Atmadharma magazine - Ank 250
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 37
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૧
સળંગ અંક ૨પ૦
Version History
Version
NumberDateChanges
001Oct 2003First electronic version.

PDF/HTML Page 2 of 37
single page version

background image
વર્ષઃ ૨૧વીર સં.
અંકઃ ૧૦ર૪૯૦
૨પ૦
તંત્રી
જગજીવન બાવચંદ દોશી
શ્રાવણ
કોઇ નહીં અપના ઇસ જગ મેં
અરે મન કરલે આતમ ધ્યાન।। ટેક।।
કોઇ નહીં અપના ઇસ જગ મેં,
કયોં હોતા હૈરાન... અરે મન! ।। ।।
જાસે પાવે સુખ અનૂપમ,
હોવે ગુણ અમલાન;... અરે મન! ।। ।।
નિજ મેં નિજ કો દેખ દેખ મન,
હોવે કેવલ જ્ઞાન...અરે મન! ।। ।।
અપના લોક આપ મેં રાજત,
અવિનાશી સુખદાન;....અરે મન! ।। ।।
સુખસાગર નિત વહે આપ મેં,
કર મજ્જન રજહાન...અરે મન! ।। ।।
(‘જૈનપ્રચારક’ માંથી સાભાર)

PDF/HTML Page 3 of 37
single page version

background image
દસલક્ષણી પર્યુષણપર્વ અને પ્રવચનના ખાસ દિવસો
શ્રી દસલક્ષણી પર્યુષણ પર્વ તા. ૧૧–૯–૬૪ ભાદરવા સુદ પાંચમ શુક્રવારથી શરૂ
કરીને તા ૨૦–૯–૬૪ ભાદરવા સુદ ૧૪ રવિવાર સુધી ઉજવાશે. તે દરમિયાન દસલક્ષણ
ધર્મ વગેરે ઉપર ખાસ પ્રવચનો થશે. અને ત્યાર પહેલાં રાબેતા મુજબ ખાસ પ્રવચનો
શ્રાવણ વદ ૧૩ ને શુક્રવાર તા. ૪–૯–૬૪ થી ભાદરવા સુદ પાંચમ ને શુક્રવાર તા.
૧૧–૯–૬૪ સુધી થશે.
શ્રી. દિ. મુમુક્ષુ મંડળની કાર્યવાહક કમીટીની મીટીંગ
શ્રી દિગમ્બર જૈન મુમુક્ષુ મહામંડળની કાર્યવાહક કમીટીની મીટીંગ સોનગઢ
મુકામે સં. ૨૦૨૦ના શ્રાવણ વ. )) તા. ૬–૯–૬૪ રવિવારના રોજ બપોરના ૪–૧પ
વાગે મળશે તો દરેક સભ્યોને હાજર રહેવા ખાસ નમ્ર વિનંતી છે.
શ્રી દિ. જૈન મુમુક્ષુ મહામંડળની સામાન્ય સભા
શ્રી દિગમ્બર જૈન મુમુક્ષુ મહામંડળ સોનગઢની વાર્ષિક સામાન્ય સભા સોનગઢ
મુકામે સં. ૨૦૨૦ના ભાદરવા સુ. ૧ તા. ૭–૯–૬૪ સોમવારે બપોરે ૪–૧પ વાગે મળશે
તો દરેક ગામના મંડળના પ્રતિનિધિઓ તથા સોનગઢના સ્થાનીક મુમુક્ષુ ભાઈઓને
હાજર રહેવા ખાસ નમ્ર વિનંતી છે. આ સભા અગત્યની હોવાથી જરૂર હાજર રહેશોજી.
સૂચના
દક્ષિણ યાત્રા પ્રસંગે જેઓએ ફંડફાળામાં રકમ લખાવેલ તે રકમ જેની પાસે
બાકી હોય તેઓએ તુરત જ તે રકમ નીચેના શીરનામે મોકલી આપવા વિનંતી છે.
શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌરાષ્ટ્ર)
ચેક અથવા ડ્રાફટ અને મનીઓર્ડર શ્રી ખીમચંદ જેઠાલાલ શેઠ એન્ડ અધર્સ ના
નામથી મોકલવા વિનંતી છે.
લી. યાત્રા સંઘ વ્યવસ્થાપક કમિટી.

PDF/HTML Page 4 of 37
single page version

background image
“એક વાર હા તો પાડ!”
હે જીવ! હે પ્રભુ! તું કોણ છો તેનો કદી વિચાર કર્યો છે? કયું
તારું રહેઠાણ અને કયું તારું કાર્ય તેની તને ખબર છે? પ્રભુ!
વિચાર તો ખરો કે તું ક્યાં છો અને આ બધું શું છે? તને કેમ શાંતિ
નથી?
પ્રભુ! તું સિદ્ધ છો, સ્વતંત્ર છો, પરિપૂર્ણ છો, વીતરાગ છો,
પણ તને તારા સ્વરૂપની ખબર નથી તેથી તને શાંતિ નથી. ભાઈ!
ખરેખર તું ઘર ભૂલ્યો છો–ભૂલો પડયો છો, પારકા ઘરને તું તારું
રહેઠાણ માની બેઠો; પણ બાપુ! એમ અશાંતિના અંત નહિ આવે.
ભગવાન! શાંતિ તો તારા સ્વઘરમાં જ ભરી છે, ભાઈ! એક
વાર બધાયનું લક્ષ છોડીને તારા સ્વઘરમાં તો જો! તું પ્રભુ છો, તું
સિદ્ધ છો, પ્રભુ! તું તારા સ્વઘરને જો–પરમાં ન જો. પરમાં લક્ષ કરી
કરીને તો તું અનાદિથી ભ્રમણ કરી રહ્યો છો, હવે તારા અંતરસ્વરૂપ
તરફ નજર તો કર! એક વાર તો અંદર જો! અંદર પરમ આનંદના
અનંતા ખજાના ભર્યા છે, તેને સંભાળ તો ખરો! એક વાર અંદર
ડોકિયું કર તો તને તારા સ્વભાવના કોઈ અપૂર્વ પરમ સહજ
સુખનો અનુભવ થશે.
અનંતા જ્ઞાનીઓ કહે છે કે ‘તું પ્રભુ છો.’
પ્રભુ! તારા પ્રભુત્વની એક વાર હા તો પાડ!
(વીસ વર્ષ પહેલાંના ‘આત્મધર્મ’ માંથી)

