PDF/HTML Page 1 of 45
single page version
PDF/HTML Page 2 of 45
single page version
PDF/HTML Page 3 of 45
single page version
PDF/HTML Page 4 of 45
single page version
આસો વદ અમાસનું પરોઢિયું....
આખુંય ભારત આજે અનેરા આનંદથી આ દીપોત્સવ ઊજવી રહ્યું છે. શેનો છે
મોક્ષગમનનું સ્મરણ કરી રહ્યા છે ને તે પવિત્રપદની ભાવના ભાવી રહ્યા છે. અહા,
ભગવાન મહાવીર આજે સંસારબંધનથી છૂટીને અભૂતપૂર્વ સિદ્ધપદને પામ્યા, અત્યારે
તેઓ સિદ્ધાલયમાં બિરાજી રહ્યા છે. પાવાપુરીના જલમંદિરની ઉપર–ઠેઠ ઉપર લોકાગ્રે
પ્રભુ સિદ્ધપદમાં બિરાજી રહ્યા છે.
જ્ઞાનાદિ ચાર સ્વભાવ છે, અક્ષય, અનાશ, અછેદ્ય છે.
અનુપમ, અતીન્દ્રિય, પુણ્ય– પાપવિમુક્ત અવ્યાબાધ છે,
પુનરાગમનવિરહિત, નિરાલંબન, સુનિશ્ચળ નિત્ય છે.
PDF/HTML Page 5 of 45
single page version
જેથી જનમમરણાદિહીન ને અષ્ટગુણ સંયુક્ત છે.
અશરીર ને અવિનાશ છે, નિર્મળ અતીન્દ્રિય શુદ્ધ છે,
જ્યમ લોક–અગ્રે સિદ્ધ, તે રીત જાણ સૌ સંસારીને.
દીવડાવડે આખું ય ભારત આજે પણ ઊજવે?
સુધી આત્મજ્ઞાન ન કરે ત્યાં સુધી અનેક ભવમાં સંસારભ્રમણ કરે છે. એ રીતે
ભવચક્રમાં ભમતાં ભમતાં તે જીવ એકવાર વિદેહક્ષેત્રમાં પુંડરીકિણી નગરીના મધુવનમાં
પુરુરવા નામે ભીલરાજા થયો; ત્યારે સાગરસેન નામના મુનિરાજને દેખીને પ્રથમ તો
મારવા તૈયાર થયો પણ પછી તેમને વનદેવતા સમજીને નમસ્કાર કર્યા ને તેમના શાન્ત
વચનોથી પ્રભાવિત થઈને માંસાદિના ત્યાગનું વ્રત ગ્રહણ કર્યું. વ્રતના પ્રભાવે પહેલા
સ્વર્ગનો દેવ થયો ને પછી ત્યાંથી અયોધ્યાનગરીમાં ભરતચક્રવર્તીનો પુત્ર મરીચી થયો;
ચોવીસમા–અંતિમ તીર્થંકરનો જીવ પ્રથમ–તીર્થંકરનો પૌત્ર થયો. ત્યારે તેણે પોતાના દાદા
સાથે દેખાદેખીથી દીક્ષા તો લીધી પરંતુ વીતરાગ–મુનિમાર્ગનું પાલન કરી શક્્યો નહિ
તેથી ભ્રષ્ટ થઈને તેણે મિથ્યામાર્ગનું પ્રવર્તન કર્યું. માનના ઉદયથી તેને એમ વિચાર થયો
કે જેમ ભગવાન ઋષભદાદાએ તીર્થંકર થઈને ત્રણલોકમાં આશ્ચર્યકારી સામર્થ્ય પ્રાપ્ત
કર્યું છે તેમ હું પણ બીજો મત ચલાવીને તેનો નાયક થઈને તેમની જેમ ઈન્દ્ર વડે પૂજાની
પ્રતીક્ષા કરીશ; હું પણ મારા દાદાની જેમ તીર્થંકર થઈશ. (ભાવિ તીર્થંકર થનાર દ્રવ્યમાં
તીર્થંકરત્વના કોડ જાગ્યા!)
ભરતક્ષેત્રમાં અંતિમ તીર્થંકર (મહાવીર) થશે. પ્રભુની વાણીમાં પોતાના તીર્થંકરત્વની
વાત સાંભળતાં મરીચીને ઘણું આત્મગૌરવ થયું. તો પણ હજી સુધી તે ધર્મ પામ્યો ન
હતો. અરે, તીર્થંકરદેવની દિવ્યધ્વનિ સાંભળીને પણ એણે સમ્યક્ધર્મનું ગ્રહણ ન કર્યું.
આત્મભાન વગર સંસારના કેટલાય ભવોમાં તે જીવ રખડયો.
PDF/HTML Page 6 of 45
single page version
અંતે મિથ્યામાર્ગના તીવ્રસેવનના કુફળથી સમસ્ત અધોગતિમાં જન્મ ધારણ કરીકરીને,
ત્રસ–સ્થાવર પર્યાયોમાં અસંખ્યાત વર્ષો સુધી તીવ્ર દુઃખો ભોગવ્યા એ પરિભ્રમણ
કરીકરીને તે આત્મા બહુ જ થાકયો ને ખેદખિન્ન થયો.
વ્યર્થ હતું. મિથ્યાત્વના સેવનપૂર્વક ત્યાંથી મરીને દેવ થયો, ને પછી રાજગૃહીમાં વિશ્વનંદી
નામનો રાજપુત્ર થયો અને ત્યાં માત્ર એક ઉપવન માટે સંસારની માયાજાળ દેખીને તે
વિરક્ત થયો ને સંભૂતસ્વામી પાસે જૈનદીક્ષા લીધી; ત્યાં નિદાનસહિત મરણ કરી
સ્વર્ગમાં ગયો, ને ત્યાંથી ભરતક્ષેત્રના પોદનપુર નગરમાં બાહુબલીસ્વામીની વંશ–
પરંપરામાં ત્રિપૃષ્ઠ નામનો અર્ધચક્રી (વાસુદેવ) થયો; અને તીવ્ર આરંભ–પરિગ્રહના
પરિણામ સહિત અતૃપ્તપણે મરીને ત્યાંથી સાતમી નરકે ગયો. અરે, એ નરકના ઘોર
દુઃખોની શી વાત! સંસારભ્રમણમાં ભમતા જીવે અજ્ઞાનથી કયા દુઃખ નહિ ભોગવ્યા
હોય!!!
