Atmadharma magazine - Ank 257
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 37
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૨
સળંગ અંક ૨૫૭
Version History
Version
Number Date Changes
001 Apr 2004 First electronic version.

PDF/HTML Page 2 of 37
single page version

background image
તંત્રી: જગજીવન બાવચંદ દોશી
વર્ષ: ૨૨ અંક પ: વીર સં. ૨૪૯૧ ફાગણ
સંબોધન
૧. અરે જીવ! નિજસ્વરૂપને નીહાળવા તું હજાર સૂર્ય જેવો થા.
૨. જો ચૈતન્યકો ધ્યાતા હૈ વો મોક્ષસુખકો પાતા હૈ.
૩. ચૈતન્યકિલ્લામાં બહારની કોઈ પ્રતિકૂળતાનો પ્રવેશ નથી.
૪. એકવાર આત્માનું વહાલ કર, ને જગતનું વહાલ છોડ.
પ. આત્મા નિજભાવને કદી છોડતો નથી, પરભાવને કદી ગ્રહતો નથી.
૬. મૂંઝાવાથી માર્ગ મળતો નથી, ધીરજ અને વિચારથી માર્ગ મળે છે.
૭. “સ્વાનુભૂતિનું સુખ જગતમાં સર્વોત્તમ છે.”
૮. “રાગદ્વેષ કર્યો તે હાર્યો; શાંતિ રાખી તે જીત્યો.”
૯. આ જગતમાં એવી કોઈ શક્તિ નથી કે જે વૈરાગી જીવને બાંધી શકે.
૧૦. કોઈ પણ વસ્તુનો નિજસ્વભાવ અપૂર્ણ ન હોઈ શકે.
૨પ૭

PDF/HTML Page 3 of 37
single page version

background image
સીમંધર ભગવાન: સોનગઢ.
ત્રણ ફૂટની અતિમનોજ્ઞ પ્રતિમા: જેની પ્રતિષ્ઠાને
આ ફાગણ સુદ બીજે પચ્ચીસમું વર્ષ બેઠું.

PDF/HTML Page 4 of 37
single page version

background image
: ફાગણ : આત્મધર્મ : 1A :
ભક્તામર–સ્તોત્ર
‘ભક્તામર–સ્તોત્ર’ એ જૈનસમાજમાં સર્વપ્રસિદ્ધ છે; મુનિદશામાં
ઝૂલતા માન– તૂંગસ્વામી જેવા એક આધ્યાત્મિકસન્તે કરેલી
જિનેન્દ્રભગવાનની આ સ્તુતિમાં કેવા હૃદયસ્પર્શી
અધ્યાત્મિકભાવો ભરેલા છે! તે જોઈને જિનેન્દ્રભક્ત–મુમુક્ષુનું હૈયું
આનંદથી ડોલી ઊઠે છે. આ સ્તોત્ર જેટલું પ્રસિદ્ધ છે તેના
પ્રમાણમાં એમાં રહેલા અધ્યાત્મભાવો ઓછા પ્રસિદ્ધ હતા; પૂ. શ્રી
કાનજીસ્વામીએ આ સ્તોત્ર ઉપર પ્રવચનો કરીને એના
અધ્યાત્મભાવો ખોલ્યાં છે. અધ્યાત્મરસ સહિતની જિનભક્તિ
કેવી હોય,–ને ભગવાનના ખરા ભક્ત કેવા હોય,–તેનું
વિશિષ્ટસ્વરૂપ આપણને આ પ્રવચનોમાં જોવા મળે છે.....જે
ખરેખર ભક્તહૃદયને અતીવ આનન્દિત કરે છે. અહીં એનો થોડો
થોડો નમૂનો અવારનવાર આપતા રહીશું.
–બ્ર હરિલાલ જૈન
ભક્તામર–સ્તોત્ર એ ભગવાન આદિનાથ તીર્થંકરની સ્તુતિ છે. ભગવાન
ઋષભદેવ જાણે સમવસરણમાં સાક્ષાત્ બિરાજી રહ્યા હોય, દેવ–દેવેન્દ્રો આવીને
તેમના ચરણોમાં ભક્તિથી મસ્તક ઝુકાવતા હોય, ને તેમની સામે ઊભા ઊભા પોતે
ભાવભીની સ્તુતિ કરતા હોય! એવી રીતે શ્રી માનતુંગસ્વામીએ આ સ્તુતિ કરી છે.
સ્તુતિમાં જિનેન્દ્રમહિમાનો અદ્ભુત ધોધ વહેવડાવ્યો છે.
પ્રભો! આપનો આત્મા ચૈતન્યપ્રભાથી ઝળકી ઊઠ્યો છે, તેની ઝાંઈ જાણે
નખમાંથી પણ ઊઠી રહી હોય–એમ નખની પ્રભા ઝળકી રહી છે. ને તેનાં કિરણ વડે
ઈન્દ્રના મુગટના મણિ ઝગઝગે છે. દેવેન્દ્રના મુગટમણિનો મહિમા અમને નથી ભાસતો,
અમને તો આપના નખની પ્રભાનો મહિમા ભાસે છે, આપના ચરણ પાસે ઈન્દ્રોનાં મણિ
અમને ઝાંખા લાગે છે. જુઓ ઈન્દ્રના મુગટના મણિનો પ્રકાશ ભગવાનના નખ ઉપર
પડે છે એમ ન કહ્યું પણ ભગવાનના નખનો પ્રકાશ ઈન્દ્રના મુગટ ઉપર પડે છે એમ
કહીને ઈન્દ્રના મુગટ કરતાં ભગવાનના ચરણની મહત્તા બતાવી. હે નાથ! ઈન્દ્રનો મુગટ
પણ આપના ચરણમાં નમે છે તેથી જ શોભે છે. તીર્થંકરના દિવ્ય રૂપની શી વાત!
ઈન્દ્રોનું રૂપ પણ જેની

PDF/HTML Page 5 of 37
single page version

background image
: 2A : આત્મધર્મ : ફાગણ :
પાસે ઝાંખું પડી જાય–એવું તો એના દેહનું રૂપ! ત્યાં આત્માના અતીન્દ્રિયરૂપની તો વાત
જ શી કરવી! કેવળજ્ઞાન ખીલી ગયું તેના મહિમાની શી વાત?.....સર્વજ્ઞની સ્તુતિમાં
ભેગો આત્માનો મહિમા ઘૂંટાતો જાય છે, તે ખરી સ્તુતિ છે, ને તેનો જ ખરો લાભ છે.
હે નાથ! ઈન્દ્ર આપના ચરણોમાં નમે છે તેથી એમ એમ સમજીએ છીએ કે,
રાગના ફળરૂપ ઈન્દ્રપદ કરતાં વીતરાગતાથી મળતું સર્વજ્ઞપદ જગતમાં શ્રેષ્ઠ અને
આદરણીય છે. ચૈતન્યની ઉત્કૃષ્ટ વીતરાગ પદવી પાસે જગતના બધાય પદ તૂચ્છ ભાસે
છે.
પ્રભો! અમારું મસ્તક આપના ચરણોમાં નમ્યું ને નમ્યું, તે હવે બીજાને કોઈ
કાળે નમે નહીં. આપની ભક્તિના અવલંબનના બળવડે અમે ભવસાગરને તરી જશું
એટલે કે વીતરાગભાવના ઘોલન વડે રાગને તોડીને સર્વજ્ઞતાને પામશું. તારી ભક્તિ
કરતાં કરતાં અમેય તારા જેવા થઈશું. ભગવાન જેવો ભાવ પોતામાં પ્રગટ કરવો તે જ
ભગવાનની પરમાર્થ સ્તુતિ છે.
પ્રભો! આપની સ્તુતિ કરતાં, આપની સર્વજ્ઞતાને જ્યાં અમે પ્રતીતમાં લઈએ
છીએ ત્યાં તો મિથ્યાત્વના ટૂકડેટૂકડા થઈ જાય છે ને પાપનો સમૂહ છિન્નભિન્ન થઈને
ભાગે છે.
જુઓ, આ ભગવાનના ભક્ત! સાચા ભાવથી ભગવાનની ભક્તિ કરવા જે
ઊભો થયો તેની ભક્તિના રંગમાં ભંગ પડે નહિ; વીતરાગ સ્વભાવને ભૂલીને વચ્ચે
રાગને તે કદી આદરે નહિ; બહારમાં લક્ષ જાય તો વીતરાગ અર્હંતદેવનો આદર ને
અંદરમાં લક્ષ જાય તો વીતરાગી આત્મસ્વભાવનો આદર. એનાથી વિરુદ્ધ બીજા કોઈને
તે આદરે નહિ; એટલે હવે વીતરાગસ્વભાવના આદરથી રાગને તોડીને વીતરાગ થયે જ
છૂટકો.
ભક્ત કહે છે: પ્રભો! કેવળજ્ઞાનથી ખીલેલી આપની જ્ઞાનપ્રભાની તો શી વાત?
આપના દેહની અને સમવસરણની શોભા પણ કોઈ દિવ્ય અચિંત્ય છે. આપના ચરણની
દિવ્યપ્રભા પાસે ઈન્દ્રના મુગટમણિ અમને ઝાંખા લાગે છે. જગતનો વૈભવ અમને પ્રિય
નથી, અમને તો આપના ચરણોની ભક્તિ જ પ્રિય છે. અહા, અંતમાં સર્વજ્ઞપણાને
સાધતાં સાધતાં સાધકસન્તોને ભગવાન પ્રત્યે ભક્તિનો પ્રેમ ઉલ્લસ્યો છે. જેમ માતા
પ્રેમવશ પોતાના પુત્રના ગાણાં ગાય તેમ અહીં ભગવાનમાં સર્વજ્ઞતા, વીતરાગતા વગેરે
જે ગુણો પ્રગટ્યા છે તેની લગની લગાડીને, પરમ પ્રેમથી ભક્ત તેનાં ગાણાં ગાય છે.
પોતાને તે ગુણ ગોઠયા છે ને પોતામાં તેવા ગુણો પ્રગટ કરવા માંગે છે તેથી તેનાં ગાણાં
ગાય છે. એ ગાણાં કોઈ બીજાને માટે નથી ગાતા, પણ પોતામાં તે ગુણો