PDF/HTML Page 5 of 37
single page version

background image
ઃ ૨ઃ શ્રાવણઃ ૨૪૯૦
સ...મ...ય...સા...ર
“સમયસાર”–જૈનશાસનનું સર્વોતમ પરમાગમ.. જેવું સુંદર એનું નામ
એવો જ એનો વિષય. આવું સમયસારશાસ્ત્ર પૂ. ગુરુદેવને પ્રથમ સં. ૧૯૭૮ માં
પ્રાપ્ત થયું..પછી એનાં નિધાન દેખીને ગુરુદેવને પ્રસન્નતા થઇ ને તેના રચયિતા પ્રત્યે
ઘણી ભક્તિ જાગી. તેમાંય જ્યારે એક પુસ્તકમાં કુંદકુંદપ્રભુના વિદેહગમન સંબંધી
ઉલ્લેખ વાંચ્યો ત્યારે તેમના અંતરમાં ઊંડેથી અવ્યક્ત સંસ્કારપૂર્વક તેનો સહર્ષ
સ્વીકાર આવ્યો. પછી અંદરના મંથનપૂર્વક એ શાસ્ત્રનો વધુ ને વધુ ઊંડો અભ્યાસ
કરતા ગયા...તેના ઉપર પ્રવચનો પણ કરવા લાગ્યા...ભાઈશ્રી હિંમતલાલ જે. શાહ
દ્વારા તેનું ગુજરાતી ભાષાંતર થઇને અનેક આવૃત્તિઓ છપાઇ ગઇ, હિન્દીમાં પણ
અનેક આવૃત્તિઓ છપાણી. તેની મૂળ ગાથાઓના ગુજરાતી–ગીતની અવારનવાર
સામૂહિક સ્વાધ્યાય થાય છે,–ગુરુદેવના પ્રવચનમાં સમયસાર લગભગ કાયમ
વંચાતું હોવાથી સોનગઢમાં ઘરેઘરે વ્યક્તિદીઠ સમયસાર વિરાજી રહ્યું છે, સોનગઢનું
એકપણ ઘર સમયસાર વિનાનું ખાલી નહિ હોય. સમયસારને સોનેરી પૂંઠાથી
મઢવામાં આવ્યું છે, ચાંદીના પતરામાં તેની મૂળ ગાથાઓ કોતરવામાં આવી છે, ને
સ્વાધ્યાયમંદિરમાં બહુ માનપૂર્વક પૂજ્ય બેનશ્રી ચંપાબહેનના સુહસ્તે તેની સ્થાપના
કરવામાં આવી છે. હાલમાં સમયસાર ઉપર ગુરુદેવના પ્રવચનો ૧૪ મી વખત
ચાલી રહ્યા છે...ગુરુદેવના સમયસાર ઉપરનાં પ્રવચનોમાંથી પાંચ પુસ્તકો છપાઇ
ગયા છે,–જેમાંના છેલ્લા ત્રણ પુસ્તકોનું ભાવવાહી લખાણ પૂ. બેનશ્રીબેન
(ચંપાબેન–શાંતાબેન) ના સુહસ્તે લખાયેલું છે. આવા આ સમયસાર ઉપરના
પ્રવચનોનો થોડોક નમૂનો અહીં આપ્યો છે. સમયસાર વાંચતી વખતે ગુરુદેવનું
હૃદય કેવું ખીલી ઊઠે છે તે આમાં દેખાઇ આવશે.
જ્યારે જ્યારે સમયસારની શરૂઆત થતી હોય ત્યારે ત્યારે પહેલી ગાથામાં
મંગલાચરણમાં સિદ્ધપણાની સ્થાપનાની વાત ગુરુદેવ જે અચિંત્ય પ્રમોદથી કરે છે તે
સાંભળતાં સિદ્ધભગવાનના સાક્ષાત્કાર જેવા પ્રમોદથી શ્રોતાજનોનો આત્મા ઉલ્લસી
જાય છે. “હું સિદ્ધ...તું સિદ્ધ”–એમ આત્મામાં સિદ્ધપણું સ્થાપીને આચાર્યદેવ આ
‘સમયસાર’ સંભળાવે છે...હા પાડ...ને હાલ્યો આવ સિદ્ધપદમાં!
नमः समयसाराय’ એ મંગળમાં ગુરુદેવ કહે છે કે આ અપ્રતિહત માંગલિક
છે...સમયસાર એટલે કે શુદ્ધઆત્મા તેને અમે નમીએ છીએ, એટલે સમસ્ત સંસાર અને
સંસાર તરફ વલણના ભાવથી હવે અમે સંકોચાઈએ છીએ, અને ચિદાનંદ–ધ્રુવસ્વભાવી
એવા સમયસારમાં સમાઇ જવા માગીએ છીએ. બાહ્ય કે અંતર સંયોગ સ્વપ્ને પણ
જોઇતો નથી. બહારના ભાવ અનંતકાળ કર્યા...હવે અમારું પરિણમન અંદર ઢળે છે.
અપ્રતિહત ભાવે અંતરસ્વરૂપમાં ઢળ્‌યા તે ઢળ્‌યા...હવે અમારી શુદ્ધ પરિણતિને રોકવા
જગતમાં કોઇ સમર્થ નથી.

PDF/HTML Page 6 of 37
single page version

background image
શ્રાવણઃ ૨૪૯૦ઃ ૩ઃ
અહો, સમયપ્રાભૃતની શરૂઆત કરતાં સર્વે સિદ્ધભગવંતોને આત્મામાં
ઊતારીને આચાર્યદેવ અપૂર્વ મંગલાચરણ કરે છે. આત્મામાં સાધકસ્વભાવની
શરૂઆત થાય તે અપૂર્વ મંગળ છે. આત્માનું પરમધ્યેય એવું જે સિદ્ધપદ તેને
સાધવાનો જે ભાવ પ્રગટયો એટલે સિદ્ધસન્મુખ જવાનું શરૂ કર્યું–તે જ માંગલિક
છે. અત્યાર સુધી અનંતા સિદ્ધભગવંતો થયા તે સર્વને ભાવસ્તુતિ તથા દ્રવ્યસ્તુતિ
વડે પોતાના આત્મામાં તથા પરના આત્મામાં સ્થાપીને આ સમયસાર શરૂ કરું છું.
ભાવસ્તુતિ એટલે અંતર્મુખ નિર્વિકલ્પ શાંતરસનું પરિણમન અને દ્રવ્યસ્તુતિ એટલે
સિદ્ધોના બહુમાનનો વિકલ્પ તથા વાણી; એમ બંને પ્રકારે સ્તુતિ કરીને, મારા તેમ
જ શ્રોતાજનોના આત્મામાં અનંતા સિદ્ધભગવંતોને સ્થાપું છું. આત્મા કેવડો? કે
અનંતા સિદ્ધોને પોતામાં સમાવી દે તેવડો. આત્મામાં જ્યાં સિદ્ધોને સ્થાપ્યા ત્યાં
હવે તેમાં રાગ રહી શકે નહિ. જ્યાં સિદ્ધોનો આદર કર્યો ત્યાં રાગનો આદર રહે
નહિ; એટલે સિદ્ધને પોતામાં સ્થાપતાં જ રાગ સાથેની એકત્વબુદ્ધિ તૂટી ગઇ, ને
સાધકદશા શરૂ થઇ, તે જ અપૂર્વ મંગળ છે; પંચમકાળનો સાધક પોતાના સિદ્ધપદ
માટે પ્રસ્થાનું મૂકે છેઃ હે સિદ્ધભગવંતો! સિદ્ધપદને સાધવા હું ઉપડયો છું ત્યાં
શરૂઆતમાં જ મારા આત્મામાં આપને સ્થાપું છું અને હે શ્રોતાજનો! તમારા
આત્મામાં પણ સિદ્ધપણું સ્થાપું છું. હોંસથી હા પાડજો! ના ન પાડશો. અમારો
શ્રોતા એવો જ હોય કે જે પોતાના આત્મામાં સિદ્ધપણું સ્થાપીને સાંભળે છે.
એકલા રાગમાં ઊભો રહીને નથી સાંભળતો, પણ પહેલે ઘડાકે સિદ્ધપદના ભણકાર
લેતો આવે છે. “હું સિદ્ધ...તું સિદ્ધ!”–એમ શ્રવણ કરતાં જ આત્મા અંદરથી હકાર
કરતો આવે છે.
આ સમયસાર ભરતક્ષેત્રનું અલૌકિક અમૃતરસથી ભરેલું શાસ્ત્ર છે. માંગળિકમાં
જ સિદ્ધપદ સ્થાપીને સાધકપણાની અપૂર્વ શરૂઆત કરાવે છે.
અહા! ચૈતન્ય સાથે સંબંધ જોડતાં નિર્મળ સાધકભાવની સંતતિ શરૂ થાય છે.
સિદ્ધપદના પૂર્ણ ધ્યેયે સાધક ઊપડયો. હે સિદ્ધભગવંતો! હવે હું આપની નાતમાં આવું
છું; સંસારથી–રાગથી જુદો પડીને સિદ્ધની–શુદ્ધાત્માની નાતમાં ભળું છું.
જુઓ તો ખરા, આ કુંદકુંદસ્વામીની રચના! અહા, ભરતક્ષેત્રમાં જન્મીને
દેહસહિત જેમણે વિદેહ ક્ષેત્રના તીર્થંકરના સાક્ષાત્ દર્શન કર્યા તેમની પાત્રતા અને
પુણ્યની શી વાત!! તેઓ કહે છે કે કેવળી અને શ્રુતકેવળી ભગવંતોએ કહેલા આ
સમયપ્રાભૃતને હું મારા અને પરના મોહના નાશને માટે કહીશ. સિદ્ધસમાન આત્માને
ધ્યેયરૂપે રાખીને આ શરૂ કર્યું છે, માટે તે ધ્યેયને ચૂકશો નહીં. આ સમયસાર સમજે
તેના મોહનો નાશ થઈ જશે–એમ આચાર્યદેવના કોલકરાર છે.

