Atmadharma magazine - Ank 025
(Year 3 - Vir Nirvana Samvat 2472, A.D. 1946). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 45
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૦૩
સળંગ અંક ૦૨૫
Version History
Version
Number Date Changes
001 Jan 2006 First electronic version.

PDF/HTML Page 2 of 45
single page version

background image
ર્ ર્ .
વર્ષ ત્રીજું : સંપાદક : કારતક
અંક પહેલો રામજી માણેકચંદ દોશી ૨૪૭૨
વકીલ
જિનવાણી સ્તુતિ
હે જિનવાણી માતા તુમકો લાખોં પ્રણામ
તુમકો ક્રોડો પ્રણામ.
શિવસુખદાની માતા તુમકો લાખોં પ્રણામ.ટેક
તૂ વસ્તુ સ્વરૂપ બતાવે, અરૂ સકલ વિરોધ મિટાવે;
સ્યાદ્વાદ વિખ્યાતા તુમકો લાખોં પ્રણામ.૧.
તૂ કરે જ્ઞાતાકા મણ્ડન, મિથ્યાત્વ કુમારગ ખંડન;
હે તીન જગકા ત્રાતા તુમકો લાખોં પ્રણામ.૨.
તૂ લોકાલોક પ્રકાશે, ચર અચર પદાર્થ વિકાસે;
િશ્વત્ત્ જ્ઞ ોં પ્ર..
તૂ વસ્તુસ્વરૂપ સુઝાવે, સિદ્ધાંતકા ર્મ સમઝાવે;
તૂ મેટે સર્વ અસાતા તુમકો લાખોં પ્રણામ.૪.
હે માત કૃપા અબ કીજે, અબ પરભાવ સકલ હર લીજે;
‘શિવરામ’ સદા ગુણ ગાતા તુમકો લાખોં પ્રણામ.૫.
ભગવાન શ્રી મહાવીર નિર્વાણ કલ્યાણક
વાર્ષિક લવાજમ છુટક અંક
અઢી રૂપિયા ચાર આના
આત્મધર્મ કાર્યાલય સુવર્ણપુરી – સોનગઢ (કાઠિયાવાડ)

PDF/HTML Page 3 of 45
single page version

background image
: ૨ : ભગવાન શ્રી મહાવીર નિર્વાણ મહોત્સવ અંક કારતક : ૨૪૭૨
(૧) આત્મધર્મ માસિકનો ૨૫
મો અંક આસો સુદ બીજે પ્રગટ કરી નવું
વર્ષ–ત્રીજું વર્ષ આસો માસથી જ શરૂ
કરવાની ગણતરી હતી પરંતુ ભાઈશ્રી
હરિલાલ અમૃતલાલ મહેતા કે જેઓ
‘આત્મધર્મ’નું લખાણ તૈયાર કરે છે
તેમની નાદુરસ્ત તબિયતને કરણે ૨૫ માં
અંકનું લખાણ સવેળા તૈયાર થઈ શક્યું
નહિ જેથી આસો સુદ બીજે અંક પ્રગટ
થયો નથી. એથી હવે ત્રીજા વર્ષનો
પહેલો–૨૫ મો અંક કારતક મહિનામાં જ
પ્રગટ થાય છે. અને નવા વર્ષની શરૂઆત
પણ કારતકથી જ થાય છે એમ સમજવું.
(૨) ‘આત્મધર્મ’ના લવાજમનું
ધોરણ બારમહિનાના હિસાબે નહિ
રાખતા ૧૨ અંક સાથે રાખેલું છે. એથી
દરેક ગ્રાહકોએ પોતાનો અંક નંબરની
સંખ્યા પ્રમાણે નિયમિત મળે છે કે નહિ
તેનું જ લક્ષ રાખવું કે જેવી ફલાણા
મહિનાનો અંક નથી મળ્‌યો એવી ફરિયાદ
અને ફિકર કરવાનું ન રહે.
પચીશમો અંક–ભગવાનશ્રી
મહાવીર નિર્વાણ મહોત્સવ અંક–
કારતક સુદ બીજે સૌ ગ્રાહકોને મળી
જાય એવી રીતે પ્રગટ કરવાનું
જણાવ્યા છતાં તે પ્રમાણે પ્રગટ નથી
થઈ શક્યો એ બદલ આપ સૌની ક્ષમા
ચાહું છું– પ્ર.
(૩) રૂપિયા પાંચ લવાજમ
ભરીને ગઈ સાલે થયેલા તમામ
ગ્રાહકોને, સ્વ. પારેખ શ્રી લીલાધર
ડાહ્યાભાઈના સ્મરણાર્થે આપેલું ભેટ
પુસ્તક ‘અમૃત ઝરણાં’ હાથોહાથ
સથવારે, અથવા તો બુધપોસ્ટથી
મોકલાવાઈ ગયું છે અને હવે તેમને ૨૫
થી ૩૬ સુધીના અંકો નિયમિત મળશે.
(૪) દરેક ગ્રાહકોએ પોતાનો
ગ્રાહક નંબર નોંધી રાખી જ્યારે કાર્યાલય
સાથે પત્રવ્યવહાર કરવો પડે ત્યારે તે
ગ્રાહક નંબર અવશ્ય લખવો.
(૫) કોઈપણ પ્રકારનો
‘આત્મધર્મ’ અંગેનો પત્રવ્યવહાર કોઈ
વ્યક્તિના નામથી નહિ કરતાં નીચે
પ્રમાણે કરવો. વ્યવસ્થાપક, પ્રકાશક,
સંચાલક કે સંપાદક (જેને ઉદ્દેેશીને લખવું
હોય તે એક) આત્મધર્મ
આત્મધર્મ કાર્યાલય
સુવર્ણપુરી–સોનગઢ (કાઠિયાવાડ)
સુખ...સમજસે... પાવે
[રાગ–શું કહું કથની મારી રાજ]
આ અંકમાં અન્યત્ર આપેલ શ્રીસમયસારજીનું ભાદરવા સુદ ૨ નું
વ્યાખ્યાન વાંચીને તેના ભાવ ઉપરથી આ કાવ્ય બનાવવામાં આવ્યું છે.
સુખકી ઈચ્છા સબી જીવોકો, બાહીર ફાંફાં મારે
ઢુંઢત ઢુંઢત મંદિર દેરાસર, કોઈ પોથી કો ફાડે
રાજ...સુખ સમજસે પાવે. ૧
કસ્તુરી કાજે હીરણ ઢુંઢત હૈ, ચૌદીશ ફાંફાં મારે
દોડત દોડત થકત ભયો તબ, આખીર મૃત્યુકો પાવે....રાજ....સુખ ૨
અજ્ઞાનીકા યહી હાલ હૈ,
સુખ બાહીરસે ચાહૈ
પરાશ્રયસે ઉપાય કરત હૈ, સુખ કચ્છુ નવ પાવે....રાજ....સુખ ૩
બોત પુણ્યસે સુખ મિલેંગે, બાહીર ધર્મ મનાવે
દયા, દાન, વૃત, તપ, શીયળસે, અપના સુખ નવ પાવે....રાજ....સુખ ૪
આંબિલ ઓળી જાત્રાએ જાવે, મૌનવૃત પડિમા ધરાવે
તપ કરી દેહ જીર્ણ કરત હૈ,
તોબી સુખ નવ પાવે....રાજ....સુખ ૫
સદ્ગુરુદેવકી કૃપા જબ હોવે, શાશ્વત સુખ દીલાદે
સુખકે કાજે પાંવ પડત હૈ, અરજ કરત નવ દેવે....રાજ....સુખ ૬
વિકારસે કબી સુખ નવ હોવે, મિથ્યાત્વ બુધ્ધિ મનાવે
આનંદકંદ પ્રગટ દશા કર,
અપને સ્વરૂપ નવ જાને....રાજ....સુખ ૭
બહિર દ્રષ્ટિ સુખ નવ હોવે, સુખસ્વભાવસે ભરીઓ
અંતર દ્રષ્ટિ જ્ઞાન ભયો તબ, અનંત ગુણસે ભરીઓ....રાજ....સુખ ૮
સુખ સ્વરૂપ શાશ્વત સ્વાધીન હૈ, સ્વયમેવ સુખરૂપ હોવે
સુના નહિ કબી સબ જીવોને, બાહીર ફાંફાં મારે....રાજ....સુખ ૯
‘સુવર્ણપુરીકાસંત’ સુનાવે,
સુખ સાગરસે ભરીઓ
સ્વાધીન દ્રષ્ટિસેદેખ ભયો તબ, સુખ સ્વરૂપસે બનીઓ.....રાજ....સુખ ૧૦
વીરસંવત ચોવીસો એકોતેર,
શનિશ્ચર દીન બતાયો
સુકલ પક્ષ ભાદ્રવ માસકો, બીજકો દિવ્યધ્વનિ આયો...રાજ...સુખ ૧૧
૫૦૦૦–પાંચહજાર
આત્મધર્મના તમામ ગ્રાહકોને–વાંચકોને તથા શુભેચ્છકોને–સાદર
વિનતિ છે કે આ વર્ષે આત્મધર્મ માસિકની ગ્રાહક સંખ્યા પાંચ હજાર
થાય એવી મારી ભાવના છે. તેમાં ગુજરાતી આત્મધર્મ ના ત્રણ હજાર
ગ્રાહકો કરવાના રહે છે. બે હજાર ગ્રાહકો હિંદી આત્મધર્મના કરવાનો
પ્રયત્ન થશે.
આજે ગુજરાતી આત્મધર્મના ૧૫૦૦ ગ્રાહકો છે એટલે જો દરેક
ગ્રાહક માત્ર એકજ નવા ગ્રાહકનું નામ મોકલાવી આપે તો એક જ
દિવસે ૧૫૦૦ નવા ગ્રાહકો વધી ૩૦૦૦ ગ્રાહકો થઈ જાય. આશા છે કે
આત્મધર્મના ગ્રાહકો પોતાના સ્વજન, સ્નેહી કે સંબંધીમાંથી ઓછામાં
ઓછા એક ગ્રાહક નું નામ અને લવાજમ મોકલાવી આપી આત્મધર્મનો
બહોળો ફેલાવો કરવાનું પુણ્ય કાર્ય જરૂર કરશે જ.
પ્રકાશક

PDF/HTML Page 4 of 45
single page version

background image
કારતક : ૨૪૭૨ ભગવાન શ્રી મહાવીર નિર્વાણ મહોત્સવ અંક : ૩ :
આત્મધર્મ
શાશ્વત સુખનો માર્ગ દર્શાવતું માસિક
વષ ૩ અક ૧
કરતક ૨૪૭૨૨
શ્રી ગુરુ સ્તુતિ
તે ગુરુ મેરે મન બસો, જે ભવ જલધિ જિહાજ;
આપ તિરહિં પર તારહિં, એસે શ્રી ઋષિરાજ.તે ગુરુ૦
મોહ મહારિપુ જાનિ કૈ, છાંડયો સબ ઘરબાર
હોય દિગંબર વન બસે, આતમ શુદ્ધ વિચાર.તે કુંદ પ્રભુ૦
રોગ – ઉરગ – વિલ વપુ ગિણ્યો, ભોગ ભુજંગ સમાન
કદલ તરુ સસર હ, ત્યગ્ય સબ યહ જાન.ત ગરુ૦
રતનત્રય નિધિ ઉર ધરૈ, અરુ નિરગ્રંથ ત્રિકાલ
માર્યો કામ ખવીસ કો, સ્વામી પરમ દયાલ.તે કુંદ પ્રભુ૦
પંચ મહાવ્રત આદરે, પાંચોં સમિતિ સમેત
તીન ગુપતિ પાલૈ સદા, અજર અમર પદ હેત.તે ગુરુ૦
ધર્મ ધરૈં દશ લાછની, ભાવૈ ભાવન સાર
સહૈ પરિષહ બીસ – દ્વૈ, ચારિત રતન ભંડાર.તે કુંદ પ્રભુ૦
જેઠ તપૈ રવિ આકરો, સુખૈં સર વર નીર
શૈલ – શિખર મુનિ તપ તપૈ, દાઝૈં નગન શરીર.તે ગુરુ૦
પવસ રન ડરવન, બરસ જલ ધરધર
તરુતલ નિવસૈ તબ યતી બાજે ઝંઝા વ્યાર.તે કુંદ પ્રભુ૦
શીત પડૈ કપિ – મદ ગલૈ, દાહૈ સબ વન રાય
તાલ તરંગનિ કે તટૈં, ઢાડે ધ્યાન લગાય.તે ગુરુ૦
ઈહિ વિધિ દુદ્ધર તપ તપૈં, તીનોં કાલ મંઝાર
લાગે સહજ સરૂપમે, તનસોં મત નિવાર.તે કુંદ પ્રભુ૦
પૂરવ ભોગ ન ચિંતવૈં, આગમ બાંછૈ નાહિં
ચહું ગતિ કે દુ:ખસોં ડરૈ, સુરતિ લગી શિવમાહિં.તે ગુરુ૦
રંગ મહલમેં પૌઢતે, કોમલ સેજ બિછાય
તે પચ્છિમ નિશિ ભૂમિૈં, સોવેં સંવરિ કાય.તે કુંદ પ્રભુ૦
ગજ ચઢ ચલત ગરવસોં, સન સજી ચતરગ
નિરખિ નિરખિ પગ વે ધરૈં, પાલૈં કરુણા અંગ.તે ગુરુ૦
વે ગુરુ ચરણ જહાં ધરૈ, જગમૈં તીરથ જેહ
સો રજ મ મસ્તક ચઢો, ‘ભૂધર’ માંગે એહ.તે કુંદ પ્રભુ૦
શ્રી જીનેન્દ્ર સ્તવન મંજરી પાનું–૩૦૪
સત્દેવ–ગુરુ અને શાસ્ત્રનું યથાર્થ સ્વરૂપ સમજાવનાર
સત્પુરુષ શ્રી કાનજી સ્વામીને નમસ્કાર હો

