Atmadharma magazine - Ank 261
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 37
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૨
સળંગ અંક ૨૬૧
Version History
Version
Number Date Changes
001 Apr 2004 First electronic version.

PDF/HTML Page 2 of 37
single page version

background image
તંત્રી: જગજીવન બાવચંદ દોશી
વર્ષ ૨૨: અંક ૯: વીર સં. ૨૪૯૧ અષાડ : july 1965
સમસ્ત જૈનોનું પરમપૂજ્ય તીર્થધામ શ્રી સમ્મેદશિખર
જેની યાત્રાનાં આનંદભર્યા સંભારણાં આજે પણ એ તીર્થ પ્રત્યે ભક્તિની ઉર્મિઓ
ગાડે છે.....દર વર્ષ લાખ–લાખ દિગંબર જૈનબંધુઓ જેની ભાવભીની યાત્રા કરે છે.
૨૬૧

PDF/HTML Page 3 of 37
single page version

background image
સમ્મેદશિખરની સૌથી ઊંચી ટૂંક પર
સં. ૨૦૧૩ ની યાત્રા વખતે પારસટૂંક (સુવર્ણભદ્રટૂંક)
ઉપરની ભક્તિનું એક દ્રશ્ય.
સિદ્ધભૂમિનાં સિદ્ધિધામ દેખીયા રે, આજે નજરે નીહાળ્‌યા આ ધામ....આજ
ધન્ય ભૂમિ અને ધન્યધૂળ છે રે, પુનિત પગલાં થકી પવિત્ર......આજ
અહો અપૂર્વ યાત્રા આજ થાય છે રે, અમ અંતરમાં આનંદ ઉભરાય...આજ
અહો અપૂર્વ યાત્રા ગુરુજી સાથમાં રે, અમ અંતરમાં આનંદ ઉભરાય....આજ
આજ ભાવે નમો તીર્થરાજને રે.
(તીર્થભક્તિનાં આવા સેંકડો ચિત્રોથી સુશોભિત “મંગલ તીર્થયાત્રા” પુસ્તક
દ્વારા યાત્રાના મીઠા સંભારણાં વાંચીને તીર્થયાત્રા જેવો આનંદ મેળવો.)

PDF/HTML Page 4 of 37
single page version

background image
વર્ષ ૨૨: અંક: અષાડ ૨૪૯૧ : july 1965
પિપાસુ માટેની પરબ
સંસારમાં જેમને કાંઈ પ્રિય નથી, ચૈતન્યના વીતરાગ–
નિર્વિકલ્પ આનંદરસના જેઓ પ્યાસી છે, જેમને રાગની કે
પુણ્યની પિપાસા નથી એવો પરમાનંદના પિપાસુ ભવ્ય જીવોને
માટે સંતોએ શાસ્ત્રોમાં પરમ આનંદના ધોધ વહેવડાવ્યા છે.
વાહ, સંતોએ તો પરમ આનંદના પરબ માંડયા છે. જેમ ભર
ઉનાળામાં તૃષાતૂર માટે ઠંડા પાણીનાં કે મધુર શરબતના
પરબ મંડાયા હોય ને તરસ્યા જીવો ત્યાં આવીને પ્રેમથી તેનું
પાન કરે, ને તેમનું હૃદય તૃપ્ત થાય, તેમ સંસારઅરણ્યમાં
આકુળતારૂપી ભર ઉનાળામાં રખડી રખડીને થાકેલા જીવને
માટે ભગવાનના સમવસરણમાં અને સંતોની છાયામાં
ચૈતન્યના વીતરાગી આનંદરસના પરબ મંડાયા છે; ત્યાં
પરમાનંદના પિપાસુ ભવ્ય જીવો જિજ્ઞાસાથી–પ્રેમથી આવીને
શુદ્ધાત્માના અનુભવરૂપ અત્યંત મધુર અમૃતરસનું પાન કરીને
તૃપ્ત થાય છે. અરે, ક્્યાં નવમી ગ્રૈવેયકથી માંડીને નરક સુધી
ચારે ગતિનાં દુઃખોનો દાવાનળ! ને ક્્યાં આ ચૈતન્યના
અનુભવરૂપ સુખના વેદનની શાંતિ! અરે, ચૈતન્યના પરમ
આનંદના અનુભવ વગર બધુંય દુઃખરૂપ લાગે છે. ત્યાંથી
ભયભીત થઈને જે ચૈતન્યસુખને માટે ઝંખે છે એવો જીવ
શુદ્ધાત્માના અનુભવ તરફ જાય છે. પંચપરમેષ્ઠીની ભક્તિ અને
શુદ્ધ આત્માના રત્નત્રય જ તેને પ્રિયમાં પ્રિય છે; એવા જીવને

PDF/HTML Page 5 of 37
single page version

background image
: : આત્મધર્મ : અષાડ :
જ્ઞા ની ની સ હ જ વૈ રા ગ્ય
પ રિ ણ તિ
અહા, અતીન્દ્રિય સુખથી ભરેલો સ્વપદાર્થ જેને સુંદર લાગે તેને જગતના
કોઈ પદાર્થમાં સુંદરતા ન લાગે, એટલે જ્ઞાનીને બીજે ક્્યાંય ગમે નહીં.
સમ્યગ્દ્રષ્ટિને અતીન્દ્રિય આત્મસુખનો સ્વાદ આવી ગયો છે, તેથી બાહ્યવિષયોના
સુખ કે જે આત્માના સ્વભાવથી પ્રતિકૂળ છે–તેમાં ધર્મીને રસ આવતો નથી. અજ્ઞાનીને
ચૈતન્યસુખના રસની તો ખબર નથી એટલે તેને રાગનો અને તેના ફળરૂપ
વિષયસુખનો રસ છે.
ધર્મી કદાચ ગૃહસ્થ હોય–ચક્રવર્તી હોય, છતાં ચૈતન્યસુખના સ્વાદથી વિપરીત
એવા વિષયસુખોમાં તેને રસ નથી. અંતરના ચૈતન્યસુખની ગટાગટી પાસે
વિષયસુખોની આકુળતા તેને વિષ જેવી લાગે છે. એટલે તે તો ‘સદન નિવાસી તદપિ
ઉદાસી’ છે.
અજ્ઞાની કદાચ ત્યાગી થયો હોય, છતાં ચૈતન્યસુખથી વિપરીત એવા
વિષયસુખની રુચિ તેને ઊંડે ઊંડે પડી જ છે, કેમકે જેને રાગની રુચિ છે તેને તેના
ફળની પણ રુચિ છે, ને ચૈતન્યના સુખના સ્વાદની તેને ખબર નથી. રાગનું ફળ તો
વિષયો છે; રાગની જેને પ્રીતિ હોય તેને વિષયોની પ્રીતિ કેમ છૂટે?
અહા, અતીન્દ્રિય આનંદના અનુભવ સહિત જે સમ્યગ્જ્ઞાન થયું તેમાં
વિષયસુખોની પ્રીતિ કેમ હોય? એ વિષયો તો આત્માના વેરી છે. અનાકૂળ સ્વાદ અને
આકુળતા બંને એકબીજાથી વિરુદ્ધ છે. જે જ્ઞાન આકુળતાથી છૂટીને ચૈતન્યના નિરાકૂળ
સુખને ન વેદે તે જ્ઞાન શું કામનું?–તે જ્ઞાન ખરેખર જ્ઞાન નથી પણ અજ્ઞાન છે.
પ્રશ્ન–: બાહ્ય ભોગો છૂટી જાય તો જ જ્ઞાન કહેવાય?
ઉત્તર:– બાહ્યભોગ તો અવિરત સમકિતીને હોઈ શકે. પરંતુ તેમાં સુખબુદ્ધિ નથી.
ચૈતન્યસુખ સિવાય બીજે ક્્યાંય પોતાનું સુખ ભાસતું નથી. બાહ્યભોગમાં જેને સુખ
ભાસે તેને જ્ઞાન નથી. મુનિદશા થાય ત્યારે તો અસ્થિરતાનોય રાગ છૂટી જાય, ત્યાં
બાહ્યભોગો સંયોગરૂપે પણ હોતા નથી, ત્યાં તો અતીન્દ્રિય આનંદનો ઉપભોગ ઘણો
વધી ગયો છે. અહા, ચૈતન્યના અનુભવરૂપ જ્ઞાનકળા અપૂર્વ છે, એ જ્ઞાનકળા જેને
પ્રગટી તેનો વૈરાગ્ય જગતમાં અલૌકિક છે. તેથી કહે છે કે–

