PDF/HTML Page 1 of 29
single page version
PDF/HTML Page 2 of 29
single page version
शतमखशतपूज्य प्राज्यसद्बोधराज्यः।
स्मरतिरसुरनाथः प्रास्तदुष्टाधयूथः।।
दिशतु शमनिशं नो नेमिरानन्दभूमिः।।१३।।
PDF/HTML Page 3 of 29
single page version
PDF/HTML Page 4 of 29
single page version
PDF/HTML Page 5 of 29
single page version
નમસ્કાર ચાલે છે. જગતમાં પંચપરમેષ્ઠી મહાન
કેવળજ્ઞાનથી ઝળહળતું પૂર્ણ સુપ્રભાત ખીલે છે; ને
PDF/HTML Page 6 of 29
single page version
આ તારા નિધાન!! અહા, ચૈતન્યના અનુભવની શી વાત કરવી? જે પદનો પૂરો મહિમા
જેવો જ્ઞાનમાં ભાસ્યો તેવો વાણીમાં પૂરો આવી શકતો નથી. આવો અચિંત્ય તારા
સ્વભાવનો મહિમા, તે મહિમા જેને ભાસે તેના આત્મામાં જ્ઞાનદીવડા પ્રગટે. પ્રભો! પુણ્ય
અને સંયોગની પાછળ તું દોડ તેમાં તારા ચૈતન્યનું માહાત્મ્ય લૂંટાય છે. તારા ચૈતન્યની
મહત્તા ચૂકીને પરની મહત્તા કરવામાં તું કયાં રોકાણો? પરની મહત્તા કરી કરીને અને
સ્વભાવની મહત્તા ભૂલીભૂલીને તું સંસારમાં રખડી રહ્યો છે. પણ જ્યાં સ્વભાવનું
માહાત્મ્ય લક્ષમાં લઈને તેના અનુભવમાં ઠર્યો ત્યાં ધર્મીના તે અનુભવમાં સમસ્ત કર્મનો
ને કર્મના ફળનો અભાવ છે; ધર્મી એ કર્મફળને નથી ભોગવતો, એ તે ચૈતન્યના આનંદને
જ ભોગવે છે. વીરપ્રભુ જે માર્ગે મોક્ષ સીધાવ્યા તે મોક્ષમાર્ગે પ્રયાણ કરવાનું પહેલું પગલું
આ છે કે આવા સ્વભાવનો મહિમા લાવીને તેમાં અંતમુર્ખ થવું. અહો, અંતરમાં નજર
કરીને જેણે નિજનિધાન નીહાળ્યા છે તે સમ્યગ્દ્રષ્ટિધર્માત્મા શુદ્ધાત્મપ્રતીતિના બળથી કહે
છે કે પરભાવનો
PDF/HTML Page 7 of 29
single page version
છે.–જુઓ, આ બેસતાવર્ષમાં આત્માના આનંદના ભોગવટાની વાત!
કરે છે કે મારા આનંદનો જ હું ભોક્તા છું, ચૈતન્યના સ્વભાવથી બહારના કોઈ ભાવનો
ભોગવટો મને નથી. ચૈતન્યને સાધવાની ભૂમિકા કેવી હોય ને એ ભૂમિકાના પુણ્ય કેવા
હોય –તે વાત સાધારણ જનતાને ખ્યાલમાં આવવી મુશ્કેલ છે.....સાધકને એક વિકલ્પથી
જે પુણ્ય બંધાય એ પુણ્ય પણ જગતને વિસ્મય ઉપજાવે છે, તો સાધકભાવના મહિમાની
શી વાત! જગતને આશ્ચર્ય પમાડે એવા એ પુણ્યના ભોગવટાની રુચિ ધર્માત્માને રૂંવાડેય
નથી. આ તો વીતરાગનો માર્ગ છે, વીરનો માર્ગ છે.
