Atmadharma magazine - Ank 260
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 51
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૨
સળંગ અંક ૨૬૦
Version History
Version
Number Date Changes
001 Apr 2004 First electronic version.

PDF/HTML Page 2 of 51
single page version

background image
(રાજકોટ–મહોત્સવનો સચિત્ર અહેવાલ આ અંકમાં રજુ થાય છે.)
“ज्ञातार विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये”
જેઠ : ૨૪૯૧ JUNE 1965 વર્ષ : ૨૨ અંક : ૮ વાર્ષિક લવાજમ રૂા. ૪–૦૦
પૂ. ગુરુદેવ રાજકોટ મંદિરમાં અતિશય ભક્તિપૂર્વક
સીમંધરનાથના દર્શન કરી રહ્યા છે (ચૈત્ર સુદ ૧૩).
તંત્રી : જગજીવન બાવચંદ દોશી
૨૬૦

PDF/HTML Page 3 of 51
single page version

background image
ધન્ય અવતાર
૭૬ મા જન્મોત્સવ પ્રસંગે ૭૬ દીપકથી ઝગમગતા ૭૬ પ્રવેશદ્વાર
વચ્ચે થઈને પૂ. ગુરુદેવ મંડપમાં પધાર્યા... ને હજારો ભક્તોએ
જન્મોત્સવની મંગલ વધાઈપૂર્વક ગુરુદેવને અભિનંદ્યા...
ગુરુદેવે આધ્યાત્મિક ધર્મની મંગલભેરી વગાડીને
હજારો જીવોને જાગૃત કર્યા છે ને જૈનધર્મનો
મહાન ઉદ્યાત કરી રહ્યા છે...

PDF/HTML Page 4 of 51
single page version

background image
JUNE : 1965 : વર્ષ ૨૨: અંક આઠમો
આત્માર્થીને આત્માની અપ્રાપ્તિ
શોભે નહિ
(આત્મપ્રાપ્તિના કોલકરાર) (વૈ. સુદ બીજ)
ભર્યા સરોવર પાસે જાય અને પાણી પીધા વગર
તરસ્યો રહે–એ તે કાંઈ શોભે? ન શોભે; પાણી પીને તૃપ્ત
થાય એ જ શોભે. તેમ આનંદનું ભર્યું સરોવર આ ચૈતન્ય
ભગવાન આત્મા, તેની સન્મુખ જઈને અંતરમાં
અનુભવનો અભ્યાસ કરે, અને અનુભવપ્રાપ્તિ ન થાય–
એ તે કાંઈ શોભે? અપ્રાપ્તિ ન શોભે; પણ સ્વાનુભવની
પ્રાપ્તિ થાય, થાય ને થાયજ! –તે જ શોભે છે. અંતર
સ્વભાવની સન્મુખ જાય....ને તેના અનુભવની અપ્રાપ્તિ
રહે–એ તે શું શોભે છે? ના; ભગવાન ચૈતન્ય પાસે જાય
ને ખાલી હાથે પાછો આવે–એ શોભે જ નહિ, એટલે એમ
બને જ નહિ. સારા ઉત્તમ રાજા પાસે ગયેલો માણસ પણ
ખાલી હાથે પાછો ન ફરે, તો જગતનો કોલાહલ છોડીને
જે જીવ આ ચૈતન્યસ્વભાવ પાસે આવ્યો ને તેના
અનુભવમાં સતતપણે વારંવાર અભ્યાસ કરે છે તે
સ્વાનુભવ વગર પાછો ન ફરે, તેને સ્વાનુભવની પ્રાપ્તિ
થાય જ.
–આવા આત્મપ્રાપ્તિના કોલકરાર સંતોએ
સમયસારમાં કર્યા છે.

PDF/HTML Page 5 of 51
single page version

background image
: ૨ : આત્મધર્મ : જેઠ :
શુદ્ધજીવ અને અજીવની
સ્પષ્ટ વહેંચણી
(કલશટીકા–પ્રવચન: કલશ ૩૭)
રાજકોટ શહેરમાં જિનેન્દ્રભગવંતોની
મંગલપ્રતિષ્ઠા કરીને અને એક માસ સુધી કલશ
ટીકાના પ્રવચનોમાં અધ્યાત્મરસની ધારા
વહેવડાવીને વૈશાખ સુદ તેરસે પૂ. ગુરુદેવ સોનગઢ
પધાર્યા, સોનગઢની સમગ્ર જનતાએ ઉમંગભર્યું
સ્વાગત કર્યું,; ને કલશટીકાના પ્રવચનોદ્વારા
અધ્યાત્મરસના ધોધ વહેવા શરૂ થયા, તથા
ભાવનાનું ઘોલન શરૂ થયું. વિહાર વખતે ૩૭ કલશ
સુધી વંચાયેલ ત્યાંથી અનુસંધાન કરીને પ્રવચન શરૂ
થાય છે.
શુદ્ધ જીવમાં જે નથી તે અજીવ છે. તે અજીવ ખરેખર જીવના સ્વભાવથી
ભિન્ન છે; એટલે શુદ્ધ જીવ તે જ ખરેખર જીવ છે. વર્ણાદિક ભાવો કે રાગાદિક ભાવો
તે ખરેખર જીવથી ભિન્ન, અજીવ છે. શુદ્ધ ચેતન્યદ્રવ્યથી ભિન્નપણે વિદ્યમાન એવા
અશુદ્ધ વિભાવ પરિણામો જીવસ્વરૂપથી નીરાળા જ છે. જડ કર્મ કે શરીર તો મૂર્ત
અને ભિન્ન છે, પણ અંદરની અરૂપી વિકારી લાગણી, જે ચેતન જેવી દેખાય છે ને
જીવ સાથે સંબંધવાળી છે તે વિકારી લાગણીઓ પણ શુદ્ધ સ્વરૂપને અનુભવતાં
આત્માથી ભિન્ન જ છે. જેવું જડ પરદ્રવ્ય છે તેવું એ વિકારભાવ પણ પરદ્રવ્ય જ છે.
સ્વદ્રવ્ય તો શુદ્ધચેતન્યમય જ છે.
અહા, જુઓ આ સ્વદ્રવ્યને ને પરદ્રવ્યની વહેંચણી, અંતરના સ્વાનુભવથી આવી
વહેચણી કરવી તે ધર્મ છે. શરીર અને કર્મ તો સીધા જડ છે, ને રાગાદિ પરિણામો જીવ

