Atmadharma magazine - Ank 252
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 29
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૧
સળંગ અંક ૨પ૨
Version History
Version
NumberDateChanges
001Oct 2003First electronic version.

PDF/HTML Page 2 of 29
single page version

background image
વર્ષઃ ૨૧વીર સં.
અંકઃ ૧૨ર૪૯૦
૨પ૨
તંત્રી
જગજીવન બાવચંદ દોશી
આસો
બે વાત
તારી કમાણીના ભાગીદાર
ભાઈ, જે કમાણી માટે તું દિનરાત પાપભાવમાં ડુબ્યો રહે છે, તારી એ કમાણીમાં
તો તારા કુટુંબના આઠદસ માણસો ભાગ પડાવશે, ને સરકાર પણ ભાગ પડાવશે. પરંતુ
તેમાં તને પાપનીઃ જે કમાણી થશે તે તો તારા એકલાના ભાગે જ આવશે, તારી
પાપકમાણીમાં કોઇ ભાગીદાર નહિ થાય. માટે પાપથી ભયભીત થઇ તારું ચિત્ત
ધર્મકાર્યમાં જોડઃ ને ધર્મની એવી કમાણી કર કે જેના ફળમાં સાદિ–અનંત સુખનો
ભોગવટો તને એકલાને મળે.
(ચર્ચામાંથી)
ધર્મની પહેલી પ્રતિજ્ઞા
હે જીવ! ધર્મ સાધવા માટે પહેલી પ્રતિજ્ઞા એ કર કે મારા જ્ઞાનમાં હું પરનું કર્તૃત્વ નહીં
સ્વીકારું; તેમજ શુભ–અશુભ પરભાવ તે મારા સ્વભાવની ચીજ નથી. આ રીતે પર
દ્રવ્યનું કર્તૃત્વ કે પરભાવો મને મારા જ્ઞાનસ્વભાવમાં ન ખપે–એમ પહેલાં પ્રતિજ્ઞા કર,
પ્રતીતિ કર, સમ્યક્ દ્રઢતા કર. આવી સમ્યક્ પ્રતીતિરૂપ પ્રતિજ્ઞા તે ધર્મ સાધવાનું મૂળ
છે. જે આવી પ્રતિજ્ઞા કરશે તે જ પરભાવને છોડી સ્વભાવધર્મની પ્રાપ્તિ કરશે.
(પ્રવચનમાંથી)

PDF/HTML Page 3 of 29
single page version

background image
આશાનો ખાડો કેમ પૂરાય?
આત્મા અનંત ચૈતન્યસમૃદ્ધિથી ભરેલો છે; પરંતુ પોતાની અનંત આત્મસમૃદ્ધિને
ભૂલેલો જીવ જ્યારે બાહ્ય વિષયોની તૃષ્ણા કરે છે ત્યારે તે તૃષ્ણા પણ અનંત હોય છે.
એની તૃષ્ણાનો અનંતો ખાડો ગમે તેટલા બાહ્યવિષયોથી પૂરાતો નથી, માત્ર
સ્વાનુભવના અમૃતપાન વડે જ તે પૂરાય છે. વૈરાગ્યપ્રધાન આત્માનુશાસન ગ્રંથમાં
ગુણભદ્રસ્વામી કહે છે કે
आशागर्तः प्रतिप्राणि यस्मिन् विश्वमणूपमम्।
तत्कियत कियदायाति वृथा वै विषयैषिता।।
આ સંસારમાં પ્રત્યેક પ્રાણીના અંતરમાં આશારૂપી ખાડો એટલો ઊંડો છે કે તેની
પાસે આ આખુંય વિશ્વપણ માત્ર અણુ સમાન છે. આ પરિસ્થિતિમાં જો જીવો વચ્ચે
વિશ્વની વહેંચણી કરવામાં આવે તો દરેક જીવના ભાગમાં કેટલું–કેટલું આવે? આશા તો
અનંતી છે ને વિષયો તો થોડા જ છે; માટે વિષયોની આશા વ્યર્થ છે.
હે આત્મન્! તું અનાદિઅનંત
પૂર્ણસ્વભાવથી ભરેલો છે...વર્તમાન ક્ષણિકવૃત્તિ
જેટલો જ તું નથી, માટે ક્ષણિકવૃત્તિને વશ ન
થા...સહજ સ્વભાવને સ્મરીને ક્ષણિક વૃત્તિના
આવેગને તોડ. સહજ સ્વભાવની ભાવનામાં રત
થતાં તારા પરિણામ ઉપશાંત થશે...ને વૃત્તિનું વહન
અંતરમાં જશે.
હે જીવ! જગતની જંજાળમાં તું તારા
આત્માને ન ભૂલ. કષાયોને વશ થઇને તું તારી
આત્મ–શાંતિને ન ખો. પરભાવોના અભ્યાસમાં
અત્યાર સુધીનો વખત ગુમાવ્યો...હવે
પ્રસન્નતાપૂર્વક સ્વદ્રવ્યના અભ્યાસમાં તત્પર થા.
તારા હાથમાં જ તારું હિત છે.

PDF/HTML Page 4 of 29
single page version

background image
સમ્યગ્જ્ઞાન સર્વ પ્રયોજનની સિદ્ધિનું કારણ હોવાથી મંગળરૂપ છે.
લોકમાં સર્વજનપ્રસિદ્ધ છે કે યથાર્થ જ્ઞાનથી સર્વ સિદ્ધિ છે. પ્રથમ તો દર્શનની
વિશુદ્ધિપૂર્વક ભગવાન અર્હંતદેવ પ્રત્યે પરમભક્તિ હોય; આવા સમ્યક્ત્વ સહિત હોય ને
જિનભક્તિ સહિત હોય તેવા જ્ઞાનને જ ખરેખર જ્ઞાન કહેવાય છે. અહા, જેમનાં
વચનથી સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે તેમના પ્રત્યે જો પરમભક્તિ ન ઉલ્લસે તો ત્યાં
સમ્યક્ત્વની આરાધના ક્યાંથી હોય? જેના વચનથી સમ્યક્ત્વ થાય છે એવા દેવ–ગુરુ
પ્રત્યે પરમભક્તિ હોય છે, એવી ભક્તિ વગરનું જ્ઞાન તે જ્ઞાન નથી પણ અજ્ઞાન જ છે.
વળી ચૈતન્યનું ભાન થતાં અતીન્દ્રિય આનંદના સ્વાદ પાસે જગતના વિષયોનો સ્વાદ
તૂચ્છ લાગે છે, એટલે સહેજે વિષયોથી વિરક્તિ થઈ જાય છે. જો ચેતન્યરસની
પરમપ્રીતિ અને વિષયોથી વિરક્તિ ન થાય તો તેણે જાણ્યું શું? –તેણે સંસાર અને
મોક્ષના કારણને કઈ રીતે જાણ્યા? વિષયો તો સંસારનું કારણ છે, ને વિષયોથી વિરક્તિ
કરીને ચૈતન્યસન્મુખ પ્રવૃત્તિ તે મોક્ષનું કારણ છે. જે જીવ સંસાર–મોક્ષના કારણને
ઓળખે છે તેને ચૈતન્યના આનંદના અનુભવની પ્રીતિ છે, ને વિષયોમાં આકુળતાનું
વેદન છે તેનાથી તે વિરક્ત થાય છે. અહા, ચૈતન્યનો પરમ શાંતરસ જેણે ચાખ્યો તેને
આકુળતાજનક વિષયોનો રસ કેમ રહે? આ રીતે સમ્યગ્દર્શન થતાં જ ચૈતન્યનો રસીલો
થઇને જગતના વિષયોથી વિરક્ત થાય છે, તેથી સમ્યક્ત્વ પણ મહાન શીલ છે. આવા
સમ્યક્ત્વરૂપી શીલસહિત હોય તે જ્ઞાન જ સમ્યગ્જ્ઞાન છે; જ્ઞાનની ને શાસ્ત્રને જાણવાની
મહત્તા તો સમ્યક્ત્વથી જ છે. સમ્યગ્દર્શન વગરના જ્ઞાનની કે શાસ્ત્રના જાણપણાની
કાંઈ બડાઇ નથી. અહા, સમ્યક્ત્વ સહિત અને વિષયોથી વિરક્ત એવું જે સમ્યગ્જ્ઞાન તે
સર્વ પ્રયોજનથી સિદ્ધિનું કારણ છે તેથી તે મહાન મહિમાવંત છે; આ રીતે સમ્યક્ત્વ
સહિતના જ્ઞાનનો જે મહિમા કર્યો તે જ મંગળ છે.