એવો કાયર જીવ, વીતરાગતાના વીરમાર્ગને સાધી શકતો નથી. જે ચૈતન્યમાં રાગનો
એક અંશ પણ નથી એવા ચૈતન્યને સાધવો તે તો શૂરાનું કામ છે. હરિનો માર્ગ એટલે
ચૈતન્યની પવિત્રતાનો માર્ગ, એ પુણ્યથી તો ક્યાંય પાર છે, રાગનો એમાં પ્રવેશ નથી,
રાગનો કે પુણ્યફળનો ભોગવટો એમાં નથી. અહા, આવો વીતરાગમાર્ગ સાધવો–એ તો
વીરના કામ છે. રાગના રસમાં રોકાઈ જાય–એ વીરનું કામ નથી, એ તો કાયરનું કામ
છે. વીરનું કામ તો એ છે કે રાગથી પાર થઈને ચિદાનંદસ્વભાવને અનુભવમાં લ્યે ને
મોક્ષમાર્ગને સાધે. રાગના બંધનમાં બંધાઈ રહે તેને વીર કેમ કહેવાય? વીર તો તેને
કહેવાય કે જે રાગનાં બંધન તોડી નાંખે.
આમ પવિત્રતા ને પુણ્ય બંનેની સંધિ–છતાં પવિત્રતાનો ભોગવટો ધર્મીના અંતરમાં
સમાય છે, ને પુણ્યોનો ભોગવટો ધર્મીના અંતરથી બાહ્ય છે,–એનો ભોગવટો ધર્મીના
અનુભવમાં નથી. વાહ! જુઓ આ બેસતા વર્ષની અપૂર્વ વાત!! અહા,
સાધકભાવ,....જેના એક અંશનોય એવો અચિંત્ય મહિમા કે તીર્થંકરપ્રકૃતિનાં પુણ્ય પણ
જેને પહોંચી ન શકે.
PDF/HTML Page 8 of 29
single page version
ઈન્દ્રિયગ્રાહ્ય વસ્તુ નથી કે બહારથી જણાઈ જાય. એ તો
અંતમુર્ખ જ્ઞાનનો વિષય છે. અતીન્દ્રિય હોવા છતાં અંતમુર્ખ
જ્ઞાન વડે તે સ્વાનુભવમાં આવી શકે છે. એ સ્વાનુભૂતિમાં એક
સાથે અનંતા ગુણોનું નિર્મળ પરિણમન સમાયેલું છે.
આ સ્વાનુભૂતિ–ક્રિયા અન્ય કારકોથી નિરપેક્ષ છે; તેના છએ
કારકો પોતામાં જ સમાય છે. અજ્ઞાનભાવમાંય કાંઈ પર કારકો
ન હતા; અજ્ઞાન વખતેય જીવ પોતે જ પોતાના અજ્ઞાનમય છ
કારકોરૂપ પરિણમતો હતો; ને હવે જ્ઞાનદશામાંય તે સ્વતંત્રપણે
પોતાના છ કારકોથી પરિણમે છે, સ્વાનુભૂતિ પોતાના શુદ્ધ
આત્મતત્ત્વ સિવાય અન્ય સમસ્ત પરભાવોથી અત્યંત નિરપેક્ષ
છે.
“નિજ પરમાત્મતત્ત્વના સમ્યક્શ્રદ્ધાન–જ્ઞાન–અનુષ્ઠાનરૂપ
શુદ્ધરત્નત્રયાત્મક માર્ગ પરમ નિરપેક્ષ હોવાથી મોક્ષનો ઉપાય
છે અને તે શુદ્ધરત્નત્રયનું ફળ સ્વાત્મોપલબ્ધિ છે.”
–શ્રી નિયમસાર.