PDF/HTML Page 6 of 51
single page version

background image
: જેઠ : આત્મધર્મ : ૩ :
સાથે સંબંધવાળા હોવાછતાં તે ખરેખર જીવ નથી, જીવના શુદ્ધસ્વભાવના અનુભવમાં
તેનો પ્રવેશ નથી તેથી ખરેખર તે અજીવ છે. આત્મા તો તેને કહેવાય કે જે શુદ્ધ
શુદ્ધજીવનો અનુભવ કરતાં શરીર અને કર્મની જે રાગાદિ ભાવકર્મ પણ ભિન્નપણે
જ અનુભવાય છે. ૧૪૮ પ્રકૃતિ (જેમાં તીર્થંકરપ્રકૃતિ પણ આવી જાય છે) તેના
નિમિત્તભૂત જેટલા પરભાવો અશુભ કે શુભ છે તે બધાય શુદ્ધ જીવથી ભિન્ન છે, એટલે
અજીવ છે, ચેતન જેવા દેખાય છે તો પણ ખરેખર તે ચેતનના સ્વભાવભૂત નથી, શુદ્ધ
ચેતનસ્વરૂપ જીવના અનુભવનમાં તેમનો પ્રવેશ નથી, તેથી શુદ્ધ જીવથી તે ભિન્ન છે.
પ્રશ્ન:– આપે વિભાવ પરિણામોને જીવસ્વરૂપથી ભિન્ન કહ્યા, તો તે ભિન્ન એટલે
શું તેનો ભાવાર્થ અમે સમજ્યા નહિ. ભિન્ન કહેતાં તે વસ્તુસ્વરૂપ છે, કે અવસ્તુરૂપ છે?
ઉત્તર:– શુદ્ધ ચૈતન્યથી ભિન્ન કહ્યા, એટલે શુદ્ધ ચૈતન્યસ્વભાવની દ્રષ્ટિમાં તે
અવસ્તુરૂપ છે. શુદ્ધ ચૈતન્યના અનુભવનશીલ જીવને સ્વમાં વિભાવ પરિણામ દેખાતા
નથી. પરભાવનું વિદ્યમાનપણું હતું તે તો પહેલાં બતાવ્યું, પણ સ્વાનુભવમાં તો તે
અવસ્તુ જ છે, અવિદ્યમાન જ છે. વસ્તુના સ્વભાવભૂત જે ભાવ નથી તેને વસ્તુરૂપે
અનુભવવા તે મિથ્યાત્વ છે.
સંતો અનુભવથી કહે છે કે અમે વિકારથી ભિન્ન શુદ્ધ ચૈતન્યવસ્તુને અનુભવીએ
છીએ ને તમે પણ આવી શુદ્ધ ચૈતન્ય વસ્તુને સ્વાનુભવ વડે અનુભવો. રાગાદિ
પરભાવોનો વર્જનશીલ એટલે છોડનાર આત્મસ્વભાવ છે; એ શુભાશુભ ભાવરૂપ જે
અશુદ્ધ આચરણ છે તે કરવા યોગ્ય નથી પણ વર્જન કરવા યોગ્ય છે, છોડવા યોગ્ય છે;
આત્માનો સ્વભાવ રાગના અનુભવન શીલ નથી પણ શુદ્ધચેતનના અનુભવનશીલ છે.
રાગાદિ પરભાવોને તો દુષ્ટ કહ્યા છે, અનિષ્ટ કહ્યા છે ને મોક્ષમાર્ગના ઘાતક કહ્યા છે.
(પૃ. ૮૯) વ્યવહારચારિત્રના શુભ પરિણામને પણ એમાં જ નાંખ્યા છે. ઉપાદેયરૂપ
શુદ્ધભાવ છે, તે જ મોક્ષનું કારણ છે. જેટલી શુદ્ધતા છે તેટલું જ મોક્ષનું કારણ છે, અને
જેટલું મોક્ષનું કારણ છે તેટલું જ ઉપાદેયરૂપ છે; જેટલી અશુદ્ધતા છે તેટલું બંધનું કારણ
છે ને જેટલું બંધનું કારણ છે તેટલું છોડવા યોગ્ય છે.
પરભાવો અનિષ્ટ છે એટલે કે ઈષ્ટ નથી; ધર્માત્માને તે પ્રિય નથી. ધર્માત્માને
ઈષ્ટ વહાલો ને પ્રિય તો પોતાનો શુદ્ધ ચૈતન્યસ્વભાવ જ છે. પરભાવ જેને પ્રિય છે તેને

