Atmadharma magazine - Ank 026
(Year 3 - Vir Nirvana Samvat 2472, A.D. 1946). Entry point of HTML version.


Combined PDF/HTML Page 1 of 1

PDF/HTML Page 1 of 17
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૦૩
સળંગ અંક ૦૨૬
Version History
Version
Number Date Changes
001 Jan 2006 First electronic version.

PDF/HTML Page 2 of 17
single page version

background image
। ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે ।
શા શ્વ ત સુ ખ નો મા ર્ગ દ ર્શા વ તું મા સિ ક પ ત્ર
વર્ષ ત્રીજું સંપાદક માગશર
અંક બીજો રામજી માણેકચંદ દોશી ૨૪૭૨
વકીલ
પ્રભુ! તારી મહિમાનો પાર
નથી. આ તારા સ્વરૂપનાં ગાણાં
ગવાય છે, પણ તને તારી ખબર
નથી. પ્રભુ! તારી પ્રભુતા તો
તારામાં ભરી છે, પણ દ્રષ્ટિ
બહારમાં છે તેથી પરની માંડી છે;
પરમાંથી પુણ્ય પાપના પડ નીકળે
પણ તેમાં આત્માનો ધર્મ નથી.
[પા. ૨૦૭]
આ દુર્લભ મનુષ્યપણું, તેમાં
વીતરાગનું જૈનશાસન અને તેમાં
પણ અપૂર્વ સત્ સમજવાનાં ટાણાં
આવ્યાં અને આ ટાણે જો મૂળતત્ત્વ
ન પકડે તો જન્મ–મરણનાં અંત
ક્યાં? આ મનુષ્ય દેહ અને અપૂર્વ
સત્ સમજવાનાં ટાણાં ફરી ફરીને
મળવાનાં નથી.
[પા. ૧૯૫]
મંગલ મુહૂર્ત
સુવર્ણપુરીમાં ‘ભગવાન શ્રી કુંદકુંદ પ્રવચન મંડપ’ નું ખાતમુહૂર્ત
શ્રમન્ત શઠ સર હકમચદજીન વરદ હસ્ત વર સવત ૨૪૭૨ ન મગશર
સુદ ૧૦ શુક્રવાર તા. ૧૪ – ૧૨ – ૪૫ ના રોજ સવારના ૭। થી રાખવાનું
નક્કી થએલ છે.
વાર્ષિક લવાજમ છુટક નકલ
અઢી રૂપિયા ચાર આના
આત્મધર્મ કાર્યાલય સુવર્ણપુરી – સોનગઢ (કાઠિયાવાડ)

PDF/HTML Page 3 of 17
single page version

background image
નૂતન વર્ષના મંગળ પ્રભાતે પીરસાયેલાં સબરસ
પરમ પૂજ્ય સદ્ગુરૂદેવના વ્યાખ્યાનનો સાર
વી. સં. ૨૪૭૨ કારતક સુદ ૧
આજે ભગવાનશ્રી મહાવીરસ્વામીના નિર્વાણ પધાર્યા પછીનો બેસતા વરસનો પ્રથમ મંગળિક દિવસ છે.
આજના પ્રભાતે ઘણા લોકો ‘સબરસ’ ને સંભારે છે, તેનો મૂળ હેતુ તો સબરસ એટલે મીઠું [નીમક] યાદ
કરવાનો નથી પરંતુ તેમાં આત્માની પરિપૂર્ણ જ્ઞાન અને આનંદ દશા પ્રગટ કરવાની ભાવના છે. સબરસમાં
‘સબ’ અને ‘રસ’ એમ બે શબ્દો છે તેમાં ‘સબ’ નો અર્થ સર્વ અને ‘રસ’ નો અર્થ આનંદ છે, તે બંને વિશેષણો
આત્માની પૂર્ણ દશાને લાગુ પડે છે. જેમ મીઠું રસોઈની અંતર્ગત સર્વત્ર વ્યાપે છે અને સ્વાદ આપે છે તેમ
આત્માનું પરિપૂર્ણ જ્ઞાન સર્વ વસ્તુઓમાં અંતર્ગત પેસીને તેના દ્રવ્ય–ગુણ–પર્યાયને સંપૂર્ણપણે જાણે છે, સર્વને
જાણનારું જ્ઞાન ક્યાંય પણ અટકનાર ન રહ્યું; તથા, સર્વને જાણનાર પણ ક્યાંય નહિ અટકનાર એવા
જ્ઞાનસ્વરૂપને જેણે પ્રતીતમાં લીધું તે જીવનું તે પ્રતીતિરૂપ જ્ઞાન પણ ક્યાંય અટક્યા વગર જ્ઞાનસ્વભાવમાં
આગળ વધીને સર્વ વસ્તુઓમાં અંતર્ગત [બધાને જાણનાર] કેવળજ્ઞાનરૂપે પ્રગટ થાય છે. અને પરિપૂર્ણ
જ્ઞાનરૂપે પરિણમેલા તે શુદ્ધાત્માને નિરાકૂળ સ્વાભાવિક પૂર્ણ–આનંદ હોય છે, તે જ આત્માનો સાચો ‘રસ’ છે.
આ રીતે ‘સબ’ કહેતાં પરિપૂર્ણ જ્ઞાન અને ‘રસ’ કહેતાં પરિપૂર્ણ આનંદ તેને આજે પ્રાતઃકાળે સંભારવામાં આવે
છે; કેમકે આસો વદ અમાસના પ્રભાતમાં શ્રી મહાવીરસ્વામી સંપૂર્ણ સિદ્ધદશાને અને શ્રી ગૌતમસ્વામી પૂર્ણ જ્ઞાન
આનંદસ્વરૂપ કેવળજ્ઞાન દશાને પામ્યા છે તે દશાનું સ્વરૂપ ઓળખીને અને તેવો જ પોતાનો સ્વભાવ છે એમ
જાણીને આજના મંગળ પ્રભાતે ભવ્ય જીવો પોતાની પરિપૂર્ણ જ્ઞાન–આનંદ દશાની ભાવના કરે છે અને પોતાના
પુરુષાર્થનું જોર ઉપાડે છે. પૂર્ણ જ્ઞાન અને આનંદની ભાવના કરતાં તેનાથી વિરુદ્ધ જે અજ્ઞાન અને રાગદ્વેષ તેને
જીવ છોડે છે, અને આ જ આત્માને સુખરૂપ હોવાથી મંગળિકસ્વરૂપ છે. આ રીતે નૂતન વર્ષના મંગળ પ્રભાતનાં
‘સબરસ’ પીરસાણાં....
લેખક (રિપોર્ટર) ની ભુલથી આત્મધર્મ અંક ૨૫ માં
–આવી ગયેલા દોષોની શુદ્ધિ–
૧. પાનું–૨ ‘સુખ સમજસે પાવે’ એ મથાળા નીચે આવેલું કાવ્ય
ભાઈ ચુનીલાલ કાળીદાસનું બનાવેલું છે.
૨. પાનું–૭ ત્રીજો પ્રશ્ન, ચોથી લીટી–
“સાતમી નરકેથી” તેને બદલે “પાંચમી નરકેથી” એમ વાંચવું.
૩. પાનું–૧૦ કોલમ ૨ લીટી ૧ થી ૮–
“ક્રોધભાવનું નિમિત્ત પામીને.... .... .... અવશ્ય ફેર પડે.”
આ બધું કાઢી નાખીને આ પ્રમાણે વાંચવું કે– “ક્રોધભાવનું
નિમિત્ત પામીને જે પ્રકૃતિઓ બંધાય તેમાં મુખ્યપણે ક્રોધની હોય.”
૪. પાનું–૧૦ કોલમ ૨ લીટી ૧૬–૧૭–
આ બંને લાઈનોમાં ‘સર્વથા’ શબ્દ છે તે ‘જરાપણ’ એવા
અર્થમાં છે.
પ. પાનું–૧૩, કોલમ ૧, લીટી ૫–૬–૭––
“પૂર્વના જ્ઞાનનો........થાય છે” તેને બદલે “પૂર્વના જ્ઞાનનો
ક્ષયોપશમ લઈને આવ્યો છે તેનો મિથ્યાદ્રષ્ટિને અશુભભાવ હોય
ત્યારે
ઉપયોગરૂપ ઉઘાડ વર્તમાન પોતાથી જ થાય છે;
[વર્તમાન
મંદકષાયથી નવો ઉઘાડ પણ જીવને થઈ શકે છે.] ” આમ વાંચવું.
‘ભગવાન શ્રી કુંદકુંદ પ્રવચન મંડપ’ ખાતે વાપરવા માટે
આવેલી રકમો ગયા અંકમાં જાહેર કરી ગયા છીએ, ત્યારપછી ૧૯–
૧૧–૪૫ સુધીમાં નીચે મુજબ
રકમો તે ખાતે મળી છે:–
૮૫૯૦૭
।। ગયા અંકમાં
જણાવ્યા મુજબ
૩૦૧/– વકીલ વીરજીભાઈ
તારાચંદ તરફથી [તેમના સુપુત્ર વસનજી
વીરજીના સ્મરણાર્થે. જામનગર.
૨૫/– શ્રી નારણદાસ
મોહનલાલ શાહ. વઢવાણ.
૩૦૦/– ઝવેરી નાનાલાલ
કાળીદાસના પુત્રો અને પુત્રીઓ તરફથી.
રાજકોટ.
૧૨૫/– મેતા હસમુખરાય
ચંદુલાલ–રાજકોટ.
૫૧/– પારેખ નાનાલાલ
દેવકરણ–રાજકોટ.
૫૦૦/– શાહ ચતુરદાસ
છગનલાલ અમદાવાદ
૮૭૨૦૯/– કુલ રકમ
સત્યાશી હજાર બસો સાડા નવ રૂપિયા
મુદ્રક–પ્રકાશક–શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી જમનાદાસ માણેકચંદ રવાણી
શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય, દાસકુંજ, મોટા આંકડિયા, કાઠિયાવાડ. તા. ૨–૧૨–૪૫

PDF/HTML Page 4 of 17
single page version

background image
• શાશ્વત સુખનો માર્ગ દર્શાવતું માસિક •
આત્મધર્મ
વષ ૩ : અક : ૨ મગશર : ૨૪૭૨
જ્ઞાનસુધા સ્તવનન
મ્ગ્જ્ઞરૂ િ [ ] (જિનેન્દ્ર સ્તવન મંજરી પાનું ૧૦)
૧. ચેતન! મોહકો સંગ નિવારો, ગ્યાન સુધારસ ધારો...ચેતન!
અર્થ–હે જ્ઞાન સ્વરૂપ આત્મા! અનાદિથી ધારણ કરેલા અજ્ઞાનનો સંગ હવે તું છોડ અને આ સમ્યગ્જ્ઞાનરૂપી અમૃતને
ધારણ કર!
૨. મોહ મહા તમ મલ દૂરે રે, ધરે સુમતિ પરકાશ;
મુક્તિ પંથ પરગટ કરે રે, દીપક જ્ઞાન વિલાસ...ચેતન!
અર્થ:–જ્ઞાન–દીપકનો વિલાસ થતાં સમ્યગ્જ્ઞાનરૂપી પ્રકાશને ધારણ કરીને જ્ઞાન મહા અજ્ઞાન અંધકારરૂપી મેલને દૂર કરે છે,
અને મુક્તિના માર્ગને [સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રને] પ્રગટ કરે છે, માટે હે ચેતન! તું મોહને છોડીને સમ્યગ્જ્ઞાનને ધારણ કર!
૩. જ્ઞાની જ્ઞાન મગન રહે રે, રાગાદિક મલ ખોય;
ચિત્ત ઉદાસ કરની કરે રે, કર્મબંધ નહિ હોય...ચેતન!
અર્થ–જ્ઞાની પોતાના જ્ઞાનસ્વરૂપમાં મગ્ન રહે છે, રાગાદિક અશુદ્ધતાને છોડે છે; રાગ–દ્વેષ રહિતની ક્રિયા જ્ઞાનમાં જ્યારે
જીવ કરે ત્યારે તેને કર્મબંધ થતો નથી...આ માટે હે ચેતન! તું મોહને છોડીને સમ્યગ્જ્ઞાનને ધારણ કર.
૪. લીન ભયો વ્યવહારમેં રે, યુક્તિ ન ઉપજે કોય;
દીન ભયો પ્રભુ પદ જપે રે, મુગતિ કહાંસુ હોય...ચેતન!
અર્થ–જે જીવ શુભરાગરૂપ વ્યવહારમાં જ લીન થઈ ગયો છે અને અંતરમાં સમ્યગ્જ્ઞાનરૂપ કોઈ કળા જાગી નથી તે જીવ
દીન થઈને [એટલે કે પોતાના પરિપૂર્ણ સ્વરૂપને ઓળખ્યા વગર] પરમાત્મપદના જાપ કરે તોપણ તેની મુક્તિ ક્યાંથી થાય?
માટે હે ચેતન! તું અજ્ઞાનનો સંગ છોડી દે અને સાચા જ્ઞાનને ધારણ કર.
૫. પ્રભુ સમરો પૂજો પઢો રે, કરો વિવિધિ વ્યવહાર;
મોક્ષ સ્વરૂપી આતમા રે, ગ્યાન ગમન નિરધાર...ચેતન!
અર્થ–પ્રભુશ્રીનું સ્મરણ પૂજન, કીર્તન અને તે પ્રકારનો વિવિધ વ્યવહાર પદને લાયક કરવામાં આવે પરંતુ મોક્ષસ્વરૂપ
તો પોતાનો આત્મા છે એમ જ્ઞાનમાં બરાબર નિર્ણય કરો...હે ચેતન! અજ્ઞાનનો સંગ છોડ અને સમ્યગ્જ્ઞાનને ધારણ કર.
૬. જ્ઞાન કલા ઘટઘટ વસે રે, જોગ જુગતિ કે પાર;
નિજનિજ કલા ઉદ્યોત કરે રે, મુગતિ હોય સંસાર...ચેતન!
અર્થ–મન, વચન, કાયાની ક્રિયાઓ અને વિકલ્પોથી પાર એવી ચૈતન્ય જ્ઞાનકળા દરેક આત્મામાં રહેલી છે, અને પોતે
પોતાની તે જ્ઞાનકળાનો [સાચી શ્રદ્ધા–જ્ઞાનદ્વારા] ઉદ્યોત કરવાથી જીવ સંસારથી મુક્તિ પામે છે...માટે હે ચેતન! તું મોહનો સંગ
છોડ અને જ્ઞાનકળાને પ્રગટ કર...
૭. બહુવિધ ક્રિયા કલેશસું રે, શિવપદ ન લહે કોય;
જ્ઞાન કલા પરગાસસો રે, સહજ મોક્ષપદ હોય...ચેતન!
અર્થ–કલેશવાળી અનેક પ્રકારની શુભ–અશુભ ક્રિયાઓ [શુભાશુભ ભાવ] કરવા છતાં કોઈ જીવ આત્માની શુદ્ધ દશા
પામી શકતો નથી, પરંતુ ભેદજ્ઞાનરૂપી કળાના પ્રકાશવડે સહજમાં આત્માની પૂર્ણ શુદ્ધતા [મોક્ષ] થાય છે. માટે હે ચેતન! તું
અજ્ઞાનને છોડ અને ભેદજ્ઞાનરૂપી અમૃતરસને ધારણ કર.
૮. અનુભવ ચિંતામણિ રતન રે, જાકે હઈએ પરકાશ;
સો પુનિત શિવપદ લહેરે, દહે ચતુર્ગતિ વાસ...ચેતન!
અર્થ–અનુભવ તે ચિંતામણિ રત્ન સમાન છે, જેના અંતરમાં આત્મઅનુભવનો પ્રકાશ પ્રગટ્યો છે તે પવિત્ર મોક્ષ પર્યાયને
પામે છે અને ચારે ગતિના જન્મ–મરણનો નાશ કરે છે...માટે હે ચેતન! તું મોહનો સંગ છોડ અને સમ્યગ્જ્ઞાનને ધારણ કર.
૯. મહિમા સમ્યક્ જ્ઞાનકી રે, અરૂચિ રાગ બલ જોય;
ક્રિયા કરત ફલ ભુંજતે રે, કર્મ બંધ નહિ હોય...ચેતન!
અર્થ–અહો! સમ્યગ્જ્ઞાનનો મહિમા જુઓ! રાગ પ્રત્યે અરુચિના બળથી અલ્પ રાગ ક્રિયા કરવા છતાં તેના ફળને
સમ્યગ્જ્ઞાન ભૂંસી નાંખે છે [એટલે કે સમ્યગ્જ્ઞાની જીવ રાગનો સ્વામી થતો નથી તેથી તેને રાગનું ફળ પણ આવતું નથી]
રીતે તેને કર્મનો બંધ થતો નથી, માટે હે ચેતન! તું અજ્ઞાનને છોડ અને આવા સમ્યગ્જ્ઞાનને ધારણ કર.
૧૦. ભેદજ્ઞાન તબલોં ભલો રે, જબલોં મુક્ત ન હોય;
પરમ જ્યોતિ પરગટ જિહાંરે, તિહાં વિકલ્પ નહિ કોય...ચેતન!
અર્થ–આ ભેદજ્ઞાનનો અભ્યાસ જ્યાં સુધી મુક્તિ ન થાય ત્યાં સુધી કરવા યોગ્ય છે. અને એ રીતે ભેદજ્ઞાનનો અભ્યાસ
કરતાં કરતાં જ્યારે કેવળજ્ઞાનરૂપી પરમ જ્યોતિ પ્રગટ થાય છે ત્યારે ત્યાં કાંઈ વિકલ્પ હોતો નથી...માટે હે ચેતન! અજ્ઞાનના
સંગને છોડીને ભેદજ્ઞાનરૂપી સુધારસને ધારણ કર.

