Atmadharma magazine - Ank 255
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 29
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૨
સળંગ અંક ૨૫૫
Version History
Version
Number Date Changes
001 Apr 2005 First electronic version.

PDF/HTML Page 2 of 29
single page version

background image
તંત્રી: જગજીવન બાવચંદ દોશી
વર્ષ: ૨૨: અંક: ૩: વીર સં. ૨૪૯૧ પોષ
_________________________________________________________________
સંતો કહે છે–
ભાઈ! તને આ ભવદુઃખ વ્હાલાં ન
હોય ને મોક્ષસુખને તું અનુભવવા
ચાહતો હો, તો તારા ધ્યેયની દિશા
પલટાવી નાંખ; જગતથી ઉદાસ થઈને
આત્માનો રંગ લગાડીને અંતરમાં
ચૈતન્યસ્વભાવને ધ્યાવ. એ ધ્યાનમાં
તને પરમ આનંદમય મોક્ષસુખ
અનુભવાશે.
(આ સંબંધી વિસ્તૃત પ્રવચન માટે અંદર જુઓ)
૨પપ

PDF/HTML Page 3 of 29
single page version

background image
(૧) આ આત્મા છે તે સર્વોત્કૃષ્ટ ચૈતન્યરત્ન છે.
(૨) સમસ્ત શ્રુતસમુદ્રનું મંથન કરી કરીને સંતોએ આ સર્વોત્કૃષ્ટ રત્ન
પ્રાપ્ત કર્યું છે.
(૩) આકાશ ક્ષેત્રસ્વભાવથી અનંત છે, છતાંય તે તો અચેતન–જડ છે.
જ્યારે જ્ઞાન તો ભાવ સામર્થ્યથી અનંત છે, ને તે ચૈતન્યમૂર્તિ જાણનાર છે.
(૪) અનંત આકાશ, તે નથી તો પોતાને જાણતું કે નથી પરને જાણતું.
અનંત જ્ઞાનસ્વભાવી આત્મા તે પોતાને જાણે છે ને પરનેય જાણે છે.
(પ) અનંત આકાશનેય પોતાના સામર્થ્યથી માપી લેનારું જ્ઞાન, તેની
અનંતતા આકાશની અનંતતા કરતાંય વધારે છે. કેટલી વધારે? કે અનંતગુણી.
(૬) તો એવા અનંતગુણા જ્ઞાનસામર્થ્યનો અનંતગુણો મહિમા લાવીને
હે જીવ! તે જ્ઞાનમાં જ એકાગ્ર થા...જ્યાં તું જ્ઞાનમાં એકાગ્ર થયો ત્યાં
લોકાલોક તો તારા જ્ઞાનમાં ઝૂકેલા છે. જેમ ઈન્દ્રોના મુગટ તીર્થંકરના ચરણમાં
ઝૂકી પડે છે તેમ લોકાલોક કેવળજ્ઞાનમાં ઝૂકી પડે છે. તે કેવળજ્ઞાનની આજ્ઞા
જગતમાં કોઈ લોપી શકે નહિ. તેના જ્ઞેયપણાથી કોઈ બહારમાં રહી શકે નહિ.
(૭) અહા, કેવું દિવ્ય જ્ઞાનસામર્થ્ય! ! કેવો અચિંત્ય એનો મહિમા!
(૮) અરે, તારા મતિ–શ્રુતજ્ઞાનની ય એવી તાકાત છે કે આવા
કેવળજ્ઞાન–સામર્થ્યનો પોતામાં નિર્ણય કરી લ્યે–પણ ક્્યારે?–કે જ્યારે તે
સ્વસન્મુખ થાય ત્યારે.
(૯) ચૈતન્ય ચિંતામણિના અચિંત્ય મહિમાનું ઊંડું ચિંતન કરતાં,
વિકલ્પ અને જ્ઞાનની એકતા તૂટી જાય છે, ને જ્ઞાન જ્ઞાનમાં જ એકાગ્ર થાય છે.
–એટલે આત્મા સમ્યક્ત્વાદિ ભાવોરૂપે ખીલી ઊઠે છે. આ રીતે આત્માર્થી
જીવને આ સર્વોત્કૃષ્ટ ચૈતન્યચિન્તામણિ ઉત્તમ ઈચ્છિત ફળનો (મોક્ષનો)
દાતાર છે.
(૧૦) કેવળજ્ઞાનનાં દિવ્ય કિરણોથી ઝલકતા સર્વોત્કૃષ્ટ ચૈતન્યહીરાની
કિંમત જે આંકે છે તે જીવ ઉત્તમ સમ્યક્ત્વરત્નને પામીને પછી સર્વોત્તમ
કેવળજ્ઞાનરત્નને પામશે.

PDF/HTML Page 4 of 29
single page version

background image
: ૧ : : પોષ :
: વર્ષ: ૨૨ –: અંક ત્રીજો: JANU 1965
_________________________________________________________________
જગત પાસેથી કાંઈ લેવું નથી;
જગતને કાંઈ દેવું નથી.
હે જીવ! તું વિચાર કર કે બહારની કઈ વસ્તુ વગર તારે
નથી ચાલતું? તારા સ્વભાવમાં એવી કઈ અધુરાશ છે કે તારે
બીજી વસ્તુની જરૂર પડે? શું શરીર ન હોય તો તારા જ્ઞાનનું
પરિણમન અટકી જાય છે? શું પૈસા ન હોય તો તારો આત્મા જડ
થઈ જાય છે? શું ઈન્દ્રિયો કે બાહ્ય વિષયો ન હોય તો તારો
સુખસ્વભાવ નાશ પામી જાય છે? નહિ. આત્મા પોતે સદાય
ચૈતન્ય પરિણમનથી ભરપૂર ને સુખસ્વભાવથી પરિપૂર્ણ છે.
પોતાના જ્ઞાન કે સુખને માટે બીજા કોઈની જરૂર તેને પડતી નથી.
જેમ સિદ્ધભગવંતો દેહ વગર, ઈન્દ્રિયો વગર, લક્ષ્મી વગેરે બાહ્ય
વિષયો વગર સ્વયમેવ પૂર્ણ જ્ઞાની ને પૂર્ણ સુખી છે, તેમ તારો
આત્મા પણ એવા જ જ્ઞાન ને સુખસ્વભાવથી ભરપૂર છે. માટે હે
જીવ! સ્વસન્મુખ થઈને તારા આત્મામાં જ તું સંતુષ્ઠ થા, ને
બીજાની સ્પૃહા છોડ. જગત પાસેથી મારે કાંઈ લેવું નથી, કેમકે
મારે જે જોઈએ છે તે મારામાં ભર્યું જ છે; અને, જગતને મારે કાંઈ
દેવું નથી, કેમ કે જગતની કોઈ વસ્તુ મારી પાસે (મારામાં) નથી
કે હું તેને આપું.–આમ નિરપેક્ષ થઈને, જગતનો મોહ તજીને,
નિજસ્વભાવથી પરિપૂર્ણ એવા તારા આત્માને તું દેખ. તને ઉત્તમ
આનંદનો સ્વાનુભવ થશે.