ગયો...ને ત્યાંથી નીકળી જંબુદ્વીપના હિમવન્ પર્વત ઉપર દેદીપ્યમાન સિંહ થયો....
મહાવીરનો જીવ આ સિંહપર્યાયમાં આત્મલાભ પામ્યો. કઈ રીતે પામ્યો? તે પ્રસંગ
જોઈએ:
તીર્થંકરના વચનનું સ્મરણ કરીને, દયાવશ આકાશમાર્ગેથી નીચે ઊતરીને તે સિંહને
ધર્મનું સંબોધન કર્યું: હે ભવ્ય મૃગરાજ! આ પહેલાં ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં તેં ઘણા
વાંછિત વિષયો ભોગવ્યા ને નરકના અનેક પ્રકારના ઘોર દુઃખો પણ અશરણપણે
આક્રન્દ કરીકરીને તેં ભોગવ્યા, ત્યારે દશે દિશામાં શરણ માટે તેં પોકાર કર્યો પણ ક્્યાંય
તને શરણ ન મળ્યું. અરે! હજી પણ ક્રૂરતાપૂર્વક તું પાપનું ઉપાર્જન કરી રહ્યો છે? તારા
ઘોર અજ્ઞાનને લીધે હજી સુધી તેં તત્ત્વને ન જાણ્યું. માટે શાંત થા...
PDF/HTML Page 7 of 45
single page version
ને આ દુષ્ટ પરિણામ છોડ. મુનિરાજના મધુર વચનો સાંભળતાં જ સિંહને પૂર્વભવોનું
જ્ઞાન થયું, અશ્રુધારા ટપકવા લાગી...પરિણામ વિશુદ્ધ થયા...ત્યારે મુનિરાજે જોયું કે આ
સિંહના પરિણામ શાંત થયા છે ને તે મારા તરફ આતુરતાથી દેખી રહ્યો છે, તેથી
અત્યારે જરૂર તે સમ્યક્ત્વ ગ્રહણ કરશે.
ભીલથી માંડીને તેના અનેક
ભવો બતાવીને કહ્યું કે હે
શાર્દૂલ! હવેના દશમા ભવે તું
ભરતક્ષેત્રનો તીર્થંકર થશે,
શ્રીમુખથી અમે સાંભળ્યું છે.
માટે
આત્મહિતકારી એવા
સમ્યક્માર્ગમાં પ્રવૃત્ત થા.
રૌદ્રરસને બદલે તુરત જ શાંતરસ પ્રગટ કર્યો ને તે સમ્યક્ત્વ પામ્યો...એટલું જ નહિ,
તેણે નિરાહારવ્રત અંગીકાર કર્યું. અહા, સિંહની શૂર–વીરતા સફળ થઈ. શાસ્ત્રાકાર કહે
છે કે એ વખત વૈરાગ્યથી તેણે એવું ઘોર પરાક્રમ પ્રગટ કર્યું કે, જો તિર્યંચગતિમાં મોક્ષ
હોત તો જરૂર તે મોક્ષ પામ્યો હોત! તે સિંહપર્યાયમાં સમાધિમરણ કરીને સિંહકેતુ
નામનો દેવ થયો.
ગયો. ત્યાંથી સાકેતપુરી (અયોધ્યા)માં હરિસેન રાજા થયો ને પછી સંયમી થઈને
સ્વર્ગમાં ગયો. ત્યાંથી ધાતકીખંડમાં પૂર્વવિદેહની પુંડરીકિણીનગરીમાં પ્રિયમિત્ર નામનો
ચક્રવર્તી રાજા થયો; ક્ષેમંકર તીર્થંકર સમીપ દીક્ષા લીધી ને સહસ્રાર સ્વર્ગમાં સૂર્યપ્રભદેવ
થયો. ત્યાંથી જંબુદ્વીપના છત્રપુરનગરમાં નંદરાજા થયો, ને દીક્ષા લઈ, ઉત્તમ સંયમ
પાળી, ૧૧ અંગનું જ્ઞાન પ્રાપ્ત કરી, દર્શનશુદ્ધિ વગેરે ૧૬ ભાવના વડે તીર્થંકરનામકર્મ
PDF/HTML Page 8 of 45
single page version
પુષ્પોત્તરવિમાનમાં ઈન્દ્ર થયો.
પ્રિયકારિણીમાતાના એ વર્દ્ધમાનપુત્રે ચૈત્ર સુદ તેરસે આ ભરતભૂમિને પાવન કરી.
એ વીર વર્દ્ધમાન બાલતીર્થંકરને દેખતાં જ સંજય ને વિજય નામના મુનિઓનો
સંદેહ દૂર થયો તેથી પ્રસન્નતાથી તેઓએ ‘સન્મતિનાથ’ નામ આપ્યું. સંગમ
નામના દેવે ભયંકર સર્પનું રૂપ ધારણ કરીને એ બાળકની નિર્ભયતાની ને વીરતાની
પરીક્ષા કરીને ભક્તિથી ‘મહાવીર’ નામ આપ્યું. ત્રીસ વર્ષના કુમારકાળમાં તો
એમને જાતિસ્મરણ થયું ને સંસારથી વિરક્ત થઈને (કારતક વદ દશમે) સ્વયં
દીક્ષિત્ થયા. તેમને ઉત્તમ ખીરવડે પ્રથમ આહારદાન ફૂલપાકનગરીના ફૂલરાજાએ
કર્યું. ઊજ્જૈનનગરીના વનમાં રૂદ્રે તેમના પર ઘોર ઉપદ્રવ કર્યો પણ એ વીર
મુનિરાજ નિજધ્યાનથી જરાપણ ન ડગ્યા તે ન જ ડગ્યા...તેથી નમ્રીભૂત થઈને રુદ્રે
સ્તુતિ કરી ને ‘અતિવીર’ (મહાતિમહાવીર) એવું નામ આપ્યું.