PDF/HTML Page 6 of 37
single page version

background image
: ફાગણ : આત્મધર્મ : 3A :
પ્રાપ્ત કરવાની જે ભાવના જાગી છે તે ભાવનાને જ પોતે મલાવે છે. તેથી સમન્તભદ્ર
સ્વામીએ કહ્યું છે કે–‘
वन्दे तद्गुणलब्धये’ .
હે જિનેશ! મેં આપના અચિંત્યગુણોને ઓળખ્યા છે તેથી મને આપના ઉપર
પ્રમોદ અને બહુમાન જાગ્યું છે. ગુણોની ઓળખાણ સહિતની ભક્તિ તે જ ખરી ભક્તિ
છે. આવી ઓળખાણ સહિત કહે છે કે હે જિનેન્દ્ર! કેવળજ્ઞાન પામીને આપનું ચૈતન્યદ્રવ્ય
ઝળકી ઊઠયું; આપના આ ચૈતન્યઝબકારાની તો શી વાત! આપના કેવળજ્ઞાનપ્રકાશનો
તો અચિંત્ય મહિમા છે; એ કેવળજ્ઞાન થતાં ત્રણલોકમાં અજવાળાં થાય, અને તેથી સાથેં
સાધકદશામાં આપને જે પુણ્ય થયા તેના ફળમાં આપનું જે દિવ્ય શરીર રચાયું–તે
શરીરની શોભાની પણ શી વાત! આપનો આત્મા તો લોકોત્તર ને દેહ પણ લોકોત્તર!
ચક્રવર્તીઓ અને ઈન્દ્રો કાળજેથી ભગવાનને નમી પડે છે.–હે નાથ! આપની પાસે અમે
ન નમીએ તો જગતમાં અમારે નમવાનું બીજું સ્થાન ક્્યાં છે? પ્રભો! અમારું હૃદય
આપને જોતાં ઉલ્લસી જાય છે. અહા, આપની વીતરાગતા! જગતમાં જેનો જોટો નથી.
એ વીતરાગતા પ્રત્યે નમેલું અમારું હૃદય હવે કદી રાગ પ્રત્યે નમવાનું નથી. હે દેવ!
જગતમાં મોક્ષાર્થી જીવોને નમવાનું સ્થાન હોય તો એક આપ જ છો, એટલે પરમાર્થે
આપના જેવો જે વીતરાગી જ્ઞાનસ્વભાવ છે તે જ મોક્ષાર્થીને આદરણીય છે. રાગ તરફ
જે નમે તે તારો ભક્ત નહિ. બહારમાં કુદેવાદિને માથાં ઝૂકાવે એની તો શી વાત, પણ
એમ ન કરે ને અંદરમાં સૂક્ષ્મ રાગના કણિયાથી ધર્મનો લાભ થશે એમ માને તો તેણે
પોતાનું માથું રાગ તરફ ઝૂકાવ્યું છે, વીતરાગનો તે ખરો ભક્ત નથી. વીતરાગના
ભક્તનું માથું રાગને ન નમે. અહીં તો ઈન્દ્ર કહે છે કે પ્રભો! આપને અમે ન નમીએ તો
જગતમાં એવું બીજું કયું સ્થાન છે કે જ્યાં અમે નમીએ? ઈન્દ્રપદથી વિશેષ પુણ્યવંત
આપના સિવાય કોણ છે?–પવિત્રતામાં અને પુણ્યમાં આપ જ સર્વોત્કૃષ્ટ છો તેથી
આપને જ અમે નમીએ છીએ. જગતના સામાન્ય જીવો ઈન્દ્રને પુણ્યવંત ગણીને આદરે,
ને તે ઈન્દ્રો ભગવાન જિનેન્દ્રદેવને મહાન ભક્તિથી આદરે છે.–આવા ભગવાનની સ્તુતિ
હું ભક્તામર–સ્તોત્રદ્વારા કરું છું.
ભગવાનના ચરણોમાં ભક્તિથી નમનારા ઈન્દ્રો જાણે કહે છે કે હે નાથ! અમારા
માથાના મુગટના મણિ કરતાં તારા પગના નખની શોભા વિશેષ છે; તારા ચરણની
ભક્તિ તો અજ્ઞાન અંધકારનો ને પાપનો નાશ કરનારી છે. એ તાકાત અમારા મુગટ
મણિના તેજમાં નથી; તેથી અમારા મુગટવંતા મસ્તક આપના ચરણોમાં ઝૂકી રહ્યા છે.
પ્રભો; આપના આત્માની સર્વજ્ઞતાનું દિવ્ય તેજ તો અમને જ્ઞાનપ્રકાશ આપે છે ને
આપના ચરણની

PDF/HTML Page 7 of 37
single page version

background image
: 4A : આત્મધર્મ : ફાગણ :
હે આદિનાથ જિનેન્દ્ર! આ ભરતક્ષેત્રમાં આપ જ આદ્યગુરુ છો. આપનો
જુઓ તો ખરા, આ ભગવાનની ભક્તિ! પોતાના આત્માને ભગવાનના
જુઓ, રાગને માટે આપ આલંબનરૂપ છો–એમ ન કહ્યું, પણ વીતરાગભાવરૂપ
ધર્મને માટે જ ભગવાન આલંબનરૂપ છે–એમ કહ્યું; કેમ કે રાગ થાય ને પુણ્ય બંધાય
એના ઉપર ભગવાનના ભક્તનું લક્ષ નથી.
(અનુસંધાન માટે જુઓ પાનું –૨૨)

PDF/HTML Page 8 of 37
single page version

background image
: ફાગણ : આત્મધર્મ : 5A :
‘સમયસાર–કલશટીકા’ ઉપરનાં પ્રવચનો:
શુદ્ધાત્માને નમસ્કારરૂપ
અપ્રતિહત માંગલિક
“ફાગણ સુદ બીજ” એ સોનગઢમાં સીમંધરનાથની મંગલપ્રતિષ્ઠાનો દિવસ,
ને સં. ૨૪૯૧ના ફાગણ સુદ બીજે તેની પચ્ચીસમી વર્ષગાંઠ; એ મંગલદિને
સોનગઢમાં સીમંધરભક્ત શ્રી કાનજીસ્વામીના પ્રવચનમાં સમયસાર
કલશટીકાના વાંચનનો પ્રારંભ થયો. તેમાંથી મંગલપ્રવચન અહીં આપ્યું છે.
नमः समयसाराय रवानुभूत्या चकासते
चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे।।१।।
અનેકાન્તરૂપી અમૃતને પીનારા અમૃતચંદ્રાચાર્ય, જાણે કે ચાલતા સિદ્ધ હોય–એવી
મુનિદશામાં ઝૂલતા હતા, તેમણે કુંદકુંદપ્રભુના હૃદયનું રહસ્ય સમયસારની ટીકામાં ખોલ્યું. તે
ટીકામાં ૨૭૮ કલશ છે, જેમ મંદિર ઉપર સોનાનો કળશ શોભે તેમ સમયસારરૂપી મંદિરમાં
આ શ્લોકો સોનાના કલશની જેમ શોભે છે. બરાબર આજે સીમંધરભગવાનની
પધરામણીનો દિવસ છે. મંદિરની પ્રતિષ્ઠાનો આજે દિવસ છે ને આજે આ શાસ્ત્ર શરૂ થાય
છે. આ સમયસારના કળશની ટીકા શ્રી રાજમલ્લજી પાંડેએ ઢુંઢારી ભાષામાં લગભગ ૪૦૦
વર્ષો પહેલાં લખી હતી તેના ઉપર આજે પ્રવચનો શરૂ થાય છે.
આ પહેલો કળશ એ સમયસારની ટીકાનું અપૂર્વ માંગળિક છે. આત્માનો શુદ્ધ
અસ્તિસ્વભાવ શું છે, તેનું અલૌકિક વર્ણન છે. આત્માનો સર્વજ્ઞ સ્વભાવ અગાધ
સામર્થ્યથી ભરેલો છે, તેની અતીન્દ્રિય સ્વચ્છતામાં લોકાલોક સહેજે જણાઈ જાય છે.
જેમ અગાધ આકાશમાં અનેક નક્ષત્રો–તારાઓ ઝળકે છે, તેમ સ્વચ્છ ચૈતન્યઆકાશમાં
લોકાલોક જ્ઞેયપણે (આકાશમાં એક નક્ષત્રની માફક) ઝળકે છે. ચૈતન્યની સ્વચ્છતાને
જોતાં સમસ્ત જ્ઞેયો સહેજે જણાઈ જાય છે. કાંઈ જ્ઞેયોને જાણવા માટે બહિરલક્ષ કરવું
નથી પડતું. આવા જ્ઞાનસ્વરૂપ જે શુદ્ધઆત્મા તે ‘સમયસાર’ છે, તેનું આમાં વર્ણન છે.
તેને અહીં સારભૂત ગણીને માંગળિકમાં નમસ્કાર કર્યો છે.
અહો, અમૃતચંદ્રાચાર્યના આ મંગલા–