PDF/HTML Page 5 of 29
single page version

background image
: ૨ : : પોષ :
અર્હંતોએ સેવેલો સ્વાશ્રિત મોક્ષમાર્ગ
(સમયસાર સર્વવિશુદ્ધજ્ઞાન–અધિકાર–પ્રવચનોમાંથી)
અહા, આચાર્યદેવની કેટલી નિઃશંકતા!
શુદ્ધજ્ઞાનસ્વભાવની સન્મુખતાથી પોતે મોક્ષમાર્ગના ઉપાસક
થઈને, બધાય અર્હંતદેવોને સાક્ષીપણે ઉતારીને બેધડકપણે કહે
છે કે અહો, બધાય અર્હંતદેવોએ આવા શુદ્ધજ્ઞાનમય દર્શન–
જ્ઞાન–ચારિત્રની જ મોક્ષમાર્ગપણે ઉપાસના કરી છે–એમ
જોવામાં આવે છે. બધાય અર્હંતદેવોએ ઉપાસેલો ને ઉપદેશેલો
આ જ એક માર્ગ છે, બીજો કોઈ નહિ. સ્વદ્રવ્યનો આશ્રય
કરીને મુમુક્ષુએ આ એક જ માર્ગ સેવવાયોગ્ય છે. આવા
માર્ગપ્રકાશી સન્તોને નમસ્કાર હો.
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર કે જે શુદ્ધઆત્માના આશ્રયે છે તે જ એક મોક્ષમાર્ગ
છે. દેહાશ્રિત એટલે કે પરાશ્રિત એવું જે દ્રવ્યલિંગ તેના આશ્રયે મોક્ષમાર્ગ નથી. ભાઈ,
મોક્ષનો માર્ગ તો આત્માના આશ્રયે હોય, કે પરના આશ્રયે? અર્હંતભગવંતોએ બધાયે
કેવો માર્ગ સેવ્યો? કે શુદ્ધજ્ઞાનમયપણાને સેવ્યું ને દેહાશ્રિત એવા દ્રવ્યલિંગના મમકારને
છોડયો. શુદ્ધજ્ઞાનમય એવા જે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તેને જ મોક્ષમાર્ગપણે બધાય
અર્હંતભગવંતોએ ઉપાસ્યા,–એમ અમારા જોવામાં આવે છે. કોઈ કહે–શું તમે બધાય
તીર્થંકરોને જોઈ લીધા?–તો કહે છે કે હા; સ્વાનુભવથી આવો મોક્ષમાર્ગ અમે જાણ્યો છે
ને આવો માર્ગ અમે ઉપાસી રહ્યા છીએ, તે ઉપાસનાની નિઃશંકતાના જોરે અમે જાણી
લીધું છે કે જે કોઈ જીવો મોક્ષ પામ્યા તેઓ આવા માર્ગની ઉપાસનાથી જ મોક્ષ પામ્યા
છે. અનંતા તીર્થંકરો–અર્હંતોએ આ જ માર્ગ સેવ્યો છે ને આ જ માર્ગ ઉપદેશ્યો છે.
ત્રણકાળના બધા મોક્ષગામી જીવોને માટે મોક્ષનો આ એક જ માર્ગ છે. કયો માર્ગ? કે
શુદ્ધજ્ઞાનમય, એટલે કે જરાપણ રાગમય નહિ, એવા સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે જ
માર્ગ છે; તે માર્ગ આત્માના જ આશ્રયે છે.
અહા, સ્વાશ્રિતમાર્ગની આવી વાત સમજે તો બધા પરાશ્રયભાવનું મમત્વ છૂટી
જાય. મુનિને જે વિકલ્પ છે, તે પણ શુદ્ધ જ્ઞાનથી બહાર છે, તે વિકલ્પને આશ્રિત માર્ગ
નથી, માર્ગ તો શુદ્ધ જ્ઞાનના આશ્રયે જ છે. અરે, મુનિના મહાવ્રતના વિકલ્પને આશ્રિત
પણ જ્યાં મોક્ષમાર્ગ નથી ત્યાં જડ દેહની ક્રિયાને આશ્રિત મોક્ષમાર્ગ હોવાની માન્યતા
તો ક્્યાં રહી? જો દેહની ક્રિયાને આશ્રયે મોક્ષમાર્ગ હોત તો અર્હંતભગવંતો તે દેહનું

PDF/HTML Page 6 of 29
single page version

background image
: પોષ : : ૩ :
મમત્વ છોડીને શુદ્ધજ્ઞાનમાં કેમ ઠરત? અર્હંત ભગવંતોએ તો દેહનું મમત્વ છોડીને શુદ્ધ
જ્ઞાનમય એવા નિશ્ચયરત્નત્રયને જ મોક્ષમાર્ગ તરીકે સેવ્યા; –આમ અર્હંતોની સાક્ષી
આપીને, પોતાના સ્વાનુભવસહિત આચાર્યદેવ કહે છે કે, અર્હંત ભગવંતોએ આમ કર્યું
તે ઉપરથી નક્કી થાય છે કે આવો જ પરમાર્થ મોક્ષમાર્ગ છે; બીજો મોક્ષમાર્ગ નથી.
દર્શન–જ્ઞાન–ચારિત્રના શુદ્ધભાવરૂપે પરિણમેલો આત્મા તે જ પરમાર્થે મોક્ષમાર્ગ
છે, તેને ‘કારણસમયસાર’ કહેવાય છે. રાગ એ તો આસ્રવતત્ત્વ છે, તેને પરમાર્થે આત્મા
જ કહેતા નથી. શુદ્ધપરિણામમાં અભેદ પરિણમ્યો તેને જ પરમાર્થ આત્મા કહ્યો છે. મુનિ
તો ખરેખર તે જ છે કે જેઓ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રને મોક્ષમાર્ગપણે સેવી રહ્યા છે.
મુનિને કે ગૃહસ્થને કોઈનેય રાગ તે મોક્ષમાર્ગ નથી. શુદ્ધજ્ઞાનના આશ્રયે જેટલા
રત્નત્રય છે તેટલો જ મોક્ષમાર્ગ છે.
મોક્ષ શું છે? મોક્ષ એ સર્વ કર્મના અભાવરૂપ શુદ્ધ આત્મપરિણામ છે.
મોક્ષનું કારણ શું? કે જેવું કાર્ય શુદ્ધ છે તેવું જ તેનું કારણ પણ શુદ્ધ જ છે. કારણ
અને કાર્યની જાત એક જ હોય. ઓછા–પૂરાનો ભેદ હોય પણ બંનેની જાત તો એક જ
હોય. કાર્ય શુદ્ધ અને તેનું કારણ અશુદ્ધ–એમ ન બને. કાર્ય વીતરાગ અને તેનું કારણ
રાગ–એમ ન હોય. જેમ મોક્ષ તે પૂર્ણ શુદ્ધતારૂપ અને રાગના અભાવરૂપ છે તેમ તે
મોક્ષના સાધનરૂપ રત્નત્રય તે પણ શુદ્ધ અને રાગના અભાવરૂપ જ છે. ભલે
સાધકદશામાં કેવળજ્ઞાન જેવી પૂર્ણ શુદ્ધિ ન હોય, તો પણ ત્યાં જેટલી શુદ્ધતા છે તેટલો જ
મોક્ષમાર્ગ છે, ને જેટલો રાગ છે તે મોક્ષમાર્ગ નથી. ધર્માત્મા તે રાગને મોક્ષમાર્ગપણે
નથી સેવતા, પણ રત્નત્રયની શુદ્ધિને જ મોક્ષમાર્ગપણે સેવે છે.
હે ભાઈ, તીર્થંકરોએ તો આવો શુદ્ધ આત્માશ્રિત રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ સેવ્યો છે,
તો તું વળી દોઢ ડાયો થઈને એનાથી બીજો મોક્ષમાર્ગ ક્્યાંથી લાવ્યો? શરીરની ક્રિયાને
આશ્રિત કે રાગને આશ્રિત મોક્ષમાર્ગ થાય–એ તો તારી દુર્બુદ્ધિ છે. અરે, દેહની ક્રિયાથી
ધર્મ થાય–એ વાત અર્હંતના શાસનમાં કેવી? અર્હંતના શાસનમાં તો દેહને પરદ્રવ્ય કહેલ
છે, તે પરદ્રવ્યને આશ્રિત આત્માનો મોક્ષમાર્ગ જરાપણ નથી. માટે હે ભવ્ય! એવા
પરદ્રવ્યનું મમત્વ છોડ ને શુદ્ધ આત્માનો આશ્રય કરીને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ
મોક્ષમાર્ગમાં તારી બુદ્ધિ જોડ.
શુદ્ધ જ્ઞાનમય આત્મા છે, તે અમૂર્તિક છે; આવા શુદ્ધ જ્ઞાનમય આત્મામાં દેહ કે
રાગાદિ નથી, એટલે તે દેહાશ્રિત કે રાગાશ્રિત મોક્ષમાર્ગ નથી. દેહથી ને રાગથી પાર
એવા શુદ્ધ જ્ઞાનમય આત્માનું સેવન તે જ મોક્ષમાર્ગ છે. પરંતુ દ્રવ્યલિંગ (એટલે કે