આહારદાન કર્યું. સાડાબાર વર્ષ મુનિદશામાં રહીને, વૈશાખ સુદ દસમના રોજ,
સમ્મેદશિખરજી તીર્થંથી દશેક માઈલ દૂર જાૃંભિકગામની ઋજુકૂલા સરિતાના કિનારે
ક્ષપકશ્રેણી માંડીને પ્રભુએ કેવળજ્ઞાન પ્રગટ કર્યું. એ અર્હંતભગવાન રાજગૃહીના
વિપુલાચલ પર પધાર્યા. ૬૬ દિવસ બાદ, અષાડ વદ એકમથી દિવ્યધ્વનિદ્વારા
ધર્મામૃતની વર્ષા શરૂ થઈ; તે ઝીલીને ઈન્દ્રિભૂતિ–ગૌતમ વગેરે અનેક જીવો પ્રતિબોધ
પામ્યા. વીરનાથની ધર્મસભામાં ૭૦૦ તો કેવળીભગવંતો હતા; કૂલ ૧૪૦૦૦ મુનિવરો
ને ૩૬૦૦૦ અર્જિકાઓ હતા, એક લાખ શ્રાવકો ને ત્રણલાખ શ્રાવિકાઓ હતા, અસંખ્ય
દેવો ને સંખ્યાતા તિર્યંચો હતા. ત્રીસવર્ષ સુધી લાખો–કરોડો જીવોને પ્રતિબોધીને
વીરપ્રભુજી પાવાપુરી નગરીમાં પધાર્યા; ત્યાંના ઉદ્યાનમાં યોગનિરોધ કરીને બિરાજમાન
થયા, ને આસો વદ અમાસના પરોઢિયે પરમ સિદ્ધપદને પામી સિદ્ધાલયમાં જઈ
બિરાજ્યા.....તે સિદ્ધપ્રભુને નમસ્કાર હો.
ઉપદેશ પણ એમ જ કરી, નિવૃત્ત થયા; નમું તેમને.
PDF/HTML Page 9 of 45
single page version
સિદ્ધિ વર્યા, નમું તેમને, નિર્વાણના તે માર્ગને.
ભગવાનના મોક્ષનો મોટો મહોત્સવ કર્યો. અમાસની અંધારી રાત કરોડો દીપકોથી
ઝગમગી ઊઠી. કરોડો દીપની આવલીથી ઉજવાયેલો એ નિર્વાણમહોત્સવ દીપાવલી પર્વ
તરીકે ભારતભરમાં પ્રસિદ્ધ થયો...ને ઈસ્વીસનની પહેલાં પ૨૭ વર્ષ પૂર્વે બનેલો એ
પ્રસંગ આજેય આપણે સૌ આનંદપૂર્વક દીપાવલી પર્વ તરીકે આનંદથી ઊજવીએ છીએ.
દીપાવલી એ ભારતનું સર્વમાન્ય આનંદકારી ધાર્મિક પર્વ છે.
આત્મસાધનાને યાદ કરીને આપણે પણ એ વીરમાર્ગે
સંચરીએ ને આત્મામાં રત્નત્રયદીવડા પ્રગટાવીને
અપૂર્વ દીપાવલીપર્વ ઊજવીએ...એ જ ભાવના.
PDF/HTML Page 10 of 45
single page version
આત્મધર્મનો ચાલુ વિભાગ: લેખાંક ૩: વિવિધ વચનામૃતનો આ વિભાગ
પ્રવચનોમાંથી, વિવિધ શાસ્ત્રોમાંથી તેમજ રાત્રિચર્ચા વગેરે પ્રસંગો ઉપરથી તૈયાર
કરવામાં આવે છે.
* ત્રિકાળી તત્ત્વની શાંતિ બહારમાં શોધીને અજ્ઞાનીઓ આકુળતા કરે છે પણ
ને અંતરનો આશ્રય કરે નહિ તેને ધર્મ થાય નહીં બહારની સામગ્રી સ્વયમેવ તેના કારણે
બહારના સાધનોને કારણે રાગ થતો નથી. ભૂમિકાનુસાર અશુભ રાગ ટાળીને શુભ
થાય, પણ મારા રાગથી હું બહારનું મેળવું છું–એવી એકત્વબુદ્ધિ ન કરવી. શુભરાગ તે
ચારિત્રનો વિકાર છે; ક્ષેત્રાંતર તે પ્રદેશત્વની ક્રિયા છે. એકને લીધે બીજાનું થતું નથી,
ઈચ્છાને આધીન ગમન નથી, અને શરીરની ક્રિયા તો તદ્ન જુદી જ છે. કર્મને કે શરીરને
આધીન તો આત્મા નથી જ, પણ ઈચ્છાને આધીન પણ આત્માનું ગમન નથી અને
ઈચ્છાને આધીન શરીરની ક્રિયા નથી. બીજા તત્ત્વોથી તો આત્મામાં કાંઈ થતું નથી. ને
પોતામાં પણ રાગને લીધે ધર્મ થતો નથી. અજ્ઞાની પોતાના સ્વભાવને શોધતો નથી ને
બહારના પદાર્થોને શોધે છે. જો સ્વભાવને શોધે તો નિમિત્ત પણ સ્વયમેવ હોય જ છે,
(૧૦૩) ત્રણ પ્રકારના કર્મ
* કર્મ ત્રણ પ્રકારના છે: ૧ –શુદ્ધકર્મ; ૨ –વિકારીકર્મ; અને ૩ –જડકર્મ.
આત્માના રાગાદિ રહિત જાણનાર સ્વભાવના પરિણામ તે આત્માનું શુદ્ધ કર્મ છે.
કર્તવ્ય, પરિણામ, પર્યાય; રાગાદિ તે પરમાર્થે આત્માનું કર્મ નથી, તે વિકારી કર્મ છે.
જડકર્મો પુદ્ગલમય છે, તે આત્માથી ભિન્ન છે; તેમાં આત્મા પહોંચી વળતો નથી પણ
પરમાણુ પહોંચી વળે છે, તેથી. તેનો કર્તા આત્મા નથી. રાગાદિ વિકારને પોતાનું ખરૂં
PDF/HTML Page 11 of 45
single page version
કાર્ય માને તે પણ અજ્ઞાન છે; વિકાર રહિત
જ્ઞાનભાવે પરિણમે તે આત્માનું ખરૂં કર્મ
છે તે ધર્મકાર્ય છે.
* ભોગને ભોગવ્યા વિના જ અને
ત્યાગપરિણામથી સમસ્ત વિષયોને જેમણે
પોતાની અનંતવારની એંઠ સમાન ગણ્યા
છે, ને એને છોડીને ચૈતન્ય તરફ વળ્યા છે
નમસ્કાર હો.