PDF/HTML Page 5 of 45
single page version

background image
: ૪ : ભગવાન શ્રી મહાવીર નિર્વાણ મહોત્સવ અંક કારતક : ૨૪૭૨
‘આત્મધર્મ’ પ્રથમ સાં–
૨૦૦૦ ના માગસર સુદ ૨ ના
રોજ પ્રસિદ્ધ થયું હતું, આજે તે
ચોવીશ અંક પૂરા કરી પચીશમાં
અંકમાં પ્રવેશ કરે છે.
જગતના જીવો અનાદિથી
દુઃખી છે, કેમકે તે નિજ સ્વરૂપથી
અજ્ઞાત છે. શાશ્વતસુખ મેળવવાને
માટે તેઓ અનેક બાહ્ય ઉપાયો
નિરંતર કર્યા કરે છે પણ તે ઉપાયો
ખોટા હોવાથી સુખને બદલે
દુઃખનો અનંત પ્રવાહ ચાલુ રહે છે.
આ પ્રમાણેની સ્થિતિ હોવાથી
જીવોને શાશ્વતસુખનો માર્ગ આ
માસિકમાં દર્શાવવામાં આવે છે.
આ માસિક વિશ્વના તમામ
પદાર્થોની સંપૂર્ણ સ્વતંત્રતા જાહેર
કરે છે અને વીતરાગી–વિજ્ઞાન તે
જ ધર્મ છે એમ તેમાં બતાવવામાં
આવે છે. વીતરાગીવિજ્ઞાનને
વિશ્વધર્મ–જૈનધર્મ કે વસ્તુ
સ્વરૂપનો ધર્મ કહેવામાં આવે છે.
વસ્તુ સ્વરૂપ–જૈનધર્મ તે
વાડો કે સંપ્રદાય હોઈ શકે જ નહિ.
આ સ્વરૂપ આત્મજ્ઞાની પુરુષો જ
પ્રતિપાદન કરી શકે અને તેથી પૂ.
સદ્ગુરુદેવશ્રી કાનજી સ્વામીના
આત્મઅનુભવમાંથી નીકળતી
અમૃતવાણી આ માસિકમાં પ્રસિદ્ધ
કરવામાં આવે છે. તે સિવાય આ
માસિકમાં પ્રસિદ્ધ આચાર્યોનાં
શાસ્ત્રો ઉપરથી તૈયાર કરેલા લેખો
આપવામાં આવે છે.
આ માસિક લોકપ્રિય થયું
છે, ઘણા મુમુક્ષુઓ તેનો લાભ લે
છે; આજે તેના આશરે ૧૫૦૦
ગ્રાહકો છે, પરંતુ તેનો વિશેષ
વિશેષ બહોળો પ્રચાર થવાની
જરૂર છે તેથી આ માસિકનો ઘણો
બહોળો પ્રચાર કરી જ્ઞાન
પ્રભાવના કરવા મુમુક્ષુઓને
વિનંતિ છે.
રામજી માણેકચંદ
આજે આત્મધર્મ પચીશમાં અંકમાં પ્રવેશ કરે છે, એ વખતે હું અત્યંત
આનંદ અને ઉલ્લાસ અનુભવું છું. અનાદિ અનંત સનાતન સત્ય એક જ હોય છે
અને તે શાશ્વત સત્ય આત્મધર્મ માસિક દ્વારા પ્રગટ થાય છે, એથી આત્મધર્મ
પ્રગટ કરવામાં મારું પરમ સૌભાગ્ય માનું છું.
પરંતુ આજે તો એથીયે વિશેષ આનંદ પ્રગટ કરવા પ્રેરાયો છું તે એ કે, છેલ્લા
૨૪ માસથી જેમના નિકટ સહવાસમાં આવ્યો છું તે આત્મધર્મ માસિકના માનદ્
સંપાદક વંદનીય મુરબ્બી શ્રી રામજીભાઈના સમાગમથી હું મને ધન્ય માનું છું.
જેમને પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રી ‘ભાઈ’ જેવા અતિ પ્રેમ ભર્યા શબ્દોથી
સંબોધે છે એ વંદનીય શ્રી રામજીભાઈ ખેરખર સર્વ મુમુક્ષુઓની ભીડ ભાંગનાર
ભાઈ જ છે. તેઓશ્રીની સનાતન જૈનધર્મ (વસ્તુ સ્વરૂપ)ની અવિચલ શ્રધ્ધા,
તેઓશ્રીનું એ પાવનકારી જિનવાણીનું સૂક્ષ્મજ્ઞાન અને તે જ શ્રધ્ધા અને જ્ઞાનમાં
રમણતા કરવાનો તેઓશ્રીનો અખંડ પુરુષાર્થ આપણ સૌને પ્રેરણા અને વંદનરૂપ હો.!
વિશેષ શું કહું! તેઓશ્રીની દ્રઢતા, બુદ્ધિમત્તા, સહનશિલતા, નિર્ભયતા,
નિડરતા, નિઃસ્પૃહતા, નિર્મમતા, નિશ્ચિંતતા, નિરભિમાનતા, ઉદારતા, સરળતા,
એકાગ્રતા, લઘુતા, અર્પણતા, વાત્સલ્યતા, ઉદાસિનતા, સત્યપ્રિયતા, જિતેંદ્રિયતા,
કાર્યકૌશલ્યતા અને કર્તવ્યપરાયણતા આદિ અનેક ગુણોએ મને સદાય આકર્ષ્યો
છે.–અંતરાત્મા તરફ વાળ્‌યો છે.
આત્મધર્મમાં અપાતી તમામ વસ્તુઓ તેઓશ્રી ખૂબ કાળજીપૂર્વક
ઝીણવટથી તપાસીને, વાંચકની રુચિને ઓળખીને–વર્તમાન સમયને બરાબર
લક્ષમાં રાખીને, સનાતન જૈન ધર્મના અપૂર્વ ન્યાયો, સાદી અને સરળ ભાષામાં
તથા આવા ગહન વિષયને પણ સહેલાઈથી સમજી શકાય એવી સુંદર શૈલીમાં
આપવાનો સતત પ્રયત્ન કરે છે. જેને માટે આપણે જ માત્ર નહિ પણ હવે
પછીના કાળમાં જૈનધર્મને યથાર્થરૂપે સમજવા ઈચ્છતા ધર્મીજીવો પણ તેઓશ્રીના
અત્યંત, અત્યંત આભારી છીએ.
જગતમાં ધર્મના નામે ચાલતા અનેક મતો, પંથો, સંપ્રદાયો, સમાજો અને
સંઘોના અભિપ્રાય સામે વાસ્તવિક ધર્મને રજુ કરતાં આત્મધર્મ જેવા કેવળ
અધ્યાત્મ વિષયના માસિકના સંપાદકના જાણપણા માટે સામાન્ય રીતે આજના
આ કહેવાતા વિજ્ઞાનના જમાનામાં કેટલાક અભ્યાસીઓને તેમજ સંશોધકોને
જાણવાનું મન થાય એ સ્વાભાવિક છે તેથી તેઓશ્રીનો સત્શાસ્ત્રોનો અભ્યાસ
તથા બીજા અન્ય ગ્રંથોનું વાંચન તેઓશ્રીના જ શબ્દોમાં અહીં આપું છું.
“પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રી કાનજી સ્વામીના સત્સમાગમમાં હું સંવત
૧૯૮૯ ની સાલમાં આવ્યો છું અને ત્યારથી મને તેઓશ્રીની પવિત્ર વાણીનો
લાભ મળતો રહ્યો છે; તેઓશ્રીનો સત્સમાગમ થયાં પહેલાંં શ્રી સમયસાર, શ્રી
પ્રવચનસાર શ્રી પંચાસ્તિકાય, શ્રી પંચાધ્યાયી વગેરે શાસ્ત્રોનું મને વાંચન હતું.
પણ તેના ભાવ હું સમજી શક્યો નહોતો. નિશ્ચય અને વ્યવહારનયના કથનો
આવતાં તેના અર્થ સં. ૧૯૯૦ માં તેઓશ્રીના ઉપદેશથી રાજકોટમાં શ્રી
સમયસારનું વાંચન થયું ત્યારે સમજી શકયો હતો, તે પહેલાંં નિશ્ચય અને
વ્યવહારનયના અર્થો અને તેની સંધિ સમજાતી નહોતી. એ રીતે તેઓશ્રીના
ઉપદેશનો મને લાભ મળતાં વસ્તુ સ્વરૂપ જે રીતે સમજવામાં આવ્યું છે તે અહીં
(આત્મધર્મમાં) રજુ કરવામાં આવે છે. ત્યારપછી ઉત્તરાધ્યયન, પનવણા,
ભગવતિ જીવાધિગમ, જ્ઞાતા, સમવાયાંગ વગેરે શ્વેતાંબર સંપ્રદાયને માન્ય
શાસ્ત્રોનો પણ યથાશક્તિ અભ્યાસ કર્યો છે. આ ઉપરાંત યોગ, વૈશેષિક, સાંખ્ય,
નૈયાયિક, પંચદેશી, વિચારસાગર બ્રહ્મસૂત્ર, ગીતા વગેરે વેદાંત શાસ્ત્રો પણ
યથાશક્તિ વાંચ્યા છે.’
વંદનીય મુરબ્બી શ્રી રામજીભાઈ વિશે આ બધું તો પરમ પૂજ્ય
સદ્ગુરુદેવના દર્શન–શ્રવણાર્થે સોનગઢ આવનાર સૌ કોઈ જાણતા જ હોય એ
સ્વાભાવિક છે. પરંતુ તેઓના પ્રત્યેનું બહુમાન અને ભક્તિ પ્રગટ કરવાનો
આજે–આત્મધર્મની ત્રીજા વર્ષની શરૂઆતે–ઉલ્લાસ આવવાથી અત્યંત નિર્મળ
અને નિઃસ્પૃહ ભાવે લખું છું.
કારતક સુદ ૨ ૨૪૭૨ : મંગળવાર જમુ રવાણી

PDF/HTML Page 6 of 45
single page version

background image
કારતક : ૨૪૭૨ ભગવાન શ્રી મહાવીર નિર્વાણ મહોત્સવ અંક : ૫ :
જૈન શાસનનો જળહળતો સૂર્ય સદા પ્રકાશવંત રહો.
ભગવાન શ્રી મહાવીર નિર્વાણ કલ્યાણક
મંગલં ભગવાન વીરો,
મંગલં ગૌતમો ગણી,
મંગલં કુંદકુંદાર્યો,
જૈન ધર્મોડસ્તુ મંગલં.
[પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રીનાં સાં. ૧૯૯૯ તથા ૨૦૦૦ ના આસો વદ ૦)) ના વ્યાખ્યાનો ઉપરથી]
વર્તમાન શાસનનાયક શ્રી વીર ભગવાનના નિર્વાણક કલ્યાણકનો આજે દિવસ છે. આજથી ૨૪૭૧ વર્ષ
પહેલાંં તેઓશ્રી ભરતક્ષેત્રમાં બિરાજતા હતા; મહાવીર ભગવાનનો જન્મકલ્યાણક દિવસ ચૈત્ર સુદ ૧૩ નો છે.
તેઓશ્રી પણ જેવા આ બધા આત્મા છે તેવા આત્મા હતા અને પહેલાંં તેઓ પણ સંસારમાં હતા. પોતાના
આત્મામાં પરિપૂર્ણ જ્ઞાન અને પરમાનંદ ભર્યો છે તેનું તેઓશ્રીએ ભાન કરીને પછી સ્થિરતાના પ્રયાસ વડે તે
જ્ઞાન–આનંદ પરિપૂર્ણ પ્રગટ કર્યાં, તે દિવસ વૈશાક સુદ ૧૦ નો છે. કેવળજ્ઞાન થયા પછી ૩૦ વર્ષ સુધી
દિવ્યધ્વનિદ્વારા પરમ સત્ય–વસ્તુસ્વરૂપ યાને ધર્મને જગજાહેર કર્યો, અને તેમને ૭૨ વર્ષ થતાં તેઓશ્રી પવિત્ર
મોક્ષ લક્ષ્મીને પામ્યા, તે માંગલિક દિવસ આજે [આસો વદ ૦)) ના પરોઢિયે] છે. ભગવાનશ્રી મોક્ષ પધાર્યા
તેનો મહા મંગળિક મહોત્સવ પાવાપુરીમાં ઈન્દ્રો–દેવો અને રાજવીઓએ દીવા વગેરેથી ઉજવ્યો હતો તેથી તે
દિવસ દિપોત્સવી અથવા તો દિવાળી તરીકે પ્રખ્યાત છે. ખરેખર આજનો દિવસ આત્માના પૂર્ણાનંદ સ્વભાવને
પ્રગટ કરવાની ભાવનાનો છે. જેવો ભગવાનનો આત્મા તેવો જ મારો આત્મા છે એમ વિચારી સ્વભાવનું ભાન
કરી વિભાવપરિણામને સ્વરૂપ–સ્થિરતા વડે તોડું–એમ પુરુષાર્થ ઉપાડવાનો આજનો દિવસ છે.
શ્રી ભગવાન આજના જ દિવસે મોક્ષ પધાર્યા–એમ પૂર્વકાળની વર્તમાન સાથે સમ્યગ્જ્ઞાનદ્વારા સંધિ કરવી
તે ખરેખર તો વસ્તુદ્રષ્ટિ છે. વસ્તુદ્રષ્ટિમાં દ્રવ્ય–પર્યાય વચ્ચેનો કાળભેદ તોડી નાખીને, ભૂતકાળમાં જે બન્યું તેને
વર્તમાનરૂપ કરીને, મહોત્સવ કરવામાં આવે છે.
વસ્તુદ્રષ્ટિથી જોતાં વસ્તુ તો મુક્ત સ્વરૂપ જ છે અને મુક્ત દશાનું કારણ પણ વસ્તુ જ છે. આવા પરિપૂર્ણ
વસ્તુ સ્વભાવનું ભાન થયું છે પણ હજી પૂર્ણ મુક્તદશા પ્રગટી નથી, અવસ્થામાં અપૂર્ણતા છે, એવા સાધક જીવો
જેઓ પૂર્વે પૂર્ણ થઈ ગયા છે તેમને વર્તમાન યાદ કરીને પોતાની પૂર્ણતાની ભાવના કરે છે. જે પરમ પવિત્ર દશા
પ્રગટીને કાયમ રહે છે તે પવિત્ર દશા જે વસ્તુસ્વભાવથી પ્રગટે છે તે વસ્તુની દ્રષ્ટિ [શ્રદ્ધા, પ્રતીત] થયા વગર
“પ્રભુજી આજે મોક્ષ પધાર્યા” એવો કાળભેદ તોડીને દ્રવ્ય–પર્યાયની સંધિ કરતો, યથાર્થ આરોપ કે ઉત્સવનો
ભાવ આવે જ નહિ.
‘આજે પ્રભુશ્રી મહાવીર મુક્તપણાને પામ્યા’ એવો પૂર્વનો આરોપ વર્તમાનમાં કરે છે તે આરોપ સાચો
ક્યારે કહેવાય? કે–(ભગવાનની મુક્તદશા તો તેમની પાસે રહી) હું પણ એવો જ મુક્તસ્વરૂપ છું–એમ જો તે
આરોપ પાછળ પોતાના અનારોપ સ્વરૂપનું ભાન હોય તો જ આરોપ યથાર્થ રીતે કરી શકે છે અને મુક્તદશાના
મહોત્સવ કરીને પોતે પણ પોતાના મુક્તસ્વરૂપના જોરે અલ્પકાળમાં મુક્તદશા પ્રગટ કરે છે.
અરિહંત દશામાં પરમાત્માને સમોસરણ અને બાર સભા વગેરે સાથે તો સંબંધ હતો જ નહીં અર્થાત્ કોઈ
પ્રત્યે રાગ–દ્વેષ હતો નહિ–પરંતુ હજી જોગનો વિકાર હતો, આજે તે પણ છૂટીને અકંપસ્વભાવમાં પ્રભુશ્રી સ્થિર
થયા. જે જીવે પ્રભુશ્રીને ઓળખીને પોતાના તેવા જ સ્વભાવનું ભાન કર્યું તે જીવે અજ્ઞાન, રાગ, દ્વેષ, કર્મ વગેરે
બધા સાથેનો સંબંધ ઉડાડયો અને પોતાના સિદ્ધ સ્વભાવ સાથે સંબંધ કર્યો.
ભગવાન શ્રી મહાવીર સ્વભાવનું ભાન કરીને રાગ અને પરના સંબંધનો નાશ કરી કેવળજ્ઞાન પામ્યા
અને ત્યારપછી જોગના વિકારનો પણ સંબંધ છૂટતાં તદ્ન અકંપ સિદ્ધ સ્વભાવમાં સ્થિર થયા એવા નિજ–આત્મ
સ્વભાવની ઓળખાણ સહિત જો જીવ ભગવાનનો નિર્વાણ કલ્યાણક મહોત્સવ કરે તો તે પરમાર્થના ભાનસહિત
વ્યવહાર મહોત્સવ છે, અને પોતે જ જ્યારે તે પવિત્ર દશાને પ્રાપ્ત કરે ત્યારે તે પરમાર્થ મહોત્સવ છે. આ
સિવાય બીજા કોઈ યથાર્થ મહોત્સવ ઉજવી શકે નહિ.
ભૂત, વર્તમાન અને ભાવી જગતશિરોમણી તીર્થંકરોને નમસ્કાર હો.