PDF/HTML Page 7 of 51
single page version

background image
: ૪ : આત્મધર્મ : જેઠ :
શુદ્ધ આત્મસ્વભાવ પ્રિય નથી. વિકલ્પની જાળ ઊઠે તે જ્ઞાનીને પ્રિય નથી, ઈષ્ટરૂપ નથી,
તેની ઈચ્છા નથી; એટલે તે વિકલ્પજાળ ઊઠે તો ઊઠો પણ અનુભવનશીલ એવી શુદ્ધ
ચૈતન્યવસ્તુમાં તો કાંઈ વિકલ્પજાળ નથી; તેથી તે સ્વદ્રવ્ય નથી પણ પરદ્રવ્ય છે; ને
પરદ્રવ્ય હોવાથી સ્વવસ્તુના અનુભવમાં તો તે અવસ્તુ જ છે. જેમ ચેતનના અનુભવમાં
જડનો પ્રવેશ નથી તેમ પરભાવનો પણ તેમાં પ્રવેશ નથી તેથી તે પણ પરમાર્થે પરદ્રવ્ય
છે, જે સ્વદ્રવ્યની શુદ્ધઅનુભૂતિમાં નહિ તે બધું ય પરદ્રવ્ય છે. અરે, રાગને તો
મોક્ષમાર્ગનો ઘાતક કહ્યો છે તો તે સ્વવસ્તુ કેમ હોય? અજ્ઞાની તેને (શુભ રાગને)
મોક્ષનું સાધન માને છે. પણ ભાઈ, અશુભકષાયોની જેમ શુભ પરિણામોનો પણ
મોક્ષમાર્ગમાં નિષેધ છે. શુદ્ધ ચૈતન્યવસ્તુના અનુભવરૂપ જે મોક્ષમાર્ગ છે તે તો એકલી
શુદ્ધતારૂપ જ છે, તે શુભાશુભરાગરૂપ નથી. શુભાશુભરાગ તો મોક્ષમાર્ગની ક્રિયાથી
વિપરીત છે. મોક્ષમાર્ગ ભલો છે, અને શુભાશુભપરિણામ દુષ્ટ છે, માટે તે વર્જનીય છે.
અહા, છઠ્ઠા સાતમા ગુણસ્થાને સ્વરૂપના આનંદમાં વારંવાર ઝૂલતા ભગવાન
સંત– મુનિઓએ સ્પષ્ટ વસ્તુસ્વરૂપ અનુભવીને પ્રસિદ્ધ કર્યું છે. અહા, મુનિદશા એટલે
તો પરમેષ્ઠી– પદ,–જાણે હાલતાચાલતા ભગવાન!–એવા સંતોની આ વાણી છે,
કુંદકુંદાચાર્યદેવ ને અમૃતચંદ્રાચાર્યદેવે અલૌકિક વસ્તુસ્વરૂપ જગતને બતાવ્યું છે, શુદ્ધ
જીવસ્વભાવ અને પરભાવોની અત્યંત ભિન્નતા બતાવીને શુદ્ધજીવનો અનુભવ કરાવ્યો
છે; ને પરભાવોને તો ‘અવસ્તુ’ કહીને અનુભવથી બહાર કાઢી નાંખ્યા છે; એટલે
વ્યવહારને જ શુદ્ધઅનુભવની બહાર કાઢી નાંખ્યો છે.
આ ‘અજીવ–અધિકાર’ છે, ‘શુદ્ધજીવ’ નહિ તે બધુંય અજીવ–એમ જીવ–
અજીવની સ્પષ્ટ વહેંચણી કરી છે. આવા શુદ્ધસ્વરૂપ જીવને અનુભવમાં ને પ્રતીતમાં લેવો
તે સમ્યગ્દર્શન છે. આવા સમ્યગ્દર્શનની દ્રષ્ટિમાં ઉત્કૃષ્ટ એક પરમ તત્ત્વ જ દેખાય છે.
કોઈ વિભાવો તેમાં દેખાતા નથી. વિભાવ એટલે કે વ્યવહારપરિણામ તે ઉત્કૃષ્ટ નથી,
શુદ્ધદ્રષ્ટિમાં જે પરમતત્ત્વ દેખાય છે તે જ ઉત્કૃષ્ટ છે. આઠ વર્ષની બાલિકા પણ
અનુભવમાં જ મોક્ષમાર્ગ સમાય છે.

