Atmadharma magazine - Ank 258
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 37
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૨
સળંગ અંક ૨૫૮
Version History
Version
Number Date Changes
001 Apr 2004 First electronic version.

PDF/HTML Page 2 of 37
single page version

background image
તંત્રી: જગજીવન બાવચંદ દોશી
વર્ષ ૨૨: અંક ૬: વીર સં. ૨૪૯૧ ચૈત્ર APRIL, 1965
ધ્યેયની સિદ્ધિ
* હે જીવ! તારું ધ્યેય ઊંચામાં ઊંચુ રાખજે.
ધ્યેયને જરાય નબળું બનાવીશ નહિ.
* એ ધ્યેયની ઉત્તમતા, એની મહાનતા, એની
ગંભીરતા, ને એને સાધવા માટેનો ભગીરથ પ્રયત્ન
એ પણ તું લક્ષમાં રાખજે.
* ધ્યેય જેવું મહાન છે, એવો જ એને
સાધવાનો પુરુષાર્થ પણ મહાન છે,–તે ખ્યાલમાં
રાખીને, તે પ્રયત્નમાં જે જે ખામી તારામાં હોય
તેનું સંશોધન કરજે. ઓછા પ્રયત્નમાં સંતુષ્ટ ન
થઈ જઈશ.
* ધ્યેયને નજર સામે જ રાખીને, તારા
પ્રયત્નને તે તરફ જ આગળ ધપાવ્યે જા.
* ધ્યેયને ભૂલીશ નહિ, પ્રયત્નને છોડીશ નહિ.
આમ કરવાથી ધ્યેયની સિદ્ધિ જરૂર થશે.
(૨પ૮)

PDF/HTML Page 3 of 37
single page version

background image
જયપૂરમાં પં. શ્રી ટોડરમલ્લજી–સ્મારકભવનનું શિલાન્યાસ
તથા ટોડરમલ્લજી ગ્રંથમાળાની યોજના
આત્મધર્મના ગતાંકમાં જણાવ્યા મુજબ જયપુરના ગાંધીનગરમાં શ્રી
પૂર્ણચંદજી ગોદિકા અને તેમના પરિવાર તરફથી લગભગ બે લાખ રૂા.ના ખર્ચે
“પં. શ્રી ટોડરમલ્લજી–સ્મારકભવન” તૈયાર થાય છે, તેનું શિલાન્યાસ સોનગઢના
ભાઈશ્રી ખીમચંદ જેઠાલાલ શેઠના સુહસ્તે તા. ૨૦–૩–૬પ ના રોજ–માહ વદ
પાંચમે થયું, આ તે જ દિવસ હતો કે જે દિવસે પં. શ્રી ટોડરમલ્લજીએ સાધર્મીઓ
ઉપર પ્રસિદ્ધ રહસ્યપૂર્ણ ચિઠ્ઠિ લખી હતી. ‘મોક્ષમાર્ગ પ્રકાશક’ એ પં.
ટોડરમલજીની સૌથી મોટી સ્મૃતિ છે એ ગ્રંથના સ્વાધ્યાય વાંચન દ્વારા પૂ. શ્રી
કાનજીસ્વામીએ પં. શ્રી ટોડરમલ્લજીની જે મહત્તા પ્રસિદ્ધ કરી, તેનાથી પ્રભાવિત
થઈને, તેમજ જયપુરના પં. શ્રી ચૈનસુખદાસજીની પ્રેરણા પામીને આ
સ્મારકભવન બંધાઈ રહ્યું છે. સ્મારકભવનના શિલાન્યાસ પ્રસંગે આઠ દિવસ
સુધી ધાર્મિક પ્રવચનોનું ભવ્ય આયોજન થયું હતું–જેમાં હજારોની સંખ્યામાં
જયપુરની જનતાએ લાભ લીધો હતો. કાર્યક્રમના મહત્વના ભાગોનું જયપુર–
આકાશવાણીએ પ્રસારણ કર્યું હતું. આ પ્રસંગે જયપુરના સુપ્રસિદ્ધ પં. શ્રી
ચૈનસુખદાસજી, પં. શ્રી ફૂલચંદજી, તેમજ મુંબઈ મુમુક્ષુ મંડળના પ્રમુખશ્રી,
ઉપપ્રમુખશ્રી વગેરે અનેક આગેવાનો પણ ઉપસ્થિત હતા; શિલાન્યાસપ્રસંગે “પં.
ટોડરમલ્લજી – ગ્રંથમાલા” ની સ્થાપના થઈ તેમાં રૂા. ૧૧૦૦૧) શેઠ શ્રી ખીમચંદ
જેઠાલાલ, ૧૧૦૦૧) શેઠ શ્રી પૂર્ણચંદ્રજી ગોદિકા, ૨પ૦૧) શેઠશ્રી નવનીતભાઈ
ઝવેરી, ૨પ૦૧) શેઠશ્રી મહેન્દ્રકુમારજી શેઠી તથા ૧૦૦૧) શેઠશ્રી કેસરલાલજી
બક્ષી વગેરે મળીને પાંત્રીસ હજાર રૂા. જેટલી રકમો જાહેર થઈ હતી.–આ રીતે
સમારોહ ઉલ્લાસપૂર્વક ઊજવાયો હતો.....જેથી જયપુરની જનતા પ્રભાવિત થઈ
હતી.
રાજકોટમાં પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ
અને પૂ. ગુરુદેવનો વિહાર
રાજકોટ શહેરમાં દિ. જિનમંદિરની બાજુમાં શ્રી સમવસરણ–મંદિર તથા
માનસ્તંભ મંદિરની નવરચના થઈ છે; તેમાં જિનબિંબ–પ્રતિષ્ઠાનું મંગલમુહૂર્ત
વૈશાખ સુદ ૧૨નું છે. તે પ્રસંગે પંચકલ્યાણક–પ્રતિષ્ઠાનો મહોત્સવ થશે. વૈશાખ
સુદ બીજે પૂ. ગુરુદેવનો ૭૬ મો જન્મોત્સવ પણ રાજકોટમાં ઉજવાશે. આ પ્રસંગે
સોનગઢની ચૈત્રસુદ બારસને મંગળવારના રોજ પૂ. ગુરુદેવ રાજકોટ પધારશે.
અને પ્રતિષ્ઠામહોત્સવ પછી પુન: સોનગઢ પધારશે.

PDF/HTML Page 4 of 37
single page version

background image
: ચૈત્ર : આત્મધર્મ : ૧ :
વર્ષ ૨૨ : અંક ૬ : ચૈત્ર ૨૪૯૧ : April 1965.
જ્ઞા ન ભા વ ના
આત્મા જ્ઞાનસ્વરૂપ છે.
બહારના ગમે તે સંયોગ–સગવડના હો કે અગવડના હો,
તેનાથી જુદું અને તે સંયોગ તરફની લાગણીઓથી જુદું, જે
કોઈ તત્ત્વ અંતરમાં છે તે જ હું છું. એમ નિજસ્વરૂપના
અસ્તિત્વને ઓળખીને વારંવાર તેનું ચિંતન તે જ્ઞાનભાવના છે.
નિજસ્વરૂપના ચિંતનમાં જ જેનું મન લાગ્યું હોય, તેને
દુનિયાના બીજા પ્રસંગો સતાવી શકે નહિ, ડોલાવી શકે નહિ.
જ્ઞાન જ હું છું, જ્ઞાનથી ભિન્ન બીજું કાંઈ હું નથી–એમ
સૂક્ષ્મબુદ્ધિથી ભેદ કર્યો ત્યાં જ્ઞાનમાં જ એકત્વબુદ્ધિ રહી, એટલે
જ્ઞાનની જ ભાવના રહી, ને બીજા ભાવોની ભાવના છૂટી ગઈ;
આ રીતે જ્ઞાની સદા જ્ઞાનભાવમાં જ તત્પર છે.
જ્ઞાનને પામેલા જ્ઞાની સંતના મહિમાના વિચાર તે
જ્ઞાનભાવનાને પોષણ કરનાર છે. જ્ઞાનના મહિમા સાથે
વૈરાગ્ય પણ ઘણો તીવ્ર હોય જ્ઞાનભાવના વૈરાગ્યને પણ તીવ્ર
બનાવે છે.
જ્ઞાનભાવનામાં વીતરાગી શાન્તિ છે.
જ્ઞાનભાવના સર્વદુઃખદમનનું અમોઘ ઔષધ છે.
જ્ઞાનભાવનામાં તત્પર જ્ઞાનીઓને નમસ્કાર.

