને પ્રતીતમાં લ્યો.
દ્રવ્યથી શુદ્ધ સત્તારૂપ વસ્તુ છે (भावाय).
ગુણથી ચિત્ સ્વભાવવાળો છે (चित्स्वभावाय). અને
પર્યાયથી સર્વભાવોને જાણનારો છે (सर्वभावांतरच्छिदे).

PDF/HTML Page 16 of 35
single page version

background image
અષાઢઃ ૨૪૯૦ઃ ૧૩ઃ
હું ત્રિકાળ શુદ્ધ ચૈતન્ય સત્તારૂપ વસ્તુ છું. મારી પર્યાય સત્તાસ્વભાવમાંથી જ
આવે છે, બહારમાંથી નથી આવતી–આમ નક્કી કરીને સ્વભાવમાં નમ્યો તે નમવાની
નિર્મળ પર્યાય ક્યાંથી આવી? કે જ્ઞાન સ્વભાવી વસ્તુમાંથી જ પરિણમતી–પરિણમતી તે
દશા પ્રગટી છે. બહારમાંથી કે પુણ્ય–પાપમાંથી આવી નથી.
અફીણ કડવું ને લીંબુ ખાટું, પણ આત્મા કેવો? કે આત્મા ચિત્સ્વભાવી વસ્તુ છે.
દવાથી રોગ મટે ને પાણીથી તરસ મટે, ખોરાકથી ભૂખ ભાંગે ને કપડાંથી ટાઢ ટળે–એમ
બધાના ગુણનો વિશ્વાસ કરે પણ આત્મા ચૈતન્ય સ્વભાવી વસ્તુ છે, તે બધાનો
જાણનાર છે તેનાથી દુઃખ ટળે ને સુખ મળે,–એેવો વિશ્વાસ કર્યો નથી. પણ સ્વભાવ
સામર્થ્યનો વિશ્વાસ કરીને તેનો આદર કરવો, તેમાં નમવું–પરિણમવું તેનું નામ માંગળિક
છે. બધાને જાણું એેવો ગુણ મારામાં છે–એમ પોતાના ગુણનો વિશ્વાસ કરે તો સંસાર
તરત મટી જાય, ને મોક્ષમાર્ગ પ્રગટી જાય.
અહો જે કુળમાં તીર્થંકરો જન્મ્યા તે જ કુળ આ આત્માનું છે. તીર્થંકરોમાં ને
આત્માના સ્વભાવમાં પરમાર્થે કાંઇ ફેર નથી. ધર્મી કહે છે કે અહો! હું મારા
ધર્મમૂર્તિ આત્માની પ્રતીત કરીને તેનાં ગાણાં ગાવા ઊભો થયો, તેમાં હવે ભંગ
પડશે નહિ. મારા સ્વભાવ સિવાય બીજા કોઇનો આદર કરું નહિ. આવી અમારા
કુળની વટ છે. હે તીર્થંકરો! તમે જે કુળમાં થયા તે જ કુળનો હું છું. જે વાટે
તીર્થંકરો વિચર્યા તે જ પંથે અમે વિચરનારા છીએ. હે નાથ! તારી ને મારી
ચૈતન્યજાત એક જ છે. મેં પણ એવા શુદ્ધ ચૈતન્યને માન્યો છે અને તેનો જ આદર
કરીને મોક્ષમાર્ગે ચાલ્યો આવું છું. મારા ચૈતન્યકુળની આવી રીત છે. હે નાથ!
ચિદાનંદસ્વભાવ પરિપૂર્ણ છે તે સિવાય બીજા કોઇના આશ્રયથી હવે લાભ માનું
નહિ. અમે આત્મા છીએ, અમારો ચિત્સ્વભાવ છે, ગુણગુણી જુદા નથી. બન્ને
ત્રિકાળ છે, તેમાંથી જ જ્ઞાનની પર્યાય ખીલે છે. જ્ઞાન બહારમાંથી નથી આવતું,
પણ અંદર સ્વભાવ ભર્યો છે તેમાંથી જ તે પ્રગટે છે.
શુદ્ધઆત્મા પોતાની સ્વાનુભૂતિથી જ પ્રકાશમાન છે. પોતે અંતર્મુખ થઇને
પોતાનો અનુભવ કર્યો એવી નિર્વિકારી ક્રિયાથી આત્મા પ્રકાશે છે. જુઓ, આ
ધર્મની ક્રિયા છે. આવી ક્રિયાને જે માને નહિ તેને વસ્તુ જ સિદ્ધ થતી નથી. અહો!
આત્મા પોતે પોતાથી જ પોતાને જાણે છે. શરીર, સમોસરણ ને તીર્થંકરોની હાજરી
વખતે પણ તે કોઇના કારણે ભગવાન આત્મા પ્રકાશમાન થતો નથી, તે વખતે પણ
પોતે પોતાના અંતરમાં સ્વાનુભવરૂપી ક્રિયાથી જ પ્રકાશમાન થાય છે.