PDF/HTML Page 7 of 45
single page version

background image
: ૬ : ભગવાન શ્રી મહાવીર નિર્વાણ મહોત્સવ અંક કારતક : ૨૪૭૨
સપ્રભત મગળક : : :
આજે બેસતું વરસ છે. નવા વરસનાં પ્રભાત તો ઘણાં ઊગે છે પરંતુ આત્માના સમ્યગ્જ્ઞાનનો પૂર્ણ પ્રકાશ
ખીલીને જે કેવળજ્ઞાન પ્રગટે છે તે જ ખરૂં સુપ્રભાત છે. નવાં વરસનાં પ્રભાત તો ઘણાં આવ્યાં અને ઘણાં ગયાં
પણ પ્રભાત તો તેને કહેવાય કે આત્માનો જે કેવળજ્ઞાન સૂર્યનો જળહળતો પ્રકાશ ઊગ્યો તે ઊગ્યો, પછી અસ્ત
ન થાય–તેનું નામ સુપ્રભાત, સુપ્રભાત મંગળિક છે, કઈ રીતે મંગળિક છે? મંગળિક એટલે જે આત્માના ભાન
દ્વારા પોતાના પુરુષાર્થવડે કેવળજ્ઞાન પમાડે તે પોતે સુમંગળ છે. નિર્મળ સમ્યગ્દર્શન, નિર્મળ સમ્યગ્જ્ઞાન અને
નિર્મળ સમ્યકચારિત્ર તે ત્રણ ગુણોની નિર્મળ પર્યાય પ્રગટે તે પવિત્રભાવ છે–પવિત્ર પર્યાય છે, તે પવિત્ર પર્યાય
પ્રગટતાં રાગદ્વેષની અપવિત્ર પર્યાયનો નાશ થાય છે તેથી તે પવિત્ર ભાવ પોતે જ મંગળ છે.
આત્મા સહજ સ્વરૂપ દર્શન, જ્ઞાન, ચારિત્ર, આનંદ વગેરે ગુણોથી ભરેલ સ્વભાવ સંપદાનું મંદિર છે.
સ્વભાવની પૂર્ણ લક્ષ્મીનું વીતરાગી–મંદિર છે. આત્મા જ્ઞાન–આનંદથી તાદાત્મ્ય [એકમેક] સ્વરૂપ છે, તેનાથી
કદી આત્મા છૂટયો નથી. એવા આત્મસ્વભાવમાં દ્રષ્ટિના જોરથી જેને કેવળજ્ઞાન પ્રગટ્યું તેને જ સાદિ–અનંત
સુપ્રભાતનો પ્રકાશ થયો અને મોક્ષદશા પ્રગટી તે જ નવું વર્ષ બેસ્યું છે. જીવને આત્માના પૂર્ણ સ્વભાવનો અને
કેવળજ્ઞાનનો મહિમા આવતાં પરનો મહિમા ટળે છે–તે જ મંગળ છે.
× × × ×
આજથી ૨૪૭૧ વર્ષ પહેલાંં ત્રિલોકનાથ ભગવાન શ્રી મહાવીર પ્રભુ સંપૂર્ણજ્ઞાનસહિત આ ભરતક્ષેત્રમાં
વિચરતા હતા, તેઓશ્રી વિશ્વ–ઉપકારક અને મહાન ધર્મતીર્થના પ્રવર્તક તીર્થંકર મહાપુરુષ હતા. આસો વદી ૧૪
ની પાછલી રાત્રે એટલે કે આસો વદી ૦)) ના પ્રાતઃકાળમાં આયુષ્ય પૂર્ણ થતાં પ્રભુશ્રીનો આત્મા સર્વ પ્રકારે
સંપૂર્ણ શુદ્ધ થયો અર્થાત્ પ્રભુશ્રી નિર્વાણ પધાર્યા, જીવનમુક્ત ભગવાન દેહ મુક્ત થયા. પ્રભુશ્રીના નિર્વાણનો આ
સંદેશ વીજળીની માફક થોડી જ વારમાં સર્વત્ર ફેલાઈ ગઈ ગયો અને તુરત જ દેવેન્દ્રો, દેવો, રાજવીઓ અને
જનસમૂહ ભક્તિથી ગદ્ગદ્ થઈ નિર્વાણભૂમિ શ્રી પાવાપુરીમાં આવી પહોંચ્યા.
ભગવાન શ્રી મહાવીરનો વિરહ પડતાં ઈન્દ્રોને પણ પ્રશસ્ત રાગને લીધે આંખમાંથી ચોધાર આંસુ ચાલ્યા
જાય છે અને કહે છે કે અરેરે! આજે આ કેવળજ્ઞાન સૂર્ય અસ્ત થયો, કેવળજ્ઞાની ભગવંતના વિરહ પડ્યા...આ
રીતે એક તરફથી વિરહનાં–વેદન થાય છે–પરંતુ બીજી તરફથી ભગવાન મહાવીર પ્રભુ સંસારથી છૂટીને સંપૂર્ણ
મુક્તદશા પામ્યા તેથી અતિ આનંદથી સર્વે નિર્વાણકલ્યાણક મહોત્સવ ઉજવે છે.
ભગવાન શ્રી મહાવીર તીર્થનાયક જગતઉદ્વારક તીર્થંકર પુરુષ હતા, તેથી સમસ્ત ભવ્યાત્માઓ
ભગવાનના નિર્વાણ કલ્યાણકનો પવિત્ર મહોત્સવ ઉજવે એ સ્વાભાવિક છે. તે દિવસે પ્રાતઃકાળે કાંઈક અંધારૂં
હોવાથી ભક્તિથી રત્નોના અને ઘીના દીપકો કરવામાં આવ્યા હતા. અગણિત દીપકોની હાર વડે એ મહોત્સવ
ઉજવાયો હોવાથી તે દિવસને ‘દીપોત્સવી’ અથવા તો ‘દીપાવલી’ (દીવાળી) કહેવામાં આવે છે.
જે આ મહાવીર ભગવાના નિર્વાણ કલ્યાણક–ઉજવવાનું વાસ્તવિક સ્વરૂપ દર્શાવ્યું છે તે પ્રમાણે સમજીને,
જે પોતાનું સ્વરૂપ પ્રગટ કરશે તે મુક્તિને પામશે. જેવું ભગવાન મહાવીરના આત્માનું સ્વરૂપ છે તેવું જ બધા
આત્માનું સ્વરૂપ છે. આ જે મહાવીર ભગવાનનાં ગાણાં ગાયા તે પોતાના સ્વરૂપને પ્રગટ કરવા માટે છે, તેવા
સ્વરૂપને સમજે તો અત્યારે પણ એકાવતારીપણું પ્રગટ કરી શકાય છે; ભગવાન શ્રી મહાવીર પરમાત્મા મોક્ષ
પધાર્યા અને સંતોના નાયક શ્રી ગૌતમ ગણધર કેવળજ્ઞાન પામ્યા–જ્ઞાનાવરણાદિ રાત્રિનો નાશ કરી કેવળજ્ઞાન–
પ્રભાત પ્રગટ કર્યું તેવા શ્રી કેવળજ્ઞાનીઓને અમારા
ન....મ....સ્કા....ર....હો.
: પ્રવચનસાર :
ગુજરાતી
ભગવાનશ્રી કુંદકુંદાચાર્યકૃત શ્રી પ્રવચનસારજીની શ્રી અમૃતચંદ્રાચાર્યકૃત મૂળ ટીકાને સ્પર્શીને તેનું
ગુજરાતી અનુવાદન તૈયાર થાય છે, તેનો પ્રથમ ભાગ (જ્ઞાનતત્વ પ્રજ્ઞાપન) છપાઈ ગયેલ છે અને અહીં વાંચન
માટે કાચું બાઈન્ડીંગ કરીને તે તૈયાર કરેલ છે. આસો સુદ ૧ થી તેનું વ્યાખ્યાનરૂપે વાંચન શરૂ થયેલ છે.
આચાર્ય ભગવંતોના ગુઢ અંતરભાવોને ઊંડેથી સીંચીને પૂ. ગુરુદેવશ્રી ખુબ સ્પષ્ટ કરે છે. આસો સુદ ૧ ના રોજ
શ્રી પ્રવચનસારજીની શાસ્ત્ર–પૂજા તથા જ્ઞાન–પૂજા થઈ હતી.

PDF/HTML Page 8 of 45
single page version

background image
કારતક : ૨૪૭૨ ભગવાન શ્રી મહાવીર નિર્વાણ મહોત્સવ અંક : ૭ :
પ્રશ્નોત્તર
[પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રીને જિજ્ઞાસુઓએ પૂછેલા પ્રશ્નો અને અને તેના ઉત્તર આ નીચે આપેલ છે.]
: ૧ :
પ્રશ્ન:–શુભભાવ અને અશુભભાવ એવા બે ભેદનું મૂળ કારણ શું? દેવ–ગુરુ–શાસ્ત્ર કે સ્ત્રી, કુટુંબ વગેરે
પરની અપેક્ષા લીધા વગર શુભ–અશુભ એવા ભેદનું આત્મામાં શું કારણ છે?
ઉત્તર:–ભેદની અપેક્ષાએ એટલે કે શુભ અને અશુભને જુદા ગણવામાં આવે તો તેનું કારણ ઊંધાઈમાં
વીર્યની મંદતારૂપ કે તીવ્રતારૂપ જોડાણ છે–તે છે જ્યારે ઊંધાઈમાં વીર્ય તીવ્રપણે જોડાય ત્યારે અશુભભાવ છે
અને ઊંધાઈમાં મંદપણે જોડાય ત્યારે શુભભાવ છે અને પુણ્ય–પાપ બન્ને વિકાર હોવાથી પરમાર્થે તો તે બંને એક
જ છે–એમ અભેદપણે જોતાં તેનું કારણ અજ્ઞાનભાવે સ્વલક્ષથી ખસીને પરલક્ષ કરવું તે છે.
: ૨ :
પ્રશ્ન:–એક જીવ જ્ઞાની મુનિ છે, તેમને સંયમદશા–સાતમું–છઠ્ઠું ગુણસ્થાન વર્તે છે, ક્ષયોપશમ સમકિત છે,
અહીં સંયમદશામાં દેહ છોડીને જ્યારે તે દેવલોકમાં જાય છે ત્યારે ત્યાં અસંયમભાવ–ચોથું ગુણસ્થાન આવે છે
તેનું શું કારણ?
ઉત્તર:–છઠ્ઠાથી ચોથે ગુણસ્થાને આવે છે તેમાં દ્રષ્ટિનો દોષ નથી પરંતુ ચારિત્રના પુરુષાર્થનો દોષ છે.
ચારિત્રના પુરુષાર્થની નબળાઈને લીધે પ્રત્યાખ્યાનાવરણ અને અપ્રત્યાખ્યાનાવરણ કષાયનો સત્તામાં સદ્ભાવ
છે, જો તીવ્ર પુરુષાર્થ કરીને તે પ્રકૃતિઓનો સત્તામાંથી ક્ષય કર્યો હોત તો તે જ ભવે મોક્ષ પામત.
પ્રત્યાખ્યાનાવરણાદિ પ્રકૃત્તિનો વર્તમાન ઉપશમ કર્યો પરંતુ સત્તામાં તે કેમ રહી ગઈ? અહીં જીવનો પુરુષાર્થ મંદ
છે તેથી સામે નિમિત્તરૂપે સત્તામાં તે કર્મ રહ્યું છે. મુનિદશા વખતે જેને ચારિત્રનો પુરુષાર્થ અપ્રતિહત નથી પણ
પ્રતિહત પુરુષાર્થ છે તેને હજી ચારિત્ર અધૂરૂં રહી જાય છે અને તેથી જ નવા ભવનો બંધ પડ્યો છે. જો ચારિત્ર
અપ્રતિહત હોત તો નવા ભવનો બંધ પડત નહિ અને તે જ ભવે મોક્ષ જાત.
છઠ્ઠે ગુણસ્થાનથી ચોથે આવે છે ત્યાં દ્રષ્ટિનો દોષ નથી પણ ચારિત્રનો દોષ છે. દ્રષ્ટિએ તો સામાન્ય
એકરૂપ દ્રવ્યનું લક્ષ કર્યું છે તેથી તે તો અખંડ થઈ છે, તેથી તે દ્રષ્ટિ તો બીજા ભવમાં પણ ચાલુ જ રહે છે. પરંતુ
ચારિત્ર ગુણ અખંડ થયો નથી તેથી છઠ્ઠેથી ચોથે આવી જાય છે. જે ગુણ અખંડ થયો છે તે ગુણ સાથે લઈ જાય
છે, અને જે ગુણમાં ખંડ પડે છે તે સાથે લઈ જવાતો નથી. જો દ્રષ્ટિ અને ચારિત્ર બંને પૂરા થઈ જાય તો તે જ
ભવે મુક્તિ થાય, પણ જો દ્રષ્ટિ ક્ષાયક હોય અને ચારિત્ર અધૂરૂં રહી જાય તો ત્રણ ભવની અંદર મુક્તિ પામે.
અહીંથી છઠ્ઠે ગુણસ્થાને દેહ છૂટે છતાં દેવલોકમાં છઠ્ઠું નથી રહેતું તેનું કારણ એ છે કે ચારિત્ર ખંડિત છે,
પુરુષાર્થમાં ભંગ પડ્યો છે અને સત્તામાં અપ્રત્યાખ્યાનાવરણાદિ કર્મ પડ્યાં છે; જ્યારે દેવમાંથી મનુષ્ય થશે ત્યારે
પણ ચારિત્રનો પુરુષાર્થ નવેસરથી કરવો પડશે અને જ્યારે ઉગ્ર પુરુષાર્થ વડે સત્તામાંથી તે કર્મોનો ક્ષય કરશે
ત્યારે જ મુક્તિ થશે.
દ્રષ્ટિનો વિષય તો એકરૂપ અખંડ છે તેથી દ્રષ્ટિ પણ એકરૂપ રહે છે, તેમાં ખંડ પડતો નથી. ચારિત્રની
સ્થિરતામાં ક્રમ પડે છે, ત્યાં દ્રષ્ટિનો બિલકુલ દોષ નથી. વર્તમાન પુરુષાર્થ સાથે જ પર્યાયનો સંબંધ છે. વર્તમાન
પર્યાયમાં પૂર્વની પર્યાયનો અભાવ વર્તે છે, માટે પૂર્વના દોષનું કોઈ કારણ વર્તમાન પર્યાયમાં નથી. દેવ લોકમાં
જનાર મુનિને અસંયત ભાવ થાય છે તેનું કારણ તે અવસ્થાની વર્તમાન યોગ્યતા જ છે અને તેમાં પુરુષાર્થનો
દોષ છે. કોઈ કર્મનું કારણ નથી તેમ જ દ્રષ્ટિનો દોષ નથી.
: ૩ :
પ્રશ્ન:–જો પૂર્વની પર્યાય વર્તમાન પર્યાયને કાંઈ ન કરી શકતી હોય તો અમુક સ્થાનેથી આવેલો જીવ
અમુક દશા પ્રાપ્ત ન કરી શકે એમ શા માટે? જેમકે સાતમી નરકેથી નીકળીને મનુષ્ય થયેલો જીવ તે ભવે મોક્ષ
ન જઈ શકે એવો નિયમ છે–આમ શા માટે બને છે?
ઉત્તર:–તે જીવ મોક્ષ નથી જઈ શકતો તેમાં તે જીવની વર્તમાન નબળાઈ છે. પૂર્વે તે જીવે ઉગ્ર જોરપૂર્વક
ઊંધુંં વીર્ય ફોરવ્યું છે અને તે ઊંધાઈ પોતે વર્તમાન પર્યાયમાં ચાલુ રાખી છે તેથી તેને વર્તમાન વીર્યની મંદતા
વર્તે છે. વીર્યની મંદતા પોતે જ વર્તમાન–વર્તમાન લંબાવતો આવે છે, પૂર્વની પર્યાય વિકાર કરાવતી નથી. જો
વર્તમાન વિકારી કાર્ય
[પર્યાય] પોતે કરે તો પૂર્વની વિકારી પર્યાયને વ્યવહારથી કારણ કહે–

PDF/HTML Page 9 of 45
single page version

background image
: ૮ : ભગવાન શ્રી મહાવીર નિર્વાણ મહોત્સવ અંક કારતક : ૨૪૭૨
વાય. પણ “પૂર્વની વિકારી પર્યાય કારણ છે માટે વર્તમાન કાર્ય વિકારી જ થાય” એમ નથી. વર્તમાન કાર્ય થાય
તો પૂર્વને કારણ કહેવાય છે. પરિણમન તો વર્તમાન એક જ સમય પૂરતું છે, તેથી બંધન પણ એક જ સમય પૂરતું
છે. ૩૩ સાગરોપમ વગેરે સ્થિતિના કર્મોની વાત શાસ્ત્રોમાં આવે છે ત્યાં તો “એવા ને એવા ઊંધા ભાવને જીવ
ટકાવી રાખે તો એવું ને એવું પરિણમન ચાલ્યા કરશે” એમ જ્ઞાન કરાવવા માટે કહ્યું છે, તેનો હેતુ જીવનો
વર્તમાન પુરુષાર્થ કેટલો છે તે બતાવવાનો છે; પરંતુ ‘કર્મનું જોર ઘણું છે’ એમ બતાવવું નથી. ખરેખર તો પર્યાય
પોતે વ્યવહાર છે છતાં જો પર્યાયમાં નિશ્ચય–વ્યવહાર કારણનો વિચાર કરીએ તો વર્તમાન સમયમાં તે અવસ્થાનું
ઉપાદાન
[પુરુષાર્થ] તે નિશ્ચય–કારણ અને પૂર્વની પર્યાયનો વ્યય તે વર્તમાન પર્યાયનું વ્યવહારકારણ છે.
: ૪ :
પ્રશ્ન:–એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ ન કરી શકે એ વાત દ્રવ્યદ્રષ્ટિએ છે કે પર્યાયદ્રષ્ટિએ?
ઉત્તર:–એ વાત પર્યાયદ્રષ્ટિએ છે. દ્રવ્ય–ગુણ તો કાયમ છે તેમાં કાંઈ કરવાપણું નથી. કરવાપણું તો
પર્યાયમાં છે. જ્યારે એક દ્રવ્યની અવસ્થા થાય ત્યારે અનુકૂળ નિમિત્ત જ હાજર હોય, પરંતુ પોતાની પર્યાયપણે
તો વસ્તુ પોતે જ પરિણમે છે તેથી પોતાની પર્યાયનો કર્તા તો દ્રવ્ય પોતે જ છે. બીજા હાજર રહેલા પદાર્થોએ આ
દ્રવ્યની અવસ્થામાં કાંઈ કર્યું નથી, કેમકે દરેક દ્રવ્ય ભિન્ન ભિન્ન છે. આત્મા શું અને પોતે શું કરી શકે છે તે
પોતાના સ્વાધીન જ્ઞાનથી જાણ્યું નહિ, અને પરાવલંબી જ્ઞાનથી માત્ર પર પદાર્થને જાણ્યાં, ત્યાં ઊંધી માન્યતાથી
પરમાં કર્તાપણું જીવે માન્યું છે. ઈન્દ્રિયજ્ઞાન પરાધીન છે તે તો પરવસ્તુની વર્તમાન સ્થૂળ પર્યાયને જાણે છે,
પોતાને જે વિકલ્પ થાય તેને તે જાણતું નથી તેમ જ પોતાના વિકલ્પ રહિત દ્રવ્ય–ગુણને પણ જાણતું નથી. જો
સાચા જ્ઞાન વડે પોતાના દ્રવ્ય–ગુણ અને પર્યાયને જાણે તો પોતાની અવસ્થાનું કર્તાપણું માને અને પરનું
કર્તાપણું છોડે; પોતાની અવસ્થા માટે પર પદાર્થ તરફ ન જોતાં જો પોતાના દ્રવ્ય તરફ જુએ એટલે કે દ્રવ્યદ્રષ્ટિ
કરે તો ધર્મ થાય. ઈન્દ્રિયજ્ઞાન વિકારને કે વિકારરહિત સ્વભાવને જોઈ શક્તું નથી, ઈન્દ્રિયજ્ઞાન દ્વારા ‘આત્મા શું
કરે છે? ’ તે જોઈ શકાતું નથી; માત્ર જડની ક્રિયા દેખાય છે. જો આત્માના અવલંબન વડે સ્વાધીન જ્ઞાન કરીને
‘આત્માની ક્રિયા શું છે’ તે જાણે તો જડની ક્રિયાનું કર્તાપણું માને નહિ, એ રીતે સાચા જ્ઞાન વડે પોતાના
સ્વભાવની દ્રઢતા થાય, પરના કર્તાપણાનું અભિમાન ટળે અને સાચું સુખ પ્રગટે.
: ૫ :
પ્રશ્ન:–અગ્નિને અડવાથી દઝાય છે એમ જાણ્યા પછી કોઈ અગ્નિને અડવાના ભાવ કરતા નથી તો પછી
સમ્યગ્દ્રષ્ટિ જીવો રાગ બૂરો છે એમ જાણે છે છતાં રાગમાં કેમ જોડાય છે?
ઉત્તર:–પોતાને ખબર હોય કે આ વસ્તુ મને નુકશાન કરશે છતાં તેમાં જોડાયા વગર કોઈ વખત રહી
શકાતું નથી. જેમ કોઈ ઘણા વગખનો રોગી હોય તેને ખબર હોય કે આ પેંડા વગેરે કુપથ્ય છે તે મને નુકશાન
કરશે, વૈદે પણ તે ખાવાની ના પાડી હોય છતાં કોઈવાર રસની ગૃદ્ધિને લીધે તે ખાય છે, ખાતી વખતે જ ભાન
છે કે આ મને નુકશાન કરે છે છતાં જેનાથી નુકશાન થાય છે તે કરે છે–તેમ–જ્ઞાનીઓ રાગને પોતાનું સ્વરૂપ
માનતા નથી, તેમને દ્રષ્ટિમાં સાચી માન્યતા હોવા છતાં ચારિત્રની અસ્થિરતામાં તેમને અલ્પ બંધનું કાર્ય થઈ
જાય છે. જ્ઞાનીને અભિપ્રાયમાં રાગનું કર્તાપણું હોતું નથી તેથી “કાર્ય થઈ જાય છે” એમ કહ્યું છે; પરંતુ “કરે છે”
એમ કહ્યું નથી કેમકે રુચિ નથી, ટાળવાની જ ભાવના છે. ચારિત્રની અસ્થિરતામાં જ્ઞાનીને રાગ હોય તેનાથી
તેઓ લાભ માનતા નથી પણ નુકશાન જ માને છે. તે રાગથી સ્વરૂપની નિર્મળતા અંશે હણાય છે, જો ન જ
હણાતી હોય તો કેવળજ્ઞાન થઈ જાય. આ રીતે જ્ઞાનીને રાગ હોવા છતાં અભિપ્રાય ફરી ગયો છે.
: ૬ :
પ્રશ્ન:–સમ્યગ્દર્શન [સાચી શ્રદ્ધા] થયું તે સમયે ચેતનાનો દર્શન ઉપયોગ હોય છે કે જ્ઞાન ઉપયોગ?
ઉત્તર:–સમ્યક્શ્રદ્ધા વખતે સ્વ તરફનો જ્ઞાન ઉપયોગ હોય છે. જ્યારે સમ્યગ્દર્શન પ્રગટે તે સમયે દર્શન
ઉપયોગ હોતો નથી પણ સ્વ તરફનો જે જ્ઞાનોપયોગ હોય છે તે દર્શનઉપયોગપૂર્વક હોય છે. સમ્યક્શ્રદ્ધા વખતે
સ્વ તરફ વળેલા જ્ઞાનને ઈન્દ્રિયનું અવલંબન નથી, બુદ્ધિપૂર્વકના વિકલ્પો ત્યાં નથી. તે કેવળજ્ઞાનનો અંશ છે.
મતિજ્ઞાને સ્વનો વિષય કર્યો છે માટે તે કેવળજ્ઞાનનો અંશ છે. મતિજ્ઞાન પોતાના વિષયને અભેદપણે ગ્રહણ