PDF/HTML Page 6 of 37
single page version

background image
: અષાડ : આત્મધર્મ : ૩ :
જ્ઞાનકલા જિસકે ઘટ જાગી, તે જગમાંહી સહજ વૈરાગી;
જ્ઞાની મગન વિષયસુખમાંહી, યહ વિપરીત, સંભવે નાંહી.
અહા, જેને સ્વ–પદાર્થ સુંદર લાગે તેને જગતના કોઈ પદાર્થમાં સુંદરતા ન લાગે;
જેને પર સંયોગમાં ક્્યાંય સુંદરતા લાગે છે તેને સ્વ–પદાર્થ સુંદર લાગ્યો નથી. સ્વભાવ
અને સંયોગ બંનેની રુચિ એકસાથે રહી શકે નહિ. જ્ઞાનીને આત્મા સિવાય બીજા કોઈ
વિષયો ગમતા નથી, બધેયથી તે ઉદાસ–ઉદાસ છે. તેને નિજ શુદ્ધાત્માના સંવેદનની પરમ
પ્રીતિ છે, ને બાહ્ય વિષયો પ્રત્યે તીવ્ર વૈરાગ્ય છે. જ્ઞાનીની આવી સહજ જ્ઞાન–વૈરાગ્ય
પરિણતિ અલૌકિક છે.
લાખ વાતની વાત
લાખો પ્રકારની વાત શાસ્ત્રોમાં વર્ણવી હોય પણ તે બધાનું મૂળ તાત્પર્ય એ છે કે
નિજાત્માનું શુદ્ધસ્વરૂપ જાણીને, જગતના બધા દંડ–ફંદ તોડીને, તેનું ધ્યાન કરવું.
મંદરાગ કરવા છતાં અને શાસ્ત્ર ભણતર કરવા છતાં જે જીવ વિકલ્પ છોડતો
નથી અને પરિણતિને અંતરસ્વરૂપમાં વાળતો નથી તે જીવને મૂર્ખ અને જડ કહ્યો છે.
શાસ્ત્ર ભણવાનું તાત્પર્ય તો એ હતું કે સ્વરૂપની સાવધાની કરીને તેને ધ્યાવવું. એ કાર્ય
જે નથી કરતો ને શાસ્ત્રના શબ્દોથી સંતુષ્ટ છે તે જીવ કર્મથી છૂટતો નથી.
શાસ્ત્રભણતદ્વારા ગ્રહણ તો આત્માનું કરવાનું છે, શાસ્ત્રોનો ઉપદેશ પણ એ જ છે, એને
બદલે રાગમાં જ જે રોકાણો, શાસ્ત્રભણતરના વિકલ્પમાં જ સર્વસ્વ માનીને રોકાણો તે
જડબુદ્ધિ છે. મૂળ ચૈતન્યતત્ત્વ તો શરીરથી ને વિકલ્પથી પાર છે; વિકલ્પને ઓળંગીને જ
એ પ્રતીતમાં આવે છે. એવી પ્રતીત જે નથી કરતો તે જડ છે.
આત્મા તો ચેતન છે, તેને અહીં જડ કેમ કહ્યો?
આત્મા ચૈતન્યસ્વરૂપ છે, તેના ચૈતન્યસ્વરૂપને ભૂલીને રાગમાં ને જડમાં
એકત્વબુદ્ધિ કરીને જે અટક્યો તેણે આત્માને આત્માપણે ન માન્યો પણ જડપણે માન્યો
માટે તેને જડ કહ્યો. જડ એટલે મુર્ખ, અજ્ઞાની; ચૈતન્યના ચૈતન્યપણાની જેને ખબર
નથી તે જડ છે. બધાય શાસ્ત્રોનું તાત્પર્ય એ છે કે દેહાદિથી ભિન્ન આત્મતત્ત્વને જાણીને
તેને અનુભવમાં લેવું. આ પરમાત્મપ્રકાશકના હિન્દી અર્થો પં. દૌલતરામજીએ કર્યા છે;
છહઢાળા પણ તેમણે રચી છે; તેમાં કહે છે કે –
લાખ બાતકી બાત યહ નિશ્ચય ઉર આનો,
તૌર સકલ જગ દંદ–ફંદ નિજઆતમ ધ્યાવો,

PDF/HTML Page 7 of 37
single page version

background image
: : આત્મધર્મ : અષાડ :
સ્વાનુભૂતિમાં
વ્યવહાર નથી
સ્વાનુભૂતિની રીત બતાવીને સંતો કહે છે કે હે
ભાઈ! સ્વાનુભવ તરફ જતાં વચ્ચે વ્યવહાર આવશે,
વિકલ્પ આવશે, પણ તારું લક્ષ તો શુદ્ધાત્મા ઉપર
રાખજે, વિકલ્પને સાધન માનીને તેમાં અટકીશ નહીં.
સ્વાનુભૂતિ વિકલ્પવડે થતી નથી, શુદ્ધાત્મા સિવાય
બીજું બધું સ્વાનુભૂતિથી બહાર છે.
નિર્વિકલ્પ જીવવસ્તુ જ્ઞાનગમ્ય છે, તેના અનુભવમાં વ્યવહારનું અવલંબન
નથી;–એ વાત આચાર્યદેવ કહે છે
व्यवहरणनयः स्यात्यधपि प्राक्पदव्या
मिह निहितपदानां हन्त हस्तावलंब
तदपि परममर्थं चिचमत्कारमात्रं
परविरहितमंत पश्यतां नैष किंचित्।।५।।
નિર્વિકલ્પ જીવવસ્તુ છે, તેનો અનુભવ તે તો નિશ્ચય છે. પણ તે નિર્વિકલ્પ જીવ–
વસ્તુનો ઉપદેશ કરવો હોય ત્યારે તેમાં ગુણગુણીભેદ પાડીને કહેવું પડે, ઓછામાં ઓછું
એટલું તો કહેવું જ પડે કે ‘જ્ઞાનદર્શનચારિત્રસ્વરૂપ જીવ છે’–આટલો વ્યવહાર છે. દેહની
ક્રિયા કરે તે જીવ કે રાગ કરે તે જીવ–એવી વાત ન લીધી. ‘જ્ઞાન તે જીવ’ એવી વાત
લીધી, ને એ વ્યવહાર પણ સ્વાનુભવ વખતે છૂટી જાય છે.–એમ કહેશે. પ્રથમ આત્માના
અનુભવને માટે તેનું સ્વરૂપ જાણવાની જેને જિજ્ઞાસા થઈ છે તેવો જીવ જ્યારે પૂછે કે
‘પ્રભો, આત્માનું સ્વરૂપ શું છે?’ ત્યારે શ્રીગુરુ તેને સમજાવવા અભેદ આત્મામાં ભેદ
ઉપજાવીને વ્યવહારથી કહે છે કે જ્ઞાન–દર્શન, ચારિત્રસ્વરૂપ આત્મા છે. તે
અનુભવવાયોગ્ય છે. કોણ અનુભવવા– યોગ્ય છે? આત્મા અનુભવવાયોગ્ય છે, કાંઈ
ગુણભેદ

