Atmadharma magazine - Ank 259
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 5

PDF/HTML Page 1 of 89
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૨
સળંગ અંક ૨૫૯
Version History
Version
Number Date Changes
001 Apr 2004 First electronic version.

PDF/HTML Page 2 of 89
single page version

background image
કુંદકુંદપ્રભુ આશીષ આપે દેવો પુષ્પો વધાવે,
ઘનનન નાદે ઘંટ ગજાવી મંગલ ભેરી બજાવે...
જન્મવધાઈ સૂણતાં જાગે ભક્તો સૌ ભારતના,
હર્ષભર્યા હૈયાંથી બોલે ચિરંજીવો ગુરુદેવા... રે...
વૈશાખ
શુદ
બીજ

PDF/HTML Page 3 of 89
single page version

background image
મીઠાં લાગે છે ગુરુ–જન્મનાં વધામણાં
(વૈશાખ સુદ ૨ વીર સં. ૨૪૯૧ : ૭૬મો મંગલ જન્મોત્સવ)
હે ગુરુદેવ! આજના મંગલ દિનના મંગલ પ્રભાતે લાખલાખ અભિનંદનપૂર્વક
ભારતના ભક્તો આપને વંદન કરે છે. મુમુક્ષુઓના જીવનમાં આપનો પરમ ઉપકાર છે.
જૈનજગતના આપ તેજસ્વી ભાનુ છો... જ્ઞાનકિરણોના પ્રકાશ વડે આપ મોક્ષમાર્ગને
પ્રકાશિત કરી રહ્યા છો... જે માર્ગને જાણતાં અને આરાધતાં આત્મા ભવબંધનથી છૂટે ને
મોક્ષસુખને પ્રાપ્ત કરે. – આવા માર્ગપ્રકાશક આપ જયવંત વર્તો.

PDF/HTML Page 4 of 89
single page version

background image
आत्मधर्म
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
વર્ષ ૨૨: અંક ૭: તંત્રી, જગજીવન બાઉચંદ દોશી: વૈશાખ ૨૪૯૧: MAY 1965.
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
* આનંદ –ઉર્મિના સાથિયા
ને હર્ષાનંદના દીવડા *
અસલી સ્વરૂપનું જ્ઞાન આપનાર અપૂર્વ
મહિમાના ધારક શ્રી ગુરુદેવના ચરણકમળની સેવા–
ભક્તિ નિરંતર હૃદયમાં વસી રહો. આપે આ ભરતખંડમાં
અવતાર લઈને અનેક જીવોને ઉગાર્યા છે, સમ્યક્ પંથે
દોર્યો છે.
આપનું
અદ્ભુત શ્રુતજ્ઞાન ચૈતન્યનો ચમત્કાર
બતાવે છે. ચૈતન્યની વિભૂતિ બતાવે છે, ચૈતન્યમય
જીવન બનાવે છે. આપના આત્મ–દ્રવ્યમાં શ્રુતસાગરની
લહેરો ઊછળી રહી છે. આત્મ પર્યાયોમાં ઝગમગતા
જ્ઞાનદીવડા પ્રગટી રહ્યા છે–જે આત્મદ્રવ્યને પ્રકાશી રહ્યા
છે. આપનું આત્મદ્રવ્ય આશ્ચર્ય ઉપજાવે છે.
હે ગુરુદેવ! આપના મુખકમળમાંથી ઝરતી
વાણીની શી વાત! તે એવી અનુપમ–રસભરી છે કે તે
દિવ્ય અમૃતનું પાન કરતાં તૃપ્તિ થતી નથી. આપની સૂક્ષ્મ
વાણી, ચમત્કાર ભરેલી વાણી ભવનો અંત લાવનારી છે,
ચૈતન્યને ચૈતન્યના જ્ઞાન–મહિમામાં ડુબાડનારી છે.
આપનાં કાર્યો અજોડ છે.
પંચપરમેષ્ઠી ભગવંતોને ઓળખાવનાર હે
ગુરુદેવ! આપ જિનેન્દ્રદેવના પરમ ભક્ત છો, પંચ
પરમેષ્ઠીના પરમ ભક્ત છો,