PDF/HTML Page 10 of 45
single page version

background image
કારતક : ૨૪૭૨ ભગવાન શ્રી મહાવીર નિર્વાણ મહોત્સવ અંક : ૯ :
કરે છે. જો કે સમ્યગ્દર્શન વખતે જ્ઞાન મનના અવલંબનથી છૂટયું છે એટલે કે બુદ્ધિપૂર્વકના વિકલ્પો નથી પણ
અબુદ્ધિપૂર્વક સૂક્ષ્મ વિકલ્પ વર્તે છે. જો સર્વથા મનનું અવલંબન છૂટી જાય તો કેવળજ્ઞાન થાય. પરંતુ સમ્યકશ્રદ્ધા
થતાં તુરત જ કેવળજ્ઞાન થઈ જાય નહિ, વચ્ચે ગુણસ્થાન ભેદ આવે જ.
જીવ દ્રવ્યમાં શ્રદ્ધા–જ્ઞાનાદિ અનંત ગુણો છે, તેમાં કથંચિત્ ગુણભેદ છે. જો ગુણભેદ ન જ હોય તો શ્રદ્ધા
નિર્મળ થઈ તે જ સમયે કેવળજ્ઞાન થઈ જાય. પણ તેમ બને જ નહિ. વચ્ચે સાધકદશા તો આવે જ. સમ્યકશ્રદ્ધા
થયા પછી એક સમયમાં કોઈને કેવળજ્ઞાન થઈ જાય નહિ કેમકે દ્રવ્યના દરેક ગુણ કથંચિત્ જુદા છે. વસ્તુ
અપેક્ષાએ ગુણો અભેદ છે. તેથી સમ્યકશ્રદ્ધા વખતે દ્રષ્ટિમાં ગુણભેદનો વિકલ્પ છૂટી ગયો છે; પણ તે જ વખતે
જ્ઞાનમાં અબુદ્ધિપૂર્વક સૂક્ષ્મ ગુણભેદનો વિકલ્પ છે. [અબુદ્ધિપૂર્વક વિકલ્પ એટલે જ્ઞાનનું મન સાથેનું સૂક્ષ્મ
જોડાણ.] જો વસ્તુમાં ગુણ સર્વથા અભેદ જ હોય તો એક ગુણ નિર્મળ થતાં બધા જ ગુણો પૂર્ણ નિર્મળ થઈ જવા
જોઈએ, એટલે શ્રધ્ધાની સાથે જ જ્ઞાનની પણ પૂર્ણતા થવી જોઈએ, પરંતુ શ્રધ્ધા અને જ્ઞાનની પૂર્ણતામાં અંતર
પડે જ છે કેમકે ગુણભેદ છે. ગુણભેદ છે માટે ગુણસ્થાન ભેદ પડે જ છે અને દ્રવ્યદ્રષ્ટિએ વસ્તુમાં ગુણો અભેદ છે
તેથી એક ગુણની નિર્મળતા ઊઘડતાં બધા ગુણોની નિર્મળતા અંશે ઊઘડે જ છે.
: ૭ :
પ્રશ્ન:–અગીઆરમા ગુણસ્થાને કષાયભાવ નથી છતાં સત્તામાં મોહનીય કર્મનો સદ્ભાવ કેમ છે?
ઉત્તર:–અગીઆરમા ગુણસ્થાને પણ વીર્યની મંદતા છે. સાતમા ગુણસ્થાનથી શ્રેણી ચડતાં વીર્ય જેટલા
અપ્રતિહત જોરથી ઉપડવું જોઈએ તે કરતાં ઓછા જોરથી ઉપડ્યું છે. જો શ્રેણી ચડતાં અપ્રતિહત પુરુષાર્થ વડે
સત્તામાંથી જ કષાયનો ક્ષય કરતા આવ્યા હોત તો સીધું કેવળજ્ઞાન પામત, પરંતુ શ્રેણી ચડતાં મંદ પુરુષાર્થને
કારણે, કષાયનો ઉપશમ કર્યો પણ સત્તામાંથી નાશ ન કર્યો તેથી અગીઆરમેથી પુરુષાર્થ પાછો પડે છે એટલે
ત્યાં મંદ પુરુષાર્થ છે તેથી સામે સત્તામાં મોહનીય કર્મ છે. જો સંપૂર્ણ પુરુષાર્થ ઉપાડે તો ચારે ઘાતિકર્મનો સર્વથા
ક્ષય કરી કેવળજ્ઞાન પામે. અગીઆરમા ગુણસ્થાનના છેલ્લા સમયનું વીર્ય કેવળજ્ઞાનના વીર્ય કરતાં અનંતમા
ભાગે ઓછું છે, જો ઉપાદાનની પોતાની અવસ્થામાં કાંઈ જ પુરુષાર્થ નબળો ન હોય તો સામે નિમિત્ત કેમ હોઈ
શકે? માટે ઉપાદાનના પુરુષાર્થની કચાશના કારણે સત્તામાં કર્મની હૈયાતિ છે.
અગીઆરમા અને બારમા ગુણસ્થાનની વચ્ચે એ ફેર છે કે–૧૧ મા કરતાં ૧૨ માનું વીર્ય તીવ્ર છે.
મોહનો ઉદય એકેમાં નથી, પરંતુ ૧૧ મે સત્તામાં મોહનો સદ્ભાવ છે અને ૧૨મે મોહનો ક્ષય છે. ઉપશમ શ્રેણી
ચડતાં જ જીવ મંદ પુરુષાર્થથી ઉપડ્યો છે તેથી અગીઆરમેથી પાછો પડે છે અને ફરી સાતમા ગુણસ્થાને આવીને
પછી જ ક્ષપક શ્રેણી માંડી શકે છે.
: ૮ :
પ્રશ્ન:–શ્રધ્ધા અને ચારિત્ર એ બંને ગુણ જુદા છે છતાં તેને રોકવામાં નિમિત્ત એક મોહકર્મ જ કેમ ગણ્યું
છે? શ્રધ્ધાને રોકવામાં નિમિત્ત દર્શનમોહ અને ચારિત્રમાં નિમિત્ત ચારિત્રમોહ એ બંનેને એક મોહનીય કર્મ
તરીકે કેમ ગણ્યો છે?
ઉત્તર:–બંનેના કાર્યની કથંચિત્ સમાનતા હોવાથી તેમને એક જ કર્મમાં ગણ્યા છે. મોહનીય કર્મનું કાર્ય તો
એક જ છે કે સ્વરૂપથી બહિરમુખ વલણ કરવામાં નિમિત્તરૂપ થવું. આ વ્યાખ્યા દર્શનમોહ અને ચારિત્રમોહ
બંનેને લાગુ પડે છે. છતાં દર્શન અને ચારિત્ર એ બે ગુણો જુદાં છે તેથી તેને રોકનાર બે જુદી પ્રકૃતિ હોય એટલે
દર્શનમોહ અને ચારિત્રમોહ એવા બે ભેદ મોહકર્મના છે. મૂળ તો મોહકર્મનું કાર્ય એક જ છે કે બહિરમુખ વલણ
કરાવવું, બહિરમુખ વલણના બે પડખાં–દર્શન અને ચારિત્ર. મોહનીયનો સદ્ભાવ તે બહિરમુખ અને મોહનીયનો
અભાવ તે અંતરમુખ છે.
: ૯ :
પ્રશ્ન:–દ્રષ્ટિ પૂરી થાય અને ચારિત્ર અધૂરૂં રહે એમ બને?
ઉત્તર:–ગુણભેદની અપેક્ષાએ ચોથા ગુણસ્થાનથી દ્રષ્ટિ પૂરી થઈ છે પણ ચારિત્ર પૂરૂં નથી. અને અભેદની
દ્રષ્ટિએ–બધા ગુણ અભેદ છે એ અપેક્ષાએ–એક ગુણની પૂર્ણતા થતાં સર્વ ગુણની પૂર્ણતા થવી જોઈએ; ચોથે
ચારિત્ર વગેરે ગુણ સંપૂર્ણ ઊઘડયા નથી તેથી દ્રષ્ટિમાં પણ કથંચિત્ અધુરાશ છે. છતાં ચોથા ગુણસ્થાને દ્રષ્ટિએ જે
વિષય કર્યો છે તે વિષય પરિપૂર્ણ છે, તે શ્રદ્ધાના વિષયના આધારે જ ચારિત્રની પૂર્ણતા થાય છે. ‘ચારિત્ર કરૂં’
એવો વિકલ્પ પણ કષાય છે તેથી તે ચારિત્રનો બાધક છે. સર્વગુણોથી અભેદ દ્રવ્યનું લક્ષ કરવું અર્થાત્ અભેદ
સ્વભાવમાં દ્રષ્ટિનું જોર આપવું તે જ સમ્યકચારિત્રનું કારણ છે.

PDF/HTML Page 11 of 45
single page version

background image
: ૧૦ : ભગવાન શ્રી મહાવીર નિર્વાણ મહોત્સવ અંક કારતક : ૨૪૭૨
મહાવિદેહવાસી શ્રી સીમંધરપ્રભુ પાસેથી આચાર્યદેવશ્રી
કુંદકુંદાચાર્ય જ્ઞાનામૃતનાં સરોવર ભરી લાવ્યાં છે
પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રીને જિજ્ઞાસુઓએ પૂછેલા પ્રશ્નોના જવાબ તથા રાત્રિર્ચા અને
પ્રભાતર્ચા વખતે પ્રકાશેલા ન્યાયો પાન ૧૦ થી ૧૭ સુધીમાં આપવામાં આવેલા છે. મુમુક્ષુ ભાઈ –
બહેનોને આ અપૂર્વ ન્યાયોનો મનપૂર્વક સ્વાધ્યાય કરવા ખાસ ભલામણ છે. : : : સંપાદક
એક સમયે એક જ ઉપયોગ
સાધકદશામાં જ્ઞાનના ઉપયોગમાં બે પ્રકાર છે–૧. જ્ઞાનધારા ૨. કર્મધારા. જ્ઞાનધારા = સ્વ તરફનો
ઉપયોગ. કર્મધારા = પર તરફનો ઉપયોગ. સાતમા ગુણ સ્થાને પ્રધાનપણે તો સ્વ તરફનો ઉપયોગ
[જ્ઞાનધારા] હોય છે, છતાં ગૌણપણે કર્મધારા પણ વર્તે છે, કેમકે કેવળજ્ઞાન નથી એટલે હજી સંપૂર્ણપણે સ્વ
તરફનો ઉપયોગ નથી. જો ઉપયોગ સંપૂર્ણપણે સ્વમાં ઠરી જાય તો કેવળજ્ઞાન હોય. પણ સાતમે કેવળજ્ઞાન નથી
એટલે અધૂરાશ છે અને અધૂરાશ છે ત્યાં કર્મધારા સૂક્ષ્મપણે છે.
પ્રશ્ન:–એક સ્વ તરફનો ઉપયોગ અને બીજો પર તરફનો ઉપયોગ એમ બે ઉપયોગ એક સાથે હોઈ શકે?
ઉત્તર:– ઉપયોગ એક સમયે એક જ છે. પરંતુ તે ઉપયોગ મિશ્રરૂપ છે, એટલે સ્વ તરફનો ઉપયોગ હજી
પૂર્ણ નથી તેથી અમુક પર તરફ પણ છે પરંતુ સાતમા વગેરે ગુણસ્થાને મુખ્યપણે સ્વ તરફનો જ ઉપયોગ છે. પર
તરફનો ઉપયોગ તદ્ન ગૌણપણે છે, તેથી સ્વ તરફના ઉપયોગની મુખ્યતાથી ત્યાં સ્વ તરફનો જ ઉપયોગ
કહેવાય છે. ખરી રીતે સાધકદશામાં મિશ્રરૂપ ઉપયોગ હોય છે. મિશ્રરૂપ ઉપયોગ કાં તો કેવળીને ન હોય અને કાં
તો અજ્ઞાનીને ન હોય.
કેવળીને સંપૂર્ણપણે સ્વ તરફનો ઉપયોગ હોય અને અજ્ઞાનીને એકલો પર તરફનો ઉપયોગ હોય, પણ
સાધકને તો મિશ્રરૂપ ઉપયોગ હોય છે.
૧૧–૧૨ મા ગુણસ્થાને ઉપયોગમાં જો કે કષાયનો વિકલ્પ નથી છતાં ત્યાં ભાવમનનો સદ્ભાવ છે તે
પૂરતો દ્રવ્યમન સાથે સંબંધ છે. બારમા ગુણસ્થાને પણ, કષાયનો અભાવ હોવા છતાં ક્ષયોપશમ જ્ઞાન વર્તે છે
અને ક્ષયોપશમ જ્ઞાનમાં મનનું નિમિત્ત અબુદ્ધિપૂર્વક છે. તેથી ત્યાં પણ મિશ્રરૂપ ઉપયોગ છે.
પુરુષાર્થની સ્વાધીનતા
વર્તમાન ઊંધા પુરુષાર્થથી જીવ ક્રોધ કરે ત્યારે તેમાં નિમિત્તરૂપ ક્રોધ પ્રકૃતિ જ હોય અને વર્તમાન
ક્રોધભાવનું નિમિત્ત પામીને જે પ્રકૃતિ બંધાય તે પણ ક્રોધ પ્રકૃતિ જ હોય. ક્રોધભાવમાં માનાદિ પ્રકૃતિને નિમિત્ત
ન કહેવાય તેમ જ ક્રોધભાવના નિમિત્તથી માનપ્રકૃતિનું બંધન ન થાય. વર્તમાન જે જાતનો વિકારભાવ હોય તે
જ જાતના બંધાય. એટલે મૂળ પ્રકૃતિની જાતમાં ફેર ન પડે, પણ તેના રસમાં તો અવશ્ય ફેર પડે. જેટલા રસથી
ઉદય હોય તેટલા ને તેટલા જ રસનું નવું બંધન પડે એવો નિયમ નથી પણ ઓછા કે વધારે રસનું બંધન થાય.
આથી એ સિદ્ધ થાય છે કે ઉદય પ્રમાણે જીવને વિકાર થતો નથી પણ પોતાના પુરુષાર્થ પ્રમાણે થાય છે.
જેટલો કર્મનો ઉદય હોય તેટલું જ જોડાણ થાય એમ કદી બને નહિ. મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાનાવરણીય
કર્મના સર્વઘાતિ સ્પર્દ્ધકોનો છદ્મસ્થ જીવને નિરંતર ઉદય હોય છે, પરંતુ જીવ તેમાં સર્વથા કદી જોડાતો નથી. જો
તે સર્વઘાતિ સ્પર્દ્ધકોના ઉદયમાં સર્વથા જોડાય તો જીવનું સર્વજ્ઞાન હણાય જાય અને અચેતનપણાનો પ્રસંગ
આવે; પરંતુ જીવનો વીર્યગુણ દરેક સમયે અમુક પુરુષાર્થ તો ટકાવી જ રાખે છે તેથી ઉદયમાં સર્વથા જોડાણ થતું
નથી અને જીવનું મતિ–શ્રુતજ્ઞાન નિત્ય અમુક તો ખુલ્લું હોય જ છે. જો ઉદય પ્રમાણે પૂરેપુરું જોડાણ થાય તો
વીર્યગુણ જડ થઈ જાય, પરંતુ તેમ કદી બનતું નથી. જીવના પુરુષાર્થ ઉપર કર્મની સત્તા ચાલતી નથી.
નિમિત્ત–નૈમિત્તિકસંબંધ
પ્રશ્ન:–જીવ ક્રોધ કરે ત્યારે ઉદયમાં આવેલી પ્રકૃતિ જ ક્રોધની છે કે ક્રોધભાવ થયો માટે ઉદયમાં આવેલી
પ્રકૃતિને ક્રોધ–પ્રકૃતિનો આરોપ આપવામાં આવે છે?
ઉત્તર:–જીવ જ્યારે ક્રોધભાવ કરે ત્યારે સામે નિમિત્તરૂપે પ્રકૃતિ ક્રોધની જ હોય છે. ક્રોધ, માન, માયા,
લોભ એ ચારે પ્રકૃતિઓનો ઉદય તો એક સાથે વર્તે છે. ક્રોધ પ્રકૃતિ સાથે તે વખતે માન વગેરે પ્રકૃતિઓનો