PDF/HTML Page 8 of 37
single page version

background image
: અષાડ : આત્મધર્મ : પ :
અનુભવવાયોગ્ય નથી. વચ્ચે વિકલ્પ ઊઠ્યો તે કાંઈ આત્મા તરીકે અનુભવવાયોગ્ય
નથી; તે વિકલ્પવડે આત્મા જાણવામાં આવતો નથી. રાગરૂપ આત્મા–તો કહે છે કે
ના; આત્મા તો જ્ઞાનરૂપ છે. સમજવાની ભૂમિકામાં તીવ્ર બુદ્ધિવાળો હોય તોપણ
ઓછામાં ઓછો આટલો ભેદનો વિકલ્પ તો આવે છે, તે વ્યવહાર છે.–પણ જ્યારે તે
આત્માનો અનુભવ કરે છે ત્યારે તે અનુભવમાં કાંઈ વિકલ્પ નથી, માટે શુદ્ધાત્માના
અનુભવકાળે તો તે વિકલ્પરૂપ વ્યવહાર કાંઈ જ નથી. એટલે પહેલેથી પણ જેને એ
વિકલ્પથી પાર વસ્તુનું લક્ષ છે તે જ વિકલ્પને ઓળંગીને શુદ્ધઆત્માનો અનુભવ
કરે છે. પણ પહેલેથી જ જેને વિકલ્પના આશ્રયની બુદ્ધિ છે–વ્યવહારના
અવલંબનનો પ્રેમ છે તે તો એ વિકલ્પના જ અનુભવમાં અટકી રહેવાનો, વિકલ્પથી
આઘો ખસીને અંદરના સ્વરૂપમાં તે આવશે નહિ એટલે શુદ્ધાત્માનો અનુભવ થશે
નહિ.
જુઓ, આ શુદ્ધાત્માના અનુભવની રીત! વચ્ચે વ્યવહાર આવશે, વિકલ્પ
આવશે, પણ તારું લક્ષ તો શુદ્ધાત્મા ઉપર રાખજે, વિકલ્પને સાધન માનીને તેમાં
અટકીશ નહિ.
नमः समयसाराय કહીને જેની શરૂઆત કરી તેની સ્વાનુભૂતિ
વિકલ્પવડે થતી નથી. શુદ્ધઆત્માને નમીને એટલે કે તેને જ ઉપાદેય કરીને જે શિષ્ય
ઉપડ્યો છે તે વચ્ચે બીજા કોઈ પરભાવના (–ભેદના કે વ્યવહારના) અવલંબનમાં
અટકતો નથી. આ જે વિકલ્પ છે તે મને શુદ્ધાત્માના અનુભવને માટે કિંચિત્
કાર્યકારી નથી. શુદ્ધઆત્માના અનુભવકાળે વ્યવહાર જૂઠો છે, અસત્ છે–અર્થાત્ તે
અનુભવના કાળે વિકલ્પરૂપ વ્યવહાર હોતો નથી. સમ્યગ્દર્શન–ચોથું ગુણસ્થાન થાય
ત્યાં જ આવો શુદ્ધઆત્માનો અનુભવ હોય છે. આવા અનુભવ વગર સમ્યગ્દર્શન
નહિ, ચોથું ગુણસ્થાન નહિ, ધર્મ નહિ કે મોક્ષમાર્ગ નહિ.
સહજ સ્વરૂપનો જેને અનુભવ નથી, ને દ્રવ્ય–ગુણ–પર્યાયનું સ્વરૂપ
જાણવાનો જે અભિલાષી છે એવા જીવને અભેદના અનુભવ પહેલાં ગુણગુણીભેદનો
વિકલ્પ આવ્યા વિના રહેતો નથી; તોપણ સ્વાનુભવ વખતે તો તે વ્યવહાર કાંઈ
નથી, સ્વાનુભવમાં ભેદનું અવલંબન જરાય નથી, માટે સ્વાનુભવમાં તો તે
વ્યવહાર જૂઠો છે, અસત્ છે, તેનું વિદ્યમાનપણું નથી. જ્યાં વસ્તુનું પરમાર્થસ્વરૂપ
અનુભવમાં આવી ગયું ત્યાં ભેદના વિકલ્પનું કાંઈ પ્રયોજન રહ્યું નથી.–આવો જીવ
શુદ્ધચેતનાપ્રકાશ જેટલી જ જીવવસ્તુને અનુભવે છે, તેને જ અંતરમાં દેખે છે;
અંતરની અનુભવદશાના કાળે વ્યવહાર સહેજે છૂટી જાય છે; ને પછી પણ
વ્યવહારના વિકલ્પમાં એકત્વબુદ્ધિ ધર્મીને કદી થતી નથી.

PDF/HTML Page 9 of 37
single page version

background image
: : આત્મધર્મ : અષાડ :
વસ્તુનું શુદ્ધસ્વરૂપ પરમ ઉત્કૃષ્ટ ઉપાદેય છે, ને દ્રવ્યકર્મ–ભાવકર્મ તથા નોકર્મથી
રહિત છે. આમ પરભાવથી રહિત એવી પરમવસ્તુને અંતરમાં દેખવી–અનુભવવી તે જ
પરમાર્થ છે; એવી પરમાર્થ અનુભૂતિ તે જ મોક્ષમાર્ગ છે. સમ્યગ્દર્શન પણ આવી
અનુભૂતિથી પ્રગટે છે. ભેદ–વિકલ્પરૂપ વ્યવહાર તે કાંઈ પરમાર્થ વસ્તુ નથી, તે કાંઈ
ઉપાદેયવસ્તુ નથી, તેનો આશ્રય કાંઈ મોક્ષમાર્ગમાં નથી. શુદ્ધનય એટલે નિર્વિકલ્પ
વસ્તુ, તેના આશ્રયે મોક્ષમાર્ગ છે. શુદ્ધનયનો આશ્રય તે જ ‘નયાતિક્રાન્ત’પણું છે, કેમકે
તે શુદ્ધનય બંને નયોના વિકલ્પથી પાર છે. આમ સમજાવીને આચાર્યદેવ કહે છે કે હે
જીવ! તારા શુદ્ધઆત્મા સિવાય બીજું બધુંય સ્વાનુભૂતિથી બહાર છે; માટે શુદ્ધાત્મા
સિવાય ક્્યાંય પણ બીજે આશ્રય માનીને અટકીશ મા.
જુદો.....જુદો....ને જુદો
આત્મા અમૂર્તિક ચૈતન્યમૂર્તિ છે, તેનાથી આ
જડ પુદ્ગલમય દેહ ભિન્ન છે. ચૈતન્યમૂર્તિ આત્માથી
આ અચેતન દેહ જુદો જ હતો, જુદો જ છે, ને જુદો
જ રહેશે. જુદો.... જુદો...ને જુદો....ત્રણેકાળ જુદો!
ચેતનને અને જડને એકમેકપણું કદી છે જ નહિ, બંને
ત્રિકાળ જુદાં જ છે. અરે જીવ! જડથી ભિન્ન એવું મારું
ચેતનસ્વરૂપ છે–એવી ભિન્નતાનો બોધ તો કર.
જીવનમાં ભિન્નતાનો બોધ કર્યો હશે તો દેહવિયોગ
ટાણે ચૈતન્યના લક્ષે સમાધિ રહેશે. જેને જડની
ભિન્નતાનું ભાન નથી તે તો દેહમાં ને રાગમાં
એકત્વબુદ્ધિથી ભીંસાઈ જશે. ભાઈ! જડથી તે
વિકારથી હું જુદો ચૈતન્યમૂર્તિ છું–એવું ભાન કરીને
જીવનમાં તેની ભાવના તો કર. એ ભિન્નતાની
ભાવનાથી આત્મામાં એકતાના જોરે આનંદમાં
મગશુલ થઈને ઉત્તમ સમાધિમરણ થશે.
(પ્રવચનમાંથી...નિયમસાર ગા. ૯૨)