PDF/HTML Page 9 of 37
single page version

background image
: 6A : આત્મધર્મ : ફાગણ :
ચરણમાં એકલો અતીન્દ્રિય આત્મરસ ઝરે છે, અમૃત–રસથી ભરેલા આ શ્લોકો છે.
પહેલાં જ ‘સત્પણું બતાવ્યું. षट्खंडागममां પણ પહેલાં सत्परुपणां લીધી છે.
सत्पदपरुपणा એટલે જે વસ્તુ સત્ છે–તેની પ્રરૂપણા છે. અહીં પણ મંગળમાં
भावाय.....नमः એમ કહીને સત્સ્વરૂપ જે શાશ્વત આત્મપદાર્થ શુદ્ધ આત્મા તેને નમસ્કાર
કર્યો છે. પોતે પોતાના શુદ્ધસ્વરૂપને નમે છે–તે તરફ ઢળે છે. પરિણતિ અંતરસ્વરૂપમાં
વળી તે હવે પરભાવ તરફ ઢળવાની નથી. એવું આ અપ્રતિહત મંગળ છે.
શુદ્ધઆત્મા સત્તાસ્વરૂપ વસ્તુ છે; તે વસ્તુનો સ્વભાવ કેવો છે? કે ચિત્સ્વભાવ છે.
ચૈતન્ય જ જેનું સર્વસ્વ છે. એકલા ચૈતન્યભાવથી બનેલી આત્મસત્તા છે. સાકર એટલે
ગળપણનો પિંડ, તેમ આત્મા એટલે ચૈતન્યનો પિંડ. એ ચૈતન્યપિંડમાં રાગ સમાય નહિ. ‘રાગ
નથી’ એવી નાસ્તિની વાત ન લીધી, પણ ‘ચૈતન્યસ્વભાવરૂપ સત્તા’ છે એમ અસ્તિની જ વાત
લીધી. ‘અસ્તિ’ સ્વરૂપ ઓળખતાં ‘નાસ્તિ’ નો પણ ખ્યાલ આવી જાય છે.
ચૈતન્યગુણ વડે ચૈતન્યસત્તાને લક્ષમાં લ્યે તો નિર્વિકલ્પ દ્રષ્ટિ થઈ જાય. જગતમાં
અનંતા પદાર્થો સતરૂપ–ભાવરૂપ છે, તેમાં કોઈ ચેતન છે, કોઈ અચેતન છે; તેમાંથી
નમસ્કાર કરવા યોગ્ય પદાર્થ કોણ છે? કે ચેતનપદાર્થ નમસ્કાર કરવા યોગ્ય છે. સમસ્ત
પદાર્થોમાં સારરૂપ ચેતનપદાર્થ છે, તેથી તે નમસ્કાર કરવા યોગ્ય છે.–આવો અર્થ ‘नमः
समय साराय’ માંથી નીકળે છે.
હવે, તે સમયસાર–શુદ્ધઆત્મા કેવો છે? કે ‘ચિત્સ્વભાવ’ છે–એમ કહીને તેનો
ગુણ બતાવ્યો. જો કે ‘સમયસાર’ કહેતાં તેમાં તેના ગુણો ગર્ભિતપણે આવી જાય છે,
કેમકે વસ્તુ અને તેના ગુણોની એક જ સત્તા છે, કાંઈ જુદા નથી,–તોપણ ગુણભેદ
પાડીને સમજાવ્યું; કેમકે વિશેષગુણવડે વસ્તુનું સ્વરૂપ ઓળખાવ્યા વગર તેનું સમ્યગ્જ્ઞાન
થતું નથી, માટે ‘ચિત્સ્વભાવ’ એવું વિશેષણ કહ્યું.
સમયસાર એટલે આત્મા; સમય એટલે સામાન્યપણે વસ્તુ, તેમાં જે સારભૂત
ચેતન– પદાર્થ એવો જીવ, તે જ ઉપાદેયરૂપ છે તેથી તેને નમસ્કાર કર્યા છે. ‘સમય’
શબ્દના તો ઘણા અર્થો થાય છે, પણ અહીં માંગળિકના આ અવસરમાં સમય એટલે
વસ્તુ, ને તેમાં સારભૂત ચેતન વસ્તુ; આ રીતે પદાર્થોમાં સારભૂત એવા ચેતનપદાર્થને
નમસ્કાર તે પ્રમાણ રાખ્યા, ને બીજાને અસારરૂપ જાણીને તે અચેતનપદાર્થોને
નમસ્કારનો નિષેધ કર્યો. આમ છતાં વ્યવહારમાં જિનવાણી–જિનબિંબ વગેરે પણ
વંદનીય છે, તે વાત બીજા કળશમાં લેશે. જિનવાણી તે સર્વજ્ઞસ્વભાવને અનુસરનારી છે,
સર્વજ્ઞસ્વભાવ નમસ્કાર યોગ્ય છે, ત્યાં નિમિત્તથી તે સ્વભાવ દર્શાવનારી વાણીને પણ
વંદન કરવામાં આવે છે. પણ અહીં પરમાર્થ મંગલાચરણના પ્રસંગમાં नमः समयसाराय
કહેતાં ચેતન્યસ્વરૂપ શુદ્ધ આત્મવસ્તુ જ નમન કરવા યોગ્ય છે. વિકલ્પાદિ અશુદ્ધતા પણ
સારરૂપ નથી, તેથી તેને પણ ‘સમયસાર’ માંથી કાઢી નાંખશે.
પં. રાજમલ્લજીએ આ કલશટીકામાં સમયસારના ભાવો ખોલ્યા છે. આ કળશટીકા

PDF/HTML Page 10 of 37
single page version

background image
: ફાગણ : આત્મધર્મ : 7A :
વાંચીને પં. બનારસીદાસજી પણ પ્રભાવિત થયા હતા; તેઓ લખે છે કે–
पांडे राजमल्ल जिनधर्मी समयसार–नाटकके मर्मी।
तिन्हें ग्रन्थकी टीका कीन्हीं बालबोध सुगम करि दोन्ही।।
આ કળશટીકાની અધ્યાત્મશૈલિથી પ્રભાવિત થઈને, બનારસીદાસજી બીજા
અનેક સાધર્મીઓ સાથે તેની સ્વાધ્યાય કરતા, અને તેના ઉપરથી તેમણે ‘સમયસાર
નાટક’ ની રચના કરી છે. સમયસાર નાટક તો પ્રસિદ્ધ હતું પણ આ કળશટીકાની
પ્રસિદ્ધિ ઓછી હતી, તે હવે પ્રસિદ્ધિમાં આવી છે.
મંગળાચરણરૂપે ‘સમયસાર’ ને નમસ્કાર કર્યા છે. જગતમાં પદાર્થો તો અનંત
છે, ને સૌ પોતપોતાના ગુણ–પર્યાયના વૈભવસહિત બિરાજમાન છે, સ્વાધીન છે, કોઈ
બીજાને આધીન નથી, તો પછી તેમાં જીવપદાર્થને જ સાર કેમ કહ્યો? તો કહે છે કે
જીવમાં બે વિશેષણોની વિશેષતા છે–એક તો શુદ્ધાત્મપરિણમનરૂપ અતીન્દ્રિય સુખ
જીવને જ છે. જગતના બીજા કોઈ પદાર્થમાં એ સુખ નથી, માટે જીવ સારભૂત છે. સાર
કહો કે સુખ કહો, એવી સુખદશા જેને પ્રગટી છે તે જીવ જગતમાં સારભૂત છે, તેથી તેને
નમસ્કાર કર્યા–એક તો આ સુખની વિશેષતા. स्वानुभूत्या चकासते એમ કહીને આ
અતીન્દ્રિય સુખમય શુદ્ધાત્મપરિણમન બતાવ્યું છે. એવા અતીન્દ્રિયસુખની અનુભૂતિના
પરિણમનથી પ્રકાશતો આત્મા સારભૂત છે, તેને નમસ્કાર હો.
એક વિશેષણ તો સ્વાનુભૂતિરૂપ અતીન્દ્રિય–સુખનું પરિણમન છે તે બતાવ્યું.
બીજું વિશેષણ ‘જ્ઞાન સામર્થ્યદ્વારા બતાવે છે. એક સમયમાં એક સાથે સમસ્ત પદાર્થોને
પ્રત્યક્ષ જાણી લ્યે છે એવી તાકાત આ શુદ્ધ આત્મામાં જ ખીલી છે, જગતના બીજા કોઈ
પદાર્થમાં એવી તાકાત નથી, તેથી જીવને સારપણું છે, શ્રેષ્ઠપણું છે. તેથી આવો
શુદ્ધઆત્મા સારભૂત અને હિતકારી હોવાથી નમસ્કાર કરવા યોગ્ય છે.
સાર એટલે સારૂં, હિત, સુખ, ઉત્તમ, શ્રેષ્ઠ. અસાર એટલે અહિત, દુઃખ;
આત્મા પોતે સ્વાનુભૂતિથી અતીન્દ્રિય જ્ઞાન ને સુખરૂપે પરિણમ્યો તે જ જગતમાં
સારરૂપ, હિતરૂપ, સુખરૂપ છે, તે જ શ્રેષ્ઠ અને વંદનીય છે; બહારના પદાર્થોવડે આત્માની
શ્રેષ્ઠતા નથી. જ્યાં ચૈતન્ય પોતે સ્વાનુભવથી શોભી ઊઠ્યો ત્યાં બીજી કઈ વસ્તુથી તેની
શોભા છે? જુઓને, તીર્થંકરોનું શરીર વસ્ત્ર વગર જ કેવું શોભે છે!! એવું પવિત્ર શરીર કે
જોનારને તેમાં પોતાના સાતભાવ (આગલા–પાછલા) દેખાય. તો આ ચૈતન્યદર્પણનું દિવ્ય
ચૈતન્ય તેજ–જેમાં જગતના સમસ્ત પદાર્થો એક સાથે ઝળકે ને જે અતીન્દ્રયઆનંદથી
સ્વાનુભૂતિમાં જ મગ્ન રહે. એવા ચૈતન્યસમયસાર– શુદ્ધઆત્માની શોભાની શી વાત?
માટે આવો ચેતન્યપદાર્થ આત્મા જ સર્વ પદાર્થોમાં શ્રેષ્ઠ–સારભૂત છે.
જુઓ, જગતમાં છ દ્રવ્યો; તેમાં પાંચ તો અજીવ છે. તે અજીવ પદાર્થોમાં જ્ઞાન
નથી, સુખ પણ નથી, તે અજીવને જાણતાં જાણનારને પણ સુખ નથી. સુખ તો
સ્વાનુભૂતિમાં છે. એકલા પરપ્રકાશકપણામાં સુખ નથી. શુદ્ધજીવ પોતે સુખ છે, જ્ઞાનરૂપ
છે, અને તેને જાણતાં જાણનારને પણ અતીન્દ્રિય