PDF/HTML Page 12 of 45
single page version

background image
કારતક : ૨૪૭૨ ભગવાન શ્રી મહાવીર નિર્વાણ મહોત્સવ અંક : ૧૧ :
ઉદય પણ છે જ. હવે તે બધી પ્રકૃતિઓમાંથી કઈ પ્રકૃતિને નિમિત્ત કહેવું એ તો જીવભાવને અનુસરીને આરોપ
કરવામાં આવે છે. જ્યારે જીવ મુખ્યપણે ક્રોધ કરે ત્યારે તે ઉદય પ્રકૃતિઓમાંથી જે ક્રોધ પ્રકૃતિ છે તેને જ
નિમિત્તપણાનો આરોપ આવે છે. માન કરે તો માન પ્રકૃતિને જ નિમિત્ત કહેવાય છે. જેવું નિમિત્ત હોય તેવો
કષાય થાય એમ નથી પણ જેવો કષાય કરે તેવું સામે નિમિત્ત કહેવાય છે. સામે ઉદયરૂપ પ્રકૃતિ તો અનેક જુદી
જુદી જાતની એક સાથે છે, પણ આત્મા પોતાના પુરુષાર્થ વડે જે ભાવ કરે તે ભાવને અનુકૂળ પ્રકૃતિને જ
નિમિત્ત ગણવામાં આવે છે. “નિમિત્ત અનુકૂળ જ હોય” અને “ઉપાદાનમાં નિમિત્ત કાંઈ જ કરે નહિ” એ મહા
સિદ્ધાંત છે.
જીવ ક્રોધ કરે ત્યારે સામે ક્રોધ પ્રકૃતિનો જ ઉદય હોય છે. અન્ય પ્રકૃતિમાં ક્રોધનો આરોપ આપવામાં
આવતો નથી, પણ જે ક્રોધ પ્રકૃતિ છે તેને જ નિમિત્તપણાનો આરોપ આવે છે; કેમકે ક્રોધભાવનું અનુકૂળ નિમિત્ત
ક્રોધ પ્રકૃતિ જ છે. છતાં તે પ્રકૃતિએ ક્રોધભાવ કરાવ્યો નથી.
પ્રશ્ન:–જીવને જ્યારે જ્ઞાનનું પરિણમન ઓછું હોય ત્યારે જ્ઞાનને રોકવામાં જ્ઞાનાવરણ કર્મને જ નિમિત્ત
શા માટે કહ્યું? તે વખતે તો આઠે જાતનાં કર્મો હાજર છે છતાં બીજા કોઈને નિમિત્ત ન કહેતાં જ્ઞાનાવરણને જ
શા માટે નિમિત્ત કહ્યું?
ઉત્તર:–સિદ્ધાંત છે કે નિમિત્ત અનુકૂળ જ હોય. જ્ઞાનમાં રોકાણો ત્યારે સામે તો જ્ઞાનાવરણ સાથે
દર્શનાવરણાદિ કર્મો પણ ઉદયરૂપ તો છે પણ વર્તમાનમાં જીવ મુખ્યપણે જ્ઞાનમાં રોકાણો છે તેથી તેને જ્ઞાનાવરણ
કર્મ જ નિમિત્ત કહેવાય છે; તથા જો જીવ તે જ વખતે સ્વ લક્ષમાં ટકયો હોત તો તે જ કર્મના પરમાણુઓને
નિર્જરાનું નિમિત્ત કહેવાત. નિમિત્તપણાનો આરોપ તો જીવના ભાવને અનુસરીને આપવામાં આવે છે. નિમિત્ત
અને ઉપાદાન એ બંને સ્વતંત્ર દ્રવ્યો છે, એક બીજાનું કાંઈ જ કરતા નથી આવું યથાર્થ જ્ઞાન થયા પછી
એકબીજાના નિમિત્ત–નૈમિત્તિક સંબંધનું જ્ઞાન કરે તો તે યથાર્થ છે. પણ જો નિમિત્ત–ઉપાદાન એક બીજામાં કાંઈ
કરી દીએ એમ માને તો તેણે બે દ્રવ્યોને સ્વતંત્ર જાણ્યા નથી અને તેના નિમિત્ત–નૈમિત્તિક સંબંધને જ કર્તાકર્મ
સંબંધ માની લીધો છે–તે જ્ઞાન ખોટું છે.
ક્રમબદ્ધપર્યાયના જ્ઞાનનું ફળ સ્વ લક્ષ
દરેક વસ્તુની અવસ્થા ક્રમબદ્ધ થાય છે. જીવ અને પરમાણુની ક્રમબદ્ધ અવસ્થા જ થાય છે, પણ તેનો અર્થ
એવો નથી કે “પરમાણુમાં કર્મની ટળવારૂપ અવસ્થા થવાની હોય તો આત્મા ટાળવાનો પુરુષાર્થ કરે.” આમ પર
તરફ ક્રમબદ્ધ શ્રદ્ધાનું જોર જવું ન જોઈએ. પરંતુ “જો આત્મા પુરુષાર્થ કરે તો પરમાણુમાં કર્મની ટળવારૂપ
અવસ્થા જ હોય.” એમ સ્વ તરફ જોવાનું છે. “ક્રમબદ્ધ પર્યાય” કહેતાં જ અનેક પર્યાયો ખ્યાલમાં આવે છે, કેમકે
એકમાં ક્રમ ન હોય, પણ અનેકમાં ક્રમ હોય. તે ક્રમબદ્ધ ત્રણેકાળની પર્યાયોથી ભરેલા દ્રવ્ય તરફ દ્રષ્ટિ કરવી તે
ક્રમબદ્ધની શ્રદ્ધાનું પ્રયોજન છે. પોતાના અખંડ સ્વભાવ તરફ દ્રષ્ટિ જતાં પર તરફ જોવાનું ન રહ્યું–એટલે પર્યાય
નિર્મળ જ પ્રગટવાની. ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધાનું જોર પોતાના અખંડ સ્વભાવ તરફની એકાગ્રતામાં જવું જોઈએ.
અખંડ પરિપૂર્ણ સ્વભાવ છે તેની શ્રદ્ધા એ જ અનંત પુરુષાર્થ છે. અખંડ દ્રવ્ય તરફનો જ પુરુષાર્થ કરવાનો છે.
ક્રમબદ્ધ પર્યાયનું વર્ણન કરતાં, ક્રમવર્તી પર્યાયનું લક્ષ છોડાવીને સર્વ પર્યાયોમાં સળંગપણે જે અખંડ ત્રિકાળી દ્રવ્ય
છે તેની અખંડતાનું લક્ષ કરાવ્યું છે–અર્થાત્ પરલક્ષ છોડાવીને સ્વલક્ષ કરાવ્યું છે.
દર્શન, દીક્ષા ને મુનિપણું
સમકિત પછી ઉદાસીન ભાવપૂર્વક દીક્ષા લઈને મુનિ થવાનો વિકલ્પ [કેવળજ્ઞાનનો જ વિકલ્પ હોય, પણ
આ કાળે કેવળજ્ઞાન નથી તેથી મુનિપણાનો વિકલ્પ આવે એમ કહ્યું છે.] સહજ આવે છે; દીક્ષા લેતાં જો કે
વિકલ્પથી મુનિપણાની ભાવના છે તો પણ મુનિપણું પ્રગટશે કે નહિ એવી શંકા છે જ નહિ. આ જ ક્ષણે સ્વરૂપમાં
ઠરી જઈને કેવળજ્ઞાન લઉં એવી ભાવના છે પણ તે ભાવના (વિકલ્પ) નિર્વિકલ્પદશાનું–મુનિપણાનું ખરેખર
કારણ નથી. નિર્વિકલ્પદશા તો અંદરની એકાગ્રતાના જોરે પ્રગટે છે. તે નિર્વિકલ્પતા પ્રગટી ત્યારે પૂર્વના
વિકલ્પને

PDF/HTML Page 13 of 45
single page version

background image
: ૧૨ : ભગવાન શ્રી મહાવીર નિર્વાણ મહોત્સવ અંક કારતક : ૨૪૭૨
તે જ્ઞાનામૃતનું અપૂર્વપાન પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રી
સુવર્ણપુરીનાં સ્વાધ્યાય મંદિરમાં અહર્નિશ કરાવે છે.
નિમિત્ત કહેવાય છે. સમ્યક્દર્શન પછી મુનિપણાનો વિકલ્પ ઉઠે છે તે વિકલ્પ પણ દ્રવ્યલીંગ કહેવાય છે;
સમ્યગ્દ્રષ્ટિ જીવ પ્રથમ વિકલ્પ ઉઠતાં દીક્ષા લ્યે છે અને દીક્ષા પછી તેને ભાવલીંગ પ્રગટે છે. પણ દર્શન વગર તો
દીક્ષા કેવી અને ભાવલીંગ કેવું?....
....એટલે દીક્ષા માટે એમ નક્કી થયું કે પહેલાંં દર્શનશુદ્ધિ તો બધાને જોઈએ જ, પછી મુનિપણાનો વિકલ્પ
આવે અને દીક્ષા લ્યે–ત્યારપછી ભાવલીંગ–મુનિપણું પ્રગટે, તથા કોઈને પહેલાંં સાતમું આવી જાય પછી છઠ્ઠું
આવે અને દીક્ષા લ્યે–એમ પણ બને છે. તેથી ભાવલીંગ પ્રગટ્યા પછી જ દ્રવ્યલીંગ અંગીકાર કરે એમ નથી.
દીક્ષા અને મુનિપણું એ બન્ને જુદી જ ચીજ છે. મુનિપણું સાતમું પ્રગટ્યા પછી જ હોય અને દીક્ષા ચોથે–પાંચમે–
છઠ્ઠે હોય. દીક્ષા એટલે સમ્યગ્દર્શન પછી મુનિપણાની ભાવના થતાં આચાર્ય વગેરે પાસે નિર્ગ્રંથ દીગંબરપણું–
અંગીકાર કરે. આ રીતે ભાવલીંગ પછી જ દ્રવ્યલીંગ હોય એ નિયમ રહેતો નથી. વસ્ત્રસહિત હોય ત્યાં તો
દ્રવ્યલીંગ કે ભાવલીંગ એકે ન કહેવાય.
પ્રશ્ન:–આચાર્યદેવ મુનિપણાની દીક્ષા જેને આપે છે તે સામામાં મુનિપણું પ્રગટશે એમ જાણીને આપે છે?
ઉત્તર:–કોઈ વખત વ્યક્તિગત ખ્યાલ આવે, પણ બધાનું જાણે જ–એમ નથી, કેમકે આચાર્ય પણ હજી
છદ્મસ્થ છે; તેથી કોઈવાર મિથ્યાદ્રષ્ટિ દીક્ષા લેવા આવે તેને પણ દીક્ષા આપે, અરે! અભવી જીવ હોય અને
વૈરાગ્યથી ઉદાસીન પરિણામ થાય અને દીક્ષા લેવા આવે તો તેને પણ કોઈવાર વર્તમાન ઉદાસીન પરિણામ
જોઈને દીક્ષા આપી દે; પરંતુ દીક્ષા લીધી તેથી કાંઈ તેને મુનિપણું આવતું નથી.
મિથ્યાદ્રષ્ટિ જીવ વૈરાગ્યથી મંદ કષાય કરીને નિર્ગ્રંથ લીંગ ધારણ કરે છે તેને ઉપચારથી દ્રવ્યલીંગ છે અને
દીક્ષા પણ વ્યવહારે છે, ખરેખર તેને દીક્ષા નથી. દીક્ષા તો સમ્યગ્દર્શન પછી જ હોય.
દ્રષ્ટિ અને જ્ઞાનની સમજણ
પ્રશ્ન:–ઊંધી દ્રષ્ટિવાળાને જ્યોતિષ વગેરેનું જ્ઞાન સાચું હોઈ શકે?
ઉત્તર:–દ્રષ્ટિ ખોટી હોય તેથી તેનું પર તરફનું અપ્રયોજનભૂત જ્ઞાન પણ ખોટું જ હોય એમ નિયમ નથી.
હા! જેની સ્વ તરફની ભૂલ હોય તેની પ્રયોજનભૂત તત્ત્વોમાં પણ ભૂલ હોય જ. પણ ઊંધી દ્રષ્ટિ હોય ત્યાં પર
તરફના જ્ઞાનમાં ભૂલ હોય જ એમ નથી. પૈસા મારાં, શરીર મારૂં એમ ઊંધી માન્યતા હોવા છતાં તેનું જ્ઞાન
શરીરને પૈસાપણે કે પૈસાને શરીરપણે જાણતું નથી એટલે પર તરફનું જ્ઞાન સાચું હોય કે ખોટું તે સાથે દ્રષ્ટિનો
સંબંધ નથી. જો દ્રષ્ટિ ખોટી હોવાથી પરનું જ્ઞાન ખોટું થઈ જતું હોય તો ૧૫×૧૨ એ વગેરે ગુણાકાર પણ તેનો
ખોટો જ આવે–અને તો તો મિથ્યાદ્રષ્ટિ કાંઈ સંસારીક પણ ભણી જ ન શકે અને લૌકિક વ્યવહાર પણ ન ચલાવી
શકે; પણ દ્રષ્ટિ ખોટી હોવા છતાં જ્યોતિષ, ગણિત વગેરે સંબંધીનું જ્ઞાન, કે જે આત્મકલ્યાણને માટે
અપ્રયોજનભૂત છે તે, સાચું પણ હોય, પરંતુ પ્રયોજનભૂતમાં તો ભૂલ હોય જ.
જ્ઞાનસ્વભાવની સ્વાધીનતા
પ્રશ્ન:–જ્યારે પોતે કાંઈ બોલતો હોય ત્યારે તો તે વાણીના ભાવનો પોતાને તે જ વખતે અર્થાવગ્રહ હોય
પણ જ્યારે બીજો બોલતો હોય ત્યારે તે વાણી સાંભળીને પછી અર્થાવગ્રહ શરૂ થાય છે તેનું શું કારણ?
ઉત્તર:–એમાં અંતર પડતું જ નથી. જે સમયે સામાએ બોલવાની શરૂઆત કરી તે જ સમયે તેના
આશયને સમજવારૂપ જ્ઞાનનું પરિણમન શરૂ થઈ ગયું છે. સામો જે આખો આશય કહેવા માગે છે તે આશય તો
પછી સમજશે, પણ તે આખા આશયને સમજવાના કારણરૂપ જ્ઞાનનો વ્યંજનાગ્રહ તો શરૂ થઈ જ ગયો છે.
સામાના શબ્દો સાંભળ્‌યા તેથી અહીં વ્યંજનાવગ્રહ શરૂ થયો–એમ નથી. સામો જે આશય કહેવા માગે છે તેના
શબ્દો શું છે તે લક્ષમાં આવ્યા પહેલાંં જ તે આશય સમજવાના કારણરૂપ આત્માના જ્ઞાનનો વ્યંજનાવગ્રહ શરૂ
થઈ ગયો છે. સામા શબ્દોના અવલંબને વ્યંજનાવગ્રહ નથી પણ જ્ઞાન જે લબ્ધરૂપ પડ્યું હતું તે જ પોતાથી
ઉપયોગરૂપ થવા માંડ્યું છે તેથી વ્યંજનાવગ્રહની શરૂઆત સ્વથી જ થઈ છે, વાણીને કારણે થઈ નથી.