PDF/HTML Page 7 of 37
single page version

background image
ઃ ૪ઃ શ્રાવણઃ ૨૪૯૦
મોક્ષાર્થી જીવના અંતરમાં એક જ પુરુષાર્થ માટે ઘોલન છે કે કઈ રીતે હું
મારા આત્માને સાધું?–કઇ રીતે મારા આત્માના શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રને પ્રગટ કરું?
આત્મામાં સતત આવી ધૂન વર્તતી હોવાથી જ્યાં સંત–ગુરુએ તેના શ્રદ્ધા–જ્ઞાનાદિનો
ઉપાય બતાવ્યો કે તરત તેના આત્મામાં તે પ્રણમી જાય છે. જેમ ધનનો અર્થી મનુષ્ય
રાજાને દેખતાં જ પ્રસન્ન થાય છે અને તેને વિશ્વાસ આવે છે કે હવે મને ધન મળશે
ને મારી દરિદ્રતા ટળશે; તેમ આત્માનો અર્થી મુમુક્ષુ જીવ આત્મપ્રાપ્તિનો ઉપાય
દર્શાવનારા સંતોને દેખતાં જ પરમ પ્રસન્ન થાય છે...તેનો આત્મા ઉલ્લસી જાય છે કે
અહા! મને મારા આત્માની પ્રાપ્તિ કરાવનાર સંત મળ્‌યા...હવે મારા સંસારદુઃખ
ટળશે ને મને મોક્ષસુખ મળશે. આવો ઉલ્લાસ અને વિશ્વાસ લાવીને, પછી સંત–
ધર્માત્મા જે રીતે ચૈતન્યને સાધવાનું કહે છે તે રીતે સમજીને પોતે સર્વ ઉદ્યમથી
ચૈતન્યને જરૂર સાધે છે.
જેણે આત્માનું કલ્યાણ કરવું હોય તેણે જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય
કરીને તેનો રાગથી ભિન્ન અનુભવ કરવો, તે જ ઉપાય છે. જ્યાં સુધી જીવ આવો
અનુભવ ન કરે અને વિકલ્પોના વેદનમાં અટકી રહે ત્યાં સુધી તે આત્માના ગમે
તેવા વિકલ્પો કર્યા કરે તો પણ તેથી શું?–તે વિકલ્પોથી કાંઇ સિદ્ધિ નથી, માટે તે
વિકલ્પોની જાળને ઓળંગીને જ્ઞાનસ્વભાવનો અનુભવ કરો, એમ આચાર્યદેવ
ઉપદેશ કરે છે.
સ્વભાવનું અવલંબન લઇને આત્માની શુદ્ધતાનો અનુભવ કરે ત્યારે સાધકપણું
અને કૃતકૃત્યતા થાય છે. ભાઈ, વિકલ્પોના અવલંબનમાં ક્યાંય મોક્ષમાર્ગ નથી; માટે
તેનું અવલંબન છોડ, તેનાથી જુદો થા, ને જ્ઞાનસ્વભાવમાં તારા ઉપયોગને
જોડ...અંતર્મુખ થઇને અતીન્દ્રિય આનંદરસના ઘૂંટડા પી. આવી ધર્માત્માની અનુભવદશા
છે, ને આ જ તે અનુભવનો ઉપાય છે.
ચૈતન્યનું વાસ્તવિક સ્વરૂપ શું છે તે સમજ્યા વિના અજ્ઞાનને લીધે જીવ ચારે
ગતિમાં અનંત દુઃખ પામ્યો...તે દુઃખનો જેને ત્રાસ લાગ્યો છે, ચૈતન્યતત્ત્વ સિવાય
જગતના બીજા કોઇ પદાર્થમાં જેને સુખ ભાસતું નથી, તે જીવ ચૈતન્યસ્વભાવનો નિર્ણય
કરીને જ્ઞાનને સ્વસન્મુખ કરે છે, વચ્ચે આવતા વિકલ્પોને જ્ઞાનથી ભિન્ન જાણીને
ઓળંગી જાય છે. આ રીતે વિકલ્પથી જુદો થઇને જ્ઞાનસ્વભાવની નિર્વિકલ્પ પ્રતીત કરે
છે તે “સમયસાર” છે, તે જ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે. આવી પ્રતીત કરવી તે
ચાર ગતિના અનંત દુઃખથી છૂટકારાનો ઉપાય છે.

PDF/HTML Page 8 of 37
single page version

background image
શ્રાવણઃ ૨૪૯૦ઃ પઃ
જે ખરી ધગશવાળો છે. ખરો આત્માનો રંગી છે, તે જીવ દુર્વિકલ્પોમાં તો નથી
અટકતો અને સ્વાનુભવ પહેલાં વચ્ચે આવી પડેલા ભેદ–વિકલ્પોમાં પણ તે અટકવા
નથી માગતો, તેને પણ ઓળંગીને સ્વાનુભવમાં જ પહોંચવા માગે છે. કઈ રીતે
સ્વાનુભવમાં પહોંચે છે તે વાત ૧૪૪મી ગાથામાં આચાર્યદેવે અલૌકિક ઢબે બહુ સરસ
સમજાવી છે. જ્ઞાનસ્વભાવ તરફ ઢળતાં ઢળતાં, હજી જ્યાં સુધી સાક્ષાત્ જ્ઞાનમાં આવ્યો
નથી ત્યાં સુધી વચ્ચે આવા વિકલ્પોની જાળ આવશે, તે બતાવીને આચાર્યદેવ કહે છે કે
તે વિકલ્પજાળમાં તું ગુંચવાઇ ન જઈશ, પણ જ્ઞાનને તેનાથી જુદું તારવીને તે
વિકલ્પજાળને ઓળંગી જાજે, જ્ઞાનને અંતરમાં લઈ જાજે,–આમ કરવાથી નિર્વિકલ્પ–
સ્વાનુભવનો અપૂર્વ આનંદ તને અનુભવાશે.
અહા, દ્રષ્ટિ પલટાતાં બધું પલટી જાય છે; ઉપયોગનો પલટો કરવાનો છે.
ઉપયોગનું લક્ષ બહારમાં અટકવાથી સંસાર ઊભો થયો છે, ઉપયોગનું લક્ષ અંતરમાં
વાળતાં સંસાર ટળીને મોક્ષ થાય છે. જે જીવ જ્ઞાનસ્વભાવમાં અંતર્મુખ થયો ને વિકલ્પથી
જુદો પડયો, તેને પછી અમુક પ્રકારના રાગના વિકલ્પો હોય તો પણ તેના ગ્રહણનો
ઉત્સાહ નથી, તેના અવલંબનની બુદ્ધિ નથી, ઉત્સાહ તો ચૈતન્ય તરફ જ વળી ગયો છે,
બુદ્ધિમાં એટલે કે ભાવશ્રુતજ્ઞાનમાં ચૈતન્યસ્વભાવનું એકનું જ અવલંબન છે–આવો
સમકિતી ધર્માત્મા નયપક્ષથી અતિક્રાંત થયેલો શુદ્ધ આત્મા છે, તે જ ‘સમયસાર’ છે.
અહા! નિર્વિકલ્પ અનુભવ વખતે સમકિતી ધર્માત્મા કેવા હોય છે, તે વાત
ભગવાન કેવળજ્ઞાની સાથે સરખાવીને આચાર્યદેવે અલૌકિક રીતે સમજાવી છે. જે જે
જીવને સમ્યગ્દર્શન થાય તેને એવી દશા હોય છે.
હે ભવ્ય! કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ અને સંબંધ એ સાતે
વિભક્તિના વર્ણનદ્વારા અમે તારા આત્માને પરથી અત્યંત વિભક્ત બતાવ્યો, માટે હવે
તારા આત્માને બધાથી વિભક્ત અને પોતાની જ્ઞાનાદિ અનંતશક્તિઓ સાથે એકમેક
જાણીને તું પ્રસન્ન થા...સ્વભાવનો જ સ્વામી થઇને પર સાથે સંબંધના મોહને છોડ!
*સ્વભાવનો કર્તા થઇને પર સાથેની કર્તાબુદ્ધિ છોડ.
*સ્વભાવના જ કર્મરૂપ થઈને બીજા કર્મની બુદ્ધિ છોડ.
*સ્વભાવને જ સાધન બનાવીને અન્ય સાધનની આશા છોડ.
*સ્વભાવને જ સંપ્રદાન બનાવીને નિર્મળભાવને દે.
*સ્વભાવને જ અપાદાન બનાવીને તેમાંથી નિર્મળતા લે.