PDF/HTML Page 10 of 37
single page version

background image
: અષાડ : આત્મધર્મ : ૭ :
સમ્યગ્દ્રષ્ટિ શુદ્ધસ્વભાવનો
અનુભવનશીલ છે
આચાર્યદેવ કહે છે કે વ્યવહાર તો અભૂતાર્થ છે, તે
કાંઈ પરમાર્થવસ્તુરૂપ નથી એટલે તેને તો हंत કહીને
છોડવા જેવો કહ્યો છે; શુદ્ધઆત્મા પરમાર્થ છે તે જ
અમને પ્રાપ્ત હો, તે જ ઉપાદેય છે, ને તેને સમ્યક્પ્રકારે
દેખવો તે જ સમ્યગ્દર્શન છે. આવા શુદ્ધાત્માના જે
અનુભવનશીલ છે તે ધર્માત્મા છે.
(કલશટીકા–પ્રવચન)
एकत्वे नियततस्य शुद्धनयतो व्याप्तुर्यदस्यात्मनः
पूर्णज्ञानघनस्य दर्शनमिह द्रव्यान्तरेभ्य पृथक्।
सम्यग्दर्शनमेतदेवनियमात् आत्मा च तावानयं
तन्मुक्त्वा नवतच्चसन्ततिमिमामात्मायमेकोस्तु नः।।६।।
આ શુદ્ધઆત્માનો અનુભવ તે જ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર છે, તે જ પરમાર્થ
છે, માટે તે જ અમને પ્રાપ્ત હો–એવી આચાર્યદેવની ભાવના છે. જીવવસ્તુ પોતે સહજ
સ્વભાવથી જ ચેતનારૂપ છે–જ્ઞાનરૂપ છે; પણ પોતાના મિથ્યાત્વપરિણામને લીધે ભ્રમિત
થઈને તે પોતાનું સ્વરૂપ નથી જાણતો ત્યાંસુધી તે અજ્ઞાની છે. હવે વિકલ્પથી પાર થઈને
શુદ્ધાત્માના અનુભવવડે તે મિથ્યાપરિણામ દૂર કરીને જીવ પોતાના સ્વરૂપનો
અનુભવશીલ થયો. આવો અનુભવશીલ થયો ત્યારે તેને ખરો આત્મા કહ્યો. શું કરવાથી
જીવ અનુભવશીલ થયો? જીવ અનાદિથી નવતત્ત્વના વિકલ્પમાં તન્મયપણે પરિણમ્યો
હતો, તે નવતત્ત્વના વિકલ્પને છોડીને, એટલે કે નવતત્ત્વના વિકલ્પથી જુદો પડીને,
શુદ્ધસ્વભાવના અનુભવશીલ થયો,–ત્યાંથી ધર્મની શરૂઆત થઈ.
નવતત્ત્વના વિકલ્પરૂપ પરિણતિ તે વિભાવપરિણતિ છે; તે વિભાવપરિણતિરૂપે
અનાદિથી જીવી પરિણમી રહ્યો છે; એકલા શુદ્ધતત્ત્વને ભૂલીને, નવતત્ત્વના વિકલ્પરૂપે જ
આત્માને અનુભવવો તે મિથ્યાત્વ છે. વિકલ્પ તે કાંઈ શુદ્ધજીવના સ્વભાવની ચીજ નથી.
શુદ્ધજીવના અનુભવમાં નવતત્ત્વના વિકલ્પ નથી, ને તે વિકલ્પવડે શુદ્ધજીવના
અનુભવમાં જવાતું નથી.

PDF/HTML Page 11 of 37
single page version

background image
: : આત્મધર્મ : અષાડ :
માટે નવતત્ત્વના એકલા વિકલ્પમાં જ જે અટક્યો છે તે મિથ્યાદ્રષ્ટિ છે. સકલ કર્મની
વિકલ્પ આવશે–તેનું જ્ઞાન કરાવ્યું પણ તું તે વિકલ્પના જ અનુભવમાં ન અટકીશ, તેનું
અવલંબન છોડીને, તેનાથી આગળ જઈને અંતરમાં એકરૂપ શુદ્ધજીવવસ્તુ છે તેને દેખજે,
તો જ સમ્યગ્દર્શન થશે. વિકલ્પનો અનુભવ તે તો વિભાવ છે, તેને સમ્યગ્દર્શન માની ન
લઈશ. વિકલ્પ આવશે પણ તે કાંઈ મોક્ષમાર્ગીનું કર્તવ્ય નથી; મોક્ષમાર્ગીનું કર્તત્વ તો
શુદ્ધ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર છે; તેને જ નિયમસારમાં ‘નિયમથી કર્તવ્ય’ કહેલ છે.
વિકલ્પ તો વિભાવ છે, તેને કર્તવ્ય માને એને મોક્ષમાર્ગ કેવો? પહેલાં વસ્તુની સ્થિતિ
કયા પ્રકારે છે, માર્ગ કયા પ્રકારે છે તેનો નિશ્ચય કરે તો જ અંતર્મુખ વળવાનો જોરદાર
શુદ્ધજીવનો પ્રયત્ક્ષઅનુભવ થતાં જ સમ્યગ્દર્શન થાય છે; ત્યાં પ્રત્યક્ષઅનુભવ તે
તો જ્ઞાનપર્યાય છે, પણ તે જ્ઞાનપર્યાયની સાથે જે પ્રતીત થઈ તે સમ્યગ્દર્શન છે. આવું
આત્મસ્વભાવનું માહાત્મ્ય આવે ને અંર્તદ્રષ્ટિથી પરિણમન કરે ત્યારે મોક્ષમાર્ગ
પ્રશ્ન:– મોક્ષમાર્ગ તો સમ્યગ્દર્શન જ્ઞાન–ચારિત્રને કહ્યો છે?
ઉત્તર:– સમ્યગ્દર્શન થતાં અંર્તદ્રષ્ટિથી પરિણમન થયું તેમાં સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્ર ત્રણે ભેગા છે. સ્વાનુભૂતિમાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર ત્રણે સમાય છે. એ
સિવાય રાગરૂપ જે વ્યવહારરત્નત્રય છે તે તો વિભાવપરિણતિ છે, તે કાંઈ
સ્વભાવપરિણતિ નથી. મોક્ષમાર્ગ તો સ્વભાવપરિણતિ છે. રાગના યત્નથી મોક્ષમાર્ગ
સ્વાનુભૂતિથી જ્યાં સમ્યગ્દર્શનાદિ થયું ત્યાં પૂર્વબદ્ધ કર્મો નિર્જરવા માંડે છે.
આવી નિર્જરાપૂર્વક મોક્ષમાર્ગ હોય છે. સમ્યગ્દર્શન વગર સાચી નિર્જરા કે મોક્ષમાર્ગ હોય
નહિ ચૈતન્યરત્નાકર, એટલે કે અનંતગુણરૂપી રત્નોનો સમુદ્ર, તેમાં નિર્મળપરિણતિના
તરંગ ઉલ્લસે છે. આવો આત્મા તે સમ્યક્ત્વનો વિષય છે. સમ્યક્ત્વ થયું ત્યાં આઠે
કર્મોથી ભિન્ન આત્મા અનુભવમાં આવ્યો; પછી જે અલ્પકર્મ બાકી છે તે પરજ્ઞેયમાં છે,
સ્વવસ્તુમાં તે નથી. સ્વવસ્તુ તો પોતાના એકત્વસ્વભાવમાં સ્થિત નિર્વિકલ્પ છે.
શુદ્ધનય કહો કે નિર્વિકલ્પ– વસ્તુની દ્રષ્ટિ કહો, એટલે અતીન્દ્રિયઆનંદના પ્રત્યક્ષ
સ્વાદદ્વારા નિર્વિકલ્પદ્રષ્ટિથી વસ્તુને દેખવી તે–સમ્યગ્દર્શન છે. જુઓ, આ શુદ્ધદ્રષ્ટિ;
શુદ્ધનય એટલે જ નિર્વિકલ્પ–