PDF/HTML Page 14 of 45
single page version

background image
કારતક : ૨૪૭૨ ભગવાન શ્રી મહાવીર નિર્વાણ મહોત્સવ અંક : ૧૩ :
ખરેખર તો વાણીને આત્મા સાંભળતો જ નથી એટલે વાણી તરફનું અવલંબન જ્ઞાનને નથી. સામાન્ય જ્ઞાનના
અવલંબને જ જ્ઞાનનું પરિણમન થઈ રહ્યું છે. સામી વસ્તુના પરિણમન સાથે જ પોતાના કારણે જ્ઞાનમાં
અવ્યક્તપણે વ્યંજનાવગ્રહ શરૂ થઈ ગયો છે. પૂર્વના જ્ઞાનનો ક્ષયોપશમ લઈને આવ્યો છે તેનો ઉપયોગરૂપ ઉઘાડ
વર્તમાન પોતાથી જ થાય છે–નિમિત્તના અવલંબને ઉઘાડ થતો નથી. ખરેખર તો કોઈ વાણી સાંભળતો નથી,
પણ પોતાના જ્ઞાનની સ્વતંત્ર પર્યાયમાં તે જાતનું પરિણમન શરૂ થઈ ગયું છે તેને જાણે છે. વાણીનું અવલંબન
મળતાં જ્ઞાનનું પરિણમન શરૂ થયું એમ નથી.
જ્ઞાન અને રાગનું જુદાપણું
જે સમયે કષાય થયો તે જ સમયે તે કષાયનું જ્ઞાન કરવારૂપ જ્ઞાન ઉપયોગ શરૂ થઈ ગયો છે. પહેલાંં જે
જ્ઞાન લબ્ધરૂપ હતું તે જ ઉપયોગરૂપ સ્વયં થવા માંડ્યું છે. કષાયનું ઉપયોગરૂપ જ્ઞાન કષાય થયો તે જ સમયે
શરૂ થઈ ગયું છે. પહેલે સમયે કષાય થયો અને બીજા સમયે જ્ઞાન શરૂ થયું એમ સમયાંતર નથી, તેમ જ કષાય
થયો માટે જ્ઞાન શરૂ થયું એમ નથી.
જે ટાણે ક્રોધ થયો તે જ ટાણે જ્ઞાનમાં ક્રોધને જાણવારૂપ પરિણમન શરૂ થઈ ગયું છે. ‘ક્રોધ’ અને ક્રોધને
જાણવારૂપ ‘જ્ઞાન’ની પર્યાય એ બન્ને જુદાં જ છે. એક ચારિત્ર ગુણની અવસ્થા છે, બીજી જ્ઞાન ગુણની અવસ્થા
છે, બન્નેનું પરિણમન જુદું જ છે. ક્રોધ અને જ્ઞાન કદી એકરૂપ થયાં નથી, પણ તે જુદાપણું ન જાણતાં “હું ક્રોધ
છું” એવી બુદ્ધિ ઉઠે છે તે જ ખોટી છે. ક્રોધને જાણનારૂં જ્ઞાન તે હું અને આ ક્રોધ જણાય તે હું નહિ એમ જ્ઞાન
અને ક્રોધના ભિન્નપણાની શ્રદ્ધા કરતો નથી તેથી જ્ઞાન સાથે ક્રોધને પણ પોતાનું સ્વરૂપ માની બેસે છે એ જ
ભૂલ છે. મિથ્યાદ્રષ્ટિને પણ ક્રોધનું જ્ઞાન છે, પરંતુ તેને ક્રોધથી જુદા જ્ઞાનની શ્રદ્ધા નથી, તેથી ક્રોધને અને ક્રોધને
જાણવારૂપ જ્ઞાનની અવસ્થાને તે એકરૂપ માને છે એ જ મિથ્યાત્વ....
ક્રોધ થયા પછી નહિ, તેમ જ ક્રોધ થયો તે કારણે નહિ, પરંતુ ક્રોધ વખતે જ અને સ્વાધીનપણે જ્ઞાનમાં
ક્રોધને જાણવારૂપ પરિણમન શરૂ થઈ ગયું છે. જે રીતે કેવળજ્ઞાન પરના અવલંબન વગર કાર્ય કરે છે તે જ રીતે
જ્ઞાનનો અંશ પણ પરના અવલંબન વગર સ્વાધીનપણે કાર્ય કરે છે. જ્ઞાનનો સ્વભાવ અચિંત્ય છે. સર્વત્ર જ્ઞાનનું
જ માહાત્મ્ય છે. ક્રોધ અને જ્ઞાન બન્ને જુદા જ પરિણમે છે, ક્રોધ થાય છે તે ચારિત્ર ગુણની અવસ્થા છે અને
ક્રોધનું જ્ઞાન થાય છે તે જ્ઞાનની અવસ્થા છે; એ રીતે ક્રોધ અને ક્રોધનું જ્ઞાન–બન્ને જુદા જુદા ગુણોની પર્યાય છે–
તેથી બન્ને જુદાં જ છે અને બન્નેનું પરિણમન પણ જુદું પોતપોતાને કારણે જ છે.
દરેક ગુણ જુદો હોવાથી તેમ જ દરેક ગુણનું પરિણમન જુદું હોવાથી એક ગુણ વિકારરૂપ હોવા છતાં
બીજો ગુણ નિર્મળ થઈ શકે છે. ચારિત્રનું પરિણમન વિકારરૂપ હોવા છતાં જ્ઞાન સમ્યકપણે પરિણમી શકે છે. આ
રીતે કથંચિત્ ગુણ ભેદ હોવાથી દરેક ગુણનું પરિણમન જુદું છે–છતાં પણ વસ્તુદ્રષ્ટિથી ગુણો અભેદ છે,–બધા
ગુણો એક બીજા સાથે અવિનાભાવી (સંકળાએલા) છે તેથી દરેક ગુણના પરિણમનને કથંચિત્ સંબંધ પણ છે.
શ્રદ્ધા ગુણ નિર્મળરૂપે પરિણમતાં જ, તે જ વખતે ચારિત્રગુણ વિકારી હોય તોપણ, અનંતાનુબંધી કષાયનો
ચારિત્રના પરિણમનમાં અભાવ થઈ જ જાય, તથા વીર્યનું પરિણમન સ્વતરફ ઢળે, જ્ઞાનનું પરિણમન સમ્યક્
થાય–એ રીતે વસ્તુથી જોતાં બધા ગુણોના પરિણમનને સંબંધ છે–બધાનું પરિણમન સાથે જ છે.
આરાધક અને વિરાધક
પ્રશ્ન–કોઈ જીવ વર્તમાનમાં તત્ત્વનો વિરોધી હોય છતાં તેને જ્ઞાનનો ઉઘાડ વધતો જતો હોય તેવું દેખાય
અને બીજો જીવ તત્ત્વનો આરાધક હોય છતાં તેને જ્ઞાનનો ઉઘાડ ઓછો દેખાય તેનું શું કારણ?
ઉત્તર–જે જીવ તત્ત્વનો વિરાધક છે તે જીવને વિરાધક ભાવને કારણે વર્તમાન પર્યાયમાં જ જ્ઞાનનું
પરિણમન ઓછું થવા માંડ્યું છે. જ્ઞાનનો પૂર્વનો ઉઘાડ જે ઘણો વધારે હતો તેમાં વર્તમાન વિરાધનાને કારણે
હીણું પરિણમન થવા માંડ્યું છે; પણ જિંદગીના છેડા સુધી પૂર્વનો ઉઘાડ કાર્ય કરી રહ્યો છે તેથી, વર્તમાનમાં
જ્ઞાનનું પરિણમન ઓછું થતું જાય છે છતાં તે સ્થૂળ દ્રષ્ટિથી જણાતું નથી, પણ જ્યારે આયુષ્ય પુરૂં થશે ત્યારે
જ્ઞાન લુપ્ત થઈ જશે અને એકેન્દ્રિયાદિમાં જશે ત્યાં જ્ઞાનની હીનતા વ્યક્ત જણાશે. આ રીતે તત્ત્વના વિરાધક
જીવને

PDF/HTML Page 15 of 45
single page version

background image
: ૧૪ : ભગવાન શ્રી મહાવીર નિર્વાણ મહોત્સવ અંક કારતક : ૨૪૭૨
ખરી રીતે જ્ઞાનની ક્ષણેક્ષણે હીનતા જ થતી જાય છે. અને જે જ્ઞાની જીવને તત્ત્વનો આરાધકભાવ છે તે જીવને
વર્તમાન પર્યાયમાં જ જ્ઞાનનું પરિણમન વધતું જ જાય છે; આરાધક જીવને જ્ઞાનનો ઉઘાડ પર્યાયે પર્યાયે વધતો
જાય છે પરંતુ સ્થૂળ દ્રષ્ટિથી–
[સમય સમયનું સૂક્ષ્મ પરિણમન લક્ષમાં નહિ આવતું હોવાથી] તે જણાતું નથી.
જ્ઞાનીને ક્ષણેક્ષણે અંતરમાં આત્મશાંતિનું જે વેદન વધતું જાય છે તેનો તો વર્તમાન પોતાને અનુભવ છે, પરંતુ
જ્ઞાનનો ઉઘાડ વધતો જાય છે તે પરિણમન સ્થૂળ દ્રષ્ટિએ જણાતું નથી. કોઈ જ્ઞાનીને પૂર્વનો જ્ઞાનનો ઉઘાડ
ઓછો હોય તેથી વર્તમાન જાણપણું
[પર સંબંધી જ્ઞાન] ઓછું દેખાય છતાં અંદર તો આરાધક ભાવ હોવાથી
જ્ઞાનનો ઉઘાડ વૃદ્ધિ જ પામતો જાય છે. આરાધક ભાવ છે તેથી સ્વભાવ તરફનું પરિણમન વૃદ્ધિ જ પામે છે તે
ક્રમેક્રમે વધતાં વધતાં કેવળજ્ઞાન પ્રગટ થશે.
[અહીં મુખ્યપણે જ્ઞાનગુણથી વાત કરી છે, તે પ્રમાણે દર્શન, સુખ
વગેરે બધા ગુણોમાં પણ સમજવું. આરાધકને બધા ગુણોનું પરિણમન વૃદ્ધિ પામીને પૂર્ણતા થાય છે, વિરાધકને
બધા ગુણોનું પરિણમન હીન થતું જાય છે.
] આ રીતે જે જાતનો ભાવ હોય તે જાતનું પરિણમન વર્તમાન
અવસ્થામાં જ થવા માંડે છે. વળી જ્ઞાનના ઉઘાડ સાથે ધર્મનો સંબંધ નથી, પરંતુ જ્ઞાનનું વલણ કઈ તરફ છે–તે
સાથે ધર્મનો સંબંધ છે. જ્ઞાનનો ઉઘાડ ઓછો હોય છતાં જો તે જ્ઞાનમાં આરાધકભાવ હોય તો એકાવતારી થઈ
શકે છે, અને જ્ઞાનનો ઘણો ઉઘાડ હોય છતાં જો તેમાં વિરાધકભાવ હોય તો વિરાધકભાવને કારણે નરક–
નિગોદમાં જઈને અનંત સંસારમાં રખડવાનો...આ રીતે આરાધકભાવ સાથે જ ધર્મનો સંબંધ છે.
વર્તમાન મંદ કષાયના પુરુષાર્થથી પણ જ્ઞાનનો ઉઘાડ થાય છે. નિગોદથી નીકળીને મનુષ્ય થયેલો જે જીવ
અગીઆર અંગનું જ્ઞાન કરે છે તે જીવને અગીઆર અંગનો ઉઘાડ પૂર્વનો નથી, પરંતુ વર્તમાન કષાયની મંદતા
કરીને જ્ઞાન કરે છે. અગીઆર અંગનું જ્ઞાન થાય તેવો ઉઘાડ થાય એટલી બધી કષાયની મંદતા નિગોદના જીવને
હોતી નથી. પરંતુ મનુષ્યપણામાં કષાયની મંદતા કરી જ્ઞાન પ્રગટ કરે છે. આ રીતે વર્તમાન પુરુષાર્થથી ઉઘાડ
થઈ શકે છે. છતાં મિથ્યાદ્રષ્ટિ જીવનો જ્ઞાનનો ઉઘાડ આત્માનું કાંઈ કાર્ય કરી શકતો નહિ હોવાથી પરમાર્થમાં
તેના પુરુષાર્થને ખરેખર પુરુષાર્થ ગણવામાં આવ્યો નથી. કેમકે તેના જ્ઞાનમાં આરાધકભાવ નથી તેથી તેનું જ્ઞાન
આત્માનું કાંઈ પ્રયોજન સાધતું નથી. જો કે તેણે મંદ કષાયના પુરુષાર્થથી જ્ઞાનનો ઉઘાડ કર્યો છે પરંતુ આરાધક
ભાવના અભાવમાં તેનો પુરુષાર્થ આત્મા સાથે અભેદપણું ધરાવતો નથી તેથી તેના પુરુષાર્થને પરમાર્થે પુરુષાર્થ
કહ્યો નથી....જો તે જ્ઞાનને પુરુષાર્થવડે સ્વભાવ તરફ વાળે તો તે જ્ઞાનનું સ્વભાવ સાથે અભેદપણું થાય, અર્થાત્
તેને આરાધકભાવ થાય. આ રીતે આરાધકભાવ સહિતનો જ્ઞાનીનો પુરુષાર્થ આત્મા સાથે અભેદપણું ધરાવે છે
અને તેને જે જ્ઞાનનો ઉઘાડ છે તે બધો વર્તમાન પુરુષાર્થમાં જ ભળી જાય છે. આથી આરાધકભાવ સહિતનો
જ્ઞાનનો અંશ આત્માના સ્વભાવ સાથે અભેદ હોવાથી તે વધીને પૂર્ણ થઈ જવાનો, અને આરાધકભાવ વગરનું
જે જ્ઞાન છે તેનું અભેદપણું આત્મા સાથે નહિ હોવાથી તે ઘટી જઈને વિરાધકપણાને લીધે એકેન્દ્રિયાદિ પર્યાયમાં
અત્યંત હીન થઈ જશે... આમાં આરાધકભાવથી જ જ્ઞાનાદિની સફળતા છે એમ નક્કી થયું. આરાધકભાવ એટલે
સમ્યગ્દર્શન. સમ્યગ્દર્શન વગર કોઈને આરાધકભાવ હોઈ શકે નહિ. આત્માના સ્વભાવની યથાર્થ શ્રદ્ધા તે
સમ્યગ્દર્શન છે અને તે સમ્યગ્દર્શન થતાં જ આરાધકપણું થાય છે, અને અલ્પકાળમાં તે સંપૂર્ણ આરાધના કરીને
પૂર્ણ પવિત્ર મોક્ષદશાને જરૂર પામે છે. માટે સાચી સમજણદ્વારા જીવોએ પહેલાંં સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવું જોઈએ.
આત્માને સંયોગનું દુઃખ નથી
એક જીવ હોય, તેનું શરીરનું કોઈ અંગ કપાઈને દૂર પડે ત્યાં આત્માના પ્રદેશો પણ લંબાઈને તે છૂટા
પડેલા અંગ સુધી અમુક વખત સુધી પહોળા થાય છે અને શરીર તથા તે છૂટા પડેલા અંગ વચ્ચેના ખાલી
ભાગમાં પણ આત્માના પ્રદેશો કેટલોક વખત ફેલાઈને રહે છે. હવે જે જગ્યાએ આત્મ પ્રદેશો ફેલાયેલા છે તે
જગ્યાએ કોઈ પ્રહાર કરે, છેદ મૂકે, બાળે છતાં આત્માને તે સંબંધી દુઃખ થતું નથી. આત્મપ્રદેશો જે જગાએ છે તે
જ જગાએ પ્રતિકૂળ સંયોગો હોવા છતાં તેનું વેદન થતું નથી કેમકે સંયોગનું વેદન આત્માને નથી, પરંતુ પોતાના
ભાવનું વેદન છે, તેથી તે વખતે આત્મામાં જેટલો કષાયભાવ હોય તેટલું વેદન તે આત્માને છે અને તેના
પ્રમાણમાં દુઃખ છે; અથવા જો વીતરાગભાવ હોય તો તેનું સુખરૂપ વેદન છે. આ રીતે પોતાના ભાવ પ્રમાણે
સુખદુઃખનું વેદન આત્મા કરે છે પરંતુ સંયોગનું વેદન