PDF/HTML Page 9 of 29
single page version
હૃદયમાંથી પ્રશ્ન કેવો ઊઠે.–એ બધાનું સુંદર વર્ણન અહીં
મટશે. આથી તે બીજું બધું ભૂલીને પરમાત્મતત્ત્વને જાણવા
PDF/HTML Page 10 of 29
single page version
હું દુઃખથી તરફડી રહ્યો છું, ચાર ગતિમાં ક્યાંય ચેન નથી, સ્વર્ગમાં ય ચેન નથી;
પરમાત્મતત્ત્વમાં જે સુખ ભર્યું છે તેનો મને અનુભવ કેમ થાય–એ જ મારે
સમજવું છે. પ્રભો, સંસારમાં બીજી કોઈ વાંછા નથી; ચૈતન્યના સુખ સિવાય
બીજું કાંઈ હું ચાહતો નથી. આવો અંતરનો પોકાર જેને જાગ્યો તે શિષ્યને સંતો
પરમાત્મતત્ત્વ સમજાવે છે ને તુરત સમજી જાય છે. તેનો પોતાને એમ ભાસ્યું છે
કે અરે, અનંતકાળ મેં દુઃખનો ભોગવટો કર્યો, મારા આત્માના સુખના ઉપાયને
મેં ક્ષણમાત્ર ન સેવ્યો. સુખના ઉપાયના સેવન વગર અનંતકાળ દુઃખના દરિયામાં
જ ડૂબી રહ્યો, હવે આ દુઃખના દરિયાનો કિનારો આવે ને હું આત્મિકસુખ પામું–
એવો ઉપાય શું છે? તે જાણીને તેનું જ સેવન કરવાની ધગશ છે; એક જ ધગશ
છે, એક જ ધૂન છે, એ જ જિજ્ઞાસ છે. જે પરમાત્મસ્વભાવના લાભ વગર હું
સંસારમાં ભમ્યો અને જેની પ્રાપ્તિથી મારું ભ્રમણ મટે–એવો પરમાત્મસ્વભાવ
મને બતાવો.
બહુમાનથી સાંભળે છે; પ્રભો! જગતમાં સૌથી ઉત્તમ ને આદરણીય જે શુદ્ધાત્મા તે કેવો
છે? પોતાને તેનું ભાન હોય તોપણ ભગવાન પાસે જઈને ફરીફરી આદરપૂર્વક તેનું
શ્રવણ કરે છે. અહીં પ્રભાકરભટ્ટે તે વાત પૂછી છે. જુઓ તો ખરા, શુદ્ધાત્માના જિજ્ઞાસુને
માટે ઉત્કૃષ્ટ દાખલો
PDF/HTML Page 11 of 29
single page version
PDF/HTML Page 12 of 29
single page version
આચાર્યપ્રભુ કહે છે કે રે જીવ! રાગદ્વેષનું કારણ નથી તો
પામે છે. અરે, આવી વીતરાગીવાત ખ્યાલમાં આવવા
સ્વભાવને જાણીને તે તરફ વળ....... ..... .... ને શાંત
PDF/HTML Page 13 of 29
single page version
સર્વજ્ઞના જ્ઞાનમાં શું નથી જણાતું? બધુંય જણાય છે. અને છતાં શું તે જ્ઞાનમાં ક્યાંય
જરાય રાગદ્વેષ થાય છે? ના. જો પદાર્થો જ ઈષ્ટ–અનિષ્ટ થઈને રાગદ્વેષ કરાવવા મંડી
જાય તો તો સર્વજ્ઞના જ્ઞાનમાંય રાગદ્વેષ થાય!–કેમ કે સર્વજ્ઞ તો બધાયને જાણે છે. પણ
જ્ઞાનમાં પરદ્રવ્ય રાગદ્વેષ કરાવતું નથી. જેમ સર્વજ્ઞના જ્ઞાનમાં રાગદ્વેષ નથી, સર્વજ્ઞનું
જ્ઞાન સર્વજ્ઞયોને જાણવા છતાં સર્વત્ર ઉદાસીન છે, ક્યાંય પણ આસક્ત નથી, તેમ દરેક
આત્માનો જ્ઞાનસ્વભાવ રાગદ્વેષ વગરનો છે, પરથી ઉદાસીન છે; જ્ઞાનની સ્વચ્છતામાં
પરજ્ઞેય જણાઓ ભલે, પણ તેથી કાંઈ તે જ્ઞાનમાં રાગદ્વેષ ઉત્પન્ન કરતા નથી. અહા, કેવું
સ્વતંત્ર જ્ઞાન!! એ જ્ઞાનને પરમાં ક્્યાંય રાગદ્વેષ કરીને અટકવાપણું નથી. જ્ઞાન તો
પોતાના સ્વરૂપથી જાણનાર જ છે. રાગને જાણનારો રાગરૂપે નથી પરિણમતો, રાગને
જાણનારો જ્ઞાનરૂપે જ પરિણમે છે.