PDF/HTML Page 5 of 29
single page version

background image
ઃ ૨ઃ આસોઃ ૨૪૯૦
જ્ઞા ન
[સમયસાર સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારના પ્રવચનોમાંથી (૧) ]
‘હું જ્ઞાન છું, પરનું કર્તૃવ્ય મારામાં નથી’
આવા અકર્તાભાવ વડે જ્ઞાની સંતોએ સમસ્ત
પરદ્રવ્યો પ્રત્યેથી પોતાની પરિણતિને સમેટી લીધી છે
ને પરિણતિને નિજજ્ઞાનમાં જોડી છે. અહા, અનંતા
પદાર્થના કર્તૃત્વનો ભાર માથેથી ઉતારી નાખ્યો.
કેટલો હળવો!!
ભાઈ, જીવનમાં આવા જ્ઞાનના સંસ્કાર રેડ તો
તે તને શરણરૂપ થશે, બીજું કોઈ શરણ નહિ થાય.
ભિન્ન જ્ઞાનની ભાવના જીવનમાં ઘૂંટી હશે તો દેહથી
ભિન્ન થવાના અવસરે જ્ઞાનમાં ભીંસ નહિ પડે; હું તો
જ્ઞાન છું એવા પડકાર કરતો આત્મા જ્ઞાનના ઊંડા
સંસ્કાર પરભવમાંયે સાથે લઇ જશે. જેણે પહેલેથી
ભાવના ઘૂંટી હશે તેને જ ખરે ટાણે તેનું ફળ આવશે.
જ્ઞાની જાણે છે કે મારું કાર્ય પરમાં નથી, પરના કાર્યમાં હું નથી; પરનું કાર્ય
મારામાં નથી, ને મારા કાર્યમાં પર નથી. હું પરને જાણું ને પરજ્ઞેયો જ્ઞાનમાં
જણાય–તોપણ મારામાં પરનો પ્રવેશ નથી ને પરમાં મારો પ્રવેશ નથી. સર્વે દ્રવ્યો
બીજા દ્રવ્યોની બહાર જ લોટે છે. કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યમાં પ્રવેશતું નથી. ભાઈ, તારા
જ્ઞાનમાં પરનો પ્રવેશ જ નથી ત્યાં પર તને શું કરે? જેમાં પરનો કદી પ્રવેશ જ નથી
એવું તારું સ્વરૂપ તેનો નિશ્ચય કરીને નિજસ્વરૂપમાં જ તું રહે. જગતના પદાર્થો
બધાય સ્વયં પોતપોતાના સ્વરૂપમાં રહીને પરિણમી રહ્યા છે. પોતાના સ્વરૂપથી
બહાર કોઈપણ પદાર્થ પરિણમતો

PDF/HTML Page 6 of 29
single page version

background image
આસોઃ ૨૪૯૦ઃ ૩ઃ
નથી. પરમાણુ પરમાણુના સ્વરૂપમાં પરિણમે છે, સિદ્ધ સિદ્ધના સ્વરૂપમાં પરિણમે છે,
અનંત પરમાણુ અને અનંત સિદ્ધ પરમાત્મા–એક ક્ષેત્રાવગાહે રહેલા છે છતાં સિદ્ધ કદી
પરમાણુરૂપે નથી થતા કે પરમાણુ કદી સિદ્ધરૂપે થતો નથી. અરે, એકક્ષેત્રે અનંતા સિદ્ધો
રહેલા છે છતાં એક સિદ્ધ બીજા સિદ્ધરૂપે કદી થતા નથી, કદી એક બીજામાં મળી જતા
નથી; એજ રીતે અનંતા પરમાણુ એકક્ષેત્રે રહ્યા છતાં કોઇ પરમાણુ બીજા પરમાણુ રૂપ
થઇને પરિણમતો નથી. આ દ્રષ્ટાંતે જગતના બધા પદાર્થોમાં ભિન્નપણું સમજવું. જેમ જડ
કદી ચેતન થઈને પરિણમતું નથી અને ચેતન કદી જડરૂપ થઇને પરિણમતું નથી, તેમ
જગતનો કોઇ પદાર્થ કદી બીજા પદાર્થરૂપ થઇને પરિણમતો નથી; સ્વ સ્વરૂપ રહીને જ
પરિણમે છે.
કોઇ કહે કે વસ્તુને વળી પરિણમવાની ઉપાધિ ક્યાંથી લાગી? આ પર્યાય એને
ક્યાંથી વળગી? તો કહે છે કે અરે ભાઈ, પરિણમન કે પર્યાય એ કાંઈ ઉપાધિ નથી, એ
તો વસ્તુનો સ્વભાવ જ છે, જો વસ્તુ પરિણમે નહિ તો તેનો અભાવ જ થઇ જાય.
પરિણમન અને પર્યાય તો સિદ્ધમાંય છે. પર્યાય તો વસ્તુનો એક સ્વભાવ છે, પર્યાય
વગરની વસ્તુ હોય જ નહિ. સિદ્ધને જે પર્યાય થાય છે તે શુદ્ધ થાય છે, એટલે પર્યાય
પોતે કાંઇ ઉપાધિ નથી, પણ પર્યાયમાં જે રાગદ્વેષ મોહાદિ વિકારભાવો જીવ કરે છે તે
સ્વભાવરૂપ ન હોવાથી ઉપાધિરૂપ છે. રાગાદિ કાઢી નાંખવા માટે કોઈ પર્યાયને જ
આત્મામાંથી કાઢી નાંખવા માગે તો પર્યાય વગર આત્મા જ ક્યાંથી રહેશે? માટે
પર્યાયને કાંઈ વસ્તુમાંથી કાઢી નાંખવાની નથી; પણ પર્યાયને સ્વાશ્રય તરફ વાળતાં
વિકારભાવની ઉપાધિ નીકળી જાય છે.
આત્માનું જ્ઞાન પરને જાણે તેથી કાંઈ જ્ઞાનમાં પરની ઉપાધિ આવી જતી નથી;
જ્ઞાન પોતે જ તેવા જાણન ભાવરૂપે પરિણમે છે. જ્ઞાન સ્વયં જ્ઞાનરૂપે પરિણમે છે, ત્યાં
જ્ઞાનને જ્ઞેય સાથે સંબંધ કહેવો તે વ્યવહાર છે. પરમાર્થે જ્ઞાનને પર સાથે કંઈ સંબંધ
નથી,
ભાઈ, જીવનમાં જ્ઞાનના સંસ્કાર રેડ તો તે તને શરણરૂપ થશે. સંયોગ કાંઈ તને
શરણરૂપ નહિ થાય. ભિન્નજ્ઞાનની ભાવના જીવનમાં ઘૂંટી હશે તો દેહની ભિન્નતા થવાના
અવસરે જ્ઞાનમાં ભીંસ નહિ પડે...‘હું તો જ્ઞાન છું’–એવો પડકાર કરતો આત્મા જ્ઞાનના
ઊંડા સંસ્કાર પરભવમાંય સાથે લઈ જશે. પણ જેણે પહેલેથી ભાવના ઘૂંટી હશે તેને જ
ખરે ટાણે તેનું ફળ આવશે.
હું જ્ઞાન, પરનું કર્તૃવ્ય મારામાં નહિ–આવા અકર્તાભાવવડે જ્ઞાનીસંતોએ અનંતા
પરદ્રવ્યો પ્રત્યેથી પોતાની પરિણતિને સમેટી લીધી છે ને પરિણતિને નિજજ્ઞાનમાં જ જોડી
છે. અહા, કેટલો હળવો!! અનંતપદાર્થના કર્તૃત્વનો ભાર માથેથી ઉતારી નાખ્યો ને જ્ઞાન
અત્યંત હળવું–નિરાકૂળ શાંત થયું.

PDF/HTML Page 7 of 29
single page version

background image
ઃ ૪ઃ આસોઃ ૨૪૯૦
જ્ઞાનમાં જ્યારે પરદ્રવ્ય છે જ નહિ, પછી તેને અનુકૂળતા શું? ને પ્રતિકૂળતા શું?
જ્ઞાન પરજ્ઞેયને જાણે છે ત્યાં પણ જ્ઞાન તો જ્ઞાનરૂપ જ છે, જ્ઞાન જ્ઞેયરૂપ થતું નથી. જેમ
ખડી તે ખડીરૂપે જ (પોતાના સફેદપણામાં જ) વિસ્તરે છે, ખડી કાંઇ ભીંતરૂપે
વિસ્તરતી નથી. ખડી વિસ્તરીને કદી ભીંતરૂપ થતી નથી, ખડીરૂપ જ રહે છે; તેમ
જ્ઞાનસ્વરૂપ આત્મા છે તે જ્ઞાનસ્વરૂપે જ વિસ્તરે છે, જ્ઞાન કાંઈ પરજ્ઞેયમાં વિસ્તરતું
નથી. આત્મા વિસ્તરીને કદી પરજ્ઞેયમાં જતો નથી, જ્ઞાનસ્વરૂપમાં જ રહે છે. કેટલું સ્પષ્ટ
ભેદજ્ઞાન!! ને આવું ભેદજ્ઞાન કરે તો સ્વાશ્રયમાં કેવી શાંતિ થાય?
અંદરમાં જ્ઞાને રાગને જાણ્યો, તો શું જ્ઞાન રાગરૂપ થઈ ગયું? ના; જ્ઞાનનો
વિસ્તાર તો જ્ઞાનરૂપ જ છે, જ્ઞાનનો વિસ્તાર રાગરૂપ નથી. જ્ઞાન રાગરૂપ થયા વગર જ
રાગને જાણે છે, માટે જ્ઞાન રાગને જાણે છે તે વ્યવહાર છે; જ્ઞાન જ્ઞાન જ છે એ નિશ્ચય
છે. રાગને જાણતાં કાંઈ ‘રાગનું જ્ઞાન’ નથી, ‘જ્ઞાનનું જ જ્ઞાન’ છે. આમ સર્વ પર
ભાવથી ભિન્ન જ્ઞાનને દેખવું તે સમ્યગ્દર્શન છે.
અહીં તો કહે છે કે જ્ઞાન પરનું તો નથી; ‘રાગનું જ્ઞાન’ પણ નથી અને ‘જ્ઞાનનું
જ્ઞાન’ એમ કહેવું તેમાં પણ ભેદરૂપ વ્યવહાર છે; કેમ કે જ્ઞાનથી જુદું કાંઈ બીજું જ્ઞાન નથી
કે જેનું આ જ્ઞાન હોય. એટલે ‘જ્ઞાનનું જ્ઞાન’ એમ સ્વ સ્વામી અંશના ભેદ પાડવામાં પણ
વ્યવહાર છે, તે વ્યવહારથી ખરેખર કાંઈ સાધ્ય નથી. માટે ‘જ્ઞાન’ તે ‘જ્ઞાન’ જ છે, એમ
જ્ઞાનને એકને સર્વ ભેદભાવોથી રહિત સ્વસંવેદનમાં લેવું તે પરમાર્થ છે.
ચેતયિતા એટલે ચેતનારો આત્મા, તે જ્ઞાનગુણથી ભરેલો પદાર્થ છે, આત્માનો
ઝંડો જ્ઞાન છે, જ્ઞાન ઝંડો સદાય પરભાવોથી ઊંચો ને ઊંચો, જુદો ને જુદો રહે છે. આવા
જ્ઞાનઝંડાને પ્રતીતમાં લઇને જ્ઞાની કહે છે કે ઝંડા ઊંચા રહે હમારા.
અહીં તાત્ત્વિક સંબંધનો વિચાર કરતાં એટલે કે સાચા સંબંધનો વિચાર કરતાં,
ચેતયિતાને પર સાથે તો કાંઇ સંબંધ નથી; કેમ કે ચેતયિતા જો જડનો હોય તો તે પોતે
જડ થઇ જાય. તાત્ત્વિક સંબંધ એવો છે કે જે જેનું હોય તે તે જ હોય, જ્ઞાન આત્માનું છે
તેથી જ્ઞાન તે આત્મા જ છે. તેમ જ્ઞાનપર્યાયરૂપે પરિણમતો ચેતયિતા, પરને જાણતાં
છતાં પરનો નથી પણ ચેતયિતાનો જ ચેતયિતા છે, પોતાના સામર્થ્યથી સર્વને
જાણવારૂપ પરિણમ્યો તેથી લોકાલોકનો જ્ઞાતા કહ્યો, તે વ્યવહાર છે; ખરેખર જ્ઞાતા
લોકાલોકનો નથી, જ્ઞાતા જ્ઞાતાનો જ છે એવો ભેદ પણ પરમાર્થમાં નથી, ‘જ્ઞાતા છે’ તે
જ્ઞાતા જ છે–એ પરમાર્થ છે.
આત્માનું સ્વરૂપ જ્ઞાન છે, ને જ્ઞાન તે આત્મા છે,–તાત્ત્વિક દ્રષ્ટિથી જોતાં આવો