PDF/HTML Page 17 of 35
single page version

background image
ઃ ૧૪ઃ અષાઢઃ ૨૪૯૦
જુઓ, આજે આ સમયસારનો દિવસ હોવાથી સમયસારનું માંગલિક કર્યું.
અંદરમાં ચૈતન્ય સ્વભાવની સન્મુખ થઇને નિર્વિકલ્પ અનુભવની જે ક્રિયા છે તેના વડે
આત્મા પ્રગટ થાય છે. એ સિવાય બીજી કોઈ રીતે આત્મા પ્રગટ થતો નથી.
અંતર સ્વભાવની સ્વાનુભવરૂપી ક્રિયા વડે જ આત્માને ધર્મ થાય છે.
સમ્યક્શ્રદ્ધા, સમ્યગ્જ્ઞાન ને સમ્યક્ચારિત્ર તે ત્રણેય આત્માની સ્વાનુભવરૂપી ક્રિયાથી જ
પ્રકાશમાન થાય છે. આ સમ્યક્દર્શન અને સમ્યગ્જ્ઞાનરૂપ સ્વાનુભૂતિની ક્રિયા નારકી
પણ કરી શકે છે. સ્વર્ગના દેવો ને તિર્યંચો પણ કરી શકે છે. આઠ વર્ષના બાળકોને પણ
આવી સ્વાનુભુતિની ક્રિયા થાય છે. નરકમાં પડેલા અસંખ્ય નારકી જીવો દેહદ્રષ્ટિ છોડીને
અંદરના ચિદાનંદ પરમાત્માને દ્રષ્ટિમાં લઇને આવી સ્વાનુભૂતિની ક્રિયા કરે છે.
સમ્યગ્દ્રષ્ટિ દેડકું પણ એવી ક્રિયા કરે છે. હું દેડકું નથી, હું નારકી નથી, હું તો શુદ્ધ ચૈતન્ય
પરમાત્મા છું–એમ દ્રષ્ટિમાં લઇને તે જીવો શુદ્ધ સ્વભાવની અનુભૂતિની ક્રિયા કરે છે.
આવી ક્રિયા તે ધર્મ છે. તે મહા માંગળિક છે.
અરે જીવ! તું એકવાર આવા સતનું યથાર્થ શ્રવણ તો કર, શ્રવણ કરીને
અંદરમાં નક્કી તો કર કે અંતરમાં કેવી વસ્તુ છે? અંદરમાં શુદ્ધ વસ્તુ છે તેના જ
આશ્રયથી ધર્મ થાય છે. પહેલાં એવી રુચિ કર તો વીર્ય તેને અનુસરીને અંતર્મુખ
વળે. અંતર્મુખ સ્વભાવથી જ લાભ છે એવી રુચિ કરે તો વીર્યની ગતિ અંતરમાં
વળ્‌યા વિના રહે નહિ.
ચૈતન્યમૂર્તિ આત્માનો સ્વભાવ કેવો છે? ભલે વર્તમાન પર્યાયમાં થોડું જાણવાની
તાકાત હોય, પણ તેનો સ્વભાવ સર્વ ભાવોને જાણવાનો છે. જ્ઞાનમાં એકાગ્રતાની ક્રિયા
કરતાં કરતાં સર્વજ્ઞ થાય તેવી તેની તાકાત છે. આત્મામાં સર્વજ્ઞ થવાની તાકાત ન માને
તે મોટો નાસ્તિક છે, તેને કહે છે કે અરે આત્મા! અંતર સ્વભાવની એકાગ્રતાની ક્રિયા
વડે પૂરા સંસારને શોષવી નાખીને સર્વજ્ઞ થવાની તારામાં તાકાત છે. અનંતા
આત્માઓએ અંતરની સ્વાનુભૂતિરૂપ ક્રિયા વડે સર્વજ્ઞ પરમાત્મદશા પ્રગટ કરી છે.
અંતરના ચૈતન્યસ્વભાવમાં દ્રષ્ટિ મૂકીને જે એકાગ્ર થાય તે સર્વજ્ઞ પરમાત્મા થયા વિના
રહે નહિ. આ પ્રમાણે ઇષ્ટદેવને અને પોતાના શુદ્ધ આત્માને ઓળખીને તેને નમસ્કાર
કર્યા તે અપૂર્વ માંગળિક છે.
***