PDF/HTML Page 16 of 45
single page version

background image
કારતક : ૨૪૭૨ ભગવાન શ્રી મહાવીર નિર્વાણ મહોત્સવ અંક : ૧૫ :
આત્મા કરતો નથી એટલે કે સંયોગનું સુખ–દુઃખ આત્માને નથી.
ઉપરના કથનમાં શરીર અને તેના છૂટા પડેલા અંગ વચ્ચે જ્યાં આત્માના પ્રદેશો લંબાયા છે તે જગ્યાએ
કાર્માણ શરીર તો આત્માના પ્રદેશો સાથે છે પરંતુ ઔદારિક શરીર એટલે નોકર્મ નથી. કાર્માણ શરીર હોવા છતાં
અને ત્યાં પ્રતિકૂળ સંયોગ આવે છતાં તેનું દુઃખ આત્માને થતું નથી કેમકે કાર્માણ શરીર સાથે નિમિત્ત–નૈમિત્તિક
સંબંધ નથી; પરંતુ જો આ ઔદારિક શરીર ઉપર તલવાર પડે અગર તે બળે તો રાગવાળા જીવને તે વખતે દુઃખ
લાગે છે એટલો શરીર સાથે નિમિત્ત–નૈમિત્તિક સંબંધ છે. નિમિત્ત–નૈમિત્તિક સંબંધની વ્યાખ્યા એવી છે કે–જો
જીવ પોતે શરીરનું લક્ષ કરીને રાગભાવ વડે દુઃખી થાય તો શરીરની પ્રતિકૂળતાને નિમિત્ત કહેવાય છે, પણ જો
જીવ રાગ ન કરે તો તેને નિમિત્ત પણ કહેવાતું નથી. આ રીતે જીવને શરીરની પ્રતિકૂળતાના સંયોગનું દુઃખ નથી
પરંતુ તે વખતે જેટલો કષાય છે તે કષાયભાવનું વેદન છે, અને તેનું જ દુઃખ છે. શરીર સાથેનો નિમિત્ત–
નૈમિત્તિક સંબંધ દુઃખનું કારણ નથી પણ કષાય જ દુઃખનું કારણ છે. આ બાબતમાં ચૌભંગી નીચે મુજબ
(૧) એક મુનિ આત્મસ્વરૂપના ધ્યાનમાં છે અને તેમના શરીરને સિંહ ખાઈ જાય છે છતાં તે વખતે
તેમને સુખનું વેદન છે.
(૨) એક રાજા સર્વ પ્રકારની બાહ્ય સગવડો વચ્ચે બેઠો છે છતાં અંતરંગ વિચારમાં તે આકૂળતાનું દુઃખ
વેદી રહ્યો છે.
(૩) એક સામાન્ય રાગી જીવને વીંછી કરડવો વગેરે પ્રતિકૂળતા આવે છે અને તે રાગથી દુઃખી થાય છે.
(૪) એક જીવને પ્રતિકૂળતા નથી અને તે રાગ કરીને દુઃખી થતો નથી.
ઉપરના ચાર દ્રષ્ટાંતોમાં પહેલા બે દ્રષ્ટાંતોમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ લાગુ પડતો નથી, કેમકે તેમાં પ્રતિકૂળ
સંયોગ છતાં સુખ છે અને અનુકૂળ સંયોગ છતાં દુઃખ છે. ત્રીજા–ચોથામાં નિમિત્તનૈમિત્તિક સંબંધ લાગુ પડે છે.
ઈચ્છાનો અભાવ તે જ સુખ
પ્રશ્ન:–કોઈ સિંહ ઘણા દિવસનો ભૂખ્યો હોય અને કોઈ મનુષ્ય મળે ત્યારે તેને ખાવા જાય, ત્યારે મનુષ્ય
તેને કહે કે અરે સિંહ! મને ખાવાથી તને હિંસાનું પાપ લાગશે અને તું દુઃખી થઈશ. ત્યારે સિંહ કહે કે–પાપનું ફળ
તો અશાંતિ–દુઃખ હોય પરંતુ હું તને ખાઈશ અને મારી ભૂખ ટળશે તથા મને શાંતિ થશે, માટે તેમાં હિંસાનું પાપ
ક્યાં આવ્યું?
ઉત્તર:– વર્તમાનમાં ખાવાનો જે હિંસક ભાવ છે તે તો પાપ જ છે અને તેનું વેદન પણ અશાંતિ અને
દુઃખમય જ છે. મનુષ્ય ખાવાથી બહારમાં જે સાતા દેખાય છે તે સાતા હિંસક પાપભાવનું ફળ નથી તેમ જ
મનુષ્ય શરીરને ખાવાથી સાતા થઈ નથી; પરંતુ પૂર્વના કોઈ પુણ્યના કારણે સાતા દેખાય છે. વર્તમાનમાં મનુષ્ય
હિંસાનો જે પાપભાવ છે તેનું ફળ અંદરમાં તો વર્તમાન જ આકૂળતારૂપે વેદાય છે અને ભવિષ્યમાં તેના બાહ્ય
ફળરૂપે નરકાદિનો સંયોગ મળશે. તીવ્ર અશુભભાવ કરવા છતાં વર્તમાનમાં ભૂખનું દુઃખ ટળે છે તે પૂર્વના
પુણ્યના કારણે ટળે છે, પરંતુ વર્તમાન અશુભભાવ કર્યા તેના કારણે ભૂખ મટી નથી.
આમાં તો ઘણું સિદ્ધ થઈ જાય છે. ૧–પુનર્જન્મ છે, ૨–પુણ્ય–પાપનું ફળ છે, ૩–પર વસ્તુનો સંયોગ
વિયોગ આત્માના ભાવને આધીન નથી, ૪–આત્માને પોતાના ભાવનું ફળ વર્તમાન જ છે, આ બધું સિદ્ધ થઈ
જાય છે. આ સંબંધમાં ચૌભંગી નીચે મુજબ–
૧–વર્તમાન હિંસક પાપભાવ છતાં સાતાનો અનુકૂળ સંયોગ
૨–વર્તમાન શુભભાવ હોય છતાં અસાતાનો પ્રતિકૂળ સંયોગ
૩–વર્તમાન અશુભભાવ અને પ્રતિકૂળ સંયોગ.
૪–વર્તમાન શુભભાવ અને અનુકૂળ સંયોગ.
(૧) વર્તમાન પાપભાવ હોવા છતાં સાતાનો અનુકૂળ સંયોગ હોય છે તે અનુકૂળ સંયોગ વર્તમાન
પરિણામનું ફળ નથી પણ પૂર્વના કોઈ શુભ પરિણામનું તે બાહ્ય ફળ છે એટલે પૂર્વે તે જીવ હતો અને તેણે
શુભભાવ કર્યા હતા એ સિદ્ધ થાય છે. વર્તમાન પૈસા મેળવવાનો પાપભાવ હોય અને પૈસા આવે તો ત્યાં
પાપભાવના ફળમાં પૈસા આવ્યા નથી પણ પૂર્વના પુણ્યના કારણે પૈસા આવ્યા છે, વર્તમાન પાપભાવ છે તેનું
બાહ્યફળ ભવિષ્યમાં પ્રતિકૂળતારૂપે આવશે.
(૨) કોઈને દયાનો ભાવ હોય અને તેના શરીરને હિંસક પશુઓ ખાઈ જતા હોય એમ બને, ત્યાં
પ્રતિકૂળ સંયોગ છે તે પૂર્વના પાપનું બાહ્યફળ છે અને વર્તમાન દયાનો ભાવ છે તેનું બાહ્યફળ ભવિષ્યમાં
આવશે.

PDF/HTML Page 17 of 45
single page version

background image
: ૧૬ : ભગવાન શ્રી મહાવીર નિર્વાણ મહોત્સવ અંક કારતક : ૨૪૭૨
વર્તમાન જેટલો મંદકષાય છે તેટલું અંતરમાં આકૂળતાનું વેદન ઓછું છે.
(૩) પરદ્રવ્યનો સંયોગ–વિયોગ તે જીવના ભાવને આધીન નથી. જીવને દયાના ભાવ હોય છતાં
બહારમાં તેના શરીરને પશુઓ ખાઈ જતા હોય તેવી હિંસા બને એટલે જીવ શુભભાવ કરે તેથી બહારનો સંયોગ
પણ અનુકૂળ જ હોય–એમ નથી. જીવના ભાવની ક્રિયા સ્વતંત્ર છે અને સંયોગી પરદ્રવ્યની ક્રિયા સ્વતંત્ર છે. એક
જીવ ખૂબ અશુભ ભાવ કરે છતાં વર્તમાન શરીર તન્દુરસ્ત હોય અને બીજા જીવને શરીરમાં રોગ હોય અને ખૂબ
શુભભાવ કરે, તો તેથી કાંઈ રોગ ટળી જાય નહિ. સંયોગ–વિયોગનું કારણ પૂર્વના પુણ્ય–પાપ છે પરંતુ
વર્તમાનમાં કેવા ભાવ કરવા તે જીવના પુરુષાર્થને આધીન છે.
(૪) જીવને પોતાના ભાવનું વેદન વર્તમાનમાં જ છે. બાહ્યમાં પુણ્યના ફળનો અનુકૂળ સંયોગ હોય છતાં
જો જીવ વર્તમાન તીવ્ર પાપ ભાવ કરે તો તેને તીવ્ર આકૂળતાનું વેદન થાય, અને કોઈ જીવને નરકની તીવ્ર
પ્રતિકૂળતા હોય છતાં અંતરમાં શુભભાવ વડે ઓછી આકૂળતાનું વેદન હોય. આ રીતે બહારમાં ગમે તેવા સંયોગ
હોય છતાં જીવ પોતે વર્તમાનમાં જેવા ભાવ કરે તે અનુસાર તેને સુખ દુઃખ હોય છે.
ભૂખ્યા સિંહે મનુષ્યને ખાધો અને તેની ક્ષુધા મટીને તેને શાંતિ થઈ–એમ જે ઉપલક–દ્રષ્ટિએ દેખાય છે
તેમાં મૂળ સ્વરૂપ આ પ્રમાણે છે–(૧) સિંહને વર્તમાન મનુષ્ય ખાવાની ઈચ્છારૂપ જે તીવ્ર પાપભાવ તેના તીવ્ર
દુઃખનું વેદન છે. (૨) ભૂખ મટી તે પૂર્વની સાતાનો ઉદય છે. (૩) વર્તમાન મનુષ્ય શરીર ખાવાથી શાંતિ થઈ–
એમ લાગે છે તે ખોટી વાત છે. મનુષ્યને ખાધો તે કારણે શાંતિ થઈ નથી પરંતુ–પહેલાંં મનુષ્યને ખાવાની જે
તીવ્ર હિંસક ઈચ્છા હતી તે ઈચ્છાના કારણે તીવ્ર દુઃખ હતું અને પાછળથી તે તીવ્ર હિંસકભાવ ચાલ્યો જવાથી તથા
તે સંબંધી ઈચ્છા ચાલી જવાથી કષાયની અને ઈચ્છાની મંદતા થઈ છે તેથી તેને મંદ આકૂળતા છે અને તે મંદ
આકૂળતા પણ દુઃખ જ છે પરંતુ અજ્ઞાન ભાવથી મંદ આકૂળતામાં સુખ માન્યુ છે. વાસ્તવિકપણે તો સ્વભાવના
ભાનપૂર્વક ઈચ્છાનો અભાવ તે જ સુખ છે, તીવ્ર ઈચ્છા તે તીવ્ર દુઃખ છે, અને મંદ ઈચ્છા તે મંદ દુઃખ છે. આ
પ્રમાણે, પરવસ્તુનો સંયોગ થવાથી પોતાનું દુઃખ મટયું નથી પણ પોતાની ઈચ્છા ટળવાથી દુઃખ મટયું છે–એમ જો
જીવ જાણે તો તે પોતાનું દુઃખ ટાળવા માટે પર પદાર્થ તરફ લક્ષ નહિ કરતાં પોતાના પરિણામ તરફ લક્ષ કરે,
અને પોતાના પરિણામમાં પણ ઈચ્છા કે જે ક્ષણે ક્ષણે બદલતી જાય છે તથા જે આકૂળતા જ ઉત્પન્ન કરનારી છે
તેનો આશ્રય ન માને અને પર લક્ષે જે મંદ ઈચ્છા કરી શકે છે તેના સ્વભાવમાં ઈચ્છા જ નથી તેથી તે
ઈચ્છારહિત સ્વભાવના લક્ષે સંપૂર્ણ ઈચ્છા ટાળી શકાય છે–એમ જાણીને તે સ્વભાવની ઓળખાણપૂર્વક ઈચ્છા
ટાળવાનો પોતાના ભાવમાં પુરુષાર્થ કરે અને જેમ જેમ ઈચ્છા ટળતી જાય તેમ તેમ સાચું નિરાકૂળ સુખ પ્રગટતું
જાય; તેથી.
(૧) પર પદાર્થોથી આત્મા જુદો છે,
(૨) સંયોગ–વિયોગનું તેને દુઃખ નથી, પણ ઈચ્છાનું દુઃખ છે.
(૩) ઈચ્છા ક્ષણિક છે અને તે ટળી શકે છે
(૪) ઈચ્છારહિત આત્માનો સ્વભાવ છે તેને ઓળખવો જોઈએ અને પોતાના ઈચ્છા ભાવને ટાળવાનો
પ્રયત્ન કરવો જોઈએ. આ જ સુખનો ઉપાય છે........
કર્તા અને ભોક્તા
[સમયસાર ગાથા – ૧૦૨ ના વ્યાખ્યાનમાંથી]
જ્ઞાની પુણ્ય–પાપનો કર્તા થતો નથી તેથી જ્ઞાની તેનો ભોક્તા પણ નથી. અજ્ઞાની પુણ્ય–પાપના ભાવનો
કર્તા થાય છે તે જ સમયે તે ભાવને તેણે ભોગવ્યા છે. આત્માની શાંતિની ઊલટી અવસ્થારૂપ આકૂળતાને તે જ
સમયે અજ્ઞાની ભોગવે છે. જડના સંયોગને તો કોઈ આત્મા ભોગવી જ શકતો નથી, પોતે વર્તમાન જે સમયે
પુણ્ય–પાપ કરે છે તે સમયે જ તેનું આકૂળતારૂપી ફળ તે ભોગવી જ રહ્યો છે, પણ અજ્ઞાની તે જાણી શકતો નથી
કેમકે તેની દ્રષ્ટિ બાહ્ય સંયોગ ઉપર છે. જે સમયે વિકારભાવ કર્યો ત્યારથી જ તે ભાવનું દુઃખરૂપ વેદન શરૂ થઈ
ગયું છે અને જ્યાં સુધી સ્વભાવનું ભાન કરીને તે ભાવ ટળે નહિ ત્યાં સુધી તે દુઃખનું વેદન રહ્યા કરશે. સાચી
શ્રદ્ધા વગર ઊંધી માન્યતાના મહાદુખનું વેદન રહ્યા જ કરે છે. અજ્ઞાની પર સંયોગને ભોગવતો નથી પણ તે
સંયોગ ઉપર લક્ષ કરીને વિકારીભાવ કરે છે અને તેને તે ભોગવે છે. શરીર અને આત્મા જુદા છે એમ જાણ્યું
નથી તેથી અંદરમાં ‘શરીરની ક્રિયા હું કરૂં’

PDF/HTML Page 18 of 45
single page version

background image
કારતક : ૨૪૭૨ ભગવાન શ્રી મહાવીર નિર્વાણ મહોત્સવ અંક : ૧૭ :
એવી ઊંધી માન્યતાનું વેદન પડ્યું જ છે, જો અસંયોગી આત્મસ્વભાવને જાણે તો ઊંધી માન્યતાના દુઃખનું વેદન
ટળે. જીવના વિકાર પરિણામ અનુસાર જડ–કર્મો સ્વયં બંધાય છતાં તેની સાથે જીવને કર્તા કર્મ સંબંધ નથી.
અજ્ઞાન દશામાં પણ જીવ જડ કર્મને કરતો કે ભોગવતો નથી પણ પોતાના વિકારીભાવને કરે છે અને તેના
ફળરૂપ આકુળતાના દુઃખને ભોગવે છે.
અપૂર્વ પુરુષાર્થ
જેણે સમ્યગ્દર્શન પ્રગટાવવાનો પૂર્વે કદી નહિ કરેલો એવો અનંતો સમ્યક્ પુરુષાર્થ કરીને સમ્યગ્દર્શન
પ્રગટ કર્યું છે અને એ રીતે સંપૂર્ણ સ્વરૂપનો સાધક થયો છે તે જીવ કોઈ પણ સંયોગોમાં, ભયથી, લજ્જાથી,
લાલચથી કે કોઈપણ કારણથી અસતને પોષણ નહિ જ આપે........એ માટે કદાચ કોઈ વાર દેહ છૂટવા સુધીની
પ્રતિકૂળતા આવી પડે તો પણ તે સતથી ચ્યૂત્ નહિ થાય–અસત્નો આદર કદી નહિ કરે...સ્વરુપના સાધકો
નિઃશંક અને નિડર હોય છે. સત્ સ્વરૂપની શ્રદ્ધાના જોરમાં અને સત્ના માહાત્મ્ય પાસે તેને કોઈ પ્રતિકૂળતા છે
જ નહિ. જો સતથી જરાપણ ચ્યૂત થાય તો તેને પ્રતિકૂળતા આવી કહેવાય, પણ જે ક્ષણેક્ષણે સતમાં વિષેશ
વિષેશ દ્રઢતા કરી રહ્યો છે તેને તો પોતાના બેહદ પુરુષાર્થ પાસે જગતમાં કાંઈ પણ પ્રતિકૂળ જ નથી. એ તો
પરિપૂર્ણ સતસ્વરૂપ સાથે અભેદ થઈ ગયો–તેને ડગાવવા ત્રણ જગતમાં કોણ સમર્થ? અહો! આવા સ્વરૂપના
સાધકોને ધન્ય છે!!
દ્રવ્યત્વગુણ
પ્રશ્ન:–જ્ઞાનીઓ કહે છે કે ‘શરીર વગેરે પરવસ્તુના પરિણમનનો આત્મા કર્તા નથી, પણ તે વસ્તુઓ
સ્વતંત્રપણે પરિણમ્યા કરે છે.’ પરંતુ શરીર વગેરે પદાર્થો તો જડ છે, તેમાં જ્ઞાન નથી, તો જ્ઞાન વગર તેઓનું
પરિણમન કેમ થાય? માટે જ્ઞાનવાળો જીવ તેનું પરિણમન કરે છે.
ઉત્તર:–જ્ઞાન હોય તો જ વસ્તુનું પરિણમન થાય એમ નથી, કેમકે પરિણમન તે જ્ઞાનગુણનું કાર્ય નથી
પણ દ્રવ્યત્વગુણનું કાર્ય છે. વસ્તુમાં અનંતગુણો છે, જ્ઞાનગુણ અને દ્રવ્યત્વગુણ એ બંને જુદા છે. ‘જ્ઞાન’ તે
જીવદ્રવ્યનો વિશેષ ગુણ છે અને તે જાણવાનું કાર્ય કરે છે. ‘દ્રવ્યત્વ’ તે સામાન્યગુણ છે અને તે જગતના બધા
દ્રવ્યોમાં રહેલો છે, દ્રવ્યત્વ ગુણનું કાર્ય પરિણમન છે. બધા દ્રવ્યોનો દ્રવ્યત્વગુણ જુદો હોવાથી બધા દ્રવ્યોનું
પરિણમન જુદું છે.
જ્ઞાન અને દ્રવ્યત્વ એ બંને ગુણ જુદા હોવાથી બન્નેનું કાર્ય સ્વતંત્ર છે, તેથી જ્યારે જીવના જ્ઞાનની
અવસ્થા ઊંધી હોય અર્થાત અજ્ઞાનરૂપ હોય ત્યારે પણ દ્રવ્યત્વગુણને કારણે તેનું પરિણમન તો સ્વતંત્રપણે જ
થાય છે. કોઈ પર વસ્તુ જીવને અજ્ઞાનરૂપે પરિણમાવતી નથી; આ જીવ દ્રવ્યની વાત કરી. હવે પુદ્ગલ દ્રવ્યમાં
જ્ઞાન ગુણ નથી, પરંતુ તેમાં દ્રવ્યત્વ ગુણ તો છે. તે દ્રવ્યત્વગુણની શક્તિથી જડવસ્તુનું પરિણમન સ્વતંત્રપણે
તેના પોતાના કારણે સમયે સમયે થયા જ કરે છે, તેનો કર્તા કોઈ બીજો નથી.
જગતના દરેક દ્રવ્યમાં દ્રવ્યત્વગુણ હોવાથી દ્રવ્યનું પરિણમન સ્વતંત્ર જ છે, કોઈ બીજું દ્રવ્ય તેને
પરિણમાવતું નથી. એટલે કે એક વસ્તુ બીજી વસ્તુનું કિચિંત પણ કરી શકતી નથી. ‘એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ
કરે છે’ એમ જે માને છે તે વસ્તુના દ્રવ્યત્વગુણને જાણતા નથી અને જે ગુણને જાણતા નથી તેણે વસ્તુનુ સ્વરૂપ
પણ જાણ્યું જ નથી, તેથી તેની માન્યતા ખોટી છે. આથી નીચેના પાંચ મહા સિદ્ધાંતો સિદ્ધ થાય છે.
૧–અનાદિથી માંડીને આજ સુધી કોઈ પર જીવને કે જડને કિચિંત માત્ર લાભ કે નુકશાન કોઈ જીવે
કર્યું નથી.
૨–અનાદિથી આજ સુધી કોઈ પર જીવે કે જડ વસ્તુએ કોઈ જીવને લાભ કે નુકશાન કર્યું નથી.
૩–અનાદિથી આજ સુધી અજ્ઞાની જીવોએ પોતામાં સતત એકલો નુકશાનનો ધંધો કર્યો છે અને જ્યાં
સુધી આત્માની સાચી સમજણ નહિ કરે ત્યાં સુધી તે નુકશાનનો ધંધો ચાલ્યા કરશે.
૪–જીવે અનાદિથી જે નુકશાન કર્યું છે તે નુકશાન પોતાની ક્ષણિક અવસ્થામાં થયું છે, ત્રિકાળી વસ્તુમાં
નુકશાન થયું નથી.
૫–આ પ્રમાણે જાણીને જીવ પોતાના ત્રિકાળી ચૈતન્ય સ્વરૂપ ધુ્રવસ્વભાવ તરફ લક્ષ કરે તો શુદ્ધતા પ્રગટે
અને અશુદ્ધતા ટળે–એટલે કે અનાદિનું નુકશાન ટળે અને અટળ લાભ થાય.