PDF/HTML Page 8 of 51
single page version

background image
: જેઠ : આત્મધર્મ : પ :
* રાજકોટ–મહોત્સવ સમાચાર *
ભવ્ય સમવસરણ અને ઉન્નત માનસ્તંભમાં જિનેન્દ્રપ્રતિષ્ઠા
આનંદ અને ઉલ્લાસથી ઉજવાયેલ
શ્રી જિનેન્દ્ર–પ્રતિષ્ઠાનો પંદરમો પંચકલ્યાણક–મહોત્સવ
પૂ. ગુરુદેવનો ૭૬મો મંગલ–જન્મોત્સવ
પૂ. શ્રી ગુરુદેવદ્વારા જૈનધર્મની મહાન પ્રભાવના દિનોદિન
વૃદ્ધિગત થઈ રહી છે; વીતરાગી દેવ–ગુરુ–શાસ્ત્રનો જે અપાર
મહિમા તેઓશ્રી સમજાવે છે તેના પ્રતાપે હજારો ભક્તો
પ્રભાવિત થાય છે, ઠેરઠેર જિનમંદિરો બંધાય છે, ને તેમાં
જિનેન્દ્રપ્રતિષ્ઠાના મંગલ મહોત્સવો ઉજવાય છે. એવો પંદરમો
પંચકલ્યાણક–પ્રતિષ્ઠામહોત્સવ આ વૈશાખ માસમાં રાજકોટ
શહેરમાં ઉજવાયો. અનુક્રમે સોનગઢ (૧૯૯૭), સોનગઢ
(૧૯૯૮) વીંછીયા, લાઠી, રાજકોટ, સોનગઢ (૨૦૦૯),
પોરબંદર, મોરબી, વાંકાનેર, લીંબડી મુંબઈ (૨૦૧પ)
જામનગર, જોરાવરનગર, મુંબઈ (૨૦૨૦) તથા રાજકોટ
(૨૦૨૧) આ રીતે પંદર વખત પંચકલ્યાણક પ્રતિષ્ઠામહોત્સવ
થયા. આ ઉત્સવમાં સાથે સાથે વૈશાખ સુદ બીજનો ૭૬મો
જન્મોત્સવ પણ રાજકોટમાં ઉજવાયો. આ ઉત્સવ પ્રસંગે
રાજકોટમાં એક મહિના સુધી કલશટીકા ઉપર અધ્યાત્મરસની
ધારા ગુરુદેવે વરસાવી. અહીં ઉત્સવના મધુર સંભારણા
આપ્યાં છે.
બ્ર. હ. જૈન (સં)
ચૈત્ર વદ ૮ ના રોજ રાજકોટના સમવસરણ–મંદિરના પહેલા ગઢનો પહેલવહેલો
આરસનો પાષાણ મુકવાનું મુહૂર્ત થયું; મંગલ તરીકે ગુરુદેવના સુહસ્તે તે પાષાણશીલા
ઉપર સ્વસ્તિક કરાવીને ચણતરનો પ્રારંભ થયો; સંઘની બીજી અગ્રગણ્ય વ્યક્તિઓના
હસ્તે પણ મુહુર્ત થયું. આ રીતે સમવસરણની રચનાનો પ્રારંભ થયો. આરસનું
સમવસરણ સુંદર અને ભવ્ય બન્યું છે.
પંચકલ્યાણક પ્રતિષ્ઠામહોત્સવ સંબંધી વિધિ–વિધાનનો મંગલપ્રારંભ વૈશાખ સુદ
એકમના પ્રાતઃકાળે થયો. સવા લાખ જાપની

PDF/HTML Page 9 of 51
single page version

background image
: ૬ : આત્મધર્મ : જેઠ :
શરૂઆત કરીને શ્રી જિનેન્દ્રદેવને રથયાત્રાપૂર્વક પ્રતિષ્ઠામંડપ (સીમંધરનગર) માં
બિરાજમાન કરવામાં આવ્યા; પ્રભુજીની પધરામણીથી સીમંધરનગર શોભી ઊઠયું.
બપોરે ભાઈશ્રી રસિકલાલ ફૂલચંદ મહેતાના નવા મકાનના વાસ્તુ નિમિત્તે
તેમને ત્યાં ભગવાનને બિરાજમાન કરીને ભક્તિ કરવામાં આવી હતી. પૂ. ગુરુદેવ પણ
ત્યાં પધાર્યા હતા.
વૈશાખ સુદ બીજ: ૭૬ મો જન્મોત્સવ
વૈશાખ સુદ બીજ આવી ને મંગલ વધાઈ લાવી. વહેલી સવારથી વાજિંત્રનાદ ને
ઘંટ– નાદથી રાજકોટનગરી ગાજી ઊઠી. સાડાપાંચ વાગતાં મંગલવધાઈ સહિત
પ્રભાતફેરી નીકળી.....ઊંઘમાંથી ઝબકીને રાજકોટના પ્રજાજનો જાગી ઊઠયા....ને
કહાનગુરુના ૭૬મા જન્મોત્સવની મંગલવધાઈ સાંભળીને ટોળેટોળા સીમંધરનગર તરફ
જન્મોત્સવ ઉજવવા ઉમટયાં. છ વાગતાં ગુરુદેવ જિનમંદિરમાં પધાર્યા ને ભક્તિપૂર્વક
અર્ધ ચડાવીને સીમંધરનાથના ચરણની પૂજા કરી. પછી પ્રતિષ્ઠા મંડપમાં પધાર્યા ને
હજારો જીવોના હર્ષનાદથી મંડપ ગાજી ઊઠ્યો. મંડપના આંગણે હજારો ભક્તોની સાથે
હાથીરાજ પણ સૂંઢમાં પુષ્પમાળા લઈને ગુરુદેવના સ્વાગત માટે તૈયાર ઊભા હતા. ૭૬
કમાનો અને ૭૬ દીપકોથી ઝગમગતા રસ્તા વચ્ચેથી પસાર થઈને ગુરુદેવ મંચ ઉપર
પધાર્યા, મંગલગીત ને મંગલવધાઈ શરૂ થઈ, ને પછી શ્રીફળ વગેરે લઈને હજારો
ભક્તજનોએ ગુરુજન્મના વધામણાં લીધા....હજાર હજાર હાથો એક સાથે ગુરુદેવને
અભિનંદી રહ્યા. મંડપની આજની શોભા અનેરી હતી, તો મુમુક્ષુઓનો આજનો ઉલ્લાસ
તેથી પણ અનેરો હતો. ગુરુજન્મોત્સવ પોતાના આંગણે થતાં રાજકોટની જનતાએ
પોતાના અહોભાગ્ય માન્યા, ને ભારતભરમાંથી અગ્રગણ્ય ભક્તોએ આવીને તેમાં સાથ
પૂરાવ્યો....બીજા સેંકડો ભક્તજનોએ તાર–સન્દેશદ્વારા જન્મવધાઈમાં સૂર પૂરાવ્યો.
પછી ગુરુદેવનું ઉલ્લાસભર્યું પ્રવચન થયું. પ્રવચનમાં બોધીબીજનો ઘણો મહિમા
ગુરુદેવે પ્રસિદ્ધ કર્યો. ભેદજ્ઞાનરૂપી બીજ ઊગે છે તે ત્રણ કળા સહિત છે, સમ્યગ્દર્શન–
જ્ઞાન–ચારિત્ર એ ત્રણે કળાના અંશો લેતી બોધીબીજ પ્રગટી તે વધીવધીને
કેવળજ્ઞાનરૂપી પૂર્ણ સોળ કળાએ ખીલી ઉઠશે. ગુરુદેવની મંગલવાણી સાંભળતાં સભા
હર્ષથી ખીલી ઉઠી.
પ્રવચનબાદ બાદ રાજકોટ અંધશાળાની બહેનોએ મંગલગીત ગાયું હતું. તથા
સમસ્ત મુમુક્ષુમંડળ તરફથી ભાઈશ્રી ખીમચંદ જે. શેઠ તથા પ્રમુખ શ્રી નવનીતલાલભાઈ
સી. ઝવેરીએ ગુરુદેવ પ્રત્યે આજના મંગલ પ્રસંગ નિમિત્તે અભિનંદન અને શ્રદ્ધાંજલિરૂપ
ભાષણ કરેલ. ત્યારબાદ જન્મોત્સવની ખુશાલીમાં ૭૬ની રકમો (એકંદર ઓગણત્રીસ
હજાર જેટલી રકમ) જાહેર થઈ હતી. આ પ્રસંગે ભારતભરમાંથી તેમજ પરદેશમાંથી
સેંકડો અભિનંદન–સન્દેશા આવ્યા હતા. ગુરુદેવના આહારદાનનો લાભ આજે શ્રી
મૂળજીભાઈ ચત્રભુજ લાખાણીના કુટુંબને પ્રાપ્ત થયો હતો.