PDF/HTML Page 18 of 35
single page version

background image
અષાઢઃ ૨૪૯૦ઃ ૧પઃ
અજ્ઞાનીનો મિથ્યા અભિપ્રાય
જેમ કોઇ ચોર એમ કહે કે ચોરી કરવી એ જ
મારો ધંધો....તો તે જેલ–બંધનમાંથી ક્યારે છૂટે?–તેમ
જે અજ્ઞાની એમ માને કે પરને સુખી–દુઃખી કરવા તે
મારું કાર્ય,–અને શુભાશુભ અપરાધભાવ તે મારા
ઉપયોગનું કાર્ય–એમ પર ભાવરૂપી અપરાધના
કર્તૃત્વને પોતાનો ધંધો માને તે ચોર આ સંસારરૂપી
જેલના બંધનથી કેમ છૂટે?
(સમયસાર બંધ–અધિકાર ઉપરના પ્રવચનોમાંથી)
આ જ્ઞાનસ્વરૂપ આત્મા ખરેખર સ્વભાવથી તો અબંધ છે; પણ તે પોતાનું
જ્ઞાનસ્વરૂપ ભૂલીને, ઉપયોગને રાગમાં તન્મય કરતો થકો, અજ્ઞાનથી બંધાય છે.
મિથ્યાદ્રષ્ટિનો મિથ્યાત્વભાવ તે જ મુખ્ય બંધનું કારણ છે. મિથ્યાત્વને લીધે આત્મા
પરભાવમાં એકપણાની બુદ્ધિથી પરિણમતો થકો, દેહાદિની કે પર જીવોની ક્રિયાને હું
કરું એમ માનતો થકો, બંધાય છે. હું બીજા જીવોને બાંધું કે હું બીજા જીવોને છોડું,–
અથવા હું બીજા જીવોને દુઃખી કરું, કે હું બીજા જીવોને સુખી કરું–આવી અજ્ઞાનીની
જે મિથ્યાબુદ્ધિ છે તે નિરર્થક છે; નિરર્થક એટલા માટે છે કે તેની માન્યતા પ્રમાણે
વસ્તુ જગતમાં નથી. જગતના જીવો તો પોતાના સમ્યગ્દર્શનાદિના અભાવને લીધે
પોતાના અજ્ઞાનભાવથી સ્વયં બંધાય છે, અને એ જ રીતે તેઓ અજ્ઞાનનો અભાવ
કરીને, સમ્યગ્દર્શનાદિરૂપ મોક્ષમાર્ગની સાધના વડે સ્વયમેવ મુક્ત થાય છે; બીજો
તેને શું કરે?
હે ભાઈ, જીવ જ્યાં પોતાના અજ્ઞાનથી જ બંધાય છે, ત્યાં તેને બાંધવાનો
અભિપ્રાય તું કર કે ન કર તેથી સામામાં તો કાંઇ ફેર પડતો નથી, તારા અભિપ્રાયનું
કાર્ય તેનામાં કાંઈ જ આવતું નથી તેથી તારો અભિપ્રાય નિરર્થક છે, મિથ્યા છે ને તે તને
બંધનું કારણ છે.
એ જ રીતે જીવ જ્યાં પોતાના સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગના પુરુષાર્થ વડે મુક્ત
થાય છે, ત્યાં તેને મુક્ત કરવાનો અભિપ્રાય તું કર કે ન કર તેથી સામામાં તો કાંઈ ફેર
પડતો નથી, તારા અભિપ્રાયનું કાર્ય તેનામાં તો કાંઇ જ આવતું નથી, તેથી તારો
અભિપ્રાય નિરર્થક છે–મિથ્યા છે, અને તે તને બંધનું કારણ છે.