PDF/HTML Page 11 of 37
single page version

background image
: 8A : આત્મધર્મ : ફાગણ :
સુખનો સ્વાનુભવ થાય છે, માટે તેને જ સારપણું છે. આવા સારભૂત જીવને ઓળખીને
અહીં મંગલાચરણમાં તેને નમસ્કાર કર્યા છે. આ નમસ્કાર અપૂર્વ છે. આવા નમસ્કારનો
ભાવ જીવે પૂર્વે કદી પ્રગટ કર્યો ન હતો; જ્યાં ચૈતન્યસ્વભાવમાં સ્વસન્મુખ થઈને તેને
જાણ્યો ત્યાં અતીન્દ્રિયસુખ સ્વાનુભવમાં આવ્યું તે અપૂર્વ મંગલ છે. આ માંગલિકમાં
અપૂર્વ સ્વસન્મુખતા છે. સ્વસન્મુખ ભાવમાં જ અતીન્દ્રિય સુખ ને જ્ઞાન છે તેથી તે
સારભૂત મંગળ છે. સ્વસ્વભાવની સન્મુખતા વિના જ્ઞાન નહિ, ને સ્વસ્વભાવની
સન્મુખતા વિના સુખ નહિ. જેને જાણવાથી સુખ ન મળે, જેને જાણવાથી સમ્યગ્જ્ઞાન ન
થાય–એવા પદાર્થોને ‘સાર’ કોણ કહે? સાર તો તેને કહેવાય કે જેને જાણતાં સુખ અને
જ્ઞાન થાય. એવો સારભૂત પદાર્થ તો શુદ્ધઆત્મા જ છે. તેથી તેને નમસ્કાર કરીને
માંગલિક કર્યું.
શુદ્ધાત્માને નમસ્કાર એટલે શું?
શુદ્ધઆત્મા, જ્ઞાન ને સુખસ્વભાવથી ભરેલો છે તેને ઓળખીને શ્રદ્ધા–જ્ઞાનમાં
લેવો ને પરિણામને તેમાં વાળવા–ઢાળવા–લીન કરવા તે શુદ્ધઆત્માને નમસ્કાર છે; ને
આ રીતે સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રવડે શુદ્ધઆત્મા તરફ નમનારો જે ભાવ છે તે
માંગલિક છે. આવા આત્માને જાણે ને અતીન્દ્રિયસુખનું વેદન ન થાય એમ બને નહિ,
પરસન્મુખ થઈને પરને જાણતાં તો સુખ નથી, પોતાની અશુદ્ધતાને જાણતાં પણ
જાણનારને સુખ નથી, જાણનારને સુખ ક્્યારે થાય? કે જાણનારો જ્યારે પોતે પોતાને
જાણે ત્યારે તેને સુખ થાય. ને જે સુખને લાવે તેને જ માંગલિક કહેવાય. આ રીતે
શુદ્ધાત્માને નમસ્કારરૂપ માંગલિક કર્યું.
આ ત્રણ મુદનો વિચાર કરો–
* “જ્ઞેય તે હું નહીં, જ્ઞાન તે હું”
* હું જ જ્ઞેય......ને હું જ જ્ઞાતા.”

PDF/HTML Page 12 of 37
single page version

background image
march: 1965: વર્ષ ૨૨: અંક પાંચમો
આત્મા
* આત્મામાં એવી કોઈ શક્તિ નથી કે પરનાં કાર્ય કરી શકે.
* આત્મામાં એવો કોઈ ગુણ નથી કે જે પરનાં કાર્ય કરી શકે.
* આત્માની કોઈ પર્યાયમાં એવી તાકાત નથી કે પરનાં કાર્ય કરી
શકે.
* આત્માના શુભભાવમાં એવી તાકાત નથી કે પરનાં કામ કરે.
* આત્માના અશુભભાવમાંય એવી તાકાત નથી કે પરનાં કામ કરે.
* આત્મામાં એવો કોઈ ગુણ નથી કે શુભ–અશુભ વિકારને કરે.
* આત્માના શુદ્ધભાવમાંય એવી તાકાત નથી કે પરનાં કામ કરે.
* આત્મામાં એવો સ્વભાવ છે કે પરને ન કરે, ને વિકારને ન કરે.
* આત્મામાં એવો સ્વભાવ છે કે પોતાના શુદ્ધભાવને કરે.
* અહા, પરથી કેટલી ભિન્નતા!! ને વિકારથી પણ કેવી ભિન્નતા!!
કેવું નિરપેક્ષ આત્મતત્ત્વ! અકર્તાસ્વભાવ....એકલો શુદ્ધતાનો જ
પિંડલો!! એના સ્વીકારથી પર્યાયમાં શુદ્ધતા જ ખીલે છે, અશુદ્ધતા
ટળે છે, અને પરના સબંધથી રહિત વિકારરહિત પરમ શુદ્ધ સિદ્ધપદ
પ્રગટે છે. આવા એક આત્માને જેણે જાણી લીધો તેણે દુનિયામાં
જાણવાયોગ્ય બધું જાણી લીધું.
–૪૭ શક્તિના પ્રવચનમાંથી

PDF/HTML Page 13 of 37
single page version

background image
: : આત્મધર્મ : ફાગણ :
અ ચિં ત્ય મ હિ મા વં ત
આ ત્મ શ ક્તિ
ગત માગસર– પોષ માસમાં સમયસારની ૪૭ શક્તિઓ ઉપર જે
ભાવભીનાં પ્રવચનો થયા તેનો કેટલોક સારભાગ અહીં આપવામાં આવ્યો છે.
(ગતાંકથી ચાલુ)
(૩૭) આખાય પરિવારને આનંદ થાય છે.
ચૈતન્યમાં એક ઉત્તમ–શુદ્ધ પરિણતિ પ્રગટતાં આત્માનો આખોય પરિવાર
આનંદિત થાય છે. જેમ કુટુંબમાં એક ઉત્તમ પુત્રનો અવતાર થતાં આખોય પરિવાર
ખુશી થાય છે તેમ આત્મામાં એક આનંદગુણની ઉત્તમ પરિણતિનો અવતાર થતાં
અનંતા ગુણોનો આખોય પરિવાર આનંદમય થાય છે. અનંતગુણથી અભેદરૂપ વસ્તુ છે
તેનો દરેક ગુણ સર્વગુણોમાં (–આખા દ્રવ્યમાં) વ્યાપક છે. સુખગુણ છે તે દુઃખમાં
વ્યાપક નથી, પણ સુખગુણ આખા આત્મામાં વ્યાપક છે. દુઃખ તે ખરેખર સુખશક્તિનું
કાર્ય નથી, એટલે ખરેખર તે આત્મા જ નથી. આત્મા તો સુખ શક્તિનો પિંડ છે, એ તો
સુખનું વેદન આપે; એ દુઃખનું વેદન કેમ આપે?
(૩૮) ડબલ અપરાધ
પ્રભુ કહે છે કે: અમે પરમેશ્વર થઈને કહીએ છીએ કે પરમેશ્વરપણું આત્મામાં છે;
માટે તું તારા પરમેશ્વરપદને દેખ. પોતાના પરમેશ્વરપદને ભૂલીને જે વિકાર જેટલો
પોતાને માને છે તે અપરાધી છે; અને આવો અપરાધ પોતે કરવા છતાં બીજા ઉપર ઢોળે
કે મને વિકારકર્મે કરાવ્યો–તો તે ડબલ અપરાધી છે. પોતાનો અપરાધ બીજા ઉપર ઢોળે
તે અપરાધ ટાળશે ક્્યારે?
(૩૯) પ્રભુનો પ્રતાપ કોણ ઝીલી શકે?
ચૈતન્યની પ્રભુતા એવી મહાન છે કે એના પ્રતાપને સમ્યગ્દ્રષ્ટિ જ ઝીલી શકે છે.
અજ્ઞાનીની દ્રષ્ટિ એવી નબળી છે કે એ ચૈતન્યની પ્રભુતાના તેજને ઝીલી શકતી નથી.
અહા, આવી અચિંત્ય પ્રભુતા–જગતમાં જેનો જોટો નહિ,–એવી પ્રભુતાનો પિંડ હું જ છું.–
આવી પ્રતીત સમ્યગ્દ્રષ્ટિને જ થાય છે, એ જ ચૈતન્યપ્રભુના પ્રતાપને ઝીલી શકે છે.
રાગમાં એવી તાકાત નથી કે ચૈતન્યપ્રભુના પ્રતાપને ઝીલી શકે. અહા, આવી પ્રભુતા
સંતોએ પ્રગટ કરીને જગતને બતાવી છે. જ્યારે ૯૦૦ વર્ષ પહેલાં અમૃતચંદ્રસ્વામી
મુનિદશામાં ઝૂલતા ઝૂલતા આવી