PDF/HTML Page 12 of 37
single page version

background image
: અષાડ : આત્મધર્મ : ૯ :
વસ્તુદ્રષ્ટિ; આવી દ્રષ્ટિથી–સ્વાનુભવના અતીન્દ્રિયઆનંદસહિત શુદ્ધ વસ્તુને દેખવી–તે
મોક્ષમાર્ગ છે. જેવી વસ્તુ છે તેવી દ્રષ્ટિથી તેને દેખવી તે સમ્યક્ દર્શન છે; વસ્તુ અને એને
દેખનારી દ્રષ્ટિ બન્ને એક જાતના થાય. શુદ્ધવસ્તુ કાંઈ રાગરૂપ નથી, એટલે તેને
દેખનારી દ્રષ્ટિ પણ રાગરૂપ નથી. શુદ્ધઆત્મવસ્તુ નિર્વિકલ્પ, તેને દેખનારી દ્રષ્ટિ પણ
નિર્વિકલ્પ; તેની સાથે સમ્યગ્જ્ઞાન ને ચારિત્ર પણ આવી જાય છે; એટલે શુદ્ધવસ્તુને
સ્વાનુભવથી દેખવી તે મોક્ષમાર્ગ છે. શુદ્ધજ્ઞાનચેતનાવડે શુદ્ધ ચૈતન્યવસ્તુને ચેતવી–
અનુભવવી તે મોક્ષમાર્ગ છે. સમ્યગ્જ્ઞાન–દર્શન–ચારિત્ર એ ત્રણે જ્ઞાનચેતનામાં સમાઈ
જાય છે.
જીવની ચેતના ત્રણ પ્રકારની છે–
જ્ઞાનચેતના;
કર્મચેતના;
કર્મફળચેતના
જ્ઞાનચેતના તે શુદ્ધચેતના છે, તે જીવના સ્વભાવભૂત છે, તે મોક્ષમાર્ગ છે.
બીજી બે ચેતના રાગાદિરૂપ અશુદ્ધ છે, તે વિભાવરૂપ છે, તે મોક્ષમાર્ગ નથી.
અજ્ઞાનીને અનાદિથી અશુદ્ધચેતના છે; ચેતના વિકારમાં જ તન્મય થઈને
વિકારને જ વેદે છે, તે અનુભવમાં સમ્યક્ત્વ નથી. ચેતના સાચી તેને કહેવાય કે પોતાના
ચૈતન્ય– સ્વભાવને ચેતે–અનુભવે; આવો અનુભવ જીવે પૂર્વે કદી પ્રગટ કર્યો નથી.
ચેતના અંતમુર્ખ થઈને પોતાના ચેતનામાત્ર વસ્તુસ્વરૂપને આસ્વાદે–અનુભવમાં લ્યે–તે
જ સમ્યક્ ચેતના છે, તે જ મોક્ષમાર્ગ છે.
શુદ્ધ જીવવસ્તુ એકત્વમાં નિયત છે, એટલે પોતાના શુદ્ધસ્વરૂપમાં જ રહેલી છે. તે
પોતાના નિર્મળ ગુણ–પર્યાયોમાં જ રહેલી છે,–પરભાવમાં જરાપણ જતી નથી. આમ
શુદ્ધઆત્માનું સ્વરૂપ દ્રઢ કરીને તેને દ્રષ્ટિમાં લ્યો....તેને સ્વાનુભવમાં લ્યો.
અહો, શુદ્ધવસ્તુસ્વરૂપને કેવું મલાવ્યું છે! એના અનુભવનો જે અપાર મહિમા છે
તે જ પ્રસિદ્ધ કર્યો છે.
સ્વાનુભવના અચિંત્ય આનંદનો સ્વાદ જ્ઞાની લ્યે છે.
અજ્ઞાની શેનો સ્વાદ લ્યે છે? એને શુદ્ધઆત્માનો સ્વાદ નથી, તેમજ જડવસ્તુના
રસનો સ્વાદ પણ કાંઈ જીવમાં નથી આવતો; તે અશુદ્ધવચેતનાવડે રાગ–દ્વેષ હર્ષ–
શોકની આકુળતાનો જ સ્વાદ લ્યે છે. અનાદિથી અજ્ઞાનદશામાં જીવોને અશુદ્ધચેતનાના
સ્વાદનો

PDF/HTML Page 13 of 37
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : અષાડ :
જ અનુભવ છે. સમ્યગ્દર્શન અને સ્વાનુભવ વગર શુભરાગ કરીને પંચમહાવ્રતાદિ
પાળ્‌યા ત્યારે પણ શુદ્ધચેતનાવસ્તુનો સ્વાદ તેણે ન લીધો, તેણે અશુદ્ધચેતનાવડે માત્ર
વિકારનો સ્વાદ લીધો. ભલે મોટો મહારાજા હો કે ત્યાગી હોય પણ શુદ્ધવસ્તુનો જેને
અનુભવ નથી તે મલિનસ્વાદને જ અનુભવે છે, પવિત્ર આનંદનો અનુભવ તેને નથી.
નિગોદથી માંડીને નવમીગ્રૈવેયક સુધીના મિથ્યાદ્રષ્ટિજીવોને બધાયને સામાન્યપણે
‘અશુદ્ધચેતના’ નો અનુભવ છે, તેમાં શુભઅશુભની કે મંદ–તીવ્રની તારતમ્યતા ભલે
હોય, પણ જાત તો અશુદ્ધચેતનાની જ; શુદ્ધચેતના સમ્યગ્દ્રષ્ટિને જ હોય છે. અજ્ઞાનીને
શુદ્ધચેતના નહિ, ને શુદ્ધચેતના વિના મોક્ષમાર્ગ નહિ. શુભરાગનું વેદન તે પણ
અશુદ્ધચેતના જ છે. અશુદ્ધચેતના તે, મોક્ષમાર્ગ ક્્યાંથી હોય?
અરે, પહેલાં આવી વસ્તુનો મહિમા લક્ષમાં લ્યે, તો તેના પ્રયત્નની ઉગ્રતા જાગે.
મહિમા જ જેને રાગનો હોય તેને તો પ્રયત્ન પણ રાગનો જ ઊપડે, અંતરના લક્ષમાં
શુદ્ધસ્વરૂપનો ખરો મહિમા ભાસે તો તે તરફનો પ્રયત્ન ઊપડ્યા વિના રહે નહિ. જ્ઞાનમાં
જેનો મહિમા ભાસ્યો તે તરફ ચેતના વળે ને તેનો અનુભવ કરે. “શુદ્ધજીવવસ્તુ” કહી
તેમાં શુદ્ધ દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણે આવી જાય છે. સ્વાનુભવ થતાં અનંતગુણો નિર્મળપણે
પરિણમવા માંડે છે. આવા નિર્મળ–ગુણપર્યાય સહિત શુદ્ધજીવવસ્તુ છે. તેનો અનુભવ તે
મોક્ષમાર્ગ છે; તે જ સમ્યગ્દર્શનાદિ છે.
પ્રશ્ન:– આ સમ્યગ્દર્શન અને આત્મા ભેદરૂપ છે કે અભેદરૂપ!
ઉત્તર:– આ સમ્યગ્દર્શન નિર્મળપર્યાય અને આત્મા અભેદ છે. રાગને અને
આત્માને તો સ્વભાવભેદ છે, આ સમ્યગ્દર્શન અને શુદ્ધઆત્મા અભેદ છે, પરિણતિ
સ્વભાવમાં અભેદ થઈને પરિણમી છે, આત્મા પોતે અભેદપણે તે પરિણતિરૂપે પરિણમ્યો
છે, તેમાં ભેદ નથી. વ્યવહારસમ્યગ્દર્શન જે વિકલ્પરૂપ છે તે કાંઈ આત્મા સાથે અભેદ
નથી.