PDF/HTML Page 8 of 29
single page version

background image
આસોઃ ૨૪૯૦ઃ પઃ
દ્રષ્ટિમાં જીવતો નથી, એટલે કે તત્ત્વદ્રષ્ટિવંત જ્ઞાનીને પર સાથે કર્તાકર્મભાવ જરાપણ
ભાસતો નથી. જ્ઞાનને પરજ્ઞેય સાથે કંઈ પણ તાત્ત્વિક સંબંધ નથી. જો પરને જાણતી
જ્ઞાનપર્યાય પરમાં ચાલી જાય તો તો ચેતયિતાના સ્વદ્રવ્યનો જ નાશ થાય;
જ્ઞાનપર્યાયનો નાશ થતાં આત્માનો જ નાશ થઇ જાય. જ્ઞાનપર્યાય તો સર્વે પરદ્રવ્યોથી
જુદી ને જુદી, આત્મામાં જ તન્મય રહે છે.
સમ્યગ્દર્શન થતાં કેવા અભેદ આત્માનો નિર્વિકલ્પ અનુભવ થાય છે–તેનું સ્વરૂપ
અલૌકિક રીતે આચાર્યદેવે સમજાવ્યું છે. ચેતયિતાના અનુભવમાં કોઈ ભેદનું–વિકલ્પનું
અવલંબન છે જ નહિ. ભેદના રાગની દિવાલ વચ્ચે રાખીને આત્માનો અનુભવ થાય
નહિ. ભાઈ, તારે તારા શુદ્ધ આત્માને ધ્યેય કરવો હોય ને સમ્યગ્દર્શનજ્ઞાન સિદ્ધ કરવા
હોય તો જ્ઞાનને અંતર્મુખ કરવું તે જ તેની રીત છે; પણ ‘આ મારું સ્વ ને હું તેનો
સ્વામી’–એમ એકલા પોતામાં સ્વ–સ્વામી અંશના ભેદ પાડવા, તે ભેદરૂપ વ્યવહાર વડે
કાંઈ સાધ્ય નથી. અહા, અંદરનો છેલ્લામાં છેલ્લો જે સૂક્ષ્મ વ્યવહાર, આચાર્યદેવ કહે છે
કે, તે વ્યવહારથી પણ કંઇ જ સાધ્ય નથી. મહાન પદાર્થ ભગવાન આત્મા છે તે એવો
નથી કે વિકલ્પ વડે હાથમાં આવી જાય.
જુઓ, વ્યવહારથી પાર આવો શુદ્ધ અનુભવ ચોથા ગુણસ્થાનથી શરૂ થઇ જાય
છે, આવો અનુભવ જેણે કર્યો છે તે ગૃહસ્થ પણ મોક્ષમાર્ગી છે, ને આવા અનુભવ
વિનાનો મોહી સાધુ તે મોક્ષમાર્ગી નથી; એ વાત સમન્તભદ્ર મહારાજે રત્નકરંડ
શ્રાવકાચારમાં કરી છે. અહા, મોક્ષમાર્ગ અંતરમાં ક્યાં છે તેની લોકોને ખબર નથી, તો
તેની ખબર વિના કાર્યસિદ્ધિ ક્યાંથી થાય? સ્વતત્ત્વના વેદનમાં ‘હું મારો જ છું’ એવા
વિકલ્પની વૃત્તિનું ઉત્થાન જ ક્યાં છે? શું તારે વિકલ્પમાંથી ચૈતન્યતત્ત્વને સાધવું છે?
આ ‘સમયસાર’ ની વાત છે, ‘સમયસાર’ કોણ છે? રાગ કે વિકલ્પ તે કાંઇ
સમયસાર નથી. વિકલ્પ વગરની શુદ્ધઆત્માની અનુભૂતિ તે સમયસાર છે. પક્ષથી
અતિક્રાંત એટલે વ્યવહારના વિકલ્પોથી પાર એવા આત્માના સ્વાનુભવરૂપ જે
પરિણમ્યો તે જ સમયસાર છે. સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાની પ્રથમ દશા આવી હોય છે.
આવી દશા વગર બીજી કોઇ રીતે સમ્યગ્દર્શનની સિદ્ધિ થતી નથી. ‘આ જ માર્ગ છે ને
બીજો માર્ગ નથી’–આમ જ્યાં સુધી દ્રઢ નિર્ણય ન કરે ત્યાં સુધી વીર્યનો વેગ તે તરફ
ઊપડે નહીં. અહા, ચૈતન્યરાજા રાગ વડે એ રાજાના ભેટા થાય નહિ; એ રાજાને ભેટવા
તો અંતરદ્રષ્ટિના અનેરા ભેટણાં આપવા જોઇએ.

PDF/HTML Page 9 of 29
single page version

background image
ઃ ૬ઃ આસોઃ ૨૪૯૦
અહા, જ્ઞાન–દર્શન–ચારિત્રસ્વરૂપ આત્માને પરથી અત્યંત નિરપેક્ષતા છે. જેમાં
પરના સંબંધની અપેક્ષા નથી, રાગ સાથે ય જેને સંબંધ નથી, આવા નિરપેક્ષ જ્ઞાનને
એકવાર લક્ષમાં લ્યે તો જીવની બુદ્ધિ શુદ્ધદ્રવ્યમાં પ્રવેશી જાય; પછી પોતામાં તેને પરદ્રવ્ય
જરાપણ ભાસે નહિ. એટલે એકલું જ્ઞાન જ્ઞાનપણે નિજસ્વરૂપમાં જ પરિણમ્યા કરે.
જ્ઞાનસામર્થ્ય પરને જાણે ભલે પણ તેથી કાંઇ જ્ઞાન પરનું થઇ જતું નથી કે જ્ઞાન મેલું થઈ
જતું નથી, રાગાદિ મલિન ભાવને જાણતાં જ્ઞાન કાંઇ મલિન થઈ જતું નથી, જ્ઞાન તો
વિશુદ્ધ જ્ઞાનરૂપ જ રહે છે.
જ્ઞાની કહે છે–ભાઈ, તું ભગવાન છો.......તારો સ્વભાવ તારા ગુણોથી પૂરો છે,
તે કાંઈ બહારથી આવતો નથી. જેમ આત્મા જ્ઞાનથી ભરેલો છે તેમ તે પરના ત્યાગરૂપ
સ્વભાવથી ભરેલો છે. સર્વ પરદ્રવ્યના ત્યાગરૂપ આત્માનો સ્વભાવ જ છે. પરદ્રવ્ય કાંઇ
આત્મામાં ઘુસી નથી ગયું કે તેને બહાર કાઢવું પડે. અપોહક એટલે ત્યાગ કરનારો
આત્મા, તેણે પરનો ત્યાગ કર્યો એમ વ્યવહારે કહેવાય છે; ત્યાં ખરેખર આત્મા કાંઈ
પરનો નથી. આત્મા પરરૂપ થઇને પરને છોડતો નથી, પરથી તો છૂટો જ છે ને છૂટો જ
હતો; પણ જ્યાં જ્ઞાન–દર્શનમાં ઠર્યો ને પર તરફનો રાગ ન રહ્યો ત્યાં તેણે પરદ્રવ્યનો
ત્યાગ કર્યો એમ કહેવામાં આવે છે. જેમ જ્ઞાન છે તે પરજ્ઞેયનું નથી, જ્ઞાન જ્ઞાન જ છે,
તેમ ત્યાગભાવરૂપ પરિણમેલો અપોહક (આત્મા) તે ત્યાજ્ય એવા પરદ્રવ્યોનો નથી,
અપોહક પોતે અપોહક જ છે. આ રીતે જ્ઞાન–દર્શન–ચારિત્રના નિર્મળભાવે પરિણમેલો
આત્મા પોતે પોતામાં જ સમાય છે, એને પર નિમિત્તો સાથે સંબંધ નથી.
ભાઈ, જગતના વાદવિવાદના ઝગડામાં કાંઇ નહિ મળે. એના કરતાં તો અંતરમાં
ચૈતન્યના ગુણોનું મંથન કર તો તને કાંઈક પ્રાપ્ત થશે. તારા નિર્મળ ભાવો તારામાંથી
પ્રગટે છે ને તારામાં જ સમાય છે. તારા સમ્યગ્દર્શનાદિ કોઈ ભાવ પરમાંથી આવતા
નથી ને પરમાં જતા નથી. બસ, અંતર્મુખ થા.
(વિશેષ આવતા અંકે)