PDF/HTML Page 10 of 51
single page version

background image
: જેઠ: આત્મધર્મ :૭:
તેથી તેમને ઘણો આનંદ થયો હતો.
બપોરે પ્રવચન પછી જિનમંદિરમાં ભક્તિ તથા સાંજે ૭૬ દીપકોથી આરતિ થઈ
હતી. રાત્રે બાલિકાઓએ જન્મોત્સવ–પ્રસંગને લગતું આનંદ–નાટક કર્યું હતું; આ નાટક
દ્વારા ગુરુદેવના જીવનપ્રસંગોની ઝાંખી થતી હતી, ખાસ કરીને ઉમરાળાનાં દ્રશ્યો સૌને
આનંદ ઉપજાવતા હતા. સંવાદમાં રાજકોટની પ૬ જેટલી નાની નાની બાળાઓએ સુંદર
કાર્ય કર્યું હતું. એ રીતે ગુરુદેવનો ૭૬મો જન્મોત્સવ રાજકોટમાં આનંદથી ઉજવાયો હતો.
વૈશાખ સુદ ત્રીજે: પ્રવચન પછી, પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે
વીસ વિહરમાન–તીર્થંકર–મંડલવિધાનપૂજનનો પ્રારંભ થયો હતો, ને વૈશાખ સુદ ચોથ
(તા. પ)ની સાંજે જિનેન્દ્રદેવના અભિષેકપૂર્વક મંડલવિધાનની પૂર્ણતા થઈ હતી.
વૈશાખ સુદ ૬ (તા. ૬) ની પ્રભાતે મૃત્તિકાનયનની વિધિ થઈ હતી. ત્યારપછી
તુરત ભગવાન જિનેન્દ્રદેવની પધરામણી સહિત પ્રતિષ્ઠામંડપમાં જૈન–ઝંડારોપણ થયું
હતું. સીમંધરનગરના ખુશખુશાલ વાતાવરણમાં સોનેરી સૂર્યકિરણો વચ્ચે જૈનધર્મધ્વજ
૩૧ ફૂટ ઊંચે ફરકી રહ્યો હતો. ગુરુદેવના પ્રવચન બાદ જલયાત્રાનું સરઘસ નીકળ્‌યું હતુ.
બપોરે ચોવીસતીર્થંકરોના મંગલ–પૂજનપૂર્વક અંકુરારોપણની વિધિ થઈ હતી. રાત્રે
ફિલ્મદ્વારા સોનગઢના માનસ્તંભ–પ્રતિષ્ઠા મહોત્સવનાં દ્રશ્યો બતાવવામાં આવ્યા
હતાં....સોનગઢ પ્રતિષ્ઠામહોત્સવનાં એ દ્રશ્યો જોઈને આનંદ થયો હતો.
વૈશાખ સુદ સાતમ (તા. ૭) ની સવારમાં આચાર્ય અનુજ્ઞા વિધાનપૂર્વક પ્રતિષ્ઠા
મહોત્સવનો મંગલ પ્રારંભ થયો હતો. ૧૧ ઈન્દ્રઈન્દ્રાણીની તથા કુબેરની સ્થાપના થઈ
હતી ને ઈન્દ્રપ્રતિષ્ઠાનું ભવ્ય સરઘસ નીકળ્‌યું હતું; મુખ્ય ઈન્દ્રો હાથી ઉપર હતા; તથા
બીજા અનેક સજધજથી સરઘસ શોભતું હતું. છપ્પન કુમારિકાઓ પણ એ મોટા રથમાં
સાથે હતી. સાંજે ઈન્દ્રોદ્વારા થતું “યાગમંડલ પૂજન વિધાન” થયું હતું. જેમા ચાર મંગળ–
ઉત્તમ–શરણરૂપ અરિહંતાદિ પરમેષ્ઠી ભગવંતોનું, ત્રણ ચોવીસીના તીર્થંકરોનું વીસ
વિહરમાન તીર્થંકરોનું, આચાર્ય–ઉપાધ્યાય–સાધુનું તેમજ ઋદ્ધિધારી મુનિવરોનું પૂજન
કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત જિનધર્મ, જિનાગમ, જિનચૈત્ય ને જિનચૈત્યાલનું પૂજન
કરવામાં આવ્યું હતું. રાત્રે કુમારિકા બહેનોદ્વારા આદિનાથ પ્રભુની મંગલ સ્તુતિપૂર્વક
પંચ કલ્યાણકનાં દ્રશ્યોનો પ્રારંભ થયો હતો. પહેલું દ્રશ્ય સર્વાર્થસિદ્ધિ–વિમાનનું હતું–જેમાં
ભગવાન આદિનાથનો જીવ દેવપર્યાયમાં છે ને સર્વાર્થસિદ્ધિના દેવો ચર્ચા કરે છે તે
ભાવોનું દ્રશ્ય હતું.
ત્યારપછીનું દ્રશ્ય ઈન્દ્રદરબારનું હતું, આદિનાથપ્રભુના ગર્ભકલ્યાણક પ્રસંગે ઈન્દ્ર
કુબેરને અયોધ્યાનગરીની રચના કરવાની આજ્ઞા કરે છે, ધનદ કુમારિકા દેવીઓને
માતાજીની