PDF/HTML Page 14 of 37
single page version

background image
: અષાડ : આત્મધર્મ : ૧૧ :
શુદ્ધોપયોગ સમાન બીજું કોઈ નથી
(બધા ધર્મો શુદ્ધોપયોગમાં સમાય છે)
(પરમાત્મપ્રકાશ–પ્રવચનોમાંથી)
આત્માના અનુભવ વગર શુદ્ધભાવ નહીં, ને
શુદ્ધભાવ વગર ધર્મ નહીં; સમ્યક્ત્વ તે પણ શુદ્ધભાવ
છે. સમ્યક્ત્વથી માંડીને સિદ્ધપદ સુધીના બધા પદ
શુદ્ધભાવમાં સમાય છે. આ રીતે શુદ્ધભાવ તે ધર્મ છે;
તે જ મુમુક્ષુનો મનોરથ છે. આ આત્મા શુદ્ધોપયોગરૂપે
પરિણમે તે જ મનોરથ છે.
શુદ્ધ આત્માની અનુભૂતિરૂપ શુદ્ધભાવ જેને નથી તેને શુભભાવરૂપ મહાવ્રત કે
પ્રતિક્રમણાદિ હોય તોપણ સંયમ નથી. શુદ્ધભાવ વડે જ સંયમ હોય છે; શુદ્ધભાવ વગર
બધું નિરર્થક છે. અને શુદ્ધભાવ પણ પરમ આત્મતત્ત્વના અનુભવ વગર હોતો નથી.
આ રીતે શુદ્ધાત્માનો અનુભવ તે મૂળ વસ્તુ છે. સંયમ એટલે મુનિદશા અર્થાત્ છઠું–
સાતમું ગુણસ્થાન, તે શુદ્ધભાવ વગર હોતું નથી; ને આત્માના અનુભવ વગર શુદ્ધભાવ
હોતો નથી.
ચૈતન્યતત્ત્વ રાગથી ભિન્ન શું ચીજ છે એનું જેને ભાન નથી ને રાગમાં જ
એકમેક– પણે આત્માને અશુદ્ધ અનુભવે છે તે જીવને શુભરાગ વખતે પણ પરમાર્થે
આર્તધ્યાન જ છે; શુદ્ધ આત્મા શું ચીજ છે એની જેને ખબર પણ નથી તેને આત્માનું
ધ્યાન ક્યાંથી હોય? આત્માને ઓળખ્યા વગર શુભરાગ કરે તેથી શું?–તેનાથી આત્માને
ધર્મનો લાભ કિંચિત નથી. અહો, નિર્વિકલ્પ આનંદનો પિંડ આત્મા તેનો અનુભવ થતાં
સમ્યગ્દર્શન થાય ને પછી સંયમ હોય, એના વગર તો સંયમ કે મોક્ષમાર્ગ હોતો નથી.
આત્માના અનુભવ વગર અજ્ઞાની જે વ્રતાદિ કરે છે તેમાં તેને આકુળતારૂપ બળતરા જ
છે, તેમાં જરાય નિરાકૂળ શાંતિ તેને નથી; શાંતિનું જે ધામ છે તેમાં તો તેનો પ્રવેશ નથી.
જગતમાં પ્રત્યેક છ માસ ને આઠ સમયના કાળમાં ૬૦૮ જીવો મોક્ષ પામે છે;
એટલા જ જીવો ક્ષપકશ્રેણી માંડીને કેવળજ્ઞાન પામે છે; શુદ્ધાત્માના અનુભવવડે જ તેઓ
મોક્ષ અને કેવળજ્ઞાન પામે છે. ભલે વ્રતાદિ શુભરાગ કરે પણ શુદ્ધાત્માના અનુભવ
વગર કોઈ જીવ મોક્ષ પામી શકે નહિ, ધર્મ પામી શકે નહિ.
શુદ્ધ ઉપયોગમાં બધું સમાય છે, તે જ મોક્ષમાર્ગ છે ને જગતમાં તે જ મુખ્ય છે–
એ વાત (ગા. ૬૭માં) કહે છે.

PDF/HTML Page 15 of 37
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : અષાડ :
सुद्धहँ संजमु सीलु तउ सुद्धहँ दंसणु णाणु।
सुद्धहँ कम्मक्खउ हवइ सुद्धउ तेण पहाणु।।
મોક્ષમાર્ગ શુદ્ધોપયોગમાં સમાય છે. મુનિપણું પણ શુદ્ધોપયોગીને જ હોય છે.
પરમાર્થ સંયમ, શીલ, વ્રત, તપ વગેરે બધાય બધા ધર્મો શુદ્ધ ઉપયોગમાં સમાય છે.
શુદ્ધોપયોગપૂર્વક જ સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાન થાય છે. શુભરાગવડે સમ્યક્ત્વાદિ થતાં
નથી કે મુનિદશા હોતી નથી. સાધકદશા જ શુદ્ધોપયોગવડે થાય છે. જેટલી શુદ્ધતા તેટલો
જ મોક્ષમાર્ગ. ભાઈ, એકલું પરલક્ષી જ્ઞાન પણ જ્યાં મોક્ષમાર્ગ નથી ત્યાં રાગની શી
વાત! ઉપયોગને અંતર્મુખ એકાગ્ર કરીને આત્મા પોતે પોતામાં પ્રવર્તે તે નિશ્ચયથી શીલ
છે, તેમાં રાગાદિ પરભાવરૂપ અબ્રહ્મનો ત્યાગ છે, ને શુદ્ધભાવની રક્ષા છે. આવા
શુદ્ધોપયોગ વડે જ કેવળજ્ઞાનાદિ થાય છે. પ્રવચનસારમાં આવા શુદ્ધોપયોગની અત્યંત
પ્રશંસા કરતાં શ્રી કુંદકુંદસ્વામી કહે છે કે–
રે શુદ્ધને શ્રામણ્ય ભાખ્યું, જ્ઞાન–દર્શન શુદ્ધને
છે શુદ્ધને નિર્વાણ, શુદ્ધ જ સિદ્ધ; પ્રણમું તેમને.
આત્માનો જે શુદ્ધભાવ છે તે જ ખરેખર ધર્મ છે; એના વિના જીવ સંસારની ચાર
ગતિમાં ભમી રહ્યો છે. શુદ્ધભાવ વગરના જીવને સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન, સમ્યક્ચારિત્ર,
કેવળજ્ઞાન કે મોક્ષ કાંઈ હોતું નથી. શુભરાગવડે કોઈને કેવળજ્ઞાન કે સમ્યગ્દર્શનાદિ થતું
નથી. આત્માની નિર્મળપર્યાયરૂપ જેટલા ધર્મો છે તે બધા ધર્મો શુદ્ધોપયોગમાં સમાય છે.
માટે શુદ્ધોપયોગ તે જ ધર્મનું સર્વસ્વ છે, ને તે જ ધર્મનો મનોરથ છે, તે જ પ્રસંશનીય
છે. આ શુદ્ધોપયોગથી ઊંચુ જગતમાં બીજું કાંઈ નથી. શુભોપયોગ તે પ્રસંશનીય નથી;
શુભોપયોગ તે સમ્યગ્દર્શન નથી, શુભોપયોગ તે સમ્યગ્જ્ઞાન નથી, શુભોપયોગ તે
મુનિદશા નથી, શુભોપયોગ તે મોક્ષમાર્ગ નથી, શુભોપયોગથી કેવળજ્ઞાન કે નિર્વાણ
નથી; સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન, સમ્યક્ચારિત્ર, મોક્ષમાર્ગ, કેવળજ્ઞાન ને સિદ્ધપદ–એ
બધુંય શુદ્ધોપયોગમાં સમાય છે. માટે આત્માનો જેવો શુદ્ધ સ્વભાવ છે તેવો જાણીને તેમાં
સિદ્ધભગવંતોનો પંથ તો એક શુદ્ધભાવરૂપ જ છે; શુદ્ધભાવથી જે ચલાયમાન
થાય તે મુનિ મોક્ષ પામી શકતા નથી. જીવ ગમે તે દેશમાં જાય ને ગમે તે કરે પણ
ગમે તેટલા ક્રિયાકાંડ કરે, શુભ પરિણામ કરે, પરંતુ જીવને પરિણામમાં જ્યાં શુદ્ધતા
નથી, એટલે કે આત્માનો અનુભવ નથી ને તેમાં સ્થિરતા નથી તો જીવને મોક્ષ થતો