PDF/HTML Page 5 of 37
single page version

background image
: ૨ : આત્મધર્મ : ચૈત્ર :
સાધક કઈ રીતે
આત્માને સાધે છે?
અનાદિના ભવદુઃખથી થાકીને પરમાત્મસ્વરૂપ સમજવા માટે જે
ઉત્સુક છે તેને તેનું સ્વરૂપ સમજાવીને સંતો કહે છે કે હે વત્સ!
શુદ્ધાત્માના આવા ઉપદેશનું અત્યંત દુર્લભપણું સમજી, તેની પ્રાપ્તિના
આ ઉત્તમ અવસરમાં તું પ્રમાદ છોડીને જાગૃત થા....ને તારા
શુદ્ધાત્માને અંર્ત પ્રયત્નવડે અનુભવમાં લે.
(પરમાત્મપ્રકાશ–પ્રવચનો)
આ જીવ અનાદિકાળથી સંસારભ્રમણમાં દુઃખી થઈ રહ્યો છે. કેમ દુઃખી થયો?
પોતાના શુદ્ધ પરમાત્મસ્વરૂપને નહિ જાણવાથી દુઃખી થયો; હવે એ દુઃખોથી છૂટવા માટે
પરમાત્મસ્વરૂપને જાણવા જે ઉત્સુક થયો છે એવા જીવને પરમાત્માનું સ્વરૂપ સમજાવવા
માટે આ–શાસ્ત્ર છે. આ શાસ્ત્રમાં શુદ્ધાત્માના ઉપદેશની પ્રધાનતા છે. શુદ્ધાત્માનો આવો
ઉપદેશ પ્રાપ્ત થવો જીવને બહુ જ દુર્લભ છે. ભાઈ, શુદ્ધાત્માના આવા ઉપદેશનું અત્યંત
દુર્લભપણું સમજી, તેની પ્રાપ્તિના ઉત્તમ અવસરમાં તું પ્રમાદ છોડીને જાગૃત થા.....ને
તારા શુદ્ધઆત્માને અંતરપ્રયત્ન વડે અનુભવમાં લે.
જો કે સંસારમાં તો એકેન્દ્રિયપણામાંથી બેઇંદ્રિયપણું થવું અનંત દુર્લભ છે.
એકેન્દ્રિયજીવો તો અનંતાનંત છે, ને ત્રસપર્યાયવાળા જીવો તો એના અનંતમા
ભાગે (અસંખ્યાતા જ) છે. આ રીતે એકેન્દ્રિયમાંથી બેઈન્દ્રિય વગેરે થવું દુર્લભ છે,
સંજ્ઞીપંચેન્દ્રિયપણું એનાથી પણ દુર્લભ છે; તેમાં પર્યાપ્તિ પૂરી થવી મુશ્કેલ છે, ઘણા
જીવો જન્મ્યા પહેલાં ગર્ભમાં જ મરી જાય છે. પર્યાપ્તિ મળે, મનુષ્યપણું મળે, સારૂં
કૂળ ને સારૂં ક્ષેત્ર મળે–એ બધું પણ દુર્લભ છે. જૈનધર્મ મળવો, જ્ઞાની સત્પુરુષનો
સંગ મળવો ને શુદ્ધાત્માનો ઉપદેશ મળવો–એ બધું પણ ઉત્તરોતર દુર્લભ છે.–દુર્લભ
હોવા છતાં આટલું તો જીવ પૂર્વે પામી ચૂકેલો છે, એ પુણ્યના ફળથી મળે છે એટલે
તેની કે પુણ્યથી અપૂર્વતા નથી. એટલું બધુંય મળ્‌યા પછી પણ અંતરમાં શુદ્ધ
આત્માની અનુભૂતિ સહિત સમ્યગ્દર્શન પ્રગટ કરવું તે અપૂર્વ દુર્લભ છે, ને એનાથી
જ મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે. સમ્યગ્દર્શન કરતાંય સમ્યક્ચારિત્રની દુર્લભતા છે.–
પરંતુ શુદ્ધાત્માને ઉપાદેય કરવાથી જ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. માટે
શુદ્ધાત્મસ્વરૂપને જ ઉપાદેય કરવું તે તાત્પર્ય છે.

PDF/HTML Page 6 of 37
single page version

background image
: ચૈત્ર : આત્મધર્મ : ૩ :
શુદ્ધાત્માને જાણનાર ભેદજ્ઞાની ધર્માત્મા દેહના કોઈ ધર્મોને આત્મામાં જોડતો
નથી; તે તો પોતાને દેહથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ જ જાણે છે, સફેદ કે કાળો હું નથી, જાડો કે
પાતળો હૂં નથી, સ્ત્રી કે પુરુષાદિ હું નથી, મનુષ્ય કે દેવાદિ હું નથી, કર્મ કે કર્મનું ફળ,
અને જેનાથી કર્મ બંધાયા તે વિકારભાવ, એ કોઈ હું નથી. હું તો જ્ઞાનમય અમૂર્ત છું.
આવા આત્માનું ભાવશ્રુતથી જે સંવેદન કરે તે જ જ્ઞાની છે, ને એ સંવેદનજ્ઞાન રાગ
વગરનું છે. આવું વીતરાગી સ્વસંવેદનજ્ઞાન સમ્યગ્દ્રષ્ટિને હોય છે.
સમ્યગ્દ્રષ્ટિને જેટલી શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રની નિર્મળ પરિણતિ થઈ છે તેટલી
તો વીતરાગ પરિણતિ છે. જે નિર્મળ પરિણતિ થઈ તેમાં રાગની ભેળસેળ નથી;
એમાંથી રાગનો બોજો ઉતરી ગયો છે. તે દેહાદિથી પોતાને અત્યંત જુદો જાણે છે,
ને જ્ઞાન આનંદ સાથે પોતાને એકમેક અનુભવે છે. અજ્ઞાની તો દેહ તે જ હું એમ
એકમેકપણે અનુભવે છે. ભાઈ સદાય ઉપયોગસ્વરૂપ આત્મા છે તે જડરૂપ ક્્યાંથી
થાય? દેહ જ જ્યાં આત્માથી અત્યંત ભિન્ન છે ત્યાં દેહસંબંધી કોઈ ભેદ આત્માને
ક્્યાંથી હોય? એટલે બહારના દ્રવ્યલિંગથી તો આત્મા તદ્ન જુદો છે. આત્મામાં
બહારનું દ્રવ્યલિંગ જરા પણ નથી. અને અંતરમાં મોક્ષમાર્ગરૂપ જે વીતરાગ
નિર્વિકલ્પ સમાધિ છે તે શુદ્ધપર્યાયને આત્મા કહેવો તે પણ અંશમાં પૂર્ણનો આરોપ
હોવાથી વ્યવહાર છે, અખંડ શુદ્ધ આત્માને જ ઉપાદેયરૂપ કરવો તે નિશ્ચય છે. તે
શુદ્ધ આત્માને ઉપાદેય કરીને તેમાં એકાગ્ર થતાં મોક્ષપર્યાય પ્રગટે છે.
મોક્ષમાર્ગપર્યાય તે આની સાધક છે. પણ આખો શુદ્ધાત્મા તે સાધકપર્યાય જેટલો
જ નથી, માટે તે સાધકપર્યાયને જીવ કહેવો તે પણ ઉપચાર કહ્યો. ત્યાં વિકારની ને
પરદ્રવ્યની તો વાત ક્્યાંય બહાર રહી ગઈ. આવા શુદ્ધાત્માને પ્રતીતમાં–જ્ઞાનમાં–
અનુભવમાં લ્યે ત્યારે જ મોક્ષમાર્ગ ને મોક્ષદશા પ્રગટે છે. સાધકપર્યાય તે તો
સ્વભાવનો અંશ છે, વિકાર કે શરીર તો સ્વભાવનો અંશ જ નથી, એને તો જીવ
કહેવો તે અસદ્ભૂત છે; ને શુદ્ધપર્યાયને જીવ કહેવો તે પણ અંશમાં પૂર્ણતાનો
ઉપચાર હોવાથી વ્યવહાર છે. શુદ્ધપર્યાયનો ભેદ પાડયા વગર શુદ્ધસ્વભાવને અખંડ
પ્રતીતમાં લઈને તેને જ ઉપાદેય કરવો–એ જ પરમાર્થતાત્પર્ય છે.
‘સત્’ ઉત્પાદ–વ્યય–ધુવતા સહિત છે. એટલે પૂર્વના ઉત્પાદમાંથી નવો ઉત્પાદ
નથી આવતો પણ પ્રત્યેક સમયે દ્રવ્ય પોતે જ ઉત્પાદરૂપે ઊપજે છે; તે ઉત્પાદનું કારણ
બીજું કોઈ નથી. સાધકપર્યાય પોતે સાધ્યરૂપ થતી નથી, સાધ્યરૂપ તો દ્રવ્ય પોતે
પરિણમે છે માટે એક સાધકપર્યાયને આત્મા કહેવો તે ઉપચાર છે–વ્યવહાર છે. જેમ
આંબાનું ઝાડ કેરીનું દાતાર છે; તેમાંથી નવી નવી કેરી ફૂટે છે. પણ નાની કેરીમાંથી
મોટી કેરી