કેમ નથી પામતો? પર જ્ઞેય કાંઈ તને પરાણે ખેંચતું નથી ને તારું જ્ઞાન પણ કાંઈ
આત્માને છોડીને પરજ્ઞેયમાં જતું નથી. જ્ઞાન પરને જાણે એનો કાંઈ નિષેધ નથી; પણ તે
વખતે અજ્ઞાની પોતાના જ્ઞાનનું જ્ઞાનત્વ ચૂકી જાય છે; ને પદાર્થોને, રાગદ્વેષને તથા
જ્ઞાનને એકમેકરૂપ અનુભવે છે, એટલે ભિન્ન જ્ઞાનના શાંત અનાકુળ ચૈતન્યરસને તે
અનુભવતો નથી.
PDF/HTML Page 14 of 29
single page version
ત્યાં ગુણીજનો પ્રત્યે સહેજે સાધક ધર્માત્માને પ્રમોદ અને ભક્તિ આવે; પરંતુ એ
ગુણીજનો કાંઈ જ્ઞાનને રાગ કરવાનું કહેતા નથી, અને દુર્જનોનો સમૂહ જગતમાં હોય તે
કાંઈ જ્ઞાનને દ્વેષ કરવાનું નથી કહેતા. એટલે કે કોઈ પણ પદાર્થને કારણે તો રાગદ્વેષ છે
જ નહિ. હવે રહ્યું પોતામાં જોવાનું; પોતામાંય જ્ઞાનનું સ્વરૂપ તો કાંઈ રાગદ્વેષ કરવાનું
નથી. જ્ઞાન પોતામાંથી બહાર જતું નથી. માટે જ્ઞાન પણ રાગદ્વેષનું કારણ નથી. આ રીતે
રાગદ્વેષનું કારણ નથી તો ક્યાંય પરમાં, કે નથી પોતાના જ્ઞાનમાં, એટલે જ્ઞાન અને
જ્ઞેયથી ભિન્નતાનું આવું વસ્તુસ્વરૂપ જે જાણે છે તે સમસ્ત જ્ઞેયોથી અત્યંત ઉદાસીન
વર્તતો થકો જરૂર ઉપશમને પામે છે. અરે, આવી વીતરાગી વાત ખ્યાલમાં આવવા છતાં
જે ઉપશમને નથી પામતો ને પરને ઈષ્ટ–અનિષ્ટ માની રાગદ્વેષ કરે છે તે મૂઢ દુર્બુદ્ધિ છે.
ભાઈ, આવું વસ્તુ સ્વરૂપ જાણવા છતાં કેમ તું તારા જ્ઞાનસ્વભાવ તરફ વળતો નથી?
જેવી પરની મીઠાસ છે તેવી તારા જ્ઞાનની મીઠાસ તને કેમ નથી આવતી? ભાઈ, જ્ઞાન
વીતરાગી સ્વભાવને જાણીને તે તરફ વળ....ને શાંતભાવને પામ.
આત્મામાં આવતા નથી. આ રીતે જગતના પદાર્થો પોતપોતાના ગુણપર્યાયરૂપ
નિજસ્વરૂપમાં જ વર્તી રહ્યા છે ને અન્ય પદાર્થમાં તે કાંઈપણ કરતા નથી. પછી બીજો
તારામાં શું કરે? કાંઈ જ ન કરે; તોપછી તેના ઉપર રાગ–દ્વેષ શેનો? ભેદજ્ઞાનવડે આવું
વસ્તુસ્વરૂપ જાણતાં જ્ઞાન પર પ્રત્યે ઉદાસીન વર્તતું થકું પોતાના સ્વભાવમાં જ તત્પર
રહે છે; એટલે તે ઉદાસીનજ્ઞાન–વીતરાગીજ્ઞાન ક્યાંય રાગદ્વેષનું કર્તા થતું નથી.
ઉપશાંતભાવને જ વેદે છે. જ્યાં પરમાં કર્તૃત્વની બુદ્ધિ છે ત્યાં રાગદ્વેષ થાય જ છે ને
જ્ઞાનમાં ઉદાસીનવૃત્તિ રહેતી નથી.
સહેજે ઉપેક્ષાવૃત્તિ થાય. પણ જેને સ્વપરની વહેંચણી કરતાં જ ન આવડે તે શેમાં ઠરશે?