PDF/HTML Page 19 of 35
single page version

background image
ઃ ૧૬ઃ અષાઢઃ ૨૪૯૦
જે જીવ અજ્ઞાનભાવમાં વર્તે છે તે સ્વયમેવ પોતાના અજ્ઞાનથી બંધાય છે,
ત્યાં બીજા લાખ જીવો પણ તેને છોડાવવાનો અભિપ્રાય કરે–તોપણ તેને બંધનથી
છોડાવી શકે નહિ, અને જે જીવ સમ્યક્ત્વાદિ જ્ઞાનભાવમાં વર્તે છે તે સ્વયમેવ
પોતાના જ્ઞાન વડે જ બંધનથી છૂટે છે ત્યાં બીજા લાખ જીવો પણ તેને બાંધવાનો
અભિપ્રાય કરે–તો પણ તેને બંધનથી બાંધી શકે નહિ, તેને મુક્ત થતો કોઇ રોકી
શકે નહિ.
માટે હે જીવ! તું તારા આત્માને જ્ઞાનસ્વરૂપી જ જાણ. પર જીવને બાંધે કે
છોડાવે, સુખી–દુઃખી કરે એવું કર્તૃત્વ તારામાં નથી. તું જગતનો જ્ઞાતા, એને બદલે
પરનો કર્તા થવા જઇશ તો તું દુઃખી થઇશ.
* તારો બાંધવાનો અભિપ્રાય હશે તો પણ જો સામા જીવમાં અજ્ઞાન નહિ હોય
તો તે નહિ બંધાય.
* તારો બાંધવાનો અભિપ્રાય નહિ હોય તોપણ જો સામા જીવમાં અજ્ઞાન હશે
તો તે બંધાશે.
* તારો મુક્ત કરવાનો અભિપ્રાય હશે તો પણ જો સામા જીવમાં મોક્ષમાર્ગ નહિ
હોય તો તે નહિ છૂટે.
* તારો મુક્ત કરવાનો અભિપ્રાય નહિ હોય તોપણ જો સામા જીવમાં મોક્ષમાર્ગ
હશે તો તે મુક્ત થશે.
આ રીતે સામા જીવને બાંધવાનો કે છોડવાનો તારો અભિપ્રાય હોય કે ન
હોય, પરંતુ સામા જીવો તો સ્વયમેવ તેના ભાવથી જ બંધાય છે અગર મુકાય છે–
તો તારી માન્યતાએ તેમાં શું કર્યું? તેને બાંધવાની કે છોડવાની તારી માન્યતા તો
નકામી ગઈ. નિરર્થક થઇ, મિથ્યા થઇ. માટે છોડ એ માન્યતા....ને જ્ઞાનસ્વભાવમાં
તારી બુદ્ધિ જોડ.
એ પ્રમાણે બાંધવા–છોડવાની જેમ મરણ કે જીવન વગેરે બધાય અશુભ કે શુભ
કર્તૃત્વના અભિપ્રાયોમાં પણ મિથ્યાપણું જ છે.
હું પરને સુખી કરું–બંધનથી છોડાવું–એવો શુભ અભિપ્રાય પણ અજ્ઞાનથી
ભરેલો છે ને હું પરને દુઃખી કરું–બંધનથી બાંધું–એવો અશુભ અભિપ્રાય પણ અજ્ઞાનથી
ભરેલો છે. આ રીતે શુભ અશુભના ભેદની મુખ્યતા નથી પણ બન્નેમાં જે પરના
કર્તૃત્વનો મિથ્યા અભિપ્રાય છે તે જ બંધનનું મુખ્ય કારણ છે.