PDF/HTML Page 5 of 89
single page version

background image
શ્રુતદેવી માતા આપના હૃદયમાં કોતરાઈ ગયાં છે.
જિનેન્દ્રભગવંતો અને મુનિવરભગવંતોના દર્શન અને
સ્મરણથી આપનું અંતઃકરણ ઉભરાઈ જાય છે.
હે ગુરુદેવ! આપે સમ્યક્ રત્નત્રયનો માર્ગ સ્વયં
આરાધીને બીજાને તે માર્ગ ચારે બાજુથી સ્પષ્ટ કરીને
બતાવ્યો છે. આપ નીડર નિર્ભય પરાક્રમધારી છો.
વીરમાર્ગને પોતે સ્વયં નિઃશંકપણે પ્રકાશ્યો છે.
આત્મઅનુભવ વડે જ રત્નત્રયની પ્રાપ્તિ થાય
અને તેનાથી જ મુક્તિની પ્રાપ્તિ થાય એવું અસલી
મૂળભૂત સ્વરૂપ સમજાવીને, આપે જગત ઉપર ભારે
ઉપકાર કર્યો છે.
આપ શ્રી જિનેન્દ્રદેવના પરમ ભક્ત છો. શ્રી
જિનેન્દ્રદેવને આપે અંતરમાં વસાવ્યા છે. આપ શ્રી
જિનેન્દ્રદેવની કૃપાના મહા પાત્ર છો.
નિતનિત આનંદમંગળની વૃદ્ધિના કારણભૂત મંગળમૂર્તિ
ગુરુદેવનો પુનિત પ્રતાપ જયવંત હો! ગુરુદેવના
પ્રભાવ અને ચૈતન્યઋદ્ધિની વૃદ્ધિ હો. માંગલિક
જન્મ–મહોત્સવ પ્રસંગે શ્રી ગુરુદેવને ભક્તિ
પુષ્પોથી વધાવીએ છીએ, આનંદ–
ઊર્મિના સાથિયા પૂરીએ છીએ
અને હર્ષાનંદના દીવડા
પ્રગટાવીએ છીએ.

PDF/HTML Page 6 of 89
single page version

background image
હે પંચપરમેષ્ઠી ભગવંતો! મારા આંગણે પધારો......મારા અંતરમાં બિરાજો....
મુક્તિમહોત્સવના મંગલ પ્રસંગે પરમ બહુમાનપૂર્વક આપશ્રીને મારા આત્મામાં
સ્થાપું છું.......આપને આત્મામાં સ્થાપીને આપના માર્ગે આવું છું.
પંચપરમેષ્ઠીના પરમભક્ત શ્રી કાનજીસ્વામી,
ભક્તિભાવપૂર્વક પંચપરમેષ્ઠીને વંદન–સ્તુતિ કરે છે.

PDF/HTML Page 7 of 89
single page version

background image
વીંછીયાના વડલાનીચે
“મને લાગે સંસાર અસાર....એ રે
સંસારમાં નહીં જાઉં...નહીં જાઉં.....નહીં જાઉં રે.......
મને લાગે ચૈતન્યપદ સાર.....એ રે
ચૈતન્યમાં રમી જાઉં.....રમી જાઉં...રમી જાઉં રે.....
(ગુરુદેવના વડીલ બંધુ શ્રી ખુશાલભાઈએ ૪૦ વર્ષ પહેલાં લખેલી
એક આનંદકારી નોંધ: તેમના જ હસ્તાક્ષરમાં)

PDF/HTML Page 8 of 89
single page version

background image
: વૈશાખ: આત્મધર્મ :૧:
ગુરુદેવના ૭૬માં જન્મોત્સવ પ્રસંગે સમર્પિત ૭૬ પુષ્પોની
સંપાદક: બ્ર. હરિલાલ જૈન
૧. જે સંતગુરુએ આત્માનું સ્વરૂપ સમજાવીને ભવભ્રમણના દુઃખોથી છોડાવ્યા તે
સંતગુરુને નમસ્કાર હો.
*
૨. આત્મસ્વરૂપ અંતરની વસ્તુ છે તેને જાણ્યા ને અનુભવ્યા વગર જગતના બધા જીવો
દુઃખી છે.
*
૩. સુખ આત્માના સ્વાનુભવમાં છે; સ્વાનુભવ એ જ દુઃખ ટાળવાનો ને સુખ પ્રગટ
કરવાનો માર્ગ છે.
*
૪. ધર્મીને શુભ–અશુભ વખતેય સમ્યક્ત્વની ધારા અત્રૂટપણે એવી ને એવી વર્તે છે.
*
પ. સ્વાનુભવમાં જે આનંદનો સ્વાદ ચાખ્યો છે તેમાં ફરી ફરીને ઉપયોગ જોડવાની
ભાવના ધર્મીને વર્તે છે.
*
૬. સ્વાનુભવમાં ઉપયોગ વખતે નિર્વિકલ્પદશામાં અતીન્દ્રિયઆનંદનું જે વિશિષ્ટ વેદન
છે તેવું સવિકલ્પદશામાં નથી હોતું.
*
૭. ધર્મી જીવને રાગરૂપ પરિણમન હોવા છતાં તેનું સમ્યક્ત્વ કાંઈ રાગરૂપ થઈ જતું
નથી, તે તો રાગથી જુદું જ રહે છે.
*