PDF/HTML Page 7 of 29
single page version

background image
: ૪ : : પોષ :
નગ્નશરીર કે મહાવ્રતાદિના શુભ (વિકલ્પો)–કે જે શુદ્ધજ્ઞાનથી ખરેખર ભિન્ન છે તે
મોક્ષમાર્ગ નથી. શુદ્ધજ્ઞાનસ્વભાવની સન્મુખતાથી પોતે આવા મોક્ષમાર્ગના ઉપાસક
થઈને આચાર્યદેવ બધાય અર્હંતદેવોને સાક્ષીપણે ઉતારીને નિઃશંકતાથી કહે છે કે અહો!
બધાય ભગવાન અર્હંતદેવોએ આવા શુદ્ધ જ્ઞાનમય દર્શન–જ્ઞાન–ચારિત્રની જ
મોક્ષમાર્ગપણે ઉપાસના કરી છે–એમ જોવામાં આવે છે.–
‘શ્રમણો, જિનો તીર્થંકરો, એ રીતે સેવી માર્ગને,
સિદ્ધિ વર્યા; નમું તેમને, નિર્વાણના તે માર્ગને.’ (પ્રવચનસાર)
–વાહ, જુઓ આ તીર્થંકરોનો માર્ગ! અમે તો દેહાદિ દ્રવ્યલિંગનું મમત્વ છોડીને,
શુદ્ધ જ્ઞાનના સેવન વડે દર્શન–જ્ઞાન–ચારિત્રની ઉપાસનાથી આવા મોક્ષમાર્ગને સાધી
રહ્યા છીએ, ને બધાય તીર્થંકરોએ બધાય સંતોએ આ જ રીતે મોક્ષમાર્ગની ઉપાસના કરી
હતી–એમ નિઃશંકપણે અમારા નિર્ણયમાં આવે છે.
જો દેહમય લિંગ કે તે તરફના શુભ વિકલ્પો તે મોક્ષનું કારણ હોત તો અર્હંત
ભગવંતો તેનું મમત્વ છોડીને દર્શન–જ્ઞાન–ચારિત્રની ઉપાસના શા માટે કરત?
દ્રવ્યલિંગથી જ મોક્ષ પામી જાત! –પરંતુ અર્હંત ભગવંતોએ તો દેહાદિથી ને રાગાદિથી
વિમુખ થઈને શુદ્ધજ્ઞાનમય ચિદાનંદ તત્ત્વની સન્મુખતા વડે દર્શન–જ્ઞાન–ચારિત્રની જ
ઉપાસના કરી; માટે એ નક્કી થયું કે દેહમય લિંગ તે મોક્ષમાર્ગ નથી, રાગ પણ
મોક્ષમાર્ગ નથી, પરમાર્થે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની ઉપાસના તે જ મોક્ષમાર્ગ છે.
દર્શન–જ્ઞાન–ચારિત્રની ઉપાસના કઈ રીતે થાય? –કે શુદ્ધ જ્ઞાનમય આત્માના સેવનથી
જ (એટલે કે સ્વદ્રવ્યના સેવનથી જ) તે રત્નત્રયરૂપ મોક્ષમાર્ગની ઉપાસના થાય છે.
–ને એ જ શાસ્ત્રની અનુમતિ છે.
અહા, આચાર્યદેવની કેટલી નિઃશંકતા! અંદર પોતે તો નિર્વિકલ્પ આનંદમાં
ઝુલતા ઝુલતા આવા મોક્ષમાર્ગને સાધી રહ્યા છે, ને જગતને બેધડકપણે કહે છે કે:
બધાય અર્હંત ભગવંતોએ ઉપાસેલો આ જ એક માર્ગ છે, બીજો કોઈ નહિ. બધાય
ભગવાન અર્હંન્તદેવોને શુદ્ધ જ્ઞાનમયપણું છે, ને તેઓએ દ્રવ્યલિંગના આશ્રયભૂત
શરીરનું મમત્વ છોડી દીધું છે, એટલે દ્રવ્યલિંગના ત્યાગવડે દર્શન–જ્ઞાન–ચારિત્રની
મોક્ષમાર્ગપણે ઉપાસના જોવામાં આવે છે; બધાય તીર્થંકરોએ મોક્ષમાર્ગ આ એક જ રીતે
ઉપાસ્યો છે, –એમ અમારા ‘જોવામાં આવે છે.’
કોઈ કહે કે–‘જોવામાં આવે છે–એમ કહ્યું તો શું આચાર્યદેવે અર્હંતદેવોને નજરે
જોયા છે? અત્યારે, કે કુંદકુંદસ્વામી હતા ત્યારે પણ, અહીં અર્હંતદેવ તો હતા નહિ, તો
કઈ રીતે જોયા? ’

PDF/HTML Page 8 of 29
single page version

background image
: પોષ : : પ :
તેને અહીં કહે છે કે અરે ભાઈ! આત્મામાં જ્યાં મોક્ષમાર્ગનો નિર્ણય થયો,
સાક્ષાત્ અનુભવ થયો, ત્યાં નિસ્સંદેહ ખાતરી થઈ ગઈ કે બસ, આવો જ મોક્ષમાર્ગ
ત્રણે કાળે હોય. અને વળી કુંદકુંદાચાર્યને તો વિદેહક્ષેત્રમાં સાક્ષાત્ તીર્થંકર
ભગવાનનો ભેટો પણ થયો હતો, આઠ–આઠ દિવસ સુધી ભગવાન સીમંધર
પરમાત્માની સભામાં દિવ્ય ધ્વનિનું સાક્ષાત્ શ્રવણ કર્યું હતું, જ્યાં અનેક કેવળજ્ઞાની
ભગવંતો બિરાજે છે, જ્યાં ગણધરદેવો અને મુનિવરોના ટોળા આવા મોક્ષમાર્ગને
સાધી રહ્યા છે; તેમને નજરે નીહાળીને, અને તેવો મોક્ષમાર્ગ પોતાના આત્મામાં
પ્રગટાવીને આચાર્યદેવ કહે છે કે હે ભાઈ! મોક્ષમાર્ગ તો આ શુદ્ધ જ્ઞાનમય
આત્માના આશ્રયે રત્નત્રયની ઉપાસનાથી જ થાય છે, –એમ અમારા જોવામાં આવે
છે, બીજો કોઈ મોક્ષમાર્ગ અમારા જોવામાં આવતો નથી. માટે તું પણ શુદ્ધ જ્ઞાનમય
સ્વદ્રવ્યનો આશ્રય કરીને આવા જ મોક્ષમાર્ગને ઉપાસ. મુમુક્ષુઓએ આ એક જ
માર્ગ અત્યંત આદરપૂર્વક સેવવા યોગ્ય છે.
* માર્ગપ્રકાશી સન્તોને નમસ્કાર હો *
સંસારમાં હજારો પ્રકારની
પ્રતિકૂળતા ક્્યારેક જ્યારે એક સામટી
આવી પડે, ક્્યાંય ઉપાય ન સૂઝે, તે
પ્રસંગે માર્ગ શું? –એક જ માર્ગ કે–
‘જ્ઞાનભાવના.’
‘જ્ઞાનભાવના’ ક્ષણમાત્રમાં
બધી મુંઝવણને ખંખેરી નાંખીને
હિતમાર્ગ સૂઝાડે છે, ને કોઈ અલૌકિક
ધૈર્ય તથા અચિંત્ય તાકાત આપે છે.

PDF/HTML Page 9 of 29
single page version

background image
: ૬ : : પોષ :
ભવ–તન–ભોગથી વિરક્ત થા...
ધ્યાન વડે ચૈતન્યદેવની આરાધના કર.
હાલમાં પરમાત્મપ્રકાશના પ્રવચનો દ્વારા
પરમાત્મતત્ત્વની ભાવનાનું ઘોલન ચાલી રહ્યું છે. હે
ભાઈ, આ ભવદુઃખ તને વહાલા ન લાગતા હોય ને
સ્વભાવસુખનો અનુભવ તું ચાહતો હો, તો તારા
ધ્યેયની દિશા પલટી નાંખ; જગતથી ઉદાસ થઈ
અંતરમાં ચૈતન્યને ધ્યાવતાં તને પરમાનંદ પ્રગટશે ને
ભવની વેલડી ક્ષણમાં તૂટી જશે, પરમ આરાધ્ય એવો
ચૈતન્યદેવ તારા અંતરમાં જ બિરાજી રહ્યો છે.
આ જીવને અજ્ઞાનથી જે સંસારભ્રમણ છે તે ભ્રમણનું દુઃખ કેમ ટળે ને આત્માનું
સુખ કેમ પ્રગટે–એમ પૂછનાર શિષ્યને આ પરમાત્મ–પ્રકાશમાં તેનો ઉપાય બતાવ્યો છે.
હે જીવ! આ સંસારની ચારે ગતિના ભવથી, તનથી ને ભોગથી ઉદાસ થઈને અંતરમાં
તારા શુદ્ધાત્માને તું ધ્યાવ; એને ધ્યાવતાં આ સંસાર દુઃખની વેલડી એક ક્ષણમાં તૂટી
જશે.
भव–तणु–भोय–विरत्तमणु जो अप्पा झाएइ।
तासु गुरुक्की वेल्लडी संसारिणी तुट्टेई।। ३२।।
આત્મસ્વરૂપની તારે પ્રાપ્તિ કરવી હોય ને આ ભવદુઃખથી છૂટવું હોય તો હે
જીવ! તું ભવ–તન–ભોગથી વિરક્તચિત્ત થઈને આત્માને ધ્યાવ; જુઓ, પૂજામાં પણ
ભગવાનની દીક્ષાના વર્ણનમાં ‘ભવ–તન–ભોગથી વિરક્ત’ એ વાત આવે છે. બહારના
ભોગાદિમાં જેનું ચિત્ત ઉદાસીન ન હોય તે પોતાના આત્મામાં ચિત્તને ક્્યાંથી જોડે?
ભાઈ, તને આ ભવદુઃખ વહાલા ન લાગતા હોય (‘ન્હોય વહાલું અંતર ભવદુઃખ...’) ,
વિકાર તને વહાલો ન લાગતો હોય ને સ્વભાવ સુખનો અનુભવ તું ચાહતો હો તો તારા
ધ્યેયની દિશા પલટી નાંખ. ભવથી પાર એવો આનંદસ્વરૂપ, તનથી રહિત એવો અરૂપી
અને બાહ્ય ભોગોથી પાર એવા અતીન્દ્રિય આનંદથી ભરપૂર, આવા તારા આત્માની
પ્રીતિ–રુચિ–મહિમા પ્રગટ કર ને એનાથી વિરુદ્ધ જે ભવ–તન–ભોગ તેનાથી તારા મનને
વિરક્ત કર. બહારથી મન વિરક્ત કેમ થાય? –કે અંતરમાં ઉપયોગને જોડે તો; અને
અંતરમાં ઉપયોગ