PDF/HTML Page 20 of 35
single page version

background image
અષાઢઃ ૨૪૯૦ઃ ૧૭ઃ
दर्शन धारा पवित्रा
તીન લોક તિહુંકાલમાંહી નહીં દર્શન સો સુખકારી,
સકલ ધરમકો મૂલ યહી, ઇસ વિન કરની દુઃખકારી.
મોક્ષમહલકી પરથમ સીઢી, યા વિન જ્ઞાન–ચરિત્રા
સમ્યક્તા ન લહે, સો દર્શન ધારો ભવ્ય પવિત્રા.
‘દૌલ’ સમઝ સૂન ચેત સયાને, કાલ વૃથા મત ખોવે,
યહ નરભવ ફિર મિલન કઠિન હૈ જો સમ્યક્ નહિ હોવે.
(પં. શ્રી દૌલતરામજી કૃત–છહઢાળા)
સમ્યક્ત્વનો મહિમા કરીને તેને ધારણ કરવાની પ્રેરણા આપતાં છહઢાળામાં કવિ
કહે છે કેઃ ત્રણલોક અને ત્રણકાળમાં સમ્યગ્દર્શન સમાન સુખકારી બીજું કોઈ નથી;
બધા ધર્મોનું મૂળ તે જ છે; તેના વગરની બધી કરણી દુઃખરૂપ છે. આ સમ્યગ્દર્શન તે
મોક્ષમહેલનું પહેલું પગથિયું છે, એના વિના જ્ઞાન કે ચારિત્ર સમ્યકતા પામતા નથી.
માટે હે ભવ્યો! આવા પવિત્ર સમ્યગ્દર્શનને ધારણ કરો. હે સૂજ્ઞ! દૌલતરામજીની આ
શિખામણ સાંભળીને તું ચેત...અને સમય નકામો ન ગૂમાવ; જો આવા અવસરે
સમ્યક્ત્વ પ્રાપ્ત ન કર્યું તો ફરીને આવો નરભવ મળવો મૂશ્કેલ છે.
(સમ્યગ્દર્શન–પુસ્તક ત્રીજામાંથી)
ज्ञानको उर आनो
ધન સમાજ ગજ બાજ રાજ તો કાજ ન આવે
જ્ઞાન આપકો રૂપ ભયે ફિર અચલ રહાવે;
તાસ જ્ઞાનકો કારન સ્વ–પર વિવેક વખાનો;
કોટિ ઉપાય બનાય ભવ્ય તાકો ઉર આનો.
જો પૂરવ શિવ ગયે, જાહિં, અબ આગે જે હૈં.
સો સબ મહિમા જ્ઞાનતની મુનિનાથ કહે હૈ;
(પં. શ્રી દૌલતરામજી કૃત છહઢાળા)
સમ્યગ્જ્ઞાનનો મહિમા કરીને તેને ધારણ કરવાની પ્રેરણા આપતાં છહઢાળામાં
કવિ કહે છે કેઃ ધન, સમાજ, હાથી–ઘોડા, વૈભવ, કે રાજ એ કાંઇ જીવને કામ આવતું
નથી; સમ્યગ્જ્ઞાન કે જે નિજસ્વરૂપ છે તે પ્રગટ થતાં અચલપણે જીવની સાથે રહે છે.
સ્વ–પરનું ભેદજ્ઞાન તે સમ્યગ્જ્ઞાનનું કારણ છે; હે ભવ્યો! કરોડો ઉપાય વડે પણ આવા
સમ્યગ્જ્ઞાનને અંતરમાં પ્રગટ કરો. પૂર્વે જેઓ મોક્ષ પામ્યા છે, વર્તમાન પામે છે અને
ભવિષ્યમાં પામશે,–એ બધો સમ્યગ્જ્ઞાનનો જ મહિમા છે–એમ મુનિવરોએ કહ્યું છે.
(સમ્યગ્દર્શન–પુસ્તક ત્રીજામાંથી)