PDF/HTML Page 11 of 51
single page version

background image
: ૮: આત્મધર્મ :જેઠ:
સેવામાં મોકલે છે, તીર્થંકરના અવતરણનો આનંદ મનાવે છે; ત્રીજું દ્રશ્ય હતું
અયોધ્યાના રાજદરબારનું, જેમાં નાભિરાજા અને મરૂદેવી માતા બિરાજમાન છે.
(માતા–પિતા તરીકેની સ્થાપનાનું સૌભાગ્ય શ્રી પ્રભુલાલભાઈ ત્થા તેમના ધર્મપત્ની
શ્રી શાન્તાબેનને પ્રાપ્ત થયું હતું.) માતાને ૬ મંગલસ્વપ્નપૂર્વક તીર્થંકરના ઉદરાગમનની
આગાહી થાય છે. બીજે દિવસે (તા. ૮) સવારમાં ઈન્દ્રસભા, રાજદરબાર, તથા ૧૬
મંગલસ્વપ્નોનું ફળવર્ણન, દેવીઓ દ્વારા માતાજીની સેવા તથા પ્રશ્નોત્તર વગેરે દ્રશ્યો થયા
હતા. ઈંદોરના પ્રતિષ્ઠાચાર્ય પં. શ્રી નાથુલાલજી શાસ્ત્રી દરેક વિધિ ને દરેક પ્રસંગોનું
સુંદર શૈલીથી વિવેચન કરીને સમજાવતા હતા. અજમેરની ભજનમંડળ પણ આવી ગઈ
હતી ને નૃત્ય–ભજન–સંગીત–દ્વારા દરેક પ્રસંગને શોભાવતી હતી.
વૈશાખ સુદ ૯ રવિવારે: (તા. ૯) આજે સવારમાં ભગવાન આદિનાથ પ્રભુનો
અવતાર થતાં સર્વત્ર જન્મકલ્યાણકના આનંદનો કોલાહલ છવાઈ ગયો. આજે રાજકોટ
તો અયોધ્યાનગરી બન્યું, અને આજનો દિવસ જાણે ચૈત્ર વદ નોમનો જ હતો. ઈન્દ્રરાજ
ઐરાવત હાથી લઈને ભગવાનનો જન્મોત્સવ કરવા આવી પહોંચ્યા. નાભિરાજાના
દરબારમાં ઋષભજન્મની મંગલ વધાઈ આવતાં મોટી રાજસભા આનંદોત્સવ કરવા
લાગી; છપ્પન કુમારિકા દેવીઓ મંગલ વધાઈ ગાવા લાગી. શચી ઈન્દ્રિાણીએ
આનંદોલ્લાસથી બાલ તીર્થંકરને તેડયા ને સૌધર્મઈન્દ્રે હર્ષોલ્લાસથી હજારનેત્રે
ભગવાનને નીહાળ્‌યા....ને હાથી ઉપર બિરાજમાન કર્યા. (સૌધર્મેન્દ્ર તથા શચી ઈન્દ્રાણી
થવાનું સૌભાગ્ય ભાઈશ્રી રતિલાલ મોહનલાલ ઘીયા તથા તેમના ધર્મપત્ની
શારદાબેનને પ્રાપ્ત થયું હતું.) જન્મોત્સવની ભવ્ય સવારી મેરુ તરફ ચાલી. એ
બાલતીર્થંકરને દેખીદેખીને હજારો નગરજનો હર્ષિત થયા. પૂ. ગુરુદેવ પણ જન્મોત્સવની
આખી સવારીમાં સાથે જ હતા ને તીર્થંકર ભગવાનના કલ્યાણકના પ્રસંગો દેખીને
પ્રસન્ન થતા હતા. મેરુ ઉપર હજારો ભક્તોના હર્ષાનંદ વચ્ચે ઈન્દ્ર વગેરેએ ૧૦૦૮
કલશોથી જિનાભિષેક કર્યો. અહો, ચૈતન્યની સાધના પૂર્ણ કરવા તીર્થંકરનો આ અંતિમ
અવતાર છે, ચૈતન્યની સાધના પૂર્ણ કરીને જગતના અસંખ્ય જીવોને આત્મ સાધનનો
માર્ગ પ્રકાશિત કરશે.–એવા તીર્થંકરના જન્માભિષેકનાં દ્રશ્યો ભક્ત–હૃદયમાં
જિનેન્દ્રમહિમા પ્રગટાવતા હતા. અભિષેકબાદ દૈવી વસ્ત્રાભૂષણોથી સુસજ્જ એ
બાલતીર્થં– કરની સવારી પુન: સીમંધરનગરની અયોધ્યા નગરીમાં આવી પહોચી, ને
ઈન્દ્રોએ તાંડવ નૃત્યથી આનંદ વ્યક્ત કર્યો બપોરે પ્રવચનમાં પણ ગુરુદેવે ભગવાનના
જન્મનો મહિમા બતાવીને, અધ્યાત્મિક રીતે આત્માની પર્યાયમાં ભગવાનનો અવતાર
કેમ થાય–તે સમજાવ્યું હતું.
પ્રવચન બાદ ભગવાન ઋષભકુમારનું પારણાઝુલન થયું હતું; પારણીયે ઝૂલી
રહેલા એ બાલતીર્થંકરને દેખીદેખીને ભક્તજનો આનંદથી નાચી ઊઠતા હતા. રાત્રે
નાભિરાજાના રાજદરબારમાં ઋષભકુમારનો રાજ્યા–