PDF/HTML Page 10 of 29
single page version

background image
: પોષ : : ૭ :
કેમ જોડાય?–કે બહારથી વિરક્ત થાય તો.–આ બંને એક સાથે છે; એકની અસ્તિ ત્યાં
બીજાની નાસ્તિ. સ્વભાવની પ્રીતિ જાગી ત્યાં ભવ–તન–ભોગથી વિરક્તિ થઈ. જગતથી
ઉદાસ થઈ, ચૈતન્યની પ્રીતિ કરીને તેને ધ્યાવતાં કોઈ પરમાનંદનો અનુભવ થાય છે ને
તુરત સંસારની વિષવેલ તૂટી જાય છે. સ્વભાવમાં તાકાત છે કે વિકારના વંશને નિર્વંશ
કરી નાંખે.
ભવ–ભોગ–તન–વૈરાગ્ય ધાર...
“ભવ તન ભોગ અનિત્ય વિચારા...ઈમ મન ધાર તપે તપ ધારા.”
અહા, તીર્થંકર જેવા પણ ભવ–તન–ભોગને અનિત્ય વિચારી, ક્ષણમાં છોડીને
ચૈતન્ય સ્વરૂપને સાધવા વનમાં સંચર્યા. તીર્થંકરો પણ ભવથી ડરીને એનાથી દૂર ભાગ્યા
ને એકાકી થઈ, અસંગ થઈ, વનમાં ચૈતન્યધ્યાનમાં મગ્ન થયા. માટે હે જીવ! ભવ–
તન–ભોગથી તું વિરક્ત થા...ને ચૈતન્યસ્વરૂપને ધ્યાવ.–એ જ સુખના અનુભવનો ઉપાય
છે.
આંખ ઉઘાડ...તને ભગવાન દેખાશે
આ શરીરને તો ‘ભવમૂર્તિ’ કહ્યું છે, એ તો ભવની મૂર્તિ છે ને ભગવાન આત્મા
મોક્ષનું ધામ છે. શરીર તો અશુચીધામ છે ને આત્મા પવિત્રધામ છે. શરીર તો
પરમાણુનો પૂંજ છે, ને આત્મા તો અનંત ગુણોનો પૂંજ પરમાત્મા છે.–આ રીતે આત્મા
દેહથી અત્યંત ભિન્ન છે. કોઈ કહે કે અમને દેહ વગરનો આત્મા દેખાડો? તો કહે છે કે
ભાઈ, અત્યારે જ દેહ વગરનો આત્મા અંતરમાં બિરાજી રહ્યો છે, પણ દેખવા માટે તું
તારી આંખ ઊઘાડ ત્યારે ને? સૂર્ય ઝળહળતો ઊગ્યો પણ આંધળો ક્્યાંથી દેખે? તેમ
આ દેહ જ્યાં છે ત્યાં જ આનંદમૂર્તિ આત્મા બિરાજી રહ્યો છે, પણ ધ્યાન વગર તે
દેખાતો નથી. ભાઈ, તારી ધ્યાનરૂપી આંખ ઊઘાડ ત્યાં તને ભગવાન દેખાશે દ્રષ્ટિ રાખે
શરીર ઉપર અને કહે કે આત્મા દેખાતો નથી;–પણ ક્્યાંથી દેખાય? આત્મા તરફ નજર
કરે તો દેખાય ને? એક વાર બહારથી નજર ફેરવીને અંતરમાં નજર કર તો પરમ
આદરણીય પરમાત્મા તારામાં જ એવો તને દેખાશે; બહાર જાયે તે નહિ દેખાય.
આરાધ્ય દેવનો અગાધ મહિમા
અરે, ચૈતન્ય દ્રવ્ય...તેના અગાધ મહિમાની જીવોને ખબર નથી. મહા પવિત્ર
અને આરાધવા યોગ્ય એવો આત્મદેવ પોતે જ છે. આત્મદેવની આરાધના કરતાં
પંચપરમેષ્ઠીપદ પ્રગટી જાય છે. પરમેષ્ઠીપદના ભંડાર ચૈતન્યમૂડીમાં ભર્યા છે, તેનો
ખ્યાલ આવે તો તેનો મહિમા આવે ને તેમાં એકાગ્રતા થાય...એટલે આનંદનું વેદન
પ્રગટે.

PDF/HTML Page 11 of 29
single page version

background image
: ૮ : : પોષ :
ચૈતન્યની રુચિમાં મોક્ષસુખનાં બીજડાં પડ્યાં છે.
વિકારની રુચિમાં અનંત ભવનાં બીજડાં પડ્યાં છે.
આરાધ્ય એવા આત્મદેવની આરાધના કરતાં આત્મા પોતે આરાધ્ય–પરમાત્મા
બની જાય છે. આમ જાણીને હે ભાઈ! શુદ્ધભાવ વડે આત્મદેવની આરાધના કર.
દેહ અને આત્મા
અરે, દેહથી ભિન્ન આ ચૈતન્યદેવ, તે દેહને અડતોય નથી. પોતાના ચૈતન્યદેવની
આરાધના છોડીને, જડ દેહમાં મૂર્છાઈ ગયો તેથી નવા નવા દેહ ધારણ કરી કરીને
સંસારમાં રખડયો. છતાં તે દેહથી અલિપ્ત જ રહ્યો છે; પોતાના સ્વરૂપને કદી છોડયું નથી.
સ્વાનુભૂતિ
અનાદિથી જીવને જે વિકારનું–આકુળતાનું–દુઃખનું જ વેદન હતું; તેનાથી ભિન્ન
થઈને, આત્માની સ્વાનુભૂતિથી જ્યારે આનંદનું–નિરાકુળશાંતિનું વેદન થયું ત્યારે
સમ્યગ્દર્શન થયું; ત્યારે પહેલું ગુણસ્થાન છોડીને જીવ ચોથા ગુણસ્થાને આવ્યો, ને ત્યારે
જ ધર્મની ને મોક્ષમાર્ગની શરૂઆત થઈ.
કાયારૂપી કાદવમાં અલિપ્ત ચૈતન્યકમળ
સ્વાનુભૂતિમાં તો આત્મા રાગનેય સ્પર્શતો નથી, આનંદને જ સ્પર્શે છે–
અનુભવે છે; અહા; ચૈતન્યભાવ રાગને પણ નથી સ્પર્શતો, ત્યાં જડશરીરને કેમ સ્પર્શે?
ત્રણકાળમાં અમૂર્તઆત્મા મૂર્તશરીરને કદી સ્પર્શ્યો નથી, કદી એકમેક થયો નથી. આત્મા
વસે છે ક્્યાં? કે દેહમાં; પણ નિશ્ચયથી પોતાના ચૈતન્યશરીરમાં રહેનારો આ આત્મા
દેહને અડયો નથી, તેમ જ દેહનાં રજકણો આત્માને અડયાં નથી. અસ્પર્શી આત્માને જડ
કેમ સ્પર્શે? જેમ કમળપત્ર ક્્યાં રહ્યું છે? કે પાણીમાં; અને છતાં તે કમળપત્ર પાણીને
અડયું નથી, પાણીથી તે અલિપ્ત જ છે, તેમ ચૈતન્યકમળ તે કાયારૂપી કાદવની વચ્ચે
રહ્યું છતાં તે કાયારૂપી કાદવથી લેપાયેલું નથી. જડ કાયાનો એક અંશ પણ ચૈતન્યમાં
ક્્યાંય પ્રવેશ્યો નથી. અહા, કેટલી સ્પષ્ટ ભિન્નતા? આવી ભિન્નતા કોણ દેખે? કે જે
જીવ સંયોગદ્રષ્ટિના ચશ્મા ઉતારી નાંખીને, અસંયોગી સ્વભાવની દ્રષ્ટિથી દેખે તેને
પોતાના અંતરમાં ચૈતન્યતત્ત્વ દેહથી ભિન્ન વિલસતું દેખાય છે.
આનંદની સ્ફુરણા
લોકાગ્રે સિદ્ધભગવાન જેમ શરીર વગરના છે તેમ તારો આત્મા પણ હે જીવ!
શરીર વગરનો જ છે. ‘શરીરનો જુદો’ એટલે શરીર વગરનો;–આમ જાણીને હે જીવ!