* હે જીવ, જો તારે આત્માર્થ
જુદો છે. હે જીવો, આ અનંત અનંત
દુઃખમય જન્મ–મરણથી છૂટવા માટે તમે
સત્વર જાગો, પરમ પુરુષાર્થ કરીને
જ્ઞાનીના સમાગમે આત્માને ઓળખો રે
ઓળખો.
(૧) શ્રી જિનેન્દ્રદેવની સેવા,
શ્રી સત્શાસ્ત્રોની સ્વાધ્યાય, (૪) સંયમ,
(પ) તપ અને (૬) સુપાત્રદાન–આ છ
કાર્યો ગૃહસ્થોએ પ્રતિદિન કરવા યોગ્ય છે.
અને નમ્રીભૂત થવું છે. મને મધુરતા અને
નમ્રતા શીખવ.
અલિપ્ત રહેતાં શિખવ.
શિખવ.
બનતાં શિખવ.
કરવું છે કે તે સર્વ પદાર્થોના અંતરંગ હાર્દને
વીંધી તેના સ્વભાવનો પાર પામી જાય.
એકત્વને છેદીને ભિન્નભિન્ન કરવા માટે
મારે તારી જેમ મારી જ્ઞાન–પ્રજ્ઞાછીણી
ભગવતીને પ્રાપ્ત કરવી છે.
* પરમાં પોતાપણાની બુદ્ધિ થવી
સ્વમાં જ પોતાપણાની બુદ્ધિ થવી એ જ
સમ્યક્ત્વ છે, અને એ જ મોક્ષપંથનું મૂળ
છે.
સમાન કોઈ આગ નહીં હૈ; ઔર જ્ઞાન કે
સમાન કોઈ સુખ નહીં હૈ; સ્વાનુભૂતિસે
બઢકર કોઈ ધર્મ નહીં હૈ.
PDF/HTML Page 12 of 45
single page version
પરદ્રવ્યમાં તો છે નહિ, અને પરદ્રવ્ય તને કોઈ ગુણ–દોષનું દાતા છે નહિ,
તો પછી તેના ઉપર રાગ–દ્વેષ શો? અને જ્ઞાનમાંય રાગ–દ્વેષ કેવા? માટે
તરફ જે વળ્યો તે જીવ પોતાના જ્ઞાનદર્શન–ચારિત્રની નિર્મળતામાં જ
તન્મયપણે પરિણમન કરતો થકો, અને રાગ–દ્વેષાદિ ભાવોમાં તન્મય
જરાપણ નહિ થતો થકો, તે રાગાદિને કરતો જ નથી. અને પરદ્રવ્ય તો
કાંઈ રાગદ્વેષ કરાવતું નથી; આ રીતે ભેદજ્ઞાનના બળે રાગ–દ્વેષ નિર્મૂળ
થઈને વીતરાગતા ને કેવળજ્ઞાન થાય છે.
જ્ઞાનનું સમસ્ત પરદ્રવ્યોથી અત્યંત ભિન્નપણું સમજાવીને આચાર્યદેવ કહે છે કે
અપરાધ કરે તો તેના જ્ઞાનાદિનો ઘાત થાય, પણ કાંઈ તેથી દેહ–વાણી વગેરે અચેતનનો
તેથી કાંઈ અચેતન દેહાદિમાં વિકાસ થતો નથી. કોઈ કહે કે જૂઠું બોલવામાં જો પાપ હોય
તો જૂઠું બોલે તેની જીભ કેમ કપાતી નથી? –અરે ભાઈ! જૂઠું બોલવાના ભાવનું પાપ
જીવમાં થાય, અને તેના ફળમાં અજીવનો (જીભનો) ઘાત થાય–એ ન્યાય ક્્યાંથી
લાવ્યો? હા, આત્માએ પાપભાવ કર્યાં તો તેના જ્ઞાનાદિ ગુણમાં ઘાત થયો; પણ
અપરાધ કરે આત્મા, ને ઘાત થાય જીભનો–એવો ન્યાય નથી.
અજ્ઞાની વિપરીતભાવ સેવતો હોય છતાં શરીર સારૂં રહે, ને કોઈ જ્ઞાની ધર્માત્મા અનેક
આવતી નથી. આત્માનો એકેય ગુણ પરમાં નથી, તો પછી આત્માના કોઈ ગુણનું કે
દોષનું ફળ પરમાં
PDF/HTML Page 13 of 45
single page version
કેમ આવે? ભાઈ, જ્યાં પરદ્રવ્ય તને તારા ગુણ–દોષનું દાતા નથી ત્યાં તેના ઉપર રાગ–
દ્વેષ શો? જ્ઞાનમાંથી રાગદ્વેષ નથી આવતા, તેમજ અચેતન વિષયોમાં પણ રાગદ્વેષ
નથી, પણ અજ્ઞાનીને જે અજ્ઞાનભાવ છે તે જ રાગદ્વેષની ખાણ છે. અજ્ઞાન ટળ્યું ને
સમ્યગ્દર્શન પ્રગટ્યું ત્યાં તે સમ્યગ્દ્રષ્ટિને રાગદ્વેષનો અભાવ જ ગણ્યો છે, કેમકે તેનો જે
જ્ઞાનભાવ છે તેમાં રાગદ્વેષ નથી.
એકવસ્તુપણું છે તો તેમાંથી એકનો નાશ થતાં બીજાનો પણ નાશ થાય છે; પરંતુ જે
ઘડામાં દીવો રાખ્યો હોય તે ઘડાનો નાશ થતાં કાંઈ દીપકનો નાશ થઈ જતો નથી, કેમકે
તે ઘડાને અને દીવાને એકવસ્તુપણું નથી પણ ભિન્નતા છે. તેમ આત્મા ચૈતન્યદીવો
અને તેના જ્ઞાનાદિ પ્રકાશ–તે બંનેને એકવસ્તુપણું છે. પરંતુ આ ઘટ અર્થાત્ શરીર, અને
અંદર રહેલો જ્ઞાનદિવો (આત્મા) તે બંનેને એકવસ્તુપણું નથી, તેથી શરીરાદિ
પુદ્ગલનો ઘાત થવા છતાં જ્ઞાનાદિગુણોનો ઘાત થઈ જતો નથી, અને જ્ઞાનાદિગુણો
અજ્ઞાનીને હણાય તેથી કાંઈ પુદ્ગલદ્રવ્યમાં ઘાત થઈ જતો નથી. આ રીતે જીવના
જ્ઞાન–દર્શન–ચારિત્ર વગેરે જેટલા ગુણો છે અથવા તે ગુણોની જેટલી પર્યાયો છે તે કોઈ
પણ ગુણ કે પર્યાય પરદ્રવ્યમાં નથી.