PDF/HTML Page 5 of 17
single page version

background image
: ૪૮ : આત્મધર્મ માગશર : ૨૪૭૨
૧૧. ભેદજ્ઞાન સાબુ ભયો રે, સમરસ નિર્મલ નીર,
ધોબી અંતર આતમારે, ધોવે નિજગુણ ચીર...ચેતન!
અર્થ–આ ભેદજ્ઞાનરૂપી સાબુ અને સમતારસ [વીતરાગભાવત] રૂપી પાણી વડે, પોતાના શુદ્ધ જ્ઞાનસ્વરૂપને જાણનાર
જ્ઞાની જીવ, પોતાના ગુણોરૂપી વસ્ત્રને ધૂએ છે– પવિત્ર કરે છે. હે ચેતન! અજ્ઞાનને છોડીને તું ભેદજ્ઞાનને ધારણ કર.
૧૨. રાગ વિરોધ વિમોહ મલી રે, એહી આશ્રવ મૂલ
એહી કરમ બઢાય કે રે, કરે ધર્મકી ભૂલ...ચેતન!
અર્થ–મિથ્યાત્વના મહામોહ સાથે મળેલા રાગ–દ્વેષ એ જ મુખ્ય આસ્રવ છે, અને તે જ [મિથ્યાત્વજ] આત્માની અશુદ્ધતા
વધારીને ધર્મની ભૂલ કરે છે અર્થાત્ આત્માની પવિત્રતાને રોકે છે. માટે હે ચેતન! તે મોહને છોડીને તું સમ્યગ્જ્ઞાનને ધારણ કર.
૧૩. જ્ઞાન સરૂપી આતમા રે, કરે ગ્યાન નહિ ઔર;
દ્રવ્ય કર્મ ચેતન કરે રે, એહ વ્યવહારકી દોર...ચેતન!
અર્થ–આ આત્મા જ્ઞાનસ્વરૂપી છે–તે જાણનાર જ છે, જ્ઞાન સિવાય બીજું કાંઈ તે કરતો નથી. જ્ઞાનસ્વરૂપી આત્મા
દ્રવ્યકર્મ બાંધે છે એ વ્યવહારની [બોલવા માત્ર] રીત છે અને ખરેખર તેમ માની લેવું તે અજ્ઞાની જીવની રીત છે. માટે હે
ચેતન! અજ્ઞાનને છોડીને સમ્યગ્જ્ઞાનને ધારણ કર.
૧૪. કરતા પરિણામી દ્રવ્ય રે, કર્મરૂપ પરિણામ;
કિરિયા પરજયકી ફિરત રે, વસ્તુ એક ત્રય નામ...ચેતન!
અર્થ–જે અવસ્થારૂપે દ્રવ્ય પોતે પરિણમે તે અવસ્થાનું તે દ્રવ્ય કર્તા છે અને જે અવસ્થારૂપ પરિણામ થયા તે તેનું
[કર્તાનું] કાર્ય છે. એક પરિણામમાંથી બીજા પરિણામપણે બદલવું તે દ્રવ્યની ક્રિયા છે; આ કર્તા, કર્મ અને ક્રિયા એવા ત્રણ
નામ ભેદ પાડ્યા છે પરંતુ તે ત્રણે એક જ વસ્તુ છે–જુદા નથી.
નોંધ:– આમાં સ્પષ્ટ કહ્યું છે કે કર્તા, કર્મ અને ક્રિયા એક જ દ્રવ્યમાં હોય, કોઈ દ્રવ્યના કર્તા, કર્મ, કે ક્રિયા તે દ્રવ્યથી
જુદા હોય જ નહિ–એટલે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ પણ કરી શકે જ નહિ. આત્મા જ્ઞાનસ્વરૂપ છે તેનું બદલવું [પરિણમન]
જ્ઞાનસ્વરૂપ જ છે, તેથી આત્મા જ્ઞાનનો જ કર્તા છે અને જ્ઞાન જ આત્માની ક્રિયા છે, આત્મા પરનું કરતો નથી. ચૈતન્ય
પદાર્થની ક્રિયા ચૈતન્યમાં જ હોય છે, ચૈતન્ય પદાર્થની ક્રિયા પરમાં હોતી નથી. આમ સમજીને હે ચેતન! તું મોહને છોડ અને
સમ્યગ્જ્ઞાનને ધારણ કર.
૧૫. કરતા કર્મ, ક્રિયા, કરે રે, ક્રિયા કરમ કરતાર;
નામ ભેદ બહુવિધ ભયેરે, વસ્તુ એક નિર્ધાર...ચેતન!
અર્થ–અમુક કર્તા અમુક કર્મ અને ક્રિયાને કરે છે, તથા અમુક ક્રિયા અને કર્મ તે અમુક કર્તાનાં કરેલાં છે–એમ અનેક
પ્રકારથી નામ ભેદ છે પરંતુ કર્તા, કર્મ અને ક્રિયા એ ત્રણે વસ્તુ તો એકજ દ્રવ્ય છે એમ નક્કી કરવું. આથી એમ નિર્ણય થયો કે
આત્મા, જ્ઞાન અને જ્ઞાનની ક્રિયા એ ત્રણે અભેદરૂપ એક જ છે, તેથી હે ચેતન! તું અજ્ઞાનને છોડીને સમ્યગ્જ્ઞાનને ધારણ કર.
૧૬. એક કર્મ કર્તવ્યતા રે, કરે ન કરતા દોય;
તેસે જસ સત્તા સધીરે એક ભાવકો હોય...ચેતન!
અર્થ–એક કર્મનું કર્તાપણું બે કર્તાને હોતું નથી. અર્થાત્ બે દ્રવ્યો ભેગા મળીને એક અવસ્થા કરતા નથી, તેથી જે બધી
હોવારૂપ વસ્તુઓ છે તે દરેક પોતાના એક ભાવની જ કર્તા છે, કોઈ અન્યના ભાવની કર્તા નથી. આમ જાણીને હે ચેતન! તું
મોહનો સંગ છોડ રે છોડ અને સમ્યગ્જ્ઞાનરૂપી અમૃતરસને અંગીકાર કર.
સાધુપદની મહત્તા
૧. સાધુપદ એ એક સામાન્ય પદ નથી પણ મહાન પદ છે. સર્વજ્ઞ વીતરાગ તીર્થંકરદેવના ધર્મવજીર ગણધરદેવ
નમસ્કારમંત્ર બોલતાં લોકના સર્વ સાધુઓને નમસ્કાર કરે છે. જેઓએ અંશે વીતરાગતા પ્રગટ કરી છે અને પૂર્ણ
વીતરાગતા પ્રાપ્ત કરવા મથી રહ્યા છે એવાઓ જ સાધુ હોઈ શકે અને તેથી તેઓ જ ધર્મબુદ્ધિએ નમસ્કારને યોગ્ય છે.
ગણધરદેવ જેવા ચાર જ્ઞાનના ધણી જેઓને નમસ્કાર કરે તે કેવા પવિત્ર આત્માઓ હોવા જોઈએ તેનો જો થોડો વખત
પણ વિચાર કરવામાં આવે તો તટસ્થ જીવોને તુરત જણાઈ જાય કે:– સાધુપદ એ એક મહાન પદ છે અને તેની સંખ્યા
ધીકતા ધર્મકાળમાં પણ અલ્પ હોય છે, અને હાલના વિષમકાળમાં તો લગભગ શૂન્યવત્ હોઈ શકે.
જિજ્ઞાસુઓ અને અગ્રેસરોની ફરજ
૨. જેઓ પોતાને સાધુ માને છે અને બીજા પાસે પોતાને સાધુ મનાવવા માગે છે તેમની સંખ્યા હાલ ઘણી મોટી
દેખાય છે, અને એમાં એટલો ઝડપભેર કોઈને કોઈ પ્રકારે વધારો થતો રહે છે કે તેમને સાધુ માનવામાં જિજ્ઞાસુઓને
આનાકાની થયા વગર રહે નહિ. માટે જિજ્ઞાસુઓ અને સમાજના અગ્રેસરોએ આ બાબતમાં ઘણો ઊંડો અભ્યાસ અને
વિચાર કરવાની જરૂરીઆત છે.
અસાધુને સાધુ સ્વીકારવાનું ફળ
૩. જીવો અજ્ઞાનતાના કારણે અનાદિ કાળથી દુઃખી છે. જીવની જો મૂળભૂત ભયંકર ભૂલ ન હોય અને તે ભૂલનું
પોષણ તે ક્ષણે ક્ષણે કર્યા કરતો ન હોય તો દુઃખ હોય જ નહિ. ‘અસાધુ’ ને ‘સાધુ’ તરીકે સ્વીકારવાથી આ
અજ્ઞાનદશાને