PDF/HTML Page 12 of 29
single page version

background image
: પોષ : : ૯ :
દેહથી વિરક્ત થઈને તારા આત્માને નિજસ્વરૂપના ચિંતનમાં જોડ. તેમાં તને પરમ
આનંદની સ્ફૂરણા થશે.
અહા, સમભાવમાં સ્થિત ધર્માત્મા–યોગીને તેની નિર્વિકલ્પ સમાધિમાં વીતરાગી
અચિંત્ય પરમઆનંદને આપતું જે કોઈ પરમ તત્ત્વ સ્ફૂરાયમાન થાય છે તે જ પરમાત્મા
છે. વ્યવહારથી વિમુખ થઈને શુદ્ધાત્માના અનુષ્ઠાનમાં (અનુભવમાં) જે સ્થિત છે એવા
કોઈ વિરલ યોગીને અપૂર્વ પરમઆનંદ પ્રગટે છે. આવા પરમાનંદસ્વરૂપ જે કોઈ
પરમતત્ત્વ છે તે જ ઉપાદેય છે, ને તેનાથી વિપરીત બીજું બધુંય હેય છે–એમ હે શિષ્ય!
તું જાણ.–આમ જાણીને તું તારા આત્માને જ ઉપાદેયરૂપ કરીને તેમાં તારા ઉપયોગને
જોડ...તેમાં તને કોઈ અપૂર્વ આનંદ સ્ફૂરાયમાન થશે.
જોરદાર થા
કોઈ કહે: અરે, આવડી મોટી વાત? અમારી શક્તિ તો થોડી ને આ તો બહુ મોટી
વાત! તો કહે છે કે–અરે જીવ! તું જોરદાર થા...હું નાનો નથી પણ સિદ્ધ જેવો છું–એમ
જોરદાર થઈને આત્માને પરમાત્મપણે પ્રતીતમાં લે. ‘હું નમાલો, હું રાગી, હું પામર, હું
અજ્ઞાની,–આવડી મોટી પરમાત્મા થવાની વાત અમને કેમ સમજાય! ’–એવી ઢીલી વાત
જ્ઞાનમાંથી કાઢી નાંખ, અને ‘હું પૂરો, હું વીતરાગ, હું પરમાત્મા, હું સર્વજ્ઞસ્વભાવથી
ભરેલો’ એમ નિશ્ચયસ્વભાવને દ્રષ્ટિમાં લઈને તું જોરદાર થા...એ સ્વભાવ તરફનું જોર
કરતાં પરમાનંદના અનુભવની સ્ફૂરણાસહિત, અજ્ઞાન ટળીને જ્ઞાન થશે, રાગ ટળીને
વીતરાગતા થશે, પામરતા ટળીને પ્રભુતા ખીલશે. પણ એકવાર વ્યવહારમાંથી બહાર
નીકળીને ચિદાનંદ શુદ્ધ સ્વરૂપમાં નિશ્ચલ થા. એ શુદ્ધદ્રષ્ટિમાં ને એ સ્વાનુભૂતિમાં એવું જોર
છે કે કેવળજ્ઞાન અને સિદ્ધપદ આપે. માટે હે મુમુક્ષુ! તું જોરદાર થા. આત્માના સ્વભાવનો
ઉત્સાહ કર. વ્યવહારથી (–વિકલ્પોથી–રાગથી) દૂર થઈને આત્માની સમીપ થા.
કોણ સમીપ...ને કોણ દૂર?
ધર્માત્માને પોતાનો શુદ્ધાત્મા જ સમીપ છે, ને પરભાવો તો દૂર છે; અજ્ઞાની
સ્વભાવને દૂર રાખીને પરભાવોને સમીપ કરે છે; ને જ્ઞાની પરભાવોને દૂર કરીને
સ્વભાવમાં જ સમીપતા કરે છે. મારી નિકટની–અંગત વસ્તુ હોય તો તે મારો સ્વભાવ જ
છે, એ સિવાય કોઈ પરભાવો મારા નિકટના નથી, મારા અંગત નથી, એ તો મારાથી
પારકા છે, દૂર છે. આમ સ્વને જ નિકટ જાણીને અને પરને દૂર જાણીને, નિજ સ્વરૂપની જ
સન્મુખ થઈને તેને ધ્યાવ. તારું સ્વરૂપ તને પરમ આનંદરૂપે અનુભવાશે.
ભાઈ! તને આ
ભવદુઃખ વ્હાલા ન હોય ને મોક્ષસુખને તું અનુભવવા ચાહતો હો, તો તારા ધ્યેયની
દિશા પલટાવી નાંખ...આત્માનો રંગ લગાડી જગતથી ઉદાસ થઈ અંતરમાં
ચૈતન્યસ્વભાવને ધ્યાવ...એ ધ્યાનમાં તને પરમ આનંદમય મોક્ષસુખ અનુભવાશે.

PDF/HTML Page 13 of 29
single page version

background image
: ૧૦ : : પોષ :
સ્વસંવેદનજ્ઞાની અંતરાત્માના અલૌકિક વીતરાગી મહિમાનું
આમાં સુંદર વર્ણન છે. અહા, વિલક્ષણ ધર્માત્માને સ્વસંવેદનમાં
આનંદની ધારા ઉલ્લસે છે. આત્મા પોતે રાગ વગરનો આનંદસ્વભાવી
છે, તેથી તેનું સંવેદન પણ તે જ જાતનું છે. પરમાત્માની જાત પોતામાં
પ્રગટ કર્યા વિના પરમાત્માનું ખરૂં સ્વરૂપ જાણી શકાય નહિ.
સ્વસંવેદનના બળથી જ્ઞાની પોતાના ચૈતન્યભાવમાં બાહ્યભાવોને
જરાય પ્રવેશવા દેતા નથી.–આવું સ્વસંવેદન તે ધર્મ છે, તે મોક્ષમાર્ગ છે,
તેમાં શાંતિ છે, તેમાં પરમઆનંદ છે. સ્વસંવેદન કહો કે શુદ્ધાત્માની
અનુભૂતિ કહો, તેને સંતોએ સમસ્ત જૈનશાસનનો સાર કહ્યો છે. હે
જીવ! તેમાં જ તારા પરિણામ લગાવ.
(પરમાત્મ–પ્રકાશના પ્રવચનમાંથી)
જેને સંસારદુઃખથી છૂટવાની ને મોક્ષસુખ પ્રાપ્ત કરવાની અભિલાષા છે એવા
(ભટ્ટ પ્રભાકર જેવા) શિષ્યે વિનયથી પૂછયું છે કે હે સ્વામી! મને એવું પરમાત્મસ્વરૂપ
કૃપા કરીને બતાવો કે જેને જાણવાથી મારું અનાદિનું આ દુઃખ નાશ થાય ને મને પરમ
આનંદની પ્રાપ્તિ થાય. તેના ઉત્તરમાં શ્રીગુરુ તેને પરમઅનુગ્રહથી–પ્રસન્નતાથી
પરમાત્મસ્વરૂપ સમજાવે છે.
હે વત્સ! બહિરાત્મા, અંતરાત્મા ને પરમાત્મા–એમ ત્રિવિધ આત્માને જાણીને તું
શીઘ્ર મૂઢતારૂપ બહિરાત્મપણાને છોડ, ને અંતરાત્મા થઈને પરમાત્માને ધ્યાવ. આત્માના
પરમસ્વભાવને સ્વસંવેદનજ્ઞાનથી જાણતાં અંતરાત્મપણું થાય છે કેવળજ્ઞાનથી ભરેલો
એવો જે પરમાત્મસ્વભાવ તે વીતરાગીસ્વસંવેદનજ્ઞાનથી જણાય છે.
સ્વસંવેદનરૂપ આત્મજ્ઞાનને ‘વીતરાગ’ કેમ કહ્યું? કેમકે જ્ઞાનમાં બાહ્ય
ઈન્દ્રિયવિષયોનું જે સંવેદન છે તે તો રાગવાળું છે, ને આ અંતર્મુખ થઈને આત્માને
અનુભવનારું જ્ઞાન તો રાગના અભાવરૂપ છે તેથી તેને ‘વીતરાગ’ વિશેષણ યોગ્ય જ
છે. ચોથા ગુણસ્થાને અવિરત સમ્યગ્દ્રષ્ટિનું જે સ્વસંવેદનજ્ઞાન છે તે પણ રાગ વગરનું
વીતરાગ છે. ચોથા ગુણસ્થાને રાગ તો હોય છે ને?–તો કહે છે કે સ્વસંવેદનજ્ઞાનમાં
રાગનો અભાવ છે. સ્વસન્મુખ થયેલા જ્ઞાનમાં રાગનું વેદન નથી, એમાં તો
વીતરાગીઆનંદનું જ વેદન છે.