ને શેનાથી પાછો વળશે? અજ્ઞાની દોડીદોડીને આકૂળતાથી પરમાં જ ઉપયોગને ભમાવે
છે, પણ ઉપયોગ તો મારું સ્વદ્રવ્ય છે–એમ સ્વમાં ઉપયોગને વાળતો નથી. તેને અહીં
સ્પષ્ટ વસ્તુસ્વરૂપ સમજાવીને ભેદજ્ઞાન કરાવ્યું છે; કે જે ભેદજ્ઞાન થતાં સ્વદ્રવ્યના
અવલંબને ઉપશાંતરસનું વેદન થાય છે.
PDF/HTML Page 15 of 29
single page version
માટે પરદ્રવ્યમાં શાંતિ ન શોધ, કે પરદ્રવ્ય ઉપર દ્વેષ ન કર. પરદ્રવ્યો પોતાના તરફ તારા
જ્ઞાનને ખેંચતા નથી, ને તારું જ્ઞાન પણ કાંઈ આત્માંથી બહાર નીકળીને પરમાં ચાલ્યું
જતું નથી. આવી ભિન્નતા છે, પછી રાગદ્વેષ ઉત્પન્ન થવાનું સ્થાન જ ક્યાં છે? રાગદ્વેષ
નથી તો જ્ઞાનમાં, કે નથી જ્ઞેયો તે કરાવતા. એટલે જેને જ્ઞાન અને જ્ઞેયના ભિન્ન
વસ્તુસ્વરૂપની ઓળખાણ છે તે તો જ્ઞાનમાં જ તન્મય રહેતો થકો. રાગદ્વેષમાં જરાય
તન્મય ન વર્તતો થકો જ્ઞાનની નિરાકૂળ શાંતિને અનુભવે છે. અને આવા જ્ઞાની જ
મોક્ષને સાધે છે.
જ્ઞાનપણે જ રહે તો રાગદ્વેષ રહિત ઉપશાંતભાવ રહે. બહારના પદાર્થો સુંદર કે અસુંદર
તે કાંઈ જ્ઞાનને વિક્રિયા ઉત્પન્ન કરતા નથી; વિચિત્ર પરિણતિરૂપે જગતના જ્ઞેયો
પોતપોતાના સ્વભાવથી પરિણમે છે, ને જ્ઞાન તેમને પોતાના સ્વભાવથી જ જાણનારું
છે. પદાર્થ સમીપ હો કે અસમીપ હો–તેથી જ્ઞાનના જાણવાના સ્વભાવમાં કાંઈ ફેર પડી
જતો નથી. આવા જ્ઞાનને જે ઓળખતો નથી તે અજ્ઞાની શાસ્ત્ર ભણીભણીને પણ
શાસ્ત્રના સાચા ફળરૂપ ઉપશમને પામતો નથી. શાસ્ત્રના સાચા જ્ઞાનનું તાત્પર્ય તો
ઉપશમપ્રાપ્તિ છે; એવા ઉપશમવાળું જીવન એ જ સાચું જીવન છે, અજ્ઞાનમય રાગદ્વેષ તે
મરણ છે. જ્ઞાનમય વીતરાગજીવન એ જ સાચું આત્મજીવન છે. જેમાં શાંતિ ન હોય તેને
જીવન કેમ કહેવાય? એમાં તો આત્મા મુંઝાઈ રહ્યો છે. જ્ઞાનમયભાવથી જે શાંતિનું
વેદન તે આનંદમય જીવન છે.
વિક્રિયા થતી નથી; કોલસા કે સર્પ આવતાં તેનો પ્રકાશ ઝાંખો પડી જાય કે સોનાના
ગંજ ને હાર આવતાં તેનો પ્રકાશ તેજ થઈ જાય–એવું દીવાને થતું નથી; તેમ જ્ઞાનદીપક–
ચૈતન્યદીવો જગતના જ્ઞેય પદોર્થો પ્રત્યે ઉદાસીન છે, રાગ–દ્વેષ વગરનો છે. જ્ઞાનપ્રકાશમાં
કોઈ રોગ કે નિરોગ, સોનું કે કોલસો, નિંદાના શબ્દો કે પ્રશંસાના શબ્દો, રૂપ કે કુરૂપ–એ
કોઈ વસ્તુ રાગ–દ્વેષ કરાવતી નથી, તેમજ જ્ઞાન પ્રકાશમાં એવો સ્વભાવ નથી કે કોઈ
ઉપર રાગદ્વેષ કરે. ભિન્નપણે રહીને, જુદો રહીને, મધ્યસ્થ રહીને, પોતે પોતાના
જ્ઞાનભાવમાં જ રહેતું જ્ઞાન પરમ ઉપશાંતભાવને પામે છે.–આવું વિશુદ્ધજ્ઞાન તે જ
મોક્ષહેતુ છે.