PDF/HTML Page 7 of 37
single page version

background image
: ૪ : આત્મધર્મ : ચૈત્ર :
નથી આવતી, અથવા એક કેરીમાંથી બીજી કેરી આવતી નથી, તેમ આખું દ્રવ્ય તે
નિર્મળપર્યાયોનો આંબો છે; તેમાંથી નવી નવી નિર્મળપર્યાયો આવ્યા કરે છે. પણ પૂર્વની
નાની પર્યાય (સાધકભાવ) માંથી મોટી પર્યાય (સાધ્ય પર્યાય આવતી નથી, અથવા
એક પર્યાયમાંથી બીજી પર્યાય આવતી નથી. એટલે પર્યાયસન્મુખ દ્રષ્ટિ ન રાખતાં
આખા દ્રવ્યને દ્રષ્ટિમાં લેવું, તેને જ શ્રદ્ધામાં–જ્ઞાનમાં ઉપાદેય કરીને તેમાં એકાગ્રતા
કરવી; તેમાં એકાગ્ર થતાં સાધ્યપર્યાય ખીલી જાય છે. શુદ્ધ જીવતત્ત્વ ત્રિકાળ છે, તેના
આશ્રયમાં સંવર–નિર્જરા નવા પ્રગટે છે. ત્રિકાળ દ્રવ્ય ને નિર્મળ–પર્યાય એ પ્રમાણ વસ્તુ
છે. તેમાંથી નિર્મળ પર્યાયનો ભેદ પાડીને તેને જીવ કહેવો તે વ્યવહાર છે; શુદ્ધ
ચૈતન્યદ્રવ્યને જીવ કહેવો તે નિશ્ચય છે. તે શુદ્ધ દ્રવ્યને દ્રષ્ટિમાં લઈને તેમાં પર્યાય લીન
થતાં સંવર–નિર્જરા–મોક્ષપર્યાય ખીલી જાય છે. માટે નિર્મળપર્યાયનું પરમાર્થ સાધન શુદ્ધ
દ્રવ્ય જ છે–એ પરમાર્થ છે. પૂર્વની નિર્મળપર્યાયને સાધન કહેવું તે વ્યવહાર છે. પરમાર્થ
સાધનરૂપ શુદ્ધવસ્તુની સન્મુખ થઈને પરિણતિ તેમાં લીન થઈ ત્યાં સાધ્ય–સાધક બંને
એક થઈને પરિણમ્યા, તેમની વચ્ચે ભેદ ન રહ્યો. ત્યાં બીજા કોઈ સાધન બહાર
શોધવાનું ન રહ્યું.–આવી દશા થાય ત્યારે આત્માને સાધ્યો કહેવાય. આ સિવાય બીજી
રીતે આત્મા સિદ્ધ થતો નથી, સ્વાનુભવમાં આવતો નથી.
આરાધનાની પ્રેરણા
અરે, જીવ! દેહ તો મુદત પૂરી થતાં તને છોડશે, પણ તું
સામેથી મોહ છોડીને દેહની પ્રીતિ છોડ. આવો અશુચીનો પિંડ
ક્ષણભંગુર દેહ તને કેમ વહાલો લાગે છે? ને પરમ સુખમય
પવિત્ર ચૈતન્યસ્વભાવ તને કેમ વહાલો નથી લાગતો? એકવાર
આત્માને વહાલો કર, ને જગતનું વહાલ છોડ (જગત ઈષ્ટ
નહીં આત્મથી, મધ્ય પાત્ર મહાભાગ્ય) તારો ચૈતન્યદેવ તારાથી
જુદો ક્્યાંય દેશદેશાંતરમાં નથી, તારો દેવ તારાથી જરાય દૂર
નથી, એ તારામાં જ છે. અંતરદ્રષ્ટિથી પ્રયત્ન કરીને દેખ તો
તારામાં જ બિરાજમાન શાશ્વત ચૈતન્યદેવ તને સ્પષ્ટ દેખાશે.
એ જ ભગવાન છે, એ જ મહિમાવંત છે, એ જ પરમ એટલે
ઉત્કૃષ્ટ હોવાથી પરમાત્મા છે; એ જ દિવ્ય ચૈતન્ય શક્તિવાળો
દેવ છે. દર્શન–જ્ઞાન–ચારિત્ર વડે એની જ સેવા ને આરાધના
કર. એની આરાધનાથી તું ભવસમુદ્રના તીરને પામીશ.
અંતર્મુખ થઈને ચૈતન્યના ધ્યાન વડે મોક્ષસુખ પમાય છે.
(પ્રવચનમાંથી)

PDF/HTML Page 8 of 37
single page version

background image
: ચૈત્ર : આત્મધર્મ : ૫ :
અચિંત્ય મહિમાવંત
આત્મશક્તિ
ગત માગસર–પોષ માસમાં સમયસારની
૪૭ શક્તિઓ ઉપર જે ભાવભીનાં
પ્રવચનો થયા તેનો કેટલોક સારભાગ અહીં આપવામાં આવ્યો છે.
લેખાંક : ૩ : ગતાંકથી ચાલુ
(૬૩) જૈની–નિતી; અને અનીતિ
આત્માનું મુખ્ય લક્ષણ જ્ઞાન છે; એ જ્ઞાનલક્ષ્મીથી આત્મા શોભિત છે.
જ્ઞાનલક્ષ્મી અનંતશક્તિથી ભરપૂર છે. જ્ઞાન એકલું જ પ્રગટ નથી થતું, તેની સાથે
જીવત્વ, પ્રભુત્વ, વીર્ય, સુખ, સ્વચ્છતા, વિભુતા, વિકાસ, સત્પણું, ઉત્પાદ–વ્યય–
ધ્રૌવ્યપણું, અકર્તૃત્વ, સ્વ–કર્તૃત્વ વગેરે અનંતશક્તિઓ પોતપોતાના નિર્મળભાવો
સહિત ઉલ્લસે છે. આવા અનેકાન્તમય જ્ઞાનસ્વરૂપે આત્માને ઓળખવો તે
જૈનનીતિ છે. એનાથી વિરુદ્ધ (એટલે રાગાદિ વિકારવાળો) સ્વભાવ માનવો તે
અનીતિ છે. જૈની નીતિ કહો કે મોક્ષમાર્ગ કહો; અનીતિ કહો કે મિથ્યાત્વ કહો કે
સંસારમાર્ગ કહો. વિકારને આત્માનું સ્વરૂપ માનતાં આત્માના ગુણોની નિર્મળતા
હણાય છે, તે હિંસા છે; ને તે હિંસામાંથી આત્માને સમ્યગ્દર્શનાદિ વડે બચાવવો,
તથા આત્મગુણોની રક્ષા કરવી તે આત્મદયા છે.–આવી દયા તે ધર્મકા મૂલ હૈ.
એટલે સમ્યક્ત્વાદિ નિર્મળપર્યાય તે જ ધર્મ છે.
(૬૪) ધર્મીને બે ધારા.....પણ તન્મયપણું એકમાં જ
ધર્મીને સ્વ–પર પ્રકાશક જ્ઞાન ખીલ્યું, તે ભૂમિકામાં સાથે જે શુભાશુભ વિકલ્પ
વર્તતા હોય તે વિકલ્પો જ્ઞાનના જ્ઞેયપણે વર્તે છે, પણ જ્ઞાનના કાર્યપણે વર્તતા નથી જ્ઞાન
તેના જ્ઞાતાપણે વર્તે છે પણ કર્તાપણે વર્તતું નથી. બંને પોતપોતાની ધારામાં જુદું વર્તે છે.
જ્ઞાનભાવમાં ધર્મી તન્મય વર્તે છે, રાગાદિભાવમાં તન્મય થતો નથી.