ઉત્તર:– રાગદ્વેષ અચેતનમાં નથી. રાગદ્વેષ તો જીવનાં જ અનન્ય પરિણામ છે.
છે, પરંતુ જ્ઞાની તો પોતાના ગુણોને પોતામાં જ દેખતો થકો, સ્વાશ્રયદ્રષ્ટિથી જ્ઞાનાદિ
ગુણોને વિકસાવતો જાય છે એટલે તેને રાગાદિભાવો સાથે તન્મયતા નથી. –ગુણના
વિકાસથી એને તો રાગદ્વેષનો ઘાત થતો જાય છે.
થતી જાય છે, તેમાં રાગાદિ દોષોનો અભાવ છે, માટે જ્ઞાનીને રાગાદિ નથી. –એ બીજી વાત.
PDF/HTML Page 14 of 45
single page version
કરે છે ને તેમાં તન્મયપણે વર્તે છે, –એટલે તેનું અજ્ઞાન જ રાગાદિભાવોની ખાણ
છે. અજ્ઞાન નથી ત્યાં રાગાદિનું કર્તૃત્વ નથી. આમ ત્રણ બોલમાં આચાર્યદેવે
અદ્ભુત ભેદજ્ઞાન કરાવ્યું છે.
તારા દોષ પણ તારામાં જ (તારી પર્યાયમાં જ) થાય છે ને તારા ગુણ તારામાં જ
ભરેલા છે. તારાથી બહાર તારો કોઈ ગુણ કે દોષ નથી. વસ્તુસ્વરૂપની આવી
મર્યાદા છે. પોતાના ગુણ–દોષ પોતામાં જ છે ને પરમાં નથી એમ જે વાસ્તવિકપણે
જાણે તે સ્વાશ્રયભાવથી ગુણોને પ્રગટ કરે ને દોષોને ટાળે. એનું નામ ધર્મ ને એ જ
મોક્ષનો પંથ!
થતો નથી; શરીર મોળું પડે, ઈન્દ્રિયો શિથિલ થાય, વૃદ્ધાવસ્થા થઈ જાય, રોગાદિ આવે,
કે તેના છેદાઈ–ભેદાઈને કટકા થાય, તો પણ ધર્માત્માના સમ્યગ્દર્શનાદિ ગુણો છેદાતા
નથી. જો તે સમ્યગ્દર્શનાદિને શરીર સાથે જરાય એકતા હોત કે તેનો જરાય આધાર–
મદદ હોત તો તે શરીરની શક્તિ હણાતાં સમ્યગ્દર્શનાદિ પણ હણાત; અથવા અજ્ઞાનીને
શરીરની પુષ્ટિ થતાં શ્રદ્ધા–જ્ઞાનની પણ પુષ્ટિ થાત. પણ એવો કોઈ સંબંધ નથી. તું દોષ
કર તો તારામાં, ને તું ગુણ પ્રગટ કર તો તે પણ તારામાં; તારા દોષ કે ગુણ પરમાં નથી;
માટે પરદ્રવ્યને તારા દોષ–ગુણનું ઉત્પાદક ન દેખ. તારો અંતર સ્વભાવ ગુણનો ભંડાર
છે તે જ ગુણ પ્રગટવાની ખાણ છે, તેમાં અંતરદ્રષ્ટિ કરતાં સમ્યગ્દર્શનાદિ ગુણો પ્રગટે છે.
ને પોતાના સ્વભાવને ભૂલીને પરમાં કે વિકારમાં જે એકત્વબુદ્ધિ કરે છે તેને તે
એકત્વબુદ્ધિરૂપ અજ્ઞાન જ દોષની ઉત્પત્તિનું મૂળ છે.
નહિ; અને હવે ભેદજ્ઞાન વડે સ્વાશ્રય કરીને તે સમ્યગ્દર્શનાદિ ભાવોને ઉત્પન્ન કરનાર
પણ હું જ છું, તેમાં કોઈ બીજો સહાયક નથી, કે બીજા કોઈની તાકાત નથી કે તેનો ઘાત
કરી શકે. –આમ સ્વસત્તામાં જ મારું સર્વસ્વ છે. એવો સમ્યક્નિર્ણય કરનાર જીવ
પોતાના
PDF/HTML Page 15 of 45
single page version
શુદ્ધ દ્રવ્યને દેખે છે અને રાગાદિ અશુદ્ધભાવોને એકત્વપણે પોતામાં કદી કરતો નથી. આ
રીતે શુદ્ધદ્રષ્ટિ વડે તે ધર્માત્મા રાગદ્વેષને અત્યંત ક્ષય કરતો કરતો શુદ્ધ ચૈતન્યતેજથી
દીપી ઊઠે છે.
સમ્યક્ત્વાદિ ગુણો પ્રગટે છે, ને પરસન્મુખતાથી કદી સમ્યક્ત્વાદિ પ્રગટતા નથી.
પરસન્મુખ ગુણ પ્રગટવાનું જે માને તેને મિથ્યાત્વાદિ દોષ પ્રગટે છે. માટે હે ભાઈ!
પરાશ્રય છોડીને સ્વાશ્રય તરફ વળ...એ જ ધર્મની ચાવી છે. પરથી પોતાના ગુણદોષ
માને તેને પર ઉપર રાગ–દ્વેષ થયા વિના રહે નહિ એટલે ઉપશમભાવ તો થાય જ નહિ.
ધર્માત્મા તો આ જાણીને અત્યંત ઉપશમભાવને પામે છે, પરપ્રત્યે અત્યંત મધ્યસ્થ
ઉદાસીન થઈને સ્વદ્રવ્યને જ તે અવલંબે છે. સ્વાવલંબી ભાવ એ જ વીતરાગી
ઉપશમભાવ છે, એમાં જ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગ છે.