PDF/HTML Page 9 of 89
single page version

background image
: : આત્મધર્મ : વૈશાખ :
૮. અહા, ધન્ય છે તે સાધર્મીઓને કે જેઓ પ્રેમથી સ્વાનુભવની ચર્ચા કરે છે.
*
૯. પ્રસન્ન થઈને આત્માની પ્રીતિપૂર્વક તેના સ્વાનુભવની વાત ઉત્સાહથી સાંભળે તે પણ
મહા ભાગ્યશાળી છે.
*
૧૦. મોક્ષમાર્ગનું પહેલું રત્ન સમ્યગ્દર્શન છે, તેના વડે જ મોક્ષમાર્ગનું ઉદ્ઘાટન થાય છે.
*
૧૧. સ્વપરના યથાર્થ ભેદજ્ઞાનપૂર્વક તત્ત્વાર્થશ્રદ્ધાન કરીને સ્વાનુભવ સહિત
શુદ્ધાત્મશ્રદ્ધાન કરવું તે સમ્યગ્દર્શન છે.
*
૧૨. જેમ સૂર્યના પ્રકાશમાં અંધકાર રહેતો નથી તેમ ચૈતન્યસૂર્યના સ્વાનુભવપ્રકાશમાં
અજ્ઞાનના અંધારા રહેતા નથી.
*
૧૩. અપૂર્વ અંતરપ્રયત્નવડે જેણે નિજસ્વરૂપને સાધ્યું છે એવા સમ્યગ્દ્રષ્ટિની
અંતરદશાની ઓળખાણ પણ જગતને દુર્લભ છે.
*
૧૪. આત્માસંબંધી જ્ઞાનમાં જ્યાં ભૂલ નથી ત્યાં બહારના જાણપણાની ભૂલ મોક્ષમાર્ગ
સાધવામાં નડતી નથી.
*
૧પ. શુદ્ધાત્મારૂપ પ્રયોજન વગરનું બધુંય જાણપણું થોથાં છે, કેમકે તેના વડે મોક્ષમાર્ગ
સધાતો નથી.
*
૧૬. સમ્યગ્જ્ઞાન તેને કહેવાય કે જે નિજસ્વરૂપને સાધે; નિજસ્વરૂપને ન સાધે તે
અજ્ઞાન.
*
૧૭. સમ્યગ્જ્ઞાનનો અચિંત્ય મહિમા છે; તે જ્ઞાનના રસિલા જીવો હંમેશા વિરલા જ હોય છે.
*
૧૮. નિર્વિકલ્પ અનુભવ વર્તતો હોય ત્યારે જ સમ્યગ્દ્રષ્ટિ કહેવાય, ને સવિકલ્પ વખતે ન
કહેવાય–એવા નિયમ નથી.
*

PDF/HTML Page 10 of 89
single page version

background image
: વૈશાખ : આત્મધર્મ : ૩ :
૧૯. એવો નિયમ છે કે સમ્યક્ત્વની ઉત્પત્તિના કાળે તો નિર્વિકલ્પ–અનુભૂતિ હોય જ.
*
૨૦. સમ્યગ્દર્શન તે ઉપયોગ નથી, સમ્યગ્દર્શન તે તો આત્મપ્રતીતિ છે.
*
૨૧. બહારમાં ઉપયોગ વખતે પણ ધર્મીને શુદ્ધાત્મશ્રદ્ધાન એવું ને એવું વર્તતું હોય છે.
*
૨૨. સમકિતી–મહાત્માની સ્થિતિ એવી અલૌકિક છે કે રાગ વખતેય રાગથી પાર એવી
દશા તેમને વર્તી રહી છે.
*
૨૩ શુભભાવ વખતે સમ્યક્ત્વ હોય છે પણ શુભભાવવડે સમ્યક્ત્વ થતું નથી.
*
૨૪ શુભ વખતે જેને શુભથી રહિત એવા શુદ્ધાત્માની પ્રતીત વર્તે છે તે જ સમ્યગ્દ્રષ્ટિ છે.
*
૨પ ધર્માત્માની અંતરની ગુણદશાને જે ઓળખે છે તેને પોતામાં સ્વભાવ ને પરભાવના
ભેદવિચારની સ્ફૂરણા જાગે છે.
*
૨૬ પોતાના દેવ–ગુરુ–ધર્મની ભક્તિ–પ્રભાવનાના પ્રસંગમાં ધર્મી ઉલ્લસી જાય, તેમાં
લોભ કરે નહિ, પાછી પાની કરે નહિ.
*
૨૭ ધર્મીના ઉપયોગનું અનુસંધાન નિજસ્વરૂપ ઉપર છે, નિજસ્વરૂપના નિશાનને તે
ચૂકતા નથી.
*
૨૮ સ્વરૂપના ચિંતનમાં આનંદતરંગ ઉલ્લસે છે, રોમાંચ થાય છે ને પછી તુરત જ
વિકલ્પ તૂટીને સ્વાનુભવ થાય છે.
*
૨૯ નિર્વિકલ્પતાના સ્વાનુભવના પરમ આનંદનો ભોગવટો હોય છે પણ તેનો વિકલ્પ
નથી.
*
૩૦ સ્વરૂપના તીવ્ર રસથી વારંવાર તેના ચિંતનમાં ઉપયોગ જોડવો તે સ્વાનુભવનો
પ્રયત્ન છે.