PDF/HTML Page 14 of 29
single page version

background image
: પોષ : : ૧૧ :
અજ્ઞાનીને એકલું પરલક્ષી જ્ઞાન છે, તેમાં તેને રાગનું જ વેદન છે. જ્ઞાનીને સ્વસન્મુખ
થયેલા ઉપયોગમાં રાગના વેદનનો અભાવ છે તેથી તે સ્વસંવેદન વીતરાગ છે. ચોથા
ગુણસ્થાનથી શરૂ કરીને જેમ જેમ સ્વસંવેદન વધતું જાય છે તેમ તેમ વીતરાગતા પણ
વધતી જાય છે.
જ્ઞાન અંતર્મુખ થઈને પોતાના સ્વભાવમાં વળે ત્યારે તેમાં રાગ આવતો નથી;
સ્વભાવમાં એકાગ્ર થયેલ જ્ઞાનમાં તો વીતરાગી ચૈતન્યરસનું જ વેદન છે. આવું
સ્વસંવેદન થાય ત્યારે આત્માને સમ્યક્પણે જાણ્યો કહેવાય, ને ત્યારે અંતરાત્માપણું
થાય. બાહ્યવસ્તુને જ જાણવામાં જેનું જ્ઞાન અટક્યું છે તે બહિરાત્મા છે તેનું જ્ઞાન
રાગથી દુષિત છે, તેમાં કષાયનું વેદન છે. જ્ઞાન અંદરમાં આવ્યું ત્યાં વીતરાગ થયું; જ્ઞાન
બહારમાં ગયું ત્યાં સરાગ થયું. જેનું જ્ઞાન સ્વને ભૂલીને એકલા પરને જોવામાં ને રાગને
જ તન્મયપણે વેદવામાં રોકાયું તે બહિરાત્મા છે, તે બહિરાત્માને મૂઢભાવ હોય છે. હે
જીવ! આવા બહિરાત્માપણાને ઓળખીને તેને તું છોડ; ને અંતરાત્માપણું મહિમાવંત છે
તેને તું પ્રગટ કર.
અનાદિથી તેં બાહ્યમાં ઝંપલાવ્યું છે તેમાં તો તડકામાં માછલું તરફડે એના જેવું
છે, તેમાં ક્્યાંય શાંતિ નથી. આત્માનો ઉપયોગ ઉપયોગમાં જ રહે–એટલે કે
નિજસ્વરૂપમાં જ રહે–તેમાં શાંતિનું વેદન છે. શાંતિનો સમુદ્ર આત્મા છે તેમાં ડુબકી
મારતાં આનંદનું સંવેદન થાય છે ને તેમાં રાગની આકૂળતા વેદાતી નથી. માટે સ્વરૂપમાં
ડુબકી મારનારું સ્વસંવેદનજ્ઞાન વીતરાગ છે, આનંદરૂપ છે. ચોથા ગુણસ્થાને અંતરાત્મા
થયો તેને આવા વીતરાગ આનંદનું સંવેદન હોય છે. અહા, અંતરાત્માની શું દશા છે તેની
પણ જગતને ઓળખાણ બહુ દુર્લભ છે.
ચોથે–પાંચમે ગુણસ્થાને રાગ તો હોય છે પરંતુ ત્યાં જે સ્વસંવેદન છે તે કાંઈ
રાગવાળું નથી, તે સ્વસંવેદન તો રાગ વગરનું જ છે; આ રીતે સ્વસંવેદન તો સર્વત્ર
વીતરાગ જ છે. ચોથા ગુણસ્થાને મિથ્યાત્વ તથા અનંતાનુબંધી કષાયોનો જે અભાવ છે
તેટલો તો રાગ વગરનો વીતરાગ ભાવ છે, તેટલી શુદ્ધતા છે, તેટલો મોક્ષમાર્ગ છે,
તેટલો નિશ્ચય છે. જેટલો રાગ બાકી રહ્યો તેટલી અશુદ્ધતા છે, તે મોક્ષમાર્ગ નથી, તે
સ્વસંવેદનરૂપ જ્ઞાનથી ભિન્ન છે. આવી અંતરાત્માની સ્થિતિ છે.
આનંદસ્વરૂપ આત્મા છે, તેના સ્વભાવમાં જ દેવ–ગુરુ ને તીર્થ બધું સમાય છે.
દેવ એટલે સર્વજ્ઞપદ તે કાંઈ આત્માથી ભિન્ન નથી, ગુરુ એટલે સાધકપદ તે કાંઈ
આત્માથી ભિન્ન નથી; અને તીર્થ એટલે રત્નત્રયધર્મ તે પણ આત્માથી ભિન્ન નથી.
આવા આત્માનો અનુભવ વીતરાગી સ્વસંવેદનજ્ઞાનથી જ થાય છે; આત્માના સંવેદનમાં
રાગનો અભાવ છે.

PDF/HTML Page 15 of 29
single page version

background image
: ૧૨ : : પોષ :
અસંખ્યપ્રદેશી ચૈતન્યઘટ અમૃતરસથી ભરેલો છે. વીતરાગી આનંદથી ભરેલો
ચૈતન્યકલશ, તેનો સ્વાદ લેનારું જ્ઞાન પણ વીતરાગ છે. ચોથા ગુણસ્થાને પણ જેટલું
સ્વસંવેદન છે તેટલો વીતરાગભાવ છે. આવા વીતરાગ અંશ વગર ધર્મની શરૂઆત થાય
નહિ.
જેટલા મહાન ગુણો જગતમાં છે તે બધાય ગુણોથી આ આત્મા પરિપૂર્ણ છે;
આવી પ્રભુતાથી ભરેલો પોતાનો ઈશ્વર, તેમાં સ્વસન્મુખ થતાં જ્ઞાનબીજ ઊગે છે;
ભેદજ્ઞાનરૂપ બીજનો પ્રકાશ ચોથા ગુણસ્થાને થયો છે. પછી ગુણસ્થાન અનુસાર
સ્વસંવેદનજ્ઞાન અને વીતરાગભાવ વધતા જાય છે, શાંતિ ને આનંદનું વેદન પણ વધતું
જાય છે.
સર્વાર્થસિદ્ધિના સંયોગમાં રહેલ સમ્યગ્દ્રષ્ટિ જે આત્મિક શાંતિ વેદે છે, પંચમ
ગુણસ્થાનવર્તી તિર્યંચ–શ્રાવક તેના કરતાં અનંતગુણી આત્મિક શાંતિ વેદે છે; અને
નિષ્પરિગ્રહી મુનિરાજ છઠ્ઠાસાતમા ગુણસ્થાને એના કરતાંય અનંતગુણી આત્મશાંતિ વેદે
છે. ને સર્વજ્ઞ પરમાત્માના પૂર્ણાનંદની તો શી વાત? આવી શાંતિનું વેદન વીતરાગી
સ્વસંવેદન જ્ઞાન વડે જ થાય છે. આત્માના સંવેદનમાં વીતરાગતાની હાક વાગે છે;
બહારમાં આત્માની હાક વાગે એમ નથી. તારી હાક તારામાં, તારો પ્રભાવ તારામાં;
તારામાં આનંદથી ભરેલા ચૈતન્યપૂર વહે છે તેમાં જેટલો એકાગ્ર થા તેટલી તને શાંતિ.
આત્મા જ્યારે શુદ્ધોપયોગની શ્રેણીમાં ચડે છે ત્યારે આનંદની ધારા ઉલ્લસે છે. ચોથા
ગુણસ્થાનથી જેટલી શુદ્ધતા છે તેટલી આનંદની ધારા વહે છે. રાગનો જેમાં સંસર્ગ નથી
એવા સ્વસંવેદન વડે જ આત્મા જણાય છે ને આનંદ વેદાય છે.
રાગથી પાર થઈને અને અતીન્દ્રિય સ્વભાવમાં ઝૂકીને આત્માને જાણે છે કે ‘આ
સ્વસંવેદન તે હું છું’–એમ જાણનારું જ્ઞાન રાગ વગરનું છે. પર તરફ ઝૂકીને પરને
જાણનારું જ્ઞાન તો રાગસહિત છે. અને રાગસહિત જ્ઞાન આત્માનું સ્વસંવેદન કરી શકતું
નથી. આત્મા પોતે રાગ વગરના સ્વભાવવાળો છે તેથી તેનું સ્વસંવેદન જ્ઞાન પણ તે જ
જાતનું છે. આવું સ્વસંવેદન જેને થયું તે અંતરાત્મા છે; તે પરમાત્માને જાણે છે ને
દેહબુદ્ધિરૂપ બહિરાત્માને છોડે છે.
બહિરાત્માનું સ્વરૂપ ઓળખીને તે છોડયા જેવું છે; કેવો છે બહિરાત્મા? દેહાદિ બાહ્ય
પદાર્થોમાં કે રાગાદિ બર્હિભાવોમાં આત્મબુદ્ધિ કરનારો બહિરાત્મા છે; તે ભિન્ન
આત્મસ્વરૂપને દેખતો નથી ને બાહ્યભાવોમાં જ આત્મબુદ્ધિથી રોકાઈ રહે છે. તેને અહીં મૂઢ
કહ્યો છે ને અંતરાત્માને વિચિક્ષણ કહ્યો તથા પરમાત્મા તો બ્રહ્મરૂપ કેવળજ્ઞાનરૂપ છે. પોતાના
ચૈતન્યભાવમાં બાહ્યભાવોને જરાય પ્રવેશવા દેતા નથી એ અંતરાત્માની વિચિક્ષણતા છે.
અજ્ઞાની પરભાવોમાંય સ્વપણે વર્તી રહ્યો છે તે મૂઢતા છે. મિથ્યાત્વરૂપ પરિણમ્યો