PDF/HTML Page 9 of 37
single page version

background image
ઃ ૬ઃ શ્રાવણઃ ૨૪૯૦
*સ્વભાવને જ અધિકરણ બનાવીને પરનો આશ્રય છોડ.
*સ્વભાવનો જ સ્વામી થઈને તેની સાથે એકતાનો સંબંધ કર ને પરની સાથેનો
સંબંધ છોડ.
–આમ સમસ્ત પરથી વિભક્ત ને નિજસ્વભાવથી સંયુક્ત એવા પોતાના
આતમરામને જાણીને તેના અનુભવથી તું આનંદિત થા...તું પ્રસન્ન થા.
વનજંગલમાં વસતા ને આત્માના આનંદના સ્વાદમાં ઝૂલતા વીતરાગી દિગંબર
સંત પોતાના સ્વાનુભવને પ્રસિદ્ધ કરે છે કે અહો! ચૈતન્યની સન્મુખતાથી અનુભવાતું
આ અતીન્દ્રિયસુખ કોઇ વિકલ્પમાં ન હતું, કોઇ બાહ્ય પદાર્થોમાં આ સુખની ગંધ પણ ન
હતી, અનંતકાળના શુભાશુભ વિકલ્પોમાં કદી આવું સુખ અનુભવાયું ન હતું. ચૈતન્યનું
જેને લક્ષ પણ નથી તેને સુખ શું અને દુઃખ શું તેની પણ ખબર નથી, તો પછી દુઃખ
ટાળવાનો અને સુખ પામવાનો સાચો ઉપાય તો તેને ક્યાંથી હોય?
અરે જીવ! આવો અવતાર પામીને જો ભવભ્રમણના દુઃખથી છૂટવાની કળા તને
ન આવડી તો તેં આ અવતાર પામીને શું કર્યું? સુખનો ઉપાય એટલે કે ભેદજ્ઞાનની
કળા જાણ્યા વગર બીજું જે કંઈ કરે તે બધું રણમાં પોકની જેમ ફોગટ છે. જે ભેદજ્ઞાન
કરે તેને અંતરમાંથી ભવઅંતના ભણકાર આવી જાય ને સિદ્ધપદના સન્દેશ આવી
જાય...કે હવે ભવનો નાશ કરીને સિદ્ધપદ અલ્પકાળમાં પામશું.
–અહીં સમયસાર ઉપરનાં પ્રવચનોની થોડીક જ પ્રસાદી આપી છે, બાકી તો
ગુરુદેવના પ્રવચનમાં વહેતો ધોધમાર અધ્યાત્મપ્રવાહ સીધો ઝીલીએ ત્યારે જ
સમયસારના મહિમાનો ખરો ખ્યાલ આવે. ખરેખર, સમયસાર એ ગુરુદેવના સાથીદાર
છે. પ્રવચનમાં એકવાર ગુરુદેવે કહેલું કે આ સમયસારમાં ઘણાં ઊંડાં–ગંભીર ભાવો
ભર્યા છે, જીવનના છેલ્લા શ્વાસોશ્વાસ સુધી તેની સ્વાધ્યાય અને મંથન કરવા જેવું છે.
ગ્રંથાધિરાજ સમયસારનો જય હો.
[આવા આવા બીજા પ૦ જેટલા ઉત્તમ શાસ્ત્રોનો પરિચય મેળવવો હોય તો
‘અભિનંદન ગ્રંથ’ નો પ્રવચન–વિભાગ જુઓ.] પ્રાપ્તિસ્થાનઃ જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
સોનગઢ. (સૌરાષ્ટ્ર) મૂલ્ય રૂા. ૬–૦૦ પોસ્ટેજ પહેલા ગ્રંથના રૂા. ૨–૭પ. પછી દરેક
ગ્રંથ દીઠ રૂા. ૨–૨પ (પ્લાસ્ટીકના પૂંઠા સહિત એક રૂા. વધુ.)

PDF/HTML Page 10 of 37
single page version

background image
શ્રાવણઃ ૨૪૯૦ઃ ૭ઃ
મોક્ષમાર્ગ ક્યાંથી મળે?
*મોક્ષનું સાધન કોણ?
શુદ્ધ ઉપયોગ.
*શુદ્ધઉપયોગનું સાધન કોણ? –રાગ?
ના; આત્માનો સ્વભાવ જ તેનું સાધન છે.
*મોક્ષમાર્ગ ક્યાંથી મળશે?
આત્માના સ્વભાવ પાસેથી મળશે.
*શરીરાદિ જડમાંથી મોક્ષનો માર્ગ લેવા માંગે તો મળે?
ના; તેમાંથી મોક્ષમાર્ગ ન મળી શકે.
*શુભવિકલ્પોમાંથી મોક્ષમાર્ગ લેવા માંગે તો મળે?
ના; તેમાંથી મોક્ષમાર્ગ મળી ન શકે.
*પૂર્વપર્યાયના અવલંબને મોક્ષમાર્ગ મળે?
ના; તેના અવલંબને મોક્ષમાર્ગ ન મળે.
*તો ક્યાંથી મોક્ષમાર્ગ મળે?
સ્વદ્રવ્યની સન્મુખ થઇને તેમાંથી મોક્ષમાર્ગ લેવા માંગે તો ત્યાંથી
મોક્ષમાર્ગ જરૂર મળે. સ્વદ્રવ્યસન્મુખ થતાં આત્મા પોતે જ
મોક્ષમાર્ગરૂપ પરિણમીને મોક્ષમાર્ગ આપે છે. સ્વદ્રવ્યસન્મુખ થવું–આ
જ મોક્ષમાર્ગ લેવાની રીત છે; બીજી કોઇ મોક્ષમાર્ગની રીત નથી.
(“રત્નસંગ્રહ” માંથી)

PDF/HTML Page 11 of 37
single page version

background image
ઃ ૮ઃ શ્રાવણઃ ૨૪૯૦
સમ્યગ્દર્શન માટે આત્માર્થીનો ઉલ્લાસ
અને
નિર્વિકલ્પ અનુભૂતિ
સમ્યગ્દર્શન–સન્મુખ થયેલા જિજ્ઞાસુ જીવને પોતાનું કાર્ય કરવાનો ઘણો હર્ષ
હોવાથી અંતરંગ પ્રીતિથી તેનો ઉદ્યમ કરે છે. પોતાનું કાર્ય એટલે સમ્યગ્દર્શન;
સમ્યગ્દર્શન કરવું એ જ એના જીવનનું ધ્યેય છે–એ જ એના જીવનનું સાધ્ય છે.
તેથી સમ્યગ્દર્શન માટે ઉલ્લાસપૂર્વક નિરંતર પ્રયત્ન કરે છે, તેમાં પ્રમાદ કરતો નથી.
પોતાનું આત્મકાર્ય સાધવા માટે આત્માર્થીના પરિણામ નિરંતર ઉલ્લાસમાન હોય
છે. સમ્યગ્દર્શન સિવાય બીજું કાર્ય પોતાનું ભાસતું નથી એટલે તેમાં રસ નથી,
નિજ કર્તવ્યને એક ક્ષણ પણ અંતરથી વિસરતો નથી. આવો જીવ અલ્પકાળમાં
સમ્યગ્દર્શન પામે છે.
તત્ત્વવિચાર કરીને પણ જ્યારે અંતરમાં સ્વસન્મુખ થાય ત્યારે એ
નિર્વિકલ્પદશામાં જ સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. માત્ર તત્ત્વવિચાર તે જ કાંઈ
સમ્યગ્દર્શન નથી. સમ્યગ્દર્શન ક્યારે થયું કહેવાય? કે જ્યારે સ્વરૂપસન્મુખ થઇને
નિર્વિકલ્પ અનુભૂતિ થાય–અતીન્દ્રિય આનંદનું વેદન થાય ત્યારે જ યથાર્થ
સમ્યગ્દર્શન થયું કહેવાય. તે જ યથાર્થ પ્રતીતિ છે; તે સિવાય યથાર્થ પ્રતીતિ
કહેવાય નહીં. તત્ત્વવિચાર પછી ઊંડો ઊતરીને–અંતર્મુખ થઈને સ્વરૂપની
નિર્વિકલ્પ અનુભૂતિ ન કરે ત્યાં સુધી જીવ સમ્યગ્દર્શન પામતો નથી. અંતરમાં
ચૈતન્યસ્વભાવનો પરમ મહિમા લાવી, તેને લક્ષગત કરીને તેની નિર્વિકલ્પ
અનુભૂતિ કરવી–પ્રત્યક્ષ સ્વસંવેદન કરવું–તે સમ્યગ્દર્શન છે. નિર્વિકલ્પ
અનુભૂતિપૂર્વક આવું સમ્યગ્દર્શન પ્રગટયા પછી, જ્ઞાનીને સવિકલ્પદશામાં પણ તે
સતત ટકી રહે છે. જિજ્ઞાસુએ સમ્યક્ત્વ આરાધનાનો પ્રયત્ન નિરંતર કર્તવ્ય છે.