છે? ના; જો એમ હોય તો તો, જ્યારે સિંહ શરીરને ખાઈ જાય ત્યારે ભેગા ભેગા
રત્નત્રય પણ ખવાઈ જાય. પણ એમ નથી; ઊલ્ટું શરીરને સિંહ ખાતો હોય, શરીર
તો ક્ષીણ થતું હોય ને મુનિ રત્નત્રયની ઊગ્રતા કરીને કેવળજ્ઞાન પામી જાય. આમ
ચેતનપર્યાયોને અચેતનથી અત્યંત ઉદાસીનતા છે, ભિન્નતા છે. શરીરનો દાખલો
આપ્યો એ જ રીતે રાગ સાથે પણ જીવના ગુણોને (નિર્મળ પર્યાયોને) આધાર
આધેયપણાનો જરાય સંબંધ નથી. રાગની તો હાનિ થાય છે ને ગુણની વૃદ્ધિ થાય
છે. અજ્ઞાની તો જાણે રાગના આધારે ધર્મ થશે એમ માને છે, શુભરાગની વૃદ્ધિથી
જાણે મારા ગુણોની વૃદ્ધિ થશે એમ તે રાગમાંથી પોતાના સમ્યક્ત્વાદિ ગુણો
આવવાનું માને છે. પણ ભાઈ, રાગમાં તો તારો એકેય ગુણ નથી. તારા ગુણને
રાગથી અત્યંત ભિન્નતા છે–જેવી દેહથી ભિન્નતા છે તેવી. જેમ દેહના આધારે ગુણ
નથી તેમ રાગના આધારે પણ ગુણ નથી. સમ્યક્ત્વાદિ પ્રગટવામાં રાગનું
અવલંબન જરાય નથી; ચિદાનંદ સ્વભાવી શુદ્ધ દ્રવ્યનું એકનું જ અવલંબન છે.–
આમ હે જીવો! તમે દેખો! આચાર્યદેવ પોતાની સાક્ષીથી કહે છે કે પરદ્રવ્ય આ
આત્માને ગુણદોષનું જરાપણ ઉત્પાદક નથી–એમ અમે તો દેખીએ છીએ, અને હે
જીવો! તમે પણ સમ્યક્ પ્રકારે એમ જ દેખો...ને ઉપશમભાવને પામો.
PDF/HTML Page 16 of 45
single page version
પરમાર્થે જ્ઞાનને અને પરને કાંઈ લાગતુંવળગતું નથી, પરસ્પર
એકબીજાનું અત્યંત અકર્તાપણું છે. અરે, ‘આત્માનું જ્ઞાન છે, અથવા
જ્ઞાયક જ્ઞાયકનો જ છે’ –એવા સ્વસ્વામીત્વના ભેદવિકલ્પરૂપ વ્યવહાર
પણ જ્યાં પરમાર્થઅનુભવમાં પોષાતો નથી, એ અંદરનો વિકલ્પ પણ
પરમાર્થસ્વભાવને પકડવામાં કામ આવતો નથી ત્યાં બહારના પર
સાથેના સંબંધરૂપ વ્યવહારની તો વાત જ શી? જ્ઞાનનું નિરપેક્ષસ્વરૂપ
સમજાવીને પર સાથે સંબંધ તોડાવી ને પરમાર્થસ્વભાવ તરફ જવાનું
માર્ગદર્શન કરનાર આ પ્રવચનોનો પહેલો ભાગ ‘આત્મધર્મ’ ના
ગતાંકમાં આવી ગયો છે; ત્યાર પછીનો બીજો ભાગ અહીં આપવામાં
આવ્યો છે.
પોતામાં જે નથી, તેનો ત્યાગ શું?
જ્ઞાનદર્શનથી ભરેલો જે આત્મસ્વભાવ, તે સ્વભાવમાં રાગ કે પરદ્રવ્યો કદી
ખડીમાં કાળાપણાનો અભાવ જ છે, તો તે ખડી કાળાશને શું છોડે? એ તો કાળાશના
અભાવરૂપ સ્વભાવવાળી જ છે. તેમ ચેતનારો આત્મા, તેમાં અચેતન વગેરે પરદ્રવ્યોનો
અભાવ જ છે, તો તે ચેતયિતા તે પરદ્રવ્યોને શું છોડે? એ તો પરદ્રવ્યના અભાવરૂપ
સ્વભાવવાળો જ છે. પરનો ત્યાગનાર કહેવો તે તો વ્યવહારથી જ છે, અને આત્મા
પોતાના નિર્મળ ભાવોને ગ્રહે છે–એમાં પણ ભેદરૂપ વ્યવહાર છે. આત્મા પોતાના નિર્મળ
ભાવોમાં તન્મય જ છે; એનાથી કાંઈ જુદો નથી કે એને ગ્રહણ કરે. આત્મા સ્વભાવથી
જ જ્ઞાનદર્શનથી ભરપૂર છે ને પરના ત્યાગરૂપ છે, –આવા સ્વભાવને લક્ષમાં લઈને
તેમાં એકાગ્ર થયો ત્યાં
PDF/HTML Page 17 of 45
single page version
ગ્રહવાયોગ્ય બધું ગ્રહ્યું ને છોડવા યોગ્ય બધું છોડયું. જેમ ખડી ભીંતરૂપ થતી નથી તેમ
જ્ઞાતાદ્રવ્ય કાંઈ પરરૂપ થતું નથી. પરરૂપ થતું નથી એટલે પરને છોડતું પણ નથી, કેમકે
પોતામાં જે છે જ નહિ તેને છોડવું શું?
–ના; સ્વભાવમાં રાગનો અભાવ છે. તો જેનો અભાવ છે તેને છોડવું કઈ રીતે?
જ્ઞાનમાં તન્મયતા એનું નામ રાગનો ત્યાગ
‘રાગનો ત્યાગ કર્યો’ એટલે શું? કે જેવો સ્વભાવ છે તેવો જાણીને તેમાં જ્યાં
રાગ ન થયો તે અપેક્ષાએ ‘રાગનો ત્યાગ’ કહ્યો, પણ તે સમયે રાગ હતો ને છોડયો–
એવો એનો અર્થ નથી. સ્વભાવમાં તો રાગ હતો જ નહિ. જો સ્વભાવમાં રાગ હોય તો
જ્ઞાનની જેમ રાગ સાથે ય આત્મા તન્મય થઈ જાય, ને રાગ કદી છૂટી ન શકે; અથવા
રાગને છોડતાં જ્ઞાન પણ છૂટી જાય. માટે જ્ઞાન તો જ્ઞાન જ છે, જ્ઞાનમાં રાગ તન્મય છે
જ નહિ. જ્ઞાન જ્ઞાનમાં તન્મય થઈને પરિણમ્યું–એમાં જ રાગનો ત્યાગ છે.