PDF/HTML Page 6 of 17
single page version

background image
માગશર : ૨૪૭૨ આત્મધર્મ : ૪૯ :
સાધુ એટલે શું?
[સંપાદકીય]
પોષણ મળે છે. આ નવા પોષણને
શાસ્ત્રની પરિભાષામાં ‘ગૃહીત
મિથ્યાત્વ’ કહેવામાં આવે છે. આ
ગૃહીત મિથ્યાત્વરૂપ ખોટી માન્યતાનો
નાશ કર્યા વિના કોઈપણ જીવને
અનાદિ કાળથી ચાલ્યું આવતું અજ્ઞાન
અને દુઃખ (અને જેને ગૃહીતમિથ્યાત્વ
કહેવામાં આવે છે તે) ટળે જ નહિ પણ
ઉલટું વધુ પોષાય, પછી તે જીવ
લક્ષ્મીવાન હોય કે લક્ષ્મી રહિત હોય.
અંધશ્રદ્ધા સ્વીકારવા યોગ્ય નથી.
૪. જિજ્ઞાસુઓ, મુમુક્ષુઓ
અને વિચારકોએ અંધશ્રદ્ધાને
સ્વીકારવી તે યોગ્ય નથી. તેઓ
સાધુપદ શું છે તેનો સાચો નિર્ણય
કરવા ઈન્તેજાર હોય છે. જેઓ લૌકિક
કેળવણીમાં આગળ વધેલ છે,
બુદ્ધિશાળી છે, તેઓ જો પોતાની
કુળગત સાધુપણાની માન્યતા સાચી
છે કે કેમ તેનો નિર્ણય કરવા ધારે તો
તુરત જ કરી શકે એવી શક્તિ ધરાવે
છે. માટે સાધુ કોણ કહેવાય તે અહીં
કહેવામાં આવે છે.
‘સાધુ’ નો અર્થ
૫. ‘સાધુ’ એ ભાવસૂચક
શબ્દ છે તેથી તે શબ્દ કેવા ભાવને
સૂચવે છે તે અહીં વિચારીએ–
એ વિચારતાં પ્રશ્ન એ ઊઠે છે
કે ‘સાધુ’ શબ્દ તે કોઈ વસ્તુને સૂચવે
છે, કે કોઈ ગુણને સૂચવે છે કે કોઈ
ગુણની અવસ્થાને સૂચવે છે? તેનો
ઉત્તર એ છે કે:–તે જીવ વસ્તુના
ચારિત્ર ગુણની શુદ્ધ અવસ્થાને સૂચવે
છે. ‘સાધુ’ શબ્દનો સામાન્ય અર્થ
એવો થાય છે કે:–‘જે સાધે તે સાધુ’
એ શબ્દને ધર્મને અંગે વાપરવામાં
આવે ત્યારે તેનો અર્થ એવો થાય કે:–
‘આત્માના શુદ્ધભાવને જે સાધે તે
સાધુ’ આ પ્રમાણે અર્થ હોવાથી
‘સાધુ’ પદ ધરાવનારમાં નીચેના
ગુણો તો અવશ્ય હોવા જોઈએ.
(૧) આત્મા શું છે તેનું
યથાર્થ જ્ઞાન તેને હોવું જોઈએ.
(૨) આત્માનો શુદ્ધ ધર્મ શું છે
તેનું યથાર્થ જ્ઞાન તેને હોવું જોઈએ.
(૩) સમ્યગ્જ્ઞાનપૂર્વક
આત્માની શુદ્ધ અવસ્થાને ધારણ કરતો
ધર્મ તેનામાં પ્રગટ થયો હોવો જોઈએ
અને તે પદમાં તે આગળ વધેલો હોવો
જોઈએ.
(૪) તેનું આચરણ આત્માની
શુદ્ધ અવસ્થાને વૃદ્ધિગત કરનારૂં હોવું
જોઈએ.
આટલો અર્થ થયો તેમાં એટલું
તો આવી જ ગયું કે–
(૧) આત્મા શું છે તેનું યથાર્થ
જ્ઞાન જેને ન હોય તે સાધુ હોઈ શકે
નહિ.
(૨) આત્મા શું છે તેનું યથાર્થ
જ્ઞાન જેને ન હોય તેને આત્માનો શુદ્ધ
ધર્મ શું છે તેનું યથાર્થ જ્ઞાન હોઈ શકે
નહિ. અને તેવા જ્ઞાનરહિત જીવો સાધુ
હોઈ શકે નહિ.
(૩) અને “કૂળમાં મનાતા ગુરૂ
કે સાધુ તે સાધુ” એવી સાધુપદની
વ્યાખ્યા નથી, પણ જે ઉપર કહ્યા તે
ગુણો જેણે પ્રગટ કર્યા હોય તેઓ જ
સાધુ છે.
સાધુનું સ્વરૂપ
૬. સમ્યક્દર્શન–જ્ઞાન પ્રાપ્ત કરી,
ગૃહસ્થપણું છોડી, વિરાગી બની, સમગ્ર
પરિગ્રહ છોડી, શુદ્ધોપયોગ ધર્મ
અંગીકાર કરી, અંતરંગમાં એ
શુદ્ધોપયોગ વડે જે પોતે પોતાને
અનુભવે છે તે સાધુ છે. પરદ્રવ્યમાં
અહંબુદ્ધિ તે ધરતા નથી તેથી પરદ્રવ્યનું
જીવ કાંઈ કરી શકે એમ તેઓ માનતા
નથી. પોતાના જ્ઞાનાદિક સ્વભાવને જ
પોતાના માને છે. વિકારી ભાવોમાં
મમત્વ (મારાપણું) કરતા નથી.
પરદ્રવ્ય તથા તેના સ્વભાવો જ્ઞાનમાં
પ્રતિભાસે છે ખરા, પણ તેથી આત્માને
કિંચિતવત્ લાભ–નુકશાન થાય એમ
માનતા નથી અને તેથી તેમને ઈષ્ટ–
અનિષ્ટ માનતા નથી, અને તેમાં
રાગદ્વેષ કરતા નથી. અલ્પ રાગદ્વેષ
થાય છે તે કર્મ કે પરવસ્તુના કારણે
થતા નથી પણ પોતાના પુરુષાર્થની
નબળાઈને કારણે (અલ્પ
અસ્થિરતા થતી હોવાથી) થાય છે–
એમ તેઓ માને છે. કદાચિત્ મંદ
રાગના કારણે શુભોપયોગ થાય છે
ત્યારે પાંચ મહાવ્રતનું પાલન કરે છે,
પરંતુ એ રાગભાવને પણ હેય જાણી
દૂર કરવા ઈચ્છે છે.
મુખ્યપણે તો નિર્વિકલ્પ
સ્વરૂપાચરણ વિષે જ નિમગ્ન છે.
પરંતુ કદાચિત ધર્મરુચિવાળા અન્ય
જીવોને દેખી, કરૂણા બુદ્ધિથી
ધર્મોપદેશ આપે છે.
સાધુઓને ત્રણ પ્રકારના
કષાયનો અર્થાત્ અનંતાનુબંધી,
અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની
કષાયનો અભાવ છે. અને
સંજ્વલન કષાયના દેશઘાતી
સ્પર્દ્ધકોનો જ ઉદય છે તે કષાય પણ
નબળો જ છે. તેથી શીતાદિક ઋતુના
કારણે શરીરને ગમે તે થાય તોપણ
તેમના પરિણામ વ્યાકુળ થતા નથી.
અને તેથી શરીરને ઢાંકવાનો કે
રક્ષણ આપવાનો ભાવ જ તેમને
થતો નથી. એવી ઉચ્ચ પ્રકારની
તેમની પવિત્રતા છે.
શ્રીમદ્ રાજચંદ્રના ઉદ્ગારો
૭. શ્રીમદ્ રાજચંદ્ર કહે છે
કે:– “વીતરાગોનો મત લોક
પ્રતિકૂળ થઈ પડ્યો છે. રૂઢીથી જે
લોકો તેને માને છે તેના લક્ષમાં પણ
તે પ્રતીત જણાતો નથી. અથવા
અન્યમતને વીતરાગનો મત જાણી
પ્રવર્ત્યે જાય છે. કિંચિત્ સત્ય બહાર
આવતાં પણ તેમને પ્રાણઘાત તૂલ્ય
દુઃખ લાગતું હોય તેમ દેખાય છે.”
વળી તેઓ કહે છે કે:–
“જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય
અને તપ એમ મોક્ષમાર્ગ ચાર પ્રકારે

PDF/HTML Page 7 of 17
single page version

background image
: ૫૦ : આત્મધર્મ માગશર : ૨૪૭૨
કહ્યો છે છતાં પ્રથમના બે પદ તો તેમણે વિસાર્યા જેવું હોય છે અને ચારિત્ર્ય શબ્દનો અર્થ વેષ તથા માત્ર બાહ્ય
સ્થિતિમાં સમજ્યા જેવું હોય છે. ‘તપ’ શબ્દનો અર્થ માત્ર ઉપવાસાદિ વ્રતનું કરવું, તે પણ બાહ્યસંજ્ઞાથી–તેમાં સમજ્યા
જેવું હોય છે. વળી કદાચિત્ જ્ઞાન–દર્શનપદ કહેવાં પડે તો ત્યાં લૌકિક કથન જેવા ભાવોના કથનને જ્ઞાન અને તેની
પ્રતીતિ અથવા તે કહેનારની પ્રતીતિને વિષે દર્શન શબ્દનો અર્થ સમજવા જેવું રહે છે”
વળી તેઓ એવી મતલબે જણાવે છે કે–સંસારના કામધંધામાં મુખ્ય પણે જીવો રોકાયેલ રહે છે. થોડો કાંઈ જે
તેમનો વખત રહે તે મોટે ભાગે કુગુરૂઓ લૂંટી લ્યે છે.
આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પણ તેઓ કહે છે કે :–
ગચ્છમતની જે કલ્પના તે નહિ સદ્વ્યવહાર
ભાન નહિ નિજ રૂપનું તે નિશ્ચય નહિ સાર. ૧૩૩.
ઉપરના તેમના કથનો ઘણા મર્મયુક્ત છે. માટે સર્વ લાયક જીવોએ વિચારી રૂઢીમાં નહિ ફસાતાં સાધુ પદના
અર્થનો યથાર્થ નિર્ણય કરવો જોઈએ.
આત્મજ્ઞાન જેને નથી તે સાધુ નથી
૮. આત્મજ્ઞાન જેને નથી થયું તેને સમ્યગ્દર્શન જ નથી તે તો મિથ્યા–દ્રષ્ટિ છે, તેનું જ્ઞાન કે ચારિત્ર્ય સમ્યક્ હોઈ
શકે જ નહિ– પણ મિથ્યા જ હોય છે. સમ્યગ્દર્શન પ્રાપ્ત થયા પહેલાં ચોથું ગુણસ્થાન પણ પ્રાપ્ત થતું નથી તો પછી છઠ્ઠા
અને સાતમા ગુણસ્થાન જેવી ઉંચી દશા કે જે સાચી સાધુ દશા છે તે તેમને હોય જ કયાંથી?
આત્મસિદ્ધિ શાસ્ત્ર
૯. આ શાસ્ત્રમાં કહ્યું છે કે :–
આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરૂ હોય,
બાકી કુળગુરૂ કલ્પના, આત્માર્થી નહીં જોય. ૩૪.
તેનો અર્થ નીચેની મતલબે લખ્યો છે.
જ્યાં આત્મજ્ઞાન હોય ત્યાં મુનિપણું હોય અર્થાત્ આત્મજ્ઞાન ન હોય ત્યાં મુનિપણું ન સંભવે. જ્યાં સમ્યકત્વ
એટલે આત્મજ્ઞાન છે ત્યાં મુનિપણું જાણો. જેમાં આત્મજ્ઞાન હોય તે સાચા ગુરૂ છે એમ જાણવું. આત્મજ્ઞાન રહિત હોય
તો પણ પોતાના કુળના ગુરૂને સદ્ગુરૂ (સાચા સાધુ) માનવા એ માત્ર કલ્પના છે. આત્માર્થીઓ તેમને સાધુ તરીકે
સ્વીકારતા નથી.
સાધુપદ લેવાનો ક્રમ
૧૦. મુનિપદ લેવાનો ક્રમ એ છે કે– પહેલાં તત્ત્વજ્ઞાન થયા પછી ઉદાસિન પરિણામ થાય પછી પરિષહાદિ સહન
કરવાની શક્તિ થાય અને તે ગુણો પ્રાપ્ત કરી પોતાની મેળે જ મુનિ થવા ઈચ્છે ત્યારે શ્રી ગુરુ તેને સાધુ ધર્મ અંગીકાર કરાવે.
વિપરીતતા
૧૧. હાલમાં એવી જાતની વિપરીતતા જોવામાં આવે છે કે તત્ત્વજ્ઞાન રહિતના જીવોને અનેક લાભો બતાવી
મુનિપદ અપાય છે. તત્ત્વજ્ઞાન દ્રષ્ટિ થયા વિના વિષયાસકતપણું ટળે નહિ અને તેથી તેઓ તરફથી અન્યથા પ્રવૃત્તિ થાય
એ દેખીતું જ છે.
સાવચેતીની જરૂરીઆત
૧૨. દેવ, ગુરૂ, ધર્મ તો સર્વોત્કૃષ્ટ પદાર્થ છે. તેમના આધારે તો ધર્મ છે. આ મુખ્ય બાબત હોવા છતાં જો તેમાં જ
શિથિલતા રાખવામાં આવે તો જીવ ધર્મનું સ્વરૂપ સમજી ખરો ધર્મી કયારે થાય? આ શિથિલતા ટાળવા માટે સર્વજ્ઞ
ભગવાને કહ્યું છે કે–કુદેવ, કુગુરૂ, કુધર્મનો ત્યાગ ન કરવાથી જીવને મિથ્યાત્વ ભાવ ઘણો પુષ્ટ થાય છે માટે સર્વથા પ્રકારે
કુદેવ, કુગુરૂ અને કુધર્મના ત્યાગી થવાની જરૂર છે. આ ક્ષેત્રે હાલ દેવ–ગુરૂ અને ધર્મના સંબંધમાં શિથિલતાની અને
કુદેવ, કુગુરૂ અને કુધર્મને માનવાની પ્રવૃત્તિ વિશેષ જોવામાં આવે છે; માટે તેના નિષેધરૂપે જે કથન સત્ શાસ્ત્રોમાં
કરવામાં આવ્યું છે તેને જાણી સાવચેત થઈ મિથ્યાત્વભાવ છોડી પોતાનું કલ્યાણ કરવું એજ જરૂરી છે.
હાલના કાળમાં ફેર
૧૩. શ્રીમદ્ રાજચંદ્રના વખત કરતાં હાલમાં કેળવણીનો પ્રચાર ખૂબ વધ્યો છે, અને તેથી યુવકો કાંઈ પણ
સ્વીકારવાનું કહેવામાં આવે ત્યારે ‘શા માટે? [Why]’ એવો પ્રશ્ન પૂછી તેના કારણો માગે છે. બુદ્ધિગમ્ય કારણો
માગી તેની પરીક્ષા કરી સત્ય ગ્રહણ કરવાની રીત પ્રશંસવા યોગ્ય છે. વળી કેટલોક વખત થયા લોકોમાં તત્વજ્ઞાન
જાણવાની, વાંચવાની અને તેનો અભ્યાસ કરવાની રૂચિ જાગી છે. અને તે વૃદ્ધિ પામતી જાય છે માટે તે વિશેષ જાગૃત
કરી ‘સાધુપદ’ શું છે એ જેઓ સમજે તેને લાભ થયા વગર રહે નહિ.
શું કરવું?
૧૪. ...માટે દરેક ધર્માભિલાષી જીવોએ ‘સાધુ’નું સ્વરૂપ સમજવું. કારણ કે તે સંબંધનું અજ્ઞાન આત્માને મહા
નુકશાનકારક છે, આ સ્વરૂપ સમજવામાં આવતાં અને સાચી ધર્મ ભાવના વધતાં તત્ત્વજ્ઞાન તરફ ગૃહસ્થ વર્ગની રૂચિ
વધશે અને તેથી ઘણી અનિષ્ટતા આપોઆપ ટળી જશે.