PDF/HTML Page 10 of 29
single page version

background image
આસોઃ ૨૪૯૦ઃ ૭ઃ
જ્ઞાનીના માર્ગની પ્રસિદ્ધિ
[ભાદરવા માસ દરમિયાન પંચાસ્તિકાય ઉપરના પ્રવચનોમાંથી દોહન]
જીવ અને અજીવના સ્વરૂપનો વાસ્તવિક ભેદ
જાણવો તે જ્ઞાનીઓના સમ્યક્ માર્ગની પ્રસિદ્ધિનું
કારણ છે. સમ્યક્માર્ગની પ્રસિદ્ધિ માટે સંતોએ જીવ–
અજીવનું ભિન્ન સ્વરૂપ જેમ છે તેમ ઓળખાવ્યું છે; તે
ઓળખતાં સ્વાશ્રયરૂપ વીતરાગભાવ પ્રગટે છે. અહો,
સન્તોએ જીવ–અજીવનું સ્પષ્ટ ભેદજ્ઞાન કરાવીને
સમ્યક્માર્ગને પ્રસિદ્ધ કર્યો છે...જગતને સમ્યક્માર્ગ
દેખાડીને ઉપકાર કર્યો છે.
જીવ–પુદ્ગલની ભિન્નતાના નિર્ણયમાં વીતરાગભાવ
જગતમાં જીવ અને પુદ્ગલો સંયોગરૂપે એકક્ષેત્રે રહ્યા હોવા છતાં બંનેનું સ્વરૂપ
ભિન્નભિન્ન છે. પુદ્ગલમય એવું શરીર, અને જ્ઞાનમય એવો જીવ એ બંને જુદા જ છે,
અત્યારે પણ બંનેનું સ્વરૂપ જુદું જ છે. શરીર અને શરીરી, એટલે કે દેહ અને આત્મા,
બંને ભિન્નભિન્ન પોતપોતાના સ્વરૂપમાં પરિણમી રહ્યા છે. શરીર તો વર્ણ–ગંધ–રસ–
સ્પર્શરૂપ મૂર્ત ભાવોરૂપે પરિણમી રહ્યું છે, ને શરીરી–આત્મા તો અમૂર્ત–જ્ઞાન–દર્શન–
આનંદ વગેરે ભાવોરૂપે પરિણમી રહ્યું છે.–આમ જ્ઞાની બંનેના ભિન્નસ્વરૂપને જાણે છે.
અજ્ઞાની બંનેને એકમેક માનીને ભ્રમથી પ્રવર્તે છે. કોઈ જ્ઞાની–મુનિ ઉપદેશ દેતા હોય
ત્યાં ઉપદેશના શબ્દો વર્ણાદિ મૂર્તભાવપણે જુદા પરિણમે છે અને ઉપદેશક જ્ઞાનીનું જ્ઞાન,
એમનો અભિપ્રાય તે અમૂર્તજ્ઞાનભાવપણે શબ્દોથી જુદો જ વર્તે છે. તે અમૂર્તજ્ઞાનમાં
મૂર્તવાણીનું કર્તૃત્વ નથી; અને તે મૂર્તશબ્દો કર્તા થઇને શ્રોતાને જ્ઞાન ઉપજાવે એમ પણ
બનતું નથી. શ્રોતાનો આત્મા પોતે પોતાના સ્વરૂપથી જ પોતાના જ્ઞાનભાવપણે
પરિણમે છે.–આવા સ્વાધીન સ્વરૂપના નિર્ણયમાં સ્વાશ્રય વીતરાગભાવ પ્રગટે છે.
એકબીજાના કારણે એકબીજામાં કાંઈ થાય–એવી પરાશ્રયબુદ્ધિમાં વીતરાગભાવ થતો
નથી, પણ રાગદ્વેષ થાય

PDF/HTML Page 11 of 29
single page version

background image
ઃ ૮ઃ આસોઃ ૨૪૯૦
છે કે આણે મારું અહિત કર્યું ને આણે મારું હિત કર્યું; કર્મે જ્ઞાન રોકયું ને વાણીએ જ્ઞાન
આપ્યું–એવી બુદ્ધિ જેને હોય તેને કર્મ ઉપરનો દ્વેષ અને વાણી ઉપરનો રાગ છૂટતો નથી,
એટલે પરાલંબન છૂટતું નથી ને સ્વાલંબન થતું નથી. સ્વાલંબન વગર શાંતિ કે
વીતરાગભાવ પ્રગટે નહિ. જેને સ્વ–પરના ભિન્નસ્વરૂપનો નિર્ણય છે તેને પરપ્રત્યે ઇષ્ટ–
અનિષ્ટબુદ્ધિના રાગદ્વેષ તો થતા નથી. મારા જ્ઞાન–આનંદ માટે મને મારા સ્વરૂપનું જ
અવલંબન છે–એવી સ્વાશ્રયબુદ્ધિથી વીતરાગભાવ પ્રગટે છે.
સંતોએ સમ્યક્માર્ગની પ્રસિદ્ધિ કરી છે
જીવ અને પુદ્ગલનું સ્વરૂપ તો જુદું જ છે એટલે તે તો એકબીજાને કાંઈ ન કરે–
એ ઠીક, પરંતુ એક જીવ તો બીજા જીવને દુઃખ–સુખ કે જ્ઞાન આપે ને?–તો કહે છે કે
ના; બધા જીવો જ્ઞાનસ્વરૂપ છે, પરંતુ દરેક જીવનું જ્ઞાન જુદું છે, આ જીવનું જ્ઞાન આની
પાસે ને સામા જીવનું જ્ઞાન તેની પાસે; દરેકનું સ્વરૂપ પોતપોતામાં છે, એકજીવનું સ્વરૂપ
બીજા જીવમાં પ્રવેશી જતું નથી કે તેને કાંઇ આપે–લ્યે. દરેક જીવ સામાન્ય વિશેષ સ્વરૂપ
છે, તેનું સામાન્ય વિશેષ તેનાથી જ છે, બીજો તેના સામાન્યને કે વિશેષને કાંઈ કરતો
નથી. બે ભિન્ન તત્ત્વોને ખરેખર કારણ–કાર્યપણું નથી. ભિન્ન તત્ત્વોમાં પરસ્પર કારણ–
કાર્યપણું કે કર્તાકર્મપણું માનવું તે વિપરીત માન્યતા તત્ત્વની બધી ભૂલનું મૂળ છે. જ્યાં
એવી વિપરીત માન્યતા હોય ત્યાં એક્કેય તત્ત્વનો સાચો નિર્ણય થાય નહિ. માટે જીવ–
અજીવ તત્ત્વના સ્વરૂપનો વાસ્તવિક ભેદ જાણવો તે સમ્યક્માર્ગની પ્રસિદ્ધિનું કારણ છે.
સમ્યક્્ માર્ગની પ્રસિદ્ધિ માટે સંતોએ જીવ–અજીવનું ભિન્ન સ્વરૂપ જેમ છે તેમ
ઓળખાવ્યું છે, તે ઓળખતાં ભેદજ્ઞાન થાય છે ને સમ્યક્ માર્ગની પ્રસિદ્ધિ થાય છે.
અહો, સન્તોએ વાસ્તવિક સ્વરૂપ ઓળખાવીને સમ્યક્ માર્ગને પ્રસિદ્ધ કર્યો છે...જગતને
સમ્યક્ માર્ગ દેખાડીને ઉપકાર કર્યો છે.
જ્ઞાનીના માર્ગની પ્રસિદ્ધિ ભેદજ્ઞાન વડે થાય છે
જ્ઞાનીઓના માર્ગની પ્રસિદ્ધિ જીવ–અજીવના ભેદજ્ઞાન વડે જ થાય છે. જીવ અને
અજીવનો (શરીરી અને શરીરનો) સંયોગ હોવા છતાં, હે ભાઈ! તું સંયોગદ્રષ્ટિથી ન જો
પણ તેમના સ્વરૂપને જો, તો તને બંનેની ભિન્નતા સ્પષ્ટ દેખાશે. જે જીવ વસ્તુના
સ્વરૂપને નથી ઓળખતો ને એકલા સંયોગને જ જુએ છે તેને જ્ઞાનીના માર્ગની પ્રસિદ્ધિ
થતી નથી. જુઓ, સમ્યક્ માર્ગની પ્રસિદ્ધિની રીત! આ રીતે જીવ–અજીવના
ભિન્નસ્વરૂપની ઓળખાણપૂર્વક સમ્યક્ માર્ગની પ્રસિદ્ધિ કરે તેને જ નવતત્ત્વનું યથાર્થ
જ્ઞાન થાય છે; એટલે પહેલાં ભિન્નસ્વરૂપ બતાવીને માર્ગની પ્રસિદ્ધિ કરીને પછી બીજા
સાત પદાર્થોનું વર્ણન કરશે.