PDF/HTML Page 12 of 37
single page version

background image
શ્રાવણઃ ૨૪૯૦ઃ ૯ઃ
સમ્મેદશિખરની યાત્રા કરીને ઊતરતા’તા ત્યારે...
સમ્મેદશિખર મહાનતીર્થની યાત્રા...જેનું મધુર સ્મરણ ગમે ત્યારે યાદ કરતાં
આનંદ પમાડે છે ને ભક્તિ જગાડે છે...એનું આલેખન કરતું “મંગલ તીર્થયાત્રા”નું એક
પ્રકરણ અહીં ‘આત્મધર્મ’ ના જિજ્ઞાસુઓ માટે આપ્યું છે...જે સૌને ગમશે.
‘અહા, જાણે ૧૨ કલાક તો સિદ્ધભગવંતોના દેશમાં જઈ આવ્યા.’
ત્યાં સમ્મેદશિખરની છેલ્લી પારસટૂંક ઉપર યાત્રાસંબંધી ચર્ચાવાર્તા ચાલી ને
શિખરજી તીર્થનો ઘણો મહિમા કર્યો ગુરુદેવના શ્રીમુખથી શિખરજીનો પરમ મહિમા અને
સિદ્ધપદની ઊંચી ઊંચી ભાવનાઓ સાંભળીને યાત્રિકોના હૈયા આનંદથી ડોલી ઊઠયા
હતા. આનંદકારી યાત્રાની પૂર્ણતાના ઉલ્લાસતરંગો ચારેકોર ફેલાઈ ગયા હતા. અહા,
જાણે ગુરુદેવ સાથે સિદ્ધભગવાનને ભેટી આવ્યા ને હવે બસ! એ સિદ્ધપદની
આરાધનામય જ આપણું જીવન બની જાય–એવી ઉર્મિઓ અંતરમાં વેદાતી હતી...અહા,
આ યાત્રાની શી વાત કરવી? કેટલાક આનંદકારી પ્રસંગો એવા હોય છે કે વાણીથી જે
વ્યક્ત થઈ શકતા નથી. (બાહુબલીનાથના દર્શન વખતે પણ ગુરુદેવને એવું જ થયેલું...
એ ભવ્ય વીતરાગ–

PDF/HTML Page 13 of 37
single page version

background image
ઃ ૧૦ઃ શ્રાવણઃ ૨૪૯૦
બિંબના દર્શનથી જે ઉર્મિઓ જાગતી તે વચનમાં પૂરી આવતી ન હતી.) એવો જ
જીવનનો આ યાત્રાનો ધન્ય પ્રસંગ છે...સંખ્યાબંધ યાત્રિક ભાઈ–બહેનો ગુરુદેવ સાથે
થયેલી અપૂર્વ યાત્રાનો આનંદ અનુભવતા હતા ને જીવનને સફળ માનતા હતા.
રાતના બે વાગ્યાથી પહાડ ઉપર ચડયા છીએ, પચ્ચીસે ટૂંકની યાત્રા ઘણા
આનંદોલ્લાસથી પૂરી કરી છે; પરંતુ ગુરુદેવ સાથે યાત્રા કરતાં તીર્થભક્તિનો એવો રંગ
ચડયો છે કે હવે પહાડ ઉપરથી નીચે ઉતરવું ગમતું નથી. જેમ ખરા આત્માર્થીને
ચૈતન્યનો એવો રંગ ચડે કે પરભાવમાં ક્યાંય તેને ગમે નહિ તેમ યાત્રિકોને તીર્થધામ
છોડીને બીજે ક્યાંય જવું ગમતું નથી. અહા, જાણે તીર્થધામમાં જ રહીએ ને
સાધકભાવના રંગથી આત્માને રંગી દઇએ. અનંતા સાધકોએ જ્યાં નિજપદને સાધ્યું
એવી આ સાધનાભૂમિમાં આવ્યા છીએ તો અહીં જ નિજપદને સાધી લઇએ!–આવી
અકથ્ય ઊંડી ઊર્મિઓ જાગતી હતી.
શાશ્વત સિદ્ધિધામ સમ્મેદશિખરજીને ભેટવાની ભાવના ઘણા ઉલ્લાસપૂર્વક
પૂરીકરીને ગુરુદેવે પર્વતપરથી નીચે ઉતરવાની શરૂઆત કરી. હૃદયમાં ભરેલા યાત્રાના
સંસ્કાર હૃદયના ભણકારાની સાથે ધબધબ થતા હતા...યાત્રાનો પવિત્ર પ્રસંગ જીવનમાં
સદાય યાદ રહેશે ને સિદ્ધિપંથની પુનિત પ્રેરણા સદા આપ્યા કરશે–આવી લાગણી બધા
યાત્રિકોમાં દેખાતી હતી. અહો સિદ્ધભગવંતો! આજે ૧૨ કલાક મેં આપના પવિત્ર
ધામમાં વાસ કર્યો...આપની પવિત્ર સિદ્ધભૂમિના સ્પર્શથી મારો આત્મા પાવન
થયો...મને આપના પવિત્ર માર્ગની પ્રાપ્તિ થઈ...ને દુનિયા તો જાણે ક્યાંય ભૂલાઈ ગઈ!
અનંતા તીર્થંકર ભગવંતોની અને સંતોની પવિત્ર ચરણરજને ફરીફરી મસ્તકે ચઢાવીને
તીર્થરાજનું બહુમાન કર્યું, એટલું જ નહીં–આ પણ તીર્થનો અંશ છે અને તેને જ્યારે
જોઈશું ત્યારે તીર્થનું જ સ્મરણ થશે’ એમ કલ્પીને ત્યાંની ચરણરજને બહુમાનપૂર્વક
સાથે લઈ લીધી.
ગુરુદેવ સાથે આ સિદ્ધિધામની યાત્રા એવા ભાવથી થઇ–જાણે કે અદ્રશ્ય એવા
સિદ્ધભગવંતોને દ્રશ્યમાન કર્યા...સિદ્ધિધામમાં વિચરતા મુમુક્ષુહૃદયમાં પગલે પગલે
સિદ્ધસ્વરૂપનો સાક્ષાત્ ચિતાર ખડો થતો હતો...ને જાણે કે પોતે એ સિદ્ધોની મંડળી વચ્ચે
જ બેઠા હોય એવા અચિંત્યભાવો સાધકોને ઉલ્લસતા હતા. આવા ધામમાંથી ઉતરતાં
પહેલાં એકવાર ફરીને નયન ભરીભરીને શિખરજીનું અવલોકન કર્યું ને હૃદયમાં તેનો
અચિંત્યમહિમા ભર્યોઃ વાહ શિખરજી ધામ! તમારું સ્થાન ભારતના તીર્થોમાં સર્વોત્કૃષ્ટ
છે. અનંત ચોવીસીના અનંત તીર્થંકરો ને અનંતા મુનિશ્વરોએ અહીંથી સિદ્ધપદ સાધ્યું છે,
ને તેમની