જગતનો અબાધિત નિયમ છે કે કોઈ પણ વસ્તુ અન્ય વસ્તુરૂપે રૂપાંતર થઈ
નથી, ને પરસ્વરૂપે થતી નથી. આત્માના જ્ઞાનસ્વરૂપમાં બીજું કોઈ પ્રવેશી જાય એમ
કદી બનતું નથી. ભાઈ, તારા આત્મામાં પરદ્રવ્ય પ્રવેશી ગયું નથી ને તું કદી પરરૂપ થઈ
ગયો નથી, સ્વ ને પર જુદા ને જુદા જ છે.
સિદ્ધદશામાં રાગનો અભાવ થયો છે ને! જો રાગ તે સ્વભાવમાં હોત તો તેનો
જ્ઞાનનો કદી નાશ થતો નથી, તેમ રાગ જો સ્વભાવ હોય તો તેનો કદી અભાવ ન થાય. જેનો
અભાવ થાય તે સ્વભાવ નહિ. માટે, અત્યારે પર્યાયમાં રાગ હોવા છતાં, સ્વભાવદ્રષ્ટિથી તો
આત્મા રાગના ત્યાગસ્વરૂપ જ છે. એવા સ્વભાવની આરાધનાથી જ પર્યાયમાં રાગનો
અભાવ થાય છે. ‘રાગને છોડું’ એ પર્યાયલક્ષે છે, અખંડસ્વભાવને લક્ષમાં લ્યો
PDF/HTML Page 18 of 45
single page version
તો ‘રાગ છે ને તેને છોડું’ એવા પ્રકાર તેમાં નથી. ને આવા સ્વભાવમાં એકાગ્રતાથી જ
પર્યાયમાં રાગના અભાવરૂપ પરિણમન થઈ જાય છે. સ્વભાવ તો રાગના અભાવરૂપ છે
ને પર્યાય તેમાં વળી ત્યાં તે પણ રાગના અભાવરૂપ થઈ. –આ સિવાય બીજી રીતે
રાગનો અભાવ થાય નહિ, ને બંધનથી છૂટકારો થાય નહિ.
અરે, તું તારા જ્ઞાનસ્વભાવને તો જો. જ્ઞાનસ્વભાવ ઉપર કોઈનો બોજો છે
કદી છોડતો નથી, ને પરભાવને પોતામાં કદી ગ્રહતો નથી. આત્મસ્વભાવમાં
પરભાવનો બોજો નથી. આવો આત્મસ્વભાવ સ્વાનુભવમાં લેતાં તને મોક્ષમાર્ગનો
જો કે પરમાર્થે તો જ્ઞાન તે જ્ઞાન જ છે, જ્ઞાનને પર સાથે સંબંધ નથી; જ્ઞાન
છે કે સામા પદાર્થોને પોતામાં જ્ઞેય બનાવે છે. પહેલાં પદાર્થેને રાગદ્વેષનું નિમિત્ત
પરિણમ્યું ત્યાં પદાર્થો જ્ઞેયપણે તેને નિમિત્ત થયા; એ તો ઠીક, પણ આ જ્ઞાન પણ
જ્ઞેયપદાર્થોને નિમિત્ત થયું. પુદ્ગલાદિ પદાર્થો જ્ઞેયપણે પરિણમે છે તો તેમના
પોતાના સ્વભાવથી જ, કાંઈ જ્ઞાન તેમને નથી પરિણમાવતું, પણ તેના જ્ઞેયપણામાં
આ ચેતયિતાનું જ્ઞાન નિમિત્ત થાય છે. જુઓ, આ વ્યવહાર! એકબીજાનું કાંઈ કરે
એવો તો વ્યવહાર નથી. જ્ઞાતા–જ્ઞેયપણાનો સંબંધ એટલો જ વ્યવહાર છે. જ્ઞાન
પરને જાણે એટલો વ્યવહાર, પણ જ્ઞાન પરને જાણતાં તેમાં કાંઈ ફેરફાર કરી નાંખે,
કે પર ચીજ જ્ઞાનમાં જણાતાં જ્ઞાનને કાંઈ રાગદ્વેષ કરાવી દે–એમ નથી. વ્યવહારમાં
પણ બંનેનું સ્વતંત્ર પરિણમન સ્વીકારીને નિમિત્ત–નૈમિત્તિક સંબંધ બતાવ્યો છે.
જ્ઞાન–દર્શન–ચારિત્રની જે નિર્મળ પર્યાય ખીલી તેમાં વ્યવહાર કેવો હોય તે
ન રહ્યું, પરંતુ ઊલ્ટું તે વિકલ્પ જ્ઞેયપણે જ્ઞાનમાં નિમિત્ત થયું. પ્રતિકૂળ સંયોગ
આવતાં શું જ્ઞાનમાં પ્રતિકૂળતા
PDF/HTML Page 19 of 45
single page version
આવી ગઈ? તો કહે છે કે ના, એ તો મારા જ્ઞાનનું નિમિત્ત છે; એ મને દ્વેષનું નિમિત્ત
નથી પણ જ્ઞાનનું જ નિમિત્ત છે. એ જ રીતે અનુકૂળ સંયોગ આવે ત્યાં પણ જ્ઞાની તો
નિજભાવથી જ્ઞાનરૂપ જ પરિણમતો થકો તેને જ્ઞાનનું જ નિમિત્ત બનાવે છે. જ્ઞાની
જ્ઞાનરૂપપણાને છોડીને અન્યભાવરૂપે પરિણમતો જ નથી. જ્ઞાન પોતે કોઈ સંયોગરૂપે
પરિણમતું નથી ને સંયોગને પોતારૂપે પરિણમાવતું નથી. આવું જ્ઞાન તે નિજસ્વરૂપ છે.
જ્ઞેયો જ્ઞાનમાં જણાય તે તો જ્ઞાનના વિકાસની પ્રસિદ્ધિ કરે છે. વિકસતા જ્ઞાનમાં
પ્રતિભાસતા જ્ઞેયો કાંઈ રાગદ્વેષનું કારણ થતા નથી.
જ્ઞાન શરીરને જાણે ત્યાં જ્ઞાન જ્ઞાનરૂપ પરિણમે છે, શરીર શરીરરૂપ પરિણમે
જ્ઞાનમાં ઘૂસી જતાં નથી. દૂરના પદાર્થ હો કે નજીકના હો, જ્ઞાન તો બંનેથી જુદું ને
જુદું રહીને જ જાણે છે. અહા, જ્ઞાનનો સ્વભાવ શું છે–તે જાણે તો કેટલી શાન્તિ!