PDF/HTML Page 8 of 17
single page version

background image
માગશર : ૨૪૭૨ આત્મધર્મ : ૫૧ :
શ્રી નિયમસાર શાસ્ત્ર પર : : : : : પ્રવચનો
[શ્ર િ સ્ત્ર પ્ર પ્ર
થઈ ગયા છે, ટૂંક વખતમાં જ તે પ્રગટ થશે. આ પ્રવચનોમાં પાને પાને આત્માના પરિપૂર્ણ
સ્વાધીન સ્વભાવનું અચિંત્ય માહાત્મ્ય ઝળકે છે. પરિપૂર્ણ આત્મિક સ્વભાવનાં ગાણાં ગાતું અને
સ્ત્ર ર્ ર્ સ્ત્ર ત્ સ્જ્ સ્રૂ જા ]
૧–[પ્રવચનો પાનું ૬૪]
“આત્માનો વહાલો અંતર સ્વભાવ તેની સિધ્ધિનો ઉપાય આત્મજ્ઞાન જ છે. પોતે કોણ છે તે જાણ્યાવિના
તેમાં ઠરે નહિ, અને ઠર્યા વિના વીતરાગતા થાય નહિ, વીતરાગતા વગર કેવળજ્ઞાન થાય નહિ અને કેવળજ્ઞાન
વગર મુક્તિ થાય નહિ.
આત્મા પોતે સુખ સ્વરૂપ છે, તે સુખનો ઉપાય આત્મજ્ઞાન છે. આત્માની રુચિ વગર પરની રુચિ ખસે
નહિ. આત્માની પૂર્ણ સ્વતંત્ર દશાનો ઉપાય સમ્યગ્દર્શન–જ્ઞાન અને ચારિત્ર જ છે; આત્મજ્ઞાન સુશાસ્ત્રથી જ થાય
છે. વીતરાગ સિવાય બીજાના કથનથી આત્મભાન થાય નહિ; કારણ કે જેણે વસ્તુ સંપૂર્ણપણે જાણી નથી, તેના
કથનમાં સંપૂર્ણ સત્ય આવે નહિ, સત્ય શાસ્ત્રની ઉત્પત્તિ આપ્ત મુખથી થાય છે.”
૨–[પાનું–૬૬]
“તેમની પાસે [ભગવાન પાસે] ત્રણકાળ ત્રણલોકને જાણનાર અતિશય સમ્યગ્જ્ઞાનરૂપી સ્વરાજ્ય છે;
રાજા રાજ્યને જાણે જ છે, કાંઈ બંગલા વગેરેને સાથે લઈ જતો નથી, માત્ર ‘આ મારું’ એમ મમતા સહિત જાણે
છે. વીતરાગદેવને કેવળજ્ઞાનદ્વારા ત્રણકાળ ત્રણલોકનું જ્ઞાન વર્તે છે, કેવળીએ જ્ઞાન કર્યું પણ મમતા ન કરી એજ
ખરૂં સ્વરાજ્ય છે.”
[પાનું ૧૯૮–૨૦૦]
“ભગવાન આત્મા સદાય પરિપૂર્ણ સ્વભાવે ભર્યો છે. આત્માના ગુણો જાય ક્યાં? આત્મામાં જ ભર્યા છે,
પણ તેને પોતાની શ્રદ્ધા બેસતી નથી, એ જ સંસારનું કારણ છે; જેમ મૃગની ડૂંટીમાં કસ્તુરી હોય તેની સુગંધ
આવતાં તે મૃગ જાણે કે આ સુગંધ ક્યાંથી આવતી હશે? એમ વિચારીને તે બહારમાં દોટ મૂકે છે, ખરેખર તો
પોતામાંથી જ સુગંધ આવે છે પણ મૃગને પોતાની કસ્તુરીનો વિશ્વાસ નથી; તેને એમ બેસી ગયું છે કે ‘હું આવું
ક્ષુદ્ર પ્રાણી અને મારામાં આવી ઊંચી સુગંધ કેમ હોઈ શકે?” બસ! પોતાના સામર્થ્યનો અવિશ્વાસ એ જ તેને
દુઃખનું કારણ થાય છે; તેમ આચાર્યદેવ કહે છે કે–‘અરે પ્રભુ! તું ત્રણ લોકનો નાથ છો, સિદ્ધ છો, તારું સુખ
તારામાં ભરચક પડ્યું છે; તારે પરની જરૂર નથી.’ તે વાત અજ્ઞાનીને બેસતી નથી કારણકે અનાદિથી મારે પર
વસ્તુ વગર ચાલે નહિ એમ માની બેઠો છે તે માન્યતા જ તેને પોતાનો વિશ્વાસ થવા દેતી નથી.
આચાર્યદેવ કહે છે કે:– ખરેખર પરમાત્મા અને આ આત્મામાં જે કિંચિત્ ફેર માને તે મિથ્યાદ્રષ્ટિ
મહાપાતકી છે, આત્માના ગુણની તે હિંસા કરે છે. આત્મા જ્ઞાનાનંદ પવિત્ર સ્વભાવે ભર્યો છે, તેમાં અવસ્થાનું
લક્ષ કરવું નહિ કેમકે અવસ્થા ક્ષણિક છે, અવસ્થા જેટલો આત્મા નથી. જેણે રાગ જેટલો આત્માને માન્યો
અથવા તો વીતરાગદશા જેટલો આત્મા માન્યો તેણે બીજા અનંત ગુણનો અને અનંત પર્યાયના પિંડનો અનાદર
કર્યો છે. જેણે આત્માને પર્યાય જેટલો માન્યો તેણે દ્રવ્યને એક સમય પૂરતું માન્યું. વીતરાગ પર્યાય પણ એક
સમય પૂરતી જ છે, તે પર્યાય જેવડો જ જેણે આત્મા માન્યો તેણે ત્રિકાળી વસ્તુને માની નહિ એટલે તેની
માન્યતામાં તેણે અનંતા ગુણો અને અનંતી પર્યાયનો અનાદર કર્યો તે જ અનંતુ પાપ છે, તેના જેવો કોઈ પાપી
નથી. અખંડ પરિપૂર્ણ વસ્તુને લક્ષમાં લીધા વિના નિર્મળદશા પ્રગટે નહિ.
વસ્તુ તો જેમ છે તેમ છે તેમાં તકરાર શું? વસ્તુમાં કાંઈ પણ આડું અવળું ચાલે તેમ નથી. શરીર, મન,
વાણી તે તો પર છે, પુણ્ય–પાપનો નિષેધ તો ક્યાંય ગયો, અહીં [સમ્યગ્દર્શનના વિષયમાં] તો તારી
(આત્માની) વીતરાગ–પર્યાયનો પણ નિષેધ છે, કેમકે તું (આત્મા) પર્યાય જેટલો નથી. પર્યાય એક સમય
પૂરતી છે, તે અભૂતાર્થ છે [પર્યાયને અભૂતાર્થ કહેતાં તે ‘અભાવરૂપ’ નથી, પરંતુ તે ત્રિકાળ ટકનાર નથી માટે
અભૂતાર્થ છે] અને સમ્યગ્દર્શન અભૂતાર્થ પર્યાયનો વિષય કરતું નથી. અહીં તો માલવાળું ત્રિકાળી દ્રવ્ય પડ્યું છે
તેની કિંમત છે; તેમાં રાગ તો ક્યાંય રહ્યો, પણ જે નિર્મળ અવસ્થા તે પણ મચક ખાય છે–બદલી જાય છે,
એકરૂપ વસ્તુ જેમાં મચક નથી એનો જ સમ્યગ્દર્શનને આશ્રય છે–એ જ સમ્યગ્દર્શનનો વિષય છે.”

PDF/HTML Page 9 of 17
single page version

background image
: ૫૨ : આત્મધર્મ માગશર : ૨૪૭૨
નમું નમું શ્રી સીમંધર નાથને! વી.સં. ૨૪૭૧ આસો
નમું નમું શ્રી કુંદકુંદ દેવને ! વદી ૦)) રવિવાર
નમું નમું શ્રી સમયસારને ! તા. ૪ – ૧૧ – ૧૯૪૫
પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન
“શ્રી મહાવીર સ્વામી આજે નિર્વાણ પધાર્યા સિદ્ધ થયા અને શ્રી ગૌતમસ્વામીને કેવળજ્ઞાન પ્રગટ્યું”–આ
પ્રમાણે જ્ઞાનમાં લઈને જીવો નિર્વાણ કલ્યાણક મહોત્સવ ઉજવે છે. મહાવીર પ્રભુજી તો ૨૪૭૧ વર્ષ પહેલાંં
નિર્વાણદશાને પામ્યા હતા છતાં ‘આજે જ પ્રભુજી નિર્વાણ પામ્યા’ એમ શા માટે કહે છે? ખરી રીતે કોઈ જીવ
કેવળજ્ઞાનીને કે સિદ્ધ ભગવાનને જાણતા નથી, પણ પોતાની પૂર્ણતાને જાણે છે, પોતાની પર્યાયનું સામર્થ્ય પણ
તેવું જ છે તેને વર્તમાન કરીને જાણે છે. કેવળજ્ઞાન અને સિદ્ધદશાના સામર્થ્યને નક્કી કરનારું જ્ઞાન પોતે
વર્તમાનરૂપ છે અને તે વર્તમાનથી જ જાણે છે તેથી સામા જ્ઞેયને પણ વર્તમાનરૂપ કરીને જ જાણે છે. ‘સિદ્ધ
ભગવંતો ગયા કાળે થઈ ગયા’ એમ નહિ પણ ‘વર્તમાન જ છે’ એમ, વચલા કાળને કાઢી નાખીને જ્ઞેયરૂપ સિદ્ધ
ભગવાનને પણ વર્તમાન જ કર્યા.
૨. દ્રવ્ય અને ગુણ તો દરેક પર્યાય સાથે જ વર્તમાન અખંડ છે, મારા દ્રવ્ય–ગુણ અને તેની જાણવારૂપ
પર્યાય એ ત્રણે વર્તમાનમાં જ રહે અને સામા જ્ઞેયમાં દ્રવ્ય–ગુણ–પર્યાયના ખંડ પડી જાય એમ બને જ નહિ
અર્થાત્ જ્ઞેયરૂપ સિદ્ધ ભગવાનની પર્યાય વર્તમાન અને દ્રવ્ય–ગુણ ભૂતકાળમાં–એમ હોય નહિ. પરંતુ જેમ અહીં
જ્ઞાન વર્તમાનરૂપ જ છે તેમ સામે જ્ઞેય પણ વર્તમાનરૂપે જ છે. જ્ઞાન આખા જ્ઞેય દ્રવ્યને વર્તમાન કરીને જાણે છે
એટલે કે પર્યાયના ભૂત–ભવિષ્ય એવા ભેદને છોડીને, બધી પર્યાયોથી અભેદરૂપ આખું જ દ્રવ્ય વર્તમાન છે એમ
જ્ઞાન જાણે છે; ‘ભૂતકાળમાં મહાવીર ભગવાન સિદ્ધ થયા’ એમ જ્ઞાન જાણતું નથી પણ ‘વર્તમાન જ સિદ્ધ થયા’
એમ જાણે છે તેમાં જ્ઞાન અને જ્ઞેય બંને દ્રવ્યની અખંડતાને લક્ષમાં લીધી છે. ભૂત કે ભવિષ્યની અવસ્થાથી જ્ઞાન
જાણતું નથી પરંતુ વર્તમાન અવસ્થાથી જ જાણવાનું કામ કરે છે અને દ્રવ્ય–ગુણ તો વર્તમાનરૂપ જ છે એ રીતે
દ્રવ્ય–ગુણ–પર્યાયથી અખંડ વસ્તુ વર્તમાનરૂપ છે અને જો સામી જ્ઞેય વસ્તુ આખી વર્તમાન ન હોય તો ઉપાદાન–
નિમિત્તનો
[જ્ઞાન–જ્ઞેયનો] મેળ જ થતો નથી.
૩. ભૂત–ભવિષ્યકાળની પર્યાયો છે ખરી, તેની ના નથી, પરંતુ અહીં તો બીજો ન્યાય કહેવો છે. આજે કઈ
શૈલિથી આવે છે તે ધ્યાન રાખજો! ખ્યાલ કરનાર વર્તમાનથી ખ્યાલ કરે છે કે ભૂત–ભવિષ્યની પર્યાયથી ખ્યાલ
કરે છે? સામા જ્ઞેયનો ખ્યાલ તો વર્તમાનમાં જ કરે છે ને! જેમ અહીં જ્ઞાન વર્તમાન જ છે તેમ સામા જ્ઞેયમાં પણ
ભૂત–ભવિષ્યને ભૂલી જા (ભૂત–ભવિષ્ય પર્યાયના ભેદને છોડીને સર્વ પર્યાયોથી અખંડરૂપ વસ્તુને વર્તમાન
જ્ઞેયરૂપ કરીને જાણ!). અહીં ઉપાદાનમાં એક સમયમાં અખંડ જ્ઞાન સામર્થ્ય છે અને સામે નિમિત્તરૂપ લોકાલોક
પણ એક સમયમાં પૂરા છે. અહીં જ્ઞાન વર્તમાનરૂપ પૂરું હોય અને સામે જ્ઞેય વર્તમાનરૂપ પૂરાં ન હોય એમ બને
જ નહિ. ‘એક સમય તે સૌ સમય’ એટલે શું? કે એક સમયમાં જ વસ્તુ પૂરી છે, બીજા સમયની પૂર્ણતા બીજા
સમયે છે અને ત્રીજા સમયની ત્રીજા સમયે છે, એમ દરેક સમયે વસ્તુ પૂરી છે, પણ ઘણા સમય ભેગા થયા પછી
વસ્તુની પૂર્ણતા થાય છે–એમ નથી.
૪. વર્તમાન જ્ઞાન વર્તમાન જ્ઞેયને અખંડ કરીને જાણે છે એટલે ખરેખર તો પોતે એક સમયમાં આખો
વર્તમાન છે તેની કબુલાત છે. શું જ્ઞેય વસ્તુનો કોઈ ભાગ ભૂત ભવિષ્યમાં વર્તે છે કે વર્તમાન જ આખું છે?
વર્તમાન જ આખું છે તેથી જ્ઞાનમાં આખું જ્ઞેય આવી જાય છે. કાળનું લંબાણ કરીને ભૂત ભવિષ્ય પર્યાયના
ભેદને લક્ષમાં લેવા તે વ્યવહાર છે. પરમાર્થથી ગુણ–પર્યાયો સહિત એક જ સમયમાં આખું દ્રવ્ય વર્તમાન છે.
સમયે સમયે થતી પર્યાય તે અખંડ ગુણ–દ્રવ્યને એકેક સમયમાં વર્તમાનરૂપ ટકાવી રાખે છે. જેમ કોઈ વસ્તુની
પર્યાયને જોતાં જ જ્ઞાનમાં અખંડને પ્રતીતમાં લઈને કહે છે કે –આખી વસ્તુ દેખાય છે; એમ જેનું જેનું જ્ઞાન કરે
છે તેને વર્તમાન આખું બનાવે છે, ભૂત–ભવિષ્ય બાકી રહી જતા નથી; આવો જ્ઞાન સ્વભાવ છે તેથી, મહાવીર
પ્રભુજી પૂર્વે સિદ્ધદશા પામ્યા એમ ભૂતથી ખ્યાલ નહિ કરતાં, પ્રભુજી આજે જ સિદ્ધ દશા પામ્યા એમ વર્તમાન
ખ્યાલ કરે છે.