PDF/HTML Page 14 of 37
single page version

background image
શ્રાવણઃ ૨૪૯૦ઃ ૧૧ઃ
સાધનાના પ્રતાપે અહીંની કાંકરી કાંકરી પૂજનિક બની ગઇ છે. ચારે બાજુ છવાયેલો આ
આખો ગૌરવપૂંજ અહીં સુવર્ણભદ્રટૂંક પરથી નજરસમક્ષ દેખાય છે, અહીંથી જાણે કે
સિદ્ધલોક બહુ જ નજીક હોય એવું લાગે છે, ને અનંતા સિદ્ધો તથા તેમની સાધના
સ્મૃતિમાં આવે છે; જીવનમાં ન ભૂલાય એવી ઉચ્ચ ભાવનાઓ હૃદયમાં કોતરાઇ જાય છે.
ઉતરતા પહેલાં સૌએ ફરી ફરીને એ પાવનસિદ્ધિધામને નમસ્કાર કર્યા...અયોગી
ભગવંતોની આ ભૂમિને નમસ્કાર! સિદ્ધભૂમિને નમસ્કાર! અહા કેવો પવિત્ર દેશ! હે
ભગવાન! તમારા દેશમાં આવીને હું દુનિયાને ભૂલી ગયો. દુનિયાનાં દુઃખો દૂર થઇ
ગયા...આત્મા સાધકભાવ તરફ જાગ્યો. છેલ્લે નમસ્કારમંત્રના શાંતિજાપ કરીને મંગલ
જયનાદ કરતા કરતા, ઘંટનાદ ગજાવતાં ગજાવતાં ને ફરીફરીને આ તીર્થની યાત્રા
કરવાની ભાવના ભાવતાં ભાવતાં, ભગવાન સાથે નિકટમુક્તિના કોલકરાર કરીને
આનંદથી યાત્રા પૂરી કરી.
ઉતરતાં ઉતરતાં સૌ યાત્રિકો અરસપરસ આનંદભરી ચર્ચા કરતાં કહેતાં કે વાહ!
યાત્રા તો અદ્ભુત થઇ...ટૂંકે ટૂંકે અનેરા ભાવો ઉલ્લસતા હતા..ધર્માત્માને સિદ્ધપ્રભુ પ્રત્યે
કેવી પરમ અદ્ભુત ભક્તિ હોય તે આજે જોવા મળ્‌યું. ભૂખ–તરસ કે થાક તો યાદ
આવતા ન હતા...સમવસરણમાં ભૂખ–તરસ કે થાક કયાંથી લાગે! આવી યાત્રા મહાન
ભાગ્યથી જ થાય છે. જેમ તીર્થંકર સાથે તે કાળના જે ગણધરાદિ મુનિઓ ને શ્રાવકો
વિચરતા હશે તેમને કેવો આનંદ થતો હશે! તેમ અહીં પણ યાત્રિકોને ગુરુદેવ સાથે
તીર્થધામમાં વિચરતાં આનંદ થતો હતો. જાણે પૂર્વના દ્રશ્યો જ વર્તમાન નજરે તરવરતા
હતા. ગુરુદેવ પણ પ્રમોદથી કહેતા કે આજે જીવનનો આ એક અગત્યનો પ્રસંગ બન્યો;
તે યાદગાર બની રહેશે. યાત્રા ઘણી સરસ થઇ. યાત્રાના આનંદમંગલ ગાતાં ગાતાં સૌ
નીચે ઉતરી રહ્યા હતા, ઉતરતાં ઉતરતાં શિખરજીની શોભા નીહાળતાં આંખો ઠરતી
હતી...સમ્મેદશિખર પર્વત બહુ મોટો વિશાળ અને ભવ્ય છે...એની દિવ્ય પ્રાકૃતિક શોભા
અનેરી છે, રસ્તા ભારે ગીચ ઝાડીવાળા છે. બે મિનિટનું અંતર હોય તોય માણસો
એકબીજાને જોઇ ન શકે. તેમાંય ટૂંકી કેડીના રસ્તા તો એવી ગીચ ઝાડી વચ્ચેથી પસાર
થાય છે કે જાણે ઊંડી ગૂફામાં ચાલતા હોઇએ તેવું લાગે. ઠેરઠેર કેળાં વગેરેનાં ઝાડો
ઊગેલાં છે, તે ઉપરાંત હરડે વગેરે હજારો પ્રકારની ઔષધિ અને રંગબેરંગી પુષ્પલતાઓ
ચારે બાજુ છવાયેલી છે. રસ્તામાં ઠેરઠેર ધ્યાનયોગ્ય સ્થળો છે..તે આજે ધ્યાનસ્થ
મુનિવરો વગર ખાલી સૂનાં સૂનાં લાગે છે. અહા, મુનિવરો અહીં બિરાજતા હોય...કોઇક
મુનિભગવંત મળી જાય...તો અહીં જ રહી જઇએ ને ચૈતન્યની અનુભૂતિને સાધીએ–
આવી ઉર્મિઓથી ઘડીભર તો પગ શિખરજી પર થંભી જાય છે. તીર્થભૂમિની એ પાવન
ઝાડી ને પહાડી જોતાં એમ લાગે છે

PDF/HTML Page 15 of 37
single page version

background image
ઃ ૧૨ઃ શ્રાવણઃ ૨૪૯૦
કે શિખરજી આપણું જ તીર્થધામ છે. એ કાંઈ પરદેશ નથી. આ તો આપણા અનંતા
તીર્થંકરોનો સ્વદેશ છે...આપણા ધર્મપિતાનું આ સાધનાધામ છે...અનંતા
તીર્થંકરોમુનિઓ અહીં વિચર્યાં છે, ને આત્માના પરમાત્મપદને અહીંથી સાધ્યું છે. વાહ
ધન્ય છે આ ભૂમિને! આવી ભૂમિમાં આરાધક જીવોને તો આરાધનાની ઉર્મિઓ જાગે
છે, ને પ્રમોદપૂર્વક ચૈતન્યની ચર્ચાવાર્તા કરે છે. મુનિઓના ધામમાં આવીને મુનિ જેવા
થઇએ, કેવળજ્ઞાન સાધીએ ને સિદ્ધરૂપ બનીએ–એવી ઉત્તમ ભાવનાઓ જાગે છે. આ
તીર્થભૂમિ પણ યાત્રિકને એવી જ પ્રેરણા આપી રહી છે કે હે યાત્રિક, હવે તો બસ!
જીવનમાં આત્મધ્યાન કરીકરીને આત્માને સાધવો એ જ કરવાનું છે... એ જ આદર્શ છે,
એ જ ધ્યેય છે. જો કે આવી ભાવના સાથે ઝડપથી પહાડ ઉતરાતો હતો, પરંતુ મુમુક્ષુનું
મન પહાડ ઉતરવામાં ન હતું...મુમુક્ષુનું મન તો આવી ઉત્તમ ભાવનાઓમાં રોકાયેલું
હતું....ને પહાડ ઉતરવાનું કામ તો પગ કરતા હતા. એકેએક યાત્રિકના હૃદય યાત્રાના
ઉલ્લાસથી ઉછળતાં હતા. પહાડ ચડતી વખતે ગુરુદેવનો સાથ હતો અને પહાડ
ઉતરવામાં પણ ગુરુદેવ સાથે હોવાથી યાત્રિકોને અનેરો આનંદ આવતો હતો. સફળ
યાત્રાની પ્રસન્નતા સૌના મુખ ઉપર છવાયેલી હતી ને વચનદ્વારા પણ સૌ હર્ષ અને
ભક્તિ વ્યક્ત કરતા હતા.
અહા! આ યાત્રા તો વીતરાગીભાવનાનો એક મહોત્સવ હતો. ત્યાં
તીર્થભક્તિનાં તોરણ બંધાયા હતા ને સંયમભાવનાના વાજાં વાગતાં હતાં. જીવનભર ન
ભૂલાય એવી આ ઉત્તમયાત્રા જેમના પ્રતાપે થઇ તેમના ઉપકારને પણ યાત્રિકો
ભવોભવમાં નહિ ભૂલે.–સદાય એની હૃદયસીતારમાંથી ઝણકાર ઊઠયા કરશે કે–
એવા સંતની ચરણરજને મારે શિર ચડાવું...
હું સેવક છું એ સંતોનો મારે પણ ત્યાં જાવું...
સોહે સંમેદશિખરનાં ધામ...ભાવે કરતાં યાત્રા... આજે ઉલ્લસે આતમરામ
યાત્રાની પૂર્ણતા પ્રસંગે ભક્તયાત્રિકોના હૃદયમાં એવું વેદન થાય છે કે, હે
ભગવંતો! હે અનંત જિનેન્દ્રો! આપના આ પવિત્ર મુક્તિધામની યાત્રા કરવાની
અમારી ભાવના આજે પૂરી થઈ અમારા મનોરથ આજ સફળ થયા...ભગવંતોનો આજે
ભેટો થયો...હે ગુરુદેવ! આપનો આ જીવનમાં પરમ ઉપકાર છે...આજે આ મહામંગળ
શાશ્વત તીર્થધામની યાત્રા થઈ તે આત્માના હિતનું કારણ છે.
આનંદ–મહોત્સવપૂર્વક યાત્રા કરીને પહાડ પરથી ઉતરી રહેલા ગુરુદેવ જ્યારે
રંગબેરંગી પુષ્પઝાડી વચ્ચેથી પસાર થતા ત્યારે સુંદર પુષ્પોથી ઝૂલતા પર્વત ઉપરનાં વૃક્ષો