PDF/HTML Page 16 of 29
single page version

background image
: પોષ : : ૧૩ :
તે મૂઢ; તે બહિરાત્મા; વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદનરૂપ જ્ઞાનવડે આનંદરૂપ પરિણમ્યો
તે વિચિક્ષણ; તે અંતરાત્મા; તે ધર્માત્મા. તે અંતરાત્મપણાવડે પરમાત્મપણું સધાય છે.
* અંતરમાં દેહાદિથી ભિન્ન આત્મા જેણે જાણ્યો તે અંતરાત્મા છે.
* આત્માનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ જેણે પ્રગટ કર્યું તે પરમાત્મા છે.
* આત્માને ભૂલીને બહારમાં–દેહાદિમાં આત્મબુદ્ધિ કરે તે બહિરાત્મા છે.
ચોથા ગુણસ્થાનવાળો જીવ અંતરાત્મા છે, પંડિત છે, સમ્યગ્દર્શનરૂપ નિર્વિકલ્પ
સમાધિને પામેલો છે. પરમાત્માનો નમૂનો એનામાં આવી ગયો છે. પરમાત્માનો નમૂનો
પોતામાં આવ્યા વગર પરમાત્માનું સ્વરૂપ વાસ્તવિકપણે જાણી શકાય નહિ. પોતાના
સ્વસંવેદનથી પરમાત્મસ્વરૂપનું જ્ઞાન થયું ત્યારે જ પરમાત્માની ખરી ઓળખાણ થઈ.
આવું પરમાત્મસ્વરૂપ ઇંદ્રિયાતીત સ્વસંવેદનથી જ જાણવામાં આવે છે. શાસ્ત્રના શબ્દથી
કે તે શબ્દોના જ્ઞાનથી આત્મા અનુભવમાં આવતો નથી. પણ જ્ઞાનને આત્મા તરફ
વાળીને જ, આત્માના ધ્યાનથી જ આત્મા જણાય છે. સંયોગમાં સુખબુદ્ધિવાળો જીવ
અસંયોગી આત્માને નહિ અનુભવી શકે. સર્વ વાતે પરિપૂર્ણ એવો આત્મસ્વભાવ, તે
નિર્વિકલ્પદ્રષ્ટિ અને નિર્વિકલ્પ આનંદના સંવેદનથી જ શ્રદ્ધામાં–જ્ઞાનમાં–અનુભવમાં
આવે છે.
અહા, ચૈતન્યના આનંદની મીઠાશ! તેનો સ્વાદ જેણે લીધો તેને જગતના
વિષયોની મીઠાશ કેમ રહે? એ વીતરાગી આનંદ પાસે રાગની મીઠાશ કેમ રહે?
આત્માને જાણવાનો ઉપાય રાગથી ને વિષયોથી પાર છે; એકલો જ્ઞાનમય થા તો જ
જ્ઞાનમય આત્મા અનુભવમાં આવે,–આમ સમજીને હે જીવો! ચિદ્રૂપમાં જ તમારા
પરિણામ લગાવો.
જેને ચૈતન્યનો પ્રેમ હોય તેને એનાથી વિરુદ્ધ એવા રાગનો પ્રેમ કેમ હોય?–ન જ
હોય. જેને રાગનો પ્રેમ હોય તેને બાહ્ય વિષયોનો પણ પ્રેમ હોય કેમકે રાગનું ફળ તો
બાહ્ય વિષયો જ છે. અંતરનો વિષય આખો આત્મા, તે રાગનો વિષય થતો નથી,
અતીન્દ્રિયજ્ઞાનનો જ વિષય તે થાય છે.
આત્મામાં સુખ છે એમ ખરેખર કોને બેસે? કે બહારમાં ઈન્દ્રપદમાંય સુખ જેને ન
ભાસે, ઈન્દ્રપદના કારણરૂપ જે રાગ તેમાં જેને સુખ ન લાગે. એકલો આત્મા, એટલે
વિષયોથી ને રાગથી પાર એવો એકલો જ્ઞાનમય આત્મા, તે સર્વ પ્રકારે સ્વરૂપથી પૂર્ણ છે, તે
જ સ્વાધીન સુખરૂપ છે; તે એકલાનો અનુભવ પણ એકલો થઈને (રાગથી પાર થઈને) જ
થાય છે. માટે પોતાને પોતાની જ સામે જોવાનું છે.–આજ શરૂઆતનો સીધો ઉપાય છે.

PDF/HTML Page 17 of 29
single page version

background image
: ૧૪ : : પોષ :
આ દેહરૂપી દેવાલયમાં બિરાજમાન ચૈતન્ય પ્રભુ આત્મા, અને સિદ્ધાલયમાં
બિરાજમાન સિદ્ધપ્રભુ, તેમાં ખરેખર કાંઈ ફેર નથી. માટે પોતાનું સ્વદ્રવ્ય જ પોતાને
ઉપાદેય છે. જેવા સિદ્ધ તેવો તું; સિદ્ધસદ્રશ તારો શુદ્ધાત્મા જ તારે ધ્યાવવા યોગ્ય છે.
–એ જ શાસ્ત્રનો સાર છે.
જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહિ કાંઈ,
લક્ષ થવાને તેહનો, કહ્યાં શાસ્ત્ર સુખદાઈ.
(શ્રીમદ્ રાજચંદ્ર)
રે જીવ! સિદ્ધ ભગવાનમાં અને તારા આત્મામાં જરા પણ ભેદ ન કર. સિદ્ધ
કરતાં તારા આત્મામાં જરાય અધૂરાશ નથી. આખી દુનિયા વગર એકલો તું પોતે જ
જ્ઞાનથી–દર્શનથી–સુખથી ને પ્રભુતાથી પરિપૂર્ણ છો. તેમાં જ અવલોકન કર. જેમ ગોળ
કોને કહેવાય? કે ગળપણનો પિંડ તે ગોળ; તેમ આત્મા કોને કહેવો? કે જ્ઞાન આનંદનો
પિંડ તે આત્મા; આવા આત્માને જ ધ્યેય કરવો એમ ઉપદેશ છે. બધાય મહાપુરુષો
આવા નિજ આત્માને ધ્યેય કરી કરીને જ મહાન થયા છે, તું પણ સ્વસંવેદનમાં તેને જ
ઉપાદેય કર. સ્વસંવેદન વડે એને દેખતાં જ તારા સર્વ દુઃખો દૂર થશે ને કોઈ અચિંત્ય
પરમ આનંદ તને અનુભવમાં આવશે.

શ્રી જિનભગવંતોએ કહેલો
રત્નત્રયમાર્ગ સર્વોત્તમ છે. અનાદિના
જન્મ–જરા–મરણના ચક્રરૂપ ભયાનક
સંસાર રોગ મટાડવા માટેની એ અચૂક
ઔષધિ છે, અને મોક્ષરૂપ પરિપૂર્ણ
સ્વસ્થતા (સ્વ આત્મામાં સ્થિરતારૂપ
સ્વાસ્થ્ય) ને દેનાર છે. એ રત્નત્રય પરમ
પવિત્ર છે, કલ્યાણકારી છે, તીર્થરૂપ છે,
મંગળરૂપ છે ને મોક્ષનો સીધો માર્ગ છે.

PDF/HTML Page 18 of 29
single page version

background image
: પોષ : : ૧પ :
વીરાગી વરાંગના
વૈરાગ્ય–ઉદ્ગારો
બાવીસમા તીર્થંકર નેમપ્રભુના વખતમાં ‘વરાંગ’ નામના
રાજકુમાર થયા; રાજ્યાભિષેક, અનેક સંકટો, મહાન પુણ્યોદય,
સમ્યક્ત્વસહિત શ્રાવકવ્રતોનું ગ્રહણ, જિનમંદિર–મહોત્સવ, તત્ત્વોપદેશ
વગેરે અનેક પ્રસંગો બાદ, એકવાર તારો ખરતો દેખીને વરાંગકુમાર
વૈરાગ્ય પામે છે ને વરદત્તકેવળી પાસે દીક્ષા લેવા જાય છે–તે પ્રસંગે તેના
કેટલાક વૈરાગ્યઉદ્ગારો.
(વરાંગચરિત્રમાંથી)