PDF/HTML Page 10 of 17
single page version

background image
માગશર : ૨૪૭૨ આત્મધર્મ : ૫૩ :
મુક્તદશાના મંગળિક મહોત્સવ
અહો! સિદ્ધદશામાં આત્મા પરિપૂર્ણ જ્ઞાન–આનંદ દશારૂપે પરિણમી ગયો; સિદ્ધદશામાં પણ આત્માને
ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્યપણું હોય છે. ત્યાં પરિપૂર્ણ જ્ઞાન–દર્શન–સુખ–વીર્યાદિ અવસ્થાપણે દરેક સમયે ઉપજે છે, જુની
અવસ્થાનો વ્યય થાય છે અને સાદિ–અનંત સિદ્ધદશામાં આત્મા ધુ્રવપણે ટકી રહે છે. સિદ્ધ ભગવાન રાગાદિ
વિકાર રહિત અને શરીરાદિ સંયોગ રહિત પૂર્ણ–જ્ઞાન સુખ વગેરે સ્વભાવરૂપે પરિણમે છે એમ જે જીવે પોતાના
જ્ઞાનમાં જાણ્યું તે જ્ઞાનમાં અનંત સામર્થ્ય છે; ‘એક સમયમાં સિદ્ધ ભગવાન પૂર્ણ છે’ એમ જે જ્ઞાન નક્કી કરે છે
તે જ્ઞાન ‘હું પણ એક સમયમાં સિદ્ધસમાન પૂર્ણસ્વરૂપી છું’ એમ પ્રતીત કરે છે.
૫. પુણ્ય–પાપથી રહિત અને જ્ઞાનાદિ અનંત ગુણોના પિંડરૂપ એકલો આત્મસ્વભાવ તેની એક શુદ્ધ
પર્યાયના પરિપૂર્ણ સામર્થ્યને જેણે પ્રતીતમાં લીધું તેણે, વર્તમાન પર્યાયમાં ભગવાન તરફના વિકલ્પનો રાગ
હોવા છતાં પોતાના જ્ઞાનને તેનાથી અધિક રાખીને
[જ્ઞાનને રાગથી જુદું પાડીને], પોતાની પર્યાયના અનંત
સામર્થ્યનું જ્ઞાન કર્યું. આજે પ્રભાતે પ્રભુશ્રીનો આત્મા પરમ પવિત્ર મુક્તદશાને પામ્યો–આવો ભગવાન તરફના
લક્ષનો જે વિકલ્પ છે તે તો રાગ છે પરંતુ સિદ્ધ સ્વભાવની એક સમયની પર્યાયનું સામર્થ્ય પોતાની અસંખ્ય
સમયના ઉપયોગવાળી પર્યાયમાં સ્વીકારનારું જીવનું જ્ઞાન અને તે જ્ઞાનના સામર્થ્યની એક સમયમાં પ્રતીત તે
વિકલ્પથી અધિક થયાં છે; જ્ઞાન અને પ્રતીતરૂપ તે પર્યાયે સ્વભાવ તરફ એકતા કરી છે અને વિકારથી અધિકતા
[ભિન્નતા] કરી છે.
૬. તે અધિક થયેલા જ્ઞાને શરીરાદિ સર્વે પર દ્રવ્યોનો તો પોતામાં અભાવ જ બનાવ્યો છે અર્થાત્ એ
કોઈ પરવસ્તુને તો પોતાનું સ્વરૂપ માનતું જ નથી અને સ્વભાવના જોરે વિકારને તૂચ્છ બનાવ્યા છે અર્થાત્
અસ્થિરતામાં વિકલ્પ થાય છતાં ‘આ મને લાભદાયક છે જ નહિ’ એવી પ્રતીતથી તે તરફનું જોર તોડી નાખ્યું
છે. આ રીતે પરથી છૂટું અને વિકારથી અધિક થયેલું જેનું જ્ઞાન છે એવો જીવ અલ્પકાળમાં વિકારનો સંબંધ
સર્વથા તોડીને સિદ્ધ થાય જ–એમાં ફેર પડે નહિ જ. પોતાની પર્યાયના જ્ઞાન સામર્થ્યના જોરે વિકલ્પથી અધિક
થઈને જે જ્ઞાન આગળ વધ્યું તે વિકલ્પને તોડીને સિદ્ધ થઈજ જાય. વિકલ્પ અને રાગનો દ્રષ્ટિમાં તો પહેલેથી
અભાવ છે જ, પણ અસ્થિરતામાં ય વિકારને તૂચ્છ કર્યો. વિકારનો વસ્તુમાં અભાવ અને અવસ્થામાં તૂચ્છતા
જેને પહેલેથી છે તે જ જીવ સ્થિરતા દ્વારા અવસ્થામાં પણ વિકારનો અભાવ કરીને સિદ્ધ થઈ જાય છે. જેના
જ્ઞાનમાં સિદ્ધ ભગવાનના અનંત જ્ઞાન સામર્થ્યની કબુલાત આવી તેને આત્મ સ્વભાવની કબુલાત આવી છે
અને જેને આત્મસ્વભાવની કબુલાત આવી છે તેને પોતાની સિદ્ધદશાની કબુલાત આવી છે; કહ્યું છે કે જીવ તે
જિનવર ને જિનવર તે જીવ.
આત્માનો સ્વભાવ જાણવારૂપ છે, જેમ છે તેમ આત્મા જાણે, જાણનાર છે તે બધાને જાણે છે. ચૈતન્ય
ચોપડામાં ‘ન જાણવું’ એવું ચિહ્ન જ નથી. એકલું જાણવું તેમાં વિકલ્પ ક્યાં રહ્યો? જાણવામાં વિકલ્પ કરીને
અટકવાનું ચૈતન્યનું સ્વરૂપ નથી; આમ વિકલ્પને તૂચ્છ કરીને પોતાના જ્ઞાન સામર્થ્યને જેણે અધિક કર્યું તેણે
સિદ્ધદશાના પૂરા સામર્થ્યનો ખ્યાલ કર્યો.
૭. સિદ્ધ ભગવાન ખરેખર પરને જાણતા નથી પણ પોતાના જ્ઞાનની અવસ્થામાં જાણવાની પૂર્ણ શક્તિ
પ્રગટી ગઈ છે તે પોતાના જ્ઞાન સામર્થ્યને જ જાણે છે. તેવી જ રીતે, સિદ્ધ ભગવાનની પવિત્રતાના સામર્થ્યનો
જેણે ખ્યાલ કર્યો તે જીવ પણ ખેરખર તો ‘સિદ્ધ ભગવાનના અનંત સામર્થ્યને નક્કી કરનાર પોતાની નિર્મળ
પર્યાયના સામર્થ્યને જ’ જાણે છે. પોતાની નિર્મળદશાને વર્તમાનરૂપ કરીને જાણતાં સામે નિમિત્તરૂપ જ્ઞેય તરીકે
અનંત સિદ્ધ ભગવંતો અને તીર્થંકર ભગવંતોને તેમ જ સંતો–મુનિઓને વર્તમાનરૂપ હાજર કરીને જાણે છે. સામું
જ્ઞેય વર્તમાન થયા વગર વર્તમાન જ્ઞાનપર્યાય તેને જાણે શી રીતે?
૮. જુઓ તો ખરા આ નિર્વાણ કલ્યાણકનો મહિમા! ભગવાન મહાવીર વગેરે ભૂતકાળમાં સિદ્ધ થયા
એમ હું નથી જાણતો પણ વર્તમાન જ થયા એમ જાણું છું એટલે કે જાણે અત્યારે જ સાક્ષાત્ પોતાની સન્મુખપણે

PDF/HTML Page 11 of 17
single page version

background image
: ૫૪ : આત્મધર્મ માગશર : ૨૪૭૨
જ તેઓશ્રી સિદ્ધ થતા હોય–એવી શૈલીથી કથન કર્યું છે. પ્રભુશ્રી આજ મોક્ષ પધાર્યા–એવા વિકલ્પમાં જો કે પર
સન્મુખ વલણ છે પરંતુ જો તે વલણને તોડીને જ્ઞાન સામર્થ્ય આગળ વધતું જાય તો જ તે જ્ઞાને સિદ્ધ પર્યાયને
જોઈ છે અને પ્રતીતમાં લીધી છે. સિદ્ધદશાને નક્કી કરનાર જીવ ખરી રીતે પોતાની પર્યાયના સામર્થ્યને જ જુએ
છે. સિદ્ધનો આત્મા પરિપૂર્ણ શુદ્ધ શક્તિપણે ઉત્પાદ અને–વ્યયથી નિત્ય ટકી રહ્યો છે તેનો નિર્ણય કરનાર કોણ
છે? જો સૂક્ષ્મતાથી જોઈએ તો જેણે સિદ્ધનો નિર્ણય કર્યો છે તેણે પોતાની સિધ્ધદશાનો જ નિર્ણય કર્યો છે અને તે
સિધ્ધ થવાનો જ...
૯. આ પ્રવચનસાર શાસ્ત્રની શરૂઆતમાં શ્રી કુંદકુંદ ભગવાન મંગળિકરૂપે નમસ્કાર કરતાં કહે છે કે–
“તે સર્વને સાથે તથા પ્રત્યેકને પ્રત્યેકને,
વંદુ વળી હું મનુષ્યક્ષેત્રે વર્તતા અર્હંતને. ૩.
જેઓને પોતે નમસ્કાર કરે છે તેઓને વર્તમાનપણે હાજર કરીને નમસ્કાર કરે છે. આચાર્ય પ્રભુ કહે છે કે
૧૦. પૂર્વે થઈ ગયા તે સર્વેને વર્તમાન હાજર કરું છું એમાં ખરેખર તો પર્યાય અને દ્રવ્ય વચ્ચેનો
આંતરો કાઢી નાખીને સામાન્ય–વિશેષને એક કર્યા છે–એમાં સ્વભાવદ્રષ્ટિનું જોર છે; ભૂતમાં થયા તે સિધ્ધોને
વર્તમાન કરું છું એમાં પણ ખરેખર પરના સામર્થ્યને જાણતા નથી પણ પોતાની પર્યાયના પૂર્ણ સામર્થ્યને
વર્તમાનરૂપ કરીને પ્રતીતિમાં લ્યે છે. મહાવીર ભગવંતને પારિણામિક સ્વભાવભાવ–તદ્ન શુધ્ધદશા
[મુક્તિ]
ક્યાંય બહારમાં થઈ ન હતી પરંતુ આત્મામાં જ થઈ હતી. “પાવાપુરીમાં ભગવાન નિર્વાણ પામ્યા અને
ઊર્ધ્વશ્રેણી કરી મોક્ષમાં ગયા” એ તો બહારનું વ્યવહારકથન છે, ઊંચા ક્ષેત્રે ગયા પછી આત્માની મુક્તિ થઈ–
એમ નથી, પરંતુ આત્મા પોતે જ મુક્તદશા–સ્વરૂપ થઈ ગયો છે.
૧૧. આ, આત્માની સિધ્ધદશાના સામર્થ્યનો મહિમા થાય છે, પરંતુ તે દશાના સામર્થ્યને કોણ કબુલે છે?
કોણ તેની પ્રતીત કરે છે? પુણ્ય–પાપ રહિત, ક્રમરહિત, એકેક સમયમાં પરિપૂર્ણ જ્ઞાનસ્વભાવરૂપે અનંતાનંત
કાળ સુધી ઉત્પાદ થયા કરે એવી જે સિધ્ધદશા તેની જે આત્માએ પ્રતીતિ અને મહિમા કર્યો તે આત્મા પોતાના
નિર્મળ સ્વભાવ જ્ઞાન સિવાય કોનો આદર કરશે? કોને માનશે? જો પોતાના સિધ્ધ સમાન સ્વભાવ સામર્થ્યનો
વિશ્વાસ કરે તો જ તેને સિદ્ધ ભગવાનને જોતાં આવડયું છે. સિદ્ધ ભગવાનને જોનાર અને તેનો મહિમા કરનાર
ખરેખર પોતાની–સિદ્ધ ભગવાનના સામર્થ્યને જાણવારૂપ–પર્યાયના સામર્થ્યને જ જુએ છે અને તેનો જ મહિમા
કરે છે. પરમાર્થે કોઈ જીવ પરને જાણતો નથી કે પરનો મહિમા કરતો નથી.
૧૨. “ધ્યાન રાખજો! આજનું ઘૂંટણ જુદી જ જાતનું આવે છે. આ ભાવોને વિચારીને તેનું ખૂબ ઘોલન
કરવા જેવું છે, આજે વિષય સારો આવી ગયો છે, અંદરનું ઘૂંટણ બહાર આવે છે. આ દિવાળીનાં મંગળિક ગવાય
છે.”
૧૩. સ્વકાળને [પોતાની અવસ્થાને] સ્વભાવ તરફ વાળવો તે જ સાચી ‘દિ–વાળી’ છે. ‘દિ’ =દિવસ–
કાળ; તેને પોતાના સ્વભાવ સન્મુખ વાળે ત્યારે સાચી દિવાળી કહેવાય, એટલે કે પોતાની અવસ્થાને સ્વભાવ
તરફ વાળીને કેવળજ્ઞાનરૂપી સુપ્રભાત પ્રગટ્યું તે જ મહા મહોત્સવ છે. ભગવાનશ્રી મોક્ષ પધાર્યા તેમાં આ
આત્માને શું? તેમ જ દેવોએ રત્ન દીપકો વગેરેથી મોટા મહોત્સવ કર્યા તેમાં આ આત્માને શું? પરના કારણે આ
આત્માને લાભ નથી; પરંતુ સિદ્ધ ભગવાનના સામર્થ્યને પ્રતીતમાં લઈને જેણે તેનો જ અંતરથી મહિમા કર્યો તે
‘સિદ્ધનો લઘુનંદન’ થઈ ગયો તે અલ્પકાળમાં સિદ્ધ થાય જ.
૧૪. જેણે પોતાના જ્ઞાનમાં સિદ્ધ ભગવાનનો નિર્ણય કર્યો તેને સિદ્ધદશાના નિર્ણય અને તે રૂપ સ્થિરતા
વચ્ચે (શ્રદ્ધા અને ચારિત્ર વચ્ચે) ભલે આંતરો તો પડે છે; અને તે આંતરાને, એકદમ સ્વભાવ સન્મુખ થતું
જ્ઞાન કબુલ પણ કરે છે–પરંતુ પોતે જે નિર્ણય કર્યો છે તે નિર્ણય–‘કબુલાત’ અને ‘સ્થિરતા’ એવા બે અવસ્થા
ભેદને ભૂલીને–વર્તમાન પૂર્ણ દ્રવ્યને જ પ્રતીતમાં લે છે. દ્રવ્ય સ્વભાવની કબુલાતનો નિર્ણય તે બે–દશા
વચ્ચેના અંતરને કે ઊણપને સ્વીકારતો નથી,–
‘ભવિષ્યમાં સિદ્ધ પર્યાય પ્રગટ થશે’ એમ ભૂત–ભવિષ્યને