PDF/HTML Page 12 of 29
single page version

background image
આસોઃ ૨૪૯૦ઃ ૯ઃ
અત્યારે પણ જીવ અને શરીરની સ્પષ્ટ ભિન્નતા
જેટલા વર્ણાદિ સહિત રૂપી પદાર્થ છે તેટલા બધાય અજીવ જ છે; શરીર મૂર્ત છે
તે સદાય અજીવ જ છે,–જીવના સંયોગમાં રહેલું હોય ત્યારે પણ શરીર તો અચેતન
અજીવ જ છે. તેમાં કાંઇ એવા પ્રકાર નથી કે અમુક શરીર ‘અજીવ’ ને અમુક શરીર
‘સજીવ’. શરીર તો અજીવ જ છે. ને ચેતનમય તો જીવ જ છે. માત્ર સંયોગને લીધે
શરીરને ‘સજીવ શરીર’ કહેવું તે તો કથનમાત્ર છે. અહીં કહે છે કે જીવ–પુદ્ગલના તે
સંયોગમાં પણ તેમના સ્વરૂપમાં ભેદ હોવાથી તેઓ ભિન્ન જ છે. કાંઈ સિદ્ધમાં જીવ અને
શરીર જુદા, ને અત્યારે જીવ અને શરીર ભેગાં–એમ નથી. અત્યારે ય જુદા છે. ભાઈ,
ઉપયોગમય આત્માને અચેતન શરીર સાથે એકતા ક્યાંથી હોય? અને ચેતનમય–અરૂપી
આત્મા તે અચેતન–રૂપી વાણીને કઇ રીતે કરે? સૌનું કાર્યક્ષેત્ર પોતાના દ્રવ્ય–ગુણ–
પર્યાયમાં હોય કે બહાર હોય? વસ્તુનું કાર્યક્ષેત્ર પોતાના દ્રવ્ય–ગુણ–પર્યાયમાં જ હોય,
બહાર ન હોય. ભાઈ, તું ચેતન, તારા ગુણ ચેતન, તારી પર્યાયો ચેતન, તારું કાર્ય
ચેતન,–તેનાથી બહાર નીકળીને દેહ–મન–વાણી વગેરે અજીવમાં તારું કાર્ય કે તારું
અસ્તિત્વ નથી.–આમ સ્પષ્ટ ભેદજ્ઞાન કરીને જે નિજદ્રવ્યમાં લીન થાય છે તેને જ
મોક્ષમાર્ગ હોય છે; તેને જ માર્ગની પ્રસિદ્ધિ થાય છે.
બેનાં લક્ષણ બે, બેનો જાણકાર એક
જીવ અને શરીર,–એ બે વસ્તુનાં લક્ષણ બે છે, જીવનું લક્ષણ ચેતન, શરીરનું
લક્ષણ મૂર્તપણું. લક્ષણો બે હોવા છતાં બંનેનો જાણકાર તો એક જ છે. જાણનારા કાંઈ બે
(–જીવ ને અજીવ) નથી. એક જીવ જ બંનેના લક્ષણોને જાણનાર છે. બંનેના ભિન્ન
લક્ષણોને જાણીને, બંનેનું ભેદજ્ઞાન કરીને, એક નિજાત્મામાં લીનતા કરવી તે તાત્પર્ય છે.
ભિન્નતા વગર લીનતા નહિ
ભિન્નતા વગર લીનતા નહિ, એટલે કે પરથી ભિન્નતાનું જેને ભાન નથી તેને
સ્વમાં લીનતા થતી નથી. સ્વ–પરની ભિન્નતાનું જેને ભાન નથી તે તો દેહની ચેષ્ટાઓને
પોતાની જ માનીને તેમાં લીનપણે વર્તી રહ્યો છે ને સંસારભ્રમણ કરી રહ્યો છે. એનાથી
છોડાવવા સંતોએ કૃપા કરીને ભેદજ્ઞાનવડે સમ્યક્માર્ગ પ્રસિદ્ધ કર્યો છે. અનાદિથી
અજ્ઞાનને લીધે જીવને ખબર નથી કે હું કોણ છું ને મારું સ્વરૂપ શું છે? તે પોતાને
શરીરાદિરૂપ માને છે, શરીરની ક્રિયાઓને પોતાની માને છે. તેમને જીવ શું ને અજીવ શું
તેનું વાસ્તવિક સ્વરૂપ દર્શાવીને મુક્તિનો માર્ગ પ્રાપ્ત કરાવવા અર્થે જડ–ચેતનના ભિન્ન
લક્ષણો

PDF/HTML Page 13 of 29
single page version

background image
ઃ ૧૦ઃ આસોઃ ૨૪૯૦
ઓળખાવ્યા છે. ભગવાને કહેલાં આ ભિન્ન લક્ષણોને જાણીને, સ્વદ્રવ્યને એકને જ
અવલંબતો થકો જીવ ભેદવિજ્ઞાની થાય છે, અને નિજાત્મદ્રવ્યમાં લીન થઇને
વીતરાગભાવ વડે મોક્ષમાર્ગ સાધીને પરમસુખનો ભોક્તા થાય છે. ભેદજ્ઞાનરૂપ
સમ્યક્માર્ગનું આ ફળ છે.
જ્ઞાનસ્વભાવ
ભાઈ, તું જીવ; તારો સ્વભાવ જ્ઞાન; જ્ઞાનની પૂર્ણતા એટલે સર્વજ્ઞતા; એમાં રાગ
કે શરીર ક્યાં આવ્યા? આવા સર્વજ્ઞસ્વભાવનો નિર્ણય તો કર. એ નિર્ણયમાં
વીતરાગતા લાવવાનું જોર છે. જ્યાં નિર્ણય થયો કે હું સર્વજ્ઞસ્વભાવી જ્ઞાયક છું’–ત્યાં
રાગમાંથીયે કર્તૃત્વ હટી જાય છે તોપછી શરીરાદિ અચેતનમાં તો એકત્વબુદ્ધિ ક્યાંથી
રહે? ને જેનાથી ભિન્નતા જાણી તેમાં લીનતા પણ કેમ થાય?–ન જ થાય; એટલે
જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરતાં સ્વદ્રવ્યમાં એકમાં જ લીન થવાનું રહ્યું.–એ જ મુમુક્ષુનો
માર્ગ છે, ને સંતોએ એ માર્ગ પ્રસિદ્ધ કર્યો છે.
સાત પદાર્થો
પ્રથમ તો, સ્વપરનું જેને ભેદજ્ઞાન નથી, સમ્યક્ માર્ગની જેને પ્રસિદ્ધિ નથી એવો
સંસારી જીવ અનાદિથી બંધનની ઉપાધિને વશ થયો છે, ને તેના નિમિત્તે તે જીવ
સ્નિગ્ધપરિણામ એટલે કે રાગ–દ્વેષ–મોહરૂપ ચીકણા ભાવ કરે છે. જીવ પોતે એવા
ભાવરૂપે કર્મના નિમિત્તે પરિણમે છે. ને તે વિકારી ભાવોના નિમિત્તે ફરી ફરી કર્મો
બંધાય છે. સંસારભ્રમણમાં જીવ–અજીવનું નિમિત્ત નૈમિત્તિકપણું બતાવવું છે. અને
સંસાર અનાદિનિધન તથા અનાદિસાંત હોય છે, તેમાં ‘અનાદિસાંત’ કહેતાં સંવર–
નિર્જરા તત્ત્વો ગર્ભિતપણે આવી ગયા, કેમ કે સંવર–નિર્જરા વડે જ સંસારનો અંત થાય
છે. આમ જીવ અને અજીવદ્રવ્યોનું ભિન્નભિન્ન સ્વરૂપ હોવા છતાં તેમના પરિણામના
પરસ્પર નિમિત્તથી પુણ્ય–પાપ વગેરે પદાર્થો ઉત્પન્ન થાય છે, તે સાતતત્ત્વોનું સ્વરૂપ
જાણવું તે મોક્ષમાર્ગની સિદ્ધિ માટે જરૂરનું છે. ક્યા તત્ત્વો હેય, ક્યા તત્ત્વો ઉપાદેય, ક્યા
તત્ત્વો મોક્ષનું કારણ, ક્યા તત્ત્વો સંસારનું કારણ એ બરાબર ઓળખવું જોઇએ.
ભાવ પુણ્ય–પાપ જીવનું કાર્ય છે, પણ તે ઉપાદેય નથી
શુભ પરિણામરૂપ ભાવ તે પુણ્ય અને અશુભપરિણામરૂપ ભાવ તે પાપ, તે
પુણ્ય–પાપને જીવ પોતે રચે છે, નિશ્ચયથી જીવ પોતે જ કર્તા થઇને તે પુણ્ય પાપને
રચે છે એટલે તે જીવનું કાર્ય છે. ને તેના નિમિત્તે બંધાતું જે શુભાશુભકર્મ તે પુણ્ય–
પાપના કર્તા