PDF/HTML Page 11 of 89
single page version

background image
: ૪ : આત્મધર્મ : વૈશાખ :
૩૧ આત્મસ્વરૂપના નિર્ણયમાં જ જેની ભૂલ હોય તેને તેનું ખરૂં ચિંતન કે સ્વાનુભવ
થાય નહિ.
*
૩૨ જેનું ધ્યાન કરવાનું છે તેને પ્રથમ બરાબર ઓળખવું જોઈએ; ઓળખ્યા વગર ધ્યાન
કોનું?
*
૩૩ અહા, નિરાલંબી ચૈતન્યવસ્તુ! એનું માહાત્મ્ય આવ્યા વગર એ જાગે એવી નથી.
*
૩૪ નિજસ્વરૂપમાં અચિંત્ય મહિમા કરતાં બીજે ક્્યાંય વધુ મહિમા હોય તેનો ઉપયોગ
સ્વરૂપમાં લાગે નહિ.
*
૩પ સહજ શુદ્ધાત્માની જેટલી અનુભૂતિ તેટલો જ હું, મારા સ્વસંવેદનમાં આવું છું, એ જ
હું,– આત્મ ધર્મી અનુભવે છે.
*
૩૬ ચૈતન્યની અનુભૂતિનો ઉત્કૃષ્ટ રસ જ્યાં ઘૂંટાય ત્યાં વિકલ્પ તૂટે ને આનંદતરંગ
ઉલ્લસે.
*
૩૭ ધર્મીને પરભાવો અનુભવથી બહાર રહી ગયા, ને નિર્મળ પર્યાય અનુભૂતિમાં ભેગી
ભળી ગઈ.
*
૩૮ અહા, આ અનુભૂતિ!!–જેના ફળમાં સંસારદુઃખનો નાશ, ને અપૂર્વ સિદ્ધસુખની
પ્રાપ્તિ,–એના મહિમાની શી વાત!
*
૩૯ પરમ વીતરાગ જૈનધર્મના અનાદિ પ્રવાહમાં તીર્થંકરો અને સંતોએ આત્મહિતના
હેતુભૂત અધ્યાત્મનો પ્રવાહ વહેતો રાખ્યો છે.
*
૪૦ તીર્થંકરો અને સન્તોનો એ અધ્યાત્મસન્દેશ ઝીલીને અનેક મુમુક્ષુ જીવો પાવન થાય છે.
*
૪૧ વીતરાગી અધ્યાત્મરસના પાનથી સંસારના સંતપ્ત જીવો પરમ તૃપ્તિ અનુભવે છે.
*