PDF/HTML Page 12 of 17
single page version

background image
માગશર : ૨૪૭૨ આત્મધર્મ : ૫૫ :
યાદ કરતો નથી પણ દ્રષ્ટિના જોરથી પર્યાયને દ્રવ્ય સાથે અભેદ કરીને [ભૂત ભવિષ્યની પર્યાયને દ્રવ્યમાં
વર્તમાન સમાવીને] સિદ્ધદશાને વર્તમાનરૂપ જ કરે છે.
૧૫. આ અપૂર્વ ભાવો કહેવાયા છે, આ ભાવોને આત્મા સાથે પરિણમાવવા જેવા છે, આત્માના ભાવ
સાથે આ ભાવોને ગોઠવી દેવા. જેને સિદ્ધ ભગવાનની બધા ભવિષ્યકાળની પર્યાયના સામર્થ્યની કબુલાત આવી
તેને સ્વપર્યાયના સ્વસન્મુખપણાવડે વિકલ્પ તૂટયા વગર રહે નહિ. મહોત્સવ કરતાં પ્રથમ સ્વભાવનો મહિમા
આવવો જોઈએ. સ્વભાવને ભૂલીને એકલો બહારનો મહિમા કરે તે આત્માને લાભનું કારણ નથી. પણ
સ્વભાવના મહિમા સહિત બહારમાં પણ મહોત્સવ ઊજવે એમાં તો ઉપાદાન–નિમિત્તનો મેળ છે. પોતાના
સ્વભાવનો મહિમા કરે ત્યાં બહારમાં પણ ભગવાનના નિર્વાણકલ્યાણક મહોત્સવ વગેરે નિમિત્તો હોય છે. એક
પોતાના સિદ્ધ સ્વભાવને કબુલતાં અનંત સિધ્ધોની કબુલાત તેમાં આવી ગઈ છે; આ સામર્થ્ય જ્ઞાનની કળાનું છે,
બહારના ઠાઠ–માઠનું નથી.
૧૬. લાખો–કરોડો મનુષ્યો આજના દિવસનો મહિમા કરે છે, અને ‘અહો! આજ પ્રભુજી મુક્ત થયા’
એમ ઘણાને પરનો મહિમા આવે છે, પરંતુ તે સર્વેને જાણનાર એવા પોતાના જ્ઞાન સામર્થ્યનું મહાત્મ્ય આવતું
નથી. પોતાનું જ્ઞાન સામર્થ્ય પોતાના ખ્યાલમાં તો આવે છે પરંતુ અંતરમાં પોતે તેનો વિશ્વાસ કે રુચિ કરતો
નથી, પરિણતિને સ્વસામર્થ્ય તરફ વાળતો નથી પણ પરનો મહિમા કરવામાં અટકે છે તેથી જ કેવળજ્ઞાનદશા
પ્રગટતી નથી.
૧૭. ખરી રીતે દરેક વખતે જ્ઞાનની જ ક્રિયા થાય છે. જ્યાં જ્યાં મન–વચન–કાયાની ક્રિયા થાય છે ત્યાં
ત્યાં સર્વત્ર જ્ઞાનની ક્રિયા થાય છે. મન, વચન, કાયા તો જડ છે. ભગવાન પ્રત્યે મનથી વિકલ્પ, વચનથી સ્તુતિ
કે શરીરથી વંદન થાય છે તેમાં કયા ટાણે જ્ઞાનનું કાર્ય નથી? કયા આત્મપ્રદેશે જ્ઞાનનું કાર્ય નથી? દરેક વખતે
જ્ઞાન તો સર્વ આત્મપ્રદેશે પોતાનું જ કાર્ય કરે છે, જ્ઞાન સર્વવ્યાપક છે, વિકલ્પ વખતે પણ તેનાથી જુદું રહીને તે
પોતાનું કાર્ય કરે છે. ભગવાન તરફના લક્ષ વખતે જ્ઞાન ખરેખર તો ભગવાનને જાણતું નથી પણ ભગવાનનો
નિર્ણય કરનાર જે જ્ઞાન સામર્થ્ય છે તે જ્ઞાનસામર્થ્યને જ પોતે જાણે છે. જે જ્ઞાનના ખ્યાલમાં ભગવાનનું સામર્થ્ય
આવ્યું તે જ્ઞાનના સામર્થ્યનું જેને માહાત્મ્ય ન આવે તે અંતર સન્મુખતા કરીને ભગવાન શી રીતે થાય? સ્વરૂપ
સન્મુખ થઈને જુએ તો દરેક વખતે પોતાના જ્ઞાનનું જ પોતે માહાત્મ્ય કરે છે, ક્યારેય પરનું માહાત્મ્ય કરતો
નથી. પોતાના જ્ઞાનમાં સિદ્ધ પર્યાયની પ્રતીત કરીને તેને જ જે ધન્ય માને તે બીજા કોઈને પણ ધન્ય કેમ માને?
જેણે સિદ્ધદશા અને કેવળજ્ઞાનને ધન્ય માન્યાં તે ઈન્દ્રની સામગ્રીને, રતનના દીપકોને, પુણ્યના વિકલ્પ વગેરે
કોઈને પણ ધન્ય માને નહિ.
૧૮. આજ તો પૂર્ણાનંદી સ્વરૂપ પ્રસન્ન થઈને કેવળજ્ઞાન પ્રગટે તે ધન્ય છે, પુણ્યથી સ્વભાવની મોટપ
નથી. શું ધર્મનું ફળ પુણ્ય હોય? જેમ છ ખંડનો ધણી ચક્રવર્તી રાજા રીઝે અને પ્રસન્ન થઈને કહે કે મારા સરખું
કોઈ કામ બતાવ! માગ, જેટલું જોઈએ તેટલું માગ! તું જે માગ તે હું આપવા સમર્થ છું માટે મારી પાસેથી
માગવું હોય તે માગ. આમ ચક્રવર્તી રાજા પ્રસન્ન થાય અને માગવાનું કહે ત્યારે તેને કહે કે “આ મારા
આંગણાનું વાસીદું કાઢી નાખ”–એ તે કાંઈ માગ્યું કહેવાય? અરે ભાઈ! તેં શું માગ્યું? વાસીદા કાઢવાનાં કામ તે
શું ચક્રવર્તી રાજા પાસેથી લેવાતાં હશે? તેમ અહીં આખો આત્મસ્વભાવ પ્રસન્ન થાય છે; કોને પ્રસન્ન થાય છે?
જે જીવે સિધ્ધ ભગવાનનો નિર્ણય કર્યો અને પોતાના તેવા પરિપૂર્ણ સ્વભાવનો નિર્ણય કર્યો તે જીવને સ્વભાવ
પ્રસન્ન થાય છે. જ્યાં સ્વભાવને નિર્ણયમાં લીધો ત્યાં પૂર્ણ સ્વભાવ પ્રસન્ન થઈને કહે છે કે, માગ! માગ!
જે દશા જોઈએ તે આપવા તૈયાર છું, તારાથી થવાય તેટલો થા, જેટલી હદે થવું હોય તેટલી હદે થા, પૂરું
સિધ્ધપદ માગ! હું આ જ ક્ષણે તે તને દઊં...આ રીતે જે પર્યાયરૂપે પોતે થવા માગે તે પર્યાય સ્વભાવમાંથી
પ્રગટી શકે છે. જ્યાં આખો સ્વભાવ રીઝયો છે ત્યાં કેવળજ્ઞાન અને સિધ્ધપદરૂપે થવાને બદલે “મારે તો પુણ્યરૂપે
થાવું છે” એમ જે કહે છે તેને માગતા જ નથી આવડયું. ચક્રવર્તીને વાસીદાનું કહે તેમ પૂર્ણ જ્ઞાન સ્વભાવ પાસેથી
તે વિકારનાં ફોતરાંની માગણી કરી! ભાઈરે! તેં શું માંગ્યું? પૂર્ણ સ્વભાવને જેણે નથી જાણ્યો તે પુણ્યની માગણી
કરે છે, પૂર્ણ સ્વભાવમાં તો એક સમયમાં કેવળજ્ઞાન અને સિધ્ધપદપણે થવાની તાકાત છે, તારાથી થવાય તેટલો
થા, પુણ્યપણે થવું છે એમ ન માગ, સિધ્ધપણે થવાની ભાવના કર, અને જેટલો થઈ શક તેટલો થા, અસ્થિરતા
રહી જાય તેને જાણ, પણ તે રૂપે થવાની ભાવના ન કર....!

PDF/HTML Page 13 of 17
single page version

background image
: ૫૬ : આત્મધર્મ માગશર : ૨૪૭૨
૧૯. પર્યાયનું સામર્થ્ય બેહદ છે તે અહીં બતાવવું છે. દ્રવ્ય–ગુણ તો પૂરા છે જ, પરંતુ તેની પૂર્ણતાને
સ્વીકારનાર કોણ છે? દ્રવ્ય–ગુણ પૂરા અને વર્તમાન પર્યાય પણ પૂરી છે તે પર્યાયનું જે અનંત સામર્થ્ય છે તે
સામર્થ્યને તો જ્ઞાનની પર્યાય જ જાણે છે. જો કે જાણનાર જ્ઞાનનો ઉપયોગ તો અસંખ્ય સમયનો છે પરંતુ
“અસંખ્ય સમયમાં પૂરું સામર્થ્ય છે” એમ તે નથી જાણતું, પણ “એકેક સમયની અવસ્થામાં પૂરેપૂરું સામર્થ્ય છે”
એમ તે જાણે છે, અને તેની એક સમયમાં પ્રતીતિ કરે છે. પૂર્ણને જ્ઞાનમાં લેતાં અસંખ્ય સમય લાગે છે પરંતુ
તેની પ્રતીત તો એક જ સમયમાં છે.
૨૦. ભગવાનને પૂર્ણદશા પ્રગટી ગઈ તે પૂર્ણદશામાં પૂરેપૂરું જ્ઞાન અને આનંદ સામર્થ્ય એક સમયમાં છે
આમ જે પર્યાયે કબુલ્યું તેનું પણ અનંત માહાત્મ્ય છે, તો પછી દ્રવ્ય–ગુણનાં તો શું માહાત્મ્ય કરવાં!! જે જીવે
પોતાની પર્યાયમાં સિદ્ધની કબુલાત કરી તેણે સૂક્ષ્મતાથી તો પોતાના આત્મા સાથે સિદ્ધદશાની એકતા કરી છે,
તેનામાં અને મહાવીરમાં ક્યાંય આંતરો રહે નહિ.
૨૧. કોણ આ વાતની હા પાડે છે? કોનું જ્ઞાન આ સ્વીકાર કરે છે? આ વાતને પ્રતીતમાં લેનાર કોણ
છે? જેને પોતાના સત્માં આ વાત બેઠી તેને પરની ઓશિયાળ રહેતી નથી. અહો! ભવરહિત થઈ ગયેલા
ભગવાનને જેણે પોતાના નિર્ણયમાં બેસાડયા તેને ભવરહિત ભાવનો કેટલો પોરહ અને કેટલો ઉત્સાહ!
એને તે હવે ભવ હોય? જો સિદ્ધ ભગવાનને ભવ હોય તો એને
[ભવરહિત ભગવાનને જેણે કબુલ્યા તેને]
ભવ હોય એટલે કે તેને ભવ હોય જ નહિ. સિદ્ધદશાને વાર લાગે એ અહીં પાલવે તેમ નથી પોતાની પર્યાયમાં
સિદ્ધને સમાડયા અને હવે પોતાની સિદ્ધદશાને વાર લાગે એ કેમ ચાલે? ભાણાં તૈયાર કર્યા, ભાણે જમવા
બેસાડયા અને હવે ખાલી ભાણાં ખડખડ ખખડે અર્થાત્ પીરસતાં વાર લાગે તે પાલવે નહિ–તેમ–પોતાની
પર્યાયમાં સિદ્ધ ભગવાનને સ્વીકાર્યા, પોતાની પર્યાયરૂપી ભાણું તૈયાર કર્યું અને હવે સિદ્ધદશારૂપી પકવાન્ન
પીરસાતાં વાર લાગે તે પાલવતું નથી. અહો! જુઓ તો ખરા! આમાં તો નિર્ણય અને કેવળજ્ઞાન વચ્ચેના
આંતરાને તોડી નાખે એટલું જોર છે.
૨૨. જેના જ્ઞાનમાં કેવળજ્ઞાનનું પરિપૂર્ણ સામર્થ્ય જણાયું અને તેનો જ મહિમા થયો તેને નિર્ણયરૂપે
કેવળજ્ઞાન પ્રગટી ગયું છે. કેવળજ્ઞાન ફરે તો તેનો નિર્ણય ફરે! ભલે હજી વર્તમાન ઉઘાડ કેવળજ્ઞાન જેટલો નથી
છતાં પણ વર્તમાન નિર્ણયમાં તો આખુંય કેવળજ્ઞાન આવી ગયું છે, તેથી કહ્યું કે નિર્ણયરૂપે કેવળજ્ઞાન પ્રગટી ગયું
છે. “વિચારદશાએ કેવળજ્ઞાન થયું છે, ઈચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે” એમ જ્યાં કહ્યું છે ત્યાં પણ આ જ
આશય છે. કેવળજ્ઞાનનો નિર્ણય કર્યો તેનું કેવળજ્ઞાન પાછું ફરે જ નહિ–એવી અપ્રતિહતભાવની જ વાત છે. ‘આ
તો પોતાના જ અંદરના ભાવો ઘોળાય છે, પરનો કોઈ મહિમા કરતું નથી, સૌ પોતાના જ ભાવોને ઘોળી રહ્યાં
છે.’
૨૩. આ સુખી કેમ થવાય તેની વાત ચાલે છે. જેઓ સિદ્ધ થઈ ગયા છે તેમને માટે આ વાત નથી પરંતુ
જેઓ સિદ્ધ થવાના છે તેમને સિદ્ધ થવા માટેની આ વાત છે. સિદ્ધદશામાં ભગવાનને અગુરુલઘુગુણના કારણે
ઉત્પાદ–વ્યય થાય છે, તેમને તો દરેક સમયે પૂર્ણ આનંદ છે; છતાં પર્યાય તો બદલ્યા જ કરે છે એટલે કે પહેલી
પર્યાયનો જે આનંદ છે તે જ આનંદ બીજી પર્યાયમાં નથી, પરંતુ તેના જેવો જ બીજી પર્યાયનો બીજો આનંદ છે.
આ રીતે સિદ્ધદશામાં આનંદની જાત બદલતી નથી પરંતુ કાળ બદલી જાય છે.
૨૪. અહીં કોઈને એમ થાય કે સિદ્ધ ભગવાનને આનંદ છે તેમાં આ આત્માને શું? તેને કહે છે કે–ભાઈ!
સિદ્ધને આનંદ છે એમ નક્કી કોણ કરે છે? નક્કી કરનાર પોતે છે કે બીજો? નક્કી કરનારે પોતાના જ્ઞાનનો જ
મહિમા કર્યો છે અને તેમાં સિદ્ધ અને કેવળજ્ઞાની એ તો બધાય નિમિત્ત તરીકે આવ્યાં છે.
૨૫. કોનાં જ્ઞાનમાં આ વાત સમજાય છે? આ વાત કોનું જ્ઞાન કબુલે છે? ભગવાનનું જ્ઞાન કબુલે છે કે
પોતાનું જ્ઞાન કબુલે છે? પોતાનું જ જ્ઞાન કબુલે છે. પુણ્ય–પાપના ભાવમાં અટકનારું જ્ઞાન આ કબુલતું નથી
પરંતુ પુણ્ય–પાપરહિત સિદ્ધદશા તરફ વળેલું જ્ઞાન આ કબુલે છે. અરૂપી ચૈતન્ય આત્મ તેજના માહાત્મ્ય પાસે
જગતમાં કોઈનું માહાત્મ્ય નથી. આત્માનું ચૈતન્ય તેજ કેવળજ્ઞાનરૂપે પરિણમે છે ત્યારે તો ચાર ક્ષાયોપશમિક
જ્ઞાનોનું માહાત્મ્ય પણ રહેતું નથી; આવો ચૈતન્ય સ્વરૂપી ભગવાન આત્મા પોતે જ સ્વતંત્રપણે પરિપૂર્ણ જ્ઞાન
અને સુખરૂપે થાય છે તેથી તે જ ‘સ્વયંભૂ’ છે. ‘સ્વયંભૂ’ એટલે સ્વતંત્ર પણે આત્માનું જ્ઞાન–સૌખ્યરૂપ
પરિણમન તે જ મહિમાવંત મંગળિક છે.