PDF/HTML Page 16 of 37
single page version

background image
શ્રાવણઃ ૨૪૯૦ઃ ૧૩ઃ
એવા સુશોભિત લાગતા કે જાણે પર્વત ગુરુદેવને પુષ્પાંજલિ ચડાવીને આવકારતો
હોય ને ફરીને વેલાવેલા યાત્રા કરવા પધારજો–એવું આમંત્રણ આપતો હોય. ઉન્નત
શિખરો ને ગીચ ઝાડીથી છવાયેલા ધીરગંભીર ઉપશાંત દ્રશ્યો ‘અહીં ભગવાન
વિચર્યા છે’ એમ પ્રતીત કરાવતા હતા. નમતી સાંજનું ઉપશાંત વાતાવરણ,
મુનિઓના ધ્યાનથી પાવન થયેલી ભૂમિ, ચારેકોર પહાડોની વચ્ચે વનની નીરવ
શાંતિ..એ બધું સંતોની ધ્યાનદશાને યાદ કરાવતું હતુંઃ અહો, અમારા ધર્મપિતા અહીં
પરમાત્મધ્યાન કરતા. હે મારા નાથ! હું તારો પુત્ર, તારા પગલે પગલે તારી પાસે
આવું છું. ગુરુદેવને પણ ઘણી પ્રસન્નતાપૂર્વક આવી ભાવનાઓ જાગતી હતી. આમ,
ભગવંતોની પવિત્ર ભૂમિ જોતાં જોતાં, મુનિઓની ધ્યાન–દશાને યાદ કરતા કરતા,
ને આત્મહિતની ભાવનાઓ ભાવતાં ભાવતાં પર્વત પરથી ઉતરતા હતા. લગભગ
ત્રણેક માઈલ પર શ્વેતાંબર તથા દિગંબર બંનેના વિશ્રામસ્થાન આવે છે, ત્યાં
યાત્રિકોને ભાતું પણ અપાય છે...તથા બાજુમાં વહેતું એક ઝરણું પર્વતની પ્રાકૃતિક
શોભામાં વધારો કરે છે. મંગળગીત ગાતાં ગાતાં લગભગ બે વાગે સૌ નીચે આવી
પહોંચ્યા...હર્ષભર્યા જયઘોષથી શિખરજીની તળેટી ગૂંજી ઊઠી...પરોઢિયે બે વાગે
સિદ્ધિધામમાં ગયેલા તે બપોરે બે વાગે નીચે આવ્યા...અહા, ૧૨ કલાક આજનો
દિવસ તો જાણે સિદ્ધભગવંતોના દેશમાં જઈ આવ્યા.
જ્ઞાની મહાત્માની ઓળખાણ...અને...સત્સંગની દુર્લભતા
“આત્મદશાને પામી નિર્દ્વંદ્વપણે યથાપ્રારબ્ધ વિચરે છે એવા મહાત્માઓનો યોગ
જીવને દુર્લભ છે.
તેવો યોગ બન્યે જીવને તે પુરુષની ઓળખાણ પડતી નથી અને તથારૂપ
ઓળખાણ પડયા વિના તે મહાત્મા પ્રત્યે દ્રઢઆશ્રય થતો નથી.
જ્યાં સુધી દ્રઢઆશ્રય ન થાય ત્યાંસુધી ઉપદેશ પરિણામ પામતો નથી.
ઉપદેશ પરિણમ્યા વિના સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતી નથી. ને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ
વિના જન્માદિ દુઃખની આત્યંતિક નિવૃત્તિ બનવા યોગ્ય નથી.
તેવો મહાત્માપુરુષોનો યોગ તો દુર્લભ છે–તેમાં સંશય નથી; પણ
આત્માર્થીજીવોનો યોગ બનવો પણ કઠણ છે.”
શ્રીમદ્રાજચંદ્ (૮૧૭)

PDF/HTML Page 17 of 37
single page version

background image
ઃ ૧૪ઃ શ્રાવણઃ ૨૪૯૦
આ...ત્મા...ર્થી
આત્માર્થી જીવને પોતાનું આત્મસ્વરૂપ સમજવા માટે અંતરમાં એટલી ગરજ છે કે
બીજા લોકો માન–અપમાન કરે તેની સામે જોતો નથી; ‘મારે તો મારા આત્માને રીઝવવો
છે,–મારે જગતને નથી રીઝવવું, જગત કરતાં આત્મા વહાલો લાગ્યો છે, આત્મા કરતાં
જગત વહાલું નથી, (જગત ઇષ્ટ નહિ આત્મથી)’ આવી આત્માની લગનીને લીધે
જગતના માન–અપમાનને ગણકારતો નથી. મારે સમજીને મારા આત્માનું હિત સાધવું છે,
એવું જ લક્ષ છે; પણ હું સમજીને બીજાથી અધિક થાઉં, કે હું સમજીને બીજાને સમજાવું–
એવી વૃત્તિ ઊઠતી નથી.–જુઓ આ આત્માર્થી જીવની પાત્રતા!
મધદરિયામાં ડુબકાં ખાતો હોય તેને એક જ લક્ષ છે કે હું દરિયામાં ડૂબતાં કેમ
બચું? ત્યાં કોઈ સજ્જન આવીને તેને બચાવે તો કેવી ઉપકારબુદ્ધિ થાય?–અહા! મને
દરિયામાં ડુબતો આણે બચાવ્યો, આણે મને જીવન આપ્યું–એમ મહાઉપકાર માને; તેમ
ભવસમુદ્રમાં ગોથાં ખાઇખાઇને થાકેલા જીવને એક જ લક્ષ છે કે મારો આત્મા આ
સંસારસમુદ્રથી કેમ બચે! ત્યાં કોઈ જ્ઞાની સંત તેને તરવાનો ઉપાય બતાવે તો તે પ્રમાદ
વગર, ઉલ્લસતા ભાવથી તે ઉપાય અંગીકાર કરે છે. જેમ ડુબતા પુરુષને કોઈ વહાણમાં
બેસવાનું કહે તો શું તે જરાય પ્રમાદ કરે?–ન જ કરે. તેમ સંસારથી તરવાના કામી
આત્માર્થી જીવને જ્ઞાનીસંતો ભેદજ્ઞાનરૂપી વહાણમાં બેસવાનું કહે છે, ત્યાં તે આત્માર્થી
જીવ ભેદજ્ઞાનમાં પ્રમાદ કરતો નથી; અને ભેદજ્ઞાનનો ઉપાય દર્શાવનારા સંતો પ્રત્યે તેને
મહાન ઉપકારબુદ્ધિ થાય છે કે હે નાથ! અનંત જન્મ–મરણના સમુદ્રમાંથી આપે અમને
બહાર કાઢયા, ભવસમુદ્રમાં ડુબતા અમને આપે બચાવ્યા; સંસારમાં જેનો કોઈ બદલો
નથી એવો પરમ ઉપકાર આપે અમારા ઉપર કર્યો.
***
બાહુબલી–સમાચાર
મૈસુર પ્રાંતમાં શ્રવણબેલગોલાના ઇન્દ્રગિરિ પહાડ પર સ્થિત વિશ્વપ્રસિદ્ધ પ૭ ફૂટ
ઉન્નત ભગવાન બાહુબલી (ગોમટ્ટેશ્વર) નો મહા મસ્તકાભિષેક લગભગ ૧૨ વર્ષે થાય
છે, એ પ્રસંગે ભારતભરમાંથી ૪૦–પ૦ હજાર ભક્તો ત્યાં ભેગા થાય છે. છેલ્લો મહા
અભિષેક ઇ. સ. ૧૯પ૩માં થયેલો. આગામી મહા અભિષેક ઇ. સ. ૧૯૬૬માં થશે–એમ
તીર્થક્ષેત્ર કમિટિએ સૂચીત કર્યું છે. શ્રવણબેલગોલાના ગોમટ્ટસ્વામીતીર્થનો વહીવટ દિ.
જૈન સમાજવતી મૈસુર ગવર્નમેન્ટ સંભાળતી હતી. હવે એક દિ. જૈન ટ્રસ્ટ બનાવીને તેને
બધો પ્રબંધ સોંપી દેવાનું મૈસુર ગવર્નમેન્ટે સ્વીકાર્યું છે.–આથી આ પાવન તીર્થની વિશેષ
ઉન્નત્તિ સુગમ બનશે.