PDF/HTML Page 12 of 89
single page version

background image
: વૈશાખ : આત્મધર્મ : પ :
૪૨ અહા! તીર્થંકરો અને મુનિઓનું જીવના તો સ્વાનુભવવડે અધ્યાત્મરસમાં ઓતપ્રોત
બનેલું છે–એમની શી વાત!
*
૪૩ જૈનશાસનમાં અનેક શ્રાવકો પણ એવા ધર્મી પાકયા છે કે જેમનું અધ્યાત્મજીવન
અનેક જિજ્ઞાસુઓને અધ્યાત્મની પ્રેરણા જગાડે છે.
*
૪૪ સમ્યક્ત્વની અને નિર્વિકલ્પ સ્વાનુભવની આત્મસ્પર્શી ચર્ચાઓ પણ
સમ્યક્ત્વપિપાસુને અત્યંત અહ્લાદકારી છે.
*
૪પ સ્વાનુભવી સંતની અદ્ભુત–અચિંત્ય પરિણતિનું ચિંતન કરતાં પરિણામમાં
સ્વાનુભવનો ઉલ્લાસ જાગે છે.
*
૪૬ ભાઈ, સંતોએ પોતે આત્મામાં જે કર્યું તે જ તને બતાવે છે.
*
૪૭ અહા, આત્માના સ્વાનુભવથી મોક્ષને સાધવાનો આવો અવસર તને હાથમાં આવ્યો
છે.....માટે હે જીવ! તું જાગ.
*
૪૮ सन्तोंके प्रतापसे सब अवसर आ चूका हૈ....હવે શુભથી આગળ જઈને શુદ્ધતાની
અપૂર્વ ધારા ઉલ્લસાવ.
*
૪૯ મોક્ષમાર્ગ શુદ્ધ આત્માને આશ્રિત છે, તેના વિના મોક્ષ સાધી શકતો નથી.
*
પ૦ વસ્તુ પોતાની સહજ શક્તિથી કાર્યરૂપ પરિણમે છે,–એમ જાણીને સ્વાશ્રય કરતાં
મોક્ષમાર્ગ પ્રગટે છે.
*
પ૧ દરેક વસ્તુના દ્રવ્ય–ગુણ–પર્યાયમાં જ તેની મર્યાદા છે; બીજાના દ્રવ્ય–ગુણ–પર્યાય
તેની મર્યાદાથી બહાર છે.
*
પ૨ વસ્તુસ્વરૂપની વ્યવસ્થા જાણીને સંતોએ પોતાના શુદ્ધસ્વરૂપમાં મતિને વ્યવસ્થિત
કરી છે.

PDF/HTML Page 13 of 89
single page version

background image
: : આત્મધર્મ : વૈશાખ :
પ૩ સ્વાનુભવ વડે સંતોએ મોક્ષમાર્ગ અવધારિત કર્યો છે, અને તે માર્ગ સાધવાનું કાર્ય
કરાય છે.
*
પ૪ ઊંધા ભાવથી તારા આત્માને સંસારમાં ડુબાડનાર શત્રુ પણ તું, ને સવળા ભાવથી
તારા આત્માને તારનારો મિત્ર પણ તું.
*
પપ શ્રી વીરનાથની વાણીના પ્રવાહનો, તેમજ સીમંધરનાથની દિવ્ય વાણીનો પણ, આ
ભરતક્ષેત્રના સંતો ઉપર મહાન ઉપકાર છે.
*
પ૬ વસ્તુસ્વરૂપની જે સ્વાધીનતા છે તે જ સર્વજ્ઞદેવે જાણીને પ્રસિદ્ધ કરી છે, તે જ
સંતોએ સમજાવી છે.
*
પ૭ સ્વાધીન વસ્તુસ્વરૂપની અચલિત મર્યાદાને તોડવી અશક્્ય છે, એ વસ્તુસ્વરૂપને
જાણે તેને શાબાશી!
*
પ૮ સ્વાધીન પરિણમનની વાત જેને બેઠી તેનું પરિણમન અંતર્લક્ષ તરફ વળ્‌યું ને
સ્વાશ્રયે અપૂર્વ મોક્ષમાર્ગ પ્રગટ્યો.
*
પ૯ પોતાની સ્વતંત્રતા પણ જેને ન ગમે તેની તો શી વાત!! સ્વાશ્રય વડે ભવબંધ તોડે
તેની બલિહારી છે.
*
૬૦ ભાઈ, પરાધીનતાના ભાવમાં તો તેં અનંતકાળ દુઃખમાં ગુમાવ્યો, સ્વાધીનતાને તો
એકવાર જો....એક ક્ષણ તો સ્વાધીનતાની હવા લે.
*
૬૧ નિજસ્વરૂપનો મહિમા જાણ્યા વગર જીવનો ઉપયોગ જ્યાં ત્યાં ભમ્યા કરે છે; તે
ભ્રમણ ટાળવાની ને સ્વરૂપમાં ઉપયોગ સ્થિર થવાની રીત સન્તો બતાવે છે.
*
૬૨ પર નિમિત્તને સ્વમાં અકિંચિત્કર માનીને સ્વતત્ત્વનો આશ્રય કરવો તેમાં જ
નિમિત્તનો નિમિત્ત તરીકે સાચો સ્વીકાર છે.
*