PDF/HTML Page 9 of 37
single page version

background image
: ૬ : આત્મધર્મ : ચૈત્ર :
જ્ઞાન અને રાગ બંને ધારા ધર્મીને વર્તતી હોવા છતાં, તેને તન્મયપણું એકમાં જ છે, રાગ
તો માત્ર પરજ્ઞેયપણે વર્તે છે.
(૬પ) ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્ય સ્વભાવ
ધ્રૌવ્યતા અને ક્ષણિકતા એ બંને, દ્રવ્યના સ્વભાવભૂત છે. ધ્રૌવ્ય તેમજ ઉત્પાદ–
વ્યય એ દ્રવ્યના સ્વભાવભૂત જ છે, તો બીજો તેમાં શું કરે? ધુ્રવતા તે અક્રમરૂપ છે ને
ઉત્પાદ–વ્યય તે ક્રમરૂપ છે. ગુણો બધા એક સાથે વર્તે છે ને એવા ને એવા ધુ્રવ રહે છે,
એટલે ધુ્રવતા ગુણઅપેક્ષાએ છે ને ઉત્પાદ–વ્યય તે પર્યાયઅપેક્ષાએ છે, વસ્તુની બધી
પર્યાયો એક સાથે ન ઊપજે પણ ક્રમેક્રમે ઊપજે, એવો જ વસ્તુનો સ્વભાવ છે. પર્યાય
એ પણ વસ્તુનો સ્વભાવ છે. વસ્તુનું વસ્તુત્વ પરિણામદ્વારા પ્રગટ થાય છે. ઉત્પાદ–
વ્યય–ધુ્રવ ત્રણેને દ્રવ્ય સ્પર્શે છે, પણ પરને દ્રવ્ય સ્પર્શતું નથી. આમ ઉત્પાદ–વ્યય ને ધુ્રવ
ત્રણેથી આલિંગિત એવા સ્વદ્રવ્યને લક્ષમાં લેતાં સમ્યગ્દર્શનાદિ નિર્મળપરિણામો પ્રગટે
છે. અને આવા દ્રવ્યસ્વભાવને જોનારને તે સ્વભાવમાં વિકાર ભાસતો નથી, એટલે
વિકારથી જુદો પડીને તે જ્ઞાતા–સાક્ષી–અકર્તા થયો. આવા નિર્મળ જ્ઞાતાપરિણામ તે ધર્મ છે.
(૬૬) સિદ્ધપદ તરફ પરિણતિનો પ્રવાહ
જે ઉત્પાદ–વ્યય–ધુ્રવતા છે તેટલું જ દ્રવ્યનું અસ્તિત્વ છે. આત્માનો સ્વભાવ સિદ્ધ
સમાન છે,–પણ તે ભાસ્યો કોને? કે જેણે પોતાના સ્વભાવ ઉપર દ્રષ્ટિ મૂકી, અને
રાગાદિમાંથી દ્રષ્ટિ હટાવી, તેણે નિર્મળ પર્યાયવડે જાણ્યું કે મારો સ્વભાવ સિદ્ધસમાન છે.
અને આ પ્રકારે જેણે પોતાનો સ્વભાવ સ્વીકાર્યો તેની પરિણતિનો પ્રવાહ સિદ્ધપદ તરફ
વળ્‌યો, અથવા તેની પરિણતિનો પ્રવાહ સ્વભાવ તરફ વળ્‌યો. એની પરિણતિ હવે
સ્વભાવને જ સ્પર્શે છે, પરભાવને એની પરિણતિ સ્પર્શતી નથી....સંયોગની ભીડ વચ્ચે
એની પરિણતિ ભીંસાતી નથી, કેમકે સંયોગને તે સ્પર્શતી જ નથી.
(૬૭) કેવો આત્મા દેખે તો આત્મા દેખ્યો કહેવાય?
ધ્રુવ તે ત્રિકાળ છે ને પર્યાય તે સ્વકાળ છે. આવા ધુ્રવ અને ઉત્પાદ–વ્યય વડે
પ્રત્યેક સમયે દ્રવ્યનું અસ્તિત્વ પૂરું છે. સ્વભાવભૂત સ્વઅસ્તિત્વને એકલાને જ જુઓ
તો વિકાર તેમાં દેખાતો નથી, નિર્મળ પરિણમન સહિત આત્મા જ દેખાય છે. આવા
સ્વભાવવાળા આત્માને જે દેખે તેણે જ આત્માને દેખ્યો કહેવાય. વિકારવાળો જ આત્મા
માને તો તેણે ઉત્પાદ–વ્યય–ધૈ્રાવ્યસ્વભાવી આત્માને દેખ્યો નથી, ખરેખરા આત્માને તેણે
જાણ્યો નથી પણ અભૂતાર્થ આત્માને જ તેણે ખરો આત્મા માની લીધો છે. પણ ખરેખરો
તે નથી.

PDF/HTML Page 10 of 37
single page version

background image
: ચૈત્ર : આત્મધર્મ : ૭ :
(૬૮) આત્માને મૂર્ત માને તે મૂર્ખ છે.
શરીરના સંબંધથી આત્માને ખરેખર મૂર્ત માની લ્યે તે મૂર્ખ છે. અરે જીવ! તારું
અમૂર્તપણું છોડીને શરીરના સંબંધે તું મૂર્ત થવા ગયો! શરીરના સંયોગ વચ્ચે રહેલો
આત્મા અત્યારે પણ અમૂર્ત જ છે; એને મૂર્ત કહ્યો તે તો ઉપચારથી જ કહ્યો છે, ખરેખર
તે મૂર્ત નથી. મૂર્ત તો શરીર જ છે. આત્મા તો સદાય ઉપયોગસ્વરૂપ અમૂર્ત જ છે. આવા
આત્માને જે જાણે તેણે જ ખરા આત્માને જાણ્યો કહેવાય અંતમુર્ખ જોનારને પોતાનો
આત્મા અમૂર્ત જ ભાસે છે, મૂર્તપણું જરાય ભાસતું નથી. જ્યાં કર્મનો સંબંધ જ નથી
ભાસતો ત્યાં વળી મૂર્તપણું કેવું? અરે, અનંત શક્તિવાળા આત્મસ્વભાવમાં જ્યાં
વિકારીપણું પણ નથી ત્યાં વળી મૂર્તિકપણું કેવું? આત્માને મૂર્ત દેખવો એ તો ઘણી સ્થૂલ
દ્રષ્ટિ છે. આત્મામાં અમૂર્ત શક્તિ છે. તેના ઉત્પાદ–વ્યય કાંઈ મૂર્તરૂપ નથી. મૂર્ત તો જડ
છે. આત્મા કાંઈ જડ નથી કે તે મૂર્ત હોય.
(૬૯) ઉત્પાદ વ્યય ધુ્રવ પ્રવચનસારના.....
ને ઉત્પાદ વ્યયધુ્રવ સમયસારના.....
જગતના બધા દ્રવ્યો પોતપોતાના સ્વભાવમાં રહેલા સત્ છે; ને ઉત્પાદ–વ્યય–
ધુ્રવતા તે સત્નો સ્વભાવ છે; તે સ્વભાવમાં દ્રવ્ય રહેલું છે. આમ બધા દ્રવ્યોના સત્
સ્વભાવનું વર્ણન પ્રવચનસાર ગા. ૯૯ વગેરેમાં બતાવ્યું છે. ત્યાં તો નિર્મળતા કે વિકાર
બધું આત્માના સત્ સ્વભાવમાં સમાય છે.
અને અહીં આત્માની શક્તિઓના વર્ણનમાં જે ઉત્પાદ–વ્યય–ધુ્રવત્વ શક્તિ
બતાવી તે શક્તિના સ્વભાવમાં તો એકલી નિર્મળતા જ આવે. મલિનતા તેમાં ન
આવે, ત્યાં પરથી ભિન્નતા બતાવી હતી, અહીં વિકારથી પણ આત્માની ભિન્નતા
બતાવવી છે.
જો કે ૯૯મી ગાથામાં જે ઉત્પાદ વ્યય ધુ્રવરૂપ સત્ સ્વભાવ બતાવ્યો તે
સ્વભાવનો જે નિર્ણય કરે તેને તો સમ્યગ્જ્ઞાન અને સમ્યગ્દર્શન થાય જ એટલે કે તેને
નિર્મળ પર્યાય તો શરૂ થઈ જ જાય; છતાં જે વિકારભાવ હોય તે પણ આત્માના ઉત્પાદ–
વ્યયમાં સમાય છે, તે પણ આત્માના સત્માં સમાય છે, કેમ કે ત્યાં પ્રમાણના વિષયરૂપ
દ્રવ્યનું વર્ણન છે.
અહીં સાધકની પર્યાયમાં જે વિકાર હોય તેને સ્વદ્રવ્યમાં ગણતા નથી, તેને
અનાત્મા ગણીએ છીએ. નિર્મળ શક્તિઓ અને તેનું નિર્મળ પરિણમન