PDF/HTML Page 19 of 45
single page version

background image
: ૧૮ : ભગવાન શ્રી મહાવીર નિર્વાણ મહોત્સવ અંક કારતક : ૨૪૭૨
ભગવાન શ્રી કુંદકુંદ પ્રવચન મંડપ
શ્રી સોનગઢ જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટે તા. ૮–૯–૪૫ મીનીટ
૨૦ માં નીચેનો ઠરાવ કર્યો છે, તે સર્વે મુમુક્ષુઓની જાણ થવા
અર્થે આ નીચે પ્રસિદ્ધ કરવામાં આવે છે.
‘ભગવાન શ્રી કુંદકુંદ પ્રવચન મંડપ’ તથા ‘શ્રી કુંદકુંદ મુમુક્ષુ નિવાસ’ સંબંધે
“ભગવાન શ્રી સદ્ગુરુ દેવશ્રીના પરમ સત્ય ઉપદેશનો લાભ લેવા જિજ્ઞાસુ જીવો,
મુમુક્ષુ ભાઈઓ અને બહેનો દેશદેશાવરમાંથી મોટી સંખ્યામાં સોનગઢ આવે છે, તેમને માટે
“શ્રી જૈન સ્વાધ્યાય મંદિર” નું હાલનું મકાન નાનું પડે છે અને ફાગણ, વૈશાખ તથા પર્યુષણ –
પર્વનાં દિવસોમાં તો ખાસ કરીને મહેમાનો, યાત્રાળુઓની સંખ્યા એટલી બધી વધી જાય છે કે
આ મકાન છેક નાનું પડે છે, તેથી સમાસ લાયક એક નવું મકાન બંધાવાની ખરી જરૂરિયાત
ઉભી થઈ છે, જેથી આ ટ્રસ્ટની પ્રોપર્ટી નં. ૬ ની તળાવીયા ખેતરની જમીનમાં આવું સમાસ
લાયક મકાન બંધાવાનું ઠરાવામાં આવે છે, અને તેનું નામ “ભગવાન શ્રી કુંદકુંદ પ્રવચન
મંડપ” એવું રાખવામાં આવે છે. તે મંડપનો ઉપયોગ વ્યાખ્યાન ઉપરાંત બ્રહ્મચર્યાશ્રમ,
સ્ત્ર જા .
તેમજ પ્રોપર્ટી નં. ૫ – સમિતિની ઉત્તરેના પ્લોટમાં તાજેતરમાં જે નવા ઓરડા, રસોડા
સીંગલ રૂમ્સ બાંધી જેનું નામ “શ્રી કુંદકુંદ મુમુક્ષુ નિવાસ” રાખવામાં આવેલ છે તેમાં જે
સગવડ છે, તે ઘણી જ ટુંકી પડતી હોવાથી તેમાં પણ વધારે મકાન બંધાવાની જરૂર હોવાથી
ત્યાં પણ બીજા રૂમ્સ વિગેરે બંધાવાનું ઠરાવામાં આવે છે.
આ બન્ને બાબતોમાં બધા મુમુક્ષુ ભાઈઓની સલાહ લેતાં બધાએ તે પ્રમાણે સગવડ
કરવાની જરૂરિયાત સ્વીકારી તે મુજબ વહેલી તકે કામ શરૂ કરી દેવાની માગણી કરી છે.
ગયા વૈશાખમાં શ્રી ઈન્દોરથી શ્રીમાન શેઠજી સર હુકમીચંદજી સાહેબ, નાઈટ. સોનગઢ
યાત્રાર્થે અને ઉપદેશ – લાભાર્થે સહકુટુંબ પધારેલા, તે વખતે પોતે આ ટ્રસ્ટને બહુ મોટા મનથી
ઉત્સાહપૂર્વક નીચે લખ્યા મુજબ નામે રૂપિયા ત્રીશ હજારની મોટી ઉદાર રકમ અર્પણ કરી
ગયા છે, અને તે રકમ “ભગવાન શ્રી કુંદકુંદ પ્રવચન મંડપ” ના કામાં વાપરવા પોતે
ફરમાવી ગયેલ છે, માટે સદરહુ રકમ તે કામાં વાપરવાનું ઠરાવામાં આવે છે.”
રૂપિયા નામ ગામ રૂપિયા નામ ગામ
૧૨૫૦૧/– શેઠજી સાહેબ શ્રી હુકમીચંદજી સાહેબ ઇંદોર ૧૦૦૦૨/– શેઠ નેમીદાસ ખુશાલચંદ ૫૦૦૧/– તથા તેમના
૧૨૫૦૧/– લેડી કંચનબહેન, તે શ્રીમન્ત શેઠશ્રી
ધર્મપત્ની શ્રી કંચનબહેન ૫૦૦૧/– પોરબંદર
હુકમીચંદજી સાહેબના ધર્મપત્ની ૭૫૦૧/– ઝવેરી કાલીદાસ રાઘવજી રાજકોટ
૫૦૦૧/– શેઠાણીશ્રી પ્યારકુંવર બહેન, તે શેઠશ્રી ૫૦૦૧/– લાખાણી દામોદરભાઈ ચત્રભુજભાઈ તથા
હુકમીચંદજી સાહેબના નાનાભાઈ શેઠ લાખાણી મુળજીભાઈ ચત્રભુજભાઈ રાજકોટ
કલ્યાણચંદજીના ધર્મપત્ની
૩૦૦૦૩/– ૨૦૦૧/– શેઠ ધનજીભાઈ ગફલભાઈ વઢવાણ કેમ્પ
૫૦૧/– શેઠશ્રી ફત્તેહચંદજી ઇંદોર ૨૦૦૧/– ,, જેઠાલાલ સંઘજીભાઈ બોટાદ
૩૦૫૦૪/– ૧૦૦૧/– વકીલ રામજીભાઈ માણેકચંદ દોશી રાજકોટ
૧૦૦૧/– શેઠ નારણભાઈ કરશનજી રાણપુર
ઉપર પ્રમાણે મકાનો બાંધવાનું નક્કી થતાં મુમુક્ષુ ૧૦૦૧/– ,, કુંવરજી જાદવજી પાલેજ
ભાઈઓ તથા બહેનોએ ઉપરના કાર્યો માટે જે ૧૦૦૧/– બેન દુધીબહેન., તે શેઠ જેઠાલાલ સંઘજીના ધર્મપત્ની
રકમો અર્પણ કર્યાનું જાહેર કરવામાં આવ્યું તેની ૧૦૦૧/– ,, સમતા બહેન, તે શેઠ માણેકલાલ સંઘજીના ધર્મપત્ની
વિગત આ સાથે જણાવેલ છે. ૧૦૦૧/– પારેખ લીલાધર ડાહ્યાભાઈ, હસ્તે જયાકુંવર બહેન.

PDF/HTML Page 20 of 45
single page version

background image
કારતક : ૨૪૭૨ ભગવાન શ્રી મહાવીર નિર્વાણ મહોત્સવ અંક : ૧૯ :
રૂપિયા નામ ગામ રૂપિયા નામ ગામ
૫૦૧/– શેઠ પ્રેમચંદભાઈ મગનલાલ રાણપુર ૧૦૧/– કામદાર વર્ધમાન જીવણભાઈ ગઢડા
૫૦૧/– મોદી હરગોવિંદદાસ દેવચંદ સોનગઢ ૧૦૧/– શેઠ અમુલખ લાલચંદ જોરાવરનગર
૫૦૧/– શેઠ છોટાલાલ નારણદાસ રાણપુર ૧૦૧/– ,, રામજીભાઈ પાનાચંદ ભાવનગર
૫૦૧/– ,, ચુનીલાલ લક્ષ્મીચંદ વઢવાણ કેમ્પ ૧૦૧/– ,, હીરાલાલ વાડીલાલ મુંબઈ
૫૦૧/– ,, લાલજીભાઈ વાલજીભાઈ લાઠી ૧૦૧/– ,, લક્ષ્મીચંદ રાજપાળ લાઠી
૫૦૧/– ,, બાવચંદ જાદવજી કુંડલા ૧૦૧/– બેન મણીબહેન દલપતભાઈ શેઠ ધ્રાંગધ્રા
૫૦૧/– ,, ખીમચંદ જેઠાલાલ રાજકોટ ૧૦૧/– મહેતા નથુભાઈ પરશોતમ જામનગર
૫૦૧/– ,, ચુનીલાલ કાળીદાસ દેસાઈ રાજકોટ ૧૦૧/– શેઠ ચુનીલાલ હઠીસીંગ જામનગર
૫૦૧/– ,, ફુલચંદ ચતુરભાઈ વઢવાણ કેમ્પ ૧૦૧/– વકીલ રતિલાલ ડાહ્યાલાલ મોટા લીલીઆ
૨૫૧/– ,, અમૃતલાલ હંસરાજ સુદામડા ૧૦૧/– શેઠ રતિલાલ ખીમચંદ વઢવાણકેમ્પ
૨૫૧/– ,, વચ્છરાજભાઈ ગુલાબચંદ ગોંડલ ૧૦૧/– ખુશાલદાસ મોતીચંદ શાહ
હસ્તે ગંગાબહેન સોનગઢ
૨૫૧/– ,, તલકચંદ અમરચંદ લાઠી ૧૦૧/– શેઠ છગનલાલ કશળચંદ બાવરાવાળા
૨૫૧/– ,, ગુલાબચંદ માણેકચંદ ઝોબાલિયા વઢવાણ ૧૦૧/– ,, છગનલાલ લધુભાઈ જામનગર
૨૫૧/– ,, પ્રેમચંદ લક્ષ્મીચંદ વીંછીઆ ૫૧/– ,, હરજીવન પાનાચંદ વઢવાણ
૨૫૧/– ,, લક્ષ્મીચંદ મુળજી ભાવનગર ૫૧/– ડો. બળવંતરાય ઉમેદલાલ કરાંચી
૨૫૧/– ,, મગનલાલ સુંદરજી રાજકોટ ૫૧/– શેઠ ભાઈલાલ પરશોતમ બરવાળાવાળા
૨૫૧/– ,, છોટાલાલ રાયચંદ ચુડા ૫૧/– ,, નાગરદાસ શીવલાલ બોટાદ
૨૫૧/– ,, સવાઈલાલ દલપતરામ દોશી રાજકોટ ૫૧/– ,, દલીચંદ ભુદરભાઈ થાન
૨૫૧/– ,, મગનલાલ લહેરાભાઈ દોશી વઢવાણકેમ્પ ૫૧/– કામદાર અંબાલાલ હરખચંદ ભડકવા
૨૫૧/– ,, ગલાલચંદ જેઠાભાઈ જામનગર ૫૧/– શાહ જગજીવન જસરાજ ચુડા
૨૫૧/– ,, સાકળચંદ દેવજીભાઈ વકીલ રાજકોટ ૫૧/– ,, હરીચંદ મોતીચંદ લાઠી
૨૫૧/– ,, હરગોવિંદદાસ ગફલભાઈ વઢવાણકેમ્પ ૫૧/– ,, નાગરદાસ રામજી લાઠી
૨૫૧/– ,, વકીલ લીલાધરભાઈ ખીમચંદ જામનગર ૫૧/– શેઠ અમૃતલાલ જાદવજી ગારીયાધાર
૨૫૧/– ,, જીવણલાલ મુળજીભાઈ વઢવાણકેમ્પ ૫૧/– ,, શાન્તિલાલ કાલીદાસ જેતપુર
૨૫૧/– બેન સમરતબહેન
મુળજીભાઈ ખારા અમરેલી ૫૧/– બેન માનકુંવર જાદવજી ગોંડલ
૨૦૧/– શેઠ ગોકળદાસ જમનાદાસ હા
મોહનલાલભાઈ અમદાવાદ ૫૧– શેઠ રસીકલાલ નરોત્તમદાસ ખસવાડા
૨૦૧/– ,, કેશવલાલ ગુલાબચંદ દેહગામ ૫૧/– ,, બેચરલાલ ભાણજીભાઈ કાળાવડ
૨૦૧/– ,, મગનલાલ વશરામ લાઠી ૫૧/– ,, કરશનદાસ નથુભાઈ વીંછીયા
૧૫૧/– કામદાર પરશોતમદાસ શીવલાલ
(વઢવાણવાળા) ભાવનગર ૫૧/– ,, શીવલાલ ચત્રભુજ ગારીયાધાર
૧૫૧/– શેઠ અંબાલાલ ડાહ્યાભાઈ હસ્તે
શ્રી સાંકુબહેન ભાવનગર ૫૧/– ,, ગંભીરદાસ વલમજી ગઢડા
૧૫૧/– ,, હાકમચંદ અમૃતલાલ કામદાર બોટાદ ૫૧/– ,, મોહનલાલ વીઠલજી જામનગર
૧૨૬/– દેશાઈ ભાઈચંદ જુઠાભાઈ જેતપુર ૫૧/– ,, હંસરાજ ભગવાનજી મોરબી
૧૨૫/– કાગદી જટાશંકર માણેકચંદ જેતપુર ૫૧/– ,, હીરાલાલ ચુનીલાલ ભાયાણી ભાવનગર
૧૨૫/– કામદાર ગોપાળજી લક્ષ્મીચંદ ગઢડા ૫૧/– ,, જગજીવન કરશનજી સાવરકુંડલા
૧૨૫/– ભાયાણી હરીલાલ જીવરાજ ભાવનગર ૫૧/– ,, છગનલાલ મોનજી દેશાઈ લાઠી
૧૦૧/– શેઠ પ્રાણલાલ રામજી અમરેલી ૫૧/– ,, રતિલાલ નાગરદાસ મીંયાગામ
૧૦૧/– ,, જીકુભાઈ બાલાચંદ ગોંડલ ૫૧/– ,, જયંતિલાલ છબીલદાસ વઢવાણ
૧૦૧/– ,, પોપટલાલ કેશવજી ૫૧/– ,, શાંતિલાલ માણેકચંદ વઢવાણ
૧૦૧/– ,, ધીરજલાલ હરજીવનદાસ સુરત ૫૧/– ,, નીમચંદ મેઘજી મુડી
૧૧૧/– ,, માણેકચંદ ધનજી મોટા આંકડિયા ૫૧/– ,, લાભશંકર નરભેરામ મહેતા રાજકોટ
૧૦૧/– મોદી નાગરદાસ દેવચંદ સોનગઢ ૫૧/– ,, શાંતિલાલ ખીમચંદ દોશી ભાવનગર
૧૦૧/– શેઠ મોહનલાલ સોમચંદ મેઘવડીઆ ૫૧/– ,, મણીલાલ ચકુભાઈ હ.જવેરીબહેન વઢવાણ કેમ્પ