PDF/HTML Page 14 of 29
single page version

background image
આસોઃ ૨૪૯૦ઃ ૧૧ઃ
અચેતન પરમાણુ જ છે પુણ્ય–પાપના ભાવ જીવની જ પર્યાયમાં થતા હોવાથી જીવ પોતે
તેનો કર્તા છે, પરંતુ તે કાંઇ સ્વભાવભૂત કાર્ય નથી એટલે તે ઉપાદેયરૂપ કાર્ય નથી પણ
હેયરૂપ છે. પુદ્ગલમાં બંધાતા પુણ્યપાપરૂપ કર્મ તેમાં જીવના શુભ–અશુભ પરિણામ
નિમિત્ત છે. ઘાતીકર્મોની બધી પ્રકૃતિ પાપરૂપ અશુભ જ છે, ને અઘાતીકર્મોમાં કેટલીક
પ્રકૃતિ શુભ–પુણ્યરૂપ છે ને કેટલીક અશુભ–પાપરૂપ છે. જીવનો ભાવ નિમિત્ત અને કર્મ
બંધાયું તે નૈમિત્તિક,–છતાં તેમને કાંઈ કાળભેદ નથી, પહેલાં નિમિત્ત ને પછી નૈમિત્તિક
એમ નથી, તેમજ કોઇ કોઇનું કર્તા પણ નથી. જીવ અને પુદ્ગલ તો ત્રિકાળી પદાર્થ છે
અને બાકીના સાત પદાર્થો (–પુણ્ય–પાપ વગેરે) પર્યાયરૂપ છે, તેની ઉત્પત્તિમાં જીવ
અને પુદ્ગલને નિમિત્ત–નૈમિત્તિકપણું છે. જીવના જે શુભભાવથી પુણ્યકર્મ બંધાયું તે
ભાવને પણ પુણ્ય કહ્યું છે. એ જ રીતે જે અશુભભાવથી પાપકર્મ બંધાયું તે ભાવને પાપ
કહ્યું છે. ત્યાં જીવના પરિણામરૂપ ભાવ પુણ્ય–પાપનું કર્તૃત્વ જીવને જ છે ને પુદ્ગલના
પરિણામરૂપ દ્રવ્ય પુણ્ય–પાપનું કર્તૃત્વ પુદ્ગલમાં જ છે. બંનેના પરિણામ એક સાથે છે
આગળપાછળ નથી. ભાવપુણ્ય–પાપ તે જીવનું કાર્ય હોવા છતાં તે સ્વભાવભૂત નથી,
એટલે ઉપાદેયરૂપ નથી.
વીતરાગભાવ જ કર્તવ્ય; એ જ શાસ્ત્રતાત્પર્ય
ભગવાન આત્મા અરૂપી છે, તેના સુખ–દુઃખ પરિણામ પણ અરૂપી છે. અને
પુદ્ગલકર્મ રૂપી છે, તેના નિમિત્તે બહારમાં ઇષ્ટ અનિષ્ટ સંયોગ મળે છે. વસ્તુ કાંઇ ઇષ્ટ
અનિષ્ટ કલ્પના કરાવતી નથી, પણ જીવ પોતે સ્વભાવથી ખસીને રાગ–દ્વેષ વશ
બહારમાં ઇષ્ટ અનિષ્ટપણાની કલ્પના કરે છે. સંતો કહે છેઃ ભાઈ, બહારના પદાર્થોથી તું
દુઃખી–સુખી નથી. તું તારા રાગદ્વેષાદિ વિકારી પરિણામની ચીકાસથી દુઃખી છો. રાગાદિ
ચીકાસભાવનું નિમિત્ત પામીને જીવને એકક્ષેત્રે પુદ્ગલકર્મ બંધાય છે. જીવનો
વીતરાગભાવ સંવર–નિર્જરા મોક્ષનો હેતુ છે, ને જીવનો સરાગભાવ કર્મના આસ્રવ–
બંધનો હેતુ છે. માટે મોક્ષેચ્છુએ વીતરાગભાવ જ કર્તવ્ય છે. આવો વીતરાગભાવ એ જ
શાસ્ત્રનું તાત્પર્ય છે.
પુણ્યારુંવનો હેતુ–પ્રશસ્ત રાગ
પ્રશસ્તરાગ પુણ્યબંધનું કારણ છે; તે પ્રશસ્ત રાગમાં શું હોય? કે અર્હંત–સિદ્ધ–
સાધુ પ્રત્યે તથા ધર્માત્મા પ્રત્યે કે જિનવાણી પ્રત્યે ભક્તિ હોય છે. જુઓ, આમાં બે વાત
આવી; એક તો પ્રશસ્ત રાગમાં અર્હંતદેવ વગેરેની ભક્તિ હોય છે; અને બીજું અર્હંતદેવ
વગેરેની ભક્તિનો જે પ્રશસ્ત ભાવ છે તે પુણ્યારુંવનો જ હેતુ છે, તે કાંઇ મોક્ષનો હેતુ
નથી. મોક્ષનો હેતુ તો રાગ વગરનો શુદ્ધભાવ જ છે.

PDF/HTML Page 15 of 29
single page version

background image
ઃ ૧૨ઃ આસોઃ ૨૪૯૦
ભગવાન અર્હંતદેવોએ આવા વીતરાગી ધર્મ–શુક્લધ્યાનવડે જ સમસ્ત ઘાતી
કર્મોનો નાશ કર્યો છે. આવા સાચા દેવની ભક્તિ જ પુણ્યારુંવના કારણમાં ગણી છે.
કુદેવાદિના સેવનમાં તો વિષયકષાયનું પોષણ છે, તેથી તેને તો પુણ્યારુંવના કારણમાં
ગણ્યું નથી.
પંચપરમેષ્ઠીનું યથાર્થ સ્વરૂપ ઓળખતાં પોતાના જ્ઞાનાદિમાં જે નિર્મળતા થાય
છે તે નિર્મળતા કાંઇ પુણ્યારુંવનું કારણ નથી; પણ પંચપરમેષ્ઠી પ્રત્યે ભક્તિ–બહુમાન–
વિનય વગેરેનો શુભભાવ છે તે પ્રશસ્તરાગ છે ને તે જ પુણ્યારુંવનું કારણ છે. મોક્ષનું
કારણ સ્વાલંબી ભાવ છે. બંધનું કારણ પરાલંબી ભાવ છે.
શુભ ને અશુભ બંને ભાવો પરાલંબી છે, પણ તેમાં શુભભાવ પ્રશસ્ત છે તે
પુણ્યારુંવનું કારણ છે; તે પ્રશસ્તરાગનો વિષય ‘પ્રશસ્ત’ એવા પંચપરમેષ્ઠી વગેરે છે.
તેમાં રાગની મંદતા છે. પંચપરમેષ્ઠી પ્રશસ્ત છે, સુંદર છે. તેમને અનુસરવામાં રસિકપણું
હોય, ઉત્સાહ હોય, ઉમંગ હોય, આજ્ઞાંકિતપણું હોય–એ બધોય રાગ પ્રશસ્ત છે.
સંસારસંબંધી રાગ સ્ત્રી–પુત્ર–લક્ષ્મી–શરીર વગેરે સંબંધી રાગ તે અપ્રશસ્ત છે.
પ્રશસ્તરાગ ભક્તિપ્રધાન અજ્ઞાનીને હોય છે, તેમજ ઉપરની ભૂમિકામાં સ્થિતિ ન હોય
ત્યારે જ્ઞાનીને પણ હોય છે. સ્વરૂપમાં સ્થિરતા ન રહે ત્યારે જ્ઞાનીની પરિણતિ તીવ્ર
કષાયોમાં તો જતી નથી. કુદેવાદિ અસ્થાનનો રાગ પણ તેમને થતો નથી, તેમને
પંચપરમેષ્ઠી પ્રત્યેની ભક્તિ વગેરેનો પ્રશસ્ત રાગ હોય છે. તે જ્ઞાનીનો પ્રશસ્તરાગ પણ
પુણ્યારુંવનું જ કારણ છે; અને તે જ વખતે તેમને જે સમ્યક્શ્રદ્ધા–જ્ઞાનરૂપ અરાગી ભાવ
વર્તે છે તે સંવર–નિર્જરા મોક્ષનું કારણ છે.
જ્ઞાનીના માર્ગની પ્રસિદ્ધિ
આ પ્રકારે તત્ત્વોને બરાબર જાણવાથી જ્ઞાનીના માર્ગની પ્રસિદ્ધિ થાય છે.
જ્ઞાનીનો માર્ગ તો જગતમાં પ્રસિદ્ધ જ છે, પણ આ જીવ પોતે જ્યારે તે માર્ગ સમજીને,
તત્ત્વ–સ્વરૂપ સમજીને પોતામાં ભેદજ્ઞાન પ્રગટ કરે ત્યારે તેને જ્ઞાનીનો માર્ગ પ્રસિદ્ધ થયો
કહેવાય. એક રત્ન પોતાની પાસે જ પ્રગટ પડયું હોય, પણ જેની આંખો બંધ છે, જે અંધ
છે ને તે રત્નને દેખતો નથી તેને તો તે રત્ન અપ્રસિદ્ધ જ છે, છે તો પાસે જ પણ તે
દેખતો નથી ત્યાં સુધી તેને તો તે અપ્રસિદ્ધ જ છે, આંખ ખોલીને જુએ ત્યારે તે પ્રસિદ્ધ
થયું કહેવાય. તેમ સર્વજ્ઞ ભગવાને કહેલાં નવતત્ત્વો પ્રગટ–પ્રસિદ્ધ છે, પણ જે જીવ પોતે
તેનું યથાર્થ જ્ઞાન ન કરે, જ્ઞાનચક્ષુ ન ખોલે તેને તો તે અપ્રસિદ્ધ છે, જ્યારે પોતે
જ્ઞાનચક્ષુ ખોલીને યથાર્થ તત્ત્વોને જાણે ત્યારે ભગવાનના માર્ગની પ્રસિદ્ધિ થઇ કહેવાય.
અજીવથી ભિન્ન ચૈતન્યતત્ત્વ પોતાના અંતરમાં જ છે, ને સાતતત્ત્વોનું પરિણમન પણ
જીવની પોતાની પર્યાયમાં જ થાય છે, તેનું સ્વરૂપ ઓળખે તો આસ્રવબંધ ટળે, સંવર
નિર્જરા પ્રગટે ને મોક્ષની પ્રસિદ્ધિ થાય. આ માટે તત્ત્વોનું સ્વરૂપ બરાબર જાણવું જોઇએ.