PDF/HTML Page 11 of 37
single page version

background image
: ૮ : આત્મધર્મ : ચૈત્ર :
આત્મા છે. શુદ્ધનયના વિષયરૂપ શુદ્ધ આત્માને જ અહીં આત્મા કહ્યો છે, નિર્મળ
પરિણતિ પણ તેમાં ભેગી સમાય છે; પણ વિકાર તેમાં સમાતો નથી. શુદ્ધ દ્રવ્યમાં
સ્થાપેલી દ્રષ્ટિ વડે તે નિર્મળભાવપણે જ ઉપજે છે. વિકારથી ભિન્નપણે ઉપજે છે.
શુદ્ધ આત્મા વિકારને સ્પર્શતો નથી, એ તો પોતાના નિર્મળ ઉત્પાદ વ્યય ધુ્રવને
જ સ્પર્શે છે.
પ્રવચનસારમાં જે ઉત્પાદ વ્યય ધુ્રવ સ્વભાવ કહ્યો તેમાં તો ઉદયાદિ પાંચે ભાવો
જીવમાં સમાય છે. અને અહીં ૪૭ શક્તિમાં આત્માનો જે ઉત્પાદ–વ્યય–ધુ્રવ સ્વભાવ
કહ્યો તેમાં ઉદયભાવ ન સમાય, તેમાં તો નિર્મળભાવો જ આવે.
(૭૦) આત્માને જાણનારું જ્ઞાન ઈન્દ્રિયાતીત છે.
અમૂર્ત આત્મસ્વભાવને જાણે તે એકલા ઈન્દ્રિયજ્ઞાનમાં અટકે નહિ. કેમ કે,
ઈન્દ્રિય– જ્ઞાનનો વિષય તો મૂર્ત જ છે; અમૂર્ત આત્માને જાણનારું જ્ઞાન તો ઈન્દ્રિયાતીત
છે; ઈન્દ્રિયાતીત થઈને જ્યાં સ્વભાવને પકડયો ત્યાં કર્મનો સંબંધ પણ આત્મામાં
ભાસતો નથી, એકલા શુદ્ધ જ્ઞાનાદિ સ્વભાવનો પિંડ જ ભાસે છે.
(૭૧) તને શરમ નથી આવતી?
અરે, ચૈતન્ય પ્રભુ! તારી શક્તિના એક ટંકારે તું કેવળજ્ઞાન લે......એવી તારી
તાકાત....ને તું કહે કે મને મારું સ્વરૂપ ન સમજાય....એમ કહેતાં તને શરમ નથી
આવતી? ને ભવના અભાવની વાત સાંભળતાં તને થાક લાગે છે? અરે, સાધક દશાના
તારા એક વિકલ્પની એટલી તાકાત કે ઈન્દ્રના ઈન્દ્રાસનનેય એકવાર તો ડોલાવી
દ્યે....જન્મતાં વેંત ત્રણલોકને ક્ષણભર તો ખળભળાવી નાંખે.–જેના એક વિકલ્પની
આટલી તાકાત, તેના આખા પવિત્ર સ્વભાવની કેટલી તાકાત? આવી તાકાતવાળો તું
કહે કે મને મારું સ્વરૂપ ન સમજાય.....એમાં તને શરમ નથી આવતી?
(૭૨) દરિયા જેવો આત્મસ્વભાવ,
તેમા વિકારના કર્તૃત્વરૂપી મેલ સમાય નહિ,
અનંત શક્તિથી ભરેલો આ ચૈતન્ય દરિયો....તેનામાં એક એવી શક્તિ છે કે
તે નિર્મળ પરિણામને જ કરે ને એનાથી વિરુદ્ધ વિકારપરિણામોનો અકર્તા રહે.
વિકારનું કર્તા– પણું શક્તિના સ્વભાવમાં નથી. શક્તિ સ્વભાવથી જુઓ તો
આત્મામાં વિકારનું કર્તાપણું નથી. આવા સ્વભાવને દ્રષ્ટિમાં લેતાં તેની શક્તિઓ
નિર્મળ પરિણમનના

PDF/HTML Page 12 of 37
single page version

background image
: ચૈત્ર : આત્મધર્મ : ૯ :
હીલોળે ચડે છે. વિકારના કર્તૃત્વને પોતામાં સમાવી શકે એવો આત્માનો સ્વભાવ
જ નથી. જેમ દરિયાનો સ્વભાવ જ એવો છે કે મેલને પોતામાં ન શમાવે, ઉછાળીને
બહાર ફેંકી દ્યે; તેમ આ ચૈતન્યસમુદ્ર તે વિકારરૂપ મેલને પોતામાં શમાવા ન દ્યે;
જ્યાં વિકારનુંય કર્તૃત્વ આત્મામાં નથી સમાતું ત્યાં પરના કર્તૃત્વની તો વાત જ
ક્્યાંથી હોય?
(૭૩) જે આત્માથી ભિન્ન તે નિષેધયોગ્ય
રાગમાં જ્ઞાનગુણ નથી; જેમાં જ્ઞાનગુણ ન હોય તેને આત્મા કેમ કહેવાય? માટે
રાગ તે આત્મા નથી. આત્માની શક્તિના નિર્મળ પરિણામથી રાગના પરિણામ જુદો છે.
આત્માથી જુદા કહો કે નિષેધવાયોગ્ય કહો; મોક્ષાર્થીને જેમ પરાશ્રિત રાગનો નિષેધ છે
તેમ પરાશ્રિત એવા સઘળાય વ્યવહારનો પણ નિષેધ જ છે. રાગ અને વ્યવહાર બંને
એક જ કક્ષામાં છે, બંને પરાશ્રિત હોવાથી નિષેધયોગ્ય છે; ને તેનાથી વિભક્ત ચૈતન્યનો
એકત્વસ્વભાવ તે જ પરમ આદરણીય છે.
(૭૪) અસ્તિત્વ બેનું,–આદરણીય એક
સાધકભૂમિકામાં રાગ ને જ્ઞાન બંને એક સમયે છે તો પણ રાગપરિણામથી જુદું
જ જ્ઞાનપરિણમન ચાલે છે, ને જ્ઞાનપરિણામથી રાગપરિણામ જુદા જ છે. એક કાળે બંને
હોવા છતાં બંનેને એકતા નથી. ધર્મીને જ્ઞાનનું કર્તૃત્વ છે, રાગનું અકર્તૃત્વ છે.
જ્ઞાન તે આત્મા....રાગ તે આત્મા નહિ;
આનંદ તે આત્મા....દુઃખ તે આત્મા નહિ.
નિશ્ચય–વ્યવહાર એક સાથે બંને ભલે હો, બંનેનું વિદ્યમાનપણું હોવા છતાં,
સાધકની દ્રષ્ટિમાં, જે નિશ્ચય છે તે જ ખરો આત્મા છે ને જે વ્યવહાર છે તે ખરો
આત્મા નથી. આવા આત્માના અવલંબને જ સાધકપણું થયું છે, ટકયું છે, વધે છે,
ને પૂર્ણ થશે.
અરે, તારું સ્વતત્ત્વ કેટલું મહાન છે, ને કેવું ચોકખું છે, તે તો લક્ષમાં લે.
ચક્રવર્તીઓ મુનિઓ ને તીર્થંકરો આદરથી જે માર્ગને સેવે છે તે શું રાગવાળો હશે?
અરે, ભાઈ આખા વીતરાગતાના પિંડ શુદ્ધચૈતન્યતત્ત્વને જ તે સૌ સેવી મોક્ષને પામે
છે. અને તું રાગના સેવનવડે તે માર્ગમાં આવવા માંગે છે? તને તીર્થંકરોના માર્ગની
ખબર