PDF/HTML Page 18 of 37
single page version

background image
શ્રાવણઃ ૨૪૯૦ઃ ૧પઃ
સિદ્ધપદના સાધક શ્રુતધર સન્ત
– (શ્રુતપંચમી) –
ભગવંત સંતોએ કહેલાં શ્રુત અતીન્દ્રિય આત્મસુખની રુચિ કરાવીને
બાહ્યવિષયોથી વિરક્તિ કરાવે છે.
નમસ્કાર હો એ શ્રુતને અને શ્રુતપ્રકાશક સન્તોને
આજે શ્રુતપંચમીનો એટલે જ્ઞાનની અખંડ આરાધનાનો પવિત્ર દિવસ છે.
ભગવાન તીર્થંકરદેવની વાણીની અચ્છિન્નધારા પરમ દિગંબર સંતોએ ટકાવી રાખી છે;
એ વાણી સિદ્ધસ્વરૂપી શુદ્ધાત્માનું પ્રકાશન કરે છે. અંતરમાં સિદ્ધપદને સાધતાં સાધતાં,
ભાવશ્રુતધારક સન્તોએ ભગવાનની વાણી ઝીલીને દ્રવ્યશ્રુતની પરંપરા પણ ટકાવી
રાખી છે.
અંતર્મુંખ થઇને ગિરિગૂફામાં જેઓ સ્વાનુભવ વડે ચૈતન્યનું આરાધન કરતા
હતા–એવા સંતોએ, (–ધરસેન પુષ્પદન્ત અને ભૂતબલી સ્વામીએ–) જે ષટ્ખંડાગમરૂપે
ભગવાનની વાણી સંઘરી તેના બહુમાનનો મોટો મહોત્સવ આ શ્રુતપંચમીના દિવસે
અંકલેશ્વર (ગુજરાત) માં ઉજવાયો હતો. એના ટીકાકાર શ્રી વીરસેનસ્વામી પણ મહા
સમર્થ અગાધબુદ્ધિના દરિયા હતા. અહા, શ્રુતના દરિયા જેવા એ દિગંબરસન્તોને જોતાં
જ સર્વજ્ઞની અને જિનશાસનની પ્રતીત થઇ જતી. સિદ્ધપદની આરાધના કેમ થાય તે
વાત આ સંતોએ સિદ્ધાન્તમાં (પંચાસ્તિકાય વગેરેમાં) બતાવી છે. સિદ્ધપદ કેવું છે?
સ્વયમેવ ચેતક સર્વજ્ઞાની–સર્વદર્શી થાય છે,
ને નિજ અમૂર્ત અનંત અવ્યાબાધ સુખને અનુભવે.
(પંચાસ્તિકાયઃ ૨૯)
આત્મામાં જ્ઞાન–દર્શન–સુખસ્વભાવ છે. તેમાં કલેશ નથી. અહા, નિરાલંબી
આત્મદશા! સિદ્ધભગવંતો પૂર્ણ નિરાલંબી થયા છે; એને સાધનારા સંત–મુનિની દશા
પણ અંદરમાં ઘણી નિરાલંબી હોય છે. જેમાં વસ્ત્રાદિનુંય આલંબન નથી એવું મુનિપદ
અંદરની ઘણી નિરાલંબીદશા વગર હોય નહિ. સિદ્ધપદસાધક એ સંતને ચૈતન્યમાં એવી
લીનતા થઈ છે કે બહારનું અવલંબન છૂટી ગયું છે. એવા સંતો સિદ્ધપદને સાધતા
સાધતા ક્યારેક શાસ્ત્રોની રચના કરીને જગત ઉપર ઉપકાર કરે છે. ધરસેનસ્વામી,
પુષ્પદંતસ્વામી, ભૂતબલીસ્વામી, યતિવૃષભસ્વામી, વીરસેનસ્વામી વગેરે સંતોએ
સિદ્ધપદને સાધતાં સાધતાં

PDF/HTML Page 19 of 37
single page version

background image
‘षट्खंडागम’ (તથા ધવલ–મહાધવલ–જયધવલ ટીકા) વગેરે પણ
અધ્યાત્મગ્રંથ છે; ગુણસ્થાનો વગેરેમાં આત્માના સૂક્ષ્મ પરિણામોનો તેમાં બોધ
કરાવ્યો છે. એ ષટ્ખંડાગમની સમાપ્તિનો મોટો મહોત્સવ ચતુર્વિધ સંઘે
અંકલેશ્વરમાં બે હજાર વર્ષ પહેલાં શ્રુતપંચમીના દિવસે કર્યો–તે મહાન દિવસ આજે
છે. (જેઠ સુદ પાંચમ)
એવા સન્તો કહે છે કે અરે જીવ! જ્ઞાન દર્શન સુખથી તું ભરેલો...તેમાં નજર
નથી કરતો, ને બહારના વિષયોમાં નજર કરીને કલેશ ભોગવે છે. બહારના
વિષયો–કે જ્યાં તારું અસ્તિત્વ જ નથી ત્યાં તું સુખ માને છે, ને તારું અસ્તિત્વ–કે
જ્યાં અનંતસુખ ભરેલું છે–તેની સામે તું જોતો નથી...પછી તને સુખ કયાંથી થાય?
બાહ્ય વિષયોમાં જ્યાં તું સુખ માને છે ત્યાં ખરેખર સુખ નથી પણ દુઃખ છે, કલેશ
છે. તારા સ્વભાવમાં નજર કર તો વિષયોના કલેશ વગરનું અતીન્દ્રિય–શાંત સુખ
ભરેલું છે.–એમાં નથી કોઈ અંકુશ કે નથી કાંઇ વિઘ્ન. તારે પરમેશ્વરને જોવા હોય ને
પરમેશ્વર થવું હોય તો તે પરમેશ્વરની શોધ તારા આત્મામાં જ કર. પૂર્ણ જ્ઞાન ને
પૂર્ણ સુખનું અચિંત્ય ઐશ્વર્ય તારામાં જ ભર્યું છે. સ્વકીય સુખના અનુભવમાં જેમ
સિદ્ધોને પરનું કાંઇ પ્રયોજન નથી, તેમ તને પણ તારા સ્વકીય સુખના અનુભવમાં
પરથી કાંઇ પ્રયોજન નથી, તેમાં પરનું કાંઈ જ અવલંબન નથી, પરની કાંઈ ઓથ કે
ટેકો નથી. તારા સ્વભાવની જ ઓથે આત્મસુખનો અનુભવ થાય છે–એવું તારું
અસ્તિત્વ છે.
અરેરે, જીવો દુઃખ બાંધવાના પરિણામ ઘણા કરે છે, પણ દુઃખ ભોગવવા ટાણે
રાડ પાડે છે, સુખ ભોગવવા ચાહે છે પણ સાચા સુખનો ઉપાય સેવતા નથી. ઇન્દ્રિય
સુખોમાં જ સુખ માની, તેમાં અટકે છે,–પણ તેમાં તો દુઃખનો જ અનુભવ છે, કિંચિત્
સુખ નથી, સુખ શું છે તેની જીવને ખબર પણ નથી તો વેદન ક્યાંથી હોય? વિષયાતીત
સુખનો એક અંશ પણ જ્યાં વેદનમાં આવે ત્યાં જગત આખાના વિષયોના અવલંબનની
બુદ્ધિ ઊડી જાય, સર્વ વિષયોથી રુચિ વિરક્ત થઈ જાય.
ભગવંત સંતોએ કહેલાં શ્રુત અતીન્દ્રિય આત્મસુખની રુચિ કરાવીને બાહ્ય
વિષયોથી વિરક્તિ કરાવે છે; આવા શ્રુતને અને શ્રુતધર સન્તોને નમસ્કાર હો.

PDF/HTML Page 20 of 37
single page version

background image
શ્રાવણઃ ૨૪૯૦ઃ ૧૭ઃ
જીવના પાંચ ભાવોનો પરિચય
જીવના પાંચ ખાસ ભાવો છે. અને પોતાના ઉપશમાદિ સર્વ
ભાવોનો કર્તા જીવ પોતે જ છે. પુદ્ગલકર્મની ઉદયાદિ સર્વ અવસ્થાનું કર્તા
તે પુદ્ગલકર્મ જ સ્વયં છે. જીવના પાંચ ભાવો સંબંધી સુંદર વિવેચન
પ્રવચનમાં આવેલું;–જે વિવિધ પ્રકારો જાણતાં જિજ્ઞાસુને જ્ઞાનનો ઉલ્લાસ
થાય છે. તે પાંચ ભાવોનો પરિચય ઉપયોગી હોવાથી ગતાંકમાં
આત્મધર્મના જિજ્ઞાસુ પાઠકો પાસે તે સંબંધી ૧૦૧ પ્રશ્નો આપવામાં
આવ્યા હતા. આ અંકમાં તે પ્રશ્નની સાથે ઉત્તર પણ આપવામાં આવ્યા છે;
તે જિજ્ઞાસુ પાઠકોને ઉપયોગી અને રુચિકર થશે.
(૧) જીવના ખાસ પાંચ ભાવો છે–તે કયા કયા?
–ઔપશમિક ક્ષાયિક, ક્ષયોપશમિક, ઔદયિક અને પારિણામિક–એ
જીવના ખાસ પાંચ ભાવો છે.
(૨) ચોથા ગુણસ્થાનથી ચૌદમા ગુણસ્થાન સુધીમાં હોય તે ક્યો ભાવ?
–ક્ષાયકભાવ.
(૩) ચોથાથી ૧૧મા ગુણસ્થાન સુધીમાં હોય તે ક્યો ભાવ?
–ઉપશમભાવ
(૪) પહેલેથી ૧૪મા ગુણસ્થાન સુધી હોય તે ક્યો ભાવ?
–ઉદયભાવ તેમજ પારિણામિકભાવ.
(પ) પહેલેથી ૧૨મા ગુણસ્થાન સુધી હોય તે ક્યો ભાવ?
–ક્ષયોપશમભાવ.
(૬) સંસારી અને સિદ્ધ બધાયમાં હોય તે ક્યો ભાવ?
–પારિણામિકભાવ.
(૭) સિદ્ધમાં ન હોય તે ક્યો ભાવ?
–ઉદયભાવ, ક્ષયોપશમભાવ અને ઉપશમભાવ.