PDF/HTML Page 14 of 89
single page version

background image
: વૈશાખ : આત્મધર્મ : ૭ :
૬૩ નિમિત્તને અકિંચિત્કર ન માનતાં, તેને ઉપાદાનમાં કિંચિત્ પણ કાર્યકારી માને તેણે
ખરેખર નિમિત્તને માન્યું નથી.
*
૬૪ કુગુરુઓને મુનિ તરીકે ન માનીએ ત્યાં કોઈ કહે કે તમે મુનિને માનતા નથી,–તો
તેની વાત ખોટી છે.
*
૬પ મુનિનું શુદ્ધનિર્ગ્રંથ રત્નત્રયમય સ્વરૂપ જેમ છે તેમ જાણવું, ને તેથી વિરુદ્ધ હોય તેને
મુનિ ન માનવા–તે જ મુનિની સાચી માન્યતા છે.
*
૬૬ સાચા મુનિનું સ્વરૂપ જે જાણતો નથી અને કુલિંગીને પણ મુનિ તરીકે જે આદરે છે
તે ખરેખર મુનિને માનતો નથી.
*
૬૭ જીવ જ્યારે સ્વાનુભવવડે ગ્રંથિભેદ કરે ત્યારે સમ્યગ્જ્ઞાનની કણિકા જાગે ને ત્યારે
મોક્ષમાર્ગ શરૂ થાય.
*
૬૮ હે જીવ! તત્ત્વ વિચારની શક્તિ તને મળી છે તો હવે સ્વાનુભવના ઉદ્યમ વડે
મોક્ષમાર્ગને સાધ.
*
૬૯ તારા આત્માના આશ્રયે જ તારો મોક્ષમાર્ગ છે; તું એકલો એકલો તારામાં ને
તારામાં તારો મોક્ષમાર્ગ સાધી શકે છે.
*
૭૦ હે જીવ! ચૈતન્યની સંભાળ કરીને તું તારા પરિણામ સુધાર ત્યાં સામે કર્મનું જોર
તૂટી જ જશે.
*
૭૧ જીવના પરિણામઅનુસાર જ જગતમાં સહજ પરિણમન હોય છે; આત્માને સાધવા
જે જાગ્યો તેને માટે આખું જગત અનુકૂળ જ છે.
*
૭૨ રાગને મોક્ષમાર્ગ માનીને જે અટકી જાય છે, ને આગળની શુદ્ધ–ભૂમિકાનું જેને લક્ષ
નથી તેને માર્ગાનુસારી કહેતા નથી.

PDF/HTML Page 15 of 89
single page version

background image
: : આત્મધર્મ : વૈશાખ :
૭૩ જેણે સમ્યગ્દર્શન કર્યું તેણે પોતાની પર્યાયમાં કેવળજ્ઞાનના ને વીતરાગતાના આંબા
રોપ્યા....શાખા ફૂટી....અલ્પકાળમાં ફળ પાકશે.
*
૭૪ હે જીવ! તું આટલે સુધી આવ્યો.....હવે સમ્યગ્દર્શન પ્રગટ કરીને મોક્ષમાર્ગી થા.
*
૭પ હે જિનેન્દ્રદેવ! આપે જાણેલી ને કહેલી વસ્તુવ્યવસ્થા અમારા સમ્યગ્દર્શન ને
સમ્યગ્જ્ઞાનનું કારણ છે; તેવી આપ પૂજ્ય છો.
*
૭૬ હે ગુરુદેવ! જિનમાર્ગનું સ્વરૂપ સાધીને અને પ્રકાશિત કરીને આપે અમને
ભવબંધનથી છોડાવીને મોક્ષપુરના પંથે જોડયાં છે, તે આપનો અપાર ઉપકાર
છે.....આપનો અવતાર ધન્ય છે....આપની જયંતીના આ મંગલ પ્રસંગે અત્યંત
ભક્તિભાવથી આ પુષ્પમાળા સમર્પણ કરીને આપને નમસ્કાર કરીએ છીએ.
*

PDF/HTML Page 16 of 89
single page version

background image
સોનગઢમાં માનસ્તંભ–પ્રતિષ્ઠા
પ્રસંગનું ભવ્ય દ્રશ્ય









સોનગઢમાં માનસ્તંભના
સ્વસ્તિકવાળા સૌથી મોટા
પાષાણનું ગુરુદેવ અવલોકન
કરી રહ્યા છે.

PDF/HTML Page 17 of 89
single page version

background image
ઉજંબા ઝુલાવે કુંવર કહાનને રે, ઉજંબા કહે છે કુંવર કહાનને રે....
કુંવર કહાનને રે મોતી–નંદને રે, ઉજંબા ઝુલાવે....કુંવર કહાનને રે...
મારા હૈયાના હાર હે કાનુડા રે, તું શોભાવજે કૂંખ મુજ...ઉજંબા ઝુલાવે.
તું થાજે શાસનનો હીરલો રે, તું ફૂંકજે અધ્યાત્મના શંખ.....ઉજંબા કહે છે.
તારી મુદ્રા પર તેજ દેખું આત્મના રે, મારા હૃદયમાં હર્ષ ઉભરાય....ઉજંબા ઝુલાવે.
બચપણે ઝૂલો હીર–દોરિયો રે, પછી ઝૂલજો અધ્યાત્મરસ માંય....ઉજંબા ઝુલાવે.
હે કાનુ! અવતાર તારો સફળ છે રે, ધન્ય થયા છે અમ કૂળ ગ્રામ...ઉજંબા ઝુલાવે.
ધર્મવૃદ્ધિ કરજે તું દેશમાં રે, થાશે સત્યના જયજયકાર....ઉજંબા કહે છે.
‘ચિરાયુ થજો ને આત્મવૃદ્ધિ હજો, આપે આપે આશીષ એ માત....ઉજંબા ઝુલાવે.