જ્ઞાનમાં પરની કાંઈ ઘાલમેલ નથી. આત્મા જેના રૂપે પરિણમતો નથી તેનાથી
આત્માને લાભ કે નુકશાન કેમ થાય? આત્મા પરને જાણતાં કાંઈ તે પદાર્થને
પોતામાં લાવતો નથી. જ્ઞાન જ્ઞાન જ છે–એ નિશ્ચય છે, જ્ઞાન પરને જાણે છે–એવો
પર સાથેનો સંબંધ તે વ્યવહાર છે. વ્યવહારમાં પણ આત્મા જ્ઞાતા ને પરચીજ જ્ઞેય–
એટલો જ્ઞાતાજ્ઞેયપણાનો જ સંબંધ છે, એથી વિશેષ કાંઈ સંબંધ નથી. જ્ઞાનનો
સ્વભાવ તો જાણવાનો જ છે, એટલે તે છૂટી શકે નહિ. જાણનારી પર્યાય પોતામાં
રહે છે, પરમાં જતી નથી. જાણનાર જાણનાર સ્વરૂપે જ રહે તો તેને સુખ–દુઃખ શું?
રાગ–દ્વેષ શું? જ્ઞેયપણે બધા સરખા છે, તેમાં આનાથી હું સુખી કે આનાથી હું દુઃખી
–એવા બે ભાગ નથી; ને જ્ઞાનમાં ય એવો સ્વભાવ નથી કે પદાર્થને જાણતાં તેનાથી
રાજી કે નારાજ થાય. આવા જ્ઞાનસ્વભાવને સ્વીકારવો તે પ્રથમ સત્નો સ્વીકાર છે.
આત્મા જ્ઞાનથી ભરેલો છે, તેમાંથી પ્રવાહ આવે છે. મારી અવસ્થામાં મોક્ષદશા
સ્વભાવમાં ભરેલું છે–એમ ધર્મીજીવ અંતરદ્રષ્ટિથી સ્વભાવ સામર્થ્યને અનુભવે છે.
આવા સ્વભાવની પ્રતીત વગર મોક્ષનો પુરુષાર્થ ઉપડે નહિ.
PDF/HTML Page 20 of 45
single page version
આત્મા એટલે સર્વજ્ઞસ્વભાવી પરમાત્મા; જ્ઞાનભાવમાં તન્મય થઈને
આવા આત્માને પ્રતીતમાં સ્વાનુભવમાં લીધા વગર જ્ઞાનપર્યાયમાં નિશ્ચય શું ને
વ્યવહાર શું તેની ખબર પડે નહિ. ભિન્ન જ્ઞાનની જેને ખબર નથી તે જ્ઞાન–જ્ઞેયની
એકબીજામાં કોઈ ને કોઈ પ્રકારે ભેળસેળ કરી નાંખે છે. તેને અહીં સમજાવે છે કે
ભાઈ, જ્ઞાન જ્ઞાનમાં, ને જ્ઞેય જ્ઞેયમાં, બંને ભિન્ન–ભિન્ન પોતપોતામાં જ વર્તી રહ્યા
છે, એકબીજાને કાંઈ લાગતું–વળગતું નથી. જ્ઞેયોમાં કાંઈ છેદાય–ભેદાય તેથી જ્ઞાન
કાંઈ છેદાતું–ભેદાતું નથી. ચૈતન્યવસ્તુનો દરબાર કોઈ અનોખો છે,–જેમાં કોઈ
પરજ્ઞેયનો પ્રવેશ નહિ છતાં બધાય જ્ઞેયો જણાય. જ્ઞાનની સીમા તૂટે નહિ છતાં જ્ઞેય
તેમાં જણાય એવો વ્યવહાર છે. જ્ઞાતા પોતે જ્ઞાનમય જ પરિણમે છે–તે નિશ્ચય છે,
તેમાં કોઈ બીજાની અપેક્ષા નથી. –આમ જ્ઞાનની જેમ શ્રદ્ધા–ચારિત્ર વગેરે ગુણોમાં
નિશ્ચય–વ્યવહાર યથાયોગ્ય સમજવા.
તત્ત્વાનુશાસન ૧૯૨મી ગાથામાં કહે છે કે: અરિહંત અને સિદ્ધનું ધ્યાન કરવું.
કરવું એ તો જૂઠ–મૂઠ ફોગટ છે! ત્યારે તેનું સમાધાન કરતાં કહે છે કે હે ભાઈ! થોડા
સમય પછી આત્મામાં જે અરિહંતપદ અને સિદ્ધપદ પ્રગટવાના છે તે પર્યાયો સાથે આ
આત્મદ્રવ્ય અત્યારે સંકળાયેલું છે, આત્મામાં તે પર્યાયો પ્રગટવાની તાકાત ભરી છે;
સર્વજ્ઞસ્વભાવ અત્યારે અંદર શક્તિપણે ભરેલો છે, તેનું ધ્યાન કરતાં તૃપ્તિ–શાંતિ ને
નિરાકુળ આનંદ અત્યારે અનુભવાય છે. જો અસત્ હોય તો તેના ધ્યાનથી શાંતિ કેમ
થાય? જેમ કોઈને તરસ લાગી હોય ને મૃગજળમાં ‘આ પાણી છે’ એવી અસત્
કલ્પનાથી પાણીનું ધ્યાન કરે તેથી કાંઈ તેની તરસ મટે નહિ, પરંતુ અહીં તો અમને
અર્હંત અને સિદ્ધપદના ધ્યાનથી આત્મસ્વભાવમાં સન્મુખતા થાય છે ને ચૈતન્યના
અમૃતપાનથી અશાંતિ મટીને શાંતિ થતી પ્રત્યક્ષ વેદાય છે, માટે તે ધ્યાન અસત્ નથી
પણ સત્ છે, સત્–સ્વભાવમાં જે સામર્થ્ય પડ્યું છે તેનું ધ્યાન જરૂર તૃપ્તિ ઉપજાવે છે.
અરે, આખું સ્વભાવસામર્થ્ય વર્તમાન વિદ્યમાન ભર્યું છે, તેને અંતરમાં દેખે તો માર્ગ
ખૂલી જાય ને બધા સમાધાન થઈ જાય.