PDF/HTML Page 16 of 29
single page version
થાય છે–તે સૂચવતો અંજનાસતિના જીવનનો એક
PDF/HTML Page 17 of 29
single page version
વનમાં ભટકી રહી છે. અરે, દુર્ભાગ્યના આ દરિયામાં એકમાત્ર ધર્મરૂપી જહાજ જ આ
શીલવતીને શરણ છે. જ્યાં ઉદય જ એવો હોય ત્યાં ધૈર્યપૂર્વક ધર્મસેવન એ જ શરણ છે,
બીજું કોઈ શરણ નથી.
સખીનો વિલાપ એવો કરુણ હતો કે એ દેખીને આસપાસની મૃગલીઓ પણ ઉદાસ
લાગી.
સખીએ ધૈર્યપૂર્વક
અંજનીને છાતીએ
લગાડીને કહ્યું હે સખી!
શાંત થા....રૂદન છોડ!
બહુ રોવાથી શું? તું જાણે
છે કે આ સંસારમાં જીવને
કોઈ શરણ નથી. અરે,
નિર્ગ્રંથ વીતરાગગુરુ એ જ સાચા માતા–પિતા ને બાંધવ છે ને એ જ શરણ છે. તારું
સમ્યગ્દર્શન જ તને શરણભૂત છે, તે જ ખરૂં રક્ષક છે, ને આ અસાર સંસારમાં તે જ
એક સારભૂત છે. માટે હે દેવી! આવા ધર્મચિંતન વડે તું ચિત્તને સ્થિર કર.....ને પ્રસન્ન
થા. વૈરાગ્યમય આ સંસાર, ત્યાં પૂર્વકર્મઅનુસાર સંયોગ–વિયોગ થયા કરે છે. તેમાં હર્ષ–
શોક શું કરવો? જીવ ચિંતવે છે કાંઈ ને થાય છે કાંઈ! સંયોગવિયોગ એને આધીન
નથી.....એ તો બધી કર્મની વિચિત્રતા છે. માટે હે સખી! તું વૃથા કલેશ ન કર....ખેદ
છોડ ને ધૈર્યથી તારા મનને વૈરાગ્યમાં દ્રઢ કર.–આમ કહીને સ્નેહપૂર્વક સખીએ
અંજનીના આંસુ લૂછયા અને તે જરાક શાંત થતાં ફરી કહેવા લાગી–હે દેવી! ચાલો, આ
વનમાં હિંસક પ્રાણીઓના ભય વગરનું કોઈ સ્થાન કે ગૂફા શોધીને ત્યાં રહીએ; અહીં
સિંહ વાઘ ને સર્પોનો ઘણો ભય છે... સખી સાથે અંજની માંડમાંડ પગલાં ભરે છે.
સાધર્મીના સ્નેહબંધનથી બંધાયેલી સખી એના છાયાની માફક
PDF/HTML Page 18 of 29
single page version
સખી કહે છે–અરે મારી બેન! તું ડર મા......મારી સાથે ચાલ....સખીના ખભે હાથ
ટેકવીને મહા મહેનતે શરીર થંભાવતી અંજની ડગલા ભરે છે. થોડે દૂર એક ગૂફા
દેખાણી, સખી કહે છે કે ત્યાં સુધી ચાલ....પણ અંજની કહે છે: હે સખી! મારામાં હવે તો
એક ડગલુંય ભરવાની શક્તિ નથી રહી....હવે તો હું થાકી ગઈ....સખીએ અત્યંત પ્રેમાળ
શબ્દોથી તેને ધૈર્ય ઉપજાવી, નમસ્કાર કરી વારંવાર સમજાવી, ને તેનો હાથ પકડી
ગૂફાના દ્વાર સુધી લઈ ગઈ.