PDF/HTML Page 14 of 37
single page version

background image
: ફાગણ : આત્મધર્મ : ૩ :
પ્રભુતાને પ્રસિદ્ધ કરતા હશે ને ભરતક્ષેત્રમાં વિચરતા હશે–ત્યારે તો જાણે સિદ્ધ ભગવાન
ઉપરથી ઊતર્યા! એવો એમનો દેદાર હશે.
(૪૦) સિદ્ધ પ્રભુજી....આવો દિલમેં......
શરૂઆતમાં જ આત્માના આંગણે સિદ્ધ પ્રભુને પધરાવીને આ સમયસાર શરૂ
કર્યું છે. અમારા અને શ્રોતાના બધાયના આત્મામાં સિદ્ધપ્રભુને બેસાડયા છે....જ્યાં સિદ્ધ
પ્રભુને બેસાડયા ત્યાં રાગ કેમ રહી શકે? માટે કાઢી નાંખ રાગને લક્ષમાંથી, ને સિદ્ધ
જેવા સ્વભાવને લક્ષમાં લે. શ્રોતા પણ એવો છે કે આદરથી આ વાત સાંભળવા આવ્યો
છે એટલે આચાર્યદેવ જે વાત સમજાવે છે તે આદરપૂર્વક સ્વીકારે છે. ભાઈ, તારા
આંગણામાં સિદ્ધ ભગવાનને પધરાવવા છે, તો જ્યાં સિદ્ધભગવાન પધારે એ આંગણું
કેવડું હોય? રાગના ટૂંકા આંગણામાં સિદ્ધભગવાન નહિ રહે; માટે રાગનું લક્ષ છોડી
ચિદાનંદ સ્વભાવને લક્ષમાં લઈને તારું આંગણું એવું વિશાળ કર કે અહો! જેટલી
સિદ્ધભગવાનની શક્તિ એટલી જ શક્તિ મારા સ્વભાવમાં. આમ સ્વભાવનો ઉલ્લાસ
લાવી, જ્ઞાનને ચોકખું (રાગ વગરનું) કરીને તેમાં તારા અંતરમાં અનંતા
સિદ્ધભગવંતોને પધરાવ. જે જ્ઞાન અનંત સિદ્ધોનો સ્વીકાર કરીને પરિણમ્યું તે જ્ઞાન
સિદ્ધદશા તરફ પરિણમે છે. જે શ્રદ્ધાએ અનંત સિદ્ધોનો સ્વીકાર કર્યો તે શ્રદ્ધા પણ
સિદ્ધપદ તરફ પરિણમવા માંડી; એણે આત્મામાં સિદ્ધને સ્થાપી રાખ્યા છે, એનો આત્મા
જાગી ઊઠ્યો છે, હવે જ્યાં સિદ્ધપદનું ટાણું આવશે કે ફડાક ચૈતન્યમાં લીન થઈને
સિદ્ધપદ પ્રગટ કરશે શ્રદ્ધા–જ્ઞાનમાં તો અત્યારથી લઈ લીધું છે.
(૪૧) આત્મા જાગી ઊઠે છે
અહા, સિદ્ધપદની આ વાત સાંભળતા જ આત્મા જાગી ઊઠે છે. અરે, આઠ
વર્ષની બાલિકા પણ જાગી ઊઠે એવી આ વાત છે. આચાર્યદેવે સમયસારની શરૂઆત જ
કોઈ અલૌકિક રીતે કરી છે. અરે, સિદ્ધપદને યાદ કરીને તું આ સમયસાર સાંભળજે.
રાગને ભૂલી જા.....સંસારને ભૂલી જા....સિદ્ધપદને આત્મામાં સ્થાપીને ચાલ્યો આવ
સિદ્ધિના માર્ગે! સિદ્ધને આત્મામાં સ્થાપીને સિદ્ધપદને સાધવા નીકળ્‌યો તેના માર્ગમાં
કોઈ વિઘ્ન નથી. સિદ્ધને અંતરમાં રાખીને, અને સિદ્ધમાં ન હોય એવા ભાવને
અંતરમાંથી દૂર કરીને તે સાધક નિર્વિઘ્નપણે–અપ્રતિહતપણે સિદ્ધપદને સાધશે.
(૪૨) જેવી શક્તિ તેવી જ તેની વ્યક્તિ
સર્વજ્ઞતા કહો કે મોક્ષ કહો, એ સર્વજ્ઞતાનો કર્તા કોણ? સર્વજ્ઞત્વ શક્તિવાળો
ખરેખર અલ્પજ્ઞતાની કર્તા નથી, સર્વજ્ઞશક્તિ તો સર્વજ્ઞતાની જ કર્તા છે. સર્વજ્ઞતાની
વ્યક્તિ એ જ સર્વજ્ઞત્વ–શક્તિનું ખરૂં કાર્ય છે. શક્તિનું કાર્ય શક્તિથી વિરુદ્ધ ન હોય. જે
પૂર્ણ પર્યાયરૂપ વ્યક્તિ તેનું કારણ તે શક્તિ જ છે, અથવા શક્તિ સાથે અભેદ એવો
આત્મા જ કર્તા છે, અને તે કર્તાને સર્વજ્ઞતારૂપ કાર્ય કરવાના કારકો પણ આત્મામાં જ