PDF/HTML Page 12 of 51
single page version

background image
સીમંધરનગર (રાજકોટ)
જ્યાં વૈશાખમાસમાં પંચકલ્યાણક–પ્રતિષ્ઠા–મહોત્સવ ઉજવાયો
રાજકોટનગરીમાં સ્વાગત (ચૈત્ર સુદ ૧૩)
જેમાં ૭૬ મંગલકલશ સહિત ૭૬ સૌ. બહેનો હતાં

PDF/HTML Page 13 of 51
single page version

background image
રાજકોટ–પ્રતિષ્ઠા– મહોત્સવ જન્મકલ્યાણકની સવારીનાં દ્રશ્યો










મેરુ–પ્રદક્ષિણા
અજમેરના કલાકારનું નૃત્ય
ગછત મંદિર શિખર ઉપર ભુવન જીવન જિનતણો, જિન જન્મઉત્સવ કરણ કારણ, આવજો સવિ સુરગણો;
તુમ શુદ્ધ સમકિત થાશે નિર્મળ દેવાધિદેવ નીહાળતાં, આપણાં પાતિક સર્વ જાશે નાથ ચરણ પ્રક્ષાલતાં
સુરપતિ મેરુ–શિખર જઈ ચડીયા............. કનક કલશ ક્ષીરોદક ભરીયા...........
ચાલો......આપણે પણ કળશ ભરીને મેરુ પર જઈએ, ને પ્રભુજીનો અભિષેક કરીને પાવન થઈએ.

PDF/HTML Page 14 of 51
single page version

background image
: રાજકોટ–પ્રતિષ્ઠા–મહોત્સવ:–
જન્માભિષેક પ્રસંગે ઐરાવત દ્વારા મેરૂપર્વતની પ્રદક્ષિણા
જન્માભિષેક પછી ઈન્દ્રોનો આનંદ

PDF/HTML Page 15 of 51
single page version

background image
રાજકોટ પ્રતિષ્ઠા–મહોત્સવ
કુમારિકા દેવીઓ જગતજનેતા મરૂદેવી માતાની સેવા કરે છે.
અને માતાજી ઋષભકુંવરને પારણે ઝુલાવી રહ્યા છે

PDF/HTML Page 16 of 51
single page version

background image
ધન્ય અવતાર જિનરાજનો રે......લાલ.....
રાજકુમાર ઋષભદેવ; માતા–પિતા તથા ઈન્દ્ર–ઈંદ્રાણી
અમે આવ્યા છીએ ભગવાનને ભેટ ધરવા....
(એક પછી એક રાજા મહારાજાઓ ભેટ ધરી રહ્યા છે)

PDF/HTML Page 17 of 51
single page version

background image
ભગવાનને વૈરાગ્ય થતાં લોકાંતિક દેવો સ્તુતિપૂર્વક
વૈરાગ્યની અનુમોદના કરી રહ્યા છે.
દીક્ષાકલ્યાણક પ્રસંગે સૌધર્મેન્દ્ર પ્રભુનો અભિષેક કરે છે.

PDF/HTML Page 18 of 51
single page version

background image
દીક્ષાકલ્યાણક પ્રસંગે આદિનાથ પ્રભુના કેશલોચનું દ્રશ્ય.
પૂ. શ્રી કાનજીસ્વામી અત્યંતભક્તિપૂર્વક એ વિધિમાં ભાગ લઈ રહ્યા છે.
દીક્ષા પછીના વૈરાગ્ય પ્રવચનમાં ગુરુદેવ કહે છે કે: અહા, ચૈતન્યના આનંદમાં
ઝૂલતા મુનિઓની શી વાત! મુનિ એટલે તો જાણે હાલતા ચાલતા સિદ્ધ;
આત્માને ઓળખીને એ મુનિદશાની ભાવના ભાવવા જેવી છે.

PDF/HTML Page 19 of 51
single page version

background image
શ્રી ઋષભમુનિરાજ આહાર માટે પધારતાં શ્રાવકો પડગાહન કરી રહ્યા છે–
પધારો મુનિરાજ પધારો! ધન ભાગ્ય! અમારા આંગણે કલ્પવૃક્ષ આવ્યું!
ભો મુનિરાજ! તિષ્ઠ..... તિષ્ઠ મનુશુદ્ધિ વચનશુદ્ધિ....
કાયશુદ્ધિ........આહારશુદ્ધિ...પ્રભો! આહાર ગ્રહણ કિજીએ....