કુટુંબ–કબીલા કે પ્રેમીજનો મને માત્ર ભોજનાદિ સાધારણ કાર્યોમાં જ સાથ
આપી શકે છે, મૃત્યુ સમયે તો તે બધા વ્યર્થ છે; તેમજ ધર્મકાર્યમાં પણ તે સાથ આપી
શકતા નથી,–તો એનાથી મારું શું ભલું થવાનું છે? તેમજ તેઓ જ્યારે તેમના કર્મ
અનુસાર ધકેલાઈ જશે ત્યારે હું પણ તેને અટકાવવા કે બચાવવા સમર્થ નથી. જીવના
સાચા સાથીદાર તો તે જ છે કે જે ધર્મમાર્ગમાં સાથ આપે છે.
જ્યારે ભવનમાં આગ લાગી જાય ત્યારે સમજદાર મનુષ્ય બહાર ભાગવાનો
પ્રયત્ન કરે છે, પણ જે શત્રુ હોય છે તે તેને પકડીને ફરી તે આગમાં ફેંકે છે. તેમ, વૈરાગી
વરાંગ કહે છે કે મોહની જ્વાળાથી ભડભડતો આ સંસાર, તે સંસારદુઃખની
અગ્નિજ્વાળાથી હું બહાર નીકળવા માંગુ છું, તો હે મહારાજ! (પિતાજી!) કોઈ શત્રુની
જેમ આપ મને ફરી તે અગ્નિજ્વાળામાં ન ફેંકશો, ઘરમાં રહેવાનું ન કહેશો.
એ જ રીતે મોજાંઓથી ઊછળતા ભીષણસમુદ્ર વચ્ચેથી અથાગ પ્રયત્નપૂર્વક
તરતો તરતો કોઈ પુરુષ કિનારા સુધી આવ્યો અને કોઈ શત્રુ ધક્કો દઈને પાછો સમુદ્રમાં
હડસેલે, તેમ હે પિતાજી! દુર્ગતિનાં દુઃખોથી ભરેલા આ ઘોર સંસારસમુદ્રમાં અનાદિથી
ડુબેલો હું વૈરાગ્ય વડે અત્યારે માંડમાંડ કિનારા પર આવ્યો છું, તો ફરીને આપ મને એ
સંસારસમુદ્રમાં ન પાડો.
કોઈ મનુષ્ય શુદ્ધ–સ્વાદિષ્ટ–સ્વચ્છ અમૃત જેવા મિષ્ટાન્ન જમતો હોય ને શત્રુ
તેમાં ઝેર ભેળવી દે, તેમ હું અત્યારે સંસારથી અત્યંત વિરક્ત થઈને, મારા અંતરમાં
ધર્મરૂપી પરમ અમૃતનું ભોજન લેવા તત્પર થયો છું, તે વખતે તેમાં રાજ્યલક્ષ્મીના
ભોગવટાનું વિષ ભેળવીને આપ શત્રુકાર્ય ન કરશો.

PDF/HTML Page 19 of 29
single page version

background image
: ૧૬ : : પોષ :
* અરે, જેઓ સંસારના માત્ર પાપકાર્યોમાં જ સહાયક થાય છે, અને પવિત્ર
ધર્મકાર્યોમાં વિઘ્ન નાખે છે, એના જેવો શત્રુ બીજો કોણ છે?
* મારા અંતરમાં અત્યારે શુદ્ધોપયોગની પ્રેરણા જાગી છે, મારું મન સર્વત્ર
વિરક્ત થયું છે.
* દીક્ષા માટે તૈયાર થયેલ વરાંગરાજ પોતાના પુત્રોને અંતિમ હિતશિખામણ
દેતાં કહે છે કે, લૌકિક યોગ્યતા અને સજ્જનતા ઉપરાંત, ભગવાન અર્હંતદેવ દ્વારા
ઉપદિષ્ટ રત્નત્રયધર્મને કદી ન ભૂલો. શાસ્ત્રજ્ઞની સંગતિ કરો. રત્નત્રયથી ભૂષિત
સજ્જનોનો આદર અને સમાગમ કરો. મુનિ–આર્યિકા–શ્રાવક–શ્રાવિકા એ ચતુર્વિધ
સંઘની જ્યારે જ્યારે અવસર મળે ત્યારે આદરપૂર્વક વંદના કરો...અને રત્નત્રયના
સેવનમાં સદા તત્પર રહો.
* એ રીતે વરાંગકુમાર વૈરાગ્યથી જ્યારે વન તરફ ચાલ્યા ત્યારે તેને દેખનારા
કેટલાક જીવોએ તો તેની પ્રશંસા કરી, અને બીજા જીવો–કે જેમનો આત્મા મર્યો ન હતો,
–જેમનું આત્મબળ દીન થયું ન હતું–જેઓ આત્મહિતમાં જાગૃત હતા તેઓ તો વરાંગ
સાથે જ ચાલી નીકળ્‌યા....‘આ રાજકુમાર આત્મહિત સાધવા વનમાં જશે ને અમે શું
અહીં હાથ જોડીને બેસી રહેશું?–એમ કહીને તેઓ પણ તેની સાથે જ વૈરાગ્યથી વનમાં
સીધાવ્યા.
* ભયભીત કાચબો પોતાના સર્વાંગને પોતામાં જ સંકોચી લ્યે છે તેમ સંસારથી
ભયભીત વરાંગ મુનિરાજે પોતાનો ઉપયોગ સમસ્ત ઈન્દ્રિયોથી સંકોચીને પોતામાં જ
એકાગ્ર કર્યો હતો. જેનો ઉપયોગ પોતામાં જ લીન છે તેને આ જગતમાં ભય નથી.
જિનમાર્ગ અત્યન્ત સરળ છે
સર્વજ્ઞ જિનેન્દ્રોના માર્ગનું અનુસરણ કરવાથી
જીવનો ઉદ્ધાર થાય છે, ને તે જન્મ–મરણરહિત અમર પદ
પામે છે. અને આ કાંઈ કલિષ્ટ માર્ગ નથી પરંતુ
સ્વભાવિક હોવાને કારણે વિવેકી પુરુષોને માટે તે અત્યંત
સરલ છે. હે જીવ! અંતરાત્માવડે તેનું ગ્રહણ કરીને તું
સન્માર્ગી થા.

PDF/HTML Page 20 of 29
single page version

background image
: પોષ : : ૧૭ :
આ માસની વિવિધ વાનગી
(ચર્ચા અને પ્રવચનો ઉપરથી: માગસર માસ)
આ ચૈતન્યહીરો જ્ઞાનપ્રકાશથી ચમકતો, અનંત ગુણના નિર્મળ કિરણોથી
ઝગમગતો છે. આ ચૈતન્યમાં ભરેલા અગાધ ચમત્કારની જગતને ખબર નથી. અહા,
ચૈતન્ય હીરો...જેમાં એકાગ્ર થતાં એક ક્ષણમાં કેવળજ્ઞાનની અચિંત્યવિભૂતિ પ્રગટે. અરે
જીવ! આવો ચમત્કારી ચૈતન્યહીરો તારામાં છે તે પ્રાપ્ત કરવાનો અતિદુર્લભ સુઅવસર
તને મળ્‌યો છે તો કાળની એક ક્ષણ પણ વ્યર્થ ગુમાવ્યા વિના તારા ચૈતન્યહીરાને દેખ.
આ ચૈતન્યહીરા પાસે જગતમાં કોઈની મહત્તા નથી.
*
સન્તો જ જાણે છે
આત્મસ્વરૂપનો અચિંત્ય મહિમા આત્માનુભવી સંતો જ જાણે છે. તેમના
અંતરમાં નિર્વિકલ્પ ધ્યાનમાં તે આત્મા આનંદસહિત સ્ફૂરાયમાન થાય છે. આવો જ
આત્મા ઉપાદેય છે. તે જ જ્ઞાનમાં શ્રદ્ધામાં અનુભવમાં લેવા જેવો છે. પોતાના આવા
પરમાત્મતત્ત્વને સન્તો જ જાણે છે.
*
ચૈતન્યમાં વિકલ્પનો પ્રવેશ નથી
વિકલ્પવડે નિર્વિકલ્પ–ચૈતન્યના અનુભવ તરફ જવાશે–એમ જે માને છે તે
વિકલ્પને અને નિર્વિકલ્પતત્ત્વને બંનેને એક માને છે, તેને વિકલ્પનો જ અનુભવ રહેશે
પણ વિકલ્પથી પાર એવા નિર્વિકલ્પ ચૈતન્યનો અનુભવ તેને નહિ થાય. વિકલ્પને
સાધન માને તે વિકલ્પનું અવલંબન છોડીને આઘો જાય નહિ, એટલે વિકલ્પથી પાર
એવું ચૈતન્યતત્ત્વ તેના અનુભવમાં આવે નહિ. ભાઈ, ચૈતન્યતત્ત્વ અને વિકલ્પ–એ
બંનેની જાત જ જુદી છે; ચૈતન્યમાંથી વિકલ્પની ઉત્પત્તિ થતી નથી, અને વિકલ્પનો
પ્રવેશ ચૈતન્યમાં થતો નથી. આમ અત્યંત ભિન્નતાને ઊંડેથી વિચારીને તું ચૈતન્યની જ
ભાવનામાં તત્પર રહે.