PDF/HTML Page 15 of 37
single page version

background image
: : આત્મધર્મ : ફાગણ :
છે. એકેક શક્તિમાં છએ કારકની સ્વાધીનતા છે.
(૪૩) જ્ઞાનસ્વભાવ
સામે લોકાલોક છે તો અહીં સર્વજ્ઞતા છે એમ નથી. સર્વજ્ઞતા છે તે પોતાથી છે
અને તે આત્મજ્ઞાનમયી છે; આત્મસન્મુખ રહીને તે લોકાલોકને જાણે છે. સર્વજ્ઞસ્વભાવી
આત્માના જ્ઞાનમાં સર્વજ્ઞતા ખીલી જાય છે; આત્મસન્મુખતાથી સર્વજ્ઞતા ખીલે છે,
પરસન્મુખતાથી સર્વજ્ઞતા ખીલતી નથી. વળી જ્ઞાનમાં કાંઈ એવા બે ભાગ નથી કે એક
ભાગ સ્વને જાણે ને બીજો ભાગ પરને જાણે. પરને જાણે અને સ્વને જાણે પણ બંનેને
જાણનાર જ્ઞાન તો એક જ છે, કાંઈ બે જ્ઞાન જુદા નથી. એક જ જ્ઞાનનું એવું સામર્થ્ય
ખીલી ગયું છે કે સ્વસન્મુખ રહીને સ્વ–પરને જાણે છે. સ્વમાં તન્મય રહીને જ્ઞાન સ્વ–
પરને જાણે છે. જ્ઞાન સ્વપણે રહીને પરને જાણે છે, પરને જાણતાં કાંઈ તે પરરૂપ થઈ
જતું નથી. પરનું જ્ઞાન તે કાંઈ પર નથી જ્ઞાન તો સ્વ છે. એનો નિર્ણય કરીને સ્વસન્મુખ
પરિણમતાં જ્ઞાનનો વિકાસ સર્વજ્ઞતારૂપે ખીલી જાય છે.
(૪૩) આત્માનું ખરૂં કામ–સર્વજ્ઞતા ને વીતરાગતા
એ સ્વ–જ્ઞાનનો (–જ્ઞાનસ્વભાવી આત્માનો) નિર્ણય કરીને જ્ઞાન જ્યાં જ્ઞાનપણે
પોતામાં જ રહ્યું ત્યાં તે જ્ઞાનમાં રાગાદિ ક્્યાં છે? જ્ઞાન જ્ઞાનમાં સ્થિર થતાં વીતરાગતા
થઈ, જ્યાં વીતરાગતા થઈ ત્યાં હવે બીજું શું કરવાનું છે? લોકોને રાગનાં કાર્ય દેખાય
છે, પણ વીતરાગતા એ તો જાણે કાંઈ કાર્ય જ ન હોય–એમ અજ્ઞાનીને લાગે છે. ભાઈ,
આત્માના હિતને માટે કરવાયોગ્ય તો સર્વજ્ઞતા ને વીતરાગતા છે. સર્વજ્ઞતા ને
વીતરાગતા એ જ આત્માનું ખરૂં કર્તવ્ય છે. ચૈતન્યમાં સર્વજ્ઞતા ને વીતરાગતા કેમ પ્રગટ
કરવી તેની રીત શાસ્ત્રોએ બતાવી છે. ચૈતન્યશક્તિમાં નિધાન અપાર છે, તેની કોઈ
મર્યાદા નથી, એના સામર્થ્યનો પાર નથી.
(૪૪) આશ્ચર્ય ઉપજાવે તેવી અનંતશક્તિ
આશ્ચર્ય ઉપજાવે એવું અચિંત્ય સામર્થ્ય એકેક શક્તિમાં ભર્યું છે, ને એવી
અનંતશક્તિ આત્મામાં છે. એટલી બધી અનંત શક્તિઓ છે કે સંખ્યાથી જેની ગણતરી
નથી, વચનથી જેનો પાર નથી આવતો; અસંખ્ય અબજો વર્ષો સુધી કોઈ માણસ કે દેવ
ઝડપભેર એક–બે–ત્રણ–ચાર–પાંચ....એમ ગણ્યા કરે તોપણ આત્માની અપાર
શક્તિઓનો અનંતમો ભાગ પણ તે ગણતરીમાં આવી શકે નહિ; વિકલ્પથી પણ એનો
પાર ન પમાય; પણ અંતમુર્ખ થઈને અભેદ આત્માનો જ્યાં સ્વાનુભવ કરે ત્યાં તે
સ્વાનુભવમાં અનંતી શક્તિઓ એક સાથે સમાઈ જાય છે. અનંતી શક્તિઓ એકરસ
થઈને એક ક્ષણમાં અનુભવમાં આવી જાય છે. ‘ગણી ગણાય નહિ પણ અનુભવમાં
સમાય’ એવી અનંતશક્તિનો પિંડ આ આત્મા છે.
(૪પ) એક સમયમાં પૂર્ણ નિધાન
જેમાંથી સર્વજ્ઞતા–વીતરાગતા–આનંદ–પ્રભુતા વગેરે પ્રગટે એવા અપાર નિધાન
ચૈતન્યશક્તિમાં ભર્યા છે, અંતમુર્ખ અવલોકનથી તે નિધાન

PDF/HTML Page 16 of 37
single page version

background image
: ફાગણ: આત્મધર્મ :પ:
પ્રગટે છે. એને પ્રગટાવવા કોઈ બીજાનું અવલંબન લેવું પડતું નથી. જેમાં વિકલ્પનું કે
ઈન્દ્રિયોનું અવલંબન લેવું ન પડે, ને સ્વાશ્રયે એક સમયમાં પોતાનું પૂરું કાર્ય કરે–એવું
સામર્થ્ય આત્માની દરેક શક્તિમાં છે. બે સમય લાગે નહિ ને બીજાનું અવલંબન લ્યે
નહિ– એક સમયમાં પૂરું જાણે એવી સ્વયંભૂ–સર્વજ્ઞતામાં પરંતુ કર્તૃત્વ નથી, રાગદ્વેષમોહ
નથી. આવી સર્વજ્ઞતા ને વીતરાગતા પ્રગટે એ જ મોક્ષાર્થીએ કરવાનું છે. પોતામાં જે
નિધાન છે તે જ પ્રગટ કરવાના છે, ક્્યાંય બહારથી નથી લાવવા.
(૪૬) સર્વજ્ઞતાનો નિર્ણય કરનારો ભાવ સર્વજ્ઞની
જાતનો જ છે. શુદ્ધપર્યાય સાધક થઈને શું દ્રવ્યને સાધે છે.
આવી સર્વજ્ઞતાનો નિર્ણય એ સ્વસન્મુખ ઉદ્યમ છે. રાગથી જુદો પડીને જ્ઞાન
તરફ વળ્‌યો ત્યારે, જ્ઞાનરૂપ થઈને સર્વજ્ઞતાની પ્રતીત કરી. સર્વજ્ઞતાની પ્રતીત જ્ઞાનરૂપ
થઈને થાય છે, રાગરૂપ થઈને સર્વજ્ઞતાની પ્રતીત થતી નથી. સર્વજ્ઞતાની પ્રતીત કરનારો
ભાવ સર્વજ્ઞતાની જાતનો જ હોય, એવી વિરુદ્ધ જાતનો ન હોય. અંતર્મુખ થઈને જે જ્ઞાન
સર્વજ્ઞસ્વભાવની પ્રતીત કરે છે તે જ્ઞાન સર્વજ્ઞતાની જાતનું જ છે. આ રીતે શુદ્ધઆત્માનો
અનુભવ શુદ્ધભાવ વડે જ થાય છે, અશુદ્ધતા વડે શુદ્ધાત્માનો અનુભવ થાય નહીં. આ
રીતે નિર્મળપર્યાય તે સાધક છે ને શુદ્ધદ્રવ્ય તે સાધ્ય છે. અનુભવમાં સાધ્ય–સાધન બંને
અભેદ છે. નિર્મળપર્યાય વડે શુદ્ધાત્મા સધાય છે, રાગ વડે શુદ્ધાત્મા સધાતો નથી.
શુદ્ધપર્યાય સાધક થઈને શુદ્ધ ઼દ્રવ્યને સાધે છે, એટલે કે તેમાં તન્મય થાય છે. રાગમાં એ
તાકાત નથી કે શુદ્ધદ્રવ્યમાં તન્મય થાય.
(૪૭) ‘અદ્ભુત ચૈતન્યરસ’ તેને જાણનાર ‘સર્વજ્ઞપુત્ર’ છે.
અહો, આ અદ્ભુત ચૈતન્યરસ! ચૈતન્યમાં એવી અદ્ભુતતા છે કે ભિન્નભિન્ન
લક્ષણવાળી અનંતશક્તિઓ એક સાથે તેમાં રહેલી છે ને તે બધી શક્તિઓ શુદ્ધાત્માને
લક્ષિત કરાવે છે. લક્ષણદ્વારા લક્ષ્યરૂપ શુદ્ધાત્માને લક્ષમાં લેવો એમાં સમ્યક્ પુરુષાર્થ છે.
જ્ઞાનદ્રષ્ટિથી જેને નીહાળતાં જ પરમાત્માની પ્રતીત થાય છે. પરમાત્મસ્વભાવને જેણે
પ્રતીતમાં લીધે તે સર્વજ્ઞનો પુત્ર’ થયો. ગણધરદેવને ‘સર્વજ્ઞપુત્ર’ કહ્યા છે; અથવા
બધાય સમ્યગ્દ્રષ્ટિને ‘જિનેશ્વર કે લઘુનંદન’ કહ્યા છે
(૪૮) સાધ્ય અને સાધન બંને એકજાતના હોય.
વિભાવને અને સ્વભાવને સાધન–સાધ્યપણું ન હોય. સાધ્ય ને સાધન બંને એક
જાતના હોય. અરૂપી ચૈતન્યસ્વભાવ વિકારને કે પરને ખરેખર સ્પર્શ્યો જ નથી એટલે
અસ્પર્શી છે. ચૈતન્યના ઘરમાં વિકલ્પનો પ્રવેશ નથી, ને વિકલ્પ વડે એ
ચૈતન્યસ્વભાવના ઘરમાં જવાતું નથી. ચૈતન્યના ઘરમાં જવા માટે ચૈતન્યની જાતની જ
પર્યાય જોઈએ. ભલે એ પર્યાયનો કાળ એક સમયનો છે પણ તેની જાત તો
ચૈતન્યસ્વભાવ જેવી જ છે. વિકાર સાધન અને