PDF/HTML Page 20 of 51
single page version

background image
: જેઠ: આત્મધર્મ :૯:
ભિષેક થયો હતો; દેશોદેશના અનેક રાજાઓએ ભેટ ધરી હતી.
(વૈ. સુ ૧૦ તા. ૧૦) આજે સવારમાં ભગવાન ઋષભદેવના વૈરાગ્યનું દ્રશ્ય
થયું હતું. ચૈત્ર વદ નોમ–એ ભગવાનના જન્મકલ્યાણકનો દિવસ હતો; ઈન્દ્ર–દેવદેવીઓ
રાજસભામાં નૃત્ય–ભક્તિ કરી રહ્યા છે; નીલંજસાદેવી હાવભાવથી પ્રભુસન્મુખ ભક્તિ
વ્યક્ત કરી રહી છે, ત્યાં નૃત્ય કરતાં કરતાં જ તેનું આયુષ્ય પૂર્ણ થતાં તે અદ્રશ્ય બની
જાય છે ને તેના સ્થાને તેના જેવી જ બીજી દેવ આવીને નૃત્ય કરે છે. ભગવાનના
સૂક્ષ્મજ્ઞાનમાં એ વાત છૂપી રહેતી નથી, ને સંસારની આવી ક્ષણભંગુરતા દેખીને તરત
ભગવાન સંસારથી વિરક્ત થાય છે. જાતિસ્મરણજ્ઞાન થાય છે, બાર વૈરાગ્ય ભાવના
ભાવે છે, લોકાંતિકદેવો આવીને સ્તુતિપૂર્વક ભગવાનના વૈરાગ્યની અનુમોદના કરે છે;
ઈન્દ્રો દીક્ષાકલ્યાણક ઉજવવા આવે છે. દીક્ષાપ્રસંગના મંગલ અભિષેક બાદ ભગવાનની
દીક્ષાયાત્રા શરૂ થાય છે. શરૂઆતમાં રાજવીઓ પછી વિદ્યાધરો ને પછી દેવો પ્રભુની
પાલખી ઉપાડે છે. પ્રભુની સાથે દીક્ષા–યાત્રામાં હજારો નરનારીઓનો સમૂહ ભગવાનના
વૈરાગ્યની અનુમોદના કરતો ને તે ધન્યદશાની ભાવના ભાવતો જઈ રહ્યો હતા. પ્રભુ
આદિનાથની દીક્ષાયાત્રામાં પૂ. કહાનગુરુ પણ ઠેઠ સુધી સાથે હતા. દીક્ષાવન (જ્યુબિલી
ગાર્ડન) માં પ્રભુની દીક્ષાના ભાવભીનાં દ્રશ્યો અલૌકિક વાતાવરણ ખડું કરતા હતા,
રાજકોટ જેવા શહેરની મધ્યમાં હોવા છતાં દુન્યવી વાતાવરણથી દૂર–દૂર કોઈ પ્રશાંત–
વનમાં મુનિરાજની સમીપ બેઠા હોઈએ એવું ઘેરું વાતાવરણ હતું. આવા વાતાવરણ
વચ્ચે દીક્ષાકલ્યાણક બાદ પ્રવચનમાં પૂ. ગુરુદેવે એ મુનિદશાનું સ્વરૂપ સમજાવ્યું ને એ
ધન્યદશાની ભાવના ઉલ્લસાવી દીક્ષાવિધિ બાદ ચાર જ્ઞાનધારી પ્રભુ તો વનમાં વિચરી
ગયા, ને ભક્તજનો નગરીમાં પાછા ફર્યો. બપોરે એ ઋષભમુનિરાજના દર્શનથી સૌને
આનંદ થયો ને મુનિભક્તિ કરી. રાત્રે ભગવાન શ્રી આદિ– નાથપ્રભુના દસ પૂર્વભવોનાં
દ્રશ્યો સહિત પં. શ્રી નાથુલાલજી શાસ્ત્રીએ વિવેચન કર્યું હતું. જેમાં પૂર્વના આહારદાન
વગેરે પ્રસંગોનાં ભક્તિભીનાં દ્રશ્યો જોતાં આનંદ થતો હતો. ત્યાર– બાદ ભરત અને
બાહુબલી સંબંધી સંવાદ નાટકરૂપે રજુ કરવામાં આવ્યો હતો.
(તા. ૧૧ વૈ. સુ. ૧૧) આજે સવારે શ્રી ઋષભમુનિરાજના આહારદાનનો
પ્રસંગ આનંદપૂર્વક બન્યો હતો. આહારદાનનો લાભ શેઠ શ્રી મોહનલાલ કાનજીભાઈ
ધીયાને મળ્‌યો હતો. એક વર્ષ ઉપરાંતની તપસ્યા બાદ આજે ભગવાને પ્રથમવાર
આહારગ્રહણ કર્યું ને અસંખ્યવર્ષો બાદ શ્રેયાંસરાજાના સુહસ્તે મુનિના આહારદાનનો
માર્ગ આ ભરતક્ષે્રત્રમાં ખૂલ્યો, એ ધન્ય પ્રસંગોના સ્મરણથી હર્ષ થતો હતો. ધન્ય એ
આહાર લેનાર મોક્ષમાર્ગી મુનિરાજ; ને ધન્ય એ દાતાર શ્રેયાંસરાય.–આઠ આઠ ભવના
એ સાથીદાર હતા. આહારદાન પછી અત્યંત હર્ષપૂર્વક એ મુનિરાજની સાથે સાથે જઈને
ભક્તજનોએ ઘણા ભાવપૂર્વક