PDF/HTML Page 18 of 89
single page version

background image
: વૈશાખ : આત્મધર્મ : ૯ :
જ્ઞા ન નો વિ શ્વા સ
*
(મુંઝવણથી છૂટવા શું કરવું? –જ્ઞાનનો વિશ્વાસ)
એક ભાઈ પ્રતિકૂળતાથી મુંઝાઈને કહે કે સાહેબ, આ પ્રતિકૂળતા આવી તેનાથી
મુંઝવણ થાય છે. આ મુંઝવણથી છૂટવા શું કરવું?
ગુરુદેવ કહે: ભાઈ, જ્ઞાનનો વિશ્વાસ રાખવો જ્ઞાન તો જાણે કે જ્ઞાન તે ખેદ કરે?
આત્મા જ્ઞાનસ્વરૂપ છે તેનો વિશ્વાસ કરવો કે હું તો જ્ઞાન છું; જ્ઞાનમાં
પ્રતિકૂળતા કેવી? ને જ્ઞાનમાં ખેદ કેવો? જ્ઞાનમાં તો જાણપણું હોય, આવા
જ્ઞાનનો વિશ્વાસ રાખે તેને પ્રતિકૂળતામાંય મુંઝવણ થાય નહીં; કેમકે પ્રતિકૂળતા જ્ઞાનમાં
પ્રવેશતી નથી, એ તો જ્ઞાનથી બહાર જ રહે છે. જ્ઞાનમાં ભવદુઃખને પણ મટાડવાની
તાકાત છે ત્યાં બીજા રોગની શી વાત?
રોગ આવ્યો, તો શું તે જ્ઞાનમાં પ્રવેશી ગયો છે?–ના; તે બહાર રહીને જ્ઞાનમાં
જણાય છે; માટે પ્રતિકૂળતા જ્ઞાનમાં નથી. આવા જ્ઞાનનો વિશ્વાસ રાખવો; તે જ્ઞાન સ્વયં
સમાધાનરૂપ–સુખરૂપ છે.
જ્ઞાનમાં પ્રતિકૂળતા ને દુઃખ નથી.
જ્ઞાનમાં સમાધાન ને શાંતિ છે.
આવા જ્ઞાનની ભાવના તે જ મુંઝવણ ટાળવાનો માર્ગ છે.
આવી ‘જ્ઞાનભાવના’ બાબત અગાઉ આત્મધર્મ અંક ૨પપમાં આવ્યું હતું:
“જ્યારે સંસારમાં હજારો પ્રકારની પ્રતિકૂળતા ક્્યારેક એક સામટી આવી પડે,
ક્્યાંય ઉપાય ન સૂઝે, તે પ્રસંગે માર્ગ શું?
એક જ માર્ગ.............. ‘જ્ઞાનભાવના’
‘જ્ઞાનભાવના’ ક્ષણમાત્રમાં બધી મુંઝવણને ખંખેરી નાખીને હિતમાર્ગ સુઝાડે
છે, ને કોઈ અલૌકિક ધૈર્ય તથા અચિંત્ય તાકાત આપે છે.”
જ્ઞાનભાવના એ સર્વ દુઃખોની પરમ ઔષધિ છે.