PDF/HTML Page 17 of 37
single page version

background image
: ૬: આત્મધર્મ :ફાગણ:
તેના વડે શુદ્ધઆત્મા સાધ્ય એમ બનતું નથી કેમકે બંનેની જાત જુદી છે. વિકાર સાધન અને
બંધન સાધ્ય; નિર્મળપર્યાય સાધન અને શુદ્ધાત્મા સાધ્ય–એ બંનેની જાત એક જ છે.
(૪૯) દ્રવ્ય–ગુણ–પર્યાયને ક્ષેત્રભેદ નથી
આત્મદ્રવ્ય, તેનો દરેક ગુણ અને તેની પ્રત્યેક પર્યાય–એ બધાનું ક્ષેત્ર એક જ છે,
ક્ષેત્રથી જરાય ભેદ નથી. કાળથી દ્રવ્ય અનાદિ અનંત, તેના ગુણો અનાદિઅનંત, અને
પર્યાય એક સમયપૂરતી–એટલો ભેદ છે. પણ નિર્મળપર્યાય તે તે કાળે તો સ્વભાવ સાથે
અભેદ પરિણમેલી છે.
(પ૦) પ્રત્યક્ષ સ્વસંવેદન એ જ મોક્ષનો રાહ
આત્મામાં સ્વયં પ્રકાશમાન સ્પષ્ટ સ્વસંવેદનમયી શક્તિ છે એટલે આત્માના
સ્વભાવનું સ્વસંવેદન સ્વયં પોતાથી (–રાગ વગર વિકલ્પ–વગર–ઈન્દ્રિયો વગર)
અત્યંત સ્પષ્ટ પ્રકાશે છે. આવા આત્મસ્વભાવનું માહાત્મ્ય આવે તો જ તેમાં અંર્તવલણ
થાય ને તો જ મોક્ષના રાહ પ્રગટે. મોક્ષના રાહ કહો કે સુખના રાહ કહો, તે પ્રગટવાનું
સ્થાન તો પોતાના આત્મામાં જ છે, આત્માનું સંવેદન રાગ વડે તો ન થાય. ઈન્દ્રિય
તરફના પરોક્ષજ્ઞાન વડે પણ આત્માનું સંવેદન ન થાય, આત્માનું સંવેદન તો પ્રત્યક્ષ–
સ્વયં પોતાથી જ અત્યંત સ્પષ્ટ થાય છે. જુઓ, આવું સ્વસંવેદન તે ધર્મ છે ને તે
મોક્ષમાર્ગ છે; અને દરેક આત્મામાં આવું સ્પષ્ટ–સ્વસંવેદન કરવાની તાકાત છે.
स्वानुभूत्या चकासते એમ કહો કે ‘સ્વયં પ્રકાશમાન’ કહો, સ્વયં એટલે પોતાની
સ્વાનુભૂતિવડે આત્મા પ્રકાશમાન થાય છે, અનુભવમાં આવે છે. રાગના પ્રકાશન વડે
ચૈતન્યનું પ્રકાશન થતું નથી. ચૈતન્યનું પ્રકાશન ચૈતન્યની પોતાની નિર્મળ પરિણતિ વડે
થાય છે, બહિર્મુખ પરિણતિવડે ચૈતન્યનું પ્રકાશન થાય નહીં. અહો, “સ્વાનુભૂતિ” થી જ
આત્માનું પ્રકાશન કહ્યું તેમાં વ્યવહારનું અવલંબન કયાં આવ્યું? અરે, તારી
સ્વાનુભૂતિમાં તારે નથી જોઈતા અન્ન ને પાણી, કે નથી જોઈતા મન ને વાણી! કે નથી
જોઈતા કોઈ વિકલ્પ.–અન્ન કે મન, પાણી કે વાણી–એ બધાથી પાર એકલા પોતાના
આત્માથી જ પોતાનો સ્વાનુભવ થઈ શકે છે અને એ જ મોક્ષનો રાહ છે.
(પ૧) ચારે ગતિમાં.....
આવી શક્તિ ચારે ગતિના દરેક આત્મામાં છે. પણ એની સન્મુખ થાય એને જ
એની વ્યક્તિ થાય છે. નરકની ઘોર પ્રતિકૂળતા વચ્ચે પડેલો જીવ–જ્યાં હજારોલાખો
વર્ષો સુધી અન્નનો દાણો કે પાણીનું ટીપું મળતું નથી, જ્યાં છેદન ભેદન–ઠંડી–ગરમી
વગેરે તીવ્ર યાતનાનો પાર નથી ત્યાં એ પ્રતિકૂળતાની વચ્ચે પણ કોઈ કોઈ જીવો
અંર્તસ્વભાવમાં ઊતરીને સ્વયં પોતાથી પોતાના સ્વભાવનું સ્પષ્ટ સ્વસંવેદન કરીને,
સમ્યક્ત્વપ્રકાશ પ્રગટ કરે છે.–એવું સ્વસંવેદન કરનારા અસંખ્યાતા જીવો નરકમાં પણ
છે. અહીંની પ્રતિકૂળતા (મોંઘવારી વગેરે) તો નરક પાસે શું હિસાબમાં છે? ત્યાંની
પ્રતિકૂળતાની અહીં કલ્પના કરવી પણ મુશ્કેલ છે; છતાં ત્યાં સમ્ય–

PDF/HTML Page 18 of 37
single page version

background image
: ફાગણ: આત્મધર્મ :૭:
કત્વ પામે છે તોપછી અહીં કેમ ન પામે? જાગીને અંતરમાં જુએ તો જરૂર પામે.
(પ૨) આત્માની પુષ્ટિ કરનાર સ્વાનુભવરૂપી ઉત્તમ માલ
પોતાનો પ્રત્યક્ષ સ્વાનુભવ કરવા માટે રાગનું અવલંબન લ્યે એવો આત્માનો
સ્વભાવ નથી; પણ રાગથી નિરપેક્ષ રહીને જ્ઞાન વડે પોતે પોતાનું સ્પષ્ટસ્વસંવેદન કરે
એવી આત્માની શક્તિ છે. પરોક્ષપણું રહે કે અસ્પષ્ટ રહે–એ આત્માનો સ્વભાવ નથી,
અંદર ઠેઠ સ્વભાવમાં ઊતરીને પરોક્ષનો પડદો તોડી નાંખે, આત્માને છાનો ન રહેલા દ્યે,
પોતે પોતાને પ્રત્યક્ષ કરે એવી સ્વાનુભવશક્તિ આત્મામાં છે. જુઓ, આ તો
સ્વાનુભવનો અચિંત્ય માલ છે...સમ્યગ્દ્રષ્ટિ આવા સ્વાનુભવના ખોરાક વડે આત્માને
પુષ્ટ કરે છે. એ સ્વાનુભવમાં વિકારનાં વેદન નથી. એમાં પરના અવલંબન નથી, એ તો
સ્વયં પ્રકાશમાન છે અને વળી સ્પષ્ટ છે. ચૈતન્યને જોવામાં આંખનો આધાર નથી, એને
અનુભવવામાં મનનું અવલંબન નથી, જ્ઞાનપર્યાય અંતરમાં વળીને સીધી
જ્ઞાતાસ્વભાવને અવલંબે–એમાં આત્માનું સ્પષ્ટ પ્રત્યક્ષ સ્વસંવેદન થાય છે, એ બીજા
બધાયથી નિરપેક્ષ છે. આવો નિરપેક્ષ અનુભવમાર્ગ છે એ જ મોક્ષમાર્ગ છે. ને એ જ
આત્મશક્તિની પુષ્ટિ કરનાર ખરો માલ છે.
(પ૩) ગણ્યા ગણાય નહીં અનુભવમાં સમાય
આત્મામાં અનંત શક્તિઓ છે.
વચનમાં બધી શક્તિઓ ન આવી શકે.
વિકલ્પમાં બધી શક્તિઓ ન આવે.
સ્વાનુભૂતિમાં બધી શક્તિનું વેદન સમાઈ જાય છે.
ગણ્યા ગણાય નહીં, અનુભવમાં સમાય, એટલા અનંતગુણો આત્મામાં છે.
(પ૪) સ્વાનુભવ નિષ્કલંક છે; રાગ કલંક છે.
સ્વભાવથી વિરુદ્ધ ભાવવડે સ્વભાવનું વેદન ન થાય.
ગુણ–ગુણીભેદના વિકલ્પમાં એવી તાકાત નથી કે તે ચૈતન્યસ્વભાવને
સ્વાનુભવપ્રત્યક્ષ કરી શકે. અરે, ચૈતન્ય ભગવાન રાગ વગરનો, અને રાગવડે એ
સ્વાનુભવ પ્રત્યક્ષ થાય એમ કહેવું તે તો એને કલંક લગાડવા જેવું છે. રાગના કલંક
વગરનો નિષ્કલંક ચૈતન્યસ્વભાવ તે રાગના કલંક વડે અનુભવમાં કેમ આવે? કલંક
વગરનો આત્મા તે રાગના કલંકમાં કેમ સમાય? અને એ કલંક ભગવાન આત્માના
નિષ્કલંક સ્વભાવમાં કેમ પ્રવેશે? ન જ પ્રવેશે. એટલે રાગવડે–વિકલ્પવડે
ચૈતન્યસ્વભાવમાં પ્રવેશાતું નથી. સ્વભાવનું સ્વસંવેદન કરનારો જે ભાવ છે તે
સ્વભાવની જાતનો છે. ને રાગ તો સ્વભાવથી વિરુદ્ધ જાતનો છે. સ્વભાવની જાતના
સમ્યક્ ભાવ વડે જ સ્વભાવનું વેદન થાય છે, સ્વભાવથી વિરુદ્ધભાવ વડે સ્વભાવનું
વેદન થતું નથી. રાગ તો રંક છે, ને સ્વભાવ તો મોટો મહિમાવંત વીર છે, એ રંક રાગ
વડે મોટો મહિમાવંત સ્વભાવ અનુભવમાં આવે નહિ. ને એ મહિમાવંત મોટા
વીરસ્વભાવમાં તૂચ્છ રંક રાગનો પ્રવેશ થાય નહિ. વીરતામાં કાયરતા કેમ હોય? તેમ
ચૈતન્યની વીરતામાં રાગની કાયરતા કેમ હોય?