PDF/HTML Page 14 of 17
single page version

background image
માગશર : ૨૪૭૨ આત્મધર્મ : ૫૭ :
૨૬. જેણે એક આત્માની પરિપૂર્ણ દશા જ્ઞાનમાં કબુલી તેણે પોતાના જ્ઞાનમાં અનંતા સિદ્ધ આત્માઓનો
સ્વીકાર કર્યો અને પોતાનું પણ તેવું જ સ્વરૂપ છે એમ કબુલ્યું એટલે તેણે ભંગ–ભેદનો નકાર કર્યો. “જેવી મારા
જ્ઞાનમાં જણાણી છે તેવી જ સિદ્ધદશા સ્વરૂપે પરિણમવું તે જ મારો સ્વભાવ છે, ઊણીદશા કે ભંગભેદરૂપે
પરિણમવું તે મારૂં સ્વરૂપ નથી; સિદ્ધને હું જાણું છું એમ બોલાય છે પણ ખરેખર તો હું મારી જ પર્યાયને જાણું છું
તેમાં તેઓ જણાઈ જાય છે–એવું મારૂં સામર્થ્ય છે” આમ સ્વનું બહુમાન આવવું જોઈએ.
૨૭. દરેક જીવ જો કે પોતાની જ પર્યાયના સામર્થ્યને જાણે છે પરંતુ તેને પોતાના જ્ઞાનનો ભરોસો
આવતો નથી તેથી તે પરનું બહુમાન કરવામાં રોકાય છે અને સ્વને ભૂલી જાય છે; પરંતુ “હું મારા
જ્ઞાનસામર્થ્યને જાણું છું, પરને હું ખરેખર જાણતો નથી, અને મારૂં જ્ઞાનસામર્થ્ય તો પરિપૂર્ણ છે.” એમ સ્વનો
મહિમા આવે તો કોઈ પરનો મહિમા આવે નહિ. આત્મા પોતે અસંખ્ય પ્રદેશે અનંત ગુણનો પિંડ છે, તેને
સંભારતાં તે આખો પિંડ પર્યાયમાં આવી જાય છે. એક સમયની અવસ્થામાં અનંત ગુણનો પિંડ વર્તમાનરૂપ
આવી જાય છે અને તેનો એક સમયમાં ખ્યાલ કરનાર મારી પર્યાય છે. આ રીતે જ્ઞાનની પોતાની અવસ્થાના
સામર્થ્યના ગાણાં ગવાણાં છે.
૨૮. અહો! આજ તો અપૂર્વ ભાવો આવ્યા છે, આત્મામાં આ ભાવોને ઓગાળવા જેવા છે. પોણી કલાક
એકધારી અપૂર્વ વ્યાખ્યા આવી છે, આવી સરસ વાત કોઈ વખતે થઈ નથી. આજે તો કોઈ જુદી જ જાતથી
ઘૂંટાણું છે...અલૌકિક અમૃત નીકળ્‌યું છે..........આ રીતે અપૂર્વ મંગળિક થયું...........
પાત્રતાનું પહેલું પગથિયું ગૃહીત અને અગૃહીત મિથ્યાત્વનો : : : ત્યાગ
રા. મા. દોશી
મિથ્યાત્વનો અર્થ
પ્રથમ આપણે મિથ્યાત્વ એટલે શું અને મિથ્યાત્વ કોને કહેવાય, તેનું વાસ્તવિક લક્ષણ (ચિહ્ન) શું છે તે
વિચારીએ.
મિથ્યાત્વમાં બે શબ્દો રહેલાં છે. (૧) મિથ્યા અને (૨) ત્વ. મિથ્યા એટલે ખોટું અને ત્વ એટલે પણું.
એટલે કે ખોટાપણું, ફોગટપણું, જુઠાપણું, ઊંધાપણું, વિપરીતપણું આદિ અનેક મિથ્યાત્વના અર્થો થાય છે.
અહીં જીવમાં પોતામાં મિથ્યાપણું–ઊંધાપણું શું છે તે જોવાનું છે. કારણ કે જીવને અનાદિ કાળથી દુઃખ
થયા કરે છે અને તેને અનાદિથી મટાડવાનો પ્રયત્ન પણ તે કરે છે, પણ તે મટતું કે ઓછું થતું નથી. વળી તે દુઃખ
સમયે સમયે અનંતુ છે અને અનેક પ્રકારનું છે. પૂર્વના પુણ્યના યોગે કોઈ એક સામગ્રીનો સંયોગ થતાં કોઈ એક
પ્રકારનું દુઃખ ઓછું થયું હોય એમ તેને લાગે છે પણ વાસ્તવિક રીતે જોઈએ તો ખરેખર તેને દુઃખ ઓછું થયું
નથી કારણ કે જ્યાં એક પ્રકારનું દુઃખ ગયું ન હોય ત્યાં તો બીજા દુઃખની લાળ થયા જ કરે છે.
હવે મૂળભૂત ભૂલ વગર દુઃખ હોય નહિ, દુઃખ છે તેથી ભૂલ પણ છે જ અને તે ભૂલ જ આ મહાદુઃખનું
કારણ છે વળી જો તે ભૂલ નાની હોય તો દુઃખ થોડું અને અલ્પકાળનું હોય, પણ મોટી ભૂલ છે તેથી દુઃખ મોટું
અને અનાદિનું છે. હવે દુઃખ તો અનાદિકાળનું છે–અનંતુ છે માટે એમ નક્કી થયું કે મિથ્યાત્વ એટલે કે જીવ
સંબંધીની ઊંધી સમજણરૂપ–ભૂલ મોટામાં મોટી અને અનંતી છે કેમકે જો ભયંકર ભૂલ ન હોય તો ભયંકર
દુઃખ ન હોય. મહાન ભૂલનું ફળ તે મહાન દુઃખ છે; માટે મહાન દુઃખ ટાળવાનો સાચો ઉપાય મહાન ભૂલ
ટાળવી એ છે.
દુઃખ છે તે નક્કી કરીએ
કોઈ કહે કે જીવને દુઃખ કેમ કહેવાય? પૈસા, ખાવાપીવાની સગવડ, જોઈએ તે મળતું હોય છતાં તેને
દુઃખી કેમ કહેવાય?
તેને ઉત્તર:–ભાઈ! તને પરવસ્તુ મેળવવાની ઈચ્છા થાય છે કે નહિ? મને પર સામગ્રી, પૈસા વગેરે હોય
તો ઠીક! એ બધા હોય તો મને સુખ થાય એવી તને અંતરથી ઈચ્છા થાય છે કે નહિ! બસ! ઈચ્છા થાય છે

PDF/HTML Page 15 of 17
single page version

background image
: ૫૮ : આત્મધર્મ માગશર : ૨૪૭૨
તે જ દુઃખ છે કારણ જો તને દુઃખ ન હોય તો પરવસ્તુ મેળવીને સુખ લેવાની ઈચ્છા થાય નહિ.
અહીં અજ્ઞાનપૂર્વક ઈચ્છાની વાત છે, કારણ અજ્ઞાન–ભૂલ ટળ્‌યા પછી અસ્થિરતાને લઈને થતી જે ઈચ્છા
તેનું દુઃખ અલ્પ છે. મૂળ દુઃખ અજ્ઞાનપૂર્વકની ઈચ્છાનું જ છે. ઈચ્છા કહો, દુઃખ કહો, અકળામણ કહો કે મૂંઝવણ
કહો, બધાનો અર્થ એક જ છે. તે મિથ્યાપણાનું ફળ છે. પોતાના સ્વરૂપની અભાનદશામાં ઈચ્છા વગર જીવનો
એક સમય પણ જતો નથી. નિરંતર પોતાને ભૂલીને ઈચ્છા થયા જ કરે છે અને એ જ દુઃખ છે.
જીવની મોટી ભયંકર ભૂલ છે તેથી મોટું દુઃખ છે એટલે કે જીવને એક પછી એક ઈચ્છા સાંધ મારતી–
અટક્યા વગર થયા જ કરે છે, તે મહાન દુઃખ છે. તેનું કારણ મિથ્યાત્વ–ઊંધી માન્યતા–મહાન ભુલ છે. મિથ્યાત્વ
શું છે? તે હવે કહેવાય છે:–
મિથ્યાત્વ શું છે?
જો મિથ્યાત્વ તે દ્રવ્ય કે ગુણ હોય તો ટાળી ન શકાય, પણ જો મિથ્યાત્વ તે પર્યાય હોય તો પર્યાય
બદલાવી–મિથ્યાત્વ ટાળી શકાય.
હવે મિથ્યાત્વ તે ઊંધાઈ છે. ઊંધાઈ કહેતાં જ એમ આવ્યું કે તે ફેરવીને સવળાઈ કરી શકાય છે.
મિથ્યાત્વ તે જીવના કોઈ એક ગુણની વર્તમાન ઊંધી અવસ્થા છે અને અવસ્થા છે તે સમયે સમયે પલટે છે.
તેથી મિથ્યાત્વ એક સમયની અવસ્થા હોવાથી તે ટાળી શકાય છે.
જીવના કયા ગુણની ઊંધી અવસ્થા તે મિથ્યાત્વભૂલ છે?
હું કોણ છું, મારૂં સાચું સ્વરૂપ શું છે, આ ક્ષણિક સુખદુઃખની લાગણીઓ થાય છે તે શું છે? પુણ્ય–પાપનો
વિકાર શું છે? પરવસ્તુ દેહાદિ મારા છે કે નહિ એમ સ્વ–પરની યથાર્થ માન્યતા કરનારો જે ગુણ તે ગુણની
ઊંધીદશા એ મિથ્યાત્વ છે એટલે કે આત્મામાં માન્યતા–(શ્રદ્ધા) નામનો ત્રિકાલ ગુણ છે તેની ઊંધી
અવસ્થા તે મિથ્યાત્વ છે.
જીવ જેવી પોતે માન્યતા ધરાવે તેવું તે આચરણ કરે. એટલે કે જ્યાં જીવની માન્યતામાં ભૂલ હોય ત્યાં
તેનું વર્તન ઊંધુ હોય, હોય ને હોય જ. જીવની માન્યતા ઊંધી હોય અને આચરણ સાચું હોય એમ કોઈ કાળે બને
જ નહિ. જ્યાં જ્યાં ઊંધી માન્યતા હોય ત્યાં જ્ઞાન પણ ઊંધુ જ હોય.
‘મિથ્યા’ નો અર્થ ખોટું, ઊંધુ, જૂઠું અથવા તો વિપરીત અને ‘ત્વ’ એટલે તે પણું. આ ભૂલ મોટી ભયંકર
છે એમ કહ્યું કેમકે જ્યાં માન્યતા મિથ્યા હોય ત્યાં આચરણ અને જ્ઞાન પણ ઊંધા હોય અને તે ઊંધાઈમાં મહાન
દુઃખ હોય. એવી મિથ્યાત્વરૂપી ભયંકર ભૂલ તે શું છે? તે વિચારીએ.
સ્વરૂપની માન્યતા કરનાર શ્રદ્ધા નામનો જીવનો જે ગુણ છે તેને પોતે પોતાથી ઊંધો કર્યો છે, તેને મિથ્યા
માન્યતા કહેવાય છે; તે અવસ્થા છે તેથી ટળી શકે છે.
તે ભયંકર ભૂલ કોણ ટાળે? જીવની પોતાની તે અવસ્થા હોવાથી જીવ પોતે તે ટાળી શકે છે. પોતાના
સ્વરૂપની સૌથી મહા–મોટી ભયંકરમાં ભયંકર–મહા ભયાનક ભૂલ તે કયારથી ચાલી આવે છે?
વર્તમાનમાં તને ભૂલ છે? જો વર્તમાનમાં તને ભૂલ છે તો પૂર્વે પણ ભૂલ હતી. જો પૂર્વે તદ્ન ભૂલ
વગરનો થઈ ગયો હો તો વર્તમાન ભૂલ આવે નહિ. પૂર્વે પાકીન ખસે એવી સાચી સમજણ–માન્યતા કરી હોય
અને ખસી ગઈ હોય તો? એવા પ્રશ્નનો ઉત્તર આપે છે.
જેને થોડું સાચું જ્ઞાન થયું હોય તે જ્ઞાનમાં કદી ભૂલ થવા ન દે. જેમ હું દશાશ્રીમાળી વાણિયો છું એવું
જ્ઞાન પોતે કદી ભૂલી જતો નથી; ‘હું દશાશ્રીમાળી વાણિયો’ એ નામ તો જન્મ્યા પછી પોતે માન્યું છે...૨૫–૫૦
વરસથી શરીરનું નામ મળ્‌યું છે; કાંઈ આત્મા પોતે વાણિયો નથી છતાં તે ઘૂંટાઈને કેટલું દ્રઢ થઈ ગયું છે! જ્યારે
બોલાવો ત્યારે કહે કે ‘હું વાણિયો, હું કોળી વાઘરી નહિ.’ આ થોડા વરસથી મળેલું શરીરનું નામ પણ ભૂલાતું
નથી તો પરવસ્તુ–શરીર–વાણી–મન બહારના સંયોગો તથા પર તરફના વલણથી થતાં રાગ–દ્વેષના વિકારી
ભાવોથી ભિન્ન પોતાના શુદ્ધ આત્માનું પૂર્વે પાકું ભાન, સાચી સમજણ કરી હોય તો તે કેમ ભૂલાય? જો પૂર્વે
પાકી સાચી સમજણ કરી હોય તો વર્તમાનમાં ઊંધાઈ ન હોય.–વર્તમાનમાં ઊંધાઈ દેખાય છે માટે પૂર્વે પણ જીવે
ઊંધાઈ જ કરી છે.
તું–આત્મા અનંતગુણનો પિંડ અનાદિ અનંત છો. તે અનંત ગુણોમાં એક માન્યતા–શ્રદ્ધા નામનો ગુણ
પણ અનાદિઅનંત છે. તે માન્યતા નામના ગુણની અવસ્થા તારી ઊંધાઈથી અનાદિથી તે ઊંધી કરી છે. અને
તેને તું લંબાવ્યે જાય છે. ભૂલ–ઊંધાઈ વર્તમાન અવસ્થામાં છે તેથી તે ટળી શકે છે.