જોતાંવેંત જ બંને સખીઓ આશ્ચર્યથી થંભી ગઈ! –શું જોયું તેમણે? અહો! તેમણે જોયું કે
ગૂફાની અંદર એક વીતરાગી મુનિરાજ ધ્યાનમાં બિરાજી રહ્યા છે. ચારણઋદ્ધિના ધારક એ
મુનિરાજનું શરીર નિશ્ચલ થંભી ગયું છે. તેમની મુદ્રા પરમ શાંત અને સમુદ્ર જેવી ગંભીર
છે, આંખો અંતરમાં ઢળી ગયેલી છે; આત્માનું જેવું યથાર્થ સ્વરૂપ જિનશાસનમાં કહ્યું છે
રહ્યા છે. પર્વત જેવા
અડોલ છે, આકાશ જેવા
નિર્મળ છે ને પવન જેવા
અસંગી છે, અપ્રમત્ત
ભાવમાં ઝૂલી રહ્યા છે
ને સિદ્ધ જેવા આત્મિક
આનંદને અનુભવી રહ્યા
છે.
મુનિરાજને દેખતાં જ
તેઓ મુનિની સમીપ ગઈ. મુનિરાજની વીતરાગમુદ્રા નીહાળતાં જીવનનાં સર્વ દુઃખો
ભૂલાઈ ગયાં. ભક્તિપૂર્વક ત્રણ પ્રદક્ષિણા દઈને, હાથ જોડીને નમસ્કાર કર્યો. આવા
વનમાં મુનિ જેવા પરમ બાંધવ મળવાથી તેમનાં નેત્રો ફૂલી ગયાં, આંસુ અટકી
ગયા...ને નજર મુનિના ચરણોમાં જ થંભી ગઈ. હાથ જોડીને ગદગદભાવે મહા વિનયથી
સ્તુતિ કરવા લાગી: હે ભગવાન્! હે કલ્યાણરૂપ! આપ સંસારને
PDF/HTML Page 19 of 29
single page version
PDF/HTML Page 20 of 29
single page version
સંસારબંધન ક્ષણમાત્રમાં છૂટી જાય છે. આત્મા સિદ્ધભગવાન જેવા અચિંત્ય સામર્થ્યથી
ભરેલો છે તેને દેખતાં જ અનાદિની કર્મધારા તૂટી જાય છે. અનંત સિદ્ધ પરમાત્માઓની
પંક્તિમાં બેસાડી શકાય એવો આ આત્મા છે. આવા આત્મામાં જ્યાં દ્રષ્ટિ કરી ત્યાં
અંદર પોતે પૂર્ણાનંદથી ભરેલો ભાસે છે, ને બહારમાં જાણે કાંઈ ન હોય–એમ શૂન્ય ભાસે
છે, ચૈતન્યમાં દ્રષ્ટિ મુકતાં એક ચૈતન્યસમુદ્રના શાંતરસ સિવાય બીજું કાંઈ દેખાતું નથી.
આવા આત્માને અંતરમાં દેખવાની ક્રિયા તે જ મોટી અપૂર્વ ક્રિયા છે.
રહ્યો છે, જડ દેહરૂપ કદી થયો નથી. અરે, દેહમાં જ રહેલા આવા તારા આત્માને હે
જીવ! તું સ્વસંવેદનથી કેમ નથી જાણતો? બહારના બીજા તો પ્રપંચ ઘણા જાણે છે તો
તારા આત્માને કેમ નથી જાણતો? દૂરદૂરની પ્રયોજન વિનાની વાત જાણવા દોડે છે, તો
અહીં તારામાં જ રહેલા તારા આત્માને જાણવામાં બુદ્ધિ જોડ.–એ અત્યંત પ્રયોજનરૂપ
છે. અરે, તું બીજાનું તો જ્ઞાન કર ને તારું નહિ! એ તે જ્ઞાન કેવું કે પોતે પોતાને જ ન
દેખે! માટે હે ભાઈ, આત્માને જાણવામાં તત્પર થા.
સુખદુઃખ તેમાં નથી, તેમાં આકુળતા નથી, તેમાં મનનોય વેપાર નથી. આવા શાંત