PDF/HTML Page 13 of 37
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : ચૈત્ર :
ક્્યાં છે? રાગમાં તીર્થંકરોનો માર્ગ નથી, નિર્મળ પવિત્ર ચૈતન્યસ્વભાવમાં જ
તીર્થંકરોનો માર્ગ છે. રાગના કર્તૃત્વમાં રમે–તે ‘આત્મા’ નહિ, રાગના કર્તૃત્વથી ઉપશમ
પામે તે જ ‘આત્મા’ છે, ને આવા આત્માને ધર્માત્માઓએ સેવ્યો છે. રાગના
કર્તૃત્વવાળા આત્માને સેવે તે ખરેખરા આત્માને સેવતો નથી પણ આસ્રવને સેવે છે,
સંસારને સેવે છે–અધર્મને સેવે છે; ભગવાનના કહેલા માર્ગને તે સેવતો નથી–જાણતોય
નથી.
પુણ્ય અને સમ્યક્ત્વ

‘પુણ્ય’ અને ‘સમ્યક્ત્વ’ વચ્ચે મોટો તફાવત છે,–માટે
હે જીવ! તું સમ્યક્ત્વની આરાધના કર. પુણ્ય કરતાં
સમ્યક્ત્વનો કોઈ અચિંત્ય મહિમા છે. તે દર્શાવતાં શ્રી
निर्मल सम्यक्त्वाभिमुखानां मरणमपि भद्रं।
तेन बिना पुण्यमपि समीचीनं न भवति।।२,५८।।
जे णियदंसण–अभिमुहा सोक्खु अणंतु लहंति।
तं विणु पुण्णु करंता वि दुक्खु अणंतु सहंति।।२,५९।।
જે નિર્મળ સમ્યક્ત્વની અભિમુખ છે. તેનું તો
મરણ પણ ભદ્ર છે–ઉત્તમ છે; સમ્યક્ત્વ વગર તો પુણ્ય
પણ સમીચીન નથી, સારૂં નથી.
જે જીવ નિજદર્શનની સન્મુખ છે એટલે કે
સમ્યક્ત્વનો આરાધક છે તે તો અનંત સુખ પામે છે;
અને તેના વગરનો જીવ પુણ્ય કરતા છતાં પણ અનંત
દુઃખ સહે છે.
–પરમાત્મપ્રકાશ

PDF/HTML Page 14 of 37
single page version

background image
: ચૈત્ર : આત્મધર્મ : ૧૧ :
જિનવચનનો સાર

શુદ્ધાત્માની આરાધના વડે રત્નત્રયની પ્રાપ્તિ
કરવી તે જિનવચનનો સાર છે. સૌથી ઉત્કૃષ્ટ એવો જે
શુદ્ધાત્મા તેની ભાવના જન્મ મરણનો નાશ કરનારી
છે. હે ભવ્ય! શરીરમાં જરા–મરણ દેખીને તું ભયભીત
ન થા, અજર–અમર આત્માને ભજ. ઉત્સાહપૂર્વક એને
જ ભાવ...એની ભાવનાથી તને પરમ આનંદની પ્રાપ્તિ
થશે. એકવાર આત્માનું વહાલ કર......ને જગતનું
વહાલ છોડ.
(પરમાત્મપ્રકાશ–પ્રવચનો)
જિનવચનને પામ્યા વગર, એટલે કે જિનવચનમાં કહેલાં રત્નત્રયને પામ્યા
વગર જીવ જ્યાં ન ભમ્યો હોય એવું કોઈ સ્થાન આ જગતમાં નથી. જિનવચનના
સારને ગ્રહણ ન કરવાથી જીવ સંસારમાં સર્વત્ર ભમ્યો છે. જુઓ, જિનવચનનો સાર તો
એ છે કે રત્નત્રયની પ્રાપ્તિ થાય. રત્નત્રયની પ્રાપ્તિ શુદ્ધ આત્મસ્વભાવની આરાધનાથી
જ થાય છે, એટલે શુદ્ધ આત્માની આરાધના (તેની શ્રદ્ધા, તેનું જ્ઞાન, તેમાં લીનતા) તે
જિનવચનનો ઉપદેશ છે. આવા જિનવચનનો સાર જે જીવ ગ્રહણ કરે છે તે રત્નત્રયને
પામીને ભવસાગરને તરી જાય છે.
અરે, આનંદસ્વરૂપ આત્મા–તે પરમાર્થ સુખથી ભરેલો છે, ઈન્દ્રિયસુખની
કલ્પનાય તેનામાં નથી. ઈંદ્રોના જે ઈન્દ્રિયસુખ તે પણ આનંદસ્વરૂપ આત્માથી વિરુદ્ધ છે.
ઈન્દ્રિય– સુખોમાં આકુળતા છે, રાગ છે, દુઃખ છે, તે ખરેખર આત્માની ચીજ નથી.
શુદ્ધનય તેને જ આત્મા કહે છે કે જે આનંદથી જ ભરેલો છે, જેમાં આકુળતા નથી.
આવા આત્માને રાગરહિત સમાધિમાં દેખવો તે સમ્યગ્દર્શન છે. ધર્માત્મા પોતાના
ધ્યાનમાં આવા પરમ આનંદસ્વરૂપ આત્માને જ ધ્યાવે છે. તે જ ઉપાદેય છે, ને તેનાથી
વિરુદ્ધ એવા ઈન્દ્રિયસુખો હેય છે.
આત્મા સદાય શુદ્ધ નિજભાવસ્વરૂપે જ છે, તે કદી પરભાવરૂપ થઈ ગયો નથી.
શુદ્ધ દ્રષ્ટિથી જોતાં શુદ્ધ આત્મા દેખાય છે. અશુદ્ધ પર્યાયમાં જે રાગાદિ હોય

PDF/HTML Page 15 of 37
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : ચૈત્ર :
તે–સ્વરૂપ આત્મા થઈ ગયો નથી, એમ શુદ્ધનયને જાણનારા યોગીશ્વરો કહે છે. આવા
આત્માને અંતરમાં દેખવો–અનુભવવો એ જ સુખનો રસ્તો છે; એ જ જિનનો ઉપદેશ છે.
સુખનો પ્રવાહ જેમાંથી સતત વહે છે એવો સુખસમુદ્ર આત્મા છે, ને શુદ્ધોપયોગ
વડે તે અનુભવમાં આવે છે. આવો અનુભવ જેને નથી એવો જીવ શુભ અને અશુભરૂપે
પરિણમતો થકો કર્મબંધનથી ચાર ગતિમાં રખડે છે. તો પણ શુદ્ધ પારિણામિક
પરમભાવની દ્રષ્ટિથી જોઈએ તો આત્મા વિકારનો કર્તા નથી, તેને કર્મબંધ પણ નથી,
અને કર્મથી છૂટવારૂપ મોક્ષ પણ નથી. સદાય કર્મરહિત શુદ્ધ જ છે–એવા સ્વભાવમાં
બંધન–મોક્ષ શું? આવા સ્વભાવને ધ્યેયરૂપ બનાવીને એકાગ્ર થતાં પર્યાયમાં બંધન
ટળીને મુક્તિ થાય છે. જિનવચનનો સાર પણ એ જ છે કે જેનાથી બંધન ટળે ને મુક્તિ
થાય.
શુદ્ધાત્મદ્રષ્ટિમાં તો આત્માને બંધન જ નથી એટલે બંધનથી છૂટવારૂપ મુક્ત
થવાનું પણ તેમાં નથી. જેમ જેલના બંધનથી પહેલાં જ બંધાયેલો હોય ને છૂટે તેને
મુક્ત થયો કહેવાય; પણ જે મનુષ્ય જેલમાં ગયો જ નથી, છૂટો જ છે, તેને ‘તું
જેલથી મુક્ત થયો એમ કહેવાનું રહેતું નથી. તેમ જીવને પર્યાયમાં બંધન છે એટલે
સમ્યગ્દર્શનાદિ વડે પર્યાયમાં મુક્ત થવાનું બને છે, પણ શુદ્ધ દ્રવ્યસ્વભાવની દ્રષ્ટિમાં
તો આત્મા કર્મને સ્પર્શ્યો જ નથી, તેને બંધન જ નથી એટલે ‘આત્મા બંધનથી
મુક્ત થયો’ એમ કહેવાનું શુદ્ધ દ્રવ્યદ્રષ્ટિમાં બનતું નથી. પર્યાયમાં બંધ–મોક્ષ છે તેનો
કર્તા આત્મા પોતે છે. જે જીવ શુદ્ધાત્માની અનુભૂતિ નથી કરતો ને અશુદ્ધાત્માને જ
અનુભવે છે તે પોતાના અશુદ્ધભાવથી બંધાય છે, અને જે જીવ શુદ્ધાત્માની
અનુભૂતિ કરે છે તે જ સંવર–નિર્જરા તથા મોક્ષ પામે છે. આમાં મોક્ષ તો
ક્ષાયકભાવે છે, સંવર–નિર્જરા તે ઉપશમ–ક્ષયોપશમ કે ક્ષાયક ભાવે છે; શુભાશુભ
ભાવો તો ઉદયભાવ રૂપ છે, તે કાંઈ સંવર–નિર્જરા કે મોક્ષનું કારણ નથી, તે તો
બંધનું જ કારણ છે. શુદ્ધ દ્રવ્ય તો પરમ પારિણામિભાવરૂપ છે.
શુદ્ધ દ્રવ્યસ્વભાવ ત્રિકાળ એકરૂપ છે; તે સ્વભાવમાં જ જો બંધન હોય તો બંધન
કદી છૂટી ન શકે. તેમાં બંધન નથી, એટલે બંધન હતું ને છૂટયું એવા પર્યાયના જે પ્રકારો
છે તે શુદ્ધસ્વભાવદ્રષ્ટિમાં દેખાતા નથી. પર્યાયમાં બંધ–મોક્ષનો કર્તા આત્મા છે. આમ
દ્રવ્ય અને પર્યાય બે–રૂપ વસ્તુ છે. પર્યાય સર્વથા ન માને તો વસ્તુની ખબર નથી,
પર્યાયને જ આખી વસ્તુ માની લ્યે તો તેને પણ વસ્તુની ખબર નથી. બંને જેમ છે તેમ
ઓળખવા જોઈએ. બંનેને ઓળખીને શુદ્ધ સ્વભાવને ઉપાદેય કરતાં શુદ્ધતા પ્રગટી જાય
છે બંધ–મોક્ષભાવનું કર્તૃત્વ પર્યાયમાં છે, દ્રવ્યમાં નહિ