PDF/HTML Page 16 of 29
single page version

background image
આસોઃ ૨૪૯૦ઃ ૧૩ઃ
સં વ ર
ભાઈ, આસ્રવ શું, સંવર શું, તે બધા તત્ત્વોને જેમ
છે તેમ ભિન્નભિન્ન ઓળખ તો તને સમ્યગ્જ્ઞાનના
માર્ગની પ્રસિદ્ધિ થાય. આસ્રવનો માર્ગ બહિર્મુખ છે ને
સંવરનો માર્ગ અંતર્મુખ છે–આવા ભિન્નભિન્ન માર્ગને જે
જીવ ઓળખતો નથી તે ભ્રમથી સંવરના માર્ગને બદલે
આસ્રવના માર્ગે ચડી જાય છે, આસ્રવના કારણરૂપ શુભ
રાગને સંવરના કારણરૂપ માને છે,–તેને સંવર ક્યાંથી
પ્રગટે? સંવરનો ખરો માર્ગ એટલે કે સંવરનું સાચું
સ્વરૂપ ઓળખે તો સંવર પ્રગટે.
(પંચાસ્તિકાય ઉપરના પ્રવચનોમાંથી)
નવપદાર્થમાં સંવર પદાર્થ શું છે તેની આ વાત છે. સંવર કહો કે ધર્મ કહો. જીવની
ચૈતન્યપરિણતિ એવી નિર્મળ થાય કે સર્વે પદાર્થો પ્રત્યે સમભાવ રહે, રાગ–દ્વેષ–
મોહભાવ ન થાય, સંયોગ–વિયોગમાં રાગ–દ્વેષ ન થાય, આવી વિશુદ્ધ પરિણતિ તે
જીવનો ભાવસંવર છે. આવા ભાવસંવરને પામીને શુભાશુભકર્મનો આસ્રવ અટકી જાય
તે દ્રવ્યસંવર છે. દેવગુરુ પ્રત્યેની પરમ ભક્તિ, સાધર્મીનો પ્રેમ વગેરે શુભભાવ
જ્ઞાનીધર્માત્માને હોય છે, જ્ઞાની તેને શુભઆસ્રવનું કારણ સમજે છે; ને સંવરનું કારણ તો
રાગ–દ્વેષ–મોહ વિનાના વિશુદ્ધ ચૈતન્યપરિણામ છે–એમ જાણે છે સંવરનો પ્રારંભ
સમ્યગ્દર્શનથી થાય છે. સમ્યગ્દર્શન થતાં જ મિથ્યાત્વાદિ ભાવો ટળી જાય છે અને
મિથ્યાત્વકૃત ૪૧ કર્મપ્રકૃતિનો આસ્રવ તો થતો જ નથી. સમ્યગ્દ્રષ્ટિને સમસ્ત પરથી
ભિન્ન ચૈતન્યનું ભાન થયું છે એટલે કોઈ પણ પરદ્રવ્ય ઇષ્ટ–અનિષ્ટપણે ભાસતું નથી,
એટલે ઇષ્ટ–અનિષ્ટપણાની બુદ્ધિપૂર્વક તેને કોઇ પણ પર દ્રવ્ય પ્રત્યે રાગ દ્વેષ થતા નથી;
એટલે મિથ્યાત્વસહિતના અનંતાનુબંધી રાગ–દ્વેષનો તો તેને સંવર થઇ ગયો છે.
રાગપરિણતિ ને વીતરાગપરિણતિ બંનેની ધારા જુદી પડી ગઇ છે.

PDF/HTML Page 17 of 29
single page version

background image
ઃ ૧૪ઃ આસોઃ ૨૪૯૦
સ્વદ્રવ્ય શું ને પરદ્રવ્ય શું એની ભિન્નતાનું જેને ભાન નથી તેને તો
મિથ્યાત્વનો મહાન આસ્રવ પડયો છે; શુભરાગ વખતે ય અજ્ઞાનને લીધે તેને
મિથ્યાત્વાદિનો આસ્રવ પણ થયા કરે છે. સમ્યગ્દર્શન વગર સંવરધર્મ થાય નહિ.
સંવર વિના કર્મબંધ અટકે નહિ અને કર્મબંધન અટકયા વગર મોક્ષ થાય નહિ. અહીં
સમ્યગ્દર્શન ઉપરાંત મુનિના વિશેષ સંવરની વાત કરી છેઃ મુનિદશામાં તો
ચૈતન્યપરિણતિ એવી નિર્મળ થઈ ગઈ છે કે તેમાં રાગ–દ્વેષરૂપ મલિનતા થતી નથી;
કોઈ પૂજે કે કોઈ નિંદે–તેમાં તેમને સમભાવ છે, જીવન કે મરણ પ્રત્યે જેને સમભાવ
છે, આવી સમભાવરૂપ વીતરાગ પરિણતિવડે શુભાશુભ કર્મનો આસ્રવ થતો નથી.
પણ સંવર જ થાય છે. સમ્યગ્દ્રષ્ટિ–ગૃહસ્થને જેટલા રાગ–દ્વેષ છે તેટલો આસ્રવ છે;
પણ તે રાગ–દ્વેષ વખતે ય સમ્યગ્દર્શનરૂપી સંવર તો ચાલુ જ છે એટલે મિથ્યાત્વાદિ
૪૧ પ્રકૃતિનો આસ્રવ તો તેને થતો જ નથી. સમ્યગ્દર્શન પણ અપૂર્વ સંવર દશા છે;
અને ચારિત્રદશા તો ઘણી નિર્મળ છે, તેમાં ઘણો સંવર છે.
મારું સ્વદ્રવ્ય તો શુદ્ધ ચૈતન્ય છે. એ સ્વદ્રવ્યથી બહાર પરદ્રવ્યમાં મારું કાંઈ જ
કર્તૃત્વ નથી. જેમ કોઇ ઈશ્વર આ જીવ–અજીવમય સૃષ્ટિના કર્તા નથી તેમ મારી ચૈતન્ય–
પ્રભુતાથી ભરેલો હું પણ જગતના કોઇ જીવ–અજીવની અવસ્થાનો કર્તા નથી. પરમાં
મારું કર્તૃત્વ નથી તેમ તે મને ઇષ્ટ કે અનિષ્ટ પણ નથી. જ્યાં આવો સમ્યક્ અભિપ્રાય
થયો ત્યાં રાગ–દ્વેષનું જોર તૂટી ગયું. જેને ઇષ્ટ કે હિતકારી માને તેના પ્રત્યે
મમત્વબુદ્ધિથી રાગ થયા વગર રહે નહિ, અને જેને અનિષ્ટ કે દુઃખકારી માને તેના પ્રત્યે
દ્વેષબુદ્ધિથી દ્વેષ થયા વગર રહે નહિ, આ રીતે પરદ્રવ્યમાં ઇષ્ટ–અનિષ્ટપણાની બુદ્ધિ તે
રાગદ્વેષનું મૂળ છે. જ્યાં એવી મિથ્યાબુદ્ધિ પડી હોય ત્યાં રાગ–દ્વેષ ટળે નહિ ને
સમભાવરૂપ સંવર થાય નહિ. માટે સંવરનો પહેલો માર્ગ એ છે કે યથાર્થ ભેદજ્ઞાન કરવું.
પછી સ્વરૂપમાં સ્થિરતા વડે શુદ્ધોપયોગ થતાં સંવરની પૂર્ણતા થાય છે. શુદ્ધોપયોગ તો
સાક્ષાત્ નિરારુંવ છે. સમ્યગ્દર્શન થતાં ઘણો સંવર પ્રગટયો હોવા છતાં હજી જેટલા
શુભાશુભ પરિણામ છે તેટલો આસ્રવ પણ છે; પણ તે આસ્રવને ચૈતન્યસ્વભાવથી
ભિન્નપણે જાણતા થકા જ્ઞાની તેમાં તન્મય થઇને પરિણમતા નથી, માટે શ્રદ્ધાઅપેક્ષાએ
તો તેને પણ નિરારુંવપણું જ છે.
ભાઈ, આસ્રવ શું, સંવર શું, તે બધા તત્ત્વોને જેમ છે તેમ ભિન્નભિન્ન ઓળખ
તો તને સમ્યગ્જ્ઞાનના માર્ગની પ્રસિદ્ધિ થાય. અજ્ઞાની તો આસ્રવના કારણરૂપ
શુભરાગને સંવરના કારણ તરીકે માને છે; આસ્રવનો માર્ગ બહિર્મુખ છે ને સંવરનો
માર્ગ અંતર્મુખ છે,–એવા ભિન્નભિન્ન માર્ગને અજ્ઞાની ઓળખતો નથી, એટલે ભ્રમથી
સંવરના માર્ગને