PDF/HTML Page 16 of 37
single page version

background image
: અષાડ : આત્મધર્મ : ૧૩ :
નથી. તેથી સંતોએ ભાવશુદ્ધિનો પ્રધાન ઉપદેશ દીધો છે. પ્રથમ સમ્યગ્દર્શન કરવું તે
ભાવશુદ્ધિ છે. સમ્યગ્દર્શન વગર કદી ભાવશુદ્ધિ થાય નહિ, ને અશુદ્ધિ ટળે નહિ; અશુદ્ધિ
ટળ્‌યા વિના મોક્ષ ક્્યાંથી થાય? ચૈતન્યનો રંગ જેને લાગ્યો નથી ને રાગના રંગમાં જે
રંગાઈ રહ્યો છે તેને ભાવશુદ્ધિ નથી, ભાવશુદ્ધિ વગરનું વ્રત–તપ–ભણતર બધું વ્યર્થ છે,
તે મોક્ષનું જરાપણ સાધન થતું નથી.
સમ્યગ્દ્રષ્ટિને તો પોતાના શુદ્ધ ચૈતન્યનો રંગ લાગ્યો છે, ને રાગનો રંગ છૂટી
ગયો છે, રાગને ભિન્ન જાણીને, શુદ્ધસ્વભાવના અનુભવથી જેટલો સમ્યક્ત્વાદિરૂપ
શુદ્ધભાવ પ્રગટ કર્યો છે તેટલો જ મોક્ષમાર્ગ છે. આવા શુદ્ધભાવ વગર કોઈ પણ ક્ષેત્રમાં
મોક્ષમાર્ગ નથી. ગમે તેવું આચરણ કરે પણ જીવને જ્યાંસુધી શુદ્ધભાવ નથી ત્યાંસુધી
મોક્ષમાર્ગ થતો નથી–એ નિયમ છે, માટે હે જીવ! તું ભાવશુદ્ધિને જાણ ને તેનો ઉદ્યમ
કર.
જીવના પરિણામ ત્રણ પ્રકારના–
* અશુભ
* શુભ.
* શુદ્ધ.
* હિંસા, ચોરી આદિ પાપપરિણામ તે અશુભ છે, તે પાપબંધનું કારણ છે.
* દયા, દાન, પૂજા, વ્રતાદિ પુણ્યપરિણામ તે શુભ છે, તે પુણ્યબંધનું કારણ છે.
* શુભાશુભ બંનેથી રહિત, મિથ્યાત્વાદિથી રહિત જે સમ્યક્ત્વાદિ શુદ્ધ વીતરાગ
પરિણામ તે શુદ્ધભાવ છે, તે જ કર્મક્ષયનું કારણ છે. એ સિવાય શુભ કે અશુભભાવ તે
કર્મક્ષયનું કારણ નથી પણ કર્મબંધનું કારણ છે. એટલે તે ધર્મ નથી. ધર્મ તો શુદ્ધભાવ
જ છે.
રાગાદિ પરભાવોમાં સ્વભાવબુદ્ધિ અથવા લાભબુદ્ધિ તે મિથ્યાત્વ છે. ને
મિથ્યાત્વ તે મોટો અશુદ્ધભાવ છે; સમ્યક્ત્વવડે જ તે અશુદ્ધતા મટે છે. શુભરાગમાં
એવી તાકાત નથી કે મિથ્યાત્વની અશુદ્ધતાને મટાડે. આ રીતે સમ્યક્ત્વ એ પણ
શુદ્ધભાવ છે. સમ્યક્ત્વથી માંડીને સિદ્ધપદ સુધીના બધા પદ શુદ્ધભાવમાં સમાય છે. આ
રીતે શુદ્ધભાવ તે ધર્મ છે, તે જ મુમુક્ષુનો મનોરથ છે. આ આત્મા શુદ્ધોપયોગરૂપે
પરિણમે તે જ મનોરથ છે.

PDF/HTML Page 17 of 37
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : અષાડ :
અનુભવમાં પ્રકાશતી
જ્ઞાનજ્યોતિ
શુદ્ધચૈતન્યવસ્તુ સ્વાનુભવમાં પ્રકાશે છે તે
શુદ્ધનયને આધીન છે; શુદ્ધવસ્તુ રાગને આધીન નથી,
વસ્તુ વિકલ્પને આધીન નથી. વસ્તુ વચનને આધીન
નથી; વસ્તુ તો શુદ્ધનયને આધીન છે.
(કલશટીકા–પ્રવચન)

નિર્વિકલ્પ–શુદ્ધનયવડે શુદ્ધઆત્માની અનુભૂતિ થઈ તે અનુભૂતિ કેવી છે? તેમાં
નવના વિકલ્પો નથી, નવતત્ત્વના વિકલ્પોથી પાર શુદ્ધચૈતન્યજ્યોતિ એકપણે પ્રકાશે છે.
સમયસારની ૧૩ મી ગાથામાં ભૂતાર્થનયથી જે સમ્યગ્દર્શન થાય તેનું વર્ણન છે; તેના
ઉપોદ્ઘાતરૂપે આ સાતમો શ્લોક છે–
अतः शुद्धनयायत्तं प्रत्यग्ज्योतिश्चकास्ति तत्।
नवतत्त्वगतत्त्वेपि यदेकत्वं न मुंचति।।७।।
જેના અનુભવથી સમ્યક્ત્વ થયું તે વસ્તુનું આ વર્ણન છે. શુદ્ધનય એટલે વસ્તુમાં
અભેદ થયેલું જ્ઞાન; તે જ્ઞાન શુદ્ધવસ્તુમાત્ર છે; ને તેને જ આધીન વસ્તુનો અનુભવ છે.
વસ્તુ રાગને આધીન નથી, વસ્તુ વિકલ્પને આધીન નથી, વસ્તુ વચનને આધીન નથી,
વસ્તુ તો પોતાના સ્વભાવને જ આધીન છે. તેનો અનુભવ તેના જ આશ્રયે થાય છે.
અનુભવમાં સમકિતીને આવો શુદ્ધઆત્મા પ્રકાશે છે.
કોઈ કહે કે આત્મા સંસારથી છૂટીને સિદ્ધ થાય ત્યારે જ તેને શુદ્ધવસ્તુ કહેવાય.–
તો કહે છે કે દ્રવ્યદ્રષ્ટિથી વિચારતાં જીવવસ્તુ ત્રિકાળ શુદ્ધ છે. પર્યાયમાં જે રાગાદિ છે
તેને ખરેખર વસ્તુ કહેતા નથી. વસ્તુ તો પોતાના જ્ઞાયકરસનો પિંડ છે.–તેના
અનુભવથી અત્યારે સમ્યક્ત્વ થાય છે. પર્યાયની અશુદ્ધતાના અનુભવવડે સમ્યક્ત્વ થતું
નથી.