PDF/HTML Page 16 of 37
single page version

background image
: ચૈત્ર : આત્મધર્મ : ૧૩ :
અનંતસુખનું ધામ એવો આ આતમરામ છે. શુદ્ધનિશ્ચયથી તે સિદ્ધસમાન શુદ્ધ
જન્મ કે મરણ, બાળપણ કે ઘડપણ, રંગ કે રોગ–એ બધુંય શરીરમાં છે, જીવમાં
હે જીવ! આ શરીર છેદાય–ભેદાય કે ક્ષય પામે તેમાં તું ખેદખિન્ન મત થા;
ઉત્સાહથી તારા નિર્મળ આત્માને જ ભાવ કે જે આત્મા પરમાત્માપદનો દાતાર છે, ને
જેની ભાવનાથી ભવનો તીર પમાય છે. અરે, આ દેહના; સંયોગ–વિયોગ પણ જ્યાં
તારા નથી ત્યાં લક્ષ્મી કે સ્ત્રી–પુત્રાદિ તો તારા ક્્યાંથી થયા? એના આવવા–જવામાં
હર્ષ શો ને શોક શો? એ કાંઈ તારું નથી. તારું તો જ્ઞાન છે. તું તો જ્ઞાનમય છો. જ્ઞાનમય
આત્માની ભાવના કરતાં તને પરમઆનંદસ્વરૂપ પરમાત્મપદની પ્રાપ્તિ થશે.

PDF/HTML Page 17 of 37
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : ચૈત્ર :
આવી સ્પષ્ટ ભિન્નતા જાણીને હે જીવ! તું આત્મભાવના કર, ને દેહમમતા છોડ–
અરે, હું તો આત્મા છું, આ બૂઢાપો–રોગ કે મરણ એ તો શરીરમાં છે, હું તો કાંઈ
શરીરના નાશથી મરતો નથી, હું તો શરીરથી ભિન્ન સદા ટકવાનો છું–એવું ભાન કરીને
હે જીવ! તું મરણનો ભય છોડ, ને આતમરામને જ ધ્યાવ. આત્માના ધ્યાનથી તારા
ભવનું અવસાન થઈ જશે–અર્થાત્ ભવનો અંત થશે, ને અવિનાશી એવું સિદ્ધપદ
પ્રગટશે.
અરે આત્મા! એકવાર તો શરીરનો પાડોશી થઈને આત્માનો અનુભવ કર.
બહારની કોઈ પ્રતિકૂળતા આત્મામાં ગરી નથી જતી, માટે તેનો ભય મત કર, તારો
ચૈતન્યકિલ્લો તેમાં પરનો પ્રવેશ નથી, તેમાં રોગાદિ પ્રતિકૂળતાનો પ્રવેશ નથી, તેમાં
મરણનો પ્રવેશ નથી; એમાં તો આનંદ વગેરે નિજનિધાન ભર્યા છે. આવા નિજભાવને
કદી ન છોડે ને પરભાવને કદી ન ગ્રહે એવો આત્મસ્વભાવ છે. એનું જ્ઞાન કોઈ
બાહ્યપદાર્થ વડે નથી થતું, અંતરના અતીન્દ્રિયજ્ઞાન વડે તે જણાય છે.
જીવના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવ જુદા, ને શરીરના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવ જુદા; બંને
એકબીજામાં પ્રવેશતા નથી, એકબીજાને સ્પર્શતા નથી, શરીરના ક્ષેત્રમાં આત્મા નથી
પ્રવેશ્યો. આત્મા તો પોતાના અસંખ્ય અરૂપી પ્રદેશોમાં જ રહ્યો છે. આમ નિજાત્માને
જાણીને તેના ધ્યાનમાં તત્પર થા; તેના ધ્યાનમાં સમરસી ભાવરૂપ અતીન્દ્રિય સુખનો
અનુભવ છે.
શાસ્ત્રો કહે છે કે ભાઈ! તારા નિજસ્વરૂપને દેખવા માટે હજાર સૂર્ય જેવો થઈ
જા..... ને પરને દેખવાની તારી આંખ બંધ કરીને નિજસ્વરૂપને દેખ. અતીન્દ્રિય જ્ઞાનરૂપ
ચૈતન્યસૂર્યથી તારા આત્મસ્વરૂપનું અવલોકન કરતાં તને પરમ

PDF/HTML Page 18 of 37
single page version

background image
: ચૈત્ર : આત્મધર્મ : ૧પ :
આનંદ થશે. પરના અવલોકનમાં કાંઈ સુખ નથી. સ્વને જાણતાં જ્ઞાન ને સુખ બંને સાથે
થાય છે. પરમાં સુખની કલ્પના બંધ કરીને સુખના સમુદ્ર એવા નિજસ્વરૂપના
અવલોકનથી પરમ આનંદનો અનુભવ કર અરે, જ્યાં બાહ્ય ઈન્દ્રિયો જ તારી નથી ત્યાં
ઈન્દ્રિયવિષયોમાં સુખની કલ્પના તેં ક્્યાંથી ઊભી કરી? અને અતીન્દ્રિય સ્વભાવમાં
જ્યાં ખરેખર સુખ ભર્યું છે તેને કેમ ભૂલ્યો? નિજસ્વરૂપને નીહાળવા હજારસૂર્ય જેવા
જ્ઞાનચક્ષુને ખોલ. બહાર જ અવલોકન કરવાની ટેવ પડી ગઈ છે તે ટેવ છોડ, ને
અંતરસ્વભાવને જોવાનો અભ્યાસ કર.
સમ્યકત્વ ભાવના
*શુદ્ધસ્વરૂપના નિર્વિકલ્પ અનુભવપૂર્વકની સમ્યક્પ્રતીતિરૂપ
સમ્યગ્દર્શનનો અચિંત્ય મહિમા જિનવાણીમાં અત્યંત પ્રસિદ્ધ છે.
આઠે કર્મોનો ક્ષય કરવાની તાકાત તે સમ્યક્ત્વપરિણમનમાં છે–
એમ કુંદકુંદસ્વામીએ કહ્યું છે.
* તે સમ્યગ્દર્શન આત્માના બધા નિજધર્મોનું મૂળ છે, તે મોક્ષનું
મૂળ છે; જિનધર્મરૂપી કલ્પતરુનું મૂળ સમ્યક્ત્વ છે.
* ધર્મનગરમાં પ્રવેશવા માટેનો દરવાજો સમ્યક્ત્વ છે.
* વ્રત તપ અને સ્વરૂપની પ્રતિષ્ઠા (શોભા) સમ્યક્ત્વથી છે.
* અનંત સુખ દેનાર નિધાન સમ્યક્ત્વ છે.
* આત્માના ગુણનો આધાર સમ્યક્ત્વ છે.
*સકળ ગુણોનું ધામ સમ્યક્ત્વ છે.
સમ્યક્ત્વનો આવો મહિમા જાણીને તેની ભાવના વડે
સ્વરૂપ–રસ પ્રગટે છે. હે જીવ! પરમ કલ્યાણકારી એવા આ
સમ્યક્ત્વની અત્યંત પ્રેમપૂર્વક તું ભાવના કર.