PDF/HTML Page 16 of 17
single page version

background image
–:અગૃહીત મિથ્યાત્વ:–
અનાદિથી તું–આત્મા–વસ્તુ છો એટલે “જ્યારથી જન્મું ત્યારથી મરૂં ત્યાં સુધીનો જ હું છું” એવી
માન્યતા છે તે ઊંધી છે, કેમકે જે વસ્તુને કદી કોઈએ ઉત્પન્ન કરી નથી તે વસ્તુનો કદી નાશ જ ન થાય. હું જન્મું
ત્યારથી મરૂં ત્યાર સુધીનો જ છું એવી જીવની મહા ઊંધી માન્યતા છે કેમકે મારા મરણ પછી પૈસા રહેશે તેનું
વીલ કરૂં એમ જીવ માને છે પરંતુ મરણ પછી ક્યાંક જવાનો છું માટે હું મારાં કલ્યાણને માટે કાંઈક કરૂં એમ તે
વિચારતો નથી આ જીવની અનાદિથી ચાલી આવતી, કોઈના શીખવ્યા વગરની મહા ઊંધી માન્યતા છે તેને
અગૃહીત મિથ્યાત્વ કહે છે. આ ઊંધી માન્યતા પોતે પોતાથી કરી છે કોઈએ શીખડાવી નથી; જેમ છોકરાને રડતાં
શીખડાવવું ન પડે તેમ જન્મું–મરૂં ત્યાં સુધીનો હું છું, આવી માન્યતા જીવને કોઈના શીખવ્યા વગર થઈ છે.
શરીર હું છું, પૈસામાં મારૂં સુખ છે–વગેરે પરવસ્તુમાં પોતાપણાની માન્યતા તે અગૃહીત ઊંધી માન્યતા જીવને
અનાદિથી ચાલી આવે છે.
શરીર તે જ હું છું એટલે શરીરની હાલવા–ચાલવાની ક્રિયા હું કરી શકું છું એમ અજ્ઞાની જીવ માને છે
અને શરીરને પોતાનું માનતો હોવાથી તે બહારની જે વસ્તુથી શરીરને સગવડ થતી માને–તેના ઉપર પ્રીતિ, રાગ
આવ્યા વગર રહેતો નથી તેથી તેને અવ્યક્તપણે, પુણ્યથી મને સુખ થાય એવી માન્યતા છે. બહારની સગવડનું
કારણ પુણ્ય છે અને હું પુણ્ય કરૂં તો મને એનું ફળ મળશે એવું કોઈના શીખવ્યા વગરનું અનાદિનું મિથ્યાજ્ઞાન
છે. પુણ્યથી મને લાભ થાય અને પરનું હું કરી શકું એમ એ અનાદિથી માને છે.
શરીર મારૂં એમ જેણે માન્યું, જો કે પરથી કોઈથી સગવડ થતી નથી તોપણ, જે પદાર્થ વડે તે શરીરને
સગવડ થતી તે માને તેના ઉપર પ્રીતિ થાય જ અને પુણ્ય વડે શરીરની સગવડ મળે એમ તે માનતો હોવાથી
પુણ્યથી લાભ થાય એમ અનાદિથી તે માને છે, એટલે (૧) પુણ્યથી મને લાભ થાય અને (૨) શરીર તે હું
તથા શરીરના કાર્ય હું કરી શકું આવી ઊંધી માન્યતા અનાદિથી કોઈના શીખવ્યા વગર જીવને ચાલી આવે છે. તે
જ મહા ભયંકરમાં ભયંકર દુઃખના કારણરૂપ ભૂલ છે. પાપ કરનાર જીવ પણ પુણ્યથી લાભ માને છે કેમકે તે
પોતે પોતાને પાપી કહેવડાવવા માગતો નથી એટલે કે પોતે પાપ કરતો હોવા છતાં તેને પુણ્ય ભલું લાગે છે, આ
રીતે અજ્ઞાની–મિથ્યાદ્રષ્ટિ જીવ અનાદિથી પુણ્યને સારૂં માને છે.
અનાદિકાળથી જીવે પુણ્ય અર્થાત્ શાસ્ત્રભાષામાં મંદ કષાયમાં લાભ માન્યો છે, શરીર તથા શરીરનાં કામ
મારાં અને શરીરથી તથા પુણ્યથી મને લાભ થાય એમ તે માન્યા જ કરે છે. જેને પોતાનું માને તેને છોડવા જેવું
તે કેમ માને? ન જ માને. આ મહા ભયંકર ભૂલ જગતના નિગોદથી માંડીને સર્વ અજ્ઞાની જીવોને હોય છે તે
અગૃહીત મિથ્યાત્વ છે.
–:ગૃહીત મિથ્યાત્વ:–
નિગોદથી નીકળેલા જીવને કોઈવાર મંદ કષાયથી મન પ્રાપ્ત થયું સંજ્ઞી પંચેન્દ્રિય થયો. વિચાર શક્તિ
પ્રાપ્ત થઈ અને મારૂં દુઃખ કેમ મટે એવા વિચાર ઉપર ચડયો. ત્યારે પ્રથમ “જીવ શું હશે? ” એમ વિચાર કર્યો;
તે નક્કી કરવા માટે બીજા પાસે સાંભળ્‌યું અગર વાંચ્યું. ત્યાં ઉલટું નવું લફરૂં ચોડયું. તે નવું લફરૂં શું? બીજા
પાસે સાંભળીને એમ માનવા લાગ્યો કે જગતમાં બધા થઈને એમ જ જીવ છે, બાકી બધું ભ્રમ છે. કાંતો ગુરુથી
આપણને લાભ થાય, કાંતો ભગવાનની કૃપાથી આપણે તરી જશું, કાંતો કોઈના આશીર્વાદથી કલ્યાણ થઈ જશે,
કાંતો વસ્તુને ક્ષણિક માની વસ્તુઓનો ત્યાગ કરીએ તો લાભ થાય અથવા તો શું જૈનધર્મે–એક જ ધર્મે કાંઈ
સાચાપણાનો ઈજારો રાખ્યો છે? માટે જગતના બધા ધર્મો સાચા છે એમ અનેક પ્રકારે (આત્માની સાચી
સમજણ કરવાને બદલે) બહારનાં નવા લફરાં ગ્રહણ કર્યા. પરંતુ ભાઈ! જેમ ‘એકને એક બે’ એ ત્રણે કાળે
અને સર્વે ક્ષેત્રે એક જ સત્ય છે તેમ જે વસ્તુ સ્વભાવ– વસ્તુધર્મ છે તે જ વીતરાગી વિજ્ઞાન કહે છે માટે તે ત્રણે
કાળે સત્ય જ છે બીજું કાંઈ પણ કથન સત્ય નથી.
અનેક પ્રકારની ઊંધી માન્યતા જન્મ્યા પછી નવી ગ્રહણ કરી તે ગૃહીત મિથ્યાત્વ કહેવાય છે. તેને
લોકમૂઢતા, દેવ મૂઢતા અને ગુરુ મૂઢતા પણ કહેવાય છે.
લોકમૂઢતા એને કહેવાય છે કે બાપદાદાએ અગર તો કુટુંબના મોટા માણસે કર્યું કે જગતના મોટા આગળ
પડતાં મોટા માણસોએ કર્યું માટે મારે તેમ કરવું; પણ સત્ય શું તે પોતે વિચારશક્તિથી નક્કી ન કર્યું–એ રીતે
પોતાને મન–વિચારવાની શક્તિ મળી હોવા છતાં તેનો સદુપયોગ ન કરતાં તેનો દુરોપયોગ કર્યો. તેથી એના
ફળમાં તેની વિચારશક્તિનું મરણ થયા વગર રહે જ નહિ. મંદ કષાયના ફળરૂપે વિચાર–

PDF/HTML Page 17 of 17
single page version

background image
ATMADHARAM With the permissdon of the Baroda Govt. Regd No. B. 4787
order No. 30/24 date 31-10-44
શક્તિ પ્રાપ્ત કરી હોવા છતાં, તેનો સદુપયોગ કરવાને બદલે અનાદિના અગૃહીત મિથ્યાત્વ સાથે નવું લફરૂં
લગાડી તેને પોષણ આપ્યું તેનું ફળ જ્યાં વિચારશક્તિનો અભાવ છે એવી હલકી દશા જીવને પ્રાપ્ત થાય.
પોતાની વિચારશક્તિને ગીરો મૂકીને, બાપ જો કુદેવને માને તો પોતે પણ તેને માને–એમ ધર્મના નામે અનેક
પ્રકારે ઊંધી ઊંધી માન્યતાઓ મનવાળા જીવો પોષે છે. અર્થાત્ પોતાની મનની શક્તિનો ઘાત કરે છે–પોતે
પોતાના માટે નિગોદની તૈયારી કરે છે –જેમ નિગોદના જીવને વિચારશક્તિ નથી તેમ ગૃહીતમિથ્યાત્વી જીવ
પોતાની વિચારશક્તિનો દુરુપયોગ કરી–પોતાની વિચારશક્તિનો ઘાત કરી, જ્યાં વિચારશક્તિ નથી એવા
નિગોદની તૈયારી કરે છે.
દેવમૂઢતા–સાચો ધર્મ સમજાવનાર કોણ હોઈ શકે તેની વિચારશક્તિ હોવા છતાં તેનો નિર્ણય કર્યો નહિ.
(દેવ = પુણ્યના ફળના–સ્વર્ગના દેવ નહિ પણ જ્ઞાનની દિવ્યશક્તિ ધરાવે તે સર્વજ્ઞદેવ.)
પોતાને ઊંધુ જ્ઞાન હોવાથી જેને સાચું પૂરું જ્ઞાન થયું છે તેવા દિવ્યશક્તિવાળા દેવ પાસેથી સાચું જ્ઞાન
મળી શકે. પરંતુ જીવ તેને ઓળખતો નથી અને દેવના સંબંધમાં એટલે કે સંપૂર્ણ સાચું જ્ઞાન કોને પ્રાપ્ત થયું છે
તેના સંબંધમાં તે મૂર્ખતા ધારણ કરે છે એટલે કે દેવ સંબંધમાં પણ પોતાની વિચારશક્તિનું મહાન દેવાળું કાઢે છે.
તે દેવમૂઢતા છે.
ગુરુમૂઢતા–માંદો માણસ ડોકટરની તપાસ કરે કે કયા ડોકટરની દવા લઈશું તો રોગ મટશે! કુંભારને ત્યાં
તાવડી લેવા જાય ત્યાં ત્રણ ટકોરા મારી તાવડીની પરીક્ષા કરે, વિગેરે અનેક સંસારના પ્રસંગોમાં પરીક્ષા કરે,
પણ અહીં આત્મામાં અજ્ઞાનનો નાશ કરવા માટે અને દુઃખ ટાળવા માટે કોણ નિમિત્ત (ગુરુ) થઈ શકે તેનો
પરીક્ષાદ્વારા નિર્ણય કરવામાં વિચારશક્તિને લગાવતો નથી અને બાપે કહ્યું તે પ્રમાણે અથવા કુળની પરંપરા
પ્રમાણે આંધળી દોડે માને છે. તે જીવની ગુરુમૂઢતા છે.
આ પ્રમાણે જીવ કાંતો વિચારશક્તિનો ઉપયોગ કરતો નથી. અને ઉપયોગ કરવા જાય છે તો ઉપર કહ્યા
પ્રમાણે (૧) લોકમૂઢતા, (૨) દેવમૂઢતા અને ગુરુમૂઢતા ત્રણ રીતે લૂંટાઈ જાય છે. કુગુરુ તો કહે કે દાન દેશો તો
ધર્મ થશે, પણ ભલા! એવું તો ગામના ભંગીઆ પણ કહે છે કે ‘મા બાપ! એક બીડી આપશો તો ધર્મ થશે’
એમાં કુગુરુએ અપૂર્વ શું કીધું? વળી શીલનો ઉપદેશ બાપ પણ આપે છે. તો પછી બાપ પણ ધર્મ ગુરુ ઠરે.
નિશાળમાં પણ સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય સેવવાનું કહેવાય છે તો પછી નિશાળના માસ્તર ધર્મગુરુ ઠરે અને
નિશાળના પુસ્તકો ધર્મશાસ્ત્ર ઠરે–પણ તેમ બનતું નથી. ધર્મનું સ્વરૂપ અપૂર્વ છે.
‘અપવાસ’ થી ધર્મ માને પરંતુ અપવાસ શબ્દનો અર્થ જ ન સમજે. અપ=માઠો અને વાસ=રહેવું. હવે
ઊંધો વાસ કરવાથી કાંઈ ધર્મ થતો હશે? વળી કોઈ કહે કે મૂળ શબ્દ ‘ઉપવાસ’ છે–તો પણ ત્યાં ઉપવાસનો અર્થ
‘રોટલા ન ખાવા’ એમ માને છે પણ તે જૂઠું છે. ઉપવાસ શબ્દનો ભાવ ઉપવાસ કરવાનું માનનાર કે કહેનાર
સમજતાં ન હોય ત્યાં ધર્મ કેમ થાય? અનાજનો સંયોગ શરીરને ન થયો એમાં ઉપવાસ માની લીધો, પણ જીવ
તો કદી રોટલા ખાતો નથી બહુ તો જીવ અજ્ઞાનદશામાં અજ્ઞાન અને દુઃખ ખાય છે
[ભોગવે છે]. જ્ઞાનદશામાં
સાચું જ્ઞાન અને તેનું અવિનાભાવી સુખ ભોગવે છે.
ત્રણ પ્રકારની મૂઢતામાં ગુરુમૂઢતા વિશેષ છે. તેમાં ધર્મને નામે પોતે અધર્મ કરતો હોય છતાં તેમાં ધર્મ
માને છે. દા. ત. દુકાને બેઠેલો માણસ હું અત્યારે સામાયિક–ધર્મ કરૂં છું એમ ન માને પણ ધર્મસ્થાને આવીને
પોતે માનેલા ગુરુ કે વડીલે કહેલા અમુક શબ્દો બોલી જાય કે જેના અર્થ પણ પોતે જાણતો ન હોય તેમાં
સામાયિક ધર્મ કર્યો એમ તે જીવ માને છે, વળી શુભ ભાવ હોય તો પુણ્ય થાય અને તે શુભમાં ધર્મ માન્યો–
એટલે ત્યાં અધર્મને ધર્મ માન્યો છે તે જ ગૃહીત મિથ્યાત્વ છે.
ગૃહીત મિથ્યાત્વ એટલે પોતે વિચારશક્તિવાળો થયા પછી નવાં લફરાં ગ્રહણ કર્યા છે. અહીં ભૂલ–
મિથ્યાત્વ સંબંધી આપણે બે વાત કરી, (૧) અનાદિથી ચાલ્યું આવતું પુણ્યથી ધર્મ થાય અને શરીરનું કાર્ય હું
કરી શકું એ માનવારૂપ ઊંધી માન્યતા તે અગૃહીતમિથ્યાત્વ છે. (૨) લોકમૂઢતા, દેવમૂઢતા અને ગુરુમૂઢતાના
સેવનથી કુદેવ–કુગુરુદ્વારા જીવ ઊંધી માન્યતાને પોષણ આપનારાં લફરાં ગ્રહણ કરે છે તે ગૃહીત મિથ્યાત્વ છે.
સાચા દેવ–ગુરુ–ધર્મની તેમ જ પોતાના આત્મસ્વરૂપની સાચી સમજણ દ્વારા એ બંને મિથ્યાત્વને ટાળ્‌યા વગર
જીવ કદી પણ સમ્યકત્વ પામી શકે નહિ, અને સમ્યગ્દર્શન વગર કદી ધર્માત્માપણું થાય નહિ; માટે ધર્માત્માને
પ્રથમ ભુમિકામાં જ ગૃહીત અને અગૃહીત મિથ્યાત્વનો ત્યાગ તો જરૂર હોય જ.