PDF/HTML Page 18 of 37
single page version

background image
: અષાડ : આત્મધર્મ : ૧પ :
પ્રશ્ન:– અનુભવ કરવો એટલે શું?
ઉત્તર:– સ્વભાવને અનુસરીને–તેમાં તન્મય થઈને ભવવું એટલે કે પરિણમવું તે
પર્યાયમાં નવતત્ત્વના ભેદ હોવા છતાં, એટલે કે પર્યાયમાં ભૂમિકાઅનુસાર
જેમ અગ્નિનો દાહકસ્વભાવ છે, લાકડું–તૃણ–છાણું વગેરેને તે બાળે છે, ત્યાં તે–તે
વ્યવહારને જૂઠો કહેતાં કેટલાક ભડકી ઊઠે છે; પણ આ ૪૦૦ વર્ષ પહેલાં શ્રી
જુઓ, આ સમ્યક્ત્વની રીત! પર્યાયમાં નવતત્ત્વના વિચારરૂપ વ્યવહાર તે
સત્ય, એ શુદ્ધવસ્તુની અનુભૂતિમાં વ્યવહાર અસત્ય; એ નવતત્ત્વના વ્યવહારમાં જ
જેની ભૂલ હોય તેને તો પર્યાયનુંય જ્ઞાન નથી, તેનો વ્યવહાર પણ ખોટો છે.

PDF/HTML Page 19 of 37
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : અષાડ :
પ્રશ્ન:– અનુભવમાંય વ્યવહારને જૂઠો તો કહ્યો જ છે?
ઉતર:– અનુભૂતિમાં વ્યવહારને જૂઠો કહ્યો છે, પણ તેને કાંઈ તેમાં
વિપરીતતા નથી; નવતત્ત્વને જેમ છે તેમ જાણીને પછી અનુભવ ટાણે એનો
વિકલ્પ છૂટી ગયો તેથી ત્યાં વ્યવહાર જૂઠો (અસત્–અવિદ્યમાન) કહ્યો; અને
અજ્ઞાનીને તો નવતત્ત્વના નિર્ણયમાં જ ભૂલ છે, તેથી તેના વ્યવહારને
વિપરીતપણાની અપેક્ષાએ ખોટો કહ્યો; વ્યવહારમાં જેની વિપરીતતા છે તેને તો
નિર્ણય જ ખોટો છે, જ્ઞાન ખોટું છે, શ્રદ્ધા ખોટી છે, તેને શુદ્ધવસ્તુનો અનુભવ થાય
નહિ. અહીં તો નવતત્ત્વ જાણીને વ્યવહારની વિપરીતતા જેણે દૂર કરી છે, તે
ઉપરાંત શુદ્ધવસ્તુના અનુભવવડે નવતત્ત્વના વિકલ્પ પણ છોડયા છે–એવો જીવ
અપૂર્વ સમ્યગ્દર્શન પામે છે, તેનું વર્ણન છે.
નવતત્ત્વના વિકલ્પથી પાર શુદ્ધજીવવસ્તુનો અનુભવ કરવાથી જ સમ્યગ્દર્શન
થાય છે, માટે નવતત્ત્વના વિકલ્પથી પાર અને અંતરંગમાં સદાય શુદ્ધપણે પ્રકાશમાન
એવી શુદ્ધ આત્મજ્યોતિને તમે દેખો એટલે કે અત્યંતપણે અનુભવમાં લ્યો,–એમ સંતોનો
‘હું જ્ઞાતા છું, એમ જ્ઞાનસન્મુખ થઈને ન
પરિણમતાં રાગાદિનો કર્તા થઈને પરિણમે છે તે જીવ
ક્રમબદ્ધ–પર્યાયનો જ્ઞાતા નથી, ક્રમબદ્ધપર્યાયનો જ્ઞાતા
તો જ્ઞાયકસન્મુખ રહીને રાગાદિને પણ જાણે જ છે.
તેને સ્વભાવસન્મુખ પરિણમનમાં શુદ્ધપર્યાય જ થતી
જાય છે.
આત્માનો જ્ઞાન સ્વભાવ છે તેને લક્ષમાં લઈને
તું વિચાર કે આ તરફ હું જ્ઞાયક છું–મારો
સર્વજ્ઞસ્વભાવ છે,–તો સામે જ્ઞેયવસ્તુની પર્યાય
ક્રમબદ્ધ જ હોય કે અક્રમબદ્ધ? પોતાના
જ્ઞાનસ્વભાવને સામે રાખીને વિચારે તો તો આ
ક્રમબદ્ધપર્યાયની વાત સીધીસટ બેસી જાય તેવી છે;
પણ જ્ઞાયકસ્વભાવને ભૂલીને વિચારે તો એક પણ
વસ્તુનો નિર્ણય થાય તેમ નથી.

PDF/HTML Page 20 of 37
single page version

background image
: અષાડ : આત્મધર્મ : ૧૭ :
અધ્યાત્મતત્ત્વની વાત સમજવા આવનાર જિજ્ઞાસુને વૈરાગ્ય અને કષાયની
મંદતા તો હોય જ. જેને કષાયની મંદતા અને વૈરાગ્ય હોય તેને જ આત્મસ્વરૂપ
સમજવાની જિજ્ઞાસા જાગે. મંદ કષાયની વાતો તો બધાય કરે છે, પણ જે સર્વ
કષાયથી રહિત છે એવું પોતાના આત્મતત્ત્વનું સ્વરૂપ તે સમજીને જન્મ–મરણના
સમજવાના ટાણાં આવ્યાં, દેહ ક્્યારે છૂટશે એનો કોઈ ભરોસો નથી, એવા કાળે જો
કષાયને મૂકીને આત્મસ્વરૂપ નહિ સમજે તો ક્્યારે સમજશે? પુરુષાર્થસિદ્ધિઉપાયમાં
તો કહ્યું છે કે જિજ્ઞાસુ જીવને પહેલાં સમ્યગ્દર્શનપૂર્વક મુનિપણાનો ઉપદેશ આપવો;
અહીં તો હજી પહેલાં સમ્યગ્દર્શન પ્રગટ કરવાની વાત છે. ભાઈ, માનવજીવનની
દેહસ્થિતિ પૂરી થતાં જો તું સ્વભાવની રુચિ અને પરિણતિ સાથે ન લઈ જા તો તેં
તારા જીવનમાં કાંઈ આત્મકાર્ય કર્યું નથી. દેહ છોડીને જતાં જીવની સાથે શું
આવશે? જો જીવનમાં તત્ત્વ સમજવાની દરકાર કરી હશે તો મમતારહિત સ્વરૂપની
રુચિ અને પરિણતિ સાથે લઈ જશે; અને જો તે દરકાર નહિ કરી હોય તથા પરનાં
મમત્વ કરવામાં જ જીવન કાઢયું હશે તો તેને માત્ર મમતાભાવની આકુળતા સિવાય
બીજું કાંઈ સાથેજવાનું નથી. કોઈપણ જીવને પર વસ્તુઓ સાથે જતી નથી, માત્ર
પોતાનો ભાવ જ સાથે લઈ જાય છે.
માટે અહીં આચાર્યદેવ કહે છે કે ચેતનાવડે આત્માનું ગ્રહણ કરવું. જેણે ચેતનાવડે
આત્માનું ગ્રહણ કર્યું છે તે સદા આત્મામાં જ છે. જેણે ચેતનાવડે શુદ્ધ આત્માને જાણ્યો છે તે
કદી પર પદાર્થને કે પરભાવોને આત્માના સ્વભાવ તરીકે ગ્રહણ કરતા નથી પણ શુદ્ધાત્માને
જ પોતાપણે જાણીને તેનું જ ગ્રહણ કરે છે, એટલે તે સદાય પોતાના આત્મામાં જ છે. કોઈ
પૂછે કે કુંદકુંદપ્રભુ ક્્યાં છે? તો જ્ઞાની ઉત્તર આપે છે કે ખરેખર કુંદકુંદપ્રભુ સ્વર્ગાદિ
બાહ્યક્ષેત્રોમાં નથી પણ તેમના નિર્મળઆત્મામાં જ છે. જેણે કદી કોઈ પરપદાર્થોને પોતાના
માન્યાં નથી અને એક ચેતનાસ્વભાવને જ સ્વપણે અંગીકાર કર્યો છે. તે ચેતનાસ્વભાવ
સિવાય બીજે ક્યાં જાય! જેણે ચેતનાવડે આત્માનું ગ્રહણ કર્યું છે તે સદા