PDF/HTML Page 18 of 29
single page version

background image
આસોઃ ૨૪૯૦ઃ ૧પઃ
બદલે આસ્રવના માર્ગે તે ચડી જાય છે; ઊભો છે આસ્રવ વચ્ચે, અને માને છે એમ કે હું
સંવરના માર્ગમાં છું–તેને આસ્રવ કયાંથી અટકે? ને સંવર કયાંથી પ્રગટે?
સંવરદશા અંતરની ચીજ છે, એ કાંઈ બહારની ક્રિયામાં નથી. ચૈતન્યની નિર્મોહ–
વીતરાગ પરિણતિ વડે રાગ–દ્વેષ–મોહભાવ અટકી જાય તે સંવર છે, એવો સંવરભાવ
પ્રગટતાં કર્મનો આસ્રવ પણ અટકી જાય છે, તે દ્રવ્યસંવર છે. અંદરની નિર્મળદશાને જે
ઓળખતો નથી તે બહારથી સંવરનું માપ કરવા જાય છે. બહારમાં સંયોગો છોડીને બેસે
ને શુભક્રિયાઓમાં ઉપયોગને જોડે પણ ભેદજ્ઞાન વડે ભાવશુદ્ધિ ન કરે, તો ભાવશુદ્ધિ
વગર સંવર થાય નહિ. ભાવશુદ્ધિ વગર ભાવહિંસા છૂટે નહિ, કેમકે મિથ્યાત્વભાવનું
સેવન તે જ મોટી આત્મહિંસા છે. ને તે સમસ્તકર્મના આસ્રવનું મૂળ છે. જ્યાં સમ્યક્
આત્મભાન થયું, વિકાર અને ચૈતન્યસ્વભાવનું ભેદજ્ઞાન થયું ત્યાં તે ભેદજ્ઞાનના બળે
સમસ્ત આસ્રવનું મૂળ છેદાઇ ગયું...ને અપૂર્વ સંવરની શરૂઆત થઇ–આનું નામ ધર્મ ને
આ જ મોક્ષનો માર્ગ.
સમ્યગ્દર્શન થયા પછી અવ્રતાદિનો રાગ હોય, પણ તે રાગ સમ્યગ્દર્શનને
બગાડતો નથી. જેમ રાગ વડે સમ્યગ્દર્શન થતું નથી, તેમ સમ્યગ્દર્શનની ભૂમિકામાં રાગ
હોય તે રાગવડે સમ્યગ્દર્શનનો નાશ પણ થતો નથી. સમ્યગ્દર્શન થયા પછી રાગ–દ્વેષ
થાય જ નહિ–એવો નિયમ હોય તો તો ચોથા ગુણસ્થાન અને તેરમા ગુણસ્થાન વચ્ચે
કોઇ આંતરો જ ન રહે; સમ્યગ્દર્શન થતાં વેંત જ વીતરાગતા ને કેવળજ્ઞાન થઇ જાય.–
પણ એવો નિયમ નથી. સમ્યગ્દ્રષ્ટિને અમુક રાગ હો તોપણ તેને રાગ વખતે તેનાથી
જુદી જ સમ્યગ્દર્શનપરિણતિની ધારા અખંડપણે વહી રહી છે; એટલે રાગકૃત આસ્રવ
અને સમ્યગ્દર્શનકૃત સંવર એ બંને તેને એક સાથે જ વર્તે છે. રાગ હોય તે ચારિત્રદોષ
છે, અને રાગ સાથે તન્મયપરિણતિ થઈ જાય તો શ્રદ્ધાનો દોષ છે. શ્રદ્ધાનો જ્યાં દોષ
હોય ત્યાં તો સંવરધર્મ અંશમાત્ર નથી હોતો. ચારિત્રનો દોષ (અસ્થિરતાના રાગદ્વેષ)
હોય પણ જો શ્રદ્ધા સાચી વર્તતી હોય તો ત્યાં થોડોક આસ્રવ ને ઘણો સંવર છે.–આવા
યથાર્થ જ્ઞાનવડે માર્ગની પ્રસિદ્ધિ થાય છે. જેને તત્ત્વનિર્ણયમાં ભૂલ હોય તેને માર્ગ
પ્રસિદ્ધ થતો નથી.
જુઓ, સંવર કોને થાય?–કે જેને અશુભનો તો નિરોધ હોય ને શુભનો પણ
નિરોધ હોય–એવા વિરત યોગીને સંવર થાય છે; એટલે શુભપરિણામને સંવરનું કારણ
ન કહ્યું પણ શુભપરિણામના અભાવને સંવરનું કારણ કહ્યું. શુભપરિણામ તો પુણ્યકર્મના
આસ્રવનું કારણ છે. આસ્રવના કારણને જે સંવરનું કારણ માને તેને ખરેખર સંવર થતો
નથી, તેમજ

PDF/HTML Page 19 of 29
single page version

background image
ઃ ૧૬ઃ આસોઃ ૨૪૯૦
સમ્યક્માર્ગ તેને પ્રસિદ્ધ થતો નથી. સમ્યગ્દ્રષ્ટિને જો કે હજી શુભાશુભ ભાવોથી સર્વથા
નિવૃત્તિ નથી થઇ, પરંતુ જે શુભાશુભ ભાવો છે તેનાથી ભિન્ન ચિદાનંદ સ્વભાવને
સ્વાનુભવથી જાણ્યો છે, એટલે અનુભવદ્રષ્ટિમાં તેને શુભાશુભનો અભાવ છે; તેથી
શુભાશુભપરિણામમાં એકત્વબુદ્ધિથી જે અનંત આસ્રવ થતો તે તો તેને અટકી જ ગયો
છે, મિથ્યાત્વકૃત અનંતા કર્મોનો તો સંવર થયો છે, ને શુભાશુભકૃત અલ્પ આસ્રવ છે.
શુદ્ધોપયોગી મુનિને પૂર્ણ સંવર થાય છે.
આસ્રવનું મુખ્ય કારણ શું? ને સંવરનું મુખ્ય કારણ શું? તે પહેલાં ઓળખવું
જોઇએ. આસ્રવનું અથવા તો સંસારનું મૂળ કારણ મિથ્યાત્વ છે; સંવરનું અથવા તો
મોક્ષનું મૂળ કારણ સમ્યગ્દર્શન છે. ભેદજ્ઞાન કરીને ઉપયોગ જ્યાં નિજસ્વભાવ તરફ
ઝૂક્યો ત્યારે શુભાશુભપરિણામના અભાવથી દ્રવ્યકર્મના આસ્રવનો પણ અભાવ થયો.
એટલે વિકારપરિણામ વગરની એકલી બાહ્યક્રિયા કે યોગનું કંપન તે ખરેખર બંધનું
કારણ નથી. કઇ બાજુ ઉપયોગને વાળવાથી આરુંવ અટકે એની પણ જેને ઓળખાણ
નથી તે ઉપયોગને કયાં લઇ જશે? વિકારીભાવ વગર એકલું પ્રદેશોનું કંપન હોય ત્યાં
રજકણો આવીને તરત જ ચાલ્યા જાય છે, આત્મા સાથે તે બંધાતા નથી, તેમાં સ્થિતિ કે
રસ હોતો નથી. આ રીતે સમ્યગ્દર્શન અને શુદ્ધોપયોગ થતાં ભાવસંવર તેમજ દ્રવ્યસંવર
થાય છે; એટલે સંવરનો પ્રયોગ અંતરમાં છે. સમ્યગ્દર્શનમાં સ્વભાવની શુદ્ધતાનું વેદન
થયું ને એટલો સંવર થયો છતાં હજી જેટલા શુભાશુભપરિણામ થાય છે તેટલું
અશુદ્ધતાનું વેદન પણ છે ને તેટલો આસ્રવ પણ થાય છે. શુદ્ધોપયોગ વડે શુભાશુભ
ભાવ અટકયા તેટલો સંવર થયો, અને તે શુદ્ધોપયોગમાં જેટલી વૃદ્ધિ થઇ તેટલી નિર્જરા
થઇ. આ રીતે શુદ્ધોપયોગના જ બળથી નવા કર્મનો આસ્રવ અટકે છે, જુનાં કર્મો નિર્જરે
છે; એટલે શુદ્ધોપયોગ તે મોક્ષનો હેતુ છે.

PDF/HTML Page 20 of 29
single page version

background image
આસોઃ ૨૪૯૦ઃ ૧૭ઃ
નિ ર્જ રા
શુભપરિણામમાં ઉપયોગને જોડીને તેને જે
લાભનું (સંવર–નિર્જરાનું) કારણ માને, તેનો
ઉપયોગ તો રાગમાં એકાગ્રતાથી મલિન થઇ રહ્યો
છે, અને તે તો આસ્રવનું જ કારણ છે; તેને
જ્ઞાનીના માર્ગની પ્રસિદ્ધિ થતી નથી. જ્ઞાનીના
અંતરમાં તો સમ્યગ્દર્શનરૂપી દીવડા વડે માર્ગની
પ્રસિદ્ધિ થઈ છે. તેનો ઉપયોગ રાગથી જુદો પડી
ગયો છે એટલે ઉપયોગમાં શુદ્ધતા પ્રગટી છે, તે
શુદ્ધતા સંવર–નિર્જરાનું કારણ છે.
[પંચાસ્તિકાય ઉપરના પ્રવચનમાંથી]
જગતમાં અનંત આત્મા; એકેક આત્મામાં અનંત ગુણો; અને એકેક ગુણમાં
અનંત તાકાત. આવો મહિમાવંત આત્મસ્વભાવ તેમાં ઉપયોગને રોકતાં કર્મ રોકાય છે,
ને તેમાં ઉપયોગને લીન કરીને વિશેષ શુદ્ધતા કરતાં અશુદ્ધતા છૂટી જાય છે ને કર્મો
નિર્જરી જાય છે. આ રીતે નિર્જરામાં ત્રણ પ્રકાર આવ્યા (૧) શુદ્ધતાની વૃદ્ધિ (૨)
અશુદ્ધતાની હાની અને (૩) કર્મોનું ખરવું. પહેલા બંને પ્રકાર ભાવનિર્જરારૂપ છે, તેમાં
એક અસ્તિરૂપ ને બીજામાં નાસ્તિરૂપ પ્રકાર છે; ને ત્રીજો પ્રકાર તે દ્રવ્યનિર્જરા છે તે
આત્માથી ભિન્ન, જડમાં છે.
આવી નિર્જરા તે મોક્ષનો હેતુ છે. આવી નિર્જરા સંવરપૂર્વક થાય છે; અને સંવર
ભેદજ્ઞાનપૂર્વક થાય છે. જેને ભેદજ્ઞાન નથી, જેને શુદ્ધઆત્માનો અનુભવ નથી તેને સંવર,
નિર્જરા કે મોક્ષ થતો નથી. જેણે દ્રવ્યકર્મથી ભિન્ન આત્માને જાણ્યો નથી. જેણે અશુદ્ધ
ભાવોથી ભિન્ન આત્મસ્વભાવને જાણ્યો નથી, એટલે શુદ્ધતા ને અશુદ્ધતા વચ્ચે કે સ્વ અને