PDF/HTML Page 19 of 37
single page version

background image
: ૮: આત્મધર્મ :ફાગણ:
ધર્માત્માને ચૈતન્યનારંગ ચડયા તે ઉતરે નહિ; એ ઠેઠ કેવળજ્ઞાન લીધે છૂટકો.
એક સમયની પર્યાય અનંતગુણના આખા પિંડને પોતાની પ્રતીતમાં–વેદનમાં–
જ્ઞાનમાં લઈ લ્યે એવી અચિંત્ય અદ્ભુત તાકાત છે.
(પપ) કર્તાકર્મપણું નથી–જ્ઞાતા જ્ઞેયપણુ છે
પરના દ્રવ્ય–ગુણ–પર્યાયમાં કાંઈ કરવાનું સામર્થ્ય આત્મામાં નથી, પણ તેને
જાણવાનું સામર્થ્ય આત્મામાં છે. પરનું કર્તાપણું નથી પણ જ્ઞાતાપણું છે.
પરદ્રવ્યો તેમના પોતાના દ્રવ્ય–ગુણ–પર્યાયનાં કારણો છે, પણે તેઓ કાંઈ આ
આત્માના દ્રવ્ય–ગુણ–પર્યાયનાં કારણો નથી અને આ આત્મા તેમનાં દ્રવ્ય ગુણપર્યાયનું
કારણ નથી. એ વાત અકાર્ય–અકારણત્વશક્તિએ દર્શાવી.
હવે અકાર્ય–અકારણપણું હોવા છતાં પરસ્પરજ્ઞાતાજ્ઞેયપણું છે, અર્થાત્ આત્મા
પરદ્રવ્યોને જ્ઞેયપણે જાણે છે, તેમજ સામા જ્ઞાતાજીવોના જ્ઞાનમાં પોતે પ્રમેય તરીકે
જણાય છે. –આવી જ્ઞાતા જ્ઞેયપણાની શક્તિ આત્મામાં છે.
દરેક પદાર્થ પોતપોતાના આકારનું એટલે પોતપોતાના દ્રવ્ય–ગુણ–પર્યાયનું જ
કારણ છે, બીજાનું કારણ તે નથી ને તેનું કારણ બીજું નથી.
કર્મનાં રજકણો તે કર્મનાં દ્રવ્ય–ગુણ–પર્યાયનું કારણ છે, પણ જીવનાં
દ્રવ્યગુણપર્યાયનું કારણ તે નથી. જીવનાં તે પ્રમેય છે ને જીવ તેનો જ્ઞાતા છે. શરીરની
ક્રિયાનો જીવ જ્ઞાતા છે પણ જીવ તેનું કારણ નથી. શરીરની ક્રિયામાં જીવે શું કર્યું?–કાંઈ
ન કર્યું, માત્ર જાણ્યું.
(પ૬) સ્વસંવેદનમાં મોક્ષમાર્ગનો સમ્યક્ પુરુષાર્થ
ક્રમ અને અક્રમ બંને સ્વભાવ આત્મામાં એક સાથે છે. આવા આત્માને
સ્વસંવેદનમાં લેતાં મોક્ષમાર્ગ થાય છે, તે જ પુરુષાર્થ છે.
એક શ્રુતપર્યાયમાં સ્વસંવેદનથી અનંત શક્તિવાળા આત્માનો નિર્ણય કરવાની તાકાત
છે. આત્મા કેવો છે? કે અનંત ગુણો જેનામાં અક્રમે છે, ને પર્યાયો અક્રમ હોતી નથી, તે
ક્રમેક્રમે હોય છે; આવા ક્રમ–અક્રમ બંને સ્વભાવથી એકરૂપ આત્મા–તેને જ્યાં સ્વસંવેદનમાં
લીધો ત્યાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગનો પુરુષાર્થ સ્વાશ્રયે શરૂ થયો.
સર્વજ્ઞના જ્ઞાનનો અને પદાર્થના હોનહારનો નિર્ણય કરનાર જે સમ્યગ્જ્ઞાન છે
તેમાં પરનું અકર્તાપણું છે ને એકલો જ્ઞાનભાવ જ રહ્યો છે. એકલું જ્ઞાતાપણું રહ્યું ને
વિકારનું કર્તાપણું ન રહ્યું–એ જ સમ્યક્ ઉદ્યમ છે. વીર્યશક્તિ પણ આવી જ્ઞાનપર્યાયને
રચે એ જ એનું ખરૂં કામ છે. દ્રવ્યની વૃત્તિ એટલે કે દ્રવ્યનું હોવાપણું–દ્રવ્યનું અસ્તિત્વ–
ઉત્પાદ–વ્યય–ધુ્રવરૂપ છે. ઉત્પાદ–વ્યય–ધુ્રવરૂપ અસ્તિત્વમાં ક્રમ અને અક્રમ બંને ભાવો
આવી જાય છે. એનો નિર્ણય કરનારું જે સમ્યગ્જ્ઞાન છે તે જ્ઞાનમાં શુદ્ધાત્માનો સદ્ભાવ
છે, ને તેમાં વિકારનો અભાવ છે. હજી સાધકદશા છે, તે સાધક દશામાં પણ જે જ્ઞાન છે
તે જ્ઞાન નિશ્ચયને

PDF/HTML Page 20 of 37
single page version

background image
: ફાગણ: આત્મધર્મ :૯:
અવલંબનારું છે, ને રાગાદિ વ્યવહારથી જુદું છે. રાગ એના જ્ઞેયપણે છે, પણ રાગ તેના
કાર્યપણે નથી.
(પ૭) નિર્વિકલ્પતા કેમ થાય?
ક્રમ–અક્રમરૂપ અનેકાન્તમય વસ્તુસ્વરૂપને જાણનારું જ્ઞાન પોતે પણ
અનેકાન્તમય છે. આવા વસ્તુસ્વરૂપને નિર્ણયમાં લેવો તે જ નિર્વિકલ્પતાનું કારણ છે.
યથાર્થ આત્મસ્વરૂપને નિર્ણયમાં લ્યે તો વિકલ્પ તૂટીને નિર્વિકલ્પ અનુભવ થયા વિના
રહે નહીં. અહો, તારો અચિંત્યસ્વભાવ–જેમાં વિકાર નહીં, એ સ્વભાવનો નિર્ણય કરીને
સ્વસન્મુખ થનારું જ્ઞાન રાગથી જુદું પડી જાય છે. માટે આવા સ્વભાવને નિર્ણયમાં લે
તો તને નિર્વિકલ્પ અનુભૂતિનો પરમ આનંદ થશે.
(પ૮) આકાશ કરતાંય મોટો
આકાશની અનંતતાનું સામર્થ્ય કેવું અપાર છે!! પણ એના કરતાં ય વધારે
અનંતગણું સામર્થ્ય આત્માની એકેક શક્તિમાં છે ને એવી અનંતી શક્તિઓ આત્મામાં
છે. એ શક્તિમાં નિશ્ચય વ્યવહારના ખુલાસા આવી જાય છે. શક્તિની જે નિર્મળ–
પરિણતિ પ્રગટી તે નિશ્ચય છે, ને તેમાં અશુદ્ધતારૂપ વ્યવહારનો અભાવ છે. અથવા
શક્તિને નિશ્ચય કહો તો તેની નિર્મળ પરિણતિ તે શુદ્ધ વ્યવહાર છે. આત્માની શક્તિનું
અને તેની પરિણતિનું સામર્થ્ય એટલું મહાન છે કે અપાર આકાશને પણ પોતામાં
જ્ઞેયપણે સમાવી દે છે. આ રીતે ભાવસામર્થ્યથી આત્મા આકાશ કરતાં ય મોટો છે.
(પ૯) ઉપાદાન ધુ્રવ અને ક્ષણિક બંને સ્વભાવવાળું છે
ઉપાદાનમાં ધુ્રવપણું ને ક્ષણિકપણું બંને છે. બંને થઈને વસ્તુ છે. ગુણ અપેક્ષાએ
ધુ્રવતા છે ને પર્યાયઅપેક્ષાએ ક્ષણિકતા છે. આ રીતે ધુ્રવતા અને ક્ષણિકતા બંને
આત્માના ઉપાદાનમાં આવી ગયા. અને તેમાં નિમિત્ત પણ યથાયોગ્ય હોય છે.
(૬૦) અનેકાન્ત
આ રીતે વસ્તુની શક્તિઓના નિર્ણયમાં
નિશ્ચય વ્યવહારનો,
ઉપાદાન–નિમિત્તનો
૦ ક્રમપર્યાય અને અક્રમગુણનો
તથા અનેકાન્તનો
એ બધાયનો નિર્ણય પણ આવી જાય છે. અને આવો નિર્ણય થતાં જ્ઞાન, શ્રદ્ધા
વગેરે ગુણો પોતપોતાની વાસ્તવિક (નિર્મળ) પરિણતિરૂપે પરિણમે છે, તે જ
અનેકાન્તસ્વરૂપ આત્માનું ખરું પરિણમન છે.
(૬૧) શક્તિનું કાર્ય શક્તિની જાતનું હોય; ચૈતન્યચક્રવર્તીની પરિણતિ વિકારી ન હોય
અજ્ઞાનીને એકલું વિકાર પરિણમન છે, તે વિકારને ખરેખર શક્તિનું કાર્ય કહેતા
નથી. શક્તિનું કાર્ય તો શક્તિની જાતનું જ હોય, એનાથી વિરૂદ્ધ કેમ હોય? શક્તિના
આશ્રયે નિર્મળપણે પરિણમે–તે જ શક્તિનું કાર્ય કહેવાય. જેમ ચક્રવર્તીની પટરાણી એવી ન