PDF/HTML Page 19 of 89
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : વૈશાખ :
વક્તા અને
શ્રોતાની ચૌભંગી
જગતમાં વક્તા અને શ્રોતાનો યોગ કેવા કેવા
પ્રકારનો હોય છે, અને તેમાં બંનેની કેવી સ્વતંત્રતા
છે! તે આ ચૌભંગી ઉપરથી ખ્યાલમાં આવશે. ચાર
ભંગ જાણીને તેમાં સૌથી ઉત્તમ જે ચોથો પ્રકાર તેમાં
શુદ્ધઉપાદાનવડે પોતે ભળી જવું.
(૧) બંને અજ્ઞાની
કોઈવાર વક્તા અને શ્રોતા બંને અજ્ઞાની હોય, ત્યાં નિમિત્ત ઉપાદાન બંને અશુદ્ધ
છે. જ્યાં અજ્ઞાનીનો વિપરીત ઉપદેશ ચાલતો હોય છતાં જેને તે રુચે તે શ્રોતા પણ
અશુદ્ધ ઉપાદાનવાળો છે; શુદ્ધઉપાદાનવાળા જીવને એવો વિપરીત ઉપદેશ રુચે નહિ.
શ્રોતા થઈને તે એવો ઉપદેશ સ્વીકારે નહિ. અજ્ઞાની વક્તાએ ખોટો ઉપદેશ આપ્યો માટે
શ્રોતાને ખોટું જ્ઞાન થયું–એમ નથી. શ્રોતાનું ઉપાદાન એવું અશુદ્ધ હતું તેથી તેને એવો
ઉપદેશ બેઠો. નિમિત્ત ને ઉપાદાન બંને સ્વતંત્ર, અસહાયી છે, કોઈ કોઈને આધીન નથી–
એ સિદ્ધાંત પહેલેથી કહેતા આવ્યા છીએ તે સર્વત્ર લાગુ પાડવો. કોઈવાર અજ્ઞાની
શાસ્ત્રઅનુસાર પણ ઉપદેશ આપતો હોય ને અજ્ઞાની સાંભળતો હોય, પણ સ્વાનુભવનું
ખરું રહસ્ય તેમાં આવે નહિ, ને મોક્ષમાર્ગનો પ્રસંગ ત્યાં બને નહિ; કેમકે ઉપાદાન અને
નિમિત્ત બંને અશુદ્ધ છે, બંને અજ્ઞાની છે.
(૨) એક અજ્ઞાની, બીજો જ્ઞાની
હવે કોઈવાર એવું પણ બને કે વક્તા તો અજ્ઞાની હોય ને શ્રોતા જ્ઞાની હોય, ત્યાં
નિમિત્ત અશુદ્ધ છે ને ઉપાદાન શુદ્ધ છે. જુઓ, નિમિત્ત અશુદ્ધ છે પણ તે કાંઈ ઉપાદાનને
અશુદ્ધતા નથી કરતું. બંને સ્વતંત્રપણે પોતપોતાના ભાવમાં પરિણમતા હોય, જ્ઞાની કાંઈ
જ્યાં ત્યાં અજ્ઞાનીના ઉપદેશ સાંભળવા જાય નહિ; પણ કોઈ મુનિ વગેરે હોય; બહારનો
વ્યવહાર ચોખ્ખો હોય ને શાસ્ત્રઅનુસાર પ્રરુપણા કરતા હોય, અંદર કોઈ સૂક્ષ્મ
મિથ્યાત્વનો પ્રકાર તેમને રહી ગયો હોય, કદાચ બીજાને તેનો ખ્યાલ ન પણ આવો; ને
જ્ઞાની તે મુનિની સભામાં બેસીને સાંભળતા હોય, વંદનાદિ વ્યવહાર પણ કરતા હોય;
ત્યાં વક્તા

PDF/HTML Page 20 of 89
single page version

background image
: વૈશાખ : આત્મધર્મ : ૧૧ :
અહીં એક વાત ધ્યાનમાં રાખવી કે જે શ્રોતા જ્ઞાની છે તે શ્રોતાને ધર્મ
આથી કોઈ એમ કહે કે નિમિત્ત ભલે ગમે તેવું હોય આપણે શું વાંધો છે?
ગમે તેની પાસેથી સાંભળવું છે ને! માટે ગમે તેવા અજ્ઞાની–કુગુરુ–અન્યમતિનો
પણ ઉપદેશ સાંભળવામાં વાંધો નથી,–તો તેની વાત સાચી નથી; તે મોટી
ભ્રમણામાં છે. ભાઈ! તને એવા ખોટા તત્ત્વના શ્રવણનો ભાવ કેમ આવ્યો?
કુસંગનો ભાવ તને કેમ ગોઠે છે?–માટે તારું ઉપાદાન પણ અશુદ્ધ છે. જેવા તારા
વક્તા તેવો તું.–બંને સરખા; એટલે તારો કલાસ આ બીજા નંબરમાં ન આવે, પણ
તારો કલાસ તો જે પહેલો નંબર કહ્યો તેમાં આવે.
(૩) એક જ્ઞાની, બીજો અજ્ઞાની
વક્તા જ્ઞાની હોય ને શ્રોતા અજ્ઞાની હોય, ત્યાં નિમિત્ત શુદ્ધ, ને ઉપાદાન
અશુદ્ધ છે; આ ત્રીજો પ્રકાર તો સામાન્યપણે જોવામાં આવે જ છે. તીર્થંકર
ભગવાનની સભામાં તો