PDF/HTML Page 19 of 37
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : ચૈત્ર :
સ્વભાવનો અનુભવનશીલ અને
વિભાવનો ક્ષયકરણશીલ
એવો શુદ્ધઆત્મા...તેને અનુભવો
કલશટીકાના પ્રવચનમાં સ્વાનુભવના વર્ણનથી
અધ્યાત્મ રસના કળશ ભરીભરીને ગુરુદેવ મુમુક્ષુઓને
પીવરાવી રહ્યાં છે. જેમ દૂધપાકમાં ઝેર ન શોભે, તેમ
ચૈતન્યના સ્વાનુભવમાં વિકલ્પ શોભતો નથી. અત્યંત
સુંદર ચૈતન્યવસ્તુ...તે તો સ્વાનુભવથી જ શોભે છે.–
આવા સ્વાનુભવની વાત સાંભળતાં પણ મુમુક્ષુને તેનો
ઉત્સાહ જાગે...ને વીર્યોલ્લાસ વિકલ્પમાંથી ખસીને
સ્વાનુભવ તરફ વળે. એ અનુભવદશા કેવી છે તેનું સુંદર
રોમાંચકારી વર્ણન.
શુદ્ધઆત્માના અનુભવકાળે કેવી સ્થિતિ હોય છે? તે કહે છે–
उदयति न नयश्रीरस्तमेति प्रमाणं
क्वचिदपि च न विद्मो याति निक्षेपचक्रम्।
किमपरमभिदध्मो धाम्नि सर्वंकषेस्मिन्
अनुभवमुपयाते भाति न द्वैतमेव।।९।।
ચૈતન્યધામ જે સ્વયંસિદ્ધ વસ્તુ તેના અનુભવના પ્રત્યક્ષ સ્વાદમાં કોઈ વિકલ્પો
શોભતા નથી. અહા, સ્વાનુભૂતિનો જે અતીન્દ્રિય આનંદ, તેમાં વિકલ્પની આકુળતા
શોભતી નથી. મીઠા દૂધપાકમાં શું ઝેરનું ટીપું શોભે? નહિ. તેમ ચૈતન્યની અનુભૂતિના
આનંદનો જે મીઠ સ્વાદ, તેમાં વિકલ્પની આકુળતારૂપ ઝેર ભળતું નથી, વિકલ્પ વગરનો
આનંદ, રાગ વગરનો આનંદ એટલે શુદ્ધઆત્માનો આનંદ શું ચીજ છે–તેની જીવોને ખબર
નથી. સમ્યકત્વની સાથે અવિનાભૂત એવા આ પરમ આનંદનો સ્વાદ સમ્યગ્દ્રષ્ટિને જ હોય
છે, મિથ્યાદ્રષ્ટિને આ આનંદની ગંધ પણ હોતી નથી, એ તો વિકલ્પના જ આનંદમાં રાચી
રહ્યો છે. વિકલ્પ એ શોભાવાળી વસ્તુ નથી. શોભાવાળી વસ્તુ તો ચૈતન્યનો અતીન્દ્રિય
આનંદ છે. એ આનંદ પાસે વિકલ્પ શોભતો નથી. જેમ અત્યંત

PDF/HTML Page 20 of 37
single page version

background image
: ચૈત્ર : આત્મધર્મ : ૧૭ :
સુંદર વસ્તુ પાસે ખરાબ વસ્તુ શોભતી નથી, જેમ ચક્રવર્તીના સિંહાસનમાં જોડે ભીખારી
શોભતો નથી, તેમ ચૈતન્યના સ્વાનુભવનો અત્યંત સુંદર આનંદ કે જે આનંદ ચક્રવર્તીના
કે ઈન્દ્રના વૈભવમાંય નથી, તે આનંદના ધામની સાથે અશુચીરૂપી વિકલ્પ શોભતો
નથી, એટલે કે સ્વાનુભવમાં તે વિકલ્પ હોતો જ નથી. અરે, અનુભવ સાથે જે વિકલ્પ
શોભતો નથી તે વિકલ્પનું અવલંબન લઈને અનુભવ કરવા માંગે–તેને તો સ્વાનુભવના
સ્વરૂપની જ ખબર નથી. આ અનુભવ પરની સહાયથી રહિત છે, વિકલ્પની પણ સહાય
તેમાં નથી. અનુભવદશા વખતે વચન ને વિકલ્પ સહેજે જ બંધ થઈ જાય છે,...ઉપયોગ
બહારથી ખેંચાઈને અંતરમાં વળી ગયો છે ને આનંદને અનુભવવામાં જ મગ્ન છે.
આનંદસ્વભાવમાં ઉપયોગની એકતા ને વિકલ્પથી ઉપયોગની પૃથકતા એનું નામ
નિર્વિકલ્પતા છે; આવી નિર્વિકલ્પતામાં અતીન્દ્રિય આનંદનો ભોગવટો હોય છે. આવા
અનુભવ ટાણે વિકલ્પ હોતા નથી, એટલે કહ્યું કે ત્યાં વિકલ્પ શોભતા જ નથી.
અહા અત્યંત સુંદર ચૈતન્યવસ્તુ તે તો સ્વાનુભવથી જ શોભે છે, તે કાંઈ
વિકલ્પથી નથી શોભતી. ચૈતન્યનો સ્વાનુભવ પરસહાયથી નિરપેક્ષ છે. વિકલ્પની
સહાય લેવા જાય તો શુદ્ધઆત્મા સ્વાનુભવમાં ન આવે. શુદ્ધઆત્મા કહે છે કે જ્યાં હું
ત્યાં વિકલ્પ નહિ. સ્વાનુભવ તે પ્રત્યક્ષ જ્ઞાનરૂપ છે, ને સમ્યકત્વ તેની સાથે
અવિનાભાવી છે.
અહા, આવી સ્વાનુભવની વાત સાંભળતાં પણ મુમુક્ષુને પહેલાં તો તેનો ઉત્સાહ
જાગે...તેનો મહિમા આવે ને વિકલ્પનો મહિમા ઊડી જાય.–એટલે તેના વીર્યનો ઉલ્લાસ
વિકલ્પથી ખસીને સ્વાનુભવ તરફ વળે. પણ પ્રથમ જેને સ્વાનુભવની વાત રુચે પણ
નહિ તેનો પુરુષાર્થ સ્વાનુભવ તરફ કયારે વળે?
અરે, ભગવાન તીર્થંકરદેવની સભામાં આવી સ્વાનુભવની વાત ઈન્દ્રો પણ
ઉત્સાહથી સાંભળે છે ને સાથે સિંહ–વાઘ જેવા કોઈ તીર્યંચો પણ આ વાત સાંભળતાં
અંતરમાં ઊતરીને સ્વાનુભવ કરી લ્યે છે. જુઓેને, મહાવીર ભગવાનના જીવને
સિંહપર્યાયમાં મુનિઓએ સમ્યકત્વનો ઉપાય સંભળાવ્યો ને કહ્યું કે “અરે જીવ! તું
ભરતક્ષેત્રની આ ચોવીસીનો ચરમ તીર્થંકર થવાનો છે એમ ભગવાનની વાણીમાં અમે
સાંભળ્‌યું છે, ને આ શું? તું આવા ક્રૂરભાવમાં પડયો છે? અરે, તારું નિજપદ સંભાળ!
ને સમ્યકત્વને ગ્રહણ કર!” મુનિનાં વચન સાંભળતાં જ સિંહનો આત્મા જાગી
ઊઠયો...અરે, મને દેખીને મનુષ્યો તો ભાગે, તેને બદલે આ તો ઉપરથી નીચે ઊતરી
મારી સામે ઊભા છે ને મને ઉપદેશ આપીને નિજપદ બતાવે છે.–એમ સમજી ટગટગ
મુનિઓ સામે જોઈ રહ્યો...આંખમાંથી આંસુની ધારા સાથે મિથ્યાત્વ પણ બહાર નીકળી
ગયું ને તત્ક્ષણ તે સિંહ, સમ્યકત્વ પામ્યો. જેવો